________________
૨૭૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ગની અંદર ભાવના કઈ હોય? હું જે પામે તે ઘણું જ અપૂર્વ પામ્યો. અનાદિ કાળમાં નહિ પામેલું પાપે. વરસાદ વરસ્યો હોય. વરસાદને મહિના, બે મહિના થઈ ગયા હોય, અને ઊંચ ન આવે તે કહી શકીએ કે બીજ વવાયું નથી. છેડે ન થયે ત્યારે માલમ પડે કે વાવેતર થયું નથી, તેમ આત્માને અંગે વિચારીએ કે આપ
ને સર્વજ્ઞ ભગવાનનું શાસન તેમનાં વચન મળ્યાં તે પણ કૂતરો ગાદી પર બેસે તો ખાસડાં ચાવે, તેવી રીતે આ જીવ સર્વસ ભગવાનનું શાસન પામે છતાં હજી સુધી સંસાર ભયંકર ન લાગે. તે સંસારને ભયંકર કહે છે ખરો, પણ અંદર ભયંકર લાગ્યો નથી. અગ્નિથી ભય પામે છે ત્યાં દ્રવ્ય જાય તેને ભય છે. એ ભય જેવા અંદર વસ્યા તે પેલે ભય હજી અંદર વસ્યો નથી. અહીં ચમકારો થાય છે તે કહી આપે છે. ઝાળ છેટી હેય, આ બાજુ આવતી હોય તે ચમકી ઊડીએ છીએ. પારકા હાથમાં હથીયાર દેખીએ, હથિયાર છેટું છતાં ત્રાસ છૂટે છે. પણ ભવને અંગે વિચારીએ તો અંદર બળી રહ્યા છીએ છતાં ભયંકર લાગતું નથી. આથી નિશ્ચિત થાય છે કે હજી ધર્મને છોડ ઊગ્યો નથી. તેનું બીજ પહેલાં વવાયેલું નથી. બીજ નવું છે. અહિં જે ત્રાસ છૂટે છે, તે મિથ્યાત્વની દશાને છૂટે છે. આ ઉપરથી તેવાને મિઠાવી કરાવવા માગતો નથી. દુઃખને ચૂરવા કરતાં દુઃખના કારણ રૂ૫ પાપને ચૂરવું
અદ્યાતીને ત્રાસ છે. પાડોશીને ઘેર પિક મેલાઈ તેમાં એકાઆ થઈએ છીએ, પણ ઘરના મનુષ્યની મોકાણ માંડી નથી, પુગલને જે દુઃખ થાય, તાવ આવે, ઝાડા થાય, માથું દુઃખે એ બધું પાડોશીના ઘરની પિક છે, તેના મકાણીઆ થઈએ છીએ. તેમ તે મિથ્યાત્વી પણ થાય. મિથ્યાત્વી દુઃખને અંગે પોકારે છે. શરીરના પડેલા દુઃખને અંગે કંટાળો મિથ્યાત્વીને પણ હોય છે, જે શરીરના દુઃખને અંગે કંટાળામાં જઈએ તે જાનવર કે મિથ્યાત્વીની દશામાં. છોકરાને કાંટે વાગ્યો. બાએ કાંટો કાઢો. પત્થરે લઈ કાંટાને ચૂરી