________________
[ ૬૩
ઓગણત્રીસમું ] સ્થાનાંગસુત્ર પ્રાકૃતિને અધિકાર નથી. સંસ્કૃત કહેવાઈ ગયેલું છે. સંસ્કૃત જન્ય પ્રાતને અધિકાર છે. કહે આ ઉપરથી હેમચંદ્રાચાર્યે ચોખી રીતે જણાવ્યું કે અહીં પ્રાકૃત માત્રને અધિકાર નથી. સંસ્કૃતના સૂત્રે પછી જે વિકાર કરીને પ્રાકૃત બનાવવામાં આવે તેને અધિકાર છે. સંસ્કૃતથી જે પ્રાકૃત બનાવાય તેને અધિકાર છે. પ્રાકૃત માત્રને અધિકાર નથી. આ જ્યાં ચોકખું જણાવ્યું છે. એ અર્થ પ્રાકૃત ભાષાને લગાડી દેવે અને વિરોધ જણાવો તે કેનું કામ? શંકા-હેમચંદ્રાચાર્ય એવું આંધળું અનુકરણ કેમ કર્યું ? એમણે પહેલા અધ્યાયમાં પ્રાકૃત રાખવું હતું ને? આઠમા અધ્યાયમાં કેમ રાખ્યું? “અને આનંતર્યા અર્થ કરીએ તો હવે નહિ તે હમણાં. આભાવિક ભાષા પ્રાકૃત હતી તેને સંસ્કાર થયો તેથી સંસ્કૃત થયું એમ કહેવું હતું. પ્રાકૃત ચંડવ્યાકરણ, પાણિની કરતાં પહેલું છે તે સીધું છે. સ્વાભાવિક પ્રાપ્ત ભાષાને અગે સીધું જ પ્રાકૃત. ક્રમ સીધે હતો તે છોડીને આમ કેમ કર્યું?સમા–દેશ, કાળ, મનુષ્યના પ્રસંગનેન જાણે તે વસ્તુની ખૂબીને ન સમજે તે સ્વાભાવિક છે.
રચનાની અસર છે, ભાષાની નહિ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યને આ વ્યાકરણ શા માટે ? કેની પ્રાર્થનાથી કરવું પડયું ?સિદ્ધરાજ જયસિંહની પ્રાર્થનાને અંગે કે કુમારપાળની સિદ્ધરાજ કયારે પસંદ કરે ? એના પતિ તિરસ્કાર ન કરે ત્યારે. અચિવાળા ન થાય ત્યારે. આવી રીતે સિદ્ધરાજને ખેંચ છે. બ્રાહ્મણનું સામાન્ય જામેલું છે તેમાં વ્યાકરણ પાસ કરાવવું છે. કઈ રીતે થાય? એકલું પકડી રાખે તે પાસ ન થાય. વ્યાકરણમાં પહેલાં સંસ્કૃત કરીને વરસચિએ અને પાણિનીએ પછી પ્રાકૃત વ્યાકરણ કર્યું. પાણિનીએ અષ્ટાધ્યાયી કર્યું. પ્રાકૃત વ્યાકરણ જુદું કર્યું પણ અષ્ટાધ્યાયમાં સ્થાન ન આપ્યું, ત્યારે હેમચંદ્રાચાર્યને પ્રાકૃતિને અષ્ટાધ્યાયમાં સ્થાન દેવાનું થયું. સંસ્કૃતની સાથે સ્થાન અપાવી દેવા માટે સંસ્કૃતના સાત અધ્યાય કરી, આઠમા અધ્યાયમાં પ્રાકૃત કરેલું. આ