________________
પર્યુષણ પર્વનાં
લેખાંક
-
--
-
નાની બાબત અથવા તો સામાન્યમાં સામાન્ય પ્રસંગ વિષે પૂલ બુદ્ધિવાળાનો અભિપ્રાય અને સૂક્ષ્મ બુદ્ધિવાળાનો અભિપ્રાય ભિન્નભિન્ન હશે, એટલે જે ખરેખર સુખનું જ કારણ હોય, તેને સૂક્ષ્મ બુદ્ધિવાળે જ સુખના કારણ તરીકે સ્વીકારી શકશે. જ્યારે સ્કૂલ બુદ્ધિવાળો એ જ કારણને દુઃખના કારણ તરીકે સ્વીકારવાની ભૂલ કરશે, સારી કે ખોટી કોઈ પણું ક્યિા, કોઈ પણ પ્રરૂપણા, કોઈ પણ માન્યતાના અન્તિમ પરિણામ સુધી નજર તો સૂક્ષ્મ બુદ્ધિવાળાઓની જ પહોંચી શકે છે, એટલે જેઓ આત્માના હિતને અથઓ હોય, તેઓએ તે તેમની સમક્ષ આવેલી કોઈ પણ વાતનો માત્ર ઉપલક દષ્ટિએ જ વિચાર કરવાનું માંડી વાળવું જોઈએ, અને એના માર્ગ સુધી પહોંચાય એવા પ્રયત્ન કરવો જોઈએ. એ વિના સાચું તત્વ પાસે હોવા છતાં ય પોતાનું બની શકે નહિ. ધર્મબુદ્ધિથી પણ ધર્મને વિઘાત થવોએ સંભવિત છે!
એટલા માટે તો શ્રી જૈન શાસનમાં ધર્મને સૂક્ષ્મ બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન કરવાનું ખાસ ઉપદેશાયું છે. શ્રી જૈન શાસનમાં થઈ ગયેલા અનેક મહાન આચાર્યોમાંના એક સમર્થ આચાર્ય દેવ શ્રીમદ્ હરિભસૂરીશ્વરજી મહારાજાએ આ સંબંધમાં ફરમાવ્યું છે કેસુમબુધ્યા સદા શે, ધર્મો ધર્માથિભિનેરા અન્યથા ધર્મબુદ્દઍવ, તદ્વિઘાત: પ્રસજ્યતે | ૧ |
ધર્મ તે કહેવાય કે જે જીવને દુર્ગતિમાં પડતાં બચાવનારે હેતુ હોય, જેના યોગે જીવની દુર્ગતિ થાય નહિ અગર તો દુર્ગતિ થતી અટકે, તેને ધર્મ કહેવાય. ધર્મને વિષે જેઓના હૈયામાં આવા પ્રકારની શ્રદ્ધા હોય તેવા માનવોએ ધર્મને સદાને માટે નિપુણ મતિથી જ જાણું જોઈએ. ધર્મને જે નિપુણ બુદ્ધિથી જાણવાનો પ્રયત્ન કરવામાં આવે નહિ, તો સ્થૂલ બુદ્ધિના યોગે પરિણામ એ આવે કે હૈયામાં અભિપ્રાય હોય