________________
વ્યાખ્યાન ૨૯ પિષ્ટપેષણની પણ આવશ્યક્તા ગણધર મહારાજ શ્રીમાન સુધર્માસ્વામીજીએ ભવ્ય જીના ઉપકાર માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પહેલાં ચૌદ પૂર્વોની, દષ્ટિવાદની રચના કરી. તે રચના કર્યા પછી મંદ બુદ્ધિઓને માટે, સ્ત્રી બાળકને માટે અગિયાર અંગની રચના કરી. અગિયાર અંગ એટલે પિષ્ટપેષણકહેલું કહેવું. તેમ છતાં તે કરવું પડયું. ચૌદ પૂર્વોની અંદર, બારમા અંગની અંદર એવી એક પણ વસ્તુ નથી કે જેનું નિરૂપણ ન હેય. અગિયાર અંગમાં તેનું જ નિરૂપણ કરવાનું રહ્યું, તેથી કરેલાનું કરવું, પિષેલાનું પીસવું. વાત ખરી છે પણ એક વાત ધ્યાનમાં રાખવી“મૂળકરણે કરેલી ક્રિયાને ઉપયોગ કરવા માટે બીજી ક્રિયા કરવી પડે.” એક ક્રિયા કરી દીધી એટલે કૃતાર્થ થયા એમ સમજવું જોઈએ નહિ. ચૌદ પૂર્વ, બારમું અંગ એ તેવા બુદ્ધિશાળીઓને અંગે કૃતાર્થ, જેમાં બુદ્ધિ નથી, જેને અધિકાર નથી એવા પહેલા પગથિયાવાળાને બારમું અંગ, ચૌદ પૂર્વ શું કામ કરે ?
ગુરુ અને વિદ્યાથી [6] વિદ્યાથી ગુરુની સાથે જતો હતો. તરસ લાગી, ગુરુ પાણી ભરવા ગયા, પગ ખસી ગયો. શિષ્ય રાડ પાડવા લાગ્યા.–શ્વાસ ઘાત વાદ: અમ જ ગુરૂ પુનિત આ બુમ સાંભળીને કણ આવે ? લાગણી, ફરજ, રાડો પાડી લેકેને સંભળાવ્યું પણ તેથી વળે શું ? તેમ ગણધર મહારાજા ચૌદ પૂર્વોની રચા કરીને બેસી રહ્યા હતા તે આપણું શી વલે થાત? “ધાવત' વાળું સારું, સુંદર છતાં જંગલી લેકેને નકામું, તેમ અહીં પિષ્ટપેષણ કહે પણ જરૂરી. આથી અગિયાર અંગ રચવાં પડે.