________________
એકાવનમું ] સ્થાનાંગસૂત્ર
[ S૯ હતો પછી વ્યવસ્થા બરાબર જોઈએ. સ્થાને સ્થાન પર દયા પાળવાના વચનો. બધું છતાં પણ પદાર્થ વ્યવસ્થા અને પદાર્થોની માન્યતા એવી હેવી જોઈએ કે જેથી ફળ મેળવી શકાય. ભઠ્ઠીમાં નાંખે ભાકે ન કરે અને બળે નહિ તે સોનું, તેવી રીતે દયાના ઉપદેશે, આચાર, ઉપકરણના ઉપદેશે દયાને અંગે હોવા છતાં તત્ત્વવ્યવસ્થા લાયક હોવી જોઇએ.
વ્યાખ્યાન ૫૧ મળેલી ઈષ્ટ વસ્તુને વધારવાનું મન થાય ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે, ધર્મની પ્રવૃત્તિને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિબોધ પામીને પ્રવજ્યા પામ્યાની સાથે ભાવના પાંચ ભેદને અંગે વિનિયોગ નામને ભેદ જણાવ્યું. પિતાને મળેલી ચીજ અપૂર્વ લાગી. અર્થ પરમાર્થ ગણો તો આ સિવાયની બધી અનર્થરૂપ છે. મળેલી વરતુ ઈષ્ટ હોય તે તેને વધારે કરવાનું દિલ થાય.
ગુણેની નહિ પણ ગુણીની જાવકઆવક હોય વસ્તુનું ઇષ્ટપણે કેને અંગે મળેલી વસ્તુની પૂર્ણતા ન થાય ત્યાં સુધી વૃદ્ધિ વિરામ ન હોય. પાંચ રૂપિયા હોય, પંદર રૂપિયા કરવા હોય તે દસ બહારથી લાવવા પડે. અહીં વિચારીએ તે પ્રતિબોધ પામ્યા પછી પ્રવજ્યા લીધી તેને અંગે જે વૃદ્ધિ તે બધા રથી લાવવાની નથી. ચિત્રાવેલથી બાહ્ય પદાર્થ વધે તેને કોઈને પદાર્થ લાવીને વધારાને ન દેય. ચિત્રાવેલથી વધે તે અંદર વધે. તેવી રીતે સમ્યગ્દર્શન વગેરે ચિત્રાવેલ જેવી ચીજ છે. અંદરને અંદર વધવાની. બહારથી લાવીને પૂરવું પડતું નથી. જેમ ચિત્રાવેલથી પૂરાઈ જાય,