________________
પનમું ] સ્થાનાંગસૂત્ર
[ ૨૯૭ આમાં શી કિંમત બેસવાની હતી કે નવો ધમ ઊભો કર્યો ? જિનેશ્વરનાં કહેલાં છવ વગેરે તો માની લેત, તેમાં નુકશાન શું હતું? ઊંડા ઊતરવું જોઈએ. અન્ય મતના હિસાબે સ્વપ્ન પણ છવાદિક -તત્વ માન્યા પાલવી શકે તેમ નથી, તેથી ઇમિટેશન ઊભા કરવા પડે. કપ, છેદની શુદ્ધિ બગડી જાય તો પણ એ રસ્તે ચાલવું પડે. નવ તને કષ છેદની શુદ્ધિ જાળવી રાખે છે. તે પછી કેમ માન્યું પાલવતું નથી? પ્રાણાતિપાતવિરમણ કેમ રાખવું પડયું? તે અગ્રે.
વ્યાખ્યાન : ૫૩ જ્ઞાન, દર્શન તો ઉભય ભવના, ચારિત્રો આ ભવ પૂરતું જ
સૂત્રકાર મહારાજા શ્રી બાન સુધર્માસ્વામીજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબોધ અને પ્રવજયા પામ્યાની સાથે ભાવને પાંચમે ભેદ વિનિયોગ જણાવ્યું. તેને અંગે મનુષ્યને જે ચીજ મળી તેથી તેમને લાગ્યું કે આ ચીજ અનંત પુદ્દગલપરાવર્તની રખડપટ્ટી પછી મળેલી છે. એક ચીજને માટે ચાર પાંચ ગાઉ રખડ્યા હોય તે મેંઘી લાગે છે, તે કિંમતી લાગે છે, તે જે વસ્તુ લાખો, અબજો નહિ પરંતુ અનંતા અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી, અનંતા પુદ્ગલપરાવર્તે આ જીવ રખડ, જે ચીજ મળી નહોતી તે ચીજ આજે મળી. મળતું હોય મુશ્કેલીથી, પણ કિંમત ન હોય તે તે વસ્તુ કિંમતી કહી શકાય નહિ. નથી મળી એમ નથી પણ એનાથી કાર્યસિદ્ધિ અપૂર્વ થાય છે. જગતમાં દરેક જીવ જેમ બાહ્ય પદાર્થો મેળવે છે અને મેલે છે. શરીર, કુટુંબ, ધન, માલમિલકત બધી વસ્તુ દરેક જીવ દરેક જન્મમાં મેળવે છે. મેળવ્યા છતાં આગળ નીકળ્યો કે તેમાંનું કઈ નથી. તે ચીજ મેળવી તે મેલવાને માટે. આત્માની ચીજ પણ મેળવી તે મેલવાને માટે. સમક્તિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે મેળ