________________
એકસઠમું ] સ્થાનાંગસૂત્ર
[ રાય ચાવીએ ચૂંક ઢીલી થઈ, ચાવી ઉતરી ગઈ.આયુષ્ય છતાં એકદમ મરી જાય તો મારનાર ગુન્હેગાર ખરે કે નહિ ? ચુંક ઢીલી કરનારે, ઘડિયાળ બંધ પાડનાર ખરે કે નહિ ? ચૂંક ઢીલી કરનાર ઘડિયાળને બંધ કરનારે ગણાય તેમ આયુષ્યને ઉપક્રમ કરનારે મારનાર ગણાય. જે જે દુઃખ પામે છે (?) કેઈને ધોલ ઠેકી, એ દુઃખ પામ્યો. એના કર્મ બેલ ખાવાના હતા કે નહિ ? હું તો માત્ર નિમિત્તભૂત છું. ધોલ ખાવાનાં કર્મ બાંધ્યા હતા કે નહિ? હિંસામાં પ્રવર્તાવામાં દોષ નથી-આવું કહેનારા સમજ્યા નથી. એને કર્મને ઉદય માની લે છે, તે કર્મો એણે કેમ બાંધ્યાં! ધેલ ખાવાનું કર્મ કેમ બાંધ્યું ? પહેલા ભવે બીજાને ઘેલ મારી હશે. તે વખતે બીજાને કર્મ હશે કે નહિ ? એ જે ભગવે છે તે કર્મ તે કેમ બંધાયું ? મારતાં બંધાયેલું. માર ખાધો તેને ઉદય હતો કે નાહ ? તે આને કર્મબંધ કેમ થયા? જેનશાસન નિમિત્તને પકડતા નથી. જે માને તો મેક્ષે જવાવાળાને માટે મારવામાં કાંઈ નહિ. મરનારાના કર્મના નામે જેઓ હિંસાને ભયંકરપણામાંથી કાઢી નાંખતા હોય તેમણે મરનારાના કમનું કારણ તપાસવું.
મરનારાના ક્રમના લીધે મારનારાને બચાવ નથી
મરનારાના કર્મ માને છે તો તે કેમ થયા? મરનારાને ઉદય આવ્યો શાને ? એ એનાં કર્મે મરે તે પણ મારવાના કારણુ થયા. મરનારાના કર્મને લીધે હિંસાનું ભયંકરપણું ખસેડનારા મરનારાના કમ ઉપર વિચાર કરી લે. કરનારાને કર્મ લાગે છે. મરનારાના કમને લીધે કરનારાને બચાવ નથી. અંતરાય બાંધે છે. અંતરાયને ઉદય થયેલ છે. ચોરી કરવાને ભાવ થયે. ચેરી કરનારે કર્મ બાંધતો નથી એમ કહી શકાય નહિ. ચેરી કરનારે નિર્દોષ નથી. અંતરાયના ઉદયથી થાય છે છતાં ચોરી કરનારે નિર્દોષ નથી. મરનારાના કર્મને લીધે મોત આવે છતાં મારનારે નિર્દોષ નથી. જેમ અંતરાયનાં ઉદયવાળાને અંતરાયનો ઉદય વસ્તુને વિજેગ થવાને છે, છતાં એને ત્યાંથી ચોરી કરનાર ગુનામાંથી નીકળી જતો નથી.