________________
વ્યાખ્યાન
૪૬૪]
સ્થાનાંગસૂત્ર શક્તિ મળવાને વખત ઓછી વખત આવે એવી ઇક્તિ મેળવી ફેરવી નીચે આવે. જીવ ચૌદ પૂવ હેય, આવી શકિતવાળો હોય તે પણ સરસર ઊતરી પડે ને ત્યાંથી તે આ પહેલે ગુણઠાણે બેધમ-જ્ઞાનમાં નગારું વગાડનાર, શક્તિમાં સમર્થ ઉપશમ શ્રેણિએ ચઢેલે શ્રતકેવલી, ચાર શાનવાળે, આહારક શરીરવાળે, ચારે ખૂણાની ચોવટ કરનારો તે પણ સરસરાટ ઊતરે તે આવે પહેલે. લૂમાં હોય તેના ભીનાં થાય. ન ભણે તેને ભલવાનું શું ? લૂમડાં ભીનાં થાય તે કપડાં લીલાં થાય તેટલું જ. કપડાં લીલાં થઈને બેસી રહેતા નથી પણ શરદી થાય છે, છાતી સળાવી દે છે, ન્યુમોનિયા થાય છે, સાફ. તેવી રીતે અગિયારમે ચઢેલાએ અડબડીઆ ખાધાં, મૃતકેવલી સરકી ગયા. ચાર જ્ઞાનવાળા, આહારક શરીરવાળા અવળા પડયાં, જમીન પર પડ્યા. જમીનની નીચે તો પડવાનું નથી. રેતની જમીન હોય છે, પડે ઉપરથી, મૂચ્છ આવે. મૂચ્છ આવે તો વધે નહિ, પણ પત્થરની જગો પર પટકાયે તે પડે એટલું નહિ, પ્રાણ પટકાયા તેટલું જ નહિ, પણ પલે જણ ઊભી કરી. ચારે બાજુ લેહીલેહી થઈ ગયું, પાછલાવાળાને સંભાળવાનું. અગિયારમેથી અબડીયું ખાય ચાર જ્ઞાનથી ચૂકે, આહારક શરીર પામીને ચૂકે, શ્રુતકેવલી થઈને સરકે. •
મિથ્યાત્વનું શલ્ય પશે કે શું થાય ? પહેલા ને છેલ્લા વચ્ચે છેટું કેટલું ? કાચી બે ઘડી. રેતમાં પડેલ ફંકની સાથે પાછો ઊભો થાય, પણ પત્થર પર પડેલ મહિ નાના મહિનાઓ પાછે ટટાર થાય કે ન પણ થાય. તે ચૂકીને ઊતરે માત્ર અંતર્મહતું. મિથ્યાત્વ પામીને ચઢતો હોય તેમ નથી, ત્યાંથી મરીને નિગદમાં નિવાસ કરે. એવા પડે કે માથું ફૂટી જાય, કેદાફાદા નીકળી જાય. પાછા અનંતા કળ નિગોદમાં રખડવું પડે. આ પ્રભાવ મિથ્યાદર્શનશાને. આટલા માટે મિથ્યાત્વને શલ્ય કહીએ છીએ. વાગતાં માલમ ન પડે, વાગ્યા પછી વસમું પડે. તેવી રીતે