________________
૩૯૪]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કાંઈક કરું. આ વિચાર કરીશું તે માલમ પડશે કે ગણધરનામકર્મને ઉપયોગ કરે તેમાં નવાઈ શી? ચાર જ્ઞાન મળ્યા છે. ગણધર પદવીને ઉપયોગ જગતમાંથી મિથ્યાત્વ, અવિરતિ કાઢી નાંખવામાં થયા, પહેલા મિથ્યાત્વી હોય તે ગણધર થાય કે ચૌદ પૂર્વે, બાર અંગ રચેજ એમ નહિ. કષભસેન પુંડરીક થયા તેમને પહેલાં આભિગ્રહિક મિથ્યાત્વ હતું નહિ. સાચાની ઉત્પત્તિ પછી નકલીને સ્થાન છે.
મેળવીને ભેગું કરેલું એક સમયમાં છોડવાનું
કુદ-નકલી દે, કુગુરુ અને કુધર્મ એ ત્રણે કયારે બને ? સાચા દેવ, ગુરુ અને ધર્મ ઉત્પન્ન થયા પછી. ઋષભદેવજીની કેવળજ્ઞાન પછી એમની ઉત્પત્તિ છે. રાષભસેન જે કુંડરીકસ્વામી તે આભિપ્રહિક મિથ્યાત્વમાં ન હતા, અનાભેગક મિથ્યાત્વ હતું. ન સુદેવને કે ન દેવને માનવા આવી સ્થિતિવાળાને છે કે મિથ્યાત્વ, અવિરતિનું સીધું ઝેર ન આવે, પણ આને લીધે અનાદિથી રખ છું એમ તે લાગે. સન્માર્ગ સૂઝયો હતો તે આ જીવ અનાદિથી રખડત નહિ. રખડવું ત્યારે જ લાગે જયારે નકામું ફરવું થાય છે એમ ધ્યાનમાં આવે, ત્યારે દરેક ભવમાં આ જીવ ગયો, એ જીવે મેળવ્યું ને મેલ્યું. જિંદગીનો જહેમતે મેળવ્યું તે પલકારામાં મેલ્યું. શરીર–આવ્યા ત્યારે આગળના અસંખ્યાતમા ભાગનું. દરેક ક્ષણે વધારે કરતા ગયા. ભલે પાંચસો હનુષ્યનું થઈ ગયું. ત્રણ ગાઉએ આવી પહોંચ્યા. આટલું બધું જિંદગી આખી જહેમત ઉઠાવીને મેળવ્યું. ચાલી નીકળ્યો ત્યારે એક સમય. -દેવતા–નારકી અસંખ્યાત વર્ષો સુધી મેળવ્યા કરે, મેળવીને ભેગું કરેલું એક સમયમાં છેડવાનું.
સરવાળે શૂન્ય એ વેપાર કે? કયો ભવ એ હતો કે જિંદગી મહેનત કરીને છોડ્યું નહિ ? એકે નહિ. જેમ કાયાને અંગે કહ્યું તેમ વચનને અને મનને અંગે