________________
ઓગણચાલીસમું ] સ્થાનાંગસુત્ર * [૧૭૫ કઈ પણ જીવ પાપ કરે નહિ. એ એક જ ભાવનાએ બેસી રહેવાનું નથી. પાપ કરો નહિ એ ભાવનાનું અઝરણું થાય તો જુલમ થઈ જાય. કોઈ જૂઠું બોલતાં પકડાય તે બરાબર કુટો. પાપ કર્યું, આવી રીતે વિચારીએ તો યા જેવી કોઈ ચીજ રહેતી નથી. અત્યારે જેને ખરાબ સ્થિતિમાં દેખે છે તે બધા દુઃખી કોઈને કોઈ સ્થિતિમાં રહેલા હતા. તેને આવાં કર્મ બાંધ્યાં છે. કર્મ કરેલાં તેથી દુઃખી, તેમાં દયા શી રીતે લાવીશ “ જો જૂને અંગે તું સજા કરવા તૈયાર છે, તે કરેલાં કર્મોને અંગે તેઓ દુઃખી થાય છે. તું અત્યારે સજા કરવા માગે છે, જ્યારે કર્મ આટલી મુદતે સજા કરવા માગે છે. કર્મ મુદત આપે છે. કારણ કે હજુ પણ ખસેડવું હોય તે ખસેડ. કમેં તો હજુ ઘાતકીપણું કરતાં પણ જીવને મુદત આપી– બચાય તે બચ. કર્મરાજાએ તે ગુનાની સજા કરવામાં મુદત રાખી, પણ તું તે કર્મ કરતાં એ કઠેર કે અત્યારે સજા કરવા તૈયાર થયો છે. બીજા પાપ કરનારાઓને સજા કરવી. પાપના ખરાપણાની ભાવનામાં બરાબર ધ્યાન ન રખાયું તે બાવળિયો ઊગ્યો. પાપના ખરાબ પણ ને લીધે ભાવના થઈ હતી કે કોઈ પાપ ન કરે પણ તેને બદલે બાવળિયો ઊગે. મર એ વિચારતાં પાપના ખરાબ પણાની કાળી ભૂમિમાં બાવળિયે ઊગી નીકળે.
કલ્યાણ માનવાની ભાવના (૧) પાપ ન કરે, (૨) પાપ કર્યા હોય તે પણ તે પાપને તેડી નાખનારા થાઓ, પણ પાપને ભોગવીને દુઃખી થનારા ન થાઓ. “મા = ભૂત પિ કુલિત ” આ ભાવના પાપીઓને અંગે છે. કે ઈ પણ દુખી ન થાઓ. પાપ થયાં ને દુઃખી ન થાય તે કેમ બનશે ? પાપને તોડનારા થાવ. પાપ કરો નહિ, છતાં પાપ થયું હોય તે તેને તપસ્યાથી તોડકારા થાવ. આખું જગત ટર્મથી મુક્ત થઈ જાઓ. કઈ કહેશે કે આ અસંભવિત, ખોટી, શાસ્ત્રથી વિરુદ્ધ