________________
-ચાલીસમું ] સ્થાનગઢ
" [ ૧૮૫ કાઉસગ્નમાં કેવા ધ્યાનમાં લેવા જોઈએ કે માથે અંગારા મેલાય છતાં માથું હલાવતા નથી. કેટલી આત્માની સ્થિરતા અંગારા ભર્યા તેમાં માથું ચલાયમાન ન થાય. મોક્ષની ઇચ્છા ધારણ કરનારાઓએ આ નિમવ ભાવ યાદ રાખવાને. આ શરીરથી હું જુદો છું. આ પ્રસંગ આવે ત્યારે સ્થિર રહે તે બોલવાવાળા બધા છે, પણ પ્રસંગ આવ્યે પાધરા ચાલનારા મુશ્કેલગજસુકુમાલની સ્થિર પરિણતિ રહી, માથે અંગારા ભર્યા, ગજસુકુમાલજી મેક્ષે ગયા.
મિલને ફળ મળી ગયું સે મિલ શહેરમાં આવે છે. વાસુદેવને જવા આવવાને વખત. વાસુદેવે દેખે તે બાર વાગ્યા. ધર્મને અંગે વાસુદેવે ભેગ આપ્યો છે, પણ એના ઉપર થયેલા ઉપદ્રવને સખિી શકશે નહિ, ગજસુકુમાલજીએ દીક્ષા લીધી, કૃષ્ણ વિરોધમાં ઊભા રહે તેવા નથી. એને વિરોધનું લગીર કાર્ય સાખી શકશે નહિ તેથી સોમિલ બીજે રસ્તે આવે છે. કૃષ્ણ પૂછે છે. તેમનાથજી ફરમાવે છે ગજસુકુમાલજીએ કાર્ય સાધી લીધું. કૃષ્ણ કહે છે કેણુ દુષ્ટ છે? જેણે મારા ભાઈની આ રિથતિ કરી. તેમનાથજીથી નામ અજાયું નથી. કોઈ જીવને કર્મબંધનું કારણ દેખે ત્યાં હઠી જાય. નેમનાથજીએ નામ નહિ કહ્યું. તું અહીંથી જઈશ, તને દેખીને જેની છાતી ફાટી જશે તે તેને મારનાર મનુષ્ય. નામ ન આપ્યું. ગજસુકુમાલજીને કાળધર્મ સાંભળીને કૃષ્ણને આઘાત થયે. જાહેર રસ્તેથી જવું માંડી વાળ્યું. પાછલે રસતે જવાનું રાખ્યું. ખાનગી જવાનું રાખ્યું. આડંબર બંધ કર્યો. ખાનગી રસ્તે મહેલે જવાનું રાખ્યું. પેલો ખાનગી રસ્તે જાય છે. કૃષ્ણ જાય છે. પેલાને લાગ્યું કે મને આવતે જાણીને ખાનગી રસ્તે આવ્યા. વાસુદેવને મોટા રસ્તા સાંકડા પડે તો સાંકડે રસ્તે
આવે શાના? હવે મારું શું થશે? પ્રાણુ ગયે. ભયધારાએ પ્રાણ " તૂટયા. સેમિલને તે ફળ મળી ગયું.