________________
સઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૩૫ ' વિચારો! જમ્યા ત્યારે મા, બા શબ્દ નહી આવડત, મા શબ્દની મુશ્કેલી હતી. તે દહાડે સંસ્કારો લઈ એવા હશિયાર થયા કે ચાવં સે કલાક જે બાબતમાં બોલવું હોય તેમાં બોલવા તૈયાર. વચનની શક્તિ જિંદગીની - હેમતે મેળવી પણ એક ક્ષણમાં ખલાસ. કયે બવે એ વચનની શકિત લઈને જવ આવ્યો ? વચનની શક્તિ લઈને જતો નથી. ગયા ભ માં જે શારીરિક, વાચિક અને માનસિક સંપત્તિ મેળવી હતી કે જેની ગૂંચ પળમાં ઊકેલી નાંખે તેવી તાકાત હતી. જ્ઞાન પણ પળમાં પલટાવાનું. અપ્રતિપાત ઉપર જતા નથી. દરેક ભવમાં શરીરશકિત, વચનશક્તિ અને મનની શક્તિ મેળવીને મેલી, કેઈ પણ ભવમાંથી શરીર, વચન અને મનશક્તિ લઈને બીજે ભવે જાતે નથી, જવાશે નહિ અને ગયા નથી. “ખેદ્યો ડુંગર કાઢયે ઉંદર, પણ અહીં તે ઉંદર જેટલુંય નથી. ખાલીખમ. શરીરની શક્તિ ત્રણ ગાઉની તે મેલીને જવાનું, ચૌદ પૂર્વેની વચનની તાકાત હોય તે મેલીને જવાનું, મનની તાકાત મેલીને જવાનું, સરવાળે શૂન્ય આવે તે વેપારમાં ભલીવાર શું? એક મીડુ આવ્યું તે શું, અને એકવીસ મીંડાં આવે તો શું? તેમ આપણે દસ પ્રાણવાળા દસ મીંડા, એકેન્દ્રિય ચાર પ્રાણ ચાર મીંડા તોય શું? સરવૈયામાં શન્યવાળા છીએ. એક માણસ વેપાર કરે કઈ ન મળે તે વખતે છાતી કેટલી હણાય છે? બેચાર વેપારમાં છાતી તૂટી જાય તો અનંતા વ્યાપારોમાં સરવાળે શુન્ય આવે તે. છાતી બરાબર કેમ રહે? વધારે વિચાર આવતો હોય તેને દર પાઈ દે, ઘેન આવે. આ જીવ એ અનંત ભવના વિચારવાયુમાં જાય નહિ. મિથ્યાત્વના ઘેનમાંથી નિકળી ગયો હોય અને સમ્યક્ત્વની સાવચેતી હોય તો વિચાર થયા વિના રહે નહિ. સમકિતીને એ વિચાર થાય કે સરવાળે શન્ય !
કેટલાંક બચ્ચને શીખવવા માટે સરવાળે શુન્યવાળો વેપાર કરાવે. કમાય નહિ પણ કેળવાય તે ખરે! શીખવાને છોકરાને