________________
૧૯૪]
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન આશાતના થઈ હેય, આશાતના થાય છે તે કઈ ટાળતું નથી, આશાતના પહેલી ટાળવા જેવી ચીજ છે. આથી ત્રણ “નિ”િ જુદી રાખી છે. એક ઘરના કામકાજ છોડીને મંદિરનું તપાસવામાં, મંદિરને તપાસીને ગભારામાં પેસે ત્યારે બીજી. ત્યાં બીજું ચિંતવવું નહિ. ત્રીજી અંગપૂજા પછી. આ પાપની બિનદિ નથી પણ વ્યાપાર અંતરના નિષેધરૂપ નિદિ છે. બીજા વ્યાપારને બંધ કરે તેની નિરહિ છે. પહેલી જે બારણું આગળની તે કદાચ પાપરૂપ તેથી નવીદ્ધિ બીજા આગળ પાપરૂપ નથી. દેશનાના કાર્યની પણ નિહિ અહીં છે. બધા પદાથો ભક્તિની હદના હેય, પ્રમાણની
હદના ન હાયજિનેશ્વરની ભક્તિ અષ્ટ પ્રકારની પૂજાથી. તે બને તેટલી વિભૂતિથી. ભગવાનની જરૂરને માટે પૂજા કરતા નથી એ ખ્યાલ રાખજે. જેમ દેવેન્દ્રોએ, દેવતાઓએ મેરુ પર્વત ઉપર અભિષેક કર્યો. તે વખતે ભગવાનને નવડાવવા માટે કેટલું પાણી જોઈએ તેને વિચાર કર્યો ? આટલા સરખા ભગવાન. મોટા કળશેનું શું કામ હતુ? ભાગવાનની કાયાને અંગે લેટે પાણુ બસ હતું. એ બધું ભગવાનને માટે નથી, ભક્તિને અંગે છે. શક્તિ હોય તેટલે લાભ કરડે કળશે જોજનના લાવીને દેવતાઓ અભિષેક કરે છે. જિનેશ્વરની ભક્તિને અંગે પ્રમાણને મુદ્દો નથી. ઉલ્લાસ પ્રમાણે ભક્તિ, ચંદન વગેરે પૂજા કરીને ઊતરતાં શાંતપણું ન જવું જોઈએ. ચંદન તે બગડ્યું નથી. ચંદનના તે કુંડાને કુંડાં ઢળાય તેમાં વાંધો નથી, પણ મુદ્રા બગડવી ન જોઈએ. જે આટલું ખર્ચ ધર્મનિમિતે થાય છે તેજ આશ્રવથી બચે છે. કેસરના કૂવાને કૂવા ચરણ ઉપર ઢાળે. પાણી, ચંદન, કેસર બધાં પદાર્થો ભક્તિની હદના હેય, પ્રમાણુની હદના હોય નહિ. સ્નાન, ચંદન, વિલેપન, કેસર મહારાજને માટે નથી, ભક્તિને અંગ છે.