________________
-૭૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બચ્યું એમ કહી શકીએ નહિં. ઝેર ખાધું તેટલા બધા મર્યા નથી. સાપ કરડયા હોય અને આયુષ્ય બળવાન હોય તો જીવી પણ જાય. આયુષ્ય બળવાન હેય ને નદીમાં તણાઈ ગયા હેય તો પણ બચે. આ ભરોસે રાખીને સાપ, પાણી, ઝેરથી નિર્ભય કેટલા બન્યા? કોઈક બચી જાય. અન્યસિંગ, ગૃહિલિંગે મોક્ષે જાય છે તે, ઝેર, અગ્નિ, સર્પ, પાણીમાં બચ્ચા માનીએ છીએ તેવું છે. તેવું દેખીએ છીએ, છતાં તે ઝેર, અગ્નિ, પાણી, સપને ભય ઓછો થતો નથી. પાણીમાં વહ્યો પણ એ એટલે પાણીમાં વહે તે મરી જાય. અર્થાત ઘણે ભાગે તો મરી જાય તેમ અન્યલિંગ એટલે છે તે સંસારમાં રખડવાનું, આરંભપરિગ્રહના કર્મો બાંધવાનું સ્થાન. કોઈક બચી જાય, બચવાની સર્વથા ના ન કહેવાય પણ અન્યવિંગ, ગૃહિલિંગ શબ્દ વાપરીને જણાવે છે કે આ તે મરી જવાનું છે. અન્યલિગ સંસારમાં રખડાવનાર, સ્વલિંગ તારનાર
સ્વલિંગ એ તવાનું સ્થાન. ખોરાક એ આયુષ્યને ટકાવનાર, રસાણ ખાનાર બધાં જીવતાં નથી. ઊંચામાં ઊંચે ખોરાક ખાનારા મરી જાય તે દેખીને રસાયણ, ખોરાક ઉપર અણભરસો કરીએ ખરા ? એ સાધન તે આયુષ્ય વધારવાનું ટકાવવાનું છે, તેમ સ્વલિંગ એ સાધન તો મોક્ષનું જ છે. પાણી, ઝેર, સર્પ, એ જનને નાશ કરનારાં છે. કોઈ બચી જાઓ ભલે. ગૃહિલિંગ, અન્યલિગ સંસારમાં ૨ભડાવનાર, લિંગ તારનાર. તેમાં કોઈ દુગતિએ ચાલ્યા જાય. જેમ જગત ખોરાક, રસાયણુથી ડરતું નથી, આયુષ્યના ક્ષયથી ડરે છે. જેમ આયુષ્યને ટકાવનાર રસાયણ છે. તેમ શુભ પરિણતિને લાવનાર, ટકાવનાર અ-સાધુવેષ છે.
પ્રસન્નચંદ્ર આત્મકલયાણને માગે [7] - પ્રસન્નચંદ્ર રાજષિ તે સાધુ વેશમાં હતા. તેને કેમ થયું? આ સવાલ કરનારા કાણું હાથણની લીલા ન કહે, તે બીજું શું? પ્રસન્નચંદ્રનું દખત એવું સીધું છે કે શાસનને તે રસ્તો બતાવી