________________
૧૬૮] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન સળીને માટે નાવડી કે તેડે નહિ મિત્રો આદિ ભાવના કોને કહેવાય તે હરિભદ્રસૂરિજી મહારાજ દિશામાં જણાવે છે કે –
"परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा। परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥"
(વો. ૪, રો૦ ૫) આત્માનું વિચારવું એ દરેકની ફરજ છે, પણ બીજાનું હિત ચિંતવવું, બીજાના હિતને અંગે ચાહે તેવું નુકશાન થાય તે આત્મા આડે ન આવે. શ્રમણ ભગવાન મહાવીર કૌસાંબીમાં સમેસર્યા. તે વખતે મૃગાવતીએ ચડપ્રદ્યોતની સ્થિતિ કેવી કરી. નાક કાપીને હાથમાં આપીને ચૂનો ચોપ, છતાં એ ગુનો સમવસરણમાં નડે નહિ. અર્થાત સમેસરણમાં જનારાને ઘેરો નડે નહિ. આવા વખત માં ઘેરે કરાયે હશે, તે કેટલી સ્થિતિએ? કેટલી મૈત્રી ભાવના હેવી જોઈએ? ખીલાને બદલે મહેલ ન તોડ એમ બરાબર સમજેલા હતા. સળીને માટે નાવડી કેઈ તોડે નહિ, મેક્ષમાર્ગ એ મહેલ જે. નાવડી જે. એને આના અંગે કેમ તેડાય? આ જેની સ્થિતિ. “પરહિતચિ તા”– તમામ જવાનું હિત ચિંતવવું તેનું નામ મૈત્રી. અહીં આગળ ખરી મૈત્રી છે. તમામ જીવોનું હિત. ઉપકારી, સ્વજન કે સામાન્યને અંગે ભેદ પડે છે, પણ મૈત્રીનું સ્વરૂપ કયું? પરહિતચિંતા. જ્યાં હિતનું ચિંતવન થાય ત્યાં આઘાતબુદ્ધિ કેમ થાય?
દેહને દાહ લગાડવાની જરૂર પહેલું પ્રાણાતિપાત-વિરમણ મહાવ્રત રાખ્યું તે બુદ્ધિ છોડવા માટે. બીજાને નુકશાન થાય તે ખાવું ન જોઈએ તે પછી બીજાને નુકશાન કરનારા કેમ બનીએ ? બીજાને નુકશાન થાય અને બીજી બાજુ એનું હિત થાય તે ઇચ્છું છું એમ બોલીએ, તે આ બે વચન મેળવવાં શી રીતે? બીજાના હિતનું ચિંતવન થાય ત્યાં દેહને દાવા