SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૬૧ ઉપકાર કરવાની સંપૂર્ણ સામગ્રી છતાં ઉપકાર કરે તે ડૂબાડવું સ્વકાર મહારાજા સુધર્માસ્વામી ગણધર મહારાજાને ભવ્ય જેના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાર્ગનો પ્રવાહ સતત વહેતે રહે તે માટે પ્રતિબોધ અને પ્રત્રયા પામ્યા કે તેની સાથે જ ગણધર નામકર્મના ઉદયથી ચારે જ્ઞાન મળેલાં છે. ઉપકાર કરવાને માટે જે વસ્તુ જોઈએ તે સર્વે તેમને મળેલા છે. જેને ઉપકાર કરવાની સંપૂર્ણ સામગ્રી મળેલી છે તેને એક અપેક્ષાએ અમે કહીએ તો ચાલે કે ઉપકાર ન કરે તે ડૂબાડવું છે. જેની પાસે ઉપકારના સાધને છે તે ઉપકાર કરવાને કટિબદ્ધ ન થાય, જેની પાસે પૂરતું અનાજ છે, દુષ્કાળ છે, પિતાના અનાજે જેટલાને જીવાડી શકાય તેટલું હેય છતાં ન છવાડે તો હત્યા કરનારો ગણાય આ સ્મૃતિવાકય છે. ગણધર પાસે જ્ઞાન, ચારિત્ર અને દર્શન નિર્મળ છે. તે ત્રણ વસ્તુનો ખજાને છતાં પણ પોતે સમજે પણ બીજાને સમજાવી ન શકે તેમ હેય, તો તેમ પણ નથી! –અગિયારે ગણધરે સર્વ લબ્ધિવાળા છે. આવા લબ્ધિવાળા છતાં, ચાર જ્ઞાનવાળા છતાં ઉપકાર ન કરે તે સ્વપ્નામાંય બને નહિ. પ્રતિબંધ, પ્રવજ્યા પામતાની સાથે જ ચૌદ પૂર્વે અને બાર અંગની રચના. દષ્ટિવાદનામના બારમા અંગમાં એવી વસ્તુ ન હતી કે જેની પ્રરૂપણું થઈ ન હોય છતાં અગિયાર અંગ જુદાં કર્યા, કારણ માતાએ છોકરાને માટે અઢાર જાતની રઈ કરી હેય છતાં ધાવણું બાળકને તે દૂધ પાવું પડે, માતાને સંક૯૫ ન થાય કે રસાઈ કરી છે, પીએ કે ન પીએ તે જાણે. તેમ બારમા અંગમાં સર્વ અંગનું નિરૂપણ છતાં તેને ધારવાવાળા કેટલા? દસમા પર્વની વસ્તુ ધારવી તેની અંદર દસ શેર ઘી ચટ થઈ જાય એટલી બધી મજબૂત ધારણ હોય. તેવી ધારણાવાળા સર્વ જીવો ક્યાંથી હોય ?
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy