________________
૬૨]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પગ તૂટેલે, શરીરે લખપુછુ. માર્યા, ઠગાયા, અરે શું થાય ? આંધળાને બહેર મળે તેમ તેને થયું. તેણે વિચાર કર્યો કે કોઈને ખેળવા દે. કોઈ બીજે ગાય લેવા આવ્યું. મેં હમણાં લીધી પણ કાણું ખટપટમાં પડે તેથી વેચી દઉં છું. કિંમત ઠરાવી, પેલે કહે જરા તપાસવા દે, એટલે પેલે કહે મેં બેડી લીધી છે તેથી તેમ લે. તું અકકલને આંધળો તેથી મારે આંધળા બનવું.'
ગુરુ પાસેથી સાંભળ્યું હોય, બીજે શંકા કરે. ગુરુએ કહ્યું, તેટલું સંભળાવવું છે. બીજું પૂછશે નહિ. આથી જે શંકાનું સમાધાન ન કરી શકે તેની પાસે વ્યાખ્યાન સંભળાય નહિ. ગુરુ પાસેથી સમજીને લે, બીજાને સમજાવીને આપ. મેં તે બેઠી લીધી છે. તારે બેઠી લેવી હોય તે લે. ગાયને પગ ખોડે છે કે કેમ તે પરીક્ષાનું સ્થાન છે. કેટલા વેતર થશે? તે કહેવાય જ્ઞાની જાણે. પગ જેવી ચીજ પોતે જુએ નહિ, બીજાને જેવા દે નહિ. જેને ખુલાસો થઈ શકે તે હેય તેમ “ગુરુ પાસેથી લીધું છે. તારે સાંભળવું હોય તો સાંભળ' એમ ન કહેવાય. સૂત્રકારે કહ્યું છે તેમ કહું છું એમ ન ચાલે. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે તેમ કહી દો તેથી ન ચાલે. “કહ્યું તે સંભળાવી દીધું' તેવાની પાસે વ્યાખ્યાન સંભળાય નહિ. વિરોધ મેલીને ચાલ્યા જવામાં આવે તો નુકશાન. *
વરસ્તુની ખબી સમજાઈ નહિ હેમચંદ્રાચાર્ય મહારાજે આ વાકય કયી જગે પર કહ્યું છે? સિદ્ધહેમ વ્યાકરણના આઠમા અશ્ચામાં. સૂત્રો કયી રીતે કરવો છે? સંસ્કનથી જે કાંઈ જુદું પડતું હોય તે માત્ર કહેવું છે. સાત અધ્યાયમાં કહેલાથી જુદું પડતું તે આઠમા અધ્યાયમાં કહેવું છે. સાત અધ્યાયે સાધેલું તે મૂળ રાખ્યું. તેમાં પલટો કરીને કરવાનું તેને માટે આઠમો અધ્યાય. આઠમાને સૂત્રની અપેક્ષાએ મૂળ વસ્તુ સંસ્કૃત. તેમાં ફેરફાર કરીને પ્રાકૃત કરી. શાસ્ત્ર રચનાની અપેક્ષાએ છે, ભાષાની અપેક્ષાઓ નથી. “થ પ્રત' અહીં દેશ્ય