________________
૯૮]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વાતો શોભે કયારે? પોતે પ્રાણવધથી દૂર થાય છે. ગઠડીની ચેરી, સાયની શાહકારી. સંય જેની હોય તે લઈ જાઓ. પિતે હિંસાને પરિહાર ન કરે, બીજાને પરિહાર કરવાને કહે છે તેવું થાય. તેથી દ્રવ્ય, ભાવ બંને પ્રકારના–કઈ પણ પ્રકારના જીવના, કેઈ પણ પ્રકારના પ્રાણના વઘથી પાછો હઠ તે તે ધર્મ તરીકે ગણાય. તું પોતે પ્રાણના નાશથી દૂર રહેલે ન હોય, બીજાને દૂર રહેવાનું કહે. પોતે જ્યાં સુધી જીવની હિંસાથી ખસેલે નથી ત્યાં સુધી બીજાને જીવહિંસા બંધ કરવાનો ઉપદેશ આપે તે માસાહસ પંખી જેવું છે. જૈન ધર્મની જડ છકાયની યા છે. પોતે હિંસક હોય તો જગતના જીને દયાની વાત કરે તે માસાહંસ પંખી જેવી છે. કોઈ પણ જીવના દ્રવ્ય-પ્રાણથી પાછા હઠવું તેનું નામ દયા છે.
ખન ન થાય તો પણ હથિયારને અંગે કાપો
જૈન મતની–જૈન ધર્મ, જેને દેવ, ગુરુ, ધર્મની જરૂરિયાત, ઉત્કૃષ્ટતા નક્કી કરી તે પ્રાણાતિપાત-વિરમણથી. જૈન ધર્મને ઉપદેશ દેવાને અધિકાર જૈન સાધુઓને છે. જેણે વીસે વસા દયા પાળવાની પ્રતિજ્ઞા કરી નથી તેને જૈન ધર્મનો ઝંડે ઊચકવાને હક નથી. પિતે છકાયની દયા પાળવાને તૈયાર થયેલા નથી, પ્રતિજ્ઞાના ધ્યેયવાળા નથી તે જૈન ધર્મનું એક વચન બોલે તે વરડામાં ઝંડે ઊચકવા ભળી ગયેલા છે. જૈન ધર્મનું એક વચન બોલવાનો હક તેને છે કે જે એ છકાયની દયામાં તૈયાર હોય. જેન ધર્મની જડ, જીવન તરીકે, દેવ, ગુરુ, ધર્મની ઉત્પત્તિ તરીકે, ઝંડા તરીકે કોઈ ચીજ હોય તો એક જ-પ્રાણના નાશથી પરહેજ રહો. તેથી પ્રાણાતિપાત-વિરમણને પહેલે નંબરે મૂકવું પડયું સ્વ–પરના દ્રવ્ય અને ભાવ-પ્રાણ બચાવવાને નિયમ થઈ ગયો. ખામી આવે તે નહિ કરવાની પ્રતિજ્ઞા થઈ ગઈ. હવે પછી જૂહ જેવી ચીજ કયાં રહી છે? અદત્તાદાન વગેરે કયાં રહ્યાં છે? એક જ મહાવત હોવું જોઈએ એમ કહે ? કાર્યરૂપે ત્યાગ થયા છતાં હથિયારના વેપારી ફાંસીએ ચઢી જતા નથી, ખૂન કરનારા