________________
આડત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૬ પુરુષવિશ્વાસ. ગણધર મહારાજે મહાવીર ઉપર ભરોસો કર્યો તે વચનવિશ્વાસ દ્વારાએ. સંશય છે, પદાર્થનું નિરૂપણ કર્યું, તે માન્યું, ત્યારે તીર્થકરપણુની પ્રતીતિ થઈ અને પ્રતિબોધ પામ્યા. આથી દીક્ષા લીધી અને ગણધર નામકર્મને ઉદય થયો. જિન નામકર્મને ઉદય કેવળજ્ઞાન પામ્યા પછી ફળ તરીકે, ઉદ્ધારનું કાર્ય શરૂ થાય તે કેવળજ્ઞાન પછી. જિનેશ્વરને કેવળજ્ઞાન પછી તીર્થકર નામકર્મને ઉદય શરૂ થાય છે, ગણધરને પ્રતિબોધ થાય ત્યાર પછી ગણધર નામકર્મ ઉદયમાં આવે છે.
ત પ્રત્યક્ષ નથી ગણધરો ઉત્કૃષ્ટ ભુતજ્ઞા નવાળા બને છે. અગિયાર ગણધર ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાનવાળા. મારે મેળવવાનું પહેલાં મેળવી લેવા દે. પહેલાં દેશના દે તે મૃતને આધારે દે. એક માણસ ઊભો છે તેને પૂછીએ, એારડામાં ફલાણે છે? ઓરડામાં બૂમ મારે, ફલાણું છે? ઉત્તર ન આપે તો કહી દઈએ નથી. પછી પેલે માણસ એારડામાંથી નીકળે તો આપણે મૂર્ખ કહેવાઈએ. પ્રત્યક્ષથી નિર્ણય કરવો શક્ય હોય તે પ્રત્યક્ષથી નિર્ણય કરીને ઉત્તર દેવો. કદાચ કાઉસગ્નમાં હોય તેથી ઉત્તર ન દે. શ્રુત પ્રત્યક્ષ નથી. કોઈ વાત લાવે છે, તે કહેવાથી કે દેખવાથી કહે છે કે મૃતથી જાણીને, પ્રત્યક્ષથી દેખીને નહિ. સાંભળેલી ને દેખેલીમાં કરક પડે છે. પિતાની જોયેલી કહેવાને શક્તિવાળા હોય તેને ટાઈમ જાય છતાં પોતે જઈને કહેવી તે વ્યાજબી છે. જેને ઉત્તર દેવે તે મુખ્ય લાઈન છે. જેને પ્રત્યક્ષ જ્ઞાન થવાનું નિશ્ચિત છે તેવાને પ્રત્યક્ષ થાય તે જ બોલવું સારું. પિતાના જેવું બીજાને થાય તે માટે બાર અંગની રચના
તીર્થ પ્રવર્તાવવાનું નકકી જ. તેથી કેવલજ્ઞાન પામ્યા કે પહેલી દેશના. તે દેશનામાં પ્રતિબોધ પામે તેનું શું થાય? તે વખતે ચાર મહાવ્રત કહેવાં કે પાંચ મહાવ્રત કહેવાં? શું કહીને પાછું ફેરવવું ? છાણાં થાપે, પછી ઉથલાવે, તેમજ સૂકવવાં. તો શું તે દશા થાય ? આમ થાય તે આખું શાસન પલટાઈ જાય. વળી એમ થાય કે પહે. લાં કંઈ કહેતા હતા, હવે કાંઈ કહે છે. બલવાને ઢંગધડે નથી.
૧૧