________________
વ્યાખ્યાન
૪૧૨ ]
સ્થાનાંગસૂત્ર પ્રતિજ્ઞા વિનાનું બધું નકામું અવિરતિના પ્રતાપે કઈ સ્થિતિ થાય? જગતમાં સાક્ષીના પાંજરામાં ઊભો રહેલે મનુષ્ય સત્ય બોલવાની પ્રતિજ્ઞા કરે નહિ ત્યાં સુધી શિરસ્તેદાર તેની વતીની એક લીટી લખે નહિ. પ્રતિજ્ઞા કરે ત્યારે લખે. પ્રતિજ્ઞા વગર સાચું, સાચામાં સાચું, તદ્દન સાચું, સાચા વિના બીજું કાંઈ બોલતો ન હોય તો પણ શિરસ્તેદારની કલમ પ્રતિજ્ઞા કર્યા પછી જ નેંધ લે. જગતના જીવને દ્રોહ કરનાર ન હેય પણ દ્રોહ ન કરવો એવી પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી તે કિંમતમાં આવતા નથી. પ્રતિજ્ઞા કર્યા વગરનું એક પણ વાય શિરસ્તેદારના દફતરમાં દાખલ થાય નહિ. સર્વ જી સર્વ જીવોના દ્રોહ કરનારા હતા નથી. સૂક્ષ્મ એકેદ્રિય કોઈને મારતા નથી. એમ કહીએ તો ચાલે કે સિહમહારાજની સ્થિતિમાં છે. સિદ્ધમહારાજ બીજાની હિંસા કરી પોતે કર્મ બાંધે નહિ, તેમ પિતાની હિંસાનું કર્મ બીજાને બંધાવે નહિ. તેમ સૂક્ષ્મ એકે દ્રિય ન કોઈને એ મારે, ન કોઈ એને મારે. સૂમ એકેદ્રિય જીવ હિંસામાંથી બચી જાય છે. ચૌદમાં ગુણઠાણાવાળાના પગલથી હિંસા થઈ જાય. હિંસાના નિમિત્તપણામાંથી અયોગિ–કેવલી બચી શકતો નથી. તેમાંથી સુક્ષ્મ એકે ક્રિય બચે છે. વરાળ ઘડાને રોકતી નથી, ઘડો વરાળને રોકતો નથી. વરાળ ન રોકી રહે, ન રોકનારી બને. શાને લીધે ? બારીક છે. કાચમાંથી તે જ પસાર થાય, તેજ કાચને રોકનાર બને નહિ, કાચ તેજથી રોકાય નહિ. કાચ અને તેજ પુદ્ગલ છે છતાં તેજના પુદગલે એટલાં બધાં બારીક છે કે જેને લીધે તે કાચને રોકતા નથી, કાચથી રોકાતા નથી. બાદરથી - સૂક્ષ્મ એકે દિલ જીવો રોકાતા નથી, બાદરને રોકે નહિ, કાચે તેજને કટકે કર્યો એમ કોણ માને? તેજે કાચ ભાગ્ય તેય બની શકે નહિ. નથી સૂક્ષ્મ બારીકથી મરતા, તેમ બારીકને મારતા. આવા સૂક્ષ્મ મહા દયાળુ થઈ જાય, કહે કે સાધુ કરતા વહેલા મેક્ષે જાય અને હિંસાનું કારણ ન બને પણ ઘાતના પચ્ચકખાણ હોય તે. પ્રતિજ્ઞાવનાનું બધું નકામું.