________________
રહo]
સ્થાનાંગસૂ
[ વ્યાખ્યાન
કરે છે કે “હું ભય કે અભય ?” અવધિજ્ઞાનથી ભગવાનને દેખ્યા, ભગવાન પાસે આવ્યા તે પછી સવાલ કેમ થાય છે? કારણ તપાસીએ તે માલમ પડશે કે પોતે ભવ્ય જીવને અંગે ખરું ચિહ્ન કયું ગણે છે? ધર્મ સાંભળતાં સાથે રૂંવાડાં ખડાં થવાં જોઈએ. અપૂર્વ ચિંતામણિ મળ્યું તેવું માનવાની સ્થિતિ કેમ નથી આવતી? ચિંતામણિ કે કલ્પવૃક્ષ કરતાંય ધર્મને અધિક કેમ નથી ગણતે ? જે વખત શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ પ્રાપ્ત થાય તે વખત કલ્પવૃક્ષ, ચિંતામણિને સંતોષ આ જીવને થતું કેમ નથી? મોમાં પતાસું નખે તે સંતોષ થાય પણ મારામાં તે સંતેષમાને છાંટે કેમ નથી? છવાઈદ્રિય સાવચેત હોય ને દૂધપાકને છાંટે જીભ પર પડે તે આનંદ થયા વિના કેમ રહે? તેવી રીતે ધર્મકરણ કરતાં–શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ મળ્યા તે વખતે જે જીવ ભવ્ય હોય તે આનંદ થયા વિના કેમ રહે? જીભ પર દૂધપાકને શટ પડે, સ્વાદ ન આવે તે જીભ પર કાંટા છે એમ સમજવું. તેમ આ જીવને અનંત પુદ્ગલ પરાવે રખડતાં રસના ઈદ્રિયની પ્રાપ્તિ હેય, રસના સ્વચ્છ હેાય પછી દૂધપાકને છાંટે પડે, સ્વાદ ન લાગે તે કોઈ દિવસ બને નહિ. સ્વાદ વાગ્યા વિના રહે નહિ. તેમ જીવ ભગ્ય છે, અનંતા પુદ્ગલપરાવર્તે ચાલ્યા. અનિષ્ટને અનિષ્ટ માનવામાં વખત નહેતો મળે. ઈષ્ટ ન મળે તે અનિષ્ટને ઇષ્ટ માનીને ચલાય. ભીલ, કાળી હેય, કીડિયાના દાગીના પહેર, મેતી દેખ્યાં નથી. જે વખતે મોતી, હીરા મળે તે વખતે કોળી, ભીલ પણ કીડીઓ કરતાં વધારે કિંમત એની સમજે તે પછી મળ્યા છતાં ન સમજે તેને શું કહેવું? મોક્ષનું સ્વરૂપ દેખાડનાર કઈ મળ્યો ન હતો ત્યાં સુધી સંસારના સ્વરૂપમાં રઝળ્યા. જે વખત દેખાડનાર મળે તે વખતે આંખ ન ઉઘડે! ભીલડી સો વર્ષ સુધી કીડિયાના દાગીના પહેરે, જે વખત હીરા વગેરે મળે તે વખત બે હાથ કૂદે. તેમ આ જીવ અનાદિકાળથી કીડિયાના દાગીનામાં રાગે. અત્યારે હીરાકંડી મળી તે પણ કૂદાતું નથી. અઢાર,