________________
૪૮૮] સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન તેથી તે ઉભયવૃત, કેવળજ્ઞાનીને તો પદાર્થો સાક્ષાત જોઈ, જાણીને તે પદાર્થો નિરૂપણ કરવા છે તેથી તેને સંકેત ઉપર ધ્યાન આપવાનું નથી માટે મૃત
એક ઋતજ્ઞાન એ દલાલને કરેલ સેદે છે –
જે ભાષા તે વચનયોગ, દ્રવ્યકૃત, પણ ઉમથકૃત નહિ. દ્રવ્યશ્રત એ કેવળ દલાલ છે. બીજાના આત્મામાં જ્ઞાન ઉભું કરાવનાર દલાલ ભાષા છે. ભાષા એ દલાલ હાય, સોદો દલાલ દ્વારા થાય. બીજાના આત્મામાં જ્ઞાન તે શબ્દરૂપી દલાલ દ્વારા થાય. તેથી મતિજ્ઞાન, અવધિન, મન: પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન એ દલાલના કરેલા સેદા નથી. શ્રુ જ્ઞાન એ દલાલનો કરે સોદે છે. વેપારી ઘેર બેઠે હોય, માની લેવડદેવડ કરે તો પણ દલાલની દલાલી લાગે, તેમ શ્રુતજ્ઞાન એ તે શબ્દને દલાલ રાખીને ચાલનારું, તેમાં બોલવાનું હોય છે. શ્રુતજ્ઞાન જોઈએ કઈ બોલે નહિ એવા પદાર્થો પS કૃતજ્ઞાનની દલાલીમજ, ભાષા–શબ્દની દલાલી ક્યાં નથી બોલ્યા ત્યાં પણ લાગે, કારણ, જે ભાષાને આધારે થવાવાળા હોય ત્યાં શ્રતપણ છે. બીજાના આત્માને શાન ઉપજાવવા માટે જ શબ્દ છે. તે સાચું જ્ઞાન ઉપજાવન રા શબ્દો તે સાચા, ચાહે તે સંકેતથી થયા હેય, સ્વભાવિક હોય, કે કોઈને પણ હેય. અહીં સાચાપણું સંકેત ઉપર આધાર રાખતું નથી, પણ એનાથી થવાવાળા જ્ઞાન ઉપર, જે શબ્દથી યથાર્થ પદાર્થનું જ્ઞાન થાય તેનું નામ સાચું. સાચું નક્કી થયું તો એક પદાર્થ નક્કો થવાથી ચાર પદાર્થો નક્કી થઈ જાય. ક્રિયાપદ નક્કી થાય તો કર્ત, કર્મ, કરણ અને ક્રિયા નક્કી થઈ જાય છે. તેમ અહીં એક સત શબ્દ નક્કો થયો કે ચાર વસ્તુ નક્કી થઈ. સત્ય છે, એનાથી ઉલટું અસત્ય, મિશ્ર ને વ્યવહાર (જે સત્યસત્ય ન હોય). જેણે એક વસ્તુ માની તેને ચાર માન્યા સિવાય ક્ટકે નથી. હવે ચારેને શબ્દમાં નહિ રાખતી ભાષામાં કેમ રાખ્યા? મૃષાવિરમણ નહિ રાખતાં મૃષાવાદવિરમણ કેમ રાખ્યું? મનના ચારે પ્રકાર મૃષાવાદવિરમણ રાખવાથી છૂટા થયા. શાસ્ત્રીય અપેક્ષાએ સત્ય કોને કહેવું? વ્યવહાર અપેક્ષાએ સંકેત તે સત્ય.