________________
૯૨ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ળિયા મોક્ષ અને કરણ શાસન સુધી જ્ઞાનની સ્થિતિ હેવી જોઈએ. ચૌદ પૂર્વ, બારમા અંગની રચના કરીને બેસી રહ્યા હેત તે એક હજાર વર્ષ માટે શાસન કર્યું. પૂર્વગત મૃત, કયાં સુધી? હજાર વર્ષ. ભગવાન સુધમસ્વિામીજીએ જો પૂર્વગત મૃત, દષ્ટિવાદ સિવાય બીજાની રચના કરી ન હતી તે હજાર વર્ષ સુધી સ્થાપેલું થાય. શાસનની જડ રૂપે આચારની જેમ જ્ઞાનની પણ જરૂર
એકવીશ હજાર વર્ષ સુધી શાસનની પ્રવૃત્તિ તે શાને આધારે ? ઉદ્ધરવાની પ્રવૃત્તિ સમર્થ ગણધર ન કરે, તે બીજા તે કરવાને કેવી રીતે સમર્થ થાય? ગણધરાએ ચૌદ પૂર્વે, દષ્ટિવાદમાંથી આચારાંગ આદિ ઉદ્ધયો ન હતો તે શાસન લાંબે કાળ ટકત નહિ. શાપનની પ્રવૃત્તિ, ટકાવ, મોક્ષમાર્ગ વહેવડાવવા માટે આચારની જરૂરિયાત હતી. તેમ જ્ઞાનની પણ જરૂર હતી. તેથી આચારાંગની રચના કરવી પડી. સુધર્માસ્વામીજીએ શાસનની જડ રૂપે જેવી આચારની જરૂરિયાત દેખી હતી તેવી જ રીતે જ્ઞાનની જરૂરિયાત દેખી હતી. આચાર જરૂરી. બાહ્ય આચારમાં સુંદરતા ન હય, અંદર સુંદર હોય તો તે પણ ન લેવાની. બાહ્ય આચારમાં સુંદરતા હોય તે જ લેવાની.
આચારની ઉત્પત્તિ જ્ઞાનની કયારીમાં જીવને જાણે તે હિંસા છોડે. જેને જીવ અછવને ફરક નથી તે હિંસાને છેડશે શું? માટે આચાર જરૂરી. આચારની ઉત્પત્તિ થવાની જ્ઞાનની કયારીમાં. આચાર એ આકાશમાં ઉત્પન્ન થવાનું નથી, જ્ઞાનની કયારીમાં ઉત્પન્ન થાય છે. શાસનના હિતને માટે સ્ત્ર પ્રવર્યાં. કયારે તૈયાર થયો હોય ત્યાં વેલડી રોપવાની તૈયારી થાય. આચાર-અનાચારનાં ફળ વગેરે જાણવામાં આવે ત્યારે પાપથી, દુરાચારથી હઠવાવાળે થાય. કોઈ પણ વિરતિનું વર્તન, અનાદિ કાળની વાસનાના ભોગ વિના બનતું નથી. ભોગ આપીને વધવાનું કયારે કરે? અનાદિ કાળની પ્રવૃત્તિ, હિંસા વગેરે તરફ સંસ્કારો ઊભા થવાના. આથી તે રોકવાનું જેર જોઈશે માટે જ્ઞાન.