________________
તેંતાલીસમું ] સ્થાનંગસૂત્ર
[ ૨૦૯ પાંચમા ઠાણમાં પંચ મહાવતે જણાવ્યાં. તેમાં પહેલું મહાવ્રત કર્યું? પ્રાણાતિપાતથી સર્વથા વિરમવું તે પહેલું મહાવ્રત.
જૈન ધર્મની અધિક્તા શામાં? પહેલું શા માટે? મૃષાવાદ પહેલું કેમ નહિ? જૈન મતની, જૈન ધર્મની જગતમાં કાંઈ અધિકતા હોય તે હિંસાની વિરતિ દ્વારાએ છે. મૃષાવાદ વગેરેની વિરતિને ઓછી ગણતા નથી. ઓછી નહિ ગણવા છતાં જે પહેલું સ્થાન આપવામાં આવે છે તે તે પ્રાણાતિપાતવિરતિને જ. પ્રાણાતિપાતવિરમણને અગે જૈન શાસનનું લકત્તરપણું
જિનેશ્વરની માન્યતા રાખવામાં પ્રબળ સાધન ગણીએ તો તે છકાયના જીવોની રક્ષા છે. રાગદ્વેષ ટાળવાનું દરેક આસ્તિક કહે છે. ક્રોધ, માન, માયા અને લેભ ટાળવાની વાતે દરેક આસ્તિક કરે છે, જૂઠ, ચેરી અને પરિગ્રહ ટાળવાની વાત દરેક આસ્તિક કરે છે. તે પછી કેત્તરપણું શામાં ? જેનશાસનનું લકત્તરપણું શામાં છે ?
કારણે તપાસીએ તે પ્રાણાતિપાતવિરમણને અંગે છે. આટલાં બધા આતિક મતોનાં શાસ્ત્રો છતાં એકેમાં છકાયના નામ સરખાય નથી. જેમાં કાયની દયા નથી, જેણે છકાય જાયા નથી, માન્યા નથી, જાહેર કર્યા નથી તે માણસ છકાયની હિંસા ન જાણે, જે છકાયની હિંસા ન જાણે તેને ઘા લાગ્યો હોય તે વખતે લેહી દેખીને ચીતરી ચઢે, પૃથ્વીકાય વગેરેને નાશ તે વખતે જીવની હેરાનગતિ છે કે નહિ? ત્રસ જીવન અંગે હેરાનગતિની રિથતિ લક્ષમાં આવી જાય છે તેવી રીતે એકેયિની હેરાનગતિ લક્ષમાં આવતી નથી. લેહીની ચીતરી છે, જીવની નથી, ત્રસકાયને અંગે કોઈ અંશે દયા છે. સ્થાવરને અંગે તો માન્યતા ધરાવી નથી. જગ્યા નથી, તે પછી છકાયની હિંસા જાણવી, માનવી બને ક્યાંથી?
લૌકિક દૃષ્ટિમાં અને શ્રાવકધર્મમાં ફેર શંકા-શ્રાવકની લેત્તરદષ્ટિ ગણવી કે નહિ? શ્રાવકને ધર્મ
૧૪