________________
૪૦૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બોલી જ છે. અમુક તપસ્યાથી અંગ ભણ્યા, અમુક તપસ્યાથી ઉપાંગ ભણાય. તે તપસ્યાનું નામ જ ઉપધાન. સુત્રપ્રાપ્તિ કરવા માટે જે તપસ્યા તેનું નામ ઉપધાન. મનુષ્ય પાસે વસ્તુ ખરાબ કહીને, વગોવીને છોડાવાય કાં તે ભારે કહીને છોડાવાય. ઉપધાન નકામા, ને સરકાર કહે છે તે ખેટું, આવું કહીને ઉપધાન છોડાય છે. ઉપધાન જરૂરી છે. શ્રાવકના અવતારમાં ઉપધાન ન કરીએ તો ન ચાલે, પણ આ ઉપધાન થાય છે તે ઠીક નથી. આવા આવા થવા જોઈએ. એમ વિધિની જરૂર દરેકે સમજવાની. વિધિ કરવા માટે ને અવિધિ ટાળવા માટે કટિબદ્ધ થવાની જરૂર છે, પણ વિધિના નામે ચેડા કાઢીને વસ્તુને ખસેડવી તે ખરાબ છે.
સત્ર સાંભળવા લાયક કયારે બને? ખમાસમણું, કાઉસ્સગ્ન એ આરાધનાને માટે જરૂરી છે. ઉપધાન કર્યા વગર સૂત્રને સાંભળવાને માટે લાયક થતું નથી. આરંભ પરિગ્રહના પચ્ચકખાણ કર્યા વિના ધર્મ સાંભળવા પામે નહિ. શ્રત કે ચારિત્ર એવું વિશેષણ ધર્મને આપેલું નથી. જૈનધર્મ પ્રસિદ્ધિથી જ આરંભપરિગ્રહની નિવૃત્તિ કરાવનારે. જેને આરંભ પરિગ્રહની નિવૃત્તિ ન રૂચતી હેય તે અહીં બેસે જ નહિ. જેને કુલકી સળગાવવાના હોય તેને રૂની વખારમાં જવાનું ન હોય. જેને આરંભપરિગ્રહની પ્રીતિ છે, આરંભપરિગ્રહની વિરતિ સાંભળવી વસમી પડે તેવાને ધર્મ સંભળાવવાને હેય નહિ. ઉન્માર્ગની દેડ–આરંભપરિગ્રહ બંધ થાય ત્યારે સન્માર્ગે આવવાને વખત. ખોટા માર્ગની દેડ બંધ કરે તે સાચા માગે આવે. આરંભ પરિગ્રહમાં લીન થનારો ધર્મને રસ્તે આવે નહિ.
- પ્રથમ શું કર્યું? ભગવાન સુધર્માસ્વામીજીએ પ્રથમ આચારાંગ કેમ કર્યું ? આચારની છાપ કેમ મારી તેને ખુલાસો માલમ પડશે, પછી વિચારની છાપ સૂયગડાંગથી વ્યવસ્થા કરી. પછી પદાર્થનું સ્વરૂપ અને