________________
૧૦
પર્યુષણ પર્વના
લેખાંકઃ
સાધુજનની સેવાને અભિપ્રાય છે અને રોગવાન બનેલા સાધુજનને ઔષધ આપવાનો અભિપ્રાય, એ તે વિશેષ કરીને ધર્માભિપ્રાય છે. આટલો સુંદર અભિપ્રાય હોવા છતાં પણ એક એ વાતનો થયો કે
કોઈ સાધુજન માંદા પડ્યા નહિ! જે સાધુજન માંદા પડ્યા હોત તો મારું મનોવાંછિત સિદ્ધ થાત.” તમે જ વિચાર કરે કે સેવા કરવાની વૃત્તિથી પણ સાધુજનની માંદગીને ઈચ્છી શકાય ખરી?
ક્યારે કોઈ સાધુજન માંદા પડે અને કયારે મને સેવાની તક મળે” આવા અભિપ્રાયમાં દેખાય છે ધર્મ, પણ વસ્તુતઃ આવા અભિપ્રાયમાં છે ધર્મને વિઘાત ! સાધુજનની તો શું, કોઈ પણ માણસની, કોઈ પણ માણસની તો શું, પણ કોઈ જીવની માંદગીને ઈચ્છવી એ ખરાબઅધાર્મિક પાપરૂપ અભિપ્રાય છે. આપણને સેવાને લાભ મળે, એ તુથી પણ કાંઈ કોઈની માંદગીને ઈચ્છી શકાય નહિ. માંદગી આવી જાય તો સેવા કરવી એ ધર્મ, પણ સેવા કરવાના હેતુથી પણ કોઈની પણ માંદગીને ઈચ્છવી એ અધર્મ જ. સ્થૂલ બુદ્ધિવાળાઓ આવું પૃથક્કરણ કરી શકતા નથી, એવાઓની નજર સેવા તરફ હોય છે. પણ આ સેવા એવા પ્રકારની છે કે–એવી સેવાને સમય ઉપસ્થિત ન થાય તો એથી શોક નહિ કરવો જોઈએ, કારણ કે એમ શેક કરવાથી સાધુજનેની અગર તો અન્ય ની માંદગીને ઇચ્છવારૂપ પાપ લાગે છે. આ વાતને સ્થૂલ બુદ્ધિવાળા માણસે વિચારી અને સમજી શકતા નથી. સુક્ષ્મ બુદ્ધિવાળાઓને રોગવાન સાધુજનો આદિની સેવા કરવાને લાભ લેવાની ઈચ્છા હોય ખરી, પરંતુ એ આત્માઓ જે કોઈ પણ સાધુજન આદિ માંદા ન પડે તો એથી શોકની લાગણી અનુભવે નહિ, પણ આનન્દી લાગણી અનુભવે. ધર્મ જ સેવવા યોગ્ય છે, ને મોક્ષ જ મેળવવા યોગ્ય છે.
આમ પૂલ બુદ્ધિના કારણે ધર્મના અભિપ્રાયથી પણ ધર્મને વિઘાત થવાને મોટો ભય રહે છે તો પછી જેઓએ પિતાના હૈયામાં