________________
૨૧૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વ્યાખ્યાન : ૪૪ ઇયત્તા વિનાની આચારવિચારની વ્યવસ્થા નકામી
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, પ્રતિબોધ પામ્યાના સાથે, સંયમ લીધાની સાથે બાર અંગની રચના કરી. પહેલા અંગમાં આચારની વ્યવસ્થા કરી. બીજ અંગમાં વિચારની વ્યવસ્થા કરી. જ્યાં સુધી ઇયત્તા ન આવે ત્યાં સુધી આચારવિચારની વ્યવસ્થા કામ લાગે નહિ તેથી ઠાસાંગજીમાં વકરણ વિચાર્યું. અને પાંચ મહાવ્રત પાંચમા ઠાણમાં જશુભાં.
એકનું ઉલંઘન થાય તો પાંચેનું ઉલ્લંઘન પહેલું મહાવ્રત કર્યું? આખી નાતને જમાડવી હોય, તો કોઈ પહેલો જમી જાય, કોઈ બીજે જમી જાય તેમાં તત્વ નથી, પણ મુખી હોય તેને પહેલા જમાડવો જોઈએ. પાંચ મહાવ્રતે તે મહાત્ર તરીકે એકસરખાં છે. એકના અતિક્રમણે પાંચેનું અતિક્રમણ બીજના એળ ગવાથી પાચેનું ઉલ્લંધન. માળાને મણકે જયાં રે ત્યાં ખરાબ, માળા તૂટી ગણાય, એક આઠ મણકામાંથી જે જો પર તૂટે તે જગો પરથી પણ માળા જ તૂટી એમ ગણાય તેમ મહાવ્રતમાંથી એક પણ મહાવ્રતનું ઉલ્લ ઘન થાય તે પાંચેનું ઉલ્લંધન. પાચે મહાવ્રતોમાં બધાં મહાવ્રતા સરખા છતાં, અતિક્રમણ એનું થાય તે બધાનું થાય. આમ છતાં પણ પ્રાણાતિપાત-વિરમણ મુખ્ય છે.
પહેલું મહાવ્રત રક્ષણય, બાકીનાં બધાં રક્ષક
એ પાંચમાં પહેલું મહાવ્રત રક્ષણીય છે. જેમ ખેતરમાં અનાજ રક્ષણય, વાડ એ રક્ષક. જેમ ક્ષેત્રને અંગે અનાજ રક્ષણય તેમ પ્રાણાતિપાત વિરમણ રક્ષણીય છે અને મૃષાવાદ વગેરે ચારે મહાવતે