________________
૩૭૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન રાખે શાના? ચોદે પૂર્વે ને અંગે નક્કી કરે છે. એક પણ ગણધર એ વિનાના નહિ. પહેલા ભગવાનના ચોરાસી, છેલ્લા ભગવાનના અગિયાર ગણધરે. સખ્યત્વની સાથે જગતને તારવાની ભાવના આવવી જોઈએ. સાધનસંપન્ન છ પ્રયત્ન કર્યા વિના રહે નહિ. દરેકે દરેક ગણધર પ્રતિબંધ, પ્રયા પામવાની સાથે ચૌદ પૂર્વે, આચારોગાદિ અંગ રચે તેમાં નવાઈ નથી. પ્રથમ આચારાંગમાં આચાર, સૂયગડાંગમાં વિચાર, અને ઠાણાગમાં વર્ગીકરણ છે, ત્યાં પાંચ મહાવતેમાં પ્રાણાતિપાત વિરમણ મુખ્ય છે.
- મરીચિએ સ્થાવરની વિતિ માની નથી
સાંખ્યની ઉત્પત્તિની જડ મરીચિએ મર્યાદા મેલી એ છે. સ્નાન રહિત રહેવું સહન થયું નહિ. મરીચિને શાસન છેડીને પરિવ્રાજકપણું લેવું પડયું. નાનરહિત ન ફાવ્યું. સ્નાનરહિતને લીધે જુદે પડેલે મનુષ્ય એ જુદો પડતાં શાને આગળ કરે ? આ વાતને ખ્યાલમાં રાખશે તો જણાશે કે સ્નાનને ધમ મનાવવાની વાતને મરીચિ સ્નાનના અભાવને લીધે કંટાળેલે, તેથી જૈન ધર્મમાંથી નીકળેલ છે. તેને અસ્નાનમાં ધર્મ બતાવ્યો પાલવે નહિ. તેને સ્નાનમાં ધર્મ, ધર્મ પિકા પડે. તત્ત્વવ્યવસ્થાની ખામી આવી ગઈ. ધમબુદ્ધિ સ્નાન કરવામાં આવી. ત્યારે તે મનુષ્યને હિંસા, જૂહ વગેરે કર્મના આશ્ર, પાણીના છો માન્યું પાલવે ખરું ? સ્નાનમાં ધર્મ માને તે પાણીમાં જીવો માન્યા પાલવે નહિ. સ્થાવરની દયા ઊડવા માંડી તેથી સ્થાવરને છવમાંથી ખસેડ્યા. ત્રસના જીવોને માન્યા, મરીચિએ સ્થૂલ પ્રાણતિપાતની વિરતિ માનેલી છે, પણ સ્થાવરની વિરતિ માની નથી, કારણ સ્નાનમાં ધર્મ મનાવવો છે.
અગારામ મરીચિ, અણગારધર્મ નિગ્રથોને
હવે એક વાતને (કલ્પનાથી કહું છું) તેને ખુલાસો થશે. કપિલે પૂછ્યું તમારામાં ધર્મ છે કે નહિ? મરીચિએ કહ્યું, ત્યાં પૂરે છે, અહીં કંઈક છે. ફલ્ય વિ રgિ આવશ્યકની ટીકામાં