________________
૪૦૪] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કઈ જગો પર ભયે તેનું ઠેકાણું નહિ. અનાદિથી ભૂલતે ચાલ્યો છે. સ્વપણાનું ભાન આવવું મુશ્કેલ પડે છે. એકેન્દ્રિય યાવત, પચેંદ્રિય સુધી સ્વનું ભાન આવે નહિ ત્યાં સુધી આ મુદ્દગલપરિણતિ ફસાવનાર છે તેને રાખવી ન જોઈએ તે વિચાર આવે શાને?
જગત સ્વના અખાડામાં દાખલ નથી થયું–
ગણધરના ખ્યાલમાં આ વાત હોય છે કે જગત પરની પીડામાં પડી રહ્યું છે. સ્વના અખાડામાં દાખલ નથી થયું. હવે શું થાય ? મુસાફરીમાં નીકળ્યા હોઈએ. રસ્તા જોવા દેડીએ. રસ્તો મળી ગયે તે બીજાને લાવવા બૂમ મારીએ છીએ. એક માણસ સીધે ગામમાં જઈને બેસે, બીજાને કહે નહિ તો તેને મૂર્ખ કહે. હાથમાં રસ્તે આવ્યા પછી બીજા ભુલા પડનારાને રસ્તો ન બતાવે તે માણસાઈ ન કહેવાય, ગણધર મહારાજે પ્રતિબોધ અને પ્રત્રજ્યા પામવાની સાથે ચૌદ પૂર્વે અને અગિયાર અંગની રચના કેમ કરી તેને ખ્યાલ આવશે.
અનાચાર એ ઉભાગની દેહ– ગણધર મહારાજ પ્રતિબંધ પામ્યા કે ખ્યાલ આવ્યો કે રવ તે આ છે. સ્વનું ભાન કેમ કરાવું? પરની પ્રીતિ ઓછી થાય, ઉન્માર્ગે દોડી રહ્યો હોય તેની દેડ ઓછી કરે તે સન્માર્ગે આવી શકે. અગિયારે અંગમાં પહેલાં આચારસંગ આચારની મુખ્યતાઓ કર્યું. ઉન્માર્ગની દોડ ઓછી કરાવવી. ધ, માન વગેરે ઉન્માર્ગની. દેડ હતી. આચારને પ્રથમ સુધારી લેવા. અનાચાર એ ઉન્માર્ગની દોડ, આશ્રદ્વારને રોકવા તૈયાર થાય નહિ, ખોટા માર્ગથી ખસે નહિ ત્યાં સુધી સાચે માર્ગે લાવી શકાય નહિ. માટે ઠાણાંગમાં કહી ગયા તે ધ્યાનમાં આવશે કે આરંભ પરિગ્રહના પચ્ચખાણ માટે ધ સાંભળે.
શાસ્ત્રોનાં વાક્ય સાંભળવાને માટે અધિકારી સાધુ & ધર્મ જાણે કેશુ? સમકિત પામે કેણી શ્રુતજ્ઞાન પામે કેશુ?