________________
વ્યાખ્યાન ૬૬ મિથ્યાત્વ અને અવિરતિને કાળો કેર શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબંધ અને પ્રવજયા પામ્યાની સાથે ફરમાવે છે. જેમ દારકી મનુષ્ય-ભિખારી બીજે ભવે રાજા થયો હોય તે ભિખારીના પિફારને પ્રથમ ધ્યાનમાં લે, રોગને કોઈ પણ પ્રકારે ઉપાય ન થતો હોય, કોઈક સંજોગમાં તેના પેગની કોઈ અપૂર્વ દવા મળી આવે, તો તે પિતાની લક્ષ્મીને કાંઈ ભાગ વાપર હાય તે તે દવામાં વાપરે, તેમ ભગવાન સુધર્માસ્વામીજીને મિથ્યાત્વ અને અવિરતિ જગતમાં કાળો કેર વર્તાવી રહ્યાં છે તે ખ્યાલમાં છે.
કષાય અને વેગ બે બાજુ ઢેલકી વગાડે આખું જગત રખડે છે તેનાં કારણો કેવળ બે જ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને જેમ એ ચારે બંધના કારણે છે. ચારમાંથી બે જ કેમ પકડ્યા? મિથ્યાત્વ અને અવિરતિ બે જ કેમ પકડ્યાં? એ જ પકડ્યા તેમ નથી. શાસ્ત્રમાં જે મિથ્યાત્વને નિષેધ કર્યો છે તેવો જ અવિરતિ, કષાય અને યોગને પણ નિષેધ કર્યો છે, પણ અહીં મુખ્યતાએ બેના જ નિષેધમાં આવીએ છીએ. બેને નિષેધ કેમ કરે છે? કારણે દર્શાવતાં પહેલાં–આગલા બે-કપાય અને યોગ પટાવાળી છે કષાય અને યોગ બે બાજુ ઢાલકી વગાડે. સંસાર વધારે તેને સંસાર વધારવામાં કષાય અને યોગ, અને મોક્ષ તરફ પ્રયાણ કરે તેને મોક્ષ તરફ લઈ જનાર પણ કષાય અને વૈગ જ. કષાય અને યોગમાં પ્રસ્ત, અપ્રશાસ્તપણું રહેલું છે. કષાયનું પ્રશસ્તપણું અને યોગનું પ્રશસ્તપણું સાંભળીને કષાય અને એમના ઘરજમાઈ થવાનું નથી. કષાય અને રોગનું પ્રશસ્તપણું કહેવામાં આવ્યું તે