________________
૨૦૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન એવી રીતે સર્વરે સાચે રસ્તો કહ્યો હોય તેમાં વાંધો નહિ. તેમાં ખોટાપણું ન હોય, પણ વાત જ કરવી અશકય હોય તે? તેમ નથી. તેથી જેને મોક્ષની ઇચ્છા હોય તે તે સાધુપુરુષએ તે રસ્તા ગ્રહણ કરેલ છે.
સમ્યગ્દષ્ટિ મેક્ષ સિવાય કેઈને પણ ઈચ્છે નહિ શંકા-મુમુક્ષુ, સંત, સાધુ ત્રણ શબ્દ શા માટે મેલવા પડયા? સાધુપુરુષોએ ગ્રહણ કર્યો તેથી તે શકય અનુષ્ઠાનપણું થઈ જાય, તો ત્રણને લેવાની જરૂર શી? સમાધાન–જેઓ અવિ તિવાળા છે પણ શુદ્ધ શ્રદ્ધાવાળા છે; તેમને મોક્ષને છોડીને કશું પણ સાધ્ય હેય નહિ તે મુમુક્ષુ. કહે મોક્ષ જ જોઈએ તે મુમુક્ષુ. કેટલાક એવા છે કે જેને મેક્ષ પણ જોઈએ. જ્યાં સુધી એક પુદ્ગલપરાવર્ત સંસારમાં રખડવાનું હેય, ત્યારે આ પણ જઈએ-મક્ષ પણ જોઈએ. પણને બદલે જકાર આવી જાય, મોક્ષ જ જોઈએ. લઉં છુ, રાખું છું, વધારું છું, બધું કરું છું પણ તત્વ નથી. સિપાઈ જોડે હેય. કોર્ટ તરફ લઈ જતો હોય, દોડાવીને લઈ જતો હોય તે પણ જવું પડે, તેથી કેટમાં જવાને રસ થયો છે એમ નથી. મનમાં સમજીએ છીએ કે જાણજોઈને દંડ ભોગવવા જેવું છે, અંદર રસ નથી. તેવી રીતે આરંભ, વિષય વગેરે ન છૂટયા હોય તે ચોથે ગુણઠાણે. અહિં છૂટી જતા નથી. જેમ મનુષ્યને સ ખણવાનું થાય છે. ખસ ખણતી વખત લેહી નીકળવાનું, હેરાન થવાનું ભાન ભૂલી જાય છે, છતાં એમનું એકે ખ્યાલ બહાર નથી, વિકારમાં ભૂલી જાય છે પણ ખ્યાલ બહાર નથી, સમ્યગ્દષ્ટિ સંસારમાં પટકાય છે, મોક્ષ સિવાય બીજાની ઇચ્છા નથી છતાં અથડાય છે. ખસને અંગે ખ્યાલ બહાર નથી. વેદના વધશે, બળતરા થશે તે સમજે છે, વિકાર સમજે છે છતાં ઘળની વખતે ચૂકે, છે પણ સમ્યગ્દષ્ટિ મોક્ષ સિવાય કોઈને પણ તત્ત્વ તરીકે ઈછનારો હોતો નથી.