________________
વ્યાખ્યાન ૬૧
ઉપકાર કરવાની સંપૂર્ણ સામગ્રી છતાં ઉપકાર કરે તે ડૂબાડવું
સ્વકાર મહારાજા સુધર્માસ્વામી ગણધર મહારાજાને ભવ્ય જેના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાર્ગનો પ્રવાહ સતત વહેતે રહે તે માટે પ્રતિબોધ અને પ્રત્રયા પામ્યા કે તેની સાથે જ ગણધર નામકર્મના ઉદયથી ચારે જ્ઞાન મળેલાં છે. ઉપકાર કરવાને માટે જે વસ્તુ જોઈએ તે સર્વે તેમને મળેલા છે. જેને ઉપકાર કરવાની સંપૂર્ણ સામગ્રી મળેલી છે તેને એક અપેક્ષાએ અમે કહીએ તો ચાલે કે ઉપકાર ન કરે તે ડૂબાડવું છે. જેની પાસે ઉપકારના સાધને છે તે ઉપકાર કરવાને કટિબદ્ધ ન થાય, જેની પાસે પૂરતું અનાજ છે, દુષ્કાળ છે, પિતાના અનાજે જેટલાને જીવાડી શકાય તેટલું હેય છતાં ન છવાડે તો હત્યા કરનારો ગણાય આ સ્મૃતિવાકય છે. ગણધર પાસે જ્ઞાન, ચારિત્ર અને દર્શન નિર્મળ છે. તે ત્રણ વસ્તુનો ખજાને છતાં પણ પોતે સમજે પણ બીજાને સમજાવી ન શકે તેમ હેય, તો તેમ પણ નથી! –અગિયારે ગણધરે સર્વ લબ્ધિવાળા છે. આવા લબ્ધિવાળા છતાં, ચાર જ્ઞાનવાળા છતાં ઉપકાર ન કરે તે સ્વપ્નામાંય બને નહિ. પ્રતિબંધ, પ્રવજ્યા પામતાની સાથે જ ચૌદ પૂર્વે અને બાર અંગની રચના. દષ્ટિવાદનામના બારમા અંગમાં એવી વસ્તુ ન હતી કે જેની પ્રરૂપણું થઈ ન હોય છતાં અગિયાર અંગ
જુદાં કર્યા, કારણ માતાએ છોકરાને માટે અઢાર જાતની રઈ કરી હેય છતાં ધાવણું બાળકને તે દૂધ પાવું પડે, માતાને સંક૯૫ ન થાય કે રસાઈ કરી છે, પીએ કે ન પીએ તે જાણે. તેમ બારમા અંગમાં સર્વ અંગનું નિરૂપણ છતાં તેને ધારવાવાળા કેટલા? દસમા પર્વની વસ્તુ ધારવી તેની અંદર દસ શેર ઘી ચટ થઈ જાય એટલી બધી મજબૂત ધારણ હોય. તેવી ધારણાવાળા સર્વ જીવો ક્યાંથી હોય ?