________________
ચેત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૧૩ પણ વસ્તુસ્થિતિએ જ્ઞાન ઓછું હેય, અભિરુચિવાળા હેય. કારણ કે બીજાને અનુસરે તે જ્ઞાન મેળવી શકે છે. પોતે ચોકસી, ઝવેરી ન હેય તે ચોકસીને, ઝવેરીને દેખાડીને હીરામોતીની પરીક્ષા કરાવી લે. પારકા ઘેરે રહેલાં હીરામોતી, તેનાથી કામ લેવાય છે? ઝવેરીપણાને ફાયદો ઝવેરી ન હોય તે પણ મેળવી શકે, પણ માલ વગરને ફાયદો મેળવી શકે નહિ. ફાયદો મેળવવા માટે પિતાને જ માલ જોઈએ. થોડા જ્ઞાનવાળો હોય પણ તેને જ્ઞાનની અભિલાષા હય, જ્ઞાનીનું બહુમાન હોય તે કલ્યાણ સાધી શકે. ક્રિયા ન હોય, તે પાપમાં પ્રવતેલે કાંઈ કામ કરી શકે નહિ. જે કાર્ય કરે છે તે બધા પારકી ક્રિયાથી કાર્ય કરે છે? જ્ઞાન ભાડૂતી કામ લાગે પણ ક્રિયા ભાડૂતી કામ લાગે નહિ " સમ્યકત્વ થાય ત્યારે વીતરાગદેવની શ્રદ્ધા કરે. સમ્યક્ત્વ પામ્યા તેનામાં વિતરાગને છાંટે નથી. વીતરાગના આલંબનથી એમાંરાગદ્વેષમાં ભરપૂર ભરેલો વીતરાગ થવાનો. મહાવ્રતધારીની સેવાઆલંબનથી પોતે મહાવતને લાવવાને. જેને સમ્યક્ત્વ થયું તેને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તની અંદર વીતરાગપણું આવવાનું. અગીતાર્થ છતાં ગીતાર્થની નિશ્રામાં રહે તે સાધુપણું ખરું. મેક્ષ થયા પહેલાં તે જ્ઞાન થવાનું જ છે. ક્રિયા મોક્ષે જવા પહેલાં પણ ઘરની જ. ક્રિયા અત્યારે ભાડૂતી કામ લાગતી નથી; જ્ઞાન ભાડુતી કામ લાગે છે. ક્રિયામાં ભાડૂતી અંશ પણ નથી.
ક્રિયા આવ્યા વિના ફળ થવાનું નહિ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે કઈ ક્રિયા? કશી નહિ, પણ તેને ખુદ ક્રિયા લાવી દેનાર ભાડૂતી ક્રિયા. કેમ? વીતરાગની શ્રદ્ધા એ જ એને વીતરાગ બનાવશે. મહાવ્રતધારીની શ્રદ્ધા એ જ એને મહાવ્રતધારી બનાવશે. જ્ઞાન ફળ દ્વારા આવી શકે. તેમ ક્રિયા પણ અનુમદિના ધારાએ આવી શકે. ક્રિયાનું કામ આશ્રવનું રોકવું. ક્રિયા આવે ત્યારે આપનું રોકવું થાય. ક્રિયા ભલે અનુમોદનાથી ભાડૂતી આવી જાય..