________________
૨૯૪ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મહિનાથની ભાવના કઈ બાજુ, ત્યારે આ ભાવના કઈ બાજુમાં મલિનાથજીની સ્થિતિનું ઉલટું દૃષ્ટાંત આ દેવાય છે. “બીજાને મારાથી ઓછું મળો” એ ભાવના મલિનાથજીની. “મારું જાય તે પણ બીજાને મળે” એ ભાવના અંધકની, માટે ઉદ્યમ કર્યો. મારું જશે તે ખોટું છે. મારું વિરાધકપણું ચારસે નવાણુંનું આરાધકપણું, તો કરવું કેમ ? અંધકજીએ પિતાનું વિરાધકપણું ખરાબ ન ગયું હેત તે પરના લાભ (આરાધભાવ) સાથે તુલના કરવાને વખત આવત. પિતાનું વિરાધકપણું પિતાને ખટક્યું છે, છતાં ચારસે નવાણું આરાધક થાય તે મોટો લાભ છે. બહેનના ગામ માં ત્યાં ઉપદ્રવ આવ્યો ત્યારે ચારસે નવાણુને નિયમણ કરાવી. તને મળ્યું નથી તો બીજાને ઘેર કડાકૂટ શાને કરે છે? ન મળ્યું હોય તો પણ બીજાને મળે એ ભાવનામાં રહેવું જોઈએ. આખા જગતને મળે તે ભાવનામાં ચાલવું જોઈએ એટલા માટે શુભ ભાવને છેડે વિનિયોગમાં લાવીને મૂકે. બીજાને મળે એ ભાવ ન આવે ત્યાં સુધી શુભ પરિણામમાં નથી. ભલે પ્રવૃત્તિ વિદ્મજ્ય વગેરેની કરી લીધી હોય, છતાં બીજને અધિક ફળ પ્રાપ્ત કરાવું એ ભાવના ન આવે ત્યાં સુધી ભાવની ત્રુટિ જવાની નહિ. ભાવની ગુટિ ત્યારે જાય કે જ્યારે જગતના જીવ ઊંચી પદવી પામે એમ થાય અને ત્યારે જ ભાવની સંપૂર્ણતા. ત્રુટિ વગરને ભાવ કયે છે ભગવાન સુધર્માસ્વામીને પ્રતિબંધ પામ્યાની સાથે આવો ભાવ થયેલે– “બાળ વધે, સ્ત્રી પણ વધે, મંદ બુદ્ધિવાળા વધે, મૂર્ખઓ પણ વધે” એ ભાવના જાગી હતી. તેથી પિતાના માટે પૂર્વોની રચના કરી, છતાં “આ બાલગોપાલનું હિત કરું” તે ભાવના જાગી હતી. વહેતી ગંગામાં ચાહે તો ચંડાળ કે કૂતરું પાણી પીએ પણ તે ગંગા ઉલટી જાય નહિ. ગમે તે જવ, ચાહે તે હેય મારામાંથી–ગંગામાંથી પામે તે બુદ્ધિને અંગે ભગવાન સુધર્માસ્વામીએ પ્રતિબંધ પછી પ્રવજયા પામતાની સાથે પૂર્વેની તે અંગેની રચના કરી.