________________
૩૮૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પણાની સ્થિતિ. જે અહીં અજ્ઞાનતા હોય તે ત્યાં નડે છે. ત્યાંની અહિ દેખીને બળતરા થાય. દેવતાઓ પથારાપમાં ઘણું ખૂરે છે. વાંદરો ફાળ મારતાં ચૂક મનુષ્યપણામાં ફાળ મારવાની હતી તે વખત ચૂક્યો. રકમની ભૂલ થાય તો સરવૈયે ઠેકાણું આવે. જીવનના વર્તનમાં ભૂલ થઈ તે વર્ષ બગાડે” હું ખરો વખત ભૂલ્યો, તે વખત આમ કર્યું હતું તે મારું કામ થઈ જાત. દેવભવમાં ગયા પછી આ ભવને અંગે પસ્તાવો હશે. મારે સાધન, શકિત હતા, કંઈ કામમાં લીધા નહિ તેથી આ દશા થઈ. માંડવે થયેલી ભૂલ તે મેતે સુધરે, વચમાં સુધરે નહિ. તેમ મનુષ્યભવમાં થયેલી ભૂલ તે સુધરે પલ્યોપમે સાગરોપમે કે પછી દેવતાના ભવમાં સુધરવાને વખત નહિ. ભગવ્યાજ કરવી પડે. એમાં સુધરવાનું સ્થાન નહિ. જે ભૂલમાં સુધરવાનું સ્થાન નથી તે ભૂલ થતાં કેટલી સાવચેતી જોઈએ. જે ભૂલ પલ્યોપમે, સાગરોપમે સુધારી શકાય તેવી નથી, તે સુધારવામાં કેટલી સાવચેતી જોઈએ, વિણસ્યા પછી વિચક્ષણપણું આવે. વિનાશ વખતે સાવચેતી રહેતી નથી. ખસ ખણીએ, બળતરા થાય ત્યારે હવે ન ખણું એમ થાય તે નવી ખરજ ઊભી થાય ત્યાં સુધી નવી ચળ ઊભી થઈ કે બધું ભલે, ફરી ખણવા માંડયો. દેવભવમાં ગયા, બળીને રાખેડા થયા પાછા આવ્યા કે પાછા એના એ. મનુષ્યભવમાં ભૂલભૂલામણમાં મુસાફરી કરવાની છે
બેય આત્મકલ્યાણનું રાખીએ, ચાલવા માંડીએ ત્યાં ઘર, કુટુંબ, વેપાર વગેરે વચમાં આવે. જે માર્ગે જવું હતું તે માર્ગ ભૂલ્યો. વીસે કલાક ભૂલભૂલામણીમાં ચાલીએ છીએ. સાચે માર્ગે ચલાય નહિ. સાચે માર્ગ મળે નહિ મનમાં થાય આત્માનું કલ્યાણ કરીએ પણ કલત્ર, કાયા, કુટુંબ અને કંચનની ભૂલભૂલામણીમાં પસી જઈએ. ચાર સિવાય પાંચમા રસ્તામાં જવું પાલવતું નથી. ભૂલભૂલામણીમાં ગયે ભરાઈ જાય, જાય તે પાછો ફરે. નજર તે કંચન, કામિનિ, કાયા અને કુટુંબમાં. પાછા વળીવળીને ત્યાં આવીએ છીએ. બીજે રસ્તે જવામાં કોઈ