________________
પહેલે
વ્યાખ્યાને
ધર્મનો અને ખરી રીતિએ એ જ ધર્માભિપ્રાય દ્વારા ધર્મનો વિઘાત સર્જાતો હેય. આ વસ્તુને સમજાવવાને માટે એક સુંદર ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. તમારા હૈયામાં સાધુસેવાનો સુંદર ભાવ પ્રગટયો. તમને લાગ્યું કે “હાલ હું બીજી કોઈ. રીતિએ તો સાધુજનોની સેવા કરી શકું તેમ નથી, પરંતુ જે જે સાધુજનો રોગાદિકના કારણે અશક્ત બની જવા પામ્યા હોય અગર રોગાદિકના કારણે અશક્ત બની જવા પામે તેઓને ભારે જરૂરી એવી ઔષધીઓ પૂરી પાડવી ” આ વિચાર કરીને તમે તમારી શક્તિ અને સામગ્રી મુજબ નિર્ણય કર્યો કે “આ પધવિતરણનું શુભ કાર્ય હું એક વર્ષ સુધી તો જરૂર કરીશ” તમે આવી પ્રતિજ્ઞા કરીને સાધુઓનો સંસર્ગ સાધવા લાગ્યા, જયાં સાધુ હોય ત્યાં જવું અને કોઈનેય ષધની આવશ્યક્તા છે કે નહિં તેની તપાસ કરવી. આવું તમે બારેય મહિના સુધી એક પણ દિવસને ખાલી જવા દીધા વિના , પરંતુ ભાગ્યયોગે બન્યું એવું કે કઈ પણ સાધુજન રોગાદિકમાં સપડાયા નહી અને એથી તમે આખાય વર્ષમાં એક પણ સાધુજનને અષધ પૂરું પાડવાની તક મેળવી શક્યા નહી. એવા સંયોગોમાં તમને કે વિચાર આવે ? આખુંય વર્ષ ખાલી જાય, પ્રતિજ્ઞાનો અમલ કરવાનો એક પણ અવસર હાથ લાગે નહિ, તો એથી તમારા મનને દુઃખ થાય ને ? એટલે તમને એવો વિચાર આવે ને કે, “મેં કેવી પ્રશંસનીય પ્રતિજ્ઞા કરી, પણ કોઈ સાધુજન આખા વર્ષમાં માંદા જ પડ્યા નહિ ! હું કેટલું બધું કમનસીબ માણસ કે જેથી કોઈ પણ સાધુજન, આખા વર્ષમાંય માંદા પડ્યા નહિ અને એથી મારું જે મનવાંછિત, તે સિદ્ધ થયું નહિ!” જે એવા સંગેમાં તમારા હૈયામાં આવા પ્રકારની શોકની લાગણી પ્રગટે, તે એ સચવે છે કે–તમારો એ વિચાર સૂક્ષ્મ બુદ્ધિનો નથી પણ પૂલ બુદ્ધિને જ એ વિચાર છે. તમે જે પ્રતિજ્ઞા ગ્રહણ કરી તી, ત ત પ્રશંસનીય હતી, એમાં શંકાને સ્થાન હોઈ શકે નહિ.