________________
બત્રીસમું ] સ્થાનાંગસૂવ
[ ૮૯ આપત્તિ આ આત્મા વેઠી રહ્યો હત--હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહ. આમાંથી બચાવનાર કેઈ ન હતું. જન્મા ત્યારે ઝભલાં, ટોપી, ગળથુથીની વાત ચલાવી. આગળ ગયા એટલે ભણવાની વાતે ચલાવી. એનાથી આગળ વધ્યા ત્યારે પરણવાની વાત ચલાવી. દાંત પડી ગયા, ખાટલામાં પડવાની વાત બતાવી. પછી સૂઈ ગયા, છું. આ વાત બતાવી. હિંસા, જૂદ વગેરે આત્માને રખડાવનાર છે એવું જગતભરમાં કઈ બતાવનાર નથી. એક હૈ એ વસ્તુની માલમ નથી. બીજું માલમ હેાય તે બતાવનારે પ્રમાણે વર્તવું પડે. ટીપ.ભરાવવા આવે તો પોતે ભરવું જોઈએ ને? પિતે હિંસા વગેરે છોડે તો છોડવાનું કહી શકે તીર્થકરોએ પિતે હિંસા વગેરે છોડયાં. અને તેઓ બીજાઓની આપત્તિ છોડાવવા માટે દરેક વખતે પ્રયત્ન કરે છે, તેથી પંચ મહાવ્રત કહ્યાં છે. પાંચ મહાવ્રત પોતે આચર્યા અને તે પછી તેને સંદેશો આપ્યો. - પાંચને અનુક્રમ કહી ગયા, પરેલું પ્રાણાતિપાત-વિરમણ કહી ગયા, અને બીજું મૃષાવાદ-વિરમણ તે જગતના કુદરતી નિયમ પ્રમાણે-ગતિ પ્રમાણે બીજું આવે તે અહીં બતાવ્યું છે.
વ્યાખ્યાન ૩૨ શાસ્ત્રની પરંપરા છે ત્યાં સુધી શાસનની પ્રવૃત્તિ
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જેના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષમાર્ગની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પહેલાં ચૌદ પૂર્વ અને બારમા અંગની-દષ્ટિવાદની રચના કરી. મકાનની નિસરણી કરતાં મોટાં પગથિયાં હેય તે મોટા માણસ ચઢી જાય, પણ નાનાં બચ્ચાઓ ચઢી શકે નહિ. વજીસ્વામીજી સરખા અગિયાર અંગના પાગામી થઈ જનારાને ચૌદ પૂર્વ, બારમું અંગ બસ હતું. જે જીવો તેટલા ક્ષયપશ