________________
એકસઠમું ] સ્થાનાંગસૂત્ર
[૭૭૨ પરોપકાર કરે તે જૈનધર્મનું મુખ્ય બિંદુ છે
જેનશાસન પોપકારમાં ક્યાં સુધી ઉતરે છે? જેનશાસન મળ્યું છતાં પરોપકાર ન શીખીએ તે જૈનશાસન મળ્યું જ નથી. ચક્ષુ મળે ને ન દેખીએ તે ચક્ષુ નહિ. પરેપકારમય શાસન મળ્યું હાય, પરોપકારની બુદ્ધિ ન થાય તે મળ્યું એ જ કહેવું નકામું. ગણધરને સાધન મળ્યાં તે પરોપકાર કરવામાં પાછા પડે શાના? પરોપકાર કરવો તે જેનેની ફરજ છે, ધર્મનું મુખ્ય બિંદુ છે. તે અપેક્ષાએ ગણધર પ્રતિબંધ, પ્રત્રજ્યા પામ્યાની સાથે ચૌદ પૂર્વે વગેરેની રચના કરે તેમાં આશ્ચર્ય નથી.
જીવવું સર્વને ગમે છે, મરવું કેઈને ગમતું નથી,
અંગમાં પહેલાં–આચાગમાં સાધના આચારની, સૂયગડાંગથી વિચારની અને ઠાણુગથી પદાર્થની વ્યવસ્થા. પાંચમા ઠાણુમાં પંચ મહાવો. તેમાં પહેલું મહાવ્રત સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું. અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું મૃષાવાદાદિ અનુભવની વાત ન લેતાં બિનઅનુભવની પ્રાણાતિપાત વિરમણની વાત લે છે. ચેરીથી દુઃખ થાય તે અનુભવની વાત. મતની વાત સાંભળેલી, મોતની વાતને અનુભવ હેય નહિ. નાસ્તિકને એમાં પકડાય છે. નાસ્તિકે પ્રત્યક્ષ જ પ્રમાણ માને. અનુમાનને પ્રમાણુ તરીકે નથી માનતા. તેવાને ઉપમાન વગેરે પ્રમાણ હેય શાનાં પ્રત્યક્ષ જ પ્રમાણ. તેને કહેવામાં આવ્યું, તું સાપથી ડરે છે કે નહિ ? પ્રાણ જાય એ તું શાથી માને છે? સાપના કરડવાથી પ્રાણ જાય છે તે અનુમાન કરવું પડયું. તને પિતાને કયારે સાપ કરડ્યો હતો ને પ્રાણ ગયા હતા? કાના કહેવાથી, સાંભળવા માત્રથી ડરે છે કે નહિ? વાઘથી ફફડેલા કેટલા દેખ્યા ? છતાં ડરે છે શાથી? વચનના આધારે, લેકાનાં વચને ગાય છે તો કેના વચને માન્ય ન હોય તો સાપથી કરડેલે મરી ગયો હોય તે દેખ્યા સિવાય ડરવું નહિ. વાઘથી, સાપથી નીડર રહે છે? કેમ નથી રહેતું ? લેકનું વચન કબૂલ છે ને સર્વજ્ઞ ભગવાનનું વચન કબૂલ નથી ને ?