________________
પહેલે
વ્યાખ્યાનો
૧૧
ધર્મની વૃત્તિને પેદા કરવી હોય તેઓએ તો દરેક વાતનો કેટલી બધી સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરવો જોઈએ. જે સૂક્ષ્મ બુદ્ધિ હોય અને સૂક્ષ્મ બુદ્ધિથી દરેક વાતને વિચારીને નિર્ણય કરવાનો પ્રયત્ન હોય તો માણસ ધર્મથી પર રહી શકે નહિ અને ધર્મની રુચિવાળો બનીને પણ તે ધર્મના નામે કોઈ પણ પ્રકારના અધર્મને ઉપાસક બન્ય રહે નહિ. માણસ સૂક્ષ્મ બુદ્ધિથી જગતના સ્વરૂપને અને પિતાના
સ્વરૂપને વિચાર કરનારો બને તો એને “સેવવા યંગ્ય એક માત્ર ધર્મ જ છે અને મેળવવા યોગ્ય એક માત્ર મોક્ષ જ છે ” એમ લાગ્યા વિના રહે નહિ. “એને એક માત્ર મોક્ષ જ મેળવવા યોગ્ય છે' એમ લાગે એટલે એ એવા જ ધર્મને શોધે કે જે ધર્મને સેવવાથી પોતે મોક્ષને પામી શકશે એવી પિતાને ખાત્રી થાય. ધર્મના નામ માત્રથી એ મૂંઝાય નહિ, પણ જે જે ધર્મો એને જાણવામાં આવે તે તે ધર્મો પૈકી ક્યા ધર્મમાં મોક્ષસાધકપણું રહેલું છે, તેને શોધવાનો એ પ્રયત્ન કરે, એની દૃષ્ટિ એ જ હોય કે–મારે તો મેક્ષ જ જોઈએ છે, એટલે મેક્ષના હેતુરૂપ બની શકે એવા સ્વરૂપવાળો ધર્મ મને ખપે, એ સિવાયનો કોઈ પણ ધર્મ મને ખપે નહિ. કેમકે એને સેવ છે ધર્મ, નહિ કે ધર્મના નામે પણ અધર્મ! આ રીતે શોધ કરતાં, એને જ્યારે મેક્ષસાધક ધર્મનો વેગ મળી જાય, ત્યારે તો એ ખૂબ જ પુરુષાર્થશીલ બને. એને લાગે કે પુરૂષાર્થને ફેરવવાની હવે જ ખરેખરી તક આવી લાગે છે. હવે હું જેટલાં પુરૂષાર્થ કરીશ તે બધે લેખે લાગવાને. હવે હું એટલે વધુ અને જેટલો ઝડપી પુરુષાર્થશીલ બની શકું, તેટલો જ હું મારા અંતિમ ધ્યેયની નિકટમાં પહોંચી શકું. આથી, એ જ્યાં સુધી ધર્મના પરિ. પૂર્ણ ફલને મોક્ષને પામે નહિ, ત્યાં સુધી એને જપ વળે નહિ. એની નજર મોક્ષ સામે જ રહ્યા કરે, અને એથી એ પોતે મોક્ષસાધક ધર્મને સેવવાને હેય, તે પણ પિતાથી સેવા ધર્મ મેક્ષ.