________________
લેખાંક પહેલે
માનવી માત્રને સેવવા ચગ્ય ધર્મ અને મેળવવા યોગ્ય મેક્ષ જ છે.
આર્યદેશમાંથી સૂક્ષ્મ-બુદ્ધિવાળા ખૂટી ગયા નથી
છતાં જડતા એકાએક શાથી આવી ગઈ?
જેનાચાર્યોની કોઈ પણ વાત માત્ર જેનેના જ હિતને અનુલક્ષીને હેાય છે, એવું કદી પણ હેતું નથી. જૈનાચાર્યોની અમુક અમુક વાતો માત્ર ને ઉદ્દેશીને જ કહેવાયેલી હોય, અગર તો કહેવાતી હેય એ બને, પરંતુ એ વાતેય માત્ર જૈનોના જ હિતને અનુલક્ષીને હેતી નથી. જૈનાચાર્યો દ્વારા કહેવાતી પ્રત્યેક વાત પાછળ, માત્ર જૈનેના જ નહિ, પરંતુ જગત આખાના જીવ માત્રના હિતની દૃષ્ટિ રહેલી હોય છે. જેના હૈયામાં જગતના જીવ માત્રના ભલાની ભાવનાને સ્થાન નથી, તે નથી તે જૈનાચાર્ય ને નથી તે તે જેનાચાર્ય બનવાને લાયક. જૈનાચાર્ય જે કાંઈ વાત કરે, તે શ્રી જૈન