________________
માણસ, પિતાની સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકે એવી વાત છે કે, કેઈ પણ જૈનાચાર્ય જે સંદેશ આપે છે તે
સંદેશ” શ્રી જૈન ધર્મના ફરમાનેને અનુસરીને જ આપે. બીજી તરફ, “સંદેશ” નાં બહોળા વાચકવર્ગમાને બહોળો વગ શ્રી જૈન ધર્મને અનુયાયી નથી, એ વાત પણ એમના ખ્યાલ બહાર નહિ હોય. વળી શ્રીયુત બડીવાળા પિતે પણ શ્રી જૈન ધર્મના અનુયાયી નથી. આટલું છતાં પણ શ્રીયુત બેડીવાળાએ આવે સંદેશ મેળવવાને નિર્ણય કર્યો, એની પાછળ એક ગુણ મહત્વને ભાગ ભજવને હેય એવી કલ્પનાને ઘણે મોટે અવકાશ છે. જે ગુણની કલપનાને અહીં અવકાશ છે, તે ગુણની અપેક્ષા. આને વાંચનાર માત્ર તરફથી પણ રાખવામાં આવે છે. “જિજ્ઞાસુભાવપૂર્વકનો મધ્યસ્થભાવ? એ એક એવો ગુણ છે કે માણસને સાચી દિશાની શોધમાં ખૂબ ખૂબ મદદગાર નિવડે. આ ગુણવાળો કેઈની પણ વાતને નિદોષપણે વિચાર કરી શકે અને એથી એ વાતને વાસ્તવિક મને પામવામાં એ વિચારણા એને ઘણું જ સહાયક નિવડે.
એક વાતમાં વિચારબદ્ધ બની જઈને જે બીજી વાતને વિચારવામાં આવે, તે એ વિચારબદ્ધતાના વેગે બીજી વાતની વિચારણું દેષિત બન્યા વિના રહે નહિ. એટલા માટે તે ન્યાયાધીએ જ્યાં સુધી મુકદમો ચાલે ત્યાં સુધી માત્ર મધ્યસ્થભાવે જ ગુણદેષને જોયા કરવાના હોય છે. સ્વચ્છ માનસના વિચારણને આ પણ એક નમૂને છે. એટલે સંદેશના વાંચકે અહીં કહેવાની વાતને વિચાર “આ તે એક જૈનાચાર્ય કહેલી વાત છે” એ રીતિએ નહિ કરતાં, કહેવાતી વાર્તાના મને પામવાને પ્રયત્ન કરશે, એવી આશા રાખવામાં આવે છે.
વિજયરામચંદ્રસૂરિ