Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
Catalog link: https://jainqq.org/explore/023361/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
=
=[E]E
અનાથી મુનિ અને સુદર્શન ચરિત્ર
[રાજકેટ–ચાતુર્માસ ]
પ્રકાશક :
શ્રી મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી
રા જ કે ટ
કિંમત રૂા. ર-૪-૦
Page #2
--------------------------------------------------------------------------
________________
CRIERBICERELECRETHRESHERBOILED BSE =
શ્રી જવાહિર વ્યાખ્યાનસંગ્રહ
શ્રીમજજૈનાચાર્ય પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજશ્રીનાં અનાથી મુનિ તથા સુદર્શન શેઠના
અધિકાર વિશે વ્યાખ્યાને
«CIIONISBIOTIS BIOSBlol2BBIOHABHIOIIOIIOITOITO!ABHOHEBOHEBB101ABHIOHABITOID>:10
Page #3
--------------------------------------------------------------------------
________________
S
S
—
SIP
: પ્રકાશક: શ્રી મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી તરફથી
ચુનીલાલ નાગજી વેરા રાજકેટ (કાઠિયાવાડ)
પ્રત ૧૨૦૦
પ્રથમવૃત્તિ વિક્રમ સંવત ૧૯૯૩
વીર સંવત ૨૪૬૩
અમદાવાદ ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું
AYYOS
થા
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
મણ ભગવાન મહાવીરના સમગ્ર જીવન અને ઉપદેશનો સંક્ષિપ્ત સાર આચારમાં સંપૂર્ણ અહિંસા અને તત્ત્વજ્ઞાનમાં અનેકાન્તવાદ છે. ભગવાન મહાવીરના સંપ્રદાયના આચારને અને શાસ્ત્રના વિચારને આ બે તોના-અહિંસા અને અનેકાન્તવાદના ભાષ્યરૂપે સમજવા જોઈએ એવો વિદ્વાનને નિષ્પક્ષ મત છે.
આ દૃષ્ટિએ જૈનધર્મ આચારવિચારપ્રધાન છે. આચારધર્મને જીવનમાં ઉતારવા માટે વિચારબળને કેળવવાની જરૂર રહે છે. વિચારબળને કેળવવાનાં અને લોકજીવનને વિચારશીલ બનાવવાનાં અનેક કારણોમાં વ્યાખ્યાનપદ્ધતિ એ એક કારણ છે.
વ્યાખ્યાનનું વર્ચસ્વ ટકાવવા માટે અને વ્યાખ્યાનનો પ્રભાવ જનસમાજ ઉપર પાડવા માટે વ્યાખ્યાતાએ આચારધર્મને જીવનમાં ઉતારવો પડે છે અને જ્યારે વ્યાખ્યાતા આચારધર્મી બને છે ત્યારે જ તેમના વચનને લોકસમાજ ઉપર પ્રભાવ પડે છે. બાકી આચાર વિનાનો વિચાર પ્રાયઃ નિષ્ફળ જાય છે.
પ્રસ્તુત વ્યાખ્યાનસંગ્રહ સ્થા. જૈન સમુદાયના ગૌરવસમા શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રીએ રાજકોટ ચાતુર્માસમાં આપેલાં ક્રમિક વ્યાખ્યાનોને શુભ સંગ્રહ છે. આ વ્યાખ્યાનોને જનસમાજ સમક્ષ ઉપસ્થિત કરનાર અને જૈનધર્મનો મર્મ સમજાવનાર મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી અને પ્રતિપાદનશૈલી કેવી યુગાનુસારી, બેધક, પ્રેરક અને સચોટ અસર કરનારી છે તે આ શાસ્ત્રીય વ્યાખ્યાનના વાચન-મનન ઉપરથી સ્પષ્ટ જણાઈ આવશે.
પ્રત્યેક વ્યાખ્યાન ત્રણ વિભાગમાં વિભક્ત થએલ છે. આદિમાં પરમાત્માની પ્રાર્થના વિષે, મધ્યમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાંના મહાનિર્ચથીય-અનાથી મુનિના અધ્યયન વિષે અને અંતમાં ચરિતાનુવાદરૂપે શ્રી સુદર્શન ચરિત્રનું નિરૂપણ કરવામાં આવેલ છે.
પ્રારંભમાં કવિ વિનયચંદ્રજી કુંભટ કૃત ર૪ તીર્થંકર-પ્રાર્થના વિષે આધ્યાત્મિક રીતે પ્રકાશ પાડવામાં આવ્યો છે અને પ્રાર્થનનું જીવનવિકાસમાં કેટલું મહત્ત્વનું સ્થાન છે તે બતાવવામાં આવેલ છે.
જીવનને નિયમિત અને પ્રભુમય બનાવવામાં પ્રાર્થના એક અમેઘ સાધન છે. જો કે, આજના બુદ્ધિવાદના જમાનામાં શ્રદ્ધાભાવને લોપ થતું જાય છે અને તેનું સ્થાન તક લેતે જાય છે પણ જે તત્તવની શોધમાં બુદ્ધિ પણ બુટ્ટી થઈ જાય છે અને તર્ક પણ પાછો ફરે છે તે તર્ક અને બુદ્ધિથી પર અગમ્ય આત્માના અસ્તિત્વ વિષે પણ નાસ્તિકતા ઉદ્દભવે છે તે પછી પરમાત્માની પ્રાર્થના વિષે આસ્તિકતા કયાંથી હોય? ભલે નાસ્તિકવાદની દષ્ટિએ પરમાત્માની પ્રાર્થનાનું મૂલ્ય કાંઈ ન હોય પણ જેમને પરમાત્મા અને આત્મા પ્રતિ અચલ શ્રદ્ધા છે તેમને માટે પ્રાર્થના એ તો વિકારવિષને દૂર કરવાનું જીવનઔષધ છે. પૂજ્યશ્રી પણ પ્રાર્થનાને જીવનસાધનાનું એક મુખ્ય અંગ સમજી પ્રત્યેક કાર્યમાં તેને મહત્ત્વ આપે છે. પૂજ્યશ્રીએ પ્રાર્થના વિષે પિતાનાં જે મૌલિક વિચારો વર્ણવ્યા છે તે પ્રત્યે વાચકનું અમે ખાસ ધ્યાન ખેંચીએ છીએ.
Page #5
--------------------------------------------------------------------------
________________
Ο
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું શ્રી જિનાગમમાં ઘણું જ મહત્ત્વનું સ્થાન છે. ભગવાન મહાવીરે જગતકલ્યાણ માટે અંત સમયે જે અમૃતવાણી ઉપદેશેલી છે અને જે ઉત્તરાધ્યયનસૂત્રને નામે એળખાય છે, તે ઉત્તરાધ્યયનસૂત્રને સમસ્ત પ્રવચનના સાર કહેવામાં આવે તે તેમાં કાંઇ ખાટું નથી. આ ઉત્તરાયન સૂત્રમાં મહાનિમ્રન્થીય અધ્યયનનું સ્થાન તા કાઇ અપૂર્વ જ છે. સિદ્ધાન્તસાગરને આ અધ્યયનરૂપી ગાગરમાં ભરી દેવામાં આવેલ છે. આ અધ્યયનમાં જે કાંઇ કહેવામાં આવ્યું છે, તેને સાર માત્ર એટલેા જ છે કે, ‘દ્રવ્યથી અને ભાવથી તમારા ડોકટર તમે પેાતે અનેા. ' આ પ્રમાણે પેાતાના ડૉકટર પોતે બનવાથી કાઇના શરણે જવાની–કાઇની લાચારી કરવાની જરૂર નહિ રહે. આત્માની શક્તિથી આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ ત્રણે પ્રકારનાં સંતાપ શમી જાય છે. આ રીતે આ અધ્યયનમાં આત્મિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું-અનાથ છતાં વિચારણાના બળે સનાથ બનવાનું–દૃષ્ટિબિંદુ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવેલ છે. અનાથી મુનિએ શ્રેણિક રાજાને આત્મિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને-પરપદાર્થીની અનાથતાને દૂર કરી ‘સનાથ' બનવાનેા જ ઉપદેશ આપ્યા હતા. જ્યાંસુધી આત્મા પરપદાર્થીની ગુલામી છેડતા નથી ત્યાંસુધી તે સ્વતંત્ર બની શકતા નથી પણ પરપદાર્થોને પરવશ રહે છે. અને પરવશતા–પરાધીનતા એ જ મોટું દુઃખ છે. દરેક પ્રકારના સુખનું મૂળ કારણુ આત્મિક સ્વતંત્રતા છે અને દુ:ખનું કારણ આત્મિક પરતંત્રતા છે અને એટલા જ માટે સનાથ મુનિએ રાજા શ્રેણિકને આત્મિકસ્વતંત્રતાના ખીજમંત્ર સંભળાવ્યા હતા કેઃ—
अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं य, दुप्पट्ठिय सुप्पट्ठियो ॥
—( ઉ. અ. ૨૦-૩૭)
અર્થાત—આ આત્મા જ સુખ-દુઃખને કર્તા તથા હોં છે. અને આત્મા જ પેાતાને મિત્ર કે શત્રુ છે. ગીતામાં કહ્યું છે તે પ્રમાણે:
उद्धरेदात्मनात्मानं, नात्मानमवसादयेत् ।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥
અર્થાત્—આભાદ્રારા જ આત્માના ઉદ્ધાર કરેા. આત્માદ્વારા આત્માનું પતન ત કરેા, આત્માના સંકલ્પદ્વારા જ પદાર્થોની પરવશતા છેાડી આત્માને સ્વત ંત્ર-સનાથ બનાવા અને નિષ્કામ સંકલ્પદ્વારા આત્મસિદ્ધિ સાથે! એ જ આ અધ્યયનને સંક્ષિપ્ત સાર છે.
આત્માને સ્વતંત્ર-સનાથ બનાવવાને સનાથ મુનિએ જે વિજયમંત્ર સંભળાવ્યા છે તે વિજયમંત્રને જીવનમાં તાણાવાણાની માફક વણવા માટે જીવાત્માએએ આધ્યાત્મિક વિકાસ કેવી રીતે કરવા જોઇએ તે વિષે પૂજ્યશ્રીએ વ્યવહાર અને નિશ્ચયની દૃષ્ટિએ જે શાસ્ત્રીય ગવેષણા અને વિદ્વતાપૂર્ણાંક પ્રવચન કરેલ છે તે ઉપરથી શાસ્ત્રની ગહનતા અને તેની અપૂતા ખ્યાલમાં આવ્યા વગર નહિ રહે. શાસ્ત્રના આ ગહન વિષયને પૂજ્યશ્રીએ ગીતા, ઉપનિષદ્, શાંકરભાષ્ય, ઐહદન, કુરાન આદિના પ્રમાણેાદ્રારા અનેકાન્તવાદની દૃષ્ટિએ સ્પષ્ટ રીતે પરિસ્કટ કરી પોતાના અનુભવજ્ઞાનને આ વ્યાખ્યાનસગ્રહમાં નિચેાડ-મૂકી દીધેા છે એમ કહીએ તે કાંઈ અતિશયેાક્તિભર્યું નથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનના અંતમાં, ધર્મતત્ત્વને સરલતાપૂર્વક સમજાવવા માટે સુદર્શન શેઠની ચરિત્રકથા આલેખવામાં આવી છે. ભગવાનની ગંભીર વાણી જ્યારે સીધી રીતે સમજમાં આવતી ન હેાય ત્યારે સાધારણ જનસમાજ સમજી શકે એ માટે ચરિત્રકથાના આશ્રય લેવા પડે છે. ચિરત્રને પ્રથમાનુયાગ કહેવામાં આવે છે અર્થાત્ પહેલી શ્રેણિના બાળ જીવાને માટે આ ચિરતાનુયોગ બહુ લાભપ્રદ છે. આ ચરિત્રકથામાં ગૃહસ્થશિરામણિ સુદર્શન શેઠની શીલ કથા આપવામાં આવી છે. આ કથામાં મુખ્યત્વે જો કે શીલનું વર્ણન છે પણ તેની સાથે સંબંધ ધરાવતા દાન, તપ અને ભાવનું પણ ગાણુરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. આ કથાત્મક ચિત્રકથનમાં ગારક્ષા, નગરવ્યવસ્થા, સંતતિનિયમન, બ્રહ્મચર્ય, શિક્ષાપ્રણાલી, માનવજીવન, જૈનધર્મની વ્યાપકતા આદિ જીવનસ્પર્શી વિષયાને એવી રીતે પ્રાસંગિક ચર્ચવામાં આવ્યાં છે કે જાણે સુદર્શન શેઠ સમાજસુધારક, રાષ્ટ્ર" વિધાયક અને ધનાયક તરીકે સમાજસુધારણા, રાષ્ટ્રવિકાસ અને ધર્મવિષયક અનેક વાર્તાને જનસમાજને કષ્યએધ કરાવતા હોય એમ લાગે છે.
આ રીતે સુદર્શન શેઠની ચરિત્રકથાદ્વારા સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક જીવનને સ્પર્શતા વિષયાન, વ્યવહાર અને નિશ્ચયની દૃષ્ટિએ મર્યાદિત સાધુભાષામાં, સર્વાંગીણ વિચાર કરવામાં આવ્યા છે.
આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના, સનાથ-અનાથ વિષે શાસ્ત્રવિચાર અને સુદર્શન શેઠના ચિરત્રના એવા સુંદર સુમેળ સાધવામાં આવ્યે છે કે જાણે એ ત્રણેય વિષયેાના પારસ્પરિક સબંધ સંકળાએલા જ હાય એમ જણાય છે.
જૈનધમ કેટલા બધા વ્યવહા અને વ્યાપક છે અને વિશ્વધર્મમાં તેનુ કેટલું મહત્ત્વનુ સ્થાન છે તે આ વ્યાખ્યાનસંગ્રહમાં પ્રતિપાદિત અહિંસા અને એકાન્તવાદના સિદ્ધાંતથી જણાઇ આવશે. જૈનધમ એ કાઇ ધર્મના પ્રતિસ્પર્ધી ધમ નથી પણ તે ધ આચારમાં ઉતારવાના ધર્મો છે અને એ દૃષ્ટિએ જૈનધમ અમુક જાતિને કે અમુક વ્યક્તિને ધ નહિ પણ બધાના આચારણીય–આદરણીય ધમ છે. જૈનધર્માંના અહિંસાવાદ એક બાજુ પ્રાણીમાત્રને સુખી જીવન ગાળવાનું અભયંદાન આપે છે અને બીજી બાજુ તેના અનેકાન્તવાદ બધાંને આંતરકલહ શાન્ત કરે છે, અહિંસા અને અનેકાન્તવાદ એ જૈનધર્મની અન્ને બાજુએ છે. અહિંસા અને અનેકાન્તવાદ એ એ જૈનધર્મના મહાન્ સિદ્ધાન્તાનું આ વ્યાખ્યાનસંગ્રહમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પુનર્જન્મ, આત્મસિદ્ધિ, લેશ્યા આદિ આધ્યાત્મિક વિષયા ઉપર પણ સુંદર પ્રકાશ પાડવામાં આવ્યા છે.
સંક્ષેપમાં ધર્મ, નીતિ, સમાજસુધારણા, રાષ્ટ્રીયવિકાસ આદિ વિષયેાદ્વારા જીવનવિકા સના રાજમાર્ગ બતાવવામાં અને જૈનદર્શનનાં પ્રાણભૂત સિદ્ધાન્તાદ્વારા જૈનત્વનું રહસ્ય સમજાવવામાં સહાયભૂત નીવડે એવા આ વ્યાખ્યાનસંગ્રહ છે. જૈનધમ કેટલા બધા વ્યવહાય અને વ્યાપક છે તેને સ્પષ્ટ ખ્યાલ, આ વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનાના વાચન-મનન કરવાથી આવ્યા વગર નિહ રહે.
આ વ્યાખ્યાનસંગ્રહના પ્રકાશનના મુખ્ય હેતુ જૈનધમ નાં મૂળભૂત સિદ્ધાન્તાના પ્રચાર થાય એ છે. અને સાથે સાથે સાધુસમુદાય એછા હાવાને કારણે જે નાનાં ગામડાંઓમાં
Page #7
--------------------------------------------------------------------------
________________
કે નગરમાં કે જ્યાં સાધુઓનાં ચાતુર્માસ થતાં નથી અને દરિયા પારના દેશમાં કે જ્યાં સાધુઓનું આવાગમન થઈ જ શકતું નથી ત્યાં વસતા જનબંધુઓ આ વ્યાખ્યાનને લાભ લઈ ધર્મબોધ પામી શકે અને સામાયિકમાં નિવૃત્તિજીવનનો સદુપયોગ કરી શકે એ દૃષ્ટિએ પણ આ પ્રકાશન પ્રકાશિત કરવામાં આવ્યું છે. આશા છે કે પ્રકાશનના હેતુને બર લાવવામાં આ પુસ્તક થોડું કે ઘણું સહાયભૂત નીવડશે તો પણ તેની પાછળ સેવવામાં આવેલો શ્રમ સાર્થક જ છે.
- - આ જે વ્યાખ્યાનસંગ્રહ જનસમાજ સમક્ષ મૂકવામાં આવે છે તે કાંઈ તૈયાર કરેલ વ્યાખ્યાન નથી પરંતુ રાજકોટ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીએ જે વ્યાખ્યાને ફરમાવેલ, તેની હિંદી નોંધ શ્રી રતલામ હિતેષુ શ્રાવક મંડલ તરફથી પંડિત શંકરપ્રસાદજી દીક્ષિતે લીધેલ તે ઉપરથી તેનો ગુજરાતી અનુવાદ શ્રી શાન્તિલાલ વનમાળી શેઠ ન્યાયતીર્થદ્વારા કરાવી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એટલે વ્યાખ્યાનોની મૂળ નોંધ લેવામાં કઈ કઈ જગ્યાએ વિચારબદ્ધતા જળવાઈ ન હોય કે પ્રાસંગિક કહેવામાં આવેલાં વિષયના ભાવની પરિરપુટતા થઈ શકી ન હોય તો તે સ્વાભાવિક છે. " તેમ છતાં શ્રી શાન્તિલાલે ખંત અને શ્રમપૂર્વક અનુવાદનું કાર્ય કરી પૂજ્યશ્રીના મૂળ ભાવને જાળવી, વ્યાખ્યાનને સ્પષ્ટતાપૂર્વક જનસમાજ સમક્ષ રજુ કરવા બનતું કરેલ છે તેની નોંધ લેતાં આનંદ થાય છે,
આ પુસ્તકના પ્રકાશન અંગેની વ્યવસ્થા કરવામાં શ્રી હરખચંદ કેશવજી વોરાએ તથા મફશોધન કરવામાં શ્રી વાડીલાલ કાકુભાઈ સંઘવીએ ઉમંગભેર સહકાર આપી જે સંતોષ આપે છે, તેની નેંધ લેતાં હર્ષ થાય છે.
આ પ્રકાશનમાં વ્યાખ્યાની નોંધ લેવામાં દૃષ્ટિદોષથી કે સમજફેરથી કઈ ભૂલ રહેલી માલુમ પડે છે તે માટે પ્રકાશક ક્ષમાર્થી છે. 1. શ્રાવણ સુદ પૂનમ
ચુનીલાલ નાગજી વોરા . સંવત ૧૯૯૩ રાજકોટ
વ્યવસ્થાપક
-
-
-
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષયસંક્ષેપ
[ વ્યાખ્યાનોની સંક્ષિપ્ત વિષયોંધ]
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદી ૨ સેમવાર
પ્રાર્થના. ભગવાન કુન્થનાથ. પ્રાર્થનાનું મહત્ત્વ. અનાથી મુનિ. સૂત્ર પ્રવચનને સાર-શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ. ત્રિવિધ સંતાપ. અર્થ અને ધર્મ. ધર્મજ્ઞાન. સિદ્ધના અર્થો. દ્રવ્યમંગલ અને ભાવમંગલ. કુરાનને સારરહિમાને રહિમ” દયા-બધાં ધર્મોને સાર. આત્મધર્મ. પાપનું મૂળ-હિંસા. મોમિન અને કાફિરની વ્યવસ્થા. સૂર્યને પ્રકાશ અને ભગવદ્દવાણી સુદશન. ચરિતાનુવાદની આવશ્યકતા અને તેની મુશ્કેલી. ધર્મનાં ચાર અંગે. શીલની પ્રધાનતા. શીલની વિસ્તૃત
વ્યાખ્યા. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. (પૃષ્ઠ ૧-૧૧) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ અષાડ વદી ૩ મંગળવાર
પ્રાર્થના. ભગવાન અરહનાથ. અનાથી મુનિ. મહાનિગ્રંથીય અધ્યયનને અર્થ મહાનના આઠ પ્રકાર અને તેનું વિવેચન. નિગ્રંન્યને સ્પષ્ટાર્થ દ્રવ્ય ગ્રન્યિ અને ભાવ પ્રન્જિ. નિર્ઝન્ય પ્રવચન. “અનુબંધ ચતુષ્ટય’ શાસ્ત્રને સમજવાની ચાવી. ઉદેશ અને પ્રવૃત્તિ. મોક્ષનું દ્વાર. ચિત્તની સમતોલવૃત્તિ. સચિત્તનું લક્ષણ. આત્મવાદી અને જડવાદી. સાચા મહાન કોણ? સંસારમાં શાન્તિ કેમ સ્થપાય ? ક્રોધ અને પ્રેમ. પુદ્ગલોની ગુલામી-દુઃખ. સુદર્શન. ધન્યવાદને પાત્ર-ધર્મ. ક્ષેત્ર અને ક્ષેત્રવિપાકી ગુણ.ભારતીયતાને
ન ભૂલો. નગરવ્યવસ્થા. (પૃ. ૧૧-૨૦ ) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ અષાઢ વદી ૪ બુધવાર.
પ્રાર્થના. ભગવાન મલ્લિનાથ. સ્ત્રીઓને ગુણવિકાસ. અનાથી મુનિ. અનુબંધચતુષ્ટય. “નિસહી” નો ઉદ્દેશ. પાંચ અભિગમન. સાધુજીવનની શિક્ષા. ધર્મોપદેશકનું લક્ષણ. જ્ઞાનીજનેને સબોધ. સુષુપ્તિ-જાગૃતિ વિષે બે મિત્રોની કથા. ભગવદ્ભક્તિપરમાત્માનું નામ અને નિયમનું પાલન. સુદર્શન. રાજાનું ગુણવર્ણન. નાટકનું
ભૂત. સુદર્શનની શીલરક્ષા. (પૃ૦ ૨૧-૩૦), વ્યાખ્યાન: સંવત ૧૯૨ અષાડ વદી ૬ ગુરુવાર.
પ્રાર્થના. ભગવાન મુનિસુવ્રતનાથ. આત્મદેવદર્શ બને. પાપનું પ્રાયશ્ચિત્ત. અનાથી. મુનિ. સિદ્ધ અને સાધક, પુરુષપ્રયત્ન અને મહાપુરુષોની સહાયતા. આત્માને નિરન્વય નાશ. બદ્ધસિદ્ધાન્તનું ખંડન. આત્માને સાન્વય નાશ–તસ્વનિરૂપણ. રત્નને વ્યાપક અર્થ. ધર્મરત્ન. ઉદ્દેશપતિ વિષે ચોરની કથા. આપત્તિને ઉપદેશ. “રામને આધ્યાત્મિક અર્થ. સુદર્શન. દ્રવ્ય અને ભાવશીલ. શીલની શક્તિ. વીર્યરક્ષા એ જીવન. વીર્યનાશ મૃત્યુ. સંતતિનિરોધનાં કૃત્રિમ ઉપાય હત્યારા રિવાજ. પાપાચારની વૃદ્ધિ. વીર્યરક્ષા વિષે તત્ત્વવેત્તા છે. પૅરનું મતવ્ય. બ્રહ્મચર્યપાલન વિષે પવનસુતનું દૃષ્ટાંત. (પૃ. ૩૦-૪૧)
Page #9
--------------------------------------------------------------------------
________________
८
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૦ સામવાર
પ્રાર્થના, ભગવાન પાર્શ્વનાથ, આત્માનું ચિદાનંદસ્વરૂપ. કલ્પનાને ભ્રમ. જૈનદર્શનની અપૂર્વતા અને સંપૂર્ણતા, આત્મા-શરીરને ભિન્ન સ્વભાવ. અનાથી મુનિ. સ’સારવ્યવહાર તથા નિશ્ચય દષ્ટિએ. સનાથ-અનાથનું રહસ્ય. શ્રેણિકના બિંબિસાર નામ વિષે પ્રસિદ્ધ કથા. ધર્માંસંપદા. સાચી વીરતા. કામદેવની ધ દૃઢતા, ભૂતાદિના ભય. દૈવી અને આસુરી પ્રકૃતિનું વર્ણન. ધ દૃઢતાથી પિશાચને દેવ બનાવ્યા. સુદર્શન. પ્રાચીન–અર્વાચીન નગરવ્યવસ્થા. પાશ્ચાત્ય સભ્યતા. પુનર્જન્મસિદ્ધિ. ચતુર્ભુજ અને ચતુષ્પાદની સરખામણી. પતિ-પત્નીધ. (પૃ૦ ૪૧-૫૨)
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૧ મંગળવાર
પ્રાર્થના ભગવાન મહાવીર. આત્માન્મુખ થવાના સરલ મા. પ્રાર્થના. દ્રવ્ય અને પર્યાય. આત્માની સમાનતા. શરીર અને આત્માની ભિન્નતા અનાથી મુનિ. સમકિતરત્નની રક્ષા. તીર્થંકરોત્ર. શ્રદ્ધાપૂર્ણાંક ક્રિયા. ચેલના રાણીની ધમ ભાવના. ગુરુની પરીક્ષા. ધર્મ અને સંધ સુદર્રન. ‘ વિહારયાત્રા ’ ના સ્પષ્ટા, વાયુસેવન. હવાના ભેદ ઞાપાલનની આવશ્યકતા. ગાપાલક 'કૃષ્ણુ, ગૌચરભૂમિની મુશ્કેલી. આશ્રિતાની રક્ષા. મહાત્માદન. ( પૃ॰ પર-૬૨)
'
વ્યાખ્યાન: સવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૨ બુધવાર.
પ્રાથૅના. ભગવાન આદિનાથ. સાંસારિક કામનાના ત્યાગ. ભગવદ્ભક્તિની નાકા. અનાથી મુનિ. વૃક્ષના ઉપકાર. જીવનમાં મિત્ર કરતાં વૃક્ષાની વિશેષ આવશ્યકતા. અજાતશત્રુ વૃક્ષ. વૃક્ષ અને પક્ષીએ. મેાજશેાખ માટે પક્ષીએની હત્યા. ત્યાગદ્રારા અભયદાન આપે. દયાના વાસ. સ્વાભાવિક અને કૃત્રિમ સુગંધ. જીવનસુધાર. સુદર્શન પ્રકૃતિના મેધપાટ. ઝરણાની શિક્ષા. પ્રકૃતિની મૂંગી સહાયતા. પુણ્યાનુબંધી પુણ્ય. તપેાધની મહાત્મા. ધ્યાનમગ્નતા. (પૃ. ૬૨-૭૨ )
વ્યાખ્યાન ઃ સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૩ ગુરુવાર
પ્રાર્થના. ભગવાન અજિતનાથ. અનન્ય ભક્તિ. આનંદ શ્રાવકના આદર્શો, ધર્મોમાં ઉદારતા. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. અનાથી મુનિ. નંદનવન અને મડિક્રુક્ષ ભાગની સરખામણી. મહેલ અને ખેતરનું ઉદાહરણ. પવિત્ર રાજકોટ કે સ્વ. રાજગૃહી અને રાજકોટ, સકામનિષ્કામ ક્રિયા. સત્યસ્વામિત્વ. સંસારનું સુખ, ઉત્તમ ભૂમિ વિષે સંવાદ. મુદ્દન. જંગલમાં મોંગલ, સંતસમાગમ, નવકારમંત્ર. આદશ શેઠ. શીલવ્રતને ધન્યવાદ. (પૃ૦ ૭૨–૮૨ )
વ્યાખ્યાનઃ સવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૪ શુક્રવાર.
પ્રાર્થના, ભગવાન સંભવનાથ. પારમાર્થિક પ્રાર્થના, સાચું સુખ. આદર્શોદાન અનાથી સુનિ. વિજ્ઞાનની દૃષ્ટિએ પુષ્પાનાં રંગ. ગુરુનું મહત્ત્વ. વિજ્ઞાન અને લેસ્યા. ફુલ અને લેશ્યાનું સામ્ય. દ્રવ્ય સાથે ભાવ, આહાર તેવા એડકાર, દારૂમાંનિષેધ, ભાગેાપભાગામાં વિવેક. ભાવ ધન. સુદર્શન. ગોપાલનનું મહત્ત્વ-ગારક્ષા, અનુમેાદનાનું ફળ, નિગ્રન્થ-પ્રવચન. ધાર્મિકભાવનાનેા પ્રચાર. પ્રભુનામની સાથે કતા. નવકારમત્રને મહિમા. તે વિષે શ્રીમતિની કથા, (પૃ. ૮૨-૯૩)
Page #10
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૨ અષાઢ વદી ૦)) શનિવાર,
પ્રાર્થના. ભગવાન અભિનંદનનાથ. દુઃખનિકંદન. આધ્યાત્મિક સુખ. અનાથીયુનિ. ભૌતિક સુખ. સંયમનું વાતાવરણ. સાધુ અને વૃક્ષની સમાનતા. સહિષ્ણુતા વિષે ભીમનો ઉપદેશ. વેત્રવતી નદીની પ્રાચીનકથા વૃક્ષને આદર્શ. વૃક્ષોની દયા. સુદર્શન. શ્રાવકોનું કર્તવ્ય. ધર્માભ્યાસ વિષે જિતશત્રુ રાજાની કથા. સમકિતીનું લક્ષણ. સત્યની ઉપાસના વ્રતવિચાર. સત્યની અનિવાર્ય આવશ્યકતા. જીવનમાં સત્યનું સ્થાન. પુગલોનું પરિવર્તન. આત્મસુધાર. ધમને સાર-નવકારમંત્ર. વહેમ અને ભૂતને ભય.
ભૂતનાં સંસ્કાર. ધર્મશ્રદ્ધા અને નિર્ભયતા કેળવો. (પૃ. ૯૩–૧૦૩). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૧ રવિવાર.
પ્રાર્થના. ભગવાન સુમતિનાથ. પરમાત્મા સાથે પ્રીતિસંબંધ. આગારધર્મ-અનગારધર્મ. અનાથી મુનિ. ચિત્યનો અર્થ સાધુની વ્યાખ્યા. મુક્તિનો માર્ગદર્શક-સાધુ. ઉદારતા કેળ, ઉદારતા વિષે હાથીનું દૃષ્ટાંત. સાધુતા અને તવશ્રદ્ધા. ગુણ અને રૂ૫. સિદર્યને સંબંધ-હદય સાથે સુદર્શન. સંસ્કાર અને સંસ્કૃતિ. માતાપિતાનું સંતાને પ્રત્યે કર્તવ્ય. નિર્ભયતાનાં સંસ્કારો. બુદ્ધિને સદુપયોગ. સચ્ચરિત્રતા અને પરોપદેશ. સમયની કીંમત. સદાચાર–રામને રંગ. ‘હરિની વ્યાખ્યા. ભક્તની પરીક્ષા. સુભગના
પ્રેમભાવની કસોટી. (પૃ. ૧૦૩–૧૧૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૩ મંગળવાર.
પ્રાર્થના. ભગવાન પદ્મનાથ. પરમાત્માનું નામસ્મરણ-સરલ પ્રાર્થના. અનાથી મુનિ. નામ અને રૂપને સંબંધ. ચાર પ્રકારનાં સત્યો. રૂપવર્ણન. મોહાંધતા. સ્ત્રીરૂપ અને પુરુષરૂપની સરખામણી. દૃષ્ટિ તેવી સૃષ્ટિ. રૂપૌંદર્યની કલ્પના. રૂચિ અને મોહાંધતા. અનાથી મુનિનું હદયસૌદર્ય. સુદર્શન. નવકારમંત્રનો પ્રતાપ. આધ્યાત્મિક વિકાસ શ્રેણિ. શરીરનું પરિવર્તન. તર્કબુદ્ધિ અને શ્રદ્ધાબુદ્ધિ. સાચી સંપત્તિ અને વિપત્તિ.
(પૃ. ૧૧૩–૧૨૧). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૪ બુધવાર.
પ્રાર્થના. ભગવાન સુપાર્શ્વનાથ. ભક્તિનું સ્વરૂપ અનાથીમુનિ. કામવિકારનાં ચશ્માં. વર્ણ અને રૂપનો તફાવત. સુવર્ણની વિશેષતા. દ્રવ્યરૂપ અને ભાવરૂપ. પગલિક ચીજોની નશ્વરતા. દષ્ટિફેર વિષે રામની કથા. માટે જુલ્મી સ્નેહ-રાગ સુદર્શન.બાળકોને આત્મવિશ્વાસ. બાળકો અને જ્ઞાનીજનોની સમતુલના. ધર્મનો મર્મ. કાર્યકારણનો સંબંધ. કામવિકારને જીતવાની ચાવી–આત્મવિશ્વાસ. ભાવશુદ્ધિનું દાન. દાનનો બદલે.
પતિ પત્નીની જુદી પથારીની વ્યવસ્થા સ્વપ્નસિદ્ધિ. પુત્રનાં લક્ષણ પારણે (પૃ.૧૨૧-૧૩૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૫ ગુરુવાર,
પ્રાર્થના. ભગવાન ચંદ્રપ્રભુ. કારનું મહત્ત્વ. મંત્રીભાવના અને પરમાત્માની પ્રીતિ અનાથીયુનિ. “આર્યને સ્પષ્ટાર્થ. દ્રવ્યસંગ્રહનું દુષ્પરિણામ. સિક્કાના પ્રચલનથી અશાન્તિ. કંચન-કામિનીને મમત્વત્યાગ. સમતા વિષે વૈજ્ઞાનિક વિચાર. આર્યતા અને સમતાનો પારસ્પરિક સંબંધ. વિજ્ઞાનધારા ધર્મનું સંશોધન. પુનર્જન્મની અનુમાનદ્વારા સિદ્ધિ, આત્મજાગૃતિ. સ્વર્ગ અને નરકગમનની ખાત્રી. વૈરત્યાગ અને મૈત્રીજીવન. સંવત્સરીને આદર્શ. સુદર્શન. માતાને દેહદ અને બાળકનું ભવિષ્ય. ગર્ભવતી
Page #11
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીનું કર્તવ્ય. સંતતિનિરોધને સાચે માર્ગ–બ્રહ્મચર્ય. ગર્ભવતી સ્ત્રીને માટે તપશ્ચર્યા
અયોગ્ય છે. ધર્મની ખોટી સમજણ. બાળકોની સંસ્કારશુદ્ધિ. (પૃ. ૧૩૧-૧૪૦) વ્યાખ્યાન: સંવત ૧૯૦ર શ્રાવણ સુદી ૬ શુક્રવાર,
પ્રાર્થના. ભગવાન સુબુદ્ધિનાથ. અનાથીમુનિ. આત્માનો વાચાર્ય અને લક્ષ્યાર્થીને સ્પષ્ટાર્થ. આર્યમુનિની સોમતા, ક્ષમાના સ્વરૂપ વિષે ત્રણ મિત્રોનું ઉદાહરણ. તમો ગુણ અને સત્ત્વગુણી ક્ષમા. ગુણપરીક્ષા. નમસ્કાર અને વિવેક. સાચે ગણગણાટ, મધમાખીની કાર્યકૌશલતા. સુદર્શન. ધર્મકથાને ઉદ્દેશ. માતાપિતાનું કર્તવ્ય. વર્તમાન પ્રસૂતિગૃહે. ગર્ભની અનુકંપા. પ્રસૂતાની સૂબા વિષે ગેરસમજણ. અમેરીકન નર્સોનું પ્રશસ્ત કાર્ય.જન્મોત્સવ અને સહધર્મવાત્સલ્ય.પુણ્યવાનની પરીક્ષા.સુદર્શનનું નામકરણ.
(પૃ. ૧૪૦-૧૪૯) વ્યાખ્યાન: સંવત ૧૯કર શ્રાવણ સુદી ૭ શનિવાર
પ્રાર્થના. ભગવાન શીતલનાથ. અસલી અને નકલી પ્રાર્થના. સગુણપ્રેમ એ જ પરમાત્માને જયકાર, અનાથી મુનિ. ક્ષત્રિયોની ગુણપૂજા. પ્રદક્ષિણાને અથ અને તેનું મહત્ત્વ. વિનયની આવશ્યક્તા વિષયભોગ વિરુદ્ધ ધર્મ. મનુષ્યભવની દુર્લભતા વિષે ભિન્ન ભિન્ન વિચાર. પાશવિક જીવન અને માનવી જીવન. ધર્મની વિશેષતા. સુદર્શન, પાંચ ધાત્રીઓ અને ૧૮ દેશની દાસીએ. બાળકનું સંરક્ષણ અને સંવર્ધ્વન. દુધ અને માંસ વિષે તાત્વિક વિચાર. પ્રેમ અને ક્રોધનું સ્વરૂપ. પાંચ ધાત્રીઓનાં કર્તવ્ય. બાળકને શરીરવિકાસ. જીવનસુધારની પ્રાથમિક શિક્ષા, સંસ્કારને પ્રભાવ.
(પૃ૦ ૧૪૯-૧૫૯). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૧૦ મંગળવાર
પ્રાર્થના. ભગવાન વાસુપૂજ્ય. - ભક્તની ધર્મદઢતા. પ્રાર્થનામાં નિર્ભયતાની આવશ્યકતા. અનાથી મુનિ. સાધુ અને અસાધુનો નિર્ણય. વિવેકબુદ્ધિની જરૂર. સાધુસમાજને આહન. “નાથ”ની વ્યાખ્યા. ધર્મના આધાર વિષે પક્ષી અને વાંદરાની કથા. સુદર્શન. સદાચારનો અર્થ. પુરુષાર્થની આવશ્યકતા. સાચી શિક્ષા. વર્તમાન દૂષિત શિક્ષાપ્રણાલી. વિદ્યાનો આદર્શ. બાળકોને શક્તિસંચય. ૭૨ કલાનું શિક્ષણ. ધર્મ અને શિક્ષા વિષે સમુદ્રપાલનો શાસ્ત્રો લેખ, ધર્મનું જીવનમાં સ્થાન. ધર્મ
અને નીતિ. ધર્માત્માઓની ઉદારતા. (પૃ. ૧૫૯-૧૬૮ ) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૧૧ બુધવાર
પ્રાર્થના. ભગવાન વિમલનાથ. પરમાત્મા ને મુખ્ય અને સંસારને શૈણ માને, અનાથી મુનિ. ઋદ્ધિને અર્થ અને તેને પ્રકાર ત્યાગને મહિમા. મનુષ્યજન્મની સાર્થકતા વિષે ભગી અને ત્યાગીની યુક્તિપ્રયુક્તિ. કરોળીયા અને મધમાખીની કળા. સુદશન. કળાની સાધના. મનુષ્યજન્મની દુર્લભતા. સાધુઓ ભારરૂપ નથી. મહાત્માએને ભેદભાવ હોતો નથી. બાળવિવાહથી આધ્યાત્મિક તથા વ્યાવહારિક હાનિ. કુશિક્ષાનું દુષ્પરિણામ. બાળલગ્નને નિષેધ. માતૃદેવો ભવ. માતૃભાષાને આદર. સ્ત્રીપુરુષને સહચાર. પુરુષોની ૭૨ કલા. સ્ત્રીઓની ૬૪ કલા. ગુરુનું સન્માન. વરકન્યાની રૂપ-વન-ગુણ વગેરેની સમાનતા. વૃદ્ધવિવાહનું દુષ્પરિણામ. સ્વયંવરની પ્રાચીન પ્રથા. (પૃ૦ ૧૬૮-૧૭૯)
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
વ્યાખ્યાન : સંવત ૧૯૦ર શ્રાવણ સુદી ૧૨ ગુરુવાર
પ્રાર્થના. ભગવાન અનંતનાથ. પરમાત્માનો પરિચય. વિવેકજ્ઞાન. અનાથી મુનિ. મનુષ્યજન્મ ભોગેના ઉપભાગ માટે નથી. મનુષ્યજમની મહત્તા, તપ સાધના, ઉપવાસની ઉપયોગિતા. પરવસ્તુની અનાથતા. અનાથ બીજાના સનાથ બની ન શકે તે વિષે મીરાં અને તેની સખીઓને સંવાદ. સાચો પ્રીતિસંબંધ સુદર્શન. વિવાહની યોગ્યતા. બ્રહ્મચર્ય અને વિવાહ લગ્નસંબંધ કન્યાની પસંદગી. કન્યાની સલાહ લેવી ગ્ય
છે ? સ્ત્રીઓની બ્રહ્મચર્ય પાલનની શક્તિ. બ્રહ્મચારિણીની જનસેવા. (પૃ૦ ૧૭૯-૧૮૮) વ્યાખ્યાન: સંવત ૧૯૦ર શ્રાવણ સુદી ૧૩ શુક્રવાર
પ્રાર્થના. ભગવાન ધર્મનાથ. લૈકિક અને પારલૈકિક પ્રીતિ. અનાથી મુનિ. બે પ્રકારના મહારાજા. સ્પષ્ટ કથન અને વાણિયાશાહી. રાજાની વિવેકબુદ્ધિ. અનાથતાનું આશ્ચર્ય ઋદ્ધિસિદ્ધિની સરખામણી. રાજાની નમ્રતા વિવેકપૂર્ણ વાણું વદવા વિષે રાજા ભેજનું દૃષ્ટાંત. અમૃત વાણી. જીભ કોદાળી સમાન છે. તે વડે સોનું અને કોલસો બન્ને ખોદી શકાય. સત્સંગતિ. મીઠી વાણું બોલવા વિષે બંગડીવાળાનું દષ્ટાંત. સુદર્શન. લગ્નનો આદર્શ વિવાહપ્રથાના પ્રચારક ભ૦ ઋષભદેવ. કજોડાવિવાહમાં કંકાસ. વરવિક્રય હાનિકારક. સ્ત્રી જાતિની પૂજ્યતા. સ્ત્રીપુરુષની સહકારભાવના. અસમાન સ્વભાવથી જીવનવ્યવહાર બરાબર ચાલતો નથી તે વિષે એક બ્રાહ્મણની કથા.
અતિથિસત્કારમાં વિવેક, પતિપત્નીમાં ધર્મભાવના. (પૃ. ૧૮૮-૧૯૮) વ્યાખ્યાન : સંવત ૧૯૯ર શ્રાવણ વદી ૨ મંગળવાર
પ્રાર્થના. ભગવાન અરહનાથ. નિર્વિક૯પ-સવિકલ્પ પ્રાર્થના. અનાથી મુનિ. આત્માની અનાથતા શેઠ અને પુત્રવધૂનું દષ્ટાંત. સામાયિકમાં ચિત્તની એકાગ્રતા. સનાથ-અનાથ. પરમાત્માને આત્મસમર્પણ ભાવના. અભિમાન છોડે. દીન બને. સપાધિક–નિરુપાધક દીનતા. કપિલનું દષ્ટાંત. દાસીની સાથે ભ્રષ્ટતા. ચેર તરીકે પકડાવું. લોભની પરંપરા. તૃણાને અવરોધ. ત્યાગ. મેહનું દૂર થવું. રાજાને ઉપદેશ અને ચેરને પ્રતિબોધ. સુદશન. વ્યાવહારિક-આધ્યાત્મિક શક્તિ. સ્વપ્ન અને પનર્જન્મ, મરી ઉંમર સુધી સંસાર વ્યવહારનો ભાર અને તેનો ત્યાગ. બાદ્ધ સાધ
માટે પ્રશંસનીય નિયમ. સારા ગુરુ મેળવવાને ઉપાય. (પૃ ૧૯૮-૨૦૮) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૩ બુધવાર
પ્રાર્થના, ભગવાન મહિલનાથ. સગુણ અને નિર્ગુણ પ્રાર્થના. અનાથીયુનિ. દુઃખ અને મધ્યસ્થ દૃષ્ટિ. પ્રાચીન નગરીની વિશેષતા. અર્થપત્તિ અલંકાર. પૂર્વજોની પ્રતિષ્ઠા. અનાથી ધનાઢયના પુત્ર. પુત્રધનને કારણે અનાથતા. સુદર્શન. નગરશેઠનું સ્થાન–રાજા અને પ્રજા વચ્ચેને વિશ્વાસપાત્ર પુરુષ. ઉદયપુરના નગરશેઠનું
ઉદાહરણ. કર્તવ્યનું ભાન. સંપત્તિ અને શક્તિને સદુપયેગ. (પૃ. ૨૦૮-૨૧૬ ) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૫ શુક્રવાર
પ્રાર્થના. ભગવાન મુનિસુવ્રત. અનાથી મુનિ. મળેલાં સાધનને દુરુપયોગ. આંખોની વેદના અને પિતાની અનાથતા. આંતરિક શત્રુઓ. શરીરની પરવશતા. સુદશન. ધર્મકથાને ઉદ્દેશ. પરોપકારવૃત્તિ. વૃક્ષ અને માનવજીવનની સરખામણી પશુપાલન અને શ્રાવકધર્મ. કૃપણુતા અને ઉદારતા, પરોપકારવૃત્તિ અને આદરસત્કાર. વૃક્ષછાયાની
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
શાન્તિ. મૈત્રીસંબંધનાં પ્રકારેા. દુર્ગુણા કેમ હાડાવી શકાય એ વિષે કાલકસૂરિ કસાઈની કથા. માનસિક પ્રવૃત્તિ. સંસ્કારાને સુધાર. તિ તેવી ગતિ અને ગતિ તેવી મતિ. અભયકુમારની ચતુરતા અને સુલકને અહિંસાપ્રેમ. (પૃ૦ ૨૧૬-૨૨૬) વ્યાખ્યાનઃ સંવત્ ૧૯૯૨ શ્રાવણ વા હું શનિવાર
પ્રાના. ભગવાન નેમિનાથ. સુજ્ઞાનીપણું. જડચૈતન્યને વિવેક. અનાથીમુનિ, વીરતા અને કાયરતા આંખાના ઉપયાગ વિષે સૂક્ષ્મદર્શ`ક યંત્રનું ઉદાહરણ. કાર્મ શરીરના સંસ્કાર વિષે વડવૃક્ષનું ઉદાહરણ. સુજ્ઞાની અને અજ્ઞાની. સુદર્શન. મિત્રતાને સંબંધ. સાચા મિત્ર-ધર્મ. મહાશતક શ્રાવકની ધર્મદઢતા. કપિલ અને પિલાની વિચારભિન્નતા, ભ્રષ્ટતાના પ્રકાર. દુનાની દુનતા. આત્મવચના અને છળકપટ, ભાવનાની પરીક્ષા. (પૃ૦ ૨૨૬-૨૩૬)
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૮ રવિવાર
પ્રાના. ભગવાન અરિષ્ટનેમિ. આત્મદર્શન અને પ્રભુભક્તિ. આત્મસાક્ષાત્કાર એ જ સાચું તત્ત્વજ્ઞાન. અનાથીયુનિ. શરીર અને આત્માની પૃયતા. શરીરને અધ્યાસ. ગણુધરવાણી. આંખોનું અમૃત-તેના સદુપયોગ. આત્માની અનાથતા અને શારીરિક પીડા, આત્માહાર. નિળતા અને સબળતા. રાગાત્પત્તિનું કારણ, રોગનાશનાં કારણેા. સાચી દવા. ઉપવાસની ઉપયોગિતા, બુદ્દિ અને ત. મુદ્દન. સત્યને વિજય, શીલપાલન અને એકાન્તવાસ. આત્માની સલાહ. બ્રહ્મચર્યના મેધપાઠ. (પૃ૦ ૨૩૬-૨૪૬) વ્યાખ્યાન: સવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૧૦ મગળવાર
પ્રાર્થના. ભગવાન પ્રાર્શ્વનાથ. વીતરાગતા સમાધિનું શ્રેષ્ઠ સાધન, પાર્શ્વનાથના પૂર્વભવનું વર્ણન. કમઠ તાપસની અંધક્રિયા. સમાધિભાવની સાધના. અનાથીમુનિ.આત્માના આત્માદ્વારા ઉહાર. સાવધાનતાની આવશ્યક્તા. પૈસાની પરવશતા. પિતા અને પુત્રની વ્યાખ્યા. અનાથતાનું ઔષધ-આત્મનિશ્ચય. સુદર્શન. પરસ્ત્રી પ્રત્યે માતૃભાવના. વેસ્યાનું વિષ. અંતરાત્મા અને હિરાભા. ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ, આજની શિક્ષા · મિઠુંવિષ. ' પુણ્યભૂમિના પુનરુહાર. (પૃ૦ ૨૪૬-૨૫૫) વ્યાખ્યાન; સવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૧૧ બુધવાર
.
.
પ્રાર્થના. ભગવાન મહાવીર. આત્મતત્ત્વવિચાર. દ્રવ્ય અને પર્યાય. ‘ સાડહં ' ના સ્પષ્ટા, અનાથીમુનિ, બ્બિરશેઠનું વર્ણન. માતૃપ્રેમ. નિષ્ઠુર માતા વિષે બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતાની કથા. સંતાનેા ઉપર માતાપિતાના ઉપકાર. માતાપિતાની સેવા કે દયા કરવી એ શું પાપ છે? આ ભ્રામક પ્રશ્નને સચોટ ઉત્તર. માતાપિતાના સંવાદ. મુનિએ કરેલું શંકાસમાધન, પુત્ર ઉપર માતાને અનહદ ઉપકાર. ત્રણ પ્રકારનું ઋણુ. ઉપાદાનના સુધારદારો ઋણમુક્તિ. માતાપિતાના કલ્યાણમાં સતાનાનું કલ્યાણુ, સુદર્શન. સ્વાર્થ અને પરમા. ઉત્સવની ઉપયોગિતા. ઇન્દ્રોત્સવ, રાજાજ્ઞા અને ધર્મપાલન. (પૃ૦ ૨૫૫-૨૬૩)
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૧૨ ગુરુવાર
પ્રાર્થના. ભગવાન ઋષભદેવ અને તેમનું જનસમાજનું સ્થાન. ધર્મની પુનઃસ્થાપના. વેદવ્યાસે કરેલી ભગવત્તુતિ. પરમાર્થી પુરુષો. ધર્મપર્વ-પર્યુષણુપ. અનાથીમુનિ. ભાતૃભાવ, મહાવીરનદિવર્ધન અને રામલક્ષ્મણ-બંધુએલડી વિષે સંવાદ. સનાથ-અનાથ.
Page #14
--------------------------------------------------------------------------
________________
13
સ્વરાજ્ય માટે સબળ બને. સુદર્શન. ઉત્સવને દુરુપયોગ. ચાર પ્રકારના શ્રાવકોનું
વર્ણન. કપિલાનું કપટ અને મનેરમાની સરલતા. રાણીની હઠ. (પૃ. ૨૬૩-૨૭૦) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા સુદી ૧૨ શનિવાર
પ્રાર્થના. ભગવાન શ્રેયાંસનાથ. મનની ચંચલતા અને ગાઢનિદ્રાને ત્યાગ. શાસ્ત્રની પ્રામાણિકતા. શાસ્ત્રનું માપ બુદ્ધિથી માપી ન શકાય. વીતરાગવાણી. પુદ્ગલત્યાગ. અનાથી મુનિ. આત્માને ઉપદેશ, મહામુનિનું પ્રવચન. વ્યાધિ-સંયમનું કારણ. પુત્ર-પુત્રી પ્રત્યે સમાનભાવ. કન્યાનો અધિકાર. સંતતિનિરોધ અને વિષયવાસના. દુષ્કર્મનું દુષ્પરિણામ. સંયમમાર્ગ. મનુષ્યનું જીવનસત્વ-વીર્ય. બ્રહ્મચર્યને આદર્શ સુદર્શન. પ્રતિજ્ઞાનું પાલન. ખેટું અભિમાન. અભયા અને પંડિતાનો વાદવિવાદ.
ત્રિયાચરિત્ર. (પૃ. ૨૭૦-૨૭૮) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૨ બુધવાર
પ્રાર્થના. ભગવાન અનંતનાથ. પરમાત્માને સાક્ષાત્કાર -પરમપુરુષાર્થ પરમાત્મા અને આત્માના સામીય વિષે ઉપનિષતની કથા. બ્રહ્મ-સ્વરૂ૫. ઉપાસ્યની ઉપાસના. અનાથી મુનિ. હૃદયમંથનની આવશ્યક્તા. સુખ અને દુઃખ. આજને કહેવાતો. સુખી સમાજ. અનાથાવસ્થા–પતિતાવસ્થા. ધર્મવૃદ્ધિને આશીર્વાદ. “ફકીર ' શબદનું તાત્પર્ય, સાચે ફકીર અને સાચો સાધુ. ઈશ્વરમય જીવન. સુદર્શન. પિષધને અર્થ. ઉપવાસની આવશ્યક્તા. સંયમનું સાધન. વિષયવાસના વિરુદ્ધ ભગવદ્ભક્તિ. ધર્મી
અને પાપી વિષે એક બ્રાહ્મણની કથા. દેવપૂજાના નામે ધૂર્તતા. (પૃ. ૨૭૮-૨૪૮) વ્યાખ્યાન: સંવત ૧૯ર પ્રથમ ભાદરવા વદી ૪ શુક્રવાર
પ્રાર્થના, ભગવાન શાન્તિનાથ. પૂર્ણતા પ્રાપ્ત કરવી-પ્રાર્થનાનો ઉદ્દેશ, અનાથીમુનિ. પર પદાર્થોનું બંધન. આત્મા અને સંસારની અનાદિપણું, સંકલ્પસિદ્ધિ. કર્મફળના નિયામક ઈશ્વર છે? એ વિષે દાર્શનિક ચર્ચા. સંકલ્પ પ્રમાણે કર્મનું ફળ. સુખને સંકલ્પ હોઈ શકે પણ દુઃખને સંકલ્પ સંભવી શકે ખરા? એ વિષે વિચાર. પૂર્વજોનાં સંસ્કાર. સુદર્શન. સંકલ્પના બાબલની પરીક્ષા. સુદર્શનની નિશ્ચયપ્રિયતા. 'વ્રતનું પાલન. રાણીનાં પ્રલોભને. દઢ સંકલ્પનું બળ. (પૃ. ૨૮૮-૨૯૭) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૫ શનિવાર
પ્રાર્થના. ભગવાન કંથુનાથ. ઉચ્ચકોટિની પ્રાર્થના. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. અનાથીમનિ. સત્સંક૯પ. આત્મજાગૃતિ. કર્મો અને સંક૫. ભૂલનું ભાન, અનાથતાનું સ્વરૂપ. નિર્ચન્થપ્રવચન સુદર્શન. આસુરી સંકલ્પ અને દૈવી સંકલ્પનું યુદ્ધ. સાચું લગ્ન. વિચારદઢતા અને શીલરક્ષા. ગાળામાંથી સત્યની શોધ વિષે પિતાપુત્રનું ઉદાહરણ.
વૈરાનુબંધ. (પૃ. ૨૯૭-૩૦૫) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૮ મંગળવાર
પ્રાર્થના. ભગવાન અરહનાથ. ભક્તનું માર્ગદર્શન. ચૈતન્યને સ્વભાવ. ચંચલતા અને સ્થિરતા અનાથી મુનિ. ક્ષમા અને ક્ષમાશીલ, યતિધર્મ. અપકારીને ઉપકારી માનો. શ્રમણ અને શ્રમણોપાસક. રોવા- ફૂટવાનો રીવાજ ત્યાજય છે, સત્સંક૯પને. પ્રભાવ સત્ય એ જ ભગવાન. સુદર્શન. ધર્માત્મા સુદર્શન. પાણીનો વેગ અને કામ
Page #15
--------------------------------------------------------------------------
________________
વેગની તુલના. મુંસલિયા પત્થર અને મેઘની કથા. સ્ત્રીઓનું રુદન અને શીલવતનું
પાલન જિનઋષિ અને જિનપાલની કથા. ધર્મનું પાલન. (પૃ. ૩૦૫-૩૧૪) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી , બુધવાર
પ્રાર્થના. ભગવાન મહિલનાથ. ભક્તિ અને પ્રાર્થના. મલિનાથ ભગવાનનું ચરિત્ર. કામાંધ રાજાઓને પ્રતિબોધ. આશાતૃષ્ણ વિરુદ્ધ સત્યકથન વિષે અદ્વૈતાચાર્યની કથા. દેવી માતાને પશુઓનું બલિદાન હોઈ શકે? અનાથી મુનિ. કર્મોને કર્તા અને ભોક્તાઆત્મા. સંક૯૫ મહિમા. સસંકલ્પની સિદ્ધિ. સુદર્શન દયાભાવને પરિચય. પાંચ પ્રકારની માતાઓ. વિપરીત મતિ. નિર્બલ કે બલ રામ.' શીલરક્ષાની દૃઢતા.
(પૃ૦ ૩૧૪-૩૨૩) વ્યાખ્યાન: સંવત ૧૯૦ર પ્રથમ ભાદરવા વદી ૯ બુધવાર
પ્રાર્થના. ભગવાન મુનિસુવ્રતનાથ. આત્મતત્વનું જ્ઞાન અને ચિત્તની નિર્મલ સમાધિ. વર્તમાન શિક્ષાનું દુષ્પરિણામ. આત્મતત્ત્વ વિષે આત્મા અક્રિય છે, આત્મા બ્રહ્મસ્વરૂપ છે, આત્મા ફૂટસ્થ નિત્ય છે, આત્મા ક્ષણિક છે, આત્મા પાંચભૂતનું પૂતળું છે; એવાં ભિન્ન ભિન્ન મતવાદીઓના મતો અને તેનું નિરાકરણ. અનાથી મુનિ. અનાથતાને દૂર કરવાનું ઔષધ-આત્મતત્ત્વજ્ઞાન. અનાથતા અને દઢ સંકલ્પ. આજની પાંગળી શ્રદ્ધા. સ્વતંત્રતા અને પરતંત્રતા. સસંકલ્પની વ્યાખ્યા. સુદર્શન. દુર્જનને દુર્વ્યવહાર. આત્માની અમરતા અને શરીરની નશ્વરતા. સસંકલ્પી સુદર્શન. વિકા
રભાવના અને વીતરાગતા. કદાગ્રહનું કડવું ફળ. (પૃ. ૩૨૩-૩૩૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨-પ્રથમ ભાદરવા વદી ૧૦ ગુરુવારે
પ્રાર્થના. ભગવાન નમિનાથ. સાકાર-નિરાકાર પ્રાર્થના. નવતત્ત્વને તાત્વિક વિચાર. પુણ્ય અને પાપ. અનાથી મુનિ. પ્રાતઃકાલની અપૂર્વતા, નિત્યનૂતન સૂર્યનું પહેલું સુખ તે જાતે નર્યા. સંકલ્પશક્તિ. મહાશક્તિની આરાધના. સંયમ અને કુટુંબીજનોની આજ્ઞા. સુભદ્રા અને ધના શેઠને સંવાદ. સંયમનું પાલન. સુદર્શન. ઊલટી
પ્રકૃતિ. વિચારોની ભિન્નતા, સાચો વીર. રહસ્યની શોધ. (પૃ. ૩૩૧-૩૪૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૧૧ શુક્રવાર
પ્રાર્થના. ભગવાન અરિષ્ટનેમિ, ગ્યતા અને પુરુષાર્થ. ભગવતી રાજીમતિને આદર્શ. પ્રેમભાવને પ્રભાવ. અનાથી મુનિ. સંયમની સાધનામાં નિશ્ચય અને વ્યવહારની આવશ્યકતા. દીક્ષા અને કુટુંબીજનોની સ્વીકૃતિ. સાચો નાથ. સંસારસર્ષથી બચવા માટે ધર્મનું શરણુ લે. સુદર્શન. સજજનોનો સ્વભાવ. વ્યવહાર અને ધર્મ.
સુદશ ન અચલ નિશ્ચય. મર્યાદાની રક્ષા, ( પૃ. ૩૪૧-૩૪૯ ). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદ ૦)) મંગળવાર
પ્રાર્થના. ભગવાન પાર્શ્વનાથ. આત્મા અને પરમાત્માની એક્તા. આત્માનું નિજસ્વરૂપ. જીવ અને આત્મા. અનાથી મુનિ. પરવસ્તુની અનાથતા. સનાથ બનવાની યોગ્યતા. વ્યાવહારિક અને આધ્યાત્મિક સ્વતંત્રતા. સનાથ કોણ? સમદષ્ટિ શ્રાવક સનાથ કહેવાય ? સમદષ્ટિનું લક્ષણ. સુદર્શન સુદર્શનની ધર્મપરીક્ષા. પુણ્ય-પાપનું ફળ વિષે તાત્વિક વિચાર. દ્રવ્ય અને ભાવ પુણ્ય. અભયા રાણીની કપટજાળ. વ્યક્તિની નિંદા નહિ પણ વ્યક્તિમાં રહેલા વિકારની નિંદા. (પૃ. ૩૪૯-૩૫૮)
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષયસંક્ષેપ
[ વ્યાખ્યાનોની સંક્ષિપ્ત વિષયોંધ]
[દ્વિતીય ભાગ ] વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧ બુધવાર
પ્રાર્થના. આદીશ્વર ભગવાન. આત્મા અને પરમાત્માનું એકીકરણ. તેફાનની ગતિ બદલાવ. ભરત અને તેના ૯૮ ભાઈઓની રાજ્યલિસા. ઋષભદેવ ભગવાનને ઉપદેશ. સંયમને પ્રભાવ. આત્મજ્ઞાન. પરમજ્યોતિ સ્વરૂપ પરમાત્મા. આત્માની અમરતા. અનાથી મુનિ. નિન્ય પ્રવચનની વિશેષતા. ત્રસ અને સ્થાવરને “નાથ” કેણ બની શકે ? અનાથી મુનિને અમોઘ ઉપદેશ. દ્વાદશાંગી વાણીને સાર. આત્મા જ સુખ-દુઃખને કર્તા તથા હર્તા. આત્મા જ મિત્ર કે શત્રુ. પુણ્ય અને પાપ પ્રકૃતિ. સુદર્શન. વિષમકાલ. સાધુઓનું કર્તવ્ય. સત્યને જય અને અસત્યને ક્ષય. પાપ પાપરૂપે જ પ્રગટશે. પ્રજાપ્રિય સુદર્શન. દાનવીરનાં લક્ષણે. ત્રણ પ્રકારનાં દાન. છૂપું દાન. રાણા ભીમસિંહની દાનવીરતા. (૩૬૩-૩૭૨) વ્યાખ્યાન: સંવત્ ૧૯૦ બીજા ભાદરવા સુદી ૨ ગુરુવાર
પ્રાર્થના. અજિતનાથ ભગવાન. પરમાત્માના નામની શક્તિ. ભગવાનનું ગુણનિષ્પન્ન નામ. નમ્રતા ધારણ કરે. પાપને પાપ સમજી તેને દૂર કરે. મિથ્યાષ્ટિ. આત્મશોધન. અતર્મુખી પ્રાર્થના કરે. અનાથી મુનિ. આત્મા વૈતરણું નદી સમાન કેમ છે? સુખદુઃખનું તંત્ર આત્માના હાથમાં. આત્માની સનાથતા શામાં છે? આત્મશોધ. આત્મપ્રતીતિ. આત્મય. આત્માને જાગ્રત કરે. ( શીલવતને સ્વીકાર અને તેની મંગલમૃતિ.) સુદશન. મહાપુરુષને પુણ્યપ્રભાવ. સુદર્શનનું બહુમાન. સ્વરાજ્યના પ્રશ્નનો ઉદ્દભવ. મૌન અને ધર્મની રક્ષા. વ્યક્તિસ્વાતંત્ર્ય અને સમાજ સ્વાતંત્ર્ય ધર્મમાં વ્યક્તિ સ્વાતંત્રનું સ્થાન. સમાજ રક્ષા.(૩૭ર-૩૮૦) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૩ શુક્રવાર - પ્રાર્થના. સંભવનાથ ભગવાન. પરમાત્માની ભક્તિમાં દંભાદિને ત્યાગ. આત્મસમર્પણ. પિતાની અપૂર્ણતાને સ્વીકાર કરવો એ કાંઈ ઓછો ઉપકાર નથી એ વિષે એક ઝવેરીનું દષ્ટાંત. ગુણોને આદર. વિવેકાને પ્રગટાવો. અનાથા મુનિ. સંસારમાં સુખ અને દુઃખ એ બે સ્થિતિ છે. કામધેનુ અને નંદનવનને અર્થ. આત્માને લીધે જ ઋદ્ધિસિદ્ધિ સુખદાયક છે. આત્મા અમર છે. એના માટે રેવું-ફૂટવું ઉચિત નથી.. હૃદયથી રુદન આવતું અટકી શકતું નથી. પ્રથારૂપે રુદન કરવું કે ફૂટવું અનુચિત છે. સુદર્શન. સત્યધર્મને મર્મ. વ્યક્તિ સ્વાતંત્ર્યને નામે સ્વછંદતા સેવવી અનુચિત છે. સત્યમૂર્તિ હરિશ્ચંદ્રનું સત્યપાલન. સંઘ સમક્ષ પ્રતિજ્ઞા લેવાને ઉદ્દેશ, શેડની મૌનદઢતા. શેઠને શૂળીએ ચડાવવાને હુકમ. (૩૮૦-૩૮૮)
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૬) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૪ શનિવાર
પ્રાર્થના. અભિનંદન ભગવાન. પ્રાર્થનાનો ચમત્કાર જ્ઞાનસમુદ્રની અગાધતા. પરમાત્માનો પ્રતાપ. દુઃખનિકંદન કરનાર ભગવાન. ઉપાદાન અને નિમિત્ત વતુશે ધનનાં બે અંગે. ત્રિવિધ દુઃખ. અનાથી મુનિ. સુખ-દુઃખને કર્તા આત્મા છે. કાળ, સ્વભાવ, ઈશ્વર, પુરુષાર્થ અને પૂર્વકર્મ એ કર્તારૂપ છે એમ ભિન્ન ભિન્ન માન્યતા વિષે દાર્શનિક ચર્ચા અને તેનું સ્પષ્ટ વિવરણ. જૈનદર્શનની મૌલિકતા. જૈનદર્શન બધાં મને સમન્વય કેવી રીતે કરે છે, એ વિષે અંધજને અને હાથીનું દષ્ટાંત. અનેકાન્ત દૃષ્ટિની ખૂબી. સત્યતત્વના આગ્રહ વિષે કામદેવનું દષ્ટાંત. આત્મા સુખ-દુઃખન કર્તા નથી એમ ન માનવું એ કુતરે પિતાનું પ્રતિબિંબ જોઈ ભસે એના જેવું છે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે એ વિષે ગીતાનું સમર્થન. સુદર્શન. શેઠને વિચિલિત કરવાનાં નગરજનનાં પ્રયત્ન. મનેરમાની શેઠ પ્રત્યે અપૂર્વ પ્રીતિ. સત્ય કઈ દિવસ મરતું નથી. મને રિમાને સત્યશીલ પ્રેમ. બાળકોને શૈર્યપ્રદાન. દયાધર્મવીરને ધર્મ. પૌષધશાળામાં ધર્મકાર્ય (૩૮૮–૩૯૭) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૫ રવિવાર - પ્રાર્થના. સુમતિનાથ ભગવાન. પ્રાર્થનાને આદર્શ. જ્ઞાન અને અજ્ઞાન. પ્રકૃતિનાં ઉદાહરદ્વારા ભક્તિનું નિરૂપણ. પરમાત્માની શક્તિનો સદુપયોગ. અનાથી મુનિ. સાધુધર્મના પાલન વિષે ટકર. ચિત્તની પાંચ પ્રકારની વૃત્તિઓ. એકાગ્રવૃત્તિ દ્વારા શાસ્ત્રશ્રવણ સફલ. નીવડે છે. શ્રેતા અને વક્તાની એકાગ્રવૃત્તિ. ચિત્તવૃત્તિનો સંયમ. સુદર્શન. સત્ય ઉપર મનોરમાને અટલ વિશ્વાસ. ધર્મને સારો સંબંધ. પુત્ર ઉપર માતાને પ્રભાવ. સંસ્કારશુદ્ધિ. બાળકની વાતોની ઉપેક્ષા ન કરે. ધર્મદઢતાને પરિચય. (૩૯૭–૪૦૪). વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૭ બુધવાર.
પ્રાર્થના. સુપાર્શ્વનાથ ભગવાન. પરમાત્માને આધાર. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનું અંતર. જ્ઞાનીજને પરમાત્માને અને અજ્ઞાનીજનો સંસારને આધારભૂત માને છે. પરમાત્મા પાસે “નાથ” બનવાની આશા રાખે. અનાથી મુનિ. ગૃહસ્થની આગળ સાધુઆચાર કહેવાની આવશ્યક્તા શા માટે છે ? ગૃહસ્થ નિગ્રન્થપ્રવચનના દાસ છે. શાસ્ત્રને પ્રમાણભૂત માને. નિશ્ચય અને વ્યવહાર કેમ જાણી શકાય? નિશ્ચય સાથે વ્યવહારની આવશ્યક્તા. કાયર લેકે સંયમનું પાલન કરી શકતા નથી. સાધુઓની જવાબદારી. સંયમના પાલનમાં આવતાં પ્રલોભનોથી બચવા વિષે ધનાવા શેઠનું ઉદાહરણ. “મીડા વિષ”થી બચે. સંસારનાં પ્રલોભનોમાં લેભાઈ ન જાઓ. ભગવાનની વાણી ઉપર વિશ્વાસ રાખો. સુદર્શન. પતિ-પત્ની વચ્ચે અભેદભાવ. સંસારમાંથી સમ્યક સાર શોધ જોઈએ. બાળકની શ્રદ્ધા આદરણીય છે. પતિના પગલે પત્ની. પરસ્ત્રીને માતાસમાન માને. (૪૦૪-૪૧૩) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૮ ગુરુવાર
પ્રાર્થના. ચંદ્રપ્રભુ ભગવાન. હદયના ભાવો પ્રાર્થનારૂપે નીકળે છે. યથાશક્તિ ભક્તિ કરે. ભક્તિને ભગવાન જરૂર સ્વીકારશે. પરમાત્માના જયમાં તમારે ય માને. અનાથી મુનિ. વેશ ધારણ કરે છે અને સાધુતાનું પાલન કરતા નથી તેની સ્થિતિ અતભ્રષ્ટસ્તતભ્રષ્ટ જેવી બને છે. તમે સાધુતાના પૂજારી છે. ગુણપૂજા. આત્માની સલાહની ઉપેક્ષા ન કરે. સાધુતાના સુધારમાં સંસારને સુધાર રહેલું છે. સાધુ થઈને સાધુતાનું પાલન ન કરવું એ
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૭)
*
વધારે કાયરપણું છે. સાધુતા ખરાબ નથી જ એ વિષે સૈનિકનું ઉદાહર ણુ, મહાવ્રતને સ્પષ્ટા . મહાવ્રત અને અણુવ્રતની તરતમતા. ‘ મહા ’ અને ‘ અણુ ' વિષે વજીરના પુત્રની ગુણપરીક્ષા. ગૃહસ્થ અને શ્રાવક. ગુરુ-શિષ્ય. સુદર્શન. રેવા-ફૂટવાને રીતિરવાજ ત્યાજ્ય તિલકની દતા. લેાકપ્રવાહમાં તણાઈ ન જામે. ઈશ્વરીયબળ, બહુમત અને વ્યક્તિસ્વાતંત્ર્ય. ગાંધીજી નું પ્રતિજ્ઞાપાલન. ઈંડાં માંસમાં ગણાય. ક્ષમાપના અને પાપાને ત્યાગ. ( ૪૧૩-૪૨૧ ) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૯ શુક્રવાર
પ્રાર્થના. સુમુદ્ધિનાથ ભગવાન. પ્રાનાના મહિમા. આત્મા અને પરમાા વચ્ચે અભિન્નતા. આત્મતત્ત્વનું જ્ઞાન એ સાચું જ્ઞાન. આત્માનંદ. નાસ્તિકાપ્રધાન યુગમાં ચમત્કાર. અનાથી સુનિ. ધર્મ તુચ્છ અને મહાન બન્નેને માટે સમાન. ખીજાને સંતાષવા માટે બાહ્ય સાધુક્રિયા વણિકવૃત્તિ છે. અણુવ્રત અને મહાવ્રત વચ્ચેનું અંતર અને સ્પષ્ટીકરણ, પાંચ મહાવ્રત અને પાંચ યામાની સરખામણી. જૈનંદનની વિશેષતા. મહાત્રતાના પાલનમાં અપવાદ નથી. મહાવ્રતાનું પૂર્ણરૂપે પાલન કરનાર જ સનાથ ' છે. મહાવ્રત સાર્વભૌમ છે. મુદ્દન. સંસારની વિચિત્રતા. સત્યધર્મની દૃઢતા. નિશ્ચય અને વ્યવહારનું ધર્મમાં સ્થાન. અપકારી ઉપર ઉપકાર. નવકારમંત્રને મહિમા. (૪૨૧-૪૨૯) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ બી ભાદરવા શુદી ૧૦ શનિવાર
પ્રાથના. શીતલનાથ ભગવાન. ઉપાધિઓને શાન્ત કરવાના અમેાધ ઉપાય–પ્રાથના. આત્મજાગૃતિ. ભાવનિદ્રાના ત્યાગ. ઈશ્વર થઈ તે ઈશ્વરને ભજો. પ્રભુમય અનેા. (સંગ્રહનયમાંથી નીકળી એવ‘ભૂતનયમાં જાએ તે તમે પણ પરમાત્મામય બની શકે! હૈ.) અનાથી મુક્તિ. મનુષ્યજન્મને ગુમાવા નહિ. ખીજાને પતિત થતાં જોઈ તમે સાવધાન બને. વિર્દને દૂર કરી પ્રતિપક્ષી ભાવના ભાવે. મહાવ્રતામાં સ્થિર કેમ રહી શકાય! સાચવીર જ અહિંસક છે. વિપક્ષને દૂર કરવાની ભાવના એ જ અહિંસકનું શસ્ત્ર છે. ચાર ભાવનાના સ્પષ્ટા. પ્રમાદભાવના. મધ્યસ્થભાવના વિષે કામદેવ શ્રાવકનું દૃષ્ટાંત. કરુણા ભાવના. અનુક પાના અ. કરુણાના આદર્શ. મૈત્રીભાવનાને જીવનમાં ઉતારા. સુદર્શન. અપકારી ઉપર મૈત્રીભાવ. શરીરને સદુપયેાગ. શરીરમદિરમાં રહેલા ચૈતન્યપ્રભુને ભૂલા નહિ. ભક્તિની પરીક્ષા. ધર્માત્માં સુદર્શન. પાપાને છુપાવા નહિ, પ્રકટ કર. (૪૨૯–૪૩૬ )
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૧૧ રવિવાર
w
પ્રાર્થના. શ્રેયાંસનાથ ભગવાન. પરમાત્માનું નામસ્મરણુ. ભગવદ્ભજન. વિકારાને દૂર કરા અને આત્મજ્યંતિને પ્રગટાવા. અનાથી મુનિ. મહાવ્રત અને અણુવ્રત વિષે વિચાર અહિંસા · મહાવ્રતને! નાશ કેવી રીતે થાય છે? હિંસા કરવામાં વધારે પાપ કે કરાવવામાં! પ્રશ્નાત્તર. મિથ્યાત્વ એ હિંસાનું કારણ, હિંસાના ભેઠે. ઉદાસીનતા અને તેજસ્વિતા. અર્જુનના પક્ષમાં કૃષ્ણ અને દુર્યોધનના પક્ષમાં કૃષ્ણની સેના. શ્રી કૃષ્ણને પોતાના કેમ કરી શકાય ! દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિ, સત્ય એ જ ભગવાન. નર–નારાયણની જોડી, જ્ઞાનયેાગ. ઈશ્વરનાં ગુણાને અપનાવે. સુદર્શન. તીવ્ર વૈરાગ્યની સિદ્ધિ. નવકારમંત્રની અદૃશ્ય શક્તિ. અદશ્ય શક્તિનો પ્રભાવ. સત્યશાલની સાધના. શૂળીનું સિંહાસન. (૪૩૬–૪૪૪) વ્યાખ્યાનઃ સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૧૪ મગળવાર
પ્રાથના. વાસુપૂજ્ય ભગવાન. પરમાત્માને પ્રાપ્ત કરવાનેા સરળ માર્ગ–પ્રાર્થના. શત્રુ પ્રત્યે પણ મિત્રભાવના. પ્રાર્થનાનું બળ સત્યનું પાલન અને કષ્ટસહન, ભકતનું કઃ
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
લક્ષ્યને પકડ!. અનાથી મુનિ. લક્ષ્યને ભૂલે નિહ તે સનાથ બની શકે છે. સનાથના સેવક અનેા. જૈનદર્શનની મૌલિકતા. ગુરુનું લક્ષણ-પાંચ મહાત્રાનું પાલન. લક્ષણનાં ત્રણ દોષો. પાંચ મહાવ્રતાને સ્વીકાર કરે તે ગુરુ કે પાંચ મહાવ્રતાનું પાલન કરે તે ગુરુ ? આ પ્રશ્નને સ્પષ્ટ જવાબ. શિષ્યસ્ફટિકાના અપરાધ. બ્રહ્મચય મહાવ્રતની રક્ષા માટે નવ વાડ અને દશમા કાટનું રક્ષણ. જિતાચારની મર્યાદા. મમત્વભાવને ત્યાગ કરેા. સુદન. સત્યને વિજય. સુદર્શોનના જયજયકાર. રાજાની નમ્રતા. ઉત્કૃષ્ટ ભાવનાના પ્રતાપ. આત્માની એકતા. આત્મશેાધન. વીતરાગના શાસ્ત્રની તટસ્થતા. સત્યવક્તા અને સત્ય વાતને સાંભળનાર દુ`ભ. વ્રતપાલનમાં દૃઢતા 21271. (888-840)
વ્યાખ્યાન ઃ સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૨ શુક્રવાર
પ્રાર્થના. ધર્મનાથ ભગવાન. આત્માની શુદ્ધ ભાવના—પ્રાર્થના. ભાવ્ય અને ભાવના. ભાવ્યના બે પ્રકાર. ભગવાનની સાથે એકતાનતા સાધા. અનાથી મુનિ. મુનિના બે માર્ગોસુમતિ અને ગુપ્તિ. સમિતિના પાંચ પ્રકાર અને તેનું સ્વરૂપ. ઇર્યાસમિતિ એ સાધુતાનું ચિન્હ. ભાષાના વિવેક, રસમૃદ્ધિને ત્યાગ. સુખશીલ ન બનેા. સુદર્શન ચિરત્ર. સદ્ભાવનાને આદર. આત્માનું ઉત્થાન કરે. શ્વરની શક્તિ. ગૃહવાસનેા ત્યાગ અને ધર્મની સેવા. દીક્ષાનું મહત્ત્વ. ( ૪૫૭–૪૬૫ )
વ્યાખ્યાન ઃ સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૩ શનિવાર
પ્રાર્થના. શાન્તિનાથ ભગવાન, શાન્તિની ઇચ્છા. ભક્તિરૂપી શાન્તિ. કર્માવરણાને દૂર કરા. આત્મશાન્તિ. અનાથી મુનિ. સાધુતાને નિંદા નહિ. સાધુતા--ભગવાન અન્તની યુનિવર્સિટી. વ્યવહારદ્વારા નિશ્ચયમાં જવું. વીરને મા દ્રવ્ય અને ભાવ ઈય્યસમિતિની રક્ષા. આરાધક અને વિરાધક. મહાવ્રતાનું શુદ્ધ રીતે પાલન. શહેરી જીવન અને ગ્રામ્યજીવન. ઉપવાસની મહિમા. તપ–નિયમનું પાલન. સાધુતાના સદુપયોગ. સુદર્શન. મહાપુરુષના સમાગમ. અતિથિના આદર. સત્કાર. ગૃહિણીનું ધરમાં સ્થાન. મનેારમાની અતિથિસેવા. ( વિનંતીપત્ર, વિનંતીના ઉત્તર. ) (૪૬૫–૪૭૪)
વ્યાખ્યાન ઃ સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૫ સેામવાર
પ્રાર્થના. અરહનાથ ભગવાન. પ્રાર્થનાની યાગ્યતા, સત્યાચરણ, ધર્મ પરિવર્ત્તન વિષે હરીલાલ ગાંધીનું દૃષ્ટાંત. અનાથી સુનિ. સંયમનું મૂલ્ય. કેશાંચનના ઉદ્દેશ. કેશાંચનથી થતા ફાયદા. કેશલુંચનમાં અહિંસાની રક્ષા. તપઃસાધના. ચારિત્ર વિના વેશધારણ કરવો એ કેવળ ઢાંગ છે. દ્રવ્ય અને ભાવથી સાધુતાનું પાલન. સુદર્શન. સાચી શ્રાવિકાનાં લક્ષણા. મૂળવત ગુણવ્રત અને શિક્ષાવ્રત. મનેારમાના વિવેક. શ્રાવકનું ઘર કેવું હાય ! સ્વર્ગની ભૂમિ સારી કે રાજકાટની ભૂમિ ? ભાવનાની શક્તિ. તલવાર વૈર બાંધે છે, ભાવના વૈર કાપે છે. અપકારીને પણ ઉપકાર. (૪૭૪–૪૮૧)
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ ખીજા ભાદરવા વદી ૮ ગુરુવાર
પ્રાર્થના. મુનિસુવ્રતનાથ ભગવાન, દીનદયાળુ દેવાધિદેવ. પરમાત્માની સિદ્ધિ. ભગવાનની અમૃતવાણી. વીર અને કાયર. પાપને દબાવેા હિ પણ પ્રગટ કરે।. આત્માની સિદ્ધિદ્વારા પરમાત્માની સિદ્ધિ. અનાથી મુનિ. સાધુતા--અસાધુતાને વિવેક. લૌકિક દૃષ્ટાંતો. અસાધુને સાધુ માનવામાં આવે એ વિષમકાળ. અધર્મને કારણે ધર્માની નિંદા કરી નહિ એ વિષે રીંછ તે માણસનું દૃષ્ટાંત. ધર્મની વ્યાખ્યા. ધર્મ એ ઢોંગ નથી. મુદ્દÔન. ધર્મ પાલનદ્વારા
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૯)
ધર્મનું મંડન અને પાપનું ખંડન. ભાવનાને વિજય. રાજાના પ્રશ્ચાત્તાપ. પાંચ જણને ઉપકાર. અભયવચન. (૪૮૧–૪૮૭). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૯ શુક્રવાર
પ્રાર્થના. નમિનાથ ભગવાન. તત્ત્વનું જ્ઞાન. સાચી જિજ્ઞાસા. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય તે વિષે ઉપનિષતમાં આવેલી રાજાની થા. સંસારનાં વૈભવો મેટાં નહિ, પણ ધર્મ મટે છે. ક્ષત્રિય અને શ્રદ્ધની વ્યાખ્યા. આત્મભાન. અનાથી મુનિ. સાધુતાના નામે અસાધુતા સેવવી એ વિષે ખોટા સિક્કાનું તથા કાચનાં ટૂકડાનું ઉદાહરણ. ધર્મને માટે દરેકને સ્વતંત્રતા હેવી જોઈએ. પુરુષોની સેવાનો લાભ. મિથ્યાદષ્ટિ અને સમદષ્ટિ. ધર્મને નામે કેઈને ઠગો નહિ. સાધુઓ ચમત્કાર બતાવી કેઈને ઠગે નહિ. અહંકાર છતવાને ચમત્કાર બતાવે. સુદર્શન. અભયાને અહંકાર અને સુદર્શનને ઉપકાર. જ્ઞાની અને અજ્ઞાનીને ભેદ. સાપેક્ષ અને નિરપેક્ષ સત્ય. સત્ય તત્ત્વનાં આગ્રહ વિષે શંકરાચાર્યનું દષ્ટાંત. જીવદયાની સંસ્થા. જીવદયા માટે આત્મભોગ. (૪૮-૪૯૫). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૧ રવિવાર - પ્રાર્થના. અરિષ્ટનેમિ ભગવાન. સાચી પ્રાર્થનાને આદર્શ. ભક્ત અને ભગવાન. જૈનદર્શન–નયવાદ. રાજમતિની મૂછી. વૈરાગ્યને ઉદ્દભવ. મૂછ ઈન્દ્રિયોની નિઃસ્તબ્ધતા. જાતિ
સ્મૃતિજ્ઞાનનું કારણ. સ્વપ્ન વિષે વિચાર. પૂર્વજન્મનાં સંસ્કારનું દર્શન. જીવનનું ધ્યેય. સાચી શિક્ષા. અનાથી મુનિ. સાધુતા-અસાધુતાને વિવેક. ધર્મની શાળા. ધર્મની રક્ષા. સાધુસંગઠન અને નિયમોનું પાલન. કેવળ વેશધારણથી સાધુતા આવતી નથી. સાધુઓમાં જાતિનો નહિ પણ આચારને ભેદ છે. કુશલની વ્યાખ્યા. લિંગનું પ્રજન. સાચી દીક્ષા. લિંગની આવશ્યક્તા શા માટે છે? સંયમનું પાલન. સુદશન, કામવિકાર ઉપર વિજય. મહાવીરતા. વીરને ધર્મ. ગુણોની કદર. ક્ષમા વીરનું ભૂષણ. ખરું દાન. ખેતી ક્ષમા ધારણ કરવી તે કાયરતા છે. મહાજનને મહામાર્ગ. (૪૯૫-૫૦૬). વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૪ બુધવાર
પ્રાર્થના. મહાવીર ભગવાન. પરમાત્માને પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ. આત્માની પ્રાર્થના. આત્માને ભૂલી જાઓ નહિ. સક્રિય વિદ્યા, અનાથી મુનિ. ધર્મને આધાર લઈ વિષયલાલસાને પિષે એ કાલકૂટ વિષનું પાન કરવા સમાન છે. ધર્મરક્ષા અને મોહનો ત્યાગ. ક્રોધ-અધર્મનું મૂળ. નમ્રતા ધારણ કરવા વિષે નાસિરૂદીન બાદશાહનું ઉદાહરણ. પ્રતિજ્ઞાનું પાલન. સાધુની સાચી સેવા. સાંસારિક ભાવના ન રાખવા વિષે ગવાલિકા સતીનું શાસ્ત્રીય દષ્ટાંત. ધર્મની શક્તિ. સુદર્શન. વ્યવહાર સાથે ધર્મસાધના. શેઠની કરુણદષ્ટિ. મૈત્રીભાવના. રાજકોટ સંઘને રોવા કૂટવાની પ્રથા બંધ કરવાનો ઠરાવ. ધાર્મિક ક્રિયા. પાપનું પરિણામ અને તેનું પ્રક્ષાલન. અનુકંપાનો અર્થ. ઉચ્ચ ભાવનાની શિક્ષા (પ૦૬-૫૧૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદ ૦)) ગુરુવાર
પ્રાર્થના. આદિનાથ ભગવાન. સાદી પ્રાર્થના. સાદી વસ્તુઓનું મહત્ત્વ. અનાથીયુનિ. પ્રભુમય જીવન બનાવવું -સંયમનો ઉદ્દેશ. શ્રેય ભૂલી ન જાઓ. નિમિત્તજ્ઞાનનો સદુપયોગ કર-દુરપયોગ નહિ. લક્ષણ જ્ઞાનદ્વારા ધર્મોદ્યોત. લક્ષણજ્ઞાનના દુરુપયેગથી યતિસમાજનું પતન. સંહિતના નામે લક્ષણદિને ઉપયોગ અનુચિત. કુત્સિત વિદ્યા. સંયમની ભાવનાનો પ્રભાવ.
Page #21
--------------------------------------------------------------------------
________________
સાધુઓની સંગતિ. રોગો તો મિત્ર સમાન છે એ વિષે સનકુમાર ચક્રવર્તીનું દષ્ટાંત ભાવનાને ચમત્કાર. સુદશન. સંયમ ધારણ કરવાનો નિશ્ચય. મનરમા, પ્રજાજને તથા રાજાને સંસારમાં શાતિપૂર્વક રહેવાને સુદર્શનને અનુનય. શરીર મોટું કે ધર્મ માટે ? ધર્મની સેવા. સંયમને સ્વીકાર અને દક્ષિોત્સવ. (૫૧૩-પ૨૧ ) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ આસો શુદી ૧ શુક્રવાર : પ્રાર્થના. અજિતનાથ ભગવાન. ઉત્કૃષ્ટ ભાવના અને અનન્ય ભક્તિ, સાધક દશા. આત્મા અને પરમાત્મા સમાન. પરમાત્માની શોધ. સાચી વિશ્રાંતિનું સ્થાન-આત્મા. આત્મતત્ત્વસ્વરૂપ. અનાથીમુનિ. દ્રવ્યલિંગીની અજ્ઞાનતા. ‘આત્મા જ પિતે વૈતરણ નદી સમાન દુઃખદાયક છે એવું આત્મભાન થાય તે હસવું કેમ આવે ?” એ વિષે બહુરૂપિયાનું અને રાજાનું દષ્ટાત. મેહજનિતદશા-અજ્ઞાન. અમૃત ભાવના. રમજ્ઞાન દુઃખદાયક છે. સુખ-દુઃખની કલ્પના નૈતિક જીવન અને આધ્યાત્મિક જીવન. સુદર્શન. જીવનસાધના. સુદર્શન મુનિની શાન્તિ. પંડિતાની વૈરદષ્ટિ. હરિણવેશ્યાનું મિથ્યાભિમાન. (૫૨૧–પર૮) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો સુદી ર શનિવાર
પ્રાર્થના. સંભવનાથ ભગવાન, ભક્તની પ્રાર્થના. પરમાત્માનાં ગુણગાન શા માટે કરવાં? મનુષ્ય શરીરની મહત્તા, જેનધર્મ–સ્યાદ્દવાદ. જીવનશુદ્ધિ અને મનુષ્યજ-મની પ્રાપ્તિ. પરમાત્માને ઉપકાર, અનાથી મુનિ. સાધુની વ્યાખ્યા. કલ્પનીય-અકલ્પનીય આહાર વિષે વિચાર. ઉદ્દેશિક, કીતકૃત, નિત્યપિંડ તથા અનૈષણિક આહાર શા માટે અકલ્પનીય છે? તે વિષે વિચાર. અગ્નિ જેમ સર્વભક્ષી છે તેમ કુશીલ સાધુ કલ્પ-અકલ્પ ખાનપાન વિષે વિચાર કરતે નથી. ઉચ્ચ ભાવના રાખે. ભગવાનની આજ્ઞાનું આરાધન. દૂધમી બનો. સુદર્શન. દુસંગ સર્વથા ત્યાજ્ય છે. હરિણી વેશ્યાની કપટજાળ. સુદર્શનની નિશ્વળતા. જીભને વશમાં
ખો. અભય વ્યન્તરીનાં ઉપસર્ગો અને સુદર્શનની ધર્મદઢતા. પરમાત્મા પ્રત્યે એકાંગી પ્રીતિ. (પ૨૮-૫૩૬) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો સુદી ૫ મંગળવાર - પ્રાર્થના. સુમતિનાથ ભગવાન. પ્રાર્થના એ આધ્યાત્મિક વિષય. આધ્યાત્મિકતાને વિષય અવ્યાવહારિક નથી. એકનિષ્ઠ પ્રીતિ. પરમાત્માની સુગંધ-આત્મા. આત્માનો સાક્ષાત્કાર સાધુઓની ભ્રમરવૃત્તિ. “ચત્ય’ શબ્દનો અર્થ. અનાથિયુનિ. આધ્યાત્મિક્તા અને સંસારભાવના સુઆત્મા અને દુરાત્મા. દુરાત્માની અધોગતિ. મહમૂદ ગજનવીને પશ્ચાત્તાપ. “કઈ જીવની હિંસા ન કરવી”—શાસ્ત્રનો સાર. અનાથી મુનિને મુનિઓને ઉપાલંભ. જેનધર્મની દષ્ટિ. જૈનધર્મનું યેય-મૈત્રીભાવ. સુદર્શન. મૈત્રીભાવના દ્વારા આત્મવિકાસ અને બીજાને ઉદ્ધાર. અભય વ્યંતરીને જાતિસ્મૃતિજ્ઞાન. દૈવી શક્તિ વિરુદ્ધ માનવીશક્તિ. દેવની શક્તિ. (૫૩૬-૫૪૫) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસે શુદી ૬ બુધવાર
પ્રાર્થના. પદ્મપ્રભુ ભગવાન. પરમાત્માનું નામ સંકીર્તન. પતિતપાવન પરમેશ્વર. આનાથી મુનિ. સાધુતાથી સંસારમાં શાન્તિ. ભૌતિકતા અને આધ્યાત્મિક્તાનો સંબંધ. આધ્યાત્મિકતા વિષે ગેરસમજુતી. સ્થૂલતા અને સૂક્ષ્મતા વિષે વિચાર. સુક્ષ્મના આધારે સ્થૂલ છે. આત્માની સૂક્ષ્મતા. ‘ઉત્તમાર્થ 'ને સ્પષ્ટાથે. વરવિક્રયની કુટિના ત્યાગને ઉપદેશ. સુદર્શન. દેવ-દેવી કરતાં મનુષ્યની શ્રેષ્ઠતા. શ્રાવકના ઘરની મહત્તા. મનુષ્યજન્મની ઉત્તમતા. “મીંઠું
Page #22
--------------------------------------------------------------------------
________________
(૨૧) વિષ”—અનુકૂલ પરિષહ. તપ-સાધનાની પરીક્ષા. આત્મતત્વના જ્ઞાન વિના અરણ્યવાસ નકામે. રાગદ્વેષ ઉપર વિજય. (૫૪૫–૫૫૩ ) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસે શુદી ૭ ગુસ્વાર
પ્રાર્થના. સુપાર્શ્વનાથ ભગવાન. પ્રાર્થનાને હૃદયમાં ઉતારે. સ્યાદ્દવાદદષ્ટિ. સાંસારિક આશા કરવી તે મેહજનિત વ્યવહાર. હૃદયમંદિરમાં ઘુસી ગએલા મહાદિ ચોરને બહાર કાઢે. નિસહી ને ઉદેશ. કુસંગને ત્યાગ. અનાથી મુનિ. સંસારભાવના અને અનાથતા. કુશીલની વ્યાખ્યા. સાધુતા-અસાધુતાને વિવેક. ‘પાસસ્થા” કેણ કહેવાય ? પાસસ્થા સાધુને વંદન-નમસ્કાર કરવાથી હાનિ. કુરરપક્ષીને પરિચય. કુશીલને ઉપાલંભ આપવાનું કારણપ્રેમભાવ. શુભાશય. સુદર્શન. અનુકૂલ–પ્રતિકૂલ પરિષહેની સહનશીલતા. આત્માનું સ્વરૂપ, શિવ તે જ આત્મા. સુદર્શનની ઉચ્ચ ભાવના. શ્રીકૃષ્ણ વૃદ્ધને આપેલી સહાયતા. તીવ્ર વૈરાગ્યની સિદ્ધિ. પુણ્યને પ્રભાવ. સુદર્શનનો જયકાર. (૫૫૩-૫૬૨)
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ આસો સુદી ૧૨ મંગળવાર - પ્રાર્થના. શ્રેયાંસનાથ ભગવાન. પરમાત્માનું સ્મરણ. આત્માએ પરમાત્માની પ્રાર્થના શા માટે કરવી ચૈતન્યની પ્રાર્થના ચૈતન્ય શા માટે કરવી ? ચૈતન્ય મહાઉપકાર. વિકારી આત્મા અવિકારી પરમાત્માની સેવા કેવી રીતે કરી શકે ? વિકારના નાશ માટે અધિકારીની ઉપાસના. અનાથી મુનિ. મહાનિર્ચન્થોના માર્ગે ચાલે. બુદ્ધિમાન માણસના બે પ્રકાર, વિવેકબુદ્ધિ પ્રગટાવો. ત્રણ પ્રકારના શ્રોતાઓનું શાસ્ત્રમાં વિસ્તૃત વર્ણન. ઉપદેશમાં સાવચેતી. ઉપદેશકનું કર્તવ્ય. નવકારમંત્રની શક્તિ, સાધ્વીઓની જવાબદારી. શ્રદ્ધા અને સ્પર્શન. સુદર્શન. ભગવાનની અમોઘ વાણી. એકતાની ભાવના. ગુણોનો આદર. “ આત્મા જ બ્રહ્મ છે.” એ વિષે ભગવતી સૂત્રનું પ્રમાણ. આત્મદેવની પૂજા. આત્મસ્વરૂપ જ્ઞાન અને ચારિત્ર. પાર્શ્વનાથ ભગવાન અને કમઠ તાપસ. દુષ્કાનાં પશ્ચાત્તાપ. ( પ૬૨–૫૭૩). વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો વદી ૨ રવીવાર
પ્રાર્થના. શાતિનાથ ભગવાન. શાન્ત આત્માને અશાતિ કેમ વળગે છે ? કામવાસનાથી અશાન્તિ. પરમાત્મા “સત્યં શિવ સુંદરમ ” છે. શરીર અને આત્માને વિવેક. શ્રદ્ધા તેવી ભાવના. ધર્મને માટે શરીરનું બલિદાન. મેઘરથ રાજાનો આદર્શ. અનાથીયુનિ. તમે શરીરના છે કે શરીર તમારું છે! શરીરને આધીન બને નહિ. કુશીના માર્ગને છોડી દે. કુશીલપણું શામાં છે ? તે વિષે સ્પષ્ટ સમજુતી. રામરાજ્ય અને સ્વરાજ્ય. સાધુની વ્યાખ્યા. મહાનિગ્રંથનો માર્ગ. સુદશન. નિષ્કામ પ્રાર્થનાને વિજય, શૂળીનું સિંહાસન. અદશ્ય શક્તિને પ્રતાપ. અધમ દ્ધારક સુદર્શન.. પશ્ચાત્તાપનું સુફળ. (૫૭૩-૫૮૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસે વદી ૫ મંગળવાર
પ્રાર્થના. કુન્થનાથ ભગવાન. વીતરાગના ધ્યાનદ્વારા યોગસિદ્ધિ. વીતરાગ દેવ. પરિવર્તન શીલ સંસાર. ત્રણ પ્રકારના રાગ. ધર્મરાગ પ્રશસ્ત. કામરાગ અને સ્નેહરાગ ત્યાજ્ય. સાચી ભક્તિ, અનાથી મુનિ. પંચવિધ આચારની વ્યાખ્યા. ત્રણ પ્રકારની આરાધના. ચારિત્રનું ફળ. સંયમ અને તપનાં ફળ વિષે પ્રશ્નોત્તર. સાધુઓ સ્વર્ગે કેમ જાય છે! દેવભૂમિ વિશ્રામસ્થાન. સરાગતાને કારણે સ્વર્ગ. મુક્તિસ્વરૂપ. સંસાર અને મુક્તિ. અનાથી મુનિને ઉપદેશ સાધુ તથા ગૃહસ્થને સમાન ઉપયોગી, ધર્મનું બળ. સત્યથી વ્યવહાર ચાલે છે. સુદર્શન,
Page #23
--------------------------------------------------------------------------
________________
(૨૨) આત્મબળનાં કારણો. કૂડકપટની નિંદા. પાપને દબાવે નહિ. હૃદયમાં પાપશલ્ય કાઢી નાંખો. સત્સંગને લાભ. પ્રભવચાર અને ચિલાયતી ચોરને આત્મસુધાર. મિથ્યાત્વી અને સમદષ્ટિ. સુદર્શનનો ધર્મોપદેશ. જનપદવિહાર. (૫૮૩–૫૯૧) વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૬ બુધવાર --
પ્રાર્થના. અરહનાથ ભગવાન. પ્રાર્થનાનું સાચું રહય. આત્મસ્વરૂપ. આત્મા કોને અધીન થઈ રહ્યો છે એ વિષે પૂર્વાચાર્યોએ કરેલી સુંદર કલ્પના. એ વિષે ઉપનિષત નું પ્રમાણ. ધર્મ સારથિ-ભગવાન. મનુષ્ય જીવનની સાર્થકતા વિષે મુનિશ્રી રઘુનાથજી મહારાજે સિંધીજીને કરેલી ટકે. અનાથી મુનિ. મેક્ષની અભિલાષા. રમાને ઢા, વડળાને વરે એ સિદ્ધાંતનું નિરૂપણ. મહાનિર્ચન્વેના માર્ગે ચાલે. જ્ઞાન અને ક્રિયાને સમન્વય. તે વિષે અંધ અને પંગુનું પ્રસિદ્ધ ઉદાહરણ. “પપટીયા જ્ઞાન” વિષે પિપટ અને બિલાડીનું ઉદાહરણ. આજનું પિોપટીયું શિક્ષણ. ૭ર પ્રકારની કલાનું શિક્ષણ આપવાનો ઉદ્દેશ સ્વતંત્રજીવન. સાચો પુણ્યવાન કેણ! સ્વતંત્ર કે પરતંત્ર! ઉચ્ચ અને નીચ કેણુ? જ્ઞાન અને ક્રિયાને સમન્વય એ જ સમ્યજ્ઞાન. સુદર્શન. મીઠા મૂળનાં મીઠાં ફળ. પુત્રનું લક્ષણું. સાચી મિત્રતા. કુસંગતિનું દુષ્પરિણામ. સુદર્શન મુનિને પ્રતાપ. (૫૯૧–૦૧) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ આસે વદી ૮ શુક્રવાર - પ્રાર્થના. મુનિસુવ્રત ભગવાન. ભાવનાની આવશ્યક્તા. સંસારનાં આઘાત સહેવાની તાલીમ. નગ્નસત્ય પ્રગટ કરવા વિષે દુર્યોધનનું દષ્ટાંત. વચનબાણને આઘાત. મહાવીરની સાચી ભક્તિ શામાં છે? બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્વ. ક્ષમાગુણને અપનાવો. પરમાત્માનું સ્વરૂપ
સત્યં શિવં સુન્દરમ.” અનાથી મુનિ. મહાસૂત્ર બધાને સૂર્ય પ્રકાશની સમાન હિતકારી છે. “ઉગ્ર” ને અર્થ. વીરપુરુષની વીરતા. ઈન્દ્રિયદમનમાં ઉગ્રતા. ક્ષત્રિયેને બાહુની ઉપમા કેવી રીતે સાર્થક છે : ઉપવાસ–તપનું એક અંગ. તમહિમા, સુદર્શન. હરિણી વેશ્યાને પશ્ચાત્તાપ. સાચું ચિત્તરંજન. સાચે ઍગાર. (૬ ૦૧–૦૯) વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ આસો વદી ૯ શનિવાર
પ્રાર્થના. નમિનાથ ભગવાન. અભેદ સંબોધન. જડવિજ્ઞાને ઉપાધિઓને આપેલ જન્મ. પરમાત્માનું ભજન એ સરળ કામ છે. યોગસાધનાને સરળ ઉપાય-ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરસ્વરૂપ. ઈશ્વર કલેશ, કર્મ, વિપાક અને આશયાદિથી રહિત હોય છે. કલેશનું મૂળ કારણઅવિદ્યા. વિદ્યા અને અવિદ્યાને વિવેક. ત્રણ પ્રકારનાં કર્મો. વિપાક કર્મફળ. કર્મ ન હોય તે કર્મફળ કયાંથી સંભવે ? આશયનું બીજું નામ–સંસ્કાર. પરમાત્માની ભક્તિ. અનાથીમુનિ. સાચું ગુણવર્ણન. સાચું ધન–તપોધન. તપાધનની વિશેષતા. અનશન તપનું મહ. બાર પ્રકારનાં તપ. જીવનમાં તપનું સ્થાન. સાચી દવા. વિષયવાસન ઉપર વિજય મેળવવાનું સાધન–ઉપવાસ. ઉપવાસની વ્યાખ્યા. સુદર્શન. સાચો શૃંગાર. કામી કુતરાઓની લાલસા. હરિણી વેશ્યાને પંડિતા ઉપર પાડેલો પ્રભાવે. (૬ ૦૯-૬૧૬) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો વદી ૧૩ બુધવાર
પ્રાર્થના. મહાવીર ભગવાન. આત્મસાક્ષાત્કારનું શ્રેષ્ઠ સાધન–પ્રાર્થના. દશ્ય અને દા. આત્મબોધ. ઉચ્ચ ભાવના ભાવે. આત્મસાક્ષાત્કારધારા પરમાત્માને સાક્ષાત્કાર કેવી રીતે થાય ? આત્મજાગૃતિદ્વારા વિદોને નાશ. આ વિષે શિવાજી અને દેશપાંડેનું ઐતિહાસિક
Page #24
--------------------------------------------------------------------------
________________
(૨૩) ઉદાહg. અનાથી મુનિ. સાચી વીરતા. ક્ષત્રિયોનું સ્વાભિમાન અને તેમની નમ્રતા. સાચે સનાથ કોણ? નીતિનું પહેલું પગથીયું. અજ્ઞાનને દેષ. સુદર્શન હરિણી વેશ્યાનું જીવન પરિવર્તન. પંડિતાનો જીવનસુધાર. મહાત્મા સુદર્શનના આદર્શનું અનુસરણ (૬૧૬-૬૨૩ ). વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૧ રવિવાર
પ્રાર્થના. સંભવનાથ ભગવાન લક્ષ્મપૂર્વક પ્રાર્થના કરે. બુદ્ધિના વિકાસની સાથે પ્રાર્થનાને વિકાસ કરે, સંભવનાથના નામની સાર્થકતા. માતૃશક્તિ અને પિતૃશક્તિ. અન્ન અને પ્રાણને પારસ્પરિક સંબંધ. જૈનદર્શનનું રહસ્ય. અનાથમુનિ. સુપાત્રનું લક્ષણ મનુષ્યજન્મની સાર્થકતા શામાં છે ? મનુષ્યજીવનને સાચે લાભ. (૬૨૩૬૨૯). વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૩ મંગળવાર . . . .
પ્રાર્થના. અભિનંદન ભગવાન. સરળ અને મધુર આશા. જે દ્વારા બધાને પોષણ મળે તે જ મધુર વસ્તુ છે. સમ્યજ્ઞાન અને સમ્યક્ શ્રદ્ધા ઉપાદાન અને નિમિત્ત. અનાથમુનિ. સત્સમાગમઠારા તીર્થકર ગોત્રનું ઉપાર્જન કૃતજ્ઞ બનો. શરીરનાં સુલક્ષણને સદુપયોગ અને દુરુપયોગ. મનુષ્યજન્મની સફળતા. આત્માની ભૂલ ક્યાં થાય છે એ જુઓ. સંયમ ધારણ કરવામાં મનુષ્યજીવનની સાર્થકતા. યોગક્ષેમ કરે તે નાથ. ઉપાદાન અને નિમિત્તની આવશ્યક્તા.( ૬૨૯-૬૩૩), વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૫ ગુરુવાર ' ': પ્રાર્થના. પદ્મનાથ ભગવાન. પરમાત્માના નામનું મહાત્મ. કલિયુગને પ્રભાવ. જ્ઞાનને માર્ગ. સંકટો આત્મવિકાસમાં સહાયક છે. ઉત્કૃષ્ટ મંગળ–ધર્મ ધર્મોપાસનાનું બળ: પાપની ગતિ બહુ ધીમી છે. પાપનું પ્રાયશ્ચિત કરે. કામલેલુસે મનને કાબુમાં રાખે.. પાપ કે ધર્મમાં મનની સહાયતા. નામ અને નામીને અભેદ બનાવે. પરમાત્મા સમક્ષ આત્માનું નગ્ન સ્વરૂપ પ્રકટ કરો. અનાથિયુનિ. પરવસ્તુની પરતંત્રતા છોડી આત્માને સ્વતંત્ર બનાસનાથ બનવાનો આજ માર્ગ છે. મમત્વ છે ત્યાં અનાથતા છે. સનાથ મુનિનું શરણ સ્વીકારે. નિર્મમ રહેવું એ સાધુઓને ધર્મ છે. સાધુઓએ સુખશીલ બનવું ન જોઈએ. ( ૬૩૩-૪૪૦ ) વ્યાખ્યાન: સંવત ૧૯૩ કારતક સુદી ૭ શનિવાર . . . . . . . * પ્રાર્થના. ચન્દ્રપ્રભુ ભગવાન. જગતશિરોમણિ પરમાત્મા. જગતનું સ્વરૂપ જગત્ પ્રભુમયે છે. પરમાત્માના સેવકનું કર્તવ્ય. પાંચ મહાવ્રતનું પાલન–સાધુઓનું કર્તવ્ય. પાંચ અણુવ્રતનું પાલન–શ્રાવકેનું કર્તવ્ય. પરમાત્માની સાચી ભક્તિ. પ્રામાણિક બને. અહાર તે ઓડકાર. અનાથિયુનિ. અજ્ઞાન જેવું એયે પાપ નથી. આજની વિદ્યાવિદ્યા છે. આત્માનું અસ્તિત્વ. પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણે. ઈન્દ્રિયપ્રત્યક્ષ કરતાં અનુમાન પ્રમાણ વધારે આધાર લેવું પડે છે. પ્રત્યક્ષપ્રમાણ અને પક્ષપ્રમાણ–બન્નેની આવશ્યકતા અનુમાનપ્રમાણુઠારા આત્માની સિદ્ધિ. ભૂતકાળની ભૂલને પશ્ચાતાપ કરે. ( ૬૪૦–૬૪૬) વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૮ રવિવારે
પ્રાર્થના. સુવિધિનાથ ભગવાન. પ્રાર્થનાના સાધન દ્વારા ઈશ્વર-સાધ્યની સિદ્ધિ સાધે. કર્યાવરણને દૂર કરવાં એ અસાધ્ય નથી. દૃઢ વિશ્વાસનું સુફળ. ક્ષમાથી પારલૌક્કિ લાભ થાય છે તેમ તાત્કાલિક લાભ પણ થાય છે. જેનું મૂળ . ક્ષમાદ્વારા માનસિક શાંન્તિ. અપરાધને બદલે અપરાધ કરીને ન આપે. સંસારની શક્તિનું કારણ બા–અહિંસા છે. અનાથિયુનિ. શ્રેણિકની નમ્રતા. માતાપિતાને ઉપકાર. પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિની ખરાબ અસર. સાચી શિક્ષા. સદ્દગુરૂનું મહત્ત્વના મહાન પુરુષની નાની ભૂલ પણ મોટી ગણાય છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
(૨૪)
ભાવદયાનું મૂળ–અનુકંપા. અનુકંપાથી આત્મલાભ કેવી રીતે થાય છે તે વિષે અમેરિકાના એક ન્યાયાધીશનું દૃષ્ટાંત. દરેક જીવ ઉપર દયાભાવ રાખો. (૬૪૬-૬૫૪) વ્યાખ્યાન સંવત ૧૯૯૩ કારતક સુદી ૧૦ મંગળવાર
પ્રાર્થના. શીતલનાથ ભગવાન. સાચા કલ્પવૃક્ષ સમાન પરમાત્મા છે. બુદ્ધિને અન્તર્મુખી બનાવો. આત્મસ્વરૂપ. દૃષ્ટા અને દૃશ્ય. આત્મા પંચભૂત નથી. આત્મા સચ્ચિદાનંદ છે. જડ કલ્પવૃક્ષથી જડ વસ્તુ મળે છે. પરમાત્માની આરાધનાનું ફળ. અનાથી મુનિ. ગુરુને ઓળખવાનું સાધન-સનાથતા. સંસારથી વિમુખ રહે તે ગુરુ છે. રાજસિંહ અને અનગારસિંહ. સિંહની વિશેષતા. સિંહવૃત્તિ અને શ્વાનવૃત્તિ વચ્ચેનું અંતર કામદેવને સિંહસ્વભાવ. ઉપાય અને ઉપાસક. સિંહની સેવા સિંહ જ કરી શકે છે. (૬૫૪-૬૬૧). વ્યાખ્યાન : સંવત ૧૯૯૩ કારતક સુદી ૧૧ બુધવાર - પ્રાર્થના. શ્રેયાંસનાથ ભગવાન. પરમાત્માનું સ્મરણ કર.” બધી વસ્તુઓ આત્માને લઈને પ્રિય છે. વસ્તુઓના બે પ્રકાર. અર્પિત વસ્તુ અને અનપિત વસ્તુ. અનાથી મુનિ. શ્રેણિક રાજાની રાજપરિવાર સહિત ક્ષમાયાચના. કેશી મુનિ અને પરદેશી રાજાનું તે વિષે ઉદાહરણ. શ્રેણિક રાજાને પ્રભાવ. સંસ્કૃતિનું સંરક્ષણ કરે તે વિદ્યા. ગ્રામ્યસુધારની આવશ્યક્તા. ગાંધીજીની સાદાઈ. અનાવશ્યક કપડાં પહેરે નહિ. શ્રેષ્ટ લેકનું કર્તવ્ય. લેકેની બુદ્ધિમાં ભેદ ન પડે. પ્રદક્ષિણા આશય. ગુણોને સ્વીકાર કરે એ પ્રદક્ષિણાને હેતુ. ભક્તિને આવેગ, શ્રેણિક રાજાને આત્મસંતોષ. (૬૬૧–૯૬૮). વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૧૪ શુક્રવાર - પ્રાર્થના વિમલનાથ ભગવાન. આત્મદર્શન-પ્રાર્થના. આજનો વિકાસવાદ. ચૈતન્ય વિકાસ. અનાથી મુનિ, ઉપદેશ શ્રવણથી પ્રસન્નતા. “જેનો અંત સારે તેનું બધું સારું '. ગુણસમૃદ્ધિ. ત્રિગુણિદ્વારા આત્માનું રક્ષણ. ત્રિવિધ દંડથી આત્મા દંડાય છે. પક્ષીઓની માફક મુનિઓને વિહાર. પક્ષીઓને આધાર-આકાશ. ઉપસંહાર. જ્ઞાન અને ક્રિયાનું સાહચર્ય. જ્ઞાન અને ક્રિયા વિષે વીરસેન અને ઉદયસેનની શાસ્ત્રીય કથા. જ્ઞાન વિનાની ક્રિયા પાંગળી છે અને ક્રિયા વિનાનું જ્ઞાન આંધળું છે, રોગ પેદા થવાનાં નવ કારણો વિષે સ્થાનાંગસૂત્રને ઉલેખ. નિરોગી જ ધર્મની સેવા કરી શકે છે. (૬૬૮-૬૭૫) અતિમ વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક વદી ૧ રવિવાર - પ્રાર્થના. ધર્મનાથ ભગવાન. સાદી વસ્તુનું મહત્ત્વ. પ્રાર્થના–પરમાત્માને ઓળખવાને સાદે અને સરળ ઉપાય. ધર્મપ્રભુને હૃદયમાં સ્થાન આપે. પરમાત્મા ઉપર વિશ્વાસ રાખે. પરમતિ પરમાત્માના ઉપાસક બને. આ જ અંતિમ ઉપદેશ છે. પ્રશંસાથી ફૂલાઈ જવું ન જોઈએ. પ્રાણસંજીવની જડીબુટ્ટી જેવા સાધુઓને સાચવવાની જવાબદારી શ્રાવકે ઉપર છે. રાજકેટ ચાતુર્માસની ઈછી, ઋણ મુક્તિ. ચારે તીથનું કર્તવ્ય. રોવા-ફૂટવાની પ્રથાને ત્યાગ કરે. વર વિક્રયની પ્રથા દૂર કરે. ધર્મસાહિત્યનો પ્રચાર કરે. ખાનપાનમાં વિવેક રાખો. પશુધનની રક્ષા કરો. સરકારના સહકારને લાભ લે. ક્ષમાપના (૬૭૫-૬૮૪) પરિશિષ્ટ પહેલું–વિહાર નોંધ. . . . .. (૬૮૫-૬૮૭) પરિશિષ્ટ બીજું–રાજકેટના ચાતુર્માસ દરમ્યાન થએલ દાનની સંક્ષિપ્ત નેધ. ...૬૮૮ પરિશિષ્ટ ત્રીજું–ચાતુર્માસ દરમ્યાન સજોડે શીયળત્રત અંગીકાર કરનારાઓની શુભ નામાવળી.
. . . .. ...૬૯૧ પરિશિષ્ટ ચોથું–ચાતુર્માસ દરમ્યાન મેટી તપશ્ચર્યાની બેંધ. . . ૬૯૨
Page #26
--------------------------------------------------------------------------
________________
*
શ્રીમાન વિનયચંદ્રજી ભટવિરચિત વીશ જિનસ્તવનાવલી
ચતુર્વિશતી-જિન સ્તવન |
[ પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રી હમેશાં વ્યાખ્યાનના પ્રારંભમાં ઘણાં વર્ષોથી જે જિનસ્તવન પ્રાર્થનારૂપે બોલે છે અને તે ઉપર પોતાનાં ભાવપૂર્ણ વિચારો વ્યક્ત
કરે છે તે જિનસ્તત્રને અને આપવામાં આવે છે.].
૧–મષભદેવ સ્તવન
[ઉમાં દે ભટિયા –એ દેશી] શ્રી આદીશ્વર સ્વામી હો, પ્રણમ્ સિર નામી તુમ ભણી, પ્રભુ અંતરયામી આપ; મો પર મહેર કરીને હે, મેટીજે ચિંતા મન તણી, માાં કાટ પુરાકૃત પાપ છે શ્રી ૧ આદિ ધરમકી કીધી છે, ભત ક્ષેત્ર સર્ષણ કાલ મેં, પ્રભુ જુગલ્યા ધર્મ નિવાર; પહલા નરવર મુનિવર હો, તીર્થકર જિન હુઆ કેવલી, પ્રભુ તીર્થ સ્થાપ્યાં ચાર. | શ્રી. ૨ મા “મદેવી” દેવ્યા થારાં હો; ગજ હેદ્દે મેક્ષ પધારીયાં, તુમ જન્મા હિ પ્રમાણ : પિતા “નાભિ” મહારાજા છે, ભવ દેવ તણે કહી નર થયા, પછે પામ્યા પદ નિરવાણ. / શ્રી. ૩ ભરતાદિક સે નન્દન૧૦ , “ બે પુત્રી “ બ્રાહ્મી” “સુન્દરી', પ્રભુ એ થારાં૧૧ અંગજાત;૧૨ સલાઈ કેવલ પાયા હે, સમાયા અવિચલ જોત મેં, પ્રભુ ત્રિભુવન મેં વિખ્યાત. છે શ્રી ૪ ઈત્યાદિક બહુ તાર્યા છે, જિકુલમેં પ્રભુ તુમ ઉપન્યા, કઈ આગમમેં અધિકાર; અવર અસંખ્યા તાર્યા છે,
ઉધાર્યા સેવક આપરા, પ્રભુ સરણું સાધાર. | શ્રી ૫ છે ૧-મારા પર; ૨ મટાડે; ૩-કાપ; ૪-પહેલાં કરેલાં; ૫-હાલ વતી રહ્યા છે તે છે આરાવાળા અવસર્પિણ (ઉતરત ) કાળ; ૬-જીગલિયાં મનુષ્યનાં કર્તવ્ય; ૭-ટાળીને; ૮-નુરપતિ–રાજા. હતારી; ૧૦-પુત્ર; ૧૧-તારાં; ૧૨–સંતાન; ૧૩–આપન; ૧૪-આધાર સહિત,
Page #27
--------------------------------------------------------------------------
________________
, (૨૬) અશરણ શરણ કહીજે હે, પ્રભુ બિરદ વિચાર સાહિબા, કાંઈઅ ગરીબ નિવાર; શરણ તિહારી આયો હે, હું ચાકર જિન ચરણ તણે, મહારી સુનિએ અરજ અવાજ પ થી ૬ છે તુમ કરુણાકર ઠાકુર હે, ' - - પ્રભુ ધર્મ દિવાકર જગગુરુ, મારાં ભવદુઃખ દુષ્કૃત ટાલ; ‘વિનયચન્દને આપે છે, પ્રભુ નિજ ગુણસંપત શાશ્વતી, પ્રભુ દીનાનાથ દયાલ. છે શ્રી |
ર–શ્રી અજિતનાથ સ્તવન
[ કુવ્યસન મારગ માથેરે ધીક ધીક-એ દેશી]. શ્રી જિન અજિત નમે જયકારી, તું દેવનકે દેવજી; “જિતશત્રુ” રાજા ને “વિજયા” રાણીકે, આતમજાત ત્વમેવજી !
શ્રી જિન અજિત નમે જયકારી. . શ્રી૧ દૂજા દેવા અનેરા જગમેં, તે મુજ દાયર ન આવે; : - તહ. મને તહ વચને હમને, તુંહી જ અધિક સુહાવેજી. છે શ્રીર-૨ સેવ્યા દેવ ઘણું ભવભવમેં, તે મુજ ગરજ ન સારીછ . અબ કે શ્રી જિનરાજ મિલ્યો તૂ, પૂરણ પર ઉપકારજી. ના શ્રી ૩. ત્રિભુવનમેં જસ ઉજવેલ તેરા, ફેલ રહ્યો જગ જાણેજી; વંદનાક પૂજનીક સકલકે, આગમ એક વખાણે છે. શ્રી ૪ તૂ જગજીવન અંતરજામી, પ્રાણ આધાર પિયારેજી; . . સબ વિધિ લાયક સંતસહાયક, ભક્ત વછલ બિરુદ થાજી. શ્રી પરે અષ્ટસિદ્ધિ નવ નિધિકે દાતા, તે સમ અવર ન કેઈજી; વધે તેજ સેવક નિશદિન, જેથ તૈથે જ હોય છે. ! શ્રી૬ જ્ઞાન દર્શન સંપત્તિ લે, ઈશ ભયો અવિકારી ! અવિચલ ભક્તિ વિનયચંદ 'કુ, દ્યો તે જાણું રીઝ તુમારીજી ભાથીજ છે
૩ શ્રી સંભવનાથ સ્તવન [ આજ મારા પાસજી ને ચાલો બંદન જઈએ-એ દેશી ] ; આજ મહારા સંભવ જિનકે, હિતચિત્તશું ગુણ ગાયાં, મધુર મધુર સ્વર રાગ અલાપી, ગહરે શબ્દ ગુંજસ્યાં રાજ; .
આજ દ્વારા સંભવ જિનકે, હિતચિત્તસું ગુણ ગાસ્યાં. ૧ ૧-આવ્યા; ૨ પસંદગીમાં, નજરમાં. ૩ લાયકાત, ભૂષણ. ૪જ્યાંત્યાં. ૫ શુભ મનથી. ૬ લલકારી. હ-ગંભીર. ૮ ધૂન લગાવીશું.
Page #28
--------------------------------------------------------------------------
________________
(ર૭)
નૃપ “જિતારથ” “સેન્યા” રાણ, તસ સુત સેવક થાસ્યાં ! નવધા ભક્તિ ભાવસે કરને, પ્રેમ મગન હુઈ જાસ્યાં, રાજ. મેં આ૦ ૨ મન બી કાય લાય પ્રભુ સેતી, નિસ દિન સાસ ઉસાસ્યાં સંભવ જિનકી મોહની મૂરતિ, હિયે નિરંતર ધ્યાસ્યાં, રાજ. છે આ ૩ છે દીન દયાલું દીન-બંધવ કે, ખાનાજાદ: કહાસ્યાં; } તન ધન પ્રાણુ સમપી પ્રભુકે, ઈન પર બેગ રીઝાસ્યાં, રાજ. આ ૪ | અષ્ટ કર્મદિલ અતિ જોરાવર, તે છત્યાં સુખ પાસ્યાં. * જાલમ મેહ માર કે જામેં, સાહસ કરી ભગાસ્યાં, રાજે. ! આ૦ ૫ છે ઉબેટ પંથ તજી દુરગત કે, શુભ ગતિ પગ સંભાસ્યાં; અગમ અર્થ તણે અનુસાર, અનુભવ દશા અભ્યાસ્યાં, “રાજ. આ ૬ ! કામ, ક્રોધ, મંદ, લેભ, કપટ, તજ, નિજ ગુણસું લેવલાસ્યાં; વિનયચંદ સંભવ જિન તૂક્યાં૧૦ આવાગમન મિટાયાં રાજ. - આજ મહાસ સંભવ જિન કે હિત ચિત્તશું ગુણ ગાસ્યાં, રાજા છે આ૦ ૭
૪–કી અભિનન્દનનાથ સ્તવન ' આદર છવ ક્ષમ ગુણ આદરેએ દેશી]. શ્રી અભિનન્દન દુઃખનિકન્દન, વંદન પૂજન જગજી; આશા પૂરી ચિંતા ચૂરે, આપ સુખ આરજી. ! શ્રી. ૧ in સંબર' રાય “સિદ્ધારથા.” રાણુ તેહને આતમજાતજી ! પ્રાણ પિયારો સાહબ સાંચે, તુહી માત ને તાતજી. છે શ્રી. ૨ | કેઈ એક સેવ કરે શંકરકી, કેઈએક ભજે મુરારીજી; ગનપતિ સૂર્ય ઉમા કેઈ સુમરે, હું સુસરું અવિકારી . છે શ્રી. ૩ | કે દેવ કૃપાસું પામે લક્ષ્મી, સે ઈન ભવન સુખજી; તે તૂક્યાં ઈન ભવત્પરભવમેં, કઈ૧૩ ન વ્યાપે દુઃખજી. છે શ્રી જ છે જદપિ ઈન્દ્ર નરેંદ્ર નિવાજે ૧૪ તદપી કરત નિહાલછે. 'તૂ પૂજનિક નરેંદ્ર ઇંદ્ર કે, દીનદયાલ કૃપાલછે. શ્રી ૫ છે જબ લગ આવાગમન ન છૂટે, તબ લગ એ અરદાસજી;૧૫ સંપતિ સહિત જ્ઞાન–સમકિત ગુણ, પાઉં દઢ વિશવાસ. | શ્રી. ૬ છે અધમ ઉધારને બિરુદ તિહારે, ચાલ ઈણ સંસાર; ! લાજ “વિનયચન્દ કી અબ તે તે, ભવનિધિ પાર ઉતારછ. શ્રી ૭ છે
*
૧ નવ પ્રકારની. ૨ લાવીને, આણુને, લગાવીને, ૩-થી, થકી. ૪ અસલ, કુલીન. ૫ તરત. ૬ ઉલટે. વિપરીત. ૭ પ્રકાશ કરીશું. ૮ અભ્યાસ કરીશું. ૯ લવલીન થઈશું. ૧૦ પ્રસન્ન થયે. • ૧૧-પાર્વતી. ૧૨-નિર્વિકાર સિદ્ધદેવ. ૧૩-કયારેય પણ. ૧૪-પ્રસન્ન થાય. ૧૫–અરજ, પ્રાર્થના. ૧૬-પ્રખ્યાત, જાહેર.
Page #29
--------------------------------------------------------------------------
________________
(૨૮)
પશ્રી સુમતિનાથ સ્તવન
[ શ્રી શીતલ જીન સાહિબાજી-એ દેશી 1 સુમતિ અગ્રેસર સાહિબાજી, ‘ મેધરશ્ન ' ન્રુપ ના ન; । ‘સુમંગલા’ માતા તણા, તનય સદ્દા સુખદ પ્રભુ ત્રિભુવન તિલાજી. ॥ ૧ ॥
દાતાર;
પ્રભુ ત્રિભુવન તિલેજ, સુમતિ સુમતિ મહા મહિમા નીલેછ,૧ પ્રણમુ વાર હજાર || પ્રભુ॰ ૨ || મધુકરને મન મેાહિયેાજી, માલતી કુસુમ સુવાસ; ।
ત્યું સુઝ મન મેઘો સહી, જીન-મહિમા સુવિમાસ.ર ।। પ્રભુ૦ ૩ ॥ જ્યું પ‘કજૐ સૂરજમુખીજી, વિશ્વસે સૂર્ય પ્રકાશ; । હું મુજ મતડા ગઢ ગયા, મુન જિન અતિ હુલ્લાસ. | પપઈ ચે। પિયુપિયુ ક્રરેજી, જાન વૃષા ઋતુ મે; 1 હું મે। મન નિશદિન રહેા, જિન સમરતનું તેહ. ।। પ્રભુ॰ ૫ ॥ કામભોગની લાલસા, થિરતા ન ધરે મન્ન; ।
પ્રભુ॰ ૪ ll
પિણુ તુમ ભજન—પ્રતાપથી, દાઝે દુરમતિ વજ્ર. | પ્રભુ॰ ૬ ॥ ભવનિધિ પાર -ઉતારિયેરે, ભક્ત વલ ભગવાન; ।
• વિનયચન્દ્ર ’તી વીનતી, તુમપ માનેા કૃપાનિધાન. ના પ્રભુ॰ ૭ ના
૬—થી પદ્મપ્રભુ સ્તવન
[નાથ કૈસે ગજફા બંધ છુડાયા એ દેશી] પદ્મ પ્રભુ પાવન નામ તિહારા, પતિત ઉધારન હારા; જદિપ ધીવર૬ ભીલ કસાઈ, અતિ પાપિ જમારા; તદપિ જીવહિંસા તજ પ્રભુ ભજ, પાવૈ ભવનિધિ પારા. ॥ પદ્મ॰ ૧ ॥ ગા બ્રાહ્મણ પ્રમદા ખાલક કી, માટી હત્યાચ્યારા; ! નહતા કરણહાર પ્રભુ ભજને, હાત ત્યાસું ન્યાશ. ॥ પદ્મ૦ ૨ ॥ વેશ્યા ચુગલ છિન્નાર જુવારી, ચાર મહાવટ મારા; । જો ઇત્યાદિ ભરે પ્રભુ તાને, તે નિવૃત્ત સંસારી. ॥ પદ્મ॰ ૩ || પાપપરાલ કા પુંજ બન્યા અતિ, માનું મેરુ આકાશ; k
તે તુમ નામ હુતાશન સેતી, સહસા પ્રજ્વલત સારા. ॥ પદ્મ॰ ૪ ૫ પરમ ધરક્રા મમ મહારસ, સા તુમ નામ ઉચ્ચારા; યા સમ મંત્ર નહિ કાઈ દૂતો, ત્રિભુવન મેાહનગારા. ॥ પદ્મ ૫ ॥ તે સખરન બિન ઈણ કલિયુગમેં, અવર્ ન કોઈ આધારા;
મેં લિ” જાઉં તેજ સમરન પર, દિન દિન પ્રિત વધારશે. ॥ પદ્મ॰ ૬ u ‘સૃષિમા’” રાણીકા અ’ગાત તું, “શ્રીધર” રાય કુમારા;
“ વિનયચન્દ્ર ” કહે નાથ નિર ંજન, જીવન પ્રાણ હમારા. !! પદ્મ॰ છ
૧-ઘર, ધામ. ૨-સારીરીતે વિચારીને ૩-મળ. ૪-જેને ભક્તો પ્રિય છે એવા. ૫ તમે. ૬-મચ્છીમાર. –મોટો વાટપાડુ. ૮–વારી જાઉં. ૯–તારા.
Page #30
--------------------------------------------------------------------------
________________
(રહ) | ૭ શ્રી પાર્શ્વનાથ સ્તવન [ પ્રભુજી દીનદયાલ, સેવક શરણે આયે-એ દેશી ] પ્રતિકસેન” નરેશ્વર કે સુત, “પૃથ્વી” તુમ મહતારી ! સુગણું સ્નેહી સાહબ સાચો, સેવકને સુખકારી. છે શ્રી જિનરાજ સુપાસ પૂરે આશ હમારી. | ટેર | શ્રી. ૧ | ધર્મ કામ ધન મેક્ષ ઇત્યાદિક, મનવાંછિત સુખ પૂરે બાર-બાર મુઝ યેહી બિનતી, ભવ–ભવ ચિંતા ચૂર, છે શ્રી૨ | જગત શિરોમણિ ભક્તિ તિહારી, કલ્પવૃક્ષ સમ જાણું ! પૂરણ બ્રહ્મ પ્રભુ પરમેશ્વર, ભવ-ભવ તેય પિછાણું | શ્રી. ૩ | હું સેવક તું સાહબ મે, પાવન પુરુષ વિજ્ઞાની; જનમ-જ્યમ જિત તિત જાઉં તે, પાલે પ્રીતિ પુરાની. છે શ્રી ૪ તારણ-તરણું અશરણ-શરણકે, બિરુદ ઈસ્યા તુમ સોહે ! તો સમ દિન-દયાલ જગતમેં, ઈન્દ્ર નરેન્દ્ર ન કોહે. છેશ્રી શંભુ રમણ બડે સમુદ્રો મેં, શિલર સુમેર વિરાજે; ! તું ઠાકુર ત્રિભુવનમેં મેટેડ, ભક્તિ કીયાં દુઃખ ભાજે પ શ્રી છે અગમ અગોચર તું અવિનાશી, અલખ અખંડ અરૂપી; ! ચાહત દરસન “વિનયચંદ' તે, સચ્ચિદાનંદ સ્વરૂપી. શ્રી |
૮–શ્રી ચંદ્રપ્રભુ સ્તવન
[એફની શી]. જય જય જગત શિરોમણિ, દૂ સેવક ને તૂ ધની, અબ તૌસું ગાઢી બણું, પ્રભુ આશા પૂરે હમ તણું; છે મુઝ મહેર કરો ચંદ્ર પ્રભુ, જગજીવનું અંતર જાની, ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી છે મુઝ૦ ૧ છે
ચંદપુરી” નામે નગરી હતી, “મહાસેન” નામે નરપતિ; રાણુ શ્રી “ લખમા’ સતી, તસુ નનૈ તૂ ચઢતી રતિ. છે મુઝ” ૨ તૂ સર્વિસ મહાજ્ઞાતા, આત્મ અનુભવ કે દાતા; } તે તૂઠી લહિયે સાતા, ધન્ય ધન્ય જે જગમેં તુમ ધ્યાતા મુઝ૦ ૩ છે શિવ-સુખ પ્રાર્થને કરશું, ઉજજવલ ધ્યાન હિયે ધરશું; રસના તુમ મહિમા પશું, પ્રભુ ઈન વિધ ભવસાગસે તરસું. મુઝ૦ ૪ | ચંદ્ર ચકર્મ ટે મનમેં, ગાજ અવાજે હુએ ઘનમેં; પ્રિય અભિલાષા ત્રિય તનમેં પ્રભુજપું વસિએમોચિત મનમેં મુઝ૦૫ જે સુજન૨ સાહબ તેરી, તે માનો વિનતી મેસ; ! કાંટે કરમ ભરમ બેરી, પ્રભુ પુનરપિ ન ફરું ભવ-ફેરી. ૫ મુઝ૦ ૬ છે આત્મજ્ઞાન દશા જાગી, પ્રભુ તુમ સતી લવેલ્યા લાગી ! અન્ય દેવ ભ્રમના ભાંગી, “ વિનયચન્દ ” તિહારે અનુરાગી, છે મુઝ૦ ૭ છે
૧-જ્યાં
ત્યાં, ૨–પર્વત,
સ્પર્શ કરશું. ૪- સ્ત્રી,
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૩૦ )
૧
શ્રી
૯–શ્રી પુષ્પદંત સ્તવન [ બુઢાપા વેરી આઇઆ—એ દેશી ] ‘કાક દી ' નગરી ભલી હા, શ્રી ‘ સુગ્રીલ ’ નૃપાલ, । · રામા ' તસુ પટેરાયની હા, તસ સુત પરમકૃપાલા · શ્રી સુવિધિ જિજ્ઞેસર મંદિએ હા. ॥ ટેર ॥ શ્રી ત્યાગી પ્રભુતા રાજની હા, લીધે। સંજમ ભાર; । નિજ આતમ–અનુભવથી હા, પાયા પ૬ અવિકાર. અષ્ટકના રાજવી હા, મેાહ પ્રથમ ક્ષય કીન; શુદ્ધ સમકિત ચારિત્રતા, હા પરમ ક્ષાયક ગુણુ લીન. ↑ શ્રી॰ ૩ ।। જ્ઞાનાવરણી દનાવરણી હૈ, અંતરાય કયા અંત; જ્ઞાન દર્શન અલ એ ત્રિ હા, પ્રગટયા અનંતા અનંત. Ė શ્રી અવ્યાબહ૨ ‘સુખ પામિયા હા, વેદની કરમ ખપાય; । અવગાહના અટલ૪ લહીયા, આયુ ક્ષય કરે જિનરાય. ।। શ્રી નામ કરમને ક્ષય કરી હેા, અમૂરતિક કહાય; । અગુરુલપણે અનુભવ્યા હા, ગાત્ર કરમથી મૂકાય. ૫ અષ્ટગુણાકાર ઓળખ્યા હા, જોતી સ્વરૂપ ભગવત; । વિનયચંદ ' કે ર્ વસા હે, અહે। નિજ પ્રભુ પુદત.
૪ ૫
૫ ॥
શ્રી
i
શ્રી
૧-પટ્ટરાણી. ૨-બાધા ન આવે એવું. શાશ્વત, અખ`ડુ,
૨॥
૬ ।।
૭ ।।
૧૦–શ્રી શીતલનાથ સ્તવન [જી'દવારી—દેશી ]
॥ જ્ય ૧ ।।
॥ જ્ય ૨ ।।
શ્રી ‘ દૃઢરથ ' નૃપતિ પિતા, ‘ નન્દા ' થારી માય; રામ રામ પ્રભુ મે। ભણી; શીતલ નામ સુહાય. જય જય જિન ત્રિભુવન ધણી, કરુણાનિધિ કીરતાર; । સેવ્યાં સુરતરુ જેવા, વાંછિત સુખ દાતાર. પ્રાણ પિયારે। તૂ પ્રભૂ, પતિવરતા પત્ની જેમ; । લગન નિરતર લગ રહી, દિન-દિન અધિક્રા પ્રેમ. ॥ જ્ય૦ ૩ શીતલ ચંદનની, પરે, જપતાં નિશદિન જાપ; i વિષય કષાયથી ઉપની, મેટા ભવ–દુ:ખ તાપ. હું આ રૌદ્ર પરિણામથી, ઉપજે ચિંતા અનેક; તે દુઃખ કાપો. માનસી, આપે। અચલ વિવેક ગાર્દિક ક્ષુધા તૃષા, શસ્ત્ર અશસ્ત્ર પ્રહાર, સકલ શરીરી દુઃખ હરે, દિલ શું વિરુદ્ધ વિચાર. ॥ જય૦ ૬ ।। સુપ્રસન્ન હૈ। શીતલ પ્રભુ, તૂ આશા વિસરામ; । વિનયચન્દ' કહે મા
ય ૫ ॥
જ્ય॰ ૫ ॥
ભણી, દેજે મુક્તિ મુકામ. ॥ જય૦ ૭ ॥ ૩ અવકાશ, જગ્યા રોકવી તે, ૪-ટળે નહિ એવી,
Page #32
--------------------------------------------------------------------------
________________
(૩૬) ૧૧-શ્રી શ્રેયાંસનાથ સ્તવન
| [રાગ કાફી–દેશી હેલી ] ચેતન જાણ કલ્યાણ કરન કે, આન મિલ્ય અવસર રે, શાસ્ત્ર પ્રમાન પિછાન પ્રભુ ગુન, મન ચંચલ થિર કર રે; }
શ્રેયાંસ જિણુંદ સુમર રે. ટેર છે એ૦ ૧ ! સાસ ઉસાસ વિલાસ ભજનકે, દઢ વિશ્વાસ પર રે; અજપાભ્યાસ પ્રકાશ હિયે બીચ, સે સમરન જિનવર રે. . શ્રે ૨ કંદર્પર ક્રોધ લેભ મદ માયા, યે સબહિ પરિહર રે; સમ્યક્દષ્ટિ સહજ સુખ પ્રગટે, જ્ઞાન–દશા અનુસર રે.. ઍ૦ ૩ છે જાડ પ્રપંચ જોબન તન ધન અરુ, સજન સનેહી ઘર રે; છિનમેં છોડ ચલે પર ભવ, બાંધ શુભાશુભ થર રે. છે શ્રે ૪ માનસ જનમ પદારથ જિનકી, આશા કરત અમર રે; તે પૂરવ સુકૃત કરિ પાયો, પરમ ધરમ દિલ ધર રે. ને છે. ૫ છે “વિશ્વસેન” નૃપ “વિશ્રા' રાકે, નંદન તૂ ન વિસર રે; સહજે મિટે અજ્ઞાન અવિદ્યા, મેક્ષ પથ પગભર રે. 2. ૬ છે તૂ અવિકાર વિચાર આત્મ ગુન, બ્રમ-જેજલ ન પર રે; પૂલ સાથે મિટાય “વિનયચન્દ', તે જિન તૂ ને અવરે છે. એટ ૭ |
૧૨–શ્રી વાસુપૂજ્ય સ્તવન [ તેરી કુલસી દેહ પાલક મેં પલટે—એ દેશી ]. પ્રણમ્ વાસુ પૂજ્ય જિન નાયક, સદા સહાયક તૂ મેરે, વિષમ વાટ ઘાટ ભય થાનક પરમ શ્રેય સરને તેરે; પ્રણમું ૧ | ખલ દલ પ્રબલ દુષ્ટ અતિ દોસણ, જે ચો તરફે દિયે ઘેરે, તો પિણ કૃપા તુમારી પ્રભુજી, અરિયન હોય પ્રગટે ચેરી; } પ્રણમું છે વિષમ પ્રહાર ઉજાર વિચાલે, ચોર કુમાત્ર કરે છે ! તિણ વિરિયાં કરિએ તેં સમરણ, કેઈ ન છીનક ડેરે; પ્રણમું ૩ ! રાજા પાદશાહ જે કોઈ કોપે અતિ તકરાર કરે છેરે છે ! તદપિ તૂ અનુકૂલ હવે તે, છિનમેં છૂટ જાય કરે છે પ્રણમું ૦૪ | રાક્ષસ ભૂત પિશાચે ડાહિનિ, સાકિનિ ભય નાવે નેરે, | દિષ્ટ મુષ્ટ છલ છિદ્ધ ન લાગે, પ્રભુ તુમ નામ ભજે ગહેરે છે પ્રણમું૦૫
છે,
-પ્રભુ નામનું અખંડ રટણ કરવાને અભ્યાસ. ૨-કામદેવ. ૩–ઇચ્છા. ૪ હુમલે કરે પ વેળાએ, વખતે. ૬ છીનવી. --છેડ, રંજાડ. ૮-પાછળ પડવું તે. ૯-અહુ જ વધારે.
Page #33
--------------------------------------------------------------------------
________________
(૩૨) વિસ્ફોટક કુષ્ટાદિક સંકટ, રોગ અસાધ્ય મિટે દેહર૧ | વિષ પ્યાલા અમૃત હે પ્રગમે, જો વિશ્વાસ જિનેંદ્ર કરે છે પ્રણમું૦૬ છે માત “જ્યા” “વસુ' નુપકે નંદા, તત્ત્વ જયારથ બુધ પ્રેરે ! બે કર જોડ “વિનયચન્દ' વિનવે, વેગ મિટાવો મુઝ ભવ ફે; ૧ પ્રણમું ૦૭ |
૧૩–શ્રી વિમલનાથ સ્તવન
[અહે શિષપુર નગર સેહામણએ દેશી] વિમલ જિણેસર સેવિએ, થારી બુદ્ધિ નિર્મલ હો જાય રે, જીવા! વિષય-વિકાર વિસારને, તૂ મેહની કર્મ અંપાયરે; કે
છવા ! -વિમલ જિણેસર સેવિએ. એ છવાઇ ૧ ! સૂક્ષ્મ સાધારણપણે, પ્રત્યેકપ વનસ્પતિ માંય રે ! છવા! છેદન ભેદન તેં સહ્યા, મર-મર ઉપજ્યો તિણ કાયરે; છે છવાઇ ૨ | કાલ અનંત તિહાં ગયો, તેના દુઃખ આગમથી સંભાલ રે, ! છવા ! પૃથ્વી અપ તેઉ વાયમેં, રહ્યો અસંખ્યાસંખ્ય કાલ રે. જીવાવ ૩ છે એકેન્દ્રીસું બેઈન્દ્રી થયો, પુન્યાઇ અનંતી વૃદ્ધ રે, ! છવા ! સંન્ની પંચેંદ્રી લગે પુન્ય બંધ્યાં, અનન્તાનન્ત પ્રસિદ્ધ રે.છવાઇ ૪ દેવ નરક તિર્યંચ મેં, અથવા માનવ ભવ નીચ રે; છવા! દીનપણે દુઃખ ભોગવ્યાં, ઈણ પર ચાર ગતિ બિચ રે; છે છવાઇ ૫ અબકે ઉત્તમ કુલ મિલ્યો, ભેટ્યા ઉત્તમ ગુરુ સાધ રે; જવા ! સુણ જીન બચન સનેહસું, તું સમક્તિ વૃત્ત શુદ્ધ આરાધ રે. . જીવા૬ પૃથિવીપતિ “કૃતભાનુ” કે “ સામા” રાણી કે કુમાર રે, છવા! “વિનયચન્દ કહે તે પ્રભૂ, સિરસેહેર હિયડારોહારરે; છવાઇ ૭ |
૧૪-શ્રી અનન્તનાથ સ્તવન
[વેગા પધારે રે મહેલથી—એ દેશી ] અનંત જિનેસર નિત નમે, અદ્ભૂત તિ અલેખ, ના કહીયે ન દેખીયે, જાકે રૂપ ન રેખ; છે અનંત ૧ છે સૂક્ષ્મથી સૂક્ષમ પ્રભુ ચિદાનન્દ ચિરૂપ ! પવન શબ્દ આકાશથી સૂક્ષમ જ્ઞાન સ્વરૂપ; ( અનંત. ૨ ! સકલ પદારથ ચિંતવું, જે જે સૂક્ષમ હોય, .. તિણથી તૂ સૂક્ષમ મહા, તે સમ અવર ન કોય; અનંત ૩ છે
કવિ પંડિત કહી કહી થકે આગમ અર્થ વિચાર, | - તે પણ તુમ અનુભવ તિ, ન સકે રસના ઉચાર; એ અનંત. ૪ છે ૧-દેહને. ૨–તારી. ૩–૪–૫-વસ્પતિની ત્રણ જાત, ૬-તે શરીરમાં. –વૃદ્ધિ, ૮–સંજ્ઞી–મનવાળા. ૯-મોતીની કલગી, ૧૦-હદયને,
Page #34
--------------------------------------------------------------------------
________________
(૩૩)
પભણે શ્રી મુખ સરસ્વતી, દેવી આપે આપી કહી ન શકે પ્રભુ તુ સત્તા, અલખ અજપાજાપ; ને અનંત પ. મન બુદ્ધિ વાણી તે ભણી, પહુચે નહીં લગાર, * સાક્ષી કાલકને, નિર્વિકલ્પ નિર્વિકાર. અનંત ૬ છે. માત “સુયસા” “સિંહરથ” પિતા, તસુ સુત“અનંત’ જિનંદ ‘વિનયચન્દ” અબ એલખ્યો, સાહેબ સહજાન છે અનંત ૭ છે.
૧૫-શ્રી ધર્મનાથ સ્તવન
[આજ ન હેજે રે દીસે નાહ-એ દેશી ]. ધરમ જિનેસર મુઝ હિયડે બસો, પ્યારા પ્રાણ સમાન, I કબહું ન વિસરું હે ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન; ધરમ૦ ના
ન્યું પનિહારીક કુંભ ન વિસરે, નટવે નૃત્ય નિદાન, પલક ન વિસરે પદ્યની પિઉ ભણી, ન ચકવી ને વિસારે ભાન; ધરમ રાત
ન્યું ભી મન ધનકી લાલસા, ભેગી કે મન ભોગ | રંગી કે મન માને ઔષધી, જેગી કે મન જેગ; ધરમ૦૩ ઈણ પર લાગી હો પૂરણ પ્રીતડી, જાવ છવ પરિયંત, ભવ ભવ ચાદૂ હૈ ન પડે અંતરે, ભય ભંજન ભગવંત; -ધરમજા કામ ક્રોધ મદ મછર લેભથી, કપટી કુટીલ કઠોર, ઇત્યાદિક અવગુણ કર હું ભર્યો, ઉદય કરમ કે જેર; ધરમપા તેજ પ્રતાપ તુમારે પરગટે, મુજ હયડા મેં આય, તે હું આતમ નિજ ગુણ સંભાલને, અનંત બલિ કહેવાય; ધરમ૦૬ “ભાનુ' નૃપ “સુવ્રતા ” જનની તણે, અંગજાત અભિરામ. “વિનયચન્દને વલ્લભ તૂ પ્રભૂ ; શુદ્ધ ચેતન ગુણ ધામ, ધરમણા
૧૬-શ્રી શાંતિનાથ સ્તવન [પ્રભુજી પધારે હે નારી હમ તણુ-એ દેશી ] વિશ્વસેન નૂપ “અચલા” પટરાનીજી, તસુ સુત કુલ-સિણગાર હે, સુભાગી; જન્મતાં શાંતિ કરી નિજ દેશ મેં, મૃગી માર નિવાર હે, સુભાગી;
શાંતિ જિનેશ્વર સાહબ સેલમાં. શાં. ૧ | શાંતિ જિનેશ્વર સાહબ સેલમા, શાંતિદાયક તુમ નામ હૈ, છે ! તન મન વચન શુદ્ધ કર ધ્યાવતાં, પૂરે સઘલી હામ હો, સુભાગી. છે શાં૨ | ' ' ' ૧-કહે, વર્ણન કરે. ૨ કયારેય વિસરું નહિ તેથી ચાદ શા માટે કરું એટલે યાદ કરવાની જરૂર નથી એવા. ૩-પાણી ભરનારી સ્ત્રી. ૪-નક્કી. ૫-સૂર્ય. ૬. મનહર. ૭–વાઇને રેગ. ૮-મરકી.
Page #35
--------------------------------------------------------------------------
________________
(૩૪)
વિધન ન વ્યાપૈં તુમ્ સમરણ કિયાં, નાસે દારિદ્ર દુઃખ હેા, સુભાગી ! અષ્ટ સિદ્ધિ નવ નિધિ પગ–પગ મિલે, પ્રગટે નવલાં સુખ હૈ, સુભાગી. ॥ શાં॰ ૩ । જેહને સહાયક શાંતિ જિનદ તૂ, તેહને કમીય॰ ન કાંય હો, સુભાગી !
જે જે કારજ મનમાં તેવોર, તે તે સફલા રાય, હા સુભાગી. ॥ શાં॰ ૪ ૫ દૂર દેશાવર દેશ પરદેશ સે, ભટકે ભાલા લાક હે। સુભાગી । સાન્નિધ્યકારી સમરણ આપરા, સહજ મીટે સબ શાક, હા સુભાગી. ॥ શાં॰ પ ॥ આગમ સાખ સુણી છે એડવી, જે જિનસેવક હાય, હૈ। સુભાગી । તેહની આશા પૂરે દેવતા, ચૌસઠ ઈન્દ્રાદિક સાય, હૈ। સુભાગી. ભવ–ભવ અંતરજામી તૂ પ્રભુ, હમને છે. આધાર, હે। સુભાગી । એ કર જોડી ‘ વિનયચન્દ ’ વિનવે, આપે। સુખ શ્રીકાર, હૈ। સુભાગી. ।। શાં ૭ |
॥ શાં॰ ૬ ॥
૧૭––શ્રી કુંથુનાથ સ્તવન
[ રેખતા-એ દેશી
ઢવ્વાલી ગઝલમાં પણ ગવાય ]
કુથુ 'જિષ્ણુરાજ તૂં ઐસા, હિ કાઈ દેવ તા જૈસે, 1 ત્રિલેાકી. નાથ તૂ કહીએ, હમારી બાંહ દઢ ગહિએ; ભવેાધિ ડૂબતા તારા, કૃપાનિધિ આસરે થારા, ભરાસા આપકા ભારી, વિચારા બિસ્ત ઉપકારી; ઉમાજ હૈ। મિલનકા તેાસે,પ ન રાખેા આંતરા માસા, 1 જૈસી સિદ્ધ અવસ્થા તેરી, તૈસી ચૈતન્યતા મેરી; કર્મી-ભ્રમ જાલકા .દપટયા, વિષય સુખ મમતમે લિપયેા, ભમ્યા હું ચહું તિ માંહી, ઉદય કર્મ ભ્રમકી છાંહી; ઉદ્યકા જોર હૈ જોલાં, ન છૂટે વિષય સુખ તેાલાં, 1 કૃપા ગુરુદેવકી પાઈ, નિજામત ભાવના ખાઈ. અજબ અનુભૂતિ ઉર જાગી, સૂરતિ નિજ રૂપમે લાગી, । તુમહિ હમ `એકતા જાણું, દ્વૈત ભ્રમ કલ્પના માનું; ‘શ્રી દેવી ’‘ સૂર’ નૃપ નદા, અહા સન સુખ કદા, I ‘ વિનયચન્હ ’ લીન તુમ ગુનમે, ન વ્યાપે અવિદ્યા ઉનમે;
i
૧૮–શ્રી અરહનાથ સ્તવન [ઢાલ અલગી ગ્રિાની–એ દેશી] અહનાથ અવિનાશી, શિવ-સુખ૧૦ લીધાઃ । વિમલ વિજ્ઞાન–વિલાસી, સાહા સીધા.
૫ કુંથુ॰ ૧ ॥
॥ કુંથુ॰ ૨ ॥
॥ કુંથુ॰ ૩ ॥
।
૫ કુંથુ॰ ૪ ૫
॥ કુંથુ॰ ૫ ॥
૫ કુંથુ॰ ૬ ॥
॥ શું છ !
|| સાબુ ૧ ||
ઇચ્છે, ઘડે. ૩-પેાતાના ઘરમાં, છાયામાં; આધારે. ૮-આત્મ
૧-જાએ કમી નહીં, એટલે ઇચ્છા પૂર્ણ થાય. ર–વધારે, ..નજીક છે તેવું. ૪૩મ`ગી થયા છેં. ૫-તારાથી. ૬-દખાયા. અનુભવ રસ. ૯-આત્મા ને પરમાત્મા એ બે ભિન્ન છે.એ ભાવ. ૧૦-મેાક્ષસુખ.
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૩૫ )
お
ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાયા ।
|| સાહબ ૩ ||
॥ સાબ ૪ ||
તાત ‘ સુદર્શોન ’ ‘દેવી ’ માતા, તેહતા નન્દર કહાયા. ક્રોડ જતન કરતાં નહીં પામે, એહવી મેાટી મામ; । તે જિત ભક્તિ કરીને હિએ, મુક્તિ અમેાલક ઠામ. સમકિતસહિત કિયાં જિન-ભક્તિ, જ્ઞાન દર્શન ચારિત્ર; । તપ વીરજ ઉપયાગ તિહારા, પ્રગટે પરમ પવિત્ર. સ્વ ઉપયાગ સ્વરૂપ ચિદાનંદ, જિનવર તે તૂ એક; I દ્વૈત અવિદ્યા વિભ્રમ મેટા, વાધે શુદ્ધ વિવેક. અલખ અરૂપ અખંડિત અવિચલ, અગમ અગેાચર આપ; । નિર્વિકલ્પ નિષ્કલંક નિર ંજન, અદ્દભૂત જ્યેાતિ* અમાપ. ॥ સાહબ એલખ અનુભવ અમૃત યાા, પ્રેમ સહિત રસ પીજે; દૂતૂં છે।ડ ‘વિનયચન્દ' અંતરસેપ, આતમ રામ રમીજે. ।। સાહબ ૭ ||
|| સામ॰ ૫ ॥
૬ ॥
॥ સાહબ ૨ !
Bz+
૧૯–શ્રી મલ્લિનાથ સ્તવન [ લાવણી ]
'
।
મલ્લિ જિન ખાલ બ્રહ્મચારી, ‘કુંભ ’પિતા ‘ પરભાવિત ’મૈયા, તિનકી કુમારી; મલ્લિ જિન ખાલ બ્રહ્મચારી. માનિની કુખ કદરા માંહી, ઉપના અવતારી; માલતી કુસુમ-માલની વાંચ્છા, જનની ઉધારી. તિથી નામ મલ્લિ જિન થાપ્યા, ત્રિભુવન પ્રિયકારી; અદ્ભુત ચરિત તુમારે। પ્રભુજી, વેદ ધર્યાં નારી. પરણ્ન કાજ જાન જિ આએ, ભૂપતિ છંદૂ ભારી; મિથિલાપુરી ઘેરી ચૌ તરફા, સેના–વિસ્તારી. રાજા ‘ કુંભ ’ પ્રકાશી તુમરૈ, બીતક વિધ સારી; તુમરે પરણન કાજ છઠ્ઠું નૃપ, આયા અહંકારી. શ્રીમુખ ધીરપ દીધી પિતાકા, રાખા હુશિયારી । પુતલી એક રચી નિજ આકૃતિ, થાથી॰ ઢકણારી. ભાજન સરસ ભરી સા પુતલી, શ્રી જિન સિંગારી; ભૂપતિ દૂ` ખુલાયા મદિર, ખીચ ખુદ દીન તારી. પુતલી દેખી છદૂ નૃપ મેાહ્યા, અવસર વિચારી; ઢંકજ ઉધાર લિના પુતલીા, ભભકયા૧૦ અન્ન ભારી. દુઃસહ દુર્ગંધ સહિ નહીં જાવે, ઉઠયા નૃપ હારી; ન ઉપદેશ દિયે। શ્રીમુખસે, મેાહ દશા ટારી.
તબ
!
॥ ટેક ॥
।। મલ્લિ॰ ૧ ૫
!! મલ્લિ॰ ૨ ।
૫ મહિ॰ ૩ ।।
।। મલિ॰ ૪ ॥
!! મહિ॰ ૫ ॥
॥ મુસ્લિ॰ ૬ ૫
॥ મલ્લિ॰ ૭૫
॥ મુસ્લિ॰ ૮ ૫
૧-હે જીવ. ૨-પુત્ર. ૩–દ્રા, મિલકત. ૪-વીશક્તિ. ૫–અંતરમાં. *છઠ્ઠા છંદમાં પરમાત્માનાં ઘણાં ગુણિયલ નામેા છે તે સરળ છે છતાં ન સમાય તે અનુભવીને પૂછ્યું. ૬-ગુફા.૭-પેલી. ૮–ઢાંકણાવાળી. ૯–ઢાંકણું. ૧૦--દુર્ગંધ છૂટી.
Page #37
--------------------------------------------------------------------------
________________
(૩૬) મહા અસાર ઉદારિક દેહી, પુતલી ઈવ પ્યારી; સંગ કિયા પકે ભવ દુઃખમેં નારી નરક-વારી૧. ! મલિ૦ ૯ છે ભૂપત છેૐ પ્રતિબંધ મુનિ હ, સિદ્ધ ગતિ સંભારી ‘વિનયચન્દી ચાહત ભવ-ભવમેં, ભક્તિ પ્રભુ થારી. મલિ૦ ૧૦ છે
૨૦-શ્રી મુનિસુવ્રતનાથ સ્તવન
[ ચેતરે ચેતરે માનવી-એ દેશી] શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવાં તણ દેવ કે ! તરણતારણ પ્રભૂ મોર ભણી, ઉર્જવલ ચિત્ત સમર્સે નિત્યમેવકે. શ્રી ૦૧ દૂ અપરાધી અનાદિ કે, જનમ-જનમ ગુન્હા કિયા ભરપૂર છે; લૂટિયા પ્રાન છકાય ના, સેવિયાં પાપ અઢારહ કરૂર છે. તે શ્રી મુળ ૨ પૂરબ અશુભ કર કર્તવ્યતા તેમને પ્રભુ તૂમ ન વિચારકે; ! અધમ ઉધારણ બિરુદ છે, સરન આયે અબ કીજીએ સારકે છે શ્રી મુ૩ છે કિંચિત પુણ્ય પ્રભાવથી, ઇન ભવ એલખે શ્રી જિન ધર્મ કે; ! નિવર્સે નરક નિગોદથી, એહ અનુગ્રહ કરે પરિબ્રહ્મ કે; } શ્રી મુ. ૪ સાધુપણ નહીં સંગ્રહ્યો, શ્રાવક વ્રત ન કિયાં અંગીકાર કે; આદી તેન આરાધિયાં, તેહથી રૂલિયો દૂ અનંત સંસાર કે; છેશ્રી મુ. ૫ | અબ સમકિત વ્રત આદર્યો, તદપિ આરાધી ઉતરું ભવપાર કે; . જનમ છતવ સ હવે, ઈણ પર વિનવું વાર હજાર કે. છે શ્રી મુ. ૬ છે “સુમતિ’ નરાધિપ તુમ પિતા, ધનધન શ્રી “પદમાવતિ'માય કે, તસુ સુત ત્રિભુવન તિલક , વંદત વિનયચન્દી સીસનમાય છે. શ્રી મુળા
૨૧-શ્રી નમિનાથ સ્તવન [ સુણી રે બાલા કુટિલ મંજરી તેતા લે ગઈએ દેશી ]
વિજયસેન” નૃપ “વિપ્રા” રાણી, નમિનાથ જિન જાય, ચૌસઠ ઈન્દ્ર કિયે મિલ ઉત્સવ, સુર-નર આનંદ પાયો રે; સુજ્ઞાની છવા, ભજલે રે જિન ઈવિસવાં. ટેર છે કે સુ ૧ | ભજન કિયાં ભવભવનાં દુષ્કત, દુઃખ દુર્ભાગ્ય માટે જાવે, એ કામ ક્રોધ મદ મત્સર તૃષ્ણ, દુર્મતિ નિકટ ન આવે. | સુ૦ ૨ | જીવાદિક નવતત્ત્વ હિયે ધર, હેય ય૦ સમજજે ! તીજી ઉપાદેય૧૧ એલખીને, સમકિત નિર્મલ કીજે. મે સુઇ ૩ છે
જીવ અજીવ બંધ એ તને, શેય જયારથી જાણે ! પુણ્ય પાપ આસવ પરહરિએ, હેય પદારથ માને છે સુલ ૪ છે સંવર મેક્ષ નિર્જરા નિજ ગુણ, ઉપાદેય આદરિએ,
કારને કારજ સમઝ ભલી વિધ, ભિન્ન ભિન્ન નિરણે કરીએ. સુત્ર ૫ છે આરીફ નરકમાં લઈ જનારી. ૨–ામન્યા; બૂઝથા. ૩-મારા પ્રત્યે. ૪-ઘાતકી; નિર્દય. • પ–કામ; કર્તવ્ય. ૬-મહેર; કૃપા –ભટક; ફર્યો. ૮-જીવિતવ્ય; જીવતર. ૯-ત્યાગવા ગ્ય. ૧૦-જાણવા ગ્ય. ૧૧-મેળવવા ગ્ય. ૧૨-જેમ હોય તેમ.
Page #38
--------------------------------------------------------------------------
________________
(૩૭)
કારણ જ્ઞાન સ્વરૂપ જીવેકે, કાન ક્રિયા પસારે, દેનું કે સાખી શુદ્ધ અનુભવ, આપ જ તિહાર. | સુઇ ૬ છે તૂ સે પ્રભુ, પ્રભુ સે તૂ હૈ, દ્વૈત કલ્પના મે, સત ચેતન આનન્દ “વિનયચન્દી, પરમાતમ પદ ભેટ. છે સુ
૨૨-શ્રી નેમિનાથ સ્તવન
[ નગરી ખુબ ઘણું છે જી-એ દેશી ]. “સમુદ્રવિજય” સુત શ્રી નેમીશ્વર, જાદવ કુલ ટીકા, રતનસુખ ધારણી “સિવાદે', તેહને નન્દન નીક; શ્રી જિન મેહનગારે છે, જીવન પ્રાણુ હમારે છે. શ્રીજિ સુનિ પુકાર પશુ કી કરુણા કર, જાણુ જગત સુખ ફિકે, નવ ભવ ને તો જોબનમેં, ઉગ્રસેન નૃપ ધીર કે. પાશ્રી જિ.રા સહસ્ત્ર પુરુષ સંગ સંજય લીધે, પ્રભુજી પર ઉપગારી, ધન-ધન નેમ-રાજુલ કી જોડી, મહા બાલ બ્રહ્મચારી. શ્રી જિયા બધાનન્દ સ્વરૂપાનન્દમેં, ચિત્ત એકાગ્ર લગા, આત્મ-અનુભવ દશા અભ્યાસી, શુકલ-ધ્યાન જિન ધ્યા. શ્રી જિજ પૂર્ણનન્દ કેવળી પ્રગટે, પરમાનન્દ પદ પાયે, ! અષ્ટ કરમ છેદી અલસર સહજાનંદ સમાયો. શ્રી જિપા નિત્યાનન્દ નિરાશય નિશ્ચલ, નિર્વિકાર નિર્વાણી, I નિરાતંક વિરલેપ નિરાશ્રય, નિરાકાર વરનાણું. શ્રી જિજો એવો જ્ઞાન સમાધી-સંયુત, શ્રી નેમીશ્વર સ્વામી, પૂરગુકૃપા “વિનયચન્દ ” પ્રભુ તે, અબ તે એલખ પામી. શ્રી જિવા
૨૩–શ્રી પાર્શ્વનાથ સ્તવન [ જીવ રે તું શીયલ તણે કર સંગ-એ દેશી] અશ્વસેન' નૃપ કુલ તિલોરે, “વામા” દેવીને નન્દ, ચિન્તામણિ ચિત્તમેં બસેરે, દૂર ટલે દુઃખ ઠંદ
જીવ રે તૂ પાર્ધ જિનેશ્વર વંદ. | જીવ૦ ૧ | જડ-ચેતન મિશ્રિત પણે રે, કર્મ-શુભાશુભ થાય, . તે વિભ્રમ જગ કલ્પના રે, આતમ અનુભવ માંય. જીવ૨ બહેમી ભય માને જથા રે સૂને ઘર વૈતાલ,
' ' , ત્યાં મુરખ આત્મ વિષે રે, મા જગ ભ્રમ જાલ. | જીવ ૩ ! સરપ અધેરી રાસડી રે, રૂપ છીપ મુઝાર,
3 : : મૃગ તૃષ્ણા, અંબુ મૃષા રે, હું આતમ મેં સંસાર છે જીવ. ૪- - - ૧-ધ, તપાસ; ૨ ટીકે=તિલક સમાન; શિરોમણી ૩ ધી=પુત્રી. ૪ માલેક ધણી; અલબેલ સ્વામી. ૫ કુળમાં તિલક રૂ. ૬-હલકા દેવનું નામ હ–અંધારી રાત ૮-પાણી, ૯-ફેગટ; મિશ્ચા.
Page #39
--------------------------------------------------------------------------
________________
અમિ વિષે જે મણી નહીં રે, મણી મેં અગ્નિ ન હોય, સુપને કી સંમ્પત્તિ નહીં ક્યું, આતમ મેં જગ જેય. | જીવ ૫ છે વાંઝ પુત્ર જનમેં નહિં રે, સીંગ સસે શિર નાંહિ, - - કુસુમ ન લાગે વ્યોમ મેં રે, જર્યું જગ આતમ માંહિ. | જીવ ! અમર અજોણું આત્મા રે, હૈ ચેતન તિહું કાલ, વિનયચન્દ” અનુભવ જગી રે, તૂ નિજરૂપ સંભાલ. છે વ૦ ૭ |
૨૪-શ્રી મહાવીર સ્તવન
[શ્રી નવકાર જ મન રંગે-એ દેશી] ધન-ધન જનક “સિધારથ” રાજા ધન “ત્રિશલા” દે માત રે પ્રાણી, જ્યાં સુતા જાય ને ગોદ ખિલાયે, “બદ્ધમાન” વિખ્યાત રે પ્રાણી;
શ્રી મહાવીર નમે વરનાણી; / શ્રી. ૧ | શ્રી મહાવીર નમે વરતાણું, શાસન જેહને જાણ રે પ્રાણી પ્રવચન-સાર વિચાર હિયા મેં, કીસ- અરથ પ્રમાણું રે પ્રાણી; } શ્રી. ૨ | સૂત્ર વિમય આચાર તપસ્યા, ચાર પ્રકારે સમાધ રે પ્રાણ, છે તે કરીએ ભવસાગર તરીએ, આતમભાવ આરાધ રે પ્રાણી; } શ્રી. ૩ | ન્યું. કંચન તિહું કાલ કહીજે, ભૂષન નામ અનેક રે પ્રાણી, ન્યું જગજીવ ચરાચર જેની, હૈ ચેતન ગુણ એક રે પ્રાણ; } શ્રી ૪ | આપણે આપ વિષે થિર આતમ, “સેહં હંસ” કહાય રે પ્રાણી, કેવલ ધર્મ પદારથ પર પુદ્ગલ ભરમ મિટાય રે પ્રાણ; } શ્રી ૫ છે શબ્દ૯ રૂ૫૧૦ રસ૧૧ ગંધ ન જામે, નાય ફરસી તપ૧૪ છાંહ૧૫રે પ્રાણી, તિમિર ૧૬ઉદ્યોગપ્રભાકછુ નહિ હૈ, આતમ-અનુભવ માંહિ રે પ્રાણી શ્રી ૬ સુખદુઃખ જીવન મરણ અવસ્થા, એ દસ પ્રાણી સંગાત રે પ્રાણી, ! ઈનથી ભિન્ન વિનયચન્દી રહિયે, જો જલમેં જલ જાત રે પ્રાણી; } શ્રી ૭ |
કલશ ચવીશ તિરથનાથ કીતિ, ગાવતાં મન ગન ગહગહે ૯ | કુમટકે કુલચંદ નંદને, “વિનયચન્ટ ઇન પર કહે ! ઉપદેશ પૂજ્ય “હમીર મુનિ” કે, તત્વ નિજ ઉર મેં ધરી, .
ઉગણસ સો છે કે છમછર, મહાસ્તુતિ પૂરણું કરી. ૧ –સસલાને. ૨-૩-૪-૫ એ ચાર પ્રકારની સમાધિ છે. ૬- તે હું” એ મંત્ર, ૭-જીવ, આત્મા ૮-૫રિચય; અનુંભવે, ૯ થી ૧૮ એ દંશ અજીવ પુદ્ગલના ગુણ છે. ૧૯ અતિ પ્રસન્ન થાયં; રંસેવંત્સર; સાલું,
Page #40
--------------------------------------------------------------------------
________________
|
સરાય નમઃ |
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાગ ]
[ અષાઢ વદી ૨ થી પ્રથમ ભાદરવા વદ ૦)) સુધીમાં
અનાથી મુક્તિ અને સુદર્શન ચરિત્રનાં વ્યાખ્યાને ]
पूज्यपाद आचार्यश्री विजयनेमिनरीश्वर पट्टालंकार शास्त्रविशारद कथिदिवाकर श्रीमद्धिजयपासरिनो ન મહાર. g૦ નં
બર - "
[ રાજકેટ ચાતુર્માસ ]
સંવત ૧૯૯૨
-
-
-
-
-
-
-
-
-
Page #41
--------------------------------------------------------------------------
________________
િિા
.
.
.
S
ܫܫ
r
?
નિર્ચન્વ-પ્રવચન
" अप्पा कसा विकत्ता य, दुह्मण य सुहाण य ।।
अप्पा मित्तममित्तं य, दुप्पट्ठिय सुप्पट्ठियो ।” અર્થાત–આ આત્મા જ સુખ અને દુઃખને ઉત્પાદક તેમજ વિનાશક – કર્તા તથા હર્તા છે. આ આત્મા જ મિત્ર કે શત્રુ છે અને આ આત્મા જ દુઃખપાત્ર કે સુખ પાત્ર છે.
આ પુસ્તકના પ્રકાશન અર્થે રાજકોટનિવાસી
શ્રી. ચુનીલાલ નાગજી વોરાએ રૂા. ૧૦૦૧)ની આર્થિક સહાયતા
આપી છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ રાજકોટ–ચાતુર્માસ]
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદી ૨ સોમવાર
(પ્રાર્થના) કુંથ જિણરાજ તૂ ઐસે, નહિ કોઈદેવ તે જે,
રિલેકીનાથ તૂ કહીએ, હમારી બાંહ દઢ ગહિએ. કંથ૦ ૧ શ્રી કુન્થનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાનની પ્રાર્થના, હું મારી બુદ્ધિની અનુસાર કહ્યું કેપ્રાચીન સાધુ-મહાત્માઓએ પ્રાકૃત ભાષામાં જે કાંઈ કહ્યું છે, તે પ્રમાણે કહું, એ બન્ને એક જ વાત છે. પ્રાચીન સાધુ-મહાત્માઓએ પ્રાકૃત ભાષામાં જે પ્રાર્થના કરી છે, તે પ્રાર્થનાતત્ત્વને દૃષ્ટિ સમક્ષ રાખી હું પરમાત્માની પ્રાર્થના કર્યા કરું છું. શાસ્ત્રાનુસાર પરમાત્માની પ્રાર્થના કરવી, એને હું ઠીક સમજું છું. શાસ્ત્રનાં પાને પાને પરમાત્માની પ્રાર્થના વર્ણવેલી છે, એ મારે મત છે. મારા આ મતની સાથે કોઈને મતભેદ પણ હોઈ શકે પરંતુ એ વિષે ઊંડા વિચાર કરવાથી એમાં કાંઈ મતભેદ જેવું જણાશે નહિ. કારણ કે, પરમાત્માની પ્રાર્થનાને વિષય જ એ છે કે, તેમાં મતભેદને સ્થાન નથી. હું તો એમ માનું છું કે, ભગવાનની ઉપદેશિત દ્વાદશાંગીમાં જે એકાદશાંગી ઉપલબ્ધ છે, તેમાં પ્રાર્થના જ ભરેલી છે.
ભગવાન મહાવીરે જગતકલ્યાણ માટે જે અન્ન સમયે અમૃત વાણું ઉપદેશેલી છે અને જે ઉત્તરાધ્યયનને નામે ઓળખાય છે, તે ઉત્તરાધ્યયનસૂત્રને સમસ્ત પ્રવચનને સાર કહેવામાં આવે તે તેમાં મારી દૃષ્ટિએ કાંઈ ખોટું નથી. આ ઉત્તરાધ્યયનસૂત્રના ૩૬ અધ્યયને છે, સંપૂર્ણ ઉત્તરાધ્યયનસૂત્રને ક્રમશઃ વાંચી તેને ભાવ સમજાવવા માટે બહુ લાંબા સમયની આવશ્યકતા રહે છે તે પછી એકાદશાંગી વાણીને સમજાવવામાં કેટલો બધે સમય જોઈએ? આપણી શક્તિ તો નાનકડી ગાગર ઉપાડવા જેટલી છે તો પછી સાગરને કેમ ઉપાડી શકીએ ? પણ પ્રાચીન સાધુ-મહાત્માઓએ ભગવાનની વાણીરૂપ સાગરને આ ઉત્તરાધ્યયનસૂત્રરૂપી ગાગરમાં ભરી દીધું છે અને એ રીતે આપણા જેવા અલ્પશક્તિવાળા લોકો પણ જિનાગમને સંક્ષેપમાં સમજી શકે એ પ્રયત્ન કર્યો છે. તે મહાત્માઓએ તે આવો હિતકારી પ્રયત્ન કર્યો છે, પણ પ્રત્યેક વાતને સમજવાનું ઉપાદાન કારણ તે આ આત્મા જ છે. શાસ્ત્ર તે નિમિત્ત કારણ છે. જેમકે, પુસ્તકનું વાચન તે બધા કરે છે પણ
Page #43
--------------------------------------------------------------------------
________________
૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
જેમની બુદ્ધિ જેવી વિકસિત થએલી હોય છે તેવી તે પુસ્તકના વિષયને સમજી શકે છે. આ વાતને લક્ષ્યમાં રાખી પાઠ્યક્રમ પણ કક્ષા પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. સાતમ કલાસમાં અલતી પુસ્તકે પેલી ચોપડી ભણનારને વાંચવા આપવામાં આવે તે તેની સમજમાં તે આવશે નહિ, કારણકે તેની બુદ્ધિ એટલી બધી વિકસિત થએલી હોતી નથી. શાસ્ત્રના વિષયમાં પણ એવું જ છે. જેમને આત્મા જેટલે વિકસિત થએલો હોય છે તેટલો તે શાસ્ત્રના ભાવને સમજી શકે છે.
આખા ઉત્તરાધ્યયનસૂત્રનું વર્ણન કરવું અને તેનો ભાવ બતાવવો એ બહુ જ મુશ્કેલ છે, એટલે અહીં ઉત્તરાધ્યયનસૂત્રના વીસમા અધ્યયનનું વર્ણન કરવામાં આવે છે. આ વીસમું અધ્યયન આ યુગના લોકોને માટે નૌકાની સમાન છે. હદયમાં જે શંકાઓ ઉદ્દભવે છે, એ શંકાનું સમાધાન આ વસમા અધ્યયનમાંથી મળી આવે છે એવી મારી ધારણા છે. આ અધ્યયનનું વર્ણન મેં બીકાનેરમાં કર્યું હતું. પણ મારા શિષ્યોનો એવો આગ્રહ છે કે, એ અધ્યયનનું વર્ણન ફરીથી કરું એટલે અત્રે એને પુનઃ પ્રારંભ કરું છું.
ઓગણીશમા અધ્યયનમાં મૃગાપુત્રનું વર્ણન છે. તેમાં સાધુ-મહાત્માઓએ વૈદ્યોનું શરણ ન લેતાં પિતાના આત્માને જ સુધાર કરે જઈએ, એમ કહેવામાં આવ્યું છે. પિતાના આત્માને જ જાગ્રત રાખવો જોઈએ એ કથનને એવો અર્થ નથી કે, સ્થવિરકલ્પી સાધુઓએ વૈદ્યની સહાયતા ન લેવી. સ્થવિરકલ્પી સાધુઓ વિદ્યાની સહાયતા લે છે પણ એમ કરવું તે અપવાદમાર્ગ છે, એ ઉત્સર્ગમાર્ગ નથી. વૈદ્યની સહાયતા ન લેતાં પિતાના આત્માને જ જાગ્રત કરે, એ ઉત્સર્ગમાર્ગ છે. આ જ વાતને આ વીસમા અધ્યયનમાં વિસ્તારપૂર્વક બતાવવામાં આવેલ છે. આત્મામાં અનંત શક્તિસામર્થ્ય રહેલું છે. એ આત્મા અત્યારે ભલે ગમે તે સ્થિતિમાં હોય, ભૂતકાળમાં ભલે તે ગમે તેવી સ્થિતિમાં રહ્યું હોય અથવા ભવિષ્યમાં ભલે તે ગમે તેવી સ્થિતિમાંથી પસાર થાય પણ જે આત્મા આ સ્થિતિમાંથી અળગો થઈ જાય તે પોતાનામાં રહેલી અનંત શક્તિને તે સાક્ષાત્કાર કરી શકે અને પિતાનામાં પિતાના માટે બધું કરવાનું શક્તિસામર્થ્ય રહેલું છે તેનું પણ તેને ભાન થઈ શકે !
આ વીસમા અધ્યયનમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે, તેનો સાર માત્ર એટલો જ છે કે, “તમારા પૅકટર તમે પોતે બને.” આ પ્રમાણે પિતાના વૅક્ટર પિતે બનવાથી કોઈના શરણે જવાની જરૂર નહીં રહે. આત્માની શક્તિથી આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ ત્રણ પ્રકારનાં તાપ શમી જાય છે! પછી આત્માને માટે કોઈ પ્રકારને સંતાપ બાકી રહેતા નથી. સાધારણ રીતે સંસારમાં કોઈપણ આત્મા સંતાપને સહેવા ચાહત નથી. કોણ એવો હશે કે જે અશાન્તિને ચાહતો હોય! બધા જીવો સુખશાન્તિને ચાહે છે ! પણ વાસ્તવિક શાતિ મેળવવા માટે કેટલો બધે પ્રયત્ન કરવો પડે છે એ શાસ્ત્રની દષ્ટિએ જીએ; પછી તમારા પ્રયત્નમાં કેટલી ખામી છે એ તપાસ અને પ્રયત્ન કરવા છતાં પણ શાન્તિ કેમ મળતી નથી એનું બાધક કારણ છે અને એને દૂર કરવાનો પ્રયત્ન કરે !
Page #44
--------------------------------------------------------------------------
________________
રાજકાટ–ચાતુર્માસ
[ ૩
વજ્ર ૨ ]
અનાથી મુનિના અધિકાર
આ વીસમા અધ્યયનનું વન કેવી રીતે કરવામાં આવ્યું છે એ બતાવતાં હું શાસ્ત્રના શબ્દોમાં જ પરમાત્માની પ્રાર્થના કરું છું. આ અધ્યયનના પ્રારંભ કરતાં પહેલાં કહેવામાં આવ્યું છે કેઃ
सिद्धाणं नमो किच्चा संजयाणं च भावओ । अणुसिट्ठि सुणेह मे || १
अत्म्मई त
આ મૂળ ક્ષેાક છે. ગુરુ શિષ્યને કહે છે કે, હું તમને શિક્ષા આપું છું અને મુક્તિના માર્ગ બતાવું છું. પણ એ હું મારી શક્તિથી નહિ પણ સિદ્ધ અને સંયતિને નમસ્કાર કરી, તેમને શરણે જઈ, તેમની પાસેથી શક્તિ મેળવી તમને બતાવું છું.
સાધારણ રીતે જ્યાંને માગ પૂછવામાં આવે ત્યાંના માગ બતાવવામાં આવે છે. પણ આ તે મુક્તિને માર્ગ બતાવવામાં આવે છે એટલે એના માટે એમ કહેવામાં આવે છે કે, હું અથ અને ધર્મના માર્ગ બતાવું છું: અર્થ એટલે શું! એની વ્યાખ્યા નીચે પ્રમાણે કરવામાં આવેલ છે ઃ—
अर्थ्यते प्रार्थ्यते धर्मात्मभिरित्यर्थः स च प्रकृते मोक्षः संयमादिर्वा स एव धर्मः तस्य गतिः ज्ञानं यस्याम् ताम् अनुशिष्टि माम् शृणुत इत्यर्थः ।
જે વસ્તુની ઇચ્છા કરવામાં આવે તેનું નામ અ છે. સામાન્ય લેાિ અનેા અથ ધન કરે છે અને તેની પ્રાપ્તિ માટે અહીંતહીં દોડધામ પણ કરે છે; પણ અહીં ‘અના અ ધન નથી. તમે લેાકેા અત્રે ધનને માટે આવ્યા નથી. ધનને માટે તા તમે દોડધામ કર્યાં કરેા છે. પણ અહીં ધન મળતું નથી છતાં અત્રે આવ્યા છે. એટલે એ ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે, અનેા ધનની સિવાય પણ બીજો કઈ અર્થ છે અને તેને માટે તમે અત્રે આવ્યા છે ! કેટલાક ગૃહસ્થાની કદાચ એવી ઇચ્છા હેાઈ શકે કે, અમે સાધુએ પાસે જઇશું તેા, ખીજા કાઈ બહાને અમને ધન મળી જશે પણ સાધુ કે સતીની એવી ભાવના હૈ।તી નથી. અત્રે ધનની પ્રાપ્તિ થતી -નથી છતાં તમે લોકો ધર્મશ્રવણુ કરવા આવા છે એથી એ સ્પષ્ટ થાય છે કે, અા અર્થ કેવળ ધન જ નથી.
જે વસ્તુની ઇચ્છા કરવામાં આવે તેનું નામ અ છે. પણ અત્રે એ વાત સ્પષ્ટ કરવામાં આવે છે કે, ધાર્મિક લોકેા જે વસ્તુની ઇચ્છા કરે છે તેને અર્થ કહેવામાં આવે છે. ધાર્મિક લાકા ધર્મની જ ઇચ્છા રાખે છે. આ પ્રમાણે અત્રે અથ 'ના અથ ધર્મ વિષે વિવક્ષિત થએલા છે. એ જ ક્લાકમાં આગળ જતાં કહેવામાં આવ્યું છે કે, ધર્મરૂપી અથ માં જે દ્વારા ગતિ થાય છે તેની હું શિક્ષા આપું છું. ધર્મરૂપી અ`માં જ્ઞાનદ્વારા ગતિ થાય છે અને જ્ઞાનદ્વારા જ ધર્મરૂપી અને પ્રાપ્ત કરી શકાય છે ભાવાર્થ એ થાય છે કે, · હું નાનની શિક્ષા આપું છું.'
એટલા માટે આ કથનના
જ્ઞાનના અર્થ પણ વિસ્તૃત છે. સંસાર્વ્યવહારનું જ્ઞાન પણ જ્ઞાન જ કહેવાય છે પણ અહીં એમ કહેવામાં આવ્યું છે કે, ધર્મરૂપી અમાં ગતિ કરાવનાર તત્ત્વનું જ્ઞાન આપું છું અર્થાત્ તત્ત્વનું જ્ઞાન આપું છું. આ જ્ઞાન તમારામાં રહેલું છે પણ તે જાગ્રત નથી એટલા માટે હું શિક્ષા આપી તે જ્ઞાન જાગ્રત કરવાના પ્રયત્ન કરું છું.
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
દીપકમાં તેલ પણ હોય અને બત્તી પણ હોય તેમ છતાં અગ્નિના સંગ વિના તે પ્રકાશ આપી શકતો નથી. આ જ પ્રમાણે આત્મામાં પણ જ્ઞાન રહેલું છે પણ તે જ્ઞાન મહાપુરુષના સત્સંગ વિના વિકસિત થઈ શકતું નથી. જે પોતાનામાં જ્ઞાન જ ન હોય તે મહાપુરુષને સત્સંગ પણ કેને વિકસિત કરે ? જેમકે, કોઈ દીવામાં તેલ કે બત્તી જ ન હોય અને બીજે બળ દીવો તેને ભટકાવવામાં આવે તો તેનું શું પરિણામ આવે ? એ જ કે, ખાલી ચૂલામાં ફુક મારવાથી આંખમાં રાખ જ પડે છે તેવું જ તેનું દુષ્પરિણામ આવે. આ જ પ્રમાણે જ્યાં સુધી પિતાના આત્મામાં શક્તિ ન હોય ત્યાંસુધી મહાપુરુષોની સંગતિ કે તેમની શિક્ષા પણ વ્યર્થ જાય છે.
આ શ્લોકમાં એમ કહેવામાં આવ્યું છે કે, “હું શિક્ષા આપું છું.' એથી એમ સમજવું જોઈએ કે, મહાપુરુષોએ આપણામાં શક્તિ જોઈ છે એટલા માટે તેઓ શિક્ષા આપે છે. આપણામાં એવી શક્તિ રહેલી છે, આપણામાં તે જ્ઞાન પણ છે જે મહાપુરષોની શિક્ષાદ્વારા વિકસિત થઈ શકે એમ છે માટે આપણે તેમની શિક્ષાને સાવધાન થઈ સાંભળવી જોઈએ.
શિક્ષા આપનાર મહાપુરુષે કહ્યું છે કે, “હું સિદ્ધ અને સંયતિને નમસ્કાર કરી શિક્ષાને પ્રારંભ કરું છું; પણ સિદ્ધ એટલે શું એ આપણે અત્રે જાણવું જોઈએ ! નમસ્કાર મંત્રમાં એક પદમાં સિદ્ધને અને ચાદ પદમાં સાધુને નમસ્કાર કરવામાં આવેલ છે.
સિદ્ધ શબ્દમાંને શબ્દ “ત્તિ વષ એ ધાતુમાંથી બનેલ છે. આ સિત શબ્દને અર્થ આઠ કર્મરૂપી બાંધેલી લાકડીના ભારાને જેમણે થાત અર્થાત શુકલ ધ્યાનની જવાજયમાન અગ્નિદ્વારા ભસ્મીભૂત કરી નાંખેલ છે તે સિદ્ધ છે. અથવા વધુ ગૌ અર્થાત ગતિ અર્થમાં સિત શબ્દનો અર્થ કરવામાં આવે તે જે સ્થાનથી પાછું ફરવાનું નથી એવા સ્થાને જેઓ પહોંચી ગયા છે તે પણ સિદ્ધ કહેવાય છે.
કેટલાક લોકો એમ કહે છે કે, સિદ્ધ થવા છતાં પણ સિદ્ધો સંસારનું અભ્યત્યાન કરવા માટે સંસારમાં ફરીવાર અવતરે છે પણ જો આમ માનવામાં આવે છે, તે સિદ્ધસ્થાન પણ એક પ્રકારનું સંસાર જ બની જશે. જે સ્થાનેથી ફરીવાર સંસારમાં આવવું જ ન પડે તે જ સાચી સિદ્ધિ છે. જેમકે ગીતામાં કહ્યું છે કે –
__'यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम '
અર્થાત–જ્યાં ગયા પછી પાછું ફરવાનું નથી તે જ પરમ ધામ છે. આવું ધામ જ સિદ્ધિ છે, પણ જ્યાં ગયા પછી પાછું સંસારમાં આવવું પડે છે તે તે એક પ્રકારને સંસાર જ છે - વ્યુત્પત્તિના આધારે સિદ્ધ શબ્દને ત્રીજો અર્થ પણ કરવામાં આવે છે. “ સાદી' એ અર્થમાં જે કૃતકૃત્ય થઈ ગયા છે, જેમને હવે કાંઈ કરવાનું બાકી રહ્યું નથી, તે પણ સિદ્ધ કહેવાય છે.
જેમ પાકેલી ખીચડીને કોઈ ફરીવાર પકાવતું નથી તેમ જેમણે આત્માના બધાં કામે સાધી લીધાં છે અને જેમને બાકી કાંઈ કરવાનું રહેતું નથી તે સિદ્ધ છે. આ પ્રમાણે એક જ શબ્દના ત્રણ અર્થે થાય છે પણ એ બધાને ભાવાર્થ તે સરખે જ છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
વદ ૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[ પ
વિશ્વન શાશ્તે માંગલ્યે' એ અમાં સિદ્ધુ શબ્દના ખીજાને ઉપદેશ આપી જે મેક્ષે ગયા છે એવા સિદ્ધના ચેાથે અથ પણ કરવામાં આવે છે. શાસિતાના અ ખીજાને ઉપદેશ આપવા એવા થાય છે એટલા માટે જે ખીજાને ઉપદેશ આપી મેક્ષ પામ્યા છે તે સિદ્ધ છે.
આ ઉપરથી એમ કહી શકાય કે, જેઓ અહિન્ત થયા પછી સિદ્ધ થાય છે તેમને શાસિતા કહેવું એ તેા ઠીક છે કારણ કે, બીજાઓને કલ્યાણુને ઉપદેશ આપીને તે તે જ મેાક્ષ જાય છે પણ સિદ્ધ તા પંદર પ્રકારના હોય છે. શુ એ સિદ્ધોને માટે પણ આ શાસિતા અર્થ ઘટી શકે છે! જે મહાત્માએ ધ્યાનમૌનદ્વારા મેક્ષે જાય છે તેએ પણુ જગતના કાંઈ ઉપદેશ આપે છે! જો નહીં તેા પછી આ શાસિતાનેા અર્થે તેમને કેવી રીતે ઘટી શકે ?
આ પ્રશ્નના ઉત્તર એ છે કે, જે મહાત્માએ ધ્યાનમૌનદ્વારા મેક્ષે જાય છે તે પણ સંસારને કોઈ પ્રકારની શિક્ષા આપનાર હેાય છે ! એટલા માટે શાસિતા શબ્દ તેમને પણ લગાડી શકાય કારણ કે, તેઓ માન સેવીને પણ શિક્ષા આપે છે અને આવી શિક્ષાની સંસારને આવશ્યકતા પણ છે. આ સંસાર વિશેષતઃ માન સેવનારાઓની સહાયતાથી જ ચાલે છે. મૂંગી સૃષ્ટિના આધારે જ આ સૃષ્ટિ ખેલતી છે. પૃથ્વી પાણી વગેરેના જીવા મૂ`ગા છે પણ એ મૂ'ગા જ આ ખેાલતી સુષ્ટિનું પાલન કરે છે. આ જ પ્રમાણે જે મહાત્માએ ખેાલતા નથી પણ ધ્યાનમાનદ્રારા જ કલ્યાણ કરે છે તેએ સ`સારને કાઇ ઉપદેશ કે શિક્ષા આપતા નથી એમ નથી, તેઓ પણ જગતના ઉપકાર કરનારા હાય છે.
સિદ્ધ ભગવાન મેક્ષે ગયા છે અને તેથી જ લોકો મેાક્ષના ઇચ્છુક છે, જો તેઓ મેક્ષે ગયા ન હેાત તા કાઈ મેાક્ષની ઇચ્છા કરત નહીં, તે મહાત્માએ મન, વચન અને કાયાની સંશુદ્ધિ સાધીને મેક્ષે ગયા અને એ પ્રમાણે તેમણે સંસારના લેાકેાને મેાક્ષના માર્ગ બતાવ્યો તથા સાંસારિક લેાકેામાં મેાક્ષે જવાની ઇચ્છા ઉત્પન્ન કરી એટલા માટે તેમને પણ શાસિતા ' કહી શકાય !
:
શાસિતાની સાથે જ કહેવામાં આવ્યું છે જે માંગલિક છે તે સિદ્ધ છે. માંગલિકના પાપના નાશ કરનાર છે તે સિદ્ધ છે. આ
અ પાપના નાશ કરનાર એવા થાય છે. જે પ્રમાણે જે શાસિતા અને માંગલિક છે તે સિદ્ધ છે.
અત્રે એવા પ્રશ્ન થઈ શકે કે, જો સિદ્ધ ભગવાન માંગલિક છે તેા માટા મેટા મહાત્માઓને રોગ અને દુ:ખ કેમ સહેવાં પડયાં? ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતાં અંગારા રાખવામાં આવ્યાં અને આ જ પ્રમાણે ખીજા મહાત્માઓને પણ અનેક રાગા-દુઃખા સહેવાં પડયાં તે પછી તેમાં સિદ્દોની માંગલિકતા આડે કેમ ન આવી ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, મોંગલના અથ પાપનો નાશ કરનાર એવા થાય છે. જો કષ્ટ આપનાર ઉપર કષ્ટ સહેનારને રાગદ્વેષ આવે તે તેએમાં માંગલ નથી એમ કહી શકાય પણ જો રાગદ્વેષ આવે નહીં તે તેમાં મંગલ છે એમ સમજવું જોઈ એ. ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતાં અંગારા સામિલ બ્રાહ્મણે મૂકયાં તાપણુ તેમને શત્રુ ન માનતાં, મારામાં મંગલભાવને જગાડનાર મારા મિત્ર છે એમ જ તેમણે માન્યું.
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આ પ્રમાણે સિદ્ધ ભગવાન ભાવમંગલ છે. તમે લોકે દ્રવ્ય મંગલ જુઓ છો. જેઓમાં ભાવમંગલ છે તેઓ દ્રવ્ય મંગલના ચમત્કાર પણ બતાવી શકે છે પણ તે મહાત્માએ એવું કરવા ચાહતા નથી. તેઓ તો આત્માની શાન્તિ જ રાખવા ચાહે છે. જે તેઓ કોઈ પ્રકારને દ્રવ્ય ચમત્કાર બતાવવા ચાહતા હોય તે ચક્રવર્તીનું રાજ્ય અને સેળ સોળ હજાર દેવેની સેવાને શા માટે છેડી દે અને સંયમને ધારણ કરે ! જ્યારે દેવે જ સેવક થઈને રહેતા હોય ત્યારે દ્રવ્ય ચમત્કારમાં શું ખામી રહી શકે ? પણ તે મહાભાઓ એ પ્રકારના ચમત્કારને ચાહતા જ નથી. જે પ્રમાણે કઈ સૂર્યની પૂજા કરે છે તો કોઈ તેને ગાળો ભાંડે છે પણ તે સૂર્ય ગાળો ભાંડનાર ઉપર નારાજ થઈને તેને ઓછો પ્રકાશ આપતું નથી તેમ પૂજા કરનાર ઉપર ખુશ થઈને તેને વધારે પ્રકાશ આપતિ નથી. તે તો બધાને સમાન જ પ્રકાશ આપે છે. આ જ પ્રમાણે સિદ્ધ ભગવાન છે.
સિદ્ધને પાંચમો અર્થ એ પણ છે કે, જે સિદ્ધ થવાથી તેની આદિ તે છે, પણ જેમને અંત નથી તે પણ સિદ્ધ છે.
ગુરુ મહારાજ શિષ્યને કહે છે કે, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી, ધર્મરૂપી અર્થનો સાચો માર્ગ કર્યો છે તે હું બતાવું છું. સિદ્ધને નમસ્કાર કરી હું ભાવથી સંયતિને પણ નમસ્કાર કરું છું.
અહીં એક વિચારણીય વાત છે કે, સંયતિ, યતિને નમસ્કાર કરે છે કે અસંયતિને ! આ પ્રકારના બીજા પણ પ્રશ્નો ઉદ્દભવી શકે છે ! સૂત્રના રચનાર ગણધરે ચાર જ્ઞાનના સ્વામી હતા. તેમ છતાં તેઓ કહે છે કે, જે ભાવથી સંયતિ છે તેમને હું નમસ્કાર કરું છું. આ ઉપરથી સાધુઓએ સમજવું જોઈએ કે, “જે અમારામાં ભાવથી સાધુતાને ગુણ હશે તે અમને ગણધર પણ નમસ્કાર કરે છે પણ જે અમારામાં સાધુતાને ગુણ નહિ હોય તે પછી અમારામાં કાંઈ નથી.'
આ વીસમા અધ્યયનમાં જે કાંઈ કહેવામાં આવ્યું છે તે આ પહેલી ગાથામાં સંક્ષેપમાં કહી દીધું છે. આ પહેલી ગાથામાં આખા અધ્યયનને સાર કેવી રીતે સમાવવામાં આવ્યો છે એ વાતને વિશેષજ્ઞ જ સમજી શકે છે. આ વાત કેવળ જૈનશાસ્ત્રના વિષયને જ લાગુ પડતી નથી પણ બીજા ગ્રન્થમાં પણ આખા ગ્રન્થને સાર આદિ સૂત્રમાં કહી દેવામાં આવ્યું હોય એવું જોવામાં આવે છે. મેં કુરાનને અનુવાદ જોયો હતો. તેમાં કહ્યું છે કે, ૧૨૪ ઇલાહી પુસ્તકોને સાર તીરેત, અંજિલ, જબબ અને કુરાન એ ચાર પુસ્તકોમાં સમાવવામાં આવ્યો છે અને પછી એ ચારેય પુસ્તકોને સાર કુરાનમાં લાવવામાં આવ્યો છે અને કુરાનને સાર તેની આ પહેલી આયાતમાં સમાવવામાં આવ્યો છે કે –
બિસમિલ્લાહ રહિમાને રહીમ.” આ એક આયાતમાં જ કુરાનનો સાર કેવી રીતે સમાવવામાં આવ્યો છે એ એક વિચારવા જેવી વાત છે. જ્યારે આ આયાતમાં રહિમાન અને રહીમ' એ બને આવી ગયાં તે પછી કુરાનમાં બાકી શું રહ્યું ? આપણામાં પણ કહ્યું છે કે, “દયા ધર્મનું મૂળ છે ” દયા શબ્દ તે બે જ અક્ષરને છે તે પછી શું એમાં બધા ધર્મોને સાર ન આવી ગયે? દયા એ બધા ધર્મોને સાર છે; એ વાત કુરાન, પુરાણુ કે વેદશાસ્ત્રથી જ નહિ પણ પિતાના આત્માથી પણ જાણી શકાય છે. માની લો કે, તમે જંગલમાં છે અને કોઈ માણસ
Page #48
--------------------------------------------------------------------------
________________
વજ્ર ૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૭
તલવાર લઈ ને આવે અને તમારી જાન લેવા ચાહે ત્યારે તમે એ માણસમાં શું ખામી જોશેા ? એ જ કે તેનામાં દયા નથી. એટલામાં જો કોઈ ખીજો માણસ આવે અને પે'લા દુષ્ટ માણસને કહે કે, ભાઇ, એને મારી નહિ! તારે જો મારવું જ છે તે! ભલે મને મારી નાંખ, પણ એને માર નહિ ! આવા સમયે તમે બીજા માણસમાં શું વિશેષતા જોશે ! તમે એમ જ કહેશો કે, આ પુરુષમાં ખરેખર દયાની વિશેષતા છે. તેનામાં દયાનેા ગુણ છે એ તમે કેવી રીતે જાણી શક્યા ? જવાબમાં તમે એમ જ કહેશે કે, અમારા આત્માદ્વારા એ જાણ્યું. એ માણસમાં દયા છે એની સાક્ષી અમારે આત્મા જ આપી રહ્યા છે. આત્મા જ પેાતાનું રક્ષણ ચાહે છે એટલા માટે તેણે ખીજા માણસમાં દયાના ગુણ છે એ પારખી લીધું. આ પ્રમાણે દયા એ આત્માના ધમ છે. જો તમારે ધર્માત્મા બનવું હોય તે દયાને તમારા જીવનમાં વણી લેવી જોઈ એ. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
""
“ વર્ષં ઘુ નાળિનો સાર નં નહિઁ વિષૉ. ” [સૂર્યગ॰સ્૦૦૧ગા॰] અર્થાત્–કાઈ જીવને મારવા નહિ એ જ જ્ઞાનીએના સાર છે. જેમ પેાતાના આત્મા છે તેમ ખીજાને પણ આત્મા છે, જેમ પાતે મરવા ચાહતેા નથી તેમ ખીજાના આત્મા પણ મરવા ચાહતેા નથી. જેમ પેાતાને ખરાબ વસ્તુ ગમતી નથી તેમ ખીજાને પણ ગમતી નથી. આ પ્રમાણે પેાતાને જે પ્રતિકૂલ લાગે છે તેમ ખીજાના આત્માને પણ પ્રતિકૂલ લાગે છે એમ ધારી ખીજાને દુઃખ આપવું નહિ પણ દયાભાવ ધારણ કરવા. એક ફારસી કવિએ કહ્યું છે કેઃ—
“ ખ્વાહિ કિ તુરા હેચ મદી ન આયદ પેશ, તાવાની મઢી મધુન અજ કમે એશ.”
અર્થાત્—જો તું એમ ચાહે છે કે, મારી ઉપર કેાઈ જીલ્મ ગુજારે નહિ તેા, જેને તું જુલ્મ માને છે તેને તું ખીજા ઉપર પણ ગુજાર નહિ. કોઈ તમને માર મારી તમારી પાસેથી ચીજ લૂટી લેવા ચાહે કે ખાટું એટલી તમને ઠગવા ચાહે કે, તમારી સ્ત્રી ઉપર ખરાબ નજર નાંખે તેા તેને તમે જુલ્મી માનશે ને ! આ વાત એવી સાદી છે કે, તેની ખાત્રી માટે પુસ્તકાની પણ સહાયતા લેવાની જરૂર રહેતી નથી. જ્ઞાનીજનેા કહે છે કે, જે વાતને તું જીમા ગણે છે તે જુલ્મને તું ખીજા ઉપર ગુજાર નહિ. કોઈની હિંસા ન કરવી. અસત્ય ન ખેલવું, કોઈની સ્ત્રી ઉપર ખરાબ નજર ન ફેંકવી અને કાઈની ચોરી ન કરવી. આ પ્રમાણે કરા તા તમે જીલ્મી રહી નહિ શકેા. જ્યારે તમે પાતે જુલ્મી નહિ રહેા તે પછી શું ખીજાએ તમારી ઉપર જુલમ ગુજારી શકશે ! આ વાતને ઊંડા ઊતરીને વિચારા, તે તમને સ્પષ્ટ જણાશે કે, દયા એ ધર્મનું અને હિંસા એ પાપનું મૂળ છે. કરીમામાં ઠીક જ કહ્યું છે કે, ર ચહલ ચાલ ઉગ્રે અજી જસ્ત ગુજિસ્ત, મિજાજે તે અજહાલ તિલી ન જત.
,,
અર્થાત્—તું ચાલીશ વના થયા છતાં તારુ કરવાદીપણું ગયું નહિ. હવે તે એ છે.કરવાદીપણું છેાડીને વાતને સમજ, જેને તું જીલ્મ ગણે છે તેને ખીજા ત્યાગે કે ન ત્યાગે પણ જો તારે ધર્મી બનવું છે તે તું તે તેને છેડી દે. કાઈ રાજા એમ વિચારતા નથી કે, હું જ કેમ રાજા છું? આ બધા લોકો રાજા કેમ થઈ જતા નથી ! તો પછી ખીજાએ જીભના ત્યાગ કર્યો છે કે નહિ એ તમારે શા માટે જોવું જોઈ એ ! ખીજાએ જીલ્મના
Page #49
--------------------------------------------------------------------------
________________
૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ અષાડ
ત્યાગ નથી કર્યાં તે તે તેનું ફાડી લેશે પણ જો તમારે ધર્માંત્મા બનવું છે તેા તમારે જીલ્મને ત્યાગ કરી દેવા જોઈ એ.
સિદ્ધને નમસ્કાર કરીને કે બિસમિલ્લા કહીને કોઈ વાતના પ્રારંભ કરવામાં આવે છે. શું સિદ્ધથી કોઈ વાત છાની રહી શકે ખરી ? કાઈ કામને સિદ્ધના નામથી શરૂ કરીને પછી હૃદયમાં પાપ રાખવામાં આવે તે સિદ્ધના સ્વરૂપને તે સમજી શકયા નથી એમ કહેવું જોઈ એ. ‘રહેમ અને હિમાન'ને જાણી લીધા બાદ કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. વિદ્વાન લેાકેા કહે છે કે, કયામતના સમયે કે કાઈ ખીજા સમયે જે મેામિન અને કાીર ઉપર રહમ-દયા કરે છે તે રહિમાન છે. તે બધા ઉપર દયા કરે છે એટલા માટે તે રહિમાન કહેવાય છે. કેાઈ કહે કે, રહિમાન જ મામિના ઉપર દયા કરે એ તે ઠીક છે પણ જે કાફિર છે. તેમની ઉપર દયા શા માટે કરે ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, મુસલમાન મેામિન છે અને હિન્દુ કારી છે એવી વાત નથી. જો કોઈ એ મુસલમાને પરસ્પર લડતા હોય ત્યારે કોઈ હિન્દુ વચમાં પડી તેમને છુટા પાડે તો શું લડનારા મુસલમાને મેામિન અને હિન્દુ કાફિર કહેવાશે! કાફિર અને મેામિનની આ વ્યવસ્થા નથી. પણ જેનામાં ‘રહેમ' છે, શૈતાનિયત' નથી તે જ ખરા મેામિન છે અને જેનામાં રહેમના છાંટા નથી અને શેતાન છે તે જ કાફિર છે.
"
હું કલ્યાણની શિક્ષા આપું છું. ' એમ શાસ્ત્રમાં કહ્યું છે. આ કલ્યાણની શિક્ષા તે કેવળ સાધુએ કે શ્રાવકોને જ નહિ પણ બધા લોકોને આપે છે. જ્યારે સૂ બધાને સરખા પ્રકાશ આપે છે, કાંઇ ભેદભાવ રાખતા નથી તેા પછી જે ભગવાનને એમ કહેવામાં આવે છે કે,
સૂર્યાતિશાવિ મદિત્તિ મુનીન્દ્ર! હોદ્દે ।—શ્રી ભક્તામર સૂત્ર
અર્થાત્—જેમના મહિમા સૂર્યથી પણ વિશેષ છે તે ભગવાન પેાતાની શિક્ષા આપવામાં કાઈ પ્રકારના ભેદભાવ રાખી શકે? તે અનન્ત મહિમાવાળા ભગવાનની વાણી કાઈ માટે નહિ પણ બધાને માટે સમાન કલ્યાણકારી છે.
સૂર્ય બધાને પ્રકાશ આપે છે છતાં કોઈ કહે કે, સૂર્ય અમને પ્રકાશ આપતા નથી પણ અંધકાર આપે છે તે શુ તેમનુ' આ કથન સાચું કહેવાશે ? જેમકે ચામાચી કે ઘુવડ એમ કહે કે, સૂર્ય શા કામના ? એ તા અમને વધારે આંધળા બનાવી મૂકે છે ! આ પ્રશ્નના જવાબમાં એ જ કહેવામાં આવશે કે, એમાં સૂર્યના દોષ નથી ! પણ પેાતાની પ્રકૃતિના જ દોષ છે. સૂર્યના કિરણામાં તે પ્રકાશ જ છે, અંધકાર નથી; પણ પોતાની પ્રકૃતિ જ ઊલટી છે કે જેથી પ્રકાશ પણ તેમને માટે અંધકારના રૂપમાં પરિણત થઈ જાય છે. સૂર્યના પ્રકાશની માફક ભગવાનની વાણી પણ બધાને માટે કલ્યાણકારી છે પણ જેમની પ્રકૃતિ ઊલટી છે તેએ ભલે ભગવદ્રાણીના લાભ લઈ શકતા ન હેાય બાકી ભગવાનની વાણીના લાભ બધા લઈ શકે છે અને પેાતાનું કલ્યાણ સાધી શકે છે. જીવનમાં ઉતારવાથી કેવી રીતે લાલ પહેાંચે છે જેથી બધાની સમજમાં આવી શકે! ચિરત્ર
ભગવાનની વાણીનું શ્રવણ કરી તેને એ વાત હું ચરિત્રકથાદ્વારા સમજાવું છું કે કથામાં બધા સમજી શકે એવી રીતે દરેક પ્રકારની શિક્ષા આપી શકાય છે! જે લેાકેા દ્રવ્યાનુયાગને સીધીરીતે સમજી શકતા નથી તેમને માટે
ચરિત્રાનુવાદ અહુ સહાયભૂત
Page #50
--------------------------------------------------------------------------
________________
વદ ૨ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૯
નીવડે છે. જેમકે કોઈ માણસ હાથમાં રંગ લઈને કહે કે, મારા હાથમાં હાથી કે ઘડે છે; તે એટલી વાતથી એને અર્થ બધાની સમજમાં ન પણ આવી શકે, પણ જ્યારે તે માણસ એ રંગદ્વારા હાથી કે ઘડાનું ચિત્ર કરી બતાવે છે ત્યારે બધાની સમજમાં સહેલાઈથી આવી શકે છે. જો કે, જે ચિત્ર બનાવવામાં આવ્યું છે તે રંગનું જ બનાવવામાં આવ્યું હેય છે. રંગની સાથે કર્તાની શક્તિ વિશેષ રહેલી છે પણ રંગમાં હાથી કે ઘડે છે એ વાત જનસાધારણને તુરત સમજમાં આવી શકતી નથી. એ જ પ્રમાણે ભગવાનની વાણું જયારે સીધી રીતે સમજમાં આવતી ન હોય ત્યારે જનસાધારણ સમજી શકે એ માટે ચરિત્રકથાને આશ્રય લે પડે છે. ચરિત્રને પ્રથમાનુયોગ કહેવામાં આવે છે અર્થાત પહેલી શ્રેણીના લોકોને માટે ચરિતાનુયોગ બહુ લાભપ્રદ છે. તેમ છતાં ચરિતાનુયેગને સમજાવે એ સરલ છે એમ હું નથી માનતા. ચરિતાનુયોગને સમજાવો બહુ મુશ્કેલ છે. કારણ કે, ચરિત્રદ્વારા સુધાર પણ થઈ શકે છે તેમ ખરાબી પણ થઈ શકે છે માટે ચરિતકથનમાં બહુ જ સાવધાની રાખવાની જરૂર રહે છે.
ધર્મતત્ત્વને સરલતાપૂર્વક સમજાવવા માટે હું એક ચરિત્રકથા કહું છું. આ ચરિત્રકથાના નાયક સાધુ નહિ, પણ પહેલી અવસ્થામાં ગૃહસ્થ છે. આ ગૃહસ્થનું ચરિત્રચિત્રણ કરી મહાપુરુષોએ સાધુઓને એ સૂચના આપી છે કે, જ્યારે ગૃહસ્થ પણ આ પ્રમાણે ધર્મનું પાલન કરે છે તે પછી પંચમહાવ્રતધારી સાધુઓએ કેવી રીતે ધર્મનું પાલન કરવું જોઈએ એ વિચારવા જેવું છે. સુદર્શનચરિત્ર
હું જે ચરિત્રકથા કહેવા ચાહું છું એ ચરિત્રના નાયકનું નામ સુદર્શન છે. સુદર્શનના ચરિત્રને કહેવાની મારી ઇચ્છા છે અને તેને પ્રારંભ પણ આજથી જ કરવામાં આવે છે –
ધન શેઠ સુદર્શને શીયલ શુદ્ધ પાલી તારી આતમા–ના ટેક છે સિદ્ધ સાધુ કે શીષ નમાકે, એક કરૂં અરદાસ !
સુદર્શન કી કથા કહું મિં, પૂરો હમારી આસ છે ૧ | ધર્મના દાન, શીલ, તપ અને ભાવ એ ચાર અંગ છે. એ ચારેય અંગેનું વર્ણન એક સાથે થઈ શકે નહિ એટલા માટે કેવળ એક શીલ–અંગની કથા કહેવામાં આવે છે. શીલની સાથે સાથે દાન, તપ અને ભાવ વિષે પણ ગૌણરૂપે વર્ણન કરવામાં આવશે પણ આ ચરિત્રમાં પ્રધાનતા તે શીલની જ રહેશે. જેમ નાટક કરનારાઓ કહે છે કે, આજે રામના રાજયાભિષેકનું નાટક થશે, પણ નાટકમાં કેવળ રામનો રાજ્યાભિષેક જ બતાવવામાં આવતો નથી પણ સાથે સાથે બીજા દસ્ય પણ બતાવવામાં આવે છે તેમ છતાં તેમાં પણ રાજ્યાભિષેકનું દશ્ય પ્રધાનપણે અને બીજા દશ્ય ગૌણરૂપે બતાવવામાં આવે છે. એ જ પ્રમાણે આ ચરિત્રમાં પણ ગૌણરૂપે તે દાન, તપ અને ભાવનું પણ વર્ણન કરવામાં આવશે પણ પ્રધાનતા તે શીલગુણની જ રહેશે. આ કથાના નાયકે મુખ્યતઃ શીલનું પાલન કર્યું છે એટલા માટે તેમને પ્રત્યેક કડીમાં ધન્યવાદ આપવામાં આવ્યો છે અને
Page #51
--------------------------------------------------------------------------
________________
-
-
૧૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
કટોકટીના સમયે પણ તેમણે શીલવતનું બરાબર પાલન કરી, લોકો માટે તે એક નૂતન આદર્શ ઉપસ્થિત કરી ગયા છે એ પણ બતાવવામાં આવ્યું છે. ' શીલવતનું પાલન કરી જે અનેક છે પિતાનું કલ્યાણ કરી ગયા છે એ બધા ધર્માભાઓનું ચરિત્રવર્ણન અત્રે થઈ શકે નહિ પણ કોઈ એકના ચરિત્રનું જ વર્ણન કરી શકાય એમ છે. પિતાની પાસે રંગ હોય તે જેટલા હાથી-ઘેડા ચિતરવા હોય તેટલા ચીતરી શકાય છે પણ જે સમયે જેટલાની આવશ્યકતા હોય અથવા એક સમયમાં જેટલા બનાવી શકાય તેટલા જ બનાવવામાં આવે છે. તે પ્રમાણે શીલવ્રતના પાલનહાર અનન્ત છ કલ્યાણ કરી ગયા છે. પરંતુ એક સમયમાં બધાનું ચરિત્ર આલેખી શકાય નહિ, એક સમયમાં તે એક જ ધર્માત્માનું ચરિત્ર વર્ણવી શકાય એટલા માટે અત્રે સુદર્શનનું ચરિત્ર કહેવામાં આવે છે.
ત્રીપ્રસંગદ્વારા કે કોઈ બીજા ઉપાયે વીર્યને નષ્ટ ન કરવું એ સાધારણ રીતે શીલને અર્થે કરવામાં આવે છે. પણ આ અર્થ એકાંગી છે. શીલનો અર્થ આટલો જ થતું નથી પણ તેની વ્યાખ્યા વિસ્તૃત છે. ખરાબ કામમાંથી નિવૃત્ત થઈ સત્કાર્યમાં પ્રવૃત્ત થવું એનું નામ શીલ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બન્ને કાર્યનાં અંગ છે. પ્રવૃત્તિ વિના નિવૃત્તિ થઈ શકતી નથી તેમ નિવૃત્તિ વિના પ્રવૃત્તિ થઈ શકતી નથી. સાધુમાં જે સુમતિ હોય અને ગુપ્તિ ન હોય અથવા ગુપ્તિ હોય અને સુમતિ ન હોય તે કામ ચાલી શકતું નથી. કારણ કે સુમતિ અને ગુપ્તિ એ બનેની આવશ્યકતા રહે છે. સુમતિ એ પ્રવૃત્તિ છે અને ગુપ્તિ એ નિવૃત્તિ છે. માટે એ બનેયની આવશ્યકતા છે. આ જ પ્રમાણે પ્રત્યેક કામમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બનેયની આવશ્યકતા રહે છે.
જે સૂર્ય તમને પ્રકાશ ન આપે, પાણી તમારી તરસ ન છીપાવે અને અગ્નિ જે તમારું ભોજન ન પકાવે તે તેની પ્રશંસા કઈ કરતું નથી. તે પ્રમાણે જે મહાપુરુષ પિતાનું જ કલ્યાણ સાધી લે અને તમારું કલ્યાણ કરવામાં પ્રવૃત્ત ન થાય તે તમે તેમને વંદન પણ કેમ કરી? આ પ્રમાણે જો મહાપુરુષે તમારા કલ્યાણના કામમાં પ્રવૃત્ત ન થાય તે ગજબ જ થઈ જાય ! અને પિતાનું કામ સાધવામાં પણ બહુ મુશ્કેલી આવી પડે.
શીલ અર્થ ખરાબ કામને ત્યાગ કરી સત્કાર્યમાં પ્રવૃત્ત થવું એવો થાય છે. તે ખરાબ કામ કયાં ક્યાં છે તે આપણે જોવું જોઈએ! હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, મદિરાપાન વગેરે દુર્બસને એ બધાં ખરાબ કામો છે. આ સ્થન માં બીડી, તમાકુ, ભાંગ, શરાબ વગેરે દુર્ગુણોને પણ સમાવેશ થઈ જાય છે. આ દુર્ગણોનો ત્યાગ કરવો એટલે ખરાબ કામોમાંથી અળગા થવું. બીજાઓની સાથે કોઈ પણ પ્રકારનું ખરાબ કામ કરવું એને અર્થ પિતાના આત્માની સાથે દુર્વ્યવહાર કરવા સમાન છે. બીજાને ઠગ એટલે પિતાના આત્માને ઠગો. એટલા માટે હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બહેન-બેટી ઉપર ખરાબ નજર ન ફેકવી, બીડી, તમાકુ, ભાંગ વગેરે દુર્વ્યસનોનું સેવન ન કરવું–વગેરે દુર્વ્યસનોથી બચવું એટલે ખરાબ કામોથી અળગા થવું, એ નિવૃત્તિ છે. અને દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, ખાવાપીવામાં વૃદ્ધિ ન રાખવી તથા ધર્મકાર્ય કરવું એ પ્રવૃત્તિ છે. અત્યારે શીલનો અર્થ કેવળ શ્રીપ્રસંગ ન કરે એટલે જ કરવામાં આવે છે. જે પરસ્ત્રીપ્રસંગ કરતા નથી પણ સ્વ–સ્ત્રીને ત્યાગી નથી તે આંશિક શીલ પાળ
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૬ ૩ ]
રાજકાટ-ચાતુર્માસ
નારા છે અને જે પરસ્ત્રી તથા સ્વસ્રી બન્નેના ત્યાગી છે તે પૂર્ણ શીલ શીલની વ્યાખ્યા એટલી બધી વિસ્તૃત કે, તેમાં પાંચ મહાવ્રતાને થઈ જાય છે.
[ ૧૧
પાળનારા છે. પણ સમાવેશ
સુદર્શન શેઠ કરેાડા રૂપિયાની સંપત્તિવાળા હતા છતાં તેમણે શીલવ્રતનું પાલન કેવી રીતે કર્યું! એ વાત આ કથામાં યથાશક્તિ બતાવવાના પ્રયત્ન કરવામાં આવશે. આ કથાને સાંભળી જે લેાકા અશુભ કાર્યોથી નિવૃત્ત થશે અને શુભ કાર્યોમાં પ્રવૃત્ત થશે તે લેાકા પેાતાનું કલ્યાણ સાધી શકશે અને સુખના ભાગી બની શકશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૩ મગળવાર
પ્રાથના
અહરનાથ અવિનાશી, શિવ-સુખ લીધેા; 1
વિમલ વિજ્ઞાન-વિલાસી, સાહબ સીધેા. ॥ ૧ ॥
ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાય;
તાત ‘સુદર્શન’ ‘દેવી' માતા, તેહને નન્દ કહાય. !! સાહબ. ૨૫
શ્રી અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
સમય એછા છે એટલે આ પ્રાથના ઉપર વિશેષ વિચાર ન કરતાં, શાસ્ત્રીય પ્રાથના ઉપર વિચાર કરું છું.
અનાથી મુનિના અધિકાર
કાલે ઉત્તરાધ્યયનનું વીશકું અધ્યયન શરૂ કરેલ છે. આ વીશમા અધ્યયનનું નામ મહાનિશ્રન્થીય' અધ્યયન છે. મહાન અને નિગ્રંન્થ એ બન્ને શબ્દોને શા અ છે.તે અત્રે જોવાનું છે. પૂર્વાચાર્યોએ મહાન શબ્દના અર્થ બતાવતાં અનેક વાતે સમજાવેલ છે. એ બધી વાતાને કહેવાના તે। અત્યારે સમય નથી; કારણ કે સૂત્ર સમુદ્રની માફક અમાપ છે. એનું માપ આપણા જેવા જીવા કેવી રીતે માપી શકે ? છતાં યથામતિ એ વિષે થાકું કહેવું જરૂરી છે એટલે કહું છું.
પૂર્વાચાર્થીએ આઠ પ્રકારના મહાન બતાવ્યા છે. નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, પ્રધાનથી, પડુચ્ચ અર્થાત્ અપેક્ષાથી, અને ભાવથી એમ આ પ્રકારે મહાન થાય છે. આ વીશમા અધ્યયનમાં કેવા પ્રકારના મહાન વર્ણવવામાં આવેલ છે એ જોવાનું છે;' પણ તે પહેલાં ઉપર્યુક્ત આઠ પ્રકારના મહાનના અર્થ જાણી લેવા ઊંચત છે.
પહેલા નામથી મહાન છે. જેએમાં મહાનતાના એકેય ગુણ નથી પણ કેવળ નામથી જ મહાન છે, તે નામથી મહાન છે. જૈન શાસ્ત્રોએ પ્રાર'ભ અને અન્ત સમજાવવાના બહુ
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
પ્રયત્ન કર્યો છે. સાધારણ રીતે પ્રત્યેક વસ્તુને નામથી જ જાણી શકાય છે. પણ કેવલ નામને જ જાણવા કરતાં તેના સ્વરૂપને પણ જાણવું જોઈએ.
બીજે સ્થાપનાથી મહાન છે. કોઈ વસ્તુમાં મહાનતાનું આરોપણ કરી લેવું એ સ્થાપનાથી મહાન છે.
ત્રીજે દ્રવ્યથી મહાન છે. જ્યારે કેવલજ્ઞાની અન્ત સમયે કેવલિ-સમુદ્દઘાત કરે છે ત્યારે તેમના કર્મપ્રદેશ ચૌદ રાજુલોકમાં ફેલાઈ જાય છે અને તેમના શરીરમાંથી નીકળેલો મહાસ્કન્ધ ચૌદ રાજુલકમાં સમાઈ જાય છે તે દ્રવ્યથી મહાન છે.
ચેથ ક્ષેત્રથી મહાન છે. સમસ્ત ક્ષેત્રમાં આકાશ જ મહાન છે કારણ કે આકાશ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે..
પાંચમો કાળથી મહાન છે. કાળમાં ભવિષ્યકાળ મહાન છે. જેમનું ભવિષ્ય સુધર્યું છે તેમનું બધું સુધર્યું છે. ભૂતકાળ ગમે તેવો ઉજજવળ રહ્યા હોય પણ તે વ્યતીત થઈ ગયા છે. એટલા માટે ભવિષ્ય કાળ જ મહાન છે.
છદ્ધો પ્રધાન મહાન છે. અર્થાત જે પ્રધાન માનવામાં આવે છે તે મહાનના સચિત્ત અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારના ભેદ પાડવામાં આવ્યાં છે. સચિત્તમાં દ્વિપદ, ચતુષ્પદ અને અપદ એ ત્રણ પ્રકાર છે. દિપદોમાં તીર્થકર મહાન છે. ચતુષ્પદોમાં સરલ અર્થાત અષ્ટાપદને મહાન ગણવામાં આવે છે અને વૃક્ષાદિ અપદમાં પુંડરિક અર્થાત કમલને મહાન કહેવામાં આવે છે. અચિત્તમાં ચિન્તામણિ રત્ન મહાન છે. મિત્રમાં તીર્થકરનું રાજ્યસંપદાયુક્ત શરીર મહાન છે. તીર્થંકરનું શરીર દિવ્ય તે હેાય જ છે. પણ રાજ્યાભિષેકના સમયે તેઓ જે વસ્ત્રાભૂષણો પહેરી બેસે છે તે પણ મહાન હોય છે,
સ્થાનને લીધે વસ્તુનું પણ મહત્ત્વ વધી જાય છે. આ કારણે મિશ્રમાં તીર્થકરનું વસ્ત્રાભૂષણ યુક્ત શરીર મહાન છે.
સાતમે, અપેક્ષાથી મહાન છે. જેમકે સરસવ કે રાઈથી ચણાને દાણ મહાન છે અને ચણાના દાણાથી બેર મહાન છે.
આઠમ, ભાવથી મહાન છે. ટીકાકાર કહે છે કે, પ્રધાનતાની અપેક્ષાએ ક્ષાયકભાવ મહાન છે. અને આશ્રયની અપેક્ષાએ પારિણામિક ભાવ મહાન છે. કારણકે પારિણામિક ભાવના આશ્રિત જીવ અને અજીવ બન્નેય હોય છે. કોઈ કઈ આચાર્યનો એવો પણ ભત છે કે, આશ્રયની દષ્ટિએ ઉદયભાવ મહાન છે; કારણ કે અનંત સંસારી જીવો ઉદય ભાવને જ આશ્રિત છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન મત છે; પણ વિચાર કરવાથી આશ્રયની અપેક્ષાએ પારિણમિક ભાવ જ મહાન છે. કારણ કે, પરિણામિક ભાવમાં સિદ્ધ અને સંસારી એ બનેય પ્રકારના છે આવી જાય છે. આ પ્રમાણે પ્રધાનતાની અપેક્ષાએ લાયકભાવ મહાન છે.
અને મહાન નિર્ચન્થને અધિકાર છે. નિગ્રંથને દ્રવ્ય, ક્ષેત્ર આદિની દૃષ્ટિએ મહાન કહ્યા નથી પણ જે મહાપુરુષ પરિણામિક ભાવથી ક્ષાયિક ભાવમાં પ્રવર્તે છે તેમને મહાન કહેલ છે.
નિર્ચન્ય કોને કહેવાય અને નિગ્રંથને શો અર્થ છે તે વિષે વિચાર કરીએ. જે દવ્ય અને ભાવથી, બન્ધનકર્તા પદાર્થોમાંથી નિવૃત્ત થાય છે; અર્થાત જે દ્રવ્ય અને ભાવ
Page #54
--------------------------------------------------------------------------
________________
વદ ૩ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૩
ગ્રન્થિથી મુક્ત થાય છે તે નિર્ચાન્ય કહેવાય છે. દ્રવ્ય પ્રન્થિ ૯ પ્રકારની અને ભાવગ્રન્યિ ૧૪ પ્રકારની છે. જે આ બંને પ્રન્થિઓને છોડી નાંખે છે તે નિર્ઝન્ય કહેવાય છે.
કોઈ વ્યક્તિ દ્રવ્ય ગ્રન્યિને તે છોડી દે પણ જે કષાયાદિ ભાવગ્રન્થિને છોડે નહિ તો તે નિર્ઝન્ય કહેવાય નહિ. નિગ્રંથે તો નિશ્ચય અને વ્યવહાર અને પ્રકારની ગ્રંથિઓ છોડવાની જરૂર છે. પંદર પ્રકારે સિદ્ધ થાય છે તેમાં ગૃહલિંગી પણ સિદ્ધ થાય છે અને અન્યલિંગી પણ સિદ્ધ થાય છે પણ તેઓ ભાવની અપેક્ષાએ સિદ્ધ થાય છે. દ્રવ્યની અપેક્ષાએ તે સ્વલિંગી જ સિદ્ધ થાય છે, એટલા માટે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારની પ્રન્થિથી જે વિમુક્ત થાય છે તે જ નિર્ચન્ય કહેવાય છે. અને જેઓ સંપૂર્ણપણે દ્રવ્ય અને ભાવ સ્થિઓથી છૂટી જાય છે તે જ મહાનિર્ચન્ય કહેવાય છે. કોઈ દ્રવ્ય પ્રન્થિથી જ મુક્ત થાય છે તે કોઈ ભાવ પ્રન્થિથી જ છૂટો થાય છે પણ જે બન્ને પ્રકારની ગ્રન્થિઓથી છૂટો થાય છે તેઓ જ મહાનિન્ય કહેવાય છે. આવા મહાનિર્ચન્યના ચરિત્રને આશ્રય લઈ ગુરુ શિષ્યને શિક્ષા આપતાં કહે છે કે –
सिद्धाणं नमो किच्चा संजायाणं च भावओ ।
अस्थधम्मगतिं तच्चं अणुसिट्ठो सुणेह मे ॥ અર્થાત – હું અર્થની શિક્ષા આપું છું. સાધારણ રીતે ગૃહસ્થ “અર્થને અર્થ ધન કરે છે પણ અહીં અર્થ ધનના અર્થમાં નહિ પણ ધર્મ અર્થમાં વિવક્ષિત થએલો છે. હું નિર્ઝન્યધર્મરૂપી અર્થની શિક્ષા આપું છું.
આજકાલ લેકે જે કોઈ આવે છે તેના બની જાય છે. પણ શાસ્ત્ર કહે છે કે, તમે નિગ્રંથ ધર્મના અનુયાયી છે. કેઈ વ્યક્તિ વિશેષના નહિ. જે કોઈ નિર્ચન્વધર્મની વાત કહે તેને માને અને જે નિર્ચન્યધર્મની વાત ન કહે તેને ન માનો. નિર્ચન્વધર્મનું પ્રતિપાદન નિગ્રંન્યપ્રવચન કરે છે. જે દ્વાદશાંગી નિગ્રંન્યપ્રવચનની વાણું છે, તેને સજીવન કરનાર, તેનું પ્રતિપાદન કરનાર ગ્રન્થ અને શાસ્ત્ર નિગ્રંન્યપ્રવચન જ છે. પણ જે દ્વાદશાંગીનું ખંડન કરે છે અને તેની વિરુદ્ધ કોઈ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે તે નિર્ઝન્ય પ્રવચન નથી. જે નિગ્રન્થધર્મને અનુયાયી હશે તે નિગ્રંથ પ્રવચનના સિદ્ધાન્તની વિરુદ્ધ જનારા ગ્રન્થ કે શાસ્ત્રને કદાપિ માનશે નહિ, પણ તે તે એ જ કહેશે કે, મારે માટે તે નિર્ચન્ય પ્રવચન જ પ્રમાણ છે.
“નિર્ચ ધર્મની શિક્ષા તત્ત્વાર્થરૂપે કહું છું તે સાંભળો' એવું અત્રે કહેવામાં આવ્યું છે.
શાસ્ત્રના પ્રારંભમાં પ્રવૃત્તિ, પ્રયોજન, સંબંધ અને અધિકાર આ ચાર વાત અવશ્ય હેવી જોઈએ. આ ચાર વાતે “અનુબધુ ચતુષ્ટય” એ નામથી ઓળખાય છે.
કાર્યમાં પ્રવૃત્તિ કરવા વિષે પહેલાં વિચાર કરવામાં આવે છે. જેમકે કોઈ નગરમાં પ્રવેશ કરવો હોય તો તેના દ્વારની તપાસ સર્વ પ્રથમ કરવી પડે છે. જો દરવાજાની ખબર ન હોય તો પછી નગરમાં પ્રવેશ કેવી રીતે થઈ શકે? એટલા માટે પ્રવૃત્તિ વિષે વિચાર પહેલો કરવો પડે છે. પ્રવૃત્તિના વિષે કરવામાં આવતા વિચારને 5 અનબન્ધ ચતુષ્ટય' કહેવામાં આવે છે. અનુબધુ ચતુષ્ટયમાં કહેવામાં આવેલી ચાર વાતનું ધ્યાન રાખવાથી સુખપૂર્વક પ્રવૃત્તિ થઈ શકે છે. આ અનુબન્ધ ચતુષ્ટયથી જ શાસ્ત્રની પરીક્ષા થઈ શકે છે. જેમાં લાખો મણ અનાજની અને હજારો ગજ કપડાની પરીક્ષા તેના નમૂના
કાક
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[અષાડ
માત્રથી થઈ જાય છે. શાસ્ત્રમાં જે કાંઈ કહેવામાં આવ્યુ હાય છે તેના સારાંશ પહેલી ગાથામાં બતાવી દેવામાં આવે છે કે જેથી આ શાસ્ત્રમાં શું છે? તેની ખબર પડી શકે !
અનુબન્ધ ચતુષ્ટયદ્વારા શાસ્ત્રના મૂળ ઉદ્દેશ જાણી શકાય છે. ઉદ્દેશ વિના પ્રવૃત્તિ થતી નથી. જ્યારે તમે ઘરની બહાર નીકળેા છે. ત્યારે અમુક ઉદ્દેશ નક્કી કરીને નીકળેા છે. ઉદ્દેશ બધાના જુદા જુદા હાય છે એ વાત જુદી છે પણ કાઈ ને કાંઈ ઉદ્દેશ તા અવશ્ય દરેક પ્રવૃત્તિ પાછળ રહેલા હાય છે. જેમકે દૂધ ખરીદનારે માણસ જ્યાં દૂધ વેચાય તે તરફ જાય છે તે જ પ્રમાણે શાકપાન ખરીદનારા માણસ શાક મારકીટ તરફ જાય છે. આ પ્રમાણે દરેક પોતાના ઉદ્દેશને લક્ષ્યમાં રાખી પ્રવૃત્તિ કરે છે. એટલા માટે શાસ્ત્રને ઉદ્દેશ શા છે, તેનેા વિષય શું છે એ પહેલાં ખતાવવામાં આવે છે. બાદ એ શાસ્ત્રદ્વારા કયા પ્રયાજનની સિદ્ધિ થવાની છે ! શાસ્ત્રના કાણુ કાણુ અધિકારી છે! એ બતાવવામાં આવે છે. અને ત્યાર બાદ શાસ્ત્રના પૂર્વાપર સંબંધ શું છે એટલે કે શાસ્ત્રમાં કથિત વસ્તુને કહેનાર અને સાંભળનાર સાથે શું સંબંધ છે એ બતાવવામાં આવે છે.
આ ચાર વાતાદ્વારા શાસ્ત્રની પરીક્ષા થઈ જાય છે. આ ચારેય વાતે આ મહાનિગ્રન્થીય અધ્યયનમાં છે એ એના નામ નિર્દેશથી જ સ્પષ્ટ જણાય છે. આ ચારેય વાતાને આ અઘ્યયનમાં કેવી રીતે સમાવેશ કરવામાં આવ્યા છે તે યથાવસરે બુદ્ધિ અનુસાર આગળ બતાવવામાં આવશે.
હવે આ વાતને વ્યાવહારિક રીતિએ વિચાર કરીએ કે, જેથી બધા સમજી શકે ! મહાન્ પુરુષોની સેવા કરવાની બધાની ઇચ્છા હાય છે પણ મહાન્ કાને કહેવા ! એ વિષે ભાગવતમાં કહ્યું છે કેઃ—
महत्सेवां द्वारमाहुर्विमुक्तेः तमोद्वारं योषितां संगिसंगम् | महान्तस्ते समचित्ताः प्रशान्ता विमन्यवः सुहृद् साधवो ये ॥ અર્થાત્—આ સંસારમાં મેક્ષનું દ્રાર મહાન પુરુષોની સેવા, સંગતિ અને ઉપાસના છે અને નરકનું દ્વાર એ સ્ત્રીના ઉપાસક-કનકકામિનીના ભોગાની સેવા કરવી એ છે.
આ પ્રમાણે મહાન પુરુષોની સેવા-સંગતિને મેાક્ષનું દ્વાર બતાવ્યું પણુ મહાન્ પુરુષ કહેવા કેાને ! એ એક મોટા પ્રશ્ન છે. જેએ મેાટા જાગીરદાર છે, જેઓ મૂલ્યવાન કપડાં ટાઢથી પહેરે છે અને અક્કડબાજ થઈ તે કરે છે, જેએ મેાટી મોટી હવેલીઓમાં રહે છે તેઓને મહાન કહેવા કે બીજા કોઈ ને? મહાન્ કોને કહેવા એના નિણૅય શાસ્ત્રદ્વારા તા કરવામાં આવશે જ, પણ ભાગવત–પુરાણકાર કહે છે કે, આવી ઉપાધિ ધારણ કરનારને અમે મહાન માનતા નથી. પણ જેમનું ચિત્ત સમ છે, જેમનું મન સમતાલ છે તેમને જ અમે મહાન માનીએ છીએ. જેમનું મન આત્મામાં છે, પુદ્ગલામાં રચ્યું પચ્યું રહેતું નથી તે જ મહાન છે. મહાન્ પુરુષનું મન હમેશાં સમતલ રહેવું જોઇએ. ચિત્તને સમતાલ રાખવું એટલે કે આત્માના સ્વભાવને ભૂલી જઈ પુદ્ગલામાં રમણ ન કરવું. જડ અને ચેતનને વિવેક કરી જડસ્વભાવને દૂર કરવા અને ચેતનસ્વભાવને અપનાવવે, અર્થાત્ જડના ધમ નશ્વર અને અજ્ઞાન છે અને ચેતનના ધમ અવિનાશી અને જ્ઞાનસ્વરૂપ છે એમ માનવું એ ચિત્તની સમસ્થિતિ છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
વદ ૩]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૫
કઈ એમ કહે કે, કાશ્મણ શરીરની અપેક્ષાએ જીવની પાછળ અનાદિકાળથી ઉપાધિઓ વળગેલી છે. આ મારા કાન છે, આ મારું નામ છે, આ મારું શરીર છે, આ પ્રમાણે જડને પિતાનું માની આત્મા શરીરને અધીન બની રહે છે. આવી દશામાં ઉપાધિને કારણે કોઈનું ચિત્ત સમ છે એમ કેમ કહી શકાય? આ પ્રશ્ન બરાબર છે કે, અનાદિકાળથી આત્માને ઉપાધિ લાગેલી છે પણ ઉપાધિને ઉપાધિ માનવી એ પણ સમચિત્તનું લક્ષણ છે.
જે કોઈ કાંકરાને રત્ન અને રત્નને કાંકરે કહે તો તે મૂર્ખ ગણાય છે. જો કે, રત્ન અને કાંકરો એ બન્ને જડ છે છતાં પણ રન અને કાંકરાને એક માનનાર મૂર્ખ ગણાય છે, તે પછી જે ચૈતન્યને જડ અને જડને ચૈતન્ય માને છે તેને સમચિત્તવાળો કેમ કહી શકાય? અજ્ઞાનને કારણે લોકે ચેતનને જડ અને જડને ચેતન માને છે, પણ કેઈન કહેવા કે માનવાથી જડ ચેતન બનતું નથી અને ચેતન જડ બનતું નથી. જેમકે એક માણસ જંગલમાં જઈ રહ્યા હતા, જતાં જતાં તેણે દૂર એક છીપ દીઠી. તે મનમાં છીપને ચળકતી હોવાથી ચાંદી માની રહ્યા હતા એટલે તે છીપને ચાંદી કહેવા લાગ્યો. જ્યારે બીજે માણસ ચાંદીને છીપ કહેવા લાગ્યો. તેમના કહેવાથી છીપ ચાંદી ન બની અને ચાંદી છીપ ન બની. છતાં આ પ્રમાણે છીપને ચાંદી અને ચાંદીને છીપ માનનાર મૂર્ખ તો ગણાશે ને ! આ જ પ્રમાણે કોઈને કહેવાથી જડ કે ચિતન્ય પિતાને સ્વભાવ છેડતા નથી. પણ જે લોકે જડને ચેતન કે ચેતનને જડ માને છે તે તેમનું અજ્ઞાન જ છે. આ પ્રમાણે અજ્ઞાનને કારણે જીવ જડને પિતાનું માની બેઠે છે અને આ મારું છે, આ મારું છે એમ માની રહ્યો છે.
કહેવાનો આશય એટલો જ છે કે, આવી ઉપાધિઓમાં જેઓ અટવાઈ પડયા છે તેઓ મહાન નહિ પણ જડના ગુલામ છે. તેઓ આત્મવાદી નહિ પણ જડવાદી છે. મહાન પુરુષ તે તે છે કે, જેઓ પિતાના શરીરને પણ પિતાનું માની બેસતા નથી. તે પછી સંસારની બીજી ચીજોને પોતાની ન માનતા હોય તે એ વિષે કહેવું જ શું?
હવે મહાન પુરુષની સેવા શા માટે કરવી જોઈએ? “જે મહાન પુરુષોની સેવા કરીશું તે આપણને કાનમાં તેઓ માત્ર ફેકી દેશે.- અથવા માથા ઉપર હાથ ફેરવી આશીર્વાદ આપશે તે આપણે ઋદ્ધિ-સમૃદ્ધિથી સંપન્ન બનીશું” એ વિચારથી મહાન પુરુષોની સેવા કરતા હો તો, તે મહાત્માઓની સેવા નહિ પણ એ તે માયાની સેવા છે. પણ જે “હું સંસારની ઉપાધિમાં ફસાએલો છું અને તેથી જડને પિતાનું માની બેઠા છું પણ મહાન પુરુષની સેવા-સંગતિથી મારી ઉપાધિમાંથી છૂટો થઈ શકીશ” એવી ભાવનાથી મહાત્માઓની સેવા કરે છે તે જ સાચી સેવા છે અને એવી જ સેવા મોક્ષનું દ્વાર છે.
જેમનું મન સમતલ છે તેમને કઈ લાખો ગાળો ભાંડે તો પણ તેમના મનમાં રોષ કે વિકારભાવ પેદા થતો નથી. તેમ કોઈની પ્રશંસા સાંભળી તેમનું મન દુલાતું નથી. આ પ્રમાણે જે પ્રશંસાથી કુલાતા નથી અને નિંદાથી ક્રોધી થતા નથી તે લોકો જ સાચા મહાન છે.
એકવાર પૂજ્ય ઉદયસાગરજી મહારાજ રતલામમાં સેઠજીના બજારમાં અને કદાચ તેમના જ ઘરમાં બિરાજમાન હતા. તે વખતે રતલામ શહેર ઉન્નત દશામાં હતું અને ત્યારે શેઠ ભોજા ભગવાનને પ્રભાવ સારો હતે. પૂજ્યશ્રીની પ્રશંસા સાંભળી એક
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ અષાડ
મુસલમાને તેમની પરીક્ષા લેવાના વિચાર કર્યો. અને એક દિવસ અનુકૂળ સમય જોઈ ને તે પૂજ્યશ્રીની પાસે આવ્યા અને મનમાં ક્રાવે એવી કણું કટુ ગાળેા ભાંડવા લાગ્યા. પૂજ્યશ્રી તે વખતે સ્વાધ્યાય કે ધર્મધ્યાન કરી રહ્યા હતા. તે મુસલમાન તેા કાનમાંથી કીડા ખરે એવી કઠાર ગાળા ભાંડયે જતા હતા પણ પૂજ્યશ્રી મહારાજ કશું સાંભળતા જ ન હાય એમ શાન્ત મેટા રહ્યા અને હસતા રહ્યા. તેમના મનમાં જરા પણ ધ ન આવ્યા. જ્યારે મુસલમાનને લાગ્યું કે, પૂજ્યશ્રી મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે ત્યારે તેમના પગે પડી ગયા અને હાથ જોડી કહેવા લાગ્યા કે, આપની મેં જેવી પ્રશ'સા સાંભળી છે આપ તેવા જ શાન્ત છે. વાસ્તવમાં આપ સાચા ફકીર છે.
વ્યાખ્યાનમાં પ્રશાન્ત રહેવાના ઉપદેશ આપવા એ તે સરલ છે પણ ક્રોધ થવાના પ્રસંગે શાન્ત રહેવું બહુ જ મુશ્કેલ છે. મહાન્ તા તે જ છે કે, જેએ ક્રેાધના સમયે પણ પ્રશાન્ત રહી શકે છે. કોઈ ત્યારે એમ કહી શકે કે, કાઈ ગાળેા ભાંડે તે શું મૂગે માટે સહી લેવી ? મહાપુરુષ ગાળાને પેાતાના માટે ગાળ જ માનતા નથી. તેઓ તે ઊલટું એ ગાળામાંથી પેાતાને ઉપયાગી સાર તત્ત્વને જ ખેં'ચી લે છે. કાઈ તેમને ‘દુષ્ટ' કહે તે તેઓ એમ જ વિચારે છે કે, આ મને ખાધ આપી રહ્યા છે. સ'સારમાં જે વસ્તુ દુષ્ટ ગણવામાં આવે છે તેને માટે આ દુષ્ટ કહી રહ્યા છે. એટલા માટે મારે તો એ જ જોવું જોઈએ કે, મારામાં તા કયાંય દુષ્ટતા આવી નથી ગઈ ને ? જો મારામાં દુષ્ટતા પેસી ગઈ હાય તેા વિના વિલંબે તેને દૂર કરવી જોઈએ ! જો પેાતાનામાં દુષ્ટતા નથી તેમ છતાં જો સામેા પુરુષ પેાતાને દુષ્ટ કહે છે ત્યારે તે તેએ હસતા જ રહે છે અને એમ વિચારે છે કે, આ માણસ કાઈ ખીજાને દુષ્ટ કહેતા હરશે ! જો તે મને દુષ્ટ કહેતા હાય તા તે તેનું અજ્ઞાન છે. તેણે મારા આત્માને ઓળખ્યા નથી. મારા જેવા કાઈ ખીજા દુષ્ટતા કરતા હશે તેમને કારણે મને પણ તે દુષ્ટ કહી રહ્યા છે; પરન્તુ મારામાં જ્યારે દુષ્ટતા જ નથી તેા પછી મારે નારાજ થવાની શી જરૂર છે! તમે સફેદ પાઘડી પહેરી હાય અને કાઇ કહે કે, · એ ! કાળી પાઘડીવાળા !' તે શું તમે તેના ઉપર નારાજ થશે!! તમે ા ત્યારે એમ જ વિચારશેા કે, મે તે સફેદ પાઘડી પહેરી છે, કાળી પાઘડી પહેરી નથી એટલે તે બીજા કોઈ ને કહેતા હશે! આ પ્રમાણે વિચાર કરવાથી શું ક્રોધ આવી શકે? ક્રોધ ન આવે. પણ જો તમે એમ વિચારા કે, મે તે સફેદ પાઘડી પહેરી છે છતાં તે કાળી કેમ કહે છે! એમ વિચારી તમે ક્રોધ કરેા તે તે તમારી જ ભૂલ છે. કારણકે તમને તમે બાંધેલી પાધડી ઉપર જ વિશ્વાસ ન રહ્યા.
.
જો ક્રે।ધીની તરફ પ્રેમ કરવાના સિદ્ધાન્ત લેાકેા જીવનમાં ઉતારે તે સંસારમાં શાન્તિ સ્થાપિત થાય અને કાષ્ઠ પ્રકારની અશાન્તિ રહે નહિ. પિતાપુત્ર કે સાસુવહુની વચ્ચે લડાઈ થવાનું કારણ એ જ છે કે, “હું એવા નહિ હૈાવા છતાં મને એવા શા માટે કહે
',
kr
છે ! પણ આને બદલે “ હું જ્યારે એવા નથી જ તે। પછી તેની ઉપર નારાજ થવાની શી જરૂર છે ! ” એમ લેાકેા સમજવા લાગે તા અશાન્તિનું કારણ જ રહેવા ન પામે. તમે નિગ્રન્થગુરુની સેવા કરનારા છે. એટલા માટે તમે લેાકેા તા આ શાન્તિને ગુણુ તે અવશ્ય અપનાવા અને તમારું પેાતાનું કલ્યાણ કરો. સંસારમાં કાઈ કાઈનું અપમાન કરી શકતા નથી. પેાતાના આત્મા જ પોતાનું અપમાન કરે છે,
Page #58
--------------------------------------------------------------------------
________________
વદ ૩ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૭
કહેવાનો આશય એ છે કે જે ક્રોધના પ્રસંગે પણ પ્રશાન્ત રહી શકે છે અને ક્રોધી પુરુષને પણ જે પ્રેમવર્ષોથી નવરાવે છે એવા સમચિત્તવાળા જ મહાન પુરુષ હોય છે. મહાન પુરુષો જડને કઈ દિવસ વશ થતા નથી. તેઓ તો એ જ વિચારે છે કે – " जीव नवि पुग्गली नैव पुग्गल कदा पुग्गलाधार नहीं तास रंगी । पर तणो ईश नहीं अपर प ऐश्वर्यता वस्तुधर्मे कदा म परसंगी ॥"
–શ્રી દેવચંદજી ચાવીશી. જેમની પરમાત્માની સાથે લગની લાગી છે તેઓ એમ જ વિચારે છે કે, હું પુદ્ગલ નથી અને જ્યારે હું પુદ્ગલનો નથી, અરે ! હું પુદગલનો માલીક પણ રહેવા ચાહતે નથી તે પછી તેને ગુલામ થઈને કેમ રહી શકું?
આજે લોકોને જે દુઃખ છે તે પુગલનું જ છે. લોકો પુદગલના ગુલામ બની રહ્યા છે પણ જો તેઓ થોડું પૈર્ય ધારણ કરે છે, પુદ્ગલ ઊલટા તેમના ગુલામ બની જાય; પણ લોકો તો ધૈર્યને ગુમાવી પુદગલના ગુલામ બની અને દુઃખના ભાગી બની રહ્યા છે. આ દુખ તેમના પિતાના અજ્ઞાનનું જ પરિણામ છે. કહેવત પણ છે કે – કહે એક સખી સયાની સુનરી સુબુદ્ધિ રાની તેરે પતિ દુઃખી
લગ્યે ઔર યાર હૈ મહા અપરાધી છહૈ માહિં એકનર સોઈ દુઃખ દેત લાલ
દીસે નાના પર હૈ કહે આલી સુમતી કહા દેષ પુદ્ગલકે આપની હો ભૂલ લાલ
હોતા આપા બાર હૈ ! બેટો નાનો આપકે શરાફ કહી લાગે વીર કહુકે ન દેષ મેરે
ભેંદુ ભરતાર હૈ
–શ્રી સમયસાર નાટક. આ પ્રમાણે બધે દોષ આત્માનો પિતાનો છે. એમાં પુદગલને શે દોષ છે ? એટલા માટે પુદગલોની મમતા છોડે. પુદગલો માટે હાયય કરવાથી કાંઈ વળવાનું નથી. સુદર્શનચરિત્ર
પુગલની મમતા છેડી જે મહાત્માઓ આગળ વધ્યા છે તેમને નમસ્કાર કરવાથી પિતાને આત્મા પવિત્ર થાય છે અને આગળ વધે છે. સુદર્શને પુદગલની મમતા છોડી હતી અને તેથી જ તેની કથા કહેવામાં આવે છે –
ચંપા પુરી નગરી અતિ સુંદર, દધિવાહન તિહાં રાયા
પટરાની અભિયા અતિ પ્યારી, ૫ કલા શોભાય છે ધન ૨ સુદર્શનને કેવળ મેં જ નહિ પણ તમે બધાએ ધન્યવાદ આપે છે; પણ શા માટે તેમને ધન્યવાદ આપ્યો છે એ વિષે વિચાર કરે. જે તે મોટે શેઠ હો તો, તે તેના ઘરને હતે. તેની શેઠાઈથી આપણને શું મળ્યું? પણ આપણે એ માટે શેઠ હતો એટલા
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
માટે ધન્યવાદ નથી આપ્યા પણ તેમણે પેાતાના પ્રાણપ્રિય ધમ પાળ્યા હતા એટલા માટે તેના ધર્મને ધન્યવાદ આપીએ છીએ. આપણે સુદર્શનને ધન્યવાદ આપીએ છીએ પણ તે પ્રમાણે આપણે કાંઈ ન કરીએ તો તે આપણું દુર્ભાગ્ય જ ગણાશે.
એક ભૂખ્યા તરસ્યા માણસ એક શેઠને ત્યાં ભિક્ષાર્થે ગયા. ત્યાં ગેટ એક સુવર્ણ થાળમાં અનેક ભાગ્યપદાર્થો લઈ ભેાજન કરવા બેઠો હ્તો. તે ભૂખ્યા માણુસ શેઠને ભિક્ષાન્ત આપવા માટે કરગરવા લાગ્યા. તે કડકડતી ભૂખથી પીડાતા હતા એટલે કહેવા લાગ્યા કે, “ શેઠજી ! તમે તે બહુ ભાગ્યવાન છે કે, આટલી બધી ભેજન સામગ્રી લઈ ભાજન કરવા બેટા છે. મારા જેવા અભાગાને ખાવાનાં પણ સાંસાં છે, માટે મને ઘેાડું ભેજન આપે.’’
,
આ સાંભળી શેઠનું મન પીગળ્યું અને તે ભિખારીને નજદીક મેાલાવી કહ્યું કે, “ ભાઈ ! તું ઉપર આવ, મારી સાથે જમવા બેસી જા અને તારી ક્ષુધાને શાન્ત કર. શેઠની આવી ઉદારતા જોઈ તે પણ જો તે ભૂખ્યા માણસ એમ કહે કે, ના, ના, મારે જોઈતું નથી, હું ખાઇશ નહિ, તેા પછી આવા માણસને કમનશીબ સિવાય બીજું શું કહી શકાય !
સુદંશને ધર્મનું પાલન કર્યું તે માટે ધન્યવાદ આપવામાં આવે છે, માટે ધર્મ એ જ ધન્યવાદા છે. જે ધર્મને તમેા ધન્યવાદ આપે છે તે ધર્મને પણ અપનાવા. કેવળ ધન્યવાદ આપવાથી આત્માની ભૂખ મટી શકતી નથી. સુદર્શને જે પ્રમાણે ધર્મનું પાલન કર્યું તે પ્રમાણે તમે ધર્માચરણ કરી ન શકે! તો તમારી શક્તિ અનુસાર ધર્મને જીવનમાં ઉતારા તા પણ ઠીક છે. સંસારની બધી વસ્તુએ નાશવંત છે તેા પછી આ અવિનાશી ધર્મને શા માટે અપનાવતા નથી ! સુદર્શનની માફક તમે ધર્મનું સંપૂર્ણ આચરણ કરી ન શકેા તા થાડા અંશમાં તે આચરે !
કીડી, હાથી જેટલું ચાલી શકતી નથી એટલે કાંઈ પોતે જેટલું ચાલી શકે છે તે પણ છેડી દેતી નથી. કીડી ભલે હાથી જેટલું શીઘ્ર ગતિએ ચાલી શકતી ન હોય તે પણ શક્તિ અનુસાર ચાલે છે અને ધીમે ચાલતાં ચાલતાં તે પોતાના ખાવા માટે તથા ધર માટે એવા પ્રયત્ન કરે છે કે જેને જોઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તમે પણ તમારી શક્તિ અનુસાર ધર્માંચરણમાં પ્રયત્ન કરતા રહે। તો તેમાં તમારુ શ્રેય રહેલું છે.
સુદર્શનની કથાને પ્રારભ કરતાં પહેલાં ક્ષેત્રને પરિચય આપવામાં આવે છે, ક્ષેત્રીનું વર્ણન કરવા માટે ક્ષેત્રને પરિચય આપવા જ પડે છે. જૈનશાસ્ત્રામાં ભગવાન મહાવીરનું વર્ણન કરતાં—
" तेणं कालेणं तेणं समयेणं चम्पा नाम नगरी होत्था.
આ પ્રમાણે ક્ષેત્રને પણ પરિચય આપવામાં આવ્યા છે. સુદર્શન કયાં થયા હતા ? એ બતાવવા માટે પણ ક્ષેત્રનો પરિચય આપવા આવશ્યક છે.
,,
કોઈ એમ કહે કે ક્ષેત્રની સાથે એવા શા સંબંધ છે કે જેના પરિચય આપવા આવશ્યક ગણાય છે ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, ક્ષેત્રની સાથે પણ ક્ષેત્રીના ધણા સંબંધ
Page #60
--------------------------------------------------------------------------
________________
વદ ૩ ] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૯ જોડાએલો છે. ક્ષેત્રવિપાકી પ્રકૃતિ સૂત્રમાં પણ આવે છે. જેમકે એક ભારતને નિવાસી છે અને બીજે યુરોપને છે. ક્ષેત્રવિપાકી ગુણ બનેમાં રહે છે જ. કેઈ એ ગુણને વિકસાવે એ જુદી વાત છે, પરંતુ સાધારણ રીતે ક્ષેત્રવિપાકી ગુણ રહે છે જ. મનુષ્ય અને પશુમાં જે ભેદ છે તે ક્ષેત્રને લીધે છે. બાકી બન્નેના આત્મા સમાન જ છે. મનુષ્ય અને પશુને ક્ષેત્રી આત્મા તે સમાન જ છે; આ ક્ષેત્રવિપાકી ગુણને કારણે કોઈ મનુષ્યને પશુ અને પશુને મનુષ્ય કહી શકતું નથી.
તમે ભારતમાં જન્મ્યા છે એટલે તમારામાં ભારતને ક્ષેત્રવિપાકી ગુણ હોય એ સ્વાભાવિક છે. છતાં તમારા અત્યારના રંગઢંગ, ખાનપાન તથા પહેરવેશ કેવા પ્રકારનાં છે તે જુઓ. તમે ભારતીય છે. પણ શું તમને ભારતીય ભાષા પ્યારી લાગે છે? જે પ્રિય નથી લાગતી તો તે તમારું અભાગ્ય જ છે ને ? પરદેશીએ ભારતની પ્રશંસા કરે અને તમે પિતે ભારતીય હોવા છતાં ભારતની અવહેલના કરે, એ કાંઈ ઓછા દુર્ભાગ્યની વાત નથી. અત્યારે ભારતીયો પરદેશની અનેક લોભાવનારી ચીજે ઉપર મુગ્ધ થઈ પિતાના ભારતદેશને જ ભૂલી રહ્યા છે, પણ એટલું જોતા નથી કે અમે જે વસ્તુ ઉપર મુગ્ધ બનીએ છીએ એ વસ્તુ કયાંની છે ? એ વસ્તુ ભારતની જ છે પણ ભારતીય પિતાનું ઘર જોઈ શકતા નથી. એ તે એના જેવી વાત થઈ કે, એક માણસ બીજા માણસના ઘેરથી થોડાં બીજ લઈ આવ્યો અને પોતાના ખેતરમાં વાવ્યાં. એક દિવસ બીજો માણસ પે'લા માણસને ત્યાં આવ્યો અને તેના ખેતરમાં સુંદર ફુલવાળા વૃક્ષને જોઈ કહેવા લાગ્યો કે, આપ તે બહુ ભાગ્યશાળી છે કે, આપના ખેતરમાં આવાં સુંદર કુલ ઊગે છે ! પેલા માણસે કહ્યું કે, એ બધું આપનું જ છે. બીજા માણસે કહ્યું કે, મારા ભાગ્યમાં એવું ક્યાંથી ? ત્યારે પેલા માણસે કહ્યું કે, અમુક સમયે હું આપને ઘેર આવ્યું હતું ત્યારે તમારા ઘરમાંથી રખડતાં ચેડાં બીજને હું લઈ આવ્યો અને ખેતરમાં વાવ્યાં, અને એ બીજમાંથી આ કુલ થયાં છે ! આ સાંભળી બીજે માણસ પોતાને ઘેર પડેલાં બીજની કીંમત સમજી શકો.
. આ જ પ્રમાણે જે તત્ત્વ વિદેશમાં આજે જોવામાં આવે છે, તે તત્વ ભારતનું જ છે. હા, પરદેશીઓએ એ તની વિશેષ શોધ અવશ્ય કરી છે, પણ બીજરૂપે તો એ તવ ભારતનું જ છે. એટલા માટે પરદેશની લોભાવનારી ચીજે ઉપર મુગ્ધ ન બનતાં તમે તમારા ઘરને ભૂલી ન જાઓ, પણ તમારા ઘરમાં કઈ કઈ ચીજ આડીઅવળી રખડે છે તેની તપાસ કરે.
સુદર્શન ચંપાનગરીને રહેવાશી હતે. જન અને બૌદ્ધ સાહિત્યમાં ચંપા વિષે બહુ વર્ણન મળી આવે છે. ચંપાનું વિસ્તૃત વર્ણન ઉવવાઈ સૂત્રમાં છે પણ તેમાં કહેવામાં આવેલી મુખ્ય ત્રણ જ વાત ઉપરથી ચંપા નગરી કેવી હતી તેનો હાલ જાણી શકાય છે. ચંપાના વર્ણનમાં કહેવામાં આવ્યું છે કે, तेणं कालेण तेण समयेणं चम्पा नाम नगरी होत्था, रिढोए ठिम्मिए समिद्धे ।
–શ્રી ઉવવાઈ સૂત્ર
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
| [ અષાડ
આ ત્રણ શબ્દોમાં ચંપાનું સંક્ષેપમાં પૂરું વર્ણન આવી જાય છે. નગરમાં ત્રણ વસ્તુઓ હેવી જરૂરી છે. પહેલાં ઋદ્ધિ. હાટ, મહેલ, મન્દિર, બાગ વગેરે જલ અને સ્થલની જ્યાં સુંદર વ્યવસ્થા હોય તે નગરની ઋદ્ધિ છે. અદ્ધિ હોય પણ તેની સાથે જે સમૃદ્ધિ ન હોય તે નગરની શોભા વધતી નથી; પણ ચંપાનગરીના લોકો ધનધાન્યથી સમૃદ્ધ હતા. ધનની સાથે ધાન્યની પણ આવશ્યક્તા રહે છે, કારણ કે જે ધન હોય અને ધાન્ય ન હોય તે “સેનાને ચકચકાટ અને અન્નને કલકલાટ”ની કહેવત જેવું થઈ જાય. એટલા માટે જીવનને ટકાવવા માટે ધાન્યની પણ આવશ્યક્તા રહે છે. ધન અને ધાન્યની સમૃદ્ધિમાં જીવનને ટકાવવાની બધી આવશ્યક વસ્તુનો સમાવેશ થઈ જાય છે. જીવનની આવશ્યક વસ્તુઓ માટે ચંપાને પરદેશનું મુખ તાકવું પડતું ન હતું. કારણ કે, પ્રાચીન સમયમાં ભારતનાં પ્રત્યેક ગામમાં જીવનોપયોગી દરેક વસ્તુઓ તૈયાર કરી લેવામાં આવતી અને એ દષ્ટિએ ભારતના દરેક ગામો ત્યારે સ્વતંત્ર હતાં. દરેક ગામમાં અન્નની પેદાશ તે થતી જ, પણ પહેરવાને માટે વસ્ત્ર પણ દરેક ગામમાં તૈયાર કરી લેવામાં આવતાં. આ પ્રમાણે દરેક ગામે સ્વતંત્ર હતાં તે પછી નગર સ્વતંત્ર હોય એમાં કહેવું જ શું?
ચંપાનગરીમાં ઋદ્ધિ અને સમૃદ્ધિ અને હતાં. ઋદ્ધિ અને સમૃદ્ધિ હોવા છતાં પણ જો સ્વચક્રી-સ્વતંત્ર રાજા ન હોય તે નગરનિવાસીઓને કષ્ટ પહોંચે છે; પણ ચંપામાં એવું કષ્ટ પણ ન હતું કારણ કે, ચંપાનગરીની વ્યવસ્થા જ એવા પ્રકારની હતી કે, તેના પ્રજાજનોને સ્વચક્રી કે પરચમી રાજા કેઈ લૂંટી શકે એમ ન હતું. એટલા માટે ચંપાનગરીને ઢિશ્મિએ” એવું વિશેષણ આપવામાં આવ્યું છે. જ્યારે પિતે નિર્બળ હોય છે ત્યારે જ બીજા લેકે પિતાનું જોર અજમાવે છે, જે સબળ હોય છે તેમની ઉપર કોઈ જોર અજમાવતું નથી. તે કહે છે કે, દેવી બકરાનું બલિદાન માગે છે, પણ દેવી બકરાનું જ બલિદાન કેમ માગે છે, સિંહનું બલિદાન કેમ નથી માગતી ? બકરો નિર્બળ છે અને સિંહ સબળ છે, એટલે જ એવું બને છે.
કહેવાનો આશય એ છે કે, ચંપાનગરી ઋદ્ધિસમૃદ્ધિથી સમૃદ્ધ હતી અને તેની વ્યવસ્થા પણ એટલી બધી સુંદર હતી કે, પ્રજાજનોને રાજા તરફથી કોઈ પ્રકારનું કષ્ટ ન હતું. કોઈ કહે કે, ત્યાગીઓને આ પ્રકારે નગરનું વર્ણન કરવાની શી જરૂર છે? પણ ફળ બતાવવામાં આવે અને વૃક્ષનું મૂળ બતાવવામાં ન આવે તે કાંઈ ઠીક કહેવાય ! જ્યારે ફળ બતાવવામાં આવે છે ત્યારે વૃક્ષનું મૂળ પણ બતાવવું જોઈએ. એટલા માટે શીલની સાથે ચંપાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન સાંભળીને તમે પણ સાચા નાગરિક બને અને શીલ પાળો તે કલ્યાણ છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદી ૪ બુધવાર
પ્રાર્થના મહિલ જિન બાલ બ્રહ્મચારી, “કુંભ” પિતા પરભાવતિ' મિયા તિનકી કુમારી, મલિલ જિન બાલ બ્રહાચારી છે. ટેક
| મલિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
જે આ પ્રાર્થના વિષે કોઈ મહાવક્તા વ્યાખ્યાન આપે તે ઘણું લોકોની ઊલટી માન્યતા દૂર થઈ જાય અને આ પ્રાર્થનાની પાછળ રહેલા સિદ્ધાન્તનું રહસ્ય પણ સમજી શકાય એ મારે ખ્યાલ છે. મારે શાસ્ત્રને ઉપદેશ આપવાનું છે એટલે આ વિષે વિશેષ વિચાર ન કરતાં કેવળ એટલું જ કહીશ કે, ભકિત અને પ્રાર્થનાના માર્ગમાં પુરૂષોએ અહંકારને ભૂલી જવો જોઈએ. અહંકારને ભૂલી જવાથી જ ભક્તિના માર્ગે જઈ શકાય છે. “અમે પુરુષ છીએ' એ અભિમાનને ભૂલી જઈ સ્ત્રી કે પુરુષ જે મહાત્માઓ થઈ ગયા છે તેમની બધાની ભક્તિમાં તલ્લીન થઈ જવું જોઈએ. ઘણા પુરુષ સ્ત્રીઓને તુચ્છ ગણે છે અને પિતાને મહાન માની અભિમાન કરે છે પણ એ તેમની ભૂલ છે.
જ્યારે મોટામાં મોટું તીર્થકરનું પદ પણ સ્ત્રીઓ પ્રાપ્ત કરી શકે છે તે પછી સ્ત્રીઓને તુચ્છ કેમ કહી શકાય ? માટે પુરુષોએ અભિમાનને છોડી સ્ત્રીઓના ગુણવિકાસ ઉપર પણ વિચાર કરવો જોઈએ. અનાથી મુનિનો અધિકાર
હવે છે, ભગવાન મલિનાથને નમસ્કાર કરી વીસમા અધ્યયનની વાત કહું છું. કાલે મહાન અને નિગ્રન્થ શબ્દોના અર્થ વિષે વિચાર કર્યો હતો. આ દ્વાદશાંગી વાણીને સાંભળવાથી શું લાભ થાય છે એ સમજાવવા માટે પૂર્વાચાર્યોએ ઘણે પ્રયત્ન કર્યો છે. તેમણે શાસ્ત્રની સમજણ અને ઓળખાણ માટે અનુબધુ ચતુષ્ટયની ચાવી બતાવેલ છે. હવે એ અનુબન્ધ ચતુષ્ટય આ વીસમા અધ્યયનમાં કેવી રીતે ઘટે છે એ અત્રે જોવાનું છે, આ અધ્યયનમાં વિષય, પ્રજન, અધિકારી અને સમ્બન્ધની સંજના કેવી રીતે કરવામાં આવી છે એ વિષે પણ અત્રે વિચાર કરવાનો છે.
આ “મહાનિર્ગથીય અધ્યયનને વિષય શું છે, એ તે એના નામથી જ પ્રકટ છે. આ અધ્યયનના નામ પ્રમાણે મહાન નિર્ચન્ય વિષે ચર્ચા કરવામાં આવશે એ સ્પષ્ટ છે. આ અધ્યયનની પ્રથમ ગાથામાં એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, “હું ધર્મરૂપ અર્થમાં ગતિ કરાવનાર તત્વની શિક્ષા આપું છું.” આ ઉપરથી આ અધ્યયનમાં સાંસારિક વાત વિષે નહિ પણ ધાર્મિક તો વિષે ચર્ચા કરવામાં આવશે એ સ્પષ્ટ જણાય છે.
આ ધાર્મિક તની ચર્ચાથી સંસારને શું લાભ પહોંચશે, એ પણ વિચારવા જેવું છે. કારણ કે સંસારમાં મલિન વિચારોનું વાતાવરણ ફેલાઈ જવાને કારણે ધાર્મિક
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
વિચારાના ઉપદેશ અને પ્રભાવ આછે થઈ રહ્યા છે. ગંદાં કપડાં ઉપર રંગ ચડતા નથી. રંગ ચડાવવા માટે તે મેલાં કપડાંને સાફ કરવાં જ પડે છે. તે જ પ્રમાણે જ્યાંસુધી હૃદય ઉપર વસ્ત્ર મેલું હેાય છે ત્યાંસુધી ધર્મોપદેશને રંગ તેની ઉપર ચડે નહિ એ સ્વાભાવિક છે. પણ મને વિશ્વાસ છે કે, તમારાં બધાંય કપડાં મેલાં નથી અર્થાત્ તમારું હૃદય તદ્દન મલિન નથી. જો બિલકુલ મલિન જ હાય - તે! તમે કેં। અત્રે ઉપદેશ સાંભળવા આવે જ શા માટે? તમે અત્રે આવ્યા છે! એ ઉપરથી એમ જણાય છે કે, તમારું હૃદય તદ્દન મલિન નથી. પણ જ્યાંસુધી હૃદયમાં થાડીઘણી મલિનતા હોય છે ત્યાંસુધી ધા રંગ બરાબર ચડતા નથી એ વાત નક્કી છે
શાસ્ત્રકારાનું એવું કથન છે કે, ધર્મીસ્થાનકે જતાં પહેલાં ઘરમાંથી નીકળતાં ‘નિસ્સહી’ કરવું, પછી ધર્મસ્થાનકે પહેાંચતાં ‘નિસ્સહી’ કરવું અને ગુરુની પાસે જતાં ‘નિસ્સહી’ કરવું; આ પ્રમાણે ત્રણવાર ‘નિસ્સહી’ શા માટે કરવામાં આવે છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, ઘેરથી નીકળતાં ‘નિસ્સહી' કરવાને ઉદ્દેશ સાંસારિક બધાં કામેાના નિષેધ કરી ધર્મસ્થાનકે જવાને છે; કારણ કે જે સાંસારિક કામેાને છેાડીને ધ સ્થાનકે જાય છે તે જ ધર્મોપદેશને પૂરેપૂરા લાભ લઈ શકે છે અને જે સાંસારિક પ્રપંચાને સાથે લઈ ધર્મસ્થાનકે જાય છે તે ત્યાં પણ પ્રપંચ જ કરશે, તેા પછી ધર્મના લાભ શું લેશે ? ઘેરથી નીકળતાં ‘ નિસ્સહી ’કરવાના આ ઉદ્દેશ છે. ધર્મસ્થાનકે પહોંચ્યા બાદ * નિસ્સહી ’કરવાના આશય એ છે કે, ઘેરથી તેા ગાડી ધાડા આદિ દ્વારા નીકળે છે પણ ધર્મસ્થાનકે તા ગાડી-ઘેાડા ચાલી શકતા નથી, ત્યાં તે તેમને લઈ જઈ શકાતા નથી, એટલા માટે ધર્મસ્થાનકે પહેાંચ્યા બાદ ગાડી-ઘેાડાના નિષેધ કરવા માટે “નિસ્સહી’’ કહેવામાં આવે છે.
ધસ્થાનકમાં કેવી રીતે પ્રવેશ કરવા જોઈએ એ વિષે શાસ્ત્રમાં એવું વર્ણન મળે છે કે, ભગવાન કે કોઈ મહાત્માના દર્શન કરવા કાઈ જાય છે ત્યારે તેઓ પાંચ અભિગમન કરી પ્રવેશ કરે છે. સચેત દ્રવ્યને ત્યાગ કરવા એ પહેલું અભિગમન છે. સાધુની પાસે પાન-કુલ વગેરે સચેત દ્રવ્ય લઈ જઈ શકાય નહિ એટલા માટે એને ત્યાગ કરી ભગવાન કે સાધુના દર્શને જવું તે પહેલું અભિગમન છે. અસ્ત્ર-શસ્ત્રાદિ જેવાં અનુચિત અચેત દ્રવ્યને સાધુની પાસે લઈ ન જવાં અને વસ્ત્રોના સંકાચ કરવા એ ખીજાં અભિગમન છે. વસ્ત્રને સંકોચ કરવા એટલે નગ્ન રહેવું એમ નહિ, પણ જે લાંબા વસ્ત્રાના સંઘટ્ટનથી કાઈની આશાતના થતી હાય, તેના સંકોચ કરવા. સાધુની પાસે જતાં ઉત્તરાસન ધારણ કરવું એ ત્રીજી અભિગમન છે. સાધુની દૃષ્ટિ પડે તે પ્રમાણે બે હાથ જોડવાં એ ચેથ્રુ અભિગમન છે અને મનને એકાગ્ર કરવું એ પાંચમું અભિગમન છે.
ધસ્થાનકમાં સાધુની પાસે જઈ ફરી ‘નિસ્સહી' કહેવાના આશય એ છે કે, “હું
'
93
બધાં સાંસારિક પ્રપંચાના નિષેધ કરૂં છું. આ પ્રમાણે મનને એકાગ્ર કરી અને સાંસારિક પ્રપંચેાને છેાડી, ધર્મોપદેશ સાંભળવામાં આવે તે લાભદાયક નીવડે છે; પણ જે ધ સ્થાનકે જઈ ચારેય પ્રકારના અભિગમન વગેરે કરવામાં આવે અને મનને એકાગ્ર કરવામાં ન આવે તો કશે। આત્મલાભ થતા નથી. માટે જો ધર્મસિદ્ધાન્તને
જાણવાની
Page #64
--------------------------------------------------------------------------
________________
વદ ૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૩
રુચિ હાય, તે મનને સ્વચ્છ કરીને ધર્મોપદેશ સાંભળવા જોઇએ. મારી ઉપર તમારા મનરૂપી કપડાંનો મેલ ઉતારવાના ભાર મૂકા નહિ. ધેાખીનું કામ ધેાખી કરે છે અને રંગવાનું કામ રંગરેજ કરે છે. હું તમારી ઉપર સિદ્ધાન્તરૂપી ધર્મને રંગ ચડાવવા ચાહું છું અને તે રંગ ત્યારે જ ચડી શકે કે, જ્યારે તમારું મનરૂપી કપડું સાફ હાય. તમારી જ માફ્ક મારામાં પણ જો માન–પ્રતિષ્ઠાની ઇચ્છા રહી તે હું પણ તમને સાચે ધમ કહી ન શકું'. સત્યધર્મ કહેવા માટે મારે પણ સાફ થવું જોઇએ અને સાંભળવા માટે તમારે સાફ થવું જોઇ એ.
આ અધ્યયનના વિષય શું છે તે તે બતાવવામાં આવ્યું પણ તેનું પ્રયાજન શું છે એ અત્રે જોવાનું છે. આ અધ્યયનનુ પ્રયેાજન ધર્મમાં ગતિ કરવાનું છે અર્થાત્ સાધુજીવનની શિક્ષા આપવાની છે.
તમે કહેશેા કે, સાધુજીવનની શિક્ષાની આવશ્યકતા તા સાધુએને જ હાય છે પણ અમને ગૃહસ્થાને એ શિક્ષાની શી જરૂર છે? પણુ આ શિક્ષાને સાંભળવાની તમને પણ જરૂર છે કે નહિં તે વિષે તમે વિચાર કરો. તમે ગૃહસ્થાશ્રમમાં છે અને સાધુ સાધુઆશ્રમમાં છે. પેાતપેાતાના આશ્રમમાં બધી ક્રિયા પોતાના આશ્રમાનુસાર જ થાય છે. પણ ગૃહસ્થ હાવાનેા અર્થ એ નથી કે, ગૃહસ્થ ધર્મે પાળી જ શકતા નથી. જો ગૃહસ્થ ધર્મ પાળી શકતા ન હોય તેા પછી ભગવાન જંગ દ્ગુરુ કહેવાત નહિ પણ સાધુએના જ ગુરુ કહેવાત. ભગવાન જગદ્ગુરુ કહેવાય છે એટલે જગતમાં ગૃહસ્થાને પણ સમાવેશ થઈ જાય છે, માટે ગૃહસ્થા પણ ધર્મ પાળી શકે છે. શ્રેણિક જેવા રાજા પણ સાધુજીવન ધારણ ન કરવા છતાં પણ તેની શિક્ષા સાંભળીને ગૃહસ્થ હોવા છતાં તીર્થંકર ગેાત્ર બાંધી શક્યા તે પછી તમને એ શિક્ષાની કેમ જરૂર ન હોય ! તમે પણ અત્રે ધન-ધાન્યાદિ માટે નહિ પણ ધર્મના પ્રેમને લીધે આવેા છે. આ પ્રમાણે આ શિક્ષાનું પ્રયેાજન તમને પણ છે. જો કેવળ સાધુએ માટે જ આ શિક્ષા હાત તે! સાધુએ આ શિક્ષાને ધારણ કરી એક બાજુ બેસી જઈ ચર્ચા કરી લેત, અને ગૃહસ્થાની સામે એ વિષે ચર્ચા ન કરત; પણ આ શિક્ષાની ગૃહસ્થાને પણ જરૂર છે. રાજા શ્રેણિક તા એક નાકારી પણ કરી શકયા ન હતા છતાં આ શિક્ષાના પ્રતાપે તેઓ તીર્થંકર ગાત્ર બાંધી શકયા હતા. આ પ્રમાણે તમને ગૃહસ્થાને પણ સાધુજીવનની શિક્ષાની જરૂર છે.
અધ્યયનના પ્રયાજન વિષે વિચાર કરવામાં આવ્યા. હવે તેના અધિકારી કાણુ છે એ વિષે વિચાર કરીએ. જે પ્રમાણે સૂર્ય બધાને છે અને બધા તેના પ્રકાશ ઝીલી શકે છે, કેાઈ ને એની મના નથી, તેમ છતાં પ્રકાશ તા તે જ ઝીલી શકે છે કે, જેમને આંખા છે. જેમને આંખેા જ નથી અથવા જેમની આંખેામાં ઘુવડની માફક કોઈ વિકૃતિ આવી છે તેવા લેાકેાની સિવાય બધા સૂર્યના પ્રકાશના લાભ લઈ શકે છે. આ પ્રમાણે જેમનાં હૃદયનાં ચક્ષુ ખુલ્લાં છે તે દરેક આ શિક્ષાના લાભ લઈ શકે છે. કેાઈના હૃદયની આંખા ખુલેલી હાય છે તે કોઇની આંખા ઉપર આવરણ હેાય છે તેમ છતાં જે તે આવરણને દૂર કરવા ચાહે છે તે પણ આ શિક્ષાના લાભ લઈ શકે છે. તે પણ શિક્ષાના અધિકારી છે. આ શિક્ષા હૃદયચક્ષુના આવરણને પણ દૂર કરે છે પણ જો આવરણ દૂર
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
કરવાની ઇચ્છા હોય તે, આ શિક્ષાને લાભ લેવાની જેમની ઈચ્છા છે તે બધાં આ શિક્ષાના અધિકારી છે, એમ કહેવાને અભિપ્રાય છે.
હવે આ અધ્યયનને સંબંધ શું છે તે જોઈએ. સંબંધ બે પ્રકાર હોય છે. એક ઉપાય પાય સંબંધ અને બીજે ગુરુશિષ્ય સંબંધ. ગુરુશિષ્યના સંબંધમાં આ અધ્યયન કોણે કહ્યું છે અને કોણે સાંભળ્યું છે એ જોવાનું હોય છે. ધર્મોપદેશક ગુરુ કેવા હેય એ માટે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે
आयगुत्ते सया दन्ते छिन्नसोये अणासवे । ते धम्म सुद्धमक्खंति पडिपुण्णं महेसियं ॥
અર્થાતધર્મના ઉપદેશક તે જ છે કે, જે આત્માનું દમન કરતા હોય અને ગપતા હેય. જેઓ ઈન્દ્રિયોને સંયમની ઢાલમાં કાચબાની માફક છુપાવી રાખતા હોય, અર્થાત, ઈન્દ્રિયોનું દમન કરતા હોય તેઓ જ ધર્મના ઉપદેશક છે.
ઇન્દ્રિયોનું દમન કરવું એટલે કાંઈ ઇન્દ્રિયને નાશ કરે એમ નથી પણ જે પ્રમાણે ઘડાને જેમ તેમ ઇચ્છા પ્રમાણે દોડવા ન દેતાં તેને લગામ દ્વારા કાબુમાં રાખવામાં આવે છે તે જ પ્રમાણે ઇન્દ્રિયોને વિષયોની તરફ જવા ન દેવી એ જ ઈન્દ્રિઓનું દમન છે. આ પ્રમાણે ધર્મોપદેશક આત્મસંયમી, ગુતેન્દ્રિય અને હિંસા, ચોરી, અસત્ય, મૈથુન અને પરિગ્રહ આદિથી નિવૃત્ત હોય છે; ટૂંકામાં તે બધી સ્ત્રીઓને માતા બહેન સમાન ગણે છે, ધર્મોપકરણ સિવાય કોઈ પ્રકારને પરિગ્રહ રાખતા નથી. આ પ્રમાણે કંચન-કામિનીને ત્યાગ કરી જે આશ્રવરહિત થાય છે તેવા ધર્મોપદેશક જ અનુપમ ધર્મને શુદ્ધ અને પ્રતિપૂર્ણ રીતે કહી શકે છે.
મેં હિન્દુ ધર્મ વિષે ગાંધીજીને એક લેખ જોયો હતો. ગાંધીજીએ તે વખતે જૈન શાસ્ત્રો જોયાં હતાં કે નહિ એ હું કહી શકતો નથી, પણ જે વાત સત્ય હોય છે તે શાસ્ત્રમાંથી પણ નીકળી જ આવે છે. એ લેખમાં તેમણે લખ્યું હતું કે, “હિન્દુ ધર્મને ઉપદેશ કોણ આપી શકે ? જે કોઈ પંડિત કે શંકરાચાર્યું હોય તે જ હિન્દુ ધર્મને ઉપદેશ આપી શકે એમ ન હોવું જોઈએ, પણ જેઓ પૂર્ણ અહિંસાવાદી, સત્યવાદી, બ્રહ્મચારી અને નિષ્પરિગ્રહી હોય તે જ હિંદુ ધર્મને ઉપદેશ આપવાને અધિકારી હોઈ શકે. ' ગાંધીજીએ
એ લેખમાં શું શબ્દો લખ્યા હતા એ મને યાદ નથી પણ એ લેખને ભાવાર્થ તે આ જ હતો. આ લેખનો સંબંધ ભગવાનના કથનની સાથે કેટલે બધે મળતો છે તે જુઓ !
સ્થવિર કે ગણધરોએ આ ધર્મ કહે છે એ ગુરુ-શિષ્ય સંબંધ છે; પણ ઉપાયોપેય સંબંધ શું છે તે વિષે પહેલાં વિચાર કરીએ. રોગને દૂર કરવો એ ઉપય છે અને દવા કરવી એ ઉપાય છે. આ પ્રમાણે આ અધ્યયનમાં ઉપાયોપેય સંબંધ શું છે ? મોક્ષ પ્રાપ્ત કરો એ તે ઉપય છે અને આ અધ્યયનઠારા જ્ઞાન પ્રાપ્ત કરવું એ ઉપાય છે. આ અધ્યયનને ઉપાયોપેય સંબંધ એ પ્રમાણે છે.
સંસારમાં ઉપાય મેળવવો જ મુશ્કેલ છે. જ્યારે ઉપાય હાથમાં આવી જાય છે ત્યારે રોગ પણ જતો રહે છે. ડૉકટર આવે અને રોગનાશક દવા આપે તે રોગ પણ ચાલ્યો
Page #66
--------------------------------------------------------------------------
________________
વદ ૪]
રાજકેટ-ચાતુર્માસ
[ ૨૫
જાય છે. આ પ્રમાણે કોઈ ઉપાય મળી જાય છે તે કામ પણ પાર પડે છે. જેમકે કઈ બહેન પાસે રોટલી બનાવવાનાં સાધને જ ન હોય તે જેટલી કેવી રીતે બનાવી શકે ? પણ બધાં સાધને પાસે હોય તે રોટલી બનાવવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. માને કે, કોઈને બધાં સાધન અને ઉપાય મળી ગયાં, છતાં જે તે ઉદ્યોગ ન કરે તે તેનું કાર્ય સિદ્ધ થશે ? એટલા માટે તમે તમારો વિચાર કરે કે, તમારે શું કરવું જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર એ જ મળશે કે, ગફલતની નિદ્રા છેડી જાગ્રત થવું અને મળેલાં સાધનોને ઉપયોગ કરે. તમને આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ અને દુર્લભ મનુષ્યજન્મ મળેલ છે તે શું ઓછાં સાધનો છે ? વળી તમે સિદ્ધાન્તતવને સમજી શકો એટલી ઉંમર પણ છે તે પછી આ ઉંમરમાં મળેલાં સાધનને જેટલો ઉપયોગ થઈ શકે તેટલો કરી લેવો જોઈએ. કારણ કે બાળવયમાં તે સિદ્ધાંતતત્વને સમજી શકાય એટલી બુદ્ધિ વિકસિત થએલી હતી નથી અને વૃદ્ધાવસ્થામાં શક્તિ ક્ષીણ થઈ જાય છે એટલે જ્ઞાનીઓ કહે છે કે, “ઓ ! ગાફિલ મુસાફરે ! નિદ્રાને છોડી, જાગે. ક્યાંસુધી સુતા રહેશો?” જેમ માતા પિતાના પુત્રને સૂર્ય ચડી ગયો છે માટે બેટા ! જાગ, ક્યાં સુધી સૂતે રહેશે ! એમ કહી ઢંઢોળે છે, તેમ જ્ઞાનીઓ પણ સુતેલાં જીવોને જગાડતાં કહે છે કે,
मा सुवह, जग्गियव्वं, पल्ला हयवंमि किस्स विस्समिह ।
ઉતરન ના સપુત્રા નો જપ મઘુપ / ૩ // -વૈરાગ્ય શતક. “હે ! જીવાત્માઓ ! રેગ, જરા અને મૃત્યુ તમારી પાછળ પડયા છે, તે તમે કેમ હજી ગફલતમાં પડયા છે. જાગો ! સુતા રહો નહિ ! ” આ વાત બહુ જ વિચારવા જેવી છે, માટે એક કથાદ્વારા એ વાતને સરલ કરી તમને સમજાવું છું –
એકવાર બે મિત્રો જંગલમાં જઈ રહ્યા હતા. રસ્તામાં એક મિત્ર થાકી ગયો અને થાક ઉતારવા માટે તેને આશરો પણ મળી ગયો. તેણે જોયું કે, જંગલમાં ખૂબ ઘટાદાર સુંદર વૃક્ષો છે. નદી પણ કલકલ કરી વહી રહી છે, ઠંડી હવા ચાલી રહી છે અને સુવા માટે પત્થર પણ પથરાએલા છે. આ બધું જોઈ પે'લો થાકેલો મિત્ર ત્યાં વિશ્રામ લેવા લલચાયો અને વિચારવા લાગ્યું કે, અહીં ખાવા માટે સુંદર ફળ છે, સુંઘવા માટે સુગંધી ફૂલ છે, પીવા માટે નદીનું મીઠું પાણી છે, હવા પાણી સારા છે. વાતાવરણ પણ શાન્ત છે માટે આ સ્થાન ખાવા-પીવા-સુવા દરેક રીતે અનુકૂળ છે. આ પ્રમાણે વિચાર કરી પેલે થાકેલો મિત્ર ત્યાં વિશ્રામ લેવા બેઠે, પણ બીજે મિત્ર પ્રકૃતિને જ્ઞાની હતા. અહીંના હવાપાણી કેવાં છે, ફળફૂલ કેવાં છે વગેરે તે જાણતો હતો એટલે તે પેલા થાકેલા મિત્રને કહેવા લાગ્યો કે, “ભાઈ! અત્રે વિશ્રામ કે યોગ્ય નથી, કારણ કે આ સ્થળ ઉપદ્રવી છે. અત્રે એક ક્ષણ પણ વિશ્રામ લે લાભપ્રદ નથી. માટે અને વિશ્રામ ન લેતાં જલ્દીથી આગળ જવું જોઈએ કારણ કે આપણું જીવનના ત્રણ શત્રુઓ આપણું પાછળ પડયા છે. આ જે સુંદર ફળફૂલ ઉપર તમે લલચાયા છે તે ઝેરી છે અને તેથી અહીંની હવા પણ ઝેરીલી થઈ ગઈ છે. અત્યારે ફળ ફૂલ દેખાવમાં તે બહુ સુંદર લાગે છે પણ થોડીવારમાં જ તમને બેભાન કરી દેશે, પછી તમે ચાલી પણ નહિં શકે ! આ કલકલ અવાજ કરતી વહેતી નદી પણ
Page #67
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
એ જ શિક્ષા આપે છે કે, જે પ્રમાણે મારું પાણી વહેતું ચાલ્યું જાય છે તેમ તમારું આયુષ્ય પણ વહેતું ચાલ્યું જાય છે! માટે હે ભાઈ! અને વિશ્રામ ન કરતાં આગળ જલદી ચાલે.” કયા સેવે ઉઠ જાગ બાઉરે. અંજલિ જલ જો આયુ ઘટત હૈ, દેત પહેરિયા ઘરિય ઘાઉ રે-કયા ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર મુનીન્દ્ર ચલે કેણ, રાજાપતિ સાહ રાઉ રે; ભમત ભમત ભવજલધિ પાયકે, ભગવન્ત ભક્તિ સુભાઉ નાઉ -કયા કયા વિલંબ કરે અબ બાઉરે, તર ભવજલનિધિ પાર પાઉ રે, આનન્દઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ ધ્યાઉ રે-કયા
શાસ્ત્રકાર, ગ્રંથકારે, કવિઓ, મહાત્માઓ વગેરેનું એ જ કહેવું છે કે, “હે ! જીવાત્માઓ! કેમ સુતા છો ? ઉઠો ! જાગો !”
તમે કહેશે કે, શું અમને સાધુ બનાવવા છે ! પણ શું સાધુતા કાંઈ ખરાબ વસ્તુ છે? જે તે ખરાબ હોય તે તમે સાધુનું વ્યાખ્યાન જ શા માટે સાંભળો ! સાધુતા તે શક્તિ હોય તે જ ધારણ કરી શકાય છે. પણ આપને ઉપર્યુંકત સાધનો સાંપડયા છે તે તેને ઉપયોગ કરજે પણ નિંદ્રામાં પડ્યા રહેશે નહિ. જે લોકે દીક્ષા લઈ શકતા નથી તેઓને માટે જ્ઞાનીજને કહે છે કે –
“ભગવન્ત ભક્તિ સુભાઉ નાઉ રે અર્થાત–તમને ભગવદ્ભક્તિની નૌકા મળી છે તે તેમાં શા માટે બેસતા નથી ? બીજે મિત્ર પે'લા થાકેલા મિત્રને કહે છે કે, તમે આ પાસે ઉભેલી નકામાં બેસી જાઓ, તમારે ચાલવું પણ નહિ પડે. હું હેડીને હંકારીશ અને આ નદીના પાણીની સહાય હાડીને નદી પાર લઈ જઈશ. હવે તો થાકેલા મિત્રને ચાલવું પણ પડે એમ નથી તેમ છતાં જે તે હોડીમાં બેસે નહિ અને ચેતવણી આપવા છતાં ત્યાં સૂતે રહે તેના જેવા બીજે ક્ષણ અભાગી ! આ જ પ્રમાણે તમારી સામે ભગવાનની ભક્તિરૂપ હોડી ઉભેલી છે. તમે બીજું કાંઈ કરી શકે એમ ન હૈ તો એ હેડીમાં બેસી જાઓ, પણ નિદ્રામાં પડયા ન રહે ! - સાધુનું સ્થાન સારું છે, પણ જે સ્થાન સારું ગણવામાં આવે છે તે સાધુના સ્થાને જવા છતાં પણ જે ખરાબ વિચાર આવે છે તે કેટલું બધું ખરાબ કહેવાય ! કદાચિત ટલી વાર સાધુની પાસે બેઠા હો તેટલે સમય જે સવિચાર રાખવામાં આવે અને પછી બહાર જતાં જ વિચારને એક બાજુ મૂકવામાં આવે છે તેથી શો લાભ ! તમે કહેશે કે, એટલી અમારી અપૂર્ણતા છે, પણ હું કહું છું કે, એ મારી જ અપૂર્ણતા છે. કારણ કે તમે મારી કહેલી વાતને ભૂલી જાઓ છે. હું મારી અપૂર્ણતાને દૂર કરવાને પ્રયત્ન કરીશ, પણ હું તો નિમિત્ત માત્ર છું, પણ ઉપાદાન કારણ તમે છે. જે ઉપાદાન કારણ સારું હશે તે નિમિત કારણથી લાભ પહોંચી શકશે પણ જે ઉપાદાન કારણ સારું ન હોય તે નિમિત્તે કારણથી શું લાભ થઈ શકે? નિમિત્તની સાથે ઉપાદાન પણ શુદ્ધ
Page #68
--------------------------------------------------------------------------
________________
વદ ૪ ] રાજકેટ-ચાતુર્માસ
[ ર૭ હોવું જોઈએ. ઘડીયાળને જ્યાં સુધી ચાવી આપ્યા કરીએ ત્યાંસુધી ઘડીયાળ બરાબર ચાલે છે પણ ચાવી દેવી બંધ કરતાં જ ઘડીયાળ બંધ થઈ જાય તે તમે એ ઘડીયાળને કેવી કહેશે ? જવાબમાં, આ ઘડીયાળ ખોટી છે એમ તમે કહેશો. આ જ પ્રમાણે જ્યાં સુધી હું તમને ઉપદેશની ચાવી આપતે રહું ત્યાં સુધી તે તમે “ સંત ' કહો પણ પછી ઉપદેશને ભૂલી જાઓ તે શું તે ઠીક કહેવાય?
તમારી સામે ભગવદ્ભક્તિની નૌકા ઉભેલી છે. જે તેમાં તમે બેસી જાઓ તે તમારો બેડે પાર થઈ જાય. તુલસીદાસજીએ ઠીક કહ્યું છે કે –
જગ નભ વાટિકા રહી હૈ ફલિલિ રે !
ધુ કેસ ધારહર દેખિ તું ન ભૂલિ રે છે આ સંસારની વાડી, આકાશમાં જેમ તારાઓ પથરાએલાં છે, તેમ ફાલીપુલી છે, પણ તે સ્થાયી નથી. એટલા માટે સંસારની ભૂલભૂલામણિમાં ન પડતાં પરમાત્માના ભજનની નૌકામાં બેસી સંસાર સમુદ્રની પાર જવાનો પ્રયત્ન કરે જોઈએ.
કોઈ કહે કે, અમને ભગવાનની ભક્તિ કરવાની જરૂર જણાતી નથી. કારણ કે, ભગવાનની ભક્તિ નહિ કરનાર સુખી અને ભગવાનની ભક્તિ કરનાર દુ:ખી જણાય છે એ ઊલટો ક્રમ ઘણીવાર જોવામાં આવે છે. આ કથનને ઉત્તર એ છે કે, કેટલાક લોકો પરમાત્માની ભક્તિ પ્રગટરૂપે કરતા નથી પણ તેનાં નિયમોપનિયમ પાળે છે અને કેટલાક લકે પરમાત્માનું નામ પ્રગટરૂપે લે છે પણ તેનાં નિયમોનું પાલન કરતા નથી. જે લોકે પ્રકટરૂપે પરમાત્માનું નામ લેતા નથી પણ નિયમનું પાલન કરે છે તે કોઈ દિવસ દુઃખી બની શકતા નથી. એ ઉપરથી પરમાત્માનું નામ નથી લેતા એટલે જ સુખી છે એ કથન ઠીક નથી, કારણ કે તે લોકો ભલે પ્રગટસેપે પરમાત્માનું નામ ન લેતા હોય પણ તેમનાં નિયમોનું પાલન કરે છે એટલે તેઓ સુખી છે. પરમાત્માનું નામ નથી લેતા એટલે તે લોકો સુખી છે એ વાત એના જેવી થઈ કે, કઈ ગાડીમાં બેઠેલા પહેલવાનને જોઈ કહેવા લાગ્યો કે, ગાડીમાં બેસવાથી શરીર બળવાન બને છે. આમ કહેનાર માણસ એટલું પણ જાણતા નથી કે ગાડીમાં બેસવાથી નહિ પણ અંગ કસરત કરવાથી તેનું શરીર બળવાન બન્યું છે. આ પ્રમાણે નિયમનું બરાબર પાલન કરનાર પરમાત્માનું નામ પ્રકટરૂપે લેતો નથી એટલે એમ કહેવું કે પરમાત્માનું નામ ન લેવાથી તે માણસ સુખી છે, એ એક ભૂલ છે. આ જ પ્રમાણે પ્રકટરૂપે પરમાત્માનું નામ લેવું અને તેમના નિયમપનિયમોનું પાલન ન કરવું એ પણ ઠીક નથી. પ્રકટરૂપે તે પરમાભાનું નામ લેવું પણ નિયમોનું પાલન ન કરવું એ કેવું કામ છે એ એક ઉદાહરણકાર સમજાવું છું—
એક શેઠને બે સ્ત્રીઓ હતી. મેટી સ્ત્રી હાથમાં માળા ધારણ કરી ગાદી ઉપર બેસી “મોતીલાલજી મોતીલાલજી' એ નામને જાપ ક્ય કરતી. આ સિવાય પતિસેવાનું બીજું કાંઈ કામ કરતી નહિ. પણ નાની સ્ત્રી એમ માનતી કે, પતિનું નામ તે મારા હૃદયમાં રમી રહ્યું છે એટલે ભલે તેમનું નામ પ્રગટરૂપે ન લઉં પણ મારા પતિ જે કામથી પ્રસન્ન રહે તે કામ કરતી રહે, એમાં જ પતિની સેવા રહેલી છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ અષાડ
એક દિવસ માટી શેઠાણી શેઠના નામની માળા જપતી હતી, એટલામાં શેઠ બહારથી ચાકીને લોથપોથ થઈ ઘેર આવ્યા. તેને તરસ ખૂબ લાગી હતી, એટલે ધેર આવતાં જ મેટી શેઠાણીને પાણી લાવવાનું કહ્યું. મેટી શેઠાણીએ કહ્યું કે, “ ગામમાં આટલું બધું કર્યાં તે થાક ન લાગ્યા અને પાણીયારેથી પાણીના પ્યાલા લેવા છે એમાં થાક આવી ગયા ! પાણીયારેથી પાણી પી શકતા નથી કે મને પાણી લાવવાનું કહી મારા કામમાં ખલેલ પહોંચાડે છે ? હું પણ તમારું જ કામ અને તમારું જ નામ લઈ રહી છું એ જોતા નથી ? હું કાંઈ ખીજાનું નામ લેતી નથી ! ”
મેટી શેઠાણીના આ વનથી શેઠને સંતેાષ થાય ખરો કે? શેઠે તા શેડાણીને એ જ કહ્યું કે, તારી એ નામની માળા જપવામાં ધૂળ પડી. એ બધું વ્યર્થ છે. આ વાત નાની સ્ત્રીએ સાંભળી. તેને માલુમ પડયું કે, પતિ બહારથી થાકીને આવ્યા છે અને બહુ તરસ્યા છે, એટલે તે એક સાફ કરેલ લેટામાં ઠંડુ પાણી લાવી અને શેઠને પાણી પાયું.
આ છે સ્ત્રીઓમાં કઈ સ્ત્રી શેઠના આદરને પામી એ કહેવાની જરૂર નથી કે નાની સ્ત્રીનું કામ આદરણીય હતું. આ જ પ્રમાણે એક ભક્ત મેાટી સ્ત્રીની જેમ પ્રગટ રૂપે પરમાત્માનું નામ જપે છે અને નિયમેાનું પાલન કરતા નથી, જ્યારે ખીજો ભક્ત નાની સ્ત્રીની જેમ પ્રગટરૂપે પરમાત્માનું નામ જપતા નથી પણ નિયમેાનું પાલન કરે છે. કેટલાક લેાકો પરમાત્માનું નામ તા લે છે પણ તે એટલા માટે કેઃ—
રામ નામ જપના, પરાયા માલ અપના !
રામનું નામ ખીજાના માલને હજમ કરવા માટે જપે છે. આ પ્રમાણે પરમાત્માના નામની માળા લોકોને ઠગવા માટે જપવી એ ઢાંગ જ છે. નામ લેવાનું મહત્ત્વ નિયમના પાલનમાં રહેલું છે. કહેવાના આશય એ છે કે, શુદ્ધ મનથી નિયમાનુ` પાલન કરવામાં આવે તે એ ભગવાનનું ભજન જ છે. તમે પણ ભગવદ્ભક્તિની નાકામાં બેસી જાઓ અને ભવસાગરની પાર જાએ. ભગવદ્ભક્તિના ર'ગથી હૃદયને એવું રંગીલા કે જે પાછે ઉતરી જ ન શકે.
ઐસા રંગ મના લેા, દાગ ન લાગે તેરે મનકા । મનને સ્વચ્છ રાખે। અને ભક્તિના રંગ ચડાવા તે તેમાં કલ્યાણુ જ છે. સુદર્શન—ચરિત્ર
સાચા ભક્ત કવા હાય છે એ વાત ચરિત્રદ્રારા સમજાવું છું. કાલે કહ્યું હતું કે, સુદર્શોનને જે ધન્યવાદ આપવામાં આવે છે તે ભક્તિના બાહ્ય ઢાંગને કારણે નિહ પણ ભક્તિના અંગનુ ખરાબર તેણે પાલન કર્યું હતું. એટલા માટે જ તેને ધન્યવાદ આપવામાં આવે છે.
જે ચંપાપુરીમાં સુદર્શનના જન્મ થયા હતા તે ચંપાપુરીના રાજા દધિવાહન હતા. સુદર્શનની કથાની સાથે જે જે વ્યક્તિઓને સંબંધ છે એ વ્યક્તિઓના પણ પરિચય આપવા આવશ્યક છે.
રાજા કેવા હેાવા જોઈએ એ માટે એમ કહેવામાં આવે છે કે, જે ક્ષેમકર અને ક્ષેમધર હાય તે જ સાચા રાજા છે. હાથીની માટી અંબાડી ઉપર બિરાજનાર્ જ રાજા
Page #70
--------------------------------------------------------------------------
________________
વદ ૪]
રાજકેટ–ચાતુર્માસ
[ ૨૯
હેય એમ નથી પણ જે રાજ્યની મર્યાદાનું પાલન કરે છે અને રાજ્યની સુવ્યવસ્થા કરે છે તે જ સાચે રાજા છે. ક્ષેમના અર્થ કશળ થાય છે. જે પ્રજનું કુશળ મંગળ ૨ છે અર્થાત પ્રજા સુખી રહે એ પ્રકારને રાજ્યમાં સુધારો કરે છે તે રાજા ક્ષેમંકર છે. દધિવાહન રાજા જે ક્ષેમંકર-પ્રજાનું કુશળ કરનારે-હતો તેવો જ તે ક્ષેમંધર–અર્થાત રાજ્યની મર્યાદા જે પ્રજામાં કુશળમંગળ કરનારી હતી, તે મર્યાદાનું પિતે પાલન પણ કરનારો-હો.
દાધવાહન રાજા, રાજાના સર્વે ગુણોથી સંપન્ન હતું. તેને અભયા નામની પટરાણી હતી. અભયા રૂપસાંદર્યમાં અપ્સરા સમાન હતી. રાજ્ય તેને સ્ત્રીઓમાં રત્નની સમાન માનતા હતા. આ અસરા જેવી અભયા રાણું કે જેમના ઉપર રાજા બહુ મુગ્ધ હતા તે જ રાણી સુદર્શનના શીલની કસોટીરૂપ બની હતી. જે રાણીના રૂપસાંદર્યની પાછળ રાજા ગુલામ બન્યો હતો તે રાણીના રૂપસંદર્યને જે વશ ન થયો તે સુદર્શન શેઠ કે શીલવાન હશે એ પણ વિચારવા જેવી વાત છે.
નાટકમાં પુરુષ સ્ત્રીઓનો વેશ ધારણ કરે છે અને સ્ત્રીની માફક કૃત્રિમ હાવભાવ બતાવવાની શિક્ષા લે છે. આ કરવામાં તેઓ બહુ અંશે પિતાનું પુરુષત્વ પણ ગુમાવી દે છે. તમે લોકો સ્ત્રીને વેશ ધારણ કરેલ પુરુષને હાવભાવ નાટકમાં જઈ પ્રસન્ન થાઓ છે પણ જે પિતે પોતાનું પુરુષત્વ પણ ગુમાવી બેઠા છે તેઓ શું તમારા હૃદયમાં કોઈ સારો ભાવ પેદા કરી શકે ખરા?
આજકાલ નાટકને રોગ લોકેની પાછળ ભૂતની માફક વળગે છે. ઘરમાં ભલે એક દિવસનું ખાવાનું ન હોય તે પણ નાટક-સિનેમામાં બે રૂપિયા સુધી ખર્ચ કરી નાખવા લોકે તૈયાર થઈ જાય છે પણ રૂપિયા ખરચવા છતાં નાટક-સિનેમા જોવાથી કેટલી હાનિ થાય છે તેને પણ જરા વિચાર કરી જુઓ! - જ્યારે લોકો નકલી સ્ત્રી ઉપર મોહિત થઈ જાય છે ત્યારે અભયા રાણી નકલી સ્ત્રી તે હતી નહિ તેમ છતાં તે પિતાના અનુપમ રૂપાંદર્યથી સુદર્શનને શીલવતથી ચલિત કરવા સમર્થ થઈ શકી નહિ. તે પછી તમે લોકો નકલી સ્ત્રી ઉપર કેમ મુગ્ધ થઈ જાએ છે?
હું અહમદનગરમાં હતા ત્યારે એક નાટકમંડળી ત્યાં આવી હતી. ત્યાંના લોકો મારી પાસે આવી મને કહેતા કે, અહીં નાટકમંડળી આવી છે તે બહુ જ સુંદર નાટક ભજવે છે. આ પ્રમાણે લોકોએ નાટકમંડળીની બહુ પ્રશંસા કરી. મેં તે તે વખતે એ લકોને એ જ કહ્યું કે, ઠીક છે. એ વિષે કોઈ દિવસ વિચાર જણાવીશ. યથાસમયે હે . જંગલ ગયો હતો. ત્યાં નાટક કરનારાઓ પણ ફરવા માટે આવ્યા હતા. મેં તેમની ચેષ્ટા જોઈ અને વાતચીત સાંભળી. તેમની ચેષ્ટા અને વાતચીત એટલી બધી ગંદી અને બેહૂદી હતી કે, એ વિષે કાંઈ કહી શકાય એમ નથી. મને તે વખતે લાગ્યું કે, આ લોકો સીતા-રામ કે હરિશ્ચંદ્ર-તારાનું નાટક બતાવે છે પણ શું તેમના ખરાબ વિચારોની અસર લોકો ઉપર પડતી નહિ હોય !
કોઈ કહે કે, અમારે તે તેમના ગુણ જેવા છે, એ નકલી નાટકીયાઓ સાથે અમારે શે સંબંધ? તે આ પ્રશ્નને ઉત્તર એ છે કે, જે તમારે ગુણ જ જેવા છે, તેમનું આચરણુ જેવું નથી તે પછી નાટકમાં સાધુ બનેલાને સાધુ કેમ માનતા નથી? તમે કહેશો
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
કે, એ તે નકલી છે. જ્યારે તે નકલી છે તે નાટકનાં બીજાં પાત્રો ક્યાં અસલી હોય છે? બધાંય નકલી જ હોય છે ! જંગલથી પાછા ફરી, મેં વ્યાખ્યાનમાં ત્યાંના લોકોને ખૂબ કહ્યું કે, તમને આથી શું કલ્યાણ થવાનું છે? --- --
રાજા દધિવાહનની પટરાણી અભયા બહુ સુંદર હતી અને રાજા તેની ઉપર મુગ્ધ હતો, તેમ છતાં સુદર્શન તેના ફંદામાં ફસાયા હતા. આવા મહાપુરુષને શરણે જઈ એવી શુભ ભાવના ભાવો કે, “ આવા મહાપુરુષના ચરિત્રને થોડે અંશ મારા જીવનમાં ઉતરે તે મારું કલ્યાણ જ થઈ જાય.'
तुल्या भवन्ति भवतो ननु तेन किं वा। જે લક્ષ્મીવાનની સેવા કરે છે તે શું ભૂખ્યો રહી શકે? એ જ પ્રમાણે સુદર્શન જેવા શીલવ્રત પાળનારની શરણે જવાથી શું શીલ પાળવાની ક્ષમતા ન આવે? અવશ્ય આવે. માટે તેમની શરણે જાઓ અને શીલને જીવનમાં ઉતારો.
આ ચરિત્ર મનરૂપી કપડાંને સાફ કરવાનું કામ પણ કરશે. લોકનીતિ, શરીરરક્ષા અને સંસાર વ્યવહારની વાત પણ આ ચરિત્રમાં આવશે.
આજે જે કુરીતિઓ સમાજમાં ઘર ઘાલી બેઠી છે અને જેને લીધે અનેક પ્રકારની હાનિ થઈ રહી છે તેની વિરુદ્ધ પણ આ ચરિત્રમાં થોડું કહેવામાં આવશે, અને સુરીતિનો પ્રચાર કેમ થાય તે પણ બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે; માટે આ ચરિત્રને સાવધાન થઈને સાંભળો અને શીલવતને જીવનમાં ઉતારે તો કલ્યાણ છે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદી ૬ ગુરુવાર
પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવતણ દેવ કે, તરણ તારણ પ્રભુ મે ભણી, ઉજવલ ચિત્ત સમરું નિત્ય મેવ કે
શ્રી મુનિસુવ્રત સાહબા. શ્રી મુનિસુવ્રત ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આત્માએ પરમાત્માની પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ વિષે અનેક વિધિઓ બતાવવામાં આવી છે. પ્રભુનાં અનેક નામ છે એટલે ભકતોએ એ નામોને લઈને અનેક રીતિએ પ્રભુની પ્રાર્થના કરેલ છે. આ પ્રાર્થનામાં આત્માએ દોષદર્શી બનવું જોઈએ એમ કહેવામાં આવ્યું છે. બધા લોકો પિતાની પ્રશંસા સાંભળવાની અને નિંદા નહિ સાંભળવાની ઈચ્છા રાખે છે; પણ જ્ઞાનીજને એથી ઊલટું કહે છે કે, “પિતાની પ્રશંસા સાંભળવાને બદલે પોતાના દોષોને સાંભળવાની અને જોવાની ઈચ્છા રાખો. મારામાં કેટલાં ગુણ છે એ જુઓ નહિ પણ મારામાં કયા કયા દે છે એ જોવાને પ્રયત્ન કરો. કદાચ
Page #72
--------------------------------------------------------------------------
________________
વદ ૬] રાજકેટ-ચાતુર્માસ "
[ ૩૧ તમને તમારા દે જોવામાં ન આવે તે પણ એમજ માને છે, મારામાં પહેલાનાં અનેક દેષો છે અને અનાદિકાળથી હું જ્ઞાનાવરણીયાદિ ષોથી યુક્ત છું, એમ માનીને પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરી કે, “હે પ્રભો ! હું પાપને સાગર છું, મારામાં અનન પાપ ભરાએલાં છે, પણ હવે હું એ પાપમાંથી મુક્ત થવા માટે આપના શરણે આવેલ છે માટે મને પાપથી મુક્ત કરે.”
જે પાપને પાપ અને પિતાને પાપને અપરાધી માને છે તથા તે પિતાના ગુણને નહિ પણ દેને જોવાની ઈચ્છા રાખે છે તે જ આ પ્રમાણે પરમાત્માની પાસે પ્રાર્થના કરી શકે છે. જે પોતાના ગુણની જ પ્રશંસા સાંભળવા ચાહે છે, પોતાના દેને સાંભળવા કે જોવા ચાહત નથી તે પરમાત્માની પ્રાર્થનાથી દૂર છે એમ સમજવું જોઈએ. અનાથી મુનિનો અધિકાર હવે શાસ્ત્રની વાત ઉપર આવું છું. કાલે મેં કહ્યું હતું કે,
सिद्धाणं णमो किच्चा संजयाणं च भावओ।
પસ્થિરમારું તમ મજુતિદિં મુદ્ર [ –૩૦ ૨૦-૨] આ વિશમાં અધ્યયનમાં જે કાંઈ કહેવાનું છે તે આ પહેલી ગાથામાં પીઠિકા, પ્રસ્તાવના કે ભૂમિકારૂપે કહી દેવામાં આવ્યું છે. આ ગાથાને સાધારણ અર્થ તે કરવામાં આવ્યો છે પણ એ ગાથાને વ્યાકરણની દૃષ્ટિએ એને પરમાર્થ શું છે એ અત્રે વિચારવાનું છે. આ ગાથામાં જે શબ્દો આવ્યા છે તેમાં કયા તત્વને બેધ આપવામાં આવ્યો છે એ વાત ટીકાકાર બતાવે છે.
પહેલાં મેં કહ્યું છે કે, નમસ્કારમગ્નમાં અરિહન્ત, સિદ્ધ આદિ પાંચ પદોમાં એક સિદ્ધ છે અને બાકીના ચાર સાધક છે. આ વાત એક દષ્ટિએ ઠીક જ છે પણ ટીકાકાર કહે છે કે, અરિહન્તની ગણના પણ સિદ્ધમાં કરવામાં આવે છે. આ દષ્ટિએ બે સિદ્ધ છે અને ત્રણ સાધક છે. અરિહન્તની ગણના પણ સિદ્ધમાં થઈ શકે એનું પ્રમાણુ બતાવતાં ટીકાકાર શાસ્ત્રનું પ્રમાણ ટાંકે છે કે –
ઘઉં રિક્ષા પત્તિ પરમાણું –અનુયોગઠાર અર્થાત -સિદ્ધ પરમાણુની વ્યાખ્યા કરે છે. શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે, પણ સિદ્ધ તે બેલતા કે વ્યાખ્યા કરતા નથી પણ અરિહન્ત એમ કરે છે એ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે, અરિહન્તની ગણના પણ સિદ્ધમાં કરવામાં આવી હશે. આ દષ્ટિએ અરિહન્તને સિદ્ધ માની નમસ્કાર કરવામાં આવેલ છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ તે સાધુ જ છે એટલા માટે એમને સાધુ ગણી નમસ્કાર કરવામાં આવેલ છે.
અત્રે બીજો પ્રશ્ન ઉભો થાય છે કે, જ્યારે અરિહન્તને નમસ્કાર કરવામાં આવ્યાં તે પછી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર શા માટે કરવામાં આવ્યાં? જ્યારે રાજાને નમસ્કાર કરવામાં આવ્યાં તે પછી શું તેની પરિષદ બાકી રહે ખરી ? અરિહન્ત રાજા છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ તેમની પરિષદ્દમાં છે, તે પછી તેમને જુદાં જુદાં નમસ્કાર કરવાની શી જરૂર છે?
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પ્રત્યેક કાર્યાં એ પ્રકારે થાય છે.—એક પુરુષપ્રયત્નથી અને બીજાં મહાપુરુષોની સહાયતાથી. આ બન્નેના સહકારથી જ કાર્યની સિદ્ધિ થાય છે. જો કે, મહાપુરુષોની સહાયતાની આવશ્યકતા રહે છે પણ પ્રધાનરૂપે તા પોતાના પુરુષાની જ આવશ્યકતા રહે છે. પેાતાના પુરુષાર્થ હોય તેા જ મહાન પુરુષોની સહાયતા પણ મળ શકે છે અને કામમાં પણ સફળતા ત્યારે જ મળી શકે છે. કહેવત પણ છે કેઃહિમ્મતે મર્દો મદદે ખુદા ’
અરિહન્તને નમસ્કાર કરવા છતાં પણ આચાય આદિને નમસ્કાર કરવાનું કારણ એ છે કે, ઇષ્ટ કાર્યની સિદ્ધિમાં તેમની મદદની પણ જરૂર રહે છે. પ્રત્યેક કાય પાતાના પુરુષા દ્વારા જ સિદ્ધ થાય છે તેાપણુ તેમાં મહાપુરુષોની સહાયતાની જરૂર રહે જ છે. જેમકે, કાંઈ પણ લખવાનું કામ પેાતાના હાથથી જ થાય છે પણુ સૂર્ય કે દીપકની સહાયતા વિના લખી શકાતું નથી, કારણ કે લખવામાં પ્રકાશની પણુ સહાયતા લેવી પડે છે. માણસ પેાતાના પગે જ ચાલે છે પણ જો પ્રકાશની સહાયતા ન હોય તે ખાડામાં પડી જવાય. આ પ્રમાણે પ્રત્યેક કાર્યની સિદ્ધિ માટે પુરુષાર્થની સાથે મહાપુરુષોની સહાયતાની પણુ આવશ્યક્તા રહે છે.
આ જ વાત પરમાત્માની પ્રાર્થના વિષે સમજવાની છે. જો હૃદયમાં પરમાત્માનું ધ્યાન હેાય તા દુર્વાસના પેદા થઈ જ ન શકે. જ્યારે હૃદયમાં કાઈ પ્રકારની દુર્વાસના ન રહે ત્યારે એમ સમજવું કે, હૃદયમાં શ્વિર છે પણ હૃદયમાં દુર્વાસના હાય અર્થાત્ જાણી જોઈ તે હ્રદયમાં દુર્વાસના રાખે અને ઉપરથી પરમાત્માનું નામ લે, તા એ કેવળ એને ઢાંગ છે એમ સમજવું જોઈ એ.
કહેવાના આશય એ છે કે, સિદ્ધ તા સિદ્ધ જ છે અને આચાર્યાદિ સાધક છે. આપણને બન્નેયની સહાયતાની આવશ્યક્તા રહે છે એટલા માટે બન્નેને નમસ્કાર કરવામાં આવ્યાં છે.
કહે કે, “હું એ
હું સિદ્ધુ અને
વીશમા અધ્યયનની જે પહેલી ગાથા કહેવામાં આવી છે તેમાં એક સિદ્ધાન્ત-તત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે, “હું સિદ્ધ અને સંયતિને નમસ્કાર કરી તત્ત્વની શિક્ષા આપીશ. ’’ આ કથનમાં એ ક્રિયા છે. જ્યારે એક સાથે એ ક્રિયા આવે છે ત્યારે પહેલી ક્રિયાને ‘ વા પ્રત્યયાન્તિક ' ક્રિયા કહે છે. આ ક્રિયાને પ્રયાગ અપૂર્ણ કામને માટે કરવામાં આવે છે. જ્યારે કાઈ એમ કામ કરીને તે કામ કરીશ'' આ વાક્યમાં જેમ એ ક્રિયા છે તેમ સંયતિને નમસ્કાર કરી, તત્ત્વની શિક્ષા આપીશ ” આ વાક્યમાં પણ એ ક્રિયા છે. આ અન્ને ક્રિયાના સંબંધ જોડી એક મેટા પરમાની સૂચના આપવામાં આવી છે. જેમ સૂર્યને અંધકાર પ્રતિ દ્વેષ નથી, તેમ તે અંધકારનો નાશ કરવા માટે જ ઉદય પામ્યા નથી તેમ છતાં સૂર્યના ઉદયથી અંધકારના નાશ થઈ જ જાય છે તે જ પ્રમાણે જ્ઞાનીને અજ્ઞાની કે અજ્ઞાન પ્રતિ દ્વેષ હોતા નથી પણ સત્ય તત્ત્વનું પ્રતિપાદન કરવા જતાં અજ્ઞાનનું ખંડન થઈ જ જાય છે. અર્થાત્ જ્ઞાનીજનાના જ્ઞાનપ્રકાશથી અજ્ઞાન અંધકારના નાશ થઈ જ જાય છે.
આ ગાથામાં જે એ ક્રિયા કહેવામાં આવી છે તેના વિષે પણ એવું જ બન્યું છે.
66
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૬ ૬ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૩
આત્માના નિરન્વય નાશ છે એમ બૌદ્ધોનું કથન છે, પણ જ્ઞાનીએ કહે છે કે એમ નથી. કારણ કે આત્માના નિરન્વય નાશ નહિ પણ સાન્વય નાશ થાય છે. આત્મા પર્યાયથી નષ્ટ થાય છે, દ્રવ્યથી નહિ, જેમકે માટીની માટીપર્યાય નષ્ટ થઈ જાય છે અને તે ઘડાની પર્યાયમાં પરિણત થાય છે પણ માટીનેા સર્વથા નાશ થતા જ નથી. જો માટીને નિરન્વય નાશ થાય છે અર્થાત્ દ્રવ્યથી પણ તે નષ્ટ થઈ જાય છે એમ માનવામાં આવે તે તે પછી ધડા કોઈ પણ રીતે બની જ ન શકે! આ જ પ્રમાણે પ્રત્યેક વસ્તુ અને આત્મા પર્યાયથી તે નષ્ટ થાય છે પણ દ્રવ્યથી નષ્ટ થતાં નથી, એવું જ્ઞાનીઓનું કથન છે અને આત્માના નિરન્વય નાશ થઈ જાય છે, અર્થાત્ આત્મા ક્ષણે ક્ષણે નષ્ટ થાય છે એવું ખૌદ્દાનું કથન છે. પણ જ્ઞાનીએ કહે છે કે, આત્મા દ્રવ્યથી નષ્ટ થતા નથી, કેવળ પર્યાયથી નષ્ટ થાય છે. જો દ્રવ્ય નષ્ટ જ થઈ જાય તે। પર્યાય કોની થાય ? આ ગાથાથી આદ્દોના આ ( આત્માના નિરન્દ્રય નાશના ) થઈ જાય છે. ટીકાકાર કહે છે કે, આ ગાથામાં એ ક્રિયાએ છે. જો નાશ માનવામાં આવે તો આ ગાથામાંની બન્ને ક્રિયા વ્યર્થ જાય. અને સંયતિને નમસ્કાર કરનાર આત્મા પોતે નષ્ટ થઈ જાય છે તો એ ક્રિયા પણ વ્ય સિદ્ધ થાય અને જ્યારે પહેલી ક્રિયા નકામી થાય તે બીજી ક્રિયા પણ નકામી થાય એ દેખીતું છે. જ્યારે શિક્ષા દેવા માટે નમસ્કાર કરનાર જ કાઈ ન રહે તો પછી “ હું શિક્ષા આપું છું.'' એમ કહેનાર આત્મા જ કયાં રહ્યો ? પણ આત્માના બૈદ્ધમતાનુસાર નાશ નથી એટલા માટે આ બન્ને ક્રિયાએ સાર્થક છે. કારણ કે જેમણે નમસ્કાર કરવાનુ કહ્યું એ આત્માની પર્યાય બદલી છે પણ દ્રવ્યથી તે। આત્મા તે જ છે એટલા માટે બન્ને ક્રિયા સાક્ષ્યક છે.
સિદ્ધાન્તનું ખંડન આત્મા નિરન્વય કારણ કે, સિદ્ધને
આત્માના નિરન્વય નાશ માનવામાં અનેક પણ યુક્તિપ્રયુક્તિદ્વારા સ્થિર પણુ રહી શકતા નથી. દ્વારા સરલ કરી તમને સમજાવું છુંઃ—
હાનિએ રહેલી છે અને આ સિદ્ધાન્ત આ તાત્ત્વિક વાતને હું ઉદાહરણુ
kr
પ્રતિપક્ષી માણસ
પ્રતિપક્ષી માણસે
ન્યાયા
કાઈ એક માણસે ખીજા માણસ ઉપર કાર્ટીમાં દાવા કર્યો કે, ઉપર મારું આટલું લેણું છે તે મને અપાવવામાં આવે. ' ધીશને કહ્યું કે, “ એ દાવા ખાટા છે, કારણ કે રૂપિયા દેનાર અને રૂપિયા લેનાર કોઈ રહ્યું જ નથી, એ તે। કયારના નાશ પામ્યા છે, એટલા માટે એ દાવા ખોટા છે.’ ન્યાયાધીશે વિચાર્યું કે, આ માણસ ચાલાકી કરે છે અને સિદ્ધાન્તના બહાના નીચે તે છટકવા ચાહે છે. આ પ્રમાણે વિચાર કરી ન્યાયાધીશે તે માણસને કહ્યું કે, ‘હું તને કેદની સજા આપું છું. આ સાંભળી તે માણસ રાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, હું લેણા નીકળતા રૂપિયા આપી દઉં છું, મને કેદની સજા ન કરે..
"(
..
ન્યાયાધીશે કહ્યું કે, તું શા માટે રડે છે? તું તે કહે છે કે, આત્મા ક્ષણે ક્ષણે નાશ પામે છે અને બદલાય છે પછી તને દુઃખ શેનું છે ?
તે માણસે કહ્યું કે, હું લેણા નીકળતા રૂપિયા ભરી દઉં છું, મને છે।ડી દો.' આ પ્રમાણે તે પેાતાના સિદ્ધાન્ત ઉપર સ્થિર રહી ન શક્યા.
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આ ઉપરથી કહેવાના આશય એ છે, કે જ્યારે તમને ભાવિ પર્યાયને અનુભવ થાય છે તે ભૂત પર્યાયને અનુભવ કેમ ન થાય ? જો ભાવિ પર્યાયના અનુભવ થાય છે અને ભૂત પર્યાયને અનુભવ થતા નથી એમ માનવામાં આવે તે બધી ક્રિયાએ નિરક જશે અને મેાક્ષ પણ કાઈ દિવસ થશે નહિ. કારણ કે આત્માનો નાશ થવાની સાથે જ ક્રિયા પણ નષ્ટ થઈ જશે, પછી પુણ્ય કે પાપ કાં રહેશે નહિ અને મેક્ષ પણ થશે નહિ. આ પ્રમાણે આત્માને નિરન્વય નાશના સિદ્ધાન્ત યુક્તિસંગત નથી. એટલÎ માટે જ્ઞાનીએ કહે છે કે, આત્માના નિર્ન્વય નાશ નહિ પણ સાન્વય નાશ થાય છે. આ પ્રમાણે ટીકાકારે ગાથામાં રહેલા મમતે ખતાન્યેા છે.
આ અધ્યયનમાં એક મહાપુરુષના અધિકાર છે. આ અધિકારને કહેનાર અને સાંભળનાર બન્ને મહાપુરુષ હતા. વક્તા તે। મહાનિર્પ્રન્થ છે અને શ્રેાતા પણ રાજાએામાં પ્રધાન રાજા છે. આ મહાપુરુષો વચ્ચેને વિચારવિનિમય આપણને કેટલા બધા લાભદાયક છે એ તમે વિચારી શકો છો. આ અધ્યયનના અધિકાર સાંભળનારના પરિચય આપતાં કહ્યું છે કેઃप्रभूयrयणो राया, सेणिओ मगहाहिवो ।
વિદ્યારબત્ત નિષ્નાબો, મંડિઝુદ્ધિત્તિ વૈણ્ ॥ ૨૦-૨ ॥
અર્થાત્—ધણા રત્નાના સ્વામી મગધાધિપ શ્રેણિક રાજા વિહારયાત્રા માટે બહાર નીકળ્યા અને મ'ડિક્ષ નામના ભાગમાં આવ્યા.
પહેલાં એ જોવું જોઈએ કે રત્ન એટલે શું? તમે લેકે હીરા-માણેક આદિને જ રત્ન માને છે. પણ કેવળ એ જ રત્ના નથી, ખીજાં પણ રત્ના છે. મનુષ્યમાં પણ રત્ન હાય છે, હાથીમાં પણ રત્ન હાય છે, ઘેાડામાં પણ રત્ન હાય છે અને સ્ત્રીઓ વગેરેમાં પણ રત્ન હેાય છે. આ પ્રમાણે રત્નના અથ ઘણા વ્યાપક છે. રત્નને વ્યાપક અથ શ્રેષ્ટ થાય છે. જે શ્રેષ્ઠ હાય તેને રત્ન કહેવામાં આવે છે. રાજા શ્રેણિકને ત્યાં આવાં અનેક રત્ના હતાં એમ કહી થાડામાં જ તેની સંપદાનું વર્ણન કરવામાં આવ્યું છે.
શાસ્ત્રકારે એ શ્રેણિક બહુ રત્નાના સ્વામી હતા એમ શા માટે કહ્યું ? તેમના એમ કહેવાના શે। આશય છે તે વિચારવું જોઈ એ ! ભલે ગમે તેટલાં રત્ના હાય પણ જો આત્માને એળખ્યા નથી તેા એ બધાં રત્ના વ્યર્થ છે; કારણ કે બધાં રત્ને તે મળી શકે છે પણ ધરૂપી રત્નની પ્રાપ્તિ થવી બહુ જ મુશ્કેલ તે ખીજાં રત્ના લેખામાં પણ ગણાય. નહિ તે તે કશા કહેવાના આશય છે.
છે. જે ધર્મારૂપી રત્ન મળી જાય કામનાં નથી એમ શાસ્ત્રકારોને
તમને મેટામાં મેાટી સંપદા આ મનુષ્યજન્મની મળી છે. તમે તેની કીંમત સમજતા નથી. જો તમે મનુષ્યજન્મની કીંમત સમજતા હોત તેા તમે એમ જ વિચારત કે “ મને આ બહુમૂલ્ય રત્ન મળેલ છે તે હવે કાંકરાને બદલે આ રત્ન આપી દેવાની હું મૂર્ખતા કેમ કરું છું ! '' જો તમે મનુષ્ય-રત્નની કીંમત સમજતા હેા તા એક પણ ક્ષણુ વ્ય નકામી જવા ન દેતાં પરમાત્માની ભક્તિમાં સમયના સદુપયોગ કરો તો તમારે આત્મા ઈશ્વરીય બનશે અને તમારા મનુષ્યરત્નની કીંમત પણ અંકાશે.
Page #76
--------------------------------------------------------------------------
________________
વદ ૬ ]
રાજકાટ-ચાતુર્માસ
[૩૫
તમે કહેશે કે, આત્માને પરમાત્મામય કેમ બનાવી શકાય? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, સંસારમાં કાલ્પનિક અને વાસ્તવિક એમ એ પ્રકારના પદાર્થોં છે. વાસ્તવિક પદા તા ન હેાય પણ તે વિષે કલ્પના કરવામાં આવે, એ અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે કરવામાં આવતી કલ્પના જ તમને મુશ્કેલીમાં નાંખી દે છે. કાલ્પનિક પદા અને વાસ્તવિક પદા અન્ને જુદાં જ હોય છે. જ્યાંસુધી વાસ્તવિક પદાર્થોં જોવામાં નથી આવતાં ત્યાંસુધી કલ્પનાનું અજ્ઞાન મટી શકતું નથી. જેમકે, કેાઈ દિવસે છીપમાં ચાંદીની કલ્પના કરી, પણ જ્યારે તે છીપને પાસે જઈ જોયું અને તે છીપ છે એમ ખાત્રી કરી ત્યારે જ તે ચાંદી નહિ પણ છીપ છે એમ સમજી શકયા. છીપમાં જેમ ચાંદીની કલ્પના કરવામાં આવે છે એવી કલ્પનાને છેડે અને પરમાત્માની સાથે એકતાનતા કરે। અને આ મારાં નાક, કાન અને શરીર છે તે ‘હું' નથી એમ વિચારા તે તમને જે મનુષ્યજન્મરૂપી રત્ન મળેલ છે તે સાક થશે.
જ્યારે તમે સુઇ જાએ છે ત્યારે આંખ, કાન વગેરે બધાં બંધ થઈ જાય છે તા પણ સ્વપ્નામાં આત્મા સાંભળે છે અને જીવે છે પણ ખરા. સ્વપ્નાવસ્થામાં ઇન્દ્રિયા સુઈ જાય છે અને મન જાગતું રહે છે. આ અવસ્થાનું નામ પણ સ્વપ્નાવસ્થા છે. ઇન્દ્રિયા સુતેલી હાય છતાં સ્વપ્નમાં ઇન્દ્રિયાનું કામ ચાલુ જ હોય છે. જ્યારે ઇન્દ્રિયા સુતેલી હાય છે તો પછી સ્વપ્નામાં ઇન્દ્રિયાનું કામ કાણુ ચલાવે છે તેને શૅડા વિચાર કરેા તેા તમને જણાશે કે, એ બધું કામ આત્મા કરી રહ્યો છે. આત્મા અનંત શક્તિવાળા છે પણ તે ભ્રમમાં પડી ગયેા છે અને શરીરાદિને પોતે' છે એમ માની ખેો છે. આત્મા અત્યારે કલ્પનાના વમળમાં ગેાથાં ખાય છે, માટે કલ્પનાને છેડી આત્માના વાસ્તવિક તત્ત્વને સમો અને સાંસારિક પદાર્થોનું મમત્વ છેોડા. આત્મામાં અનંત શક્તિ છે. તે સ્વપ્નાવસ્થામાં કાન સુષુપ્ત હેાવા છતાં સાંભળે છે અને આંખ બંધ હાવા છતાં જોઈ શકે છે. ત્યાં ઇન્દ્રિયાના પદાથ નથી, છતાં કલ્પનાના બળે આત્મા બધું કરી શકે છે ! તે સ્વપ્નાવસ્થામાં ગંધ, રસ, સ્પર્શે વગેરેની કલ્પના કરી આનંદ પણ માણે છે. સ્વપ્નામાં ક્રોધ પણ કરે છે, લેાભ પણ કરે છે અને સિંહાર્દિને જોઈ ભય પણ પામે છે. આ પ્રમાણે આત્મા સ્વપ્નમાં સુખ પણ માણે છે અને દુ:ખ પણ અનુભવે છે.
સ્વપ્નની આ વાર્તાથી આત્મામાં કેટલી શક્તિ છે તેનું માપ કાઢી શકાય છે. તે ઇન્દ્રિયાની સહાયતા વિના પણ કામ ચલાવી શકે છે. આ પ્રમાણે આત્માની અનંત શક્તિ જાણી તેના પરમાત્માની ભક્તિમાં ઉપયાગ કરા તે તમારું આ મનુષ્યજન્મરૂપી રત્ન સાક જ છે.
પ્રત્યેક કામ ઉદ્દેશાનુસાર ખરાખર કરવું જોઈ એ. ઉદ્દેશ પ્રમાણે કામ કરવામાં ન આવે તે પરિણામ સારું આવતું નથી, માટે પ્રત્યેક કામ યોગ્ય રીતિએ કરવું જોઈ એ. આ વાત એક ઉદાહરણથી બરાબર સમજાશે.
એકવાર એક બાહાશ ચારે સાહસ કરી રાજાના ધર્માં પ્રવેશ કર્યાં, પણ ઘરમાં પ્રવેશ કરતાં જ રાજા જાગી ગયા. રાજાને જાગેલા જોઈ ચાર ડર્યાં અને જો ‘હું પકડાઈ જઈશ તા માર્ચે જઈશ' એમ વિચાર કરી તે જીવ લઈ ને ભાગ્યા. રાજાએ પણ ચારને જોઈ લીધા હતા અને ચારને જો નહિ પકડું તે। મારી બદનામી થશે એમ વિચાર કરી
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
રાજાએ પણ તેને પીછો પકડ્યો. ચોર આગળ અને રાજા પાછળ દોડયે જતા હતા. રાજાને ચોરની પાછળ દોડતા જોઈ સીપાઈઓ પણ દોડયા. આખરે ચેર દોડતાં દોડતાં થાક્ય પણ જે હું પકડાઈ જઈશ તે જાનથી માર્યો જઈશ એ વિચારે તે ભાગ્યે જ હતા. એટલામાં જ સ્મશાન આવ્યું. તેણે વિચાર્યું કે, જે હું રાજાના હાથમાં પકડાઈશ તે માર્યો તે જવાનું જ છું. હવે તે બચવાને એક જ ઉપાય છે. જે હું આ સ્મશાનમાં મડદાંની માફક પડયો રહું તે રાજા મને મડદું ગણી છોડી દેશે. હવે તો મડદું થઈને પૂરેપૂરા સ્વાંગ રચવો જોઈએ.
આ પ્રમાણે વિચાર કરી ચોર સ્મશાનમાં જઈ નીચે પડે અને મરેલાની માફક પિતાની નાડીઓને સંકેચ કરી નીચે ઢળી પડ્યો. એટલામાં તે રાજા અને સિપાઈએ પણ ત્યાં આવી પહોંચ્યા અને ચોરને નીચે ઢળી પડેલો જોઈ જેવા લાગ્યા. સિપાઈઓ રાજાને કહેવા લાગ્યા કે, “મહારાજા જુઓ તો ખરા, આ ચોર આપના ભયથી નીચે ઢળી પડે છે અને મરણ પામ્યો છે. રાજાએ સિપાઈ એને કહ્યું કે, “એ ચોર મરણ પામે નહિ હોય, પણ ઢંગ કરીને પડો હશે. તેની બરાબર તપાસ કરો !”
સિપાઈએ ચોરને ખૂબ ઢળવા લાગ્યા પણ તે તે મડદાંની માફક નિષ્ટ પડે રહ્યા.
આપત્તિ પણ મનુષ્યને અપૂર્વ શિક્ષા આપે છે અને ઉન્નત બનાવે છે. રામને જે વનમાં જવાની આપત્તિ માથે પડી ન હોત તો આજે તેમને કોઈ જાણતા નહિ! ભગવાન મહાવીરે પણ જે આપત્તિઓને સહી ન હતી તે તેમનું કોઈ નામ ન લેત ! તેમ તેમને કોઈ મહાવીર પણ કહેત નહિ ! સીતા, ચંદનબાળા, અંજના, સુભદ્રા વગેરેએ આપત્તિઓને વૈર્યપૂર્વક રહી હતી એટલે જ તેમની પ્રશંસા થાય છે. માટે આપત્તિઓથી ન ગભરાતાં બૈર્યપૂર્વક તેને સહેવી જોઈએ. સિપાઈઓએ ચોરને ખૂબ ઢળ્યો પણ તે હા ચાલ્યું નહિ એટલે તેમણે રાજાને કહ્યું કે, “મહારાજા! આ ચેર તે બિલકુલ મરી જ ગયો છે.' રાજાએ કહ્યું કે, બરાબર જુઓ ! એ કપટ કરીને પડે હશે ! સિપાઈઓ તે એ મડદુ થઈને પડેલા ચોરને સખ્ત માર મારવા લાગ્યા એટલે ચોરના શરીરમાંથી લોહીની ધાર વહેવા લાગી. તોપણ ચોરે ચૂં કે ચાં ન કર્યું, એટલે સિપાઈઓએ તેને મરેલો જાણી રાજાને કહ્યું કે, “મહારાજા ! ચોર તે મરી જ ગમે છે. અમે તેને ખૂબ માર માર્યો અને તે એટલે સુધી કે તેના શરીરમાંથી લોહીની ધાર વહેવા લાગી છે તે પણ તે વેદનાની ચીસ પણ પાડતો નથી.”
રાજાએ કહ્યું કે, તે ભરેલ નથી પણ જીવતે છે; કારણ કે મરેલા શરીરમાંથી લોહી નીકળતું નથી. તે ઢગ કરીને નીચે પડ્યો છે, માટે તે ચારના કાનમાં એમ કહે કે રાજાએ તારા બધા ગુન્હા માફ કરી દીધા છે, એમ કહી તેને ધીરેથી અહીં ઉપાડી લાવો.”
સિપાઈઓએ રાજાની આજ્ઞા પ્રમાણે જ કર્યું. ચોર પણ ઉઠી બેઠે થયો અને રાજાની સામે હાજર થયો. રાજા ચેરને જોઈ વિચારવા લાગ્યો કે, “ જ્યારે આ મારા ભયથી મડદું બની ગયો તો મારે સાક્ષાત મૃત્યુના ભયથી શું કરવું જોઈએ ! ” આ પ્રમાણે વિચાર કરી રાજાએ ચોરને પૂછયું કે, “તું આ પ્રમાણે શા માટે મડદુ થઈને ઢળી પડ્યો હતે ?”
Page #78
--------------------------------------------------------------------------
________________
વદ ૬] રાજકેટ-ચાતુર્માસ
[૩૭ ચેરે જવાબ આપ્યો કે, “આપના ભયથી મેં એમ કર્યું હતું.'
રાજાએ ફરી પૂછ્યું કે, “તને આટલો બધે માર મારવામાં આવ્યું તે પણ તું શા માટે બોલ્યો નહિ?”
ચરે કહ્યું કે, જ્યારે મેં મડદાનો સ્વાંગ રચ્યો હતો તો પછી હું કેવી રીતે બેલી શકું ?'
રાજાએ કહ્યું કે, ત્યારે તે તું મોટો ભક્ત જણાય છે ?
ચેરે જવાબ વાળ્યો કે, “મહારાજા ! હે ભક્ત નથી. કેવળ આપના ભયથી જ મેં મડદાના સ્વાંગ સજ્યો હતે.'
રાજાએ કહ્યું કે, તું જેમ મારા ભયથી ધરતી ઉપર ઢળી પડયો હતો તેમ જે સંસારના ભયથી ડરે અને પૂરેપૂરે સ્વાંગ સજે તો તારું કલ્યાણ જ થઈ જાય !
ચોરે કહ્યું કે, મહારાજા ! હું એવી વાતને તો જાણતો નથી. એવું જ્ઞાન તો આપને છે, મને નથી.
આ ઉપરથી કહેવાનો આશય એ છે કે, એક ચેરે પણ પિતાના ઉદ્દેશાનુસાર કાર્યની સિદ્ધિ માટે માર ખાઈને પણ પિતાના ઉદ્દેશની રક્ષા કરી. એ ચોરની માફક તમે પણ તમારા ઉદ્દેશની રક્ષા કરતાં શીખો. તમે ઉપરથી તો એમ કહો છે કે, અમારા હૃદયમાં પરમાત્મા વસેલા છે પણ જો તમે અંદર વિકાર રાખો તો પરમાત્મા તમારા હૃદયમાં વસે ખરા ! જે તમારા મનમાં પરમાત્મા વસેલા છે અને તમે પરમાત્માના સાચા ભક્ત છો તો તમારે તમારા ધ્યેય ઉપર દઢ રહેવું જોઈએ. કહ્યું પણ છે કે –
તુ તો રામ સુમર જગ લડવા દે કોરા કાગજ કાલી સ્યાહી, લિખત પઢત વાક પઢવા દે હાથી ચલત હે અપની ચાલસે કુતર ભુકત વાકે ભુકવા દે–ત્વ
–આશ્રમ ભજનાવલિ. તમે કહેશો કે, અત્યારે રામ ક્યાં છે કે તેમનું સ્મરણ કરીએ ! રામ તો દશરથના પુત્ર હતા કે જેમને થયાં હજારો વર્ષ ચાલ્યાં ગયાં. પણ તમારા હૃદયમાં જ રામ છે એમ જ્ઞાનીઓ કહે છે.
रमम्ति योगिनो यस्मिन् इति रामः અર્થાત– જ્યાં ગિઓ રમે છે તે જ રામ છે. બીજું કોઈ નહિ પણ તમારો આભા જ રામ છે. એ આત્મારામનું સ્મરણ કરે પણ તેનું સ્મરણ કેમ કરવું તેને પણ જરા વિચાર કરે ! જો માર ખાઈને ચેર બોલી જાત તે તેને સ્વાંગ પૂરો ન થાત તેમ તમે પરમાત્માનું સ્મરણ કરી ફરી પાછા સંસારના ઝગડામાં પડી જાઓ તો શું ભક્તનો એ સ્વાંગ પૂરો કહેવાય ? તમે એમ માને કે, આ આત્મા હાથીની સમાન છે, જેની પાછળ સંસારના ઝગડારૂપી કુતરાઓ ભસતા હોય તે ભલે ભસ્યા કરે પણ તેથી મને શું ? અથવા કોઈ કોરા કાગળ ઉપર શાહીથી લખ્યા કરે છે તે ભલે લખ્યા કરે એમાં મને શું હાનિ છે ! આ પ્રમાણે વિચાર કરી જો તમે પરમાત્માના શરણે જાઓ તો તમારા ઉદ્દેશની પૂર્તિ અને કાર્યની સિદ્ધિ થશે. જ્યારે ચેરે પૂરે સ્વાંગ કરીને રાજાનું હૃદય
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૮].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
પલટાવી નાંખ્યું તે પછી તમારાથી બીજાનું હદય પલટાવી કેમ નહિ શકાય? તમે પણ તમારા ધ્યેયનું ધ્યાન રાખશે તે તમારો આત્મા પણ મહાન પદને પ્રાપ્ત કરી શકશે. તમે સંસારી છે એટલે અહીંથી ઘેર જતાં જ તમને સાંસારિક ઉપાધિઓ ઘેરી લેશે, તે તે વખતે જો આ ઉપદેશ ધ્યાનમાં રાખશો તે તમારું આ ભવમાં અને પરભવમાં પણ કલ્યાણ થશે. સુદર્શન–ચરિત્ર
અગ્નિ શીતલ શીલસે ઠેરે, વિષધર ત્યાગે વિષ; શશક સિંહ અજ ગજ હો જાવે, શીતલ હવે વિષ રે.-ધન, સત્ય શીલકે સદા પાલતે, શ્રાવક સુરશૃંગાર;
ધન્ય ધન્ય જે ગૃહસ્થાવાસમેં, પાલે દુધર ધાર- ધન૩
આજે સુદર્શન વિદ્યમાન નથી, તે તે મોક્ષે ગયા છે પણ તેમનું ચરિત્ર તે અત્યારે વિદ્યમાન છે એટલે તે પ્રત્યક્ષ જ છે. જે શીલને કારણે તેમનું વ્યાખ્યાન કરવામાં આવે છે તે શીલ પણ અત્યારે વિદ્યમાન છે. એ શીલવતને એ પ્રતાપ છે કે, ધગધગતિ આગ પણ શીતલ બની જાય છે. એને માટે સીતાની અગ્નિપરીક્ષા પ્રસિદ્ધ જ છે. કદાચિત આ ઉદાહરણને પ્રાચીન માનવામાં આવે પણ યુરોપ અને ભારતનાં એવાં અનેક ઐતિહાસિક ઉદાહરણ પણ મળે છે કે, ધર્મની પરીક્ષા માટે ધર્મષ્ઠોને આગમાં હોમવામાં આવ્યા પણ આગ તેમને બાળી ન શકી !
આગ કહે છે કે, હું કુશીલેને બાળું છું, સદાચારીને નહિ. જ્યારે દ્રવ્ય શીલની આવી શત છેતે પછી ભાવે શીલની વાત જ શી કરવી ? આ કથનને કોઈ એવો અર્થ ન કરે કે એકાદ બે દિવસ શીલવતનું પાલન કરી અગ્નિમાં હાથ નાંખી શીલમાં શક્તિ છે કે નહિ તેની પરીક્ષા કરવા મંડી પડે ! જો કે આમ કરે છે તે તેની ભૂલ છે. શીલની શક્તિનું માપ શીલવાન જ કાઢી શકે. હવામાં વજન હોય છે એમ કહેવામાં આવે છે. પણ જો કઈ કવરમાં હવા ભરી ત્રાજવાથી તળવા લાગે તે હવા તેળી શકાશે? આ ઉપરથી હવા તળનાર એમ કહેવા લાગે કે, હવામાં વજન છે એ વાત ખોટી છે તે એ એની ભૂલ ગણાશે ! હવા તળી શકાય છે પણ તેને તળવાનાં સાધન જુદા પ્રકારનાં હોય છે: એમ કોઈ કહે તે પછી હવા તેળી શકાય છે એ વિષયમાં કઈ પ્રકારની શંકા રહી શકે ! * આ જ પ્રમાણે શીલની શક્તિથી પણ અગ્નિ શીતલ થઈ જાય છે પણ ક્યારે અને કયાં સુધી શીલ પાળવાથી અગ્નિ શીતલ થાય છે તેનું પણ અધ્યયન કરવું જોઈએ; કેવળ શીલવતની બાધા લઈ લીધી અને પરીક્ષા કરવા લાગે છે તે માણસની બુદ્ધિની જ પરીક્ષા થઈ જશે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
देवदाणषगन्धव्या जक्खरक्खसकिन्नरा। વજાઈ રમતિ તુક્યાં સં છે –ઉત્તરાધ્યયન સૂત્ર.
અર્થાત-જે દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ વગેરે નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યમાં એટલી બધી શક્તિ બતાવવામાં આવે છે કે, જે શુદ્ધ
Page #80
--------------------------------------------------------------------------
________________
વદ ૬]
રાજકાટ-ચાતુર્માસ
[૩૯
મનથી બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને માટે કાઈ કા અસાધ્ય નથી. મહાપુરુષના આ કથન ઉપર વિશ્વાસ રાખે। અને આગળ વધતા જાએ તે એવી શક્તિ તમે પણ પ્રાપ્ત ફરી શકશે.
શીલની શક્તિથી અગ્નિ પણ શાન્ત થઈ જાય છે અને સર્પ પણ નિશ્ર્વિત્ર થઈ જાય છે. ‘ સાપ કાઈ ના સગા નહિ ' એવી કહેવત છે, પણ એ સાપનું વિષ શીલવાનને ચડી શકતું નથી.
એવાં પણ ઐતિહાસિક ઉદાહરણા મળે છે કે, સાપે કરડવાને બદલે સહાયતા કરી હાય ! એવું સાંભળવામાં આવે છે કે, નૂરજહાં બેગમ મુહમ્મદ નામના સિપાઈની પુત્રી હતી. મુહમ્મદ અને તેની સ્ત્રી ભૂખ્યા મરતા હતા એટલે તેએ અફઘાનથી ભારત આવી રહ્યા હતા. મુહમ્મદની સ્ત્રી ગર્ભવતી હતી. રસ્તામાં તેણીએ એક પુત્રીને જન્મ આપ્યા. મુહમ્મદે તેની સ્ત્રીને કહ્યું કે, ‘અત્યારે આપણે આપણા ભાર જ ઉપાડી શકતા નથી તે પછી આ બાળકીનેા ભાર કેમ ઉપાડી શકીશું ? એટલા માટે આ છેાકરીને અહીં જ મૂકી દઈ એ !' મુહમ્મદની સ્ત્રીએ તે વખતે તે પતિની વાત માની, છેકરીને એક વૃક્ષની નીચે મૂકી દીધી અને પતિની સાથે આગળ ચાલવા માંડડ્યું. પણ થાઉં દૂર જતાં જ તેનું માતૃહૃદય બાળકી માટે રડી ઉઠ્યું અને તે આગળ ચાલી ન શકી. તેણીએ આ વાત મુહમ્મદને કહી અને આખરે મુહમ્મદ તેની સ્ત્રીને લઈને તે વૃક્ષની નીચે પાછા આવ્યા. ત્યાં તેમણે જોયું કે, તેમની પુત્રી ઉપર એક મેટા સપ` પેાતાની ફેણની છાયા કરીને બેઠો છે.
જ્યારે કાઈ કનડગત કરે છે. ત્યારે જ સર્પ કરડે છે. જો કાઈ કનડગત કરે નહિ તે સર્પ કરડે પણ નહિ.
સિંધિયાના પૂર્વજ મહાદજીને વિષે પણ એમ કહેવામાં આવે છે કે, તેએ પહેલાં પેશવાને ત્યાં જોડા સાચવવાની નેકરી કરતા હતા. એકવાર પેશવા કાઈ સભામાં ગયા હતા, ત્યારે મહાદજી તેમના જોડાને પેાતાની છાતી ઉપર મૂકી સૂઇ ગયા. જ્યારે પેશવા સભામાંથી પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે, મહાદજી ઉપર એક સપ` પેાતાના ફે— દ્વારા છાયા કરી બેઠેલેા છે. પેશવાએ વિચાર્યું કે, જેમના ઉપર સર્પે છાયા કરેલી છે, તેમની પાસે હું કેવું હલકુ કામ કરાવું છું. હું સર્પથી પણ ઊતરતા છું. આ પ્રમાણે વિચાર કરી, પેશવાએ મહાદજીને ઊઁચી પાયરીએ ચડાવવાનું શરૂ કર્યું આખરે મહાદછ ઊઁચી પાયરીએ ચડયા, તે એટલે સુધી કે તેના વંશજો આજે કરોડો રૂપિયાની જાગીર ભગવી રહ્યા છે ! અત્યારે પણ ત્યાંના સિક્કા તથા દફતરી કાગળ ઉપર સાપનું ચિત્ર
રાખવામાં આવે છે.
આવે છે ત્યારે
કહેવાના આશય એ છે કે, જ્યારે પૂર્ણ શીલનું પાલન કરવામાં અગ્નિ પણ શાન્ત થઈ જાય છે અને સર્પ પણુ નિષિ બની જાય છે. શીલની શક્તિ અમાપ છે. જે લોકો સુદનની માફ્ક સંકટના સમયે પણ શીલના ભંગ થવા દેતા નથી પરંતુ વિષમ પરિસ્થિતિમાં પણ શીલનું રક્ષણ કરે છે જો તમારામાં શીલની શ્રદ્ધા દૃઢ હોય તેા પછી નથી પરંતુ વમાન સમયમાં લેાકેામાં સારાં કામ એટલા જ માટે થોડું ઘણું કહેવાની જરૂર રહે છે.
તેમનું જ શીલ સાચું શીલ છે.
એ વિષે કરવાની
કાંઈ કહેવાની જરૂર રહેતી શ્રદ્દા ડગમગી ગઈ છે
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
શ્રી જાહિર વ્યાખ્યાન સગ્રહે
[ અષાડ
જે લોકો શીલનું પૂર્ણ રીતે પાલન કરે છે, તે લોકો કોઈ પ્રકારના ચમત્કાર બતાવતા નથી. તમે કહેશેા કે, ચમત્કાર જોયા વિના અમને વિશ્વાસ કેમ થઈ શકે ? અને વાસ્તવમાં જો અમે પણ ચમત્કાર બતાવવા માંડીએ તે અહીં લેકે આવવા લાગે પણુ ચમત્કાર બતાવવા એ સાધુએનું કામ નથી ! એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું:એક માણસ જલતરણની વિદ્યા શીખી લેાકાને ચમત્કાર બતાવવા લાગ્યા કે, હું જલમાં આ પ્રમાણે રહી શકું છું-આટલું તરી શકું છું-વગેરે. ત્યાં એક યાગી પણ આવ્યા. તે પણ તે જ પ્રકારના ચમત્કાર બતાવવા લાગ્યા. ત્યારે એક યોગીને કહ્યું કે, ‘તમે ત્રણ પૈસાની વિદ્યા શીખી શું ફુલી રહ્યા છે. ?' યેગીએ કહ્યું કે, મે સાહ વર્ષાં સુધી ચેાગ કર્યાં અને છતાં ત્રણ પૈસાની વિદ્યા કેમ કહેા છે? તે માણસે કહ્યું કે, ત્રણ પૈસા આપીને નદી પાર કરી શકાય છે! સાઠ વર્ષના યાગથી જો એટહું જ કામ કર્યું તે શું કર્યું ? તમે તમારું કલ્યાણ કેમ સાધતા નથી? સાઠે વર્ષો સુધી યોગસાધના કર્યાં પછી પણ જો આવા ખેલ જ બતાવ્યા કરે તે હું એમ જ કહીશ કે, સાઠ વર્ષના યાગમાં નૌકા જ બનાવી શકાય પણ ભવસાગરને પાર્જઈ ન શકાય !
ત્રીજા માણસે તે
આ પ્રમાણે સાધુ બની, શીંલ પાળી, આત્મકલ્યાણ સાધવાને બદલે ચમત્કાર બતાવવામાં જ પ્રવૃત્ત રહે તો બધું વ્યર્થ જ જાય ! એટલા માટે સાધુએ શીલના જળમાં જ ડૂબ્યા રહે છે, કાઈને ચમત્કાર બતાવવાની તરખટમાં પડતા નથી.
સાધુએ તે। શીલનું પાલન કરવા માટે જ નીકળ્યા છે એટલે તે તે। શીલનું પાલન કરે જ છે પણ સુદને ગૃહસ્થ હેાવા છતાં પણ પાલન કર્યું એટલે તે વિશેષ ધન્યવાદને પાત્ર છે.
શીલનું પાલન કેવી રીતે કરવામાં આવે છે એને માટે શાસ્ત્રમાં અનેક ઉદાહરણે મળી આવે છે, તેને તમે ધ્યાનમાં રાખા. કેવળ સ્ત્રી પ્રસંગ ન કરવા કે પરસ્ત્રીનું સેવન ન કરવું એ જ શીલ છે એમ ન માને. વાસ્તવમાં જ્યાંસુધી વીર્યની રક્ષા કરવામાં ન આવે ત્યાંસુધી તેજસ્વિતા પ્રગટતી નથી. એટલા માટે સ્વસ્રી કે પરસ્ત્રીના પ્રસંગથી નષ્ટ થતાં વીની રક્ષા કરા; કારણ કે વીર્યરક્ષા એ જીવન છે અને વીર્યનાશ એ મૃત્યુ છે.
એક માણુસની વીંટીમાં રત્ન જડેલું હતું. તે માણુસ એ રત્નને વીંટીમાંથી કાઢી પાણીમાં ફેંકવા ચાહતા હતા અને બીજો માણસ તેની રક્ષા કરવા ચાહતા હતા. આ એ માણસેામાં કાને તમે ચાલાક કહેશેા ? જે માણસ રત્નની રક્ષા કરવા ચાહે છે તેને જ સૌ કાઈ હાશિયાર કહેશે. તે જ પ્રમાણે જે વીર્યથી આ શરીર ટકી રહ્યું છે એ વીર્ય-રત્નને અહીં તહીં વેડફી નાંખવું એ મૂર્ખતા છે. જો એ વીર્યની રક્ષા કરવામાં આવે તે। શરીરની રક્ષાની સાથે બળ-બુદ્ધિ પણ વધવા પામે. આજે લેાકેા વીર્યહીન બની ડાકટરાની દવા પીધા કરે છે પણ મૂળ રાગ જ્યાંથી પેદા થાય છે તે વીર્યનાશને અટકાવતા નથી. પહેલાના લેાકા વીર્યવાન હતા એટલે તેએ બળવાન અને બુદ્ધિવાન પણ હતા.
વમાન સમયમાં સંતતિનિરોધના નામે સ્ત્રીના ગર્ભાશયને નષ્ટ કરવાના હત્યારા રિવાજ ચાલુ થઈ પડયા છે! સ્ત્રીના ગર્ભાશયને નષ્ટ કરાવ્યા બાદ ગમે તેટલી વાર વિષયસેવન કરવામાં આવે તાપણું કોઈ પ્રકારની હાનિ થતી નથી એમ માનવામાં આવે
Page #82
--------------------------------------------------------------------------
________________
વદ ૬]
રાજકોટ–ચાતુર્માસ
[૪૧
છે, આ એક ગંભીર ભૂલ છે. આમ કરવાથી વિષયલાલસા વધે છે, વીર્યને નાશ થાય છે, એટલું જ નહિ પણ આ પદ્ધતિ સ્વીકારવાથી અનેક પ્રકારના પાપાચારો વધવા પામે છે. વીર્યની રક્ષા કરવી એમાં જ શીલવતનો મહિમા રહેલ છે. વીર્યને શરીરમાં પચાવી જવું એમાં જ ખરી બુદ્ધિમત્તા છે.
ડોકટરનું કથન છે કે, યુવાન માણસે વીર્યને શરીરમાં પચાવી શકતા નથી પણ શાસ્ત્રકારો કહે છે કે, બ્રહ્મચર્યની જે નવ વાડો બતાવવામાં આવી છે તેની સહાયતાથી વીર્યને પચાવી શકાય છે. વીર્યનું પાચન કરવું એટલે જીવનમાં તેજસ્વિતા પ્રગટાવવી, એ છે. - અમેરિકન તત્વવેત્તા ડૉકટર થેર, પિતાના શિષ્યોને લઈને એક વાર જંગલમાં ગયા હતા. તેમના એક શિષ્ય તેમને એવો પ્રશ્ન કર્યો કે, જે કઈ માણસ પોતાના શરીરમાં વીર્યને પચાવી ન શકે તો તેણે શું કરવું જોઈએ ? થેરે ઉત્તર આપ્યો કે, તેવા માણસને માટે જીવનમાં એક વાર સ્ત્રી પ્રસંગ કરવો અનુચિત નથી. એમ કરવું એ વીરનું કામ છે. જેમ સિંહ એક વાર સ્ત્રીપ્રસંગ કરે છે તેમ જીવનમાં એકવાર સ્ત્રીપ્રસંગ કરવો. શિષ્ય ફરી પૂછ્યું કે, એમ કરવા છતાં પણ જે મન કાબુમાં ન રહે તે શું કરવું? થેરે જવાબ આપે કે, તે વર્ષમાં તેણે એક વાર સ્ત્રીપ્રસંગ કરે. શિષ્ય બીજીવાર પૂછયું કે, તેમ કરવા છતાં પણ વિષયસેવનનું મન થાય તો ? થોરે કહ્યું કે, તે તેણે મહિનામાં એકવાર સ્ત્રીપ્રસંગ કરવો. શિષ્ય ફરી પૂછ્યું કે, તેમ કરવા છતાં પણ મન કાબુમાં ન રહે તે ? થરે જવાબ આપ્યો કે, તે “મરી જવું.”
હનુમાનજી પવનછના એકના એક પુત્ર હતા. જો કે પવનછ અંજનાથી સષ્ટ થઈ ત્રીપ્રસંગથી જુદા રહેતા હતા પરંતુ ક્રોધી થઈને તેમણે બીજો વિવાહ કર્યો ન હતો પણ શીલ પાળ્યું હતું. તેમણે બાર વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું હતું અને ત્યાર બાદ સ્ત્રીપ્રસંગ કર્યો હતો, ત્યારે જ તેમને ત્યાં હનુમાનજી જેવા બળવાન પુત્રને જન્મ થયો હતો. અત્યારે તમે લેકે સશક્ત સંતાન તો ચાહે છે પરંતુ તે માટે વીર્યરક્ષા કરવાને પ્રયત્ન કરતા નથી.
ડૉકટર થેરે કહ્યું કે, જ્યારે મહિને એક વાર સ્ત્રીપ્રસંગ કરવા છતાં પણ મન કાબુમાં ન રહે તે મરી જવું જોઈએ, કારણકે જયારે વીર્યનાશ વિશેષ કરશે તે પછી તેને ભરવા સિવાય બીજો માર્ગ જ શું છે?
અત્યારે તો તમને આઠમ-પાખીને દિવસે શીલ પાળવાની અમારે શિક્ષા આપવી પડે છે અને લોકો એ દિવસે શીલને ભંગ ન કરવાની પ્રતિજ્ઞા લઈ અમારા ઉપર જાણે ઉપકાર કરે છે ! પણ જે સાચે શ્રાવક હોય છે તે તે સ્વસ્ત્રીને આગાર હોવા છતાં શીલવ્રતનું પાલન કરે છે. વાસ્તવમાં બધા સુધારાઓનું મૂલ શીલ જ છે. તમે તમારા જીવનમાં શીલને સ્થાન આપો તે કલ્યાણ છે. - સુદર્શન કેને પુત્ર હતો, જ્યાં તેનો જન્મ થયો હતો, એ વાત યથા અવસરે આગળ કહેવામાં આવશે.
Page #83
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદ ૧૦ સોમવાર
પ્રાર્થના
“અશ્વસેન” નૃ૫ કુલ તિલે રે, “વામા” દેવીને નન્દા ચિન્તામણિ ચિત્ત મેં બસે રે, દૂર ટલે દુઃખ વંદા
જીવ રે તૂ પાશ્વ જિનેશ્વર વદ ૧ છે શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં આત્માનું નિજ સ્વરૂપ આત્મા પોતે કેમ ભૂલી ગયો છે અને પિતાનું આત્મભાન તેને ફરી કેમ થાય એ બતાવવામાં આવ્યું છે. આત્મા પિતે ચિદાનંદસ્વરૂપ છે છતાં પોતે પિતાનું રૂપ કેમ ભૂલી ગયા છે અને ભૂલી ગયા છે તે ફરી તે સ્વરૂપ કેમ જાણું શકે એવો પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નને ઉકેલ કરવો મુશ્કેલ જણાય છે, પણ જ્ઞાનીઓ કહે છે કે, જે હદય ખોલીને આ પ્રશ્ન ઉપર વિચાર કરવામાં આવે તે તેને ઉકેલ કરો પણ સરલ છે.
આત્મા પિતે ભ્રમજાળમાં ફસાઈ ગયો છે અને પોતે જ એ ભ્રમજાળમાંથી છૂટ થઈ શકે છે, પણ તેમાં પુરુષાર્થની જરૂર રહે છે. જે આત્મા પુરુષાર્થ કરે તે ભ્રમજાળને ભેદી આત્મસ્વરૂપ જાણવું તેને માટે મુશ્કેલ કામ નથી. આત્મા ભ્રમજાળમાં કેવી રીતે ફસાઈ ગયે છે એના માટે પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે –
સર્ષ અભ્યારે રાસડી રે, સૂને ઘર વૈતાલ
ત્યે મૂરખ આતમ વિષે રે, મા જગ ભ્રમજાલ છે અંધારામાં પડેલી દેરીને જેઈ સાપને ભય પેદા થાય છે. જો કે વાસ્તવમાં તે સર્પ હેત નથી પણ પિતાની કલ્પનાથી દેરીને સાપ માનવામાં આવે છે અને એ રીતે પિતાની કલ્પનાથી જ દેરીને એ સર્ષ થતું નથી અને સર્પની દેરી બનતી નથી પણ એવી કલ્પનાથી ભય પેદા કરવામાં આવે છે. તે કલ્પના ભ્રમમાંથી પેદા થાય છે. આ ભ્રમને અંધકાર તે આત્મભાનને પ્રકાશ થાય ત્યારે જ દૂર થઈ શકે છે.
કલ્પનાથી ભય કેવી રીતે પેદા થાય છે અને પછી એ ભય કેવી રીતે દૂર થાય છે એને મને સ્વાનુભવ થયો છે. હું જ્યારે દક્ષિણમાં વિચરતે હો ત્યારે ઘેડનદી નામના ગામમાં રાત્રે લોકો સાથે જ્ઞાનચર્ચા કરતો હતો. હું છાયામાં બેઠેલો હતો અને લોકો ખુલ્લામાં પણ બેઠેલા હતા અને જ્ઞાનચર્ચા કરતા હતા. છાપરા ઉપર ચાંદનીની થોડી છાયા પડતી હતી. તે છાપરા ઉપર થેડી તરાડ પડેલી હતી. તે તરાડ છાયામાં જાણે સાપ છાપરા ઉપર બેઠેલો હોય એવી જણાતી હતી. એટલે ત્યાં બેઠેલા લોકોને ભય થયો કે, જો આ સર્પ આખી રાત અહીં રહેશે તો તે કોઈને હાનિ પહોંચાડે એવો સંભવ રહે છે. એ માટે બધા લોકો એ સપને પકડવા માટે પ્રબન્ધ કરવા લાગ્યા. કોઈ તેને પકડવા માટે પકડ લાવ્યા અને કોઈ બત્તી લાવ્યા પણ જેવો પ્રકાશ આવ્યો અને જોયું તે જણાયું કે, તે સાપ નહિ પણ છાપરા ઉપર પડેલી તરાડ હતી.
Page #84
--------------------------------------------------------------------------
________________
વદ ૧૦ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૪૩
આ પ્રમાણે તડના વિષે સપના ભ્રમ પેદા થયા હતા તે પ્રકાશ વડે દૂર થયેા. જો પ્રકાશ કરવામાં આવ્યા ન હેાત તા ભ્રમનું નિવારણ થાત નહિ. જે પ્રમાણે ભ્રમથી તરાડને પણ સાપ માનવામાં આવ્યા તે પ્રમાણે સંસારમાં પણ ભ્રમ ફેલાઈ રહ્યા છે! જો કે કોઈ પ્રકારના ભ્રમથી આત્મા જડ બની શકતા નથી તેમ જડ પદાર્થો ચૈતન્ય ખની શકતા નથી પણ ભ્રમને કારણે આત્મા કલ્પનાની ભ્રમજાળમાં ફસાઈ જઈ આત્મસ્વરૂપ ભૂલી જાય છે અને જન્મમરણનાં ફેરા ફર્યાં કરે છે.
મેં શંકરાચાય કૃત વેદાન્તનું ભાષ્ય હમણાં જોયું છે, તેમાં મને તે જૈનદર્શનના જ વિચારા જોવામાં આવ્યા અને તે ઉપરથી હું એ નિશ્ચય ઉપર આવી પહોંચ્યા કે, જૈન દર્શનની સહાયતા વિના વસ્તુનું બરાબર પ્રતિપાદન થઈ શકતું નથી. જૈનદર્શનને તેમાં સમાવેશ કેવી રીતે થાય છે તે વિષે કેાઈ શાન્તિથી બેસી વિચાર કરે તે તેનેસમજાવી શકું. વેદાન્તીએ ‘ વો કા દિતીયો નારિત ' અર્થાત્ ‘ એક બ્રહ્મ જ છે, બીજાં કાંઈ નથી' એમ કહે છે પણ ભાષ્યમાં કહ્યું છે કેઃ— युष्मदस्मत्प्रत्ययगोचरयोः विषयविषयिणोः तमः प्रकाशवद्विरुद्धस्वभावयोः
—શકરભાષ્ય.
અર્થાત્-યુષ્કૃત્ અને અસ્મદ્ અર્થાત્ વિષય અને વિષયીને જાણનારા પરસ્પર અંધકાર અને પ્રકાશની માફક પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા છે.
આ પ્રમાણે ભાષ્યકારે એ બન્નેના સ્વભાવ ભિન્ન માન્યા છે અને એક બીજાને અંધકાર અને પ્રકાશની માફ્ક ભિન્ન સ્વભાવવાળા માની એમ પ્રતિપાદન કર્યું છે કે, એ બન્ને એક સ્વભાવવાળા થઈ શકતા નથી. જૈન સિદ્ધાન્ત પણ એ જ વાત કહે છે કે, જડ તથા ચૈતન્યને સ્વભાવ તથા ધર્મ ભિન્ન છે અને તેથી જડ ચૈતન્ય થતું નથી અને ચૈતન્ય જન્મ બની શકતું નથી. આ દૃષ્ટિએ ભાષ્યનું આ કથન જૈનશાસ્ત્ર અને જૈનદર્શનનું પ્રતિકૂલ નહિ પણ સમČક છે, પરંતુ વેદાન્તીના • પક્ષો પ્રજ્ઞ દિતીયો નાસ્તિ 'એ સિદ્ધાન્તથી પ્રતિકૂલ જાય છે; કારણ કે જ્યારે અંધકાર અને પ્રકાશની માફ્ક વિરુદ્ધ સ્વભાવજવાં જોઈએ પણ એ ભિન્ન સ્વભાવના પછી એક બ્રહ્મની સિવાય બીજું કાંઇ નથી
એક બ્રહ્મની સિવાય ખીજાં કાંઇ નથી ત્યારે વાળા યુધ્મદ્ અને અસ્મતૢ એકમાં મળી હાવાથી એક બ્રહ્મમાં મળી શકતા નથી તેા એ સિદ્ધાંત કયાં રહ્યો! અહીં તો એ હાવાને કારણે એક બ્રહ્મની સિદ્ધિ થઈ નહિ. આ પ્રમાણે વિચાર કરવાથી જૈન તત્ત્વની સબ્યાપકતા જણાશે અને નિશ્ચય થશે કે, જૈનદર્શનની સહાયતા વિના વસ્તુસ્વરૂપનું બરાબર પ્રતિપાદન થઈ શકતું નથી.
મતલબ કે, જે પ્રમાણે દેરીના વિષે સર્પની કલ્પના કરવામાં આવે છે તે પ્રમાણે હું દુબળા છું, હું લંગડા છું, વગેરે કલ્પનાએ કરવામાં આવે છે પણ વિચાર કરવાથી જણાશે કે એ બધી કેવળ કલ્પનાએ જ છે.
શરીરનાં અંગેપાંગા દુબળાં, લૂલાં કે લંગડાં છે પણ આત્મા એવા નથી. આત્મા અને શરીર બન્નેને સ્વભાવ ભિન્ન છે, છતાં આત્મા ભ્રમને કારણે એક માની રહ્યા છે અને એવી અનેક કલ્પનાએ કરી રહ્યો છે ! આ ભ્રમણાને ભાંગવા માટે અને જન્મ
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ મરણના ફેરાઓ બંધ કરવા માટે જ્ઞાનીઓ કહે છે કે, “હે જીવ! તું પાર્શ્વ જિનેશ્વરના શરણે જા અને તેમની પ્રાર્થના કર.” જે તે ભગવાનની ભક્તિ કરીશ તો તારો બધે બધે ભ્રમ ભાંગી જશે અને આત્મસ્વરૂપ સમજી શકીશ, તે પછી તે કોઈ દિવસ દુઃખી પણ થઈશ નહિ. અનાથી મુનિને અધિકાર
આ સંસાર કેવો છે ! ભ્રમરૂપ છે કે બીજા પ્રકારનું છે ? એ વિષે શાસ્ત્ર કહે છે કે, આ સંસાર નિશ્ચયની દષ્ટિએ ભ્રમરૂપ છે પણ વ્યવહારની દષ્ટિએ જુદા પ્રકાર છે. આ વાતને વિશેષ ખુલાસે ઉત્તરાધ્યયન સૂત્રના વશમા અધ્યયનમાં કરવામાં આવ્યો છે. તેમાં નાથ-અનાથની વ્યાખ્યા કરવામાં આવી છે અને બતાવવામાં આવ્યું છે કે, આ જીવ પિતાને ભ્રમના કારણે જ પોતાને અનાથ' માની રહ્યું છે અને પોતાના અભિમાનથી જ પિતાને “નાથ” માની રહ્યા છે, પણ વાસ્તવમાં સનાથ કોણ છે અને અનાથ કોણ છે ! એ વાતને નિર્ણય રાજા શ્રેણિકને સમજાવી તેને ભ્રમ દૂર કરવામાં આવે છે અને સનાથ-અનાથને ભેદ સમજવાને કારણે જ રાજા શ્રેણિક કાંઈ ત્યાગ કરી ન શક્યા, તે પણ તીર્થંકર ગોત્ર બાંધી શક્યા હતા ! મહાનિગ્રંથ અને શ્રેણિકની વાતચીતને ધ્યાનપૂર્વક સાંભળશે તે સનાથ-અનાથતાનું રહસ્ય તમને પણ સમજવામાં આવી શકશે ! હું અનાથી મુનિના ચરણની રજની સમાન પણ નથી અને તમે શ્રેણિકની સમાન નથી; તો પણ એ મુનિ મહાત્માની વાતચીત કહેવા માટે જેમ મારા આત્માને તૈયાર કરવો પડશે તેમ તમે પણ એ વાતચીત સાંભળવાની તૈયારી કરે તે આ કથાનું રહસ્ય કહેવામાં અને સમજવામાં આવી શકશે. આ કથામાં રાજા શ્રેણિકને પરિચય આપતાં કહેવામાં આવ્યું છે કે –
पभूयरयणो राया, सेणिओ मगहाहियो ।
વિન નિઝા, પંકિરિંછસિ તૈu | ૨ | રાજા શ્રેણિક આ કથાના પ્રધાન પાત્ર છે એટલે એમને પરિચય આપતાં કહેવામાં આવ્યું છે કે, તેઓ અનેક રત્નોના સ્વામી હતા અને મગધદેશના રાજા હતા.
શાસ્ત્રમાં શ્રેણિકને બિખ્રિસારના નામે પણ વર્ણવામાં આવેલ છે. શ્રેણિક રાજાનું નામ બિબિસાર કેમ પડયું અને તેઓ કેવા બુદ્ધિમાન હતા એના માટે એક પ્રસિદ્ધ કથા આ પ્રમાણે છે –
શ્રેણિક રાજાના પિતા પ્રસન્નચંદ્રને સે પુત્રો હતા. એ બધા પુત્રોમાં કોણુ બુદ્ધિમાન છે એ જાણવા તેમના પિતા ચાહતા હતા. એક દિવસ બધા પુત્રોની પરીક્ષા કરવા માટે પ્રસન્નચંદ્ર કૃત્રિમ આગને પ્રયોગ કર્યો અને પુત્રોને કહ્યું કે, “આગ લાગી છે માટે જે સાર ચીજ હોય તે લઈને બહાર નીકળી જાઓ !” પિતાની આજ્ઞા થતાં જ બધાં પુત્રો પિતતાની રુચિ અનુસાર જે સારી ચીજ લાગી તે ચીજ ઉપાડી બહાર નીકળવા લાગ્યા. શ્રેણિક તે વખતે દુદુભિ લઈને બહાર નીકળ્યા. આ જોઈને બધા ભાઈઓ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “આ કેવો છે ! કે નગારું લઈને બહાર નીકળ્યા ? શું નગારું લઈને વગાડયા કરશે ! રત્નનો ભંડાર ભરેલ હોવા છતાં આ નગારું શું ઉપાડી લાગે !”
Page #86
--------------------------------------------------------------------------
________________
વદ ૧૦ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૪૫
આ પ્રમાણે બધા ભાઈઓ શ્રેણિકની મશ્કરી કરતા હતા પણ નગારું લઈ બહાર નીકળવાની પાછળ શું રહસ્ય રહેલું હતું એ કોણ જાણતું હતું! પ્રસન્નચંદ્ર આ વાતને જાણતા હતા પણ તેમણે વિચાર્યું કે, જો હું બધાની વચ્ચે શ્રેણિકની પ્રશંસા કરીશ તો એક બાજુ બધા ભાઈઓ છે અને બીજી બાજુ એણિક એકલો છે, એટલે કલેશ કંકાસ થશે. આ પ્રમાણે વિચાર કરી તેમણે બધા છોકરાઓને પિતાની પાસે બેલાવી પૂછ્યું કે, શું છે ! ૯૯ છોકરાઓએ શ્રેણિકને મૂર્ખ બનાવતાં શ્રેણિક નગારાને સાર તરીકે ઉપાડી લાવ્યો છે ! વગેરે હકીકત પિતાને કહી સંભળાવી. પ્રસન્નચંદ્ર શ્રેણિકની પરીક્ષા કરવા માટે શ્રેણિકને પૂછયું કે, “કેમ બેટા ! રત્નોને ન લેતાં તું આ નગારું શા માટે ઉપાડી લાવ્યો ?”
શ્રેણિકે કહ્યું કે, “પિતાજી ! આ નગારું અને આ “ભંભે ” એ રાજ્યના ચિહે છે. આ બળીને ખાખ થઈ જાય તે રાજ્યચિન્હ બળી જાય. ર તે રાજ્યચિન્હદ્વારા રાજાને ફરી મળી શકે પણ આ રાજ્યચિન્હ મળી ન શકે ! એટલા માટે મેં એ રાજ્યચિન્હની રક્ષા કરી છે.”
આજે પણ નગારાની રાજ્યચિન્હ તરીકે બહુ રક્ષા કરવામાં આવે છે. રાજ્યચિહની રક્ષા માટે હોશિયાર રક્ષક ખાસ રોકવામાં આવે છે; કારણ કે જે રાજ્યચિન્હ ચાલ્યું જાય તે તેની હાર માનવામાં આવે છે !
શ્રેણિકની આ વાત સાંભળી પ્રસન્નચંદ્ર બહુ પ્રસન્ન તે થયા પણ તેની વિશેષ પરીક્ષા કરવા માટે શ્રેણિકને કહ્યું કે, રાજ્યચિન્હદારા રત્ન કેમ પ્રાપ્ત કરી શકાય છે એ બતાવી આપ. શ્રેણિક બહાર ચાલ્યો ગયો અને અનેક રત્ન મેળવી પાછો આવ્યો. પ્રસન્નચંદ્ર શ્રેણિકની બુદ્ધિમત્તા જોઈ ખૂબ પ્રસન્ન થયા અને ભેરી અને ભંભા-એ સારભૂત-રાજ્યચિન્હને તેણે બચાવ્યાં હતાં એટલે તેનું નામ ભંભાસાર (પ્રાકૃત નામ બિખ્રિસાર) પાડી તેને રાજ્યસન ઉપર બેસાડયો અને તે બિંબિસારના નામે પ્રસિદ્ધ થયો.
શ્રેણિકને શબ્દાર્થ પણ શ્રી સમ્પન્ન એ કરવામાં આવે છે. ઘરથી બહાર કાઢવામાં આવ્યા છતાં રાજકુમારની માફક જ રહ્યા અને શ્રીસમ્પન્ન થઈ શ્રેષ્ઠ જ રહ્યા એટલા માટે શ્રેણિક જ કહેવાયા.
શ્રેણિક સંસારની બધી સંપદાથી યુક્ત હતા પણ તેમની પાસે જ્ઞાનની સંપદા ન હતી. તેમને ધન વગેરેની સમ્પદા આપનાર અને ધર્મની સંપદા આપનાર એ બન્નેમાં કણું મોટું લાગે છે ? એક માણસ તમને ધનધાન્ય આપે અને બીજે કેવળ ધર્મનું તત્ત્વ સમજાવે એ બન્નેમાં તમારી દષ્ટિએ કોણ મોટું છે ? જેમણે તમને આત્માની ઓળખાણ કરાવી છે અને આત્મા અને શરીર એ તલવાર અને મ્યાનની માફક જુદા જુદાં છે એવી પ્રતીતિ કરાવી છે એ મહાત્મા કાંઈ બીજાથી ઊતરતા નથી.
તમે લોકે આત્મા અને શરીરને તલવાર અને મ્યાનની માફક ભિન્ન સમજતા હો તે શું જોઈએ ? આ વાત ઉપર તમારી શ્રદ્ધા દઢ થાય અને અટલ વિશ્વાસ પેદા થાય તે બસ ! તમારા હાથમાં આત્મવિજયની ચાવી મળી ગઈ છે પણ વ્યવહાર જીવનમાં એ દઢ વિશ્વાસ કાયમ રહેતું નથી એ જ મોટી ખામી છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૪૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ કઈ વીર પુરુષની સામે શત્રુ લડવા આવે છે તે તલવારને સંભાળશે કે મ્યાનને ! જે તે તલવારને હાથમાં નહિ લેતાં મ્યાનને હાથમાં લે તે તે વીર કહેવાશે અને શત્રુથી પિતાના શરીરની રક્ષા કરી શકશે ? આ જ પ્રમાણે જ્યારે તમારા ઉપર કોઈ આપત્તિઓ તૂટી પડે ત્યારે તલવારની માફક આત્માની તરફ ન જોતાં મ્યાનની માફક શરીરને જેવા લાગે તે વીર શ્રાવકને છાજે ખરું ? | ગમે તેટલી આપત્તિઓ માથે તૂટી પડે તે પણ શરીરની નશ્વરતા જાણી, આપત્તિ એને પૈર્યપૂર્વક સહેવી અને ધર્મની રક્ષા કરવી એમાં જ સાચી વીરતા છે. કામદેવ શ્રાવકે પિતાના ધર્મની રક્ષા કેવી રીતે કરી, તે તમને ટૂંકમાં સમજાવું છું:
કામદેવ શ્રાવક પૌષધશાળામાં ધર્મારાધન કરતા હતા. તે વખતે તેમની ધર્મપરીક્ષા કરવા માટે એક દેવ પિશાચનું ભયંકર રૂપ ધારણ કરી, હાથમાં તલવાર લઈ કામદેવની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, “હે કામદેવ! હું તને કહું છું કે, તું તારે ધર્મ છેડી દે, નહિ તે તારે તેનું કડવું ફળ ભોગવવું પડશે ! જે આ તલવાર ! એની દ્વારા તારાં ટૂકડેટૂકડા કરી નાંખીશ! મારું કહ્યું તું માની જા. ''
આ પ્રમાણે દેવ લાલ આંખ કરી કામદેવને ડરાવવા લાગ્યો પણ કામદેવ જરાપણું ડર્યા નહિ! શાસ્ત્રમાં તે ત્યાં સુધી કહેવામાં આવેલ છે કે, પિશાચનાં કઠોર શબ્દો સાંભળીને કામદેવનું રુવાટું પણ ફરકયું નહિ ! તે જરાપણ ડગ્યા નહિ તેમ તે જરાપણ ભય કે ત્રાસ પામ્યા નહિ ! અહીં જરા વિચારવું જોઈએ કે, કામદેવ ભય કે ત્રાસ કેમ ન પામ્યા ! શું તેમને શરીર વહાલું ન હતું! શું તેમને સંપત્તિનો મોહ ન હતો ! કામદેવની પાસે અઢાર કરોડ ના મહેરો અને આઠ હજાર ગાયો હતી. આટલી બધી શ્રીમંતાઈ હોવા છતાં જ્યારે ધર્મનો ત્યાગ કરવા માટે પિશાચ મારી નાંખવાની ધમકી આપતે હતા ત્યારે ધર્મની રક્ષા આગળ તેમની શ્રીમંતાઈનો મેહ કે શરીરને મોહ આડે આવ્યા નહિ ! તેમના ધર્મપ્રેમની આગળ શ્રીમંતાઈને અને શરીરને મેહ તુચ્છ હતા.
કામદેવ ભગવાનને ભક્ત અને સાચે શ્રાવક હતે. પિશાચ પિતાને ધર્મથી ચુત કરવા માટે આવ્યું હતું એમ કામદેવ જાણતા હતા અને એટલા માટે ધર્મપરીક્ષાના સમયે ન ગભરાતાં હૈયે રાખી તેમાંથી પસાર થવા માટે પરમાત્માની પ્રાર્થના કરતા હતા કે, “હે પ્રભો ! જે મેં ધર્મ અને આત્માને જાણ ન હોત અને તારા શરણે આવ્યો ન હોત તે આ ધમંપરીક્ષા કોણ લેત ! મારા માટે તે આનંદને વિષય છે કે, મને ધર્મ અને આત્મા વિષે દૃઢ વિશ્વાસ છે કે નહિ તેની પરીક્ષા કરવા માટે આ મારો મિત્ર આવ્યો છે તે ધર્મપરીક્ષામાં ઉત્તીર્ણ થવા જેટલી મારામાં શક્તિસામર્થ્ય આવે એજ મારી પ્રાર્થના છે.”
પરીક્ષા એમની જ લેવામાં આવે છે જેઓ નિશાળે ભણવા જાય છે. જો કે નિશાળે જ જતો ન હોય તેની પરીક્ષા કોણ લે ! કામદેવ ધર્મની પાઠશાળામાં-વિધશાળામાં-ધર્મપાઠ ભણવા જતા હતા અને તેથી જ પિશાચ પરીક્ષક બની ધર્મપરીક્ષા લેવા આવ્યો હતો. એક પરીક્ષક તરીકે તે પિશાચે કામદેવની એવી સખત પરીક્ષા લીધી
Page #88
--------------------------------------------------------------------------
________________
વદ ૧૦ ]
રાજકેટ-ચાતુર્માસ
[૪૭
હતી કે, જે ધર્મપરીક્ષા આપવા માટે પહેલેથી બરાબર તૈયારી કરવામાં આવી ન હોય તો એ ધર્મપરીક્ષામાં ઉત્તીર્ણ થવું સરલ ન હતું. પિશાચે કામદેવને ધર્મથી યુત કરવા માટે અનેક ભયંકર રૂપ ધારણ કર્યા, પણ કામદેવ તેથી જરા પણ ચલિત ન થયો ત્યારે પિશાચ હાથમાં તલવાર લઈ શરીરના ટૂકડે ટૂકડા કરી નાંખવા માટે તૈયાર થયે તેમ છતાં કામદેવ જરાપણ ન ડગ્યા.
આજે તો તમે ભયથી-કલ્પિત ડાકણ ભૂતથી-ડરો છે પણ કામદેવ સાક્ષાત ભયંકર પિશાચથી પણ ડર્યા નહિ. તમે કહેશે કે “અમે ગૃહસ્થ છીએ એટલે ભૂત વગેરેથી ડરવું પડે' તે પછી કામદેવ શું ગૃહસ્થ ન હતા ? તેઓ તે ડરતા ન હતા અને તમે કેમ ડરો છો? એમ કહોને કે, “અમે કાયર છીએ અને આત્મા અને અમને શરીર તલવાર અને મ્યાનની માફક જુદાં છે એ વાત ઉપર દઢતા નથી.'
જ્યારે પિશાચ કામદેવના તલવારથી ટૂકડે ટૂકડા કરી નાંખવાનું કહેવા લાગે ત્યારે કામદેવ શું વિચારે છે તે જુઓ. કામદેવ વિચારવા લાગ્યા કે, “આ પિશાચ મારા ટૂકડે ટૂકડા કરી નાંખવાનું કહે છે પણ અનન્ત ઇન્દ્રો પણ મારા ટૂકડા કરી શકે એમ નથી તે આ શું કરશે? હું આત્મતત્ત્વને સમજું છું એટલે મને વિશ્વાસ છે કે, ટૂકડાં થશે તે શરીરના થશે, આત્માને તેથી કશી હાનિ થવાની નથી. શરીરનાં તે પહેલેથી જ ટૂકડાં થએલાં છે. તે જે તે તેમાં વધારે ટૂકડાં કરવા ચાહે છે તો ભલે કરે, એથી મને કશું નુકશાન થવાનું નથી ! આ તે મારો મિત્ર છે કે મને આત્મા અને મહાવીરકથિત ધર્મ ઉપર વિશ્વાસ છે કે નહિ તેની કસોટી કરે છે. મને વિશ્વાસ છે કે આત્માનાં ટૂકડાં થઈ શકતાં નથી તે પછી હું તેનાથી શા માટે ભય પામું ?”
હું આ વાત પહેલાં સાધુ-સાધ્વીઓને કહેવા ચાહું છું કે, જે તમારા શ્રાવકશ્રાવિકાઓમાં ભૂતાદિને ભય રહ્યો એ તમારી નબળાઈ ગણાશે. જે પ્રમાણે વિદ્યાર્થી નાપાસ થાય તે માસ્તરને પણ શરમાવું પડે છે તે જ પ્રમાણે શ્રાવક-શ્રાવિકાઓમાં ભૂતાદિને ભય રહેશે તો તે આપણા માટે પણ શરમજનક ગણાશે. જે ભગવાનને ધર્મ મળે ન હોય અને આત્માને ઓળખ્યો ન હોય તે ભય પામે એ જુદી વાત છે પણ ભગવાનને ધર્મ પામીને પણ ભય પામ એ કેમ ઠીક કહેવાય?
કામદેવે હસતા હસતા પિશાચને કહ્યું કે, “શરીરનાં ટૂકડાં કરવા હોય તે કર, પણ આ આત્માના તે ટૂકડા કરી શકે એમ નથી.” આ પ્રમાણે કહી કામદેવ જરા પણ ડથ કે ડગ્યા નહિ ! કામદેવ શા માટે કર્યો કે ડગ્યા નહિ તેનું એક બીજું કારણ પણ મને જણાય છે. કામદેવ વિચારે છે કે, “મેં આની કાંઈ હાનિ કરી નથી છતાં પણ તે ટૂકડા કરવાનું કહે છે તેનું શું કારણ? એનું કારણ એ જ છે કે, તેણે ધમને જાણ્યો નથી. એ તે ધર્મને પામે નથી પણ મેં તે ધર્મને મેળવ્યું છે માટે એની પણ તપાસ કરું કે તે કેવો છે? તેને અધર્મ મને નિષ્કારણ વૈરને ભાગી બનાવે છે અને મારો ધર્મ વૈરી ઉપર પણ ક્રોધ ન કરવાનું કહે છે! એ મને ધર્મ છેડવાનું કહે છે એને અર્થ એ છે કે હું મારો ધર્મ છોડી તેના જેવો પિશાચ બની જાઉં! ”
Page #89
--------------------------------------------------------------------------
________________
૪૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
દૈવી અને આસુરી એવી બે પ્રકારની પ્રવૃતિઓ હોય છે. અહીં પણ એ બન્ને પ્રકૃતિઓ છે. એ બન્ને પ્રકૃતિઓની પરસ્પર લડાઈ થાય છે. કામદેવ દૈવી પ્રકૃતિવાળો અને પિશાચ આસુરી પ્રકૃતિવાળો છે. આ બન્ને પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે એ વિષય બહુ વિસ્તૃત છે પણ ગીતામાં આ બન્ને પ્રકૃતિનું સ્વરૂપ બહુ ટૂંકામાં આ પ્રમાણે બતાવ્યું છે –
दम्भो दो अभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
अज्ञानं चाभिजातस्य पार्थ ! सम्पदमासुरीम् ॥ દંભ, દર્પ, અભિમાન, કઠોરતા, નિર્દયતા અને અજ્ઞાન એ આસુરી પ્રકૃતિનાં લક્ષણ છે. જેઓમાં આવી આસુરી પ્રકૃતિ હોય છે તે અસુર કહેવાય છે. દૈવી પ્રકૃતિ વિષે કહેવામાં આવ્યું છે કે –
अभयं सत्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः । दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । दया भूतेष्वलौलुप्य मार्दवं हीरचापलम् ॥ तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
માનિત રઘવું વિમમિજાતસ્ય માત ! ! –ભગવદ્દગી તા. તે નિર્ભયતા, સત્વસંશુદ્ધિ, દાન, દમ, સ્વાધ્યાય, તપ, આર્જવતા, અહિંસા, સત્ય, ક્ષમા, ત્યાગ, શાન્તિ, દયા, અલોલુપતા, માર્દવતા, તેજસ્વિતા, ધૈર્ય આદિ દેવીપ્રકૃતિનાં લક્ષણ છે. દેવી પ્રકૃતિનું પહેલું લક્ષણ નિર્ભયતા છે. પિતાની પાસે જે ચીજ હોય તે બીજાને તે આપી શકાય. તે જ પ્રમાણે પિતે અભય હોય તે બીજાને અભય કરી શકે ! પણ પિતે જ ભયથી કાંપતે હોય તે પછી બીજાને અભયદાન શું આપે ? ભયભીત માણસ બીજાને અભયદાન આપવાને માટે યોગ્ય નથી. જે આત્મા અને શરીરને તલવાર અને માનની માફક ભિન્ન માને છે અને એ માન્યતાને જેણે જીવનમાં સ્થાન આપ્યું છે તે જ અભયદાન આપી શકે છે. કામદેવ નિર્ભય હતો. તેને આત્માના સિદ્ધાન્ત ઉપર અટલ વિશ્વાસ હતો. તે પિતાના ધર્મ ઉપર દઢ હતો. - કામદેવને ધર્મની ઉપર આવી દઢતા હતી, પણ આજે તે તમે લોકે તમારા ધર્મ ઉપર ૬૮ નથી અને તેથી જ કયાંય કઈ દેવને પૂજે છે તો કયાંય કોઈ પણ સ્ત્રીઓમાં આ વાત વધારે જોવામાં આવે છે. જો અમે પણ એવો ઢોંગ કરવા લાગીએ તે અમારી પાસે પણ એવા બહુ લોકો આવે પણ એ ટૅગ કરે એ સાધુને ધર્મ નથી ! અમે તે ભગવાન મહાવીરને ધર્મ સંભળાવીએ છીએ. જેમને પસંદ પડે તે સાંભળે, ને પસંદ પડે તે નહિ. ધર્મ ઉપર જે દઢતા થશે તે બધી જગ્યાએ દઢતા રહેશે. કામદેવે ધર્મ ઉપર જેવી દઢતા ધારણ કરી તેવી તમે પણ આત્મા ઉપર વિશ્વાસ રાખી દઢતા ધારણ કરે!
કામદેવની ધર્મદતા જોઈ પિશાચ વિચારવા લાગ્યો કે, “તારા ટૂકડે ટૂકડા કરી નાંખીશ” એમ કહેવા માત્રથી જ આની પરીક્ષા થશે નહિ ! કેવળ શબ્દથી તે ભય પામશે નહિ! એ પ્રમાણે વિચાર કરી તે કામદેવના શરીર ઉપર પ્રહાર કરી શરીરના ટૂકડા કરવા લાગ્યા તેપણું કામદેવ પ્રસન્ન જ રહ્યા. તેઓ તો એમ જ વિચારતા હતા કે,
Page #90
--------------------------------------------------------------------------
________________
વદ ૧૦ ] રાજકેટ-ચાતુર્માસ
[ ૪૯ “આ પિશાચના પ્રહારની મને વેદના થતી નથી પણ મારા જન્મજન્મની વેદનાઓ નાશ પામી રહી છે!”
જે વખતે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે દુઃખ થાય છે કે નહિ? પણ જેમની છાતી કઠણ હોય છે, જેઓ દર હોય છે તેઓ તે વખતે પણ પ્રસન્ન જ રહે છે ! રતલામમાં મારા હાથનું ઑપરેશન કરવા માટે ડોકટરે જ્યારે કહ્યું ત્યારે મેં મારો હાથ તેની આગળ લાંબે કર્યો. તેણે કહ્યું કે, દુઃખ થશે માટે કરોફોર્મ સુંઘાડું ! મેં કહ્યું કે, તેની જરૂર નથી. આ પ્રમાણે કરો ફેર્મ સુંધાયા વિના મારા હાથનું ઑપરેશન કરવામાં આવ્યું પણ પ્રસન્નતાને લીધે મને વેદનાનું દુઃખ ન થયું. સાંભળવામાં આવે છે કે કાન્સમાં એક માણસ શરીરની નસ કાપી નાંખવાથી કેવું દુઃખ થાય છે એ અનુભવ કરવા માટે પોતાની નસ કાપવા લાગ્યો. જો કે તે નસ કાપતાં મરી ગયે પણ અન્ત સમય સુધી તે હસતે જ રહ્યા.
કામદેવ પણ શરીરનાં ટૂકડે ટૂકડાં થઈ ગયા ત્યાંસુધી હસતા જ રહ્યા. આખરે પિશાચ થાશે અને તેને ખાત્રી થઈ કે, વાસ્તવમાં આ કામદેવ પિતાના ધર્મ ઉપર દ છે, તેને આત્માની શક્તિ ઉપર અટલ વિશ્વાસ છે એટલે તે ડગાળે ડગે એમ નથી. આખરે દેવ હાર્યો. તેણે પોતાનું પિશાચરૂપ છોડી દેવરૂપ પ્રકટ કર્યું. આ પ્રમાણે કામદેવે પિશાચને પણ દેવ બનાવી દીધે.
દેવ કામદેવને કહેવા લાગ્યું કે, “ઈન્ડે જે કાંઈ કહ્યું હતું તે બધું સત્ય સિદ્ધ થયું, વારતવમાં તમારી ધર્મદઢતાને કોઈ ડગાવી શકે એમ નથી. તમે ધર્મની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે ! હું તમારા શરીરનાં ટૂકડાં કરવા ગયા ત્યાં તે મારા પાપનાં ટૂકડાં થઈ ગયાં. જેમ લોઢાની છરી પારસમણિને કાપવા જતાં પિતે જ સેનાની બની જાય છે તેમ તમારી પરીક્ષા કરવા જતાં મારી જ પરીક્ષા થઈ ગઈ. આપના ચરણ સ્પર્શથી મારા પાપ પણ ધોવાઈ ગયાં. અત્યાર સુધી મેં પાપ બહુ કર્યા છે પણ હવે એવાં પાપ નહિ આદરું !” આ પ્રમાણે કામદેવે એ દેવને સુધારી દીધો.
ભગવાન મહાવીર દેવાધિદેવ છે. અનન્ત ઇન્દ્રો પણ તેમના એક મને ચલિત કરી શકયા ન હતા. તમે એવાં મહાવીર ભગવાનના શિષ્ય છો, તે થોડી તે ધર્મદઢતા રાખો !' જે પાણી સાગરમાં હેય છે તે પાણી થોડા પ્રમાણમાં ગાગરમાં પણ આવે છે. તે જ પ્રમાણે ભગવાનને થોડો પણ ગુણ તમારા જીવનમાં ઉતારશે તે પછી તમને જરા પણ ભય રહેવા પામશે નહિ.
શ્રેણિક બહુ રને સ્વામી હતો, પણ તેની પાસે ધર્મરૂપી રનની ખામી હતી. તે જલતારિણી, વિષહારિણી તથા ઉપદ્રવાદિને શાન્ત કરવાની વિદ્યાઓ પણ જાણતો હતો. આ પ્રમાણે તે અનેક વિદ્યારત્નોને સ્વામી હતું પણ તેની પાસે ધર્મરૂપી રત્ન ન હોવાને કારણે અનાથ હતો.
આજે જેમની પાસે ખાવા-પીવાનું ન હોય, જેને ઘરબાર ન હય, જેમને કોઈ રક્ષક ન હોય, તેમને અનાથ કહેવામાં આવે છે પણ મહાનિર્ઝન્ય નાથ અને અનાથ કોને કહે છે તે વિષે યથાવસરે આગળ કહેવામાં આવશે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૫૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ સુદર્શન ચરિત્ર–પ
હવે પરમાત્મરૂપ માનીને પરમાત્માનું ભજન કરનાર એક ભક્તની વાત કહું છું.
ચંપાનગરીનું વર્ણન આગળ કરવામાં આવ્યું છે. તે નગરીના રાજા-પ્રજા વિષે ઘણું કહી શકાય પણ અત્યારે એટલું જ કહું છું કે, તે નગરી જેવી બહારથી હતી તેવી જ અંદરથી પણ સુંદર હતી.
વર્તમાન સમયમાં નગરને બહાર દેખાવ તે બહુ સારો હોય છે પણ અંદર. ખાને બહુ ખરાબ હોય છે. પ્રાચીન સમયમાં મેટર, ટ્રામ, વીજળી વગેરે સાધનો ન હતાં . તેમ છતાં તે વખતની સ્થિતિ બહુ સારી હતી. તમે કહેશે કે, પ્રાચીન સમય કરતાં અત્યારે સુખસાધને વધારે છે, તે પછી ત્યારે અત્યાર કરતાં વધારે સુખ કેમ હોઈ શકે? જે અત્યારનાં સુખસાધનોનું પરિણામ જોશે અને અત્યારની સ્થિતિ ઉપર દષ્ટિપાત કરશે. તે તમને સ્પષ્ટ જણાશે કે, અત્યારનાં સુખસાધને ભયંકર દુઃખરૂપ છે. અત્યારનાં બાહ્ય ભપકાઓ સુખની છાયા બતાવે છે, પણ વાસ્તવમાં તે સુખ નહિ પણ દુઃખનું જ કારણ
છે. જેમકે એક સ્ટીમરમાં બાગ, મકાન, નાચરંગ, તથા મોજશોખનાં બધા સાધને છે, આ પણ જ્યારે તે સ્ટીમર મધ્ય દરીએ પહોંચી ત્યારે તેનું એજીન બંધ થઈ ગયું; તે વખતે
સ્ટીમરમાં બેઠેલા લોકોની સ્થિતિ કેવી યભીત બને ? મોજશોખ અને નાચરંગ ત્યારે કેવા ખરાબ લાગે ! એક સ્ટીમર તે આવી મોજશેખનાં સાધનોવાળી છે પણ તેનું એજીન ખરાબ થઈ ગયું છે અને બીજી સ્ટીમર તે એવી છે કે તેમાં માજશેખનાં સાધન નથી પણ તેનું એજીન બરાબર કામ કરે છે ! તમે આ બે સ્ટીમરોમાં કઈ સ્ટીમરને પસંદ કરશે ?
બરાબર આ જ સ્થિતિ અત્યારનાં સુખસાધનની છે. આજની પાશ્ચાત્ય સભ્યતાને લોકો આનંદનું કારણ માને છે પણ એ સભ્યતાનું એન કેવું ખરાબ છે એ જોતા નથી. એ પાશ્ચાત્ય સભ્યતા માનવજીવનને કેટલો બધે હાસ કરી રહી છે એનું પરિણામ લોકે જેતા નથી. જે દેશમાં વ્યભિચારને પાપ જ માનવામાં આવતું નથી તે દેશની સભ્યતા કેટલી બધી યંકર હશે ! પેરિસ બહુ સુંદર શહેર માનવામાં આવે છે પણ તે શહેરની સભ્યતા વિષે એવું સાંભળવામાં આવે છે કે, જે પોતાની સ્ત્રીને કોઈ બહારનો બીજો પુરુષ મળવા આવ્યો હોય તે તેના પતિને બહાર ચાલ્યા જવું પડે ! અમેરિકા દેશ ઘણો સુધરેલો દેશ ગણવામાં આવે છે પણ તેના વિષે પણ એવું સાંભળવામાં આવે છે કે ત્યાં સોમાંથી પંચાણું લગ્ન તૂટી જાય છે. આ તે પાશ્ચાત્ય દેશની સભ્યતા છે !
ચંપાનગરી જેવી બહારથી રમણીય હતી તેવી અંદરથી પણ રમણીય હતી. જેમ કઈ ખાણમાંથી એક હીરો નીકળવાથી તે હીરાની ખાણ કહેવાય છે, તેમ કોઈ નગરમાં એક જ મહાપુરુષ પાકો હેય તે તે નગર પણ પ્રસિદ્ધ થઈ જાય છે. અવતારે વધારે થતા નથી પણ એક જ અવતાર આખા સંસારને પ્રસિદ્ધ કરી દે છે.
તિન પર શેઠ શ્રાવક દ્રઢ ધમ. યથા નામ જિનદાસ,
અહદાસી નારી અતિ ખાસી, રૂપ શીલ ગુણ ખાસ. ધન આપો
ચંપાનગરીમાં જિનદાસ નામને શેઠ રહેતું હતું. આ નગરીને ભગવાન મહાવીરે પણ અનેકવાર પાવન કરી હતી. કાણિક જેવો ભક્ત રાજા પણ ચંપામાં જ થયો હતો.
Page #92
--------------------------------------------------------------------------
________________
વિદ ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ
[ ૫૧ ભગવાન મહાવીરના સમયમાં ચંપાના રાજા તરીકે કણિક અને દધિવાહન બન્નેને કહેવામાં આવે છે, એટલા માટે ચંપાનગરી એક હતી કે બે, એ વિષે કાંઈ નિશ્ચિત કહી શકાતું નથી. આ ઇતિહાસ કહેવાતો નથી, પણ ધર્મકથા કહેવાય છે. ધર્મકથામાંથી અનેક ઇતિહાસ નીકળે છે એટલા માટે ધર્મકથામાં ઈતિહાસને નહિ પણ તત્વને જુઓ.
જિનદાસ ચંપામાં રહેતો હતો. તે શ્રાવક હતો. તેની સ્ત્રી અર્વાસી શ્રાવિકા હતી. આ બન્ને નામો વાસ્તવિક છે કે કલ્પિત એ વિષે કાંઈ નક્કી કહી શકાતું નથી, પણ આ બને નામો અવશ્ય સાર્થક છે. પહેલાંના લોકો નામ પ્રમાણે ગુણવાળા હતા અને તેથી જ તેમને ત્યાં સુદર્શન જે ચારિત્રવાન પુત્ર પેદા થયો હતો. “બાપ તેવા બેટા અને વડ જેવા ટેટા ” એ લોકોક્તિ પ્રસિદ્ધ જ છે. તમે પણ જે સુદર્શન જેવો સુપુત્ર ચાહે તે જિનદાસ અને અર્વદ્દાસી જેવા શુદ્ધાત્મા બનો. આમ કરશો તો તેમાં તમારું કલ્યાણ જ છે.
દાસ સુભગ બાલક અતિ સુંદર, ગાવે ચરાવનાર;
શેઠ પ્રેમસે રખે નેમ, કરે સાલ સંભાર- રે. . ધન છે ? સુદર્શનના પૂર્વભવનું ચરિત્ર જે કથામાં વર્ણવવામાં આવ્યું છે તે ઉપરથી પિતાનું ચરિત્ર સુધારવાની શિક્ષા લેવી જોઈએ. સુદર્શનને પરિચય આપવા માટે તેમના માતાપિતાને તે પરિચય આપે પણ તેને પૂર્વભવને પરિચય પણ આપવામાં આવે છે. આજના અનેક તરુણોને પૂર્વ ભવની વાત ઉપર એછી શ્રદ્ધા બેસે છે. તેમને શ્રદ્ધા બેસે કે ન બેસે પણ પૂર્વભવ કે પુનર્જન્મ છે એ વાત નિર્વિવાદ છે. શાસ્ત્રમાં તે પુનર્જન્મની પુષ્ટિ કરવામાં આવી જ છે પણ અત્યારે પુનર્જન્મને સિદ્ધ કરનારાં પ્રત્યક્ષાદિ અનેક પ્રમાણો પણ મળે છે. આ કામમાં પણ જાતિસ્મૃતિનું જ્ઞાન થયું હોય અને પૂર્વજન્મનું વૃત્તાન્ત કહ્યું હોય એવાં દાખલાઓ પણ મળે છે. હમણાં જ દિલ્હીમાં એક કુમારીએ પિતાના પૂર્વજન્મની વાત કહી હતી એવાં વૃત્તાન્ત બહાર આવ્યાં છે.
| ચંપાનગરીમાં જિનદાસ નામને શેઠ રહેતો હતો. તેની પત્નીનું નામ અર્વાસી હતું. બન્નેની જોડી કેવી હતી એ કહેવાને અત્યારે સમય નથી. જ્યાં એક અંગમાં તે ધર્મ હોય અને બીજા અંગમાં ન હોય તે જીવન અધૂરું જ રહે છે. તમારે બે હાથ છે અને તે દ્વારા બધું કામ કરી શકે છે છતાં વિવાહ કરી ચતુર્ભુજ કેમ બને છે ! એટલા જ માટે કે જીવનને પૂર્ણ બનાવવા. ઈશ્વરને પણ ચતુર્ભુજ કહેવામાં આવે છે. જે જીવનને પૂર્ણ બનાવવા વિવાહને ઉદ્દેશ સમજવામાં આવે છે, જીવન પૂર્ણ બની શકે છે અને ચતુર્ભુજ શબ્દ સાર્થક થઈ શકે છે પણ જે જીવનને પૂર્ણ બનાવવાનો વિવાહનો ઉદ્દેશ ભૂલાઈ જવામાં આવે તો, જીવન ચતુર્ભુજ જેવું બનવાને બદલે ચતુષ્પદ જેવું બની જાય છે. અર્થાત જીવન ઉન્નત થવાને બદલે વિષયવાસનામાં જ લુપ્ત બની અવનતિને પામે છે.
જિનદાસ અને અર્હદ્દાસી બન્નેનું ધાર્મિક જીવન ચતુર્ભુજ જેવું ઈશ્વરીય હતું. બને પ્રેમપૂર્વક ધર્મારાધન કામ કરતા હતા. એક દિવસ અહંદાસીને મનમાં ચિન્તા થવા લાગી કે, મારે દરેક વાતનું સુખ છે પણ એક વાતની ખામી છે. આજે તે અમે આ ઘરમાં ધર્મનું પાલન કરીએ છીએ પણ અમારા મૃત્યુ બાદ ધર્મનું પાલન કોણ કરશે ! મારા ઘરમાં મારે ધર્મ રહેવો જ જોઈએ ! પુરુષોની અપેક્ષાએ સ્ત્રીઓમાં ધર્મની લાગણું વધારે
Page #93
--------------------------------------------------------------------------
________________
પર ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ હોય છે ! એટલા જ માટે અમારા મૃત્યુ બાદ અમારા ઘરમાં ધર્મનું પાલન કોણ કરશે ' એવી અદ્દાસીને ચિન્તા થઈ
આ પ્રમાણે અહદ્દાસી ચિન્તાને કારણે તેને બધી ચીજો ખરાબ લાગવાથી ઉદાસ રહેવા લાગી. શેઠે ઉદાસ રહેવાનું કારણ પૂછ્યું પણ શેઠાણીએ તે કારણ ન બતાવ્યું. શેઠ તેને પ્રસન્ન રાખવા માટે બાગબગીચામાં લઈ ગયા અને એવાં બીજાં અનેક પ્રયત્ન કર્યો પણ તેનું કાંઈ પરિણામ ન આવ્યું. શેઠાણી ચિન્તા વધવાના કારણે કુશ થવા લાગી.
વિદ્વાનેનું કથન છે કે, સ્ત્રીઓને ઉદાસ રાખવી ન જોઈએ. સ્ત્રીઓને ઉદાસ રાખવી એ પિતાના અંગને જ ઉદાસ રાખવા સમાન છે. આ વિચારને મનમાં રાખી શેઠે પણ શેઠાણીને પ્રસન્ન રાખવા અને તેની ચિન્તા દૂર કરવા માટે અનેક પ્રયત્નો કર્યા પણ બધાં નકામાં ગયાં. આખરે શેને લાગ્યું કે, આને રેગ બીજે છે માટે એને શી ચિન્તા છે એ તેની પાસેથી જ જાણવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી શેઠે શેઠાણીને પૂછયું કે, આજે તું આટલી બધી ઉદાસ કેમ જણાય છે તે મને સમજાતું નથી. ઉદાસ થવાનું જે કારણું હોય તે મને જણાવે.
શેઠનું આ કથન સાંભળી શેઠાણીથી રહેવાયું નહિ! મને આવા સુયોગ્ય પતિ ભળ્યા છે એટલે જ મને ઉદાસ થવાનું કારણ પૂછે છે, નહિ તે એવા પણ પતિ હોય છે કે, જેઓ સ્ત્રીઓના દુઃખ તરફ જોતા પણ નથી !
આજે પણ એવા અનેક પતિઓ હોય છે કે જેઓ પોતાની સ્ત્રીને ઉદાસ જોઈને તેની ચિન્તા દૂર કરવાને બદલે નાટક-સીનેમા જોવા ચાલ્યા જાય છે અને એમ વિચારે છે કે, સ્ત્રીઓને ઉદાસ રહેવાને એ સ્વભાવ જ હોય છે.
શેઠાણી શેઠને કહેવા લાગી કે, મને એક ચિન્તા છે. તે ચિન્તા કપડાંલત્તાં કે ઘરેણાંની નથી પણ આપણું મૃત્યુ બાદ આપણા ઘરની સંભાળ રાખનાર અને આપણું ધર્મનું પાલન કરમારે કોઈ કુળદીપક નથી એની ચિન્તા છે ! કુળદીપક વિના બધું સૂનું સૂનું લાગે છે.
શેઠાણીની વાત સાંભળી જિનદાસ વિચારવા લાગ્યું કે, આ મારી ચિંતા કરે છે. પણ હું તે જિનભક્ત છું એટલે મારે તે મારા યોગ્ય જ કામ કરવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી શેઠ શેઠાણીને કહ્યું કે, “પ્રિયે! એ કાંઈ આપણા હાથની વાત નથી કે તે "વિષે તમે ચિન્તા કરે છે ! આપણે જિનભક્ત છીએ એટલા માટે આવી ચિન્તા કરવી
એ ઠીક નથી, માટે એ ચિન્તા છડી ધર્મધ્યાન કરો અને આપણી સમ્પત્તિને દાનાદિ સત્કાર્યોમાં વાપરે. જે સંતાન વિષયક અંતરાય તૂટવાની હશે તે તૂટી જશે! નહિ તે આપણી ધનસંપત્તિને કઈ નાલાયકના હાથમાં જવા ન દેવી પણ દાનાદિ સત્કાર્યોમાં વાપરી તેનો સદુપયોગ કરે અને પહેલાં કરતાં અધિક ધર્મધ્યાન કરવું. માટે ઉઠે અને ચિન્તા છોડો !”
( આ પ્રમાણે કહી શેઠે શેઠાણીની ચિન્તા દૂર કરી અને બન્ને જણા ખૂબ ધર્મધ્યાન કરવા લાગ્યા તેમને ઘેર જે સુભગ દાસ છે તે જ ભાવિ સુદર્શન થવાનું છે. તે શું કરે છે અને કેવી રીતે સુદર્શન બને છે તે વાત યથાવસરે કરવામાં આવશે.
Page #94
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ અશાડ વદી ૧૧ મગળવાર
પ્રાથના.
ધન-ધન જનક સિધાર્થ ’, ધન ‘ ત્રીસલા ' દે માત રે પ્રાણી, જ્યાં સુત જાયે તે ગેદ ખિલાયે, 'બધ્ધમાન ' વિખ્યાત રે પ્રાણી; ડા શ્રી મહાવીર તમે વસ્તાણી, ૫ ૧ ૩૩
શ્રી મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
એક એક વસ્તુને સુલટી કરવામાં આવે તે બધી વસ્તુઓ સુલટી થઈ જાય છે, અને જો તેને ઊલટી કરવામાં આવે તે બધી ઊલટી થઈ જાય છે! આ જ પ્રમાણે આ આત્મા પણ આ સંસારમાં ઊલટા જઈ રહ્યો છે; આ ઊલટા આત્માને સુલટા કરવાના અને તેને સરલ બનાવવાને મા` તે પરમાત્માની પ્રાર્થના કરવી, એ છે.
આત્મા કયાં ગોથાં ખાઈ રહ્યો છે એ અત્રે જોવાનું છે. આત્માની એ ભૂલ થઈ રહી છે કે, તે દ્રવ્યને ભૂલી જઈ પર્યાયની કદર કરે છે અને એને જ સાચી વસ્તુ માની એસે છે. આત્મા ધાટને તેા જુએ છે પણ એ ધાટ જે સેનાના બનેલા છે, તે સેાનાને જોતા નથી. તે સેાનાની કદર કરતા નથી પણ ધાટની કદર કરે છે ? અને દ્રવ્યનું મૂલ્યાંકન આંકી શકતા નથી.
તેથી જ તે
સંસાર–વ્યવહારમાં જો કોઈ સાનાને ન જોતાં કેવળ ધાટને જ જુએ અને તેના જ આધારે ક્રવિક્રય કરે તે શું તે નુકશાનીમાં નહિ ઉતરે ? જે ચતુર હશે તે ઘાટને તા ગૌણુરૂપે જોશે, પણ દ્રવ્યને તેા મુખ્યરૂપે જોશે. જે પ્રમાણે તમે લાકા શાકને ત્યાં ઘાટ જોઈ તે જ વસ્તુનું મૂલ્ય આપી દેતા નથી પણ ઘાટની સાથે દ્રવ્ય—વસ્તુ કેવી છે તે બરાબર જુએ છે અને પછી તેની કિંમત આંકા છે અને મૂલ્ય આપેા છે, તે જ પ્રમાણે જ્ઞાનીએ પણ કહે છે કે, કેવલ પર્યાયને જ શું જીએ છે., દ્રવ્યને પણ જીએ. તેઓ કહે છે કેઃ
જ્યાં કંચન તિહું કાલ કહીજે, ભૂષણુ નામ અનેક રે પ્રાણી । હ્યુાં જગ જીવ ચરાચર ચેાનિ, હૈ ચેતન ગુણ એક રે પ્રાણી !!
જે પ્રમાણે સેાનું તે ત્રણેય કાળમાં સેાનું જ રહે છે પછી ભલે તેના સેનાનાં બનેલાં આભૂષણાનાં નામ અનેક હાય ! તે જ પ્રમાણે જીવ ભલે ગમે તે યાનિના હાય પણ એ બધાં જીવામાં આત્મા તે। સમાન જ છે. જીવની પર્યાય—દેવ, નારકીય, મનુષ્ય કે તિર્થંક–ગમે તે હોય પણ એ બધાંય છવામાં આત્મા તે સમાન જ છે. તમે દેવ અને નારકીય જીવેા પ્રત્યક્ષ જોયાં નથી પણ શાસ્ત્રદ્વારા સાંભળ્યા તે છે! પછી ભલે તે જીવાને તમે પ્રત્યક્ષ જોયા ન હોય પણ મનુષ્ય અને તિર્ જીવા તા પ્રત્યક્ષ જુએ છે ! આ અધી જીવાની પર્યાય છે. આત્માની એ ભૂલ થઈ રહી છે કે, રહ્યા છે, છતાં પણ પર્યાયામાં પડી રહેલા આત્મદ્રવ્યને જોઈ
તે પાતે પર્યાયામાં પડી શકતા નથી. વાસ્તવમાં
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ કીંમત તે દ્રવ્યની થવી જોઈએ, પર્યાયોને કારણે દ્રવ્યની ઉપેક્ષા થવી ન જોઈએ! પણ આ વિષયમાં આત્માની દ્વારા ઘાટને જોઈ સેનાને ભૂલી જવા જેવી ભૂલ થઈ રહી છે.
આત્મા પોતાનું સ્વરૂપ સમજે એ માટે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય આદિ વતનું નિરૂપણ કરવામાં આવ્યું છે ! બધાં જીવોને પિતાના આત્માની સમાન માનવા, પર્યાને કારણે તે જીવોમાં ભેદભાવ ન માન, એ જ અહિંસાવતમાં કહેવામાં આવ્યું છે. જ્યાંસુધી પિતાના આત્માની માફક બધા જીવોને સમાન માનવામાં આવતાં નથી ત્યાં સુધી અહિંસાનું પાલન થઈ શકતું નથી. જેમને પૂર્ણ અહિંસાનું પાલન કરવું હશે તે તે દ્રવ્યની દષ્ટિએ બધા જીવોને આમતુલ્ય ગણશે. પર્યાયની દૃષ્ટિએ જીવમાં જરાપણ ભેદભાવ માનશે નહિ. જે ભગવાન મહાવીરના ધર્મને જીવનમાં સ્થાન આપવું હોય તે પર્યાયને ભૂલી દિવ્યરૂપે બધા ને આમતુલ્ય માનવા જોઈએ. ભગવાન મહાવીરને માનવા અને તેમની વાણીને ન માનવી એ બન્ને વાતે પરસ્પર વિરોધી છે. ભગવાન કહે છે કે, “ ભલે કઈ મારું નામ ન લેતા હોય પણ જે તે મારી વાણીને જીવનમાં ઉતારે છે અને છકાયના જીને આત્મતુલ્ય માને છે તે મને જ માને છે, પણ જો છકાયના જીવોને આત્મતુલ્ય માનતા નથી તો તે મને પણ માનતા નથી.” - તમારાથી આજે કાંઈ વધારે બની ન શકે તો એટલું તો અવશ્ય માને કે છકાયનાં બધાં જ મારા આત્માની સમાન જ છે. જે આ પ્રમાણે બધા જીવોને આત્મતુલ્ય માનશે તો તેમાં તમારું કલ્યાણ જ છે. જે લોકે ભગવાન મહાવીરના ભક્ત છે તેઓ તે બધા ને આત્મતુલ્ય જ માને છે.
બધાં ને આત્મા સમાન છે છતાં શરીર તથા આત્મા જુદાં જુદાં છે એ વાત અનેક પ્રમાણોથી સિદ્ધ થઈ શકે છે ! ગીતામાં શ્રી કૃષ્ણ પણ અર્જુનને કહ્યું છે કે –
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।। तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देहो ॥
અર્થાત-જે પ્રમાણે મનુષ્ય જૂનાં કપડાંને ઉતારી નવાં કપડાં ધારણ કરે છે, તે જ પ્રમાણે શરીરમાં રહેલે આત્મા પણ એક શરીરને ત્યાગ કરી બીજું શરીર ધારણ કરે છે.
આ પ્રમાણે આત્માની શરીરરૂપી પર્યાયે તે બદલાતી રહે છે, પણ આત્મા તો તે જ રહે છે. જૂનાં કપડાં પહેરવાથી માણસ કાંઈ બદલાઈ જ નથી, માણસ તે તેનો તે જ હોય છે.
કૃષ્ણ અર્જુનને કહ્યું હતું કે, જેમ માણસ જૂનાં કપડાંને ત્યાગ કરી નવાં કપડાં ધારણ કરે છે તેમ આ આત્મા એક શરીરને ત્યાગ કરી બીજા શરીરને ધારણ કરે છે. આત્મા તે એનો એ જ છે, કેવળ તેની પર્યાયે બદલાય છે.
નાટકમાં સ્ત્રી પુરુષને અને પુરુષ સ્ત્રીને પોષાક ધારણ કરે છે એથી કરીને સ્ત્રી એ પુરુષ બનતી નથી અને પુરુષ સ્ત્રી બનતી નથી. પણ દર્શક લોકો બાહ્ય પોષાકને લીધે સ્ત્રીને પોષાક ધારણ કરનાર પુરુષને સ્ત્રી અને પુરુષને વેશ ધારણ કરનાર સ્ત્રીને
Page #96
--------------------------------------------------------------------------
________________
વદ ૧૧]
રાજકાટ-ચાતુર્માસ
[ ૫૫
પુરુષ માનવાની ભૂલ કરી બેસે છે પણ સૂત્રધાર તેા સ્ત્રીને સ્ત્રી અને પુરુષને પુરુષ માને છે એટલું જ નહિ પણ સ્ત્રીના પેાષાક ધારણ કરનાર પુરુષને પુરુષના નામથી અને પુરુષના વેશ ધારણ કરેલ સ્ત્રીને સ્ત્રીના નામથી જ ખેાલાવે છે. આ જ પ્રમાણે નાની લેાકેા પર્યાયને ન જોતાં તેમાં રહેલા દ્રવ્યને જ જુએ છે. કાઈ વિદ્યાર્થી પોતાના પુસ્તક ઉપરથી જુનું પૂંઠું... ઉતારી નાંખી નવુ' પુ‡' ચડાવે છે એથી કાંઈ પુસ્તક બદલી જતું નથી. પુસ્તક તે તે જ હાય છે. આ જ પ્રમાણે આત્મા ભલે ગમે તે પર્યાયમાં હાય પણ આત્મા તે બધાના સરખા જ છે. ‘ વો સાચા ’ એ સુત્રાનુસાર આત્મામાં કાંઇ અંતર નથી, અંતર તેા કેવળ પર્યાયામાં જ છે. આત્મા પર્યાયેા બદલવાને કારણે કાંઈ અનિત્ય બની જતા નથી, તે તે। નિત્ય અને અજર અમર છે. આ જ વાત ઉત્તરાધ્યયન સૂત્રના વીશમા અધ્યયનમાં કહેવામાં આવા છે. કાલે રાજા શ્રેણિકના પરિચય આપતાં કહેવામાં આવ્યું હતું કેઃ—
અનાથી મુનિના અધિકાર—૬
पभूयरयणो राया, सेणिओ मगहाहिवो । विहारजत्तं निज्जाओ, मंडिकुच्छिसि चेहए ॥ २ ॥
હવે આગળ કહેવામાં આવે છે કે:—
नाणादुमलयाइण्णं, नाणापक्खि निसेविर्यं । નાળા મુમસંન્ન, ઉષ્માળ નંદ્ગોમં ૫ રૂ ॥
મહારાજા શ્રેણિકની પાસે દરેક પ્રકારનાં રત્નો હતાં, પણ તેની પાસે સમકિતરૂપી રત્ન ન હતું-તત્ત્વાનું જ્ઞાન ન હતું અને તે તેની શોધમાં રહેતા હતા.
"3
આ
તમે લેાકેા પૈસા કરતાં સકિત રત્નને મારું માને છે ? તમારા એક પૈસા ખાવાઇ જાય તે તેની ચિન્તા કરા છે પણ સમકિત રત્નના વિષયમાં એટલી ચિન્તા કરતા નથી. તમે જાણા છે કે, “ પીર-પેગમ્બર, ભૂત-ભવાનીને ત્યાં જવાથી મારા સમકિંત રત્નને દૂષણ લાગશે છતાં સ્ત્રી-પુત્ર આદિની પ્રાપ્તિ માટે ‘ અમે ગૃહસ્થ છીએ ' એમ કહી સ્વાપૂર્તિને માટે તમે ત્યાં જાએ છે કે નિહ ? પ્રમાણે ‘ અમે ગૃહસ્થ છીએ ' એ બહાને તમે બચવા ચાહેા છે પણ શું કામદેવ ગૃહસ્થ ન હતા ? પણ તેના જેટલી સક્રિત રત્નની તમને પરવા કયાં છે ! પૈસાને સાચવવાની જેટલી ચીવટ રાખવામાં આવે છે તેટલી સમક્તિ રત્નને સાચવવામાં ચીવટ રાખતા નથી. કોઈ રત્ન આપી કેાડી ખરીદે તો તે મૂર્ખ ગણાય છે તે પ્રમાણે સમક્તિ રત્નના વિષયમાં સમજો. સ્વાપૂર્તિ માટે સમક્તિ રત્નને દૂષણ લગાડવું એ ઠીક નથી. સમક્તિ ઉપર દઢતા રહેશે તે બધા કામેામાં દૃઢતા રહેશે. કામદેવના શરીરનાં ટૂકડાં કરી નાખવામાં આવ્યાં, છતાં તેણે ધની રક્ષા માટે શરીરની પણ પરવા ન કરી. કામદેવની આ ધર્માંદઢતાને કારણે ભગવાને તેમનું ઉદાહરણ લઈ અમને સાધુએને પણ એ જ કહ્યું છે કે, “ જ્યારે કામદેવ શ્રાવક આ પ્રમાણે ધર્મોમાં દ્રઢ રહ્યા તે પછી તમારે કેવા દ્રઢ રહેવુ જોઈએ, એના વિચાર કરે.”
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
રાજા શ્રેણિકને મહાનિન્થની પાસેથી અન્તે સમક્તિ રત્ન મળ્યું હતું. એટલા જ માટે તેણે વ્રત–પ્રત્યાખ્યાન ન કરવા છતાં ભવિષ્યમાં પદ્મનાથ તીર્થંકર થશે. જો કે તે ચાહતા હતા કે, ‘હું ધક્રિયા કરું' પણ તે કરી ન શક્યા!
તમે લેકે જે ધક્રિયા કરેા છે તે જો દૃઢ શ્રદ્દા રાખી તત્ત્વની જિજ્ઞાસાપૂર્વક કરવામાં આવે તે બહુ જ લાભદાયક નીવડે, પણ શ્રદ્ધાપૂર્વક જો ધમક્રિયા કરવામાં ન આવે તે! તે આંકડા વિનાનાં મીડાં જેવી નિરર્થક નીવડે છે! માટે કષાયાને પાતળાં પાડી અન્તરાત્મામાં જાગ્રતિ લાવે અને ધર્મક્રિયા કરાતા આનંદ અને કલ્યાણ જ છે. જો કે શ્રેણિક ધર્મક્રિયા કરી ન શકયા પણ તે ધર્મતત્ત્વના જિજ્ઞાસુ તા હતા. તેની રાણી ચેલના ચેડા રાજાની પુત્રી હતી. ચેડા રત્નને સાત પુત્રી હતી અને સાતેય સતી હતી. ચેલનાની રગેરગમાં ધર્મ ભાવનાને પ્રવાહ વહેતો હતો. રાજા શ્રેણિકને ધર્મીમાં દ કરવા માટે ચેલના રાણી પ્રયત્ન કરતી હતી. “ મારા પતિ સમષ્ટિ અને ધાર્મિક અને અને હું એક ધર્માત્મા રાજાની પત્ની કહેવાઉં ” એવી ઉન્નત ભાવના તે ભાવતી હતી. જ્યારે શ્રેણિક રાજા એમ ચાહતા હતા કે, “ આ રાણી ધર્માંના ઢાંગ છેડી મારી સાથે મોજમઝા કરે તે કેવું સારું' !
.
,,
આ પ્રમાણે બન્ને જણા એક બીજા ઉપર પેાતાની ઇચ્છાનુસાર પ્રભાવ પાડવા ચાહતા હતા. રાજા શ્રેણિક, રાણી ચેલનામાં ધર્મભાવના કેવી છે તેની મીઠી પરીક્ષા હમેશાં કર્યાં કરતા, પણ ચેલના રાણી પેાતાની ધર્મભાવનાના પિરચય આપી તેના ઉપર ધર્મના પ્રભાવ પાડવા પ્રયત્ન કરતી. આ પ્રમાણે બન્ને જણા એક બીજાની પરીક્ષા લેતા હતા. બીજા ઉપર ધર્મના પ્રભાવ પાડવા માટે નમ્રતા અને સરલતાની બહુ જરૂર રહે છે. બળજબરીથી ધર્મા પ્રભાવ પડી શકતા નથી એટલા માટે પેાતાનું જીવન જ એવું ધાર્મિક બનાવવું પડે છે કે જેથી પોતાની ધાર્મિકતાના પ્રભાવ બીજા ઉપર પડે.
ધર્મની પરીક્ષા કરતાં કરતાં એક દિવસ રાજા શ્રેણિક હઠ ઉપર આવી ગયા ! એક વાર તેણે એક મહાત્માને મહેલની પાસેથી નીકળતા જોયા ત્યારે ચેલનાને ખેલાવી કહેવા લાગ્યા, કે, “જો, આ તારા ગુરુ નીચી નજર કરી ચાલ્યા જાય છે ! કાઈ તેને મારે છે તાપણુ કાંઈ કરી શકતા નથી ! જો કે મારા રાજ્યમાં એવા કાયદા છે કે, કોઈ કોઈ ને કષ્ટ આપે નહિ પણ આને તે કોઈ મારે છે તેા સામે મારતા નથી અને કરિયાદ પણ કરતા નથી એવા તે કાયર છે. આવા કાયર ગુરુ હાવાથી તારામાં પણ કાયરતા જ આવશે. આપણા ગુરુ તા વીર હાવા જોઈએ કારણ કે આપણે વીર છીએ, એટલા માટે ઢાલ-તલવાર બાંધનાર અને ઘેાડા ઉપર એસી કરનાર એવા આપણા ગુરુ હેવા જોઈ એ. '
..
ચેલના રાણીથી ગુરુનું અપમાન સહેવાયું નહિ. તેણીએ રાજાને કહ્યું કે, ‘“મહારાજ ! આપ કહેા છે. તેવા મારા ગુરુ કાયર નથી પણ વીર છે. હું કાયર ગુરુની શિષ્યા નથી. મારા ગુરુની વીરતા આગળ તમારા જેવા સા વીરે। પણ ટકી શકે નિહ ! તમારા મોટામાં મેાટા સેનાપતિઓ કે જેમના ઉપર કામે વિજય મેળવ્યેા છે એ વિજયી કામને પણ મારા ગુરુ જીતી લે છે. જે દસ લાખ સુભટા ઉપર વિજય મેળવે છે, તે વિજયી સેનાપતિને જીતનાર કામ ઉપર વિજય મેળવવા એ કાંઈ ઓછી વીરતા છે! મારા ગુરુ કામવિજયી
Page #98
--------------------------------------------------------------------------
________________
વદ ૧૧ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૫૭
છે. જે કામ તમારા મોટા મોટા સેનાપતિને પણ જીતી લે છે એ કામને જીતનાર તે વીરને પણ વીર છે. આ વાત તે બાળકથી પણ સમજાય એવી છે તે પછી તમે મારા ગુરુને કાયર કેમ કહો છે !'
ચેલના રાણીદ્વારા ગુરુમહાઓ સાંભળી રાજા શ્રેણિકે વિચાર કર્યો કે, આ એમ માનશે નહિ. માટે કોઈ વેશ્યાને એ સાધુ પાસે મોકલી ભ્રષ્ટ કરાવું તે જ તે માનશે ! આ પ્રમાણે વિચાર કરી તેણે ચેતનાને કહ્યું કે, ઠીક છે. ચેલના રાણી, રાજાને અભિપ્રાય સમજી ગઈ કે, રાજા જરૂર મારા ગુરુની પરીક્ષા લેશે; પણ તેને વિશ્વાસ હતો કે, પરીક્ષાનું પરિણામ સારું જ આવશે. એટલે તેણી બૈર્ય ધારણ કરી પરમાત્માની પ્રાર્થના કરવા લાગી કે, “હે પ્રભો ! મારી અને મારા ગુરુની લાજ રાખવી એ તારા હાથમાં છે ! હું તારા શરણે આવેલ છું, શરણાગતની રક્ષા કરજે” આ પ્રમાણે પ્રાર્થના કરી તે ધર્મધ્યાન કરવા બેસી ગઈ
રાજાએ એક વેશ્યાને બોલાવીને કહ્યું કે, “તું પિલા સાધુના સ્થાને જઈ તેને કોઈ પણ ઉપાયે ભ્રષ્ટ કરી પાછી અહીં આવ; જે તું મારું કામ પાર પાડીશ તે તું જે માંગીશ તે ઈનામમાં આપીશ'. વેશ્યા તે રાજાનું મફત જ કામ કરવા તૈયાર જ હતી, તેમ છતાં રાજાની સહાયતા અને ઈનામ મળવાની આશા મળતાં સાધુની પાસે જવા તેણે તરત જ હા પાડી. તે શંગાર સજી અને કામોત્તેજક બીજો સામાન લઈ સાધુના સ્થાને ગઈ. સાધુએ એ સ્ત્રીને જોતાં જ કહ્યું કે, “ખબરદાર ! રાત્રીના સમયે અમારા સ્થાને સ્ત્રીઓ આવી શકતી નથી. આ કોઈ ગૃહસ્થનું મકાન નથી, અહીં તે સાધુઓ રહે છે !” વેશ્યાએ કહ્યું કે, મહારાજ! “આપની વાત સાચી છે, પણ આપનું કહ્યું તે જ માની શકે કે, જે આપની આજ્ઞા માથે ચડાવતી હોય; પણ હું તો કોઈ બીજા જ કારણસર અત્રે આવી છું. હું આપને કોઈ પ્રકારનું કષ્ટ આપવા આવી નથી પણ આપનું મનોરંજન કરવા અને આનંદ આપવા માટે આવી છું.' આમ કહેતી તે વેશ્યા સાધના સ્થાનમાં ઘુસી ગઈ. સાધુ સમજી ગયા કે, મને ભ્રષ્ટ કરવાની બુદ્ધિએ આ આવી છે ! જો કે, હું મારા શીલવ્રત ઉપર દઢ છું પણ જ્યારે તે બહાર નીકળશે અને એમ કહેશે કે, “હું સાધુના શીલવતનો ભંગ કરીને આવી છું ત્યારે મારું કહ્યું કોણ સાંભળશે ?”
ચેલનાએ એ પહેલાંથી જાણી લીધું હતું કે, આ સાધુ લબ્ધિધારી છે, માટે કોઈ જાતને વાંધો આવશે નહિ !
મહાત્માએ તે વખતે પિતાની લબ્ધિદ્વારા વિકરાળ રૂપ ધારણ કર્યું. આ જોઈને વેશ્યા ગભરાઈ અને મહાત્માને કહેવા લાગી કે, “મહારાજ ! ક્ષમા કરે, મને નષ્ટ ન કરે ! મને તે શ્રેણિક રાજાએ મોકલી છે એટલે આવી છું. હું તો અહીંથી હમણાં જ ભાગી જાત, પણ શું કરું ! બહાર તાળું દીધેલ છે એટલે બહાર કેવી રીતે જઈ શકું? આપ મારી ઉપર દયા કરે !
તે મહાત્માએ પિતાનો વેશ જ બીજો બદલાવી લીધા હતા. શાસ્ત્રમાં કારણવશાત વેશપરિવર્તન કરવાનું કહેલ છે. સાધુલિંગને બદલવાનું શાસ્ત્રમાં અપવાદરૂપે બતાવવામાં
Page #99
--------------------------------------------------------------------------
________________
૫૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આવેલ છે. ચારિત્રની રક્ષા તે તે વખતે પણ કરવામાં આવે છે પણ લિંગ અવસર ઉપર બદલી નાંખવાનું અપવાદ માર્ગમાં બતાવવામાં આવેલ છે.
એક બાજુ આ ઘટના બની ત્યારે બીજી બાજુ રાજા રાણીને કહી રહ્યા છે કે, તારા ગુરુની તું આટલી બધી પ્રશંસા કરતી હતી તે હવે તેના હાલ જે ! કે તે કેવા છે ? તેઓ એક વેશ્યાને રાખી બેઠા છે ! ચેલના રાણીએ આશ્ચર્યપૂર્વક કહ્યું કે, “શું એમ છે! પણ એ વાત જ્યાં સુધી મારી આંખે જોઉં નહિ ત્યાં સુધી માની શકું નહિ! જે તમે કહ્યું તેવું જ હું જઈશ તે હું તેમને કદાપિ ગુરુ માની શકું નહિ! આપણે તે સત્યના ઉપાસક છીએ માટે આપ જેવું કહે છે તેવું બતાવી આપે.”
રાજાએ કહ્યું કે, “એ તે મેં જોયું જ છે, શા માટે વાતને વધારે છે !” આ રાણીએ ઉત્તર આપ્યો કે, “જ્યાં સુધી મારી આંખે હું જોઉં નહિ ત્યાં સુધી તમે કહે છે તેવું માની શકું નહિ ! જ્યારે એવું જઈશ તે જ ઘડીએ હું તેમને સાધુરૂપે માનવું છોડી દઈશ.”
આખરે રાજા, ચેલના રાણીને સાથે લઈ સાધુના સ્થાને આવી દરવાજો ખોલ્યો. ખોલતાં જ જેમ પાંજરામાંથી પક્ષી બહાર ભાગે તેમ વેશ્યા બહાર નીકળી આવી અને રાજાને કહેવા લાગી કે, “આપ મને ભલે બીજું કોઈ કામ સેપે પણ સાધુની પાસે જવાનું કહેશે નહિ! આજે તે આ મહાત્માના તપસ્તેજના પ્રભાવથી મરી જાત પણ તેમની દયાથી જ આજે જીવતી રહી છું.”
વેશ્યાની વાત સાંભળી રાણી રાજાને કહેવા લાગી કે, “ મહારાજ ! આ વેશ્યા શું કહે છે ? એના કહેવા ઉપરથી તે એમ જણાય છે કે, તમે જ તેને અહીં મોકલી છે ! ભલે તમે તેને મોકલી હેય પણ મેં તે પહેલાં જ કહી દીધું હતું કે, મારા ગુરુને ઇન્દ્રાણી પણ ડગાવી શકે નહિ ! પરતું આ મારી બહેન શું કહે છે તે ઉપર તે વિચાર કરો !”
રાજા રાણીની વાત સાંભળી શરમાઈ ગયો. તે કહેવા લાગ્યો કે, “વેશ્યાની વાતમાં વધારે પડવું સારું નથી, હવે એ વાતને પડતી મૂકો.”
રાણીએ કહ્યું કે, ઠીક છે. આ વેશ્યા આત્માના સંબંધે મારી બહેનની સમાન છે, તોપણ હું એની વાત છેડી દઉં છું, પરંતુ હવે આપ પણ એ વાતને પડતી મૂકે ! ઠીક ! ચાલો આપણે એ મહાત્માની પાસે તો જઈએ. બન્ને જણા મહાત્માની પાસે ગયા અને જોયું તે મહાત્મા કોઈ બીજા જ વેશમાં હતા. આ જોઈને રાણીએ રાજાને કહ્યું કે, “આ જુઓ ! તે મારા ગુરુ જ નથી ! હું તે દ્રવ્ય અને ભાવ બનેથી યુક્ત હોય તેને ગુરુ માનનારી છું. આ મહાત્માને વેશ મારા ગુરુને વેશ નથી ! રજોહરણ, મુહપત્તિ આદિથી સુવિહિત વેશ નથી ! જ્યારે મારા ગુરુનું લિંગ જ નથી તે પછી તેમને મારા ગુરુ કેવી રીતે માની શકું !”
રાજા ફરી લજિત થઈ વિચારવા લાગ્યું કે, રાણી ઠીક કહે છે. મારે એ ધર્મનું તત્ત્વ જાણવું જોઈએ. આ રીતે રાજાના મનમાં તત્ત્વ જાણવાની અભિલાષા પેદા થઈ
કહેવાનો આશય એ છે કે, ધર્મદ્વારા જ ધર્મની ઓળખાણ થાય છે. ધર્મને સંબંધ
Page #100
--------------------------------------------------------------------------
________________
વદ ૧૧ ]
રાજકેટ-ચાતુર્માસ
[૫૯
સંઘની સાથે પણ છે; કારણ કે સંઘના સહકારથી જ ધર્મતત્ત્વ જાણી શકાય છે અને સંઘમાં શ્રમણનો પણ સમાવેશ થઈ જાય છે. ભગવાને કહ્યું છે કે – 'चत्तारि समणसंघे पण्णत्ते-तंजहा-समणाए, समणीय, साषयाए, सावियाए '।
–સ્થાનાંગ સૂત્ર, સંઘમાં શ્રમણનું સ્થાન પ્રથમ છે. એટલા માટે શ્રમણુસંધ કહેવામાં આવે છે. સંઘના સહકારથી ધર્મતત્ત્વ જાણી શકાય છે માટે સંઘને સહકાર સાધી શ્રદ્ધાપૂર્વક ધર્મ ક્રિયા કરો તો તમારે કલ્યાણની સાથે બધાનું પણ કલ્યાણ થાય !
રાજા શ્રેણીક એક મોટે રાજા હતા એટલે તેને બીજા રાજાઓ કરતાં રાજમહેલ વધારે અને સારાં પણ હશે પણ તે આખો દિવસ રાજમહેલમાં જ ગંધાઈ ન રહેતાં જંગલની હવા ખાવા બહાર નીકળતા હતા.
જંગલની હવા લીધા વિના જીવન સ્વસ્થ રહી શકે નહિ એમ તે સમજતો હતો અને એ વિચારથી તે હવા ખાવા માટે જતા હતા. શાસ્ત્રમાં એને માટે “વિહાયાત્રા” શબ્દ વાપરવામાં આવ્યો છે. આ શાસ્ત્રીય શબ્દને ભાવાર્થ શું છે તે સમજવાનું છે.
જેની યાત્રા કરવામાં આવે છે તે તેની રક્ષા માટે કરવામાં આવે છે. જેમકે શરીરયાત્રા, ધર્મયાત્રા, ધનયાત્રા વગેરે. જેવી યાત્રા હોય છે તે જ તેને લાભ જોવામાં આવે છે. ધર્મની યાત્રામાં ધર્મની રક્ષા અને ધનની યાત્રામાં ધનની રક્ષા કરવામાં આવે છે. આ જ પ્રમાણે શરીરયાત્રાનો અર્થ શરીરની રક્ષા કરવી એ છે.
આજે શરીરયાત્રાના નામે એવાં કામ કરવામાં આવે છે કે જેથી શરીર વધારે બગડે છે ! તમે લોકો બહારની યાત્રા કરવા નીકળે છે પણ તમારી એ યાત્રા કેવી નકામી જાય છે તેને જરા વિચાર કરે. આજે પાયખાના વિનાનું કાઈક જ મકાન ખાલી જોવામાં આવશે. પહેલાંના મકાને ગમે તેટલા મોટા હતા પણ તેમાં પાયખાનું જોવામાં આવતું નહિ પણ આજે તે નાના નાના મકાનમાં પણ પાયખાનું હોવું આવશ્યક મનાય છે. અને પાયખાનાને કારણે મકાનમાં એવી દુર્ગધ ફેલાઈ જાય છે કે ન પૂછો વાત ! હું અહીં તે અશકિતને કારણે ગોચરી માટે નીકળતો નથી પણ દિલ્હીમાં ગોચરી કરવા જતા ત્યારે એવું કંઈક જ ઘર જોવામાં આવ્યું હશે કે, જ્યાં પ્રવેશ કરતાં પાયખાનાના દર્શન થયાં ન હોય ! મુંબઈ અને કલકત્તાની, પાયાખાનાને લીધે કેવી ખરાબ સ્થિતિ હશે એ તે સમજી શકાય એમ છે. એક મારવાડી ભાઈ પાસેથી કલકત્તાની સ્થિતિ વિષે ગીત ગાતાં સાંભળ્યું છે કે –
કલકત્તા નહી જાના, યારે કલકત્તા નહીં જાના, જહર ખાય મર જાના, યારો કલકત્તા નહીં જાના.
કલકા આટા નલકા પાની, ચબકા ઘી ખાના, યારે” આ ગીતનો સાર એ છે કે, “કલકત્તા કેઈપણ રીતે ન જવું, જે આજીવિકા મળતી ન હોય તો ઝેર ખાઈને મરી જવું પણ કલકત્તા તે ન જ જવું! કારણ કે, ત્યાં તે ચક્કીનો લોટ, નળનું પાણી અને ચરબીનું ઘી મળે છે. માટે કલકત્તા ન જવું.”
Page #101
--------------------------------------------------------------------------
________________
૬૦ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આજે તો “વેજીટેબલ ઘી ” ચાલુ થયું છે. ગાય રાખવામાં તો કેટલાક લોકો “પાપ” માને છે પણ વેજીટેબલ ઘી ખાવામાં “પાપ” માનતા નથી. આ પ્રમાણે આજના લોકો જાણે જીવનયાત્રાને ભૂલી જ ગયા છે અને જીવનને નષ્ટ કરનાર એવાં ખાન-પાનનું સેવન કરે છે !
રાજા શ્રેણિક ભલે બીજાં કામે ભૂલી ગયા હોય પણ વિહાયાત્રા કરવાનું કામ તે ભૂલ્યો ન હતો. ભલે રાજા શ્રેણિક, શરીર રક્ષા માટે નીકળ્યો હોય કે જંગલની હવા ખાવા માટે નીકળ્યો હોય પણ તે “વિહારયાત્રા માટે બહાર નીકળ્યું હતું એવું શાસ્ત્રમાં કહેલું છે !
આજના લેકે કહે છે કે, અમે શાસ્ત્રને શું સાંભળીએ! તેમાં તપસ્યા કરવાનું જ કહેવામાં આવે છે તે તે સાંભળી શું અમે ભૂખે મરીએ ! આમ કહેનાર શાસ્ત્રને અર્થે ન સમજવાને કારણે શાસ્ત્રની અવજ્ઞા કરે છે. વાસ્તવમાં શાસ્ત્રમાં કેવાં કેવાં ગંભીર તનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે તે શાસ્ત્રના અભ્યાસી પાસેથી સાંભળે ત્યારે ખબર પડે ! બાકી શાસ્ત્રને અભ્યાસ કર્યા વિના તેની અવજ્ઞા કરવી તે મહાપાપ છે. શાસ્ત્રનું મુખ્ય બેય તે મોક્ષ છે પણ મોક્ષને પ્રાપ્ત કરવાનાં જે સાધનોની આવશ્યક્તા હોય છે તે તને પણ શાસ્ત્રકારે ભૂલ્યાં નથી; પણ સંયમ ધર્મને વહન કરવાનું એક સાધન છે, એટલા માટે શરીરરક્ષા માટે શ્રેણિક વિહારયાત્રા કરવા બહાર નીકળ્યું હતું એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે.
ગમે તેવું ગામ કે નગર હેય પણ ગામ બહાર જવાથી જરૂર હવાનું પરિવર્તન થાય છે. શ્રેણિક આ વાતને જાણતા હતા. શાસ્ત્રમાં હવાના સાત લાખ ભેદ બતાવવામાં આવ્યાં છે. હવાના પ્રત્યેક ભેદની સાથે પ્રકૃતિને જુદા જુદે સંબંધ બતાવવામાં આવેલ છે. સમુદ્રની હવા જુદી હોય છે, દ્વીપની હવા જુદી હોય છે અને આ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વગેરે દરેક દિશાની હવા જુદા જુદા પ્રકારની હોય છે. આ હવાને લગતી વાતે જે જાણતા હશે તે વૈજ્ઞાનિક હવા જેઈને એમ પણ કહી શકે છે કે, “આવી હવા ચાલી છે એટલે આમ થશે.” આ પ્રમાણે શાસ્ત્રમાં હવાના ભેદનું પણ વર્ણન છે.
રાજા શ્રેણિક વિહારયાત્રા માટે બહાર નીકળી મંડિકુક્ષિ બાગમાં આવ્યો. તે બાગ શાસ્ત્રના કથનાનુસાર નન્દનવનની જેવો હતો. આ બાગનું વર્ણન શાસ્ત્રમાં કેવી રીતે કરવામાં આવ્યું છે એ વાત યથાવસરે ફરી કહેવામાં આવશે. સુદર્શન ચરિત્ર-૬
દાસ સુભગ બાલક અતિ સુંદર, ગોવે ચરાવનાર શેઠ પ્રેમસે રખે નેમ, કરે સાલ સંભાર, ધન છે ૬ એક દિન જગલમેં મુનિ દેખે, તન મન ઉપજે પ્યાર;
ખડા સામને દયાન મુનિ મે, વિસર ગયા સંસા૨, ધન ૭ | શેઠ શેઠાણીને પુત્રની જરૂર હતી છતાં પણ તેઓ કેવા ધીર ગંભીર હતા કે, પિતાને
Page #102
--------------------------------------------------------------------------
________________
વદ ૧૧]
રાજકેટ-ચાતુર્માસ
[ ૬૧
ધર્મ છોડી અને પિતાના ધર્મને કલંક લગાડી પુત્રને પ્રાપ્ત કરવાની ઇચ્છા પણ રાખતા નહિ એ વિષે કાલે કહેવામાં આવ્યું છે.
પહેલાંના લોકે, કોઈ ચીજની આવશ્યક્તા હોવા છતાં પણ પિતાના ધર્મના ભોગે તે ચીજને લેવા ચાહતા નહિ. અરણક શ્રાવકને ધનની આવશ્યક્તા હતી અને તે માટે વહાણ લઈને પણ નીકળ્યો હતોપણ જ્યારે દેવે તેને ધર્મ ત્યાગ કરવાનું કહ્યું અને નહિ તે વહાણ સમુદ્રમાં ડુબાડી દેવાની ધમકી આપી, તે તે વખતે અરણક શ્રાવકે વહાણની જરા પણ ચિન્તા ન કરી અને પિતાના ધર્મ ઉપર દઢ રહ્યો. ધર્મને ત્યાગ કરવાથી જ કલ્યાણ થતું હોય છે, જેમની સેવામાં સોળ હજાર દેવો રહેતા હતા તે મહાપુરુષે પરિસહ શા માટે સહેત ?
પહેલાંના પ્રાયઃ બધાય શ્રાવકોના વર્ણનમાં એ ઉલ્લેખ મળે છે કે, તેઓને ત્યાં ગાય પાળવામાં આવતી ! તેઓનું જીવન ગાયોની સહાયતા વિના ચાલી શકતું નહિ ! અને તે માટે વિવાહના સમયે પણ ગો દાન આપવામાં આવતું. વાસ્તવમાં ગાયોની સહાયતા વિના જીવન નભી પણ શકતું નહિ અને પવિત્ર રહી શકતું નહિ! આ વાત આજે અમેરિકાના લોકો સમજી શક્યા છે ! “ગે ' શબ્દનો અર્થ પૃથ્વી થાય છે અને પૃથ્વીના એ અર્થ ઉપરથી ગાય પશુનું નામ પણ “ગો ” રાખવામાં આવ્યું છે. પૃથ્વીની સહાયતા વિના શું કઈ જીવિત રહી શકે છે ? કોણ એવો છે કે, જે પૃથ્વીની સહાયતા વિના જીવિત રહી શકે ? આ જ પ્રમાણે જીવનને માટે “ગાય” પણ આધારભૂત છે એમ વિચારીને જ ગાયનું નામ
ગે' રાખવામાં આવ્યું છે. જે પ્રમાણે જીવનને માટે પૃથ્વીની સહાયતાની આવશ્યક્તા છે તે જ પ્રમાણે ગાયની સહાયતાની પણ આવશ્યક્તા છે. ઘી, દૂધ વગેરે ગાયમાંથી જ પેદા થાય છે અને તે દ્વારા જ જીવનનો વ્યવહાર ચાલે છે; પણ આજના લોકે જીવન સુધારવાની કળા ભૂલી રહ્યા છે ! જે ન ભૂલ્યા હોય તે જે તમારા માટે ઘી-દૂધ આપે છે તે અથવા તેનાં સંતાને કપાય, અને તમે તે ગાયનું દૂધ પીને પણ તેની રક્ષા ન કરો એ કેમ સહન થઈ શકે ?
જિનદાસ શેઠને ત્યાં ઘણી ગાયો હતી. તે એ ગાયને આમતુલ્ય માની તેમની રક્ષા કરતે હતે. ગાયને માટે ભારતના પ્રાચીન લોકેની કેવી ઊંચી દૃષ્ટિ હતી તે વિષે કહેવું જ શું? કૃણને ભલે કઈ ગમે તે દૃષ્ટિએ જોતા હોય પણ તેઓ મહાન પુરુષ હતા એમ તે બધા માને છે. તે કૃષ્ણ પણ હાથમાં લાકડી લઈ ગયે ચરાવતા હતા. આ વાત ગાયનું મહત્ત્વ સમજાવવા માટે શું ઓછી છે?
ગાયની બરાબર સારસંભાળ રાખવા માટે જિનદાસે સુભગ નામના એક વિશ્વાસપાત્ર ગોવાળના છોકરાને પિતાને ત્યાં રાખ્યો હતો. તે છોકરાને જિનદાસ શેઠ ઘરના માણસની જેમ રાખ. સુભગ જિનદાસની ગાયોને હંમેશાં સવારમાં ચરાવવા લઈ જતો અને સાંજે ચરાવીને પાછો લાવતો.
આજે ગાયો માટે ગોચરભૂમિનો બહુ જ મુશ્કેલી છે. પણ એની ફરિઆદ કોણ કરે અને કોણ સાંભળે ! બીજા કામોને માટે તે વકીલો તૈયાર થઈ જાય છે પરંતુ આ
Page #103
--------------------------------------------------------------------------
________________
૬૨].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
કામની ચિન્તા તેમને પણ નથી ! કારણ કે તેઓ ગાયોને પાળતા નથી, એટલે તેમને એ વિષે ચિન્તા ક્યાંથી હોય? અને ભરવાડ રબારી વગેરે જે લોકો ગાયોને પાળે છે તેઓ ફરીઆદ કરવાનું જાણતા નથી; આ રીતે જે ફરિયાદ કરવી જાણે છે તેઓ ગાય પાળતા નથી અને ફરિયાદ પણ કરતા નથી ? આજે ગાયોને ચરાવવા માટે ગોચરભૂમિની બહુ જ મુશ્કેલી છે અને તેથી ગાયોની કેવી ખરાબ સ્થિતિ છે તે તો બિચારી ગાયે જ જાણે છે. પણ તેઓ પિતાની મૂકવાણી કોને સંભળાવે? પહેલાં જંગલમાં પ્રજાને અધિકાર રહેતો હતો અને પ્રજા જંગલમાં ગાયોને ચરાવીને ત્યાંની ઊપજમાંથી પિતાનું પેટ ભરતી હતી; પણ આજે તે “ફેટેસ્ટ ટેકસ’ (Forest Tax) પ્રજાના હક ઉપર લગાડવામાં આવ્યો છે એટલે હવે બિચારી ગાયોને ઊભી રાખવા માટે પણ જગ્યા મુશ્કેલીથી મળે છે.
સુભગનું મુખ્ય કામ ગાયને જંગલમાં ચરાવવાનું હતું. શેઠ સુભગને પોતાના પુત્રની માફક પાળતા–પોષતા. તેને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય, ટાઢ તડકો સહેવો ન પડે તથા ખાવા પીવાની મુશ્કેલી ન પડે તે માટે શેઠ બધો પ્રબંધ કરી આપતા. આ પ્રમાણે સુભગ જિનદાસ શેઠને ત્યાં આનંદપૂર્વક રહેતો હતો.
મુસલમાનના ધર્મમાં કહ્યું છે કે, જેના ઘરમાં રહેનારા મનુષ્ય કે પશુ-પક્ષી દુઃખી હોય તે પાપી છે. આ પ્રમાણે કહી પિતાના આશ્રિત જીવોની સાર સંભાળ રાખવાનું કર્તવ્ય બતાવવામાં આવ્યું છે ! આજના લોકો પોશાક-ફરનીચર વગેરેની જેટલી સંભાળ રાખે છે તેટલી સંભાળ પિતાના આશ્રિતની રાખતા નથી.
આશ્રિત પાસેથી પ્રેમપૂર્વક કામ લેવું એ જુદી વાત છે અને માર મારીને કે લાલ આંખ કાઢીને કામ લેવું એ પણ જુદી વાત છે. પ્રેમ વ્યવહારથી જે કામ લેવામાં આવે છે તેમાં નકર અને શેઠ બન્નેને સંતોષ રહે છે જ્યારે માર મારીને કે લાલ આંખ બતાવીને કામ લેવામાં અને કરવામાં હમેશાં અસંતોષ રહે છે. કોઈને મારમારીને સુધારી શકાતા નથી. પિતાને છોકરે પણ માર મારવાથી સુધરી શકતા નથી. આ વાત આજના લેકોને હવે ગળે ઉતરવા લાગી છે અને તેથી જ વિદ્યાર્થીઓને ભણાવતી વખતે માર મારવામાં આવતા નથી, એ સારી વાત છે.
પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહેતા હતા કે, “માણસે ન તે પાણીની માફક નરમ ભેંસ જેવા બનવું જોઈએ તેમ પત્થરની માફક કઠેર હદયી પણ બનવું ન જોઈએ પણ બીકાનેરી સાકરના ગોળાના જેવા બનવું જોઈએ. જે તે સાકરનો ગોળો કોઈને મારવામાં આવે તે તેની ચેટ લાગે છે પણ જે કઈ તેને મોઢામાં રાખે તે પાણી થઈ જાય છે અને મીઠાશ આપે છે.” ' અર્થાત સાકરને ગળા પત્થર તરીકે વ્યવહાર કરવું હોય તે તેમાં કામ લાગે છે અને જો કોઈની સાથે સીધે વ્યવહાર કરવો હોય તો તેમાં પણ કામ લાગે છે. આ પ્રમાણે મનુષ્ય કઠોર અને નરમ બન્ને પ્રકારને સ્વભાવ રાખે છે ત્યારે જ તેને જીવનવ્યવહાર બરાબર ચાલી શકે છે.
જિનદાસ સુભગને પ્રેમપૂર્વક રાખતા હતા અને પ્રેમથી તેને સુધાર કરતા હતા.
Page #104
--------------------------------------------------------------------------
________________
વદ ૧૨]
રાજકાટ-ચાતુર્માસ
[ ૬૩
સુભગ પણ જિનદાસને પોતાના પિતાની માફક પેાતાનું પાલણુ–પાષણ કરે છે માટે પિતાતુલ્ય છે એમ માનતા. જિનદાસ શેઠ સાધુ-સંત પાસે ધર્મધ્યાન કરવા જતા ત્યારે સુભગને પણ કાઇ કોઈવાર સાથે લઈ જતા, તે વખતે સુભગ ધર્મકરણીને ધ્યાનપૂર્વક જોતેા. એક દિવસ જંગલમાં તે ગાયા ચરાવતા હતા ત્યાં તેણે વૃક્ષની નીચે એક ધ્યાનસ્થ મહાત્માને જોયા. આ બન્નેને સંગમ કેમ થયા એ વાત યથાવસરે કરી કહેવામાં આવશે પણ અત્યારે તે એટલું જ કહું છું કે, મહાત્મા લેાકેાના દર્શનની પણ કેવી અસર થાય છે અને માણસ પોતાનું કલ્યાણુ કેવી રીતે સાધે છે ! મહાત્માઓનું દન ખરેખર કલ્યાણુકારી હાય છે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાડ વદી ૧૨ બુધવાર
પ્રાર્થના
શ્રી આદીશ્વર સ્વામી હા,
પ્રણમ્' સિર નામી તુમ ભણી, પ્રભુ અંતરયામી આપ ।
શ્રી આદિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
સંસારના બધાં પ્રાણીઓને પ્રાર્થના કરવાના અભ્યાસ એછાવત્તા પ્રમાણમાં હાય જ છે. પણ પ્રભુપ્રાર્થના, શ્વરપ્રાર્થના કે પારમાર્થિક પ્રાર્થના બધી પ્રાથનામાં ઉત્કૃષ્ટ છે. જ્યારે આ પ્રાર્થના બધાથી ઉત્કૃષ્ટ છે તે આ પ્રાર્થનામાં ઉત્કૃષ્ટ વસ્તુના વિચાર પણ કરવા જોઈ એ ! ઉદાહરણ તરીકે સામાન્ય વસ્તુના ગ્રાહક કરતાં રત્નના ગ્રાહક ઉત્કૃષ્ટ ગણાય છે; તે જ પ્રમાણે જે ઉત્કૃષ્ટ પ્રાર્થના કરે છે તેના ભાવ પણ ઉત્કૃષ્ટ જ હાવા જોઈ એ, એટલા માટે પ્રાથના કરતી વખતે ઉત્કૃષ્ટ ભાવ અને ઉત્કૃષ્ટ ઇચ્છા રાખવી જોઈ એ; પણ ઇચ્છાનું પણ પરિવન થયા કરે છે. અત્યારે કઈ ઇચ્છા થાય છે અને પછી કઈ ઈચ્છા થાય છે ! આ પ્રમાણે ઇચ્છાનું પરિવર્તન ભલે થયા કરે પણ જ્યારે આગળ વધતાં વધતાં ઇચ્છા નિર્વિકાર થઇ જાય ત્યારે એ ઇચ્છા પરમાત્માની પ્રાર્થનાને ચેાગ્ય છે એમ કહી શકાય ! એટલા માટે ઇચ્છા નિર્વિકાર અને એવી રીતે આગળ વધવું જોઈ એ; અર્થાત્ અશુભ ઇચ્છાને ત્યાગ કરી, શુભ ઇચ્છા કરવી અને એમ આગળ વધતાં વધતાં શુદ્ધ ઇચ્છામાં પહોંચવું જોઈ એ. પહેલાં અશુભ ચ્છિાથી પ્રાર્થના કરવાનું છેાડી દઈ ધીરે ધીરે શુદ્ધ ઇચ્છાથી પરમાત્માની પ્રાર્થના કરતાં શીખવું અને જ્યારે એ શીખાઈ જાય ત્યારે સમજવું કે, હું પ્રાર્થનાની ઉત્કૃષ્ટતા જાણી એ ઉત્કૃષ્ટતાને અનુરૂપ પ્રાર્થના કરવા લાગ્યા છું.
ભગવાન આદિનાથની પ્રાર્થના અનેક રીતિએ કરવામાં આવી છે. એ વાત જુદી છે કે, પ્રાના પોતપાતાની રુચિ અને ઢમ પ્રમાણે કરવામાં આવે પણ પ્રાર્થના તે પહેલાં
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
ની જ છે. જે પ્રાર્થના પહેલાં પ્રાકૃતમાં હતી તે જ સંસ્કૃતમાં થઈ અને પછી તે જુદી જુદી બાલભાષામાં પરિવર્તિત થઈ. આમ રુચિ પ્રમાણે ભાષા અને ભાવનું પરિવર્તન લોકોએ અવશ્ય કર્યું છે પણ પ્રાર્થના તે પહેલાની જ છે, વસ્તુ તે તેમાં તે જ છે. પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે –
હે ! પ્રભો ! હું ઘણા લોકોની શરણે ગયો પણ મારા મનની ચિન્તા દૂર ન થઈ અને મારી આશા સફળ ન થઈ! હવે હું તારા શરણે આવ્યો છું માટે મારી આશા સફળ કર અને મારી ચિન્તાને દૂર કર.”
ભગવાનની પાસે આશાને સફળ કરવાની પ્રાર્થના તે કરવામાં આવે છે પણ તેમની પાસેથી કેવી આશા કરવામાં આવે છે એ પણ વિચારવા જેવી વાત છે.
તમે લેકે સાધુઓની પાસે કઈ આશાએ આ છો? તમે ધન કે સંસારની ચીજોની આશા પૂરી કરવા માટે તે અત્રે આવતા નથી ને ? જે તમે ધનાદિ સાંસારિક ચીજો મળવાની આશાએ આવતા હે તે તમારું અત્રે આવવું નિરર્થક જશે. આ જ પ્રમાણે જે પરમાત્મા, સંસારના વિકલ્પથી દૂર છે તેમની પાસેથી સંસારની કઈ કામના પૂરી કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે તે મોટી ભૂલ છે; માટે પરમાત્માની પાસે સાંસારિક ચીજની આશા પૂરી કરવા માટે પ્રાર્થના ન કરતાં એવી પ્રાર્થના કરી કે, “હે ! પ્રભો ! સંસારના સંકલ્પ વિક૯૫ કરતાં અનન્ત કાળ ચાલ્યો ગયો, છતાં મારા પાર આવ્યો નહિ, માટે મારા સંસારના સંકલ્પવિકલ્પો દૂર થાય એ આશાએ હું તારા શરણે આવ્યો છું, મારી એ આશા પૂરી કર કે જેથી ફરી મારામાં કોઈ પ્રકારની આશા જ ન રહે !”
કોઈ માણસ પાણીમાં ડૂબતો હોય ત્યારે તેને કોઈ રાજ્ય આપવા માંડે તે રાજ્ય પસંદ કરશે કે નૌકા ! તે રાજ્ય નહિ પણ નૌકા જ ચાહશે એ દેખીતું છે. આ જ પ્રમાણે જે આ સંસારસમુદ્રને તરવા જ ચાહે છે, તેઓ તે પરમાત્માના ચરણ-શરણરૂપી નૌકા જ પસંદ કરશે, બીજું કાંઈ માંગશે નહિ. તમે પણ એજ ભાવનાએ પ્રાર્થના કરે કે, “હે ! પ્રભો ! મને તમારા ચરણનું જ શરણ મળે.’ આ ભાવનાથી કરવામાં આવેલી પ્રાર્થના જ ઠીક અને વાસ્તવિક છે.
મનુષ્ય સાચી પ્રાર્થના ક્યારે કરી શકે એ વાત હું સિદ્ધાન્તથી બતાવું છું. રાજા શ્રેણિકને સંસારની કઈ વસ્તુની ખામી ન હતી. અનેક લોકોને તે આશ્રય આપતો હતો; એટલે તે અનાથને નાથ ગણાત. આવા શ્રેણિક રાજાને મહામુનિ અનાથીએ “અનાથ' કહ્યો. તેમણે કેવળ એમ કહ્યું એટલું જ નહિ પણ તેમને સમજાવી ખાત્રી કરાવી આપી કે, “જે પિતાને અનાથને નાથ માને છે તે પોતે જ અનાથ છે.” જે મહાત્માએ આ પ્રમાણે સનાથતા અને અનાથતાને નિર્ણય કરી આપે તે મહાત્માના શરણે તમે જાઓ ત્યારે જ પરમાત્માની સાચી પ્રાર્થના ક્યારે કરી શકાય ? તે જાણી શકશે ! એટલા માટે જે પ્રમાણે રાજા શ્રેણિકે એ મહાત્માનું શરણ લીધું હતું તે પ્રમાણે તમે પણ શરણ લો ! પણ “હું અનાથ છું” એવું અભિમાન ન કરો. જ્યારે રાજા શ્રેણિક જેવો પણ અનાથ હતા તે તમે પિતાને સનાથ માને એ અભિમાન નહિ તો બીજું શું ?
Page #106
--------------------------------------------------------------------------
________________
વદ ૧૨]
અનાથી મુનિના અધિકાર—છ
શ્રેણિક વિહારયાત્રા માટે નગરની બહાર નીકળ્યા હતા. પ્રકૃતિના નિયમેાનું પાલન અને તેની રક્ષા કરવી આવશ્યક છે. આમ કરવામાં આવે તે જ આગળ જતાં ઉન્નતિ થઇ શકે ! રાજા શ્રેણિક પોતે પણ ૭૨ કલાના જાણકાર હતા અને તેને ત્યાં તે અનેક શરીરશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર તથા ભાતિકશાસ્ત્ર આદિ શાસ્ત્રના જાણનાર પંડિતે રહેતા હતા અને તેમના ચરણની સેવા કરતા હતા. તેમ છતાં તે શ્રેણિક રાજા શરીરરક્ષાને માટે 'ડિક્ષ બાગમાં કરવા જતા હતા, તે ખાગ નંદનવનની જેવા હતા એવું વર્ણન કરવામાં આવ્યું છે,
રાજકાટ-ચાતુર્માસ
[ ૬૫
જ્યાં અનેક પ્રકારનાં વૃક્ષેા તથા લતાએ હાય તેને ખાગ કહેવામાં આવે છે. વૃક્ષ અને લતાઓમાં એ અંતર હેાય છે કે, વૃક્ષ કેાઈની સહાયતા લીધા વિના પેાતાની મેળે જ વધતું જાય છે અને ફળફૂલ આપે છે પણ લતાએ કાઈની સહાયતા લીધા વિના સીધી કે ઊંચી થતી નથી પણુ ફેલાતી જાય છે અને ફળફૂલ આપે છે. જ્યાં અનેક વૃક્ષેા અને લતાએ હાય છે તે બાગ કહેવાય છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, મડિક્રુક્ષ બાગમાં અનેક વ્રુક્ષા અને લતાએ હતાં. આ ઉપરથી એવા પ્રશ્ન થાય છે કે, મેક્ષનું વિધાન કરનારા શાસ્ત્રોમાં આ પ્રકારે બાગનું વર્ણન કરવાની શી જરૂર હતી ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, તમે લેાકેા જીવનના હેતુ ભૂલી ગયા છે, પણ શાસ્ત્રકારા જીવનના આવશ્યક અંગાને ભૂલી ગયા નથી. સાધુ હોવા છતાં પણ કાઈ સાધુ વન અને વૃક્ષને ભૂલી શકે નહિ, બૈદ્ધસાહિત્યમાં જોવામાં આવ્યું છે કે, જ્યારે યુદ્ધ ગયાના જંગલમાં ગયા ત્યારે તેમણે કહ્યું કે, “અમારા જેવા યાગીઓના ભાગ્યથી જ જંગલ સુરક્ષિત છે-નષ્ટ કરવામાં આવ્યું નથી. જો જંગલ ન હોત તે। આત્મસાધના માટે યોગીએને બહુ જ મુશ્કેલી પડત.'' આ પ્રમાણે યાગી લેાકેા જંગલનું મહત્ત્વ સમજે છે અને યેાગ કરવા છતાં પણ જંગલનું મહત્ત્વ ભૂલી જતા નથી ! માટા મેટા સિંહા પણ મેટા જંગલમાં જ વસે છે. જ ંગલ કે વૃક્ષામાંથી સિંહની ઉત્પત્તિ કાંઇ થતી નથી પણ તેમનું રક્ષણ ત્યાં જ થાય છે. જ્યાં કેવલ રેતીની ટેકરીએ! હાય છે ત્યાં મેાટા સિંહા પણ જોવામાં આવતા નથી !
જે
કહેવાના આશય એ છે કે, જીવનને માટે કેવળ મોક્ષની વાતો કરવી એ તેા આકાશનું ફુલ હોય તો તેના મૂળને પણ બતાવવું આવશ્યક છે.
આવશ્યક વસ્તુએ છે તે ન બતાવતાં, બતાવવા જેવું છે. કોઈ વૃક્ષને બતાવવું જીવનને દક્ષાની આવશ્યકતા બહુ છે. આજના કેટલાક લેાકેા એમ સમજે છે કે, જીવનમાં મિત્રનું સ્થાન મહત્ત્વનું હાઈ શકે પણ જીવનમાં વૃક્ષાની શી આવશ્યકતા છે ? આ પ્રશ્નના જવાબ વૈજ્ઞાનિકો આપે છે કે, ‘જીવનમાં મિત્ર કે ભાઈબંધ કરતાં વૃક્ષાની આવશ્યકતા વિશેષ છે” કારણકે વૃક્ષાની સહાયતાથી જ જીવન ટકી શકે છે. વૃક્ષાની સહાયતાથી જીવન કેવી રીતે ટકે છે? એને માટે તેઓ કહે છે કે, મનુષ્ય જે હવા છેાડે છે તે ઝેરી કારબન ગેસ છે. જો મનુષ્ય ઝેરી હવા છેડે નહિ અને બીજી હવા લે નહિ તે મનુષ્ય મરી જાય ! મનુષ્ય જે ઝેરી હવા છેાડે છે તેને વૃક્ષ પેાતાનામાં સીંચી લે છે અને તેનાં બદલામાં સિઝન હવા
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આપે છે, કે જેના વડે મનુષ્ય જીવિત રહી શકે છે. પ્રકૃતિની રચના જ કઈ એવા પ્રકારની છે કે, જે હવા મનુષ્ય છેડે છે તે જ હવા વૃક્ષને માટે અમૃત સમાન નીવડે છે અને વૃક્ષ જે હવા છેડે છે તે મનુષ્યને માટે અમૃત સમાન નીવડે છે. આ દૃષ્ટિએ વૃક્ષ જે મનુષ્ય છોડેલી ઝેરી કારબન ગેસ પચાવીને એકસીઝન હવા છેડે નહિ તે, મનુષ્ય જીવિત કેવી રીતે રહી શકે? — -
આ પ્રમાણે વૃક્ષો મનુષ્યને માટે જીવનોપયોગી છે છતાં લોકો કહે છે કે, જીવનમાં વૃક્ષોની શી આવશ્યકતા છે? પણ વૃક્ષો ન હોત તે તમારી જીવનરક્ષા માટે ઓકિસઝન હવા પણ કોણ પૂરી પાડત? વૃક્ષો લેકેની જીવનરક્ષા કરે છે, તે પણ આજકાલ તેમની ઉપર દયા કરવામાં આવતી નથી ! પહેલાંના લોકો વૃક્ષોની આત્મીયજનની માફક રક્ષા કરતા હતા અને જે કોઈ વૃક્ષને કાપવામાં આવતું તો તેમને બહુ દુઃખ થતું હતું; પરંતુ આજના લોકોએ તે વૃક્ષોની દયા જ છેડી દીધી છે અને કહે છે કે, “અમે સુધરેલા છીએ!” જે ઝેર લઈને બદલામાં અમૃત આપે છે તેની દયા ન કરવી એ કૃતનતા છે. મહાભારતમાં વૃક્ષને અજાતશત્રુ કહેવામાં આવે છે. અજાતશત્રુ એટલે તેને કોઈ શત્રુ નથી. જે કોઈ તેને પત્થર મારે છે કે, તેની ઉપર કુહાડીને માર મારે છે તેને બદલામાં તે પોતાનાં મીઠાં ફળ કે પિતાનું સર્વસ્વ પણ આપી દે છે. આવા જીવનોપયોગી વૃક્ષની જીવનમાં આવશ્યકતા કોણ નહિ સ્વીકારે !
દિલ્હીના લોકો કહેતા હતા કે, જુની દિલ્હીમાં બહુ વૃક્ષે હતા પણ જ્યારે લૈર્ડ હાડિજ ઉપર મેઈએ ઐમ્બ ફેંકયો હતો ત્યારે ઍમ્બ ફેંકનાર પકડાય નહિ એટલે બજારના બધાં વૃક્ષો કાપી નાંખવામાં આવ્યાં. અહીં એક વિચારવાની વાત છે કે, બેંમ્બ ફેકયો કોણે અને દંડ મળ્યો કોને? જે એકિસઝન હવા આપી મનુષ્યને જીવિત રાખે છે તે વૃક્ષોને કાપવાની કૃતજ્ઞતા કરી લેકે પિતાને સુધરેલા માને છે, પણ આ સુધાર કહેવાય કે કુધાર !
આજે જંગલને કાપી વેરાન બનાવી મૂકવામાં આવે છે, પણ એને લીધે વરસાદ એ થતું જાય છે એ કોણ જાણે છે ! જ્યારે મોટાં મોટાં જંગલ અને બાગ હતાં ત્યારે કેસરી સિંહની માફક મહાત્મા લોકો પણ ત્યાં જ રહેતા, પણ હવે તે અમારે સાધુઓએ પણ નગરનું શરણ લેવું પડે છે !
રાજા શ્રેણિક, બાગને પિતાની બધી સમ્પત્તિઓમાં મોટી સમ્પત્તિ માનતે હો; અને એ કારણે તે બાગને નવપલ્લવિત રાખવા પ્રયત્ન કરતો હતે.
આ પ્રમાણે બાગના વૃક્ષોનું વર્ણન કરી, એ બાગમાં અનેક પ્રકારનાં પક્ષીઓ રહેતા હતા એમ આગળ કહેવામાં આવ્યું છે. તે બાગ અનેક પ્રકારના પક્ષીઓથી સેવિત હતા. એ કથન ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે, તે વખતે આજની માફક પક્ષીઓની હત્યા કરવામાં આવતી ન હતી. આજે તે પિતાની મોજમઝાને પૂરી કરવા માટે પક્ષીઓની પાંખ-પીછાં માટે હત્યા કરવામાં આવે છે. મેં એક લેખમાં વાંચ્યું હતું કે, યુરોપ અને અમેરિકામાં લોકોની શિકારત્તિને કારણે ત્યાં અનેક પક્ષીઓની જાતિ જ નષ્ટ થઈ ગઈ છે. આ પ્રમાણે આજના સુધારાએ અને આજની ફેશને વૈર જ પેદા કર્યું છે. પક્ષીઓની રક્ષા માટે
Page #108
--------------------------------------------------------------------------
________________
વદ ૧૨]
રાજકાટ-ચાતુર્માસ
[ ૬૭
શું એવી પ્રતિજ્ઞા કરી શકેા છે! કે, જે ચીજોમાં પક્ષીએની પાંખાના-પીછાંના ઉપયાગ કરવામાં આવ્યા હોય તે ચીજોને પેાતાના મેાજશેખ માટે કામમાં નહિ લઈ એ ! કદાચ તમે એવી ચીજોના ઉપયાગ ન પણ કરતા હૈ। તેમ છતાં ત્યાગ કરવા એ તે વાતે અભયદાન આપવા જેવું છે. આજે મેાજશાખની પાછળ કેટલા જીવાની હત્યા કરવામાં આવે છે એ લેાકેા જોતા નથી! અનેક બુદ્ધિમાન લેાકાએ જે વસ્ત્રામાં હિંસા થાય છે એવાં રેશમનાં કે ચર્બીવાળાં કપડાંના ત્યાગ કર્યો છે તે। શું તમે લેાકેા જે ચીજોમાં પીના ઉપયાગ કરવામાં આવ્યા હાય, તેને ત્યાગ કરી નિહ શકે! ?
તે બાગમાં અનેક પક્ષીએ સ્વતંત્રતા અને નિર્ભયતાપૂર્વક કલ્લેાલ કરતા હતાં. ત્યાં તેમને કાઈ પ્રકારના ભય ન હતા. જ્યાં પક્ષીએ આ પ્રમાણે નિર્ભયતાપૂર્વક કથ્થાલ કરતાં હોય છે ત્યાં દયા છે એમ સમજવું જોઈ એ ! પૂજ્યશ્રી શ્રીલાલજી મહારાજ કહેતા હતા કે, મે... ટાંક રાજ્યમાંથી નીકળી જયપુર રાજ્યમાં પ્રવેશ કર્યાં અને પક્ષીઓને કલ્લાલ કરતાં જોયાં ત્યારે મને ખૂબ પ્રસન્નતા થઈ, કારણ કે, ટાંક રાજ્યમાં પક્ષીઓને શિકાર કરવામાં આવતા એટલે ત્યાં પક્ષીઓ પણ બહુ નજરમાં આવતા નથી !’
પક્ષીઓથી જીવનને લાભ છે કે નહિ એ વાતને તમે શું જાણે!? પણ તમારા ન જાણવાથી કાંઈ કાઈ ચીજ નિરુપયેાગી થઇ શકતી નથી. હીરાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે એ કદાચ તમે જાણતા નહિ હા ! એ તા જાણનારા જ જાણે છે. એવી કહેવત છે કે, જે દેશનાં રત્ના મેટાં હાય છે ત્યાં જ મહાપુરુષા પાકે છે. ગંગા, હિમાલય વગેરે ભારતમાં જ છે એ કારણે અહીં મહાપુરુષો પણ અનેક પાકયા છે. પ્રકૃતિની જેવી રક્ષા કરવામાં આવે છે, પ્રકૃતિ પણ તેવા લાભ આપે છે.
તે બાગમાં અનેક પ્રકારનાં ફૂલો ખીલેલાં હતાં. ફૂલોની સુગંધથી ખાગ મહેકતા હતા. આજના લેકે સુગંધ માટે * સેન્ટ 'ને ઉપયેાગ કરતાં જણાય છે. એ લેાકાને ભારતનું અત્તર પસંદ પડતું નથી. પણ એટલું એ સેન્ટના શેાખીના જાણુતા નથી કે, સેન્ટમાં મેળવેલો સ્પીરીટ મગજમાં જઈ કેટલી હાનિ કરે છે !
ભારતીય થઈ ને ભારતીય વસ્તુ પસંદ પડતી નથી અને વિદેશી વસ્તુએ કેવી રીતે બને છે એના ખ્યાલ સરખા પણુ હોતા નથી, એ ખરેખર દેશને માટે અને પેાતાને માટે નીચુ જોવા જેવી વાત છે. તમે લોકો અનેક પ્રકારનાં તેલા પણ વાપરતા હશે! પણ કયું તેલ કેવી રીતે બન્યું છે ! અને એ તેલ પેતાની પ્રકૃતિને અનુકૂળ છે કે પ્રતિકૂળ એ વિષે વિચાર કરેા છે. ખરા? આજના પોશાક જ એવે પાપી છે કે તેલ, લવન્ડર અને સેન્ટ વિના કામ જ ચાલી શકતું નથી. ખાવાની વસ્તુ કરતાં પહેરવાની વસ્તુઓ ભારે થઈ પડી છે!
જીવનપયોગી વાસ્તવિક ચીજોને! ત્યાગ કરી જીવનભ્રષ્ટ ચીજોને સ્થાન આપવાથી જ અત્યારની સ્થિતિ કઢંગી બની રહી છે ! આ બધું પ્રકૃતિની સાથે વૈર કરવા જેવું છે. પ્રકૃતિની સાથે વૈર કરવાને કારણે જ કોઈ દિવસ ન સાંભળેલા રાગે પણ કાટી નીકળ્યાં છે. અત્તર, સેન્ટ વગેરે માટે અનેક પ્રકારનાં પાપો કરવામાં આવે છે. તે કૃત્રિમ સુગંધથી મન તથા બુદ્ધિમાં વિકૃતિ આવે છે પણ પ્રાકૃતિક સુગંધમાં રોગ પેદા કરવાની
Page #109
--------------------------------------------------------------------------
________________
૬૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
કે વિકૃતિ થવાની કાંઈ ખરાબી હેતી નથી. જો હું કાનમાં અત્તરનું પુમડું નોખું તે તમે લકો શું કહેશો? તમે લોકો મને ઉપાલંભ આપશે, પણ જો પ્રાકૃતિક રીતિએ નાકમાં સુગંધ આવતી હોય તે તમે લોકો શું મને ઉપાલંભ આપશે ? અત્તર લગાવવાથી ઉપાલંભ આપવાનું કારણ એ જ છે કે, અત્તર લગાવવું એ કુદરતની સાથે લડાઈ કરવા જેવું છે; પણ ફૂલની જે પ્રાકૃતિક સુગંધ આવે છે એ કાંઈ પ્રકૃતિની સાથે લડાઈ કરવા જેવું નથી. એ સુગંધ તે પ્રકૃતિ પોતે આપે છે. તેને કોઈ રોકી શકતું નથી. અનાથી મુનિ બાગમાં બેઠા હતા છતાં કોઈ “તમે મોજશોખ માટે બાગમાં બેઠા છો ” એમ કહી શકતું નહિ; કારણ કે ત્યાં જે સુગંધ આવતી હતી તે પ્રાકૃતિક સુગંધ હતી.
મંડિકુક્ષ બાગને નંદનવનની ઉપમા આપવામાં આવી છે. આ બન્નેને સંબંધ ઉપમા ઉપમેયને છે. અર્થાત નંદનવન જેવો સુંદર મંડિકલ બાગ હતા. આવા નંદનવન જેવા મંડિકુલ બાગમાં તે મહામુનિ બીરાજતા હતા.
ઉદયપુરના રાણું સજજનસિંહજી એમ કહ્યા કરતા કે, બુદ્ધિનું ઘર આરામ છે. જ્યારે આરામ હોય છે ત્યારે જ બુદ્ધિ પેદા થાય છે ! પણ આરામનું સ્થાન કાંઈ શહેર જ નથી. કોઈવાર તમે મને કહે કે, નગર તે તમને પણ સારું લાગે છે ! તમે પણ ગામડાઓમાં રહેવાનું પસંદ કરતા નથી ! પણ તમને એ ખબર નથી કે, અમારે આ ઉપાલંભ શહેર વાળાઓને કારણે જ સાંભળવો પડે છે. જ્યાં રોગીઓ વધારે હોય છે ત્યાં જ ડૉકટરોને વધારે વાર જવું પડે છે ! આ જ પ્રમાણે અમારે પણ નગરોમાં વધારે આવવાનું થાય છે. કારણ કે, નગરમાં જેટલો વિકાર ઘર ઘાલી બેઠે છે તેટલો વિકાર ગામડાઓમાં નથી. શહેર જેટલી ગામડાંઓની ખરાબી નથી. આ જ કારણે અમારે પણ નગરોમાં વધારે આવવાનું થાય છે. હું તમને આજે જ નગર છોડી દેવાનું કહેતા નથી પણ એટલું તે અવશ્ય કહું છું કે, તમે પણ જીવન સુધારાનું ખાસ ધ્યાન રાખે. મને દયા, પૌષધ વગેરે પ્રિય છે, છતાં એ વિષે બહુ ભાર નહિ આપતાં શરીર અને આત્માના કલ્યાણની વાતો ઉપર એટલા માટે વિશેષ ભાર મૂકું છું કે, શરીરને સ્વસ્થ અને સારું રાખવાથી જ ધર્મકાર્યો પણ સારી રીતે થઈ શકે છે. એટલા માટે તમે પ્રત્યેક વસ્તુની લાભ-હાનિને વિવેકદષ્ટિએ જુએ અને હાનિકારક વસ્તુનો ત્યાગ કરી લાભદાયક વસ્તુને જીવનમાં ઉતારે. ધર્મને પવિત્ર રાખવા માટે જ હું જીવનને પવિત્ર અને સ્વસ્થ રાખવાની વાત ઉપર ખાસ ભાર મૂકું છું.
જીવનને સુધાર કેવી રીતે થઈ શકે એ વાત હવે હું સુદર્શનની કથાકારા કહું છું - સુદર્શન–ચરિત્ર–૭
એક દિન જંગલમે મુનિ દેખે, તન મન ઉપ યાર ! ખડા સામને દયાન મુનિ મેં, વિસર ગયા સંસા૨, એ ધન શા ગગન ગયે મુનિરાજ મંત્ર ૫, બાલક ઘરેક આયા શેઠ પૂછતે મુનિ દર્શનકે, સભી હાલ સુનાયા. ધન ૮ |
Page #110
--------------------------------------------------------------------------
________________
વદ ૧૨] રાજકોટ–ચાતુર્માસ
: [ ૬૯ સુભગ બાળક ગાયો ચરાવવા માટે હમેશાં જંગલમાં જતો હતો અને પ્રકૃતિની રચનાદ્વારા નવું નવું જ્ઞાન પણ મેળવતો હતો.
તમે એમ કહેશે કે, જ્ઞાન તે હાઈસ્કૂલ કે કૅલેજમાં પુસ્તકો વાંચવાથી મળી શકે પણ જંગલમાંથી જ્ઞાન કેવી રીતે મળી શકે? તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, પ્રકૃતિની પાઠશાળામાંથી જે સંસ્કારી જ્ઞાન મળે છે તે કૅલેજ કે હાઈસ્કૂલમાંથી મળવું મુશ્કેલ છે ! જે મહાપુરુષ જંગલમાં જઈને રહે છે તેઓ પ્રકૃતિ પાસેથી કેવી રીતે શિક્ષા મેળવે છે એ વાતને પૂર્ણરૂપે કહેવાનો અત્યારે અવકાશ નથી પણ અત્યારે એ વિષે એક જ વાત કહી પ્રકૃતિની બધી વસ્તુઓ કેવી શિક્ષા આપનારી હોય છે એ સમજાવું છું –
જંગલમાં ઝરૂ-ઝર્ અવાજ કરતા વહેતા ઝરણાને જોઈ મહાપુરુષે શું વિચારે છે તે જુઓ. તેઓ ઝરણાને “ઝ-ઝ અવાજ સાંભળી એવો વિચાર કરે છે કે, જ્યારે આ ઝરણાની પાસે આવ્યા ન હતા, ત્યારે પણ આ ઝરણું ઝર્ઝ' અવાજ કરતું હતું. અત્યારે હું આવ્યો છું ત્યારે પણ એવો જ અવાજ કરે છે અને હું અહીંથી ચાલ્યો જઈશ ત્યારે પણ એવો અવાજ કરતું રહેશે ! ભલે કોઈ રાજા આવે કે ગરીબ આવે અથવા કોઈ નિંદા કરે કે પ્રશંસા કરે તો પણ આ ઝરણું એ કારણે પિતાના ઝરૂ-ઝર્ અવાજમાં વધારો-ઘટાડે કરતું નથી અને પિતાનો અવાજ બદલતું નથી. જે પ્રમાણે આ ઝરણું એ પિતાને ધર્મ બદલતું નથી તે જ પ્રમાણે હું પણ મારો ધર્મ બદલું નહિ તે મારું જીવન જ સાર્થક થઈ જાય ! પણ હું તે વેશ્યા જેવું આચરણ કરું છું. જેમ વેશ્યા ગરીબને જોઈ તેને ધુત્કારે છે અને રાજાને જોઈ તેનું સન્માન કરે છે તે જ પ્રમાણે હું પણ કરું છું. પણ આ ઝરણામાં એ રાગદ્વેષ નથી. જે પુરુષમાં ઝરણાને આ ગુણ છે તે વાસ્તવમાં મહાપુરુષ છે !
“આ ગુણ સિવાય ઝરણામાં એક ધારાએ વહેવાને બીજો ગુણ છે. આ ઝરણું જે ધારાએ વહે છે તે જ ધારાએ વહેતું રહે છે. જ્યારે મારા જીવનની ધારા વહેતી જોઉં છું તે થેડી થોડી વારમાં મારી ધારા બદલતી જ રહે છે. આજે મારી જીવનધારા આ બાજુ વહે છે તે કાલે બીજી બાજુ આ પ્રમાણે મારી જીવનધારા એક સરખી વહેતી નથી. ધન્ય છે આ ઝરણાને કે તે હમેશાં એક સરખી ધારાએ જ વહેતું રહે છે.
“આ ઝરણામાં ત્રીજો પણ ગુણ છે, જે મારા માટે ખાસ અપનાવવા યોગ્ય છે. આ ઝરણું પિતાનું બધું પાણી કોઈ મોટી નદીને સોંપી દે છે અને તેની સાથે મળી જઈ સમુદ્રમાં લય થઈ જાય છે અને ત્યાં પિતાનું નામ શેષ પણ રાખતું નથી. એ જ પ્રમાણે હું પણ કોઈ મહાપુરુષની સંગતિ કરી પરમાત્મામાં લીન થઈ જાઉં તે પછી મારે જોઈએ જ શું?”
આ એક ઝરણા પાસેથી મહાપુરુષ પ્રાકૃતિક શિક્ષા મેળવે છે તે પછી બીજી પ્રાકૃતિક રચનાઓમાંથી કેટલે બધા તેઓ બોધપાઠ મેળવતા હશે! પ્રકૃતિની પ્રત્યેક રચનામાંથી માહપુરુષ કોઈને કોઈ પ્રાકૃતિક શિક્ષા મેળવ્યા જ કરે છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
સુભગ જંગલમાં જઈ પ્રકૃતિની પાઠશાળામાંથી પ્રાકૃતિક શિક્ષા લેતા. જો કે તે આજના લોકોની માફક લખવું, વાંચવું, ગાવું-અજાવવું વગેરે સાંસારિક વિષયેાથી અજ્ઞાત હતા, પણ પ્રાકૃતિક રચનાના તે બહુ રિસક હતા; એટલા માટે તે પ્રકૃતિનાં સુંદર દૃશ્યા જોઈ આનંદ પામતા હતા. જે પ્રકૃતિના ખાળે ખેસે છે, પ્રકૃતિ તેને જરૂર સહાયતા આપે છે ! તમે એમ સમજતા હશેા કે, આ મૂગી પ્રકૃતિ સહાયતા શું કરતી હશે ! પણ આ માન્યતા ખાટી છે. પ્રકૃતિ પણ મૂંગી મૂંગી સહાયતા આપ્યા જ કરે છે. ઘણીવાર ઘેર શું ભાજન બન્યું હશે તેની તમને પહેલેથી ખબર હોતી નથી પણ તૈયાર થએલું ભેાજન તમારી સામે આવે છે ત્યારે જો તમારી ઇચ્છાનુસાર ભાજન બન્યું હેાય તે એમ સમજશે! કે, તેમાં પ્રકૃતિના પણ હાય છે! શાસ્રકારા કહે છે કે, પુણ્યના યેાગે જ ઇષ્ટ ગંધ, ઇષ્ટ રૂપ, ઇષ્ટ રસ વગેરે મળે છે. આ પ્રમાણે પ્રકૃતિ પણ ન જાણવા છતાં ગ્રૂપીરીતે કામ કર્યાં જ કરે છે. તમારા વિવાહ થયા હશે. તમને સારી સ્ત્રી મળી કે ખરાબ, પશુ તે મળવામાં તમારા પુણ્યપાપને પ્રભાવ છે કે નહિ ! તમને જો ખરાબ સ્ત્રી મળી છે તે તેને સારી બનાવવી એ તે તમારું કર્તવ્ય જ છે, પરન્તુ સારી કે ખરાબ સ્ત્રી મળવામાં તમારા પુષ્પ –પાપના પ્રભાવ પડે છે એ તે માનવું પડશે.
"
સુભગ પ્રકૃતિની રચના ઉપરથી મેધપાઠ લેતે હતે. તેને પ્રકૃતિ શું સહાયતા આપતી હતી એ તે કહી શકાય એમ નથી પણ આગળ જતાં તેણે જે કાર્યો કર્યા છે તે ઉપરથી એમ તેા કહી શકાય છે કે, તેણે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું અને એ જ કારણે તેને જંગલમાં એક મહાત્માના ભેટા થયા હતા.
તમે લોકેા સત્તા કે પૈસાના બળે કાઈ વેશ્યાને તમારે ત્યાં ખેલાવી શકા છે પણ કાયલને શું પૈસાના બળે ખેલાવી શકા છે ? આ પ્રમાણે કોઈ બીજાને ગમે તે કારણે મેલાવી શકા છે, પરંતુ મહાત્મા લેાકેા તે સ્વેચ્છાએ જ આવે છે, કાઈના ખેાલાવ્યા આવતા નથી.
તે જ વનમાં એક તપેાધની મહાત્મા હતા, જેઓ એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ બેઠા હતા. તે મહાત્મા કેવા હતા, એના માટે એક કવિ કહે છે કેઃ—
“જ્ઞાનકે ઉજાગર સહજ સુખસાગર, સુગુન રતનાગાર વિરાગ રસ ભરયેા હૈ । શરણુકી ભીતિ હરે મરણકા ન ભય કરે, કરન સાં પીઠેિ ધ્રુ ચરન અનુસરા હૈ ધર્મકા મંડન કરે, ભર્મકા વિહંડન કરે, પરમ નરમ હાકે કર્મસે લા હૈ ! ઐસે મુનિરાજ ભુવિ લેાકમે' બિરાજમાન,નિરખિ બનારસી નમસ્કાર કરયેા હૈ ! ”
કવિ કહે છે કે, મહાત્માએ જ્ઞાનના ઉદ્યોત કરે છે, શાસ્ત્રને સુશાસ્ત્ર બનાવે છે અને જગતને તીથ બનાવે છે. તેઓ સહજ સુખી છે અર્થાત્ કાર્યનું સુખ લઇને સુખી બન્યા નથી પણ કુદરતી રીતે જ સુખી છે. તેમના સુખને ઇન્દ્ર પણ છીનવી શકતા નથી.
તમે કહેશેા કે, ખાનપાન તથા મેાજશોખ માણવામાં સુખ હોય છે, પણ સહજ
Page #112
--------------------------------------------------------------------------
________________
વદ ૧૨] રાજકેટ-ચાતુર્માસ
[ ૭૧ સુખ એટલે સ્વાભાવિક સુખ, જેમાં દુઃખને અંશ પણ ન હોય ! એવું સુખ તમારામાં પણ છે પણ તમે એને ભૂલી ગયા છે ! માને કે, એક માણસ પાસે ખાનપાન તથા મોજમઝા માણવાનાં બધાં સુખસાધન છે, પણ કઈ બીજો માણસ આવીને તેને કહે કે, તમે કાલે મરી જશે !' તો શું તે વખતે તે સુખસાધનો તેને સુખકારક લાગશે ! તે તે એમ જ કહેશે કે, “આ સુખસાધનોમાં સાચું સુખ નથી.' જે સુખસાધનોમાં સુખ હતું તે કયાં ગયું ? સાધારણ માણસે મરણના ભય આગળ સંસારની કેઈપણ ચીજમાં સુખ માનતા નથી પણ દુઃખ જ માને છે; પણ મહાત્માઓને તમે હમણાં મરી જશે ! એમ કઈ કહે તો તેઓ તે એમ જ કહેશે કે એમાં શું ! એ તે આનંદની વાત છે !
મરનેસે જગ ડરત હૈ, મે મન બડો આનન્દ ! કબ મરિહૈ કબ ભેટિહે, પૂરણ પરમાનન્દ ” આ પ્રમાણે મહાત્માઓ સહજ સુખી છે. વાસ્તવમાં ઈન્દ્રિયોનાં વિષયવિકારમાં સુખ નથી. સાચું સુખ તે તે છે કે, જે સહજ-વાસ્તવિક હોય અને જે સુખને કોઈ છીનવી શકતું ન હોય !
મહાત્માઓ ગુણના ભંડારરૂપ અને વૈરાગ્યના સાગરરૂપ હોય છે. જે સાચા વૈરાગ્યવાન હોય છે તેઓ કોઈને શરણે જતા નથી તેમ કેઈથી ડરતા નથી. તેઓ તે ઇન્દ્રિાના વિષયને જીતી ચારિત્રને અપનાવે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં ધર્મનું મંડન જ થાય છે. ભલે તેઓ બોલે કે ન બેલે પરતુ ધ્યાનમાં મસ્ત ઉભા રહેવા માત્રથી પણ ધર્મનું મંડન જ થાય છે ! તેઓ મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરી સમ્યક્ત્વનો પ્રકાશ ફેલાવે છે. તેઓ હંમેશાં દુષ્કર્મોની સાથે યુદ્ધ જ કર્યા કરે છે.
જે પ્રમાણે કુતરાઓ જે ઘરમાં હળી જાય છે ત્યાં વારંવાર આવે છે તે જ પ્રમાણે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે વિકારરૂપી કુતરાઓ જેમની સાથે હળી જાય છે તેમને ત્યાં વારંવાર આવ્યા કરે છે. પણ મહાત્માએ એ વિકાર-કુતરાઓને હાંકી કાઢે છે અને કહે છે કે, “મારામાં હવે સદ્દભાવ આવ્યો છે એટલે તેને હવે મારે ત્યાં આવવા નહિ દઉં.” તે મહાત્માઓ નમ્ર થઈને કર્મને નાશ કરે છે. વાસ્તવમાં કર્મને નાશ નમ્ર થવાથી જ થઈ શકે છે, બીજી રીતે નહિ. આવા તપોધની મહામુનિ એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ બેઠા હતા, ત્યાં સુભગ પણ આવ્યો.
જિનદાસ અને અહદાસીને પુત્ર જોઈતો હતો અને ગૃહસ્થને ધન, સ્ત્રી, પુત્ર વગેરેની આવશ્યકતા પણ હોય જ છે, છતાં જિનદાસ અને અર્વદ્દાસીએ એ ઈચ્છાને પૂરી કરવા માટે ધર્મનો ત્યાગ કરી બીજાનું શરણ ન લેતાં, ધર્મનું જ શરણ લીધું.
સુભગ, તે મહાત્માને જોઈ પ્રસન્ન થયા અને વિચારવા લાગ્યો કે, આ મારા ગુરુ છે. જ્યારે હું શેઠની સાથે ગુરુની પાસે જતું હતું ત્યારે શેઠ કહેતા હતા કે, “આ મારા ગુરુ છે.' પણ અહીં શેઠ નથી એટલે આ તો મારા જ ગુરુ છે; આ પ્રમાણે વિચાર કરી સુભગે તે મહાત્માને નમસ્કાર કર્યા.
Page #113
--------------------------------------------------------------------------
________________
૭૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આજના કેટલાક લોકે મહાત્માઓને નમસ્કાર કરવામાં સંકોચ પામે છે પણ કોઈ અમલદાર કે સાહેબને જુએ છે તો નીચા નમીને નમન કરે છે ! અને કહે છે કે,
જે તેમને નમસ્કાર ન કરીએ તે સાહેબ નારાજ થઈ જાય અને અમારી અસભ્યતા પણ દેખાય !' આ પ્રમાણે પૈસાના ગુલામ બનેલા લે ત્યાં તો સભ્યતાને વિચાર કરે છે પણ મહાત્માઓની પાસે સભ્યતાપૂર્વક જઈ નમસ્કાર કરવાનો વિચાર સરખે પણ કરતા નથી. આનું કારણ એ છે કે મહાત્માઓને વંદન કરવાથી શું લાભ થાય છે તે તેઓ જાણતા નથી !
મહાત્માને વંદન કરી, સુખશાતા પૂછી સુભગ તેમની સામે નજર માંડી ધ્યાનમાં ઉભો રહ્યો. તે ધ્યાનમાં એવો લીન થઈ ગયું કે, “પિતે કયાં છે અને તેની ગાયો ક્યાં છે ” તેનું ભાન જ ભૂલી ગયો! તેના આ ધ્યાનના પ્રતાપથી શું થયું તે વિષે યથાવસરે આગળ કહેવામાં આવશે.
વ્યાખ્યાન સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૧૩ ગુરુવાર
પ્રાર્થના શ્રી જિન અજિત નમું જયકારી, તું દેવનકે દેવજી; “જિતશત્રુ” રાજા ને “વિજયા ”રાણીકે, આતમજાત ત્વમેવજી;
શ્રી જિન અજિત નમે જયકારી. તે ૧ શ્રી અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભક્ત લેકે ભગવાનની પ્રાર્થના અનન્ય ભક્તિપૂર્વક કરે છે. જેમની પ્રાર્થના કરવામાં આવે તેમને સર્વોત્કૃષ્ટ માનવા, તેમના ગુણો ઉપર મુગ્ધ થઈ જવું અને જે તેમની નિંદા કરતા હોય તેમના પ્રતિ ઉદાસીન રહેવું એનું નામ અનન્ય ભક્તિ છે. જે નિંદા કરતા હેય તેમના ઉપર કોઈ પણ ન કરો અને તેમની સાથે સંબંધ જ ન રાખ એ અનન્ય ભક્તનું લક્ષણ છે. આ પ્રાર્થનામાં ભક્ત પિતાની અનન્ય ભક્તિ બતાવતાં
શ્રી જિન અજિત નમું જયકારી, તૂ દેવનક દેવજી ! પૂજે દેવ અનેરા જગમેં તે મુઝ દાય ન આવે
તહ મને તહ ચિત્તે હમને, તૂ હીજ અધિક સુહાવેજી | શ્રી ને આ પ્રાર્થના ઉપર વિચાર કરવામાં આવે તો અનન્ય ભકિત અને પ્રાર્થનાને મર્મ સમજમાં આવી જાય. આ વિષે વિસ્તારથી સમજાવવાને અત્યારે સમય નથી છતાં તે વિષે ચેડામાં કહું છું:
Page #114
--------------------------------------------------------------------------
________________
વદ ૧૩]
રાજકોટ-ચાતુર્માસ
[ ૭૩
પ્રાર્થના કરનારા ભકતો કહે છે કે, “હે! પ્રભો ! મને તે તું જ પસંદ છે. બીજો કોઈ દેવ પસંદ નથી!” આ કથન ઉપરથી એવો પ્રશ્ન થાય છે કે, બીજા દેવ ભક્તને શા માટે પસંદ નથી ! શું બીજા દેવમાં શક્તિસામર્થ્ય નથી ! બીજા દેવ પાસેથી તે સાંસારિક વસ્તુઓની સહાયતા પણ મળે છે જ્યારે ભગવાન અજિતનાથ વીતરાગ હોવાથી તેમની પાસેથી એવી સહાયતા પણ મળતી નથી; છતાં ભક્તને બીજા દે શા માટે પસંદ નથી અને ભગવાન અજિતનાથ કેમ પસંદ છે !
આ પ્રશ્નનો ઉત્તર કઈ પતિવ્રતા સ્ત્રીને પૂછો તે તમને જણાશે કે, પોતાના પતિ સિવાય અન્ય પાસેથી સાંસારિક કામોની સહાયતા મળવા છતાં અન્ય તેને પસંદ કેમ નથી અને ભગવાન અજિતનાથ પાસેથી સાંસારિક વસ્તુની કાંઈ સહાયતા ન મળવા છતાં તેઓ શા માટે પસંદ છે ?
રાવણને ત્યાં સાંસારિક સુખનાં સાધનામાં કાંઈ ખામી ન હતી. તેની લંકા નગરી જ સેનાની હતી એવું કહેવામાં આવે છે તે પછી બીજા પદાર્થોની ખામી શું હોય ! બીજી બાજુ રામચંદ્રજીને જુએ તેઓ વનમાં રહેતા હતા, વનફળ ખાતા હતા, વલ્કલ વસ્ત્ર પહેરતા હતા અને જમીન ઉપર સુતા હતા. આમ હોવા છતાં સીતા રામને પસંદ કરશે કે રાવણને ? રાવણની પાસે સાંસારિક સુખનાં વિપુલ સાધનો હોવા છતાં તેને પસંદ ન કરતાં સીતા રામચંદ્રજીને જ પસંદ કરશે. આ જ પ્રમાણે તમે પણ વિચાર કરો. આજના લોકોને સાંસારિક પદાર્થો પ્રિય લાગે છે અને તેથી જ તેઓને આવો પ્રશ્ન થાય છે ! જે જે સાંસારિક પદાર્થો સાથે પ્રેમ ન હોય તે પરમાત્માની સાથે અનન્ય પ્રેમસંબંધ જોડાય અને આવો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય નહિ. સીતાને રાવણની સાથે કાંઈ દ્વેષભાવ ન હતા પણ રાવણ રામની સાથે પ્રેમસંબંધ તેડાવી પોતાની સાથે પ્રેમસંબંધ જોડાવવા ચાહતે. હતો અને તે કારણે જ સીતા રાવણથી નારાજ થઈ હતી ! આ જ પ્રમાણે બીજા જે દે પરમાત્માની સાથે પ્રેમસંબંધ તોડાવવા ચાહે છે તે દેવોને માટે જ ભકતોએ એમ
દુજા દેવ અનેરા જગમેં તે મુઝ દાય ન આવે !” સીતા કહેતી હતી કે, મને તે વ્યક્તિ પ્રિય નથી, જે રામની સાથે મારે પ્રેમ સંબંધ તેડવા ચાહે છે ! પણ જે રામની સાથે મારો પ્રેમસંબંધ વધારે મજબૂત કરે છે તે મને પ્રિય છે. આ દષ્ટિએ જટાયુ પક્ષી અને હનુમાન સીતાના પ્રેમ પાત્ર બન્યાં હતાં; આ જ પ્રમાણે ભકતને બીજા દેવની સાથે ઠેષભાવ ન હતો પણ જે દેવ પરમાત્મા સાથેના પ્રેમભાવને તોડે છે, તે દેવોને ભકત ચાહતા નથી. જે સીતા સંસારવ્યવહારના પદાર્થોને જ ચાહતી હોત તે રામની સાથે પ્રેમસંબંધ ટકી ન શકત; પણ સીતા તે રામને ચાહતી હતી, સાંસારિક પદાર્થોને નહિ! આ જ પ્રમાણે ભકતો સાંસારિક પદાર્થોને ચાહતા નથી તેમ તે જ માટે પરમાત્માની ભક્તિ કરતા નથી; એટલા માટે બીજા દે પાસેથી સાંસારિક પદાર્થોની સહાયતા મળવા છતાં પણ ભક્ત લેકે એ દેને પસંદ કરતા નથી. તમે પણ એ જ પ્રમાણે સાંસારિક પદાર્થોને મોહ છોડી પરમાત્માની ભક્તિ કરે તે જ પરમાત્માની અનન્ય ભકિત કરી શકશો.
Page #115
--------------------------------------------------------------------------
________________
૭૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરમપાખંડ પ્રશંસા અને પરપાખંડ સંસ્તવ એ અતિચારે એટલા માટે બતાવવામાં આવ્યાં છે કે તમે ક્યાંય સાંસારિક પદાર્થોના મોહમાં ફસાઈ જઈ બીજા દેવને માની તમારી અનન્ય ભક્તિને દૂષિત ન કરે ! પહેલાં જે આદર્શ શ્રાવક થઈ ગયા છે તેમનું ચરિત્ર જે તમે તમારા હૃદયમાં ધારણ કરે તે તમે પણ આગળ વધી, પરમાત્માની અનન્ય ભક્તિ કરી શકશે ! એ વાત જુદી છે કે, તમે આજે તેમના જેવા બની ન શકે પણ પ્રયત્ન ચાલુ રાખશે તે કોઈ દિવસ એ પ્રયત્ન સફળ નીવડશે. ચિત્રકાર, ચિત્ર કાઢતાં શીખવા માટે પિતાની સામે આદર્શ ચિત્ર રાખે છે, તેને જોઈને તે એકદમ તેવું જ ચિત્ર બનાવી શકતો નથી; તોપણ તે પિતાનો પ્રયત્ન તે ચાલુ જ રાખે છે, જે આગળ જતાં સફળ નીવડે છે. આ જ પ્રમાણે તમે પણ તે શ્રાવકને આદર્શ તમારી સમક્ષ રાખશે અને તે પ્રમાણે પ્રયત્ન કરશો તે તમે પણ ક્રમશ આગળ વધી શકશે.
આનંદ શ્રાવકના વિષે એક એ પ્રશ્ન ઉભો થાય છે કે, જ્યારે તેણે સંપત્તિ વધારવા વગેરેને ત્યાગ જ કર્યો હતે તો પછી તેણે નિવૃત્તિ જ કેમ ન લીધી? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આજે તે ડી ઘણી સંપત્તિ હોવા છતાં જીવનને આગળ વધારવું મુશ્કેલ થઈ પડયું છે ! પણ આનંદ શ્રાવક તે બાર કોડ સોનામહોરોને ધણું હતું. ભગવાન પણ એ જાણતા હતા કે, આનંદ શ્રાવક, વાણિયા ગામનો મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત અને આલંબનભૂત છે, એટલા માટે તેને કે ઉપદેશ આપે એ વિષે ભગવાને પણ વિચાર્યું હતું. ભગવાને તેને એમ ન કહ્યું કે, નિવૃત્તિ માટે તું કુટુમ્બનો મેહ છેડી દે. કુટુંબને મોહ છૂટયા પહેલાં જ એકદમ તેને વૈરાગ્યની શિક્ષા આપી નિવૃત્ત બનાવવાથી સંભવ છે કે તે ક્યાંયને રહેત નહિ! એટલા જ માટે તેણે એકદમ વૈરાગ્ય ધારણ ન કરતાં બાર વ્રતો અંગીકાર કર્યો અને ભગવાને પણ તેને એકદમ વૈરાગ્યને ઉપદેશ ન આપતાં બાર વતેને અંગીકાર કરવાને ઉપદેશ આપ્યો.
આનંદ શ્રાવકને ત્યાં ચાર કરોડનો વેપાર ચાલતો હતો. તેના આ વેપારધારા અનેક લોકોની રોજી ચાલતી હતી ! જે તે વેપાર બંધ કરી દેત તો અનેક લોકોની રોજી બંધ થઈ જાત ! એટલા જ માટે તેણે મધ્યમ માર્ગ લીધે, અર્થાત તેણે એવો માર્ગ લીધે હશે કે, કેઈની સાથે વિશ્વાસઘાત ન કરો તેમજ વધારે નફે લઈને પુંજીને વધારવી નહિ. આનંદ શ્રાવકે આ માધ્યમ માર્ગ લીધે હશે એ હું મારી બુદ્ધિએ કહું છું.
આનંદ શ્રાવકને ઘેર ચાલીશ હજાર ગાયે હતી. તે શ્રાવક હતો એટલે ગાયોને કેવી રીતે પાળતો હશે અને તેને કેવી રીતે સુધાર કરતે હશે એ સહેજે સમજી શકાય એવી વાત છે. ભારતમાં તે અત્યારે ગાયને પાળવાને ધંધે હલકે માનવામાં આવે છે પણ અમેરિકા વિષે એવું સાંભળવામાં આવે છે કે, ત્યાંના દુગ્ધાલયમાં (ડેરીઓ)માં ગાયોને પાળી તેમનો બહુ સુધાર કરવામાં આવ્યું છે ! આ સુધારનું સુપરિણામ એવું આવ્યું સાંભળ્યું છે કે, ત્યાં એક ગાય ૧૬૦ રતલ જેટલું દૂધ આપે છે અને એક સાંઢની કીમત સાડાચાર લાખ રૂપિઆ જેટલી આંકવામાં આવે છે. તે લોકેએ ગાયને કેટલો સુધાર કર્યો હશે ! તે ગાયનાં શરીર કેવાં સ્વસ્થ હશે ! એ એક વિચારવા જેવી વાત છે,
Page #116
--------------------------------------------------------------------------
________________
વદ ૧૩ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૭૫
આજે ધર્મના અર્થ બહુ જ સંકુચિત કરી નાંખવામાં આવ્યા છે અને એ સંકુચિતતા શ્રાવકાના ખાર ત્રતામાં પણ ઘુસેડી દેવામાં આવી છે! પણ જો ત્રતામાં એવી સંકુચિતતા હાત તે માટા મોટા રાજા-મહારાજાએ બાર ત્રતાને સ્વીકાર કરી ન શકત, તેમ તેનું પાલન પણ કરી ન શકત, આજે ધર્માંમાં જે સંકુચિતતા આવી ગઈ છે. તેથી ધની હાનિ જ થવા પામી છે.
આનંદ શ્રાવકને ત્યાં ચાલીશ હજાર ગાયા હતી. તેને ત્યાં ગાયા વધારવાનું કારણ મને તે એ જણાય છે કે, તે જ્યાં સહાયતા દેવાની જરૂર જણાતી ત્યાં પૈસા ન આપતાં, ગાયા જ આપતા હશે. પૈસા દેવાથી તે આળસ વધે છે પણ ગાય આપવાથી તેને ગાયને માટે આળસ છેાડી ઉદ્યોગ કરવા પડે છે. આ પ્રમાણે ખીજા લોકોને પણ સુખી બનાવવાના ઉદ્દેશથી તેણે પૈસા આપવાને બદલે ગાય આપવાના માર્ગ પકડયા હશે! આગળ જતાં આનંદે કુટુંબની મમતાને પણ ત્યાગ કર્યાં છે પણ જ્યાંસુધી કુટુંબની મમતા છૂટી નથી ત્યાંસુધી કેવળ બીજા જીવાતી મમતા કે કરુણાના ત્યાગ કરવા એ અનુચિત છે! જ્યારે કુટુંબની પણ મમતા છે।ડી દેવામાં આવે ત્યારે બધા ઉપરથી મમતા ઉતારી દેવી ઠીક છે પણ જ્યાંસુધી કુટુંબની મમતા હેાડી શકાઈ ન હોય તે પહેલાં
ખીજા' વાની મમતા અને કરુણા છેડી દેવી, એ ડીક નથી.
નિવૃત્તિ ક્રમશઃ કરવી જોઇ એ. પૂર્વ ભૂમિકા તૈયાર ક્રર્યાં વિન: લેવામાં આવતી નિવૃત્તિ સાર્થક નીવડતી નથી. નિવૃત્તિ કેવી હાય એ જ વાત હું મહાનિ ન્થના ચરિત્રદ્વારા બતાવું છું.
અનાથી મુનિના અધિકાર—૮
કાલે 'ડિક્રુક્ષ ભાગ નંદનવનની સમાન ફળફૂલોથી સુશોભિત હતા એ કહેવામાં આવ્યું છે.
દેવાનું વર્ણન કરવામાં નંદનવનને ભલે માટું માનવામાં આવતું હોય પણ અમુક દૃષ્ટિએ જોઈએ તેા તે નંદનવન મડિક્રુક્ષ બાગથી નાનું જ કહી શકાય. મડિક્રુક્ષ ભાગના જેવું નંદનવન હાઈ શકે નહિ ! તમે કહેશેા કે, નંદનવન મ`ડિકક્ષ બાગની માન કેમ ન હાઈ શકે? આ પ્રશ્નના ઉત્તર એક કલ્પનાચિત્રદ્રારા આપું છું. કલ્પના કરેા કે, એક રાજાને મહેલ છે. તેમાં સંગેમરમરની લાદી પાથરવામાં આવી છે. ચારેય બાજુ ચિત્રાદ્વારા સુંદર શણગાર કરવામાં આવ્યેા છે અને તે સિવાય અનેક પ્રકારનાં સુખસાધના ત્યાં તૈયાર રાખવામાં આવ્યાં છે.
બીજી બાજુ એક નાનકડું ખેતર છે. એ ખેતરમાં કાળી માટી છે, જળભર્યાં નાનકડા કુવા છે અને એ ખેતરમાં નાનાં નાનાં છેડવાંએ ઊગેલાં છે,
આ એમાં તમે કેાને પસંદ કરશે ? મહેલને કે ખેતરને ? કોઈ માણસને એ મહેલમાં રહેવા દેવામાં આવે અને તેની સાથે એવી શરત કરવામાં આવે કે, ખેતરમાં પેદા થયેલી કોઈ ચીજ એ મહેલમાં આપવામાં આવશે નિહ તે શું તેને મહેલમાં રહેવું પસંદ પડશે ? અને જો કાઈ માણસને એમ કહેવામાં આવે કે, તને ખેતરમાં પેદા થયેલી બધી ચીજો ખાવા માટે આપવામાં આવશે પણ રહેવા માટે તે એક નાનકડુ ઝુપડું જ મળશે !
Page #117
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
તો તે માણસ ઝુંપડામાં રહેવાનું પસંદ કરશે કે મહેલમાં રહેવાનું? આ પ્રશ્નને ઉત્તર સ્પષ્ટ છે કે, તે માણસ ખેતરમાં જ રહેવાનું પસંદ કરશે. કારણ કે, મહેલ ગમે તે માટે હોય કે સારે હોય પણ તેમાં શરીરને ટકાવવાનાં સાધનો પેદા થઈ શક્તા નથી; અને ખેતર ગમે તેવું નાનું કે ખરાબ હોય પણ તેમાં શરીરરક્ષાનાં સાધને પેદા થઈ શકે છે. આમ જાણવા છતાં કોઈ ખેતરમાં ન રહેતાં મહેલમાં જ રહેવાનું પસંદ કરે છે તે તેને વ્યામોહ જ ગણાશે.
આ જ વાત નંદનવન અને મેડિકક્ષ બાગ વિષે સમજે. નંદનવનની માફક મંદિકુલ બાગમાં જે કે બહારની શોભા નહિ હોય તે પણ તે બન્નેમાં મહેલ અને ખેતરના જેવું અંતર રહેલું છે ! નંદનવનમાં જે શભા છે તે દેના રમણ માટે જ છે. ત્યાં સુગંધી સારાં ફળ કે ફૂલ નથી, પણ મંડિકુક્ષ બાગમાં તે અનેક પ્રકારનાં ફળફૂલ છે એમ કહેવામાં આવે છે ! નંદનવન વિષે કહેવાય છે કે, ત્યાં જે કાંઈ છે તે બધું રત્નોનું બનેલું છે. એટલા માટે ત્યાંના પક્ષીઓને મેડિકક્ષ બાગમાં જેવું પોષણ મળી શકે તેવું પિોષણ મળી શકે નહિ. મેડિકલ બાગમાં અનેક પ્રકારનાં પક્ષીઓ કલ્લોલ કરતાં હતાં એમ કહેવામાં આવે છે. જ્યાં પક્ષીઓને આનંદ મળતું હોય ત્યાં મનુષ્યને શું આનંદ મળતો નહિ હોય ! જ્યાં પક્ષીઓને ફળાદિ ખાવાનો આનંદ મળે છે ત્યાં મનુષ્યોને આનંદ મળતું હોય એમાં શું આશ્વર્ય! જે ફળને પક્ષી પસંદ કરતું નથી તે ફળને શું તમે પસંદ કરશે? આકડાના ફળને વાંદરા કે પક્ષીઓ ખાતાં નથી તે જ પ્રમાણે મનુષ્યો પણ ખાતા નથી. આ પ્રમાણે ફળાદિની પરીક્ષા પ્રથમ પક્ષીઓ કરે છે. કહેવાનો આશય એ છે કે, જે ફળો પક્ષીઓને આનંદ આપતા હતા તે શું મનુષ્યોને આનંદ આપતા નહિ હોય !
બીજી એક વાત એ છે કે જે પશુ-પક્ષીઓ ફળ ખાય છે અર્થાત ફલાહારી છે, તેઓ માંસ ખાતા નથી; પણ મનુષ્ય કેવા છે કે તે ફળ પણ ખાય છે અને માંસ પણ ખાય છે. વાંદરાઓ ફળ તો ખાય છે, પણ માંસ ખાતા નથી. કબુતરે અનાજના દાણાં ચરે છે, પણ જીવ ખાઈ જતાં નથી. આ પ્રમાણે તેઓ ફળ ખાવાની મર્યાદાનું પણ પાલન કરે છે પણ મનુષ્યોએ તે ફળાહારની મર્યાદાનું ઉલ્લંઘન કરી નાંખ્યું છે ! જયાં પશુપક્ષીઓને સહજ પોષણ મળી જાય છે ત્યાંના મનુષ્ય પણ સુખી થાય છે; અને જ્યાં પશુ-પક્ષીઓ દુઃખી રહે છે ત્યાં મનુષ્યો પણ દુ:ખી રહે છે એવો કુદરતને નિયમ છે.
મંડિકલ બાગમાંથી આ પ્રમાણે જેને ફળાહાર મળતા હતા પણ નંદનવનમાં એવું કાંઈ હતું નહિ. આ સિવાય મંડિકુક્ષ બાગમાં અનાથીમુનિ બિરાજતા હતા અને કદાચ ત્યાં ભગવાન મહાવીરના પણ ચાતુર્માસે થયાં હશે ! પણ નંદનવનમાં સાધુઓ શું મળી શકે ! આ પ્રમાણે નંદનવન કરતાં મંડિક્ષ બાગ અનેક દૃષ્ટિએ ચડે છે.
તમે લકે સ્વર્ગનું વર્ણન સાંભળી લલચાઈ ન જાઓ ! હું તમને પૂછું છું કે, તમારું રાજકોટ મોટું છે કે સ્વર્ગ ? તમે કદાચ સ્વર્ગને મોટું કહેશે, પણ રાજકોટમાં જે ધર્મ-જાગૃતિ થઈ રહી છે તેવી જાગૃતિ સ્વર્ગમાં હોઈ શકે નહિ! ત્યાં મુનિઓ પણ ભળી ન શકે, પણ રાજકોટમાં તે મુનિઓની પણ જમાવટ થઈ રહી છે અને આનંદ
Page #118
--------------------------------------------------------------------------
________________
વદ ૧૩]
રાજકાટ-ચાતુર્માસ
[ ૭૭
મંગળ વર્તાઈ રહ્યો છે. આવી દશામાં સ્વને માઢું કેમ કહી શકાય ? આ વિષયને સમજાવવા માટે એક ભક્તિનું ઉદાહરણ આપું છું—
કહેવામાં આવે છે કે, એકવાર ગેાપીએની ભક્તિથી પ્રસન્ન થઈ ઇન્દ્રે તેમને સ્વર્કીંમાં લાવવા માટે વિમાન મેાકલ્યું અને કહેવડાવ્યું કે, “ તમે નંદલાલની બહુ ભક્તિ કરી છે માટે ચાલા, તમને સ્વગમાં રાખવામાં આવશે.” આના ઉત્તરમાં ગાપિઓએ શું કહ્યું તે ભક્તાની વાણીમાં જ કહું :
66
જ વ્હાલું હારે વૈકુંઠ નથી જાવું ! ત્યાં નંદના લાલ કયાંથી લાવું !
?? || વ્રજ ગા
ગેપીએએ કહ્યું કે, અમને સ્વની વાત ન કરેા. અમને તે વ્રજ જ પ્રિય છે. આ સાંભળી વિમાન લાવનારાએએ કહ્યું કે, શું તમે બધા ગાંડા થઈ ગયા છે ? એટલા તે વિચાર કરે! કે, કયાં સ્વર્ગ અને ક્યાં આ વ્રજ? જો અહીં દુષ્કાળ પડે તે તણખલું પણ ન મળે, આ સિવાય અહીં સિંહ, વાધ આદિને ભય છે, અનેક પ્રકારનાં રાગે છે અને મરણના ભય હમેશાં રહ્યા કરે છે; પણ સ્વ`માં તે દરેક રીતે આનંદ જ છે ! ત્યાં રત્નાના મહેલ છે અને કેવળ Ùચ્છા કરવા માત્રથી જ પેટ ભરાઈ જાય છે. ભાજન કર્વાની પણ જરૂર રહેતી નથી અને જીવન સુખપૂર્ણાંક વ્યતીત થાય છે. આમ હાવા છતાં તમે સ્વર્ગમાં આવવા કેમ ચાહતી નથી અને વ્રજમાં રહેવાનું કેમ પસંદ કરેા છે ? ” ગેાપીએએ જવાબ આપ્યા કે, અમે કાંઈ ગાંડા થઈ ગયા નથી; પણ તમે જ ગાંડા થ ગયા હૈ। એમ લાગે છે ! એ તા કહેા કે, તમે શા કારણે અમને વિમાન લઇ તેડવા આવ્યા છે ? અમે નંદલાલની ભક્તિ કરી એટલા જ માટે સ્વર્ગ'માં તેડી જવા તમે આવ્યા છે ને? હવે તમે જ વિચારા કે, જે ભક્તિને કારણે તમે સ્વર્ગમાં અમને લઈ જવા આવ્યા છે તે ભક્તિ સ્વર્ગ કરતાં કેટલી બધી ચડીયાતી છે! તો એ ભક્તિને છોડી અમે સ્વમાં શા માટે આવીએ ! અમે અમારી ભક્તિને વિક્રય કરવા ખુશી નથી. તમે સ્વને વ્રજથી ચડીયાતું માને છે. પણ જો એમ જ હાય તેા નંદલાલના જન્મ ત્યાં ન થતાં અહી' કેમ થયેા ?
""
ગેાપીનેા ઉત્તર સાંભળી દેવા ચુપ થઈ ગયા અને કહેવા લાગ્યા કે, વાસ્તવમાં અમારું સ્વગૅ વ્રજની આગળ કાંઇ વિસાતમાં નથી. તમારી શ્રદ્દા અને ભક્તિને ધન્ય છે ! અમારું શરીર તેા રૂપરંગે સુંદર છે પણુ શા કામનું ? તમારા જેવી ભક્તિ આ શરીરમાં નથી !
તમે પણ સ્વને માનતા હેા, તે શું ત્યાં શ્રાવક કે સાધુ મળી શકે ખરા! અને શું ત્યાં કાઈ તીર્થંકર થયા છે ? આ બધી દૃષ્ટિએ વિચારો તા રાજકોટનું મહત્ત્વ કેટલું છે તે જણાશે! અહીં રહેતાં ધર્મની જેવી અને જેટલી સાધના તમેા કરી શકેા છે અને સમજી શકો છે તેવી અને તેટલી ધર્મની સાધના સ્વર્ગમાં તમે કરી શકે! નહિં તેમ સમજી પણ શકો નહિ !
મુસલમાનેાના હદ્દીસામાં કહ્યું છે કે, જ્યારે અલ્લાએ આ દુનિયાને અનાવી લીધી ત્યારે શીરસ્તાઓને ખેલાવી કહ્યું કે, ‘ તમે ઈન્સાનની પ્રાર્થના અને બંદગી કરે।.' આ
Page #119
--------------------------------------------------------------------------
________________
૭૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આજ્ઞા પ્રમાણે બીજા ફીરસ્તાએએ તેા ઇન્સાનની બંદગી કરી પણ એક પીરસ્તાએ આજ્ઞા માની નહિ અને તેણે અલ્લાને કહ્યું કે, “આપ એવી કેમ આજ્ઞા આપેા છે!! કયાં અમે ફીરસ્તા અને કયાં આ ઈન્સાન. અમે ફીરસ્તા થઈ ઈન્સાનની બંદગી કેમ કરી શકીએ ? ઈન્સાન ' ખાક 'ના બનેલે છે અને અમે પાક ' છીએ. તે નાપાક છે વગેરે.” આ પ્રમાણે કહી તેણે અલ્લાનું કશું ન માન્યું, એટલે અલ્લા-મિયાંએ તેને ખૂબ ઠપકા આપ્યા. આ ઉપરથી વિચારવા જેવી વાત એ છે કે, જ્યારે રિશ્તાઓ પણ ઈન્સાનની બંદગી કરે છે ત્યારે મારું કોણ? ફિરસ્તા કે ઇન્સાન ! આમ હોવા છતાં તમે સ્વર્ગની ઇચ્છા શા માટે કરા છે! આ રાજકોટ સ્વર્ગથી પણ ચડીયાતું છે અને અહીંની ભૂમિ જેવી આનંદ મંગળ આપનારી છે, તેવી સ્વર્ગની ભૂમિ નથી અને ધર્મની સાધના જેવી અહી થઈ શકે છે તેવી ધર્મની સાધના સ્વર્ગમાં થઈ શકતી નથી, માટે નંદનવન કરતાં મડિક્રુક્ષ ખાગ ચડીયાતા છે એમ માને. દેવા પણ માંડિક્રુક્ષ ખાગની ઇચ્છા કરે છે અને તેએ ત્યાં આવી ઉભા પણ રહે છે, પણ અહીંના જીવે ત્યાંની ઇચ્છા રાખતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
"न इहलोयट्टयाए तव महट्टिजा न परलोयट्टयाए तब महट्टिज्जा । " આ પ્રમાણે ભક્ત લોકો સ્વર્ગની પણ ઇચ્છા કરતા નથી! તેઓ તે કહે છે કે, અમે સ્વર્ગની ઇચ્છા કરી અમારી ભક્તિનું વેચાણ કરવા ચાહતા નથી !
આજે અહી' રાજગૃહી નથી પણ રાજકોટ તા છે ને! નામરાશિની દૃષ્ટિએ તે બન્નેયમાં સામ્ય છે જ. અહીં અનાથી મુનિના જેવા મુનિવર નથી એટલી જ ખામી છે; અને તમે લોકો પણ શ્રેણિકના જેવા નથી; તેમ છતાં અહીં ધર્મના રંગ કેવા જામ્યા છે ! અનાથી મુનિ જેવા નિહ પણ સાધારણ સાધુ તે અહીં છે અને તપ, ત્યાગ પણ થાય છે. પણ સ્વર્ગમાં તા કેઈ સાધુ નથી અને તપ-ત્યાગ પણ ત્યાં થતા નથી. એટલા માટે રાજગૃહમાં અનાથી મુનિ અને શ્રેણિક રાજાના જેવા સમાગમ આ રાજકોટમાં પણ થયા છે એમ માને. આવા અવસર મળી ન શકે; સ્વર્ગને માટે તમારી ધર્મકરણીના વિક્રય ન કરો !
તમે એમ કહા કે, અમે તે! સંસારી છીએ એટલે બધી ચીજોની ઇચ્છા કરીએ તે હું નાનીઓના વચનના આધારે તમને વિશ્વાસ આપું છું કે, કોઈ ચીજની ઇચ્છા ન રાખતાં નિષ્કામભાવે ધર્મકાર્ય કરેા તા તમને હજારગણા લાભ થશે. ઇચ્છા કરવાથી લાભ થશે, એમ સમજવું એ ભૂલ છે.
તમારા વિવાહ તે। થયા જ હશે ! હવે જો તમારી માટે ભાજન બનાવું છું તે એનુ મહેનતાણું મને શું સ્ત્રીને તમે શું કહેશેા ? એ જ કહેશે કે, તું કાંઈ મારે માંગે છે ? તમે તમારી સ્ત્રીને તે તે આપે ” એવી માંગણી કરેા છે, આ પ્રમાણે માંગતા રહ્યા તો તમે
સ્ત્રી તમને એમ કહે કે, તમારા આપશે ? આમ કહેનાર તમારી ત્યાં ભાડે આવી છે કે મહેનતાણું આમ કહે છે અને ભગવાનની પાસે, “આ આપે, એ ક્યાંસુધી ઠીક છે તેના વિચાર કરે. જો તમે પરમાત્માના ઘરના અધિકારી બની શકે! નહિં ! અધિકારી બનવા માટે પર્માત્માની પ્રાર્થના કરશેા, તે તમને આ સંસારની ઇચ્છા
Page #120
--------------------------------------------------------------------------
________________
વદ ૧૩]
રાજકેટ-ચાતુર્માસ
[ ૭૯
તુચ્છ જણાશે. આ વિષયમાં બધા શાસ્ત્રોનું મન્તવ્ય એક સરખું છે; કેવળ અર્થ કરવામાં ભેદ હોય છે; પણ સ્યાદ્વાદદષ્ટિએ એ વિષે વિચારવામાં આવે તે બધાં શા સત્યના પ્રતિપાદક છે એમ જણાશે ! આ વાત એક પ્રમાણદ્વારા સમજાવું -
મીરાને કોઈએ કહ્યું કે, તમને રાણું કેમ પ્રિય નથી લાગતા? ત્યારે મીરાએ જવાબ આપ્યો કે –
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;
તેને તુચ્છ કરી ફરી રે મોહન પ્યારા !” આની વ્યાખ્યા કરવામાં વાર લાગશે છતાં તે વિષે થોડું કહું છું. મેં શંકર ભાષ્યમાં જોયું તે તેમાં પણ એમ જ કહ્યું છે કે, “સંસારના છ મૃગજળની માફક ભ્રમમાં પડી જઈ ભટકયા કરે છે. જેમ સૂર્યના કિરણો રેતી ઉપર પડવાથી પાણીનો ભ્રમ થાય છે અને તેને પાણી માની મૃગલાઓ તેની પાછળ દોડે છે પણ પાણી ન મળતાં તૃષા શાન્ત થતી નથી અને હતાશ થાય છે. તેમ આત્મા પણ સંસાર અને શરીરના વિષયમાં
આ મારું છે એવું માની બેસે છે અને એ ભ્રમને કારણે સંસારમાં તે ભટકે છે, રેતીને પાણી માનવાથી જેમ વાસ્તવમાં પાણી મળતું નથી અને તૃષા શાન્ત થતી નથી, તેમ સંસારના વિષયમાં સુખની ઇચ્છા કરવાથી વાસ્તવિક સુખ મળતું નથી, પણ કેવળ સુખનો આભાસ થાય છે. મીરા પણ એ જ વાત કહે છે કે, “સંસારનું સુખ મૃગજળ જેવું છે. એટલા માટે હું સંસારના સુખના ભ્રમમાં ભટકવા ચાહતી નથી.” જેમ રેલના બે પાટા ઉપર ચાલી શકાતું નથી તેમ પરમાત્માની ભક્તિ કરવી અને સંસારની મોજ માણવી એ બને કામ એક સાથે બની શકતાં નથી. જ્યારે સંસારની વસ્તુઓનું મમત્વ છેડી દેવામાં આવે છે ત્યારે જ પરમાત્માની ભક્તિ થઈ શકે છે.
કહેવાનો આશય એ છે કે, સ્વર્ગથી આ ભૂમિ કાંઈ ઊતરતી નથી તેમ જ નંદનવનથી મંડિકુલ બાગ પણ ઊતરતે ન હતો. તમારું કલ્યાણ તે અહીં થઈ રહ્યું છે છતાં તમે સ્વર્ગની પ્રશંસા અને તેની ઈચ્છા કેમ કરે છે?
અમેરિકન ડૉકટર ઘેર છે, જે એક આધ્યાત્મિક વિદ્વાન હતું, તે એક દિવસ પિતાના શિષ્યોની સાથે જંગલમાં ગયો. ત્યાં તેમના શિષ્યોએ તેમને પૂછયું કે, સ્વર્ગની ભૂમિ સારી કે અહીંની ભૂમિ ? થેરે જવાબ આપ્યો કે, “જે ભૂમિ ઉપર તું તારા બે પગ રાખી ઊભો રહ્યો છે અને જે ભૂમિ તારું વજન ઉપાડી રહી છે તે ભૂમિને જો તું સ્વર્ગની ભૂમિ કરતાં ઊતરતી માનતો હે તો, આ ભૂમિ ઉપર પગ મૂકવાને પણ તું અધિકારી નથી.” આ જ પ્રમાણે તમારું કલ્યાણ આ ભૂમિકારા થઈ શકે છે અને થઈ રહ્યું છે તેમ છતાં તમે સ્વર્ગને ગુણ જ ગાયા કરે છે તે તમારો વ્યામોહ જ છે. સુદર્શન–ચરિત્ર-૮
હવે સુદર્શનની કથા હું કહું છું. અત્યાર સુધી તો મેં બાગની વાત કહી છે. તે બાગને કદાચિત શ્રેણિકે બનાવ્યું હશે પણ જંગલને જુઓ અને વિચાર કરે તે માલુમ પડશે કે, અહીંના જંગલની સરખામણી સ્વર્ગ પણ કરી શકે નહિ. અહીંના જંગલ કરતાં
Page #121
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
સ્વર્ગને કોઈ ઊંચું માનતા હોય તે, એ તે એના જેવી વાત છે કે, કોઈ માણસ નાટકસીનેમામાં મોઢે પાવડર લગાવી પરી બનેલી સ્ત્રીને જોઈ ઘેર આવ્યા. ઘરમાં તે સાધારણ કપડાં પહેરેલી તેની ગરીબ સ્ત્રી હતી. આમ છતાં ઘરની સ્ત્રી, સીનેમાની નટી કરતાં સારી જ છે. તે નદી તો થોડા વખત માટે છે, મેહની કારણભૂત છે અને જીવનને માટે જંજાલસ્વરૂપ છે, પણ ઘરની સ્ત્રી તે સ્વદારસંતેષ શીખડાવે છે તથા પોતે શીલનું પાલન કરી, અગ્નિને પણ શીતલ કરી શકે એવી શક્તિ પેદા કરી શકે છે ! આમ હવા છતાં જે કઈ પિતાની સ્ત્રી કરતાં નટીને સારી માને છે તે તેની અગ્યતા ગણાશે કે નહિ? આ જ પ્રમાણે સારા-નરસાની પારખ કરવામાં જે યોગ્ય નહીં હોય તે જ અહીંની ભૂમિને સ્વર્ગની ભૂમિ કરતાં ઊતરતી માનશે. સ્વર્ગ ગમે તેટલું સારું હોય પણ તે તમારે શા કામનું ? રાજાને મહેલ ગમે તેટલા સારા અને સુંદર હોય પણ તે તમને શા કામને ! આમ છતાં કોઈ મહેલની સુંદરતા જોઈ પોતાના ઝુંપડાની નિંદા કરવા લાગે તે એમાં મૂર્ખતા પિતાની જ ગણાય ! ચંપાની તે ગેચરભૂમિ હતી છતાં તેને પ્રતાપ કે હવે તે જુઓ –
જે જંગલમાં સુભગ ગાયો ચરાવવા લઈ ગયા હતા, તે જ જંગલમાં એક વૃક્ષ નીચે એક મહાત્મા ધ્યાન લગાવી બેઠા હતા. જેમના દર્શન અને વંદન ઇન્દ્ર પણ કરે છે તે મહાત્મા જંગલમાં જ બિરાજતા હતા. ભારતના જંગલને આવો પ્રતાપ હતો !
મહાત્માને જોઈ સુભગ ઘણો પ્રસન્ન થયો અને હાથ જોડી સામે ઉભે રહ્યો. તે મુનિની તરફ એટલો બધે આકર્ષાય છે, તે બધું ભૂલી ગયે. જેમ ચુંબકથી લોઢું આકષય છે તેમ તે આકર્ષાયે.
પરમાત્માનું આકર્ષણ પણ ભક્તને માટે ચુંબક જેવું છે. પણ તે તમને ત્યારે જ આકર્ષી શકે કે જ્યારે તમે લેટુ બને. હું પણ ત્યાં સુધી જ હલકું માનવામાં આવે છે જ્યાં સુધી તેને પારસમણિ સાથે સ્પર્શ થયે હેત નથી. પારસમણિને સ્પર્શ થતાં જ તે લો જ સોનું બની જાય છે. આ જ વાતને તમે તમારા અને પરમાત્માના વિષે ઘટાવી શકો.
સુભગને પ્રાકૃતિક શિક્ષા મળેલી હતા, તે વિકારી શિક્ષા શીખ્યો ન હતો. એટલે તેનું મન સ્વરછ હોવાથી તેના ઉપર મહાત્માને પ્રભાવ કેવો પડ્યો હશે એ જુઓ –
સુભગ, તે મહાત્માની આગળ એકાગ્ર મને ધ્યાનસ્થ ઉભો હતે. યોગશાસ્ત્રનું કથન છે કે પિતાના મનને પ્રભાવ બીજાના મન ઉપર પાડી શકાય છે અને પડે પણ છે.
મેગ્નેઝિમ યોગની એક સામાન્ય ક્રિયા છે, છતાં તે ક્રિયાદ્વારા જે માણસને પ્રભાવિત કરવામાં આવે છે તે માણસ ઉપર ગમે તેટલે પ્રહાર કરવામાં આવે તે પણ તેના શરીર ઉપર તેની કશી અસર થતી નથી. જ્યારે મેગ્નેઝિમને આ પ્રભાવ પડી શકે છે, તે પછી ત૫સંયમને પ્રભાવ કેટલું બધું પડતું હશે ! મેસ્મરેઝિમને પ્રભાવ સ્ત્રી અને બાળક ઉપર વિશેષ પડે છે. આ જ પ્રમાણે ભેળા સુભગ ઉપર મહાત્માને પ્રભાવ બહુ પડ્યો અને તે તેમની સામે ઉભે રહેતાં બધું ભૂલી ગયો. “તેની ગાયો ક્યાં ગઈ હશે ! સાંજ પડી કે નહિ !' તેનું પણ તેને ભાન રહ્યું નહિ.
Page #122
--------------------------------------------------------------------------
________________
વદ ૧૩ ]
રાજકાટ-ચાતુર્માસ
ગગન ગયે મુનિરાજ સત્ર પહે, માલક ઘરકા આયા
શેઃ પુતે મુનિ દે'ન કે, સભી હાલ સુનાયા ! ધન૦ | ૮ |
[ ૮૧
ધ્યાન સમાપ્ત થતાં જ તે મહાત્મા, નવકાર મંત્ર મેલી આકાશમાં ઉડી ગયા. ભગવતી સૂત્રમાં જંધાચરણ–વિદ્યાચરણનું વર્ણન મળે છે. મહાત્માને આકાશમાં ઉડતા જોઇ, સુભગ “મહાત્મા' એમ કહેવા લાગ્યા, પણ તે નિસ્પૃહ મહાત્મા એમ કયાં રાકાય એવા હતા ! જે પ્રમાણે સૂર્ય અસ્ત થતાં કમલ પણ બંધ થયા વિના રહેતાં નથી તે પ્રમાણે સમય પૂરા થતાં મહાત્મા રોકાઈ શકે એમ કયાં હતા ! તે તા ચાલ્યા ગયા; પણ સુભગ વિચારવા લાગ્યા કે, તેએ જે ‘ નમો અāિતાળ ' એવા મત્ર ખેલ્યા હતા તે સારા હતા. તે બાળકને આખા મત્ર તે યાદ રહ્યો નહિ પણ " नमो अरिहंताणं એ એક પદ યાદ રહ્યું હતું. તે વિચારવા લાગ્યા કે, જે મંત્રના પ્રભાવથી મહાત્મા ઉંડી આકાશમાં ચાલ્યા ગયા તે મંત્રમાં અવશ્ય કોઈ મોટી શક્તિ રહેલી હશે.
99
આમ વિચારતાં તેણે સાંજ પડી જવાથી ગાયાને લઈ ઘેર જવા ધાર્યું. તે ગાયાને શાષવા લાગ્યા, પણ દરરાજની ટેવાએલી ગાયેા સાંજ પડતાં જ ધેર ચાલી ગઈ હતી. ગાયા તે આવી ગઈ પણ સુભગતે આવેલા ન જોઈ, શેઠ ચિંતા કરવા લાગ્યા. શું થયું હશે ! કાઈ ચાર તા સુભગને ઉપાડી લઈ ગયા નહિ હાય ને ! વગેરે અનેક પ્રકારના તર્ક વિતર્ક કરી શેઠ ચિંતા કરવા લાગ્યા અને આકુળદષ્ટિએ સુભગની પ્રતિક્ષા
કરવા લાગ્યા.
જે માણસ કેવળ પેાતાના જ સ્વાર્થ જુએ છે, તે માણસ પોતાના સ્વાર્થના જ નાશ કરે છે અને આથી વિપરીત જે બીજા ઉપર ઉપકાર કરે છે તે પેાતાના ઉપર જ ઉપકાર કરે છે. આ જ પ્રમાણે શેઠ પાતાના ખાવાએલા પુત્રની માફક સુભગની ચિંતા કરતાં પ્રતીક્ષા કરતા હતા, એટલામાં જ સુભગને ઘર તરફ આવતા જોઈ, શેઠે દોડી જઈ તેને પોતાની છાતી સરસા ચાંપ્યા અને પછી પૂછવા લાગ્યા કે, “ આજે આટલું બધું મેાડું કેમ થયું ? '' સુભગ મેાડું થઈ જવાથી ગભરાએલા હતા, પણ શેઠને જોવાથી તેને ગભરાટ છે। થયા અને મેાડા થવાનું કારણ જણાવતાં તેણે કહ્યું કે, આજે મારું થવાનું ખીજાં તેા કશું કારણ નથી, પણ આજે જંગલમાં મને બહુ જ આનંદ આવવાથી રેાકાઈ ગા એટલે મેાડું થઈ ગયું.
શેઠે કહ્યું કે, જંગલમાં એવા શું આનંદ મળ્યા ?
સુભગે જવાબ આપ્યા કે, આજે જંગલમાં મને એક મહાત્માના દર્શન થયા, તે મહાત્માનું હું શું વર્ણન કરું ! વર્ણન કરવાની મારામાં તે શક્તિ જ નથી ! મને એ મહાત્મા જેમ વાછરડાને ગાય પ્રિય લાગે છે એવા પ્રિય લાગ્યા. તેમને જોઈને હું મને પોતાને જ ભૂલી ગયા! અને તેમના મુખ ઉપર જે શાન્તિ ટપકતી હતી તે ઉપર જ હું એવા મુગ્ધ બની ગયા કે સાંજ પડી છે કે નહિ તેવી પણ મને ખબર ન રહી !
આ સાંભળી શેઠે કહ્યું કે, ધન્ય છે, કે તને મહાત્માના દર્શન થયા. જો તે મહાત્મા હજી ત્યાં હોય તો હું પણ તેમના દન કરી આવું!
૧૧
Page #123
--------------------------------------------------------------------------
________________
૮૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
સુભગે કહ્યું કે, મહાત્મા હવે ત્યાં ક્યાં છે. તેઓ તે “અત્તિ -સક્તિ ' એ મંત્ર ભણી આકાશમાં ઉડી ગયા. તેઓ ત્યાં હતા ત્યાં સુધી તે મને કોઈ વાતનું ધ્યાન જ ન રહ્યું. જ્યારે તેઓ ઉડી ચાલ્યા ગયા ત્યારે જ તમારું અને ગાયનું ધ્યાન આવ્યું. - સુભગની વાત સાંભળી શેઠ તેની પ્રશંસા કરી ધન્યવાદ આપવા લાગ્યા. કોઈ સારું કામ પિતાથી થઈ ન શકે તો સત્કાર્ય કરનારની પ્રશંસા કરવી અને તેમને ધન્યવાદ આપ જોઈએ. ' સુબાહુકુમાર પૌષધમાં બેઠા હતા છતાં તેમણે કહ્યું હતું કે, “તે લોકોને ધન્ય છે કે, જેઓ ભગવાનની વાણી સાંભળે છે, તે લોકોને પણ ધન્ય છે કે જેઓ સાધુ બને છે, તે લોકોને પણ ધન્ય છે કે, જેઓ સંયમ પાળે છે, તે લોકો પણ ધન્યવાદને પાત્ર છે કે, જેઓ વ્રત ધારણ કરી શ્રાવક બને છે અને તે ભૂમિને પણ ધન્ય છે કે જે ભૂમિ ઉપર ભગવાન વિચરે છે.”
આ જ પ્રમાણે તમારાથી કોઈ સત્કાર્ય થઈ ન શકે તે જે સત્કાર્ય કરતા હોય તેમની પ્રશંસા કરો, તેમને ઉત્સાહિત કરે, તેમને ધન્યવાદ આપે અને તેમના ગુણગાન કરે; આમ કરશે તે પણ કલ્યાણ છે.
સુભગ પણ સુદર્શનને જીવ છે. તેને ધન્યવાદ આપવો કે શીલવતને ધન્યવાદ આપ એ, પિતાના આત્માને જ ધન્યવાદ આપવા બરાબર છે.
આ પ્રમાણે શેઠે પણ સુભગને ધન્યવાદ આપે. હવે આગળ શું થાય છે તે યથાઅવસરે કહેવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ અષાઢ વદ ૧૪ શુક્રવાર
પ્રાર્થના આજ હાર સંભવ જિનકે, હિતચિતમ્ ગુણ ગાસ્યાં, મધુર મધુર વર રાગ આલાપી, ગહરે સાદ ગુંજાસ્યાં રાજ; આજ૦૧
સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે કેવી ભાવના રાખવી જોઈએ એ વિષે હું વારંવાર કહું છું અને તમે લેકે સાંભળો છે; પણ જે હદયપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે છે તે જ પિતાની ભાવના પ્રાર્થનામાં ઉતારી શકે છે.
પરમાત્માની પ્રાર્થના કેવા ભાવ સામે રાખીને કરવી જોઈએ, એ વિષે આ જ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે –
Page #124
--------------------------------------------------------------------------
________________
વદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ
[ ૮૩ તન ધન પ્રાણ સમાપી પ્રભુને, ઈન પર બેગ રિઝાસ્યાં, રાજ.
અર્થાત-પ્રાર્થના કાંઈ લેવા માટે નહિ પણ દેવા માટે જ કરવી જોઈએ. પરમાત્મા પાસે “મને આ આપે, મને તે આપે” એવી માંગણી કરવી અને એ ભાવનાએ પ્રાર્થના કરવી એ તો સ્વાર્થી પ્રાર્થના છે, આવી સ્વાર્થી પ્રાર્થના ન કરતાં એવી પ્રાર્થના કરવી જોઈએ કે “હે ! પ્રભો ! તન, મન અને ધન એ તારે ચરણે સમર્પણ કરવાની મારામાં યંગ્યતા આવે એ માટે તારી પ્રાર્થના કરું છું. મને એવી શક્તિ પ્રદાન કરો કે, જેથી હું મારી શારીરિક, માનસિક, કૌટુમ્બિક કે બીજી મારી બધી શક્તિઓ તારી સેવામાં સમર્પણ કરી શકું.”
લેવામાં ” સુખ માનનારા લોકો તે સંસારમાં ઘણાય હશે, પણ એવા પણ લે છે કે જેઓ “દેવામાંપણ સુખ માને છે. અને એવા પણ ઉદારચિત લોકો હોય છે કે, જેઓ પોતે ભૂખ્યા રહે છે પણ બીજાને ભોજન આપે છે; એટલું જ નહિ પણ બીજાની રક્ષા માટે પોતાના પ્રિય પ્રાણોને પણ સમર્પી દે છે.
મેઘરથ રાજાએ કબુતરની રક્ષા માટે પિતાનું શરીર સુદ્ધાં આપી દીધું હતું. મુહમ્મદ સાહેબને માટે પણ એમ કહેવામાં આવે છે કે, તેઓ એક ફાખતા માટે પોતાના ગાલનું માંસ પણ દેવા તૈયાર થઈ ગયા હતા. આ જ પ્રમાણે મહાભારતમાં શિબી રાજા અને રાજા રતિદેવની પણ કથા આવેલ છે. રાજા રન્તિદેવ ચાલીશ દિવસના ભૂખ્યા હતા છતાં જ્યારે તેમની આગળ ખાવાનું આવ્યું ત્યારે એક ચાંડાલ “હું ભૂખે મરી રહ્યો છું, કઈ ખાવાનું આપે” એમ રાડ પાડતે ત્યાં આવી પહોંચે. રન્તિદેવે પિતાનું ભજન તે ચાંડાલને આપી દીધું. આવા દાની લો પણ થયા છે અને એવા દાની લોકો જ પ્રાર્થનાને આનંદ લઈ શકે છે. આ પ્રમાણે જે કાંઈ લેવા માટે નહિ પણ દેવા માટે પ્રાર્થના કરે છે, અને “હે ! પ્રભો ! હું મારી બધી શક્તિ તમારા ચરણે સમર્પી શકું એવી મને શક્તિ આપે ” એવી ભાવના ભાવે છે તે ધીમે ધીમે પિતાનું અભિમાન નષ્ટ કરે છે અને પછી પોતે જ મહાપુરુષ બની જાય છે.
હવે હું શાસ્ત્ર વિષે વિચાર કરું છું. શાસ્ત્રના વિચારની સાથે વ્યાવહારિક વિચાર પણ થઈ જાય છે, કારણ કે ઉદ્દેશ તે આત્મામાં જાગૃતિ લાવવાનો છે, એટલા માટે જે પ્રકારને ઉપદેશ આપવાની જરૂર જણાય છે તે ઉપદેશ આપવામાં આવે છે. અનાથી મુનિનો અધિકાર
રાજગૃહી નગરના મંડિકક્ષ બાગનું વર્ણન કરતાં બે દિવસ લાગ્યા છે અને કદાચ આજનો દિવસ પણ તેમાં જ લાગી જાય ! બાગનું વર્ણન કરી આગળ કહેવામાં આવ્યું છે કે, ફુલોની સુગંધથી સુવાસિત થએલા એ બાગમાં મહાત્મા અનાથી બીરાજ્યા હતા, કે જેમની સાથે શ્રેણિક રાજાને ભેટ થયો હતો. આ કથનમાં ઘણું રહસ્ય રહેલું છે, જેને કોઈ પૂર્ણ પુરુષ જ સંપૂર્ણ રીતે સમજાવી શકે, હું તે અપૂર્ણ છું, એટલે મારું કથન તે અપૂર્ણ જ હશે, તેમ છતાં તે વિષે થોડું કહું છું.
ફૂલ અને મનુષ્યને કેવો નિકટ સંબંધ છે એ વિષે વિચાર કરવો છે. હું પોતે તે વૈજ્ઞાનિક નથી પણ મેં ફૂલના વિષે વૈજ્ઞાનિકનાં જે વિચાર સાંભળ્યાં છે એ વિચારેને
Page #125
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
શાસ્ત્રની વાતમાં ઉતારી ફરી કહું છું. મેં જે કાંઈ સાંભળ્યું છે તેની વિરુદ્ધ જો કોઈ વાત હૈાય તે મને કાઈ બતાવશે તેા હું માનવા તૈયાર છું.
ફૂલામાં અનેક રંગા હાય છે. વૈજ્ઞાનિકાનું કથન છે કે આ રંગાની વિભિન્નતા સૂર્યના કિરાની સાથે સંબંધ ધરાવે છે! સૂર્યના કિરણાને લીધે જ ફૂલામાં જુદાં જુદાં રંગા આવે છે. આ ઉપરથી એવા પ્રશ્ન ઉભા થાય છે કે, સૂર્યના કિરણેા તે બધાં ફૂલા ઉપર સમાન રૂપે પડે છે તેા પછી ફૂલોનાં રંગામાં વિભિન્નતા હેાવાનું શું કારણ છે? આ પ્રશ્નના ઉત્તર વૈજ્ઞાનિકા એવા આપે છે કે કિરાને ગ્રહણ કરવામાં વિભિન્નતા હોવાને કારણે ફૂલેનાં રંગમાં પણ વિભિન્નતા જોવામાં આવે છે. અર્થાત્ જે ફૂલ સૂના કિરણા પેાતાનામાં લઈ તે પેાતાના વધારેમાં વધારે ત્યાગ કરે છે તે ફૂલના રંગ બિલકુલ સફેદ થાય છે, જે થાડા ત્યાગ કરે છે તેને આ ગુલાખી રંગ થાય છે, જે એનાથી પણ એછે ત્યાગ કરે છે તેના રંગ પીળા થાય જે એનાથી પશુ આછે ત્યાગ કરે છે તેને રંગ લાલ થાય છે; જે કિરણા વધારે લે છે પણ પાતાના ત્યાગ ઓછા કરે છે તેના રંગ લીલા થાય છે અને જે ફુલ સૂર્યનાં બધાં કિરાને પેાતાનામાં હજમ કરી જાય છે અને ત્યાગ બીલકુલ કરતું નથી તેને રંગ ખીલકુલ કાળા થાય છે.
કાળા રંગ કિરણાને હજમ કરી જાય છે એ વાત પ્રત્યક્ષ પ્રમાણથી પણ સ્પષ્ટ જણાય છે. ફોટાના કેમેરા ઉપર કાળું કપડું રાખવામાં આવે છે. ખીજા રંગનું કપડું રાખવામાં આવે તે સૂર્યનાં થાડાંઘણાં કિરણેા અંદર પેસી જાય છે અને ફેટાને નુકશાન પહોંચે છે પણ કાળા રંગ સૂર્યના કિરણાને અંદર પેસવા દેતા નથી. તે બધાં કિરાને હજમ કરી જાય છે એટલે ફાટા બગડતા નથી. આ પ્રત્યક્ષ પ્રમાણુ ઉપરથી પણ કાળુ ફૂલ પણ કિરાને હજમ કરી જાય છે એ વાત સ્પષ્ટ થાય છે.
મડિક્રુક્ષ ભાગમાં અનેક પ્રકારના ફૂલા હતાં એમ કહેવામાં આવ્યું છે. આ કથનના આશય એ છે કે, ફૂલામાં કિરણેાને ગ્રહણ કરવાની અને છેડવાની તારતમ્યતા બતાવવામાં આવી છે. જૈન શાસ્ત્રના કોઈ અભ્યાસીને સમજાવવામાં આવે તે એમાં કેવી કેવી સામગ્રી રહેલી છે એ જાણવામાં આવે. આજે લોકો પાપટ–પંડિત તા બની જાય છે અને પછી જનશાસ્ત્રોમાં કાંઈ નથી એમ કહેવા લાગે છે; પણ વાસ્તવમાં તેઓએ જનશાસ્ત્રમાં ઊંડા ઊતરી સમજવાના પ્રયત્ન કયારે કર્યો ? કેવળ પાથી ભણી જવાથી જ કાંઈ જ્ઞાન મળી જતું નથી, પણ કાષ્ઠ ગુરુ પાસે સમજવાર્થી જ શાસ્ત્રાર્થ સમજી શકાય છે. ગુરુની કૃપા વિના વસ્તુ પૂરી રીતે સમજી શકાતી નથી. એક કવિએ એ વિષે કહ્યું છે કેઃ—
“ પઢકે ન ઐઠે પાસ અક્ષર વાંચ સકે, મિના હી પઢ કહે। કૈસે આવે ફારસી; જાહરી કે મિલે બિન હાથ નગ લિયે, ફ઼િા બિના જૌહરી વાકી સશય ન ટારસી; સુન્દર કહત સુખ રંચ હૂ ન દેખ્યા જાય, ગુરુ બિન જ્ઞાન જૈસે અન્ધેરે તમે આરસી.”
Page #126
--------------------------------------------------------------------------
________________
વદ ૧૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૮૫
અર્થાત્–પુસ્તકમાં અક્ષરા તા બધાંય છે પણ ઉસ્તાદ વિના ફારસી આવડી શકે ? હાથમાં નંગ છે પણ ઝવેરીની સહાયતા વિના તે નંગની કીંમત કાણુ આંકી આપે ! બુટી તેા અનેક પ્રકારની હાય છે પણ એના ઉપયોગ જાણ્યા વિના તે છૂટી પણ શા કામની? દવા હોય પણ દવાના ઉપયોગ કેમ કરવા તે બતાવનાર ડૉકટર ન હેાય તે તે દવા શા કામની ! આ જ પ્રમાણે પુસ્તક હાવા છતાં તેનું જ્ઞાન ગુરુ પાસેથી મેળવવું જોઈ એ ! ગુરુ વિના જ્ઞાન મેળવવું અંધારામાં આરસી લઈ માઢુ જોવા જેવું છે.
આજે યેાગ્ય ગુરુની સહાયતા લીધા વિના પુસ્તકોઠારા જ્ઞાન પ્રાપ્ત કરવા ચાહે છે એ જ ખરાબી છે. જો કાઈ યેાગ્ય ગુરુની સહાયતાથી જૈનશાસ્ત્રને સમજવામાં આવે તે તેમાં છૂપાં રહેલાં રહસ્યો પણ માલુમ થાય. તમે પ્રત્યેક વાતને ગુરુ પાસેથી સમજી વિશ્વાસ કરી તે ભ્રમમાં ન પડે! અને આત્માનું કલ્યાણ પણ કરી શકે.
શાસ્ત્રામાં લેસ્યા વિષે અનેક સ્થાને ઉલ્લેખ કરવામાં આવ્યા છે. લેસ્યા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની હાય છે. પહેલાં તે લેશ્યા એટલે શું એ જોવું જોઈ એ. હેતિ કૃતિ છેરવા અર્થાત એ કાગળને જેમ ગુંદ ચીપકાવે છે તેમ આત્મા અને તે જે પરસ્પર ચીપકાવે તેને શાસ્ત્રકારા લેસ્યા કહે છે. કાઇ આચાયના એવા પણ મત છે કે, યોગપ્રવૃત્તિ: હેયા અર્થાત્ મન, વચન અને કાયાના યાગની પ્રવૃત્તિ એ લેસ્યા છે. કાઈ એમ પણ કહે છે કે, કૂવિકવ્યશાયાહૂ આમનો પાિમવિશેષઃ હેરયા-અર્થાત્ કૃષ્ણાદિ દ્રવ્યના સંયેાગથી આત્માનું જે પરિણામ વિશેષ હોય છે તે ‘ લેસ્યા ' કહેવાય છે.
શુક્લ, પીત, તેજો, કાપાત, નીલ અને કૃષ્ણ; આ છ પ્રકારની લેસ્યાએ છે. શુક્લના રંગ સફેદ હાય છે, પીતના રંગ પીળેા હેાય છે, તેજોના રંગ લાલ હાય છે, કાપાતના રંગ કબુતરના રંગ જેવા હાય છે, નીલના રંગ લીલો અને કૃષ્ણના રંગ કાળા હોય છે. હવે આપણે કુલ અને લેસ્યા વચ્ચે શું સામ્ય છે તે જોવાનું છે. આ આત્મા ખીજા કાષ્ઠની પાસેથી નહિ તા પ્રકૃતિ પાસેથી તેા કાંઈ ને કાંઈ ગ્રહણ કરે છે. હવા, પાણી આદિ પ્રાકૃતિક સહાયતા લીધા વિના તેા જીવન જ ટકી શકતું નથી, એટલા માટે પ્રકૃતિની સહાયતા લેવી પડે છે, જે પ્રમાણે કુલ સૂર્યના કિરણા લે છે તે જ પ્રમાણે આ આત્મા પણ કોઇને કોઈની સહાયતા લે છે. જે આત્મા જેટલી સહાયતા લે છે તેથી પણ વિશેષ ત્યાગ કરે છે તે શુકલ લેસ્યાવાળા છે. પછી ત્યાગમાં ઊણપ આવતી જાય છે તેમ લેફ્સા પણ બદલાતી જાય છે. અંતમાં જે કેવળ બીજાની સહાયતા જ લેવાનું જાણે છે, દેવાનું જાણુતા જ નથી તે કૃષ્ણ લેસ્યાવાળા છે.
વર્ષોંની સાથે જ લેફ્સાના વર્ણ, ગંધ, રસને પણ સંબધ છે. એનું શાસ્ત્રમાં વર્ણન મળે છે. હવે કાઈ કહે, કે કૃષ્ણ લેસ્સાવાળાના ભાવ ખરાબ હાય છે એટલે તેની ગંધ પણ ખરાબ હોવી જોઈ એ પણ જો તેને નિણૅય પાતાના નાકદ્રારા સુઘીને કરવા ચાહે તે એ તેની ભૂલ છે. પ્રત્યેક વાત તેનાં સાધનાદ્વારા જ જાણી શકાય છે, જેમકે, કહેવામાં આવે છે કે મનને પણ ફ્રીટા ઊતરે છે. હવે કાઇ સાધારણ કેમેરાદ્વારા મનના ફોટા લેવા ચાહે તે કેવી રીતે ફાટા ઊતરી શકે ? મનના ફોટો લેવા માટે કેમેરા પણ કોઇ વિશેષ
Page #127
--------------------------------------------------------------------------
________________
૮૬].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
અષાડ
પ્રકારને હોવો જોઈએ ! આ જ પ્રમાણે લેસ્યાના વર્ણ, રસ, ગંધ, સ્પર્શ વગેરેને જાણવા માટે ઉપયુક્ત સાધને જોઈએ. આ તો દ્રવ્ય લેસ્યાની વાત થઈ. દ્રવ્ય લેસ્યા અને ભાવ લેશ્યા પરસ્પર સંબંધિત છે એટલા માટે દ્રવ્ય લશ્યાની માફક ભાવ લેયા પણ સમજવી જોઈએ.
જે પ્રમાણે ફુલોને સુધાર કરી શકાય છે, તે જ પ્રમાણે લેસ્યાને પણ સુધાર કરી શકાય છે. ગુલાબ સફેદ પણ હોય છે અને કાળું પણ હોય છે. જે કાળું ગુલાબ છે તેને પણ સુધાર થઈ શકે છે, તે જ પ્રમાણે અશુભ લેશ્યાને પણ સુધાર કરી શકાય છે. માટે તમે પણ લેસ્યાને સુધારવા પ્રયત્ન કરો!
તમે પૂછશો કે, લેસ્યાને સુધાર કેવી રીતે થઈ શકે અને સુધાર કરવાથી શો લાભ થાય? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, આજકાલને માટે સાધુઓ સફેદ વસ્ત્ર પહેરે એવું ભગવાન મહાવીરે વિધાન કર્યું છે. છતાં કોઈ રંગીન વસ્ત્ર પહેરે છે તેમાં તમે વાંધે માનશે કે નહિ ? રંગમાં ભાવને પણ સંબંધ છે, અને તેથી રંગીન વચ્ચેના પરિધાનથી ભાવોમાં પણ પરિવર્તન થઈ જાય છે. સફેદ રંગ સ્વાભાવિક છે એટલા માટે ભગવાને સફેદ વસ્ત્ર પહેરવાનું વિધાન કર્યું છે. સ્વાભાવિક રંગમાં ભાવની પણ સ્વાભાવિકતા રહેશે. ભાવમાં અસ્વાભાવિકતા આવી ન જાય એટલા માટે ભગવાને સાધુઓ કઈ કઈ ચીજો ન ખાય એ ખાન-પાનાદિને વિધિ પણ બતાવે છે. કેટલાક લેકે કહે છે કે, જેમાં જીવો છે, જેવાં કે વનસ્પતિ વગેરે તેને છોડી કોઈ પણ ચીજ ખાવામાં આવે તે શું વાંધે છે ? આને ઉત્તર એ છે કે, ખાવાની કેટલીક ચીજો તે રજોગુણી હોય છે, કેટલીક તમોગુણી હોય છે, તે કેટલીક સતગુણ હોય છે. ખાનપાનમાં કેવળ જીવને જ વિચાર કરવામાં આવ્યું નથી, પણ તેની સાથે જ પ્રકૃતિને પણ વિચાર કરવામાં આવ્યો છે. ગીતામાં પણ કહ્યું છે કે, જે જેવું ભોજન કરે છે, તેની પ્રકૃતિ પણ તેવી જ બને છે. કૃષ્ણની મૂર્તિની આગળ દારૂ, માંસ, કાંદા કે લસણને ભેગ કેમ ચડાવવામાં આવતો નથી ! આ ચીજો તમોગુણને પેદા કરનારી છે એટલા માટે તેને નિષેધ છે. કાંદા વગેરે તમે ગુણ ચીજ ખાવાને મહાત્માઓ નિષેધ કરે છે. તેઓ કેવળ જીવની જ દષ્ટિએ નહિ પણ પ્રકૃતિની દૃષ્ટિએ પણ તેને નિષેધ કરે છે. જીવના વિચારની સાથે જ પ્રકૃતિને પણ વિચાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, સાધુઓએ તમોગુણ ચીજો ખાવામાં બહુ જ વિવેક અને વિચાર રાખવો જોઈએ. શાસ્ત્રમાં વિકાર કરનારી ચીજોને “વિનય કે “વિકૃતિ’ ગણવામાં આવી છે.
અને જે સાધુ, આચાર્યું કે ઉપાધ્યાયને ગોચરી બતાવ્યા વિના ‘વિગય' ખાય છે તે દંડને ભગી બને છે. દૂધ, ફી, દહીં વગેરે વિષયમાં જીવને વિચાર કરવામાં થી આવ્યો, પણ આ ચીજે કોને કેવી રીતે વિકૃતિ કરે છે તેને વિચાર કરવામાં આવ્યો છે. એટલા માટે ખાવામાં પણ વિચાર અને વિવેક રાખવાની જરૂર છે, અને ખાન-પાન ઉપર નિયંત્રણ કરી પોતાની પ્રકૃતિને સગુણી બનાવવી જોઈએ. આમ કરવાથી લેસ્યામાં પણ સુધાર થશે.
આજના કેટલાક લોકો શરાબને લાલ શરબતનું નામ આપી, એને પીવામાં છે વાંધો છે એમ વિચારે છે; પણ વાસ્તવમાં આવી ચીજો કેટલી બધી હાનિકારક છે એને પણ વિચાર સાથે કરવો જોઈએ. કુરાન અને હદ્દીસામાં કહ્યું છે કે, જે વસ્તુ બુદ્ધિમાં
Page #128
--------------------------------------------------------------------------
________________
વદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ
[ ૮૭ વિકૃતિ લાવે છે તે વસ્તુ ખાવી-પીવી ન જોઈએ. તે ચીજો હરામ છે. આ જ પ્રમાણે પ્રત્યેક વસ્તુ વિષે વિધિ-નિષેધ પ્રાયઃ બધાં શાસ્ત્રોમાં મળશે; એ વાત જુદી છે કે, કોઈ ઠેકાણે દેશ-કાળને જોઈ કોઈ વસ્તુને એકદમ નિષેધ કરવાનું ન પણ કહ્યું હેય, પણ એનો અર્થ એ નથી કે, તે ચીજની છૂટ છે. આમ માની લેવું એ ભૂલ છે. મેં કુરાનમાં જોયું છે કે, “અલાએ જમીન અને આસમાનને બનાવી ઈન્સાનને માટે ફળ-વૃક્ષ વગેરે બનાવ્યો” આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે, ઈન્સાનને માટે ફળ, ધાન્યાદિ બનાવવામાં આવેલ છે. મનુષ્યો માટે ફળ-ધાન્યાદિ ખાવાની ચીજ છે, પણ મનુષ્ય મનુષ્યને કે પશુને ખાઈ જાય એ કોઈ પણ રીતે યોગ્ય નથી. આ પ્રમાણે અલી સાહેબે તે જીવનું માંસ ખાવાને નિષેધ કર્યો છે અને કહ્યું છે કે, “પિતાના પેટમાં કોઈની કબર બનાવો નહિ.”
કહેવાનો આશય એ છે કે, જુદાં જુદાં ખાન-પાન તથા પહેરવેશમાં પણ અંતર પડે છે માટે એમાં પણ વિવેક અને વિચાર રાખે છે. જોઈએ. આજની જીએમ) લેડીફેશન ચાલી છે અને કેટલાક લોકો એ ફેશન અપનાવવામાં શું વાંધો છે ? એમ કહે છે; પણ આમ કહેનારા એ વિચારતા નથી કે એ ખાનપાન તથા પહેરવેશનું પરિણામ કેવું આવે છે ! તેનાથી સંસ્કૃતિ, સ્વભાવ અને પ્રકૃતિ ઉપર કેવી અસર પડશે ? તમે લોકો સામાયિકમાં વસ્ત્રો ઉતારીને શા માટે બેસે છે ? એટલા માટે કે વા ઉતારવાથી ભાવમાં પણ પરિવર્તન થાય છે. મુસલમાન લોકો નમાજ વખતે સાદાં કપડાં પહેરે છે, એનું કારણ એ છે કે તેથી અહંકાર દૂર થાય છે. કપડાંથી પણ અહંકાર પેદા થાય છે. ખાદી અને વિલાયતી વસ્ત્રમાં અહંકારની દૃષ્ટિ છે કે નહિ ? દારુ અને દૂધ પીનારની બુદ્ધિમાં અંતર હોય છે કે નહિ ? આ વાતને જે જાણે છે તે જ સમજી શકે છે પણ જેમની આદત પડી ગઈ હોય છે તેમને કોઈ ચીજ ખરાબ હોય તે પણ સારી જ લાગે છે. મેં ગાંધીજીનું “આરોગ્ય વિચાર’ નામનું પુસ્તક જોયું છે. તેમાં લખ્યું છે કે, “કોઈ એક દેશના લોકે વિષ્ટા પણ ખાઈ જાય છે ! તે લેકે વિષ્ટા ખાય છે, એટલા માટે વિષા એ ખાવાની ચીજ છે એમ કહી શકાય નહિ!' જેપુરના ભંગીઓ વિષાને સડાવી તેમાંના કીડાઓનું રાયતું બનાવી ઘણા શોખપૂર્વક ખાય છે. તેઓ ખાય છે એટલે શું વિષ્ટાના કીડાઓ એ ખાવાની ચીજ છે? પનવેલમાં મેં જોયું કે, માછલીઓની દુર્ગધ ચારે બાજુ ફેલાએલી હતી. એક ભાઈએ મને કહ્યું કે, આ માછલીઓને ખાનારા લોકો બહુ આનંદપૂર્વક ખાય છે. એટલા માટે કોઈ માણસ પોતાની આદતને કારણે ખરાબ ચીજને પણ સારી માનવા લાગે એ વાત જુદી છે પણ એથી કાંઈ ખરાબ ચીજ છે તે કાંઈ સારી થઈ શકે નહિ; એટલા માટે તમે ખાન-પાન અને પહેરવેશ ઉપર ઊડે વિચાર કરે અને જે હાનિકારક ચીજો હેય તેને ત્યાગ કરે અને સાત્ત્વિક વસ્તુને ગ્રહણ કરે તે લેસ્યામાં પણ સુધાર થશે.
રાજા શ્રેણીકે અનેક ભાળીને રાખી તે બાગને સુધાર કરાવ્યો હશે, પણ તેના પિતાના આત્માને સુધાર તે તે મહાત્માએ જ કર્યો. એ મહાત્માનું તમે પણ શરણ લો તે તમારે પણ સુધાર થશે. શાસ્ત્રમાં લેસ્યા વિષે ખૂબ ઝીણવટપૂર્વક વિચાર કરવામાં
Page #129
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આવ્યા છે. ભલે પેાતાની પાસે ધન-સંપત્તિ વગેરે બધું હાય પણ લેશ્મા ખરાબ હાય તો આ લેાકમાં અને પરલેાકમાં ખરાખી છે પણ પેતે જો ગરીબ હાય પશુ તેની લેફ્સા સારી હાય ા તેને દેવા પણ નમસ્કાર કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—
વૈવા વિતે નમત્તન્તિ નન્ન ધર્મ ના મળે ।— દશવૈકાલિક સૂત્ર. અર્થાત્—જેમનું મન ધર્મમાં ચેાંટેલું છે, તેમને દેવા પણ નમસ્કાર કરે છે. આ પ્રમાણે આ આત્મામાં દેવાને પણ જીતવાની શક્તિ છે એટલા માટે તમે તમારા આત્માના પરિણામ-લેસ્યા-તે સુધારા તે તેમાં કલ્યાણ જ છે. સુદર્શન ચિત્ર—૯
હવે સુદર્શનની કથાદ્વારા
તે બતાવું છું—
ભાવાની શુદ્ધિ કરી, કેવી રીતે કલ્યાણ સાધી શકાય છે
મુદિત ભાવે શેઠ કહે ધન, સુનિ દન તે પાંચા ।
અપૂર્ણાં મંત્રકો પૂર્ણ કરકે, શુ ભાવ સિખલાયા ! ધન૦ ૫ e u
મુનિ મહાત્માએ સુભગને કાઈ પ્રકારના પ્રત્યક્ષ ઉપદેશ આપ્યા ન હતા, પણ તેમના તપસ્તેજને પ્રભાવ તે સુભગ બાળક ઉપર પડયેા હતો. સુભગ ર્ષિત થતા ઘેર આવ્યા અને શેઠને બધી વાત કહી. શેઠે તે વૃત્તાન્ત સાંભળી સતાષ વ્યક્ત કર્યાં અને “ તું બહુ પુણ્યશાળી છે કે તને મહાત્માના દર્શન થયા ” એમ કહી ધન્યવાદ આપ્યા. સુભગે જ્યારે કહ્યું કે, એ મહાત્મા કાંઈ મંત્ર ભણી આકાશમાં ઉડી ગયા ત્યારે શેઠે કહ્યું કે,
66
તારા કહેવા ઉપરથી તે શાસ્ત્રમાં જે જધાચરણ અને વિદ્યાચરણ મુનિ કહેવામાં આવ્યા છે તેમાંના તે મહાત્મા હશે! જે ચીજ ધરમાં મળતી નથી તે વનમાં મળે છે એ કહેવત આજે સાચી પડી. જો હું, કૃષ્ણે પણ ગાયને ચરાવતા હતા એ વાતનું મહત્ત્વ ભૂલ્યા ન હાત અને તારી સાથે ગાયા ચરાવવા આવ્યેા હૈાત તે મને પણ તે મહાત્માના દર્શન થાત ! ” આજના લેાકેા ગારક્ષાનું કામ ભૂલી રહ્યા છે એટલું જ નહિ પણ ઊલટા ગૌરક્ષાના કામમાં ખાધા ઊભી કરે છે. હમણાં સાંભળ્યું છે કે, કાષ્ઠ માણસે ગારક્ષા માટે પેાતાની ભૂમિ દાનમાં આપી દીધી હતી. પણ તે માણસ જ્યારે મરી ગયે ત્યારે તેના વારસદારો કહેવા લાગ્યા કે, ગારક્ષાનું કામ તો મરનારની સાથે ગયું, આ તે અમારી જમીન છે. આખરે દાવા મંડાયા અને વકીલે એને માટે લડી રહ્યા છે. આ વાત વિચારવા જેવી છે કે, ભલે તે જમીન તેની જ હોય પણ જ્યારે તે જમીનનેગારક્ષાના કામમાં સદુપયેગ થઈ રહ્યા છે તો પછી તે જમીનનું મમત્વ છેડી દેવામાં શા વાંધે છે ! લેાકેા ગારક્ષાની વાતા માઢેથી તેા કરે છે, પણ કેવળ મેઢેથી વાતો કરવાથી કાંઈ ગારક્ષાનું કામ થઈ શકતું નથીને? તેને માટે થાડા ત્યાગ પણ કરવા પડે છે. જો તમે બધા ગૌરક્ષા કરવાને વિચાર કરી લા તેા એક પણ ગાય કપાઇ ન શકે, સાંભળ્યું છે કે મેટા મિયાંએ હમણાં જાહેર કર્યું ‘ગાયેયને બચાવવી એ હિંદુ કે મુસલમાન બધાનું કામ છે.' વાસ્તવમાં આ વિષે વિચાર કરવામાં આવે તેા ગાય હિંદુને મીઠું અને મુસલમાનને કડવું દુધ આપતી નથી,
છે
Page #130
--------------------------------------------------------------------------
________________
વદ ૧૪]
રાજકેટ-ચાતુર્માસ
[ ૮૯
તે તે જેવું દુધ હિંદુઓને આપે છે તેવું જ દુધ મુસલમાનોને આપે છે. આ દષ્ટિએ ગાય જે પોષણ આપે છે તેની રક્ષા કરવી એ હિન્દુ કે મુસલમાન બધાનું કર્તવ્ય છે. જે હિન્દુ અને મુસલમાન બને ગાયનું રક્ષણ કરવા તૈયાર થઈ જાય તે ગાય કેમ કપાય ? આજના ઘણા લોકો પોતાના મકાનની કે માલ મિલકતની તે ચિન્તા કરે છે પણ ગાયના રક્ષણની કોઈ ચિન્તા કરતું નથી. તેઓ તે એમ જ વિચારે છે કે, અમારી પાસે પૈસા હશે તે દુધ મળશે જ તે પછી અમે ચિતા શા માટે કરીએ !
- જિનદાસ શેઠ સુભગને કહેવા લાગ્યા કે “ હું અભાગી છું કે મને મહાત્માના દર્શન ન થયા. તું ખરેખર સભાગી છે કે, તને મહાત્માના દર્શન થયા ! ” આ પ્રમાણે સાંભળી સુભગ વધારે આનંદિત થયો અને વિચારવા લાગ્યો, કે હું પોતે જ પોતાને ધન્ય માનતો હતો પણ પિતાએ પણ મને ધન્યવાદ આપ્યા !
પાપના કામને ઉત્તેજન આપવાથી તે પાપ થાય છે પણ ધર્મના કામને ઉત્તેજન આપવાથી ધર્મ થાય છે. આજના યુવકે તે પૂર્વાપર વિચાર કર્યા વિના ધર્મને અનુપયોગી કહેવા તત્પર થઈ જાય છે, પણ એટલો વિચાર કરતા નથી કે ધર્મનું જીવનમાં કેટલું બધું મહત્વનું સ્થાન છે ! પહેલાનાં શ્રાવકે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે –
अयमायुसो ! निग्गन्थे पावयणे अढे अयमाउसो !
निग्गन्थे पावयणे परमटे सेस अणढे ॥ અર્થાત-હે ! આયુષ્યમાન ! નિગ્રંથ-પ્રવચન અર્થયુક્ત છે, પરમાર્થયુક્ત છે, બાકી બધું અનર્થ યુક્ત છે.
આ પ્રમાણે પહેલાનાં શ્રાવકો નિગ્રન્થધર્મની બધે ઠેકાણે પ્રશંસા કરતા હતા. ધર્મની પ્રશંસા કરવાથી ધર્મનો પ્રચાર થાય છે અને લોકોને લાભ પહોંચે છે. મક્કા-મદીના હજ કરીને આવનારાઓને મુસલમાને ગળે ગળુ લગાવીને શા માટે ભેટે છે. એટલા માટે કે “ અમે તો હજ કરવા આવી ન શકયા પણ તમે જઈ આવ્યા એટલે તેમને ધન્ય છે. આ જ પ્રમાણે જે લોકો વ્યાખ્યાનમાં આવી શકતા નથી તેઓ વ્યાખ્યાન સાંભળનારાઓની પ્રશંસા કરી તેમને ઉત્સાહિત કરે અને જેઓ વ્યાખ્યાન સાંભળવા આવે છે તેઓ વ્યા
ખ્યાનમાં ન આવનારાઓને વ્યાખ્યાનને સાર સંભળાવે તે ધર્મને કેટલો બધે પ્રચાર થાય અને અમારું કામ પણ કેટલું બધું હલકું થઈ જાય !
સુભગ શેઠને કહેવા લાગ્યો કે, પિતાજી! તમારું કહેવું સાંભળી મને ઘણો જ આનંદ થયે પણ મારાથી એક ભૂલ થઈ ગઈ છે. તે મહાત્મા આકાશમાં ઉડતી વખતે જે મન્ન બોલ્યા હતા તે માત્ર મને યાદ ન રહ્યો. જે તે માત્ર મને યાદ રહે છે તે હું પણ તેમની જેમ આકાશમાં ઉડી જાત !
શેઠે પૂછયું કે, એ મન્ચ કર્યો હતો, તને કાંઈ યાદ છે?
સુભગે કહ્યું કે, એ માત્ર તે મને પૂરે યાદ નથી, પણ તેઓ “નમે અરિહંતાણું– નમે અરિહંતાણું” એવું કાંઈ બોલ્યા હતા ! ૧૨
Page #131
--------------------------------------------------------------------------
________________
૯૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ શેઠે કહ્યું કે, ઠીક, હું સમજી ગયો! એ નવકારમંત્ર હતા. સાંભળ, હું તને તે મંત્ર સંભળાવું છું.
नमो अरिहन्ताणं।
નમો સિતા.. नमो आयरियाणं ।
નમો ઉવાયા !
नमो लोए सव्व साहूणं । एसो पंच नमोकारो, सन्ध पावपणासणो ।
मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ આ બન્ને સંભળાવી શેઠે સુભગને કહ્યું કે, આ જ મંત્ર હતો ને ? સુભગે કહ્યું કે, હા, એ જ “મંતર” હતું. શેઠે કહ્યું કે, તારા કાનમાં એ પરમાત્માનું એક વાક્ય પણ રહી ગયું એ સારું થયું! હું જંગલ ગયા હતા ત્યાં એક ફકીર કાંઈ આપવા માટે કહેતા હતા કે –
યાદસે આબાદ, ભૂલસે બરબાદ. આ ફકીર કોને યાદ કરવા માટે કહેતે હતો ! ધન, પુત્ર, સ્ત્રી વગેરેને લેકો કહેવા ન છતાં પણ યાદ કરે જ છે પણ પરમાત્માને યાદ કરે, તેને ભૂલો નહિ, જે પરમાત્માને ભૂલતા નથી, તેના હાથે પાપ થતું જ નથી, તે બરબાદ થતા નથી !
“બિસમિલ્લાહિ રહિમાને રહીમ અર્થાતઅલ્લાના નામની સાથે હું પ્રારંભ કરું છું. આ પ્રમાણે જે “અલ્લા'ના નામ સાથે કાર્યને પ્રારંભ કરે છે તેની દ્વારા શું ખરાબ કામ થઈ શકે? તે કોઈને ગળા ઉપર છરી ફેરવી શકે? કોઈ માણસ અહીંના કાકર સાહેબનું નામ લઈ કોઈના ગળે છરી ફેરવે અથવા ચોરી કરે અને પછી ઠાકોર સાહેબને કહે કે, મેં આપનું નામ લઈ આવું કાર્ય કર્યું છે ! તે ઠાકોર સાહેબ શું તેની ઉપર પ્રસન્ન થશે ? નહિ જ. આજ પ્રમાણે પરમાત્માનું નામ લઈ કોઈ ખરાબ કામ કરે, અથવા કોઈને ગળા ઉપર છરી ફેરવે તો શું પરમાત્મા તેના ઉપર પ્રસન્ન થાય ખરા ? આ પ્રમાણે પરમાત્માનું નામ યાદ કરી ખરાબ કામ કરવું એ બને વાત કેમ બની શકે?
કેટલાક લોકો કહે છે કે, પરમાત્માનું નામ લેવાથી શું થાય છે? આમ કહેનારને એ ખબર નથી કે, જે નામ લેવામાં ન આવે તે કાંઈ કામ પણ થતું નથી ! તમે કોર્ટમાં જઈને કહે કે, “અમારા દશ હજાર રૂપિયા લે છે તે અપાવવામાં આવે.” જ્યારે કોર્ટે તેને પૂછે કે કોની પાસે લેણું છે? ત્યારે તમે એમ કહે કે, “મને તેના નામની ખબર નથી' તે શું દા ચાલી શકશે? તમે પોતે તમારું નામ કેટલી વાર લ્યો છે ! ' મારું નામ તે હજારો લોકો જાણે છે એમ તમે પણ કહે છે; જ્યારે તમને હજારો માણસે જાણે છે અને નામ જાણવાથી જ કામ ચાલે છે તે પછી નામથી શું કામ, એમ કેમ કહી શકાય?
Page #132
--------------------------------------------------------------------------
________________
વઃ ૧૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૯૧
નામ પણ એ રીતે લેવામાં આવે છે. એક તો વ્યવહારના સંબંધે અને બીજું જીવનના સબંધે. જેમકે વર કન્યાનું અને કન્યા વરનું સગાઇ પહેલાં નામ લે છે તેમાં, અને સગાઇ થયા બાદ નામ લે છે, તેમાં અંતર છે કે નહિ ? આ જ પ્રમાણે ઇશ્વિરનું નામ પણ વ્યવહારની રીતિએ લેવામાં આવે છે, અને બીજું તેમની સાથે સબંધ જોડી નામ લેવામાં આવે છે. જો તમે પરમાત્માની સાથે સંબંધ જોડી તેમનું નામ સ્મરણ કરા તેા તમને જણાશે કે તેમાં કેવા આનંદ રહેલા છે !
શેઃ સુભગને નવકાર મંત્ર સંભળાવી તેને મહિમા બતાવવા લાગ્યા કે, ભગવાન પાર્શ્વનાથે ઝેરી સાપને નવકાર મંત્ર સંભળાવ્યેા હતેા, તેના પ્રભાવે તે ધરણેન્દ્ર નામના દેવ થયેા. એક ચારને ફાંસીએ ચડાવવામાં આવ્યા પણ ફાંસીએ ચડતાં તે ચારને ખૂબ જ તરસ લાગી; પણ રાજાના ભયથી કેાઈ તેની પાસે જવું નહિ. એટલામાં ત્યાંથી એક શેઠ નીકળ્યા. ચારે તેમને કહ્યું કે એ-શેઠ ! મને બહુ જ તરસ લાગી છે, મારાથી એ દુ:ખ સહેવાતું નથી, રાજાના ભયથી કોઈ મારી પાસે આવતું નથી, માટે આપ મને ઘેાડું પાણી પીવા આપે. શેઠે કહ્યું કે, પાણી તે આપું પણ હું પાણી લેવા જાઉં એટલામાં જ તારા પ્રાણ નીકળી જાય તે! તારી ગતિ શું થાય ? માટે તું પહેલાં નવકાર મંત્ર સાંભળી લે. આમ કહી શેઠે તેને નવકાર મંત્ર સંભળાવ્યા અને કહ્યું કે, આ મંત્રના જાપ કર ત્યાં હું પાણી લઇને આવું છું. આમ કહી શેઠ તેા પાણી લેવા ગયા, પણ ચારને તે મ યાદ રહ્યા નહિ એટલે તે એમ મેલવા લાગ્યા કેઃ —
(C
આનુ તાન્ ક ન જાનૂ, શેઠ વચન પરમાણ્
અર્થાત—શેઠે જે કહ્યું તે મને યાદ નથી પણ તેમણે જે કાંઈ કહ્યું છે તે પ્રમાણ છે એમ તે જપવા લાગ્યા. શેઠે પાણી લઈને આવ્યા તે પહેલાં જ ચાર મરણ પામ્યા હતા. ચાર મરણ તે પામ્યા, પણ નવકાર મંત્રના પ્રતાપે તે દેવ થયા.
,,
અને કહ્યું કે, આ શેઠે રાજાએ કહ્યું કે, મારી
રાજાએના સિપાહીએ શેઠને પકડી રાજા પાસે લાવ્યા આપની આજ્ઞા વિરુદ્ધ ફાંસીએ ચડેલા ચારને સહાયતા આપી છે! આજ્ઞાનું ઉલ્લંધન કરનારને હું મૃત્યુદંડ આપું છું માટે એને પણુ ફાંસીએ ચડાવા ! આ સાંભળી શેઠ હસવા લાગ્યા. રાજાએ પૂછ્યું કે, કેમ હસે છે? શેઠે જવાબ આપ્યા કે, મેં ચારી કરી નથી છતાં મને ફાંસીએ ચડાવા છે તે હસું નહિ તે। શું રાઉ? એકવાર મરવું તે છે જ. આ સાંભળી રાજાએ કહ્યું કે, આ તે બહુ વિચિત્ર લાગે છે માટે એને તે ફ્રાંસી આપવી જ જોઈ એ ! શેઠને ફાંસીએ લઈ ગયા. શેઠને રાજા ફાંસીએ ચડાવે છે એ જાણી ચાર કે જે મરીને દેવ થયા હતા, તેનું આસન કપાયમાન થયું અને તેણે તુરત જ શૂળીને બદલે સિંહાસન બનાવી દીધું,
શ્રીમતી પણ નવકાર મન્ત્ર જપ્યા કરતી હતી, પણ તેની સાસુને એ ગમતું ન હતું એટલે તે નારાજ રહેતી હતી. શ્રીમતીના પતિએ તેને કહ્યું કે, મારી માતા તારા મંત્રજાપથી નારાજ રહે છે તે શા માટે તું મંત્ર જપવાનું બંધ કરતી નથી ! શ્રીમતીએ ઉત્તર આપ્યા કે, એ મત્ર તેા મારા જીવનની સાથે વણાઈ ગયા છે એટલે તે મંત્રને કેમ છેાડી શકું? હું જે કામ કરું છું તે મંત્રના પ્રતાપથી જ કરું છું. વળી આ મંત્રના પ્રતાપથી જ
Page #133
--------------------------------------------------------------------------
________________
૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
કામ કરવા છતાં ગાળ સાંભળું છું અને તેમ છતાં મને ક્રોધ આવતું નથી. હું મન્ચ પણ એ જ જપું છું કે “નમો અરિહંતાણું –અર્થાત્ જેમણે કર્મશત્રુઓનો નાશ કર્યો છે તેમને નમસ્કાર કરું છું. મારા ગુરુએ આવા ભગવાનને નમસ્કાર કરી કામ-ક્રોધ વગેરે કર્મ શત્રુઓને જીતવાની શિક્ષા આપી છે. તમે મારી પરીક્ષા કરી જુઓ કે મારી સાસુ ગાળો ભાડે છે તે પણ હું શાન્ત રહી કેધને જીતી શકું છું કે નહિ?
શ્રીમતીના પતિએ વિચાર્યું કે, આ એમ માનશે નહિ માટે તેને ગમે તે ઉપાયે મારી નાંખવી. પણ તેને એવી રીતે મારવી કે તે મરી જાય અને મારી ઉપર મારી નાંખવાને આરોપ પણ ન આવે એ વિષે વિચાર કરવા લાગ્યો. એક દિવસ એક મદારી માટે સાપ લઈને આવ્યો. શ્રીમતીના પતિએ વિચાર્યું કે, આ સાપને લઈ તેની દ્વારા પત્નીને મારી નાંખવી ઠીક છે. સર્પ કરડશે એટલે તે મરી જશે અને મારા ઉપર લેકે મારી નાંખવાનો આરોપ પણ નહિ આવે ! આ પ્રમાણે વિચાર કરી તેણે મદારી પાસેથી સાપ ખરીદી લીધે અને એક ઘડામાં તે સપને પૂરી પિતાના શયનાગારમાં મૂકી આવે. રાત્રે તે શયનાગારમાં આવ્યો ત્યારે શ્રીમતીએ પૂછ્યું કે શું આજ્ઞા છે. તેના પતિએ કહ્યું કે, જા, પેલા ઘડામાં મેં ફુલની માળા મૂકી છે તે લઈ આવ. માળા પહેરવાનું આજે મારું મન થયું છે.
મન્ચ બડે નવકાર, સુમર લે મન્ન બડે નવકાર, કૃષ્ણ ભુજંગકો ઘાલા ઘટમેં, મારણ કે હાર
નાગ મિટકે ભઈ પુલકી માલ, મગ્ન જપ નવકાર-સુમર૦ શ્રીમતી પ્રસન્ન થતી ગઈ અને ઘડામાં હાથ નાંખ્યો. તેના પતિની ઈચ્છા ઘડામાં રાખેલા સર્ષદ્વારા શ્રીમતીનું મૃત્યુ નીપજાવવાની હતી, પણ શ્રીમતીએ ઘડામાં કુલની માળા લેવા માટે હાથ નાંખ્યો ત્યાં નવકાર મંત્રના પ્રભાવે કે પોતાના આત્મબળના પ્રભાવે એ સાપ ફૂલની માળા બની ગયો. શ્રીમતીએ કુલની માળા લઈ તેના પતિને આપી. આ જોઈ તેના પતિને આશ્ચર્યને પાર રહ્યો નહિ! તેણે વધારે પરીક્ષા કરવા માટે કહ્યું કે, જા, બીજી માળા લઈ આવ ! શ્રીમતી ફરી ગઈ અને માળા લઈ આવી. પતિ માળા જોઈ ખૂબ આશ્ચર્ય પામ્યો અને વિચારવા લાગ્યો કે, હું ઘડામાં તે સર્પ લાવ્યો છું અને આ માળા ક્યાંથી લાવી !
માટે ચાલ, હું જોઉં કે ઘડામાંથી સર્પ ક્યાં ગયો ? જે તે ઘડામાં જોવા ગયો ત્યાં સર્વે હુંફાડે માર્યો. શ્રીમતીના પતિએ વધારે પરીક્ષા કરવા માટે શ્રીમતીને કહ્યું કે, જા, બીજી માળા લઈ આવ ! શ્રીમતીએ ફરી ઘડામાં હાથ નાંખ્યો તો તેના હાથમાં ફરી માળા જ આવી. પતિએ પૂછ્યું કે, શું તું કાંઈ મંત્ર જાણે છે ! શ્રીમતીએ કહ્યું કે, હા, હું નવકાર મંત્ર જાણું છું. પતિએ કહ્યું કે, તેને તે આ ઝગડો જ છે.
શ્રીમતીને પતિ પિતાની માતાની પાસે ગયો અને કહ્યું કે, “તમે હવે નવકારમંત્રને ઝગડા છોડી દો, તે સ્ત્રી નહિ પણ દેવી છે, મેં તેની આજે પરીક્ષા કરી જોઈ છે.”
Page #134
--------------------------------------------------------------------------
________________
વદ ૦)) ]
રાજકેટ-ચાતુર્માસ
[૯૩
આ સાંભળી માતાએ વિચાર્યું કે, છોકરે બગડી ગયું છે! તે તેની સ્ત્રીના વશમાં આવી ગયું છે એટલે જ આમ કહે છે.
શ્રીમતીના પતિને લાગ્યું કે, મારી માતાને મારી વાત ઉપર વિશ્વાસ આવતો નથી માટે તેમને મંત્રનો પરિચય બતાવવો જોઈએ. એમ વિચારી તેણે માતાને કહ્યું, કે માતાજી! મારી સાથે ચાલે. માતા સાથે ગઈ. પુત્રે કહ્યું કે, આ ઘડામાં શું છે તે જુઓ ! માતાએ ઘડામાં જોયું ત્યાં રાડ પાડી કહેવા લાગી કે, બાપ રે! એમાં તે મોટે સર્પ છે. પુત્રે કહ્યું કે, માતાજી! થોડી વાર ઉભા રહો ! એમ કહી તેણે શ્રીમતીને બેલાવી કહ્યું કે, આ ઘડામાં એક બીજી માળા છે તે કાઢી માતાજીને પહેરાવ. શ્રીમતી ગઈ અને ઘડામાં હાથ નાંખે ત્યાં તેના હાથમાં સર્પાને બદલે માળા જ આવી, તે માળા લઈ માતાજીના ગળામાં પહેરાવી દીધી. આ જોઈ તેની સાસુ ઘણું આશ્ચર્ય પામી. શ્રીમતીના પતિએ તેની માને કહ્યું કે, માતાજી ! તમે આને આટલાં બધાં કઠોર વચને કહ્યા છે છતાં તે કોઈ દિવસ ક્રોધે ભરાઈ છે?
માતાએ કહ્યું કે, ના, તે કોઈ દિવસ મારા ઉપર ક્રોધી થઈ નથી. પુત્રે કહ્યું કે, આ બધે પ્રતાપ નવકારમંત્રને જ છે, માટે એને ઝગડે કોડે.
શેઠે આ પ્રમાણે સુભગને નવકારમંત્રના પ્રભાવની કથા કહી સંભળાવી અને નવકાર મંત્ર પણ શીખડાવ્યો. સુભગ વિચારવા લાગ્યો કે, મને નવકારમંત્ર યાદ થઈ ગયો છે એટલે હવે ગમે ત્યાં જાઉં–હું નિર્ભય છું.
સુભગ નવકારમંત્ર શીખે, પછી શું થયું તે વિષે યથાવસરે કહેવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૦)) શનીવાર
-
પ્રાર્થના. શ્રી અભિનન્દન દુઃખનિજન વંદન પૂજન જોગળ,
આશા પૂરે ચિંતા ચૂરે, આ સુખ આગળ. શ્રી. ૧ શ્રી અભિનંદન ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભક્ત લોકો પરમાત્માની પ્રાર્થના ક્યા ભાવે કરે છે, એ વાત હું વારંવાર કહું છું. આ વિષય એવો લાંબો અને સરસ છે કે આ વિષય ઉપર જેટલો વધારે વિચાર કરવામાં આવે અને હદયમાં જેટલો તેને ઉતારવામાં આવે તેટલે જ તે આત્માને આનંદકારી અને ચમત્કારી જણાય છે.
આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, “હે ! પ્રભે ! તું દુઃખને નાશ કરનાર છે માટે મારા દુઃખને નાશ કર, એવી હું તને પ્રાર્થના કરું છું.' આ ઉપરથી કોઈ એમ કહી શકે કે, પરમાત્મા તે પ્રત્યક્ષ દેખાતા નથી અને દુ:ખને નાશ કરવા માટે સંસારમાં
Page #135
--------------------------------------------------------------------------
________________
૯૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ અષાડ
અનેક સાધના છે તેા પછી પરમાત્મા કે જે પ્રત્યક્ષ નથી તેમની પ્રાના શા માટે કરવી જોઈ એ ? વળી દુ:ખનિકંદન કહી પરમાત્માને પોકારવાની પણ શી જરૂર છે ? કેવળ પ્રત્યક્ષને જ પ્રમાણ માનનારા લોકો, આ પ્રમાણે કહી દલીલો કરે છે કે, જેમ રાગનું દુઃખ દૂર કરવા માટે દાક્તર છે; દાક્તરની પાસે જવાથી દાદ્વારા રાગનું દુઃખ દૂર કરી શકાય છે. માનાપમાનનું દુઃખ હાય, તેા વકીલ કે એરીસ્ટર પાસે જવાથી સન્માનની રક્ષા કરી શકાય છે. જો સ્ત્રી કે પુરુષને પરણવાની આવશ્યક્તા હાય, તે વિવાહ કરી શકાય છે. આ પ્રમાણે આ સંસારમાં દુઃખ છે, તે એ દુઃખાને દૂર કરવાનાં ઉપાયે પણ છે; અને આ ઉપાયાઠારા દુ:ખ દૂર કરી શકાય છે, તેા પછી પરાક્ષ પરમાત્મા માટે એમ શા માટે કહેવામાં આવે છે કેઃ—
શ્રી અભિનંદન દુઃખનિકન્દન, વાદન પૂજન જોગજી । આશા પૂરા ચિ'તા ચૂરા, આપે। સુખ આરાગજી !!
અર્થાત્—“ હે! પ્રભા ! તું દુઃખના નાશ કરનાર છે, તારા સિવાય બીજો કોઈ દુ:ખના નાશ કરનાર નથી, એટલા માટે મારું દુઃખ દૂર કર અને મારી ચિન્તાને નાશ કર.”
પ્રત્યક્ષવાદીઓ કહે છે કે, જ્યારે દુ:ખને દૂર કરવાનાં પ્રત્યક્ષ સાધના છે, તેા પછી પરાક્ષ પરમાત્માની દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના શા માટે કરવામાં આવે છે! આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીએએ ઘણા વિચાર કર્યાં છે. તેએ કહે છે કે, તમે દુઃખ દૂર કરવાનાં જે પ્રત્યક્ષ ઉપાયે। સમજી રહ્યા છે તે ઉપાયા એકાન્તક કે આત્યન્તિક નથી; અર્થાત્ એ ઉપાયે।દ્વારા દુઃખ કાયમને માટે દૂર થઈ જાય છે એવા કોઈ નિશ્ચય નથી.
આ જ પ્રમાણે મટી ગયેલું દુઃખ કરી નહિ આવે એવા પણ નિશ્ચય નથી. જે દાક્તરદ્વારા તમે રાગ દૂર કરવા ચાહેા છે. તેજ દાક્તરદ્વારા બીજો રોગ પેદા થઈ શકે છે કે નહિ : જે વકીલદ્વારા તમે તમારા કેસ જીતવા ચાહેા છે. તે જ વકીલારા તમે કેસમાં હારી જાએ છે કે નહિ ! આ જ પ્રમાણે સ્ત્રી કે પુત્ર કે જેમને દુઃખ દૂર કરનારા માતા છે, શું તેમની દ્વારા દુઃખ પેદા થતું નથી ! ખીજા ઉપાયેાની વાત તેા એક બાજુ મૂકે પણ તમારા જ શરીરની વાત લ્યા કે જે શરીરને તમે સુખનું કારણ માને છે તે શરીર પણ કેવું કેવું દુઃખ આપે છે ! આ પ્રમાણે જેમને તમે દુઃખને દૂર કરવાનાં ઉપાયા માને છે. તે ઉપાયે એકાન્તિક કે આત્યન્તિક નથી. વાસ્તવમાં એ ઉપાયેાદ્બારા દુ:ખ મટી સુખ મળતું નથી પણ સુખને આભાસ થાય છે. એકાન્તરૂપે દુઃખનેા નાશ તેા પરમાત્માના શરણે જવાથી જ થાય છે ! એટલા જ માટે જ્ઞાનીજના પરમાત્માના શરણે જઈ પ્રાથના કરે છે કેઃ—
શ્રી અભિનદન દુઃખનિકંદન, વ±ન પૂજન જોગજી આશા પુરા ચિન્તા ચૂરા, આપે। સુખ આરેાગજી !
તમે લેાકેા પુસ્તકા તા વાંચતા હશો, પણ કેવળ પુસ્તકાના વાંચન ઉપર જ વિશ્વાસ રાખા નહિ; કારણ કે પુસ્તકમાંની કેટલીક વાતે તે આત્માને લાભદાયક હાય છે અને કેટલીક હાનિકારક પણ હાય છે, એટલા માટે પુસ્તકો એકાન્તિક લાભ કરનારા ન હોવાથી તેના વિશ્વાસે જ ન રહેતાં જ્ઞાનીઓના વચન ઉપર વિશ્વાસ કરે. જ્ઞાનીઓનું કથન છે કે,
Page #136
--------------------------------------------------------------------------
________________
વદ ૦)) ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૯૫
કર્મના વિગ્રહની બધી વસ્તુ નાશવાન છે. અર્થાત સારી વસ્તુ હોય કે ખરાબ વસ્તુ હોય પણ જેને સંબંધે કર્મની સાથે છે તે વસ્તુ નાશવાન છે; એટલા માટે સ્વર્ગ અને નરક બન્નેની આશા-દુરાશા છેડે અને પરમાત્માના શરણે જાઓ ! પરમાત્માના શરણે જવાથી તમારું જે દુઃખ દૂર થશે તે પાછું આવશે નહિ અને તેમને શરણે જવાથી તમારું દુઃખ દૂર થશે જ એ વાત નિશ્ચિત છે. જ્ઞાનીઓના આ કથન ઉપર વિશ્વાસ રાખે. તેમનું આ કથન એકાન્ત સત્ય અને ઠીક છે. આ કથન ઉપર વિશ્વાસ કરી તે પ્રમાણે ચાલશે તે તેમાં કલ્યાણ છે.
તમે કહેશો કે, આ તે આધ્યાત્મિક સુખની વાત થઈ, પણ અમે તો સંસારી છીએ એટલે અમારે તે ભૌતિક સુખની આવશ્યક્તા છે ! આના ઉત્તરમાં જ્ઞાનીઓ કહે છે કે, આધ્યાત્મિક સુખની આગળ ભૌતિક સુખ તે દાસની સમાન છે. પરમાત્માના શરણે જવાથી તમારામાં એક પ્રકારની આકર્ષણ શક્તિ પેદા થશે કે જેની દ્વારા સમસ્ત ભૌતિક ચીજો પણ તમારી પાસે ખેંચાતી ચાલી આવશે અને તમે તે ચીજોને તુચ્છ માનવા લાગશે ! એમ માને, કે કોઈ માણસને એક અમૂલ્ય રત્નની પ્રાપ્તિ થઈ. જો કે, એ રત્નમાં ખાવા-પીવાની કે પહેરવાની કોઈ ચીજ પ્રત્યક્ષ દેખાતી નથી; પણ જેમની પાસે એવું અમૂલ્ય રત્ન હોય છે તેને શું ખાવા-પીવા-પહેરવાની વસ્તુની ઊણપ રહી શકે ! આ જ પ્રમાણે જેમાં આધ્યાત્મિક સુખ છે તેમને ભૌતિક સુખની ઊણપ રહી શકતી નથી. આધ્યાત્મિક સુખ મળતાં બધાં સુખો મળી જશે. એટલા માટે સાંસારિક વસ્તુઓ મેળવવાનો સંકલ્પવિકલ્પ છોડી દઈ સ્થિરતા ધારણ કરે અને પરમાત્માના શરણે જાઓ તે કલ્યાણ જ છે. અનાથી મુનિને અધિકાર–૧૦
ઉત્તરાધ્યયન સૂત્રના વશમા અધ્યયન ઉપર વિચાર ચાલી રહ્યા છે. આ અધ્યયનમાં આત્મકલ્યાણની જે વાત કહેવામાં આવી છે તેને સમજી જ હૃદયમાં સ્થાન આપવામાં આવે તે બધાં સંકલ્પવિકલ્પ મટી જાય અને આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ થાય ! આત્મા ભ્રમમાં પડી જઈ ઘણીવાર ભાતિક સુખોની પાછળ ભટક્યા કરે છે અને એ સુખના અભિમાને તે પોતાને નાથ અને બીજાને અનાથ માનવા લાગે છે; પણ આમ માનવા જતાં “હું બધાને નાથ છું' એ અભિમાનમાં પિતે જ “અનાથ' બની જાય છે. રાજા શ્રેણિક પણ ભૈતિક સુખના અભિમાનમાં પિતાને બધાને “નાથ” સમજતો હતો. શ્રેણિકની આ મોટી ભૂલ હતી. આ ભૂલને જે મહામુનિ અનાથીએ પિતાના ઉપદેશદ્વાર દૂર કરી, અને શ્રેણિક જે પિતાને બીજાના “નાથ” સમજતો હતો પણ વાસ્તવમાં તે પિતે જ “અનાથ” હતું, એ ભૂલ સમજાવી, તેને આધ્યાત્મિક સુખનો માર્ગ બતાવ્યો. તે મહામુનિ કેવા હતા તેને પરિચય આપતાં શાસ્ત્રમાં કહ્યું છે કે –
तत्थ सो पासई साहुँ, संजयं सुसमाहियं ।
निसन्न रुक्खमूलम्मि, सुकुमालं सुहोइयं ॥ ४॥ રાજા શ્રેણિક, તે મંડિકક્ષ બાગમાં વિહારયાત્રા માટે આવ્યો હતો. તે રાજશાહી દાઠમાઠથી આવ્યો હશે પણ શાસ્ત્રમાં એ વિષે કાંઈ વર્ણન મળતું નથી, એટલા માટે
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
એમજ કહેવામાં આવે છે કે, જે પ્રમાણે રાજાને આવવું શુભતું હશે એ જ પ્રમાણે રાજા શ્રેણિક પણ આવ્યા હશે! રાજા શ્રેણિક અહીંતહીં બાગમાં ફુલોની સુગંધ લેતે ફરતે હતે. ફરતાં ફરતાં તેણે એક મહાપુરુષ સાધુને જોયા. તે મહાત્મા સંયતિ અર્થાત સમ્યફ પ્રકારે આત્માનું જતન કરનાર અને સંયમના ધારક હતા એ વાત તેમના ચહેરા ઉપર ટ૫ક્તા સમાધિભાવ ઉપરથી સ્પષ્ટ જણાતી હતી. તે મહાત્મા એક વૃક્ષની નીચે બેઠા હતા. તેઓ સુકુમાર અને સુખી હતા. એવા મહાત્મા સાધુને શ્રેણિક રાજાએ જોયા.
આ કથન ઉપર વિશેષ વિચાર કરવામાં આવે તે બહુ લાંબું થાય અને અનેક વાત જાણવાની પણ મળે. પણ એટલો અત્યારે અવકાશ નથી એટલા માટે એ વાતને સંક્ષેપમાં જ કહું છું. રાજાએ બાગમાં મહાત્માને જોયા. મુનિ બાગમાં બિરાજતા હતા, એટલે બાગમાં પણ કોઈ વિશેષતા આવી ગઈ હશે ! શાસ્ત્રકારો કહે છે કે, મહાત્મા
ના સંયમનો પરિચય તો તેમના આસપાસનું વાતાવરણ જ આપી દે છે. તે મહાત્માએ જ્યાં બિરાજે છે ત્યાં તેમની શાન્તિના પ્રતાપે વૈર-વિરોધ રહેવા જ પામતું નથી. જે છની વચ્ચે સ્વાભાવિક વેર-વિરોધ હોય છે તેવા સિંહ અને બકરી જેવા પ્રાણીઓ પણ નિર્વેર થઈ એક સાથે શાન્તિપૂર્વક રહે છે; અને ભય પામનારા છે પણ નિર્ભય થઈ વિચરે છે. આ પ્રમાણે મહાત્માઓના સંયમને પ્રભાવ ચેતન્ય ઉપર તે પડે જ છે, પણ જડ પદાર્થો ઉપર પણ પડે છે. આ નિયમાનુસાર તે મહાત્માને પ્રભાવ મંડિકક્ષ બાગ ઉપર પડ્યો જ હશે અને તેથી બાગમાં આજે વિશેષતા હેવાનું શું કારણ છે? એમ વિચારતા રાજા શ્રેણિક બાગમાં ફરતા હતા ત્યાં તેની નજર એક વૃક્ષ નીચે બેઠેલા. મુનિ ઉપર પડી.
સાધુની સાથે વૃક્ષનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. જે સાધુ અને વૃક્ષોની પરસ્પર તુલના કરવામાં આવે તે બન્નેની વચ્ચે ઘણું સામ્ય જણાશે. ગ્રન્થકાર એ મુનિ અને વૃક્ષનું સામ્ય બતાવ્યું છે. વૃક્ષો ઉપર ટાઢ અને તાપ પડે છે છતાં તેઓ કોઈની પાસે ફરીયાદ કરતા નથી પણ સમભાવપૂર્વક સહન કરે છે ! જે પ્રમાણે વૃક્ષ પવનને આઘાત સહન કરે છે તે જ પ્રમાણે તમે પણ સહનશીલ બને, તે સંસારની ગમે તેવી વિપત્તિઓ માથે આવી પડે તે પણ તમે દઢ રહી શકશે. સહિષ્ણુતા કેળવવી એ કલ્યાણને માર્ગ છે. જે સહનશીલ હોય છે તે આગળ જતાં ઉન્નતિ સાધી શકે છે.
મહાભારતમાં કહ્યું છે કે, યુધિષ્ઠિરે ભીષ્મને કહ્યું કે, હવે આપને અંત સમય નજદીક આવી પહોંચ્યું છે એટલા માટે હું તમને એક વાત વધારે પૂછવા ચાહું છું. તમે ધર્મ અને રાજનીતિની અનેક વાતે મને બતાવી છે, પણ એક વાત પૂછવી બાકી રહી ગઈ છે! તે પૂછવા ચાહું છું
ભીષ્મ ઉત્તર આપ્યો કે, તમે જે પૂછવા ચાહે છે તે ખુશીથી પૂછે ! હું તમારી તિજોરીમાં શિક્ષાની જેટલી વાત મૂકે તેટલી સુરક્ષિત જ છે!
યુધિષ્ઠિરે પૂછયું કે, કઈ પ્રબલ શત્રુ ચડી આવે ત્યારે રાજધર્મને અનુસરી શું કરવું જોઈએ?
ભીખે જવાબ આપ્યો કે, એ માટે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો.
Page #138
--------------------------------------------------------------------------
________________
વદ ))].
રાજકેટ ચાતુર્માસ
[૭
નદીઓનો સ્વામી સમુદ્ર, બધી નદીઓના વર્તાવથી પ્રસન્ન રહેતો હતે પણ વેત્રવતી નદીના વર્તાવથી નારાજ થયા અને કહેવા લાગ્યું કે, “તું બહુ જ કપટી નદી છે ! તું નિષ્કપટ થઈ મારી બરાબર સેવા કરતી નથી.”
વેત્રવતી નદીએ કહ્યું કે, મારો શો અપરાધ છે? સમુદ્ર કહ્યું કે, “તારા કાંઠે નેતર બહુ થાય છે પણ તે કોઈ દિવસ નેતરને કટકે પણ લાવીને મને આ નથી ! બીજી નદીઓ તે કાંઠે જે વસ્તુઓ થાય છે તે લઈને મને આપે છે, પણ તું તે ભારે કપટી છે! તેં મને કોઈ દિવસ નેતર લાવીને આપેલ નથી !'
સમુદ્રનું કથન સાંભળી વેત્રવતી નદીએ કહ્યું કે, એમાં મારો કાંઈ અપરાધ નથી. જ્યારે હું જેસબંધ પુરની સાથે દેડતી આવું છું ત્યારે બધાં નેતરે નીચા નમીને પૃથ્વી સાથે લાગી જાય છે અને જ્યારે મારે પૂર ઊતરી જાય છે ત્યારે પાછા જેવા હતા તેવા ઊભા થઈ જાય છે. આ પ્રમાણે હું એક પણ નેતરને તેડી શકતી નથી; એટલા માટે તમે જ બનાવો કે એમાં મારે અપરાધ છે?
સમુદ્ર કહ્યું કે, ઠીક છે. હું એ જાણું છું પણ મારી સાથે થએલો તારે સંવાદ બીજા લોકોને હિતકારી નીવડશે !
આ સંવાદ કહી ભીષ્મ યુધિષ્ઠિરને કહ્યું કે, “હે! યુધિષ્ઠિર! પિતાથી વધારે બળવાન શત્રુ સામે આવે ત્યારે શું કરવું તે બાબતમાં નેતરની પાસેથી શિખામણ લ્યો. જ્યારે શત્રુ પ્રબળ હોય ત્યારે નીચા નમી જવું એ જ ઠીક છે. નેતર નદીના પૂર સામે નીચાં નમી જાય છે પણ પિતાની જડને ઉખેડવા દેતાં નથી અને જ્યારે પૂર ઊતરી જાય છે ત્યારે પહેલાંની માફક પાછા ટટાર ઊભા થઈ જાય છે. આ જ પ્રમાણે પિતાની જડ મજબુત રાખીને પ્રબળ શત્રુની આગળ નીચા નમી જવું. જે બહુ જેસબંધ ધમધેકારથી આવે છે તે બહુ વધારે વાર ટકી શકતા નથી એટલા માટે શત્રુ આવે તે વખતે નીચા નમી જવું, અને શત્રુઓ ચાલ્યા જાય ત્યારે હઈએ તેવા થઈ જવું. જે અક્કડ થઈ રહીએ તે કોઈ દિવસ જડ પણ ઉખડી જાય અને પછી ઉભા પણ થઈ ન શકાય. એ માટે નમ્ર થઈને પિતાની જડને ઉખેડવા દેવી ન જોઈએ. તું તે અજાતશત્રુ છે એટલે તારે માટે એવો વખત જ નહિ આવે પણ આ શિક્ષા બીજા લોકોને માટે હિતકારી થશે.
યુધિષ્ઠિરને ધર્મરાજ કે અજાતશત્રુ પણ કહેવામાં આવે છે, તેઓ કેઈને પિતાના શત્રુ માનતા ન હતા. આ જ પ્રમાણે વૃક્ષો પણ અજાતશત્રુ છે. તેઓ પણ કોઈને પિતાના શત્રુ માનતા નથી. યુધિષ્ઠિરની અજાતશત્રુતા વિષે કોઈ તર્કવિતર્ક પણ કરી શકે છે પણ વૃક્ષોની અજાતશત્રુતા વિષે કોઈને સંદેહ થઈ શકે નહિ ! વૃક્ષો પવન, ઠંડી, તાપ, તડકો વગેરે કષ્ટો સહેવા છતાં પણ અડલ-અચળ રહે છે. આ સિવાય તેની કોઈ ડાળી વિજળીથી ખરી પડે કે ટાઢથી બળી જાય કે કોઈ કાપી જાય તે પણ વૃક્ષ રોતું નથી પણ ઊલટું જે ડાળો બાકી હોય છે તેમાં ઋતુ અનુસાર ફળ-કુલને પોષણ આપ્યા કરે છે.
લેકે ઉપર એક દુઃખ તે પુત્ર-માતા કે કઈ સ્વજનનું મરણ થતાં ઉભું થાય છે અને બીજું દુઃખ તેઓ ઈ-કકળાટ કરી પિતે પેદા કરી લે છે. પણ જે તેઓ, હાનિ
૧૩
Page #139
--------------------------------------------------------------------------
________________
૯૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ થવાથી પિતાની શક્તિને અધિક હાસ ન કરતાં વિકાસ કરે જોઈએ એવી વૃક્ષો પાસેથી શિક્ષા લેતા હોય તે કેટલો બધો લાભ થાય !
એક કવિ કહે છે કે –
રે મન! વૃક્ષકી મતિ લેરે,
કાટનવાલે સે નહીં વૈર કછુ, સીંચનવાલેસે નહીં હૈ સ્નેહરે. કવિ મનને સંબોધન કરી કહે છે કે, “હે! મન ! તું વૃક્ષની પાસેથી શીખામણ કેમ લેતું નથી ! જે એ વૃક્ષને કેઈ કુહાડાથી કાપે છે તે તેની સાથે વેરભાવ રાખતું નથી ઊલટું તેને શીતળ છાયા અને ખાવા માટે ફળફુલ આપે છે; તેમ તેને પાણી પાનાર ઉપર રાગ રાખતું નથી. આ પ્રમાણે વૃક્ષ દરેક ઉપર સમભાવ રાખે છે. હે! મન! તું એ સમભાવ કેમ કેળવતું નથી ?”
વૃક્ષમાં રહેલો આ સમભાવને ગુણ તમે કેમ ધારણ કરતા નથી ! વૃક્ષથી પણ હલકા કેમ બને છે? તમે વૃક્ષને જડ કહે છે પણ જડમાં આવા ગુણે છે તે તમે ચૈતન્ય થઈને તે ગુણ કેમ ધારણ કરતા નથી. જે પ્રમાણે વૃક્ષ કોઈને દુઃખ આપતું નથી તેમ મનુષ્ય કોઈને દુઃખ ન આપે તે પછી સંસારમાં કોઈ કેઈ ને શત્રુ જ રહે નહિ!
કદાચ તમે એમ કહે કે, અમે એવા સરલ બની જઈએ તે શત્રુ અમને મારી જ નાંખે ને ? પરંતુ આ વિષે વૃક્ષ શું કહે છે તે જુઓડ-વૃક્ષ કહે છે કે, “હું બીજા કોઈની દ્વારા કપાતું નથી પણ મારા વંશજો દ્વારા જ કપાઉં છું. જે કુહાડીમાં લાકડીને હાથે ન હોય તે કેવળ કુહાડીથી વૃક્ષ ઉપર ઘા પડશે પણ વૃક્ષ કાપી શકાશે નહિ. વૃક્ષ કહાડીઠારા ત્યારે જ કપાય છે કે જ્યારે કુહાડીને વૃક્ષના વંશજ લાકડાની સહાયતા મળે છે. આ જ પ્રમાણે તમારી સાથે કઈ વિર રાખતું હોય તે પણ જ્યાં સુધી તમે તમારા મનની સહાયતા આપે નહિ ત્યાંસુધી તે તમારું કાંઈ કરી શકે નહિ! તમે શત્રુને તમારા મનને હાથે આપે છે ત્યારે જ તે કુહાડીરૂપી વૈર તમારું નુકશાન કરી શકે છે. જો તમે તમારા મનને વૈર તરફ જવા જ ન દે તે કોઈ તમને કાંઈ કરી શકે નહિ. વૃક્ષને અજાતશત્રુ કહેલ છે એ આ દષ્ટિએ કહેલ છે. વૃક્ષો કેવાં ઉપકારી છે, છતાં લોકો કેવળ પોતાના મોજશોખ માટે તેને કાપી નાંખે છે ! ઘાટકોપરમાં હું જંગલ ગયે હતા. પાછા ફરીને જોયું કે, જે વૃક્ષ થેડીવાર પહેલાં લીલુંછમ હતું, તે જ ધરતી ઉપર કપાએલું પડયું હતું. મારા સાધુએ વૃક્ષ કાપનારાઓને પૂછ્યું કે, આ વૃક્ષને તમે શા માટે કાયું ? તેમણે જવાબ આપ્યો કે, આ વૃક્ષના કોયલાથી ચુનાની ભઠ્ઠી પકાવવામાં આવશે, પછી એ પકાવેલા ચનાને બંગલા બનાવવા માટે વાપરવામાં આવશે. આ પ્રમાણે પોતાના બંગલાઓ બનાવવા માટે આવા ઉપકારી લીલાંછમ વૃક્ષોને કાપી નાંખવામાં આવે છે !
મેં “હદ્દીસે ”માં જોયું છે કે, “કતિલુલ હાજર’ને મહાપાપ માનવામાં આવે છે. અર્થાત લીલાં વૃક્ષોને કાપી નાંખવાં એ અપરાધ છે. લીલાં વૃક્ષો બધાંને શાનિત આપે છે, પણ બંગલાઓ બધાને શાન્તિ આપી શકતા નથી ! કેવળ મકાને માટે જ વૃક્ષોને નાશ કરવામાં આવતું નથી, પણ આજકાલ તે મશીનને કારણે વૃક્ષોને વિનાશ થઈ રહ્યો છે! એજીનમાં પણ લાકડા અને કોલસા વપરાય છે અને તે માટે વૃક્ષો કાપી નાંખવામાં આવે
Page #140
--------------------------------------------------------------------------
________________
વદ ૦)) ] રાજકેટ-ચાતુર્માસ
[ ૯૯ છે. આ પ્રમાણે યંત્રોએ વૃક્ષને વિશેષ નાશ કર્યો છે. વૃક્ષોના નાશની સાથે પ્રકૃતિના સંદર્યને અને તમારા સુખને પણ નાશ થયો છે !
બાગમાં વૃક્ષની નીચે જે મહાત્મા બેઠેલા હતા તે મહાત્મા પણ વૃક્ષની જેવા જ સહનશીલ હતા. ગમે તેટલી આપત્તિઓ આવી પડે તે પણ સમતાપૂર્વક સહન કરે એવા હતા. તમે પણ વૃક્ષની જેવા સહનશીલ બને તે તમારો આત્મા ગુણશીલ બનશે અને તેથી તમારું કલ્યાણ થશે. સુદર્શન–ચરિત્ર-૧૦
કાલે કહ્યું હતું કે, જિનદાસ શેઠે સુભગને નવકાર મંત્ર સંભળાવી, તેનું મહત્ત્વ બતાવ્યું. વાસ્તવમાં શ્રાવકના સંપર્કમાં આવનાર વ્યક્તિને સુધાર થવો જ જોઈએ; પણ આજે તે લોકોઠારા પિતાના સ્ત્રી-પુત્રને પણ સુધાર કરવામાં આવતું નથી. વકીલબેરિસ્ટર વગેરે બીજા કામોમાં તે પિતાના સમયને અને શક્તિને ભોગ આપે છે પણ પિતાના સ્ત્રી-પુત્રને સુધારવા માટે સમય આપતા નથી અને કહે છે કે, “એ એનું જાણે, અમે શું કરીએ ! ” પણ શ્રાવકોનું કર્તવ્ય છે કે પિતાનામાં જે ગુણો હોય તે પોતાના સાથીને પણ આપે. ઉવવાઈ સૂત્રમાં શ્રાવકને ધમકવા અર્થાત ધર્મના કહેનાર-તરીકે વર્ણવેલ છે. જે શ્રાવક તે જ ધર્મને અભ્યાસી ન હોય તે બીજાને શું કહે ? જે પિતાને ધર્મને અભ્યાસ હોય તે બીજાથી ઠગાય નહિ, નહિ તે અયોગ્યને પણ સાધુ માનવા પડે. એટલા માટે શ્રાવકને ધર્માભ્યાસને ગુણ તમારામાં પણ હવે જોઈએ. જે ધર્મના અભ્યાસી બની તમે તમારું અંગ પણ સુધારી શકો અર્થાત તમારા ઘરને પણ સુધારી શકો તેય ઘણું છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, જિતશત્રુ રાજાને સુબુદ્ધિ નામને પ્રધાન હતા. સુબુદ્ધિ શ્રાવક હતો. જિતશત્રુ ધર્મને માન ન હતો, પણ સુબુદ્ધિએ તેને ધાર્મિક બનાવી દીધા. કહેવાને આશય એ છે કે, શ્રાવક ધર્માભ્યાસી-ધાર્મિક હેય તે બીજાને ધાર્મિક બનાવી શકે. શ્રાવક કેવો હોય એના માટે કહ્યું છે કે –
સ્વારથ કે સાચે પરમારથ કે સાચે ચિત્ત સાચે, બિન કહે સાચે જૈનમતી છે, કાહુ કે વિરુદ્ધ નાહિં પરજાય બુદ્ધિ નાહિં, આતમ વેષી, નગૃહસ્થ હે ન જતી હૈ, સિદ્ધિ અધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રકટ સદા, અન્તર કી લછિ સો અજાચિ હૈ, દાસ ભગવાનકે ઉદાસ રહે જગત સ સુખિયા, સદેવ ઐસે છવ સમકિતી હૈ.
શ્રાવક આવા હોય છે. તેઓ વિચારે છે કે, હું સાધુ પણ નથી અને ગૃહસ્થ પણ નથી. તે સત્યને દૃષ્ટિમાં રાખી સ્વાર્થ સાધે છે. જે સત્યને આંચ આવતી હોય તે લાખોની સંપત્તિને પણ તે ગણકારતું નથી અને સત્યને નાશ થવા દેતો નથી; પિત અપમાન સહી લે છે, પણ સત્યને જરાપણ આંચ આવવા દેતો નથી.
ઇતિહાસ જેવાથી જણાય છે કે, બાદશાહની બેગમ એક નરવીરને પિતાની સાથે સુખોપભોગ કરવા પ્રાર્થના કરે છે છતાં એ નરવીર પિતાનું નૈતિક પતન થવા ન દેતાં બેગમને માતાની દૃષ્ટિએ જુએ છે અને તેની પ્રાર્થનાને અસ્વીકાર કરે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
ઇતિહાસમાં જ્યારે આવી ઘટના ઘટેલી છે તે પછી જેઓ શ્રાવક કે ભક્ત છે, તેમણે પિતાનું નૈતિક બળ કેટલું બધું કેળવવું જોઈએ એ કલ્પી શકાય એમ છે. કેટલાક લોકે વિષયભોગમાં જ ભક્તિ માને છે પણ વાસ્તવમાં ભક્તિ વિષયભેગમાં નહિ પણ વિષયત્યાગમાં જ છે.
શ્રાવક, સત્યને ઉપાસક હોય છે આ સાંભળી કદાચ તમે કહેશો કે, ઉપાશ્રયમાં હોઈ એ ત્યાં સુધી તે સત્યના ઉપાસક રહી શકીએ પણ દુકાન ઉપર કે વકીલાત કરતી વખતે સત્યનું પાલન કેવી રીતે થઈ શકે? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રકારો કહે છે કે, સત્યનું પાલન ત્યાં પણ થઈ શકે છે. અહીં તો સત્યની કેવળ શિક્ષા આપવામાં આવે છે પણ વ્યવહારમાં તેને ઉપયોગ તે ત્યાં જ થઈ શકે. અહીંથી શિક્ષા લઈ બહાર ભૂલી જાઓ તે તે શિક્ષા શા કામની ? આ જ પ્રમાણે અહીંથી તે સત્યની શિક્ષા લ્યો અને બહાર જઈ, વ્યવહારમાં તેને ન ઉતારે તે તે કયાંસુધી બરાબર છે તેને વિચાર કરે !
શ્રાવકો બાર વ્રતને સ્વીકાર કરી વ્યવહારમાં તેનું પાલન કરે છે. કેટલાક લેકે કહે છે કે, જાહી એટલે કન્યા સંબંધી અસત્ય ન બોલવું એ તે ઠીક છે પણ કન્યાનું ઉપલક્ષણ કરી બધાં મનુષ્ય સંબંધી અસત્ય ન બોલવું, એ અમારાથી કેમ બની શકે ? આ જ પ્રમાણે યાત્રી એટલે ગાય સંબંધી અસત્ય ન બોલવું, એ તો ઠીક છે પણ ગાયનું ઉપલક્ષણ કરી બધાં પશુઓ સંબંધી અસત્ય ન બોલવું એ અમારાથી કેમ બની શકે ? ભૂમિના વિષે પણ ભૂમિથી ઉત્પન્ન સમસ્ત પદાર્થોના વિષે અસત્ય ન બોલવું એ અમારાથી કેમ બની શકે? તેમના કહેવાનો આશય એ છે કે, અમારાથી સત્ય પૂર્ણ રીતે પાળી શકાતું નથી માટે વ્રતમાં થોડી છૂટ હોવી જોઈએ ! પણ આમ કહેનારાઓએ એમ સમજવું જોઈએ કે, કન્યાના વિષે જૂઠું બોલવું પાપ છે તે મનુષ્યમાત્રની સાથે જુઠું બોલવું પાપ નથી? આ જ પ્રમાણે ગાયના વિષે જુઠું બોલવું પાપ છે તે પશુ માત્રની સાથે જુઠું બોલવું પાપ નથી?
હવે તમે એમ કહે કે, આજને વ્યાપાર જ એ છે કે અસત્ય વિના કામ જ ચાલી શકતું નથી. તે આ તે એક બેટી ધારણા છે. યુરોપના લોકે ચારસો ગજ કપડું આપવાનું કહી ત્રણસો ગજ કપડું કેમ આપતા નથી? તેઓ તેમ કરે તે તેમની સત્તા હોવાથી તમે વધારે કાંઈ બોલી પણ શકે નહિ તેમ છતાં તેઓ સત્યથી વ્યાપાર ચલાવે છે કે નહિ? આવી દશામાં તમારો વ્યાપાર અસત્ય વિના કેમ ચાલી ન શકે ? આથી ઊલટું સત્ય વિના અવશ્ય કામ ચાલી ન શકે ! કોઈ માણસ એવી પ્રતિજ્ઞા કરે કે, હું સત્ય બોલીશ જ નહિ તે તેનું જીવન થોડા દિવસ પણ ચાલી શકે નહિ! ઉદાહરણ તરીકે, એક સત્યત્યાગી માણસ ઘેર ગયે, તેની માએ કહ્યું કે, બેટા! જમવા બેસી જા ! હવે એ માણસને સત્ય નહિ બલવાની તે પ્રતિજ્ઞા હતી એટલે તેણે ભૂખ લાગી હોવા છતાં એમ કહ્યું કે, મને ભૂખ લાગી નથી. તે આમ કેટલા દિવસ ભૂખ્યો તે રહી શકે ? આખરે પેટમાં લાગેલી ક્ષુધાને શાંત કરવા માટે તેણે સત્ય બોલવું જ પડે. આ જ પ્રમાણે તે કોઈની પાસે રૂપિયા માંગતા હોય પણ સત્ય ન બોલવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી તે કહે, કે ના, હું તે રૂપિયા માંગતા નથી તે અસત્ય બોલવાને બદલો કેવો મળે ? આ પ્રમાણે સત્ય વિના જીના યહાર આવી શકતું નથી. '
Page #142
--------------------------------------------------------------------------
________________
વદ ૦))] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૦૧ જિતશત્રુ રાજા ધર્મને માનતો નહિ, તે નાસ્તિક રાજાને પ્રધાન હોવા છતાં સુબુદ્ધિ રાજ્યનું કામ કરવાની સાથે ધર્મનું પાલન કરતા હતા, પણ તમારામાં કેવી નબળાઈ આવી ગઈ છે કે “સત્યથી વ્યવહારનું કામ ચાલી શકતું નથી” એમ કહો છે.
એક દિવસ જિતશત્ર રાજા અને સુબુદ્ધિ પ્રધાન બન્ને સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં એક ખાઈમાં પાણી સડી ગયું હોવાથી દુર્ગધ આવતી હતી. ત્યાંથી પસાર થતાં રાજાએ નાક બંધ કરી કહ્યું કે, આ પાણી તે બહુ ગંધાય છે !
સુબુદ્ધિએ કહ્યું કે, આ તે આપણી જ ભૂલનું પરિણામ છે. આપણી બેદરકારીને કારણે જ આ પાણીમાં દુર્ગધ પેદા થઈ છે. જે પ્રયત્ન કરવામાં આવે તે આ દુર્ગન્ધી પાણીને પણ સુધારી શકાય !
રાજાએ કહ્યું કે, પ્રધાનજી! આ તમારી ભૂલ છે. દુર્ગધ કોઈ દિવસ સુગંધ બની શકે નહિ અને સુગંધ કોઈ દિવસ દુર્ગધ બની શકે નહિ!
સુબુદ્ધિએ વિચાર્યું કે, રાજા હઠે ચડ્યા છે એટલે એમ માનશે નહિ પણ તેમને પ્રત્યક્ષ પ્રયોગદ્વારા જ સાબીત કરી બતાવવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી સુબુદ્ધિએ એક વિશ્વાસપાત્ર નેકરદાર તે પાણીને એક ઘડો ભરી મંગાવ્યો ! અને તે પાણીમાં ક્ષારાદિ દ્રવ્યને ઉપયોગ કરી બીજા ઘડામાં એ પાણી ભરી લીધું. આ પ્રમાણે પાણીને શુદ્ધ કરવા માટે તેમણે ૪૯ દિવસ સુધી પ્રયત્ન કર્યો અને પાણીને પીવા જેવું શુદ્ધ બનાવ્યું. બાદ એ શુદ્ધ પાણીને એક લોટો ભરી તેણે રાજાના રસોયાને આપ્યો અને કહ્યું કે, મહારાજ ભેજન કરવા બેસે ત્યારે પીવા માટે આ પાણીને લેટે આપજે. રસોયાએ પ્રધાનની સૂચનાનુસાર કર્યું. રાજાએ પાણી પીધું તે બહુ મીઠું લાગ્યું. તેમણે રસોયાને કહ્યું કે, આ પાણી બહુ મીઠું છે! દરરોજ આ પાણી પીવા કેમ આપતો નથી ! રસોયાએ કહ્યું કે, આ પાણી તે પ્રધાનજીએ લાવી આપ્યું છે. રાજાએ પ્રધાનને બેલાવી કહ્યું કે, પ્રધાનજી! તમે તે બહુ કપરી જણાઓ છો? તમે આવું મીઠું પાણી પીઓ છે અને મને પીવડાવતા પણ નથી !
સુબુદ્ધિએ ઉત્તર આપ્યો કે, એમાં કઈ વાત છે ! આ તે પુદ્ગલનું પરિવર્તન છે. દુર્ગન્ધમાંથી સુગંધ અને સુગંધમાંથી દુર્ગધ થઈ જ જાય છે!
રાજાએ કહ્યું કે, પ્રધાનજી! એ જ તમારી ભૂલ છે. સુબુદ્ધિએ જવાબ આપ્યો કે, મહારાજ ! હું ઠીક કહું છું. આ પાણી તે જ છે કે જેની દુર્ગધ ન સહેવાને કારણે આપે નાક બંધ કર્યું હતું?
રાજાએ કહ્યું કે, તમે બેટું બોલો છો? દુર્ગધમાંથી સુગંધ કેમ પેદા થઈ શકે ? રાજાનું આ કથન સાંભળી સુબુદ્ધિ પ્રધાને તે ખરાબ પાણી મંગાવ્યું અને તેમની સામે જ ક્ષારાદિ દ્રવ્યદ્વારા સુધાર્યું. આ જોઈ રાજાએ માન્યું કે, વાસ્તવમાં દુર્ગધને પણ સુગંધ બનાવી શકાય છે.
જો “આ પાણી બહુ દુર્ગધી છે” એમ કહી નાક દબાવી ઉપેક્ષા કરવામાં આવી હેત અને પાણી સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યા ન હતા તે પાણી સુધરી શકત નહિ, પણ સુધાર કરવામાં આવ્યો તે તે પાણી પણ સુધર્યું. આ જ પ્રમાણે કઈ વસ્તુ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૨].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
તરફ ઘણા કે ઉપેક્ષા કરવાથી કોઈ વસ્તુ સુધરી શકતી નથી પણ સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે તે સુધરી શકે છે. જ્યારે પાણીને પણ સુધાર કરી શકાય છે તે શું મનુષ્યનો સુધાર કરી ન શકાય ?
રાજાએ સુબુદ્ધિને કહ્યું કે, તમે મને કેવલિપ્રરૂપિત ધર્મ સંભળા! જે સુબુદ્ધિ પિતે જ ધર્મ જાણ ન હેત તે રાજાને તે શું સંભળાવત? અને કેવી રીતે તેને સુધારી શકત?
પ્રધાને રાજાને કહ્યું કે, આપ પાણીને શું જુએ છે ! તમે તમારા આત્મા તરફ જુઓ અને તે આત્માને સુધારવાનો પ્રયત્ન કરો ! જ્યારે મૂળ જ ખરાબ હોય છે ત્યારે બધું ખરાબ હોય છે. આ પ્રમાણે જ્યારે મૂળ આત્મા જ ખરાબ હશે તે બધું ખરાબ થશે માટે આત્માને સૌથી પહેલાં સુધા! આ પ્રમાણે પ્રધાને રાજાને ધર્મબોધ આપી સુધાર્યો.
શેઠે પણ સુભગને નવકાર મંત્ર સંભળાવ્યો અને તેના ઉપર વિશ્વાસ પેદા કરાવ્યો. આ પ્રમાણે તમે પણ બીજાને સુધારો અને પરમાત્માને યાદ રાખો. જે પરમાત્માને યાદ રાખે છે તેના હાથે પાપ થતું નથી; એક ફારસી કવિએ કહ્યું છે કે, “તમે તમારા દિલમાં અસત્યને સ્થાન આપે નહિ પણ નેકીને-પ્રામાણિકતાને સ્થાન આપ.” આ પ્રમાણે તમે પણ તમારા દિલમાં ખરાબીને સ્થાન આપો નહિ પણ પ્રામાણિકતાને સ્થાન આપે.
સુભગને નવકાર મંત્ર ઉપર દઢ શ્રદ્ધા હતી. તે ઉઠતા-બેસતાં આખો દિવસ નવકાર મંત્રનો જ જાપ કરતે હો ! ભોળા લોકોમાં શ્રદ્ધા વધારે હોય છે એટલે સુભગ પણું શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્રને આખો દિવસ જાપ કર્યા કરતે. -
શેઠ પણ નવકાર મંત્રને મહિમા બતાવતાં સુભગને કહેતા કે, આ મંત્રમાં બધા ધર્મને સાર આવી ગયું છે. સુભગ શેઠની આ વાત ધ્યાનપૂર્વક સાંભળતા અને પિતાને નિર્ભય માની પ્રસન્ન થતું હતું.
ગાંધીજીની બીજી વાતમાં ભલે કોઈને મતભેદ હોય પણ તેમના સત્યના વિષે કોઈને સંદેહ નથી! પોતાની આત્મકથામાં તેમણે લખ્યું છે કે, મારી મા મને કહ્યા કરતા કે, રામનું નામ લે તે તને કોઈ પ્રકારને ભય રહેશે નહિ ! મારા કોમલ મનમાં તેમની વાતને વિશ્વાસ જામી ગયો, અને તેથી મને એ ભય થયે નહિ.”
| નવકાર મંત્રનું મહત્ત્વ અને તેને પ્રભાવ તે તમે પણ જાણતા હશે, પણ તમારા હદયમાં ભૂત વગેરેને ભય તે નથી ને ? જે કઈ તમને સ્મશાનમાં રહેવાનું કહે તે તમને ભય તો નહિ થાય ને? તમે કહેશે કે, ભૂતની વાત તે શાસ્ત્રમાં પણ આવી છે. પણ શાસ્ત્રમાં જે દેવયોનિના ભૂત વિષે કહેવામાં આવ્યું છે, તે ભૂત અને તમારી કલ્પનાનું ભૂત જુદું જ છે. તમે કલ્પના કરો કે, તે ભૂત તે થપ્પડ મારવાથી ભાગી જાય છે ! હવે કહે કે તે ભૂત મોટું કે થપ્પડ મારી ભૂતને ભગાવી મૂકનાર મેટા ! એક શેરડીને બાંધી લેવાથી ભૂત ભાગી જાય છે તે એ ભૂત વળી કેવું ? શાસ્ત્રમાં જે ભૂત દેવનું વર્ણન છે. તેને માટે તે એમ કહેવામાં આવ્યું છે કે –ોઢ વદ સુર હો-આવી તે દેવની શક્તિ કહી છે પણ તમારી કલ્પનાનું ભૂત તે થપ્પડ મારવાથી જ ભાગી જાય છે!
Page #144
--------------------------------------------------------------------------
________________
વદ ૦)) ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૦૩
અમેરિકામાં ભૂતોની લીલાને ઢગ ચાલે હતા! બે મિત્રોએ વિચાર્યું કે, આ ભૂતની વાત સાચી છે કે બેટી ! જોઈએ તે ખરા ? તેઓએ ભૂતને બેલાવી લાવનારને કહ્યું કે, મારી બહેનનું ભૂત મંગાવી લાવ! જે મિત્રે આમ કહ્યું તેની બહેન જીવતી જ હતી ! ભૂત બોલાવી લાવનાર થોડીવાર અગડંબગડે બોલ્યો અને કહ્યું કે, તમારી બહેનનું ભૂત આવ્યું છે! તે મિત્ર આ સાંભળી આશ્ચર્યમાં પડી ગયો છે, આ તે મરેલાનું ભૂત બેલાવી લાવવાનું કહેતું હતું, પણ મારી બહેન તે જીવતી છે તો એનું ભૂત ક્યાંથી આવી ગયું? તે મિત્ર તે ચૂપ થઈને ત્યાં બેસી રહે. એટલે બીજા મિત્રે કહ્યું કે, નેપેલીયનનું ભૂત બેલાવી આપ ! તે નેપલીયનનું ભૂત લઈ આવ્યો. તે બીજો મિત્ર નેપલીયનના ભૂતની સામે તલવાર લઈને દેડયો. ત્યાં તે તે ભૂત ભાગ્યું. મિત્રો વિચારવા લાગ્યા છે, જે નેપોલીયને આખા યુરોપને પોતાની તલવારના બળે ધ્રુજાવ્યું હતું તે શું આમ ભાગી જાય ? મિ સમજી ગયા કે, આ બધે ઢગ છે. તેઓએ એ ઢંગને ખુલ્લો કર્યો અને લોકોને બતાવ્યું કે આ કેવળ ધૂર્તતા છે, વાસ્તવમાં ભૂત કે ભૂત કાંઈ નથી. આ ધૂર્ત મનની વાત જાણી લે છે અને પછી મનમાં જે હોય છે તે કહી દે છે એટલે લોકોને તેની ઉપર વિશ્વાસ આવે છે પણ વાસ્તવમાં એ બધો ઢોંગ છે.
કહેવાનો આશય એ છે કે, આ પ્રમાણે ભૂતને ઢંગ પણ બહુ ચાલે છે; અને તમે લોકે એ ઢગમાં સપડાઈ જાઓ છો ! જે તમે નવકારમંત્ર ઉપર વિશ્વાસ રાખો અને કોઈ પ્રકારને વહેમ ન રાખોતે પછી તમને ભય કઈ દિવસ ન થાય. પુરુષોની અપેક્ષા સ્ત્રીઓમાં વહેમ વિશેષ હોય છે ! સ્ત્રીઓ બાળકોને બચપણમાં જ ભૂતને ભય બતાવે છે અને કહે છે કે, “ત્યાં જ નહિ, ત્યાં ભૂત છે.” બાળકોના કોમલ મગજમાં તે કલ્પનાનું જ ભૂત સંસ્કારરૂપે ઘર ઘાલી જાય છે, જે કોઈક દિવસે સાચા ભૂતનું રૂપ ધારણ કરી ભય પેદા કરે છે. તમે કે તમારા મગજમાંથી આ વહેમ કાઢી નાંખે. જો ભૂતના ભયથી આમ કર્યો કરશો તો ધર્મની આબરૂ કેમ સાચવી શકશે !
શેઠે સુભગની રગેરગમાં નવકારમંત્રની શ્રદ્ધા ઉતારી દીધી અને તેથી તે નિર્ભય થઈ રહેવા લાગે. તમે પણ આ પ્રમાણે પરમાત્માના નામ ઉપર વિશ્વાસ રાખી નિર્ભય બને તે કલ્યાણું છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ શુદી ૧ રવીવાર
પ્રાથના
સુમતિ જિનેશ્વર સાહિબાજી, મેઘરથ' નૃપના ન, સુમરેંગલા' માતા તણા, તનય સદા સુખ; પ્રભુ ત્રિભુવન તિલાજી. ॥ ૧ ॥
શ્રી સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ ! એ વાત આ પ્રાર્થનામાં ઉદાહરણપૂર્ણાંક બતાવવામાં આવી છે. તે ઉદાહરણા તા સ્પષ્ટ છે છતાં થોડું વધારે સ્પષ્ટ કરું છું. જો આ ઉદાહરણાને દૃષ્ટિ સમક્ષ રાખી પ્રાર્થના કરવામાં આવે તે જરૂર તેમાં સફળતા મળી શકે.
ભ્રમર અને ફૂલ, સૂર્ય અને કમલ, પપૈયા અને મેધ; એ ત્રણેયના જેવા પરસ્પર પ્રેમસંબંધ છે તેવા પરમાત્માની સાથે પ્રેમસંબંધ જોડી, પ્રાર્થના કરવામાં આવે તે જ તે સાચી પ્રાથૅના કહેવાય.
ભ્રમરની પ્રીતિ ફૂલની સાથે છે અને તે ફૂલની સુગંધના રિસક છે, તે પુષ્પના રસ લે છે, તે પુષ્પની સુગંધ છેાડી દુર્ગંધ લેવા ક્યાંય જતા નથી. ભ્રસરને પ્રીતિસંબધ પુષ્પની સુગધ સાથે છે, ભ્રમરની આ પુષ્પપ્રીતિ જોઈ તમે પણ તમારા માટે વિચાર કરેા કે, હું ! આત્મા ! તું પરમાત્માની સાથે પ્રીતિ જોડી કઈ બાજી આથડે છે. જે પ્રમાણે ભ્રમર પુષ્પની સાથે અનન્ય પ્રીતિ રાખે છે તેવી જ રીતે પરમાત્માની સાથે તારે પણ અનન્ય ભક્તિ રાખવી જોઈએ. એમ થવું ન જોઈ એ કે, પરમાત્માની ભક્તિ કરી કરી પાછા કામેામાં લાગી જાઓ. એ વાત જુદી છે કે, લાંબા સમયથી પડેલાં સંસ્કારો એકદમ છૂટી શકતાં નથી તેમ છતાં પ્રયત્ન તો પરમાત્માની પ્રીતિ જોડવાના તથા તેમની ભક્તિ કરવાને જ હાવા જોઈએ અને એને જ પેાતાનું કર્ત્તવ્ય સમજવું જોઈ એ.
હમણાં યુવક પિરષદ્દના મંત્રીએ તમને યુવક પરિષદ્ માટે આમંત્રણ આપ્યું છે અને તે યુવક પરિષદ્ ભરવાનું કહે છે; તેમને પશુ મારું એ જ કહેવું છે કે, પહેલાં યુવકા પોતે સુધરે અને પછી પેાતાના વિચારા ખીજાએની સામે મૂકે એ ઉચિત છે. પેાતાના ચારિત્રના પ્રભાવ બીજા ઉપર પડે જ છે, એટલા માટે પહેલાં પેાતાનું આચરણુ સુધારવું અને પછી પેાતાના વિચારા ખીજાઓના સામે મૂકવાથી પેાતાના વિચારાની અસર ખીજાઓ ઉપર અવશ્ય પડશે.
કહેવાના ભાવાથ એ છે કે, સચ્ચરિત્ર બની પરમાત્માની પ્રાર્થના કરવી જોઈ એ ! પ્રાર્થના પણ કરા અને દુરાચાર પણ સેવા એ ઠીક કહેવાય નિહ. આ ઉપરથી તમે એમ પૂછી શકો કે, શું ત્યારે અમારે ‘સાધુ' બની જવું જોઈ એ ! હું બધાને સાધુ થવાનું કહેતા નથી. સાધુ થવું એ પાતાની શક્તિની વાત છે; પણ જે પદના અધિકારી હૈ। એ પદને
Page #146
--------------------------------------------------------------------------
________________
શુદી ૧]
રાજકેટ-ચાતુર્માસ
| [ ૧૦૫
યોગ્ય સચ્ચરિત્ર તે બનવું જ જોઈએ. તમે ગૃહસ્થ છે એટલા માટે ગૃહસ્થને યોગ્ય સચ્ચરિત્ર બનવું જોઈએ. ગૃહસ્થ કેવી રીતે સચ્ચરિત્ર બની શકે એનું વર્ણન ઉપાસકદશાંગસૂત્રમાં આપવામાં આવેલ છે. એ શિક્ષાના આધારે તમે પણ સચ્ચરિત્ર બની શકે છે. જે સાધુ થયા વિના સચ્ચરિત્ર બની શકાયું ન હોય અને ધર્મનું પાલન થઈ શકતું ન હોય તે ભગવાન એમ ન કહેત કે – તુષિ અને grળ સંગા-માજા ,
– શ્રી સ્થાનાંગસૂત્ર. અર્થાત-ધર્મ બે પ્રકારના છે. એક સાધુધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ. ગૃહસ્થ માટે જે ધર્મ બતાવવામાં આવ્યા છે તે ધર્મને ધ્યાનમાં રાખી, તમે સચ્ચરિત્ર બની શકે છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં જે ગૃહસ્થ ધર્મની મર્યાદા બતાવવામાં આવી છે તેને ધ્યાનમાં રાખી જીવનમાં ઉતારવાથી તમે તમારો ઘણે આત્મસુધાર કરી શકે છે. ગૃહસ્થામાં ધર્મ હોય તો સાધુઓથી પણ ધર્મ પાળી શકાય છે. જે તમારામાં ધર્મ ના હોય તો અમારે ધર્મ પણ ટકી શકે નહિ ! અર્થાત અનગારધર્મ આગારધર્મ સાથે સંબોમ્પત છે. અનગારધર્મ આગારધર્મની સહાયતા વિના ટકી શકે નહિ, માટે તમે તમારા પદને યોગ્ય ધર્મનું શુદ્ધ આચરણ કરે એ તમારું કર્તવ્ય છે. અનાથી મુનિને અધિકાર–૧૧
હવે હું શાસ્ત્રની વાત કહું છું. અનાથી મુનિની કથાના સંબંધની ગાથામાં એક ચર્ચા રહી ગઈ છે જેને સ્પષ્ટ કરવી ઉચિત સમજું છું. રાજા શ્રેણિકનો પરિચય આપતાં કહેવામાં આવ્યું છે કે –
पभूयरयणो राया, सेणिो मगहाहियो ।
विहारजत्तं निज्जाओ, मंडिकुच्छिसि चेइए ॥२॥ અહીં મંડિકુક્ષ બાગ ન કહેતાં મંફિક્ષ ચિત્ય કહેવામાં આવ્યું છે. ચૈત્ય શબ્દને શો અર્થ છે એ અત્રે જોવાનું છે. આ વિષે ટીકાકાર એમ લખે છે કે –
चैत्य इति उद्यान અર્થત–ચૈત્યને અર્થ બાગ છે. શ્રેણિક ચિત્યમાં જાય છે અર્થાત બાગમાં જાય છે. ચિત્ય શબ્દ વિર , ચિતિ સંજ્ઞને એ ધાતુ ઉપરથી બનેલ છે. જ્યાં પ્રકૃતિને બહુ ઉપચય હોય,
જ્યાં પ્રકૃતિની સુંદરતા હોય તેને ચૈત્ય કહે છે; અથવા આત્માના જ્ઞાનને પણ ચિત્ય કહે છે. મનને પ્રસન્ન કરવાનું છે કારણ હોય તે પણ ચૈત્ય કહેવાય છે. આ વાત કાંઈ હું મારા તરફથી જ કહેતે નથી પણ પૂર્વાચાર્યોએ પણ એમ જ કહેલ છે. રાયપાસેણી સૂત્રમાં વર્ણન છે કે, સૂર્યાભદેવ ભગવાનને વિશે કહી વંદના કરી. ભગવાનને ચેઇયં શા માટે કહ્યા એ વિષે મલયગિરિ ટીકામાં ટીકાકાર કહે છે કે, સુપરજામતાતિ જૈ૪ અર્થાત-મનને પ્રસન્ન કરવાનું છે કારણ હોય છે તેને ચિત્ય કહે છે. કોઈને સંસારનો વ્યવહાર મનને પ્રસન્ન કરવાનું કારણ હોય છે, તે કોઈને ભગવાન મનને પ્રસન્ન કરવાના કારણ જણાય છે. સૂર્યાભદેવને દેવલોકનાં સુખ મનપ્રસન્નનું કારણ જણાયું નહિ પણ ૧૪
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
ભગવાન જ મન પ્રસન્નના કારણભૂત જણાયા; એટલા જ માટે તેણે ભગવાનને ૨ કહી વંદન કર્યું.
ચિત્ય શબ્દ રૂટ નથી પણ વ્યુત્પન્ન પ્રાતિપદિક છે. એટલે તેના અનેક અર્થ થાય છે. ચિત્યને અર્થ બાગ પણ થાય છે, જ્ઞાન પણ થાય છે અને મનને પ્રસન્ન કરવાનું કારણ એ પણ અર્થ થાય છે. ચૈત્ય શબ્દનો અર્થ વ્યુત્પત્તિથી મૂર્તિ એ થતું નથી પણ મૂર્તિને માટે “પડિમા” શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. પડિમા અને ચૈત્યને અર્થ જુદ છે અને બન્ને શબ્દો પણ જુદા છે. ચિત્ય શબ્દ જ્યાં આવેલ છે ત્યાં બાગ, જ્ઞાન કે સાધુના અર્થમાં આવેલ છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે, ચૈત્ય શબ્દનો અર્થ બાગ થાય છે એનું શું પ્રમાણ છે ! તે આને ઉત્તર એ છે કે, શાત્યાચાયૅકૃત પાઈ કીકામાં ચૈત્ય તિ કાન એમ સ્પષ્ટ કહેલ છે. અર્થાત શ્રેણિક રાજા બાગમાં ગયે અમે ઉલિખિત છે.
કાલે આ ચર્ચા બાકી રહી ગઈ હતી જે આજે કહી દીધી છે.
બાગનું વર્ણન કરી અને મુનિ મહાત્માને જોઇ આગળ શું થયું તેનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે –
तत्य सो पासई साहुं, संजयं सुसमाहियं । निसन्नं रुकखमूलम्मि, सुकुमालं सुहोइयं ॥४॥ तस्स रूवं तु पासित्ता, राइणो तंमि संजए। अचंतपरमो आसी, अउलो रूवविम्हिओ ॥५॥ अहो वण्णो कहो रूवं, अहो अजस्स सोमया।
अहो खंती अहो मुत्ती, अहो भोगे असंगया ॥ ६॥ આ ગાથાઓને પૂર્ણ વિચાર તે કોઈ યોગીશ્વર જ કરી શકે. હું તે યોગમાર્ગને પણ જાણતો નથી એટલા માટે આ ગાથાને પૂરે અર્થ હું કેવી રીતે કરી શકું? છતાં પૂર્વાચાર્યોએ જે વ્યાખ્યાન કરેલ છે તેના આધારે હું મારી બુદ્ધિ અનુસાર ચેડામાં કહું છું.
આ ગાથામાં પહેલાં એમ કહેવામાં આવ્યું છે કે, રાજાએ સાધુને જોયા. એટલા માટે સાધુ કોને કહે છે એ જોવાનું છે. સાધુની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે –
“રાષતિ રા-જવાઘffજ ર સાધુ:” .. જે પિતાનું અને બીજાનું કાર્ય સાધે છે તે સાધુ કહેવાય છે. જેમ નદીઓ જાય છે તે સમુદ્ર તરફ પણ જ્યાંથી જાય છે ત્યાંના આસપાસના પ્રદેશને સીંચતી અને ફળદ્રુપ બનાવતી જાય છે. તેમ સાધુઓ પણ પિતાનું કાર્ય સાધતાં, બીજાઓનું પણ કાર્ય સાધે છે. પિતાનું કાર્ય છોડી બીજાનું કાર્ય સાધતા નથી; પણ પિતાનું કાર્ય સાધવાની સાથે જ બીજાનું કાર્ય સાધે છે. જેમ વૃક્ષો સ્વભાવતઃ પિતે ફુલેફાલે છે, બીજાના માટે ફુલતા-ફાલતા નથી છતાં બીજાને ઉપકારી નીવડે છે, તે જ પ્રમાણે સાધુઓ પણ પોતાનું કાર્ય સાધતાં
Page #148
--------------------------------------------------------------------------
________________
શુદી ૧] રાજકોટ–ચાતુર્માસ
[ ૧૦૭ બીજાને ઉપકાર કરે છે, અને વૃક્ષની કોઈ પ્રશંસા કરે તે કુલાતું નથી તેમ નિંદા કરે તે દુઃખી થતું નથી, તેમ સાધુઓ પણ નિંદા કે પ્રશંસાથી દુઃખી થતા નથી તેમ ફુલાતા નથી. પણ વૃક્ષ પત્થર મારનારને ફળ-ફુલ કે છેવટે છાંયા આપે છે તેમ સાધુઓ પણ નિંદા કરનારને પણ હવે સંભળાવે છે અને પિતાના આત્માની સમાન તેને માની જ્ઞાન પણ આપે છે.
આ પ્રમાણે છે, તે મુક્તિ સાધે છે અને પાસે આવનારને મુક્તિનો માર્ગ બતાવે છે તે સાધુ છે. અહીં એક પ્રશ્ન ઉભું થાય છે કે, ગાથામાં જ્યારે “સાધુ' શબ્દ વપરાય છે તો પછી તેની સાથે જ સમાનાર્થક “સંત” શબદ શા માટે વાપરવામાં આવ્યો છે ! આ પ્રશ્નના ઉત્તરમાં ટીકાકાર જણાવે છે કે, સાધુતા ગૃહસ્થામાં પણ હોઈ શકે છે. આરંભસમારંભમાં રહેવા છતાં પણ ગૃહસ્થ સ્વપરનું કલ્યાણ સાધી શકે છે ! સાહિત્યમાં ગૃહસ્થને પણ સાધુ શબ્દથી સંબોધન કરવામાં આવેલ છે. જે પિતાને સ્વાર્થ સાધતાં પરમાર્થને ભૂલી જતું નથી તે ગૃહસ્થને પણ સાહિત્યમાં સાધુ કહેલ છે.
ગૃહસ્થની સાધુતા તમારે પણ શીખવી જોઈએ અને વૃક્ષો પાસેથી પણ શિક્ષા લેવી જોઈએ. વૃક્ષો પિતાને કાપનારને પણ ઠંડી છાયા આપે છે એ જ પ્રમાણે તમે પણ બીજાને ઉપકાર કરે. સ્ત્રી-પુત્ર વગેરે કુટુંબીજનોને તે તમે છાયા આપે જ છે-તેમની સાર-સંભાળ રાખે જ છે પણ કોઈ ગરીબ તમારે ત્યાં આવી તમારી છાયા માંગે તે એને ધુત્કારે નહિ! જે તમે આશ્રિતને ધુત્કારો તે તમને કેવા કહેવા?
શ્રી જ્ઞાતાસૂત્રમાં મેઘકુમારનું વર્ણન આવે છે. તેમાં હાથીનું વર્ણન આવે છે કે, એ હાથીએ પિતાને રહેવા માટે જંગલમાં ચાર કેશનું મંડલ બનાવ્યું હતું, પરંતુ જ્યારે જંગલમાં દાવાનળ લાગે એટલે બીજા છ સ્વરક્ષા માટે તે મંડલમાં આવ્યા, ત્યારે હાથીએ તે જીવોને બહાર કાઢી મૂક્યા નહિ પણ તેમને પણ સ્થાન આપ્યું. જે છે તે મંડલમાં આવ્યા હતા તે તેના આત્મીય કે સજાતીય ન હોવા છતાં તેણે તે એમ જ વિચાર્યું કે, “ જે પ્રમાણે મને આશ્રયની આવશ્યકતા છે. તે જ પ્રમાણે આ જીવોને પણ આશ્રયની આવશ્યકતા છે. અને આશ્રય લેવા માટે જ આ છો અત્રે આવ્યા છે, માટે તેમને આશ્રય આપવો જ જોઈએ ! ” આ તેની કેટલી બધી ઉદારતા ! તેણે કેટલાં શાસ્ત્રો અને પુસ્તકો વાંચ્યા હતાં કે તેનામાં આટલી બધી ઉદારતા આવી ગઈ ? અને તમે શાસ્ત્ર તથા પુસ્તક વાંચ્યા છે છતાં તમારામાં એવી ઉદારતા કેમ નથી ? તમે ભણેલા છે, કેઈએ બી. એ; એમ, એ. કે એવી ઉંચી ડીગ્રી પણ પ્રાપ્ત કરી છે, અને કોઈકેઈએ “રાવબહાદુરને ખીતાબ પણ સરકાર પાસેથી મેળવ્યો છે, છતાં આવી ઉદારતાને વિચાર તમને કેમ નથી આવતો ? - હાથીએ તે જીવને પિતાના મંડલમાં સ્થાન આપ્યું, એટલું જ નહિ પણ કેટલાક છે તેના પગની વચ્ચે જે જગ્યા હતી ત્યાં પણ ઘુસીને બેસી ગયા હતા છતાં તેને ક્રોધ ન આવ્યો એટલું જ નહિ પણ તેને ખંજવાળ આવવાથી તેણે પિતાનો પગ ઊંચો કર્યો એટલામાં તે એક સસલું તેના પગ નીચે બેસી ગયું. હવે હાથીને ક્રોધ આવે કે નહિ ? જે તે ચાહત તે પોતાના પગ વડે તે સસલાને કચડી નાંખત કે પોતાની સુંઢ વડે બહાર
Page #149
--------------------------------------------------------------------------
________________
-
૧૦૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ શ્રાવણ ફેંકી દેત; પણ તેણે એમ ન કરતાં એમ જ વિચાર્યું કે, આ સસલું અગ્નિના ભયને લીધે અહીં આવ્યું છે માટે તેને આશ્રય આપવો જ જોઈએ, આમ વિચાર કરી તેણે પિતાને પગ ઊંચો જ રાખ્યો. આ મહા ઉદારતાને કારણે જ તે હાથી કળ ચડવાથી નીચે ઢળી પડતાં મરણ પામે અને તે શ્રેણિકના પુત્ર તરીકે જન્મ પામે. હવે તમે વિચાર કરે કે, જ્યારે હાથીમાં પણ આટલી ઉદારતા હતી તે તમારે કેટલા ઉદાર બનવું જોઈએ !
કહેવાને અભિપ્રાય એ છે કે, આ પ્રમાણે ગૃહસ્થ પણ સાધુતાને ધારણ કરી શકે છે. રાજા શ્રેણિકે જે સાધુને જોયા હતા. તે શું ગૃહસ્થ સાધુ હતા? આ વાતને નિષેધ કરવા માટે અને તેઓ ગૃહસ્થ સાધુ નહિ પણ આત્માનું જતન કરનારા સંયમી હતા એ બતાવવા માટે “સંયતિ” શબ્દ આપવામાં આવ્યો છે.
હવે સાધુ, સંયતિ એ બે શબ્દોને સાથે મહાત્માના વિશેષણ તરીકે સુરમાદિઅર્થાત સમાધિવાળા હતા એમ શા માટે કહેવામાં આવ્યું છે ! એ વિચારવાનું છે. સાધુ, સંયતિ શબ્દની સાથે “સમાધિવાળા” એ પદ આપવાને અભિપ્રાય એ છે કે, કેટલાક લોકે સંયતિ તો હોય છે અને બધી ક્રિયાઓ પણ સંયતિની જ પાળે છે, પણ તેની ઊલટી શ્રદ્ધા રાખે છે. જેમકે ગોશાલક અને જમાલી. જમાલીની બહારની કરણી દરેક રીતે ઊંચી હતી પણ તેની તત્ત્વ શ્રદ્ધા ઊલટી હતી; એટલે સાધુ–સંયતિ હોવા છતાં પણ તે સમાધિવાળા ન હતા. ક્યાંય આ સાધુ-સંયતિ ઊલટી તવશ્રદ્ધા રાખતા હતા નહિ ને ? તેમને કોઈ પ્રકારને ભ્રમ તે હતે નહિ ને ? એ વાતને સ્પષ્ટ કરવા માટે કે, તેઓને યથાથ તત્ત્વશ્રદ્ધા હતી એ બતાવવા માટે ત્રીજું સુસમાધિપદ આપવામાં આવ્યું છે.
રાજા શ્રેણિકે આવા સુસમાધિયુક્ત સંયતિ સાધુને જોયા હતા. તે સાધુ વળી “સુકુમાર' હતા એમ કહેવામાં આવ્યું છે. સુકુમારને અર્થ “જે કામદેવને બરાબર જીતી લે' એ થાય છે. જે કામદેવને પણ કુત્સિત કરે, તેને પણ જીતી લે એને સુકુમાર કહે છે. તેમનું શરીર કામદેવને પણ જીતી લે એવું હતું એટલા માટે તેમને સુકુમાર કહેવામાં આવ્યા છે. “સુકુમારની સાથે જ “સુહાઇયં પદ આપવામાં આવ્યું છે. “સુહાઈ ને અર્થ “સુખને યોગ્ય” એવો થાય છે. અર્થાત જેમનું શરીર સુખમાં ઉછર્યું હોય, કષ્ટ પામ્યું ન હોય તે શરીરે સુખી કહેવાય છે. કોઈ માણસે જે પહેલાં કષ્ટ ભેગવ્યાં હોય છે તે કષ્ટો ન હોવા છતાં પણ તેની છાયા તે શરીર ઉપર રહી જાય છે અને તે ઉપરથી તેણે પહેલાં કષ્ટો ભેગવ્યાં છે એમ જણાઈ આવે છે. પણ પહેલાં કષ્ટ ભોગવ્યાં હોવા છતાં તેમના શરીર ઉપર તે દુઃખનું કાંઈપણ ચિન્હ રહેવા પામ્યું ન હતું એ કારણે તે મુનિનું શરીર સુખી જણાતું હતું. આ સિવાય “સુહાઇયને બીજો અર્થ તેમનું શરીર સુખને યોગ્ય હતું અર્થાત તેઓ સુખને ભોગવવા યોગ્ય રૂપવાન હતા એવો પણ થાય છે.
• આજકાલ ગુણની અપેક્ષા રૂપને વધારે મહત્વ આપવામાં આવે છે, અને એટલા જ ભાટે ગુણવાન બનવાને પ્રયત્ન કરવા કરતા અંગે તેલ ફૂલેલ લગાવી વાળબાળ ઓળી રૂપવાન બનવાને વધારે પ્રયત્ન થતો જોવામાં આવે છે. સંસારમાં ગુણ કરતાં રૂપની કદર વધારે થાય છે એમ લોકો માને છે. રૂપવાન બનવાના પ્રયત્નને લીધે જ હિન્દુઓના માથે રાખવામાં આવતી. એટલી પણ વાળની શોભા વધારવાના રૂપમાં ફેરવી દેવામાં આવી
Page #150
--------------------------------------------------------------------------
________________
શુદી ૧]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૦૯
છે ! સ્ત્રીઓમાં પણ લેડી–ફેશન ઘુસી ગઈ છે! અને તેથી ફેશનવાળી સ્ત્રીઓ પોતાના પતિને પણ “સાહેબ” બનાવવા પ્રયત્ન કરે છે. શૃંગારથી સ્ત્રીઓ પુરુષોને મુગ્ધ અને વશ કરવા ચાહે છે. એટલા માટે તેઓ રૂપ વધારવા પ્રયત્ન કરે એ સ્વાભાવિક છે, પણ એ લોકો વાસ્તવિક રૂપ કેવું હોય છે ! અને તે રૂપ કેવી રીતે વધી શકે છે તે જાણત હોતા નથી ! સૌંદર્યને સંબંધ શરીર સાથે નહિ પણ હદય સાથે છે. રાજા શ્રેણિક એ મુનિને જોઈ આશ્ચર્યપૂર્વક બોલી ઉઠયા કે, “અહા ! કેવું રૂપ ! કેવું વર્ણ!” મુનિના શરીર ઉપર કોઈ પ્રકારની સંગાર સામગ્રી ન હોવા છતાં શ્રેણિક જેવા રાજાએ તે મુનિના વર્ણ રૂપની પ્રશંસા શા માટે કરી તેને વિચાર કરે ! આ વિષે વિશેષ ન કહેતાં એટલું જ કહું છું કે, લોકો વાસ્તવિક રૂપ ન જોતાં બહારનું જ રૂપ જુએ છે ! અને બહારનું રૂપ જોવા પાછળ બીજું કશુંય જોતા નથી. વાસ્તવિક રૂપ કોને કહેવાય એને વિશેષ ખુલાસો કદાચ આ જ ચરિત્રમાં આગળ સ્પષ્ટ કરવામાં આવશે. સુદર્શન ચરિત્ર-૧૧
શિખા મંત્ર નવકાર બાલ, મન કરતા ધ્યાન;
ઊઠત બૈઠત સેવત જાગત, બસ્તી ઔર ઉદ્યાન. . ધન ૧૦ છે
શેઠે સુભગને નવકાર મંત્ર શીખડાવી તેનું મહત્ત્વ બતાવતાં કહ્યું કે, “ભલે કરોડની સંપત્તિ મળે પણ જે નવકારમંત્ર પાસે ન હોય તે તે કાંઈ વિસાતમાં નથી, એથી ઊલટું જે ગરીબાઈનું દુઃખ માથે આવી પડે તોપણ જે પોતાની પાસે નવકારમંત્ર હોય તે બધુય છે.”
આજે તમે કે, તમારા પુત્રોનાં સંસ્કારે સુધારવા તરફ બહુ ઓછું ધ્યાન આપો છે. તમે તેનામાં જેવાં ચાહે તેવાં સંસ્કારો ઉતારી શકે છે; છતાં તેમાં સારાં સંસ્કાર ન રેડતાં ખરાબ સંસ્કારો રે, તે એ એમનું અહિત કરવા બરાબર છે. આજે બાળકોમાં ભયનાં સંસ્કારો વધારે રેડવામાં આવે છે, એથી કેટલી હાનિ થાય છે એની મને ખબર છે ! મારી માતા અને બે વર્ષને છોડી કાળ પામી હતી અને મારા પિતા મને પાંચ વર્ષને છેડી કાળ પામ્યા હતા. મારું પાલન પોષણ મારા મામાને ત્યાં થયું હતું, ત્યાં થોડે દૂર એક મકાન હતું જે નીચું હોવાને કારણે તેમાં અંધારું રહેતું હતું. સ્ત્રીઓ એ મકાનમાં ભૂત રહે છે એમ કહ્યા કરતી. હું આ વાત સાંભળી ડરતો હતો અને એટલા માટે દુકાનેથી રાતે ઘેર જતો હતો ત્યારે એ મકાનની પાસેથી ન જતાં મોટું ચક્કર ખાઈને પણ બીજે રસ્તેથી ઘેર જ હતો. મારામાં ભૂતના ભયના જે સંસ્કાર પડયાં હતાં તે દીક્ષા લીધા બાદ પણ ગયા નહિ. મારી દીક્ષા થયા પછી જેમની નેશ્રામાં હું શિષ્ય થયા હતા તે ગુરુ પણ દેઢ જ મહિનામાં કાળ પામ્યા. તે વખતે હું પાંચ મહિના સુધી પાગલ જેવો રહ્યો. મારામાં ભૂતના ભયનાં જે સંસ્કાર પડ્યાં હતાં તેને કારણે મને તે વખતે એમ જ લાગતું હતું કે, કઈ પ્રત્યક્ષ જ મારી ઉપર જંતરમંતર કરે છે, પણ જ્યારે હું ઠીક થયો ત્યારે મને જણાયું કે, વાસ્તવમાં એ બધો મારો ભ્રમ હતો, બીજું કાંઈ ન હતું.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
(શ્રાવણ
બાળકોમાં આ પ્રકારનાં ભયનાં સંસ્કારે રેડવાથી તેમની કેટલી હાનિ થાય છે તેને વિચાર બહુ ઓછા લોકો કરતા હશે ! બાળકોમાં નિર્ભયતાનાં સંસ્કાર રેડવા જોઈએ. પહેલાના સમયમાં જ્યારે ભૂતના ભયનું સામ્રાજ્ય હતું તે વખતના સાહિત્યમાં પણ આ ભ્રમની છાપ પડેલી જણાય છે. કદાચિત શાસ્ત્રમાં પણ ભૂતના વિષે વર્ણન છે એમ કહે તે શાસ્ત્રમાં જે વર્ણન છે તે બીજા પ્રકારનું છે. તેમાં આવો ભય પેદા કરનારું વર્ણન નથી.
શેઠે સુભગમાં સારાં સંસ્કારો રેડી, તેને નિર્ભય બનાવ્ય, શેઠે પિતાના પુત્રની માફક સુભગને સંસ્કારી બનાવ્યા. કોઈના હાથમાં હથેડી હોય પણ બુદ્ધિ ન હોય તે તે, એ હથોડી વડે પિતાનું માથું પણ ઊડી શકે છે અને બુદ્ધિ હોય તે તેની સહાયતાથી દાગીને પણ ઘડી શકે છે. આ દષ્ટિએ હથોડી મટી નહિ પણ બુદ્ધિ મેટી કરે છે. શેઠે પિતાની બુદ્ધિશક્તિરૂપી હથોડી વડે સુભગના સંસ્કારને ઘડી પિતાને જોઈતા હતા તે પુત્ર બનાવ્યો. શેઠે સુભગને આ પ્રમાણે સુધાર્યો એટલા જ માટે એમ કહેવામાં આવે છે કે –
' ધન શેઠ સુદર્શન શીલ પાલીને તારી આત્મા
જે શેઠે સુધાર કર્યો ન હેત તે તેમને માટે આમ કહેવામાં ન આવત ! કોઈ કામની સિદ્ધિ એક જ જન્મમાં સાધી શકાતી નથી પણ કાર્યસિદ્ધિ સાધવામાં અનેક જન્મો પણ લાગી જાય છે. ગીતામાં કહ્યું છે કે –
શાળામifસરિતતા યાતિ અતિ! –ગીતા. અનેક જન્મનાં સંસ્કાર હોય ત્યારે આત્મા ધીરે ધીરે સુધરે છે. જે પ્રમાણે કુંભારદ્વારા માટીને સુધાર થાય છે અને સોનીધારા સોનાને સુધાર થાય છે; તે જ પ્રમાણે અમારે અને તમારે સમાગમ થયો છે, તે તેથી કાંઈ સારે સુધાર થાય તે સારું છે; પણ બીજાને સુધાર કરતાં પહેલાં પિતાને સુધાર થવો આવશ્યક છે એ વાત ભૂલેચૂકે પણ ભૂલવી ન જોઈએ. જે શેઠ પિતે સુધરેલા ન હેત અને સુભગને સુધારવા લાગી જાત તો સુભગને સુધાર થાત કે નહિ એ એક પ્રશ્ન છે! બીજાને સુધારવા માટે સર્વ પ્રથમ પિતાએ સુધારવું પડે છે. તમે પોતે સુધરી બીજાને સુધારવાનો પ્રયત્ન કરે અને પ્રયત્ન કરવા છતાં પણ કોઈ ન સુધરે તે એમાં કાંઈ તમારી હાનિ થશે નહિ!
શેઠ પોતે પણ સુધરેલ હતા અને તેની શ્રદ્ધા પણ નવકારમંત્ર ઉપર દઢ હતી અને તે કારણે જ તેણે સુભગને એ સુધાર્યો કે જાણે પિતાનું કાળજું જ તેનામાં મૂકી દીધું ન હોય ! કોઈ કવિની કવિતા બહુ સારી હોય તે તે વિષે એમ કહેવાય છે કે, આ કવિએ તે જાણે કવિતામાં પોતાનું કાળજું જ કાઢી મૂકી દીધું છે ! જે આ વાત ઉપર કવિને પિતાને શ્રદ્ધા જ ન હોય તે તેનાથી એવી સુંદર કવિતા બની શકે ખરી !
આજકાલ લાંબા લાંબા વ્યાખ્યાન આપવામાં આવે છે પણ તદનુસાર પિતે કાંઈ કરતા નથી, તે શું આવા વ્યાખ્યાનની કાંઈ કોઈની ઉપર અસર થઈ શકે? એક વ્યા
ખાતા વિષે સાંભળ્યું છે કે, તેમણે વ્યાખ્યાન તે ઘણું સરસ આપ્યું, પણ વ્યાખ્યાન પૂરું કરી આવ્યા બાદ તેમણે “લાલાવો'ની ધૂન મચાવી દીધી અને “જલેબી આવી નથી, દૂધ આવ્યું નથી ” વગેરે કહેવા લાગ્યા. આ પ્રમાણે પોતે સુધર્યા વિના બીજાને જ ઉપદેશ આપ એ નાટકના ખેલ જેવું જ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
શુદી ૧] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૧૧ શેઠે સુભગને પિતાના પુત્રની માફક શિક્ષા આપી. સુભગ પણ મનમાં વિચારતે હતું કે, આ મારા પિતા તે મારા માટે સાધુની માફક જ છે. એ બીજા મહાત્મા જ છે. શેઠે શીખડાવેલો મંત્ર તે આખો દિવસ જપતો હતે.
આજના લોકો અજપાજપને અભ્યાસ ભૂલી રહ્યા છે. તેમને પરમાત્માનું નામ જપવામાં કઠિનતા જણાય છે! હું એમ નથી કહેતો કે, તમે બહાર મેટે સ્વરે બૂમબરાડા પાડે પણ અજપાજાપ તો કર્યા કરો એમ કહું છું. તમારું ધન ચાલ્યું જાય છે તે તેની ચિંતા કરે છે પણ તમારો સમય કેટલે વ્યર્થ જાય છે તેની ચિંતા કરતા નથી. અંગ્રેજોના બેડા રૂપિયા ચાલ્યા જાય છે તેઓ એટલી બધી ચિન્તા કરતા નથી જેટલી ચિન્તા તેઓ સમય વ્યર્થ જવાથી કરે છે. તેમને એક કલાક નકામો જાય છે તેની તેઓ ચિંતા કરે છે. તેઓ તે એક કલાકની ચિંતા કરશે પણ ભગવાને તે કહ્યું છે કે,
રમશે જેમ! મામાણી –શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અર્થાત–હે ગૌતમ ! એક સમય માત્રને પણ પ્રમાદ ન કર. ભગવાનના આ કથનને તમારા ધ્યાનમાં લઈ, તમારા મનને ભગવાનના નામરૂપી તારની સાથે જોડી દે. તારની સાથે નહિ પરોવેલું મોતી પડી જાય છે; એ જ પ્રમાણે પરમાત્માના નામના તારની સાથે મનને પરોવશે નહિ તે મને અહીં તહીં ભટકશે, માટે મનને પરમાત્માના ભજનની સાથે એકતાર કરી લો.
સ્ત્રીઓને ગાતાં સાંભળ્યું છે કે, જેના મોઢા ઉપર રામને રંગ ચડેલે નથી તે મેટું જોવું નહિ. તે બહેને કેવળ આમ ગાય જ છે કે એમ કરે પણ છે એ નિશ્ચિત કહી શકાય નહિ, પણ બહેને જે ગાય છે તે રામને રંગ શું છે?
જે ચેરી, વ્યભિચાર આદિ ખરાબ કામ કરતું નથી તેના મુખ ઉપર કોઈ જુદા જ પ્રકારનું તેજ હોય છે; અને તે તેજ જ રામને રંગ છે. જેમના મુખ ઉપર રામને આવો રંગ ચડેલે નથી, પણ જેમની દૃષ્ટિ ખરાબ છે તેવા લોકો માટે બહેને કહે છે, કે અમે તેમનું મોટું પણ જોતા નથી ! આ પ્રમાણે સદાચાર જ રામને રંગ છે. પરંતુ આજે તો રામનાં ગીત તે ગાવામાં આવે છે પણ રામને જ ભૂલી જવામાં આવે છે. રામનું રટણ કરવામાં સમય લગાવતા નથી. જે થયું તે થયું. પણ હવે,
ગઈ સે ગઈ. અબ રાખ રહી કો” એ કથનાનુસાર પ્રત્યેક સમયે પરમાત્માનું સ્મરણ કર્યા કરે, એક પણ શ્વાસ નકામે જવા દે નહિ. એક ભક્ત કહે છે કે – દમ પર દમ હર ભજ નહિં ભરેસા દમકા, એક દમમેં નિકલ જાયેગા દમ આદમકા દમ આવે ન આવે ઈસકી આશ મત કર તૂ, એક નામ સાંઈક જપ હિરદેમેં ધર તૂછે નર ઈસી નામસે તર જા ભવસાગર તૂ, એક નામ સાંઈકા જપ હિરદેમેં ધર તુ છલ કરતા થડે જીનેકી ખાતિર તૂ, વહ સાહબ હૈ જલાલ જરા તે ડર તૂ
વહૈ અદલ પડા ઈન્સાફ ઈસી દમદમકા–દમ
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧૨]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ જ્યાં સુધી દમ છે ત્યાંસુધી આદમ છે. આદમને અર્થ મનુષ્ય થાય છે. તું આદમ છો એનું પ્રમાણ શું! એના માટે કવિ કહે છે કે, દમે દમ-શ્વાસે શ્વાસે તું હરિને ભજ. હરિ તુસાન ઇતિ હરિ અર્થાત જે દુઃખેને હરે છે તે હરિ છે. ગમે તે નામ હોય પણ જે નામ ઉપર વિશ્વાસ છે તે નામની સાથે દમ-શ્વાસનો સંબંધ જોડી દેવો જોઈએ. એક પણ ક્ષણ ન ગુમાવતાં પ્રભુ-સ્મરણ જ કર્યા કરે. એક કવિએ કહ્યું છે કે
તે સ્મરણ બિન યા કલયુગમેં, અવર નહી આધારે
મેં વારી જાઉં તે સમરણ પર, દિન દિન પ્રીતિ વધારે છે તમે લોકો પરમાત્માનું નામ ભૂલી રહ્યા છો. હું તમને પૂછું છું કે, તમે એ વિચારથી તે પરમાત્માને ભૂલી જતા નથી ને, કે, “જે અમે પરમાત્માને યાદ કરીશું તે અમારાથી છળ-કપટ કરી શકાશે નહિ અને પરિણામે અમારે રોજગાર બંધ થઈ જશે.” જે આ જ વિચારથી પરમાત્માને ભૂલી ગયા છે તે એ તમારી ભૂલ છે. જે પરમાત્માનું સ્મરણ કરતા હશે તે ખોટી વાત પણ હાથ ધરે નહિ છતાં તે ભૂખે મરે નહિ ! જે પરમાત્માનું સ્મરણ કરનાર ભૂખે મરતા હોય તો પછી તમને પરમાત્માનું
મરણ કરવા માટે કહેવામાં ન આવે. એ વાત જુદી છે કે તમારી કસોટી થાય પણ તમે ભુખે તે મારી શકો નહિ ! પરમાત્માનું નામ લેનાર કઈ ભુખે મર્યું નથી તેમ મરી પણ શકે નહિ.
સુભગને નવકાર મંત્ર ઉપર દઢ વિશ્વાસ બેઠે હતા, એટલા માટે તે એને જ જાપ કર્યા કરતો હતો. હવે તેની કસેટીને દિવસ નજદીક આવે છે.
એક દિવસ સુભગ જંગલમાં ગાયો ચરાવવા ગયો હતો, એટલામાં જંગલમાં જ મૂસળધાર વરસાદ વરસવા લાગે. સુભગ વિચારવા લાગ્યો, કે આજે મારી પરીક્ષા થઈ રહી છે. ભક્ત જોકોએ બરાબર કહ્યું છે કે –
ગરજેિ તર િપાષાણ વરસિ, પવિ પ્રીતિ પરખિ જિય જાને
અધિક અધિક અનુરાગ ઉમંગ, ઉર પર પરમિતિ પહિચાને છે ભકત કહે છે કે, આકાશ ગજે છે, વરસાદ વરસે છે, વિજળી ચમકે છે, કરા પડે છે, એ બધું મારી પરીક્ષા લેવા માટે થાય છે. મને પરમાત્માની પ્રાર્થના ઉપર વિશ્વાસ છે કે નહિ એની પરીક્ષા પણ હોવી તે જોઈએ ને ? પપૈયો સ્વતીનું જ પાણી પીએ છે, બીજું નહિ; એટલા માટે જ્યારે મેઘ ગર્જે છે અને વીજળી ચમકે છે ત્યારે તે પ્રસન્ન થાય છે કે, આ પરીક્ષા થયા પછી મને પાણી મળશે. આ મારી પરીક્ષા છે.
આ જ પ્રમાણે ભક્ત લોક સંકટના સમયે ગભરાતા નથી, પણ પિતાની પરીક્ષા થઈ રહી છે એમ સમજે છે.
સુભગ પણ મૂસળધાર વરસાદ વરસતે જોઈ વિચારવા લાગ્યું કે, આજે મારી પરીક્ષા થઈ રહી છે. સુભગના મનમાં આવા વખતે એવી શંકા પેદા થાત કે, હું નવકાર મંત્ર જાપ કરું છું છતાં મારા ઉપર આ સંકટ ક્યાંથી આવી પડયું? જે સંકટ માથે
Page #154
--------------------------------------------------------------------------
________________
શુદી ૩] . રાજકેટ-ચાતુર્માસ
[૧૧૩ પાડવાનું જ હતું, તે તેની મને સૂચના પહેલેથી કેમ ન મળી ! આ પ્રમાણે સુભગ મનમાં સંદેહને સ્થાન આપી શકત, પણ તેના નિર્મળ મનમાં એવો કોઈ પ્રકારને સંદેહ પેદા થયો નહિ. પણ એ તે એ જ વિચારવા લાગ્યા કે આજે મારી પરીક્ષા થઈ રહી છે !
તમને ખૂબ તરસ લાગી હોય ત્યારે કોઈ માણસ પાણી પાસે જાય અને ગાળો ભાંડતે જાય તે વખતે તમે ગાળો ઉપર ધ્યાન આપશે કે પાણી પીવા ઉપર? આ જ પ્રમાણે કોઈ વિદ્યાર્થી પરીક્ષા દેવા જતું હોય ત્યારે કોઈ કહે કે તું, નાપાસ થઈશ અને બીજી ગાળો ભાંડે છે તે વિદ્યાથી ગાળ ઉપર ધ્યાન આપશે? પાણી પીનારો અને પરીક્ષા આપનાર વિદ્યાથી ગાળો ઉપર ધ્યાન નહિ આપે પણ પિતાની કાર્યસિદ્ધિ કેમ થાય એ વાત ઉપર જ ધ્યાન આપશે. આ જ પ્રમાણે તમે લોકો પણ બીજાઓ ગમે તે ખરાબ કહે તે ઉપર ધ્યાન ન આપે તે સંસારની પરીક્ષામાં તમે પણ પસાર થઈ શકશે!
સુભગ મનમાં એ જ વિચારતે હો કે, મને નવકારમંત્ર ઉપર કે પ્રેમભાવ છે તેની આ કસોટી થઈ રહી છે. આ તે મારા માટે સારું જ થાય છે. આ પ્રમાણે આનંદ પામતે સુભગ ગાયોને લઈ ઘર તરફ પાછો ફર્યો; પણ રસ્તામાં આવતી નદીઓમાં ખૂબ પૂર આવ્યું હતું. ગાયે તે તરીને નદી પાર ચાલી ગઈ, પણ સુભગ નદીને પાર શી રીતે જઈ શકે ! તે કાંઠે ઉભે રહી વિચારવા લાગ્યો કે, આવા સમયે મારે શું કરવું જોઈએ? વિચારતાં વિચારતાં આખરે તે એ નિશ્ચય ઉપર આવ્યો કે, જ્યારે મારી પાસે નવકારમંત્ર છે તે પછી મને નદીને ભય છે? નદીનું ગમે તેવું પૂર હોય પણ મારું સાહસ પણ કાંઈ ઓછું નથી. આ પ્રમાણે વિચાર કરી તે વૃક્ષ ઉપર ચડી નદીમાં કૂદી, પાર જવાના નિશ્ચય ઉપર આવ્યો. આ સંબંધમાં અનેક સંદેહ પેદા થઈ શકે છે અને તેનું સમાધાન કરવા માટે સામગ્રી પણ છે, પણ અત્યારે શંકા સમાધાન કરવા જેટલો અવકાશ નથી; એટલા માટે એટલું જ કહેવામાં આવે છે કે સુભગ વૃક્ષ ઉપર ચડી ગયો અને નદીમાં કૂદવાના વિચાર ઉપર આવ્યો. હવે આગળ શું થાય છે તેને યથાવસરે વિચાર કરવામાં આવશે.
૧૫
Page #155
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૩ મંગળવાર
પ્રાર્થના પપ્રભુ પાવન નામ તિહારે, પતિત ઉધારનહારે; જદપિ ધીવર ભીલ કસાઈ, અતિ પાપીષ્ટ જમારે તદપિ જીવહિંસા તજ પ્રભુ ભજ, પાર્વે ભવાનિધિ પારે. ૫ઘ૦૧
I પદ્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના અનેક વિધિ કરવામાં આવે છે, પણ પરમાત્માના નામમરણની પ્રાર્થના એવી છે કે, તે વિદ્વાન કે મૂખ, બળવાન કે નિર્બળ, ધનવાન કે ગરીબ, રાજા કે રંક, સ્ત્રી કે પુરુષ, સાધુ કે ગૃહસ્થ બધાને માટે એક સરખી ઉપયોગી છે. પરમા
ત્માનું નામસ્મરણ કરવું એ માર્ગ બધાને માટે સુલભ અને સરળ છે. . સંસારમાં જેટલાં આસ્તિક દર્શને છે તેમાં બીજી વાતમાં ભલે મતભેદ હોય પણ
પરમાત્માનું નામસ્મરણ ઉપયોગી છે' એ વાત બધાને માન્ય છે અને બધાંય દર્શનેએ કોઈને કોઈ રૂપમાં પરમાત્માના નામનું મહત્વ બતાવેલ છે. બધાં દર્શનેએ પરમાત્માના નામસ્મરણને એક મોટી સંપત્તિ માની એની જે પ્રશંસા કરી છે તે વિષે વિશેષ કાંઈ ન કહેતાં, અત્યારે તે એટલું જ કહું છું કે, જે કોઈ નિષ્કામભાવે પરમાત્માના નામમાં તલ્લીન થઈ જાય છે, તેના શરીરમાં અનેક અલૌકિક ગુણો પ્રકટ થઈ જાય છે, પણ પ્રત્યેક કામે આચરણમાં ઉતારવાથી જ સિદ્ધ થાય છે. જે કેવળ સાંભળી લે છે અને સાંભળીને કાર્યમાં ઉતારવાને બદલે તેની હાંસી કરે છે તેને માટે તે નામ કાંઈ હિસાબમાં જ નથી કારણ કે આ તે શ્રદ્ધાને વિષય છે, એટલા માટે જે શ્રદ્ધાપૂર્વક નામસ્મરણ કરે છે તેને લાભ તેને અવશ્ય મળે છે.
પરમાત્માનું નામસ્મરણ, પરમાત્મામાં તલ્લીન થઈ કરવું જોઈએ. પરમાત્માની સાથે અભિન્ન થઈ જે પરમાત્માનું નામસ્મરણ કરે છે તે ખરેખર પ્રભુમય બની જાય છે.
હવે શાસ્ત્રની વાત કહું છું. શાસ્ત્રમાં પણ પરમાત્માની જ પ્રાર્થના વિશેષતઃ કરવામાં આવી છે, એમ મને જણાય છે. અનાથી મુનિને અધિકાર–૧૨
રાજા શ્રેણિક, સાધુની પાસે જવાના ઉદેશે બહાર નીકળ્યો હતો છતાં આત્માના કલ્યાણનું સાધન કોણ જાણે ક્યારે અને કેવી રીતે મળી જાય છે ! આ બાજુ રાજા શ્રેણિકનું બાગમાં ફરવા જવું અને બીજી બાજુ અનાથી મુનિનું આગમન થયું. આ કેવો સુંદર
ગ! આ સુયોગ થવામાં પણ કોઈ ગુપ્ત શક્તિ રહેલી હતી એમ તો માનવું જ પડશે! તમે ભલે આ વાતને પ્રત્યક્ષથી માનતા ન હ પણ અનુમાનથી તે તમારે એ માનવું જ પડશે!
Page #156
--------------------------------------------------------------------------
________________
શુદી ૩] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૧૫ રાજા શ્રેણિકે તે મુનિને જોયા. મુનિને જોઈ જેમ ચુંબકથી લોટું આકર્ષાય છે તેમ રાજા શ્રેણિક આકર્ષીયે.
तस्स रूवं तु पासित्ता, राइणो तमि संजए। अशंतपरमो आसी, अउलो रूवविम्हिओ ॥५॥ अहो वण्णो! अहो एवं! अहो अज्जस्स सोमया!
अहो ती! अहो मुत्ती! अहो भोगे असंगया ॥ ६॥ રાજા શ્રેણિક બાગમાં ઘોડા ઉપર કે કોઈ વાહનમાં બેસી ગયો હતો તેને શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કાંઈ નથી પણ તે ઠાઠમાઠપૂર્વક ગયે હશે એમ અનુમાનથી જાણી શકાય છે. આ બાજુ સંયતિ, સુસમાધિસ્થ, સુકુમાર અને સુખચિત મુનિ વૃક્ષની નીચે બેઠા હતા.
' શબ્દનો અર્થ ખાચિત અને શુચિત બન્નેય થાય છે. સુખચિતને અર્થ સુખને યોગ્ય કે સુખી થાય છે, અને શુભચિતને અર્થ શુભ ગુણાનું હોવું એ થાય છે. મુનિનું શરીરસૌષ્ઠવ જોઈ રાજાએ જાણી લીધું કે, આ મુનિમાં બધાંય શુભ ગુણ રહેલાં છે, એમ તેમના રૂ૫ ઉપરથી જણાય છે.
નામને તે મહિમા ગાવામાં આવે છે પણ નામની સાથે રૂપને પણ સંબંધ છે. સાધારણ રીતે કોઈને ઓળખવા માટે નામને ઉપયોગ કરવામાં આવે છે, પણ કઈ કઈ વાર રૂપથી પણ નામ જાણી શકાય છે. રાજા પણ રૂપ જોઈને જ જાણી ગયા કે, આ મુનિ સંયતિ અને સુસમાધિવાનું છે.
સ્થાનાંગ સૂત્રમાં ચાર પ્રકારનાં સત્ય કહ્યાં છે. નામથી પણ સત્ય હોય છે, સ્થાપનાથી પણ સત્ય હોય છે, દ્રવ્યથી પણ સત્ય હોય છે અને ભાવથી પણ સત્ય હોય છે ! નામથી પણ સત્ય હોય છે, તેમાં પણ સમજવાની જરૂર છે! કોઈએ પિતાનું નામ જ ખોટું બતાવ્યું હોય તે રૂપથી પણ સત્ય સિદ્ધ કરી શકાય છે પણ કોઈએ રૂ૫ જ ખોટું બનાવ્યું હોય તો? એટલા માટે નામ કે રૂપ સત્ય છે કે નહિ એની પણ કસોટી કરવાની જરૂર રહે છે. કારણ કે, લેકે છળથી પણ કામ લે છે માટે સાવધાની રાખવી જોઈએ.
જેમકે કોઈ માણસ તમારી પાસે આવી ખોટું નામ લઈ તમને છેતરે છે તે બેટું કામ કહેવાય કે નહિ, અને તે અપરાધી ગણાય કે નહિ? આ જ પ્રમાણે સાધુ ન. હોવા છતાં સાધુ હોવાનો ડોળ કરે તે તે ખોટું કહેવાય કે નહિ? પીત્તળ હોવા છતાં કોઈ તેને સોનું કહી છેતરે છે તે ખોટું કહેવાય કે નહિ? કેટલાક લેકે જેમ કલચર’ મેતીને અસલી મોતી કહી વેચે છે તેમ ભાવમાં પણ ખોટું ચાલે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
तवतेणे वयतेणे रूवतेणे य जे नरा।
आयारभावतेणे य हवह देवकिविसं ॥ તપ, રૂપ, વય, આચાર, વિચાર આદિમાં ચોરી કરવી, ખેરું બેસવું એ ભાવ ચોરી છે. જે ભાવ પિતાના ન હોય, બીજાના ભાવ હોય, છતાં પોતાના ભાવ છે એમ બતાવવું એ પણ ભાવ ચેરી છે. જેમકે બીજાએ કવિતા બનાવી હોય તે કવિતા પિતે બનાવી છે એમ કહેવું, અથવા કવિતાના ભાવ લઈ તે ઉપર પિતાનું નામ આપવું એ પણ ભાવ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
ચેરી છે. એટલા માટે ભગવાને કહ્યું છે કે, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર સાચાં પણ હોય છે અને ખોટાં પણ હોય છે. માટે એ વિષે બહુ જ સાવચેતી રાખવી જોઈએ.
તે મુનિ વાસ્તવમાં રૂપવાન હતા. જેવું તેમનું રૂપ હતું તેવાં જ તેમનામાં ગુણો હતાં. રૂ૫ બનાવટી છે કે વાસ્તવિક તે તે મુખાકૃતિ જોતાં જ જણાઈ આવે છે. બનાવટી રૂપ છૂપું રહી શકતું નથી. મુનિની મુખાકૃતિ જોઈ રાજા આશ્ચર્યમાં પડી ગયો અને મનમાં કહેવા લાગ્યો કે, આ મુનિ કેવા અતુલ રૂપવાન છે ? આવા રૂ૫વાન મેં કોઈને જોયા નથી !
રાજા પિતે પણ કે સુંદર હતો એના વિષે શાસ્ત્રમાં વર્ણન આવે છે કે, “એક વાર તે પિતાની રાણી ચેલના સાથે સુંદર વસ્ત્રાભૂષણ પહેરી, ભગવાન મહાવીરના સમવસરણમાં ગયો હતે. ભગવાનના સમવસરણમાં સ્વાભાવિક રીતે વીતરાગભાવ રહે છે, છતાં શ્રેણિક રાજાની સુંદરતા જોઈ સાધ્વીઓ પણ અંજાઈ જઈ કહેવા લાગી કે, “ આ કેવો સુંદર પુરુષ છે ! અમારા તપ સંયમના ફલસ્વરૂપ અમને આ જ સુંદર પુરુષ પ્રાપ્ત થાય.” આ જ પ્રમાણે ચેલના રાણીને જોઈ સાધુઓએ પણ એવું નિદાન કર્યું હતું કે, “અમારા તપ સંયમના ફલસ્વરૂપ અમને આવી સુંદર સ્ત્રીની પ્રાપ્તિ થાય.” કહેવાને આશય એ છે કે, રાજા શ્રેણિક આ સ્વરૂપવાન હતે.
અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે, વાસ્તવમાં રૂપ સ્ત્રીઓમાં વધારે હોય છે કે, પુરુષમાં? ગ્રન્થમાં કવિઓએ સ્ત્રીઓના રૂપનું વર્ણન કરતાં બધા પદાર્થોને સ્ત્રીઓના રૂ૫ આગળ તુચ્છ બતાવ્યાં છે; પણ ભર્તુહરિ એને કામાંધતા તરીકે વર્ણવી કહે છે કે –
स्तनौ मांसग्रन्थीकनककलशावित्युपमितौ, मुखं श्लेष्मागारं तदपि च शशाङ्केन तुलितम् । स्वषन्मुत्रक्लिन्नं करिषरकरस्पर्धिजघनम्;
अहो ! निन्धं रूपं कविजनविशेषगुरुकृतम् ॥ કેઈને, કોઈ વસ્તુ તરફ રાગ હોય અને તે તેની પ્રશંસા કરે એ સ્વાભાવિક છે, પણ ભર્તુહરિ તે વિરાગી હતા એમ કહેવામાં આવે છે. તેઓ કહે છે કે, જે રૂપ અનેક પ્રકારે નિંદ્ય છે તે સ્ત્રીઓના રૂપને કવિઓ નકામા મહત્ત્વ આપે છે અને તેની આગળ બીજાં પદાર્થોને તુચ્છ ગણે છે. સ્ત્રીઓના રૂપને જે કારણે મહત્ત્વ આપવામાં આવે છે તે કાર
નું નિરાસન કરતા ભર્તુહરિ કહે છે કે, “સ્ત્રીઓના સ્તન માંગ્રન્જિના લોચા સિવાય બીજું શું છે? પણ કવિએ તે તે સ્તનને કનકકલશ તરીકે વર્ણવી મહત્ત્વ આપે છે. આ તેમની મેહાંધતા જ છે!
મેહાંધ માણસ ખરાબ વસ્તુને પણ સારી કહે એ સ્વાભાવિક છે. યુપીય કવિઓ પણ કહે છે કે, “જ્યારે માણસ કામાંધ બની જાય છે ત્યારે તે ખરાબ ચીજને પણ સારી કહે છે અને માનવા લાગે છે. ' * ભર્તુહરિ આગળ કહે છે કે, સ્ત્રીઓનું મુખ પણ કફ-પિત્ત અને થંક-લાળના ઘર સિવાય બીજું શું છે? છતાં કવિઓ સ્ત્રીઓના મુખને ચંદ્રમાની ઉપમા આપે છે ! એટલું
Page #158
--------------------------------------------------------------------------
________________
શુદી ૩ ] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૧૭ જ નહિ પણ સ્ત્રીઓના મુખ આગળ ચંદ્રમાને પણ તુચ્છ ગણે છે. સ્ત્રીઓને કવિઓએ હંસગામિની અને ગજગામિની તરીકે વર્ણવેલ છે. આ પ્રમાણે કવિઓએ સ્ત્રીઓનું અંગ પ્રત્યંગનું વર્ણન કરી તેમના રૂપને ઘણું જ મહત્ત્વ આપેલ છે. આ ઉપરથી પ્રશ્ન એ થાય છે કે, શું વાસ્તવમાં સ્ત્રીઓમાં જ રૂપ છે? પુરુષમાં રૂપ નથી ? આ વિષે કવિઓ કહે છે કે, બીજી વાતોમાં પુરુષ સ્ત્રીઓ કરતાં ચડી જાય પણ રૂપની દષ્ટિએ તે સ્ત્રીઓ જ પુરુષો કરતાં ચડિયાતી છે. કારણ કે, સ્ત્રીઓ જ વાસ્તવમાં સ્વરૂપવાન હોય છે. સ્ત્રીઓના રૂપની પાછળ પુરુષે પતંગની માફક પિતાનું જીવન પણ સમર્પી દે છે. સ્ત્રીઓના રૂ૫ની હિની જ પુરુષને પિતાના કાબુમાં લઈ લે છે.
સીતાની રૂપમાહિનીએ જ રાવણને સહકુટુંબ સત્યાનાશ વાળ્યા. હોલકર રાજાને પણ સ્ત્રીની રૂપમોહિનીએ જ રાજ્યત્યાગ કરાવ્યું અને દામોદરલાલજી પણ એક વેશ્યાના રૂપની પાછળ પાયમાલ થયા. આ પ્રમાણે કવિઓના કથનાનુસાર સ્ત્રીઓના રૂપને કારણે જ પુરુષે તેમના ગુલામ બની રહ્યા છે, પણ જે વાસ્તવમાં સ્ત્રીઓમાં વધારે રૂપ છે અને પુરુષોમાં ઓછું સ્વરૂપ છે તે પ્રશ્ન એ થાય છે કે, સ્ત્રીઓ રૂપને વધારવા માટે શા માટે કૃત્રિમ સાધનોનો ઉપયોગ કરે છે ? સ્વાભાવિક રીતે જેમનાં દાંત સારા અને મજબૂત હોય તે લોકો શું નકલી દાંતનું ચોકઠું ચડાવશે ખરા ? જેમની આંખે તેજસ્વી છે તે શું આંખે ચશ્મા ચડાવશે ખરા ? જેમને પ્રાકૃતિક સાધનની ઊણપ હોય છે તે લેકે જ કૃત્રિમ સાધનની સહાયતા લે છે. આ જ પ્રમાણે જે સ્ત્રીઓમાં સ્વાભાવિક પૂર્ણ સંદર્ય છે તે પછી તેઓ સિંદર્યવૃદ્ધિ માટે કૃત્રિમ સાધનોનો ઉપયોગ શા માટે કરે છે? જ્યારે સ્ત્રીએ પોતાનામાં સંદર્યની ઊણપ જુએ છે ત્યારે જ કૃત્રિમ સાધનઠારા શૃંગાર સજે છે અને શૃંગારધારા પિતાનું રૂપ વધારવાનો પ્રયત્ન કરે છે.
કહેવાનો આશય એ છે કે, સ્ત્રીઓમાં રૂ૫ની ઊણપ છે એટલા જ કારણે રૂપ વધારવા માટે કૃત્રિમ સાધનોનો ઉપયોગ કરે છે. આ દૃષ્ટિએ વિચારતાં સ્ત્રીઓમાં પુરુષની અપેક્ષા વધારે રૂપસૌંદર્ય નથી. પ્રાકૃતિક રચનાની દષ્ટિએ પણ પુરુષ સ્ત્રીઓ કરતાં વધારે સુંદર હોય છે, તેમ છતાં મેહધતાને કારણે જ સ્ત્રીઓને પુરુષ કરતાં વધારે રૂપવતી ગણવામાં આવે છે. મોર અને ઢેલની સુંદરતા જોવામાં આવશે તે મોરની જ સુંદરતા ચડી જશે. મેરની ડોક અને પાંખના જેવી ઢેલની ડોક અને પાંખ સુંદર હતી નથી, તેમ મોરના વિચિત્ર રંગ જેવી શોભાયમાન પણ હોતી નથી. મરઘા અને મરઘીને જુઓ તે, જેવી લાલ ચાંચ મરઘાને હોય છે તેવી સુંદર લાલ ચાંચ મરઘીને હોતી નથી, ગાય અને સાંઢને જોવામાં આવે તે ગાયની અપેક્ષાએ સાંઢ વધારે સુંદર જણાશે. હરણને સુંદર શીંગડાં હોય છે તેવાં હરિણીને હેતાં નથી. સિંહને ડોક ઉપર જેવી સુંદર કેશવાળી હોય છે તેવી સિંહણને હેતી નથી. હાથીને જેવાં સુંદર લાંબા દાંત હોય છે તેવાં હાથીણીને લાંબા અને સુંદર દાંત હેતા નથી. આ પ્રમાણે પશુ-પક્ષીઓમાં પણ માદા કરતાં નર જ વધારે સુંદર હોય છે તે પછી મનુષ્ય કે જે બધાં પ્રાણીઓમાં ઉત્કૃષ્ટ ગણાય છે તેમાં પુરુષ ઓછા સુંદર અને સ્ત્રીઓ વધારે સ્વરૂપવાન એમ કેમ હોઈ શકે ? વાસ્તવમાં
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૧૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે સ્વરૂપવાન હોય છે પણ કામાંધ કે પુરુષો કરતાં સ્ત્રીઓને વધારે સ્વરૂપવાન માને છે અને કહે છે.
સ્ત્રીઓમાં વધારે સાંદર્ય છે એમ જે મહાપુરુષો પહેલાં માનતા હતા તેઓ પણ સ્ત્રીઓની જંજાળમાંથી છૂટયા બાદ “સ્ત્રીઓમાં એવું શું રૂપ છે, કે જેની કવિઓ આટલી બધી પ્રશંસા કરે છે” એમ કહે છે. વાસ્તવમાં સ્ત્રીઓમાં એવું કાંઈ રૂપસાંદર્ય નથી પણ કામાંધ લોકો તેમનાં રૂપને વધારે મહત્ત્વ આપી પ્રશંસા કરે છે. જે પ્રમાણે અવસર મળતાં જ, માછલી જાળમાંથી ભાગી છૂટે છે, તે જ પ્રમાણે મહાપુરુષો પણ અવસર મળતાં જ, સ્ત્રીઓની જાળમાંથી ભાગી છૂટે છે, અને જ્યારે તેમના પંજામાંથી છૂટી જાય છે ત્યારે સ્ત્રીઓમાં કાંઈ સૌંદર્ય નથી એમ સ્પષ્ટ કહે છે.
ભર્તુહરિ પણ પહેલાં પિંગલાને જ પોતાની સર્વસ્વ માનતા હતા, પણ જ્યારે પિગલાની જાળમાંથી મુક્ત થયા ત્યારે તેઓ પણ કહેવા લાગ્યા કે, “સ્ત્રીઓમાં વાસ્તવમાં કાંઈ રૂપ નથી. કેવળ કામી જને તેઓમાં રૂપ માને છે.” સાંભળવામાં આવે છે કે, લયલા કે જેની પાછળ મજનુએ પોતાના પ્રાણ પણ પાથરી દીધા હતા; તે દેખાવમાં ઘણી કુરૂપ હતી, છતાં ભજનને મોહાંધતાને કારણે તે એટલી બધી પ્રિય લાગી કે તેની પાછળ તેણે પિતાના પ્રાણ પણ પાથરી દીધા. વાસ્તવમાં મોહને કારણે જ સ્ત્રીઓમાં અધિક રૂપ માનવામાં આવે છે અને જ્યાં રૂપસાંદર્ય હેતું નથી ત્યાં પણ રૂપસિંદર્યની કલપના કરવામાં આવે છે.
મોહાંધતાને કારણે ભિન્ન ભિન્ન દેશોમાં ભિન્ન ભિન્ન પ્રકારની સ્ત્રીઓને સુંદરી માનવામાં આવે છે. યુરોપમાં ચમકીલી આંખોવાળી અને ભૂરા રંગના વાળવાળી યુવતીને, ચીનમાં ચપટા નાકવાળી યુવતીને, સોમાલીલેન્ડમાં જાડા હેઠવાળી યુવતીને રૂપવતી અને સુંદરી માનવામાં આવે છે. હવે ભારતમાં જે કોઈ સ્ત્રી ચમકીલી આંખોવાળી, જાડા હેઠવાળી, ચપટા નાકવાળી યુવતી હોય તે તેને કોઈ રૂપવતી કે સુંદરી કહેશે? ભારતમાં એવી સ્ત્રીની પ્રશંસા કરવામાં આવતી નથી. આ ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે, મેહાંધતાને કારણે જ પિતાની રુચિ પ્રમાણે સ્ત્રીઓને રૂપવતી અને સુંદરી માનવામાં આવે છે.
કહેવાનો આશય એ છે કે, વાસ્તવમાં સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધારે રૂપસાંદર્ય નથી પણ મોહને કારણે તેઓમાં વધારે રૂપસિંદર્ય છે એમ માનવામાં આવે છે. આ મેહાંધતા છે. આવી મેહાંધતાને કારણે જ શ્રેણિક રાજાને જોઈ સાધ્વીઓએ અને ચેલના રાણીને જોઈ સાધુઓએ પિતાના તપ-ચારિત્રને વેચીને રૂપસૌંદર્યની ઇચ્છા કરી હતી. પછી તે સર્વજ્ઞ ભગવાને બધે ભેદ જાણ, એ સાધુ-સાધ્વીઓને નવનિદાનનું સ્વરૂપ સમજાવી, પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કર્યા હતા અને સાધુ સાધ્વીઓએ પણ પ્રાયશ્ચિત્તદ્વારા પાપની શુદ્ધિ કરી હતી. પણ કહેવાનો આશય એ છે કે, જે શ્રેણિકનું રૂપ જોઈ સાધ્વીઓ પણ રૂપની મેહાંધતાના પંજામાં સપડાઈ ગઈ હતી, તે શ્રેણિક રાજા પણ મુનિનું અતુલ રૂપ જોઈ આશ્ચર્યમાં પડી ગયે.
Page #160
--------------------------------------------------------------------------
________________
શુદી ૩] રાજકોટ–ચાતુર્માસ
[૧૧૯ જ્યારે શ્રેણિક જેવો સ્વરૂપવાન રાજા મુનિના રૂપની પ્રશંસા કરવા લાગ્યા, ત્યારે તે મુનિ કેવા સ્વરૂપવાન હશે તેનું અનુમાન થઈ શકે છે. તે મુનિએ રૂપવૃદ્ધિ માટે વસ્ત્રાભૂષણો પહેર્યા ન હતાં છતાં તેમનું કેવું અતુલ રૂપસાંદર્ય હતું! આ ઉપરથી સ્ત્રી-પુરુષોએ સમજવું જોઈએ કે, શરીરની ચામડી ઉપર રહેલું રૂપસાંદર્ય તે જ સાચું રૂપસૌંદર્ય નથી. સાચું રૂપસિંદર્ય તે હદયમાં રહેલું છે. એટલા માટે કેવળ ચામડીના રૂપૌંદર્યના ભ્રમમાં પડે નહિ. હદયમાં જે રૂપસૌંદર્ય હોય છે તે જ રૂપસાંદર્ય મુખ ઉપર ખીલી નીકળે છે. મુનિ વૃક્ષ નીચે બેઠા હતા, તેમણે આભૂષણે પણ પહેર્યો ન હતાં. છતાં વસ્ત્રાભૂષણથી સુશોભિત થએલા સ્વરૂપવાન રાજા શ્રેણિકે મુનિમાં એવું શું અતુલ રૂપૌંદર્ય જોયું કે, તેમના આશ્ચર્યને પાર રહ્યો નહિ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, જે જેને પરીક્ષક હોય છે તે જ તેની પરીક્ષા કરી શકે છે. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી શકે છે. સાંભળવામાં આવે છે કે, હિનૂર હીરો કે જે અત્યારે દુનિયામાં સર્વશ્રેષ્ઠ હીરો માનવામાં આવે છે, તે હીરે એક ખેડુતને કૃષ્ણ નદીના કિનારા ઉપરથી મળ્યો હતો. તે ખેડુત તે કોહિનૂર હીરાની કીંમત આંકી ન શકે. તેનું મૂલ્યાંકન તે ઝવેરી જ કરી શકો. આ જ પ્રમાણે રૂપ બહારની ચામડી ઉપર નહિ, પણ હદયમાં રહેલું છે. પણ એ રૂપને તે હદયને પરીક્ષક જ જાણી-જોઈ શકે છે. રાજા શ્રેણિક હદયને પરીક્ષક હતા, અને તે કારણે જ મુનિના હદયનું અતુલ રૂપ મુખાકૃતિ અને આંખોમાં જોઈ તે આશ્ચર્ય પામે.
એ તે તમે પણ જાણે છે કે, જે દયાળુ, સત્યવાદી અને સદાચારી હોય છે તેમની આંખો કેવી હોય છે અને જે હિંસક, અસત્યવાદી અને દુરાચારી હોય છે તેમની આંખ કેવી હોય છે ! આંખ જેવા માત્રથી માણસ કે છે તેની પરીક્ષા થઈ જાય છે. દયાળુ અને સદાચારીના રૂપ ઉપર દે પણ મુગ્ધ થઈ જાય છે. દેવ પોતે રૂપવાન અને વિક્રિય રૂપ ધારણ કરનાર હોય છે, પણ તેઓ પણ સત્યવાદી અને સદાચારી મનુષ્યના હદયનું રૂપ જોઈ તેમના ઉપર મુગ્ધ બની જાય છે. તમે પણ હદયના રૂપને પ્રાપ્ત કરે અને કદાચ પ્રાપ્ત કરી ન શકે તે જેઓ હદયના રૂપને ધારણ કરે છે તેમની પ્રશંસા કરો. જો આમ કરશો તે પણ તમારું કલ્યાણ થશે. સદર્શન–ચરિત્ર-૧૨
એક દિન જંગલસે ઘર આતા, નદિયા આઈ પૂર, પેલી તીર જાનેકે બાલક, હુઆ અતિ આતુર. | ધન ૧૧ છે ધરકે દયાન નવકાર મંત્રકા, ફૂદ ૫ડા જલધાર; ખેર ખુંટ ઘુસ ગયા ઉદરમેં, પીડા હુઈ અપાર છે ધન૦ ૧૨ છેડા નહીં નવકાર દયાનક, તક્ષણ કર ગયા કાલ;
જિનદાસ ઘર નારી કુખે, જન્મ સુંદર લાલ. . ધન૧૩ વૃક્ષ ઉપર ચડી જઈ સુભગ, નદીના પૂરને જોવા લાગ્યા. નદીનાં તરંગ જોઈ તે વિચારવા લાગ્યું કે, “નવકારમંત્રની શક્તિથી જ્યારે તે મુનિ મહાત્મા આકાશમાં ઉડી ગયા હતા તો હું તે મંત્રધાર નદીને પાર પણ જઈ શકીશ નહિ! શેઠે નવકારમંત્રની
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ શકિત બતાવતાં મને કહ્યું હતું કે, “નવકારમંત્ર એ તો નૌકા સમાન છે. તો એ મંત્રની નૈકાવડે હું નદી પાર જઈ શકીશ, તે પછી ઢીલ શા માટે કરે ! શેઠ પણ મારી રાહ જોતા હશે અને મારા વિષે ચિંતા કરતા હશે ! ”
આ પ્રમાણે વિચાર કરી, સુભગ વૃક્ષ ઉપરથી નદીમાં કૂદી પડે; પણ નદીમાં પડતાં એક મેટ ખીલો તેના પેટમાં ખેંચી ગયા. સુભગને તેથી બહુ વેદના થવા લાગી પણ “એ તે મારી પરીક્ષા થઈ રહી છે એમ માની તે નવકારમંત્રનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરવા લાગે.
જે પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરે છે અને સંકટના સમયે પણ કષ્ટોથી ન ગભરાતાં જે પિતાનું ધ્યાન અવિચલ રાખે છે તે જ મહાપુરુષ કહેવાય છે. સુભગ સંકટના સમયે પણ નવકારમંત્રનું ધ્યાન ચૂક નહિ અને પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં તે પેટમાં ખેલે ખેંચી જવાને કારણે કાળને પામે.
નવકારમંત્રની શક્તિના પ્રતાપથી શની પણ સિંહાસન બની જાય છે, એમ કહેવામાં આવે છે; તે પછી સુભગને નવકારમંત્રની શક્તિએ કેમ ન બચાવ્યો એવો પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નનું સમાધાન કર્યા વિના લોકોની શંકાનું નિવારણ થાય નહિ. માટે શંકાના સમાધાન માટે થોડું કહું છું.
ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગારાં મૂકવામાં આવ્યાં હતાં, પણ શા કારણે ! તેમણે એ શું અપરાધ કર્યો હતો! તેમણે તે ભગવાન અરિષ્ટનેમિની પાસે સંયમ ધારણ કર્યો હતો, તેમ છતાં તેમના મસ્તક ઉપર જે ધગધગતા અંગારાં મૂકવામાં આવ્યાં તે શું સંયમને કારણે મૂકવામાં આવ્યાં હતાં? ગજસુકુમાર મુનિ તે એમ સમજતા હતા કે, “આ ધગધગતા અંગારાં તે મારા માથા ઉપર ચડેલું કરજ ઉતારે છે. આ પ્રમાણે તેઓ તો અંગારાને પણ પિતાના કરજને ચુકવવાનું એક સાધન માને છે. એવી અવસ્થામાં જો આપણે તેને ખરાબ કહીએ તો તે ઠીક કેમ કહી શકાય !
કોઈ દર્દીને સાકર પણ કડવી લાગે છે અને કોઈને લીબડ પણ મીઠે લાગે છે. તો શું એ કારણે સાકર કડવી અને લીંબડાને મીઠે કહી શકાય ખરે? તમે તે એમ જ કહેશે કે, લીંબડો મીઠે તે નથી અને સાકર કડવી હોતી નથી. પોતાની વિકૃતિને કારણે ભલે કોઈને સાકર કડવી લાગતી હોય પણ વાસ્તવમાં સાકર કડવી નહિ પણ મીઠી જ હોય છે.
આ ભૌતિક દષ્ટાંત છે. આ દૃષ્ટાંતને આધ્યાત્મિક વાત ઉપર લાગુ પાડવું જોઈએ. ગજસુકુમાર મુનિ અંગારાને અંગારારૂપે સમજતા ન હતા. તેઓ તે તેને જન્મમરણના રેગને મટાડનારી દવા સમજતા હતા. તે જ પ્રમાણે બાળક સુભગ ઉપર જે આપતિ આવી પડી હતી તે તેના ભાવિજીવનના વિકાસમાં સાધનભૂત હતી.
કઈ માણસે મેલી પાઘડી માથા ઉપર પહેરી હતી તેના કેઈ સંબંધીએ એ મેલી પાઘડી ઉતારી નવી પાઘડી પહેરવા તેને આપી. મેલી પાઘડી ઉતારી નવી પાઘડી પહેરવી સારી છે કે ખરાબ? પણ જુની મેલી પાઘડી ઉતાર્યા વિના નવી પાઘડી પહેરી શકાશે ખરી? નહિ. તે જ પ્રમાણે બાળક સુભગને ભાવિજીવનને વિકાસ માટે, શેઠને ઘેર જન્મ
Page #162
--------------------------------------------------------------------------
________________
શુદી ૩]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૨૧
લે છે, પણ વર્તમાન શરીરનો ત્યાગ કર્યા વિના, શેઠને ઘેર કેમ જન્મ લઈ શકાય ! એટલા માટે શેઠને ત્યાં જન્મ લેવા માટે સુભગના વર્તમાન શરીરને ત્યાગ ખીલાના નિમિત્તદ્વારા થયો એમાં શંકા કરવાનું કશું કારણ રહેતું નથી.
કેટલાક લોકો પુનર્જન્મ વિષે શંકા કરે છે, પણ પુનર્જન્મની સિદ્ધિના અનેક પ્રત્યક્ષ પ્રમાણ મળે છે. સુભગને પણ પુનર્જન્મ ધારણ કરવાને છે એટલા માટે વર્તમાન શરીરને ત્યાગ થયા વિના તે પુનર્જન્મ કેમ ધારણ કરી શકે ?
એક લેખમાં વાંચ્યું હતું કે, કોઈ પાશ્ચાત્ય વૈજ્ઞાનિક પિતાના સાથીઓને કહ્યું કે, “હું આ કાચની પેટીમાં પેસું છું. થોડીવારમાં મારા શરીરનું પરિવર્તન થઈ જશે માટે અમુક સમય સુધી આ કાચની પેટીને ઉઘાડશે નહિ. આ પ્રમાણે કહી તે કાચની પેટીમાં પેસી ગયો. પણ તેના સાથીઓનું હૈયું રહ્યું નહિ અને તેમણે નિયત સમય પહેલાં જ એ કાચની પેટી ખોલી નાંખી અને તેથી પેલા માણસના શરીરનું થોડું પરિવર્તન થયું અને થોડું નહિ, પણ આ ઉપરથી શરીરનું પરિવર્તન થાય છે એ વાત તે સિદ્ધ થઈ.” આ જ પ્રમાણે સુભગને શરીરનું પરિવર્તન કરવું પડયું. એમાં ખોટું શું થયું ! સુભગનું આયુષ્ય બળ ઓછું હતું એટલે તેનું નિમિત્ત કારણ નદી બની. આ પ્રમાણે સુભગના મૃત્યુ વિષે કોઈ પ્રકારને સંદેહ રહેતું નથી.
આજે બુદ્ધિવાદને જમાને ચાલે છે અને બુદ્ધિના બળે અનેક તર્કવિતર્કો કરવામાં આવે છે; પણ કેવળ તર્કબુદ્ધિથી કામ ચાલતું નથી. તર્કબુદ્ધિની સાથે શ્રદ્ધા બુદ્ધિ પણ હેવી જોઈએ.
નવકારમંત્રના પ્રતાપે સાપ પણ કુલની માળા બની જાય છે તે પછી સુભગ કેમ મૃત્યુ પામ્યો ! એમ લોકો કહે છે પણ મૃત્યુ બાદ તેને શું પ્રાપ્ત થયું તેને વિચાર કરતા નથી. આસ્તિક લેકે એક જ જન્મ ઉપર નહિ પણ પુનર્જન્મ ઉપર પણ વિશ્વાસ રાખે છે.
સુભગ ભરીને અહદ્દાસીની કુક્ષીએ પુત્રરૂપે જન્મ્યો. હવે તે કેવી રીતે મેટ થાય છે તેને હવે પછી વિચાર કરવામાં આવશે. હમણાં તે એટલું જ કહેવાનું છે કે, તમે આપત્તિને આપત્તિ ન માનતાં એમ વિચારશે કે, પરમાત્માનું વિસ્મરણ થવું એ જ આપત્તિ છે અને પરમાત્માનું સ્મરણ થવું એ જ સંપત્તિ છે તે તમારું પણ કલ્યાણ થશે.
Page #163
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૪ બુધવાર
પ્રાર્થના . પ્રતિસેન નરેશ્વર કે સુત, “પૃથ્વી' તુમ મહતારી; સુરણ સ્નેહી સાહબ સાચે, સેવકને સુખકારી.
શ્રી જિનરાજ સુપાથ, પૂરે આશ હમારી. ૧ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભક્ત લોકો એમ માને છે કે પ્રાર્થનાધારક સકળ સંસારને નિર્વાહ થઈ શકે એ સંભવ છે અને તેથી સકળ સંસારનું ધ્યેય એક જ છે, પણ આ ઉપરથી એ પ્રશ્ન થાય છે કે, સાંસારિક લેકની મનોદશા, બુદ્ધિ અને રુચિ ભિન્ન ભિન્ન હોય છે, અને તે પ્રમાણે કોઈ ધન ચાહે છે, કોઈ ધર્મ ચાહે છે, કઈ કામ ચાહે છે અને કોઈ મેક્ષ ચાહે છે. તે આવી દશામાં એક જ પ્રાર્થનાધારા બધાનો નિર્વાહ કેમ થઈ શકે? અને બધાની ઈરછા કેમ પાર પડી શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ કહે છે કે, પરમાત્માની પ્રાર્થનાને જીવનમાં અપનાવવાથી કોઈ પણ ચીજની ખામી રહી શકતી નથી. જ્યારે કલ્પવૃક્ષ જ મળી જાય ત્યારે કઈ ઈચ્છા પાર પડી ન શકે? ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થવાથી કઈ ચીજની ખામી રહી શકે ? ન જ રહે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના કરવાથી બધી ઈચ્છાઓનું એકીકરણ થઈ જાય છે. ભક્ત લોકો પરમાત્માની પ્રાર્થના એ જ ઈચ્છાએ કરે છે કે, “અમારી બધી ઇચ્છાઓનું પરમાત્માની પ્રાર્થનામાં જ એકીકરણ થઈ જાય અને એ જ અમારું ધ્યેય બની જાય.” આ ઈચ્છાની પ્રેરણાથી જ તેઓ પ્રાર્થના કરે છે.
પ્રાર્થના પૂર્ણ છે અને હું અપૂર્ણ છું એટલે એનું હું પૂર્ણ વર્ણન કેવી રીતે કરી શકું? જે પ્રાર્થનાને કલ્પવૃક્ષ અને ચિંતામણિની ઉપમા આપવામાં આવે છે તેનું વર્ણન હું કેવી રીતે કરી શકું ! એટલે વર્ણનમાં અપૂર્ણતા રહી જ જશે છતાં એ વિષે થોડુંક કહું છું – - ભક્તિ કેવી રીતે કરવામાં આવે છે એ ભક્તિશાસ્ત્ર જેવાથી જાણી શકાય છે. ભક્તિશાસ્ત્રમાં કહ્યું છે કે,
सा तस्मिन् परमप्रेमरूपा। અર્થાત–હદયની બધી ઇરછાઓને દૂર કરી તેના પ્રેમમાં તલ્લીન થઈ જવું એ જ ભક્તિ છે. તેના એટલે આત્માના પ્રેમમાં તલ્લીન થઈ જવાથી જ ભક્તિ થઈ શકે છે. વસ્તુ તે તમારી પાસે જ છે પણ વિવેકની જરૂર છે. વિવેકપૂર્વક ભક્તિ કરે તે કાંઈ પણ ખામી રહી ન શકે ! અનાથી મુનિને અધિકાર–૧૩
હૃદયમાં જ્યારે ભક્તિ હોય છે ત્યારે કેવા ઉન્નત વિચારો આવે છે એ જ વાત હવે હું શાસ્ત્રકારો કહું . રાજા શ્રેણિક બુદ્ધિમાન હતું, બધા ભાઈઓમાં બધાથી વિશેષ
Page #164
--------------------------------------------------------------------------
________________
શુદ ૪]
રાજકોટ–ચાતુર્માસ
[૧૨૩
ગુણવાન અને સમજદાર હતો, વિદ્વાન હતો તથા રૂપવાન પણ હતું, તેમ છતાં તે મુનિને જઈ શું કહે છે તે જુઓ ! આ વિષે શાસ્ત્રમાં જે ગાથાઓ આવી છે એ ગાથાઓને વારંવાર કહેવાની ઈચ્છા થઈ આવે છે અને ગણધરેએ જાણે આપણું કલ્યાણ માટે જ એ ગાથાઓ મૂકી ન હોય એમ લાગે છે !
तस्स रूवं तु पासित्ता, राइणो तंमि संजए। अचंतपरमो आसी, अउलो रूवविम्हिओ ॥ ५ ॥ अहो वण्णो अहो रुवं, अहो अजस्स सोमया ।
अहो खंती अहो मुत्ती, अहो भोगे असंगया ॥ ६ ॥ આ ગાથાઓમાં શ્રેણિકના હદયના ભાવનું ચિત્ર ચીતરવામાં આવ્યું છે. આ ગાથાઓ ઉપર ઊંડો વિચાર કરવામાં આવે તો અણિક શું કહે છે તેને મર્મ જાણવામાં આવશે. શ્રેણિક જે વિચક્ષણ અને બુદ્ધિમાન રાજા પણ મુનિનું અતુલ રૂપ જોઈ વિસ્મય પામે. મુનિનું રૂપ એવું અનુપમ હતું કે કોઈના રૂપની સાથે તેની તુલના થઈ શકતી ન હતી !
ઉપમા અને ઉપમેયના વિષે લોકો બહુ ભૂલ કરી બેસે છે. સ્ત્રીઓના રૂપવર્ણન કરતાં જે ઉપમા દેવામાં જે ભૂલ થઈ છે તે વિષે કાલે વિચાર કર્યો હતો. પણ રાજા એણિક, મુનિના રૂપ વિષે કોઈ પણ પ્રકારની ભૂલ કરતો નથી. તે પિતાના રૂપની સાથે મુનિના રૂપની તુલના કરે છે. તેમાં મુનિનું રૂપ જ વધારે જણાય છે. આ પ્રમાણે જ્યારે મુનિના રૂપની તુલનામાં કોઈનું રૂપ ટકી ન શક્યું ત્યારે તે કહે છે કે, આ મુનિનું રૂપ તે અતુલ છે ! - જેમની આંખો ઉપર કામવિકારના ચશ્મા ચડેલા હોય છે, તેઓ ખરાબ સ્ત્રીમાં પણ સુંદરતા જ જુએ છે. જેમકે “લૈલાં' ને વિષે કહેવામાં આવે છે કે, તે બહુ રૂપવતી ન હતી તેમ છતાં તેના માટે “મજબૂએ” પિતાનાં પ્રાણુ સુદ્ધાં પણ આપી દીધાં. જે પ્રમાણે પુરુષોએ સ્ત્રીને માટે પ્રાણ આપ્યાં છે તે જ પ્રમાણે સ્ત્રીઓએ પણ પુરુષો માટે પ્રાણ આપ્યાં છે. પરંતુ વિચારવાનું એ છે કે, જ્યારે લૈલાં બહુ રૂપવતી ન હતી તે પછી મજબૂએ તેના માટે પ્રાણ કેમ આપ્યાં ! એટલા માટે કે, તેની આંખો ઉપર કામવિકારનાં ચશ્માઓ ચડેલાં હતાં અને તેથી તે લૈલાને બહુ રૂપવતી માનતા હતા. પણ મુનિને જોવામાં રાજાની આંખો ઉપર કામવિકારનાં ચશ્માઓ ચડેલાં ન હતાં તેમ છતાં તેણે મુનિના રૂપને અતુલ-અનુપમ કહ્યું.
કઈ તરસ્યા માણસની આગળ ખૂશબેદાર તેલની એક સુંદર શીશી મૂકવામાં આવે, અને બીજા માટીના વાસણમાં પાણી મૂકવામાં આવે, તો એ બેમાંથી એ તરસ્ય માણસ શું લેશે? જો તેને તરસ લાગી ન હોય તો તે વખતે ભલે તે તેલની શીશી લઈ લે પરંતુ જે તેને તરસ લાગી હશે તો તે તે તેલની શીશી લેવાને બદલે પાણીનું જ કામ લેવાનું પસંદ કરશે ! પછી ભલેને તે પાણી માટીના વાસણમાં કેમ ન હોય ! આ જ પ્રમાણે ભૂખ્યા માણસને સુકો બાજરીનો કે જારનો રોટલો અને દાળ આપવામાં આવે અને
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૨૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ શ્રાવણ
ખીજી બાજુ માટીનાં બનેલાં સુદર કેળાં, દાડમ વગેરેનાં રમકડાં મૂકવામાં આવે તે એ એમાંથી પેલે ભૂખ્યા માણસ શું પસંદ કરશે! જવાબ સ્પષ્ટ છે કે, તે ભૂખ્યા માણસ રોટલાને જ પસંદ કરશે અને કેળાં દાડમ વગેરે કીંમતી રમકડાંને તુચ્છ ગણશે. આ જ પ્રમાણે રાજા પણ તે મુનિના રૂપની આગળ બધાં રૂપને તુચ્છ માની રહ્યા છે, તે એમ વિચારે છે કે, બીજાના રૂપથી મારી ભૂખ-તરસ શાંત થઇ શકે મુનિનું રૂપ તા મારી ભૂખતરસને શાંત કરનાર છે. આ પ્રમાણે વણુ ! અહા રૂપ! એમ કહી રહ્યો છે !
એમ નથી પણ આ વિચાર કરી તે અહે
વર્ણ અને રૂપમાં શું તફાવત છે તે અત્રે જોવાનું છે. શરીરના સુંદર આકાર પ્રમાણે જેના રંગ સુંદર હોય છે તેને સુવર્ણ કહેવામાં આવે છે. જેમકે સેનાને સુવણુ કહેવામાં આવે છે પણ શા કારણે? જો રંગને કારણે જ સેાનાને સુવર્ણ કહેવામાં આવતું હાય તેા સેાનાની માફક પિત્તળના પણ ર`ગ પીળા હોય છે ! તે પછી તેને પણ સુવર્ણ કેમ કહેવામાં નથી આવતું ? કેવળ રંગને કારણે જ સાનાને સુવર્ણ કહેવામાં આવતું નથી પણ તેનામાં રંગની સાથે બીજી પણ વિશેષતા રહેલી છે. સેાનાના પરમાણુમાં એવી વિશેષતા હૈાવાનુ` કહેવામાં આવે છે કે, સેનાને ભલે હજારા વર્ષ સુધી જમીનમાં રાખી પાછું કાઢી તાળવામાં આવે તેા તે સમયે પહેલાંના જેટલું જ વજનમાં થશે. ઓછું નહિ થાય ! તેમ તેની ઉપર કાટ ચડશે નહિ. પીતળના રંગ તા સેાનાના જેવા હોય છે પણ સાનામાં જે વિશેષતા છે તે તેમાં નથી ! જો પીતળને પાંચ-દશ વર્ષ જ જમીનમાં દાટવામાં આવે તા તેની ઉપર કાટ ચડી જશે અને તે સડી જશે. સેાનામાં એવી ચીકાશ હાય છે કે તે સડતું નથી. ખીજું તે વજનમાં ભારી હેાય છે, ત્રીજું તેના પરમાણુમાં એવી ચીકાશ હાય છે કે તેમાંથી ઝીણામાં ઝીણા તાર પણ કાઢી શકાય છે. આ પ્રમાણે સેાનામાં રંગની સાથે ખીજી વિશેષતાએ હેાવાથી તેને સુવર્ણ કહેવામાં આવે છે.
રાજા શ્રેણિક પણ ખીજાના વર્ણની સાથે મુનિના વર્ણની તુલના કરી ફરી કહે છે કે, એ વર્ણ તા અતુલ-અનુપમ છે, અહે! આ કેવા વર્ણ છે ? બીજાના વર્ણમાં તે વહેલા મેાડા કાટ પણ ચડી જાય છે, પણ આ મુનિના વર્ણ તો એવા છે તેના ઉપર કાટ ચડી જ શકતા નથી. આ પ્રમાણે વિચાર કરી રાજા મુનિના વર્ણ વિષે આશ્ચય પામ્યા.
તમે કહેશેા કે, મુનિના રૂપમાં અને બીજાના રૂપમાં એવી શું વિશેષતા હતી ? તે આ પ્રશ્નના ઉત્તર એ છે કે, મુનિના રૂપમાં, ખીજી ધાતુઓની અપેક્ષા સાનામાં જે વિશેષતા હાય છે, તેવી વિશેષતા હૈાય છે. તમે વળી કદાચ પૂછશેા કે, સેાનાની માફક મુનિને પણ પૃથ્વીમાં દાટવામાં આવે તેા શું તેમના શરીર ઉપર ડાધ ન પડે ? શું તેમના કાળ થઈ ન જાય ? આને ઉત્તર એ છે કે, જે નાથ છે એવા તે મુનિને પૃથ્વીમાં દાટવા જ ક્રાણુ સમ છે ! સાનું તે! જડ છે એટલે જ તેને પૃથ્વીમાં દાટી શકાય છે અને ભટ્ઠોમાં તપાવવાથી તે પીગળી પણ જાય છે, પણ મુનિને કાણુ દાટી શકે અને કાણુ સાનાની માફક તપાવી શકે ! તેમને અગ્નિ તપાવી શકતી નથી તેમ પવન ડગાવી શકતા નથી. તેમનું એવું રૂપ શા કારણે હતું એ તે આગળ કહેવામાં આવશે પણ તેમનું રૂપ અતુલઅનુપમ હતું એટલું જ અત્રે કહેવાનું છે. તેમના રૂપની આગળ દેવનું રૂપ પણ તુચ્છ
Page #166
--------------------------------------------------------------------------
________________
શુદ ૪] રાજકેટ-ચાતુર્માસ
[૧૨૫ હતું. દેવનું રૂપ તો વહેલું કે મોડું બગડી જાય છે પણ મુનિનું રૂપ એવું હતું કે તે કઈ દિવસ બગડી શકે જ નહિ.
બીજા લેકે તે રૂપના ગુલામ બની જાય છે પણ તે મુનિ તે રૂપના નાથ હતા. લોકો તે રૂ૫ બગડી ન જાય એ માટે તેલ-પાવડર વગેરેને ઉપયોગ કરે છે. જે કોઈ સ્ત્રીને ફગારની સામગ્રી ન મળે તે તે મારું રૂપ બગડી જશે એમ કહી રડવા લાગે છે. જે રૂપના ગુલામ ન હોય તે આમ શા માટે રડવું પડે ? પણ તે મુનિ એવા રૂપના ગુલામ ન હતા પણ રૂપના નાથ હતા.
રાજા શ્રેણિક પણ વિચારતે હતું કે, “ અમે લોકો તે રૂપના ગુલામ છીએ પણ આ મુનિ તે રૂપના નાથ છે. તેમની આંખોમાં આંજણ આંજેલું નથી, શરીર ઉપર કઈ આભૂષણો નથી તેમ તેમણે સુંદર કપડાં પણ પહેરેલાં નથી છતાં તેમનું રૂપ કેવું સુંદર છે! એમના રૂપની આગળ મારું રૂપ તે તુચ્છ છે.”
- તમારા હાથમાં હીરાની વીંટી પહેરેલી હોય તે તમે બીજાના હાથમાં સોનાની વીંટી પહેરેલી જુઓ તે તેમાં તેમને કાંઈ આશ્ચર્ય થશે નહિ તેમ તમારી વટીને તુચ્છ માનશે. નહિ ! પરંતુ જે તમારા હાથમાં ચાંદીની વીંટી પહેરેલી હોય અને તમે બીજાના હાથમાં હીરાની પહેરેલી જુઓ તે તમારી વીંટી તમને તુચ્છ જણાશે. તમે એમ જ કહેશે કે, મારી પાસે તે કાંઈ નથી, જે કાંઈ છે તે તે તેની પાસે છે. આ પ્રમાણે રાજાના જે રૂપને જોઈ સાધ્વીઓ પણ લલચાઈ હતી, એ પિતાના રૂપને મુનિના રૂ૫ આગળ રાજા તુચ્છ માની વિચારવા લાગ્યું કે, મારામાં જે દ્રવ્ય રૂપ અને ભાવ રૂપ છે તે તે વિકારી છે પરંતુ આ મુનિમાં જે દ્રવ્ય રૂપ અને ભાવ રૂ૫ છે તે નિર્વિકારી છે.
આજના લોકો દ્રવ્ય રૂપની આગળ ભાવ રૂપને ભૂલી રહ્યા છે. આખરે તે ભાવરૂપને જ શરણે જવું પડે છે. પણ વાસ્તવમાં ભાવ રૂપની આગળ દ્રવ્ય રૂ૫ તુચ્છ છે. દ્રવ્ય રૂપ હેય પણ ભાવ રૂપ ન હોય તો તેની કદર થતી નથી.
અહીં નદીને કિનારે જંગલ જતાં મેં જોયું છે કે, એક બ્રાહ્મણ માટીના શંકરપાર્વતી, નાગ-ગણેશ વગેરેને કલાપૂર્વક બનાવે છે પણ બીજે જ દિવસે તે શંકર-પાર્વતી ગણેશ વગેરેને નદીમાં પધરાવતાં જોવામાં આવે છે. આ જ પ્રમાણે ગણગોરને ખૂબ કલાપૂર્વક સજાવવામાં આવે છે અને સુંદર વસ્ત્રાભૂષણ પણ પહેરાવવામાં આવે છે, પણ ખેલ સમાપ્ત થતાં જ ગણગોરને પાણીમાં ફેંકી દેવામાં આવે છે. ગણગોરને તો રાણી વગેરે પણ સન્માન આપે છે, પણ તેની પાસે ઊભેલી સ્ત્રીને એટલી આદરની દષ્ટિએ જોતી નથી, તે શું સ્ત્રી ગણગોરથી પણ ઊતરતી છે? ગણગેરને તે નદીમાં ફેંકી દેવામાં આવે છે કારણ કે તેનામાં કેવળ દ્રવ્ય રૂપ જ છે, ભાવ રૂ૫ નથી; પણ તે સ્ત્રીમાં કદાચ દ્રવ્ય રૂ૫ ન પણ હોય તો પણ તેનામાં ભાવ રૂ૫ તે હેય જ છે અને એટલા માટે તેને નદીમાં કોઈ ફેંકી દેતું નથી. એટલું જ નહિ પણ ફેંકી દેવાને કાઈને અધિકાર પણ નથી. જે કોઈ માણસ કોઈ સ્ત્રીને નદીમાં નાંખી દે તે તે તેને અપરાધ ગણવામાં આવે છે. કદાચ કોઈ કહે કે એ મારી સ્ત્રી છે એટલે મારે તેના ઉપર અધિકાર છે. તે પણ સરકાર તે તેને એ જ કહેશે કે એ સ્ત્રી તારી હોવા છતાં તેને નદીમાં ફેકવાને
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
અધિકાર નથી. આ પ્રમાણે દ્રવ્ય રૂપની અપેક્ષા ભાવ રૂ૫ જ ચડિયાતું છે પણ આજના લોકો ભાવ રૂપને ભૂલી રહ્યા છે અને દ્રવ્ય રૂપમાં ફસાઈ પડયા છે ! આ ભૂલને દૂર કરી સમજવું જોઈએ કે, પગલિક ચીજો નાશવાન છે. જેમ ગણુગારમાં પુદગલેજ છે, ભાવ નથી, એટલા માટે તેને નદીમાં ફેંકી દેવામાં આવે છે. તે જ પ્રમાણે બધી પગલિક ચીજો નાશવાન છે.
વર્ણ અને રૂપમાં શું તફાવત છે એ હવે જોઈએ. જેમ સારો કારીગર સેનાના દાગીનાને સારો ઘાટ બનાવે છે, અને ખરાબ કારીગર એ જ સેનાને ખરાબ દાગીને બનાવે છે તે જ પ્રમાણે દ્રવ્ય તે એક સરખું હોવા છતાં કારીગીરીને લીધે તેની આકૃતિમાં અંતર પડી જાય છે ! આ જ પ્રમાણે રંગ તે સારો હોય પણ આકૃતિ સારી ન હેય-નાક, કાન વગેરે અંગે બેડોળ હોય–તે રંગ શું સારો લાગશે ખરે? રંગ ત્યારે જ સારે લાગે છે જ્યારે તેની સાથે જ આકૃતિ પણ સારી હેય ! મુનિને રંગ પણ સાર હતા અને આકૃતિ પણ સારી હતી એ બતાવવા માટે જ વર્ણની સાથે રૂપને પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
કોઈ માણસની આંખ નાની હોય છે, તે કેઈની આંખે મેટી હોય છે. કોઈની આમાં લાલ રેખા હોય છે અને કેઈની આંખોમાં લાલ રેખા હોતી નથી. આ બન્ને પ્રકારની આંખમાં કોઈ પ્રકારનું અંતર મનાય છે કે નહિ ? જે એ બન્ને પ્રકારની આંખને માપવામાં આવે તે કોઈ પ્રકારનું ખાસ અંતર જણાશે નહિ, તેમ છતાં જેમની મોટી અને દિવ્ય આપ્યું હોય તેમનામાં તથા નાની આંખેવાળાઓમાં અંતર હોય છે કે નહિ!
સીતાના સ્વયંવરમાં મોટા મોટા રાજાઓ પણ આવ્યા હતાં અને ત્યાં રામ પણ આવ્યા હતા. માપની દૃષ્ટિએ જોવામાં આવે છે તે રામની આંખોમાં અને બીજા રાજાઓની આંખોમાં ખાસ અંતર જણાશે નહિ પણ તે વિષે ઊંડો વિચાર કરવાથી અવશ્ય તેમાં અંતર જણાશે. સીતાને રામ બીજી દષ્ટિએ જોતા હતા અને બીજા રાજાઓ પણ જુદી દષ્ટિએ જોતા હતા. બીજા રાજાએ સીતાને જોઈ તેના રૂપમાં અંજાઈ ગયા હતા પણ રામ જરા પણ લલચાયા ન હતા. પણ તેઓ તે આનંદપૂર્વક બેસી એમ જ વિચારતા હતા કે, સીતાને ગરજ હશે તે તે સ્વયં આવશે. જે અપૂર્ણ હોય છે તે જ લલચાય છે પણ જે પૂર્ણ હોય છે તે લલચાતો નથી. જો તમે પૂર્ણ બનવા ચાહે છે તે કઈ સ્ત્રીને જોઈ કેમ લલચાઈ જાઓ છે ! :
રામ લલચાયા નહિ પણ આનંદપૂર્વક સ્વસ્થાને બેઠા રહ્યા. બીજા રાજાઓની માફક ધનુષ્યદ્વારા લક્ષ્યવેધ કરવા દેયા નહિ. સીતાને બીજો કોઈ રાજા વરી જશે માટે હું પહેલાં બાણ છેડવા દે જાઉં એવી ઉત્સુકતા તેમને ન થઈ. તેઓ તે એમ જ વિચારતા હતા કે, જો કોઈ બીજો ધનુષ્યદ્વારા લક્ષ્યવેધ કરી સીતાને વરી જાય તે એમાં મને શો વધે છે ! કોઈની ઇચ્છા પુરી થાય એ તે સારું જ છે. આ પ્રમાણે તેઓ આનંદમાં બેઠા રહ્યા, પણ જ્યારે કોઈ રાજા ધનુષ્યને લક્ષ્યવેધ કરી તોડી ન શક્યા ત્યારે જનક રાજાએ કહ્યું કે –
વીરવિહીન મહી મેં જાની »
Page #168
--------------------------------------------------------------------------
________________
શુદ ૪]
રાજકાટ-ચાતુર્માસ
જનક રાજાએ એવી શરત કરી હતી કે, · આ ધનુષ્યદ્વારા જે લક્ષ્યવેધ તાડશે તેને હું મારી પુત્રી સીતા આપીશ.'
'
આ શરતને જીતવા માટે અનેક રાજાએએ પ્રયત્ન પણ કર્યાં, પરંતુ જ્યારે કાઈ લક્ષ્યવેધ કરી ન શક્યું ત્યારે જનક રાજાએ કહ્યું કે, આ પૃથ્વી વીરાથી ખાલી થઈ ગઈ છે, એમ આજે મને લાગે છે. જનકનું આ કથન સાંભળી લમણે રામને જોરથી કહ્યું કે, ‘ આપ અહીં બેઠા છે અને જનક રાજા આ શું કહી રહ્યા છે? જો આપ મને આજ્ઞા આપે તે હું આખા બ્રહ્માણ્ડને ઉપાડી લઉ. લક્ષ્મણે આમ કહ્યું છતાં રામને ઉત્સુકતા થઈ નિહ, પણ ઊલટું તેમને ઈશારા વડે લક્ષ્મણને શાન્ત રહેવાનું કહ્યું અને પોતે ઉઠી બધા રાજાઓને કહ્યું કે, જો કોઈ પેાતાનું જોર અજમાવવા ચાહતા હેાય તેા ભલે અજમાવે કે જેથી કાઈની મનની વાત મનમાં રહી ન જાય ! આમ કહેવા છતાં જ્યારે કોઇ રાજા ઉડ્ડયા નહિ . ત્યારે રામે ધનુષ્ય ચડાવ્યું અને લક્ષ્યવેધ કર્યું. અને શરત પ્રમાણે સીતાએ વરમાળા રામના ગળામાં પહેરાવી દીધી.
આ પ્રમાણે ખીજા રાજાએની આંખેામાં અને રામની આંખેામાં અંતર જણાય છે કે નહિ ? તમે પણ એમના જેવા સ્વતંત્ર અને શુદ્ધ દૃષ્ટિવાળા અનેા તા ઇન્દ્ર પણ તમારા ગુલામ બની રહેશે. તમે તમારામાં અપૂર્ણતા જુએ છે! એટલા માટે જ સ્ત્રીના ગુલામ બની રહ્યા છે ! આ પ્રકારની ગુલામી છેડા અને સ્વતંત્ર અને ! તમને જે વ્યાપ્યાના સંભળાવવામાં આવે છે તે બધાં તમને સ્વતંત્ર બનાવવા માટે જ સંભળાવવામાં આવે છે, એટલા માટે તમે સ્વતંત્ર બનવાના પ્રયત્ન કરે !
મેં એક લેખમાં વાંચ્યું હતું કે, કયાંય રાજાનેા તે। કયાંય પ્રજાના બીજા ઉપર જુલ્મ ગુજારવામાં આવે છે પણ સૌથી મેાટા જીલ્મી સ્નેહ-રાગ છે અને સ્નેહરાગની વિરુદ્ધ વિરાધ કરનાર સુશાસ્ત્ર જ છે. બીજું કોઈ એમની વિરુદ્ધ વિરેાધ કરી શકતું નથી. સ્નેહરાગની વિરુદ્ધ વિદ્રોહ કરવાની રાજાની પણ શક્તિ નથી. એ શક્તિ તે વીતરાગપ્રણીત શાસ્ત્રોમાં જ છે. શાસ્ત્રા સ્નેહરાગની વિરુદ્ધ કેવી રીતે બળવા કરે છે એ વાત તેા બહુ લાંબી છે, એટલા માટે એ વિષે અત્રે વિચાર ન-કરતાં એટલું Ο કહું છું કે, રાજાના સ્નેહરાગ મુનિને જોતાં પલટાઈ ગયા અને તે કહેવા લાગ્યા કે, રૂપ તે આ મુનિમાં જ છે, મારામાં કે બીજા કોઈનામાં એવું રૂપ નથી.
શેષ પદાને શે અ છે તેના વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે.
સુદર્શન ચરિત્ર—૧૭
છેડા નહીં નવકાર ચાનકા, તક્ષણ કર ગયા કાલ ।
જિનદાસ ઘર નારી કુંખે, જન્મા સુંદર લાલ. ॥ રે ધન૦ ના ૧૩ |
બાળકામાં જેવી દૃઢતા અને જેવા વિશ્વાસ જોવામાં આવે છે તેવી દૃઢતા અને તેવા વિશ્વાસ મેટામાં જોવામાં આવતા નથી. કોઈ બાળકને જો તેના માતાપિતા ‘છાપરા ઉપરથી બેટા ! કૂદી જા' એમ કહે તે તે તેમ કરવા તૈયાર થઈ જાય છે, પણ મોટા માણસામાં એવી તત્પરતા જોવામાં આવતી નથી. આ જ પ્રમાણે કાઈ મેાટા માણુસને વૃક્ષ ઉપરથી કૂદવું વગેરેના સંબંધમાં અનેક સંદેહ ઉદ્ભવી શકે પણ બાળક સુભગને
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
તે એ કોઈ પ્રકારને સંદેહ ન થ ! તે તે એમ જ વિચારતે રહ્યો કે, હું મારી પરીક્ષા આપી રહ્યો છું. આ પ્રમાણે વિચાર કરી તે નદીમાં કૂદી પડ્યો, ત્યાં સુધી તેનામાં પહેલાના જ જેટલો જ ઉત્સાહ અને ઉમંગ હતા.
કેટલાક લોકોને તે જ્યાં સુધી કોઈ પ્રકારની હાનિ થતી નથી ત્યાંસુધી ઘણે ઉમંગ રહે છે પણ જ્યાં થોડી હાનિ થાય છે ત્યાં તેમને બધે ઉમંગ ચાલ્યો જાય છે ! પણ સુભગને તે ઉમંગ પહેલાના જે જ કાયમ રહ્યો. - જ્ઞાની લોકો પણ પોતાની દશા બાળકની જેવી બનાવી લે છે. તેઓ એ જ ચાહે છે કે, “અમે પણ બાળકોના જેવા નિર્મળ બની જઈએ ! કોઈ છ મહિનાના બાળકને ગાળો ભાંડે તે શું તેને માઠું લાગશે? તે તે નિર્મળ હાસ્યથી બધાને ઊલટે આનંદ આપશે. તેનામાં કઈ વિકારી ભાવના ત્યારે હોતી નથી એટલે તે કોઈ પણ સ્ત્રીને જુએ છે તે તેને પોતાની માતા જ માને છે.”
આ પ્રમાણે જ્ઞાની લોકો પણ બાળકોના જેવા નિર્વિકારી બનવા ચાહે છે. વાસ્તવમાં જે જ્ઞાની હોય છે તેઓ પિતાની દશા બાળકના જેવી બનાવી પણ લે છે. તેઓ કોઈપણ સ્ત્રીને જુએ છે તેને માતાની સમાન જ માને છે અને કઈ ગાળો ભાંડે છે તે તેઓ નિર્દોષ હાસ્ય વડે એ ગાળાને હસી કાઢે છે. -. તે સુભગ બાળક પણ પૂરેપૂરે શ્રદ્ધાળુ હતું એટલા માટે નદીમાં કૂદી પડવાથી કષ્ટ થવા છતાં પણ તેણે નવકાર મંત્ર જાપ જપ છોડયો નહિ.
તમારા કાનમાં દશ વીશ હજારની કીંમતના મોતી હોય કે ગળામાં કીમતી હાર પહેરેલો હોય એટલામાં કઈ દુષ્ટ આવીને તમારા પેટમાં છરીને ઘા કરે અને લોહી નીકળવાથી તમને કષ્ટ થતું હોય તેમ છતાં શું તમે એ મોતીઓની કે હારની કીંમત ઓછી માનશે? વેદના થવા છતાં પણ મોતીઓને અને હારને સાચા જ માનશે ! કોઈને . સન્ત તાવ આવ્યો હોય અને તેને કોઈ કહે કે, તારા કાનમાં જે કીંમતી મોતી છે તે અમને આપી દે તે અમે તારે તાવ મટાડી દઈશું, તો શું તે દર્દી મોતી કાઢી આપશે! તે તે એમ જ વિચારશે કે, શરીર અને ખેતીને શો સંબંધ છે !
આ જ પ્રમાણે સુભગ બાળક પણ એ જ વિચારતા હતા કે, મને જે વેદના થઈ રહી છે તેને નવકાર મંત્ર સાથે શું સંબંધ છે? તેને હું ખૂટે કેવી રીતે માની શકું!
આ પ્રમાણે વિચાર કરવાથી તેને નવકાર મંત્ર વિષે કઈ પ્રકારને સંદેહ રહ્યા નહિ!
કેટલાક લોકે ધર્મ પ્રતિ કૃત્રિમ પ્રેમ રાખે છે. વાસ્તવમાં તે તેઓ ધનમાલ ઉપર એટલે વિશ્વાસ કરે છે તેટલો વિશ્વાસ ધમ ઉપર કરતા નથી. કષ્ટો માથે પડવા છતાં મોતી વગેરેની કીંમત તે એછી માનતા નથી, પણ ધર્મ કરતાં જરાક કષ્ટ માથે આવી પડે છે તે કહેવા લાગે છે કે, ધર્મ કરતાં દુઃખ માથે આવી પડયું. આ પ્રમાણે ધર્મ ઉપર બધી ખરાબી ઢાળી દે છે. આવી દશામાં ધર્મ ઉપર વિશ્વાસ જ ક્યાં રહ્યા ? કષ્ટ પડવા છતાં ધર્મને કષ્ટની સાથે શો સંબંધ છે ! એ વિષે કશે વિચાર કરતા નથી. કષ્ટના સમયે પણ જે ધર્મ ઉપર દૃઢતા રહે તે સમજવું કે ધમને મર્મ સમજાય છે !
તમારું શરીર ખરાબ હોય અને તમે હીરાને લઈ ઝવેરીને પાસે ગયા છે તે શું તમારું શરીર ખરાબ છે એ કારણે ઝવેરી હીરાની કીંમત ઓછી આપશે ! અથવા શરીર
Page #170
--------------------------------------------------------------------------
________________
શુદી ૪] રાજકેટ-ચાતુર્માસ
| [ ૧૨૯ સારું હોય એટલે કાંઈ હીરાની કીંમત વધારે આપશે! કદાચ કોઈ ઝવેરીને એમ કહે કે, મારું શરીર બહુ સારું છે માટે મારા હીરાની કીંમત વધારે આપે તે ઝવેરી એને જવાબ એ જ આપશે કે, શરીર અને હીરાને શું સંબંધ ! આ જ પ્રમાણે ધર્મને અને, સંસારવ્યવહારને સંબંધ નથી એમ સમજવું જોઈએ! ધર્મ તે આત્માને માટે છે, પણ લોકોને ધર્મ ઉપર વિશ્વાસ રહેતો નથી. જ્ઞાનીઓના માથે ગમે તેટલું કષ્ટ આવી પડે તો પણ તેઓ પોતાના ધર્મતત્ત્વથી વિમુખ થતા નથી ! પ્રલાદ જે રામનું નામ જપવાનું છોડી દેત તે તેને પિતાનું રાજ્ય મળત અને રામનું નામ છોડવું નહિ તો તે કારણે તલવાર મળી; છતાં શું તેણે ધર્મને દોષ આપ્યું હતું ! જ્ઞાની લોક કષ્ટના સમયે ગભરાઈ જઈ ધર્મને દોષ આપતા નથી પણ એ કષ્ટને ધર્મની કસોટી ગણી સમતાપૂર્વક સહન કરે છે. પ્રલાદ પણ એમ જ વિચારી રહ્યો હતો કે, હું રામનું નામ પિતાના આત્માને માટે જપું , તેને શરીરની સાથે કશો સંબંધ નથી. તમે પણ એ વિચાર કરે તે ધર્મ ઉપર કોઈ દિવસ તમને અવિશ્વાસ પેદા થશે નહિ.
બાળક સુભગે નવકારમંત્રનું ધ્યાન છોડયું નહિ અને નવકારમંત્રનો જાપ જપતાં કાળધર્મને પામે. તમે કહેશે કે, સુભગ કાળને પામ્યો એ શું ધર્મનું ફળ છે? આના જવાબમાં એ જ કહેવાય કે એ ધર્મનું ફળ છે. તમે લોકો કેવળ કાર્યને જુઓ છો અને અમે કારણ સુધારવાને ઉપદેશ આપીએ છીએ. તમે લોકો જે વિજળીને પ્રકાશ મેળ છો એ વિજળીનું પાવરહાઉસ જે બંધ થઈ જાય તે શું પ્રકાશ મળશે? જે પ્રકાશ ન મળે તો ફૈબ મેટે કે પાવરહાઉસ મોટું ! પાવરહાઉસમાં દુર્ગધ હોય છે અને ત્યાં ભડભડ એ કણેક, પણ અવાજ થાય છે જ્યારે ગ્લેબમાં તે સાફ પ્રકાશ હોય છે તેમ છતાં જે પાવરહાઉસ ન હોય તે પ્રકાશ મળે ખરો ? તમે જે સેનાને પસંદ કરો છે તેની ખાણમાં કેટલી બધી ધમાલ હોય છે ! પણ જે ત્યાં એટલી ધમાલ ન હોય તે શું તમને સેનું મળી શકે ? તમે લેક તૈયાર ભાણે જમવા બેસી જાઓ છો પણ સામગ્રી તૈયાર કરવા માટે કેટલું કષ્ટ સહન કરવું પડે છે એ વાત તે બહેને જ જાણે છે ! આ જ પ્રમાણે તમે લોકે કેવળ કાર્ય જુએ છે, કારણ જતા નથી! પણ જ્ઞાની લોકો પહેલાં કારણ જાએ છે અને કહે છે કે, સુદર્શન બનવાનું જે કાર્ય થયું તેનું કારણ તો એ જ હતું. તમે સુદર્શનને જ જુએ છે, પણ સુદર્શન બનવાનું કારણ તે “સુભગનું નવકારમંત્રને ન છેડવું” તે જ છે. સુદર્શન બનવાનું કારણ તે તે ખીલે જ હતા એ ખીલો લાગવા છતાં નવકારમંત્રનું ધ્યાન છૂટયું નહિ એ જ કારણે તે સુદર્શન થયા. કહેવત છે કે –
હરિને મારગ છે શૂરાને, નહીં કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, પછી લેવું નામ જોને. શરીરના માર્ગે જવા માટે આભગ આપવો પડે છે. શરીરના કોઈ તલવાર ચલાવવામાં નહિ પણ કામક્રોધાદિને જીતવામાં છે. આત્મવિશ્વાસ એ ક્રોધાદિને જીતવાની ચાવી છે.
બાળક સુભગ નવકારમંત્રનો જાપ જપતે રહે. જીનદાસ શેઠે તેને નવકારમંત્રનું દાન આપ્યું હતું. દાન ધન-ધાન્યાદિનું પણ આપવામાં આવે છે પણ ભાવશુદ્ધિ માટે આપવામાં આવેલું આ નવકારમંત્રનું દાન કેઈથી જરા પણ ઊતરતું નથી ! ૧૭
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
તમે એમ સમજે છે કે, દાન આપવાથી ધન ખૂટી જાય છે અને તેથી તમને દાન આપવાની રુચિ બહુ ઓછી છે. સાધુભાર્ગી સમાજના જેવી કૃપણતા તે કઈકજ સમાજમાં હશે ! બીજી સમાજના લોકો કોઈને કોઈ રૂપમાં થોડું ઘણું તે આપે છે પણ આ સમાજ તે દાનને જ ભૂલી રહ્યો છે ! એનું કારણુ ધન ખૂટી જવાને ભય છે; પરંતુ દાન આપવાથી ધન ખૂટી જાય છે એ ધારણુ સાચી નથી. શેઠે સુભગને નવકારમંત્રનું દાન આપ્યું હતું. નવકારમંત્રનું દાન આપવાથી તે ઘટતું નથી પરંતુ તે ઉત્તરોત્તર વધે જ છે. શેઠે નવકારમંત્રનું દાન આપી પિતાને ત્યાં પુત્રની જે ખામી હતી તે પુરી કરી હતી. એમ તે ત્યાં રાજા પણ એ જ ચાહતે હશે કે, નગરશેઠને પુત્રની પ્રાપ્તિ થાય અને પ્રજા પણ એ જ ચાહતી હશે કે, નગરશેઠને ત્યાં તેમના જેવો શ્રેષ્ઠ પુત્ર થાય પણ શેઠને ત્યાં પુત્રની ખેટ કોઇએ પૂરી કરી નહિ. નવકારમંત્રના દાનથી તે બટની પૂતિ થઈ.
રાતના સમયે શેઠાણી સુતાં હતાં ત્યારે તેમણે સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું. સ્વપ્ન જોઈ તે જાગી ઊઠયા અને વિચારવા લાગ્યા કે, આજે જ સુભગને ગુમાવ્યો છે અને આજે જ મને આવું સ્વપ્ન કેમ આવ્યું? તેના મૃત્યુથી મારા દિલમાં બહુ દુઃખ થયું છે, છતાં મેં આજે આવું સુખદાયક સ્વપ્ન જોયું છે. એ ઉપરથી એમ જણાય છે કે, પ્રકૃતિનું કોઈ ગંભીર રહસ્ય આ સ્વપ્નમાં રહેલું છે. શેઠાણી ઉઠીને ધીરેધીરે પોતાના પતિના ઓરડામાં ગઈ
આજે રાગને વશ થઈ પતિ-પત્ની ન જાણે કેવી કેવી અનીતિ પિષી રહ્યાં છે ! પણ પ્રાચીન સાહિત્ય જેવાથી એ સ્પષ્ટ જણાય છે કે, પહેલાંના સમયમાં પતિ-પત્ની જુદા જુદા એારડામાં સુતા હતા. એક જ જગ્યાએ સુતા ન હતા. આજે જુદા જુદા એરડામાં સુવાનું તે દૂર રહ્યું પણ જુદી જુદી પથારીમાં પણ કદાચ કોઈક જ સુતા હશે ! આ કારણે વિષયવાસનાને કેટલો બધે વેગ મળે છે એ થેડામાં કહી ન શકાય! અગ્નિ ઉપર ઘી મૂકવામાં આવે છે તે કરી શકતું નથી તે જ પ્રમાણે એક પથારીમાં શયન કરવાથી અનેક પ્રકારની ખરાબીઓ પેદા થવા પામે છે, અને તેથી વ્યવહારનું કામ પણ પૂરેપૂરું સધાતું નથી તે પછી બીજું કામ તે શી રીતે સાધી શકાય?
શેઠાણી પતિની પાસે ગઈ. શેઠ શેઠાણીને જોઈ કહેવા લાગ્યા કે, અત્યારે કેમ આવવું પડયું ? આજે સુભગનું મૃત્યુ થયું છે એટલે ચિંતા થવી જોઈએ અને એને બદલે તમારા મુખ ઉપર પ્રસન્નતા જણાય છે એનું શું કારણ?
શેઠાણીએ ઉત્તર આપ્યું કે, મેં આજે સ્વપ્નમાં કલ્પવૃક્ષ જોયું છે. આ સાંભળી શેઠે પ્રસન્ન થતાં કહ્યું કે, આજે જ સુભગનું મૃત્યુ થયું છે અને આજે જ તમે સ્વપ્રમાં કલ્પવૃક્ષ જોયું છે, એ ઉપરથી જણાય છે કે, તમારી પુત્રવિષયક આશા પૂર્ણ થશે! સુભગ ક૯પવૃક્ષની સમાન જ હતો. તેનું શરીર મેં નદીમાંથી બહાર કઢાવી બાળ્યું ત્યારે તેને મુખ ઉપર ગ્લાનિની જરા પણ છાયા ન હતી, પરંતુ તેનું મુખ પ્રસન્ન જ હતું એમ મેં જોયું. આ ઉપરથી હું તો એમ અનુમાન કરું છું કે, સુભગ મરીને તમારા ગર્ભમાં આવ્યા છે. તમે કલ્પવૃક્ષનું ફળ નહિ પણ વૃક્ષ જોયું છે. વાસ્તવમાં તે કલ્પવૃક્ષની સમાન જ હતે. એટલા માટે હું તે એમ સમજું છું કે, તમારી કુક્ષીએ નવ માસ ને સાડા સાત દિવસ વ્યતીત થયે તે પુત્રરૂપે જન્મશે. શેઠાણી ગર્ભવતી થઈ કહેવત છે કે –
Page #172
--------------------------------------------------------------------------
________________
શુઠ્ઠી ૫ ]
રાજકાટ-ચાતુર્માસ
"1
" होनहार बिरवान के होत चिकने पात પણ શુભ-સૂચક સારાં થયાં
શેઠાણીની ધર્મભાવના દિવસે દિવસે વધવા લાગી. આ બાજુ શેઠે પણ દાન દેવા માટે પેાતાના ખજાના પણ ખોલી દીધા અને શેઠે વિચારવા લાગ્યા કે જ્યારે મારે ત્યાં કલ્પવૃક્ષ જ ઉગવાનું છે તે પછી સગ્રહ શા માટે કરું! લેાકો જ્યાંસુધી સંતાન હતાં નથી ત્યાં સુધી તે। થાડા ધણા ઉદાર પણ રહે છે, પણ સંતાન થતાં જ સંતાનેાને માટે ધનસંચય કરવા જોઈ એ એ વિચાર આવતાં જ તેમની ઉદારતા ઓછી થઈ જાય છે. પણ આવા ક્ષુદ્ર વિચાર શેઠના મનમાં આવ્યા નહિ; તેમણે તે પેાતાના ખજાને દાન માટે ખાલી દીધા. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે વિચાર કરવામાં આવશે.
-----
[ ૧૩૧
આ કહેવત પ્રમાણે શેઠાણીને દોહદ
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ શુદી પ ગુરુવાર
=
પ્રાથના
હું સેક ને તૂ' ધની; પ્રભુ આશા પૂરા હમ તણી,
જગજીવન અ'તર ાસી;
જય જય જગત શિરોમણિ, અબ તૌસું ગાતી ખણી, સુઝ હેર કરા, ચ'દ્રપ્રભુ,
ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. ॥ ૧ ॥
શ્રી ચદ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માનું ધ્યાન ધરવા માટે ભક્ત લોકો અનેક પ્રકારે પ્રાર્થના કરે છે. તે કહે છે કેઃ—
“ હે ! જગત શિરામણિ ! તારા જય જયકાર થાઓ ! ' ભક્તલેાકેા પરમાત્માને જગત શિરેામણિ કહે છે, એ કથનમાં ગભીર અર્થ રહેલા છે. જો એ કથન ઉપર ઊંડા ઉતરી વિચાર કરવામાં આવે તેા ગહન શાસ્ત્ર પણ ગતા થઈ જાય ! તમે ૐ શબ્દ જોયા હશે, એ શબ્દ ઉપર અર્ધચન્દ્રાકાર ઉપર બિન્દુ કરેલું હોય છે. એ સાડાત્રણ માત્રાના શબ્દમાં ધણું રહસ્ય રહેલું છે. જ્ઞાની લોકો એ શબ્દનું ઘણું મહત્ત્વ બતાવે છે, અને પ`ચ પરમેષ્ટિ મંત્ર પણ એ % માં રહેલા જણાવે છે. આ પ્રમાણે એ ૐ કારનું ઘણું મહત્ત્વ છે, પણ જો એ ૐ શબ્દમાંથી ૐ કે અર્ધચન્દ્ર કે બિન્દુને પૃથક્ કરી જુદા કાઢી લેવામાં આવે તેા એના અને પણ અનથ થઈ જાય છે, અર્થાત્ બધી માત્રાએના સંબંધથી જ પૂરેપૂરા અર્થ નીકળે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
જે પ્રમાણે માં બિન્દુની સાથે અક્ષરના સંબંધ છે, તે જ પ્રમાણે આ જગતને અને જગતિશરામણના પણ સંબંધ છે. જગતિશરામિણ પરમાત્મા નજીકમાં નજીક હાવા છતાં તેને દૂર માનવામાં આવે છે, અને દૂર માનવામાં આવે છે એ કારણે જ તે દૂર થઈ રહ્યા છે, નહિ તેા તે બહુ જ નજીક છે. પરમાત્મા દૂર છે એમ માનતાં આત્માને અનંત કાલ ચાલ્યા ગયા છે અને એમ માનવાથી જ આત્માને સંસારમાં ભટકવું પડે છે. એટલા માટે પરમાત્મા દૂર છે એમ ન માનતાં એમ માનેા કે, પરમાત્મા નજીકમાં નજીક છે. અને કારમાં જેમ બિન્દુની સાથે અક્ષરના નિકટ સંબંધ છે તેમ પરમાત્માના જગતની સાથે પણ સંબંધ છે. જેમ ૐ શબ્દ ઉપર બિન્દુ હોય છે તેમ આ જગત છે તેા તેના શિરેામણિ પરમાત્મા પણ છે જ. એ જગતિશરામિણ પરમાત્માને આત્માના સામીપ્યમાં લાવવા માટે બધા ખ્વા પ્રતિ વૈરભાવનાનેા ત્યાગ કરી મૈત્રીભાવના જોડવાની જરૂર છે. જો બધા જીવાની સાથે વૈરભાવ ન રાખતાં તેમની સાથે પ્રેમભાવ રાખવામાં આવે તે જ જગતિશરામણની સમીપ જઈ શકાય છે, નહિં તો નહિં. જ્યારે તમને બધા પ્રાણીએ સ્વજન કે મિત્રની માફક પ્રિય લાગશે ત્યારે પરમાત્માને ઓળખવામાં જરા પણ વાર નહિ લાગે. એમ ન બનવું જોઇએ કે, જગતિશરામિણ પરમાત્માની સાથે પ્રેમભાવ રાખે, અને પરમાત્મા, જે જગતના શિરેામણિ છે એ જગતના જીવાની સાથે વૈરભાવ રાખા! જે પ્રમાણે બિન્દુ વિના વ્યર્થ છે અને ૩૪ વિના બિન્દુ વ્ય છે, તે જ પ્રમાણે જગતને તે માતા અને પરમાત્માને ન માના, અથવા પરમાત્માને માતા અને જગતને ન માને તા એ પણ વ્યર્થ છે. જગતને પરમાત્માની સાથે સંબંધ છે. એટલા માટે જ્યારે પરમાત્માને માને છે તે જે જગતના તે શિરામણિ છે, એ જગતને પણ માનવું પડશે, અને એ જગતના જીવાની સાથે મિત્રતા પણ કરવી પડશે. જ્યારે આ પ્રમાણે બધા જીવાની સાથે મિત્રતા થશે ત્યારે પરમાત્મા દૂર નહિ, પણ નજીક જ જણાશે.
અનાથી મુનિના
અધિકાર—૧૪
રાજા શ્રેણિકે તે મુનિને જોઈ કહ્યું કેઃ——
अहो वण्णो अहो रुवं, अहो अज्जस्स सोमया ।
अहो ती अहो मुत्ती, अहो भोगे असंगया ॥ ६ ॥
तस्स पाए उ वंदित्ता, काऊण य पयाहिणं । नाइदूरमणासने, पंजली पडिपुच्छई ॥ ७ ॥ ડિપુરૂં ॥ ॥
આ સિન્ધાન્તના પાઠ છે. વર્ણ અને રૂપનું વર્ણન તા આગળ કરવામાં આવ્યું છે પરંતુ એ ગાથામાં આગળ કહેવામાં આવ્યું છે કે, અહા ! એ આની સૌમ્યતા કેવી છે !' તો આય અને સૌમ્યતાનો શો અર્થ છે તે હવે વિચારવાનું છે.
‘આર્ય' શબ્દના વિષયમાં શ્રીપન્નવણા સૂત્રમાં વિસ્તારપૂર્વક ખુલાસો કરવામાં આવ્યા છે. આ અનેક પ્રકારના હેાય છે. કાઈ કર્મ-આય હાય છે, કાઈ ક્ષેત્ર આય હાય છે,
Page #174
--------------------------------------------------------------------------
________________
શુદી ૫]
રાજકાટ-ચાતુર્માસ
[ ૧૩૩
અને કોઈ ધમ આય હાય છે. આ પ્રકારે અનેક પ્રકારના આર્ચી હોય છે. તે મુનિ ધર્મા હતા, જે આ કમ-વાણિજ્ય વગેરે કરે છે તે કર્યાં છે; અને જે આ ધર્મનું પાલન કરે છે તે ધર્મો છે. આજે તે ઘણા લોકો પોતાને આ કહેવડાવે છે પણ વાસ્તવમાં આ કાને કહેવાય એને માટે કહ્યું છે કે:-આરાત સામખ્યો ત્યાર્થઃ જે ત્યાગવા યાગ્ય કામેા છે એ કામેાના ત્યાગ કરી જે દૂર રહે છે તે આ કહેવાય છે.
હવે પ્રશ્ન એ થાય છે કે, ત્યાગવા યેાગ્ય કયાં કામા છે! ગૃહસ્થા માટે જે ખાર વ્રતા કહેવામાં આવ્યાં છે, એ ત્રતામાં જે દોષોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે, એ દોષોથી જે ગૃહસ્થ દૂર રહે છે તે ગૃહસ્થ આય છે. આ વાત તેા ગૃહસ્થની થઈ. પણ અહીં તે મુનિને આ કહેલ છે, એટલા માટે મુનિએ કેવાં કામેાને ત્યાગ કરવા જોઈ એ એ અત્રે જોવાનું છે. સાધુએ કેવાં કામેાથી દૂર રહેવું જોઈ એ એ વિષય બહુ લાંખે છે એટલે સંક્ષેપમાં એટલું જ કહું છું કે, સાધુએ કનક-કામિની આદિ વર્જિત દૂષિત વસ્તુએથી દૂર રહેવું આવશ્યક છે; કારણ કે કનક-કામિનીને અપનાવવાં એ સાધુને માટે ત્યાય અને અયેાગ્ય છે. જે સાધુ કનક-કામિનીથી દૂર રહે છે તે સાધુ આય છે.
કનક અને કામિની માટે સંસારમાં અનેક પ્રકારનાં ઝગડાઓ થાય છે. આજકાલ મુદ્રાદેવીએ-સાના, ચાંદી અને તાંબાના સિક્કાએ-કેટલી બધી અશાન્તિ ફેલાવી દીધી છે ! તમને તે એ વિષેને અનુભવ જ હશે ! તમે લોકો દિવસ રાત પૈસા માટે દોડયા કરે છે અને પૈસાને સંગ્રહ કરી સુખી થતા નથી. પૈસા માટે પરસ્પર લડાઈ પણ થાય છે અને હજારે। માણુસેાના લેહીની નદીએ પણ વહેવડાવામાં આવે છે. આને માટે ભલે બહારનું ગમે તે કારણ બતાવવામાં આવતું હોય, પણ હૃદયમાં રહેલી દ્રવ્યસંગ્રહની ભાવના જ મુખ્ય કારણભૂત છે. સંસારમાં જ્યારથી પૈસાના આદર વધવા પામ્યા છે ત્યારથી સંસારની કેવી અવદશા થવા પામી છે એ તેા ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જણાય છે! હું મારા બચપણની વાત કહું છું. તે વખતે ગ્રામીણ લોકો અન્નાદિ આપી શાક, ભાજી કે મસાલા લઈ આવતા અને આ પ્રમાણે વસ્તુના બદલામાં વસ્તુ લેવાની ત્યારે પ્રાયઃ પ્રથા ચાલતી હતી. ત્યારે સિક્કાનું પણ પ્રચલન તે। હતું જ પણ અત્યારના જેટલું વધારે પ્રચલિત ન હતું. પ્રાચીન સમયમાં વસ્તુનું જ પરસ્પર પરિવર્તન કરવામાં આવતું હતું. તે સમયે અત્યારના જેવી અશાન્તિ ન હતી; પણ જ્યારથી સિક્કાનું પ્રચલન વધવા પામ્યું છે ત્યારથી ઝગડાએ પણ વધવા પામ્યાં છે અને પરિણામે અશાન્તિ પણ વધી છે. સિક્કાને સંગ્રહ કરવાની વૃત્તિએ અશાન્તિને પાણુ આપ્યું છે અને અત્યારે તે સિક્કાને બદલે નાટનું પ્રચલન થઈ ગયું છે. એટલે સંગ્રહ કરવાની વૃત્તિને વિશેષ વેગ મળ્યો છે, અને તેથી અશાન્તિને પણ એટલા જ વેગ મળ્યા છે.
કહેવાના ભાવાથ એ છે કે, સંસારમાં ઝગડાએ વધવાનાં કારણેામાં કંચન પણ એક પ્રધાન કારણ છે. સાધુ લોકો કચન વગેરેથી દૂર રહે છે. સિક્કાને પેાતાની પાસે પણ રાખતા નથી એટલે જ તેમને આ કહેલ છે.
તમે લેકા સિક્કા કે કંચન વગેરેના સંગ્રહ તેા કરેા છે પણ શું તેને તમે અન્ન કે
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ શાકની માફક તેને કામમાં લઈ શકો છો? પૈસે ખાવાના કામમાં આવતો નથી છતાં લોકોને તેના ઉપર કેટલો બધે મમત્વભાવ છે !
સાધુઓને માટે જેમ કંચનથી દૂર રહેવું આવશ્યક છે તેમ કામિનીથી પણ દૂર રહેવું અનિવાર્ય આવશ્યક છે. કામિનીને કારણે પણ સંસારમાં અશાન્તિ અને ઝગડાએ વધવા પામ્યાં છે. કામિનીના મમત્વને કારણે અશાન્તિ રહે છે પણ આજે તે પુરુષોને કારણે પણ અશાન્તિ થઈ રહી છે ! પહેલાં કન્યાવિક્રય વિષે બહુ સાંભળવામાં આવતું પણ હવે તે વરવિક્રય પણ થવા લાગ્યો છે અને વરને માટે પૈસા પણ લેવામાં આવે છે.
જ્યાં છોકરો થોડું વધારે ભણે કે તે છોકરાની કીંમત વધે છે. આ પ્રમાણે વરવિક્રયને પણ ઝગડે વધવા પામે છે ! સાધુઓ તે કંચન અને કામિની બન્નેથી દૂર રહે છે. જે પોતાની પાસે કંચન-કામિની રાખતા નથી પણ બીજાની પાસે રખાવે છે તે બન્ને એક જ વાત છે. માટે જે સાધુ પિતાની પાસે કંચન-કામિની રાખતું નથી કે બીજાની પાસે રખાવતા નથી તે જ સાધુ આર્ય છે. આજે તે કેટલાક કહેવાતા સાધુઓ પણ જ્ઞાનપ્રચારના નામે શ્રાવકોની પાસે પૈસા રખાવે છે અને જ્ઞાનપ્રચાર માટે દલાલી કરવામાં શું વાંધે છે એમ કહે છે; પણ જે આ પ્રમાણે જે પૈસે રાખે છે અને બીજાની પાસે રખાવે છે તે સાધુ નથી તેમ ધર્માર્થે પણ થઈ શકે નહિ. - સાધુઓને માટે કનક-કામિની પિતાની પાસે રાખવાં કે બીજાને ત્યાં રખાવવાં તે બન્ને ત્યાજ્ય અને અયોગ્ય છે. તે મુનિ એ બન્નેથી દૂર હતા એટલા માટે તેમને આર્ય કહેલ છે.
હવે સામ્યતાને શો અર્થ છે એ જોવાનું છે. ચંદ્રની સામું ગમે તેટલો વખત એકીટશે જોવામાં આવે તો પણ આંખોને ગરમી લાગશે નહિ! ચંદ્રમાં ગરમીનાં પુદગલો જ નથી. ચંદ્ર તો રસસાગર પણ કહેવાય છે. સમસ્ત ફળો વગેરેમાં રસ પેદા કરનાર ચંદ્ર જ છે એમ કહેવાય છે. સૂર્યને આતાપ અને ચંદ્રને ઉદ્યોત કહેવામાં આવે છે. ચંદ્રમાં એવી સિમ્યતા હોય છે કે તેની સામે ગમે તેટલો વખત જોવામાં આવે તે પણ આંખોમાં ગરમી જણાતી નથી. આ જ પ્રમાણે તે મુનિમાં પણ સામ્યતા હતી; તેમના મુખ ઉપરથી એવી સમ્યતા ટપકતી હતી કે તેમને જોવાની ઈચ્છા જ રહ્યા કરતી.
આજના વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે, ચંદ્ર પિતે પ્રકાશિત નથી પણ સૂર્યના પ્રકાશથી તે પ્રકાશમાન છે; પણ શાસ્ત્રમાં કહ્યું છે કે ચંદ્ર પોતે પ્રકાશમાન છે અને તે સૂર્યથી ભિન્ન છે. સૂર્યના પ્રકાશનું નામ આતાપ અને ચંદ્રના પ્રકાશનું નામ ઉોત છે. ચંદ્રમાં શીતલતાને ગુણ છે અને સૂર્યમાં ઉષ્ણતાને ગુણ છે. એટલા માટે ચંદ્ર અને સૂર્ય વચ્ચે સંબંધ નથી, પરંતુ બન્ને જુદા જુદા પોતે પ્રકાશમાન છે. ચંદ્રમાં ગરમી ન હોવા વિષે ખગોળવેત્તાઓનું એવું કહેવું છે કે, જે પ્રમાણે કાચ ઉપર સૂર્યનું પ્રતિબિંબ પડવાથી ગરમી જણાતી નથી તે જ પ્રમાણે ચંદ્રમાં પણ સૂર્યનું પ્રતિબિંબ પડે છે છતાં ગરમી જણાતી નથી; પણ આ વિષે ઊડે વિચાર કરવાથી જણાશે, કે ખગોળશાસ્ત્રીઓનું એ કથન ભૂલભરેલું છે. સૂર્યના કિરણોને જે કઈ કાચ ઉપર કેન્દ્રિત કરવામાં આવે અને તે કાચની નીચે રૂ રાખવામાં આવે તે રૂ બળવા લાગશે. જે કાચમાં પ્રતિબિંબ પડવાથી ગરમી થતી નથી તે પછી કાચ ઉપર કિરણોને કેન્દ્રિત કરવાથી રૂ કેમ
Page #176
--------------------------------------------------------------------------
________________
શુદી ૫]
રાજકેટ-ચાતુર્માસ
| [ ૧૩૫
બળે છે ? આ જ પ્રમાણે જ્યારે ચંદ્ર ઉપર સૂર્યનું પ્રતિબિંબ પડવાથી જ ચંદ્ર પ્રકાશિત છે, તો પછી ચંદ્રમાં પણ કાચની માફક ગરમી પેદા થવી જોઈએ. આ સિવાય જે ચંદ્ર કાચની માફક પારદર્શક છે અને સૂર્યના કિરણોથી જ તે પ્રકાશિત છે તો પછી દિવસના સમયે ચંદ્ર કલાવિહીન કેમ દેખાય છે?
અગ્યારશ કે બારશને દિવસે દિવસના સમયે ચંદ્ર અને સૂર્ય અને સાથે દેખાય તે છે, પણ ચંદ્ર નિસ્તેજ જણાય છે. જ્યારે સૂર્યના કિરણોના પ્રતિબિંબથી જ ચંદ્ર પ્રકા શિત છે તે તે વખતે તે ફીક કેમ દેખાય છે ? તે વખતે તે તે વધારે પ્રકાશમાન દેખા જોઈએ કારણ કે નજદીક હોવાથી તેના ઉપર સૂર્યના કિરણો વધારે પડે છે. ખગોળવેત્તાઓ કહે છે કે, દિવસના સમયે ચંદ્રના કિરણે સૂર્યના પ્રકાશમાં દબાઈ જાય છે એ કારણે તે ફીકે દેખાય છે, પણ જે આમ છે તો પછી ચંદ્ર સૂર્યને આશ્રિત કયાં રહે ! જે ચંદ્રમાં સૂર્યદ્વારા જ પ્રકાશ આવતું હોય તે તે જે પ્રમાણે હીરા ઉપર સૂર્યનાં કિરણ પડવાથી તે અધિક પ્રકાશ આપે છે, તે જ પ્રમાણે ચંદ્રમાં પણ દિવસના સમયે અધિક પ્રકાશ હોવો જોઈએ. કારણ કે, ચંદ્ર સૂર્યની નજીક હોવાથી તેના ઉપર સૂર્યનાં કિરણો કે સૂર્યનું પ્રતિબિંબ વધારે પડે છે છતાં ચંદ્ર દિવસના સમયે વધારે પ્રકાશિત થતા નથી એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, ચંદ્રમાં સૂર્યને પ્રકાશ આવતું નથી પણ ચંદ્ર પોતે જ સ્વતંત્ર પ્રકાશિત છે.
કહેવાનો આશય એ છે કે, જેવી ચંદ્રમાં સૌમ્યતા હોય છે તેવી સૌમ્યતા તે મુનિમાં પણ હતી. આ અને સૌમ્ય વચ્ચે પારસ્પરિક સંબંધ છે. જે આર્ય હોય છે તે જ સૌમ્ય હોય છે, અને જે આર્ય હેત નથી તે સિમ્ય પણ હેત નથી! જે અનાર્ય કામોથી અળગો રહે છે તેનામાં જ સામ્યતા વસી શકે છે, બીજામાં નહિ. તે મુનિ આર્ય હતા એટલે તે સિમ્ય પણ હતા.
તમે વૃક્ષનાં ફળ-ફુલ તથા પાંદડાં વગેરે જોઈ અનુમાનથી જેમ આ વૃક્ષનું મૂળ સારું છે, અહીંની ભૂમિ સારી છે, વગેરે જાણી શકો છે તે જ પ્રમાણે શ્રેણિક રાજા એ મુનિની સૌમ્યતા જોઈ આ આર્યમુનિ ક્ષમાશીલ, નિર્લોભી, શાન્ત તથા ઈન્દ્રિયોનું દમન કરનાર છે એવું અનુમાનથી જાણી લીધું.
આજે વિજ્ઞાન ઘણું આગળ વધેલું છે. પહેલાં ન જાણેલી ઘણી વાતે પણ આજે જાણવામાં આવી છે. પહેલાંનાં અનેક ગુણો પણ આજે વિકસિત થએલાં છે; એટલા માટે એની સહાયતાદ્વારા શાસ્ત્રમાં પણ વિકાસ કરે અને શાસ્ત્રોની વાતે પણ જાણે તે તમને પિતાને તથા બીજાને કેટલે બધે લાભ થાય ! આમ કરવાથી તમને શાસ્ત્ર ઉપર વિશ્વાસ પણ થશે તથા શાસ્ત્રમાં કેવાં ગૂઢ ત રહેલાં છે તેની પણ તમને પ્રતીતિ થશે. તમે જો વધારે સમજી ન શકે તે અનુમાન પ્રમાણને સમજી લે તે પણ ઘણો લાભ થાય ! જે અનુમાન પ્રમાણને સમજી લેશો તે તમારા અનેક સંશયોનું સમાધાન તમે પોતે કરી શકશો.
આજે ઘણા લોકો કહે છે કે, અમે પુનર્જન્મને કેવી રીતે માનીએ? આ પ્રશ્નના ઉત્તરમાં અમે કહીએ છીએ કે, અનુમાન પ્રમાણદ્વારા માને. પુનર્જન્મનું અનુમાન પ્રમાણ
Page #177
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
દ્વારા કેવી રીતે માને ? તે આને માટે એમ અનુમાન કરો કે, તમે હજારે સ્ત્રી પુરુષને જુઓ છે છતાં તમારું મન કોઈ એકના તરફ કેમ આકર્ષાય છે? અથવા કોઈ માણસને જોતાં જ મનમાં વૈરભાવ કેમ જાગે છે અને કોઈ રનેહીને જોતાં સ્નેહભાવ કેમ જાગે છે ! જરા વિચાર કરો કે, આમ કેમ બને છે? આ વિષે અનુમાન કરશે તો જણાશે કે, એનું કારણ પૂર્વ ભવનાં સંસ્કારે જ છે. ભગવાન નેમિનાથ અને રાજમતિને નવ ભવનો પૂર્વને સંબંધ જોતાં જ જાગ્રત થયો હતો. લેલાં અને મજનૂને પ્રેમ પવિત્ર હતા એમ કહેવાય છે. લેલાં કોઈ સુંદરી ન હતી છતાં મજનુએ તેના માટે પિતાના પ્રાણ પણ સમર્પી દીધાં હતાં. એનું કારણ પૂર્વભવને સંબંધ જ હતો. આ પ્રમાણે અનુમાન પ્રમાણુઠારા પુનર્જન્મની સિદ્ધિ થાય છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં પુનર્જન્મ માટે અનેક પ્રમાણો આપવામાં આવ્યાં છે. તેમાં કહ્યું છે કે, બાળક જન્મતાં જ સ્તનપાન કરવા લાગે છે. તે સ્તનપાન કરવાનું, બાળક કયાં અને કેની પાસેથી શીખ્યું? તે, જન્મતાં જ સ્તનપાન કરવા લાગે છે એ ઉપરથી તેને પહેલાંને એવો અભ્યાસ હોય છે એમ સ્પષ્ટ જણાય છે. બાળક જન્મતાં જ ઊંઘ લે છે અને હસે પણ છે એ ઉપરથી પણ પૂર્વજન્મની સિદ્ધિ થાય છે. આઘાતને પ્રત્યાઘાત થવો એ સંસારને નિયમ જ છે. તમે કોઈ શબ્દ સાંભળો અને બેલનાર જોવામાં ન આવે તે તમે એમ જ માનશો કે એ શબ્દ આગળથી આવ્યો છે? આ જ પ્રમાણે આજે જન્મેલું બાળક પણ જયારે સ્તનપાન કરે છે, નિદ્રા લે છે, હસે છે ત્યારે એને પહેલાંને અભ્યાસ હશે એમ જ માનવું પડે છે.
તમે કહેશો કે, પૂર્વજન્મને માનવાથી અમને શો લાભ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, પૂર્વજન્મ માનવાથી પોતાના કર્તવ્યનું ભાન થાય છે કે, હું આજને જ નથી, પરંતુ પહેલાં પણ હતો અને ન જાણે આ પ્રમાણે કયારથી ભટકી રહ્યો છું. એટલા માટે મારે હવે શું કરવું જોઈએ ? આ પ્રમાણે તમે તમારું કર્તવ્ય સમજવામાં સમર્થ થશો.
અનુમાન પ્રમાણદ્વારા તમે એ પણ જાણી શકશે કે, “આત્મા છે અને તે અમર છે.' આ પ્રમાણે આત્મા ઉપર વિશ્વાસ થવાથી આત્માને સુધાર કરવાની ચાવી મળી આવે છે. આત્માને સુધાર જ બધા સુધારાઓનું મૂળ છે. આજના લેકો આત્માને ભૂલી રહ્યા છે અને તેથી જ બધી ખરાબી થઈ રહી છે.
દારૂ પીવે, માંસ ખાવું કે વર કે કન્યાને વિક્રય કરે, વગેરે ખરાબ પ્રવૃત્તિઓ આત્માને ભૂલવાથી જ વધવા પામી છે. જો આત્માને જાગ્રત રાખવામાં આવે તે એવી પ્રવૃત્તિઓ વધે નહિ; એટલા માટે આત્માને જાગ્રત કરી તેને સુધારવાનો પ્રયત્ન કરે ! કહેવત છે કે, જેનો આ લોક સુધર્યો છે તેને પરલોક પણ સુધર્યો છે. આ વિષે પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ એક વાત કરતા હતા કે –
એક વૃદ્ધ સ્ત્રીનું ઘર સ્મશાનના માર્ગે આવેલું હતું. એટલે મૃતાત્માને-મડદાંને સ્મશાનમાં તે માર્ગેથી લઈ જવામાં આવતાં. તે ઘરડી સ્ત્રી ધર્મપરાયણ હતી અને પ્રાયઃ તે ધર્મની વાત કર્યા કરતી; એટલે કોઈને કોઈ તેની પાસે વાત કરવા બેઠેલા જ હોય ! જ્યારે કોઈ મડદું તેના ઘર આગળથી પસાર થતું ત્યારે એ ઘરડી સ્ત્રી કહેતી કે, આ
Page #178
--------------------------------------------------------------------------
________________
શુઠ્ઠી ૫]
રાજકાટ-ચાતુર્માંસ
[ ૧૩૭
જીવ સ્વમાં ગયા છે. પાસે બેસનારા લોકો પૂછતા કે, તમે એ કયારે જોયું કે, તે સ્વ`માં ગયા છે ? તે ઘરડી સ્ત્રી જવાબમાં કહેતી કે, મેં એ જોયું તેા નથી પણ તેના મૃત શરીરને સ્મશાનમાં લઈ જતી વખતે જે લાકો સાથે હતા તે જે વાત કરતા જતા હતા તે ઉપરથી મેં જાણી લીધું કે તે સ્વર્ગમાં ગયા છે. તે લોકેા એ મૃતાત્મા ‘ આવા પરોપકારી હતેા, આવે। સારા માણસ હતા' એમ પ્રશંસા કરતા જતા હતા. હવે જો આવા પરાપકારી જીવા સ્વĆમાં નહિ જાય તે શું પાપી માણસા સ્વ ́માં જશે !
:
આ પ્રમાણે જે સંસારને પણ સત્કાર્યોંદ્દારા સ્વર્ગ બનાવી લે છે અને જેની લાકો પ્રશ'સા કરે છે તેને જ સ્વ પણ મળે છે. રામદાસે કહ્યું છે કેઃ—
“જની નિન્દતિ સર્વાં સેાડૂન દયાવા; જની વત્ત્તતિ સવ ભાવે કરાવા.”
અર્થાત્—લાકો જે કામની નિંદા કરે છે એ કામ છેાડી દેવું, અને લોકો જે કામની પ્રશંસા કરે છે એ કામ કરવું; એ જ સ્વર્ગા મા છે,
આ પ્રમાણે જેમને આ લાક સુધરેલા છે તેના પરલેાક પણ સુર્યાં છે. એટલા માટે જે કામે નિન્દનીય હોય તેને ત્યાગ કરવા જોઈ એ.
આ ઉપરથી એ પ્રશ્ન થાય છે કે, નિન્દનીય કામા કોને ગણવા ? કારણ કે, કેટલાક લોકો સારાં કામેાની પણ નિન્દા કરે છે; એટલા માટે નિંદાના ભયે સાણં કામે પણ કરવાં છેાડી દેવાં ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીએ જણાવે છે કે, શ્રેષ્ટ લાકો જે કામની નિંદા કરે તે કામાને છોડી દેવાં પણ મહાન પુરુષો જે કામની પ્રશ’સા કરે તે કામની લેાકો નિંદા કરે તેપણ તેથી ડરી ન જતાં સત્કાર્યોં કરવાં જોઈ એ. આ પ્રમાણે આત્માને ઓળખવાથી સારા નરસાં કામેા કયાં છે તેના વિવેક પેદા થશે. એટલા માટે આત્માને એળખી વરભાવના ત્યાગ કરે। અને બધા પ્રાણી સાથે પ્રેમસંબંધ જોડા. બધા જીવાની સાથે મૈત્રી કરવાના સંવત્સરીના પવિત્ર દિવસ આવી રહ્યા છે માટે બધાની સાથે પ્રેમસબંધ સ્થાપિત કરે. જેમની સાથે ક્લેશ કંકાસ થયા હોય એવાં શત્રુઓની સાથે પણ પ્રેમભાવ રાખા. જો આ પ્રમાણે સાચા હૃદયથી બધાની સાથે મૈત્રીભાવ રાખશા–વૈર નહિ રાખા–તે પરમાત્મા પણ પ્રસન્ન થશે. પરમાત્મા તો જગતિશરામિણ છે એટલા માટે જ્યાંસુધી જગતના બધા પ્રાણીઓ સાથે મૈત્રીભાવ રાખશે નહિ ત્યાંસુધી પરમાત્મા પ્રસન્ન થશે નહિ માટે આત્માને એળખી બધા વેની સાથે મિત્રભાવ રાખશે। તે પરમાત્મા પણ પ્રસન્ન થશે અને તમારા આત્માનું પણ કલ્યાણ થશે. સુદર્શન ચરિત્ર-૧૪
શેઠે અનુમાનથી જાણી લીધું કે સુભગ મારી સ્ત્રીની કૂક્ષીમાં આવ્યા છે. શેઠે જોકે સુભગના જીવને શેઠાણીની કુક્ષીએ આવતાં જોયે। ન હતા પણ સુભગના મૃત શરીરના મુખ ઉપર ટપકતી પ્રસન્નતા ઉપરથી અને શેઠાણીના સ્વમ ઉપરથી “સુભગ શેઠાણીની કુક્ષીએ આવ્યા છે” એવું અનુમાનથી એણે જાણી લીધું. તેણે શેઠાણીને કારણ ખતાવતાં કહ્યું કે, મારું હૃદય પણ એમ જ કહે છે કે, સુભગ જ આપણા ઘરના સ્વામી થશે.
૧૮
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ - આજે પ્રાચીન તત્ત્વોની અવહેલના કરવામાં આવે છે, પણ જો તેની અવહેલના કરવામાં ન આવે અને તે ઉપર ઊંડો વિચાર કરવામાં આવે તે પ્રાચીન તો કેવાં છે અને શાસ્ત્રમાં કેવી કેવી મહત્ત્વની વાતે વર્ણવવામાં આવી છે તેને ખ્યાલ આવ્યા વગર ન રહે!
જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય છે ત્યારે તેના પેટમાં એક તે પોતાનું હદય હોય છે અને બીજું ગર્ભસ્થ બાળકનું હદય હોય છે. આ પ્રમાણે બે હદય હેવાને કારણે ગર્ભવતી સ્ત્રીને દોહદ કહેવામાં આવે છે. અને ત્યારે સ્ત્રીને જે ઇચ્છા થાય છે તેને ગર્ભની ઇચ્છા માનવામાં આવે છે, અને એટલા માટે સ્ત્રીને આ દેહદ થયો છે એમ કહેવામાં આવે છે. ગર્ભમાં જે જીવ હોય છે, દોહદ પણ તે જ થાય છે. શ્રેણિકને દુખ આપનાર તેને પુત્ર કોણિક જ્યારે ગર્ભમાં આવ્યા હતા ત્યારે તેની માતાને હું મારા પતિનું કલેજું ખાઉં એવી ઈચ્છા થઈ હતી. દુર્યોધન જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેની માતાને પણ “હું કરવ વંશના લોકોનું કલેજું ખાઉં એવી ઈચ્છા થઈ હતી. આ પ્રમાણે જેવું બાળક ગર્ભમાં હોય છે, દેહદ પણ તેવો જ પેદા થાય છે, અને તેથી દેહદ ઉપરથી જ બાળક કેવું છે એ જાણી શકાય છે. બાળકને ભૂતકાળ પણ દેહદથી જણાઈ આવે છે અને તેના ભવિષ્યની પણ તેથી ખબર પડી જાય છે.
આ બાળક કેવું થશે તેને ઘણેખરો ખ્યાલ માતાને આવેલાં સ્વપ્ન ઉપરથી પણ આવી જાય છે. એ વાત જુદી છે કે આજે સંસારની ધમાલ બહુ રહે છે એ કારણે સ્વપ્ન આવ્યું હોય તે પણ તેની ખબર ન રહે, નહિ તે માતાના સ્વપ્નદ્વારા બાળકના ભાવિ જીવનનો પણ ખ્યાલ આવી જાય છે. જ્યારે કોલાહલ થાય છે ત્યારે પણ હું બોલું તો છું જ છતાં મારા શબ્દો કેટલાક લોકોને કેમ સાંભળવામાં આવતાં નથી ? એટલા માટે કે કોલાહલને કારણે મારા શબ્દો સંભળાતા નથી. પાછલી રાતે નદીનો અવાજ બહુ સંભળાય છે તે શું ત્યારે નદી વધારે અવાજ કરે છે અને દિવસમાં એાછો અવાજ કરે છે ? વાસ્તવમાં એમ થતું નથી પણ દિવસે ઘંઘાટ થવાને કારણે અવાજ સંભળાતે નથી પણ રાતે ઘંઘાટ કે કોલાહલ હોતો નથી એટલે નદીનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. આ જ પ્રમાણે શાસ્ત્રમાં કહેલાં સ્વપ્ન તે તે જ છે પણ સંસારની ધમાલને કારણે સ્વપ્ન યાદ રહેતું નથી; નહિં તે શાસ્ત્રમાં તે એવાં એવાં તો બતાવવામાં આવ્યાં છે કે જેથી ભૂત ભવિષ્યની પણ ખબર પડી શકે.
કેટલાક લોકો એમ કહે છે કે જૈનશાસ્ત્રમાં તો કેવળ તાત્ત્વિક વાતે જ ભરેલી છે, બાકી કાંઈ નથી. જૈનશાસ્ત્રમાં તાત્ત્વિક વાત તે છે જ અને તેથી જ તે શાસ્ત્ર ગણાય છે પણ તેની સાથે જીવનપયોગી બીજી વાતે પણ આવે છે. ઘરમાં પ્રકાશ હોય પણ સામગ્રી ન હોય તે તે ઘર શું કામમાં આવી શકે ! પ્રકાશની સાથે સામગ્રી હોય તે જ ઘર કામનું ગણાય. આ જ પ્રમાણે શાસ્ત્રમાં તત્ત્વરૂપ પ્રકાશ છે અને તે પ્રકાશ સંસારનાં પદાર્થોને બતાવે છે. એ વાત જુદી છે કે પિતાની અપૂર્ણતાને કારણે, પિતાની સમજણ શક્તિ ઓછી હોવાને કારણે તેને શાસ્ત્રો અપૂર્ણ લાગતા હોય પણ વાસ્તવમાં શાસ્ત્રમાં બધી વાતને નિર્દેશ કરવામાં આવેલું હોય છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
શુદી ૫]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૩૯
શાસ્ત્રમાં મેઘકુમારના અધ્યયનમાં ગર્ભવતી સ્ત્રીનું શું કર્તવ્ય છે તે સ્પષ્ટ બતાવવામાં આવેલ છે. બાળકને પેદા કરવું એ તે હિંસા જ છે; પણ ઉત્પન્ન કર્યા પછી તેનું પાલન કરવું એ દયાનું કામ છે. આજના કેટલાક લોકો સંતાનની વૃદ્ધિ થઈ ગઈ છે એટલા માટે સંતાનને રોકવા માટે કૃત્રિમ સાધનને ઉપયોગ કરે છે પણ પિતાની વિષયભોગની વૃત્તિને રોકતા નથી; પણ વિષયભોગની વૃત્તિને રોકવી નહિ ને સંતાનોને કૃત્રિમ ઉપાયો દ્વારા કવાં એ દયાથી દૂર રહેવા જેવું દુષ્કૃત્ય છે. કૃત્રિમ ઉપાયો દ્વારા સંતાનેત્પત્તિ રોકવી એ અનુચિત છે.
સંતાનને રોકવાને સાચે માર્ગ બ્રહ્મચર્ય છે. કુટુમ્બને ભાર વહન કરવાની શક્તિ ન હોય અને સંતાનોને ઉત્પન્ન કરવા અને પિતાની વિષયવાસનાને અંકુશમાં ન રાખવી તે તે કષ્ટોને વધારવા જેવું છે. આવા સમયે તે બ્રહ્મચર્યન અમેઘ ઉપાયદ્વારા સંતાનોત્પત્તિને નિરાધ કર એ જ ઉચિત છે. પણ બ્રહ્મચર્યનું પાલન થઈ ન શકવાને કારણે સ્ત્રીના પેટમાં ગર્ભ રહી જાય ત્યારે ગર્ભની રક્ષા માટે માતાનું શું કર્તવ્ય છે એ વિષે શાસ્ત્રમાં મેઘકુમારના અધ્યયનમાં ધારિણી રાણીનું વર્ણન કરતાં બતાવવામાં આવેલ છે. મેઘકુમાર જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે ધારિણી રાણીને માટે એમ કહેવામાં આવ્યું છે કે, તે ગર્ભની રક્ષા માટે બહુ ઠંડા, બહુ ગરમ, બહુ તીખાં, બહુ ખાટાં કે બહુ મીઠાં પદાર્થોનું ભોજન કરતી નહિ. ભલે તેને એવાં તીખા તમતમતાં પદાર્થોનું ભજન કરવાનો શેખ પણ હોય, પણ તે ગર્ભની અનુકંપા માટે એવાં ગરિક પદાર્થો ખાતી નહિ. તે વધારે જાગતી નહિ તેમ વધારે સુતી નહિ. આ જ પ્રમાણે તે વધારે ચાલતી પણ નહિ, તેમ વધારે પથારીમાં પડી પણ રહેતી નહિ. આ પ્રમાણે ધારિણી રાણી ગર્ભની કરુણા માટે ગર્ભને કોઈ પ્રકારે કષ્ટ ન થાય તેવી રીતે રહેતી હતી.
ગર્ભની રક્ષા કરવી એ માતાનું કર્તવ્ય છે. બ્રહ્મચર્ય તે પાળી શકાય નહિ અને જ્યારે ગર્ભ રહે ત્યારે તેની સારસંભાળ ન રાખતાં, બાળકનું પુણ્ય હશે તે જીવશે નહિ તે નહિ' એમ કહેવું એ તે પિતાની હલકાઈ બતાવવા જેવું છે. જેમકે તમારી પાસે કોઈ પાંચ રૂપિયા માંગતું હોય તો તમે તેને એમે કહે કે તારું પુણ્ય હશે તે રૂપિયા મળી જશે અને પુણ્ય નહિ હેય તે રૂપિયા નહિ મળે. લેણદારને આવે જવાબ આપે તે પિતાની હલકાઈ બતાવવા જેવું છે.
હું તપને અને તેમાં વિશેષરૂપે અનશન તપને બહુ પક્ષપાતી છું, પણ ગર્ભવતી સ્ત્રી તપ કરે એને હું અનુચિત સમજું છું. શાસ્ત્રમાં કહ્યું છે કે, ગર્ભવતીને આહાર જે ગર્ભને આહાર છે. જ્યારે ગર્ભવતી ઉપવાસ કરશે તે ગર્ભને પણ આહાર મળશે નહિ. તમે ઉપવાસ કરે અને તમારી ગાય ભેંશને પણ ઘાસ ન આપતાં તેમને પણ ઉપવાસ કરાવે તે શું તે ઠીક કહેવાય ? ભગવાનનો આ માર્ગ નથી. કોઈના ખાનપાનને વિચ્છેદ કરે એને ભગવાને અતિચાર કહેલ છે, એને હિસા કહેલ છે. આ જ વાત ગર્ભના વિષે પણ સમજે. ગર્ભવતી જે ઉપવાસ કરે તે ગર્ભના આહારપાણીને વિચ્છેદ થાય છે કે જે હિંસારૂપ ગણવામાં આવે છે. એટલા માટે ગર્ભની કરુણાનો ત્યાગ કરી ઉપવાસ કરવો એ ગર્ભવતી સ્ત્રીને માટે યોગ્ય નથી. કારણ કે તેમ કરવામાં હિંસા થાય છે. આ જ પ્રમાણે જેમને ધાવણું બાળકો હોય તેવી માતાઓએ પણ બાળકને દૂધ ઓછું મળશે કે
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
તેને ભૂખ્યા રહેવુ પડશે એમ ધારી ઉપવાસ ન કરવા જોઈ એ. પણ જો બાળક ગાય કે બકરીનું દૂધ પીતું હોય તા તે વાત જુદી છે.
અદ્દાસીના પેટમાં જ્યારથી ગર્ભ આવ્યા ત્યારથી તે દરેક વાતમાં બહુ સાવચેતી રાખતી. તે કહેતી કે હવે હું સ્વતંત્ર નથી; હવે ભારે ગર્ભને અનુકૂલ થઈ વર્તવાનું છે. કદાચ કાઈ કહે કે, ધર્મનાં કામમાં ઢીલ કરવી તે ઠીક નથી અને ગર્ભને કારણે ઉપવાસ ન કરવા તે તેા ધર્મના કામમાં ઢીલ કરવા બરાબર છે. તે આના ઉત્તર એ છે કે, જો કાઈ ગવતી સ્ત્રી દીક્ષા લેવા ચાહે તેા શુ' તેને દીક્ષા આપવામાં આવશે ! જો દીક્ષા દેવામાં ન આવે તેા એ પણ ધર્મના કામમાં ઢીલ ગણાશે ને? પણુશાસ્ત્રમાં ગવતી સ્ત્રીને દીક્ષા આપવાની મના કરવામાં આવી છે. આ જ પ્રમાણે જે સ્ત્રી ધના કામમાં ઢીલ કરવા ચાહતી નહિ હાય તે તો પહેલેથી જ બ્રહ્મચર્યનું પાલન કરશે. શુ ધર્મના કામમાં ઢીલ ન કરવી એ વિચારથી અનુકપા છેડી દેવી જોઈ એ ? એક પથ તો એવા છે કે, જે અનુક'પાને પાપ માને છે; અને એ રીતે તે અનુક'પાને છેાડી બેઠા છે. એ પથની એક સ્ત્રીની સામે જ તેને પુત્ર અીણ ખાઈ ગયા છતાં, તે સ્ત્રીએ પેાતાના પુત્રને તેમ કરતાં રાકયા નહિ. તે કહેતી હતી કે, હું તે સામાયિકમાં બેઠી હતી અને સામાયિકમાં કોઈની અનુકપા ન કરવી એ અમારા પંથના ગુરુનું કહેવું છે.' આખરે તે છેાકરા મરણ પામ્યા. જ્યારે તે મરી ગયા ત્યારે તેની લાગી પણ પહેલાં છેાકરાને અપીણુ ખાતાં અટકાવ્યા નહિ. આ જ પાપ માનનારા મત પ્રચલિત છે પણ ભગવાનનું એવું કહેવું નથી. કે, જ્યારે બ્રહ્મચર્ય પાળી શકાતું નથી ત્યારે સંતાનની પણ કરુણા કરવી જોઈએ. જે પ્રમાણે નાના છેડને સુધારી શકાય છે તેમ મેટા વૃક્ષાને સુધારી શકાતા નથી. આ જ પ્રમાણે ભગવાન કહે છે કે, ગર્ભસ્થ બાળક ઉપર માતા પેાતાના આચરણ દ્વારા પેાતાના સંસ્કારને પ્રભાવ પાડી શકે છે. આ નિમિત્ત કારણની વાત છે; ઉપાદાનની વાત જુદી છે; પણ ઉપાદાનની સાથે નિમિત્ત કારણની પણ જરૂર રહે છે. સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે, સહકારી કારણની પણ આવશ્યકતા રહે છે. માટીમાં ધડા બનવાની શક્તિ છે પણ કુંભાર જો ધડા ન બનાવે તો પેાતાની મેળે માટીમાંથી વડા બની શકશે ખરા ? સેાનામાંથી ઘરેણાં બની શકે છે પણ સેાની ધરેણાં ન બનાવે તે શું ઘરેણાં બનશે ખરાં ! એટલા માટે કેવળ ઉપાદાન કારણથી કામ ચાલતુ' નથી, સહકારી કારણની પણ જરૂર રહે છે. બાળકને માટે માતા સહકારી કારણ છે માટે તે જેમ ચાહે તેમ બાળકને બનાવી શકે છે. ગર્ભસમયની સ્થિતિ ઘણી વિષમ-મુશ્કેલ હોય છે. જ્યારે બાળક અને માતાનું પૂરેપૂરું પુણ્ય હાય છે ત્યારે જ બાળકના સુખપૂર્વક જન્મ થાય છે. આજે તે પ્રસૂતિગૃહ ખુલ્યાં છે પણ પહેલાં તે બધાં માતાપિતા પ્રસૂતિ સંબંધી વાતોથી પરિચિત રહેતા હતા. જે પિતા બાળકના જન્મ વખતે કાઇ પ્રકારની સહાયતા કરી શકતા ન હતા તે પિતા થવાને ચેાગ્ય માનવામાં આવતા નહિ.
માતા રેાવા-ફૂટવા પ્રમાણે અનુક’પાને ભગવાન તે। કહે છે
અદ્દાસીની કૂક્ષીએ બાળકના સુખપૂર્ણાંક જન્મ થયા. હવે આગળ શું થાય છે તેના હવે પછી વિચાર કરવામાં આવશે.
Page #182
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ સુદી ૬ શુક્રવાર
પ્રાર્થના. કાકદી” નગરી ભલી હે, શ્રી “સુગ્રીવ નૃપાલ, રામા” તસુ પટરાની હે, તસ સુત પરમ કૃપાલ.
શ્રી સુવિધિ જિનેશ્વર વંદિયે હે. શ્રી સુબુદ્ધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આત્માને પરમાત્માની સાથે શો સંબંધ છે અને આત્મા પરમાત્માની પ્રાર્થના શા માટે કરે છે એ અત્રે જોવાનું છે. આત્મા જ્યારે પરમાત્માની પ્રાર્થના કરે છે ત્યારે પરમાત્માની સાથે તેને કેઈ સંબંધ પણ હોવો જ જોઈએ. પરમાત્માની સાથે સંબંધ જાણી લીધા બાદ પ્રાર્થના કરવાથી આત્માને વિશેષ લાભ થાય છે.
પરમાત્માનું માહાત્મ કેવી રીતે જાણી શકાય એને માટે આ પ્રાર્થનામાં જ ઉપાય બતાવવામાં આવ્યો છે. આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, “હે ! પ્રભ ! મારો તારી સાથે જેવો સંબંધ છે તે સંબંધ બીજા કોઈની સાથે નથી. જો કે આ વિષે એવી બ્રાતિ થાય છે કે, હું જડ બુદ્ધિવાળો, પાપી અને પામર પ્રાણું છું અને તું મલરહિત પવિત્ર છે. એવી દશામાં મારે અને તારે સંબંધ કેવી રીતે હોઈ શકે? પણ જ્ઞાનીજનો કહે છે કે આવી ભ્રાન્તિ થવી એ ભૂલ છે. વાસ્તવમાં પરમાત્માની સાથે આત્માને ધનિષ્ટ સંબંધ છે. જે આત્મા વાર્થ અને લાર્થને ભૂલે નહિ અને પરમાત્માની સાથે પિતાને ધનિષ્ટ સંબંધ છે એમ જાણી તેની પ્રાર્થના કરે તે જરૂર તેની ઈષ્ટસિદ્ધિ થાય.”
વાર્થ અને લક્ષ્યાર્થીને શો અર્થ છે એને જે ન્યાયમાં કહેલાં પાંચ અંગેદાર સમજાવવામાં આવે તે વધારે સમય જોઈએ એટલા માટે એ વિષે વધારે ન કહેતાં એક લૌકિક ઉદાહરણકારા વાગ્યાર્થ અને લક્ષ્યાર્થને સમજાવું છું જેથી બધાની સમજમાં આવી શકે.
માને કે, એક સેની પાસે સેનું છે. તેનું એ વાસ્વાર્થ છે, પણ સની કહે છે કે એ સેનાનાં હું ઘરેણાં બનાવીશ કારણ કે આ સેનામાંથી હાર-વીંટી વગેરે ઘરેણું બની શકે છે. આ પ્રમાણે સોનીનું વિચારવું તે લક્ષ્યાર્થ છે.
કુંભાર માટીને પડે લઈ બેઠે છે એ તે વાચ્યાર્થ છે પણ તે માટીમાંથી ઘડે બનાવવાનો વિચાર કરે છે એ લક્ષ્યાર્થ છે. આ જ પ્રમાણે કોઈ સ્ત્રી જેટલીને કણ બાંધે તે તે વાર્થ છે પણ તે કણ બાંધીને બેસી રહેતી નથી પણ એ કણમાંથી રોટલી બનાવવા ચાહે છે એ લક્ષ્યાર્થ છે.
આ જ પ્રમાણે આપણો આમાં વાચ્ચાર્યું છે અને પરમાત્મા બનવું એ લક્ષ્યાર્થ છે, જેમ સોનામાંથી આભૂષણો બનાવવા, રોટલીના કણમાંથી રોટલીઓ બનાવવી અને
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ માટીમાંથી ઘડાં બનાવવાં એ લક્ષ્યાર્થ સિદ્ધ થયો કહેવાય છે, તેમ આત્મામાંથી પરમાત્મા બનવું એ લક્ષ્યાર્થ સિદ્ધ થયો કહેવાય છે. અત્યારે આપણે વાચ્યાર્થમાં જ છીએ, આપણે લક્ષ્યાર્થ પરમાત્મા બનવાને છે. આત્મામાં પરમાત્મા બનવાનો લક્ષ્યાર્થ સિદ્ધ કરવાની શક્તિ છે એમ જ્ઞાનીઓ કહે છે, માટે આત્માએ પિતાને લક્ષ્યાર્થ ભૂલવો ન જોઈએ ! જે આત્મ પિતાનો લક્ષ્યાર્થ ભૂલી જાય છે તે વિચારવાનું કહેવાતું નથી. જે પ્રમાણે કોઈ કુંભાર પિતાના હાથમાં માટીને પિંડ લઈ, સોની હાથમાં સેનું લઈ અને સ્ત્રી પોતાના હાથમાં રોટલીને કણ લઈ નિષ્ક્રિય બેસી રહે અને ક્રમશઃ ઘડે, આભૂષણ કે જેટલી બનાવે નહિ તે તે બધાં મૂર્ધની કટીમાં ગણાશે. જ્યારે માટીમાં ઘડો બનવાની, સેનામાં ઘરેણાં બનવાની અને રોટલીના કણમાં રોટલી બનવાની શક્તિ છે છતાં પોતાના લક્ષ્યાર્થીને ભૂલી જઈ જે ઘડે, આભૂષણ કે રોટલી બનાવવામાં ન આવે તે તે તેઓ ઉપાલંભને પાત્ર ગણાય છે. તે જ પ્રમાણે જે આત્મા પરમાત્મા બનવાને પિતાને લક્ષ્યાર્થ ભૂલી જાય તે તે વિચારવાન નહિ પણ મૂર્ખ જ ગણાય છે.
તમે લોકો વ્યવહારનાં કામોમાં તે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થીને કદાચ જ ભૂલી જાઓ છો પણ આત્માનો લક્ષ્યાર્થ ભૂલી રહ્યા છો એ કારણે આત્માને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે એ જોતા નથી. જ્ઞાનીઓનું કહેવું છે કે આપણા આત્મામાં પણ પરમાત્મા બનવાની શક્તિ છે માટે પરમાત્મા બનાવાને આપણે લક્ષ્યાથું ભૂલી જ ન જોઈએ. જે આવરણોને દૂર કરી પરમાત્મા સિદ્ધ થયા છે તે આવરણોને દૂર કરી આપણે પણ લક્ષ્યાર્થ સિદ્ધ કરી શકીએ છીએ. જે આવરણને તેમણે દૂર કર્યા છે તે જ આવરણને દૂર કરી આપણે આત્મા પણ પરમાત્મા બની શકે છે માટે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને કારણે આપણી પરમાત્માની શક્તિ દબાઈ ગઈ છે તે આઠ કર્મોનાં આવરણોને દૂર કરી પરમાત્માની શક્તિ પિતાના આત્મામાં પણ પ્રગટાવવી જોઈએ. જે આવરણોને દૂર કરી પરમાત્મા સિદ્ધ થયા છે–પરમાત્મપદને પ્રાપ્ત કર્યું છે એ આવરણોને દૂર કરવા માટે તેમના આદર્શ કાર્યદ્વારા આપણને સહાયતા મળે તે માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે. અનાથી મુનિને અધિકાર–૧૫
આ જ વાતને શાસ્ત્રધારા વધારે સ્પષ્ટ કરું છું. અહીં રાજા શ્રેણિક પણ વાચાર્ય પ્રમાણે લાર્ય જોઈ રહ્યો છે. તે જુએ છે કે, આ મુનિ જેવા છે, તે જ તેમને લદ્યાર્થ છે. મુનિનો લક્ષ્યાર્થ જોઈ રાજા પોતે પણ મુનિના લક્ષ્યાર્થનું ધ્યાન કરી રહ્યો છે. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે, જેમનું ધ્યાન ધરવામાં આવે છે, ધ્યાન કરનાર પિતે પણ તેના જે જ બની જાય છે. આ પ્રમાણે રાજા શ્રેણિક પણ મુનિના લક્ષ્યાર્થીનું ધ્યાન ધરતાં પતે પણ તેમના જેવો બની રહ્યા છે. મુનિને જોઈ તે કહે છે કે –
अहो वण्णो अहो ख्वं, अहो अज्जस्स सोमया। ઘણો વન મહો કુત્તી, દો મને કરાયા છે. तस्स पाए उ वन्दित्ता, काऊण य पयाहिणं । नाइदूरमणासने, पंजली पडिपुच्छइ
Page #184
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૩
શુદી ૬].
રાજકેટ–ચાતુર્માસ રાજા વિચારે છે કે, આ આર્ય મુનિનું રૂપ-વર્ણ વગેરે આશ્ચર્યજનક છે. તેમની સમ્યતા પણ આશ્ચર્યજનક છે. સંસારના સમસ્ત શીતલતા આપનાર પદાર્થો તેમની સેમ્યતા આગળ તુચ્છ છે. ચન્દ્ર સિમ્ય માનવામાં આવે છે પણ તેની સામ્યતા પણ આ આર્ય મુનિની સૈમ્યતા આગળ તે તુચ્છ છે. - સામાન્ય રીતે જેવી વસ્તુ પિતાને લાગે છે, કે તેને તેવી કહે છે, પણ કેવળ મોહ કે ભ્રમને કારણે વસ્તુને વધારે મહત્ત્વ આપવું એ વાત જુદી છે અને વાસ્તવમાં વધુ સારી હોય અને તેને મહત્ત્વ આપવું એ વાત જુદી છે. આ પ્રમાણે વસ્તુનું મૂલ્યાંકન કરવામાં પણ અંતર પડી જાય છે. જેમકે કવિઓ સ્ત્રીઓના મુખ આગળ ચન્દ્રને પણ તુછ બનાવી દે છે. અને સ્ત્રીઓના મુખની ઉપમા દેવા માટે ચંદ્રને અયોગ્ય માને છે એટલું જ નહિ, પણ કેટલાક કવિઓ તે ત્યાં સુધી કહે છે કે, સ્ત્રીઓના ઉજજવલ મુખની આગળ એ કલંક્તિ ચંદ્ર ઉભે જ કેમ રહી શકે? એટલા જ માટે ચંદ્ર દિવસે છુપાઈ રહે છે અને રાત્રે ઊગે છે. આ પ્રમાણે સ્ત્રીઓના મુખને ચંદ્રથી પણ વધારે ઉજજવલ માને છે પણ એ તેમની મોહાંધતા જ છે. મહાધતાને વશ થઈ કોઈ વસ્તુનું મહત્વ વધારી દેવું એ વાત જુદી છે અને વસ્તુનું વાસ્તવિક મૂલ્યાંકન કરવું એ પણ જુદી વાત છે.
રાજા તે મુનિની સૌમ્યતા વિષે જે કાંઈ કહી રહ્યા છે તે વાસ્તવિકતા જોઈને કહી રહ્યા છે કે, “ચન્દ્રનાં કિરણો અને તેની સામ્યતા વડે કમલિની વિકસિત થઈ શકે અને બીજી વનસ્પતિઓને પણ રસ મળી શકે; પણ ચંદ્રનાં કિરણે કે તેની સામ્યતા વડે આત્મા વિકસિત થઈ શકતું નથી, તેમ આત્મામાં રસ પેદા થઈ શકતું નથી. પણ એ આર્ય મુનિની સામ્યતા તે આત્માને વિકાસ કરનારી હતી. આત્મા ભલે ગમે તેવા ક્રોધ, માન, માયા કે લેભથી યુક્ત હેય પણ આર્ય મુનિનું સામ્ય મુખ જોતાં જ તેને આત્મા શાન્ત થઈ જાય છે. કેધી માણસ ક્રોધાદિથી ગમે તેટલે સંતપ્ત હોય પણ મુનિના સિમ્ય મુખ ઉપર ટપકતી શીતળતાથી તેને સંતાપ શાન્ત થઈ જાય છે. મારા પિતાના હૃદયને ત્રિવિધ તાપ પણ આ આર્ય મુનિની સામ્યતા જોતાં જ શાન્ત થઈ ગયો છે, એટલા જ માટે હું તેમની સામ્યતાની પ્રશંસા કરું છું અને સંસારનાં બધાં શીતલતા આપનાર પદાર્થો પણ આ મુનિની સામ્યતા આગળ તુચ્છ છે એમ કહું છું.”
રાજા શ્રેણિક મુનિની સામ્યતાની પ્રશંસા કર્યા બાદ તેમની ક્ષમાની પ્રશંસા કરી રહ્યું છે કે, “અહા ! આ મુનિમાં કેવી ક્ષમા છે ! કદાચ કોઈ કહે કે, આ મુનિમાં ક્ષમા છે એ રાજાએ કેવી રીતે જાણ્યું? તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જેમ ભૂલને ન દેખવા છતાં વૃક્ષને જેવાથી મૂળનું અનુમાન થઈ શકે છે, તે જ પ્રમાણે મુનિના મુખ ઉપરની સામ્યતા જોઈ રાજાએ અનુમાનથી જાણી લીધું કે, આ મુનિમાં કે આશ્ચર્યજનક ક્ષમાભાવ છે? રાજા પણ વિચક્ષણ હતું એટલે મુનિના મુખ ઉપર ટપક્તી શાન્તિ ઉપરથી એ કળી ગયો કે, આ મુનિમાં ક્ષમાભાવ છે.
ક્ષમા એટલે શું? એ વિષે અત્રે વિચાર કરવો પણ પ્રાસંગિક છે. આજે લોકો કાયરતાને ક્ષમાનું રૂપ આપે છે, પણ એ તેમની ભૂલ છે. ક્ષમાનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ એક ઉદાહરણદ્વારા સમજાવું છું.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
શ્રિાવણ
માને કે ત્રણ મિત્રો ફરવા જઈ રહ્યા છે. રસ્તામાં કઈ ચોથા માણસે તેમને ગાળે ભાંડી. તે ત્રણ મિત્રોમાંથી એક મિત્ર વિચારવા લાગ્યો કે, “મેં આ માણસનું કાંઈ બગાડયું નથી છતાં મને ગાળે શા માટે ભાડે છે? શું કરું ? જે મારામાં શક્તિ હોત તો તેને ઠીક કરી દેત. પણ મારા કરતાં તે બળવાન છે એટલે જે કાંઈ બોલીશ તો ઊલટે હું માર ખાઈશ.” આ પ્રમાણે વિચાર કરી તે ચૂપ સ્થા; પણ તેના હૃદયમાં ગાળો ભાંડનારને દંડ આપવાની ભાવના છે અને તે મનમાં તેની ઉપર ક્રોધ પણ કરી રહ્યું છે પણ અશક્તિને કારણે કાંઈ બોલી શકતો નથી અને ચૂપચાપ ગાળો સહી લે છે. બીજો મિત્ર ગાળો ભાંડનારની સામે થયે, અને “નિષ્કારણ શા માટે ગાળો ભાંડે છે” એમ કહી પિતાની શક્તિને પરિચય આપી સામા માણસને દબાવ્યો. હવે ત્રીજે મિત્ર વિચારવા લાગે છે,
આ માણસ મને દુષ્ટ, બેવકૂફ, નાલાયક કહીં ગાળો ભાંડે છે તે શું મારામાં કાંઈ દુષ્ટતા કે નાલાયકી તે આવી ગઈ નથી ને? તે મારે જોવું જોઈએ! જે વાસ્તવમાં મારામાં દુષ્ટતા આવી ગઈ છે તે મારે તેની ઉપર ક્રોધી શા માટે થવું જોઈએ ! ઊલટો તેને ઉપકાર માની દુષ્ટતાને દૂર કરવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ જે મારામાં દુષ્ટતા નથી તે પછી આ માણસ મને દુષ્ટ કે બેવકૂફ કહી ગાળ આપે છે એમ માનવાની કે નારાજ થવાની મારે શી આવશ્યકતા છે. જ્યારે હું દુષ્ટ જ નથી એવો મને વિશ્વાસ છે તે પછી તે માણસ મને જ દુષ્ટ કહે છે એમ શા માટે માનવું જોઈએ !'
આ પ્રમાણે એક મિત્રે તે ગાળોને અસમર્થતાને કારણે સાંભળી લીધી અને મનમાં વૈર લેવાની વૃત્તિ હોવા છતાં ચૂપ બેસી રહ્યો. બીજા માણસે પોતાની શક્તિને પરિચય આપી ગાળો ભાંડનારને દબાવ્યું અને ત્રીજા મિત્રે તે પિતાને ગાળો ભાંડે છે એમ જ માન્યું નહિ. હવે આ ત્રણેય મિત્રોમાં કોણ ક્ષમાશીલ છે એ જોવું જોઈએ! જે ત્રીજા મિત્રને ક્ષમાશીલ કહેવામાં આવે તે પહેલા મિત્રે પણ તે ગાળો ભાંડનારને કાંઈ કહ્યું નથી તો તેને ક્ષમાશીલ શા માટે કહેવામાં ન આવે? પહેલા મિત્રને ક્ષમાશીલ એટલા માટે કહેવામાં આવતો નથી કે તેના હૃદયમાં તે વૈર લેવાની વૃત્તિ હતી પણ પોતાની અશક્તિને કારણે ગાળો ભાંડનારને કાંઈ કહી શકે નહિ; આજના લોકે આવી કાયરતાને-અશક્તિને જ ક્ષમા માની બેઠા છે પણ શાસ્ત્રકારે કહે છે કે, આ પ્રકારની ક્ષમા તો તમે ગુણ ક્ષમા છે, સતગુણી ક્ષમા તે ત્રીજા મિત્રમાં છે કે જેણે શકિત હોવા છતાં વિચારપૂર્વક ક્ષમા ધારણ કરી.
રાજાએ મુનિને જોતાં જ જાણી લીધું કે, આ મુનિમાં ક્ષમાભાવ છે. જેમ શાક વેચનારો હીરા માણેકનું મૂલ્યાંકન આંકી શકતો નથી તેમ જે ગુણોને પરીક્ષક હેતે નથી તે મુખાકૃતિ જોતાં જ આ મુનિમાં ક્ષમાભાવ છે એમ કહી શકતો નથી. પણ રાજા તે ગુણોને પરીક્ષક હતો એટલા માટે મુનિને જોતાં જ તેમનામાં ક્ષમાભાવ છે એ કળી ગયે. ઘણું લેકે રૂપિયાને પત્થર ઉપર ખખડાવી સાચે છે કે ખેટે છે તેની પરીક્ષા કરે છે પણ કેટલાક વેપારીઓ રૂપિયાના એવા પરીક્ષક હોય છે કે રૂપિયાને જોતાં જ કહી દે છે કે આ રૂપિયે સાચો છે અને આ રૂપિયો ખોટો છે ! હું પણ મારી સંસાર અવસ્થાની વાત કહું છું કે, જ્યારે હું મારા મામાની કાપડની દુકાને બેસતા હતા ત્યારે
Page #186
--------------------------------------------------------------------------
________________
શુદી ૫]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૪૫
અંધારી રાતે પણ કેવળ હાથથી સ્પર્શ કરતાં કહી દે કે, આ છીંટ આટલા વાર ઓછી છે અને આ છીંટ આટલા વાર વધારે છે ! '
કહેવાનો આશય એ છે કે, જે ખરે પરીક્ષક હોય છે તે મુખાકૃતિ જોતાં જ પારખુ કરી લે છે. રાજા પણ પરીક્ષક હતું એટલે મુનિને જોતાં જ આ મુનિ ક્ષમાશીલ અને નિર્લોભી છે તે જાણી લીધું. તે મુનિ રૂ૫ અને વર્ણમાં અનુપમ હોવા છતાં કામભેગથી વિરક્ત હતા, એ પણ આશ્ચર્યજનક છે !
અહીં એક પ્રશ્ન થાય છે કે, જ્યારે રાજાએ મુનિને ક્ષમાશીલ અને નિર્લોભી કહ્યા છતાં તેમને ભોગોથી અસંગતિ અર્થાત કામગોથી વિરક્ત હતા એમ શા માટે કહ્યું ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સર્વથી નહિ તે દેશથી ગૃહસ્થા પણ ક્ષમાશીલ અને નિર્લોભી હોઈ શકે છે; પણ આ તો ગૃહસ્થ નહિ પણ મુનિ હતા એ સ્પષ્ટ કરવા માટે ક્ષમાશીલ અને નિર્લોભીની સાથે કામગોથી વિરકત આ મુનિ હતા–સંયમના ધારક હતા–એમ રાજાએ કહ્યું.
રાજાને, મુનિને કામભોગને ત્યાગ એટલો બધો આશ્ચર્યજનક એટલા માટે લાગે કે તે ભોગોને ત્યાગ કરવો બહુ મુશ્કેલ માનતા હતા. જેમકે તમને ધન બહુ પ્રિય છે એટલે ધનને ત્યાગ કરવો મુશ્કેલ લાગે છે, અને તેથી કોઈ માણસને લાખ રૂપિયાને ત્યાગ કરતા જુઓ, તે તમારા આશ્ચર્યને પાર રહેતા નથી. આ જ પ્રમાણે રાજા પણ કામભેગેને પ્રિય માનો હતો અને તેને ત્યાગ કરે મુશ્કેલ સમજતું હતું અને તેથી મુનિને કામભેગોથી વિરક્ત થએલા જોઈ તેના આશ્ચર્યને પાર રહ્યું નહિ.
રાજામાં પણ સ્વાર્થને માટે પણ થોડા ઘણા અંશમાં ક્ષમા અને નિર્લોભતાના ગુણ વિદ્યમાન હશે, પણ જ્યારે મુનિમાં નિઃસ્વાર્થ ક્ષમા અને નિર્લોભતાનાં ગુણો જોયાં ત્યારે તે પિતાનામાં રહેલાં ક્ષમા અને નિર્લોભતાનાં ગુણો ભૂલી ગયો અને “આ મુનિ તે સાક્ષાત ક્ષમા અને નિર્લોભતાના મૂર્તિમાં છે અને મારામાં તે કાંઈ નથી,” એમ પ્રશંસા કરવા લાગ્યા.
રાજાએ જેમ મુનિની સાથે સંબંધ જોડી લીધે તેમ તમે પણ ગુણીજનની સાથે સંબંધ જોડે અને તમે કદાચ ગુણોને જીવનમાં અપનાવી શકે નહિ, તે જેઓ ગુણોને જીવનમાં અપનાવતા હોય તેમની પ્રશંસા કરે તો પણ કલ્યાણ છે. ગાડીને ખેંચી જવાની શક્તિ તે કેવળ ઍન્જિનમાં જ હોય છે, બીજા ડબાઓમાં એ શક્તિ હોતી નથી, તેમ છતાં ઍન્જિનની સાથે જે ડબાઓ જોડાએલાં હોય છે, તે ડબાઓમાં દોડવાની શક્તિ ન હોવા છતાં, ઍનિજીનની સાથે જોડાએલાં હેવાને કારણે ઐજીિન જે સ્ટેશને જાય છે તે સ્ટેશને જઈ શકે છે, તે જ પ્રમાણે તમે પણ મહાત્મા કોની સાથે સંબંધ જોડશે તે તેમની સાથે તમારું પણ કલ્યાણ થઈ જશે !
રાજા ક્ષત્રિય હતા. તે વાણીયાઓની માફક પ્રસન્ન થઈને કેવળ મૌખિક પ્રશંસા જ કરી જાણતા ન હતા, એટલે તેણે વિચાર્યું કે જ્યારે મેં આ આય મુનિમાં ગુણો જોયાં છે તે તેમને નમસ્કારાદિદ્વારા વિવેક પણ કર જોઈએ. જ્યાં સુધી ગુણો જાણ્યા નથી
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
ત્યાંસુધી નમસ્કારાદિદ્વારા વિવેક કર એ પણ ઠીક નથી, પણ જ્યારે મેં તેમનામાં ગુણે જોયાં છે ત્યારે મારે તેમને નમસ્કારાદિઠારા વિવેક પણ કરે જ જોઈએ. વાસ્તવમાં નમસ્કાર તે સાચાં છે કે જે ગુણો જાણ્યા બાદ કરવામાં આવે છે. કેવળ બહારનાં રૂપરંગ જ જેવાં ન જોઈએ, પણ ગુણો જોવા જોઈએ. રાજાએ પહેલાં મુનિનાં ગુણો જ જોયાં. જેઓમાં ગુણો નથી તેમને નમસ્કાર કરવા પણ અનુચિત છે. જેમને નમન કરવામાં આવે, તેમનાં ગુણ પણ જેવાં જોઈએ અને ગુણદર્શન કર્યા પછી જ નમન કરવું જોઈએ.
રાજાએ પહેલાં મુનિનાં ગુણ જોયાં, ગુણોની પ્રશંસા કરી અને પછી તેમને નમન કરવાને વિચાર કર્યો. આ પ્રમાણે રાજા કેવળ પ્રશંસા કરીને જ બેસી ન રહ્યો પણ નમન પણ કર્યું. તમે લોકો પણ કેવળ વાત જ ન કરે પણ કાર્ય કરી બતાવે. કેગ્રેસના નેતાઓ પહેલાં લાંબા લાંબા ભાષણો કરતાં હતાં, પણ જ્યારે તેમને લાગ્યું કે કેવળ ભાષણ કરવાથી કાંઈ વળવાનું નથી ત્યારે તેઓએ સક્રિય કાર્ય હાથ ધર્યું, કે જેનું આજે પ્રત્યક્ષ પરિણામ જોવામાં આવે છે. કામ કરવું નહિ અને ભાષણ કર્યા કરવું એ કેવળ એક પ્રકારને ગણગણાટ જ છે.
ગણગણાટ પણ બે પ્રકારને થાય છે. એક તે ઘરમાં માખીઓ ગણગણાટ કરે છે અને બીજે મધમાખીઓ ગણગણુટ કરે છે. ઘરની માખીઓ ગણગણાટ કરીને આસપાસની ગંદકી ઘરમાં લાવે છે અને રોગને પેદા કરે છે; પણ મધમાખીઓ એવી ગંદકી કરતી નથી, પણ કુલ ઉપર જઈ ગણગણાટ કરે છે અને જાણે પુલને કહેતી હોય છે, “હું જે કાંઈ અહીંથી લઈ જાઉં છું તે કાંઈક અનોપયોગી વસ્તુ બનાવવા માટે લઈ જાઉં છું, અને બનાવું પણ છું.” આ પ્રમાણે ઘરની માખીઓ અને મધમાખીઓના ગણગણાટમાં કાંઈ અંતર છે કે નહિ ? એક રોગ પેદા કરે છે અને બીજી જને પગી મધ પેદા કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મધના જેવી કોઈ મિઠાઈ નથી. વિઘે પણ કહે છે કે, મધના જેવી બીજી કોઈ નિરોગ મિઠાઈ નથી !
કહેવાનો આશય એ છે કે, તમે કેવળ ખોટો ગણગણાટ-બકવાદ કરે નહિ પણ સક્રિય કાર્ય કરે. કેવળ બહારથી એવી પ્રશંસા જ ન કર્યા કરો કે મુનિ બહુ સારા છે. પણ તેમના ગુણોને પણ જીવનમાં ઉતારે ! જે તમે ઘરની માખીની માફક અહીંતહીંની ગંદકી એકઠી કરી એક બીજાની કુથલી કરવામાં જ રચ્યાપચ્યા રહેશે અને જનપગી કાંઈ કામ નહિ કરે તે તમારી સ્થિતિ એના જેવી થશે કે – ન ખુદા હી મિલા ન વિશાલે સનમ, ન ઈધરકે રહે ન ઉધરકે સનમ.”
અર્થાત–કુથલી કરનાર માણસ પરમાત્માનું ભજન પણ કરી ન શકે તેમ દુનિયાનું ભલું પણ કરી ન શકો. વાસ્તવમાં અર્ધદગ્ધ મનુષ્યો દેબીના કુતરાની માફક ઘરના કે ઘાટના રહી શકતા નથી. તે લોકો ઘરની માખીની માફક લોકોની કુથલી કરી બેટો ગણગણાટ કર્યા કરે છે અને નિંદાને રોગ ચારે બાજુ ફેલાવે છે. એટલા માટે ખે બકવાદ છેડે અને જે બકવાદ છેડી શકતા ન હ તે મધમાખીઓની માફક બકવાદની સાથે કાંઈ જોપયોગી કાર્ય પણ કરો !
Page #188
--------------------------------------------------------------------------
________________
રાજકાટ-ચાતુર્માસ
શુદી ૫]
સુદર્શન ચરિત્ર—૧૫
કર મહેત્સવ ક્રિયા નામ સુદર્શન, વાઁ મગલાચાર । ઘર ઘર હર્ષ વધાવના સરે, પુરમે' જયજયકાર ॥ ધન૦ | ૧૪ || ચિરત્ર સંભળાવવાને ઉદ્દેશ ધર્મકથાની સાથે જ્ઞાનશિક્ષા આપવાના છે. લૌકિક અને લેાકેાત્તર વિચાર સુધારવા માટે જ ચિરત્ર કહેવામાં આવે છે. કાલે ગની રક્ષા કરવા વિષે કહેવામાં આવ્યું હતું. એ સબંધમાં ઘણું કહી શકાય એમ છે પણ સમય વધારે નથી એટલે એ વિષે વિશેષ ન કહેતાં એટલું જ કહું છું કે, આજના લોકેા કાની વિધિ ભૂલી જઈ પરતંત્ર બની રહ્યા છે! ગર્ભ રહ્યા બાદ માતાપિતાનું શું કવ્ય છે અને તેમણે કેવાં કામા કરવા જોઈ એ અને કેવાં કામે કરવાં ન જોઈ એ એ વાત આજના લોકો ભૂલી રહ્યા છે ! આજે અનેક માણસે એવા પતિત હોય છે કે જેએ ગર્ભવતી સ્ત્રીની સાથે પણ વિષયસેવન કરતાં પણ શરમાતા નથી ગર્ભ રહ્યાનાં ચિન્હો જણાયાં છતાં જે માતાપિતા વિષયસેવન કરે છે તેએ માતાપિતા બનવાને પણ યાગ્ય નથી ! શું એવા વિષયલાલુપી સ્ત્રીપુરુષો માતાપિતા બનવાને યેાગ્ય કહેવાય !
[ ૧૪૭
આજે અનેક જગ્યાએ પ્રસૂતિગૃહા ખોલવામાં આવે છે પણ પહેલાંના જમાનામાં પ્રસૂતિગૃહૅો ન હતાં, છતાં સુખપૂર્ણાંક સુંદર બાળકેા જન્મતાં હતાં અને તેમનું બરાબર પાલન પણ કરવામાં આવતું હતું. પણ આજે તે। ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિગૃહમાં માકલી દેવામાં આવે છે પછી ત્યાં એ ગર્ભવતી સ્ત્રીને શું ખવડાવવામાં અને શું પીવડાવવામાં આવે છે તેને વિચાર કરવામાં આવતો નથી. તેએ તે। એમ જ વિચારે છે કે, આપણે મૅડમને સ્ત્રી સેાંપી દીધી છે. હવે તેા શ્રી ધેર આવશે ત્યારે જોઈશું ! પ્રસૂતિગૃહ વિષે એવું સાંભળવામાં આવે છે કે, ત્યાં પણ પૈસાવાળાએાને સારી સગવડતા આપવામાં આવે છે અને ખીજા સાધારણ લેાકેાની સગવડતા ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. પણ નિકાની દેખાદેખી કરી ગરીમા પણુ ઘસડાતા જાય છે. ધનિકા એમ વિચારે છે કે, જેમ કેાઈની સાથે વાંધા કે ઝગડા થાય છે તે તે ઝગડાનું કામ વકીલને સોંપી દઈશું તેા તે લડયા કરશે, ધરમાં કોઈ માંદુ પડે છે તે તેના કેસ દાક્તરને સાંપી દઈ એ છીએ, તે જ પ્રમાણે સ્ત્રીને પ્રસૂતિ આવવાના સમય આવશે ત્યારે તેને પ્રસૂતિગૃહમાં મેકલાવી આપશું. આ પ્રમાણે પ્રસૂતિગૃહની પાછળ લોકો ભાન ભૂલી રહ્યા છે. સ્ત્રો પણ એમ વિચારે છે કે, હવે તે પ્રસૂતિગૃહા ઠેકઠેકાણે ખેાલવામાં આવ્યાં છે તે પછી પ્રસવ સંબંધી કાર્યને શીખવાની, જાણવાની તથા તે ઉપર ધ્યાન આપવાની શી જરૂર છે! એક ભાઈના મેાઢેથી એ સાંભળી ધણું આશ્ચર્ય થયું કે, પ્રસૂતા સ્ત્રીને પીવા માટે પાણી આપવાથી અરૃમને દંડ આવે છે! આ વાત કયા શાસ્ત્રની છે તે સમજમાં આવ્યું નહિ, શાસ્ત્રમાં તા એને અનુકંપાનું કાય બતાવવામાં આવ્યું છે. મેકુમારના અધ્યયનમાં કહ્યું છે કેઃ—
"
' तस्स गन्भस्स अणुकम्पट्टयाए ।
અર્થાત્—ધારિણીએ ગની અનુકંપા માટે એમ કર્યું. શાસ્ત્ર તો આ પ્રમાણે ગર્ભની અનુક ંપા માટે સ્પષ્ટ કહે છે પણ કોઇ પ્રસૂતા સ્ત્રીને પાણી આપવાથી અક્રમના
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ દંડ આવે છે એમ જેઓ કહે છે એ વાત સત્યથી કેટલી વેગળી છે એ સમજી શકાય એમ છે ! શાસ્ત્ર તે એમ કહેતું નથી.
ધનવાને ધનને દુરુપયોગ કરી ગરીબને માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરી દે છે. જેમકે ધનવાને વિવાહ-લગ્ન આદિમાં હજાર રૂપિયાનો ખર્ચ કરે છે એટલે ગરીબોને પણ દેખાદેખી કરી તેમની પાછળ ખર્ચમાં ઘસડાવું પડે છે અને પરિણામે પિતાનાં રહેવાનાં મકાનો પણ વેચી નાંખવા પડે છે! આ જ પ્રમાણે ધનવાને પોતાની સ્ત્રીઓને પ્રસવ માટે પ્રસૂતિગૃહમાં એકલે છે એટલે ગરીબ પણ દેખાદેખી કરી પોતાની સ્ત્રીઓને પ્રસૂતિગૃહમાં મોકલે છે. પરિણામે ગરીબ લોકો પ્રસવક્રિયાનું જ્ઞાન ભૂલી રહ્યા છે. એનું એક કારણ એ પણ છે કે, જેમ પ્રસૂતા સ્ત્રીને પાણી દેવામાં પણ પાપ મનાવવા લાગ્યું તેમ પ્રસૂતા સ્ત્રીની પાસે જવામાં પણ પાપ મનાવવા લાગ્યું; જ્યારે આ પ્રમાણે પાપના નામે પ્રસવક્રિયા તરફ ઉપેક્ષા થવા લાગી એટલે યુરોપ-અમેરિકાની નર્સોએ એ મહત્વનું કામ પિતાના હાથમાં ધર્યું. હવે તે તેઓને જેમ સારું લાગે તે જ રીતિએ પિતાનું કામ કરશે. તમે કહેશો કે તેઓ તે શરાબ પીવડાવે છે તે પણ તેઓ તે પિતાની ઢબે જ કામ કરશે. જ્યારે પરતંત્ર દશા આવે છે ત્યારે પરતંત્રમાં એમ જ ચાલે છે.
શાસ્ત્રમાં તે ગર્ભથી લઈ જન્મ સુધીની બધી ક્રિયા મેઘકુમારના અધ્યયનમાં બતાવવામાં આવી છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે પ્રસવ સંબંધી ક્રિયા માતાપિતા બંનેએ જાણવી જોઈએ. જે કોઈ પુરુષ એ ક્રિયાને જાણતા નથી તે તેણે વિચારવું જોઈએ કે, જ્યાં સુધી હું એ ક્રિયાને જાણતા નથી ત્યાં સુધી મારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, મને વિવાહ કરવાનો અધિકાર નથી. જયારે એ ક્રિયા જાણું લઈશ ત્યારે વિવાહ કરીશ. શાસ્ત્રમાં બાળકના જન્મ વખતે એ પાઠ આવે છે કે –
“મારે આજે વાર ' અર્થાત–આનંદપૂર્વક બાળકને જન્મ આપ્યો. બાળકને જન્મ પણ આનંદપૂર્વક થયે અને માતા પણ કુશલ રહી. જ્યારે પ્રસવક્રિયા સંબંધી જ્ઞાન હોય અને ગર્ભાવસ્થામાં નિયમોપનિયમોનું બરાબર પાલન કરવામાં આવે ત્યારે જે માતા બાળકને સુખપૂર્વક જન્મ આપી શકે છે. - શેઠને ઘેર સુખપૂર્વક બાળકનો જન્મ થયો. શેઠે બાળકને જન્મસવ પણ ઊજવ્યો. આજે ઉત્સવ જુદી રીતે ઊજવવામાં આવે છે પણ પહેલાં જુદી રીતે ઊજવવામાં આવતા હતે ! પહેલાં ઉત્સવમાં આજની માફક ધનને દુરુપયોગ કરવામાં આવતો નહિ પણ ગરીબોની સહાયતા કરવા માટે પૈસાને સદુપયોગ કરી ઉત્સવને સાર્થક કરવામાં આવતા હતા ! સ્વધર્મી ગરીબ ભાઈ બહેનોને સહાયતા પહોંચાડવી એ સહધર્મીવાત્સલ્ય છે. આજે તે એક ટંક ભોજન જમાડી સહધર્મી વાત્સલ્ય કરવામાં આવે છે પણ એક ટંક ભોજન કરાવવું એમાં કાંઈ સહધર્મી-વાત્સલ્ય નથી. સહધર્મી વાત્સલ્ય તે પિતાના સહધર્મની ઉચિત સહાયતા કરવામાં છે. સહધર્મીની સહાયતા અનેક પ્રકારે કરી શકાય છે પણ એમાં પણ વિવેકની જરૂર રહે છે.
પહેલાંના લોકો પુત્રને જન્મોત્સવ આજની માફક ઊજવતા ન હતા, પણ તેઓ પુત્રના જન્મોત્સવ વખતે કેદીઓને મુક્ત કરાવતા હતા કે જેઓ નાની પાયરીએ હાય
Page #190
--------------------------------------------------------------------------
________________
શુદી ૫]
રાજકાટ-ચાતુર્માસ
[ ૧૪૯
તેમને મેાટી પદવી આપી તેમનું સન્માન કરતા હતા. શાસ્ત્રમાં કહ્યું છે કે, પુત્રજન્મની વધાઇ આપનાર દાસીનું રાજાએ પેાતાના હાથે મસ્તક ધાયું અને તેને દાસીત્વથી મુક્ત કરી. જે રાજાએ હાય છે તેએ તે આ પ્રમાણે પુત્રને જન્મેાસવ ઊજવતા પણ જેએ ધનવાના હતાં તેએ ગરીબેને દાન આપી કે તેમની આિિવકાની પૂર્તિ કરી પુત્રને જન્માત્સવ ઊજવતા. આજની માફક પહેલાનાં લોકો વ્યર્થ ખર્ચ કરતા ન હતા.
પુત્રના જન્મ થવાથી જિનદાસ શેઠને ત્યાં અને આખા નગરમાં ઘેર ઘેર ઉત્સવ થવા લાગ્યા. જિનદાસ નગરશેઠ હતા એટલે નગરમાં તેનું બહુ માન હતું. રાજા પણ નગરશેઠની વાતને માનતા હતા. સાંભળ્યું છે કે, ઉદયપુરના રાણા જેવા પણ નગરશેઠની સ્વીકૃતિ વિના કાંઇ કરતા નહિ ! નગરશેઠ, રાજા અને પ્રજા વચ્ચેને પ્રતિનિધિ પુરુષ ગણાય છે. રાજા દ્વારા પ્રજાને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય અને પ્રજાદ્વારા રાજ્યના નિયમેાનું ઉલ્લંધન પણ ન થાય એ વાતની જવાબદારી નગરશેઠ ઉપર રહે છે. જિનદાસ પણ નગરશેઠ હતા. એટલા માટે તેમને ત્યાં પુત્રને જન્મ થવાથી નગરમાં ઘેર ઘેર ઉત્સવ મનાવવા લાગ્યા. જેમના જન્મથી ખીજાને પણ સુખ પહોંચે એ જ વ્યક્તિ પુણ્યવાન મનાય છે, પણ આજે તે જેમને ત્યાં વાડી-ઘેાડી–ગાડી અને લાડી હેાય છે તે જ પુણ્યવાન મનાય છે, પણ વાસ્તવમાં પુણ્યવાન તે તે જ છે કે જેમની દ્વારા વધારેમાં વધારે લેાકેાને આનંદ મળે અને બધા લેાકેા તેના તરફ પ્રેમની દૃષ્ટિએ જુએ. આખી ગાડી લાકડાંની ભરી હાય અને તેમાં કેવળ ચંદનની એક જ લાકડી હોય તોપણ ચંદનની એક જ લાકડીનું મહત્ત્વ ગણાય છે. આ જ પ્રમાણે ભલે કોઈ ધનવાનની પાસે ધણું ધન હોય પણ જો તે ધનવાન પોતાના સત્કાર્યની સુવાસદ્વારા લેાકેાના પ્રેમપાત્ર અને નહિ તે તે પુણ્યવાન મનાતા નથી. પણ જો પેાતાની પાસે થાડું જ ધન હાય પણ તે જનસેવા દ્વારા લેાકાના પ્રેમપાત્ર બન્યા છે તો તે પુણ્યવાન મનાય છે.
જિનદાસ શેઠને ત્યાં પુત્રનેા જન્મ થયા છે. એ શુભ ખબર શહેરમાં ફેલાતાં જ બધાં નગરજને પ્રસન્ન થયા અને ઉત્સવ મનાવવા લાગ્યા. રાજાએ પણ સાંભળ્યું કે, શેઠને ત્યાં પુત્રને જન્મ થયા છે એટલે રાજા પણ બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, શેઠની સહાયતા વિના મારું રાજ્ય ચાલી શકતું નથી. શેઠને ત્યાં પુત્રને જન્મ થવાથી મારા રાજ્યને અને મને પણ લાભ થયા છે. આ પ્રમાણે કહી રાજાએ પણ નગરશેઠના પુત્રના જન્માત્સવ ઊજવ્યા. તેમણે શેઠને વધાઈ માકલી અને નગરશેઠના પુત્રના જન્મના ઉપલક્ષ્યમાં કેદીએને મુક્ત કર્યાં, કેટલાંક કરેા માફ કર્યો અને રાજ્યના કાયદાઓમાં પણ સુધારા કર્યાં. કહેવત છે કે એક પુણ્યવાન વ્યક્તિના જન્મ થવાથી ન જાણે કેટલાય લેાકેાને સુખ પહેાંચે છે, અને એક પાપી વ્યક્તિના જન્મ થવાથી ન જાણે કેટલાય લોકોને દુ:ખ પહોંચે છે ! પુત્રના જન્મોત્સવ આખા નગરમાં ઊજવાયા, પુત્રના જન્મથી અને તેના દર્શનથી નગરમાં દરેક પ્રકારના આનંદ મ`ગલ વર્તાઇ રહ્યો હતા એટલે શેઠે તે બાળકનું નામ સુદર્શન પાડયું. જિનદાસ નગરશેŁ હતા એટલે તેને પુત્ર બધાને પ્રિય લાગતા હતા. તે જ પ્રમાણે તમે પણ પરમાત્માના પુત્ર છે. તો પરમિપતા પરમાત્માને શાલે નિહ એવાં કામે કરા હિ અને જે કામેાથી પરમાત્માને પ્રકાશ વધે તેવાં કામેા કરેા તા કલ્યાણુ જ છે,
Page #191
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૭ શનીવાર
પ્રાર્થના શ્રી “દરથ નૃપતિ પિત્તા, “નન્દા થારી માય; રેમ રેમ પ્રભુ મેં ભણું, શીતલ નામ સુહાય.
જય જ્ય જિન ત્રિભુવન ધણી. ૧ શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. સામાન્ય બુદ્ધિવાળા લોકો એમ સમજે છે કે, પ્રાર્થના કયાંય બહારથી લાવી કરવામાં આવે છે પણ જ્ઞાનીજને કહે છે કે, એમ નથી. દુનિયામાં સાધારણ રીતે અસલી અને નકલી એમ બનેય પ્રકારની ચીજો ચાલે જ છે; અને કાળના પ્રભાવે અસલી ચીજ કરતાં નકલી ચીજ વધારે ચાલે છે, પણ અસલી ચીજમાં જે વિશેષતા હોય છે તે વિશેથતા નકલી ચીજમાં હોતી નથી. પહેલાં અસલી સેનાનું પ્રચલન વધારે હતું પણ હવે તો સોનું પણ નકલી ચાલ્યું છે, ચાંદી પણ નકલી ચાલે છે અને હીરા માણેક પણું નકલી ચાલે છે. આ પ્રમાણે નકલી ચીજોનું પ્રચલન જરૂર વધારે થયું છે, પણ જે વિશેષતા અસલી ચીજમાં હોય છે તે વિશેષતા નકલી ચીજમાં હતી નથી.
આ પ્રમાણે પ્રાર્થના પણ બે પ્રકારની હોય છે. એક તો નકલી પ્રાર્થના અને બીજી અસલી પ્રાર્થના. જે પ્રાર્થના હદયથી કરવામાં આવે છે તે અસલી પ્રાર્થના છે અને જે લોકોને બતાવવા માટે ઉપરછલી પ્રાર્થના કરવામાં આવે છે તે નકલી પ્રાર્થના છે. આ બન્ને પ્રાર્થનામાં અંતર રહેલું છે. જે વિશેષતા હદયથી કરવામાં આવતી પ્રાર્થનામાં હોય છે તે વિશેષતા ઉપરછલી બનાવટી પ્રાર્થનામાં હોતી નથી. કેટલાક લોકો ખોટાં નકલી ઘરેણાં પહેરી લોકોને ભ્રમમાં નાંખી દે છે. પણ એ નકલી ઘરેણાં પહેરનારને આત્મા તે સારી રીતે જાણે જ છે કે, પોતે પહેરેલાં નકલી ઘરેણાંની કીમત કેટલી છે ! આ જ પ્રમાણે કેટલાક લોકે અમે ભક્ત કહેવાઈ એ એટલા માટે ઉપરથી પરમાત્માની પ્રાર્થના કરે છે, પણ જ્ઞાનીજનો કહે છે કે, જે પ્રાર્થના હૃદયપૂર્વક કરવામાં આવતી નથી તે પ્રાર્થને નકલી છે. આ પ્રમાણે બનાવટી પ્રાર્થનાથી ભલે લોકોનું મન રંજન થાય, ભલે પિતાની ગણના ભક્તોમાં કરાવે પણ આ પ્રકારની ઉપરછલી પ્રાર્થનાથી પરમાત્માને પ્રસન્ન કરી શકાતા નથી. એવી પ્રાર્થના તે સંસારને માટે જ હોય છે. જ્યારે સંસારની ઉપાધિમાંથી દૂર થઈ પરમાત્માની હૃદયપૂર્વક એવી પ્રાર્થના કરવામાં આવે કે -
જય જય જન ત્રિભુવન ધણી, કરુણાનિધિ કરતાર;
સેવ્યા સુરત જેહ, વાંછિત ફલ દાતાર. જય૦ અર્થાત–હે પ્રભો ! તારો જયજયકાર થાઓ ! જે હદયથી પરમાત્માને જય ચાહવામાં આવે તે પછી પિતાની ઇચ્છાને છોડી દેવી જોઈએ. આત્મા અનંતકાળથી
Page #192
--------------------------------------------------------------------------
________________
શુદી ૭] રાજકોટ–ચાતુર્માસ
[ ૧૫૧ પિતાને ય ચાહે છે અને તે માટે જ કામ-ક્રોધાદિને આશ્રય લે છે, પણ આ પ્રયનથી આત્માને સફળતા મળી નથી અને તેને જયકાર થયો નથી. એટલા માટે પોતાના જયની ઇચ્છા છોડી, પરમાત્માના જયમાં જ પિતાનો જય રહેલું છે એમ માની પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ કે, “હે ! પ્રભો ! મને ય મેળવતાં અનન્તકાળ ચાલ્યો ગયા, છતાં મને જય મળ્યો નહિ, ઊલટે હું કામ-ક્રોધાદિમાં ફસાઈ ગયે એટલા માટે હું મારા જયની ઇચ્છા છેડી તારો જ જય ચાહું છું તારે જય ચાહવામાં કામ-ક્રોધાદિને જરા પણ સ્થાન નથી પણ ત્યાં તે ક્ષમા, શક્તિ અને નિર્લોભતાને જ સ્થાન છે. એ ક્ષમાદિ ગુણોની મને પ્રાપ્તિ થાય એટલા માટે હે ! પ્રભો ! હું તારો જ જય ચાહું છું. હે ! પ્રભો ! મારામાં એવી ભાવના દ્રઢ થાય કે, જ્યાં હું ક્ષમા, શાન્તિ, નિર્લોભતા આદિ ગુણોને જોઉં ત્યાં તારો જ જય થઈ રહ્યા છે એમ માની પ્રસન્ન થાઉં અને એ સદ્ગણો તરફ દેષ કરવો એ તારે દ્વેષ કરવા સમાન છે અને સદગુણો તરફ પ્રેમ રાખવો એ તારી સાથે પ્રેમ કરવા બરાબર છે, એમ માની સદ્દગુણોને જોઈ હું દ્વેષ ન કરું પણ સદ્દગુણ જોઈ તારો જય માનું એ વાતનું મને હમેશાં ધ્યાન રહે. આ પ્રમાણે હે ! પ્રભુ ! તારા જયમાં જ મારો જય રહેલો છે એમ માનું છે તેમાં મારું કલ્યાણ જ છે.” - ઘરને દી તો કેવળ ઘરમાં જ પ્રકાશ આપે છે પણ સૂર્ય તે બધાને પ્રકાશ આપે છે. હવે સૂર્યની પાસે જે પ્રકાશને માટે પ્રાર્થના કરે છે, તેઓ બધાની સાથે પિતાને પણ પ્રકાશ મળે એમ ચાહે છે! જે દિ બુઝાઈ જાય તે ઘરમાં જ અંધારું થાય પણ જે સૂર્ય ઊગે નહિ તે બધે ઠેકાણે અંધારું થઈ જાય. એટલા માટે સૂર્ય સદા પ્રકાશિત રહે એમાં બધાની સાથે પોતાને પણ પ્રકાશ મળે એમ ચાહવામાં આવે છે. આ જ પ્રમાણે પરમાત્માને જય માની, બીજાનાં સગુણ જોઈ પ્રસન્ન થવું, એ બીજાનાં સદ્દગુણોને પોતાનામાં અપનાવવા જેવું છે; અને બીજાનાં સદ્દગુણ જોઈ ઈર્ષ્યા કરવી એ બીજાનાં દુર્ગુણોને પિતાનામાં અપનાવવા જેવું છે. એટલા માટે બીજામાં સદ્દગુણ જોઈ પ્રસન્ન થાઓ અને એમ કહે કે, હે ! પ્રભો ! આ તારે જયજયકાર થઈ રહ્યો છે ! આ પ્રમાણે પોતાના જયની ચાહના છોડી દઈ, પરમાત્માના જયમાં તલ્લીન થઈ જાઓ તે એમાં તમારે પણ જય થશે અને એ જ સાચી પ્રાર્થના પણ છે.
અનાથીમુનિને અધિકાર–૧૬
રાજા શ્રેણિક પણ અનાથી મુનિના જય માં પિતાને જ માનવા લાગે. તે મુનિની ક્ષમા, શાન્તિ અને નિર્લોભતા જોઈ પિતાને ભૂલી ગયા અને કહેવા લાગ્યો કે, આ મુનિની આગળ હું તે કાંઈ વિસાતમાં નથી, આ પ્રમાણે તે પિતાને અહંભાવ પણ ભૂલી ગયો. તમે પણ અહંભાવને છેડી દઈ પરમાત્માને જય ચાહે તો તેમાં પણ તમારે જ જય રહેલો છે ! રાજા શ્રેણિક પિતાને અહંભાવ છોડી દઈ મુનિને પ્રકટ રૂપે વંદન-નમન કરે છે.
तस्स पाए उ वंदित्ता, काऊण य पयाहिणं । नाइदूरमणासन्ने, पंजलि पडिपुच्छई ।। ७॥
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ શ્રાવણ
ગણધરોએ અત્યાર સુધી રાજાના માનસિક ભાવાનું વર્ણન કરેલ છે, પણ હવે રાજાના પ્રકટ ભાવાનું વર્ણન કરે છે.
રાજા ક્ષત્રિય હતા. ક્ષત્રિયાનું હૃદય વાસ્તવિકતા જાણ્યા બાદ વિનમ્ર બની જાય છે. સાધારણ રીતે ક્ષત્રિયે। કષ્ટા માથે પડવા છતાં પણ માથું નમાવતા નથી, પણ ગુણા જાણી લીધા બાદ માથુ નમાવવામાં જરા પણ સંક્રેચ કરતા નથી ! રાણા પ્રતાપે એકખરને માથુ નમાવ્યું નહિ તે છેવટ સુધી નમાવ્યું નહિ ! સાંભળવામાં આવ્યું છે કે, અકબરે રાણા પ્રતાપને ત્યાંસુધી કહેવડાવ્યું હતું કે, તું જો મને માથું નમાવ તા હું તને મારા રાજ્યના છઠ્ઠો ભાગ આપીશ; પણ સ્વમાનની રક્ષા માટે રાણાએ તે વાતને સ્વીકાર ન કર્યાં અને જંગલમાં પેાતાના દિવસે પસાર કરવા લાગ્યા. પણ બાદશાહને પેાતાનું માથુ છેવટસુધી ન જ નમાવ્યું. આથી વિરુદ્ઘ રાણા પ્રતાપ જેને પોતાના ઇષ્ટ માનતા હતા તેની હૃદયપૂર્વક ભક્તિ કરતા હતા, અને તેમને પગે પણ આજે પણ ઉદયપુરમાં છે. આ પ્રમાણે ક્ષત્રિયેા કા સહી લે છે પણ કોઈ ને મસ્તક નમાવતા નથી, પણ જ્યારે કાઇનામાં ગુણેા જુએ છે ત્યારે મસ્તક નમાવતાં પણ સકાચ પામતા નથી. રાજા શ્રેણિક પણ મુનિનાં ગુણે જોઈ વાહન ઉપરથી ઊતરી મુનિની પાસે ગયેા અને તેમની આગળ પેાતાનું મસ્તક નમાવ્યું એટલું જ નહિ પણ મુનિની પ્રદક્ષિણા કરવા લાગ્યા.
પડતા હતા-જેનાં ચિ
આજે પ્રદક્ષિણાના અથ કાંઈ ખીજો જ કરવામાં આવે છે પણ હું એને અર્થ જાદા જ કરું છું. હું પ્રદક્ષિણાના જે અર્થ કરુ છું તેની વિરુદ્ધ કાઈ બીજો અર્થ મને સમજાવશે તો હું માની પણ લઈશ. એ વાત જુદી છે કે આજે પરપરાને કારણે પ્રદક્ષિણાના અર્થ અનેક લોક જુદો જ માને છે, પણ પરપરાની વાત જુદી છે અને શાસ્ત્રની વાત જુદી છે. શાસ્ત્રમાં જ્યાં વર્ણન આવે છે ત્યાં પહેલાં પગવંદન કર્યું એમ કહેવામાં આવ્યું છે. આણીય નામ હૈ ।। —શ્રી ભગવતી સૂત્ર.
અર્થાત—જ્યાંથી દષ્ટિમાં પડયા ત્યાંથી પગવંદન કર્યું, અને પાસે આવીને તેમની પ્રદક્ષિણા કરી, એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં પ્રદક્ષિણાને અર્થે તેમની આસપાસ આવર્તન કરવું એ થાય છે. જે જગ્યાએથી આવર્તન શરૂ કરી તેમની આસપાસ ફરી પાછા તે જ જગ્યાએ આવવું એ એક પ્રદક્ષિણા થઈ, પણ આ પ્રમાણે આવર્તન કરવું અને પ્રદક્ષિણા કરવી એમાં અંતર છે. આવર્તન તેા હાથ જોડી એક કાનથી ખીજા કાન સુધી ફેરવવું એ જ છે પણ પ્રદક્ષિણા તા જેમની પ્રદક્ષિણા કરવામાં આવે છે તેમની આસપાસ ભમી તેમના ગુણાને વરવું એ છે. આવર્તનનું વર્ણન સમવાયાંગ સૂત્રમાં કરવામાં આવ્યું છે. મુનિને વંદન કરતી વખતે “આયા હ–પયાહિષ્ણુ ” તેા પાટૅ ભણુવામાં આવે છે તેમાં ‘પયાહિ”ના અર્થ પ્રદક્ષિણા કરવી એ થાય છે.
લગ્નના સમયે અગ્નિની પણ પતિ-પત્ની પ્રદક્ષિણા કરે છે. પતિની સાથે અગ્નિની પ્રદક્ષિણા કર્યાં બાદ સાચી હિન્દુબાળા પેાતાના પ્રાણાને સમર્પી દે છે, પણ જે પ્રતિજ્ઞા તે વખતે કરે છે તેથી જરાપણ વિમુખ થતી નથી. પ્રદક્ષિણા અને પ્રતિજ્ઞા પણ લીધી હશે ! તેા પછી સ્ત્રીઓનું જે કત્તવ્ય
તેા તમે પણ કરી હશે માનવામાં આવે છે, તે
Page #194
--------------------------------------------------------------------------
________________
શુદી ૭ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૫૩
કર્તવ્ય પુરુષોનું નથી શું? જે સદાચારિણી સ્ત્રી હશે તે તે પ્રદક્ષિણા કર્યા બાદ પિતાના પતિ સિવાય પુરુષોને ભાઈ કે પિતાની સમાન માને છે અને આ જ પ્રમાણે જે સદાચારી પુરુષ હોય છે તે પોતાની પત્નીની સિવાય બીજી બધી સ્ત્રીઓને પિતાની માતા કે બહેન સમાન માને છે !
આ લૌકિક વ્યવહારની વાત થઈ. અહીં તે શ્રેણિક રાજાએ મુનિની પ્રદક્ષિણ કરી તેને શો અર્થ છે તે વિચારવાનું છે. મુનિની પ્રદક્ષિણા કરવાને અર્થ મુનિના ગુણોને અપનાવવા એ છે. રાજાએ મુનિના ગુણોની પ્રશંસા તે પહેલાં જ કરી હતી પણ વ્યવહારમાં તેમની પ્રદક્ષિણા કરી તેમના ગુણોનો સ્વીકાર કર્યો અને તેમને પિતાના ગુરુ માન્યા. આ પ્રમાણે તેમના ગુણોને અપનાવી, તે હાથ જોડી બહુ નજદીક નહિ તેમ બહુ દૂર નહિ એ રીતે મુનિની સામે બેઠે. બહુ નજદીક બેસવાથી તે મુનિની આશાતના પણું થઈ જાય, અને બહુ દૂર બેસવાથી વાત પણ બરાબર સંભળાય નહિ, એટલા માટે તે બહુ દૂર નહિ તેમ બહુ નજદીક નહિ એ રીતે બેઠે, સુખાસને બેસી તેણે વિનયપૂર્વક મુનિને પ્રશ્ન કર્યો.
આજે મુનિને પ્રશ્ન કરતી વખતે શું થાય છે ? લાક પ્રશ્ન તે પૂછવા ચાહે છે પણ તેમને વિનય કરવા ચાહતા નથી. પણ વિનય કર્યા વિના પ્રશ્ન પૂછવો એ તે જેમ પપૈયે પિયૂ પિ કરી મેઘને બોલાવે છે, પણ જ્યારે મેઘ વરસે છે ત્યારે પિતાનું મોટું નીચું કરી લે છે, જેથી પાણી મોઢામાં ન પડતાં નીચે પડી જાય છે, તેમ વિનય વિના પૂછવામાં આવતા પ્રશ્ન આ પ્રમાણે વ્યર્થ જાય છે. એ પ્રશ્નનો ઉત્તર વિનયના અભાવે ધારણ પણ થઈ શકતો નથી. ગણધરોએ રાજદ્વારા કરવામાં આવેલ વિનયનું વર્ણન કરી પ્રશ્ન કરતી વખતે કે વિનય કર જોઈએ એ બતાવ્યું છે. વિનયપૂર્વક બેસી રાજાએ મુનિને પ્રશ્ન કર્યો કે –
तरुणो सि अज्जो पवईओ, भोगकालम्मि संजया ।
उवडिओ सि सामण्णे, एयमहं सुणेमिता ॥ ८ ॥ રાજા પોતે અનેક કલા-કૌશલ, વિજ્ઞાન-દર્શન આદિ તત્વોના જાણકાર હોવાથી એને લગતા પ્રશ્ન પૂછી શકતા હતા, પણ તેણે એ કોઈ પ્રશ્ન ન પૂછતાં એક સાદે પ્રશ્ન કર્યો. પ્રશ્ન પૂછતાં પહેલાં તેણે મુનિને કહ્યું કે, આપ સ્વીકૃતિ આપો તે હું આપને એક પ્રશ્ન પૂછવા ચાહું છું. જ્યારે મુનિએ કહ્યું કે તમે જે પૂછવા ચાહો તે પૂછી શકે છો ત્યારે તેણે મુનિને કહ્યું કે, હું એ જાણવા ચાહું છું કે, આપે આ ભર જુવાનીમાં દીક્ષા કેમ લીધી? આ જુવાનીમાં તે ભેગોને ઉપભેગ કરવો સારે લાગે છે, તે પછી આવી યુવાવસ્થામાં આપ વિરક્ત થઈ ચારિત્રનું પાલન કરવા કેમ નીકળ્યા છે ! આપની યુવાવસ્થા તે ભોગ ભોગવવાને લાયક છે, તે પછી આપ વિરક્ત થઈ વિચારો છે એ ઠીક નથી. જે આપ વૃદ્ધ હેત અને વૃદ્ધાવસ્થામાં દીક્ષા લઈ સંયમ ધારણ કર્યો હત તે તે ઠીક કહેવાત, અને તમે સંયમ શા માટે ધારણ કર્યો એમ પૂછત પણ નહિ; પણ આપે યુવાવસ્થામાં સંયમ ધારણ કર્યો છે એટલે આપને એવો પ્રશ્ન પૂછવા તૈયાર
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
થયો છું. જે આ૫ની માફક બધા લોકે યુવાવસ્થામાં સંયમ ધારણ કરે તે તે ગજબ જ થઈ જાય ને? હું બધાને આ પ્રશ્ન કરી શકું નહિ, પણ મારી સામે જેણે યુવાવસ્થામાં સંયમ ધારણ કર્યો હોય તેનું સંયમ લેવાનું કારણ જાણવું એ મારું કર્તવ્ય છે. હું બધી ચેરીઓને તાત્કાલિક રોકી શકતા નથી પણ જે ચોરી મારી સામે થતી હોય તેને રોકવી એ તે મારું કર્તવ્ય જ છે. જો હું મારા કર્તવ્યનું પાલન ન કરું તે પછી હું રાજા કેમ કહેવાઉં? અનુચિત અને અસ્થાનીય કામ રોકવું એ મારું કર્તવ્ય છે. આપે આ અવસ્થામાં સંયમ લીધો છે એ અસ્થાનીય કામ છે. તેમ છતાં આપના એ અસ્થાનીય કામને એકદમ ન રોકતાં, આપની પાસે પહેલાં આ યુવાવસ્થામાં સંયમ લેવાનું કારણ જાણવા ચાહું છું. આપ ભોગ ભોગવવાની અવસ્થામાં બુદ્ધિમાન હોવા છતાં પણ સંયમમાં શા માટે પ્રવૃત્ત થયા અને કામગોથી શા માટે નિવૃત્ત થયા, એનું કારણ હું જાણવા ચાહું છું. જે હું પ્રશ્ન કરવામાં કાંઈ ભૂલ કરતો હોઉં તે મને સમજાવો, નહિં તે મને સંયમ લેવાનું કારણ બતાવે; જે તમે કોઈ કષ્ટને કારણે, કે કોઈને ભમાવવાને કારણે સંયમ લીધે હોય તે તે પણ મને નિઃસંકોચ થઈ જણા, કે જેથી તમારું દુઃખ દૂર કરવામાં સહાયક નીવડી શકે !
રાજાની માફક આજને નવયુવક વર્ગ પણ એવી શંકા કરે છે. એ શંકાના સમાધાન માટે જ જાણે આ અધ્યયન કહેવાયું ન હોય ! એમ લાગે છે. પિતાના મનમાં કોઈ પ્રકારની શંકા હોય છે, જેમ રાજાએ નગ્ન થઈને પ્રશ્ન કર્યો તેમ પ્રશ્ન પૂછવામાં આવે તે શંકાનું સમાધાન પણ થઈ જાય; પણ જ્યારે તેઓ પોતે પંડિતમન્ય બની જાય અને પિતે બધું જાણે છે એમ માની બેસે તે પછી શંકાનું સમાધાન કેમ થઈ શકે ! આજે પિતાને પંડિત માનવાને કારણે તથા શંકાનું સમાધાન કરવા માટે પ્રશ્ન ન પૂછવાને કારણે જ ખરાબી થવા પામી છે !
આજના યુવકોનું જે કથન છે તે જ કથન રાજા પણ મુનિની સમક્ષ રજુ કરી રહ્યા છે. શાસ્ત્ર ત્રિકાલદર્શી છે અને એટલા જ માટે આજના યુવકોની શંકાનું સમાધાન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે !
આજે પણ ઘણું લોકે સંસારમાં જે કંઈ છે તે બધું ભેગ ભેગવવા માટે જ છે, પણ ધર્મ ભોગ ભોગવવામાં બાધા ઊભી કરી છે એમ માને છે. આ કથનનું શાસ્ત્રમાં સમાધાન કરવામાં આવ્યું છે! શાસ્ત્ર કાંઈ મોઢેથી તે બોલતું નથી એટલે શાસ્ત્રના જાણકારોએ સતર્ક થઈ શાસ્ત્રનું પ્રતિપાદન કરવું જોઈએ ! મારામાં તે એવી શક્તિ નથી કે જ્ઞાનીઓએ કહેલી પ્રત્યેક વાત વિષે કહી શકું, પણ આ સંસાર કાંઈ ભોગપભોગ જ માટે નથી, એ વાત હું મારી બુદ્ધિ અનુસાર કાંઈક કહું છું:
સંસારમાં બે પ્રકારના લોકો છે, એક તે વસ્તુનો સદુપયોગ કરે છે અને બીજા દુરુપયોગ કરે છે. તમને આ મનુષ્ય શરીર મળ્યું છે. કેટલાક આ દુર્લભ મનુષ્ય શરીર મેળવીને એમ વિચારે છે કે, બીજી યોનિઓમાં જે સુખ સામગ્રી મળી શકી ન હતી તે સુખ સામગ્રી અહીં મળી છે, માટે આ શરીરનો ભેગોપભોગમાં ખૂબ ઉપયોગ કરવો જોઈએ! પણ જ્ઞાનીઓ કહે છે કે, ભોગો ભોગવવાથી મનુષ્ય શરીરને સદુપયોગ થયો છે
Page #196
--------------------------------------------------------------------------
________________
શુદી ૭]
રાજકોટ–ચાતુર્માસ
[ ૧૫૫
એમ કહી શકાય નહિ! ભોગ ભોગવવાથી પાશવક જીવન ઉન્નત બને છે પણ માનવી જીવન કે મનુષ્ય શરીરને સદુપયોગ થતો નથી. પશુઓની અપેક્ષાએ વિશેષ ભેગે ભોગવવાને કારણે જ કોઈને મનુષ્ય માનો એ ઠીક નથી. ભેગોને ઉપભેગ કરો એ કાંઈ કોઈ વિશેષતાનું કામ નથી. એ તે પશુ પણ કરે છે. કહ્યું છે કે –
आहारनिद्राभयमैथुनं च, सामान्यमेतत्पशुभिर्नराणाम् । ધ દિશામયિક , ધર્મળ દીના પશુમિઃ રમાનાઃ | –હિતોપદેશ
જ્ઞાનીજને કહે છે કે, તમે જે કામોદ્વાર મનુષ્યજીવનને સદુપયોગ થયો માને છે અને જે ભોગેને ઉપભોગ કરવાથી મનુષ્યજન્મને સાર્થક થએલું સમજે છો તે કામ અને તે ભેગે શું પશુઓ આચરી શકતા નથી ! તમે ભલે ઉત્તમ ખાન-પાન ખાતાપીતા હે પણ એ ઉત્તમ ખાન-પાન પશુઓની સામે મૂકે તે શું તેઓ ખાશે–પીશે નહિ? એ વાત જુદી છે કે, પશુઓને એવું મળતું નથી અને ન મળવાને કારણે તેવું ખાતાં પીતાં નથી, પણ જે મળે તે શું તેઓ નહિ ખાય? ખાવાનું ન મળવાથી કેટલાક મનુષ્ય એવું ખાય છે કે તેવું પશુઓ પણ ખાતા નથી. આ પ્રમાણે ન મળવાથી પશુઓ સારું ખાવાનું ખાઈ ન શકે એ વાત જુદી છે, પણ જે મળે તે મનુષ્ય જેને પિતાનું ઉત્તમ ભોજન માને છે અને જે ખાઈને પિતાનું મનુષ્ય જીવન સાર્થક માને છે તે ભજન શું પશુ ન ખાય ? તમે રેશમી કે જરીનાં કપડાં તથા આભૂષણો પહેરો છો તો પશુઓને એવાં વસ્ત્રાભૂષણો પહેરાવવામાં આવે તે શું તેઓ પહેરી ન શકે? તમે મહેલમાં રહે છે અને ગાડીડામાં ફરે છે તેમ પશુઓને મહેલમાં રહેવા અને ગાડી ઘોડામાં બેસવા દેવામાં આવે તે પશુઓ મહેલમાં રહી કે ગાડીડામાં બેસી ન શકે ? સાંભળ્યું છે કે, કોઈ લોર્ડ પોતાના કુતરા-કુતરીને વિવાહ કર્યો હતો અને તેમાં લાખો રૂપિયાનો ખોટો ખર્ચ કર્યો હતો; પણ શું એથી કાંઈ કુતરે મનુષ્ય કહી શકાશે ? જે નહિ તો પછી તમે ભેગોને ઉપભોગ કરવામાં જ મનુષ્ય જન્મને સાર્થક કેમ માની શકે છે ? તમે જેમ ખાઈ-પી શકે છે તેમ પશુ પણ ખાઈ-પી શકે છે, અને તમારી જ માફક તે પણ ભોગોને ઉપભોગ કરી શકે છે, તે પછી તમારામાં અને તેમાં અંતર શું રહ્યું ? આ પ્રમાણે ભેગ ભેગવવાને કારણે જ મનુષ્ય જન્મ સાર્થક છે એમ કહી શકાય નહિ, પણ મનુષ્યમાં જે ધર્મ હોય તો જ તેનામાં પશુ કરતાં વિશેષતા છે અને તેમાં જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. -
'धर्मो हि तेषामधिको विशेषो, धर्मेण हीनाः पशुभिः समानाः ।'
પશુઓને જે ધર્મ કરવાનું કહેવામાં આવે તે તે ધર્મ આચરી શકતા નથી. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય વગેરે ગુણોનું પાલન મનુષ્ય જ કરી શકે છે, પશુ નહિ; એટલા માટે એ સદગુણોનું પાલન કરવાથી જ મનુષ્ય જન્મ સાર્થક થઈ શકે છે. માટે ભગોપભેગમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા માને નહિ પણ અહિંસા-સત્યાદિ સદગુણોનું પાલન કરવામાં જ સાર્થકતા માને. રાજા શ્રેણિકે મનુષ્ય જન્મ ભેગે ભેગવવા માટે જ છે એમ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
માનીને જ મુનિને ભરજુવાનીમાં ભોગોને ઉપભોગ કરવાને બદલે સંયમ શા માટે ધારણ કર્યો ? એ પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નનો ઉત્તર મુનિ શું આપે છે તેને વિચાર યથા વસરે હવે પછી કરવામાં આવશે.
સુદર્શન ચરિત્ર-૧૬
પંચ ધાય હુલાવે લાલ, પાલે વિવિધ પ્રકાર
ચકલા સમ બઠે કુંવરજી, સુંદર અતિ સુકમારો ધન ૧૫ આ એક પુણ્યવાનની કથા છે. લોકે પિતાને પુણ્યવાન કહેડાવવામાં પિતાનું મહત્વ માને છે, પણ વાસ્તવમાં પુણ્યવાન કોણ અને કેવી રીતે બને છે એ વાત આ ચરિત્ર ઉપરથી જુઓ. નવકાર મંત્રની થેડા મહિમાથી સુભગ સુદર્શન તરીકે શેઠને ત્યાં જન્મે. આજે તો અનેક લોકોને બાળક જન્મવાથી દુઃખ થાય છે, પોતાને એક કષ્ટ વધ્યું છે એમ માને છે, અને એ કષ્ટમાંથી બચવા માટે સંતતિનિગ્રહના કૃત્રિમ ઉપાયને ઉપમા કરે છે, પણ એ પુણ્યની ન્યૂનતાનું કારણ છે. જે બાળકોને પાળવા-પોષવાની શક્તિ ન હોય તે બ્રહ્મચર્યનું પાલન કરી દૈવી ગુણ પ્રાપ્ત કરવાં જોઈએ ! પણ જ્યારે બ્રહ્મચર્ય પાળી શકાતું નથી ત્યારે એવાં નિશ્વિત ઉપાય દ્વારા સંતતિને નિરોધ કરવામાં આવે છે, એ ઠીક નથી.
- જિનદાસ શેઠે સુદર્શનના પાલન-પોષણ-સંરક્ષણ માટે પાંચ ધાત્રીઓ અને ૧૮ દેશની દાસીઓ રાખી. પાંચ ધાત્રીઓ ઘરમાં અને ૧૮ દેશની દાસીઓ બહાર સુદર્શનનું સંરક્ષણ કરતી હતી.
એક બાળકની રક્ષા માટે પાંચ ધાત્રીઓ અને ૧૮ દેશની દાસીઓ રાખવાની શી જરૂર છે ? એ પ્રશ્ન થઈ શકે છે. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, પાંચ ધાત્રીઓને હસ્તક પાંચ કામો સોંપવામાં આવતાં હતાં. એક ધાત્રી દૂધ પીવડાવતી, બીજી સ્નાનાદિ કરાવતી, ત્રીજી શરીરને શણગારતી, ચોથી ખળામાં રમાડતી અને પાંચમી રમકડે રમાડતી અને આંગળી ઝાલી ચલાવવાનું શીખડાવતી. આ બધાં કામો તે એક જ ધાત્રી કરી શકે, તે પછી પાંચ ધાત્રીઓને રાખવાની શી જરૂર છે એવો પ્રશ્ન થાય છે. આ પ્રશ્નને ઉત્તર એ છે કે, જુદી જુદી ધાત્રીઓને જુદું જુદું કામ સોંપવામાં આવે તો બાળકોને વિકાસ વધારે થઈ શકે છે. જે કોઈ ને એવી જોગવાઈ ન હોય તે તે વાત જુદી છે ! પણ જોગવાઈ હોય તે જુદી જુદી ધાત્રીઓ અને ૧૮ દેશની દાસીઓ દ્વારા બાળકને વિકાસ શા માટે સાધવામાં ન આવે ! દૂધ પાનારી ધાત્રી કેવી હોય એ પણ વિચારણીય વાત છે. કદાચ કોઈ કહે કે માતા શું દૂધ ન પીવડાવે કે તે માટે જુદી ધાત્રી રાખવામાં આવે ! આને ઉત્તર એ છે કે, જે માતા બાળકને દૂધ પીવડાવે છે તે પણ ધાત્રી છે. સ્ત્રીના દૂધમાં પશુના દૂધ કરતાં વધારે વિશેષતા હોય છે. કહેવત છે કે, જેવો આહાર હોય છે તે જ ઉદ્દગાર હોય છે. એટલા માટે બાળકને કેવું દુધ પીવું જોઈએ એ પણ . વિચારવું જોઈએ.
Page #198
--------------------------------------------------------------------------
________________
શુદી ૭]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૫૭
કદાચ કોઈ કહે કે, દૂધ પણ પશુનું અંગ છે અને માંસ પણ પશુનું અંગ છે તે પછી માંસ ખાવામાં શું વાંધો છે ? તે આનો ઉત્તર એ છે કે દૂધ અને માંસ બને પશુઓનાં અંગ હોવા છતાં પણ બનેમાં બહુ અંતર રહેલું છે. દૂધ તે બાળક પણ પીએ છે અને માતા તેને પ્રેમથી દૂધ પીવડાવે છે. દૂધ પીવડાવવામાં માતાને કઈ પ્રકારનું કષ્ટ થતું નથી, પણ જે કઈ બાળક દૂધ પીતાં પીતાં માતાનું સ્તન કરડી ખાવા લાગે તો માતા તેને થપાટ પણ મારી દે છે. માતા આમ શા માટે કરે છે? એટલા માટે કે તે વખતે તેને કોધ આવી જાય છે, તેને કષ્ટ થાય છે અને કંધમાં બાળકને થપાટ પણ મારી દે છે; કારણ કે સ્તનને કરડી ખાવાથી બાળકને દૂધદ્વારા પિષણ પણ મળતું નથી અને માતાને કષ્ટ થાય છે. આ પ્રમાણે જે સ્તનમાંથી દૂધ પીવા મળે છે એ સ્તનને કરડી ખાનારને હરામખોર માનવામાં આવે છે. જે માતાના સ્તનને કરડી ખાય છે તે કે નીચ કહેવાય !
આ પ્રમાણે દૂધ પ્રેમથી આવે છે અને માંસ ક્રોધથી આવે છે. જ્યારે માતાના સ્તનને કરડી ખાવાથી માતાને પિતાના બાળક ઉપર ક્રોધ આવે છે ત્યારે જે પશુને માંસ માટે કાપવામાં આવે છે તે પશુઓને શું કોધ આવતો નહિ હોય ! તેને પણ ઘણો ક્રોધ આવે છે અને તેના ક્રોધના પરમાણું માંસમાં પણ આવી જાય છે. પરિણામે માંસ ખાવાથી મનુષ્યમાં શેતાનીયત આવી જાય છે !
પાંચેય ધાત્રીઓનું કામ જુદું જુદું હોવાથી બાળકને વિકાસ કરવામાં દરેક ધાત્રી બરાબર ધ્યાન આપી શકે છે. એક ધાત્રી દૂધ પીવડાવે છે, બીજી ધાત્રી બાળકને ખોળામાં રમાડે છે. જે પ્રમાણે વૃક્ષને છોડ જે ભૂમિમાં રોપવામાં આવે તેવું વૃક્ષ ઊગે છે, તે જ પ્રમાણે બાળક જેના ખોળામાં રમે છે તેનાં સંસ્કારો બાળકમાં પણ ઊતરે છે. ત્રીજી ધાત્રી બાળકને નવડાવે–દેવડાવે છે અને ચોથી ધાત્રી શરીરને શણગારે છે. બાળકનાં આંખ, કાન-નાક વગેરે અંગેને કેવી રીતે સાફ રાખવા અને તેને વિકાસ કેવી રીતે કરે એમાં પણ વિવેકની ખાસ જરૂર રહે છે. પાંચમી ધાત્રી બાળકને રમકડે રમાડે છે.
બાળક ઉપર રમકડાંઓનાં પણ સંસ્કાર પડે છે. એક જગ્યાએ જોયું છે કે, એક બાઈ એક રબરના છોકરાને ખોળામાં લઈ બાળકની માફક પ્યાર કરતી હતી. તે પુતળું ભૂરા રંગનું હતું. એ ઉપરથી એમ જણાય છે કે લોકોને ભૂરા રંગનું કે સફેદ બાળક પસંદ પડે છે! કાળું બાળક કોઈને પસંદ નથી. આ પ્રમાણે આજે વિદેશી રમકડાઓદ્વારા બાળકને રમાડવામાં આવે છે પણ વાસ્તવમાં રમકડાંઓમાં પણ બાળક ઉપર સંસ્કારો પડે છે! આ વિદેશી રમકડાંથી કેટલી હાનિ થાય છે એ કહી શકાય નહિ. રમકડાંઓદ્વારા બાળકના શરીરને વિકાસ પણ સાધી શકાય છે. માતા કે ધાત્રી બાળકને રમકડાંઓ વડે રમાડે છે. જ્યારે બાળક રમકડાને પકડવા જરા ચાલે છે, ત્યાં માતા રમકડાંને જરા આગળ ખસેડી લે છે. આ પ્રમાણે કરવાથી બાળક ચાલતાં પણ શીખે છે અને તેના શરીરને વિકાસ પણ થાય છે. બાળકની શક્તિને અને શરીરને વિકાસ થાય એ માટે રમકડાઓની સહાયતા લેવામાં આવે છે !
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
બાળકને ચાલતાં શીખડાવતી વખતે માતાએ પણ ધીમે ચાલવું પડે છે. બાળક જેમ ડગલીઓ ભરે છે તેમ માતા પણ ધીમે ધીમે તેની સાથે ચાલે છે. આ પ્રમાણે ચલનક્રિયા અને પિષણક્રિયા ઉપર ધ્યાન આપવામાં આવે તે બાળકના શરીરને અને તેની શક્તિને ઘણે વિકાસ થઈ શકે !
કહેવાનો આશય એ છે કે, સુદર્શન બાળકના શરીર વિકાસ માટે પાંચ ધાત્રીઓ રાખવામાં આવી હતી. તેઓ સુદર્શન બાળકની શક્તિને અને તેના શરીરને કેવી રીતે વિકાસ થાય તે માટે ખાસ ધ્યાન રાખતી હતી. આ જ પ્રમાણે જ્ઞાનીજને પણ બાળછે તત્ત્વજ્ઞાનને કેમ સમજી શકે, તેમને વિકાસ કેમ થાય એ માટે ખાસ ધ્યાન રાખે છે. જે પ્રમાણે બાળકો માતાની ચાલે ચાલી શકતા નથી, તેમ બાળજીવો પણ જ્ઞાનીઓને તવને બરાબર સમજી શકતા નથી. એટલા માટે જ્ઞાનીજનોએ બાળજી પણ તત્વજ્ઞાનને સમજી શકે એ પ્રયત્ન કર્યો છે. એ તેમની કરુણા છે.
ભગવાન તીર્થકરમાં મેરુ પર્વતને ડોલાવવાની શક્તિ હોય છે, અને તેઓ કેવળ અંગૂઠાથી મેરુ પર્વતને ડોલાવી પણ શકે છે. તે પણ જ્યારે તેઓ બાળક હોય છે ત્યારે તેમનું પાલન-પોષણ પાંચ ધાત્રીઓ દ્વારા થાય છે. તેઓ કહે છે કે, અમારે આ બાલ અવસ્થામાં બાળકને યોગ્ય કામ કરવાં છે અને એ પ્રમાણે જગતને શિક્ષા આપવી છે. તેઓ ઊતાવળા હોતા નથી. તેમનામાં શક્તિ હોવા છતાં, શકિતને ગોપવી રાખે છે, પણ ઊતાવળા થઈ અવસ્થાની વિરુદ્ધ જતા નથી. આ ઉપરથી તમે પણ અવસ્થાને વિચાર કરે અને ઊતાવળા ન બને. આજે તમારી ઊતાવળથી બાળક ઉપર ભણવાને બોજો કેટલો બધો વધી ગયો છે, જે બાળકોને માટે અસહ્ય છે; પણ તમે તો એમ ચાહે છે કે, કોઈ પણ હિસાબે અમારો છોકરો જલ્દી ભણી જાય તે અમને સહાયક નીવડે ! પણ તમારી એ ઊતાવળથી તમારા બાળકને વિકાસ કેટલો બધે અધૂરો રહે છે, તેની કેટલી બધી શરીરની હાનિ થાય છે અને તેનું ચારિત્ર કેટલું બધું શિથિલ થઈ જાય છે તેને તમે વિચાર કરતા નથી.
સુદર્શનના જીવનવિકાસ માટે પાંચ ધાત્રીઓ સિવાય અઢાર દેશની દાસીઓ પણ રાખવામાં આવી હતી. આ ઉપરથી પ્રશ્ન એ થાય છે કે, શું એક દેશની ૧૮ દાસીઓથી કામ ચાલી શકતું નહિ હોય કે અઢાર દેશની દાસીઓ રાખવામાં આવી હતી ? જુદા જુદા અઢાર દેશની દાસીઓ રાખવામાં પણ રહસ્ય રહેલું છે. પ્રત્યેક દેશની દાસી પિતપિતાના દેશના રીતરિવાજ અને પિતાના દેશની ભાષા બાળકને રમતગમ્મતમાં જ શીખડાવી દેતી, કે જેથી બાળક રમતાં રમતાં જુદા જુદા દેશની ભાષા શીખી લેતે પછી તેને જુદી જુદી ભાષા શીખવા માટે પુસ્તક ભણવા પડતાં નહિ ! આ પ્રમાણે આઠ વરસની ઉમર થતાં સુધીમાં તે બાળક અનેક વાતોથી પરિચિત થઈ જતું, અને પછી આઠ વરસથી વધારે ઉંમર થતાં તે આગળ ભણવા માટે પાઠશાળામાં જ.
સુદર્શન પાંચ ધાત્રીઓ અને ૧૮ દેશની દાસીઓના સંરક્ષણ નીચે શરીરનો વિકાસ કરતે વૃદ્ધિ પામવા લાગ્યા. આ પ્રમાણે સુદર્શનના જીવનસુધારની ભૂમિકા તૈયાર થવા લાગી.
Page #200
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૦ ]
રાજકાટ-ચાતુર્માસ
[૧૫૯
લોકો કહે છે કે, જૈનશાસ્ત્રોદ્વારા લેાકેાના ઉપકાર નહિ પણ અપકાર થયા છે, પણ આ શાસ્રને સમજનાર અને સમજાવનાર બન્નેની ભૂલ છે. જૈનશાસ્ત્ર લૌકિક અને લાકાત્તર દરેક પ્રકારના સુધાર બતાવે છે, પણ ઉપર જે કાંઈ કહેવામાં આવ્યું છે તે તે કેવળ સુધારની ભૂમિકા છે. સાચા સુધાર તેા આગળ થવાના છે.
સુદન આઠ વરસના થયા, તેનું સુંદર શરીર અને સરળ સ્વભાવ જોઈ બધા લેાકેા પ્રસન્ન થવા લાગ્યા અને આ આપણી આશાને સફળ કરશે એમ કહેવા લાગ્યા. બાળકનાં લક્ષણ પારણામાંથી પરખાય છે, એ નીતિ પ્રમાણે સુદર્શનનેા સરળ સ્વભાવ અને તેનાં સંકારા જોઈ આ ખાળક કેવા ભાગ્યવાન થશે ! એમ સા કાઇ કહેતું.
પુત્ર તેા તમે પણ ચાહતા હશે। ! પણ સંસ્કારી પુત્રની પ્રાપ્તિ માટે તમારે પણ સંસ્કારી બનવું પડશે ! પુત્ર એવા સંસ્કારી હોવા જોઈએ કે જેથી દેશ, સમાજ અને ધનું રક્ષણ થાય! જો તમે પોતે સંસ્કારી બની તમારા પુત્રમાં ધર્મનાં સંસ્કારે અત્યારથી પાડવાને પ્રયત્ન કરશો તો તેમાં તમારું પણ કલ્યાણ છે અને તમારા બાળકનું પશુ કલ્યાણ છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ શુદી ૧૦ મગળવાર
પ્રાથના
પ્રણમ્' ‘વાસુપૂજ્ય’ જિન નાયક, સદા સહાયક તૂ મેરે;
વિષમ વાટ ઘાટ ભય થાનક, પરમાશ્રય સરણા તેરા—પ્રસ્’૦ ।। ૧ ।
શ્રી વાસુપૂજ્ય ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રાથનાના વિષય ધણેા વિશાળ છે. કાઇ કહે છે કે, “ અમે પ્રાર્થના કરવા તા ચાહિએ છીએ પણ પ્રાર્થનાના વિષય વિશાળ હાવાથી પ્રાર્થના અમારી સમજણમાં આવતી નથી ! આવી દશામાં અમે કેવી રીતે પ્રાર્થના કરીએ ? પણ જે, પ્રાર્થનાને પેાતાની માને છે, તેના હૃદયમાં એવા વિચાર જ આવતા નથી. જેમ કે, તમારા હાથમાં એક વીંટી છે અને તેમાં એક રત્ન જડેલું છે. એ રનની કીંમત કેટલી છે તે તમે જાણતા નથી, પણ તમને કાઇ ઝવેરી એમ કહે કે, તમને આ રત્ન ક્યાંથી મળ્યું ? એ તે બહુ અમૂલ્ય છે. ઝવેરીનું આ કથન સાંભળી તમને પ્રસન્નતા થશે કે દુઃખ ? તમને પ્રસન્નતા જ થશે અને એ પ્રસન્નતાનું કારણ તમે એ અમૂલ્ય રત્નને તમારું પેાતાનું માના છે! એ છે. જો રત્નને તમારું માનતા ન હેાત તેા, તમને પ્રસન્નતા કદાચ જ થાત. પણ રત્નને તમે તમારું માને છે એ કારણે જ તમને ઝવેરીનું કથન સાંભળી પ્રસન્નતા થશે.
તમે જો કે રત્નની કીંમત કેટલી છે તે જાણતા નથી પણ ઝવેરી એ રત્નની કીંમત આંકે છે. એટલું તે જાણા જ ! ! આ જ પ્રમાણે પ્રાથનામાં રહેલાં વિશાળ તત્ત્વાને
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
તમે સમજી ન પણ શકતા હે, તે પણ જે પ્રાર્થનાને તમે તમારી માનતા હશે, તે તમને પણ પ્રસન્નતા થશે. તમે ભલે પ્રાર્થનાનાં વિશાળ તત્ત્વોને સમજતા ન હે, પણ જ્ઞાનીઓ તે પ્રાર્થોનાનું એવું મહત્વ બતાવે છે એ તો તમે જાણો જ છો, આ જ પ્રમાણે જે પરમાત્માની પ્રાર્થનાને તમે તમારી માનતા હશો, તો તેમાં રહેલાં વિશાળ તત્વને ન સમજવા છતાં, જ્ઞાનીઓના કથન ઉપર વિશ્વાસ રાખવાથી અતુલ આનંદ મેળવી શકશો.
ભગવાન વાસુપૂજ્યની પ્રાર્થનામાં કેવાં વિશાળ ત રહેલાં છે અને વર્ણવવાની મારામાં શક્તિ નથી. તેમ છતાં પોતપોતાની શક્તિ અનુસાર કાર્ય કરવાને અધિકાર બધાને છે. જેમ કોયલ આશ્રમંજરીના ગુણોને કહી શકતી નથી, તેમ છતાં યથાસમયે પિતાની શક્તિ અનુસાર કરે છે અને પોતાનો ભાવ વ્યક્ત કરે જ છે. તે જ પ્રમાણે સાચો ભક્ત પણુ પરમાત્મા અને તેની પ્રાર્થનાનાં બધાં તને કહી ન શકે, તો પણ પોતાની શક્તિ અનુસાર ગુણગ્રામ કરે છે અને પિતાની ભકિતને પરિચય આપે છે. અને જે પ્રમાણે કેયલ નિંદા-પ્રશંસાને ભય છોડી મૂકે છે અને પિતાને ભાવ વ્યક્ત કરે છે તે જ પ્રમાણે ભક્ત પણ કોઈની નિંદા-પ્રશંસાની પરવા ન કરતાં પોતાના મનના ભાવો વ્યક્ત કરે છે.
આજે આ પ્રાર્થનામાં કહેવામાં આયું છે કે – ખલ દલ પ્રબલ દુષ્ટ અતિ દારુણ, જે ચોતરફ દિયે ઘેરે તદપિ કૃપા તુમ્હારી પ્રભુજી, અરિયન હોય પ્રકટે ચે.
સંસારમાં જેમને દુષ્ટ કહેવામાં આવે છે અને જેમનો ઉદ્દેશ બીજાને કષ્ટ આપ. વાનો જ હોય છે, એવા દુષ્ટો પણ જો ભક્તને તલવાર દ્વારા ડરાવવા ચાહે છે તે પણ સાચા ભક્ત ડરતા નથી. તેઓ તે નિર્ભય થઈ એમ જ વિચારે છે કે, આ દુષ્ટ લોકો તલવાર બતાવી અને શિક્ષા આપે છે. જે પ્રમાણે સાચો વિદ્યાર્થી શિક્ષકની સેટીને પિતાની વિદ્યાન્નતિમાં સહાયભૂત માને છે તે પ્રમાણે સાચા ભકતે પણ દુષ્યોની તલવારની ધમકીને પરમાત્માની પ્રાપ્તિમાં સહાયભૂત માને છે, અને પિતાના આત્માને શિક્ષા આપે છે કે “હે ! આત્મા ! તું સંકટના સમયે ડર નહિ. કારણ કે તું તે અભય છે, અવિનાશી છે અને આ શરીર નાશવાન છે. શરીરને નાશ થવાથી તને કાંઈ હાનિ પહોંચવાની નથી.” સંકટના સમયે જો આ પ્રમાણે આત્માને વિચાર કરવામાં આવે અને પિતાના નિશ્ચય ઉપર દ્રઢ રહેવામાં આવે, તો શત્રુ પોતાની શત્રુતા છોડી મિત્ર તથા શિષ્ય બની જાય છે ! એ વાત જુદી છે કે કોઈ આ જ ભવમાં દાસ હોય છે, તે કોઈ પરભવમાં દાસ હોય છે, પણ જેઓમાં દ્રઢ નિશ્ચય હોય છે તેમનું કોઈ કાંઈ બગાડી શકતું નથી !
પિશાચે કામદેવના શરીરનાં ટૂકડે ટૂકડા કરી નાંખ્યા હતાં, છતાં તે પોતાના વિચારમાં દઢ રહ્યા છે, એ તે મારો મિત્ર છે અને મને ધર્મમાં દ્રઢ કરનાર છે, તે પિશાચ પણ દેવ બની તેના શરણમાં આવ્યો અને કહેવા લાગ્યો કે, “ઈદ્વારા પણ સુધરી ન શકો પણ તમે મને સુધારી દીધો ” ધર્મદ્રઢતાનાં આવાં બીજાં ઉદાહરણ અન્ય શાસ્ત્રમાંથી પણ મળે છે. પ્રહૂલાદની ઉપર પણ તલવારના ઘા કરવામાં આવ્યા, પણ તે તે તલવારના
Page #202
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૦ ]
રાજકાટ-ચાતુર્માંસ
[ ૧૬૧
ઘા કરનારને પણ પાતાના મિત્ર માનવા લાગ્યા, એટલે અંતે તલવાર પણ બુઠ્ઠી થઇ ગઇ. આ પ્રમાણે મુનિઓને ધાણીમાં પીલાવવામાં આવ્યા અને તેમના શરીરની ખાલ પણ ઉતારી લેવરાવવામાં આવી, છતાં એ કષ્ટ આપનારાઓને મુનિએએ પેાતાના મિત્ર માન્યા, તે તેઓને આખરે પોતાના દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ કરવા પડયા. સાચા ભકતા તો એમ જ વિચારે છે કે, અમને કષ્ટ આપનારાએ તે। અમારા પરીક્ષક છે અને અમારા કામમાં સહાયક છે એટલા માટે તે અમારા સાચા મિત્ર જ છે.
કહેવાના આશય એ છે કે, જેએ પરિષહને-સ કટાને ધર્મની કસેાટી માને છે અને સ'કટાથી ગભરાઈ જતા નથી તે જ પરમાત્માની સાચી પ્રાર્થના કરી શકે છે! જે કષ્ટના સમયે પણ ગભરાતા નથી અને પરમાત્માની એકનિષ્ઠાએ પ્રાર્થના કરે છે તેનુ કલ્યાણુ જ થાય છે.
જે પરમાત્માની અખંડ પ્રાર્થના કરે છે, તે પ્રાર્થનામાં કેટલાં ગુણા રહેલાં છે તે જાણી શકે છે. પ્રાર્થનામાં સર્વ પ્રથમ દતાની આવશ્યક્તા રહે છે! જે ગભરાઈ જાય છે તે કાંઈ કરી શકતા નથી. જે દહતાપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે છે, તે પેાતાનું પણ કલ્યાણ કરી શકે છે, તથા ખીજાનું પણ કલ્યાણ કરી શકે છે! ભયભીત માણસ કાંઇ કરી શકતેા નથી; પણ જે નિર્ભય વીર પુરુષ હાય છે તે નિર્ભયતાપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે છે અને પોતાનું તથા બીજાનું કલ્યાણ સાધી શકે છે. એવા નિર્ભય વીરપુરુષ જે ભૂમિ ઉપર પગ મૂકે છે તે ભૂમિ પણ ધન્ય માનવામાં આવે છે અને જે તેમના દર્શન કરે છે કે તેમની વાણી સાંભળે છે, તે પણ ધન્ય માનવામાં આવે છે. એટલા માટે નિર્ભય થઈ પરમાત્માની અખંડ પ્રાર્થના કરેા તે! તમે પ્રાર્થનામાં રહેલાં તત્ત્વાને પણ જાણી શકશેા અને દુઃખથી વિમુક્ત પણ થઈ શકશેા.
અનાથી મુનિના અધિકાર—૧૭
રાજા શ્રેણિકે મુનિની પાસે બહુ દૂર નહિ તેમ બહુ નજદીક નહિ એમ મર્યાદાપૂર્વીક એસી મુનિને પ્રશ્ન પૂછ્યા કે, આપની આ અવસ્થા તે ભાગ ભાગવવાને લાયક છે, છતાં આપે સંયમ શા માટે ધારણ કર્યાં ? રાજા મુનિની યાગ્યતા જાણતા હતા કે, આ મુનિ ક્ષમાશીલ, નિર્લોભી અને વિચારક છે તે! મારી શ'કાનું સમાધાન કરશે એમ ધારીને જ રાજાએ ઉપરના પ્રશ્ન પૂછ્યા હતા.
રાજાના પ્રશ્ન ઉપરથી તે એવું લાગે છે કે, જાણે તે સંયમને ઠીક સમજતો ન હાય ! આજે પણ કેટલાક લોકો સયમને ખરાબ માને છે, સાધુઓની નિંદા કરે છે અને સાધુએને સમાજ ઉપર ભાર છે એમ સમજે છે. આનું એક કારણ એ પણ છે કે, કેટલાક લોકેા સંયમ ધારણ કરી પછી સાધુવેશમાં રહેવા છતાં ખરાબ કામ કરે છે! આવા ભ્રષ્ટ લાકોની પાછળ, જેએ સંયમનું બરાબર પાલન કરે છે, તેની પણ નિંદા થાય છે, પણ એમ કરવું તે અનુચિત છે. એ વાત ખરી છે કે સાધુવેશ ધારણ કરનારાઓ કેટલાંક ખરાબ કામે કરે છે, પણ જેઓ એમ કરે છે તે સાધુએ નથી, ‘ તે તે પાપશ્રમણ છે.' તેમને કારણે સાચા સાધુઓની શા માટે નિંદા થવી જોઈ એ ? કદાચ
૨૧
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૬૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ (શ્રાવણ કોઈ કહે કે સાચો સાધુ કોણ છે અને પાપશ્રમણ કોણ છે, એની અમને શી ખબર પડે? તે આને ઉત્તર એ છે કે, કયે સાધુ સારો છે અને કયે સાધુ ખરાબ છે એને વિવેકબુદ્ધિએ નિર્ણય કરે !
દૂધ અને પાણીની માફક જે સત્ય અને અસત્યને નિર્ણય કરે છે તે વિવેક છે. વિવેક કરવાથી સાચા સાધુ અને ખરાબ સાધુની પરીક્ષા થઈ જશે ! વિવેક કર્યા વિના બધા સાધુઓ ખરાબ જ હોય છે અને સાધુઓ કરતાં ગૃહસ્થો સારાં હોય છે, એમ એકતરફી નિર્ણય કરી લે એ અનુચિત છે. સાચા સાધુની નિંદા કરવી એ સગુણોની નિંદા કરવા બરાબર છે. જે સાધુની નિંદા કરે છે તે શું અહિંસાની નિંદા કરતા નથી ? જે હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચેરી કરે છે, મૈથુન સેવે છે, કે દ્રવ્યસંગ્રહ કરે છે તે સાધુ છે કે જે અહિંસા પાળે છે, સત્ય બોલે છે, ચોરી કરતા નથી, બ્રહ્મચર્ય પાળે છે. અને જેઓ પોતાની પાસે એક પાઈ પણ રાખતા નથી તે સાધુ છે ? સાચા સાધુ તે પાંચ મહાવ્રતધારી હોય છે. આવી દશામાં જે સાધુની નિંદા કરે છે તે શું અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય કે અપરિગ્રહની નિંદા કરતે નથી ? કદાચ કોઈ કહે કે કેટલાક સાધુએ હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, મિથુન સેવે છે કે પૈસે પિતાની પાસે રાખે છે, પણ જેઓ આવું અસદાચરણ સેવે છે, તેઓ શું સાધુ છે? જે નહિ તે, પછી એવા અસાધુઓને કારણે સાધુઓની નિંદા કેમ કરે છે ? તમે એમ કહો કે અસાધુઓ ખરાબ હોય છે, પણ સાધુઓ ખરાબ હોય છે એમ કેમ કહે છે ? આજકાલ કલચર-બનાવટી રત્ન પણ નીકળ્યાં છે રને બનાવટી પણ હોય છે એ વિચારથી કોઈ જ બધાં રત્નોને ખોટા કહે છે તે શું યોગ્ય કહેવાશે ! આ જ પ્રમાણે અસાધુઓને કારણે બધાં સાધુઓને ખરાબ કહેવા એ ક્યાંસુધી ઠીક છે એને તમે વિચાર કરે.
હું સાધુઓને પણ કહું છું કે, મહાત્માએ ! હવે જાગ્રત થાઓ. અત્યારે ધર્મની નિંદા થઈ રહી છે. અને એ નિંદાનો ભાર તમારા ઉપર આવી પડે છે. માટે સાવચેત થાઓ અને તમે શું કરી રહ્યા છે તેનો વિવેક દષ્ટિએ વિચાર કરો ! આ પ્રમાણે મહાભાઓને પણ મારું કહેવું છે, પણ સાથે સાથે તમને પણ કહું છું કે, તમે અસાધુઓને કારણે સાધુઓની નિંદા કરે છે, એટલા માટે આ વિષે વિચાર કરો અને સાધુ અને અસાધુને ઓળખવાનો વિવેક કરે !
રાજા શ્રેણિક તો મુનિને સાધુ જ સમજતો હતો એટલે તેણે તેમના ગુણોની પ્રશંસા કરી તેમને નમસ્કાર-વંદન કરી પ્રશ્ન પૂછે કે, તમે આ ભોગ ભોગવવાની અવસ્થામાંઆવી ભરજુવાનીમાં સંયમ શા માટે ધારણ કર્યો ! એ હું જાણવા ચાહું છું.
જે કોઈ બીજે હોત તે રાજાને આ પ્રશ્ન સાંભળી એમ કહી દેત કે, “ચાલ ! ચાલ ! તારે અમારા સાધુઓના કામમાં વચ્ચે પડવાની શી જરૂર છે ! તારું કામ તે રાજ્ય ચલાવવાનું છે; તું સાધુઓની વાતેમાં શું સમજી શકે! ” પણ અનાથી મુનિએ રાજાના એ પ્રશ્નને ન તુરછકારતાં કે જવાબ આપે તે જુઓ ! આ જૈન સાધુઓનું ચરિત્ર છે. મારામાં તે એવી શક્તિ નથી કે અનાથી મુનિને તમને
Page #204
--------------------------------------------------------------------------
________________
શુદ્દી ૧૦ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૧૬૩
બહુ પરિચય આપી શકું ! પણ આજે તેએ હાત તેા જેવા આનંદ ગણધરાએ રચેલા આ ચરિત્રદ્વારા મળી રહ્યો છે તેવા આનંદ આવ કે નહિ ? ગણધરાની કૃપાથી જ તેમનું ચરિત્ર આપણને જાણવા મળી રહ્યું છે. અનાથી મુનિએ તેા એક રાજા શ્રેણિકના જ સુધાર કર્યો હશે, પણ ગણધરાની કૃપાથી આજે તેમનું જે ચરિત્ર આપણી સામે છે, તે ચરિત્રદ્વારા ન જાણે કેટલા બધા જીવાના સુધાર થતા હશે ! ધણા લોકો તે આ અધ્યયનના હંમેશાં સ્વાધ્યાય કરે છે, પૂજ્યશ્રી શ્રીલાલજી મહારાજ પણુ પ્રાયઃ હમેશાં અધ્યયનને સ્વાધ્યાય કરતા હતા. વાસ્તવમાં આ અધ્યયન પણ સ્વાધ્યાય કરવા જેવું છે.
આ
રાજાના પ્રશ્નના ઉત્તર આપતાં મુનિએ કહ્યું કેઃ—
अणाहोमि महाराय ! णाहो मज्झ न विज्जई । अणुकंपगं सुहिं वावि, किंचि नाभिसमेमहं ॥ ९ ॥
હૈ! મહારાજા ! હું અનાથ હતા. મારું કોઈ રક્ષણ કરનાર ન હતું. તેમ કાઈ મારું પાલન કરનાર ન હતું. એટલા માટે મે' સંયમ ધારણ કર્યો.
નાથ કાને કહેવાય એ પહેલાં જોઈ એ. જે યાગ અને ક્ષેમ કરે છે તે નાથ છે, અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવી તે યાગ છે, અને પ્રાપ્ત થએલી વસ્તુની રક્ષા કરવી તે ક્ષેમ છે. આ પ્રમાણે જે પ્રાપ્ત નહિ થએલી વસ્તુને પ્રાપ્ત કરાવે અને પ્રાપ્ત થએલી વસ્તુની રક્ષા કરે તે નાથ છે.
અનાથી મુનિ કહે છે કે, “ મારે કાઈ નાથ ન હતા, કોઇ મારું રક્ષણુ કરનાર ન હતું, તેમ કાઈ ધર્મ સમજીને પણુ મારી ઉપર અનુકંપા—દયા કરનાર પણ ન હતું ! સંકટના સમયે કામ લાગે તેવા મારે કોઈ મિત્ર પણ ન હતા. આ પ્રમાણે મારી રક્ષા કરનાર કાઈ ન હેાવાથી મેં' સંયમ ધારણ કર્યાં.
મુનિના આ ઉત્તરથી તે સાધારણ રીતે લેાકેા એવા ખ્યાલ કરે કે, કાઈ રખડતા માણસ હશે, તેને ખાવા-પીવાની, સુવા-એસવાની અગવડતા હશે, અને કાઈ તેની રક્ષા કરતું નહિ હૈાય એટલે દીક્ષા લઈ લીધી હશે. અથવા “ નારી મુર્ખ ગૃહ સમ્પતિ નાશી, મુંડ મુંડાય ભયે સંન્યાસી ” —એ કથનાનુસાર સ્ત્રી મરી ગઈ હશે અને સંપત્તિ બધી નાશ પામી હશે એટલે માથુ મુંડાવી દીક્ષા લઈ લીધી હશે !
રાજાને પણ મુનિના ઉત્તર સાંભળી આશ્ચર્ય થયું હશે, અને તેને મનમાં લાગ્યું હશે કે, હજી તેા એવા કલિયુગને સમય આવ્યેા નથી કે કોઇ દયાળુ અનાથની રક્ષા ન કરે ! આજે પણ કાઈ એવા અનાથ તમારી જોવામાં આવે છે તે તેને તમે અનાથાલયમાં મોકલી આપો છે. આવા કલિયુગમાં જ્યારે અનાથા માટે સગવડતા મળી આવે છે, તે ત્યારે તા, ચોથા આરા હતા, એટલે તે વખતે અનાથેા માટે એવી ખરાબ સ્થિતિ કેમ હાઈ શકે ? એટલા જ માટે રાજાને પણ મુનિને ઉત્તર સાંભળી ધણું આશ્ચર્ય થયું.
આ ગાથાના ચોથા ચરણમાં પાઠાંતર ભેદ છે. એકમાં વિધિ નાદ્ મુમ્બેમË એવા પાડે છે જ્યારે ખીજામાં કિવિ નામિતમેમરૢ એવા પા છે, આ પામાં આવેલા
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૬૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ ના શબદને અર્થ તે રાજાની સાથે સંબંધ ધરાવે છે અને ત્યાં “રાજા તું સમજ' એ અર્થ થાય છે, અને નામિ શબ્દનો અર્થ મુનિની સાથે સંબંધ ધરાવે છે, અને ત્યાં “મારી ઉપર જરાપણ અનુકંપા કરનાર કોઈ ન હતું” એ તેનો અર્થ થાય છે.
મુનિનો ઉત્તર સાંભળી રાજા આશ્ચર્યમાં પડી ગયો કે, આ તે આવી ઋદ્ધિથી સંપન્ન છે છતાં પિતે અનાથ છે અને પિતાની અનાથતાને કારણે સંયમ ધારણ કર્યો છે એમ કેમ કહે છે ! એમનું આ કથન તે એના જેવું છે કે “ચિન્તામણિ કહે કે મને કઈ રાખતું નથી, કલ્પવૃક્ષ કહે કે મારો કેઈ આદર કરતું નથી અને કામધેનુ કહે કે મને કઈ ઉભવા સ્થાન આપતું નથી ! જેમ ચિન્તામણિ, કલ્પવૃક્ષ કે કામધેનુને કોઈ આદર આપતું નથી એ કથન અસંભવ જેવું છે, તેમ આ મુનિ કે જેમના શરીરમાં શંખ, ચક્ર, પદ્મ આદિ શુભ લક્ષણ છે એમને કોઈ નાથ ન હોય, કોઈ રક્ષક ન હોય કે એમને કોઈ મિત્ર ન હોય એ કેમ બની શકે?
કવિઓ કહે છે કે, હંસથી કદાચ વિધાતા નારાજ થાય તે તેને રહેવાનું કમલવન ઉજજડ કરી શકે, કે તેને માનસ સરોવરમાં રહેવાને પ્રતિબંધ કરી શકે, પણ તેની ચાંચમાં દૂધ અને પાણીને જુદા કરવાને જે ગુણ છે તેને તે પણ છીનવી શકે નહિ.
આ જ પ્રમાણે રાજા મુનિને કહે છે કે, “તમે આવા ઋદ્ધિમાન હોવા છતાં અનાથ હતા એ કેમ માની શકાય ? હું એ વિષે પ્રશ્નોત્તરમાં ન પડતાં તમને એટલું જ કહું છું કે તમે મારી સાથે ચાલો, હું તમારો નાથ બનું છું. મારા રાજ્યમાં કોઈ પ્રકારની ખામી નથી.” રાજાની માફક તમારે પણ વિવેક રાખવાની જરૂર છે. કઈ વાત સમજમાં ન આવે કે તમને ઠીક ન લાગે તે એકદમ કોઈ ઉપર આક્ષેપ ન કરો !
હવે હું જુનાગઢ દિવાન સાહેબને થોડુંક કહું છું. પચ્ચીસ માણસે જઈ રહ્યા હોય અને તેમાંથી એકના માથા ઉપર ઘણે બેજે હાય અને તે વાંકો વળી જતો હોય તે તમે કેની તરફ જશે ? જેમના માથે ભાર છે તેની તરફ જશે. આ જ પ્રમાણે દિવાન સાહેબ ઉપર સંસારને બેજ વધારે છે. એટલા માટે તેમને બે શબ્દો કહું છું. દિવાન સાહેબની સાથે મારે કાંઈ લેવા દેવા નથી; પણ તેમને બે ડોક હલકો થાય એટલા માટે કાંઈક કહું છું, અને જે કાંઈ કહું છું તે તમને બધાને માટે હિતકારી છે માટે મારા કથન ઉપર તમે પણ ધ્યાન આપો.
સાંભળ્યું છે કે, મલબારથી સાગનાં લાકડાં અત્રે લાવવામાં આવે છે. જયારે તે લાકડાં દરિયામાં પડેલાં હોય છે ત્યારે તેને એક દોરી બાંધીને એક બાળક પણ જ્યાં ચાહે ત્યાં ફેરવી શકે છે. પણ જ્યારે તે લાકડાંને પાણીની બહાર કાઢવામાં આવે છે ત્યારે તેને ઉપાડવા માટે કેટલા બધા માણસો કામે લાગે છે? આમ થવાનું કારણ શું છે ! આનું કારણ એ છે કે, જ્યારે લાકડું દરિયામાં હોય છે ત્યાં સુધી તેને આધાર દરિયે. હોય છે! બહાર કાઢયા બાદ દરિયાને આધાર રહેતો નથી! આ જ પ્રમાણે તમે પણ તમારા વિષે વિચાર કરે. સંસારવ્યવહારને બે હલ કરવા માટે તમે તમારે બજે પરમાત્મારૂપી દરિયાને મેંપી દે તે તમે બધા કામો સરલતાપૂર્વક કરી શકશે. સંસાર
Page #206
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ
. [ ૧૬૫ વ્યવહારમાં રહેવા છતાં પિતાને જીવનવિકાસ કેવી રીતે સાધી શકાય છે એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું.
વૃક્ષ ઉપર વાંદરાઓ પણ બેસે છે અને પક્ષીઓ પણ બેસે છે. કદાચિત વૃક્ષ તૂટી પડે તે દુઃખ કોને થાય ! વાંદરાને જ દુ:ખ થાય. કારણ કે પક્ષીઓનો આધાર કાંઈ વૃક્ષ જ નથી, પણ તેને પાંખે હેવાથી જ્યાં સુધી વૃક્ષ હોય છે ત્યાં સુધી તેના ઉપર બેસે છે, પણ જ્યારે તે પડવા લાગે છે ત્યારે તે ઉડી જાય છે. આ જ પ્રમાણે સંસારવૃક્ષ ઉપર એક ધર્મને જાણનાર અને બીજો ધર્મને નહિ જાણનાર બન્ને બેસે છે; પણ ધર્મને જાણનારને આ સંસારવૃક્ષ પડી જવાથી હું દબાઈ જઈશ એવો ભય રહેતો નથી. તે તો એમ જ વિચારે છે કે “આ સંસારવૃક્ષ જ મારે આધાર નથી તે કદાચિત આ સંસારવૃક્ષ પડી જશે તે ધર્મરૂપી પાંખોદ્વારા હું ઉડી જઈશ,” આ પ્રમાણે ધર્મને આધાર રાખવાથી કોઈ પ્રકારનો ભય રહેતું નથી. તમે પણ આ પ્રમાણે સંસારનો નાશ માની અને આ ધન-ધાન્ય આદિ પદાર્થો સદાને માટે રહેવાનાં નથી એમ સમજી ધર્મની સેવા કરશો તે આ સંસાર પણ તમને ભારરૂપ લાગશે નહિ.
ધર્મને આધાર કેટલો બધે સહાયભૂત નીવડે છે એ વાત નીચેની કથાદ્વારા સમજાવું છું. સુદર્શન ચરિત્ર–૧૭
કલા બહેત્તર અહ૫કાલમેં, સીખ હુઆ વિદ્વાન પ્રૌઢ પરાક્રમી જાન પિતાને, કિયા વિવાહ વિધિ કાન. છે રે ધન છે ૧૬ છે
સંસારની બધી ઋદ્ધિ મળે પણ શીલની સિદ્ધિ ન મળે તો એ બધી ઋદ્ધિમાં ધૂળ છે. આથી વિરહ શીલની સિદ્ધિ મળે અને કોઈ પ્રકારની ઋદ્ધિ ન મળે તે કાંઈ વાંધો નહિ! કોઈને ચિંતામણિ રત્ન મળી જાય તે શું તેને શેર કે બે શેર ચણાની ખામી રહી શકે? પરંતુ આજના લોકે શીલને મેટું માનતા નથી પણ ભોગને મોટું માને છે. આ કારણે ભેગની સામગ્રી ન મળવાને કારણે લેકે રડવા લાગે છે.
શીલને અર્થ સદાચાર થાય છે. પાપથી બચવું એ સદાચારને અર્થ છે. સંક્ષેપમાં હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, મદિરાપાન એ બધાં પાપે છે. આ પાંચ દુર્ગુણોમાં પ્રાયઃ બધાં પાપને સમાવેશ થઈ જાય છે. જેમાં આ દુર્ગણે નથી તેમાં કોઈ પ્રકારનું પા૫ રહી શકતું નથી. જેમ દીપકના પ્રકાશની આગળ અંધકાર રહેતા નથી તેમ શીલના પ્રકાશની આગળ પાપનો અંધકાર રહી શકતો નથી ! પણ પાપને અંધકાર દૂર કરવા અને શીલનો પ્રકાશ પ્રગટાવવા માટે પુરુષાર્થ કરવાની પણ જરૂર છે. પુરૂષાર્થથી જ પાપથી બચી ધર્મનું આરાધન થઈ શકે છે. આ વાત પ્રસ્તુત કથાથી વધારે સ્પષ્ટ થશે. સુદર્શન પૂર્વભવમાં થોડા જ સમયમાં પિતાને ઘણે વિકાસ સાધી લીધો હતો. ઉપલક દૃષ્ટિએ તે નવકારમંત્ર ઉપર વિશ્વાસ રાખવાથી તેને મરવું પડયું, પણ આગળ જે ઋદ્ધિનું વર્ણન છે, તે ઋદ્ધિ નવકારના પ્રતાપથી જ તેને મળી હતી.
પાંચ ધાત્રીઓ અને અઢાર દેશની દાસીઓના સંરક્ષણ નીચે સુદર્શન વૃદ્ધિ પામવા લાગ્યો. થોડા સમયમાં તે અઢાર દેશની ભાષા, રહેણું કરણ વગેરેથી પરિચિત થઈ ગયે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
જ્યારે તે આઠ વરસની ઉંમરને થયો ત્યારે તેના પિતાએ વિચાર્યું કે, સુદર્શનને હવે નિશાળમાં ભણાવવા મેલ જોઇએ કે જેથી તે ભણીગણી હોશિયાર થાય અને જીવન નને સુખમય બનાવવા માટે સંસારને ભાર વહન કરવા માટે તથા ધર્મદ્વારા આત્માનું કલ્યાણ કરવા સમર્થ થાય ! એક કવિએ કહ્યું છે કે –
माता शत्रु पिता वैरी, येन बालो न पाठयते ।
જ શમિતે તમામ દંતમ વ ાથા ! –હિતોપદેશ અર્થાત–તે માતાપિતા શત્રુ છે કે જેઓ પોતાના બાળકોને ભણાવતા નથી. જેમ હંસોની સભામાં બગલાએ શોભતા નથી તેમ વિદ્વાનોની સભામાં અભણ બાળકો પણ શોભતા નથી. તમે હંસ જેવા પુત્રો ચાહે છે કે બગલા જેવા? તમે કહેશે કે, અહીં રાજકોટમાં પ્રાયઃ બધા ભણેલા છે; તે પછી અહીં એ પ્રશ્ન જ ઉભો થતો નથી ! પણ જેઓ ભણેલા છે તેમની શિક્ષાદીક્ષા કેવી છે તે જરા જુઓ. સાચી શિક્ષા કેવી હોવી જોઈએ એ વિષે કહ્યું છે કે – વિઘા જા વિમુકત અર્થાત-જે બંધનોથી મુક્ત કરે તે જ વિદ્યા છે. શું આજકાલની શિક્ષા આવી છે? આજકાલની શિક્ષા વ્યવહારમાં પણ રક્ષા કરવાને માટે સમર્થ નથી, તે પછી બીજી વાત વિષે કહેવું જ શું? આજે દશ બી. એ. ડિગ્રી પાસ થએલ વિદ્યાર્થીઓ ફરવા જતા હોય અને રસ્તામાં કોઈ ચારબદમાશ મળી જાય તે શું તેઓ પિતાની પણ રક્ષા કરી શકશે ? ભાગી તે નહિ જાય ને ? સાંભળ્યું છે કે, એક સાપના ભયથી આઠ માણસે મરણ પામ્યા. જે તેમાંથી એક પણ સર્પને પકડવાને આત્મભોગ આ હેત તો બધાને સર્પના ભયથી મરી જવું ન પડત ! પણ આજકાલ આત્મબળને વધારી આત્મભોગ આપનારા બહુ ઓછા લોકે છે! કેવળ વાત કરનારા છે. કહ્યું છે કે – “આઓ મિયાંજ ખાના ખાઓ, કરે બિસમિલાં હાથ ધુલાએ ! આઓ મિયાંજી છપ્પર ઉઠાઓ, હમ બુદ્દે જવાન બુલાઓ છે”
આજના લકે કહેવતમાં કહ્યા પ્રમાણે મિયાંજ ખાવાને વખતે તે જુવાન થઈ જાય છે પણ કામ કરવાના સમયે ઘરડા થઈ જાય છે ! આવી અવસ્થામાં આજના લોકો પિતાને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ કેવી રીતે કરી શકશે ! એક ભાઈ કહેતા હતા કે, આજકાલ તે ઘેર ઘેર તારે ઘર ઘાલ્યું છે. મેં તેને જવાબ આપ્યો કે,
જ્યારે તાવને આમંત્રણ આપવામાં આવે તો તે શા માટે ન આવે ? અમે કહીએ છીએ કે ખાવા પીવામાં વિવેક રાખો અને અઠવાડિએ-પખવાડિએ શરીરશુદ્ધિ માટે ઉપવાસ કરો પણ ખાવા-પીવામાં વિવેક રાખવામાં આવતા નથી જેથી તાવ ખસતો નથી. જે ખાવા-પીવામાં ધ્યાન રાખવામાં આવે અને ઉપવાસ કરવાની ટેવ પાડવામાં આવે તે તાવ કેમ આવે ?
કહેવાનો આશય એ છે કે, વિદ્યા એ નથી કે, જે ડરાવે, નિર્બલ બનાવે કે રોગી બનાવે. પણ વિદ્યા તે છે કે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બંધનોથી મુક્ત કરે ! દરેક પ્રકારનાં બંધનોથી મુક્ત કરનાર સંસ્કારનું નામ જ વિદ્યા છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
સુદી ૧૦ ]
રાજકોટ–ચાતુર્માસ
[૧૬૭
સુદર્શનમાં સારા સંસ્કાર પાડવામાં આવ્યાં. આઠ વરસ પહેલાં કોઈ બાળકને પુસ્તકીયું જ્ઞાન આપવું તે તેની શક્તિના વિકાસને રૂંધવા સમાન છે. એ વાતને આજના વિદ્વાને પણ માને છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
“ના અવારા સ્ટાયરિ કવાયg” |
અર્થાત-આઠ વરસની ઉપર થયો ત્યારે તેને કલાચાર્યને સોંપવામાં આવ્યો. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આઠ વરસ પહેલાં બાળકને રમતગમતમાં જ એવી શિક્ષા આપવામાં આવતી કે જેથી તેની શક્તિને વિકાસ પણ રૂંધાતો નહિ અને રમતમાં ને રમતમાં જ તેને ઘણી વાત શીખડાવવામાં આવતી હતી. - સુદર્શન જ્યારે આઠ વરસની ઉંમરને થયું એટલે તેને કલાચાર્યની પાસે ભણવા બેસાડવામાં આવ્યો. જે માબાપે પિતાના બાળકને ભણાવતા નથી તેઓ બાળકના શત્ર માનવામાં આવે છે. આ જ પ્રમાણે જે માબાપ બાળકની શક્તિને પૂરેપૂરે વિકાસ થવા પહેલાં જ પરણાવી દે છે અને છોકરાને બાળપણમાં પરણાવી વહુને લહાવો લેવા માટે પિતાના બાળકને અશિક્ષિત રાખે છે, તે માબાપ બાળકના હિતેચ્છુ નહિ પણ શત્ર માનવામાં આવે છે.
શાસ્ત્ર કહે છે કે, પહેલાં આઠ વરસની ઉંમરના બાળકને કલાચાર્ય પાસે ભણવા મોકલવામાં આવતું. ત્યાં કલાચાર્ય બાળકને ૭૨ કલાનું શિક્ષણ આપતા. શ્રી જ્ઞાતાસૂત્રમાં ૭૨ કલાનું વર્ણન આવે છે. ૭૨ કલાનું શિક્ષણ મેળવ્યું એને દ્રવ્ય પરિક્રમ કહેવામાં આવે છે. છોકરાને ૭૨ કલા અને છોકરીને ૬૪ કલા શીખડાવવામાં આવતી. આ પ્રમાણે સંતાનને કલાની શિક્ષા આપી તેમને દ્રવ્ય પરિક્રમ કરવામાં આવતું. આ કલાશિક્ષણમાં યુદ્ધ કરવું, શકુન જાણવું, વેપાર કરવો વગેરે દરેક પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. કદાચ કોઈ કહે કે, યુદ્ધ કરવું એ તે રાજાનું કામ છે તો રાજાને પુત્ર યુદ્ધ કરવાનું ભલે શીખે પણ શ્રાવક કે વ્યાપારીના પુત્રે યુદ્ધ કરવાની શિક્ષા મેળવવાની શી જરૂર છે? પણ શાસ્ત્રમાં સમુદ્રપાલ વિષે કહેવામાં આવ્યું છે કે – "बोवत्तरी कलाविये सिखिए नीइकोषिय जाधणे नयसम्पन्ने सुरूवे पियदसणे।"
અર્થાત–પાલિત શ્રાવકે પિતાના પુત્ર સમુદ્રપાલને ૭૨ કલાઓનું શિક્ષણ આપી નીતિનિપુણ બનાવ્યું. શાસ્ત્ર કહે છે કે, પાલિત કેવળ નામને જ શ્રાવક ન હતો પણ નિર્ચન્વ-પ્રવચનનો પંડિત હતા તેમ છતાં તેણે પિતાના પુત્રને ૭૨ કલાઓનું શિક્ષણ અપાવ્યું હતું. ૭૨ કલાઓનું શિક્ષણ આપવા માં એમ ન હતું કે, ધર્માને જુદો રાખવામાં આવે અને કલાને જુદી રાખવામાં આવે, પણ ધર્મનું દૃષ્ટિબિન્દુ લક્ષ્યમાં રાખી કલાનું શિક્ષણ આપવામાં આવતું. આજની શિક્ષા તો એવી આપવામાં આવે છે કે જાણે ધર્મને શિક્ષાની સાથે કોઈ સંબંધ જ ન હોય, તેમ શિક્ષિતે ધર્મના શત્રુ બની જાય છે; પણ ધર્મનું જીવનમાં કેટલું મહત્ત્વનું સ્થાન છે તે જાણવા પ્રયત્ન કરતા નથી. જે તેઓ ધર્મતત્વને જાણવાનો પ્રયત્ન કરે તે ધર્મ જરૂર તેમને જીવનોપયોગી જણાયા વિના નહિ રહે ! ધર્મ એ કાંઈ બહારથી આવતું નથી, પરંતુ એ તે અંદરની વસ્તુ છે. ખરાબ કામમાંથી બચવું અને સદાચારની સાથે સંબંધ જોડવો એનું જ નામ ધર્મ છે. દરેક
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૬૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ કાર્યમાં વિવેક રાખવામાં આવે તે ધર્મનું આરાધન સરળતાપૂર્વક થઈ શકે છે. જેમકે કાનેથી ધર્મનું શ્રવણ પણ થઈ શકે છે અને કામેત્તેજક ગાનતાન પણ સાંભળી શકાય છે. આ જ પ્રમાણે આંખે દ્વારા પુરુષનું દર્શન પણ કરી શકાય છે અને ખરાબ દશ્ય પણ જોઈ શકાય છે. પણ જે વિવેક રાખવામાં આવે તે કાન અને આંખોને સદુપયોગ કરી પાપથી બચી શકાય છે અને ધર્મનું આરાધન પણ થઈ શકે છે. આ પ્રમાણે દરેક વાતમાં વિવેક રાખવામાં આવે તો ધર્મનું આરાધન સરળતાપૂર્વક થઈ શકે છે.
સુદર્શન ચેડાં જ વર્ષોમાં ૭૨ કલાઓમાં પારંગત થઈ ગયો હૈડાં વર્ષોમાં બધી કલાઓમાં પારંગત થઈ જવું એમાં પૂર્વજન્મનાં સંસ્કારે પણ કારણભૂત છે. સાંભળ્યું છે કે, એક સાત વર્ષનો છોકરો એવું સરસ સંગીત જાણે છે કે, તેના જેવું મોટા મોટા સંગીતાચાર્યો પ્રયત્ન કરવા છતાં પણ જાણી શક્યા નહિ. આનું કારણ પૂર્વજન્મનાં સંસ્કારે છે. આ પ્રમાણે જેમનાં પૂર્વજન્મનાં સંસ્કારે પણ સારાં રહે છે તે ચેડામાં વિશેષ જાણી શકે છે. એટલા માટે ધર્મ અને નીતિની શિક્ષાની આવશ્યકતા રહે છે. કેવળ પૂર્વ સંસ્કારોને આધારે બેસી રહેવું ન જોઈએ તેમ પૂર્વ સંસ્કારને ભૂલી પણ જવા ન જોઈએ. પણ નિશ્ચય અને વ્યવહાર તથા ધર્મ અને નીતિ એ બન્નેને સમન્વય કરી આગળ વધવું ઠીક છે.
ધર્મ અને નીતિ એ બને જીવનરથનાં ચક્ર છે. એક પણ ચક્ર ભાંગેલું કે તુટેલું હોય તે જીવનરથ આગળ ચાલી શકતા નથી; તે પ્રમાણે નીતિ અને ધર્મ તથા વ્યવહાર અને નિશ્ચય એ બન્નેની આવશ્યકતા રહે છે. જે વૃક્ષનું બીજ (મૂળ) જ સડી ગએલું હોય છે તેને સુધારવું મુશ્કેલ છે. પણ જેનું બીજ સારું છે (મૂળ મજબુત હોય છે) પણ વૃક્ષ સડી ગયું હોય છે તે વૃક્ષને સુધારવું મુશ્કેલ નથી ! આ જ પ્રમાણે જેમનાં પૂર્વ સંસ્કારો સારાં હોય તેમને વિકાસ પણ જલ્દી થાય છે, પણ જેમનાં પૂર્વ સંસ્કારો સારાં હતાં નથી તેમને વિકાસ પણ જલ્દી થઈ શકતો નથી. હવે કોઈ એમ કહે કે અમારે પૂર્વભવ તો ચાલ્યો ગયો, એટલા માટે આ ભવ પૂર્વ ભવનાં સંસ્કાર પ્રમાણે જ વ્યતીત થશે, તો આ ભવમાં પુરુષાર્થ કરવાની શી આવશ્યકતા છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, તમે મકાન બનાવે છે તે કાંઈ તમારા માટે જ બનાવતા નથી, પણ તમારી ભાવિ પ્રજાના ઉપયોગમાં પણ એ મકાન આવે એવું બનાવો છે; તે જ પ્રમાણે ધર્મ ઉપર પણ વિશ્વાસ રાખો કે, આ ધર્મરૂપ ધન આ જન્મમાં નહિ તે આગળના જન્મમાં કામ આવશે. શેઠે સુભગને જે નવકારમંત્ર શીખડાવ્યો હતો તે શું આગળના જન્મમાં તેના ઉપયોગમાં ન આવ્યો ! જો શેઠ સુભગને નવકારમંત્ર શીખડાવત નહિ, અને જેમ બીજા લોકો “શકો મંત્રના અધિકારી નથી' એમ કહે છે, તેમ શેઠે પણ “સુભગને તું પણ મંત્રને અધિકારી નથી એમ કહી, તેને નવકારમંત્ર શીખડાવ્યો ન હેત તો શું સુભગને આગળને જન્મ સુધરી શકત? પણ કોઈને ધર્મવિમુખ રાખવા એ ધર્માત્માઓનું કામ નથી. ધર્માત્મા પિતે પણ સુખી થાય છે અને બીજાને પણ સુખી બનાવે છે. આ પ્રમાણે વિચાર કરી તમે પણ શુદ્ધ રહે અને બીજાને પણ શુદ્ધ કરે છે તેમાં સ્વ સાથે પરનું કલ્યાણ રહેલું છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯ર શ્રાવણ સુદી ૧૧ બુધવાર
પ્રાર્થના વિમલ જિનેશ્વ૨ સેવિએ, થારી બુદ્ધિ નિમલ હેય જાય રે; છવા ! વિષયવિકાર વિસારને, તૂ મેહની કર્મ અપાય રે;
છવા! વિમલ જિનેશ્વર સેવિએ. ૧ શ્રી વિમલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના કરતાં ભકતએ મનમાં કેવી ઉન્નત ભાવના ભાવવી જોઈએ એ વાત આ પ્રાર્થનામાં કહેવામાં આવી છે. આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, “હે ! આત્મા ! તારી પૂર્વ સ્થિતિનું તું સ્મરણ કર. પૂર્વ સ્થિતિનું સ્મરણ કરવાથી, પોતે કયા કયા ભવમાં કેવી કેવી સ્થિતિમાંથી પસાર થયો અને કેટલી મુશ્કેલીએ આ દુર્લભ ભવને પામે છે એનું ભાન થાય છે. અને જ્યારે પિતાની વર્તમાન સ્થિતિનું ભાન થાય છે ત્યારે આ દશ વીશ કે પચાસ વર્ષના આયુષ્યમાં આ દુર્લભ ભવને આળસમાં વ્યર્થ ગુમાવી ન દેતાં એને ભગવદ્ભક્તિમાં સદુપયોગ કરી જીવનને સાર્થક કરવું જોઈએ. જ્યારે આ પ્રમાણે આત્મભાન થશે ત્યારે આ આત્મા એ નિર્ણય ઉપર આવશે કે –
રે જવા! વિમલ જીનેશ્વર સેવિયે” હે જીવ! તું ભગવાન વિમલનાથની સેવા-પ્રાર્થના કર. ભગવાનની પ્રાર્થના કેવી રીતે કરવી ? એને માટે આ જ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, મેહનીય કર્મને ખપાવી ભગવાન વિમલનાથની સેવા કરી અને પરમાત્માની પ્રાર્થનાની આગળ બધાને તુચ્છ સમજી મોહનીય કર્મને ખપાવ. જેમકે તમારી પાસે રૂપિયા છે, પણ જો તમને કોઈ રૂપિયાને બદલે સેનામહોર આપે તે તમે રૂપિયાને મૂકી દેશે. આ જ પ્રમાણે કઈ સોનામહોરના બદલામાં રત્નો આપે તે તમે સોનામહોરો મૂકી દેશો. આ પ્રમાણે જ્યારે પરમાત્માની . પ્રાર્થનાને બધાથી ઉત્કૃષ્ટ માનવા લાગશે ત્યારે તેની આગળ બધાને તુચ્છ સમજી છોડી મૂકશે, પણ કેવળ બોલવાથી એમ કાંઈ બનતું નથી, એ તે કરવાથી જ બને છે. જે તમે ત્યાગ કરશે તો તમને લાભ થશે અને હું કરીશ તો મને લાભ થશે. હું તમારી આગળ આ વાત કરનારો છું, પછી તે જે કરશે તેને જ લાભ થશે. જેમકે કોઈ માણસ બધાને ખાવાનું પીરસે છે પણ પિતે ભૂખ્યા રહે છે તેને શું લાભ થયે. આ જ પ્રમાણે પીરસનારો તે થાળી પીરસી જાય છે, પણ જમનારે ઊંઘતો રહે તે શું તેની ભૂખ મટી શકે ? નહિ. તે જ પ્રમાણે મોહનીય કર્મ ખપાવીને ભક્તિ કરવાની વાત કહેનાર અને સાંભળનાર ધર્મારાધન કરે તો તેને લાભ થશે. જો તમે પરમાત્માની પ્રાર્થનાને ઉત્કૃષ્ટ માનશે તો પછી બીજી કોઈ ચીજ તુચ્છ લાગ્યા વિના નહિ રહે ! માટે તમે એવી ભાવના કરે કે, મને તે પરમાત્માની પ્રાર્થના જ જોઈએ, ધનસંપત્તિ કે પુત્રાદિ ન જોઈએ. જો તમે સંસારની બધી વસ્તુ છડી ન શકે અને તમારે સંસારનું કામ કરવું પણ પડે; તે તમે કાંઈ નહિ તે સંસારનાએ કામને મુખ્ય ન માનતાં, ગૌણ માને, તે પણ ઘણો
૨૨
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
લાભ થશે ! આજે લોકો પરમાત્માની પ્રાર્થનાને ગણ અને સંસારનાં કામોને મુખ્ય માની બેઠા છે. લોકોની આ જ મોટી ભૂલ છે. જે તમે પરમાત્માની પ્રાર્થનાને મુખ્ય અને સંસારનાં કામને પૈણુ માનતા થશે, ત્યારે જ પરમાત્માની પ્રાર્થના બરાબર કરી શકશે. એટલા માટે પરમાત્માની પ્રાર્થનામાં એકરૂપ થવા માટે સંસારનાં કામોનું મમત્વ છેડવાને પ્રયત્ન કરે તેપણ કલ્યાણ છે. અનાથી મનિને અધિકાર–૧૮
- હવે આ જ વાત શાસ્ત્રા દ્વારા સમજાવું છું. રાજા શ્રેણિકે અનાથી મુનિને પૂછયું કે, તમે આ ભર જુવાનીમાં દીક્ષા શા માટે લીધી? અનાથી મુનિએ તેને જવાબ એ આપ્યો કે, હું અનાથ હો, મારે કઈ નાથ ન હતું. એટલા માટે મેં દીક્ષા લીધી. મુનિને આ ઉત્તર સાંભળી રાજાને ઘણું આશ્ચર્ય થયું.
तओ सो पहसिओ राया. सेणिो मगहाडिवो।
एवं ते इडिमन्तस्स, कहं णाहो न विज्जई ॥१० ।। - રાજાને મુનિને આ ઉત્તર ઠીક ન લાગે એટલે તે હસી પડશે. અહીં રાજા શ્રેણિકને જ અધિકાર ચાલે છે તથા તેને પરિચય પણ પહેલાં આવી દેવામાં આવ્યા છે છતાં, અને રાજાને શ્રેણિક અને મગધાધિપ એ વિશેષણ ફરી શા માટે આપવામાં આવ્યું ! સાધારણ કે તે પુનરુક્તિને દોષ દૂર કરવાનું કહે, પણ જે પ્રમાણે માતા પિતાના બાળકને કોઈ વાત વારંવાર કહે છે અને સમજાવે છે તેમ ગણધરોએ સાધારણ લોકોને સમજાવવાનો એ દ્વારા પ્રયત્ન કર્યો છે. મારી સમજ પ્રમાણે ગણધરેએ એ મગધાધિપ શબ્દને ફરી ઉપયોગ એટલા માટે કર્યો છે કે, તે હસનાર કેઈ સાધારણ માણસ ન હતું પણ મગધ દેશને રાજા હતો. સાધારણ માણસના હસવામાં અને આવા મોટા રાજાના હસવામાં ઘણું અંતર હોય છે એ બતાવવા માટે ગણધરેએ રાજા તરીકે પરિચય આપ્યા છતાં પણ ફરી શ્રેણિક રાજાને ભગધાધિપ વિશેષણદ્વારા પરિચય આપ્યો છે.
રાજા શ્રેણિક હસીને મુનિને કહેવા લાગ્યું કે, તમારા જેવા ઋદ્ધિમાનને કોઈ નાથ ન હતો એ કેમ બની શકે ?
પહેલાં એ જોવું જોઈએ કે ઋદ્ધિ એટલે શું અને મુનિની પાસે એવી કઈ ઋદ્ધિ હતી કે તેમને ઋદ્ધિમાન કહેવામાં આવ્યા ?
ઋદ્ધિ બે પ્રકારની હોય છે. એક બાહ્ય ઋદ્ધિ અને બીજી આતરિક અદ્ધિ. બાહ્ય ઋદ્ધિમાં ધન-ધાન્યાદિને સમાવેશ થાય છે અને આન્તરિક અદ્ધિમાં શરીરની સ્વસ્થતા અને ઇન્દ્રિયોને પૂર્ણ વિકાસ વગેરેને સમાવેશ થાય છે. મુનિની પાસે બાહ્ય ઋદ્ધિ તે ન હતી; પણ આતરિક અહિ તે હતી. તેમની ભવ્ય આકૃતિ તેમની સુંદર પ્રકૃતિને પરિચય આપતી હતી.
જેમની આકૃતિ સારી હોય છે, તેમનામાં ગુણોનો વાસ પણ હોય છે ! આજે પણ સંસારમાં જુઓ, તો જણાશે કે, જેમની આંખે મેટી હોય છે, કાન લાંબા હોય છે,
Page #212
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૧ ]
- રાજકેટ-ચાતુર્માસ
[ ૧૭૧
વક્ષઃસ્થલ પ્રશસ્ત હોય છે, કપાળ પહોળું હોય છે અને જેમનાં શરીરનાં અંગો પૂર્ણ વિકસિત હોય છે તે ભાગ્યવાન અને ગુણવાન ગણાય છે. અનાથી મુનિની આકૃતિ સુંદર હતી એટલા માટે તેમની ઋદ્ધિ પણ સ્પષ્ટ જણાતી હતી.
આ વિષે ટીકાકાર કહે છે કે, જ્યાં આકૃતિ સારી હોય છે ત્યાં ગુણો વસે છે અને જ્યાં ગુણો હોય છે ત્યાં લક્ષ્મી વસે છે; કારણ કે લક્ષ્મી ગુણવાનને જ વરે છે. ગુણહીનને નહિ.
આ ઉપરથી કોઈ એમ કહે કે, લક્ષ્મી તો કઈ ગુણહીનની પાસે પણ જોવામાં આવે છે ! તે આને ઉત્તર એ છે કે, તમને ભલે ગુણો જોવામાં આવતાં ન હોય પણ તેનામાં વ્યાવહારિક ગુણે તો અવશ્ય હોય છે. - આ પ્રમાણે જ્યાં ગુણ હોય છે ત્યાં લક્ષ્મી પણ વસે છે, તથા ત્યાં નેકર-ચાકર વગેરે ઉપર આજ્ઞા પણ ચાલે છે. આ આજ્ઞાનું પાલન થવું એ જ રાજ્ય છે. જેમની આજ્ઞાનું બરાબર પાલન થાય છે, તે જ રાજા છે.
રાજાએ મુનિને કહ્યું કે, “તમે દુઃખને કારણે સંયમ ધારણ કર્યો છે એ મને ઠીક નથી લાગતું. તમે આવા ઋદ્ધિમાન છો છતાં તમારું રક્ષણ કરનાર કોઈ નાથ ન હોય એ કેમ બની શકે ? વળી તમે કહે છે તે પ્રમાણે દુઃખને કારણે સંયમ ધારણ કર્યો છે તે દુઃખને સહેતાં સંયમને કેવી રીતે વહન કરી શકશે?” એટલા માટે–
होमि नाहो भयंताणं, भोगे भुंजाहि संजया।
fમનાÉપરિવું, માગુસ્સે ૭ જુદું ?? | “હે ભદન્ત ! હે પૂજ્ય! તમને વિશેષ કાંઈ ન કહેતાં થેડામાં એટલું જ કહું છું કે, આપે જે અનાથતાના દુઃખને કારણે સંયમ ધારણ કર્યો છે તે અનાથતાનું દુઃખ દૂર કરવા માટે હું તમારો નાથ બનું છું. જ્યારે હું તમારો નાથ બની જઈશ તે પછી તમને કોઈ વાતની ખામી રહેશે ખરી ? એટલા માટે હે સંયતિ! ચાલે, સંયમને છોડે
અને ભેગેને ભગવો.” - રાજા સંયતિને ભોગ ભોગવવા માટે કહે છે, પણ શું તે ઓછી બુદ્ધિવાળો હતો કે,
આ પ્રમાણે એક મુનિને કહ્યું ! રાજા એ એછી બુદ્ધિવાળો ન હતો, પણ એના કથનની પાછળ કયું રહસ્ય રહેલું છે તથા ગણધરોએ શાસ્ત્રમાં એ વાતનો ઉલ્લેખ શા માટે કર્યો છે એ સમજવાની જરૂર છે. આજે પણ તમે જુઓ છો કે, જેમની પાસે ભેગે છે તેમને ભોગ માટે કઈ આગ્રહ કરતું નથી, પણ જેઓ ભગના ત્યાગી છે તેમને આગ્રહ કરનારા ઘણા લોકો મળી જાય છે. જેમકે ઘણા લોકે રહેવા માટે અહીં તહીં ભટકે છે પણ કોઈ તેને પોતાને ત્યાં રાખતું નથી. પણ જો કોઈ દીક્ષા લેવાનો વિચાર કરે છે તે એને એવા કહેનારા લોકો ઘણા મળી આવે છે કે, તમે દીક્ષા શા માટે લ્યો છે, ચાલો મારે ત્યાં રહેજે આ પ્રમાણે જે આગ્રહ કરવામાં આવે છે તે ભેગના ત્યાગનો જ પ્રતાપ છે. પણ જેઓ ત્યાગી નથી પણ ભોગી છે તેમને ભેગની વસ્તુ પણ મળતી નથી તેમ તેમને કાઈ આગ્રહ પણ કરતું નથી !
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૭૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
રાજાએ મુનિને કહ્યું કે, “આપ મારે ત્યાં ચાલો, હું તમારો નાથ બનું છું. તમને દરેક પ્રકારની સગવડતા મળી રહેશે. તમે એમ ન વિચારો કે, મેં સંયમ લીધો હતો એટલે હવે મને જ્ઞાતિજને કે મિત્રો સંધરશે નહિ. તમે સંયમ ધારણ કરીને કાંઈ ખરાબ કામ કર્યું ન હતું એટલે જ્ઞાતિજનો અને મિત્રો તમારો ઊલટે આદર-સત્કાર કરશે કે, બહુ સારું થયું કે તમે પાછા સંયમ છોડી પરિવારમાં આવ્યા. હું પણ તમને એટલા માટે સંયમ છોડવાને આગ્રહ કરું છું કે, આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. એવા આ દુર્લભ મનુષ્ય જન્મને આ રીતે વેડફી નાંખો એ ઠીક નથી.” - આજે પણ કેટલાક લોકો એમ કહે છે કે, સાધુઓ પાસે જવાથી શો લાભ! ત્યાં જવાથી તે મનુષ્યજન્મના સુખને નાશ થાય છે. ખાવું-પીવું અને મોજમઝા માણવી એ જ જીવનની સાર્થકતા છે, પણ સાધુઓ તે એ ભેગોને ત્યાગ કરવાનું કહે છે એટલા માટે તેમની પાસે જવું એ તે મનુષ્ય જન્મના સુખનો નાશ કરવા બરાબર છે. આ પ્રમાણે કેટલાક લોકો કહે છે. એ લોકોની દૃષ્ટિએ તે મનુષ્ય જીવનની સાર્થકતા ભેગાનો ઉપભોગ કરવામાં જ છે. રાજા પણ એ જ કહી રહ્યો છે કે, આ મનુષ્યજન્મ દુર્લભ છે તે માટે ચાલો અને ભોગેનો ઉપભોગ કરી જીવનને સાર્થક કરો. - જે લોક ભોગોનો ઉપભેગ કરે એમાં જ મનુષ્યજન્મની સાર્થકતા છે એમ માને છે તે લોકો પણ એમ જ કહે છે કે, આ મનુષ્યજન્મ મળવો દુર્લભ છે અને જે લોકે ભોગને ત્યાગ કરવાને ઉપદેશ આપે છે તેઓ પણ એ જ કહે છે કે, આ મનુષ્યજન્મ વારંવાર મળ દુર્લભ છે માટે એને ભોગ-ઉપભેગમાં દુરુપયોગ કરે નહિ. આ પ્રમાણે ભેગી અને ત્યાગી લેકે પિતાપિતાની દૃષ્ટિએ કહે છે; પણ આ બન્નેમાં કોનું કથન ઠીક છે અને આ દુર્લભ મનુષ્યજન્મને સફળ કેમ બનાવી શકાય એ વિચારવા જેવું છે.
જે લોકો ભેગાને ઉપભોગ કરવામાં જ મનુષ્યજન્મની સાર્થકતા રહેલી છે એમ માને છે, તેઓનું એમ કહેવું છે કે, “ ખાવું-પીવું, સુંદર વસ્ત્રો પહેરવાં અને સુંદર મકાનમાં મેજમઝા માણવી વગેરે ભોગને ઉપભોગ જે મનુષ્ય નહિ કરે તે કોણ કરશે? જે મનુષ્યજન્મમાં ભેગેને ઉપભોગ કરવામાં ન આવે તો શું પશુજન્મમાં ભોગોને ઉપભોગ થઈ શકશે? શું પશુછવનમાં સુંદર વસ્ત્ર, આભૂષણો તથા સુંદર ખાન-પાનને ઉપભોગ થઈ શકશે ? આ જ પ્રમાણે રેલગાડી, સ્ટીમર, એરોપ્લેનમાં બેસી મનુષ્ય જે જ નહિ માણે તે શું પશુછવનમાં માણી શકાશે? એટલા માટે ભાગોને ઉપભોગ કરવામાં જ મનુષ્યજન્મની સાર્થકતા રહેલી છે.”
- આ એક પક્ષ છે. બીજો પક્ષ ભેગોને ત્યાગ કરવામાં જ મનુષ્યજન્મની સાર્થક્તા રહેલી છે એમ માને છે. એ માન્યતાની પુષ્ટિ માટે જ્ઞાનીઓ કહે છે કે, “જો તમે દુર્લભ મનુષ્યજન્મ મેળવીને પણ જો આટલી જ ઉન્નતિ સાધી શકે તે તમે વધારે શું કર્યું ? એટલી ઉન્નતિ તે પશુ-પક્ષી પણ સાધી શકે છે. તે તમારી ઉન્નતિમાં વિશેષતા શી રહી? તમે કહો છો કે, એરોપ્લેનમાં ઉડી અમે મેજ નહિ માણીએ તે શું પક્ષીઓ માણી શકશે ? તમે તે અત્યારે એરપ્લેન બનાવ્યાં છે અને ય–ની સહાયતાએ આકાશમાં ઉડે છે પણ પક્ષીઓ તે સ્વતંત્ર રૂપે કોઈની સહાયતા લીધા વિના પહેલેથી જ
Page #214
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૧]
રાજકાટ-ચાતુર્માસ
[ ૧૭૩
આકાશમાં ઊડે છે. તમે સુંદર કપડાં બનાવી પહેરવાની વાતા કરા છે! પણ અહીંતહીંથી કપાસ એકઠો કરી કપડાં બનાવી પહેરવામાં શું વિશેષતા છે ! આનાં કરતાં તે। સાધારણ જીવા જે પેાતાના શરીરમાંથી તન્તુ કાઢી પોતાની જાળ બનાવે છે એમાં વધારે વિશેષતા રહેલી છે. તમે કપડાં પહેરી અડ થઇને ફરે છે પણ તમે પહેરેલાં કપડાંમાં કેટલાં બધાં છિદ્રો છે, એ તમે સૂક્ષ્મદર્શક યંત્રથી જુએ અને કાળી જેવા સાધારણ જીવ, જે પેાતાની જાળ બનાવે છે તે કેવી સુંદર અને છિદ્ર વિનાની હાય છે તે જુએ તા તમને જણાશે કે તમારાં કપડાં કરતાં તેમાં અનેકગણી વિશેષતા રહેલી છે. તમે મકાન બનાવવામાં તથા રહેવામાં મનુષ્યજન્મની સાÖકતા રહેલી માને છે પણ મધમાખી અને કીડી જેવા સાધારણ પ્રાણીએ પેાતાને રહેવાને માટે મહા મહેનતે એવાં સુંદર રહેવાનાં ઘર બનાવે છે કે જેને જોઈ મનુષ્યની બુદ્ધિનું અભિમાન ઊતરી જાય છે. એમના મકાનામાં-ધરામાં કેટલી બધી સુંદર વ્યવસ્થા હોય છે તે પણ જરા જુએ. તેમના ધરામાં પ્રસૂતિગૃહ, ભેાજનગૃહ વગેરે જુદાં જુદાં હોય છે! કલા અને આવિષ્કારની દૃષ્ટિએ જીએ તેા મધમાખી તમારાથી પણ આગળ વધેલી છે. એની કળા જોઇ આજના વૈજ્ઞાનિકા પણ આશ્ચર્યચક્તિ થઈ જાય છે ! તે પેાતાનું રહેવાનું ઘર કળાપૂર્વક અને માપસર બનાવે છે ! એટલું જ નહિ પણ તે થોડા જ મીણમાં વધારે મધ ભરવાની વ્યવસ્થા કરી શકે છે. તેમની સંગઠનશક્તિ પણ જીએ; જ્યારે તેએ મધપૂડાને મીણુ લગાડે છે ત્યારે બધી મધમાખીએ એક સાથે મીણ લગાડે છે, અને મધ ભરે છે ત્યારે એક સાથે મધ ભરે છે! શું તમારી કળા મધમાખીએ કરતાં ચડિયાતી છે?
કહેવાના આશય એ છે કે, જો તમે વસ્ત્ર-મકાન આદિને કારણે જ મનુષ્ય જન્મને સાર્થક માનતા હૈ। તેા તમે મધમાખી-કીડી જેવા સાધારણ જીવા કરતાં વધારે કાંઈ પ્રગતિ કરી નથી. કેવળ કળાથી મનુષ્ય જન્મ સાક થઈ જાય છે અને કળાની સાધનામાં જ મનુષ્ય જન્મની દુર્લભતા રહેલી છે એમ કહી શકાય નહિ ?
હવે જરા વિવેકબુદ્ધિએ વિચાર કરેા કે, તમે પહેલાં કાણુ હતાં અને કયા કારણે મનુષ્ય જન્મને પામ્યા ? આ વિષે ઉડ્ડા વિચાર કરશે, તે તમને સ્પષ્ટ જણાશે કે, ઊંચા ઊંચા મકાનેા બનાવવાથી, ઉત્તમ ખાન-પાન ખાવા-પીવાથી, મેાજ માણવાથી કે ભાગાના ઉપભોગ કરવાથી આ દુર્લભ મનુષ્યજન્મ મળ્યેા નથી. ત્યારે આ દુર્લભ મનુષ્યજન્મ કેવી રીતે મળ્યા છે, એને માટે ભક્ત તુકારામ કહે છે કેઃ——
અનન્ત જન્મ જરી કેલ્યા તપ રાશી તરીહાન પવસી મણે દેહ ઐસા હા નિદાન । લાગલાસી હાથી ત્યાંચી કેલી માતી ભાગ્યહીન !!
અર્થાત્—અનન્ત જન્મ સુધી પુણ્ય રાશિ એકઠી કરવા છતાં આ મનુષ્યજન્મ મળે છે કે નહિ એ શંકાસ્પદ છે. છતાં પુણ્યબળે આ દુલ ભ મનુષ્યજન્મ હાથમાં મળ્યો છે. તેને ભાગ્યહીન લાકે માટીની માફક ગુમાવી દે છે.
ભગવાન વિમલનાથની પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, જીવ સૂક્ષ્મ નિગેાદમાં, બાદર નિગેાદમાં, ત્યાંથી સ્થાવર જીવમાં-અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયમાં
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ આવ્યા. ત્યાંથી બેન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પછી પંચેન્દ્રિયમાં આવ્યા. પંચેન્દ્રિયમાં પણ મનુષ્યગતિમાં આવ્યો, ત્યારે મનુષ્યજન્મ મળ્યો. મનુષ્ય જન્મની સાથે આર્યક્ષેત્ર. ઉત્તમ કુળ, ઉત્તમ ધર્મની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે અનેક જજોની તપશ્ચર્યા એકઠી કરવાથી મનુષ્યજન્મ મળે છે. આ પ્રમાણે કઠોર તપશ્ચર્યાના પરિણામે મળેલા મનુષ્યજન્મને ભોગે ઉપભોગ કરવામાં ગુમાવે ઠીક નથી. આવા દુર્લભ મનુષ્ય જન્મને ભોગોપભાગમાં દુરુપયોગ કર્યો ન જોઈએ.
રાજા શ્રેણિકે અનાથી મુનિને કહ્યું કે, “આ મનુષ્ય જન્મ દુર્લભ છે માટે ભેગને ઉપભોગ કરવામાં જ એને ઉપયોગ કરો. હું તમારો નાથ બનું છું, માટે ચાલો અને સુખેથી રહા.” ' રાજાનું આ કથન સાંભળી મુનિને આશ્ચર્ય થયું. જેવું આશ્ચર્ય મુનિનું કથન સાંભળી રાજાને થયું હતું. પિતપતાને પક્ષ લઈ બન્ને જણ હસી રહ્યા હતા. મુનિ એટલા માટે હસતા હતા કે, આ રાજા પિતે પણ અનાથ છે તો પછી મારા નાથ કેવી રીતે બની શકશે? અને રાજા એટલા માટે હસતો હતો કે, આવા ઋદ્ધિમાન મુનિને નાથ કોણ ન બને ? - મુનિએ રાજાને કહ્યું કે, “રાજા પતે જ અનાથ છે તે પછી મારો નાથ કેવી રીતે બની શકે? જે પોતે જ દિગમ્બર–નગ્ન છે તે બીજાને વસ્ત્ર કયાંથી આપી શકે ? આ જ પ્રમાણે હે ! રાજન ! તું પણ અનાથ છે, તે મારે નાથ કેવી રીતે બની શકે !”
મુનિની આ વાતને રાજા શું જવાબ આપે છે તે વિષે હવે પછી યથાવસરે કહેવામાં આવશે. સુદર્શન ચરિત્ર–૧૮
હવે હું સુદર્શનની વાત કહું છું. સુઈશનની કથા એ સાધુતાની કથા છે. એ ધર્મ કથાને સાંભળી તમે પણ સાંસારિક ભાગમાંથી નિવૃત્ત થવાને પ્રયત્ન કરો. કદાચિત તમે એકદમ કામગમાંથી નિવૃત્ત થઈ ન શકો તે પણ ધીમે ધીમે આગળ વધશે તે પણુ કલ્યાણ થશે.
કલા બહેતર અ૫કાલમેં, સીખ હુઆ વિદ્વાન પ્રૌઢ પરાક્રમી જાન પિતાને, યિા વ્યાહ વિધિ કાન કે ધન છે ૧૬ રૂ૫ કલા યૌવન વય સરીખી, સત્યશીલ ધર્મવાના
સુદન ઔર મનેરમા કી, જોડી જુડી મહાન ધન છે ૧૭ સંસારની વાતને ગણુ અને આત્મકલ્યાણની વાતને મુખ્ય કેવી રીતે માનવી એ બતાવવા માટે જ આ ધર્મકથા કહેવામાં આવે છે. શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરવાની શિક્ષા સંસારવ્યવહારમાં પણ ઉપયોગી છે પણ તે ગૌણ છે. એને મુખ્ય ઉદ્દેશ તે આત્મકલ્યાણ સાધવાનો છે. આજે સંસાર વ્યવહારને મુખ્ય માનવાથી અને આત્મકલ્યાણને ઐણ સ્થાન આપવાથી ઘણી હાનિ થવા પામી છે. ભવિષ્યમાં તમારાથી એવી ભૂલ ન થાય એનો ખ્યાલ રાખવા માટે જ આ ધર્મકથા સંભળાવું છું.
Page #216
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૧ ] રાજકોટ–ચાતુર્માસ
| [ ૧૭૫ આ ધર્મકથા મુખ્યતઃ શીલની છે. શીલને અર્થ સદાચાર થાય છે. શીલની સાથે આ કથામાં જીવન સુધારની બીજી અનેક વાતનું વર્ણન કરવામાં આવશે પણ મુખ્યતઃ શીલનું જ વર્ણન કરવામાં આવશે.
કેટલાક લોકો કહે છે કે, સાધુઓ શા કામના છે, તેઓ કેવળ ખાઈ-પીને સુતા રહે. છે. જે કોઈ સાધુ ખાઈ-પીને સુતા રહેતા હોય, આત્મકલ્યાણ કે જનકલ્યાણ કરવાને કશે પ્રયત્ન કરતા ન હોય તે વાસ્તવમાં તે કાંઈ કામના નથી; પરંતુ જો તેઓ આત્મકલ્યાણની સાથે જનકલ્યાણ કરતા હોય તો તેઓ ભારરૂપ નથી પણ કલ્યાણરૂપ જ છે. એવા મહાત્માઓનાં જ્યાં પગલાં પડે છે ત્યાં કલ્યાણ જ થાય છે. તમે લોકો એવા મહાત્મા
ને ભૂલી જાઓ છો પણ મહાત્માઓ તમને ભૂલી જતા નથી. તમે પણ મહાત્માઓને ન ભૂલી જાઓ એમાં જ તમારી શોભા છે. કદાચ દેણદાર ભૂલી જાય છે પણ લેણદાર ભૂલી જતા નથી. તે જ પ્રમાણે અમે લેણદાર છીએ એટલે અમે તમને કેમ ભૂલી જઈ શકીએ ! અને એ જ પ્રમાણે તમે અમને પણ ન ભૂલી જાઓ એમ અમે કહીએ છીએ, આ ઉપરથી કોઈ એમ કહે કે, સાધુઓની જરૂર જ શી છે? તે અમે પૂછીએ છીએ કે, ચોર, જુગારી અને વ્યભિચારીની તે જરૂર છે અને સાધુઓની જરૂર શા માટે નથી ? સાધુએ છે ત્યારે જ સંસારમાં શાન્તિ છે. જ્યારે સાચા સાધુઓ સંસારમાં નહિ હોય ત્યારે સૂર્યના પ્રતાપથી પૃથ્વી લાલચોળ થઈ જશે. માટે સાધુઓની અનાવશ્યકતા છે એમ માને નહિ. અહીં જે સાધુ શબ્દ વાપરવામાં આવ્યું છે તે સાચા સાધુને લાગુ પડે છે. સાધુવેશમાં રહેવા છતાં જેઓ અસાધુતાને પોષે છે અને આત્મકલ્યાણ સાધતા નથી તેઓ કાંઈ કામના નથી એ આગળ કહી દેવામાં આવ્યું છે. .
સાધુઓની કૃપાથી જ સુભગ સુદર્શન થયા છે. જો કે તે મહાત્માએ સુભગને પ્રકટ રૂપે કોઈ ઉપદેશ આપ્યું ન હતું છતાં પોતાના ચારિત્રને પ્રભાવ સુભગ ઉપર એવો પડશે કે એ પ્રભાવને કારણે સુભગ સુદર્શન બન્યો. એટલા માટે સાધુઓની નિંદા ન કરો પણ તેમની સાથે સંબંધ જોડે. રેલગાડી બધા બનાવી શકતા નથી, પણ તેમાં બધા બેસી શકે છે. તે જ પ્રમાણે તમે બધા પોતે સાધુ બની ન શકે તો તેમની સાથે સંબંધ તે જોડી શકો છો. સાધુએ સંસાર સાગરને પાર કરવા માટે પુલના જેવા છે. રાજા
જ્યારે પુલ બનાવી દે છે ત્યારે તેની ઉપર થઈ એક કીડી પણ મોટી નદીને પાર જઈ શકે છે. નહિ તે હાથીને પણ નદી પાર જવું મુશ્કેલ થઈ પડે છે. આ જ પ્રમાણે મહાભાઓ સંસારસાગરને પાર કરવા માટે જે પૂલ બાંધી આપે છે તે પૂલ ઉપર થઈ નાના મોટા બધા જીવો સંસારસાગરને પાર જઈ શકે છે ! સુભગ એક સાધારણ જાતિને છોકરો હતે પણ મહાત્માની આગળ તો જાતપાતને કે કોઈ બીજા પ્રકારને ભેદભાવ હેતું નથી. મહાત્માઓ બધાને સમાન માને છે, જેથી તેમના બાંધેલા પુલ ઉપર થઈ કોઈ પણ છવ સંસારસાગરને પાર જઈ શકે છે. એટલા માટે સંસારસાગરને પાર કરવા માટે ધર્મને પૂલ બાંધનાર સાધુ મહાત્માઓની નિંદા કરે નહિ, તેમ તેમને ભારરૂપ માને નહિ.
સુદર્શન ૭૨ કલા ભણી-ગણે યુવાન થશે. પહેલાં જ્યાં સુધી કુમાર ૭૨ કલામાં
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
પારંગત થતા નહિ, ત્યાંસુધી યુવાન કહેવાતા નહિ અને જ્યાંસુધી એનાં સુષુપ્ત સાત અંગા જાગ્રત થતાં નહિ ત્યાંસુધી તેના વિવાહ કરવામાં આવતા નહિ ! અપરિપક્વ અવસ્થામાં વિવાહ કરી દેવા એ પણ બહુ હાનિકારક છે.
બાળવિવાહથી આધ્યાત્મિક હાનિ તા થાય જ છે, પણ સાથે સાથે વ્યાવહારિક અને શારીરિક હાનિ પણ થાય છે. માના કે કોઈ એક ગાડીમાં પચ્ચીશ જુવાન માણુસા ખેઠેલા છે અને એ ગાડીને એ નાના વાછરડાએ જોડવામાં આવે તે શું કાઈ દયાવાન માણસ એ ગાડીમાં બેસશે ખરા ? જો કાઈ બેઠા રહે તેા તે દયાળુ કહેવાય નહિ. કારણ કે એટલા માણસાનું વજન એ નાના વાછરડાએ ખેંચી શકે નહિ. આ જ પ્રમાણે આ સંસારવ્યવહારના ભાર પણ ઘણા છે. નાનપણમાં કાઈ ના વિવાહસંબંધ જોડવા એ એના ઉપર સંસારવ્યવહારને ભાર લાદવા જેવું છે. આમ હૈ।વા છતાં નાના નાના બાળકાને વિવાહની ગાડીમાં જોડી દેવા અને એ ગાડીમાં બાળકાની સ્થિતિના વિચાર કર્યાં વિના એસી જવું એમાં નિર્દયતા રહેલી છે, જે કાઈ દયાવાન માણસ હશે તે તેા એ જ કહેશે કે, હજી આ બાળકો છે. તેમનાં સુષુપ્ત સાત અંગે જાગ્રત પણ થયાં નથી, તેા પછી હું એવા બાળવિવાહમાં ભાગ કેવી રીતે લઇ શકું! શું કોઈ એવા વિચારશીલ માણસા છે કે એવી પ્રતિજ્ઞા કરે કે અમે સાળ વર્ષથી ઓછી ઉંમરના છેકરાના અને તેર વર્ષથી ઓછી ઉંમરની છેકરીના વિવાહમાં ભાગ નહિ લઈએ ?
જે
આજની ઊગતી પ્રજાને કેવી શિક્ષા આપવી જોઈએ એ વિષે પણ ધ્યાન આપવાની જરૂર છે. આજે ઘણે ઠેકાણે ઊગતી પ્રજામાં એવા દુરાચાર ફેલાતા જોવામાં આવે કે, બાહ્ય વિવાહ તા તેમના થતા નથી, પણુ છૂપી રીતે લગ્નની બાદ જે દુષ્પ્રવૃત્તિ સેવવામાં આવે છે, તેવી કામપ્રવૃત્તિ સેવે છે. આ નીતિભ્રષ્ટતા છે. યુરાપ વિષે સાંભળ્યું છે કે, ત્યાં અનેક કુમારિકાશ્રમા ચાલે છે. ત્યાં વિવાહ થયા પહેલાં જ કુમારિકા નીતિભ્રષ્ટતાના પરિણામે બાળકાને જન્મ આપે છે. એ બાળકોને તે કુમારિકાશ્રમમાં મૂકી આવે છે. આજે ભારતમાં એવાં આશ્રમેા તે। નથી પણ કાલેજમાં છેાકરા છેકરીએ કુશિક્ષાના પરિણામે કેવા નીતિભ્રષ્ટ બની જાય છે એ એક કરુણ કથા છે. બાળવિવાહના નિષેધ કરવાના ઉદ્દેશ એ છે કે, અસમયમાં વીના નાશ ન થાય ! જે ઊગતી પ્રજા અસમયમાં વીયને આ રીતે નષ્ટ કરતી રહે તો બાળલગ્નના નિષેધનેા ઉદ્દેશ પાર પડયા નથી એમ કહી શકાય. એ માટે ઊગતી પ્રજા અસમયમાં પેાતાના વીયના નાશ ન કરે એવી શિક્ષા આપવાની આવશ્યકતા છે.
હું અંગ્રેજી ભાષાની બહુ ટીકા કરું છું એમ કેટલાક લેાકા મારા વિષે કહે છે, પણ વાસ્તવમાં કાઇ ભાષા સાથે મારે વિરાધ નથી. શાસ્ત્રમાં પણ અઢાર દેશની દાસીઓના સંરક્ષણમાં બાળકને રાખવામાં આવતા જેથી બાળક નાનપણમાં સરળતાપૂર્વક ૧૮ દેશની ભાષાઓથી પરિચિત થઈ જતા. આ કારણે હું અંગ્રેજી ભાષા શીખવાના વિરાધી નથી, પણ એ વિષે મારું કહેવું ખીજાં જ છે. હું એમ કહ્યું હ્યું કે, માતાનું સ્થાન માટું છે કે દાસીનું? આજે માતાના ભલે કાઈ આદર કરતા ન પણું હાય, તે પણ
Page #218
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૧]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૭૭
માતાનું જ સ્થાન ઊંચું છે. શાસ્ત્રમાં પણ માતાને વિષે
કહેલ છે. વેદમાં પણ “મારે મા ઉજવેલો મકઃ સવાર્યવા મા: ' આ પ્રમાણે માતાનું સ્થાન બધાએ ઊંચું માન્યું છે. આ જ પ્રમાણે માતૃભાષા માતાની માફક આદરણીય છે. માતૃભાષાને માતાના સ્થાને માની બીજી ભાષાને તેની દાસીરૂપે માનવામાં આવે તો કાંઈ વિરોધ કે વાંધો નથી, પણ માતાનું સ્થાન દાસીને આપવું એ ખરાબ છે. માતાને માતાના સ્થાને જ રાખો અને દાસીને દાસીના સ્થાને રાખો તો મારે કાંઈ વિરોધ નથી. કદાચ કોઈ કહે કે અંગ્રેજી ભાષા ઘણી વિકસિત થએલી છે, એટલા માટે તેને વિશેષ આદર કરવામાં આવે છે. આના ઉત્તરમાં હું એમ કહું છું કે, મેડમ ધોળી છે અને તમારી ભાતા કાળી છે, તે શું માતાને સ્થાને મેડમને આદર આપવો થગ્ય છે? જે અંગ્રેજીને માતૃભાષાને સ્થાને માનવામાં આવતી હોય તો તેની એકવાર નહિ પણ હજારવાર ટીકા કરીશ, અને જો તેને માતૃભાષાની બેન અગર દાસી તરીકે માની ભણવામાં આવતી હોય, તે મારો કાંઈ વિરોધ નથી.
સ્ત્રી અને પુરુષમાં ઘણુંખરું સામ્ય પણ હોય છે અને થોડી ઘણી ભિન્નતા પણ હોય છે. સાધારણ રીતે એકબીજાના સહયોગથી જ કામ ચાલે છે પણ વિશેષતઃ પુરુષ કઠોર કામ કરે છે અને સ્ત્રીઓ કોમળ કામો કરે છે. સ્ત્રીઓ ઘરનું કામ કરે છે અને પુરુષ બહારનું કામ કરે છે. જે પ્રમાણે વૃક્ષમાં કઠોર અને કોમળ બન્ને પ્રકારનાં ભાગે હોય છે, અને બન્ને પ્રકારના ભાગે હોવાથી જ વૃક્ષ છે તેમ છતાં બન્ને ભાગે પિતપિતાના સ્થાને રહે છે, તે જ પ્રમાણે સ્ત્રીપુરુષનું કામ એકબીજાના સહકારથી જ ચાલે છે. પુરુષે પિતાને યોગ્ય કામ કરે છે અને સ્ત્રીઓ પોતાને યોગ્ય કામ કરે છે, પણ આજે ઉત્ક્રમ થઈ જવાને કારણે ઘણી હાનિ થઈ રહી છે. યુરોપમાં પુરુષોનું સ્થાન સ્ત્રીઓને સોંપવામાં આવ્યું જેથી ત્યાં ઘણી હાનિ થઈ. હવે તો સાંભળ્યું છે કે, આ હાનિને અનુભવ થવાથી જર્મનીના સરમુખત્યાર હીટલરે સ્ત્રીઓને સંભળાવી દીધું છે કે, તમે હવે ઘરનું કામ સંભાળે. સ્ત્રીઓ પુરુષનું સ્થાન લેવા ચાહે છે, પણ જો તેઓ તેમનું હૃદય તપાસે તો તેમને જણાશે કે, તેમને માટે કયા કામો યોગ્ય છે. સ્ત્રીઓમાં જે કામ કરવાની યોગ્યતા છે તે કામ કરી તેઓ પોતાને અને બીજાને સુધાર કરી શકે છે.
પ્રાચીન સમયમાં પુરુષે ૭૨ કલા અને સ્ત્રીઓ ૬૪ કલા શીખતી હતી. જો સૂર્ય અને ચન્દ્રમાં કલા ન હોય તે તે શા કામના? આ જ પ્રમાણે પુરુષ અને સ્ત્રીઓ પિતપિતાને યોગ્ય કલાનું જ્ઞાન સંપાદન કરી ઉન્નતિ સાધી શકે છે !
સુદર્શન ૭૨ કલાનું જ્ઞાન સંપાદન કરી ઘેર આવ્યો. સુદર્શન ઘેર આવ્યો તેથી બધા લોકો પ્રસન્ન થયા. શેઠે કલાચાર્યને ખૂબ પુરસ્કાર આપ્યો એટલું જ નહિ પણ તેમને આભાર માનતાં શેઠે કહ્યું કે, “ આપે મારા પુત્રને સંસારનો ભાર વહન કરવાને યોગ્ય બનાવ્યું છે એ માટે હું આપને આભારી છું. આપે તેને કેવળ ૭૨ કળાની શિક્ષા જ આપી નથી પણ સાથે સાથે મારો, સ્વજનેને તથા નાગરિકોનો આદર કરે એ વિવેક પણ શીખડાવ્યો છે. મેં તે આપને મારા પુત્રને કાચા સોનાની માફક સોંપ્યો હતો
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૭૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ શ્રાવણ પણ આપે તેને ભણાવી-ગણાવી કુળના આભૂષણરૂપ બનાવી દીધું છે. આપે મારી ઉપર જે ઉપકાર કર્યો છે તે હું કોઈ દિવસ ભૂલી શકીશ નહિ. ” આ પ્રમાણે કલાચાર્યને યોગ્ય પુરસ્કાર આપી વિદાય કર્યો. સુદર્શન જયારથી ઘેર આવ્યા ત્યારથી તેની સગાઈ માટે અનેક કહેણ આવતાં હતાં, પણ શેઠ કોઈ ગ્ય કન્યાની શોધમાં રહેતા હતા. આજે તે સગાઈ કે વિવાહમાં વિશેષતઃ ધન કે મકાન જ જોવામાં આવે છે પણ સગાઈ કે વિવાહમાં શું શું જોવું જોઈએ એ વિષે શાસ્ત્ર શું કહે છે તે જરા જુઓ. શ્રો જ્ઞાતાસૂત્રમાં કહ્યું છે કે – सरिसबयाणं सरिसतयाणं सरिसलावण्णरुवनोव्वणगुणोववेयाणं ।
અર્થાત–વિવાહ કે સગાઈ કર્યા પહેલાં વર કન્યાની અવસ્થાનું સામ્ય જોવામાં આવતું. બાદ વર્ણ અને આકૃતિનું સામ્ય જોવામાં આવતું. આ પ્રમાણે રૂ૫, વિન, ગુણ વગેરેની પણ સમાનતા જોવામાં આવતી. જ્યારે સ્ત્રી અને પુરુષનાં બધાં અંગોમાં તથા ગુણવિકાસમાં સામ્ય જોવામાં આવતું ત્યારે બન્નેને વિવાહ કરવામાં આવતે. - સુદર્શનને માટે અનેક જગ્યાએથી સગાઈનાં કહેણ આવવા લાગ્યાં પણ સુદર્શનને
ગ્ય કન્યા ન જણાયાથી બધાને શેઠે વિદાય કર્યો. આખરે મનોરમાં નામની કન્યા સાથે સગાઈ કરવાનું કહેણ આવ્યું. શેઠે કહ્યું કે, આ કન્યા અને તે સુદર્શનને યોગ્ય જણાય છે પણ સુદર્શનને તે પસંદ છે કે નહિ તેને વિચાર જાણ્યા બાદ હું સગાઈને સ્વીકાર કરી શકું ! શું આ પ્રાચીન પ્રથા ખરાબ છે? પુત્ર કે કન્યાને પૂછી તેમની સગાઈ કે વિવાહ કર એ સારું છે! આજે આ પ્રથાનું પાલન કોણ કરે છે ! આજે તે એમ કહેવામાં આવે છે કે, “હેય રોકડા તે પણે ડેકરા ” અર્થાત-જેની પાસે પૈસો હોય છે તે વૃદ્ધ પણ પરણી શકે છે !”
જે ગામમાં ભારે જન્મ થયો હતો તે ગામમાં એક કન્યા રહેતી હતી. એક વૃદ્ધ પુરુષની બે કે ત્રણ સ્ત્રીઓ મરી ગઈ હતી એટલે તે ચોથીવાર આ કન્યા સાથે પરણવા ચાહત હતાપણ તે કન્યાએ તેની સાથે પરણવાને સ્વીકાર ન કર્યો. તે પુરુષના પહેલા વિવાહની સાસુએ કહ્યું કે, “એ કામ પુરુષોથી સાધી શકાશે નહિ. એ સ્ત્રીઓનું કામ છે એટલે તે કામ અમારાથી જ સાધી શકાય એમ છે. તમે બધાં ઘરેણું મારે ત્યાં મોકલી આપ. હું એ કન્યાની સાથે તમારો વિવાહ કરવાનું નક્કી કરી આપીશ.” તે વૃદ્ધ પુરુષે બધાં ઘરેણાં તેને ઘેર મોકલી આપ્યાં. તે સ્ત્રીએ પોતાને ઘેર એ બધાં ઘરેણાંઓનું પ્રદર્શન કરી મૂકયું, અને કોઈ કારણે પેલી કન્યાને પોતાને ઘેર બોલાવી ઘરેણાં બતાવી કહ્યું કે, જો તું મારા જમાઈની સાથે વિવાહ કરે તે તને આ બધાં ઘરેણાં પહેરવાં મળશે. તને બીજે કોઈ સ્થળે આટલાં ઘરેણાં પહેરવાને આ જન્મમાં તે નહિ મળે ! તે ભેળી અને અશિક્ષિતા કન્યા ઘરેણના પ્રલોભનમાં પડી ગઈ અને વિવાહ કરવાને સ્વીકાર કર્યો. આખરે તેને વિવાહ થઈ ગયે પણ તેનું પરિણામ બહુ ખરાબ આવ્યું. તે વૃદ્ધ પતિ થોડા વખત બાદ મરણ પામ્યા અને તે કન્યા વિધવા થઈ જવાને કારણે તેનું શેષ જીવન બહુ કષ્ટમય વ્યતીત થયું.
Page #220
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૧] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૭૯ આ પ્રમાણે આજકાલ ઘરેણાંની સાથે વિવાહ કરવામાં આવે છે. ભૂતકાળના ઈતિહાસ તરફ નજર કરો તે જણાશે કે, સીતા, દ્રૌપદી વગેરેને સ્વયંવર થયો હતો અને તેમાં તેમણે પોતે જ પોતાને વર પસંદ કર્યો હતો. ભગવાન નેમિનાથ ત્રણસો વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી કુમાર રહ્યા હતા. શું તેમને કન્યા મળતી ન હતી? પણ સ્વીકૃતિ વિના વિવાહ કેમ થઈ શકે, અને એ કારણે જ તેમને વિવાહ થયો ન હતો. પણ આજકાલ સંતાનોની વિવાહ વિષયક સલાહ કોણ લે છે? સુદર્શનના પિતાએ સુદર્શનને પૂછ્યું કે, તારા યોગ્ય એક કન્યાની સગાઈનું કહેણ આવ્યું છે. જે તે સ્વીકૃતિ આપે તે તેની સાથે સગાઈ કરી લઈએ. સુદર્શન પિતાની વાતને શો જવાબ આપે છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ સુદી ૧૨ ગુરુવાર
પ્રાર્થના અનંત જિનેશ્વર નિત નમે, અદભૂત જાતિ અલેખ ના કહિયે ના દેખિયે, જાકે રૂપ ન રેખ. અનંત ૧
,
અનન્તનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થનાદ્વારા પરમાત્માને પરિચય આપવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવેલ છે, છતાં જેમના મનમાં બ્રાન્તિ હોય છે તેમને પરમાત્મા પ્રતિ વિશ્વાસ પેદા થતું નથી. અને જેમની ભ્રાતિ દૂર થઈ છે તે પરમાત્માના વિષે કાંઈ કહી પણ શકતા નથી. જેમને પરમાત્મા પ્રતિ પૂર્ણ વિશ્વાસ પેદા થયો છે અર્થાત આધ્યાત્મિકતાને જેમને પૂર્ણ અનુભવ થઈ ગયો છે, તેઓ પોતાની જિવાદ્વારા અનુભવને વર્ણવી શકતા નથી. જેમને પૂર્ણ અનુભવ થયો હતે નથી તે જ કહે છે.
કદાચ કોઈ ભારે વિષે કહે કે તમે આ વિષે દરરોજ કેમ કહે છે ! તે આના ઉત્તરમાં હું એ જ કહીશ કે, હું હજી અપૂર્ણ છું એટલા માટે કહું છું અને તમે અપૂર્ણ છે એટલા માટે સાંભળો છે. આ પ્રમાણે કહીને કે સાંભળીને અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ જઈ શકાય છે. આ પૂર્ણતાએ પહોંચવાનો પ્રયત્ન છે. પૂર્ણતા કાંઈ બહારથી લાવવાની હોતી નથી, પણ તે તે પિતાનામાં જ છે. જે પ્રમાણે સૂર્યને પ્રકાશ આપવાની કેઈની શક્તિ નથી, તે તે સ્વયં પ્રકાશિત જ છે, તે જ પ્રમાણે આત્મામાં પણ પૂર્ણતા રહેલી છે. જે પ્રમાણે સૂર્યને પ્રકાશ વાદળાંધારા ઢંકાઈ જાય છે તે જ પ્રમાણે આત્મામાં રહેલી પૂર્ણતા પણ કવરણદ્વારા ઢંકાઈ જાય છે. પણ વાદળાં ખસતાં જ સૂર્યને પ્રકાશ ઝળહળી ઉઠે છે તે જ પ્રમાણે કર્માવરણ દૂર થતાં જ આત્માની શક્તિ પણ પ્રકટ થઈ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ જાય છે. આત્મા પિતે ચિદાનંદસ્વરૂપ છે. આત્માના આ સ્વરૂપ પ્રકટાવવા માટે પુરુષાર્થની જરૂર રહે છે. પુરુષાર્થદ્વારા આત્માની દબાએલી શક્તિ પ્રકટ થઈ જાય છે. આપણે જે મહાપુરુષની પ્રાર્થના કરીએ છીએ એમના આત્મા ઉપર પણ કઈ વખતે કર્માવરણ હતાં; પણ તેમણે પુરુષાર્થ કરી પોતાના આત્મા ઉપર આવેલાં કર્માવરણને દૂર કર્યા તેઓ પણ સામાન્ય આત્મામાંથી પરમાત્મા બની ગયા. આ જ પ્રમાણે આપણે પણ પુરુષાર્થ દ્વારા આત્મસ્વરૂપ પ્રકટાવી પૂર્ણ બની શકીએ છીએ. માટે આપણે પણ પૂર્ણ બનવાને પ્રયત્ન કરવો જોઈએ. આ દુલ ભ મનુષ્યજન્મને આત્મશક્તિને પ્રગટાવવામાં ઉપયોગ ન કરતાં કામભોગોને ઉપભોગ કરવામાં દુરુપયોગ કરવો એ એક મોટી ભૂલ છે.
આ ઉપરથી કઈ એમ કહે છે, “આત્મસાધનાની પાછળ શું અમે શરીરનું પાલન ન કરીએ? એ તે કોઈક જ હશે કે, જેઓ શરીરનું પાલન કરતા ન હોય. બાકી બધાને શરીરનું પાલન કરવું જ પડે છે.સાધુઓને પણ શરીરનું પાલન કરવું પડે છે. તેઓ પણુ ખાવા માટે ગોચરી લાવે છે અને વસ્ત્ર પણ પહેરે છે. જ્યારે સાધુઓને પણ શરીરનું પાલન કરવું પડે છે, તે પછી અમે ગૃહસ્થ, શરીરનું પાલન કરવું છોડીને, આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કેમ કરી શકીએ ?”
આ પ્રમાણે કેટલાક લોકોને પૂર્ણ બનવાના પ્રયત્નમાં મુશ્કેલી જણાય છે, પણ એ વિષે ઊંડો વિચાર કરવામાં આવે તે મુશ્કેલી જણાશે નહિ! શરીરનું પાલન ન કરે એમ કઈ કહેતું નથી, પણ જે વસ્તુ જેવી છે તેને તેવી માને, અને મુખ્ય વસ્તુને મુખ્ય અને ગૌણ વસ્તુને ગૌણ માને એમ કહેવામાં આવે છે. જ્ઞાની કે અજ્ઞાની, આસ્તિક કે નાસ્તિક બન્નેને શરીર હોય છે, બન્નેને શરીરને પોષણ આપવા માટે ખાવું પીવું પડે છે અને બન્નેય સંસારને વ્યવહાર ચલાવે છે. છતાં જ્ઞાની અને અજ્ઞાની, આસ્તિક અને નાસ્તિક વચ્ચે તમને કાંઈ ફેર જણાય છે કે નહિ! શરીરની દષ્ટિએ તે ભક્ત અને અભક્ત, ગૃહસ્થ કે સાધુ, પાપી કે ધર્મી મનુષ્યો વચ્ચે કાંઈ તફાવત નથી. પણ વિવેકજ્ઞાનને કારણે બધા મનુષ્યોનું શરીર સમાન હોવા છતાં અંતર પડી જાય છે ! જે કોઈ શરીરને જ જુએ છે, વિવેકજ્ઞાનને જે નથી તેમને આત્માની શક્તિને વિકાસ કરવામાં કઠિનતા જણાય છે. પણ જ્ઞાનીઓ કહે છે કે, આત્માની શક્તિને વિકાસ કરવામાં શરીર કાંઈ બાધક નથી, કેવળ વિવેકજ્ઞાનને પ્રગટાવી પુરુષાર્થ કરવાની જરૂર રહે છે. વિવેકજ્ઞાન એ શરીર અને આત્માની પૃથતાનું ભાન કરાવે છે.
" ઉદાહરણ તરીકે નાનપણમાં તમે કાનદ્વારા સાંભળતા હતા પણ આજે કાનદ્વારા જે સાંભળે છે અને વિવેક કરી શકે છે તેવો વિવેક નાનપણમાં કરી શકતા ન હતા! વિવેકજ્ઞાન પ્રગટવાને કારણે કાન એ જ હોવા છતાં અંતર પડી જાય છે. આ જ પ્રમાણે
જ્યારે તમે નાના બાળક હતા ત્યારે કોઈ થોડી ઘણી મીઠાઈ આપે ને તમારા હાથમાં રૂપિયે હોય તે તે બદલામાં આપી દેતા હતા. પણ આજે શું થોડી મીઠાઈને માટે રૂપિયો આપી દેશે ખરા ? આંખ-કાન વગેરે તે પહેલાં હતાં તેના તે જ છે, પણ કેવળ વિવેકજ્ઞાન પેદા થવાને કારણે અંતર પડી જાય છે. આ પ્રમાણે વિવેકજ્ઞાન પેદા થયા બાદ
Page #222
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૨]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૮૧
શરીર તેનું તે જ રહેવા છતાં, જ્યારે આત્મા અને ધર્મનું મહત્વ સમજમાં આવી જાય છે, ત્યારે આત્મા અને ધર્મની રક્ષામાં જ પિતાનું રક્ષણ માને છે. જેમકે કોઈ જ્ઞાની પુરુષને એમ કહેવામાં આવે છે, જે તમે ધર્મને ત્યાગ કરે તે તમને ત્રિલોકનું રાજ્ય આપવામાં આવશે ! તે શું સાચા જ્ઞાની પુરુષ ત્રિલોકનું રાજ્ય મેળવવાના પ્રલોભનમાં પિતાના ધર્મને ત્યાગ કરશે ? નહિ જ. કારણ કે તેમને મન તે આત્મા અને ધર્મ મુખ્ય છે અને ત્રિલોકનું રાજ્ય ગણુ છે. આ પ્રમાણે જેમને વિવેકજ્ઞાન પેદા થાય છે, તેઓ પોતાના શરીરનું પાલન કરવા છતાં, પણ ત્રિલોકની સંપત્તિને તુચ્છ માને છે, અને આત્મા અને ધર્મને મુખ્ય માને છે. આત્મા અને શરીરને વિવેક કરનાર કોઈદિવસ પાપને ભાગીદાર બનતું નથી, તેમ જ સાંસારિક વસ્તુના પ્રલોભનમાં ઠગાઈ જઈ આત્માને ભૂલી જતું નથી.
કહેવાનો આશય એ છે કે, આપણા આત્માની પૂર્ણતા કર્યાવરણથી દબાઈ ગઈ છે, તેને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવામાં કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નથી. કેવળ પ્રયત્ન અને પુરુષાર્થ સેવવાની અવશ્યકતા રહે છે. અનાથી મુનિને અધિકાર–૧૯
રાજા શ્રેણિકે મુનિને કહ્યું કે, “ આ દુર્લભ મનુષ્યજન્મ મળે છે તો તેને દુરુપયોગ શા માટે કરે છે ! તમારા આ સુંદર કાનમાં કુંડળ કેવાં સુંદર લાગે ! તમારા ગળામાં સેનાને હાર કે શોભે ! તમે આવા દિવ્ય શરીરને સંયમ લઈ શા માટે બગાડે છો ! તમે કહે છે કે, હું અનાથ હતા એટલે સંયમ ધારણ કર્યો પણ હવે હું આપને નાથ થવા તૈયાર થયો છું, તે પછી સંયમ શા માટે ધારણ કરી રાખે છે ! મારા રાજ્યમાં ચાલો અને સુખેથી સુંદર ભાગ્ય પદાર્થોને ઉપભોગ કરે.”
| મુનિનું શરીર પણ દારિક જ હતું, અને તેમને વિના માંગ્યા અને શ્રમ કર્યા વિના આવી સંપત્તિ મળી રહી હતી. તમારી દૃષ્ટિએ સાંપડેલી આવી સુવર્ણ તકને કોઈ ગુમાવે ખરો ? પણ મુનિએ શો જવાબ આપ્યો તે જુઓ. મુનિએ રાજાને કહ્યું કે, “તું જે મનુષ્યજન્મને દુર્લભ માને છે, અને ભેગેને ઉપભોગ કરવામાં જ એ મનુષ્યજન્મની સાર્થકતા રહેલી છે એમ માને છે એ તારી ગંભીર ભૂલ છે!”
આવી જ ભૂલ તમે લોકો પણ કરી રહ્યા નથી ને? એનો જરા આંખ ખોલી વિચાર કરે ! તમે લેકે જે કામભોગને સુખનું કારણ માને છે, એ કામભોગો જે વાસ્તવમાં સુખકારક હતાં તે જ્ઞાનીજનો એ કામગને ત્યાગ કરવાને ઉપદેશ આપત નહિ, અને પિતે એ કામભાગને ત્યાગ પણ કરત નહિ ! પણ વાસ્તવમાં આ મનુષ્ય શરીર ભોગપભેગમાં વેડફી દેવાને યોગ્ય નથી !
કદાચ કોઈ કહે કે, મનુષ્ય જન્મ શરીર ભોગેને ઉપભોગ કરવા માટે યોગ્ય નથી એનું શું પ્રમાણ? શું કોઈ સુંદર મધુર શબ્દ સાંભળવા ચાહતે નથી ? શું કોઈ સુગંધ સુંધવા ચાહત નથી ? ઉત્તમ ભોજન ખાવા ચાહત નથી ? અને શું મૂલ્યવાન વસ્ત્રાભૂષણ પહેરવા ચાહત નથી ? જે બધા એ ભેગોને ઉપભોગ કરવા ચાહે છે તે પછી આ મનુષ્યજન્મ ભેગોને ઉપભોગ કરવા માટે નથી એમ શા માટે કહેવામાં આવે છે !
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૮૨].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
- આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ જણાવે છે કે – - ના રેતો વેદમાગ વૃો, વાન મારફતે વિમુલ્લાં રે -ભાગવત.
- “હે ! મનુષ્યો ! તમારું આ શરીર ભેગોને ભોગવવા માટે નથી ! ભોગો તે પશુઓ પણ ભોગવે છે! તેઓ પણ એમ કહે છે કે ભેગો ભોગવવાનો અધિકાર અમારો છે, તે પછી એમને અધિકાર ઝૂંટવી, ભોગે તમારે ભોગવવા માટે છે એમ કેમ માને છે ?
કલ્પના કરે કે, જંગલમાં વાઘની કોન્ફરન્સ બેઠી હોય અને તેમાં તેઓ પ્રસ્તાવ પાસ કરે કે, મનુષ્યો અમારો ખોરાક છે, તો તમે શું કહેશે ? તમે એ જ કહેશો કે, અમે કાંઈ તમારો ખોરાક નથી ! તમારા આ કથનના જવાબમાં વાઘ એમ કહે કે, મનુષ્યો અમારે ખોરાક છે કારણ કે મનુષ્યનું માંસ અમને બહુ પસંદ પડે છે, એટલા માટે મનુષ્યો અમારું ભક્ષ્ય છે અને અમે ભક્ષક છીએ ! આના ઉત્તરમાં તમે એ જ કહેશે કે, અમે જે કામ કરી શકીએ છીએ તે તમે કરી શકતા નથી. તમે જીવોને નાશ કરનારા છે અને અમે જીવોનું પાલન કરનારા છીએ.
કોઈ રાજા એમ કહે કે, “પ્રજા અમારા ભોગ માટે છે. અમે જે કાંઈ કરીએ તે પ્રજાને માન્ય જ હોવું જોઈએ !' રાજાનું આ કથન સાંભળી તમે રાજાને સામને તે નહિ કોને ? તમે રાજાને એમ તે નહિ કહે કે, સુરાજ્ય હોય તો અમને સ્વરાજ્યની જરૂર નથી, નહિ તે અમને સ્વરાજય જોઈએ. રાજાનું કામ, પ્રજાનું પાલન કરવું-રક્ષા કરવી એ છે. એટલા માટે એને અર્થ એ નથી કે, પ્રજા રાજાના ભોગ માટે પણ છે. રાજાએ તે રામરાજ્ય સ્થાપિત કરવું જોઈએ. આ જે પ્રમાણે તમે અધિકારપૂર્વક એમ કહે છે કે અમે વાઘને ખોરાક નથી, અને રાજાને માટે ભાગ્ય પદાર્થ નથી; તે જ પ્રમાણે જ્ઞાનીઓ અધિકારપૂર્વક કહે છે કે, આ મનુષ્ય શરીર ભોગોને ઉપભોગ કરવા માટે નથી. ભોગેના ઉપભેગમાં તે પશુ પણ આનંદ માને છે તે પછી પશુ અને મનુષ્યમાં અંતર શું રહ્યું !
તમે જે સોનાનાં ઘરેણાં પહેરી અભિમાન કરે છે, તે જ સોનાની સાંકળ કુતરા માટે બેડી બનતી નથી શું ? તમે જે ગાડીમાં બેસે છો તે ગાડીમાં શું કુતરો બેસી શકતા નથી ! બીજી બાજુ તમે જમીન ઉપર પગે ચાલતા હે, અને કુતરો ગાડીમાં બેઠેલો હોય, એ ઉપસ્થી કાંઇ કુતરો મનુષ્ય કરતાં મોટો થઈ ગયો? અને જમીન ઉપર ચાલવાથી તમે કાંઈ નાના થઈ ગયા ? કુતરો ભલે ગાડીમાં બેઠા હોય અને મનુષ્ય જમીન ઉપર ભલે ચાલતે હેય પણ તેથી કાંઈ કુતરો મનુષ્યની સરખામણી કરી શકતા નથી, તેમ મનુબની સમાન પણ માની શકાતું નથી !
કુતરો તે શું, દેવ પણ મનુષ્યની સમાન થઈ શકતા નથી જેટલા અવતાર-તીર્થકર થયા છે તે બધા મનુષ્ય જ થયા છે. દેવમાં એક પણ તીર્થંકર થએલ નથી. મુસલમાનમાં પણ જેટલા પેગમ્બર થયા છે તે બધાં પણ મનુષ્ય જ થએલ છે; ફિરસ્તાઓ પગમ્બર થએલ નથી. મનુષ્યજન્મની આટલી બધી મહત્તા છે માટે ભોગોને ઉપભોગ કરવામાં તેને દુરુપયોગ કરવો ન જોઈએ. તમે પૂછશે કે ત્યારે મનુષ્ય જન્મ શા માટે છે? તે આના ઉત્તરમાં જ્ઞાનીજનો કહે છે કે –
Page #224
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૨] . રાજકેટ-ચાતુર્માસ
| [ ૧૮૩ 'तपो दिव्यं पुत्रकायेन सत्त्वं सिध्ध्येत् यस्मात् ब्रह्मसौख्यमनन्तं ॥'
-ભાગવત જ્ઞાનીઓ કહે છે કે, આ મનુષ્ય શરીર ભગોપભોગ માટે નહિ પણ તપ કરવા માટે છે. તપમાં કેવળ અનશન તપ જ નથી. અનશન તપ તે તપનું એક અંગ માત્ર છે. આજે કેટલાક લોકો અનશન તપની નિંદા કરે છે અને કહે છે કે, અનશન તપ કરવાથી જ જેને દુર્બલ જણાય છે, પણ હું તે આથી વિરુદ્ધ એમ કહું છું કે, જેમાં જે શક્તિ અને જે તેજ છે તે અનશન તપના પ્રભાવે જ છે. આ વિષે અત્યારે વિશેષ કાંઈ ન કહેતાં એટલું જ કહું છું કે, જો તમે ભજન અને ભેગ કરો છે તો શું પશુઓ તે કરતાં નથી ? એ તો પશુઓ પણ કરી શકે છે. પરંતુ જો પશુઓને તપ કરવાનું કહેવામાં આવે તે શું તેઓ તપ કરી શકશે? કુતરે ગાડીમાં લેર્ડની બરાબર તો બેસી શકે છે, પણ મનુષ્ય જે કામ કરી શકે છે તે કામ બીજું કઈ કરી શકતું નથી ! ક્રિયાભક ધર્મ તે મનુષ્ય જ આદરી શકે છે, દેવ પણ ક્રિયાત્મક ધર્મારાધન કરી શકતા નથી. જ્યારે મનુષ્ય પણ ક્રિયાત્મક ધર્મ નહિ આદરે, ત્યારે શું પશુઓ ધર્મારાધન કરશે ? જે પશુઓ ક્રિયાત્મક ધર્મને પાળી શકતા નથી, પણ કેવળ મનુષ્ય જ તપ-અનુષ્ઠાન આદિદ્વારા ધર્મનું આરાધન કરી શકે છે, તે પછી એમ કેમ કહી શકાય કે મનુષ્યજન્મ ભાગોને ઉપભોગ કરવા માટે જ છે અને ભગને ઉપભોગ કરવાથી જ આ દુર્લભ મનુષ્યજન્મ સાર્થક થઈ શકે છે?
રાજા શ્રેણિકને મુનિએ પણ એ જ કહ્યું કે, “હે રાજન ! જે મનુષ્ય શરીરને તું દુર્લભ માની રહ્યા છે તે ભોગપભેગમાં વેડફી નાંખવા માટે નથી. જેઓ આ મનુષ્ય શરીરને ભેગે પભોગ માટે માને છે તેઓ અનાથ છે. તું પણ મનુષ્ય શરીરને ભેગના ઉપભોગ માટે માને છે માટે તું પણ અનાથ છે. ”
अप्पणा वि अणाहोऽसि, सेणिया! मगहाहिवा!।
મgણા ગાદો સત્તો, લિ ના મવસિ? | ૨I હે ! રાજન ! તું પોતે જ અનાથ છે તે પછી બીજાને નાથ કેવી રીતે બની શકે ? આ શરીર ભોગપભોગ માટે છે એ વિચાર આવતાં જ આ આભા ગુલામ અને અનાથ બની જાય છે. તમે એમ સમજે છે કે, અમુક વસ્તુ અમારી પાસે છે એટલે અમે તેના માલીક છીએ, પણ જ્ઞાનીઓ કહે છે કે, તમારી પાસે જે વસ્તુ છે તેને લીધે તમે અનાથ બનેલા છે. જેમકે, કોઈ એક માણસ સેનાની કંઠી પહેરી અભિમાન કરે છે, પણ જ્ઞાનીઓ તેને કહે છે કે તું સોનાનો ગુલામ બની ગયું છે. ધારો કે કોઈ એક મહાપુરુષ, કે જે શરીરને કેવળ સાધનરૂપ માને છે, બાકી શરીર વિષે તેમને જરાપણ મમત્વ નથી, તેઓ જંગલમાં જઈ રહ્યા છે. અને બીજો માણસ હીરાજડિત સેનાની માળા પહેરી જંગલમાં જઈ રહ્યા છે. રસ્તામાં તેમને એક ચેર મળે. ચેરને જોઈ મહાપુરુષ તે પિતાના ધ્યાનમાં ચાલ્યા જતા હતા, અને પે'લે માણસ કે જેણે સેનાની માળા પહેરેલી હતી તે ભાગે. પણ ચોરે તેને પકડી પાડ્યો અને તેને લૂંટી લીધે, એટલે તે
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
રડવા લાગ્યો. તે સોનાને ગુલામ હતો એટલે તેને રડવું પડયું. આ પ્રમાણે કોઈ ચીજના ગુલામ બનવાથી દુખી બનવાને પ્રસંગ આવે છે !
કહેવાનો આશય એ છે કે, અજ્ઞાનને કારણે જ લોકો મનુષ્યજન્મને ભોગોને ઉપભોગ કરવામાં સાર્થક થએલું સમજે છે. રાજા શ્રેણિક પણ અજ્ઞાનમાં પડેલ હતા અને તેથી જ મુનિને તેણે કહ્યું કે, હું તમારા નાથ બનું છું. મારા રાજ્યમાં ચાલે અને સુખેથી ભેગને ઉપભોગ કરો!' રાજાના આ કથનના ઉત્તરમાં મુનિએ કહ્યું કે, હે ! રાજન ! તું પોતે જ અનાથ છે, તો પછી મારે નાથ કેવી રીતે બની શકે? મુનિએ રાજાને અનાથ કહ્યા તે શું રાજાની પાસે કાંઈ ન હતું! જે મુનિના કહેવા પ્રમાણે રાજા પાસે રાજ્ય હોવા છતાં અનાથ હો, તે આ ચરિત્રના મહાન આદર્શને જોઈ તમે પણ એ આદર્શને અનુસરે, અને શ્રમને કારણે જેમ રાજા પણ પિતાને અનાથ હોવા છતાં નાથ માનતો હતો, તેમ તમે પણ કામભેગેના ગુલામ બની, અનાથતા ને સનાથતા માની બેઠા છો, એ ભ્રમને દૂર કરે, તે તેમાં તમારું કલ્યાણું છે. જ્યારે રાજા શ્રેણિક જેવો મગધાધિપ અનાથ હતા, તે પછી તમે કેવી રીતે નાથ બની શકો અને સંસારના પદાર્થો તમને કેવી રીતે નાથ બનાવી શકે એ વાતને ઊડે વિચાર કરે તે મુનિએ રાજાને
હે રાજન ! તું પણ અનાથ છે તે બીજાને નાથ કેવી રીતે બની શકે ?” જે કહ્યું હતું તેને ભાવાર્થ સમજમાં આવી શકશે ! | મુનિએ રાજાને “તું પણ અનાથ છે એમ કહ્યું હતું તેને ભાવાર્થ એ છે કે,
રાજા ! જે વસ્તુઓને કારણે હું પિતાને અનાથ માની રહ્યા છે એ વસ્તુઓને કારણે જ તું અનાથ છે ! અને જ્યારે તું પોતે અનાથ છે તો પછી મારો નાથ કેવી રીતે બની શકે ! જે વસ્તુ ઉપર તમારો અધિકાર નથી, તે વસ્તુ બીજાને આપે તો તે ચોરી ગણાશે અને તમે દંડને પાત્ર ગણાશે ! આ જ પ્રમાણે તમે પોતે સનાથ ન હોવા છતાં બીજાને નાથ બનવાને પ્રયત્ન કરવો અથવા પિતાને બીજાને નાથ માનવો એ શું અન્યાય નથી ? . એકવાર મીરાને તેની સખીએ કહ્યું કે, “ હે સખી ! તારા સદભાગ્ય છે કે તને રાણા જે વીર પતિ મળે છે, રહેવાને માટે સુંદર મહેલ મળે છે. અને સુપભોગ માટે આટલાં બધાં વિભવિલાસ મળ્યાં છે, તેમ છતાં તું રાણા પ્રત્યે આટલી બધી ઉદાસ કેમ રહે છે ! તને ભેગે જોગવવાં કેમ સારાં લાગતાં નથી? તારા પુણ્ય પ્રતાપથી અને સદ્દભાગ્યથી જ તને આવો વીર પતિ અને આટલી બધી ભોગ સામગ્રી મળી છે, છતાં તેને તું દુઃખરૂપ કેમ માને છે ? ચાલ હું રાણુની સાથે તારો પ્રેમસંબંધ જોડી દઉં.” સખીનું આ કથન સાંભળી મીરા હસવા લાગી, એટલે તે સખી કહેવા લાગી કે, સ્ત્રીઓને એવો સ્વભાવ જ હોય છે કે તેઓ પિતાના મોઢે પ્રણયસંબંધી વાત કરતી નથી, પરંતુ પ્રણય સંબંધી વાત સાંભળી પ્રસન્ન થાય છે. તારા હસવા ઉપરથી તે મને એમ જણાય છે કે તું મારી વાતને ઠીક સમજે છે. એટલા માટે કહે કે, મારી વાત તને સ્વીકાર તે છે ને?
મીરાએ વિચાર્યું કે, મારા હસવાને આ તે અર્થનો અનર્થ કરી રહી છે, માટે તેને બધી વાતો સાફ કહી દેવી એ જ યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી મીરાએ પિતાની સખીને કહ્યું કે –
Page #226
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૨ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૮૫
સંસારીનું સુખ કાચું, પરણું રંડાવું પાછું, તેને ઘેર કેમ જઈએ રે, મોહન પ્યારા–મુખડાની પ્રીતિ લાગી રે.”
હે! સખી ! તું રાણાને વિષે જે કાંઈ કહે છે તેથી વિશેષ રાણું વીરપુરુષ હશે ! માટે એમના વિષે કાંઈ કહેવાનું નથી પણ હું એટલું જ પૂછું છું કે, મારા પિતાએ મને રાણાને સોંપી છે અને હું રાણાની પાસે જઈ દાસી થઈને પણ રહું, પણ રાણા અને વિધવા નહિ બનાવે એની ખાત્રી શી ?
જે રાણા અને અખંડ સૌભાગ્યવતી રાખશે, વિધવા નહિ બનાવે, તે રાણાની પાસે રહેવામાં મને વાંધો નથી. પણ રાણે જે એવી ખાત્રી આપી શકે નહિ, અને મારા હાથની વાત નથી એમ કહે તો, હું તેમને પતિ બનાવું અને પછી મને વિધવા બનાવે તે મારું ભાગ્ય અખંડ કેમ રહી શકે ? એટલા માટે મેં એ પતિ બનાવે છે કે જે મારું સિભાગ્ય સદાને માટે અખંડ રાખે. મીરાની માફક જ આનંદઘનજી નામના ફકડ યોગીએ પણ કહ્યું છે કે
અષભ અનન્દ પ્રીતમ માહરા ઔર ન ચાહું કન્તા રીઝ સાહબ સંગ ન પરિહરે ભાગે સાદિ અનન્ત /
ભગવાનની સાથે વૃદ્ધ, યુવાન, બાળક, ધનવાન કે ગરીબ બધાંય લગ્ન કરી શકે છે. ભગવાનની સાથે લગ્ન કરવામાં જાત-પાતને જરાપણ ભેદ નથી. તે વિવાહ અલૈકિક છે. એ અલૌકિક પ્રીતમની સાથે ત્યારે જ લગ્ન થઈ શકે છે, જ્યારે કિક પ્રીતમને ત્યાગ કરવામાં આવે છે. તેમની સાથે જે લગ્ન કરવામાં આવે છે તે અખંડ હોય છે ! પરમાત્માની સાથે લગ્ન ન કરતાં લૌકિક પ્રીતમની સાથે લગ્ન કરવામાં આવે તે એ અવસ્થામાં પતિનું મૃત્યુ થયે વિધવા પણ થવું પડે છે, અને રોવાને પણ વખત આવે છે. જો રોવાની અને વિધવા થવાની ઈચ્છા ન હોય તે પરમાત્માની સાથે લગ્ન સંબંધ જોડે. હું તો એ લગ્નસંબંધ જોડનાર પુરહિત છું. એટલા માટે એ વિષે વધારે કાંઈ કહી શકતો નથી, પણ જેઓ પરમાત્માની સાથે લગ્નસંબંધ જોડવા ચાહતા હશે તેમને લગ્નસંબંધ જોડી આપીશ ! અમે તે પરમાત્માની સાથે લગ્નસંબંધ જોશે છે અને તેથી હું મારા સાધુએને કહું છું કે, આપણે પરમાત્માની સાથે લગ્નસંબંધ જોડ્યો છે એટલા માટે આપણે શ્રાવકના કે ક્ષેત્ર આદિના પ્રલોભનમાં પડી જવું ન જોઈએ.
તમે લોકો સંસારની જે વસ્તુ સાથે સંબંધ કરવા ચાહો છે તે વસ્તુને પહેલાં પૂછી જુઓ કે, તે તમને છોડીને ચાલી તે નહિ જાય ને ? તમે તમારા શરીરનાં અંગોને હાથ-પગ, કાન-નાક, આંખ વગેરેને પૂછી જુઓ કે, તેઓ તમને અંત સમય સુધી સાથ તે આપશે ને ? દગો તે નહિ આપે ને ? જે તમને દગો આપે તે પછી તમે તેને પિતાનાં કેમ માની શકે? અને તેની સાથે સંબંધ પણ કેમ જોડી શકે ? ભક્ત કે એ વાતને બરાબર જાણે છે કે, સંસારની કોઈ પણ ચીજ અંત સમય સુધી સાથ આપતી નથી. અધવચ્ચે જ દગો આપે છે, એટલા માટે ભકત સંસારની કોઈપણ ચીજ સાથે
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
સંબંધ ન જેડતાં પરમાત્માની સાથે જ સંબંધ જોડે છે. સંસારની ચીજો મને સહાયક થતી હોય તે ભલે થાય ! પણ અમે તેની સાથે સંબંધ તો જોડી શકીએ નહિ. ભકતને તે એ જ કહેવું છે કે –
અષભ અનન્દ પ્રીતમ માહરા ઔર ન ચાહું કન્તા રીઝ સાહબ સંગ ન પરિહરે ભાગે સાદિ અનન્ત .
અર્થાત–પરમાત્માની સાથે જ લગ્ન સંબંધ જોડે. તમે ગળામાં જે સોનાની માળા પહેરો છો તે તમને છોડીને ચાલી જાય છે તે પછી તેને માટે તમે કુતરાની માફક કેમ લડો છો ? આ ઉપરથી તમે એમ કહેશે કે ત્યારે અમારે કરવું શું ? એને માટે જ્ઞાનીઓ એ જ કહે છે કે, તમારા શરીરને પરમાત્માના પ્રેમમાં જોડી દે. આને કોઈ એ અર્થ ન કરે કે શરીરને નાશ કરી નાંખ કે આત્મહત્યા કરી નાંખવી. પણ પરમાત્માના પ્રેમમાં શરીરને જોડી દે, એમ કહેવાનો આશય એ છે કે, પરમાત્માની સાથે એવો ગાઢ પ્રેમસંબંધ જેડ કે પરમાત્માના પ્રેમમાં જ ભલે તમારું શરીર વિલીન થઈ જાય, પણ પરમાત્માને પ્રેમ છૂટે નહિ! તમે અનંત શરીર છોડયાં છે તે આ શરીરને પરમાત્માના પ્રેમમાં જોડી દો, ભગવાન અનન્તનાથને સમર્પણ કરી દો અને ભગવાનની સાથે લગ્ન સંબંધ જોડી દે. ભગવાનની સાથે લગ્ન સંબંધ કેવી રીતે જોડવો એ વાત હું કથાકારા કહું છું. સુદર્શન ચરિત્ર–૧૯
રૂ૫ કલા યૌવન વય સરખી, સત્ય શીલ ધર્મવાના
સુદર્શન ઔર મનોરમા કી, જોડી જુડી મહાન. ધન ૧૭ સુદર્શન મેટો થયો. બધી ગુણલામાં પ્રવીણ થશે. પહેલાં વિવાહ કયારે કરવામાં આવતો એના માટે કહેવાય છે કે, ક્રાફ્ટ અવાસ્ટ ચા અર્થાત દિવસે તે બાળક પણ ગમે ત્યાં જઈ શકે છે, પણ અકાળે એટલે અડધી રાત્રે સ્મશાનમાં જવું એ બાળકનું કામ નથી, ત્યાં જવું એ તે નિર્ભય યુવાનનું કામ છે. આ પ્રમાણે જેઓ કાળે-અકાળે
જ્યાં કહે ત્યાં જવા તૈયાર થાય છે અને નિર્ભય બનીને જાય છે તે વિવાહ કરવાને યોગ્ય મનાય છે, પણ આજે તે “હાઉ”થી જેઓ ડરે છે તેમને પણ વિવાહ કરી દેવામાં આવે છે ! - સુદર્શન વિવાહને યોગ્ય બન્યા હતા. એક દિવસ પિતાએ સુદર્શનને પૂછ્યું કે, “પુત્ર! અમારી એવી ઇચ્છા છે કે તારે હવે વિવાહ કરવામાં આવે. પુત્રવધૂને જોઈ અમે પણ હાવો લઈએ. તું પણ વિવાહને યોગ્ય બનેલ છે, એટલે તારે વિવાહ થવાથી તારી પણ શોભા વધશે અને સાથે ઘરની પણ શોભા વધશે, માટે અમારી ઇચ્છાને પાર પાડે એ જ અમે ચાહિએ છીએ.”
પિતાનું કથન સાંભળી સુદર્શન સ્વાભાવિક રીતે શરમાયો અને નીચું જોઈ કહેવા લાગ્યા કે, “પિતાજી! આપ કહો છો તે ઠીક છે, પણ હું પૂછું છું કે, વિવાહ કરવાથી શોભા વધશે એમ આપ કહો છો તે શું બ્રહ્મચર્ય પાળવાથી ઘરની શોભા નહિ વધે?
Page #228
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૨ ]
રાજકોટ–ચાતુર્માસ
[૧૮૭
•
–
મારા ખ્યાલ પ્રમાણે તે બ્રહ્મચર્યનું પાલન કરવાથી જગતનું કલ્યાણ થાય છે અને બ્રહ્મચર્યનું પાલન કરવાથી જ મહાપુરુષે સંસારને નિસ્તાર કરી શકે છે. માટે વિવાહ કરતાં બ્રહ્મચર્ય પાળવું એ જ મને ઠીક લાગે છે.”
આ સાંભળી જિનદાસ શેઠે ઉત્તર આપ્યું કે, “બેટા ! તારું કહેવું યથાર્થ છે. હું પણું બ્રહ્મચર્યને સર્વ શ્રેષ્ઠ માનું છું. બ્રહ્મચારીની સરખામણ દેવ દાનવો વગેરે કોઈપણ કરી શકતા નથી, પણ ઘણીવાર એવું બને છે કે બ્રહ્મચર્ય પણ બરાબર પાળી શકાતું નથી અને વિવાહ પણ કરવામાં આવતું નથી ત્યારે ભયંકર સ્થિતિ ઊભી થવા પામે છે. આપણા નિષ્કલંક કુળને કોઈ પ્રકારનું કલંક ન લાગે એટલા માટે જ અમે તારે વિવાહ કરવા ચાહિએ છીએ. પણ તારી સ્વીકૃતિ વિના વિવાહ કર ઠીક નથી એટલા માટે વિવાહ કરવા તારી સ્વીકૃતિ ચાહિએ છીએ !”
બ્રહ્મચર્ય ન પાળનારાઓ દ્વારા અનર્થો થતાં નથી ! શાસ્ત્રમાં કહ્યું છે કે, બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતાએ વિષયભોગ માટે પિતાના પુત્રને પણ મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો. આજે પણ એવી ઘટનાઓ સાંભળવામાં આવે છે કે વિયોગ માટે કઈ સ્ત્રીએ પતિ અને પુત્રને મારી નાંખી જારની રક્ષા કરી હોય. અત્યારે આવી ઘટના સાધારણ થઈ પડી છે.
જિનદાસ શેઠે સુદર્શનની વિવાહની સ્વીકૃતિ માંગતાં આગળ કહ્યું કે, “બેટા ! બ્રહ્મચર્ય પાળવું એ ઉત્તમ છે એ હું પણ માનું છું, પણ બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું એ સાધુઓને માટે સુકર છે. વિવાહ કરવો એ કાંઈ પાપ નથી, પણ એ ગૃહસ્થને ધર્મ છે. વિવાહ કરીને પણ સ્વદારાસતોષવ્રતનું પાલન કરી શકાય છે. વિવાહ કરનારને કઈ પાપી કહી શકતું નથી ! વિવાહ કરે એ તે મધ્યમ માર્ગ છે, માટે વિવાહની સ્વીકૃતિ આપી અમારી ઇચ્છાને પૂરી કર.” સુદર્શને ઉત્તર આપ્યું કે, “પિતાજી! આપના કહેવા પ્રમાણે હું બ્રહ્મચર્યનું સંપૂર્ણ રીતે પાલન કરી શકીશ નહિ, એટલા માટે મારું લગ્ન કરવું એ જ ઠીક છે ! પણ લગ્ન કરવું એ જરૂર પિતાની નિર્બળતા છે એ હું માનું છું. જે પત્ની પિતાના સ્વભાવને અનુકૂલ ન હોય તે બહુ મુશ્કેલી પડે છે; એટલા માટે હું એવી કન્યા સાથે વિવાહ કરવા ચાહું છું કે જે બહુ સુંદર પણ ન હોય, તેમ કુરૂપ પણ ન હોય; કોમળ પણ ન હોય, તેમ કઠોર પણ ન હોય; સ્વછન્દ પણ ન હોય તેમ ડરપોક પણ ન હોય; આ પ્રમાણે મારા કામમાં વિન–બાધા ઊભી કરનારી ન હોય પણ સહાયક હોય. જેને જોઈને હું સંતોષ પામું અને મને જોઈને તે સંતોષ પામે. આવી રૂપગુણમાં યોગ્ય કન્યાની સાથે હું વિવાહ કરવા ચાહું છું. જે આવી સુયોગ્ય કન્યા નહિ મળે તે અવિવાહિત રહીશ પણ કુળને કલંક લાગે એવું કામ કદાપિ કરીશ નહિ. અને જે મેં કહીં એવી સુયોગ્ય કન્યા મળતી હોય તે તેની સાથે વિવાહ કરવામાં મને કોઈ પ્રકારની બાધા નથી.”
સુદર્શનનું કથન સાંભળી શેઠ બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, કે હે ! પુત્ર ! તારા ઉન્નત વિચારો જાણે અમને બધાને ઘણી પ્રસન્નતા થઈ છે. હું તારા યોગ્ય કન્યાની તપાસ કરીશ.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
જિનદાસ શેઠ સુદર્શનને યોગ્ય કન્યાની તપાસ કરવા લાગ્યા. તપાસ કરતાં મનેારમાં નામની સુગ્ય કન્યા સુદર્શનને યોગ્ય લાગી. મનોરમા પણ સુદર્શનના જેવા જ ઊંચા વિચારો ધરાવતી હતી અને શીયળવતી હતી. મનેરમાના માતાપિતા પણ તેના વિવાહ . વિષે વિચાર કરતા હતા. તેમણે મને રમાને પૂછયું કે, બેટા ! હવે તું વિવાહને યોગ્ય થઈ છો તો તારે વિવાહ કેવા પુરુષની સાથે કરે તે કહે? -
શું કન્યાની વિવાહવિષયક સલાહ પૂછવી ઉચિત છે ? આજકાલ હજી વરની સલાહ પૂછવામાં આવે છે, પણ કન્યાની વિવાહવિષયક સલાહ પૂછવામાં આવતી નથી. કેટલાક લેકે એમ કહે છે કે, સ્ત્રીઓ બ્રહ્મચર્ય પાળી શકતી નથી પણ આ માન્યતા નિર્મલ અને ખોટી છે. પ્રાચીન સમયમાં કન્યાની પણ વિવાહવિષયક સલાહ પૂછવામાં આવતી હતી અને વરની પસંદગી કરવાની તેમને છૂટ આપવામાં આવતી અને તે માટે માતાપિતા સ્વયંવર પણ રચાવતા, કે જેમાં કન્યા પિતાના વરની પસંદગી કરી લેતી. જે કન્યા બ્રહ્મચારિણી રહેવા ચાહતી તે તેને બ્રહ્મચર્ય પાળવાની છૂટ આપવામાં આવતી ભગવાન
ઋષભદેવની બ્રાહ્મી અને સુંદરી નામની બન્ને કન્યા વિવાહને યોગ્ય થઈ એટલે ભગવાન વિચાર લાગ્યા કે આમને વિવાહ કેની સાથે કરવામાં આવે ! બન્ને પુત્રીઓ ભગવાનને વિચાર જાણી ગઈ અને તેમને કહ્યું કે, પિતાજી ! આપ અમારી ચિંતા ન કરો. અમે તમારી પુત્રી મટી જઈ કોઈની સ્ત્રી બનીએ એ અમારાથી બની શકશે નહિ. આ પ્રમાણે બન્ને બહેને આજીવન “બ્રહ્મચારિણું' રહી; તો પછી કન્યાઓ બ્રહ્મચર્ય પાળી શકતી નથી એમ કેમ કહી શકાય ! હા, વિવાહ ન કરતાં ઉન્માર્ગે જવું ખરાબ છે, પણ બ્રહ્મ ચારિણું થવું એ કાંઈ ખરાબ કામ નથી. સારું જ કામ છે. બ્રહ્મચારિણું રહીને કન્યાઓ જનસમાજની વધારેમાં વધારે અને સારામાં સારી સેવા બજાવી શકે છે. અહમદનગરમાં અમેરિકન મિશનની કુમારી કન્યાઓ એવી જનસેવા કરતી હતી કે બધા લોકે તેમની પ્રશંસા કરતા હતા. એવી કન્યાઓ બ્રહ્મચારિણી રહીને સમાજની સેવા કરે તે કાંઈ ખરાબ છે ? હું બળાત્કારે બ્રહ્મચર્ય પાળવાની કે વિવાહ કરવાની વાત કહેતે નથી. એ તો પિતપતાની ઈચ્છા ઉપર આધાર રાખે છે. - સુદર્શન અને મનોરમાની જોડી સમાન હતી. બન્નેએ વાતચીત કરી એક બીજાના વિચાર જાણી લીધા. આજે તે લગ્નની ઘણી ધમાલ કરવામાં આવે છે પણ પહેલાં એક જ દિવસમાં વિવાહ અને સગાઈ બન્ને થઈ જતાં. મનેરમા અને સુદર્શનને વિવાહ વિધિપૂર્વક થયો. સંતાને યોગ્ય થાય ત્યારે માતાપિતાનું શું કર્તવ્ય છે એ જિનદાસ અને અર્હદાસીનાં કાર્ય ઉપરથી જુઓ. માતાપિતા જે સંતાને સમક્ષ કઈ આદર્શ ઉપસ્થિત કરે તે સંતાને પણ એ આદર્શને અનુસરે છે. જિનદાસ કે આદર્શ ઉપસ્થિત કરે છે એ વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.
Page #230
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ શુદી ૧૭ શુક્રવાર
પ્રાથના.
ધમ જિનેશ્વર મુજ હિવડે વસા, પ્યારા પ્રાણ સમાન; । કબહુ” ન વિસરું ચિતાનું નહીં, સદા અખંડિત દયાન. ઘ ધરમ જિનેશ્વર મુજ હિવડે સે.
શ્રી ધર્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમ પેદા કરવા એ પ્રાર્થનાનું ધ્યેય છે પણ આ ધ્યેયની પૂર્તિ કેવળ કહેવા માત્રથી થતી નથી. તે માટે તેા સાચા દિલની લાગણી હોવી જોઇએ. કારણ કે, સાચી લાગણી વિના સાચા પ્રેમ પેદા થઈ શકતા નથી અને પ્રેમ સાચે ન હાય તે! તે અખંડ રહી શકતા નથી.
સંસારમાં જેને પ્રીતિ કહેવામાં આવે છે તે પ્રીતિ જુદી છે અને પરમાત્માની સાથે પ્રીતિ ખેડવી તે પણ જુદી છે. આ રીતે લૌકિક અને પારલૌકિક પ્રીતિમાં અંતર રહેલું છે. દુનિયાની પ્રીતિમાં હૃદયમાં કાંઈ રાખવું અને ઉપર કાંઈ બતાવવું એમ ખીજાને ખેતરવામાં આવે છે અને એવી ટગારી પ્રીતિને પણ દુનિયા પ્રીતિ માને છે, પણ પરમાત્માની પ્રીતિમાં એવી ઠગાઈ ચાલી શકતી નથી. પરમાત્મા પ્રત્યે કેવી વિશુદ્ધ પ્રીતિ હાવી જોઈ એ અને પરમાત્મા કેવી પ્રીતિથી પ્રસન્ન થાય છે એ વાત આ પ્રાથનામાં બતાવવામાં આવી છે. પરમાત્માની સાથે કેવા પ્રીતિસબંધ જોડવા જોઇએ એને માટે કહેવામાં આવ્યું છે કેઃ
“ પ્રીતિ `સગાઇ જગમાં સૈા કરે, પ્રીતિ સગાઇ ન કોઇ; પ્રીતિ સગાઈ નિરુપાધિક કરી, સાપાધિક ધન ખાય.”
યેગી આનંદધનજી કહે છે કે, સસારમાં પ્રીતિ કરવાના રિવાજ બહુ છે. બધા લેાકેા પ્રીતિ–સંબંધ જોડવા માટે ઉત્સુક રહે છે પણ એ વાતના નિર્ણય કરવા મુશ્કેલ છે કે, એ પ્રીતિ સાપાધિક છે કે નિરુપાધિક ? જો કે આ વાતને નિર્ણય કરવા મુશ્કેલ છે. તેમ છતાં એમ કહેવામાં આવે છે કે, સાંસારિક પદાર્થો સાથે સબંધ ધરાવતી પ્રીતિ સેપાધિક છે અને પરમાત્માની સાથે જોડવામાં આવતી પ્રીતિ નિરુપાધિક છે.
સંસારની સાથે સંબંધ ધરાવતી પ્રીતિ સેાપાધિક કેવીરીતે છે એ વાતના નિય કરવા માટે તમે તમારા શરીરને જ જુએ. જે શરીર સાથે તમે બહુ પ્રીતિ-મમત્વ ધરાવે છે. તે શરીરને જ્યારે આત્મા છેોડીને પરલેાક ચાલ્યા જાય છે, ત્યારે તમે શરીરનાં મડદાંને બાળી આવા છે. તે પછી તમારી શરીર સાથેની પ્રીતિ કયાં ચાલી ગઈ ! શરીરની સાથે તમારી કેવી પ્રીતિ હાય છે એ તે ઉપરથી જણાઈ આવે છે ! શરીરમાં આત્માના અધ્યાસ થઈ જવાને કારણે તેની સાથે પ્રીતિસબંધ જોડવામાં આવે છે, પણ વાસ્તવમાં
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
આત્માના નિજ ગુણુની સિવાય શરીર સાથેને પ્રીતિસબધ સેાપાધિક છે. કેવળ આત્માના નિજ ગુણુ જ નિરુપાધિક છે.
જો કે, લોકેા પોતાના હાથે જ અનેક મડદાંને બાળ આવે છે અને શરીર સાથેની પ્રીતિ કેવી સેાપાધિક હોય છે એ જોતાં--જાણવા છતાં પણ, ઉપાધિમાં પડેલા એ લોકો સાપાધિક પ્રીતિમાં જ મશગૂલ રહે છે. આનું કારણ કેવળ માહ છે. જેમકે કોઇના હાથમાં સેાનાની હાથકડી પહેરાવવામાં આવે તે શું તેને દુઃખ થશે ! સાનાની હાથકડી આખરે હાથકડી હાવા છતાં પણુ, સેનાના મેહમાં પડેલા માણસ તેને હાથકડી માનતા નથી; પણ તેની સાથે પ્રીતિ કરે છે. લોકેા સાધારણ ચીજ માટે પણ મને આપે મને આપે। એમ પડાપડી કરે છે તે પછી સાનાનું મમત્વ કેમ છેડી શકે ?
આ પ્રમાણે પ્રીતિ તો બધા કરે છે પણ સાપાધિક પ્રીતિ કરે છે. પણ નિરુપાધિક પ્રીતિ તે બહુ ઓછા લેાકેા કરે છે. નિરુપાધિક પ્રીતિ તે છે કે જેનાદ્વારા ચિદાનંદ ગુણ પ્રગટાવી, ઉપાધિને દૂર કરવામાં આવે છે. આ પ્રમાણે ઉપાધિ વધારવાની અને ઉપાધિ ઘટાડવાની પ્રીતિ જુદા જુદા પ્રકારની છે. આ બન્ને પ્રકારમાંની પ્રીતિમાંથી તમારું હૃદય કઈ પ્રીતિ કરવા ચાહે છે તેને વિચાર કરેા ! જો તમારું હૃદય સાપાધિક પ્રીતિ કરવા ચાહે, તો તેા તમારે ઉપાધિમય જીવન પસાર કરવું પડરશે, પણ જો તમારું હૃદય નિરુપાધિક પ્રીતિ ચાહે તે પછી તમારે સાંસારિક પદાર્થીની ઉપાધિ છેાડવી પડશે. સેાપાધિક પ્રીતિને ત્યાગ કરી નિરુપાધિક પ્રીતિ જોડવામાં આવે તે પછી જોઈએ જ શું ? પણ નિરુપાધિક પ્રીતિના સબંધ જોડવા માટે પ્રયત્ન કરવાની જરૂર રહે છે.
કહેવાના આશય એ છે કે, ભગવાન ધનાથની સાથે નિરુપાધિક પ્રીતિદ્વારા જ પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમ પેદા થશે અને પરિણામે આત્માના ચિદાનંદ ગુણ પ્રકટ થશે. નિરુપાધિક પ્રીતિ કેવીરીતે કરવામાં આવે છે એ વાત હવે શાસ્રારા સમજાવું છું. અનાથીમુનિના અધિકાર—૨૦
રાજા શ્રેણિક અને અનાથી મુનિ બન્ને સામસામા બેઠા છે. બન્નેય મહારાજા છે - પણ જુદા જુદા પ્રકારના છે. રાજા તેા સેાપાધિક પ્રીતિને જ પ્રીતિ માને છે પણ મુનિ નિરુપાધિક પ્રીતિને પ્રીતિ માને છે. રાજા એમ માને છે કે, જેમની દ્વારા સુખે,પભાગની સામગ્રી મળે તેમની સાથે પ્રીતિ કરવી એ જ સાચી પ્રીતિ છે. આમ માનવાને કારણે જ તે મુનિને કહી રહ્યો છે કે, “ તમે સંયમને છેાડી દઈ મારી સાથે ચાલેા અને ભાગાના ઉપભાગ કરેા ! હું તમારા નાથ બનું છુ, પણ મુનિએ રાજાને ઉત્તર આપ્યા કે, “ હે રાજન! તું ભૂલે છે. તું પેાતે જ અનાથ છે. તું તારું પેાતાનું પણ ક્ષેમકુશળ કરી શકતા નથી તેા પછી તું મારેા નાથ કેવી રીતે બની શકે? ”
મુનિનું આ કથન સાંભળી રાજાને ધણું આશ્ચય થયું. રાજા વિચારવા લાગ્યા કે, હું તો એમના ‘ નાથ' બનવા ચાહતા હતા પણ એ તે મને જ ‘અનાથ' માને છે. વળી આ ઋદ્ધિમાન મુનિ અનાથતાને કારણે દીક્ષા લીધી એમ કહે છે એ એક આશ્ચ
Page #232
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૩] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૯૧ નું કારણ છે, અને મારા જેવા મગધાધિપને અનાથ કહે છે એ વળી બીજું આશ્ચર્ય છે. આ પ્રમાણે રાજા કેવો આશ્ચર્યચકિત થયે એને માટે શાસ્ત્ર કહે છે કે –
एवं वुत्तो नरिंदो सो, मुसंभंतो सुविम्हिओ।
वयणं अस्सुयपुव्वं, साहुणा विम्हयीनयो ॥१३॥ अस्सा हत्थी मणुस्सा मे, पुरं अन्तेउरं च मे।
મુંબાઈમ માણસે મોણ, શાળા રૂરૂરિયે ૪ || एरिसे सम्पयग्गम्मि, सम्बकामसमप्पिए।
હું મrigો મવરૂ, મા તુમને ! સુસંવણ | ૨૦ || તું પતે જ અનાથ છે. મુનિનું આ કથન સાંભળતાં જ રાજા ઘણો સંબ્રાન્ત . તે ક્ષત્રિય હતા. ક્ષત્રિય અપમાન સહી શકતું નથી.
આજે ઘણું લોકો મને કહે છે કે, “તમે ચાહો તે કહે, અમને કાંઈ ખોટું નહિ. લાગે !' પણ તમને કાંઈ ખોટું લાગતું નથી એ જ ખરાબ છે. આનું જ નામ વાણિયાશાહી છે. કહેવત છે કે, “સિંહને બેલ લાગે છે અર્થાત સિંહની સામે ગર્જના કરવામાં આવે તે તે સામે થાય છે!
મોટા ઘાસીરામજી મહારાજ જેઓ મારા ઉપદેશક હતા તેઓ મેવાડના એક ગામના રહેવાશી હતા. મેવાડમાં બહુ ઝાડી છે. તેઓ કહેતા હતા કે, એક દિવસ કરમદા ખાવા માટે હું જંગલમાં ગયો હતો. ત્યાં એક વાઘ મારી સામે દેડી આવ્યો. મને ત્યારે ભય તે લાગ્યો પણ મેં લોકો પાસેથી સાંભળ્યું હતું કે, “સિંહ કે વાઘની આંખની સામે આંખ તાકવાથી તે આક્રમણ કરી શકતું નથી !” હું પણ તે વાઘની આંખ સામે આંખ તાકીને ઊભો રહ્યો અને વાધ પણ મને તાકતે ત્યાં ઊભા રહ્યા. હું તેની સામે એકીટશે જોકે રહ્યા; એક પલક પણ મારી નહિ. આખરે તે પરાજિત થઈ ધીરે ધીરે પાછો ફરી ગયો. મેં એવું પણ સાંભળ્યું હતું કે, સિંહને બોલ લાગે છે અને તેની સામે ગર્જના કરવાથી સામે ઘુરકે છે. મેં વિચાર્યું કે જોઉં તે ખરે કે આ વાત સાચી છે કે ખેટી ! આ પ્રમાણે વિચાર કરી મેં વાઘની સામે રાડ પાડી. મારી આ રાડ સાંભળી વાઘ પાછો ફલાંગ મારી, મારી સામે દોડી આવ્યું. હું મનમાં કહેવા લાગે કે “હવે જો આ વાઘ પાછો ચાલ્યા જાય તે ફરી રાડ નહિ પાડું.” વાઘ ડીવાર મારી સામે તાકતા રહ્યા પછી બહુ ધીરે ધીરે ત્યાંથી ચાલ્યા ગયે !
કહેવાનો આશય એ છે કે, સિંહ બેલ ઝીલે છે, તેની માફક તમારે પણ બોલને ઝલ જોઈએ. પણ તમે લેકે વાણિયાશાહી વાપરે છે અને તે કારણે બોલને ઝીલી શકતા નથી એ જ ખરાબી છે. રાજા ક્ષત્રિય હતા એટલે તેને લાગી આવ્યું કે, જો કોઈ ગરીબ કે દરિદ્રીને અનાથ કહ્યો હતો તે વાત જુદી હતી પણ મારા જેવા રાજાને અનાથ કેમ કહ્યો ? આ પ્રમાણે રાજા સંભ્રાન્ત થયો અને મનમાં થડો રજોગુણ પણ આવ્યો. તે મનમાં વિચારવા લાગ્યું કે, હું રાજા છું એમ જે આ મુનિ જાણતા ન હેત અને
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
મને અનાથ કહ્યા હાત તા જુદી વાત હતી, પણ આ તે। હું રાજા છું એમ જાણવા છતાં મને અનાથ શા માટે કહ્યા ?
રાજાના મનેાગત ભાવાનું શાસ્ત્રે ખરાખર ચરિત્રચિત્રણ કર્યું છે. આ વિષે શાસ્ત્રમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તેનું પૂરેપૂરું વિવરણ તા કોઈ મહાવક્તા જ કરી શકે. હું એ રહસ્યને બરાબર પ્રકટ કરી ન શકું. છતાં મારી સમજમાં એ ગાથાનું જે રહસ્ય સમ જવામાં આવ્યું છે, તે જણાવું છું. ઉપર્યુક્ત ગાથા ઉપરથી એમ જણાય છે કે રાજા શૂરવીર હતા પણ ક્રૂર ન હતા! સિંહ તે શૂર પણ હોય છે અને સાથે ક્રૂર પણ હાય છે. તે સાધુ કે અસાધુને ઓળખી શકતા નથી. તે તે। જે સામે આવે છે તેની ઉપર હુમલા કરે છે, તેનામાં વિવેક હોતા નથી; પણ રાજા શૂવીર હતા, ક્રૂર હતા નહિ પણ વિવેક શીલ હતા. એ વાતને પ્રકટ કરવા માટે, શાસ્ત્રકારાએ ‘ રાજા સભ્રાન્ત થયા છતાં મુનિને કોઈ પ્રકારની અનુચિત વાત ન કહી પણ સભ્યતાપૂર્વક પેાતાનાં મનાગત ભાવા પ્રકટ કર્યો.” એમ કહ્યું હોય એમ હું મારી બુદ્ધિએ કહું છું.
મુનિએ મને જે અનાથ કહ્યા છે એ મારે માટે તે અશ્રુતપૂર્વ છે. મને કાઈ એ અત્યાર સુધી અનાથ કહ્યો નથી, તેમ મેં કાઈ દિવસ અનાથતા અનુભવી નથી ! હું ધર છેાડીને બહાર ચાલ્યા ગયા હતા-કષ્ટમાં રહ્યો હતા, ત્યારે પણ મને કાઈ એ અનાથ કહ્યેા નહતા ! મેં ત્યારે પણુ અનાચતા અનુભવી ન હતી પણ પુરુષાર્થના બળે મારું કામ ચલાવતા હતા! મુનિનું આ વચન । અશ્રુત પૂર્વ છે. અથવા તેમને મારા વૈભવની ખબર નથી. અથવા તેમની આકૃતિ જોતાં તેઓ મહાઋદ્ધિસિદ્ધિવાળા હોય અને તેમની દૃષ્ટિએ હું અનાથ ગણાતા હાઉ' એ પણ બને ખરું !
કોઈ માણસ જ્યારે પાતાથી નાની ચીજ ખીજાની પાસે જુએ છે ત્યારે તે નાની ચીજને તુચ્છ માનવા લાગે છે ! જેમકે કોઈની પાસે હીરાનાં ધરેણાં હાય તેને સેાનાનાં ધરણાં સામન્ય લાગે છે અને જેમની પાસે સેાનાનાં દાગીનાં હાય છે તેને ચાંદીનાં ઘરેણાં સામાન્ય લાગે છે. આ જ પ્રમાણે જેમની પાસે ચાંદીનાં ધરેણાં હશે તેને જસત કે પીત્તળનાં ધરેણાં તુચ્છ જણાશે. આ જ પ્રમાણે આ મુનિની પાસે ઋદ્ધિસિદ્ધિ ધણી રહેલી હાય અને તે કારણે હું તેમની નજરમાં અનાથ જણાતા હાઉં એ સંભવિત છે. હું પણ તેમની શારીરિક ઋદ્ધિ જોઈ આશ્ચય ચકિત થયા હતા. આ પ્રમાણે તેમણે પણ મારી અહીંની ઋદ્ધિ જોઈ મને પોતાથી ઓછી ઋદ્ધિવાળા ગરીબ સમજ્યા હાય અને એ કારણે મને અનાથ કહ્યો હોય ! પણ એ મુનિ ધારે છે, એવા હું અનાથ નથી, એ માટે મારે મારી ઋદ્ધિનું વર્ણન કરી તેમને ખુલ્લું જણાવી દેવું જોઈ એ કે જેથી તેમને પણ ખબર પડે કે મારી પાસે આટલી ઋદ્ધિ છે અને હું તેમને નાથ બની શકું' એમ છું કે નહિ ?
રાજા સાહસી અને વીર હતા. એટલા માટે તેણે મુનિને કહ્યું કે, “ મહારાજ ! હું મગધેશ્વર છું. હું મગધના કેવળ નામના જ રાજા નથી પરંતુ આખા મગધરાજ્યનું પાલન કરું છું. મારા રાજ્યમાં અનેક હાથી—ઘેાડા આદિ રત્ના છે. મારા રાજ્યમાં અનેક મેટાં મોટાં નગરા છે કે જેની આવકમાંથી મારા રાજ્યનું ખર્ચ સારીરીતે નીકળે છે. મેટા
Page #234
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૩]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૩
મોટા રાજાઓ પોતાની કન્યા મને આપી પિતાને ભાગ્યશાળી માને છે. વળી કેટલાક લકોને ઋદ્ધિ મળે છે તે પણ શરીર અસ્વસ્થ હોવાને કારણે ઋદ્ધિનો ઉપભોગ કરી શકતા નથી પણ મારી પાસે ઋદ્ધિસમૃદ્ધિ હવાની સાથે શારીરિક સંપત્તિ પણ સારી છે એટલે હું મનુષ્ય સંબંધી ભોગોનો ઉપભોગ પણ કરી શકું છું. કેટલાક રાજાઓ તે કેવળ નામના જ રાજાઓ હોય છે, પણ હું એ નામનો રાજા નથી. મારી આજ્ઞા બધા શિરેધાર્ય કરે છે, કોની એવી શક્તિ છે કે જે મારી આજ્ઞાને અનાદર કરે ! હું આ મહારાજા હોવા છતાં આપ મને “અનાથ' કેમ કહો છો ? આપ મુનિ થઈને મારા જેવા રાજાને અનાથ કહી, ખોટું બોલો એ ખરેખર આશ્ચર્યજનક વાત છે. જે પ્રમાણે પૃથ્વી આધાર ન આપે અને સૂર્ય પ્રકાશ ન આપે એ જેમ આશ્ચર્યજનક વાત છે તેમ મુનિ થઈને તમે અસત્ય બેલો છો એ પણ આશ્ચર્યજનક વાત છે. મુનિ તે કોઈ દિવસ અસત્ય બેલે નહિ અને તમે મુનિ થઈ મને અનાથ કહી અસત્ય શા માટે બેલો છે ? હે ! પૂજ્ય ! આપે આવું અસત્ય બેલવું ન જોઈએ !”
રાજાએ મુનિને “તમારે અસત્ય બોલવું ન જોઈએ' એમ કહ્યું પણ કેવા આદર અને કેટલા વિવેકપૂર્વક કહ્યું તે જુઓ. રાજાએ કટુ શબ્દ કહ્યા નહિ પણ “હે! પૂજ્ય ! આપે આવું અસત્ય બોલવું ન જોઈએ ' એમ વિવેકપૂર્વક કહ્યું. વાણીમાં પણ આ વિવેક રાખવાની જરૂર રહે છે. માણસના સ્વભાવને પરિચય વાણી દ્વારા મળી આવે છે. એ વિષે એક કથા પ્રસિદ્ધ છે કે –
રાજા ભેજના સમયમાં એક આંધળો માણસ હતા. તે રાજાને મળવા ચાહતે હતા પણ તે આંધળે તથા ગરીબ હોવાને કારણે રાજાની મુલાકાત કરી શક્યા ન હતા, પણ કોઈક દિવસે રાજાની મુલાકાત થશે એ તેને વિશ્વાસ હતો. એક દિવસ તેણે સાંભળ્યું કે, રાજા ભેજ આજે અમુક સમયે અને અમુક રસ્તે નીકળવાના છે, એટલે તે આંધળો રસ્તા ઉપર જઈ ઉભો રહ્યો. રસ્તામાં આંધળાને ઉભેલ જોઈ સિપાઇએ જોરથી કહેવા લાગ્યા કે, “ એ આંધળા ! દૂર હટ ! જોતો નથી, રાજા આવી રહ્યા છે.” તે આંધળો, સિપાઈને આ કર્કશ અવાજ સાંભળી અહીંતહીં થોડીવાર આડાઅવળો જઈ સિપાઈએના ચાલ્યા જવા બાદ પાછે તે રાજમાર્ગ ઉપર આવી ઉભો રહ્યો. એટલામાં તો રાજા ભોજ નીકળ્યા. તેમણે આંધળાને જોઈ વિચાર્યું કે આ અંધ ભક્ત મને મળવા આવ્યો હશે. આ પ્રમાણે વિચાર કરી રાજાએ આંધળાને પૂછ્યું કે, “અંધરાજ ! અત્રે કેમ ઉભા છો ? આંધળાએ જવાબ આપ્યો કે, મહારાજાધિરાજ ! આપની મુલાકાત માટે અત્રે ઉભો છું. રાજા મનમાં વિચારવા લાગ્યું કે, “આ આંધળાએ મને કેવી રીતે ઓળખી લીધે !” આ પ્રમાણે વિચાર કરી પ્રગટરૂપે તેમણે તે આંધળાને પૂછયું કે, અંધરાજ ! તમે થોડું ઘણું જઈ શકે છે ? આંધળાએ જવાબ આપ્યો કે, ના, હું જરાપણ જોઈ શકતું નથી. રાજાએ ફરી પૂછયું કે, અંધરાજ ! જ્યારે તમે જોઈ શકતા નથી તે પછી
હું રાજા ભેજ છું’ એ તમે શી રીતે જાણી શકયા ! આંધળાએ જવાબ આપ્યો કે, આપની વાણીથી આપ રાજા ભોજ જ હશો એ હું જાણી શકાય. કારણ કે, રાજા ભેજ સિવાય બીજો કોણ મને “અંધરાજ” કહી બોલાવે ? આપના સિપાઈઓ તે “ એ !
૨૫
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૯૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
આંધળા ! દૂર હટ '' એમ મને આંધળા કહીને પાકારતા હતા, પણુ આપે મને અધરાજ કહીને સખાખ્યા એ ઉપરથી મેં જાણી લીધું કે આપ રાજા ભેજ જ છે,
રાજા ભાજે આંધળાને આંધળેા જ કહ્યો હતા, પણ અધરાજ એ માનસૂચક નામથી કહ્યું હતું. આંધળાનું કથન સાંભળી રાજા ભાજ મનમાં વિચારવા લાગ્યા કે, એ બહુ સારું થયું કે, મેં' તે આંધળાને અંધરાજ તરીકે ખેાલાવ્યા, નહિ તા મારી પણ ગણુના સિપાઇઓમાં જ થાત ને! રાજાએ તે આંધળાને સન્માન આપી વિદાય કર્યાં.
પહેલાંના રાજાએ હાથી ઘેાડા ઉપર બેસી ધીરે ધીરે નગરપટન કરતા હતા, અને પ્રજાનાં સુખદુ:ખ સાંભળતા, પણ આજે તેા હાથી-ઘોડાનું સ્થાન મેટરે લઈ લીધું છે.
કહેવાના આશય એ છે કે, વાણી વદવામાં પણ વિવેક રાખવાની જરૂર રહે છે. કહે વત પણ છે કે, મને હા કૃત્તિવ્રતા અર્થાત્ મીઠા વચન ખાલવામાં દરિદ્રતા શા માટે રાખવી જોઇએ !
“ તુલસી મીઠે વચન તે, સુખ ઉપજે ચડુ આર; વશીકરણ એક મંત્ર હૈ, તજ દે વચન કઠોર, ”
ફારસીમાં પણ કહ્યું છે કેઃ— “ અન કે અજીજ રહના પ્યારી જખાન દહનમેં હે ! પ્યારી જીભ ! ખીજાં કાંઇ મળે કે ન મળે, પણ જો તું મારી સાથે મિત્રતા બાંધી લે તેા પછી બધા જીવા મારા મિત્ર થઇ જશે.
"9
તમે લેાકેા બીજાને મિત્ર બનાવા છે પણ તમારી જીભની સાથે કોઇ દિવસ મિત્રતા બાંધી છે ? જો તમારી જીભ તમારી સાથે શત્રુતા રાખે છે તે એ શત્રુતાને દૂર કરી તેની સાથે મિત્રતા બાંધે. તમારી જીભમાંથી કડવી વાણી શામાટે નીકળે, અમૃત વાણી કેમ ન વરસે ?
કલ્પના કરો કે, તમારા પૂર્વજો તમને કહે કે, ધરની આ બાજુ તે સેાનું દાટયું છે અને પેલી બાજુ કાલસા દાટયાં છે. તમારે એમાંથી જે જોઈ એ તે કાઢી લે. યાગાનુયેગે તમારા હાથમાં કાદાળી પણ આપવામાં આવી. હવે તમે એ કેાદાળી વડે સેાનું દાટયું છે તે બાજુ ખેાદશા કે કાલસાં દાટયાં છે તે બાજુ ખાદશા ? જો કાલસા બાજુ કાંદાળી વડે ખાદશેા તા તમારા હાથ કાળા થશે અને ખેાદતાં ખાદતાં ક્રાલસા ઉડશે તેા માઢું પણ કાળુ થશે. તમે કહેશે કે, એવા કાણુ મૂખ હશે કે સાનાને છેડી કાલસાને ખાદી કાઢવાના પ્રયત્ન કરે ? જેમ સાનાને છેડી કાલસા ખાવાના કાઈ પ્રયત્ન કરતા નથી તેમ તમારી જીભની કાદાળી વડે તમે સાનું પણ કાઢી શકો છે! અને કેાલસા પણ કાઢી શકો છે. જો તમે અપશબ્દ લેા તેા એ કાલસાને ખેાદવા જેવું કામ છે અને મીઠાં શબ્દો ખાલા તે સાનાને ખેાદવા જેવું કામ છે. હું બહેનને પણ મીઠા શબ્દો ખેલવાના ખાસ આગ્રહ કરું છું. આડશીપાડોશી તથા બાળકાની સાથે પણ વિવેકપૂર્વક વાણી એલવી જોઇએ. મીઠા શબ્દો એટલવાથી તમે ખીજાને પ્રિય લાગશેા, અને જો કડવી વાણી ખાલશા તે અપ્રિય લાગશેા. એક કવિએ ઠીક જ કહ્યુ છે કેઃ—
“ જાકે જૈસી વસ્તુ હૈ, વૈસી દે દિખલાય; વાકા પુરા ન માનિયે, વેા લેન કહાંસે જાય,
""
Page #236
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૩]
રાજકેટ–ચાતુર્માસ
[૧૯૫
જેમની પાસે ગાળે છે તે ગાળે આપે છે. જેમની પાસે જે વસ્તુ હોય તે વસ્તુ બીજાને આપી શકે. એટલા માટે એમાં ખરાબ માનવાની કોઈ જરૂર નથી.
કહેવાને આશય એ છે કે, જેમનામાં ગાળો ભાંડવાનાં સંસ્કારો હશે તે બીજાને ગાળો જ ભાંડશે. માટે પહેલેથી સારા સંસ્કારો પાડે. ભૂલેચૂકે પણ કડવી વાણી બોલો. નહિ. સારા સંસ્કારોને જીવનમાં ઉતારવા માટે હમેશાં સત્સંગતિ કરવી જોઈએ.
મીઠી વાણું બેલવાને અભ્યાસ કેવી રીતે પાડવો જોઈએ એને માટે પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજે એક દષ્ટાંત આપ્યું હતું કે –
એક બંગડીવાળો લાખની બંગડીઓ ગધેડી ઉપર લાદી બજારમાં વેચવા જતો હતો. આજકાલ તે અનેક પ્રકારની રંગબેરંગી બંગડીઓ નીકળી છે અને એ પ્રમાણે વિદેશી બંગડીઓ દ્વારા વિદેશેએ બહેનોને હાથ પકડી રાખ્યો છે; પરંતુ પહેલાં લાખની બંગડીઓનો પ્રચાર વિશેષ હતું. બંગડીવાળે લાખની બંગડીઓઓની ગધેડી ઉપર લાદી બજારમાં વેચવા જતો હતો. જ્યારે ગધેડી ધીરે ધીરે ચાલતી ત્યારે તે “મારી મા ! મારી બેન ! ચાલ” એમ કહી તે હંકારતો હતો. બંગડીવાળાનું આ કથન સાંભળી ઘણા લોકો હસતા અને કહેતા કે, “તમે આ ગધેડાને બે બહેનના નામથી કેમ સંબોધે છે ?' આ પ્રશ્નના જવાબમાં તે બંગડીવાળો કહેતા કે “જે હું આ ગધેડીને ગાળો ભાંડું તો મને ગાળે ભાંડવાનો અભ્યાસ થઈ જાય. મારો ધંધે બંગડી વેચવાનો છે. મારે ત્યાં સારા ઘરની સ્ત્રીઓ બંગડીઓ ખરીદવા આવે છે. જે ગાળો આપવાને મને અભ્યાસ થઈ જાય તો તે કઈ મારે ત્યાં બંગડીઓ ખરીદવા આવે નહિ અને મારે ધંધે પણ ચાલે નહિ.”
આ જ પ્રમાણે તમારે પણ વિચારવું જોઈએ કે, હું શ્રાવક છું અને વ્યાપારી છું તે મારા મોઢામાંથી અપશબ્દ કેમ નીકળી શકે ! રાજાએ મુનિને અસત્ય ન બોલવાને ઉપાલંભ તે આખે, પણ તે બહુ જ મર્યાદાપૂર્વક. આ પ્રમાણે જે મર્યાદાપૂર્વક વ્યવહાર કરે છે તે જ વિવેકવાન છે, અને જે દરેક વાતમાં વિવેક રાખે છે તેનું કલયાણું થાય છે. હવે મર્યાદાપૂર્વક જીવન વ્યવહાર ચલાવનારની કથા કહું છું. સુદર્શન ચરિત્ર–૨૦
રૂ૫ કલા યૌવન વય સરખી, સત્યશીલ ધમવાન; સુદર્શન ઔર મનેરમા કી, જેડી જુડી મહાન. એ ધન ૧૭ છે શ્રાવક વ્રત દેને લીના, પૌષધ ઓર પચ્ચખાન;
શુદ્ધ ભાવસે ધર્મ આરાધે, અઢલક દેવે દાન. ધન ૧૮ સુદર્શનની સાથે મને રમાને વિવાહ થયે. આજે લગ્ન પ્રથાને સામાન્ય માનવામાં આવે છે પણ વાસ્તવમાં લગ્નપ્રથા એ સામાન્ય નથી. આ પ્રથાની પાછળ મહાન આદર્શ રહેલો છે. આ વિવાહપ્રથા ભગવાન ઋષભદેવે પ્રચલિત કરી હતી. મનુષ્યસમાજને મર્યાદિત બનાવવા માટે અને સામાજિક શાન્તિ સ્થાપિત કરવા માટે ભગવાને આ વિવાહપ્રથાનો પ્રચાર કર્યો હતો. જન ગ્રન્થાનુસાર ભગવાન ઋષભદેવને સુમંગલા સાથે વિવાહપદ્ધતિ પ્રમાણે વિવાહ થયા હતા. તેમની પહેલાં લગ્નપ્રથા ન હતી, પણ ભગવાને જોયું કે
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ લગ્નપ્રથાના પ્રચલન વિના સમાજમાં શાંતિ રહેશે નહિ એટલા માટે તેમણે વિવાહપ્રથાનું પ્રચલન શરૂ કર્યું.
અત્રે એ જોવાનું છે કે, લગ્ન કરવાને અધિકાર કોને અને કોની સાથે છે ! આજકાલ પૈસાથી વિવાહ થાય છે અને તે કારણે રૂ૫, શીલ, ગુણ આદિમાં કજોડાવિવાહ થઈ જાય છે. કજોડાવિવાહ કરાવીને દંપતીમાં પ્રેમ પેદા થાય એવી આશા રાખવામાં આવે છે પણ પ્રેમ પેદા ક્યાંથી થાય ! પ્રેમના ઘરમાં તે પહેલેથી જ આગ લગાવવામાં આવે છે. પુરુષે પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે, સ્ત્રીઓ ઉપર અત્યાચાર ગુજારે અને ગમે તેટલી વાર પુરુષોને વિવાહ કરવાનો અધિકાર છે એમ પુરુષો માને એ બધાં લગ્નપ્રથા વિરુ હનાં કામે છે. આ પ્રમાણે પુરુષોએ લગ્નમર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે પણ શાસ્ત્રકારો કહે છે કે, પુરુષોત્તમ તે તે જ છે કે જે મર્યાદાનું પાલન કરે છે. જે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તે ભ્રષ્ટ છે. એટલા માટે સ્ત્રી પુરુષોએ મર્યાદાનું સમુચિત પાલન કરવું જોઈએ.
ભગવાન ઋષભદેવે વિવાહની જે મર્યાદા બાંધી છે તે મર્યાદાનું પાલન કરવામાં આવે તે એક પણ કજોડાવિવાહ ન થાય. આજે તે લાકડાને માંકડું વળગાડી દેવામાં આવે છે, પણ આમ કરવાથી મર્યાદાને ભંગ થાય છે અને તેથી સમાજનું અને વ્યક્તિનું–બન્નેનું પતન થાય છે.
આજે કન્યાને વિશેષતઃ મેટ્રીક પાસ થએલા મુરતીયાને આપવામાં આવે છે. પછી ભલે તેને માટે હજાર-બે હજાર રૂપિયા કેમ આપવા ન પડે! જેમને પુત્ર મેટ્રીક પાસ થએલો હોય છે તે પણ આટલા રૂપિયા આપે તે હું વિવાહ કરું એમ કહે છે. પણ આ શું વિવાહના આદર્શનું અનુકરણ છે? વિવાહ કરવા માટે અમુક રૂપિયા આપવા કે માંગવા એ વિવાહ છે કે વિક્રય છે? પરદેશ જવાના કે મોકલવાના બહાને કે ભણાવવાના બહાને રૂપિયા માંગીને લેવા એ શું વરવિક્રય નથીશું વરવિયને બંધ કરવા માટે જાતિ કાંઈ પ્રબંધ કરી શકતી નથી ? કન્યાવાળા સ્વેચ્છાએ આપે એ વાત જુદી છે, પણ “ અમુક રકમ આપે તે વિવાહ કરીએ' એમ કહીને રૂપિયા માંગવા એમાં સંતાન પ્રત્યેની કરુણાભાવને નાશ રહે છે. એટલા માટે વિચાર વિનિમય કરી, વરવિક્રયની પ્રથા બંધ કરવી જોઈએ. વિના માંગે કઈ લાખ રૂપિયા આપે છે તે આપનારની ઈચ્છા છે, પણ પ્રથા પાડી અમુક રૂપિયા માંગવા એ ઠીક નથી. અમુક રૂપિયા માંગવાની પ્રથા પાડવાથી તે ગરીબોની સ્થિતિ બહુ જ કઢંગી બની જાય છે અને કન્યાના વિકાસમાર્ગમાં આડખીલી ઉભી થાય છે.
ભગવાને સર્વ પ્રથમ રાષ્ટિ અર્થાત કન્યા સંબંધી અસત્ય બલવાને નિષેધ કરેલ છે. કન્યાઓને માટે અસત્ય નહિ બલવાને સર્વ પ્રથમ નિષેધ એટલા માટે કરવામાં આવ્યું છે કે કન્યા એ ભવિષ્યની માતા છે. એટલા માટે તેમને આદર કરવો જોઈએ. કવિઓએ કહ્યું છે કે-ચત્ર નાર્યસ્તુ પૂચને તન સેવતા જ્યાં સ્ત્રી જાતિનો આદર થાય છે ત્યાં દેવે રમે છે, લક્ષ્મીને વાસ ત્યાં છે અને આનંદ પણ ત્યાં જ છે. આ વૃદ્ધવાક્યને ધ્યાનમાં લઈ વરવિક્રયની પ્રથાને દૂર કરે !
Page #238
--------------------------------------------------------------------------
________________
-
શુદી ૧૩]
રાજકેટ-ચાતુર્માસ
| [ ૧૯૭
મનેરમા અને સુદર્શનને આનંદપૂર્વક વિવાહ થશે. વિવાહ કરવાને મુખ્ય ઉદ્દેશ પરસ્પર સહકાર આપવાનું છે. તમે કહેશો કે, એવું કર્યું કામ છે કે એક પુરુષ કે એકલી સ્ત્રી કરી ન શકે! આ વિષે બહુ દૂર ન જતાં તમારા પિતાના જન્મ વિષે વિચાર કરો. શું એકલી સ્ત્રી કોઈ બાળકની માતા બની શકશે? તેમ શું એક પુરુષ કોઈ બાળકનો પિતા બની શકશે? પરસ્પરના સહકારથી જ માતાપિતા બની શકે છે. આજે વિવાહને મુખ્ય ઉદ્દેશ ભુલાઈ ગયો છે અને તેથી જ હાનિ થઈ રહી છે. વિવાહમાં વર કન્યા રૂપગુણમાં સમાન હોવા જોઈએ. જે વર કન્યા સ્વભાવાદિમાં સમાન હશે તે તેમને જીવનવ્યવહાર સારી રીતે ચાલશે. જે પુરુષનો સ્વભાવ સારો હોય અને સ્ત્રીને સ્વભાવ કર્કશ હોય કે સ્ત્રીને સ્વભાવ સારો હોય અને પુરુષનો સ્વભાવ કર્કશ હોય તે પણ બન્નેને જીવનવ્યવહાર સારી રીતે ચાલી શકતા નથી. આ વિષે જન રામાયણમાં એક કથા આવી છે કે –
રામ, લક્ષ્મણ અને સીતા વનમાં જઈ રહ્યા હતા. રસ્તામાં સીતાને બહુતરસ લાગી. સીતાએ લક્ષ્મણને કહ્યું કે સામે ઘર દેખાય છે ત્યાંથી પાણી મળી આવશે માટે ત્યાં જઈએ. ત્રણે જણ ત્યાં ગયા. તે એક બ્રાહ્મણનું ઘર હતું. બ્રાહ્મણ બહાર ગયો હતો. ઘરમાં બ્રાહ્મણની પત્ની હતી. પિતાના ઘરના આંગણે અતિથિઓને આવેલા જોઈ તે બ્રાહ્મણ પત્ની ખૂબ જ પ્રસન્ન થઈ અને આદર-સત્કારપૂર્વક ત્રણેયને ઘરમાં આસન ઉપર બેસાડયા. પીવા માટે ઠંડુ પાણી આપ્યું. બધાએ ઠંડુ પાણી પીને તરસ છીપાવી. એટલામાં તે ગામમાંથી બ્રાહ્મણ આવ્યો, પિતાના ઘરમાં ત્રણ જણાને ધૂળથી ખરડાએલાં કપડાં પહેરેલાં જઇ તે મનમાં ધુંધવા; અને આ વળી કોણ અહીં આવ્યાં છે ! આમ ધુંધવાતે ધુંધવાતે તે ઘરમાં ગયો અને પોતાની સ્ત્રી ઉપર નારાજ થયે અને પોતાની સ્ત્રીને કહેવા લાગ્યું કે, હું તને હજારવાર કરી ચૂકયો છું કે, આવાં લંગોટિયા બાવાઓને ઘરમાં ઘાલ નહિ, પણ તું મારું કહ્યું માને શાની ? તને તે માર લાગશે ત્યારે જ પાંસરી થશે ! આ પ્રમાણે પિતાની સ્ત્રી ઉપર કોધી તે ઘરમાં ગયો, અને રસોડામાંથી સળગતું લાકડું લઇ ડામ દેવા માટે તે બહાર નીકળ્યો. તે બ્રાહ્મણ પત્ની સળગતું લાકડું જોઈ સીતાની પાસે દોડી ગઈ અને “મારી રક્ષા કરે”, મારી રક્ષા કરે, એમ કરગરવા લાગી. રામ તે બ્રાહ્મણને સમજાવવા લાગ્યા કે તું કારણ વિના તારી પત્નીને શા માટે હેરાન કરે છે ? પણ તે બ્રાહ્મણે રામનું કહ્યું ગણકાર્યું નહિ. એટલે લક્ષ્મણને બહુ ક્રોધ ચડયો અને તેણે તે બ્રાહ્મણને પગ પકડી આકાશમાં ફેંકી દીધો.
અતિથિ સત્કારમાં વિવેકને એક મેટ ગુણ રહેલો છે. જે વિવેક હોય તો રામ જેવાને પણ સત્કાર કરવાને શુભ અવસર મળે છે, અને વિવેક ન હોય તે રામ જેવાને પણ તિરસ્કાર થઈ જાય છે.
લક્ષ્મણે બ્રાહ્મણને આકાશમાં ફેંકી દીધો, પણ રામને એ ઠીક ન લાગ્યું. તેમણે લક્ષ્મણને કહ્યું કે, આપણે આ બ્રાહ્મણના ઘરને સત્કાર પામ્યા છીએ તે તે બ્રાહ્મણની આવી દુર્ગતિ કરવી એ ઠીક નથી.
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૯૮].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણું
લક્ષ્મણે કહ્યું કે, મેં તેને આકાશમાં ફેંકયો છે, પણ તેને નીચે પડવા નહિ દઉં. બ્રાહ્મણ જ્યારે આકાશમાંથી નીચે પડવા લાગ્યો ત્યારે લક્ષ્મણે તેને હાથમાં ઝીલી લીધે. લક્ષ્મણની આવી અભુત શક્તિ જોઈ તે બ્રાહ્મણ આશ્ચર્યચકિત જ થઈ ગયે.
કહેવાનો આશય એ છે કે, સ્ત્રી-પુરુષના સ્વભાવમાં સામ્ય ન હોય તો જીવનવ્યવહાર બરાબર ચાલી શકતા નથી. માતાપિતાનું કર્તવ્ય છે કે પુત્ર-પુત્રીને વિવાહ સ્વભાવાનુકૂલ યોગ્ય પુત્ર-પુત્રી સાથે કરે. લોભને વશ થઈ પુત્ર-પુત્રીને કજોડાવિવાહ કરવો ન જોઈએ.
પુરુષ કહે છે કે, “ધર્મ તે સ્ત્રીઓને કરવાનો છે, અમારું કામ તે મેજમજા માણવાનું છે.” આ ગંભીર ભૂલ છે. ધર્મ તે સ્ત્રી-પુરુષ બન્નેને માટે છે. બન્નેમાં જે સરખી ધર્મભાવના હોય તે જ બન્નેને જીવનવ્યવહાર સુખપૂર્વક ચાલી શકે. જ્યાં પતિપત્નીમાં ધાર્મિક ભાવના સમાનરૂપે હેતી નથી ત્યાં રાત્રિ દિવસ કલેશકંકાસ થાય છે.
આનંદ શ્રાવકે ભગવાન મહાવીરની પાસે જ્યારે તેને અંગીકાર કર્યો ત્યારે ઘેર આવી તેની પત્ની શિવાનંદાને કહ્યું કે, તું પણ વ્રતને અંગીકાર કર. શિવાનંદાને પિતાના પતિ ઉપર દ્રઢ વિશ્વાસ હતા. એટલે તે વિષે વિશેષ કાંઈ ન પૂછતાં ભગવાનની પાસે ગઈ અને તેને અંગીકાર કરી આવી.
આ પ્રમાણે જ્યાં પતિ-પત્નીમાં પરસ્પર વિશ્વાસ અને ધર્મનું સામ્ય હોય છે ત્યાં જ આનંદ મંગલ વર્તે છે. સુદર્શન અને મનોરમા બને યથાશક્તિ ધર્મારાધન, વ્રત–પ્રત્યાખ્યાન આદિ કરે છે અને આનંદપૂર્વક જીવન સુખમય વ્યતીત કરે છે. આગળ શું થાય છે તેને અધિકાર હવે પછી યથાવસરે કહેવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૨ મંગળવાર
પ્રાર્થના અહનાથ અવિનાશી, શિવમુખ લીધા વિમલ વિજ્ઞાન વિલાસી, સાહબ સીધો. – ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાય
તાત “સુદશન” “દેવી માતા, તેહને નંદ કહાય. સાહબ તેરા 1 અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આત્મા પરમાત્માની પ્રાર્થના કેમ કરે એ જોવાનું છે. પ્રાર્થના નિવિકલ્પ અને સવિકલ્પ એમ બે પ્રકારે થાય છે. આ બે પ્રકારની પ્રાર્થનાઓમાંથી આત્માએ નિર્વિકલ્પ પ્રાર્થના જ કરવી જોઈએ; પણ એકદમ નિર્વિક૯૫ પ્રાર્થના કરવી મુશ્કેલ છે; એટલા માટે નિવિકલ્પ પ્રાર્થના કરવા અર્થે સવિકલ્પ પ્રાર્થનાનું અવલંબન લેવામાં આવે છે. અવલંબન લીધા વિના એકદમ ઉપર ચડી શકાતું નથી; એટલા માટે સવિકલ્પ પ્રાર્થના કરવામાં
Page #240
--------------------------------------------------------------------------
________________
વદી ૨]
રાજકાટ-ચાતુર્માસ
[ ૧૯૯
આવે છે અને તે દ્વારા નિર્વિકલ્પ પ્રાર્થનામાં પહાંચી શકાય છે. આ પ્રાર્થનામાં પણ સવિકલ્પ અને નિર્વિકલ્પ એ બન્ને પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે; અર્થાત્ સગુણુ અને નિર્ગુણ એમ બે પ્રકારે પરમાત્માને બનાવી બન્નેય પ્રકારના પરમાત્માની પ્રાર્થના કરવામાં આવી છે.
તાત સુદર્શન દૈવી માતા તેના નન્દ કહાય ।
અર્થાત્—જેમના પિતા સુદર્શન અને માતા દેવી હતાં તે ભગવાનની પ્રાના કરી સવિકલ્પ પ્રાર્થના કરવામાં આવી છે; પણુ ત્યારબાદ પરમાત્માની નિર્વિકલ્પ પ્રાના આ પ્રમાણે કરવામાં આવી છેઃ—
અલખઅરૂપ અખ'ડિત અવિચલ, અગમ અગેાચર આપ ! નિરવિકલ્પ નિકલ`ક નિરંજન, અદ્ભુત જયેાતિ અમાપ ॥
આ પ્રમાણે પરમાત્માની સવિકલ્પ અને નિર્વિકલ્પ અને પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે. આપણું લક્ષ્ય તા નિર્વિકલ્પ પ્રાર્થના કરવાનું જ હાવું જોઈ એ પણ સવિકલ્પ પ્રાર્થનાની સહાયતા વિના એકદમ નિવિકલ્પ પ્રાર્થનામાં પહેાંચી શકાતું નથી એટલા માટે સવિકલ્પ પ્રાર્થનાની સહાયતા વડે નિર્વિકલ્પ પ્રાર્થનામાં પહોંચવું જોઈ એ !
આ ઉપરથી કાઈ એમ કહે કે, નિર્વિકલ્પ પ્રાર્થનામાં પહોંચવા માટે મૂર્તિ રાખવામાં આવે અને તેની સહાયતાદ્વારા આગળ વધવામાં આવે તે! શું વાંધા છે? પણ એમ કરવાથી તા વધારે ગડબડ ઉભી થશે. કારણ કે, નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા અને શરીર વચ્ચે કાંઇ સંબંધ નથી. શરીર જડ છે અને આત્મા ચૈતન્ય છે એટલે બન્નેને કાંઈ લાગતું વળગતું નથી. તેમ છતાં “ હું શરીર જ છું” એવા અધ્યાસ પડી જાય છે. હવે આ અભ્યાસને વધારવા ઠીક છે કે તેથી મુક્ત થવું ઠીક છે! જો અધ્યાસથી મુક્ત થવું હાય તા એવા વિચાર રાખવા જોઇએ કે, “હું નિર્વિકલ્પ છું અને શરીર સંબંધથી દૂર રહેવા ચાહું છું. '' આ પ્રમાણે વિચાર કરી એ અધ્યાસને દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવે છે; તે પછી મૂર્તિમાં પરમાત્માના અધ્યાસ માની તેમાં વધારે ફસાવવું એ કયાંસુધી યાગ્ય છે ? આ તા અધ્યાસથી મુકત થવાને બદલે વધારે અધ્યાસમાં ફસાઈ જવું પડશે અને એમ કરવું તે ન્યાયમાં કહેલા દ્રાવિડ પ્રાણાયમની માફક વિપરીત થશે. શરીરને માટે જ્યારે એવા અભ્યાસ પડી જાય છે ત્યારે હું શરીર જ છું એવું માનવા લાગે છે. અર્જુનને પણ એવા જ અભ્યાસ પડી ગયેા હતેા, ત્યારે કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કેઃ—
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥
नैनं छिन्दन्ति शास्त्राणि, नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥
કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે, હે! અર્જુન! શરીરમાં શું મુંઝાઇ ગયા છે. આત્માને પણ જો. શરીર તા નાશવાન છે પણ આત્મા અવિનાશી છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
આ પ્રમાણે સવિકલ્પમાંથી નીકળી નિર્વિકલ્પમાં જવાનું છે, પણ સવિકલ્પમાં વધારે ફસાઈ જવું નથી. મૂર્તિ બનાવી તેમાં પરમાત્માને અધ્યાસ કરવો એ તે સવિકલ્પમાં, વધારે ફસાઈ જવા જેવું છે ! જે સવિકલ્પ પ્રાર્થના જ કરવી છે તો જેમ પહેલાં કહેવામાં આવ્યું છે તેમ માતા-પિતાથી ઉત્પન્ન, અર્થાત તેરમા ગુણસ્થાને જે ભગવાન છે તેમની પ્રાર્થના કરવી જોઈએ. અને જે નિર્વિકલ્પ પ્રાર્થના કરવી હોય તે સિદ્ધ ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન અરહનાથ જે કે શરીરમાં જ પેદા થયા હતા પરંતુ અંતે શરીરને અધ્યાત છેડી શરીરના વિકલ્પમાંથી નીકળી સિદ્ધ થયા હતા. તેમ પિતાને માટે પણ વિચાર કરવો જોઈએ કે, “હે ! આત્મા! તું પણ વિકલ્પમાંથી નીકળી નિર્વિકલ્પ પ્રાર્થનામાં જા, જ્યાં સુધી તું નિવિકલ્પ પહોંચ્યું નથી ત્યાંસુધી ભગવાન તીર્થંકરની પ્રાર્થના કરે અને પછી આ પ્રાર્થનાદ્વારા સિંદ્ધની પ્રાર્થનામાં પહોંચી જા.”
- સવિકલ્પ પ્રાર્થનામાંથી નિર્વિકલ્પ પ્રાર્થનામાં કેવી રીતે જવું એ વાત હવે હું શાસ્ત્રદ્વારા કહું છું – અનાથી મુનિને અધિકાર–૨૧
રાજા શ્રેણિક વિચારવા લાગ્યો કે, મને મુનિએ અનાથ શા કારણે કહ્યો? ગરીબ તે નથી કે જેથી મને અનાથ કા? રાજાએ મુનિને અનાથ કહેવાનું કારણ પૂછયું. મુનિએ જવાબ આપ્યો કે, હે ! રાજન ! તું સનાથ-અનાથને ભેદ જાણતો નથી એટલા જ માટે તું આમ કહે છે ! તારામાં ભ્રમ પેદા થયો છે અને એ ભ્રમને કારણે જ તું મનમાં મુંઝાઈ રહ્યા છે !
જ્યાંસુધી જ્ઞાન થતું નથી ત્યાં સુધી આત્મા ભ્રમમાં પડી મુંઝાઈ જાય છે. એ ભ્રમનું નિવારણ જ્યારે કઈ જ્ઞાની મળે છે ત્યારે જ થાય છે. અપૂર્ણ જ્ઞાનીને ભ્રમ પેદા થાય જ છે. જેમકે અંધારામાં છીપને ચાંદી અને હુંઠા ઝાડને માણસ માનવાને ભ્રમ પેદા થાય જ છે. જે તે છીપની પાસે જઈ જોવામાં આવે તે છીપ જ જણાશે. આ જ પ્રમાણે અજ્ઞાનને કારણે જે ભ્રમ પેદા થાય છે તે જ્ઞાન થતાં જ દૂર થઈ જાય છે. રાજાને પણ ભ્રમ થયો હતો અને તેથી જ તે એમ વિચારતા હતા કે, મને અનાથ શા કારણે કહ્યો ! મુનિએ કહ્યું કે, તે સનાથ-અનાથને ભેદ જાણ્યું નથી એટલે જ તને આ ભ્રમ પેદા થયે છે.
न तुमं जाणसि अणाहस्स, अत्थं पुत्थं च पत्थिवा। जहा अणाहो भवई, सणाहो वा नराहिव ॥ १६ ॥ सुणेह मे महाराय, अव्वक्खितेण चेयसा ।
जहा अणाहो भवई, जहा मेयं पवत्तियं ॥ १७ ॥
મુનિ કહે છે કે, “હે રાજન ! મેં તને અનાથ કહ્યો પણ તું શા માટે અનાથ છે તે બતાવ્યું નથી એટલે જ તું ભ્રમમાં પડી ગયો છે. હવે હું તને અનાથ અને સનાથ કોણ કહેવાય તે કહું છું તે અવિક્ષિત મને–શાંત ચિત્તે-સાંભળ. મનમાં કોઈ પ્રકારને સંદેહ રાખ નહિ.”
Page #242
--------------------------------------------------------------------------
________________
વદી ૨] રાજકોટ–ચાતુર્માસ
| [ ૨૦૧ જ્યાં સુધી ચિત્તને એકાગ્ર કરી કોઈ વાતને સાંભળવામાં ન આવે, ત્યાં સુધી કાંઈ લાભ થતો નથી. જે મનમાં કોઈ પ્રકારને વિગ્રહ રહ્યો તે કાર્ય સિદ્ધ થતું નથી. આ વાત પ્રત્યેક કામમાં લાગુ પડે છે. જે કઈ કામ કરવા બેસીએ તે સિવાય બીજે ઠેકાણે મનને દેડાવવું, મનને એકાગ્ર ન કરવું તે વિગ્રહ છે. પછી ભલે તે કામ વ્યાવહારિક હોય કે આધ્યાત્મિક હોય. તમે લોકે અત્યારે સામાયિકમાં બેઠા છે, પણ તમારું ચિત્ત કયાં ભમે છે એ કોણ જાણે છે ! સામાયિક લઈને એક સ્થાને બેસવા છતાં ચિત્ત બીજે ઠેકાણે દોડાવવું એ તે એના જેવું થયું કે –
ન ખુદા હી મિલા, ન વિશાલે સનમ
ન ઈધર કે રહે, ન ઉધર કે સનમ' સામાયિકમાં બેસવા છતાં મન સ્થિર ન રહે, ચારે બાજુ ભમતું રહે છે તે સામાયિક કેવી કહેવાય એ વિષે એક વાત કહું છું –
એક શેઠની પુત્રવધૂને એવું જ્ઞાન થયું કે તે બીજાના મનની વાત જાણવા લાગી. એક દિવસ તેના સાસરા સામાયિકમાં બેઠા હતા ત્યાં એક માણસ આવ્યો અને પૂછવા લાગ્યો કે, શેઠ કયાં છે? શેઠે આ સાંભળ્યું તો ખરું પણ તે સામાયિકમાં બેઠેલ હોવાથી કાંઈ બે નહિ ! એટલે તેની પુત્રવધૂએ ઉત્તર આપ્યો કે, મારા સાસરા તે હમણાં મોચી બજારમાં ગયા છે. તે માણસને શેઠની સાથે જરૂરી કામ હોવાથી તે દેડતા દેડતા મચી બજારમાં ગયે અને શેઠને શેધવા લાગે પણ ત્યાં તેને પત્તો ન લાગ્યો એટલે તે પાછો ઘેર આવ્યો અને શેઠની પુત્રવધૂને કહ્યું કે, શેઠ મોચીબજારમાં તે ન મળ્યા, મારે તેમની સાથે જરૂરી કામ છે. આ સાંભળી પુત્રવધૂએ કહ્યું કે, હમણાં તેઓ ગાંધી–બજારમાં ગયા છે. એટલે પાછે તે માણસ ગાંધી-બજારમાં દેડતો ગયો. એટલામાં આ બાજુ શેઠની સામાયિક પણ પૂરી થઈ ગઈ અને સામાયિકમાંથી ઊઠી પિતાની પુત્રવધૂને કહેવા લાગ્યું કે, આટલા દિવસ સુધી તે હું તારા ઉપર બહુ વિશ્વાસ રાખતે હતો પણ તું આટલું બધું જુઠું બોલે છે તે તે આજે જ જાણ્યું. હું સામાયિકમાં બેઠો છું એ જાણવા છતાં પેલા માણસને પહેલાં મેચી-બજારમાં ગયા છે એમ કહ્યું અને પછી ગાંધી બજારમાં ગયા છે એમ જુઠું બોલવાનું શું કારણ ? પુત્રવધૂએ જવાબ આપ્યો કે, હું જુઠું બેલી નથી. તમે સામાયિકમાં બેઠા હતા એ સાચી વાત; પણ હું એમ માનું છું કે, જેમને ઉપગ જ્યાં હોય છે તે ત્યાં જે હોય છે. તમે સામાયિકમાં બેઠા હતા પણ તમારું મન પહેલાં મેચી બજારમાં અને પછી ગાંધી બજારમાં ભમતું હતું. આપની ચિત્તવૃત્તિ ત્યાં જ હતી. તમારું આ ખોખલું શરીર અહીં હોય તેથી શું? આપ વ્યવહારથી ભલે અહીં હું પણ નિશ્ચયથી તો તમે મોચી અને ગાંધીની દુકાને જ હતા. પુત્રવધૂની વાત સાંભળી શેઠને ઘણું આશ્ચર્ય થયું અને કહેવા લાગ્યો કે, મારા મનની વાત તે કેવી રીતે જાણી લીધી ! પુત્રવધૂએ જવાબ આપ્યો કે, એ બધું આપની કૃપાનું જ પરિણામ છે! આપની કૃપાથી જ બીજાના મનમાં શું છે તે હું જાણું લઉં છું. જે થયું તે થયું, હવેથી આ૫ સામાયિકમાં ચિત્તને એકાગ્ર રાખશો. . . .
રક
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
આ ઉપરથી તમે પણ તમારા વિષે વિચાર કરો કે, અમે સામાયિકમાં તા એસીએ છીએ પણ અમારું મન કયાં ભમે છે ! ' સામાયિકમાં ખેસવા છતાં મન ગમે ત્યાં ભટકતું રહે તા એ વ્યવહારની જ સામાયિક થશે. નિશ્ચયની સામાયિક તે! ત્યારે થઈ કહેવાય કે મન એકાગ્ર રહે અને સમભાવ જળવાય. તમે કદાચ એમ પૂછે કે, અમારાથી મન કાબુમાં રહેતું નથી તે। શું અમારે સામાયિક ન કરવી ! આના ઉત્તર એ છે કે, મન જો કાબુમાં રહેતું ન હોય અને બહાર દોડી જતું હેાય તે ખરાબ કામેા તરફ જવા ન દેવું. કદાચ ખરાબ કામેા તરફ મન ચાલ્યું જાય તે પશ્ચાત્તાપ કરી તેને ઠેકાણે લાવા અને ખરાબ કામ તરફ ક્રુરી જવા ન દો પણ સત્કાર્યોંમાં પરાવા. જેમકે બાળક ચાલતાં શીખે છે ત્યારે ચાલતાં ચાલતાં મન ફાવે તે તરફ દાડે છે પણ જે બાજુએ બાળકને પડી જવાના ભય હાય એ બાજુએ બાળકને માતાપિતા જવા દેતા નથી અથવા તેની સાથે ચાલે છે અને જ્યાં પડવાના ભય ન હેાય તે તરફ જતાં શીખડાવે છે. તે જ પ્રમાણે મન કાબુમાં રહેતું ન હેાય તેા તેને ખરાબ માર્ગે જવા ન દેવું પણ સન્માર્ગે લઇ જવાના પ્રયત્ન કરવા જોઈ એ પણુ મન કાબુમાં રહેતું નથી એટલે સામાયિક જ ન કરવી એ ઠીક નથી. જે ભણે છે તેને જ આ ભૂલ થાય છે એમ કહેવામાં આવે છે પણ જે ભણુતાં જ નથી તેને શું કહેવાય? એ જ પ્રમાણે સામાયિક કરનારાએથી ભૂલ પણ થાય છે; તે ભૂલને સુધારવી અને ફરી એવી ભૂલ ન થાય એની કાળજી રાખવી. પણ ભૂલ થાય છે એટલે સામાયિક છેાડી બેસી જવું એ ઠીક નથી.
"
કહેવાના આશય એ છે કે, પ્રત્યેક કામમાં મન લગાડવામાં આવે તેા કાર્યસિદ્ધિ થાય છે. એટલા માટે મુનિ રાજાને કહે છે કે, “ હે ! રાજન્! હું જે કહું તેને તું એકાગ્ર મને-મનાયેાગપૂક સાંભળ. અનાથ કેવા હાય છે અને સનાથ કેવા હેાય છે એ ખીજાના અનુભવની નહિ પણ મારા સ્વાનુભવની જ વાત કહું છું. બીજાની વાત તા કદાચ ખાટી પણ હોઈ શકે પણ હું પોતે પહેલાં કેવા અનાથ હતા અને હવે સનાથ કેમ થયા તે હું મારા સ્વાનુભવની વાતદ્વારા સમજાવું છું.”
તમે સનાથ છે કે અનાથ ? જ્યારે તમે તમારી અનાથતાને ઓળખી લેશે ત્યારે સનાચતાને પણ સમજી શકશેા પણ આત્મા પાતે અનાથ હોવા છતાં પેાતાને અનાથ માનતા નથી ત્યાં ભૂલ થાય છે. પરમાત્માની પાસે પેાતાની અનાથતાને સ્વીકાર કરતા નથી પણ જે ભક્ત લાકે હાય છે તેએ તા પેાતાની અનાથતાને સ્વીકાર કરી લે છે. તુલસીદાસજીની કવિતાદ્વારા હું એ વાત કહું છું, જો કે તેમાં થોડું અંતર જણાશે પણુ વિચાર કરવાથી કાંઇ અંતર નહિ જાય ! કવિ કહે છે કેઃ—
તૂ દયાલુ દીન હૈ। દાની હૈ। ભિખારી, હૈ। પ્રસિદ્ધ પાતકી તૂં પાપપુંજહારી; નાથ તુ અનાથકે અનાથ કૌન મોસેાં, મા સમાન આરત નાહિં આરતહાર તાસાં.
આમાં આત્મસમર્પણુના ભાવ છે. આત્માએ પરમાત્માને સમર્પણ કેમ કરવું એ વાત આ કવિતામાં બતાવવામાં આવી છે ! અનાથી મુનિ જે વાત કહે છે તે જ વાત પ્રતિો પેાતાની ભાષામાં થેાડા ફેરફારની સાથે કરી છે,
Page #244
--------------------------------------------------------------------------
________________
વીર ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૨૦૩
પરમાત્માને આત્મસમર્પણ કરવા માટે શું કરવું જોઈ એ એ વાત વિના કથનદ્વારા સમજો. પરમાત્માને દીનદયાળુ કહેવામાં આવે છે. હવે તમે તમારા વિષે વિચારે કે તમે પોતે ‘દીન' બન્યા છેા ? જો તમે દીન બન્યા નથી તેા એ દીનદયાળુ સાથે તમારા સંબંધ શી રીતે જોડાય ? તમે કહેશેા કે અમે દીન કેવી રીતે બનીએ ? જ્યાંસુધી પેાતાનામાં અહંકાર છે ત્યાંસુધી દીન બની શકાતું નથી. દીન બનવા માટે અહંભાવના ત્યાગ કરવા જરૂરી છે. એટલા માટે અભિમાનને છેાડી દીન અનેા, વ્યવહારમાં તેા ન જાણે તમે કાની કાની સામે કેટલીવાર દીન અનેા છે પણ પરમાત્માની પાસે દીન બનતાં અચકાએ છે; પણ વિવાહ થતાં તમે ઘરમાં દીન બને છે કે નહિ, તેને વિચાર કરે ! જે પ્રમાણે કુતરા રેાટલી માટે પુંછડી હલાવે છે અને પેટ બતાવે છે તેમ તમે પણ સ્ત્રીની આગળ દીન બની જાઓ છે કે નહિ? વિષયવાસના હાવાને લીધે આત્મા એવા ગુલામ બની જ જાય છે. મોટા મોટા મહારાજાએ પણ વેશ્યાના વશમાં આવી જઇ તેમની આગળ દીન અની ગુલામ થઇ રહે છે !
કહેવાના ભાવાર્થ એ છે કે, આત્મામાં દીન થવાને સ્વભાવ તેા છે પણ પરમાત્માની આગળ દીન બનવામાં મુશ્કેલી જણાય છે. જ્યારે અભિમાન છેડી પરમાત્માની આગળ દીન થાઓ ત્યારે જ સિદ્ધિ થઇ શકે ! કવિ આનંદધનજીએ કહ્યું છે કેઃ—
· પ્રીતિ સગાઈ રે જગમાં સેા કરે, પ્રીતિ સગાઈ ન કોઈ । પ્રીતિ સગાઇ નિરુપાધિક કહી, સાપાધિક ધન ખાય ?
પ્રીતિ, સગાઈ–દીનતા બધા કરે છે અને એમ કરતાં આત્માને અનંતકાલ થઈ ગયા છે પણ તે જે દીનતા કરે છે તે સાપાધિક દીનતા જ કરે છે, નિરુપાધિક દીનતા કરતા નથી. સે।પાધિક દીનતાથી દીનતા વધે છે, ઘટતી નથી. આ પ્રકારની દીનતાથી તા આત્મા ભિખારી જ રહે છે. તમે કહેશેા કે, એવી અવસ્થામાં અમારે શું કરવું ? એ જ
તમારી બધી ભાવનાએ પરમાત્માને સમર્પણ કરી દેવી અને તેમની આગળ અભિમાનને ત્યાગ કરી દીન બની જવું. એવું તે। ગરીબમાં ગરીબ અને શાહુકાર પણ કરી શકે છે. આંધળા, બહેરા કે લૂલા કે ગમે તેવા અપંગ હેાય તે પણ પરમાત્માની આગળ ભાવાને સમર્પણ કરી દીન બની શકે છે, તેમ કરવામાં કાઈ પ્રકારની બાધા નડતી નથી. કદાચ કોઈ એમ કહે કે, રાજા આદિની પ્રાર્થના કરવાથી દીનતાને દૂર કરી શકાય છે. ‘ હું દીન હતા અને રાજાને પ્રાર્થના કરવાથી રાજાએ મારી દીનતા દૂર કરી ' એમ માનવું એ ભૂલ છે. રાજાએ દીનતા એછી નથી કરી પણ વધારી છે. દીનતા કેવી રીતે વધે છે એ ખતાવવા માટે શાસ્ત્રમાં કપિલનું ઉદાહરણ આવ્યું છે.
કપિલ શ્રાવસ્તિ નરેશના કાશ્યપ નામના પુરેાહિતના પુત્ર હતા અને ભણુવા માટે કૌશાંખીમાં રહેતા હતા ત્યાં તેની એક દાસી સાથે મિત્રતા થઈ ગઈ. દાસીની ઇચ્છા પૂરી કરવા માટે તે એક દિવસ ધન્ના શેઠદ્રારા આશીર્વાદના બદલામાં આપવામાં આવતું એ માસા સેાનાનું દાન લેવા માટે રાતના વખતે નીકળ્યો. મધ્ય રાત્રિએ નીકળ્યેા હેાવાના કારણે સીપાઇઓએ તેને ચાર ધારી પકડયા, અને ખીજે દિવસે રાજાની સમક્ષ ઊભા
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
કર્યો. તેને જોઈ રાજાને લાગ્યું કે, આ ચાર જણાતું નથી. આ બાજુ કપિલ મનમાં વિચારતો હતો કે, આ રાજાને શ્રાવર્તાિના રાજા સાથે વેર છે. એટલા માટે હું શ્રાવસ્તિને રહેવાશી છું એમ રાજા જાણશે તે મને વધારે દંડ આપશે. પણ ગમે તે થાય પણ જુઠું તે બેલવું જ નહિ.
રાજાએ કપિલને પૂછયું કે, તું ક્યાં રહે છે !-કપિલે ઉત્તર આપ્યો કે, હું શ્રાવસ્તિમાં રહું છું. શ્રાવસ્તિ નગરીનું નામ સાંભળતાં જ રાજાનું વૈર તાજું થયું. અને ક્રોધપૂર્વક ફરી પૂછયું કે, કોનો છોકરો છે? કપિલે ઉત્તર આપ્યો કે, રાજાના કાશ્યપ પુરોહિતને પુત્ર છું. રાજાએ કહ્યું કે, ત્યારે તે મારા શત્રુના મિત્રનો પુત્ર છે અને તેથી તું મારો શત્રુ છે. ઠીક, અહીં શા માટે આવે છે? કપિલે ઉત્તર આપ્યો કે, શ્રાવિસ્તમાં બધા મારી ઈર્ષો કરતા હતા, અને કોઈ મને ભણાવતું નહિ એટલા માટે ભણવા અત્રે આવ્યો છું. રાજાએ ફરી પૂછ્યું કે, રાતના સમયે શા માટે નીકળ્યો હતો? કપિલે ઉત્તર આપ્યો કે, એ ઘટના બહુ લાંબી છે પણ તમને સંભળાવું છું – કે હું જે ઉપાધ્યાયને ત્યાં ભણું છું તેમને તથા મને શાલિભદ્ર નામના શેઠે ભોજન આપવાની વ્યવસ્થા કરી હતી. મારે ત્યાં એક દાસી કામ કરવા આવતી હતી. તે દાસી સાથે હું ભ્રષ્ટ થયે. તે લોભીષ્ટ હતી એટલા માટે તેણીએ મને કહ્યું કે, તહેવાર આવે છે માટે મારે નવાં કપડાંની જરૂર છે તે લઈ આવો ! મેં જવાબ આપ્યો કે, હું કપડાં કયાંથી લાવું? તેણે કહ્યું કે, તમે મને કપડાં પણ પહેરવા આપી શકતા નથી તે પછી મારા નાથ શાના ? એ માટે તમને એક ઉપાય બતાવું. અહીં એક ધના શેઠ છે. સવારના પહોરમાં તેને જે કોઈ સૌથી પહેલાં આશીર્વાદ આપે છે તેને તે બે માસા સોનું દાનમાં આપે છે, તે તમે ત્યાં જાઓ અને બે માસ સેનું લઈ આવો ! મેં કહ્યું ઠીક, બીજે દિવસે કોઈ વહેલે જઈ આશીર્વાદ આપી બે માસા સેનાનું દાન લઈ ન જાય એટલા માટે, જલ્દી પહોંચવા માટે હું મધ્યરાત્રીએ નીકળ્યા, પણ કેટલો વખત થયે છે તેની ખબર રહી નહિ. રસ્તામાં સીપાઈઓએ મને ચોર ધારી પકડે, પણ હું ચોરી કરવા માટે નીકળ્યું ન હતું.
રાજા કપિલનું કથન સાંભળી પીગળે અને કપિલને કહેવા લાગ્યો કે, જો કે તું મારા શત્રુના મિત્રને પુત્ર છે, છતાં પણ તે દરબારમાં મારી આગળ બધી વાત સાચેસાચી કહી છે, એટલે હું તારી ઉપર પ્રસન્ન થયો છું અને તેને વરદાન આપું છું કે, તારે જે જોઈએ તે માંગ. માંગવામાં જરાપણ સંકોચ કરીશ નહિ. હું વણિક નથી કે
વણિક તુષ્ટ દેત હસ્ત તાલી' એ કથનાનુસાર વાહવાહના શબ્દો વડે જ તને ખુશ કરી દઉં, હું ક્ષત્રિય છું એટલા માટે તું જે માંગીશ તે અવશ્ય આપીશ. - રાજાનું આ કથન સાંભળી કપિલ વિચારવા લાગ્યો કે, મારે શું માગવું? પહેલાં વગર વિચાર્યું કામ કર્યું તે પકડાઈ જવું પડયું માટે હવે વગર વિચાર્યું કાંઈ ન કરવું પણ ખૂબ વિચારપૂર્વક માંગવું જેથી પછી પસ્તાવો જ કરવો ન પડે. તેણે રાજાને પ્રાર્થના કરી કે આપ મને બે ઘડીને સમય આપે તે આ અશોકવાડીમાં જઈ શું માંગવું તેનો વિચાર કરી શકું. રાજાએ પ્રાર્થનાને સ્વીકાર કર્યો અને મુદત આપી.
Page #246
--------------------------------------------------------------------------
________________
--જન્મ માથે કાળો
.
a
r=
=
વદી ૨]
રાજકેટ-ચાતુર્માસ
[૨૦૫
કપિલ અશોકવાડીમાં ગયો અને રાજા પાસે શું માંગવું તેને વિચાર કરવા લાગ્યો. જે રાજાની પાસે બે માસા સેનું માંગુ તે એટલા સેનામાં તે સ્ત્રીનાં પૂરાં કપડાં પણ બની શકે નહિ. વળી તે નવાં કપડાં પહેરે અને હું શું ચિંથરેહાલ રહું! જે દશ માસા સેનું માંગુ તે એટલામાં તે સાધારણ પોષાક બની શકે, રાજા-રાણી જેવો પોશાક બની શકે નહિ, જે રાજા-રાણુ જેવો પોષાક બનાવવા ચાહું તે ઘણું સોનું જોઈએ. એક કરોડ સોના મહેરો માંગુ તે પણ રાજા-રાણું જે ભપકો ન થાય; એટલા માટે રાજા-રાણીના બધાં મૂલ્યવાન કપડાં જ શા માટે માંગી ન લઉં! કદાચ કપડાં તેઓ આપી દે પણ આવાં મૂલ્યવાન કપડાં ઘરેણાં વિના કાંઈ શોભે ! માટે તેમનું ઘરેણુંગાઠું પણ માંગી લઉં; પણ એમાં એક વાતની ખામી રહે છે તે એ કે આવાં મૂલ્યવાન-કપડાં અને હીરા માણેકનાં ઘરેણાં પહેર્યા હોય તે પછી કાંઈ ઝુંપડામાં આળોટવું સારું લાગે ? તે માટે તે મહેલમાં જ રહેવું જોઈએ. માટે રાજાનો મહેલ પણ માંગી લે. પરંતુ રાજમહેલમાં રહીને હાથે કામ કરવું એ તે ઠીક નથી. પછી તે કામ કરવા માટે નોકર પણ હેવા જોઈએ. પરંતુ નોકર-ચાકરેનું ખર્ચ કાઢવું કયાંથી? એટલા માટે રાજા પાસે બે ચાર ગામે પણ માંગી લેવા જેથી ખરચે નીકળી શકે. પણ બે ચાર ગામેથી શું વળે? દશ-બાર ગામે તે હોવા જ જોઈએ ને? પણ દશ-બાર ગામે માંગવા કરતાં રાજાનું આખું રાજ માંગી લેવું શું ખોટું છે ! માંગવું-માંગવું ને દશબાર ગામ માંગવાં! રાજા તે વચનથી બંધાએલ છે એટલે તે તે જે માંગીશ તે આપશે; પણ બધું રાજ્ય માંગી લેવાથી એક મુશ્કેલી નડશે, કે રાજા રાય ન રહેવાને કારણે મારી સાથે વૈરઝેર કરશે, અને કદાચ વિદ્રોહ પણ કરી બેસે. માટે રાજાએ જેલમાં બેસી જવું અને મને બધું રાજ્ય આપી દેવું. એવું જ વરદાન માંગુ તે શું ખોટું છે? પણ રાજાનું રાજ્ય પણ લઈ લઉં અને રાજાને જેલમાં બેસાડી હું સિંહાસન ઉપર બેસું તે લોકો મને શું કહેશે? એ જ કહેશે કે કપિલ કેવો બીચ છે કે રાજાને વચનબદ્ધ થએલે જોઈ તેનું રાજ્ય પણ લઈ લીધું અને રાજાને જેલમાં બેસાડી દીધો અને પિતે સિંહાસન ઉપર ચડી બેઠે. માટે આવા નીચ માણસને કોઈએ વચન આપી બંધાઈ જવું નહિ. વાસ્તવમાં હું નીચ છું કારણ કે પહેલાં મને કેવળ બે માસા સેનાની આવશ્યકતા હતી પણ આખું રાજ્ય મળવા છતાં પણ મારી લોભવૃત્તિ શાન્ત ન થઈ અને વરદાન આપનાર રાજાને પણ જેલમાં કેદી બનાવવા તૈયાર થયે. વાસ્તવમાં હું પોતે જ કેદી બનવા ચાહું છું.
આ પ્રમાણે વિચાર કરતાં કપિલને અવધિજ્ઞાન થઈ ગયું. તેને પિતાને પૂર્વજન્મ હાથની રેખાની જેમ સ્પષ્ટ દેખાવા લાગ્યો. એક કથામાં એમ પણ કહે છે કે એક દેવે તેને સાધુઓને પહેરવા યોગ્ય વસ્ત્રો પણ આપ્યાં અને એ વસ્ત્રો પહેરી કપિલ રાજાની પાસે ગયો. રાજાએ કહ્યું કે, તમે આ શું કર્યું ? કપિલે ઉત્તર આપ્યો કે, મારે જે ભાંગવું હતું તે મેં માંગી લીધું. રાજાએ પૂછયું કે, શા કારણે સાધુવેશને ધારણ કર્યો? કપિલે જવાબ આપ્યો કે, વરદાન શું માંગવું તે વિષે વિચાર કરતાં કરતાં એ વિચાર ઉપર આવ્યો કે, તમારું રાજ્ય લઈ તમને જેલમાં બેસાડી દેવા. પણ આટલું માંગવા છતાં મારા લોભને થોભ ન થયો અને તૃષ્ણ વધતી જ ગઈ. આખરે મેં તૃષ્ણાને ઓછી કરવાનું શરૂ કર્યું અને ઓછી કરતાં કરતાં આ સ્થિતિમાં આવ્યો. આ સ્થિતિને
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ પ્રાપ્ત થતાં મને શાતિ થઈ છે. એટલા માટે રાજ્ય આદિની ખટપટમાં હું પડવા ચાહત નથી.
રાજાએ કહ્યું કે, હું મારા વચનાનુસાર તમને લખી દઉં છું કે, હું તમારે આજીવન સેવક રહીશ અને જે શત્રુ ચડી આવશે તેનાથી તમારું રક્ષણ કરીશ, માટે તમે સુખેથી રાજ્ય કરે ! - કપિલે જવાબ આપ્યો કે, હે ! રાજન ! હવે રાજ્ય કરવાને મારો મેહ રહ્યો નથી. પણ હું તમને પૂછું છું કે, હું ત્યારે તમારું બધું રાજ્ય વરદાનમાં માંગી લેત તે તમે મારી સાથે વેર રાખત કે નહિ ?
રાજાએ ઉત્તર આપ્યો કે, હું તે વખતે તે વેર બંધાત. કપિલે કહ્યું કે, આમ હવા છતાં પણ અત્યારે તમે પોતે જ રાજ્ય આપી રહ્યા છે તે મારા ત્યાગને જ પ્રતાપ છે ને? જે ત્યાગને અપનાવવાથી જ રાજ્ય મળે છે તે ત્યાગનું મહત્વ કેટલું બધું છે ? રાજ્ય માટે હું ત્યાગને કેમ છેડી શકું?
આ સાંભળી રાજાએ કહ્યું કે, મહારાજ ! આપનો મેહ તે દૂર થયો છે એટલે આપને કાંઈ કહેવું નકામું છે. તમારી માફક હું સાધુ તે થઈ ન શકું, પણ આપ મને ઉપદેશ આપે જેથી હું મારું કર્તવ્ય બરાબર સમજી શકું, કપિલે રાજાને ઉપદેશ આપે અને પછી આત્મકલ્યાણ સાધવા જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં પણ પાંચસો ભયંકર ચોરેને ઉપદેશ આપ્યો અને તેમને પણ સુધાર કર્યો. અંતે કપિલમુનિ કેવલી થઈ સિદ્ધ થયા.
આ દષ્ટાંત કહેવાને સાર એ છે કે, દીનતા કરવાને સ્વભાવ તે દરેકમાં હોય છે પણ દીનતા એવા લેકોની આગળ કરવામાં આવે છે કે જેમની આગળ દીનતા કરવાથી દીનતા વધવા પામે છે. જેમને નાથ બનાવવામાં આવે છે તેઓ જ અનાથ બનાવી દે છે. આવા લેકેની પાસે જવાથી દીનતા દૂર થઈ શકતી નથી, તેમ તે લોકો અનાથતા દૂર કરી શક્તા નથી. પરમાત્માને શરણે જવાથી અને બીજાની પાસે દીનતા કરવાનું છેડવાથી જ દીનતા અને અનાથતા દૂર થઈ શકે છે. મુનિ પણ રાજાને એ જ કહે છે કે, હે ! રાજન ! મેં તને અનાથ શા માટે કહ્યા છે તે તું જાણતા નથી. હું તને સનાથ અને અનાથના ભેદ સંભળાવું છું, તે સાવધાનીપૂર્વક-શાંત ચિત્તે સાંભળ. મુનિ શું કહે છે તેને વિચાર હવે પછી કરવામાં આવશે. સુદર્શન ચરિત્ર-૨૧
જે વસ્તુ અનેક પ્રયત્ન કરવા છતાં પણ પ્રાપ્ત થતી નથી તે જ વસ્તુ, પિતાના આત્મા ઉપર અધિકાર મેળવવાથી કેવી રીતે પ્રાપ્ત થાય છે, એ વાત કથાકારા કહું છું. સુદર્શન અને મનેરમા ધાર્મિક અને વ્યવહારિક કામમાં એવા દક્ષ હતાં કે જેથી બધા લોકો તેમનાથી પ્રસન્ન રહેતાં હતાં.
તમે કહેશો કે, અમે વ્યવહાર તે સુધારીએ જ છીએ. આપ તે આત્માને સુધાર કેમ થાય એ જ બતાવે. પણ આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બન્નેને સુધાર કરવાની આવશ્યક્તા છે. જ્યાં સુધી બન્નેને સુધાર થાય ત્યાંસુધી સુધાર અપૂર્ણ છે. કોઈ
Page #248
--------------------------------------------------------------------------
________________
વદી ૨].
રાજકેટ-ચાતુર્માસ
[૨૦૭
સાહિત્ય તમારો વ્યવહાર સુધારે અને તમને વ્યાવહારિક શક્તિ પણ આપે પણ તે આધ્યાત્મિક શાન્તિ આપી ન શકે તે તે શાન્તિ શા કામની? વાસ્તવમાં જ્યાં આત્માને શાંતિ મળે છે ત્યાં જ શાન્તિ અને સુધારે છે. પણ જ્યારે વ્યવહાર સુધરે છે ત્યારે જ આપ્યાત્મિક સુધાર થઈ શકે છે. એટલા માટે પહેલાં વ્યવહાર સુધારવાની જરૂર છે. પણું વ્યવહાર સુધારવાની સાથે સાથે આધ્યાત્મિક શક્તિ મળે એવો પ્રયત્ન પણ કર જોઈએ. આધ્યાત્મિક શક્તિ મળે બધાં કામે શાંતિપૂર્વક પાર પડે છે અને એ અવસ્થામાં ગમે તેવી સ્થિતિ દુઃખદાયક નીવડતી નથી. સુભગના પેટમાં ખીલે ખૂચી ગયો હતો છતાં પણ તેણે ધૈર્ય અને નવકારમગ્નનું ધ્યાન છેડયું નહિ ! એ આધ્યાત્મિક સુધારનું જે પરિણામ હતું અને એ જ કારણે તેને સુદર્શનના ભવમાં બહુ સંપત્તિ પ્રાપ્ત થઈ
આજે ઘણા લોકોને આત્મા ઉપર વિશ્વાસ હોતો નથી, જો કે તેઓ હમેશાં આધ્યાત્મિક શક્તિને પરિચય મેળવે છે, છતાં ભૂલી જાય છે. આ વિષે મેં શાંકર ભાષ્યમાં જે કાંઈ જોયું-જાણ્યું છે તે બહુ વિસ્તારપૂર્વક કહેવાને માટે વધારે સમય જોઈએ. એટલા માટે હું તમારી સમજમાં આવી જાય એ રીતે સરલ કરીને થોડું ઘણું કહ્યા કરું છું.
તમે લોકો સ્વપ્નો તે ઘણીવાર જોતાં હશે! જેવાં પિતાનાં પરિણામ હોય છે પ્રાયઃ તેવાં જ સ્વપ્નો જોવામાં આવે છે ! જાગૃતાવસ્થામાં જેવાં સારાં-નરસાં પરિણામે હોય છે, સ્વાવસ્થામાં તેવાં જ સારાં-નરસાં સ્વપ્ન આવે છે, એ વાત અનુભવથી જાણી શકાય છે. આ જ પ્રમાણે પુનર્જન્મના વિષે પણ સમજી લે. આ જન્મમાં જે ભાને લઈ મરે છે, પુનર્જન્મમાં તે જ ભાવેને પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે –
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् ।
તે તથતિ જોય! ગરા તમામયિતઃ || -શ્રી ગીતા અર્થાત-જે ભાવોને લઈ મરે છે તે ફરી તે જ ભાવને લઈ જન્મે છે.
કહેવાને ભાવાર્થ એ છે કે, પૂર્વજન્મમાં જે કાંઈ થાય છે તેને ઘણોખરે પરિચય અહીં જ સ્વમમાં મળી જાય છે છતાં પણ કેટલાક લોકો આત્મા ઉપર વિશ્વાસ કરતા નથી એ તેમની ભૂલ છે.
કિયા સેને કાલ કુંવરને, જબ પાયા અધિકાર;
પર ઉપકારી પ૨દુઃખહારી, નિરાધાર આધાર ધન ૧૯ જિનદાસ શેઠે વિચાર્યું કે, સુદર્શન હવે દરેક રીતે યોગ્ય થઈ ગયું છે, વ્યાવહારિક કામોમાં પણ દક્ષ થઈ ગયો છે. છતાં હવે મારે સંસારમાં ફસાઈ રહેવું ઠીક નથી. આ પ્રમાણે વિચાર કરી તેણે ઘર અને સંસારને કાર્યભાર સુદર્શનને સોંપી દીધું અને પોતે ધર્મકાર્યમાં દિવસે ગાળવા લાગ્યા.
આજે ઘણા લેકે અંત સમય સુધી સંસારને ભાર પિતાની ઉપર જ લાદી રાખે છે અને છોકરાઓ શું જાણે? તેમને ઘરને કાર્યભાર સોંપવામાં આવે તે આમ કરી નાંખશે! આ પ્રમાણે ખોટી ચિંતા પિતાના ઉપર રાખે છે. પણ મરી ગયા બાદ શું થશે ! તેને કશે વિચાર કરતા નથી. આ પ્રમાણે અંત સમય સુધી સંસારવ્યવહારને ભાર પિતાની ઉપર રાખી તે લોક પિતાની હાનિ તો કરે જ છે, પણ સાથે પિતાના
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
સંતાનની પણ હાનિ કરે છે ! સંતાને એમ વિચારે છે કે, સંસારવ્યવહારને ભાર વહન કરવામાં આનંદ છે, એટલે જ અમારા વડિલો અંત સમય સુધી તેમાં જ ફસાઈ રહે છે, અને “હાય ધન ! હાય ધન !' કરતાં મરે છે. આ અસરનું પરિણામ સંતાનોને પણ ભોગવવું પડે છે. વડિલના સંસ્કારો તેમનામાં પણ ઉતરે છે અને ત્યાગનું મહત્ત્વ તેઓ સમજી શકતા નથી. ત્યાગનો આદર્શ ઘણે ઉચ્ચ છે. જે વડિલે ત્યાગને મહત્ત્વ સમજે તો સંતાનોમાં પણ તેમનાં સંસ્કાર ઊતરે. એક સંસારવ્યવહારનો ભાર વહન કરતાં જે ઉપદેશ આપે છે તેને પ્રભાવ કેટલો પડે છે, અને એક સંસારત્યાગી ઉપદેશ આપે છે તેમાં કેટલો બધો પ્રભાવ પડે છે એ વાત પ્રત્યક્ષ જોઈ શકાય છે. ત્યાગનો પ્રભાવ અને પ્રતાપ જ એવો છે.
" એક બૌદ્ધ પુસ્તકમાં મેં જોયું હતું કે રાજાના બે પુત્રોમાંથી એક ભાઈ તે રાજ્ય કરે અને બીજો ભાઈ બદ્ધ સંધમાં રહે એ બુદ્દે નિયમ બનાવ્યો હતો. બેહસંધમાં જ્યારે એક ભાઈ રહેતા હતા ત્યારે તે જનતાની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ રહેતો અને એ કારણે રાજ્યની વ્યવસ્થા સારી રહેતી હતી, પણ આજે જે તમારા પુત્રોને દીક્ષા લેવા માટે કહેવામાં આવે તે તમે શું કહેશે ! એ જ કે આપ બીજી બધી વાત ક પણ મહારાજ ! આ વાત ન કરે ! તમારે ગુરુ તે સારા જઈએ, પણ તમારા પુત્રોને દીક્ષા આપવાના વખતે તમે મુશ્કેલી માને છે. આ સ્થિતિમાં સારા ગુરુ ક્યાંથી આવે ! જો તમે સાધુ અવસ્થાને સારી સમજતા હેત તે તે તમે આવા સમયે એમ કહેત કે, અમારો પુત્ર દીક્ષા ધારણ કરે છે તે બહુ જ પ્રસન્નતાની વાત છે ! પહેલાં રાજામહારાજાઓ પણ દીક્ષા લેતા હતા. આથી ત્યાગનું મહત્ત્વ વધે છે, પણ અત્યારની અવસ્થામાં જનતાને ત્યાગનું મહત્વ સમજાતું નથી.
| જિનદાસ દીક્ષા તે લઈ ન શકયા, પણ ગૃહકાર્યને બધે ભાર પુત્રને સોંપી પોતે ધર્મકાર્ય કરવા લાગ્યો. સુદર્શન અને મનોરમાએ સંસારને ભાર સંભાળી, જિનદાસ અને અહદાસીનું અંતિમ છવને સુધાર્યું. શેઠ કાળધર્મને પામ્યા એટલે નગરજનોએ વિચાર્યું કે હવે નગરશેઠનું પદ સુદર્શને આપવું જોઈએ. રાજાએ પણ સાંભળ્યું કે, જિનદાસ શેઠ મરણ પામ્યા છે અને પ્રજા તેમને સ્થાને સુદર્શનને નગરશેઠ બનાવવા ચાહે છે. તેમણે પણ સમ્મતિ આપી. સેનાના વાટકામાં કેણુ ઘી ન આપે ! સુદર્શન દરેક રીતે નગરશેઠ બનવાને યોગ્ય હતું એટલે રાજા અને પ્રજા-બધાએ મળીને સુદર્શનને નગરશેઠ બનાવ્યા. નગરશેઠનું શું કર્તવ્ય છે તે ઘણે વિચારણીય વિષય છે. આજે તે રાવબહાદુર વગેરે પદવી તે લઈ લે છે પણ વાસ્તવમાં તેઓ પૈસા આપી પદવીના ગુલામ બની જાય છે. આ પ્રમાણે પૈસાદાર પદવી મેળવવી એ વાત જુદી છે, અને સેવાધારા પદવી મેળવવી એ વાત પણ જુદી છે. રાજા અને પ્રજાએ સુદર્શનને નગરશેઠ બનાવ્યા. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
Page #250
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૩ બુધવાર
પ્રાર્થના મહિલ જિન બાલ બ્રહ્મચારી, “કુંભ' પિતા પરભાવતી’ મૈયા
તિનકી કુમારી, મહિલ જિન બાલ બ્રહાચારી. શ્રી મલિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થનામાં વિવિધ પ્રકારના ભાવે ભરેલાં છે. જે સમયે જે ભાવો ઉપર દષ્ટિપાત કરવામાં આવે છે તે સમયે તે ભાવ હૃદયમાં આવી પ્રકાશ આપે છે. આ ઉપરથી એમ વિચારવું જોઈએ કે, જ્યારે મારી દષ્ટિ જે ભાવ ઉપર પડે છે ત્યારે તે ભાવને પ્રકાશ મારા હૃદયમાં ફેલાય છે, તે પરમાત્માની પ્રાર્થનામાં એવાં કેટલાં બધાં પ્રકાશ આપનારાં ભાવે ભરેલાં હશે ! હીરાના એક કિરણના પ્રકાશથી જ્યારે એક પદાર્થ પ્રકાશિત થાય છે ત્યારે હીરામાં બધાં કિરણોનો કેટલો બધે પ્રકાશ હે જોઈએ ! આ જ પ્રમાણે જ્યારે એક ભાવ ઉપર દષ્ટિપાત કરવાથી તે ભાવ હૃદયમાં પ્રકાશ આપવા લાગે છે તે પછી આત્મામાં કેટલાં ભાવો હોવા જોઈએ ! કયો ભાવ હૃદયમાં આવે છે અને બધાં ભાવેને પ્રકાશ કેમ મળતું નથી એ વાત ક્ષાયક ભાવ સાથે સંબંધ ધરાવે છે ! જેમને ભાવ ક્ષાયક હશે તેને બધાં ભાવાના પ્રકાશ મળશે. એટલા માટે ૫રમાત્માની પ્રાર્થનામાં આવેલાં ભાવે ઉપર તમારી શક્તિને વિચાર કરે. જ્યારે તમે તમારી શક્તિનો વિચાર કરશે ત્યારે તમને તમારામાં અદભૂત શકિત જણાશે.
આજે આ વિષય ઉપર વિશેષ સમય ન લેતાં કેવળ એટલું જ કહું છું કે, જેમને પરમાત્માની સાચી ભક્તિ કરવી હોય તેમણે ભગવાન મલ્લિનાથની આ પ્રાર્થના ઉપર વિશેષરૂપે ધ્યાન આપવું જોઈએ ! આ પ્રાર્થનામાં સગુણ અને નિર્ગુણ બનેય પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે. જેમનામાં ઓછી શક્તિ છે, તેઓ સગુણ પ્રાર્થના કરી શકે છે અને જેમનામાં વિશેષ શક્તિ છે તેઓ નિર્ગુણ પ્રાર્થના કરી શકે છે ! સગુણ અને નિર્ગુણ એ બન્નેય ભક્તિનાં અંગ છે. ભક્તિસૂત્રમાં કહ્યું છે કે –
“તp વિષથત્યાત રચાઇ ” અર્થાત–સંગને ત્યાગ કરે અને વિષયને ત્યાગ કરવો એ જ ભક્તિ છે. સંગને ત્યાગ કરવાથી અને વિષને ત્યાગ કરવાથી ભક્તિ માર્ગ ઉપર જઈ શકાય છે. જેમની સંગતિ ખરાબ છે તે ભક્તિ માર્ગ ઉપર જઈ શકતા નથી. જે એવો દુસંગી માણસ ભક્તિ માર્ગે જશે તે તે વધારે ખરાબી જ પેદા કરશે. જેઓએ વિષયવાસનાને ત્યાગ કર્યો નથી તે લેકે જે ભક્તિમાર્ગે જાય છે તો તેઓ ત્યાં પણ પિતાના વિષયવાસનાના પોષણને જ ઢગ ફેલાવે છે, અને એ રીતે પોતે પાપમાં પડવાની સાથે બીજાને પણ પાપમાં પાડે છે.
ભગવાન મહિલનાથની પ્રાર્થનામાં એ જ કહ્યું છે કે, પરમાત્માની ભક્તિ કરવા માટે વિષયેચ્છાને ત્યાગ કર આવશ્યક છે. છ રાજાઓએ જ્યારે વિષયેચ્છાને ત્યાગ કર્યો
૨૭
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ શ્રાવણ ત્યારે જ તેઓ ભક્તિમાર્ગ ઉપર જઈ શક્યા. આ પ્રમાણે વિષયેચ્છાને ત્યાગ કરવાથી જ પરમાત્માની ભક્તિ બરાબર કરી શકાય છે ! અનાથી મુનિને અધિકાર–૨૨
અનાથી મુનિએ શ્રેણિક રાજાને કહ્યું કે, “હે ! રાજન ! હું તને અનાથતાનું સ્વરૂપ સમજાવું છું. હું જે કાઈ કહું છું તે મારા સ્વાનુભવની વાત કહું છું. હું પોતે પણ અનાથ હતો. હું પણ અનાથતાની સ્થિતિ ભોગવી ચૂક્યો છું. જે અનાથતાની સ્થિતિ મેં ભેળવી છે તેના જ વર્ણન દ્વારા તેને અનાથતાનું સ્વરૂપ સમજાવું છું. માટે એકાગ્ર ચિત્તે મારું કથન સાંભળ !”
દુનિયાને એ નિયમ છે કે પિતાનું કામ સરે છે એટલે દુઃખ વિસરી જવાય છે. જ્યાં સુધી માથે દુઃખ હોય છે ત્યાં સુધી શેકો દુઃખનાં રોદણાં રુવે છે, પણ દુખ દૂર થતાં જ દુઃખને એવું ભૂલી જવામાં આવે છે, કે જાણે તેમણે કોઈ દિવસ દુઃખ ભેગવ્યું જ ન હોય ! અર્થાત લોકો પોતાના ભૂતકાળને ભૂલી જાય છે, પણ જે ભૂતકાળને લોકો ભૂલી ન જાય તે કોઈ પણ જીવ ઉપર તેમને ઘેણું થાય નહિ! કઈ દુઃખી જીવ તેમના જોવામાં આવશે તે તે એમ જ વિચારશે કે આવી દુઃખદ સ્થિતિ તે મારા આત્માએ પણ ભેગવી છે ! કોઈ કસાઈને જોઈ તમે કદાચ તેના તરફ તિરસ્કારની દષ્ટિએ જોશે, પણ જે જ્ઞાની હશે તે તે તે કસાઈ તરફ પણ મધ્યસ્થ દષ્ટિએ જશે. જ્ઞાની કે તે એમ જ વિચારે છે કે, મારા આત્માએ એવી સ્થિતિ ભોગવી નહિં હોય કે હું તેની ઘણું કરું? એ તે કર્મનું ફળ છે એમ જાણું મધ્યસ્થ દૃષ્ટિએ જોવું જોઈએ, ધૃણની દૃષ્ટિએ નહિ !
હે ! રાજન ! તું જે વસ્તુઓને લીધે પિતાને સનાથ સમજે છે એ વસ્તુઓને કારણે તું સનાથ છે કે અનાથ? તે તું મારા વૃત્તાન્ત ઉપરથી જાણી લે. મારી પાસે પણ એ બધી વસ્તુઓ હતી છતાં હું અનાથ હતો. હું અનાથ કેમ હતો તે ધ્યાનપૂર્વક સાંભળે –
कोसम्बी नाम नयरी, पुराण पुर भेयणी ।
तत्य आसी पिया मज्झं, पझ्यधणसंचयो ॥ १८ ॥ “હે રાજન! ભારતદેશમાં કૌશામ્બી નામની પ્રસિદ્ધ નગરી હતી. તે નગરી ઘણી પ્રાચીન હતી. પ્રાચીન અને નવીન નગરીમાં શું તફાવત હોય છે તે તે તમે જાણે જ છે. નવી ચીજે હોય તે ખરાબ જ હેય અથવા પુરાણું ચીજ હોય તે બધી સારી જ હેય એવું કાંઈ ધારણ નથી પણ પૂર્વાપર વિચાર કરવાથી પુરાણું ચીજની કીંમત નવી ચીજ કરતાં વધારે જણાશે. જેમ વૈજ્ઞાનિકનું એવું કહેવું છે કે, કોયલે અને હીરાનાં પરમાણુ એક જ હોય છે પણ કોયલાને જલ્દી ખોદી કાઢી લેવામાં આવતા હોવાથી તે કોયલો જ રહી જાય છે અને હીરો જલ્દી ખોદવામાં આવતો ન હોવાને કારણે જમીનમાં જ રહે છે અને એમ લાંબા સમય સુધી જમીનમાં દટાઈ રહેવાને કારણે તે કોયલો હોવા છતાં તેની કીંમત વધી જાય છે. આ જ પ્રમાણે મનુષ્યોમાં પણ જે વધારે અનુભવી હોય છે તેની કીંમત વધારે અંકાય છે. બીજી પણ એવી અનેક ચીજ હોય છે કે જે કેવળ જુની
Page #252
--------------------------------------------------------------------------
________________
વદી ૩ ] રાજકેટ-ચાતુર્માસ
[ ૨૧૧ હેવાને કારણે મૂલ્યવાન ગણાય છે. પર્વત, વૃક્ષ અને નગર વગેરે જે પ્રાચીન હેય છે તેની કીંમત વધારે અંકાય છે. | મુનિએ કહ્યું કે, તે કૌશાંબી નગરી પ્રાચીન હતી. મુનિના કહેવાને અભિપ્રાય એ છે કે, એ નગરીની સ્થિતિ એવી હતી, ત્યાંના સંસ્કારો એવાં સારાં હતાં કે તે નગરી પ્રાચીન હોવા છતાં પણ ટકી શકી હતી. અનેક આઘાત-પ્રત્યાઘાત પડવા છતાં પણ જે શહેર ટકી શકે છે. નષ્ટ થતું નથી તે શહેરમાં કોઈ વિશેષ શક્તિ અવશ્ય હાય છે. આજે પણું પ્રાચીન નગરોની શોધખોળ કરવામાં આવે છે, અને એ શોધખોળ ઉપરથી એ પ્રાચીન નગરી કેવી હતી, તેની રચના કેવી હતી, તે કેવી સમૃદ્ધ હતી, તેની સ્થિતિ કેવી હતી, તેને ખ્યાલ આવી શકે છે.
મુનિ અનાથતાનું સ્વરૂપ બતાવવા ચાહે છે તે અહીં નગરીનું વર્ણન કરવાને શે ઉદ્દેશ છે એ પ્રશ્ન અહીં ઉભે થાય છે. મારી સમજમાં નગરીનું વર્ણન કરવાનું એ કારણ જણાય છે કે, નગરના લોકો એમ સમજે છે કે, અમને નગરમાં જે સગવડતાઓ મળે છે તે સગવડતાઓ ગ્રામ્ય લોકોને મળતી નથી. આ પ્રમાણે વિચાર કરી નાગરિકે અભિમાન કરે છે. મુનિએ કૌશાંબીને બધી નગરીઓમાં સૌથી પ્રાચીન એ માટે બતાવી કે, કૌશાંબી નગરી સાહિત્ય અને સગવડતાઓમાં સારી હોવા છતાં પણ હું ત્યાં અનાથ હતું. મારી અનાથતાનું નિવારણ ત્યાં પણ થઈ શકયું નહિ!
હવે અનાથી મુનિ અર્થપત્તિ અલંકારધારા પિતાના જન્મસ્થાનને પરિચય આપે છે અને પોતાની સંપત્તિનું વર્ણન કરે છે. તેઓ કહે છે કે, હે ! રાજન ! એ કૌશાંબી નગરીમાં મારા પિતા રહેતા હતા. તેમણે એમ ન કહ્યું કે, હું ત્યાં રહેતા હતા કે મારે જન્મ ત્યાં થયો હતો, પણ મારા પિતા ત્યાં રહેતા હતા એમ તેમણે કહ્યું. આ પ્રમાણે તેમણે અર્થોપત્તિ અલંકારધારા પિતાના જન્મસ્થાનને પરિચય આપ્યો છે. તે અર્થપત્તિ અલંકાર એટલે શું એને વિચાર કરીએ. અર્થપત્તિ અલંકાર એ ન્યાયને એક સિદ્ધાન્ત છે. જેમકે, કઈ માણસને સ્વસ્થ અને બળવાન જોઈ કોઈ બીજા માણસે પૂછ્યું કે, તું ખૂબ ખાતે હઈશ એટલે જ તે અલમસ્ત છે. પેલા પહેલવાને જવાબ આપ્યો કે, ના, હું દિવસે કોઈ દિવસ ખાતે નથી. આ કથનમાંથી એ અર્થ નીકળતું નથી કે, તે ભોજન કરતો નથી. તે ભોજન તે કરે છે પણ રાતે કરે છે. તેણે હું રાતે ખાઉં છું એમ સ્પષ્ટ તે કહ્યું નહિ પણ એણે જે ઉત્તર આપ્યો તે ઉપરથી તે રાત્રિભેજી હવે જોઈએ એ સ્પષ્ટ થાય છે. આનું જ નામ અથપત્તિ અલંકાર છે.
આ જ પ્રમાણે મુનિએ પણ રાજાને કહ્યું કે, તે નગરીમાં મારા પિતા રહેતા હતા. પિતાનું નિવાસસ્થાન બતાવી પિતાનું જન્મસ્થાન કૌશાંબીનગર હતું તે પ્રકટ કર્યું. મહાપુરુષે પિતાની મહત્તા બતાવતા નથી પરંતુ તેઓ વડવાઓને જ મહત્તા આપે છે. જેમ કે, સુધર્મા સ્વામીએ શાસ્ત્રનું વર્ણન કરતાં મેં ભગવાન મહાવીર પાસેથી એમ સાંભળ્યું હતું એમ જગ્યાએ જગ્યાએ કહ્યું છે. તેઓ પોતે પણ ચાર જ્ઞાન અને ચિદ પૂર્વના સ્વામી હતા છતાં હું આમ કહું છું એમ કહ્યું નહિ. આ પ્રમાણે પહેલાના લેકે પિતાની મહત્તા વધા
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ શ્રાવણ રતા ન હતા પણ પોતાના વડવાઓની-પૂર્વજોની મહત્તા વધારતા હતા. તમે લોકો પણ તમારા પૂર્વજોને યાદ કરે છે કે નહિ?
આજે તે ભણેલા કે એમ કહેવા લાગ્યા છે કે, પહેલાના લોકો તે ગાંડા ઘેલા છે, એટલું જ નહિ કેટલાક તે પોતાના પિતાને પણ ભૂલી જાય છે. પણ જેઓ સમજદાર માણસ હોય છે તે લોકો તે પિતાના પિતાને આગળ કરે છે, અને તેમની પ્રતિષ્ઠા વધારે છે. પિતાના પિતાની પ્રતિષ્ઠામાં જ પોતાની પ્રતિષ્ઠા માને છે. ચીન વિષે એવું સાંભળ્યું છે કે, ત્યાં જો પુત્ર કાંઈ સારું કામ કરે છે તે તેની કદર તરીકે તેના પિતાને છલ્કાબ આપવામાં આવે છે. આનું કારણ એ જાણવામાં આવે છે કે, પિતાએ
જ્યારે પુત્રમાં સારાં સંસ્કારે રેડયા છે ત્યારે જ પુત્ર આ સુગ્ય બની શકે છે, માટે તેને પિતા જ પ્રતિષ્ઠાને પાત્ર છે. આ પ્રમાણે બુદ્ધિમાન લેકે પિતાના પૂર્વજોને હમેશાં આગળ કરે છે, તેઓ પૂર્વજોની પ્રતિષ્ઠામાં પોતાની પ્રતિષ્ઠા ગણે છે.
આ જ કારણે અથવા બીજા કોઇ કારણે, મુનિએ રાજાને કહ્યું કે, મારા પિતા કૌશાંબી નગરીમાં રહેતા હતા અને તેઓ ત્યાં પ્રચુરધનસંચયી હતા. આજના લોકો કેવળ નામ જ મોટું રાખે છે, પણ પહેલા નામે પ્રાયઃ ગુણાનુસાર જ પાડવામાં આવતાં હતાં, અને ગુણોને કારણે જ નામની પ્રસિદ્ધિ થતી હતી. મુનિએ પિતાના પિતાનું પ્રચુરધનસંચયી નામ બતાવીને રાજાને “હું પ્રચુર ધનસંચયીને પુત્ર હતા, તે બતાવ્યું છે. લક્ષ્મીવાનને પુત્ર પણ લક્ષ્મીવાન જ હોય છે. મુનિએ પિતાના નામઠારા પિતાની સંપત્તિને પરિચય આપી એ બતાવ્યું કે, હું આટલી બધી સંપત્તિવાળે હોવા છતાં હું અનાથ હતો.
મુનિનું આ કથન સાંભળી રાજા વિચારવા લાગ્યું કે, જ્યારે આ મુનિ આટલા બધા સંપત્તિવાળા હતા તે પછી તેઓ અનાથ કેમ કહે છે? " હવે મુનિ રાજાને પિતાની અનાથતા કેવી રીતે બતાવે છે તેને વિચાર આગળ કરવામાં આવશે. અત્યારે તે એટલું જ કહેવાનું છે કે, ભલે ક્રોડપતિને છોકરી હોય તે પણ મુનિના કથન ઉપરથી તેણે એમ સમજવું જોઈએ કે, જ્યાં સુધી આત્મા અનાથ છે ત્યાં સુધી ધન વ્યર્થ છે. ભલે ગમે તેટલી સંપત્તિ અને સગવડતા મળે પણ એને લીધે આત્મા કાંઇ સનાથ બની શકતું નથી. શાસ્ત્રના આ કથન ઉપર શ્રદ્ધા રાખી તમે એ બરાબર સમજી લો કે, સાંસારિક પદાર્થોથી ભલે ગમે તે ઉચ્ચ સ્થાનને પામો પણ એથી કાંઈ આત્મા સનાથ બની શકતા નથી. ધનને કારણે આત્મા પિતાની અનાથતાને દૂર કરી સનાથ બની શકતો નથી. વાસ્તવમાં ધર્મને ધનની સાથે કોઈ સંબંધ નથી તેમ ધનથી ધર્મ આદરી પણ શકાતો નથી; ગરીબ, ધનવાન કે જે કઈ ધર્મને આદરે છે, તેમને માટે ધર્મ છે, પણ ધનથી ધર્મ આદરી શકાય છે એ વાત ઠીક નથી. ધનવાન થઈ ધનના ગર્વને પચાવ એ કાંઈ સરલ કામ નથી. ધનવાન-ઋદ્ધિમાન થઈ મહા અનર્થો પણ પિતાના હાથે જ થઈ જાય છે. જેમકે દામોદરલાલજી મહન્ત ધનને કારણે જ વૈશ્યાના ફંદામાં ફસાઈ ગયા અને આખરે હદય બંધ પડી જવાને કારણે મૃત્યુ પામ્યા. આ પ્રમાણે ધન મદમાં તેમણે લાખ રૂપિયાની સંપતિ નષ્ટ કરી નાખી, પોતાની સામ્પ્રદાયિક પરંપરા પણ તેડી નાંખી અને જીવનનો પણ નાશ કરી નાંખે. હવે પરલોકમાં તેની ગતિ કેવી
Page #254
--------------------------------------------------------------------------
________________
વદી ૩]
રાજકેટ-ચાતુર્માસ
[૨૧૩
થઈ હશે તે કોણ જાણે ? આ પ્રમાણે ઋદ્ધિ પામીને ઘણું માણસે કુમાર્ગે પણ ચડી જાય છે અને બહુ જ ઓછા માણસે ઋદ્ધિ પામીને સદભાગ્યે સન્માર્ગે ચાલી મર્યાદાનું પાલન કરે છે. સુદર્શન ચરિત્ર–૨૨ - હવે ધનની અદ્ધિ પામવા છતાં પણ મર્યાદાનું બરાબર પાલન કરનારની કથા કહેવામાં આવે છે.
નગરશેઠ પદ રાય મા મિલ, દિયા ગુણદધિ જાન,
સ્વ કુટુંબ સમ સબકી રક્ષા, કરતે તજ અભિમાન. ધન રમો લતા પુષ્પ સમ સબ હિતકારી, હુઆ સુદર્શન શેઠ,
રાજ સાજ કે ચઢે વૃક્ષ છે, કભી ન કરતે એઠ રે. . ધન ૨૧૫. સુદર્શનની જે કથા તમને કહેવામાં આવે છે તે ઇતિહાસ નહિ પણ ધર્મકથા છે. ધર્મકથાને આશ્રય લઈ જેમ સુધારા-સંબંધી મનની ભાવના વ્યક્ત કરી શકાય છે તેમ હું પણ આ ધર્મકથાદ્વારા મારા મને ગત વિચારો વ્યક્ત કરું છું.
જિનદાસ શેઠના મરણ બાદ નગરશેઠ કોને બનાવ એ વિષે રાજા અને પ્રજાજને વિચાર કરવા લાગ્યા. પ્રજાજને રાજાને કહેવા લાગ્યા કે, જિનદાસ શેઠ તે મરણ પામ્યા પણ તેમનું સ્થાન તેમના સંસ્કારી પુત્રને સોંપતા ગયા છે. તેને નગરશેઠ બનાવો જોઈએ, તે નગરશેઠ બનવાને લાયક પણ છે.
રાજા અને પ્રજા કોઈને નગરશેઠ શા માટે બનાવે છે તે અત્રે જોવાનું છે. રાજા અને પ્રજા બન્નેને જે પ્રતિનિધિ હોય છે તે જ નગરશેઠ બની શકે છે. આજે તે લોકો પદવીના પ્રલોભનમાં પડી જઈ પ્રજાને દુઃખ આપનારાં કાયદાઓ બનાવવામાં રાજાને સહાયતા આપે છે પણ પ્રજાને કષ્ટમુક્ત કરવાનું ધ્યાન આપતા નથી. - સાચો નગરશેઠ તે રાજા અને પ્રજા વચ્ચે પુરુષ હોય છે. તે બન્નેને વિશ્વાસપાત્ર હોય છે. નગરશેઠ રાજા અને પ્રજા બન્નેને ધર્મ જાણે છે અને બન્નેને ધર્મપાલનમાં દઢ કરે છે. તે રાજા દ્વારા પ્રજાને દુઃખ થતું હોય તો તે દુઃખ દૂર કરી પ્રજાની પિતાના પ્રાણથી પણ રક્ષા કરે છે; અને પ્રજાહિત માટે રાજાએ બનાવેલા નિયમોને ભંગ પણ થવા દેતા નથી. રાજા અને પ્રજા બન્ને વચ્ચે પ્રેમભાવ પેદા કરે એ નગરશેઠનું મુખ્ય કર્તવ્ય છે. બંનેમાં પ્રેમભાવ પેદા કરવા માટે નગરશેઠને બન્નેને વિશ્વાસ સંપાદન કરવો પડે છે.
આ બાજુ નગરશેઠની સ્થિતિ કેવી હોય છે તેની મને ખબર નથી કારણ કે આ બાજુ હું પહેલ વહેલે આવ્યો છું. પણ ઉદેપુરમાં પ્રેમચંદ્રજી નામના સત્યનિષ્ઠ તમારા સહધર્મી રહેતા હતા તે જે કે સાધારણ સ્થિતિના હતા, પણ લાંચરૂશ્વત અને ચાડીચુગલીથી તે હમેશાં દૂર રહેતા હતા. રાણા સ્વરૂપસિંહજી રાજ્યગાદી ઉપર આવ્યા તે પહેલાં પ્રેમચંદ્રજી બાગારની હવેલીમાં કામકાજને અંગે જતા આવતા હતા; પ્રેમચંદ્રજીની રહેણી કરણી અને તેની પ્રમાણિકતા જોઈ રાણું સ્વરૂપસિંહજી કહેતા કે, “જો હું મેવાડને રાણે બનીશ તે પ્રેમચંદ્રજીને નગરશેઠ બનાવીશ.' કાળબળે સ્વરૂપસિંહજીને મેવાડનું રાજ્ય મળ્યું.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [શ્રાવણ તેમણે વિચાર્યું કે, પ્રેમચંદ્રજી પ્રામાણિક છે, મારા રાજ્યના કામકાજથી પણ વાકેફ છે અને વિશ્વાસપાત્ર પણ છે માટે તેને નગરશેઠના પદે નિયુક્ત કરી તેને ઉત્સાહ વધારવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરી, રાણા સ્વરૂપસિંહજીએ પ્રેમચંદ્રજીને પોતાની પાસે બોલાવ્યા અને તેમને કહ્યું કે, તમને નગરશેઠ બનાવવાને અમે વિચાર કર્યો છે. પ્રેમચંદ્રજીએ ઉત્તર આપે કે મારાથી આ કાર્ય થઈ નહિ શકે; કારણ કે, તમે જાણો છો કે, મારા ત્રણ કલાક તે ધર્મધ્યાનમાં જ પસાર થઈ જાય છે. અને આ તે રાજ્યનું કામ રહ્યું એટલે થોડી થોડી વારે રાજ્યનું કામ આવી પડે, માટે મારાથી એ કામ બની શકશે નહિ. રાણાએ ઉત્તર આપે કે, તમને યથાસમયે જ બોલાવીશું. કવખતે નહિ બોલાવીએ ! પણ તમે જે સમય આવશે તે જ સમયે બોલાવીશું.
પ્રેમચંદ્રજીએ કહ્યું કે, એ તે ઠીક છે, પણ મેં અત્યાર સુધી એવું કોઈ કામ કર્યું નથી કે જે કારણે મને આવું ઉચ્ચ પદ આપે છે ! પ્રજાનું મેં એવું કઈ હિતકારી કામ કર્યું નથી અને પ્રજા મારી તરફ આકર્ષાઈ પણ નથી; એવી અવસ્થામાં આપ મને જે ઉચ્ચ પદ આપી રહ્યા છે તે પદ સાર્થક થઈ શકશે નહિ પછી તે એ પદ ભાડુતી થઈ જશે. પ્રેમચંદ્રજીની વાત રાણાજીને ઠીક લાગી, એટલે તેમણે વિચાર કર્યો કે, પહેલાં પ્રેમચંદ્રજદ્વારા કોઈ લોકોપયોગી કામ કરાવવું કે જેથી લકે તેમના તરફ આકર્ષાય ! રાણાજી એવી તક શોધવા લાગ્યા. તે વખતે ઉદયપુરના જે નગરશેઠ હતા તે બહુ ધનવાન હતા. રાજ્ય પણ ઘણીવાર તે નગરશેઠ પાસેથી કજે રૂપિયા લેતું હતું. એ દિવસોમાં રાણાની મા મરણ પામી. રાણાએ નગરશેઠને કહેવડાવ્યું કે, મારી ભાના કારજમાં લાડવાઓ વાળવા માટે લોકોને એકઠા કરવા છે માટે તેને બંદોબસ્ત કરે. નગરશેઠે જવાબ આપ્યો કે, સીપાઈઓને મોકલે છે તે બધાને પકડી લાવશે. રાણાએ વિચાર્યું કે, જ્યારે મારી સત્તાથી જ કામ લેવું છે તે પછી નગરશેઠને રાખવાની શી જરૂર છે? આ પ્રમાણે વિચાર કરી રાણાએ લોકોને એકઠા કરવાનું કામ પ્રેમચંદ્રજીને સયું. પ્રેમચંદ્રજી પ્રજાજને પાસે જઈ તેણે બધી વાત રૂબરૂ કહી સંભળાવી અને રાજાના કામમાં સહકાર આપવા વિનંતી કરી. પ્રજાજનેએ પિતાથી બનતે દરેક પ્રકારને સહકાર આપવાની તત્પરતા બતાવી. બધા પ્રેમચંદ્રજીની સાથે ગયા. રાણાજીએ પૂછયું કે, નગરશેઠ તે લોકોને એકઠા કરી ન શક્યા અને તમે પ્રજાજનોને કેવી રીતે લાવી શક્યા ! પ્રેમચંદ્રજીએ ઉત્તર આપ્યો કે, એ બધું આપની કૃપાનું જ પરિણામ છે.
રાણાએ ઉપસ્થિત બધા નગરજનેને કહ્યું કે, પ્રેમચંદ્રજીને નગરશેઠ બનાવવામાં આવે તે તમે બધા લોકો રાજી છે ને ? બધાએ રાણાજીની વાતને વધાવી લીધી. પ્રેમચંદ્રજી કહેવા લાગ્યા કે, હું ગરીબ છું. મારાથી એ ઉચ્ચ પદ કેમ સ્વીકારી શકાય ? રાણાએ કહ્યું કે, જો તમે ગરીબ છો તે હું તમને દશ હજાર રૂપિયાની જાગીર આપું છું. દશ હજારની જાગીરનો લોભ કોને ન હોય ? પણ શેઠે કહ્યું કે, જાગીર લેવાથી તે આપને હું ગુલામ બની જાઉં, પછી પ્રજાના હિતનું ધ્યાન રહે નહિ! રાણાએ કહ્યું કે, તે પછી તારી ગરીબાઈ મારા ખ્યાલમાં છે. આ પ્રમાણે કહી-સમજાવી રાણજીએ પ્રેમચંદ્રજીને નગરશેઠનું પદ સોંપ્યું. પ્રેમચંદ્રજીએ પ્રજાહિતના ઘણું કામ કર્યા અને પ્રજાને ઘણે આરામ આપો.
Page #256
--------------------------------------------------------------------------
________________
વદી ૩] રાજકોટ–ચાતુર્માસ
[ ૨૧૫ એક સમય એવો આવ્યું કે, પ્રજાહિતના કામ વિષે રાણજી અને નગરશેઠ વચ્ચે મતભેદ પડયો. અને એ મતભેદને કારણે બંને વચ્ચે અણબનાવ પણ થઈ ગયો. આ અણબનાવના પરિણામે નગરશેઠ પ્રેમચંદ્રજી પ્રજાજનેને સાથે લઈ નગરની બહાર ચાલ્યા ગયા. તે વખતે રાણાને ત્યાં પાયખાનું સાફ કરવા માટે કોઈ ભંગીને બોલાવવામાં આવતું હતે તે એમ કહે કે, અમે નગરશેઠની આજ્ઞા વિના કાંઈ કરી શકીએ નહિ. પ્રજાજને ઉપર નગરશેઠનો આટલો બધો પ્રભાવ પડે હતો. આખરે રાણાને નગરશેઠને નમતું આપવું પડયું અને તેમને મનાવવા પડયા. નગરશેઠે પ્રજાહિત માટે રાણા પાસે લખાણ પણ કરાવી લીધું અને ત્યારબાદ જ નગરમાં બધા દાખલ થયા.
કહેવાનો આશય એ છે કે, નગરશેઠ રાજા અને પ્રજા વચ્ચેને માણસ હોય છે. આ પદ ઘણું જ જવાબદારીભર્યું છે. રાજા અને પ્રજાએ મળીને સુદર્શનને પણ નગરશેઠનું પદ આપ્યું. સુદર્શન વિચારવા લાગ્યું કે, આ પદ લેવું તે સરલ છે પણ તેને નભાવવું બહુ જ મુશ્કેલ છે. અધિકારી બનવું એક વાત છે અને અધિકારીની જવાબદારીઓને પાર પાડવી એ બીજી વાત છે, અધિકારી સાચે તે જ છે કે, જે “અખિલ અષિ કાર્ય વાતત્તિ અધિકારી' અર્થાત–જે અધિક કાર્ય કરે તે જ અધિકારી છે, પણ જે
અધિકારનું પદ પ્રાપ્ત થવા છતાં જે ઉપકાર કરતો નથી તેના અધિકારપદમાંથી અને લેપ થતાં કાઠિત્વને પામે છે અર્થાત એનું અધિકારપદ ધિકારપદને પામે છે.
- સુદર્શન વિચારવા લાગ્યું કે, મને નગરશેઠનું અધિકારપદ મળ્યું છે તે નગરજને માટે મારે શું કરવું જોઈએ ! એ વિષે વિચાર કરવા માટે તે બાગમાં ગયે. બાગમાં તેણે જોયું કે, એક વેલ વૃક્ષ ઉપર ચડેલ છે. એ વેલમાં કુલો આવ્યાં છે. ભમરાઓ તે કુલ ઉપર ગુંજારવ કરી રહ્યા છે અને રસ લઈ રહ્યા છે. આ જોઈ સુદર્શન પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો કે, હે લતા ! હે ! વૃક્ષ ! તમે મને મારા કર્તવ્યને બેધ આપી રહ્યાં છો, અને મારી બધી ચિંતાઓને દૂર કરી રહ્યાં છે.
લતા પૃથ્વીમાંથી નીકળી ઝાડ ઉપર ચડે છે. તે જલ અને પૃથ્વીના પરમાણુઓ લઈ પિતાનામાં રાખતી નથી, પણ ફુલરૂપે પ્રકટ કરે છે. પૃથ્વીમાં જે ગંધ હોય છે, તે ગંધ લઈ લતા પુલ બનાવે છે. આ પ્રમાણે લતા પૃથ્વી પાસેથી ગંધ લઈ બદલામાં સુગંધી પુલ આપે છે. જે વૃક્ષ લતાને આધાર આપે છે તે વૃક્ષ પણ લતા પાસેથી કુલ રસ લઈ લેતું નથી પરંતુ લતા અને વૃક્ષ બન્ને પુલરસને પિતાના માટે ઉપભોગ ન કરતાં બીજાના કલ્યાણ માટે મધમાખીઓને કહે છે કે, “એ! મધમાખીઓ ! આવો અને આ મારાં પુષ્પમાંથી રસ લઈ જનપગી મધ બનાવે !"
લતાને જોઈ સુદર્શન વિચારવા લાગ્યું કે, આ લતા શું કરે છે અને અમે મનુષ્ય શું કરીએ છીએ? અમને આટલી બધી સંપત્તિ મળી છે છતાં જો અમે ખરાબ કામો કરીએ અને પિતાની સંપત્તિને સદુપયોગ ન કરીએ તે અમને ધિક્કાર છે. મને અદ્ધિ મળી છે અને રાજા તથા પ્રજાએ મળીને નગરશેઠનું પદ આપ્યું છે તે મારી એ સંપત્તિ અને એ પદવીની શોભા કેમ વધે એ મારે વિચારવું જોઈએ. આ લતાની માફક મારી સંપત્તિ જનસમાજના કલ્યાણ માટે છે અને એમાં જ મારી શોભા છે. હું બીજાની પાસેથી જે.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
કાંઈ લઉં તે પોતાની પાસે ન રાખતાં તેને વિકાસ પુષ્પની માફક કરું. મને રાજસત્તાને આધાર મળ્યો છે તે મારી બુદ્ધિરૂપી લતાને તેની ઉપર ચડાવી મારી શક્તિને કુલની માફક વિકાસ કરું અને બીજાના કલ્યાણમાં મારા એ પુષ્યરસને ઉપગ કરું એમાં જ મારા જીવનની સફલતા રહેલી છે.
આ પ્રમાણે સુદર્શને લતા પાસેથી પોપકારવૃત્તિને બેધપાઠ લીધે. તમે પણ લતા પાસેથી પરોપકારને ગુણ શીખે. જો તમે પ્રકૃતિ પાસેથી પરોપકારને બેધપાઠ શીખશે અને એ બધપાઠને છેડેઘણે અંશે જીવનમાં ઉતારશે તે તેમાં તમારું અને જનસમાજનું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત ૧૯૨ શ્રાવણ વદી ૫ શુક્રવાર
પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવ તણા દેવ કે; તરણ તારણ પ્રભુ મે ભણી, ઉજજવલ ચિત સમરું નિત્યમેવ કે.
શ્રી મુનિસુવ્રત સાહબા. ૧ શ્રી મુનિસુવ્રતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભક્ત કહે છે કે, આ સંસારમાં ભ્રમણ કરતાં અનન્તકાળ ચાલ્યા ગયા છતાં પણ મારા વિસ્તાર થયે નહિ. સંસારમાં ભ્રમણ કરતાં મને અનુભવથી જણાયું કે, સંસાર સાગરથી પાર જવા માટે પરમાત્માના શરણે જવું એ એક જ સાધન છે. પરમાત્માનું સ્મરણ જ સંસારસાગરને પાર કરવા માટે એક નૌકારૂપ છે.
પરમાત્માના શરણે જવાની અને તેમનું સ્મરણ કરવાની ભાવના તે થઈ પણ પ્રશ્ન એ થાય છે કે, તેમના શરણે કેમ જવું અને કેવી રીતે તેમનું સ્મરણ કરવું? એને માટે ભક્ત કહે છે કે –
“ઉજજવલ ચિત સમરું, નિત્યમેવકી ” હે ! પ્રભો ! મારી એવી અભિલાષા છે કે હું હમેશાં તારું ઉજજવલ ચિત્તે સ્મરણ કરું ! તારું સ્મરણ કરવાને મને વિચાર તે થયે છે પણ એ વિચારને કાર્યરૂપમાં પરિબુત કરવા જતાં મને બહુ મુશ્કેલી જણાય છે. તારું સ્મરણ કરવાનું અને તારે શરણે આવવાનું જે સાધન છે તે સાધન બીજા કામમાં એવું લાગી ગયું છે કે વાત જ પૂછો નહિ! હું તો એમ ચાહું છું કે મારા કાનદ્વારા હું તારી જ યશગાથા સાંભળું, અને તારી જ અમૃતવાણીને સાંભળ્યા કરું, પણ જોઉં છું કે મારા કાન બીજાની ગાળી સાંભળવામાં અને બીજાની નિંદા સાંભળવામાં તે તત્પર રહે છે પણ તારી યશોગાથા અને
Page #258
--------------------------------------------------------------------------
________________
વદી ૫ ] રાજકેટ-ચાતુર્માસ
[૨૧૭ અમૃતવાણી સાંભળવામાં તત્પર જણાતાં નથી! આંખોને જોઉં છું તે આંખોની પણ એવી જ હાલત છે. હું તો એમ ચાહું છું કે – “જહ દેખું વહીં પર નૂરે ખુદા, કેઈ ઓર તો આતા નજર હી નહીં.” - જ્યાં નજર નાંખું ત્યાં તારું જ રૂ૫ નજરમાં આવે એમ હું ચાહું છું પણ આંખ એ જેવા ચાહતી નથી. એ તે કોઈ શંગાર સજેલી સ્ત્રીને જોવા માટે જેટલી ઉત્સુક રહે છે તેટલી તારું રૂપ જોવા માટે ઉત્સુક જણાતી નથી. નાકને વિષે પણ એ જ વાત છે. હું મારી ઊંચી ભાવના રાખવા માટે અનેક પ્રયત્ન કરું છું પણ કામ તે હલકો જ કરું છું. ઈશ્વરનો ભક્ત બનીને નાક નકટું બને એવાં ખરાબ કામો હું કેમ કરું છું તેને હું વિચાર કરતો નથી. જીભને જોઉં છું તે તે પણ પરમાત્માના ગુણગ્રામ કરવાને બદલે રસાસ્વાદ કરવામાં તથા બીજાની નિંદા કરવામાં હમેશાં તૈયાર રહે છે પરંતુ તારું સ્મરણ કરતી નથી. શરીરને જોઉં છું તે શરીર બીજાના કલ્યાણ માટે તે તૈયાર રહેતું નથી પણ બીજાને મારવા દુઃખ દેવા તથા હેરાન કરવા માટે હમેશાં તૈયાર રહે છે. પગ પણ બીજાના હિત માટે કે ધર્મના કામ માટે તે ચાલવા તૈયાર રહેતા નથી પરંતુ નાટકસીનેમા તથા નાચરંગ જેવા જવા માટે દોડવા તૈયાર થઈ જાય છે.
હે પ્રભો ! આ પ્રમાણે જે સાધન દ્વારા તારું સ્મરણ થઈ શકે છે તે સાધનો ખરાબ કામોમાં લાગેલાં છે. હવે મનની સ્થિતિ જોઉં છું. તે મનની પણ એવી જ સ્થિતિ છે. મન પણ પવિત્ર હોય તે બધું કામ ઠીક થઈ જાય. હું બીજાઓને તે મનને પવિત્ર રાખવાને ઉપદેશ આપું છું પરંતુ જ્યારે પિતાના મન તરફ દૃષ્ટિ ફેંકું છું તે તેનામાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરે દેષો એટલા બધાં ભરેલાં છે કે વાત જ પૂછ મા ? આ પ્રમાણે હે પ્રભો ! તારું સ્મરણ કરવાની ઇચ્છા હોવા છતાં સાધને સ્વાધીન ન હોવાને કારણે તારું સ્મરણ કરવામાં બહુ મુશ્કેલી જણાય છે ! મારી પાસે એક પણ સાધન એવું નથી કે જેની સહાયતાધારા હું ઉજજવલ ચિત્તે તારું સ્મરણ કરી શકું !
ઉપરની દૃષ્ટિએ જોતાં પરમાત્માનું સ્મરણ કરવામાં નિરાશા અનુભવાય છે, પરંતુ જ્ઞાનીજને કહે છે કે, આ નિરાશામાં પણ આશા રહેલી છે. હે પ્રભો ! સદગુરુનાં સદવચને યાદ કરવાથી તારું સ્મરણ કરવાની મને હિંમત થાય છે. સદ્દગુરુ કહે છે કે, “તું શા માટે ગભરાય છે ! તું જેને ખામી સમજી રહ્યો છે તે ખામીઓ જ તને પરમાત્માની સમીપ લઈ જનારી છે. જે રોગી હોય છે તે જ દાક્તરની પાસે જાય છે ! જે અભણું હોય તે જ નિશાળે ભણવા જાય છે. તે જ પ્રમાણે તું તારી ખામી જાણીને પરમાત્માની શરણે જાય છે એ પ્રસન્નતાની વાત છે.”
પૂરવ અશુભ કર્તવ્યતા, તેહને પ્રભુ તૂમ ન વિચારકે;
અધમ ઉદ્ધારણ બિરુદ છે, શરણ આયે અબ કીજીયે સહાયકે. હે પ્રભો ! હું મારા કાર્યને જ જોઉં છું તે તારી શરણે આવી શકશે નહિ પણ તું અધમ ઉદ્ધારક છે, નિરાધારને આધાર છે એ જાણીને જ તારી શરણે આવ્યો છું.
૨૮
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૧૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
સદગુરુના કહેવાથી તારા શરણે આવવાની મારામાં હિંમત આવી છે. જે પ્રમાણે સાપથી કરડાએલો માણસ ઔષધ માટે દોડતો દેડતે દાકતર પાસે જાય છે તેમ હે પ્રભો ! કામ, ક્રોધ, માન, માયા, લોભ, મોહ, અહંકારઆદિ વિકાસપીએ મને કરડે છે, એનું દુઃખ મારાથી સહી શકાતું નથી. એ દુઃખને દૂર કરવા માટે, એ વિકારવિષને ઉતારવા માટે હે પ્રભો ! તારી પાસે દેડતે દોડતો આવ્યો છું. એ વિકારસર્ષોથી મારી રક્ષા કરો અને એ વિકારવિષ ઉતારી મારે ઉદ્ધાર કરે !
જે કઈ માણસ રાજાની ગાડીમાં બેઠેલો હોય તો તેને નિંદ્રા આવશે? નહિ! પણ હું રાજાની ગાડીમાં બેઠેલો છું એટલે મારે સાવધાન થઈ બેસવું જોઈએ એવો તેનામાં ઉત્સાહ આવશે. આ જ પ્રમાણે તમે ધર્મસ્થાનક્યાં-પરમાત્માના ખોળામાં બેઠેલા છે એમ સમજી ધર્મક્રિયા કરવામાં સતર્ક-સાવધાન રહે, નિદ્રા કે પ્રમાદ કરે નહિ. સાવધાન કરવા માટે કહેવું એ તો મારું કામ છે પણ સાવધાન થઈ ધર્મક્રિયા કરવી એ તો તમારું જ કામ છે. જે તમારામાં ધર્મોત્સાહ છે તે એક ચિત્તે પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરે કે –
હે પ્રભો! મારામાં ઘણી અપૂર્ણતા છે, અશક્તિ છે અને ઘણાં દુર્ગુણો છે પણ તારા શરણે આવવાથી એ અપૂર્ણતા અને અશક્તિ દૂર થઈ જશે એ વિશ્વાસની સાથે જ તારા શરણે આવ્યો છું. તે શરણાગતની રક્ષા કરો.”
પરમાત્મા પ્રત્યે અટલ વિશ્વાસ રાખવાની વાત હવે હું શાસ્ત્રારા સમજાવું છું – અનાથી મુનિને અધિકાર–૨૩
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહે છે કે, “હે રાજન ! “હું બધાને નાથ છું' એવું તેને અભિમાન છે. એ અભિમાનનો ત્યાગ કરી તું પોતે અનાથ છે એમ માન. જે તે પિતાને અનાથ સમજીશ તે કદાચ કોઈ સનાથને શરણે જઈશ અને તારી અનાથતાને દૂર કરી શકીશ; પણ જે તે પિતાને અનાથ માનતો જ નથી તે પછી તું સનાથના શરણે કેવી રીતે જઈશ ? હ પોતે પણ અનાથ હતો. પણ મેં અનાથતાનો કેવો અનુભવ કર્યો છે, તે તું શાંત ચિત્તે સાંભળ:-“મારા પિતા કૌશાંબી નગરીમાં રહેતા હતા. તેઓ પ્રચૂર ધનસંચયી હતા.”
જેના આશ્રય નીચે રહેલી વ્યક્તિ પણ ધનવાન થઈ જાય તે પ્રચૂર ધનસંચયી કહેવાય છે. જે પ્રમાણે પંડિતની પાસે રહેલો મૂર્ખ પણ પંડિત થઈ જાય છે, અને ઑકટરની પાસે રહેલ રોગી પણું સાર થઈ જાય છે તે જ પ્રમાણે જેની પાસે રહેલો નિર્ધન પણ ધનવાન થઈ જાય છે તે પ્રચુર ધનસંચયી છે. પ્રચુર ધનસંચયીને આ અર્થ શંકરભાષ્યના આધારે બતાવ્યો છે. અનાથી મુનિએ પિતાના પિતાના માટે પ્રચુર ધનસંચયી હતા એમ કહ્યું છે. આ કથનનો આશય એ છે કે તેના પિતાના આશ્રમમાં રહીને અનેક લોકે ધનવાન બની ગયા હતા. અર્થપત્તિ અલંકારના ન્યાયે મુનિ પિતે કેવા ધનવાન હતા એ બતાવ્યું છે. જેમના પિતા ધનવાન હોય છે તેમને પુત્ર પણ ધનવાન જ હોય છે. આ સાંભળી રાજા વિચારવા લાગ્યો કે, કૌશાંબી નગરી બહુ જુની છે અને ત્યાં અનેક
Page #260
--------------------------------------------------------------------------
________________
વી ૫]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૧૯
ધનવાને પણ રહે છે. એટલા માટે એમના આ કથનમાં સ ંદેહ થવાનું કશું કારણ નથી. ધનવાનનેા પુત્ર પણ ધનવાન જ હાય છે એટલા માટે એએ ધનવાન હશે જ, પણ આવા ધનવાન હૈાવા છતાં પણ તેએ અનાથ કેમ હતા ! એ વાત મારી સમજમાં આવતી નથી. રાજાએ આ વાત મુનિને કહી, ત્યારે મુનિ કહેવા લાગ્યા કેઃ—
पढमे वये महाराय, अतुला मे अच्छि वेयणा ।
ગોચા વિકો દ્દાદ્દો, સન્મવૈયુ થિયા || ૧૨ || सत्थं जहा परमतिक्खं, सरीर विवरंतरे । पविसिज्ज अरी कुद्धो, एवं मे अच्छि वेयणा ॥ २० ॥ तियं मे अन्तरिच्छं च, उत्तमंगं च पीडई । इन्दासणि समा धारा, वेयणा परम दारूणा ॥ २१ ॥ या मे आयरिया, विज्जामंत चिगिच्छया । ગથીયા અસ્થમજા, મન્તમૂત્રસાયા | ૨૨ ॥ ते मे तिगिच्छं कुव्वन्ति, चाउप्पायं जहाहियं ।
न दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥ २३ ॥
મુનિ કહે છે કે, “હે રાજન! આ મારી અનાયતાની વ્યાખ્યા છે. હું પ્રચુરધનસંચયીના પુત્ર હતા. મારું લાલન-પાલન ધણી જ દક્ષતા અને સાવધાનીપૂર્વક થયું હતું. મારે કાઇ પણ સાધનની ખામી ન હતી. મારું બાળવય ધણા જ આનંદપૂર્વક પસાર થયું હતું. ત્યારે પણ કોઇપણ સાધનની મારે ખામી ન હતી! હું જ્યારે યુવાન થયા ત્યારે યેાગ્ય તરુણુ સ્ત્રીની સાથે મારા વિવાહ થયેા. તું મારી અવસ્થાને ભેગને યાગ્ય બતાવે છે, અને જેને તું ભાગનાં સાધના માને છે તે બધાં સાધના મારી પાસે હોવા છતાં પણુ મારી કેવી સ્થિતિ થઇ તે તું સાંભળ, હું યુવાન થયા તે યુવાવસ્થામાં મારા શરીરમાં એક રાગ પેદા થઈ ગયા જેથી બહુ વેદના થવા લાગી. પહેલાં તેા એ વેદનાએ મારી આંખોમાં ખટકા પેદા કર્યો.”
આંખો આખા શરીરની સારરૂપ માનવામાં આવે છે. આંખા જોવા માત્રથી જ બધાને એળખી શકાય છે. જો આંખેા ન હેાય તે। આખી દુનિયા અંધકારમય જણાય છે. ભલે કરાડ સૂર્ય ઉદયમાન થાય તે પણ જો આંખે ન હોય તેા સૂર્યને પ્રકાશ જોઈ શકાતા નથી. આંખાનું આ રીતે શરીરમાં આટલું બધું મહત્ત્વનું સ્થાન છે; આંખો હાવાથી આત્મા સનાથ અને છે કે અનાથ થાય છે એ વાત અનાથી મુનિના કહેવા ઉપરથી સમજો. અનાથી મુનિએ આંખાદ્વારા સુંદર દૃશ્યા જોયાં હશે અથવા સારાં પદાર્થો પણ જોયાં હશે અને આંખાને સારી રાખવા માટે આંખામાં અંજન સુરમા વગેરે લગાવ્યાં પણ હશે અને આંખાને ઠંડક પહોંચાડવા માટે ઠંડા પદાર્થોનું ખાનપાન પણ કર્યું હશે. આંખાની આટઆટલી સારસંભાળ રાખવા છતાં અનાથી મુનિની આંખેામાં વેદના પેદા કેમ થઈ ?
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
શાસ્ત્રમાં અત્યાર સુધી અને આગળ જે કાંઈ કહ્યું છે તેને આશય અનાથી મુનિ કહે છે કે, “મારી પાસે દરેક સાધનો હતાં. આંખને હું સારી રાખવા ચાહતા હતા, તેની માવજત પણ કરતા હતા, છતાં કોણ જાણે શા કારણે આંખમાં આટલી બધી વેદના થવા પામી ! વેદના અસહ્ય હેવાને કારણે તે વખતે મનમાં એમ થઈ જતું કે, આંખો જ ન હોત તો કેવું સારું ! આટલી બધી વેદના તે સહેવી પડત નહિ ! હે રાજન ! આંખની આટઆટલી સારસંભાળ રાખવા છતાં આંખોમાં આવી અસહ્ય વેદના ઉપડી ત્યારે મને લાગ્યું કે, હું આંખને નાથ નથી. જે આંખોને હું નાથ હેત તે તેની આટલી બધી સારસંભાળ રાખવા છતાં તેમાં વેદના કેમ પેદા થાત ! ”
જે લોકો “આ આખો મારી છે” એમ કહે છે તેઓ ભૂલ કરે છે. તેઓ આંખમાં પિતાનું આરોપણ કરી લે છે; પરંતુ વાસ્તવમાં જેને પિતાનું માનવામાં આવે છે તે પિતાની આજ્ઞા ન માને તે પછી પોતાનું તે કેમ કહી શકાય ? પોતે જે માણસને માલિક છે તે માણસ જે માલિકની ઇચ્છા વિરુદ્ધ કામ કરે છે તે તેને માલિક જ કેમ કહેવાય !
મુનિએ કહ્યું કે મને પહેલાં આ વાતનું ભાન ન હતું પણ જ્યારે મારી આંખોમાં વેદના થઈ ત્યારે મને એ ભાન થયું કે, હું કઈ અને નાથ બની અભિમાન કરું છું. અને સંસારનાં પદાર્થો જેઈ ઠગાઈ જાઉં છું ?
અનાથી મુનિ આગળ કહે છે કે, આંખોમાં વેદના થવાની સાથે જ મારા આખા શરીરમાં ખૂબ દાહ થવા લાગ્યો. શરીરના કોઈ એક અંગમાં જ દાહ થયો નહિ પણ આખા શરીરમાં દાહ પેદા થવાને કારણે જાણે શરીરને આગમાં મૂક્યું હોય એવી બળતરા આખા શરીરમાં થવા લાગી.
કોઈ માણસ જે તમારા શરીર ઉપર બળતો અંગાર મૂકે કે તમારી આંખમાં સોય કે તે તેને તમે શત્રુ કે અપરાધી માનશે કે નહિ ? આ પ્રમાણે બહારથી સોંય ભેંકનાર કે આગ વડે દઝાડનારને તે અપરાધી કે શત્રુ માની શકો છો પણ બહારને કોઈ શત્ર કે અપરાધી જોવામાં ન આવતાં છતાં તે મુનિની આખે માં સેયની માફક કેળુ ભકતું હતું અને અંગારાની માફક તેમના શરીરમાં કોણ બળતરા કરતું હતું ! તે વૈરી કોણ હતો ? તમે બહારના માણસને તે તમારા વૈરી કે અપરાધી માને છે પણ તમે પોતે જ તમારા પિતાના વરી અને અપરાધી બની રહ્યા છે એ વાતને જોતા નથી !
મુનિ આગળ કહે છે કે, “હે રાજન્ ! તું રાજસત્તા ચલાવે છે! તારી સામે જે કોઈ માણસ કોઈની આંખમાં ભાલું છે કે કોઈને શરીરને દઝાડે તે શું તું ચુપચાપ ઉભે ઉમે તેની સામે જેતે રહેશે !”
રાજાએ ઉત્તર આપ્યો કે, “મારી સામે કોઈએ અપરાધ કર્યો હોય અને એ અપરાધીને મેં દંડ આયો ન હોય એવું હજી સુધી મને યાદ નથી.”
મુનિએ કહ્યું કે, “હે રાજન ! આ પ્રમાણે બહારના અપરાધીથી તે મારી રક્ષા પણ કરી શકત, પણ મારા ઉપર જે શેતાની રગે હુમલો કર્યો છે, તેનાથી મને કોણ બચાવી શકે છે ! કોઈ બચાવતું નથી, વળી હે રાજન ! તારા રાજ્યમાં કોઈ માણસ
Page #262
--------------------------------------------------------------------------
________________
વઢી પ ]
રાજકાટચાતુર્માસ
[૨૨૧
હુમલા કરે તેને તું રાકતા હશે અને દંડ પણ આપતા હશે પણ હું તને પૂછું છું કે શું તારા રાજ્યમાં રાગ હુમલેા કરતું નથી ! તે રોગને દૂર કરવા માટે અને પ્રજાને રાગથી બચાવવા માટે તું કોઈ દિવસ દોડયા છે અને રાગથી પ્રજાની કોઈ દિવસ રક્ષા કરી છે ! જો રાગથી તું પ્રજાની રક્ષા કરી શકયા નથી તે! પછી તું તેમનેા નાથ કેવી રીતે કહી શકાય ! પ્રજાના નાથ થવું તે દૂર રહ્યું, તું પેાતાનેા પણ નાથ બની શકતા નથી ! એટલા માટે હું કેવા અનાથ છું તેના તું વિચાર કર. તું કદાચ રાગને માટે એમ કહે છે કે એ તેા રાગ હતા એટલે તેનાથી રક્ષા કેમ કરી શકું! પણ રાગ શું છે ! રાગ ખીજાં કોઈ નથી પણ આ આત્મા જ રાગ છે. તું બહારના શત્રુએને તે જુએ છે પણ અંદર જે શત્રુએ છુપાઇ એટા છે તેને કેમ જોતા નથી ! જ્યારે તું તારા પોતાનામાં રહેલા શત્રુઓને જીતી શકતા નથી તેા પછી તું નાથ શાને? પછી તે તું પોતે પણ અનાથ જ છે.”
t
મુનિનું કથન સાંભળી રાજાએ પૂછ્યું કે, તમને આવી અસહ્ય વેદના થઈ હતી ! મુનિએ જવાબ આપ્યા કે, “રાજન! શું કહું ! જેમ કેાઈ મહાત્ શત્રુ આંખામાં ભાંકતા હોય એવી અસહ્ય વેદના આંખેામાં થતી હતી. હે વિચાર કરી જો કે, એ સમયે જે શત્રુ મને ન કરનાર સનાથ કહેવાય કે અનાથ ! એક ખીજી બાજી મારી કેડે પણ પીડા થતી હતી તથા જે ઉત્તમાંગ કહેવાય છે તે જ્ઞાનના કેન્દ્રભૂત મસ્તકમાં પણ જાણે ઇન્દ્ર વજ્ર મારતા હોય કે વીજળી પડતી હેાય એવી અસથ્ પીડા થતી હતી. આ પ્રમાણે મારા આખા શરીરમાં દારૂણ વેદના થતી હતી.
66
કષ્ટ આપી રહ્યા હતા એ બાજી મારી આંખેામાં
તીક્ષ્ણ ભાલું લઈ રાજન ! હવે તું જ
શત્રુને પરાજિત વેદના થતી હતી.
કદાચ તું કહે કે, એ વેદનાને દૂર કરવા માટે વૈદ્યોની સહાયતા લઈ દવા તેા કરવી હતી ! પણ રાજન ! મે વેદનાને શાંત કરવા માટે મેાટા મેાટા વૈદ્યહકીમાની સહાયતા લીધી, તથા દવાદારૂ કરવામાં પણ ખામી રાખી નહિ. હું કોઇ નાના ગામડામાં તે રહેતો ન હતા પણ કૌશાંખી જેવી પ્રાચીન નગરીમાં રહેતા હતા, એટલે ત્યાંના જુના અને જાણીતા અનુભવી માટા મેટા વૈદ્યાચાર્યાં મારી ચિકિત્સા કરવા માટે ઊભે પગે ઊભા રહેતા હતા. તે વૈદ્યો કાઇ સાધારણ વૈદ્યો ન હતા, પણ વૈદ્યક શાસ્ત્રના જાણકાર તથા વાઢકાપ કરવા માટે શસ્ત્રપુશલ પણ હતા. આપરેશન કરવામાં એવા કુશળ હતા કે દર્દીને ખબર પણ પડતી નહિ ! તે વૈદ્યો મંત્રવિદ્યાના પણ વિશારદ હતા. એવા મેટા મેાટા અનુભવી વૈદ્યો પણ મારી ચિકિત્સા કરતાં કરતાં થાકી ગયા, પણ મારી વેદનાને હરી શકયા નહિ. હું એવા અનાથ હતા. હે રાજન ! તું જે શરીરની પ્રશંસા કરી, જેને ભાગને યાગ્ય અનાવે છે, તે જ શરીરમાં એવી કારમી વેદના ઉપડી હતી. હવે તું જ કહે કે હું સનાથ હતા કે અનાથ ? તે વખતે મને એવા વિચાર આવ્યા કે હું આ શરીરને કારણે જ કષ્ટા ભેાગવી રહ્યો છું. જો મને વિષ મળે તે વિષપાન કરી મરી જાઉં પણ આવી કારમી વેદનામાંથી તે છૂટું ! પણ પછી મને એવું ભાન થયું કે જે શરીરને કારણે મને આટલાં કા ભાગવવાં પડે છે, એ શરીરના હું પેાતાને નાથ માનું એ ધિક્કારની વાત છે. રાજા ! જે પ્રમાણે મને રાગ થયા હતા તે પ્રમાણે રાગ તા તમને પણ થયા હશે ! ’
રાજા શ્રેણિક તા અહીં નથી પણ તમે લેાકેા
છે ! એટલા માટે જેમ અનાથી
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ શ્રાવણ
મુનિએ શ્રેણિકને પૂછ્યું તેમ હું તમને પૂછું છું કે, રેગ તા તમને પણ થયા હશે! જ્યારે રાગ પેદા થયા ત્યારે તમને આ શરીર કેવું કષ્ટદાયક જણાતું હતું? પણ જો વાસ્તવમાં તમને શરીર કષ્ટદાયક લાગતું હેત તે તો કષ્ટમુક્ત થવા માટે તમે એવા પ્રયત્ન કરત કે શરીરમાં જ રહેવું ન પડે ! પણ કષ્ટોથી મુક્ત થયા બાદ કા યાદ રહેતાં નથી.
હવે તમારી સામે શાસ્ત્રની ગંગા વહી રહી છે એ ગંગાના જે લાભ લેશે તેમનું કલ્યાણ થશે.
સુદર્શન ચરિત્ર—૨૩
હવે હું શરીરથી મુક્ત થઈ કાથી-સદાને માટે દૂર થનારની કથા કહું છું. કપિલ પુરેહિત વિવિધ વિદ્યાધર, સુદનસે પ્રીત । લેહચુમ્બક સમ મિલ્યા પરસ્પર, સરીખે સરીખી રીત. ! ધન૦ ૨૧ પ્ર
તમારી આગળ ધર્મકથા શા માટે કરવામાં આવે છે, આ વિષે પૂર્વાચાર્થીએ ખૂબ વિચાર કર્યાં છે. સાધારણ જનતા જે તત્ત્વાને સમજી શકતી નથી એ તત્ત્વાને કથાની સહાયતા લઈ સમજાવવાં એ જ ધર્મકથાના ઉદ્દેશ છે. બીજી ધ કથાદ્વારા પ્રેમરસની વૃદ્ધિ કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રેમભાવ પેદા કરી, જનસમાજને સરળતાપૂર્ણાંક તત્ત્વને સમજાવવાં એ જ ધર્મકથાના ઉદ્દેશ છે. ધકથા સંભળાવી તમારામાં પ્રેમભાવ જાગ્રત કરવા અને તમને પ્રેમપૂર્ણાંક તત્ત્વા સમજાવી તે પ્રમાણે કાય કરવાની શિક્ષા આપવી એ જ ધર્મકથા સંભળાવવાના ઉદ્દેશ છે.
સુદર્શને વેલનાં ફુલ જોઈ એવા વિચાર કર્યો કે, જે પ્રમાણે આ વેલ બીજાની પાસેથી લઈ પોતાની શક્તિના વિકાસ ખીજાને માટે કરે છે, તે જ પ્રમાણે મને સંપત્તિ મળી છે, પદ મળ્યું છે અને બીજાની સહાયતા પણ મળી છે તે! મારે પણ બદલામાં પરાપકાર કરવા જોઈએ. તમે લોકો બીજાની સહાયતા લે પણ બીજાને ઉપકાર કરા નહિ, કેવળ સ્વાર્થમાં જ રચ્યાપચ્યા રહે। એ કયાં સુધી ઠીક છે તેને વિચાર કરા ! વેલ પૃથ્વી, પાણી અને હવા પાસેથી જે કાંઈ લે છે તેના વિકાસ ઝુલના રૂપમાં કરે છે; તથા એ ફુલના ઉપયાગ પોતે કરતી નથી, તેમ એ લતાને આધાર આપનાર વૃક્ષ પણ એ કુલના ઉપયાગ કરતું નથી; પરંતુ એ પુલના ઉપયેગ મધમાખી કરે છે અને મધમાખી જે મધ બનાવે છે તેને ઉપયેગ તમે લોકો કરેા છે. આ પ્રમાણે લતા પરમ્પરાએ કેટલા બધા પરાપકાર કરે છે તેના વિચાર કરા ! તમે પણ પૃથ્વી, પાણી, હવા વગેરે પાસેથી લે છે, પણ બદલામાં તમે શું આપે છે. તેના પણ વિચારકરા ! તમે એવું કાઈ દિવસ સાંભળ્યું છે કે, પુલ ખરાબ હવા ફેલાવે છે અને તેથી વાતાવરણ ઝેરી બને છે ? જો નહિં તે હવે તમે તમારા તરફ નજર કરો કે તમે કડવી વાણી મેલી જનસમાજમાં ઝેર તેા ફેલાવતા નથી ને ? બીજાના હૃદયમાં ઝેર તે રેડતા નથી ને! જો એમ કરે છે। તો એના પશ્ચાત્તાપ કરે અને ભવિષ્યમાં ઝેર ન ફેલાવવાની પ્રતિજ્ઞા કરેા તા હજી પણ કલ્યાણ કરી શકે છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
વદી પ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૨૨૩
સુદર્શન વૃક્ષ અને વેલની પાસેથી સારી શિક્ષા મેળવી પરોપકાર કરવા લાગ્યો; અને નગરમાં એવી સુંદર વ્યવસ્થા કરી કે નગરમાં કોઈ નિર્વસ્ત્ર કે ભૂખ્યા માણસ જોવામાં આવતું નહિ. તે નિરાધારને આધારભૂત હતું. રાજકોટના પહેલાના ઠાકોર સાહેબ શ્રી લાખાજીરાજને માટે પણ એવું સાંભળવામાં આવે છે કે તેઓ ગરીબનું બહુ ધ્યાન રાખતા હતા. મરકીના સમયે તેઓ પોતે ગરીબને ઘેર જતા અને ગરીબની સંભાળ લઈ સેવા ચાકરી કરતા. જ્યારે રાજકોટ નરેશ આ પરોપકાર કરતા હતા તે તમે જિનેન્દ્રના ભક્ત અને શ્રાવક થઈ સ્વાર્થમાં રચ્યાપચ્યા રહે એ ઠીક કેમ કહી શકાય ! જો તમે સ્વાર્થમાં મશગૂલ રહે તે પછી તમે શ્રાવક શાના ! એટલા માટે તમે પણ વૃક્ષ અને વેલનાં સંસ્કારે તમારા જીવનમાં ઊતારે. પહેલાં તમારા ઘરના કુટુંબના માણસેથી ઉપકાર કરે શરૂ કરો. પછી તમારા આશ્રિત લોકોને તથા પાડોશીને ઉપકાર કરવો પ્રારંભ કરે અને એ રીતે આગળ વધતા જાઓ ! જો તમારો કોઈ આશ્રિત માણસ દુઃખી કે બિમાર હોય અને તમારા હૃદયમાં તેનું દુઃખ દૂર કરવાની ભાવના પેદા ન થાય તે પછી તમે શ્રાવક શાના ? તમારા આશ્રમમાં રહેનાર કોઈ પણ માણસ કે પશુ દુઃખી રહેવા ન જોઈએ.
આજના લોકોએ પશુપાલનની જવાબદારી જાણે પિતાના માથેથી ઊતારી નાંખી હોય એમ લાગે છે. મોલથી (પૈસા આપી) દૂધ ખરીદી લે છે અને કહે છે કે, ઢોરનું પાલન-પોષણ કરવાની પંચાતમાં પડી ઢેર કોણ બને ? જો ઢોરનું પાલન-પોષણ કરનાર ઢેર કહેવાય તે આનંદ શ્રાવકની પાસે ૪૦૦૦૦ હજાર ગાયો હતી એટલા માટે શું તે મોટો ઢોર કહેવાય ? પોતાના જીવન માટે જેમની સહાયતા લેવામાં આવે છે તેમની રક્ષા ન કરતાં ધનના બળ ઉપર ઉન્મત્ત બની જવું એ અનુચિત છે. એવું જીવન જીવવું એ સાચું જીવન નથી. કેવળ લેવાનું જ શીખ નહિ પણ દેવાનું પણ શીખે !
ગઈ કાલે સન્ત સંભળાવ્યું હતું કે, રાણા પ્રતાપે અડધી રોટલીથી અતિથિને સત્કાર કર્યો. ભારતના ઈતિહાસમાં રાણા પ્રતાપનું જે સ્થાન છે તેવું સ્થાન બીજા કોઈનું કદાચ જ હશે ! તે રાણું પણ અતિથિ-સત્કાર કરી ન શકવાના સમયે કેવો દુ:ખી થયા હતા ! તેઓ તે એ જ વિચાર કરતા હતા કે, મારે ત્યાં આવેલો અતિથિ ભૂખ્યો કેમ જાય? તેમની સ્ત્રી તથા પુત્રી પણ કેવા ઉદાર હતા. તમે પણ એવા ઉદાર બને. ઉદારતા રાખવાથી કાંઈ ઓછું થઈ નહિ જાય ! કૃપણુતાથી ધન વધે છે અને ઉદારતાથી ધન ઘટે છે એમ સમજવું એ ભૂલ છે; એટલા માટે ઉદાર બનો અને બીજાને આપવાનું શીખો !
જે પ્રમાણે સૂર્ય પ્રકાશિત થવાથી કોઈને ઘરમાં અંધકાર રહેતા નથી તે જ પ્રમાણે સુદર્શનના પરોપકારથી નગરમાં કોઈ દુ:ખી રહેવા પામ્યો નહિ ! દીપક તે એક જ ઘરને પ્રકાશિત કરે છે. આ જ પ્રમાણે જે પિતાના જ ઘરમાં પ્રકાશ કરે છે તે તે મનુષ્ય છે, અને જે બીજાના ઘરમાં પણ પ્રકાશ કરે છે તે તો મનુષ્ય રૂપમાં દેવ છે. જે તમારે પરમાત્માની સાચી ભક્તિ કરવી છે, તે જેમનામાં પરોપકારવૃત્તિ વધારે છે તેમનામાં ઈશ્વરીય અંશ વધારે છે એમ માને. અને એવા મહાત્માઓને આદરસત્કાર કરવો એ કર્તવ્ય છે. તેમનામાં જે ગુણ છે તેને ઈશ્વરીય ગુણ માની તેમનું સન્માન કરવું. આ
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૨૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ પ્રમાણે પરોપકારી આત્માઓને આદરસત્કાર આપવાથી હિન્દુ કે મુસલમાન બધા આનંદમાં રહી શકે છે.
સુદર્શનની પરોપકારવૃત્તિ જોઈ બધા તેની પ્રશંસા કરવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે, “રાજા તે પછી છે, પણ અમારા દુઃખને દૂર કરનાર તે આ શેઠ જ છે. આ શેઠ અમારું દુઃખ સાંભળી અમારી પાસે તક્ષણ આવે છે અને જે પ્રમાણે સંતપ્ત માણસને વૃક્ષ છાયા આપી શાન્તિ આપે છે, તે જ પ્રમાણે આ સુદર્શન શેઠ પણ આધિ, વ્યાધિ, ઉપાધિ એ ત્રિવિધ તાપથી સંતપ્ત થએલાઓને શક્તિ આપે છે.”
સૂર્યના તાપથી સંતપ્ત થએલા લોકોને વૃક્ષ કેવી રીતે છાયા આપી આનંદ અને શાન્તિ આપે છે એ વાતનો અનુભવ તમને કદાચ જ હશે પણ અમને તે તેને બહુ અનુભવ છે. તમે લોકે છત્રી ઓઢે છે, જોડા પહેરે છે, મેટરમાં બેસે છે, અને યથાવસરે આકાશમાં પણ એરોપ્લેન દ્વારા ઉડે છે પણ અમારા માટે તે આજે પણ ચોથે જ આવે છે. અમે તે ચોથા આરાની માફક આજે પણ ઉઘાડે પગે અને ઉઘાડે માથે ચાલીએ છીએ, અને તડકામાં ચાર-પાંચ ગાઉ વિહાર કરીએ છીએ, ત્યારે વૃક્ષની છાયા અમને કેવી શાન્તિદાયક લાગતી હશે ! અમને છત્રી તે કપે નહિ, પણ વૃક્ષની છાયા લેવામાં કાંઈ વાંધો નથી. આ રીતે વૃક્ષ સંતપ્ત લોકોને છાયા આપી શાન્તિ આપે છે. વૃક્ષની માફક સુદર્શન પણ આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપથી સંતપ્ત લોકોને છાયા-આશ્રય આપી શાન્તિ આપતા હતા.
તે જ ચંપાનગરીમાં કપિલ નામને એક પુરોહિત રહેતે હતો. તે રાજાનો ગુરુ હતે. તે વેદ-વેદાંગ-ન્યાય વગેરેને જાણકાર હતા. લોકોમાં તે પ્રતિષ્ઠિત ગણાતું હતું. સુદર્શનની ચારે બાજુ ફેલાએલી કીર્તિ તે કપિલે સાંભળી. કપિલે વિચાર્યું કે, આવા પ્રસિદ્ધ માણસની મિત્રતા કરવી જોઈએ. તે સુદર્શનની સાથે પ્રીતિસંબંધ કરવા લલચાય. એ તો સાધારણ નિયમ જ છે કે, જે સામે માણસ હોય છે તેવાની સાથે જ તેવી પ્રીતિ થાય છે. બીડી પીનારની પ્રીતિ બીડી ફેંકનારની સાથે જ થાય છે. શરાબ પીનારની પ્રીતિ શરાબ પીનારની સાથે અને દુરાચારીની સાથે દુરાચારીની પ્રીતિ બંધાય છે. આથી વિપરીત ધમષ્ટ પુરુષની પ્રીતિ ધાર્મિકોની સાથે અને ઉદાર પુરુષની પ્રીતિ ઉદાર પુરુષની સાથે બંધાય છે; કપિલ વિચારવા લાગ્યું કે સુદર્શનની સાથે ભારે પ્રીતિસંબંધ બંધાય તે સારું. સુદર્શનને મળવા માટે પ્રયત્ન કરી તેણે મુલાકાત કરી, સુદર્શન બધાની સાથે હળીમળી જતે પણ કપિલે તે પ્રયત્ન કરી સુદર્શનની મુલાકાત કરી હતી તો પછી તેની સાથે પ્રીતિસંબંધ શા માટે જોડે નહિ ? તે તો દુર્ગણી માણસની સાથે પણ પ્રીતિ કરતે પણ
માટે નહિ પણ દુર્ગુણ છોડાવવા માટે. પ્રીતિ સંબંધ જોડી દુર્ગુણો કેવી રીતે છોડાવી શકાય છે એ વાત એક કથાદ્વારા સમજાવું છું.
રાજા શ્રેણિકે પોતાના રાજ્યમાં “અમારી’ ને ઢઢેરે પીટાવ્યો. કઈ જીવને કોઈ મારે નહિ એવી આણ વર્તાવી. આજ્ઞા સાંભળી કાલકસૂરી કસાઈ કહેવા લાગ્યું કે, કોઈ જીવને ન મારવાની પ્રરૂપણ કરનાર શા ખોટાં છે. જીવોની કતલ કરવી એ જ સાચી વાત છે. તેણે રાજાને કહ્યું કે, જે આ૫ કલ કરવાનું સાચું માનતા ન હ તે આપ તલવાર બાંધવી છોડી દે અને પછી જુએ કે આપનું કહેવું કોણ માને છે !
Page #266
--------------------------------------------------------------------------
________________
વદી પ ]
રાજકેટ–ચાતુર્માસ
| [૨૨૫
રાજાએ જવાબ આપ્યો કે, સામે યુદ્ધ કરવા આવનારની સાથે લડાઈ કરવી એ વાત જુદી છે અને એમ કલ કરવી એ પણ વાત જુદી છે. કાલકસૂરીએ કહ્યું કે, રાજન ! આપની વાત બરાબર નથી. જે પ્રમાણે તલવારધારા આપનું રાજ્યશાસન ચાલે છે તે જ પ્રમાણે કલ કરવાથી અમારી રોજી ચાલે છે, એટલા માટે હું જાનવરની કલ કરવી છોડી શકું એમ નથી.
રાજાએ વિચાર્યું કે, આ વાતેથી માનશે નહિ; એ તે સજાથી જ સીદેર થશે. આ પ્રમાણે વિચાર કરી તેને જેલમાં પૂરી દીધે. કાલકસૂરી જેલમાં પડયે પડે પણ પોતાના શરીરનો મેલ ઉતારી, તેનો પાડો બનાવી તેના ઉપર તલવારની માફક હાથથી ઘા કરી એક-બે-ત્રણ એમ જોરથી બરાડા પાડતો. આ બરાડા સાંભળી રાજાએ સિપાઈઓને પૂછ્યું કે, આ એક-બે-ત્રણ એમ કોણ બરાડા પાડે છે ! સિપાઇઓએ જવાબ આપે કે, મહારાજા ! કાલકસૂરિ જેલમાં પડે પડે પણ પિતાના ધંધાની પ્રવૃતિ કરે છે.
આ સાંભળી રાજાએ અભયકુમારને કહ્યું કે, આ કાલકસૂરીને કેવી રીતે સુધારે! એ તો કહ્યું માનતો જ નથી. અભયકુમારે કહ્યું કે, તેનાં સંસ્કારો જ એવાં પડયાં છે. એ સંસ્કારને સુધારવાને માર્ગ જુદો છે. એનાં સંસ્કાર કેવી રીતે સુધરી શકે એ વાત હું આપને પછી બતાવીશ.
અભયકુમારે કાલકસૂરીના પુત્ર સુલકની સાથે મિત્રતા કરી. મિત્રતા પણ એવી ગાઢ કે એક આત્મામાં જાણે બે દેહ રહેતા ન હોય ! સુલક અભયકુમારની મિત્રતા અને સંગતિથી ધમષ્ટ બની ગયો.
અભયકુમાર પિતા શ્રેણિકની પાસે આવ્યો અને કહ્યું કે, કાલકસૂરી તે હજી સુધર્યો નથી પણ આપ તેના પુત્રને બોલાવી પૂછે કે કસાઈ૫ણાને બંધ કે છે ! રાજાએ સુલકને પોતાની પાસે બેલા અને પૂછયું કે, તારા પિતા તે જેલમાં પડયા છે તે પછી તારા ઘરની આજીવિકા જીવોને માર્યા વિના કેવી રીતે ચાલે છે ! સુલકે ઉત્તર આપ્યો કે, જીવને મારવાથી જ આજીવિકા ચાલે છે એ ધારણા બેટી છે; ચેર પણ એમ જ કહે છે કે, ચોરી કર્યા વિના આજીવિકા ચાલી શકતી નથી પરંતુ જો એમ જ હોય તો શું ચોરી નહિ કરનાર લોકો ભૂખ્યા મરે છે ! આ જ પ્રમાણે જેને મારી આજીવિકા ચલાવવામાં આવે છે તે શું છોને માર્યા વિના આજીવિકા ચાલો શકતી નથી ! હું તો એ નિશ્ચય ઉપર આવ્યો છું કે, કોઈ જીવને ત્રાસ આપ્યા વિના પણ આજીવિકા ચલાવી શકાય છે અને હું પણ એ જ રીતિએ મારી આજીવિકા ચલાવું છું.' .
- સુલકની વાત સાંભળી રાજા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યું કે, અભયકુમારે તે આને સુધારી દીધે. અભયકુમારે રાજાને કહ્યું કે, હવે આના પિતાને જેલમુક્ત કરી દેવા જોઈએ. રાજાએ કાલકસૂરીને જેલમુક્ત કરી દીધું. કાલકસૂરી કહેવા લાગ્યું કે, હું જેલમાં રહ્યો એટલા વખતમાં તે મારે છોકરે બગડી ગયો.
કેટલાક દિવસો બાદ તે બિમાર પડે અને મરવા લાગ્યા પણ તેના પ્રાણ શાન્તિથી નીકળતા ન હતા ત્યારે સુલકે તેમને પૂછ્યું કે, પિતાજી ! આપને કઈ વાતની ચિંતા છે કે, આપના પ્રાણ શાન્તિપૂર્વક નીકળતા નથી ! કાલકસૂરીએ જવાબ આપ્યો કે, મારા
૨૯
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૨૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
મૃત્યુ બાદ તું મારો ધધે ચલાવીશ નહિ. બસ! એ એક જ મને ચિંતા છે. સુલકે કહ્યું કે, હું આપની પાછળ પણ ધંધો કરીશ. આપ વિશ્વાસ રાખો. કાલકસૂરીએ કહ્યું કે, વચન આપ. સુલકે તેમને વચન આપ્યું અને કાલકસૂરીએ પ્રાણ છોડયા. સુલક વિચારવા લાગ્યો કે, અભયકુમાર કહેતા હતા કે, જે સંસ્કાર જડ ઘાલી જાય છે તે સંસ્કારો મરવાના સમયે પણ છૂટતા નથી અને એ કારણે જેવી મતિ હોય છે તેવી જ ગતિ થાય છે એ વાત તદ્દન ઠીક છે. •
આયુષ્યને બંધ પડયા પહેલાં તે જેવી મતિ હોય છે તેવી ગતિ થાય છે અને આયુષ્ય બાંધ્યા બાદ જેવી ગતિ હોય છે તેવી મતિ થઈ જાય છે.
- કાલસૂરી મરણ પામે. સુલકના કુટુમ્બીએ સુલકને કહેવા લાગ્યા કે, હવે કસાઈપણાના ધંધા કર. તે તારા પિતાને વચન આપ્યું છે. સુલકે ઉત્તર આપ્યો કે, મેં વચન આપ્યું છે પણ બંધ કરવાનું વચન આપ્યું છે. કોઈ જીવને મારવો એ ધંધે નથી. આ ઉપર તેણે એક યુકિત પણ કરી હતી પણ અત્યારે તે કહેવાનો સમય નથી. આખરે કુટુમ્બીઓએ તેને કહ્યું કે, તું કસાઈ૫ણાને બંધ કર, તેનું જે પાપ થશે તે અમને લાગશે. સુલકે કહ્યું કે, ઠીક છે. એમ કહી તેણે એક છરો મંગાવ્યો અને પિતાના હાથ ઉપર છર માર્યો અને કુટુમ્બીઓને કહ્યું કે, મને જે વેદના થઈ રહી છે તે વેદના તમે લઈ લો અને મને વેદનારહિત કરે ! કુટુમ્બીજનોએ કહ્યું કે, પિતાના હાથે તે કરે માર્યો અને વેદનાને મટાડી આપે એમ કહે છે? અમે કેવી રીતે એ વેદના મટાડી શકીએ ? સુલકે ઉત્તર આપ્યો કે, જ્યારે હું અને તમે આપણે બન્ને સામે જ છીએ ત્યારે પણ મારી વેદના મટાડી શકતા નથી તે પછી પરલોકમાં મારી વેદનાને કેવી રીતે દૂર કરી શકશો? કુટુમ્બીઓએ કહ્યું કે, તે પછી પિતાને તે જે વચન આપ્યું છે તેનું પાલન કેવી રીતે કરીશ? સુલકે ઉત્તર આપે કે, પિતાને મેં વચન આપ્યું છે એટલા માટે હું પહેલાં ભોજન કરીશ નહિ પણ કુટુંબીઓને ભોજન કરાવ્યા બાદ જ ભજન કરીશ. આ પ્રમાણે પિતાને જે વચન આપ્યું છે તેનું પાલન કરીશ. | કહેવાનો આશય એ છે કે અભયકુમારે નીચ અને પાપી ગણાતા સુલકની સાથે પણ પ્રીતિ બાંધી. તે તેના દુર્ગણે લેવા માટે નહિ પણ એ દુર્ણને દૂર કરવા માટે. સુદર્શન પણ દુર્ગણીઓનાં દુર્ગુણો દૂર કરવા માટે બધાની સાથે પ્રીતિ બાંધતા હતા તે પછી કપિલ તે સજજન હતો તે તેની સાથે શા માટે પ્રીતિ ન બાંધે ?
કપિલ અને સુદર્શન વચ્ચે પ્રીતિસંબંધ જોડાયે. હવે પછી કપિલદ્વારા સુદર્શનની કેવી રીતે પરીક્ષા થાય છે તેને વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે.
Page #268
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૬ શનિવાર
પ્રાથના.
‘વિજયસેન’ નૃપ ‘વિપ્રા' રાણી, નમિનાથ જિન ચે; ચોસૐ ઈન્દ્ર કચેા મિલ ઉત્સવ, સુરનર આનંદ પાયા. સુજ્ઞાની જીવા, ભજ લેારે, જિન ઇવીશમા. ॥ ૧ ॥
શ્રી નેમિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભક્તજને સંસારના લેાકેાને આમંત્રણ આપે છે કે, હું સુજ્ઞાનીએ ! બધું કામ છેડી પરમાત્માનું સ્મરણ કરી લે અને પરમાત્માના ભજનમાં લીન થઇ જા !
પ્રશ્ન એ થાય છે કે, પરમાત્માનું ભજન કરવા માટે સુજ્ઞાનીઓને કેમ કહેવામાં આવ્યું ! જેએ સુજ્ઞાનીએ હાય છે તે તેા પરમાત્માનું ભજન કરશે જ. જેએ હાલી ચાલી શકે છે તેમને ચાલવા માટે શા માટે કહેવું જોઇએ. ચાલતા બળદને ચાબુક શા માટે મારવા જોઇએ ? આ પ્રશ્નના ઉત્તરમાં ભક્તજના કહે છે કે, સુજ્ઞાનીઓને ન કહીએ તેા શું અજ્ઞાનીએને કહીએ ? જેએ અજ્ઞાની છે તે લોકો તે અજ્ઞાનને કારણે કોઇ વાતને સાંભળતાં જ નથી. એટલા માટે શું અમારે મૌન સેવવું! કોઇને કાંઈ કહેવું જ નહિ ! મૌન તેા બેઠા રહેવું નથી, એટલા માટે સુજ્ઞાનીઓને પરમાત્માનું ભજન કરવા માટે કહેવામાં આવે છે!
આ પ્રત્યેક આત્માની મૂળ દશાનું વર્ણન છે. મૂળમાં તેા બધા આત્માએ સુજ્ઞાની છે. તેમને અજ્ઞાન તેા વિકારી પ્રકૃતિને કારણે ચાંટેલું છે. વાસ્તવમાં મૂળ દશાની દ્રષ્ટિએ તે બધા આત્મા સુજ્ઞાની જ છે.
કર્મોના ફળને પેાતાનું માનવું એ અજ્ઞાનને છેાડી સ્વરૂપને સમજવું, એ અજ્ઞાનને દૂર કરી સુજ્ઞાની બનવા જેવું છે. કમ અને કળથી પ્રાપ્ત થએલી વસ્તુને પેાતાની માની, તેના સ્વામી માનવાથી જ અજ્ઞાન આવ્યું છે. જીવ જો આ પ્રમાણે પાતાપણુંમાલિકીપણું છેાડી દે તે એ સુજ્ઞાની જ છે. મૂળમાં તા એ સુજ્ઞાની જ છે. જેમ સૂર્ય સ્વય' પ્રકાશિત છે, પણ જ્યારે તેના ઉપર વાદળ આવી જાય છે ત્યારે તે સૂર્ય ઢંકાઈ જાય છે અને તેને પ્રકાશ પણ દયા જાય છે; પરંતુ જેવાં તેના ઉપરથી વાદળ હઠી જાય છે તેવા જ તે પાછા પ્રકાશ આપવા લાગે છે. આજ પ્રમાણે આત્મા ઉપર પણ, કમ પ્રકૃતિથી પ્રાપ્ત થએલી વસ્તુ ઉપર માલિકી ધારણ કરવાથી અજ્ઞાનનું આવરણ આવી રહ્યું છે. જો આવરણ દૂર થઈ જાય તો આત્મા સુજ્ઞાની છે અને તેને સ્વશરીરથી જ અનંત બળ પ્રાપ્ત થઈ શકે છે. વાદળાને હટાવવાં કે પોતાના ઉપર વાદળાને આવવા ન દેવાં એ તો સૂર્યના હાથમાં નથી પણ ક-પ્રકૃતિને હટાવવી—દૂર કરવી એ તે। જીવના હાથમાં છે. કમ-પ્રકૃતિને મટાડવા માટે દેહ ભિન્ન છે અને આત્મા અભિન્ન છે’, ‘શરીર ખંડિત અને વિનાશી છે અને હું અખંડિત અને અવિનાશી છું’, ‘શરીર તેા જડ છે અને હું
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ ચૈતન્ય છું.' એમ વિચારવું જોઈએ. આ પ્રમાણે મારે અને શરીરને કાંઈ સંબંધ નથી, એમ વિચાર કરવાથી આત્મામાં વિવેક પ્રકટ થાય છે. જડ અને ચૈતન્યને વિવેક કરવાથી જ જીવ સુજ્ઞાની બને છે, અને તેનું અજ્ઞાન દૂર થાય છે. જીવની આ મૂળ દશાની દ્રષ્ટિએ જ ભગવાન નેમિનાથની પ્રાર્થનામાં એમ કહ્યું છે કે, “હે ! સુજ્ઞાની છો! પરમાત્માનું ભજન કરી લો.” તમે લોકો પણ આ શિક્ષાને હદયમાં ધારણ કરો. એમ થવું ન જોઈએ કે, કેવળ અહીં જ પરમાત્માનું ભજન તે કરી લે પણ બહાર નીકળતાં જ ભૂલી જાઓ! અહીં તે ભજન કરવાની શિક્ષા આપવામાં આવે છે પણ વ્યવહારમાં તે બહાર જ ઉતારી શકાય છે; એટલા માટે આ શિક્ષાને હદયમાં ધારણ કરે અને અજ્ઞાનને દૂર કરવા માટે પરમાત્માનું એક ચિતે ભજન કરો.
કોઈ એમ કહે કે, પરમાત્માનું ભજન કરવાથી શું લાભ થશે! તે એ પ્રશ્નના ઉત્તરમાં ભક્ત કહે છે કે –
ભજન કિયા ભવભવના પાતક, દુઃખ દુમાગ મિટ જાવે;
કામ ક્રોધ મદ મત્સર તૃષ્ણ, દુર્મતિ નિકટ ન આવે. ગમે તેવા રોગી હોય પણ એને જોઈ દાકતર ગભરાતો નથી, પરંતુ રોગીના રોગને દૂર કરવો એ તે મારા હાથનું કામ છે ! જે પ્રમાણે દાકતર રોગને નષ્ટ કરી દે છે તેજ પ્રમાણે પરમાત્માનું ભજન કરવાથી ભવભવનાં પાતક દૂર થઈ જાય છે. પ્રાર્થના કરતાં રહેવાથી સારું ધ્યાન જ થાય છે, ખરાબ ધ્યાન તે થતું જ નથી. જ્યારે સારું ધ્યાન જ થાય છે, ખરાબ ધ્યાન થતું નથી તે પછી પાપ ટકી જ કેમ શકે ? જે પાપ બંધાય છે તે ખરાબ ધ્યાનથી બંધાય છે, અને જે પાપ ખરાબ ધ્યાનથી બંધાય છે તે પાપ શું સારા ધ્યાનથી નષ્ટ થઈ શકે નહિ ! સારું ધ્યાન ધરવાથી પાપ કર્મ નષ્ટ થઈ જાય છે, અને એ કારણે દુઃખ પણ દૂર થઈ જાય છે. વાસ્તવમાં દુ:ખ શું છે એના માટે કહ્યું છે કે –
“કામ ક્રોધ મદ મત્સર તૃણા, દુર્મતિ નિકટ ન આવે” કામ, ક્રોધ, મદ, મત્સર, તૃષ્ણા વગેરે વિકારે જ દુઃખરૂપ છે. પરમાત્માનું સ્મરણ કરવાથી અને તેમનું ભજન કરતા રહેવાથી એ વિકારો પાસે આવતા નથી અને તેથી કોઈ પ્રકારનું દુઃખ રહેવા પામતું જ નથી; એટલા માટે તમે પરમાત્માનું સ્મરણ કરે અને ખરાબ ધ્યાનને મનમાં સ્થાન આપે નહિ તે તેમાં કલ્યાણ જ છે. અનાથી મુનિને અધિકાર–૨૪
હવે આજ વાત શાસ્ત્રદ્વારા સમજાવું છું. અનાથી મુનિ રાજા શ્રેણિકને કહે છે કે, “હે રાજન ! જે વસ્તુઓની માલિકી કરવાથી આત્મા અનાથ બને છે એ જ વસ્તુઓને કારણે તે પિતાને નાથ માને છે; એ જ તારી ભૂલ છે.”
આ પ્રમાણે કહી અનાથી મુનિ પહેલાં શરીરની અનાથતા બતાવે છે. જીવ વિચારે છે કે, હું આ દેહને સ્વામી છું, આ દેહ મને આધીન છે, હું તેને સ્વામી છું, આ પ્રમાણે આ શરીર સાથે મમત્વ રાખી છવ શરીરને સ્વામી બને છે, પણ જીવ શરીરની સાથે જેટલું મમત્વ રાખે છે; શરીરને તે જેટલો માલિક બને છે એટલે જ તે વધારે અનાથ બને છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
[૨૨૯
વદી ૬]
રાજકેટ-ચાતુર્માસ વ્યવહારમાં કોઈ માણસને વીર તે કોઇને કાયર કહેવામાં આવે છે; પણ વીર અને કાયરની વ્યાખ્યા શું છે? અને કયા કારણે એકને વીર તે બીજાને કાયર કહેવામાં આવે છે. એને વિચાર કરવો જોઈએ! કાયરની શ્રેણીમાં કઈ પિતાનું નામ લખાવવા ચાહતું નથી, બધા પિતાને વીર કહેડાવવા ચાહે છે, પણ વીર બનવા માટે વીરતા દાખવવી પડે છે. જ્યારે યુદ્ધમાં રણભેરી વાગે છે ત્યારે વીરપુરુષ પિતાની વીરતા દાખવવા બહાર પડે છે અને પોતાની સ્ત્રીને કે પિતાનાં પુત્રને ભૂલી જાય છે; એટલું જ નહિ પણ પિતાના શરીરની પણ પરવા ન કરતાં પોતાના પ્રાણને પણ હાથમાં લઈ લડવા જવા તૈયાર થઈ જાય છે. આ પ્રમાણે વીરતા દાખવવાથી જ વીર બની શકાય છે; પણ જે વીરતા દાખવતો નથી તે વ્યવહારમાં પણ વર કહેવાતું નથી !
જ્યારે લૈકિક વીરને પણ વીરતા દાખવવી પડે છે તે લોકોત્તર વીરને કેટલી બધી વીરતા દાખવવી પડતી હશે? વ્યવહારમાં પણ જે માણસ શરીરની સાથે મમત્વ વધારે રાખે છે તે કાયર મનાય છે અને જે માણસ શરીરના મમત્વનો ત્યાગ કરે છે તેને વીર માનવામાં આવે છે. આ પ્રમાણે જે લોકે શરીરના મમત્વનો ત્યાગ કરી કર્મની સાથે યુદ્ધ કરવા માટે આગળ વધે છે, તેઓ શું વીર નથી ? અવશ્ય તે વીર છે. આ પ્રમાણે જે વીર હોય છે તેજ નાથ બની શકે છે અને શરીરની સાથે જે મમત્વભાવ રાખે છે તે કાયર, નાથ બની શકતા નથી. તે તો અનાથ જ છે.
મુનિ કહે છે કે, “હે રાજન! તું પિતાને આ શરીરને નાથ માને છે, શરીરને પિતાનું સમજે છે પરંતુ શરીર ઉપર તારું આધિપત્ય છે કે નહિ તેને વિચાર કર. જે વાત સિંધુમાં હોય છે તે જ વાત બિન્દુમાં પણ હોય છે. આ કથનાનુસાર હું એમ માનું છું કે, જે વાત મારી ઉપર વીતી છે તે જ વાત બધા ઉપર વીતતી હશે ! એ નિયમ પણ છે, હું પણ પિતાને શરીરને સ્વામી માનતા હતા પણ એમ માનવાથી મારા ઉપર કેવી વીતી તે તું સાંભળ
મારી યુવાવસ્થા હતી. યુવાવસ્થામાં કઈક જ એવો હશે કે જે દિવાને બની જ ન હોય ! એ અવસ્થામાં લેહી ગરમ રહે છે, એટલા માટે ઘણા માણસો દિવાના થઈ જાય છે. હું પણ યુવાવસ્થામાં હતું. સારા સારા ઘરની સુંદર સ્ત્રીઓની સાથે મારો વિવાહ થયે હતો. મારા માટે તે સમયે સ્ત્રીઓને જોઈ તથા તેમને શ્રૃંગાર જઈ આનંદ માનવાને હતો પણ તેમને જોવાનું સાધન-મારી આંખજ બગડી ગઈ હતી. મારી આમાં એવી કારમી વેદના થતી હતી કે હું એ યુવાવસ્થામાં પણ કાંઈ આનંદ લૂંટી શકતે ન હતો.”
આંખો ખરાબ થઈ જવાથી, જે વસ્તુઓને જોઈ આનંદ માણી શકાય છે તે વસ્તુએ પણ કેવી ખરાબ લાગે છે એ એક ઉદાહરણદ્વારા સમજાવું છું –
માનો કે કોઈ એક માણસે ચિત્રશાળા બનાવવી શરૂ કરી. તેણે ચિત્રશાળા પાછળ ખૂબ ખર્ચ કરી તૈયાર કરાવી પણ જ્યારે ચિત્રશાળા ચણાઈને તૈયાર થઈ ગઈ ત્યારે તે માણસ કર્મવશાત આંધળો થઈ ગયો. આ કારણે તે ચિત્રશાળા તેને માટે સુખદાયક થવાને
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ બદલે દુ:ખદાયક થઈ પડી. આ ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે, પારકી વસ્તુ પિતાની માની આનંદનું સાધન માન્યું છે તે વિવશતા કે દુ:ખનું કારણભૂત બની.
આત્માથી પણ એજ ભૂલ થઈ રહી છે કે, વાસ્તવમાં તે જેને જુએ છે તેને ભૂલી જાય છે અને બીજાને વશ થઈ જાય છે. જેને જોવું જોઈએ તેને જોતું નથી પરંતુ બીજા જુદા જ પદાર્થોને જેવા મંડી પડે છે, આ રીતે તે આંખોને વશ થઈ જાય છે. તે તે એમજ વિચારે છે કે, આખે તે પદાર્થો જોવા માટે જ મળી છે; પણ એ એટલું વિચારતો નથી કે, આંખને પિતાની માની તેને વશ થઈ જવું એ અનાથતાને અપનાવવા જેવું છે. અજ્ઞાની લોકો એ વિષે વિચાર ન કરતાં આંખોમાં અને આંખોઠારા દશ્યમાન પદાર્થોમાં લિપ્ત થઈ જાય છે પણ જ્ઞાનીઓ એમાં લિપ્ત થતા નથી !
આંખને ઉપગ વાસ્તવમાં ક્યાં અને કેવી રીતે કરે ઈ એ એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું:-માને કે તમારા એક મિત્રે તમને એક સૂક્ષ્મદર્શક યંત્ર આપ્યું. એ સૂક્ષ્મદર્શક યંત્રદ્વાર સૂમ વસ્તુ જે આંખ દ્વારા જોઈ શકાય નહિ તે સૂક્ષ્મ વસ્તુ જોઈ શકાય છે અને તમારા મિત્ર પણ એજ ઉદ્દેશથી એ યંત્ર તમને આપ્યું હતું; પણ તમે એ સૂક્ષ્મદર્શક યંત્રદ્વારા સમ વસ્તુ ન જોતાં, ગાય-ભેંશ જોવા લાગ્યા, પણ એટલું વિચાર્યું નહિ કે, ગાય-ભેંશ તે હંમેશાં જોવામાં આવે છે તે પછી એમને જ જોવામાં એ યંત્રનો ઉપયોગ શા માટે કરું છું? આ યંત્ર તે જે નાની ચીજો આંખોઠારા જોઈ શકાતી નથી તે ચીજો તે યંત્રની સહાયતા લઈ જવા માટે છે. . આજે તે એવું સાંભળવામાં આવે છે કે, અત્યારે એવાં એવાં યંત્રો-સાધને નીકળ્યાં છે કે જેમની સહાયતાવડે પેટીની અંદર બંધ કરેલી ચીજ પણ જોઈ શકાય છે, અને પહાડની પછવાડે શું છે તે પણ જાણી શકાય છે. આ વાત ક્યાંસુધી સાચી છે તે તે હું નથી જાણતે.
તમે ગાય-ભેંશ જોવામાં પિલાં સૂક્ષ્મદર્શક યંત્રને ઉપયોગ કરો તો તે જોઈ તમારો મિત્ર નારાજ થશે કે નહિ ! અને જે યંત્રને આ રીતે દુરુપયોગ કરે છે તે બુદ્ધિમાન કહેવાય કે મૂર્ખ ? તમે યંત્રને દુરુપયોગ કરનારને તે મૂર્ખ કહેશે પણ તમે પોતે શું કરે છે તેનો પણ જરા વિચાર કરો. શું તમારા દ્વારા એવી ભૂલ તે થતી નથી ને? કદાચિત તમને તે યંત્ર પણ મળી જાય, પણ જે આંખજ ન હોય તો શું એ યંત્રદ્વારા દેખી શકાય ખરું? આંખો વિના યંત્રદ્વારા જોઈ શકાતું નથી. આ દૃષ્ટિએ તે યંત્ર મોટું નહિ પણ આંખો મોટી કરી. તમને આવી આંખ મળી છે પણ તમે એ આંખોને કે ઉપયોગ કરે છે ! જો તે યંત્રને દુરુપયોગ કરવો મૂર્ખતા માનવામાં આવે છે તે શું એ આંખેને દુરુપયોગ કરવો એમાં મૂર્ખતા નથી ?
આંખો કેવી હોય છે અને તેને ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એને વિચાર કરે. આંખોને નાસિકા ઉપર સ્થિર રાખી જ્યાં સુધી પલક મારવામાં ન આવે ત્યાં સુધી મન પણ એકાગ્ર રહેશે. આ તે દ્રવ્ય એકાગ્રતા છે, પણ જો આંખોની જ્યોતિને અન્તર્મુખી કરો તે આત્મોન્નતિ પણ થશે.
Page #272
--------------------------------------------------------------------------
________________
વદી ૬ ].
રાજકેટ-ચાતુર્માસ
| [૨૩૧
તમે લોકો એમ માનતા હશે કે, કોઈ ચીજને જોઈ લીધી એટલે તે વાત સમાપ્ત થઈ ગઈ પણ વાસ્તવમાં એમ નથી. જે કોઈ ચીજ જોવામાં આવે છે તેને સંસ્કાર કામણ શરીર ઉપર પણ પડે છે. આ જ કારણે ઠાણાંગ સૂત્રમાં રિદિપ ક્રિયા અર્થાત દેખવા માત્રથી પણ ક્રિયા લાગે છે એમ કહ્યું છે, કારણ કે, કામણ શરીરમાં તેને સંસ્કાર પડે છે. કાર્માણ શરીરમાં તેને સંસ્કાર કેવી રીતે પડે છે તે એક ઉદાહરણુઠારા બતાવું છું:
વડનું વૃક્ષ કેટલું મોટું હોય છે. તે ભારતમાં જ પેદા થાય છે, બીજી જગ્યાએ પેદા થતું નથી. હવે કોઈ અહીંથી વડનું વૃક્ષ લઈ ગયું હોય તે તે વાત જુદી છે. જે તમે વડના વૃક્ષ ઉપરથી શિક્ષા લે તે પણ તમે તમારી ઘણી ઉન્નતિ કરી શકે છે. વિષ્ણુને વરશાયી કહેવામાં આવે છે. તેને શો અર્થ છે એ કહેવાને અત્યારે સમય નથી, અત્યારે તે એટલું જ કહું છું કે, વડનું ઝાડ કેટલું બધું મોટું હોય છે અને તેનું ફળ કેટલું નાનું હોય છે ! ઝાડને જોતાં તેનું ફળ બહુજ નાનું જણાય છે ! તે ફળથી પણ નાનું તેનામાં રહેલું બીજ હોય છે. વૃક્ષથી નાનું ફળ હોય છે અને ફળથી નાનું બીજ હોય છે. બીજને હાથમાં લઈ કોઈ એમ કહે કે, આ બીજમાં વડનું ઝાડ છે, તે તમેજ પૂછશો કે, આ બીજમાં ક્યાં વૃક્ષ છે તે બતાવો? પરંતુ જે બુદ્ધિમાન હશે તે તો એમ કહેશે કે, આ બીજમાં વૃક્ષ તે અવશ્ય છે પણ તે એમ દેખી શકાતું નથી, પરંતુ પાણી અને માટીના સંગથી બીજમાં વૃક્ષ દેખી શકાય છે. અત્યારે જે બીજમાં વૃક્ષ દેખાતું નથી તેજ બીજમાં પણ વડનું વૃક્ષ રહેલું છે.
ભગવાન કહે છે કે, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ એ શરીરનાં પાંચ ભેદ છે. આ ઔદારક શરીરમાં એક કામણ શરીર હોય છે. તમે જે કાંઈ જુઓ છો, સાંભળો છો કે સ્પર્શ કરે છે તે બધાને સંસ્કાર એ કાર્મણ શરીરમાં રહે છે; અર્થાત આશ્રવ સંબંધી બધાં કામોને સંસ્કાર એ કામણ શરીરમાં હયાત હોય છે. કોઈ એમ કહે કે, કાશ્મણ શરીર કેવું હોય છે અને તેમાં સંસ્કાર કેવી રીતે રહે છે એ અમને બતા? તે આમ કહેનારને બીજમાં જેમ વૃક્ષ રહે છે તેમ કાર્માણ શરીરમાં સંસ્કાર રહે છે એમ કહી શકાય. જે પ્રમાણે બીજમાં વૃક્ષ જોવામાં આવતું નથી પણ સંયોગને પામી તે બીજમાંથી વૃક્ષ પેદા થઈ જાય છે, તે જ પ્રમાણે કામણ શરીરમાં રહેલા સંસ્કાર પણું સંગને પામી દેખાવા લાગે છે. મૃત્યુ થયા બાદ આ ઔદારિક શરીર છૂટી જાય છે પણ કાર્પણું શરીર જીવની સાથે જ જાય છે. કાશ્મણ શરીરને લિંગ શરીર પણ કહે છે. તે જીવની સાથે જ બીજા ભવમાં જાય છે, અને તે શરીરમાં રહેલા સંસ્કારો તે ભવમાં પ્રકટ થાય છે. જે પ્રમાણે પ્રતિકુલ સંગમાં વડનું બીજ વૃક્ષ પેદા કરતું નથી, અર્થાત વૃક્ષરૂપે તે ફુલીફાલી શકતું નથી તેજ પ્રમાણે કામણ શરીરમાં રહેલાં સંસ્કારો બીજાં સંસ્કારોદ્વાર નષ્ટ પણ થઈ જાય છે, એટલા માટે કઈ કઈવાર તે સંસ્કારો પ્રકટ થતા નથી પરંતુ તમે પાપ કે પુણ્ય જે કાંઈ કરે છે તે બધાને સંસ્કાર કાર્મણ શરીરમાં અવશ્ય રહે છે. આ જ પ્રમાણે તમે જે જુએ છે, તે જોવું પણ ત્યારે પૂરું થઈ જતું નથી, પણ તેને સંસ્કાર રહી જાય છે, એટલા માટે આંખોને કેવી રીતે સદુપયોગ કરે તે વિષે ઊંડે વિચાર કરો.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
મુનિએ કહ્યું કે “ રાજન્! હું તે વખતે કેવા અનાથ હતા! જો તે વખતે અનાથતાના દુઃખથી દુઃખિત થઈ મરી જાત તે તે! મારી અને તારી વચ્ચે વાત પણ થઈ શકત નહિ, પણ મેં વિચાર્યું કે આ અનાથતાને કાઇપણ ઉપાયે દૂર કરવી જોઇએ. આ પ્રમાણે વિચાર કરી જ્યારે મે' અનાચતાને દૂર કરી ત્યારે જ તારી સાથે આજે વાત
કરી રહ્યા છું.'
માના કે, એક માણસને આંખા છે એટલે તે મેળા વગેરે જોતા ફરે છે. બીજો માણસ આંધળા છે એટલા માટે તે કહે છે કે, શું કરું? જોવાની તો ઘણીયે ઇચ્છા છે પણ દુર્ભાગ્યે મારે આંખા જ નથી. આ પ્રમાણે તે જોઈ ન શકવાને કારણે દુ:ખી થઇ રહ્યો છે. ત્રીજા માણસની આંખેામાં વેદના થઈ રહી છે પણ તે દુ:ખી થતા નથી, પણ એમ કહે છે કે, આ વેદના તે! મને સહાય કરનારી છે. આ રાગ તો મારા પરમ મિત્ર છે. હું બહાર શું જોઉં ! અંદર જ શા માટે ન જોઉં ? આ ત્રણ માણસામાંથી તમે કાને સારા કહેશેા ? તમે ત્રીજા માણુસને સારા કહેશેા. જ્ઞાનીએ પણ એવા જ હાય છે. તે દુઃખ માથે પાડવા છતાં પણ ગભરાતા નથી. તે દુઃખને પોતાના મિત્ર માને છે, અને જેમ ચાબુક લાગવાથી જાતિવંત ઘોડા દાડે છે. તે જ પ્રમાણે દુઃખ માથે પડવાથી જ્ઞાનીએ ગભરાતા નથી પણ ધર્માંમાં વધારે લાગી જાય છે; ત્યારે અજ્ઞાનીએ માથે થાડુ દુઃખ પડવાથી રડવા માંડે છે.
આ પ્રમાણે નાની લેાકેા જેને દિવસ માને છે, અજ્ઞાનીએ તેને રાત માને છે. અને અજ્ઞાની લેાકેા જેને દિવસ માને છે, જ્ઞાનીએ તેને રાત માને છે. આવે! ક્રમ સ`સારમાં ચાલ્યા જ કરે છે. એટલા માટે માથે દુ:ખ પડે તેા તમારે રડવું ન જોઈ એ પણ ધમ માં પ્રવૃત્ત થવું જોઈ એ. જ્ઞાનીએ જેવા ઉન્નત વિચાર કરે છે તેવા ઊંચા વિચાર તમારે પણ કરવા જોઇ એ. જો તમે આવા ઊંચા વિચાર રાખશો તે! તમે શરીરમાં રહેવા છતાં પણ અન’તખલી બની જશે!, એટલા માટે સંસારની ચીજોના નાથ ન બનતાં, તમારા આત્માના નાથ અનેા ! તમને સહજ બધાં સાધને મળ્યાં છે, એ સાધને દ્વારા આત્માનું કલ્યાણ કરી લો. તમે લોકેા ખીજાએાની દવા લેા ા પણુ આ અમારી દવા પણ યેા. તમે શ્રાવક છે. શાસ્ત્રમાં શ્રાવકને સાધુના માતાપિતા કથા છે. તમે લેાકેા ભલે ગમે તેવા થઇ જાએ પણ જેમ વૃદ્ધ અને રાગી બાપને બાપ જ માનવામાં આવે છે, તેમ અમારે પણ શ્રાવકા અમારા માતાપિતા છે એ માનવું જ જોઇએ. અમે એ વાતના તા ઈન્કાર કરી શકીએ નહિ ! પરંતુ તમારે માટે પણ એ જ ઉચિત છે કે તમે અમારી વાત ઉપર પૂરેપૂરા વિચાર કરા ! જો તમે તમારા આત્માને ખરાબ કામેામાંથી દૂર રાખો તેા તમારું શ્રાવક૫૬ પણ શાભશે અને તમારું કલ્યાણ પણ થશે !
સુદર્શન ચરિત્ર—૨૪
કપિલ પુરાહિત વિવિધ વિદ્યાધર, સુદનસે પ્રીત;
લાહ ચુમ્બક સમ મિયા પરસ્પર, સરીખે સરીખી રીત. ાધનનારા પુરાહિત નારી મહા વ્યભિચારી, કપિલા કુટિલ કઠોર, શેઠ કીતિ સુન સુન્દર તનકી, વ્યાપેા મન્મથ જોર
રામનારા
Page #274
--------------------------------------------------------------------------
________________
વદી ૬] રાજકેટ-ચાતુર્માસ
[૨૩૩ પતિ ગયે પરદેશ શેઠ પે, એલી કપટ વિશેષ
પતિ હમારા અતિ બીમાર, ચલ ચલે તજ શેષ છે ધન૨૩ છે સુદર્શન શેઠ ગૃહસ્થ હતા. તે બધો વ્યવહાર બરાબર ચલાવતા હોવા છતાં ધર્મને કેવી રીતે સુરક્ષિત રાખતું હતું, એ વાત હવે બતાવવામાં આવે છે. શેઠે કપિલ પુરોહિતની સાથે મિત્રતા કરી. કપિલ સદગુણી અને વિદ્યાકળા વગેરેમાં નિપુણ તથા ધાર્મિક વિચારને હેવાથી પરસ્પર સહકાર મળે એ ઉદ્દેશ્યથી સુદર્શને તેની સાથે મિત્રતા બાંધી તેની સાથે પ્રીતિસંબંધ જેડ.
આજે કેટલાક લેકે મિત્રતા તે બાંધે છે પણ તેમની મિત્રતા કેવી હોય છે એ તો જાણનારાઓ જ જાણે છે. સાધારણ રીતે સમાન આચાર વિચારવાળાની સાથે જ પ્રીતિ સંબંધ જોડાય છે. પરંતુ પ્રીતિ કરવામાં પોતાના ધાર્મિક ત દબાઈ ન જાય એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જો કોઈની સાથેના પ્રીતિસંબંધથી ધર્મભાવનાને વિકાસ રુંધાતો ન હોય કે ધાર્મિક ભાવનાને ધકક પહોંચતો ન હોય તો તેની સાથે પ્રીતિસંબંધ જોડવામાં કાંઈ વધે નથી; પણ જે ધાર્મિક ભાવનાનો વિકાસ રુંધાતો હોય તે તેની સાથે પ્રીતિસંબંધ જોડવો ન જોઈએ. સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે અહીં જ રહી જશે પણ કેવળ એક ધર્મ મિત્ર જ સાથે આવશે. મારો જે વિકાસ થયો છે તે ધર્મના પ્રતાપે જ થયે છે એમ સમજવું જોઈએ. જો પિતા ધર્મ ઉપર આઘાત કરતા હોય તે તેમને પણ સ્પષ્ટ કહી દેવું જોઈએ કે, આપની હું દરેક પ્રકારે સેવા કરવા તૈયાર છું પરંતુ તમે ધર્મ ઉપર આઘાત ન કરે. આપે મને શરીર આપ્યું છે તે આ શરીર આપની સેવા કરવા માટે તૈયાર છે, પણ ધર્મ આત્માને છે, અને આત્માને તમે બનાવેલ કે આપેલો નથી. જો હું આપે આપેલા શરીરને ખરાબ કામોમાં દુરુપયોગ કરતો હોઉં તે તે આપ મને દંડ આપી શકો છો પણ આ શરીરમાં રહેતાં હું આત્માનું કલ્યાણ કરું તે એમાં આપને શું વાંધે છે ? કે તમે બાધા ઊભી કરે છે. આ જ પ્રમાણે જે સ્ત્રી પણ ધર્મમાં બાધા પહોંચાડતી હોય તે તેને પણ કહી દેવું કે, હું તારું ભરણપોષણ કરીશ, પણ મારો ધર્મ હું છોડીશ નહિ. આ પ્રમાણે મિત્ર પણ ધર્મકાર્યમાં બાધક થતો હોય તે તેને પણ કહી દેવું કે, મિત્રનું કામ સંકટના સમયે સહાયતા આપવાનું છે. જે તમારા ઉપર કોઈ સંકટ આવી પડે તે હું સહાયતા આપવા તૈયાર છું પણ મારા ધર્મ ઉપર કરવામાં આવતા કોઈ પ્રકારને આઘાત સહી શકું નહિ.
શ્રી ઉપાસક દશાંગસૂત્રમાં મહાશતક શ્રાવકની કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે, મહાશતકની સ્ત્રી રેવતીએ પિતાની બાર શેકોને મારી નાંખી અને પિતે માંસ મદિરાની મોજ માણવામાં ઉન્મત રહેવા લાગી. મહાશતકે વિચાર્યું કે, આ સ્ત્રી તે આવી ખરાબ છે પણ મારે ધર્મ સ્વતંત્ર છે. મારો ધર્મ મારી પાસે છે, એટલે મારા ધર્મ ઉપર કોઈ આઘાત કરી શકે નહિ. આ પ્રમાણે વિચાર કરી તેણે સંસારનાં કામોને ત્યાગ કર્યો અને પ્રતિજ્ઞા ધારણ કરી ધર્મસ્થાનમાં જઈ બેઠે. તેને અવાધજ્ઞાન થયું. તે વખતે રેવતીએ મહાશતકની પાસે જઈ કહ્યું કે, તમે આ ધર્મને ઢાંગ કરી કેમ બેઠા છે ! તમને કોઇએ ભરમાવ્યું લાગે છે કે તમે આવા ઢોંગમાં પડેલા છો ? ચાલો, ઊઠો ! આપણે સંસારનો આનંદ
૩૦.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૩૪].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
લઈએ. રેવતીનું આ કથન સાંભળી મહાશતકે તેને કહ્યું કે, મેં તારાં બધાં કામ સહ્યાં છે પણ તું મારા ધર્મના વિષે જે કાંઈ કહે છે તે મારા માટે અસહ્ય છે. તું મરીને પહેલી નરકમાં ૮૪ હજાર વર્ષનું આયુષ્ય લઈને જઈશ. આ પ્રમાણે તેણે અવધિજ્ઞાનને આ ઉપયોગ કર્યો. મહાશતકનું કથન સાંભળી રેવતી ભય પામી અને ગભરાઈને પાછી ફરી ગઈ. આ વાત ભગવાનની જાણમાં આવી. ભગવાને કહ્યું કે, હે મહાશતક ! તારે ધર્મ સ્વતંત્ર છે. તેના કહેવાથી તારો ધર્મ કાંઈ ખરાબ થઈ જવાને નથી. તેમ છતાં તે તેને નરક જવાનું કહ્યું એટલે ક્રોધ આવવાથી તને દોષ લાગે છે માટે તું તેનું પ્રાયશ્ચિત લે. આ પ્રમાણે કહી ભગવાને ગૌતમ સ્વામીને મોકલી મહાશતકને આલોચના કરાવી. કહેવાને ભાવાર્થ એ છે કે, ધર્મ સ્વતંત્ર છે. તે કોઈ પણ રીતે પરતંત્ર નથી એટલા માટે ધર્મનું પાલન હમેશાં કરવું !
સુદર્શને કપિલને સદગુણી અને ધર્મસહાયક જાણી પિતાનો મિત્ર બનાવ્યો. કપિલને ત્યાં ધનની કાંઈ ઊણપ ન હતી. રાજ્ય તરફથી પણ તેને વર્ષાસન મળતું હતું એટલે પછી તેને ધનની ઊણપ રહે જ કેમ! કપિલ બુદ્ધિમાન હતું એટલે તે વિચારતો હતો કે હું ઋદ્ધિસિદ્ધિથી સંપન્ન છું તથા રાજ્યને ગુરુ છું એટલે મારે સાવધાન રહી કોઈ ઊંચો આદર્શ ઉપસ્થિત કરવું જોઈએ. કપિલ તો આવી ઉન્નત ભાવના ભાવ હતા, ત્યારે તેની સ્ત્રી કપિલા એમ વિચારતી હતી કે, “ આપણને આટલું બધું ધન મળ્યું છે તે તેને ભેગેને ઉપભોગ કરવામાં તથા મેજમજા માણવામાં ઉપયોગ કરવો જોઈએ. આ પ્રમાણે પતિ-પત્ની બંનેનાં માર્ગો જુદાં જુદાં હતાં.
સુદર્શન અને કપિલ બન્ને મિત્ર થયા. આજે તે કેવળ એજ માણવા માટે મિત્રો, બની જાય છે પણ સન્મિત્ર તે જુદા જ પ્રકારના હોય છે. કહ્યું છે કે, સંસારમાં સન્મિત્રનું મળવું બહુ જ મુશ્કેલ છે. સુદર્શન અને કપિલ બનેય યોગ્ય હતાં એટલા માટે બનેની વચ્ચે ગાઢ મિત્રતા થઇ. જ્યારે સુદર્શનને અવકાશ મળો ત્યારે તે કપિલને ત્યાં જ અને કપિલને જ્યારે અવકાશ મળતું ત્યારે તે સુદર્શનને ત્યાં જતો. આ પ્રમાણે બનેય જણ એક બીજાને ત્યાં જતાં આવતાં.
સુદર્શન કપિલને ત્યાં જ હતો. કપિલની સ્ત્રી કપિલા સુદર્શનની સુંદરતા જોઈ કહેવા લાગી કે, આ કે સુંદર પુરુષ છે! આ સુંદર પુરુષ મેં કોઈ દિવસ જોયો નથી. શું હું એની સુંદરતાની પ્રશંસા કરીને જ બેસી રહું? હું બુદ્ધિમતી છું-હેશયાર છું અને કળામાં કુશળ છું, તો એને હું મારા તરફ આકર્ષિત ન કરું તે મારી હશીયારી શું કામની ?
સુદર્શન કપિલનો મિત્ર છે પણ એને માટે કપિલા કે વિચાર કરે છે ! સંસારની વિચિત્રતા જ કોઈ જુદા પ્રકારની છે. એક કવિએ એ વિષે કહ્યું છે કે- જે હરે અમૃતમ fક્ર વિષમઘં જે સુદર્શનને જોઈ બધા પ્રસન્ન થતાં હતાં અને અધર્મીઓમાં પણ ધર્મની ભાવના જાગ્રત થતી હતી, તે જ સુદર્શનને જે કપિલા કેવી ખરાબ ભાવના ભાવે છે તે જુઓ. તે વિચારે છે કે, મને એની પરવા નથી એટલા માટે જે તે સીધી રીતે મને વશ નહિ થાય તે તેને ત્રિયાચરિત્ર દ્વારા વશ કરીશ.
Page #276
--------------------------------------------------------------------------
________________
વદી ૬ ] રાજ કેટ-ચાતુર્માસ
[ ૨૩૫ કવિતામાં કહેવામાં આવ્યું છે કે, કપિલા મહાવ્યભિચારિણી હતી. આ કથનને એ અર્થ નથી કે બજારુ સ્ત્રી-વેસ્યા હતી. તેણીએ સુદર્શન સિવાય બીજા કોઈની સાથે વ્યભિચાર કરવાની ઈચ્છા કરી ન હતી, તેમાં કોઈની સાથે વ્યભિચાર સેવ્યો પણ ન હતું, તેમ છતાં તેને મહાવ્યભિચારિણી કહેવાનું કારણ એ છે કે, તેણીએ એક મહાપુરુષને ભ્રષ્ટ કરવાની ઇચ્છા કરી હતી. જેમ કોઈ માણસ રાજ્યના ભંડારને તોડી ચોરી કરે તો તે મહા ચોર કહેવાશે કારણ કે તેણે ઘણું સાહસપૂર્વક ચોરી કરી છે. કોઈ માણસ રાણીની સાથે વ્યભિચાર સેવે તે તે માણસ મહાવ્યભિચારી કહેવાશે. જો સાધુ કઈ રાણુની સાથે ભ્રષ્ટ થાય તો તેને *દશમું પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને કોઈ સાધારણ સ્ત્રીની સાથે ભ્રષ્ટ થયો હોય તે તેને આઠમું પ્રાયશ્ચિત કહેલ છે; અર્થાત રાણીની સાથે ભ્રષ્ટ થવાને માટે અપરાધ માનવામાં આવ્યા છે. આજ પ્રમાણે કપિલાને મહા વ્યભિચારિણી એટલા માટે કહેવામાં આવી છે કે, તેણીએ સુદર્શનને કે જેને જોઈ પાપી માણસના હૃદયમાં પણ ધર્મભાવના જાગ્રત થતી હતી, તેવા ધર્માત્માને ભ્રષ્ટ કરવાની ઇચ્છા કરી હતી.
સુદર્શનને ફસાવવા માટે કપિલાએ ઘણાં પ્રપંચે રચાં પણ બધામાં તેને અસફળતા મળી. તે સુદર્શનને પિતાની જાળમાં ફસાવી શકી નહિ!
એક દિવસ જરૂરી કામને અંગે રાજાએ કપિલને બહારગામ જવાનું કહ્યું. એ કામ એટલું બધું જરૂરી હતું કે તે સુદર્શનને મળી પણ શકો નહિ; પણ તે કપિલાને કહેતે ગયો કે, કોઈ જરૂરી કામ હોય તે મારા મિત્ર શેઠને કહેજે, તે બધું કરી આપશે. હું આજે જરૂરી કામને અંગે બહારગામ જાઉં છું. આ સાંભળી કપિલાને પ્રસન્નતા થઈ અને તે વિચારવા લાગી કે, સુદર્શનને ફસાવવાને આ ઠીક અવસર મળ્યું છે. પુરોહિત પણ જે કાંઈ કામ હોય તે શેઠને કહેવાનું અને શેઠને મારી જગ્યાએ માનવાનું કહી ગયા છે. દુર્જન લેકે સીધા અર્થને પણ પિતાને ઊલટે અનુકૂલ અર્થ કરે છે. - કપિલ બહારગામ ગયો. કપિલા વિચારવા લાગી કે, મારા સદ્દભાગ્ય છે કે મને આવો અવસર મળ્યો છે. તેણીએ પિતાનું ઘર સાફસુફ કરી સજાવ્યું અને પોતે પણ શરીર શણગાર્યું. પછી દેડતી દોડતી ગભરાએલી હોય તેમ સુદર્શનની પાસે ગઈ મિત્રની સ્ત્રીને આવતી જોઈ સુદર્શને તેને સત્કાર કર્યો. સુદર્શનની દ્રષ્ટિ કપિલાના પગ ઉપર હતી. તેના સંગાર કે રૂ૫ ઉપર નહતી. મિત્રની સ્ત્રીને કઈ દૃષ્ટિએ જોવી જોઈએ એને ઘણો લાંબે વિચાર છે.
શેઠે કપિલાને પૂછ્યું કે, “આજે તમે ગભરાતાં ગભરાતાં કેમ દોડતાં આવ્યા છે !” શેઠના આ પ્રશ્નના ઉત્તરમાં કપિલા વીલું મોટું કરી રહેતી હોય એ રીતે સુદર્શનને કહેવા લાગી કે, “શું કહું ! કહી શકાતું નથી ! તમે તમારા મિત્રને મળીને જેવા બહાર નીકળ્યા
* દશમાં પ્રાયશ્ચિતનું નામ પારંચિય પ્રાયશ્ચિત છે, આ પ્રાયશ્ચિતમાં જધન્ય ૬ મહિના અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ સુધી ગચ્છ બહાર રહેવું પડે છે, ભીક્ષા-ગોચરી કરવી પડે છે, અને જેમની સાથે દોષ થયો હોય તે બધા લોકોને જાહેર સભામાં બોલાવી તેમની સામે ક્ષમા માંગવી પડે છે. કેટલાક આચાર્યોને એવો પણ મત છે કે નવમા અને દશમાં પ્રાયશ્ચિતનો લોપ થયો છે.
* આઠમાં પ્રાયશ્ચિતમાં ફરી દીક્ષા લેવી પડે છે. તે પ્રાયશ્ચિતનું નામ “મુલાદિહ પ્રાયશ્ચિત છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
ત્યારથી તમારા મિત્રને શરીરમાં પીડા થવા લાગી છે. એ પીડા પણ એવી અસહ્ય છે કે તેઓ સહી શકતા નથી. અત્યારે તેઓ મિત્ર મિત્ર એમ પાકાર કરી રહ્યા છે! જાણે તમે જ તેમના સાક્ષાત્ ઈશ્વર કેમ ન હેા ! માટે તમે બધું કામકાજ પડતું મૂકીને જલ્દી ધેર આવેા.''
કપિલાના પેટમાં કેટલું બધું પાપ છે અને ઉપર ઉપરથી કેવી મીઠી વાતા કરી રહી છે! જ્યારે હૃદયમાં કપટ હોય છે ત્યારે એવું જ બને છે. આ પ્રકારના કપટને શાસ્ત્રમાં માયા કે શલ્ય તરીકે વર્ણવવામાં આવેલ છે. કપટ કરીને બીજાને ઠગવે! તે પેાતાના આત્મામાં જ કાંટા ધેાંચવા જેવું છે.
કપિલા સુદર્શનને કહેવા લાગી કે, “તમારા મિત્રને કાઇ ગંભીર રોગ લાગુ પડયા જણાય છે. આપ આવી તેમને કાંઈ ઉપચાર કરેા નહિં તે ગજબ જ થઈ જશે.''
મિત્રને ગંભીર ખીમાર થએલા જાણી સુદર્શનના જીવ ઉચક થઈ ગયેા. સુદર્શને કપિલાને કહ્યું કે, “જ્યારે મારા મિત્ર આટલા બધા ખીમાર છે તેા તેમને છેડીને તમે અહીં કેમ આવ્યા ! કાઈ નાકરને મને ખેલાવવા માટે માકલવા હતા તે ! ” કપિલાએ ઉત્તર આપ્યા કે, “આપ બીજો કાઈ ખેલાવવા આવે તે આવેા કે ન પણ આવે, તમે જલ્દી આવા એટલા માટે તમને તેડવા માટે હું, પોતે આવી.” સુદર્શને કહ્યું કે, “ ઠીક તમે ચાલા, હું હમણાંજ આવું છું.” પેિલાએ કહ્યું કે, “ના, પહેલાં તમે આગળ ચાલેા, હું તમારી પાછળ આવું છું.”
સુદર્શન જે કપડાં પહેર્યાં હતાં તે કપડાંભેર કપિલાની સાથે ચાલી નીકળ્યેા. આગળ સુદર્શન હતેા અને તેની પાછળ કપિલા હતી. કપિલા પેાતાના મનમાં એવું અભિમાન કરતી જતી હતી કે મે કેવા દાવ ફેંક્યા કે મારી જાળમાં સુદર્શન ફસાઈ ગયા. લોકો કહે છે કે, કપટ ન કરવું પણ હું તો કહું છું કે, કપટ કરવાથી જ આનંદ મળે છે. આજે પણ લોકેા કપટ કરવામાં જ આનંદ માને છે. અને કપટને ‘પેાલીસી’નું નામ આપી લેાકાને ઠંગે છે. આ પ્રમાણે કપિલા કપટના વિષયથી ઉન્મત્ત થઈ મરડાતી ચાલતી હતી જ્યારે સુદર્શન નીચી દ્રષ્ટિ કરી ચાલ્યા જતા હતા.
કપિલને ઘેર જઈ સુદર્શને કપિલાને પૂછ્યું કે, “મિત્ર કયાં છે?'' કપિલાએ ઉત્તર આપ્યા કે, “એવા ગંભીર ખીમારને બહાર કેમ સુવડાવી શકાય ? એ ા ઘરની અંદર સુતેલા છે ! '” શેઠ ઘરમાં ગયા. શેઠ જેવા ધરમાં દાખલ થયેા કે તરત જ કપિલાએ ધરના બારણાં બંધ કરી દીધાં. આ પ્રમાણે કપિલાને બારણાં બંધ કરતા જોષ સુદર્શન સમજી ગયા કે, આ તેા કપટની જાળમાં ફસાઇ ગયા ! હવે તો આ કપટજાળમાંથી કેમ છૂટી શકાય એના જ ઉપાય વિચારવા જોઈએ! અત્યાર સુધી તો હું ભાવનાથીજ શીલનું પાલન કરતા હતા પણ આ તો મારી એ ભાવનાની પરીક્ષા છે. આ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈ જાઉં તેા મારી ભાવના સફળ થઈ જાય !
કપિલાએ તે ઘરનાં દ્વાર બંધ કરી દીધાં છે અને આ બાજુ સુદર્શન શીલપાલનની ઉન્નત ભાવના ભાવે છે. હવે આગળ શું થાય છે તેના હવે પછી યથાવસરે વિચાર કરવામાં આવશે.
Page #278
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૮ રવિવાર
પ્રાર્થના “સમુદ્રવિજય” સુત શ્રી નેમીશ્વર, જાદવ કુલકે ટકે, રતનકુખ ધારણું “સિતાદે', તેહને નદન ની.
શ્રી જિન મેહનગારે છે, જીવન પ્રાણ હમારે છે. ૧ શ્રી અરિષ્ટનેમિ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માને મોહનગારા કહેવાની કોને સત્તા છે, ભગવાનને મેહનગારા કોણ બનાવી શકે છે અને કોણે પરમાત્માને મોહનગારે બનાવ્યો છે એ બધી વાતને ઊંડો વિચાર કરવામાં આવે તે પરમાત્માની પ્રાર્થનાનું રહસ્ય પણ સમજમાં આવી શકે !
આપણે તે પરમાત્માને મેહનગારા બનાવનારનું થોડું ઘણું અનુકરણ જ કરીએ છીએ અથવા જીભથી સામાન્ય તેમની પ્રશંસા જ કરીએ છીએ પણ વાસ્તવમાં પરમાત્માને આપણે મેહનગારા બનાવી શક્યા નથી !
ભગવતી રાજમતિએ જ ભગવાનને મેહનગારા બનાવ્યા હતા અને ભગવાનને પિતાના હદયમાં સ્થાન આપી પિતાનું અને જગતનું કલ્યાણ કર્યું હતું. ભગવાન અરિષ્ટનેમિ અને ભગવતી રાજમતિની કથા સંસારને કલ્યાણકારી છે, એટલા જ માટે સંસારના લેકે, એ બન્નેને શ્રદ્ધાંજલિ સમર્પણ કરી, કહે છે કે “હે પ્રભો ! એ દિવસ ક્યારે આવશે
જ્યારે અમે પણ ભગવાન અરિષ્ટનેમિને ભગવતી રાજમતિની માફક અમારા મેહનગારા બનાવી શકીશું !
જો કે, કવિઓ અને ગ્રન્થકારાએ આ બન્ને મહાત્માઓનું ઘણું ચરિત્રવર્ણન કરેલ છે પણ એ બન્નેના ચરિત્રને સંપૂર્ણ રીતે વર્ણન કરવા માટે બૃહસ્પતિ પણ સમર્થ નથી, તે પછી બીજા એમનું ચરિત્ર વર્ણન બરાબર કેમ કરી શકે ! મન, બુદ્ધિ અને વાણી તેમનું ચરિત્ર વર્ણન કરતાં થાકી જઈને જોતિ નતિ કહેવા લાગે છે. આ પ્રમાણે તેમના ચરિત્રના મહત્વને અંત નથી એટલા માટે હું તે તેમનું વર્ણન કરી જ કેમ શકું? તેમ છતાં જેમ આકાશ અનંત છે અને પક્ષીઓ તેમાં ઉડે જ છે ! પૃથ્વી ઉપર થોડે ઘણે કોઈ પ્રકારનો ભય પેદા થયો કે પક્ષીઓ આકાશનું શરણ લઈ નિર્ભય બને છે અર્થાત અનન્ત હોવા છતાં આકાશને પક્ષીઓ પોતાને આધાર માને છે. પૃથ્વી ઉપર તે ચાર ચરવા આવે છે બાકી પ્રધાનઃ આકાશને જ પિતાને આધાર સમજે છે.
આ જ પ્રમાણે જ્ઞાનીઓ પણ કર્મપ્રકૃતિને કારણે આ સંસારમાં રહે છે, પણ પિતાને આધાર તો ભગવાન અરિષ્ટનેમિ અને ભગવતી રાજમતિને જ માને છે. તેઓ પ્રત્યેક સમય ભગવાનના ચરિત્રનેજ આશ્રય લે છે. જે પ્રમાણે પક્ષીઓ આકાશમાં ઉડે છે તેમ છતાં તેઓ તો એમજ કહે છે કે અમે તે આકાશને આધાર લઈએ છીએ. અમે આકાશને 'પાર પામી શકતા નથી; આજ પ્રમાણે જ્ઞાનીઓ પણ કહે છે કે, અમે ભગવાનના
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૩૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [શ્રાવણ ચરિત્રને આધાર લઈએ છીએ. અમે ભગવાનના ચરિત્રને પાર પામી શકતા નથી. મહાન પુરુષની આ પદ્ધતિને તમે પણ અપનાવી એમ કહે કે –
શ્રી જિન મોહનગારો છે, જીવન પ્રાણ હમારે છે. આધ્યાત્મિક વિચાર કરનારાઓએ શરીરને વિચાર કરતાં શરીરમાં રહેલા આત્માને વિચાર કર્યો છે અને તેઓ કહે છે કે, શરીરને શું જુએ છે, આત્માને જુઓ. આત્માને માટે આધારભૂત ભગવાન નેમિનાથ છે એટલા માટે આત્માને ભગવાન નેમિનાથ જ મેહનગારા હોવા જોઈએ.
આ સંસારમાં અનેક પ્રકારની માન્યતા અને ભિન્નતા જોવામાં આવે છે. કેટલાક લોકો તે શરીરને જ બધું માની બેઠા છે. તેઓ કહે છે કે, જે કાંઈ છે તે શરીર જ છે. શરીર સિવાય બીજું કાંઈ નથી. જે કાંઈ છે તે આ પંચભૂત પૂતળામાં જ છે. કેટલાક લકે એથી પણ આગળ વધેલા છે. તેઓ કહે છે કે, શ્વાસ વગેરે પ્રાણો જ બધુય છે. તે સિવાય બીજું કશુંય નથી. પ્રાણ જ તે “હું” છું. આજનું વિજ્ઞાન મન સુધી પહોંચ્યું છે. પણ ભગવાન કહે છે કે “તું” શરીર નથી, પ્રાણ નથી, મન નથી કે વિજ્ઞાન નથી; પણ એ બધાંથી પર જે છે તે જ “તું” છે, એને સાક્ષાત્કાર કરવો એ જ સાચું તત્ત્વજ્ઞાન છે, તમે એ તત્ત્વજ્ઞાન સમજે, કેવળ શરીરને જ તમારું માની બેસે નહિ! જેને તમે તમારું માને છે એ શરીરમાં તમારા રહેવાથી જ ચેતના છે, નહિં તે તે શરીર જડ છે; એટલા માટે હું શરીર જ છું અથવા શરીરને માટે હું છું એમ માની બેસે નહિ ! જે લોકો એમ માને છે તેમણે અનાથી મુનિની શરણે જવું જોઈએ. અનાથી મુનિને અધિકાર–-૨૫
અનાથી મુનિ, રાજા શ્રેણિકને કે જે શરીરને જ સર્વસ્વ માનતા હતા તે રાજા શ્રેણિકને કહે છે કે, “હે રાજા! હું શરીર જ છું’ એમ માનવું એ ભૂલ છે. આ શરીરમાં રહેલો આત્મા પાસે જ હોવા છતાં તેને ભૂલી રહ્યા છો અને “શરીર જ એ હું છું” એમ ભાનીને ધુમાડાને પકડવા જેવો પ્રયત્ન કરી રહ્યા છે ! ” જ્ઞાનીઓ કહે છે કે, આ શરીરના અધ્યાસથી છૂટવું જેટલું કઠણ છે તેટલું જ તે સુંદર પણ છે. જે પ્રમાણે જમીનને ઊંડી ખોદવાથી જ હીરો હાથ લાગે છે, અને એક જ હીરો પ્રાપ્ત થવાથી બધું દારિઘ ફિટી જાય છે, તે જ પ્રમાણે શરીરને અધ્યાસ છોડો કઠણ તે છે પણ એ અધ્યાસ છૂટયા બાદ કોઈ પ્રકારનું કષ્ટ કે અજ્ઞાન રહેવા પામતું નથી. એટલા માટે શરીરના અધ્યાસને છોડવાને અભ્યાસ કરવો જોઈએ.
શરીરને અધ્યાસ છોડવા માટે હું તે ગણધરની કહેલી વાણી જ તમારી સામે મૂકું છું. કહ્યું છે કે – સતા ચે ઉચ્છિષ્ટ સાંગ તે મી બેલ કાયમી પામર જાણવે.
હું તમને ગણધરોની વાણી સંભળાવું છું. મારી પિતાની પાસે તે કાંઈ નથી; હા, ગણધરોની વાણી તમારી સમજમાં આવે એટલા માટે ગણધરની વાણીને સરળ કરી
Page #280
--------------------------------------------------------------------------
________________
વઢી ૮ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૩૯
કહું છું. ગણધરાએ જ સમાજના હિત માટે કેટલા બધા પ્રયત્ન કર્યાં છે એ વિષે વિચાર કરે.. અનાથી મુનિએ રાજા શ્રેણિકને જે કાંઈ કહ્યું છે તેને શાસ્ત્રમાં ગુંથીને ગણધરો આપણા માટે કેટલેા બધા વારસા છેાડી ગયા છે! જે પ્રમાણે પિતા ધનને એકત્રિત કરી પુત્રને વારસામાં આપી જાય છે, તે જ પ્રમાણે ગણધરા શ્રમ કરીને આપણને આ “આગમે” વારસામાં આપી ગયા છે! ચેાગ્ય પુત્ર, જો પૈતૃક સંપત્તિને વધારતા નથી તો તેના નાશ પણ કરતા નથી. આજ પ્રમાણે આપણા હિત માટે ગણધર આપણને વારસામાં જે “આગમા” આપી ગયા છે તેને ધ્યાનમાં રાખે। અને જો તેમાં વધારો કરી ન શકેા, તે તેને નષ્ટતા થવા દે નહિ, પણ તેને સુરક્ષિત ા અવશ્ય રાખો !
રાજન્ ! મારી આવી
અનાથી મુનિ કહે છે કે, “હે અનાચતા હતી. આ ખીજમંત્ર છે. હું દરેક રીતે અનાથ હતા. હે ! રાજન! જે શરીર જોઇને તું આશ્રય પામે છે એ શરીરના સારરૂપે આ આખા છે. એ આંખેામાં પણ એવી કારમી વેદના થતી હતી કે વાત જ પુછેા મા !
“પન્નવણા સૂત્રમાં એમ કહ્યું છે કે ‘સારભૂત પુદ્ગલે! આંખાને મળે છે.' આંખા સંસારનું બધું રૂપ જુએ છે. આ આંખાએ ન જાણે સંસારનું કેટલું બંધું રૂપ જોયું હશે ! આવી અણુમેાલ આંખોને હું જેમ કે।ઇ માણસ અમૃતથી પોતાના પગ ધ્રુવે એવા દુરુપચેાગ કરી રહ્યા હતા. અમૃતથી પગ પણ ધોઈ શકાય છે. આ પ્રમાણે વિચાર કરી કાઇ અમૃતથી પગ ધેાઇને કહે કે, અમૃત તે પગ ધાવા માટે છે. જીએ ! મે' અમૃતથી પગ ધોયા તા પગ કેવાં સાફ થઈ ગયાં ? આ સાંભળી તેના મિત્રે કહ્યું કે, એ તારી ભૂલ છે. તું અમૃતને પગ ધેાવાના કામમાં લે છે પણ એજ અમૃતનું એક ટીપું કોઈ રાગીને આપવામાં આવે તે તેને રાગ સદાને માટે નાશ પામે છે તે પછી એ અમૃત પગ ધોવા માટે છે એમ તું કેમ માને છે? અને અમૃતને! આ પ્રમાણે દુરુપયેાગ શા માટે કરે છે?
આજ પ્રમાણે સારભૂત આંખના ખેલ-તમાશા વગેરે જોવામાં દુરુપયોગ કરવા એ તે અમૃતથી પગને ધાવા જેવુ કામ છે. પણ હે ! રાજન્! આ વાત મને પહેલાં સમજમાં આવી ન હતી. અને તેથી હું આંખાના દુરુપયોગ કરતા, જ્યારે મારી આંખામાં કારમી વેદના ઉપડી ત્યારે જ મને ભાન થયું કે હું મારી આંખોને દુરુપયેાગ કરી રહ્યા છું. હું તેા એ વેદનાને મહા શક્તિરૂપ ગણું છું. તે વેદનાથી મને દુઃખ તે અવશ્ય થયું પણ દુ:ખના અનુભવે મને આત્મ ભાન થયું. હે! રાજન! તું જાણે છે કે, આ યુવાવસ્થામાં સુખસોંપત્તિ અને સ્ત્રીનેા ત્યાગ કરવા કેટલા મુશ્કેલ છે પણ એ વેદનારૂપ મહા શક્તિની કૃપાથી હું ત્યાગ કરી શકયેા. એટલા માટે એ વેદનાને ભલે ખીજા લોકો દુઃખરૂપ માને પણ મારા માટે તેા એ વેદના દયા કરનારી હતી એમ હું માનું છું,
“ હે રાજન ! એ વેદનાને દુઃખરૂપ માનવી કે સુખરૂપ માનવી એ વિષે લોકો થાપ ખાઇ જાય એ સ્વાભાવિક છે, પણ એ વિષે ઊંડા વિચાર કરવામાં આવે તે એ વેદના પરિણામે સુખરૂપ જણાયા વિના રહેશે નહિ ! ''
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
માના કે, કોઈ માણસને હાથમાં ઝેરી ગુમડું થયું છે. હવે જો એ ગુમડામાંથી ઝેર કાઢી નાંખવામાં ન આવે તે મૃત્યુ થાય એવા સંભવ છે. આવી અવસ્થામાં ડૉકટર જો એ ગુમડાને ચીરી ઝેર કાઢી નાંખે તે વેદના તે। થશે જ, પણ વેદના પરિણામે સુખકારી નીવડશે. આ દૃષ્ટિએ ડાકટર શત્રુરૂપ ગણાશે કે મિત્રરૂપ ? મૃત્યુમાંથી ઉગારનાર ડૉકટરને મિત્ર જ માનવામાં આવશે. આ વાતને કાઇ અસ્વીકાર કરતું નથી. આજ પ્રમાણે તમે પણ ગુમડાનું આપરેશન કરી રોગનેા નાશ કરનાર ડાકટરને શત્રુરૂપ નહિ, મિત્રરૂપ છે એમ સ્વીકાર કરેા છે, પણ આગળ જતાં તમે તે વાત ભૂલી જાઓ છે! અને ભૂલ કરી એસા છે.
મુનિએ કહ્યું કે, “હે ! રાજન્! આંખેની કારમી વેદના થવાની સાથે જ મારા આખા શરીરમાં દાહ પણ થઇ રહ્યા હતા પણ તે વખતે મને એવું ભાન થયું કે, હું જે શરીરને પેાતાને નાથ માની રહ્યા છું, જે શરીરને સુંદર માની અભિમાન કરી રહ્યા છું, વાસ્તવમાં તે શરીરના હું નાથ નથી. શરીરને વ્યાધિગ્રસ્ત થએલુ જોઈ મને એવા વિચાર થયા કે, શું હું આ શરીરને નાથ છું? હું મારા શરીરને સારું રાખવા ચાહું છું, છતાં આ શરીર મને વેદના આપી રહ્યું છે એ ઉપરથી મને એમ લાગે છે કે, હું
આ શરીરના નાથ નથી. આ શરીર જુદું છે અને હું પણ જુદા છું. એ વાત જુદી છે કે, આત્મા અને શરીર, દુધ અને પાણીની માફક એકમય થઇ ગયાં છે; પણ વાસ્તવમાં દૂધ અને પાણી જુદાં છે તેમ આત્મા અને શરીર પણ જુદાં જુદાં જ છે.
“ હે રાજન ! આત્મા અને શરીરના વિવેક થવાથી મને એમ લાગવા લાગ્યું કે, મારી આંખેામાં ભાલું બાંકવાની માફક જે વેદના આપી રહ્યું છે, અને આ શરીરને અગ્નિની જેવી બળતરા કરાવી રહ્યું છે, તે બીજાં કાઈ નહિ, પણ હું પાતે જ એમ કહી રહ્યા છું. તું કહેશે, કે કાણુ એવા હશે કે, જે પેાતાની આંખેામાં અને પેાતાના શરીરમાં પેાતાની મેળે વેદના પેદા કરે ? પણ હે રાજન! મારા કથનના ભાવાથ તું સમજ્યા નહિ ! મારા કથન ઉપર્ જરા ઊંડા વિચાર કરીશ તા તને સ્પષ્ટ જણાશે કે, આ આત્મા અનાથતાને કારણે પરવસ્તુને પેાતાની માની બેસે છે અને તે કારણે પેાતાનું ભલું કરવાને બદલે ભૂંડું પણ કરી બેસે છે. વાસ્તવમાં આત્માની અનાથતા દૂર કર્યા વિના આ શારીરિક પીડાને દૂર કરી શકાશે નહિ. એ પ્રમાણે વિચાર કરી મે આત્માની અનાયતાને દૂર કરવાના વિચાર કર્યાં. વિચાર કરતાં મને લાગ્યું કે, આ આત્માદ્રારા જ આત્માના ઉદ્ઘાર થશે.” ગીતામાં પણ કહ્યું છે કેઃ—
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥
અર્થાત-આત્માદ્વારા આત્માના ઉદ્ધાર કરી. આત્માારા આત્માનું પતન ન કરે. “ હે રાજન ! આત્માદ્રારાજ આત્માની અનાથતાને દૂર કરવાના મે' વિચાર કર્યાં. પણ આ શરીરને માતા-પિતા, ભાઈ–હેન, સ્ત્રી-પુત્ર વગેરે પોતપેાતાનું માને છે. કોઇ તા આ શરીરને ભાઈ, તેા કાઈ પુત્ર, તા કોઈ પતિ તરીકે માનતા હતા. મેં વિચાર્યું કે, જે
Page #282
--------------------------------------------------------------------------
________________
વદી ૮ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૨૪૧
લેકે આ શરીરને પિતાનું માને છે તેઓ પણ પિતાની શક્તિને અજમાવી લે અને જ્યારે તેઓ કાંઈ કરી ન શકે ત્યાર બાદ જ મારે કાંઈ કરવું તે ઠીક છે. આ પ્રમાણે વિચાર કરી, આત્માની અનાથતા દૂર કરવાની ભાવના હોવા છતાં પણ હું ચૂપ રહ્યો. મારી વેદનાને દૂર કરવા માટે વૈદકશાસ્ત્રના પારંગત વિદ્યાચાર્યોએ અનેક ઉપચારો કર્યો પણ મારો રોગ શાન્ત થયે નહિ, એવી મારી અનાથતા હતી.”
આ સાંભળી રાજા કહેવા લાગ્યો કે, “આપને એ અસાધ્ય રોગ થયા હતા! આજે તે આપ સ્વસ્થ જણાઓ છો એ ઉપરથી તમારો રોગ એવો અસાધ્ય તે નહિ હોય એ સ્પષ્ટ જણાય છે. આમ હોવા છતાં તમારો રોગ શાન્ત કેમ ન થયો ! શું ખામી હતી કે રોગ શાન્ત ન થયો ?”
અનાથી મુનિએ જવાબ આપ્યો કે, “હે રાજન! તે વૈદ્યો તેિજ અનાથ હતા. જે પોતે જ અનાથ છે તે બીજાને સનાથ કેમ બનાવી શકે? હું અનાથ હતો અને તેઓ પણ અનાથ હતા. બન્નેની અનાથાવસ્થામાં રોગ કેમ મટી શકે !”
ઘણા લોકો કહે છે કે, પૅટરની દવા કરવાથી રોગ શાન્ત થઈ જાય છે. સારા ડોકટર મળે તે રોગ અવશ્ય શાન્ત થઈ જાય છે; પણ ડોકટર પિતે સનાથ છે કે અનાથ ? શું ફેંકટરને કોઈ રોગ થતો નથી ! જો તેઓ સનાથ હોય તે પછી તેમને રોગ જ કેમ થાય? તમે કહેશે કે, વેંકટરને પણ રેગ તો થાય છે એ વાત સાચી પણ ડોકટરની દવા લેવાથી રોગ દૂર થતું ન હોય તે લોકો ડોક્ટરની પાસે જાય જ શા માટે? જેમને રોગ ડોકટરની દવાથી શાંત થતું નથી તેમને માટે ડૉકટર ભલે નાથ ન હોય પણ જેમને રોગ ડેક્ટરની દવાથી શાન્ત થઈ જાય છે તેમને માટે તો કેંટર નાથ છે જ. - કેટલાક લોકો આ પ્રમાણે કહે છે પણ અનાથી મુનિ કહે છે કે, “હે રાજન !
ના ઉપચારથી મારે રાગ શાન્ત થયે નહિ એ પણ સારું જ થયું. જે તેમના ઉપચાર થી મારો રોગ શાન્ત થઈ ગયો હોત તો હું તેમને જ મારા નાથ માની બેસત ! વાસ્તવમાં તેઓ પોતે પણ સનાથ નથી પણ અનાથ છે, તેમ છતાં તેમને હું મારા નાથ માની બેસત ! એટલા માટે મારે રોગ એ વૈદ્યોના ઉપચારથી શાન્ત થયે નહિ એ સારું જ થયું !”
શાસ્ત્ર કહે છે કે, રાગ એકાતિક અને આત્યંતિક એમ બે પ્રકારે મટે છે. એક તે જે રોગ મટે તે રોગ ફરીવાર ન થાય તે એકાન્તિક રોગનું મટવું છે અને રોગ માત્ર સદાને માટે મટી જાય, ફરી રોગ પેદા જ થાય નહિ તે આત્યંતિક રોગનું મટવું છે. શું એ કોઈ ડૉકટર છે કે રોગને સદાને માટે મટાડી આપે ? જે નથી તે પછી તે ડૉકટરને સનાથ કેમ કહી શકાય ? તમે કહેશે કે, કટર જે રોગને મટાડતું નથી તો પછી લોકો ડૉકટરની પાસે શા માટે જાય છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, વર્ના માનમાં ર્ડોકટરે રોગને દબાવી દે છે અથવા શાતા–વેદનીય કર્મના ઉદયથી રોગ દબાઈ જાય છે. બસ, આ કારણથી લોક વેંકટરે રોગને મટાડી દીધે એમ માનવા લાગે છે, અને આ પ્રમાણે લકો ડૉકટરના ગુલામ બની ર્ડોકટરને પોતાને નાથ માનવા લાગે છે.
જે નિર્બળ હોય છે તેજ બીમાર થાય છે; સબળ માણસ બીમાર થતો નથી. ચા૩૧
Page #283
--------------------------------------------------------------------------
________________
ર૪૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ
બીસ્કટ વગેરે રોગને પેદા કરનારી ચીજ ખાવાથી અને ખાન-પાનમાં ધ્યાન ન રાખવાથી રોગ પેદા થાય છે. જે ખાન-પાનમાં ધ્યાન રાખવામાં આવે તો રેગ પેદા થાય નહિ, પહેલાં તે ખાન-પાનમાં ધ્યાન રાખતા નથી અને જ્યારે રોગ પેદા થાય છે ત્યારે ડૉકટરને શરણે જાય છે. આ અનાથતા છે. ડૉકટરે દવા આપીને રોગને દબાવી દીધે, એ ઉપરથી તમે એવું અભિમાન કરો છે કે, હું ડકટરની કૃપાથી સાજે તાજો થઈ ગયો. આ પણ એક પ્રકારની ભ્રમણા છે.
જે સ્વતંત્ર હોય છે, પૂર્ણ બળવાન હોય છે તેમને રોગ જ પેદા થવા પામતો નથી. જેમકે તીર્થકર દેવને રોગ પેદા થવા પામતું નથી. પણ અસાવધાની કે પૂર્વ કમીને કારણે કદાચ રોગ પેદા થઈ જાય તો પિતાને રોગ પિત મટાડી લે છે પણ ડૉકટરની પરતંત્રતા સ્વીકારતા નથી.
અનાથી મુનિ કહે છે કે, હે રાજન ! તે વૈદ્વારા ભારે રોગ શાન્ત ન થયે એ સારું થયું. જે તેમને શરણે પડી રહ્યો હેત તે તે મારી અનાથતા દૂર પણ ન થાત ! હે રાજન ! એમ કહેવામાં આવે છે કે, એક વૈદ્ય સારે હેય, બીજું દવા સારી હોય, ત્રીજું રંગી દવા પીવાને માટે ઉત્સાહી હોય અને ચોથું બરાબર સેવાચાકરી થતી હોય. આ ચાર ઉપાયે બરાબર હોય તે જ રોગ દૂર થઈ શકે છે. મારા રોગને દૂર કરવા માટે ઉપરના ચારેય પ્રકારના ઉપાયો કામમાં લેવામાં આવતા હતા. વૈદ્ય પણ હોશિયાર હતા, દવા પણ સારી હતી, હું પણ દવા નિયમિત પીતો હતો અને મારી સેવાચાકરી પણ બરાબર કરવામાં આવતી હતી. આ પ્રમાણે મારા રોગને દૂર કરવા માટે ચારેય પ્રકારના ઉપાય કામમાં લેવામાં અવતા હતા તેમ છતાં પણ મારો રોગ શાંત થયો નહિ. ત્યારે મને લાગ્યું કે, આ બધા અનાથ છે અને હું પણ અનાથ છું. જે વૈદ્ય સનાથ હેત તે તે ભારે રોગ મટાડી દેત પણ મારે રોગ તેઓ મટાડી શક્યા નથી એટલે તે વૈદ્ય પણ અનાથ છે અને હું પણ અનાથ છું એમ મને લાગે છે.”
લોકે દવાથી રોગ મટી જાય છે એમ કહે છે પણ દવાથી રોગ મટતું નથી પણ દબાઈ જાય છે. આથી ઉલટું વૈજ્ઞાનિકોનું છે એવું કહેવું છે કે, જેટલા ડોકટરે વધ્યા છે, રગે પણ તેટલા જ વધ્યા છે, અને જેટલા વકીલે વધ્યા છે, ઝગડાઓ પણ તેટલાંજ વધ્યા છે. પ્રાચીન સમયમાં આજના જેટલા વેંકટરો ન હતા. આજકાલ ડોકટરો ઘણા વધી ગયા છે પણ તેથી રોગનો ઘટાડો થયો છે કે વધારો થયો છે? પચાસ વર્ષ પહેલાં ડોકટરે એાછા હતા તે રોગે પણ ઓછા હતા, અત્યારે ડૉકટરો વધ્યા છે તો રોગો પણ વધ્યા છે. ડૉકટરે અને વકીલો કાંઈ ઓછા થયા નથી પણ વધ્યા છે તેમ છતાં રોગો અને ઝગડાઓ ઘટવાને બદલે વધવા જ પામ્યા છે. આવી દશામાં ડોકટરની દવાથી રોગ નષ્ટ થઈ જાય છે એમ કેમ કહી શકાય! એ લોકો સાચી દવા તે ભૂલી ગયા છે અને વ્યાવહારિક ભયને કારણે બેટી દવાને ઉપયોગ કરતાં શીખ્યા છે. ખાન-પાન ઉપર અંકુશ રાખ એ વ્યાવહારિક સારી દવા છે. ક્યા સમયે કેવું ખાવું-પીવું જોઈએ તેને ખ્યાલ રાખવો જોઈએ.
Page #284
--------------------------------------------------------------------------
________________
વદી ૮]
રાજકેટ-ચાતુર્માસ
[૨૪૩
મેં એક પુસ્તકમાં ખાવું ક્યારે જોઈએ ? એના વિષે વાંચ્યું હતું કે, ગરીબ લોકોને જ્યારે ખાવાનું મળે ત્યારે ખાવું જોઈએ અને અમીર લોકોને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવું જોઈએ. ભૂખ લાગ્યા વિના ભોજન કરવું તે રોગને આમંત્રણ આપવા સમાન છે. આ હોવા છતાં લોકો વિવિધ પ્રકારનાં અથાણુઓ શા માટે બનાવે છે અને ખાય છે ? એટલા માટે કે, અથાણાંને લીધે ભૂખ લાગી ન હોવા છતાં વધારે ખાઈ શકાય ! જ્યારે સાચી કડકડતી ભૂખ લાગી હશે ત્યારે લૂખી-સૂકી રોટલી પણ સારી લાગશે. તમને લોકોને આ વાતને કદાચ અનુભવ નહિ પણ હેય પણ અમને સાધુઓને જ્યારે ભૂખ લાગે છે ત્યારે ભૂખી–સૂકી રોટલી પણ કેવી મીઠી લાગે છે તેને અનુભવ છે.
એક જગ્યાએ અમે ૨૨ માઈલને વિહાર કરીને ગયા હતા. ભૂખ પણ કડકડતી લાગી હતી; પણ ત્યાં અમને દોઢ રોટલે અને ખાટી છાશ જ મળ્યાં છતાં એ કડકડતી ભૂખને કારણે એ રોટલો અને એ છાશ એવાં મીઠાં લાગ્યાં કે ન પૂછો વાત ! આ પ્રમાણે
જ્યારે કડકડતી ભૂખ લાગે છે ત્યારે લૂખો-સૂકે રોટલો પણ મીઠો લાગે છે અને જ્યારે ભૂખ લાગેલી હતી નથી ત્યારે પરાણે ખાવા માટે ચટણી-અથાણું વગેરેને ઉપયોગ કરવો પડે છે. આ પ્રમાણે લોકો સાચી ભૂખ ન લાગવા છતાં પરાણે ખાય છે અને પછી અજીર્ણ થયાની ફરીયાદ કરે છે. ભલે પ્રકટરૂપે અજીર્ણતા હોય કે ન હોય પણ રોગનું ઘર તે અજીર્ણતા જ છે. અજીર્ણતાને કારણે રોગ પેદા થાય છે અને પછી ડેકટરને શરણે જવું પડે છે.
ભગવાન મહાવીર તો નિરોગ રહેવા માટે મહિનામાં ઓછામાં ઓછા છ ઉપવાસ કરવાની દવા બતાવે છે. જે કોઈ મહિનામાં ઓછામાં ઓછા છ ઉપવાસ કર્યા કરે તે પછી તેને અજીર્ણ થાય નહિ અને તેથી રોગ પણ પેદા થઈ શકે નહિ! શ્રી સ્થાનાંગ સત્રમાં રોગ પેદા થવાનાં નવ કારો બતાવવામાં આવ્યાં છે. લોકો રોગ પેદા થવામાં કેવળ વેદનીય કર્મને જ દોષ કાઢે છે પણ કેવળ વેદનીય કર્મને દોષ કાઢી બેસી રહેવું અને રોગ પેદા થવાના કારણનો વિચાર ન કરવો તે ઉચિત નથી. રોગ કયા કયા કારણે પેદા થાય છે એ વિષય ઘણો લાંબો છે એટલા માટે એ વિષે કાંઈ ન કહેતાં અત્યારે એટલું જ કહું છું કે, ડોકટરના શરણે જવું એ પિતાની નિર્બળતા છે.
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! દરેક પ્રકારનાં ઉપચાર કરવા છતાં પણ મારે રોગ શાન્ત થયો નહિ એવી મારી અનાથતા હતી. જ્યારે મારે રોગ કોઈ પણ ઉપાયે શાન્ત ન થયો ત્યારે હું એ નિશ્ચય ઉપર આવ્યો કે, હું વાસ્તવમાં અત્યારે અનાથ છું. હે રાજન ! મારા ઉપર વીતેલી આ વાતને સાંભળી “ તું પણ અનાથ છે ' એ વાત ભાન અને તારી એ અનાથતાને દૂર કરવાનો પ્રયત્ન કર.”
અનાથી મુનિના સમજાવવાથી રાજા પિતાને અનાથ માનતે થયો હતો પરંતુ તમે પિતાને અનાથ માનો છો કે નહિ ! જ્યાંસુધી પિતાની અનાથતાનું ભાન થતું નથી અને તેને દૂર કરવા પ્રયત્ન કરવામાં આવતું નથી ત્યાં સુધી આત્મ-કલ્યાણ પણ કરી શકાતું નથી. માટે પોતાને અનાથ માનો. પોતાની અનાથતાનું જ્યારે ભાન થશે ત્યારે જ આગળ ઉન્નતિ કરી શકશે. તમે લોકો મારા મિત્ર છે. આ બુદ્ધિવાદનો જમાનો છે. આ જમાનામાં
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૪૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ બુદ્ધિની કસોટીઓ પ્રત્યેક વાતને ચડાવવામાં આવે છે, અને તર્કદ્વારા તેની કસોટી કરવામાં આવે છે. પ્યારા મિત્ર ! તમે પણ અનાથી મુનિની વાતને તર્કબુદ્ધિદ્વારા તપાસી જુઓ અને અનાથી મુનિના કહેવાને તાત્પર્યાર્થ સમજીને આત્માની અનાથતા દૂર કરી આત્માને સનાથ બનાવે તે એમ કરવામાં તમારું કલ્યાણ જ રહેલું છે. સુદર્શન ચરિત્ર-૨૫
હવે હું આત્માને સનાથ બનાવનારની વાત કહું છું. સુદર્શન નીતિ ધર્મમાં નિપુણ અને સમયજ્ઞ હતા. પણ જે લેકે કુટિલ હોય છે તે લોકો આવા સાચા દિલના માણસને પિતાની સ્વાર્થસિદ્ધિ માટે કપટજાળમાં કેવી રીતે ફસાવી લે છે એ વાત કપિલાના ચરિત્ર ઉપરથી જુઓ. ગમે તેવી કપટજાળ રચે પણ તેમાં સત્ય ફસાઈ જતું નથી. તે તે અબાધિત જ રહે છે. સત્યં ન નાવૃત-અર્થાત સત્યને જ જય થાય છે અને અસત્યને હમેશાં પરાજય થાય છે. ધર્મવચન આમ કહે છે છતાં કુટિલ-કપટી લોકોની કપટ જાળમાં ફસાઈ ન જવાય તેની સાવધાની રાખવી જોઈએ. કદાચ કર્મયોગને કારણે કપટી લોકોની કપટજાળમાં ફસાઈ જવાય તો તે વખતે એ કપટજાળમાંથી કેવી રીતે બચી જવું એ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓઃ
પ્રીતિ બધાના સેઠ સયાના, આયા કપિલા સાથ,
અદર લે કર હાવ ભાવસે, બેલી મન્મથ બાત. ધના ૨૪ . . . મહિલી સીગમેં હાંસ હંક સમ, લગે ન ઈસકો બેધ, I ! કયા ઉપાયસે યહાંસે નિકલે, કરતે મનમેં શેધ. . ધન એ ૨૫ . : - સુદર્શને કપિલના ઘરમાં જે પ્રવેશ કર્યો કે તુરત જ પાછળથી કપિલાએ દ્વાર
બંધ કરી દીધાં. આ જોઇ શેઠ સમજી ગયો કે, કપિલાએ આ તે કપટ કર્યું પણ હવે 'એ કપટજાળમાંથી કેવી રીતે નીકળવું એને ઉપાય વિચારો જોઈએ. સજજને આપત્તિના સમયે કઠોર થઈ જાય છે. આ નિયમાનુસાર સુદર્શન પણ તે સમયે ગભરાયે નહિ પણ ઉપાય વિચારવા લાગ્યો. તેણે મન સાથે ગાંઠ બાંધી કે, ભલે પ્રાણુ ચાલ્યા જાય પણ શીલને ભંગ થવા નહિ દઉં.
કપિલા શૃંગાર સજી સુદર્શનને કહેવા લાગી કે, તમારા મિત્ર બીમાર નથી, તે તો બહારગામ ગયા છે. આપણને સદ્દભાગ્યે આવો સુઅવસર મળ્યો છે, એટલા માટે હું તમને અહીં તેડી લાવી છું. હવે આપ શું વિચાર કરે છે !
કઈ હળાહળ વિષને કદાચ ખાઈને પચાવી લે કે બે હાથથી કદાચ સમુદ્રને તરી જાય એ તે સરલ કહી શકાય પણ એકાન્તવાસમાં સ્ત્રીની સાથે શીલની–બ્રહ્મચર્યની રક્ષા કરવી એ તો બહુ જ મુશ્કેલ કામ છે. ભગવાન કહે છે કે, જે આવા સમયે બ્રહ્મચર્ચાની રક્ષા કરે છે તે તે દેવો અને મનુષ્યોને પણ પૂજનીય બને છે. શેઠ વિચારવા લાગ્યા કે, કપિલાએ કપટછળથી વિષયભોગ કરવા માટે મને અત્રે બોલાવ્યો છે તે અત્યારે તેને બ્રહ્મચર્યનો ઉપદેશ આપ તે ભેંશના શીંગડાને કરડવાના મછરના પ્રયત્નની માફક
Page #286
--------------------------------------------------------------------------
________________
વઢી ૮ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૪૫
નકામા જશે. કારણ કે, જેમ ભેંશના શીંગડામાં મચ્છરના ડંખ લાગતા નથી તેમ મારા ઉપદેશ પણ તેને કાંઇ અસર કરશે નહિ.
અત્યારે તેને ઉપદેશ આપવા તે વાણીને દૂષિત કરવા બરાબર છે; પણ હવે આ કપટ જાળમાંથી કેવી રીતે નીકળવું, એ જ વિચારવાનું છે. જો શારીરિક બળના ઉપયેગ કરી બહાર નીકળી જાઉં તે તે પણ ઠીક નહિ; કારણ કે એમ કરવાથી તા મારા મિત્રની આબરૂનાં કાંકરા થઇ જાય. વળી આ સ્ત્રીએ અત્યારે મર્યાદાનું ઉલ્લંધન કર્યું છે. એટલે મારા વિષે પણ કાણુ જાણે શું કહેવા લાગશે, એટલા માટે અત્યારે એવા ઉપાય વિચારવા જોઈ એ કે મારા મિત્રની તથા મારી આબરૂ ઉપર કલક ન આવે અને મારા બ્રહ્મચર્યની પણ રક્ષા થાય ! આ પ્રમાણે તે ઉપાય વિચારવા લાગ્યા.
લેાકાએ પેાતાના આત્માને દૂષિત કરી નાંખ્યા છે, નહિ તેા પોતાના આત્મા જ પેાતાને સારામાં સારી સલાહ આપી શકે છે. સુદનના આત્મા પવિત્ર હતા એટલા માટે તેના પવિત્ર આત્માએ તે સંકટના સમયે ઉગરવાના માર્ગ બતાવી આપ્યા.
હતભાગી હૂ મેં સુન સુભગે! અન્તરાય કે જોર, સંતુપના હૈ શેરે તનમેં, ન્ય મનેારથ તાર. ॥ ધન૦ ૫ ૨૬ ॥ છટકવાના વિચાર કરી લીધા હતા. સુદર્શને વિષ્ણુ, મહેશ જેવા પણુ કામની શક્તિ આગળ હતભાગી છું એટલે વિવશ છું.” ખાઈ બાત; તેરે સાથ.
સુદર્શને કપિલાની કપટજાળમાંથી કપિલાને કહ્યુ કે “ હું સુભગે ! જ્યારે બ્રહ્મા, નમી ગયા છે તેા પછી હું કાણુ ? પણ હું હૈ દુર્ભાગી, જા દુર્ભાગી, ધિક્ હૈ' ધિક્ મેરે અજ્ઞાનતિકા, રહતા દેવ ગુરુકી સુઝે પ્રતિજ્ઞા, કહુ ન તુમ ભી નિશ્ચય નિયમ કરારી, લાજ મેરી તુમ હાથ. ડા ધન૦ ૫ ૨૮૫ નિયમ કરાયા બાહર આયા, મન પાચા વિશ્રામ;
તેરી બાત;
વાઘીન કે સુખસે મૃગ ભચકે, પાયા નિજ આરામ. ૫ ધૂન॰ ॥ ૨૯ ૫
66
k
કિલાએ પૂછ્યું કે, “એવું તમારું શું દુર્ભાગ્ય છે ! ” સુદને જવાબ આપ્યા કે, “ કાંઇ કહી શકાય એમ નથી. જો તમે મારી આગળ સાગંદ ખાએ કે, “ હું તમારી વાત કાઈ ને નહિ કહું તો હું તમને બધી વાત કહું. હું પશુ સેગંદ ખાઉં તારી વાત કાઈને કહીશ નહિ ! ” કપિલાએ કહ્યું કે, વાત શું છે તે તેા જે કાઇ વસ્તુની જરૂર હશે તે હું આપીશ'' સુદતે જવાબ આપ્યા કે, “ કુદરતે જે વસ્તુ આપી નથી તે વસ્તુ તું ક્યાંથી આપીશ ? તેમ છતાં જો તું તે વસ્તુ આપી શકે એમ હૈ। તેા આપજે પણ પહેલાં “હું તમારી વાત કાઇ ને નહિ કહું ” એના સેગંદ ખાએ. કપિલાએ કહ્યું કે, “હું દેવ, ગુરુ અને ધર્મની સાક્ષીએ સાદ ખા" છું કે તમારી વાત હું કાઇને કહીશ નહિ.”
ા ધન૦૧૫ ૨૦૧
""
છું કે, હું કહા ! તમારે
સુદર્શને કહ્યું કે, “હું પણ દેવ, ગુરુ અને ધર્મની સાક્ષીએ સાગ૬ ખાઉં છું કે, હું પણ તારી વાત કાઇને કહીશ નહિ. કપિલ મારે। હૃદયના મિત્ર છે તોપણ તેને કહીશ નહિ.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
આ પ્રમાણે પરસ્પર સાગંદ ખાધા બાદ સુદર્શન કિપલાને કહેવા લાગ્યા કે, “ શું કહુ! મારું એવું દુર્ભાગ્ય છે કે, જેમ થાળી વિવિધ પ્રકારની વાનીએથી પીરસેલી ડ્રાય પણ રાગી હાવાને કારણે કાંઈ ખાઈ શકતા નથી તેમ હું પણ રાગી ધું.”
કપિલાએ પૂછ્યું કે, “એવા શું રોગ છે ? ’'
66
સુદંર્શીને ઉત્તર આપ્યા કે, “હું નપુંસકસ છું.” આ શબ્દો સાંભળતાં જ કપિલા તાડુકી ઉઠી કે, જા, નીકળ અહિંથી.” સુદર્શન પણ એ જ ચાહતા હતા. એટલા માટે તે કપિલાના ઘેરથી જેમ હરણનું બચ્ચું વાના મોઢામાંથી ભાગી છૂટે અને પ્રસન્ન થાય તેમ ભાગી છૂટયા; અને પ્રસન્ન થવા લાગ્યા.
હવે અહીં એક પ્રશ્ન થાય છે કે, સુદૃન શેઠ ખાટું શા માટે ખેલ્યા ? તે નપુંસક નહતા છતાં પણ પોતાને નપુંસક શા માટે કહેવડાવ્યા? આ પ્રશ્નના ઉકેલ આગળ યથાવસરે કરવામાં આવશે. અહીં તેા કેવળ એટલું જ કહેવાનુ છે કે, શેઠે આપત્તિમાં સપડાયા છતાં પોતાના શીલની રક્ષા કરી. માટે સુદર્શનના આ ચરિત્રથી શીલની રક્ષા કરવાને મેધપાઠ લેા અને એ મેધપાઠને જીવનમાં ઉતારા તે તેમાં તમારુ અને ખીજાનું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૧૦ મગળવાર
પ્રાર્થના
અશ્વસેન’ નૃપ કુલ તિલારે, ‘વામા’ દેવીના નંદ; ચિન્તામણિ ચિત્તમે' બસેરે, દૂ૨ ટલે દુઃખ ૬૪, ૧ જીવ રે તૂ' પાર્શ્વ જિનેશ્વર વૃંદ. ॥ ૧ ॥
શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
સ્તુતિ, સ્તવન કે પ્રાર્થના જે કાંઇ
કરવામાં આવે તે બધાના ઉદ્દેશ ભગવાન પાર્શ્વનાથને ભેટવાના હાવા જોઈ એ. આ ઉપરથી કાઈ એમ કહી શકે કે, ભગવાન પાર્શ્વ નાથને જ ભેટવાની ઈચ્છા કરવી એ શું મેહ કે રાગ કહેવાય નહિ ! આ પ્રશ્નના ઉત્તર એ છે કે, કદાચિત એમ કરવામાં પ્રશસ્ત રાગ પણ હોય, પરં'તુ તે રાગ વીતરાગતાને પ્રાપ્ત કરાવે છે અને વીતરાગતાના ગુણ પ્રાપ્ત કરવા તે આત્માની સિદ્ધિનું ઉત્કૃષ્ટ સાધન છે; તેથી ઊઁચુ' કોઇ સાધન નથી. પાતંજલિના યોગશાસ્ત્રના સમાધિપદમાં કહ્યું છે કેઃ— થીતરાગ વિષય થા ચિત્તે વીતરાગના ધ્યાનમાં તન્મય થઇ જવું એ સમાધિનું એક સાધન છે અને તે સાધન સુલભ અને સરળ છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
વી ૧૦]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૪૭
આ વાતને દૃષ્ટિમાં રાખીને જ જ્ઞાનીઓ કહે છે કે, હે જીવ! તું ભગવાન પાર્શ્વનાથના શણુમાં લીન થઈ જા. ભગવાન પાર્શ્વનાથમાં લીન થઈ જવું એટલે વીતરાગતામાં લીન થઈ જવું એ છે.
આ ઉપરથી કરી એવા પ્રશ્ન ઉભા થાય છે કે, જ્યારે વીતરાગતામાં જ લીન થઈ જવું છે તેા પછી ભગવાન પાર્શ્વનાથનું નામ જ શા માટે લેવામાં આવે! આ પ્રશ્નને ઉત્તર એ છે કે, વીતરાગ તે અનંત થઈ ગયા છે પણ અત્યારે આપણે કાઈ નામનું અવલબન હેાવું જોઈ એ. એટલા માટે ભગવાન પાર્શ્વનાથનું નામ લઈ તેમને વંદન કરી તેમનામાં લીન થઇ જા ! એમ કહેવામાં આવે છે.
ભગવાન પાર્શ્વનાથનું પૂરેપૂરું ચરિત્ર કહેવાના તેા અત્યારે સમય નથી એટલા માટે અત્યારે કેવળ એટલું' જ કહું છું કે, તેઓ વીતરાગતાના ઉત્કૃષ્ટ સાધક હતા. તેમણે કરેલી સાધનાને અપનાવવા માટે જ તેમનું નામ લેવામાં આવે છે; એટલા માટે આપણે તેમના શરણમાં લીન થઈ જવું જોઇએ. ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ કવિએએ અનેક રીતિએ કરેલ છે પણ બધાને સાર વીતરાગતા પ્રાપ્ત કરવી એ જ છે.
ગ્રન્થકારાએ ભગવાન પાર્શ્વનાથના દેશ ભવના ચરિત્રનું વર્ણન કર્યું છે. તેમના નવમા ભવના ચરિત્રવર્ણનમાં કહ્યું છે કે, નવમા ભવમાં તેમનું નામ મરુભૂતિ હતું. મરુભૂતિના મોટાભાઈનું નામ કમર્દ હતું. કમઠે મરુભૂતિ ઉપર બહુજ રુષ્ટ રહેતા હતા. એક દિવસ રાષમાં તે રાષમાં કમઠે મરુભૂતિના માથા ઉપર શિલા ફેંકી તા પણ મરુભૂતિ શાન્ત રહ્યા અને પેાતાના ભાઈ ઉપર ક્રાધ ન કર્યાં. આ સહિષ્ણુતા અને શાન્તિને કારણે મરુભૂતિ આત્મવિકાસ સાધતા ગયા અને કમર નીચે પડતા ગયા.
આજે એવા પ્રસંગ ઉભા થવા પામે તે એમજ કહેવામાં આવે કે મે એવા અપરાધ શે! કર્યાં હતા કે મારી સાથે એવા દુર્વ્યવહાર કર્યાં અને મારી ઉપર શિલા ફેંકી ? પણ જ્ઞાનીએ તેા એમ વિચારે છે કે, મારા કાઇને કોઈ અપરાધ હશે ! અને જો મારે અપરાધ નહિ હાય તા એથી મારા કર્માંની નિર્જરા થશે ! આ પ્રમાણે વિચાર કરી જ્ઞાનીએ સહનશીલ થઈ શાન્તિ પકડે છે અને ફલસ્વરૂપ ખીજાનું પુણ્ય હરી લે છે, અને દુર્વ્યવહાર કરનાર પાપના ભાગી બને છે.
દશમા ભવમાં કમહ તા યાગી થયા અને મરુભૂતિ ભગવાન પાર્શ્વનાથ થયા. ભગવાન પાર્શ્વનાથે કમઠને કહ્યું કે, તમને યેગક્રિયા સમજવાનું જ્ઞાન તા નથી તેા પછી આ બધી ધમાલ શું કરેા છે! આ પ્રકારની ક્રિયા કરવાથી શા લાભ ! જો તમારે કોઈ ક્રિયા જ કરવી છે તેા જ્ઞાન-ધ્યાનની ક્રિયા કરે !
કમઠે જવાબ આપ્યા કે, અમે તેા યાગી છીએ. અમારા કામમાં ડખલગીરી કરવાને તમને શા અધિકાર છે! તમે તેા હાથી-ધાય પાળેા અને રાજકાજ કરેા. અમારા યેગીએની વાતમાં વચ્ચે પડેા નહિ, નહિ તે તેનું પરિણામ સારું નહિ આવે ! પછી પસ્તાવા કરવાને તમને વખત આવશે !
ભગવાને કહ્યું કે, એ તેા ઠીક છે, પણ તમે ઊલટે માર્ગે જઇ દુનિયાને ચક્કરમાં
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૪૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાને સગ્રહ
[ શ્રાવણ
ભ્રમમાં શા માટે પાડે છે ? અને દુનિયાને ઊલટે માર્ગે શા માટે દારી જામે છે ? કમઠ ચેાગીએ જવાબ આપ્યા કૈ, અમે ભૂત-ભવિષ્યની બધી વાત જાણીએ છીએ એટલા માટે અમને કહેવાની કાંઈ જરૂર નથી. તમે તમારુ કામ કરેા-!
ભગવાને ફરી યાગીને પૂછ્યું કે, જો તમે છે અને તમે ત્રિકાલદર્શી છે તેા તમે જે આ છે તે બતાવા !
ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાત જાણા લાકડાને ખાળી રહ્યા છે તે લાકડામાં શું
કમઠે જવાબ આપ્યા કે, અગ્નિ દેવતા છે. ખીજાં શું છે ?
ભગવાને કહ્યું કે, એની અંદર શું છે !
કમરે જવાબ આપ્યા કે, કાંઈ પણ નથી.
ભગવાને પેાતાના નાકરને કહ્યું કે, એ લાકડાને ફાડા. લાકડાને ફાડયું તે એમાંથી એક નાગ નીકળ્યા. તે નાગ અગ્નિમાં બળી રહ્યા હતા.
લોકા તા સાપને મનુષ્યને શત્રુ માને છે અને તેના પ્રતિ દ્વેષ રાખે છે, પશુ તે મનુષ્યને શત્રુ નથી, તે પણ કોઈ કોઈ વાર મનુષ્યને સહાયતા કરે છે. એનાં અનેક ઐતિહાસિક ઉદાહરણા પણ મળે છે. ભગવાને તે નાગની સાથે પણ પ્રેમ કર્યો અને તેને નવકાર મંત્ર સંભળાવી તેની સાથે એવા પ્રેમ કર્યો કે તે અગ્નિથી થનારી વેદના પણું ભૂલી ગયા, અને તે નાગ મરીને ધરણેન્દ્ર નામના દેવ થયેા.
આ દશ્ય જોઇ લોકો કમઠના અવર્ણવાદ કરતાં કહેવા લાગ્યા કે, આ ત્રિકાલદર્શી હતા તેા પછી તે લાકડામાં ખળતા સાપને કેમ જોઈ ન શક્યા !
સ'સારા એવા રિવાજ જ છે કે, જ્યાંસુધી કોઇ પેાલ જાણવામાં આવતી નથી ત્યાંસુધી તે। ચમત્કારાના નામે ચલાવવામાં આવેલી પેાલના ભ્રમમાં લોકો ફસાઇ જાય છે પણ પાલ છતી થયા બાદ કોઇ તેની જાળમાં ક્રૂસાતું નથી. ચાલાકી જ્યાંસુધી ખુલ્લી થતી નથી ત્યાંસુધી જ ચાલાકી ચાલે છે.
લોકાને પેાતાના અવર્ણવાદ ખેાલતાં જોઈ કમઠ વિચારવા લાગ્યા કે મારી ચાલાકી અહીં ચાલશે નહિ. આ રાજકુમારે મારી બધી પેાલ ખુલ્લી કરી નાંખી છે અને મારું અપમાન કર્યું છે. એ કારણે તેને રાજકુમાર ઉપર બહુ ક્રેાધ આવ્યે અને ક્રોધાવેશમાં તેણે એવું નિદાન કર્યું કે, મારી અજ્ઞાનક્રિયાના ફલસ્વરૂપ હું આ રાજકુમારને માટે દુઃખદાયક બનું.
દીક્ષા લીધા બાદ ભગવાન પાર્શ્વનાથે જ્યારે કાયાસ કર્યાં ત્યારે યેાગીએ તેમની ઉપર મૂસળધાર વરસાદ વરસાવ્યેા, પણ ભગવાન તે ચિત્તે બેસી રહ્યા, અને મનમાં વિચારવા લાગ્યા કે, આ મારા આત્માને રહ્યા છે, મને કોઇ પ્રકારની હાનિ પહાંચાડતા નથી.
અસુર બનેલા તે ધ્યાનમાં જ ઉપશાન્ત કરી
દૃઢ
પરચે
ભગવાન પાર્શ્વનાથનું સ્મરણ તો તમે પણ કરતા હશે। પણ શા માટે ! “ પૂરે પારસનાથ ! એ કહેવત પ્રમાણે તા ભગવાન પાર્શ્વનાથનું સ્મરણ કરતા નથી તે ! જો તમે સ્વાને માટે ભગવાન પાર્શ્વનાથને ભજતા ા તા તમે ભગવાન પાર્શ્વનાથને જાણી
Page #290
--------------------------------------------------------------------------
________________
વઢી ૧૦]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૪૯
શકતા નથી એમ જ કહેવું જોઈ એ. સ્વાર્થની પૂર્તિ તો બીજાએ પણ કરી શકે છે; માટે ભગવાન પાર્શ્વનાથને સમાધિભાવ પ્રાપ્ત કરવા માટે ભજો. પાતજલિ યેાગ શાસ્ત્રમાં સમાધિભાવ પ્રાપ્ત કરવાનું એક સાધન વીતરાગનું ધ્યાન ધરવું એ પણ બતાવવામાં આવ્યું છે. વીતરાગતા પ્રાપ્ત કરવા માટે ભગવાન પાર્શ્વનાથની પ્રાથના કરતા રહેશેાતા કોઈ દિવસ વીતરાગતા પણ પ્રાપ્ત થશે અને ઉત્તમ સમાધિ પણ મળશે. જ્ઞાનીજના કહે છે કે, ભગવાન પાર્શ્વનાથનું ભજન અને ધ્યાન કરવાથી વીતરાગતા આવે છે. તા એ કથનમાં કોઇ પ્રકારના સંદેહ નથી.
અસુરદ્વારા જેમ જેમ વરસાદ વધારે મૂસળધાર વસાવવામાં આવતા હતા તેમ તેમ ભગવાનનું ધ્યાન પણ વધતું જતું હતું, તેમના ધ્યાનની અગ્નિ પણ વધારે પ્રજ્વલિત થતી હતી, પરંતુ જેને એકવાર નવકાર મંત્ર સભળાવ્યા હતા તે નાગ કેવી રીતે ઉપકારના બદલેા આપે છે તે જીએઃ—
આ બાજુ ધરણેન્દ્ર દેવનું આસન 'પાયમાન થયું. તે ભગવાન પાર્શ્વનાથની પાસે આવી ફેદ્રારા ભગવાનની ઉપર છાયા કરી અને પુંછડી ઉપર ભગવાનને ઉપાડી લીધા; પણ ભગવાનના મનમાં મૂસળધાર વરસાદ વરસાવનાર અસુરની ઉપર ન તે કોઈ પ્રકારના દ્વેષભાવ હતા, તેમ વરસાદથી રક્ષા કરવા માટે છાયા કરનાર ઉપર ન કાંઈ રાગભાવ હતા. આખરે ઈન્દ્રે કમ! અસુરને ધમકાવ્યા ત્યારે તેના માનને ભંગ થયેા અને વરસાદતે બંધ કરી તે ભગવાનના શરણે આવ્યેા. ભગવાને તેને શાન્તિ આપી અને એ પ્રમાણે તે પણ સમિકતી થયા; અને એ રીતે તેના પણ સુધાર થઈ ગયા. જે ભગવાને તે કમઠ અસુર ઉપર પણ વીતરાગ-ભાવ જ રાખ્યા, તેમની અખંડ અને અવિચ્છિન્ન એવી પ્રાથના કરતા રહેા કેઃ—
*
· ચિન્તામણી ચિત્તમે ખસે રે, દૂર ટલે દુઃખ દ્વંદ્વે'
ભગવાન પાર્શ્વનાથરૂપી ચિન્તામણિ મારા ચિત્તમાં વસી રહેલ છે એ વિશ્વાસની સાથે પરમાત્માના ધ્યાનમાં એકતાર થઈ જાએ તેા પછી તમારામાં કાઈ પ્રકારના ભય રહેવા પામશે નહિ–તમને કાઇ આંગળી પણ ચીંધી શકશે નહિ !
હવે શબ્દાન્તરથી ભગવાન પાર્શ્વનાથે આપેલી શિક્ષાનું વર્ણન શાસ્ત્રદ્રારા કરું છું. ભાવ અને તત્ત્વ તા ભગવાન પાર્શ્વનાથની શિક્ષામાં જે છે તે જ આ શિક્ષામાં છે.
અનાથી મુનિના અધિકાર—૨૬
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહે છે કે, હે રાજન ! હું આ શરીરને નાથ ન હતા. જો હું શરીરને નાથ હાત તા તેની દ્વારા જ હું કાને કેમ પામત ? આજ પ્રમાણે આ શરીર પણ મારુ' નથી ! જો એ શરીર મારું હેત અને હુ' એના નાથ હોત તો શરીરમાં પીડા જ પેદા થવા કેમ દેત ? આ પ્રમાણે વિચાર કરવાથી હું નિશ્ચય ઉપર આવ્યા કે, હું આ શરીરના કારણે જ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં દુઃખ પામ્યા છું. આમ હવા છતાં પણઃ—
R
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
વે ભી ભય માને યથા રે, સૂને ઘર વૈતાલ; ત્યાં મૂરખ આત્મ વિષે રે, માન્યા જગ ભ્રમજાય,
[ શ્રાવણ
આ કથનાનુસાર મેં ભ્રમને કારણે અનેક દુઃખા વહેારી લીધાં છે.
વહેમને કારણે કેવાં કેવાં ભૂતા પેદા કરવામાં આવે છે એ વાત તેા તમે જાણા જ છેા. શરીરને પેાતાનું માનવું એ પણ એક પ્રકારના વહેમ જ છે. આત્મા ભ્રમને કારણે જ શરીરને પેાતાનું માની રહ્યો છે, પણ એમ વિચારતા નથી કે આ શરીર મારું નથી. આજ પ્રમાણે ભ્રમને લીધે આત્મા ખીજાને સુખ દુઃખના આપનારી માની રહ્યો છે. પરંતુ સુણસ્ય દુ:સ્ય ન થોપિ વાતા, પી કરાતીતિ હ્રવુત્તિ રેષામ્। સુખ અને દુ:ખને આપનારે. ખીજો કાઈ નથી, પણ આ આત્માદ્રારાજ સુખ કે દુઃખ પેદા થાય છે. શરીર તા એક સાધન કે હથિયાર છે. શરીરને જો કોઈ દુ:ખ આપે તે પણ આ આત્મા દુઃખી થઈ શકતા નથી. આ સિવાય જો શરીરને કારણે જ આ આત્માને દુઃખ પેદા થાય છે તેા શરીરમાં જ આ આત્માને આવવું ન પડે, એવા પ્રયત્ન કેમ કરતા નથી ! જ્યાંસુધી આત્મા શરીરની સાથે છે ત્યાંસુધી જ તેને દુ:ખ છે. શરીરના સબંધ છેડયા બાદ તેને કાષ્ઠ પ્રકારનું દુઃખ થઈ શકતું નથી. એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવુંછું.
અગ્નિ ઉપર તપેલામાં પાણી ગરમ કરવા મુકયું હોય ત્યારે પાણીના તપેલાને સન્– સન્ અવાજ કરતું તમે જોયું હશે. ‘સન-સન' એવા અવાજ કરી શું કહે છે એને માટે એવી કલ્પના કરવામાં આવે છે કે, પાણી કહે છે કે, અગ્નિની એવી તાકાત નથી કે મને કષ્ટ આપી શકે ? મારામાં એવી શક્તિ છે કે, હું અગ્નિને બુઝાવી શકું છું પણ શું કરું! વચમાં આ પાત્ર આવી ગયું છે અને એ કારણે જ ભારે કષ્ટ સહન કરવું પડે છે. હું આ પાત્રની સાથે હેાવાથી બધનમાં પડી ગયેા છું અને કષ્ટો ભોગવી રહ્યા છું.
જ્ઞાનીજના પણ એ જ વિચારે છે કે, જે પ્રમાણે પાણી પાત્રની સાથે હાવાથી જ અગ્નિને લઈને ઉકળે છે, તે જ પ્રમાણે મારો આત્મા તા દુઃખ રહિત છે પણ શરીરની સાથે હાવાથી દુ:ખ અનુભવી રહ્યા છે. કચેતના અને કફળ ચેતનાથી જ આ આત્મા કષ્ટો ભાગવી રહ્યો છે. આમ હોવા છતાં કમને દોષ આપવાની જરૂર નથી. આત્માએ સાવધાન થવું જોઈ એ.
માને કે કોઈ માણસ આંધળાની માફક આંખા બંધ કરી જતા હતા. રસ્તામાં તેનું માથુ એક થાંભલાની સાથે ભટકાયું અને તેનું માથું ફુટી ગયું. એ કારણે તે થાંભલાને મારવા લાગ્યા. આમ કરનારને તમે શું કહેશેા ! એમજ કહેશેા કે થાંભલાના શું અપરાધ છે કે તેને મારી રહ્યા છે, એ તેા જડ છે, માટે તારે સાવધાની રાખવી જોઇતી હતી.
આ જ પ્રમાણે કમ પણ જડ છે. એટલા માટે કમને દોષ આપવાથી શો લાભ ? પણ કર્મચેતના અને કર્માંકુલ ચેતનાને ભિન્ન માની આત્માને વિવેક કરેા તા દુઃખ જ રહેવા પામશે નહિ !
મુનિ કહે છે કે, હે રાજન્! મારા શરીરમાં અસદ્ય વેદના થવા લાગી. મારા પિતાથી એ દુઃખ જોઈ શકાતું ન હતું. તેઓ કહેતા હતા કે, મારા પુત્ર તેા ધણા સહન
Page #292
--------------------------------------------------------------------------
________________
વદી ૧૦ ].
રાજકેટ-ચાતુર્માસ
[ ૨૫૧
શીલ છે પણ અત્યારે તેને વધારે વેદના થતી હોવાથી તે સહી શકતો નથી; ત્યારે જ તે દુઃખી થાય છે. બેટા ! હમણાં જ તારું દુઃખ દૂર કરું છું, એમ વારંવાર તેઓ કહેતા હતા.
पिया मे सव्व सारंपि, दिज्जा हि मम कारणा ।
न य दुकखाउ विमोयन्ति, एसा मज्झ अणाहया ॥ २४ ॥ આજકાલ પૈસાને મોટો માનવામાં આવે છે કે પિતાના પુત્રને ! આજકાલ તે બધા પિતાની સાથે મિત્રતા બાંધે છે. એવી કહેવત જ ચાલુ થઈ પડી છે કે –
માત કહે મેરા પૂત સપૂતા, બહન કહે મેરા ભૈયા |
ઘરકી જેરુ ચાં કહે, સબસે બડા રૂપિયા છે આજકાલ તો એવું પણ સાંભળવામાં આવ્યું હશે કે પૈસાના માટે પિતાએ પુત્રને કે પુત્રે પિતાનું ખૂન કરી નાંખ્યું હોય ! કેટલાક લોકો તે પુત્રનો અર્થ જ એ કરે છે કે જે કમાવીને આપે તે જ પુત્ર છે. આવી દશામાં પૈસે મોટે થે કે પુત્ર!
અનાથી મુનિ કહે છે કે, હે રાજન ! મારા પિતા એવા ન હતા. તેઓ પુત્રની આગળ પૈસાને મહત્ત્વ આપતા નહિ ! જ્યારે વૈદ્યો મારું શરીર તપાસવા આવ્યા ત્યારે મારા પિતાએ વૈદ્યોને કહ્યું કે, મારા આ પુત્રને સાજો તાજો કરી આપે તે હું મારું બધું આપી દેવા તૈયાર છું. હું મારા ઘરની બધી સાર રૂપ ચીજ આપને આપીશ અને હું ખાલી હાથે બહાર નીકળી જઈશ; પણ ગમે તે રીતે મારા પુત્રને સાજો કરો ! ધન કરતાં મારો પુત્ર મને વધારે વહાલો છે, માટે મારા પુત્રની ગમે તે ભોગે રક્ષા કરે. વાસ્તવમાં આંતિ-રક્ષાતીતિ ઉતા અર્થાત જે રક્ષણ કરે, પાલન પોષણ કરે તે જ પિતા છે. આજ પ્રમાણે પુત્રની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, પુનાતોતિ પુત્ર અર્થાત જે પવિત્ર કરે તે પુત્ર. આ વ્યાખ્યાને એવો અર્થ નથી કે મર્યાબાદ પુત્ર સ્વર્ગમાં મોકલી આપશે. એવો અર્થ તે કોઈ સ્વાર્થીએ કર્યો હશે ! વાસ્તવમાં તો પિતાને જે પવિત્ર કરે તે જ પુત્ર છે.
મુનિ કહે છે કે, હે રાજન ! મારા પિતા, પિતાપુત્રના આ સંબંધને બરાબર જાણતા હતા. એટલા જ માટે તેઓ વૈદ્યોને વારંવાર કહેતા હતા કે, મારા પુત્રને સાજે તાજો કરી આપે તે તમે જે માંગો તે આપવા તૈયાર છું. પિતાના આ પ્રલોભનથી વૈદ્યો બહુ સાવધાનીપૂર્વક મારી દવા કરવા લાગ્યા; પણ મારો રોગ શાંત થયો નહિ. આવી મારી અનાથતા હતી. પિતા અને પિતાને માનતા હતા અને હું પિતાને પોતાના માનતા હતા, પણ વાસ્તવમાં હું તેમનો ન હતા અને તેઓ મારા ન હતા. અને એટલા માટે તેઓ મને દુઃખમુકત કરી ન શક્યા તેમ હું પણ તેમને દુ:ખમુકત કરી ન શકો. જે હું અનાથ હતો, તેવા જ મારા પિતા પણ અનાથ હતા. અનુયોગદ્વાર સૂત્રમાં એક ઉદાહરણ આપવામાં આવેલ છે, જેને સાર એ છે કે –
પાન ઝરન્તા દેખકર, હંસી જે કુંપરિયાં
માય બીતી તેય બીસી, ધીરી વાપરિયાં છે પાંદડાં જ્યારે પાકીને પડવા લાગે છે ત્યારે કુંપળો કુટે છે. પાંદડાને નીચે પડતાં જોઈ પળે હસીને કહેવા લાગ્યાં કે હવે તમે પડી ગયા. હવે અમે મજા કરીશું. આ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૫૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
સાંભળી પાંદડાં કહેવા લાગ્યા કે હૈયે રાખે, તારા માટે પણ એવો એક દિવસ આવશે જ્યારે તારે પણ નીચે પડવું પડશે !
હે રાજન ! શું બીજા લોકોની પણ આવી દશા થતી નહિ હોય! એ દશાને તે બધાને પ્રાપ્ત થવું પડશે. એ તો સાધારણ નિયમ છે. રોગ તે બધાને થાય છે, પણ શું કોઈ કોઈને રોગ લઈ શકે છે ! મારા પિતાએ મારું દુઃખ દૂર કરવા પ્રયત્ન કર્યો પણ તેઓ મારા દુઃખને દૂર કરી શક્યા નહિ, તેમ હું પણ તેમને ચિંતામુકત કરવા ચાહતો હતે પણ ચિંતામુક્ત કરી શક્યો નહિ. એનું કારણ એ જ હતું કે, હું પણ અનાથ હતો અને તેઓ પણ અનાથ હતા. મને વિચાર થયો કે, હું અનાથતાના કારણે અનંતકાળથી વેદના ભેગવી રહ્યો છું માટે મારે અનાથતાને જ દૂર કરવી જોઈએ; આ પ્રમાણે નિશ્ચય કરી મેં મારી અનાથતાને દૂર કરી. સુદર્શન ચરિત્ર-૨૬
અનાથી મુનિની માફક તમે લોકો પણ તમારી અનાથતાને દૂર કરે. તમે લેકે કોઈ ઉચ્ચ આદર્શને અનુસરી શકે નહિ તે સામાન્ય આદર્શને તે અવશ્ય અનુસરી શકો છો. સુદર્શન ઘણે ઋદ્ધિમાન હતો પણ તે ઋદ્ધિ વગેરે કરતાં પિતાના ચરિત્રને જ વધારે મહત્વ આપતે હતો. એટલા માટે કપિલાના પંજામાંથી છૂટી જવાને કારણે તેને ઘણી પ્રસન્નતા થઈ. કોઈ માણસની પાસે હજાર રૂપિયાની થેલી હોય અને તે એરોના પંજામાંથી સલામત છૂટી જાય છે તેને કેટલી બધી પ્રસન્નતા થાય ? આજ પ્રમાણે સુદર્શનની પાસે શીલની સંપત્તિ હતી એટલે તે કપિલાના પંજામાંથી સલામતીપૂર્વક છૂટી ગયા તેથી તેને ઘણી પ્રસન્નતા થઈ. જેઓ સુદર્શનની માફક શીલની સંપત્તિની રક્ષા કરે છે તે લોકે સુદર્શનને શીલ રક્ષાથી કેટલી પ્રસન્નતા થઈ હશે તેનું અનુમાન કરી શકે છે. પણ જેઓ સ્ત્રીઓના ગુલામ છે અને શીલનું મહત્ત્વ જાણતા નથી તેઓ સુદર્શનની પ્રસન્નતાનું અનુમાન શું કરી શકે !
હવે સુદર્શને પિતાને નપુંસક શા માટે કહો એને આશય સમજી થડે વિચાર કરે. તેણે જ્ઞાનભાવથી જ “હું નપુંસક છું' એમ કહ્યું હતું. સુદર્શનની હમેશાંને માટે એવી ભાવના હતી કે “હું પરસ્ત્રીને માટે હંમેશાં નપુંસક જ રહું ! ” પરસ્ત્રીને માટે મને ચેતના કે સ્કુરણ જ થાય નહિ !
આ ઉપરથી કોઈ એમ કહે કે, નપુંસક ન હોવા છતાં તે નપુંસક છે એમ માનવું એ તે અસત્ય કહેવાય! પણ જ્ઞાનના માર્ગમાં એમ જ બને છે. કહ્યું પણ છે કે –
मातृवत् परदारेषु परद्रव्येषु लोष्टवत् ।
સામવત શર્થમg : પરથતિ ifeતઃ |-હિતોપદેશ. પરસ્ત્રીને માટે હું નપુંસક છું' સુદર્શનનું આ કથન જે અનુચિત કે ખોટું કહેવામાં આવે છે, પરસ્ત્રીને માતાની સમાન, પરધનને ઢેફાની સમાન અને બધા ને આત્માની સમાન માનવા એ નીતિ કથનની અર્થ સંગતિ કેમ થઈ શકશે ! જ્યારે સુદ
Page #294
--------------------------------------------------------------------------
________________
વદી ૧૦]
રાજકોટ–ચાતુર્માસ
[૨૫૩
ર્શન જેવી ઉન્નત ભાવના ભાવવામાં આવે ત્યારે જ પરસ્ત્રીને માતાની દૃષ્ટિએ જોઈ શકાય છે, અને આજ દ્રષ્ટિએ સુદર્શન પણ પિતાને પરસ્ત્રીને માટે નપુંસક સમજતો હતો !
હવે કોઈ એમ કહે કે, પરસ્ત્રીમાં તે વેશ્યાનો પણ સમાવેશ થઈ જાય છે તે શું વેશ્યાને પણ માતાની સમાન માનવી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે વેશ્યાને માતાની દ્રષ્ટિએ માનવામાં ન આવે તો તેના પ્રતિ વેશ્યાની ભાવના બાકી રહેશે, અને પરિણામે વિકાર પણ દૂર થાશે નહિ! વિકાર તે દૂર ત્યારે જ થાય કે જ્યારે સ્વસ્ત્રીની સિવાય બધાને માતાની સમાન માનવામાં આવે.
કઈ દાક્તર, કોઈ રોગી સાધુ કે વેશ્યાને રોગને દૂર કરવા માટે કઈ દષ્ટિએ જુએ છે? તે તે બન્નેને રોગને દૂર કરવા માટે સમાન દષ્ટિએ જ જુએ છે! આ જ પ્રમાણે વેશ્યાને પણ માતાની સમાન માનવામાં આવશે ત્યારે જ વિકાર દૂર થઈ શકશે. ઉદાહરણ તરીકે કેઈએ કહ્યું કે, આ મંત્રને જાપ કરવાથી નાગણ પણ ફુલની માળા બની જશે તો એ મંત્રના જાપથી નાગણને કુલની માળા બનાવવી એ સારું છે કે તેને વિષ વાળી વધારે બનાવવી એ સારું છે ? આજ પ્રમાણે વેશ્યા પણ વિષ ચડાવનારી છે. હવે તેને માતા કહેવાને જાપ કરવાથી તેને ફુલની માળા જેવી બનાવવી એ સારું છે, કે નાગણ જેવી વિષ ચડાવનારી બનાવવી એ સારું છે ! માતા માનવાથી તે વિષ ચડાવનારી વસ્યા પણ નિવિષ બની જાય છે. આજ કારણે સુદર્શને કપિલાને કહ્યું કે, હું નપુંસક છું; કારણ કે, તે કપિલાને માતા માનતા હતા, અને માતાને માટે બધા નપુંસક જ છે. એટલા માટે સુદર્શને જે કાંઈ કહ્યું હતું તે ઠીક જ કહ્યું હતું, કપટ કરીને તેણે કાંઈ ખોટું કહ્યું ન હતું. સુદર્શનમાં માતાને માટે નપુંસક રહેવાની અને પશ્રીને માતા માનવાની જે ભાવના હતી, એ ભાવનાને કારણે સુદર્શન પોતે પણ બચી ગયું અને કપિલાને પણ બચાવી.
લિયા નિયમ પરથ૨ જાને કા, જહાં રહતી હે નાર; નિજધર રહકે ધર્મ આરાધે, શિયલ શુદ્ધ આચાર. | ધન ૩૦ .
સુદર્શન ઘેર આવી વિચારવા લાગ્યો કે, આ કપિલા માતાને દેષ નથી પણ મારા શરીરનો જ દોષ છે. તેને મારા શરીરની માહિતી લાગી હતી એ કારણે જ તેણીએ એમ કર્યું પણ હું કોઈના ઘેર જ જતો ન હોત તે આવો અવસર જ કેમ આવત? જે થયું તે થયું પણ જે માર્ગે જવાથી જીવનનું જોખમ હોય તે માર્ગે ન જ જવું એ જ સારું છે; એટલા માટે હવે હું એ નિશ્ચય ઉપર આવું છું કે, હવેથી હું જ્યાં સ્ત્રીને વસવાટ હોય તે ઘેર જઈશ નહિ. રાજાને ત્યાં કે રાજસભામાં જવું પડે તે એ વાત જુદી છે.
સુદર્શન તે આ પ્રમાણે વિચાર કરી રહ્યો હતો જ્યારે કપિલા જુદો જ વિચાર કરી રહી હતી કે, આ શેઠ દેખાવમાં તે કેટલે બધે સુંદર છે. પણ તે નપુંસક નીકળ્યો.
જ્યારે તે નપુંસક છે તે તેની સ્ત્રી શું કરતી હશે ! તેની સ્ત્રી તે સતી કહેવાય છે પણ તે કેવી હોય છે તેની ખબર આજે પડી ગઈ. રાજાના ઘરની કેવી સ્થિતિ હોય છે તે તે મેં જોયું જ હતું અને આજે શેઠના ઘરની સ્થિતિ પણ જાણવામાં આવી ગઈ. બધી સ્ત્રીઓ મારા જેવી જ હોય છે તે હું બરાબર સમજી ગઈ છું. એ તે સારું થયું કે શેઠને
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૫૪ |
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
હું આજે ધેર તેડી આવી અને બધી વાત જાણી શકી; પણ પુરુષો કેવા હોય છે કે તે નપુંસક હાવા છતાં પણ વિવાહ કરી પોતાની ગણના પુરુષોમાં કરાવે છે,
પુરાહિત કપિલ બહારગામથી ઘેર આવ્યા. કપિલા જાણે કાંઈ ઘટના બની જ ન હાય તેમ કાંઇ ખેલી નહિ ! તે સારી રીતે જાણતી હતી કે શેઠે ભલે નપુંસક હોય પણ તે ગુપ્ત વાંત કાઇને કરે એવા નથી. વળી, તેણે મારી સામે આ ગુપ્ત વાત કાઇને ન કહેવાના સાગઃ ખાધા છે. આ પ્રમાણે વિચાર કરી કપિલાએ કપિલને કાંઇ વાત કહી નહિ !
ખીજે દિવસે કપિલ સુદર્શનને મળ્યા ત્યારે કહ્યું કે, “હવે તે તમે મારે ઘેર પણુ આવતા જ નથી તેનું શું કારણ ? ” સુદર્શને જવાબ આપ્યા કે, “કાઇને ઘેર નહિ જવાનું મેં વ્રત લીધું છે.” કપિલે કહ્યું કે, “એ વ્રત તે તમે પહેલાં પણ લીધું હતું.” સુદર્શને ઉત્તર આપ્યા કે, “પહેલાં મિત્રને ત્યાં જવાની છૂટ રાખી હતી પણ હવે મિત્રને ત્યાં પણ ન જવાનું વ્રત લીધું છે. કેવળ તમારે ત્યાં જ નહિ પણ કાષ્ઠને ત્યાં ન જવાનું વ્રત લીધું છે. ફક્ત રાજાને ત્યાં કે રાજસભામાં જવાની છૂટ રાખી છે. મારા આ વિચાર જાણી તમને પ્રસન્નતા થવી જોઇએ.”
પ્રત્યેક માણસે એકવાર ઠાકર લાગ્યા બાદ હોશીયાર થવું જ જોઇએ. જે એકવાર ઠોકર ખાઇને પણ હોશીયાર થતા નથી તે મૂર્ખ છે.
シ
જે હમેશાં સાવધાન રહે છે તે પરમાત્માના જેવા છે. આ સંસારમાં જે કાઈ
દિવસ ઠોકર ખાતા જ નથી તેના વિષે કહેવું જ શું ? પણ જે ઠોકર ખાય છે તે લોકો બહિરાભા. અંતરાત્મા તે છે કે,
એ પ્રકારના હોય છે. એક તો અંતરાત્મા અને બીજો જે એકવાર ઠોકર ખાઈને સાવધાન થઇ જાય છે, અને બહિરાભાએ ઠોકર ખાવા છતાં પણ સાવધાન થતાં નથી; પણ વારવાર તે ઢોકર ખાધા કરે છે. જ્યારે બાહ્ય વસ્તુઓના ખેાટા ભપકામાં જ જે લેાકેા અંજાઈ જાય છે અને વસ્તુના મૂળ સ્વભાવને જે લોકા ભૂલી જાય છે તે બધા બહિરાભા છે.
આજે ખાદ્ય વસ્તુએના ભપકામાં લેાકા અંજાઈ જતાં વધારે જોવામાં આવે છે. ખાન-પાન તથા પહેરવેશમાં આજે બહારના ભપકો જ જોવામાં આવે છે. તમે લેાકેા હિંદુસ્થાનમાં જન્મ્યા છે. અને હિંદુસ્થાનમાં જ તમારુ પાલન-પાષણ થયું છે છતાં પણુ તમે તમારુ ખાન-પાન, ભાષા તથા પહેરવેશ વિલાયત જેવા બનાવવા ચાહે છે. ભારતીય સંસ્કૃતિને ભૂલી જઈ જાણે પરદેશની સંસ્કૃતિને અપનાવવા ચાહતા હા એવું જણાય છે. વાયસરોય ભારતના હાકેમ થઇ ભારતમાં આવ્યા છે. તેને ભારતીય પેાશાક પહેરવાનું કહેવામાં આવે તો શું તે પહેરશે ? તે તો કદાચ એવા જવાબ આપશે કે, તમે બેવકૂફ્ છે ! અમે મૂખ નથી ! અમે દશ હજાર માઇલના દરીયાઇ રસ્તો કાપીને કાંઈ અમારી સંસ્કૃતિ ખાવા અહીં આવ્યા નથી, પરંતુ રાજ્યશાસન કરવા અને અમારી સંસ્કૃતિના પ્રચાર કરવા અમે અત્રે આવ્યા છીએ. આજે ભારતીયે। પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે, અને પાર્ઘાત્ય–ભારતીય સંસ્કૃતિને ભૂલી રહ્યા છે. આનું કારણ વત્તમાન શિક્ષાપ્રણાલી છે. આજની શિક્ષા ભારતીય સંસ્કૃતિના નાશ કરી રહી છે. વાસ્તવિક શિક્ષા કેવી હાવી જોઈ એ એને માટે એક કહેવત છે કેઃ—
Page #296
--------------------------------------------------------------------------
________________
વદી ૧૦ ] રાજકેટ-ચાતુર્માસ
[ ૨૫૫ જેસા ખાવે અન્ન, વૈસા હવે મન
જૈસા પીવે પાની, વૈસી હવે વાણી છે આ કહેવત પ્રમાણે જેવો આચાર વિચાર રાખવામાં આવશે તેવાં જ તમારા સંસ્કારે ઘડાશે. ભારતની સંસ્કૃતિ જીવનને સંસ્કૃત બનાવે છે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ જીવનને વિકૃત બનાવનારી છે.
આ ભારતભૂમિ પુણ્ય ભૂમિ છે. આ દેશની બરાબરી કોઈદેશ કરી શકતો નથી, પણ તમે આ દેશની સંસ્કૃતિને ભૂલી જઈ યુરોપની સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. જ્યારે ભારતમાં મુસલમાન બાદશાહો આવ્યા હતા ત્યારે તેમણે ભારતને અપનાવ્યો હતો. ભારતને પિતાની સંસ્કૃતિ તેમણે આપી હતી અને ભારતની સંસ્કૃતિ તેમણે પણ સ્વીકારી હતી. તેઓએ ભારતની સંસ્કૃતિને નાશ કરી પિતાની સંસ્કૃતિ ભારતને અપનાવવાને કદાગ્રહ કર્યો ન હતો. જો કે પાછળથી કેટલાક બાદશાહે ધમધતાને કારણે ભારત ઉપર જુલ્મ ગુજારતા હતા પણ એ જુલ્મથી પણ ભારતમાં વીરતા આવી હતી; પણ આજની શિક્ષા અને સંસ્કૃતિનું “મીઠું વિષ” એવું છે કે, શિક્ષાની સાથે જ ભારતીય સંસ્કૃતિને નાશ કેવી રીતે થઈ રહ્યો છે તેને વિચાર કરે અને ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવાનો પ્રયત્ન કરે. ભારતભૂમિ પુણ્યભૂમિ છે. આજ પુણ્યભૂમિમાં ભગવાન પાર્શ્વનાથ જેવા મહા પુરુષ થયા હતા. એ મહા પુરુષની શિક્ષાને અપનાવી જીવનમાં સ્થાન આપશે તે: તેમાં તમારું કલ્યાણ જ છે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૧૧ બુધવાર
પ્રાર્થના ધન-ધન જનક સિહારથ, ધન વિસલદે માતરે પ્રાણ જ્યાં સુત જા ને ગેદ ખિલાયે, બર્તમાન વિખ્યાતરે પ્રાણુ.
શ્રી મહાવીર નમે વરનાણી. ૧ મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થનામાં આત્માએ મુખ્યતઃ ક્યા તત્ત્વને વિચાર કરવો જોઈએ, એ વિષે ઘણીવાર ચર્ચા કરવામાં આવી છે. આજે પણ એ વિષે હું થોડુંક કહું છું.
પરમાત્માની પ્રાર્થના કરતી વખતે મુખ્યતઃ આત્મતત્ત્વને વિચાર કરવો જોઈએ. સંસારમાં દ્રવ્ય અને પર્યાય બને જોવામાં આવે છે, પણ પર્યાનો મૂળ આધાર તે દ્રવ્ય જ છે. દ્રવ્ય ન હોય તે પર્યાય કોની બને ! સેનાના દાગીનાને તે લેકે જુએ છે પણ જે તેનું જ ન હોય તે દાગીને કેવી રીતે બને ? સેનું એ દ્રવ્ય છે અને દાગીને
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૫૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ શ્રાવણ
એ તેની પર્યાય છે. પણ આજ કાલ લોકો દ્રવ્યને તા ભૂલી જાય છે અને કેવળ પર્યાયને પકડી બેસે છે. પણ લાકોની આ ગભીર ભૂલ છે. એટલા માટે કેવળ પર્યાયાને પકડી ન બેસતાં દ્રવ્યને પણ જુએ.
આત્મતત્ત્વ એ મૂળ દ્રવ્ય છે. શરીર એ તેની પર્યાય છે. આ આત્માએ અનેક શરીરા ધારણ કર્યા છે; પણ એથી આત્માની સિદ્ધિ સાધી શકાઇ નથી. આત્મતત્ત્વને ન ભૂલે તે તેમાં તમારું કલ્યાણુ છે. આ પ્રમાણે કહેવું એ મારું કામ છે, અને કરવું એ તમારું કામ છે. વૈદ્ય દવા અને તેના ગુણ બતાવી શકે, પણ દવા ખાવી એ તા રાગીનું જ કામ છે. આ જ પ્રમાણે જ્ઞાનીજને દ્રવ્ય અને પર્યાયના તાત્ત્વિક વિચાર જણાવે છે, હવે એ તાત્ત્વિક વિચારને સમજી વ્યવહારમાં લાવવા એ તે તમારું જ કામ છે. જયાં કંચન તિહુ કાલ કહીજે, ભુષણ નામ અનેકરે; ત્યાં જગજીવ ચરાચર ચાની હૈ, ચેતન ગુણ એકરે.
જે પ્રમાણે સેાનું દ્રવ્ય તા એક જ છે પણ તેનાં ધરેણાં જુદી જુદી જાતનાં ખની શકે છે તે જ પ્રમાણે ચરાચર યોનિ અનેક પ્રકારની છે પણ ચૈતન્ય ગુણ તો બધામાં એક સમાન જ છે. તે ચૈતન્ય ગુણને જીએ. કેવળ શરીરની પર્યાયમાં જ પડયા ન રહેા.
અપના આપ વિષય થિર આતમ, સાહ... હંસ કહાયરે-પ્રાણી.
આ પ્રમાણે દ્રવ્યને મુખ્યતઃ વિચાર કરવા જોઈ એ. પર્યાયની કીંમત આંકતાં આંકતાં તો અનંત કાળ ચાલ્યા ગયા, હવે કેટલા વખત એમાં પડયા રહું ? એમ આત્માએ વિચાર કરવા જોઇએ. કાઈ શરાફ સાનાનું મૂલ્ય ન આંકતાં ઘાટનું જ મૂલ્ય આંકીને ખરીદી કર્યાં કરે, તા તા તેને દીવાળું વહેલું કાઢવું પડે. શરાફ્ તા સાનાની જ કીંમત આંકે છે. તે જ પ્રમાણે તમે પણ કેવળ પર્યાયને ન જોતાં, દ્રવ્ય-જીવને જુએ. દ્રવ્યજીવને જોવાથી વિષય સ્થિર થઈ જશે અને એમ કરવાથી તે “સાહ”ના હંસ બની જશે !‘અનહલક' બની જશે. ‘સાહ”ના અ` જેવા તે છે તેવા જ હું છું, અને હુંસ'ના અથ જેવા હું છું તેવા જ તે છે. અર્થાત્ હું જ તે છું. અનલકના અર્થ પણ એજ છે કે, ‘હું ખુદા છું.’
આ પ્રમાણે તૂ-હું ના ભેદ જ મટી જશે. દ્રવ્ય અને પર્યાંયનું જ્ઞાન કરવા માટે જ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન થશે અને એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં એક દિવસ તમે પણ તેમના જેવા જ બની જશો. એટલા માટે પરમાત્માની પ્રાર્થનાને અપનાવા તે તેમાં તમારું કલ્યાણ છે. દ્રવ્યને કેવી રીતે ભુલાઈ જવામાં આવે છે અને પર્યાયને કેવી રીતે પકડી રાખવામાં આવે છે એ વાત હવે શાસ્ત્રદ્રારા સમજાવું છુ. શાસ્ત્રમાં આ વાત વારંવાર સમજાવવામાં આવી છે. હમણાં તે હું આ વાત ઉત્તરાધ્યયન સૂત્રના વીસમા અધ્યયન દ્વારા સમજાવું છું. અનાથી મુનિના અધિકાર—૨૭
અનાથી મુનિ કહે છે કે, “હું રાજન્! જે દ્રવ્યને ભૂલી જઇ પર્યાયમાં પડયા રહે છે તે અનાથ છે. અને જે પર્યાયને ગાણુ માની દ્રવ્યને મુખ્યપણે જુએ છે તે સનાથ
Page #298
--------------------------------------------------------------------------
________________
વદી ૧૧]
રાજકેટ-ચાતુર્માસ
[ ૨૫૭
મા"
છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે મુનિ પિતાના સ્વાનુભવની વાત કહે છે કે, હે રાજન ! મારા પિતા મારા રોગને દૂર કરવા માટે બધી સંપત્તિ આપવા પણ તૈયાર થયા હતા છતાં મારા રોગને તેઓ દૂર કરી ન શક્યા ! ”
કથાનકોમાં અનાથી મુનિના પિતાને ઈમ્બે શેઠ હતા એમ કહેલ છે; એમ સાંભળ્યું છે. ઈબ્દ શેઠનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, ઈબ શેઠ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ત્રણ પ્રકારના હોય છે. જેમની પાસે હાથીને રૂપિયાથી ઢાંકી દેવા જેટલું ધન છે તે કનિષ્ઠ ઈબ્દ શેઠ કહેવાય છે. જે સોનામહોરોથી હાથીને ઢાંકી દે તે મધ્યમ ઈબ શેઠ કહેવાય છે અને જેમની પાસે રત્નોથી હાથીને ઢાંકી દેવા જેટલું ધન હોય તે ઉત્તમ ઈ... શેઠ કહેવાય છે. અનાથી મુનિના પિતા પ૭ ઈમ્બના ધનિક હતા. તેમના પિતા આટલા બધા ધનવાન હતા. તેમને જે રોગમુક્ત કરે તેને તેમના પિતા બધી ધન સંપત્તિ આપવા પણ તૈયાર થયા હતા, પણ અનાથી મુનિને કોઈ રોગમુક્ત કરી ન શક્યા એવી તેમની અનાથતા હતી.
મુનિ કહે છે કે, “હે ! રાજન ! તું પિતાને સંપત્તિ હોવાને કારણે સનાથ માને છે પણ મારે ત્યાં સંપત્તિની ક્યાં ખામી હતી ! સંપત્તિની ખામી ન હોવા છતાં હું અનાથ હતું તે તું સંપત્તિને કારણે સનાથ કેમ થઈ શકે? અને જ્યારે તે પોતાને જ નાથ નથી તે પછી બીજાને નાથ તું શી રીતે બની શકે?”
माया मे महाराय ! पुत्तसोगदुट्टिया ।
न य दुकखा विमोयंति, एसा मज्झ अणाहया ॥२५॥ હે રાજન ! મારી માતા, મારા દુઃખથી દુઃખી રહ્યા કરતી હતી, છતાં પણ તે મને દુખથી છોડાવી શકી નહિ. એવી મારી અનાથતા હતી.
હે રાજન ! કેટલાક લોકોની માતાએ પોતાના પુત્રો પ્રત્યે પ્રેમ ધરાવતી નથી પરંતુ મારી માતા એવી ન હતી. મારી માતા મારા ઉપર ઘણું જ કૃપા રાખતી, મારા ઉપર હમેશાં દયા રાખતી, મને દુઃખી જોઈને દુઃખી થતી, અને મને કહેતી કે, “વહાલા પુત્ર! તારી આંખમાં કોઈ ભાલું ભકતું હોય એવી કારમી પીડા થાય છે છતાં હું તને પીડામુક્ત કરી શકતી નથી. જે કોઈ બહારનો શત્રુ તને ભાલું ભકતો હોય તે એ ભાલાને પ્રહાર હું સહન કરી લઉં પણ તને જે શરીરની પીડા થઈ રહી છે એને માટે હું શું કરી શકું?” હે રાજન ! આ પ્રમાણે મારી માતા પિતાના મુખે જ પિતાની અસમર્થતા અને અનાથતા પ્રગટ કરતી હતી. માતાના કહેવા ઉપરથી મને ભાન થયું કે, મારી અનાથતાના કારણે જ હું દુઃખી છું.
વળા, હે રાજન ! કેટલીક માતાઓ એટલી તો નિષ્ફર હેય છે કે, પિતાના સ્વાર્થની ખાતર પિતાના પુત્રને પણ મારી નાખે છે, પરંતુ મારી માતા એવી ન હતી. તે તે મારા ઉપર બહુ જ પ્રેમભાવ રાખતી હતી.”
શાસ્ત્રની એક કથામાં કહ્યું છે કે, બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતાએ સ્વપ્નમાં ચૌદ સ્વખાઓ જોયાં હતાં એ ઉપરથી “મારે પુત્ર ચક્રવર્તી થશે' એવું તે જાણતી હતી, પણ
૩૩
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૫૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ દીર્ધ રાજાની સાથે ભ્રષ્ટ થઈ જવાને કારણે તેણીએ પોતાના પુત્ર બ્રહ્મદત્તને પણ મારી નાંખવાને વિચાર અને પ્રયત્ન કર્યો. તેણીએ વિચાર્યું કે, મારા પુત્ર માટે થયે છે, એટલે તે મારા સુખમાં બાધક થશે. આ પ્રમાણે વિચાર કરી તેણીએ લાખનું ઘર તૈયાર કરાવ્યું અને તેમાં બ્રહ્મદરને સુવડાવી રાતના સમયે પોતે ઉઠીને તે લાખના ઘરને આગ લગાડી. એ તે પૂર્વ પુણ્યથી કે પ્રધાનની ચાલાકીથી બ્રહ્મદત્ત બચી ગયો, બાકી તેને મારી નાંખવા માટે તેની માતાએ કાંઈ ખામી રાખી ન હતી.
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! આવી નિષ્ફર માતાઓ પણ હોય છે પણ એવી માતાએ ભૂતકાળમાં થઈ છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે કે જેઓ પિતાને પ્રાણ આપીને પણ પોતાના પુત્રની રક્ષા કરે. મારી માતા પણ મારા ઉપર બહુ વહાલ રાખતી, અને મારા દુઃખે દુઃખી રહેતી પણ મારા દુઃખને તે મટાડી શકી નહિ; તેમ હું પણ તેમના દુઃખને મટાડી શકો નહિ એવી મારી અનાથતા હતી.”
અનાથી મુનિના આ કથનને કઈ એ ઊલટે અર્થ ન કરે કે, માતા દુઃખથી મુકત કરી શકતી નથી એટલે તેને માનવી જ નહિ! આજે એવી શિક્ષા પણ આપવામાં આવે છે કે, સંતાને ઉપર માતાપિતાને શો ઉપકાર છે? બલકે થલી મારવાડને એક સંપ્રદાય તે ત્યાં સુધી કહે છે કે, “માતાપિતા માટે સંતાને કુપાત્ર છે અને સંતાને માટે માતાપિતા કુપાત્ર છે. માતાપિતાની સેવા કે દયા કરવી એ એકાન્ત પાપ છે. માતાપિતા કે પુત્ર કોઈ કોઈની સહાયતા કરી શકતું નથી, તેમ કોઈ કોઈનું દુઃખ હરી શકતું નથી.” આ કથનના પ્રમાણમાં તે લોકો અનાથી મુનિનું ઉદાહરણ આપે છે કે અનાથી મુનિને તેમના માતાપિતા પણ દુઃખમુકત કરી શક્યા નહિ એટલા માટે તેમની સેવા કરવી એ એકાન્ત કર્મબંધનું કારણ છે.
ઉપરની વાત કેટલી બધી ભ્રામક, અનુચિત અને શાસ્ત્રની વિરુદ્ધ છે. તે એક દષ્ટાંતદ્વારા સમજાવું છું જેથી તે વાત તમારી સમજમાં આવી જાય !
એક માતા પિતાના પુત્રને કહ્યું કે, “બેટા ! હવે તું ભણીગણીને હોશીયાર થયો છે એટલે તું અમારી સેવા કરીશ એવી અમે આશા રાખીને બેઠા છીએ, પણ તું તે ઊ દુઃખ આપી રહ્યો છે! તને ખબર છે કે, અમે તારા માટે કેટલાં દુઃખ સહ્યાં છે અને તેને કેવી રીતે ઉછેર્યો છે ! તું તે જાણે એ ઉપકારને ભૂલી જ ગમે છે !”
માતાનું કથન સાંભળી પુત્ર કહેવા લાગ્યો કે, “બસ! બહુ થયું. બહુ ડહાપણ ડોળા નહિ! તમારે મારા ઉપર શે ઉપકાર છે ! ઊલટે મેં તમારા ઉપર ઉપકાર કર્યો છે. જુઓ ! જ્યારે મારો જન્મ થયો ન હતો ત્યારે તમે કેવા ઉદાસ રહેતા હતા ! અને મારા માટે કેવા તલસતા હતા ! જ્યારે હું પેટમાં આવ્યો ત્યારે તમને કેવી પ્રસન્નતા થઈ. વળી મને જન્મ આપવામાં તમે મારા ઉપર શે ઉપકાર કર્યો છે! ઊલટું મારો જન્મ થવાથી તમારું વાંઝીયાપણું દૂર થયું. માટે તમે મારા ઉપર કાંઈ ઉપકાર કર્યો નથી, ઊલટું તમારું વાંઝીયાપણું દૂર કરી મેં તમારા ઉપર ઉપકાર કર્યો છે.”
પુત્રનું કથન સાંભળી માતા કહેવા લાગી કે, “અરે ! બેટા! આ તું શું બોલે છે ? આવું બેલવું તને શોભે ખરું? જરા વિચાર તે કર કે, મેં તને દૂધ પાઈને માટે કર્યો છે.”
Page #300
--------------------------------------------------------------------------
________________
વદી ૧૧ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૨૫૯
- પુત્રે જવાબ આપ્યો કે, “તેં મને દૂધ પાયું એમાં તેં શે ઉપકાર કર્યો ? મારે જન્મ થયો ત્યારે તે દૂધ આવ્યું ને ? વળી જો હું ધાવત નહિ તે તારા સ્તનમાં તને જ પીડા થાત ! એ તે મારો ઉપકાર માન કે મેં પીડા થતી અટકાવી. આમ છતાં જો તું દૂધ પાવા માટે તકરાર કરતી હો તે દૂધના પૈસા લઈ લે, બીજું શું?”
માતાએ કહ્યું કે, “દૂધના તે પૈસા દેવા તૈયાર થઈ ગયો છે પણ તેને નવ મહિના પેટમાં રાખે તેનું શું? શું તે ઉપકાર પણ તું ભૂલી જઈશ?”
પુત્રે જવાબ આપ્યો કે, તેં મને પેટમાં રાખ્યો હતો એ જ તારી ભૂલ છે. મેં જ મારી જગ્યા પેટમાં કરી લીધી હતી એમાં તે શે ઉપકાર કર્યો? આમ છતાં તે મને પેટમાં રાખ્યો હતો તેનું ભાડું લેવું હોય તે ભાડું લઈ લે, બીજું શું?”
મા સીધી સાદી હતી, એટલે તેણીએ વિચાર્યું કે છોકરા સાથે આમ માથાકુટ કરવાથી કાંઈ નહિ વળે, માટે ચાલ તેને ગુરુની પાસે લઈ જાઊં ! આ પ્રમાણે વિચાર કરી તેણીએ છોકરાને કહ્યું કે, “ચાલ, આપણે ગુરુ પાસે જઇએ અને તેમની પાસે આપણી વાતને નિર્ણય કરાવીએ. જો તેઓ એમ કહેશે કે, પુત્રને માતાપિતા ઉપર ઉપકાર છે તે તે હું તારે જુલ્મ સહું છું અને સહીશ, પણ જે તેઓ એમ કહેશે કે માતાપિતાને પુત્ર ઉપર ઉપકાર છે, તે તેમનું કથન તારે માનવું પડશે.” - પુત્રે આ વાત સ્વીકારી ગુરુની પાસે જવાનું કબૂલ કર્યું. તેને તે એવો વિશ્વાસ જ હતો કે, માતાપિતા વગેરે કોઈ, કોઈને દુઃખથી મુક્ત કરી શકતા નથી; એટલા માટે ગુરુ પણ એમ જ કહેશે. આ પ્રમાણે વિચાર કરી તેણે માને ગુરુની પાસે જવાની હા પાડી, અને ગુરુની પાસે ગયા,
જે તેમને કઈ ખોટા સાધુને ભેટો થઈ ગયે હેત તે માતાના ભોગ જ મરત અને કરે પણ માતાના માથે ચડી બેસત ! પણ તે ગુરુ ભગવાન મહાવીરના શાસ્ત્રના જાણકાર હતા.
માતાએ ગુરુને બધી વાત કહી બતાવી અને કહ્યું કે, “ગુરુજી ! માતાપિતાને સંતાને ઉપર અનંત ઉપકાર છે એમ સૌ કોઈ જાણે છે છતાં મારો આ પુત્ર એમ કહે છે કે, પુત્રને માતાપિતા ઉપર ઉપકાર છે, માટે આ વિષે શાસ્ત્ર શું કહે છે એ આપ બતાવે ! ”
છોકરાએ પોતાની વાતને પુષ્ટ કરવા માટે ગુરુજીને કહ્યું કે, “ શ્રી ઉત્તરાધ્યયન-સૂત્રમાં માતાપિતા વગેરે કઈ કોઈને દુઃખ મુક્ત કરી શકતા નથી એમ કહેવામાં આવ્યું છે, માટે માતાપિતાની સેવા કરવી એ એકાન્ત પાપ છે કે નહિ? આ પ્રમાણે શાસ્ત્રમાં માતા પિતા વગેરે કોઈ કલ્યાણ કરી નથી શકતા એમ સાફ કહ્યું છે, કેવળ સાધુઓ જ કલ્યાણ કરી શકે; માટે આપ જે નિર્ણય આપે તે ઊંડે વિચાર કરીને આપજો.”
પુત્રની વાત સાંભળી ગુરુજી સમજી ગયા કે આ છોકરે ભ્રમમાં પડેલો છે. છોકરાના બ્રમનું નિરાકરણ કરતા ગુરુજીએ કહ્યું કે, “શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, શરીરનાં બણ અંગ પિતાનાં હોય છે, બાકીનાં અંગે માતાપિતા બન્નેનાં હેય છે. માંસ, રુધિર
Page #301
--------------------------------------------------------------------------
________________
ર૬૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ શ્રાવણ
અને મસ્તક એ ત્રણ અંગા માતાનાં હેાય છે, અને હાડ, માં તથા રામ એ ત્રણ અંગા પિતાનાં હાય છે. બાકીનાં અંગેા માતાપિતા બન્નેનાં હેાય છે. ''
શાસ્ત્રનું પ્રમાણ બતાવી ગુરુએ કહ્યું કે, આ પ્રમાણે માતાપિતાનાં અંગામાંથી પુત્રનું શરીર બનેલ છે એમ શાસ્ત્રમાં કહેલ છે પણ તું માતાપિતા ઉપર તારા ઉપકાર છે એમ કહે છે તેા બતાવ કે માતાપિતામાં તારાં કયાં અંગા છે કે જેથી તારા તેમના ઉપર ઉપકાર થયા હોય ! ”
ગુરુનું આ કથન સાંભળી માતાને પણ હિંમત આવી. તેણીએ પુત્રને કહ્યું કે, “ખાલ ! હવે તારે શું કહેવું છે ? તું મારા પેટનું ભાડુ અને દૂધની કીંમત આપવાનું કહેતા હતા પણ મારાં જે અંગે છે તેનું શું ભાડું આપે છે! અને મારાં અંગે મને અને તારાં પિતાનાં અંગે તેમને પાછાં સાંપી દે ’’
પુત્ર સુપ ઉભા રહ્યા. તે શું જવાબ આપે ! ગુરુજીના જડબાતોડ જવાબથી તેનું માઢું સીવાઇ ગયું હતું. ત્યારે માતાએ ગુરુજીને ફરીવાર પૂછ્યું કે, શાસ્ત્રમાં આ વિષે ખીજાં કાંઈ લખ્યું છે ?
ગુરુજીએ જવાબ આપ્યા કે, “શ્રી સ્થાનાંગ સૂત્રમાં ભગવાન મહાવીરે પોતે શ્રમણ નિગ્રન્થાને સંમેાધન કરીને કહ્યું છે કે હું ! આયુષ્યમાન શ્રમણ નિગ્રન્થા ! ત્રણ પ્રકા રના ઉપકારનું ઋણ ઉતારવું બહુ જ મુશ્કેલ છે. એક ા માતાપિતાના ઉપકારનું ઋણ, ખીજુ` સહાય કરનારના ઉપકારનું ઋણ અને ત્રીજું ધર્મમાં સ્થિર કરનાર ધર્માંચાના ઉપકારનું ઋણ. આ પ્રમાણે ભગવાને પુત્ર ઉપર માતાપિતાના ઉપકાર તા બતાવ્યા છે પણ પુત્રના માતાપિતા ઉપર ઉપકાર છે એવુ કાઇ શાસ્ત્રમાં વાંચવામાં આવ્યું નથી તેમ સાંભળવામાં પણ આવ્યું નથી.”
ગુરુ માતાપિતાના ઉપકાર વિષે આગળ કહેવા લાગ્યા કે, “માતાપિતાના ઉપકારના ઋણથી મુક્ત થવું બહુ જ મુશ્કેલ છે. શ્રી સ્થાનાંગ સુત્રમાં ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યા કે, હું ભગવંત ! જો કોઇ પુત્ર પેાતાના માતાપિતાને નવડાવે, ખવડાવે, કપડાં પહેરાવે તથા પેાતાના ખભે ઉપાડી ફેરવે તે તે માતાપિતાના ઉપકારના ઋણથી મુક્ત થઈ શકે કે નહિ ? ભગવાને ઉત્તર આપ્યા કે, એટલી સેવા કરવા છતાં પણ પુત્ર, માતાપિતાના ઋણથી મુક્ત થઈ શકે નહિ.
,,,
તમે કહેશેા કે, પુત્ર આથી વિશેષ સેવા શું કરી શકે ? આટલી બધી સેવા કરવા છતાં પણ તે પુત્ર, માતાપિતાના ઉપકારના બદલા વાળી ન શકે?
આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પુત્ર જે શરીરદ્વારા માતાપિતાની સેવા કરે છે તે શરીર કાણે આપેલું છે ? હવે જો એજ શરીરદ્વારા માતાપિતાની સેવા કરે તે તેથી તે માતાપિતાના ઉપકારના ઋણથી મુક્ત કેમ થઇ શકે ? માબાપની સેવા કરનાર પુત્રને સુપુત્ર કે કૃતન કહી શકાય, પણ માતાપિતાના ઉપકારના ઋણથી મુક્ત થયેા છે એમ કહી શકાય નહિ. માતાપિતાના ઉપકારના ઋણથી વિમુક્ત કેમ થઈ શકાય તે માટે અનાથી મુનિનું ચિરત્ર જુઓ.
Page #302
--------------------------------------------------------------------------
________________
વદી ૧૧]
રાજકોટ–ચાતુર્માસ
[૨૬૧
માબાપ બાળકની બહુ જ સાર સંભાળ રાખે છે છતાં કેટલાંક બાળકો મરી જાય છે. માતાપિતા એમ ચાહતા નથી કે અમારું બાળક મરી જાય છતાં મરી જાય છે એ ઉપરથી એમ જણાય છે કે, નિમિત્ત ગમે તેટલું સારું હોય પણ જ્યાં સુધી ઉપાદાન સારું ન હોય ત્યાંસુધી કાંઈ થઈ શકતું નથી. મતલબ કે, નિશ્ચયની વાત જુદી છે. પણ જ્યાં સુધી વ્યવહારમાં છીએ ત્યાં સુધી વ્યવહારને ભૂલવો ન જોઈએ. સ્ત્રી-પુત્રને તે માહ છૂટયો નથી, અને કેવળ માતા-પિતા માટે એમ કહેવું કે, માતાપિતા દુઃખથી મુક્ત કરી શકતા નથી, માટે તેમની સેવા કરવી વ્યર્થ છે, એમ કહેવું તે અનુચિત છે. આજે તે એવી હાલત થઈ રહી છે કે
બેટા ઝગરત બા૫ સેં, કર તિરિયા સે નેહ, બદાબદી સે કહત હાં, મહિં જુદા કરિ દેવ. મૅહિં જુદા કરી દેવ, ચીજ સબ ઘરકી મેરી; કેતી કરું ખરાબ, અકલ બિગરેગી તેરી. કહ ગિરિધર કવિરાય, સુને હે સજજન મિતા;
સમય પલટતે જાય, બાપ સે ઝગરત બેટા.”
આ પ્રમાણે પુત્ર માતાપિતાની સાથે લડાઈ ઝગડા કરી રહ્યા છે, પરંતુ એમ કરવું તે અનુચિત છે.
હવે પ્રશ્ન એ થાય છે કે, પુત્ર જ્યારે આટઆટલી માતાપિતાની સેવા કરવા છતાં પણ મુક્ત થઈ શકે નહિ તો કેવી રીતે ઋણમુક્ત થઈ શકે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ઉપાદાનને સુધારવાથી જ ઋણમુક્ત થઈ શકે છે. જે ધર્મને કારણે તમારા માતાપિતાને તમારી સાથેને પિતા-પુત્રને સંબંધ થયું છે, જે ધર્મને કારણે તેમણે તમારે પાલન કર્યું છે તે ધર્મને દ્ધ કરે, તેનું બરાબર પાલન કરવું અને તે ધર્મધારા આત્માને સુધાર કરો અને એ રીતે ઉપાદાનને સુધારવું. આમ ઉપાદાનને સુધારવાથી ઋણથી મુક્ત થઈ શકાય છે,
સારાંશ એ છે કે, નિશ્વયની દષ્ટિએ તે માબાપ પુત્રના અને પુત્ર માબાપના નાથ થવામાં સમર્થ નથી, પણ આમ ત્યારે જ કહી શકાય અને તેજ કહી શકે કે જ્યારે અનાથી મુનિની માફક સંસારને ત્યાગ કરવામાં આવે! સ્ત્રી પુત્રને તે ત્યાગ કર્યો નથી અને કેવળ માબાપને ત્યાગ કરે છે તે મહા અન્યાય છે.
આ વાત પુત્રની અને તેના કર્તવ્યની થઈ હવે માબાપનાં કર્તવ્ય વિષે કહું છું. માતાપિતાએ તે એમ વિચારવું જોઈએ કે પુત્ર ભલે ગમે તે પૂત હોય પણ અમારે તે અમારા ધર્મનું જ પાલન કરવું જોઈએ. કારણકે અમારી સાથે તે અમારો ધર્મ જ રહેશે. જે પોતે આ પ્રમાણે ધર્મ ઉપર સ્થિર રહેશે તો “જેવી વેલ હશે તેવાં જ તેને ફળ લાગશે' એ કહેવત પ્રમાણે પુત્રો પણ સન્માર્ગે આવી જશે. પુત્રોને સુધારનાર અને બગાડનાર માબાપે જ છે. માટે માબાપોએ સર્વ પ્રથમ સુધરવું જોઈએ. જે માબાપ પિતે પહેલાં સુધરશે તો તેમની પ્રજા પણ સુધરશે. માતાપિતાના કલ્યાણમાં જ પ્રજાનું કલ્યાણ રહેલું છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
૨૬૨ ]
સુદર્શીન ચિરત્ર–૨૭
નૃપ આદેશે ઈન્દ્ર ઉત્સવે, ચલે સભી પુર બાહર; સજ શ્રૃંગારી ચલી નૃપ નારી, પિલા ઉસકી લાર. ડા ધન૦ ૩૧ જ્યારે પેાતાના આત્મા જાગૃત થાય છે ત્યારે સંસારનાં બધાં કાર્યોં જાગૃતિ કરવામાં સહાયક થઈ પડે છે. જેમકે અન્ન, પાણી, વસ્ત્ર આદિ પદાર્થો વગેરે ધર્મી અને પાપી બન્નેના ઉપયાગમાં આવે છે, પણ તે ધર્મીઓને તે ધમમાં મદદ આપે છે, અને પાપીએને પાપમાં મદદ આપે છે. જ્યારે પેાતાના આત્મા ધર્મી હૈાય છે ત્યારે સંસારમાં કોઈ પણ એવા પદાથ નથી જે પેાતાના ધર્મોમાં સહાયતા આપે નહિ. કપિલા સુદર્શનને ભ્રષ્ટ કરવા ચાહતી હતી પણ સુદર્શનને માટે તે પણ સાયિકા થઇ પડી. તેને કારણે જ સુદર્શને એવા નિશ્ચય કર્યો કે, મારે પારકે ઘેર કોઈ દિવસ ભૂલે ચૂકે જવું ન જોઇએ.
[ શ્રાવણ
કેટલાક લોકો એમ કહ્યા કરે છે કે, 'એ કામના ઝગડામાં અમે પડવા ચાહતા નથી.' આમ કહેનાર લાકોએ પાતાનાં ઘરનાં ઝગડાએ છેાડી દીધાં છે કે નહિ ? જો છેાડયા નથી તેા પછી કોઈના ભલાઇના કામમાં ‘હું બીજાની પંચાતમાં પડતા નથી’ એમ કહેવું કયાં સુધી ઠીક છે તેનેા વિચાર કરેા. સ્વાર્થ છેડયા પહેલાં પરમાર્થને છોડી દેવા એ અનુચિત છે.
સુદને ખીજાના ઘેર જવાના ત્યાગ કર્યાં અને આત્મસુધારના કાર્યમાં સંલગ્ન થયેા. કપિલ સુદર્શનને કહેતા કે, તમે હવે મારે ઘેર આવતા પણુ નથી ? ત્યારે સુદર્શન તેમને જવાબ આપતા કે, “હું ધર્મ કાર્યમાં સમય વ્યતીત કરું છું એ કારણે ખીજાને ત્યાં જવાના ત્યાગ કર્યો છે. ધર્મકાર્ય માં આખા દિવસ સંલગ્ન રહેવાને કારણે તમારે ત્યાં આવી શકતા નથી. માટે તે વિષે તમારે માઠું લગાડવું ન જોઇએ પણ તમારા મિત્રને ધર્માંકામાં પ્રાત્સાહિત કરવા માટે સહયેાગ આપવેા જોઇએ.”
ચપાના રાજા દધિવાહન હતા. પહેલાનાં રાજાએ પ્રજામાં ઉત્સાહ પ્રાણ પૂરવા માટે ઉત્સવાની યેાજના કરતા. આ દ્રષ્ટિએ ચંપામાં પહેલેથી ઇન્દ્રોત્સવ ઉજવવામાં આવતા હતેા. દધિવાને પણ તે ઉત્સવ ઉજવવા માટે ખૂબ તૈયારી કરાવી અને નગરજને ને આજ્ઞા કરી કે, કાલે ઇન્દ્રોત્સવ ઉજવવામાં આવશે માટે બધા લોકો એ ઉત્સવમાં ભાગ લેવા માટે નગર બહાર નીકળે, કોઈ નગરમાં રહે નહિ. કેટલાક લોકો ધાર્મિક હોવા છતાં કેવળ રાજાજ્ઞાનું પાલન કરવા માટે અનિચ્છાએ પણ નગર બહાર ઇન્દ્રોત્સવમાં ભાગ લેવા જતા. કેટલાક લોકો માજ માણવા માટે, તેા કેટલાક લોકો ખરાબ ભાવનાથી પણ ઈન્દ્રોત્સવમાં જતા.
દધિવાહનની આજ્ઞા સાંભળી સુદન વિચારવા લાગ્યા કે, મારે તેા તે દિવસે ઉપવાસ કરી ધમધ્યાન કરવું છે. પણ રાજાએ ઇન્દ્રોત્સવ ઉજવવાની નગરજને ને આજ્ઞા આપી છે, માટે તેમની સ્વીકૃતિ લીધા બાદ ધર્માંધ્યાન કરવું ઠીક રહેશે એમ વિચાર કરીને રાજા પાસે ગયા. રાજાએ તેના સત્કાર કર્યો, અને કહ્યું કે, શેઠજી! આ ઈન્દ્રોત્સવ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે તેા તમે ઉત્સવના પ્રબંધનું કામ માથે લઈ જેમ તમને ઇચ્છિા થાય તેમ
Page #304
--------------------------------------------------------------------------
________________
વઢી ૧૨]
રાજકાટ-ચાતુર્માસ
[૨૬૩
કરા. રાજ્યના ધનના ઉપભાગ મારે પાતેજ કરવા જોઇએ નિÇ. બીજાને પણ તેના ઉપયેગ કરવા દેવા જોઇએ, અને એજ વિચારથી આ મહે!ત્સવની યોજના કરવામાં આવી છે.
રાજાનું કથન સાંભળી શેઠ ઉદાસ થઇ ગયા. રાજાએ પૂછ્યું કે, “ શેઠ ! ઉદાસ કેમ થઇ ગયા ?” શેઠે કહ્યું કે, મારી ઈચ્છા આ ત્રણ દિવસમાં ધધ્યાન કરવાની છે. આપની આજ્ઞાનુસાર મારી શ્રી તથા મારાં પુત્રે તે ઉત્સવમાં જશે પણ મને ઉત્સવમાં જવાને બદલે ધર્મધ્યાન કરવાની રજા આપવામાં આવે તે સારું! '
શેઠનું આ કથન સાંભળી રાજા ધણા પ્રસન્ન થયા, અને શેઠની પ્રશ'સા કરવા લાગ્યા કે, “ શેઠજી ! તમને ધન્ય છે કે તમે ધર્મધ્યાનમાં મશગૂલ રહે છે! અને આત્મકલ્યાણ સાધેા છે. અમારાથી તેા ધર્માંરાધન થઈ શકતું નથી. તમારી ઇચ્છા ધર્મધ્યાન કરવાની છે તે ખુશીથી કરેા. એમાં રજા લેવાની શી જરૂર છે.''
99
સુદને ઉત્તર આપ્યા કે, “આપની આજ્ઞા લીધા વિના ધર્મધ્યાન કરવું એ તે રાજાજ્ઞાનું ઉલ્લંધન કરવા જેવું છે. માટે આપની આજ્ઞા લેવા આવ્યા છું. ” “તમારી ઇચ્છા ધર્મધ્યાન કરવાની છે તેા ખુશીથી કરા. ’
રાજાએ કહ્યું
સુદન ઘેર આવ્યા, અને સ્ત્રીને, પુત્રને સાથે લઇ ઉત્સવમાં જવાનું કહી પાતે ધમધ્યાન કરવા બેસી ગયેા. મનારમા પેાતાનાં પુત્રાને નવાં કપડાં પહેરાવી તથા તે સારાં કપડાં પહેરી રથમાં એસી ઉત્સવમાં જવા માટે નગર બહાર નીકળી. આ બાજુ રાજાની રાણી અભયા પણ ઉત્સવમાં ભાગ લેવા માટે નંગર બહાર નીકળી. હવે આગળ શું થાય છે તેનેા વિચાર હવે પછી કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ શ્રાવણ વદી ૧૨ ગુરૂવાર
=
પ્રાથના
શ્રી આદીશ્વર સ્વામી હેા, પ્રણમ્' સિર નાખી તુમ ભણી, પ્રભુ અંતરસ્યાસી આપ, મે પર હેર કરીજે હે; મેઢીજે ચિંતા મનતણી, મારા કાટ પુરાકૃત પાપ
૫ શ્રી ૫ ૧ ૫.
શ્રી ઋષભનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાન ઋષભનાથની પ્રાર્થના, તેમની સ્તુતિ તથા તેમના ધ્યાનને હિન્દુસમાજમાં મહત્ત્વનું સ્થાન છે. ભગવાન ઋષભદેવને જૈનધમ તા માનેજ છે અને જૈનશાસ્ત્રામાં તેમની મહત્તા ખૂબ વર્ણવવામાં આવી જ છે, પણ અન્ય ધર્મનાં શાસ્ત્રએ પણ ભગવાન ઋષભદેવની પ્રાર્થના કરી છે અને તેમનું મહત્ત્વ ખતાવ્યું છે. ખીજા અવતારાના વિષે તેા કાઇ પ્રકારના મતભેદ પણ હોઇ શકે, પણ ભગવાન ઋષભદેવના વિષયમાં કાઇ પ્રકારના મતભેદ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૬૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
નથી. ભગવાન ઋષભદેવના ઝંડા નીચે દરેક હિન્દુ આવી શકે છે. એવા ઋષભદેવ ભગવાન કે જેમણે સંસારનું કલ્યાણ કર્યું છે, અને જેમને બધા હિન્દુ માને છે, તેમના ઝંડા નીચે એકત્રિત થઈ લકે પિતાનું કલ્યાણ કેટલું બધું સાધી શકે ?
સંસારમાં પણ પ્રાયઃ એવું જોવામાં આવે છે કે, જેમને બહુમત પ્રાપ્ત થાય છે તેમને બધા માને છે. ચૂંટણીના સમયે જે માણસ બહુમતે ચૂંટાઈ આવે તેને બધા માને છે. આ જ પ્રમાણે ભગવાન ઋષભદેવને બહુમતે સ્વીકાર્યો છે અને એટલા જ માટે બધા હિન્દુઓ તેમને માને છે.
જ્યારે આ પૃથ્વીતલ ઉપર ૧૮ કોડા ક્રોડી સાગર વર્ષો સુધી ધર્મને વિચછેદ થઈ ગયો હતો, ત્યારે ભગવાન ઋષભદેવે પિતાની અવસ્થાના ૨૦ ભાગ કુંવરપદમાં પસાર કર્યા હતાં, ૬૩ ભાગ જનતાના કલ્યાણમાં તથા સંયમ પાલનમાં વ્યતીત કર્યા હતાં, અને ૧ એક ભાગ કેવલજ્ઞાન તથા કેવલદર્શનની પ્રાપ્તિ કરી જનતાના કલ્યાણમાં પસાર કર્યો હતો. આ પ્રમાણે તેમણે આ પૃથ્વીતલ ઉપર ધર્મની પુનઃસ્થાપના કરી હતી. એ ધર્મોદ્ધારને કારણે જ આજે તેમને થયા અસંખ્ય કાલ વ્યતીત થવા છતાં પણ જાણે તેઓ આપણી સામે હોય એમ લાગે છે. એવા પ્રભુની એકાગ્રતાપૂર્વક પ્રાર્થના કરે તો પણ કલ્યાણ છે.
જૈનશાસ્ત્રોમાં તે ભગવાન ઋષભદેવનું વર્ણન અને તેમનાં ગુણગાન કરવામાં આવ્યાં જ છે પણ વેદવ્યાસજીએ ભાગવત પુરાણમાં પણ તેમની નીચે પ્રમાણે પ્રાર્થના કરેલ છેनित्यानुभूति निजलाभनिवृत्ततृष्णः श्रेयस्यतद्रचनया चिरसुप्तबुद्धेः । लोकस्य यः करुणाऽभयाऽऽत्मलोक, माख्यन्नमो भगवते ऋषभाय तस्मैः ॥
તે ઋષભદેવ ભગવાનને મારા નમસ્કાર છે કે જેઓ તૃષ્ણારહિત છે. તેમણે આત્મસ્વરૂપને અભ્યાસ કરી પોતાની મેળે તૃષ્ણાને છોડી દીધી છે. તે તૃષ્ણારહિત ઋષભદેવ ભગવાનને મારા નમસ્કાર છે. ભગવાનને નમસ્કાર કરવાનું કારણ એ છે કે, તેમણે ચિરકાળથી અર્થાત અઢાર ડાકોડી સાગર વર્ષોથી જે છ મોહનિદ્રામાં અજ્ઞાનાવસ્થામાં સુષુપ્ત હતા તે જીવોને જાગ્રત કર્યા હતા. તેમણે પિતાનું કલ્યાણ તે સાધ્યું જ હતું પણ સાથે સાથે બીજ જીવોને પણ કલ્યાણ કર્યું હતું. જે કેવળ પિતાનું જ કલ્યાણ સાધે છે તેમાં કાંઈ વિશેષતા નથી. વિશેષતા તે પિતાનું કલ્યાણ કરવાની સાથે બીજાનું કલ્યાણ કરવામાં રહેલી છે.
કહેવાને આશય એ છે કે, પોતાનું કલ્યાણ તે ઘણા લોકો કરે છે પણ તેમની ગણના પરમાર્થીઓમાં થતી નથી, પણ જે લોકે સંસારનું હિત કરે છે તેમની જ ગણના પરમાર્થીઓમાં થાય છે. જે સૂર્ય પોતે જ પ્રકાશ લે, બીજાને પ્રકાશ આપે નહિ તે તમે તેને સૂર્ય કહેશે ? પાણી જે તમારી તરસ છીપાવે નહિ તે તેને પાણી કહેશે? અને જે અન્ન તમારી સુધાને શાન્ત કરે નહિ તેને તમે અન્ન કહેશે ? નહિ. એજ પ્રમાણે જે બીજાઓનું કલ્યાણ સાધતા નથી તેમની ગણના મહાપુરુષોમાં થતી નથી. મહાપુરુષે તે તેઓ જ છે કે, જેઓ જગતનું કલ્યાણ કરે છે.
જે પ્રમાણે ભગવાને પોતાનું કલ્યાણ કરવાની સાથે બધાનું કલ્યાણ કર્યું તે જ પ્રમાણે તમારે પણ તમારું કલ્યાણ કરવાની સાથે બીજાઓનું પણ કલ્યાણ કરવું જોઈએ.
Page #306
--------------------------------------------------------------------------
________________
વદી ૧૨ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૨૬૫
જે જે અવતારો કે મહાપુરુષે પેદા થયા છે તે બધા આ પૃથ્વી ઉપર જ થયા છે. આ પૃથ્વી ઉપર રહીને જેટલું કલ્યાણ પોતાનું અને બીજાનું થઈ શકે છે તેટલું કલ્યાણ બીજે ક્યાંય થઈ શકતું નથી. દેવલોકમાં પણ થઈ શકતું નથી. દેવલોકમાં તે બધા સુખી હોય છે એટલે ત્યાં કોના ઉપર કરુણા કરી શકાય! કરુણા કરવાનું સ્થાન તે આ જ ભૂમી છે. એટલા માટે પોતાનું કલ્યાણ કરવાની સાથે બીજાનું કલ્યાણ કરવાનો ઉત્સાહ રાખો. એમ થવું ન જોઈએ કે, અહીં તે ઉપદેશ સાંભળીને ઉત્સાહ બતાવે પણ અહીંથી બહાર જતાં જ ઉત્સાહને ઓસરી મૂકે. ધર્મના કામમાં તે એવો ઉત્સાહ હો જોઇએ કે જે ઓછા જ ન થાય!
કાલથી પર્યુષણ પર્વને પ્રારંભ થાય છે. આ પર્વ એ ધર્મપર્વ છે, એટલા માટે આ પર્વમાં ધર્મેઘાત કરવા માટે ધર્મને ઉત્સાહ વધારે હોવો જોઈએ.
કેટલાક લોકો આ પર્વમાં પાપ પૂર્ણ પ્રવૃત્તિને પણ ઉપદેશ કરે છે, પણ આ પર્વ ધર્મપર્વ છે એટલા માટે આ પર્વમાં ધર્મારાધન કરે અને પાપ પ્રવૃત્તિથી બચો! અનાથી મુનિનો અધિકાર––૨૮
હવે અનાથી મુનિની વાત કહું છું. અનાથી મુનિની અનાથતાનું વર્ણન સાંભળી રાજા શ્રેણિકને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે. | મુનિએ માત પિતા તરફની અનાથતાનું તે વર્ણન કર્યું. હવે ભાઈના તરફથી તેમને કેવી અનાથતા હતી તેનું વર્ણન કરે છે -
भायरो मे महाराय ! सगा जिट्टकणिट्ठगा।
न य दुक्खा विमोयंति, एसा मज्झ अणाहया ।। २६ ॥ “હે રાજન! મારે સગા નાના મોટા ભાઇઓ પણ હતા. તે નામના ભાઈઓ ન હતા પણ સાચા સાદર હતા.
હે રાજન ! સંસારમાં સાચા ભાઈઓનું મળવું બહુ જ મુશ્કેલ છે. હા, જે લોકો ધનવૈભવને જ આધક માને છે તેમની દૃષ્ટિમાં તે ભાઈઓ વૈરી સમાન હોય છે. તેઓ એમ માને છે કે, ભાઈએ માતાના પેટમાં જન્મીને મને માતાના દૂધથી વંચિત કરી નાંખ્યો, જન્મ લઈને માતા-પિતાના સ્નેહમાં ભાગ પડાવ્યો અને મોટો થઈને ધનમાં પણ ભાગીદાર બન્યો. આ પ્રકારની માન્યતાવાળા લોકો ભાઈને પણ વૈરી માને છે પરંતુ હે રાજન ! મારે એવા ભાઈઓ ન હતા, જેઓ મને શત્રરૂપે માનતા હોય ! મારા ભાઈઓ તે પોતે સંકટ સહન કરીને પણ મારી રક્ષા કરે એવા હતા. રામ અને લક્ષ્મણ, ભગવાન મહાવીર અને નંદિવર્ધન એ બંધુ બેલડી જેવા મારા ભાઈ ઓ હતા.
જ્યારે કૈકેયીને કારણે રામ વનમાં જવા લાગ્યા અને તેની ખબર લક્ષ્મણને પડી ત્યારે લમણુ ખૂબ ધી થયા. લક્ષ્મણના ક્રોધને જોઈ રામ કહેવા લાગ્યા કે, “તું ભાઇનું ગૌરવ વધારવા ચાહે છે કે ઘટાડવા!” આ સાંભળી લક્ષ્મણ શાન્ત પડી ગયા અને રામને કહેવા લાગ્યા કે, “ આપ જેમ કહેશે તેમ કરીશ, પણ આપથી વિખૂટે ન પડું અને આપની સેવામાં રહું એ જ હું ચાહું છું.”
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૬૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
રામે લક્ષ્મણને કહ્યું કે, “જો તું મારી સાથે આવીશ તા માતાપિતાને કેટલું બધું દુ:ખ થશે? વળી મારી સાથે આવવાને તું આગ્રહ પણ શા માટે કરે છે ! શું હું કાયર હું ! તું ! અહીં રહીને ભાઇ ભરતને સહાય કર. મારી સાથે આવવાની જરૂર નથી.”
લક્ષ્મણે કહ્યું કે, “અહીં તા માતાપિતાની સેવા કરનાર તેા ઘણા છે. હું તે આપતી સાથે જ આવીશ. આપ જંગલમાં જાએ અને હું મહેલમાં રહું એ કેમ બની શકે ?
લક્ષ્મણની વાત સાંભળી રામ સમજી ગયા કે, લક્ષ્મણ સાથે આવ્યા વિના માનશે નહિ. એટલા માટે તેમણે લક્ષ્મણને કહ્યું કે, “તું માતાની રજા લઇ આવ, પછી મારી સાથે આવજે. લક્ષ્મણ આ સાંભળી પ્રસન્ન થયા પણ સાથે તેને એવા વિચાર આવ્યા કે, માતા પુત્રસ્નેહને કારણે રામની સાથે વનમાં જવાની રજા આપશે કે નહિ ? જો માતા રજા નહિ આપે તે રામ પણ સાથે લઈ નહિ જાય ! લક્ષ્મણ પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા કે, “ હે પ્રભા ! માતાને એવી સબુદ્ધિ સૂઝે કે મને રામની સાથે વનમાં જવાની સ્વીકૃતિ આપે. ’
""
લક્ષ્મણ પેાતાની માતા સુમિત્રાની પાસે ગયેા. સુમિત્રાને પુત્ર સ્નેહ તેા હતેા છતાં તેમણે લક્ષ્મણને શું કહ્યું તેનું જનરામાયણમાં ઘણું જ સુંદર વર્ણન આપેલ છે. તેમાં કહ્યું છે કેઃ—
2
6
વત્સ સુવત્સ બુદ્ધિ તારી, ભલેા મતે તુંજ માંય; તાત રામ કરી લેખવા, કહે સુમિત્રા માય.’
""
સુમિત્રા કહે છે કે, “ હે પુત્ર! તે રામની સાથે વનમાં જવાને જે વિચાર કર્યાં છે તે ઘણું! જ સારા વિચાર છે. રામને તું પિતા અને સીતાને માતાની માફ્ક સમજજે. તેમને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય તેને પૂરેપૂરા ખ્યાલ રાખજે, અને તેમની ખરાખર સેવા કરજે. તારા ભાગ્યથી જ રામ વનમાં જાય છે અને તેથી જ તને સેવા કરવાના આવે। શુભ અવસર મળે છે. '
લક્ષ્મણ જેવા ભાઈ અને સુમિત્રા જેવી માતા મળવી મુશ્કેલ છે. સુમિત્રા કહે છે કે, “હે પુત્ર! તારા ભાગ્યથી જ રામ વનમાં જાય છે માટે તું પણ જા, ઢીલ કર નહિં, નહિં તે રામ વનમાં ચાલ્યા જશે અને તું અહીં રહી જઈશ. '' માતાનું આ કથન સાંભળી લક્ષ્મણને કેટલા બધા હ થયા હશે ? ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી મળવાથી જેવા આનંદ થાય તેવા આનંદ લક્ષ્મણને થયા.
લક્ષ્મણ, રામની સાથે વનમાં ગયેા. વનમાં લક્ષ્મણે રામની કેવી સેવા કરી એ તે વાત પ્રસિદ્ધ જ છે.
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન્! મારા ભાઈએ સ્વાર્થી ન હતા, પણ મારા દુઃખને દૂર કરવા માટે અને રાગમુક્ત કરવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. મારા ભાઈ એ હમેશાં મારા વિષે ચિંતા કરતા હતા કે, “ મારા ભાઇનું દુ:ખ કેમ દૂર થાય અને તે રાગમુક્ત કેમ થાય! અમને તે। ત્યારે જ આનંદ થશે કે, જ્યારે ભાઇના રાગ દૂર થશે. કાઈ ભલે આ બધી સપત્તિને કે આ ધરબારને લઈને પણ અમારા આ
Page #308
--------------------------------------------------------------------------
________________
વદી ૧૨ ]
રાજકેટ-ચાતુર્માસ
[૨૬૭
ભાઈને સાજો તાજો કરી આપે તો અમે એમ કરવા પણ તૈયાર છીએ આ પ્રમાણે મારા ભાઈઓ મને રોગમુક્ત કરવા માટે પ્રયત્ન કરતા હતા છતાં પણ તેઓ મને રોગમુક્ત કરી ન શક્યા એવી મારી અનાથતા હતી.”
અનાથી મુનિ જે કાંઈ કહે છે તે ઉપર તમે લોકો પણ વિચાર કરે ! અનાથી મુનિના ભાઈઓ જ્યારે અનાથી મુનિને રોગમુક્ત કરી ન શક્યા તે પછી શું તમે લોકો તમારા ભાઈનાં દુઃખો મટાડી શકો છો ! જે નહિ, તે પછી જે પ્રમાણે રાજા શ્રેણિક પિતાને અનાથ માનવા લાગે તે જ પ્રમાણે તમે પણ પિતાને અનાથ શા માટે માનતા નથી ! માતા-પિતા-ભાઈ વગેરેના જેમ તમે નાથ નથી તેમ તેઓ તમારા પણ નાથ નથી. એટલા માટે આત્માના નાથ તમે પોતે બને. જો તમે તમારા આત્માના નાથ બનશે તે આખું જગત તમારા પગમાં પડશે. અનાથી મુનિ પિતાના નાથ બન્યા, તે રાજા શ્રેણિક પણ તેમના પગે પડ્યા. રાજા શ્રેણિક તલવારના ભયથી કેઈના પગે પડે એવા ન હતા પણ જેઓ પિતાના આત્માના નાથ બન્યા હતા તે સનાથ બનેલા અનાથી મુનિના પગે પડવામાં તેમને જરાપણ સંકેચ ન થયો.
તમે પણ તમારા આત્માના નાથ બને. હું એમ નથી કહેતા કે, તમે આજે જ ઘરબાર છોડી દે. પણ “મારે અનાથ મટી સનાથ બનવું છે” એવી ભાવના તે તમારામાં હેવી જોઈએ. જો સનાથ બનવાની તમારી ભાવના હશે તે કોઈ દિવસ પણ તમારા આભાને સનાથ પ્રણ બનાવી શકશે,
સંસારમાં જે લોકે નિર્બળ હોય છે તેમને માથે જ દુઃખ પડે છે. બળવાન લોકો ઉપર દુઃખો પડતાં નથી. વ્યવહારમાં પણ જુઓ કે, માતાને બિચારા બકરાનું જ બલિદાન આપવામાં આવે છે, સિંહનું બલિદાન આપવામાં આવતું નથી; કારણ કે બિચારી બકરીને તે કાન પકડીને બલિવેદી ઉપર લઈ જવામાં આવે છે; પણ સિંહ તે પકડનારનું પણ ભક્ષણ કરી જાય છે તે પછી તેનું બલિદાન આપવાની વાત જ શી કરવી? આજે સ્વરાજ્ય માટે બૂમ પાડવામાં આવે છે પણ નિબળને સ્વરાજ્ય કોણ આપે? એટલા માટે : અનાથી મુનિનું કથને ધ્યાનમાં લઈ આત્માને સબળ અને સનાથ બનાવો. જો તમે આ કથનને ધ્યાનમાં લેશે, તે તમને જ લાભ થશે. સુદર્શન ચરિત્ર-૨૮
આત્માને બળવાન કેવી રીતે બનાવી શકાય એ હવે બતાવું છું. ઘણા લોક કલ્યાણકારી દિવસેને પણ અકલ્યાણકારી બનાવી લે છે. જેમકે કેટલાક લોકો બીમાર હોવા છતાં પણ કહે છે કે, એકવાર ચાર દિવસ માટે સાજો થઈ જાઉં અને મેળે જે આવું તે સારુ-પછી તે કોણ જાણે મેળે જોઈ શકાશે કે નહિ ! કેટલાક લોકો કહે છે કે, જન્માષ્ટમીને દિવસ જુગાર રમવા માટે જ છે. આ પ્રમાણે લોક કલ્યાણકારી દિવસને પણું અકલ્યાણકારી બનાવી લે છે. ચંપામાં પણ એવું જ થયું. ત્યાંના લોકોને પણ ઈન્દ્ર, ઉત્સવમાં જવા માટે બહુ જ તલાવેલી થઈ પણ સુદર્શનને તે ધર્મની જ તાલાવેલી લાગી
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૬૮] .
શ્રી જવાહિર વ્યાખ્યાને સંગ્રહ
[ શ્રાવણ
હતી એટલે તે તો અઠ્ઠમ કરી પિષધમાં બેસી ગયો. રાજાને પણ આજે ઉત્સાહ છે, અને સુદર્શનને પણ ઉત્સાહ છે, પરંતુ બન્નેના એ ઉત્સાહમાં ઘણું જ અંતર રહેલું છે.
નૃ૫ આદેશે ઈન્દ્ર ઉસ, ચલે સભી પુર બાહર; સજ અંગાર ચલી નૃપનારી, કપિલા ઉસકી લાર. . ધન ૩૧ છે પાંચ પુત્ર સંગ મનેરમાજી, ચલી બેઠ રથ માંય; કપિલા નિરખી અતિ મન હર્દી, નીકે બતલાય. એ ધન. ૩૨ સતી સાવિત્રી લક્ષમી ગૌરીસે, અધિકી ઈનકી કાય; કિસ ઘર યહનારી સુખકારી, શોભા વરણી ન જાય. ધન ૩૩ . રાણી કહે સુન પુહિતાણી, શેઠ સુદર્શન નાર; સત્ય શિયલ ઔર નિયમ ધર્મસે, ઈસકા શુદ્ધ આચાર | ધન ૩૪ . સુહ મચકડો તનકે તેડી, હૈસી કપિલા ઉસ બાર
ભેદ પૂછતી અતિ હઠ ધરતી, કહે હૈંસી પ્રકાર છે ધન૦ ૩૫ ભગવાન મહાવીરે કહ્યું છે કે – चउविहे समणसंधे पन्नते तंजहा समणाए समणीए, सावयाए, सावियाए ।
-શ્રી સ્થાનાંગ સૂત્ર, આ પ્રમાણે ભગવાને ચાર પ્રકારના તીર્થમાં સાધુ સાધ્વીની સાથે શ્રાવક શ્રાવિકાને પણ સમાવેશ કર્યો છે. જે તીર્થ સ્વરૂપ હોય છે તે કે તારક હોય છે અને તે જગતનું કેવું કલ્યાણ કરે છે એ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. સુદર્શન પણ તીર્થ છે. જે તીર્થસ્વરૂપ હોય છે તેમના માથે પિતે તરવાની અને બીજાને તારવાની જવાબદારી રહેલી હોય છે. આમ હોવા છતાં જે તીર્થસ્વરૂપ શ્રાવક પણ જુગાર રમે, પરસ્ત્રી ઉપર કુદષ્ટિ ફેકે અને અહીં તહીં ભટક્યા કરે એવા શ્રાવકને તીર્થસ્વરૂપ શ્રાવક કેમ કહી શકાય ! ભગવાને શ્રાવકના પણ ચાર પ્રકારો બતાવતાં કહ્યું છે કે
चत्तारि समनोवासगा पण्णत्ता तंजहा:
अदागसमाना पड़ागसमाना, ठाणुसमाणा खरकंटसमाणा । અર્થાત–શ્રાવકો ચાર પ્રકારના છે. કોઈ શ્રાવક કાચની માફક હોય છે, કોઈ ધ્વજાની માફક હોય છે, કોઈ ઠુંઠાની માફક હોય છે અને કોઈ ઝેરી કાંટાની માફક હોય છે. જે કાચની માફક હોય છે તે શ્રાવક અંદર અને બહારથી નિર્મળ હોય છે. જેમ નિર્મળ અરીસામાં મેટું સાફ જોઈ શકાય છે તેમ તેવો નિર્મળ શ્રાવક બીજાને માટે આદર્શરૂપ હોય છે. જે ધ્વજાની માફક હોય છે તે શ્રાવક જેમ હવાથી ધ્વજા કેઈવાર આ બાજુ તે કોઈવાર બીજી બાજુ ઉડે છે તેમ ધ્વજાની જેવો શ્રાવક સમય જોઈને કામ કરે છે. ત્રીજે ડુંડાના જે શ્રાવક એ હોય છે કે, જેમ ગમે તેટલે વરસાદ વરસે અને ગમે તેટલું પાણી સીંચવામાં આવે છતાં ઠુંઠાને ફળફુલ કે પાંદડાં આવતાં નથી, તેમ જે શ્રાવકને ગમે તેટલો સમજાવવામાં આવે છતાં ધર્મમાં પ્રવૃત્ત ન થાય તે ઠુંઠાના જેવો શ્રાવક છે; અને ચોથા પ્રકારને શ્રાવક ઝેરી કાંટાની સમાન હોય છે, અર્થાત જેમ ઝેરી કાંટે પિતે તૂટી જાય છે અને સાથે બીજાને પણ પીડા આપે છે, તેજ પ્રમાણે જે પોતે પણ ખરાબ હોય છે અને બીજાને પણ ખરાબ બનાવે છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
વઢી ૧૨]
રાજકોટ–ચાતુર્માસ
[૨૬૯
આ પ્રમાણે ચાર પ્રકારના શ્રાવક હોય છે. તમે આ ચાર પ્રકારના શ્રાવકમાંથી કયા પ્રકારના શ્રાવક બનવા ચાહે છો તેને વિચાર કરો!
સુદર્શન કાચની સમાન આદર્શ શ્રાવક હતો. સુદર્શન, મને રમાને રાજાજ્ઞાનું પાલન કરવા માટે ઉત્સવમાં ભાગ લેવાનું કહી પોતે અક્રમ કરી પૈષધમાં બેસી ગયો. મનેરમાએ વિચાર્યું કે, મેળામાં જવાની મારી ઈચ્છા તે નથી, પરંતુ પતિના વ્યવહારની રક્ષા કરવા માટે રાજાજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી, પુત્રોને નવાં કપડાં પહેરાવી તથા પિતે પણ આબરૂ પ્રમાણે કપડાં-ઘરેણું પહેરી તૈયાર થઈ અને રથમાં બેસી ઉત્સવમાં જવા માટે નગર બહાર નીકળી અને સીધી બહાર તૈયાર કરવામાં આવેલા રાણીના દરબારમાં આવી. પુરુષ રાજાના દરબારમાં જતા હતા અને સ્ત્રીઓ રાણીના દરબારમાં જતી હતી. મેનોરમા રાણીના દરબારમાં ગઈ. રાણીએ મને રમાને સાકાર કર્યો અને કહ્યું કે, તમે આવ્યા એ બહુ સારું કર્યું. મને રમાએ ઉત્તર આપે કે, પતિએ આપની આજ્ઞા કહી એટલે આવવું જ પડયું. પતિ તે સાંસારિક કામમાંથી નિવૃત્ત થઈ પિષધમાં બેઠા છે એટલે તેમના માટે રાજાજ્ઞાનું પાલન કરવું આવશ્યક રહ્યું નથી, પણ હું તે સંસારના વ્યવહારમાં જ છું, એટલે મારા માટે આપની આજ્ઞાનું પાલન કરવું આવશ્યક જ છે.
રાણીએ કહ્યું કે, બહુ સારું થયું કે તમે આવ્યા. એટલામાં તે કપિલા પણ સુંદર કપડાં પહેરી ઓઢીને આવી. તે ઉત્સવમાં બીજા જ કઈ ઉદેશે આવી છે. તે ચપળ તે હતી જ, એટલે તે પોતાની ચપલતા બતાવતી રાણીની પાસે આવી. ઉત્સવમાં કપિલા અને મનરમાં બન્ને આવ્યાં છે પણ બન્નેનાં આવવાનાં ઉદ્દેશ અને વિચાર જુદાં જુદાં છે. કપિલાને જોઈ રાણીએ કહ્યું કે, હું તમારી રાહ જોતી હતી ત્યાં જ તમે આવ્યા! કપિલા કહેવા લાગી કે, આપની આજ્ઞા તે માથે ચડાવવી જોઇએ ને! આ પ્રમાણે બન્ને પરસ્પર વાતચીત કરી રહ્યાં છે પણ બન્નેનાં મનનાં ભાવ જુદા જ પ્રકારનાં છે.
રાણી અને કપિલા એક રથમાં બેસી ઉત્સવ જેવા માટે બહાર નીકળ્યાં. મનરમા પણ પુત્રોની સાથે પિતાના રથમાં બેસી તેમની સાથે ચાલી. રાણી અને કપિલા તે અહીં તહીં નજર ફેરવતી હતી પણ મને રમા નીચી દૃષ્ટિ કરી રથમાં બેઠેલ હતી. કપિલા મનેરમાં સામે દ્રષ્ટિ કરી તેને વારંવાર જોવા લાગી. રાણીએ કપિલાને પૂછયું કે, તું આમ વારંવાર શું જોયા કરે છે ! કપિલાએ ઉત્તર આપ્યો કે, આ રથમાં બેઠેલી સ્ત્રીને જોઉં છું કે તે કેવી છે ! હું તે સ્ત્રીને લક્ષ્મી કહું કે સરસ્વતી કહું ! તે કેવી સુંદરી છે ! અને તે સુંદરીની સાથે બેઠેલાં બાળકો પણ કેવાં સુંદર છે ! ન જાણે એ કોણ છે? રાણીએ ઉત્તર આપે , તે એને જાણતી નથી ? એ તે નગરશેઠની શેઠાણી છે, અને એ પાંચ પુત્રો પણ તેમનાં જ છે.
આ સાંભળતાં જ કપિલા તાળી પાડતી હસવા લાગી. કપિલાને આ પ્રમાણે હસતી જોઇ ચોસઠ કળાને જાણનારી રાણું સમજી ગઈ કે, કપિલાના આ હાસ્યમાં કોઈ મર્મ અવશ્ય છુપાએલો છે ! તે કપિલાને પૂછવા લાગી કે, તું શા માટે હસે છે? કપિલાએ
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૭૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
(પ્રથમ ભાદરવા
જવાબ આપ્યો કે, એ તો સહેજે હસું છું. રાણીએ હઠ પકડી કે, તું મારાથી પણ વાત છુપાવે છે! મને કાંઈ તારી પરવા નથી, પણ જો તું મને ચાહે છે અને મારી સાથે સંબંધ રાખવા ચાહે છે તે તારે હસવાનું કારણ બતાવવું જ પડશે!
હવે કપિલા પાસેથી અભયા રાણી કેવી રીતે વાત કઢાવે છે અને કપિલા કેવી રીતે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે તેનો વિચાર હવે પછી આગળ કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા સુદી ૧૨ શનીવાર
નોંધ – [ શ્રાવણ વદી ૧૭ શુક્રવારથી પ્રથમ ભાદરવા સુદી ૧ શુક્રવાર સુધીના શ્રી પર્યુષણ ૫વમાં પૂજ્યશ્રીએ વ્યાખ્યાન શ્રી અંતગડદશાંગ સૂત્ર વાંચેલ હતું, અને
ત્યારબાદ પૂજ્યશ્રીએ છ ઉપવાસ-છકાઈને તપ કરેલ તેથી પ્ર. ભાદરવા સુદી ૧૧ સુધી તેઓશ્રીએ વ્યાખ્યાન ફરમાવેલ નહેતાં].
પ્રાર્થના ચેતન ભજ કલ્યાણ કરનકો, આન મિલે અવસર રે, શાસ્ત્ર પ્રમાણ પિછાન પ્રભુ સુન, મન ચંચલ થિર કર રે;
( શ્રેયાંસ જિણુંદ સુમરા રે. . ૧
શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માને માર્ગ ભૂલેલા સાંસારિક લોકોને સંબોધન કરતાં ભક્ત લોકો કહે છે કે “હે જગજીવો ! હવે મોહનિદ્રામાંથી જાગી પરમાત્માનું સ્મરણ કરો ! મોહનિદ્રામાં તમે તમારું ભાન પણ ભૂલી ગયા છો માટે એ મોહનિદ્રાને છોડી જાગે અને પરમાત્માનું ધ્યાન ધરે !આ પ્રમાણે “ઉઠે, જાગે અને પરમાત્માનું સ્મરણ કરો” એમ વારંવાર કહી ભક્ત લકે પરમાત્માનું સ્મરણ કરવાની પ્રેરણા આપે છે. તેને ઉદ્દેશ એ છે કે
ચેતન ભજ કલ્યાણ કરનકે, આન મિલ્ય અવસરરે,
શાસ્ત્ર પ્રમાણે પિછાન પ્રભુ ગુણ, મન ચંચલ થિર કરશે. હે જગજીવો ! શું કરું, શું કરું એવી મનની ચંચલતા છોડી દઈ બુદ્ધિને શાન્ત રાખે. શાસ્ત્ર પ્રમાણુની આજ્ઞાધારા મનની ચંચલતાને દૂર કરી બુદ્ધિને સમતોલ રાખે. આ પ્રમાણે મનની ચંચળતાને કાબુમાં રાખી બુદ્ધિને સમતોલ રાખશે તે પરમાત્માનું સ્મરણ બરાબર કરી શકશે.
શાસ્ત્ર પોતે પ્રમાણભૂત છે. તેને પ્રમાણિત કરવા માટે બીજા પ્રમાણની જરૂર રહેતી નથી. આજકાલ લોકો શાસ્ત્રનું માપ પિતાની બુદ્ધિના માપદ્વારા કાઢવા ચાહે છે, અને
Page #312
--------------------------------------------------------------------------
________________
શુઠ્ઠી ૧૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૦૧
પેાતાની બુદ્ધિના પ્રમાણુદ્વારા શાસ્ત્રનું પ્રમાણ જુએ છે, પણ એટલું વિચારતા નથી કે, જે શાસ્ત્રો મહાજ્ઞાનીના પ્રમાણથી બનેલાં છે તે શાસ્ત્રાને પાતાની બુદ્ધિના પ્રમાદ્રારા કેમ માપી શકાય? કદાચ કાઈ કહે કે, જ્યારે શાસ્ત્ર મહાજ્ઞાનીના પ્રમાણુદ્વ્રારા બનેલાં છે તે પછી તેમાં કહેવામાં આવેલી કઈ વાત વિષે બ્રાન્તિ કેમ રહે છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પોતાની અપૂર્ણતાને કારણે ભ્રાન્તિ રહેવા પામે છે. પોતાની અપૂર્ણતાના ખ્યાલ રાખી આ વીતરાગની વાણી છે, એમ સમજીને જે કાંઇ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તે સત્ય છે, એમ માનશેા તા, કેાઈ વાત ન સમજવા છતાં એક દરે તમને લાભ જ થશે. પ્રત્યેક કાર્યનું કુલ પેાતાની બુદ્ધિ અનુસાર જ મળશે. જે કાઈ વિકારી વસ્તુ કે વાત હોય તા એ વીતરાગની વાણી નથી એમ માનવું, પણ જે વાત નિર્વિકારી હેાય તે વીતરાગની વાણી છે એમ માનવામાં વિલંબ પણ ન કરવા. આ વાતને લક્ષ્યમાં રાખીને જ જ્ઞાની લેાકા એમ કહે છે કે, વીતરાગની વાણીને તું તારી બુદ્ધિના પ્રમાણદ્વારા માપ નહિ, પણ શાસ્ત્રને પ્રમાણભૂત માની પરમાત્માનું સ્મરણ કર. તને વીતરાગના વચનામૃતને પાન કરવાને આ શુભ અવસર મહા મુશ્કેલીએ મળ્યા છે. આ અવસર કેટલી મહા મુશ્કેલીએ મળ્યા છે એ વિષે ભગવાને ગૌતમ સ્વામીને પણ કહ્યું હતું કે:
वणस्सइकायमद्गओ उक्कोसं जीवे संवस्से | कालमणन्तं समयं गोयम ! माध्यमायए ॥
હે ગૈાતમ ! સંસારની સ્થિતિ ઘણી જ વિકૃત છે. જેને અંત આવવા બહુજ મુશ્કેલ છે. વનસ્પતિકાયમાં પણ આ આત્મા રહી આવેલ છે. મહા મુશ્કેલીએ આ મનુષ્ય જન્મ મળ્યા છે તે શું આ અવસરને નકામે! ગુમાવી દેવા ઉચિત છે ?
ભગવાન મહાવક્તા હતા અને ગૈાતમ સ્વામી મહાશ્રોતા હતા. એટલા માટે તેમણે તા ભગવાનને ઉપદેશ સાંભળી શુભ અવસરને નકામા જવા ન દીધેા, પણ આપણે શું કરવું જોઇએ ? તેના વિચાર કરે. આપણે તેા પરમાત્માનું સ્મરણુ કરી સાંપડેલા શુભ અવસરના સદુપયેાગ કરવા જોઇએ. પરમાત્માનું સ્મરણ કરવા તે બધા ચાહે છે પણ એવું કયું કારણ છે કે, ઇચ્છા હેાવા છતાં પરમાત્માનું સ્મરણુ થઇ શકતું નથી ? એ કારણ પુદ્ગલેાની ઈચ્છા છે. પુદ્ગલાની ઇચ્છા હાવાના કારણે પરમાત્માનું સ્મરણ, ઈચ્છા હેાવા છતાં પણ થઇ શકતું નથી. જે પુદ્ગલાની ઇચ્છાથી નિવૃત્ત થાય છે તે જ ભગવાનની સમીપ જઇ શકે છે. એટલા માટે પુદ્ગલેાની ઈચ્છાને ત્યાગ કરી પરમાત્માનું સ્મરણ કરે !
પુદ્ગલેાની ઈચ્છા છેાડવી લાકોને બહુજ મુશ્કેલ જાય છે, પણ એ વિશે। વિચાર કરવામાં આવે તે એ કામ સરલમાં સરલ છે; કારણ કે, જીવ એ પુદ્ગલ નથી તેમ પુદ્ગલાના તે સ્વામી પણ નથી. કહ્યું છે કેઃ
જીવ નહીં પુગ્ગલી, નેવ પુગ્ગલ કદા, પાગલાધાર નહીં તાસર’ગી ! આ પ્રમાણે જ્યારે જીવ પુદ્ગલ નથી તેમ તે પુદ્ગલેાને સ્વામી નથી, તો પછી પુદ્દગલાને માહ છેડવા શું મુશ્કેલ છે? જો પુદ્ગલેાના ત્યાગ કરવા મુશ્કેલ હેાત તા, ભગવાન વીતરાગ આપણને તેને ત્યાગ કરવાના ઉપદેશ આપત નહિ ! વાસ્તવમાં પુદ્ગલાના ત્યાગ કરવા મુશ્કેલ નથી પણ અજ્ઞાનને કારણે આપણે તેને મુશ્કેલ માની એડ઼ા છીએ. જીવે,
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૭૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા પુદ્ગલાને ત્યાગ કરવા કેવી રીતે મુશ્કેલ માની લીધું છે એ એક ઉદાહરણુદ્વારા સમજાવું:કલ્પના કરો કે, કોઈ માણસે એક સાપને ફુલની માળા સમજી હાથમાં પકડી લીધેા, ખીજા માસે તેને કહ્યું કે, અરે! એ તો વિષધર છે માટે એને મૂકી દે. પણ પેલે માણસ તેને પુલની માળા સમજી રહ્યા છે, એટલે સાપને છેાડી મૂકવા તેને મુશ્કેલ જણાય છે. તે તે સાપને પણ ફુલની માળા સમજી રહ્યો છે એ તેનું અજ્ઞાન છે; અને એ અજ્ઞાનને કારણે જ સાપને ત્યાગ કરવા તેને મુશ્કેલ જણાય છે; પણ જ્યારે તેનું અજ્ઞાન ફીટી જશે, અને આ પુલની માળા નહિ પણ વિષધર–સાપ છે એવું જ્ઞાન થશે, ત્યારે શું તે સાપને એક ક્ષણભર પણ હાથમાં પકડી રાખશે ખરા ?
આ જ પ્રમાણે જીવ,
પુદ્ગલાને પેાતાને સુખ આપનાર વસ્તુ માની હૃદયમાં સ્થાન આપી રહ્યા છે; પણ આ જીવનું અજ્ઞાન છે. જો કે જ્ઞાનીજના પુદ્ગલાના ત્યાગ કરેા એમ વારવાર કહે છે, પરંતુ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પુદ્ગલાના ત્યાગ કરવા મુશ્કેલ જણાય છે. જ્યારે જ્ઞાનીઓના ઉપદેશના પ્રભાષ હૃદયમાં ઊતરશે, અજ્ઞાન ફીટી જશે અને પુદ્ગલા એ દુઃખનું કારણ છે, પુદ્ગલમેાહના કારણે જ જન્મ મરણ કરવાં પડે છે અને તેના કારણે જ પરમાત્માનું સ્મરણ કરવામાં આાધા આવે છે, એવું જ્ઞાન પ્રગટ થશે ત્યારે શું જીવ પુદ્ગલાને પકડી રાખશે? જ્યારે સર્પ એ ફુલની માળા નહિ, પણ વિષધર છે, એવું જાણ્યા બાદ કાઈ સર્પને પકડી રાખતા નથી; તે જ પ્રમાણે પુદ્ગલા એ દુઃખરૂપ છે, એ જાણ્યા બાદ, કોઈ જીવ તેને પકડી રાખતા નથી, પણ તેથી દૂર દૂર ભાગે છે. સાપને ડંખ તે। એક જ ભવ બગાડે છે, પણ પુદ્ગલાના ડંખ તે અનેક ભવ બગાડે છે, એવું ભાન થયા બાદ પુદ્ગલા ઉપર માહ રહેવા પામે નહિ. પણ પુદ્ગલા મારા આત્માને હાનિ પહેાંચાડે છે એવું ભાન પહેલાં થવું જોઇએ. આ ભાન થયા બાદ પુદ્દગલેના ત્યાગ કરવા કાંઇ મુશ્કેલ નથી. પુદ્ગલે। આત્માની હાનિ કરનારાં છે, એમ માની પુદ્દગલાને ત્યાગ કરા અને પરમાત્માનું સ્મરણ કરેા તે તેથી આત્માનું કલ્યાણ થશે.
અનાથી મુનિના અધિકાર––૨૯
અનાથી મુનિ પણુ રાજા શ્રેણિકને એજ ઉપદેશ આપે છે.
રાજાએ મુનિને કહ્યું કે, “ આપની આ અવસ્થા ભાગને ચેાગ્ય છે તો પછી આ અવસ્થામાં આપે સંયમ શા માટે ધારણ કર્યાં? આ અવસ્થામાં સંયમ ધારણ કરવાના ઉપદેશ આપને કોણે આપ્યા?''
રાજાના આ કથનના જવાબમાં મુનિએ જણાવ્યું કે, “હે રાજન! આ ઉપદેશ મારા આત્માએ જ મને આપ્યા છે. મારા આત્માએ જ સંસારના બધાં પદાર્થીનુ રૂપ જાણી તેના ત્યાગ કર્યો છે.”
.
રાજાએ પૂછ્યું કે, “સંસારના બધાં પદાર્થોનું રૂપ કેવી રીતે જાણ્યું ? આ પ્રશ્નના ઉત્તરમાં મુનિ પેાતાનું પૂર્વ વૃત્તાન્ત કહી રહ્યા છે.
અહીં અનાથી મુનિ નથી કે રાજા શ્રેણિક નથી; પણ હું અને તમે છે. જ્યારે હું અને તમે, મુનિ અને રાજાની માફ્ક બનીને કથા કહેવામાં—સાંભળવામાં આવે, ત્યારે જ
Page #314
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૨].
રાજકેટ-ચાતુર્માસ
[ ર૭૩
કથાને રસ ચાખી શકાય! જે કથા કહેનાર અને સાંભળનાર ભાડુતી હોય તે કથાને સાચો રસાસ્વાદ આવી ન શકે ! એ મહામુનિના આ પ્રવચનનું મહત્ત્વ તો કઈ જ્ઞાની જ બરાબર રીતે બતાવી શકે, પરંતુ અહીં તો હું છું એટલે મારે જ મારી અપૂર્ણ વાણીમાં તમને બતાવવું પડશે.
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે કે, “હે રાજન ! તું જે શરીરને ભોગ ભોગવવાનું સાધન માને છે એ શરીરમાં એક મહાવ્યાધિ પેદા થવા પામી હતી”
લેકે વ્યાધિને કર્મને ઉદય કે પાપનું ફળ માને છે પણ કારણ કાર્યભાવને વિચાર કરતાં હું તો વ્યાધિને સંયમનું કારણ માનું છું. મારી એ વ્યાધિને શાંત કરવા માટે ઔષધાદિના અનેક ઉપચારો કરવામાં આવ્યાં, મારી વ્યાધિને મટાડનાર વૈદ્યોને ઘરની બધી સંપત્તિ આપવા પણ મારા પિતા તૈયાર થઈ ગયા, પણ મારી તે વ્યાધિ કોઈ પણ ઉપાયે શાંત ન થઈ. મારી માતા તથા મારા ભાઈભાંડુઓ પણ મારા દુઃખે દુઃખી રહેતા હતા અને મારી વ્યાધિને દૂર કરવા માટે સતત પ્રયત્ન કરતા હતા, પણ મારે રોગ કોઈ પણ ઉપાયે દૂર ન થયું. જેમ જેમ માતા-પિતાના પ્રયત્ન નિષ્ફળ થવા લાગ્યાં તેમ તેમ મારો નિશ્ચય પણ દ્રઢ થતો ગયો છે, જે કામને આત્મા પોતે સાધી શકતો નથી, તે કામને બીજા લેકે સાધી શકશે એમ માનવું એ ભૂલ છે.
भइणिओ मे महाराय ! सगा जिट्टकणि?गा।
नय दुकखा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥ २७ ॥ આ પ્રમાણે કહી અનાથી મુનિ આગળ કહે છે કે, “હે રાજન ! મારે સગી મા-જણ નાની-મોટી બહેન પણ હતી. સાધારણ રીતે સંસારની કોઈ પણ સ્ત્રીને બહેન કહી શકાય છે, પણ એ ધર્મના સંબંધે બહેન કહેવાય છે, પણ સગી બહેન કહેવાતી નથી. એ મારી સગી બહેને એ પણ મારા રોગના નિવારણ માટે પિતાથી બનતાં બધાં પ્રયત્ન કર્યો પણ મારા રોગને દૂર કરવા માટે સમર્થ નીવડી શકી નહિ.”
અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે, જ્યારે માતા-પિતા તથા ભાઈએ દુઃખમુક્ત કરી ન શક્યા, તે પછી બિચારી બહેને દુઃખમુક્ત કેમ કરી શકે ? જ્યાં સૂર્ય પ્રકાશ કામમાં આવી ન શકો ત્યાં દીપકનો પ્રકાશ શું કામ કરી શકે ? આજ પ્રમાણે માતાપિતા તથા ભાઈઓ મુનિને દુઃખમુકત કરી ન શક્યા, તે પછી બહેને દુ:ખમુક્ત કરી ન શકે એ દેખીતું હોવા છતાં, તેમનું જુદું વર્ણન શા માટે કરવામાં આવ્યું?
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સંસારમાં એવી વિચિત્રતા જોવામાં આવે છે કે, જે કામ મોટાંઓથી થતું નથી તે નાનાંઓથી થઈ જાય છે, અને જે કામ નાનાંઓથી થઈ જાય છે તે મોટેરાંઓ કરી શકતા નથી. જેમકે સોની સેનાને ઓગાળવા માટે દીપકના પ્રકાશથી જે કામ સાધી શકે છે, તે કામ, સૂર્યને પ્રકાશ અનેતગણ હોવા છતાં સાધી શકતું નથી. પછી ભલે સૂર્ય દીપક કરતાં અનંતગણ પ્રકાશવાન કેમ નથી ? વળી જેમ કેટલીક સ્ત્રીઓ સૂર્ય હોવા છતાં પણ દીવો પ્રગટાવી તે દીપકને નમસ્કાર કરે છે. આમ શા માટે સ્ત્રીઓ કરે છે એ વાત ઘણી લાંબી છે, પણ જે કામ મોટેરાંઓ કરી શકતા
૩૫
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૭૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ભાદરવા
નથી તે કામ નાનાંઆારા થઇ જાય છે એવી વિચિત્રતા સંસારમાં જોવામાં આવે છે. મારી સમજમાં સંસારની આ વિચિત્રતા બતાવવા માટે પણ બહેનાનું વર્ણન કરવામાં આવ્યું હાય ! એ સંભવિત છે. સંસારમાં આ પ્રકારની વિચિત્રતા છે અને એ વિચિત્રતાને કારણે જ આ સંસારનુ' અસ્તિત્વ છે એમ કહેવાય છે.
આ સિવાય જેવા સંબંધ ભાઈ ના ભાઈ સાથે છે તેવા જ સંબંધ બહેનના પણ ભાઈ સાથે છે. સંસારની આવી સ્થિતિ હેાવા છતાં કેટલાક લાકા પુત્રના જન્મથી તે પ્રસન્ન થાય છે અને પુત્રીના જન્મથી દુ:ખી થાય છે. આથી વિશેષ દુ:ખને વિષય તા એ છે કે, કેટલીક શ્રાવિકાઓ પણ એવી હાય છે કે, પુત્રને જન્મ થવાથી તે સુવાવડમાં પુત્ર રક્ષાની પૂરેપૂરી માવજત રાખે છે, પણ જો પુત્રીનેા જન્મ થાય છે તે સુવાવડમાં તેના પ્રતિ ઉપેક્ષા સેવવામાં આવે છે. શું પુત્ર-પુત્રી વચ્ચે આ પ્રકારના ભેદભાવ રાખવા શ્રાવિકા માટે ઉચિત કહેવાય ? જેમને અનાય કહેવામાં આવે છે તે યુરેાપવાસીઓ પણ આવા ભેદભાવ ન રાખતાં, પુત્ર-પુત્રીને સમાન માને છે, એટલું જ નહિ પણ પુત્ર ન થાય તેા પિતાની સંપત્તિની અધિકારિણી તરીકે તે પુત્રીને ગણવામાં આવે છે. આ પ્રમાણે યુરે।પવાસીઓ તે। પુત્ર-પુત્રી વચ્ચે કશેા ભેદભાવ રાખતા નથી, અને તમે આ અને શ્રાવક-શ્રાવિકા થઇને પણ પુત્ર-પુત્રીમાં ભેદભાવ રાખેા એ કયાંસુધી ઉચિત છે, તેને ઉંડા વિચાર કરા. માતા-પિતાના સંબંધે તે તમારે પુત્ર-પુત્રી ઉપર સમભાવ હોવા જોઈ એ, જરાપણ ભેદભાવ ન હેાવા જોઈએ. પુત્ર અને પુત્રી એ બન્નેના સહકારથી જ આ સંસાર ચાલે છે. આ સંસારરૂપી ગાડીનાં એ બન્ને ચક્ર છે. એ બન્ને ચક્રના આધારેજ આ સંસારની ગાડી ચાલી શકે છે, તેમના વિના આ સંસાર ચાલી પણ ન શકે!
સંસારનું આ વૈચિત્ર્ય બતાવવા માટે જ શાસ્ત્રકારાએ બહેનને પક્ષ લીધે છે. અનાથીમુનિએ ભાઈ બહેનના સંબંધ તાડી નાંખ્યા હતા, છતાં પણ તે ભાઈ બહેન સંબંધને સ્વીકાર કરી કહે છે કે, જેટલા પ્રયત્ન માત-પિતા તથા ભાઇઓએ કર્યાં હતા તેટલેા જ પ્રયત્ન બહેનેાએ પણ કર્યો હતા. જ્યારે તે ત્યાગી અનાથીમુનિ પણ બહેનના અધિકારના સ્વીકાર કરે છે તેા પછી તમે ગૃહસ્થ હોવા છતાં કન્યાના અધિકારને કેમ માનતા નથી અને પુત્ર-પુત્રી વચ્ચે આટલા બધા ભેદભાવ કેમ રાખા છે?
આજે તા કેટલાક લેાકેા એમ પણ કહેવા લાગ્યા છે કે, અમને તે। પુત્ર કે પુત્રી કોઈની જરૂર જ નથી. સંતાને બહુ વધી ગયાં છે એટલા માટે અમે તે સંતતિનિરાધના પ્રયત્ન કરીએ છીએ; પરંતુ અત્રે વિચારવા જેવી વાત તે એ છે કે, સંતતિ વધવા કેમ પામી ? સંતતિ તમારી વિષયવાસનાથી જ વધવા પામી છે. હવે જો તમને સંતતિની આવશ્યકતા નથી તેા વિષયવાસનાના ત્યાગ કેમ કરતા નથી ? વિષયવાસનાને તે ત્યાગ કરવા નથી અને કૃત્રિમ ઉપાયાદ્વારા સંતતિના નિરેધ કરી મેાજમઝા માણવી છે. આ કેવું દુષ્કર્મ છે. આ દુષ્કર્માંનું દુષ્પરિણામ જોતાં દુ:ખ થાય છે કે, આ પરાધીન ભારતની જનતામાં કૃત્રિમ ઉપાયેાદ્વારા સંતતિ નિરાધનું ભૂત કયાંથી દાખલ થઈ ગયું ! અને સંયમના આદર્શો કેમ ભૂલાઈ ગયા ? સતિતિનરાધના સાચા ઉપાય સંયમ છે. આ સંયમ માને છેાડ઼ી સ્વચ્છ ંદતાના માર્ગે જવાથી વિષયવાસના ઘટવાને બદલે વધવા પામશે, સ્રીપુરુષનાં
Page #316
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૭૫
મન કામવાસનાથી રંગાઈ જશે અને વીર્યને પાણીની માફક દુરુપયોગ થવાને કારણે પરિણામે નિળતા આવશે. વીર્ય એ મનુષ્યનું જીવનસત્ત્વ છે. એ વીના હાસ થવાથી મનુષ્યજીવનના હાસ થાય છે. જે વીય મનુષ્યનું જીવનસત્ત્વ ગણવામાં આવે છે એ વીના પાણીની માફક દુરુપયેાગ કરવા એથી વિશેષ દુ:ખની બીજી વાત કઇ હાઈ શકે ? એટલા માટે સંતતિની વૃદ્ધિ વિષયભાગને કારણે વધવા પામી છે એમ માનેા અને સંતતિને રાકવા માટે વિષયભોગને છેડી સંયમના મા ગ્રહણુ કરેા. સંયમને માર્ગ ગ્રહણ કરવાથી સંતતિને નિરોધ પણ થશે અને તમે સખળ થઈ તમારું કલ્યાણુ પણુ સાધી શકશે. તીર્થંકરદેવ પાતે કહી ગયા છે કે, જો કે, ‘અમારા જન્મ માતા-પિતાના રજ–વીથી થયા છે તાપણ આત્માનું કલ્યાણ તા બ્રહ્મચદ્વારા જ થાય છે. ' તીર્થંકરદેવના આ કથન ઉપર ઊંડા વિચાર કરે। અને બ્રહ્મચર્યને આદશ માની સંતતિનિધ માટે સંયમના માર્ગ ગ્રહણ કરે. કૃત્રિમ ઉપાયેાદ્વારા સંતતિના નિરાધ કરવા એ સાચા ઉપાય નથી. એ ઉપાય તે આત્માને પતનને માર્ગે લઇ જનારા અને આત્માનું અહિત કરનારા છે. આ ઉન્માર્ગે જૈનસમાજ ન ચડે તે સારું છે નિહં તે તેનું પિરણામ બહુ ભયંકર છે.
અનાથી મુનિએ રાજાને કહ્યું કે, “ હે રાજન! મારે બહેન પણ હતી. તેમણે પણ માતા-પિતા તથા ભાઇઓની માક મારા રાગનિવારણ માટે અનેક પ્રયત્ન કર્યા પણ સફળ ન નીવડયાં. એવી મારી અનાથતા હતી.
“ હે રાજન્ ! બહેનની પાસેથી કાંઈ ન લેતાં, તેને સામુ' આપવું જોઇએ, એ ભાઇના ધર્મ છે. પણ મારી બહેને તે મારા દુઃખે દુ:ખી રહેતી હતી. હું મારી બહેનને કાંઈ આપી સુખી બનાવું એ મારું કર્ત્તવ્ય હતું પણ હું પોતે જ દુ:ખી હતા એટલે તેમને હું સુખી બનાવી શક્યા નહિ. મારા શરીરની આટલી બધી પરવશતા જોઈ મને ભાન થયું કે, “ વાસ્તવમાં આ શરીર જ દુઃખનું કારણ છે, માટે આ શરીરથી મુક્ત થવાથી જ હું સુખી થઈ શકીશ. મારું દુઃખ બીજા કાઈ મટાડી શકે એમ નથી, પણ હું જ મારું દુઃખ દૂર કરી શકીશ.
""
મુનિના આ કથન ઉપર તમે પણ જરા વિચાર કરા. તમારા દુઃખને બીજો કાઇ હરી શકે એમ નથી. તમારા આત્મા જ આ દુ:ખને દૂર કરવાને સમય છે. એટલા માટે પેાતાના આત્માને જ સુદર્શન શેઠની માફક દુ:ખથી મુક્ત થવા માટે સાવધાન કરવા જોઇએ.
સુદર્શન ચરિત્ર—૨૯
નારી નપુંસકકી વ્યભિચારી, જન્મ્યા પુત્ર ઈન પાંચ;
તુમ જો મેલા શીયલવતી હૈ, યહી હૈંસીયા સોંચ. ડા ધન૦ ૩૬ ।
ફૈસે જાના હાલ સુનાવા, કહી વીતક સબ યાત;
રાણી મેલી મતિ મન્દતારી, હારી સુદર્શન સાથે ॥ ધન૦ ૩૭૪૫
છલ કર તુજકા છલી સુઘડને, તૂ નહી' પાયા ભેદ; ત્રિયાચરિત્રકા ભેદ ન સમજી, ગ્રંથ' હુઆ તુજ ખેદ. ૫ ધન૦ ૩૮ના
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૭૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
| [ ભાદરવા
મુઝસે જે નહી' છલા જાયગા, વહ નર સબસે શર; સર અસર નાગેન્દ્ર નારી, હલે ન ઉસકા નૂર છે ધન. ૩૯ અરિ! મૂર્ખા! મત બેલો ઐસી, નારિ ચરિત જો જાને.
સુર અસુર યેગીન્દ્ર સિદ કે, પલક હાલ વશ આને. ધન ૪૦ કપિલાને હસતી જઈ અભયા રાણી સમજી ગઈ કે આ હાસ્યની પાછળ કાંઈ રહસ્ય રહેલું જણાય છે ! રાણીએ કપિલાને કહ્યું કે, તું શા માટે હસે છે ? કપિલાએ જવાબ આપ્યો કે હું સહેજે હસું છું.
રાણીએ હઠ પકડી કે, જો તું મારી સાથે સંબંધ રાખવા ચાહે છે તે તારે હસવાનું કારણ બતાવવું પડશે. - કપિલાએ વિચાર્યું કે, મેં શેઠની આગળ સેગંદ તે ખાધા છે પણ મેં જે સોગંદ લીધા હતા તે તે સ્વાર્થ સાધવા પૂરતાં લીધાં હતાં. હું તે સ્વાર્થની સાથી છું. આ પ્રમાણે વિચાર કરી કપિલાએ રાણીને બધી વાત કહી સંભળાવી.
હવે સુદર્શને પોતે લીધેલી પ્રતિજ્ઞા પાળવી જોઈએ કે નહિ? કેટલાક લોકે “સામાવાળાએ પ્રતિજ્ઞાન ભંગ કરી નાંખે તે આપણે પણ પ્રતિજ્ઞાને ભંગ કરી નાંખ જોઈએ' એમ વિચારે છે પણ સામાવાળાએ પ્રતિજ્ઞાને ભંગ કરી નાંખે એટલે આપણે પણ પ્રતિજ્ઞાને ભંગ કરી નાંખવો જોઈએ એમ જ્ઞાની અને પુરુષો માનતા નથી. તેઓ તે પ્રાણના ભોગે પણ પિતાની લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરે છે. આ વાત આ ચરિત્ર વર્ણનથી વિશેષરૂપે સમજમાં આવી જશે. જે સુદર્શનની માફક કપિલા પણ પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરત તો તે આગળ કાંઈ અનર્થ થાત નહિ, પરંતુ તેણે પ્રતિજ્ઞાન ભંગ કર્યો એટલે જ અનર્થ થયા. પ્રતિજ્ઞાનું પાલન કરવાથી હમેશાં લાભ જ થાય છે. બીજે કોઈ પ્રતિજ્ઞાનું પાલન કરે કે નહિ પણ પિતે તે પ્રતિજ્ઞાનું પાલન અવશ્ય
કરવું જોઈ
- કપિલાએ અભયા રાણીને ઈશારાથી કહ્યું કે, “સુદર્શનને જ્યારે નપુંસક છે તે તેને ત્યાં પુત્રને જન્મ કેવી રીતે થઈ શકે ?”
અભયા રાણીએ જવાબ આપ્યો કે, “એ તે તારી ભૂલ છે. શેઠ તે તને ભ્રમમાં નાંખી છટકી ગયો છે. તે નપુંસક નથી એનું પ્રમાણ આ તેનાં પુત્ર છે. પિતાના રૂપગુણ તથા સ્વભાવ પુત્રમાં ઊતરે છે. તું આ પુત્રને જે કે એ સુદર્શનની જેવા છે કે નહિ ?”
કપિલા સુદર્શનના પુત્રોને જોઈ વિચારવા લાગી કે, વાસ્તવમાં આ પુત્રો સુદર્શનની જેવા જ છે. જે કપિલા આ જાણું શાન્ત બેસી રહેતા તે પણ તે વાત આગળ વધવા પામત નહિ પણ દુષ્ટ લોકે પિતાની વાત મુકતા નથી, અને પિતાની શક્તિને બીજાને નીચે પાડવામાં જ દુરુપયોગ કરે છે. આ નિયમાનુસાર કપિલાએ ઘણી વાત કરી, છેવટે અભયા રાણીને કહ્યું કે, “મેં સુદર્શનની પરીક્ષા કરી જોઈ છે. એ ઉપરથી હું નિશ્ચય પૂર્વક કહી શકું છું કે, તેને અપસરા પણ ડગાવી શકે એમ નથી.”
અભયાએ કપિલાને કહ્યું કે “તું તારા જેવી જ બધાને જાણે છે ! સ્ત્રીઓ શું કરી ન શકે ? પુરુષ સ્ત્રીઓના આંખના ઈશારે નાચવા માંડે છે. રાજા રાજ્ય કરે છે પણ જે
Page #318
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૨]
રાજકેટ-ચાતુર્માસ
[ ૨૭૭
હું ઈચ્છું તે મારી આંખના એક પલકારા માત્રથી તેમને શિરચ્છેદ કરાવી નાંખવા જેટલું સામર્થ્ય ધરાવું છું. આ જ પ્રમાણે સુદર્શન તે શું, મોટા મોટા યોગીઓને પણ ત્રિયા ચરિત્રની સહાયતા વડે ચલિત કરી શકાય છે.”
વ્યર્થ ગવ મત ધરે રાની, એ સબવિધિ કર છાની; સુદર્શન નહિં ચલે શીલસે, યહ બાત લો માની. ધન ૪૧ જો મિ નારી હું હશિયારી, સુદર્શન વશ લાઉ નહિં તે વ્યર્થ જગતમેં જીકે, તુ ન મુખ દિખલાઉ. એ ધન, કરો સુદર્શન કે જે વશ લાવો, તે તુમ રંગ ચઢાઉં,
નારી ચરિતકી પૂરી નાયિકા, કહે કે મને બતાઉં. તે ધન૪૩ કપિલા રાણીને ઉત્તેજિત કરવા માટે કહેવા લાગી કે, “મહારાણી આપ એવું અભિભાન ન કરો! તમે તમારી પ્રશંસા કરો છો પણ હું તે તમારું કહેવું સાચું ત્યારે જ ભાનું કે જ્યારે તમે સુદર્શનને ચલિત કરો.' રાણીએ કહ્યું કે, “ઠીક છે. હવે જોજે સુદર્શનને હું કેવી રીતે ફસાવું છું. જે હું સુદર્શનને ન ફસાવું તો તને મોટું પણ નહિ બતાવું. આ મારી પ્રતિજ્ઞા છે.”
કપિલાએ અભયાને વધારે ઉત્તેજિત કરવા કહ્યું કે, “હું પણ જોઉં છું કે, તમે સુદર્શનને કેવી રીતે ફસાવો છો અને તેને ફસાવીને તમે લીધેલી પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન કરશે ત્યારે જ હું તમને સાચી ક્ષત્રિયાણું અને સિયાચરિત્રની જાણકા માનીશ.”
આ પ્રમાણે અભયારણું કપિલા સાથે સુદર્શનને ફસાવવાની પ્રતિજ્ઞા કરી પિતાના તંબૂમાં આવી અને સુદર્શનને ફસાવવાનો ઉપાય વિચારવા લાગી.
કરી પ્રતિજ્ઞા હે નિર્લજ, ક્રીડા કર ઘર આઈ; ધાય પિડિતાએ બાત સુનાઇ, લેભસે વહ લલચાઈ. ધન૪૪ ઘાટ ઘડા નાનવિધ જબ મન, એક ઉપાય મન આયા;
કૈસુદી મહોત્સવ નિકટ આવે જબ, કામ કરૂં મન ચાયા. ધન ૪૫ રાણીને ઉદાસ અને વિચારમગ્ન બેઠેલી જોઈ પંડિતા નામની તેની ધાયમાતા કહેવા લાગી કે, આજે તમે ઉદાસ કેમ છો ? રાણીએ કહ્યું કે શું કહું? જે મારું કામ સફળ નહિ થાય તે હું જીવી શકીશ નહિ. અત્યારે મારું જીવન સંકટમાં છે. પંડિતાએ પૂછયું કે, અરે ! એવી વાત શું છે? એ તે કહે ! કયા કારણે તમારું મન આટલું બધું ખાટું થઈ ગયું છે ! રાણીએ જવાબ આપ્યો કે, અપમાનિત થઈને જીવવા કરતાં મરી જવું એ સારું છે. પંડિતાએ કહ્યું કે, તમારું એવું અપમાન કેણે કર્યું છે ? અભયાએ ઉત્તર આપ્યો કે, તે કપિલાને તો જાણતી જ હઈશ ? પંડિતાએ કહ્યું કે, હા તેને હું જાણું છું. શું તેણીએ તમારું અપમાન કર્યું છે? રાણીએ જવાબ આપ્યો કે, કપિલાએ મારું અપમાન તે કર્યું નથી પણ તેની સાથે મારે વાદવિવાદ થયો છે.
પંડિતાએ કહ્યું કે, વાદવિવાદમાં તમે આટલી બધી ચિંતા શું કરે છે ! વાદવિવાદમાં શું તમે કોઈ દિવસ પરાજિત થયા છે કે આ વખતે પરાજિત થશે? તમારી અવશ્ય
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૭૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ભાદરવા
વાવિવાદમાં જીત થશે, માટે ચિંતા ન કરેા. અભયાએ કહ્યું કે, મેં કપિલા સાથે વાદ તે કર્યો છે . પણ મને ચિંતા એ થાય છે, કે હું એકલી એ વાદમાં કેવી રીતે જીતી શકીશ ?
પડિતાએ પૂછ્યું કે, શું એ વાદ મને નહિ જાવા ? રાણીએ ઉત્તર આપ્યા કે, તમને એ વાદ નહિં જણાવું તેા કાને જણાવીશ. તમારા વિશ્વાસે જ મેં વાદ કર્યો છે. પિલા સાથે મેં જે વાદ કર્યાં છે તે સાંભળેાઃ-સુદર્શન શેઠ કે જે આપણા નગરશેઠ છે તેને કપિલા વશ કરી ન શકી. અને કપિલાએ મને કહ્યું કે જ્યારે સુદર્શન મારી કપટજાળમાં સાચે નિહ તો પછી કાઈ એને પેાતાની કપટ જાળમાં ફસાવી શકે એમ નથી. આ સાંભળી મે કહ્યું કે, સ્ત્રીઓના ત્રિયાચરિત્રદ્વારા તે દેવા પણ વશ કરી શકાય છે તેા પછી આ સુદર્શન તે શું વિસાતમાં છે! આ પ્રમાણે કહી મેં તેની સામે પ્રતિના કરી છે કે, હું સુદર્શનને ભ્રષ્ટ કરીશ, અને જો હું તેને ભ્રષ્ટ કરી શકીશ નહિ તે હું મારું મોઢું પણ નહિ બતાવું ! આ પ્રમાણે મેં પ્રતિજ્ઞા કરી છે પણ સુદનને ભ્રષ્ટ કેવી રીતે કરવા એની હવે ચિંતા થાય છે.
અભયાનું કથન સાંભળી, પડિતા કહેવા લાગી કે, બસ ! એટલી જ વાત છે ને ? એમાં ચિન્તા કરવા જેવી શું વાત છે ! આપણે ત્રિયાચરિત્રદ્રારા આકાશના તારાઓને પણ નીચે લાવી શકીએ એમ છીએ, તેા પછી આ તે સાધારણ વાત છે. આપ એની હવે ચિંતા ન કરે. વાદમાં તમારી અવશ્ય જીત થશે. તમે કહે। તેને તમારી સમક્ષ હાજર કરી શકું એમ છું. તેા પછી સુદન તે શું વિસાતમાં છે.
પંડિતાનું કથન સાંભળી રાણી ઉત્સાહમાં આવી અને સુદર્શનને ફસાવવાને કા ભાર પડિતાને સોંપ્યા. હવે આગળ શું થાય છે તેના વિચાર યથાવસરે કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૨ બુધવાર
પ્રાર્થના
અન'ત જિનેશ્વર નિત નમે, અદ્ભુત જ્યોતિ અલેખ; ના કહિયે ના દુખિયે, જાકે રૂપ ન રેખ. ા અનેત॰ ૧ ।।
શ્રી અનતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
• આત્માએ પરમાત્માના સાક્ષાત્કાર કરવો જોઈ એ ' એ જ આત્માના પુરુષા ની ચરમસીમા છે. આને જ પરમ પુરુષાર્થ પણ કહેવામાં આવે છે. પરમાત્માને સાક્ષાત્કાર કરવા માટે શાસ્ત્રમાં જે ઉપાયે બતાવવામાં આવ્યાં છે, તે એક સાથે બતાવી શકાય નહિ, તેમ એક સાથે ઉપયેગમાં પણ લાવી શકાય નહિ; પણ એક એવા ઉપાય છે કે,
Page #320
--------------------------------------------------------------------------
________________
વદી ૨]
રાજકેટ-ચાતુર્માસ
[૨૭૯
જે બધાને માટે સુલભ અને સરલ છે. તે ઉપાય પરમાત્માની પ્રાર્થના છે. અનેક ઉપાય દ્વારા જે વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી તે પરમાત્માની પ્રાર્થનાદ્વારા પ્રાપ્ત થઈ શકે છે, એવું જ્ઞાનીજનેનું કથન છે.
પરમાત્માની અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરવા માટે ઉપાસકે સર્વ પ્રથમ પિતાના ઉપાસ્યને બરાબર ઓળખવા જોઈએ. ઉપાસ્યને ઓળખ્યા વિના કરવામાં આવતી ઉપાસના “ થwાયિકાઃ તિર્યંતિત મારચન્યા' એ કથનાનુસાર નિષ્ફળ જાય છે. માટે પરમાત્માની પ્રાર્થના કરવા માટે સર્વ પ્રથમ પરમાત્માને ઓળખવા જોઈએ. પણ પ્રશ્ન મેટ એ છે કે, પરમાત્માને ઓળખવા કેવી રીતે ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, પરમાત્માને ઓળખવાની જે આંતરિક ઈરછા હોય તો પરમાત્મા તમારી પાસે જ છે. તેમને ઓળખવા એ કાંઈ કઠિન કામ નથી તેમ તેમને ઓળખવા માટે ક્યાંય બહાર જવાની પણ જરૂર નથી. પરમાત્મા તે તમારા સમીપ જ છે. કહ્યું પણ છે કે
સૂક્ષ્મથી સૂક્ષ્મ પ્રભુ, ચિદાનંદ ચિદ્રપ,
પવન શબદ આકાશથી, સૂક્ષ્મ જ્ઞાનસ્વરૂપ.” પરમાત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ વસ્તુને શોધવા માટે ક્યાંય બહાર જવું પડતું નથી, તે તે સમીપ જ હોય છે. તે જ પ્રમાણે પરમાત્મા પણ આત્માની પાસે જ છે.
પરમાત્મા આત્માની સમીપ કેવી રીતે છે એ વિષે ઉપનિષતમાં એક કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે –
એક બ્રહ્મચારીને આત્માને સાક્ષાત્કાર ન થવાથી ખૂબ ઉદાસીનતા થઈ. ઉદાસીનતા પણ કોઈ કોઈવાર કાર્યસાધક પણ નીવડે છે. તે બ્રહ્મચારીને એટલી બધી ઉદાસીનતા થઈ કે, તેણે ખાવા-પીવાનું પણ છોડી દીધું. બધા લોકો તે બ્રહ્મચારીને કહેવા લાગ્યા કે, તમે હમણાં ખાતા-પીતા કેમ નથી અને આખો દિવસ ઉદાસીન કેમ રહો છો ?' - બ્રહ્મચારીએ જવાબ આપ્યો કે, મને ઇશસાક્ષાત્કાર ન થવાને કારણે ઉદાસીનતા રહે છે અને ઉદાસીનતાને લીધે ખાવું-પીવું ગમતું નથી એટલે ખાતે–પીતે નથી. આ સાંભળી અગ્નિદેવ અર્થાત આત્માગ્નિ પ્રગટ થઈને તે બ્રહ્મચારીને કહ્યું કે, “ઈશ તો તારા સમીપ જ છે તે પછી તું દુઃખી શા માટે થાય છે?” બ્રહ્મચારીએ પૂછ્યું કે, ઈશ મારી સમીપ કયાં છે ? ત્યારે અગ્નિદેવે કહ્યું કે, “ જે “પ્રાણુ બ્રહ્મ' અર્થાત આ પ્રાણ એ બ્રહ્મપ છે. “ કે બ્રહ્મ ' અર્થાત આ સુખ પણ બ્રહ્મરૂપ છે અને “ખ બ્રહ્મ' અર્થાત આ આકાશ પણ બ્રહ્મરૂપ છે.” -
આ સાંભળી બ્રહ્મચારી કહેવા લાગ્યો કે, આ પ્રાણ તે બ્રહ્મરૂપ છે એ વાત તે ઠીક છે પણ આ સુખ અને આ આકાશ પણ બ્રહ્મરૂપ કેવી રીતે હોઈ શકે ! તે મને સમજવામાં આવતું નથી. આ આકાશ અને સુખ તે જડ છે તે તે બ્રહ્મરૂપ કેવી રીતે બની શકે ?
બ્રહ્મચારીનું આ કથન સાંભળી અગ્નિદેવે તેને કહ્યું કે, “તું મારા કહેવાને ભાવાર્થ સમજી ન શકો.” મારે કહેવાને આશય એ છે કે, “જે સુખ છે તે જ આકાશ કહેવાય
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ભાદરવા છે અને આકાશ છે તે જ સુખ કહેવાય છે. સુખ વિશેષ્ય છે અને આકાશ વિશેષણ છે. જે પ્રમાણે આકાશ અવિનાશી અને અનન્ત છે તે જ પ્રમાણે જે સુખ અવિનાશી અને અનન્ત છે, તેને જ અમે સુખ કહીએ છીએ. જે વિનાશી અને સાન્ત સુખ છે તે વાસ્તવમાં સુખ નથી પણ દુ:ખ છે. જે સુખ આકાશની માફક અવિનાશી અને અનન્ત છે તે જ સુખ બ્રહ્મરૂપ છે. આ જ પ્રમાણે કેવળ આકાશને જ અમે આકાશ કહેતા નથી પણ જે આકાશ અવિનાશી અને અનન્ત સુખરૂપ છે તેને જ અમે આકાશ કહીએ છીએ.”
કે બ્રહ્મ ” અને “ખં બ્રહ્મ” ની આ વાત થઈ. હવે “ પ્રાણ બ્રહ્મ' શું છે તે બતાવું છું. અંતઃકરણને “ક બ્રહ્મ” અને “ખં બ્રહ્મ 'નું જે જ્ઞાન થાય છે કે “સુખરૂપ આકાશનું સ્થૂલરૂપ આ પ્રાણ છે અને આ પ્રાણની સહાયતા વિના તે સુખની ઉપાસના થતી નથી ” તેનું નામ “પ્રાણ બ્રહ્મ છે.
ઉપાસ્યની ઉપાસના કરવા માટે ઉપાસકે કોઈ સાધનને આશ્રય લે પડે છે. શ્વાસ, ઈન્દ્રયાદિ જે પ્રાણ છે તે જ ઉપાસનાનાં સાધન છે. જે આ આત્મા એ પ્રાણોને નકામાં ન માનતાં ઈશ્વરીય ઉપાસનાનાં સાધનભૂત માનશે તો એ પ્રાણો ઈશ્વરને સમર્પિત રહેશે.
જ્યારે બધાં પ્રાણ ઇશ્વરને સમર્પિત થઈ રહેશે ત્યારે મખમલ ઉપર એવી દીપ્રિતેજ સ્વિતા પ્રગટ થશે કે, એ તેજસ્વિતા આગળ બીજાં તેજ ઝાંખા થઈ જશે. એટલા માટે પ્રાણ, સુખ અને આકાશને પરમાત્મારૂપ માની તેમની ઉપાસના કરો તે પરમાત્મા તમારા સમીપ જ છે; પરમાત્માને શોધવા માટે પછી અહીંતહીં ભટકવાની જરૂર નથી.”
આત્મા અને પરમાત્મા એક રૂપ કેમ થાય એ વિષે હવે વિચાર કરવાનો છે. આત્મા અને પરમાત્માને એકરૂપ બનાવવાને સરલ માર્ગ એ છે કે, આત્મા, કે જે આકાશની માફક અનંત અને અવિનાશી છે, તે આત્માને તુચ્છ ને માનતાં સમર્થ માન. આ . પ્રમાણે આત્માને સમર્થ માનવાથી આત્મા અને પરમાત્મા વચ્ચે એકતા થવામાં વાર નહિ લાગે. પછી આત્મા અને પરમાત્માનું એકરૂપ કેવી રીતે બનશે એ વાત હું શાસ્ત્રધારા સમજાવું છું.
અનાથી મુનિનો અધિકાર–૩૦
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહે છે કે, “આ આત્મા બીજાના શરણે જઈ “અનાથ બની ગયા છે પણ જો તે પોતાની ચિદશક્તિ અને જ્ઞાનશક્તિને વિકાસ કરે છે તે અનાથતાને દૂર કરી સનાથ બની શકે છે. પણ આત્મિકશક્તિને વિકાસ કરવા માટે હદયમંથન કરવાની જરૂર રહે છે. હૃદયનું મંથન કરવાથી જ્ઞાનશક્તિરૂ૫ માખણની પ્રાપ્તિ થશે. પણ આજકાલ લેકે જ્ઞાનશક્તિરૂપ માખણને મેળવવાને બદલે બાહ્ય પદાર્થરૂપ છાશ લઈ રહ્યા છે.
“હે રાજન ! મારે સાંસારિક અદ્ધિમાં કાંઈ ખામી ન હતી. મારા માતા-પિતા, ભાઈ-બહેન વગેરે બધાં મારાં દુઃખને દૂર કરવા માટે અનેક પ્રકારનાં પ્રયત્ન કરતાં હતાં પણ તેમનાં બધાં પ્રયત્ન નિષ્ફળ નીવડયાં. જ્યારે મને કોઈ પણ ઉપાયે શાતિ ન મળી
Page #322
--------------------------------------------------------------------------
________________
વદી ૨ ]
રાજકેટ-ચાતુર્માસ
| [૨૮૧
ત્યારે મને ભાન થયું કે મારી અનાથતાને કારણે જ હું દુઃખી છું. સંસારનાં પદાર્થો તરફ મમત્વ જેમ વધારતો જાઉં છું તેમ હું વધારે અનાથ થતું જાઉં છું.'
હે રાજન ! સંસારમાં સ્ત્રીને સંબંધ બહુ નિકટ માનવામાં આવે છે અને સ્ત્રી સુખ આપવામાં સાધનભૂત મનાય છે પણ હું મારા સ્વાનુભવથી કહું છું કે, એમ માનવું એ ભૂલ છે. આ વાત હું કોઈ બીજાની સાંભળેલી કહેતો નથી પણ મારા સ્વાનુભવની
भारिया मे महाराय !, अणुरत्त मणुव्वया ।
gofછું નહિં , કર ને જિfસંag | ૨૦ अन्नं पाणं च पहाणं च, गंधमल्लविलेवणं । મg નામના વા, સા વારા નો ખુબરૂ | ૨૧ खणंपि मे महाराय ! पासाओमे न किट्टइ ।
न य दुक्खा विमोयंति, एसा मज्झ अणाहया ॥ ३०॥ - “હે રાજન ! તું મને કહે છે કે, “મારા રાજ્યમાં ચાલે. હું સુંદર સ્ત્રીઓની સાથે તમારે લગ્ન સંબંધ કરાવી આપીશ અને તેથી જે અનાથાના દુઃખને કારણે તમે દીક્ષા લીધી છે તે અનાથતાનું દુઃખ પણ દૂર થઈ જશે.' પણ તારા આ કથનના ઉત્તરમાં મારી વાત પણ સાંભળઃ-“હે રાજન ! મારી પત્ની પતિવ્રતા હતી. તે મારા દુઃખે દુ:ખી અને સુખે સુખી રહેતી હતી. તે મારા દુઃખને કારણે સદા રડયા કરતી અને આંસુએથી મારી છાતીને ભજવ્યા કરતી. મને દુઃખમાં જઈને મારી સ્ત્રીએ ખાવા-પીવાનું તથા કેસર ચંદનાદિ સુગંધી દ્રવ્યોનું વિલેપન કરવાનું અને ગાર સજવાનું બધું છોડી દીધું હતું. મને રાજી રાખવા માટે, કે કુલટાઓની માફક બાહ્ય પતિભક્તિ બતાવવા માટે મારી સ્ત્રી, ખાન-પાનને ઉપભોગ મારી. સામે કરતી ન હોય અને પાછળથી કરતી હોય એમ ન હતું. પણ મારાં દુઃખને જોઈને તે પ્રત્યક્ષ કે પરોક્ષ પણ એ વસ્તુઓને ઉપભોગ કરતી નહિ.
“વળી એ મારી પત્ની એક ક્ષણ માટે પણ મારી પાસેથી દૂર જતી ન હતી, છતાં પણ તે મને દુઃખમુક્ત કરી ન શકી, એવી મારી અનાથતા હતી.
“રોગની પીડાને કારણે મને નિદ્રા આવતી ન હતી તેમ મારા દુઃખને કારણે મારી પત્નીને પણ નિદ્રા આવતી ન હતી. તે મનમાં એમ વિચારતી કે, “હું પતિની અગના છું, જ્યારે પતિ દુઃખી છે તે પછી તેમનું અધોગ સુખી કેમ રહી શકે ? આ વિચારથી તે પણ હમેશાં દુઃખી રહ્યા કરતી હતી. જે પ્રમાણે કાચની સામે કોઈ વસ્તુ મૂકવામાં આવે તે તેનું પ્રતિબિંબ કાચમાં જોવામાં આવે છે, તે જ પ્રમાણે મારા દુઃખની છાયા મારી સ્ત્રી ઉપર પડતી હતી. મારી સ્ત્રી આવી પતિવ્રતા અને સુશીલા હોવા છતાં તે મારાં દુઃખને દૂર કરી ન શકી એવી મારી અનાથતા હતી.”
૩૬
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૮૨] .
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[પ્ર. ભાદરવા
માતા-પિતા, ભાઈ-બહેન અને સ્ત્રી આદિએ શક્ય પ્રયત્ન કર્યા છતાં અનાથી મુનિને રેગ શાંત થયો નહિ એ સારું થયું કે ખરાબ? ઉપલક દૃષ્ટિએ જેનારા કે તે એમ જ કહેશે કે, અનાથી મુનિને મહાન વેદનીય કર્મને ઉદય થયો હોવાથી તેમને રોગ ઉપશાન્ત થયા નહિ હોય, પણ અનાથી મુનિના કથન વિષે વિચાર કરવાથી જણાશે કે, મુનિને રેગ શાન્ત થયો નહિ એ અમુક દષ્ટિએ સારું જ થયું ! અનાથી મુનિ કહે છે કે, “જે સ્ત્રીના પ્રયત્નથી મારો રોગ મટી ગયું હોત તો હું તેને ગુલામ બની જાત, અને તેને જ મારી સ્વામિની માનત, પણ દુઃખ સુખને માટે જ હોય છે; એ કારણે મારે રોગ શાન્ત ન થયો એ સારું જ થયું. બધા લોકે દુઃખને ખરાબ માને છે પણ મારા માટે તે દુ:ખ પણ મિત્ર સમાન સહાયક નીવડયું.” જ્ઞાનીજને કહે છે કે –
સુખ કે માથે શિલા પડે, જે પ્રભુસે દૂર લે જાય;
બલિહારી ઉસ સુખકી, જે પ્રભુ દેત મિલાય. એ સુખ શા કામનું કે, જે પરમાત્માથી દૂર રાખે. તે દુઃખની જ સાચી બલિહારી છે કે, જે પરમાત્માની પાસે લઈ જાય છે. જે મનુષ્યની પાછળ દુઃખ ન હેત તે મનુષ્ય ન જાણે શું શું ન કરત?
આજે સંસારમાં જે ખરાબી જોવામાં આવે છે તેનું મૂળ કારણ જોવામાં આવે તે જણાશે કે, એ ખરાબીના ઉત્પાદક અને પ્રચારક સુખી લોકો જ છે. કુદરતના નિયમોનું ઉલ્લંધન સુખી લો જેટલું કરે છે તેટલું ઉલ્લંધન પશુ-પક્ષીઓ પણ કરતા નથી. સુખી લોક જ દુર્બસનેમાં પડી જઈ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને હાનિકારક ચીજોને અપનાવે છે. જેમકે, બીડી પીવી એ શું લાભદાયક છે? તે ધર્મકર્મની પણ હાનિ કરે છે, સાથે સાથે શરીર સ્વાસ્થની પણ હાનિ કરે છે. આ જ પ્રમાણે ખાન-પાન તથા પહેરવેશ વગેરે વિષે વિચાર કરવામાં આવે તે અનેક ખરાબીઓના ઉત્પાદક અને પ્રચારક સુખી લો જણાશે. આ દૃષ્ટિએ વિચારતાં કહેવાતું સુખ એ ખરાબીને પેદા કરવાનું કારણ જણાય છે.
આ જ કારણે અનાથી મુનિ કહે છે કે, “મારે રોગ શાન્ત ન થયો એ સારું થયું. હે રાજા ! મારી પત્ની તરફથી હું અનાથ તો હતા જ, પરંતુ મારી પત્ની પણ મારા તરફથી અનાથ જ હતી. હું મારી સ્ત્રીનું દુઃખ હરી શકતો ન હતો તેમ મારી સ્ત્રી મારું દુ:ખ હરી શકતી ન હતી; કારણકે હું પણ અનાથ હતો અને તે પણ અનાથ હતી.”
અનાથી મુનિના આ કથન ઉપરથી તમે પણ વિચાર કરે છે, તમને યોગ્ય સ્ત્રી ભળી હોય છતાં પણ તે તમને સનાથ બનાવી શકતી નથી, તેમ તમે પણ તેને સનાથ બનાવી શકતા નથી; એટલા માટે તમે એવા નાથના શરણે જાઓ કે જેમના શરણે જવાથી તમે અનાથ જ ન રહે. ભક્ત કા, આ વાતને બરાબર જાણે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે“મં પ્રભુ પતિતપાવન સુને,
હે પતિત તુમ પતિતપાવન ઉભય બાળક બને. મેં પ્રભુ
Page #324
--------------------------------------------------------------------------
________________
વદી ૨]. રાજકેટ-ચાતુર્માસ
[ ૨૮૩ ભક્ત લેકે, પિતાની અનાથાવસ્થાને પવિતાવસ્થાનું નામ આપી કહે છે કે, મને પાવન કોણ કરશે ? મને સનાથ કોણ બનાવશે ? ધન, માતા-પિતા, ભાઈ-બહેન અને સ્ત્રી વગેરે મને પાવન કરી શકે નહિ તેમ મને સનાથ બનાવી શકે નહિ તે પછી મને પાવન કોણ કરશે ? અને કોણ મને સનાથ બનાવશે? આ સંસારમાં તે કપટજાળ પથરાએલી છે. એ કપટજાળમાંથી મુક્ત થવા માટે અને સનાથ બનવા માટે સાચો ભક્ત તે એમજ કહેશે કે, “હે પરમાત્મા ! તું જ પતિતપાવન છે, તે જ આ આત્માને સનાથ બનાવી શકે એમ છે. હે પ્રભુ ! મારા જેવો કઈ પતિતપાવન નથી. મારા જેવા પતિતને પાવન કરનાર તું જ છે.”
તમે લોકો અહીં આવ્યા છે, પણ શું લેવા આવ્યા છે ! અને અમે સાધુઓ તમને આશીર્વાદ સિવાય બીજું શું આપી શકીએ. પણ સાધુના આશીર્વાદ બહુ મેંઘા હોય છે. સાધુઓ તે ધર્મવૃદ્ધિના આશીર્વાદ આપી શકે. ધર્મવૃદ્ધિના આશીર્વાદ શિવાય ફકીર-સાધુઓની પાસે બીજું આપવાનું શું હોઈ શકે?
તમે ફકીરનું નામ સાંભળી વિચારતા હશે કે, ફકીર અને સાધુમાં તે ઘણું અંતર રહેલું છે પણ વિચાર કરવાથી એ કેવળ શાબ્દિક અંતર છે. તેમાં તાત્ત્વિક દષ્ટિએ કાંઈ અંતર રહેલું નથી. એક કવિએ ફકીર કોણ કહેવાય ! તે વિષે કહ્યું છે કે –
“ફેસ ફખ્ર કાફસે કુદરત, ૨ સે રહીમ ઔર યે સે યાદ; ચાર હરેફ હૈ “ફકીર” કે જે પહે, તે હે દિલ શાદ, “ફકીર હોના બહુત હી કઠિન હૈ, જિસમેં ફિકર કી હો ન બૂ ઓર કુદરત ભી ન રહે તે, એસી ફકીરી પર હૈ યૂ. “રહમ ન હો દિલ માંહે તે, દુનિયા વાડ ન હૈના ફકીર તું,
યાદ ઇલાહી જે કઈ કરે છે, તે ઉસકે ચરણે કે છુ.” આ કવિતામાં ફકીર કે સાધુનું લક્ષણ બતાવવામાં આવ્યું છે. ફકીર કે સાધુ શબ્દ જે કે ત્રણ–ચાર અક્ષરને બનેલો છે પણ તેમાં ભાવની વ્યાપકતા રહેલી છે.
ફકીર શબ્દ ઉર્દૂને ચાર અક્ષરેને બનેલો છે. એ ચારેય અક્ષરને જુદા જુદા અર્થ બતાવવામાં આવે છે. સંસ્કૃતમાં આ પ્રમાણે પ્રત્યેક અક્ષરનો અર્થ બતાવવો તેને પદભંજન નિકિત' કહે છે.
ફકીર શબ્દમાં પહેલો અક્ષર “ફ” છે. અક્ષરને અર્થ એ છે કે “હે ! સાધુ! તારામાં કોઈ પ્રકારની ફિકર ન હોવી જોઈએ.’ કહ્યું પણ છે કે –
ફિકર સભીકે ખાત હૈ, ફિકર સભીકા પીર; ફિકર કા જો ફાકા કરે, તાકે નામ ફકીર.” અર્થાત-જે કોઈ પ્રકારની સાંસારિક ફિકર રાખતું નથી તે જ સાધુ કે ફકીર છે.
ફકીર શબ્દમાં બીજો અક્ષર “ક છે. જેનો અર્થ કુદરત થાય છે. કુદરત મનુષ્યાને સહાયતા આપે છે. કુદરતની સહાયતા વિના મનુષ્યજીવન ચાલી શકતું નથી. જ્યારે રામ
Page #325
--------------------------------------------------------------------------
________________
•
પામ ઇ--
--
--
- અ
ય ક
ક કકમ
:
૨૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર૦ ભાદરવા
વનમાં ગયા હતા ત્યારે સાથે શું લઈ ગયા હતા? છતાં તેઓ શું ભૂખ્યા રહ્યા હતા ?
જ્યારે સાધુએ ગૃહસંસારનો ત્યાગ કરે છે ત્યારે સાથે લઈને શું નીકળે છે ? રામ કુદરતના વિશ્વાસે રહ્યા હતા તે તેઓ પણ દુઃખી ન થયા અને સાધુઓ પણ કુદરતના વિશ્વાસે રહે છે તો તેઓ પણ દુઃખી થતા નથી. કુદરતના આશ્રયે રહેનારા લોકો દુઃખી થતા નથી, પણ આજકાલ તે લકે કુદરતની સાથે લડાઈ કરે છે, અને તેનું કટુફળ પરિણામે તેમને ભેગવવું પડે છે. ફકીર લેકે કુદરતના વિશ્વાસે જ રહે છે અને રહેવું જોઈએ.
ફકીર શબ્દમાં ત્રીજો અક્ષર “ર” છે. “ર” નો અથ અત્રે “રહેમ” કે “દયા’ થાય છે. જે બીજા ઉપર રહેમ-દયા કરે છે, અને બીજાને જરાપણ કષ્ટ પહોંચાડતું નથી તે જ ફકીર છે. જે એમ વિચારે કે, “હું દુઃખી લોકોનાં જેટલાં દુઃખો દૂર કરું છું તેટલો હું પરમાત્માની નજીક જાઉં છું તે સાચો ફકીર છે. તમે આ વાત એક કાનથી સાંભળી બીજા કાનેથી કાઢી ન નાંખો પણ એ વિષે ઊંડો વિચાર કરી દયાને જીવનમાં ઉતારવાને પ્રયત્ન કરે. : ફકીર શબ્દમાં ચોથે અક્ષર “યા છે. તેનો અર્થ “પરમાત્માનું ધ્યાન હમેશાં યાદ રહે એ થાય છે. જે હમેશાં ઈશ્વરને એકાગ્ર ચિત્તે યાદ કરે છે તે પોતે ઈશ્વરીય બની જાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે, જે ઈશ્વરમાં તન્મય રહે છે-જે હમેશાં ઈશ્વરનું જ ધ્યાન ધરે છે તે ઈશ્વરમય બની જાય છે.
કહેવાને ભાવાર્થ એ છે કે, સાચા ફકીર અને સાચા સાધુમાં શાબ્દિક અંતર ભલે હેય પણ ફકીરની ઉપર જે વ્યાખ્યા કરવામાં આવી છે તે વ્યાખ્યા પ્રમાણે સાધુ અને ફકીરમાં કાંઈ અંતર રહેલું નથી. સુદર્શન ચરિત્ર-૩૦
હવે એવા મહાપુરુષની કથા કહું છું કે, જે ગૃહસ્થ હોવા છતાં પણ સાચા ફકીરના જેવું જીવન ગુજારતો હતો. તે મહાપુરુષનું નામ સુદર્શન છે. આ સુદર્શન શેઠની કપિલાદ્વારા એકવાર તે પરીક્ષા થઈ હતી. હવે તેની બીજીવાર ધર્મપરીક્ષા થાય છે.
કામદેવકી કરી પ્રતિમા, મહેરાવ ખૂબ મંડાયા; બાહિર જાવે અંદર લાવે, સબ જનકે ભરમાયા છે ધન૦ ૪૬ કાતિક પૂર્ણિમા કામુદી મહત્સવ, નૃ૫ પુર બાહિર જ
સુદર્શનજી નૃપ આજ્ઞા સે, પૌષધશ્રત કે ઠાવે છે. ધન- ૪૭ રાણીએ સુદર્શનને ભ્રષ્ટ કરવાને કાર્યભાર પંડિતાને સોંપ્યો. પંડિતા કપટજાળ રચવામાં અને તેમાં બીજાને ફસાવવામાં હોશિયાર હતી. તેણે સુદર્શનના જેવી એક મૂર્તિ બનાવી. આ કામદેવની મૂર્તિ છે એમ પ્રસિદ્ધ કર્યું. રાણું પિતાની ઈષ્ટસિદ્ધિ સાધવા માટે એ મૂર્તિની પૂજા કરે છે.
પંડિતા દરરોજ સંધ્યાકાલના સમયે બીજી દાસીઓની સાથે તે મૂર્તિને મહેલની બહાર કાઢી વાજતે ગાજતે અહીંતહીં લઈ જતી અને રાતના સમયે પાછી તે મૂર્તિને
Page #326
--------------------------------------------------------------------------
________________
વદી ૨]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૮૫
મહેલમાં લાવતી. આમ અનેક દિવસા સુધી તેણે કર્યું. પહેરગીરી-દરવાના અને લેાકા એમ સમજતા હતા કે, આ તો ઉત્સવ થઈ રહ્યો છે. આ પ્રમાણે પંડિતાએ બધા લેાકાને ભ્રમમાં રાખ્યા હતા. પંડિતા તે મૂર્તિને, સુદર્શન જેવાં કપડાં પહેરતા તેવાં જ કપડાં પહેરાવતી. કાઈ કાઇ વાર ધ કાય કરતી વખતે પહેરવામાં આવતાં કપડાં પણ મૂર્તિને પહેરાવતી. મૂર્તિને પહેરાવેલાં કપડાં વિષે કાઇ પૂછતું તે ઝટ ને પંડિતા કહેતી કે, તમે લોકો ધર્મનાં કામ વિષે શું સમજો ? આ ઉત્તરથી લાકા વધારે કાંઈ પૂછ્તા નહિ. આજે પણ ધર્મના નામે લેાકાને ઠગવામાં આવે છે. પડિતાએ પણ ધર્મના નામે લાકોને ઠગ્યા.
પડિતા મનમાં વિચારવા લાગી કે, મેં કપટજાળ તેા ખરાખર બીછાવી છે પણ એમાં સુદર્શનને ફસાવતો કેવી રીતે? આ પ્રમાણે પંડિતા તક શેાધતી હતી એટલામાં તે કાર્ત્તિકી પૂર્ણિમાના કૌમુદી મહાત્સવના સમય નજીક આવ્યા. રાજાએ નગરજનેાને હુકમ કર્યાં કે, આ મહે।ત્સવમાં ભાગ લેવા માટે બધા નગરજનેાએ મારી સાથે બહાર નીકળવું, રાજાના આ હુકમ સાંભળી સુદન વિચારવા લાગ્યા કે, બધાને માટે તે આ કામુદી મહાત્સવ છે પણ મારા માટે તા એ કાર્ત્તિકી પૂર્ણિમાના દિવસ-પૌષધ કરવાના શુભ દિવસ છે, એટલા માટે મારે તે તે દિવસે ઊષધવ્રતનું પાલન કરવું જોઇએ.
પાષધના અર્થ ધર્મનું પોષણ કરવું' એ થાય છે. શ્રાવકોને માટે જે ચાર વિશ્રામસ્થાના કહેવામાં આવ્યાં છે તેમાં ધૃષધવ્રત પણ એક વિશ્રામસ્થાન છે. કેટલાક લેાકા પાષધવ્રતને ઠીક સમજે છે પણ તે દિવસે ઉપવાસ શા માટે કરવા જોઇએ એમ કહે છે ! પણ ઉપવાસ એ શરીર અને આત્મા બન્નેને માટે લાભપ્રદ છે એ વાત તેઓ ભૂલી જાય છે. જો પેટમાં હમેશાં આહાર પાણી ભર્યાં કરશેા અને તેને થાડા ત્રણા પણુ વિશ્રામ નહિ આપે! તે પેટમાં ખરાખી થઈ જશે; માટે શરીર અને આત્માને સ્વસ્થ રાખવા માટે ઉપવાસની જરૂર છે. ઉપવાસ કરવાથી પેટના કચરા સાફ થઇ જાય છે, અને આંતરડાંએને વિશ્રામ મળે છે, કે જેથી શરીરમાં શક્તિ અને સ્મ્રુતિ આવે છે. ઉપવાસ કરવાથી શરીરને કાઈ પણ પ્રકારની હાનિ થતી નથી.
રાજાની આજ્ઞા સાંભળી સુદર્શન વિચારવા લાગ્યા કે, ‘ હવે શું કરવું !' તે રાજા પાસે ગયા અને વિનંતી કરી કે, “મહારાજ ! કામુદી મહાત્સવને દિવસે નગર બહાર્ જવાની અને મહેાત્સવમાં ભાગ લેવાની આપે આજ્ઞા કરી છે પણ તે દિવસ કાર્ત્તિકી પૂર્ણિમા હેાવાથી હું તે દિવસે પાષધવ્રતદ્વારા ધર્મકાર્ય કરવા ચાહું છું, માટે આપ તેમ કરવાની આજ્ઞા આપે.”
તે વખતના રાજાએ પણ ધર્માત્માએ હતા, એટલે સુદનનું કથન સાંભળી રાજાએ ધર્મકાર્ય કરવાની સહ અનુમતિ આપી અને કહ્યું કે, “ શેઠ! તમને ધન્ય છે કે, તમે ધર્મકાર્યમાં મશગૂલ રહેા છે. તમે આનંદથી ધર્મસેવા કરેા.'’
રાજાની આજ્ઞા મેળવી સુદર્શન પૌષધશાળામાં આવ્યા. તેમણે પોતાના હાથે પાષધશાળાને પુંછ. સુદર્શને જે પ્રમાણે પે!તાના હાથે પાષધશાળાને પુંછ તે પ્રમાણે તમે લોકો શું તમારા હાથે પૈષધશાળાને પુંજો છે? તમે લાકા નાકરાદ્વારા પાષધશાળાને સાફ કરાવા છે, પણ તે શું તમારા જેટલી યતનાપૂર્વક સાફ્ કરી શકે ખરા ? ઔષધશાળામાં
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૮૬]
શ્રી જવાહિર વ્યાખ્યાને સંગ્રહ [પ્ર. ભાદરવા ગંદકી હેય તે વ્રતમાં દૂષણ લાગે છે. સુદર્શને પૈષધશાળાને પુંછ ઘાસન સંથારે પાથર્યો. શું તેની પાસે બિછાનું ન હતું કે, તેણે ઘાસ પાથર્યું. ઘાસના બિછાનામાં અનેક ગુણો રહેલાં છે. તે સંયમનું સાધન અને નમ્રતાનું સૂચન ચિન છે. -
તમે લોકે મૂલ્યવાન વસ્તુઓને મહત્ત્વ આપે છે અને સામાન્ય વસ્તુઓને તુચ્છ ગણે છે. મૂલ્યવાન વસ્તુઓથી શેઠ શાહુકારોનું ભલે કામ ચાલી શકે પણ ગરીબ લેકેનું કામ તો સામાન્ય વસ્તુઓથી જ ચાલે છે. જે ઘાસ ન હોય તો પશુઓની કેવી દુર્દશા થાય ? અને જ્યારે ઘાસ પણ ન થાય તે અન્ન કયાંથી થાય ? સુદર્શન શેઠ ઘાસને સંથારો. પાથરી ધર્મધ્યાન કરવા લાગ્યો.
કર પ્રપંચ અભિયા મુછણું, નૃપ બેલે યું વાણી; કેન ઉપાધિ તુમ તન બાધા, કહે કહો મહારાણી. . ધન૪૮ હુહુંકાર કરે તૃ૫નારી, શબ્દ ન એક ઉચારે ધાય પંડિતા કપટ ચરિત્રા, બેટી જાલ પસારે છે. ધન કહે છે મહારાજા તુમ યુદ્ધ સિધાયે, રાણી દેવ મનાયે; જે આવે સુખસે મહારાજા, તે પ્રતીતિ તુમ પાયે. . ધન ૫૦ છે કાર્તિક પૂર્ણિમા મહોત્સવ પૂર, બિન બહાર નહિં જાઉ;
વિસર ગઈ એ નાથ સાથ તુમ, તાકે ફલ દરશાઊં છે ધન ૫૧ છે
જ્યારે સંસારીઓ વિષયવાસનાના તોફાને ચડે છે, ત્યારે ભકતોમાં ભગવદ્દભક્તિને ભાવ ચડે છે. ભકતો તે એમ વિચારે છે કે, જ્યારે સંસારીઓ સાંસારિક કામે ભૂલતા નથી તે અમે ભગવદ્ભક્તિ શા માટે ભૂલી જઈએ? ધર્મ ધર્મના માર્ગે ચાલે છે અને પાપીઓ પાપના માર્ગે ચાલે છે. ધાર્મિક પુરુષે કેવી રીતે પોતાની ધાર્મિકતાને ત્યાગ કરતા નથી એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું -
એક બ્રાહ્મણ ગંગા નદીના કિનારે ઉભો હતો. ત્યાં વૃક્ષ ઉપરથી એક વીંછી ગંગા નદીમાં પડી ગયું અને તડફડવા લાગ્યા. તે બ્રાહ્મણને દયા આવી એટલે તે એક પાંદડુ લઈ તે વીંછીને બહાર કાઢવા લાગે. વીંછીને તે કોઈની સાથે પ્રેમ હોતો નથી એટલે તે વીછીએ પાંદડા ઉપર ચડી તે બ્રાહ્મણને ડંખ માર્યો. વીંછી કરડવાથી તે બ્રાહ્મણને હાથ કંપી ઉઠે એટલે તે વીંછી ફરી નદીમાં પડી ગયો. બ્રાહ્મણે ફરીવાર પાંદડા વડે કાઢયે અને વીંછીએ ફરી ડંખ માર્યો. આ પ્રમાણે વીંછી કેટલીએકવાર બ્રાહ્મણને કરો અને બ્રાહ્મણે તે વીંછીને દરેક વખતે બચાવ્યો. પાસે ઉભેલા લોકો આ કૌતુક જોઈ બ્રાહ્મણને કહેવા લાગ્યા કે, આ વીંછી તમને કરડે છે છતાં તમે વારંવાર તેને કેમ બચાવ છો ? ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો કે, “ જ્યારે આ વીંછી પિતાના સ્વભાવને જુસ્સો બતાવે છે તો હું મારા સ્વભાવને જુસ્સો શા માટે ન બતાવું ! હું કાંઈ તેના ઉપર ઉપકાર કરતા નથી, પણ મારા હૃદયને સ્વભાવ કેવો છે તે બતાવું છું. વછી ભલેને કરડે, પણ હું મારો દયા કરવાને જે સ્વભાવ છે તે શા માટે છોડી દઉં?”
આ જ પ્રમાણે બીજા લોકો તે પિતપોતાના સ્વભાવ પ્રમાણે કૌમુદી ઉત્સવ ઉજવવા ગયા, પરંતુ સુદર્શન શેઠ તે પિતાના સ્વભાવ પ્રમાણે પૌષધ કરી ધર્મધ્યાન કરવા બેઠા.
Page #328
--------------------------------------------------------------------------
________________
વદી ૨ ] રાજકેટ-ચાતુમાંસ
[૨૮૭ રાજારાણી વગેરે બધા લોકો નગર બહાર ગયા, અભયારાણી પંડિતાને કહેવા લાગી કે, “માતા ! આજે પણ મારી ઈચ્છા પાર પડશે નહિ.” પંડિતાએ અયાને કહ્યું કે, “આજે તારી ઈચ્છા અવશ્ય પાર પડશે. તે શરીરમાં દેવ આવ્યો છે એ ઢગ કરી નીચે પડી જા. પછી જે કામ કરવાનું છે તે હું કરી લઈશ.” રાણી પણ ત્રિયાચરિત્રમાં ચતુર હતી, એટલે તે શરીરને કંપાવતી કંપાવતી નીચે પડી ગઈ. દાસીઓ રાણીને નીચે પડતી જોઈ રાજા પાસે દોડી ગઈ અને કહેવા લાગી કે, મહારાજા ! આપ જલદી ચાલો. મહારાણીને કાંઈક થઈ ગયું છે ! રાજા દેડતે દેડતે રાણી પાસે આવ્યો. આવીને રાણીએ ઓઢેલું કપડું દૂર કરી શું થયું તે જોવા ગયો ત્યાં તે રાણીએ હા--હુ-હાહુ કરી કપડું પાછું ઓઢી લીધું.
રાણીની આ દશા જોઈ રાજા કહેવા લાગ્યા કે, “રાણીને આ શું થયું છે!” પંડિતા કહેવા લાગી કે, “ રાણી એમ તે ઘણું જ વિનીત છે પણ આજે પરવશ હેવાને કારણે આપને સત્કાર કરી શકી નથી ! તે તે આપની હમેશાં કુશલતા ચાહે છે. તમે બહાર રહીને બીજાઓની રક્ષા કરો છો પરંતુ આ અંદર રહેવા છતાં આપની રક્ષાને હમેશાં પ્રયત્ન કરે છે. આપ જ્યારે યુદ્ધમાં ગયા હતા ત્યારે તેણીએ દેવની માનતા માની પ્રતિજ્ઞા કરી હતી કે, જ્યારે હું યુદ્ધમાંથી સકુશલ પાછા ફરેલા પતિનું મુખ જોઈશ ત્યારે તમારે પાડ માનીશ અને તમારી પૂજા કરીશ. અને જ્યાં સુધી હું આપની પૂજા ન કરું ત્યાંસુધી મહેલની બહાર નીકળીશ નહિ એવી હું બાધા લઉં છું. રાણીએ આવી બાધા લીધી હતી પણ આજે જ્યારે તમે બધાને નગર બહાર નીકળવાને હુકમ કર્યો તે પછી રાણું મહેલમાં કેમ રહી શકે? પતિવ્રતા સ્ત્રી પતિના હુકમનો અનાદર કેવી રીતે કરી શકે ? આપને પામીને રાણી દેવની પૂજા કરવાનું ભૂલી ગઈ, અને આપને હુકમ માની મહેલની બહાર ચાલી આવી. આ પ્રમાણે તેણે લીધેલી બાધા તે ભૂલી ગઈ પણ દેવ ભૂલે એવા ક્યાં હતા ? મારી સમજમાં તે દેવના પ્રકોપના કારણે જ રાણી નીચે ઢળી પડી છે. મને તો આ દેવનો પ્રકોપ જ જણાય છે.” પંડિતાની વાત સાંભળી રાજાએ કહ્યું કે, તે હવે શું કરવું !”
આપ કહો અરદાસ નાથ હૈં, માફ કરે તુમ દેવ; મહારાનીકો ભેજું મહેલમેં, કરે અમારી સેવ, છે. ધન ૫ર છે ' કપટ છોડ રાની જબ જાગી, દાસી બાત બનાઇ; ભૂપત ભરમાઈ મહેલ ગઈ, ની હર્ષ ભરાઈ. . ધન ૫૩ ધન્ય પંડિતા તવ ચતુરાઇ, અરછી બાત બનાઈ,
આજ મહેલ કે આ શેકે, જેગ બના સુખદાઈ. ધન ૫૪ છે પંડિતાએ ઉત્તર આપ્યો કે, “હવે તે દેવને હાથ જોડી, નમસ્કાર કરી એવી પ્રાર્થના કરે છે, એ તે મારી ભૂલ થઈ છે કે, મેં રાણીને મહેલની બહાર આવવાની આજ્ઞા કરી હતી, માટે મારી ભૂલ માફ કરે, એને કાંઈ અપરાધ નથી, હું તેને પાછી મહેલમાં મોકલી આપું છું. આપની તે મહેલમાં પૂજા કરશે અને પૂજા સમાપ્ત થયા બાદ જ તે મહેલની બહાર નીકળશે. પૂજા સમાપ્ત નહિ થાય તો મહેલની બહાર પણ નીકળશે નહિ.” આ પ્રમાણે આપ દેવની પ્રાર્થના કરે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૮૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્રથમ ભાદરવા - રાજા ત્રિયાચરિત્રની જાળમાં ફસાઈ ગયે. રાજાએ પંડિતાના કથનાનુસાર બે હાથ જેડી, નમસ્કાર કરી દેવની પ્રાર્થના કરી, એટલે પંડિતાએ અભયારે ઈશારો કર્યો અને તે ઉપરથી રાણી બેઠી થઈ ગઈ. પંડિતાએ રાજાને કહ્યું કે, “દેવને ચમત્કાર જે !' રાજા પણ “અહા ! આ દેવને કે અભુત ચમત્કાર છે !” એમ કહેવા લાગ્યો. - આજે પણ દેવ પૂજાના નામે આવી ઠગાઈ-બહુ કરવામાં આવે છે. આવી ધૂર્તતાને કારણે લોકો દેવપૂજા, કે યજ્ઞને નામે ઘણો અનર્થ કરે છે અને જીવોનું બલિદાન પણ આપે છે; પણ વાસ્તવમાં દેવપૂજા કે યજ્ઞના મૂળ ઉદ્દેશને લેકે ભૂલી ગયા છે. - રાણીને રાજા કહેવા લાગ્યા કે, “તમે દેવપૂજાની પ્રતિજ્ઞા લીધી હતી છતાં આજે ભૂલી ગયા. એ ભૂલના ભોગે તે આજે મોટે અનર્થ થઈ જાત. એ તો સારું થયું કે, પંડિતાએ દેવપૂજાનું ભાન કરાવ્યું. હવે તમે મહેલમાં જાઓ અને પંડિતા કહે તેમ દેવપૂજા કરે. નહિ તે મારુ અને તમારું સંસારસુખ માટીમાં મળી જશે.”
લેકે સંસાર સુખને પકડી રાખવા ચાહે છે, પણ તે સુખને પકડવાને જેટલો પ્રયત્ન કરવામાં આવે છે તેટલું તે સુખ દૂર ભાગે છે.
રાજાનું કથન સાંભળી રાણીએ કહ્યું કે, “ આપના હુકમનું પાલન કરવું એ તે મારં કર્તવ્ય છે.” આ પ્રમાણે કહી રાણી પંડિતા સાથે પાલખીમાં બેસી મહેલમાં આવી. પંડિતા કહેવા લાગી કે, “ જોયું, મારી યુક્તિ કેવી પાર પડી?” અભયા કહેવા લાગી કે, “મેં પણ કેવો વેશ ભજવ્યો ! ” આ પ્રમાણે બન્ને એક બીજાની પ્રશંસા કરવા લાગ્યા.
રાણીએ પંડિતાને કહ્યું કે, “આ તે બધું થયું; પણ હવે સુદર્શન શેઠને મહેલમાં કેવી રીતે લાવશો?” - પંડિતાએ ઉત્તર આપ્યો કે, “જ્યારે મેં રાજાને વશ કરી લીધે તે પછી આ શેઠ શું વિસાતમાં છે ! તું પણ હોશીયાર થઈ જા. હમણાં જ શેઠને તારી સામે ઉપસ્થિત કરું છું.” પંડિતાની વાત સાંભળી અભયા પણ સાવધાન થઈ ગઈ
એક બાજુ તે અભયા શેઠને વિચલિત કરવા તત્પર થઈ છે ત્યારે બીજી બાજુ સુદર્શન શેઠ પૌષધવત ધારણ કરી ધર્મધ્યાનમાં મગ્ન થઈ બેઠા છે. એક તે ઈશ્વરનો બંદો’ છે તે બીજી શેતાનની શિષ્યા છે. આ બન્ને વચ્ચે સંધર્ષણ કેવું થાય છે તે જોવાનું છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૪ શુક્રવાર
પ્રાર્થના વિશ્વસેન નૂપ “અચલા પટરાનીજી, તસુ સુત કુલ શણગાર હે સુભાગી, જન્મતાં શાંતિ કરી નિજ દેશમે, મૃગી માર નિવાર હે, સુભાગી,
શાન્તિ જિનેશ્વર સાહબ સેલમા. શા શ્રી શાન્તિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના અનેક વિધિ કરવામાં આવી છે, અને અનેક વિધિઓ પર માત્માની પ્રાર્થનામાં રહેલી શક્તિ બતાવવામાં આવી છે.
જ્ઞાનીજનેનું એવું કથન છે કે, “જે પ્રમાણે સાંકળનાં કોઈ પણ આંકડીયાને ખેંચવાથી કે પકડવાથી આખી સાંકળ ખેંચાઈ આવે છે તે જ પ્રમાણે પરમાત્માની કોઈપણ શક્તિને પોતાનામાં ખેંચવામાં આવે તે બધી શક્તિ પોતાનામાં ખેંચાઈ આવે છે.
આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કેશાન્તિ જિનેશ્વર સાહબ સેલવાં, શાન્તિદાયક તુમ નામ હે સુભાગી, તન મન વચને કે શુદ્ધ કર ધ્યાવતાં, પૂરે સઘળી હામ, હો સુભાગી.
ભક્ત કહે છે કે, “હે પ્રભો ! તારા મહિમાનાં ગુણ ગાતાં ગાતાં મેટા મેટા ઋષીશ્વરો પણ થાકી ગયાં છતાં તારા ગુણગ્રામ સંપૂર્ણ રીતે કરી શક્યા નહિ તે પછી મારા જેવા તુચ્છ પ્રાણુ તારા નામને મહિમા કેમ વર્ણવી શકે? જે કે તારા નામનો મહિમા હું વર્ણવી શકતો નથી પણ તારું નામ લઈને હું કૃતકૃત્ય થઈ શકું છું એટલે મને આત્મસંતોષ છે.
- ઉદાહરણ તરીકે જે કોઈ માણસ કઈ કીમતી રત્નનું મૂલ્ય આંકી શકતે ન હોય પણ તેને મફત રત્ન મળે તે લઈ શકે છે, તે જ પ્રમાણે પરમાત્માને અવર્ણનીય મહિમા વર્ણવી શકાતું ન હોય તે કોણ એ હશે કે જે, પરમાત્માનું નામ લેવા નહિ ચાહે ? હે પ્રભો ! તારા નામનું મહત્ત્વ સમજીને તારું નામસ્મરણ કરવામાં આવે તો આ આત્માને ઘણો લાભ થાય; પણ પરમાત્માનું નામસ્મરણ કરવામાં તન, મન અને વચનને શુદ્ધ રાખવાં પડે છે અને ત્યારેજ આ આત્માને લાભ પહોંચે છે.
તન, મન અને વચનની શુદ્ધિ કરનારા જ પરમાત્માનું નામ લેવાને અધિકારી બની શકે છે. અધિકારી બન્યા વિના પરમાત્માનું કરવામાં આવતું નામસ્મરણ બરાબર લાભપ્રદ નીવડતું નથી. અધિકારી બનીને પરમાત્માનું નામ લેવું અને અધિકારી બન્યા વિના પરમાત્માનું નામ લેવું એમાં ઘણું અંતર રહેલું છે. મન, વચન અને કાયાને શુદ્ધ કરી અધિકારી બની પરમાત્માનું નામસ્મરણ કરવાથી આત્મશક્તિનું ભાન થાય છે. જ્ઞાનીજને આત્મશક્તિને પ્રાપ્ત કરવા માટે જ % શાન્તિઃ શાન્તિ: શાન્તિ : એમ ૩૭
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્રથમ ભાદરવા ત્રણ વાર શાન્તિનું ઉચ્ચારણ કરે છે. ભગવાન શાન્તિનાથનું નામસ્મરણ પણ શાન્તિ માટે જ કરવામાં આવે છે. કહ્યું છે કે
'पूर्णात् पूर्णमादाय पूर्णमेवावशिष्यते।' અર્થાત –જે પૂર્ણની પાસે પૂર્ણતા માંગે છે તે પૂર્ણ બની જાય છે. આનો અર્થ એ છે કે, પૂણેની પાસે પૂર્ણ ચીજ જ માંગવી જોઈએ, અપૂર્ણ ચીજ નહિ.
જે માણસ બેબો ભરીને હીરા-માણેક આપી રહ્યું છે, તે ન લેતાં, તેની પાસે પડેલાં ચણ માગવા એ શું ઠીક છે? જે કેઈએમ કરે તો તે તેની ભૂલ છે કે નહિ ? આ જ પ્રમાણે પરમાત્મા પાસેથી શું માંગવું તે વિષે વિચાર કરે. તમે લોકે પૂર્ણ પુરુષની પાસે પૂર્ણતા ન માંગતાં અપૂર્ણતા માંગી ભૂલ કરી રહ્યા છે. એટલા માટે જ્ઞાનીજને કહે છે કે –
“જે લોકેત્તર દેવ નમું લકિકથી !
દુર્લભ સિદ્ધ સ્વરૂપ પ્રભૂ તૈકિકથી છે” અર્થાત-જે પરલૌકિક દેવ છે, જે પૂર્ણતા આપનાર છે અને જે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરાવનાર છે તેમની પાસેથી જે તુચ્છ વસ્તુ માંગે છે તે મહાપુરુષની પ્રાપ્તિનો લાભ વ્યર્થ ગુમાવે છે. જે પ્રમાણે કોઈ, સંતુષ્ટ થએલા ચક્રવર્તી પાસેથી ચણ માંગવાની ભૂલ કરે છે તે જ પ્રમાણે જે પૂર્ણ પુરુષની પાસેથી અપૂર્ણતા માંગે છે તે પણ તેવી જ ભૂલ કરે છે. પૂર્ણ પુરુષની પાસે અપૂર્ણતા ન માંગતાં પૂર્ણતા જ માંગવી જોઈએ.
આત્માને પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ વાત હવે અનાથી મુનિના ચરિત્રકાર સમજાવું છું – અનાથી મુનિને અધિકાર–૩૧
અનાથીમુનિ રાજા શ્રેણિકને કહે છે કે,–“હે રાજન ! તું કહેતા હતા કે, “મારે ત્યાં હાથી, ઘોડા, રથ, ગામ, નગર વગેરે મારા અધિકારમાં છે, મારી આજ્ઞા બધા માથે ચડાવે છે,” પણ રાજા ! વાસ્તવમાં આ તારે અહંકાર માત્ર છે; બીજું કાંઈ નથી. હાથી-ઘડા આદિને કારણે તે સનાથ નહિ પણ અનાથ છે. બાહ્ય પદાર્થો ગમે તેટલાં પ્રાપ્ત થાય પણ એથી કાંઈ આત્મા સનાથ બની શકતું નથી. કહે છે કે, “ મારી આજ્ઞા બધા શિરોધાર્ય કરે છે,' પણ હું પૂછું છું કે, તારી આજ્ઞા તારા શરીર ઉપર પણું ચાલે છે કે નહિ તે જે. અને હાથી ઘેડા આદિને કારણે “હું અનાથ છું' એ ખોટું અભિમાન છેડી દે. તું મારા જ ઉદાહરણથી સમજી શકે છે કે, મને દરેક પ્રકારનું સુખ હતું. મારે ત્યાં ધન ધાન્યાદિને વૈભવ ઘણો હતો છતાં તે સુખ વૈભવથી હું અનાથ બની ન શકે. એવી મારી અનાથતા હતી. જે પદાર્થોને કારણે તે પિતાને સનાથ માને છે, તે પદાર્થોને કારણે જ, તું અનાથ છે.
અનાથી મુનિ રાજા શ્રેણિકને જે કાંઈ કરી રહ્યા છે તે ઉપર તમે પણ વિચાર કરો. તમે પણ સંસારનાં પદાર્થો ઉપર અભિમાન કરતા હશે પણ શું એ પદાર્થોને છોડી તમારે જવું નહિ પડે? વળી પદાર્થો ઉપર શું તમારે હુકમ ચાલે છે? પદાર્થો ઉપર તે શું પણ
Page #332
--------------------------------------------------------------------------
________________
વદી ૪
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૯૧
તમારા શરીર ઉપર પણ તમારા હુકમ ચાલતા નથી. જો શરીર ઉપર તમારા હુકમ ચાલતા હેત તે તમારા કાળા વાળ સફેદ કેમ થઈ ગયા ? દાંત કેમ પડી ગયા ? આ પ્રમાણે જ્યારે તારા શરીર ઉપર પણ તારા અધિકાર ચાલતા નથી તે। પછી બાહ્ય પદાર્થોં ઉપર તારા અધિકાર કયાંથી હોય ? માટે હું બધાનેા નાથ છું એ અભિમાન તું છેાડી દે. હે રાજન ! તું જે પદાર્થોને કારણે પાતાને સનાથ માને છે તે જ પદાર્થોના અધામાં ફસાઈ જઈ તું અનાથ બની રહ્યો છે !
પદાર્થોના ક્દામાં ફસાઈ જઈ આત્મા કેવી રીતે અનાથ બની રહ્યા છે એ વાત એક ઉદાહરણુદ્વારા સમજાવું છું. માનેા કે, કેટલાક કેદીઓને સિપાઇઓ પકડી લઈ જઈ રહ્યા છે. સિપાઈ એ મનમાં એમ સમજતા હશે કે, અમે કેદીઓને પકડી લઈ જજીએ છીએ પણ વિચાર કરવાથી જણાશે કે, તે સિપાઈ એ પણ કેદીની સાથે કેદી થઈ જઈ રહ્યા છે ! કારણ કે કોઇ સિપાઈઓને એમ કહે કે એ કેદીઓને ત્યાં ઉભા રાખી અત્રે આવા તે। શું સિપાઇએ કેદીઓને છૂટા મૂકીને આવી શકશે? આ પ્રમાણે તે કેદીએની સાથે સિપાઈ એ પણ કેદી બન્યા છે કે નહિ? આ જ પ્રમાણે તમે એમ માનેા છેા કે, “ અમે સાંસારિક પદાર્થોના માલિક છીએ, પણ વાસ્તવમાં સંસારનાં પદાર્થો તમારા માલિક બન્યાં છે અને તમને પેાતાના કાબુમાં પકડી રાખ્યા છે.
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહે છે કે, “ હું રાજન્! આ પ્રમાણે તું પોતે અનાથ છે તેા પછી તું મારો કે ખીજાના નાથ કેવી રીતે ખની શકે? તું જેને પેાતાનું માની બેઠો છે તે પર પદાર્થની પરવશતાને કારણે જ તું અનાથ છે, ''
*
મુનિનું આ કથન સાંભળી રાજા કહેવા લાગ્યા કે, “ સંસારના પદાર્થોની પરવશતાને કારણે અનાથતા આવે છે એ તે હું સમજ્યા પણ હવે અનાથ કેવી રીતે બની શકાય છે એ હું જાણવા ચાહું છું.
મુનિએ જવાબ આપ્યા કે, “ હે રાજન્! અનાથતાને દૂર કરી અનાથ કેમ બની શકાય છે અને અનાથમાં કેટલી બધી શક્તિ હોય છે એ હું બતાવું છું તે સાંભળ''-~~-~ तओऽहं एवमाहंसु, दुकखमाहु पुणो पुणो ।
वेणा अणुभविरंजे, संसारम्मि अनंत ।। ३१ ॥ सई च जइ सुच्चेंज्जा, वेयणा विउला इतो ।
खन्तो दन्तो निरारम्भो, पव्वइए अणगारियं ॥ ३२ ॥ एवं च चिन्तइत्ता णं, पासुत्तो मि नराहिवा । परियतन्ती राईए, वेयणा मे खयं गया ॥ ३३ ॥
ગણધરાએ આ ત્રણ ગાથાઓમાં સંસારનું ઘણું રહસ્ય બતાવેલ છે. આત્મા કેવી રીતે સુખી થઈ શકે છે અને કેવી રીતે દુઃખી થાય છે એ આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૯૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! જ્યારે મારા માતા પિતા, ભાઈ બહેન, પત્ની તથા વૈદ્ય વગેરે બધાં મારા રોગને દૂર કરવામાં સમર્થ ન થયા ત્યારે મને લાગ્યું કે, આ મારા નાથ નથી. તેઓ મારી રક્ષા કરી શકતા નથી અને હું તેમની રક્ષા કરી શકતે નથી આ પ્રમાણે વિચાર કરી મેં મારા આત્માને સંબોધીને કહ્યું કે, “હે આત્મા! આવું દુઃખ પહેલી વાર જ ભગવ્યું નથી, આવું દુઃખ તે તેં અનંતવાર ભોગવ્યું છે, માટે હવે તું દુઃખથી મુક્ત થવા માટે જાગ્રત થઈ જા!”
લોકે દુઃખથી ગભરાય છે પણ જે મહાપુરુષે છે તેઓ તો દુઃખમાંથી પણ સુખ શોધે છે. તેઓ માને છે કે, “બધાં દુઃખો તે સમાપ્ત થઈ જાય છે, પણ મારા આ આત્માની સમાપ્તિ થતી નથી. મારો આત્મા તે સંસારમાં અનાદિકાળથી દુ:ખને અનુભવતો આવ્યો છે. જ્યારથી આ સંસાર છે ત્યારથી “હું છું, અને જ્યારથી હું છું ત્યારથી “આ સંસાર” છે. હું અને આ સંસાર બનેય અનાદિકાળથી છે. મારામાં અને આ સંસારમાં પહેલાં કેણું છે અને પછી કોણ છે, એવો કોઇ ક્રમ કે ભેદ નથી. જે પ્રમાણે બને આંખોમાં અને બન્ને કાનોમાં કોણ પહેલે છે અને કોણ પછી છે એ કહી શકાતું નથી, તે જ પ્રમાણે આ આત્મા અને આ સંસારમાં કોણ પહેલું અને કોણ પછી છે એ કહી શકાતું નથી. આત્મા અને સંસાર બનેય અનાદિના છે.”
આ સંસાત્માં મેં અનેકવાર દુઃખો ભોગવ્યાં છે. એ દુઃખે ક્યાંથી આવે છે એ વિચારતાં હું એ નિશ્ચય ઉપર આવ્યો છું કે એ દુખો પિતાના સંકલ્પથી જ આવ્યાં છે. મેં જે સંકલ્પ કર્યો તે સંકલ્પ પ્રમાણે મેં સુખ-દુઃખને ભોગવ્યાં છે.”
આ એક દાર્શનિક ચર્ચા છે. બીજા દાર્શનિકો કહે છે કે, “આત્મા અજ્ઞાની હોવાના કારણે તે પિતાનો નિમાયક બની શકતો નથી. અજ્ઞાનતાને કારણે આ આત્મા કર્મ તે કરી નાખે છે પણ તે ફળ ભોગવવામાં સ્વતંત્ર નથી. ફલ આપવાના નિયામક તે ઈશ્વર જ છે. આત્મા કર્મ કરવામાં સ્વતંત્ર છે પરંતુ ફળ ભોગવવામાં સ્વતંત્ર નથી. ફળના નિયામક તે ઈશ્વર જ છે.”
બીજા દાર્શનિકો આ પ્રમાણે આત્માને કર્મ કરવામાં તે સ્વતંત્ર માને છે પણ તેનું ફળ ભેગવવામાં પરતંત્ર માને છે પણ તેમના આ કથન ઉપર વિચાર કરવાથી ઠીક જણાતું નથી.
કુરાનમાં પણ કહ્યું છે કે, “હે મુહમ્મદ ! જે પિતે બગડતો નથી તેને હું બગાડતો નથી અને જે પોતે સુધરતું નથી તેને હું સુધારતો નથી.” આ પ્રમાણે કુરાન પણ ખુદાને નિયામક માનતું નથી.
પરમાત્મા, જે ફલના નિયામક નથી તે, પિતાના કાર્યના ફલને પિતે કેવી રીતે ભોગવે છે? એ પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પિતાના સંકલ્પ પ્રમાણે કર્મનું ફળ સુખ કે દુઃખરૂપે મળે છે એમ માનવું જોઈએ. પણ જો પરમાત્માને ફળના નિયામક માનવામાં આવે તે અનેક આપત્તિઓ આવે છે. જેમકે, માને છે, કોઈ માણસે ચેરી કરી. હવે ચોરી કરનારે એ પૂર્વ પાપનું ફળ ભોગવ્યું કે નવું પાપ કર્યું? જે એમ કહેવામાં
Page #334
--------------------------------------------------------------------------
________________
-
--
-
વદી ૪]. રાજકેટ-ચાતુર્માસ
[ ૨૯૩ આવે કે તેણે પૂર્વ પાપનું ફળ ભોગવ્યું જેને ત્યાં ચોરી થઈ છે, તેણે તે પૂર્વ પાપનું ફળ ભોગવ્યું પરંતુ એ ચેરી તો પરમાત્માએ કરાવીને ? એટલા માટે “પરમાત્માએ ચોરીઠારા તેના પૂર્વકત પાપનું ફળ ભોગવાવ્યું' એમ માનવું તે ઠીક કહી શકાય નહિ. જ્ઞાનીજને કહે છે કે, “તે ચોરી કરીને પૂર્વ કર્મને ભોગવે છે અને નવાં કર્મો બાંધે છે. જ્યારે સંવરધારા નવા કર્મો બાંધે નહિ ત્યારે જ તે પાપથી મુક્ત થઈ શકે છે.”
મુનિ કહે છે કે, હે રાજન ! મારી અનાથતા વિષે વિચાર કરતાં મને જણાયું કે, મારા સંકલ્પને કારણે જ મારે દુઃખ ભોગવવું પડે છે.”
અહીં એક પ્રશ્ન થાય છે કે, “આત્મા સુખને સંકલ્પ ત કરે છે, પણ દુઃખને સંકલ્પ કોણ કરે? વળી, આત્મા જે અજ્ઞાન છે તે તે નિયામક કેવી રીતે બની શકે ? જે પ્રકૃતિ વ્યવસ્થા કરે છે એમ કહેવામાં આવે તો તે તે જડ છે. જ્યારે તે પોતે પોતાને જાણી શકતી નથી તે પછી તે બીજાની વ્યવસ્થા કેવી રીતે કરી શકે? એટલા માટે આત્માને કોઈ નિયામક તે હોવો જ જોઈએ.”
આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે, “દૂધને એ જ્ઞાન હોતું નથી કે, મારામાં કેટલો રસભાગ છે અને કેટલો ખલભાગ છે. તથા પેટમાં જઈને હું કયા રૂપમાં પરિણત થાઉં છું.” આ જ પ્રમાણે તમને પણ એ જ્ઞાન નથી કે એ દૂધ અમારા પેટમાં જઈ કેવી રીતે રસ ભાગ અને ખલ ભાગમાં પરિણત થાય છે. આમ હોવા છતાં દૂધજ્યારે પેટમાં જાય છે ત્યારે તેનો રસ ભાગ અને ખલ ભાગ જુદો જુદો થઈ જાય છે, અને રસ ભાગમાંથી જેટલો ભાગ આંખને મળવું જોઈએ તેટલો આંખને, જેટલો ભાગ કાનને મળવો જોઈએ તેટલો કાનને અને એ પ્રમાણે પ્રત્યેક અંગને રસ ભાગ પ્રમાણમાં મળે જ છે. આ પ્રમાણે પ્રકૃતિ જ એવી બની છે કે, બધાં કામે પિતાની મેળે જ નિયમિતરૂપે થયાં કરે છે. જો તમે પ્રકૃતિદ્વારા થતાં બધાં ખેલો બરાબર જુઓ અને જાણો તે તમે પૂર્ણ જ થઈ જાઓ. તમે જાણતા નથી કે આ બધું કેમ બને છે ! પણ પ્રકૃતિ તે પિતાને બધો ખેલ બરાબર ભજવે છે, અને આત્મા પ્રકૃતિના આ ખેલને કારણે જ પોતાના કર્મનું ફળ પિતે જ ભોગવવા વિવશ થઈ જાય છે. આ પ્રમાણે કર્મનું ફળ ભોગવવા માટે પરમાત્મા કે બીજા કોઈને નિયામક માનવાની જરૂર જ રહેતી નથી. | મુનિ કહે છે કે, “હે રાજન ! મારી આત્માની સ્થિતિ જોતાં હું એ નિશ્ચય ઉપર આવ્યો કે આ રોગ મારા પિતાના સંકલ્પથી જ પેદા થયો છે. તે આ રોગ હાય ય કરવાથી એમ મટી શકે એમ નથી. હું અનેકવાર વેદના સહી ચૂક્યો છું. જે વેદના દૂર થઈ શકતી ન હોય તો પહેલાંની વેદના કેમ દૂર થઈ? આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વેદના દૂર થઈ શકે છે. તે પછી આ વેદના કેમ દૂર થતી નથી ? આ વિષે વિચાર કરતાં હું એ નિશ્ચય ઉપર આવ્યું કે, મેં મારા પિતાના સંકલ્પથી જ આ વેદનાને બોલાવી છે અને મારા પિતાના સંકલ્પથી જ એ વેદનાને દૂર કરી શકાય છે.”
સંકલ્પને અર્થ નિશ્ચય થાય છે. સુખ કે દુઃખને આત્માએ પોતાના નિશ્ચયથી જ પકડી રાખ્યાં છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૯૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
કેટલાંક સંકલ્પો તે પેતે કરે છે અને કેટલાંક સંકલ્પો પૂર્વજોના સંસ્કારરૂપે આવે છે, જેમકે કાઇને, પૂર્વજોનાં સંસ્કાર માંસ ન ખાવાનાં હાય છે તે તે માંસ ખાતા નથી. આ જ પ્રમાણે કેટલાંક સંસ્કારના પૂર્વ જન્મનાં ઊતરી આવે છે. જે પ્રમાણે જે માણસ માંસ ખાતા નથી, તેને માંસ ખાવાનું સ્વપ્ન પણ કાઈ દિવસ આવતું નથી, કારણ કે તેને માંસ ન ખાવાને સંકલ્પ છે. આ પ્રમાણે જે કાંઇ થાય છે તે પોતાના સંકલ્પથી જ થાય છે. પછી ભલે .તે સ`સ્કાર આ ભવનાં હેાય કે પર ભવનાં હાય ! જે પ્રમાણે સંકલ્પ દૃઢ હાવાના કારણે માતાની સાથે દુરાચાર સેવવાનું સ્વપ્ન પણ આવતું નથી તે જ પ્રમાણે જો સમસ્ત પરસ્ત્રી કે બધી સ્ત્રીઓની સાથે વિષય ભાગ ન કરવાના કે ત્યાજ્ય વસ્તુઓને ન અપનાવવાના સંકલ્પ દૃઢ નિશ્ચય હાય તો આત્મા ઘણી ઉન્નતિ સાધી શકે છે. સુદર્શન ચિરત્ર–૩૧
સુદર્શન શેઠે એવા સંકલ્પ કર્યો છે કે, ‘હું એક મનેમા સિવાય સંસારની સમસ્ત સ્ત્રીઓને માતા-બહેન સમાન માનીશ.' હવે તે પેાતાના આ સંકલ્પ ઉપર કેવી રીતે દૃઢ રહે છે તે અત્રે જોવાનું છેઃ
મૂર્તિ લેકર ગઈ બાહર કા, પહેરેદાર ભરમાઇ, પૌષધશાલા શેઠ સુદર્શન, મૂર્તિ બેંક લે આઈ. ના ધન૦ પા પૌષધ સૌન શેઠ નહી’ ખાલે, બેઠા ધ્યાન લગાઈ; અભિયા કર શ્રૃંગાર શેઠ કે, ખડી સામને આઈ.
ધન પ્રા આ બાજુ સુદન પોતાના સંકલ્પમાં દૃઢ છે અને ખીજી બાજુ રાણીએ સુદર્શનને ચલિત કરવાના સંકલ્પ કર્યો છે.
સકલ્પ સુંદર પણુ હોય છે અને ખરાબ પણ હાય છે. સુદર્શનને સંકલ્પ સારા છે અને અભયાના સંકલ્પ ખરાબ છે, પણ જેમના સંકલ્પમાં દૃઢતા હશે તેમને જ વિજય મળી શકશે. અભયા અને સુદર્શનના સંકલ્પના બલાબલની પરીક્ષા થાય છે. હવે કાને સકલ્પ દૃઢ છે અને એ સ’કલ્પપરીક્ષામાં કાણુ પસાર થાય છે એ જોવાનું છે. સંકલ્પના આધારે ક છે કે કર્મોના આધારે સકલ્પ છે એ વિચારવા જેવી વાત છે. કર્મોનુસાર બુદ્ધિ થાય છે એમ કહેવામાં આવે છે પણ એમ કહેવું એ એક પ્રકારની નિર્મૂળતા છે. અનાથી મુનિએ કહ્યું છે કે—
'अप्पा कत्ता विकत्ता य दुहाण य सुहाण य ॥ '
સુખ કે દુ:ખના કોઁ કે હોઁ આ આત્મા જ છે. અર્થાત્ કમ સંકલ્પને આધીન છે. જો તમારા સંકલ્પ કર્યાંને દૂર કરવાના હોય તેા કર્મો કદાપિ ટકી શકે નહિ. કેટલાક માણસેા ‘અમારા કર્મો જ એવાં છે' એમ કહી કૉંને દોષ આપે છે, અને દુઃખ ભાગવે છે પણ ‘દુઃખ એ પેાતાના સંકલ્પની ખામીને કારણ છે' એમ વિચારતા નથી. કર્મી તા પેાતાના સંકલ્પને આધીન છે. જો કર્મીને દૂર કરવાના દૃઢ સકલ્પ હોય તે કર્મીને દૂર કરી શકાય છે એટલા માટે કેવળ કર્મોના નામે કોઈ ખરાબ કામ કરવું એ ઠીક નથી. અભયાએ પંડિતાને કહ્યું કે, આજે સુયેાગ સાંપડયા છે. આજે હું પણ મહેલમાં એકલી છું અને શેઠ પણ પાષધશાળામાં એકલા છે. આવા અવસર ફરી મળવા મુશ્કેલ
Page #336
--------------------------------------------------------------------------
________________
વદી ૪] . રાજકેટ-ચાતુર્માસ
[૨૫ છે. પંડિતાએ કહ્યું કે, એ બધી વાત મારા ખ્યાલમાં છે. હમણાં જ હું મારી યુકિત અજમાવું છું.
પંડિતા ગાજતે વાજતે પાલખીમાં મૂર્તિ બેસાડી સુદર્શનની પષધશાળા તરફ ચાલી. પૌષધશાળા પાસે જઈ તેણીએ મૂર્તિને તે જલ કે સ્થળ ઉપર ફેંકી દીધી અને પછી સાથે આવેલા લોકોને કહ્યું કે, “તમે લોકો અહીં ઉભા રહે, હમણાં હું પૂજા સંબંધી ક્રિયા કરી પાછી આવું છું.” આ પ્રમાણે કહી પંડિતા સાથેના પહેરગીરાને ભ્રમમાં નાંખી પિષધશાળામાં ગઈ અને શેઠને ઉપાડી મૂર્તિના સ્થાને તેમને બેસાડી દીધા અને શેઠને કહ્યું કે, “શેઠ ! તમે વતનિયમમાં દઢ રહેજો. અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારા વ્રતનું પાલન કરો. કાંઈ બોલશો નહિ.”
શેઠ તે પિષધમાં બેઠા હતા. એટલે પંડિતાએ આમ કહેવા છતાં તથા ઉપાડીને મૂર્તિના સ્થાને બેસાડયા છતાં તેઓ કાંઈ બોલ્યા નહિ. મૌન ધારણ કરી રાખ્યું. પંડિતાએ મૂર્તિના સ્થાને સુદર્શનને બરાબર બેસાડી દીધા અને પછી પાલખી ઉપાડી તેણીએ ચાલવા માંડયું.
પંડિતાએ સુદર્શનને આ પ્રમાણે ઉપાડયા છતાં પણ સુદર્શન તે નિશ્ચલ જ બેઠે રહ્યો. આ ઉપરથી કોઈ એમ કહી શકે કે સુદર્શને આવે કાયર કેમ બન્યો ! તેણે પંડિતાને કેમ કાંઈ કહ્યું નહિ? આ પ્રમાણે કોઈ કહી શકે પણ સુદર્શન આ પ્રશ્નના જવાબમાં કહે છે કે, “જ્યારે મેં શરીરની બધી પ્રવૃત્તિઓને ત્યાગ કર્યો છે તે પછી આ શરીર ઉપર જે થવાનું હોય તે ભલે થાય. માટે તે વખતે શરીરની પ્રવૃત્તિમાં પડવું ન જોઈએ.”
પંડિતા સુદર્શનને ઉપાડી ચાલી નીકળી. પહેરેગીરે તે એમ જ માનતા હતા કે, આ તે એ જ મૂર્તિ છે. પંડિતા જેમ આવી હતી તેમ વાજતે ગાજતે સુદર્શનને મહેલમાં લઈ ગઈ અને એકાન્તમાં તેને મુકી તે હસતી હસતી અભયા પાસે ગઈ અને રાણીને કહ્યું કે, “હું સુદર્શનને મહેલમાં લઈ આવી છું. મેં મારી ફરજ બજાવી લીધી છે. હવે તું તારી ફરજ બજાવ.”
અભયાએ કહ્યું કે, “બહુ સારું થયું. હવે હું મારી ફરજ બજાવીશ. તે તારી શક્તિને પરિચય આપ્યો. હવે મારી શક્તિ પણ જો.”
શેઠ તે જેમ પૈષધશાળામાં ધ્યાનસ્થ બેઠો હતો તે જ પ્રમાણે મહેલમાં પણ ધ્યાનસ્થ બેસી રહ્યા. તે તો એમ જ વિચારતો હતો કે, “ભલે મહેલ હોય કે જેલ હય, મારે તે મારા વ્રતનું પાલન કરવાનું છે. ભલે આ શરીર રહે કે ન રહે, પણ મારા આત્માને કોઈ હાનિ પહોંચાડી શકે એમ નથી.” આ અભયારાણી શૃંગાર સજી, રમઝમ કરતી સુદર્શનની પાસે આવી, પણ સુદર્શન તે પહેલાંની માફક ધ્યાનમગ્ન હતો. રાણી વિચારવા લાગી કે, મારા ઝાંઝરનો અવાજ સાંભળવા છતાં પણ તેની સમાધિને ભંગ ન થયો, તે તે ધ્યાનસ્થ જ બેઠો છે. ગમે તે થાય મારે તે તેને વિચલિત કરે છે. એટલા માટે અત્યારે તે તેની પાસે સામનીતિથી કામ લેવું એ ઠીક છે. મારે તે ગમે તે નીતિથી વશ કરવો છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૯૬ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ (પ્રથમ ભાદરવા હાથ જોડે અમૃત સમ મીઠા, બેલે મુખ બેલ; મેં રાની લુમ પુરજનમાની, સરખે સરીખી જોડ છે ધન૫૭ છે કલ્પવૃક્ષ સમ કાયા થારી, મેં અમૃતકી બેલી;
મૌન ખેલ નિરખે મુઝ નયના, દયાન હેંગ દે મેલી. ધન ૫૮ છે - સુદર્શનની પાસે જઈ અભયાએ તેને નમસ્કાર કર્યો. અભયાની આ દશા ઉપરથી વિચારે કે જ્યારે મનુષ્ય પતિત બની જાય છે, ત્યારે શું શું કરે છે? અભયા રાજાની રાણી છે; એ દ્રષ્ટિએ તે પ્રજાની માતા છે અને સુર્દશન રાણીની પ્રજા અને એ દૃષ્ટિએ તે રાણીને પુત્ર છે. માતાના પગે પુત્ર પડે છે, પણ માતા પુત્રના પગે પડતી નથી. અભયા-માતાને સુદર્શન-પુત્રના પગે પડવાની જરાપણ જરૂર ન હતી, પણ આત્મામાં જ્યારે નીચ કામવાસના જાગૃત થાય છે ત્યારે મનુષ્ય નીચ કામો કરવા માટે તૈયાર થઈ જાય એમાં શું આશ્ચર્ય છે !
રાણી, મધુ નિતિ વિષે દર તુ દામ્ એ કથનાનુસાર હદયમાં તે હલાહલ છે પણ મેઢે તો અમૃત વચને સુદર્શનની આગળ બેલવા લાગી. તે સુદર્શનને કહેવા લાગી કે, “ આપ ચુપચાપ કેમ બેઠા છો? જરા તે વિચારો કે, મારી અને તમારી કેવી જોડી છે? હું રાણું છું અને તમે નગરશેઠ છે. તમે નગરના નાયક છો અને હું નગરની નાયિકા છું. મારી અને તમારી આવી સુંદર જોડી મળી છે તે પછી આપ ઢગ કરી મૌન કેમ બેઠા છે ? જરા આંખો ખોલી મારી સામે નજર તે કરો ! ” - શેઠ રાણીનું કથન સાંભળી રહ્યો હતો, પણ તે વિચારતા હતા કે, “રાણી આ શું કહે છે ? મને ભગવાન પાસેથી જે જ્ઞાન મળ્યું છે તે જ્ઞાનની શું આજે કોટી થઈ રહી છે ! ”
જેમનામાં સમ્યફજ્ઞાન કે આધ્યાત્મિક જ્ઞાન હોય છે તેઓ પ્રત્યેક વાતને ઊંડો વિચાર કરે છે. આ કથનાનુસાર સુદર્શન શેઠ રાણીના કથન ઉપર વિચારવા લાગ્યા કે, આ પિતાને રાણી કહે છે પણ એટલું તે વિચારતી નથી કે, હું રાજાની રાણુ થઈ, રાજાની આજ્ઞા વિના બીજાની ગુલામીમાં કેમ ફાઉં છું ! જો હું આ રાણીના વચનના પ્રલોભનમાં ન પડું તે મારા માટે એ વચનો અમૃતની સમાન જ લાભકારી નીવડશે. આ રાણી, મને નાયક અને પિતાને નાયિકા તરીકે વર્ણવે છે પણ ખરી મોટાઈ પિતાની મહત્તાને વધારવામાં છે કે ગુમાવવામાં છે તેને તે વિચાર કરતી નથી. જે હું અને તે રાણી પિતપતાની મહત્તાની રક્ષા કરવા ચાહતા હોઈએ તે અમારી વચ્ચે માતા-પુત્રના જેવો જ સંબધ હોવો જોઈએ; પણ જે પિતાની મહત્તાને ગુમાવી દેવામાં આવે તે બન્નેને પતન થઈ જાય !”
રાણી સુદર્શનને લોભાવવા આગળ કહે છે કે, “આપણી બન્નેની જોડી કેવી સુંદર છે? તું તે કલ્પવૃક્ષની સમાન છે અને હું અમૃતવેલની જેવી છું. માટે તું આંખે બોલ અને મારા સામું જો.
રાણીનું આ કથન સાંભળી સુદર્શન વિચારે છે કે, આ રાણી પિતાને અમૃતવેલ સમાન બતાવી અને કલ્પવૃક્ષ સમાન કહે છે તે મારું કર્તવ્ય એ છે કે, “જેમ કલ્પવૃક્ષને
Page #338
--------------------------------------------------------------------------
________________
વઢી ૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૯૭
આધાર લઈ, અમૃતવેલ મીઠાં ફળ આપે છે, તેમ મારા આધાર પામીને, જો અમૃતવેલ સમાન આ રાણી, વિષલ આપે તેા હું કલ્પવૃક્ષ સમાન કેમ કહેવાઉં! '”
સુદન આ પ્રમાણે મનમાં વિચાર કરે છે. આ બાજુ રાણી, સુદર્શનને મૌન ખેડેલા જોઇ અને પોતાનેા પ્રયત્ન નિષ્ફળ થતા જોઇ આગળ કહેવા લાગી કેઃ—
ફરું જતન તુમ જાવ જીવ લગ, પ્રાણુ બરાબર માન;
તન, ધન, જોમન તુમ પર અર્જુન, અમસે લા યહ જાન ॥ ધન૦ પૂર્વે ૫ ચથ જન્મ સુજ ગયા આજલગ, ખબર ન તુમરી પાઈ,
આજ સુદ્દિન ચહુ હુઆ રોઠજી ! વાય પડિતા લાઈ. ા ધન૦ ૬૦ા
"6
સુદર્શનને મૌન ખેડેલા જોઇ રાણી વિચારવા લાગી કે, “હું ભૂલી ગઈ. આ વણિક છે. વિષ્ણુકા ભયથી વધારે ડરે છે. એટલા માટે મને રાણી જાણી રાજાના ભયથી તે માન તાડતા નહિ હૈાય ! માટે સર્વ પ્રથમ એને ભય દૂર કરવા જોઇએ.” આ પ્રમાણે વિચાર કરી, તે સુદનને કહેવા લાગી કે, શેઠજી ! હું તમારી સાથે જે સંબધ જોડવા ચાહું છું તે કેવળ આજના માટે નહિ પણ જ્યાંસુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાંસુધી એ સંબંધ જોડવા ચાહું છું. આજથી મારું તન, મન, ધન વગેરે તમને સમર્પિત કરું છુ. તમને કદાચ એવા ભય હશે કે, રાજાને આ સબંધની ખબર પડી જાય તેા ગજબ જ થઈ જાય ને? પણું સુદર્શન ! અમારા ત્રિયાચરિત્રને કાણુ જાણી શકે છે ? કહેવત પણ છે કેઃ દેશો ન જ્ઞાનાતિ તો મનુષ્યો જ્યારે દેવા પણ અમારા ત્રિયાયરિત્રને જાણી શકતા નથી તેા પછી મનુષ્યા શી વિસાતમાં છે !
તમે પ્રત્યક્ષ જ જીએ કે, “તમને ત્રિયાચરિત્રદ્વારા મહેલમાં કેવી રીતે લાવવામાં આવ્યા ? આ પ્રમાણે આપણા સંબંધને રાજાને પણ ખબર નહિ પડે, એ વિષે તમે નિશ્ચિત અને નિય રહેા. માટે નિય થઈ માન તાડા અને મારી સાથે સંબંધ જોડા, ”
એકાન્તમાં અભયા જેવી સુંદરીને સુયાગ મળવા છતાં અને તેનાં આવાં પ્રશ્નેાભક વચન સાંભળવા છતાં પણ સુદર્શન પેાતાના વિચારમાં દૃઢ રહ્યો તેનું પ્રધાન કારણ તેને દૃઢ સંકલ્પ છે. આજે જેએ ‘ મહાત્માજી 'ના નામે સુપ્રસિદ્ધ છે તે ગાંધીજી પણ જો તમારા આ જ રાજકોટ શહેરમાં અને તમારા જ એક જૈન મુનિ બેચરજી મહારાજ પાસે પરસ્ત્રી, માંસ અને મદિરાપાનના ત્યાગના દૃઢ સકલ્પ ન કરી પરદેશ ગયા હોત તા, ન જાણે તેમની ત્યાં કેવી દશા થાત ! આ પ્રમાણે ‘દૃઢ સ`કલ્પમાં જ' એવી શક્તિ રહેલી છે કે, જે સંકટના સમયે પણ મનુષ્યની રક્ષા કરે છે.
તમે પણ તમાએ લીધેલ પ્રતિજ્ઞાનું કે તમાએ કરેલ સંકલ્પનું બરાબર પાલન થાય છે કે નહિ તેને સાવધાનીપૂર્વક વિચાર કરે, અને લીધેલી પ્રતિજ્ઞાનું હંમેશાં દૃઢતાપૂર્ણાંક પાલન કરેા. જો તમે તમારી લીધેલી પ્રતિજ્ઞામાં દૃઢ રહેશે તે સુદર્શનની માફક ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ધર્મનું પાલન કરી શકશેા, અને તમારું કલ્યાણ જ થશે,
–
૩૮
Page #339
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૫ શનીવાર
પ્રાર્થના કુથ જિનાજ તૂ ઐસે, નહિ કેઈ દેવ તે જેસે; રિલેકીનાથ તુ કહીએ, હમારી બાંહ દહ રહિએ, કે કુંથુ છે
કુંથુનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ઉચ્ચકેટિની પ્રાર્થનામાં આત્મા અને પરમાત્માની એકતાની જ ભાવના હોય છે. જે આમ માનવામાં આવે તે પ્રશ્ન એ થાય છે કે, જ્યાં અજ્ઞાનથી ઘેરાએલ, સંસારમાં ભટકનાર મલિન આત્મા? અને ક્યાં પરમાત્મા કુન્થનાથનું નિર્મળ સ્વરૂ૫? આ બન્નેની એકતા કેવી રીતે થઈ શકે ! આત્મા અને પરમાત્માની એકતાની પ્રાર્થના કરવી એ તે સાધારણ માણસ બાદશાહ બનવાની ઇચ્છા કરે એના જેવી વાત છે. જે પ્રમાણે સાધારણ માણસની બાદશાહ બનવાની ઈચ્છા કરવી એ કેવળ શેખચલ્લીની કલ્પના કહી શકાય, તે જ પ્રમાણે કર્મલિપ્ત આત્મા અને નિર્મળ પરમાત્માની એકતા ચાહવી એ પણ કેવળ શેખચલ્લીની કલ્પના જ કહી શકાય. આત્મા અને પરમાત્માની એકતા કેવી રીતે સાધી શકાય એ તે બહુ મેટી વાત છે.
આ પ્રમાણે વિચારતાં આત્મા અને પરમાત્માની એકતા સાધવી બહુ મુશ્કેલ જણાય છે પણ તે વિષે ઊંડો વિચાર કરવાથી એ બહુ મુશ્કેલ વાત નથી.
સાધારણ માણસ બાદશાહ બનવાની ઈચ્છા કરે એ કદાચ અસંભવિત કે અસ્થાનીય કહી શકાય, પણ આત્મા અને પરમાત્માની એકતા સાધવી એ અસંભવિત કે અસ્થાનીય નથી. ભગવાને પોતે જ્યાં ગંભીર તોને ઉપદેશ આપ્યો છે ત્યાં એમ કહેલ છે કે, “મારે અને તમારો આત્મા સમાન જ છે.” આ વિષે પ્રમાણે પણ બતાવવામાં આવ્યાં છે.
જે લક્ષ્યાર્થી અને વાચ્યાર્થ બરાબર ધ્યાનમાં રાખવામાં આવે, તે આત્મા અને પરમાત્માની એકતા કેમ સાધી શકાય એ પ્રશ્નને ઉકેલ સહેજે થઈ જાય.
આત્મા અને પરમાત્માને વાચ્યાર્થ તે ભિન્ન છે પણું લક્ષ્યાર્થ એક છે. જેમકે કોઈ બાળકનું નામ પાડવામાં આવ્યું. બાળક તે માણસ છે અને સિંહ તે પશુ છે. તે પછી મનુષ્યને સિંહ કેમ કહેવામાં આવે. આ રીતે મનુષ્યને સિંહ નામથી સંબોધ તે અર્થનું નામ વાચ્યાર્થ છે. અહીં એ જોવાની જરૂર છે કે, મનુષ્ય તે સિંહ થઈ શકતો નથી, એટલા માટે વાધ્યાર્થીની દૃષ્ટિએ એ અર્થ બંધબેસતું નથી પણ એને લક્ષ્યાર્થ જોવામાં આવે તે એ અર્થ બંધ બેસી શકે. સિંહ અને મનુષ્યમાં જે ગુણનું સામ્ય હોય તે ગુણનું લક્ષ્ય કરી, એટલે શુરવીરતા જે સિંહને ગુણ છે તે ગુણનું લક્ષ્ય કરી, મનુષ્યને સિંહ કહેવામાં આવે છે તે લક્ષ્યાર્થ બંધ બેસી શકે છે. આ જ પ્રમાણે આત્મા અને પરમાત્માની એકતા વાર્થ અને લક્ષ્યાર્થીની દષ્ટિએ કહેવામાં આવે છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
વદી ૫]
રાજકોટ-ચાતુર્માસ
[ ૨૯
આત્મા અજ્ઞાની, કર્મલિત છે જ્યારે પરમાત્મા જ્ઞાનસ્વરૂપ અને કમરહિત છે. એટલા માટે વાચ્યાર્થીની દષ્ટિએ આત્મા અને પરમાત્માની એકતા સાધી શકાતી નથી, પરંતુ બન્નેની એકતા બતાવવાનો લક્ષ્યાર્થ શું છે એ જોવામાં આવે તે કોઈ પ્રકારને સંદેહ રહેવા પામે નહિ! આત્મા અને પરમાત્માની એકતા ચૈતન્ય ગુણની દ્રષ્ટિએ છે. જે ચૈતન્ય ગુણ પરમાત્મામાં છે તે જ ગુણ આત્મામાં પણ છે. કેમ કે અજ્ઞાનને દૂર કરી શકાય છે પણ બન્નેમાં જે ચિંતન્ય ગુણ છે તે કોઈપણ પ્રકારે દૂર કરી શકાતું નથી. તે સ્થાયી ગુણ છે, તે સ્થાયી ચિંતન્ય ગુણને કારણે જ આત્મા અને પરમાત્માને એક કહેવામાં આવે છે. ભકતો પણ એ જ કહે છે કે –
તૂમ હિ હમ એકતા જાનું, દ્વત ભ્રમ-કલપના માનું.”
હે પ્રભો ! ચૈતન્ય ગુણને લીધે મારી અને તારી એક્તા છે, કાંઈ ભિન્નતા નથી. આ કારણે મારી અને તારી વચ્ચેની એકતા કૃત્રિમ એકતા નહિ પણ લક્ષ્યાર્થીની દષ્ટિએ સ્વાભાવિક એકતા છે.
આ કથન ઉપરથી “મારો આત્મા પણ પરમાત્મા પદને ગ્ય છે' એ વિશ્વાસ પેદા કરવા જોઈએ. પણ કેવળ વિશ્વાસ પેદા કરવાથી કાંઈ વળતું નથી, પણ પરમાત્મા અને આત્માની એકતા સાધવામાં જે બાધક કારણો હોય તેને દૂર કરવાનો પુરુષાર્થ પણ કરવો જોઈએ. પુરુષાર્થ કરવાથી તમારો આત્મા પરમાત્મપદને પણ પ્રાપ્ત કરી શકે છે. અને જે પુરુષાર્થ કરવામાં ન આવે તે આત્મા અને પરમાત્માની એકતાં થવી શક્ય હોવા છતાં પણ આત્મા પહેલાંની માફક ભટક્યા જ કરશે.
ઉદ્યોગને ક્રિયા પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે બધા પ્રાણીઓ કઈને કઈ ક્રિયા કરતાં જ હોય છે પણ અજ્ઞાનતાપૂર્વક કરવામાં આવેલી ક્રિયાથી કશે લાભ થત નથી. પ્રત્યેક ક્રિયા જ્ઞાનપૂર્વક કરવી જોઈએ. જે ક્રિયા સાનાનુસારિણું ન હોય તે ક્રિયા પ્રાયઃ નિષ્ફળ નીવડે છે. અનાથી મુનિને અધિકાર-૩૨
અનાથી મુનિ જા શ્રેણિકને આજ વાત કહે છે. તેઓ કહે છે કે, આત્માની અનાથતાનું કારણ આત્મા અને પરમાત્માની એકતા ભૂલી જવી, એ છે. જે કોઈ આત્મા અને પરમાત્માની એકતા સાધી ભિન્નતાને દૂર કરવાને સંકલ્પ-નિશ્ચય કરે તે આત્મા અનાથ રહી શકે નહિ !
સંક૯૫નું માહાભ્ય કેવું છે તે સમજવાની પણ જરૂર છે. જ્યાં સુધી સત્સંકલ્પ કરવામાં આવતું નથી ત્યાં સુધી આત્મા અનાથતાને દૂર કરી શકતો નથી. અનાથી મુનિએ કેવો સસંકલ્પ કર્યો અને તેમણે પિતાની અનાથતા કેવી રીતે દૂર કરી તેને વિચાર કરે !
અનાથી મુનિ કહે છે કે, “ જ્યારે ભારે રોગ અનેક પ્રયત્નો કરવા છતાં પણ શાન્ત ન થયે ત્યારે મને એવું ભાન થયું કે, મને કેઈ બીજું દુઃખ આપતું નથી પણ મારો આત્મા જ મને દુઃખ આપી રહ્યો છે, તે બીજો કોઈ મારા દુઃખને કેમ મટાડી શકે ?
Page #341
--------------------------------------------------------------------------
________________
-
કાકા કાક,
:
1
૩૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર. ભાદરવા
જે બીજા કોઈ મને દુઃખ આપતાં હતા તે તે મારા માતા-પિતા, ભાઈ-બહેન, સ્ત્રી વગેરે મારાં દુઃખને દૂર કરી શકત ! પણ આ તે મારો આત્મા પોતે જ દુઃખ આપી રહ્યો છે તે પછી બીજો કોઈ કેમ મટાડી શકે ? એ દુઃખને તે મારે આત્મા જ મટાડી શકે. એટલા માટે દુઃખ દૂર કરવા અને સનાથ બનવાને મેં દઢ સંકલ્પ કર્યો.”
શું સંકલ્પ કરવાથી દુઃખ દૂર થઈ શકે છે? એવો પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને એમ કહે છે કે, સંક૯૫થી દુઃખ દૂર થઈ શકે છે. સંકલ્પ કરે એટલે આત્માને જાગ્રત કરો. જે જાગ્રત હોય છે. જેમકે. કોઈ માણસ ગાઢ નિદ્રામાં સુતેલો હોય, અને ડરપોક હોય, તો તે તેના ઘરમાં ચેર પેસી જઈ ચેરી ભલે કરી જાય; પણ જે કઈ માણસ જાગતે હેય અને તે સાહસી હોય તે શું કોઈ ચોર તેના ઘરમાંથી ચોરી કરી શકે ખરો ? જે આપણે જાગતા હોઈએ તે ચેર શું કરી શકે ! એ તમને વિશ્વાસ રહે છે પણ તમારે આ વિશ્વાસ આધ્યાત્મિક વિષયમાં નિશ્ચલ રહી શકતું નથી. જો તમારો આત્મા જાગ્રત હોય તે કર્મ–ચોરની શી. મગદૂર છે કે તમારી શક્તિને ચોરી લઈ જાય ! તમે તમારી ગફલતને કારણે જ ચેરને તમારા આત્મધરમાં પેસવા દીધું છે. જે તમે જાગ્રત હે તે ચેર કેવી રીતે ઘરમાં પેસી જાય !
તમે એમ કહેશો કે, “ચેરની વાત તે પ્રત્યક્ષ જણાય છે. ચોરને નજરે જોઈએ અને જોરથી બૂમ પાડીએ તે ચાર ભાગી જાય છે પણ કર્મ કયાં ભાગી જાય છે ! વળી શરીરમાં જ્યારે રોગ થાય છે ત્યારે ખૂબ બરાડા પાડીએ છીએ, ચીસે પાડીએ છીએ છતાં ગ જ નથી તે પછી સંકલ્પ કરવા માત્રથી કર્મ કે રેગ ચાલ્યાં જાય છે એ વાત ઉપર વિશ્વાસ કેમ બેસી શકે ? ” આ સિવાય શાસ્ત્રમાં પણ એવું કહેલું સાંભળ્યું છે કે-કાળ બાદ જ ખોવાણ અટક | અર્થાત-કરેલાં કર્મોને ભેગવ્યા સિવાય છૂટકો નથી. શાસ્ત્રા તે આમ કહે છે અને તમે એમ કહે છે કે, જાગ્રત રહેવાથી કર્મો પણ ભાગી જાય છે. આ પ્રમાણે એ બન્ને વાતે પરસ્પર વિરુદ્ધ જણાય છે. આવી અવસ્થામાં જાગ્રત રહેવાથી કે સંકલ્પ કરવાથી કર્મો કે રોગો ભાગી જાય છે એ કેમ માની શકાય ? ”
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, બન્ને વાતે અમુક અમુક દષ્ટિએ સાચી છે. કર્મને ભગવ્યા વિના છૂટકે નથી એ વાત પણ ઠીક છે અને સંકલ્પ કરવાથી કર્મો અને રોગ પણ ચાલ્યા જાય છે એ વાત પણ ઠીક છે. હવે તમે એમ કહે છે કે, સંકલ્પ કરવાથી કર્મો કે રગે પણ ચાલ્યાં જાય છે, તે પછી બરાડા પાડવા છતાં પણ અમારાં રેગો કેમ જતાં નથી! પણ રોગના સમયે ચીસ પાડવી એ તે નિદ્રાના સમયે બડબડાટ કરવા સમાન છે. નિદ્રામાં બડબડાટ કરે છે તે પોતાની ગલત વધારે બતાવવા સમાન છે. આ જ પ્રમાણે રેગના સમયે ચીસો પાડવી એ તે પિતાની અનાથતા વધારે બતાવવા જેવું છે.
અનાથી મુનિ પણ કહે છે કે “રોગના સમયે હું પણ ચીસો પાડતે તે તે ચીસોને રાગના વધારાનું કારણ સમજી કોઈ સાંભળતું નહિ.” આ જ પ્રમાણે તમે પણ રોગને ચાલ્યા જવાનું કહે છે અથવા તે માટે ચીસ પાડો છો પણ જ્યાં સુધી અધિકારી બની
Page #342
--------------------------------------------------------------------------
________________
વદી ૫]
રાજકેટ-ચાતુર્માસ
[૩૦૧
કહેવામાં ન આવે ત્યાંસુધી રોગ દૂર કેવી રીતે થઈ શકે ! જે પ્રમાણે અનાથી મુનિએ અધિકારી બનીને પોતાની અનાથતા દૂર કરી તે જ પ્રમાણે તમે પણ અધિકારી બની સંકલ્પ કરે તે રોગ પણ દૂર ચાલ્યાં જાય.
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! મને હવે ખબર પડી કે, મેં મારા સંકલ્પથી જ એ રોગોને પકડી રાખ્યાં હતાં, અને હવે સંકલ્પ કરવાથી જ એ રોગોને દૂર કરી શકાશે. આ પ્રમાણે દઢ સંકલ્પ કરી, મેં રેગોને કહ્યું કે, “રોગો, તમે દૂર થાઓ.” મારે હવે “ક્ષાન્ત, દાન્ત અને નિરારંભી” થવું છે. એકવાર આ મારી વિપુલ વેદના શાન્ત થઈ જાય તે હું ક્ષમાવાન, દાન્ત અને નિરારંભી થાઉં.”
અનાથી મુનિએ “મારો રોગ જે શાન થાય તે હું ક્ષમાવાન, દાન અને નિરારંભી થાઉં' એવી ભાવના કરી, પણ “મારો રોગ ચાલ્યો જાય તે હું ખૂબ મોજમઝા માણું' એવી ભાવના ન કરી. તેમની હદયભાવના એવી જ હતી કે એકવાર જે રોગમુક્ત થાઉ તે જે અનાથતાના કારણે દુઃખ ભોગવવું પડે છે તે અનાથતાને જ સદાને માટે દૂર કરી નાંખ્યું. મારી સમજમાં મુનિના આ કથનમાંથી એ ભાવ નીકળે છે કે, આ આત્મા અનંતકાળથી પિતાની ભૂલને કારણે દુઃખ ભોગવી રહ્યો છે. બીજું કઈ દુઃખ આપતું નથી.
અનાથી મુનિના ઉપર્યુક્ત કથન ઉપર વિચાર કરી તમારે શું કરવું જોઈએ તેને નિશ્ચય કરો! મારે કહેવાનો આશય એ નથી કે, તમે બધા તે મુનિની માફક આજે જ દીક્ષા લઈ લો. એ તો પિતા પોતાની શક્તિ ઉપર આધાર રાખે છે, પણ મુનિના કથનમાં જે તત્વ રહેલું છે તે તત્ત્વને તમે પણ હદયસ્થાન આપે. ભક્ત લોક તત્ત્વને સમજે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે –
જલચર વૃન્દ જાલ અન્તર્ગત હોત સિમટ એક પાસા, એકહિં એક ખાત પરસ્પર નહિ દેખત નિજ નાશા;
માધવ જ મોસમ મન્દ ન કેઉ૦ યદ્યપિ મીન પતંગ હીનામતિ મેહિ ને પૂજે ઉ, મહામોહ સરિતા અપાર મેં સંતત ફિરત બોલ; શ્રી પ્રભુ ચરણ કમલનકા તજી, ફરી ફરી ફેન બ્રો,
માધવ જ મોસમ મન્દ ન કે.” ભકતો કહે છે કે, “હે પ્રભે ! વ્યર્થ જ બીજાઓને દેવ આપું છું. હું વ્યર્થ જ એમ કહું છું કે, રોગ, દુઃખ, નરક, કર્મ વગેરે મને સતાવે છે પણ એ મારી મૂર્ખતા છે. હું મેટે મૂર્ખ છું. મારા સમાન બીજો કોઈ મૂર્ખ નથી. જે પ્રમાણે માછલી જાળમાં પિતાની મેળે જ ફસાઈ જાય છે, અને પતંગ દીપકના મોહમાં પડી મરી જાય છે, તેથી પણ વિશેષ મૂર્ખતા હું કરું છું. હું માછલી તથા પતંગથી વધારે મૂખ કેવી રીતે છું તે જુઓ –
“રુચિર રૂપ આહાર વસ્ય ઉન્હ પાવક લેહ ન જા; દેખત વિપત્તિ વિષય ન તજત હાં તાતે અધિક અયાન્યો.
-માધવ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૦૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ + [પ્ર. ભાદરવા માછલી જાળને જાળ માનતી નથી પણ એને આહાર જાણે છે, પણ જો તેને જ્ઞાન હોય કે એ આહાર નથી પણ મને પકડવાની જાળ છે તે તે આહાર ખાય પણ નહિ. આ જ પ્રમાણે પતંગ પણ અગ્નિને આગ સમજ નથી પણ તે તે અગ્નિનું સુંદર રૂપ જે તેમાં પડે છે. જે પતંગ અગ્નિને અગ્નિરૂપે જાણતો હોય તો તે તેમાં પડે નહિ. પણ હું તે, વિષયને એક વિપત્તિ છે એમ જાણવા છતાં, પણ વિષયવાસનામાં પડું છું. આ કારણે હું માછલી અને પતંગથી પણ વધારે મૂર્ખ છું.
અનાથી મુનિ કહે છે કે, “હું પણ મારી ભૂલને કારણે જ અનંતકાળથી દુઃખ ભોગવી રહ્યો છું. વિષયભોગને કારણે જ હું દુઃખ ભોગવી રહ્યા છું એ જાણવા છતાં પણ હું વિષયને ત્યાગ કરતે નહતો. હે રાજન ! જ્યારથી મને મારી ભૂલનું ભાન થયું ત્યારથી મેં દુઃખેને કહી દીધું કે, “તમે બધાં અહીંથી ચાલ્યા જાઓ.’ હવે હું ક્ષમાવાન, દાન્ત અને નિરારંભી બનીશ. મારા આ સંકલ્પ આગળ શું દુઃખો ટકી શકે ખરાં? ”
મુનિના આ કથન ઉપર તમે વિચાર કરો કે, તમે સંસારથી બહાર નીકળવાનાં કામો કરી છે કે સંસારમાં વધારે ફસાઈ જવાનાં કામ કરે છે ! ભકતે તે એમ કહે છે કે, “હે પ્રભો ! આ સંસાર સાગરમાં અમે અમારી ભૂલને કારણે જ ગોથાં ખાઈએ છીએ. અમારી સામે મહાપુરુષોએ આ સંસાર સાગરને પાર કરવા માટે નૌકા પણ ઊભી રાખી છે પણ અમે એ નૌકાને છેડી દઈએ છીએ અને સંસાર સમુદ્રમાં જે ફીણ જેવી નિઃસાર વસ્તુઓ હોય છે તેને પકડવા પ્રયત્ન કરીએ છીએ.”
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! પણ પ્રભુરૂપ નૌકાને ન પકડતાં, માતાપિતારૂપી સંસાર સાગરનાં ફીણને પકડતો હતો. એમ વિચારતો હતો કે, આ મારા માતાપિતા વગેરે મારા રોગને મટાડી દેશે, પણ જે ફીણની સમાન છે તે શું સાગરમાં ડૂબતા પ્રાણીઓને બચાવવામાં સહાયતા કરી શકે ખરા? આખરે મેં જ્યારે પ્રભુરૂપી નૌકાને પકડી ત્યારે જ મારું દુઃખ દૂર થયું. હે રાજન ! તું મારા આ અનુભવ ઉપરથી વિચાર કરી છે કે, તું જેને પિતાની વસ્તુ માને છે તે વસ્તુ શું તને દુઃખ મુક્ત કરી શકશે?”
રાજા શ્રેણિક તે અનાથી મુનિના કથનને માની ગયા. તે સમજી ગયો હતો કે, હું અનાથ છું અને મને અનાથ બનાવનાર સંસારનાં આ પદાર્થો જ છે. આ પ્રમાણે રાજા અનાથતાનું સ્વરૂપ સમજી શક્યો હતો. તમે પણ અનાથતાનું સ્વરૂપ સમજો અને અનાથતાને દૂર કરવા માટે યથાશક્તિ પ્રયત્ન કરો. રાજા શ્રેણિક સંયમને જો કે ધારણ કરી શકો ન હતો, પરંતુ પગથીયે પગથીએ ચડી તેણે જે વાતને સ્વીકાર કર્યો હતો તે વાતથી તે જરા પણ વિચલિત ન થયે. ગ્રન્થકાર કહે છે કે, અનાથી મુનિને ઉપદેશ સાંભળી તે લાયક સમકિતને પણ અધિકારી બન્યા હતા. એક ગ્રન્થમાં તો એમ પણ કહેલ છે કે, નાથ-અનાથને ભેદ સમજ્યા બાદ તેને ધમ ઉપર દઢ વિશ્વાસ પણ થયું હતું. તેનું સમકિત દદ્ર હતું. એકવાર ઈન્દ્ર પણ તેના સમકિતની પ્રશંસા કરી હતી. ઇન્દ્ર દ્વારા કરવામાં આવેલી નરેશની પ્રશંસા સાંભળી એક દેવ તે પ્રશંસા સહી શકો નહિ. તે
Page #344
--------------------------------------------------------------------------
________________
વદી ૫]
રાજકોટ–ચાતુર્માસ
[ ૩૦૩
કહેવા લાગ્યું કે, અમારી સામે મનુષ્યની પ્રશંસા કેમ થઈ શકે? અમે તે વૈક્રિય શરીરવાળા છીએ અને મનુષ્યો તે પાર્થિવ શરીરવાળા હોય છે; પણ તે દેવે તે વખતે ઈન્દ્રને કાંઈ ન કહેતાં, રાજાને પહેલાં સમકિત ગ્રુત કરી પછી ઈન્દ્રને કહેવાનો વિચાર કર્યો. આ પ્રમાણે વિચાર કરી તે દેવે રાજાને સમકિતથી વ્યુત કરવાની અનેક પ્રકારે પરીક્ષા પણ કરી પણ રાજા તે પરીક્ષામાં પસાર થયો. ત્યારે દેવ કહેવા લાગ્યો કે, ઈન્ડે આપની જેવી પ્રશંસા કરી હતી, વાસ્તવમાં આપ તેવા જ છે. મેં ઈન્દ્રના કહેવાથી માન્યું નહિ પણ આપની દતાએ મને મનાવ્યો.
કહેવાનો આશય એ છે કે, જેનધર્મ એ નિગ્રંથપ્રવચન છે. એટલા માટે નિર્ઝન્ય પ્રવચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખે. તમે સત્સંકલ્પ-દઢ શ્રદ્ધા રાખશે તો તમારું શ્રેય થશે. સુખ કે દુઃખ, સદગુણ કે દુર્ગુણ એ બધાં તમારા સારાં-નરસાં સંકલ્પ ઉપર આધાર રાખે છે, માટે હમેશાં સારો સંકલ્પ કરવો જોઈએ. સુદર્શન ચરિત્ર–૩૨
અભયા રાણીએ પણ સંકલ્પ કર્યો છે અને સુદર્શન શેઠે પણ સંકલ્પ કર્યો છે. પણ બન્નેના સંકલ્પમાં કેટલું બધું અંતર છે તે જુઓઃ-એકમાં તે આસુરી સંકલ્પ છે તે બીજામાં દેવી સંકલ્પ છે. દૈવી શક્તિ અને આસુરી શક્તિ વચ્ચે અત્રે યુદ્ધ ચાલે છે. આ યુદ્ધમાં કઈ શક્તિને વિજય થાય છે તે જોવાનું છે.
બેલે નહી જબ શેઠ રાનીને, લિયા નેત્ર ચઢાઈ નયન બાન મારે ખેંચકે, પાંવ ઘુઘર ઘમકાઈ. તે ધન૦ ૧૧ છે ૫હના શીલ સના શેઠને, ધીરજ મનમાં લાઈ;
જ્ઞાન ખડ્ઝસે છેદે બાન, રાની ગઈ સુરઝાઈ છે ધન ૨ રાણીએ મીઠાં વચનોઠારા શેઠને પિતાના વશમાં કરવા ધાર્યું પણ તેને પ્રયત્ન નિષ્ફળ ગયે. શેઠના વિવેક આગળ તેની માયા જાળ ખુલ્લી થઈ ગઈ.
શેઠ તો એજ વિચારતા હતા કે, “આ રાણી અને જીવનપર્યત સાચો સ્નેહ સંબંધ રાખવાનું કહે છે પણ એણે તે પહેલાં રાજાની સાથે જીવનપર્યત હૃદયપૂર્વક નેહસંબંધ રાખવાની પ્રતિજ્ઞા કરી છે. જ્યારે તે પહેલાં લીધેલી પ્રતિજ્ઞાનું પણ પાલન કરતી નથી તે પછી બીજી પ્રતિજ્ઞા શું પાળશે?” .
લગ્નના સમયે તમે પણ હદયપૂર્વક સંકલ્પ કર્યો હશે! લગ્નના સમયે કરવામાં આવતા સંકલ્પ હદયપૂર્વક અને સમજણપૂર્વક કરવામાં આવે તે માટે શાસ્ત્રકારોએ બાળલગ્નનો નિષેધ કરી વર કન્યા પિતાનું કર્તવ્ય સમજે ત્યારે લગ્ન કરવામાં આવે એ બતાવવા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે:-“Bરિણા કથા રિસા તથા જિલ્લા સહ જુઓ જોરથળ”જેમનાં સૂતેલાં સાતેય અંગે જાગ્રત થએલાં હોય, તથા દ્રવ્ય અને ભાવથી વય, રૂપ, ગુણ, યૌવન વગેરેમાં વર-કન્યાની જોડી હોય ત્યારે જ બન્નેના લગ્ન કરી શકાય. તે પહેલાં લગ્ન કરવાં એ ભયંકર ભૂલ છે; કારણ કે, વર-કન્યાએ લગ્નના સમયે જે એક
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૦૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[પ્ર૦ ભાદરવા
સંકલ્પ કરવાને હાય છે, તે સકલ્પ સમજ્યા વિના કરવામાં આવે તે ભવિષ્યમાં હાનિ થવાના સંભવ રહે છે.
લગ્નના સમયે નાતને શા માટે મેલાવવામાં આવે છે ? એટલા માટે નાતને ખેલાવવામાં આવે છે કે લમ કરતી વખતે જે પ્રતિજ્ઞા-સ'કલ્પ કરવામાં આવે છે તે વખતે નાતની પણ સાક્ષી છે. પહેલાંના લેાકેા વર-કન્યાને જ્યારે વિવાહને ચેાગ્ય સમજતા ત્યારે જ સાક્ષી આપતા હતા; નહિ તેા વિવાહના કામમાં ભાગ પણ લેતા નહિ.
..
શેઠ રાણીની વાત સાંભળી, વિચારવા લાગ્યા કે, “ આ રાણીએ રાજાની સાથે યાવજીવન સ્નેહ સ’બંધ જાળવવાની પ્રતિજ્ઞા કરી છે અને રાજા પણ રાણીના આદરસત્કાર ખરાખર કરે છે; છતાં રાણી પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવા તૈયાર થઈ ગઈ છે પણ હું પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈ એને કેમ અપનાવી શકું'? મે' મનેરમાની સાથે એવી પ્રતિજ્ઞા કરી છે કે, “તારા સિવાય મારા માટે બધી સ્ત્રીઓ માતા બહેન સમાન છે.'' આ સંકલ્પ પ્રમાણે આ રાણી તે! મારા માટે માતા સમાન જ છે.
k
આ પ્રમાણે વિચાર કરી સુદર્શન મૌન જ રહ્યો, સુદર્શનને મૌન બેઠેલા જોઈ રાણી વિચારવા લાગી કે, શું આ મૂંગા છે કે આટલું મેલવા છતાં પણ તે એક શબ્દ પણ ખેલતા નથી? ભલે તે મૂંગા જડની માફક બેસી રહે, પણ મારે તો તેને સામ, દામ, 'ડ અને ભેદનીતિથી કાઇપણ રીતે વશ કરવા છે. મેં અત્યાર સુધી તેની સામે સામનીતિથી કામ લીધું પણ તેથી તે સમજ્યું નહિ. હવે મારે ભયનીતિથી કામ લેવું જોઇએ. આ પ્રમાણે વિચાર કરી તે લાલચેાળ આંખા કરી, પગ પછાડતી સુદનને કહેવા લાગી કે, “ હૈ શેઠે ! મેં અત્યારસુધી નમ્રતાપૂર્વક બધી વાત કહી પણ તે જાણે કાંઈ સાંભળ્યું જ ન હૈાય તેમ ધ્યાન પણ ન આપ્યું, પણ એટલું યાદ રાખજે કે આ શબ્દો કાઈ સામાન્ય સ્ત્રીનાં નથી. આ તા સિંહણુના શબ્દો છે.
રાણી આ પ્રમાણે કહી, વિકરાળ રૂપ ધારણ કરી ઉભી રહી. આવી અવસ્થામાં પોતાના વિચારમાં દૃઢ રહેવું એ કેટલું મુશ્કેલ છે. પણ જે, આવી વિકટ પરિસ્થિતિમાં પણ પેાતાના વિચારમાં દ્રઢ રહે છે અને શીલની રક્ષા કરે છે તેમને માટે શાસ્ત્રકારો કહે છે કેઃ—
देव दाणव गन्धव्वा, यक्खरकखस्स किन्नरा | बम्भवारीं नमस्सन्ति, दुक्करं जं करंति तं ॥
અર્થાત્—જે દુષ્કર શીલવ્રતનું સંકટના સમયે પણ સંરક્ષણ કરે છે તેમને દેવ, દાનવ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ વગેરે દેવા પણ નમસ્કાર કરે છે. લેાઢાનાં તીક્ષ્ણ બાણુને સહન કરનારા તે ધણા મળી આવે છે, પણ મવેધી વચનનાં ખાણાને સહન કરનાર બહુ ઓછા મળે છે.
સામાન્ય રીતે, લોકો તો ગાળેથી ગભરાઇ જાય છે પણ નાની લેાકેા તા ગાળામાંથી પણ સત્યની શોધ કરે છે. જ્ઞાની લોકો ગાળામાંથી પણ સત્યની શોધ કેવી રીતે કરે છે એ વાત એક ઉદાહરણુદ્વારા સમજાવું છું:
Page #346
--------------------------------------------------------------------------
________________
વી ૫]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૦૫
માનેા કે, કોઈ પુત્ર, પેાતાના પિતાને ગાળેા આપી રહ્યો છે ! તે દેવ, ગુરુ, માતા-પિતા, ભાઈ-બહેનને અપશબ્દ કહી રહ્યો છે. તે વખતે એક ત્રીજો માણસ ત્યાંથી નીકળ્યેા. તે પેલા છેાકરાને કહેવા લાગ્યા કે, માતા-પિતાને શું ગાળા ભાંડવી એ સારું કહેવાય ? ’ તું તારા વિડલાને ગાળેા આપી તેમનું અપમાન કરે છે, ત્યાં છોકરાના પિતા પણ ઉભેલા હતા. તે સમજદાર હતા. તેમણે ત્રીજા માણસને કહ્યું કે, “ ભાઈ! એને શા માટે વતાવા છે? એને જે કાંઇ કહેવું હેાય તે ભલે પેટ ભરીને કહે! તે જે મને ગાળેા આપી રહ્યો છે તે મારા શરીરને આપી રહ્યો છે કે મારા આત્માને? જો મારા શરીરને તે ગાળેા આપી રહ્યો છે તેા મારે ખરાબ માનવાની કાંઈ જરૂર નથી કારણ કે મર્યાં બાદ તે તે આ શરીરને પણ બાળી મૂકશે તે। ત્યારે શું તમે તેને ઠપકો આપશે ? નહિ તે તે ગાળેા આપે છે તેા શા માટે તેને વતાવવા? મને આત્માને સાવધાન રાખવા માટે કેમ કાંઈ કહેતા નથી ?'
જો
પિતાના આ વચનેાની પુત્ર ઉપર અસર પડશે કે વિચારશે કે, હું માતા પિતાને ગાળેા આપું છું એ સારું અહીં જ રહી જશે પણ મારો આત્મા તે દુષ્કર્મીનું ફળ ગાળા આપવી ન જોઇએ.’
નહિ? જરૂર પડશે. પુત્ર પણ કરતા નથી. આ શરીર તેા ભેગવશે. માટે મારે કાને
કહેવાના આશય એ છે કે, વચનનાં બાણુ સહેવાં બહુ જ મુશ્કેલ છે. કાઈ નાનીજતા જ વચનનાં ખાણે! સહી શકે છે. અભયાનાં વયા પણ બહુ કઠોર હતાં પણ સુદન એ બધાં વચનખાણાને જ્ઞાનની તલવારદ્વારા તાડતા જતા હતા.
તમે પણ વિચાર કરી કે, હું બીજાઓને ગાળેા ભાંડું છું પણ શરીરને તેા ગાળા લાગતી નથી; અને જો હું તેના આત્માને ગાળેા ભાંડું છું તે તેને અને મારે। આત્મા સમાન જ છે એટલા માટે તેના આત્માને ગાળેા આપી હું જે વેર બાંધું છું તે વૈર મારા માટે બહુ જ કષ્ટદાયક નીવડશે.
શાસ્ત્રમાં કહ્યું છે કેઃ— ઘેરાજીવપાળ મહામચાળો' અર્થાત્—“વૈરાનુબંધ એ ખરેખર મહા ભયદાયક છે. એટલા માટે હું કાઇને ગાળેા આપી વૈર બાંધીશ નહિ.'
અભયા રાણી સુદર્શનને મવેદક વચનબાણા મારવા લાગી પણ સુદન તા પેાતાના વિચારમાં દૃઢ રહી ધર્મ ધ્યાનમાં માન જ એસી રહ્યું. સુદર્શનને માન એસી રહેલા જોઈ અભયા પગ પછાડતી અને આંખેા લાલચેાળ કરી કહેવા લાગી કે, આ તેા જડભરત જેવા લાગે છે! ખેલતા કેમ નથી? જીવતા છે. કે મરી ગયા છે ?
લોકા જડનું કાંઈ ખરાબ કરવા ચાહતા નથી પરંતુ ચૈતન્યને જ બગાડવા ચાહે છે. અભયાની ખરાબ મનેવૃત્તિ અને સુદર્શનની દૃઢ ધમભાવના જોઈ તમે પણ ધમભાવનામાં દ્રઢ રહે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
૩૯
Page #347
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૬ રવિવાર
-
પ્રાથના
અહનાથ અવિનાશી, શિવ-સુખ લીધેા, વિમલ. વિજ્ઞાન–વિલાસી, સાહબ સીધા.
તૂ ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાયા; તાત ‘સુદર્શન ’ દેવી’ માતા, તેહના નંદ કહાયા. । સાહબના
શ્રી અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થનાદ્વારા કયા માર્ગે જઇ શકાય છે અને કષ્ટ સ્થિતિએ પહોંચવું સરલ થઈ જાય છે એ વાત ભક્તાએ પ્રાર્થનાની કડિઓમાં બતાવેલ છે. પણ ભક્તાએ કહેલી વાતને અમે પણ એલી નાંખીએ એટલે અમારુ કાર્ય પણ થઈ જશે એમ માનવું એ ભૂલભરેલું છે. ભકતાએ જે કાંઈ કહ્યું છે, તે તેા આપણા માદક ખતીને કહેલ છે. હવે એ માર્ગે ચાલી નિર્દિષ્ટ સ્થાને પહેાંચવું એ તે આપણું જ કામ છે. માદક તા આ માગ સીધા છે એમ બતાવે છે, પણ માદકના એમ કહેવામાત્ર ઉપરથી તમે શું નિર્દિષ્ટ સ્થાને પહેાંચી શકા? નિર્દિષ્ટ સ્થાને તેા તમે બતાવેલા માર્ગે ચાલશે ત્યારે જ પહેાંચી શકશે. આ જ વાત પ્રાર્થના વિષે પણ સમજો. જ્ઞાનીઓએ પરમાત્માને માર્ગ બતાવતાં કહ્યું છે કે
ΟΥ
6
તૂ ચેતન ભજ તૂ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાયા, ’ ભકત લેાકેા પેાતાના આત્માને કહે છે કે, “હું આત્મા! જો તું ચૈતન્યમય છે તે પછી તું ચૈતન્યના ધર્મ પ્રમાણે કામ કેમ કરતા નથી ? આ પ્રમાણે ચૈતન્યના જે ધ છે તે ધર્મના માર્ગે ચાલવું એ જ ચૈતન્યના માર્ગે ચાલવા જેવું છે. ચૈતન્યના ધ`માગે ચાલવા માટે જ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે.
જો આત્મામાં ચૈતન્યશક્તિ ન હૈાત તે। આત્માને ચૈતન્યના ધર્મમાર્ગે ચાલવા માટે કહેવામાં આવત નહિં. જ્ઞાનીજના આત્મામાં ચૈતન્યશક્તિ જુએ છે, અને એટલા જ માટે તેઓ કહે છે કે, “ હે આત્મ ! તું ચૈતન્યસ્વરૂપ થઇને પણ કેમ ભાન ભૂલી રહ્યા છે? આત્માને ચૈતન્યશક્તિ હૈ।વા છતાં ભાનભુલેલા જોઇ જ્ઞાનીજના કહે છે કે, “ હૈ ચૈતન્ય ! તું આ શું કરે છે? તું તારા પગ ઉપર જ કુહાડી શા માટે મારે છે! શું તું ચૈતન્ય થઈને આમ ભટકયા કરીશ ! આમ ભટકવું એ તને છાજતું નથી માટે તું ચેતી જા અને પરમાત્માનું ભજન કર.
"
તમે કહેશેા કે, પરમાત્માનું ભજન કરવું એ તે સારું છે પણ પરમાત્માનું ભજન કરવામાં મુશ્કેલી જણાય છે તેનું શું? વાસ્તવમાં પરમાત્માનું ભજન કરવામાં મુશ્કેલી નથી, પણ તેમાં મુશ્કેલી છે એવી માન્યતાને કારણે જ મુશ્કેલી જણાય છે !
Page #348
--------------------------------------------------------------------------
________________
વદી ૬]
રાજકેટ-ચાતુર્માસ
[૩૦૭
પૃથ્વીનો ગુણ સ્થિર રહેવાનો છે. એ વાત જુદી જ છે કે પૃથ્વી કોઈ કોઈવાર કંપી ઉઠે છે પણ તેને સ્વભાવ તે સ્થિર રહેવાનો જ છે. પાણીને સ્વભાવ શીતલ રહેવાને છે, અગ્નિનો સ્વભાવ ગરમી આપવાનો છે, આકાશને સ્વભાવ અવકાશ આપ વાને છે, અને વાયુનો સ્વભાવ જીવન આપવાનો છે. આ પાંચ, ભૂત પિતપતાનું કામ ક્ય જ કરે છે અને સંસારને વ્યવહાર પણ તેથી જ ચાલે છે. જે પૃથ્વી પિતાને સ્થિર રહેવાને ગુણ છેડી કાંપવા લાગે તે ક્ષણવારમાં ગજબ જ થઈ જાયને ? આ ભાવિ સંકટથી બચવા માટે તમે પૃથ્વી સ્થિર રહે એમજ ચાહે છે. આ પ્રમાણે પૃથ્વી આદિ પાંચ ભૂતો પિતાના ધર્મમાં સ્થિર રહે એમ ચાહે છે પણ તમે પિતે તમારા ધર્મમાં સ્થિર છે કે નહિ! તે વિષે કેમ વિચાર કરતા નથી ? જ્ઞાનીજને કહે છે કે, તમારી ચંચલતાને કારણે જ આ સંસાર ચંચલ છે, અને તમારી સ્થિરતાને કારણે જ આ સંસાર સ્થિર છે. પિતાની ચંચળતાને કારણે આ સંસાર કેવી રીતે ચંચલ છે એ વાત હું મારા અનુભવદ્વારા સમજાવું -
બાળપણમાં જ્યારે વાદળ ચડી આવતા ત્યારે શેરીઓનાં છોકરાઓની સાથે હું પણ ફેરફુદડી રમતે અને ચકકર ફરતે, પણ ચકકર ફરતાં ફરતાં ફેર ચડવાથી જ્યારે નીચે પડી જતે; ત્યારે મને એમ લાગતું કે, આખી દુનિયા ફરી રહી છે ! અત્રે વિચારવા જેવી વાત તે એ છે કે, તે વખતે પૃથ્વી ફરી રહી હતી કે હું ફરી રહ્યા હતા તમે ટ્રેનમાં બેઠયા જ હશે. ટ્રેનમાં બેસનારાઓને ઘણી વાર એમ લાગે છે કે, જાણે વૃક્ષો ગાડીની સાથે દોડતાં ચાલ્યા આવે છે . પણ વાસ્તવમાં વૃક્ષો ચાલતાં હતાં કે દોડતી ગાડીને આશ્રય લેવાથી એમ લાગતું હતું?
આ પ્રમાણે જ્યારે પિતાના આત્મામાં ચંચલતા છે ત્યારે જ આ સંસાર ચંચલ જોવામાં આવે છે. જે આત્મા પિતે સ્થિર હોય તે સંસાર પણ સ્થિર જણાય. એટલા જ માટે જ્ઞાનીઓ કહે છે કે –
“સ્વ ઉપગ સ્વરૂપ ચિદાનંદ, જિનવર ને તુ એક;
દ્વૈત અવિદ્યા વિશ્વમ મેટે, વાધે શુદ્ધ વિવેક.” વસ્તુ તે સ્વછ છે, નિર્મળ છે, પણ તે ઉપર કમને થર જામેલો છે. એ કર્મનો થર જામેલો હોવાને કારણે જ અખિલ સંસાર ચંચલ છે એમ જણાય છે. પણ જે કર્મના થરને દૂર કરી, જોવામાં આવે તે આત્મા જ પરમાત્મારૂપ જણાશે. એટલા માટે આત્માને સ્થિર કરે. જ્યારે તમે તમારા આત્માને સ્થિર કરી દેશે ત્યારે સંસાર પણ તમને સ્થિર જણાશે. આત્માને કેવી રીતે સ્થિર કરવો જોઈએ એ વાત હું તમારા જ અનુભવ ઉપરથી બતાવું છું.
તમે રાતના સુવો છે. જે કોઈ રાત્રે તમને નિદ્રા ન આવે તે બીજે દિવસે તમને કેવી બેચેની જણાય છે ? જે નિદ્રાને વિશ્રામ ન મળે તો તે માટે પ્રયત્ન કરે પડે છે. આ પ્રમાણે જીવનમાં નિદ્રાની આવશ્યકતા છે. નિદ્રામાં પણ સુષુપ્તિ અને સ્વમ એવાં બે ભેદ છે. નિદ્રામાં સુષુપ્તિની બહુ જરૂર રહે છે. જે સુષુપ્તિ બરાબર ન આવે તે સ્વાશ્ય
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૦૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
ઠીક રહેતું નથી. જે કોઈને નિદ્રામાં સ્વમ જ આવે, સુષુપ્તિ આવે જ નહિ તે સ્વાસ્થ બગડી જાય ! સુષુપ્તિ-નિદ્રામાં ઇન્દ્રિયની સાથે મન પણ સુઈ જાય છે, કેવળ આત્મા જ જાગતે રહે છે. જે કોઈ ગાઢ નિદ્રામાંથી સુઈને જાગ્યો હોય તે માણસને પૂછવામાં આવે કે, તમે શું કરતા હતા ? આ પ્રશ્નના જવાબમાં તે એમજ કહેશે કે, હું આનંદપૂર્વક સુતે હતો. પણ એ માણસને પૂછવામાં આવે છે, એ આનંદ શાને હતા? એ આનંદ ખાવા-પીવાને હતો ? નિદ્રામાં તે કાંઈ ખાવા-પીવાનું ન હતું છતાં તે નિદ્રામાં આનંદ માનતે હતા. આ પ્રમાણે સુષુપ્તિ નિકા, આત્મા જ્યારે સ્થિર હોય છે ત્યારે આનંદને પરિચય આપે છે. સુષુપ્તિ નિદ્રામાં પણ સંસારનાં સંસ્કારો તથા કર્મો તે સાથે હોય જ છે પણ જો તે જ આનંદ કર્મ રહિત પ્રાપ્ત થાય છે તે આનંદ પણ સ્થિર થશે, અને પછી આત્માને કદાપિ દુઃખ થશે નહિ. કર્મોને દૂર કરી અને સંસ્કારનો નાશ કરી, તે આનંદને પ્રાપ્ત કરવાનો અધિકારી આ ચૈતન્ય જ છે, અને એ આનંદને પ્રાપ્ત કરે એ ચૈતન્યને ધર્મ છે. એટલા માટે આભાએ સાવધાન થઈ, આત્મ ધર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ.
તે આનંદ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે અને આત્માએ આત્મ ધર્મમાં કેવી રીતે પ્રવૃત્ત થવું જોઈએ એ વાત હવે અનાથી મુનિના ચરિત્રદ્વારા સમજાવું છું. અનાથી મુનિને અધિકાર–-૩૩
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! સંકલ્પનું બળ કેવું હોય છે એ જે. મેં વિચાર કર્યો કે, આ પ્રકારનું દુઃખ હું અનંતવાર ભોગવી ચૂકેલ છું. વેદના તે પેદા થઈ અને નાશ પણ પામી પણ હું તે એ ને એ જ રહ્યો. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, વેદના મેં પેદા કરેલ છે. મેં પેદા કરેલ વેદનાને હું જ નાશ કરી શકું છું. આ પ્રમાણે વિચાર કરી, મેં નિશ્ચય કર્યો છે, જે એકવાર આત્મ સાધનામાં બાધક આ વેદના દૂર થાય તે પછી હું ક્ષમાશીલ, ઇન્દ્રિયને દમન કરનાર અને નિરારંભી બનીશ.”
ક્ષમા, ઇન્દ્રિયોનું દમન, નિરારંભતા અને પ્રવજ્યા એ શું છે અને તેને પરસ્પર શો સંબંધ છે તે વિષે અને વિચાર કરવાનું છે.
ક્ષમાશીલતાને અર્થ સહનશીલતા છે. ગમે તેવી સ્થિતિ થાય, ગમે તેટલા જુલ્મો માથા ઉપર ગુજરે પણ પિતાના સ્વરૂપનો ત્યાગ ન કરો, પણ સહનશીલ બની રહેવું એનું નામ ક્ષમા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
“ પુત્રવીરને મુળી વિ ” અર્થાત–હે મુનિ ! તમે પૃથ્વીની માફક ક્ષમાશીલ બને. પૃથ્વીને કોઈ પૂજે છે તે કોઈ એને લાત મારે છે, કોઈ એને સીંચે છે તે કોઈ એને ખેદે છે, પણ આ બધું કરવા છતાં પૃથ્વી તે ગુણ જ પ્રગટ કરે છે; અવગુણ પ્રગટ કરતી નથી. પૃથ્વીની સ્થિરતા અને તેની સહાયતાથી જ આ સંસાર ચાલે છે. જે પૃથ્વી સ્થિર ન રહે તો આ સંસાર પણ ટકી ન શકે. તમે તે પૃથ્વીના ઉપકારને ભૂલી ગયા છે પણ પૃથ્વી તમને ભૂલી ગઈ નથી, પૃથ્વીની કોઈ પૂજા કરે કે કોઈ તેની હાનિ કરે પણ પૃથ્વી તે
Page #350
--------------------------------------------------------------------------
________________
વદી ૬]
રાજકેટ-ચાતુર્માસ
[ ૩૦૯
કેઈ ઉપર નારાજ થતી નથી તેમ કોઈ ઉપર પ્રસન્ન થતી નથી. પૃથ્વી પ્રસન્નતા કે નારાજગીના કંઠમાં પડતી જ નથી.
ભગવાન કહે છે કે, “હે મુનિઓ ! જે તમે ક્ષમાવાન બનવા ચાહે છે તો તમે પૃથ્વીની સમાન સહનશીલ બને જ્યારે પૃથ્વીના જેવા ક્ષમાશીલ બનશો ત્યારે–
लाहालाहं सुहं दुकखं जीवियं मरणं तहा ।
समं निंदा पसंसा य तहा माणाषमाणओ ॥ તમને લાભ કે અલાભ, સુખ કે દુ:ખને પ્રશ્ન જ રહેશે નહિ! સાધુની પાસે ધનના લાભ-અલાભને પ્રશ્ન રહેતું જ નથી પણ શરીર-નિર્વાહ માટે જે ભજન જોઈએ છે તેમાં પણ લાભ-અલાભને પ્રશ્ન રહેવા પામશે નહિ! જે ભોજન મળ્યું તે પણ આનંદ માનશો અને ન મળે તો પણ આનંદ માનશે. વ્યાપારીઓ વ્યાપારમાં લાભ– હાનિને વિચાર કરે છે પણ તે સાધુઓ ! વ્યાપારીઓની માફક તમે લાભ-હાનિના પ્રશ્નમાં ન પડે ! પણ તમારા કર્તવ્યપાલનમાં ધ્યાન રાખો. લાભ-હાનિના કંઠમાં જ ન પડે એ સંયમનું મૂળ લક્ષણ છે. આ પ્રમાણે યતિ ધર્મમાં સૌથી પ્રથમ ક્ષમાનું સ્થાન છે. એટલા માટે લાભ અને અલાભમાં સમાન જ રહેવું એ મુનિને પહેલે ધર્મ છે.
હે મુનિઓ ! ક્ષમા રાખવાની સાથે સુખ દુઃખમાં પણ સમાન રહે. જે પ્રમાણે પૃથ્વી પૂજવાથી પ્રસન્ન થતી નથી અને ખોદવાથી નારાજ થતી નથી તે જ પ્રમાણે તમે પણ સુખ દુઃખમાં સમાનતા જાળ. તમે સુખ દુઃખમાં એટલા બધા સમાન બને કે –
जीवियास भयमरणविप्पमुक्का ॥ ભલે જીવન રહે કે મરણ આવે તે પણ સુખ દુઃખમાં તમે સમાન જ રહે. હે મનિ ! તમને કોઈ વંદન કરશે અને કેઈ, આ તે કમાઇને ખાવાની શક્તિ ન હોવાને કારણે ઢોંગી સાધુ બનેલ છે એમ કહેશે. આ પ્રમાણે પ્રશંસક અને નિંદક બન્ને પ્રકારનાં લોકો મળશે પણ તમારે કેઈની પ્રશંસા સાંભળી સુખ ન માનવું અને કોઈની નિંદા સાંભળી દુઃખી ન થવું. તમે એને વિચાર જ ન કરે. જે પ્રમાણે પૃથ્વી ગાળો આપનારને અને જમીન ખેદનારને પણ આધાર આપે જ છે તે જ પ્રમાણે હે મુનિઓ ! જે તમને ગાળો આપે તેમનું પણ કલ્યાણ જ કરો. ગાળો આપનાર તમને નિર્મળ બનાવી રહ્યા છે એમ માની તેમનું પણ કલ્યાણ ચાહે.
કોઈ ધાબી તમારા કપડાં મફત ધોઈ આપે તે તમે પ્રસન્ન થશો કે નારાજ ? પ્રસન્ન થશે. તે જ પ્રમાણે જ્ઞાનીજને એમ માને છે કે, ગાળો આપનાર પિતાને મફત નિર્મળ બનાવી રહ્યા છે. આ પ્રમાણે જે અપકારીને પણ ઉપકારી માને છે એ મહાભાઓની વાસ્તવમાં બલિહારી જ છે.
તમે શ્રમણોપાસક છે અને બહેને શ્રમણોપાસિકા છે. ભગવાને પણ તમને શ્રમણ પાસક જ કહ્યા છે, અરિહંતપાસક કહ્યા નથી. એટલા માટે તમારા જીવનવ્યવહાર કે હવે જોઇએ? તેને તમે વિચાર કરો. જે પિતાના તપ ઉપર દ્રઢ રહે છે તે શ્રમણ કહેવાય છે, અને તમે શ્રમણના ઉપાસક છે. જે પ્રમાણે સાધુઓ લાભ કે હાનિના
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૧૦ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
સમયે સમભાવી રહે છે તે જ પ્રમાણે સંસારના પ્રલોભનોમાં ન પડતાં લાભ-હાનિના પ્રસંગે શ્રમણનું આંશિક અનુગમન કરી સમભાવી બનવાથી જ તમે સાચા શ્રમણોપાસક બની શકે છે. શું પ્રલોભને માં પડી જઈ અસત્ય બોલવું એ શ્રમણોપાસકનું કર્તવ્ય છે! જે નહિ, તે શ્રમણોપાસક થઈને અસત્ય બોલવું, ગાળો આપવી કે બીજાને કયુ વચન કહેવાં એ શું ઉચિત છે?
મયણરેહાએ પોતાના પતિને બે ઘડીમાં જ નરકમાંથી બચાવી સ્વર્ગ અપાવ્યું હતું. તેમના પતિને જ્યાં સુધી શ્વાસ રહ્યો ત્યાં સુધી તેમને ધર્મોપદેશ જ આપ્યો. તેમણે પતિના અંતિમ શ્વાસ સુધી તેમને ધર્મોપદેશ સંભળાવ્યું પણ “મારું શું થશે ! હું શું કરીશ” એમ કહી રુદન કરવા ન માંડયું. પણ જ્યારે પતિના શ્વાસ નીકળી ગયા ત્યારબાદ જ પિતાની રક્ષા કેવી રીતે કરવી તેને વિચાર કર્યો. આ પ્રમાણે મયણરેહાએ પતિને મૃત્યુના સમયે ધર્મની સહાયતા આપી પણ રુદન અને કલ્પાંત કરી પોતાના ધર્મને કલંક્તિ થવા ન દીધે.
મયણરેહા ઉપર તે વખતે કેટલું બધું સંકટ હતું? સગો જેઠ જ તેના પતિને તલવારધારા મારી નાંખી મયણરેહા સગર્ભા હતી ત્યારે તેનું શીલ નષ્ટ કરવા તૈયાર થયા હતા. આ કે સંકટને સમય હતો. છતાં પણ મયણરેહા રાઈ નહિ, પણ શીલનું રક્ષણ કર્યું અને એટલા જ માટે તેના ગુણગ્રામ આજે પણ કરવામાં આવે છે. તમે પણ રવાના રીવાજનો ત્યાગ કરો અને આર્તધ્યાન છોડી ધર્મધ્યાન કરો. જે રાજકોટ શ્રી સંઘ રવા ફૂટવાનો ત્યાગ કરે અને તેને નિયમ કરે તે કાઠિયાવાડમાં પણ રેવા ફૂટવાને ત્યાગ કરાવવા વિષે બીજાને કહેવાનો અવસર મળે.
કહેવાનો આશય એ છે કે, ક્ષમાશીલ બનવાથી પિતાનું પણ કલ્યાણ થાય છે અને જગતનું પણ કલ્યાણ થાય છે.
અનાથી મુનિ કહે છે કે, મેં એ નિશ્ચય કર્યો, કે જે હું એકવાર સાજો થઈ જાઉં તે હું ક્ષમાશીલ બનીશ.
સત્સંકલ્પને પ્રભાવ જડ સૃષ્ટિ ઉપર પણ પડે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, સં હુ અયવં! સત્યના પ્રભાવથી શું થઈ શકતું નથી. સત્યથી તે ભગવાન પણ બની શકાય છે. સત્ય એ જ ભગવાન છે. સત્સંકલ્પના પ્રભાવથી વિષ પણ અમૃત બની જાય છે અને અગ્નિ પણ શીતલ બની જાય છે. આ પ્રમાણે સસંકલ્પને મહા પ્રભાવ છે, મુનિ કહે છે કે, મેં એ સંકલ્પ કર્યો કે, “જો એકવાર મારી આ વેદના મટી જાય તે હું ક્ષમાવાન, ઇન્દ્રિયોનું દમન કરનાર, નિરારંભી બનીશ.'
આ ગાથામાં ગણધરોએ જાણે સાધુઓનાં બધાં ગુણો બતાવી દીધાં છે. તેઓ સાધુઓનાં ગુણ બતાવીને કહે છે કે, અનાથી મુનિએ એવો સંકલ્પ કર્યો.
મુનિએ જેવો સંકલ્પ કર્યો તેવો જ તે રોગ કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો ! મુનિ કહે છે કે, “હે રાજન ! આ પ્રમાણે સંકલ્પ કરતાં જ મને નિદ્રા આવી ગઈ. મને ઘણાં દિવસે થયાં નિદ્રા આવી ન હતી. નિદ્રા આવે છે ત્યારે રોગીને શાન્તિ મળે છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
વદી ૬ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૩૧૧
એટલા માટે મને નિદ્રા આવવાથી મારા કુટુમ્બીજનોને જે પ્રસન્નતા થઈ હશે તે બીજા જ વિચારથી પ્રસન્નતા થઈ હશે. જો હું સાજો થઈશ તે તેમનું દુઃખ દૂર થશે એ વિચારથી તેમને પ્રસન્નતા થઈ હશે. પિતા એમ વિચારતા હશે કે, “જે મારે પુત્ર સાજો થાય તે મને મારા કામમાં સહાયતા આપે.” માતા એમ વિચારતી હશે કે, “મારો પુત્ર સાજે થાય તે મારું દુઃખ દૂર થાય.” ભાઈએ વિચારતા હશે કે, “ભાઈ સાજો થાય તે અમારે તેની ચિંતા કરવી ન પડે.” આ પ્રમાણે બહેન અને પિતાની સ્ત્રી પણ પિતાના સ્વાર્થની ભાવના કરતી હશે; પણ મારા મનમાં કોઈ બીજી જ ભાવના હતી.” અનાથી મુનિના મનમાં શું ભાવના હતી એ અત્યારે ન કહેતાં અહીં સુદર્શનની કથા કહું છું. સુદર્શન ચરિત્ર–૩૩
સુદર્શનશેઠ એકાન્ત સ્થાને પણ અભયા જેવી સુંદરીના હાવભાવ જોઈ અને પ્રેમલાપ સાંભળીને પણ પોતાના વિચારમાં દઢ રહ્યો. સુદર્શને શીલની રક્ષા કરી શ્રાવકે અને સાધુઓની પ્રતિષ્ઠાની રક્ષા કરી છે. જે શ્રાવકો આવા ધર્માત્મા હોય છે તેમના માટે અમે ગર્વ પૂર્વક કહીએ છીએ કે --
ધન શેઠ સુદર્શન શીયલ શુદ્ધ, પાલી તારી આત્મા ! વર્ષા ઋતુ સમ બની ભામિની, અંબર બદલ બનાઈ. હુંકાર કી ઇવનિ ગાજ સમ, તન દામન દમકtઈ છે ધન- ૧૩ - અમેઘ ધારા વચન વતી, ચાહ ભૂમિ ભીજાઈ મંગ લિ સમ શેઠ સુદર્શન, ભેદ ન સકે કઈ ધન૬૪
સુદર્શન શેઠ વાસ્તવમાં ધન્યવાદને પાત્ર છે કે તે સંકટના સમયે પણ શાલધર્મમાં દઢ રહ્યો. સુદર્શન શેઠ નિર્વિન પૌષધશાલામાં પિષધવૃત્ત ધારણ કરી બેઠે હતો તે નિર્વિઘ્ન સ્થાનેથી પંડિતાએ સુદર્શનને ઉપાડી, વિનના સ્થાને મૂકી આવી. વિન બાધા પણ સાધારણ નહિ પણ કામવૃત્તિને જાગ્રત કરે એવા રાજાના મહેલમાં, વર્ષા ઋતુની સમાન બનેલી રાણી સુદર્શનને ડગાવવાને અને શીલવ્રતમાં વિદ્ધ બાધા ઉભી કરવાનો પ્રયત્ન કરી રહી હતી. રાજાના મહેલમાં રાણી વર્ષાઋતુની માફક બની કામ–જલથી સુદર્શનને ભીંજવી રહી હતી. વર્ષાઋતુનાં રંગબેરંગી વાદળોની માફક રાણીએ રંગબેરંગી કપડાં પહેર્યા હતાં, અને વાદળ જેમ અહીં તહીં દોડે તેમ રાણી પિતાનાં વસ્ત્રોને અહીં તહીં હલાવ્યા કરતી. વર્ષાઋતુનાં વાદળાઓમાં જેમ વિજળી ચમકે તેમ રાણીની આંખો ચમકતી હતી. આકાશમાં ચમકતી વિજળીથી તે પૈર્ય પણ ધારણ કરી શકાય છે પરંતુ રાણીની આંખરૂપી વિજળીથી દેનું પણ ધૈર્ય છૂટી જાય છે, તે પછી મનુષ્યનું ધૈર્ય છૂટી જાય એ તે સ્વાભાવિક જ છે. રાણીને અહંકારભર્યો હુંકાર જાણે વાદળોની ગર્જના જેવો લાગતો હતો અને જે પ્રમાણે વાદળાંમાંથી પાણી વરસે તેમ રાણના મુખમાંથી વચન વર્ષા વરસતી હતી.
પાણીના પ્રવાહને વેગ ઓછો હોતો નથી. પાણીને વેગ પહાડોને કોતરી નાંખી, નદીરૂપે વહે છે. આ જ પ્રમાણે જ્યારે નદીના પૂરમાં પાણીને વેગ વધે છે ત્યારે નદીને
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૧૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્ર॰ ભાદરવા
પાર કરવી મુશ્કેલ થઇ પડે છે. માનેા કે, પાણીના વેગને તે કોઈ રેકી પણ શકે પણ કામના વેગને રાકવા તે તેા બહુ જ મુશ્કેલ છે. કામના વેગને કારણે રહનેમિ પણ રાજીમતિને જોઈ ચિલત થઇ ગયા હતા. સુદર્શન વરસતા વરસાદી માફક રાણીની વચનવર્ષાં સહી રહ્યો હતા. તે પર્વતના જેવા ન હતા કે તેને વચનના વેગ કાતરી નાંખે, પણ તે તે ‘સુગલિયા’ પત્થરના જેવા અભેદ્ય હતા.
શ્રીન’દીસૂત્રમાં ‘મુ’ગસલિયા’ પત્થરની અને ‘પુકખલ સમર્થાઈ ' મેધની કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે, ગમે તેટલા વરસાદ વરસે પણ મુગલિયેા પત્થર કાઈ દિવસ ભીંજાતા નથી. તે મગના જેવા નાના પત્થર હેાય છે. એકવાર નારદે ‘પુકખલ સમર્થા’ મેને કહ્યું કે, તારામાં કેવી શક્તિ છે ? સેધે ઉત્તર આપ્યા કે, મારામાં એવી શક્તિ છે કે, પર્વતને તોડવા ચાહું તે તોડી શકું છું.' આ સાંભળી નારદે મેત્રને કહ્યું કે, તું તે આમ કહે છે પણ મને મુગલિયા પત્થર કહેતા હતા કે, ગમે તેટલેા વરસાદ વરસે પણ હું વરસાદથી ભીંજાઉં નહિ! જો તારામાં શક્તિ હાય તેા તે પત્થરને ભીંજવી દે. મેઘે જવાબ આપ્યા કે, ઠીક છે. આ પ્રમાણે કહી, તે ત્યાંથી ચાલ્યા ગયા અને સાત દિવસ સુધી મુગલિયા પત્થર ઉપર મુસળધાર વરસાદ વરસ્યા, પણ તે પત્થર ભીંજાયે। નહિ. પણ તેની આસપાસનો કચરો સાફ થઇ જવાથી તે પત્થરા વધારે ચમકવા લાગ્યા. નારદે તે મેશ્વને કહ્યું કે, “આ પત્થર તા ભીંજાયા નહિ પણ ઊલટા ચમકવા લાગ્યા અને જાણે ચમકીને તારા રિહાસ કરતા હાય એમ લાગે છે. માટે તું પરાજિત થયા છે એમ માની અહીંથી ચાલ્યો જા. ”
"
આ ઉદાહરણમાં કહેલા મુંગસલિયા પત્થરની માફક સુદન હતા. રાણીએ તેની ઉપર કામ-જલને ખૂબ વરસાદ વરસાવ્યેા છતાં સુદર્શન ઉપર તેની જરાપણ અસર ન થઈ. રાણી વિચારવા લાગી કે, “ હાય ! આ તેા કાઈ પણ ઉપાયે વશ થતા નથી ! હવે શું કરું! હું કપિલા અને પડિતાને મેઢુ કેમ બતાવી શકીશ? મેં કપિલા સાથે તે હાડ કરી છે અને પડિતાને પણ કહ્યું છે કે, હું કાઈપણ ઉપાયે સુદર્શનને વશમાં કરી લઇશ, પણ મારા એક પણ ઉપાય આની આગળ સફળ થતા નથી. પરંતુ હજી મારી પાસે એક ઉપાય બાકી છે તેનેા પણ ઉપયેાગ કરી જોઉં. એ ઉપાય સ્ત્રીસુલભ રહેવાના છે, એ ઉપાયને પણ પ્રયેાય કરી જોઉં ! કદાચ તે ઉપાય સફળ પણ થાય.
કરૂણ વરસે રાવે કામિની, પૂરા હમારી આશ;
શરણાગત મેં આઇ તુમ્હારે, માનો મમ અરદાસ. ॥ ધન૦ ૬૫ ૫
અવસર દેખ શેઠ તમ ખેલા, સુતા સુના ખડ માત; પંચ માતમેં તુમ અગ્રેસર, તજ દે ખાતી બાત.
" ધર્મ હુડ્ડ |
રાણી અંતિમ શસ્ત્ર–રાવાના બળ–ના ઉપયોગ કરવા લાગી. રાણીએ વિચાર્યું કે સ્ત્રીઓનું કરુણ *ન્દન અને રૂદન સાંભળી મેાટા મોટા ઋષિ મુનિવરે। પણ વિચલિત થઈ જાય છે માટે ાવાના ઉપાય હાથમાં લેવા ઠીક છે. આ પ્રમાણે વિચાર કરી રાણી દડદડ રાવા લાગી અને સુદૃશનને કહેલા લાગી કે, હું આપના શરણે આવી છું, મારા
Page #354
--------------------------------------------------------------------------
________________
વદી ૬] .
રાજકેટ–ચાતુર્માસ
[ ૩૧૩
ઉપર દયા કરે જે પ્રમાણે પાણી વિના માછલી તરફડે છે તેમ હું પણ તમારા પ્રેમ માટે વલખું છું. આપ મારી રક્ષા કરે.
શાસ્ત્રમાં જિનઋષિ જિનપાલની કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે, જિનપાલ રયણદેવીથી કોઈપણ ઉપાયે ડગ્યો ન હતો પણ જયારે રયણાદેવી કરુણ રૂદન કરવા લાગી ત્યારે તે ડગી ગયો. આખરે તેની બહુ જ ખરાબ હાલત થઈ. આ પ્રમાણે સ્ત્રીઓના કરુણ રૂદનથી મોટા મોટા ઋષિઓ પણ ચલિત થઈ જાય છે; પણ રાણીનું રોવું સાંભળી સુદર્શન મનમાં વિચારતો હતો કે, સામાન્યતઃ માતાની સામે પુત્રે રુવે છે પણ આ તો માતા થઈને પણ મારા જેવા પુત્રની સામે રુવે છે, માટે કોઈપણ રીતે તેને આશ્વાસન આપવું જોઈએ. જ્યારે એ મને દયાધમ કહે છે તે મારે દયાધર્મને પણ તેને પરિચય આપ જોઈએ.
સ્ત્રીઓનાં કરુણ રૂદનથી કેટલાક લોકો એટલા બધા ચલિત થઈ ગયા છે કે તેઓએ પિતાના શાસ્ત્રમાં એવું વિધાન પણ કરી નાંખ્યું છે કે, “જે કોઈ સ્ત્રી કરુણ રૂદન કરતી આવે તે તેની ઈચ્છાને પૂરી ન કરવી એ પાપ છે.” બીજાઓનાં શાસ્ત્રમાં આવું વિધાન કરેલ છે પણ શ્રી સૂયગડાંગ સૂત્રમાં મુનિઓ માટે કહ્યું છે કે, “હે મુનિઓ ! તમારી સામે કઈ ગમે તેટલું કરુણ રૂદન કરે તે પણ તમે બ્રહ્મચર્યથી ચલિત થશે નહિ.”
મુનિઓ તે ચલિત થતા નથી પણ તેમના ઉપાસકો પણ સ્ત્રીઓનું કરુણ રૂદન સાંભળવા છતાં પણ કેવી રીતે ચલિત થતા નથી તે જુઓ – ૧
રાણીનું રુદન સાંભળી, સુદર્શન વિચારવા લાગ્યું કે, માતા રુવે છે તે તેમને આ શ્વાસન આપવું એ મારું કર્તવ્ય છે. કોણ એવો પુત્ર હશે કે, જે માતાને રુદન કરતી જેવા છતાં પણ તેનું હદય દ્રવિત ન થાય? જે પ્રમાણે માતાનું રુદન સાંભળી પુત્રનું હદય પીગળી જાય છે તે જ પ્રમાણે રાણીનું રુદન સાંભળી સુદર્શનનું હદય પણ પીગળી ગયું. તે રાણીને કહેવા લાગ્યો કે, મેટી મા ! આપને શું કામ છે ! શા માટે તમે સુવો છો?
સુદર્શનનું આ કથન સાંભળી રાણી વિચારવા લાગી કે, આ શું કહે છે? આ માતા તરીકે કોને સંબોધે છે? રાણીને સુદર્શનઠારા સંબોધવામાં આવેલું માતા તરીકેનું સંબોધન કયાંથી પસંદ પડે? એટલા માટે રાણે મનમાં વિચારવા લાગી કે, અત્યાર સુધી તે તે મૂંગે બેસી રહ્યા, મારી સાથે એક પણ શબ્દ બોલ્યો નહિ, અને હવે બોલ્યો તે મને માતા કહીને બોલ્યો !
સુદર્શનનું કથન સાંભળી રાણીને વિચારમાં પડેલી જોઈ સુદર્શન તેને કહેવા લાગે કે, માતાજી ! આપ શું વિચાર કરો છો ? કદાચ તમે મને ભૂલી જાઓ પણ હું તમારો પુત્ર તમને કેમ ભૂલી જઈ શકું? તમે પણ મારી માતા છો મારે એક નહિ પણ પાંચ માતાઓ છે.
તમારે પણ પાંચ માતાઓ છે કે નહિ? જે છે તે તેમના પ્રત્યે તમારું શું કર્તવ્ય છે તેને વિચાર કરે ! અભયા તે વિફરેલી હતી એટલે તેને માતાનું સંબોધન પસંદ પડયું નહિ. પણ ધર્મનું પાલન એકાંગી હોય છે. એમ થવું ન જોઈએ કે સામે માણસ ધર્મ
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૧૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[પ્ર૦ ભાદરવા
પાળે તે હું ધર્મનું પાલન કરું! સામા માણસ ધર્મ પાળે કે ન પાળે પણ તમે તમારા ધર્મવું પાલન કરેા એ તમારુ કર્ત્તવ્ય છે. ધર્મનું પાલન ખીજાની સાક્ષીએ થતું નથી પણુ પેાતાની સાક્ષીએ થાય છે. જે પેાતાની સાક્ષીએ ધર્મનું પાલન કરે છે તેને ઈન્દ્ર પણ ડગાવી શકતા નથી. એટલા માટે સામેા માણસ શું કરે છે તે ન જોતાં તમારે તેા તમારા ધર્મનું પાલન કરવું જોઈ એ.
સુદન કહે છે કૈ, મારે પાંચ માતાઓ છે, હવે એ પાંચ માતાએ કઇ હતી એ વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૮ મંગળવાર
પ્રાર્થના
.
મહિલ જિન ખાલ બ્રહ્મચારી, ‘ કુ‘ભ’ પિતા ‘પરભાતિ ’ મૈયા; તિનકી કુમારી, મહિલ જિન બાલ બ્રહ્મચારી.
શ્રી મલ્લિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાચના કરતાં ભક્તલેાકેા એવી ભાવના કરે છે કે, હું પ્રભા ! હું તારી ભક્તિ કરવા ચાહું છું છતાં તારી ભક્તિના વિષે મને એક એવા સંદેહ થાય છે કે, હું અંતઃકરણથી તારી ભક્તિ કરવા ચાહું છું છતાં શાસ્ત્રમાં તારી જેવી ભક્તિ કરવા માટે કહ્યું છે તેવી ભક્તિ મારાથી શા માટે થઇ શકતી નથી; તેમાં કોઈને કોઈ વીષ્ન ખાધા શા માટે ઊભી થાય છે ? અને હૃદયથી પરમાત્માની ભક્તિ કરવા ચાહું છું છતાં શા કારણે જેવી જોઇએ તેવી તારી ભક્તિ થતી નથી ! આ વિષે વિચાર કરતાં હું એ નિશ્ચય ઉપર આવ્યો છું કે, હે પ્રભા ! તારી કૃપા વિના તારી ભક્તિ બરાબર કરી શકાતી નથી. તારી ભક્તિ કરવામાં કયા વિઘ્ના બાધક નીવડે છે એને માટે ભક્તિસૂત્રમાં કહ્યું છે કેઃ—
सा न कामयमाना निरोधरूपत्वात् ।
પરમાત્માની ભક્તિ કરવામાં કોઈપણ વાતની જરાપણ કામના ન હાવી જોઈ એ. કામના–ઈચ્છા, પરમાત્માની ભક્તિમાં બાધા ઉભી કરે છે. આ પ્રમાણે કોઇપણ કામનાઇચ્છા કર્યાં વિના ભક્તિ કરવાનું કહ્યું છે પણ જ્યારે હું મારું હૃદય તપાસું છું ત્યારે મારું હૃદય કામનાથી પરિપૂર્ણ જણાય છે, એટલાજ માટે હે ! પ્રભા ! હું તારા શરણે આવ્યે છું કે તારી મારા ઉપર કૃપા થાય તેા હું તારી ભક્તિ કરી શકુ, જો કે, મારું હૃદય કામનાથી ભરેલું છે તે પણ તારું ચત્રિ સાંભળી મારામાં પણ સાહસના સંચાર થાય છે કે મારે હિમ્મત હારવી ન જોઈ એ, પણ તારી ભક્તિમાં સલગ્ન થઈ જવું જોઈ એ.
Page #356
--------------------------------------------------------------------------
________________
વદી ૮]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૧૫
જો કે વાસના તે મને સતાવ્યા જ કરશે પણ તારા ચરણાને પકડી રાખવાથી કોઇ દિવસ મારી કામવાસના પણ દૂર થઇ જશે અને પછી શાસ્ત્રમાં જેવી ભક્તિ બતાવેલ છે તેવી ભક્તિ હું કરી શકીશ
હૈ મલ્લિનાથ ભગવાન ! આપનું ચરિત્ર મેં સાંભળ્યું છે. આપના એ ચરિત્રશ્રવણથી હું એ જાણી શકયા છું કે, છ રાજાએ કામાંધ બની તમારી સાથે વિવાહ કરવા માટે ચડી આવ્યા હતા, છતાં તમે તેમને તિરસ્કાર ન કર્યો. જો કે તમારામાં એવી શક્તિ હતી કે, તમે આખી દુનિયાને મેરુ ઉપર મૂકી, હાથમાં ઉપાડી શકતા હતા, અને એ પ્રમાણે પૃથ્વી તથા આકાશને એક કરી શકતા હતા; છતાં તમે એ કામાંધ છે રાજાઓને જરાપણ આધાત ન પહાંચાડયા. આપના પિતાને તા એ રાજાએ ઉપર ક્રોધ પણ હતા. તેએ કહેતા હતા કે, મારી અને મારી કન્યાની ઈચ્છા અને સ્વીકૃતિ વિના આ રાજાએ શા માટે ચડી આવ્યા ! આ પ્રકારના ક્રોધને કારણે તેઓએ તે છ રાજાએ સાથે લડાઈ પણ કરી, પણ તે છ રાજાએની સમ્મિલિત શક્તિ આગળ ટકી ન શકયા પણ હારી ગયા. હે પ્રભુ ! તમારામાં અતુલ શક્તિ હતી, અને તમારા પિતા પરાજિત થયા હતા એટલે તમને તે રાજાએ ઉપર ક્રોધ થવા શય પણ હતા, પણ તમારા અંત:કરણમાં એ રાજાએ પ્રતિ ક્રોધ કે ઘૃણાના જરા પણ ભાવ ન થયે.. ઉલટું તમે તમારા પિતાને કહ્યું કે, આ રાજાએ ચડી આવ્યા એમાં આશ્ચર્ય શું છે ! તેઓ મને કન્યા સમજતા હતા એટલે તેએ ચડી આવ્યા! એમાં આશ્ચર્યની વાત કાંઇ નથી. તમે નકામા તેમની સાથે લડયા. હવે તમે એ બધાં રાજાએને એમ કહેવડાવે! કે “ તમને મલ્ટિ કન્યા મળશે. તમે જાઓ, ''
“ હે ભગવાન ! આપનું આ કથન સાંભળી કુંભ રાજાએ તમને એમ પણ ન કહ્યું કે, તમે આ શું કહે છે ! હું કયા માઢે એ રાજાએને એમ કહેવા જાઉં ! આપનું વિષમ વચન સાંભળીને પણ કુંભ રાજાએ કાંઈ પણ પ્રશ્નોત્તર ન કર્યાં. કુંભરાજા તે એમ જ વિચારતા હતા કે, જે મહાપુરુષ છે અને જેને હું મહાપુરુષ છે એમ માનું છું, તેના વચનમાં કાઈ પ્રકારના સંદેહ ન કરતાં તેના વચનને માન્ય કરવું જોઇએ.
શાસ્ત્રમાં ભગવાન મલ્લિનાથ માટે એમ કહ્યું છે કે, મહિ રાğન્ના | અર્થાત્ મલ્લિ રાજાની કન્યા હતી. જ્યારે ભગવાન મલ્લિનાથ રાજાની કન્યા કહેવાતા હતા, ત્યારે પણ કુંભરાજાએ તેમના કથનમાં કાઈ પ્રકારના સંદેહ કર્યો નહિ હવે તેા તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા છે. એટલા માટે હવે આપણે તેમની આજ્ઞા અને તેમના કથનને કેવી રીતે નિઃસ ંદેહ થઇ માનવાં જોઈ એ તેને વિચાર કરો. આ વિષયને વિશેષરૂપે કહેવાને તે અત્યારે સમય નથી. અહીં તો કેવળ એટલું જ કહેવાનું છે કે, “ હે પ્રભેા ! તમે તે છ રાજાઓ ઉપર ક્રોધ ન કર્યાં પણ તમે તે રાજાઓને કહેવડાવ્યું કે તમે આવે. તમને મહ્નિ કન્યા મળશે.' આ પ્રમાણે તમે તે રાજાએને મહેલમાં માલાવી, સમજાવ્યા અને આખરે તેએ એવા સમજ્યા કે તે તમારા જ વિચારને અનુકૂલ થઈ ગયા. જેમણે કામાંધ રાજાએની કામાંધતાને આ પ્રમાણે દૂર કરી એ પ્રભુનું શરણુ છેાડી હું ખીજા
Page #357
--------------------------------------------------------------------------
________________
-
૩૧૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર૦ ભાદરવા
કોના શરણે જાઉં ? એ રાજાઓને કામનાએ પોતાની તરફ ખેંચી રાખ્યા હતા પણ હે ! પ્રભુ ! આપના શરણે આવવાથી જેમ તે રાજાઓની કામના છૂટી ગઈ તેમ મારી કામના પણ છૂટી જાય તે માટે હું પણ આપના શરણે આવ્યો . જે મારી કામના છૂટી જાય તે હે પ્રભુ! હું પણ શાસ્ત્રમાં કહેલી રીતિ પ્રમાણે તારી ભક્તિ કરી શકું! મસ્ત કવિ આનંદઘનજી કહે છે કે –
“ચે તુમ શોભા સારી મલિલ જિન સેવક કિમ અવગણિયે.”
કવિ કહે છે કે, હે પ્રભો ! આપે એ કામાંધ રાજાઓની પણ અવગણના ન કરી તો હું તે આપને સેવક છું તે પછી મારી અવગણના કેમ કરશો? જે આપ સેવકની પણ અવગણના કરશે તો પછી આપની અનંત ચતુષ્ટયન સ્વામી તરીકે શભા ગણાશે. ખરી ! સંસારમાં એવું જોવામાં આવે છે કે, જે શેઠ સમૃદ્ધ હોય છે તે પિતાના સેવકને સુખી બનાવે છે. આપ અનંત ચતુષ્ટયના સ્વામી છે તો પછી મારી અવગણના શા માટે કરો છો ! હું ભૂલ્યા ! આપ મારી અવગણના કરતા નથી પણ હું પોતે મારી અવગણના કરી રહ્યો છું, આપ અઢાર દોષ રહિત છો એટલે જ્યારે આપે પોતે જ આશા-તૃષ્ણા રાખી નથી તે પછી સેવકની આશા-તૃષ્ણાને કેવી રીતે પૂરી કરી શકે ! પણ હું તે ભક્ત થઈને પણ આશા કરું છું અને એ રીતે મારી ભૂલથી જ મારા હાથે મારી અવગણના થઈ રહી છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે, જ્યારે પરમાત્મા આશાની પૂર્તિ કરતા નથી તે પછી તેમની પ્રાર્થના શા માટે કરવામાં આવે? પછી તો જે પરમાત્મા આશાની પૂર્તિ કરતા હોય એવા પરમાત્માને શોધીને તેમની પ્રાર્થના કરવી જોઇએ ! જે પરમાત્મા આશાને પૂરી કરતા ન હોય તેમના શરણે જવાથી શું લાભ ! - - આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે જે પોતાની આશા-તૃષ્ણાને દુર કરવા ચાહે છે તે જ તૃષ્ણારહિત પ્રભુના શરણે જાય છે. - ભક્ત કહે છે કે, હે પ્રભો ! હું આશા-તૃષ્ણા રાખું છું અને તે કારણે જ શાસ્ત્રમાં કહેલી રીતિ પ્રમાણે તારી ભક્તિ કરી શકતો નથી. એટલા માટે હવે હું તારું શરણું સ્વીકારી મારી આશા-તૃષ્ણાને દૂર કરવા ચાહું છું. જેથી શાસ્ત્રમાં કહેલી રીતિ પ્રમાણે તારી પ્રાર્થના કરી શકું ! - સંસારમાં જે ખરાબીઓ જોવામાં આવે છે તેનું પ્રધાન કારણું આશા-તૃષ્ણા જ છે. કોઈને ધનની આશા છે, કેાઈને પુત્રની આશા છે અને કોઈને સ્ત્રીની આશા છે; આ પ્રમાણે લેકોને ભિન્ન ભિન્ન પ્રકારની આશા-તૃષ્ણ છે. અને આ આશા-તૃષ્ણાને કારણે જ લોકો કુદેવને માની પૂજે છે પણ જ્યાં સુધી કોઈપણ પ્રકારની આશા-તૃષ્ણા રહે છે ત્યાંસુધી મનુષ્ય સત્ય વાતનું આચરણ તે દૂર રહ્યું, સત્ય વાત કહી પણ શકતા નથી.
કોઈ એક ગ્રન્થમાં જોયું છે કે, અદ્વૈતાચાર્ય નામના એક મહાન વિદ્વાન થયા છે. તેમના પિતા બંગાલમાં કોઈ રાજાના રાજગુરુ હતા. અતાચાર્યને એવો વિચાર આવ્યો કે, ગમે તેટલી માથે આપત્તિઓ પડે પણ જે વાત સત્ય હોય તે જ પ્રકટ કરવી જોઈએ.
Page #358
--------------------------------------------------------------------------
________________
વદી ૮] રાજકેટ-ચાતુર્માસ
[૩૧૭ ત્યાંને રાજા શાકત હતા. દેવીને ઉપાસક હતું. આ વાત લગભગ ૧૫માં કે ૧૬મા સિકાની છે. તે વખતે દેવી પૂજાના નામે બહુ પશુવધ થતું હતું અને પંડિત પણ દેવી પૂજાના નામે થતાં પશુધનું સમર્થન કરતા હતા.
એક દિવસ રાજા જ્યારે દેવીની પૂજા કરી રહ્યા હતા ત્યારે અદ્વૈતાચાર્ય દેવીના મંદિરમાં ગયા અને દેવીને નમસ્કાર કર્યા વિના જ દેવીની સામે બેસી ગયા. અતાચાર્યને દેવીને નમસ્કાર કર્યા વિના બેઠેલા જોઈ રાજા વિચારવા લાગ્યું કે, આ મારા રાજગુરુને પુત્ર થઇને પણ આમ દેવીની ઉપેક્ષા કેમ કરે છે? રાજાએ અદ્વૈતાચાર્યને કહ્યું કે, તારી બુદ્ધિ તે ઠેકાણે છે ને ? અઢંતાચાર્યું જવાબ આપ્યો કે, હા મહારાજ ! બુદ્ધિ ઠેકાણે જ છે. રાજાએ કહ્યું કે, તો પછી તેં હમણું શું કર્યું તેનો વિચાર કર. અતાચાર્યે કહ્યું કે, મેં શું કર્યું તે આપ જ કહોને ? રાજાએ કહ્યું કે, તું દેવી માતાને નમસ્કાર કર્યા વિના જ બેસી ગયો ! અતાચાર્યે પૂછ્યું કે, આ દેવી કોની માતા છે ? રાજાએ જવાબ આપ્યો કે એ દેવી મારી માતા છે. તારી પણ માતા છે અને અખિલ સંસારની પણ તે જ માતા છે. અતાચાર્યે કહ્યું કે, “આપનું કહેવું એ ઠીક છે કે આ દેવી આખા સંસારની માતા છે, પણ જે તે સંસારની માતા જ છે તો પછી આ પશુ-પુત્રોને તે કેમ ખાઈ જાય છે? એ દેવીની પૂજાના નામે આ પશુઓનું બલિદાન શા માટે ચડાવવામાં આવે છે ? જ્યારે આ દેવી બધાની માતા છે તે આ પશુઓની તે રક્ષા કેમ કરતી નથી ! માતાનું કર્તવ્ય તે સંતાનની રક્ષા કરવી એ છે. પિતાનાં સંતાનને નાશ કરે એ માતાનું કર્તવ્ય નથી. જ્યારે આ દેવી અખિલ સંસારની માતા થઇને પણ પિતાનાં સંતાનોનો નાશ કરે છે-કરાવે છે તે પછી આ માતા છે કે રાક્ષસી ?”
અતાચાર્યનું આ કથન સાંભળી રાજા કાંઈ જવાબ આપી ન શકે. રાજા ચૂપ થઈ ગયે, પણ અદ્વૈતાચાર્યને પિતા ત્યાં બેઠા હતા, તેમણે કહ્યું કે, “પુત્ર! તું તો ભ્રષ્ટ થઈ ગયો લાગે છે. માતા વિષે એમ કાંઈ બોલાય ! માતા તે ભોગ-બલિદાન માંગે છે એટલા માટે પશુઓનું બલિદાન તેમને ચડાવવામાં આવે છે.” પિતાનું આ કથન સાંભળી અદ્વૈતાચાર્ય તેમને કહેવા લાગ્યું કે, “જ્યારે દેવી માતા પિતાના પુત્રનું જ બલિદાન માંગે છે તે પછી મારી માતા મારું બલિદાન કેમ માંગતી નથી ! આપના કથન પ્રમાણે તે મારી માતાએ મારું બલિદાન માંગવું જોઈએ અને મારે વધ કરવો જોઈએ. પણ આપ ભય અને લોભને કારણે સત્ય વાત પ્રકટ કરી શકતા નથી અને એ કારણે જ આપ આમ કહી રહ્યા છે !પુત્રનું આ કથન સાંભળી પિતા પણ ચૂપ બેસી રહ્યા.
કહેવાનો આશય એ છે કે, આશા-તૃષ્ણાને કારણે લોકો સત્ય વાતને પ્રકટ કરી શકતા નથી. તમે પણ આશા-તૃષ્ણમાં સપડાએલા છો અને તે કારણે જ તમે કામનાને પૂરી કરનાર દેવને માને છે અને પૂજે છો પણ ભકતે તે પિતાની આશા-તૃષ્ણાને દૂર કરવા ચાહે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે, “હે પ્રભો ! મારી આશા-તૃષ્ણા દૂર થાય એટલા માટે જ હું આપના શરણે આવેલ છે. અત્યાર સુધી હું મારી આશાતુણાને પૂરી કરવા માટે આપના શરણે આવતો હતો એ મારી ભૂલ હતી અને તે ભૂલને
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૧૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
કારણે જ હું શાસ્ત્રમાં બતાવેલ રીતિ પ્રમાણે આપની ભક્તિ કરી શકતા ન હતા. હવે હું સમજી ગયા છું કે:
હું પ્રભા ! એ બધા મારે। જ દોષ હતા. મારા દેવને કારણે જ આપની કૃપાને હું પાત્ર બની શકયા ન હતા. હવે હું આશા-તૃષ્ણાને દૂર.કરવા માટે જ તમારા શરણે આવેલ છું. હવે હું તારા શરણે આવેલ છુ' તો મારી આશા-તૃષ્ણા દૂર થશે અને જે પ્રમાણે અનાથી મુનિને તારી શક્તિ પ્રાપ્ત થઈ હતી તેમ મને પણ તારી શક્તિ પ્રાપ્ત થશે.
અનાથી મુનિના અધિકાર-૩૪
અનાથી મુનિ કહે છે કે, “ હે રાજન! જ્યારે મારા રાગ કાઈની દ્વારા શાંત ન થયા ત્યારે હું એ નિશ્ચય ઉપર આવ્યા કે, આ બધું દુઃખ મેં જ પેદા કર્યું છે તેા એ દુઃખને નાશ પણ હું જ કરી શકીશ.
જીવ, દુ:ખ કે કમ કાના કરેલાં ભાગવે છે એ વાતના નિર્ણય શાસ્ત્રમાં કરવામાં આવ્યેા છે. શ્રી ભગવતીસૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યાં છે કે, “હું ભગવન્! જીવ, પેાતાનું કરેલું દુ:ખ ભગવે છે કે બીજાનું કરેલું દુ:ખ ભાગવે છે ?' આ પ્રશ્નના જવાબમાં ભગવાને કહ્યું કે, “હું ગાતમ! જીવ, પેાતાનું કરેલું દુઃખ જ ભાગવે છે, ખીજાનું કરેલું દુઃખ ભાગવતા નથી. ’
‘સુખ દુઃખ એ બધાં મે પોતે જ પેદા કરેલાં છે. શું કરે? કર્મોને મેં જ પકડી રાખ્યાં છે ત્યારે જ કેમ શકે? જો હું ચાહું તે કર્માંને થાડીવારમાં
આ ઉપરથી વિચારવું જોઇએ કે, હું કમને દોષ આપું છું પણ એમાં ક કર્મી રાકાયાં છે, નહિ તો કર્મી રાકાઈ જ પલાયન કરી શકું' છું.
અનાથી મુનિ કહે છે કે, “હું રાજન્! આ પ્રમાણે જ્યારે મને ભાન થયું કે દુ:ખાને મેં જ પેદા કર્યા છે ત્યારે મેં એ દુઃખોને નાશ કરવાના સંકલ્પ કર્યાં.
,,
અનાથી મુનિને “ આ દુ:ખાને મેંજ પેદા કયા છે તેા એ દુઃખોના નાશ હું જ કરી શકું છું.'' એ જ્ઞાન તેમને પેાતાની મેળે થયું કે કોઇ મહાત્માના ઉપદેશથી થયું એને શાસ્ત્રમાં કશા ઉલ્લેખ ન હેાવાથી એ વિષે કશું નક્કી કહી શકાય નહિ. જ્ઞાન એ પ્રકારે થાય છે. એક તેા પોતાના વિચારથી કે કાઇ ઘટના જોવાથી, અને ખીજાં કાષ્ઠને ઉપદેશ સાંભળવાથી. અનાથી મુનિને આ બન્નેમાંથી કયા પ્રકારે જ્ઞાન થયું હતું એ તે નિશ્ચયપૂર્વંક કહી શકાય નહિ પણ તેમને કોઈ પણ રીતે આ જ્ઞાન થયું હતું. તમને જો પોતાની મેળે એવું જ્ઞાન ન થાય તેા તમારી સામે આ ઉપદેશ છે. આ ઉપદેશ સાંભળીને તેા તમે તમારું દુઃખ દૂર કરવાને સંકલ્પ કરે। ! અનાથી મુનિ કહે છે કે, “ હે રાજન્! મેં દુ:ખ દૂર કરવાના એવા સકલ્પ કર્યો કે, જો એકવાર પણ આ વેદના મટી જાય તે હું ક્ષમાવાન જિતેન્દ્રિય, નિરારભી અને પ્રવર્જિત થઈશ, ''
આ સંકલ્પ કરતાં જ મને નિદ્રા આવી ગઈ. વેદનાને કારણે ઘણા દિવસ સુધી મને નિદ્રા બરાબર આવી ન હતી; પણ આવે! સંકલ્પ કરતાં જ મને ગાઢ નિદ્રા આવી ગઈ.
હે રાજન! આ પ્રમાણે મને ગાઢ નિદ્રા આવી ગઈ. મારા માટે લોકો એમ કહેતા
Page #360
--------------------------------------------------------------------------
________________
વી ૮ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૧૯
હતા કે, હું નિદ્રા લઇ રહ્યો છું પણ હું તે નિદ્રા શું લેતા હતા, માને કે દુ:ખાને સદાને માટે રવાના કરતા હતા! મારા દુઃખની તે છેલ્લી રાત હતી.
તમારા સંકલ્પ પણ સાચા અને દૃઢ હોય તેા પછી તમને દુઃખ જ થાય નહિં, દૃઢ સત્સં’કલ્પથી જ દુ:ખામાંથી મુક્ત થવાય છે. ઢીલા સ`કલ્પથી કાંઇ થતું નથી.
અહીં એક પ્રશ્ન થાય છે કે, શું સંકલ્પ કરવા માત્રથી દુ:ખ ચાલ્યું જાય એ સંભવિત છે? જે માનસશાસ્ત્રને અભ્યાસી હશે તેની સામે તા આવા પ્રશ્ન ઉભા થશે નહિ પણ જેએ માનસશાસ્ત્રથી અનભિજ્ઞ છે તેમને જ આવે! સંદેહ થાય છે. આવા લોકેાને કહેવાનું એ છે કે, શું કેવળ પોતાના સંકલ્પ કારણે દુનિયામાં દુઃખ પેદા થતું જોવામાં નથી આવતું? ડાકણ વળગી કે ભૂત વળગ્યું એ પોતાના મનના સંકલ્પનું જ પરિણામ છે કે ખીજું કાંઇ છે? ડાકણુ-ભૂતાની વાત સાંભળી ભયના સંકલ્પ લોકા કરે છે અને એ ભયસંકલ્પને કારણે જ તે દુઃખ પામે છે. જેમકે કોઇ મકાનને માટે તમને એમ કહેવામાં આવે કે, આ મકાનમાં ભૂત છે તે। શું તમે એ મકાનમાં જતાં ભય પામશે! કે નહિ ? એ મકાનમાં પ્રવેશ કરતાં જ તમારા પગ ધ્રુજશે કે નહિ! પગ કાંપવા લાગે છે. ભૂતના ભયના કારણે તમારા સંકલ્પ જ એવા બની જાય છે કે, એસ'કલ્પને કારણે જ મકાનમાં પ્રવેશ કરતાં જ તમારા પગ ધ્રૂજવા માંડે છે.
ભયને કારણે મને પણ એવા સંકલ્પ થઈ ગયેા હતેા કે, જેના કારણે મારે લગભગ પાંચ મહિના સુધી કષ્ટ ભોગવવું પડયું હતું. મે દીક્ષા લીધેલ હતી. પરંતુ દીક્ષા લીધા પહેલાં ભૂત-ડાકણુ વગેરેની જે વાતે મેં સાંભળેલી હતી તેના ભયના સંકલ્પ નીકળ્યા ન હતા, અને એ ભયસંકલ્પને કારણે મને સંસારનેાજ દેષ જણાતા હતા. જ્યારે મારા મનમાં ભયને સંકલ્પ હતા ત્યારે હું એમ જ સમજતા હતા કે, અમુક માણસ મારા ઉપર જાદુ કરે છે. રાતના વખતે પહેરો ભરનારા સિપાઇએ પહેરા ભરતી વખતે અવાજો કરતા તો એ અવાજ સાંભળી હું એમ વિચારતા કે એ લોકો મારી ઉપર જાદુ કરી રહ્યા છે. મને આ પ્રકારના ભય લાગતા હતા તે મારા ખોટા વિચારેાને કારણે જ લાગતા હતા ને? મારા ખાટા સ`કલ્પને કારણે જ મને દુઃખ થતું હતું, પણ જ્યારે મારામાંથી એ ખોટા વિચારા નીકળી ગયા ત્યારે મારું દુ:ખ પણ ચાલ્યું ગયું.
મતલબ કે, આ પ્રમાણે સ'કલ્પથી દુ:ખ પેદા થાય છે એ તે તમે લોકો પણ જીએ છે. તમે લોકો પણ તમારા પેાતાના સ`કલ્પથી જ દુઃખ પેદા કરા છે. સ્ત્રીઓમાં તે સંકલ્પથી દુ:ખ પેદા કરવાની પદ્ધતિ વિશેષ છે. કેટલીક સ્ત્રીએ તેા સાધુઓને એમ કહે છે કે, “ આના ઉપર એધે ફેરવી દો, આના ઉપર જંત્ર મંત્ર કરી આપે ’ પણ જો સાધુએ જંત્ર મંત્ર કરવા લાગે તે કેટલા બધા લેાકેા આવે? તમા લેાકેાની આવી પદ્ધતિએ જ સાધુઓને સાધુતાથી નીચે પાડવાનું કામ કર્યું છે અને તમારા માટે તમે દુઃખ પણ પેદા કર્યું છે. સાધુએ પણ તમે લોકોને પ્રસન્ન રાખવા માટે જંતર મંતરના ચક્કરમાં પડી ગયા છે, પણ વાસ્તવમાં સાધુએ પાસે પરમાત્માના નામ સિવાય બીજું કાંઈ આપવા માટે હાવું ન જોઇએ; પરંતુ તમે લોકો પણ સંકલ્પથી પતિત થયા છે અને સાધુએ પણ પતિત થઈ રહ્યા છે !
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૨૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[પ્ર. ભાદરવા
કહેવાનો આશય એ છે કે, આ પ્રકારના સંકલ્પથી દુઃખ પેદા થાય છે એ તે તમે પણ અનુભવથી જાણી શકે છે. જ્યારે સંક૯૫થી દુ:ખ પેદા થાય છે તે પછી શું સંકલ્પથી દુઃખ નાશ ન પામે ? અને સંકલ્પથી જયારે દુઃખ પેદા થાય છે તે સંકલ્પથી સુખ પેદા થઈ ન શકે? આ પ્રમાણે પિતાના સંકલ્પને કારણે જ સુખ-દુઃખ પેદા થાય છે. આજના લોકોને સંકલ્પના બળ વિષે સંદેહ પેદા થાય છે, પણ સંકલ્પમાં અનંત બળ રહેલું છે. સંકલ્પની મહિમા બતાવતાં ઉપનિષદમાં પણ કહ્યું છે કે – स यः संकल्पं ब्रह्ममेत्युपासते कलप्तान् वै स लोकान्धुवान्धुवः ॥
અર્થાત–આત્મા જ્યારે પિતાના સંકલ્પને ઈશ્વરનું રૂપ આપે છે અને તેની દઢતાપૂર્વક ઉપાસના કરે છે ત્યારે ઉત્પા, વ્યય અને ધ્રવ્ય એ સંકલ્પના આધારે જ થાય છે. દેવગતિ, નરકગતિ, તિર્યંચગતિ કે મનુષ્યગતિ સંકલ્પદ્વારા જ પ્રાપ્ત થાય છે, અને પિતાના સંકલ્પથી જ મોક્ષ પણ મળે છે.
અહીં એક વિચારવા જેવી વાત એ છે કે, જ્યારે સંકલ્પથી જ મનુષ્યગતિ મળે છે તે પછી મનુષ્ય લોકની રચના કોણે કરી ? મનુષ્ય લેકની રચના આત્માએ પોતાના સંકલ્પથી જ કરી છે. આ મકાન કે આ શહેર જેમાં તમે હસી રહ્યા છે તે આત્માના સંકલ્પઠારા જ બનેલ છે. આ પ્રમાણે આ આત્મા સંકલ્પ તે કરતે જ રહે છે પણ જે તેને સંકલ્પ સત્સંકલ્પ હોય તે તે દ્વારા તેને ધ્રુવ અર્થાત મેક્ષ પણ પ્રાપ્ત થઈ શકે છે. સત્સંકલ્પ જ ઈશ્વર છે એમ માની સંકલ્પ ઉપર દઢ રહે અને સંકલ્પ ઉપર દૃઢ વિશ્વાસ રાખે. ભક્ત તુકારામ કહે છે કે –
નિશ્ચયાચા બલ તુકા હણે તેચ ફલ” અર્થાત–સંકલ્પમાં ઘણું બળ રહેલું છે. એટલા માટે તમે પણ સત્સંકલ્પ કરે અને અને તે ઉપર દઢ વિશ્વાસ રાખે. સુદર્શન ચરિત્ર–૩૪
હવે એક એવા મહાપુરુષની વાત કહેવામાં આવે છે કે જે દૃઢ નિશ્ચયી અને સત્સંકલ્પી હતે.
અવસર દેખ શેઠ તબ બાલો, સન સને બહ માતા પંચ સાતમેં તુમ અગ્રેસર, તજ દો બેટી વાત. ધન છે તજ દે ચહ તેફાન સુદર્શન, મેં નહીં તેરી માત;
મુખ કપિલા તે ભરમાઈ, સુ છલા તુ ચાહત. ધન ૧૭ છે અભયા રુદન કરતી સુદર્શનને કહે છે કે, શેઠ! તમે કેવા નિષ્કર છે! તમે દયાવાન થઈને પણ મારી દયા નથી કરતા ! હું તમારા માટે આટલાં બધાં વલખાં મારું છું છતાં મને અપનાવતા નથી.
અભયાનું કથન સાંભળી સુદર્શન વિચારવા લાગ્યો કે, આ માતા મને દયાવાન કહે છે તે મારે તેમને દયાભાવને પરિચય આપી પૈર્ય આપવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી સુદર્શને કહ્યું કે, મોટી મા ! તમે દુ:ખ કેમ પામે છો?
Page #362
--------------------------------------------------------------------------
________________
વદી ૮]
રાજકેટ-ચાતુર્માસ
[૩૨૧
સત્સંકલ્પની શક્તિથી જ સુદર્શને આવા વિકટ સમયે પણ દઢ રહી શકો છો અને અભયારે માતા માની તેના પંજામાંથી બચી શકો હતા. તમે પણ એ દઢ સત્સંકલ્પ કરે તો દે પણ તમારા ગુલામ બની જશે, શાસ્ત્ર કહે છે કે –લા કિ હૈ રમવતિ ના ઘરે રજાનો' જેમનું મન ધર્મમાં હમેશાં અનુરકત રહે છે તેને દે પણ નમસ્કાર કરે છે. તમે લોકે દેવને બેલાવવા માટે અહીં તહીં ભટકે છે પણ વિચાર કરવાથી તમને જણાશે કે, તમે જ દેને ભગાડયા છે! કાલે વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી હતી પણ એટલું લેકે વિચારતા નથી કે અમે કેવી રીતે કર્તવ્યને ભૂલી જ રેવાને ભગાડી મુકીએ છીએ ? એક બાજી તો લોકો ભૂખથી મરી રહ્યા છે તે બીજી બાજી તમે લોકો નાટક-સીનેમા આદિ દુર્વ્યસનમાં પિતાનો દુરપયોગ કરી રહ્યા છો ! શું આ ઠીક છે? જે તમે લોકો તમારું કર્તવ્ય પાલન કરે તે દેવને વરસાદ વરસાવવા માટે પિકારવા નહિ પડે. દેવ તમને સામા શોધતા આવશે.
. સુદર્શને અભયાને કહેવા લાગ્યું કે, હે માતા ! મારે પાંચ માતાઓ છે તેમાં તું સૌથી મોટી માતા છે. નીતિમાં કહ્યું છે કે
राजापत्नी गुरुपत्नी मित्रपत्नी तथैव च ।
ની માતા માતા માતા કરે છે –સ્મૃતિ. સર્વ પ્રથમ રાજાની પત્ની એ પ્રજાને માટે માતાસ્વરૂપ છે. પ્રજાની રક્ષા રાજસત્તા દ્વારા જ થાય છે. જે રાજસત્તા એક દિવસ પણ ન રહે તે અરાજકતા ફેલાઈ જાય અને પ્રજા મુશ્કેલીમાં આવી પડે! આ પ્રમાણે પહેલી માતા તે રાજાની પત્ની છે.
બીજી માતા ગુરુની પત્ની છે. જેમણે એક પણ અક્ષર ભણાવ્યો હોય કે એક પણ વાત સમજાવી હોય તે ગુરુ છે. તે ગુરુની પત્નીને માતા સમાન સમજવી જોઈએ.
ત્રીજી માતા મિત્રની પત્ની છે. જે સહાયતા પહોંચાડે છે તે મિત્ર છે. તે મિત્રની પત્નીને પણ માતા સમાન સમજવી જોઈએ.
ચોથી માતા પિતાની પત્નીની માતા અથત સાસુ છે. જ્યારે સ્ત્રી પુરુષ સંસારની ગાડીમાં જોડાય છે ત્યારે તેમણે એકબીજાની માતાને પોતાની માતા માનવી જોઈએ. જે તમારી સ્ત્રી તમારી માતાની અવહેલના કરે તે શું પત્નીનું આ કાર્ય તમને ઠીક લાગશે? પત્નીને આ કાર્ય તમને પસંદ નહિ પડે. કારણ કે, માતા પહેલાં છે અને પત્ની પછી છે. એ વાત જુદી છે કે, આજના કેટલાક લોકે પત્નીને પહેલાં અને માતાને પછી ગણે છે. પણું આ પદ્ધતિ આવકારદાયક નથી. પુત્રનું કર્તવ્ય છે કે, પોતાની માતાને પહેલાં માને અને પછી સ્ત્રીને માને. આ જ પ્રમાણે વહૂનું પણ એ કર્તવ્ય છે કે, સાસુને પિતાની માતા સમાન માની તેમને આદર સત્કાર કરે. જે પ્રમાણે પતિની માતાને માતા સમાન માની આદર સત્કાર કરે એ પત્નીનું કર્તવ્ય છે તે જ પ્રમાણે પત્નીની માતાને માતા સમાન માની તેમને આદર સત્કાર કરે એ પતિનું કર્તવ્ય છે. જે જમાઈ સાસુ પ્રત્યેના કર્તવ્યનું પાલન કરતો નથી તેને માટે કામતા રામ : જમાઈ દશમે ગ્રહ ગણાય છે. સાસુને માતાતુલ્ય માનવાની જમાઈ ઉપર જવાબદારી છે. આ જવાબદારીને જે ભૂલી જાય છે તે પિતાના કર્તવ્યને અને વિવાહના સમયે કરેલી પ્રતિજ્ઞાને પણ ભૂલી જાય છે,
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૨૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[પ્ર. ભાદરવા
પાંચમી માતા પિતાની જન્મદાત્રી માતા છે.
સુદર્શન અભયાને કહે છે કે, “આ પાંચ પ્રકારની માતાઓમાં તમે પ્રથમ પ્રકારની માતા છો. હું પૈષધમાં બેઠેલો છું છતાં મારી માતા મારી સામે દુઃખી થાય એ મારાથી જોઈ શકાતું નથી. ગુલિનીપિતા પણ પૌષધમાં બેઠેલ હતા છતાં પિતાની માતાને દુઃખી થતાં જોઈ ડગી ગયા હતા. તમે પણ મારી માતા છે. એટલા માટે આપનું દુઃખ દૂર કરવું એ મારું કર્તવ્ય છે. આપને શું દુઃખ છે તે મને જણાવે. હું તે દુઃખને દૂર કરવા પ્રયત્ન કરીશ. આપને એવું દુઃખ હેવું જોઈએ જેને પુત્ર દૂર કરી શકે ! ”
સુદર્શનનું આ કથન સાંભળી રાણી વિચારવા લાગી , આ કે માણસ છે ! હું એને પીગળાવવા પ્રયત્ન કરું છું પણ એ પત્થર જે પીગળતો જ નથી !
અભયાએ ત્રિયાચરિત્ર અનુસાર રડવાને ઢગ કર્યો હતો. તેને વાસ્તવમાં રડવું જ આવ્યું ન હતું. એટલે તેણી રડવાનું બંધ કરી, આંખો લાલચોળ કરી સુદર્શનને કહેવા લાગી કે, “સુદર્શન ! તારું ગાંડપણ અને આ તેફોન મૂકી દે. તારા આ ફાનથી કપિલા ભ્રમમાં પડી ગઈ હતી. હું ભ્રમમાં પડી જાઉં એવી નથી.”
અભયાનું કથન સાંભળી સુદર્શન વિચારવા લાગ્યો કે, “મેં કપિલાને જે કાંઈ કહ્યું હતું, ઠીક જ કહ્યું હતું, હું મારી સ્ત્રી સિવાય બધી સ્ત્રીઓને માતા સમાન માનું છું. અને માતાને માટે કોઇપણ પુરુષમાં પુરુષત્વ હોઈ શકે નહિ, માતાને માટે તે બધા નપુંસક જ છે. એટલા માટે મેં પિતાને કપિલાની સામે નપુંસક કહ્યું એમાં મેં ખોટું શું કહ્યું હતું? પણ મારી આ માતા એ કાર્યને ગાંડપણ કે તેફાન જ માને છે. આ માતા કહે છે કે, “તેં જે પ્રમાણે કપિલાની સાથે છળકપટ કર્યું તે પ્રમાણે મારી આગળ પણ છળકપટ કરવા ચાહે છે? પણ વાસ્તવમાં છળકપટ તેઓ કરે છે કે હું છળકપટ કરું છું ! ભગવાને જે વિપરીત જ્ઞાનનું વર્ણન કર્યું છે તે જ વિપરીત જ્ઞાન આ માતામાં પણ જણાય છે. મનુષ્યમાં જ્યારે વિપરીત જ્ઞાન પેદા થાય છે ત્યારે મનુષ્ય છીપને ચાંદી અને મૃગજળને પાણી માનવા લાગે છે. આ જ પ્રમાણે આ માતામાં પણ વિપરીત જ્ઞાન છે અને તે જ કારણે તે પોતાના પુત્રને પુત્ર ન માનતાં બીજી કોઈ માનવા ચાહે છે. આ માતા મને તોફાની કહે છે પણ વાસ્તવમાં તે પોતે તોફાની છે કે હું તેફાની છું એને નિર્ણય કોની આગળ કરે? મારે તે આ વિવાદમાં ન પડતાં મારે સ્પષ્ટ નિર્ણય સંભળાવી દેવા જોઈએ.
મેરુ ડગે ધરતી પૂજે યા, સૂર્ય કરે અંધકાર
તે પણ શીલ છેઠું નહિ માતા, સચ્ચા હૈ નિરધાર ધન૮ છે
ભગવાન મહાવીરના શિષ્યા અને તેમના શ્રાવકે કેવા હોય છે તે સુદર્શનના કાર્ય ઉપરથી જુઓ. સુદર્શન વિચારે છે કે, જો આ માતાની સાથે વાદવિવાદ કરું તે હું જીતી શકું છું પણ તેની સાથે વાદમાં ન પડતાં “નિર્મલ કે બલ રામ” એ કથનાનુસાર નિર્બલ બનીને મેં જે નિશ્ચય કર્યો છે તે નિશ્ચય તેને મારે સ્પષ્ટ સંભળાવી દેવો જોઈએ.
આ પ્રમાણે વિચાર કરી સુદર્શને અભયારણીને કહ્યું કે, “હે માતા ! પૃથ્વી
Page #364
--------------------------------------------------------------------------
________________
વદી ૯ ] રાજ કેટ–ચાતુર્માસ
[૩૨૩ ચાલતી નથી, મેરુપર્વત કંપતું નથી અને સૂર્ય અંધકાર આપતી નથી; છતાં કદાચ દેવવશાત એ બધું થવા લાગે તો પણ હું મારા શીલવતનો ત્યાગ કરી શકું નહિ.”
એકાંગી મગ અગમ ગમન કર, વિલમ્ છિન છિન છાંહિ.”
“હું એકાન્તરૂપે શીલનું પાલન કરનારો છું. બીજા લેકે શું કરે છે તે હું જેવા ચાહતો નથી. હું તો તેમનો દાસ છું કે જેઓ ભૂતકાળમાં શીલને પાળનારા હતા, વર્ત. માનમાં જેઓ શીલ પાળે છે, અને ભવિષ્યમાં જેઓ શીલ પાળશે. એટલા માટે હું કોઈ પણ રીતે શીલને ત્યાગ કરી શકું એમ નથી. મારે જે કાંઈ કહેવાનું છે તે મેં સંક્ષેપમાં કહી દીધું છે. હવે વધારે હું કાંઈપણ કહેવા ચાહત નથી.”
સુદર્શનના આ કથનમાં શીલવ્રતને પાળવાને દઢ સંકલ્પ છે. એ દઢ સંકલ્પમાં પરમાત્મિક બળ આવી જાય છે.
તમે લોકો પણ સુદર્શનને આદર્શ દષ્ટિસમક્ષ રાખી દઢ સંકલ્પપૂર્વક શીલવતનું પાલન કરે છે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૯ બુધવાર
પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવા તણું દેવ કે; તરણ તારણ પ્રભુ તુમ ભણી, ઉજજવલ ચિત્ત સમરું નિત્યમેવ કે,
શ્રી મુનિસુવ્રત સાહબા. ૧ મુનિસુવ્રત ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના શા માટે કરવામાં આવે છે એ વાત હું વારંવાર સમજાવું છું પણ આજની પ્રાર્થને વિષે થોડો વિશેષ વિચાર કરવાને છે.
પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરવામાં આવે છે કે, “હે પ્રભો ! આપ દીનદયાળ છો, આપ દેવાધિદેવ છે એટલા માટે હું ઉજજવલ ચિત્ત આપના શરણે આવી, આપની પાસે એક આશા પૂરી કરવા માટે આપની પ્રાર્થના કરું છું. આપ તે આશા નષ્ટ કરી ચૂક્યા છે અને તેથી આપે જે આશા નષ્ટ કરી છે તે આશા આપની દ્વારા પૂરી કરાવવા ચાહત નથી પણ જે આશા સંસારમાં આપના સિવાય બીજું કઈ પૂરી કરી શકે એમ નથી તે આશા હું પૂરી કરવા ચાહું છું. આત્માનું સ્વરૂપ હું સમજું એ મારી આશા છે. આત્માનું સ્વરૂપ સમજવા માટે હું અનેક સ્થળે ભટક્યો, પણ મારા હૃદયને કયાંય સંતોષ થયે નહિ-મારા હૃદયની શંકાનું ક્યાંય સમાધાન થયું નહિ. હે પ્રભો ! મારા ચિત્તનું સમાધાન થયા વિના કઈ ક્રિયા પણ બરાબર થઈ શકતી નથી. જ્યાં સુધી ચિત્તમાં
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૨૪].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર. ભાદરવા
ચંચલતા રહે છે ત્યાંસુધી બધી ક્રિયાઓમાં પણ ચંચલતા રહે છે. મારા હદયનું સમાધાન થાય, ચિત્તની ચંચલતા ઓછી થાય અને આત્મસ્વરૂપનું ભાન થાય એ આશાએ આપના શરણે હું આવ્યો છું. કવિ આનંદઘનજી કહે છે કે –
મુનિસુવ્રત જિનરાજ એક મુજ વિનતી સુણે, આત્મતત્વ કયું જાણ્યું જગતગુરૂ, એહ વિચાર મુજ કહિયે; આત્મતત્વ જાણ્યા વિના નિર્મલ, ચિત્ત સમાધિ નવિ લહિયે.
“હે જિનેન્દ્ર ! હે પરમાત્મા ! આપે આ આત્મતત્ત્વ કેવી રીતે જાણ્યું, એ હું આપની પાસે જાણવા ચાહું છું. કેઈ એમ કહે કે, આત્મતત્વ જાણીને શું કરવું છે? પણ જ્યાં સુધી આત્મતત્ત્વનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી ચિત્તને નિર્મલ સમાધિની પ્રાપ્તિ થતી નથી. મેં સાંભળ્યું છે કે –
જ્યાં લગી આતમા તત્વ ચિ નહિ, ત્યાં લગી સાધના સર્વ જુઠી; મનુષ્ય તન તાહરે એમ એળે ગયે, માવઠાની જેમ વૃષ્ટિ વુઠી.”
અર્થાત-જ્યાં સુધી આત્માને ઓળખે નથી ત્યાંસુધી બધી ક્રિયાઓ વ્યર્થ છે. કદાચિત્ત કોઈ શુભ ક્રિયાદ્વારા સ્વર્ગ વગેરે ભલે પ્રાપ્ત કરવામાં આવે પણ એવી ક્રિયાધારા સંસારને છેદ થઈ શકતો નથી. એટલા માટે હે પ્રભો ! આપે આત્મતત્ત્વ કેવી રીતે જાણ્યું એ હું આપની પાસે જાણવા ચાહું છું.”
હમણાં મને એક વાત યાદ આવી છે, જે તમને કહેવાની જરૂર જણાય છે. આજે દુનિયાને જે શિક્ષા મળી રહી છે, જે શિક્ષાનું દુનિયાના લોકો અમૃત સમાન પાન કરી રહ્યા છે અને જે શિક્ષાને લોકો સારી સમજી અપનાવી રહ્યા છે, તે શિક્ષામાં આત્મભાવ ભરેલો જણાય છે. એ શિક્ષાથી હૃદયમાં આત્મભાવ આવે છે. સ્ત્રીઓ પણ એ શિક્ષાને અપનાવી રહી છે અને તેઓ માં પણ અનાત્મભાવ ઘુસતો જાય છે એ શિક્ષાનું દુષ્પરિણામ કેટલું આવ્યું છે તે વાતને અનુભવ મારા કરતાં તમને વિશેષ છે. મેં એક સમાચાર પત્રમાં જોયું છે કે, કુમારી કન્યાઓને પણ પુત્રો થાય છે અને છતાં તે કન્યાકુમારી તરીકે જ ઓળખાય છે. આ વિષે ઊંડો વિચાર કરવામાં આવે તે આનું પ્રધાન કારણ વર્તમાન શિક્ષાનું દુષ્પરિણામ જ જણાશે. આજની શિક્ષાથી વિકારની સાથે નાસ્તિકતાને ભાવ હૃદયમાં ઘુસી જાય છે.
આજની શિક્ષામાં પ્રધાનતઃ નાસ્તિકતાને ભાવ જ ભરેલો છે. સ્ત્રીઓ પણ એ શિક્ષાને અપનાવી રહી છે અને તેથી તેમના દ્વારા આવા પાપકર્મો થાય છે. આજની શિક્ષાધાર દુનિયામાં જે અનાત્મભાવ ઘુસવા પામ્યો છે તેથી ઘણી જ ખરાબી થવા પામી છે.
ભક્ત કહે છે કે, આત્મતત્ત્વ જાણ્યા વિના બધી ક્રિયાઓ વ્યર્થ જાય છે, મેં સાંભળ્યું છે અને આત્મતત્ત્વ જાણ્યા વિના ચિત્તની સમાધિ થતી નથી એ પણ સાંભળ્યું છે. હે પ્રભો ! આપે આત્મતત્ત્વ કેવી રીતે જાણ્યું એ હું આપની પાસે જાણવા ચાહું છું. આત્મ તત્ત્વ વિષે હું બીજા કોઈને પૂછું છું કે તેઓ કહે છે કે –
Page #366
--------------------------------------------------------------------------
________________
રાજકા–ચાતુર્માસ
“ કાઇ અમન્ય
આતમ તત્ત્વ માને, કરિયા કરતા દીસે;
ક્રિયા તણા ફૂલ કહા કુણુ ભાગવે, ઇમ પૂછુ' ચિત્ત રીસે. ”
—આન ધનજી. હે પ્રભા ! કોઈ એમ કહે છે કે, તું વધારે ભ્રમમાં શા માટે પડે છે? તું એટલુંજ જાણી લે કે આત્મા છે અને તે અક્રિય છે. આત્મા કાંઇ ક્રિયા કરતા નથી આ સાંખ્યને મત છે; પણ મને એ વાત ઉપર વિશ્વાસ બેસતા નથી. કારણ કે, જો આત્મા અક્રિય છે તા ક્રિયા કાણ કરે છે! અને તે ક્રિયાનું ફળ કાણુ ભાગવે છે! સારી કે ખરાબ ક્રિયાને કર્તા જ્યારે આત્મા જ નથી તે પછી ક્રાણુ છે ? અને જ્યારે આત્મા ક્રિયા કરતા નથી તા પછી ક્રિયાનું ફળ આત્માએ શા માટે ભાગવવું પડે છે! જો કે, આત્માને અક્રિય માનનાર્ સાંખ્યમત આ પ્રશ્નના ઉત્તરમાં એમ કહે છે કે, પ્રકૃતિ કરે છે અને પુરુષ ભગવે છે. પરન્તુ આ વાત ઠીક જણાતી નથી; કારણ કે પ્રકૃતિ તો જડ છે. જડ પ્રકૃતિએ કરેલી ક્રિયાનું મૂળ ચૈતન્ય આત્મા ભાગવે એ કેવી રીતે બની શકે! પહેલાં તેા જડ પ્રકૃતિ ક્રિયા જ કરી શકતી નથી. કદાચિત એમ માનવામાં પણ આવે કે પ્રકૃતિ જડ હેાવા છતાં પણ ક્રિયા કરે છે તાપણ મારા મનમાં એવા પ્રશ્ન થાય છે કે, પ્રકૃતિ તે ક્રિયા કરે અને તે ક્રિયાનું ફળ આત્મા ભોગવે એમ કેમ બને? અને જડને તેા કર્તા માનવામાં આવે તા એ ઠીક કેમ કહી શકાય ? એટલા માટે એ કથન મારી સમજમાં આવતું નથી. જડ ચેતન એ આતમ એકજ, સ્થાવર જંગમ સરખા; સુખ દુઃખ સંકર દૂષણુ આવે, ચિત્ત વિચાર જો પરિખા.”
፡
વી ૯]
[ ૩૨૫
—આત દુધનજી. વળી, કાઇ એમ કહે છે કે, ‘એક બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ' જડ અને ચૈતન્યમાં એક માત્ર બ્રહ્મ છે, એ બ્રહ્મરૂપ આત્માને જ માના; ખીજા ભ્રમમાં શા માટે પડે છે ? આ પ્રમાણે કાઇ માત્ર બ્રહ્મરૂપ આત્માને જ માનવાનું કહે છે પણ એ સિદ્ધાન્ત વિષે વિચાર કરતાં એ પણ સિદ્ધાન્ત ઠીક જણાતા નથી. સંસારમાં ત્રસ અને સ્થાવર આદિ અનેક પ્રકારના જીવા છે. જો એ બધા જીવામાં એક બ્રહ્મને જ માનવામાં આવે તે ત્રસના કરેલાં કનું મૂળ સ્થાવરને, સ્થાવરે કરેલાં કર્મનું ફળ ત્રસને; પિતાએ કરેલાં કર્મીનું ફળ પુત્રને અને પુત્રે કરેલાં કર્મીનું ફળ પતાને ભાગવવું પડશે. આ પ્રમાણે સંકર દોષ આવશે. જો એમ કહેવામાં આવે કે, જેણે કરેલાં કર્મનું ફળ તેણે જ ભેગવવું પડે છે તા તે જીવ અને બ્રહ્મ એમ એ થઇ ગયા. તે પછી ‘એક બ્રહ્મ દ્વિતીયેા નાસ્તિ ' એ સિદ્ધાન્ત જ કયાં રહ્યો ! આ સિવાય જો બધામાં એક જ બ્રહ્મ છે તેા એક જીવ તો મેક્ષે જવાને પ્રયાસ કરે છે અને બીજો પાપ કર્મો કરે છે. તેા એકને કારણે બીજાને અને બીજાને કારણે પહેલાને પાછળ પાછળ ભટકવું પડશેને! આ પ્રમાણે વિચાર કરતાં એક બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ' એ સિદ્ધાન્ત બરાબર ઠીક લાગતા નથી.
"
“ એક કહે નિત્ય જ આતમ તત્ત્વ, આતમ દરશણુ લીના; કૃત વિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીણેા.
77
આન ધનજી.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૨૬].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[પ્ર. ભાદરવા
કોઈ કહે છે કે, આત્મ નિત્ય તે છે પણ તે કુટસ્થ નિત્ય છે. તેને પુણ્ય પાપને બંધ થતું નથી. તે નિબંધ છે. તે કર્તા નથી તેમ ભક્તા પણ નથી; પણ તે કૂટસ્થ નિત્ય છે. આ સિદ્ધાન્ત પણ મને રુચતું નથી. કારણ કે આ આત્મા જે કર્તા કે ભક્તા નથી તે પછી તે પ્રત્યક્ષ જ સુખદુ:ખ શા માટે ભોગવે છે? આત્મા સુખદુઃખ ભોગવે છે છતાં પણ જે તેને કર્તા માનવામાં ન આવે તે તેમાં કૃતનાશ અને અકૃતના આગમનને દોષ આવશે. જે કર્યું નથી તેને તે ભોગવવું પડશે અને જે કર્યું છે તેને ભેગવવું નહિ પડે. આ દોષને કારણે “આત્મા કુટસ્થ નિત્ય છે ' એ સિદ્ધાન્ત પણ મને રુચતું નથી.
“સોગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક યે આતમ જાણે; બંધ મેક્ષ સુખ દુઃખ નવિ ઘટે, એહ વિચાર મન આણે.”
– આનંદઘનજી હે પ્રભો ! બદ્ધમતવાદીઓ એમ કહે છે કે, તમે બીજાં ખોટાં વિચારમાં સમય વ્યર્થ શા માટે ગુમાવો છે ! આત્મા તે છે પણ તે નિત્ય નહિ પણ અનિત્ય છે. કારણ કે, આત્માને નિરન્વય નાશ થાય છે, ક્ષણે ક્ષણે આત્મા બદલાતું જાય છે, બદ્ધ મતવાદીઓ આમ કહે છે પણ તેમનું આ કથન મારા ગળે ઉતરતું નથી. જે આત્માનો ક્ષણેક્ષણે નાશ થાય છે અને આત્મા ક્ષણિક છે તે જ ક્ષણમાં ક્રિયા કરવામાં આવી છે તે ક્ષણને નાશ થવાથી-તે ક્ષણ વ્યતીત થવાથી-કર્તા અને ક્રિયા બનેય નષ્ટ થઈ જાય છે તે પછી પૂર્વ કાર્યનું ફળ મારે શા માટે ભેગવવું પડે ! પૂર્વ કાર્યનું ફલ ભોગવવું પડે છે એ વાત તે આત્માને ક્ષણિક માનનાર બેહના ગ્રન્થ ઉપરથી જ સિદ્ધ થાય છે.
એક બૌદ્ધગ્રન્થમાં કહ્યું છે કે, બુદ્ધદેવ પિતાના શિષ્યની સાથે વિહાર કરતાં જઈ રહ્યા હતા. જતાં જતાં વિહારમાં તેમના પગમાં એક કાંટો વાગ્યે. બુદ્ધદેવે પોતાના શિષ્યોને કહ્યું કે, “હે શિષ્યો નેવું ભવ પહેલાં મેં આ જ સ્થાને એક પુરુષને ભાલું માર્યું હતું. મારા તે કાર્યનું પાપ ક્ષય પામતાં પામતાં એટલું બાકી રહી ગયું હતું કે તેના ફલસ્વરૂપ મને આ કાંટે પગમાં લાગે.” બુદ્ધદેવનું આ કથન સ્યાદવાદની દષ્ટિએ તે ઠીક કહી શકાય પણ આત્માને ક્ષણિક માનવાથી એ કથન ઠીક જણાતું નથી; કારણ કે તેમના મત પ્રમાણે નેવું ભવમાં તે આત્માને અનેકવાર નાશ થઈ ચૂક્યો અનેક આત્મા બદલાઈ ગયા. આમ હોવા છતાં પણ નેવું ભવમાં પહેલાં જે આત્માએ કર્મ કર્યું હતું તેનું ફલ આ બીજા આત્માને શા માટે ભોગવવું પડયું? આ જ પ્રમાણે અનેક દૃષ્ટિએ વિચારતાં આ ક્ષણિકવાદ પણ મને ઠીક જણાતું નથી. હવે નાસ્તિકવાદીઓ કહે છે કે –
“ભૂત ચતુષ્ટ વજિત આતમ, તત્વ સત્તા અળગી ન ઘટે; અંધ શકટ જે નજરે ન દીસે, તે શું કીજે શકટે.”
–આદધનજી. નાસ્તિકવાદીઓ કહે છે કે, સંસારમાં કેવળ ચાર તત્ત્વોની જ સત્તા છે. આત્મા નામનું કઈ તત્વ જ નથી. પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ; આ ચાર ભૂત જ્યારે શરીરાકાર બને છે, ત્યારે તેમાં ચેતન્યતા આવી જાય છે અને જ્યારે એ ચાર ભૂતે છૂટાં છૂટા થઈ જાય છે ત્યારે શરીર મરી જાય છે. માટે આ શરીરનું પોષણ કરવું અને ખાવું
Page #368
--------------------------------------------------------------------------
________________
વી ૯ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૨૭
પીવું અને મેાજમજા માણવી. બસ ! સંસારમાં એ જ સુખ છે. બાકી આત્મા જેવું કાંઇ છે જ નહિ.
હે પ્રભું!! નાસ્તિક લેાકેાનુ આ કથન પણ મારા ગળે ઉતરતું નથી. નાસ્તિકાનું આ કથન તેા એના જેવું છે કે, કોઇ આંધળા માણસ રથમાં બેઠેલા છે પણ તે આંધળેા હાવાને કારણે રથને જોઈ શકતા નથી એટલે તે કહે કે રથ જ નથી. જેમ આ વાત બરાબર નથી તેમ નાસ્તિકાનું કહેવું પણ ખરાબર નથી.
આ શરીર રચની સમાન છે. ઇન્દ્રિયા એ આ શરીર–રથનાં ધેડાંએ છે. મન એ સારથી છે અને આ શરીર–રથમાં આત્મા ખેઠેલા છે. આમ હેાવા છતાં શરીરરૂપી રથને જુદા ન માનવા, એ તેા રથમાં બેઠેલ હેાવા છતાં રથને ન માનવા સમાન છે. એ તે આંધળાની જેવી વાત છે કે જે રથમાં ખેડેલ હાવા છતાં રથ માનવાની ના પાડે છે. કલ્પના કરેા કે, કાઈ એક સ્ત્રી દીવા લઇ ભોંયરામાં ગઇ. તે ભેાંયરામાં જઈ કહે કે, આ દીવા છે, આ ટેબલ છે, આ ખુરશી છે, પણ હું નથી. આના જવાબમાં તે એમ જ કહી શકાય કે, જ્યારે તું જ નથી તેા પછી આ દીવેા છે, આ ટેબલ છે, એમ કોણ કહે છે ? આ જ પ્રમાણે શરીરરૂપી રથમાં આત્મા ખેડેલેા છે છતાં કોઇ તેના નિષેધ કરે તે તેને મતિભ્રમ થયા સિવાય બીજું શું કહી શકાય ?
હે પ્રો ! આ પ્રમાણે નાસ્તિકવાદીઓના મત પણ મને રુચતા નથી. એટલા માટે જ હું તમારા શરણે આવ્યે છું.
“એમ અનેક વાદી વિભ્રમ, સકટ પડિયેા ન લહે;
ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિષ્ણુ તત્ત્વ કાઈ ન કહે.”
—આન ધનજી.
હું પ્રભા ! મેં અનેક મતવાદીનાં મત સાંભળ્યાં પણ તે મતેમાંથી કોઈ મતે મારા મનનું સમાધાન કર્યું નહિ, ઊલટું મારા મનમાં અનેક સંશયા પેદા કર્યા; એટલા માટે હવે હું આપના શરણે આવ્યા છું અને આપને પ્રાર્થના કરું છું કે મને આત્મતત્ત્વનું ભાન કરાવા.
""
ઃઃ
વલતુ જગગુરુ અણુ પર ભાખે, પક્ષપાત સખ છ'ડી; રાગ દ્વેષ માહ પખ વર્જિત આતમ સું રહે મંડી.’
આન ધનજી.
આ પ્રમાણે પ્રાર્થના કરવાથી પરમાત્મા કહે છે કે, “મેં રાગ, દ્વેષ અને પક્ષપાતને છેાડીને જ આત્મતત્ત્વને જાણ્યું છે. રાગ દ્વેષ રહિત થવાથી તમે પણ આત્માને ઓળખી શકા છે. આત્મા છે એ વાત ઉપર વિશ્વાસ રાખી પરભાવને ત્યાગ કરે। તે આત્મતત્ત્વને જાણી શકા છે.
મતલબ કે, પરમાત્માની પ્રાર્થના આત્મતત્ત્વને જાણવા માટે જ કરવામાં આવે છે. અને જ્યારે રાગદ્વેષને છેડવામાં આવે ત્યારે જ આત્મતત્ત્વને જાણી શકાય છે. એટલા માટે રાગ દ્વેષને કેમ છેાડી શકાય તે અનાથી મુનિના ચરિત્ર ઉપરથી જીએઃ
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૨૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્રથમ ભાદરવા અનાથી મુનિને અધિકાર–કપ
અનાથી મુનિ રાજાને કહે છે કે, “હે રાજન ! અનાથતાને દૂર કરવા માટે આત્મતત્ત્વને જાણવાની જરૂર છે અને જ્યાં સુધી રાગદ્વેષ હોય છે ત્યાં સુધી આત્મતત્વ જાણું શકાતું નથી. જ્યારે રાગદ્વેષને ત્યાગ કરી આત્મતત્વને જાણવાની ઈચ્છા કરશે ત્યારે આત્મતત્ત્વ જાણવામાં વાર પણ નહિ લાગે! હે રાજન! જ્યારે મને એવું ભાન થયું કે, આ બધું દુ:ખ મેં જ પેદા કરેલું છે ત્યારે મેં એ દુઃખને દૂર કરવાને સંકલ્પ કર્યો, અને સંકલ્પ કરતાં જ મને નિદ્રા આવી ગઈ.”
કેઈએમ કહે કે, “મુનિએ સત્સંકલ્પ કર્યો અને તેમને રોગ ચાલ્યા ગયા એમાં શું મોટી વાત છે ! રેગ તે દવા દારૂ તથા યંત્ર મંત્ર આદિથી પણ ચાલ્યા જાય છે. ભલે આત્મભાવને દઢ સંકલ્પ કરવાથી પણ રોગ ચાલ્યો જતો હશે પણ મૂળ વાત તે રેગને દૂર કરવાની છે; જે રોગ દવા દારૂ કે યંત્ર મંત્ર આદિથી ચાલ્યો જાય છે તેમાં શું વાંધો છે? દવામાં તે ખાવા પીવાની પણ ચરી પાળવી પડે છે પણ યંત્ર મંત્રમાં તે ખાવા પીવાને કાંઇ નિયમ પાળ પડતું નથી અને રોગ ચાલ્યો જાય છે તે પછી યંત્ર મંત્ર, મેમેરીઝમ કે હિનેટીઝમ આદિના પ્રયોગથી રોગ દૂર કરવામાં આવે તે શું વાંધે છે! આજે તે વાત વાતમાં મેગ્નેરિઝમ કે હિનેટીઝમ દ્વારા રેગ ચાલ્યા જાય છે તે પછી એ પ્રાગદ્વારા જ રોગને દૂર કરી નિગી શા માટે બનાવવામાં ન આવે?”
ઑકટર આદિ દ્વારા રોગ મટતું જ નથી એમ અમારું કાંઈ કહેવું નથી, ડેકટર કે યંત્ર મંત્ર આદિ દ્વારા રોગ મટી જતો હશે પરંતુ તેમની દ્વારા રોગ મટી જવા છતાં તમે સનાથ થયા કે અનાથ રહ્યા ? મુનિને ઉદેશ કેવળ રોગ મટાડવાને ન હતો. તેમને ઉદેશ અનાથતાને મટાડવાનો પણ હતો. તેમણે દૃઢ સત્સંકલ્પ દ્વારા પિતાની અનાથતાને દૂર કરી હતી. ઠેકટર આદિ દ્વારા રેગ મટી શકે પણ અનાથતા મટી શકે નહિ. સત્સંકલ્પ દ્વારા આત્મબલ વધે છે. આ અધ્યયનનું કથન એ છે કે, ડોકટરની દવાથી કે શાતા વેદનીય કર્મના ઉદયથી રોગ મટી પણ જાય પણ આત્માની અનાથતા દવાથી મટી શકે નહિ! આ જ પ્રમાણે યંત્ર, મંત્ર, મેગ્નેરિઝમ કે હિપ્નોટીઝમ દ્વારા રોગ કદાચ મટો પણું જાય પણ તેથી આત્માની અનાથતા વધશે પણ ઘટશે નહિ એમ સમજે. તમારા પિતાનામાં મેગ્નેરિઝમ કે હિનોટીઝમથી વિશેષ શક્તિ રહેલી છે અને તમે અનેકવાર દેવયોનિ પણ ભોગવી આવ્યા છે છતાં તમારો આત્મા અનાથ જ રહ્યા; સનાથ ન થયો. એટલા જ માટે અનાથી મુનિ કહે છે કે, બધાનાં પ્રયત્નોથી મારો રોગ મટી ન ગયો એ સારું જ થયું. મારે રેગ મારા સસંકલ્પથી દૂર થશે અને તેથી જ હું અનાથતામાંથી મુક્ત થઈ શકે છે. મેં એ સત્સંકલ્પ કર્યો હતો કે, મારો રોગ એકવાર ચાલ્યા જાય તે હે ક્ષમાવાન, જિતેન્દ્રિય, નિરારંભી અને પ્રવર્જિત બનીશ અને પછી મારા ઉપર ભલે ગમે તેટલી આપત્તિઓ પડે તેને સમતાપૂર્વક સહી લઈશ પણ આ દઢ શ્રદ્ધા અને દઢ સંકલ્પથી જરા પણ ચલિત થઇશ નહિ.
આજના લોકોની શ્રદ્ધા પાંગળી બની ગઈ છે. તેમની શ્રદ્ધામાં ચૈતન્ય નથી. તેમની શ્રદ્ધામાં ઉત્સાહ કે સત્સંકલ્પ નથી. એટલા જ માટે લેકો એમ કહેવા લાગે છે કે, “જો
Page #370
--------------------------------------------------------------------------
________________
વદી ૯ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૩૨૯
અમે કોઈ પ્રકારને સત્સંકલ્પ કરીએ તો અમારું કામ જ અટકી જાય માટે સત્સંકલ્પની વાત કેવળ સાંભળવાની છે, કરવાની નથી.” લોકો આ પ્રમાણે કહી, છટકી જાય છે પણ આ પ્રકારની નિર્બળતા ધારણ કરવાથી કોઈ પ્રકારની સ્વતંત્રતા મળી શકતી નથી. સાચી સ્વતંત્રતા તે ક્ષમા, જિતેન્દ્રિયતા, નિરારંભતા અને પ્રવર્યાંથી જ મળી શકે છે, બાકીની બધી વાતે પરતંત્રતામાં પાડનારી છે. પરતંત્રતા એની મેળે એકદમ છૂટી શક્તી નથી, પરંતુ આત્મા પરતંત્રતાથી છૂટે એ પ્રયત્ન તે કરવું જ જોઈએ. સંસારમાં તે અનાથી મુનિ જેવા અને રાજા શ્રેણિક જેવા, અર્થાત એક તે તાત્કાલિક આચરણમાં મૂકનાર અને બીજો તાત્કાલિક આચરણમાં ન મૂકનાર એવા બે પ્રકારના પાત્ર રહેશે; પણ તાત્કાલિક આચરણમાં ઉતારી ન શકાય તે રાજા શ્રેણિકની માફક શ્રદ્ધા તે રાખવી જોઈએ. તમારી એવી શ્રદ્ધા દઢ હોવી જ જોઈએ કે અમે અનાથ છીએ અને અમારે અનાથામાંથી નીકળી સનાથ બનવું છે.
જે સંકલ્પ સારે હોય, જેમાં વિકાર ન હોય અને જેનું પાલન પ્રત્યેક સ્થિતિમાં કરવામાં આવે તે સસંકલ્પ કહેવામાં આવે છે. જે સંકલ્પ અસ્વસ્થ અવસ્થામાં કર્યો હેય તે સંકલ્પનું સ્વસ્થ થયા બાદ પાલન કરવું તે સત્સંકલ્પ છે. એક વાર સંકલ્પ તે કર્યો અને જ્યારે સંક૯૫ પ્રમાણે કામ કરવાનો વખત આવ્યા ત્યારે સંક૯પાનુસાર કર્તવ્યપાલન ન કરવું તે દઢ સંકલ્પ કહેવાય નહિ. સત્સંકલ્પ તો છે કે જે ગમે તેવી પરિસ્થિતિમાં સંકલ્પાનુસાર કર્તવ્યનું પાલન કરવામાં આવે. જેમકે દશરથ રાજાને રાણીએ કહ્યું હતું કે, આપ આપનું વચન પાછું ખેંચી લે તે રામને વનમાં પણ જવું ન પડે. ત્યારે દશરથ રાજાએ કહ્યું હતું કે“રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાઈ.”
દશરથ રાજાએ કેકેયીને કહ્યું કે, હે પ્રિયે! પ્રાણ ત્યાગ કરવાનું ભલે કહે પણ આપેલ વચનને ત્યાગ કરવાનું ન કહે. દશરથ રાજા હતા. જો તેઓ ધારત તે કેકેયીના વચનને અનાદર કરી શકતા હતા પણ જેઓ દઢ સંકલ્પી હોય છે તેઓ એમ કરતા નથી, દઢ સંકલ્પી લેકે તે ગમે તેટલાં સંકટો માથે વહારીને પણ સંક૯૫નું પાલન કરે છે.
રાજ્યને ત્યાગ કરે કે પ્રાણને પણ ત્યાગ કર એ તે હજી સરલ કહી શકાય પણ જે સ્થિતિમાં સુદર્શન હતો એ સ્થિતિમાં રહી શીલની રક્ષા કરવી અને સંકલ્પનું પાલન કરવું એ બહુજ દુષ્કર કાર્ય છે. સુદર્શન ચરિત્ર–૩૫ - -
સુન કર વચન નયન કર રતા, બાધિન જેમ વિફરાય માને નહીં તુમ મેરે વચન , યમપુર દેઉ પહુંચાય. ધન ૧૯ બાત હાથ હે સુન રે બનિયા, અબ ભી કર તૂ વિચાર રૂઢી કાલ કતરની હૂં મેં, તૂઠી અમૃત ધાર. . ધન ૭૦ છે મહા વાત મેરુ ન કંપે, અભયાસેતી શેઠ
જ્ઞાન વૈરાગ્ય આત્મબલિ બલિયા, મેં યહ સબર્મ જેઠ. . ધન ૭૧ છે ૪૨.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
સુદશને પિતાની દૃઢતા અને પ્રતિજ્ઞા સંભળાવી દીધી. સુદર્શનની પ્રતિજ્ઞા સાંભળી અભયા વિચારવા લાગી કે આ કે છે ! તેને કાંઈ વિચાર પણ આવતું નથી ! શું તે મને ખોટી પાડવા ચાહે છે ! જે મારી પ્રતિજ્ઞા પૂરી ન થઈ તે તે મારે મરવું પડશે ! પણ જ્યારે મારે મરવું પડશે તે શું હું તેને જીવતો રાખીશ ! મરીશ તે તેને મારીને જ મરીશ.
દુર્જન લોકો કેવો હોય છે ! તેઓ પિતાની પણ હાનિ કરે છે અને સાથે સાથે બીજાઓની પણ હાનિ કરે છે.
અભયા વાઘણની માફક વિફરેલી થઈને કહેવા લાગી કે, “તું મને જાણતા નથી કે હું કોણ છું? હું રાણી છું. મારી આજ્ઞાનું ઉલ્લંધન કરીશ તે હું તને યમપુરીના દરવાજા બતાવીશ. જ્યાં સુધી તારા ઉપર પ્રસન્ન છું ત્યાં સુધી તે હું અમૃતધારા જેવી છું પણ જ્યારે હું નારાજ થઈ ત્યારે તે હે તલવારની માફક પ્રાણઘાત કરનારી છું. એટલા માટે જયાં સુધી બાજી હાથમાં છે ત્યાં સુધીમાં મારું કહ્યું માની જા. નહિંત તને યમપુરીમાં પહોંચાડી દઈશ.”
અભયાનું કહેવું સાંભળી સુદર્શન વિચારવા લાગ્યો કે, આની પરીક્ષા તે અહીં જ થઈ ગઈ. થોડીવાર પહેલાં મને આ જ રાણી કહેતી હતી, કે, “હું જીંદગીભર તમારી સેવિકા થઇને રહીશ’ પણ આ તે થોડીવારમાં જ ફરી ગઈ. હું તે પહેલેથી જ જાણતા હતો કે, જે રાજાની પણું ન રહી તે મારી ક્યારે થાય !
આ રાણી મને કહે છે કે, હું તને યમપુરી નરકમાં મોકલી દઈશ, પણ મારે આ અમર આત્મા જ કર્તા અને ભક્તા છે. યમપુરી-નરકમાં જવું કે ન જવું એ મારા અધિકારની વાત છે. મને નરકમાં મોકલવાનો તેને જરા પણ અધિકાર નથી. તે આ આત્માની શક્તિ જાણતી નથી અને તેથી જ તે એમ કહે છે. આ પ્રમાણે કહીને તે પિતે પિતાની જ હાનિ કરે છે. આ રાણી અને યમપુરીમાં મોકલવાનું કહે છે પણ મારે આત્મા એવો અમર છે કે તેને અનેક ઈન્દ્રો પણ નષ્ટ કરી શકે એમ નથી. નષ્ટ થશે તે આ શરીર નષ્ટ થશે, અને એ નશ્વર શરીરને તે હું પહેલેથી જ છોડવા ચાહું છું. જે ધર્મનું પાલન કરતાં શરીર નષ્ટ થઈ જાય તે એમાં શું વાંધે છે! એ તે વધારે આનંદની વાત છે.
અભયા સુદર્શનને કહે છે કે, “ અરે ! વાણિયા! હજી માની જા ! હજી બાજી હાથમાં છે. બાજી હાથમાંથી ચાલ્યા ગયા પછી હવે જ્યારે હું ક્રુદ્ધ થઈશ ત્યારે તલવારની માફક તારો પ્રાણ લઈ લઈશ.
રાણીનું કથન સાંભળી, સુદર્શન વિચારવા લાગ્યો કે, માતાને પુત્રના શરીર ઉપર અધિકાર છે. તે જેમ ચાહે તેમ પુત્રના શરીરને ઉપગ કરી શકે છે ! આ મારું શરીર પણ બહુ અપરાધી છે તો આ માતાધારા એ શરીરને દંડ મળે તો કાંઈ અનચિત નથી. આ માતા જે કાંઈ દંડ આપી શકે એમ છે તે આ શરીરને દંડ આપી શકે એમ છે; મારા આત્માને તે આ માતા દંડ આપી શકે એમ નથી ! મારા આત્માને કોઈ નષ્ટ કરી શકે એમ નથી.
સુદર્શન જે કાંઈ વિચારી રહ્યો છે એ જ આત્મતત્વનું જાણપણું છે. આત્મતત્વને જાણકાર, દુનિયાનાં કામભેગને કાગવિષ્ઠાની માફક તુચ્છ માને છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
વદી ૯]
રાજકેટ-ચાતુર્માસ
[૩૩૧
રાણીના વચને પર્વતને કંપાવનાર પ્રબલ પવનની સમાન હતાં, પણ સુદર્શનનો સત્સંકલ્પ નિષ્કપ હતું. તેને કોઈને ભય ન હતું. તે નિર્ભય હેવાને કારણે દૃઢ સંકલ્પી હિતે. સંકલ્પનું પાલન તે નિર્ભય વીર જ કરી શકે છે અને તે જ સંક૯પમાં દઢ રહી શકે છે. એટલા માટે જે પ્રમાણે મહા વાતથી સાધારણ પર્વત તે કંપી જાય છે પણ મેરુ પર્વત નિષ્કપ રહે છે તે જ પ્રમાણે રાણીના વચનેથી બીજે કઈ સાધારણ માણસ ડગી જાય પણ સત્સંકલ્પી સુદર્શન જરા પણ ડગે નહિ. તે તે મેરુ પર્વતની માફક નિષ્કપ જ રહ્યો. ગમે તેટલાં પ્રલોભને આવે છતાં નિષ્કપ ધર્મમાં દઢ રહેવું એજ વીતરાગધર્મ છે. શ્રીભક્તામર સ્તોત્રમાં કહ્યું છે કે –
चित्र किमत्र यदि ते त्रिदशांगनाभि
तं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्त काल मरुता चलिता चलेन
कि मन्दराद्रि शिखरं चलितं कदाचित् ॥ १५ ॥ હે પ્રભો ! દેવાંગનાઓ તમારા મનમાં જરાપણ વિકાર પેદા કરી ન શકી તેમાં કાંઈ આશ્ચર્યની વાત નથી; કારણ કે, તમે તે પહેલેથી જ રાગદ્વેષને નષ્ટ કરી નાંખ્યાં છે ! કોઈ માણસ ખાલી ચૂલામાં કૂક મારે તે આગ કયાંથી ચેતે ! આજ પ્રમાણે આપમાં જ્યારે રાગદ્વેષ જ નથી તે પછી દેવાંગનાઓ તમારામાં વિકારભાવ ક્યાંથી પેદા કરી શકે ? મહાકાલીન પવન બીજા બધાં પર્વતોને ભલે ડગાવી શકે પણ મેરુપર્વતને કોઈ પવન ડગાવી શકતો નથી તે જ પ્રમાણે દેવાંગનાઓ બીજાઓમાં વિકારભાવ પેદા કરી શકે પણ આપમાં વિકારભાવ પેદા કરી શકતી નથી.
ભગવાન વીતરાગ જ્યારે એવા છે તે પછી તેમના ભકત પણ એવા હોય છે એમાં શું આશ્ચર્ય છે? સુદર્શનને વિચલિત કરવા માટે રાણીએ અનેકાનેક પ્રયત્ન કર્યો, પણ એ બધાં પ્રયત્નો વ્યર્થ ગયાં; કારણ કે સુદર્શન ભગવાન વીતરાગને સાચો ભક્ત હતા.
રાણી નિરાશ થઈને વિચારવા લાગી કે, કપિલા ઠીક જ કહેતી હતી, વાસ્તવમાં હું આ વાણિયાને વિચલિત કરી ન શકી. પણ હું કપિલા જેવી બ્રાહ્મણી નથી; હું તે ક્ષત્રિયાણી છું. એટલા માટે મારા મોઢામાંથી નીકળેલું વચન પાછું ફરી શકે નહિ! મેં સુદર્શનને છેલ્લી ચેતવણું આપી દીધી છે કે, મારું કહ્યું માની જા, નહિં તે હું શુદ્ધ થઈશ તે તને યમપુરીમાં પહોંચાડી દઈશ. સુદર્શને મારા કથન ઉપર ધ્યાન આપ્યું નથી માટે મેં જે કહ્યું છે તે પ્રમાણે ભારે કરી બતાવવું જોઈએ. - આ કથા ઉપરથી અને અભયા રાણીના કાર્ય ઉપરથી શું શિક્ષા લેવી જોઈએ તેને વિચાર કરો !
તમે જાણો છો કે “મારો કેસ બેટ છે છતાં પોતાને જ સાચા ઠરાવવા માટે તમે તમારી વાતને પકડી રાખે છે કે નહિ, અને ભલે મારું ઘર બરબાદ થઈ જાય પણ એને તે ઠેકાણે લાવીશ, એવી દુર્ભાવના તમે ભાવે છે કે નહિ?' જે આ પ્રમાણે તમે તમારી વાતને પકડી રાખવાની હઠ કરે તો તે કામ અભયા જેવું છે કે નહિ ? અભયાના કાર્યને જો તમે અનુચિત માને છે, તે તમે પણ એવા અનુચિત કાર્યને ત્યાગ કરો અને સુદર્શનની માફક સત્સંકલ્પમાં દઢ રહે છે તેમાં કલ્યાણ રહેલું છે,
Page #373
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ના પ્રથમ ભાદરવા વદી ૧૦ ગુરુવાર
પ્રાર્થના વિજયસેન નૃપ “વિઝા રાણી, નમિનાથ જિન જાય; ચૌસઠ ઈંન્દ્ર કિયે મિલ ઉત્સવ, સુરનર આનંદ પાયે રે;
સુજ્ઞાની જીવા, ભજ લે રે જિન ઈકવીસવા. ૧
મિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના વિષે કેટલાક લોકોને એ વિચાર થાય છે કે “પરમાત્માની પ્રાર્થના કરવા માટે કોઈ સાધન હોવું જોઈએ ! કોઈ સાધન કે કોઈ આધાર લીધા વિના પ્રાર્થના કેવી રીતે કરી શકાય? આપણા જેવા છદ્મસ્થ અને સંસારની ઉપાધિમાં ફસાએલા લોકોને માટે કઈ આલંબન લીધા વિના પરમાત્માની પ્રાર્થના કરવી મુશ્કેલ છે.” પરમાત્માની પ્રાર્થના માટે કોઈ ને આધાર લેવો જોઈએ એવા કેટલાક લોકોને વિચાર થાય છે પણ પ્રશ્ન એ થાય છે કે આધાર કોને લે? સાકારને કે નિરાકારને? આ પ્રાર્થનામાં આ પ્રશ્નનો ઉકેલ કસ્તાં કહેવામાં આવ્યું છે કે, જો તમારે સાકારની પ્રાર્થનાદ્વારા નિરાકારની પ્રાર્થનામાં જવું છે તે સાકાર પ્રાથના કરી અને કેવી થવી જોઈએ તેનો વિચાર કરશે. નિરાકાર પ્રાર્થના તે આત્માની જ થઈ શકે છે પણ તે વાત બહુ મોટી છે. સાધારણ માણસ દ્વારા એવી પ્રાર્થના થઈ શકે નહિ; એટલા માટે સાધારણ માણસે સાકાર પ્રાર્થનાનું અવલંબન લઈ નિરાકાર પ્રાર્થનામાં જવાનું આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. સાકાર પ્રાર્થનામાં પરમાત્માને આધાર લેવાનું બતાવવામાં આવ્યું છે પણ એ પરમાત્મા કેવા છે અને ક્યાં છે એ સ્પષ્ટ કરતાં આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે કે, પરમાત્મા અને તેમની વાણીને અભેદ માની ભગવાનના તે ઉપદેશને આધાર લેવો એજ સાવલમ્બન પ્રાર્થના છે. ભગવાનના ઉપદેશનું આલંબન લઈને આગળ વધવાથી પરમાત્માએ કહેલાં સંપૂર્ણ તત્વની પ્રાપ્તિ થશે.
ભગવાનની વાણીનું આલંબન લઈ પ્રાર્થના કેવી રીતે કરવી એને માટે કહ્યું છે કે, સૌથી પહેલાં જીવ અને અજીવનું જ્ઞાન કરવું. કેઈન શરીરની કલ્પના માટે તે શરીરના ચરણ પણ માનવા જોઈએ. આ જ પ્રમાણે પરમાત્માની કલ્પના કરવા માટે જીવ-અજીવને પરમાત્માના ચરણ માનવા જોઈએ. જીવમાં પણ કોઈ જીવ નરકને હોય છે તે કોઈ જીવ સ્વર્ગને હોય છે, પણ જીવ કહેવામાં બધા જીવોને સમાવેશ થઈ જાય છે. બધા જીવોને એક માની જીવ અજીવને પરમાત્માના ચરણ સમજવા જોઈએ. જે ચરણ ન હોય તે શરીર પણ સ્થિર રહી શકતું નથી. શરીરની સાથે ચરણોનું દેવું પણ આવશ્યક છે. આ જ પ્રમાણે ભગવાનની વાણીને શરીરનું રૂપ આપી જીવ અજીવને ભગવાનના ચરણ રૂ૫ સમજવાં જોઈએ. જીવ-અજીવનાં ભેદપભેદોનું વર્ણન ભગવાન શ્રી જીવાભિગમ સૂત્રમાં કરેલ છે. અહીં એ વર્ણન કરવાનો સમય નથી. જીવ કહેવામાં બધાં જીવોને સમાવેશ થઈ
Page #374
--------------------------------------------------------------------------
________________
વદી ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ
[૩૩૩ જાય છે એ અત્રે સમજવાનું છે. જીવ- અજીવ એ ભગવાનના શરીરના ચરણરૂપે છે અને ભગવાનની દ્વાદશાંગી વાણીરૂપી શરીર આ બે ચરણે ઉપર જ સ્થિર રહેલું છે.
જીવ અને અજીવથી પુણ્ય-પાપ થાય છે. પુણ્ય અને પાપ ધૂલરૂપે નજરમાં આવતાં નથી પણ કાર્ય જોઈને કારણને નિર્ણય કરવામાં આવે છે. કાર્ય જોઈને કાર
નો નિર્ણય કરવો એ કાંઈ મુશ્કેલ નથી. જે પ્રમાણે ઘડાને જોઈ માટીનું અનુમાન થઈ શકે છે કે આ ઘડો માટીમાંથી બનેલ છે, કુંભાર માટીને ગૂંદી, ચાક ઉપર ચડાવી તૈયાર કર્યો અને પછી ભઠ્ઠીમાં પકાવ્યો એટલે તે ઘડે બન્યો છે. આ જ પ્રમાણે કાર્યને જોઈ પાપ-પુણ્યને નિર્ણય કરી શકાય છે; અને કાર્યને જોઈ આ પાપનું ફળ છે, આ પુણ્યનું ફળ છે એમ કહેવાય છે.
જીવ અને અજીવ એ તે ભગવાનના ચરણ છે અને પુણ્ય અને પાપ એ ભગવાનના હાથ છે. તમે કહેશે કે પુણ્ય અને પાપ એ તે પ્રકાશ અને અંધકારની માફક વિરુદ્ધ છે એટલે એ બન્ને વચ્ચે ઘણું જ અંતર રહેલું છે; પણ જ્ઞાનીજનો પુણ્ય અને પાપને સાથે જ માને છે. તેઓ કહે છે કે, ભલે કઈ ગમે તેટલો પાપી હોય પણ તેનામાં પુણ્યનો પણ થોડો ઘણો અંશ હોય છે અને કોઈ ગમે તેટલો પુણ્યવાન હોય પણ તેન માં પાપને પણ થોડો ઘણે અંશ હોય છે. જેમકે સર્વાર્થસિદ્ધ વિમાનમાં વસનારા દેવો પુણ્યવાન કહેવાય છે પણ તેમાં થોડું પણ પાપ બાકી હોય જ છે; અને સાતમી નરકનાં છે પાપી કહેવાય છે પણ તેમાં પણ થોડું પુણ્ય હોય જ છે. આ પ્રમાણે પુણ્યની સાથે પાપ પણ છે અને પાપની સાથે પુણ્ય પણ છે. તમે કહેશે કે, અમે તે વાતને કેવી રીતે સમજી શકીએ પણ તમારી સમજમાં કોઈ વાત ન આવવાથી કાંઈ વાસ્તવિક વાત બદલાવી શકાતી નથી. જ્ઞાનીજનો તે પુણ્યની સાથે પાપ અને પાપની સાથે પુણ્ય જુએ જ છે.
વ્યવહારમાં તો જે વાત વધુ પ્રમાણમાં જોવામાં આવે છે તે જ માનવામાં આવે છે. પણ નિશ્ચયની વાત અને વ્યવહારની વાત જુદી જુદી છે. જેમકે તમે દૂધને સફેદ જ સમજે છે પણ જ્ઞાનીજનો કહે છે કે, દૂધ જો કે દેખવામાં તો સફેદ છે પણ તેનામાં પાંચેય પ્રકારનાં રંગે છે. જે દૂધ સફેદ છે તે પેટમાં જઈને તેના કોઈ ભાગનું લોહી બને છે, જે લાલ છે. તેના કેઈ અંશનાં વાળ બને છે, જે કાળાં છે અને કોઈ અંશનું બીજું કાંઈ બને છે, જે જુદા રંગનું છે. આ પ્રમાણે વ્યવહારમાં જે કેવળ સફેદ જોવામાં આવે છે, નિશ્ચયમાં તેમાં પાંચેય રંગે છે. કેટલાંક પદાર્થો એવાં હોય છે કે જે દેખાવમાં તે સફેદ જોવામાં આવે છે પણ તે પદાર્થોને પાણીમાં નાંખવાથી લાલ કે પીળા કે લીલા દેખાય છે. આ પ્રમાણે વ્યવહાર અને નિશ્ચયમાં અંતર રહેલું છે. વ્યવહારમાં તે જે વધારે જોવામાં આવે છે તે ઉપરથી પુણ્યવાન કે પાપી માનવામાં આવે છે પરંતુ જ્ઞાનીજ કહે છે કે, પુણ્ય અને પાપ એ બન્ને સાથે જ હોય છે. જ્યાં પુણ્ય છે ત્યાં થોડું પાપ પણ છે અને જ્યાં પાપ છે ત્યાં થોડું પુણ્ય પણ છે; એ પુણ્ય અને પાપને ભગવાનના હાથ સમજવા જોઈએ.
આશ્રવ અને બંધ, એ બને ભગવાનનું પેટ છે. કારણકે એ દ્વારા પુણ્ય અને
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૩૪] .
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
પાપને પોષણ મળે છે. આ તો ભગવાનના પેટ સુધીનું શરીર થયું. હવે ભગવાનના શરીરના બીજાં અવયવોને જાણવાં હોય તે સંવર, નિર્જરા અને મોક્ષને વિચાર કરવો જોઈએ. નિર્જરાનાં સાધારણ રીતે અનેક ભેદ છે. પણ સકામ નિર્જરા અને અકામ નિર્જરા; એ બે એનાં પ્રધાન ભેદે છે. અહીં સકામ નિર્જરાને જ ગણવામાં આવે છે. અકામ નિર્જરાને ગણવામાં આવતી નથી. નિર્જરાઠા પાપ પુણ્યથી નિવૃત્ત થવાથી આત્મતત્ત્વનું ભાન થાય છે; અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જે નિર્જરા સંવરને સાથ આપે છે અર્થાત કર્મોને ખંખેરી નાંખે છે અને નવાં કર્મોને આવવા દેતી નથી તે સકામ નિજર છે. જે દ્વારા ચેડાં કર્મો તે નિર્જરી જાય પછી પાછાં બીજા કર્મો લાગી જાય તે નિર્જરા કામની નથી. તે અકામ નિર્જરા છે. સકામ નિર્જરા કરવામાં આવે તે મોક્ષતત્ત્વને પામી શકાય છે.
મતલબ કે, આ નવ તત્ત્વરૂપી ભગવાનના શરીરને આધાર લઈને સાકાર પ્રાર્થના કરી શકાય છે. હું ભગવાનની પ્રાર્થના કરું છું કે હું પ્રજાનો સેવક છું, એમ કહેવા માત્રથી કાંઈ થતું નથી પરંતુ જે કાંઈ થાય છે તે તેમની આજ્ઞાનું પાલન કરવાથી કે તેમના ઉપદેશ પ્રમાણે વર્તવાથી જ થાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ માણસ કહે કે, હું તમારો નોકર છું પણ તમારી આજ્ઞાનું પાલન નહિ કરું કે તમે બતાવેલું કામ નહિ કરું તો શું તમે તેને નોકર સમજશે ! આ વાત તે તમે બરાબર સમજે છે પણ પરમાત્માની પ્રાર્થના કરતી વખતે તે વાત ભૂલી જાઓ છો ! જે પરમાત્માની સાચી પ્રાર્થના કરવી હોય તો તેમના ઉપદેશને કાર્યમાં ઉતારવો જોઈએ. જે ભગવાનના બતાવેલાં તને સમજીને અપનાવવા યોગ્ય તત્ત્વોને અપનાવે છે અને ત્યાજ્ય તને ત્યાગ કરે છે તે જ પરમાત્માની સાચી પ્રાર્થના કરી શકે છે.
ભગવાને જે નવ ત બતાવ્યાં છે તેમાંના છત્ર અજીવ અને બંધ એ ત્રણ તો તે કેવળ જ્ઞાતવ્ય છે. પા૫ અને આશ્રવે તજવાયોગ્ય છે અને અમુક અપેક્ષાએ પુણ્ય પણ ત્યાજ્ય છે તથા સંવર, નિર્જર અને મોક્ષ એ ત્રણ ત ઉપાદેય છે. જે જીવ-અછવને જાણે છે તેજ પાપ-પુણ્ય તથા બંધનો ત્યાગ કરી શકે છે અને સંવર. નિર્જરા તથા મોક્ષને અપનાવી શકે છે. જે આ પ્રમાણે કરે છે તેનીજ પ્રાર્થને સાચી પ્રાર્થના છે. જે પરમાત્માની વાણીને સાકાર રૂપમાં જોઇને તેને માન્ય કરે છે અને તે પ્રમાણે આચરણ કરે છે, તેમને માટે કહેવામાં આવ્યું છે કે –
“તૂ સે પ્રભૂ પ્રભૂ સો તૂ હૈ, કૅતકલપના મેટે;
શુદ્ધ ચેતન આનન્દ વિનયચંદ, પરમારથ પદ ભેટેરે.” અર્થાત–વેદાન્તવાળાઓ જે પ્રમાણે તામસિ કહે છે તે જ પ્રમાણે તમે પણ પરમાત્મા બની જશે, પછી તમે અને પરમાત્મા ભિન્ન નહિ રહે તમે એકદમ પરમાત્મા બની ન શકે પણ જ્ઞાનીઓએ જે આ નવ તત્તો બતાવ્યાં છે તે તને ઉપર ચડવાની સીડીનાં પગથી સમજી તે દ્વારા ઉપર ચડતા જાએ તે તમને સફળતા પ્રાપ્ત થશે અને તમે પરમાત્મા બની શકશે.
Page #376
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૫
વદી ૧૦ ]
રાજકેટ-ચાતુર્માસ અનાથી મુનિને અધિકાર-૩૬
અનાથી મુનિ રાજા શ્રેણિકને પણ એજ કહે છે કે, “હે રાજન! આત્મા જ્યાં સુધી પરમાત્મા બનવાના કાર્યમાં પ્રવૃત્ત થતો નથી ત્યાંસુધી તે અનાથ જ છે. મેં અનાથતામાંથી નીકળવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ કરતાં જ મને નિદ્રા આવી ગઈ.
एवं च चिन्तइत्ता णं, पसुत्तो मि नराहिवा!। परियत्तन्तीइ राईए, वेयणा मे खयं गया ॥ ३३ ॥ तओ काले पभायंमि, आपुच्छित्ताण बंधवे । खन्तो दन्तो निरारंभो, पव्वइओ अणगोरियं ॥ ३४ ॥ तोऽहं नाहो जाओ, अप्पणो य परस्स य ।
सव्वेसिं येव भूयाणं, तस्साणं थावराणं य ॥ ३५ ॥ છેલી બે ગાથાઓમાં ગણધરોએ તને એ સંગ્રહ કર્યો છે કે જાણે તેના સાગરને ગાગરમાં ભરી દીધું છે. આ ગાથાઓના ભાવને હું પૂરી રીતે વર્ણન કરી શકું નહિ પણ એ સંબંધમાં મારા હૃદયનાં જે ભાવે છે તે પ્રકટ કરું છું.
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! સંક૯પ કરતાં જ મને નિદ્રા આવી ગઈ. હું સુઈ ગયે. તે રાત જાણે મારા દુઃખને દૂર કરવામાં જ પસાર થઈ ન હોય એમ મને લાગ્યું. રાત પૂરી થતાં બીજે દિવસે જે પ્રભાત થયું તે મારા માટે અપૂર્વ હતું.”
ગ્રન્યકારોએ પ્રાતઃકાલનું વર્ણન બહુ જ સારી રીતે કરેલ છે. તેમણે પ્રાતઃકાલની ઘણી વિશેષતા બતાવેલ છે તે બધી વિશેષતાને કહેવાને અત્યારે અવકાશ નથી એટલા માટે તમને એજ પૂછું છું કે, તમે પ્રાતઃકાલમાં કાંઈ અપૂર્વતા જુઓ છે કે નહિ ? તમને પ્રાતઃકાલ હંમેશાંના જેવું તે નથી લાગતું ને? જેમના આત્મા સુષુપ્ત છે તેમને પ્રાત:કાલમાં ઊગતા સૂર્ય પ્રાચીન જ જણાય છે, પણ જેમને આત્મા જાગ્રત છે તેમને તે પ્રાતઃકાલને સૂર્ય હંમેશાં નિત્યનૂતન જણાય છે. પ્રકૃતિની રચના ઉપર દષ્ટિપાત કરવાથી આ વાત તમને દીવા જેવી સ્પષ્ટ જણાશે. સૂર્યોદય થતાં જ કમલે શું વિકસિત થયા વિના રહે છે ! આ જ પ્રમાણે કેટલાંક વૃક્ષોનાં પુષ્પો તથા સૂર્યમુખી કુલ વગેરે સૂર્યોદય થતાં વિકસિત થયા વિના રહેતાં નથી. વનસ્પતિથી વિશેષ ચેતનતા ધારણ કરનાર
ને જુએ તો તેમાં પણ સૂર્યોદય થતાં જાગૃતિ જોવામાં આવે છે. પ્રાતઃકાલ થતાં પક્ષીઓ કે કિલકલાટ કરે છે. ભ્રમરાઓ કે ગુંજારવ કરે છે, અને મધમાખીઓ કે ગણગણાટ કરે છે. જાણે તેઓ સૂર્ય પ્રાચીન છે, એ વાતને ભૂલી જઈ, સૂર્યની નૂતનતાથી જાણે નવીનતા અનુભવતા હોય, એવું લાગે છે.
આ પ્રમાણે વનસ્પતિ તથા પશુપક્ષીઓમાં પણ પ્રાતઃકાલમાં સૂર્યોદય થતાં જ નવીન ચેતનતા-જાગૃતિ આવે છે અને તેઓ પિતાના કાર્યમાં લાગી જાય છે, તો તમે મનુષ્ય અને મનુષ્યમાં પણ શ્રાવક થઈને સૂર્યોદય થયા પછી સુતાં રહે એ ક્યાં સુધી ઠીક છે તેને વિચાર કરે.
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૩૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર૦ ભાદરવા
તમને કેાઈ એમ કહે કે, અમુક સ્થાને તમે સૂર્યોદય પહેલાં પહેાંચી જશે! તે તમને લાખ રુપિયા પ્રાપ્ત થશે તેા શું તમે સૂર્યોદય થયા પછી સુતા પડયા રહેશે। ? લાખ રુપિયાની વાત તે બાજુએ રહી પણ તમારે સૂર્યોદય પહેલાં આવતી ગાડીમાં અમુક અમુક ગામે જવું છે તેા શું તમે સૂર્યોદય થતાં સુધી પડયા રહેશે ?
છે
પણ શું આ ભય કે લાભને સુખમય બની
તમે લોકો લાખ રુપિયા કે ગાડીના ટાઈમની તો કીંમત કરેા મનુષ્ય જન્મની કીંમત રેલ્વેના ટાઈમ જેટલી પણ નથી ! જે કામ તમે કારણે કરા છે તે જ કામ જો ધર્મના કારણે કરા તે તમારું જીવન કેવું જાય ! જો તમે પ્રાતઃકાલમાં ઉઠીને સામાયિક કરવા ધારેા તે શું તે કરી ન શકે! ! જો તમે સામાયિકની ક’મત રેલ્વેના ટાઈમ કરતાં ઓછી સમજતા ન હૈ। તે। શું તમે પ્રાતઃકાલ થવા છતાં સુતા પડયા રહી શકો ખરા ? સ્ટેશને જવા માટે તે વહેલાં ઉઠી જાઓ છે તે પછી સામાયિક કરવા શા માટે ઉઠતા નથી ! રેલ્વેમાં એસવાથી તેા પાપના બધ પશુ થાય છે પણ સામાયિક કરવાથી તા ઊલટા આત્મલાભ થાય છે, છતાં તમે પ્રાતઃકાલ થયા બાદ શા માટે આળસમાં સુતા પડયા રહેા છે ! અને જ્યારે આળસમાં સુતા પડયા રહેા છે! તે શું તમારા આત્મામાં જાગૃતિ છે એમ કહી શકાય ?
અનાથી મુનિને શરીરમાં કારમી વેદના ઉપડી હતી. તે કારમી વેદના મટી ગઈ એટલે અનાથી મુનિને કેટલી બધી શાન્તિ થઇ હશે ? કહેવત છે કેઃ—
:
પહેલું સુખ તે જાતે નર્યાં’
"
આ કથનાનુસાર રાગમુકત થવાથી અને શરીર સ્વસ્થ થવાથી અનાથી મુનિને કેટલા બધા આનંદ થયેા હશે ? જો તમે આવી બિમારીમાંથી સાજા થયા હા તેા તમે કદાચ એમ જ વિચારે। કે, ‘ હવે હું બધું ખાઇ—પી શકીશ અને મેાજમજા માણી શકીશ પણ અનાથી મુનિ રોગ મુકત થયા બાદ કેવા વિચાર કરે છે તે જુઓ. તેઓ વિચારે છે કે હવે હું રોગમુક્ત થયા છું, એટલે મારે હવે મારા સંકલ્પને પુરા કરવા જોઇએ ! સકલ્પમાં ઘણી શક્તિ છે. મને શરીરમાં જે કારમી વેદના ઉપડી હતી તે સત્સંકલ્પ કરવાથી જ દૂર છે. એટલા માટે આ શુભ પ્રભાતમાં મારે મારા સંકલ્પને જ પૂરા કરવા જોઈ એ.
રહેલી
થઈ
અનાથી મુનિ તેા પ્રભાત થતાં સંકલ્પને પૂરા કરવાના વિચાર કરે છે પણ સંસાર વિચિત્ર છે એટલે બીજા લેાકેા જૂદા જ વિચાર કરે છે. વૈદ્યો, યાંત્રિકા, માંત્રિકા વગેરે કહે છે કે આજને દિવસ કેવા સારા ઉગ્યા છે. અમારા ઉપચાર કે મંત્ર જંત્રથી આને રેગ જ ચાલ્યા ગયા ! આ જ પ્રમાણે અનાથી મુનિના માતા-પિતા, ભાઇ ભાંડુ, બહેન, પત્ની વગેરે પ્રસન્ન થઇને કહેતા હશે કે આજને સૂર્ય કેવા સારા ઉગ્યા છે કે, આજના શુભ પ્રભાતમાં અમારે પુત્ર, અમારે। ભાઈ, અમારે। પતિ, રાગમુક્ત થઈ ગયા અને અમને હવે શાન્તિ થઇ.
અનાથી મુનિ કહે છે કે, “હે રાજન! સવાર પડતાં જ મારા રાગ ચાલ્યા ગયે અને હું નિરાગ થઇને ઉડ્ડયા, મને સ્વસ્થ ડૅલેટ જોઇ માતા-પિતા, ભાઇ બહેન વગેરે
Page #378
--------------------------------------------------------------------------
________________
વઢી ૧૦]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૩૭
લાગ્યા. બધાં
કુટુમ્બીજને મારી પાસે ાડી આવ્યા અને પેાતાના હ` પ્રકટ કરવા કુટુમ્બીજને બહુ જ પ્રસન્ન હતા. મે' તેમને કહ્યું કે, · કાલસુધી તેા હું રાગી હતા પણ આજે મારા તે રાગ તથા તે દુ:ખ કેવી રીતે ચાલ્યાં ગયાં ?” મારું આ કથન સાંભળી મારા કુટુંબીજનો મને કહેવા લાગ્યા કે, હવે એ દુ:ખને યાદ ન કરા, તે દુઃખનાં દિવસેા ગયાં, હવે તે આનંદનાં દિવસે આવ્યાં છે માટે આનદ કરા!
kr
‘હે રાજન્! મેં મારા કુટુંબીજને કહ્યું કે, તમે લેાકેાએ મારા માટે આટલા બધા કષ્ટો સહન કર્યો તે માટે હું તમારા બધાના ઉપકાર માનું છું, પરંતુ હું તમને બધાને પૂછું છું કે, ‘તમે લેાકાએ મારા માટે જે કા સહ્યાં તેથી શું તે દ્વારા મારું દુઃખ દૂર થયું છે?”
સીધા સાદા હતા. તે લેાકાએ
.
તે લેાકેા આજના લેાકેાના જેવા કુટીલ ન હતા, પણ ઉત્તરમાં એમ જ કહ્યું કે, ‘અમારા પ્રયત્નથી દુઃખ દૂર નથી થયું. 'વૈદ્યા તથા યાંત્રિકમાંત્રિકાએ પણ કહ્યું કે, · અમારી દવાદારુથી જ તમે રેાગમુક્ત થયા એમ અમે નિશ્ચયપૂર્વક કહી શકતા નથી પણ એટલું તેા કહીએ છીએ કે દવામાં પણ શક્તિ છે.
'
અનાથી મુનિ કહે છે કે, હે રાજન! મે તે લોકેાને કહ્યું કે, તમારી એ નમ્રતા છે, તમે ‘અમારા પ્રયત્નથી તમારા રાગ ચાલ્યા ગયા ' એવું અભિમાન કરતા નથી. આ તમારી મહત્તા છે, અને વાસ્તવમાં મારા રાગ ખીજા કોઇ કારણે ગયા નથી પણ એક મહાશક્તિની આરાધનાથી જ મારા રોગ નાશ પામ્યા છે. મારું આ કથન સાંભળી, બધા માણસા કહેવા લાગ્યા કે, એ મહાશક્તિ કઇ છે ! અમને પણ એ મહાશક્તિના દર્શન કરાવા તે। અમે પણ તેમની પૂજા કરીએ !
હે રાજન ! મેં એ લેાકેાના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, ‘એ મહાશક્તિ ખીજે ક્યાંય નથી રહેતી, પણ હૃદયમાં જ રહે છે. આહ્વાહન કરવાથી તે શક્તિનો વિકાસ થાય છે અને પ્રમાદ કરવાથી તે શક્તિને હ્રાસ થાય છે. '
મારું આ કથન સાંભળી, લોકો કુઇ છે એ તો અમને જણાવે !'
.
કહેવા લાગ્યા કે, ‘એ તેા ઠીક છે પણ એ શક્તિ
“ એ મહાશક્તિ કઈ છે તે તમને જરૂર જણાવીશ પણ પહેલાં હું તમને પૂછું છું કે, જે મહાશક્તિની કૃપાથી મારા રાગ દૂર થયા છે તે મહાશક્તિની મારે આરાધના કરવી જોઇએ કે નહિ ? હું એ મહાશક્તિની આરાધના કરુ તા તમે મારા વિઘ્નબાધા તેા ઉભી નહિ કરેને ?”
કામાં
6
હે રાજન ! મારા આ પ્રશ્નના ઉત્તરમાં કુટુંબીજનાએ કહ્યું કે, એ મહાશક્તિની આરાધના અવશ્ય કરવી જોઇએ. અમે લેાકેા પ્રતિજ્ઞાપૂર્વક કહીએ છીએ કે, અમે તમારી મહાશક્તિની આરાધનામાં વિઘ્નબાધા ઉભી નહિ કરીએ !'
લોકોની પ્રતિજ્ઞા સાંભળી હું તેમને કહેવા લાગ્યા કે, મારા રંગ સત્સંકલ્પની મહાશક્તિદ્વારા દૂર થયા છે. મેં સયમ લેવાના સંકલ્પ કર્યો છે અને એ સંયમની શક્તિ દ્વારા જ મારા રાગ નાશ પામ્યા છે. મે એવા સંકલ્પ કર્યો છે કે, રાગના નાશ થયે હું
૪૩
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૩૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
ક્ષમાવાન , જિતેન્દ્રિય, નિરારંભી અને પ્રવૃજિત બનીશ. મારા આ સંકલ્પ બળથી જ ભારે રોગ નાશ પામે છે એટલા માટે મારે હવે સંકલ્પ અનુસાર કાર્ય કરવું જોઈએ અને લીધેલી પ્રતિજ્ઞાને પૂરી કરવી જોઈએ.’
હે રાજન ! મારું આ કથન સાંભળી, મારા ઘરના માણસોને મારા વિયોગનું સ્વાભાવિક દુઃખ થયું. રાજન ! વિરહનું દુખ સંસારનાં લોકોને જ થાય છે. આ હિસાબે માતાપિતાને પણ દુઃખ થાય એ સ્વાભાવિક હતું, પણ માતાપિતા સીધા, સાદા અને સાચા દિલના હતા, એટલે તેઓ પવિત્રકાર્યમાં વિનબાધા ઉભા કરી શકે નહિ. સાચા માતા-પિતા પિતાના સંતાનોને સન્માર્ગે જતાં રોકતા નથી.”
ગજસુકુમાર મુનિ જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા હતા ત્યારે તેમની માતા દેવકીજીને પણ દુઃખ થયું હતું. ગજસુકુમારનું લાલનપાલન બહુ જ લાડપૂર્વક કરવામાં આવ્યું હતું એટલે માતાપિતાને દુઃખ થાય એ સ્વાભાવિક હતું. પણ જ્યારે ગજસુકુમારે માતાને પૂછયું કે, માતાજી ! જે કોઈ શત્રુ માથે ચડી આવે તો તે વખતે તમે મને છુપાવશે કે રણમાં મોકલશો ! દેવકીએ ઉત્તર આપ્યો કે, પુત્ર! એવા વખતે તે હું એવી જ ઈચ્છા રાખું કે, મારે પુત્ર ગર્ભમાં હોય તે ગર્ભમાંથી નીકળીને પણ લડે. ગજસુકુમાર મુનિએ કહ્યું કે, તે પછી હું કર્મશત્રુઓ સાથે લડવા જાઉં તે તે વખતે તમે વીરમાતા થઈને મને કેમ રોકવા ચાહે છે અને દુઃખી થાઓ છો?
આ પ્રમાણે ગજસુકુમારે જ્યારે માતા સમક્ષ કર્યદ્વારા પેદા થનારા દુઃખનું વર્ણન કર્યું અને કર્મબંધનમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય એમ પૂછ્યું ત્યારે માતાએ એમજ કહ્યું કે, હે પુત્ર! કર્મને નષ્ટ કરવાનું અને કર્મ ઉપર વિજય મેળવવાનો માર્ગ આ જ સંયમમાર્ગ છે. આખરે દેવકીજી માતા તથા કુટુંબીજનો વગેરે ગજસુકુમારને ભગવાનની પાસે લઈ જઈ તેમના ચરણોમાં સમર્પિત કરી ભગવાનને કહ્યું કે, “આ મારો પુત્ર, કર્મ શત્રુઓને નષ્ટ કરવા ચાહે છે, તે સંસારનાં દુઃખથી સંત્રસ્ત છે માટે એને આપના શરણમાં લઈ તેનો ઉદ્ધાર કરે.”
“હે રાજન ! દેવકી માતાની માફક મારી માતા પણ દુઃખિત થઈ પણ જ્યારે મેં તેમને સમજાવ્યા ત્યારે તેમણે પણ મને સંયમ લેવાની સ્વીકૃતિ આપી દીધી.”
અહીં એક પ્રશ્ન થાય છે કે, સંયમનું કાર્ય જ્યારે શ્રેષ્ઠ છે તે પછી તે માટે માતા-પિતા વગેરેની સ્વીકૃતિ લેવાની શી જરૂર છે ! પરંતુ જ્ઞાનીઓએ આ મર્યાદા શા માટે બાંધી છે, આ મર્યાદા પાછળ તેમને શો હેતુ રહેલો છે અને મર્યાદાનું પાલન કરવાથી કયા વ્યવહારની રક્ષા થાય છે; વગેરે વિષે વિવેચન કરવાને અત્યારે સમય નથી. બીજા કોઈ સમયે તે વિષે વિચાર કરીશું.
સંકલ્પનું પાલન કરવું એ તે વિરેનું જ કામ છે. કહેનારાઓ તે ઘણા લોકો હોય છે પણ કહેવા પ્રમાણે કાર્ય કરી બતાવનારા જ પ્રશંસાને પાત્ર છે. સુભદ્રાએ ધન્નાને કહ્યું હતું કે, “મારે ભાઈ એક એક પત્નીને દરરોજ સમજાવી ત્યાગ કરતો જાય છે તેમાં કાયરતાની વાત શું છે કે તેને તમે કાયર કહે છે ? કઇ વાતને કહી દેવી એ તો સરલ છે પણ તે પ્રમાણે કરી બતાવવું બહુ મુશ્કેલ છે. કહેવા પ્રમાણે કરી બતાવવું એ કઠણ
Page #380
--------------------------------------------------------------------------
________________
વદી ૧૦ ]
રાજકેટ-ચાતુર્માસ
[૩૩૯
છે એ તે જે કરે છે તે જ જાણે છે.” સુભદ્રાનું કથન સાંભળી, ધન્નાએ કહ્યું કે, “ઠીક છે. કુલવતી સ્ત્રી આ જ પ્રમાણે ઉપદેશ આપ્યા કરે છે. તેં મને ઉપદેશ આપ્યો છે, પણ જેટલું કહેવું કઠણ જણાય છે તેટલું કરવું કઠણ જણાતું નથી. જુઓ ! હવે હું કરીને બતાવું છું.” આ પ્રમાણે કહી, તેણે સંયમ ધારણ કર્યો.
કહેવાનો આશય એ છે કે, જે કહેવા પ્રમાણે કરીને બતાવે છે તેજ વીર છે, સંકલ્પનું પાલન કરવા માટે વિરતાની આવશ્યકતા રહે છે. સુદર્શન ચરિત્ર–૩૬
સંકલ્પનું પાલન કરનારા કેવા વીર હોય છે એ વાત હવે હું સુદર્શનની કથાદ્વારા બતાવું છું.
સુદર્શને અભયારાણીને કહ્યું કે, માતાજી ! આપને શું દુઃખ છે! જે આપના દ:ખને પુત્ર દૂર કરી શકતો હોય તે તમે મને કહે ! સુદર્શને માતા તરીકે સંબોધ્યું એ અભયાને પસંદ ન પડયું. કારણ કે, તે તે સુદર્શનને બીજી દષ્ટિએ જોતી હતી; અને એટલા જ માટે તેણીને ક્રોધ આવ્યો.
ત્યાગાં તબ અંગાર નારને, વિકલ કરી નિજ કાય; શેર કરી સામત તેડે, જુલમ મહલકે માંય. ધન ૭૨ છે પુરજન સહ નરનાથ બાગમેં, સુઝે અકેલી જાન -
મહા લંપટ મુજ તન પર ધાયા, મેં રખ ધમ અભિમાન. ધન ૭૩ શેઠ પિતાના નિશ્ચય ઉપર દઢ રહ્યા. રાણીનું કથન સાંભળી તે જરાપણ ડગે નહિ. તેણે વીરતાપૂર્વક રાણુનાં કઠેર વચનો સહ્યાં અને તેને ઉચિત ઉત્તર પણ આપ્યો. જે કે, સુદર્શને જે કાંઈ કહ્યું હતું તે બિલકુલ ઉચિત હતું પણ દુષ્ટ લોકોને ઉચિત વાત પણ ખરાબ લાગે છે. જેમકે સાંભળવામાં આવે છે કે, ગધેડાને સાકર ઘોળીને પીવડાવવામાં આવે તે તે મરી જાય છે અને ઊંટને શેરડી ખવડાવવામાં આવે તો તે બીમાર પડી જાય છે. તે શું સાકર અને શેરડી ખરાબ હોય છે ! પણ જ્યારે પ્રકૃતિ જ ઊલટી હેય છે ત્યારે સારી ચીજ પણ ખરાબ લાગવા માંડે છે. આ કથનાનુસાર સુદર્શને અભયાને માતા તરીકે સંબોધી તેમાં તેણે શું ખોટું કર્યું હતું? સુદર્શનનું આ કથન સાંભળી અભયા એમ વિચાર કરી શકતી હતી કે, જ્યારે આ મારો પુત્ર બને છે તે એ સારું જ છે ને ? એને પુત્ર તરીકે માનવામાં હું પણ સુધરી જઈશ અને જે પ્રમાણે સુદર્શને કપિલાન ભેદ ખોલ્ય નહિ તેમ મારે પણ તે ભેદ ખેલશે નહિ, પણ અભયાએ એમ ન વિચારતાં ઊલટે જ વિચાર કર્યો. રાણું મનમાં એમ વિચારવા લાગી કે, આ વાણીયાએ મારા જેવી રાણીનું કહેવું પણ ન માન્યું. હવે હું કપિલા અને પંડિતાને મહું કેવી રીતે બતાવી શકીશ.
દુનિયામાં સુદર્શન જેવા વિચારવાળા અને અભયારણુ જેવા વિચારવાળા મળી આવશે, પણ તમે કેવા વિચારવાળા બનવા ચાહે છે! જે તમે સુદર્શનના કાર્યને સારું ગણે છે અને સુદર્શન જેવા વિચારવાળા બનવા ચાહે છે તે તમારે ‘પર સ્ત્રી માતા,
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૪૦ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્ર. ભાદરવા પર ધન ધૂલ ” એ મંત્ર જાપ જપવો જોઈએ અને મંત્ર પ્રમાણે પરસ્ત્રી અને પરધનથી સદા બચવું જોઈએ.
“ અરે વાણિયા ! તું મારું કહેવું પણ માનતા નથી ! જો ! મારી અવજ્ઞાના બદલામાં તેને કેવો દંડ આપું છું.” આ પ્રમાણે વિચાર કરી અભયાએ પોતાનાં કપડાં ફાડી નાંખ્યાં, પિતાનાં ઘરેણાં તેડી નાંખ્યાં, અને આખા શરીર ઉપર પોતાના નખ વડે ઉઝરડા પાડી બુમાબુમ પાડવા લાગી કે, દડો ! દોડો ! જલદી આવો. રાણીની આ ચીસ સાંભળી પહેરેદાર દોડતાં રાણીના મહેલમાં આવ્યા. રાણી સીપાઈ એને કહેવા લાગી કે, આને જુઓ : આ કોણ છે ! આ ધર્મઢેગી નગરનો નાયક બન્યો છે, અને ધર્માત્માને ઢગ કરી ધર્મ કરવાની રાજાની પાસેથી સ્વીકૃતિ લઈ નગરમાં રહ્યા છે, પણ તે કેવો દષ્ટ અને પાપી છે તે જુઓ. રાજા અને બીજા લોકોને નગર બહાર ગએલા જાણી તથા મહેલમાં કોઈ નથી એમ સમજી, આ દુષ્ટ ન જાણે કેવી રીતે મારા મહેલમાં ઘસી આવ્યું છે અને મારા શીલને નષ્ટ કરવા તૈયાર થયો છે ! જે મારા સ્થાને કોઈ બીજી સાધારણું સ્ત્રી હતા તે તે શીલની રક્ષા કરી શકી ન હોત પણ એ તો હું હતી એટલે જ આ દુષ્ટથી હું મારા શીલની રક્ષા કરી શકી છું. હવે એ દુષ્ટને પકડો અને તેને જલદી ઠાર કરે.
આ પ્રમાણે રાણીએ પહેરેદારને સુદર્શનને ઠાર કરી નાખવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ પહેરેદારે હેશિયાર હતા એટલા માટે તેઓ વિચારવા લાગ્યા કે –
પુરમંડન યહ શેઠ સુભાગી, ઘર અપસર સમ નાર;
આંબે આક ન લગે કદાપિ, શેઠ છોડે કિમ કાર, એ ધન. ૭૪ રાજાઓના જનાનખાનાના દરવાજે પ્રાયઃ જાતિવંત અને વિશ્વાસુ પહેરેદારો જ પહેરો ભરે છે, અને રાજા બહાર જાય છે ત્યારે વિશેષરૂપે ખાસ વિશ્વાસપાત્ર પહેરેદારો રોકવાનો પ્રબંધ કરવામાં આવે છે.
તે પહેરેદારે પણ ખાનદાન અને હોશિયાર હતા. ખાનદાન પહેરેદાર તે છે કે જે પ્રત્યેક વાતનો પૂર્વાપર વિચાર કરે છે; અને જે આવેશમાં આવી જઈ કે ક્રોધમાં આવી જઈ કોઈ ગરીબોને ત્રાસ આપતા નથી. જે વીર પુરુષ હોય છે તે યથાસમયે પિતાની વિરતાને પરિચય આપ્યા વગર રહેતો નથી.
રાણીનું કથન સાંભળી પહેરેદારે વિચારવા લાગ્યા કે, આ શેઠ છે. રાજાના જમણા હાથ ગણાય છે. તેમના ઘરમાં અપ્સરા જેવી સુંદર સ્ત્રી પણ છે. વળી આ શેઠની ચાલચલગત ખરાબ છે એમ પણ કોઈ દિવસ કોઈની દ્વારા સાંભળ્યું નથી. તેની ચાલચલગત ખરાબ છે એમ સાંભળ્યું હોય તે તે રાણીના મહેલમાં કોઈ ખરાબ વિચારથી દાખલ થયા હશે એમ માની શકાય, પણ શેઠની ખરાબ ચાલચલગત વિષે કોઈ દિવસ સાંભળ્યું નથી.
એક પહેરેદારનું આ કથન સાંભળી બીજે પહેરેદાર કહેવા લાગ્યું કે, ભાઈ ! કઈ દિવસ આંબાના ઝાડમાં આકડાંનું ફળ લાગેલું જોયું કે સાંભળ્યું છે ! છતાં કોઈ માણસ આંબાના ઝાડમાં આકડાંનું ફળ બતાવે તે તેને એમ જ કહેવામાં આવે કે એ કૃત્રિમ છે. કોઈએ બનાવટી આકડાંનું ફળ આંબામાં લગાડયું હશે. આ જ પ્રમાણે સુદર્શનના વિષે કોઈ એમ કહે કે તે દુરાચારી છે અને તે દુરાચાર કરવા માટે મહેલમાં આવ્યો છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
વદી ૧૧].
રાજકેટ-ચાતુર્માસ
[૩૪૧
તે તે વાત ઉપર વિશ્વાસ બેસે નહિ. છતાં રાણી તેને દુરાચારી કહે છે અને સુદર્શન મહેલમાં પણ બેઠે છે તે આ વિષે એમ જ કહી શકાય કે, આ ઘટના પાછળ કોઈ રહસ્ય રહેલું હશે. માટે આ રહસ્યની આપણે શેધ કરવી જોઈએ પણ રાણીના કહેવા ઉપર વિશ્વાસ રાખી આવેશમાં આવી જઈ સુદર્શનને દંડ આપ ન જોઈએ, પણ તે વિષે વિચાર કરવો જોઈએ.
આ પ્રમાણે પહેરેદારો પરસ્પર વિચાર કરે છે. હવે આગળ શું થાય છે તેનો વિચાર હવે પછી કરવામાં આવશે
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદી ૧૧ શુક્રવાર
પ્રાર્થના સમુદ્રવિજય” સુત શ્રી નેમીશ્વર, જાદવકુલકે ટીકે, રતનમુખ ધારણી “સિવારે” તેહને નંદન નીકે.
- શ્રી જિન મેહનગારે છે, જીવનપ્રાણ હમારે છે. ૧ છે
શ્રી અરિષ્ટનેમિ ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના કરવાની ઈચ્છા તે પ્રત્યેક મનુષ્યને થાય છે પણ પ્રાર્થના કરવાની પોતાનામાં યોગ્યતા છે કે નહિ તે જોવાની જરૂર રહે છે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે પિતાની યોગ્યતાની વારંવાર તપાસ કરતા રહેવું જોઈએ. પોતાનામાં ગ્યતા ન હોય તે પુરુષાર્થારા યોગ્યતા કેવી રીતે પ્રગટાવી શકાય છે એ વાત ભગવાન નેમિનાથ અને સતી રાજમતિના જીવનચરિત્રમાંથી મળી આવે છે. કવિઓ અને ભકતાએ એ બનેનું જીવનચરિત્ર ઘણી જ સરલ રીતિએ ચીતર્યું છે. એ ચરિત્રને હું પૂરી રીતે કહી શકું નહિ છતાં પણ એટલું તે કહી શકું કે, એ ચરિત્રધારા સગુણ પરમાત્માની અને નિગુણ પરમાત્માની પ્રાર્થનાની પદ્ધતિ જાણી શકાય છે, અને બન્ને પ્રકારની પ્રાર્થનાની યેગ્યતા પ્રગટી શકે છે. સગુણુ પરમાત્મામાં અરિષ્ટનેમિનું બાળપણ, તેમના વિવાહ વગેરેનો વિષય છે. આ વિષે વિશેષ વિચાર કરવાનો સમય નથી. અહીં તે કેવળ એ જ બતાવવાનું છે કે, ભગવાન અરિષ્ટનેમિ અને સતી રાજમતિના ચરિત્રકારા મનુષ્યમાં પરમાત્માની પ્રાર્થના કરવાની યોગ્યતા આવી શકે છે.
આજે તો લોકે, પરમાત્માની પ્રાર્થના કરવાની યોગ્યતા ન હોવાને કારણે ગભરાઈ જાય છે. એવા લોકોને ભગવતી રાજીમતિ પિતાના ચરિત્રદ્વારા એવી સૂચના આપે છે કે, ગભરાઓ નહિ. તમારી જ માફક એક સમયે હું પણ ગભરાઈ ગઈ હતી. મને પણ સંસારના વિકારી વિચારીએ એકવાર ચક્કરમાં ઘેરી લીધી હતી પણ જ્યારે મને તનું જ્ઞાન થયું ત્યારે મારી બધી ગભરામણ દૂર થઈ ગઈ અને ભગવાન અરિષ્ટનેમિને પણ
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૪૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[પ્ર॰ ભાદરવા
એળખી શકી. ભગવાનને જે રીતે મેં એળખ્યા તે જ પ્રમાણે તમે પણ તેમને ઓળખેા. તમારા માટે મારું ચિત્ર માર્ગદર્શીક છે. તમે ભલે ધીમે ચાલેા કે ઉતાવળા ચાલા પણ જે માગે હું ચાલી છું તે માર્ગે તમે પણ ચાલા તે તમે પણ પરમાત્માની પ્રાર્થના કરવાના અધિકારી બની શકે છે અને પરમાત્માની સમીપ પહોંચી શકા છે.
હવે અત્રે એ જોવાનું છે કે, ભગવતી રાજીમતિનું એવું ચરિત્ર કયું છે કે જેને માદશ્યક માની, તે માર્ગે ચાલવાથી પરમાત્માની પ્રાર્થના કરવાની યેાગ્યતા આવી શકે? આ પ્રશ્નના ઉત્તરમાં ગ્રન્થકારા વિવાહ પ્રસંગને માદક તરીકે વર્ણવે છે.
જ્યારે ભગવાન અરિષ્ટનેમિ તારણદ્વાર પાસે આવી પાછા ચાલ્યા ગયા ત્યારે રાજીમતિને ઘણી ચિન્તા થવા લાગી અને મનમાં કહેવા લાગી કે, “ હે પ્રભુ!! જો આપ જ આ પ્રમાણે છળ કરશો તેા પછી આ જગતના નિર્વાહ કેવી રીતે થશે ? આપને જો પરણવું જ ન હતું તે શા માટે આ પ્રમાણે વિવાહને સ્વાંગ ચેા, જાન લઇને આવ્યા, માથે મેર આંધીને પરણવા આવ્યા અને શા માટે પરણ્યા વગર પાછા ચાલ્યા ગયા? આ પ્રમાણે મને પરણ્યા વગર પાછા ફરીને શું તમે મારી ફજેતી નથી કરી? શું આ પ્રમાણે કરીને તમે મારુ ગૈારવ વધાર્યું છે? આ પ્રમાણે મારું અપમાન કરીને તમે મારા ઘાત કર્યો છે! હું કુલીન કન્યા છું. પહેલાં તે તમે મારું ગૈારવ વધાર્યું અને પછી મને એકદમ અપમાનિત કરી. શું આ પ્રમાણે કરવું તમારા માટે ઉચિત કહેવાય ! ”
ભગવતી રાજીમતિ પહેલાં તેા આ પણ જ્યારે તેણીએ ઊંડા વિચાર કર્યાં યેાગ્ય કાંઈ કર્યું નથી. જો તેઓએ મારા હાત તા તા તેઓ ઉપલભને પાત્ર હતા;
પ્રમાણે ભગવાનને મીઠા ઉપાલંભ આપતી હતી ત્યારે તેણીને લાગ્યું કે, “ ભગવાને ઉપાલંભને ત્યાગ કરી બીજી કાઈ સ્ત્રી સાથે વિવાહ કર્યો પણ તેઓ તેા સંયમ ધારણ કલ્યાણ કરવા માટે નીકળ્યા છે અને મને પણ પ્રતિષેધ આપવા માટે જ આવ્યા હતા. હું જ્યાં સુધી કુમારિકા હતી ત્યાં સુધી તે। કોઇ વ્યક્તિની બંધનમાં સાઈ શકાત અને એ કારણે ન જાણે મારે કેટલાં ભા કરવાં પડત પણ ભગવાન મને એવા મેધ આપવા માટે જ આવ્યા હતા કે, ‘ હે રાજીમતિ! આ સંસારમાંથી નીકળી હું જે માર્ગે જઇ રહ્યા છું તે માર્ગે તું પણ આવ.
કરી જગતનું
જાણે અત્રે
સાથે વિવાહ
ગ્રન્થામાં કહ્યું છે કે, ભગવાનનું દર્શન કરવાથી રાછિિતને જાતિસ્મરણનું જ્ઞાન થયું હતું. એ કારણે તે પોતાનાં પૂર્વનાં આઠ ભવાનું વૃત્તાન્ત જાણી કહેતા હતા કે, “હું પ્રભા! આપે પૂર્વ આ ભવાના સંબંધ નિભાવીને મને આ નવમા ભવમાં સંસારમાંથી નીકળવાને ખાધ આપ્યા છે, હું આપને મારા પતિ માનું છું, અને આપને મહાપુરુષ સમજું છું એટલા માટે મારું એ કવ્યું છે કે, જે માને આપે પકડયા છે તે માને હું પણ પકડું. આપે મારી ઉપર અનંત ઉપકાર કર્યો છે કે, આપે મને સદ્બેધ આપી મને આ સંસારની જાળમાંથી સાતાં બચાવી લીધી છે. હવે મારા માટે આપના માર્ગે ચાલવું એ જ ઉચિત છે. ’
ભગવાન જ્યારે તારણદ્વારે આવી પાછા ફરી ચાલ્યા ગયા ત્યારે રાજીમતિને ખેદ થયા હતા પણ જ્યારે તેણીએ ભગવાનના પાછા ફરવાનું કારણું જાણ્યું ત્યારે તેના આનંદના
Page #384
--------------------------------------------------------------------------
________________
વદી ૧૧]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૪૩
66
પાર રહ્યા નહિ. પણ સસારના લેાકેા કે જેએ સંસારસુખને શ્રેષ્ટ સુખ માને છે તે લોકોને રાજીમતિના અંતરના આનંદની ખબર ક્યાંથી હેાય ? અને એ કારણે જ રાજીમતિની સખીએ કે જેઓ રાજીમતિને સંસારનાં સુખ સાધનાથી સુખી બનાવવા પ્રયત્ન કરતી હતી, તે રાજીમાંતને કહેવા લાગી કે, “ પ્રિય સખી! એ તે બહુ સારું થયું કે, નેમિનાથ તારણ દ્વારથી જ પાછા ફરી ચાલ્યા ગયા ! મને તે એ પહેલેથી પસંદ જ ન હતા. તમારી બન્નેની બરાબર જોડી જ ન હતી. કયાં તે એ કાળા અને ક્યાં તમારા જેવી ગૈારી ! વાસ્તવમાં તે કોઇ પણ દ્રષ્ટિએ તમારે યોગ્ય ન હતા. એ તે બહુ સારું થયું કે તે પેાતાની મેળે ચાલ્યા ગયા ! લોકો તે તે પાછા ફરી ન જાય તે માટે પ્રયત્ન કરતા હતા પણ હું તે મનમાં એમજ વિચારતી હતી કે, આ ન માને અને પાછા ચાલ્યા જાય તે બહુ સારું! આખરે મારા મનનું ધાર્યું થયું અને તેથી મને બહુ જ આનંદ થયા '
"5
સખીનું આ કથન સાંભળી રાજીમતિ હસીને તેને કહેવા લાગી કે, ભગવાનનું મહત્ત્વ જાણતી નથી એટલા જ માટે તું આવી વાતા કહી રહી કાળા કહી તેમની અવહેલના કરે છે પણ તેઓ કાળા છે કે ગારા છે એ અધિકાર છે, તને નથી. કેવળ શરીરે કાળા હેાવાના કારણે તેમનું મહત્ત્વ કાંઈ ઓછું થઈ જતું નથી. શું કાળી ચીજો ખરાબ જ હાય છે! કાળી ચીજોની નિંદા કરવી એ ભૂલ છે. આંખની કીકી કાળા જ હાય છે. જો તે સફેદ થઈ જાય તે અંધાપા આવી જાય. મસ્તકના સફેદ વાળને લેાકેા વધારે કાળા બનાવવાના પ્રયત્ન કરે છે. આ પ્રમાણે બધી સફેદ ચીજો સારી જ માનવામાં આવતી નથી તેમ બધી કાળી ચીજો ખરાબ પણ માનવામાં આવતી નથી. તેઓ કાળા હેાવા છતાં પણ કેવા છે એ વાત તે। હું જ જાણું ત્રુ, તું જાણતી નથી. એટલા માટે તેમને કાળા અને મને ગેરી કહી મને વધારે શરમાવ નહિ. હું ધેાળી હેાવા છતાં પણ તેમની ખરેાબરી કરી શકતી નથી. તે પ્રભુને મારી જરાપણુ ગરજ ન હતી; પણ તેએ મારી ઉપર કૃપા કરી મને ખેધ દેવા માટે આવ્યા હતા. જે પ્રમાણે ક્ષીર સાગરને સાકરના ગાંગડાની ગરજ હાતી નથી અને ધનપતિ કુખેરને એક કાડીની ગરજ હાતી નથી તે જ પ્રમાણે ભગવાનને પણ મારી ગરજ ન હતી, પરંતુ તે મને એવા મેધ આપવા માટે આવ્યા હતા કે, ‘રાજીમતિ! તું આ સંસારમાં ફસાઇ જઈશ નહિ. ' એટલા માટે તમે લોકો ભગવાન આવા હતા, તેવા હતા, એ પ્રપ`ચમાં પડે નિહ. તમે તેા તમારું કામ કરેા. ભગવાન કેવા છે અને શા માટે તેારણુદ્રારથી પાછા ચાલ્યા ગયા એ વાત તેા હુંજ જાણું છું."
આ પ્રમાણે રાજીમતિ અને તેની સખીઓ સાથે ઘણી વાતચીત વિજય તા રાજીમતિના જ થયા. રાજીમતિના માતાપિતાએ પણ તેને ખીજો વિવાહ કર.' પણ રાજીમતિએ તે! એ જ ઉત્તર આપ્યા કે, તા ભગવાન અરિષ્ટનેમિ જ છે. એટલા માટે કાઇ બીજાને આ શરીરના વિચાર સરખા પણ ન કરેા. મારા અને ભગવાનના આત્મા એક ખીજાની ગયેા છે અને પરસ્પરના પ્રેમભાવથી એતપ્રેાત થઇ ગયા છે, ''
t
“સખી ! તું છે! તું તેમને
જોવાને મને
થઇ પરંતુ આખરે બહુ કહ્યું કે, ' તું
આ શરીરના નાથ
નાથ બનાવવાના
સાથે મળી
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૪૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્ર૦ ભાદરવા રાજીમતિ અને ભગવાન અરિષ્ટનેમિને સંબંધ કેવો હો એ બતાવવા માટે હું પૂછું છું કે, અર્થ એ કે વાણી મેટી? જે અર્થને મોટે કહેવામાં આવે છે તે અર્થ વાણી વિના વ્યક્ત થઈ શકતો નથી અને વાણીને જે મેટી કહેવામાં આવે તે અર્થ વિનાની વાણી શા કામની? આ પ્રમાણે અર્ધયુક્ત વાણી અને વાણી દ્વારા વ્યક્ત થતે અર્થ હેય તે જ અર્થ અને વાણીને મેળ ખાય. આ જ પ્રમાણે ભગવાન અરિષ્ટનેમિ અર્થની સમાન હતા અને રાજીમતિ વાણીની સમાન હતી. હીરા અને તેની કાન્તિમાં કોણ મોટું અને કોણ નાનું કહી શકાય ! જે હીરાને માટે અને તેની કાતિને નાની માનવામાં આવે તે કાન્તિ વિનાને હીરો શા કામને! અને જે કાન્તિને મોટી માનવામાં આવે તે હીરા વિના કાતિ રહે શામાં? આ પ્રમાણે હીરા અને તેની કાન્તિ વચ્ચે સંબંધ રહે છે અને એ સંબંધને કારણે જ બનેનું મહત્વ સમાન છે. એટલા માટે ભગવાન અરિષ્ટનેમિ અને ભગવતી રાજમતિને તમારા હૃદયમાં સ્થાન આપો અને જે પ્રમાણે ભગવતી રાજીમતિએ ભગવાનના માર્ગને પકડો તે જ પ્રમાણે તમે પણ તે જ માર્ગ પકડે તે તમારામાં પણ પરમાત્માની પ્રાર્થના કરવાની યોગ્યતા પ્રગટે અને તમે પરમાત્માની પ્રાર્થના કરવાના અધિકારી બની શકો !
સતી રાજમતિ અને ભગવાન અરિષ્ટનેમિને જે પાત્રના રૂપમાં માની તમને જે વાત કહી તેજ વાત હવે અનાથી મુનિ અને શ્રેણિક રાજાને પાત્ર બનાવીને કહું છું - અનાથી મુનિને અધિકાર–-૩૭
અનાથી મુનિની આ કથાને કઈ મહા મનસ્વી મહાપુરુષ કહે ત્યારે જ તે કથા પાછળ રહેલું રહસ્ય પ્રકટ થઈ શકે. એ કથાના રહસ્યને હું તો પૂરી રીતે પ્રકટ કરી શકું નહિ છતાં બુદ્ધિ અનુસાર તે વિષે થોડુંક કહું છું –
અનાથી મુનિ, નિશ્ચયથી તે સંકલ્પ કરતાં જ સાધુ થઈ ગયા હતા; પણ જે પ્રમાણે હિરે અને તેની કાતિ એ બન્નેની આવશ્યક્તા છે તે જ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર એ બન્નેની આવશ્યક્તા છે. આપણે એકદમ વ્યવહારને ત્યાગ કરી નિશ્ચયમાં પહોંચી શકતા નથી. એટલા જ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, “હે રાજન ! મેં મારા ભાઈઓની રજા લઈ સંયમ ધારણ કર્યો.” અનાથી મુનિએ નિશ્ચયથી તે સંયમ ધારણ કરી જ લીધું હતું પરંતુ શાસ્ત્રમાં આ વાત બતાવવા માટે જ કહી છે. શાસ્ત્રના સિદ્ધા મૌલિક છે અને આ મૌલિક સિદ્ધાન્ત નિશ્ચય અને વ્યવહાર એ બન્નેને લઈને જ છે એ વાત પણ હું સિદ્ધ પણ કરી શકું એમ છું
શાસ્ત્રમાં નિશ્ચયની સાથે વ્યવહાર પણ બતાવવામાં આવેલ છે. અને એ, બતાવવા માટે જ એમ કહેવામાં આવ્યું છે કે, “મેં ભાઈઓને પૂછીને દીક્ષા લીધી.' આ કથનદ્વારા નિશ્ચયની સાથે વ્યવહારની પણ આવશ્યક્તા છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. નિશ્ચયથી પણ સંયમની આવશ્યક્તા છે અને વ્યવહારથી પણ સંયમની આવશ્યક્તા છે, અર્થાત નિશ્ચયમાં તે વત હેવું જોઈએ પણ વ્યવહારમાં પણ લિંગ હોવું જોઈએ. આ જ રાજમાર્ગ છે. એમ તો કેટલાકને ગૃહસ્થના લિંગમાં જ કેવળજ્ઞાન પ્રગટયું છે અને ગૃહલિંગમાં રહેવા છતાં પણ સિદ્ધગતિને પામ્યા છે; પણ સિદ્ધ થવા માટે આ રાજમાર્ગ નથી. આ જ
Page #386
--------------------------------------------------------------------------
________________
વદી ૧૧ ].
રાજકેટ-ચાતુર્માસ
[ ૩૪પ
પ્રમાણે કેટલાકને ઉપદેશ વિના જ સ્વાભાવિક રીતે સમકિત થઈ જાય છે અને કેટલાકોને ઉપદેશદ્વારા સમકિત થાય છે; પરંતુ સમક્તિ પ્રાપ્ત કરવાને રાજમાર્ગ તે ઉપદેશ જ છે. આ જ પ્રમાણે નિશ્ચયની પણ આવશ્યક્તા છે પણ નિશ્ચયને લઈને વ્યવહારને ત્યાગ કરી દે એ રાજમાર્ગ નથી. રાજમાર્ગ તે નિશ્ચયની સાથે વ્યવહારને રાખવાને જ છે. મુનિ નિશ્ચયમાં તે સંકલ્પદ્વારા પૂરતી રીતે સાધુ થઈ ગયા હતા. જે તેમના સાધુપણુમાં કદાચ કાંઈ ખામી હેત અર્થાત તેમને સંકલ્પ અપૂર્ણ હેત તે એ દશામાં તેમનો રોગ કદાચ જ ચાલ્યો જાત ! તેમણે દઢ સંકલ્પ કર્યો હત-નિશ્ચયથી તેઓ સાધુ બની ગયા હતા, છતાં તેમણે વ્યવહારને સાચવવા માટે તેમના ભાઈઓને પૂછીને દીક્ષા લીધી. આ પ્રમાણે ભાઈઓની અનુમતિ લેવાનો તેમનો આશય નિશ્ચયની સાથે વ્યવહાર સાચવવાને છે.
અનાથી મુનિએ જ્યારે પિતાના કુટુંબીજનોને દીક્ષા લેવા માટે પૂછયું હશે ત્યારે તેમના કુટુંબીજનોને કેટલું બધું દુઃખ થયું હશે! તેઓ મનમાં શું વિચારતા હશે ! તેઓ એમ વિચારતા હશે કે, “હવે એમનો રોગ ચાલ્યો ગયો છે, એટલા માટે તેઓ હવે સંસારના સુખનો ઉપભોગ કરશે, પણ તે તો સ્વસ્થ થતાં જ સંયમ લેવા માટે તૈયાર થઈ ગયા છે. ” અનાથી મુનિ સંયમ લેવા તૈયાર થયા છતાં શું કઈ કુટુંબીજન એવી ભાવના કરે ખરા કે, “એ રેગી થઈને પડ્યા રહેત તે ઠીક હતું?આ પ્રમાણે કોઈ કુટુંબીજન વિચારે નહિ. કુટુંબીજનેએ તે એમ જ વિચાર્યું હશે કે, જેમની કૃપાથી રોગ દૂર થાય છે તેમના શરણે જવું એ જ ઉચિત છે. આમ વિચારવા છતાં કુટુંબીજનેને વિરહનું દુઃખ થાય એ સ્વાભાવિક જ છે અને એ કારણે માતા-પિતાના દુઃખને દેખાવ પણ થયા હશે.
तोऽहं नाहो जाओ, अप्पणो य परस्स य ।
सव्वेसि येव भृयाणं, तस्साणं थावराणं य ।। ३५॥ હે રાજન! જ્યાં સુધી મેં સંયમ લીધે ન હતું ત્યાં સુધી હું અનાથ હતાપરંતુ જ્યારે મેં સંયમ ધારણ કર્યો ત્યારે હું સનાથ થઈ ગયો. હવે હું પિતાને પણ નાથ છું અને બીજાને પણ નાથ છું. હવે તે પ્રાણીમાત્રને નાથ થઈ ગયે. પ્રાણીમાત્રમાં પણ જે પ્રાણીઓ દેખાય છે તે જ નહિ પણ ત્રાસ અને સ્થાવર બન્નેને નાથ થઈ ગયો.
નાથને અર્થ રક્ષા કરનાર એવો થાય છે. આ અર્થ પ્રમાણે જે અનાથી મુનિ બધાના નાથ હતા તો અહીં એ પ્રશ્ન થાય છે કે તે પછી તેઓએ પોતાના માતા-પિતા ભાઈ બહેનની રક્ષા કેમ ન કરી ? એ બધાને વિરહની વેદના થતી હતી તે પછી તેઓ અનાથ રહ્યા કે સનાથ? તે મુનિની સ્ત્રી અનાથા રહી કે સનાથા? આ પ્રમાણે જ્યારે બધા જીવોના મુનિ નાથ થયા હતા તે પછી તેમના માતા-પિતા વગેરે અનાથ કેમ રહ્યા અને શાસ્ત્રમાં “મુનિ બધા ત્ર-સ્થાવર જીવોના નાથ થઈ ગયા” એમ શા માટે કહ્યું?
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સંસારમાં નાથ કેવળ તેમને જ કહેવામાં આવે છે કે, જેમની દ્વારા શરીરને પોષવાનાં ખાન-પાનનાં સાધને મળે. જેમને આ ચીજો મળે છે
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૪૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
તેમને સનાથ કહેવામાં આવે છે અને જેમને તે ચીજો મળતી નથી તેમને અનાથ કહેવામાં આવે છે. પરંતુ સનાથ અનાથને આ અર્થ વ્યાવહારિક છે, આધ્યાત્મિક અર્થ જુદો જ છે. નાથને આધ્યાત્મિક અર્થ એ છે કે, જે પિતાના આત્માનો નાથ બની જાય છે તે જ બીજાને પણ નાથ બની જાય છે.
કોઈ પણ કાર્ય ત્રણ પ્રકારે થાય છે. પહેલાં વિચાર થાય છે, પછી ઉચ્ચાર થાય છે અને ત્યારબાદ આચાર થાય છે. આત્મામાં પહેલાં પ્રત્યેક કાર્યને માટે વિચાર કે સંકલ્પ થાય છે. પછી જે વિચાર થએલો હોય છે તેને નિઃસંકોચ ઉચ્ચાર કરવામાં આવે છે અને પછી જેવો ઉચ્ચાર કરવામાં આવ્યું હોય છે તે આચાર કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રત્યેક કાર્યની ઉત્પત્તિ વિચારથી જ થાય છે, પણ કાર્યની સિદ્ધિ તે આચારથી જ થાય છે.
અનાથી મુનિના કુટુંબીજને દીક્ષા લેવા માટે સમર્થ થયા હશે કે થયા નહિ હોય પણ તેમને એ વિચાર તે અવશ્ય થયો હશે કે, જેના સંકલ્પમાત્રથી રોગ ચાલ્યો જાય છે તે સંસરા અવશ્ય ગ્રાહ્ય છે જે રોગ અમારા અનેક પ્રયત્નોથી પણ દૂર થયો ન હતો તે રોગ જે સંયમના સંકલ્પમાત્રથી ચાલ્યો ગયો, તે સંયમ કદાપિ ઉપેક્ષણીય નથી પરંતુ ગ્રાહ્ય જ છે. માતાપિતા વગેરે કુટુંબીજનોને એ વિચાર તે અવશ્ય થયું હશે કે. અમને આના વિરહનું દુઃખ અવશ્ય છે પણ અમને તે આ એમ કહે છે કે, તમે તમારા આત્માને પણ સનાથ બનાવ.શું આ વિચારથી માતાપિતા વગેરેને પ્રસન્નતા થઈ નહિ હોય ?
આ દૃષ્ટિએ તે મુનિ તે માતાપિતા વગેરેના પણ નાથ બન્યા કે નહિ? તે મુનિ તો બધાને સનાથ બનવાની શિક્ષા આપી સનાથ બનાવે છે પણ જો મુનિની આ શિક્ષાને કોઈ ન માને તે એ કારણે મુનિને દોષ કેમ આપી શકાય?
માને કે, કોઈ માણસે એક નિશાળ ખોલી અને એવી જાહેરાત કરાવી કે, આ નિશાળમાં દરેક પ્રકારની શિક્ષા આપવામાં આવે છે, જેમની ઈચ્છા હોય તે આ નિશાળમાં આવી શિક્ષા લઈ શકે છે. આવી જાહેરાત કરવા છતાં પણ જો કોઈ તે નિશાળમાં ભણવા ન આવે તે એમાં નિશાળ ખેલનારને શ દોષ ? આ જ પ્રમાણે અનાથી મુનિ પિતે “નાથ” થઈ બધાને સનાથતા આપે છે છતાં જો કોઈ સનાથલા ન લે તો તેમાં મુનિને શો દેષ? તે મુનિ તે બધાના નાથ છે અને બધાને તેઓ સનાથ બનાવે છે.
“પરમ કઠિન વ્યાલ ગ્રસત હૈ, સિત ભયો ભય ભારી; ચાહત અભય ભેરવ શરણાગતિ, ખગપતિ નાથ બિસારી.”
એક માણસને એક ભયંકર સાપ કરડવા માટે દેડ્યો. તે માણસ ભયભીત થઈ એક દેડકાને શરણે જવા દો. તે માણસે એટલો પણ વિચાર ન કર્યો કે, દેડકો એ તે સાપને આહાર છે. દેડકે તે પિતે સાપથી ડરે છે તે પછી મારી તે રક્ષા શું કરશે? આ પ્રમાણે પૂર્વાપર વિચાર ન કરતાં તે માણસ દેડકાના શરણે ગયે. બીજી બાજુ ગરુડ તેને બેલાવી રહ્યું છે કે, તું મારી પાસે આવી જા. પછી સાપની શું તાકાત છે કે તે
Page #388
--------------------------------------------------------------------------
________________
વદી ૧૧]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૪૭
તને કરડે ? ગરુડ આ પ્રમાણે કહે છે છતાં તે માણસ ગરુડ પાસે તે જતા નથી અને દેડકાના શરણે જાય છે. તે માણસની મૂર્ખતાને કારણે શું ગરુડનું મહત્ત્વ ઘટી જશે અને દેડકાનું મહત્ત્વ વધી જશે ખરું?
આ જ પ્રમાણે લોકો સ`સાર ખરાબ છે એમ કહે છે પણ આ ખરાબ સંસારથી ખચવા માટે લોકો કાનું શરણ લે છે ? કોઈ તા સ્ત્રીનું શરણ લે છે, કાઈ પુત્રનું શરણુ લે છે, અને કાઇ ધનનું શરણ લે છે. માણસે સ્ત્રી-પુત્ર, ધન આદિનું શરણ લે છે પણ તે લેાકેા એટલું વિચારતા નથી કે, જ્યારે તેએ જ સંસારના ભયથી મુક્ત થયા નથી તે પછી તેઓ અમારું શું રક્ષણ કરશે ! - આથી વિપરીત ખીજી બાજુ ગરુડની જેવા પરમાત્મા પેાતાની પાસે લેાકાને મેલાવી રહ્યા છે પણ લોકો તેમના શરણે નથી જતા. મંગલિક શરણા ચાર; કેવલી ભાસિત ધ તૂટે આઠ ક.”
હિરદે રાખી? હા ભવિયન અરહિન્ત સિદ્ધ સાધુતા હૈ। ભવિયન ચે ચારેાં જપતા થકા હા
ભવિયન
અરિહંત, સિદ્ધ, સાધુ, અને કેલિ પ્રરૂપિત ધ એ ચાર, સંસારરૂપી સાપથી અચવા માટે ગરુડની સમાન છે. જો સંસાર-સાપથી બચવું છે ! એ ચાર ગરુડના શરણે જાએ. જ્યારે સંસારરૂપી સાપ તમને કરડવા દોડે ત્યારે એ ચારના શરણે જશા તેા તમારી રક્ષા અવશ્ય થશે. એ ચાર ગરુડની સમાન છે. ભય કે લેભમાં પડી જઇ એ શરણના ત્યાગ ન કરેા. જે એ ચાર શરણાંને સ્વીકારે છે, તે સંકટના સમયે પણ જરાપણ ગભરાતા નથી; તે તેા સુદર્શનની જેમ દ્રઢ રહે છે.
સુદર્શન ચિરત્ર—૩૭
શાચ કરે સરદાર રાની, તબ ખેલી કઠિન કરાલ; રે! રજપૂત રક હેાય કર્યો, ફરતે ઢીલમ ઢાલ, સુભટ શેકા પડ રાય હૈ, લાયે ખાસ હજૂર; દેખ સેઢમી દેહરાય મન, હા ગયા ચકનાચૂર.
ાધન૦ ૭૫ ના
ાધન છઠ્ઠું ||
જેમને અરિહંત, સિદ્ધં આદિના શરણુ ઉપર વિશ્વાસ છે, તેમની ઉપર ગમે તેટલેા ત્રાસ પડે છતાં તેએ ડરતા નથી, આ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી વિશેષ સ્પષ્ટ થશે.
રાણીએ સુભટાને સુદર્શનને મારી નાંખવા માટે ખૂબ જ ઉશ્કેરણી કરી પણ સુભટા વીર અને વિચારશીલ હતા એટલે તે વિચાર કરવા લાગ્યા કે, આ શેઠની આંખા કેવી સૌમ્ય છે ! અને આ રાણીની આંખેા કેટલી બધી ભયંકર છે! જો કે રાણી રાજમાતા છે તેમ છતાં આ કાયાને માટે આત્માને ભૂલી જવા એ ધમ નથી. એટલા માટે રાણીના કથન ઉપર વિચાર ન કરતાં શેઠને અન્યાય કરવા ન જોઇએ. સત્પુરુષો વ્યવહારનું કાર્ય કરવા છતાં ધર્માંને ભૂલી જતા નથી. સજ્જનાના સ્વભાવ પ્રમાણે સુભા પૂર્વીપર વિચાર કરવા લાગ્યા. સુભટાને વિચારમગ્ન થએલા જોઇ રાણી તેમને કહેવા લાગી કે, શું વિચાર કરેા છે ? જોતા નથી કે આ દુષ્ટે મારી કેવી અવદશા કરી નાંખી
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૪૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર. ભાદરવા
છે. આ જુઓ ! મારાં કપડાંનાં ચીરે ચીરાં કરી નાંખ્યાં છે. મારા શરીરની પણ દશા જુઓ ! માટે તમે જડભરત જેમ કેમ ઉભા છે. એને જલદી દંડ આપે. સુભટે રાણીનું કથન સાંભળી વિચારવા લાગ્યા કે, ખાલી રાણીનાં કપડાં જ દેખીએ કે તેની આંખે પણ દેખીએ? મહારાણુની આંખમાં કેટલે બધે વિકાર ભરેલો છે. જ્યારે આ શેઠ તે પરમાત્માના ધ્યાનમાં કેવો તલ્લીન છે !
સુભ છેવટે એ વિચાર ઉપર આવ્યા કે, વાસ્તવિક વાત શું છે તે વિષે શેઠને જ પૂછીએ તે કેમ? આ પ્રમાણે વિચાર કરી એક સુભટે શેઠને ધીરેથી પૂછ્યું કે, શેઠજી ! આ રાણી શું કહે છે ! તમે અહીં શા માટે આવ્યા !
સુભટોના આ પ્રશ્નના ઉત્તરમાં શેઠ રાણીનાં બધાં ભેદભરમ ખુલ્લાં કરી શકતા હતા, પણ તેમણે વિચાર્યું કે, આ રાણી તો મારી માતા સમાન છે તે હું તેમનાં દુર્ગુણો કેમ પ્રગટ કરી શકું? આ સુભટોને મારી ઉપર વિશ્વાસ છે અને રાણી ઉપર તેમને વિશ્વાસ નથી. તેમ છતાં જેમને હું માતા કહી ચૂક્યો છું, તેમનાં દુર્ગણે હું કેમ પ્રગટ કરી શકું ! વળી હું અત્યારે પૈષધમાં છું એટલે કોઈ વાતને છાની રાખી ખોટી વાત પણ કેમ કહી શકું ! અત્યારે ખોટી વાત પણ કહી શકું નહિ અને માતાના દેને પ્રગટ કરવા પણ ચાહત નથી, આવી અવસ્થામાં ભારે મૌન સેવવું એ જ યોગ્ય છે. - શેઠ મૌન રહ્યો. સુભટોના પ્રશ્નના ઉત્તરમાં તે કાંઈ પણ બે નહિ. શેઠને મન બેઠેલો જોઈ સુભટ વિચારવા લાગ્યા કે, હવે શું કરવું ! ખરી વાત શું છે તેને પત્તો કેવી રીતે લગાવો ! શેઠ કાંઈ બોલતા નથી અને રાણી ગુન્હેગાર તરીકે શેઠને બતાવે છે. આવી દશામાં શું કરવું તેની કાંઈ સુઝ પડતી નથી. એટલા માટે અત્યારે તે એ જ ઠીક જણાય છે કે રાણીના હુકમ પ્રમાણે શેઠને પકડી લેવા. રાણી શેઠને દંડરૂપ કતલ કરવાનું કહે છે પણ તેમની કતલ ન કરતાં તેમને રાજા સમક્ષ લઈ જવા-પછી રાજાએ જે દંડ આપ હશે તે દંડ આપશે. અત્યારે તે શેઠને પકડી લેવા એ જ ઉચિત છે.
શેઠ સભ્યોને બધી હકીક્ત કહી શકતા હતા, પણ તે તે જે પ્રમાણે પધશાલામાં બેઠે હતું તે પ્રમાણે રાણીની સામે પણ બેસી રહ્યું અને તે જ પ્રમાણે સુભટોની સામે પણ બેસી રહ્યો. સુભટોએ શેઠને કહ્યું કે, તમે કાંઈ બોલતા નથી એટલે સત્ય હકીકત શું છે તેની અમને કાંઈ ખબર પડતી નથી. અમે તે અમારા કર્તવ્યનું પાલન કરીએ છીએ. જે વાત સત્ય હશે તે યથાસમયે પ્રગટ થશે જ.
આ પ્રમાણે કહી સુભટોએ શેઠને પકડી બાંધી લીધા. શેઠને પકડીને બાંધ્યા છતાં સુભટોએ તેમની સાથે જરાપણ અસભ્ય વ્યવહાર કર્યો નહિ; પણ સભ્યતાપૂર્વક જ વ્યવહાર કર્યો.
સુભટે શેઠને પકડી નગરની બહાર રાજાની પાસે લઈ ગયા. લેકે શેઠને આ પ્રમાણે પકડાયેલા જોઈ વિચારવા લાગ્યા કે, “પ્રભો ! આ શું થયું. જે સમુદ્ર જ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરશે તે તેની પાળ કેમ બાંધી શકાશે-તે જ પ્રમાણે જ્યારે આવા મહાપુરુષો મર્યાદાનું ઉલ્લંધન કરશે તે પછી મર્યાદાની રક્ષા કોણ કરશે !”
Page #390
--------------------------------------------------------------------------
________________
વદ ૦)) ]
રાજકેટ-ચાતુર્માસ
[૩૪૯
સુભટો શેઠને પકડી રાજાની પાસે લાવ્યા. શેઠને આ પ્રમાણે પકડાયેલા જોઈ રાજાને ઘણું આશ્ચર્ય થયું. રાજાએ સિપાઈઓને પૂછયું કે, શું છે ! સિપાઈએાએ જવાબ આપ્યો કે, મહારાજ ! શું કહીએ ! કાંઈ વાત કહી શકાય એમ નથી ! વાત કહેતાં અમારી જીભ ઉપડતી નથી. રાજાએ કહ્યું કે, જ્યારે તમે શેઠને પકડી લાવ્યા છો તે શા કારણે પકડી લાવ્યા છો એ કારણ તે બતાવો !
બીજા સિપાઈએ કહ્યું કે, અમે શેઠને રાજમહેલમાંથી પકડી લાવ્યા છીએ. રાજમહેલમાં વાસ્તવિક વાત શું બની છે એ તે અમે જાણતા નથી પણ રાણીજી કહે છે કે, શેઠે મારા શીલવતને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વાત સાચી છે કે ખોટી એ વાતને નિર્ણય આપ કરો. - રાજાએ કહ્યું કે, શેઠ જેવા ધર્માત્મા ઉપર આવું કલંક ચડાવવામાં આવે છે ? તેમને છોડી મૂકે. રાજાની આજ્ઞા મળતાં જ સિપાઈઓએ શેઠને છોડી મૂક્યા.
રાજા શેઠને એકાંત જગ્યાએ લઈ ગયા અને શું હકીકત બની હતી તે પૂછવા લાગ્યા. રાજા સુદર્શનને કેવી રીતે હકીકત પૂછે છે અને શેઠ તેને કાંઈ ઉત્તર આપે છે કે નહિ તે વિષે યથાવસરે આગળ વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદ ૦)) મંગળવાર
પ્રાર્થના “અશ્વસેન” નૃ૫ કુલસિલો રે, “વામા” દેવીકે ન ચિન્તામણિ ચિત્તમેં બસે રે, દૂર ટલે દુઃખ કંદ;
- જીવ રે (પાશ્વજિનેશ્વર વદ. ૧ શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં આત્મા અને પરમાત્માની શુદ્ધ નિશ્ચયરૂપે એકતા બતાવી પરમાત્મા અને આત્મા વચ્ચે જે ભિન્નતા છે તે દૂર કરવાનો ઉપાય બતાવવામાં આવે છે. શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ આત્મા અને પરમાત્મા એક જ છે, એમ આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે. આ જીવ જો કે, અત્યારે માયાની જાળમાં ફસાઈ ગયા છે, કર્મકારા અશુદ્ધ થઈ રહ્યો છે અને એ કારણે પરમાત્માથી દૂર જઈ પડે છે, પણ જ્ઞાની લોકો એ જીને આશ્વાસન આપે છે કે, પરમાત્માથી જીવ ભલે ગમે તેટલે દૂર જઈ પડયો હોય, પણ જ્યારે એ જીવ પિતાના સ્વરૂપ વિષે શુદ્ધ દષ્ટિએ વિચાર કરશે ત્યારે તેને આત્મા અને પરમાત્મા વચ્ચે ભિન્નતા જણાશે નહિ, પણ એકતા જ જણાશે. આ પ્રમાણે હે! છવ ! તું તારું નિજ સ્વરૂપ જે, નિજ સ્વરૂપ જેવાથી “તું પરમાત્માનું જ રૂપ છો” એમ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૫૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [પ્રથમ ભાદરવા તને જણાશે. તું અને પરમાત્મા એક જ છે પણ પુગલોના ભ્રમમાં પડી જઈને તું એ વાત ભૂલી ગયા છે, તું ભગવાન પાર્શ્વનાથના શરણે જઈ તારા નિજસ્વરૂપનો વિચાર કરીશ તે તારા આત્મામાં અને પરમાત્મામાં શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ કાંઈ અંતર નથી એ તને સ્પષ્ટ જણાશે; કેવળ ઉપાધિને કારણે જ અંતર પડી રહ્યું છે.
“વહેમી ભય મને જથા રે, સૂને ઘર વૈતાલ;
મૂરખ આત્મ વિષે રે, મા જગ ભ્રમજાલ.” જ્ઞાનીજને કહે છે કે, “હે જીવ! તું અને પરમાત્મા નિશ્ચયનયની દૃષ્ટિએ એક જ છો, કાંઈ અંતર નથી, પરંતુ જે પ્રમાણે વહેમી માણસ સૂના ઘરમાં ભૂતની કલ્પના કરે છે અને પિતાની ભૂતની કલ્પનાથી જ ભય પામે છે, તે જ પ્રમાણે તું પણ તારી કલ્પનાના ભયને કારણે જ પરમાત્માથી દૂર જઈ પડ્યો છે. તે ભગવાન પાર્શ્વનાથના શરણે જા તે તારાં બધાં ભ્રમે મટી જશે. તું પાંચ ભૂતના પ્રપંચમાં પડી રહ્યો છે અને તે કારણે જ ભગવાનથી દૂર જઈ પડ્યો છે. જે તું આ પ્રપંચમાંથી નીકળી જા તે પછી પરમાત્મા પણ તારાથી દૂર ન રહે. તું ચૈતન્ય છે. ચૈતન્ય થઈને તું કયા ભ્રમમાં પડી રહ્યો છે? અને તારા ધર્મને કેમ ભૂલી રહ્યા છે? વિચાર કર, કે જડ પદાર્થો પણ પિતાને ધર્મ સ્વભાવ છોડતા નથી. પૃથ્વી ગંધમય છે, પાણી રસમય છે, પવન સ્પર્શમય છે, અગ્નિ તેજોમય છે, અને આકાશ અવકાશમય છે. આ જડ પદાર્થો પણ પોતપોતાના ધર્મમાં સ્થિર રહે છે તે પછી તું ચૈતન્ય થઇને પણ પિતાના ધર્મને કેવી રીતે ભૂલી રહ્યો છે તેને વિચાર કર. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે,
न वण्णे न गन्धे न रसे न फासे । અર્થાત-આત્માને કોઈ પ્રકારનો વર્ણ નથી, તેને ગંધ નથી, તેને રસ નથી, તેમ કઈ પ્રકારને તેને સ્પર્શ નથી. તે એ બધાથી રહિત છે. આ પ્રમાણે હે જીવ ! તું તારા નિજસ્વરૂપને વિચાર કેમ કરતે નથી? નિજસ્વરૂપ વિષે વિચાર કરતાં તને જણાશે કે, “કર્મને કારણે, બહારની ઉપાધિને કારણે હું પરમાત્માથી જુદે થઈ રહ્યા છે, પણ જો હું કર્મરૂપ ઉપાધિને નિજસ્વરૂપ સમજીને દૂર કરી નાંખ્યું તે પરમાત્મારૂપ બની શકું છું.”
જ્ઞાનીજનો કોઈ પણ વસ્તુને કેવળ ઉપરથી જ જોતા નથી પરંતુ તેના વાસ્તવિક રૂપને પણ જુએ છે. વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ તેમની સમજમાં આવી જાય છે તે તેને હમેશાંને માટે હૃદયમાં સ્થાન આપી દે છે અને પછી તેનો કદાપિ ત્યાગ કરતા નથી. આ જ સાચું સમકિત છે. વસ્તુના સ્વરૂપને કોઈ પણ સમયે, કઈ પણ કારણે ન ભૂલવું એજ સમકિત છે. - જ્ઞાનીઓ કહે છે કે, હે જીવ! તું અનંતકાળથી કર્મના સારા-નરસા ફલને ચાખ આવ્યો છે છતાં તું નિજસ્વરૂપને જાણું શકયો નથી અને તેથી તને કશે લાભ પહોંઓ નથી; માટે તું નિજસ્વરૂપ જાણવા માટે પરમાત્માની પ્રાર્થના કર.
( પરમાત્માની પ્રાર્થનાને જે ઉદ્દેશ બતાવવામાં આવ્યું છે તે ઉદ્દેશને શાસ્ત્રમાં અનેક રીતિએ બતાવવામાં આવ્યો છે. શાસ્ત્રમાં જે કાંઈ કહ્યું છે તે બધાની સમજમાં આવી
Page #392
--------------------------------------------------------------------------
________________
વી ૦)) ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૫૧
શકતું નથી તેને સમજવા માટે તે કાઇ સદ્ગુરુના શરણે જવું જોઇએ. સદ્ગુરુના શરણે જવાથી જ શાસ્ત્રની વાતો બરાબર સમજમાં આવી શકે છે અને એ કારણે જ સદ્ગુરુની જે પ્રશંસા કરવામાં આવી છે તે અસ્થાને નથી. જો સદ્ગુરુના શરણે જઇ શાસ્ત્રમાં કચિત્ રહસ્યને સમજો તેા એક દિવસ એવા જરૂર આવશે કે, જે દિવસે તમે આત્મસ્વરૂપને સમજીશકશેા, અને જ્યારે આત્મસ્વરૂપને સમજી જશે ત્યારે આત્મ કલ્યાણ થવામાં પણ વાર લાગશે નહિ.
જે વાત આત્મસ્વરૂપ જાણવા માટે શાસ્ત્રમાં કહેવામાં આવી છે તે જ વાત ખીજાં શાસ્ત્રામાં પણ સ્યાદ્વાદની ષ્ટિએ જોતાં જોવામાં આવશે. પ્રત્યેક વાત સ્યાદ્વાદની દૃષ્ટિએ જોવામાં આવે તે જ તેનું રહસ્ય સમજમાં આવી શકે છે.
અન્ય ગ્રંથામાં પણ લખ્યું છે કે, આત્મા અને પરમાત્મા એક છે પણ ઉપાધિને કારણે તેમાં ભિન્નતા આવી ગઈ છે. છાન્દોગ્યોપનિષમાં કહ્યું છે કેઃ
" अथ एष सम्प्रसादो अस्माच्छरीरात् समुत्थाय परं । ज्योतिरुपं सम्पद्य स्वेन रूपेणाभिनिष्पद्यत एष आत्मैवेतिच
જીવ અને આત્મા એક છે કે ભિન્ન ભિન્ન છે એવા પ્રશ્ન ઉભા નયની દૃષ્ટિએ જીવ અને આત્મામાં કાંઇ અંતર નથી પણ એક જ છે કરતાં એ બન્નેને ભિન્ન ભિન્ન કહેવામાં આવ્યાં છે. કહ્યું છે કેઃ—
अटुकम्मं पासबद्धो जीवो संसारचारये ट्ठाई । अटुकम्पासमुको आया शिवमंदिरं ट्ठाई ॥
""
66
,,
11
થાય છે. શુદ્ધ પરંતુ વ્યાખ્યા
અર્થાત્—જ્યાં સુધી આઃ કર્માંથી જીવ બંધાએલા રહે છે ત્યાં સુધી સંસારમાં તે જીવને ‘જીવ' કહે છે, પણ જ્યારે તે આઠ કર્મોથી મુક્ત થઇ જાય છે ત્યારે તે જ જીવ શિવપુરીમાં રહેનાર આત્મા છે.
આ પ્રમાણે જીવ અને આત્મા વચ્ચે ભેદ બતાવવામાં આવ્યા છે. આ જ વાત ઉપનિષમાં પણ બતાવવામાં આવેલ છે કે જ્યારે આ જીવ પરપદાર્થીમાં આનંદ માને છે ત્યારે તે સમ્પ્રસાદ જીવ છે પણ જ્યારે તેને એવું ભાન થાય છે કે, હું પરમ યેાતિર્મય આત્મા છું ત્યારે તે શરીરના અધ્યાસ છેાડી પરમજ્યેાતિરૂપ બની જાય છે. આ પ્રમાણે જીવ પેાતાના વિકાસ સાધે છે, તેને અમે આત્મા કહીએ છીએ.
આ પ્રમાણે ઉપનિષતનું કથન પણ એજ છે કે, આઠ કર્માંના ત્યાગ કરી .જે શિવ પુરીમાં જાય છે તે જ આત્મા છે. આ પ્રમાણે તેમાં આત્મા અને પરમાત્માની એકતા અને ભિન્નતા બતાવવામાં આવેલ છે. વમાંથી આત્મા થાય છે અને આત્મા એ જ પરમાત્મા છે. જેટલા સિંહો થયા છે તે બધા જીવમાંથી નીકળીને જ અન્યા છે. માટે જીવને શિવ બનાવવા માટે ઉપાધિનેા ત્યાગ કરવા જોઇએ.
હવે આ જ વાત અનાથી મુનિના ચરિત્રદ્વારા સમજાવું છુંઃ
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૫૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્રથમ ભાદરવા
અનાથી મુનિને અધિકાર–૩૮
અનાથી મુનિએ રાજાને કહ્યું કે, પરવસ્તુ ઉપર અધિકાર જમાવ એ જ અનાથતા છે અને પરવસ્તુની માલિકીને ત્યાગ કરી આત્મસ્વરૂપને સમજવું એ જ સનાથતા છે.
કોઈ અનાથ બનવા ચાહતું નથી. બધા સનાથ બનવા ચાહે છે પણ સનાથ બનવા માટે યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. જેમકે તમે સ્વરાજ્ય મેળવવા ચાહો છો પરંતુ તમારામાં સ્વરાજ્ય મેળવવાની યોગ્યતા છે કે નહિ તે જુઓ! તમે સ્વરાજ્ય તે ચાહો છો પણ તમે વિલાયતી દવા, વિલાયતી વસ્ત્રો, વિલાયતી ચીજોથી દૂર રહ્યા છો કે નહિ ? જે નહિ તે પછી શું તમે સ્વરાજ્યને યોગ્ય બન્યા છે ! આ પ્રમાણે જ્યારે તમે વ્યાવહારિક સ્વતંત્રતા મેળવવાને માટે યોગ્ય બન્યા નથી તે પછી આધ્યાત્મિક સ્વતંત્રતા મેળવવા માટે કેટલી યોગ્યતા મેળવવી જોઇએ તેને વિચાર કરે !
મતલબ કે, તમે સનાથ બનવા તે ચાહે છે પણ સનાથ કેવી રીતે બની શકાય તે પણ જુઓ. જે કોઈ પુરૂષ પતે પરવસ્તુને ગુલામ બનવા ચાહત નથી કે પરવસ્તુ ઉપર પિતાને અધિકાર જમાવવા ઈચ્છતો નથી તે જ સનાથ છે. જો તમે સનાથતાની આ વ્યાખ્યાને તમારા હૃદયમાં સ્થાન આપશે તે તમારું સાંસારિક જીવન વ્યર્થ નહિ જતાં સુખદાયક બની જશે.
રાજા શ્રેણિકે અનાથી મુનિને ઋદ્ધિ બતાવીને કહ્યું હતું કે, “મારી પાસે આટલી બધી ઋદ્ધિ છે અને હું હાથી, ઘડા તથા રાજ્યને સ્વામી છું છતાં આપ મને અનાથ કેમ કહો છે?” પણ મુનિએ પિતાની અનાથતા બતાવીને રાજાને કહ્યું કે, “હે રાજન ! તું જે ચીજોને કારણે પિતાને સનાથ સમજે છે તે ચીજોને કારણે તું સનાથ છે કે અનાથ તેને વિચાર કર.
“હે રાજન! તારી પાસે છેડા હોવાને કારણે તે સનાથ છે એમ કેમ કહી શકાય. એ તે તારી નિર્બળતા છે કે તું ઘેડાની સહાયતા લે છે. માટે ઘડાને કારણે તું સનાથ નહિ પણ વધારે અનાથ બને છે! ”
વળી, હે રાજન ! તું કહે છે કે, મારી પાસે ઘેડા ઉપરાંત હાથીઓ પણ છે એટલે હું અનાથ નથી પણ હે રાજન! જ્યારે ઘડાથી અનાથતા ન મટી તે હાથીઓ દ્વારા સનાથતા ક્યાંથી આવી શકે? ઘેડાની અપેક્ષા હાથીએ તને વધારે અનાથ બનાવ્યું છે. તો પછી તું એવું અભિમાન શા માટે કરે છે કે, મારી પાસે હાથી ઘોડા હોવાને કારણે હું અનાથ છું?”
“વળી, હે રાજન ! તું એમ કહે છે કે, મારી પાસે આટલું બધું રાજ્ય છે, આટલાં બધાં ગામે છે, તે પછી હું અનાથ શાને ? ' પણ હે રાજન ! તું રાજપાટ હેવાને કારણે પિતાને સનાથ સમજે છે પણ તું તેને જ કારણે અનાથ છે. આ પ્રમાણે હે રાજન ! તું જે પરપદાર્થોને કારણે પિતાને સનાથ સમજે છે તે જ પરંપદાર્થોને કારણે તું અનાથ બની રહ્યો છે, એ
Page #394
--------------------------------------------------------------------------
________________
વદ )) ] રાજકેટ-ચાતુર્માસ
[૩૫૩ અનાથી મુનિ કહે છે કે, “હે રાજન ! સંસારનાં બધાં પદાર્થો આ પ્રમાણે અનાથ બનાવે છે, સનાથ બનાવતા નથી. હે ! રાજન ! તું કહે છે કે મારી આજ્ઞા આખા રાજયમાં વર્તે છે તે પછી હું અનાથ શાને ? પણ હું પૂછું છું કે, તારી આજ્ઞા તારા શરીર ઉપર પણ ચાલે છે કે નહિ તે જે. જે તારી આજ્ઞા તારા શરીર ઉપર ચાલતી નથી અને તારી આજ્ઞાનું પાલન કર્યા વિના જ તારા કાળા વાળ સફેદ થઈ જાય છે, દાંત પડી જાય છે, આંખનું તેજ ઓછું થઈ જાય છે અને શરીરની શક્તિ ઓછી થઈ જાય છે તે પછી તારી આજ્ઞા બીજે બધે ઠેકાણે વર્તે છે એમ કેમ કહી શકાય અને “મારી આજ્ઞા બધા માને છે એટલે હું સનાથ છું' એમ પણ કેમ કહી શકાય?” '
મુનિના આ કથન ઉપર તમે પણ વિચાર કરે કે, આ શરીર તથા સંસારના પદાર્થો જુદાં છે અને આ આત્મા પણ જુદો છે. જે આ પ્રમાણે તમે શરીર અને આત્માને ભિન્ન માનીને કાર્ય કરશો તે, સંસારનો વ્યવહાર તમે છોડી નહિ શકે તે પણ, તમને બહુ આનંદ મળશે.
અનાથી મુનિએ જ્યારે સંપૂર્ણ હિંસાનો ત્યાગ કર્યો હતો ત્યારે જ તેઓ પ્રાણીમાત્રના નાથ બની શક્યા હતા. આ ઉપરથી એવો પ્રશ્ન થાય છે કે, અનાથી મુનિની માફક જે સંપૂર્ણ હિંસાને ત્યાગ કરે તેને તે સનાથ કહી શકાય, પણ જેઓ હિંસાને સર્વથા ત્યાગ કરી શક્યા નથી એવા સમદષ્ટિ કે શ્રાવકોને કેવા કહેવા ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, શ્રાવક કે સમદષ્ટિ, આત્મા અને શરીરને ભિન્ન માની આત્મભાવમાં મગ્ન રહે છે અને પિતાને સંસારના પદાર્થોને કારણે સનાથ માનતા નથી એટલા માટે તેઓ અનાથતાથી મુક્ત જ છે. રાજા શ્રેણિક પણ સાધુ થયા ન હતા પણ સમદષ્ટિ જ રહ્યા હતા છતાં તે અનાથ રહ્યા ન હતા; કારણ કે તેમણે અનાથી મુનિને ઉપદેશ સાંભળી સાંસારિક પદાર્થોને કારણે હું સનાથ છું એવું માનવું છોડી દીધું હતું. આ પ્રમાણે સમદષ્ટિ સાંસારિક પદાર્થોને અનાથતાના કારણભૂત માને છે, એ કારણે તેઓ અનાથતાથી મુક્ત થઈ જાય છે. સમદષ્ટિનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે – “ભેદ વિજ્ઞાન જ જિન કે ઘટશીતલ ચિત્ત ભયો જિમ ચંદન, કેલિ કરે શિવ મારગમેં જગમાંહિ જિનેશ્વર કે લઘુનન્દન. સત્ય સ્વરૂપ સદા જિનકે પ્રકટ અવદાત મિથ્યાત્વ નિકન્દન, શાન્ત દશા જિનકી પહિચાની કરે, કર જેરી બનારસી વંદન.” “સ્વાર્થ કે સાચે પરમારથ કે સાચે ચિત્ત,
- સાચે સાચે બેન કહે સાચે જૈનમતી હે. કાહુ કે વિરુદ્ધ નાહિં પરજાય બુદ્ધિ નાહિં,
આતમ-વેષી ન ગૃહસ્થ હૈ ન જતી હૈ. સિદ્ધિરિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રકટ રૂપ,
અન્તરકી લ૭િ સોં અજાચિ લખપતિ , દાસ ભગવન્તકે ઉદાસ રહે જગતસે,
સુખિયા સદૈવ એસે જીવ સમકિતી હૈ.” :
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૫૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્રથમ ભાદરવા સમદષ્ટિ એમ જ વિચારે છે કે, અમારું લક્ષ્ય તો સંસારમાં રહેવાનું નથી પણ આત્મસ્વરૂપ પ્રકટ કરવાનું છે. જે પ્રમાણે પનિહારી હતી અને વાતો કરતી માથે બેડું ઉપાડી ચાલી જાય છે પણ તેનું લક્ષ્ય તે માથા ઉપર ઉપાડેલા બેડા ઉપર હોય છે તે જ પ્રમાણે સમદષ્ટિ શ્રાવકે સંસારનાં કામો કરવા છતાં પણ તેમનું લક્ષ્ય તે સંસારનાં પ્રપંચમાંથી નીકળવાનું જ હોય છે. એટલા માટે સમદષ્ટિ અને શ્રાવકે અનાથ નહિ પણ સનાથ જ છે.
અનાથી મુનિએ રાજા શ્રેણિકને અનાથ- સનાથની જે વ્યાખ્યા સમજાવી તે વ્યાખ્યા સમજીને રાજા વિચારવા લાગ્યું કે, મેં આ મુનિને નાથ થવાનું કહી ગંભીર ભૂલ કરી છે, હું આ મહાત્માને નાથ થવા તૈયાર થયે એ મારી ભૂલ હતી. આ પ્રમાણે રાજાએ પિતાની ભૂલનો સ્વીકાર કર્યો અને જ્યારે હું પોતે અનાથ છું તે પછી હું તેમને નાથ કેવી રીતે બની શકું એમ માન્યું. આ પ્રમાણે તમે પણ પરંપદાર્થોને કારણે અનાથતા છે એમ માને અને તે અનાથતાને દૂર કરવાનો પ્રયત્ન કરો તો પણ તેમાં તમારું કલ્યાણ રહેલું છે. હવે સનાથ કેમ બની શકાય એ વાત સુદર્શનની કથાકારા કહું છું –
સુદર્શન ચરિત્ર-૩૮
સિપાઈઓ સુદર્શનને પકડી રાજાની પાસે લાવ્યા. રાજાને બધી હકીકત સિપાઈઓએ કહી સંભળાવી. રાજા આ હકીકત સાંભળી વિચારવા લાગ્યું કે, સુદર્શન શેઠદ્વારા આવું દુષ્કર્મ થાય એ સંભવિત જ નથી. કારણ કે,
કંચન ઉપર કીટ લગે કિમ, સૂર્ય કરે અંધકાર, ચંદ્ર આગ વર્ષો તથાપિ, શેઠ ચલે ન લગારધન ૭૭ છે પાસ બુલા નરપતિ પૂછે, કહે કિમ બિગડી બાત,
અગર સત્ય મેં બાત કહૂં તે, હો માતા કી ઘાત. ધન ૭૮ ! જેમ કોઈ કહે કે, તેના ઉપર કાટ ચડ્યો છે, સૂરજે અંધકાર ફેલાવ્યો છે કે ચંદ્રમાં આગ વરસાવે છે આ વાત ખોટી છે. છતાં કોઈ દેવપ્રયાગથી એમ બની પણ જાય પણ શેઠ મારા મહેલમાં દુરાચાર કરવા આવે એ વાત તે કદાપિ સંભવે નહિ. છતાં આ વાત કેમ બની એ જાણવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તે શેઠ જ્યાં બેઠા હતા ત્યાં રાજા ઉપાસકની જેમ જઈ તેમને કહેવા લાગ્યા કે, “શેઠ ! આજે તમે કંદામાં કેમ ફસાઈ ગયા? અને મારા મહેલમાં કેવી રીતે પહોંચી ગયા ! જે કે, હું સારી રીતે જાણું છું કે તમે ધર્માત્મા છે એટલે તમારાથી આવું દુષ્કૃત્ય બની ન શકે છતાં ન્યાયની દૃષ્ટિએ વાસ્તવિક વાત શું છે તે મને જણાવો કે જેથી મને નિર્ણય કરવામાં મુશ્કેલી ન પડે. તમે તે મારી રજા લઈને પૌષધવ્રત ધારણ કર્યું હતું તો પછી તમે મહેલમાં કેવી રીતે આવી ગયા એ હું જાણવા ચાહું છું, માટે મને વાસ્તવિક વાત કહે કે જેથી મારી શંકાનું પણ સમાધાન થાય અને હું એ વાતને ન્યાય પણ આપી શકું.”
રાજાનું કથન સાંભળી શેઠ વિચારવા લાગ્યા કે, “રાજાને તે મારા ઉપર વિશ્વાસ છે એટલે હું સત્ય હકીકત બધી કહીશ તે રાજા રાણીને દંડ અવશ્ય આપશે; પરંતુ
Page #396
--------------------------------------------------------------------------
________________
મ
વદ ૦))]
રાજકેટ-ચાતુર્માસ
[૩૫૫
રાણીને મેં ઈશ્વરની સાક્ષીએ માતા તરીકે સ્વીકારેલ છે તે મારા કારણે માતાસ્વરૂપ રાણીને દુઃખ પહોંચે એ ઠીક નથી. એટલા માટે જે સંકટો માથે પડે તેને સમતાપૂર્વક સહન કરી લેવાં પણ માતાની વાત પ્રકટ કરી તેમને દંડ અપાવે એ ઠીક નથી.
“પુન્ય પા૫ જો કિયા હૈ મેંને, હૈ મેરે સાથ
મૌન રહે નહીં બેલે સેઠજી, નરપતિ સે કુછ બાત. . ધન ૭૯ છે પુણ્ય-પાપને સાધારણ વિચાર તે બધા કરી શકે છે પણ પુણ્ય-પાપને તાત્વિક વિચાર તે કેઈક જ કરે છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી એ પુણ્યનું ફલ અને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવી એ પાપનું ફલ માનવામાં આવે છે. આ દષ્ટિએ વિચારતાં જે શેઠ મૌન રહેશે અને રાજા તેને દંડ આપશે તે શું તે પાપનું ફલ માનવામાં આવશે ! શેઠ સમજી શકર્યો હતો કે, જે હું મૌન રહીશ તે રાજા તરફથી મને દંડ પણ મળશે અને મારી ઉપર કલંક ૫ણ આવશે; પણ જે હું મૌન બેસી ન રહે અને બધી સત્ય હકીકત કહી દઉં તે મારું અનિષ્ટ પણ થશે નહિ અને મારી ઉપર કલંક પણ ચડશે નહિં.
જે આ પ્રમાણે સુદર્શને પુણ્ય-પાપને ઉપલક દષ્ટિએ વિચાર કર્યો હતો તે તે મૌન ન સેવતાં બધી હકીકત રાજાને કહી દેત, પણ તાત્વિક દૃષ્ટિએ પુણ્ય-પાપને અર્થ જાણતું હતું, એટલા માટે તેણે મૌન સેવવાનું જ યોગ્ય ધાર્યું.
શાસ્ત્ર કહે છે કે, પુણ્ય-પાપને વ્યાવહારિક અર્થ જુદા હોય છે અને પુણ્ય-પાપને તાત્વિક અર્થ પણ જુદે હોય છે. શાસ્ત્રાનુસાર ગ્રન્થમાં કહ્યું છે કે –
सुहासुहभावजुत्ता, पुण्णपावं अणुहवंति खलु जीवा। અર્થાત–શુભ ભાવથી આત્મા પુણ્યવાન થાય છે અને અશુભ ભાવથી આત્મા પાપવાન થાય છે. આ કથનાનુસાર જ પુણ્ય-પાપનું ફલ જેવું ઠીક છે. શેઠે પુણ્યનું વ્યાવહારિક ફળ ન જોતાં તાત્વિક ફળ જોયું. તેમણે વિચાર કર્યો કે, મારા મનને કારણે મને જે દંડ મળશે અથવા મારી નિંદા કે અવહેલના થશે તે મારા પુણ્યને વધારનારી હશે. આ પ્રમાણે તે બીજાના કહેવાથી પુણ્ય-પાપ માનતા નથી પરંતુ પિતાના આત્માની સાક્ષીએ જ પુણ્ય-પાપ માને છે. આ પ્રમાણે પુણ્ય-પાપ વિષે પૂર્વાપર વિચાર કરી તે રાજાના કહેવા છતાં પણ મૌન જ રહ્યો; પણ મહેલની ઘટના વિષે કાંઈ બેલ્યો નહિ. તે તે એમ જ વિચારતો હતો કે મારું પુણ્ય–પાપ તો મારી સાથે જ છે, જે થવાનું હશે તે થશે.
મતલબ કે, દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્યની વાત જુદી છે. લાખો રૂપિયાનું દાન દઈ દેવું તે સરલ પણ કહી શકાય પણ આવા સંકટના સમયે મૌન ધારણ કરી ક્ષમા રાખવી બહુ જ મુશ્કેલ છે. શું આ ઓછા પુણ્યનું કારણ છે ! સાચું પુણ્ય કે પાપ પોતાના અધ્યવસાયથી જ થાય છે, બહારનાં કામોથી થતાં નથી. આ પ્રમાણે દ્રવ્ય પુણ્ય-પાપ અને ભાવ પુણ્ય-પાપ એ બને તદ્દન જુદાં જુદાં છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૫૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર. ભાદરવા
: -- શેઠ વિચારતો હતું કે, મૌન રહીને પુણ્ય કરું છું, તો પછી મારે કઈપણ પ્રકારના દંડથી શા માટે ડરવું જોઈએ. હું તે કોઈપણ ભોગે માતાને સંકટમાંથી બચાવવા ચાહું છું. આ જ મારી હદયગત ભાવના છે. આ ભાવનાને કારણે જે મને કોઈ પ્રકારનું દુઃખ થાય તે માટે સહેવું જોઈએ. એ દુ:ખ તે મારા માટે પુણ્ય જ છે. મારી સાથે પુણ્ય કે પાપ જ આવશે, બીજું કાંઈ નહિ આવે. એટલા માટે મારે મૌન સેવવું એ જ એગ્ય છે. " રાજા શેઠને વારંવાર પૂછતો હતો કે, વાસ્તવિક વાત શું છે તે કહે, પણ વારંવાર પૂછવા છતાં જયારે શેઠ કાંઈ ન બોલ્યો ત્યારે રાજા શેઠને કહેવા લાગ્યું કે, તમે કાંઈ વિચારતા નથી કે મારા માથે કેવી જવાબદારી છે ! એક બાજુ તે હું તમારા ઉપર વિશ્વાસ કરું છું અને બીજી બાજુ રાણી તેમારા ઉપર અભિયોગ ચલાવી રહી છે; 'આવી અવસ્થામાં જો તમે મૂંગા બેસી રહેશો તો હું ન્યાય કેવી રીતે આપી શકીશ!
અને જો હું આ વાત વિષે કાંઈ નિર્ણય આપી નહિ શકું તે લોકો એમ જ કહેશે કે, પિતાની રાણીના અભિયેગને પણ રાજા નિર્ણય આપી ન શકો, માટે વાસ્તવિક વાત શું છે તે કહે.” : બહુત પૂછને પર નહી બેલે, જબ નૃપ જાની સાચી
, આયે મહલ નિજ નાર દેખને વે સૂતી ખૂકી ખાંચી. છે ધન ૮૦ બાંહ પકડ નૃપ બેઠી કીની, બેલી ફીસ ભરાય
ધિક્ હૈ તુમારે રાજપાટ જë, લંપટ વણિક વસાય. ધન દ્રા આ પ્રમાણે રાજાએ શેઠને બહુ કહ્યું પણ માતાને દંડ મળશે એ વિચારથી શેઠ કાંઈ પણ બોલ્યો નહિ. સુદર્શનને વારંવાર પૂછવા છતાં મિન બેસી રહેલે જોઈ રાજાને મનમાં સંદેહ પેદા થયો. તે વિચારવા લાગ્યો કે, વાસ્તવિક વાત શું છે તેને પ કેવી રીતે લગાવે? આ શેઠ તે કાંઈ બેલતા નથી. મારે મહેલમાં જઈ આ વાતની તપાસ કરવી જોઈએ. ' '
આ પ્રમાણે વિચાર કરી તે મહેલમાં ગયા. ત્યાં જઈ સિપાઈઓને પૂછયું કે, “તમે શેઠને કયાંથી પકડયા? સિપાઈઓએ જવાબ આપ્યો કે, અમે શેઠને અહીંથી પકડયા. રાજાએ ફરી તેમને પૂછયું કે, શેઠ કઈ બાજુએથી અહીં આવ્યા હતા? સિપાઈઓએ કહ્યું કે, એની તે અમને ખબર નથી. અમે તેમને આવતા જોયા નથી. મહેલમાં કેવલ રાણીની પૂજની ધામધૂમ હતી. આ સિવાય બીજું અમે કાંઈ જાણતા નથી.”
સુદર્શનને પકડી સિપાઈઓ રાજાની પાસે લઈ ગયા ત્યારબાદ અભયા રાણી અને 'પંડિતા વચ્ચે ઘણી વાતચીત થઈ હતી. પંડિતાએ રાણીને કહ્યું કે, “મેં તો મારું કામ બરાબર કર્યું હતું પણ તમે તમારું કામ બરાબર બજાવી શક્યા નહિ. તમે આખરે તે વાણિયાથી હારી જ ગયા. હવે તમે સમજી ગયા ને કે તે વાણિયો કેવો પાક છે ?” અભયાએ જવાબ આપ્યો કે, “ભલે હું તેનાથી હારી ગઈ પણ તેને પકડાવી પણ કે દીધે?” પંડિતાએ કહ્યું કે, એમાં શું થયું? હું તે હોશિયાર ત્યારે જ માનું કે જ્યારે તું તેનું આ
Page #398
--------------------------------------------------------------------------
________________
વદ ૦)) is
:: રાજકેટ-ચાતુર્માસ :
[ ૩૫૭
સંસારમાં અસ્તિત્વ જ રહેવા ન દે! જે હું એટલું પણ કરી ન શકી તો, તો કપિલાએ તારા માટે જે કાંઈ કહ્યું હતું તે સત્ય સિદ્ધ થશે.” . - it is se : : - અભયાએ કહ્યું કે, “જુઓ તે ખરા! તેને માટીમાં કેવી રીતે રગણું છું.” રાજા રાણીને મહેલમાં આઠ રાજા મહેલમાં આવે છે એ સમાચાર સાંભળતાં જ રાણી ઢોંગ કરી, કપડું. માથે ઓઢી : સુઈ ગઈ. રાજાએ મહેલમાં આવીને પૂછયું કે, “રાણી કયાં છે ?'' પંડિતા તે ત્યાં હાજર જ હતી. તેણીએ ઉત્તર આપ્યું કે, તે તે ઓઢીને પડી છે ! તેનું દુઃખ તે જોઈ શકાતું નથી.” - રાજારાણીની પાસે ગયા અને તેને ઉઠાડવા લાગ્યા, પણ તે ઢોંગ કરીને પડી હતી એટલે, ઝટ ઉઠે ખરી ? રાજાએ તેને હાથ પકડી બેઠી કરી, અને આમ કેમ સુતી પડી છે એમ પૂછયું. મેં તને ઉઠાડવા માટે આટલે બધા પ્રયત્ન કર્યો છતાં પણ કેમ ન ઊડી? રાજાનું આ કથન સાંભળી રાણી તાડુકીને કહેવા લાગી કે, મહારાજ! આપના રાજશંસનમાં અને આપના ક્ષાત્રત્વમાં ધૂળ પડી કે આપના નગરને એક સાધારણ વાણિયે આ લંપટ કે તે મહેલમાં ધુસી જાય ! તમારા રાજ્યશાસનના પ્રબંધમાં ધૂળ પડી કે, આટલું બધું અંધેર તમારા રાજ્યમાં ચાલે છે.
દે યહ મમ ગાત, વણિકને કે મારે હાથ; શીલ રખે મેં નાથ, ઔર તે બિગડી સારી બાત. . ધન ૮૨ મેં જવું યા શેઠ જીવેગા, નિશ્ચય 1 લે જાન છે
સુન નારીકે વચન રાયકે, મનમેં આઈ તાન. ધન ૮૩ રાણી રાજાને કહેવા લાગી કે, “મહારાજ! શું કહું ! વાત કહેતાં મારી જીભ ઉપડતી નથી. આ મારા શરીર ઉપર નજર કરી જુએ કે તેણે મારા શરીરની કેવી હાલત કરી છે? આ કપડાં જુઓ ! તેને પણ કેવાં તેડી ફાડી નાંખ્યાં છે ! વધારે શું કહું? ટૂંકામાં એટલું જ કહું છું કે, આપની અને પૂર્વજોની કૃપાથી જ હું મારા શીલની રક્ષા કરી શકી છું. જ્યારે એ નીચ વાણિયાએ મારી સાથે આ દુર્વ્યવહાર કર્યો તે વખતે મેં એવી પ્રતિજ્ઞા કરી કે, કાં તો આ વાણિયો છે અને કાં તે હું જીવું. કાં તે મને તલવારથી ઠાર કરે અને કાં તો એને દંડ આપ. બસ! મારી આ જ પ્રાર્થના છે.
રાણીની આ વાત સાંભળી રાજા વિચારવા લાગ્યું કે, મારે હવે શું કરવું ! શેઠ તો કાંઈ બોલતો નથી અને રાણી આમ કહે છે. હવે વાસ્તવિક વાત શું છે એને નિર્ણય કેવી રીતે કરવો ? સંભવ છે કે, આ બધી કપટજાળ આ રાણીએ બીછાવી હોય અને એ જ કારણે તે ટૅગ કરી મેળામાંથી પાછી આવી હોય અને પુતળાંને લઈ-મૂકી જવાના બહાને એ શેઠને ઉપાડી મંગાવ્યો હોય ! પણ શેઠ પિતાના વ્રતમાં દઢ રહ્યો હોય અને એ કારણે તેને પ્રાણ લેવા આ તૈયાર થઈ હોય ! સ્ત્રીઓ પિતાના થડા સ્વાર્થને માટે પણ સંસારનું અહિત કરી શકે છે; એટલે વાસ્તવિક વાત શું છે તે કોણ જાણે?
સ્ત્રીઓની માફક પુરુષો પણ પોતાના થોડા સ્વાર્થ માટે સંસારનું અહિત કરી બેસે છે. સ્ત્રીઓએ પુરુષે ઉપર કેટલા અત્યાચારો કર્યો અને પુરુષોએ સ્ત્રીઓ ઉપર કેટલાં
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૫૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ પ્ર. ભાદરવા અત્યાચાર કર્યો એને ઇતિહાસ જોવામાં આવે તે પુરુષોને જ અન્યાય-અત્યાચાર વધારે જોવામાં આવશે.
એક પશ્ચિની રાણીના કારણે અલાઉદ્દીને બાદશાહે કેટલા માણસની કતલ કરાવી નાંખી હતી અને કેટલી બધી સ્ત્રીઓને એ કારણે અગ્નિમાં પ્રાણાહુતિ આપવી પડી હતી ! ગુજરાતના પ્રસિદ્ધ રાજા સિદ્ધરાજે રાયખેંગારની રાણી અને જસમા ઓડણને માટે કે અત્યાચાર-અન્યાય કર્યો હતો તે તે સૌ જાણે છે.
કોઈ વ્યક્તિની જે નિંદા કરવામાં આવે છે તે વ્યક્તિની નહિ પણ એ વ્યક્તિમાં રહેલા વિકારની નિંદા જ છે. જે તેઓમાં વિકાર ન હોય તે નિંદા કરવાનું કોઈ કારણ નથી.
રાજાની સમક્ષ પંડિતા વગેરે રાણીની દાસીઓએ પણ રાણીને પક્ષ લઈ ઘણી વાતો કરી. રાજા આ વાત સાંભળી વિચારમાં પડી ગયો કે, વાસ્તવિક વાત શું છે તેની કાંઈ ખબર પડતી નથી. હવે રાજા આ મામલાને પંચ સમક્ષ કેવી રીતે મૂકે છે અને પંચ લોકો તેને કેવો નિર્ણય આપે છે; તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.
Page #400
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્ર
પાન
પંક્તિ
અશુદ્ધ સાતમ माम्
સાતમી
૦
मम
૦
-
ચાદ ध्यातम्
ચાર ध्मातम्
૯
૮
૮
षिधून વિચારને संजायाणं अणुसिडी
હ
વિચારતો संजयाणं अणुसिद्धि એમ
હ
હ
?
મારી અને
૮
:
ધમ
(કાઢી નાંખો) ધર્મ ઉપેય पलाइयव्वंमि पभूयः
ઉપય पल्लाहयन्वंमि प्रभूय. हरे બધો રતલામ પદાર્થોનો
સરે
સાદ
૧૦૫
૧૨૦
૧૨૨
(કાઢી નાંખ) જલગામ પદાર્થોને શબ્દ (કાઢી નાંખો) पभूय० ખેરને ખૂટ त्वस्मिन् શકતો નથી. વિવાહ કર એ કાંઈ વ્યભિચાર જેવું પાપ નથી પણ અપેક્ષાકૃત એ ગૃહસ્થને ધર્મ છે. विम्हयनयो छिन्दन्ति शबाणि
૧૪૪
સમભાવપૂર્વક प्रभूय० ખીલો તસિાન -- શકતન થી વિવાહ કરે એ કાંઈ પાપ નથી, પણ એ ગૃહસ્થને ધર્મ છે. विमायींनयो छिन्दन्ति शाखाणि
૧૮૭
૧૯૧ ૧૯૯
૧૯
Page #401
--------------------------------------------------------------------------
________________
१०
मशुद्ध વે ભી कुबुद्धि रेषाम् निजलाभ० श्रेयस्यतद्रचनया समजोवासगा
વહેમી कुबुद्धिरेषा निजलाभ० श्रेयस्य तद्रचनया समणोवासगा
नय
પાનું ૨૫૦ ૨૫૦ २१४ २१४ २१८ २७३ ૨૭૯ ૨૮૧ ૨૮૧ ૨૮૧ ૨૮૨ ૨૮૨ ૨૮૩
प्रतिफलंतिन नायमनाम पासाओमे... किट्टा सो .
प्रतिफलंति न नायमनायं पासाओ मे
सा
વાડ
છાડ
૩૦૫ ૩૧ર
२७
प्रयोग
३२०
२८
૩૨૧
૭૨૧
.....१४.--
-.
महाभयाणी
महाभयाणि પ્રય મુને सयामणो
सया मणो राजापत्ती
राजपत्नी. पंच माता उच्यते पञ्चैते मातरः स्मृताः વિલમ્
વિલમ્ ન આત્મભાવ
અનામભાવ कल्पान्त काल मरुता कल्पान्तकालमरुता .. चलिता चलेन
चलिताचलेन चलित
૩૨૧
३२३
३२४ ૩૩૧
Page #402
--------------------------------------------------------------------------
________________
I સિગારા નમ: II
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[દ્વિતીય ભાગ]
[બીજા ભાદરવા સુદ ૧ થી સં. ૧૯૯૭ ના કાર્તિક સુદ ૧૫ સુધીમાં
અનાથી સુનિ અને સુદર્શન ચરિત્રનાં વ્યાખ્યાને.]
[ રાજકોટ-ચાતુર્માસ]
સંવત ૧૯૯૨
Page #403
--------------------------------------------------------------------------
________________
નિગ્રન્થ–પ્રવચન
विसं तु पीयं जह कालकूड, हणाइ सत्थं जह कुग्गहीयं । एसो वि धम्मो विसओवषन्नो, हणाइ वेयाल इवाविवन्नो ॥
૩. ૨૦-૪૪ જીવન હણે જે વિષ તાલપૂટ, શસ હણે જે અવિધિસહીત ધર્મ હણે છે વિષયેથી યુક્ત,
યથા હણાયે ભૂતસંપ્રવિણ. અર્થાતુ –હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું–તળપૂટ ઝેર ખાવાથી, અવળું શસ્ત્ર પકડવાથી અને અવિધિથી ભૂતને મંત્ર જાપ કરવાથી જેમ તે માલીકને મારી નાખે છેતે જ રીતે વિષયભોગની આસક્તિથી યુક્ત હોય તે તે ધર્મ પણ તેવા (અધમ)ને મારી નાખે છે. (હલકી ગતિમાં લઈ જાય છે.) વસ્તુત: ધર્મમાં કદિ અધર્મ ન હોય અને હોય તે તે ધમ ન ગણાય.
નૈધ આ પુસ્તકના પ્રકાશન અર્થે રાજકોટનિવાસી શ્રી ચુનીલાલ નાગજી વોરાએ
રૂા. ૧૦૦૧)ની આર્થિક સહાયતા આપી છે.
===
=
Page #404
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [રાજકા–ચાતુર્માસ ]
====
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૧ બુધવાર
-
100
પ્રાના
શ્રી આદીશ્વર સ્વામી હો, પ્રણમ્' સિર નામી તુમ ભણી, પ્રભુ અંતરયામી આપ, મે પર મ્હેર કરીજે હો; મેટી જે ચિંતા મન તણી, મારા કાટ પુરાકૃત પાપ. —વિનયચંદ્રજી ભટ ચાવીશી,
॥ શ્રી ॥ ૧॥
શ્રી આદીશ્વર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આત્મા પરમાત્માની સાથે કેવી રીતે તલ્લીન થઈ જાય અને આત્મા તથા પરમાત્માનું એકીકરણ કેવી રીતે થાય એ વાત હૃદયપૂર્ણાંક પ્રાર્થના કરનાર ભકતા જાણે છે. આપણે પણ એ વાતને લક્ષમાં રાખી અનન્યભાવે જો પરમાત્માની પ્રાર્થના કરીએ તે આ ભવમાં નહિ તા અન્ય ભવમાં પરમાત્માની સાથે આપણું અવશ્ય એકીકરણ થઈ જાય !
ભગવાન ઋષભદેવના ચિરત્રને સંપૂર્ણ રીતે કહેવાને તે કોઈ સમર્થ નથી, પણ મને આજે પાલી રાત્રે ભગવાન ઋષભદેવ વિષે ધ્યાન ધરતાં જે વિચાર આવ્યાં તે વિચારો તમારી આગળ મૂકું છું. મને એવા વિચાર આવ્યા કે, ઋષભદેવ ભગવાન સમુદ્ર સમાન છે અને જીવા નદીની સમાન છે. નદી જ્યાંસુધી સમુદ્રને મળતી નથી ત્યાંસુધી તો તે આડી અવળી પણ ચાલે છે, અને અવાજ પણ કરે છે; પણ જ્યારે તે સમુદ્રને મળે છે ત્યારે તે શાન્ત થઈ જાય છે. આ જ પ્રમાણે જ્યાં સુધી જીવ ભગવાન ઋષભદેવને મળતા નથી ત્યાંસુધી તા ધીંગાણાં કરે છે પણ જ્યારે ભગવાન ઋષભદેવને જીવ મળે છે ત્યારે તે ધીંગાણાં છોડી દે છે અને શાન્ત બની જાય છે.
o
ભગવાન ઋષભદેવના ૯૮ પુત્રો જ્યાંસુધી ભગવાનથી જુદા રહ્યા ત્યાંસુધી તેઓમાં તાફાન રઘું, પણ જ્યારે તે ભગવાનના શરણે આવ્યા ત્યારે તેએમાં કોઈ પ્રકારનું તાકાને નરહ્યું. તેમનું ચરિત્ર એમ કહે છે કે, જ્યાંસુધી જીવ સરાગ અથવા કાયયુક્ત રહે છે, ત્યાંસુધી તેઓમાં તેાફાન તા રહે છે, પણ તે તાફાનની ગતિ કઈ બાજુ છે તે જોવાની જરૂર રહે છે. જે તે તેાફાનની ગતિ ભગવાન ઋષભદેવ તરફ રહી તે તેા તાફ઼ાન શાન્ત થઈ જશે પણ જો તેની ગતિ ીજી બાજુ રહી તેા પછી તેાફાન તફાનરૂપે જ રહેશે. જે પ્રમાણે નદીના તાફાનની ગતિ જો સમુદ્ર તરફ રહી તે તે તે સમુદ્રમાં મળી જઈ શાન્ત થઈ જશે, પણ જો તે તેાફાનની ગતિ સમુદ્ર તરફ ન રહી તે તે ફાન શાન્ત થશે નહિ. તે જ પ્રમાણે આત્માના તાફાનની ગતિ પરમાત્મા તરફ રહી તેા તે તોફાન પરમાત્માને મળ્યા બાદ સાન્ત થઈ જશે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૬૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
?
ભરત ચક્રવર્તીએ પોતાના ૯૮ ભાઈઓમાં ખૂબ ખળભળાટ પેદા કર્યા હતા; પણ તે ૯૮ ભાઈઓની ગતિ ભગવાન ઋષભદેવ તરફ હતી એટલા માટે તે વિચારવા લાગ્યા કે, આવા સમયે અમારે શું કરવું જોઈએ! અત્યારસુધી અમે સ્વતંત્ર રહ્યા છીએ એટલે અમે ભરતની અધીનતા ક્રમ સ્વીકારી શકીએ ! અને જો અમે અધીનતા સ્વીકારતા નથી તે પછી અમારે ક્ષત્રિયાચિત યુદ્ધ કરવું પડે છે. ' આ પ્રમાણે વિચાર કરતાં તે ૯૮ ભાઈઓ એ નિક્ષ્ય ઉપર આવ્યા કે, “ ઋષભદેવ ભગવાન જે પ્રમાણે આજ્ઞા આપે તે પ્રમાણે કરવું. જો તેઓ એમ કહે કે, ભરત મારી જગ્યાએ છે માટે એની આજ્ઞા તમારે માનવી જોઈએ, તા ભરતની આજ્ઞા માનવી એ આપણું કર્ત્તવ્ય છે. આપણે તેા ભગવાનનું જ કહેવું માનવું છે. પણ જો ભગવાન યુદ્ધ કરવાનું કહે તે આપણે યુદ્ધ કરવું. ભગવાનની સલાહ પ્રમાણે યુદ્ધ કરીશું તે આપણા પરાજ્ય પણ થઈ શકશે નહિ.”
ܕ
આ પ્રમાણે વિચાર કરી, ૯૮ ભાઈ આ ભગવાન ઋષભદેવના શરણે આવ્યા. ભગવાને તેમને ઉપદેશ આપ્યા અને એ ઉપદેશથી પ્રતિખાષિત થઈ ૯૮ ભાઈ એએ ભગવાનની પાસે સંયમ ધારણ કર્યો. આનું પરિણામ એ આવ્યું કે, જે ભરત કાઈ પણ રીતે એ ભાઈ એને પેાતાનું મસ્તક નમાવતા ન હતા, તે જ ભરત, ૯૮ ભાઇઓએ ભગવાનની આગળ સંયમ ધારણ કર્યાં છે એ સમાચાર મળતાં જ, તે ભાઈ એની પાસે આવ્યા અને માથું નમાવીને કહેવા લાગ્યા કે, “ અને જે ચક્ર વગેરે રત્ના મળ્યાં છે એ બધાં રત્નાએ મને ખાડામાં ઉતાર્યાં. આપ પાછા ચાલા અને રાજ્ય કરો. ” આ પ્રમાણે ભરત પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એનું પ્રધાન કારણ ૯૮ ભાઈ એ ભગવાનના શરણે ગયા અને તેમણે સંયમ ધારણ કર્યો એ જ હતું.
"
તમે કદાચ કહેશો કે, એ ૯૮ ભાઈ આની સામે તે ઋષભદેવ ભગવાન હયાત હતા એટલે તેઓ તેમના શરણે ગયા, પણ આજે તા ભગવાન નથી એટલે અમે કાના શરણે જઈએ ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે, તમે ભગવાન ઋષભદેવને અમર માનો છે કે નહિં ? જો ભગવાન અમર છે તેા પછી તેઓ દૂર કેમ છે ? ભગવાન ઋષભદેવ શરીરથી તે વખતે, તે સમયે અયેાધ્યામાં રહ્યા હશે પણ તેમનું જ્ઞાન તે આજે પણ સંસારમાં એતપ્રેત થઈ ભરેલું છે; આ કારણે તમારા. શ્વાસેાવાસની માફક ભગવાન પણ તમારા સમીપ જ છે. લેાકાએ પાતાની ખેાટી કલ્પનાથી જ ભગવાનને દૂર માન્યા છે. જો તમે તમારી ખેાટી કલ્પનાઓ છેાડી દા તા ભગવાન તમારા સમીપ જ છે.
હું આજકાલ અવકાશના સમયે અન્ય ગ્રંથૈા પણ જોયા કરું છું. એ ગ્રન્થેાના વાચન ઉપરથી મને જે વિચારા ઉદ્ભવે છે તે વિચાર। તમારી સમક્ષ મૂકું છું. એ ગ્રન્થામાં એક એવા વિચાર દર્શાવવામાં આવ્યા છે કેઃ—
हिरण्मये परे कोशे विरजं ब्रह्मनिष्कलम् ।
તન્નુ* òતિાં કોતિર્થત્તાત્મવિદ્દો વિદુ: |—ઉપનિષત્
આ શ્લાકમાં એમ કહેવામાં આવ્યું છે કે, જેમને આત્મજ્ઞાન થયું હશે તેમને પરમાત્માને ઓળખવામાં વાર લાગતી નથી; પણ જેમને આત્મજ્ઞાન થયું નથી તે પરમાત્માને ઓળખી શકતા નથી. જેમને આત્મજ્ઞાન થયું છે. તેમને પરમાત્માની પ્રાપ્તિ ક્યાં થશે તેને માટે કહ્યું
Page #406
--------------------------------------------------------------------------
________________
પર
શુદ ૧].
રાજકોટ–ચાતુર્માસ છે કે, હિરણ્યમય-સુવર્ણમય કોષમાંથી પરમાત્માની પ્રાપ્તિ થશે અર્થાત એક પરમતિ . ' છે એ પરમતિમાંથી પરમાત્માની પ્રાપ્તિ થશે.
આ કથનને ભાવાર્થ શું છે? બાલભાષામાં સિદ્ધોની પ્રાર્થના કરતાં આ ભાવાર્થને સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે
ચન્દ્ર સૂર્ય દીપ મણિ કી, તિ યેન ઉલ્લંધિત
તે જ્યોતિથી કેઈ અપર તિ, નમો સિદ્ધ નિરંજનં. અર્થાત–આત્માથી જે અપર જ્યોતિ છે તે જ પરમાત્મા છે. એ પરમતિને શે.
જે પ્રમાણે સૂર્યને દીવો લઈ શોધવાની જરૂર રહેતી નથી કારણકે સૂર્ય સ્વયં પ્રકાશમાન છે, આ જ પ્રમાણે આત્મા પણ સ્વયં પ્રકાશિત છે. સૂર્ય સ્વયં પ્રકાશિત હેવાને કારણે જ સૂર્ય કહેવાય છે. જે તે સ્વયં પ્રકાશિત ન હોય તે તેને સૂર્ય કેઈ ન કહે. પણ આત્મા તો સૂર્યથી પણ અનંત પ્રકાશવાળો છે. સૂર્યને સૂર્ય કેણુ કહે છે ? સૂર્ય અસ્ત પામ્યું છે કે સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયો છે એમ કોણ કહે છે ? આ પ્રમાણે સૂર્યની કીંમત આંકનાર અને સૂર્યને સૂર્ય કહેનાર આ આત્મા જ છે. એટલા માટે આત્મા સૂર્યથી પણ વધારે પ્રકાશમાન છે; એ આત્માને તમે ઓળખો તે પરમાત્માને ઓળખવામાં તમને વાર નહિ લાગે.
એ આત્મા શું છે અને કેવો છે ? એને માટે એમ કહેવામાં આવે છે કે, એ આત્મા કાનને પણ કાન છે, આંખની પણ આંખરૂપ છે, રસને પણ રસિક છે. આ પ્રમાણે ઈન્દ્રિયો ઉપર જે આધિપત્ય ભોગવે છે તે આત્મા છે. તે આત્મા અમર છે. આત્મા અમર હેવા છતાં તેને અમર તરીકે માનવાને વિશ્વાસ કરવામાં આવતું નથી એ જ મોટી ભૂલ થઈ રહી છે. આ ભૂલને કારણે જ જ્ઞાનીઓને ચિંતા થાય છે. જો કે માણસ હીસને કાંકરે કહે તે ઝવેરીને ચિંતા થાય કે નહિ ? આ જ પ્રમાણે આત્માની અમરતા વિષે કઈ નકાર ભણે તે જ્ઞાનીઓને ચિંતા થાય કે નહિ ? આત્મા કેવો છે તે વિષે જ્ઞાનીજને કહે છે કે, આત્મા નિર્મળ છે, વિરજ છે અર્થાત્ કમરથી રહિત છે. તે અખંડ છે. પરમ ઉજ્જવલ છે અને જ્યોતિરૂપ છે. બધી તિઓ આત્માની જ્યોતિ આગળ ઊતરતી છે. તમે લેકે જે પ્રકાશ જુઓ છો તે બધાં પ્રકાશ આત્માના પ્રકાશને લીધે જ પ્રકાશિત છે. પિતાના પ્રકાશથી જ બીજો પ્રકાશ જોઈ શકાય છે. આત્માની જ્યોતિ એવી છે. આત્માની આ જ્યોતિની પાછળ જે પરમજ્યોતિ છે તે જ ભગવાન ઋષભદેવ છે.
કહેવાનો આશય એ છે કે, સાંસારિક કામોનો ખળભળાટ તે ચાલતું જ રહે છે; પરંતુ તે ખળભળાટથી ગભરાઈ ન જતાં તે ખળભળાટને પરમાત્માની તરફ ફેરવી દે. સંસારના ખળભળાટને પરમાત્માની તરફ ફેરવી દેવા માટે જ નૈતિક જીવનની શિક્ષા આપવામાં આવે છે. નૈતિક જીવન વિના આધ્યાત્મિક જીવન ટકી શકતું નથી. નૈતિક જીવનદ્વારા આધ્યાત્મિક જીવનની પ્રગતિ કરતા જાઓ તે તેમાં કલ્યાણ છે. અનાથી મુનિને અધિકાર–૩૯
હવે આ જ વાત અનાથી મુનિના ચરિત્રકાર સમજાવું છું.
અનાથી મુનિએ રાજાને કહ્યું કે, “હે ! રાજન હવે હું મારા પિતાને પણ નાથ છું અને બીજાને પણ નાથ છું.” જે પિતાને નાથ હોય છે તે જ બીજાને નાથ બની -
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૬૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
શકે છે. પણ આજે તા આથી વિપરીત એમ બને છે કે, પાતે પાતાના નાથ બન્યા વિના જ ખીજાના નાથ બનવા લાંકા તૈયાર થઈ જાય છે. પણ જ્ઞાનીજને કહે છે કે, ‘તમે પોતે જ પર પદાર્થાને કારણે અનાથ બની રહ્યા છે તેા પછી ખીજાના નાથ કેવી રીતે ખની શકે ? અનાથી મુનિએ રાજાને કહ્યું કે, “ હે! રાજન ! તું મારા નાથ શું બને છે ! પહેલાં તું તારા પોતાના તેા નાથ ખન.
""
અનાથી મુનિના કથનને તમે પણ ધ્યાનમાં લે અને પોતાના નાથ કરો. જો તમે એકદમ તમારા નાથ બની ન શકો તે તમે એટલું તે સંસારનાં પદાર્થોમાં ફસાએલા અનાથ છીએ. ”
બનવાના પ્રયત્ન માનેા કે, “ અમે
અનાથી મુનિએ પેાતાનું પૂર્વ વૃત્તાન્ત સંભળાવી રાજાને કહ્યું કે, “ હે ! રાજન! હું પહેલાં આવા અનાથ હતા પણ આ પ્રમાણે સનાથ થયા. હવે હું પેાતાને પણ નાથ છું અને ખીજાતા પણ નાથ છું. ત્રસ અને સ્થાવર જીવાનેા પણ નાથ છું. ”
આ ઉપરથી કાઈ એમ કહે કે, ત્રસના નાથ થયા તે તેા ઠીક છે પણ સ્થાવરના નાથ કેવી રીતે બની શકે? અને જે કાઇને પેાતાના નાથ જ માનતા નથી તેમના નાથ કેવી રીતે ખની` શકે ? કેમકે સ્થાવર જીવે પેાતાને નાથ માનતા નથી.
ગજસુકુમાર મુનિના માથા ઉપર જેમણે અંગારા મૂકા હતા તે સેામલ બ્રાહ્મણના ગજસુકુમાર મુનિ માથ હતા કે નહિ ? જો તમે આ વિષે વિચાર કરો તા ગજસુકુમાર મુનિના ચરિત્રમાં જ તમને અજબ વાત જાણવામાં આવશે.
#
"6
કૃષ્ણને ગજસુકુમાર મુનિના ધાતના સમાચાર સાંભળી ક્રોધ આવ્યા અને ક્રોધમાં ભગવાન અરિષ્ટનેમિને કહેવા લાગ્યા કે, “ મારા જ રાજ્યમાં મારા ભાઈની ઘાત કરનાર કાણુ ?” કૃષ્ણને ક્રોધ કરતા જોઈ ભગવાને તેમને કહ્યું કે, “ હે ! કૃષ્ણ ! તમે ક્રોધ ન કરે. તે માણસે ગજસુકુમારના ધાત કર્યો નથી પણ તેની સહાયતા કરી છે. ” શું સામલે સહાયતા કરવાની ઇચ્છાએ મુનિના માથા ઉપર અંગારાં મૂક્યાં હતાં? શું સેમલ તે મુનિના સહાયક હતા ? પરંતુ જે મહાત્મા બધાના નાથ બની જાય છે તેઓ કેાઈને પેાતાના શત્રુ માનતા નથી પરંતુ બધાને પેાતાના સહાયક માને છે. તે તેા બધાના નાથ છે.
નિર્થે પ્રવચનની એ જ વિશેષતા છે કે, તે બધાને મિત્ર માનવાના જ ઉપદેશ આપે છે. અમે લોકો તા છદ્મસ્થ છીએ, એટલા માટે અમારામાં આજે કાંઇ હાય, તેા કાલે ખીજું કાંઈ હાય. તમે લેાકેા નિર્માંન્થપ્રવચન ઉપર શ્રદ્ધા રાખે। અને જો અમે નિગ્રન્થપ્રવચનની અનુસાર સાધુપણાનું પાલન કરી તમને નિન્થપ્રવચન સંભળાવીએ તે તે, તમે અમારી વાતને માને, નહિ તે ન માના. નિગ્રન્થપ્રવચનની વિરુદ્ધ વાત હોવા છતાં તમે ‘ હાજીહા ’ કરા તા તા એ મેટી ખરાખી છે.
મતલબ કે, ભગવાને કૃષ્ણને કહ્યું કે, તે પુરુષે ગજસુકુમાર મુનિને સહાય આપી છે. જો કે, તેણે મુનિના મસ્તક ઉપર તેમનું અપમાન કરવા માટે જ અંગારા મૂક્યાં હતાં પણ જ્યારે આત્મા સંસારના બધાં પ્રાણીએને પોતાના આત્માની માફક જ માને છે ત્યારે તેને શત્રુ પણ મિત્ર જ લાગે છે. તેમની નજરમાં કાઈ શત્રુ જ જણાતા નથી અને એ રીતે તે બધાના નાથ જ છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
સુદ ૧]
રાજકોટ–ચાતુર્માસ
[ ૩૬૭
તોફાની બાળક પોતાના બાપની દાઢી પણ ખેંચે છે અને બાપને થપાટ પણ મારી દે છે. છતાં બાપ બાળકને મારતો નથી, પણ બાળકની થપાટ સહી લે છે. એટલે શું એ બાપને કાયર કહેવામાં આવશે ? અને જો તે બાપ બાળકને મારે તે તે શું વીર કહેવાશે ? બાપ તે સાચો તે કહેવાશે કે જે અબોધ બાળકઠારા અપાએલાં કષ્ટોને સહી લે પણ બદલે લેવાની ઈચ્છાએ બાળકને મારે નહિ. આ જ પ્રમાણે નાથ પણ તે જ છે કે જે બીજાઓદ્વારા અપાએલાં કષ્ટોને પોતે સહી લે પણ પોતે બીજાને જરાપણ કષ્ટ આપે નહિ. સાધુઓ માટે પણ જુઓ કે તેઓમાં આ ગુણ છે કે નહિ ? તેઓને કોઈ ગમે તેટલું કષ્ટ આપે છતાં તેઓ કેઈને કષ્ટ આપતાં નથી. તેઓ પોતે તો કષ્ટો સહી લે છે પણ તેઓ બીજાને કષ્ટ આપતાં નથી. મુનિઓ ભલે તરસથી કે ભૂખથી પીડાતા હોય છતાં શું તેઓ કાચું પાણી પીશે ? શું કે સચેત વનસ્પતિ ખાશે ? તેઓ કાચું પાણી પી શકતા નથી અને સચેત વસ્તુ ખાઈ શક્તા નથી. તેઓ પિતે તે કષ્ટ સહી લે છે પણ બીજાઓને કષ્ટ આપતા નથી અને એ કારણે જ તેઓ ત્રસ કે સ્થાવર બધાના નાથ છે.
સાધુઓ મુખત્રિકા, રજોહરણ વગેરે ઉપકરણો શા માટે રાખે છે ? તથા ભિક્ષાચરી માટે ઘેર ઘેર શા માટે ભટકે છે? શું તેમને કોઈ તેમના સ્થાને ભેજન લાવીને આપી ન શકે? જો કે, તેમને તેમના સ્થાને પગુ ભેજન આપનારા મળી શકે છે. પણ તેઓ પિતાના સ્થાને લાવવામાં આવેલું ભોજન લેતા નથી પરંતુ ઘેર ઘેર જઈ ભિક્ષાચરી કરે છે, અને જેઓ ધુત્કારે છે તેમને ઘેર પણ ભિક્ષા માટે જાય છે. કારણ કે તેઓ તે બધાના નાથ છે. તેઓ બધાના નાથ છે કે નહિ એ વાતની પરીક્ષા તે ઘેર ઘેર ભિક્ષા માંગતી વખતે જ થઈ જાય છે. કેટલાક લોકો એમ કહે છે કે, બાહ્ય ક્રિયામાં શું પડયું છે? પણ જે બાહ્ય ક્રિયામાં કાંઈ નથી તે પછી તેમનામાં જ શું પડયું છે? પિતાથી ક્રિયા પાળી શકાતી ન હોય તે પિતાની નિર્બળતા માનવી જોઈએ, પણ નિર્ચથપ્રવચન ઉપર તે દૂષણ આવવા દેવું ન જોઈએ. અનાથ તે તે જ છે કે, જે બીજાઓ દ્વારા અપાતાં કષ્ટોને પોતે સહી લે છે પણ બીજાને પિતે કષ્ટ આપતા નથી તેમ અપાવવા દેતા નથી.
- આ પ્રમાણે અનાથી મુનિએ અનાથતા બતાવી પિતે કેવી રીતે સનાથ થયા તે રાજાને કહી બતાવ્યું. હવે અનાથી મુનિએ આપેલ ઉપદેશ કહું છું કે, જે ઉપદેશ સાધુ કે ગૃહસ્થ બધાને માટે સમાન ઉપયોગી છે; તથા એ જ આ બધી કથાના મૂળરૂપ છે. મૂળ હોય છે તે જ ફળની આશા રાખી શકાય છે. જો મૂળ ન હોય તે ફળની આશા દુરાશા માત્ર છે. અનાથી મુનિને જે ઉપદેશ હવે સંભળાવવામાં આવે છે તે ઉપદેશ આ કથાનું મૂળ છે. એટલું જ નહિ જે આ ઉપદેશને દ્વાદશાંગી વાણીના મૂળરૂપે કહેવામાં આવે તે પણ તેમાં કાંઈ ખોટું નથી. અનાથી મુનિ કહે છે કે –
अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली। अप्पा कामदुहा घेणू, अप्पा मे नन्दणं वणं ॥३६॥ अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च, दुप्पद्विय सुपठिओ ॥३७॥
Page #409
--------------------------------------------------------------------------
________________
- ૩૬૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા અનાથી મુનિ રાજાને કહે છે કે, હે! રાજન ! મેં મારા દુઃખનું તને જે ઉદાહરણ - આવ્યું તે દુઃખ તે તદ્દન સાધારણ છે. હવે તેને હું મહાન દુઃખનાં દષ્ટાંત આપું છું. એના માટે અનાથી મુનિએ સમસ્ત દુઃખને સંગ્રહરૂપે વૈતરણી નદી અને કૂટશાલ્મલી વૃક્ષનાં અને સમસ્ત સુખના સંગ્રહરૂપે કામધેનુ અને નંદનવનનાં ઉદાહરણે આપ્યાં છે.
આજકાલ કઈ એમ કહે છે કે, દુઃખનું કારણ ધર્મ છે. કોઈ કહે છે કે, દુ:ખનું કારણ અહિંસા છે. કારણ કે અહિંસાને કારણે કાયરતા આવી છે અને કાયરતા એ દુઃખરૂપ છે. કઈ એમ કહે છે કે, ભગવાન જ દુઃખ આપે છે. આ પ્રમાણે લેકે દુઃખ વિષે ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરે છે. આ જ પ્રમાણે સુખને માટે એમ કહેવામાં આવે છે કે, અમને માતાપિતા, ભાઈ-બહેન-પત્નિ વગેરે સુખ આપે છે. કેઈ કહે છે કે, ખાવા-પીવામાં અને મોજમજા માણવામાં જ સુખ છે. કેઈ કહે છે કે, ધનસંગ્રહ કરવામાં અને તેનો ઉપભોગ કરવામાં જ સુખ છે. આ પ્રમાણે સુખ અને દુઃખ આપનાર વિષે ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાઓ કરવામાં આવે છે. પણ આ પ્રમાણે સુખ કે દુઃખ આપનાર તરીકે બીજાને માનવામાં આવે છે. ત્યાં સુધી આત્મા અનાથ જ છે.
કદાચ કોઈ કહે કે એમને સુખ–દુઃખના કારણભૂત ન માને. પણ એટલું તો માનવું પડશે કે, પુણ્યની પ્રકૃતિ સુખ આપે છે અને પાપની પ્રકૃતિ દુઃખ આપે છે. ૮૨ પ્રકારની - પાપની પ્રકૃતિ દુખ આપે છે અને કર પ્રકારની પુણ્યની પ્રકૃતિ સુખ આપે છે. નવ પ્રકારના છે પુણથી સુખ થાય છે અને ૧૮ પ્રકારના પાપથી દુઃખ થાય છે. પુણ્યથી જ ઈષ્ટ ગંધ, ઈષ્ટ રૂ૫ આદિ મળે છે અને પાપથી જ અનિષ્ટ શબ્દ તથા અનિષ્ટ રૂપ વગેરે મળે છે. આ પ્રમાણે પુણ્ય અને પાપને તે સુખ અને દુઃખનાં કારણભૂત માનવાં જ પડશે. પણ એને માટે એમ વિચારે કે પુણ્ય કે પાપની પ્રકૃતિ જડ છે કે ચૈતન્ય ? જે જડ છે, તે જડને ચૈતન્ય માટે સુખ-દુઃખ દેનાર માનવું એ તે અનાથતા જ છે. માટે અનાથતામાંથી નીકળવા માટે એમ માને છે, આત્મા જ સુખ-દુઃખને દેનાર છે. સુખ-દુઃખને ઉત્પન્ન કરનાર અને નાશ કરનાર પણ આ આત્મા જ છે. આ જ પ્રમાણે આ આત્મા જ મિત્ર છે અને આ આત્મા જ શત્રુ પણ છે. સારી કે ખરાબ સ્થિતિને પ્રાપ્ત કરનાર પણ આ આત્મા જ છે.
અનાથ મુનિ કહે છે કે, “હે! રાજન! આ આત્મા જ વૈતરણી નદી છે, અને આ આત્મા જ કૂટશામલી વૃક્ષ છે. આ જ પ્રમાણે આ આત્મા જ કામધેનું છે અને આ આત્મા જ નંદનવન સમાન છે. આત્મા જ કર્તા છે. આત્મા જ વિકર્તા છે, આત્મા જ મિત્ર - છે અને આત્મા જ શત્રુ છે.”
અનાથી મુનિએ જે ઉપદેશ આપે તે ઉપદેશનું આ મૂળ છે. આ ઉપદેશને વિસ્તાર તે યથાસમયે કરવામાં આવશે. અત્યારે તે એટલું જ કહેવાનું છે કે, આ ઉપદેશને સમજી તમે પણ અનાથતાને દૂર કરવાનો પ્રયત્ન કરશે તે તમે પણ અનાથી મુનિની માફક તમારા પિતાના તથા બીજાના નાથ બની શકશે. હવે સુદર્શન પિતાની અનાથતા કેવી રીતે દૂર કરે છે તે જુઓ.
Page #410
--------------------------------------------------------------------------
________________
શુદ ૧]
રાજકેટ–ચાતુર્માસ સુદર્શન ચરિત્ર–૩૯
કેપ કરી કહે રાય શેઠ કે, દેવા શૂલિ ચઢાય; ' ' . . : - ધિક્ ધિક્ મારી જાત કેય કાંઈ, નૃપકે દિયા ફસાય. ધન ૮૪ સુભટ શેઠ પકડ શુલિકા, હિનાયા ગાર
!! નગર ચેવટે ઊભે કરકે, બેલે મેં લલકાર. ધન ૮૫ - મેં સુદર્શન શેઠ નગર, ધમ નામ ધરાય
. પર તિરિયા કે પાપસે મેં, શુલી ચઢા જાય. . ધન ૮૬ . રાજા દધિવાહન વિચારે છે કે, “રાણી તો આમ કહે છે અને શેઠ તે કાંઈ બેલ નથી. માટે હવે શું કરવું?” ત્યારે બીજી બાજુએ લોકેએ સુદર્શનને કહ્યું કે, રાજા હવે આખરી ફેંસલો આપે છે માટે જે કહેવાનું હોય તે કહી દો, નહિ તે “મૌનું સ્વીકૃતિઃ” એ કથનાનુસાર તમે મૌન રહી તમારે અપરાધ સ્વીકાર કરે છે એમ માનવામાં આવશે; માટે જે કહેવાનું હોય તે કહી દે,
સુદર્શને જે બધી વાત કરી દીધી હોત તે તે બચી જાત અને રાણીને દંડ મળત. પણ માતાને કષ્ટ થશે, એ વિચારથી તેણે સત્ય વાત ન કહી પણ મૌન રહી બધાં કષ્ટ પોતે સહ્યાં. તમારાથી જે એટલું બધું કષ્ટ સહન થઈ ન શકે તે તમે કેઈન ઉપર આરોપ કે
ટું કલંક તે ન ચડાવે. આજે તે સમાચારપત્રોની સહાયતાથી ‘કાગને વાધ બનાવી દેવામાં આવે છેપણ તે શ્રાવકને માટે અનુચિત છે છતાં કેટલાક લોકો એવું અનુચિત કામ કરે છે અને સાધુઓના માથે કલંક ચડાવવાનું તથા તેમની નિંદા કરવાનું પણ ચૂકતા નથી, શ્રી. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે “જ્યારે સાધુની નિંદા અને અસાધુની પૂજા થાય ત્યારે તે વિષમકાલ સમજવો જોઈએ.” એ વિષમકાલમાં પણ ન ગભરાતાં જે કાંઈ કષ્ટ પડે તે સમતાપૂર્વક સહી લેવાં એ સાધુઓનું કર્તવ્ય છે. સુદર્શને પોતે કષ્ટ સહીને પણ બીજે ઉપર કલંક ન ચડાવ્યું તે તમે નિષ્કારણ કેઈન ઉપર બટું કલંક તે ન જ ચડા અને સુદર્શનની માફક સત્ય ઉપર દઢતા રાખે. કહ્યું છે કે, રાજ્ય કરે તો આખરે સત્યનો જય થાય છે, અસત્યનો કદાપિ જય થતું નથી. આ આર્ષવચન ઉપર વિશ્વાસ રાખી સત્ય ઉપર દઢતા રાખો અને કોઈના ઉપર ખાટું કલંકન ચો. દેષ અહંકાર કે શત્રુતાના કારણે કોઈને ઉપર કલંક ચડાવવું એ મહાન પાપ છે. એ વીરતા નહિ પણ કાયરતા છે. કાયર લેકે જ સમાચારપત્રોની સહાયતા લઈ બીજાઓ ઉપર કલંક ચડાવે છે અને પોતાનું પાપ છુપાવે છે; પણ પાપને ગમે તેટલું છુપાવવામાં આવે તે પણ પાપ તે પાપ જ રહેશે. તમે સુદર્શનના દર્શને જુઓ અને એ દિશને અનુસરવાનો પ્રયત્ન કરો. - -
રાજાએ તથા રાજ્ય કર્મચારીઓએ સુદર્શનને સત્ય હકીકત કહેવા માટે ઘણું કહ્યું. પણ સુદર્શન તે છેવટ સુધી મૌન જ રહ્યા. આ પ્રમાણે સુદર્શનને મૌન બેઠેલા જોઈ રાજાએ ફેંસલે આપે કે, “સુદર્શનને શૂળી ઉપર ચડાવી દેવાની શિક્ષા આપવામાં આવે છે. રાજાએ સુદર્શનને શૂળી ઉપર ચડાવવાને ફેંસલે તે આપી દીધે પણ પછી તેને વિચાર
Page #411
--------------------------------------------------------------------------
________________
=
૩૭૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા આવ્યો કે, “જે મારા આ હુકમની સાથે નગરજને સહમત ન થાય અને તેઓ જે વિરોધ કરે તે ઠીક નહિ કહેવાય. નગરજનોના સહકારથી જ મારું રાજ્ય ચાલે છે એટલા માટે આ સંબંધમાં નગરજનેની પણ મારે સમ્મતિ લેવી જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરી રાજાએ દૂત દ્વારા નગરમાં એ ઢંઢરે પીટાવ્યું કે, “સુદર્શન શેઠ રાતના સમયે રાણીના મહેલમાંથી પકડાયા છે અને તેમણે રાણુની આબરૂ ઉપર હાથ નાંખ્યો છે એ કારણે તેમને ફાંસીની સજા આપવામાં આવી છે. જે કોઈને આ વિષે કાંઈ કહેવું હોય તે રાજાની પાસે આવી કહે.”
પડી નગર જ ખબર લેગ સિલ, આયે રાજ દરબાર ( રાખ રાખ મહારાય ! છેકકે વિનવે વારંવાર. . ધન ૮૭
દાતારા સિર સહે સરે, પુરજન-જીવન સાર; ' ', સુદર્શન જો ચઢે શુલી તે, જીના હમેં ધિક્કાર. . ધન ૮૮ છે
દૂત દ્વારા આ ઢઢરે સાંભળી નગરજને આશ્ચર્ય કરવા લાગ્યા કે, આમ કેમ બન્યું? સુદર્શન શેઠ રાણીની આબરૂ લેવા મહેલમાં જાય એ સંભવિત નથી. ધર્માત્મા સુદર્શનને જે શૂળી ઉપર ચડાવવામાં આવે તે ગજબ જ થઈ જાય ને ?
' પ્રજાના પ્રતિનિધિ લે કે એકત્રિત થઈ રાજાની પાસે ગયા અને પૂછયું કે, “સુદર્શન શેઠને શૂળી ઉપર ચડાવવાને આપે હુકમ કર્યો છે એ વાત સાચી છે?” રાજાએ ઉત્તર આં કે, “હા, એ વાત સાચી છે.” પ્રજાના પ્રતિનિધિઓએ કહ્યું કે, “આપ એને શૂળી ઉપર ચડાવીને અમારા પ્રજાજનના પ્રાણને પણ શૂળી ઉપર ચડાવો છો! તે કેવળ એકલા જ નથી. એની સાથે સમસ્ત પ્રજા છે.” રાજાએ હસીને જવાબ આપ્યો કે “હું સારી રીતે જાણું છું કે, તમે બધા લેકે એની સાથે છે અને એટલા જ માટે મેં તેને છૂપી રીતે શૂળી ઉપર ન ચડાવતાં તમને બધાને ખબર પડે એ માટે મેં ઢંઢેરો પીટાવ્યો છે કે જેથી તમારે એ સંબંધમાં જે કાંઈ કહેવું હોય તે કહી શકે.” નગરજને રાજાને કહેવા લાગ્યા કે, “મહારાજ! પહેલાં તે સુદર્શને એ અપરાધ કર્યો જ નહિ હોય, અને કદ્ધચિત કર્યો હોય તે પ્રજાની વિનંતીને માન આપી આપ હુકમને રદ કરો અને તેમને છોડી મૂક; કારણ કે એ શેઠ દાની પુરુષોના મુગટરૂપ છે માટે એવા દાની પુરુષને શૂળી ઉપર ચડાવ ઠીક નથી.”
- દાની પુરુષને શિરમર કોને કહેવો એ જોવા માટે સર્વ પ્રથમ “દાની ' કોને કહેવો એ જાણવાની જરૂર રહે છે. આજે તે સમાચારપત્રમાં દાનવીરેની નામાવલિ બહુ જોવામાં આવે છે. લોકો ડુંક દાન કર્યું–ન કર્યું ત્યાં તે સમાચારપત્રોમાં દાનવીરેની શ્રેણિમાં પિતાનું નામ છપાવવાને પ્રયત્ન કરે છે. પણ સાચા દાનવીર બનવા તેઓ ચાહતા નથી. સાચો દાનવીર તે છે કે જે દાન દેવામાં કઈ દિવસ પાછી પાની કરતા નથી અને પિતે દાન આપ્યું છે તેની બીજાને ખબર પણ પડવા દેતા નથી. ફારસીમાં એક એવી કહેવત છે કે, “દાન એવી રીતે આપવું જોઈએ કે જેમણે હાથે આપેલા દાનની વાત ડાબા હાથને પણ માલુમ ન પડે.” દાન બીજાને સહાયરૂપ થવા માટે દેવામાં આવે છે, બીજાની આબરૂના કાંકરાં
Page #412
--------------------------------------------------------------------------
________________
શુદ ૧] રાજ કેટ–ચાતુર્માસન
[૩૭૧કરવા માટે નહિ. પિતાને દાની તરીકે ઓળખાવવા માટે તથા બીજાની આબરૂના કાંકરાં કરવા માટે દેવામાં આવતું દાન, તે દાન જ નથી; એ તે પિતાનું નામ કમાવવાને એક કીમી છે; પણ આજકાલના લેકે પિતાને દાનવીર કહેવડાવવા માટે બીજાની આબરૂની રક્ષા થાય છે કે નહિ તેને વિચાર સરખો પણ કરતા નથી. તેઓ તે પિતાને દાનવીર કહેવડાવવામાં જ મશગૂલ રહે છે. સાધારણ રીતે દાનનાં સગુણ, રજોગુણ અને તમોગુણી એવા ત્રણ ભેદ છે. આ ત્રણે પ્રકારનાં દાનમાં ઉત્તમ દાન તે સતોગુણી દાન છે.
લખનઉના નવાબ આકુલા વિષે પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજે કહ્યા કરતા કે, તે છૂપી રીતે બહુ દાન કરતા હતા. જ્યારે કઈ માણસ તેના મહેલના પાસેથી થાળીમાં કાંઈ લઈ પસાર થતા ત્યારે નવાબ યુક્તિથી તે થાળીમાં સેનામહેર નાંખી દે, પણ તેની ખબર થાળી લઈ જનારને પડતી નહિ. પણ જ્યારે તે માણસ ઘેર પહોંચી થાળીમાં સેનામહેર જેતે. હશે ત્યારે તેને કેટલે બધે આનંદ થતું હશે ? નવાબની આ દાનશીલતા જોઈ કેઈએ તેને કહ્યું કે, તમે બહુ સખી માણસ છે. ત્યારે અસુકુંદૌલાએ જવાબ આપ્યો કે, મને લેકે સખી માણસ ન કહે એટલા જ માટે હું છૂપી રીતે દાન આપું છું. આ વાતને માટે એક કહેવત પ્રસિદ્ધ છે કે –
કૈસે સીએ શેખજી, ઐસી દેના દે, જે જે કર નીચા કરો, ત્યે નીચા રાખે નેન. દેનેવાલા ઔર હૈ, ભેજત હૈ દિન રે ,
લેગ નામ હમરો કહે, તાતે નીચે નેન. કેઈએ નવાબને પૂછ્યું કે, “તમે એવું દાન દેવાનું ક્યાંથી શીખ્યા છે, જ્યારે કોઈ તમારી સામે હાથ લાંબો કરે છે ત્યારે તમે કેમ આંખો નીચી કરી દે છે?” નવાબે ઉત્તર આપ્યો કે, “દાન દેનાર તે બીજે જ છે, અને તે જ લેકને માટે દાન મોકલે છે. તેમનું પુણ્ય જ મારી દ્વારા દાન અપાવે છે. હું તે એક નિમિત્ત માત્ર છું. છતાં લેકે એમ સમજે છે કે, એ દાન તે હું જ આપું છું, અને એ કારણે જ મારી આંખે નીચી ઢળી પડે છે.” - જ્યારે નવાબને માટે કઈ બીજે દાન મેલો હતો તે પછી તમે જેને તમારું માને છે તે ધન તમે ક્યાંથી લાવ્યા ? એ ધન તે જનતાની પાસેથી આવ્યું છે તે પછી જનતાને દાન દેતી વખતે હૈ–હું કેમ કરો છો ? જે સાચે દાનવીર હોય છે તે તે દાન દેવામાં કે દિવસ પાછી પાની કરતું જ નથી.
એવું સાંભળ્યું છે કે, રાણું ભીમસિંહ એકવાર સંકટમાં આવી પડ્યા હતા, ત્યારે કેઈએ તેમને કહ્યું કે, “તમે તમારી દાનશીલતા ઓછી કરે.” ત્યારે રાણાએ જવાબ આપ્યો કે,
હું ખાવાનું તે ઓછું કરી શકું પણ દાન દેવાનું ઓછું કરી શકું નહિ.” સાચા દાનવીરો આવા હોય છે.
પ્રજા રાજાને કહેવા લાગી કે, “મહારાજ ! આ સુદર્શન શેઠ દાનીઓના શિરમોર છે." આ નગર આ શેઠને લીધે જેટલું સુખી છે તેટલું આપના કારણે સુખી નથી. તે શેઠ પ્રજાજતેને,
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૭૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા જીવનપ્રાણ છે. એટલા માટે તેને શી ઉપર ચડાવે નહિ. બસ! અમારી. એ જ પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થનાને સ્વીકાર કરી શેઠને શૂળીની શિક્ષા માફ કરી આપે.” : પ્રજાની વાત સાંભળી રાજા ઘણે પ્રસન્ન થયા અને પ્રજાને કહેવા લાગ્યો કે, “નગરજને ! મને પણ સુદર્શન પ્રતિ પ્રેમ છે, પણ હું શું કરું? તે તે આ ઘટના વિષે કાંઈ બોલતા પણ નથી. એવી દશામાં એને નિર્દોષ કેમ માની શકાય ? હું તમને લોકોને જ પંચ બનાવું છું. જે શેઠ એમ કહી દે કે, મેં કાંઈ અપરાધ કર્યો નથી તે તે નિરપરાધી છે. તમે લકે જ એના મુખે એમ કહેવડાવી દે.” પ્રજા કહેવા લાગી કે, એ વાત ઠીક છે. શેઠ એમ શા માટે નહિ બોલે? અમે હમણું જ તેમની પાસે જઈને વાત કરીએ છીએ. રાજાએ કહ્યું કે, ઠીક છે. તમારી સાથે મારે આ વકીલ આવે છે. શેઠ એમ પિતાના મોઢે કહી દે કે, “હું નિર્દોષ છું” તે હું તેને નિર્દોષ તરીકે માનવા તૈયાર છું.
સુદર્શન શેઠની પાસે જવા માટે પ્રતિષ્ઠિત પ્રજાજનું પંચ નિયુક્ત કરવામાં આવ્યું. હવે તે પંચ સુદર્શન શેઠની પાસે કેવી રીતે જાય છે અને તેમની સાથે શું વાતચીત થાય છે તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.
–-
– વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૨ ગુરુવાર
? : : : : : પ્રાર્થના
શ્રી જિન અજિત નમે જ્યકારી, તુ દેવન દેવજી;
2 “જિતશત્રુ રાજા ને “વિજયા રાણી કે, આતમજાત ત્વમેવજી. '
૧ i ' - ગા જિન અજિત નમે જયકારી.
–વિનયચંદ્રજી કુંભટ વીશી. શ્રી અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. કે પરમાત્માના નામમાં જ કેઈ એવી શક્તિ છે કે જેથી ભકતને પરમાત્માનું નામ બહુ જ પ્રિય લાગે છે. ભક્તો પરમાત્માના નામસ્મરણમાં જ પિતાના કલ્યાણનું દર્શન કરે છે. " ભગવાન અજિતનાથનું નામ ગુણનિષ્પન્ન છે; અર્થાત ગુણની અનુસાર તેમનું નામ છે. એ નામ તો એવું હોય છે કે જે કેવળ નામ માત્રનું હોય છે અને તેમાં નામ પ્રમાણે ગુણ હોતાં નથી, ત્યારે બીજું નામ એવું હોય છે કે જેમાં નામ પ્રમાણે ગુણ પણ હોય છે. ભગવાન અજિતનાથનું નામ ગુણનિષ્પન્ન છે. જેમને કઈ છતી ન શકે, જેમને કઈ પરાભવ કરી ન શકે તે “અજિત' કહેવાય છે. ભગવાન અજિતનાથ કામ, ક્રોધ, મદ, મત્સર આદિ ૧૮ પ્રકારના દેથી અપરાજિત છે; અર્થાત એ દેષએ ભગવાન અજિતનાથ ઉપર જય મેળવ્યું નથી પણ ભગવાને તેમને જીતી લીધા છે અને એટલે જ તેમનું અજિતનાથ નામ સાર્થક થયું છે.'
Page #414
--------------------------------------------------------------------------
________________
શુદ ૨ ].
રાજકેટ–ચાતુર્માસ
[ ૩૦૩
- ભક્ત લેકે કહે છે કે, “હે ! પ્રભો ! આપના નામનો અર્થ અને આપને પ્રભાવ ગુમુખે સાંભળી હું આપને એવી પ્રાર્થના કરું છું કે, જે શત્રુઓને આપે હરાવ્યાં છે એ શત્રુઓ આપથી પરાજિત થઈ મને હરાવી રહ્યાં છે. મારા માટે આ દુઃખને વિષય છે. હું આપને સેવક કહેવાઉં છું અને આપને હું મારા નાથ માનું છું. પણ જ્યારે એ જ શત્રુઓ આપથી પરાજિત થઈ મને-તમારા ભક્તને દબાવે અને હું દબાઉં એ મારી માટે તે લજ્જાની વાત છે, પણ સાથે સાથે તમારા માટે પણ એ વિચારવા જેવી વાત છે. આપના જે ગુણો પ્રસિદ્ધ છે એ ગુણાનુસાર તે તમારે મને એ શત્રુઓથી બચાવવો જ જોઈએ.” ભગવાનના ગુણ કેવાં છે એને માટે આચાર્ય માનતુંગ કહે છે કે – ' .
बुध्या विनाऽपि विबुधाचित पादपीठ। ... ..
स्तोतुं समुद्यतमतिर्विगतत्रपोऽहम् ॥ હે ! પ્રભો! આપની સ્તુતિ કરવા માટે હું સાહસ કરું એ મારા માટે નિર્લજજતાની વાત છે. કારણ કે હું તે બુદ્ધિહીન છું અને આપ એવા બુદ્ધ છો કે આપનાં ચરણ જ્યાં. પડે છે એ પાદપીઠને ઈન્દ્ર પણ નમસ્કાર કરે છે. એવી દશામાં હું આપના ગુણોનું વર્ણન કરવાનું સાહસ કરું એ મારા માટે નિર્લજ્જતાની વાત છે. - જ્યારે આચાર્ય માનતુંગ પણ આમ કહે છે ત્યારે ભક્ત કહે છે કે, અમે કેણ કે આપનાં ગુણોનું વર્ણન કરી શકીએ ? ભક્તની માફક તમે પણ એમ કહેવા લાગો કે, અમે વળી કેણુ કે અમે પરમાત્માનાં ગુણોનું વર્ણન કરી શકીએ ? આ પ્રમાણે નમ્રતા ધારણ કરી આચાર્ય માનતુંગ અને ભક્ત જે ભાવનાપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે છે, એવી ભાવનાથી તમે પણ પરમાત્માની પ્રાર્થના કરો તે તમારા બેડે પાર થઈ જાય ! - ભકતે કહે છે કે, “હે ! પ્રભ ! જે કે તું અમને સહાયતા આપવા તૈયાર છે છતાં અમે તારી સહાયતા કેમ લઈ શકતા નથી એ વિષે વિચાર કરીએ છીએ તે એમાં અમારી જ ભૂલ જણાય છે. હે ! પ્રભો! જે અમે અનન્યભાવે તમારા શરણે આવીએ તે અમને કોઈ શત્રુ હરાવી શકે નહિ, એવી અમને ખાત્રી છે. પણ દુઃખને વિષય તે એ છે કે, જેવું અમે બોલીએ છીએ તેવું અમે કરી શક્તા નથી. જો અમે કહેવા પ્રમાણે કરી બતાવીએ તે અમારો આત્મા પણ તમારી માફક શત્રુઓ ઉપર વિજય મેળવી શકે.” આ પ્રમાણે ભક્ત પિતાની ભૂલ સ્વીકારતાં કહે છે કે –
| હે ! પ્રભુ! મેરા હી સબ દેષ,
શીલસિધુ કૃપાલુ નાથ અનાથ આતષ-હે! પ્રભુ વેશ વચનવિરાગ મન, અદ્ય અવગુનન કે કોશ, " .
રામ પ્રીતિ પ્રતીતિ પિલી, કપટ કરતબ ઠોશ. – હે! પ્રભુ , - ભક્તિ કહે છે કે, “હે ! પ્રભો ! અમે બરાબર જોઈ શક્યા છીએ કે, એ બધા દેષ અમારો જ છે. ગુરુમુખે અને શાસ્ત્રારા અમે એ જાણી શક્યા છીએ કે આપ તે પૂર્ણ થઈ ગયા છો અને તેથી આપમાં તે કોઈ દોષ હોઈ શકે જ નહિ, માટે એ બધે દેષ અમારે જ છે. જે પ્રમાણે સૂર્ય પૂર્ણકળાએ પ્રકા હોય છતાં કોઈ આંખો બંધ કરીને કહે કે, “સૂર્ય અને પ્રકાશ આપતે નથી” તે આમાં સૂર્યને શે દોષ? તે જ પ્રમાણે અમે વેશ
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૭૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા અને વચનમાં વૈરાગ્ય રાખીએ છીએ પણ અમારા મનને તે પાપનું ઘર બનાવી રાખ્યું છે. ઉપરથી તે અમે વૈરાગ્યની વાત કરીએ છીએ અને વૈરાગ્યનો વેશ પણ ધારણ કર્યો છે, પણ અમારે મન તે વિકારથી જ ભરેલું છે. અમને વૈરાગ્યને કે આપને વિશ્વાસ તે કેવળ લોકોને બહાર બતાવવા પૂરતું છે. બાકી અમારું મન પાપવિકારેથી ભરેલું છે. આ જ અમારે દોષ છે.”
અહીં એક પ્રશ્ન થાય છે કે, આવી અવસ્થામાં શું કરવું ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીઓ કહે છે કે, એ ભૂલને દૂર કરવાનો પ્રયત્ન કરો. ભૂલ કેમ દૂર થાય એમ કેવળ ચિંતા કરવાથી કાંઈ કામ ચાલતું નથી. ભૂલને દૂર કરવાનો પ્રયત્ન કરવાથી જ ભૂલ દૂર થાય છે. પાપને પાપ સમજવું એ કાંઈ ઓછું નથી. પાપને પાપ માની, તે પાપને દૂર કરવાને પ્રયત્ન કરે એ કાંઈ ઓછી વાત નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે –
“માર મિકાઠ્ઠિી સમાજ સમવિઠ્ઠી” - જે બાહર તે બીજું બતાવે છે અને હૃદયમાં બીજું રાખે છે, અર્થાત જે ઉપરથી તે પાપને દબાવી રાખે છે અને અંદરથી છળકપટ કરે છે તે મિથ્યાદષ્ટિ છે; અને જે સરળતાપૂર્વક પાપને પાપ માને છે, પાપને દબાવી રાખતું નથી પણ તેને દૂર કરવા પ્રયત્ન કરે છે તે સમદષ્ટિ છે. આને એવો અર્થ નથી કે વ્યવહારને જ બંધ કરી દેવામાં આવે! સંસારના લેકેને વ્યવહારની પણ જરૂર રહે છે, પણ વ્યવહાર સાધવાની સાથે આત્મશધન અને પરમાત્માના શરણે જઈ કામ ક્રોધાદિને જીતવાને ઉપાય કરવો જોઈએ. એમ ન થવું જોઈએ. કે, વચન અને વેશમાં તે વૈરાગ્ય રહે અને મન પાપનું ઘર બની જાય ! આમ કરવું એ જ મિથ્યાષ્ટિપણું છે. એમ કેઈએ વિચારવું ન જોઈએ કે, વચન અને વેશદ્વારા તે હું વ્યવહાર સાઉં તે પછી મન ભલેને ગમે તેવું રહે! મનને કણ જેવા આવે છે? આ પ્રમાણે મનને મલિન રાખનારે એટલું તે સમજવું જોઈએ કે, મનને પિતાનું મન તે જાણે જ છે.. પિતાના મનની સાક્ષી પિતાનું મન જ આપે છે. આ સિવાય પરમાત્મા તે બધું જાણે છે કે નહિ ? જે મન મલિન અને પાપનું ઘર રહ્યું તે પછી ભગવાનના સેવક કેમ બની શકાય ? . એટલા માટે ભકતે વિચારવું જોઈએ કે, “ભગવાન અજિતનાથને સેવક છું, તે મારા પ્રભુ પણ સર્વજ્ઞ હેવાથી મારા મનની વાત પણ જાણે છે. એટલા માટે હું મારા મનને પાપનું ઘર બનાવીશ નહિ અને પરમાત્મા પાસે કઈ વાતને છુપાવીશ નહિ. હે ! પ્રભુ! હું તે આપને જે કામ પસંદ પડે તેવાં જ કામ કરીશ; બીજે કામો નહિ કરું !”
આ પ્રમાણે વિચાર કરી, જે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તે કામ કેધાદિ ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત થઈ શકે. એટલા માટે પરમાત્માની પ્રાર્થનાને બહિર્મુખી ન બનાવતાં અન્તર્મુખી બનાવવી જોઈએ. અનાથી મનિને અધિકાર–૪૦
અનાથી મુનિ પરમાત્માની અન્તર્મુખી પ્રાર્થના કરે છે. અનાથી મુનિએ રાજા શ્રેણિકને જે કાંઈ કહ્યું તે કેવળ રાજા શ્રેણિકને માટે જ નહિ પણ સકળ સંસારને માટે કહ્યું છે. એટલા માટે તેમના આપેલા ઉપદેશને બરાબર સમજો તે ભગવાન અજિતનાથની પ્રાર્થના અને અનાથી મુનિના ઉપદેશમાં જરાપણ અંતર જણાશે નહિ.
Page #416
--------------------------------------------------------------------------
________________
સુદ ૨]
રાજકોટ–ચાતુર્માસ
[૩૭૫
અનાથી મુનિએ ઉપદેશનો જે સાર કહ્યો છે તે વિષે કાલે મેં થેડામાં કહ્યું છે. આજે તેને વિશેષ મર્મ સમજાવવા પ્રયત્ન કરું છું
અનાથી મુનિએ કહ્યું કે, “આત્મા જ વૈતરણી નદી છે અને આત્મા જ ફૂટશાલી વૃક્ષ છે.” આ ઉપરથી કોઈ એવો પ્રશ્ન કરે કે, આત્મા એ વૈતરણી નદી છે એ કેમ બની શકે? કારણ કે, આત્મા તે અરૂપી છે અને વૈતરણી નદી રૂપી છે. આત્મા તે ચારેય ગતિમાં પરિભ્રમણ કરે છે અને વૈતરણી નદી તે કેવળ નરકમાં જ હોય છે. આત્મા અનેક યોનીઓમાં પણ ભમે છે અને આખરે તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત પણ થઈ જાય છે; પણ વૈતરણી નદી તે નરકવાસી-નૈરયિકાએ જ ભોગવવી પડે છે. તે પછી આત્મા વૈતરણ નદી કેમ બની શકે ?
આ મહાન પ્રશ્નનું સમાધાન તે કઈ મહાન યોગી જ કરી શકે. પણ શાસ્ત્રના આ કથનને એવો અર્થ જણાય છે કે, આત્મા ન હોય તે વૈતરણી નદી પણ હોઈ શકે નહિ. વૈતરણ નદી દુષ્કર્મનુ ફલ છે અને દુષ્કર્મ આત્મા જ કરે છે. જે આત્મા ન હોય તે દુષ્કર્મ કેણું કરે અને તેનું ફલ વૈતરણી નદી પણ કેવી રીતે હોય? વૈતરણી નદીની સૃષ્ટિનું સર્જન કરનાર આત્મા જ છે. જે આત્મા ન હોય તે વૈતરણી નદીનું નામ પણ ન હોય ! આત્માના દુષ્કર્મનું કલ જ વેતરણી નદી છે. આ પ્રમાણે કારણ-કાર્ય ભાવને વિચાર કરીને જ શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, આત્મા જ વૈતરણી નદી છે.
. શા શબ્દોના આડબરમાં ન પડતાં જે વાસ્તવિક વાત કહેવાની હેય છે તે છેડામાં કહી દે છે. શાસ્ત્રો કહે છે કે, “વૈતરણી નદી દુખ આપનારી છે એટલું કહીને જ રહી ન જાઓ, પણ વૈતરણી નદીને કર્તા તેમજ હર્તા આત્મા પોતે છે એમ માન. હે ! આત્મા ! આ વૈતરણી નદીને બનાવનાર પણ તું જ છે અને જો તું એ વૈતરણી નદીમાં પડવા ચાહતે. ન હો તે, કેઈ એવું નથી કે તને એ નદીમાં પાડી શકે.” '
આજે બુદ્ધિવાદને જમાને ચાલે છે એટલે કેટલાક લેકે બુદ્ધિનું પૂછડું પકડી કહેવા લાગે છે કે, નરક કે સ્વર્ગ કેણે જોયું છે. આ પ્રમાણે કહેનાર લેકેને પૂછવું જોઈએ કે, જે તમે નરક જેવું નથી તે જેલખાનું તે જોયું છે ને? એ જેલખાનાને બનાવનાર કેણું છે ! એ જેલખાનાં ઉભાં કોણે કર્યો છેઆ આત્માએ જ ને ? જે આત્મા જેલમાં જવાને યોગ્ય દુષ્કર્મો ન કરે તે સંસારમાં શું જેલખાનાંઓ રહી શકે ખરાં? આ દષ્ટિએ આત્મા જ જેલખાના કર્તા અને હર્તા કહેવાય કે નહિ ?
વર્ણનમાં કોઈ પ્રધાન વસ્તુને મુખ્ય રાખી અને શેષ વસ્તુનું ગૌણ કરી વર્ણવવામાં આવે છે. એટલા માટે અહીં પણ વૈતરણી નદીને મુખ્ય કરી શેષ દુઃખોને ગૌણ રાખવામાં આવ્યાં છે. વ્યવહારમાં જેલ જ નહિ પણ સમસ્ત દુઃખને પેદા કરનાર આત્મા જ છે. એટલા માટે જે એમ કહેવામાં આવે છે, આત્મા જ દુઃખ પેદા કરનાર છે કે આત્મા જ દુઃખ છે તે એમાં શું ખોટું છે ?
મતલબ કે, કેઈપણ દુઃખને આ આત્મા જ પેદા કરે છે. આ જ પ્રમાણે સુખને પણ આ આત્મા જ પેદા કરે છે. દુઃખમાં તે પ્રધાનતઃ નરકનાં દુઃખને ગ્રહણ કરવામાં આવ્યાં છે અને શેષ દુઃખને ગૌણ કરવામાં આવ્યાં છે. આ ઉપરથી સમસ્ત દુઃખના કર્તા આત્મા જ છે એમ સમજવું જોઈએ. આ જ પ્રમાણે સુખમાં પણ ઈચ્છાપૂર્તિના સુખને મુખ્ય માની
Page #417
--------------------------------------------------------------------------
________________
o ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[બીજા ભાદરવા
k
શેષ સુખાને ગૌણ કરવામાં આવ્યાં છે. ઇચ્છાપૂર્તિનું સુખ પેદા કરનાર આત્મા જ છે. કામધેનુ અત્રે પશુ અર્થમાં નહિ પણ ‘ ઇચ્છા પૂરી થવી' એ અમાં છે. કામધેનુના અથ સબંધ ઇચ્છાનુસાર સુખની સાથે છે. ઇચ્છાનુસાર સુખ પણ આત્મા જ પેદા કરી શકે છે. તમે સ્વગ જોયું નથી પણ રાજાના મહેલ, ખાગ વગેરે તે જોયાં છે. શું આ સુંદર મહેલા-ભાગખગીચાઓ આત્મા વિનાં ટકી શકે ખરાં ? તમારા લોકેાની દૃષ્ટિ સંકુચિત છે. એટલા માટે તમે તેા મહેલ-ભાગ વગેરેના સુખને મર્યાદિત કરી નાખા છે. પણ જ્ઞાનીજને। તેથી આગળ વધીને કહે છે કે, સ્વર્ગનું સુખ કે નરકનું દુ:ખ આત્માએ જ પેદા કરેલ છે અને એટલા જ માટે આત્મા જ સુખરૂપ કે દુઃખરૂપ છે.
જો તમારામાં એવી શક્તિ હાય કે, તમે ગધેડીને કામધેનુ અને કામધેનુને ગધેડી બનાવી શંકા તો તમે શું બનાવશો ? તમે એમ જ કહેશે કે, અમે ગધેડીને કામધેનુ બનાવીશું, પણુ આ જ વાત તમે આત્મા વિષે કેમ વિચારતા નથી ! આત્માના સુખદુઃખનું તંત્ર આત્માના હાથમાં જ છે. ખીજા કાઈના હાથમાં નથી. જ્યારે સુખદુઃખનું તંત્ર તમારા આત્મામાં છે તે પછી આત્માને કામધેનુની માફક સુખરૂપ કેમ બનાવતા નથી ?
અનાથી મુનિ કહે છે કે, “ હે ! રાજન ! રાજ્ય ભંડાર વગેરે પ્રાપ્ત થવાથી આત્મા કાંઈ સનાથ ખની જતા નથી, પણ મારા આત્મામાં જ સુખ કે દુઃખ પેદા કરવાની શક્તિ છે એનું જ્ઞાન થવાથી જ આત્મા સનાથ બની શકે છે. ‘જ્યારે આ આત્મા જે નંદનવન કે કામધેનુની સમાન સુખ આપનાર છે, તે પછી હું પોતે જ આત્માને નરક કે વૈતરણી નદીની સમાન શા માટે દુઃખદાયક બનાવું' એવા વિવેક પેદા થવાથી આત્માને સનાથ બનાવી શકાય છે.”
આત્મામાં અનંત શક્તિ છે. તે પોતે પ્રકાશમાન છે. આમ છતાં એ આત્મા ક્યાં છે? તે આત્મા હાથમાં છે, પગમાં છે, માથામાં છે કે ક્યાં છે? એવા પ્રશ્ન ઉદ્ભવે છે. આ પ્રશ્નના ઉત્તર એ છે કે, એ આત્મા શરીરમાં બધે ઠેકાણે છે. તમારી આંખેામાં પણ આત્મા છે અને તમે તમારી આંખેાદ્વારા જ આત્માને જાણી શકે છે. એને માટે કહ્યું છે કેઃ— માત માન માન કહા માન લે મેરા; જાન જાન જાન રૂપ જાન લે તેરા. જાને મિના સ્વરૂપ કે, મિટે ન ગમ કભી; કહેતે હૈં વેદ ખાર બાર, ખાત ચે સભી. સત્સંગમે દિલ જોડ, તેાડ઼ માહ કા ઘેરા. જો નયન કા ભી નયન, એન કા ભી મેન હૈ; જિસકે મિના ંશરીરમે, ન પલક ચેન હૈ. વિચાર કે વહી તેરા, સ્વરૂપ હૈ ઘેરા. આ પ્રમાણે કહી, કાણુ કાને મનાવે છે ? જો હું કહું કે, હુ તમને મનાવું છું તે તે મારા આત્મા પણ પરતંત્ર થશે. પણ આ પદ સાંભળવાથી તે એમ જ જણાય છે કે, કોઈ કોઈને મનાવી રહ્યો છે, અને ‘મારું માની લે' એમ કહી રહ્યો છે; અર્થાત્ ખીજાને કોઈ સમજાવે છે. પણ જ્ઞાનીજને તા પોતાના આત્માને જ સમજાવે છે કે, “હું ! આત્મા ! હું શું કરે છે? તું ઇચ્છિત ફળ ભાગવનાર છે તો પછી શા માટે અહીં તહીં ભટકતા
માન
માન
Page #418
--------------------------------------------------------------------------
________________
શુદ ૨] રાજકેટ–ચાતુર્માસ
[ ૩૭૭ છે? તું પિતાને જ ભૂલી રહ્યો છે, અને તે કારણે જ તું દુઃખી થઈ રહ્યો છે. અને જ્યાં સુધી તું પિતાને ઓળખીશ નહિ ત્યાંસુધી તારું દુઃખ વધશે, ઘટશે નહિ; માટે તારા સ્વરૂપને તું પીછાન. તું તારું પિતાનું સ્વરૂપ આંખ, કાન, નાક, જવ વગેરે દ્વારા સમજ. આંખ સામું જોવાથી આંખની કીકીમાં કોઈ એક જણની છાયા જોવામાં આવે છે. જીવિત મનુષ્યની આંખમાં જ છાયા જોવામાં આવે છે, મરેલાની આંખમાં છાયા જોવામાં આવતી નથી, એમ કહેવામાં આવે છે. એટલા માટે તું એમ વિચાર કે, મૃત્યુ થવાથી આંખમાંથી એ શું ચાલ્યું ગયું છે કે જેથી આંખમાં છાયા જોવામાં આવતી નથી? એટલા માટે એમ સમજે કે, જ્યાંસુધી આ શરીરમાં આત્મા છે, ત્યાં સુધી જ આંખની કીકીમાં છાયા પડે છે નહિ તે છાયા પડતી નથી. આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે, દેખનાર આંખે નથી પણ આંખે દ્વારા દેખનાર તે બીજે જ કોઈ છે, અને એ જ આત્મા છે.
આત્મા, આંખ, કાન વગેરે ઇન્દ્રિયને સ્વામી છે; પણ પિતાની ભૂલને કારણે પોતે ગુલામ બની રહ્યો છે. એટલા માટે તમે તમારા પિતાના માટે શું કરો છો તેને વિચાર કરો. આત્મા માટે સુખ પેદા કરે છે કે દુ:ખ? કદાચ તમે એમ કહે કે, અમે તે સંસારી છીએ ! પણ તમે સંસારી છે એટલા જ માટે તમને ઉપદેશ આપવામાં આવે છે. જો તમે સંસારી ન હોત પણ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની ગયા હતા તે તમને ઉપદેશ આપવાની જરૂર જ રહેત નહિ. ઉપદેશ સાંસારિક લોકોને માટે જ આપવામાં આવે છે. બધે ખરી રીતે તે ઉપદેશ જે આપે છે, તેને જ માટે ઉપદેશ છે, છતાં પણ જે શાળા એ કથનાનુસાર આત્મામાં ભેદ નથી અને એ કારણે જે ઉપદેશ સારા માટે છે, તે જ ઉપદેશ તમારા માટે પણ છે, એટલા માટે તમે ઉપદેશ સાંભળી આત્માનું સ્વરૂપ જાણે. એ આત્મા આંખની પણ આંખ રૂપ છે, રસને પણ રસ છે, તે કારને પણ કાન છે. અર્થાત આંખ દ્વારા તે જ જુએ છે, કાન દ્વારા તે જ સુંઘે છે અને જીભ દ્વારા તે જ રસ લે છે. આમ હોવા છતાં આંખ-કાન-નાક દુઃખવાથી જેટલી ચિંતા થાય છે, તેટલી ચિંતા આત્માના માટે થાય છે કે નહિ તેને વિચાર કરે, અને વિચાર કરી આત્માને જાગ્રત બનાવવાનો પ્રયત્ન કરશે.
હવે હું એક પ્રાસંગિક વાત કહું છું. રાજકોટમાં અનેક અપૂર્વ કામે ક્યાં છે અને થઈ રહ્યાં છે. આ જ પણ મને એક અપૂર્વ કામની સૂચના મળી છે. મદ્રાસવાળા શ્રી તારાચંદજી ગેલડા તથા શ્રી ડાહ્યાભાઈએ પત્ની સહિત શીલવતને સ્વીકાર કર્યો છે, પણ એ બને બહારના છે. તે પછી રાજકોટ સંધ પાછળ કેમ રહી શકે ? સંઘના ભૂતપૂર્વ સેક્રેટરી, સંઘના આગેવાન તથા અમને આ પ્રદેશમાં ખેંચી લાવવામાં વિશેષ પ્રયત્ન કરનાર શ્રી . ચુનીલાલભાઈએ પણ પત્ની સહિત આજે શીલવતને સ્વીકાર કરવાનો વિચાર દર્શાવ્યો છે. અમે તેમના બનાવેલા મકાનમાં ઊતર્યા છીએ અને આહારપાણી લઈએ છીએ, પણ હવે તેઓ અમને બહારના મકાનમાં જ રાખવા સાહતા નથી પણ પિતાના હૃદયમાં સ્થાન આપતા ચાહે છે, અને તે જ માટે તેઓ શીલવતને સ્વીકાર કરી રહ્યા છે. જો કે, તેઓ પ્રકારમાં શીલવતને સ્વીકાર કરવાની ઈચ્છા ધરાવતા ન હતા, પરંતુ મેં તેને કહ્યું કે, તમે વ્યાખ્યાનમાં પ્રકટરૂપે વ્રતને સ્વીકાર કરે તે લેકેને ઉત્તેજત પણ મળશે, અને હું પણ શીલત્રત વિષે બે ચાર શબ્દો કહી શકીશ. મારા આ કહેવાથી જ તેઓએ ભાખ્યાનમાં શીલવ્રત લેવાને સ્વીકાર કર્યો.
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૭૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
[ શ્રી. ચુનીલાલ નાગજી વોરા તથા તેમના ધર્મપત્ની અ. સૌ. બાઈ સાંકળીબાઈએ ઉભા થઈ શીલવતને સ્વીકાર કર્યો, અને તેમણે આ વ્રતની મંગલસ્મૃતિમાં જૈન સાહિત્યના પ્રચાર માટે રૂા. ૧૦૦૧ આપવાની ઉદારતા બતાવી, અને જાહેર કર્યું કે જ્યાં સુધી કોઈ બીજો પ્રબંધ ન થાય ત્યાંસુધી આ પૂજીમાંથી શ્રી મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી દ્વારા પૂજ્ય શ્રી જવાહિરલાલજી મહારાજ સાહેબના વ્યાખ્યાનો ગુજરાતી અનુવાદ કરાવી પ્રકાશિત કરાવવાં. અને તે જ વખતે શ્રી. દુર્લભજીભાઈ ત્રિ. ઝવેરીએ આવાં સાહિત્ય પ્રચારના કાર્યમાં રૂ. ૨૫૧ અને શ્રી. ગોપાલજી ભીમજી પારેખે રૂ. ૧૦૧] આ ફંડમાં આપવાનું જાહેર કર્યું હતું.* અન્ય લેકેએ પણ પ્રત્યાખ્યાન કર્યા હતાં. ] સુદર્શન ચરિત્ર–૪૦
- આપણા ધર્મમાં સુદર્શન જેવા મહાપુરુષ થયા છે; કે જેમને પુણ્ય પ્રભાવ પ્રકટ કે ગુપ્તરૂપે આજે પણ પડી રહ્યો છે. એટલા માટે તેમના આદર્શને પિતાના હૃદયમાં સ્થાન આપી પરસ્ત્રીના પાપને તે ત્યાગ કરવો જોઈએ. * તુમ હી પૂછો સેઠ કહે કુછ, ઉસ પર કરે વિચાર;
નહીં બેલે તે ભૂલી દેનેકા, સચ્ચા હૈ નિરધાર. ધન ૮૯
મહાભાગ! તુમ મુખડે બેલે, જો હૈ સચ્ચી બાત; - બિન બેલ્યા સે સેઠ સુદર્શન, હેત ધર્મકી ઘાત. ધન કા નગરજનોએ રાજાને કહ્યું કે, “સુદર્શન ધર્માત્મા છે, દાનીઓમાં શિરમેર છે અને નગરજનેના પ્રાણરૂપ છે. માટે એના શરીરને નાશ થવાથી અમારા બધાને નાશ થશે, માટે આપ પૂર્વાપર વિચાર કરી તેને દંડ આપો.”
પ્રજાજનની આ વાત સાંભળી રાજાએ તેમને કહ્યું કે, “સુદર્શન ધર્માત્મા, દાનીઓમાં શિરમોર છે એ બધું હું સારી રીતે જાણું છું. હું એ પણ માનું છું કે સુદર્શન પહેલાં છે અને હું પછી છું. મેં તે પૈતૃક રાજ્ય પ્રાપ્ત કર્યું છે, અને એ રીતે હું તો પૂર્વજોની કૃપાથી મેટો થયો છું. પણ સુદર્શન તે પિતાના ગુણને કારણે મોટે થયો છે. આ બધી વાત સાચી છે, મેં સુદર્શનને વાસ્તવિક વાત કહેવા માટે ખૂબ મનાવ્યો પણ એ તે એક શબ્દ પણ બોલ્યા નહિ. એટલા માટે અંદરખાને શું છે એવો સંદેહ પેદા થાય છે. હવે તમે લોકે જ તેની પાસે જઈને પૂછો. જે તે બધી હકીક્ત કહેતા હોય તો પછી આપણે બધા એ વિષે વિચાર કરવા તૈયાર છીએ. પણ જો તે તમારી સાથે પણ કાંઈ ન બોલે તે પછી શૂળીએ ચડાવવાને મેં જે હુકમ આપે છે તે શું બરાબર નથી ? ” " રાજાનું કથન સાંભળી બધા નાગરિક કહેવા લાગ્યા કે, “રાજાનું કહેવું બરાબર છે. આપણને ભાગ્યથી જ આવા, સારા રાજા મળ્યા છે કે જેઓ આપણી વાત સાંભળે છે અને માને પણ છે.”
* આ જાહેરાતના પરિણામે શ્રી. ચુનીલાલભાઈની આર્થિક સહાયતા વડે પ્રસ્તુત “શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ’, શ્રી દુર્લભજી ઝવેરીની આર્થિક સહાયતા વડે “ધર્મ અને ધર્મનાયક” અને શ્રી. ગેપાલ પારેખની આર્થિક સહાયતા વડે “જવાહિર જ્યોતિ” પ્રકાશનને પામ્યાં છે,
Page #420
--------------------------------------------------------------------------
________________
શુદ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૭૯
આજે લોકા ‘સ્વરાજ્ય’ ની માંગણી કરે છે પરંતુ જો રામરાજ્ય કે સુરાજ્ય હાય તા સ્વરાજ્યને પ્રશ્ન જ પેદા ન થાય ! રામરાજ્ય કે સુરાજ્ય ન હેાવાને કારણે જ સ્વરાજ્યના પ્રશ્ન ઉભા થવા પામ્યા છે.
નગરજને કહેવા લાગ્યા કે, મહારાજનું કહેવુ` બરાબર છે. અમે હમણાં જ શેઠની પાસે જઈએ છીએ. તેઓ શા માટે નહિ ખેલે ! ખેલ્યા વિના કામ થાડું જ ચાલે છે! તેમણે ખેલવું તેા પડશે જ !
રાજાએ નગરજનાને કહ્યું કે, જુએ! ત્યાં સુદર્શન શેઠે બેઠા છે. તેને મારા તરફથી ક્રાઈ પ્રકારનું કષ્ટ આપવામાં આવ્યું નથી. તમે લેાકા તેમની પાસે જઈ, બધી હકીકત પૂછી શકેા છે ? પ્રજાના પ્રતિનિધિ લેાકા સુદર્શનની પાસે જઈ કહેવા લાગ્યા કે, “ હે ! મહાભાગ ! તમે તેા પૌષધ વ્રત લઈ ધમ ધ્યાનમાં બેઠા હતા તેા પછી અહીં ક્યાંથી ! એવી શી ઘટના બનવા પામી કે, તમે અહીં આવી ગયા ! રાજના મહેલમાં આવવાને કારણે તમારા ઉપર આરેાપ મુકવામાં આવ્યા છે, અરે! એ આરાપને કારણે રાજા તમને શૂળીએ ચડાવવાના દંડ આપી રહ્યા છે. એટલા માટે સાચી હકીકત શું બનવા પામી છે. તે આપ કહે!! નહિ મેલે તા કામ નહિ ચાલે ! આ તમારું શરીર તમારા પોતાનું એકલાનું નથી, પણ પ્રજાનું અને ધર્માનું પણ છે. નિષ્કારણ તમારા આ શરીરને નાશ થાય એ ઉચિત નથી, એટલા માટે ધની રક્ષા માટે પણ તમે સત્ય હકીકત કહે. તમારા મૌનથી તો ધર્મની હાનિ થશે. તમે નગરજનેાના નાયક છે. જો તમારા જેવા ધર્માત્મા ઉપર કાઈ આપ ચડાવે તેા તેથી ધર્મની નિંદા થશે અને ધર્મમાં શું પડ્યું છે? એમ લેાકા પણ કહેવા લાગશે. આ કારણે પણ તમે મૌન ખાલી સત્ય હકીકત કહેા.
નગરનેની વાત સાંભળી સુદર્શન શેઠ વિચારવા લાગ્યા કે, “ નગરજનાં ‘ધર્મની હાનિ થવી ન જોઈએ' એમ કહે છે અને મારું પણ એ જ લક્ષ્ય છે કે, ધર્મની હાનિ કાઈપણ રીતે થવી ન જોઈએ. પરંતુ આ લોકેા ધર્મને ખાદ્ઘદષ્ટિએ જુએ છે અને હું ધર્મને અંતર્દષ્ટિએ જોઉં છું. બસ આ જ અંતર છે. હું એમ વિચારું છું કે, મારા ખાલવાથી માતાને કષ્ટ થશે અને મે ધર્મીની દૃષ્ટિએ જ એ વિચાર કર્યાં છે. આવી અવસ્થામાં હું કેવી રીતે ખાલી શકુ...! મારા ખેલવાથી તેા ધર્મની વધારે હાનિ થશે. ”
આ પ્રમાણે વિચાર કરી પ્રજાજનેાની વાત ઉપર સુદર્શન શેઠ હસ્યા. શેઠને હસતા જોઈ નગરજના કહેવા લાગ્યા કે, આપ તે અમારી વાતને હસી કાઢે છે પણ અમારી વાત હસી કાઢવા જેવી કે ઉપેક્ષા કરવા જેવી નથી. અમારી વાતને હસી કાઢે નહિ પણ સાચી વાત શું છે તે આપ કહે.
વ્યક્તિ–સ્વાતંત્ર્ય અને સમાજ-સ્વાતંત્ર્યમાં ક્રાને મહત્ત્વ આપવું જોઈએ ! ધર્મમાં વ્યક્તિસ્વાત'ત્ર્યને જ સ્થાન છે અને એ કારણે પ્રત્યેક વ્યક્તિ પાતાની ઉન્નતિ કરવા માટે સ્વતંત્ર છે. સુદર્શન વ્યક્તિ-સ્વાતંત્ર્યની દૃષ્ટિએ જ ચૂપ રહી ધર્મની રક્ષા કરી રહ્યા છે. ખીજી બાજું નગરજને સુદર્શીનને ખેલવા માટે પ્રેરણા કરે છે, તે લેાકેા વ્યક્તિસ્વાતંત્ર્યનું મહત્ત્વ જાણુતા નથી અને એ કારણે જ સમાજ સ્વાતંત્ર્યને મહત્ત્વ આપે છે. જો કે સમાજસ્વાતંત્ર્યની પણ આવશ્યકતા છે પણ તેના ભોગે વ્યક્તિ-સ્વાતંત્ર્યને ભૂલી જવું ન જોઈએ.
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૮૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ભારત દેશમાં વ્યક્તિ-સ્વાતંત્ર્યનાં જેટલાં ઉદાહરણે મળે છે તેટલાં અને તેવાં ઉદાહરણ બીજા દેશમાં કદાચ જ મળે. વ્યક્તિ–સ્વાતંત્ર્યને અર્થ સ્વછંદતાને અપનાવવી એ નહિ. અમે ગમે તેવું ખાનપાન કરીએ, અમે ગમે તે સ્ત્રી સાથે વિવાહ કરીએ એમ કહી એને વ્યક્તિ સ્વાતંત્ર્યનું રૂપ આપવું અનુચિત છે. વ્યક્તિ-સ્વાતંત્ર્ય છે તેમાં છે કે જે પોતે તે કષ્ટ સહે, પણ બીજાને કષ્ટ ન આપે. ધર્મમાં તે વ્યક્તિ સ્વાતંત્ર્યને જ સ્થાન છે. સમાજને માટે વ્યક્તિ-સ્વાતંત્ર્યને ભૂલી જઈ ધર્મની હાનિ કરવી એ અનુચિત છે. જેમકે, સીતાને એમ કહેવામાં આવ્યું હતું કે, “જો તમે રાવણને અપનાવી લે તે સમાજની આટલી હાનિ થતી બચી જશે.” છતાં શું સીતાએ સમાજને માટે પિતાના વ્યક્તિ-સ્વાતંત્ર્યને તજી દીધું હતું ? યુધિષ્ઠિરને એમ કહેવામાં આવ્યું હતું કે, દ્રોણાચાર્યો હાથમાં ધનુષ્ય ઉપાડયું છે અને હમણાં ધનુષ્ય છોડશે માટે તમે “અશ્વસ્થામાં હો” એમ કહે તે સેનાનું રક્ષણ થશે નહિ તે લેમાને કચડઘાણ વળી જશે. છતાં યુધિષ્ઠિરે તે એમ જ કહ્યું કે, જે વાત હું જાણતે ન હે તે વાત હું કેમ કહી શકું !
આ પ્રમાણે વ્યક્તિ-સ્વાર્તવ્યની રક્ષા કરી સમાજની સેવા કરે કે સમાજ-સ્વાતંત્ર્યને મહત્ત્વ આપે એ વાત જુદી છે, પણ વ્યક્તિ-સ્વાતંત્રને સમાજસેવા કે સમાજક્ષાના મામે ગુમાવી દેવું તે ઠીક નથી. - સુદર્શન વિચારે છે કે, આ નગરજને સમાજને જુએ છે અને હું વ્યક્તિ-સ્વાતંત્ર્યને જોઉં છું. મારે લવાથી માતાને કષ્ટ પહોંચશે એટલા માટે હું કેવી રીતે બેલી શકું?
હવે આગળ શું થાય છે તેને વિચાર યથાવસરે હવે પછી કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૨ બીજા ભાદરવા સુદી ૩ શુક્રવાર
પ્રાર્થના આજ મહારા સંભવ જિનકે, હિતચિતમ્ ગુણ ગાસ્યાં; મધુર મધુર સ્વર રાગ અલાપી, ગહેરે શબ્દ ગુંજવ્યાં છે આજ મહારા
–વિનયચંદ્રજી કુંભટ વીશી,
શ્રી સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં “આજ” શબ્દને જે ઉપયોગ કરવામાં આવ્યો છે તેને શે આશય છે? એ વિષે વિચાર કરતાં એમ જણાય છે કે, જ્યારે મનુષ્ય પોતાનામાં કોઈ પ્રકારની વિશેષતા એ છે ત્યારે તે કહે છે કે, આજે કૃતકૃત્ય થયો છે. એ કારણે જેમની કૃપાથી હું કતક થયો છું તેના આજે હું ગુણગાન કરીશ. વ્યવહારમાં પણ જ્યારે કેઈની કૃપાથી કાંઈ પણ પ્રાપ્ત થાય છે ત્યારે ઉપકારકનાં ગુણગાન કરવામાં આવે છે. હવે આપણે અત્રે એ જોવાનું છે કે પરમાત્મા પાસેથી એવી કઈ ચીજની પ્રાપ્તિ થઈ છે કે, જે કારણે ભક્ત એમ કહે છે કે, આજે હું પરમાત્માના એવા ગુણગાન કરીશ કે તેમના ગુણગાનમાં મારાં તન-મનને પણ
Page #422
--------------------------------------------------------------------------
________________
શુદ ૩] રાજકેટ-ચાતુર્માસ
[ ૩૮૧ લગાવી દઈશ. ભક્ત લોકો, આમ કહે છે એ ઉપરથી એમ જણાય છે કે, પરમાત્મા પાસેથી કઈ અપૂર્વ ચીજ તેમને મળી છે. પરમાત્મા પાસેથી જે અપૂર્વ ચીજ મળી છે તેના એક અંગને જ અત્રે કહું છું. ભકતે કહે છે કે, હે ! પ્રભો ! તારી કૃપાથી મને મારી અજ્ઞાનતાનું ભાન થયું છે.
ભગવાનના સ્વરૂપથી પિતાની અપૂર્ણતાનું જ્ઞાન થાય છે. પિતાની અપૂર્ણતાને જાણવી એ કાંઈ ઓછી વાત નથી. ભક્તિસૂત્રમાં કહ્યું છે કે, “પરમાત્માની ભક્તિમાં અભિમાનદંભાદિને ત્યાગ કરવો જોઈએ? જ્યારે પિતાને પૂર્ણ માની લેવામાં આવે છે ત્યારે જ તંભ અને અભિમાન પેદા થાય છે, પણ પરમાત્માનું દર્શન થતાં જ પિતે અપૂર્ણ છે તેનું ભાન થાય છે. જ્યારે પિતાનામાં ડાં ગુણ હોવા છતાં પોતાનામાં વધારે ગુણ છે એમ માનવામાં આવે છે, ત્યારે અભિમાન પેદા થાય છે; પણ પરમાત્માનું દર્શન થતાં જ પિતાની અજ્ઞાનતાનું ભાન થાય છે અને તેનું અભિમાન ગળી જાય છે. ભક્ત લેકે પરમાત્માના સ્વરૂપને જોઈ પિતાનામાં અભિમાન રાખતા નથી પણ પિતાને લઘુથી પણ વધુ માને છે. સંસારમાં એવા પણ લેકે હોય છે કે જેઓ પિતાને પંડિત માને છે, અને પિતાને પૂર્ણ માને છે એટલું જ નહિ પણ બીજાઓ પાસે એવો મનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જે પરમાત્માના સાચા ભક્ત છે તે તે પિતાને અપૂર્ણ માની નમ્ર રહે છે.
મતલબ કે, પરમાત્માની કૃપાથી અપૂર્ણતાનું ભાન થયું છે અને એ કારણે જ મક એમ કહે છે કે, આજે “અમે પરમાત્માનું ભજન કરીશું, અને તેમના ગુણગાન ગાઈશું.”
જેઓ પોતાની અપૂર્ણતા માને છે, તેઓ પણું એાછા ઉપકારી નથી. તેમને પણ બહું ઉપકાર છે. આ વાત એક કથાકારા સમજાવું છું.
દેહલી જેવા શહેરમાં એક આબરૂદાર અને ચતુર ઝવેરી રહેતો હતો. કે ઝવેરી હોશીયાર હતા પણ હોશીયાર માણસથી પણ કઈવાર ભૂલ થઈ જાય છે. “મનુષ્ય માત્ર ભૂલને પાત્ર” એ કથનાનુસાર તે ઝવેરીની પણ મોટી ભૂલ થઈ ગઈ. તેણે એક પેટા હીરાને સાચો અને કીંમતી હીરે સમજી ખરીદી લીધે, અને એ ખોટા હીરાની ખરીદીમાં તેણે પતેના ઘરની બધી પૂંછ રેકી દીધી. હીસની ખરીદી કર્યા પછી તેને ખબર પડી કે, ખરીદેલે એ હીરે તે તદ્દન ખોટો છે. તે વિચારવા લાગ્યો કે, હવે શું કરવું! વેચનાર માણસ ચાલ્યો ગયો છે. હવે એ વિષે હો-હા કરવાથી કાંઈ વળે એમ નથી. ઊલટી પિતાની આબરૂના કાંકરાં થશે, પણ મેં એ હીરા પાછળ ઘરની બધી પૂંજી ખરચી નાખી છે એટલા માટે મારા મૃત્યુ બાદ મારા કુટુંબીજને શું ખાશે? અત્યારે માથે આવી પડેલા આ દુઃખને સહ્યા સિવાય છૂટકે પણ નથી. પણ મારે એક મિત્ર છે તે જરૂર દુઃખના સમયે સહાયભૂત નીવડશે. આ હીરે તે ખેટે નીકળ્યો, પણ મારે મિત્ર તે ખેટો નીકળે એવો નથી.
ગ્રન્થમાં સન્મિત્રની બહુ જ પ્રશંસા કરવામાં આવી છે અને કહ્યું છે કે, સદ્દભાગ્યે જ સન્મિત્રની પ્રાપ્તિ થાય છે. સુખના સમયે તે સાથ આપનાર અનેક મિત્રો મળી આવે છે પણ દુઃખના સમયે સાથ આપનાર મિત્રે બહુ જ ઓછા મળે છે.
તે ઝવેરી વિચારવા લાગ્યો કે, મારે મિત્ર તે સાચો મિત્ર છે. પણ મારે મિત્ર પાસે માંગવાની નહિ પણ તેને આપવાની બુદ્ધિ રાખવી જોઈએ. એટલા માટે જ્યાં સુધી હું
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૮૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ખીજા ભાદરવા
જીવિત છું ત્યાં સુધી તે મિત્રને કાઈ પ્રકારનું કષ્ટ ન આપવું. મારા મૃત્યુ બાદ આ મારા મિત્ર મારા ઘરની સંભાળ રાખશે.
થાડા દિવસેા બાદ તે ઝવેરીનેા મરણ સમય નજદીક આવ્યા. ઝવેરી વિચારવા લાગ્યા કે, મારી સ્ત્રી તા એમ સમજતી હશે કે, હું મેાટા ઝવેરીની પત્ની છું એટલે જો હું એને એમ કહીશ કે, આપણા ધરમાં તે હવે કાંઈ નથી તે તેને બહુ આઘાત પહોંચશે. એટલા માટે એવા ઉપાય વિચારવા જોઇએ કે, પત્નીના ચિત્તને પણ આધાત ન પહોંચે અને પુત્રનું પણ અહિત ન થાય. મારા મિત્ર એવા છે કે, તે ભલે સુખના સમયે કામમાં આવે કે ન આવે પણ દુઃખના સમયે અવશ્ય કામમાં આવે એવા છે. ”
આ પ્રમાણે વિચાર કરી, ઝવેરીએ પાતાની પત્નીને પાસે ખેાલાવી કહ્યું કે, “ મારા અંત સમય નજદીક આવ્યા છે. જો ! આપણા ઘરની સંપત્તિના સારરૂપ આ હીરા છે. આ હીરાને સંભાળીને રાખજે. ખીજાના હાથમાં આ હીરા ચાલ્યા ન જાય તેને ખ્યાલ રાખજે. જ્યારે કાઈ આર્થિક મુશ્કેલી માથે આવી પડે ત્યારે આ હીરાને પુત્રની દ્વારા મારા મિત્રને ત્યાં મેકલજે. પછી તે જે પ્રમાણે કહે તે પ્રમાણે કરવું. ”
!
ઝવેરી તા મરણ પામ્યા. તેની સ્ત્રીએ કેટલાંક મહિનાએ તે। જેમ તેમ કાઢવાં પણ પછી તેને આર્થિક મુશ્કેલી જણાવવા લાગી. ત્યારે તેણીએ વિચાર્યું કે, “ આ પુત્ર માટા થયા નથી ત્યાંસુધી જ મુશ્કેલી છે. પણ જ્યા સુધી છેકરા માટા થાય નહિ ત્યાંસુધી ઘરનું ખ કાઢવા માટે આ હીરા ઠીક કામમાં લાગશે. જો કે, આ હીરા બહુ મૂલ્યવાન છે પણ જો તેના કષ્ટના સમયે ઉપભાગ કરવામાં ન આવે તે પછી આ હીરા શા કામના ? જ્યારે છેકરા મેાટા થશે અને કમાવા લાગશે ત્યારે ન જાણે તે કેટલા હીરા કમાવી લાવશે !
આ પ્રમાણે વિચાર કરી, પેાતાના કરાતે નવરાવી ધેાવરાવી, નવાં કપડાં પહેરાવી તૈયાર કર્યો અને તેને હાથમાં હીરા આપી તેણીએ કહ્યું કે, “ બેટા ! આ હીરાને તારા પિતાના મિત્ર પાસે લઈ જા અને તેમને પિતાતુલ્ય માની, નમસ્કાર કરી વિનયપૂર્વક કહેજે કે, મારા પિતા કહી ગયા છે કે, આ હીરા એ ધરની સંપત્તિ છે માટે આપ એને ઉચિત ઉપયેગ કરે. આપને યેાગ્ય લાગે તે તે વેચી નાખેા કે ગિરવીએ મૂકા પણુ, ધરની વ્યવસ્થા ચલાવવા માટે પૈસાની જરૂર છે તેની ચાગ્ય વ્યવસ્થા કરા.
""
છોકરા હીરાને લઈ પિતાના મિત્રની પાસે ગયા અને તેની માતાએ જે કાંઇ કહ્યું હતુ. તે ઝવેરી મિત્રને કહી સંભળાવ્યું, અને તેમના હાથમાં હીરા આપ્યા. હીરાને જોઈ તે જાણી ગયા કે, આ હીરા ખાટા છે. પણ તેમણે વિચાયું` કે, “ જો હું આને આ હીરા ખોટા છે એમ કહીશ તા તેને અને તેની માતાને આધાત પહોંચશે. અને જો હું એ હીરાને મારી પાસે રાખું છું તે મારા વિશ્વાસ જોખમમાં પડે છે. એટલે આ વખતે હીરા વિષે મારે કશી ચેાખવટ ન કરવી એ જ યાગ્ય છે.”
આ પ્રમાણે વિચાર કરી ઝવેરી મિત્ર છેકરાને કહ્યું કે, તારા પિતાનું મૃત્યુ થયું એ અહુ જ દુ:ખની વાત છે પણ તને જોઈ મને સતાષ થાય છે. આ મારું ઘર તું તારું જ સમજજે, માટે કાંઇ પણ આર્થિક મુશ્કેલી ન સહેતાં જે કાંઈ ખર્ચ માટે જોઈ એ તે અહીંથી લઈ જજે. પણ આ હીરા બહુ જ કીમતી છે, એટલે એની કીંમત અત્યારે બરાબર ઊપજશે નહિ. એ હીરાને તેા કોઇ અત્યારે રાજા ખરીદી શકે એમ નથી. તેમ કોઇ વેપારી
Page #424
--------------------------------------------------------------------------
________________
શુદ ૩ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૩૮૩
ખરીદી શકે એમ નથી. એ તા કોઇ બહારના વેપારી આવે તે તે ખરીદી શકે. એટલા માટે તું આ હીરા પાછા ઘેર લઈ જા અને તારી માતાને આપી કહેજે કે, “ આ હીરાને બરાબર સાચવી રાખે. હું એ હીરાને સાચવી શકું એમ નથી. બાકી ખર્ચી માટે જે કાંઇ જોઈ એ તે તું મારે ત્યાંથી ખુશીથી લઇ જા. જો એમ જ તું પૈસા લઇ જવા ન ચાહે તે નામે લખાવીને પૈસા લઇ જા અને હીરા વેચાય ત્યારે એ પૈસા ભરી દેજે. પણ મારી એક વાત માન. તું મારી દુકાને આવતા જા. મારી દુકાનને તું તારી જ દુકાન સમજ.
,,
છોકરા ઘેર ગયા અને બધી હકીકત માતાને કહી. તેની માતા પ્રસન્ન થઈ અને વિચારવા લાગી કે, મારી પાસે એ હીરા છે. એક હીરા તા આ છે અને બીજો હીરા આ મારા પુત્ર છે. તે પછી મને કઈ વાતની ચિંતા છે? તે પતિના મિત્રને ત્યાંથી રૂપિયા મગાવી ધરના ખર્ચ કાઢવા લાગી. અને પુત્રને કહ્યું કે, તારા પિતાના સ્થાને તારા પિતાના મિત્રને સમજ અને તેમની દુકાને જઈ એસ.
છોકરા દુકાને જવા લાગ્યા, તે છેકરા હેાશિયાર અને સંસ્કારી હતા. તે રત્નાની પારખં કરવા લાગ્યા. રત્નેાની પારખ કરતાં કરતાં તે રત્નાના એવા પરીક્ષક થઈ ગયા કે, એકવાર જે રત્નને કોઈ ઝવેરી પારખી ન શક્યા તે રત્નને તે પારખી ગયા. બધા ઝવેરીએ તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, આજે આપણા બધાની આણે આબરૂ સાચવી છે. તે છેાકરાના પિતાના મિત્ર પણ બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, પુત્ર! તારી હાશીયારીથી બધા લાકો બહુ પ્રસન્ન થયા છે અને તારી પ્રશંસા કરે છે.
પહેલાંના લોકો કૃતજ્ઞ હતા અને ગુણાને આદર કરતા હતા. જ્યારથી કૃતજ્ઞતાને ઇર્ષ્યાભાવે કોતરી લીધી છે ત્યારથી ગુણાની કદર પણ રહી નથી.
પિતાના મિત્રની વાત સાંભળી તે છેકરાને પણ પ્રસન્નતા થઈ અને તેણે જવાબમાં કહ્યું કે, એ બધી આપની કૃપાનું જ પરિણામ છે. પિતાના મિત્રે કહ્યું કે, “તું હવે રત્નાના પરીક્ષક બન્યા છે. તેા હવે જે હીરા તારા ધરમાં છે તે હીરા કેવા છે તેની તા પરીક્ષા કર. મેં તેા અનુમાનથી જ હીરા બહુ કીંમતી છે એમ કહ્યું હતુ, પણ હવે તુ પાતે હીરાને પરીક્ષક થયા છે તેા તું તેની પરીક્ષા તેા કરી જો ! ”
છેાકરા ઘેર ગયા. તેણે પેાતાની માતાને કહ્યું કે, મા, તે હીરા મતે કાઢી આપ. માતાએ પૂછ્યું કે, શું કોઈ ગ્રાહક આવ્યા છે ? પુત્રે ઉત્તર આપ્યા કે, માતાજી, કોઈ ગ્રાહક તેા નથી આવ્યા પણ તે હીરા કેવા છે, કેટલી કીંમતના છે તેની તા પરીક્ષા કરી જોઉં ? માતાએ કહ્યું કે, હવે તે તું પાતે હીરાના પરીક્ષક થયા છે ને? છેાકરાએ જવાબ આપ્યા કે, એ પણ તારી કૃપાનું જ પરિણામ છે. તું મેહવશ મને દુકાને જવા ન દેત તેા હું પરીક્ષક અની ન શકત.
માતાએ તે ખાટા હીરા પુત્રને આપ્યા. પુત્રે હીરાને હાથમાં લેતાં જ પારખી લીધું કે, આ હીરા નથી, આ તેા કાચ છે. આ પ્રમાણે કહી તેણે તે હીરાને ફેંકી દીધા. માતા કહેવા લાગી, ખેટા આ તે શું કર્યું ? આવા કીંમતી હીરા તે શા માટે ફેંકી દીધા? પુત્રે જવાબ આપ્યા કે, તે હીરા નથી. તારા માટે તેા હું હીરા છું. તે તેા કાચ હતા. અત્યાર સુધી એ કાચને હીરા સમજી તેના આધારે આટલા દિવસે। કાઢયા એ જ ધણું છે !
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા છોકરે પહેલાં જેને હીરે સમજતો હતો તે જ હીરાને ઝવેરીની દુકાને બેસવાથી કાચ સમજવા લાગે અને તે બેટા હીરાને તેણે ફેંકી પણ દીધે. એટલા માટે તે પિતાના મિત્ર ઝવેરીની પ્રશંસા કરશે કે નિંદા? તેના ગુણ ગાશે કે નિંદા કરશે ? આ ઝવેરીએ મને રની પરીક્ષા કરતાં શીખવ્યું એ વિચારથી તે ઝવેરીને ઉપકાર જ માનશે કે મને આ ઝવેરીએ હીરાની પરીક્ષા શીખડાવી ભેટી સંપત્તિ આપી છે. જે ખરા-ખોટાનું જ્ઞાન કરાવે છે, તેના જેવો બીજો કોઈ ઉપકારી નથી. દુઃખના દિવસે ચાલ્યા ગયા. એટલા માટે હવે એ ખોટા હીરાની જરૂર નથી. જો પહેલાં કોઈ આ હીરાને ખેટે કહેત તો તે દુઃખ થાત પણ હવે હીરાને સમજીને ફેંકી દીધો છે તે પછી એમાં દુઃખ માનવાનું શું કારણ?
જો કે, તે છોકરાએ ઝવેરીની દુકાને બેસવાથી અને રત્નને પરીક્ષક બનવાથી પિતાના ઘરની સંપત્તિ રૂપે માનવામાં આવતા હીરાને કી દીધો હતો, છતાં તેને દુઃખ થયું ન હતું. તેમ તે ઝવેરી ઉપર કોઈ પ્રકારની નારાજગી થઈ ન હતી, પરંતુ તે ઊલટ ઝવેરીને પિતાને ઉપકારી માનતા હતા કે આ ઝવેરીએ જ મને સાચા-ખોટા હીરાની પારખ કરતાં શીખડાવ્યું છે.
પરમાત્માના વિષે ભક્તો પણ આમ જ માને છે. તેઓ કહે છે કે, “મારો આત્મા મણુ અજ્ઞાનને કારણે ખાને ખરું અને ખરાને ખોટું માની રહ્યો હતો, પણ ભગવાન સંભવનાથની કૃપાથી મને સત્યાસત્યનું જ્ઞાન થયું છે એટલા માટે હવે અસત્યને ત્યાગ કરવામાં વાર લાગશે નહિ, પરમાત્માએ મને મ્રત્યાસત્યનું ભાન કરાવ્યું છે, એટલા માટે હું તેમના ગુણગાન કરીશ.
તૃણ પર જે ષટ ખંડ ઋદ્ધિ ત્યાગી, ચક્રવર્તી પિણ વરિયે; તે ચારિત્ર આલે સુખ કારણ, તે મેં મનમાં ધરિયો. ભવિજન.
સત્યાસત્યનું સ્વરૂપ જાણવાને કારણે જ છ ખંડની ઋદ્ધિને તૃણની માફક ત્યાગ કર્યો છતાં પણ દુઃખ ન થયું. આવો ત્યાગ પણ સત્યાસત્યનું જ્ઞાન થવાથી જ થયો હતો અથવા થાય છે. જો તમે ઘરબાર છોડી ન શકે તે ભલે પણ સત્યાસત્યનું તે તમે જ્ઞાન કરો. એ વિવેકજ્ઞાનથી જડ અને ચૈતન્યની પૃથતાનું ભાન થશે. આ પ્રમાણે વિવેકજ્ઞાન પેદા થવાથી સંસારનાં પદાર્થો ત્યાજ્ય છે એનું તે તમને ભાન થશે.
જે સત્યાસત્યને વિવેક કરી સંસારનાં પદાર્થોને ત્યાજ્ય માને છે તે જ સમદષ્ટિ છે. જમદષ્ટિ એમ વિચારે છે કે, અત્યાર સુધી તે હું જાણતો ન હતો, પણ હવે હું એ જાણી શક્યો છું કે, કામ, ક્રોધાદિ વિકારે ત્યાજ્ય છે. આ પ્રમાણે વિચાર કરી તેઓ કહે છે કે, “હે પ્રભુ! આ વિકાર અભિમાનને વધારનારાં છે અને અજ્ઞાનતા એ અભિમાનનું કારણ છે. હવે તારી કૃપાથી વિચારો ત્યાજ્ય છે એવું મને જ્ઞાન થયું છે. આપને મારી ઉપર બહુ ઉપકાર છે અને એ કારણે આજે હું તારાં ગુણગાન કરીશ.”
જે પ્રમાણે તે છોકરે ખરા-ખોટા હીરાની પારખ શીખડાવવાને કારણે પિતાના મિત્ર કરીને ઉપકાર માને છે તે જ પ્રમાણે ભક્ત પણ પરમાત્માને ઉપકાર માને છે અને ચશ્વત્યને ત્યાગ કરવા ચાહે છે. ભક્તોની માફક તમે પણ ખેટાં પદાર્થોને ત્યાર કરે અને જે ત્યાગ કરી ન શકો તે એમ માનો કે, હજી હું પરમાત્માને પૂર્ણ ભક્ત બન્યું નથી અને હજી સુધી સંસારનાં પદાર્થોનું સ્વરૂપ હું બરાબર સમજ્યો નથી.
Page #426
--------------------------------------------------------------------------
________________
રાજકાટ-ચાતુર્માસ
સુદ ૩ ]
અનાથી મુનિના અધિકાર––૪૧
""
""
હવે આ જ વાત હું શાસ્ત્રદ્રારા કહું છું. અનાથી મુનિ ઝવેરીની સમાન છે અને રાજા શ્રેણિક ઝવેરીના પુત્ર સમાન છે. શ્રેણિક રાજામાં જ્યાંસુધી અજ્ઞાન હતું ત્યાંસુધી તે તે મુનિને એમ કહેતા હતા કે, “ તમે સંયમમાં કા શા માટે સહેા છે ? મારી સાથે ચાલે અને ભાગાના ઉપભેાગ કરી. રાજાના આમ કહેવા છતાં પણ અનાથી મુનિને કાર્દ પ્રકારના ક્રોધ ન આવ્યા પણ તેમણે એમ જ કહ્યું કે, “એમાં તારા દોષ નથી, એ તે તારી અજ્ઞાનતાના જ દેષ છે. તું જરા અમારી સંગતિ કરે તે તને જણાશે કે, તું મારા નાથુ બની શકે છે કે નહિ ? ” જે પ્રમાણે તે ઝવેરી મિત્ર છેાકરાને પેાતાની દુકાને ખેસાડી રત્નેને પરીક્ષક બનાવી દીધા તે જ પ્રમાણે અનાંથી મુનિએ પણ રાજાને પેાતાની સ્થિતિ કહી સંભળાવી એ બતાવી આપ્યું કે, તું સનાથ છે કે અનાથ છે તેની પરીક્ષા તું પાતે જ કરી લે. અનાથી મુનિએ રાજાને કહ્યું કે, સનાથતા કે અનાથતા કાંઈ બહારથી આવતી નથી પણ એ તે પોતાના આત્મા દ્વારા જ આવે છે. જો કે આત્મા સનાથ બનવા ચાહે તે સનાથતા મેળવી શકે છે અને અનાથ બનવા ચાહે તે અનાથતા મેળવી શકે છે.
તમારા લેાક્રાની પાસે ભલે રાજા શ્રેણિક જેટલી બાહ્ય સંપત્તિ ન હોય પણ આત્મા ત છે ને? તેા પછી આત્માને અનાથ શા માટે બનાવા છે?
[ ૩૮૫
અનાથી મુનિએ પેાતાની સ્થિતિ સંભળાવી જે તત્ત્વા રાજાને ખતાવ્યાં એ તત્ત્વામાં બધાં તત્ત્વોના સંગ્રહ છે. તેઓ કહે છે કે, “ હે ! રાજન ! સંસારમાં સુખ અને દુઃખ એ ખે સ્થિતિ છે. ” આ પ્રમાણે કહી તેમણે સુખ અને દુઃખની જે પરાકાષ્ઠા માનવામાં આવે છે તેને સમુચ્ચયરૂપે નિર્દેશ કર્યાં છે અને શેષને ગૌણ રૂપે નિર્દેશ કર્યો છે. જે પ્રમાણે બધાં પદાર્થાંમાં ચિન્તામણિના નંબર ઊંચા માનવામાં આવે છે અને ચિન્તામણિ કહેવાથી તેમાં બધાં પદાર્થોના સમાવેશ થઈ જાય છે; તે જ પ્રમાણે સુખ કે દુઃખમાં જે સુખ દુઃખના નખર સૌથી ઊંચા માનવામાં આવે છે તેને પ્રધાનરૂપે ગ્રહણ કરી શેષ સુખ દુ:ખતે ગૌણ કરી દેવામાં આવે છે. કાઈ વાતના આદિ-અન્તને સમજવાથી આખી વાત સમજવામાં આવી જાય છે; તે જ પ્રમાણે મુનિએ પણ સુખ કે દુઃખમાં જે પ્રધાન રૂપે ગણવામાં આવે છે તે પ્રધાન વસ્તુમાં સુખદુઃખના સમાવેશ કરી લીધા છે.
દુ:ખની અંતિમ સીમા રૂપે વૈતરણી નદી કે ફૂટશાલ્મલી વૃક્ષ માનવામાં આવે છે. દુઃખનાં આ એ જ મુખ્ય છેડાં છે. આજ પ્રમાણે સુખનાં કામધેનુ અને નંદનવન એ એ મુખ્ય છેડાં છે. કામધેનુના અર્થ ઇચ્છાનુસાર કામ થવું અને નંદનવનના અર્થ મનને આલ્હાદ મળવા એ છે. પ્રાચીન ગ્રન્થામાં નંદનવન અને કામધેનુની વાતા ઘણી વવવામાં આવી છે. જો કે, કાઈ એ કામધેનુ ગાય કે નંદનવનને જોયાં નહિ હેય પણ દુનિયામાં એ બન્નેની વાતા બહુ પ્રચલિત છે. નંદનવન કે નંદનચૈત્યને મનના આલ્હાદનું કારણ માનવામાં આવ્યું છે. ચૈત્ય શબ્દના અર્થ એ છે કેઃ—
सुप्रसन्नमनहेतुत्वादिति चैत्य ।
અર્થાત્—જે મનને આહ્લાદત કરે તે ચૈત્ય છે, પછી ભલે તે ખાગ હોય કે ખીજું કાંઈ હાય. આ પ્રમાણે મુનિએ સુખ અને દુઃખમાં પ્રધાન મનાતી વસ્તુ કહી શેષ ગૌણુરૂપે કહી છે,
✓
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૮૬]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા | મુનિ કહે છે કે, “હે ! રાજન ! કામધેનુ, નંદનવન, વૈતરણ નદી કે ફૂટશાલ્મલી વૃક્ષ વગેરે બીજું કોઈ નથી, આ મારે આત્મા જ છે. સ્વર્ગ કે મેક્ષની ઈચ્છાને પૂરી કરનાર મારે આત્મા જ છે. આ જ પ્રમાણે પ્રસન્નતા આપનાર નંદનવન પણ મારે આત્મા જ છે.”
જો તમને એમ કહેવામાં આવે કે, તમે જે ઘરબાર, દ્ધિસિદ્ધિ તથા ગામ-નગર વગેરેને જોઈ રહ્યા છો તે બીજું કાંઈ નથી, એ તે તમારે આત્મા જ છે; તે તમે એમ કહેશે કે અમારે આત્મા એ છે એ કેવી રીતે બની શકે? પણ શું તમે એ જાણતા નથી કે, જ્યારે શરીરમાંથી આત્મા નીકળી જાય છે ત્યારે ઘરબાર, ઋદ્ધિસિદ્ધિ, ગામ નગર વગેરે કાંઈ આત્મા માટે રહેતું નથી. જ્યાં સુધી આત્મા છે ત્યાંસુધી જ તે બધું છે. એટલા માટે એમ કહેવામાં આવે છે, આત્મા જ ગામ-નગર, ઘરબાર, ઋદ્ધિસિદ્ધિ વગેરે છે તે એમાં શું ખોટું છે?
આ સિવાય, પાડોશીની સંપદા ઉપર તમે અધિકાર જમાવી શકતા નથી. જે પિતાની પેદા કરેલી સંપત્તિ હોય છે તેને જ પિતાની સંપત્તિ માને છે. જ્યારે પોતાની પેદા કરેલી સંપત્તિને જ પોતાની માને છે તે પછી પેદા કરનાર કોણ રહ્યો ? આત્મા જ રહ્યો ને ? સારી કે ખરાબ દરેક પ્રકારની ચીજોને આત્માએ જ પેદા કરેલ છે. એટલા માટે આ બધી સંપદા આત્માથી જ છે એમ થયું ને? કારણ કે જે આત્મા ન હતા તે આ સંપદા ન હેત ! . જે આત્મા આવી છે તે ચાલ્યા ગયા બાદ શું રેવાથી પાછા લાવી શકાય છે ! જો રેવા-ફૂટવાથી તે આત્મા પાછો લાવી શકાતું નથી તે પછી રેવા-ફૂટવાની પ્રથાને શા માટે મહત્વ આપવામાં આવે છે? શું આ ખેતી પ્રથા બંધ થઈ ન શકે? જે આ પ્રથા બંધ થઈ શકે એમ છે તે પછી એને બંધ કરવાના વિચારમાં ક્યાંસુધી વિલંબ થયા કરશે? જ્યારે તમે જાણો છો કે, આત્મા અમર છે તે પછી એ આત્મા માટે રોવું-ફૂટવું એ શું ઉચિત છે અને રેવા-ફૂટવાથી ધર્મને નીચે પાડવો શું ઠીક છે! જે હૃદયથી રવું આવતું હોય તે એ રુદનને રેકી શકાતું નથી પણ કેવળ પ્રથારૂપે રેવું-ફૂટવું કે છાજીયાં લેવાં એ તે બિલકુલ ત્યાજ્ય જ છે, અને એ ત્યાજ્ય વસ્તુ હોવાથી તેને ત્યાગ કરવો જોઈએ. સુદર્શન ચરિત્ર-૪૧
સત્ય ધર્મકા મર્મ જાન કે, રહ્યા મૌન કે ધાર;
હાર ખાય જન મનેરમા કે, કહા સભી નિરધાર. છે ધન હ૧ પ્રજાના પ્રતિનિધિઓ કહેવા લાગ્યા કે, “આપ બેલતા કેમ નથી ! આપના મૌનસેવનથી ધર્મ ઉપર નિંદા થશે?” શેઠને સમજાવનારા તે આમ કહે છે પણ શેઠ એમ વિચારે છે કે, આ લેકે તે બહાર જ જુએ છે પણ અત્યારે મારું કર્તવ્ય શું છે એ વાત તે મારે મારા આત્માને જ પૂછવી જોઈએ. આત્માના અવાજને દબાવી રાખવો ન જોઈએ.”
શેઠનું આ કાર્ય અલૌકિક અને માનવીશક્તિથી પરનું છે. વ્રતની જે મર્યાદા રાખવામાં આવી છે તે માનવી શક્તિને દૃષ્ટિમાં રાખીને જ કરવામાં આવી છે; પણ શેઠ માનવી શક્તિથી પરનું કાર્ય કરી રહ્યા છે. શેઠ ધર્મને મર્મ જાણે છે. સત્યધર્મને મર્મ શું છે તે બરાબર જાણે છે. એટલા માટે તે સત્ય વ્રત લેવાને ઉદ્દેશ શું છે તે વિષે વિચાર કરે છે. “આ લેકે તે સત્યવતના ઉદ્દેશને જાણતા નથી પણ હું તે જાણું છું ને ? એટલા માટે
Page #428
--------------------------------------------------------------------------
________________
શુદ ૩] રાજકેટ-ચાતુર્માસ
[૩૮૭ હું સત્યવ્રતને ઉદ્દેશ જાણવા છતાં તેની વિરુદ્ધ કેમ જઈ શકું અને બેલી શકું ? જેને મેં માતા તરીકે સંબંધી છે તેને કષ્ટમાં શી રીતે પાડી શકું? એટલા માટે મારા ઉપર ભલે ગમે તેટલાં કષ્ટ પડે પણ હું માતાને તે કષ્ટમાં પાડવા નહિ દઉં ?”
સુદર્શનના આ કાર્યનું નામ જ વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. વ્યક્તિ સ્વાતંત્ર્યને મહત્ત્વ આપનાર વ્યક્તિ, અનાથી મુનિની માફક સ્વતંત્ર બની શકે છે. વ્યક્તિ સ્વાતંત્ર્યનું નામ આપવું અને સ્વછંદ બનવું એ તદ્દન અનુચિત છે.
જેને મેં એકવાર માતા તરીકે સ્વીકારેલ છે અને કષ્ટમાં ઉતારું એ કેમ બની શકે! આ પ્રમાણે વિચાર કરી સુદર્શન મૌન રહ્યો.
ભારતમાં સત્યના તત્ત્વ ઉપર લેકે કેવી રીતે દઢ રહ્યા છે અને રહે છે એને ઈતિહાસ ઘણો જ ઉજજવેલ છે. હરિશ્ચંદ્ર રાજાની રાણી પિતાના મરેલા પુત્રને ખોળામાં લઈ રેતી હતી, છતાં રાજાએ તે એમ જ કહ્યું કે, “કર આપે તે જ પુત્રને અગ્નિસંસ્કાર કરી શકશે?” રાણીએ કહ્યું કે, “તમે કર કોની પાસે માગો છો ? શું હું તમારી પત્ની નથી? તમારે વિવાહ મારી સાથે થયો નથી ? શું આ પુત્ર તમારે નથી ? અને શું આ પુત્રને દાહ સંસ્કાર કરવાને ભાર તમારી ઉપર નથી ? છે તો પછી મારી પાસે કર શા માટે માંગે છે?”
રાણીનું આ કથન સાંભળી રાજાએ પુત્રને અગ્નિસંસ્કાર શું કરી આપવો જોઈએ?
ઘણું લેકે એમ કહે છે કે, મેં અમુક કામ દબાણમાં આવી કરી નાંખ્યું પણ જે લેકે વીર હોય છે તેઓ કેઈનું દબાણ થાય તે પણ સત્ય વાતને છોડી દેતા નથી.
હરિશ્ચંદ્ર રાજાએ પણ પિતાની રાણીને કહ્યું કે, “રાણી ! તમે જે કાંઈ કહે છે તે ઠીક છે પણ પહેલાં તમે એ વિચાર કરે કે, આપણે શા કારણે વેચાયાં છીએ, શા કારણે હું દાસ અને તમે દાસી બન્યા છીએ ? અને શા કારણે આ મૃત પુત્રને લઈ તમે પોતે અહીં આવ્યા છે ? આ બધું સત્યને માટે જ થયું છે ને ? તે પછી આજે એક પૈસા માટે સત્યને ત્યાગ કર્યું અને કર લીધા વિના આ પુત્રને બાળવા દઉં એ શું ઉચિત છે? થોડા કામને માટે સત્યને ત્યાગ કેમ થઈ શકે?”
સત્યનું આવું લંત ઉદાહરણ બીજે ક્યાં મળે એમ છે કે ભારતમાં આવી કપરી સ્થિતિમાં પણ સત્યનું પાલન કરવું આવશ્યક બતાવવામાં આવ્યું છે. હવે તમારે શું કરવું જોઈએ તેને તમે પોતે વિચાર કરે. એમ થવું ન જોઈએ કે, તમે અહીં તે હાથ જોડી વતપ્રત્યાખ્યાન લઈ લે અને ઘેર જઈને એ વ્રતપ્રત્યાખ્યાનને ભૂલી જાઓ. આજે ઘણી જગ્યાએ આવું જ બને છે, અને તેથી જ અમે બધાની સાક્ષીએ વ્રતપ્રત્યાખ્યાન આપીએ છીએ. વ્રત લેવામાં સંઘની સાક્ષીની જરૂર રહે છે. કેટલાક લોકો કહે છે કે, પ્રતિજ્ઞા લેવાથી શે લાભ ? પણ આમ કહેવું એ ભૂલ છે. પ્રતિજ્ઞાને લીધે જ સંસાર ટકી રહ્યો છે. પ્રતિજ્ઞા લેવાથી દઢતા આવે છે, એટલા માટે પ્રતિજ્ઞા અવશ્ય લેવી જોઈએ; એવો ભગવાન મહાવીરને સિદ્ધાન્ત છે. વ્યવહારમાં પણ પ્રતિજ્ઞાનું કેવું મહત્ત્વ છે તે જુઓ. કેટલાક લોકો કહેવા લાગે છે કે, અમુક વાતમાં મારું મન તે પૂરું હતું પણ પ્રતિજ્ઞા ન લેવાથી એમ બની ન શક્યું. અર્થાત પ્રતિજ્ઞા ન લેવાથી કરવા ધારેલું કામ કરી શકાયું નહિ. મારી પિતાની જ વાત કહું. જયારે ઉપવાસની પ્રતિજ્ઞા લઈ લઉં છું ત્યારે તે ઉપવાસ કરું જ છું; પણ જ્યારે ઉપવાસનું મન તે હેય પણ પ્રતિજ્ઞા લીધી હતી નથી, ત્યારે જંગલમાંથી આવ્યા
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૮૮),
શ્રી જવાહિર-વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
બાદ શરીરમાં અશક્તિ જણાતાં એમ વિચાર કરું છું કે, દૂધ નહિ લઉં તે ઠીક નહિ રહે. આ પ્રમાણે પ્રતિજ્ઞા ન લેવાને કારણે ઉપવાસ કરવામાં શિથિલતા આવી જાય છે. જ્યારે મારા વિષે આમ બને છે તે બીજાને પણ આમ બનતું હોય એમાં શું આશ્ચર્ય ?
શેઠ પણ પિતાની સત્યની પ્રતિજ્ઞાનો વિચાર કરી મૌન રહ્યા. સમજાવવા આવનાર પ્રજાના પ્રતિનિધિ લોકો નારાજ થઈને સુદર્શનને કહેવા લાગ્યા કે, “આ તે વળી કેવી હઠ ?, કાંઈ બલવું જ નહિ. રાજા ઠીક કહેતા હતા.” આ પ્રમાણે પ્રતિનિધિ લેકો નારાજ થવા લાગ્યા પણ મેઘની ગર્જના સાંભળી જેમ પપૈયે પ્રસન્ન થાય તેમ શેઠ પણ લોકોની નારાજીથી ભયભીત ન થતાં ઊલટા પ્રસન્ન થવા લાગ્યા. લેકે શેઠથી નારાજ થઈને રાજાની પાસે ગયા. |
જૂઠા ભૂકા બેન જગતમેં, યહ સચ્ચા લે જાન; 1 વિધ વિધ સે મેં પૂછી શેઠ, ઉખલત નહીં જબાન. એ ધન ૯૨
ચાર જ્ઞાન ચૌદહ પૂરવધર, મેહ ઉદય ગિર જાય; - શેઠ બિચારે કોન ગિનતમેં, મેં લે મન સમજાય. ધન હ૩ પ્રજાના પ્રતિનિધિ લેકો રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા કે, “હે મહારાજા ! અમારે અપરાધ ક્ષમ કરે. અમે આપના કથન ઉપર વિશ્વાસ રાખ્યો નહિ, અને અમે શેઠને સમજાવવા ગયા. આ અમારે અપરાધ છે. અમે એમ વિચાર્યું કે, કોઈ કારણ હશે એટલે શેક કાંઈ બોલ્યા નહિ હોય! પણ હવે અમને જણાયું કે, આપ દયાળુ, કૃપાળુ અને માતાપિતાની માફક રક્ષક છે એટલે શેઠની જેટલી ચિંતા તમને હોય તેટલી અમને ન હોય! અમે બહુ ઉતાવળ કરી અને ઉતાવળમાં શેઠને પૂછવા ચાલ્યા ગયા. આ અમારે અપરાધ છે. અમે આ અપરાધ કર્યો છતાં તેનું કોઈ સુંદર પરિણામ ન આવ્યું. અમે ઘણે પ્રયત્ન કર્યો પણ શેઠે કાંઈ બોલ્યા જ નહિ. !” . . ' ''પ્રજાના પ્રતિનિધિઓમાંથી એક પ્રતિનિધિએ આમ કહ્યું, ત્યાં બીજા પ્રતિનિધિએ કહ્યું : કે “શેઠ બેલે પણ શું? સંસારમાં એ વાત તે પ્રસિદ્ધ જ છે કે , જૂઠે માણસ કાંઈ બેલી શકતા નથી. આ સિવાય અમે ગુરુના મુખે સાંભળ્યું છે કે, સારું જ્ઞાન અને ચૌદ પૂર્વધારી મહાત્માઓ પણ પડી જાય છે તે પછી બિચારા શેઠ તે ગણત્રીમાં જ શું છે!” 2. રાજાએ પ્રજાના પ્રતિનિધિઓને પૂછયું કે, “તમારી હવે સલાહ શું છે?” પ્રતિનિધિઓએ જવાબ આપ્યો કે, “આપની સલાહમાં અમે સહમત છીએ. જો કે, શેઠને શૂળીએ ચાવવાથી નગરને હાનિ અવશ્ય પહોંચશે પણ આવો માણસ રહે તે પણ શા કામને? - તે તે ખરાબ માણસ છે.”
- રાજા વિચારવા લાગ્યો કે, “શેઠને હું હલકી સજા પણ આપી શકું પણ રાણીએ એવી પ્રતિજ્ઞા કરી છે કે, કાં તે શેઠ જીવતા રહે અને કાં તો હું જીવતી રહું. આ પ્રતિજ્ઞાના કારણે તથા નાગરિકોની દૃષ્ટિએ પણ સુદર્શન અપરાધી છે. એ કારણે શેઠને શૂળીએ ચડાવવાની જ સજા આપવી જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરી રાજાએ શેઠને શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. હવે શેઠને શૂળીએ કેવી રીતે ચડાવવામાં આવે છે અને ત્યારે શું થાય છે તે વિષે હવે પછી આગળ ' વિચાર કરવામાં આવશે.
'
Page #430
--------------------------------------------------------------------------
________________
શુદ્ઘ ૪ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૩૮૯૧:
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૪ શનિવાર
પ્રાર્થના
શ્રી અભિનંદન દુઃખનિકન્દન, વંદન પૂજન જોગજી; આશા પૂરી ચિંતા ચૂરો, આપ સુખ આરોગજી. ‘સ’બર' રાય ‘સિદ્ધારથ' રાણી, તેહના આતમજાતજી; પ્રાણ પિયારા સાહબ સાચા, તુહી જ માત ને તાતજી. શ્રી અભિનંદન ॥ ૧ ॥
—વિનયચંદ્રજી કુંભટ ચેવીશી.
શ્રી અભિનન્દન ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે.
સાચી પ્રાર્થના
પ્રાથી પુરુષ જ્યારે પરમાત્માની પ્રાર્થનામાં પોતાના આત્માને આતપ્રેત કરી દે છે ત્યારે તેના હૃદયમાં વિચિત્ર ચમત્કાર પેદા થાય છે. એ ચમત્કારના કરનારને જ થઈ શકે છે. બાકીના લોકો તા તમાશાની માફક પ્રમાણે ખેલ કે નાટકમાં ખેલ કરનારાઓ તે પોતાના ભાવ અને ક્રિયા પ્રમાણે ખેલનું કામ કરે છે, અને બાકીના લોકો તો ખેલ જોનારા જ હોય છે; એ જ પ્રમાણે પ્રાથનામાં ચમત્કાર રહેલા છે એ તા પ્રાર્થના કરનાર જ જાણી શકે છે, બાકીના લોકો જાણી શકતા નથી. વાસ્તવમાં પ્રાર્થનાના વિષય જ કઠિન છે. શાસ્ત્રમાં લવણુ સમુદ્રના હિસાબ બતાવતાં કહ્યું છે કે, લવણ સમુદ્રમાં ૯૫ અંશુલ દૂર જતાં એક અંશુલ ઉંડુ પાણી આવે છે. મ હાથ દૂર જતાં એક હાય ઉંડુ પાણી આવે છે, અને ૯૫ ગાઉ દૂર જતાં એક
જુવે
જેમાં પણ ઉપ
ઉત્તરાત્તર
પાણી આવે છે, આ પ્રમાણે જેમ જેમ આગળ જવામાં આવે છે તેમ તેમ આવે છે. આ જ વાત જ્ઞાનને વિષે પણ લાગુ પડે છે. જ્યાંસુધી આત્મા પૂર્ણ નથી, અપૂ છે ત્યાંસુધી તે જ્ઞાનસાગરમાં જેમ જેમ પ્રવેશ કરે છે, તેમ તેમ જ્ઞાનનેા સાગર ઉંડા જણાય છે. એટલા માટે જ્ઞાનસમુદ્રમાં કેવી રીતે જવુ એ એક પ્રશ્ન છે. આને ઉપાય તે પરમાત્માના શરણે જવું એ જ છે. એટલા માટે ભક્ત લોકો કહે છે જબલગ આવાગમન ન છૂટ, તખ લગ યહ અરદાસજી; સમકિત સહિત જ્ઞાન ગુન સમકિત, પાઉં દૃઢ વિશ્વાસજી.
ભક્તો કહે છે કે, હે! પ્રભા! જ્યાંસુધી હું અપૂણું છું ત્યાંસુધી મને તારા ચરણ નૌકાના આધાર મળવા જોઈએ. ભક્ત લોકો આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થીના કરે છે, અને જે અનન્ય ભાવે પરમાત્માની સાચી પ્રાર્થના કરે છે તેને પરમાત્માની ચરણનૌકા
અવશ્ય મળે છે.
G
કાઈ માણસ એ હાથ વડે સમુદ્રને તરી રહ્યો હાય તા તેને કેટલી બધી મુશ્કેલી પડે ? પણ જો તેને તે વખતે નૌકા મળી જાય તા તે જ દુસ્તર સમુદ્ર તેને માટે ક્રીડ઼ાસ્થળ બની જાય. આ જ પ્રમાણે ભક્તો કહે છે કે, “ હે ! પ્રભા! અમને તારી ચરણનૌકા મળી જાય તા સંસાર પણ અમારા માટે ક્રીડાસ્થળ બની જાય.” પરમાત્માના ચરણ શરણે જવા માટે આપણી ગતિ તે તરફ જ હાવી જોઈ એ, અને તે માટે આપણે બધાએ પરમાત્માની પ્રાર્થના એક ભાવનાએ એવી કરવી જોઈએ કેઃ—
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૯૦ ]
[ ખીજા ભાદરવા
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
શ્રી અભિનંદન દુ:ખનિકન્દન, વદન પૂજન ોગજી; આશા પૂરો ને ચિન્તા ચૂરો, આપે સુખ આરોગજી.
tr
આ પ્રાથ નામાં પરમાત્મા દુઃખનિકન્દન છે એમ કહેવામાં આવ્યુ છે પણ અત્રે પ્રશ્ન એ થાય છે કે, પરમાત્મા તે। વીતરાગ છે તેા પછી દુઃખનિક`દન કેવી રીતે છે? વળી તે તેઓ આશા પૂરી કરે છે તે પછી સ'સારમાં કાઈ ધનને માટે, કાઈ સ્ત્રીને માટે, કોઈ પુત્રને માટે ઝૂરી રહ્યાં છે તે પરમાત્મા તેમની આશા પૂરી કરી તેમના દુઃખને શા માટે મટાડતા નથી! જો પરમાત્મા આશા પૂરી કરે તે તે દુઃખનિકંદન છે, નહિ તે તે દુ:ખનિકદન ક્રમ કહેવાય ?”
આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પ્રત્યેક વસ્તુને ઉપાદાન અને નિમિત્ત એ બે અંગેાદ્વારા તપાસવી જોઈએ. જે સાચા ભક્ત છે તે લેાકા નિમિત્તને બહુ ઊંચી દષ્ટિએ જુએ છે અને નિમિત્તને બહુ મહત્ત્વ આપે છે. જેમકે લેખકા કલમ ખડીયાને કેટલા બધા આદર કરે છે! તે ખડીયા કલમની અવજ્ઞા નહિ પણ પૂજા કરે છે. જે નિમિત્તદ્વારા પોતાની આજીવિકા ચાલે છે તે જીવનવ્યવહારમાં પણ આધારભૂત મનાય છે. કાઈ વ્યાપારીના હજાર રૂપિયા ચાલ્યા જાય તે તેને એટલું બધું દુ:ખ નહિ થાય, જેટલું દુ:ખ તેની ખાતાવહી ગૂમ થવાથી કે બળી જવાથી થશે. ખાતાવહી જો કે કાગળની બનાવેલી સામાન્ય વસ્તુ છે પણ તે ખાતાવહી વ્યાપારીની આજીવિકાનું નિમિત્ત હાવાથી તે ખાતાવહીને તે વધારે કીંમતી માને છે.
વ્યવહારના આ ઉદાહરણ પ્રમાણે ભક્ત લેકે પણ કહે છે કે, “ હે ! પ્રભા ! મને જે કાંઈ પ્રાપ્ત થયું છે, મને જે ગુણાની પ્રાપ્તિ થઈ છે અને મને જે સુખ મળ્યાં છે એ બધાં તારી કૃપાને લીધે મળ્યાં છે. એ બધા તારા જ પ્રતાપ છે.”
**
પરમાત્માના પ્રતાપ કેટલા બધા છે તે વિષે જેટલું કહેવા ચાહિએ તેટલું કહી શકાય, પણ એ વાત હું ચેડામાં જ સમજાવું છું. સાતા વેદનીયના બંધ પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વ આદિ ઉપર અનુકંપા રાખવાથી થાય છે. ” ભક્તો કહે છે કે, “ હે ! પ્રભુ! ! સાતાવેદનીયને મૂળ આધાર પણ તમે જ છે. મારામાં જે અનુકપા પેદા થઈ છે તે આપની કૃપાથી જ પેદા થઈ છે. આપના પ્રતાપથી જ મારામાં એ બધાં સગુણા આવ્યાં છે. ”
સૂર્ય ઉદયમાન થાય છે ત્યારે તે કાઈ તે હાથ પકડી કામે લગાવતા નથી, છતાં દ્વારા કામ કરવામાં કેટલી બધી સહાયતા મળે છે ? અને જો સૂર્યના ઉય ન થાય તે કેટલી બધી મુશ્કેલી પડે ? સૂર્યોદયથી જ બધી પ્રવૃત્તિએ ચાલે છે. આ જ પ્રમાણે પરમાત્મા કોઈ ના હાથ પકડી કાંઈ કરાવતા નથી, પરંતુ જે કાંઈ પણ થાય છે તે તેની કૃપાથી જ થાય છે, અને એ જ કારણે ભક્તો કહે છે કે, “ હે ! પ્રભા ! મારામાં જે સગુણા છે તે તારી કૃપાથી જ પ્રાપ્ત થયાં છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખ એ ત્રિવિધ દુઃખ તારી કૃપાથી જ મટે છે. આ પ્રમાણે સૂર્ય જે પ્રમાણે સહાયક છે તે પ્રમાણે પરમાત્મા પણ સહાયક છે અને એટલા જ માટે ભક્તો એમના વિષે કહે છે કે:
· આશા પૂરા ને ચિન્તા ચૂરા, આપે। સુખ આરેાગજી. ’ પરમાત્માના શરણે જવાનેા સાચા માર્ગ શું છે તે અનાથી મુનિ બતાવે છે. કાઈ માણુસ પરમાત્માનું નામ મોઢેથી લે પણ પરમાત્માને હૃશ્યમાં સ્થાન આપે નહિ તે તે
Page #432
--------------------------------------------------------------------------
________________
શુદ્ઘ ૪ ]
રાજ ફાટ-ચાતુર્માસ
[ ૩૯૧
પરમાત્માના શરણે ગયા છે એમ કહી શકાય નહિ, લેાકેા પરમાત્માનું નામ તેા માઢેથી લે છે પણ તેમને હૃદયમાં વસાવતા નથી એ તેમની ભૂલ છે. આ ભૂલને દૂર કરવા માટે જ અનાથી મુનિ ઉપદેશ આપે છે, અનાથી મુનિએ જે ઉપદેશ આપ્યા તે કાલે કહ્યો હતા અને આજે ફરી કહું છું:~
અનાથી મુનિના અધિકાર—૪૨
ભગવાન અનાથી મુનિ કહે છે કે, નિશ્રયમાં આત્મા જ વૈતરણી નદી, ફૂટશાલ્મલી વૃક્ષ, કામધેનુ કે નંદનવનની સમાન છે; ખીજો કાઈ નથી. આત્મા જ આત્માને વૈતરણી નદી અને ફૂટશાલ્મલી વૃક્ષની માફક દુઃખ આપે છે અને આત્મા જ આત્માને કામધેનુ કે નંદનવનની સમાન સુખ આપે છે,
*
આત્મા જ આત્માને સુખ કે દુઃખ આપે છે તેનું શું કારણ ? એના માટે અનાથી મુનિ કહે છે કે, આત્મા કર્યાં છે. આ આત્મા પાતે જ સુખ દુઃખના કર્તા છે એટલા માટે સુખ કે દુઃખરૂપ આ આત્મા જ છે, ખીજાં કાઈ નથી.” અહીં હું ઘેાડી દાશીનીક ચર્ચા કરુ' છું. કાઈ તા ફાલને કર્તા માને છે, કાઈ સ્વભાવને કર્તા માને છે, કાઈ એમ કહે છે કે જે કાંઈ થાય છે તે ઈશ્વરના કરવાથી જ બને છે માટે ઈશ્વર જ કર્તા છે, કાઇ જે કાંઈ થાય છે તે પુરુષાર્થથી જ થાય છે એમ કહે છે અને ક્રાઈ પૂર્ણાંકમાંનુસાર જ થાય છે એમ કહે છે. આ પ્રમાણે પાંચ પ્રકારના લોકા, પાંચ પ્રકારની વાતા કરે છે અને એક બીજાને ખાટા કહે છે; પણ જૈન દર્શન એ પાંચેય જણાની વાર્તાને માન્ય કરે છે અને કહે છે કે, કેવળ એક એક વાત પકડી ન રાખા પણ એ પાંચેય વાતાને દરેક દષ્ટિએ તપાસો. કાલ, સ્વભાવ, ઈશ્વર, પુરુષાર્થ અને પૂકની પણ જરૂર રહે છે પણ આ બધાંય હોવા છતાં કર્તા કોણ છે એને જુએ. જે મૂળ કર્તા છે એને ભૂલી ન જાએ,
જો કાલને જ કર્તા માનવામાં આવે તે વાંધા આવે છે. માને કે, અત્યારે વર્ષાકાલ છે એટલે વર્ષાને લીધે અન્ન પેદા થઈ શકે છે. પણ જો ખેડુત અન્ન વાવે જ નહિ તે વર્ષાકાલ શું કરે ? કાલ તેા જડ છે, કાલની આવશ્યકતા અવશ્ય છે પણ તે મૂળ કર્તાની સાથે, જેમકે સૂ` વિના કામ ચાલી શકતું નથી પણ સૂર્યોદય થવા છતાં કાઈ માણસ સૂતા રહે તે સૂર્ય શું કરે ? આ જ પ્રમાણે કાલ તા છે પણ મૂળ કર્તા ન હેાય તેા કાર્યં કેવી રીતે થાય ? એટલા માટે વસ્તુનાં દરેક અંગાને તપાસે. વસ્તુના કેવળ એક જ અંગને પકડી ન રાખા, જે પ્રમાણે કાલની આવશ્યકતા છે તે જ પ્રમાણે સ્વભાવની પણ આવશ્યક્તા છે, માના કે, વર્ષાકાલ પણ હાય અને ખેડુતે બાજરા કે ઘઉં વાવ્યાં પણ હાય પણ જો બાજરા કુ ઘઉં'માં પેદા થવાના સ્વભાવ જ ન હોય તો કાલ અને કર્તા શું કરી શકે ? આ જ પ્રમાણે સ્વભાવ અને કાલ ન હેાય તેા પણ કાંઈ થઈ ન શકે અને એ બન્ને હેાય અને જો કર્તા ન હેાય તે પશુ કાંઈ થઈ શકે નહિ. એટલા માટે કૈવલ કાલ કે સ્વભાવને જ કર્યાં માની એસવા એ કેવળ કદાગ્રહ છે, કાલ, સ્વભાવ, પુરુષાથ વગેરે બધાની આવશ્યકતા રહે છે તે પછી દાર્શનિક કલહથી શેષ લાભ
જૈનદર્શને આ દાર્શનિક તકરારને દૂર કરવાને પ્રયત્ન કર્યો છે. જૈનદન કહે છે કે, એ બધાની જરૂર છે. આ પ્રમાણે જૈનધર્મ બધાની લડાઈને શાંત કરે છેઃ જૈનદર્શીન કહે છે કે, પ્રત્યેક વસ્તુને બધી બાજુએથી જુએ, કેવળ એક બાજુ તપાસીને બેસી ન જાઓ,
Page #433
--------------------------------------------------------------------------
________________
૩િ૯૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
અન્ય દાર્શનિક વસ્તુના એક જ અંગને પકડીને કેવી રીતે લડે છે અને એ લડાઈને જૈનદર્શન કેવી રીતે શાંત પાડે છે એ વાત એક પ્રસિદ્ધ ઉદાહરણુઠારા સમજાવું છું – ' કેટલાક આંધળાઓની સામે એક હાથી આવ્યો. એક આંધળો એ હાથી પાસે ગયે
અને હાથ ફેરવતાં તેના હાથમાં હાથીની પૂંછડી આવી, એટલે તે કહેવા લાગે કે હાથી દેળી જેવો હોય છે. બીજાના હાથમાં હાથીના પગ આવ્યા, એટલે તે કહેવા લાગ્યો કે, હાથી દેળી જે હેતે નથી, હાથી તે થાંભલા જેવો હોય છે. ત્રીજાના હાથમાં હાથીનું પિટ આવ્યું, એટલે તે કહેવા લાગ્યો કે, તમે બન્ને ખોટા છે, હાથી તે કોઠી જેવો હોય છે.
થાના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે તે કહેવા લાગ્યું કે, તમે બધાં ખોટાં છો, હાથી તે ડગલાની બાંય જેવો હોય છે. પાંચમાના હાથમાં હાથીના કાન આવ્યા હતા, એટલે તે કહેવા લાગ્યો કે, હાથી તે સૂપડા જેવો હોય છે અને છાના હાથમાં હાથીના દાંત આવ્યા હતા એટલે તે કહેતો હતો કે, હાથી તે સાંબેલા જેવો હોય છે. આ પ્રમાણે એ છ આંધળાઓ જુદું જુદું કહેતા હતા અને પરસ્પર લડતા હતા. એ આંધળાઓ હેવાથી હાથીનાં બધાં અંગેને જોઈ શકતા ન હતા અને તેથી હાથીના કેઈ એક અંગ પકડીને પરસ્પર લડતા હતા.
એટલામાં એક સત્ર પુરુષ આવ્યો. તેણે પૂછયું કે, ભાઈ એ તમે શા માટે લડો છો ? જવાબમાં એક આંધળાએ કહ્યું કે, હાથી થાંભલા જેવો હોય છે છતાં આ એને દળી જે કહે છે? ત્યારે બીજાએ કહ્યું કે, હાથી તે દળી જે હેય છે છતાં આ એને થાંભલા જે કહે છે. આ બન્નેનું કથન સાંભળી નેત્ર પુરુષ કહેવા લાગ્યું કે તમે બન્ને ઠીક કહે છે ? એટલામાં ત્રીજા આંધળાએ કહ્યું કે, હાથી તે કાઠી જેવો હોય છે, ચોથાએ કહ્યું કે, હાથી તે સૂપડા જેવો હોય છે, પાંચમાએ કહ્યું કે હાથી તે ડગલાની બાંય જેવો હોય છે. આ પ્રમાણે બધા આંધળાઓએ પિતાપિતાની માન્યતા કહી સંભળાવી અને સત્ર પુરુષ તમારી બધાની માન્યતા સારી છે એમ કહેતે ગયે. આંધળાઓ કહેવા લાગ્યા કે, તમે મોટું જોઈને
ધાને હા-હા કરો છો અને બધાને સાચા છો એમ કહે છે. જે વાત પરસ્પર વિરુદ્ધ છે એવી વિરુદ્ધ વાતને કહેનારાઓ સાચા કેમ હોઈ શકે ?
સત્ર પુરુષે બધાને ઠંડા પાડતાં કહ્યું કે, તમે બધા વસ્તુના એક એક અંગને પકડીને જુઓ છે, સગને પકડીને જતા નથી. એક એક અંગથી હાથી બનતું નથી પરંતુ તમે લકો- જે એક અંગને પકડી કહે છે તે એક અંગ હાથીમાં તે છે. હાથીની પૂંછડી દળી જેવી હોય છે, તેના પગ થાંભલા જેવા હોય છે, સૂંઢ ડગલાની બાંય જેવી હોય છે, કાન સૂપડાં જેવાં હોય છે, પેટ કાઠી જેવું હોય છે અને દાંત સાંબેલા જેવાં હોય છે. આ પ્રમાણે તમે હાથીના એક એક અંગ પકડીને લડે છે પણ જો તમે બધા અંગે તપાસો તે કઈ પ્રકારની લડાઈ જ ન થાય. આ પ્રમાણે તે સત્ર પુરુષે એ બધા અંધજનોની શંકાનું સમાધાન કર્યું. , , સમુદ્રમાં કઈ નદી જતી નથી ? સમુદ્રમાં બધી નદીઓ છે પણ સમુદ્ર કઈ પણ નદીમાં નથી. આ જ પ્રમાણે જેનધર્મમાં કઈ દૃષ્ટિ નથી ? જેનધર્મમાં બધી દષ્ટિએ છે અને તેથી જ જૈનદર્શને બધાના ઝઘડાઓને દૂર કરે છે પણ પિતે કેાઈ ઝઘડામાં પડતું નથી. અનાથી મુનિ રાજા શ્રેણિકને જે કાંઈ કહી રહ્યા છે તેને પ્રત્યેક દૃષ્ટિએ જોવાની જરૂર છે. જેનદર્શન અનેકાન્તવાદી છે, એકાન્તવાદી નથી. એટલા માટે પ્રત્યેક વાતને અનેકાન્તની દૃષ્ટિએ જુઓ
Page #434
--------------------------------------------------------------------------
________________
શુદ ૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૩૯૩
અને અનેકાન્તદૃષ્ટિએ ખીજાને પણ સમજાવા. અનેકાન્તદષ્ટિએ પ્રત્યેક વિષય ઉપર વિચાર કરવામાં આવે તે કોઈ પ્રકારની લડાઈ જ ન થાય !
અહીં પ્રશ્ન એ થાય છે કે, જો કોઈ માણસ સમજાવવા છતાં પણ પોતાની હઠ નં છેડે તે એ દશામાં શું કરવું? શું તેને માટે પેાતાના તત્ત્વને પણ છેડી દેવું ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, પેાતાના આત્માની સ્વતંત્રતા વિના કાઈ તત્ત્વ ટકી શકતું નથી. એટલા માટે પેાતાના તત્ત્વ વિષે એવા વિશ્વાસ રાખવા કે, અમારાં તત્ત્વા સંપૂર્ણ દૃષ્ટિએ બતાવવામાં આવ્યાં છે; એટલા માટે જો પૂર્ણ દૃષ્ટિએ બતાવવામાં આવેલી કાઈ પણ વાત હેાય તે હું તેને સ્વીકારવા તૈયાર છું, પણ અપૂર્ણ દૃષ્ટિએ કહેવામાં આવેલી વાતને માટે હું પૂર્ણ ષ્ટિએ કહેવામાં આવેલી વાતને છેડી શકે નહિ! આ પ્રમાણે વિચાર કરી પોતાના તત્ત્વ ઉપર કેવી રીતે દૃઢ રહેવું જોઈએ એને માટે અરણક અને કામદેવનાં દૃષ્ટાંતે જુએ.
કામદેવને શે। અપરાધ હતા ? દેવે તેને કહ્યું કે, તું મહાવીને ધર્મ છેાડી દે, નહિં ત તારા શરીરનાં ટૂકડે ટૂકડાં કરી નાંખીશ ! દેવે આ પ્રમાણે કહ્યું છતાં કામદેવ તા એમ જ વિચારતા હતા કે, જો કોઈ આ નિન્થ પ્રવચનમાં ભૂલ બતાવતુ હોય તે એ અવસ્થામાં તે હું નિર્આન્ધધ છેડી પણ શકું; પણ ધર્મ છેડવા માટે તલવારથી મારી નાંખવાને ભય બતાવે તે એ અવસ્થામાં હું કોઇ પણ રીતે ધને ત્યાગ કરી શકું' નહિ.”
66
CC
કદાચ કોઈ કહે કે, કોઈ વાતને પકડી રાખવી એ હઠ છે, પણ હઠ તે ત્યારે કહી શકાય કે જ્યારે સમજાવવા છતાં માને નહિ. તે દેવ કામદેવને કાંઈ સમજાવતે નહતા પણ તલવારના ભય બતાવી ધર્મના ત્યાગ કરવાનું કહેતા હતા. કામદેવ તા પેાતાના તત્ત્વમાં નિશ્ચલ હતા. તે એમ જ વિચારતા હતા કે, આ દેવ મને જ તલવાર દ્વારા મારશે તે તે તલવારને ધા આ શરીર ઉપર જ પડી શકે છે, મારા આત્માને કાંઈ નુકશાન કરી શકે એમ નથી. હું તલવારના ડરથી મારા આત્મતત્ત્વને ત્યાગ કરી શકે નહિ. એ આત્મતત્ત્વને તે હું માનું છું. એટલે મારી ઉપર ગમે તેટલાં સંકટા પડે છતાં હું મારા એ આત્મતત્ત્વને છેડી શકુ નહિ.”
કામદેવ વિચારે છે કે, “ આ દેવ મને તલવાર મારી શકે નહિ. મારા આત્મા જ કર્તા છે એટલા માટે મારા આત્મા જ તલવાર મારી શકે; મારા આત્માને ખીજો કોઇ મારી શકે નહિ. આ આત્મા જે બનાવનાર છે અને આ આત્મા જ બગાડનાર છે. સંસારને નાશ કરી મેક્ષ જનાર પણ આત્મા જ છે. ખીજા તા બધાં નિમિત્ત છે. સુખ કે દુઃખ, સુપ્રયાસ કે દુઃપ્રયાસ કરનાર પણ આ આત્મા જ છે. આત્માના કર્યા વિના સુખ દુઃખ પેદા થઈ શકતાં નથી. આ જ પ્રમાણે આત્માના અધ્યવસાય વિના પુણ્ય–પાપ પણ લાગી શકતાં નથી. આત્મા જ પોતાના અધ્યવસાયથી વૈતરણી નદી, ફૂટશાલ્મલી વૃક્ષ, કામધેનુ કે નંદનવનની સમાન દુઃખ સુખને પેા કરે છે. આત્માના કર્ત્તવ્યને ન જોતાં ખીજાને માટે એમ કહેવું કે, આ ખીજો જ સુખ દુ:ખતે આપનારા છે, એ તેા કુતરાની માફક ભૂલ કરવા જેવું છે, એક કુતરા કાચ જડેલા મહેલમાં જઈ ચડયા. કાચના પ્રતિબિંબને કારણે કુતરાને પેાતાની જેવા કુતરા જ દેખાવા લાગ્યા. કુતરા પોતાના જાતિ સ્વભાવવાળા કુતરાથી બહુ નારાજ રહે છે, એટલા માટે તે પોતાના પ્રતિષ્મિ બને ખીજો કુતરા સમજી ભસવા લાગ્યા. એ કુતરાને એ ખબર ક્યાંથી હોય કે પ્રતિબિંબમાં જે કુતરા દેખાય છે તે જાતે છે.
પ
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૯૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કુતર પિતાનું પ્રતિબિંબ જોઈ ભસતે હેય અને તે વખતે તમે ત્યાં હો તે તમે શું કરશે! એ કુતરાને તમે કાઢી મૂકશે, કે વધારે ભસવા દેશે! જો તમે તેને કાઢી ન મૂકતાં ભસવા દે છે એ તમારી ભૂલ ગણાશે ને!
આ જ પ્રમાણે અમુક માણસ સુખ આપે છે અને અમુક માણસ દુઃખ આપે છે એમ કહેવું છે તે કુતરાના ભસવા જેવું છે. કામદેવ સારી રીતે જાણતું હતું કે આત્મા જ સુખ દુઃખને કર્તા છે. અને તેથી જ તે પિતાના સત્ય તત્વ ઉપર દઢ રહી શક્યો હતો,
મતલબ કે, સત્યને સમજીને અસત્યને છોડવું એ કર્તવ્ય છે; પરંતુ કોઈ ભય બતાવી સત્યથી પતિત કરવા ચાહે તે, એવા સમયમાં વીર લેશે પ્રાણ આપવાને સ્વીકાર કરી લે છે, ૫રંતુ સત્યને ત્યાગ કરતા નથી.
અનાથી મુનિ કહે છે કે, “હે: રાજન ! હું એ નિશ્ચય ઉપર આવ્યો છું કે આત્મા જ કર્તા છે અને એટલા માટે આત્મા જ સુપ્રતિષ્ઠિત કે દુષ્પતિષ્ઠિત બની શકે છે અને આ જ પ્રમાણે આત્મા પિતે જ પિતાને મિત્ર કે શત્રુ બની શકે છે.”
અનાથી મુનિ જે કાંઈ કહે છે તે જ વાત થેડા ઘણા ફેરફાર સાથે ગીતા પણ કહે છે, ગીતામાં પણ કહ્યું છે કે –
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । ___ आत्मैव यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ કૃષ્ણ કહે છે , “હે અર્જુન આત્માને ઉદ્ધાર તું પોતે જ કર. કારણ કે આત્માને ઉદ્ધાર પિતાના આત્માદ્વારા જ થઈ શકે છે. માટે આત્માને ઉદ્ધાર કરે, તેને નીચે પાડે નહિ, આત્માને મિત્ર કે શત્રુ આ આત્મા પિતે જ છે. બીજું કોઈ નથી.”
જૈન શાસ્ત્રમાં જે વાત કહી છે તે જ વાત પ્રકારાન્તરે ગીતામાં પણ કહેવામાં આવી છે. એટલા માટે આગમ ઉપર વિશ્વાસ રાખી આત્માની ઉન્નતિ કરે. એ જ પુરુષાર્થ છે. આત્મોદ્ધાર કરવાને પુરુષાર્થ કરવાથી સુદર્શનની માફક આત્માનું કલ્યાણ થયા વિના રહેશે નહિ. સુદર્શન ચરિત્ર-૪ર
જ દિ ચાર ચત સુતિ તત! જતિ | જે પિતાના કલ્યાણનું કામ કરે છે, તેનું અકલ્યાણ કોઈ કરી શકતું નથી એટલા માટે બીજાએ શું કરે છે તે તરફ ધ્યાન ને આપતાં પિતાના કામ તરફ જુએ.
આ વાત સુદર્શનની સમજમાં કેવી રીતે આવી હશે એ તે એ જાણે પણ એ વાતને તમે પણ સમજે. સુદર્શનની માફક તમે પણ આત્મકલ્યાણ સાધશો તે તમારું પણ કલ્યાણ થશે.
પ્રજાના પ્રતિનિધિઓએ સુદર્શનને બહુ પૂછયું પણ સુદર્શન કઈ બોલ્યા નહિ. પ્રતિનિધિ લેશે અસમંજસમાં પડી ગયા અને સુદર્શનને પક્ષ છોડી રાજાના પક્ષમાં ચાલ્યા ગયા. પ્રતિનિધિઓને પણ પિતાના પક્ષમાં આવ્યા જાણી રાજાએ સુદર્શનને શૂળીએ ચઢાવવાને નિશ્ચય કર્યો.
લેકો વિચારવા લાગ્યા કે, હવે શું કરવું? એકે કહ્યું કે, ચાલ જઈને સુદર્શનની સ્ત્રી મને રમાને આ વાત કહીએ. કદાચ તેને સમજાવવાથી સુદર્શન સમજી જાય. કેટલાંક કામો
Page #436
--------------------------------------------------------------------------
________________
સુદ ૪] રાજ કેટ–ચાતુર્માસ
[૩૯૫ જે પુરુષથી થતાં નથી તે સ્ત્રીઓથી થઈ જાય છે. એટલા માટે મને રમાને કહેવું કે તારું સૌભાગ્ય જોખમમાં છે માટે સુદર્શનને કહે કે તે બેલે. જે મનોરમા સુદર્શનને એમ કહેશે કે, મેં એ શો અપરાધ કર્યો છે કે તમે શૂળીએ ચડી અને વિધવા બનાવે છે ? એટલા માટે બેલે. આ પ્રમાણે કહીને મનોરમા રેઈ પડશે ત્યારે સુદર્શન અવશ્ય બોલશે એ મને વિશ્વાસ છે. આવી વિચારણને અંતે કેટલાક લોકે એમ કહેવા લાગ્યા કે, મનરમા પાસે જવું. કેટલાક લોકો એમ પણ કહેવા લાગ્યા કે, એ તે શેઠની ખોટી હઠ છે કે તેઓ બોલતા નથી. અથવા ન બેલવા પાછળ કોઈ રહસ્ય રહેલું હશે. આખરે લોકો એ નિશ્ચય ઉપર આવ્યા કે એકવાર મનેરમા પાસે જઈ એની દ્વારા સુદર્શનને બેલાવવા પ્રયત્ન કરવું જોઈએ.
પ્રજાના આગેવાન કેટલાક લોકો મનેમા પાસે ગયા અને કહેવા લાગ્યા કે, તમે કાંઈ સાંભળ્યું કે નહિ ? મનેરમાએ જવાબ આપ્યો કે, ના, મેં તે કાંઈ સાંભળ્યું નથી. પતિની કૃપાથી હું તે આનંદપૂર્વક ધર્મધ્યાન કરું છું. મારા સદ્ભાગ્યે મને આવા ધર્માત્મા પતિ મળ્યા છે એટલે મારે કોઈની પંચાતમાં પડવાની શી જરૂર છે?
લેકો કહેવા લાગ્યા કે, તમને સારા પતિ મળ્યા છે એ તે ઠીક, પણ તમારા પતિનું અનિષ્ટ થયું છે તે તમે સાંભળ્યું છે કે નહિ ?
મને રમાએ જવાબ આપે કે, મારા પતિનું અનિષ્ટ થયું છે? મારા પતિ છે એમ કહેતા હતા કે, પિતાનું અનિષ્ટ પોતે જ કરી શકે છે! બીજો કોઈ અનિષ્ટ કરી શકતું નથી. તે પછી મારા પતિનું અનિષ્ટ કેવી રીતે થયું ? તે લેકો મને રમાને કહેવા લાગ્યા કે, તમે બહુ ભોળા છે. વાસ્તવમાં મોટા ઘરની સ્ત્રીઓ બહુ ભોળી હોય છે. આજે તમારા પતિનું બહુ અનિષ્ટ થઈ રહ્યું છે. તમારા પતિ કેવા છે એ તે અમે જાણતા નથી. એ વાત તે તમે જ જાણતા હશે પણ આજે તમારા પતિને રાજાના મહેલમાં પકડવામાં આવ્યા છે અને રાજાના મહેલમાં જઈ રાણીના શીલને નષ્ટ કરવાને તેમણે પ્રયત્ન કર્યો અને તેમના ઉપર આરોપ ચડાવવામાં આવ્યો છે. આ અપરાધને કારણે રાજાએ તેમને સૂળીએ ચડાવવાને હુકમ આપે છે. અત્યારે તેમને બચાવવાને એક જ ઉપાય બાકી છે અને તે ઉપાય તમારા હાથમાં છે. અમે તે અનેક ઉપાયો અજમાવી જોયા પણ અમને સફળતા મળી નહિ. સંભવ છે કે, તમારા પ્રયત્નથી તમને સફળતા મળી જાય. રાજાએ કહ્યું છે કે, એ શેડ પિતાના મેહે સાચી હકીક્ત કહી દે તે હું તેને શૂળીએ ચડાવવાની શિક્ષા માફ કરી દઉં. અમે તે શેઠને કહી-કહીને થાકી ગયા પણ શેઠ તે એક અક્ષર પણ બેલતા નથી. માટે તમે તેમને કહે કે, સાચી વાત જે બની હેય તે કહી આપે. સાચી વાત કહેવાથી તેમને સૂળી ચડાવવાની શિક્ષા પણ માફ કરી દેવામાં આવશે.
સુન મુરઝાઈ મૂછ આઈ, પડી ધરણી કુમલાઈ. પાંચ પુત્ર તબ મામા કરતે, પડે ગેદ આઈ. ધન ૯૪ ચેત લઈ ચતે જબ મનમેં, હુઈ ને હવે બાત; શીલ ચૂકે નહીં પતિ હમારે, નિયમ ધમ વિખ્યાત, ધન ક્યા
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૯૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
નહીં નિકલી ઘર, બાહર શેઠાની, ધીરજ, મનમેં ધાર; દિયા ધ પાંચેાં પુત્રનકે, એક ધર્મ આધાર.
સત્ય ન મરતા સુના પુત્ર તુમ, ઝૂન મુઝે સહાય; આજ શેઠ સૂલીસે ઉગરે, તા મેં નિરખૂજાય.
:
[ બીજા ભાદરવા
"ધન ૯૬૫
"ધન ૯૭
શેડને શૂળીએ ચડાવવાની વાત સાંભળતાં જ મનેારમા મુચ્છિત થઈ નીચે ઢળી પડી. તેના પાંચેય પુત્ર! ‘ મામા ' કરતાં તેના ખેાળામાં બેસી ગયા. થેાડીવાર બાદ ઉપચાર કરવાથી તે બેઠી થઈ અને વિચારવા લાગી કે, હવે મારે શું કરવું ? આ લેાકેાના કહેવા પ્રમાણે મારે પતિની પાસે જવું કે પતિના કાર્યમાં વિશ્વાસ રાખી મારે તેમની પાસે ન જવું ! મને તેા એવા દઢ વિશ્વાસ છે કે, મારા પતિ રાણી ઉપર હુમલા કરે એ કદાપિ સંભવે એવું નથી. એ તા, સૂર્ય અંધકાર આપે છે, અમૃત મૃત્યુ નીપજાવે છે અને ચંદ્રમા અગ્નિ વરસાવે છે એમ કાઈ કહે એના જેવી વાત છે. કદાપિ આ વાત કદાચ બની શકે પણ મારા પતિ · પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ ફેકે એ કદાપિ સંભવિત નથી, એવા મને હૃઢ વિશ્વાસ છે. પતિ-પત્ની વચ્ચે હૃદયને વિશ્વાસ કેવા હેાવા જોઈએ તે મનારમાના ચરિત્ર ઉપરથી જુએ. પતિપત્નીની લગનીનું ઉદાહરણ, ભક્ત લેા પરમાત્માની ભક્તિમાં લે છે અને કહે છે કે
'
પલક ન વસરે પદ્મમણિ પિયુ ભણી ’
જે પ્રમાણે પતિવ્રતા સ્ત્રીના પ્રેમ પોતાના પતિમાં અપૂર્વ હોય છે તે પ્રમાણે ભક્ત લેાકા પાતાની કાન્તારૂપી ભક્તિના પ્રેમ પરમાત્મા પ્રત્યે અપૂર્વ રહે એમ કહે છે. આ ઉપરથી પતિ પત્નીના પ્રેમ કેવા અપૂર્વ હોય છે તેને વિચાર કરી.
.. મનેારમાના બાળકો રેશતાં રાતાં કહેવા લાગ્યાં કે, “ મા, તમે મૂર્છિત થઈ તે કેમ નીચે ઢળી પડડ્યાં હતાં ? અને અમારા પિતાને જો શૂળી ઉપર ચડાવવામાં આવશે તે પછી અમારું શું થશે ?” v_1_ બાળકાને કેવું દુઃખ થાય છે. એ વાત તેા બાળકા જ જાણે છે અને જેમને બાળક છે તેએ જ જાણે છે.
મનારમાએ, દુઃખિત થતાં બાળકને હૈય આપતાં કહ્યું કે, “ પુત્રા ! તમે કેમ રુવા છે ! મને એવા દૃઢ વિશ્વાસ છે કે, સત્ય કાઈ દિવસ મરતું નથી અને જે અસત્ય છે તે તો મવું જ જોઇ એ. મને અસત્ય ખીલકુલ પસંદ નથી. લોકા કહે છે કે, ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વ ધારણ કરનાર પણ ચલિત થઈ જાય છે. સંભવ છે કે, એ લેાકેાના કથનાનુસાર તમારા પિતાજી પણ ચલિત થયા હાય ! પરંતુ જો તેઓ ચલિત થયા હાય તે। પછી જીવનમાં શું મા? જ્યાંસુધી તેઓ સત્યધર્મી છે ત્યાંસુધી હું તેમની અધોગના હું પણ જો તેમાંથી સત્ય ચાલ્યું ગયું હેાય તે પછી તેમના માટે મરવું એ જ સારું છે.” હવે કદાચ કાઇ એવા પ્રશ્ન કરે કે, શું મનેરમા એટલી બધી ધ્યાહીન છે કે તેણીએ આ પ્રમાણે કહ્યું ? તે જ્ગાવવાનું કે, રાજીમતિએ સ્થતેમીને કહ્યું. હતું કે, “ હે ! અપયશકામી ! તને ધિક્કાર છે ! તું મરી કેસ જ્તા નથી ! આ પ્રમાણે પતિત થવા કરતાં તા મરી જવું એ સારું છે. ” રાજીમતિએ પણુ, આ પ્રમાણે કહ્યું હતું. તે શું તેમને દયાહીન કહી શકાય ?
Page #438
--------------------------------------------------------------------------
________________
શુદ ૫]
રાજકોટ–ચાતુર્માસ
[ ૩૯૭.
- લેકો કહે છે કે, દયાના કારણે કાયરતા આવી છે; પરંતુ વાસ્તવમાં દયાધર્મ એ વીર પુરુષોને ધર્મ છે. કાયરોઠારા દયાનું પાલન થઈ શકતું નથી. આજના લેકોએ દયાને કાયરતાનું રૂપ આપ્યું છે, પણ વાસ્તવમાં દયા વીરાની છે, કાયરની નહિ. જે લેાકો વીર હોય છે તે લોકો સત્યને પહેલાં જુએ છે અને સત્યની સાથે જ દયાનું પાલન કરે છે. વીરો સત્યને દયાના નામે નાશ કરતા નથી.
મનરમા કહે છે કે, સત્યને કારણે જ હું પતિની અધોગના છું. જે પતિમાંથી સત્ય ચાલ્યું ગયું તે પછી પતિને એક ક્ષણ માત્ર પણ જીવિત રહેવાને અધિકાર નથી. ' • આજે ઘણું લેકો યુવાનીના નશામાં મસ્ત બની સત્ય–શીલને તુચ્છ માને છે પણ એ તેમને ઊલટે માર્ગ છે. સન્માર્ગ તે તે છે કે, જેનામાં સત્ય-શીલ નથી તેને જીવવાને પણુ અધિકાર નથી. | મનરમાએ પિતાના બાળકોને કહ્યું કે, “આપણે બધાં સત્યના ખોળામાં બેઠેલો છીએ.” પછી તમે શા માટે ? છો ? લેકે કહે છે કે શેઠને સમજાવો, પણ સત્યને શું સમજાવવું ? એટલા માટે ચાલે, આપણે બધા ધર્મકાર્ય કરીએ!” - આજે ઘરમાં મહેમાનોને ઉતારવા માટે જુદા જુદા એસ્ટાઓ રાખવામાં આવે છે પણ ધર્મકાર્ય કરવા માટે કોઈ જુદું સ્થાન રાખવામાં આવતું નથી. ધર્મકાર્ય કરવા માટે એવું સ્થાન હોવું જોઈએ કે, જ્યાં ખરાબ ભાવના પણ ન આવે. પહેલાના લેકે ઘરમાં જ પૌષધશાળા પણ રાખતા હતા. મનેરમા પિતાના બાળકને લઈ પૌષધશાળામાં ધર્મકાર્ય કરવા ગઈ. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી “વિચાર કરવામાં આવશે.'
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી પ્ર રવિવાર
પ્રાર્થના સુમતિ જિનેશ્વર સાહિબાજી, “મેઘરથ” નૃપને નંદ; સુમંગલા માતા તણે, તનય સદા સુખકંદ. પ્રભુ ત્રિભવન તિલેજ, સુમતિ સુમતિ દાતાર; મહા મહિમા નીલજી, પ્રણમું વાર હજાર. પ્રભુ
" –વિનયચંદ્રજી કુંભટ ચોવીશી. ' શ્રી સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે..
પ્રાર્થના કરનારે પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કે આદર્શ સામે રાખવો જોઈએ અને કેવી રીતે આત્મવિકાસ કરવો જોઈએ, એ વાત આ પ્રાર્થનામાં બતાવવામાં આવી છે. જે ઉપદેશ બાળક, વૃદ્ધ, સાધુ, ગૃહસ્થ વગેરેને માટે સમાન ઉપયોગી હોય તે જ ઉપદેશ સમાજ સમક્ષ મૂકવામાં આવે છે અને તે જ ઉપદેશ સમાજને વધારે લાભપ્રદ સિદ્ધ થાય છે.
પરમાત્માની પ્રાર્થના કરતી વખતે દષ્ટિ સમક્ષ કેવો આદર્શ રાખવો જોઈએ એ વાત સાંસારિક પદાર્થો ઉપર દૃષ્ટિપાત કરવાથી સ્પષ્ટ જણાય છે. મનુષ્ય પોતાના જ્ઞાનથી આગળ
Page #439
--------------------------------------------------------------------------
________________
366]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
પણ વધે છે અને પાછળ પણ પડે છે, ઇષ્ટને પણ પામે છે અને અનિષ્ટને પશુ પામે છે. આ જ કારણે જ્ઞાનનાં જ્ઞાન અને અજ્ઞાન એવા બે ભેદ પાડવામાં આવ્યાં છે. કાઈ વાતને ન જાણવી એ જ અજ્ઞાન નથી, પરંતુ કાઈ વાતને ઊલટી જાણવી એ વિપરીત જ્ઞાન પણ અન્નન જ છે. આ માટે આ પ્રાનામાં મનુષ્યનું ઉદાહરણ ન આપતાં પ્રકૃતિનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પ્રાર્થનામાં કહ્યું છે કે, ભ્રમર પુષ્પની સાથે નિષ્ઠાપૂર્વક ગાઢ પ્રીતિ આવે છે અને એટ્લા માટે તે પુષ્પની સુગંધ છેાડી ખીજે યાંય દુર્ગંધ લેવા જતા નથી. પુષ્પ વિકસિત થયું તે ભ્રમર ચુસ્ત પડી રહેતા નથી પણ તે હર્ષોંમાં આવી જાય છે. કદાચ કાઈ એમ કહે કે, એક ખાગ સુંદર પુષ્પાની સુગધથી ખૂબ મ્હેકે છે. તે ભાગમાં એક વૃક્ષ ઉપર એક ભમરા ચુપડ્યાપ ખેડા છે, તે ગણગણાટ કરતા નથી, તેમ પુષ્પના રસ પુષ્ણુ પીતે નથી. આ કથનના જવાબમાં તમે એ જ કહેશે। કે, એ ભમરા નહિ હૈાય, એ તે કાઈ ખીજાં વડું હશે ! અથવા એ ભમરા મરેલા હશે! જો એ ભમરા હાય અને તે જીવતા કાય તા તા થ્યાગનાં પુષ્પા આટલાં ખીલ્યાં હોય અને તે ગણગણાટ કરે નહિ એ માની શકાય એવી વાત નથી.
ભ્રમરના આ ઉદાહરણ ઉપરથી તમે એ જુએ કે, મહામહિમાનિધાન પરમાત્મા, શું વિકસિત પુષ્પની સમાન પણ નથી! જો છે તો પછી પરમાત્માના ભક્ત હેવા છતાં નિરુસાહી અનેવાનું શું કારણ છે ? એના માટે એ જ કારણ હાઈ શકે. કાં તે તે નામના જ ભક્ત છે અથવા પહ્માત્મા પ્રતિ તેમને પૂર્ણ શ્રા નથી, કે તેમની શ્રદ્ધા મરી ગઈ છે. જે પ્રમાણે બાગ ખીલ્યું. હાવા છતાં ભમરા ગણગણાટ ન કરે કે પુષ્પરસનું પાન ન કરે તા એમાં બાગના દોષ છે એમ કહી શકાય નહિ; તે જ પ્રમાણે પરમાત્મારૂપી બાગ ખીલ્યા હાવા છતાં ભ્રમરૂપી ભક્ત ભક્તિરસનું માન ન કરે તે! એમાં પરમાત્માને શે। દેશ ?
પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કેવાં ભાવા હાવા જોઈએ એના માટે ભક્તા એક ખીજું ઉદાહરણ પણ આપે છે. તેઓ કહે છે કે, સૂર્યોદય થતાં કમલ વિકસિત થયા વિના રહેતું નથી. જો કમલ સૂર્યોદય થવા છતાં વિકસિત ન થાય તે તે કમલ મરી ગયું છે એમ જ કહી શકાય; પણ જો કમલ જીવિત હૈાય તે તે સૂર્યોદય થતાં વિકસિત થયા વિના રહેતું નથી. સ્વાતિનું જલબિંદુ પડવા છતાં પણ પપૈયા એ જલબિંદુને ધારણ ન કરે એવુ' જોવામાં આવતું નથી. જો સ્વાતિનું જલબિંદુ પપૈયા ધારણ ન કરે તો કાં તો તે રાગી હશે અથવા તે મરી ગયા હશે એમ જ કહી શકાય.
આ બધાં ઉદાહરણો આપી ભક્ત લેાકા કહે છે કે, જે પરમાત્માના સાચા ભકતા છે તે તા પરમાત્માના ગુણગાન જ કર્યા કરે છે. જે પ્રમાણે કમલની શ્રદ્ધા સૂર્ય ઉપર, ભ્રમરની શ્રદ્ધા ફુલ ઉપર અને ચાતકની શ્રદ્ધા સ્વાતિના જલબિંદુ ઉપર હોય છે, તે જ પ્રમાણે સાગ્રા ભક્તની શ્રદ્ધા પરમાત્મા ઉપર હેાય છે. પરમાત્મા પ્રત્યે જે ભક્તના હૃદયમાં અનન્ય એકાંગી શ્રદ્ધા હાય છે તે શ્રદ્ધાવાન ભક્ત પ્રશંસાને પાત્ર છે, પણ જેઓ એવા ભક્ત નથી તેમનું લક્ષ્ય પણ એકાંગી ભક્તિ તરફ હાવું જોઈ એ. સાધારણ રીતે ભક્ત લોક તે પાણીની માફક બધાની સાથે મળી જઈ પ્રેમ કરે છે. ભક્ત લોકો બધાને આત્મતુલ્ય આતી ખન્નાનું હિત જ ચાહે છે. અને તેથી જ તેઓ કહે છે કેઃ—
Page #440
--------------------------------------------------------------------------
________________
શુદ ૫] રાજકોટ–ચાતુર્માસ
[૧૯ કામગ કી લાલસાજી, થિરતા ને ધરે મન,
પિણ તુમ ભજન પ્રતાપથી, દાઝે દુમિત વન, પ્રભુ હે! પ્રભો ! જ્યારે કામ, ક્રોધ, લોભ, મેહ, મદ મત્સરની ધારા વહે છે ત્યારે એના પ્રવાહમાં નિર્બલ પ્રાણીઓ તણાઈ જાય છે. તેમને એ પ્રવાહમાંથી પાર જવું મુશ્કેલ જણાય છે. જે પ્રમાણે પાણીના પ્રવાહમાં પગ લપસી જવાથી તે માણસ પ્રવાહમાં તણાઈ જાય છે અને પછી તેને પત્તો લાગ કઠીન જણાય છે; તે જ પ્રમાણે કામ, ક્રોધ આદિના પ્રવાહમાં તણાઈ જનાર પ્રાણીઓને પત્તો મેળવો મુશ્કેલ થઈ પડે છે. અને એ કારણે તે પ્રાણીઓની દશા દયાપાત્ર બની જાય છે. તેમની દયનીય દશા જોઈ કોનું હૃદય દ્રવિત નહિ બને? પાણીના પ્રવાહમાં તણાતાં લેકિને જોઈ
ક્યા દયાળુનું હૃદય દ્રવિત નહિ થાય અને યથાશક્તિ પ્રમાણે તેમને બચાવવા પ્રયતન નહિ કરે? આ જ પ્રમાણે જ્ઞાનીજનોને પણ કામ-ક્રોધના પ્રવાહમાં તણાતાં લેકોને જેઈ કરુણા આવે છે અને તેઓ કહે છે કે, “હે ! પ્રભો! તારા જેવા ત્રિભુવનનાથ હોવા છતાં પણ આ લેકો તારા શરણે ન આવતાં, કામ, ક્રોધાદિના પ્રવાહમાં શા માટે તણાઈ જાય છે?” આ પ્રમાણે જ્ઞાનીજને કામ-ક્રોધાદિના પ્રવાહમાં તણુતાં પ્રાણીઓ પ્રત્યે કરૂણ ભાવ બતાવે છે. તેઓ બધા પ્રાણીઓને આત્મતુલ્ય માને છે, અને તેમને કામ-ક્રોધાદિના પ્રવાહમાંથી બચાવવાનો પ્રયત્ન પણ કરે છે. તેઓ કહે છે કે, જો કે કામ-ક્રોધાદિને પ્રવાહ કાંઈ ઓછા નથી પણ એથી કાંઈ ગભરાઈ જવાની જરૂર નથી. આ પ્રવાહમાંથી અનેક લેકે અવલંબન લઈ બહાર નીકળી પણ શક્યા છે. આ જ પ્રમાણે કામ ક્રોધાદિના પ્રવાહમાંથી બચવા માટે પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લેવામાં આવે તે કામ-ક્રોધાદિના પ્રવાહમાંથી નીકળી ભવપાર જઈ શકાય છે.
જે તમે એમ માનતા છે કે, પરમાત્માની પ્રાર્થનાના અવલંબનથી કામ-ક્રોધાદિના પ્રવાહમાંથી નીકળી ભવપાર જઈ શકશે, તે પરમાત્માની ભક્તિને જીવનમાં વણે. અહીં તે ભક્તિનો કેવળ ઉપદેશ આપવામાં આવે છે પણ એના વ્યવહાર તે સંસારનાં કામકારા જ થઈ શકે છે. અહીં તે પરમાત્માની ભક્તિ બતાવો અને બહાર જઈ પરમાત્માને ભૂલી જાઓ અને એમ સમજવા લાગો કે, અમે ગમે તે કરીએ તેને અહીં કે| જુએ છે ! પણ આમ ટૅગ કરવો એ તે અવલંબનને છોડી દઈ કામક્રોધાદિના પ્રવાહમાં તણાઈ જવા જેવું છે. એટલા માટે જ્યારે તમારા ભક્તિમાર્ગની વચ્ચે કામ, ક્રોધ, લોભ, મેહને પ્રવાહ આડે આવે ત્યારે જે તે વખતે પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લેશો તે પ્રવાહમાંથી નીકળી સામે પાર જઈ શકશો.
મતલબ કે, ભક્તએ કામ-ક્રોધાદિને વિકાર માન્યા છે અને એ વિકારે ઉપર વિજય મેળવવા માટે જ પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લીધું છે. તમે પણ કામ-ક્રોધાદિ વિકારને જીતવા માટે પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લે; અને પરમાત્માને ભૂલી ન જાઓ, આ પ્રમાણે પરમાત્માના નામનું અવલંબન લેશે તે કામક્રોધાદિના પ્રવાહમાંથી પાર જઈ શકશે. પણ એમ થવું ન જોઈએ કે પરમાત્માના નામને કામક્રોધાદિના પ્રવાહમાં ડુબાડી દે.
જેમકે, તમે જે ખોટો દાવો કરે અને પરમાત્માને કહે કે આ ખોટા દાવામાં હું જીવું તે તમારી શક્તિ જાણું. કેઈને બેટે માલ આપીને પરમાત્માને એવી પ્રાર્થના કરે
Page #441
--------------------------------------------------------------------------
________________
=
૪૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
આ મારી ચાલાકી કાઈ ન જાણે તે તમારી શક્તિ જાણું. આ જ પ્રમાણે પરસ્ત્રીસેવનનું કઈ પાપ કરે અને એમ કહે કે, જે મારું પાપ પ્રકટ ન થાય અને દુનિયામાં હું સારે કહેવાઉં તે હું પરમાત્માની શક્તિ જાણું ! આ પ્રમાણે પિતે ઉન્માર્ગે ચાલે અને પછી પરમાત્માના નામને પણ કામક્રોધાદિના પ્રવાહમાં ઘસેડે છે તે કામ ક્રોધાદિના પ્રવાહમાંથી, પરમાત્માના કેવળ નામનું અવલંબન લઈ બહાર નીકળી શકતા નથી. પરંતુ જે પરમાત્માના માર્ગે ચાલે છે તે માણસ પરમાત્માના નામનું અવલંબન લઈ અવશ્ય કામક્રોધાદિના પ્રવાહમાંથી બહાર નીકળી ભવપાર જઈ શકે છે.
- જે લોકો પરમાત્મા પાસે કામ, ક્રોધ, લોભની આશા કરે છે તેમની આશા પૂરી થાય એ સારું કે ખરાબ ? તમે એમ જ કહેશે કે એવા માણસની આશા પૂરી ન થાય એ જે સારું છે પણ આ વાત ઉપર દઢ રહેવું મુશ્કેલ છે. જે તમે આ વાતને હૃદયપૂર્વક સ્વીકારે છો, તે પરમાત્મા પ્રતિ એવી પ્રાર્થના કરે કે, “ હે! પ્રભો ! ધૂર્ત લેકોની આશા પૂરી ન થાય એ જ સારું છે અને જેઓ સાચા ભક્ત છે અને જેઓ કામક્રોધાદિના પ્રવાહમાંથી નીકળી ભવપાર જવા ચાહે છે તેમની આશા પૂરી થાય એ સારું છે.” - આ તે તમારા લોકોની વાત થઈ પણ અમે સાધુઓએ પણ કેવળ વેશમાં જ રહેવું ન જોઈએ. એમ થવું ન જોઈએ કે અમે કેવળ વેશ ધારણ કરી લોકોને નમાવવામાં જ રહીએ. અમારે ઉણ આત્મોદ્ધાર વિષે વિચાર કરવો જોઈએ. જે અમે કેવળ વેશ ધારણ કરી લોકોને નમાવવામાં જ રહીએ અને આત્મોદ્ધાર ન કરીએ તે અમારા માટે અનાથી મુનિ શું કહે છે તે જુઓ – અનાથી મનિને અધિકાર–૪૩
અનાથી મુનિ કહે છે કે, “હે! રાજન! કેટલાક માણસે ગૃહસંસાર છોડીને અને સંયમ લઈને પણ અનાથતામાં પડી જાય છે.” સંયમ લઈને પણ અનાથતામાં કેવી રીતે પડે છે અને પછી તેમની સ્થિતિ ફેવી ખરાબ થાય છે તે જુઓ –
इमा हु अण्णा वि अणाहया निवा, तमेगचित्तो निहुओ सुणेहि मे ।
नियंधम्म लहिया णिवो जहा, सोयन्ति एगे बहु कायरा नरा ॥३८॥ , , “હે ! રાજન ! એક અનાથતા બીજા પ્રકારની પણ છે તે તમે શાન્ત ચિત્તે સાંભળો. સનાથ બનાવનાર નિર્ચન્વધર્મને પ્રાપ્ત કરીને પણ ઘણું કાયર મનુષ્ય પતિત થઈ જાય છે અને નિગ્રંથપણામાં દુઃખ પામે છે.”
કેટલાક લોકો તે એમ કહે છે કે, અમે ગુરુઓ છીએ એટલે અમે જે કાંઈ કરીએ તે જ ઠીક છે પણ અનાથી મુનિ એમ કહેતા નથી. પણ તેઓ તે એમ કહે છે કે “કેટલાક સાધુઓ કાયર થઈને અનાથ બન્યા રહે છે અને નિર્ચન્થપણુમાં દુ:ખ પામે છે.”
અનાથી મુનિદ્વારા કરવામાં આવેલી આ ટીકાથી સંભવ છે કે, કેટલાક સાધુ-સાધ્વીઓ નારાજ, પણ થાય પણ જે વાત શાસ્ત્રમાં આવી છે તે વાત તે કહેવી જ પડે છે. જ્યારે બીજાની ટીકા કરવામાં આવે છે તે પોતાની ટીકાથી શા માટે ડરવું? આ ટીકા સાંભળીને સાધુએાએ તે એમ સમજવું જોઈએ કે, સંસારમાં જે પાપ થાય છે તેની જવાબદારી
Page #442
--------------------------------------------------------------------------
________________
શુદ ૬] રાજકેટ ચાતુર્માસ
[ ૪૦૧ અમારી ઉપર જ છે. જે અમે સાધુઓ પવિત્ર સ્પીએ તે દુનિયાના બધાં પાયે ભસ્મીભૂત થઈ જાય. જે અમે સાધુઓ પિતાનામાં છુપાઈ રહેલાં પાપેમે રહેવા ન દઈએ તે પિતે પવિત્ર થઈ જઈએ અને બીજાને પણ પવિત્ર કરી શકીએ.
જે પ્રમાણે સફેદ ચાદરમાં પડેલ કાળા ડાંધ આંખને ખૂંચે છે તે જ પ્રમાણે સાધુઓ સનાતામાંથી નીકળી પાછા અનાથામાં પડે છે એ મહાપુરુષોને ખૂચે છે.
અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન ! હવે હું તને એક જુદા પ્રકારની અનાથતા સંભળાવું છું તે તું એકાગ્ર અને નિશ્ચલ ચિત્તે સાંભળ:–
અનાથી મુનિએ આ પ્રમાણે રાજા શ્રેણિકને કહીં એક મહાન સિદ્ધાન્તની સૂચના કરી છે. એ સિદ્ધાન્ત-તત્વને ધ્યાનમાં લેવાની ખાસ આવશ્યક્તા છે.
લેકે કહે છે કે, અમે આટલે ઉપદેશ સાંભળીએ છીએ છતાં પણ અમને જ્ઞાન કેમ થતું નથી ! પણ ઉપદેશ સાંભળવામાં પણ ચિત્તને એકાગ્ર અને નિશ્ચલ રાખવું પડે છે. પરંતુ મન એકાગ્ર ન હોવાને કારણે ઉપદેશ શ્રવણનું ફળ મળતું નથી.
યોગી–મુનિઓનું ચિત્ત એકાગ્ર હોય છે. યોગશાસ્ત્રમાં ક્ષિપ્ર, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરોધ એમ ચિત્તની પાંચ વૃત્તિઓ બતાવવામાં આવેલ છે. આ પાંચ વૃત્તિઓનું વિવેચન કરવા માટે સમય જોઈએ પણ અત્યારે એ વિષે બહુ વિસ્તારથી ન કહેતાં સંક્ષેપમાં જે કહું છું
મનમાં રાગદ્વેષને વધારનારી જે રજોગુણથી યુક્ત વૃત્તિ હોય છે અર્થાત મને જ્યારે રાગદ્વેષવર્ધક રજોગુણમાં જ આનંદ માને છે ત્યારે મનની વૃત્તિ ક્ષિક હોય છે.
જે વૃત્તિ તમે ગુણ પ્રધાન છે તે મૂઢ વૃત્તિ છે. માદક પદાર્થોના સેવનમાં આનદ માન તે મૂઢ વૃત્તિ છે. કેટલાક લોકો ચિત્તને નિશ્ચલ કરવા માટે અફણ, ભાંગ-ગાંજા વગેરે માદક પદાર્થોનું સેવન કરે છે. આ પ્રમાણે તામસિક પદાર્થોના સેવાર ચિત્તને નિશ્વલ બનાવવું એ મૂઢ વૃત્તિ છે.
શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે ઇન્દ્રિના વિષયોમાં આનંદ માને એ ચિત્તની વિક્ષિપ્ત વૃત્તિ છે. શાસ્ત્ર કહે છે કે આ ત્રણે વૃત્તિઓ પછીની જે એકાગ્ર વૃત્તિ છે તે એકાગ્રવૃત્તિઓ ધર્મશ્રવણ કરવાથી શસ્ત્ર સંમજવામાં આવે છે.
આ એકાગ્ર વૃત્તિ જ યોગીની વૃત્તિ છે અને આ જ વૃત્તિમાં યોગ હોય છે. જ્યાં સુધી ચિત્ત એકાગ્ર થતું નથી ત્યાંસુધી શાસ્ત્રની વાત સમજવામાં આવતી નથી.
તમે અહીં શાસ્ત્રશ્રવણ કરવા માટે આવ્યા છતાં જો તમે રાગદ્વેષમાં પડે કે રૂપ, રસ, ગંધ, આદિની ઈછામાં પડો અથવી નિદ્રા લે છે તે તમારું ચિત્ત ક્ષિપ્ત, વિક્ષિત કે મૂઢ વૃત્તિમાં જ રહ્યું અને એ દિશામાં શાસ્ત્રશ્રવણ કરવા છતાં તમને જ્ઞાન કેવી રીતે થઈ શકે ? શાસ્ત્રની વાત સાંભળી જ્ઞાન છે ત્યારે જ થઈ શકે કે જ્યારે ચિત્ત એકાગ્ર હોય. કદાચિત શ્રેતાઓનું ચિત્ત એકાગ્ર હોય કે ન હોય પણ શાસ્ત્ર સંભળાવનાર વતાનું ચિત્ત તે એકત્ર હેવું જ જોઈએ. આજ કાલ અમારે સાધુઓ ઉપર પણ તમારી સિસ, મૂઢ અને વિક્ષિપ્ત ચિત્તવૃત્તિની અસર પડી રહી છે. અમને પણ એમ કહેવામાં આવે છે કે, ન્માન પ્રમાણે બોલવું–ચાલવું. પણ જે અમે જમાનાને જોઈ તમને ખુશ કરવા માટે સત્યને દબાવી રાખીએ તે તે અમે પણ પહેલી ત્રણ ચિત્તવૃત્તિઓમાં જ રહ્યા. અમારી ચિત્તવૃત્તિ પણ એકાગ્ર થઈ ન કહેવાય. અમારે સાધુઓએ તો ચિત્તને એકાગ્ર રાખી સત્ય હકીકત જ પ્રગટ કરવી જોઈએ.
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૦૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પછી ભલે તેથી કોઈ પ્રસન્ન થાય કે નારાજ થાય ! સાથે સાથે તમને પણ એ જ કહેવાનું છે કે, તમે પણ શાસ્ત્રને એકાગ્ર ચિત્તે સાંભળો. રાજા શ્રેણિકે મુનિનું કથન એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે તે સાધુ ન થયા છતાં સનાથ-અનાથના જાણકાર તે થયા. આ જ પ્રમાણે તમે પણ એકાગ્ર થઈ શાસ્ત્રશ્રવણ કરે. આમ કહેવા છતાં પણ જો તમે એકાગ્ર થઈ શાસ્ત્રશ્રવણ ન કરે તે એ તમારી મરજીની વાત પણ અમારે તે એકાગ્ર થઈ શાસ્ત્રશ્રવણ કરાવવું જોઈએ. અમારે સાધુઓએ તો ચિત્તવૃત્તિને છૂટી ફેલાયેલી ન રાખતાં એકાગ્ર રાખવી જોઈએ. કેટલાક સાધુઓ, પિતાની ચિત્તવૃત્તિને સંયમમાં એકાગ્ર ન રાખતાં, સંસારનાં કામેની ધમાલમાં સામાજિક સુધારને નામે પડી જાય છે પણ એમ કરવું તે ઠીક નથી. સાધુઓએ તે પિતાની ચિત્તવૃત્તિ સંયમમાં જ સ્થિર રાખવી જોઈએ. તમારે પણ ચિત્તને એકાગ્ર રાખવાની સાવધાની રાખવી જોઈએ. રાજા શ્રેણિકે મુનિના કથનને એકાગ્રચિત્તે સાંભળ્યું તે તેણે તીર્થકરગોત્ર બાંધ્યું. તેને આ તીર્થકરગેત્રની સંપત્તિ કાંઈ ઓછી ન મળી. આ જ પ્રમાણે તમે પણ મનને એકાગ્ર રાખો. કદાચ તમે એમ કહે કે, સંસારની ધમાલમાં મન એકાગ્ર કેવી રીતે રહી શકે ? પણ સંસારના સંકટના સમયે તે મન વધારે એકાગ્ર રહેવું જોઈએ. જેમ સુદર્શને પિતાના મનને સંકટના સમયે એકાગ્ર રાખ્યું હતું ! સુદર્શન ચરિત્ર-૪૩
મને રમાને પોતાના પતિ ઉપર વિશ્વાસ હતો. જો કોઈ બીજી સ્ત્રી હતા તે તે એમ જ કહેતા કે, આવી સંકટના સમયે પણ પતિ બેલતા નથી તે ક્યારે બેલશે? પણ મનોરમાને પિતાના પતિ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એટલા માટે લેકેને અત્યાગ્રહ હોવા છતાં તે તે એમ જ વિચારવા લાગી કે, હું લેકેના કહેવાથી પતિને એમ કહેવા જાઉં કે “તમે બેલે” તે એને એ અર્થ થયો કે હું વધારે બુદ્ધિમતી છું અને પતિ ઓછી બુદ્ધિવાળા છે. જ્યારે મને એ વિશ્વાસ છે કે, મારા પતિના રેમમાં પણ કોઈ પ્રકારનો દેષ નથી તે પછી મારે પતિને કાંઈ કહેવા જવું એ યોગ્ય નથી.
ધમ રૂપ પતિ કી પત્ની મે, ઉસ પર ચઢા કલંક; સૂર્ય ચસા હૈ આજ રાહુને, જગમેં વ્યાખ્યા પંક. ધન ૯૮ ધર્મધ્યાન દો દાન લાલજી, પાપ રાહુ ઢલ જાય; પિતા તુમ્હારે સદન, રવિ રૂપે પ્રગટાય. ધન ૯૯ માતા પુત્ર મિલ ધ્યાન લગાયા, પ્રભુ તેરે આધાર;
જે બચે આજ યે પિતા હમારે, તે હવે જયજયકાર. ધન ૧૦૦ આ પ્રમાણે વિચાર કરી મનોરમા પોતાના પુત્રોને કહેવા લાગી કે. “ હે ! પુત્રો! લોકો કહે છે કે તમારા પિતા મરી જશે. લોકોના આ કથનને અર્થ એ થયો કે તમારા પિતા ખોટા છે અને જે ખોટું હોય છે તે મરી જાય છે. સત્ય કોઈ દિવસ મરતું નથી. સત્યને કારણે જ હું તમારી માતા છું અને એ જ પ્રમાણે સત્યને કારણે સુદર્શન તમારા પિતા છે અને તમે પણ સત્યને કારણે જ અમારા પુત્રો છે. એટલા માટે સત્ય ઉપર વિશ્વાસ રાખી કઈ પ્રકારની ચિંતા ન કરે. આ શારીરિક સંબંધ તે બહારને છે. સાચે સંબંધ તે ધર્મને જ છે. લોકો મને તમારા પિતા પાસે જવાનું કહે છે પણ હું હમણાં તેમની પાસે જઈશ નહિ. જ્યારે તેમને શૂળીએ ચડાવવામાં આવે અને એ શૂળીનાં ટૂકડે ટૂકડાં થઈ જાય અને તમારા પિતાને જરાપણ આંચ ન આવે ત્યારે જ હું તેમના દર્શન કરીશ.”
Page #444
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
* *
*
- •
- કે
મ
છે
મારા ક ક મ
ન કે. કા.
.
.
.
.
*
* *
*
*
*
શુદ ૬]
રાજકેટ–ચાતુર્માસ
[૪૦૩
મને રમા કહેતી હતી કે, “ધર્મના કારણે જ આપણું બધાને સંબંધ છે. એ ધર્મને ત્યાગ કરી દયાના નામે દેડવું એ અનુચિત છે. હે ! પુત્ર ! હું નિશ્ચયપૂર્વક કહું છું કે, તમારા પિતાને કોઈ પ્રકારને દેષ નથી, છતાં તેમને માથે કલંક કેમ ચડાવવામાં આવ્યું છે! એને માટે એમ જ કહી શકાય કે, જેમ ગગનવિહારી, તેજસ્વી અને કલાપૂર્ણ સૂર્યને પણ રાહુ ઘેરી લે છે તે જ પ્રમાણે તમારા પિતાને પણ આ કલંકરાહુએ ઘેરી લીધા છે. સૂર્યને રાહુથી છોડાવવા માટે જે પ્રમાણે દાન આપવામાં આવે છે તે જ પ્રમાણે હે ! પુત્રો ! તમારા પિતાને આ પાપ–રાહુથી છોડાવવા માટે દાન આપે. પણ બીજાને દાન આપવા પહેલાં પિતાના આત્માને જ દાન આપે. પિતાનાં પાપ છૂટયાં નથી અને સૂર્યને રાહુથી છોડાવવા માટે દાન દેવા માંડવું એ તે ઊલટો માર્ગ છે. એટલા માટે પહેલાં ધર્મધ્યાનનું પિતાના આત્માને દાન આપે. ચાલો આપણે ધર્મધ્યાન કરીએ. એટલા માટે સાચા મનથી પરમાત્માનું ભજન કરે.”
માતાને પ્રભાવ પુત્ર ઉપર પડે જ છે. જે માતા પુત્રમાં વિરતાને ભાવ ભરે તે બાળક જરૂર વીર બની શકે છે. માતા પિતાની ઈચ્છાનુસાર બાળકને બનાવી શકે છે. પણ આજકાલના માતાપિતાઓ શું કરે છે તે જુઓ. તેઓ બાળકેમાં સદ્દગુણ ભરે છે કે દુર્ગુણો? બાળક તે માટીના પિંડાની માફક છે. તેને જેવો ઘાટ ઘડવા ચાહિએ તેવો ઘડી શકાય છે. જે માતા-પિતા ગાળો ભાંડશે તે બાળકો ગાળો ભાંડતાં શીખશે અને જે માતા-પિતા મીઠાં વેણ બોલશે તે બાળકો પણ મીઠાં વચને બોલતાં શીખશે. આ તે બધાને પ્રત્યક્ષ અનુભવ છે. બાળકને કારણે જ માતાપિતાની નિંદા કે પ્રશંસા થાય છે. જે બાળક સારું હશે તે માતાપિતાની પ્રશંસા થશે અને ખરાબ હશે તે નિંદા થશે. આ ઉપરથી બાળકને સુધારવા માટે માતા-પિતાએ કેવા સંસ્કારે બાળકોમાં ઉતારવા જોઈએ તેને વિચાર કરે.
કેટલાક લોકો બાળકોની વાતમાં શું પશુ છે એમ કહી ઉપેક્ષા કરે છે, પણ બાળકોનાં કોઈ કોઈ કામ પણ શીક્ષાપ્રદ હોય છે. બાળકો કોઈવાર ગાડીની પછવાડે દેડે છે અને ગાડીના પાટીયા ઉપર બેસવાને પ્રયત્ન કરે છે. ગાડીવાળો મારે છે છતાં પોતાને પ્રયત્ન છોડતા નથી. આ જ પ્રમાણે બાળકો કાર્યના ફળને ન જોતા કાર્ય કરતાં જ રહે છે. બાળકોના આ કાર્યથી શિક્ષા એ લેવાની છે કે, જે પ્રમાણે બાળકો ફલ ન જોતાં ક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે જ પ્રમાણે તમે પણ ફલ ન જોતાં ધર્મક્રિયામાં પ્રવૃત્ત થાઓ–અર્થાત નિષ્કામ થઈ ધર્મક્રિયા કરે છે તેમાં કલ્યાણ છે.
મનેરમાએ અને તેના પાંચેય પુત્રોએ પરમાત્માનું ધ્યાન ધરી પ્રાર્થના કરી કે, “હે! પ્રભો ! અમે તમારા શરણે આવ્યા છીએ. અમને બીજા કોઈને આધાર નથી. આજે જે સુદર્શન શૂળીની શિક્ષામાંથી બચી જાય અને તેમના માથે ચડાવવામાં આવેલું કલંક મટી જાય તે સંસારમાં સત્યને જય જયકાર થઈ જાય.”
મને રમા અને તેના પુત્રએ ભગવાનનું ધ્યાન ધર્યું તે શું બીજા કોઈ દેવ-દેવી ન હતાં કે તેમણે ભગવાનનું જ ધ્યાન ધર્યું?
કેટલાક લોકો કહે છે કે, વીતરાગ ભગવાન સહાયતા કરવા આવતા નથી એટલા માટે એવાં કામ માટે તે સરાગી દેવને માનવા પડે છે. આ પ્રમાણે પિતાની નિર્બળતાને કારણે
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૦૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા લેકે ધર્મ ઉપર દઢ રહેતા નથી પણ મનોરમાને ધર્મ ઉપર દઢ વિશ્વાસ હતો એટલે તે ધર્મ ઉપર દઢ રહી.
માતા-પુત્ર પરમાત્માના ધ્યાનમાં બેઠા છે. આ બાજુ સુદર્શન પણ વિચારે છે કે ભલે મને શીએ ચડાવવામાં આવે પણ રાણી માતાને તે કષ્ટમાં પાડવા નહિ દઉં. એટલા માટે મારે મૌન જ સેવવું એ યોગ્ય છે.
- જે પ્રમાણે વીજળીના બન્ને તારો કામ કરે છે તે જ પ્રમાણે અહીં પણ બન્નેની શક્તિ કામ કરી રહી છે. પણ વિજળીનાં બે તારેમાંથી કેની દ્વારા પ્રકાશ થાય છે એ કેણ જાણે આ જ પ્રમાણે બન્નેમાંથી કેની શક્તિ કેવું કામ કરે છે એમ કેમ કહી શકાય ?
લોકો બહાર ઊભા ઊભા એમ વિચારે છે કે, શેઠાણી હમણાં પોશાક પહેરી બહાર આવશે પણ અહીં તે શેઠાણી બીજે જ પિશાક પહેરી રહી છે. હવે આગળ શું થાય છે તે 'વિષે હવે પછી વિચાર કરવામાં આવશે
– –– વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૭ બુધવાર
પ્રાર્થના પ્રતિષ્ઠન” નથિરકે સુત, “પૃથ્વી” તુમ મહતારી; સુગુણ નેહી સાહબ સાથે, સેવકને સુખકારી.
શ્રી જિનસજ સુપાસ, પૂરે આસ હમારી.
–વિનયચંદ્રજી કુંભટ વીશી,
શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્મા પ્રત્યે સાથી એવી પ્રાર્થના કરે છે કે, “હે ! નાથ ! મારી બધી આશાઓ પૂરી કરનાર આપ જ છે, માટે મારી આશાઓ પૂરી કરે; હું બીજા પાસે જઈને ક્યાં કહું ? મારા માટે તે તમે જ આધારભૂત છે. પક્ષીઓને આકાશને આધાર છે. જલચરેને જલને આધાર છે, વાછડાને ગાયને આધાર છે, બાળકને માતાને આધાર છે અને વહાણને સમુદ્રને આધાર છે. આ જ પ્રમાણે હે ! પ્રભો ! મને આપને જ આધાર છે માટે મારી આશાઓ પૂરી કરે. ”''
વ્યવહારમાં તે આ રીતે પરમાત્માને આધારભૂત માનવામાં આવે છે, પણ પરમાત્માને હૃદયપૂર્વક આધારભૂત માનવામાં આવે છે કે નહિ એ માટે હદયને તપાસવાની જરૂર રહે છે.
પક્ષોઓને આકાશને આધાર હોય છે એટલા માટે પક્ષીઓ પૃથ્વી ઉપર દાણા ચણવા માટે જ આવે છે અને દાણું ચણીને આકાશમાં ઉડી જાય છે. જો કે પક્ષીઓ પાંખ વડે આકાશમાં ઉડે છે પણ જે પાંખ હોવા છતાં આકાશ-અવકાશ ન હોય તે તેઓ ક્યાં ગતિ કરે ? ઉડીને ક્યાં જાય ? આ જ પ્રમાણે આત્મા જ્ઞાનથી ઉર્ધ્વગામી બને છે; પણ તે ઉર્ધ્વગામી થઈને ક્યાં જાય ? આત્મા ઉર્ધ્વગામી થઈને બીજે ક્યાંય ન જાય, પણ પરમાત્માની પાસે જ જાય, એવી આત્માની ગતિ હોવી જોઈએ. જે પ્રમાણે પક્ષી ઉડીને આકાશ તરફ જ જાય છે, તે જ પ્રમાણે આત્માએ પણ ઉર્ધ્વગામી. થઈને પરમાત્મા તરફ
Page #446
--------------------------------------------------------------------------
________________
જીદ ૭ ]
રાજકોટ–ચાતુર્માંસ
[૪૦૫
જ જવું જોઈ એ. આત્મા પરમાત્મા સિવાય કાઈ ખીજી બાજુ ન જાય તેા એમ સમજવું કે તેને પરમાત્માને જ આધાર છે, બીજા કાઈ ના આધાર નથી.
પરમાત્માને આધારભૂત બનાવવા માટે આત્માએ એમ વિચારવું જોઈએ કે, અત્યારે મારી કેવી દશા છે ? અને પરમાત્માને આધારભૂત બનાવ્યા બાદ મારી કેવી દશા હેાવી જોઈ એ ? પક્ષી તે આકાશને જ પોતાના આધાર માને છે. માને કે, કાઈ એક વૃક્ષ ઉપર એક બાજુ આકાશને આધાર માનનાર પક્ષી ખેડેલ છે અને ખીજી બાજુ વાંદરા ખેડેલ છે. હવે પવનના વેગથી, પોતાના ભારથી કે કાઈ ખીજા કારણે જો વૃક્ષ પડવા લાગે તે। કાને દુઃખ થશે ? પક્ષી તે એમ જ વિચારશે કે, મારા માટે તેા આકાશના આધાર છે અને મારી પાંખાની સહાયતા વડે હું આકાશમાં ઉડી શકું છું. આ પ્રમાણે વૃક્ષના પડવાથી પક્ષી તા ઉડી જશે પણ વાંદરા તા એ વૃક્ષની સાથે જ પડી જશે.
જ્ઞાનીજને, જ્ઞાની અને અજ્ઞાનીએમાં પણ આવું જ અંતર જુએ છે અને બન્નેની સ્થિતિ આ પ્રકારની જ માતે છે. નાની અને અજ્ઞાનીઓ સાધારણ રીતે ખાન-પાન તે એક સરખું કરે છે, છતાં પણ બન્નેમાં અંતર છે. જે જ્ઞાની હેાય છે તે તા એમ વિચારે છે કે, હું આ સંસારના આધારે રહ્યો નથી. આ સંસાર રહે કે ન રહે, મને તેથી કાંઈ દુ:ખ થવાનું નથી. કારણ કે હું તેા જ્ઞાનની પાંખદ્વારા પરમાત્માની તરફ ઉડી જઇશ. આ ઉચ્ચ ભાવને કારણે જ્ઞાનીજા સસારા મેહ રાખતા નથી. જ્ઞાતીએ સંસારમાં કેવી રીતે રહે છે તે વિષે કહ્યું છે કેઃ—
۲۱
વે સમષ્ટિ જીવા, કરે કુટુંબ પ્રતિપાલ, અંતરસે ન્યારા રહે, જ્યાં ધાય ખિલાવે ખાલ.
સમદષ્ટિ જીવે સંસારમાં રહેવા છતાં સંસારને પેાતાને આધાર માનતા નથી; પણ પેાતાના જ્ઞાનની સહાયતાથી પરમાત્માને આધાર લે છે. વૃક્ષ ા પડે છે, તેા તેની સાથે પડવું શું ઠીક છે ? આ જ પ્રમાણે સંસાર પણ પડનાર છે, તે પછી તેની પાછળ હાયવાય કરી શા માટે મરવું ? તે વખતે તે એમ વિચારવું જોઇએ કે, સંસાર જાય કે રહે, મને તેથી શું ! હું તેા જ્ઞાનના આધારે છું. તે પછી મને શાનું દુઃખ ? આ પ્રમણે ઊઁચા વિચાર રાખવા આવશ્યક છે.
મતલ" કે, જે પ્રમાણે પક્ષી પાંખદ્વારા આકાશ તરફ ગતિ કરે છે તે જ પ્રમાણે આત્માએ પણુ જ્ઞાનદ્વારા પરમાત્મા પ્રતિ ગતિ કરવી જોઈએ. જે પ્રમાણે પક્ષીઓને પાંખા સ્વાભાવિક છે અને આકાશ પણ સ્વાભાવિક છે, કેવળ ઉડવાની વાર છે; તે જ પ્રમાણે આત્મા પણ છે, જ્ઞાન પણ છે અને ત્રિકાલમાં રહેનાર પરમાત્મા પણ છે. કેવળ પરમાત્મા તરફ ગતિ કરવાની જરૂર છે. એટલા માટે પરમાત્મા તરફ ગતિ કરેા તા તેમાં કલ્યાણ જ છે,
પરમાત્મા પાસે કેવી આશા રાખવી જોઈએ એ વાતના નિર્ણય કરવાની આવશ્યક્તા રહે છે. તેમની પાસે નાથ બનવાની આશા રાખવી જોઈ એ કે અનાથ બનવાની ? જે અનાથ થવાની આશા પૂરી કરાવવી હેાય તે પરમાત્માની પ્રાર્થના કરવી વ્યર્થ છે. આવી આશાને અ` એ થાય છે કે પરમાત્માની પાસે જવું જ નથી તેા પછી પ્રાર્થના શું કરશે? એટલા માટે પરમાત્મા પાસે સનાથ બનવાની જ આશા કરવી જોઈ એ. આ આશાની પૂર્તિ પરમાત્મા
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૦૬ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પાસે કરાવવામાં અને બીજાની પાસે કરાવવામાં શું અંતર છે એને માટે ભોજન કહે છે કે
તોય માંગિ માંગિ ન માંગિ કહાયે,
સુનિ સુભાવ શીલ સુયશ માંગન જન આયે. ભક્તો કહે છે કે, હે! પ્રભો ! હું બીજા પાસે માંગું છું તે તે તે મને ભિખારી જ રાખવા ચાહે છે, અને તે તે દાતા બને છે. પણ તું એ છે કે માંગનારની માંગણી જ તું સદાને માટે મટાડી દે છે. જે પ્રમાણે સાકરની પુતળી પાણીની પાસે માંગવા જાય છે તે પાણી તેને પિતાનામાં જ મેળવી લે છે, તે જ પ્રમાણે તારી પાસે માંગણી કરવાથી તું તે માંગનારને યાચક રાખતું નથી, પરંતુ પિતાના જેવો બનાવી લે છે. એટલા માટે સનાથ બનવા માટે પરમાત્માની જ પ્રાર્થના કરવી જોઈએ. અનાથી મુનિને અધિકાર–૪૪
અનાથી મુનિ રાજા શ્રેણિકને પણ આ જ વાત કહી રહ્યા છે. રાજા ગૃહસ્થ છે અને મુનિ ત્યાગી છે; છતાં પણ મુનિ રાજાને બતાવી રહ્યા છે કે, કેટલાક લેકે સાધુ થઈને પણ અનાથતામાં પડી જાય છે !
કેટલાક લેકે એમ કહે છે કે, ગૃહસ્થની આગળ સાધુ-આચાર કહેવાની શી જરૂર છે ? સાધુ-આચારની વાત સાધુઓએ એક જગ્યાએ બેસી અંદરોઅંદર કરી લેવી જોઈએ. ગ્રહસ્થાની સામે એ વાતે મૂકવાથી શો લાભ !
આ કથન ઠીક હેય તે તે અનાથી મુનિએ રાજા શ્રેણિકની સામે સાધુ-ચર્ચા કરવી ન જોઈએ, પણ તેમણે સાધુ વિષે ચર્ચા કરી છે એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, સાધુ વિષેની ચર્ચા ગૃહસ્થની સામે કરવી નકામી નથી. આ સિવાય જે સાધુ આચાર સંબંધી સાધુઓ અંદર અંદર વાત કરી લે, અને ગૃહસ્થને સાધુ-આચાર સંબંધી વાત કરવામાં ન આવે તે ગૃહસ્થોને એ કેવી રીતે ખબર પડે કે, આ સાધુ છે કે નહિ ? એટલા માટે ગૃહસ્થોની સામે સાધુ–આચાર સંબંધી વાત મૂકી એ બતાવવામાં આવ્યું છે કે, આગમના આ કથનાનુસાર જેઓ આચરણ કરતા હોય તેને સાધુ માને અને જેઓ તદનુસાર આચરણ ન કરતા હોય તેને સાધુ ન માને.
કોઈ એમ કહે કે, આગમમાં આ પ્રમાણે કહ્યું છે છતાં આ સાધુ છે કે નહિ તે વાતને નિર્ણય અમે આગમ પ્રમાણથી કેવી રીતે કહી શકીએ ? કારણ કે કેટલાક સાધુઓ ઉપરથી તે આગમાનુસાર વ્યવહાર રાખતાં જોવામાં આવે છે પણ અંદરથી તેઓ આગમાનુસાર વ્યવહાર રાખે છે કે નહિ એ વાત અમે ગૃહસ્થો કેવી રીતે જાણી શકીએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તમારે સાધુની અપેક્ષાએ શાસ્ત્રને વધારે પ્રમાણભૂત માનવાં જોઈએ અને જોવું જોઈએ કે, શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તેનું આચરણ છે કે નહિ ? તમે ગૃહસ્થ નિર્ચન્ય પ્રવચનના દાસ છે. નિર્ચન્ય પ્રવચનને આચરણમાં ઉતારવાં એ તે પિતાની શક્તિ ઉપર આધાર રાખે છે પણ શ્રદ્ધા છે તેની જ રાખવી જોઈએ. જેઓ સાધુ છે તેમણે તો નિગ્રન્થ-પ્રવચન અનુસાર જ ચાલવું જોઈએ. જે શાસ્ત્ર અનુસાર ચાલી ન શકાય તો સાધુપણું છોડી ચાલી જનારની શાસ્ત્ર નિદા કરતું નથી. પણ સાધુ થઈને નિર્ચન્ય-પ્રવચનની વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારની અનાથી મુનિ ટીકા કરે છે.
Page #448
--------------------------------------------------------------------------
________________
શુદ ૭] રાજકોટ–ચાતુર્માસ
[૪૦૭ હવે એ પ્રશ્ન બાકી રહે છે કે, કોઈ સાધુ, ઉપરથી એ નિન્ય પ્રવચન અનુસાર વ્યવહાર કરે, પણ અંદરથી વ્યવહાર ન કરે તો એ દશામાં એ સાધુ નિગ્રન્થ–પ્રવચન અનુસાર વ્યવહાર કરે છે કે નહિં તેને નિર્ણય કેવી રીતે કરી શકાય ? આને ઉત્તર એ છે કે, અંદરથી કાંઈ કરવું અને બહારથી બીજું બતાવવું એ તે ભૂતકાળમાં થયું છે. વર્તામાનમાં થાય છે, અને ભવિષ્યમાં પણ થશે. એને કઈ રેકી શક્યું નથી. એટલા માટે તમારે તે નિશ્વ-પ્રવચન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. અને વ્યવહારમાં નિર્ચન્ય પ્રવચન પ્રમાણે તે સાધુનું આચરણ છે કે નહિ, તે જોવું જોઈએ. તમે પૂર્ણ નથી કે તમે આંતરિક ભાવ અને હકીક્ત જાણી શકે. અપૂર્ણ માટે તે વ્યવહાર જ જે ઉચિત છે, અને તેથી જે સાધુઓ વ્યવહારમાં નિગ્રન્થ–પ્રવચનનું પાલન કરે છે, તેમને સાધુ તરીકે માનવા જોઈએ. અને જેઓ તેનું પાલન કરતા નથી તેમને ન માનવા. કારણ કે, અપૂર્ણ લેકે પાસે નિશ્ચયને જાણવાનું કોઈ સાધન નથી. અપૂર્ણ તો વ્યવહારધારા જ બધુંય જાણી શકે છે.
ઉદાહરણ તરીકે તમે કોઈને તમારી દુકાનમાં મુનીમ રાખ્યો. તે મુનીમ વ્યવહારમાં જમાખર્ચ વગેરેને બધે હિસાબ બરાબર રાખે છે. હવે તમે આ મુનીમને માનશે કે નહિ ? નિશ્ચયમાં તેનું હૃદય કેવું છે તે તમે જાણતા નથી પરંતુ તે વ્યવહારનું પાલન કરે છે એટલે તમે માનશે. આથી વિરુદ્ધ કોઈ મુનીમનું હૃદય સાફ પણ હેય પણ જે તે વ્યવહારનું કામ બરાબર કરતા ન હોય તે તેને તમે મુનીમ માની શકો ખરા ? તમે તે એમ જ કહેશો કે, જે વ્યવહાર જાણતો નથી તે મુનીમ અમારે શા કામને રાજ્યમાં પણ આ જ વાત છે. ભલે પોલિસખાતું હોય કે દીવાનીખાતું હોય પણ જે કાયદાનું પાલન કરે છે તેને કોઈ કાંઈ કહી શકે નહિ. કારણ કે ત્યાં કાયદાનું પાલન કરવું આવશ્યક છે. હૃદય ગમે તેટલું સાફ હેય પણ જે કાયદાનું પાલન કરતા નથી તે ઉપાલંભને પાત્ર બને છે.
મતલબ કે, જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યવહાર દ્વારા જ કોઈ વાતની પરીક્ષા થઈ શકે છે. જો કે, વ્યવહારની સાથે નિશ્ચયની પણ આવશ્યકતા છે પણ નિશ્ચય તે આત્મસાક્ષીથી જ જાણી શકાય છે. બાકી તો વ્યવહારથી જ જાણી શકાય છે.
૨૬૬ માવતિ ઇરતા તરિત : શ્રેષ્ઠ લોકો જેવું આચરણ કરે છે, તેવું જ બીજા લોકો તેમનું જ અનુકરણ કરી આચરણ કરે છે; કારણ કે, વ્યવહારમાં આચરણ જ જોઈ શકાય છે, નિશ્ચય જોઈ શકાતો નથી. એટલા માટે નિશ્ચયની સાથે જ વ્યવહારનું પાલન તો કરવું જ જોઈએ.
અનાથી મુનિ કહે છે કે – इमा हु अण्णा वि अणाहया निवा, तमेगचित्तो निहुओ सुणेहि मे । नियंदुधम्म लहिया णिवो जहा, सीयन्ति एगे बहु कायरा नरा ॥३८॥ जो पव्वइत्ताणं महव्वयाई, सम्मं च नो फासयई पमाया। अनिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिंदई बंधणं से ॥३९॥
“હે ! રાજના જે ગૃહસ્થાશ્રમમાં રહીને વ્યવહાર દૃષ્ટિએ આરંભી તથા પરિગ્રહી છે તે તે અનાથ છે જ; પણ ગૃહસ્થાશ્રમ તથા આરંભ-પરિગ્રહમાંથી નીકળી સાધુ થઈને જે
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૦૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા નિરારંભતા તથા નિષ્પરિગ્રહતાનું પાલન કરતા નથી, તેઓ પણ અનાથ જ છે. આ અનાથતા કેવા પ્રકારની હોય છે તે હું તને સમજાવું છું તો તું એકાગ્રચિત્તે મારું કથન સાંભળ.”
એકાગ્રચિત્તતાની આવશ્યકતા શા માટે છે તે વિષે કાલે કહી દેવામાં આવ્યું છે. નિશ્ચલ થઈને સાંભળવાને ઉદ્દેશ એ છે કે જે ઉદ્દેશ કહેવામાં આવે છે તે ઉદેશને બરાબર સમજે.
પાંચ અને પાંચ દસ થાય છે એ બધા જાણે છે. કોઈ વિલાયતમાં ઊંચી પરીક્ષા પાસ કરી આવેલો માણસ એમ કહે કે, પાંચ અને પાંચ મેળવવાથી અગ્યાર થાય છે તે શું તમે તેનું કહેવું માનશે ? નહિ માને. કારણ કે પાંચ અને પાંચ દશ થાય છે એ તમારે સ્વાનુભવ છે.
મુનિ કહે છે કે, આ જ પ્રમાણે હું જે કાંઈ કહું છું તેના ઉપર વિશ્વાસ રાખી તમે એકાગ્ર ચિત્તે સાંભળો..
“હે ! રાજન ! ઘણા લોકો એવા કાયર હોય છે કે જેઓ નિર્ચન્યધર્મને સ્વીકાર કરી પાછળથી અનાથતામાં પડી જાય છે અને દુઃખ પામે છે.”
અનાથી મુનિ પહેલેથી કહી ચૂક્યા છે કે, કાયર લેકે સંયમમાં દુઃખ પામે છે. એટલા માટે સંયમને ન પાળનારાઓએ એમ જ વિચારવું જોઈએ કે, જેઓ સંયમનું પાલન કરે છે તેમની બલિહારી છે. કેટલાક લેકે ઘડાને કાબુમાં ન રાખવાને કારણે ઘોડા ઉપરથી પડી જાય છે. એવું તે થાય જ છે, એટલા માટે ઘોડા ઉપરથી નીચે પડી જનારે એ જ જોવું જોઈએ કે સંયમનું પાલન કરનારા પિતાના ઘોડાને કાબુમાં રાખી યથાસ્થાને કેવી રીતે પહોંચી જાય છે! આ જ પ્રમાણે સંયમનું પાલન ન કરનારે સંયમીઓ કેવી રીતે સંયમનું પાલન કરે છે તે જ જોવું જોઈએ. જેઓ સંયમથી પતિત થઈ જાય છે, તેમને માટે અનાથી મુનિએ પહેલેથી કહી દીધું છે કે, “જે લેકે કાયર હોય છે તેઓ સંયમથી પતિત થાય છે અને દુઃખ પામે છે.”
તમે લેકે અનાથતાની વાતે વ્યવહારમાં જલ્દી જુએ છે અને તેને જલ્દી અપનાવી લે છે પણ સનાથતાની વાતને તમે જોતા નથી. તમે જુઓ છો કે ભૂતભવાનીની માનતા ૫૦-૧૦૦ માણસો કરે છે. તેમાં પ્રાયઃ બે એક જણાની માનતા પૂરી થાય છે અને બાકીનાઓની માનતા પૂરી થતી નથી. પણ તે બે જણે કે જેમની માનતા પૂરી થઈ છે, તે લોકે બાકીના ઘણું લેકેની માનતા પૂરી થઈ નથી તે જોતા નથી. તેઓ તે પિતાની આશા પૂરી થવાને કારણે વાજાં વગડાવી ભૂતભવાનીની માનતા કરે જ છે. આ પ્રમાણે ભતભવાનીના ભકતમાં તે આટલી દઢતા હોય છે પણ તમારા લેકમાં એટલી દૃઢતા રહેતી નથી. તમે લેકે જેઓ સંયમનું પાલન કરે છે તેમને તે જોતા નથી પણ જેઓ સંયમથી પતિત થઈ જાય છે તેમને સન્માન છો. શું આમ કરવું તે ભૂતભવાનીના ભક્તથી પણ ઊતરતું કામ નથી !
- તમે લકે ભલે માનો કે ન માને પણ સાધુઓ ઉપર તે એ જવાબદારી છે કે તેઓ સંયમનું બરાબર પાલન કરે અને નિર્ચન્ય ધર્મથી પતિત થઈ “યતા ભ્રષ્ટસ્તતે ભ્રષ્ટઃ” જેવી ગતિ ન થાય તેનું ધ્યાન રાખે.
અત્રે એ પ્રશ્ન થાય છે કે, નિર્ચન્વધર્મમાં એવું શું દુઃખ છે કે આત્મા સંયમ ધારણ કરીને તેથી પાછો પડે છે ? નિર્ચ ધર્મમાં એવું કાંઈક દુઃખ હશે એટલે જ કેટલાક
Page #450
--------------------------------------------------------------------------
________________
શુદ ૭] રાજકોટ–ચાતુર્માસ
[૪૦૯ લેક નિગ્રંન્યધર્મને સ્વીકાર કરીને પાછા પડતા હશે ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કેટલાક લેકે સારાં કાર્યોમાં પણ દુઃખ પામે છે અને પાછા પડે છે. માને છે, કેઈએમ કહે કે, અહીંથી પચાસ ગાઉ ઉપર એક ધનને ખજાને પડ્યો છે. જે ત્યાં જાય તેને તે ખજાને મળી શકે. ખજાનાનો લાભ કોને ન હોય ! ધન લેવાની આશાએ ઘણું લોકે ચાલવા માંડ્યા પણ કેટલાક લેકે તે ત્યાં સુધી પહોંચ્યા અને કેટલાક માર્ગમાં જ થાકીને પાછા ર્યા. આ જ પ્રમાણે કેટલાક માણસો મેક્ષમાર્ગે જવા માટે સંયમ ધારણ કરે છે તેમાંના કેટલાક લેકે તે યથાસ્થાને પહોંચે છે અને કેટલાક તે માર્ગમાં જ થાકીને માર્ગમાં આવતાં પ્રલોભનોથી ભ્રષ્ટ થઈ જાય છે. સંયમમાં લેકો ક્યા ક્યા કારણોથી ભ્રષ્ટ થઈ જાય છે એ વિષે શ્રી જ્ઞાતાસૂત્રમાં બહુ લાંબે વિચાર કરવામાં આવ્યો છે અને એ વિષે એક ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે, જે આ પ્રમાણે છે
એક ધનાવા નામને શેઠ હતો. તે કેવળ નામને જ શેઠ ન હતા. લેકેનું દુઃખ દૂર કરવામાં તે પિતાની શેઠાઈને ઉપયોગ કરો. વાસ્તવમાં શેઠ તે તે છે, કે જે બીજાનું દુઃખ દૂર કરે અને બીજાઓ ઉપર કૃપાભાવ રાખે.
ધનાવા શેઠે નગરમાં એ ઢઢેરો પીટાવ્યો કે, “મારે એક સંઘ કાઢવો છે, તે જેની ઈચ્છા હોય તે મારી સાથે આવે. માર્ગમાં બધી વ્યવસ્થા હું કરીશ. રસ્તામાં ખાન-પાન, કપડાં–લત્તા વગેરે હું આપીશ અને જેને કમાઈ કરવા માટે પૂંછ જોઈશે તેને પૂંજી પણ આપીશ.”
આ અવસર કણ ભૂલે. એટલા માટે ઘણું લેકે શેઠની સાથે જવા તૈયાર થયા. શેઠે સંધ તૈયાર કર્યો અને બધો પ્રબંધ કરી સંઘ રવાના થયો. ચાલતાં ચાલતાં રસ્તામાં એક મોટું જંગલ આવ્યું. શેઠે તે બધા લેકને કહ્યું કે, તમારા બધાની જવાબદારી મારા ઉપર છે એટલા માટે તમને એક સૂચના આપું છું તે તે ખાસ ધ્યાનમાં રાખશે. “આ જંગલમાં નંદીફલ નામનાં વૃક્ષો છે. તે વૃક્ષો દેખાવમાં ઘણાં જ સુંદર છે. તેમની ગંધ પણ મેહક છે અને તેમની છાયા પણ શીતલ છે. તે વૃક્ષ એવાં આકર્ષક છે કે તે મનુષ્યાન પિતાની તરફ ખેંચે છે. તેમનાં ફળો પણ દેખાવમાં બહુ સુંદર અને ખાવામાં બહુ મીઠાં છે. તે વૃક્ષ નીચે જઈ બેસવાથી તેનું ફળ ખાવાની ઈચ્છા થાય છે. તે ફળ દેખાવમાં સુંદર અને ખાવામાં મીઠું છે, પણ તે ખાવાથી તેનું પરિણામ બહુ ખરાબ આવે છે. તે ખાનારનું મૃત્યુ થઈ જાય છે. ખરું કહીએ તે તે ફળ “મીઠું વિષ” છે, માટે તેની બરાબર સાવધાની રાખશે. કડવા વિષથી બચવું તે સરલ છે પણ મીઠા વિષથી બચવું બહુ જ મુશ્કેલ છે. એટલા માટે તમે લેકે વૃક્ષની સુંદરતાથી, છાયાની શીતળતાથી કે ફલની સ્વાદિષ્ટતાથી લેભાઈ જશે નહિ. આ મારું કહેવું માની, તમે જ મારી પછવાડે ચાલ્યા આવશો તે તે આ જંગલને સુખરૂપે પાર કરી શકશે, પણ જો વૃક્ષનાં ફલ ખાવામાં લેભાઈ જશે તે તો તમે રસ્તામાં જ મરણને શરણ થઈ જશે. માટે નંદીફળ વૃક્ષોના પ્રલોભનમાં પડશે નહિ. આ મારી સૂચના ખાસ ધ્યાનમાં રાખશે.”
આ પ્રમાણે બધાને સાવધાન કરી શેઠે આગળ ચાલવા માંડયું, જે લેકે શેઠના કથન ઉપર વિશ્વાસ રાખી તેમની પાછળ ચાલ્યા અને નંદીલના વૃક્ષોમાં લેભાયા નહીં તેઓ તે
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૧.]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
જંગલને સુખરૂપે પાર કરી ગયા, પણ કેટલાક લોકો એવા પણ હતા કે, જેઓ શેઠને દિવાના કહેવા લાગ્યા, અને વૃક્ષની સુંદરતા, છાયાની શીતળતા તથા ફળની મધુરતા જોઈ લલચાયા અને ફળને ચાખવા લાગ્યાં. ફળને ખાધા બાદ તેમની નસો જ્યારે તણાવા લાગી ત્યારે શેઠની શીખામણ યાદ આવી, પણ ભૂલ કર્યા બાદ શીખામણ યાદ કરવાથી શું વળે? તે લેકો તે ભૂલના ભોગ થઈ પડયા.
અહીં એક વિચારવા જેવી વાત એ છે કે, શેઠે ખાન-પાન, કપડાં–લત્તા વગેરેની વ્યવસ્થા કરી આપી હતી. ઉપરાંત જંગલમાં નંદીફળ ખાવાની મનાઈ કરી હતી. તેમ છતાં જે લેકેએ શેઠના કથન ઉપર વિશ્વાસ કર્યો નહિ અને નંદીફળને આસ્વાદ કર્યો એનું પ્રધાન કારણ વિચારીએ તે તે એ લેકની કાયરતા જ છે. કાયરતાને વશ થઈને જ તેઓએ જાણવા છતાં ભૂલ કરી અને ભૂલના ભેગા થઈ પડયા. જે લોકે વીર હતા તેઓ તે શેડના કથન ઉપર વિશ્વાસ રાખી નંદીલને ચાખ્યા નહિ અને જંગલને સુખપૂર્વક પાર કરી ગયા. ; આ ઉદાહરણ આપી શ્રી જ્ઞાતાસૂત્રમાં ભગવાન મહાવીર કહે છે કે, “હું બધાને સાર્થવાહી છું. જે મારી સાથે ચાલનારા લેકે મારી પાછળ પાછળ ચાલ્યા આવે અને મારા કથનની ઉપેક્ષા ન કરે તે હું બધાને કુશલ સંસાર અટવીને પાર કરાવી મોશે પહેચાડી આપું પણ આમ ત્યારે જ બની શકે કે જ્યારે સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા બધાંય મારી પાછળ ચાલ્યા આવે. જો તેઓ નંદીફલની માફક સંસારનાં પ્રલોભમાં પડી જાય અને આત્માને વશમાં ન રાખતાં રસમૃદ્ધિમાં સપડાઈ જાય તે સંસારાટવીને પાર જઈ શકે નહિ. અને દુઃખના ભાગી બને.” " જે કે ભગવાન મહાવીર જેવા મહાન ત્યાગી પુરુષના કથન ઉપર અવિશ્વાસ થવાનું કોઈ કારણ નથી છતાં પણ કેટલાક લેકે ખાનપાનની લાલસામાં અને મોજમજામાં પડી જઈ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. અનાથી મુનિ કહે છે કે, એવા લોકે કાયર છે અને કાયરતાને કારણે જ તે લેકે અનાથતામાં પડી જાય છે અને દુઃખી થાય છે. - જે પ્રમાણે શેઠના ત્યાગને દૃષ્ટિમાં રાખી તેમની વાણી ઉપર વિશ્વાસ કરે છે તે હતે તે જ પ્રમાણે ભગવાનની વાણી ઉપર પણ ભગવાનના અપૂર્વ ત્યાગને કારણે વિશ્વાસ કરવો જ જોઈએ. છતાં પણ જે લેકે શેઠને ઉપરથી શેઠ-શેઠ તે કહે છે પણ તેની વાણીને માનતા નથી તે એ અવસ્થામાં શેઠ તે લેકની રક્ષા કરવામાં સમર્થ થતો નથી. તે જ પ્રમાણે ઉપરથી તે ભગવાન–ભગવાન કરે પણ જે ભગવાનની વાણી ન માને તે તે ભગવાનને નથી અને ભગવાન તેની રક્ષા કરી શક્તા નથી. ભગવાનના તે તેઓ જ છે કે, જેઓ ભગવાનની વાણી માની નંદી ફલની સમાન વિષમય કામભોગોને ત્યાગ કરે છે. - આ તે સાધુઓની વાત થઈ. પણ તમે શ્રાવક લેકે પણ તમારા પિતાના માટે જુઓ કે તમે શું કરે છે ? તમે કહો છો કે, નાટક-સિનેમા વગેરેમાં કેવો આનંદ છે છતાં તેને ત્યાગ શા માટે કરાવવામાં આવે છે. પણ જે ત્યાગના કારણે તમારું સંસારજીવન સંકુચિત બનતું હોય કે ચાલતું ન હોય એ ત્યાગની નિંદા કરે તે ઠીક પણ કહી શકાય પણ જેને ત્યાગ કર્યા વિના તમારું જીવન વધારે બગડતું હોય અને જે વસ્તુ નંદીફની સમાન મીઠા વિષધી ભરેલી છે તે વસ્તુનો ત્યાગ કરવો શું ખરાબ છે? જેમકે નાટકસિનેમા કે બીડીને ત્યાગ કરે તે શું તેથી જીવનમાં કંઈ ખરાબી પેદા થાય છે? નથી
Page #452
--------------------------------------------------------------------------
________________
શુદ ૭] રાજકોટ–ચાતુર્માસ
[૪૧૧ થતી તે પછી તેને ત્યાગ શા માટે કરવામાં નથી આવત? તમે ભગવાનના કથનને ન માને તે તમે તમારી વાત જાણે પણ અમે સાધુઓ તે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે જ નીકળ્યા છીએ એટલા માટે અમારે તો ભગવાનની આજ્ઞાનુસાર જ ચાલવું જોઈએ. ભગવાન કઈ સાધુને ખાવા-પીવાથી તદ્દન રોકતા નથી પણ તેઓ તે એમ કહે છે કે, “હે!. સાધુઓ ! તમે ખાવા-પીવા વગેરેના પ્રભમાં ન પડે. કદાચિત પ્રલોભને ઉપર વિજય મેળવવામાં તમને કષ્ટ જણાય તે કોને સહિષ્ણુતાપૂર્વક સહી લે. આ પ્રમાણે જે તમે કષ્ટોને સહીને પ્રલોભને ઉપર વિજય મેળવશો તે તમને મેક્ષપ્રાપ્તિ થશે. વાસ્તવમાં ત્યાગમાં દુઃખ તે નથી જ પણ લેકે પિતાની કાયરતાથી જ એને દુઃખ માને છે. જે સહિષ્ણુતાપૂર્વક કોને સહન કરવામાં આવે તે સુદર્શનની શુળી જેવા કષ્ટથી પણ ગભરામણ ન થાય.. સુદર્શન ચરિત્ર–૪૪
સુદર્શનને શૂળીએ ચડાવવાનો હુકમ કરવામાં આવ્યો. આ કષ્ટ શેઠ ઉપર હતું કે શેઠાણી ઉપર? જે લેકે પતિ-પત્ની વચ્ચે ભેદ માને છે તેમની દષ્ટિએ તે શોઠ ઉપર જ એ કષ્ટ હતું પણ મનેરમા અને સુદર્શન વચ્ચે ભેદભાવ ન હત; એટલા માટે જે કષ્ટો શેઠ ઉપર હતાં તે જ કષ્ટો શેઠાણી ઉપર પણ હતાં, છતાં પણ મારા પિતાના ધર્મમાં કેવી દઢ રહે છે તે જુઓ. મનોરમા વિચારે છે કે, “મારે ધર્મને જ વિચાર કરે જઈએ. કવળ લેકેના કહેવા ઉપર ઢળી જવું ન જોઈએ. જો કે આ સંસાર ભયંકર છે પણ મને સંસારની ભયંકરતામાં પણ અદ્દભુતતા દેખાય છે. જે પ્રમાણે સમુદ્ર બીજાઓને તે ભયંકર જણાય છે પણ ડૂબકી મારનાર ખારવાઓને તે તે ભયંકર સમુદ્ર પણ રત્નાકર-રત્નની ખાણ-જણાય છે. આ જ પ્રમાણે અજ્ઞાનીઓને તે આ સંસાર ભયંકર લાગે છે પણ જેઓ જ્ઞાની છે. તેમને તે અદ્દભુતતા જ જણાય છે.” આ પ્રમાણે વિચાર કરી શેઠાણી પિતાના પુત્રને સાથે લઈ ધર્મધ્યાન કરવા બેસી ગઈ.
બાળકે જો કે બાળક જ છે; પણ એ બાળકે જે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કામ કરે છે તેવી શ્રદ્ધા અને તેવો વિશ્વાસ જ બધામાં આવી જાય તે પછી જોઈએ જ શું ? જ્ઞાનીજનો બાળકની ભાવના પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન કરે છે અને બાલભાવમાં જ મગ્ન રહે છે. બાળક જ્યારે દૂધભર હોય છે ત્યારે જે માતા ક્યાંય બહાર ગઈ હોય અને તે વખતે બીજી કોઈ સ્ત્રી તેની સામે આવે તો તે બાળક તે સ્ત્રીને પણ પોતાની માતા જ માને છે. આ જ પ્રમાણે સાધુઓને સ્ત્રી માત્ર અને ગૃહસ્થને પરસ્ત્રી માત્ર માતા સમાન જ જોવામાં આવવી જોઈએ. બાળકોની સરલતાથી આ શિક્ષા લેવી જોઈએ, અને બાળકેની સમાન, વિશુદ્ધ બનવા પ્રયત્ન કરવો જોઈએ.
પુત્ર સહિત શેઠાણી ધર્મધ્યાન કરવા બેઠી. જે લેકે શેઠાણીને સમજાવી સુદર્શનની પાસે લઈ જવા આવ્યા હતા તે લેકે ઠાર ઉપર બેસી એમ વિચારતા હતા કે, હજી સુધી શેઠાણી બહાર કેમ ન આવ્યાં ? આટલી બધી વાર કેમ થઈ ? કેઈએ કહ્યું કે, ચાલો. જોઈએ, શેઠાણી શું કરે છે ? આ પ્રમાણે કહી એક માણસ અંદર ગયો. અને જોઈને પાછો આવી કેને કહેવા લાગ્યો કે, ચાલો ! ચાલો! આખરે શેઠાણું પણ શેડની જ પત્ની છે ને? શેઠ ડગે તે શેઠાણી ડગે ! તે તે ધર્મધ્યાન કરવા બેઠી છે. માટે ચાલે. ચાલો
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૧૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કેટલાક મશ્કરા લેકે કહેવા લાગ્યા કે, શેઠ-શેઠાણીની ઠીક જોડી મળી છે. શું આ સમય ધર્મધ્યાન કરવાનો છે? કઈ એમ પણ કહેવા લાગ્યા કે, કોણ જાણે! આની પાછળ શું રહસ્ય રહેલું હશે ? પતિ ઉપર સંકટ આવે અને પતિનું અપમાન થતું હોય ત્યારે પત્નીને કેટલું બધું દુઃખ થાય! આમ હોવા છતાં શેઠાણી ધર્મધ્યાન કરવા બેઠી છે તે એની પાછળ કઈ રહસ્ય રહેલું હોવું જોઈએ !
આ જોઈ લેકે વિચારવા લાગ્યા કે હવે શું કરવું? આખરે બધા લેકે રાજા પાસે જવાના નિશ્ચય ઉપર આવ્યા અને રાજાની પાસે જઈ તેઓ કહેવા લાગ્યા કે, “આપને ઉચિત લાગે તેમ કરે. શેઠ કાંઈ બેલતા જ નથી અને શેઠાણી પણ તેના પતિનાં લક્ષણ જાણતી હોવાથી સુદર્શનને સમજાવવા આવતી નથી. તે પણ કાંઈ બેલતી નથી. બેલે પણ કયા મોઢે ? એટલા માટે આપને જેમ ઉચિત લાગે તેમ કરે.”
લેકેનું આ કથન સાંભળી રાજાએ નિશ્ચય કર્યો કે, હવે બીજો કોઈ માર્ગ નથી માટે રાજધર્મના નિયમાનુસાર સુદર્શનને થળી ઉપર ચડાવી દે. આ પ્રમાણે નિશ્ચય કરી રાજાએ સિપાઈઓને હુકમ કર્યો કે, સુદર્શનને શૂળી ઉપર ચડાવી દેવામાં આવે. હુકમ મળતાં જ શૂળી ઉપર ચડાવનાર સિપાઈએ સુદર્શનની પાસે આવ્યા.
સુભટ શેઠ પકડ જૂલિકા, પહનાયા શુંગાર; નગર ચૌટે ઉમે કર કે, બેલે યેહ લલકાર. છે ધન૧૦૧ છે યહ સુદીન શેઠ નગરકા, ધમી નામ ધરાય;
પરતિરિયા કે પાપસે, યે શૂલિ ચઢાયે જાય. એ ધનવ ૧૦૨ . . રાજાના હુકમના તાબેદાર સુભટો યમરાજના દૂતની માફક સુદર્શનને પકડી, તેમનાં કપડાં ઉતારી શુળીએ ચડાવવાનાં કપડાં પહેરાવવા લાગ્યાં કે જેથી લેકે જાણી શકે કે, આ માણસને શૂળીએ ચડાવવામાં આવશે.
શેઠનું પૌષધ વ્રત પૂરું થયું હશે કે નહિ તેની ચર્ચા અત્રે કરવામાં આવતી નથી. અહીં તે કેવળ એટલું જ કહેવાનું છે કે, જ્યારે શૂળીએ ચડાવવાનાં કપડાં પહેરાવવામાં આવ્યાં ત્યારે એ સમય કેટલે બધે ત્રાસજનક અને ભય પેદા કરનારે હો ! તેમ છતાં પણ આવા સંકટના સમયે સુદર્શન તે મૌન અને શાન્ત બેસી રહ્યો. તેને જરાપણ ભય ન લાગે.
શૂળીએ ચડાવવાનાં કપડાં પહેરાવી સુભટ સુદર્શનને પકડી નગરનાં ચૌટા ઉપર લાવ્યા અને હજારો લોકોની સામે સુભટો જોરથી કહેવા લાગ્યા કે, “આ સુદર્શન, નગરના શેઠ અને ધર્માત્મા કહેવાતા હતા પણ પરસ્ત્રીને પાપના કારણે આજે તેને શૂળીએ ચડાવવામાં આવે છે, અને આ પ્રમાણે જે કઈ પરસ્ત્રીસેવનનું પાપ કરશે તેની દશા આ સુદર્શન શેઠ જેવી કરવામાં આવશે.”
તમે લેકે અભયા રાણીના પક્ષમાં છે કે સુદર્શન શેડના પક્ષમાં છે ? જે સુદર્શન શેઠના પક્ષમાં છે, તે તમે સુદર્શનની માફક સ્ત્રીને માતા સમાન માને. તમે ‘પરસ્ત્રીને માતા અને પરધનને ધૂળ” માને તે આ સંસારસાગરને પાર કરવાની તમને જાણે એક નૌકા મળી છે એમ માનજો. સંસારમાં જે મોટાં મોટાં પાપ થાય છે તે પાપે પ્રાયઃ પરસ્ત્રી અને પરધનને કારણે જ થાય છે.
સુદર્શનને શૂળી વિષે સુભટોની વાત સાંભળી પાપીઓનાં મન ઉપર પણ પરસ્ત્રીના સેવનથી બચવાને પ્રભાવ એ પડ્યો હશે કે, જે અમે પરસ્ત્રીના સેવનના પાપથી નહિ
Page #454
--------------------------------------------------------------------------
________________
શુદ ૮ ]
રાજકોટ–ચાતુર્માસ
[૪૧૩
બચીએ તા કાઈ દિવસ અમારી પણ આવી જ અવદશા થશે. કાઈ એમ પણ કહેતા હતા કે, આવા ધર્માત્માને રાજા નિર્ણય કર્યાં વિના જ દંડ આપે છે ! અને કાઈ એમ કહેતું હતું કે, આમાં કાંઈ રાજાના દેષ નથી. મેાટા મેટા પ્રતિષ્ઠિત લેાકેા પણ સુદ'નને સમજાવવા ગયા પણ તે તે કાંઈ ખેલ્યા જ નહિ.
સુભટા આ પ્રમાણે નગરજને સમક્ષ અવાજ કરતાં કરતાં સુદર્શનના ઘરની આગળ આવ્યા. એટલે લોકા શેઠાણી પાસે જઈ કહેવા લાગ્યા કે, હવે આ છેલ્લા અવસર છે માટે બહાર નીકળી પતિના દર્શીન તેા કરી લે ! પણ શેઠાણીએ કાંઈ ઉત્તર ન આપતાં, તે તેા ધ્યાનમાં બેસી રહી. હવે આગળ શુ થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૮ ગુરૂવાર
પ્રાથના
જય જય જગત શિરામણ, હું સેવકને તૂં ધની; અબ તૌસું ગાઢી અણી, પ્રભુ આશા પૂરા હમ તણી. મુજ મ્હેર કરા, ચંદ્રપ્રભુ, જગજીવન અંતરજામી; ભવ દુઃખ હરા, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. ॥ જય જય૦ ૧ —વિનયચ’દ્રજી કુંભટ ચાવીશી.
શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભકતાએ પેાતાના હૃદયમાં પેદા થતાં ભાવાને પ્રાર્થનાની કડિઓમાં વ્યક્ત કરેલ છે. તેમના હૃદયમાં કેટલાં બધાં ભાવે ભર્યા હશે એ તેા કહી શકાય નહિ; પણ એ તે સ્પષ્ટ છે કે, જ્યારે હ્રદયમાં બહુ ભાવા ભરાઈ જાય છે ત્યારે કેટલાક ભાવે સ્તુતિ રૂપે બહાર નીકળી આવે છે. જ્યારે એન્જીનમાં બહુ આગ હાય છે ત્યારે થાડી આગ તખાના રૂપમાં બહાર નીકળી આવે છે. આ જ પ્રમાણે ભકતાના હૃદયમાં જ્યારે બહુ ભાવા ભરાઈ જાય છે ત્યારે કેટલાક ભાવેા પ્રાર્થનાના રૂપમાં બહાર આવે છે.
કદાચ કોઈ કહે કે, અમારા હૃદયમાં પણ ભક્તાના જેવા ભાવા ભાવાને વ્યક્ત કરવાની રીત આવડતી નથી; તેા પછી અમે ભાવેાને રીતે વ્યક્ત કરી શકીએ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, ભલે પ્રાર્થનાની ન જોડાય પણ હૃદયમાં તા ભાવા એવા જ હાવા જોઈ એ, અને જે ભાવા ભકતાએ પ્રગટ કર્યા છે તેથી અનંતગણા ભાવા પોતાના છે. ભક્તો કહે છે કે,
હાય, પણ અમને પ્રાર્થનાના રૂપે કેવી કડીએ જોડાય કે વ્યક્તિસ્વાતંત્ર્યની દૃષ્ટિએ હૃદયમાં પેદા કરી શકાય
“ હે ! પ્રભા ! હું તારા ગુણો કેવી રીતે ગાઉં ? તારા શરણે કેવી રીતે આવું ? તું ત્રિભુવનનેા નાથ અને રાગદ્વેષ રહિત જિન છે. તારી સ્તુતિ કરવામાં ઇન્દ્ર પણ સમય નથી તા પછી હું તુચ્છ તારી સ્તુતિ કેવી રીતે કરી શકું? અને તારા શરણે કેવી રીતે આવી શકું? પણ તું વીતરાગ છે એ જાણીને તારા શરણે આવવાની અને તારી સ્તુતિ કરવાની મને હિંમત આવે છે. એટલા માટે મારામાં જે ભાવા છે એ ભાવાને હું મારી શક્તિ અનુ
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૧૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ખીજા ભાદરવા
સાર તારી આગળ વ્યક્ત કરું છું. મારા કોઈ ભાવને અને કોઈ શક્તિને છુપાવું નહિ, પણ મારામાં જે ભાવ અને જે શક્તિ છે તે તારી આગળ પ્રકટ કરું કે જેથી તું મારી આશા પૂરી કરી શકે અને હું તારી ભક્તિ કરી શકું ! ”
કોઈ મોટા માણુસ તમારા ઘેર આવે અને તમે તમારા ઘરમાં જે કાંઇ હોય તે બધું તે માણુસની આગળ મૂકી દે, તે શું તે માણસ તમારી એ ભેટને સ્વીકાર નહિ કરે? કે શું તમારી એ ભેટની પ્રશંસા નહિ કરે? જો તે ખરેખર મેાટા માણસ હશે તે તે અવશ્ય પ્રશંસા કરશે. ચંદનબાળાએ ભગવાન મહાવીરને અડદનાં બાકળાં આપ્યાં હતાં અને તે પણ સૂપડામાં ભરીને આપ્યાં હતાં. તે વખતે તેણીએ હાથકડી તથા ખેડી પહેરેલી હતી અને માથું મુંડાવેલ હતું. છતાં ભગવાને તેણીએ આપેલાં અડદનાં બાકળાં ભાવપૂર્વક સ્વીકાર્યાં. આ જ પ્રમાણે ભલે તમારી ભાષા અપૂર્ણ હાય પણ તમારા હૃદયના ભાવે પરમાત્મા સમક્ષ રજી કરશે તે પરમાત્મા જરૂર તેને સ્વીકાર કરશે. જો હૃદયના ભાવેા પ્રગટ કરવા માટે તમારાથી ખીજાં કાંઈ ન થાય તા છેવટે એમ કહેા કેઃ—
જય જય જગત શિરોમણિ ! ’
આ પ્રમાણે હૃદયના ભાવેને સ ંક્ષેપમાં તે અવશ્ય વ્યક્ત કરા; પણ હૃદયના ભાવે દબાવી રાખેા નહિ. કેવળ બહારથી હાથ જોડી જય જય ખેલે પણ હૃદયમાં ભેદ રાખે। તા તે સાચા જયકાર નથી. જો હૃદયમાં ભેદ રાખી તુચ્છ કામા માટે પરમાત્માના ય માને તે એ જયકાર સાચા નથી. એ તા જયકારને બદલે ઊલટા તુચ્છકાર છે. એટલા માટે એવી ભાવના કરા કે, “ હે ! પ્રભા! હું રાગદ્વેષને દૂર કરવામાં જ તારા જયકાર માનું અને તારા કારમાં જ હું મારા જયકાર માનું. ” આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના કરવાથી કલ્યાણું જ ચશે.
અનાથી મુનિના અધિકાર—–૪૫
આ જ વાત અનાથી મુનિ રાજાને કહે છે કે, “ હે! રાજન! કેટલાક કાયર સાધુ સાધુપણાને વેશ તા ધારણ કરે છે; અને કેશનેા લચ પણ કરે છે, પણ તે બહાર કાંઈ ખીજું બતાવે છે અને અંદર કાંઈ બીજો ભેદ રાખે છે. અને તે કારણે તે અનાથના અનાથ જ રહે છે. સાધુપણું લેવાને કારણે તેમના સ'સારસંબધ સંસારી જેવા રહેતા નથી અને સાધુપણાનું પણ બરાબર પાલન થતું નથી; એ કારણે તેની સ્થિતિ કઢંગી બની જાય છે.''
તમે સાધુતાના પૂજારી છેા. કેવળ વેશ કે વિદ્વતાના પૂજારી નથી. કાશીના પડિત બહુ ભણેલા પણ હેાય છે પણ શુ' તેમને સાધુ માની તેમને વંદના કરી છે ? તેમને વંદના તમે એટલા માટે કરતા નથી કે તમે કેવળ પિડતાઈના પૂજારી નથી; પણ સાધુતાના જ પૂજારી છે. કહેવત છે કેઃ—
(6
ભૈષપૂજા તે મત ક્રૂજા ! ઝ
ભગવાન મહાવીરને સિદ્ધાન્ત કેવળ વેશપૂજા કરવાને નથી. ગુણની જ પૂજા કરવાના છે. એટલા માટે ગુણને જોઈ તે તેની પૂજા કરવી. જે કાઈ સાધુમાં સાધુતાના ગુણ નથી પણ કેવળ વેશ છે તે તેને ન માનવા.
Page #456
--------------------------------------------------------------------------
________________
શુદ ૮] રાજકેટ-ચાતુર્માસ
[૪૧૫ સાધુમાં ગુણ છે કે નહિ તે વાતની સાક્ષી તમને તમારે “આત્મા” જ આપશે. એ વાત જુદી છે કે તમે તમારા આત્માની સલાહની ઉપેક્ષા કરે, પણ જો તમે તમારા આ ભાની સલાહની ઉપેક્ષા ન કરો તે તમારે આત્મા તમને સાચી સલાહ અને સાક્ષી અવશ્ય આપશે. વૃક્ષ કેવળ ઉપરથી જ જોવામાં આવે છે, તેનું મૂળ જોવામાં આવતું નથી, છતાં વૃક્ષને ઉપરથી સારું જોઈને એ અનુમાન થઈ શકે છે કે તેનું મૂળ પણ સારું જ હશે, અને ત્યાંની ભૂમિ પણ સારી હશે. આ જ પ્રમાણે સાધુની મુખમુદ્રા અને વ્યવહાર જોઈ તેનામાં ગુણ છે કે નહિ તેને નિર્ણય કરી શકાય છે, આમ હોવા છતાં પણ જે એવો જ આગ્રહ રાખવામાં આવે કે, અમે તે અમુકને જ માનીશું, પછી ભલે તે ગમે તેવા કેમ ન હેય? આ તે જાણી જોઈને ખાડામાં પડવા જેવું છે.
હવે કોઈ એમ કહે કે, કોઈ સાધુ ઉપરનું સાધુપણું બતાવી ચાલાકીથી અમને ઠગી લે તે અમારે શું કરવું? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તમે સાધુને ઓળખી ન શક્યા છે તે એ વાત જુદી છે. પરંતુ તમારા અંતરાત્મા તે ગુણને જ ઉપાસક છે અને તમારું ધ્યેય કેવળ વેશને જ સાધુ માનવાનું નથી. એટલા માટે તમને તે ગુણને લાભ જ થશે. શાસ્ત્રમાં
" समयंति मन्नमाणे समया वा असमया वा समया होई त्ति उवहाए।"
અર્થાત-જે તમારું હૃદય સમ છે અને તમે સમતાના જ ઉપાસક છો, તે તમને તો લાભ જ થશે. પણ જો તમારામાં અસમતા હોય, તમારા હૃદયમાં મલિનતા હોય તો તે સાચા સાધુથી પણ તમે તમારું કલ્યાણ કરી શકશે નહિ. એટલા માટે કોઈ સાધુની ચાલાકી તમારી સમજમાં ન આવે અને તમે તે સાધુતાના ઉપાસક બની, ઉપરથી સાધુતા બતાવનાર સાધુની ઉપાસના પણ કરે, તો પણ તમને કોઈ પ્રકારની હાની થઈ શકે નહિ; કારણું કે, તમારું હૃદય તે કેવળ સાધુતાનું ઉપાસક બનાવી રાખવું જોઈએ.
કોઈ એમ કહે કે, અમને સાધુઓની વાતેથી શું મતલબ! અમને તો સંસાર સુધાર થાય એવી વાત સંભળાવો! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સંસારને સુધાર ત્યારે જ થઈ શકે કે જ્યારે સાધુને સાધુ માનવામાં આવે. જ્યાં સુધી અસાધુને સાધુ માનવામાં આવશે ત્યાંસુધી સંસારને સુધાર થઈ શકશે નહિ. અને જ્યાં સુધી સાધુઓને સુધાર થશે નહિ ત્યાંસુધી સંસારને સુધાર થવો મુશ્કેલ છે. એટલા માટે પહેલાં સાધુઓને સુધાર કરે અને સાધુઓને સુધાર કરવા માટે પિતાના આત્માને સુધારે.
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન! હું કેવળ વેશથી જ સાધું ન થયો પણ દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારે સાધુ થયો. આ પ્રમાણે હું અનાથતામાંથી નીકળી સનાથ થયે. જે લેકે કેવળ વેશથી જ સાધુ બને છે તેઓ નિગ્રંથ ધર્મને સ્વીકાર કરીને પણ દુઃખ ભોગવે છે અને અનાથતા અનુભવે છે.”
હવે આગળ અનાથી મુનિ જે કાંઈ કહે છે તે ભાવ મુનિ માટે કહે છે. દ્રવ્ય મુનિ માટે તે તેમણે પહેલાં જ કહી દીધું કે નિગ્રન્થ ધર્મને સ્વીકાર કર્યા પછી વેશ ધારણ કર્યો. આ પ્રમાણે દ્રવ્ય સાધુ તે થયા પણ ભાવ સાધુ થયા છે કે નહિ અને થયા નથી તે શા કારણે થયા નહિ વગેરે વિષે અનાથી મુનિ આગળ બતાવે છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૧૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા
જો કાઈ પોલીસનેા માણસ ચારી કરે તે તેને અપરાધ સાધારણ ચારથી અધિક માનવામાં આવે છે. તેની ચેારી સરકારની ચેરી માનવામાં આવે છે. સરકાર આ પ્રકારના પેાલીસ નાકરને દંડ આપ્યા વગર રહેતી નથી. કદાચિત સરકાર આવા અપરાધીને માફી પણ આપી ?, પણ શાસ્ત્ર તા સાધુ થઈને જે સાધુપણું પાળતા નથી તેની નિંદા કર્યાં વગર રહી શકે નહિ અને એવા પાપશ્રમણને અપરાધી માને જ છે. શાસ્ત્ર કહે છે કે, નિન્યધા સ્વીકાર કરી જે તેનું પાલન કરતા નથી તે અનાથ જ છે. તેને ગૃહત્યાગ વ્ય છે. અનાથી મુનિ આગળ કહે છે કે:
“ સીયન્તિ ને વહુ ઝાયરા ના ”
આ પદમાં જે ‘ બહુ ' શબ્દ આપવામાં આવ્યા છે તેને ઉદ્દેશ એ છે કે, જેઓ નિન્ગધ ના અંગીકાર કરતા જ નથી તેઓ તેા કાયર છે જ, પણ જેઓ નિગ્રન્થધર્માંતા સ્વીકાર કરી ફરી પાછા અનાથતામાં પડે છે તેઓ તે વધારે કાયર છે. જે પ્રમાણે પોલીસના માણસે કરેલ ચેરી મેટી ચેરી માનવામાં આવે છે, તે જ પ્રમાણે જે સાધુ થઈને પણ સાધુપણાનું પાલન કરતા નથી તે વધારે કાયર છે.
આ ઉપરથી કાઈ એમ કહેવા લાગે કે, તે પછી સાધુપણું ન લેવું એ જ સારું છે. પરંતુ એ વાત પણ ઠીક નથી. જે કાઈ માણસ સેનામાં દાખલ જ થતા નથી અને ઘરમાં જ પડ્યો રહે છે, તે માણુસ સેનામાં દાખલ ન થવાને કારણે કાંઈ વીર કહેવાતા નથી. જે માણસ સેનામાં દાખલ થઈ કામ કરે છે તે જ વીર કહેવાય છે. પરંતુ જે માણસ સેનામાં દાખલ થઈને પણ કાયરતા બતાવે છે તે ખચીત જ કાયર છે. તમને જો સેનામાં દાખલ થવા માટે કહેવામાં આવે, અને તમે ‘સેનામાં દાખલ થઈ કામ ન કરવાને કારણે કાયર કહેવાઈશું ' એ ભયથી સેનામાં દાખલ જ ન થાઓ તા એ કાંઈ તમારી વીરતા નહિ પણ
>
કાયરતા જ છે.
એક પ્રકારે તે સેનામાં દાખલ ન થનાર અને ધરમાં જ પડ્યો રહેનાર એ કાયરાથી સારા છે, કે જે સેનામાં જઈને પણ કાયરતા બતાવે છે. તમે કહેશેા કે એ કેવી રીતે ? આ તા પરસ્પર વિરુદ્ધ વાત થઈ. આને ઉત્તર એ છે કે, માતા કે, એક માણસ ચેરી કરવા માટે સેનામાં દાખલ થતા નથી અને બીજો માણસ સેનામાં દાખલ થવાથી ચેરી કરવામાં સુવિધા રહેશે એમ વિચાર કરી સેનામાં દાખલ થાય છે. આ બન્ને માણસામાં જે માણસ સેનામાં દાખલ થઈને ચારી કરે છે તેને સારા કહી શકાય નિરુ. પેાલીસ બનીને ચેરી કરનાર માણસની અપેક્ષાએ, ચેરી કરવા માટે પોલીસ બનતા નથી તે માણસ સારા કહેવાશે. જો કે પોલીસમાં દાખલ ન થવું તે પણ કાયરતા કહેવાશે પણ આ કાયરતા કરતાં પેાલીસ થઈને ચારી કરવી એ કાયરતા વધારે ખરાબ છે.
આ એક ઉદાહરણ છે. આ ઉદાહરણ પ્રમાણે સાધુ ન થવું એ તે કાયરતા છે જ, પરંતુ સાધુ થઈને સાધુપણાનું પાલન ન કરવું એ વધારે કાયરતા છે. એક રીતે આ કારણે જે સાધુ થતા નથી તે ઓછા કાયર છે, પણ આ કારણે સાધુપણું લેવું ખરાબ છે એમ કહી શકાય નહિ. જે લેાકેા સાધુપણું લે છે તેમાંથી સાધુપણાનું પાલન કરનાર સાધુ પણ નીકળે છે પણ જેએ સાધુપણું લેતા જ નથી તેમાંથી સાધુપણાનું પાલન કરનાર નીકળી શકતા નથી. પેાલીસવાળાઓમાંથી કાઈ કાઈ ચારી પણ કરે છે છતાં પેાલીસ વિના
Page #458
--------------------------------------------------------------------------
________________
શુદ ૮ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૪૧૭
કામ પણ ચાલી શકતું નથી. આ જ પ્રમાણે સાધુપણું લેનારાઓમાં પણ કેટલાકા ખાટા પણ હોય છે, પણ સંસારનું કામ સાધુએ વિના ચાલી પણ શકતું નથી. એટલા માટે એમ કહી શકાય નહિ કે, સાધુ થવું એ ખરાબ જ છે. હાં, જે લાકા સાધુપણું લઈને પણ તેનું પાલન કરતા નથી તેમને સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ, પણ સાધુપણું જ ખરાબ છે એમ માની બેસવું એ ભૂલ છે. તમે લેાકેા જે દિવસે આ સુધારની તરફ ધ્યાન આપશે।, ધર્માંતે હૃદયથી માનશે। અને ધર્મને માટે આત્મ-બલિદાન આપવા પણ તૈયાર રહેશે તે દિવસે સંસારને સુધાર થયા વિના રહેશે જ નહિ
અનાથી મુનિ કહે છે કે, હવે હું બીજી અનાથતા બતાવું છું. આ ખીજી અનાથતા કેવા પ્રકારની છે એ બતાવતાં અનાથી મુનિ કહે છે કેઃ—
जो पव्वइत्ताणं महव्वयाई, सम्मं च नो फासयई पमाया । अनिगहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिन्दई बंधणं से ॥ ३९ ॥
“ હૈ! રાજન ! જે નિર્માંન્ધધને પામી કાયરતાથી તેનું પાલન કરતા નથી તે કબંધના મૂલ કારણને છેદી શકતા નથી. સાધુપણાને સ્વીકાર કરવાથી આત્મા તે ભવે કે પરપરાએ મેક્ષને પ્રાપ્ત થાય છે; પણ જે કાઈ સાધુપણામાં કાયર બની જાય છે તે કર્મીબંધના મૂલ કારણને છેદી શકતા નથી. કારણ કે તેણે વેશ ા ધારણ કર્યો છે અને મહા વ્રતાને પણ સ્વીકાર કર્યાં છે પણ તે પ્રમાદવશાત્ હૈ રસમૃદ્ધ થવાને કારણે મહાવ્રતનું પાલન કરતા ન હેાવાથી ક`બંધના મૂલ કારણને છેદી શકતા નથી. સાધુપણું લઈને પણ કર્મબંધના મૂલને ન છેદવાનું કારણ પ્રમાદ છે. જો પોતાના હૃદયમાં પ્રમાદ ન હોય તે ભલે કોઈ સ્વાર્થી તેને મહાવ્રતને પાલન કરવાની ના પાડે છતાં તે મહાવ્રતનું પાલન કરવું છેાડી શકતા નથી.
મહાવ્રત વિષે વિસ્તારથી કહેવું જોઈ એ પણ અત્યારે સમય ન હેાવાને કારણે સંક્ષેપમાં જ કહું છું. મહા લઘુની અપેક્ષાએ છે. જો લઘુ ન હેાય તે મહા પણ હેાઈ શકે નહિ. લઘુની અપેક્ષાએ મહા અને મહાની અપેક્ષાએ લઘુ કેવી રીતે છે એ વિષે મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, એક બાદશાહ બજારમાં જઈ રહ્યો હતા. રસ્તામાં તેણે છોકરાઓને રમતાં જોયા. એ છેકરાઓમાં વજીરને એક છોકરા હતા. બાદશાહે વિચાર્યુ કે, વજીરના છેકરા કાણુ છે અને તે કેવા બુદ્ધિમાન છે એ વાતની ગુણપરીક્ષાદ્રારા નિર્ણય કરવા જોઈએ. આ પ્રમાણે વિચાર કરી બાદશાહે પોતાની લાકડી વડે જમીન ઉપર એક લીંટી દેરી અને છેકરાઓને કહ્યું કે આ લીટીને તેડવા કે બગાડયા વિના નાની બનાવી આપો. બધા છેાકરા એક બીજા સામું જોવા લાગ્યા પણ બાદશાહના પ્રશ્નને કાઈ કલ કરી શકયું નહિ; પણ વજીરના કરાએ કહ્યું કે, તમે તમારી લાકડી આપે। તે! હું હમણાં જ આ લીંટીને તેાડવા કે બગાડયા વિના નાની બનાવી આપું. બાદશાહે તેને લાકડી આપી. વજીરના છેકરાએ લાકડી વડે પેલી લીંટીની સામે જ ખીજી એક લાંખી લીટી દારી, જે પેલી લીટી કરતાં લાંખી હતી. પછી તેણે બાદશાહને કહ્યું કે, હવે જીએ આપની લી'ટી નાની છે. જો તમે આ ન માનતા હૈ। તા કાઈને પૂછી જુઓ કે આપે દ્દારેલી લીટી નાની છે કે નહિ ? બાદશાહે પૂછ્યું કે, “ તું
.
Page #459
--------------------------------------------------------------------------
________________
'૪૧૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કેને પુત્ર છે?” તેણે કહ્યું કે, “હું વજીરને પુત્ર છું.” બાદશાહે કહ્યું કે, “એટલે જ વાસ્તવમાં આ છોકરો બુદ્ધિમાન છે.”
મતલબ કે, મહાનની અપેક્ષાએ લઘુ છે, અને લઘુની અપેક્ષાઓ મહાન છે. આ નિયમાનુસાર મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રત છે અને અણુવ્રતની અપેક્ષાએ મહાવત છે. જો શ્રાવકોમાં અણુવ્રત ન હાય અર્થાત તેઓ સ્થૂલ હિંસા પણ કરવા લાગે, અસત્ય બોલવા લાગે, ચોરી કરવા લાગે કે, વ્યભિચાર કરવા લાગે તે મહાવ્રત પણ રહી શકે નહિ. એટલા માટે જે તમોને સદ્દગુરુ જોઈએ તે તમે પણ તમારા અણુવ્રતનું પાલન કરે. આજના લેકે પોતે અણુવ્રતનું ધ્યાન રાખતા નથી અને એ કારણે ગુરુ પણ એવા જ ચાહે છે; અને જેવાને તેવા મળી પણ આવે છે. કેટલાક લેકે, ખરાબ કામ થતું જોઈ કહે છે કે, અમે શું કરીએ ! અમે તે ગૃહસ્થ છીએ પણ તેઓ એટલું જાણતા નથી કે, ગૃહસ્થ તે ચારેય ગતિઓના મહેમાન છે અને અમે શ્રાવકે તે સ્વર્ગના મહેમાન છીએ. જો તમે શ્રાવક અણુવ્રતનું બરાબર પાલન કરે તો તમારી પાસે ખરાબ સાધુઓ ટકી જ ન શકે. પણ બને છે એવું કે –
ગુરુ લેભી ચેલા લાલચી, દેને ખેલે દાવ;
દેને ડૂબે બાપડા, ચઢ પત્થરકી નાવ. * જ્યારે ગુરુ ભી હોય અને શિષ્ય લાલચુ હોય ત્યારે બન્નેય સમાન જ બની જાય છે. શિષ્ય એમ વિશ્ચારે છે કે, ગુરુનું કામ અમારા વિના ચાલતું નથી એટલા માટે તેઓ ગુરુઓ પાસે એવી આશા કરે કે, અમે તમારું કામ કરી આપીએ અને તમે અમારું કામ કરી આપે. આ પ્રમાણે ગુરુ-શિષ્ય બન્ને પરસ્પર પિતાપિતાની ચાલબાજી રમે છે, અને બન્ને એક બીજાને ધક્કા મારી ડૂબાડે છે પરંતુ જો તમે લેકે શ્રાવકવ્રત પાળો અને મહાવ્રતને ધારણ કરનાર ખરા સાધુઓ તરફ સદ્દભાવ અને શ્રદ્ધા રાખી તેમને સહાયતા કરે તે અનાથી મુનિ અને રાજા શ્રેણિકને જમાને આજે પણ ઉપસ્થિત થઈ જાય. સુદર્શન ચત્રિ-૪૫
અણુવ્રતનું પાલન કરનાર શ્રાવકે પણ કેવા હોય છે તે વાત સુદર્શનની કથા ઉપરથી - જુઓ. સુદર્શનને શળીએ ચડાવવામાં આવશે એ ખબર મનોરમાને મળ્યાં છતાં તે જરાપણ ' ડગી નહિ કે દઈ નહિ પણ ધર્મધ્યાન કરવા લાગી. * તમે લેકે રીતરિવાજના નિયમ પ્રમાણે રેઈને કે છાતી ફૂટીને શું કઈ મરેલાને પાછા લાવી શકે છો? જે નહિ તે પ્રથારૂપે રોવા-ફૂટવાનો રિવાજ શા માટે બંધ કરી દેતા નથી? માંગરોળની એક બાઈએ રોવાને આજે ત્યાગ કર્યો. તે કહેતી હતી કે, હું ત્યાગ તે " આજે લઉં છું પણ મારે ૨૧ વર્ષને જુવાનજોધ પુત્ર જ્યારે મરી ગયો હતો ત્યારે પણ " હું રાઈ ન હતી. આ શું ઓછી વાત છે? અહમદનગરમાં શ્રી. ફીદિયા વકીલ કહેતા હતા કે, લોકમાન્ય તિલકને પુત્ર કે જેનું ભાવિજીવન બહુ ઉજ્જવળ જણાતું હતું–તે બહુ બીમાર પડયો. તે વખતે તિલકને બીરારમાં કઈ ખાસ કારણને અંગે બોલાવવામાં આવ્યા હતા. તિલકે વિચાર્યું કે, જો હું અહીં રહીશ તે પુત્ર સાજો થઈ જશે એમ નથી. વળી અત્રે પુત્રની સારસંભાળ બરાબર રાખવામાં આવે છે. તેની સેવા કરવામાં કઈ ખામી નથી. * આ બાજુ જો હું બીરારમાં જઈશ નહિ તે ત્યાંનું કામ બગડી જશે. આ પ્રમાણે વિચાર
Page #460
--------------------------------------------------------------------------
________________
શુદ ૮] રાજકોટ–ચાતુર્માસ
[૪૧૯ કરી તેઓ બીમાર પુત્રને છોડી બીરારમાં ગયા. એવું પણ સાંભળ્યું છે કે, તેઓ પોતાના ‘કેસરી ” પત્રમાં સમ્પાદકીય લેખ લખી રહ્યા હતા. તેમણે અડધો અગ્રલેખ લખ્યો હશે તે વખતે જ એક માણસ આવ્યો અને તેમને કહ્યું કે, ભાઈ સાહેબ મરી ગયા. પિતાના યુવાન પુત્રના મૃત્યુ સમાચાર સાંભળીને હૃદય અને હાથ કાંપી ઊઠે એ સ્વાભાવિક હતું, પણ તિલક એ દુઃખદ સમાચાર સાંભળીને પણ ધીર-ગંભીર બેસી રહ્યા અને ધીમેથી તે માણસને કહ્યું કે, તમે વ્યવસ્થા કરે. હું હમણાં આવું છું. આ પ્રમાણે કહી તે માણસને રવાના કર્યો અને પિતે અપૂર્ણ અગ્રલેખને પૂર્ણ કર્યો. જો કે તે અગ્રલેખ પિતાના યુવાન પુત્રના મૃત્યુ સમાચાર સાંભળ્યા બાદ પૂરે કરવામાં આવ્યો હતે છતાં તેમના એ અગ્રલેખમાં આદિથી અંત સુધીના કઈ પણ ભાગમાં કોઈ પ્રકારનું અંતર જણાતું ન હતું.
તિલકે રુદન ન કર્યું એ તેમની દઢતા હતી. પણ જે તેઓ રુદન કરતાં તે શું તેઓ પોતાના પુત્રને પાછી લાવી શક્ત ! જે નહિ તે તમે લેકે પણ એ નિશ્ચય કરે છે, અમે પ્રથાના રૂપે રુદન નહિ કરીએ તે શું તે કાંઈ ખરાબ છે ?
કઈ પ્રશાસે કેઈ નિ, શેઠ શૂલી પર જાય; લાખે નર રહે દેખ તમાશા, શેઠ ને મન ઘબરાય છે ધન ૧૦૩ સાગારી અનશન વ્રત લી, પા૫ અઠારહ ત્યાગ; જીવ ખમાયે શાન્તિ ભાવસે, વેષ ન. કિસમે રાગ. . ધન ૧૦૪ . મહા યોગીશ્વર ધારે ધ્યાન ર્યો, જિમ મુદ્રાકો ધાર; &
ધ્યાન ધરે નવકાર મંત્રકા, ઔર ન કઈ વિચાર છે ધન ૧૦૫ છે આ જો કે ઈતિહાસ નથી, તેમ ઇતિહાસના તત્વથી આ વિરુદ્ધ પણ નથી. સંસારમાં પ્રાયઃ એવું જોવામાં આવે છે કે, કોઈ પણ કામમાં બધા લેકે સહમત થતા નથી. કોઈ અમુક કામની પ્રશંસા કરે છે, તે કઈ અમુક કામની નિંદા કરે છે. જો કે લોકાપવાદને ભય રાખવો એ ઠીક છે, પણ સાથે સાથે લેકપ્રવાહમાં. પણ વહી જવું એ ઠીક નથી. લેકપ્રવાહમાં વહી જનાર વ્યક્તિ આત્માને નિશ્ચલ રાખી શકતી નથી. સુદર્શનની કેટલાક લોકે એવી નિંદા કરતા હતા કે, આ કેવે મૂર્ણ છે કે તે મરવાના સમયે પણ બેલ નથી. અને સાચી વાત પ્રકટ કરતું નથી. આ જ પ્રમાણે કેટલાક લેકે શેઠાણીની પણ નિંદા કરતા હતા કે, આ સ્ત્રી કેવી મૂર્ણ છે કે તે પિતાના પતિને પણ સમજાવતી નથી, અને પતિ શૂળીએ ચડવા જાય છે છતાં તેમનું અંતિમદર્શન કરવા માટે પણ બહાર નીકળતી નથી અને ધર્મધ્યાનને ઢગ કરી બેસી ગઈ છે. કેટલાક લેકે અઘટિત ટીકા પણ કરતા હતા. તેઓ કહેતા હતા કે, “આ શેઠ પૌષધનો ઢગ કરી બેઠો હતે. અમે તેને કહ્યું કે, ચાલે આપણે મેળામાં જઈએ, ત્યારે તેણે અમને જવાબ આપ્યો કે, કર્મબંધના કારણભૂત મેળામાં કેણુ જાય તે મેળામાં તે ન આવ્યો, પણ રાણીના મહેલમાં ગયો. આવા ધર્મઢોંગી માણસ કરતાં તે અમે લોકો સારા કે ભલે અમે ધર્મધ્યાન ન કરીએ. કે સાધુ પાસે ન જઈએ, પણ એના જેવો દુરાચાર તે સેવતા નથી. જોકે કહેતા હતા કે, શેઠ-શેઠાણી વચ્ચે, બહુ પ્રેમ છે પણ તેમને કેવો પ્રેમ હતો તે તે આજે જણાઈ ગયું. શેઠાણું પિતાના પતિને મળવા કે તેનાં મુખદર્શન માટે ઘરમાંથી પણ ન નીકળી.”
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૨૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
આ પ્રમાણે લેાકા મન ફાવે તેમ શેઠ અને શેઠાણીની નિંદા કરતા હતા, પણ શેઠ તે જાણે નિર્મૂલ કે ખલ રામની માફક ચૂપચાપ બધાની નિંદા સાંભળતા હતા. સુનેરી મૈંને નિર્મૂલ કે અલ રામ,
પિછલી સાખ ભરૂં સન્તન કી અડે સુધારે કામ. દેખે જન્મ લગ ગજખલ અપના રાખ્યા, નેક સો નહિ કામ; ાનવ હા અલ રામ પુકારે, આયે આધે નામ. દેખે લેકા કહે છે કે, ધાર્મિક લેાકેા કાયર છે, નિર્ભીલ છે, પણ ધાર્મિક લેાકેા જો સાચી નિ લતા પ્રાપ્ત કરી લે તે તેએમાં ઈશ્વરનું ખલ આવી જાય. ઇશ્વરીય બળ કેવું જબરજસ્ત છે? એક બાજુ તા સંસારનું બધું બળ હેાય અને ખીજી બાજુ ઈશ્વરીય ખળ હેાય તે કાનું બળ વધે ? જો તમે સંસારના બળને તુચ્છ અને પરમાત્માના બળને મહાન્ માનતા હે! તે તુચ્છ બળને ત્યાગ કરી મહાન્ બળને ધારણ કરા. ઈશ્વરીય બળની આગળ સંસારનું ખળ તુચ્છ છે, ત્યાજ્ય છે અને હીરાની આગળ કાંકરાની સમાન છે. જો તમે ઈશ્વરીય બળને હીરાની સમાન માને છે તે। એ બળની પ્રાપ્તિ માટે સંસારનાં કાંકરા જેવા તુચ્છ બળના ત્યાગ કરી. જે વીર હશે તે તેા ઈશ્વરીય બળની પ્રાપ્તિ માટે સંસારના બળને છેડવા વગર રહેતા નથી. જેમ સુદન શેઠે સંસારના બળનેા ત્યાગ કરી ઈશ્વરીય બળને અપનાવ્યું.
સુદર્શન શેઠની કોઈ કોઈ તા નિંદા કરતા હતા, તો કોઈ કોઈ પ્રશ ંસા કરતા હતા. પણ સુદન તા નિલ બની ગયા હતા એટલા માટે તે બધાની વાત સાંભળ્યે જતા હતા. સુદર્શન ખેલતા પણું નથી એમ કહી કોઈ તેની નિંદા કરતા હતા. ત્યારે ખાટા માણસ તા ખમ્ભક કરે છે, શાન્ત ખેસી રહેતા નથી, પણ સુદન તેા કેવા શાન્ત છે એમ કહી કોઈ કોઈ તેની પ્રશંસા કરતા હતા.
સંસારમાં હીરા વધારે છે કે કાંકરા ? જે કાંકરા વધારે છે તેા શું એ કારણે હીરાની ઉપેક્ષા કરી શકાય ? આ જ પ્રમાણે સુનની પ્રશંસા કરનારા એછા અને નિંદા કરનારા વધારે હતા, એટલે એ કારણે શું સુદર્શન પોતાના દૃઢ વિચારને ત્યાગ કરી શકે ખરા? સંસારમાં એમ કહેવામાં આવે છે કે બહુમતને વશ થવું. સંસારવ્યવહારની દૃષ્ટિએ આ ઠીક છે. કહ્યું પણ છે કેઃ—“મહાનનો ચેન ગત: સ પશ્ચા:' બહુમત એ જ મહાજન છે. એટલા માટે સંસારવ્યવહારમાં તે બહુમત પ્રમાણે ચાલવું ઠીક છે, પણ આત્મિક ધર્મમાં બહુમતને સ્થાન નથી. આત્મિક ધર્મીમાં તે વ્યક્તિ સ્વાતંત્ર્યને જ સ્થાન છે. સંસારના સુધારકાર્યોમાં બહુમતને સ્થાન આપવામાં આવે છે અને એમ કરવું તે અનુચિત પણ નથી, પરંતુ આત્મ—કલ્યાણુને માટે બહુમતને મહત્ત્વ આપવું આવશ્યક નથી.
ગાંધીજીએ પરદેશ જતી વખતે એચરજી સ્વામી નામના તમારા આ રાજકાટ શહેરમાં એક જૈન સાધુની પાસે માંસ, મદિરા અને પરસ્ત્રીને ત્યાગ કર્યાં હતા. જો તે આ પ્રમાણે નિયમ લઈ પરદેશ ગયા ન હેાત તેા તેઓ આ સ્થિતિએ પહેાંચ્યા હેત કે નહિ એ સંદેહની વાત છે. કેટલાક લોકેા નિયમ લેવાની શી જરૂર છે એમ કહે છે, પરંતુ નિયમ લેવામાં કૈવી શક્તિ રહેલી છે એ વાતને ગાંધીજીએ પેાતે પણ સ્વીકાર કર્યો છે. ગાંધીજી માંસ, મદિરા અને પરસ્ત્રીને ત્યાગ કરી વિલાયત ગયા હતા. ત્યાં તે બીમાર થઈ ગયા, તે વખતે ડૉકટરાએ તેમને કહ્યું
Page #462
--------------------------------------------------------------------------
________________
|
ક
ક
ક
ક
=
=.
શુદ ૯]
રાજકેટ–ચાતુર્માસ
[૪૨૧
કે, સ્વસ્થતા મેળવવા માટે તમારે ઈડાં ખાવાની જરૂર છે. ગાંધીજીએ કહ્યું કે, માંસ ખાવાને મેં ત્યાગ કર્યો છે. એટલે મારાથી ઈડાં ખાઈ શકાય નહિ, ત્યારે તે ડૉકટરોએ દલીલો દ્વારા એ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો કે, ઈંડાં એ કાંઈ માંસ નથી. આ પ્રમાણે ત્યાં ઉપસ્થિત ઘણા લોકોએ પણ એવો નિર્ણય આપ્યો કે, ઇંડાંની ગણના માંસમાં થતી નથી. બહુમત ઈડાં ખાવામાં વાંધો નથી એવો હોવા છતાં ગાંધીજીએ ડૉકટરોને કહ્યું કે, “હું તમારી દલીલેને જવાબ તે આપી શકતો નથી, પણ મેં જે વ્રત લીધું છે તે મેં તમારી સાક્ષીએ લીધું નથી, પરંતુ મારી તથા મુનિની સાક્ષીએ એ વ્રત લીધું છે, અને તેઓ ઈકને માંસમાં માને છે. તે પછી હું કેવી રીતે માની શકું કે ઇંડાં માસમાં નથી.”
આ જ પ્રમાણે સુદર્શન શેઠ વિચારી રહ્યા હતા કે, બહુમત ભલે ગમે તે કહે પણ હું તે મારા આત્મિક ધર્મમાં દઢ રહીશ; પછી ભલેને મને શૂળી ઉપર ચડાવે. થળી આપશે તે આ શરીરને આપશે, આ આત્માને તે શૂળી ઉપર કોઈ ચડાવી શકે એમ નથી.
સુદર્શનના હૃદયમાં તે આવો ભાવ હતો, પણ સાથે વ્યવહારસાધનાની પણ આવશ્યકતા રહે છે. એટલા માટે તેણે કહ્યું કે, “હે! પ્રભો! જે હું શૂળીની શિક્ષાથી બચી ગયો તે તે મેં જે વ્રત ધારણ કર્યા છે તે તે છે જ; પણ જો મને સૂળીએ ચડાવવામાં આવે તે . અને હું તેનાથી ન બન્યું તે હું અઢાર પાપને ત્રણ કરણ અને ત્રણ વેગથી ત્યાગ કરું છું.” આ પ્રમાણે કહી તેણે બધાં જીવોને ખમાવ્યા. તેણે રાણી પ્રત્યે પોતાના હૃદયમાં દ્વેષ ન રાખ્યો પણ તેનો ઉપકાર માની કહ્યું કે, “હે! માતા ! એ તારે જ પ્રતાપ છે કે તારી કૃપાએ હું અઢાર પાપને ત્રણ કરણ અને ત્રણ વેગથી છોડી શકો છું તથા આ શરીરને પરમાત્માને સમર્પિત કરી શકો છું. એટલા માટે હું તને હૃદયપૂર્વક ખમાવું છું." સુદર્શને આ પ્રમાણે અઢાર પાપને ત્યાગ કર્યો. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૯ શુક્રવાર
પ્રાર્થના “કાકંદી” નગરી ભલી હે, શ્રી “સુગ્રીવ નૃપાલ; રામા” તસુ પટરાયની હો, તસ સુત પરમ કૃપાલ..
શ્રી સુવિધિ જિર્ણોસર બંદિએ હા. ૧
-વિનયચંદ્ર કુંભચોવીશી શ્રા સદ્વિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના પ્રાયઃ બધા ધર્મવાળાઓ કરે છે. પ્રાર્થનાને મહિમા પ્રત્યેક આસ્તિક દર્શનોમાં વર્ણવામાં આવ્યો છે. તથા પરમાત્માની પ્રાર્થનાને આવશ્યક માનવામાં આવી છે. જેનશામાં પણ પ્રાર્થનાને મહિમા ખૂબ બતાવવામાં આવેલ છે. જેને દર્શન, પ્રત્યેક વાતને પૂર્ણ રીતિએ કહે છે. પૂર્ણ પુરુષે કહેલી વાત અપૂર્ણ છે કેમ હોઈ જ શકે?
Page #463
--------------------------------------------------------------------------
________________
કર૨].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
એટલા માટે જૈનશાસ્ત્ર પ્રત્યેક વાતને પૂર્ણ રીતિએ જ કહે છે. જેઓ રાગદ્વેષના વિજેતા છે તેઓ જ પૂર્ણ છે. આ પ્રમાણે જૈન દર્શનમાં પરમાત્માની પ્રાર્થના પણ પૂર્ણ રીતિએ બતાવવામાં આવેલ છે.
આ પ્રાર્થના ભગવાન સુબુદ્ધિનાથની કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કે, ભગવાન સુબુદ્ધિનાથ પણ એક સમયે કર્મોથી ઘેરાએલા હતા. તેમને આત્મા પણ કર્માધીન હતા. જ્યારે તેઓ કર્મોથી ઘેરાએલા હતા, ત્યારે તેઓમાં અને આપણામાં કાંઈ વિશેષ અંતર ન હતું. પણ જ્યારે તેમણે પોતાની શક્તિ અને પુરુષાર્થદ્વારા કર્મોને નષ્ટ કર્યા અને તેઓ કર્મવિમુક્ત થઈ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા ત્યારે આપણે તેમની પ્રાર્થના કરીએ છીએ અને તેમને વંદનીય માનીએ છીએ.
આત્મા જ્યારે પરમાત્માની શુદ્ધ હૃદયે પ્રાર્થના કરવા લાગે છે ત્યારે તેને એવો ભાસ થાય છે કે, મારામાં અને પરમાત્મામાં કાંઈ ભિન્નતા નથી, પણ એકતા જ છે. જ્યારે આત્માની પરમાત્માની સાથે એક્તાનતા થાય છે ત્યારે આત્મા એમ સમજે છે કે, હું આત્મા ઉપર આવેલાં કર્યાવરણને ખરાબ સમજતા હતા, પણ હવે મને માલુમ પડ્યું કે, એમાં કર્મને કાંઈ દોષ નથી. જે પ્રમાણે ચોર ધન ઉપાડી લઈ જશે એવા ભયના કારણે ધન ઉપર ધૂળનું આવરણ આવી જવું સારું સમજાય છે. તે જ પ્રમાણે આત્મારૂપી ધન ઉપર મેં જ કર્મ રૂપી આવરણ ઢાંક્યું છે. હવે મારે આત્મારૂપી ધન જોઈએ છે, તે કર્મરૂપી આવરણ દૂર કરી લઉં, તે આત્મારૂપી ધન હાથમાં આવશે.
“અષ્ટ ગુણાકર ઉલખ્યો છે, જેની સ્વરૂપ ભગવંત.” ભક્ત કહે છે કે, હે. આત્મા! તે પરમાત્માને આઠ ગુણોઠારા ઓળખ્યા છે તે તેમની એવી પ્રાર્થના કરી કે, “હે! પ્રભો! તમારા ગુણોને જોઈ મને એવી હિંમત થાય છે કે એક દિવસ તમારો આત્મા મારા આત્મા જેવો જ કમરજથી ઢંકાએલો હતો, પણ તમે તમારા આત્મા ઉપરથી કર્મરજને દૂર કરી આત્માનું સ્વરૂપે પ્રગટ કર્યું, તે જ પ્રમાણે હું પણ મારા આત્મા ઉપરની કરજને દૂર કરી મારા આત્મસ્વરૂપને પ્રગટ કરી શકું તેમ છું.”
આત્માની જ્યોતિ પ્રગટાવવા માટે અન્ય દાર્શનિકો જે કાંઈ કહે છે તે છે કે બીજા રૂપમાં છે, છતાં તેને જેનદૃષ્ટિએ જોતાં બધી વસ્તુઓ સત્ય જણાશે, અને જૈનદષ્ટિએ જેવામાં ન આવે તે મિથ્યાત્વમાં પરિણત થઈ જશે. એટલા માટે પ્રત્યેક વાત જૈનદષ્ટિએ જેવી જોઈએ. અન્ય દાર્શનિકો કહે છે કે
Tદ : કૃત્તિમઃ પુનઃ શર્મવિરૉઃ स्वर्गग्रामकुटीनिवासफलदैः कर्मक्रियाविभ्रमैः । मुक्त्यैकं भवबन्धदुःखरचनाविध्वंसकालानलं
स्वात्मानन्दपदप्रवेशकलनं शेषा वणिग्वृत्तयः ।। આ લેકમાં કહ્યું છે કે, એક કામને છોડી બાકીનાં બધાં કામે વણિકવૃત્તિનાં છે. વણિકવૃત્તિનો મતલબ એ છે કે, “આ દે અને આ લે.' જે પ્રમાણે ચાર આનાના વ્યાજ માટે સે રૂપિયા કાઢીને આપી દીધા પણ તે એટલા માટે કે, તે રૂપિયાની સાથે ચાર આના વધારે મળે. આ પ્રમાણે જ્યાં થડે પણ બદલે લેવાની ઈચ્છા હોય છે તેને વણિકવૃત્તિ કહે છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
સુદ ૯ ] રાજકેટ–ચાતુર્માસ
[૪૨૩ અહીં પ્રશ્ન એ થાય છે કે વણિકવૃત્તિ વિનાનું કામ કર્યું છે? અને વણિકવૃત્તિવાળાં કામો કયાં છે? સાધારણરીતે વણિકવૃત્તિવાળાં કામેની ગણના કરવી મુશ્કેલ છે. એક શ્લેકમાં તેને ચેડામાં સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં કહ્યું છે કે, “વેદનું પઠન કરવું એ પણ વણિકવૃત્તિ છે. સ્મૃતિ શાસ્ત્ર-પુરાણ વગેરેનું પઠન કરવું તે પણ વણિકવૃત્તિ છે. કારણ કે વેદ-સ્મૃતિપુરાણના પઠનનું ફલ સ્વર્ગ બતાવ્યું છે, અને એટલા જ માટે તેમાં વણિકવૃત્તિ છે. કારણ કે સંસારમાં સુખનું બિન્દુ છે તે સ્વર્ગમાં સુખને સિબ્ધ છે. આ પ્રમાણે બિંદુ માત્ર સુખને છોડી સિંધુ સમાન સુખ લેવા માટે જ કર્મકાંડે યજ્ઞયાગ એ બધાં ઉપાય બતાવવામાં આવ્યાં છે. આ બધાં ઉપાયોમાં વણિકવૃત્તિ છે. કેવળ આત્મતત્ત્વ વિચારમાં જ વણિકવૃત્તિ નથી. એટલા માટે આત્મતત્વનો વિચાર કરે.”
- આજે પણ લેકે ભણીગણીને મોટી મેટી પદવીઓ મેળવે છે. પણ શા માટે ? મેટ પગાર મળે એટલા માટે. જે બે હજાર રૂા. નો પગાર મેળવે છે તે માટે માણસ મનાય છે, જે ચાર હજાર રૂા. ને પગાર મેળવે છે તે તેનાથી મોટો માણસ ગણાય છે અને જે તેનાથી પણ વધારે પગાર મેળવે છે તે બહુ મે માણસ ગણાય છે. આ પ્રમાણે રૂપિયા મોટા કે વિદ્યા મોટી ?
ભકતે કહે છે કે, રાગદ્વેષાદિ ભવબંધનેને નષ્ટ કરનાર કાળ અગ્નિની સમાન જે છે તે અમને પસંદ છે. આઠ કર્મોની ઉપાધી નષ્ટ થવાથી જે આત્માનંદ પેદા થાય છે તે જ અમને આરાધ્ય છે બાકી તે બધી વણિકવૃત્તિ હેવાથી ત્યાજ્ય છે. આત્માનંદને પ્રાપ્ત કરવાની જ વૃત્તિ છે તે પરમાત્માની પ્રાર્થના કરે કે –
શ્રી સુબુદ્ધિ જિનેશ્વર વદિયે રે.” જો કે આ પ્રાર્થના ભગવાન સુબુધિનાથનું નામ લઈ કરવામાં આવી છે પણ વાસ્તવિક રીતે જોવામાં આવે તે આ પ્રાર્થના આત્માનંદની જ છે. આ નમસ્કાર આત્માનંદને જ કરવામાં આવ્યાં છે. તમે લોકો સાંસારિક ઉપાધિમાં પડી જઈ આત્માનંદને ભૂલી રહ્યા છે પણ જે તેને ભૂલી ન જાઓ તે ઘણે જ આનંદ આવે. જો કે સંસારિક લોકોને આત્માનંદને પ્રાપ્ત કરે મુશ્કેલ જણાય છે પણ જેમને આત્માનંદ પ્રિય લાગે છે તેમને માટે તે આ વાત સરલ છે અને સાંસારિક વાતે મુશ્કેલ જણાય છે.
કલ્પતર” માસિકપત્ર દ્વારા એવું સાંભળ્યું છે કે, કોઈ માણસની જાંઘનું હાડકું તૂટી ગયું હતું. સર્જન ડૉકટરે તે માણસને કહ્યું કે, ઑપરેશન કર્યા વિના આ તૂટેલું હાડકું સાંધી શકાશે નહિ. તે માણસને ઓપરેશનને બહુ ડર લાગે એટલા માટે તેને આખી રાત ઉંધ ન આવી. એટલે તે આખી રાત પરમાત્માનું ધ્યાન ધરતો રહ્યો. સવારે તેને થોડી ઉંધ આવી ગઈ. ઊઠીને તેણે જોયું કે, તેનું તૂટેલું હાડકું સંધાઈ ગયું છે અને તે થોડા દીવસમાં પહેલાંની માફક બરાબર ચાલવા લાગ્યું. તેણે ડોકટરને પગ બતાવ્યો અને બધી હકીકત કહી. ડોકટર તેને પગ જોઈ આશ્ચર્ય પામ્યા અને કહેવા લાગ્યા કે, આ પગમાં હાડકું કઈ દિવસ તૂટેલું જ નથી એમ લાગે છે.
પરમાત્માની પ્રાર્થના જે સાચી રીતિએ કરવામાં આવે તે આ નાસ્તિક્તાપ્રધાન આ યુગમાં પણ ઘણે ચમત્કાર જેવામાં આવે. આજના ભણેલાગણેલા લેકે જાણે નાસ્તિક થઈ
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૨૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
રહ્યા છે અને તેમને બધે ઠેકાણે ઢોંગ જ જણાય છે. પણ આજે પણ કેટલીક એવી વાત જોવામાં આવે છે કે જે આસ્તિકતાના પ્રબલ પ્રમાણુરૂપે છે. પ્રાર્થનામાં કેવી શક્તિ રહેલી છે એ તે આજે પણ જોવામાં આવે છે. મને પિતાને પણ પ્રાર્થનાની શક્તિને અનુભવે છે. જો તમે પણ સાચા હૃદયથી પરમાત્માની પ્રાર્થના કરે તે તમને પણ પ્રાર્થનાની શક્તિને અનુભવ થયા વગર રહેશે નહિ. અનાથી મુનિને અધિકાર–૪૬
અનાથી મુનિ આ જ વાત રાજા શ્રેણિકને સમજાવી રહ્યા છે. તેઓ કેવળ રાજાને જ આ વાત કહી રહ્યા નથી પણ બધાને આ વાત કહી રહ્યા છે. જે તેઓ કેવળ રાજાને જ વાત કહે અને બીજાને ન કહે છે તે તેઓ તુચ્છ થઈ જાય. શાસ્ત્રમાં સાધુઓ માટે કહ્યું છે કે –
जहा पुन्नस्स कत्थई तहा तुच्छस्स कत्थई,
rછા થ૬ તદ્દા પુન્નર રથ –શ્રી આચારાંગ સૂત્ર અર્થાત–સાધુઓ બધાને સમાન રૂપે ધર્મ સંભળાવે. જે પ્રમાણે કોઈ એક મહાન ને ધર્મ સંભળાવે તે જ પ્રમાણે એક તુચ્છને પણ ધર્મ સંભળાવે; અને આ જ પ્રમાણે એક તુચ્છને જે ધર્મ સંભળાવે તે જ ધર્મ એક મહાન ને પણ સંભળાવે.
આ કથનાનુસાર અનાથી મુનિ આગળ તે રાજા શ્રેણિક અને એક દરિદ્રી બધાં સમાન જ હતાં છતાં તેમણે રાજા શ્રેણિકને સંબોધન કરી આ બધી વાત કહી છે તેનું કારણ એ છે કે, પાત્ર વિના વસ્તુ ઝીલી શકાતી નથી. જે લેકે વીર છે તેઓ જ આ ઉપદેશને ઝીલી શકે છે. ઢીલી ધેતીના વાણીયા આ ઉપદેશને ઝીલી ન શકે. ઢીલી છેતીના વાણીયાઓને તે સામાન્ય વાતને છોડવામાં પણ મુશ્કેલી જણાય છે.
અનાથી મુનિ રાજા શ્રેણિકને સાધુઓની વાત સમજાવતાં કહે છે કે –
હે ! રાજન ! સાધુપણું લઈને પણ જે વણિક-વૃત્તિનો ત્યાગ કરતા નથી તે અનાથ જ છે. અમે આ પ્રમાણે કરીશું તે લેકે અમને માનશે. આ પ્રમાણે વિચાર કરી બાહ્ય સાધુક્રિયા કરવી એ વણિકવૃત્તિ છે. આ પ્રકારની વણિકવૃત્તિ કરનાર સાધુ થઈને પણ અનાથ જ છે, સનાથ નથી.” - “હે ! રાજન ! જે કર્મબંધનમાં પડેલો છે તે અનાથ છે અને જે કર્મબંધનને તોડે છે તે સનાથ છે. દ્રવ્ય સાધુ કર્મબંધનને તેડી શકતો નથી એટલા માટે તે અનાથ છે. તે મહાવ્રતને સ્વીકાર તે કરે છે પણ પ્રમાદના ઉદયથી પ્રમાદને વશ થઈ મહાવ્રતને જીવનસ્પશી બનાવતું નથી. એટલા માટે તે અનાથ છે.”
મહાવ્રત અણુવ્રતની અપેક્ષાઓ છે એટલા માટે મહાવ્રતને વિષે જે કાંઈ કહેવામાં આવે છે તેની સાથે અણુવ્રતની પણ શિક્ષા આપવામાં આવે છે. તમે સાધુ અને તેમનાં મહાવ્રતો વિષે વિચાર કરે તે પહેલાં તમારાં અણુવ્રતને વિચાર કરી જુઓ. તે અણુવ્રત અને મહાવ્રતમાં શું અંતર છે એ વાત ઘેડામાં કહું છું. જે તેમાં કોઈ પ્રકારની છૂટ છે તે અણુવ્રત છે, અને જે વ્રતોમાં કોઈ પણ પ્રકારની છૂટ નથી તે મહાવ્રત
Page #466
--------------------------------------------------------------------------
________________
શુદ ૯ ]
રાજકેટ-ચાતુર્માસ
[૪૨પ
છે. જૈનશાસ્ત્રમાં પાંચ મહાવ્રત અને ગદર્શનમાં પાંચ યમ કહેવામાં આવ્યાં છે. પણ બલિહારી તો તેમની છે કે જેઓ પાંચ મહાવ્રતે કે પાંચ યમોનું બરાબર પાલન કરે છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યામ છે. આ જ પ્રમાણે જેનશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, કોઈની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું, અણુદીધેલું ન લેવું, શીલવ્રતનું પાલન કરવું અને કોઈ પણ વસ્તુ ઉપર મમત્વ ન રાખવું એ પાંચ મહાવ્રત છે. અણુવ્રતમાં છેડી છૂટ રહે છે. જેમકે અહિંસાનું પાલન કરીશ પણ જે મારે અપરાધ કરશે તેને હું દંડ આપી શકીશ. આ પ્રમાણે અહિંસા પાલનમાં એક છૂટે રાખી એટલા માટે આ વ્રતનું નામ અણુવ્રત છે. આ પ્રકારની 2 સખી જે માણસ અપરાધી સિવાય બીજા કોઈને કષ્ટ આપતું નથી તે માણસ અણુવ્રતનું પાલન કરનાર છે. અણુવ્રત અને મહાવ્રતમાં આ જ અંતર છે કે, અણુવ્રતમાં તે કોઈ પ્રકારની છૂટ રાખવામાં આવે છે, જ્યારે મહાવ્રતમાં કોઈ પ્રકારની છૂટ રાખવામાં આવતી નથી. ગદર્શનમાં પાંચ યામેની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, દેશ, જાતિ, કાલ સમય વગેરેને કોઈ પણ પ્રકારને અપવાદ રાખ્યા વિના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન કરવું એ પાંચ યમોનું પાલન કરવું છે. પાંચ યામાં કે પાંચ મહાવતેમાં દેશ, જાતિ, કાળ કે સમય વગેરેનો કોઈ પ્રકારને અપવાદ રાખવામાં આવતા નથી. અણુવ્રતમાં અમુક અપવાદ રાખવામાં આવે છે. જૈનદર્શનમાં એ જ વિશેષતા છે કે, પ્રત્યેક વ્યક્તિ પિતાની શક્તિ પ્રમાણે ધર્મનો સ્વીકાર કરી શકે છે અને તેનું પાલન કરી શકે છે :
દેશથી પ્રતિબંધને અર્થ એ છે કે, હું અમુક દેશમાં તે અહિંસાદિનું પાલન કરીશ પણ અમુક દેશની બહાર અહિંસાદિનું પાલન કરી શકીશ નહિ. આ પ્રકારની છૂટ મહાવ્રતમાં કે પાંચ યામમાં હોઈ શકતી નથી. આ જ પ્રમાણે અમુક જાતિના ઉમે નહિ માટે એ અપૂર્ણ અહિંસા છે. પણ જેનશાસ્ત્ર કહે છે કે, મહાવ્રતમાં એકેન્દ્રિય, હીન્દ્રિય વગેરે કેઈ જાતિના છની હિંસા કરવાની છૂટ હોઈ શકે જ નહિ. જે અહિંસામાં આ પ્રકારની અપૂર્ણતા છે તે અહિંસા અણુવ્રતમાં છે, મહાવ્રતમાં નથી. મહાવતેમાં તે એકેન્દ્રિય આદિ પ્રત્યેક જાતિના છની અહિંસા કરવી, કરાવવી તથા અનુદવાની પ્રતિજ્ઞા એકી સાથે કરવામાં આવે છે અને તેને જ અહિંસામાં સમાવેશ થાય છે.
આજે મહાવ્રતની આ વ્યાખ્યા ન સમજવાને કારણે ઘણું જ ગડબડ થવા પામે છે. લાક લોકો કહે છે કે અમે હિંસા તો ન કરીએ પણ બીજાને કહીને કરાવીએ કે હિંસાનો ઉપદેશ આપીએ તો તેમાં શું હરકત છે ? ખરી રીતે બીજાએ કરેલી હિંસાને અનુમોદને આપે છે તે સાધુ નથી. સાધુ તે તે છે કે, જે હિંસા કરે નહિ, કાવે નહિ તથા હિંસાને અનુમોદન પણ આપે નહિ
દેશમાં, અમુક દેશમાં હિંસા નહિ કરું અને અમુક દેશમાં કરીશ એવી સીમા બાંધવામાં આવે છે તે અણુવ્રતમાં છે. જેમકે દિગ્ગતમાં એવી પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે, હું અમુક સીમાની બહારની હિંસાને ત્યાગ કરું છું. આ અણુવ્રત માટે છે. સાધુઓ માટે તે મહાવ્રત છે કે જેનું પાલન બધા દેશમાં સમાનરૂપે કરવું આવશ્યક છે. સાધુને અઢીદીપની બહાર પણ કેઈ લઈ જાય તે પણ તે સાધુ અહિંસાદિ મહાવ્રતનું પાલન અપવાદ રાખ્યા વિના પૂર્ણરૂપે
Page #467
--------------------------------------------------------------------------
________________
૪ર૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
કરશે. એમ થઈ ન શકે કે, અઢીદ્વીપમાં તે બીજાં વ્રત છે અને અઢીદીપની બહાર બીજા વ્રત છે. આ પ્રમાણે દેશ કે જાતિની મર્યાદા મહાવ્રતમાં હેતી નથી.
- આ તે દેશ અને જાતિની વાત થઈ. હવે કાળની વાત લઈએ. કાળને માટે એવી છૂટ રાખવામાં આવે કે, “સુકાળ હોય છે તે અહિંસા વ્રતનું પાલન કરીશ પણ દુષ્કાળ કે, આપત્તિકાળ હોય ત્યારે અમારે “આપદ્ધર્મ જુદો છે. જેમકે સ્ત્રી કે પુત્રને કઈ સતાવતું હોય ત્યારે અહિંસાનું પાલન થઈ શકે નહિ, ત્યારે તે આતતાયીને–પીડા આપનારને દંડ આપવામાં આવે. આ પ્રમાણે અહિંસા વ્રતમાં છૂટ રાખવી એ મહાવત નથી. શાસ્ત્ર આ પ્રકારનું વ્રત લેવા માટે અટકાવતું નથી પણ એ પ્રકારનું વ્રત અણુવ્રત છે. મહાવ્રત તે તે છે કે, ભલે ગમે તે અપરાધી હોય પણ તેને દંડ આપવામાં ન આવે–તેની હિંસા કરવામાં ન આવે. જે મહાવ્રતનો સ્વીકાર તે કરે છે પણ અહિંસાનું આ પ્રમાણે પૂર્ણ રીતે પાલન કરતું નથી તે અનાથ જ છે, સનાથ નથી. "
કાલની બાદ સમયને અપવાદ બતાવવામાં આવ્યો છે. મહાવ્રતમાં સમયને પણ અપવાદ રાખવામાં આવતું નથી. સમયને અર્થ અવસર છે. જેમકે જાણી જોઈને તે કોઈને માટે નહિ પણ એવી છૂટ રાખવામાં આવે છે, જે મને કોઈ ભયંકર રોગ થાય તે રોગને મટાડવા માટે હિંસાને આશ્રય લેવો પડે કે મને કોઈ જીવ જોવામાં ન આવે પણ રેગનિવારણ માટે તેની હિંસ થઈ જાય તે છૂટે છે. મહાવ્રતમાં આ પ્રકારની છૂટ રાખી શકાય નહિ. અણુવ્રતમાં આ પ્રકારની છૂટ જાણી જોઈને રાખી શકાય છે. અણુવ્રતમાં (આકુટી બુદ્ધિએ) જાણી જોઈને અને અનાકુટી બુદ્ધિએ હિંસાની છૂટ બતાવવામાં આવેલ છે, પણ મહાવ્રતમાં એવી કઈ પ્રકારની છૂટ આપવામાં આવેલ નથી. સાધુઓ આવી છૂટ રાખી પણ શકે નહિ. તેઓ તે. રાતના સમયે જે ચાલવું પડે છે તે જીવ હોય કે ન હોય પણ ઘાદારી જગ્યા પુંજીને જ ચાલી શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, જે સાધુની પાસેથી એ પાંચ હાથ દૂર રહે તે તેમને માસિક દંડ આવે છે.
મતલબ કે, જે તેમાં દેશ, કાલ, સમય અને જાતિ વગેરે કોઈ પ્રકારને અપવાદ રાખવામાં આવતું નથી તે મહાવતે છે. મહાવ્રત સાર્વભૌમ છે, એટલા માટે મહાવ્રતોમાં કઈ પ્રકારની છૂટ હોઈ શકે નહિ. સુદર્શન ચરિત્ર–૪૬
'આ સંસાર વિચિત્ર છે. એટલા માટે કઈ તે સુદર્શનની પ્રશંસા કરતા હતા તે કઈ નિંદા. કોઈ તે કહેતા હતા કે, આ તે ધર્મને ઢોંગ કરતા હતા, તે કોઈ એમ કહેતા હતા કે, આપણે હદયની વાત સમજી શક્તા નથી તે શા માટે તેની નકામી નિંદા કરી પાપ બાંધવું ? એ પિતાના મઢે બે ચાર શબ્દો બોલે તો તેની શૂળીએ ચડાવવાની શિક્ષા માફ થઈ શકે એમ છે, અને બધાએ તેને બેલવાને આગ્રહ પણ કર્યો, છતાં તે બેલતા નથી, તે મૌન રહેવામાં કોઈ સદાશય રહ્યો હશે એમ આપણે સમજવું જોઈએ.
શેઠ તે બધાની પ્રશંસાત્મક કે નિદાત્મક વાતે શાન્ત ભાવે સાંભળ્યું જતા હતા.
ભલે બધા દેવો એક થઈ જાય પણ સત્ય તત્ત્વને માનનાર પિતાના સત્યધર્મથી ચલિત થતું નથી. જે કે બધા દેવે એક બાજુ થઈ જાય એ અસંભવ છે, અને કદાચિત
Page #468
--------------------------------------------------------------------------
________________
શુદ ૯ ]
રાજકોટ–ચાતુર્માસ
[૪૨૭
એ સંભવિત થઈ જાય તે પણ સત્યધમ તે પિતાના સત્યધર્મ ઉપર દઢ જ રહે છે. સત્યધમાં તે એમ જ વિચારે છે કે, જે હું મારા સત્યધર્મ ઉપર દઢ રહીશ તે દેવ પણ મારું કાંઈ કરી શકે એમ નથી.
સુદર્શન શેઠે સાગારી સંથારો કર્યો. તેણે કહ્યું કે, “હે ! પ્રભો ! જે હું જીવિત રહ્યો તે તે મારાં પહેલાંના વ્રત છે જ, પણ જે મેં કાળ કર્યો તે મારે અઢારે પાપને ત્યાગ છે.” જે કે નિશ્ચયમાં તે તેણે એમ કર્યું, પણ વ્યવહાર રાખવો પણ આવશ્યક છે. વ્યવહાર રાખ્યા વિના કામ ચાલી શકતું નથી. સાધુ, તીર્થકર અને સિદ્ધ વગેરે બધા વ્યવહારથી જ છે. નિશ્ચયમાં તે જે કથા એ કથનાનુસાર બધા સરખા જ છે. તમે વ્યવહારને માટે જ આવ્યા છે, અને તમારી ઉત્પત્તિ અને તમારે લય પણ વ્યવહારથી જ છે. ખાવું-પીવું વગેરે વ્યવહાર માટે જ છે, તે પછી ધર્મમાં વ્યવહારની આવશ્યક્તા કેમ ન હોય ? જે ધર્મને માટે વ્યવહારને લેપ કરે છે અર્થાત ધર્મમાં વ્યવહારને સ્થાન આપતા નથી તે ધર્મને જ લેપ કરે છે એમ કહી શકાય.
સુદર્શને વ્યવહારને માટે જ અઢાર પાપને ત્યાગ કર્યો. તેણે કહ્યું કે, જો મારું શરીર શૂળીથી છેદાઈ ગયું કે મારે અઢાર પાપોને ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ છે. તેણે આ પ્રમાણે ત્યાગ તો કર્યો, પણ આ ત્યાગ કરવા છતાં પણ જો તેના મનમાં થડે પણ રાગદ્વેષ રહી જાત તે એ દિશામાં તે પિતાના ધ્યેયથી પતિત થઈ જાત. અભયાએ સુદર્શન ઉપર કે જુલ્મ ગુજાર્યો હતો? તે કેવી પાપાત્મા હતી ? જે કઈ પોતે સચ્ચરિત્રા બની બીજા ઉપર કલંક ચડાવે છે તેથી વધારે કે પાપાત્મા હોઈ શકે? એટલા માટે સુદર્શનના હૃદયમાં અભયા પ્રતિ ક્રોધ આવે એ સ્વાભાવિક હતું. છતાં પણ સુદર્શન જે સત્યધર્મી તે એમ જ વિચારતું હતું કે, આ અભયા રાણું તે મારી સાચી માતા છે, કે તેમણે જ મને અઢાર પાપને ત્યાગ કરવાનો શુભ અવસર આપ્યો છે.
જો તમે પણ આ વાતને બરાબર સમજ્યા છે તે તમારામાં એવો વિચાર સરખો પણ ન આવે કે અમુક માણસને સત્યાનાશ થઈ જાય તે મને શાતિ થાય. જો તમને આવો વિચાર આવ્યો, તે તમે એમ નક્કી સમજજો કે તમે સત્યધર્મને કે અરિહંત દેવને હજી સમજી શક્યા નથી. તમારામાં તે એવી ભાવના હોવી જોઈએ કે, “હે ! પ્રભે ! હે ! શાન્તિનાથ ભગવાન ! આપે એક કબુતરની રક્ષા માટે જેવી રીતે શરીરનું સમર્પણ કર્યું હતું, તે જ પ્રમાણે હું પણ બીજાના કલ્યાણ માટે મારા શરીરને સમર્પિત કરી શકું એવી શક્તિ મારામાં આવે.” પણ તમે લેકે મહાજન છે, એટલા માટે એમ વિચારતા હશો કે, જો અમે એમ કહીએ તે અમારો સંસાર-વ્યવહાર કેમ ચાલી શકે ! પણ જે એવો વિચાર તમને થાય તે એમાં વિચારશીલતાને શું અંશ છે, તેને ઊંડે વિચાર કરે.
સુદર્શન કહે છે કે, “હે ! પ્રભો ! મારા હૃદયમાં કોઈને પ્રતિ રાગદ્વેષ નથી. જોકે ભલે એમ સમજે કે મને શૂળીએ ચડાવવામાં આવે છે પણ હું તે એમ સમજું છું કે, મારો આત્મા પોતાના આત્મતત્વમાં મળી રહ્યો છે.”
આ પ્રમાણે વિચાર કરી સુદર્શને ધ્યાન ધર્યું. ધ્યાનમાં તે નવકારમંત્ર જ જપતો હતા. સાધારણ રીતે નવકારમંત્ર તે ઘણા લોકોને યાદ હશે અને તેને જાપ કરતા હશે; પરંતુ નવકારમંત્ર જપવામાં ભાવનું અંતર રહે છે. એટલા માટે નવકારમંત્રને ભાવપૂર્વક
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૨૮]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા જપ જોઈએ. જે હૃદયમાં નવકારમંત્રના મહિમાનું સ્થાન હોય, તે પછી તે માણસ કષ્ટને કષ્ટ માનતા નથી, પરંતુ એ કષ્ટ સમયને નવકારમંત્રના મહિમાને સમય માને છે. જે નવકારમંત્ર ઉપર દઢ વિશ્વાસ રાખે છે તેનામાં દઢતા આવ્યા વગર રહેતી નથી. નિષ્કામ થઈ પરમાત્માની દઢતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે તે અવશ્ય આત્મકલ્યાણ થાય.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૦ શનિવાર .
પ્રાર્થના શ્રી “ઢરથે' પતિ પિતા, “નન્દા થારી માય; રેમ રેમ પ્રભુ મે ભણી, શીતલ નામ સુહાય.
જય જય જિન ત્રિભુવન ધણી. ૧
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશી
શ્રી શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્મા શીતલનાથનું નામ જપવાથી શું લાભ થાય છે એ અત્રે જોવાનું છે. આત્મા જે ઉપાધિઓને કારણે સંતપ્ત થઈ રહ્યો છે તે ઉપાધિઓને ભગવાન શીતલનાથની પ્રાર્થના શાન કરી શીતલતા આપે છે. ઉપાધિઓને શાન્ત કરી શીતલતા પ્રાપ્ત કરવા માટે પરમાત્મા શીતલનાથની પ્રાર્થના એ એક અમેઘ ઉપાય છે. પણ એ ઉપાયને કામમાં લેતાં પહેલાં પિતાના સ્વરૂપને વિચાર કરે જરૂરી છે. - રોગી જ્યાં સુધી પિતાના રોગને જાણતા નથી ત્યાં સુધી તેને દવા ઉપર વિશ્વાસ પેદા, થતું નથી. એટલા માટે દવા લીધા પહેલાં રોગીએ પોતાના રોગને જાણી લેવો આવશ્યક છે. રેગ જાણી લીધા બાદ દવા લેવાની ભાવના પેદા થાય છે, અને વૈદ્યોનું કહેવું છે કે, ઊગીની ભાવના દવાથી પણ વધારે કામ કરે છે. આ પ્રમાણે જ્યારે પ્રાર્થના કરનાર પિતાનું સ્વરૂપ જાણી લેશે અને ઉપાધિઓથી મુક્ત થવા માટે પરમાત્માની પ્રાર્થના કરશે, ત્યારે, પ્રાર્થનામાં તેને અજબ શક્તિ જણાશે. એટલા માટે સર્વપ્રથમ આત્માને કઈ કઈ ઉપાધિઓએ ઘેરી લીધેલ છે એ જાણીને પરમાત્માની પ્રાર્થના કરવાનો ભાવ પેદા કરે જોઈએ અને પછી પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ.
પ્રાર્થના કરવા માટે તમારા સુષુપ્ત ભાવ જાગ્રત થાય એ દષ્ટિએ તમને હમેશાં પ્રાર્થના વિષયક થેડું ઘણું સંભળાવવામાં આવે છે. જે પ્રમાણે સૂર્યોદય થવાથી કમળો વિકસિત થાય છે તે જ પ્રમાણે તમે પણ પ્રાર્થના વિષે સાંભળી આત્માને જાગ્રત કરો. આત્માને જાગ્રત કરી જે પરમાત્માની પ્રાર્થના, ભાવપૂર્વક કરશે તે આત્માની બધી ઉપાધિઓ મટી જશે, અને તમારે આત્મા શાન્તિ અને શીતળતા પ્રાપ્ત કરશે.
તમે કદાચ એમ કહેશો કે, અમે જાગ્રત કેવી રીતે થઈએ ? જ્યારે અમે જાગતા છીએ ત્યારે જે તે અમે તમારી સામે બેઠા છીએઃ આને ઉત્તર એ છે કે, આ જાગૃતિ તે દ્રવ્ય જાગ્રતિ છે. હું દ્રવ્ય ઊંધ ઉડાડવાની વાત કહેતા નથી, પણ ભાવ નિદ્રા ઉડાડવાની
Page #470
--------------------------------------------------------------------------
________________
શુદ ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ
[૪૨૯ વાત કરી રહ્યો છું. દ્રવ્ય ઊંધ ઉડાડવી તે સરલ છે પણ ભાવ નિદ્રા ઉડાડવી તે બહુ જ મુશ્કેલ છે. એટલા માટે ભાવ નિદ્રા ઉડાડી પરમાત્માની પ્રાર્થના કરે. કહ્યું છે કે –
“ જેવો મુવા રે અજૈતુ ? અનેક તત્વવેત્તાઓ કહે છે કે, ઈશ્વર થઈને ઈશ્વરને ભજો. તમે કહેશે કે, જો અમે પોતે જ પરમાત્મા બની જઈએ તે પછી પરમાત્માની પ્રાર્થના કરવાની અમને શી જરૂર ? પણ આ કથનને એવો અર્થ છે કે, પ્રભુમય થઈને પ્રભુને ભજે. વિકાર ન રાખે. જે
ધી હોય છે તે ક્રોધને જાગ્રત કરવા માટે કેવીને ભજે છે. કામી પુરુષ કામવાસનાને જાગ્રત કરવા માટે કામદેવને ભજે છે. પણ જે કામક્રોધનો નાશ કરવા ચાહે છે તે તે કામધના વિજેતા દેવને જ ભજશે. લોભી માણસ ભી દેવની જ પ્રાર્થના કરશે પણ જે લોભને નાશ કરવા ચાહે છે તે તે લેભરહિત દેવને જ ભજશે. એટલા માટે તમે જે કામ, ક્રોધ, લભ વગેરેથી મુક્ત થવા ચાહે છે તે તમે કામ, ક્રોધ, લોભ, મેહ વગેરેથી વિમુક્ત થએલા વીતરાગ પરમાત્માની પ્રાર્થના કરે. અને તેમની પ્રાર્થના પણ પિતાના અઢાર પ્રકારના દોષને દૂર કરવા માટે જ કરે. પરમાત્માની પ્રાર્થના દોષમુક્ત થવાની ભાવનાએ કરશે તે પ્રાર્થના-બેધથી તમારા આત્મામાં અપૂર્વ પ્રકાશ આવશે.
તમે કહેશે કે પ્રભુમય કેવી રીતે બનવું ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જ્યારે આત્મા ભાવનિક્ષેપ ઉપર જાય છે અને શબ્દાદિ ત્રણ નયથી પરમાત્માની પ્રાર્થના કરે છે, ત્યારે આત્માની સ્થિતિ વિષે શાસ્ત્ર કહે છે કે, તે વખતે આત્મા જેને ઉપગ કરે છે, આત્મા, તે જ કહેવાય છે. અર્થાત પરમાત્મામાં ઉપયોગ રાખી આત્મા પરમાત્માની પ્રાર્થના કરે તે આત્મા આ ભવમાં નહિ તે બીજા ભવમાં પરમાત્મામય બની જાય.
તુજ દર્શન મુજ વાલ હે લાલ, દર્શન શુદ્ધ પવિત્ર હો વાલેસર, દર્શન શ3 નયે કરે રે લાલ, સંગ્રહ એવંભૂત રે વાલેસર.
આ કડીમાં કહ્યું છે કે, હે ! પ્રભે ! તારું દર્શન અને પ્રિય છે. કેવળ આંખેથી જેવું એ જ દર્શન નથી પરંતુ હૃદયને એકાગ્ર કરી વિવેકપૂર્વક તારામાં ઉપયોગ લગાવે એ જ તારું દર્શન છે. આ પ્રમાણે તારું દર્શન કરવાથી તું મને બહુ પ્રિય લાગે છે.
અન્ય દેવને પણ જોયા છે તેમનું દર્શન મને પ્રિય લાગતું નથી. કારણ કે, તે દેવ બધા દર્શકોને દર્શક જ રાખે છે. તે પોતે તે ઈશ્વર રહે છે અને જે તેમનું દર્શન કરે છે, તેમને તે દર્શક જ રાખે છે. દર્શકને પિતાના જેવો બનાવી દે એ ગુણ તારામાં જ ; છે, પણ તારું દર્શન શબ્દયથી કરવું જોઈએ. જે શબ્દનયથી તારું દર્શન કરે છે તેને સંગ્રહત્ય એવંભૂતમાં પહોંચી જાય છે.
સંગ્રહ યમાં જે વસ્તુ હોય છે તે જ વસ્તુ પૂર્ણ થઈ એવંભૂતમાં જાય છે. જે વસ્તુ, સંગ્રહ નયામાં નથી તે એવંભૂતમાં પણ જતી નથી. જેમકે સંગ્રહનયની દષ્ટિએ માટીમાં ઘડે છે, પણ જે સંગ્રહાયની દષ્ટિએ માટીમાં ઘડો ન હોય તો લાખો ઉપાય કરવા છતાં પણ માટીમાંથી ઘડે બની શકતું નથી. સંગ્રહનયથી માટીમાં ઘડે છે ત્યારે જ કર્તા અને નિમિત્તના સહકારથી ઘડે બને છે. આ ઉદાહરણ પ્રમાણે બધાના આત્મા સમાન છે. સંગ્રહનયની દષ્ટિએ મારે આત્મા પણ “હે ! પ્રભુ ! તારા જ સમાન છે. પણ જે પ્રમાણે જ્યાં સુધી
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૩૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
માટીને ઘડો બનતે નથી ત્યાં સુધી માટી પગ તળે કચડાય છે—કોઈના માથા ઉપર ચડી શકતી નથી, તે જ પ્રમાણે સંગ્રહાયમાં જ રહેવાના કારણે હું પણ સંસારમાં જ ભ્રમણ કરી રહ્યો છું. હવે મને માલુમ પડયું કે, જો હું શબ્દનયથી તારું દર્શન એક વાર પણ કરી લઉં તે હું સંગ્રહમાંથી એવંભૂત નયમાં પહોંચી જાઉં અર્થાત હું તારા જ જે બની જાઉં.”
મતલબ કે, ભક્ત કહે છે કે, “હે! પ્રભો! મારા આત્માને ઉન્નત બનાવવામાં તું જ અમેઘ સાધનભૂત છે; તારા સિવાય બીજો કોઈ નથી. એટલા માટે હું તારી પ્રાર્થના કરું છું.” અનાથી મુનિને અધિકાર–૪૭
આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે. તેઓ કહે છે કે, “હે! રાજન ! જે લોકો વિપુલ સંપત્તિ પામીને પણ અહીં તહીં રખડે છે તે લેક ભાનભૂલેલા છે. જે અવસર, માટીને ચાક ઉપર ચડાવી ઘડો બનાવવાનું હોય, તે જ અવસરે જ માટીને ચાક ઉપરથી ઉતારી ફેંકી દેવામાં આવે તે એ અવસર કે ગુમાવ્યો કહેવાય ? આ જ પ્રમાણે મનુષ્યજન્મ અને નિગ્રંથધર્મ પ્રાપ્ત થવા છતાં જેઓ દુઃખ પામે છે, તેઓ કેવો સુઅવસર ગુમાવે છે ? ઊંચી સ્થિતિએ જઈ આ કેવું નીચે પડવા જેવું છે? આવા નીચે પડનારા લેકે ઉપર જ્ઞાનીજનો કરુણું કરે છે.” તમે કોઈને નીચે પડતા જુઓ તે તેમના ઉપર તમને કરુણું આવશે, પણ બીજાઓ ઉપર કરુણું કરતાં પહેલાં પિતા ઉપર કરુણા કરવાની જરૂર છે. સર્વપ્રથમ પિતાના આત્મા ઉપર જ કરુણ કરવી જોઈએ.
आउत्तया जस्स य नत्थि कोई, इरियाए भासाए तहेसणाए।
आयाणनिक्खेवदुर्गुच्छणाए, न वीरजायं अणुजाइ मग्गं ॥४०॥
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન! હવે હું જુદા પ્રકારની અનાથતાનો વિચાર કરું છું. જેઓ નિગ્રંથધર્મને પ્રાપ્ત કરીને પણ પતિત થઈ જાય છે તે લોકોની હવે હું વાત સમજાવું છું. આ વાત સમજાવવાનું કારણ એ છે કે, એક માણસ તે બીજાને પતિત થતે જોઈ સાહસહીન થઈ જાય છે અને બીજો માણસ, બીજાને પતિત થતા જોઈ વધારે સાહસી બને છે.”
મેં એક પુસ્તકમાં જોયું છે કે, આ પંચમકાળની વિષમતા જોઈ અજ્ઞાનીઓ તે ડરી જઈ પડી જાય છે, પણ જ્ઞાનીજને તે તેમને જોઈ નવો વિચાર કરે છે. તેઓ કહે છે કે, “ આ પંચમ આરો તે છે જ. આ પંચમ આરામાં વિષમતા હોય તો એમાં આશ્ચર્યની વાત શું છે! આ પંચમ આરાની વિષમતાથી બચવા માટે અમારે દઢ રહેવું જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરી જ્ઞાની તે વધારે દઢ થાય છે પણ અજ્ઞાની લેકે પંચમ આરાની વિષમતા જોઈ ઊલટા શિથિલ થઈ જાય છે. પણ વાસ્તવમાં આ પ્રકારના પતિત થતા લેકેને જોઈ પ્રત્યેકે સાવધાન થવું જોઈએ.
કોઈ માણસ જ્યારે પત્થરની ઠેસથી નીચે પડે છે તે બીજે માણસ તેને પડતા જોઈ પિતે પણ નીચે પડે છે કે વધારે સાવધાન બને છે? સાવધાન જ બને છે, અને તે એમ વિચારે છે કે આ માણસ પત્થરની ઠેસથી નીચે પડી ગયું તે મારે સાવધાન થઈ ચાલવું જોઈએ. આ જ પ્રમાણે સંયમમાં પણ બીજાને પડતા જોઈ પિતાએ સાવધાન બનવું જોઈએ.
Page #472
--------------------------------------------------------------------------
________________
-: :
પ
s
શુદ ૧૦ ]
રાજકેટ અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! ઘણા લોકો નિર્ચન્વધર્મને સ્વીકાર કરે છે પણ મહાવ્રતનું પાલન થઈ ન શકવાને કારણે પડી જાય છે. આવા લેકો અનાથ જ છે.” મહાવતેમાં કેવી રીતે સ્થિર રહી શકાય એને માટે પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે
વિતવારે પ્રતિપક્ષમ ઉપર્યુક્ત કથનનો સરલ અર્થ એ જ છે કે, વિતને દૂર કરવા માટે પ્રતિપક્ષી ભાવના કરવી જોઈએ. વિતક શું છે અને પ્રતિપક્ષ ભાવના શું છે એ વિચાર ઘણો લાંબે છે, એટલે અત્રે એ વિષે સંક્ષેપમાં કહું છું.
વિતર્ક'ને અર્થ ઊલટે તર્ક થાય છે. જેમકે પાંચ મહાવ્રતાથી વિપરીત હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને લેભતૃષ્ણ છે. મહાવતે તે ધારણ કર્યો છે પણ તે ત્રતાથી વિપરીત હિંસાદિને વિતર્ક આડે આવે છે તે વખતે શું કરવું? એને માટે કહ્યું છે કે એ વિતર્કોને હટાડવા-દૂર કરવા. પણ એ વિતર્કોને કેવી રીતે દૂર કરવાં? એને માટે કહ્યું છે કે, પ્રતિપક્ષી ભાવનાધારા એ વિતર્કોને દૂર કરવા.
આ મહાવતે માટે કહેવામાં આવ્યું છે પણ અણુવ્રત વિષે પણ જ્યારે વિતર્ક ઊભાં થાય ત્યારે પ્રતિપક્ષી ભાવનાદ્વારા તેને પણ દૂર કરવા એમ સમજવું.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવતે છે. અહિંસાને સામાન્ય અર્થ હિંસા ન કરવી એ થાય છે. કેટલાક લોકો કહે છે કે, અહિંસા તે કાયરોની છે. પણ વાસ્તવમાં અહિંસા કાયની નહિ પણ વિરેની છે. જે સાચે વીર હશે તે જ અહિંસાનું પાલન કરી શકશે. સાચે અહિંસક એવો હોય છે કે તે ઇન્દ્રોને પણ હરાવી શકે છે. તે હમેશાં લડતે જ રહે છે. વિપક્ષને નાશ જ કરતે રહે છે. કદાચ તમે કહે કે, અહિંસકના હાથમાં તલવાર તે હેતી નથી તે પછી તે કેવી રીતે લડે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે તેમની પાસે તે જીવની રક્ષા કરવાનું સાધન જે રજોહરણ હોય છે, એ રજોહરણ જ અહિંસકની તલવાર છે. આ રજેહરણ પણ એક દ્રવ્ય ચિન્હ છે. અહિંસક પાસે સાચું શસ્ત્ર તે પિતાની ભાવના જ છે. અહિંસાના વિપક્ષને હટાડવાની જે ભાવના છે તે જ અહિંસકનું શસ્ત્ર છે. - મતલબ કે, વિપક્ષને હટાડવા માટે પ્રતિપક્ષી ભાવના કરવી જોઈએ. અહિંસાને વિતર્ક હિંસા છે. એ હિંસાને હટાડવા માટે હિંસાની પ્રતિપક્ષી ભાવના-અહિંસાને અપનાવવી જોઈએ. અર્થાત હિંસાના વિતર્કને અહિંસાદ્વારા દૂર કરવો જોઈએ. હિંસાના વિતને દૂર કરવા માટે મૈત્રી, પ્રમેહ, કરુણા અને મધ્યસ્થ ભાવના ભાવવી જોઈએ. બાલભાષામાં પણ કહ્યું છે કે --
ગુણીજને કે વંદના, અવગુણ જાન મધ્યસ્થ;,
દુ:ખી દેખ કરુણા કરે, મિત્ર ભાવ સમસ્ત. આ ચાર ભાવના છે. પહેલી ભાવના પ્રમોદ ભાવના છે. અર્થાત ગુણીજનોને જોઈ વંદના કરી પ્રમોદ પામો. ગુણીજનોના ગુણોનો મતલબ વ્યવહારના ગુણોથી નથી. કારણ કે વ્યવહારના ગુણો જેટલા વધારે તેટલી વધારે ધમાલ થાય છે. વ્યવહારના ગુણેમાં તે સંસારમાં જે ગુણી છે તેથી વિશેષ ગુણ દેવ છે, દેવ ત્રણ જ્ઞાનના સ્વામી છે, પણ તેમને વંદના
Page #473
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
૪૩૨ ]
કરી શકાય નહિ. ગુણી તા તે લોકો જ છે કે જે પાલન કરે છે. આ પ્રમાણે સંયમગુણને ધારણ કરવી જોઈ એ.
[ બીજા ભાદરવા
ત્રણ ગુપ્ત અને પાંચ સમિતિનું કરનાર પ્રતિ પ્રમાદભાવના રાખી વંદના
ખીજી મધ્યસ્થ ભાવના છે. જે ખરાબ છે, જે હિંસક છે તેના પ્રતિ પણ મધ્યસ્થ ભાવના રાખી એમ વિચારવું કે, આ આત્મા હિંસા કરે છે. એટલે તે ખરાબ છે પણ જો તે હિંસાના ત્યાગ કરી અહિંસક બની જાય તે તે પણ મારા માટે વંદનીય—પૂજનીય બની શકે છે. અર્જુનમાલી હિંસક હતા, પણ જ્યારે ભગવાનના શિષ્ય બની તેણે હિંસાને ત્યાગ કર્યો ત્યારે તે પણ વંદનીય બની ગયા અને સુદર્શને તેમને વંદના પણ કરી. શું આવા અવગુણીને વંદના કરવી એ ઉચિત હતું? શેઠે તેને પણ ગુરુ માન્યા એ શું ઠીક હતું ? પણ જે ગુણના ગ્રાહક હેાય છે તે પહેલાંની વાતા ભૂલી જઈ ગુણાને જ ગ્રહણ કરે છે. આ પ્રમાણે જે લેા હિંસક છે તેએ અહિંસક બની જાય એવી જ ભાવના ભાવવી જોઇ એ. આમ છતાં જો તેની હિંસા છૂટે નહિ તેા તેમના પ્રતિ મધ્યસ્થ ભાવના તો અવશ્ય રાખવી જોઈએ. તેમના પ્રતિ ક્રોધ કરવા ન જોઈએ. કામદેવને ધર્માંથી ચ્યુત કરવા માટે દેવ પિશાચનું રૂપ ધારણ કરી તલવાર લઈ આવ્યા હતા, છતાં કામદેવે તેના ઉપર ક્રોધ ન કર્યા. કામદેવ
65
Ο
તો એમ જ વિચારતા હતા કે, “ મને પરમાત્મા તરફ પ્રેમભાવ છે કે નિહ તેની પરીક્ષા કરવા માટે આ દેવ આવ્યા છે. આ સિવાય તે દેવ મને ‘ અપત્યપથિયા ’ અને ‘ અવાંછનીય’ ની વાંના કરનાર કહે છે તેા તે ઠીક જ કહે છે, જે ચીજ અવાંછનીય છે તેની વાંછના ન કરવી જોઈએ. એ દેવ કહે છે તેા ઠીક, પણ તેના કથનમાં અંતર કેવળ એટલું જ છે કે, તે ધર્માંતે અવાંનીય માને છે અને હું પાપને અવાંછનીય સમજું છું. તે ધર્માંતે અવાંછનીય સમજે છે તા તેનું કેવું કષ્ટ ભોગવવું પડે છે! એ બિચારામાં એટલું બધું દુઃખ ભરેલું છે કે, તે દુઃખ તેના શરીરમાંથી નીકળી મારી પાસે આવી રહ્યું છે. તે બહુ જ દુ:ખી છે. એટલા માટે તેનાં ઉપર કરુણા કરવી જોઇએ. હે ! પ્રભા ! હું એ જ ચાહું છું કે, તેનું પણ કલ્યાણ થાઓ ! ” ઘણીવાર એવું બને છે કે, બીજામાં ખરાખી જોઈ પોતાનામાં પણ ખરાખી થાય તેવું કરવામાં આવે છે અને પેાતાનાં જે ગુણા હોય તે પણ છેાડી દેવામાં આવે છે. તમે એવું કૃત્ય કરી ન બેસા તેને ખ્યાલ રાખશે!. મહાપુરુષોના જીવનચિરત્રમાંથી એ જ શિક્ષા મળે છે કે, દુર્રાને સદ્ગુણાદ્વારા જીતી લેવા. સુદર્શોન શેઠે અર્જુનમાલીને પ્રતિપક્ષી ભાવનાદરા જ જીત્યા હતા. ભાવની વાત જુદી છે . પણ ઉપરના શ્રમ તે અર્જુનમાલીને જ વધારે પડયા હતા; છતાં પણ વિજય તા સુદર્શનને જ થયા. કામદેવને ધર્માચ્યુત કરવા માટે દેવને કેટલાં બધાં કષ્ટો સહન કરવાં પડયાં હતાં. તેને પિશાચરૂપ પણ ધારણ કરવું પડયું હતું. જેને જોવા માત્રથી ધૃણા પેદા થાય એવું ધૃણિત રૂપ પણ તેને ધારણ કરવું પડયું હતું. તેણે આસુરી પ્રકૃતિ અનુસાર બિભત્સ રૂપ ધારણ કર્યું હતું પણ જ્યારે આસુરી પ્રકૃતિ સામે દૈવી પ્રકૃતિ પ્રગટ થઈ ત્યારે દેવ પશુ પરાજિત થઈ ભાગી ગયા. દૈવી પ્રકૃતિના પ્રાગટ્યથી આસુરી પ્રકૃતિ પણ અદશ્ય થઈ ગઈ. એટલા માટે હિંસાની સામે અહિંસાની ભાવના ભાવવી જોઈ એ.
ત્રીજી કરુણા ભાવના છે. જે લોકેામાં કરુણા—ભાવના હેાય છે તે એમ કદાપિ વિચાર પણ ન કરે કે, “ ખીજો મરે છે તે! ભલે મરે, અમે તા મેાજમઝા માણીશું. કરુણા ભાવનાવાળા
k
Page #474
--------------------------------------------------------------------------
________________
શુદ ૧૦ ] રાજકેટ-ચાતુર્માસ
[૪૩૩ તે બીજાના હિત માટે પિતાના શરીરને પણ ભોગ આપી દે છે. તે બીજાને દુ:ખ જોઈ પિતે દુઃખી થાય છે. અનુકંપાને અર્થ જ એ છે કે – કા ઇન તિ સનુ અર્થાત-બીજાને જે દુઃખ છે તે મને જ દુઃખ છે. આ પ્રકારની ભાવના ભાવવી એ જ અનુકંપા છે.
તમે લોકે અહિંસક કહેવડાવીને પણ જે ઘરના લેકે કે પોતાના નોકર ઉપર કરુણ ન રાખે છે તે શું ઠીક કહેવાય ? કઈ નોકર બીમાર હોય છતાં તેની પાસેથી કામ લેવું અથવા તેનો પગાર કાપી નાંખવો એ શું અહિંસકને શોભે ખરું ? અંગ્રેજ લેકે પણ પિતાના બીમાર નોકરીની સારસંભાળ રાખે છે અને અસ્વસ્થ અવસથામાં તેમનો પગાર પણ કાપતા નથી, તે પછી તમે લેકે અહિંસક થઈને નોકર મરે કે જીવે એમ ઉપેક્ષા કરી તેની પાસેથી કામ લે અને તેનો પગાર કાપી નાંખે તે શું એવું કામ અહિંસકને શોભે ખરું?
જેના હૃદયમાં અનુકંપા કે કરણ છે તે લેકે તે બીજાના દુઃખને પિતાનું દુખ માને છે, અને બીજાને દુઃખમુક્ત કરવા માટે પિતાથી શક્ય બધાં પ્રયત્નો કરે છે; પણ તમે લોકો શું કરે છે તેને વિચાર કરે. માને છે, તમારી પાસે બે કટ છે. તમને કેવળ એક જ કેટની જરૂર છે. તમારી પાસે બીજો કોટ વધારાનો છે. હવે એ કઈ ગરીબ માણસ તમારી સામે કડકડતી ઠંડીથી દુઃખી થઈ રહ્યો હોય તે તમે તમારે બીજો કોટ આપી દો એમ તે નહિ કહોને કે, મરવાનો હોય તે ભલે મરે. જો તમે આમ કહે તે શું તમાસમાં કર્યું છે ? કરુણાળુ તે તે છે, કે જે બીજાને દુઃખ ન થાય એ માટે તે દુ:ખ સહન કરે છે. ધન્ય છે ધર્મરચિ મુનિને, કે જેણે કીડીઓની અનુકંપા કરી પોતે કડવી તુંબડાંનું શાક ખાઈ ગયા અને પિતાને આત્મભોગ આપી કીડીઓની રક્ષા કરી; અને ધન્ય છે ભગવાન નેમિનાથને કે જેમણે પશુઓની રક્ષા માટે રાજીમતિ જેવીને પણ ત્યાગ કર્યો. તેઓએ તે કરુણા માટે આ અપૂર્વ ત્યાગ કર્યો, પણ તમારાથી તે ગરીબોની કરણ માટે ફેન્સી કપડાંઓનો પણ ત્યાગ થઈ શક્તા નથી. જે કરુણાળુ હશે તે તે એમ જ વિચારશે કે, મારા કોઈ પણ કામથી બીજાને જરા પણ દુઃખ થવું ન જોઈએ.
ચેથી મૈત્રી ભાવના છે. આ ભાવના પ્રમાણે સંસારના બધા પ્રાણીઓને મિત્ર બનાવવા જોઈએ. તમે લેકે પ્રતિક્રમણમાં તો એ પાઠ હમેશાં બેલે જ છે કે –fમત્ત જે સત્રમvg અર્થાત–બધા પ્રાણીઓ પ્રત્યે મારે મૈત્રીભાવ છે. સદ્દભાગ્યે તમને આ પાઠ તે યાદ છે પણ કેવળ પાઠને ઉચ્ચાર કરવામાં જ તેની ઇતિશ્રી ન માને પણ તે પાકને જીવનમાં ઉતારી બધા જીવોને મિત્ર બનાવો.
આ પ્રમાણે ઉપર કહેલી ચાર ભાવના ભાવવાથી અહિંસા વિષે પેદા થતાં કુતકને નાશ થશે અને અહિંસાભાવ પ્રગટ થશે. સુદર્શન ચરિત્ર-૪૭
બધા પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ કેવી રીતે રાખી શકાય એ વાત હવે સુદર્શનની કથા ઉપરથી કહું છું. સુદર્શન અભયા જેવી અપકારિણી સાથે પણ મૈત્રીભાવ રાખી શકો છો. સુદર્શન એવો વિચાર કરી શકતા હતા કે, શૂળીએ ચડવાથી મારી સ્ત્રી તથા પુત્રને હાનિ થશે અને મારું પણ અપમાન થશે, પણ જો હું સાચી હકીકત કહી દઉં તે અભયારે જ
૧૦.
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૩૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
દંડ મળશે અને અમે બચી જઈશું. આ પ્રમાણે વિચાર કરી સુદર્શન બધી હકીકત કહી શકતા હતા પણ તેમની પાસે વાણિયાશાહીને હિસાબ ન હતો કે તેઓ એમ કરી બેસે. તેઓ તે એમ જ વિચારતા હતા કે, ગમે તે થાય પણ મારી માતાને તે કષ્ટમાં નહિ જ પાડું.
ઈસી મત્ર કે ધ્યાન શેઠને, તજે પૂર્વ ભવપ્રાણ; ડિગે દેવ સિંહાસન ઉસસે, મહિમા.મંત્રકી જાન. તે ધન૧૦૬ શીલ, સત્ય અર દયા સાધના, લગી મંત્ર કે સાથ;
હિયે હુલાસાયે દેવ ગગનમેં, આયે જેડે હાથ. ધન- ૧૦૭ કાલે કહ્યું હતું કે, સુદર્શન શેઠે સાગારી સંથારો કર્યો, અને જાણે તેમણે જિનમુદ્રા ધ્યાનઠારા પ્રગટ કરી હોય એમ લાગતું હતું.
જે શરીર, અરિહંતો, ગણધરો, મોટો મેટા મુનિવર તથા મોટા મોટા શ્રાવકોને મળ્યું હતું તે જ શરીર તમને પણ મળ્યું છે. ધ્યાનપૂર્વક જાઓ તે તમને જણાશે કે, આ શરીરમાં કેવી સુંદરતા છે! જે આ શરીરને સદુપયોગ કરવામાં આવે તે પરમાત્મા અને આત્માની એકતા થવામાં વાર ન લાગે. આવું શરીર મળ્યું એ કેટલાં પુણ્યનું ફળ છે! છતાં આ શરીરને પરમાત્માની સાથે એકતા કરવામાં સદુપયોગ ન કરે અને નીચ ભાવનાને પોષવામાં તેને દુરુપયોગ કરે, એ ક્યાંસુધી ઠીક છે? તેનો વિચાર કરે. શું આ શરીર માટે એમ કહેવું ઠીક છે કે, કાલુક કસાઈને મળ્યું હતું તે જ શરીર તમને મળ્યું છે ? જો આમ કહેવું ઠીક ન હોય તે પછી એ વાતને તમે બરાબર ખ્યાલ રાખો કે, આ શરીર ક્યાંક કાલુક કસાઈના શરીર જેવું બની ન જાય! પદ્માસન લગાવી, આંખને નાસિકા ઉપર કેન્દ્રીભૂત કરી ધ્યાન ધરે તે શું આ શરીરમાં જિનમુદ્રા પ્રગટાવી ન શકાય! જો તે શક્ય છે તે પછી જિનમુદ્રા ન પ્રગટાવતાં રાક્ષસી મુદ્રા પ્રગટાવવામાં આ શરીરનો દુરુપયેગ કરે તે. એ કેવી ગંભીર ભૂલ કહેવાય ?
શેઠ જિનમુદ્રા ધારણ કરી, જાણે પરમાત્મામય બની ગયા. આ શરીર જ જિનમંદિર છે. તમે બીજા દેવળોને જોવા કરતાં આ શરીરરૂપી દેવળને જ જુઓ. આ શરીર દેવળમાં જે ચૈતન્યપ્રભુ બેઠા છે તેમને ન ભૂલો પણ તેમની આરાધના કરે. - શેઠ તે પિતાને ધ્યાનમાં મશગૂલ હતા, અને સુભટે શહેરના ચૌટે ચૌટે ફેરવતાં શેઠને તેના ઘરની સામે લાવવામાં આવ્યું અને કહ્યું કે, “શેઠ આ તમારું ઘર આવ્યું છે !” રાજાના સુભ શેઠને આમ કહેતા હતા પણ શેઠ તે વિચારતા હતા કે, મારું ઘર તો બીજું જ છે.
શેઠને તેના ઘરની સામે ઊભો કરવામાં આવ્યા છતાં શેઠે ઘરની તરફ દૃષ્ટિ પણ ન કરી. લેકે કહેવા લાગ્યા કે આ કેવો ધર્મઢોંગી છે. તેને પિતાના ઘર તરફ પણ પ્રેમ નથી. કેટલાક લેકે એમ કહેતા હતા કે આવા ધર્મથી તે દૂર રહેવું એ જ સારું; ત્યારે કેટલાક લેકે એમ કહેતા હતા કે, ધન્ય છે મનોરમાને કે જે આવા સમયે પણ ધ્યાનમાં બેઠી છે. લેનો ઘંઘાટ સાંભળી તે સારી રીતે જાણે છે કે મારા પતિ બહાર આવ્યા છે, છતાં પણ જાણે તેને ધ્યાન્યજ્ઞમાં આહુતિ હોમવામાં આવી ન હોય તેમ તેનું ધ્યાન વધારે પ્રજ્વલિત બન્યું છે. કોઈ એમ કહેતા હતા કે, શેઠાણીને તે જુઓ કે પતિને શૂળીએ ચડાવવા માટે લઈ જવામાં આવે છે, અને ઘરની સામે પતિ ઉભા છે, છતાં શેઠાણી ઘરની બહાર પણ
Page #476
--------------------------------------------------------------------------
________________
રાજકાટ-ચાતુર્માસ
[ ૪૩૫
નીકળતી નથી. લેાકેા કહે છે કે, શેઠ-શેઠાણી વચ્ચે બહુ પ્રેમ છે, તે એ પ્રેમ ક્યાં ગયા ? કે આવા મૃત્યુ સમયે પણ પતિને મળવા તે બહાર નીકળતી નથી.
સુદ ૧૦
]
સુદનની આસપાસ લેાકેા એવી રીતે ઘેરાઈ ગયા હતા કે જાણે સરધસ બની ગયું ન હાય ! ઘેાડીવાર તેા સુભટાએ સુદર્શનને તેના મકાન પાસે ઊભા રાખ્યા, પણ જ્યારે શેઠે પોતાના મકાન તરફ દૃષ્ટિ પણ ન કરી અને શેઠાણી પણ બહાર ન નીકળી ત્યારે સુભટાએ વિચાર્યું કે, અહીં નકામા ઊભા રહેવું ઠીક નથી. એમ કહી તેએ સુદર્શનને લઈ શૂળી પાસે આવ્યા. શૂળીને જોઈ લેાકા ડરવા લાગ્યા પણ સુન તે ત્યાં પણ પ્રસન્ન જ રહ્યો. થાડીવાર બાદ મારા આત્મા પરમાત્માને મળશે એ વિચારથી તેનાં રામેરામ વિકસિત થતાં હતાં.
..
સુદર્શનને પ્રસન્ન થતા જોઈ કેટલાક લેાકેા કહેવા લાગ્યા કે, “ હે ! પ્રભુ ! અમે એમ કહેતા હતા કે, “ તું ” ક્યાં છે? પણ આજે અમને “ તું ” આ સુદર્શનમાં સાક્ષાત્ દેખાઈ રહ્યો છે! અમે વિચારતા હતા કે, આ સુદર્શન ભક્ત છે છતાં તેની રક્ષા કેમ થતી નથી! પણ અમને એ તે। અત્યારે જણાયું કે, આ બધું અમારી ભાવના દૃઢ કરવા માટે જ થઈ રહ્યું છે અને એટલા જ માટે આવા સમયે પણ સુદન, પરમાત્મા પાસે મારી રક્ષા થાય એમ ચાહતા નથી. આ સુદર્શન તે આવા સંકટના સમયે પણ ભક્તિનું ફલ ચાહતા નથી, પણ અમે તે નાનાં નાનાં કામમાં પણ ફલની આશા રાખીએ છીએ. અને જ્યારે અમારી ફલાશા ફળતી નથી ત્યારે અમે એમ કહેવા લાગીએ છીએ કે પરમાત્માની ભક્તિમાં શું પડયું છે ! આટલી ભક્તિ કરી છતાં અમને તેનું કાંઈલ મળ્યું નહિ પણ આજે અમે જાણ્યું કે, ભક્તિ કેવી હેાય છે!
કૈસે દેખે નાથહિં ખેારિ,
.
કામ લેાલુપ ભ્રમત મન, પ્રભુ ભક્તિ પરિહરી તાર. કૈસે બહુત પ્રીતિ પુજાઇવે પર પૂજિલે પર ઘેર; શ્વેત સિખ સિખ્યા ન માનત, મૂઢતા અખમેારિ. સે॰ કિચે સહિત સનેહ જે, અદ્ય હૃદય રાખે ચારિ; સંગવશ કિયે શુષ્ક સુનાયે, સકલ લેક નિહેારિ. કૈસે કરાં જે કુછ ધરાં સચિ, પચિ સુકૃત` શીલ ખટારિ; પૈઠી ઉર અરબસ દયાનિધિ, દ ંભ લેત જોરિ કૈસે
ભક્ત કહે છે કે, “ હે ! પ્રભા ! હવે મને જણાયું કે, હું તને અપયશ કેવી રીતે આપી શકું! હું અત્યારસુધી કહેતા હતા કે, હું આટલાં બધાં ધર્મ કર્મો કરું છું, છતાં પણુ મારું કામ પાર પડતું નથી. આ પ્રમાણે કહી હું તને ઉપાલંભ આપતા હતા, પણ સુદ ન ધર્માત્મા, શૂળી ઉપર ચડાવવામાં આવે છે છતાં પણ તે તને અપયશ આપતા નથી, એ જોઈ મને હૂ થાય છે, અને હું પરમાત્માને કેવા અપયશ આપું છું તેને મને વિચાર આવે છે. હું કેવાં કામેા કરું છું અને પરમાત્માને કેવા અપયશ આપું છું એ વિષે જ્યારે હું મારા પોતાના તરફ નજર કરું છું ત્યારે મારી ભૂલ મને જણાઈ આવે છે. મારું કામલેાલુપ મન અહીંતહીં ભટકે છે. હું એને સ્થિર રાખી શકતા નથી. એવી અવસ્થામાં ક્યાં હું અને
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૩૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ક્યાં આ તારે સુદર્શન ભક્ત ! તારા આ ભક્તને જોઈ મને એવો વિચાર આવે છે કે હું તને ઉપાલંભ કેવી રીતે આપી શકું?”
“હે ! પ્રભો ! મારામાં પૂજાવવાની પ્રીતિ વધારે રહી છે. પૂજવાની પ્રીતિ રહી નથી. મારી પૂજા થાય એમ જ હું ચાહું છું. હું બીજાની પૂજા કરું એ વાત તે દૂર રહી, પણ જે કઈ બીજાની પૂજા થતી જોઉં છું તે હું બળીને ખાખ થઈ જાઉં છું. હું બીજાને તે શીખામણ આપું છું પણ હું પિતે જ એ શીખામણને માનતા નથી. હું સ્નેહ અને પ્રેમવશ થઈ મેં જે પાપકર્મો કર્યા છે, એ પાપકર્મોને તે હું હૃદયમાં છુપાવી રાખું છું; પણ થોડું ઘણું ચુકત કરું છું, તે એ સુકતને મોટું રૂપ આપી જગજાહેર કરું છું. એવી અવસ્થામાં હે! પ્રો! હું તમને ઉપાલંભ કેવી રીતે આપી શકું ! આ વાત મને સુદર્શન ભક્તને જોઈ જાણવામાં આવી.”
“હે ! પ્રભો ! હું થોડું ઘણું સુકૃત કરું છું તે છળકપટ તે સુકૃતને છીનવી લઈ જાય છે. હું એટલે બધે દંભ કરું છું કે મેં જે કાંઈ થોડું સુકૃત કર્યું તે પણ નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે સુદર્શન ભક્તને જોઈ મારી ભૂલ મને સમજમાં આવી. અને હું સમજી શકાય કે, પરમાત્માને ભક્ત તે ત્યારે જ બની શકું કે જ્યારે હું સુદર્શન જેવો બનું.”
કેટલાક લોકે સુદર્શનને જોઈ આમ કહેતા હતા તે કેટલાક લેકે સુદર્શનને હસતો જોઈ આ કે દિવાને છે એમ કહેતા હતા.
સુદન બધા લોકોની પ્રશંસાત્મક અને નિંદાત્મક વાત સાંભળતે હતો. પણ તેને તે કોઈના પ્રતિ રાગ ન હતું તેમ દેષ પણ ન હતું. તે તે પ્રતિપક્ષી ભાવનાદ્વારા વિતર્કોને તડતો જતે હતે. તમે પણ સુદર્શનની માફક પ્રતિપક્ષી ભાવનાદ્વારા વિતર્કોને તેડતા જાઓ તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૧ રવિવાર
પ્રાર્થના ચેતન જાણુ કલ્યાણ કરન કે, આન મિલે અવસર રે; શાસ્ત્ર પ્રમાણુ પિછાન પ્રભુ ગુન, મન ચંચલ થિર કર રે.
શ્રેયાંસ જિjદ સુમર રે. . ૧
–વિનયચંદ્રજી કુંભ, ચેવશી
શ્રી શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
'' પરમાત્માની પ્રાર્થના અને પરમાત્માના નામસ્મરણદ્વારા ભકતને જે આનંદ મળે છે તે આનંદ જગતના જીવને પણ મળે એવી ભક્તિને ઈચ્છા રહે છે.
જે પ્રમાણે કોઈ ઉદાર માણસ પિતાને ત્યાં પેદા થતી સારી વસ્તુને પોતે જ ઉપભોગ કરવા ચાહત નથી, પણ એ સારી ચીજ બધાને મળે એમ તે ચાહે છે; તે જ પ્રમાણે
Page #478
--------------------------------------------------------------------------
________________
શુદ ૧૧]
રાજકેટ–ચાતુર્માસ
[ ૪૩૭
ભક્ત પણ ઉદાર થઈને જે વસ્તુ પિતાને સારી લાગી છે, તે વસ્તુ માટે બધા જીવને આમંત્રિત કરે છે. એ વાત જુદી છે કે, કોઈ તેના આમંત્રણને સ્વીકારે નહિ, પણ તે તે પિતાના તરફથી બધાને આમંત્રિત કરે છે અને કહે છે કે –
ચેતન જાણ કલ્યાણ કરન કે, આન મિલ્ય અવસરે રે શાસ્ત્ર પ્રમાણ પિછાન પ્રભુ ગુન, મન ચંચલ થિર કર રે.
હે ! ભાઈઓ ! જે મારું કહેવું માનતા હો તે હું કહું છું કે, બીજાં બધાં કામે છોડી દઈ પરમાત્માનું ભજન કરે, તેમાં વિલંબ ન કરે. તમારી ઈચ્છા પણ કલ્યાણ કરવાની છે, અને આ અવસર પણુ કલ્યાણ કરવાને મળ્યો છે. સાધને પણ મળ્યાં છે તે પછી વિલંબ શા માટે કરે છે. માટે વિલંબ ન કરતાં ભગવદ્દભજન કરો.” ભક્ત લેકો આમ કહે છે અને આપણે પણ જાણીએ છીએ કે, પરમાત્માનું ભજન કલ્યાણકારી હોય છે.
આમ હોવા છતાં પરમાત્માનું ભજન કરવામાં આળસ થાય છે તેનું શું કારણ? એનું કારણ બતાવતાં જ્ઞાનીજને કહે છે કે, આ ચૈતન્ય–આત્માને, જે કામ કરવાને અનંતકાળથી અભ્યાસ પડ્યો છે, તે કામ કરવું તે સરલ જણાય છે, પણ પરમાત્માની પ્રાર્થના કરવાને અભ્યાસ ન હોવાના કારણે ભગવદ્દભજન કરવામાં તેને આળસ આવે છે. પાણીને નીચી જગ્યાએ લઈ જવું હોય તે કાંઈ મુશ્કેલી જણાતી નથી, પણ જ્યારે પાણીને ઉપર લઈ જવાનું હોય ત્યારે બહુ પ્રયત્ન કરે પડે છે. આ જ પ્રમાણે આત્માનો અભ્યાસ છે અને તે કારણે કામ-ક્રોધ આદિમાં તો ઉપદેશ વિના જ આત્માની પ્રવૃત્તિ થઈ જાય છે, પણ પરમાત્માનું ભજન કરવામાં ઉપદેશ આપવા છતાં મુશ્કેલીથી પ્રવૃત્તિ થાય છે.
તમે જે ભકતોના કથનાનુસાર ભગવદ્દભજનને આનંદ લેવા ચાહતા હે તે કામક્રોધાદિને ત્યાગ કરે. તેને ત્યાગ કરવાથી સમ્યક દૃષ્ટિ થશે અને પરિણામે સહજે સુખની પ્રાપ્તિ થશે. ઈશ્વરનું ભજન કરવાથી કામ-ક્રોધાદિ નષ્ટ થઈ જશે. જે પ્રમાણે ઘરના માલિક જાગી જવાથી ઘરમાં પેઠેલ ચેર ભાગી જાય છે, તે જ પ્રમાણે જ્ઞાનીઓ કહે છે કે, હે! ચૈતન્ય ! તું જે જાગ્રત થા તે કામ-ક્રોધ વગેરે ચાર ભાગી જાય.
. જે કામ-ક્રોધને ભગાડવા ચાહતે હશે તે તે પરમાત્માની પ્રાર્થના કરશે જ; અને જે, ચાહતે નહિ હોય તે નહિ કરે. કામ-ક્રોધાદિને પણ હૃદયમાં રાખવાં અને પરમાત્માની પ્રાર્થનાને આનંદ પણ લે એ બન્ને કાર્યો એક સાથે થઈ શકતાં નથી.
તું અવિકાર પિછાન આતમ ગુણ, ભ્રમ અંજાલ ન. પર રે;
પુદગલ ચાહ મિટાય વિનયચંદ, તે જિન તૂ ન અવર છે. એક “હે! આત્મા ! તું અવિકારી છે. તું તારા ગુણોને જાણ. તું જે ભ્રમને કારણે જાળમાં પડી રહ્યો છે એ ભ્રમ જંજાળને તું નષ્ટ કર. પુદ્ગલની ઈચ્છા જ તને ભ્રમ જંજાળમાં પાડી રહી છે. તે ઇચ્છાને ત્યાગ કર તો તારે વિકાર મટી જાય અને તેને સહજ સુખની પ્રાપ્તિ થાય.”
ભક્તોના આ કથનને ધ્યાનમાં લઈ તમે પણ પુદ્ગલોની ઈચ્છાનો ત્યાગ કરે અને ' આત્મજ્યોતિ જગાવો, તે તેમાં કલ્યાણ છે.
Page #479
--------------------------------------------------------------------------
________________
I "
* *
*
૪૩૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા અનાથી મુનિનો અધિકાર–૪૮
આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તે અનાથી મુનિ, રાજા શ્રેણિકને પાત્ર બનાવી, અમને સાધુઓને અમૃત આપી કહે છે કે, “તમે અમૃતનું પાન કરે, વિષપાન ન કરે.” તેમનું આ કથન બધાને માટે ગ્રાહ્ય છે. કારણ કે તેમને કોઈના પ્રતિ રાગદ્વેષ નથી, તેમ તેમને કોઈની નિંદા કરવાનું પ્રયોજન નથી. તેઓ તે બધાના નાથ બની કેવળ વસ્તુસ્વરુપ બતાવે છે.
કોઈને વસ્તુસ્વરૂપ સમજાવે તે નાથ બનીને સમજાવ, અનાથ બનીને નહિ. હૃદયમાં રાગદ્વેષને જરાપણ સ્થાન ન આપે. જે હૃદયમાં રાગદ્વેષને જરાપણું સ્થાન આપ્યું તે તમે અનાથ જ રહેવાના અને એ અવસ્થામાં બીજાને વસ્તુ–સ્વરુપ શું સમજાવશે ? એટલા માટે સમભાવ રાખી શિક્ષા આપે. જે વિષમભાવ રાખી શિક્ષા આપશે તે શિક્ષા આપનાર અને શિક્ષા સાંભળનાર બન્નેને હાનિ થશે. કદાચિત શિક્ષાને ગ્રહણ કરનાર સમભાવ રાખવાને કારણે શિક્ષાને લાભ પણ લઈ લે, પણ જેઓ બીજાને વિષમભાવે શિક્ષા આપે છે તેઓને તે અવશ્ય હાનિ થાય જ છે.
અનાથી મુનિ બધાના નાથ બની કહે છે કે, જે માર્ગ પકડી મેં અનાથતાને ત્યાગ કર્યો છે તે માર્ગે જઈ તમે પાછા અનાથતામાં ન પડે. અને એટલા જ માટે તેઓ બીજા પ્રકારની અનાથતા બતાવે છે કે, “હે ! રાજન, મહાવ્રતને સ્વીકાર કરીને પણ કેટલાક કાયર લેકે પ્રમાદવશાત મહાવતેને સ્પર્શતા નથી અને એ કારણે તેઓ પાછા અનાથતામાં પડી જાય છે.”
મહાવ્રતોમાં સ્થિર કેમ રહી શકાય એ વિષે કાલે થે કહ્યું હતું. આજે તે વિષે થોડું વિશેષ કહું છું. જો કે, ગૃહસ્થ મહાવ્રતને સ્વીકાર કરતા નથી પણ તેઓ જે અણુવ્રતને સ્વીકાર કરે છે એ અણુવ્રતના આધારે પણ મહાવ્રતની સિદ્ધિ થાય છે. આ જ પ્રમાણે મહાત્રતે જ અણુવ્રતની સિદ્ધિ કરે છે. અણુવ્રત ગૃહસ્થને પિતાને માટે તે લાભપ્રદ છે જ પણ બીજાઓને માટે પણ લાભકારી છે. આ જ પ્રમાણે મહાવતે પણ પિતાના જ માટે નહિ પણ બીજાઓને માટે પણ લાભપ્રદ છે. આવ્રત કે મહાવ્રતનું ખંડન કરનાર પિતાની તે હાનિ કરે છે પણ સાથે સાથે બીજાઓની પણ હાનિ કરે છે. એટલા માટે મહાવ્રત શું છે ? અને તેને સ્થિર કેમ રાખી શકાય ? એ વિષે સમજાવવાની જરૂર છે. કેટલાક લોકોને સત્ય સમજવું પણ મુશ્કેલ જણાય છે પણ સત્ય વાતને સમજવાથી અને સત્ય વાતનો સ્વીકાર કરવાથી પણ ઘણો લાભ થાય છે.
રાજા શ્રેણિક સત્ય વાતને સ્વીકાર કરવામાં સંકોચ કરતો નહિ એટલા માટે અનાથી મુનિની વાત સમજવામાં તેને વાર લાગી નહિ. અનાથી મુનિ તેને કહે છે કે “હે ! રાજન ! જે મહાવ્રતનું પાલન કરવું કાયરતાને કારણે છોડી દે છે તે અનાથ જ છે.”
મહાવ્રતની રક્ષા પ્રતિપક્ષી વસ્તુને નાશ કરવાથી થાય છે. જે વસ્તુને લીધે એક પક્ષને નાશ થાય તે પ્રતિપક્ષી વસ્તુ છે. જેમકે બિલાડીને દૂધનું કામ આપવામાં આવે કે કાગડાને દહીંની રક્ષાનું કાર્ય સોંપવામાં આવે તો તે બન્ને વસ્તુને બગાડશે. કારણ કે, બિલાડી દૂધને અને કાગડે દહીંને નષ્ટ કરી નાંખે છે. ઉંદરની રક્ષા બિલાડી દ્વારા કરવામાં આવે તે રક્ષા થઈ શકે નહિ; કારણ કે બિલાડી ઉંદરની પ્રતિપક્ષી છે. આ જ પ્રમાણે મહાવ્રતના જે પ્રતિપક્ષી
Page #480
--------------------------------------------------------------------------
________________
સુદ ૧૧ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૪૩૯
કારણેા છે તે કારણેાથી મહાવ્રતને બચાવતા રહેશે। તે જ મહાવ્રતની રક્ષા થઈ શકશે. જૈનદર્શનમાં તા આ વાત વારંવાર કહેવામાં આવી છે, પણ પાત...જિલ યાગદર્શનમાં પણ એમ કહ્યું છે કેઃ वितर्कबाधने प्रतिपक्षभावना-इत्यादि
આમાં કહ્યું છે કે, મહાવ્રતના પ્રતિપક્ષી હિંસાદિ છે. અહિંસાની વિરુદ્ધ હિંસા, સત્યની વિરુદ્ધ અસત્ય, અસ્તેયની વિરુદ્ધ ચારી, બ્રહ્મચર્યની વિરુદ્ધ મૈથુન અને અપરિગ્રહની વિરુદ્ધ મમત્વભાવ છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે, હિંસા કરવાથી અહિંસા મહાવ્રતનેા નાશ થાય છે. કે, હિંસા કરાવવાથી, કે હિંસાને અનુમેદવાથી ? આ પ્રશ્નના ઉત્તરમાં પાતજિલ યેાગસૂત્રમાં પણ કહ્યું છે કે, એ ત્રણેય ને અહિંસાના પ્રતિપક્ષી સમજવા જોઈ એ. હિંસા કરવાથી, હિંસા કરાવવાથી અને હિંસાને અનુમેદવાથી અહિંસાનેા નાશ થાય છે. કેટલાક લેાકેા કહે છે કે, પોતે હિંસા કરતા નથી પણ બીજા કાઈને કહેવડાવીને કરાવે તે શું વાંધા છે ? પણ આ વિષે આગળ કહેવામાં આવ્યું છે કે હિંસા કરવાથી અહિંસાને નાશ થાય છે. હિંસા કરાવવાથી અહિંસાના નાશ થાય છે અને હિંસાને અનુમેદવાથી પણ અહિંસાને નાશ થાય છે. કારણ કે એ ત્રણેય અહિંસાના પ્રતિપક્ષી છે.
હવે અહીં એક ખીજો પ્રશ્ન ઉભા થાય છે કે, હિંસા કરવામાં વધારે પાપ છે કે હિંસા કરાવવામાં ? આ પ્રશ્નના ઉત્તર એકાન્તરૂપે આપી ન શકાય, પણ એ વિષે ઊંડા વિચાર કરવાથી જણાશે કે, પોતાની દ્વારા થએલ કાઈ પણ કાર્યમાં જે વિવેક જળવાય છે, તે વિવેક બીજાની દ્વારા કરવામાં આવતાં કાર્યોમાં જળવાતા નથી. આ સિવાય પેાતાના હાથે કાય કરવામાં જેટલી મર્યાદા રહે છે તેટલી મર્યાદા ખીજાના હાથે થતાં કાર્યોમાં રહી શકતી નથી. આ દૃષ્ટિએ વિચારતાં કાઈવાર કરવાની અપેક્ષાએ ‘ કરાવવામાં ’ વધારે પાપ થઈ જાય છે. વળી ક્રાઈવાર પેાતાના હાથે કામ કરવામાં વિવેક ન રાખવાને કારણે વધારે પાપ થઈ જાય છે અને કાર્દવાર ખીજાના હાથે કામ કરાવવામાં વિવેક ન રહેવાને કારણે વિશેષ પાપ થઈ જાય છે. આ પ્રમાણે · કરવામાં ’વધારે પાપ છે કે કરાવવામાં 'વધારે પાપ છે એ એકાન્તરૂપે કહી શકાય નહિ. પણ વિશેષતઃ “લોકા આળસમાં પડી રહેવાને કારણે અને અવિવેકપૂર્ણાંક કામ કરાવવાને કારણે ‘ કરવાને ' બદલે ‘ કરાવવામાં ’વિશેષ પાપ થાય છે, આજે પોતે તે આળસમાં પડચા રહે છે અને બીજા પાસે કામ કરાવે છે અને તેથી સંસારમાં આળસ વધવા પામી છે. શાસ્ત્રમાં જે ૭૨ કલા બતાવવામાં આવી છે તે એટલા માટે કે, લેાકેા આળસમાં ન પડે અને પેાતાનું કામ વિવેકપૂર્વક કરી શકે.
મતલબ કે, સાધુ પોતે હિંસા ન કરે પણ બીજા પાસે હિંસા કરાવે તે શા વાંધા છે? એમ કહેનારાએએ સમજવું જોઈએ કે, હિંસા કરવી, હિંસા કરાવવી અને હિંસાને અનુમેાદવી એ ત્રણેય અહિંસાના પ્રતિપક્ષી છે અને એ કારણે એ ત્રણેય વર્જ્ય છે.
પાત...જિલ યોગસૂત્રમાં આગળ કહ્યું છે કે, ક્રોધ, લેાભ અને મેહને વશ થવાથી હિંસા થાય છે. અહીં જો કે મેાહ શબ્દને પાછળ રાખવામાં આવ્યા છે પણ જ્ઞાનીજના કહે છે કે, જે હિંસાદિ પાપકર્મો છે તે બધા મેાહને કારણે જ થાય છે. સત્ વસ્તુને અસત્ અને અસત્ વસ્તુને સત્ માનવી એ મેાહ છે. જૈન શાસ્ત્રમાં આને જ મિથ્યાત્વ કહેલ છે.
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૪૦ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા - હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એમ હિંસાના ત્રણ ભેદ થયા. પછી ક્રોધથી, લાભથી અને મેહથી હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એમ હિંસાના નવ ભેદ થયાં. ક્રોધ, લોભ અને મેહ પણ ત્રણ પ્રકારના છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ જેનામાં ઉત્કૃષ્ટ ક્રોધ હોય તે ઉત્કૃષ્ટ હિંસા કરે છે. જધન્ય હોય તે જઘન્ય અને મધ્યમ હોય તે મધ્યમ. આ પ્રમાણે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય ક્રોધ, લોભ કે મેહથી હિંસા કરે છે, કરાવે છે અને અનુમોદે છે. આ પ્રમાણે હિંસાના ૨૭ ભેદ થયા. અને ત્રિવિધ કારણ અને ત્રિવિધ યોગથી એનાં ૮૧ ભેદ થયાં. આ બધાં હિંસાનાં ભેદે દુઃખ આપનારાં છે. અને અનંત જન્મમનું દુઃખ વધારનારાં છે. આ દુઃખથી બચવા માટે હિંસાની પ્રતિપક્ષી ભાવના ભાવવી જોઈએ. જે હિંસાની પ્રતિપક્ષી અહિંસા ભાવનાને ભાવતું નથી, તે કઈવાર હિંસાનું પણ પ્રતિપાદન કરવા લાગે છે. તે પોતે પણ પતિત થાય છે અને બીજાને પણ પતિત કરે છે. આ જ કારણે આવા લેકે અનાથી મુનિના કહેવા પ્રમાણે અનાથ જ છે.
આ તે સાધુઓની મુખ્યતઃ વાત થઈ. હવે શ્રાવકની વાત વિષે વિચાર કરીએ. તમને અણુવ્રતના વિષે વિતર્કો ઉઠે તે તે વખતે પ્રતિપક્ષી ભાવના ભાવશો તે તમારું પણ કલ્યાણ થશે અને સાથે બીજાઓનું પણ કલ્યાણ કરી શકશો.
મનમાં વિતર્કો પેદા થવાથી હૃદયમાં બહુ ઉદાસીનતા આવી જાય છે; પણ પ્રતિપક્ષી ભાવના ભાવવાથી વિતર્કોને નાશ થઈ જાય છે અને હૃદયમાં કઈ જુદું જ તેજ આવી જાય છે. જેમકે મહાભારત યુદ્ધમાં અર્જુનને ઉદાસીનતા આવી ગઈ હતી અને એ ઉદાસીનતાને કારણે તેણે શિથિલ થઈ ધનુષ્ય પણ એક બાજુ મૂકી દીધું હતું, પણ જ્યારે કૃષ્ણ તેને ગોધદાયક વચના સંભળાવ્યાં ત્યારે અને પૂર્વવત તેજસ્વી બની ગયા હતા. આ જ પ્રમાણે ત્યાંસુધી ગૃહસ્થ સાધુઓનાં સફવચન સાંભળતા નથી ત્યાં સુધી તેઓ ઉદાસીન રહે છે, પણ સાધુઓનાં સવચને સાંભળતાં તેમની ઉદાસીનતા મટી જાય છે અને તેઓમાં નવી તેજસ્વિતા આવે છે.
જ્યારે મહાભારત યુદ્ધ થવાનો નિશ્ચય થઈ ગયો ત્યારે કૌર બન્ને વિજયપ્રાપ્તિની ભાવના કરવા લાગ્યા. ભાવના તે બન્નેની વિજય પ્રાપ્તિની હતી પણ એકની ભાવના તે સત્યારે વિજય મેળવવાની હતી, તે બીજાની સત્યને ગુમાવીને પણ વિજય પ્રાપ્ત કરવાની ભાવના હતી. ' દુર્યોધને વિચાર્યું કે, જે કૃષ્ણ અમારી બાજુ આવી જાય તે અમારો વિજય અચૂક થાય. કૃષ્ણ બહુ જ નીતિ અને દૂરદર્શી છે. આ જ પ્રમાણે અર્જુન પણ વિચારતા હતા કે, કૃષ્ણ જે અમારી બાજુ આવી જાય તે અમારે વિજય અવશ્ય થાય. દુર્યોધન અને અને બન્ને કૃષ્ણને પિતાના પક્ષમાં લાવવા ચાહતા હતા, અને એટલા માટે તેઓ બન્ને કૃષ્ણને પિતાના પક્ષમાં આવવા માટે આમંત્રણ દેવા ગયા. તે વખતે કૃષ્ણ સુતા હતા. દુર્યોધને વિચાર્યું કે, કૃષ્ણ સુતા છે એટલે મારે ક્યાં બેસવું? હું રાજા છું અને વિજયાકાંક્ષી છું એટલે પ્રતિષ્ઠાની રક્ષા માટે પણ કૃષ્ણના મસ્તક આગળ બેસવું ઠીક છે. આ પ્રમાણે વિચાર કરી દુર્યોધન કૃષ્ણના મસ્તક આગળ ઊભો રહ્યો. પણ અર્જુન દાસભાવ-નમ્રભાવ રાખતે હવે એટલે તેણે વિચાર્યું કે, કૃષ્ણને મારા પક્ષમાં લેવા છે તે તેમના પ્રતિ નમ્રતાને વ્યવહાર કરવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરી અર્જુન કૃષ્ણના પગ આગળ ઊભો રહ્યો. કૃષ્ણ
Page #482
--------------------------------------------------------------------------
________________
શુદ ૧૧ ]
રાજકોટ-ચાતુર્માસ
[૪૪૧
યચાસમયે ઉઠયા. મનુષ્ય જ્યારે સુઈ ઉઠે છે ત્યારે તેનું શરીર સ્વાભાવિક રીતે પગ તરફ જાય છે અને તેનું મુખ પણુ પગની તરફ જ ફરે છે. આ પ્રમાણે કૃષ્ણ જ્યારે જાગીર્ત ઉષા ત્યારે તેનું મુખ અર્જુન તરફ કર્યું, અને દુર્ગંધન કૃષ્ણની પીઠ તરફ રહી ગયેા. દુર્ગંધન વિચારવા લાગ્યા કે, અર્જુન કૃષ્ણને પહેલાં આમત્રણ આપી દેશે અને સંભવ છે કે કૃષ્ણ તેનું આમંત્રણ સ્વીકારી લે, માટે મારે આગમનનુ કારણ પહેલાં બતાવી દેવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી દુર્ગંધને કહ્યું કે, “મહારાજ ! આપની સેવામાં હું પણ આવ્યે છું. હું પણ આપના મસ્તકની સેવા કરી રહ્યો હતા. ” દુર્યોધનના અવાજ સાંભળી કૃષ્ણે તેની તરફ જોયું અને તમે પણ આવ્યા છે ? એમ કહ્યું. કૃષ્ણે બન્નેને આવવાનું કારણ પૂછ્યું. બન્નેએ પેાતાના આગમનના ઉદ્દેશ હી સંભળાવ્યા. કૃષ્ણે કહ્યું કે, “ તમે બન્ને મારે ત્યાં આવ્યા એટલે તમને બન્નેને હું સંતુષ્ટ કરવા ચાહું છું. હવે એક બાજુ તેા મારી યાદી સેના છે અને ખીજી બાજુ હું એકલા છું. આ બન્નેમાંથી તમે જેને ચાહેા તેને પસંદ કરી શા છે. પણ અર્જુન! તું હમણાં શાન્ત રહે, પહેલાં દુર્ગંધનને માંગવા દે. દુર્યોધન પહેલાં માગી લે પછી જે બાકી રહે તેથી તું સાષ માનજે.”
કૃષ્ણનું કથન સાંભળી દુૉંધન પ્રસન્ન થયા. અને તે મનમાં વિચારવા લાગ્યા કે, “ યુદ્ધમાં તા સેનાની જરૂર રહેશે. યુદ્ધના વખતે એક્લા કૃષ્ણ શું કરી શકે? માટે હું યાી સેનાને માંશુ. યાદવી સેનાદ્વારા હું પાંડવાને પરાન્તિ કરી શકીશ. મારું ભાગ્ય ચડીયાતું છે અને તેથી જ કૃષ્ણે મારું માન પહેલાં સાચવ્યુ છે. આખરે મારાં બળના પ્રભાવ પડ્યો ખરા !’
<<
3)
આ પ્રમાણે વિચાર કરી દુર્ગંધને કહ્યુ કે, આપ મને યાદવી સેના આપે. કૃષ્ણે કહ્યું કે, ઠીક. યાદવી સેના તમારા પક્ષમાં યુદ્ધ કરવા આવશે. પછી કૃષ્ણે અર્જુનને કહ્યું કે, “ તમાશ પક્ષમાં તા હવે હું રહ્યો. ” અર્જુન ઘણા જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, હું જે ધારતા હતા તે જ થયું. કૃષ્ણે પોતાની યાવી સેનાને દુર્યોધનની સાથે જવાના હુકમ કર્યાં, અને પછી અર્જુનને કહ્યું કે, “તેં તા મને યાદવી સેના આપી ખરીદી લીધા છે, એટલા માટે હવે હું તારી સાથે છું.”
શું તમે પણ શ્વિરને ખરીદવા ચાહે ? જો ખરીવા ચાહેા છે તેા તમે બદલામાં શુ આપવા ચાહેા છે? તમે કઈ વસ્તુને ત્યાગ કરશે? મીરાંએ કહ્યું છે કેઃ— માઈ મૈંને ગિરિધર લીના માલ,
કાઈ કહે હલકા, કોઈ કહે ભારી, કોઈ કહે અનતાલ, માઈ કોઈ કહે મહેગા, કાઈ કહે સસ્તા, કોઈ કહે અનમાલમા જેમને પદ્માત્મા પ્રત્યે પ્રેમભાવ હશે તે તા, તે સસ્તા છે કે મેધા છે એંની ચર્ચામાં ઊતરશે નહિ પણ તેને ખરીદી લેશે. તેમની કીંમત કેટલી દેવી પડે છે અને માટે કહ્યું છે કેઃ——
પાસ ન કૌડી રહી મને મુફ્તખુદા કે મેટલ લિયા, ઐસા સૌદા કિયા. જ્યારે પાતાની પાસે કાઢી પશુ ન હેાય ત્યારે પરમાત્માને ખરીદી શકાય છે, અર્જુનના જેવા દાસ ખતા ત્યારે જ કૃષ્ણને ખરીદી શકાય છે,
૧૧
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૪૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
લડાઈના સમયે આ પ્રમાણે એકની આજ્ઞામાં રહેવું એ કાંઈ નાની સૂની વાત નથી. અમે આ પ્રકારની દ્રવ્ય લડાઈને ઠીક માનતા નથી, તેમ ગીતા પણ તેને ઠીક કહેતી નથી. લેકે ગીતાને યુદ્ધનું પુસ્તક કહે છે, પણ અમે તે કહીએ છીએ કે, તેમાં પણ અહિસાનું જ નિરુપણ છે. ગીતામાં જે યુદ્ધનું વર્ણન છે તે યુદ્ધ તે દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિનું યુદ્ધ છે. આ વાતની અત્રે ચર્ચા કરવાની નથી. અહીં તો કેવળ એટલું જ કહેવાનું છે કે, એ ભૌતિક યુદ્ધમાં પણ અજુને કહ્યું હતું કે, ભલે આખી સેના કે રાજ્ય ચાલ્યું જાય પણ હું કૃષ્ણને તે છોડી શકું નહિ. આ જ પ્રમાણે જે તમે પણ પરમાત્માને તમારા પક્ષમાં લેવા ચાહે તે તમે એ નિશ્ચય કરે છે, ભલે આખા સંસારની સંપત્તિ ચાલી જાય પણ હું સત્યને છોડીશ નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે, તે શું હુ મઘં . અર્થાત્ સત્ય એ જ ભગવાન છે.
અર્જુન પણ કૃષ્ણને એમ કહી શકતા હતા કે, હું પણ આમંત્રણ આપવા માટે આવ્યો છું, એટલા માટે અડધી સેના મને પણ મળવી જોઈએ. પણ અજુને એમ ન કહ્યું. તેણે તે સેનાને ત્યાગ કરી કૃષ્ણને જ પિતાના પક્ષમાં લીધા, અને એ કારણે જ કૃષ્ણ અર્જુનને કહ્યું હતું કે, “હે! અર્જુન ! તું દૈવી સંપત્તિને ભોગવનાર છે હું એમ વિચારતો હતો કે, સંસારમાં દૈવી સંપત્તિને કાઈ ભોક્તા છે કે નહિ ? પણ હવે દૈવી સંપત્તિને ભગવનારે તું મને મળે છે તે હું આખા સંસારને તારી સમક્ષ ઉપસ્થિત કરી શકું છું.”
અર્જુન અને કૃષ્ણને નર-નારાયણની જોડી કહેવામાં આવે છે. અને નરને પક્ષ લીધો છે, અને કૃષ્ણ નારાયણને પક્ષ લીધો છે. અને એટલા માટે તેમને નર-નારાયણની જેડી કહેવામાં આવે છે.
ગીતામાં દૈવી સંપત્તિના લક્ષણ તરીકે નિર્ભયતા અને અહિંસાને બતાવવામાં આવેલ છે. આ ઉપરથી ગીતા કાઈને મારવાની શિક્ષા આપનારું પુસ્તક નથી એમ કહેવાય છે. પિતાના આત્માને નિર્મલ બનાવવા માટે દૈવી સંપત્તિનાં ગુણોને અપનાવવા જોઈએ. કેવળ બાહ્ય સ્નાન કરવાથી કાંઈ વળતું નથી, પણ જ્ઞાનયોગ વડે પવિત્ર થવાથી આત્મકલ્યાણ થાય છે. આત્માને ઓળખવાનું ફળ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખ એ છે. જ્યારે તમારામાં જ્ઞાન પ્રગટશે ત્યારે તમે પ્રાણી માત્ર ઉપર દયા કરશે. કૃષ્ણ અર્જુનને કહ્યું કે, તેં મને ચતુરાઈથી તારા પક્ષમાં લઈ લીધે એટલા જ માટે હું કહું છું કે, તું દૈવી સંપત્તિને ભક્તા છે. દૈવી સંપત્તિ આત્માની ઉન્નતિ સાધે છે અને આસુરી પ્રકૃતિ આત્માની અવનતિ કરે છે.
મતલબ કે, આ દૈવી સંપત્તિને અપનાવવી એ ઈશ્વરને જ અપનાવવા જેવું છે. પછી એ ઈશ્વરને ઈશ્વર કહે કે બીજા કઈ કહે. નામને ભેદ ભલે રહે, ગુણ જ જેવા જોઈએ. કહ્યું છે કે –
રામ કહે રહમાન કહે, કાન્હ કહે મહાદેવ રી; - પારસનાથ કહો કેઈ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી—આનંદઘનજી - રામ કહો, રહેમાન કહો, કૃષ્ણ કહે કે બ્રહ્મા કહે અથવા બીજા કોઈ નામથી કહે. નામનાં ગુણમાં કાંઈ ભેદ નથી. ગુણ જ જોવા જોઈએ. જે કોઈ આદમી
Page #484
--------------------------------------------------------------------------
________________
શુદ ૧૧] રાજકેટ-ચાતુર્માસ
" [૪૪૩ અલ્લાનું નામ લઈ કેઈના ગળા ઉપર છરી ફેરવે તે શું તે ઠીક કહેવાશે ? એટલા માટે કેવળ નામને ભેદ ન જુઓ પણ ગુણ જુઓ. પરમાત્માનું નામ લઈ કેવાં કામ કરો છો તેને વિચાર કરે, અને ખરાબ કામોનો ત્યાગ કરે છે તેમાં કલ્યાણ છે. સુદર્શન ચરિત્ર–૪૮
કોઈ વાર આસુરી પ્રકૃતિને વિજય થતો હોય એવું જણાય છે પણ આસુરી પ્રકૃતિની આખરે કેવી હાર થાય છે એ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. સુદર્શન સાચો હતે છતાં તેને શૂળીએ ચડાવવા માટે લઈ જવામાં આવ્યો. લેકે સુદર્શનની નિંદા કરતા હતા અને અભયાની પ્રશંસા કરતા હતા. કોઈ એમ કહેતા હતા કે, આ સુદર્શને તે રાણીના શીલને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો જ હતો પણ રાણી પિતાના શીલમાં દઢ રહી એટલે જ તેને પ્રયત્ન નિષ્ફળ ગયો. આ પ્રમાણે અભયા આસુરી પ્રકૃતિની હતી છતાં પણ તેની પ્રશંસા થતી હતી, અને સુદર્શન દૈવી પ્રકૃતિને હોવા છતાં તેની નિંદા થઈ રહી હતી. બહુમત તે આસુરી પ્રકૃતિવાળી અભયાના પક્ષમાં જ હતો એ કારણે શું આસુરી પ્રકૃતિવાળાને સારા કહી શકાય ? દુનિયામાં કપટી અને ઠગારા લેકે વધારે હશે પણ એથી શું કપટને સારું કહી શકાય ? ભલે સત્યના પક્ષમાં કઈ ન પણ હોય, પણ પરમાત્મા તે સત્યની સાથે જ છે. એટલા માટે સત્યને જ માનવું, ખોટાને ન માનવાં.
શળીને જોઈ સુદર્શન વિચારતો હતો કે, આ શૂળી મારા નવકાર મંત્રની ઈષ્ટસિદ્ધિ કરવા માટે મને ભેટવા ચાહે છે. હું એમ નથી ચાહતું કે, શણી તૂટી જાય અને તેનું સિંહાસન બની જાય પણ એટલું તે અવસ્ય ચાહું છું કે, શર્થીએ ચડવા છતાં પણું મારા હૃદયમાં કેઈના પ્રતિ-રાણીના પ્રતિ–પણ દ્વેષભાવ ન આવે. મારામાં એવી ભાવના પણ ન આવે કે તે અપરાધી છે અને હું નિરપરાધી છું. પહેલાં હું અપરાધી-નિરપરાધીને ભેદ માનતે હવે પણ હવે તે મારા માટે એ બન્ને સમાન જ છે.
સુભટ શેઠ કે ધરે શૂલી પર, હાહાકાર કા નાદ; શૈલી સ્થાન “ હુઆ સિંહાસન, બજે દુંદુભિ નાદ, ધન, ૧૦૮ છા ઘરે ઔર ચામર વજે, વર્ષે કુસુમધાર; ધ્વજા ઉડત હૈ વીજયા જયન્તી, સુર બેલે જ્યકાર. . ધન ૧૦૯
अनेकजन्मसंसिद्धिस्ततो याति परां गतिम् । આ મહાવાક્ય છે. સિદ્ધિને સાધવા માટે જ્યારે તીવ્ર વૈરાગ્ય પેદા થાય છે ત્યારે આ ભવમાં નહિં તે આવતા ભવમાં અવશ્ય સિદ્ધિ મળે છે. આ વાત સુદર્શન ચરિત્ર ઉપરથી વિશેષ સ્પષ્ટ થાય છે. સુદર્શનને પૂર્વ ભવમાં પેટમાં ખીલે ખેંચી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું પણ તેનું ધ્યાન તે નવકાર મંત્રમાં જ હતું. તે વખતે તેના પૂલ શરીરની રક્ષા નવકાર મંત્રથી ન થઈ. આ વાતને સુદર્શનને કાંઈ વિચાર પણ ન આવ્યું. સુદર્શન તે એમ જ વિચારતે હતો કે, મારું આ પૂલ શરીર કઈ કારણથી જ છૂટે છે. તેનું ધ્યાન તે નવકાર મંત્રમાં જ હતું. અને નવકાર મંત્રને પૂર્વજન્મથી તેને અભ્યાસ હતો એટલે તેને નવકાર મંત્રનુ ધ્યાન આ જન્મમાં પણ રહ્યું. આ ઉપરથી અદશ્ય શક્તિ છૂપી રીતે કેટલું કામ કરે છે તે જણાઈ આવે છે. આજના લેકે કેવળ દશ્ય શક્તિને જ જુએ છે પરંતુ અદશ્ય શક્તિ
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૪૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા શું છે એ વાત તેમણે જાણવી જોઈએ. આજના વૈજ્ઞાનિકે પણ કહે છે કે, કઈ અદશ્ય શક્તિ અવશ્ય છે પણ તે જોવામાં આવતી નથી. પરંતુ તે અદશ્ય શક્તિ કેવી રીતે દેખી શકાય ! એ તે પૂર્ણ થશે જ જોઈ શકાય છે. તમે અહંકારને સંપૂર્ણ ત્યાગ કરી નાખો તે તમે પણ અદશ્ય શક્તિને જોઈ શકશે. પણ તમારી પૂર્ણતાને તે. અહંકાર આવી રહ્યો છે માટે અહંકારને દૂર કરી પૂર્ણતા પ્રગટાવે. સૂર્ય પ્રકાશ શા માટે આપે છે. પૃથ્વી શા માટે સ્થિર રહે છે અને સમુદ્ર શા માટે મર્યાલ રાખે છે! આ વિષે વિચાર કરવાથી તમને જણાશે કે, અદશ્ય કઈ શક્તિ અવશ્ય છે. - તમારે ત્યાં શું ભેજન બન્યું છે તેની તમને ઘણીવાર ખબર હોતી નથી. પણ જ્યારે તમે જમવા બેસે ત્યારે તમારી પ્રકૃતિને અનુકૂલ ભેજન આવે તે તમે પ્રસન્ન થાઓ છે. એટલા માટે ત્યાં પણ કઈ અદષ્ટ કામ કરે છે કે નહિ ? કરે છે. છતાં તમે રસોઈ જમીને દસ્ય વસ્તુની જ પ્રશંસા કરે છે; અને અદશ્ય શક્તિને ભૂલી જાઓ છે ! જો અન્ન-ઘી વગેરે ન હોત તે શું એ રસોઈ બની શક્ત? જે અદશ્ય શક્તિના પ્રતાપથી અન્ન-ઘી આદિ બનેલ છે તેને તે ભૂલી જાઓ છે અને અભિમાનને વશ થઈ દશ્ય વસ્તુની પ્રશંસા કરે છે જ્યારે આ પ્રકારના અભિમાનને ત્યાગ કરશો ત્યારે જ અદશ્ય શક્તિનું ભાન થશે અને પછી તમે આગળ જતાં પૂર્ણ પણ બની શકશે.
સુદર્શન અદશ્ય શક્તિને જાણતો હતો. તેને અદશ્ય શક્તિ ઉપર પૂરેપૂરે વિશ્વાસ હતો. પૂર્વ ભવમાં તેનું આયુષ્ય લાંબું નહતું એટલે દેવોએ તેને બચાવ્યું ન હતું પણ આ ભવમાં તેનું આયુષ્ય બાકી હતું. એટલા માટે સુદર્શનની સત્યશીલની સાધનાએ દેવોનું આસન ચલાયમાન કર્યું. આસન ચજિત થવાથી દેશે વિચારવા લાગ્યા કે આ શું થયું ? ધ્યાન કરતાં જ્યારે તેમને જણાયું કે, સુદર્શનને ળીએ ચડાવવામાં આવ્યા છે. ત્યારે તેઓ કહેવા લાગ્યા. કે, “આ તે બહુ અનર્થ થઈ રહ્યો છે! જે અમે આ અનર્થને અટકાવીશું નહિ તે અમારું આસન પણ પડી જશે. એટલા માટે શેઠને વાળ પણ વાંકે થવા દેવો ન જોઈએ. શેઠ પહેલાં પણ ઘણો ત્યાગ કર્યો હતો અને આજે પણ શેહને કેાઈના પ્રતિ ક્રોધ કે કષાય નથી.” આ પ્રમાણે વિઅર કરી દેવા સુદાનની રક્ષા કરવા માટે તૈયાર થયા.
રાજાના સુભટોએ સુદર્શનને ઉડી જે શણી ઉપર ચડાવ્યો કે તરત જ શુળીના સ્થાને સિંહાસન બની ગયું. સુભટ એમ વિચારતા હતા કે, અમે શેઠને શૂળી ઉપર ચડાવીએ છીએ અને ધાર્મિક નગરજને પણ શેઠને શૂળી ઉપર ચડાવતાં જેઈ હાહાકાર કરવા લાગ્યા. અને કહેવા લાગ્યા કે, “હે ! પ્રભો ! ભલે અમને શૂળી ઉપર ચડાવો પણ આ ધર્માત્મા સુદર્શનને તે બચાવે. જે લેકે સુદર્શનના પ્રતિપક્ષી હતા તેમનું હૃદય પણ પીગળી ગયું. ભક્ત લેકે કહેતા હતા કે, અમે એમ જાણતા હતા કે, હવે તે સુદર્શન શેઠ બેલશે પણ એમને તે પરમાત્મા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હેવાથી હજી સુધી કાંઈ બોલતા નથી. ખરેખર ! તેમનામાં પરમાત્મિક શક્તિ જ છે.”
સુભટોએ સુદર્શનને શૂળી ઉપર ચડાવ્યો પણ દેએ એ શૂળીને સિંહાસન બનાવી દીધું અને માથે છત્ર પણ કરી દીધું. શુળીને સ્થાને સિંહાસન થયેલું જોઈ નગરજનો આશ્ચર્યચકિત થયા અને પ્રસન્ન થઈ સુદર્શનને જય જયકાર કરવા લાગ્યા. હવે આગળ શું થાય છે તેને આગળ વિચાર કરવામાં આવશે.
Page #486
--------------------------------------------------------------------------
________________
શુક્ર ૧૪ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૪૪૫
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા શુદી ૧૪ મગળવાર
*o
પ્રાથના
પ્રણમ્' વાસુપૂજ્ય જિનનાયક, સદા સહાયક તૂ મેંશ; વિષમ વાટ ઘાટ ભયથાનક, પરમાશ્રય સરના તેરા.
—વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી વાસુપૂજ્ય ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
જે પરમાત્માની પ્રાર્થના સાચા અંતઃકરણથી કરે છે, પરમાત્માની પ્રાચીના ઉપર જે દૃઢ વિશ્વાસ રાખે છે અને જે સકળ સંસારને પ્રાનામય જ જુએ છે તેની ભાવના કેવી હાવી જોઈ એ ! એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે.
આ પ્રાનામાં કહ્યું છે કે, પ્રાર્થીની ભાવના એવી હાવી જોઈ એ કે, આખા સસર પેાતાને અનુકૂલ રહે કે પ્રતિકૂલ રહે; અથવા સંસારનાં બધાં પદાથે સુખદાયી હોય કે દુઃખદાયી હાય, પણ તેણે તેા એમ સમજવું જોઈએ કે એ બધાં પદાર્થો પેાતાને પરમાત્મામાં તરફ ધકેલે છે, અને સાથે સાથે પ્રભુમય જીવન વ્યતીત કરવાની શિક્ષા આપે છે.
ભક્ત લેકા કહે છે કે, અમને કોઈ એવા પ્રશ્ન કરે કે, પરમાત્માને પ્રાપ્ત કરવાના સરલ માગ કર્યો છે? તે અમે ઉત્તરમાં એ જ જણાવીશું કે, પરમાત્માને પ્રાપ્ત કરવાના સરલ મા પરમાત્માની પ્રાથના જ છે. અનન્ય ભાવે પરમાત્માની પ્રાર્થના ૐ' ભક્તિ કર વાથી પરમાત્માને ભેટા થઈ શકે છે. કાઈ કહે કે, એ તો બધું ઠીક પણ પરમાત્માતી પ્રાથના કઈ રીતિએ કરવી જોઈ એ ? એ તો બતાવે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે તેની રીતિ પણ જાણુવી જોઈ એ. આને માટે ભકતા કહે છે કે પરમાત્માની પૂર્ણ રીતે પ્રાર્થના કરમારાએ પેાતાનું ચરિત્ર પાછળ મૂકી ગયા છે, અને તેએ કહી ગયા છે કે, જે માગે અમે ચાલ્યા છીએ તે માગે તમે પણ ચાલ્યા આવે તો અમે જે સ્થિતિને પ્રાપ્ત કરી છે તે સ્થિતિને તમે પણ પ્રાપ્ત કરી શકેા છે. આ પ્રાથનામાં કહ્યું છે કે:
ખલ દલ પ્રખલ દુષ્ટ અતિ દારુણુ, જો ચાતરફ્ કરે દેશ; તદપિ કૃપા તુમ્હારી પ્રભુજી, અરિચ ન હેાય પ્રકટે ચેશે.
ભક્તો કહે છે કે, “ હે ! પ્રભા ! મને દુષ્ટો દલ–બલથી ચારે તરફ ઘેરી લે અમે તા વારથી મારા શરીરનાં ટૂકડે ટૂકડાં પણ કરી નાંખવા ચાહે છતાં પણ મારી ભાવના એ જ રહે કે, આ દુષ્ટ લાકા નથી પણ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરાવનાર છે. મારી આવી ભાવમા રહે અને એ ભાવનામાં કાઈ પ્રકારની શિથિલતા ન રહે તે તે દુષ્ટ પણ મારા માટે ભક્ષકને બદલે રક્ષક બની જશે. એટલા માટે હે ! પ્રભા ! હું એવી ભાવના કરું છું કે, આરી પ્રાર્થના એવી આદશ હેાવી જોઈ એ કે, ભલે મને શત્રુઓ મારવા પણુ આવે છતાં વે તે તે વખતે જરાપણુ ક્રોધ ન આવે અને શત્રુ પ્રત્યે પણ મિત્રતા રહે”
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૪૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
તમે કહેશે કે, અમે તે એમ સમજતા હતા કે, જ્યારે સંસારનું સુખ વધે ત્યારે પ્રાર્થનાનું બલ વધ્યું છે એમ મનાય. પરંતુ શત્રુને પણ મિત્ર માનવામાં પરમાત્માની પ્રાર્થના નાનું બલ રહેલું છે એમ માનવું એ તે બહુ મુશ્કેલ માર્ગ છે. અને વાસ્તવમાં પરમાત્માની પ્રાર્થનાને માર્ગ એવો જ છે. પિતાની વિષયવાસનાને પોષવા માટે પરમાત્માની પ્રાર્થના કરવી એ તો કેવળ પ્રાર્થનાને ટૅગ છે. જ્યારે પ્રતિકૂલ પદાર્થો અનુકૂલ લાગવા માંડે ત્યારે પ્રતિકૂલ પદાર્થો પણ અનુકૂલ થઈ જશે. અને સાથે સાથે તમારો આત્મા પણ બંધનમાં સપડાશે નહિ. જ્યારે તમે કઈ ચેરે વગેરેના ઘેરામાં ઘેરાઈ જાઓ ત્યારે એમ માને છે, હે ! પ્રભો ! એ લેકે મને, મારી ભૂલ બતાવી તારી તરફ ધકેલી રહ્યા છે. હું તને સમજી શક્યો નથી. એની સજા આપવા માટે એ લોકે તૈયાર થયા છે. જ્યારે તમે આ પ્રકારની ભાવના ભાવશે ત્યારે શું કઈ માણસ તમારે વૈરી રહી શકે ખરે? પરંતુ આવી ભાવનાને કેળવવા માટે તેના અભ્યાસની જરૂર રહે છે.
ભક્ત કહે છે કે, “હે! પ્ર! જે સત્યની રાહ ઉપર હોઉં તે ભલે કઈ રાજા નારાજ થઈને મને કારાગારની સજા આપી મારી ઉપર ત્રાસ વર્તાવે તો પણ હું તે તેને . ઉપકાર જ માનીશ. હું તે એમ જ વિચારીશ કે, એ રાજાએ મને શાન્તિ જ આપી છે
અને મારે ઉપકાર કર્યો છે; તેમજ મારા આત્માની જે દશા હું અત્યાર સુધી સમજી શકો નથી એ દશા સમજ્યારે એણે મને આ સુઅવસર આવે છે.”
પહેલાંના વખતમાં વિદ્યાર્થીઓ જ્યારે બરાબર અભ્યાસ કરતા ન હતા ત્યારે તેમને ધમકી અને શારીરિક દંડ આપવામાં આવતું. જો કે આમ કરવું એ અત્યારે એક પ્રકારની ભૂલ માનવામાં આવે છે, પણ એમ કરનારાઓને ઉદ્દેશ તે એ જ રહે કે વિદ્યાર્થીઓ બરાબર અભ્યાસ કરે. આ જ પ્રમાણે ભક્ત લેકોને માથે જ્યારે કષ્ટ આવી પડે છે ત્યારે તેઓ એમ કહે છે કે, “હે ! પ્રભો ! આ કન્ટે મને તારી પ્રાર્થના કરવાને અભ્યાસ કરાવે છે. આ મહાદિ કષ્ટોને અત્યાર સુધી હું કષ્ટ રૂપે માનતો હતો પણ હવે મને જણાયું કે, એ કષ્ટ વાસ્તવમાં કષ્ટ રૂપ નથી પણ પ્રાર્થનાને અભ્યાસ કરવા માટે એક શિક્ષા રૂપ છે.”
જ્યારે તમે પણ ભક્તોની માફક આવી ઉચ્ચ ભાવના ભાવતા થશે અને તમારા આત્માને ઉજ્જવળ બનાવશે, ત્યારે રાજા પણ તમને હાથ જોડવા લાગશે.
ભક્ત લેકે કહે છે કે, “હે ! પ્રભે ! ભ્રમને કારણે આ આત્મા ડાકણ-શાકણ વગેરથી ભયભીત થઈ અહીં તહીં ભટકે છે પણ મને એવો વિશ્વાસ છે કે, આપના શરણે આવવાથી એ કલ્પનાનાં ભૂતો તે ક્ષણભર પણ ઉભા રહી શકશે નહિ અને જે કઈ દેવે પણ ભયંકર પિશાચ રૂપ ધારણ કરી, હાથમાં તલવાર લઈ મને ડરાવવા ચાહશે તે પણ તેનાથી ન ડરતાં, હું એમ જ માનીશ કે, એ તે મારી ઉપર ઉપકાર કરે છે, અને મારી પરીક્ષા લઈ રહ્યો છે. ” ' કઈ વિઘાથી, જે તે પોતાને અભ્યાસ બરાબર કરતે હેય, તે તે પરીક્ષાથી જરા પણ ડરતે નથી, પણ તે તે ઊલટે મારી પરીક્ષા અવશ્ય લે એમ કહે છે તે જ પ્રમાણે જે કઈ દેવ પરીક્ષા લે, તે તે ભક્ત એમ જ માને છે કે, “આ મારું શરીર ભલે તે નષ્ટ કરી નાખે, પણ આવા સમયે જે પરમાત્મા ઉપર મારે વિશ્વાસ દૃઢ રહે અને
Page #488
--------------------------------------------------------------------------
________________
શુદ ૧૪] રાજકોટ–ચાતુર્માસ
[૪૪૭ દેવને હું મારે ઉપકારી જ માનું, તે જ હું સાચો ભક્ત છું અને ત્યારે જ મને પરમાત્માની ભક્તિને બરાબર અભ્યાસ છે એવી મને ખાત્રી થાય.”
આજે તમારી ભાવના પરમાત્માની પ્રાર્થના વિષે ઘણી નબળી બની રહી છે. અને એ જ કારણે પરમાત્માની પ્રાર્થના માટે તમને કષ્ટ સહન કરવું મુશ્કેલ જણાય છે. પરંતુ શું તમને એ ખબર નથી કે દશ-બાર રૂપિયાના પગારદાર સિપાઈઓ પણ રાજાને માટે પિતાનું માથું આપવા તૈયાર થઈ જાય છે ? જ્યારે સિપાઈઓ પણ પોતાના રાજાને માટે આટલું આત્મસમર્પણ કરી શકે છે, તે પછી શું તમે લેકે એ સિપાઈઓથી પણ ઊતરતા છો ? અને પરમાત્મા કેાઈ રાજાથી પણ હલકા છે કે તેમને માટે કષ્ટ સહ્યું ન જાય ? યુદ્ધની રણભેરીને અવાજ કાને પડતાં વીર સિપાઈઓ તે આગળ કૂચકદમ કરે છે! પાછળ પડતા નથી. આ જ પ્રમાણે માથે ગમે તેટલાં કષ્ટો આવી પડે છતાં ભાવના તે પરમાત્માની તરફ જ વધે અને આખો સંસાર લીલામય જણાય તે સમજવું કે અમે પરમાત્માના સાચા ભક્ત છીએ. ભલે પ્રાણ પણ જોખમમાં આવી પડે છતાં તે વખતે પણ પરમાત્માની જ ભાવના ભાવવી જોઈએ. ભગવાને કહ્યું છે કે, “હે ! મુનિઓ ! તમે મરણથી પણ ન ડરે.
जीवनआसमरणभयविमुक्का અર્થાત–જીવવાની તે આશા ન કરે અને મરવાને ભય પણ ન રાખે. આમ કરવાથી જ તમે સંયમનું પાલન કરી શકે છે. "
ભગવાને સાધુઓ માટે આમ કહ્યું છે તે શું શ્રાવકેમાં એવી દઢતા ન હોવી જોઈએ! તમારે પણ વ્રતનું પાલન કરવા માટે દઢ બનવું જ પડશે. કેઈના પ્રતિ દ્વેષ ન કર, કાઈના ઉપર ખોટાં કલંક ન ચડાવવાં એ તો ઠીક છે, પરંતુ સત્ય ઉપર સ્થિર રહેતાં જે જે કષ્ટો માથે પડે તે બધાં કષ્ટોનું સહર્ષ સ્વાગત કરવું એ ભક્તનું પહેલું કર્તવ્ય છે.
આ પ્રમાણે પરમાત્માની ભક્તિ વિષે ભિન્ન ભિન્ન ભક્તોએ ભિન્ન ભિન્ન વાત કહી છે પરંતુ લક્ષ્ય તે બધાનું એક જ છે; કેવલ શબ્દોમાં જ અંતર છે એટલા માટે કેવળ શબ્દોને ન પકડતાં લક્ષ્યને પકડવું જોઈએ. લક્ષ્યને પકડી પરમાત્માની પ્રાર્થનામાં આત્માને પર તે તેમાં કલ્યાણ જ છે. અનાથી મુનિને અધિકાર-૪૯
અનાથી મુનિ રાજા શ્રેણિકને આજ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જે કેવળ શબ્દોને જ પકડી રાખે છે અને લક્ષ્યને પકડતો નથી તે નાથ બની શકતો નથી. જે લક્ષ્યને ભૂલતો નથી તે જ નાથ બની શકે છે. જો તમે સનાથ બનવા ચાહે છે, તે લક્ષ્યને હમેશાં દષ્ટિ સમક્ષ રાખે. જે તમે સનાથ બની ન શકે, તે સનાથના સેવક બની રહે તે પણ તમારો બેડો પાર થઈ જશે. જેમકે રેલ્વેના ડબાઓમાં તો પાવર હેત નથી. પાવર તે રેલ્વેના એજીનમાં હોય છે. પણ જ્યારે ડબાઓની સાંકળ એજીનને જોડી દેવામાં આવે છે ત્યારે એજનની સાથે ડબાઓ પણ મુકરર સ્થાને પહોંચી જાય છે. આ જ પ્રમાણે તમે જો પિતે સનાથ બની ન શકે, તે પછી સનાથની સાથે તમે તમારો સંબંધ જોડી
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૪૮ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા દે, તે પણ અનાથી મુનિના સંબંધથી રાજા શ્રેણિકને જેવો લાભ થયો હતો તે લાભ તમે પણ મેળવી શકશો.
અનાથી મુનિએ રાજાને કહ્યું કે, “હે રાજન ! કેવળ સાધુપણું લેવાથી જ કોઈ સનાથ બની જતો નથી પણ જે સાધુપણાની ક્રિયા બરાબર પાળે છે તે જ સનાથ બની શકે છે. અને ક્રિયા પાળતા નથી તેઓ અનાથ જ રહે છે. ”
જૈનદર્શન મૌલિક છે. અને એટલા જ માટે જેનદર્શન સાધુતાની રીતિ સ્પષ્ટ બતાવે છે. અનાથી મુનિ સાધુઓનું ઘર બતાવે છે. જે કઈ સાધુતાની રીતિ દબાવી રાખે છે અને એમ વિચારે છે કે, “જે કઈ અમારું ઘર, અમારી રીતિનીતિ જાણું જશે તે અમને ઠપકે આપશે” આવા લોકો અનાથ જ છે. જેઓ સત્ય વાતનું પાલન કરે છે અને સત્ય વાતને પ્રકટ પણ કરે છે તે જ સનાથ છે.
અનાથી મુનિએ કહ્યું કે, “હે ! રાજન ! જેઓ પાંચ મહાવ્રતને સ્વીકાર તે કરી લે છે, પણ તેનું પાલન બરાબર કરતા નથી તેઓ અનાથ છે. જે મહાવતેને સ્વીકાર કરી લે છે પણ મહાવ્રતને સ્પર્શતા નથી તેઓ મહાવ્રતનું પાલન કરતા નથી. ” - તમે બધા લેકો એમ તે કહે છે કે, પાંચ મહાવ્રતધારી જ અમારા ગુરુ છે. એક જેને બાળકને પૂછવામાં આવે છે તે પણ એ જ કહેશે. શાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે કે, પાંચ મહાવ્રતધારી જ, ગુરુ છે. પછી તે ગુરુ કોઈપણ દેશ કે સમ્પ્રદાયને કેમ ન હોય ? આ પ્રમાણે પાંચ મહાવ્રતધારીને જ ગુરુ માને છે તે પાંચ મહાવ્રતધારીનું લક્ષણ પણ જાણવું જોઈએ. પાંચ મહાવ્રતધારીને જાણવાનું શું લક્ષણ છે એ હું એક ઉદાહરણ દ્વારા સમજાવું છું –
માનો , કઈ માણસે ગાય જોઈ નથી. તે પહેલવહેલાં ગાયને જુએ છે. પણ એ ગાય છે એ તે ગાયનું લક્ષણ જાણે ત્યારે જ કહી શકે. ગાયનું લક્ષણ શીંગડાં કે પૂછડું છે એમ કોઈ કહે તે એ લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. કારણ કે શીંગડાં કે પૂછડું તે ભેંશને પણ હોય છે. એ લક્ષણ તો અનેક પશુઓમાં પણ મળે છે. જો કેઈ કહે કે ગાય કાળી હોય છે તે તેમાં અવ્યાપ્તિ દોષ આવે છે કારણ કે ગાય સફેદ પણ હોય છે અને પીળી પણ હોય છે. જો કેાઈ એમ કહે કે ગાયને છ પગ હોય છે તે તેમાં અસંભવ દોષ આવે છે કારણ કે છ પગ તો કોઈ પણ પશુઓને હેતાં નથી. આ પ્રમાણે લક્ષણના આ ત્રણ દે છે. સાચું લક્ષણ છે તે જ છે કે જેમાં આ ત્રણેયમાંથી એક પણ દોષ ન હોય! જે કેવળ લક્ષ્યમાં જ જાય–બીજામાં ન જાય તે જ લક્ષણ દોષરહિત છે, એટલા માટે ગાયનું લક્ષણ બતાવવા માટે એમ કહેવું પડશે કે, ચાર પગ, શીંગડાં અને પૂછડું એ બધું ગાયને હાય જ છે પણ જેને ગલકંબલ હોય તે જ ગાય છે. ગલકંબલ–ગાયના ગળે લટકતી ગોદડી–ગાયની સિવાય બીજા પશુઓમાં હોતું નથી એટલા માટે આ નિર્દોષ લક્ષણથી જ ગાયને ઓળખી શકાય છે.
આ જ પ્રમાણે પાંચ મહાવ્રતધારીને ઓળખવા માટે પણ કોઈ એવું લક્ષણ હોવું જોઈએ કે જે લક્ષણદ્વારા પાંચ મહાવ્રતધારીની ઓળખાણ થઈ શકે. પાંચ મહાવ્રતને ધારણ કરનાર ગુરુપદને પામે છે એ કથનની સાથે કોઈને મતભેદ હોઈ શકે નહિ. પરંતુ અત્રે જોવાનું એ છે કે, કેવળ પાંચ મહાવ્રતનો સ્વીકાર કરે છે તે ગુરુ છે કે પાંચ મહાવ્રતનું પાલન કરે છે તે ગુરુ છે?
Page #490
--------------------------------------------------------------------------
________________
શુદ ૧૪ ]
રાજકોટ–ચાતુર્માસ
[૪૪૯
જૈનશાસ્ત્ર અને પાત’જિલ યાગ સૂત્ર બંનેમાં એમ કહ્યું છે કે, પ્રતિપક્ષી ભાવનાદ્વારા જે વિતર્કોના વિનાશ કરે છે તે જ મહાવ્રતાનું પાલન કરી શકે છે. આમ હ।વા છતાં પણ કોઈ માણસ હિંસાને તે રાકે નહિ અને એમ કહે કે, હું અહિંસા મહાવ્રતનું પાલન કરું છું તા શું એ ઠીક છે ? આમ કહેવું એ તે કેવળ મહાવ્રતનું નામ રહ્યું પણું કામ રહ્યું નહિ. આ પ્રમાણે નામથી મહાત્રતાનું પાલન કરનાર તેા ઘણા લાકા મળી આવશે એંટલું જ નહિ એવા પણ લોકો મળી આવશે કે જે પ્રકટમાં તે એવી વાતેા કરશે કે જે મહાવ્રતાનું પાલન કરનાર સાધુએથી પણ ચડિયાતી હશે. જે પ્રમાણે ઈમિટેશન હીરા અસલી હીરાથી પણ વધારે ચમકે છે, તે જ પ્રમાણે મહાત્રતાનું નામ લેનારા અને મહાત્રતાનું પાલન ન કરનારાઓ ઉપરથી તે સારી સારી વાતે બતાવશે, પણ જે સાચા પરીક્ષક હાય છે તેમની સામે એ વાતનું કાંઈ મૂલ્ય અંકાતું નથી. જે પ્રમાણે રત્નાના પરીક્ષક ખરા ઝવેરી આગળ ઈમિટેશન રત્નનું કાંઈ મૂલ્ય અંકાતું નથી.
પાંચ મહાવ્રતધારીની બધા લેાકેા પરીક્ષા કરી શકતા નથી, એ કારણે આ વિષયમાં કાઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ વાતને દિષ્ટમાં રાખી શાસ્ત્રમાં આચાર્ય, ઉપાધ્યાય, ગણી, ગણાવદ આદિની વ્યવસ્થા કરવામાં આવી છે અને કહ્યું છે કે, “ જેમને માટે આચાર્ય – ઉપાધ્યાયાદિ સાક્ષી આપે કે, એ મહાવ્રતનું પાલન કરે છે તેા તેને માને. ” એ પાંચ મહાત્રતાનું પાલન કરે છે એ વાતની પરીક્ષા તમે ન કરી શકે તેા આચાર્યાદિની આજ્ઞાથી પાંચ મહાવ્રતધારીને ગુરુ તરીકે માને. જો આચાર્યાદિ આ વિષે કાઈ પ્રકારની ખાટી આજ્ઞા આપે તે તે અપરાધી છે. એ તમને પાંચ મંડાવ્રતધારીઓની એળિખાણ કરાવનાર એજન્ટો છે. તમે જ્યારે બજારમાં કાઈ ચીજની પરીક્ષા કરી ખરીદી કરી શકતા નથી ત્યારે તમારા તરફથી દલાલા મારફત તમે ખરીદી કરેા છે. જો કાઈ દલાલ ખરાબ ચીજને સારી કહી અપાવે તે તે અપરાધી ગણાય છે. આ જ પ્રમાણે જો આચાય વગેરે કાઈ મહાવ્રતનું પાલન નહિ કરનાર માણસને મહાવ્રતનું પાલન કરનાર બતાવી પૂજાવે છે તે તે આચાર્યાદિ પેાતાની જવાબદારી ભૂલે છે અને અપરાધને પાત્ર બને છે. જે પાંચ મહાવ્રતધારી હોય છે તે પાતે હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી. અને હિંસા કરનારને અનુમેદન પણ આપતા નથી. તે અસત્ય ખેલતા નથી, અસત્ય ખેલાવતા નથી અને અસત્ય ખેલનારને અનુમાદન આપતા નથી. આ જ પ્રમાણે તે ચેરી, મૈથુન કે પરિગ્રહ પોતે કરતા નથી, કરાવતા નથી કે કરનારને અનુમેદન આપતા નથી.
આજે કહેવામાં આવે છે કે, અમુક સાધુએ શિષ્ય બનાવવા માટે ફ્રાઈ કરાને ઉઠાવી લીધા; પણ શાસ્ત્ર કહે છે કે, સાધુએ આજ્ઞા વિના એક તણખલું પણ લઈ શકતા નથી તા પછી આજ્ઞા વિના શિષ્ય તેા બનાવી જ કેમ શકે? જો કેાઈ એમ કરે અર્થાત્ ચેરી છૂપીથી કાઈ તે શિષ્ય બનાવે તે તેને શિષ્યચારીના અપરાધ લાગે છે, અને તે નવી દીક્ષાનું પ્રાયશ્ચિત્ત લેવાતો. અપરાધી માનવામાં આવે છે અને તેને આઠમું પ્રાયશ્ચિત્ત આવે છે.
જ્યારે મને વૈરાગ્ય આવ્યા હતા ત્યારે મારા મામાને સાધુએ ઉપર બહુ નારાજંગી પેદા થઈ, તે એટલે સુધી કે તેમણે ઉપાશ્રયે જવાનું પણ છોડી દીધું. એક દિવસ મારા ગુરુ મગનલાલજી મહારાજ ભિક્ષા લેવા માટે નીકળ્યા, ત્યાં રસ્તામાં મારા મામા તેમતે મળ્યા. ત્યારે મગનલાલજી મહારાજે તેમને કહ્યું કે, “ જડાવચ ંદ ! આજકાલ તે તમે
૧૨
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૫૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા ઉપાશ્રયે આવવાનું પણ છોડી દીધું ?” મારા મામાએ જવાબ આપ્યો કે, “અમે કેવી રીતે આવીએ ? તમે અમારા ભાણેજને ભરમાવ્યો છે ! તમે એટલું પણ ન વિચાર્યું કે, તે કેટલે દુબળો છે! તેનાથી પાદવિહાર કેવી રીતે થઈ શકશે? અને તેના માથામાં કેટલાં બધાં ગુમડાં થયાં છે ! એટલે તે કેશલેચનનું કષ્ટ પણ કેમ સહી શકશે ?” મગનલાલજી મહારાજે કહ્યું કે, “એ બધું ઠીક છે. પણ તમે એ જાણે છે કે, જ્યારે અમે આજ્ઞા વિના એક તણખલું પણ લઈ શક્તા નથી તે પછી શું તમારી બધાની આજ્ઞા વિના તમારે ભાણેજને લઈ જશું?”
મતલબ કે, આજકાલ એમ કહેવામાં આવે છે કે, અમુક સાધુએ અમુક છોકરાને શિષ્ય બનાવવા માટે છુપાવી દીધો. પણ શ્રી દશવૈકાલિક સૂત્રમાં સાફ કહ્યું છે કે, “અણુ કે
યુલ, જડ કે ચૈતન્ય કોઈ પણ ચીજ જે આજ્ઞા વિના લેતા નથી તે જ મહાવ્રતનું પાલન કરનાર છે.”
ચેથું બ્રહ્મચર્યવ્રત છે. બ્રહ્મચર્ય મહાવ્રતને માટે કેવલ સ્ત્રીને ભગ કરવાની જ મના નથી પણ સ્ત્રીભેગ કરો નહિ, કરાવે નહિ અને કરનારને અનુમોદ નહિ. મન, વચન અને કાયાથી એમ વિધાન કરેલ છે. એટલું જ નહિ પણ સંસારની સમસ્ત સ્ત્રીઓને–દેવગનાઓ અને અપ્સરાઓને માટે પણ એ મારી માતા છે એમ સમજવાનું છે. ભગવાને આ ચેથા મહાવ્રતની રક્ષા માટે નવ વાડ અને દશમે કેટ બતાવેલ છે.
આ જ પ્રમાણે પરિગ્રહ પણ ન રાખવે. કેઈ પણ ચીજ તરફ મમત્વભાવ ન રાખ. તેમ કેઈ અનાવશ્યક ચીજ પિતાની પાસે ન રાખવી; શાસ્ત્રમાં બતાવ્યું છે તેથી વધારે કે જિતાચારમાં કહેલ ચીથી વધારે કઈ ચીજ પિતાની પાસે ન રાખવી. કાલાનુસાર અનેક આચાર્યો મળીને જે નિયમ બનાવે છે તેને “જિતાચાર” કહેવામાં આવે છે અને એ જિતાચાર પ્રમાણે વ્યવહાર કરવો એ ભગવાનની આજ્ઞામાં જ મનાય છે. એટલા માટે જિતાચારમાં જે ચીજોને રાખવાનું કહેવામાં આવ્યું છે, તેથી વધારે કઈ ચીજ ન રાખવી. જેમકે શાસ્ત્રમાં લાકડીની કાપી વગેરે રાખવાનું કહ્યું નથી પણ જ્યારથી શાસ્ત્રો લિપિબદ્ધ થયાં ત્યારથી જિતાચાર પ્રમાણે તે ચીજ પાસે રાખવાની આવશ્યક્તા બતાવવામાં આવેલ છે. આ પ્રમાણે જિતાચાર અને શાસ્ત્રમાં કહેલી ચીજ સિવાય કોઈ ચીજ ન રાખવી અને જે જે ચીજો રાખી છે તેના પ્રતિ મમતા ન રાખવી એ સાધુઓનું અપરિગ્રહ વ્રત છે. સાધુ એમ કહી ન શકે કે જ્ઞાનખાતામાં પૈસા આપે. જ્ઞાનને ઉત્તેજન આપે, એટલું તે કહી શકે પણ પૈસા આપે એમ કહી શકે નહિ. પિતાની પાસે બે શાસ્ત્રો છે. એક શાસ્ત્ર તે પોતે કામમાં લે છે પણ બીજું શાસ્ત્ર તેના કામમાં આવતું નથી છતાં કોઈ શિષ્ય કે બીજું કઈ માંગે અને ન આપે તે એમ સમજવું કે તેને મમત્વ છે. શાસ્ત્રના ભંડાર ભરી રાખવામાં આવે અને કીડાઓ તેને ઉપયોગ કરે તે એ પણ તેના તરફ મમત્વભાવ છે. અપરિગ્રહ મહાવ્રતને માટે આવે મમત્વભાવ સર્વથા ત્યાજય છે.
અનાથી મુનિ કહે છે કે, “હે! રાજન! આ પ્રમાણે મહાવતની પ્રતિપક્ષી ભાવનાને જે દર કરતું નથી તે મહાવ્રતનું પાલન કરી શકતા નથી. જે રસરુદ્ધ છેતે પણ અનાથ જ છે.”
Page #492
--------------------------------------------------------------------------
________________
શુદ ૧૪] રાજકોટ–ચાતુર્માસ
[૪૫૧ મતલબ કે, સંસારની કઈ પણ વસ્તુ તરફ મમત્વભાવ ન રાખવો અને અનન્યભાવે પરમાત્માની પ્રાર્થના કરી પરમાત્માને ભેટે ક એ જ વાત પ્રાર્થનામાં કહેવામાં આવી છે. સુદર્શન ચરિત્રથી એ વાત વિશેષ સ્પષ્ટ થશે. સુદર્શન ચરિત્ર-૪૯
દેવે તેને ચામર ઢોળતાં જયકાર બેલતા હતા. સુદર્શન તે વખતે ત્રિલોકપતિ હોય તેમ સિંહાસન ઉપર બેઠો હતો. તે વખતે શેઠ લેકેને કહી શકો હતો કે, મારી દઢતા અને રાણીની ચાલાકીનું પરિણામ જુઓપણ તે એમ કહે છે તે તેની અપૂર્ણતા જ પ્રગટ થાત. તે સિંહાસન ઉપર જાણે પિત પિસામાં બેઠે હોય તેમ બેસી રહ્યો. સુદર્શન તે પિતાની ભાવનામાં જ દઢ રહ્યો. આ જ પ્રમાણે તમે પણ ભાવનામાં દઢ રહે. કારણ કે બધા કાર્યોની સફળતાનું મૂળ કારણ ભાવના જ છે.
ધન ધન હૈ યે શેઠ સુદર્શન, શીલવંત સિરતાજ; ધિક્ ધિક્ હૈ અભયા રાણકે, નિપટ ગાઈ લાજ. . ધન૦ ૧૧૦ છે જગન મુઝસે યે કીતિ, ગઈ રાયકે પાસ;
દધિવાહન ૫ આયા દૌડકે, ધર મનમે દુલલાસ. એ ધન ૧૧૧ છે શેઠને તે પ્રભુમય બનવાને સ્વભાવ હતે. એટલા માટે તે તે કંઈ બે નહિ પણ નતા બોલ્યા વિના ક્યાં રહી શકે એમ હતી ! એટલા માટે જનતા કહેવા લાગી કે, જોયું! સૂળીનું પણ સિંહાસન બની ગયું. હવે તે તમારો ભ્રમ મડ્યો કે નહિ જે લોકો એમ કહેતા હતા કે આ ધર્માત્મા શેઠને શીએ શું ચડાવે છે, અમને શૂળીએ ચડાવે છે. જે લોકો ભૂળીને સિંહાસન થએલું જઈ બહુ જ પ્રસન્ન થયા અને સુદર્શનને ધન્યવાદ આપવા લાગ્યા. કોઈ એમ કહેતા હતા કે રણું કેવી નિર્લજજ છે કે જેણે પિતાની લાજ ગુમાવી, શેઠના માથે કલંક ચડાવ્યું પરંતુ સત્ય શું કોઈ દિવસ છૂપું રહી શકે છે ? અમે પણ કહેતા હતા કે, આ શેઠ કે મૂઢ છે કે તે એક પણ શબ્દ પિતાના મઢે બેલ ની; પણ આખરે પાપનો ક્ષય અને સત્યનો જય જ થયો.
દુનિયામાં બધા લોકોની પ્રકૃતિ એક સરખી હોતી નથી. વસ્તુ તે એક હેય છે પણ તે વસ્તુ પિતાની પ્રકૃતિની અનુસાર ભિન્ન ભિન્ન રૂપમાં જોવામાં આવે છે. સૂર્ય પ્રકાશ તે. સમાન આપે છે પણ કાચને રંગ જે હોય છે, તે પ્રકાશ પણ તે જ બની જાય છે. આ જ પ્રમાણે સુદર્શનની ઘટનાને લેાકો ભિન્ન ભિન્ન રૂપ આપવા લાગ્યા. - સુદર્શનને જે જય જ્યકાર થઈ રહ્યો હતો તે સુદર્શનને જયાર ન હતું પણ તેની શુદ્ધ ભાવનાને જયકાર હતા. ભાવના કે પવિત્રતા સૂક્ષમરૂપમાં જોઈ શકાતી નથી પરંતુ જ્યારે તે સ્થૂલરૂપ ધારણ કરે છે ત્યારે જ બધાને જોવામાં આવે છે. સૂક્ષ્મ વસ્તુને બધા લેકે જોઈ શકતા નથી પણ જ્યારે તે સ્થૂલ રૂપમાં આવે છે ત્યારે જ તે જોવામાં આવે છે.
કથનાનુસાર સુદર્શનની ભાવનાને તે બધા લેકે જોઈ શક્યા ન હતા પરંતુ જ્યારે અળીનું સિંહાસન થએલું જોયું ત્યારે લેકે જેવા લાગ્યા અને જયજયકાર કરવા લાગ્યા. બધા લે એમ કહેવા લાગ્યા કે, શેઠના હૃદયમાં જરા પણ ખરાબ ભાવના ન હતી. શકીનું સિંહાસન બનવાથી આપણને નિશ્ચય થઈ ગયા કે, શેકની ભાવના કેટલી શુદ્ધ હતી.
Page #493
--------------------------------------------------------------------------
________________
E
-
પર ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
ખમે ખામો અપરાધ હમારા, વારંવાર મહાભાગ ! ધર્મ મમ નહીં જાના તુમ્હારા, નારી ચાલે લાગ. . ધન ૧૧ર છે સુની બાત જબ મનોરમાને, પુલકિત અંગ ન પાય; પાંચ પુત્ર સંગ પતિદર્શન, શીધ્ર ચલાકર આય. ધન ૧૧૩ છે રાજા પ્રજા મિલ પતિવ્રતા કે, સિંહાસન બૈઠાય;
દંપતિ. જડી દેખ દેવગણ, મનમેં અતિ હર્ષાય. એ ધન ૧૧૪ આ બધા લેકે આમ કહી રહ્યા હતા. કેટલાક લેકે રાજા પાસે દોડી ગયા અને કહેવા લાગ્યા કે, મહારાજ ! ગજબ થઈ ગયું. રાજાએ પૂછ્યું કે, શું ગજબ થયો ! લેકેથી પ્રસન્નતા હોવાને કારણે બોલી પણ શકાતું ન હતું. જોકેએ રુંધાતા કંઠે એટલું જ કહ્યું કે, શેઠને શૂળી ઉપર ચડાવવામાં આવતા હતા ત્યારે ગજબ થયા. રાજાએ તેમને પૈર્ય આપી પૂછયું કે, શું ગજબ થયો? શું શૂળી તૂટી થઈ કે બીજું કાંઈ થયું? લેકેએ ઉત્તર આપ્યો કે, શૂળી, તૂટી નહિ પણ તેનું સિંહાસન બની ગયું છે અને સિંહાસન ઉપર બેઠેલા સુદર્શન ઉપર છત્ર શોભી રહ્યું છે અને ચામર તેને ઢોળાઈ રહ્યા છે. આ સાંભળી રાજા કહેવા લાગ્યો કે, હવે મારે સંશય દૂર થશે. હું પહેલાંથી જ જાણતા હતા કે, “શેઠ એવા નથી. એ તે રાણીની જ બધી ચાલબાજી છે; પરંતુ શેઠ કાંઈ બોલ્યા નહિ અને રાણીના પક્ષમાં સાક્ષીઓ હતી એટલે નિરુપાયે એ મહાપુરુષને માટે મારે આ હુક્ષ્મ કાઢવો પડ્યો; ધિક્કાર છે સંસારના પ્રપંચને કે જેને વશ થઈમારે આવો અનર્થે કરવો પડશે. સારું થયું કે, શેઠની શૂળી તૂટી ગઈ. શેઠની શૂળી શું તૂટી છે, જાણે મારી જ શૂળી તૂટી ગઈ છે. મેં તે મારી તરફથી તે એ મહાપુરુષની હત્યા જ કરી હતી. ધન્ય છે એ મહાત્માઓને કે જે સંસારના પ્રપંચથી પૃથફ થઈ જંગલમાં રહે છે. હવે હું શેઠ જેવા મહાપુરુષના દર્શન કર્યું અને તેમની હાથ જોડી ક્ષમા માંગું એ જ ચાહું છું.” .
" રાજા દધિવાહન હાથી-ઘોડાનસિહાસન વગેરેને ભૂલી જઈ પગપાળા જ શૂળીની જગ્યાએ દેડી ગયો. લેકે સામે આવીને કહેવા લાગ્યા કે, આ પ્રમાણે અને આનંદ છવાઈ રહ્યો છે. રાજા પણ હર્ષથી તેમને સંકેતદ્વારા એમ કહી રહ્યો છે કે, બહુ સારું થયું. આપણી લાજ પ્રભુએ રાખી છે.
- રાજા સુદર્શન શેઠની સામે આવ્યું. રાજાને વિય કરવા માટે સુદર્શન સિંહાસન ઉપરથી ઊતરવા લાગ્યો પણ રાજાએ કહ્યું કે, આપ ત્યાં જ બેસી રહે. આપ ત્યાં જ બેસવાને
ગ્ય છે. આ પ્રમાણે જ્યારે રાજા પણ મમ્ર થઈને સુદર્શનની સામે ગયો ત્યારે ન જાણે લેકના મનમાં કેવાં કેવાં વિચાર આવ્યાં હશે?
આ બાજુ મને રમાએ પણ સાંભળ્યું કે, પતિ શૂળીમાંથી ઊગરી ગયા છે અને શૂળીનું સિંહાસન બની ગયું છે. રાજા પણ તેના સન્મુખ માથું નમાવી ક્ષમાપ્રાર્થના કરી રહ્યો છે. પતિની મહિમા થઈ રહી છે. આ સાંભળી મને રમાને કેટલે બધે હર્ષ થયો હશે એ વાત તે સાચી પતિવ્રતા સ્ત્રી જ જાણી શકે છે. જે કેવળ વિષયલોલુપતાને કારણે જ પતિને પતિ માને છે તે આ વાતને શું જાણે ?
. મનેરમાં કહેવા લાગી કે, “હે ! પ્રભો! મારા પતિ એવા જ ઉદારચરિત છે. તેમના રેશમાં પણ ખરાબી નથી. છતાં સંસારમાં તેમની જે નિંદા થઈ રહી હતી, તે નિંદા પણ
Page #494
--------------------------------------------------------------------------
________________
શુદ ૧૪]
રાજકોટ–ચાતુર્માસ
[૪૫૩
આપની કૃપાથી દૂર થઈ.” આ પ્રમાણે વિચાર કરી તેણીએ પિતાના પુત્રોને કહ્યું કે, પુત્ર! ઉઠે, તમારી ભાવના સફળ થઈ છે. ચાલે, તમારા પિતાને વધાવીને ઘેર લાવીએ ! " "
શેઠ શૂળીના સ્થાને જઈ રહ્યા હતા ત્યારે શેઠાણી બહાર પણ નીકળી ન હતી પણ હવે તેને વધાવવા જઈ રહી છે. આ ઉત્કૃષ્ટ ભાવનાને જ પ્રતાપ છે. | મનરમા સખીઓની સાથે શેઠ અને ધર્મનાં મંગલ ગીત ગાતી બહાર નીકળી. તે. વખતે તેમને કેટલી બધી પ્રસન્નતા થતી હશે! તે શેઠની સામે આવી. શેઠને પણ મનેરમાં. અને પુત્રને જોઈ કેટલી બધી પ્રસન્નતા થતી હશે! કેઈ ઉપવાસીને અન્ન કેવું પ્રિય લાગે. છે એ વાતનો જેમણે ઉપવાસ કર્યો હોય તે જ જાણી શકે છે. આ જ પ્રમાણે શેઠ અને શેઠાણની પ્રસન્નતાને પણ તે જ જાણી શકે છે કે જેમણે તેમની માફક ભાવ તપ કર્યું હોય; બીજો કોઈ જાણી શકે નહિ. અન્નને રસ ઉપવાસ કરનારને જ સારો લાગે છે.
શેઠને જઈ શેઠાણીના હૃદયમાં અને શેઠાણીને જોઈ શેઠના હૃદયમાં કે આનંદ થયો હશે. ત્યાં ઉપસ્થિત સ્ત્રીઓ મને રમાને જોઈ કહેવા લાગી કે, આ સતીએ આપણું મસ્તકઊંચું રાખ્યું છે, અને આપણા મુખને ઉજવલ બનાવ્યું છે. . આ પ્રમાણે ગુણગાન કરી સ્ત્રીઓએ મનોરમાને આદરપૂર્વક આસન ઉપર બેસાડી પણ લેકે કહેવા લાગ્યા કે, આજે અમારે ત્યાં સીતારામની જોડી પ્રગટ થઈ છે એટલા માટે આ સતીને તે શેઠની પાસે જ બેસાડવી જોઈએ. અધું શરીર તે ઉપર રહે અને અધું. શરીર નીચે રહે એ ઠીક નથી. ' બધા લેકેએ મળીને મને રમાને પણ સુદર્શનની પાસે સિંહાસન ઉપર બેસાડી દીધી. શેઠ શેઠાણી, જાણે સીતારામની જોડી બેઠી હોય એમ લાગતાં હતાં. " લોકોએ સુદર્શનને કહ્યું કે, અત્યારે અહીં સભા એકઠી થઈ છે એટલા માટે આપ એ બતાવો કે, તમે તમારા ક્યા નિશ્ચય ઉપર કેવી રીતે દઢ રહ્યા અને અમે તમને અત્યાગ્રહ કર્યો છતાં તમે શા માટે બોલ્યા નહિ ? - સુદર્શને જવાબમાં કહ્યું કે, તમે લોકો તથા આ રાજા પણ મને હાથ જોડે છે તે મારા આ હાડને નહિ પણ કઈ શક્તિવિશેષને હાથ જોડે છે. જે શક્તિને તમે બધા કે, હાથ જોડો છો. એ શક્તિ તમારા બધામાં પણ છે એટલા માટે તમે લેકે એમ ન સમજે. કે, હું સિંહાસન ઉપર બેઠો છું પરંતુ એમ સમજો કે, આપણે બધાની શુભ ભાવના જ આ સિંહાસન ઉપર બેઠેલ છે. શરીરની વાત તે જુદી છે પણું આત્માની એકતામાં બંધાયને સમાવેશ છે અને બધા આત્મા સિદ્ધ થયા બાદ સમાન જ છે.
. આ વાત તમને જહદી સમાજમાં આવી જાય એટલા માટે આ વાતને સરળ કરીને તમને કહું છું...
એક માણસનું રત્ન ખવાઈ ગયું. તેને યાદ આવ્યું કે, હું અમુક રસ્તેથી આવ્યો હતે.. એટલે મારું રત્ન ત્યાં જ ક્યાંય ખોવાઈ ગયું હશે. તે રત્નને શોધવા માટે પાછો ફર્યો. તેને માર્ગમાં અનેક ચીજો જોવામાં આવી પણ તે ચીજો માટે તે એમ કહેવા લાગ્યા કે, એ રત્ન નથી. આ પ્રમાણે માર્ગમાં જે કોઈ ચીજ જોવામાં આવતી તેને માટે તે એમ જ કહે કે, એ રત્ન નથી. આ દષ્ટાન્ત પ્રમાણે જ્ઞાનીજને પણ રેત તિ કહે છે અર્થાત
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૫૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા એમ કહે છે કે, અમે જે વસ્તુની ધમાં છીએ તે વસ્તુ આ નથી. અમે ચીજને શોધીએ છીએ તે વસ્તુ આ સંસારના પદાર્થથી ભિન્ન છે.
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः। __ मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥ જે દશ્ય ઈન્દ્રિોઠારા જેવા–સાંભળવામાં આવે છે તે ઈશ્વર નથી. શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પર્શ એ ઈશ્વર નથી. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે, આ આત્મા લીલ નથી, પીળે નથી, લાલ નથી, ગંધવાળો નથી, રસવાળો નથી, પરંતુ આ આત્મા એ બધાથી પર છે. પણ આત્માને શોધનાર માર્ગમાં જ ભૂલી જાય છે એ તેની ભૂલ છે.
મો કે કહાં તૂ તૂ મેં તે હરદમ તેરે પાસમેં, ના મ મંદિર ના મ મસજિંદ ના કાશી કૈલાસમેં;
ના મેં બસ્ અજબ દ્વારિકા મેરી ભેટ વિશ્વાસમેં. મેં કોઇ તે રત્ન તે જ્યાં પડયું હશે ત્યાં જ હશે. તે રત્ન પતે તે ગતિ કરી શકતું નથી એટલા માટે રત્નને શોધનારે માર્ગમાં પડેલી ચીજોમાં લેભાઈ જવું ન જોઈએ. જે તે માર્ગમાં પડેલી ચીજોમાં લેભાઈ જાય તે શું તે રત્નને પ્રાપ્ત કરી શકે?
તે માણસ રત્નને શોધી રહ્યો હતો એટલામાં જ કેઈએ કહ્યું કે, તું શું શોધે છે! તે રત્ન તો તારા ખાસ્સામાં જ છે. આ જ પ્રમાણે જ્ઞાનીજને કહે છે કે, તે આત્માને ક્યાં શોધી રહ્યો છે ! એ આત્મા તે તારી પાસે જ છે. રૂપ, રસ, ગંધ વગેરે પદાર્થો જે છે તે આત્મા નથી. એ પદાર્થોથી તે ઈન્દ્રિયે જ મોટી છે. ઇન્દ્રિયોથી મન મોટું છે. મનથી બુદ્ધિ મોટી છે અને બુદ્ધિથી જે પર છે તે જ આત્મા છે. એ આત્માને શે તે તેમાં કલ્યાણ રહેલું છે.
- આ પ્રમાણે સુદર્શન ત્યાં ઉપસ્થિત લોકોને કહી રહ્યો છે કે, “ભાઈઓ! તમે એમ ન સિમજો કે આ સુદર્શન સિંહાસન ઉપર બેઠે છે, પરંતુ એમ સમજે કે, આપણે બધા કૌની ભાવના જ સિંહાસન ઉપર બેઠેલ છે.”
શ્રાવકોની વીરતા અને તેમના ગુણોને કારણે જ સાધુઓ તેમનો જયજયકાર બેલે છે, અને તેમને ધન્યવાદ આપી તેમનું ચરિત્રચિત્રણ કરે છે. સુદર્શન જે કેવળ ધનવાન જ હત અને તેનામાં જે શીલનું પાલન કરવા માટે આટલી વીરતા ન હતા તે સાધુઓને તેનું ચરિત્રચિત્રણ કરવાની આવશ્યક્તા ન હોય. સાધુઓ તેની જે પ્રશંસા કરે છે તે તેના શિલપાલનના કારણે જ. જો તે કુશીલ હતા તે સાધુએ તેને માન આપત નહિ પણ ઊલટે તેને ઠપકે આપત. જેમકે શાસ્ત્રમાં રાજમતિએ રથનેમિને ઠપકો આપતાં કહ્યું છે કે, “હે ! અપયશકામી ! તને ધિક્કાર છે. તે સાધુ થઈને વમન કરેલી વસ્તુ પાછી ખાવા ચાહે છે?” આ વીતરાગનાં શાસ્ત્રો છે. એટલા માટે જ્યાં સુધી બુરાઈ રહી ત્યાંસુધી તે તેની નિદા કરવામાં આવી છે, પરંતુ જ્યારે બુરાઈ ચાલી ગઈ ત્યારે તેની પ્રશંસા કરવામાં પણ
વાર લગાડવામાં આવી નથી. રથનેમિએ જ્યારે પિતાના ખરાબ વિચારને ત્યાગ કર્યો ત્યારે શાએ જ તેમને પરષોત્તમ કહ્યા છે. આ વાત સમજીને નાન અને ક્રિયાને જીવનમાં અપનાવો.
જય જય સુદર્શન શેઠજી, જય જય હે મનેરમાં માત; ધમ તીથી જુડી જાગા, પુરજન અતિ હત. ધન ૧૧૫
Page #496
--------------------------------------------------------------------------
________________
શુદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ
[ ૪૫૫ સુદર્શન અને મનેરમા ઊંચા સિંહાસન ઉપર બેઠા છે, તેનું કારણ ધન નહિ પરંતુ શીલની એવી દઢતા છે કે, પ્રાણ જાય તે ભલે જાય પરંતુ શીલ ન જાય. આ પ્રકારથી દઢતા રાખવાને કારણે જ તેમને ઉંચું આસન પ્રાપ્ત થયું છે.
લેકો શાન્ત થઈને સુદર્શનને કહેવા લાગ્યા કે, “આપ અમને અમૃત વચને સંભળાવે.” લોકોની આ પ્રાર્થના ધ્યાનમાં લઈ સુદર્શને કહેવા લાગ્યું કે, “ભાઈ એ, તમે મારા આત્માને અનુભવ મને પૂછો છો પરંતુ તે અનુભવ તે મુંગે છે અને વાણીમાં એવી શક્તિ નથી કે તે અનુભવને વર્ણવી શકે. કેવલજ્ઞાની ભગવાન પિતાના જ્ઞાનમાં જે કોઈ જુએ છે, તેને માત્ર અનંત ભાગ વાણીમાં આવે છે, પણ જે હિબાન અને શાની હે છે, તેઓ તે કેવલજ્ઞાની દ્વારા વર્ણિત અનંતમા ભાગ ઉપરથી જ તેમના જ્ઞાનની વાત સમજવાનો પ્રયત્ન કરે છે. તમે લેક વડના ઝાડને તમારા ઘરમાં લઈ જઈ શકે નહિ પરંતુ જો વેનું બીજ તમારે ઘેર લઈ જવામાં આવે અને તેને વાવવાની ક્રિયા કરવામાં આવે તે તેવું જ ઝાડ તમારે ત્યાં પણ થઈ શકે છે. આ જ પ્રમાણે વીતરાગની વાણીને
ડે અંશ પણ તમે તમારે ત્યાં લઈ જાઓ અને તેને તમારા હૃદયમાં સ્થાન આપી તદનુસાર ક્રિયા કરે તે તમને પણ તે જ લાભ થશે.”
સુદર્શન કહે છે કે, “જે અનુભવ મને થયો છે તે મુંગે છે એટલા માટે હું તેને કાંઈ કહી શકતું નથી છતાં પણ જે કાંઈ હું કહી શકું એમ છું તે ટૂંકામાં કહું છું.”–
જીગરને યાર જુદે તે, બધેક સંસાર જુવે છે, બધા સંસારથી એ ચાર, બેદરકાર જુદે છે. ગણું ના રાવ રાયાને, ગણું ન આખી કનિયાને પરંતુ જાન આ પર, પ્યારીને અખત્યાર જુદે છે. હજારે બધ મંદિરે, યહી છે ને તે ભલે છાજે
અમે મસ્તાનના ઉસ્તાદને, દરબાર બીજો છે. આ ભક્તોની વાણી છે છતાં અત્યારે એ સુદર્શનના નામે કહેવામાં આવે છે. સુદર્શન કહે છે કે, “જો તમે લેકે એટલું જાણી લે કે હૃદયને મિત્ર જુદે છે તે તમને આ અકળ સંસાર જ જુદો દેખાવા લાગશે. જ્યારે કોઈ માણસ ખોવાયેલા રત્નને શોધવા લાગે છે ત્યારે તે બીજી ચીજે ઉપર લેભા નથી, પરંતુ તે પ્રત્યેક ચીજને માટે એમ જ કહે છે કે આ રત્ન નથી. પતિવ્રતાનો પતિ ગૂમ થઈ ગયો હોય તે તે વખતે તેની સામે ભલે સંસારના બધા પુરુષો આવે તે પણ તે પ્રત્યેક માણસને એમ જ કહેશે કે તે મારે પતિ નથી. પતિવ્રતા સ્ત્રીને તે પિતાને પતિ મળશે ત્યારે જ સંતોષ થશે. બીજે પુરુષ ગમે તેટલે સુરૂપ હોય અને પોતાનો પતિ ગમે તેટલે કુરૂપ હોય છતાં તે પતિવ્રતા સ્ત્રી પિતાના પતિને જ ચાહશે. દમયંતી જયારે નલને શોધતી હતી ત્યારે ઈન્દ્ર પણ નલનું સ્વરૂપ ધારણ કરી તેની સામે આવ્યો, પરંતુ દમયંતી ઈન્દ્રના રૂ૫ ઉપર પણ મેહિત ન થઈ. તે તે એમ જ કહેતી હતી કે, જે મારા હૃદયની વાત કહી આપે, હું તેને જ મારો પતિ માની શકું. સુલતાને દેવોએ કહ્યું કે, નગરની બહાર ભગવાન મહાવીર આવ્યા છે અને આ પ્રમાણે કહી દેવોએ સમવસરણની રચના પણું બતાવી પણ સુલસાએ કહ્યું કે, મારા એ મહાવીર નથી. દમયંતી પણ એમ જ
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૫૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કહેતી હતી કે, મારા હત્યની વાત એ કહી આપે તે જ મારા પતિ છે. કેટલાક લોકોએ -હૃદયની વાત કહેવાને ઢાંગ પણ કર્યો છતાં પણ દમયંતીએ તેમનું કહ્યું માન્યું નહિ. તે વખતે જ નલ કુબડાનું રૂપ ધારણ કરી રસોયો બની આવ્યા હતા, તેણે લોકોને કહ્યું કે, જો દમયંતી મારી વાત સાંભળે તે હું તેના હૃદયની વાત કહી શકું છું. દમયંતીએ તેની વાત સાંભળવાને સ્વીકાર કર્યો ત્યારે નલે દમયંતીના હૃદયની વાત કહી આપી. દમયંતીએ તે જ વખતે નલને હાથ પકડી કહ્યું કે, હવે આપ ક્યાં જશે? નલ કહેવા લાગ્યો કે, હું નલ નથી. હું તે કુબડે. છે અને નલ તે સુંદર છે. દમયંતીએ કહ્યું કે, ગમે તે હો પરંતુ હવે તમે છટકી શકે એમ નથી. મારે પુનર્વિવાહ કરે ન હતે પણ મારે તે મારા પતિને શોધવા હતા. આખરે નલને પિતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરવું જ પડયું. આ પ્રમાણે દમયંતીએ પિતાના પતિને માટે ઈન્દ્રને પણ ઠોકર મારી, પણ તેમને સ્વીકાર ન કર્યો.”
સુદર્શન કહે છે કે, “મારા પ્રભુ મારા હૃદયમાં હતા તે મેં સંસારની પણ પરવા ન કરી. હું આ રાજાની પ્રજામાં એક છું. જ્યારે રાજાએ જ મને ઉચ્ચ આસન આપ્યું છે તે પછી હું હૃદયની વાત ન કહેતાં બહારની વાત કેવી રીતે કહી શકું? હું તે હૃદયની જ વાત કહીશ.” - સત્ય વાત કહેનાર વક્તા દુર્લભ છે અને શ્રોતા પણ દુર્લભ છે. પણ જે સાચા મહાનુભાવ છે તેઓ તે સત્ય વાતને કહે છે પછી ભલે તે સત્ય વાતને કોઈ સાંભળે કે ન સાંભળે ! " - સુદર્શન કહે છે કે, “લેકોએ મને એમ પણ કહ્યું હતું કે, “ન બોલવાથી તમારી બદનામી થશે અને બેલાથી રાણીને દંડ મળશે અને તમને કાંઈ નહિ થાય.” લોકોએ આમ કહ્યું છતાં હું કાંઈ બે નહિ કારણકે રાણીની વિરુદ્ધ બેલવા માટે મારું હૃદય ના પાડતું હતું. ”,
ચાતક તરસથી પીડાતા હોય ત્યારે કોઈ તેને એમ કહે કે, સરેવર પાણીથી ભરેલાં છે તો પછી શા માટે તરસથી પીડાય છે ? પાણી કેમ પી લેતા નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં ચાતક કહેશે કે, આકાશમાંથી પડેલા એક જલબિંદુને ઝીલવામાં હું પ્રસન્નતા અનુભવીશ પરંતુ સરોવરનું પાણી પી નહિ શકું; કારણ કે, મારા હૃદયની મિત્રતા આકાશના એ જલબિંદુ સાથે જ છે. " ભકત કહે છે કે, ભલે હજારે યુનીવર્સીટીઓ હોય પણ અમારા જેવા મસ્તાનના ઉસ્તાદ તો બીજા જ છે.
સુદર્શને કહે છે કે, “મારા અનેક હિતચિંતકેએ મને બેસવાનું ઘણું કહ્યું અને હું
નહિ તેથી એ લેકો નારાજ પણ બહુ થયા અને કહેવા લાગ્યા કે, અમે આટઆટલું કહીએ છીએ છતાં માનતા નથી અને એ રીતે તમે અમારું અપમાન કરી રહ્યા છો પણુ વાસ્તવમાં હું તેમનું અપમાન કરતા ન હતા, પરંતુ હૃદયના મિત્રની વાતને કાર્યમાં મૂકી રહ્યો હતો.”
સીતાને સમજાવવામાં અને ધમકાવવામાં કોઈ પ્રકારની ખામી રાખવામાં આવી ન હતી. સીતાને તે ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે, રામ લક્ષમણ તે વનમાં વિચરનારા ભીલ છે અને રાવણ તે સેનાની લંકાના સ્વામી છે. છતાં પણ શું સીતા પ્રલોભનમાં પડી હતી ?
Page #498
--------------------------------------------------------------------------
________________
-
વદ ૧]
રાજકેટ-ચાતુર્માસ
[૪૫૭
ભલે કોઈ તેના દઢ નિશ્ચયથી ખુશ થયા કે નારાજ થયા હોય પણ પિતાના નિશ્ચયમાં દઢ રહેવું એમાં જ સીતા પિતાનું કલ્યાણ જોઈ શકી હતી. આ જ પ્રમાણે સુદર્શને એવો નિશ્ચય કર્યો હતો કે, મનેરમા સિવાય બધી સ્ત્રીઓ મારા માટે માતા સમાન છે. તે પણ પિતાના આ નિશ્ચય ઉપર દૃઢ રહ્યા અને મારી માતાને મારા બોલવાથી કષ્ટ થશે એ વિચારથી બધાએ બોલવા માટે અત્યાગ્રહ કર્યો છતાં તે બોલ્યો નહિ.
બધા પ્રકાર તુફાને થઈ ચંચલતા ચૂકે હમારા ચિત્તની ચાલ અચલ પ્રકાર જુદી છે. ઘડીભર બેસ બતલાઉ સિખાઉં પ્રેમને જાદુ
અમે જાદુગરને યાર બાજાર જુદો છે. શિખે જે પ્રેમ પૂરો તે અચલ અભેદ પામે તે, નથી જ્યાં પ્રેમ છે ત્યાં ભેદ યે વ્યવહાર જુદે છે. ભલે યે માહરા પંથે બધા એ દુઃખને દેખે, મને સુખસાર લેહીને કઈ બાજાર જુદે છે. થયો જે પ્રેમમાં પૂરો થયે તે ભક્ત સર્વેથી;
મહા મસ્તાન જ્ઞાનીના મગજને તાર જુદે છે. સુદર્શન કહે છે કે, ભલે મારા માર્ગમાં બધા દુઃખી પણ થઈ જાય પરંતુ જે તમને દુ:ખ લાગે છે તે મને સુખને સાર જણાય છે. જેમકે મને શૂળી ઉપર ચડાવવામાં આવતા હતું ત્યારે તમને તે દુઃખ થઈ રહ્યું હતું પણ મને સુખને અનુભવ થઈ રહ્યો હતો. મને ત્યારે એમ લાગતું હતું કે, જાણે હું આનંદને ઉપભેગ કરી રહ્યો છું.
સુદર્શનને વક્તા બનાવી તેમના મુખેથી જે વાત કહેવામાં આવી છે તે વાતને તમે પણ હૃદયમાં ધારણ કરે. ભગવાને પણ સાધુ-સાધ્વીઓને શ્રાવકનું ઉદાહરણ આપી એમ કહ્યું હતું કે, જ્યારે શ્રાવક થઈને તેમણે વ્રત પાલનમાં આટલી દઢતા રાખી તે પછી તમારે કેટલી દઢતા રાખવી જોઈએ અને વ્રત પાલનમાં તમારે કેટલા દઢ રહેવું જોઈએ ! સુદર્શનના આ આદર્શને તમે પણ તમારા હૃદયમાં ઉતારે તે તેમાં કલ્યાણ રહેલું છે.
Page #499
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૨ શુક્રવાર
૪૫૮]
Do
પ્રાર્થના
ધરમ જિનેશ્વર મુઝ હિયડે મસા, પ્યારા પ્રાણ સમાન;
કબહું ન વિસરુ` હ। ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન ॥ ધરમ૦ ૧૫ —વિનયચંદ્રજી કુભટ ચાવીશી
શ્રી ધર્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આત્માની શુદ્ધ ભાવનાનું સ્વરૂપ જ પ્રાર્થના છે. અર્થાત્ પ્રાના, આત્માની ભાવનાનું જ રૂપ છે. પ્રાર્થના વિષે પ્રાય: હું હમેશાં ઘેાડુ ધણું કહ્યા કરું છું, પણ મારા કહેવા માત્રથી જ તમને કાંઈ લાભ થશે નહિ, પરંતુ આત્મલાભ માટે તા તમારે પાતાએ પ્રયત્ન કરવા પડશે. જેમકે વહુને સાસુ એમ તે કહે છે કે, “તું પાણી ભરવા તે જાય છે, પણ સાવધાની રાખજે, ક્યાંય । છુટી ન જાય. સાસુ આમ કહે છે પણ ઘડા ન ફુટે તેની સાવધાની તે વહુએ જ રાખવી પડે છે. આ જ પ્રમાણે પ્રાર્થના વિષે હું તમને વારંવાર કહ્યા કરું છું, પણ તે વિષે સાવધાની તે તમારે જ રાખવી પડશે. એટલા માટે હે ! દેવાનુપ્રિયે ! તમે તમારા આત્માના હિતૈષી બની પ્રાર્થના વિષે પૂરેપૂરી સાવધાની રાખે.
""
પનિહારી માથા ઉપર ઘડા ઉપાડી ચાલી જાય છે ત્યારે એમ વિચારે કે, હું માથા ઉપર બડા ઉપાડી સખીઓની સાથે વાતચીત કરી શકે કે નહિ ? જો તેને પેાતાને વાતચીત કરવાની સાથે બડાની રક્ષા કરવાની ખાત્રી હોય તો તે તે વાત પણ કરી શકે, પણ જો વાત કરવાની સાથે ધડાની રક્ષા કરવાની તેને ખાત્રી ન હેાય તેા પછી તેને વાત કરવાને અધિકાર પણ નથી. આ જ પ્રમાણે તમે પણ જુએ કે, તમે સંસારનાં કામેા અને પરમાત્માની પ્રાર્થનામાં એક સાથે ચિત્ત એકાગ્ર કરી શકેા છે કે નહિ? જો એક સાથે બન્ને કામેા કરી શકતા નથી તો પછી તમે એમ વિચારે। કે, હું સંસારની ભાવનામાં જ રહી ન જાઉં અને એ કારણે મારી પ્રાર્થના ઢોંગ જ બની ન જાય ?
આગળ કહેવામાં આવ્યું છે કે ભાવનાનું સ્વરૂપ જ પ્રાર્થના છે. ભાવના એટલે શુ એ સમજવું પણ આવશ્યક છે. ભાવના વિષે પાતંજલિ યાગ સૂત્રમાં કહ્યું છે કે:--
भावना भाव्यस्य विषयान्तरपरिहारेण चेतसि पुनः पुनर्निवेशनम् । भाव्यं च द्विविधम् ईश्वरस्तत्त्वानि च । तत्त्वानि द्विविधानि जडाजडभेदात् ।
અર્થાત્—ભાવ્યની સિવાય ખીજે ક્યાંય ચિત્તને જવા ન દેવું તેનું નામ જ ભાવના છે. જો કે, ચિત્તની ચંચલતા હેાવાને કારણે ચિત્ત ચોંટતું નથી, છતાં પણ તેને પકડીને એકાગ્ર કરવું અને ભાવ્યમાં જ રાખવું એનું નામ ભાવના છે.
હવે ‘ ભાવ્ય ’ એટલે શું એને અત્રે વિચાર કરીએ. ભાવ્ય એ પ્રકારનું છે. એક તા ઈશ્વર ' અને ખીજુ` ‘ તત્ત્વ ’. જો ઈશ્વર–વીતરાગમાં જ ભાવના રાખવી છે અને તેમને જ ભાવ્ય બનાવવા છે તે ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં તેમનામાં જ એકાગ્ર કરવું
Page #500
--------------------------------------------------------------------------
________________
વિદ ૨]
રાજકેટ–ચાતુર્માસ
[ ૫૯
જોઈએ. જે પ્રમાણે પનિહારી ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં ઘડાની રક્ષામાં જ પરિવે છે, તે જ પ્રમાણે ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં વીતરાગમાં જ પરેવવું જોઈએ.
બીજું ભાવ્ય તત્વ છે. તે બે પ્રકારનાં છે. એક તે “જડને ભેદ જાણ અને બીજે “ચૈતન્યને ભેદ” જાણવો. આ પ્રમાણે જ્યારે જીવ કે અજીવ વિષે તત્ત્વભેદ કરે ત્યારે બીજી જગ્યાએથી ચિત્તને દૂર કરી ચિત્તને તત્વવિચારણામાં એવું એકાગ્ર કરો કે ચિત્ત બીજે જાય જ નહિ. આ પ્રમાણે ઈશ્વર કે તને ભાવ્ય બનાવી ચિત્તને તેમાં પરોવવું એનું નામ જ ભાવના છે.
આ વાતને બરાબર સમજી તમે એમ વિચારે કે, ભગવાન ધર્મનાથનું ધ્યાન કેવી રીતે કરવું? એને માટે એમ વિચારે કે જે પ્રમાણે રૂપિયાનું ધ્યાન કરવામાં આવે છે તે જ પ્રમાણે ભગવાન ધર્મનાથનું ધ્યાન કરવું. તમે વ્યાપાર કરી રહ્યા છે ત્યારે બીજે કઈ બીજી જ વાત કહેવા માંડે ત્યારે તમે તેને શું કહેશો ? એમ જ કહેશો કે, એ વાત હમણું રહેવા ઘો પછી એ વાત કરજે. તે પૂછે કે એમ કેમ ! તે તમે એને જવાબ એમ આપશો કે, અત્યારે વ્યાપારમાં મન એંટેલું છે. આ જ પ્રમાણે વ્યાપારની માફક ભગવાન ધર્મનાથનું ધ્યાન કરવું અર્થાત જે પ્રમાણે લોભીનું મન ધનમાં ચુંટેલું હોય છે, જુગારીનું મન જુગારમાં ચૂંટેલું હોય છે અને કામીજનોનું મન સ્ત્રીઓમાં ચોંટેલું હોય છે તે જ પ્રમાણે ભગવાન ધર્મનાથના ધ્યાનમાં મન ચટાડવું જોઈએ. જે પ્રમાણે લેબી, જુગારી કે કામીજનનું મન પિતાપિતાના પ્રિય વિષયમાં ચોંટેલું હોય છે તે જ પ્રમાણે ભકતોએ ભગવાન ધર્મનાથના ધ્યાનમાં મનને એકાગ્ર કરવું જોઈએ. જે પ્રમાણે પનિહારી ઘડાની રક્ષા કરી શકે અને સાથે સાથે વાત પણ કરી શકે એવી ખાત્રી થતી નથી ત્યાં સુધી વાત કરતી નથી તે જ પ્રમાણે તમારી સાધના પણ હજી કાચી–અપૂર્ણ હોવાથી “હું આ કરી નાંખું–તે કરી નાખુંએવી ધમાલમાં પડે નહિ પણ મનને સ્થિર કરી ભગવાન ધર્મનાથના ધ્યાનમાં એકાગ્ર કરે. બીજી ધમાલમાં પડી જવાથી અનાથતા કેવી રીતે આવે છે ! એ જ વાત અનાથી મુનિ પણ કહી રહ્યા છે. અનાથી મુનિને અધિકાર–૫૦ -
અનાથી મુનિ કહે છે કે, મુનિના બે માગે છે. એક સુમતિને માર્ગ અને બીજે ગુણિને માર્ગ. જો કે મુનિનું લક્ષ્ય તે ગુપ્તિ જ છે પણ સુમતિ એ લક્ષ્ય સુધી પહોંચવાનું એક સાધન છે. જે આ સાધનને છોડી દે છે તે આત્માને સાધુતાથી દૂર રાખે છે. સાચી વાત તે એ છે કે, સાધુને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડનાર એ પાંચ “સુમતિઓ જ છે. '
સાધુએ સાધુતાનું પાલન કેવી રીતે કરવું જોઈએ એને માટે અનાથી મુનિ કહે છે કે, જે આત્માને મહાવ્રતથી દૂર રાખે છે, અને જે રસલુપતા રાખે છે તે અનાથ છે. આ વ્યક્તિ ભિક્ષુ હોવા છતાં જન્મ-મરણથી મુક્ત થઈ શક્તો નથી.
પાંચ સુમતિ અને ત્રણ ગુણિમાં સાધુતાની સમસ્ત ક્રિયાઓને સમાવેશ થઈ જાય છે; એટલા માટે જે કઈ સાધુ ઈસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાનભાંડપાત્રનિક્ષેપણસમિતિ અને ઉચ્ચારપસવણસમિતિ-આ પાંચ સમિતિઓનું પાલન કરતું નથી તે વીરના માર્ગે જ નથી પરંતુ અનાથતાના માર્ગે જાય છે
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૬૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
પહેલી ઈંયાંસમિતિ છે. શ્રી. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪ માં અધ્યયનમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. અને તેમાં ઈય્યસમિતિને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિવેક બતાવવામાં આવ્યા છે અને કહ્યુ છે કે, સાધુ જ્યારે ચાલવા લાગે ત્યારે એમ જ વિચારે કે, મેં બધાં કામે છેાડી દીધાં છે; મારે કેવળ અત્યારે ચાલવાનું જ કામ કરવાનું છે. સાધુએ ચાલતી વખતે મનને એકાત્ર રાખવું જોઈએ. જે પ્રમાણે પાણીથી ભરેલા ઘડા માથે ઉપાડી પનિહારી ચાલતી વખતે સાવધાની રાખે છે તે જ પ્રમાણે મુનિએ પણ ચાલતી વખતે સાવધાની રાખવાની હેાય છે.
માના કે, એક રાજાને નોકર રાજના કામ માટે બહાર નીકળ્યા. રાજાએ તેને કહ્યું હતું કે, આ કામ જરૂરી છે એટલે જલ્દી આવજે. તે નેકર રાજાના કામ માટે બહાર નીકળ્યા પણ માર્ગમાં નાટક-ખેલ થઈ રહ્યો હતા. ત્યાં એક નટી હાવભાવથી નાચ કરી રહી હતી. તે ખેલ જોવા ચાહતા હતા. તમે તે વખતે રાજાના નાકરને શી સલાહ આપશે ? એ જ કે, નાટક–ખેલ જોવા ન રોકાતાં માલિકનું કામ પહેલાં કરવું, પણ તે નોકર તા ખેલ જોવા રાકાઈ ગયા, એટલામાં કાઈ હિતેષી આવ્યા અને તેણે પેલા માણસને કહ્યું કે, તું અહીં કેમ શકાઈ ગયા ? પહેલાં રાજાનું કામ કરી લે ા રાજા પ્રસન્ન થવાથી આવા ખેલ તા હું તારા ઘેર જ કરાવી શકે છે.
આ જ વાત મુનિના વિષે પણ સમજો. મુનિઓએ સ્વેચ્છાપૂર્વક પેાતાનું નામ ભગવાનના સેવકામાં લખાવ્યું છે. તેમણે કાઈના દબાણથી નહિ પણ પોતાની ઇચ્છાથી જ ચારિત્ર ગ્રહણ કર્યું છે. ભગવાને સાધુઓને માટે એવી આજ્ઞા આપી છે કે સાધુએ માટે લક્ષ્ય તા ત્રણ ગુપ્તિ છે. પણ પાંચ સમિતિએ તરફ પણ તેમણે જરાપણ આંખ મીંચામણી ન કરવી. ભગવાને આવી આજ્ઞા આપી છે અને આ આજ્ઞાને કારણે મુનિ સમિતિ તથા ગુપ્તિએનું પાલન કરવા તૈયાર થયા છે; પણ જો અમે મુનિએ આ આજ્ઞાને ભૂલી જઈ નાટકની માફક સંસારની ધમાલમાં પડી જઈએ તે તમે અમારા હિતૈષી થઈ અમને કેવી હિતસલાહ આપશે ? જો અમે પ્રયોસમિતિનું ધ્યાન ન રાખીએ તા તમે અમને શું કહેશે ? એ જ કે, જે પ્રમાણે રાજાના નાકર ઠેકડાં મારતા ચાલે છે તેમ ઠંકડાં મારતાં કેમ ચાલા છે ? અને અહીં તહીં નજર ફેરવતાં કેમ ચાલા છે ! ” શું સાધુ પણ આમ ચાલી શકે ખરા ? ” તમે આ પ્રમાણે શું અમને નહિ કહેા ? જો કે તમે વિનય અને નમ્રતાની સાથે કહેશે! પણ તમે અમારા હિતેષી હાવાથી તમે અમને એમ જ કહેશેા કે, “ તમે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયા છે એટલા માટે તમે મનને એકાગ્ર કરી ઈયાઁસમિતિને ધ્યાનમાં રાખી યતનાપૂર્વક ચાલા.
""
શેડ અમરચંદજી સાધુઓની ઈર્યાસમિતિનું એવું ધ્યાન રાખતા હતા કે તે જોતાં જ જાણી લેતા કે, અમુક સાધુ ઇયમિત કે ભાષાસમિતિના જાણકાર કે પાલનહાર છે કે નહિ ? જો તેમની ષ્ટિમાં કેાઈની ખામી જણાતી તે। તે સ્પષ્ટ કહી પણ દેતા હતા. પૂજ્યશ્રી શ્રીલાલજી મહારાજ વિહાર કરતાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને મેાતાજી મહાસતીજી મળ્યા. એ મહાસતીજીની ઈયોસમિતિ જોઇ પૂજ્યશ્રી ધણા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા 'કે, આ મહાસતીજી ઈયાઁસમિતિનું બરાબર ધ્યાન રાખે છે.
Page #502
--------------------------------------------------------------------------
________________
વદ ૨] - રાજકેટ-ચાતુર્માસ
[૪૬૧ જેમ સેનાનું ચિહ્ન નિશાન માનવામાં આવે છે તેમ ઈસમિતિ એ સાધુઓનું ચિહ્ન છે. એટલા માટે સાધુ-સાધ્વીઓએ ઈસમિતિ વિષે બહુ જ સાવધાની રાખવાની આવશ્યક્તા રહે છે. સાધુ-સાધ્વીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, અમે સંસારની ધમાલ જવામાં કે કોઈની સાથે વાતો કરવામાં ઈર્યાસમિતિની અવહેલના કરી ન નાંખીએ. જે અમે સંસારની આ પ્રકારની ધમાલ જોવામાં ન પડીએ પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવામાં ધ્યાન રાખીએ તે રાજાની આજ્ઞાનું પાલન કરવાથી નેકરને જેવો લાભ થાય તેથી અધિક લાભ અમને પણ થાય.
આજે પ્રાયઃ એવું બને છે કે, સાધુઓને કેઈ કાંઈ કહે છે તે તેઓ સામા દબાવવા લાગે છે. કેઈ સાધુને જો એમ કહેવામાં આવે કે, તમારામાં આ ભૂલ છે; તે એ ભૂલને ભૂલ માની જે સાધુ પ્રતિક્રમણ કરી શુદ્ધ થઈ જાય અને ભવિષ્યમાં તેવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખે છે તે ઠીક છે, પણ જો કોઈ સાધુ એમ કહેવા લાગે કે, અમને સાધુને કહેનાર તમે કોણ છો અને આ પ્રમાણે કહીને નારાજ થઈ જાય તે સાધુ સુધરી શકતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, સાધુને જે કોઈ ત્યાગેલા ઘરની પાણી ભરનારી દાસી પણ શિક્ષા આપે તે તેને પણ માનવી, પરંતુ તેની અવહેલના ન કરવી. તું અમને કહેનાર કોણ છે એમ તેને પણ કહી શકાય નહિ.
તમે કહેશે કે, સાધુ જે ઈસમિતિનું ધ્યાન ન રાખે અને કહેવું ન માને તે એવી દિશામાં શું કરવું ? સાધુઓ વિના તે કામ પણ ચાલી શકતું નથી. તેમની આવશ્યક્તા તે છે જ. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જો તમે તમારા આત્માને શુદ્ધ રાખે અને દઢતા ધારણ કરી રાખો તે સાધુઓએ પણ માર્ગ ઉપર આવવું જ પડશે. તમે કોઈ સાધુને કહે અને તે તમારું કહ્યું ન માને તે તમારે એમ સમજી લેવું જોઈએ કે, એ સાધુઓ ઈભાષા સમિતિનું પાલન કરનાર નથી પણ અનાથતામાં પડી રહ્યા છે. આ પ્રમાણે તમે તમારા આત્માને દઢ રાખે તો સાધુઓ માટે સુધરવા સિવાય બીજો એકેય માર્ગ નથી.
બીજી ભાષાસમિતિ છે. બીજાને દુઃખ થાય એવી કટુ અથવા સાવદ્ય ભાષા સાધુ બોલી શકે નહિ. આજે સાધુઓમાં ભાષાને વિવેક બહુ ઓછા જોવામાં આવે છે. સાધુઓના લેખ જુઓ તે તેમની ભાષાથી એ જાણવું મુશ્કેલ થઈ પડે કે એ લેખ સાધુઓને હશે કે ગૃહસ્થને ? કદાચ એમ કહે કે, મુનિને આશય સારે છે પણ શું ગૃહસ્થનો આશય ખરાબ હોય છે ? પહેલાં ગુપ્તિને જેવી કે સમિતિને ? આશય સારે હોવા છતાં પણ શું ભાષાનું ધ્યાન ન રાખવું ? શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી પજવણું સૂત્રમાં મુનિઓએ કેવી ભાષા બેલવી અને કેવી ભાષા ન બોલવી એ વિષે ઘણો વિચાર કરવામાં આવ્યો છે.
- સાધુ જે ભાષા સમિતિના જાણકાર હોય તો તેઓ પોતાના સંયમની રક્ષા કરવાની સાથે સંસારને સુધાર પણ કરી શકે છે. જેમકે કોઈ કહે કે, સાધુ લગ્નપદ્ધતિમાં સુધાર કરી શકે કે નહિ ? સાધારણ રીતે તે લગ્નના વિષે સાધુ એમ જ કહેશે કે લગ્નથી સાધુઓને શું મતલબ ? પણ જાણકાર સાધુ તે લગ્નપદ્ધતિને સુધાર કરવા માટે તમારી સામે મેઘકુમાર જેવા કેઈનું ચરિત્ર રજુ કરશે કે જે દ્વારા લગ્નપદ્ધતિમાં આ સુધાર કરી શકાય છે.
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૬૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા મેથકુમારના ચરિત્રમાં વિયા રિસતા વગેરેના ઉલ્લેખદ્વારા લગ્નપદ્ધતિની જે વિધિ બતાવવામાં આવી છે તે વિધિ બતાવીને શું સાધુ લગ્નપદ્ધતિમાં સુધાર ન કરી શકે ? લગ્નપદ્ધતિની જ માફક ગર્ભ ક્રિયાના વિષે પણ સુધાર કરી શકાય છે. એ વિષે પણ કોઈનું ચરિત્ર સામે રજુ કરી બતાવી શકાય છે પણ સાધુએ એ વાત કહેતાં એટલું ધ્યાન રાખવું જોઈએ કે, મારે તે મારા સંયમની રક્ષા કરવાની છે એટલા માટે મારી ભાષામાં કઈ પ્રકારનું દૂષણ ન આવે તેને મારે ખ્યાલ રાખવો જોઈએ. હું સંસારના પ્રવાહમાં તણાઈ ન જાઉં પણ સંસારની પાર ચાલ્યો જાઉં એને મારે સતત ધ્યાન રાખવાનું છે.
કહવાને આશય એ છે કે, શાસ્ત્ર સાધુને બોલતાં અટકાવતાં નથી પરંતુ વિવેકથી બોલવાનું કહે છે. - ત્રીજી એષણાસમિતિ છે. સાધુઓએ આ સમિતિના પાલન કરવામાં પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. એષણસમિતિમાં તે જેવું મળે તેવું લઈ લેવાનું હોય છે. જેઓએ કેવળ ભક્તિ કરાવવા માટે જ માથું મુંડાવ્યું છે, તેમની વાત તે જુદી છે; પરંતુ જેઓને સાધુ તાનું પાલન કરવું છે તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાને એષણ સંબંધી જે નિયમ બતાવ્યાં છે તે કાંઈ નકામાં નથી. આત્મા સુખને ઇચ્છુક છે એટલા માટે તે હમેશાં સુખ જ શેધે છે; પરંતુ સુખની ઇચ્છાને ત્યાગ કરી, સાધુઓએ એ ધ્યાન રાખવું જોઈએ કે, ક્યાંય અમે સાધુતાથી ટ્યુત થઈ ન જઈએ.
શાસ્ત્ર એમ તે બહુ ગહન છે, પણ સાથે સાથે તે એવી સરલ અને લાભપ્રદ વાતે સરળતાથી સમજાવે છે કે, જેથી સાધારણ માણસ પણ સમજી શકે છે. જેમ માતા પિતાના બાળકને સમજાવે છે તેમ શાસ્ત્ર પ્રત્યેક વાત સમજાવે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે.....मुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स ।
उच्छोलणापहोअस्स दुल्लहा सुगई तारिसगस्स ॥ આ ગાથામાં એમ કહ્યું છે કે, જે કઈ શ્રમણ “આમાં સુખ મળે, “અહીં સુખ મળે,” એમ સુખની પાછળ જ પડ્યો રહે છે, અને એ માટે એવી પોલીશી કરે છે કે, જેથી તેની ભક્તિ પણ ઓછી ન થાય અને સુખને માર્ગ પણ ખુલ્લું રહે. આવો સુખનો ગલી કહેવા લાગે છે કે, “એષણા સમિતિનું નામ લેવાથી તે ભક્તિ ઓછી થઈ જશે એટલા માટે જે મળે તે નિમમત્વ થઈ લઈ લેવું.” ભગવાન કહે છે કે, “આવો શ્રમણ મારે ધર્મની અવહેલના કરનાર છે અને પિતાના સુખને માર્ગ ખેલે છે, પરંતુ આ શ્રમણ આ લોકમાં પણ સુંદર પરિણામ લાવી શકતું નથી અને પરલોકમાં પણ સુંદર પરિ કૃમિ પામી શકતા નથી.”
જેમને આત્મા પિતાના વશમાં નથી અને જે રસમૃદ્ધ છે તે એષણાસમિતિને અપલાપ-વિરોધ કરે છે. પરંતુ ઉચિત તે એ છે કે, જે પિતાનાથી એષણાસમિતિનું પાલન થતું ન હોય તે એમ કહી દેવું કે, મારી એ અપૂર્ણતા છે કે હું એષણાસમિતિનું બરાબર પાલન કરી શકતા નથી. આમ કહેવાથી તેની જ અપૂર્ણતા જણાશે પણ સિદ્ધાન્તનું તે પ્રતિપાદન થશે. પરંતુ જે પોતાની અપૂર્ણતા છુપાવી રાખે છે અને એષણ પાખંડ છે એમ કહે છે તે નિન્ય પ્રવચનની અવલેહના કરે છે. આવા શ્રમણને માટે સદ્દગતિ મળવી દુર્લભ છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
વજ્ર ૨ ]
રાજ કેટ–ચાતુર્માસ
[ ૪૬૩
સુખશીલ બની જઈ મેાજ માણવી અને મેાજ કરવાના કાર્યને પણ ઉજ્જવલ નામ આવું અને ભાવિક જનોની શ્રદ્ધાના અનુચિત લાભ લેવા એ સાધુઓને ધર્મ નથી, સાધુઓના તા એ ધર્મ છે કે, પ્રત્યેક વાત સ્પષ્ટ કહે કે, શાસ્ત્ર તે આમ કહે છે પણુ મારામાં આ અપૂર્ણતા હેાવાને કારણે આ વાત મારાથી પાળી શકાતી નથી. જે એષણાસમિતિનું ખરાખર પાલન કરે છે તેને હું નમસ્કાર કરું છું. જે આ પ્રમાણે એષાસમિતિનું બરાબર પાલન કરે છે તે જ મહાત્મા સ્વપરનું કલ્યાણ કરી શકે છે. આ પ્રમાણે જે પેાતાની અપૂર્ણતાને સ્પષ્ટ સ્વીકાર કરી લે છે અને શાસ્ત્રની અપૂર્ણતા બતાવતા નથી, તેની શાસ્ત્ર એટલી નિંદા કરતું નથી જેટલી નિંદા શાસ્ત્રની વિરુદ્ધ પ્રતિપાદન કરનારની કરે છે, જે લાક સંયમનું બરાબર પાલન કરી શકતા નથી પરંતુ પેાતાની અપૂર્ણતાના સ્વીકાર કરે છે તે કેાઈ વખતે તે સંયમનું પાલન કરી શકશે અને પેાતાની અપૂર્ણતા દૂર કરી શકશે; પરંતુ જે પોતાની અપૂર્ણતાના સ્વીકાર જ કરતા નથી, તેને સુધાર થવા બહુ મુશ્કેલ છે. સુદર્શન ચરિત્ર—૫૦
સુન કહે છે કે, તમે લેાકેા મારા આદરસત્કાર કરી રહ્યા છે. મહારાજા પણ્ નીચે બેઠા છે અને મને ઉપર બેસાડવો છે એ મારા શરીરના આદર નહિ પણ મારી ભાવનાને આદર છે. સંસારના લેાકા ઠગાઈ રહ્યા છે. હૃદયની વાત તે બીજી હાય છે પણ કરે છે બીજી. લોકા સ'સારના મેહક પદાર્થોમાં ફસાઈ જઈ કાંઈનું કાંઈ કરી બેસે છે. એટલા માટે સંસારના મેાહક પદાર્થમાં ન ફસાતાં સ્વામીની આજ્ઞાનું ધ્યાન રાખૈ તા તમારી ભાવમાં પણ દૃઢ રહેશે અને તમે પણ આ જ પ્રમાણે આદરપાત્ર બની શકશે.
તુમ તો જગતકા ખ્યાલ ઈકકા ગાના, તેરી અપ ઉમર ખુટ જાય અત ઉઠે જાના. મેં ખેલૂ. સચ્ચી ખાત જૂઠ નહી માશા; તૂ સાતા હૈ કિસ નીદ કૈસી કર આશા. તુમસેવા દેવ જિનરાજ ખલકમે ખાસા, તેરે જોખન પતગકા રંગ જુઠે સમ આશો; અખ ધરા હિયે મેરી સીખ સમઝ યહે સચાના. તેરી
જ્યારે સુદર્શને આ આશયના ઉપદેશ આપ્યા હશે તે વખતે લેના હૃદય ઉપર કા પ્રભાવ પડયો હશે? ત્યારે લેાકાનું હધ્ય કેવું ઉન્નસિત થયું હશે ? ઉપરની કવિતામાં કહેવામાં આવ્યુ છે કે, જગતના ખેલને છેાડા અને પ્રેમનાં ગાયનેામાં મત્ત થઈ ન જામ. તારી આ નાની ઉંમર એમાં જ એળે સમાપ્ત થઈ જશે. ’
જે પ્રમાણે રાજાના નાકર નાટક-ખેલ વગેરે જોવામાં રાકાઈ જઈ રાજાની આજ્ઞાનું પાલન કરવું ભૂલી રહ્યો હાય અને ત્યારે તેને કાઈ સન્મિત્ર એમ કહે કે, તું અહીં ઊભા રહીને શું કરે છે ? તારું કર્ત્તવ્ય કેમ બરાબરી બજાવતા નથી ? આ જ પ્રમાણે મહાત્મા લે પણ તમારા હિતેષી થઈ તે તમને કહે છે કે, “હું ! જગજ્જીવા ! જગના નાટક–ખેલ વગેરે જોવામાં કેમ ભાન ભૂલી રહ્યા છે!! ” સુદર્શન પણ એ જ કહે છે કે, “ આત્માનું ઉત્થાન
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૬૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કરે. તેને પતિત ન કરે. આ નાની ઉંમરને વ્યર્થ ગુમાવી ન દે. જાગ્રત થાઓ અને સમયને સદુપયોગ કરે. કેવળ ચાલબાજીથી-ચાલાકીથી આ સંસારમાંથી મુક્ત થઈ શકાતું નથી એટલા માટે નિદ્રાને ત્યાગ કરી જાગ્રત થાઓ.” -
એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, કોઈ પાગલખાનામાં એકવાર આગ લાગી. તે વખતે દયાળુ લેકે પાગલખાનામાં રહેતા પાગલેને કહેવા લાગ્યા કે, બહાર નીકળો, પણ તે પાગલા લેકે કહેવા લાગ્યા કે, “તમે લેકે તે થોડીવાર જ દીવાળી ઉજવો છો પણ અમે તો સારી રીતે દિવાળી ઉજવી રહ્યા છીએ. પાગલ તે તમે છે, અમે નથી.” આ પ્રમાણે કહીને તે પાગલ લેકે પ્રસન્ન થવા લાગ્યા. : આવા પાગલ લેને કેવી રીતે સમજાવી શકાય ? આ જ પ્રમાણે જે લેકે સંસારનાં કામોમાં પાગલ થઈ રહ્યા છે તેમને પણ કેવી રીતે સમજાવવા ? કેટલાક લોકો કહે છે કે, ધર્મ કે ઈશ્વરની શક્તિ ક્યાં છે? પણ ધર્મ કે ઈશ્વરની શક્તિ ન જોઈ શકવામાં દેષ કેને છે, એ કેમ જતા નથી ? કોઈ માણસ કાન બંધ કરી વાગતાં વાજાને માટે કહે કે વાજ ક્યાં વાગે છે? તે આને માટે બીજો શું કહી શકે? આ જ પ્રમાણે લેકે પિતાના વિષે જોતા નથી કે પિતે શું કરે છે. ભક્ત કે તે પોતાની ભૂલ જોઈને જ એમ કહે છે કે –
' હે! પ્રભુ મેરે હી સબ દેષ. - ભક્તો કહે છે કે, ધર્મ કે ઈશ્વરની શક્તિ જોવામાં આવતી નથી તેમાં ધર્મ કે ઈશ્વરને દેષ નથી પરંતુ અમારે જ દોષ છે. ભક્તોની માફક તમે પણ તમારી ક્રિયા જુઓ કે, તમે શું કરી રહ્યા છો ? તમારી ક્રિયામાં તમને જે અપૂર્ણતા જણાતી હોય તેને દૂર કરવાને પ્રયત્ન કરો. વેશ અને વચનમાં તે વૈરાગ્ય રાખવામાં આવે અને પાપને હૃદયમાં છુપાવવામાં આવે તે શું તે ઠીક કહેવાય ? આ પ્રમાણે હૃદયની કુટીલતાથી ધર્મ કે પરમાત્માની શક્તિ જોઈ શકાતી નથી. સૂક્ષ્મદર્શક યંત્રને જે બરાબર ગોઠવી સીધું રાખવામાં આવે તે તે તેની દ્વારા વસ્તુ જોઈ શકાય છે પરંતુ જે તેને જરા આડું રાખવામાં આવે તે વસ્તુ જોઈ શકાતી નથી. આ જ પ્રમાણે પરમાત્માની શક્તિ પણ તેની રીતિ પ્રમાણે જોઈ શકાય છે. જ્યારે સ્કૂલ વસ્તુમાં આડુંઅવળું ચાલી શકતું નથી તે પછી સૂમ વસ્તુમાં તો તે ચાલી જ કેમ શકે ?
સુદર્શને આ પ્રમાણે બધાને ઉપદેશ આપ્યો. લેકે કહેવા લાગ્યા કે, હવે શેઠને સરઘસના આકારમાં ઘેર લઈ જવા જોઈએ. શેઠ વિચારવા લાગ્યા કે, મેં આ લોકોને તે આ પ્રકારને ઉપદેશ સંભળાવ્યો પણ હવે મારે પિતાએ ઘેર રહેવું જોઈએ કે જંગલમાં જવું જોઈએ. મારી અભયા માતાને જે દુઃખ થયું છે તેનું કારણ મારે ગ્રહવાસ જ છે. હું જ્યારે પારકે ઘેર જતો હતો ત્યારે તે કપિલા માતાને દુઃખ થયું અને જ્યારે પારકે ઘેર જવાને ત્યાગ કર્યો અને પિતાના ઘેર રહ્યો ત્યારે અભયા માતાને કષ્ટ થયું. આ પ્રમાણે બધાં દુઃખો ગૃહવાસને કારણે જ છે. હવે તે જે ધર્મના પ્રતાપથી શુળીનું સિંહાસન થઈ ગયું તે ધર્મની જ સેવા કરવી.
શેઠ અમરચંદ પીત્તલીયાજી કહેતા હતા કે, “માખણમાં જેટલી વધારે છાશ રહી જાય, તેટલું માખણું વધારે ખરાબ થઈ જશે, પણ છાશમાં જેટલું માખણ વધારે રહી જાય, તેટલી છાશ વધારે સારી રહેશે.” આ જ પ્રમાણે સાધુની ભાવના ગૃહસ્થમાં આવવાથી
Page #506
--------------------------------------------------------------------------
________________
વદ ૩ ]
રાજકાટ-ચાતુર્માસ
[૪૫
ગૃહસ્થાને તેા લાભ થશે, પણ ગૃહસ્થની ભાવના સાધુઓમાં જેટલી આવશે, એટલી જ સાધુતામાં ખરાબી આવી જશે. એટલા માટે તમે લોકોએ અમાસમાં તમારી ભાવના ભરવી ન જોઈ એ.
શાહ ધરે સબ આયે બંધાયે, માતી ચૌક પુરાય;
દેવ ગયે નિજ સ્થાન રાયજી, એલે મગલ વાય. ૫ અન૦ ૧૧૬ "
ધર્મ મના પાપ ખષ્ના, તુમ ચરણે સુપસાય;
હુઈ ન હોવે ઈસ જગ માંહિ, સમ જન સાખ પુરાય. તા ધન૦ ૧૧૭ શેઠે જો કે પેાતાના મનમાં ધર્મની સેવા કરવાના નિશ્ચય કરી લીધા છતાં શેઠ વ્યવહારકુશળ હતા એટલે તેમણે વિચાર્યું કે, જ્યારે આ અધા લેાંકાની ભાવના એવી છે તે એકવાર ઘેર જઈ રાજા–પ્રજા વગેરે બધાને સંતાષ આપવા જોઈ એ. હું સત છું, એટલે મને હવે સંસાર બંધનકર્તા થઈ શકશે નહિ.
આજે એમ કહેવામાં આવે છે કે, વૈરાગીને માટે વળી ઉત્સવ શું ? પણ તે વિષે શાસ્ત્ર શું કહે છે તે જુઓ. શાસ્ત્રમાં કાઈ વૈરાગીએ એમ કહ્યું નથી કે, અમારા માટે ઉત્સવ કરવામાં આવે કે અમને રાજ્ય આપવામાં આવે. આ તે તેમના માબાપે કે તેમના ધ બંધુએએ જગતને દીક્ષાનું મહત્ત્વ બતાવવા માટે કે પેાતાની જવાબદારી પૂરી કરવા માટે જ વૈરાગી પાસે એક દિવસ રાજ્ય કરવાની વાત માંગી, કે દીક્ષાત્સવ કરાવ્યા, પણ તેમની માંગણીના બૈરાગીએ ન તો નિષેધ કર્યાં કે ન તેનું સમર્થન કર્યું.
આ જ પ્રમાણે શેઠ પણ તે લેાકેાની વાતને નિષેધ કરી ન શક્યા. હવે આગળ શું અને છે તેને વિચાર હવે પછી કરવામાં આવશે.
૩૦—
વ્યાખ્યાનઃ સંવત્ ૧૯૯૨ ખીજા ભાદરવા વદી ૭ શનિવાર
પ્રાથના
‘વિશ્વસેન ’ નૃપ ‘અચલા' પટરાનીજી, તસુ સુત કુલસિણગાર હો સુભાગી; જન્મતાં શાન્તિ કરી નિજ દેશમ', મૃગી માર નિવાર હો સુભાગી; શાન્તિ જિનેશ્વર સાહબ સાલમા. ॥૧॥ —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી શાન્તિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રાર્થના કરનાર વ્યક્તિ પ્રાર્થનાદ્વારા શાન્તિની અભિલાષા કરે એ સ્વાભાવિક છે; કારણ કે બધા લેાકેા શાન્તિ ચાહે છે અને એટલા જ માટે ભગવાનને શાન્તિનાથ કહીને ભક્તા તેમની પાસેથી શાન્તિની ચાહના કરે છે. પર`તુ જોવાનું અત્રે એ છે કે, લતા ભગવાન શાન્તિનાથ પાસેથી કેવી શાન્તિ ચાહે છે ? એવી કઈ શાન્તિ છે કે જેને માટે ભક્તાએ તન, મન અને વચનની શુદ્ધિ કરવી પડે છે !
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૬૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા સંસારમાં કોઈ તે આધિદૈવિક શાન્તિ ચાહે છે, કોઈ આધિભૌતિક શાન્તિ ચાહે છે અને કોઈ આધ્યાત્મિક શાન્તિ ચાહે છે. પણ ભકતોના હૃદયમાં શાન્તિ વિષે કોઈ જુદા જ પ્રકારની ભાવના હોય છે. તેઓ તે એમ ચાહે છે કે, “હે ! પ્રભે ! અમને તે તારી ભક્તિરૂપી જ શાન્તિ મળે. અમે તારી ભક્તિમાં એવા તલ્લીન રહીએ કે જાણે અમે તારી ભક્તિરૂપી શાતિનું પાન કરતા હોઈએ. --
અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે, ભગવાનની પાસે શાન્તિની યાચના શા માટે કરવામાં આવે છે? શું પિતાનામાં શાન્તિ નથી કે ભગવાનની પાસે શાન્તિની યાચના કરવામાં આવે છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે પ્રમાણે કઈ પુરુષના ઘરમાં ધન છે પણ તેને પોતાના ઘરમાં કયાં ધન પડવું છે તેની ખબર નથી એટલે તે બીજાની સહાયતા ચાહે છે. આ જ પ્રમાણે ભક્ત પણ કહે છે કે, “હે ! પ્રભો ! મારામાં શક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ તે છે. પણ તે શક્તિ એવી રીતે દબાઈ ગઈ છે કે મને તે શક્તિની પ્રાપ્તિ થવી તે દૂર રહી પરંતુ તે શક્તિને પત્તો પણ લાગતું નથી.”
કઈ માણસની આંખમાં જાળું જામી ગયું હોય, તે એ દશામાં પ્રકાશ પિતાની પાસે હોવા છતાં જાળું જામી જવાને કારણે આંખને પ્રકાશ આચ્છાદિત થઈ જાય છે. જ્યારે કઈ વૈદ્ય કે હકીમ મળીને એ જાળાંને કાપી નાંખે છે અને આંખ ઉપર આવેલા આવરણને દૂર કરી નાંખે છે ત્યારે તે આંખની પતિ પાછી ઝળકે છે. આવરણ દૂર થવાથી તેને ગએલી જયોતિ પાછી મળતી નથી, પરંતુ જે જોતિ પોતાની પાસે હતી તે જ પ્રગટ થઈ છે; છતાં તે રોગી તે એમ જ માને છે કે, એ વૈદ્ય કે હકીમે મને જોતિ આપી છે. આમ માનવું એ રોગીની નમ્રતા છે. આ જ પ્રમાણે ભક્તજનો પરમાત્માને કહે છે કે, “હે ! પ્રભો ! મારા ગુણ ઉપર આવરણ આવી રહ્યું છે. એ આવરણ આપ જેવા વૈદ્યની કૃપા વિના દૂર થઈ શકે એમ નથી. એટલા માટે આપ મારા ગુણ ઉપર આવેલા આવરણને દૂર કરે. વૈદ્યદ્વારા જેમની આંખનું આવરણ દૂર થયું છે, તે વ્યક્તિ તે આંખોનું આવરણ દૂર થવાથી વિકારી ચીજ પણ જોઈ શકે છે; પરંતુ હે! પ્રભો ! આપ મને એવી શક્તિ આપે કે જેથી હું વિકારી ચીજને ન જેઉં પણ અવિકારી ચીજને જ જોઉં. અનાથી મુનિને અધિકાર–પ૧
અનાથી મુનિ રાજા શ્રેણિકને પણ આ જ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, મનુષ્ય પહેલાં તે અનાથતામાં રખડે છે પણ સુયોગથી જ્યારે તે અનાથતામાંથી નીકળવા માટે સાધુ બને છે ત્યારે કઈ કઈ એમાંથી એવા કાયર પણ હોય છે કે જેઓ પાછા અનાથતામાં પડી જાય છે. આત્મતત્વને આત્મામાં સ્થિર રાખવું બહુ જ મુશ્કેલ છે. જે કઈ આત્મા આત્મતત્વને સ્થિર રાખે છે તે ઘણે જ લાભ પ્રાપ્ત કરી શકે છે. - આજે વિકારી લેકેને જોઈ, બધાને વિકારી સમજવામાં આવે છે. થોડા સાધુઓને સાધુતાથી પતિત થએલા જોઈ બધા સાધુઓની નિંદા કરવામાં આવે છે, પણ આમ કરવું એ ભૂલ છે. યુનીવર્સીટીની પરીક્ષા દેનારાઓમાંથી શું કેઈ નાપાસ થતા નથી ? ઘણું વિદ્યાર્થીઓ નાપાસ પણ થાય છે પણ શું એ કારણે યુનીવર્સીટી બંધ કરી દેવામાં આવે છે? નહિ, કારણ કે, જે ભણે છે તે ભૂલે પણ છે. આ જ પ્રમાણે સાધુતા પણ ભગવાન અહંન્તની
Page #508
--------------------------------------------------------------------------
________________
વદ ૩] રાજકેટ–ચાતુર્માસ
[૪૬૭ એક યુનીવર્સીટી છે. આ શાળામાં ભણનારાઓમાંથી કોઈ ભૂલે પણ છે અને નાપાસ પણ થાય છે પણ શાસ્ત્રો એ ભૂલેલા–નાપાસ થએલાઓને સારા સમજતા નથી, પરંતુ તેમની નિંદા કરે છે. આવી દશામાં એ નાપાસ થએલાઓને કારણે સાધુતાની શાળાની જ નિંદા કરવી કે એ શાળામાં ભણનાર બધા લોકોને ખરાબ કહેવા એ ઠીક કેમ કહી શકાય ? જો કે ભણનાર ભૂલે પણ છે છતાં સાધુઓએ એ તરફ વિશેષ સાવધાની રાખવી જોઈએ. એ તે વ્યવહારની વાત છે, એમાં શું પડયું છે એમ કહેનારાઓએ વિચારવું જોઈએ કે, આપણે હજી વ્યવહારમાં જ છીએ, વીતરાગ થયા નથી. ભગવાન પણ વ્યવહારધારા જ નિશ્ચયમાં ગયા હતા. એટલા માટે વ્યવહારની અવહેલના કરવી ન જોઈએ. વ્યવહારનું પાલન કરી નિશ્ચયમાં જવું એ જ અનાથમાંથી સનાથ બનવા જેવું છે.
અભ્યાસ કરનાર વિદ્યાથી ભૂલી જાય છે તે ઠીક છે પરંતુ જે શિક્ષક જ ભૂલી જાય તે તે ગજબ જ થઈ જાય ને ? રેગી તે ભીંત ભૂલે છે પણ ડૉકટરોએ તે ભીંત ભૂલવી ન જોઈએ. આ જ પ્રમાણે બીજાઓ ભૂલે તે ભૂલે પણ જેઓએ સાધુ થઈને મહાપુરુષોની નામાવલીમાં પિતાનું નામ નોંધાવ્યું છે તેમણે તે ભૂલવું ન જોઈએ. તેમણે તે ઘણી જ સાવધાની રાખવી જોઈએ. અને સાવધાની રાખવા છતાં કદાચ પિતાનાથી ભૂલ થઈ જાય તે એ ભૂલને ભૂલ માની તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! જે લેકે સાધુ થઈને પાછા અનાથતામાં પડી જાય છે તે લેકે વીરના માર્ગે ચાલનારા નથી.” અનાથી મુનિએ આમ શા માટે કહ્યું? કેટલાક લેકે તે કહે છે કે, સાધુનો આચાર ગૃહસ્થને ને કહે. ગૃહસ્થની સામે સાધુના આચારને કહેવાની શી જરૂર છે? પણ તમે સાધારણ ગૃહસ્થ નથી પણ શ્રમણોપાસક છે. એટલા માટે તમારે તમારા ઉપાસ્યનું લક્ષણ સમજવું જોઈએ. અનાથી મુનિ રાજાને સંબોધન કરી સમસ્ત સંસારને સમજાવી રહ્યા છે કે, સાધુઓએ ધીર-વીર પુરુષને માર્ગ દૃષ્ટિ સમક્ષ રાખવો જોઈએ. એમ થવું ન જોઈએ કે, નામ તે ત્યાગીઓમાં લખાવે અને કામ ત્યાગીઓનું ન કરે. જે આમ કરે છે તે ધીર-વીર પુરુષના માર્ગે ચાલનાર નથી પરંતુ કાયરને માર્ગે ચાલનાર છે.
કાયરના માર્ગે ચાલનાર કોણ છે ! એને માટે અનાથી મુનિ કહે છે કે, જે સાધુ થઈને ઈસમિતિનું ધ્યાન રાખતું નથી તે. ઈસમિતિપૂર્વક ચાલવાથી જ સાધુઓ ધીર-વીર પુરુષોના માર્ગે ચાલી શકે છે. ભગવાન તીર્થકર અને ગણધર મહારાજ જે માર્ગે ચાલ્યા છે તે રાજમાર્ગ છે. જેઓ તેમની માફક ચાલે છે તેઓ તે તેમના માર્ગે ચાલનાર છે, નહિં તે તેઓ તેમના માર્ગે ચાલનાર નથી પણ સંસારના માર્ગે ચાલનાર છે. તમારે એટલું ધ્યાન રાખવું જોઈએ કે “અમારા ગુરુ ઈર્યાસમિતિનું ધ્યાન રાખનારા હોય છે અને જો ઈસમિતિનું ધ્યાન ન રાખવા છતાં અમે તેમને માનીએ તે તેમને ભ્રષ્ટ કરનારા અમે જ છીએ.”
સાધુઓએ દ્રવ્ય અને ભાવથી ઈસમિતિનું ધ્યાન રાખવું જોઈએ. દ્રવ્ય ઈર્યા જોઈને તે માર્ગ ઉપર ચાલવું અને ભાવ ઈર્યા જોઈને જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં ગમન કરવું. આ વીર કે ધીરને માર્ગ છે. જે ઈસમિતિપૂર્વક ચાલતું નથી તે ધીર-વીરના માર્ગે ચાલનાર નથી.
બીજી ભાષાસમિતિ છે. ભાષા સમિતિની શિક્ષા પામી તેની પરીક્ષા આપવી જોઈએ. તમારી સમક્ષ બેલિવું એ ભાષાસમિતિની પરીક્ષા આપવા સમાન છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
-
-
* બાપા અમાટે નવ
: : :
-
કામ ા
નામ
૪૬૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
આ જ પ્રમાણે ત્રીજી એષણસમિતિનું અને ચોથી ભંડેપકરણ સમિતિનું પણ સાધુઓએ ધ્યાન રાખવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. તેમ જ ભંડોપકરણને મૂક્વા તથા લેવામાં સાવધાની રાખવી જોઈએ. પહેલાં તે સાધુ ધર્મોપકરણની સિવાય બીજી વસ્તુઓને પિતાની પાસે રાખે જ નહિ પણ જે ધર્મોપકરણે છે તેને પણ મૂકવા તથા લેવામાં ધ્યાન રાખે.
પાંચમી ઉચ્ચારપ્રસવણસમિતિનું પાલન કરવામાં પણ સાધુઓએ સાવધાની રાખવી જોઈએ. મલ-મૂત્રાદિને એવી રીતે પરવું જોઈએ કે જેથી લેકે જુગુપ્સા ન કરે. જે આહાર કરે છે તેને નિહાર તે કરવો જ પડે છે પણ નિહાર કેવી રીતે કરે, ક્યાં કરે વગેરેને ખ્યાલ રાખવો જોઈએ.
જંગલ જતાં-આવતાં મ્યુનિસીપાલિટીની કચરાની ગાડીઓ જે સામે આવે છે તે જોઉં છું. એ ગાડીઓમાંથી દુર્ગધ નીકળે છે પણ જરા વિચાર કરે છે, એ દુર્ગધ એમાં ક્યાંથી આવી ? એ દુર્ગધ તમારે ત્યાંથી જ આવી છે ને ? તમે લોકોએ ઘેર જે ગંદકી કરી તે જ ગંદકી આ ગાડીમાં આવી. તમે લોકો ગંદકીને સાફ કરનાર લોકોની નિંદા કરે છે, તેમને ઘણાની દૃષ્ટિએ જુએ છે, તેમને હલકા માને છે અને પિતાને મોટા માને છે પણ અત્રે વિચારવા જેવી વાત એ છે કે, જે ગંદકીને ફેલાવે છે તે લેકો મેટા અને જે ગંદકીને સાફ કરે છે એ લેક હલકા એ કેમ બને ?
સાધુઓ માટે શાસ્ત્રમાં સાવધાની આપવામાં આવી છે કે, ‘તમે જંગલ જાઓ ત્યારે તમારે કેવી જયા જેવી જોઈએ ? જે ગામમાં તમારે ચોમાસું કરવું છે ત્યાં જંગલ જવાની. જગ્યા પહેલાં જોઈ લે અને જે તમને જગ્યા સારી જણાતી ન હોય તે ત્યાં સમિતિનું પાલન થઈ ન શકવાને કારણે ચાતુર્માસ કરવાને નકાર ભણી દો. આ પ્રમાણે સમિતિની રક્ષા માટે બીજા ગ્રામમાં ચાતુર્માસ કરનાર સાધુ આરાધક છે, પરંતુ શહેરમાં એવી જ ધમાલ ચાલે છે, આ પ્રમાણે અહી જંગલ જવાની ધમાલમાં પડી જાય અને સમિતિના પાલનમાં ઉપેક્ષા કરે તે તે વિરાધક છે. - સાધુઓએ આ પાંચમી સમિતિના પાલન માટે ઘણું ધ્યાન રાખવું જોઈએ. એમ થવું ન જોઈએ કે, સમિતિનું પાલન તે ગ્રામમાં સાધુ રહીને કરી શકે છે પણ શહેરમાં રહેનારા સાધુઓ સમિતિનું પાલન કેવી રીતે કરી શકે એ તે ગ્રામમાં રહેનારા સાધુઓનો આચાર છે. શહેરમાં રહેનારા સાધુઓને એ આચાર હોઈ શકે નહિ. જે આમ કહેવામાં આવે તે તેનો અર્થ એ થયો કે ગ્રામના સાધુઓ માટે જુદુ શાસ્ત્ર હોવું જોઈએ અને નગરના સાધુઓ માટે જુદુ શાસ્ત્ર હોવું જોઈએ. અથવા કોઈ એમ કહે કે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે જોવું જોઈએ, તે આનો અર્થ એ થયો કે, મહાવ્રતનું પાલન પણ કવ્ય, ક્ષેત્ર અને કાળને જોઈ કરવું જોઈએ. પણ જેઓ આ પ્રકારની છટકવાની બારી જુએ છે તેઓ શાસ્ત્રના માર્ગ ઉપર ચાલનાર નથી અને જે શાસ્ત્રાનુસાર ચાલતા નથી તે ધીર-વીર પુરુષના માર્ગે ચાલનાર નથી. વીર પુરુષના માર્ગે ચાલનાર છે તે છે કે, જે શાસ્ત્રાનુસાર ચાલે છે. કોઈ એમ કહે કે, શાસ્ત્રો તે હજાર વર્ષ પહેલાંના છે અને આ પ્રમાણે કહીને કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રય લઈ શાસ્ત્ર-વિરુદ્ધ વ્યવહાર કરે, તે તે વીરના માર્ગે ચાલનાર. નથી. શાસ્ત્રો તે ત્રિકાલજ્ઞદ્વારા કથિત છે. એટલા માટે તેમને આજકાલનું જ્ઞાન ન હતું એમ કહી
Page #510
--------------------------------------------------------------------------
________________
વદ ૩]
રાજકોટ-ચાતુર્માસ
[૪૬૯
શકાય નહિ. આમ છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેને આશ્રય લઈ જે કઈ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંધન કરે છે તે તે બચત પ્રદરતત પ્રદ” એ કથનાનુસાર તે પતિત થઈ જાય છે.
શહેરની રચનાથી કોઈ પ્રકારને લાભ થયો નથી પણ ઊલટી હાનિ થઈ છે. આજે યુરોપના લેકે પણ એમ માનવા લાગ્યા છે કે, ઘણા લોકો એક જગ્યાએ એકત્રિત થઈને રહે એમાં ઘણી હાનિ રહેલી છે. જે શરીરમાં લોહી યથાસ્થાને ન રહેતાં એક જગ્યાએ એકત્રિત થઈ જાય તે શરીરમાં વ્યાધિ પેદા થઈ જાય છે. આ જ પ્રમાણે ગ્રામો તૂટી જઈ નગર વસવા લાગ્યાં છે અને તેથી હાનિ પેદા થવા પામી છે. અત્રે વિચારવા જેવી એક વાત છે કે, શહેરના લેકે ગ્રામ ઉપર આવે છે કે ગામના લોકો શહેર ઉપર જીવે છે ? દૂધ, ઘી, અન્ન વગેરે ક્યાંથી આવે છે ! જે ગામ ન હોય તે શું શહેરમાં દૂધ, ઘી વગેરે ચીજે જોઈતા પ્રમાણમાં મળી શકે ખરી ? શહેરમાં રમકડાંઓ તે ભલે મળી જાય પણ જીવનની આવશ્યક વસ્તુઓ તે ગ્રામમાંથી જ મળી શકે છે. શહેરમાં તે ઘી-દૂધનીનકલી ચીજ મળી જાય. જેમકે ચરબીનું ઘી ક્યાં મળે છે ? નગરમાં કે ગ્રામમાં ? નગરનાં લેકે તે પ્રાયઃ એવી ચીજો પેદા કરે છે કે જે ચીજો જીવનમાં વધારે સંકટ પેદા કરે છે, પણ જીવનને ટકાવવાની ચીજે તે ગ્રામમાં જ પેદા થાય છે. અન્ન, વસ્ત્ર વગેરે જીવનને માટે આવશ્યક પદાર્થો તે ગ્રામમાં જ પેદા થાય છે. અને એટલા માટે નગરના લેકેએ ગામને ઉપકાર માનવો જોઈએ.
જે લેકે સાધુ થઈને અને સનાથતાના માર્ગે ચડીને પણ “આ તે શહેર છે પ્રમાણે કહી દ્રવ્ય, ક્ષેત્ર, કાળા વગેરેને આશ્રય લઈ પાછા અનાથતાની તરફ જાય છે તેમને માટે મહાત્મા લેકે ઠપકો આપતાં કહે છે કે –
चिरंपि से मुण्डरुई भवित्ता, अथिरव्वए तवनियमेहि भट्टे। चिरंपि अप्पाण किलेसरत्ता, न पारए होइ हु संपराए ॥४१॥
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! જે માથું મુંડાવે છે અને કષ્ટ સહન કરે છે, પણ સમિતિનું પાલન કરતું નથી અને તેમાં અસ્થિર થઈ તપનિયમનું પાલન કરતા, નથી, તે કષ્ટને સહન કરવા છતાં પણ પારને પામતા નથી. અર્થાત સનાથ બની શકતા નથી.”
અત્રે એક પ્રશ્ન થાય છે કે, જ્યારે તે વ્રત તથા તપ-નિયમમાં અસ્થિર રહે છે તે પછી તે માથું શા માટે મુંડાવે છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તે વ્યક્તિ વ્રત-નિયમાદિનું પાલન ન કરીને પણ જગતના લેકેને પિતાની આગળ નમાવવા માટે અને પિતાની મહિમા વધારવા માટે માથું મુંડાવે છે. એ તેની એક પ્રકારની ચાલબાજી છે. આજે એવું જોવામાં આવે છે કે, ચાલબાજી કરનાર દુકાનદાર પિતાની દુકાનને ભપકે વધારે રાખે છે. પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહ્યા કરતા હતા કે, લોકોને ઠગનાર લેકે “રેટી ખાના શક્કરશે, દુનિયા ઠગના મકરસે” એ કહેવત અનુસાર ભપકાથી જનસમાજને ઠગે છે. આ જ પ્રમાણે કેટલાક લેકે પિતાને મહિમા વધારવા માટે માથું મુંડાવે છે અને કોને ઠગે છે. આવા લેકે તપ-નિયમોની પણ અવહેલના કરે છે અને કહે છે કે, ઉપવાસ કરે એ ભૂખે મરવા
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૭૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
જેવું છે, એટલા માટે ઉપવાસ કરવામાં શું પડયું છે ? આજ પ્રમાણે વ્રત-નિયમેાને માટે પણ એમ કહે છે કે વ્રત-નિયમેામાં શું પડયું છે? પણ જો તપ–નિયમમાં કાંઈ નથી તે તેએમાં શું પડયું છે? આ પ્રમાણે તેઓ તપ-નિયમેામાં કષ્ટ સહેવાનું હાવાને કારણે તેને વ્ય માને છે, પણ પેાતાના મહિમા વધારવા માટે માથું મુંડાવે છે અને સાધુવેશ ધારણ કરે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેઃ—
सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स । उच्छोलणापहोअस्स दुल्लहा सुगई तारिसगस्स ||
ભગવાને કહ્યું છે કે, હે! શિષ્યા! જે નામ તેા સાધુનું ધારણ કરે છે, માથું મુંડાવે છે અને આ સાધુવેશદ્વારા ખાનપાન સારું મળશે એમ ધારી સાધુવેશ ધારણ કરે છે તેવા સાધુઓને માટે સુગંત દુ`ભ છે. કાઈ એમ કહે કે, સત્વે નવા પરમાદમિયા | અર્થાત્—સંસારના બધાં જીવા સુખશાતા ચાહે છે તેા પછી જે સાધુ સુખશાતાની ઇચ્છા કરે તે તેમની ટીકા શા માટે કરવામાં આવે? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, જો તે સાધુ સંયમનું બરાબર પાલન કરે તે તેને અપૂર્વ સુખરાાતાની પ્રાપ્તિ થશે. શાસ્ત્રમાં કહ્યું છે કે, એક મહિનાના દીક્ષિત સાધુ, વ્યન્તર દેવતાનું સુખ ઉલ્લંઘી જાય છે અને એક વર્ષના દીક્ષિત તથા સંયમનું પાલન કરનાર સાધુ સર્વાર્થસિદ્ધ વિમાનનું સુખ ઉલ્લંઘી જાય છે. આમ હેાવા છતાં પણ જે સાધુ એ સુખને ભૂલી જાય છે અને સંસારની સુખશાતામાં પડી જાય છે તે પેાતાની જ હાનિ કરે છે.
કાઈ ડૉક્ટરે દર્દીને દવા આપી કહ્યું કે, અમુક દિવસ સુધી આ દવાનું સેવન કરવું, અને અમુક અમુક ચીજોની ચરી પાળવી. જો ડાકટરની સલાહાનુસાર દર્દી નિયમિત દવાનું સેવન કરે અને ખાનપાનની ચરી પાળે તે તેને રાગ પણ ચાલ્યો જાય છે અને તે સ્વસ્થ થઈ બધી ચીજો ખાવાને યેાગ્ય બની જાય છે. પણ જો તે દર્દી દવાનું બરાબર સેવન ન કરે અને ખાનપાનની ચરી' ન પાળે તેના ડૉકટર તેને માટે શું કહેશે ? તે એમ જ કહેશે કે, આ રાગીએ મારી દવાની અવહેલના કરી. આ જ પ્રમાણે મહાત્મા લેકે કહે છે કે, “ હે ! મુનિએ ! તમે સંયમનું બરાબર સેવન કરા અને કષ્ટાને સહેા તે તમને સારું સુખ મળશે, પણ જો સંયમનું બરાબર પાલન નહિ કરા તો ડૉકટરની દવાની માફક સંયમને પણ વ્ય ગુમાવવા જેવું થશે. આ જ કારણે મહાત્મા કહે છે કે, “ જે સુખશાતાનેા ગવેષી છે અર્થાત્ સુખશીલ બનીને જે હાથ પગ ધેાવામાં મશગૂલ રહે છે અને સંયમનું પાલન કરતા નથી તે ધર્મારૂપી દવાને વ્યર્થ ગુમાવે છે. હે! સાધુઓ! તમને કાઈ એ જબરજસ્તીથી સાધુ અનાવ્યા નથી. ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને તમે સાધુપણું ધારણ કર્યું છે માટે સાધુતાનું બરાબર પાલન કરી તમારું અને જગતનું કલ્યાણ કરેા. સંયમના પાલનમાં જ તમારું અને જંગતનું કલ્યાણ રહેલું છે. ’
સુદર્શન ચરિત્ર—૫૧
રાજા વગેરે બધાએ સુનતે એમ કહ્યું કે, આપ ઘેર પધારા. સુઈન સિંહાસન ઉપરથી નીચે ઊતરવા લાગ્યા. પણ જનતા સુદર્શનને કહેવા લાગી કે, આપ સિંહાસન ઉપર
Page #512
--------------------------------------------------------------------------
________________
વદ ૩]
રાજકોટ–ચાતુર્માસ
[ ૪૦૧
જ બેસી રહેા. આપ સિંહાસન ઉપર બેસવાને યેાગ્ય છે, તથા શીલનું મહત્ત્વ બતાવવા માટે પણ આપ સિંહાસન ઉપર બેસી રહે એવી અમારી પ્રાથના છે. જનતાની પ્રાર્થનાને સ્વીકાર કરી સુદર્શન સિ ંહાસન ઉપર બેસી રહ્યા. રાજા-પ્રજા વગેરે સુઈનના સિંહાસનની પાછળ પગપાળા ચાલવા લાગ્યા. આ દૃશ્ય જોઈ તે ઘણા લેાકાની ભાવના બદલી ગઈ હશે. આત્મા અજ્ઞાનતાથી પાપ તા કરી બેસે છે, પણ કાઈ મહાપુરુષના સમાગમથી પેાતાનાં અંધનેને તડાતડ તેડી નાંખે છે. જે સુદર્શનની મહિમા દેવેએ પણ ગાઈ છે તે સુદર્શનના સરઘસને જોવા કાણુ આવ્યું નહિ હોય? થાડા ઢમ ઢમ અવાજ સાંભળીને પણ સ્ત્રીએ રસાઈ બનાવવી છેાડી દઈ તે જોવા ઢાડે છે તે શું સુદર્શનની આવી મહિમા—ઋદ્ધિ જોવા સ્ત્રીઓ દાડી આવી નહિ હોય ? ઉતાવળને લઈ સ્ત્રી જેવા તે શૃંગાર કરી સુદૃર્શીનને જોવા દેાડી આવી. જ્યારે કાઈ તેમને શૃંગાર જોઈ હસવા લાગતું ત્યારે તે સ્ત્રીઓ એમજ વિચારતી કે આજે હસવાના-ખુશી થવાને જ દિવસ છે, માટે જ બધા લેાકેા આજે હસે છે.
આ પ્રમાણે બધાને પ્રસન્ન કરતું સુદર્શન અને મનેારમાનું સરધસ તેના ઘરની નજીક આવ્યુ. મનેારમા વિચારવા લાગી કે, આ બધા લેાકેા મારે ત્યાં આવે છે એટલા માટે આ બધા લોકા મારા મહેમાન છે. અને તે કારણે મારે તેમને આદરસત્કાર કરવા જોઇએ. વાસ્તવમાં ગૃહ ગૃહિણીનું જ હાય છે.
o
Ο
ગૃહ ગૃહિણીનું હાય છે કે પત્થરનું હાય છે? જે અતિથિને સત્કાર કરે, પતિની ઇચ્છાને પાર પાડે અને બધાને પ્રસન્ન રાખે તે જ ગૃહિણી છે. જે ધરમાં કશા કયાળી સ્ત્રી હાય છે તે ધર શાભતું નથી. સારી સ્ત્રી, પેાતાના પતિની ભાવનામાં વિકાર પેદા કરનારનું મેઢું પણ જોવા ચાહતી નથી. પરંતુ જે પતિની ભાવનાને ઉજ્જવલ રાખે, પતિને પ્રસન્ન રાખે અને પતિગૃહને શેાભાવે એવી સ્ત્રી મેાટા ભાગ્યથી જ મળે છે.
રાજા તથા નગરજતાને આદરસત્કાર કરવાના વિચારથી પેાતાનું ઘર નજીક આવેલ જાણી મનેારમા સિંહાસન ઉપરથી નીચે ઊતરી પડી અને આગળથી પેાતાને ઘેર જઈ બધું વ્યવસ્થિત કરી રાજાને તથા બધા નગરજતાના સત્કાર કરવાની તૈયારી કરવા લાગી અને
આ શુભ પ્રસંગને લઈને પોતાના ઘરના ચાકમાં મેતીએ પુરવા લાગી. હવે સરધસ કેવી રીતે તેને ઘેર આવે છે અને રાજા સુદર્શનને શું કહે છે, અને સુઈન રાજા પાસેથી શું માગે છે તેને વિચાર આગળ કરવામાં આવશે.
આજે મેારખીના નગરશેઠે મેારખી પધારવાની તથા પોરબંદરના નગરશેઠે પોરબંદર પધારવાની પૂજ્યશ્રીને વિનંતી કરી. તથા રાવસાહેબ શેડ લક્ષ્મણદાસજી જલગાંવવાળાએ પણ લિખિત વિનંતી કરી કે પૂજ્યશ્રી જલગાંવ પધારી સૂત્રેાના ઉદ્ધાર કરે. આ કાÖમાં જેટલા ખર્ચો થશે તે હું માથે ઉપાડીશ, અને તે કાર્યને અંગે જેટલી પુંજી રાકવી પડશે તે વગર વ્યાજે રાકીશ તથા સૂત્રેાના વેચાણ બાદ જે હાનિ થશે તે હાનિ હું સહી લઈશ અને જો કાંઈ લાભ થશે તે તે લાભ રતલામ મંડળને આપી દઈશ. આ વિનંતી પત્ર નીચે મુજબનેા હતેા.
---
Page #513
--------------------------------------------------------------------------
________________
છે, મારા થતા અને ૩૬ 11
S '
૪૭૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા
વિનંતિ પત્ર પરમ પૂજ્ય, અનેક ગુણાલંકૃત, શાસ્ત્રવિશારદ, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિના ધારણહાર, મહારતના પાલનહાર તથા પ્રાણિમાત્ર ઉપર કરુણદષ્ટિ રાખનાર શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી જવાહરલાલજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં !
જલગાંવનિવાસી દાસાનુદાસ લમણુદાસ ગંભીરમલના તિખુત્તાના પાઠ સાથે ૧૦૦૮ વાર વંદનનમસ્કાર સ્વીકાર હો. આજે આ દાસ આપની સેવામાં પોતાના હૃદયની ઘણા દિવસેની અભિલાષાને પ્રાર્થનાના રૂપમાં પ્રગટ કરી રહ્યો છે. આ પ્રયત્નમાં ધષ્ટતા અને ઉડતાને પણ સંભવ છે પરંતુ જે પ્રમાણે પુત્ર પોતાના શ્રદ્ધાભા જન પિતાની સામે કાંઈ કહેવાની ધૃષ્ટતા કે ઉદંડતા કરે
અને ઉદંડતા પણ તેવા જ પ્રકારની છે, એટલા માટે તે સર્વથા ક્ષમ્ય છે, મહાનુભાવ !
આ દાસને સ્વર્ગીય પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી શ્રીલાલજી મહારાજશ્રીની સેવા કરવાને સંગ પણ પ્રાપ્ત થયું છે, કે જેમને માટે જૈન સંસાર ચિરઋણી છે. આચાર્યશ્રીના ગુણોથી, તેમની પ્રતિભાથી અને તેમની શાસ્ત્રકુશલતાથી બધા લોકે પ્રાય: પરિચિત છે. કાઠિયાવાડનિવાસી મારા શ્રાવક ભાઈ એ પણ તેમની સેવાનો લાભ લઈ ચૂક્યા છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ પણ મારા આ કથનનું સમર્થન કરશે. એવા મહાન આચાર્યશ્રીની સેવા કરવાનું સૌભાગ્ય આ સેવકને પણ પ્રાપ્ત થયું છે અને આચાર્યશ્રીની પણ મારા ઉપર પૂર્ણ કૃપાદૃષ્ટિ રહી છે; પણ દુર્ભાગ્યવશાત્ મારી એ અભિલાષા કે જેને આપની સમક્ષ નિવેદન કરવા ચાહું છું તે અપૂર્ણ જ રહી. આચાર્યશ્રીએ આપને જ્યારે યુવાWાર્યપદ આપ્યું અને તેઓ સામ્પ્રદાયિક કાર્યથી આંશિક મુક્ત થયા ત્યારે મારી એવી ભાવના હતી કે, હવે થોડા જ સમયમાં આચાર્યશ્રીને અનુનય-વિનય કરી જલગૈવમાં લઈ જઈશ અને આચાર્યશ્રીની વૃદ્ધાવસ્થાને અન્ન સુધી આચાર્યશ્રીની સેવાને લાભ લઈશ. હું મારી આ ભાવનાને પ્રગટ પણ કરી શક્યું ન હતું એટલામાં તે આચાર્યશ્રી અસમયમાં જ સ્વર્ગ પધાર્યા. જે મહાપુરુષની આવશ્યક્તા આ ભૂતલ ઉપર રહે છે તેમને જ સ્વર્ગીય લોકે પણ પોતાની પાસે રાખવા ચાહે છે. આ જ કારણે કાલધર્મ પામીને આચાર્યશ્રીને સ્વર્ગમાં પધારવું પડયું.
આચાર્યશ્રીના સ્વર્ગગમન બાદ આ૫ આ સમ્પ્રદાયના આચાર્ય થયા. જો કે આપે જલવમાં ચાતુર્માસ કરી આ સેવક ઉપર કૃપા કરી છે, પણ આ દાસની એ ભાવના તે અપૂર્ણ જ રહી છે કે જે ભાવના સ્વર્ગીય આચાર્યશ્રીના સમયથી હૃદયમાં ઉછળી રહી છે. સદ્ભાગ્યે હવે એ અવસર આવ્યું છે કે જ્યારે મારી તે ભાવને પૂર્ણ થાય.
આપશ્રીનું શરીર હવે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયું છે. આપશ્રીએ સમ્પ્રદાયને સમસ્ત કાર્યભાર પણ વિદ્વાન અને સુગ્ય યુવાચાર્યશ્રી ૧૦૦૭ શ્રી ગણેશલાલજી મહારાજશ્રીને સેંપી દીધું છે. સા. દાયિક કાર્યથી પણ હવે આપ ઘણાખરા નિવૃત્ત થઈ ગયા છે અને આપનું વૃદ્ધત્વ પણ હવે પહેલાની માકક ઉગ્ર વિહાર કરવા માટે રેકે છે. આપશ્રીનું શરીર હવે કોઈ એક સ્થાને રહી શાન્તિ ચાહે છે. એટલા માટે હું આપને નિવેદન કરું છું કે, આપ જલગાંવ પધારી સદાને માટે ત્યાં જ બિરાજો.
જલગાંવમાં આપના બિરાજવાથી દર્શનાથી મારા શ્રાવક ભાઈઓને પણ દરેક પ્રકારે સગવડતા રહેશે. જલગાંવ ભારતના મધ્યમાં છે. એટલા માટે પંજાબ, મદ્રાસ, કલકત્તા તથા સિંધના લોકોને સમાન દૂર પડશે.
જલગાંવનું નામ જ જલગામ છે એટલા માટે ત્યાં ગરમી પણ નથી. શરીરને શાન્તિ મળે એ દષ્ટિએ પણ જલગાંવ ઉપયુક્ત સ્થાન છે.
જ્યારે આપ જલગાંવમાં બિરાજશે ત્યારે સાંપ્રદાયિક્તાને કારણે પેદા થતું દૂષિત વાતાવરણ પણ આપથી દર રહેશે. જેથી આપનું સ્વાથ્ય પણ સારું રહેશે. અને જ્યારે સામ્પ્રદાયિક કાર્યથી
Page #514
--------------------------------------------------------------------------
________________
વદ ૪]
રાજકેટ–ચાતુર્માસ
[ ૪૭૩
આપ નિવૃત્ત થયા છે ત્યારે દૂર રહેવાથી જ આપ તેના ભારથી બચી શકે, અન્યથા એક રીતે નહિ તે બીજી રીતે આપ તે ભારથી બચી ન શકે. - અન્તમાં મારૂ આપને એ જ નિવેદન છે કે, હવે આપ પણું વૃદ્ધ થયા છે અને હું પણ વૃદ્ધ થ છું. એટલા માટે આપ જલગાંવમાં બિરાજીને મને તથા દક્ષિણનિવાસી ભાઈઓને આપની સેવાને લાભ આપવાની કપા કરે. આપની દ્વારા ઉત્તર ભારતને ઘણે ઉપકાર થએલ છે. હવે દક્ષિણ ભારતને પણ પાવન કરે.
મારી એક બીજી પણ પ્રાર્થના છે. આપે અત્યાર સુધી જે શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કર્યું છે તથા ગ્રન્થાષણ, ભ્રમણ, વાદવિવાદ તથા વિદ્યાબુદ્ધિદ્વારા જે અનુભવ પ્રાપ્ત કર્યો છે તેને લાભ કઈ ઉચ્ચ સાહિત્યના નિર્માણઝારા જનતાને પણ આપે અને એ પ્રમાણે જૈનશાસ્ત્રોના ઉદ્ધારની સાથે જ જનતાને ઉપકાર કરે. જે આપ જલગાંવ પધારી શાસ્ત્રોદ્ધારની મારી પ્રાર્થનાનો સ્વીકાર કરે તે હું આ કાર્યમાં દ્રવ્યને સદુપયોગ કરવાને પણ તૈયાર છું.'
બત્રીસ સૂત્રો અનુવાદ તથા પ્રકાશન વગેરેમાં જેટલા રૂપિયા લગાવવા પડશે તેટલા હું લગાવીશ. આ કાર્યમાં લાગેલા રૂપિયાનું કાંઈ વ્યાજ ન લેતાં, પ્રકાશિત સાહિત્યને વિચાર જે આવક થશે તે બાદ કરીને જે હાનિ થશે તો હું તેને સહન કરીશ અને જે બચત હેશે તે તે હું શ્રી હિતેષુ શ્રાવક મંડલ-રતલામને ભેટ કરી દઇશ. અર્થાત આ કાર્યમાં જેટલી પૂંજી રેકવી પડશે તે વ્યાજ લીધા વિના જ રેકીશ અને જે હાનિ થશે તે હું સહન કરીશ અને જે લાભ થશે તે તે મંડલને આપી દઈશ..
અન્તમાં હું આપને એ જ પ્રાર્થના કરું છું કે, મારી આંતરિક ભાવનાને પૂર્ણ કરવા માટે અને જૈન જનતાના કલ્યાણને દૃષ્ટિમાં રાખી આપ જલગાંવમાં સ્થાનીયરૂપે બિરાજવાની કૃપા કરો. ઇતિ શુભમ્. રાજકેટ,
શ્રીમાનના મુખકમલદ્વારા આ પ્રાર્થનાની (કાઠિયાવાટ)
-
સ્વીકૃતિ સાંભળવાને ઉત્સુક આસો વદી ૩
સેવક સંવત ૧૯૯૩
લછમણદાસ ગંભીરમલ આ પ્રમાણે ત્રણ વિનંતીઓ થઈ, જેને ઉત્તર પૂજયશ્રીએ બીજે દિવસે નીચે પ્રમાણે ફરમાવ્યો હતો.
મારી પાસે મેરબી, રિબંદર અને જામનગરની વિનંતીઓ આવી છે. આ વિનંતીઓમાં જોરદાર વિનંતી શેઠ લક્ષ્મણદાસજી જલગાંવની છે. તે વિનંતી વિવેકભરી છે કે, તમે કાઠિયાવાડ છોડીને પધારે ત્યારે જલગાંવ પધારી ત્યાં જ બિરાજે અને સૂત્રોને ઉદ્ધાર કરે.” તેની પ્રાર્થનાની શક્તિ એવી છે કે, તે જેને ચાહે તેને પોતાની તરફ ખેંચી શકે છે. ધનવાન તે ઘણું લેકો હશે પરંતુ ધનનો સદુપયોગ કરવાની ઉદારતા રાખનાર બહુ ઓછા લેકે હશે. શેઠજીએ શાસ્ત્રના કામ માટે જે ઉદારતા બતાવી છે તે કામ ભલે ગમે ત્યારે થાય અને હું મારા પિતાને માટે કહું છું કે શાસ્ત્રોદ્ધાર કરવા માટે હું સમર્થ નથી પરંતુ એમણે તે વિનંતી કરીને સુકૃત કમાવી લીધું છે. અને પિતાની સાથે ઉત્તરાધિકારીને પણ ઊભું કરી બતાવી આપ્યું છે કે, આ મારે પુત્ર કેવળ મારા ધનને જ ઉત્તરાધિકારી નથી પણ મારા ધર્મને પણ ઉત્તરાધિકારી છે. શેઠજીએ તે આ પ્રમાણે ઉદારતા બતાવી છે પણ તમે લેકે એ ઉદારતાનું અનુમોદન તે કરે. સમાજની સ્થિતિ તેના સાહિત્ય ઉપર જ આધાર રાખે છે
Page #515
--------------------------------------------------------------------------
________________
-
-
૪૭૪ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
અંકિ મેં એક પુસ્તકમાં જોયું છે કે, “અમારું ભલે બધુંય ચાલ્યું જાય પણ જે અમારી પાસે અમારું સાહિત્ય સુરક્ષિત હશે તે અમે બધુંય કરી શકીશું.” વાસ્તવમાં જે સમાજનું સાહિત્ય સારું છે તે જ સમાજ ઉન્નત બની શકે છે. એટલા માટે તમે લેકે આ કાર્યને અનુમોદન આપી સુકૃતનું ઉપાર્જન કરે.
આ બધી વિનંતીઓને ઉત્તર આપતાં પહેલાં મેં મારા સન્તો અને ખાસ ખાસ શ્રાવકેની સલાહ લીધી છે. બધાની સલાહ તે એવી છે કે, હજી એક વર્ષ કાઠિયાવાડમાં હું વધારે વિચરું પણ સલાહ બધાની આ હોવા છતાં મારે મારા આત્માને વિચાર કરે જ પડે છે. એટલા માટે આગામિ ચાતુર્માસ કયાં કરવું એ તે અત્યારે કહી જ શકું નહિ પણ એક વર્ષ કાઠિયાવાડમાં જ વિચરીશ એમ નિશ્ચયપૂર્વક કહેવામાં પણ હજી મને વિચાર થાય છે. એટલા માટે અત્યારે તે હું એટલું જ કહું છું કે, જે મારે એક વર્ષ કે તેથી વધારે ઓછું કાઠિયાવાડમાં વધારે રહેવાનું થયું છે તે હું એ રીતિ પ્રમાણે વિહાર કરીશ અને જે જવાનું થયું તે તે પ્રમાણે વિહાર કરીશ. અત્યારે તે હું કોઈની પણ વિનંતીને નિશ્ચિત ઉત્તર આપી શકતા નથી. તમારી બધાની પ્રેમભરી વિનંતી મારા ધ્યાનમાં છે અને શેઠ લક્ષ્મણદાસજીની વિનંતી પણ મારા ધ્યાનમાં છે પણ આજે હું કોઈની પણ વિનંતીને સ્પષ્ટ ઉત્તર આપી શકતા નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવમાં જે અવસર હશે તેમ થશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૫ સેમવાર
પ્રાર્થના અરહનાથ અવિનાશી, શિવ-સુખ લીધે;
વિમલ વિજ્ઞાનવિલાસી, સાહબ સીધે. તૂ ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાય; તાત “સુદર્શન’ ‘દેવી” માતા, તેહને નન્દ કહાય. સાહબ છે
–વિનયચંદ્રજી કુંભટ ચોવીશી
શ્રી અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના કરવા માટે આત્મામાં કેટલી અને કેવી યોગ્યતા હોવી જોઈએ એ અત્રે જોવાનું છે. જ્યાં સુધી પરમાત્માની પ્રાર્થના કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવામાં આવતી નથી ત્યાંસુધી તે પ્રાર્થના સારી પ્રાર્થના થઈ શકતી નથી એટલા માટે પરમાત્માની પ્રાર્થના યોગ્યતાપૂર્વક કરવી જોઈએ.
યોગ્યતા વિષે આ સમુચ્ચયરૂપે વાત કરવામાં આવી છે. પરંતુ અત્રે પ્રશ્ન એ થાય છે કે, પરમાત્માની પ્રાર્થના કરવા માટે કેવી રેગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ અને એ યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આ વાત વિષે હું ઘણીવાર કહી ચૂક્યો છું. તમે પોતાના કામ માટે બીજાની યોગ્યતા જુઓ છો પણ પિતાની યોગ્યતા જોવામાં ભૂલ કરે છે. વાસ્તવમાં પ્રત્યેક કાર્યમાં પિતાની યોગ્યતા જેવી જોઈએ. યોગ્યતા વિના કરવામાં આવેલું કોઈપણ
Page #516
--------------------------------------------------------------------------
________________
વદ ૫] રાજકેટ-ચાતુર્માસ
[૪૭૫ કાર્ય બરાબર થતું નથી. ખેડુત બીજને વાવતી વખતે સર્વપ્રથમ બીજની યોગ્યતા જુએ છે. તમે લેકે ગાય ખરીદતી વખતે પણ ગાયની યોગ્યતા જુઓ છે કે નહિ ? આ જ પ્રમાણે મનીમ કે નોકર વગેરેને રાખવા માટે તેની યોગ્યતા જાઓ છો કે નહિ ? વ્યવહારમાં જ્યાં મધ્યસ્થ દષ્ટિએ જોવામાં આવે છે ત્યાં યોગ્યતા તે જોવામાં જ આવે છે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના માટે પણ એમ જોવું જોઈએ કે, હું પરમાત્માની પ્રાર્થના યોગ્ય બનીને કરું છું કે કેવલ લેકેને દેખાડવા માટે જ કરું છું. જો તમે પ્રાર્થના કરવાની યોગ્યતા માટે પ્રાર્થના ન કરી તે તે પ્રાર્થના કેવલ ઢોંગરૂપ બની જશે.
પરમાત્માની પ્રાર્થના કરવા માટે જે યોગ્યતા હોવી જોઈએ તે ગ્યતા તમારામાં રહેલી છે પણ તમે પોતે જ તમારી યોગ્યતાને દબાવી રહ્યા છે. તમે કહેશે કે, યોગ્ય હેવા છતાં પણ પિતાની યોગ્યતા દબાવીને અયોગ્ય કેણુ બનવા ચાહે ? પણ આ વિષે વધારે શું કહેવામાં આવે ! અનેક જગ્યાએ એ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે, નિષ્કારણ પિતાની યોગ્યતાને દબાવી પોતે અયોગ્ય બની જાય છે. આ વાતનું સ્પષ્ટીકરણ કરવા માટે હું તમને પૂછું છું કે, શું સત્ય બેલવા માટે કેઈ ના પાડે છે? શું સત્ય બોલવું એ અપરાધ માનવામાં આવે છે ? અને તમે સત્ય બોલવાથી પરમાત્માની પ્રાર્થના કરવા માટે યોગ્ય બની શકે છે કે નહિ ? સત્ય હમેશાં આદરણીય અને આચરણીય છે એ વાત દીવા જેવી સ્પષ્ટ હોવા છતાં સત્યની શા માટે અવહેલના કરવામાં આવે છે ? સત્યને શા માટે છુપાવવામાં આવે છે? કેટલાક લેકે તે ત્યાં સુધી કહે છે કે, સત્ય બોલવાની–સતયુગની વાત રહેવા દે ! આ જમાનામાં તે અસત્ય વિના કામ જ ચાલી શકતું નથી. સત્યને અનુસરી જે તમે પ્રામાણિક બને, જીવનમાં પ્રામાણિકતા રહેવા દે અને કેઈની સાથે વિશ્વાસઘાત ન કરે તે શું તમને કઈ અપરાધી કહી શકે ? નહિ. તે પછી સત્ય, પ્રામાણિકતા આદિ ગુણોને જીવનમાં શા માટે અપનાવતાં નથી ? એટલા માટે કે તમે સત્ય અને પ્રામાણિકતાને બદલે અસત્ય અને અપ્રામાણિકતા ઉપર એ વિશ્વાસ રાખો છો કે જાણે તે વિના તમારું કામ જ ચાલી શકતું ન હોય !
તમે નૈતિક લગ્ન કર્યું છે. છતાં જો તમે પરસ્ત્રીસેવનનું પાપ ન કરે તે શું કોઈ કામ અટકી જાય ખરું? પરસ્ત્રી સેવનનું પાપ કરવું જોઈએ એવું તે કઈ ધર્મ કે કઈ પણ શાસ્ત્રમાં કહ્યું નથી. હા, કોઈ લુચ્ચા–લફંગા માણસ પિતાના સ્વાર્થ માટે એમ કહેતા હોય તે બીજી વાત છે.
કેટલાક લોકો કહે છે કે, અમે સમાજ કે આત્માના કલ્યાણ માટે ધર્મપરિવર્તન કે સમાજપરિવર્તન કરીએ છીએ, પરંતુ તે લેકે એમ શા માટે કહેતા નથી કે અમે સ્વાર્થપૂર્તિ માટે એમ કરીએ છીએ. આત્મકલ્યાણનું ખોટું નામ શા માટે સંવવામાં આવે છે. જેમકે, હરિલાલ ગાંધી જે હમણાં અબદુલ્લા ગાંધી બન્યા છે-જે ગાંધીજીના મોટા પુત્ર છે-તે કહે છે કે, મેં આત્મકલ્યાણને માટે ઈસ્લામ ધર્મને સ્વીકાર કર્યો છે પણ એ સમજવામાં આવતું નથી કે દારૂ પીવે એ કયા ઈસ્લામ ધર્મમાં લખ્યું છે? બલ્કિ હફીસ અને કુરાનમાં તે વ્યસનમાત્રની નિંદા કરવામાં આવી છે અને તેને ત્યાજ્ય બતાવવામાં આવેલ છે તથા શરાબની તે ખૂબ જ નિંદા કરવામાં આવી છે અને તેને સર્વથા ત્યાજ્ય બતાવવામાં આવેલ છે.
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૭૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
હરિલાલ ગાંધી જે હવે અબદુલ્લા ગાંધી બન્યા છે તેમને તેમના માતુશ્રીએ એક પત્ર લખ્યા હતા કે જે પત્ર વાંચીને કઠોર હૃદયને પણ પીગળી જાય. હરિલાલ ગાંધીએ એ પત્રના જવાબમાં એક વાત તેા એ લખી કે હવે હું રિલાલ રહ્યો નથી પણ અબદુલ્લા બન્યા છું અને આ પત્ર હરિલાલના નામે આવ્યા છે એટલા માટે એ પત્ર મારા વિષે નથી. પણ ખીજી વાત તેણે એ લખી કે, જો મારા માતાપિતા ઇસ્લામ ધર્મને સ્વીકાર કરતા હાય તા હું શરાખ પીવાના ત્યાગ કરું. આ ઉત્તર કેવા ઉદ્ધતાઇભર્યાં છે ! શું તેના આ ઉત્તર માતાને દેવાને યાગ્ય છે? પણ જ્યારે આત્મા પતિત થઈ જાય છે ત્યારે તે અવળું જ કામ કરે છે. વાસ્તવમાં તેા હરિલાલની માતાના પત્રના ઉત્તર આપવાને કાઈ સમર્થ નથી. છતાં જો આ પ્રમાણે જે ઉદ્ધતાઈપૂર્ણ ઉત્તર આપે છે તેને શું કહેવું ? તે કહે તા એમ છે કે, મેં આત્માના કલ્યાણ માટે ઈસ્લામ ધર્મને સ્વીકાર કર્યો છે પણ જો તે વિષે ઊંડા ઊતરી વિચાર કરવામાં આવે તે શરાબ પીવા માટે તથા એ કાર્યોંમાં પૈસા વગેરેની સુવિધા પ્રાપ્ત કરવા માટે જ તેણે ઈસ્લામ ધર્મના સ્વીકાર કર્યાં હેાય એમ જણાય છે.
કહેવાના આશય એ છે કે, લેાકા ધમ કે સમાજપરિવર્તનના નામે પેાતાના સ્વાર્થની પૂર્તિ કરે છે અને આત્મકલ્યાણનું નામ લે છે. જો હૃદયપૂર્ણાંક આત્મકલ્યાણ કરવું જ હાય તા મનુષ્ય, ક્રાઈ પણુ ધર્મની ઉચ્ચ ભૂમિકા ઉપર ઊભા રહી પોતાનું આત્મકલ્યાણ સાધી શકે છે. શ્લોકાને ઠગવા માટે, આત્મકલ્યાણનું નામ લઈ ધર્મ પરિવર્તન કે સમાજપરિવર્તન કરવું એ ઠીક નથી. આ વાતથી લેાકેાને સાવધાન કરવા માટે જ ઉપરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે.
મતલબ કે, પરમાત્માની પ્રાર્થના કરવા માટે યોગ્યતા પાતાનામાં છે કે નહિ તે જોવું જોઈએ. ચેાગ્યતા વિના કાઈપણુ કાર્ય બરાબર થતું નથી. જેમકે, છીપમાં પાણીનું ટીપું પડી મેતી. બનવાની યાગ્યતા ધરાવે છે. પણ જો પાણીને ખલે છીપમાં કાંકરે કે બીજી કાઈ ચીજ પડે તે। શું તે મેાતી બની શકશે ? નહિ. કારણ કે મેતી બનવાની યાગ્યતા પાણીમાં જ છે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના માટે પણ યાગ્યતાની આવશ્યકતા રહે છે. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવાની યાગ્યતા પ્રાપ્ત કરી, અને તે માટે અસત્ય, દુરાચાર આદિના ત્યાગ કરો. આમ કરવાથી પરમાત્માની પ્રાર્થનાને યેાગ્ય બની શકો.
હવે અત્રે એક બીજો પ્રશ્ન ઉભા થાય છે કે, જે પહેલાં દુર્ગુણી હાય તે પરમાત્માની પ્રાથૅના કરી શકે કે નહિ ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવાનું કેઃ—
વૈશ્યા ચુગુલ છિનાર જુઆરી, ચાર મહા બટ મારે; જે ઇત્યાદિ ભ પ્રભુસ્તવન તે નિવૃત્ત સંસારે.
આ પ્રકારના લોકા પણ પોતાના દુર્વ્યસનોના ત્યાગ કરી, પરમાત્માની પ્રાર્થના કરી શકે છે પરંતુ પરમાત્માની પ્રાથના દુર્ગુŚણા વધારવા માટે નહિ પણ છેડવા માટે કરવી જોઈ એ. જો દુર્ગુણી છોડવાના ઉદ્દેશથી પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તે તમારા દુર્રણા ન જાણે ક્યાં ચાલ્યા જશે ! જેમકે એક ભાઈ કહેતા હતા કે, જામનગરમાં એક એવા વૈદ્ય છે કે એક માણસને ધણા દિવસેાથી નિદ્રા જ આવતી ન હતી પરંતુ તે વૈદ્યની ત્રણ ગાળી લેવાથી જ તેને નિદ્રા આવી ગઇ અને તેને નિદ્રા ન આવવાનેા રાગ સદાને
Page #518
--------------------------------------------------------------------------
________________
વદ ૫]
રાજકેટ–ચાતુર્માસ
[૪૭૭
માટે ચાલ્યો ગયો. જ્યારે વૈદ્યની દવા પણ રોગને નષ્ટ કરી દે છેતે પછી શું પરમાત્માની પ્રાર્થને દુર્ગુણોને નષ્ટ કરી ન શકે ? જે દવા ઉપર વિશ્વાસ રાખો છો તો પછી પરમાત્માની પ્રાર્થના ઉપર વિશ્વાસ કેમ રાખતા નથી ? જે તમે પરમાત્માની પ્રાર્થના ઉપર વિશ્વાસ રાખી દુર્ગુણને નષ્ટ કરવા માટે પ્રાર્થના કરે તે અવશ્ય દુર્ગણ નષ્ટ થઈ જશે, અને તમે પરમાત્માની પ્રાર્થનાને યોગ્ય બની શકશે. અનાથી મુનિને અધિકાર–પર
આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને સમજાવી રહ્યા છે. એ બન્નેનો સંવાદ પણ ઘણો જ મહત્ત્વનું છે. એક બાજુ તે અનગારસિંહ છે તે બીજી બાજુ રાજાસિંહ છે. એક સાધુ છે અને બીજા ગૃહસ્થ છે પણ બન્નેય મહાન શક્તિશાળી છે.
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન્ ! કેટલાક લેકે સાધુ થયા પછી પણ અનાથતામાં પડી જાય છે. સંસારમાં પ્રચલિત કહેવત છે કે, “એક દમડીની ચીજ માટે કેઈએ કીંમતી ચીજને પણ ગુમાવી દીધી.” આ કહેવત પ્રમાણે તે સાધુઓ પણ દમડીની ચીજ જેવાં સંસારનાં સુખો માટે કીમતી સંયમને પણ ગુમાવી બેસે છે. ”
આ વાત તમે કદાચ સાધુઓને કહી પણ ન શકે પણ અનાથી મુનિ તે સ્પષ્ટ કહે છે કે, “ હે ! સાધુઓ ! દમડીની ચીજ જેવાં સાધારણ સંસારના સુખ માટે મહાન કીંમતી સંયમને ગુમાવે નહિ.”
અનાથી મુનિ આગળ કહે છે કે – चिरं पि से मुण्डरुई भवित्ता, अथिरव्वए तवनियमेहिं भट्टे । .... નિરં ગળા વિસરતા, ન પાના દો દુ સંપI | કરે છે
હે! રાજન ! જે વ્રત-નિયમોમાં અસ્થિર છે અને જે તપ-અનુષ્ઠાન આદિ કરતે નથી તે ભલે લાંબા સમય સુધી માથું મુંડાવ્યા કરે, કેશને લંચ કર્યા કરે, છતાં પણ તે આ સંસારને પાર જઈ શક્તા નથી.
કેશને લોચ કરવાથી કેટલું બધું કષ્ટ થાય છે એને માટે જે તમે તમારા માથાને એક કેશ ખેંચી અનુભવ કરી જુઓ તે તમને ખબર પડે. આ પ્રકારનું કષ્ટ સહન કરવા છતાં પણ વ્રત-નિયમનું પાલન ન કરવાથી સંસારને પાર કરી શકાતું નથી.
અત્રે એક પ્રશ્ન થાય છે કે, કેશને લોન્ચ કરવાથી કષ્ટ પણ થાય છે, અને મસ્તિષ્કની શક્તિને પણ હાનિ પહોંચે છે તે પછી અસ્તરાથી કેશ શા માટે કાપવામાં ન આવે? હું
જ્યારે નાનો હતો ત્યારે બદનાવર નામના ગામમાં મને એક મુસલમાને પણ આ જ પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે તમારો ધર્મ દયામય છે તે કેશને લેચ કરવાથી શું હિંસા થતી નથી? જેમને લોન્ચ કરવામાં આવે છે તેને આટલું બધું કષ્ટ થાય છે તો પછી કેશકુંચનથી હિંસા કેમ ન થાય ? આ પ્રશ્ન ઉપથી મેં સામે પ્રશ્ન કર્યો કે, તમે હજામત શા માટે કરાવો છો? તમે સારા દેખાઓ એટલા જ માટે હજામત કરાવો છો ને ? હજામત કરાવતાં કરાવતાં કઈ હજામદ્વારા માથામાંથી લેહી પણ નીકળે છે અને કષ્ટ પણ થાય છે, છતાં પિતાના શેખ
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૭૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા માટે તે કષ્ટથી ભય પામતા નથી અને હજામત કરાવે છે પણ પિતાની કાયરતાને કારણે કેશલુંચનમાં હિંસા થાય છે એમ કહે છે. તમે શેખને માટે તે આટલું કષ્ટ સહી લે છે અને અમે ધર્મને માટે સહીએ છીએ તે એમાં હિંસા કહેવામાં આવે છે! વાસ્તવમાં કેશલુચન કરવામાં અમે લેકે કષ્ટ માનતા નથી. હા, જ્યારે કેશને ખેંચવામાં આવે છે ત્યારે થોડું કષ્ટ જણાય છે પણ અમે તે કષ્ટોને જે પ્રમાણે તમે હજામતથી થતાં કષ્ટોને સહી લે છે તે પ્રમાણે સહી લઈએ છીએ. હવે મસ્તકને હાનિ પહોંચવાની વાત; પણ જે કેશલેસન કરવાથી મસ્તકને કઈ પ્રકારની હાનિ પહોંચતી હોય તે ભગવાન કેશલુંચનને માર્ગ કદાપિ બતાવત નહિ. બલ્કિ મારે તે અનુભવ છે કે, કેશકુંચન કર્યા બાદ જે મસ્તકને બદામ વગેરેનું તેલ મળી જાય તે મસ્તકની શક્તિ અને આંખની જ્યોતિ વૃદ્ધિને પામે છે.
અસ્તરાથી વાળ કાપવાથી વાળ વધારે વધવા પામે છે પણ ભગવાને કેશલુંચન કરવાને એવો ઉપાય બતાવ્યો છે કે, જેથી ધીરે ધીરે વાળોનું ઉગવું જ બંધ થઈ જાય છે. આ ઉપરથી જે કઈ એમ કહે કે, કેશકુંચન કરવાથી કષ્ટ થાય છે તે કષ્ટ તે ઉઘાડે પગે ચાલવાથી પગને પણ થાય છે. જે પ્રમાણે કેશલેચનના કષ્ટથી બચવા માટે અસ્તરા રાખવાની આવશ્યકતા અનુભવે છે તે જ પ્રમાણે પગને કષ્ટથી મુક્ત કરવા માટે પાલખીની આવશ્યકતા પડશે. આ જ પ્રમાણે શીલનું પાલન કરવામાં પણ કષ્ટ ભોગવવાં પડે છે તે તે કષ્ટથી બચવા માટે સ્ત્રીની આવશ્યકતા પણ ઊભી થશે. આ પ્રમાણે કષ્ટની દૃષ્ટિએ છૂટ લેવામાં આવશે તે તે ધીરે ધીરે દીક્ષાને જ ઉચ્છેદ થઈ જશે. - નમી રાજાને ઇન્ટે કહ્યું હતું કે, તમે ધર્મની પાછળ શું પડ્યા છો? જેતા નથી કે તમારા રાણીવાસમાં કેવું રુદન થઈ રહ્યું છે ! આ હિંસાનું કેવું પાપ થઈ રહ્યું છે ! તે પછી તમે એ પાપને કેમ દૂર કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તરમાં નમી રાજાએ કહ્યું હતું કે, મારી દીક્ષાને કારણે એ કોઈ રેતા નથી, પરંતુ એ લેકે પિતાતાના સ્વાર્થ માટે રાઈ રહ્યા છે! દીક્ષા લીધા પહેલાં તે હું દંડ પણ આપતે હતા, અને હાથમાં તલવાર લઈ બીજાને ભય પણ બતાવતા હતા પણ હવે તે હું દીક્ષા લીધા બાદ કોઈ તલવાર લઈને આવે તે પણ આંખ પણ લાલ કરું નહિ. જે હું એમ કરું તે સંયમથી જ પડી જાઉં. આ પ્રમાણે મારી દીક્ષાને કારણે એ લેકે કાંઈ રેતા નથી. તે લેકે પિતાના સ્વાર્થને માટે રિઈ રહ્યા છે.
આ પ્રમાણે અહિંસાનું નામ લેવામાં આવે તે તે પછી દીક્ષાને જ ઉચ્છેદ થઈ જાય. સાધુએમાં કઈ તે વર્ષમાં ત્રણ કે ચાર વાર કેશને લેચ કરે છે. બાકી વર્ષમાં એક વાર તે કેસને કરવા આવશ્યક જ છે. કેશને લેચ કરતાં કેટલાક મુનિઓ સ્વાધ્યાય પણ કરતા જાય છે અને પ્રસન્નતાપૂર્વક કેશલુંચન કરે છે; પરંતુ આજે લેકમાં કાયરતા આવી રહી છે અને એ કારણે જ દયાના નામે આ પ્રશ્ન કરવામાં આવે છે.
સાધુઓ માટે અહિંસાની રક્ષાથે જ કેશને લેચ કરવાનું બતાવવામાં આવ્યું છે. ભગ વાનનું એવું કહેવું છે કે, જે માથા ઉપર વાળ રહેશે તે પછી જેની ઉત્પત્તિ પણ થશે, અને અહિંસાનું પાલન પણ થશે નહિ. જે અહિંસાની દષ્ટિએ કેશલુંચન કરવાનું બતાવવામાં ન આવત તે વાળ ઓળવા, તેલ લગાવવું વગેરેની પ્રવૃત્તિ પણ વધવા પામત. આ કારણે ભગવાને આ ઉપાય બતાવ્યો છે. જે લેચ કરવાને બદલે અસ્તરાથી વાળ કાપવામાં આવે તે
Page #520
--------------------------------------------------------------------------
________________
રાજકોટ–ચાતુર્માસ
વદ ૫ ].
"
[૪૭૯
પછી અસ્તરાની સાથે કાચ પણ રાખવો પડશે, તેલ પણ રાખવું પડશે અને આ પ્રમાણે આરંભની પ્રવૃત્તિ પણ વધવા પામશે. અને આ પ્રમાણે ધીરે ધીરે સાધુતાના ધ્યેયથી જ પતિત થઈ જશે.
અનાથી મુનિ કહે છે કે, હે! સાધુઓ ! જે તમે તપ-નિયમની આરાધના નહિ કરે તે શાસ્ત્ર તમને અનાથની કટિમાં મૂકે છે. એ દશામાં તમે સાધુ નથી. ચારિત્રવાન બન્યા વિના કેવળ માથું મુંડાવાથી કે કેશલેસન કરવાથી સંસારને પાર જઈ શકાતું નથી માટે ચારિત્રવાન બને અને સંયમનું પાલન કરી સંસારને છેદ કરે.
અનાથી મુનિ જે કાંઈ કહી રહ્યા છે તે જ વાત પ્રાર્થનામાં પણ કહેવામાં આવી છે. યોગ્ય બનીને પરમાત્માની પ્રાર્થના કરે. ગ્યતા મેળવ્યા વિના કરવામાં આવતી પ્રાર્થના ઢોંગ રૂપ બની જાય છે. અનાથી મુનિ પણ એમ જ કહે છે કે, ચારિત્રવાન બન્યા વિના કેવળ વેશ ધારણ કરે એ ઢોંગ રૂપ છે માટે ચારિત્રવાન બને અને સાધુતાને દીપા. દ્રવ્ય વેશની સાથે ભાવને પણ સંબંધ જેડ અને દ્રવ્ય અને ભાવથી જે સાધુતાનું પાલન કરશે તે તેમાં કલ્યાણ રહેલું છે. સુદર્શન ચરિત્ર પર
રાજા અને પ્રજા સાથે મળીને સુદર્શનને ભાવ સહિત તેને ઘેર લઈ ગયા. મને રમા સાચી શ્રાવિકા હતી. કેટલાક લેકે કહે છે કે, શ્રાવિકા બનવાથી ગૃહકાર્યમાં મુશ્કેલી આવે છે પણ જેને ગૃહકાર્યમાં મુશ્કેલી જણાય છે તે સાચી શ્રાવિકા જ નથી. શ્રાવિકાને કોઈ ગ્રહકાર્ય કરતાં અટકાવતું નથી પરંતુ બૃહકાર્યમાં વિવેક રાખવાનું કહેવામાં આવે છે. શ્રાવિકા થયા બાદ તેણીએ એમ વિચારવું જોઈએ કે, પહેલાં હું વિવેક ઓછો રાખતી હતી પણ હું શ્રાવિકા થઈ છું એટલા માટે વિશેષ વિવેક રાખવો જોઈએ. એમ થવું ન જોઈએ કે, ઘરના માણસો મરતા હોય તો ભલે મરે પણ હું તે પિસે કરીશ. ઘરના લોકે તે પાસામાં અંતરાય પાડનારા છે. છોકરે ભૂખથી રોતે હોય તે ભલે , મારે તો મમતા ઓછી કરવી છે. ગર્ભસ્થ બાળક મરતું હોય તે ભલે મરે પણ મારે તે તપસ્યા કરવી છે. જે આમ કરવામાં આવે તે શું તેણીને વ્યવહાર વિર્વેકપૂણ કહેવાય ખરો ? વિષયવિલાસની મમતા તે છૂટી નથી અને સંતાનની દયા કરવાના સમયે આમ કહેવું એ તે મૂળવ્રતઅહિંસાને નાશ કરવા બરાબર છે. શ્રી. હસરાજજી ખીંવસરા પિતાની પુત્રીને કહ્યા કરતા હતા કે, જે તારાથી સામાયિક થઈ શકતી ન હોય તે કાંઈ વાંધો નથી પણ ચુલામાં કઈ જીવ બળી ન જાય તેનું ધ્યાન રાખજે; કારણ કે એ પહેલું મૂળવ્રત છે, પછી ગુણવત છે અને પછી શિક્ષાવ્રત છે. અહિંસા એ મૂલવ્રત છે અને સામાયિક એ ગુણવ્રત છે. આ પ્રમાણે શ્રાવિકા થઈને વિશેષ વિવેક રાખવા જોઈએ.
મનોરમા સાચી શ્રાવિકા હતી. એટલા માટે તેણીએ વિચાર્યું કે, ગૃહ ગૃહિણીનું જ હેય છે. એટલા માટે મારે સિંહાસન ઉપર બેસી ન રહેતાં ઘેર આવેલા લોકોને સરકાર કર જોઈએ.
શ્રાવક-શ્રાવિકાઓએ સુદર્શન અને મને રમાને વિવેક જઈ વ્યવહાર ભૂલી જ ન જોઈએ. સંસારના કામમાં તે વ્યવહાર રાખે અને ધર્મના કામમાં એમ કહે કે, “એમાં શું
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૮૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
પડયું છે! આપણે તે પવિત્ર રહેવું છે. આ પ્રમાણે કહી વિવેકની અવહેલના કરવી એ ઠીક નથી. એટલા માટે વ્યવહારને ઉછેદ કરવો ન જોઈએ. મનને પણ પવિત્ર રાખે અને વ્યવહારનું પણ પાલન કરે. ' મને રમાએ બધા લેકેને સત્કાર કર્યો. બધા લેકે સુદર્શનનું ઘર જઈ પ્રસન્ન થયા. શ્રાવકનું ઘર કેવું હોય છે એને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે –
gramદિશા તળિકા સમિદવા દિલr? -શ્રી જ્ઞાતાસુત્ર સુદર્શનનું ઘર પણ એવું જ હતું. લોકો કહેવા લાગ્યા કે, આ ઘર કેવું સ્વર્ગ જેવું સુંદર છે! સુદર્શનનું ઘર ભવ્ય અને આકર્ષક હતું, ચિત્તને શાંતિ આપનારું હતું. જોકે કહેવા લાગ્યા કે, આ ઘરમાં શેઠની પવિત્ર ભાવના વધવા પામી છે અને જે ઘરમાં શેઠ જેવી વિભૂતિ પેદા થઈ છે એ ઘરની માટી પણ પવિત્ર છે. સ્વર્ગથી પણ આ ઘર સુંદર છે.
તમારી દષ્ટિએ સ્વર્ગની ભૂમિ સારી છે કે રાજકોટની ભૂમિ ? કઈ ખેડુતને એમ કહે કે, હીરા-માણેક જડેલાં રાજાના મહેલમાં બીજ વાવવામાં આવે તે અન્ન પેદા થઈ શકે ખરું? અને તે બીજ વાવવા માટે રાજાના આવા સુંદર મહેલને પસંદ કરશે ખરે? બીજી બાજુ તેને કાળી માટીનું ખેતર આપવામાં આવે તે તે બીજ વાવવા માટે તે ખેતરને પસંદ કરશે કે નહિ તે પણ પૂછી જુઓ. તે ખેડુત જવાબમાં એમ જ કહેશે કે, હું તે એવી જગ્યા ચાહું છું કે જ્યાં જીવનને ટકાવવાની વસ્તુઓ પેદા થઈ શકે.
તમને કોઈ સારા મહેલમાં રાખવામાં આવે પણ ત્યાં ખેતીથી પેદા થએલ ચીજો આપવામાં ન આવે તે શું તમારું જીવન મહેલની હવા ખાવાથી ટકી શકશે ખરું? નહિ.
આ જ વાત સ્વર્ગની ભૂમિ અને અહીંની ભૂમિ વિષે સમજે. સ્વર્ગની ભૂમિ ધર્મોપાર્જન કરવા માટે ઉપયુક્ત નથી. સ્વર્ગમાં સાધુપણું પાળી શકાતું નથી, જ્યારે અહીં સાધુપણું પાળી શકાય છે એટલા માટે સ્વર્ગની ભૂમિ કરતાં અહીંની ભૂમિ ચડીયાતી છે.
સુદર્શનનું ઘર જોઈ દેવ પણ કહેવા લાગ્યા કે, અમે દેવલેકમાં જે શક્તિ જતા નથી તે શક્તિ આ ઘરમાં જોવામાં આવે છે. અહીં રહીને ધર્મની આરાધના કરનારા એવા હોય છે કે જેમના પ્રભાવથી અમારું આસન પણ ચલાયમાન થઈ જાય છે. અમને આવા ધર્માત્મા લેકે જ બેધ આપે છે.
આ પ્રમાણે સુદર્શન અને તેના ઘરની પ્રશંસા કરી દેવો પણ પિતપતાના સ્થાને ગયા. ત્યારે રાજા સુદર્શનને કહેવા લાગ્યો કે, હે! શેઠ ! તમે ધર્મનું નામ ઉજજવલ કર્યું છે. કેટલાક લેકે ધમી તરીકનું નામ તો ધરાવે છે પરંતુ ધર્મનું પાલન કરતા નથી. અને એ કારણે જ લોકો ધર્મની નિંદા કરે છે પણ આપ જેવાનો વ્યવહાર જોઈ, કઈ ધર્મની નિંદા કરી શકતું નથી.”
પિતાને ધાર્મિક કહેવડાવીને પણ ધર્મનું પાલન ન કરનારા લેકે જ ધર્મની નિંદા કરાવે છે, ધર્મને ઉન્નત બનાવો કે અવનત બનાવવો એ વાત ધાર્મિક પુરુષના હાથમાં રહેલી છે.
રાજા સુદર્શનને વિનંતી કરતા કહેવા લાગ્યું કે, મારી તલવારમાં જે શક્તિ નથી તે શક્તિ તમારી ભાવનામાં છે. મારી તલવાર તે વૈર બાંધે છે પણ તમારી ભાવના તે વૈરને કાપે છે. આપની દ્વારા જે દિવ્ય કામની સિદ્ધિ થઈ છે તેના ઉપલક્ષ્યમાં આપવા જેવી વસ્તુ ત્રિલોકમાં પણ નથી, તે મારી પાસે એવી વસ્તુ કયાંથી હોય? છતાં પણ મારી ભાવનાને આપ પૂરી કરે અને મારા માનની ખાતર હું જે ચીજ આપી શકું એવી ચીજ માંગે.
Page #522
--------------------------------------------------------------------------
________________
વદ ૮]
રાજકેચાતુર્માસ
[૪૮૧
- રાજાનું કથન સાંભળી શેઠ વિચારવા લાગ્યું કે, હવે મારે શું કરવું જોઈએ ? હું પોતે તે સંસારનો ત્યાગ કરવાનો વિચાર કરી રહ્યો છું તે પછી હું સંસારની ચીજ કેવી રીતે માંગી શકું ? પણ હા, મારે એક ચીજ તે માંગવી જ છે. મેં મારી જીભે તે, કાંઈ રાજાને કહ્યું નથી પરંતુ શુળીનું સિંહાસન થઈ જવાને કારણે મારી અભયા, માતાનું બધું પાપ ખુલ્લું થઈ ગયું છે એટલા માટે. રાજા ન જાણે, તેને શું દંડ આપશે! માટે જ્યારે રાજા પિતે જ મને કાંઈ માંગવાને અનુરોધ કરી રહ્યા છે તે પછી હું રાજાની પાસે અભયા. માતાનું કલ્યાણું જ શા માટે ન માગું?
સુદર્શન આ પ્રમાણે વિચાર કરે છે. હવે આગળ શું થાય છે તેનો વિચાર, હવે પછી આગળ કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદ ૮ ગુરુવાર
પ્રાર્થના, શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવ તણા દેવ છે. તરણ તારણ પ્રભુ તે ભણી, ઉજજવલ ચિત સમ નિત્યમેવકે
શ્રી મુનિસુરત સાહબા.
–વિનય છે કે ભટ ચાવી શ્રી મુનિસુવ્રતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્મા પ્રત્યે ભક્ત શું કહે છે? તે કહે છે કે, એક બાજુ તે પરમાત્મા દેવાધિદેવ છે અને બીજી બાજુ દીનદયાળુ છે. આ ઉપરથી કોઈ એમ કહે કે, એ બનેય વાતે એક સાથે કેવી રીતે હોઈ શકે ? પણ ભક્ત, લેકે કહે છે કે, અમને એ જાણી ઘણી પ્રસુન્નતા, થાય છે કે, પરમાત્મા દેવાધિદેવ હોવા છતાં પણ દીનદયાળુ છે. જે, મહાન હેવા છતાં નાના લેકની સાથે પ્રીતિ રાખે છે તે જ જગતને ઉદ્ધાર કરી શકે છે, મહાન થઈને નાના લેકેની અવહેલના કરનાર કે તે સંસારમાં ડગલે ને પગલે જોવામાં આવે છે. એમાં, કાંઈ વિશેષતા નથી. વિશેષતા, તે એમાં છે કે, જે પોતે મહાન થઈને પણ નાના લેક્ટ, ઉપર કૃપાભાવ રાખે છે, હે ! પરમાત્મા ! તમે દેવાધિદેવ હોવા છતાં દીનદયાળુ છે,
અહીં એક પ્રશ્ન થાય છે કે પરમાત્મા, દીનદયાળુ છે એનું શું પ્રમાણુ કાણુ કે પરમાત્મા જોવામાં તે આવતા નથી એટલા માટે એનું પ્રત્યક્ષ પ્રમાણ તે નથી. આ પ્રશ્નો ઉત્તર એ છે કે, પરમાત્માના વિષયમાં લૌકિક પ્રમાણેદાચ કઈ પ્રકારનો નિર્ણય થઈ શકો નથી. પરમાત્માના વિષે મહાત્મા કોનાં વચને જ પ્રમાણભૂત છે. મહાત્માઓ. કહે છે કે, પરમાત્માના શરણે જવાથી દુઃખ મટી જાય છે. અમે ગુના મુખેથી એવું જ સાંભળ્યું છે. અને અમારા અનુભવ પણ એવો જ છે કે, પરમાત્મા દીનદયાળુ છે. તે દેવાધિદેલ, હેવા છતાં દીનદયાળુ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “પરમાત્મા જગજજીનું ઉત્પત્તિસ્થાન પણ જાણે છે. છવ સંસામાં શા માટે જન્મ લે છે. જન્મ લઈને કેવી રીતે તે કચ્ચે ભેગુ છે. અને.
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૮૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
કર્મબંધને તેડીને તે કઈ સ્થિતિને પામે છે વગેરે વાતને જાણનાર જગદ્ગુરુ કહેવાય છે. એ જગદગુરુએ પહેલાં પિતે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેમણે તપ કરી કેવલજ્ઞાનની જે સંપદા પ્રાપ્ત કરી છે તે દ્વારા તેઓ આત્મકલ્યાણ કરવાની સાથે જ જગતનું કલ્યાણ પણ સાધે છે.”
જગદ્દગુરુ ભગવાનની અમૃત વાણી સાંભળી વિચારવાન માણસના હૃદયમાં એ વિચાર આવે છે કે, “હે ! પ્રભો ! આપ તો અમારી ઉપર દયા કરી અમને જાગ્રત કરે છે પણ અમે કેવા છીએ કે આપ અમને જાગ્રત કરે છે છતાં અમે નિદ્રામાં પડ્યા રહીએ છીએ. આ અમારી કેવી નિબળતા છે. આ પ્રમાણે વિચાર કરી, ભક્ત લેકે પિતાની નિર્બળતા પ્રગટ કરી. પિતાની નમ્રતા બતાવે છે. સંસારમાં એવા પણ માણસ છે કે જેઓ વિનમ્ર થઈને પિતાની નિર્બળતા ભાવે પ્રગટ કરી દે છે અને સંસારમાં એવા પણ માણસે છે કે, જેઓ અહંકારને વશ થઈ પિતાના સદ્દગુણોને તે પ્રગટ કરે છે પણ દુર્ગણોને દબાવી રાખે છે. આ બંને પ્રકારના માણસમાં સારે માણસ તો તે છે કે જે પિતાની નિર્બળતાને પ્રગટ કરે છે પણ જે પિતાના દુર્ગણોને દબાવી રાખે છે તે તે કાયર છે. પુરુષ તે તે જ છે કે જે પોતાના દુર્ગુણને પ્રગટ કરી તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ઘઉં વીણતી વખતે ઘઉંના દાણાને પણ બહાર ફેંકી દેવામાં આવતો નથી, પરંતુ ઘઉંમાં રહેલા કાંકરાને વીણી ફેંકી દેવામાં આવે છે. આ જ પ્રમાણે વ્યવહારમાં એવી ભૂલ થતી નથી પરંતુ આત્માને વિષે એવા જ પ્રકારની ભૂલ થઈ જાય છે. હૃદયનાં પાપને છુપાવી બહાર બીજું જ બતાવવું એ આત્માની નિબળતા કે કાયરતા છે. જે આત્મા એ કાયરતાને દૂર કરવા ચાહે તે તેણે એવી પ્રાર્થના કરવી જોઈએ કે –
- હું અપરાધી અનાદિને, જનમ જનમ ગુના કિયા ભરપૂર છે, * લૅટિયા પ્રાણ છકાયના, સેવિયા પાપ અઢાર કરૂર કે.
નમ્રતાને ધારણ કરી સરલ હૃદયથી પરમાત્માની એવી પ્રાર્થના કરે કે, “હે ! પ્રભો! હું અપરાધી છું. હું પિતાનો જ અપરાધી છું. હું દુર્ગુણોને તે દબાવું છું અને સદ્દગુણોને પ્રગટ કરું છું. મને દુર્ગણે તે પ્રિય લાગે છે અને સદ્દગુણો પ્રિય લાગતા નથી. એટલા માટે હું તમારા શરણે આવ્યો છું. તે શરણાગતની રક્ષા કરે અને મારી આ કાયરતા દૂર કરવા હું ચાહું છું, તે તેમાં મને સહાય કરે. મને ઘણી વાર એવો ભય લાગે છે કે, મારા દુર્ગુણ પ્રગટ થઈ ન જાય તે સારું, નહિ તો મારી પ્રતિષ્ઠા ઉપર પાણી ફરી વળશે. આ ભયને કારણે હું મારી નિર્બળતાને કારણે મારા પાપને દબાવી રાખું છું. મારી આ નિર્બળતાને દૂર કરવા માટે મારે એ વિચાર કરવો જોઈએ કે, હું પાપને બધાથી તે છુપાવું છું પણું શું પરમાત્માથી પણ પાપને છુપાવી શકીશ ! હું જગતની તે પરવા કરું છું પણ પરમાત્માની પરવા કેમ કરતું નથી ? અને જે મને જગતની પરવા નથી, પરંતુ પરમાત્માની પરવા છે તે પછી પાપને શા માટે દબાવું છું ! અને હૃદયમાં પાપને શા માટે સંગ્રહી રાખું છું ! પણ હે ! પ્રભે ! મને આ વિચાર આવતો નથી. એ મારી કાયરતા છે. આ મારી કાયરતાને દૂર કરવા માટે જ હું તમારા શરણે આવ્યો છું.”
અત્રે એક પ્રશ્ન થાય છે કે, પરમાત્મા જોવામાં આવતા નથી અને જ્યાં સુધી તે જોવામાં આવતા નથી ત્યાં સુધી તેમની પ્રાર્થના કેવી રીતે કરવી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, પરમાત્મા છે છતાં લોકો કહે છે કે, તે જોવામાં આવતા નથી. પરંતુ તે કાંઈ સ્કૂલ ચીજ નથી કે તેને ચર્મ
Page #524
--------------------------------------------------------------------------
________________
-
'
વદ ૮] રાજકેટ-ચાતુર્માસ
[૪૮૩ ચક્ષુથી જોઈ શકાય! તેમને તે જે રીતિએ જોઈ શકાય તે રીતિએ જ તમે જોઈ શકે. કદાચિત તમે પરમાત્માને જોતા નથી તે તમારા આત્માને તો જુઓ છે ને ? સંસારની વસ્તુઓ જેમના હોવાથી પ્રિય લાગે છે તે આત્મા છે, એ તે માને છે અને તેને જાણો છો. હવે જે તે આત્માને જ જાણી શકતા નથી તે પછી પરમાત્માને કેવી રીતે જાણી શકે ?
તમે કદાચ એમ કહે કે અમે આત્માને કેવી રીતે જાણીએ ? પણ જે જીભદ્વારા બેલે છે, આંખે દ્વારા જુએ છે. કાનદ્વારા સાંભળે છે અને જે આ દેહને દહી છે તે જ આત્મા છે. એ આત્માના હોવાથી જ સંસારની બધી વસ્તુઓ પ્રિય લાગે છે. એ આત્માને જાણવાથી પરમાત્માને પણ જાણી શકાશે. જોકે પરમાત્માને શોધવા માટે તીર્થ વગેરે સ્થાનમાં જાય છે, પરંતુ જ્યાં સુધી આત્માને પત્તો લાગતું નથી ત્યાં સુધી પરમાત્માનો પત્તો લાગી શકતે નથી. અને જ્યારે તમને તમારા આત્માને પત્તો લાગી જશે ત્યારે તમે જ્યાં બેઠા હશો ત્યાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જશે.
મતલબ કે, આત્મામાં એવી કાયરતા છે કે, તે પિતાનાં દુર્ગણોને દબાવી દુનિયામાં માટે બનાવા ચાહે છે. આ કાયરતાને દૂર કરવા માટે જ પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે અને તેમના શરણે જવામાં આવે છે. રાજાની સહાયતા તે જ ચાહે છે કે જેમની પાછળ શત્રુઓ પડ્યા હોય છે. ધનવાનના શરણે તે જ જાય છે જે ગરીબ છે. આ જ પ્રમાણે આત્મામાં દુર્ગુણેને દબાવવાની નિર્બળતા છે અને એટલા જ માટે આત્મા, પરમાત્માની પ્રાર્થના કરે છે અને તેમના શરણે જાય છે. આત્મા પિતાની નિર્બળતાને દૂર કરવા માટેજ પરમાત્માના શરણે જાય છે એ ઉપરથી એટલું તે સમજાય છે કે, આત્માને પોતાની નિર્બળતાનું ભાન થયું છે. નિર્બળતાનું ભાન થયા વિના પરમાત્માના શરણે જઈ શકાતું નથી. પિતાની નિર્બળતા સમજીને જ ભક્તજને કહે છે કેઃ- ૮ -
કબહું મન વિશ્રામ ન માન્ય, વિસરી સહજ સુખ જહં તહે ઈન્દ્રિય તા., કબહું ચદપિ વિષય સંગ સો દુસહ દુઃખ વિષમ જાલ અનજાન્ય,
તદપિ ન તજત મૂઢ મમતા વશ જાનત હું નહીં જાજે. કબહું ભક્ત કહે છે કે, “હે ! પ્રભે ! મારા આત્માની એવી સ્થિતિ થઈ રહી છે કે, મારું મન જરા પણ વિશ્રાંતિને પામતું નથી. મારા મનને ઈન્દ્રિયોના વિષયે જે બાજુ ખેંચે છે તે બાજુ મન ભાગી જાય છે. સ્થિર રહેવામાં મનને જે સહજ સુખ છે તે સુખને મન ભૂલી રહ્યું છે. અનાથી મુનિને અધિકાર-પ૩
અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જેમણે સનાથ બનવાની ભાવનાથી સંસારને ત્યાગ કર્યો છે તેઓ પણ ઇન્દ્રિયોના વિષયમાં ખેંચાઈ જઈ રખડી પડે છે. જો કે આમ બને છે પણ આ દશ્યથી છવને સનાથતા અને અનાથતાને ભેદ સમજવામાં સરળતા પડે છે. કેઈને સાધુતાથી પતિત થતાં જોઈ જ્ઞાનીઓને એ વિચાર થાય છે કે, વાસ્તવમાં સાધુતાનું પાલન કરવું મુશ્કેલ છે. આ મુશ્કેલ કામને કાયર લેકે કેવી
Page #525
--------------------------------------------------------------------------
________________
ત
ક
કાક.દ.
-
-
-
- -
-
- =
=
+ +
+-r'
-
-
-
-
-
૪૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
રીતે સાધી શકે? પણ એ કાયર લેકેને પતિત થતાં જોઈ મારે તેમની પાસેથી એવી શિક્ષા લેવી જોઈએ કે, એક અનાથતા તે એ છે કે જે અનાથતામાંથી નીકળી હું સાધુ થયો છું અને બીજી અનાથતા એ છે કે, જે અનાથતા સાધુતાથી પતિત થયા બાદ આવે છે. પ્રાર્થનામાં પણ કહ્યું છે કે:--
આદર્યા પિન ન આરાધિયા તેહથી રુલિયે હું અનંત સંસારમાં.
હે! પ્રભો ! મેં અનેકવાર વ્રત-નિયમને સ્વીકાર કર્યો પણ તેનું પાલન ન કર્યું હોય એવું તે ઘણીવાર બન્યું છે.
વ્રત-નિયમો વગેરેનું પાલન ન કરવું અને કેવળ વેશ ધારણ કરે એ કેના જેવું હોય છે. એને માટે આનાથી મુનિ કહે છે કે –
पोल्ले व मुट्ठी जह से असारे, अयन्तिए 'कूडकहावणे वा।
શાળી વેરષ્ટિથviાણે, અમાથા દોરડુ બાળ | કર || | હે ! રાજન ! સાધુતા-અસાધુતા તથા સનાથ-અનાથને ભેદ હું તને સમજાવું છું. અનાથતાનું ભાન થયા બાદ સનાતાનું જ્ઞાન થવું સરલ છે. જેમકે બેટા રત્નને ઓળખ્યા બાદ સાચા રત્નની પરીક્ષા કરવી સરલ છે તે જ પ્રમાણે અનાથતાનું ભાન થયા બાદ સનાથતાનું જ્ઞાન થવું સરલ છે. કેઈ માણસ ખાલી મુદી બંધ કરીને કોઈને બતાવે તે જેનાર તે એમ જ સમજશે કે એ મુઠ્ઠીમાં જરૂર કાંઈક હશે. પણ જેણે મુદી ખાલી બંધ કરી છે તે તે સારી રીતે જાણે છે કે, મારી મુઠ્ઠી ખાલી જ છે. આમ જાણવા છતાં પણ "તે બીજાને ઠગવા માટે જાણી જોઈને ખાલી મુઠ્ઠી બંધ કરે છે. તે સારી રીતે જાણે છે કે, - બીજે માણસ શું જાણશે કે આ ખાલી મુઠ્ઠીમાં કાંઈ નથી! પણ તે ખાલી મુઠ્ઠી બંધ કરનારે એમ વિચારવું જોઈએ કે, હું ખાલી મુઠ્ઠી બંધ કરીને બીજા લોકોને ઠગી રહ્યો છું એ મારી નિર્બળતા છે. - હે ! રાજન ! જે પ્રમાણે ખોલી બુદી બંધ કરી બીજાને ઠગવા એ જેમ ઢોંગી માણસનું કામ છે તે જ પ્રમાણે બત-નિયમો વગેરેનું પાલન ન કરવું અને ઉપરથી સાધુવેશ પહેરી પિતાને સાધુ તરીકે બતાવવું એ પણ ઢેગીનું કામ છે. સાચો માણસ ખાલી મુઠ્ઠી બંધ કરીને કોઈને #શે નહિ પણ તે તે સ્પષ્ટ એમ જ બતાવશે કે મારી મદ્રીમાં કાંઈ નથી. આ જ પ્રમાણે જે સાધુતાનું પાલન ન કરી શકે છતાં જે તે ઢોંગી નહિ હોય તે તે સ્પષ્ટ કહી દેશે કે, મારાથી સાધુતાનું પાલન થઈ શકતું નથી. તે ખાલી મુઠ્ઠી બંધ કરી લેકને ઠગવાને ટૅગ કદાપિ કરતો નથી.
અત્રે એક પ્રશ્ન થાય છે કે, સાધુતાનું પાલન ન થવા છતાં પણ ખાલી મુઠ્ઠી બંધ રાખવી સારું છે કે મુદીને ખોલી દેવી સારું છે. અર્થાત સાધુતાને બહારને દેખાવે રાખે સારું છે કે, ઉપર-બહારનો દેખાવ ન રાખે એ સારું છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, કઈ કુવાને ઢાંકી રાખ અને લકે એ કુવે છે એ ન જાણવાને કારણે તેમાં પડી જાય
એમ થવા દેવું એ ખરાબ છે. એમ કરવાની અપેક્ષાએ તે કુવાને ખુલ્લો રાખવો એ સારું છે. મએમ કરવાથી કેઈ બ્રમને કારણે કુવામાં પડી જશે નહિ. આ જ પ્રમાણે સાધુતાનું પાલન
તું ન હોય તે સ્પષ્ટ કહી દેવું પણ ઢોંગ ન કર. ભગવાને કહ્યું છે કે, લેકે અસાધુની પૂજા કરે અને તેને સાધુ માને તે વિષમકલ છે.
Page #526
--------------------------------------------------------------------------
________________
વદ ૮].
રાજકોટ–ચાતુર્માસ
[૪૮૫
આજકાલ તે ઈન્દ્રજાળનાં ખેલે બહુ ઓછાં થાય છે પણ પહેલાંના જમાનામાં ઈન્દ્રજાળનાં ખેલ બહુ થતા. એ ખેલમાં પલવારમાં કાંકરાના રૂપિયા બનાવવામાં આવતાં. જે કે તે ખેલ કરનાર રૂપિયા બનાવીને ફેંકતા જાય છે છતાં તમે તે એમ જાણે જ છે કે એ રૂપિયા કેવળ બતાવવા માટે જ હોય છે. જે વાસ્તવમાં એ રીતે રૂપિયા બની શકતા હોય કે તે બનાવી શકાતા હોય તે તે બજારિયા એક પૈસા માટે ભીખ શા માટે માંગે ?
જે પ્રમાણે તે ખેલ કરનાર કૌતુક કરી જગતને ઠગે છે, તે જ પ્રમાણે તે લેકે પણ જગતને ઠગનારા છે કે જે લેકે વાસ્તવમાં સાધુતાનું પાલન કરતા નથી, પણ બહારશ્રી સાધુતાને ઢોંગ કરે છે. એવા લેકેને કારણે જ યુવાનોને ધર્મ ઉપરથી શ્રદ્ધાભાવ ઓછો થતું જાય છે. તે લેકેને કારણે જ આજે લેકેને એમ કહેતા સાંભળવામાં આવે છે કે, ધર્મો ઘણો આડંબર ફેલાવ્યો છે અને દુનિયામાં હાહાકાર વર્તાવ્યો છે, એટલા માટે ધર્મની આવશ્યકતા નથી.” આ પ્રમાણે કહેનારા યુવક આમ કહેવામાં ઘણું ઉતાવળ કરે છે. તેમણે સમજવું જોઈએ કે, જે આડંબર ધર્મના નામે થઈ રહ્યો છે એમાં ધર્મને શો વાંક છે? કયા ધર્મમાં આડંબર કહ્યો છે? અને જ્યારે તમે આડંબરને જ ભગાવવા ચાહે છે તે પછી તમે એમ શા માટે કહેતા નથી કે અમે અધર્મને વિરોધ કરીએ છીએ. આડંબર કરે એવું કોઈ પણ ધર્મમાં કહેલ નથી. એ વાત જુદી છે કે, ધર્મના નામે કોઈ અધર્મ ચલાવતા હોય પણ અત્રે વિચાર કરી જોવો જોઈએ કે એમાં ધર્મને શો વાંક છે ? તમે લોકે આડઅરને દૂર કરવા ચાહે છો પણ આડંબરને કારણે ધર્મને બદનામ શા માટે કરે છે અને ધર્મને વિરોધ શા માટે કરે છે ? આડંબરને કારણે ધર્મને વિશધ કરે એ વાત કેટલી ભૂલભરેલી છે તે એક દષ્ટાંતદ્વારા સમજાવું છું –
એક માણસે એક રીંછની સાથે મિત્રતા બાંધી. બન્ને એક-બીજાના પાકા મિત્ર થઈ ગયા. તે રીંછ એકવાર સુતા હતા ત્યારે તેના શરીર ઉપર બેસતી માખી બને તે માણસ ઉડાડવા લાગ્યો. થોડીવાર પછી તે રીંછ જગ્યો અને તેના મિત્રને કહ્યું કે, હવે તમે સુઈ જાઓ. હું માખીઓને ઉડાડતો રહીશ. તે માણસ સુઈ ગયો, રીંછ માખીઓને ઉડાવા લાગે. ૧ણું સાખીએ તો એક જગ્યાએથી ઉડી બીજી જગ્યાએ બેસવાનો સ્વભાવ હોય છે એટલે માખીઓ સ્વભાવ પ્રમાણે એક જગ્યાએથી ઉઠી બીજી જગ્યાએ બેસવા લાગી. રીછે વિચાર્યું કે, આ માખીઓ બહુ અપરાધ કરે છે માટે એ માખીઓને મારી નાંખવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તે માખીઓને મારવા માટે એક મોટી લાકડી ઉપાડી લાવ્યો, પણ તેને એટલું જ્ઞાન ન હતું કે લાકડી વડે માખીઓને માસ્વા જતાં મિત્રને પણ માર પડશે. રીંછ તે અજ્ઞાન હતો, એટલે તે માખીઓને લાકડી મારવા મિત્ર ઉપર લાકડીને ઘા કરી એસ. જો કે તેનો ઉદ્દેશ મિત્રને મારવાનો ન હતો પણ તેની અજ્ઞાનતાના કારણે તે મિત્રને 'પણ લાકડી મારી બેસતે. .
- આડંબરને કારણે ધર્મની અવહેલને ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યક્તા છે. ઢગને નાશ કરવા ચાહો છો એ તે ઠીક છે, અને શાસ્ત્ર પણ ઢંગને દૂર કરવાનું જ કહે છે; પરંતુ ઢોંગને દૂર કરવાને નામે જેમ માખીઓને બદલે મિત્રને કષ્ટ સહેવું પડયું તેમ ધર્મ કચડાઈ ન જાય તેની સાવધાની રાખવાની જરૂર છે. ધર્મની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે –
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૮૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
__ धारयति इति धर्म: જે પતિત થતાં બચાવે છે તે ધર્મ છે; પણ આજે એ ભૂલ થઈ રહી છે કે જે નીચે પાડે છે કે પાછળ હઠાવે છે તેને ધર્મ સમજવામાં આવે છે. ધન ધાર ધાતુ ઉપરથી ધર્મ શબ્દ બન્યો છે. અર્થાત નીચે પડતાં જે બચાવે તે ધર્મ છે. જે રાગ-દ્વેષમાં ન પાડે તે ધર્મ છે. એક માણસે લખ્યું છે કે, જો મારું ચાલે તે હું ધર્મને એક બાજુ મૂકી દઉં અને ગરીબોને મહેલમાં વસાવું; પણ જ્યારે ગરીબોને મહેલમાં વસાવવામાં આવશે તે અમીરને ક્યાં વસાવશો! શું તેમને ઝુંપડાઓમાં વસાવશે ! આ તે એકને નીચે પાડી બીજાને ઉન્નત બનાવવા જેવું છે. ધર્મ આ પ્રકારને રાગ-દ્વેષ કરતાં અટકાવે છે.
આજના નવયુવાનોમાં ધમ ઉપર દ્વેષ કરવાનું કારણ ધર્મ કહેનારાઓને ટૅગ છે. જે ધાર્મિક કહેનારાઓ ધર્મનું બરાબર પાલન કરે અને કોઈના પ્રતિ રાગ-દ્વેષ ન રાખે તે ધર્મની કોઈ નિંદા કરી શકે નહિ તેમ ધર્મને વિરોધ પણ કઈ કરી શકે નહિ. સુદર્શન ચરિત્ર-પ૩
નહીં ચીજ જગમેં કઈ ઐસી, ચરણ ચઢાઉ લાય; તથાપિ મુઝ પર મેહર કરીને. માંગે તુમ હુસાય. ધન ૧૧૮ રાય તુમ્હારે રહતે રાજમેં, મિલા ધર્મકી સહાય;
ઔર કામના મુને નકુછ ભી, માતા સાતા પાય. ધન ૧૧૯ ! ! ! સુને શેઠ બેન સભી જન, અચરજ અધિકે પાય;
શગુસે એસા ભાવ દિખાયા, મહિમા વરણી ન જાય. ધન ૧૨૦ . રાજા કહેવા લાગ્યું કે, “હે ! શેઠ! મારા જેવા પામર પ્રાણીને આપના ધર્મપાલનથી અપૂર્વ શિક્ષા મળી છે. આપની દ્વારા ધર્મનું મંડન અને પાપનું ખંડન થયું છે. હું રાજધર્મથી બંધાએલે છું એ કારણે એકતરફી સત્ય માનીને મેં આપને શૂળીએ ચડાવવાને હુકમ કર્યો પણ આપની ભાવનાને ધન્ય છે કે, જે ભાવનાએ શુળીને પણ સિંહાસન બનાવી દીધું. સંસારમાં ઘણીવાર ઈચ્છા ન હોવા છતાં પણ મિથ્યા દંડ આપવામાં આવે છે. મેં પણ એવું જ કૃત્ય કર્યું છે. જો કે આપની ભાવના ઉચ્ચ છે અને મારા પ્રતિ આપનો કોઈ પ્રકારનો રોષ પણ નથી પણ મને હવે એ પશ્ચાત્તાપ થાય છે કે, મેં આપ જેવા નિરપરાધીને શળીને દંડ કેવી રીતે આપી દીધો ? મને એવો પણ વિચાર થાય છે કે, આ સંસારમાં અને રાજકાર્યમાં પ્રવૃત્ત રહેવાથી ન જાણે મારા હાથે નિરપરાધીઓને કેટલીવાર દંડ અપાયો હશે ? પણ હું સંસારમાં ફસાએલ છું એ કારણે જ મારા હાથે આવાં કૃત્યો થવા સ્વાભાવિક છે, પરંતુ હવે આપની પવિત્ર ભાવનાએ મારે પણ સુધાર કરી નાંખ્યો છે. મારે એ નિયમ છે કે, જે સારું કામ કરે છે તેને હું પુરસ્કાર આપ્યા કરું છું. આ નિયમાનુસાર તમે પણ મારી પાસે કાંઈક માંગો કે જેથી મારો પશ્ચાત્તાપ પણ થોડો ઓછો થઈ જાય અને મારા હૃદયને પણ થોડી શાંતિ મળે.” - જે સુદર્શન ચાહત તે રાજા પાસેથી ઘણું ધન માંગી શકો પણ તેણે રાજાને કહ્યું કે, “હું આપની પાસે બીજું કાંઈ ચાહત નથી પરંતુ એટલું જ ચાહું છું કે, મારી માતાને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય. સંસારમાં મનુષ્યથી ભૂલ તે થાય છે પણ પિતાની ભૂલને
Page #528
--------------------------------------------------------------------------
________________
વદ ૮]
રાજકોટ–ચાતુર્માસ
[૪૮૭
ભૂલ માનવી એ કાંઈ ઓછું નથી. હે ! રાજન ! તમે રાજા થઈને આટલા માણસોની વચ્ચે તમારી અપૂર્ણતા અને ભૂલનો સ્વીકાર કરે છે એ કાંઈ ઓછા હર્ષની વાત નથી. તમારા જેવો રાજા થવો પણ મુશ્કેલ છે. રાજાની સહાયતાથી જ ધર્મનું પાલન થઈ શકે છે. તમારા રાજ્યમાં અને તમારી રક્ષામાં જ મેં ધર્મનું પાલન કર્યું છે. જે રાજસત્તા, એક દિવસને માટે પણ ન હોય તે ગજબ થઈ જાય. પાણી ન વરસવાથી તે જેમતેમ એક વર્ષ ચલાવી શકાય છે પણ રાજસત્તા વિના એક દિવસ પણ કાઢવો મુશ્કેલ થઈ જાય છે. માટે હે ! રાજન ! તમારે મારા ઉપર ઘણે ઉપકાર છે. તમારી સહાયતાથી જ હું ધર્મનું પાલન કરી શકો છું.”
શ્રી સ્થાનાંગ સૂત્રમાં સાધુઓ ઉપર પણ પાંચ જણાને ઉપકાર બતાવવામાં આવ્યો છે. જેમાં સૌથી પહેલો ઉપકાર રાજાનો છે. એટલા માટે સુદર્શન રાજાનો ઉપકાર માને છે. સુદર્શન મનમાં વિચાર કરે છે કે, મેં માતાને ભેદ બોલ્યો નથી પરંતુ શૂળીનું સિંહાસન બની જવાને કારણે માતાનો ભેદ ખુલ્લે થઈ ગયો છે. રાજા ક્ષત્રિય છે. એટલે જ્યારે તે માતાની સામે જશે અને માતા તેની સામે જશે ત્યારે માતાનું માથું કેવું નીચું નમી જશે! અને તે વખતે માતા રાજાને શે ઉત્તર આપી શકશે! માટે રાજા પાસેથી માતાના માટે અભય વચન માંગી લેવું જોઈએ. પોતાના સ્વાર્થને ન જોતાં બીજાના હિત માટે માંગવું એ કાંઈ ઓછો ત્યાગ નથી. ધર્મ આ જ વાત શીખવે છે.
સુદર્શને પોતાને સ્વાર્થ ન જોયો પણ પરાર્થ જોયો. તેણે રાજાને કહ્યું કે, “હે.. રાજન ! મારી માતાને મારી ઉપર ઘણે જ ઉપકાર છે. જે માતા મારી પરીક્ષા ન કરતા તે મારી ધર્મપરીક્ષા કેવી રીતે થાત ! એટલા માટે આપને એવી પ્રાર્થના છે કે, આપ મારા માટે મારી માતાને કાંઈ ન કહે પણ અભયા માતાને આપ અભયતા આપે. બસ! આપની પાસે હું આ જ વસ્તુ માંગું છું, બીજું કાંઈ માંગતા નથી.”
સુદર્શનની આ માંગણીના જવાબમાં રાજા શું કહે છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે.
* ચા, જાવ, છ, જ, હરીરે અર્થાત્ રાજાને, ગાથા પતિને, છક્રાયને, ગણને તથા શરીરને-આ પાંચ જણાને ઉપકાર છે.
Page #529
--------------------------------------------------------------------------
________________
૪૮૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૯ શુક્રવાર
પ્રાથના
‘વિજયસેન” નૃપ ‘વિમા’ રાણી, નમિનાથ જિન જાયા; ચૌસઠ ઈન્દ્ર ક્રિયા મિલ ઉત્સવ, સુરનર આનંદ. પાયા રે, સુજ્ઞાની જીવા, ભજલે રે જિન, ઈકવીસવા.
—વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી નમિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં તત્ત્વની ચર્ચા કરવામાં આવી છે. જગતમાં એમ બહુ કહેવામાં આવે છે કે, તત્ત્વનું જ્ઞાન કરા, અને ધણા લેકાને તત્ત્વનું જ્ઞાન કરવાની જિજ્ઞાસા પણ રહે છે; પણ સાચું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે છે તે પહેલાં જોવુ' જોઈ એ ! તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, એ વાતને વિચાર કરવાથી પણ આત્માને ઘણો આનંદ મળી શકે છે. આજના લેાકેા તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પુસ્તકાના વાચનને પર્યાપ્ત સમજે છે પરંતુ પુસ્તકના વાચનથી જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થશે એમ સમજવું એ ભૂલ છે. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાચી જિજ્ઞાસા હાવી જોઈ એ.
તત્ત્વજ્ઞાનનું કેટલું મહત્ત્વ છે અને તત્ત્વજ્ઞાનને કેવીરીતે પ્રાપ્ત કરી શકાય છે. એના વિષે ઉપનિષમાં એક કથા આવેલ છે. તેમાં કહ્યું છે કે, એક મોટા રાજા હતે. દાનના પ્રભાવથી તે રાજાની કીર્ત્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. પેાતાની કીર્ત્તિ ફેલાયેલી જોઈ રાજાને એવું અભિમાન આવી ગયું કે, હું કેવા દાની છું. મારા જેવા ખીજો ક્રાણુ દાની છે?
એક રાત્રે, રાજા મહેલની અગાસીએ સુતા હતા. તે રાત્રીએ. હંસરૂપધારી એ ગાંધવે નીકળ્યા. એક ગાંધર્વ રાજાને જોઈ ખીજા ગાંધર્વાંતે કહ્યુ કે, આ રાજા ઘણા જ ધીર–વીરુ, દાની તથા ધ્યાળુ છે. આના જેવા દાની—દયાળુ બીજો કાઈ નથી. આ સાંભળી બીજા ગાંધર્વે કહ્યું કે, એ રાજા ગમે તેવા હાય પણ તે તત્ત્વજ્ઞાનીના સામા ભાગને પણ નથી. તે તત્ત્વજ્ઞાનીની આ રાજા ખરાબરી કરી શકે નહિ. મેં અમુક તત્ત્વજ્ઞાનીને જોએલ છે.એ તત્ત્વજ્ઞાનીની આ રાજા બરાબરી કરી શકે નહિ. પેલા ગાંધર્વે પૂછ્યું કે, તમે ક્યા તત્ત્વજ્ઞાનીને જોયા છે ? ખીજા ગાંધર્વે જવાબ આપ્યા કે, અમુક તત્ત્વજ્ઞાનીને. આ ઉત્તર સાંભળી પે'લા ગાંધર્વ કહ્યું કે, એ તે ગરીબ છે. એ ગરીબ રાજાની સરખામણી કેવી રીતે કરી શકે? ખીજાએ આ પ્રશ્નને જવાબ આપ્યા કે, તમે સંસારના વૈભવને જ બધું માને છે અને તેથી જ તમે આમ કહી રહ્યા છે; પરંતુ હું સંસારના વૈભવાને તત્ત્વજ્ઞાનની આગળ તુચ્છ માનું છું. તત્ત્વજ્ઞાનની આગળ સૌંસારના વૈભવા સાગણા નહિ પણ ક્રોડગણા ઊતરતાં છે. એટલા માટે મારી આગળ સંસારના વૈભવાની પ્રશંસા ન કરે. હું જેમની પાસે સંસારના વૈભવે છે. તેમને મેાટા માનતા નથી પરંતુ તત્ત્વજ્ઞાનીને જ મેાટા માનું છું.
આપણા શાસ્ત્રમાં પણુ આ જ વાત કહી છે. કે, સંસારનાં વૈભવ મેટાં નથી પરંતુ ધર્મ માટા છે,
Page #530
--------------------------------------------------------------------------
________________
વદ ૯] - રાજકેટ-ચાતુર્માસ
[૪૮૯ देवा वि तं नमस्सन्ति अस्स धम्मे सया मणो। અર્થાત-જેમનામાં ધર્મ છે તેમને દેવ પણ નમસ્કાર કરે છે. વાસ્તવમાં દેવ મેટા છે કે મનુષ્યો ? સાંસારિક વૈભવ અને ભોગવિલાસમાં દેવો ભલે મોટા ગણાતા હોય પરંતુ ધર્મપાલનમાં તે મનુષ્યો જ મોટા છે. દેવો વિલાસ માણી શકે છે પરંતુ ધર્મનું પાલન કરી શક્તા નથી. ધર્મનું પાલન તે મનુષ્યો જ કરી શકે છે. એટલા માટે દેવો નહિ પણ મનુષ્ય જ મોટા છે.
એ બે ગાંધર્વો વચ્ચે થતી વાત, રાજાએ સાંભળી. રાજા વિચારવા લાગ્યો કે, “કોઈ પણ રીતે એ તત્ત્વજ્ઞાનીને નીચે પાડવો જોઈએ. સાંસારિક વૈભવમાં લલચાવી તેને તત્ત્વજ્ઞાનથી પતિત કરે અને તત્ત્વજ્ઞાન મેટું નહિ પણ સંસારનાં વૈભવ મેટાં છે એ વાત સિદ્ધ કરવી.” આ પ્રમાણે વિચાર કરી રાજા સવારના પહોરમાં દશ હજાર ગાયે અને એક મૂલ્યવાન હાર લઈ રથમાં બેસી તે તત્વજ્ઞાની પાસે ગયા. તરવજ્ઞાની પાસે જઈ તેણે કહ્યું કે, હું આપને આ બધી ગાયો, આ હાર તથા આ રથ ભેટમાં આપું છું અને આપ મને તત્વજ્ઞાન સંભળાવે, એટલું જ આપની પાસે ચાહું છું. રાજાના આ કથનના ઉત્તરમાં એ ભજ્ઞાનીએ રાજાને કહ્યું કે, “હે! ! તું અહીંથી જેમ આવ્યો તેમ પાછો ચાલ્યો જ. તું તત્ત્વજ્ઞાન સાંભળવાને યોગ્ય નથી.”
રાજા ક્ષત્રિય હતે છતાં તે તત્ત્વજ્ઞાનીએ તેને શક કેમ કહ્યો ? આનો ખુલાસો કરતાં શંકરભાષ્યમાં કહ્યું છે કે, જેમના હયમાં તે બીજું હોય છે અને ઉપરથી બીજું કાંઈ કહે છે તથા જે સંસારના વૈભવના સંતાપથી શેકાકુલ રહે છે તે શૂદ્ધ કહેવાય છે.
એ તત્ત્વજ્ઞાનીનું કહેવું સાભળી રાજા ચોંકી ઊઠ્યો. તે વિચારવા લાગ્યું કે, વાસ્તવમાં તે હંસે ઠીક જ કહેતા હતા. આ તત્ત્વજ્ઞાની તે મારા વૈભવને તુચ્છ માને છે અને મને શદ્ર કહે છે. એ આટલે દરિદ્રી હોવા છતાં તેને સંસારના વૈભવે તુચ્છ લાગે છે. એની દષ્ટિમાં તે સ્વર્ગ પણ તુચ્છ છે. એને એટલે પણ વિચાર થતો નથી કે, હું અને તત્ત્વજ્ઞાની થઈને પણ દુઃખી છું. વાસ્તવમાં આ સાચે તત્ત્વજ્ઞાની છે અને તત્ત્વજ્ઞાનીની આગળ સાંસારિક વૈભવ તુચ્છ જ હોય છે.
રાજા આ પ્રમાણે વિચાર કરી તત્ત્વજ્ઞાનીને કહેવા લાગ્યો કે, આપ મારો અપરાધ ક્ષમા કરે. હું આ ગાયે, આ હાર વગેરે આપી આપને તત્વજ્ઞાનથી પતિત કરી એમ બતાવવા ચાહતે હતું કે, તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ સાંસારિક વૈભવ જ મેટાં છે, પણ મારો આ અપરાધ હવે માફ કરો અને મને તત્વજ્ઞાન સંભળા. રાજાના આ કથનના ઉત્તરમાં તત્ત્વજ્ઞાનીએ કહ્યું કે, તું જે તત્ત્વજ્ઞાન સાંભળવા ચાહે છે તે સારા આ વૈભવને દૂર કરી મારી સામે બેસ. હું તને તત્ત્વજ્ઞાન સંભળાવું છું. આ પ્રાર્થનામાં પણ કહ્યું છે કે --
જીવાદિકનો તત્ત્વ હિયે ધર, હેય થ સમજીને રે
તીજે ઉપાદેય ઉલખીને, સમકિત નિર્મલ કીજે . સુજ્ઞાની આ પ્રાર્થનામાં આ તત્ત્વજ્ઞાન બતાવવામાં આવ્યું છે પણ તમે આ તત્ત્વજ્ઞાનને સમજવા માટે કઈ ચીજને ત્યાગ કરે છે એ જુઓ. ઉપરથી તે તત્ત્વજ્ઞાનની વાત કરે અને હૃદયમાં
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
દુનિયાના લેકે મને માન આપે એવી ભાવના કરે તે તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે તે સાંસારિક વસ્તુઓને મેહ છોડી દેવો પડે છે. જેમણે સાંસારિક વસ્તુઓને મોહ છોડ્યો નથી તે તત્ત્વજ્ઞાનને યોગ્ય બની શકતા નથી. જ્યારે એવું જ્ઞાન થાય કે,
તૂ સો પ્રભુ, પ્રભુ સે તૂ હૈ, દૈત કલ્પના મે; : સત્ ચેતન આનંદ વિનયચંદ પરમાતમ પદ ભેટે રે. સુજ્ઞાની
આ પ્રમાણે જ્યારે આત્મભાન થાય છે અને સાંસારિક વસ્તુઓને મેહ છૂટી જાય છે ત્યારે જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા વિના તત્ત્વજ્ઞાનની વાત કરવી એ કેના જેવું છે. એને માટે અનાથી મુનિ શું કહે છે તે જુઓ. અનાથી મુનિને અધિકાર-પ૪.
અનાથી મુનિ કહે છે કે, તૃત્વજ્ઞાનની પ્રાપ્તિ થયા વિના તત્વજ્ઞાનની વાત કરવી એ તે ખાલી મુદ્દીને બંધ કરી બતાવવા સમાન છે. અનાથી મુનિએ આ વિષે અનેક ઉદાહરણ આપી લેકોત્તર વાતને સિદ્ધ કરેલ છે, તે , કે અનાથી મુનિએ પહેલું ઉદાહરણ તે ખાલી મુદીનું આપ્યું. બીજું ઉદાહરણ બેટા સિક્કાનું આપ્યું છે. ખેટા સિક્કાનો કેઈ પિતાની પાસે સંગ્રહ કરતું નથી. આજે કઈ ખટા સિક્કાનું પ્રલ કરે તો તે સરકાર પણ અપરાધી માનવામાં આવે છે. -
: એક પુસ્તકમાં બેટા સિક્કા વિષે એક વાત વાંચવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે, ઔરંગજેબ બાદશાહ ધર્મને બહુ. કટ્ટર હતા. તે એમ ચાહતે હતું કે, સંસારના બધા લેકે મુસલમાન થઈ જાય. તેની આ અભિલાષાને કારણે ઐતિહાસિક લે એમ
. . . . ‘શિવાજી ન હોત તો સુન્નત હત હિન્દ કી” - ઔરંગજબને સમય આ ધર્મઝનૂનને હ. એકવાર તેણે વિચાર્યું કે, બધાને મારીપીટીને પણ મુસલમાન બનાવી દેવા. જે હું આટલું કામ ન કરી શકું અને અલ્લાના ધર્મને ન ફેલાવું તે હું બાદશાહ શું થય! બાદશાહના મિત્રમાં એક લાલદાસ નામને બા પણ મિત્ર હતા. તે દરબારમાં પણ આવતા-જતો હતો. બાદશાહે વિચાર્યું કે, જો આ બા મારી
છાનું સમર્થન કરે તે મારી મુરાદ પાર પડી જાય અને બધું કામ પણ થઈ જાય. આ પ્રમાણે વિચાર કરી તેણે લાલદાસ બાવાને પૂછ્યું કે, બાવાજી! મારે દુનિયાની બંદગી કરવી જોઈએ કે ખુદાની બાવાજીએ ઉત્તર આપ્યો કે, એમાં પૂછવા જેવું શું છે - ખુદાની બંદગી કરવી એ જ ઠીક છે. બાદશાહે બાવાજીને ફરી પૂછયું કે, એ તે ઠીક પણ બાદશાહે પિતાની પિઝીસન પ્રમાણે ખુદાની બંદગી કરવી જોઈએ ને ? બાવાજીએ ઉત્તર આપ્યો કે, એ પણું ઠીક છે. બાદશાહે કહ્યું કે, ખુદાની બંદગી માટે મેં એ વિચાર કર્યો છે કે, જે લોકો રાજીખુશીથી મુસલમાન થતા નથી તેમને માર મારીને પણ જબરજસ્તીથી “ કલમા ” ભણાવી દેવા અને તેમને મુસલમાન બનાવી દેવા. મારે આ વિચાર ઠીક છે કે નહિ ? | લાલદાસે ઉત્તર આપ્યો કે, આપને મનમાં જે વિચાર આવ્યો છે તેને દેવદૂતો પણ બદલાવી શક્તા નથી તે પછી બીજાઓની તાકાત જ શું? બાદશાહે કહ્યું કે, એ તે ઠીક
Page #532
--------------------------------------------------------------------------
________________
વદ ૯]. રાજકેટ–ચાતુર્માસ
[ ૪૯૧ છે પણ સૌથી પહેલાં તમારે જે મુસલમાન થવું પડશે! લાલદાસે ઉત્તર આપ્યો કે, હું તમારાથી કયાં દૂર છું. જ્યારે હું તમને સલાહ આપું છું અને તમે જબરજસ્તીથી જ બધાને મુસલમાન બનાવો છો તો પછી હું તેમાંથી કેમ બચી શકું! ' " , :
આ પ્રમાણે વાતચીત થયા બાદ લાલદાસ પિતાના સ્થાને ગયો અને વિચારવા લાગ્યો કે, બાદશાહને કેવી રીતે સમજાવવા ? આખરે તેણે એક ઉપાય વિચારી લીધો અને એ ઉપાય પ્રમાણે જ કરવા માટે તેણે પિતાના ચેલાને સમજાવી દીધો. બીજે દિવસે લાલદાસ બાદશાહની પાસે બેઠા હતા તે જ વખતે તેને ચેલે ત્યાં આવ્યો અને લાલદાસને કહ્યું કે, અહીંના શરાફ બહુ જ બદમાશ થઈ ગયા છે. લાલદાસે પૂછયું કે કેમ ! ચેલાએ ઉત્તર આપ્યો કે, હું આ રૂપિયા લઈ પૈસા લેવા ગયો હતો પરંતુ એ લેકેએ.. પૈસા ન આપ્યા. લાલદાસે ચેલાને પૂછયું કે, એ લેકેએ શું કહ્યું? ચેલાએ ઉત્તર આપો કે, એ લકે કહે છે કે, આ રૂપિયા ખોટા છે એટલા માટે અમે તેના પૈસા આપી શકીએ નહિ. એ લોકો.. એમ કહા કહેતા હતા કે, જે તમે બાવાજીના ચેલા ન હતા તે તમારી ઉપર કેસ કરી તમને દંડ અપાવત. એ તે અમારે ઉપકાર માને છે, અમે તમારી ઉપર કેસ કરતા નથી, માટે તમે આ ખેટા રૂપિયા લઈ ચૂપચાપ પાછો ચાલ્યા જાઓ , . . . . . . . = . બાદશાહ આ વાત સાંભળી રહ્યો હતો. તેણે બાવાજીને પૂછયું કે શું વાત છે.આવાજીએ ઉત્તર આપ્યો કે, અહીંના શરીફે એવા બદમાશ થઈ ગયા છે કે બાદશાહના સિક્કાને પણ માનતા નથી. આ જુઓ! મારે ચેલે રૂપિયા લઈને પાછા આવ્યું છે. આ રૂપિયા ઉપર બાદશાહી સિક્કો હોવા છતાં તે લેકે આ રૂપિયા બેટા છે એમ કહી ફેંકી દે છે. - આલમગીરીને કાયદે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે અંગ્રેજોએ પણ એ કાયદાને ઘણોખરે ભાગ પિતાના કાયદામાં પણ દાખલ કર્યો છે. " બાદશાહે બાવાજી પાસેથી રૂપિયા લઈ જોયો અને કહ્યું કે, આ રૂપિયો તમને કેણે આપે? શું તમે મારા કાયદાથી વાકેફ નથી? આ રૂપિયો ખોટો છે અને ખોટા રૂપિયાને ચલાવનારને હું ભારે દંડ આપું છું. તમને તે હું સારી રીતે જાણું છું કે તમે આ ખેટે રૂપિયે બનાવ્યું નહિ, હેય પરંતુ તમને આ રૂપિયે કોણે આપ્યો છે ? લાલદાસે જવાબ આપો કે, આ ખટે છે તેથી શું થયું? આ ખેટા રૂપિયા ઉપર બાદશાહી સિક્કો તો છે ને? બાદશાહે ઉત્તર આપ્યો કે, મારે સિક્કો સાચો હોવો જોઈએ. જો સિક્કો મારા નામને હોવા છતાં તેને બનાવવો કે ચલાવવો એ અપરાધ છે. બાવાજીએ કહ્યું કે, જે એમ છે તે શું ખુદાના નામે કેાઈને ઉપર જુલ્મ ગુજારવો કે કોઈને જબરજસ્તી માર મારીને મુસલમાન બનાવવા એ શું અપરાધ નથી? શું આમ કરવું તે બેટો સિક્કો ચલાવવા જેવો અપરાધ નથી ?'
- બાદશાહ સમજી ગયો. તેણે પૂછયું કે, ત્યારે શું કરવું? લાલદાસે ઉત્તર આપે કે, કોઈ પોતાની મેળે મુસલમાન બને એ વાત જુદી છે નહિ તે ધર્મને માટે બધાને સ્વતંત્રતાં હેવી જોઈએ. બાદશાહે બાવાજીની આ વાતને સ્વીકાર કર્યો રે . . . . . . ! . આ જ પ્રમાણે અનોથી મુનિ પણ બેટા સિક્કાનું ઉદાહરણ આપી રહ્યા છેતેઓ કહે છે કે, જેમની ઉપર તેં ચાંદી ચડાવવામાં આવેલ છે અને અંદર તાંબું ભરેલું છે એવા
Page #533
--------------------------------------------------------------------------
________________
i
her
&
કલર]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
બીજા ભાદરવા
ખોટા સિક્કાને સંગ્રહ બુદ્ધિમાન લેકો કરતા નથી. સંસારમાં એવી પદ્ધતિ પ્રચલિત છે કે, જેમની પાસે વધારે સિક્કાઓ હોય છે તે મોટો માણસ માનવામાં આવે છે પણ જો તે સિક્કાઓ સાચા હય, ખોટા ન હોય તે. આ જ પ્રમાણે જે વ્રતનિયમમાં તે અસ્થિર છે પણ ઉપરથી સાધુ બની બેસેલ છે તે ખેટા સિક્કાની સમાન છે. તેમની કઈ કદર કરતું નથી. સત્પષની સેવાથી પાપી પણ સુધરી જાય છે પણ તેમની સેવાથી જે સુધરે છે તે સપુરુષ છે. ઢોંગીની સેવાથી કાંઈ લાભ થતું નથી.
અનાથી મુનિ આ વિષે ત્રીજું ઉદાહરણ આપે છે. તેઓ કહે છે કે, કાચને ટૂકડે ગમે તેટલે ચમકતે હેય અને હીરા--પન્નાની માફક જ કેમ દેખાતું ન હોય છતાં તે રત્ન નથી અને રત્ન જેટલી તેની કીંમત અંકાતી નથી, કોઈ વ્યક્તિ કાચના ટૂકડાને રત્ન કહી બતાવે તે કોઈ અજ્ઞાન માણસ ભલે તેને રત્ન માની લે, પણ જાણકાર માણસ તેને રત્ન માની શકશે નહિ અને રત્ન માની તેને સંગ્રહ પણ કરશે નહિ.
અનાથી મુનિ આ ત્રણ ઉદાહરણ આપી એમ કહે છે કે, જે પ્રમાણે આ ખાલી મુઠ્ઠી, બે સિક્કો અને કાચને ટૂકડે અસાર છે, તે જ પ્રમાણે વ્રત-નિયમોના પાલન વિના કેવળ સાધુવેશ અને બહારની ક્રિયા પણ અસાર છે. જે બહાર તે સાધુપણું બતાવે છે અને અંદર કોઈ બીજે જ ભાવ રાખે છે-સાધુપણાને પાળવાને ભાવ રાખતા નથી–તે પણ અસાર છે. આ ઉદાહરણને ચાહે તે દષ્ટિએ ઘટાવી શકે છે. દુનિયાને માટે પણ પ્રસિદ્ધિ છે કે
ઊંચી સી દુકાન, કેસે પકવાન
પાંચસે કી પુંજી પર, પહાસ કા દિવાલા ' અર્થાત–પૂછે તે છેડી છે પણ ઉપરને દેખાવ બહુ બતાવવામાં આવે છે કે જેથી લેકે તેને ધનવાન સમજી પિતાનું ધન સેંપી જાય. આ જ વાત એ સાધુઓને માટે પણ સમજવાની છે કે, જેઓ સાધુપણાની પૂજી ન હોવા છતાં ઉપરથી ઢગ બતાવે છે. જેઓ સાચા તત્ત્વજ્ઞાની હશે તેઓ તે અંદર કોઈ બીજું રાખી અને ઉપરથી કાંઈ બીજું જે બતાવી કોઈને કદાપિ ઠગવાને પ્રયત્ન કરશે નહિ. - જો કે, અનાથી મુનિએ જે કાંઈ કહ્યું છે તે સાધુઓને લક્ષ્યમાં રાખી કહ્યું છે પણ આ વાત બધાને એક સરખી લાગુ પડે છે. તમારે શ્રાવકેએ પણ એ વાતની સાવધાની રાખવી જોઈએ કે અંદર તે કાંઈ બીજું રાખો અને ઉપરથી કાંઈ બીજું ન બતાવે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
मायी मिच्छादिछी अमायी सम्मादिछी । અર્થાતજે અંદર તે કાંઈ બીજું જ રાખે છે અને ઉપરથી કાંઈ બીજું જ બતાવે છે તે મિથ્યાદૃષ્ટિ છે. સમષ્ટિ તે તે છે કે, જે કપટભાવ રાખ્યા વિના અંદર જેવું હોય છે તેવું જ બહાર બતાવે છે.
કદાચ કોઈ એમ કહે કે, અમે શ્રાવક છીએ પણ આખરે અમે ગૃહસ્થ છીએ એટલા માટે જે અમે ઉપરને ભપકે ન રાખીએ તે અમારું કામ ચાલી શકતું નથી. ઉપરથી તે અમારે “પોલીસી' રાખવી જ પડે છે. પરંતુ જ્ઞાનીઓ આ વિષે કહે છે કે
Page #534
--------------------------------------------------------------------------
________________
વદ ૯ ]
રાજકોટ–ચાતુર્માસ ઉઘરે અન્ત ન હાઈ નિબાહૂ, કાલનેમિ જિમિ સવણ રાહુતુલસીદાસજી કહે છે કે, રાવણ સાધુ બન્યું હતું પરંતુ તે સાધુપણું પાળવા માટે નહિ પણ રામ અને સીતાને ઠગવા માટે. તે એમ વિચારતો હતો કે, આ વેશદ્વારા રામ સીતા ઠગાઈ જશે. કામ કાઢવા માટે જેમ ઠીક લાગે તેમ કરવું જોઈએ. આ દૃષ્ટિએ તે સાથું બન્યો હતો પણ આખરે સાધુ બનવા પાછળ રહેલો બધે ભેદ ખુલ્લે થઈ ગયા. આખરે તેનું પરિણામ શું આવ્યું ? તેણે ધર્મના નામે ઠગાઈ કરી પણ તેની ઠગાઈ શું ચાલી શકી ? નહિ. આ પ્રમાણે વિચાર કરી સમજદાર કે ઉપરથી કાંઈ બીજું બતાવતા નથી તેમ કુયુક્તિથી લેખકોને ક્યતા પણ નથી. તેઓ તો આત્માને શાન્ત અને સરલ બનાવવામાં જ મશગૂલ રહે છે.
એક એગીએ યોગસાધના શીખી લીધા બાદ બીજા યોગીને કહ્યું કે, હું કેવો યોગ શીખ્યો છું તેને ચમત્કાર હમણું તમને બતાવું છું. ત્યારે બીજા યોગીએ કહ્યું કે, જે એમ શીખેલે હોય છે તે પિતાના મોઢે એમ કહેતા નથી. તમાસ કહેવા ઉપરથી તે એમ જણાય છે કે તમે વેગ શીખ્યા નથી. પહેલા યોગીએ કહ્યું કે, જો એમજ તમે માનતા હો તે હું કેવો યુગ શીખે છું તે હમણાં બતાવું છું. આ પ્રમાણે કહીને તેણે અમે આવતાં એક હાથીની તરફ દષ્ટિ ફેંકી, તેને મૂર્શિત કરી દીધું એટલે તે હાથી જમીન ઉપર ઢળી પો. ત્યારે પેલા ગીએ કહ્યું કે, જે, મારા યોગને પ્રભાવ ? બીજા રોગીએ કહ્યું કે, આમાં શું ગ છે? આ કામ તે બીજી રીતે પણ થઈ શકે છે. ત્યાં જ એક બીજો હાથી ઉધે હ. તે બીજા યોગીની પાસે કોઈ રાસાયનિક વસ્તુ હતી જે રાસાયનિક વસ્તુ હાથીને પૂછના વાળને લગાવતાં જ તે હાથી મૂછ પામી નીચે પડી ગયે. ત્યારે બીજા ગીગ પેલા યાગીને કહ્યું કે, જોયું! હાથીને મૂછિત કરી નીચે પાડવાનું કામ તે રસાયન દ્વારા પણ થઈ શકે છે. સાચો યોગ તે તેમાં છે કે જ્યારે પોતાના માનહાથીને પાવામાં આવે અને તેનું દમન કરવામાં આવે આવા ચમત્કાર કરવામાં અને બતાવવામાં ઝેરી સફળતા રહેલી નથી.
સાધુઓ, આવાં ચમકારો બતાવવામાં અને લેકેને ઠગવામાં કદાપિ પ્રવૃત્ત થતા નથી. કેટલાક લેકે કહે છે કે, ચમત્કારને નમસ્કાર થાય છે એટલા માટે ચમત્કાર તે બતાવે જ જોઈએ પણ સાધુઓએ અહંકાર છતવાને ચમત્કાર બતાવજોઈએ. એમાં જ તેમનું શ્રેય રહેલું છે. સુદર્શન ચરિત્ર–૫૪
અભયાએ સુદર્શન ઉપર ખોટું કલંક ચડાવ્યું હતું અને તે સુદર્શનને શુળીને દંડ અપાવી એવું અભિમાન કરી રહી હતી કે, મારું કહેવું ન માન્યું કે મેં તેને શૂળીએ ચડાવવાનો દંડ અપાવ્યો. અભયા આ પ્રમાણે અહંકાર કરતી હતી પણ સુદર્શન તે પિતાના અને અભયાના આત્માને સમાન માની રહ્યો હતે. એટલા માટે તે મનમાં એમ વિચારતે હતું કે, આ માતા જે કાંઈ કરી રહી છે તે મારા કલ્યાણને માટે કરી રહી છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે આ જ અંતર રહેલું છે. કહ્યું છે કે –
या निशा सर्व भूतानां तस्यां जागर्ति संयमी । અજ્ઞાની લેકે જેને રાત કહે છે, જ્ઞાનીજને તેને દિવસ માને છે અને સત્તાની લેકે જેને દિવસ કહે છે, જ્ઞાની જનો તેને રાત સમજે છે.
Page #535
--------------------------------------------------------------------------
________________
-
'
**
*
**
*
૯૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા સંસારમાં જ્ઞાની અને અજ્ઞાનીને આ પ્રકારનો ભેદ તે ચાલતા જ રહે છે. આ કથનાનુસાર સુદર્શન પણ અભયાના કૃત્ય વિષે એમજ વિચારતો હતો કે, આ માતા મારું કલ્યાણ કરી રહી છે. પોતાને તત્વજ્ઞાનની અગ્નિમાં હોમીને મારા આત્માને ઉજવલ બનાવી રહી છે. આ કારણે જ રાજાએ કાંઈ માંગવાનું કહ્યું કે તેણે “મારી માતાને કઈ પ્રકારનું કષ્ટ ના થાય એ જ માંગ્યું. 1 . આખરે સત્યને જ વિજ્ય થાય છે એ વાતને લક્ષ્યમાં રાખી સુદર્શનની માફક જે નિરપેક્ષ સત્યનું પાલન કરી ન શકે તે સાપેક્ષ સત્યનું તે અવશ્ય પાલન કરે. જે સંસાર વ્યવહારમાં રહે છે, તેમનીારા નિરપેક્ષ સત્યનું પાલન થઈ શકતું નથી. નિરપેક્ષ સત્યને તે તેઓ જ પાળી શકે છે કે જેઓ સંસારવ્યવહારના ત્યાગી છે. સંસાર-વ્યવહારમાં રહેનાર અમુક વાત સત્ય છે એમ માને છે અને જાણે છે પણ કાયદાની દૃષ્ટિએ તે વાત સત્યસિદ્ધ થતી નથી. આ પ્રમાણે તે નિરપેક્ષ સત્યની ઉપેક્ષા કરી દે છે અને તેથી તેની દ્વારા સાપેક્ષ સત્ય જ પાળી શકાય છે. જેમકે રાજા દધિવાહને પશ્ચાત્તાપ કરતાં એમ કહ્યું કે હું જાણ હતું કે, આ રાણીનું જ છળકપટ છે પરંતુ તમે બોલ્યા નહિ અને રાણીના સાક્ષીઓ હતા એટલે સાક્ષીઓના આધારે મારે નિર્ણય આપવો પડે. સાપેક્ષ સત્યનું પાલન કરવા માટે તમને શૂળીએ ચડાવવાને દંડ આપવો પડશે.” આ પ્રમાણે ગૃહસ્થદ્વારા નિરપેક્ષ સત્યનું પાલન થઈ શકતું નથી. પણ આજકાલ તો નિરપેક્ષ સત્યની વાત તે એક બાજુ રહી સાપેક્ષ સત્ય પણ પળાતું નથી. અને સાપેક્ષ સત્યને પણ ઉડાડી દેવામાં આવે છે અને આમ કરવામાં જે કુશળ હોય છે તે હોશીયાર વકીલ-બેરીસ્ટર માનવામાં આવે છે. તમારી ઉપર નિરપેક્ષ સત્યનું પાલન કરવાની જવાબદારી મૂકવામાં આવતી નથી, પરંતુ: સાપેક્ષ સત્યનું તે પાલન કરે. સુદર્શન શેઠે તે ગૃહસ્થ હોવા છતાં નિરપેક્ષ સત્યનું પાલન કર્યું હતું. તે પછી શું તમે સાપેક્ષ સત્યનું પાલન નહિ કરો ? ભક્ત તુકારામે કહ્યું છે કે –
સભ્ય તે જરા તુ મને તો ૪ દરી. ”, ' . . છે. અર્થાત-જ્યાં સત્ય બોલવામાં આવે છે ત્યાં જ ભગવાન છે. એટલા માટે તમે સાપેક્ષ સત્યની અવહેલના ન કરે. સાપેક્ષ સત્યનું પાલન કરતાં કરતાં. જ્યારે નિરપેક્ષ સત્યનું પણ પાલન કરવા લાગશે ત્યારે પરમાત્માને ભેટ થવામાં વાર નહિ લાગે. જો તમે સત્યને ધનથી વિશેષ માને છે તે ધનને માટે સત્યને ત્યાગ ન કરે. સાપેક્ષ સત્યને તે ન ભૂલે. સંસારમાં એવા લેકે પણ થાય છે કે જેમણે સત્યને માટે બધા કષ્ટ તે સહ્યાં પણ સત્યને ત્યાગ ન કર્યો. '' 'શંકરાચાર્યનું નામ બ્રાહ્મણું સમાજમાં ઘણું ઊંચું માનવામાં આવે છે. તેઓ જગદ્ગુર પણ કહેવાય છે. આજે તે લેકે શંકરાચાર્યને શિષ્ય કહેડાવવામાં ગૌરવ માને છે પણ આદ્ય શંકરાચાર્યનાં તરને કેવી રીતે વિરોધ થયો હતો એ સાંભળો તે દિડમૂઢ થઈ જવાય. આદ્ય શંકરાચાર્યની માતા મૃત્યુ પામી હતી. તેમના તને વિરોધ થવાને કારણે બ્રાહ્મણ લેકે કહેવા લાગ્યા કે, હવે તે ઠેકાણે આવશે. આપણે તેની માતાના મૃતદેહને ઉપાડવા નહિ જઈએ, તે તે આપણી ખુશામત કરશે અને આપણી વાત માનશે એટલા માટે તેની માતા મૃત્યુ પામી એ સારું થયું. :; બ્રાહ્મણને આ વિચાર સાંભળી આદ્ય શંકરાચાર્યે વિચાર્યું કે, માતાને મૃતદેહ ઉપાડવા માટે મારે મારા તત્ત્વજ્ઞાનના સત્યને કદાપિ છોડી દેવું ન જોઈએ. આ તે મૃતદેહ છે, એને
Page #536
--------------------------------------------------------------------------
________________
-
=
વદ૯] . રાજકોટ–ચાતુર્માસ : કઈ પણ રીતે અગ્નિસંસ્કાર કરવાનો છે. આ પ્રમાણે વિચાર કરી તેમણે પિતાની માતાના મૃતદેહનું એક એક અંગ કાપ્યું અને એક એક અંગને લઈ જઈ બાળ્યું. આખો મૃતદેહ તેમના એલાથી ઉપાડી શકાય એમ ન હતું એટલા માટે તેમણે આમ કર્યું પણ પિતાના તત્વજ્ઞાનના સત્યને ત્યાગ કર્યો નહિ. -
જે લેકે આ પ્રમાણે બીજાના કષ્ટને લાભ લે છે અને બીજાને કષ્ટમાં પડેલા જોઈ પતિત કરવા ચાહે છે તેઓ શું સત્યનું પાલન કરે છે ખરા ?
મતલબ કે, આદ્ય શંકરાચાર્યે પિતાની માતાના મૃતદેહને ઉપડાવવા માટે પણ પિતાના તત્ત્વજ્ઞાનનો ત્યાગ કર્યો નહિ. તે પછી થડા પૈસાને માટે સત્યને ત્યાગ કરે શું ઉચિત છે? તમારાથી જે નિરપેક્ષ સત્ય અને નિરપેક્ષ દયાનું પાલન થઈ શકતું ન હોય તે સાક્ષેપ સત્ય અને સાપેક્ષ દયાનું તે અવશ્ય પાલન કરો. જે નિરપેક્ષ દયાનું પાલન કરે છે તે તે મેઘરથ અને પુરાણમાં પ્રસિદ્ધ થએલ શિબિ રાજાની માફક કબુતરની રક્ષા માટે પણ શરીરનું બલિદાન આપી દે છે. તમારાથી જે એટલે ત્યાગ થઈ શકતો ન હોય તે જે અપરાધી નથી તેમને તે ન જ મારે. જે નિરપરાધીઓને પણ મારવા તૈયાર થઈ જાય છે તેઓ નિરપેક્ષ દયાનું પાલન શું કરે ?
હું ઘાટકોપરમાં હતું. ત્યાં મેં છવદ્યાને ઉપદેશ આપ્યો હતો. તે ઉપદેશને પ્રભાવ લોકે ઉપર ઘણું જ પડ્યો હતો. તેમાં પ્રેમજીભાઈને તો દયાની લગની એવી લાગી હતી કે કુરલા અને વાંદરાના તલખાનાઓમાં જે છ મરે છે તેમને કઈ પણું ઉપાયે બચાવવા જે કે, કતલખાનાંઓમાં જે છ મરે છે તે અને પિત્તે મારતા નથી પણ જે યાળુ, લેકે હોય છે તેઓ તે બધા ઉપર દયા કરે છે અને એમ વિચારે છે કે, અમને જે. પશુઓ દૂધ આપે છે તે પશુઓ આમ શા માટે મારી નાંખવામાં આવે છે પ્રેમજીભાઈ અને બીજા ભાઈઓએ મળીને તે માટે ઘાટકેપરમાં એક સંસ્થા સ્થાપિત કરી. પ્રેમજીભાઈ તેના વાઈસ પ્રેસીડેન્ટ બન્યા હતા. હમણાં તેમનો દેહાન્ત થયો છે કે જેમના સ્મરણમાં ઘાટકેપર વગેરે સ્થાનમાં તેમને શોક પણ માનવામાં આવ્યો હતો. અમારે ત્યાં શોક તો માનવામાં આવે નથી એટલા માટે એમના વિષે એટલું જ કહેવાનું છે કે, તે ભાઈએ જીવદયા માટે આટલે આત્મભેગ આપ્યો હતો તે શું તમે જીવદયા માટે કાંઈ કરી મંહિ શકે? જે લેકે અહીંની સંસ્થાઓ જોઈ આવ્યા છે તેઓ કહેતા હતા કે, જે અહીં અનાથાશ્રમ ન હોત તે ન જાણે કેટલા બાળકે મૃત્યુને પામત! જે આ વિષે વિચાર કરવામાં આવે તો જણાશે કે ભારતના મનુષ્યની કદર કુતરાઓ જેટલી પણ થતી નથી; અંગ્રેજ લેકે પોતાના કુતરાંઓને ગાડીમાં બેસાડે છે પણ ભારતના મનુષ્યને ખાવાનું પણ મળતું નથી. આ વાતને પૂર્વાપર વિચાર કરી તમે લેકે શ્રીમત બનીને બેસી જ ન રહે પણ ગરીબો ઉપર દયા કરે. જો તમેં નિરપેક્ષ દયા રાખી શકે છે તે સારું જ છે નહિ તે સાપેક્ષ દયા રાખે તેપણ કલ્યાણ જ છે.
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૯૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ ખીજા ભાદરવા
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૧ રિવવાર
—
પ્રાર્થના
‘સમુદ્રવિજય ’ સુત શ્રી નેમીશ્વર, જાદવ કુલકા ટીકા, રતનકુખ ધારિણી ‘સિતાદે', તેહને નન્દન નીકા; શ્રી જિન માહનગારા છે, જીવન પ્રાણ હુમાય છે. ૫ ૧૫
—વિનય'દ્રજી કુંભટ ચાવીશી
શ્રી. અરિષ્ટનેમિ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનાના ભાવ સ્પષ્ટ છે, જે પરમાત્માને સાચા મેાહનગારા બનાવી લે છે અને જેમને પ્રેમભાવ પરમાત્મા પ્રતિ ઉભરાય છે. તેમની પ્રાર્થના, સાચી પ્રાર્થના છે. સાચી મા ના કવી હાય છે એને માટે દૃષ્ટિ સમક્ષ કાઈ આદશ રાખવા આવશ્યક છે. એટલા માટે સર્વ પ્રથમ એ જોવું જોઈએ કે, કાના હૃદયમાંથી આવા શુદ્ધ પ્રેમની ધારા વહે છે અને કાની હૃદયગુફામાંથી પ્રેમની ગંગા વહે છે? એને માટે આપણી સામે સતી રામતિને આદર્શ છે. સતી રાજીમતિને ભગવાન અરિષ્ટનેમિ એવા મેાહનગારા લાગ્યા હતા અને તેના હૃદયમાં ભગ વાન પ્રતિ એવેલ વિશુદ્ધ પ્રેમભાવ' ઉભરાયા હતા કે જેનું વર્ણન કરવામાં અનેક કવિઓએ પાતાતાની શુદ્ધિના ઉપયાગ કર્યાં છે અને એ કારણે એવી કહેવત પણ પ્રચલિત થઈ ગઈ છે કે
ન હૈાતે તેમ રાજીમતિ તા કયા ગાતે જૈન કે જાત.
અર્થાત્—જો તેમનાથ-રાજીતિ ન હેાત તા ભક્ત લેાકા કાના ગીત ગાત ? આને મતલબ એ થયા કે, ભક્તોને તેમનાથ-રાજીમતિ આનંદ આપનાર છે.
ભક્ત અને ભગવાન વચ્ચે વ્યવહારમાં તા ભેદ હોય છે પણ નિશ્ચયમાં કાંઈ ભેદ હતા નથી. જૈનશાસ્ત્ર કહે છે કે, જે સમયે જેને જેમાં ઉપયાગ હાય છે તે સમયે શાદિક નયથી તે તે જ હાય છે, આ કથનાનુસાર જે ભક્ત ભગવાનમાં તલ્લીન બની જાય છે, તેનામાં અને ભગવાનમાં કાઈ પ્રકારનું અંતર રહેતું નથી. એમ શુદ્ધ નયની દૃષ્ટિએ જૈનદન પણ માને છે. જૈનદન સમુદ્ર સમાન છે. જેમ સમુદ્રમાં બધી નદીઓના સમાવેશ થાય છે તે જ પ્રમાણે જૈનદનમાં બધાંય નયાના સમાવેશ થઈ જાય છે. મતવાળા તેા એક નયને પકડીને ખેઠા છે પણ જૈનદર્શન તે બધાંય નયાને માને છે. આ કથનાનુસાર જે એક જ નયને માનતું હેાય તે જૈનદર્શન નથી. જૈનદન । તે જ છે કે જે બધાંય નયેાતે માનતું હાય.
મતલબ કે, ભક્તોને ભગવાન કેવા પ્રિય લાગવા જોઈએ એ વાતના આદર્શી ભગવતી રાજમતિ ઉપસ્થિત કરે છે. રાજીમતિને ભગવાન કેવા મેાહનગારા લાગતા હતા, એ વાત ગણુધરાએ સિદ્ધાન્તામાં વર્ણવેલ છે. જો આપણને ગણધરાએ કહેલાં શાસ્ત્ર સર્વોત્કૃષ્ટ જણાતાં હાય તા આપણે એમ વિચારવું જોઈએ કે, સતી રાજીમતિને ભગવાન અનિષ્ટનેમી આવા
Page #538
--------------------------------------------------------------------------
________________
વદ ૧૧ ] રાજકોટ–ચાતુર્માસ
[૯૭ પ્રિય લાગતા હતા તે મને કેવા પ્રિય લાગવા જોઈએ! સિદ્ધાન્તમાં કહ્યું છે કે, પશુઓ ઉપર કરુણા કરી અને તેમને છોડાવી ભગવાન લગ્નના તારણેથી પાછા ફરી ગયા. તેમણે વાર્ષિક દાન આપી દીક્ષા અંગીકાર કરી. જ્યારે આ સમાચાર સતી રાજમતિએ સાંભળ્યા તે વખતનું વર્ણન કરતાં ગણધરોએ કહ્યું છે કે, રાજમતિએ જ્યારે એમ સાંભળ્યું કે, ભગવાને દીક્ષા લઈ લીધી છે ત્યારે તે નિરાહાસ-નિરાનન્દ થઈ ગઈ, શેકને કારણે મૂછિત થઈ ગઈ અને તેનું ચિત્ત ચિન્તાથી ચંચલિત થઈ ગયું.
સિદ્ધાન્તમાં કહેલી આ વાતનું વિશદ વર્ણન કરવામાં આવે અને તેની સાથે ભક્તોની ભાવનાને પણ સુમેળ મેળવવામાં આવે તે તે ઘણો જ આનંદ આવે પણ વિસ્તૃત વર્ણન કરવાને માટે સમયની આવશ્યક્તા રહે છે એટલા માટે એ વિષયને વધારે ન વિસ્તારતાં તેને સંક્ષેપ કરવામાં આવે છે.
રાજીમતિ શોકને કારણે મૂર્ણિત થઈ ગઈ અને નિરાહાસ તથા નિરાનંદ થઈ ગઈ, એમ સિદ્ધાન્તમાં શા માટે કહેવામાં આવ્યું? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સિદ્ધાન્તમાં ઉપર પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તેને ઉદ્દેશ એ જણાય છે કે, જ્યાંસુધી સંસારથી ધૃણા ન થાય તથા સંસારથી મમત્વ ન ઉતરે ત્યાંસુધી વૈરાગ્ય આવતો નથી. વૈરાગ્ય ત્યારે જ થાય છે કે જ્યારે સંસારથી મમત્વ ઓછું થાય છે અને એ કારણે વૈરાગ્ય થવાનું એક કારણ મૂછિત થવું એ પણ છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે, ભગવાનને જ્યારે વિવાહ કર ન હતું તે પછી તેરણુઠાર સુધી શા માટે ગયા? તેઓ ત્રણ જ્ઞાનના સ્વામી હતા છતાં શું તેઓ એટલું પણ જાણતા ન હતા ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તેમને રાજીમતિની સાથે પૂર્વભવને સંબંધ હતા. એટલા માટે ભગવાન, રાજમતિને એ બતાવતા માટે આવ્યા હતા કે, આ સંસારને સંબંધ તુચ્છ છે. જ્યાં સુધી રાજીમતિ આ વાત સમજી શકી ન હતી ત્યાંસુધી તેને વિષ દ્વારા જ આનંદ મળતું હતું પણ જ્યારે ભગવાને દીક્ષા લઈ લીધી એવું તેણીએ સાંભળ્યું ત્યારે વિષયમાં આનંદ માનવાનું ચાલ્યું ગયું અને તે શેકથી મૂછિત થઈ ગઈ.
રાજીમતિને મૂછ કેમ આવી ? સાધાર્ણ રીતે સંસારમાં મૂછને અર્થ જુદો જ કરવામાં આવે છે પણ રાજીમતિને જે મૂછ આવી હતી તે જુદા જ પ્રકારની હતી. આ જ ઉત્તરાધ્યયન. સૂત્રના ઓગણીસમાં અધ્યયનમાં મૃગાપુત્રનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, મૃગાપુત્ર મહેલના ઝરૂખામાં બેઠેલ હતા. તે સમયે તેમણે એક મુનિને જોયા. મુનિને જોતાં જ મૃગાપુત્રને મૂર્છા આવી ગઈ. મૃગાપુત્રને તે વખતે જે મૂછ આવી તે જ મૂછને કારણે તેમને જાતિસ્મૃતિનું જ્ઞાન પેદા થયું.
આજે પણ જોવામાં આવે છે કે, મેસ્મરીઝમવાળો, કોઈ વ્યક્તિને જ્યારે શક્તિવિશેષથી મૂછિત કરી દે છે ત્યારે જ તે મૂછિત વ્યક્તિ તેના પ્રશ્નોનો ઉત્તર આપે છે. જે તેને મૂછિત કરવામાં ન આવે તે તે વ્યક્તિ ઉત્તર આપી શકે નહિ. આ જ વાત મૃગાપુત્રના ચરિત્રથી પણ પ્રકટ થાય છે કે તેમને મૂર્છા આવી અને મૂછ આવવાને કારણે તેમને જાતિસ્મૃતિનું જ્ઞાન થયું. આ પ્રમાણે અવસ્થાના પરિવર્તન માટે ઈન્દ્રિયોની નિસ્તબ્ધતા આવશ્યક છે. જ્યારે ઇન્દ્રિય કાર્યથી નિવૃત્ત થઈ જાય છે તે વખતે તેની શક્તિઓ કેન્દ્રિત થઈ જાય છે.
Page #539
--------------------------------------------------------------------------
________________
૯૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
વેદાન્તમાં કહ્યું છે કે, મનુષ્ય જ્યાંસુધી જાગ્રત હાય છે ત્યાંસુધી તેની શક્તિએ ઇન્દ્રિયેાારા બહાર નીકળતી રહે છે; કારણ કે ઇન્દ્રિયા પેાતાની શક્તિએદ્વારા તે કાંઈ કામ કરતી હતી નથી. ઇન્દ્રિયેાારા કામ લેનાર તેા ખીજો જ કોઈ હેાય છે. આંખની આંખ, કાનને કાન અને આ પ્રમાણે મનનું મન પણ ખીજું જ કાઈ હોય છે, ઇન્દ્રિયાારા તેની શક્તિ બહાર નીકળે છે, જ્યારે ઇન્દ્રિયા કામથી નિવૃત્ત થાય છે અને સુઈ જાય છે તે વખતે તે બધી શક્તિ મનમાં કેન્દ્રિત થઈ જાય છે અને ત્યારે મન સ્વપ્ન જુએ છે.
શ્રી ભગવતી સૂત્રમાં સ્વપ્ન વિષયક પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યુ છે કે, સ્વપ્ન સુતેલા માણસ જોઈ શકતા નથી તેમ જાગ્રત માણસ પણ સ્વપ્ન જોઈ શકતા નથી. પણ જે સુતા– જાગતા અર્થાત્ અર્ધજાગ્રત અને અસુષુપ્ત મનુષ્ય હાય છે તે જ મનુષ્ય સ્વપ્ન જુએ છે, આ ઉપરથી અત્રે એક પ્રશ્ન ઉભા થાય છે કે, સુષુપ્તિ અને જાગૃતિ એ બંને વાતા એક સાથે કેવી રીતે સંભવી શકે? આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, ઇન્દ્રિયાથી તે જે સુતા હાય છે અને મનથી જે જાગતા હોય છે તે જ સ્વપ્ન જુએ છે. એ સ્વપ્નમાં જે દૃશ્ય આ ભવમાં જોયું ન હેાય તે દૃશ્ય પણ જોવામાં આવે છે. સ્વપ્ન પૂજન્મેાના સંસ્કારાના પરિચય પણ આપે છે, સ્વપ્નમાં જે કાંઈ જોવામાં આવે છે તે, આત્માએ આ ભવ કે પૂર્વલવમાં અનુભવ કરેલ હેાય છે. આ અનુભવને આત્મા મેાહને કારણે ભૂલી ગએલ હાય છે.
શાસ્ત્રમાં મૃગાપુત્ર વિષે કહેવામાં આવ્યું છે કે, મૂર્છા પામ્યા બાદ તે મેાહરહિત થયેા. આનેા સાધારણ અર્થ એ છે કે, તેને મૂર્છા આવી અને એ મેાહરહિત થવાને કારણે તેને જાતિસ્મૃતિનું જ્ઞાન થયું.
આ પ્રમાણે સ્વપ્ન પૂર્વભવના સંસ્કારના પરિચય આપનાર હોય છે તે જ પ્રમાણે આવી મૂર્છા પણ જાતિસ્મૃતિનું જ્ઞાન કરાવે છે. જે પ્રમાણે મૃગાપુત્રને મૂર્છા આવી હતી જ પ્રમાણે જ્યારે રાજીમતિએ એમ સાંભળ્યું કે, ભગવાને દીક્ષા લઈ લીધી છે, ત્યારે તેને પણ મૂર્છા આવી ગઈ. આ પ્રમાણે રાજીમતિને પહેલાં મૂર્છા આવી અને આખરે તે વિચાર કરતી એ નિશ્ચય ઉપર આવી કે, ભગવાનની માફક મારે પણ દીક્ષા લઈ લેવી જોઇ એ.
સિદ્ધાન્તના આ કથન ઉપરથી હવે વિચાર કરા કે, રાજમતિને જે મૂર્છા આવી તે આખરે કેવી રહી ? આખરે એ મૂર્છાને કારણે રાજીમતિએ સંયમ ધારણ કર્યાં અને ભગવાન જે માર્ગે ગયા હતા તે જ માગે તે પણ ગઈ અને ભગવાનને એ રીતે સાચા મેહનગારા બંનાવ્યા. અને એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે:
· શ્રી જિન મહનગારા છે, જીવનપ્રાણ હમારા છે. '
આ વાતને વાસ્તવિક રીતે કહેવાની અધિકારીણી તેા રાજીમતિ જ છે. મૂર્છા આવ્યા ખાદ તે કહેવા લાગી કે, હવે મારું ચિત્ત ભગવાનની તરફ ચોંટેલું છે એટલા માટે હવે આ સંસાર મારા માટે આનંદદાયક રહ્યો નથી. તે પહેલાં તે એમ વિચારતી હતી કે, ભગવાન મને શા માટે છેાડીને ચાલ્યા ગયા પણ પછી તે વિચારવા લાગી કે, ભગવાન મને છેાડી નથી ગયા પણ મને અનંત સઁસારસાગરને પાર કરવાને માર્ગ બતાવી ગયા છે. એટલા માટે અનંત સ ગરને પાર જવાને બદલે સંસારનાં પદાર્થોમાં શા માટે ફસાઈ રહું ?
ગીંતામાં કહ્યું છે કે, જે કામ એક ધડાના પાણીથી સાગરના પાણીથી થઈ ન શકે? જરૂર થઈ શકે. આ જ
થઈ શકે છે, શું તે કામ ક્ષીરપ્રમાણે વેદાદિનું અધ્યયન કરવું
Page #540
--------------------------------------------------------------------------
________________
વદ ૧૧] રાજકોટ–ચાતુર્માસ
[૪૯ અને સાંસારિક પદાર્થોમાં આનંદ માનવો એ એક ઘડાના પાણીની સમાન છે અને તત્ત્વજ્ઞાનને આનંદ સમુદ્રના પાણીની સમાન છે. તત્ત્વજ્ઞાનને આ સમુદ્ર હોવા છતાં ઘડાના પાણીથી કેણ સ્નાન કરશે !
બડે ઘર તાર લાગ્યો રે, જીવલડારી જ્યોતિ જાગી રે; પ્રભુજી સે પ્રીતિ લાગી રે, ચેતનિયારી ભ્રમણા ભાંગી રે. છીલર પાની મહારે દાય ન આવે રે, નાલે કુણુ ન્હાવે રે
ગંગા જમના ભેટને દં તે, જાય મિલ્ દરિયાવ રે. બડે. જેમને ક્ષીર સાગર મળતું હોય તે ગટરના પાણીથી શા માટે નહાય? શીતલ જલ મળતું હોય તે ગટરનું પાણી કોણ પીશે ?
આ જ પ્રમાણે રાજીમતિ કહે છે કે, મને ક્ષીર સાગરની માફક ભગવાન મળી ગયા છે હવે મને સખિઓ ગટરના પાણીના જેવી ભાવના બતાવે છે પણ એમાં મારું ચિત્ત કેમ ચેટી શકે? આ પ્રકારના ઉચ્ચ વિચારથી રાજીમતિએ ક્ષીર સાગર જેવા ભગવાનને જ અપનાવ્યા પણ સંસારની ભાવના રૂપ ગટરથી દૂર રહી.
જે અનંત સાગરમાં રાજમતિએ ડૂબકી મારી હતી તેમાં જ તમે પણ ડૂબકી. મારે તે તમારું કલ્યાણ થઈ જાય. તમે આ સંસારરૂપી ખાડામાં તે અનંતવાર ડૂધ્યા છે એટલા માટે હવે રાજમતિને આદર્શ દષ્ટિ સમક્ષ રાખી એ નિશ્ચય કરે કે –
અબ હમ અમર ભયે ન મરેંગે. જે પ્રમાણે તારમાં ખેતી પરવવામાં આવે છે તે જ પ્રમાણે ભગવાનને તમારા હલ્સમાં પરવી લે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
જે જીવનના આ એયને બરાબર સંમત્તે નથી, આ ધ્યેયને હદયમાં ઉતારતે નથી અને ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરીને પણ તેને મલિન કરી મૂકે છે, તે કાને પણ જ્ઞાનીજો પરિચય આપે છે. સાચા-ખોટાને પરિચય આપવો એ જ્ઞાનીઓનું કામ છે. આ હીરે સાચે છે કે ખેટ એ પારખવાનું કામ ઝવેરીનું છે. બેટા હીરાને પેટે કહેવાથી કોઈ માણસ એમ કહે કે, એમ કહેવું એ તે હીરાની નિંદા કરવા બરાબર છે પણ વાસ્તવમાં એ નિંદા નથી પણ સાચી પારખ છે. શાસ્ત્ર કહે છે કે, સાચી વાતને બતાવવી એ નિંદા નહિ પણ સત શિક્ષા છે. જે સાચે ઝવેરી છે તેણે સાચા-ખોટા હીરાની પારખ કરવી જ જોઈએ. આ જ પ્રમાણે સાધુના પણ પરીક્ષક બની સાચા અને ખોટા સાધુની પરીક્ષા કરવી જોઈએ. અનાથી મુનિને અધિકાર–પપ -
અનાથી મુનિ કહે છે કે, હે! રાજન ! સાધુપણું દુનિયાને ઠગવા માટે તથા લોકેને પિતાની આગળ માથું નમાવવા માટે જ નથી. જે સાધુપણું લઈને તેને બરાબર પાલન કરવામાં ન આવે અને કેવળ લોકોને નમાવવા માટે જ ઉપરથી ઢગ કરવામાં આવે તે એ ખાલી મુઠ્ઠી બંધ કરીને બીજાને બતાવવા સમાન છે. કેઈ બીજે માણસ તે ખાલી બંધ કરેલી મુદ્દીને ભલે ભરેલી સમજે પણ મુદી બંધ કરનાર તે સારી રીતે જાણે જ છે કે તે મુદ્રી ખાલી છે. આ જ પ્રમાણે સાધુપણું ન પાળવા છતાં કેવળ લેકેને ઉપરથી સાધુતાને
Page #541
--------------------------------------------------------------------------
________________
*'
.
કે
પ૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
ઢોંગ બતાવવાથી ભલે કે તેને સાધુ સમજે પણ તે પોતે તે સારી રીતે જાણે જ છે કે, મારામાં સાધુપણું નથી. પછી આ પ્રકારની ઠગાઈ કરવાથી શું લાભ ? ધર્મના નામે લેકેને ઠગવાની નીચતાન જેવી નીચતા બીજી કઈ હશે? કહેવત છે કે –
જીભ સફાઈ કરકે ભાઈ ધમી નામ ધરાવે,
પોલી મુદ્રી જહા અસારે મેં બતલાવે. હૃદયમાં જુદું રાખવું અને ઉપરથી બીજું કાંઈ બતાવવું એ એક પ્રકારની ઠગાઈ છે.
આ ઉપરથી એવો પ્રશ્ન થાય છે કે, તે પછી સાધુપણું ન લેવું એ જ સારું છે શું ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, માને કે, એક માણસ એમ કહે કે, પાઠશાળામાં જનારા કેટલાક લેકે મૂખ પણ હોય છે અથવા મૂખ પણ કહેવાય છે. અમે પાઠશાળામાં જતા જ નથી એટલા માટે અમે મૂર્ખ કહેવાતા નથી. એક માણસ આ પ્રમાણે કહી પાઠશાળામાં જાતે જ નથી. બીજો એક માણસ એ હોય છે કે જે પાઠશાળામાં જાય તે છે પણ પાઠ બરાબર યાદ કરતું નથી એ કારણે તે માસ્તરની સોટીને માર પણ ખાય છે અને માસ્તર તેને મૂર્ખ પણ કહે છે. અને ત્રીજો માણસ એવો છે કે જે પાઠશાળામાં પણ જાય છે અને અભ્યાસ પણ બરાબર કરે છે. આ ત્રણ પ્રકારના માણસમાંથી તમે ક્યા માણસને સારો સમજશે ! તમે એમ જ કહેશો કે, પહેલે માણસ પાઠશાળામાં જ જતું નથી તે તે નાલાયક જ છે પરંતુ જે બીજો માણસ, જે પાઠશાળામાં જાય છે પણ અભ્યાસ બરાબર કરતું નથી તે માસ્તરને માર તે ખાય છે પણ તે કોઈને કઈ દિવસ સુધરી જશે. અને ત્રીજે માણસ તે સારો જ છે પરંતુ પહેલે માણસ તે બધાથી ખરાબ છે. તે પહેલા માણસ કરતાં બીજો
માણસ પણ સારો છે.
- સાધુપણા વિષે પણ આ જ વાત સમજે. શાસ્ત્રમાં કહ્યું છે કે, એક આરાધકની પાછળ અનેક વિરાધકે પાછળ પડ્યા છે, પણ તે વિરાધકે પણ તેમનાથી તે સારા જ છે કે જેઓ વિરાધક પણ બન્યા નથી. જે વિરાધક છે તેઓ પણ કઈને કઈ દિવસ સુધરી શકશે. જે શ્રેષ્ઠ છે તે તે એમ જ વિચારશે કે, હું નિશાળે તે જાઉં જ છું તે પછી અભ્યાસ બરાબર શા માટે ન કરું? પણ જે આ સાધુતાની પાઠશાળામાં જ જ નથી તે નિશાળે જનારાથી સારે કહી શકાતું નથી. આ સંસારના વિષે પણ આ જ વાત સમજે. સંસારમાં એક તે એવા પ્રકારના માણસે હોય છે કે જેઓ “ધર્મનું નામ પણ ન લે” એમ કહે છે. તે લકે ધર્મને સ્વીકાર કરતા નથી, તેનું પાલન પણ કરતા નથી અને ધર્મનું નામ-નિશાન રાખવા પણ ચાહતા નથી. બીજા પ્રકારના માણસે એવા હોય છે કે જેઓ ધર્મને સ્વીકાર તે કરે છે પણ તેનું પાલન કરતા નથી. અને ત્રીજા પ્રકારના લેકે એવા હોય છે કે તેઓ ધર્મને સ્વીકાર કરે છે અને તેનું પાલન પણ કરે છે. આ પ્રમાણે ત્રણેય પ્રકારના માણસે સંસારમાં છે પણ વિચારવા જેવી વાત તે એ છે કે, જેમણે ધર્મને સ્વીકાર જ કર્યો નથી તેમને ધર્મની ટીકા કરવાને શું અધિકાર છે? જે પાઠશાળામાં ગયા નથી તેમ જ નથી તેને પાઠશાળાની ટીકા કરવાની શી જરૂર છે ! આ જ પ્રમાણે જેણે ધર્મને જ સ્વીકાર કર્યો નથી તે વ્યક્તિ ધર્મની ટીકા કેમ કરી શકે છે પણ આજે તે ધર્મ બાપ વિનાના પુત્રની માફક અનાથ થઈ રહ્યો છે તેની રક્ષા કેણ કરે ? એટલા માટે જે ચાહે છે તે ધર્મની ટીકા કરવા માંડે છે.
Page #542
--------------------------------------------------------------------------
________________
વદ ૧૧ ]
રાજકોટ-ચાતુર્માસ
[ ૫૦૧
મતલબ કે, જે ધર્માંની શિક્ષા જ સ્વીકારતા નથી, પણ ધર્મીની ટીકા કરે છે, તે તે અયેાગ્ય અને અભવીની સમાન છે. બીજા પ્રકારનેા માણસ એવા છે કે, જે ધર્મની શાળામાં જાય છે, ધર્મીના સ્વીકાર પણ કરે છે અને લિંગ પણ ધારણ કરે છે પણ ધર્મનું પાલન કરતા નથી. આવા વ્યક્તિ, જો કે ધર્મનું પાલન કરનારથી મધ્યમ છે પણ જે ધ'ની શાળામાં ભણવા આવ્યા જ નથી તેમ જ આવવા ચાહતા નથી તેના કરતાં તે સારા જ છે. આવા માણસને ધ`ને સ્વીકાર ન કરનાર કરતાં ખરાબ કહી શકાય નહિ. જેમણે ધર્મના સ્વીકાર જ કર્યાં નથી તે વ્યક્તિ કરતાં ધર્મના સ્વીકાર કરે છે પણ પાલન કરી શકતા નથી તે માણસ અપેક્ષાએ સારા કહેવાય છે. ભાવ તા એવા રહેવા જોઈએ કે, મારાથી નિરપવાદ સંયમનું પાલન થઈ શકે, પણ કાઈ વ્યક્તિથી સંયમનું પાલન થઈ શકતું ન હેાય તેા એમ વિચારવું જોઈએ કે, અનાથી મુનિ એના વિષે પહેલાં જ કહી ગયા છે કે આવા માણસથી સંયમનું પાલન થઈ ન શકે તે એમાં કાંઈ આશ્ચર્યની વાત નથી.
અનાથી મુનિ ખોટા રૂપિયાનું ઉદાહરણ આપી એમ કહે છે કે, જે પ્રમાણે ખોટા રૂપિયાને કાઈ સંગ્રહ કરતું નથી—ખાટાં નાણાં કાઈ શાહુકારની તીજોરીમાં સ્થાન પામતાં નથી; તે જ પ્રમાણે જ્ઞાનીજનાની દૃષ્ટિમાં તે સાધુએ પણ આદર પામતા નથી કે જે સાધુએ સાધુપણાનું પાલન કરતા નથી પણ કેવળ ઉપરથી જ સાધુતાના દેખાવ કરે છે.
7
આજ કાલ લૉકા કહેવા લાગે છે કે, સાધુ–સાધુએએ એક થઈ જવું જોઈએ ! પર ંતુ સાધુ–સાધુઓ એક ન થવાનું કારણ શું છે એ બતાવવા માટે હું તમને એક ઉદાહરણ આપી સમજાવું છું. તમારા લોકેામાં જે મદ્ય-માંસ ખાય છે તે જાતિમાં સ્થાન પામતા નથી .એવું તમારી જાતિમાં નિયમ છે. તે જ પ્રમાણે માનો કે તમે તમારી જાતિમાં ખીજાં નિયમા પણ બાંધ્યા છે. પરંતુ કાઈ માણસ ઉશૃંખલ થઈ એમ કહે કે, અમારું મન થશે તે ચીજ અમે ખાઈશું અથવા મન ચાહે તેમ કરીશું અથવા સ્વચ્છંદ થઈને જાતિની મર્યાદા તાડે અને જાતિ વિરુદ્ધ કાર્ય કરે તો તે. જાતિથી પૃથક્ થઈને મન ચાહે તેવી સ્વચ્છ ંદતા ચલાવે પણ તે તમારી જાતિમાં સ્થાન પામી ન શકે. પરંતુ જે તે જાતિના નિયમાનું પાલન ન કરે પણ ઊલટા તે નિયમાના ભંગ કરે અને પછી જાતિમાં આવવાની હઠ પકડે તો શું તેની આ હઠ બરાબર છે ?
માના કે, એક માણસ લીલેાતરી ખાય છે અને ખીજો માણસ લીલાતરી ખાતા નથી. હવે લીલાતરી ખાનારા લીલાતરીના ત્યાગીને કહે કે, તમે મારી સાથે ખાએ નહિ તા હું તમને બદનામ કરીશ કે કુસંપ ફેલાવનાર આ જ વ્યક્તિ છે. તે શું આ ભયથી તે ત્યાગી માણસ લીલાતરી ખાનારની સાથે બેસીને ખાશે ખરા ? તે તા એમ જ કહેશે કે, હું તારી સાથે ખાવા માટે તૈયાર છું, પણ તારી થાળીમાંથી લીલેાતરીને બહાર કાઢી નાંખ. આ ત્યાગીનું આ કથન શું ખાટું છે? અને જ્યાંસુધી તે લીલેાતરી બહાર કાઢી ન નાંખે ત્યાંસુધી તેની સાથે ન ખાવું એ પણ શું ખાટું છે ?
આ જ વાત સાધુઓને વિષે પણ સમળે. આજે કેટલાક લાંકા કહે છે કે, સાધુ સાધુઓમાં પણ એકતા નથી પણ સાધુ–સાધુએમાં એકતા ન હેાવાનું કારણ શું છે તે પણ જીએ. શું કેવળ વેશને જ સાધુપણું માનવું જોઈ એ ! કેવળ વેશથી જ સાધુતા આવતી નથી.
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૦૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
સાધુતા તે સાધુતાનું પાલન કરવાથી આવે છે. છતાં કોઈ સાધુ વેશ ધારણ કરી સાધુતાનું પાલન કરતા નથી તે તેને સંગીથી વિસંગી બનાવ્યા સિવાય બીજું શું કહી શકાય ? જેઓ સાધુપણાનું પાલન કરે છે તેઓ સાધુતાનું પાલન ન કરનારને વિસંગી જ બનાવી શકે છે. આ સિવાય તેમની પાસે દંડ આપવાનું બીજું કોઈ સાધન નથી. અને જે વ્યકિત સાધુતાનું પાલન કરતા નથી તેને સંભોગથી પૃથક્ કરો એમાં કાંઈ અપરાધ નથી. શ્રી સ્થાનાંગ સૂત્રના પાંચમા ઠાણામાં કહ્યું છે કે, પાંચ કારણેથી કોઈ સાધુને વિસંગી કરવામાં કઈ દોષ આવતો નથી. આમ હોવા છતાં એમ કહેવામાં આવે છે કે, સાધુ-સાધુઓમાં એકતા કેમ નથી, ફુટ કેમ છે? તે આમ કહેનારાઓને પૂછવું જોઈએ કે તેનું શું કારણ છે! અમને પૂછી જુઓ કે અમે તે વિષે શું કહીએ છીએ અને બીજાઓને પણ પૂછી જુઓ કે તેઓ શું કહે છે! તેઓ અમારા માટે અને અમે તેમને માટે શું કારણ બતાવીએ છીએ !
આમ ન કરતાં કોઈ માણસ એમ કહે કે, દેશકાળને જેવો અને સંપ રાખવો પણ અમારે પહેલાં દેશકાળને જો કે શાસ્ત્રને જોવું? સિદ્ધાન્ત સ્પષ્ટ કહે છે છતાં જે નિયમોનું પાલન ન કરે તેમને જ્ઞાનીઓ સ્થાન કેમ આપી શકે ? જ્યાંસુધી સિદ્ધાન્તના નિયમોનું પાલન ન કરે અને પોતે સુધરે પણ નહિ ત્યાંસુધી તેને સમાનતાનું સ્થાન કેમ મળી શકે ?
- સાધુઓમાં જાતિના ભેદ નથી પણ આચારને ભેદ છે. એક તે સિદ્ધાન્તમાં કહેલા આચારનું પાલન કરે છે અને બીજે ચારનું પાલન કરતા નથી. હવે આ બનેમાં ઐક્ય કેમ થઈ શકે અને ભેદભાવ કેમ મટી શકે ? અને જો આચારના આ ભેદને જ કાઢી નાંખવામાં આવે તે ગજબ જ થઈ જાય ને? શાસ્ત્રના આચારને ન જોતાં કેવલ બીજાને દૂષણ જ આપવું એ ઠીક કેમ કહેવાય ? કદાચ કઈ કહે કે, શાસ્ત્ર તે હજારો વર્ષ પહેલાનાં છે પણુ શાસ્ત્રમાં એવું ખરાબ શું છે કે તેની હજારો વર્ષ પહેલાનાં છે એમ કહી ઉપેક્ષા કરવામાં આવે છે !
તમે લેકે એક રૂપિયો લો છો તે પણ બનાવીને લે છે અને બેટે રૂપિયા હોય તે લેતા નથી. એટલું જ નહિ પણ શાહુકારે લેકે તે ખોટા રૂપિયાને તે જ વખતે કાપી નાંખે છે.
મતલબ કે, બેટા રૂપિયાને કેાઈ લેતું નથી. આ જ પ્રમાણે કાચ પણ ગમે તેટલો ચમકતે હોય પણ તેને જાણકાર લેકે હીરે માનતા નથી. આ જ વાત સાધુઓને વિષે પણ સમજે. એ વાત બીજી છે કે, આજે જે પ્રમાણે રત્ન અને કાચના પારખનારા ઓછી છે તે પ્રમાણે સાધુ અને અસાધુને પારખનારા પણ ઓછા છે પણ જે સાચા પારખનારા છે તેમની આગળ તે તે સાધુતાનું પાલન ન કરનાર પણ સાધુવેશ રાખનાર પ્રતિષ્ઠાને પામી શકતા નથી.
અનાથી મુનિ કહે છે કે, જે પ્રમાણે ખોટો રૂપિયા કે કાચનું મૂલ્ય કાંઈ નથી તે જ પ્રમાણે કુશલલીંગી સાધુની પણ કાંઈ પ્રતિષ્ટા નથી.
શાસ્ત્રમાં પાંચ પ્રકારના કુશીલ કહેવામાં આવ્યાં છે જે અવન્દનીય છે. શાસ્ત્રમાં તેમનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, જે આ કુશીલોને વંદન-નમસ્કાર કરવામાં આવે તે પ્રાયશ્ચિત આવે છે. કુશીલ અર્થ કરતાં કહ્યું છે કે--કુરિતે રું વઘુ તિ :
Page #544
--------------------------------------------------------------------------
________________
વદ ૧૧ ]
રાજકેટ–ચાતુર્માસ
[૭૩
બજારમાં સડેલી નારંગી અને સારી નારંગી બન્ને પ્રકારની હોય છે. નારંગી તે બજોય છે પણ પૈસા આપી ખરીદનાર કેવી નારંગી ખરીદશે? આકા—પ્રકાર વગેરેમાં તે સડેલી નારંગી પણ સારી નારંગી જેવી જ હોય છે પણ ખરીદનાર કેવી નારંગી ખરીશે ? સારી નારંગી ખરીદશે, સડેલી નારંગી ખરીદશે નહિ. આ જ પ્રમાણે સિદ્ધાન્ત કહે છે કે, વેશભૂષા વગેરેમાં કુશલલિંગી પણ સાધુતા પાળનાર જેવો જ હોય છે પણ જે સાધુતાઅસાધુતાને પારખનાર હોય છે તે કુશલલિંગીને આદર આપી શકતા નથી.'
અનાથી મુનિ કહે છે કે, સાધુનું લિંગ–મુહપત્તિ ઓ વગેરે–તો ઋષશ્વરનું ચિન્હ છે. સાધુતા છે કે નહિ એ વાત તે પછી જણાય છે, પહેલાં તે ચિન્હ જ જોવામાં આવે છે. અને તે દ્વારા જ સાધુની પહેચાન થાય છે કે તે સાધુ છે. સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે –
“ોને સ્ક્રિનપોળ” અર્થાત–લોકમાં લિંગનું પણ પ્રોજન હોય છે. કે નિશ્ચયમાં લિંગની આવશ્યકતા રહેતી નથી પણ લોકોમાં તે લિંગની આવશ્યક્તા રહે છે. જે લિંગ ન હોય તે મર્યાદા તૂટી જાય છે. ઉદાહરણ તરીકે, આવશ્યકતા તે તળાવના પાણીની છે પણ પાળ વિના પાણી રહી શતું નથી. તે જ પ્રમાણે આવશ્યક્તા તે ધર્મની છે પણ સંસારમાં ધર્મ ચલાવે છે એટલા માટે લિંગની પણ આવશ્યક્તા છે. તળાવની પાળ બાંધવામાં જેવી મહેનત પડે છે તેવી મહેનત તેમાં પાણી લાવવામાં પડતી નથી. પાણીને બાંધવામાં આવે અને પાણી તળાવમાં પણ આવે છતાં જે તળાવના પાણીની આગળ પાળ બાંધવામાં ન આવે તે પાણી ટક્કર શકતું નથી. જે કોઈ માણસ પાળ તેડવા લાગે તે તેને એમ કહેવામાં નહિ આવે કે તું પાળને હાનિ પહોંચાડે છે પણ એમ કહેવામાં આવશે કે તું પાણીને પણ હાનિ પહોંચાડે છે.
આ જ પ્રમાણે દીક્ષા આપવામાં મહેનત કરવી પડતી નથી. દીક્ષા તે હૃદયમાં જ થાય છે પણ દીક્ષા આપવી અને મુહપત્તિ બાંધવી કે વેશ પહેરો એ તે દીક્ષાની પાળ બાંધવા સમાન છે. નિશ્ચયમાં તે જે પાઘડી બાંધેલા હોય છે તેવામાં પણ સાધુતા હૈઈ શકે છે પણ વેશની પાળ બાંધી ન હોવાને કારણે સાધુતા ટકી શકતી નથી. વેશ પણ કામની વસ્તુ છે અને સાધુતાને ટકાવવામાં તે પણ સહાયક છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિ ધ્યાનથી વિચલિત થઈ ગયા હતા પણ જ્યારે તેમણે પિતાના મસ્તક ઉપર હાથ ફેરવ્યો ત્યારે તેમને જણાયું કે, હું તે સાધુ છું અને આ શું કરી રહ્યો છું. આ પ્રમાણે જ્યારે તેમને ખ્યાલ આવ્યો ત્યારે તેઓ પાછો ધ્યાનમાં સ્થિર થયા. જે મસ્તક મુંડાવેલ ન હોત પણ જે મસ્તક ઉપર મુસ્ટ હેત તે શું તેઓ ધ્યાનમાં પાછા સ્થિર થઈ શક્યા હેત ? આ પ્રમાણે વેશ પણ સાધુતાની પાળ છે અને તેની આવશ્યક્તા પણ છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવાની પણ જરૂર છે કે, કેવળ પાળ, પાળ જ રહી ન જાય! જો કેઈ તળાવની પાળ તે બાંધવામાં આવી પણ જો તેમાં પાણી ન આવ્યું છે તે તળાવ ખાલી જ કહેવાશે. તે જ પ્રમાણે કેવળ વેશ જ ધારણ કરવામાં આવે અને સાધુતાનું પાલન કરવામાં ન આવે તે તે ખાલી તળાવના જેવું છે. પાણીની આવશ્યકતા હોવા છતાં પણ પાળની જરૂર રહે છે તેમ સાધુતાની આવશ્યક્તાની સાથે લિંગની પણ આવશ્યક્તા રહે છે. શાસ્ત્રમાં અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે –
Page #545
--------------------------------------------------------------------------
________________
૫૦૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
तहारूवाणं समणाणं निग्गन्थाणं । - આ પ્રમાણે સૌથી પહેલાં લિંગને આવશ્યક બતાવવામાં આવ્યું છે. અને કહેવામાં આવ્યું છે કે સાધુ તથારૂપ હોય. પહેલાં રૂપ જ જોવામાં આવે છે પણ સાધુપણું બાદ જેવામાં આવે છે
આ પ્રમાણે જે રૂપ સાધુઓને પરિચય કરાવનાર તથા ઋષીશ્વરના ચિન્હરૂપ છે, તે રૂપને પણ કુશીલલિંગી લેકે આજીવિકાનું સાધન બનાવે છે અને અસંયમી હોવા છતાં પણ પિતાને સાધુ કહેવડાવે છે. અનાથી મુનિ કહે છે કે, આમ કરનાર અનંતકાળ સુધી સંસારમાં ભટકતે રહે છે. જે પાઠશાળામાં ભણવા જાતે જ નથી તે તે મૂર્ખ જ છે એટલા માટે તેને માટે તે કાંઈ કહેવાનું જ નથી. માસ્તર તેને જ સજા આપે છે કે જે પાઠશાળામાં જઈને પણ અભ્યાસ બરાબર યાદ કરતા નથી. જો કે તેને માસ્તરે આપેલી સજા ભોગવવી પડે છે પણ તે કઈ દિવસ હુંશીયાર પણ થઈ જાય છે, પણ જે ચતુર વિદ્યાર્થી હોય છે તે તે સજા પામ્યા પહેલાં જ એમ વિચારી લે છે કે હું નિશાળે જાઉં છું તે અભ્યાસ બરાબર શા માટે ન કરું? દંડ શા માટે સહું? આ પ્રમાણે સજા પામ્યા પહેલાં જ નિર્દોષ સંયમનું પાલન કરનાર જ શ્રેષ્ઠ છે. સુદર્શન ચરિત્ર–પપ - આ વાતનું જવલંત ઉદાહરણ સુદર્શન શેઠનું છે. સુદર્શનનું ચરિત્ર જોઈ સાધુઓએ વિચારવું જોઈએ કે, અમે ઋષીશ્વરનું ચિન્હ ધારણ કર્યું છે એટલા માટે અમારે સામાન્ય વસ્તુ ઉપર લલચાઈ જવું ન જોઈએ. સુદર્શન જાણતું હતું કે, અભયા સુંદરી છે અને રાજા તેના હાથમાં છે એટલા માટે તે જેટલું ચાહશે તેટલું મને આપી શકશે. છતાં સુદર્શન શેઠ અભયાના પ્રલોભનથી જરાપણું લલચાયો નહિ પણ તેણે અંત સમય સુધી તેને માતા તરીકે જ માની.
સુદર્શને મનને વશ કરી કામવિકારને જ એ કારણે રાજા પણ તેની સામે બે હાથ જેડી ઊભો રહ્યો. કામવિકારને જીત એ કાંઈ ઓછી વીરતા નથી પરંતુ મહાવીરતા છે. એ મહાન વીરેને ધર્મ છે. કાયર લેકે એ ધર્મનું પાલન કરી શક્તા નથી. આ જે લેકે સંગ્રામમાં યુદ્ધ કરી વીર તરીકે નામના મેળવે છે તે લેકે પણ સ્ત્રીઓની સામે પરાજિત થઈ જાય છે અને કામના પ્રવાહમાં તણાઈ જાય છે. આથી વિરુદ્ધ જે લેકે કામના પ્રવાહમાં તણાઈ જતા નથી તેઓ ઈન્દ્રને પણ નતમસ્તક બનાવી દે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
देवदाणवगन्धव्वा यक्खरक्खस्स किन्नरा।
बम्भयारी नमस्सन्ति दुक्करं जं करन्ति तं ॥ ' દેવો જાણે છે કે અમે જંબુદ્વીપને તે ઉપાડી ફેરવી શકીએ છીએ પણ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી. આ જ કારણે તે દેવ બ્રહ્મચર્યનું પાલન કરનારને નમસ્કાર કરે છે. - રાવણ બહુ વીર હતું. એ વીર રાવણને રામે જીત્યા નહિ પણ કામે જીત્યા. જે આ કામને પણ જીતી લે છે તે શું રાવણથી પણ વધારે વાર નથી! | અહિંસા, સત્ય, અસ્તેય આદિ બધાં, વીરોનાં ધર્મો છે. એ કાયોને ધર્મ નથી. તમે લે કે વીર પુરુષના આદર્શને તમારી દષ્ટિ સમક્ષ રાખે.
Page #546
--------------------------------------------------------------------------
________________
વદ ૧૩]
રાજકેટ–ચાતુર્માસ
[૫૦૫
એક સભાસદ કહતા સુનિયે, શેઠ ગુણે કી ખાન; નમ્રભાવ ઔર દયા ભાવસે, સબકા રખતા માન. ધન ૧૨૧ જે અપને કે લધુ સમઝતા, વહી સબમેં મહાન; ગુરુતા કી અકડાઈ રખતા, વહ સબમેં નાદાન. ધન ૧૨૨ .
સ્વારથ રત હો કરે નમ્રતા, વહી કુટિલ કી બાત;
બિના સ્વાર્થ હી કરે નમ્રતા, સજજન જન ગુણવાન, એ ધન ૧૨૩ ! અમારા ગુણોની કેણ કદર કરશે એમ વિચારવું એ અપૂર્ણતા છે. પિતાનામાં જે ગુણો છે તે ગુણોને બીજાને બતાવવાની શી જરૂર છે ! અથવા અમારા ગુણોને કઈ જાણે એવી ઇચ્છા શા માટે રાખવામાં આવે ? જે બુદ્ધિમાન હોય છે તે આવી ઈચ્છા રાખતું નથી પણ જ્ઞાનીજનોની સાક્ષીથી તે સદ્દગુણોનું પાલન કરતો રહે છે.
- સુદર્શને રાજાની પાસે અભયા માતા માટે અભય વચન માંગ્યું. આ સાંભળીને બધા લેકે દિમૂઢ થઈ ગયા પણ એક પ્રજાજન ઉઠીને કહેવા લાગ્યો કે, મારામાં એવી શક્તિ નથી કે હું શેઠની પ્રશંસામાં કાંઈ કહી શકું; પણ જે પ્રમાણે કેયલ આમ્રમંજરીનાં ગુણોનું ગાન ન કરી શકવા છતાં પણ કૂજે જ છે, અને મેઘના ગુણોનું વર્ણન ન કરી શકવા છતાં પણ મેર ટહૂકે જ છે, તે જ પ્રમાણે શેઠના વિષે થોડું બેલ્યા વિના મારાથી રહી શકાતું નથી, એટલા માટે એમના વિષે હું થોડું કહું છું.
. શેઠેમાં બે વાતની ખાસ વિશેષતા જોઈ છે. એક તે દયાની વિશેષતા અને બીજી નમ્રતાની. આ બંને ગુણે મણિ–કાંચનના સુગની સમાન છે. સાચું સોનું-કુન્દન નમ્ર જ હોય છે અને નમ્ર હેવાને કારણે રત્નને પકડી લે છે. આ જ પ્રમાણે દયારૂપી રત્નને તે જ ધારણ કરી શકે છે કે જે નમ્ર હોય છે. અશક્ત થઈને દયાને આશ્રય લે એ વાત બીજી છે પણ દયા-ક્ષમાની શોભા વીરતામાં જ છે. પણ જે પ્રમાણે દાનને માટે એમ કહેવામાં આવે છે કે હા રથ અર્થાત દરિદ્રતામાં દાન દેવું તે જ ખરું દાન છે. તે જ પ્રમાણે પાર ધંતિ અર્થાત્ ક્ષમાની શોભા ત્યારે જ છે કે જ્યારે શક્તિ હોવા છતાં પણ ક્ષમા કરવામાં આવે. શક્તિ ન હોય એટલે ક્રોધને ક્રિયાત્મક રૂપ ન આપી શકવાને કારણે ક્ષમા આપવી તે ક્ષમાં નહિ પણ કાયરતા છે. અરિહંતને માટે એમ કહેવામાં આવે છે કે તમન્ના ઉતા આમ કહેવાનો મતલબ એ જ છે કે, અરિહંતમાં મેરને ડેલાવવાની શક્તિ હોવા છતાં પણ કાનમાં ખીલા ઠકનારને તથા શરીર ઉપર ધૂળ ઉડાડનારને પણ તેઓ ક્ષમા આપે છે. દંડ આપવાની શક્તિ હોવા છતાં પણ દંડ આપતા નથી. વેરને બદલે લેવાની ઈચ્છા હોવા છતાં જે અશક્તિને કારણે ચૂપચાપ બેસી રહે છે અને મનમાં બળ્યા કરે છે તેની ક્ષમાં સાચી ક્ષમા નથી પણ કાયરતા છે. આવા કાયરેને ક્ષમાવાન કે વીર કહી શકાય નહિ.
તમે મહાવીરના શિષ્ય છો એટલા માટે તમારામાં કેવી અને કેટલી ક્ષમા હોવી જોઈએ એને વિચાર કરે. તમારામાં એમ ન થવું જોઈએ કે, મનમાં તે બળ્યા કરે પણ અશક્તિને કારણે ચૂપચાપ બેસી રહો અને પછી તેને ક્ષમાનું નામ આપે.
તે સભાસદ કહેવા લાગ્યું કે, આ શેઠમાં કેટલી દયા અને નમ્રતા છે ! જો તેઓ ચાહત તે અભયાને ખૂબ દંડ અપાવી શકત પણ એમનામાં કેવી નમ્રતા છે કે તેઓ હજીસુધી તેને માતા જ કહી રહ્યા છે અને તેમનામાં કેવી દયા છે કે અભયા રાણું માટે જ તેઓ રાજા પાસે અલાય વચન માંગી રહ્યા છે. ધન્ય છે ! તેમની દયા અને નમ્રતાને !'
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૦૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ખીજા ભાદરવા
તમે લાકા પણ સુદર્શનની દયા અને નમ્રતાને અપનાવી મહાજન અનેા, કાયર નહિ. મહાજનના માર્ગે ચાલવા માટે અમને સાધુએ માટે એમ કહેવામાં આવ્યુ છે કેઃ— महाजनो येन गतः स पन्थाः
આ પ્રમાણે મહાજનેાના માર્ગે ચાલવાનું અમને પણ કહેવા આવ્યુ છે. એટલા માટે કાયરતાના ત્યાગ કરી નમ્રતા અને દયાને ધારણ કરો તા તેમાં કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૪ બુધવાર
પ્રાથના
ધન-ધર્મ જનક ‘સિદ્દારથ', ધન ‘ત્રિશલા' દે માત રે પ્રાણી; જ્યાં સુત જાયા ને ગાદ ખિલાયા, બદ્ધમાન' વિખ્યાત રે પ્રાણી. શ્રી મહાવીર તમે વરનાણી. ॥ ૧ ॥
—વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માને પ્રાપ્ત કરવાના સરલ માર્ગ તેમની પ્રાર્થના કરવી એ છે. આ માર્ગ સરલ છે અને બધા મનુષ્યાને માટે ગ્રાહ્ય પણ છે છતાં લેકે આ રાજમાને છેાડી ઊલટે માર્ગે જાય છે. લેાકાતે ઉન્માર્ગે જતાં અટકાવી સન્માર્ગ ઉપર લાવવા માટે જ જ્ઞાનીજના ઉપદેશ આપ્યા કરે છે.
વાસ્તવમાં ભગવાન મહાવીરની પ્રાર્થના એ આત્માની જ પ્રાર્થના છે પણ લાકા આત્માતે જ ભૂલી ખેઠા છે! આત્માને જાણવા છતાં પણ તેને ભૂલી રહ્યા છે. એટલા માટે લોકાએ સાવધાન થઈ ‘ હૈ ! આત્મા ! તને આ મનુષ્યજન્મ મળ્યો છે. તે તારે શું કરવું જોઈ એ ' એના વિચાર કરવા જોઈ એ.
કુંભાર અનેક પ્રકારનાં વાસણા બનાવે છે. જે વાસણાની કારીગરી જોઈ તમે લેાકા પ્રસન્ન થાઓ છે. ચિત્રકાર સુંદર ચિત્રા બનાવે છે અને એ જ પ્રમાણે ખીજા કારીગરા ખીજી વસ્તુઓ બનાવે છે. કડિયા મહેલ બનાવે છે અને મહેલમાં કરેલી પેાતાની કારીગરી બતાવી તે ખુશ થાય છે અને કહે છે કે, ‘આ મહેલ મે' બનાવ્યા છે.' પણ તે એ જોતેા નથી કે, વાસ્તવમાં એ મહેલના બનાવનાર કોણ છે? કલા જોઈ ને તે ખુશ થાય છે પણ તેને સાચા કલાકાર કાણુ છે, તે કેવા છે! એ જોતાં નથી. જો એ વિષે ઊંડા વિચાર કરવામાં આવે તેા આત્માને પત્તો લાગે પણ લેાકેા ઉપરની વાતા તે જુએ છે પણ તે મહેલને બનાવનાર કાણુ કલાકાર છે એ ભૂલી જાય છે. લેાકેા ઉપરની કારીગરી જોઈ ને કારીગરની તા પ્રશસા કરવા લાગે છે પરંતુ આ શરીર કેવું છે અને તેમાં કેવી કારીગરી કરવામાં આવી છે તે જોતા નથી. આ શરીર જેવું અનેલ છે તેવું શરીર કાઈ છે ? આંખ, દાંત વગેરેના ડૉક્ટરી તેા જુદા જુદા છે પણ શું એવા કેાઈ ડૉક્ટર સારી આંખ કે એક સાચા દાંત બનાવી શકે? ભલે ડૉકટરા
કૃત્રિમ આંખ કે
બનાવી શકે
છે જે એક કૃત્રિમ દાંત
Page #548
--------------------------------------------------------------------------
________________
વદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ
[૫૦૭ બનાવી આપે પણ શું જેવી આંખ આ શરીરમાં છે તેવી બનાવી આપશે ખરા ? જે નહિ તે પછી એને જરા વિચાર કરો કે, જેમણે આ આંખ, કાન, નાક વગેરે શરીરનાં અવય બનાવ્યાં છે તે બનાવનાર કેવો કારીગર હશે ? સ્ત્રીને જોઈ તેની સુંદરતાની તે પ્રશંસા કરવા લાગે છે પણ આ સુંદર શરીર કોણે બનાવ્યું છે તેને વિચાર કરતા નથી.
જે કંચન તિહું કાલ કહી જે, ભૂષણ નામ અનેક રે પ્રાણ,
ત્ય જગજીવ ચરાચર જેનિ, હે ચેતન ગુણ એક રે પ્રાણ.
જેમ સોનાને ઘાટ જોઈ લેકે સેનાને ભૂલી જાય છે તેમ લોકે ઉપરની વાતે જોઈ- સાંભળી આત્માને પણ ભૂલી જાય છે. આ જ મોટી ભૂલ છે.
કોઈ એમ કહે કે, આત્માને ભૂલી જવાની ભૂલ કોણ કરે? પણ આ વાત કોઈ બીજા ઉપર ન ઘટાવતાં પહેલાં અમારી ઉપર જ ઘટાવું છું. કારણ કે સાધુઓ ઉપર વધારે જવાબદારી છે. અને એટલા જ માટે આત્મા પિતાને કેવી રીતે ભૂલી રહ્યો છે એ વાત સાધુઓ ઉપર જ અનાથી મુનિ પણ ઘટાવી રહ્યા છે. જે આત્માને જાણે છે તેણે પિતાનાં કૃત્ય જોવાં જ જોઈએ. હું શું કરું છું તેને વિચાર આત્મશધકને આવો જ જોઈએ. ક્રિયાથી અરુચિ કે પાસFાપણું આવવાથી જ આજે જૈનધર્મ અવનત થઈ રહ્યો છે. માને કે તમારો બી. એ. પાસ થએલ પુત્ર પરસ્ત્રીને માટે ગલીઓમાં ભટકતે ફરે તો તેને તમે શું કહે છે એ જ કે, હાય ! આ છોકરે કેવો છે ? આ પ્રમાણે જ્ઞાનીઓ કેવલ વિદ્યાને જ મહત્વ આપતા નથી પણ તેની સાથે ક્રિયાને પણ જુએ છે અને ક્રિયાયુક્ત વિદ્યાને જ પ્રશસ્ત ગણે છે. આ પ્રમાણે સાધુઓને માટે પણ કેવલ જ્ઞાનની જ આવશ્યકતા નથી, પણ ક્રિયાની. પણ આવશ્યકતા છે. અનાથી મુનિને અધિકાર–પ૬ - અનાથી મુનિએ રાજા શ્રેણિકની સામે જે ઉદ્દગાર કાઢયા અને ગણધરેએ આપણું હિત માટે જે ઉદ્દગારોને શાસ્ત્રમાં ગુંથીને રાખ્યા છે એ ઉદ્દગારોને સાંભળીને તમે પણ આત્માને પવિત્ર બનાવો. અનાથી મુનિએ જે કાંઈ કહ્યું છે તે મુનિ ઉપર કહ્યું છે પણ મુનિના સાક્ષીરૂપ તે તમે પણ છો. અનાથી મુનિએ રાજા શ્રેણિકને સાક્ષી બનાવ્યા હતા એટલા માટે તમે સાક્ષીદાર છે પણ કેટલાક લેકો લાલચ લઈને પણ સાક્ષી આપવા તૈયાર થઈ જાય છે. તમે એવા સાક્ષીદાર ન બને પણ સાચા સાક્ષીદાર બને છે તેમાં મુનિઓનું પણ કલ્યાણ છે અને સાથે તમારું પણ કલ્યાણ છે.
वीसं तु पीयं ज़ह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं ।
एसो वि धम्मो विसओववन्नो, हणाइ वेयाल इवाविवन्नो ॥४४॥ આ ગાથામાં માર્મિક ઉપદેશ આપવામાં આવ્યા છે. અનાથી મુનિ કહે છે કે, જે એનાથતામાંથી નીકળી સનાથ થવા માટે તૈયાર થયો છે અને જેણે ધર્મને આધાર લીધે છે છતાં પણ જો તેની વિષયની લાલસા છૂટી નથી પણ વિષયની લાલસાથી જ ધર્મને ધારણ કર્યો છે તે તે જીવનેચ્છક-જીવવાને ચાહનાર, કાલકૂટ વિષનું પાન કરે એના જેવું કરે છે. જીવિત રહેવા તે ચાહે છે, અને તે માટે તે કાલકૂટ વિષનું પાન કરે છે. આ બન્ને વિરેાધી વાતે
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૦૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ખીજા ભાદરવા
છે. આ જ પ્રમાણે ઉપરથી તે ધર્મના ઉપદેશ આપવા અને અંદરથી વિષયની વાસના રાખે તે આ પણ જીવિત રહેવું અને તે માટે કાલકૂટ વિષનું પાન કરવા સમાન છે.
અનાથી મુનિ આ વિષે એક બીજું ઉદાહરણ આપે છે. માને કે, એક માણુસ શત્રુને ચાહવા માટે ઘરમાંથી તલવાર લઈને નીકળ્યો. પણ તેને તલવારને ઊલટી પકડી છે અર્થાત્ તલવારને મુની બાજુથી ન પકડતાં અણીની બાજુથી પકડી છે. આ પ્રમાણે શસ્ત્રને પકડી જનાર માણસ તમારા જોવામાં આવે તે તમે તેને કેવા કહેશે ? એમ જ કહેશે! કે આ કેવે મૂર્ખ છે! આ શત્રુઓને મારવા જાય છે કે પેાતાને જ મારવા જાય છે ?
જે પ્રમાણે જીવિત રહેવાની ઇચ્છા હેાવા છતાં કાલકૂટ વિષનું પાન કરનાર અને શત્રુને . મારવા નીકળ્યા. હાવા છતાં ઊલટું શસ્ત્ર પકડનાર પોતાના જ મૃત્યુનું કારણ બને છે; તે જ પ્રમાણે જે વિષયલાલસાનું પાષણ કરવા માટે જ ધર્મના ઢાંગ કરે છે તે પણ પોતાનું જ અહિત કરે છે.
અનાથી મુનિ આ વિષે ત્રાજું ઉદાહરણ આપે છે. તે ઉદાહરણ તે સમયની સ્થિતિનું તથા તે વખતના લાકામાં ફેલાએલા ભ્રમનું દ્યોતક છે. અનાથી મુનિ કહે છે કે, જેમ કેાઈ માણુસ ખીજાનું ભૂત કાઢવા માટે તેા જાય છે પરંતુ તે પોતાનું રક્ષણ કરતા નથી એટલે તે ભૂત તેને જ ખાઈ જાય છે. આ જ પ્રમાણે જે ખીજાએતે તેા અહિંસા, ક્ષમા વગેરેના ઉપદેશ આપે છે પરંતુ જે પોતે અહિંસાદિના સ્વીકાર કરીને પણ અહિંસા-ક્ષમા આદિનું પાલન કરતા નથી તેની પણ તેવી જ ગતિ થાય છે. અર્થાત્ ઉપરના ઉદાહરણામાં કહેવામાં આવેલા ત્રણ માણસા, પેાતાની ઇચ્છા ખીજી જ હાવા છતાં વિપરીત કામ કરે છે તે જ પ્રમાણે સંયમ લઇને જે સયમનું પાલન કરતા નથી પણ તેનીદ્રારા આજીવિકા ચલાવે છે, તે પશુ વિપરીત કામ કરે છે.
આ દુનિયામાં પોતાનું કલ્યાણુ કાણુ ચાહતું નથી ? બધા પેાતાનું કલ્યાણ ચાહે છે પણ ધણા લેાકા એવા હાય છે કે જે કલ્યાણ ચાહતા છતાં પણ કલ્યાણકારી કામા કરતાં નથી. આવા લેાકેા તરફ શાસ્ત્રકારો પાતાની અપ્રસન્નતા પ્રગટ કરે છે. કાઈ માણુસ જીવિત રહેવાની ઇચ્છા તેા રાખે છે પણ જો ઝેર પીતા હેાય અને બીજો માણસ આ ઝેર છે માટે એને છેાડી દે અને એને બદલે આ દૂધ પી એમ કહે છતાં પેલા માણસ ઝેર પીવાને કદાગ્રહ કરે તે એને કા કહેવા ! આ જ પ્રમાણે જે સાધુતાના નામે વિપરીત માગે ચાલતા હાય તેને કાઈ એમ કહે કે, તમે ધર્મને સારા માને છે, ‘ પણ તમે ઊલટે માગે જઈ રહ્યા છે !' આમ કહેવા છતાં જો તે વિપરીત માર્ગ છેડે નહિ અને અમે ગમે તે કરીએ તેમાં તમારે વચમાં પડવાની શી જરૂર છે એમ કહે તે એવા લેાકેાને માટે એમ જ કહેવામાં આવશે કે, એ લાકે મેાહમાં પડયા છે. કદાચિત ભૂલ બતાવનાર ભ્રમમાં હાય અને ભ્રમને કારણે તેનાથી ખાટું કહેવાયું હાય તો પણ જે મેડમાં પડેલા નથી તેને ક્રોધ આવશે નહિ, પણ તે નમ્રતાથી સમજાવશે કે, તમે ભૂલ કરી રહ્યા છે, પણ જે સમજાવવાને બદલે ક્રોધ જ કરે છે તેને માટે એમ સમજવું કે તે પાતાને મા` ભૂલ્યા છે.
નાસિદ્દિન મહમૂદ નામના એક બાદશાહુ થયા છે. તે જો કે ગુલામ ખાનદાનનેા હતેા પણ કહેવામાં આવે છે કે તે ઉદાર દિલના હતા. તે એક સારા લેખક હતા અને તેના અક્ષરા
Page #550
--------------------------------------------------------------------------
________________
વદ ૧૪]
રાજકોટ–ચાતુર્માસ
[૫૦૯
પણ બહુ સુંદર હતા. તે બાદશાહીને પૈસા વાપરતે ન હતે પણ કુરાન વગેરે પુસ્તક લખી તે વેચતા હતા અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. - એક્વાર તેણે પિતાની લખેલી કુરાને શરીફ, ત્યાં આવેલા એક મૌલવીને બતાવી. તે મૌલવીએ કહ્યું કે, અહીં અનુસ્વાર હોવું જોઈએ. આ ભૂલ છે. નાસિરુદ્દીને મૌલવીએ બતાવેલ અનુસ્વાર ઉમેરી દીધે. પણ જ્યારે તે મૌલવી ચાલ્યો ગયો ત્યારે તેણે તે અનુસ્વાર કાઢી નાંખે. તેના સરદારેએ બાદશાહને પૂછ્યું કે, આપે એમ શા માટે કર્યું? જે તે ખોટું હતું તે તેને સ્વીકાર કેમ કર્યો. અને જે સાચું હતું તે પહેલાં શા માટે ઉમેર્યું? બાદશાહે કહ્યું કે, જો કે તે ભૂલ ન હતી પણ મૌલવીએ ભૂલ બતાવી એટલે મેં ઉમેર્યું. જે હું એમ ન કરત તે તેના ચિત્તને દુઃખ થાત. તે બહુ દુરથી ચાલીને આવ્યો હતો. જે હું તેની વાત ને માનત તે પછી મને મારી ભૂલ કેણુ બતાવત ? હું તેને ઉપકાર માનું છું કે તેણે મને ભૂલ બતાવી. જો હું તેની વાત માનત નહિ તો પછી કોઈ મને શિક્ષા જ આપત નહિ અને એ કારણે હું અપરાધી થઈ જાત.
મતલબ કે, આવા સમયે બાદશાહ પણ પિતાને અવાસ્તવિક શિક્ષા આપનાર ઉપર નારાજ ન થયો પણ તેને ઉપકાર માન્ય. તે જે મુનિ છે તેઓ જે પિતાને શિક્ષા આપ નાર ઉપર નારાજ થાય તે સમજવું કે, એ “ચત અછતત અg.ની ગણનામાં છે. પણ જે નારાજ ન થાય અને પિતાની સત્ય હકીક્ત શાંતિપૂર્વક કહી સમજાવે તે સમજવું કે તે માર્ગ ઉપર છે. - જે પ્રતિજ્ઞા જે રૂપમાં લીધી હેય તે જ રૂપમાં એ પ્રતિજ્ઞાને અન્ન સમય સુધી પાળવી એ જ વીરેને માર્ગ છે. આથી વિરુદ્ધ જે ગોટાળે ચલાવે છે તે પતિત છે. અનાથી મુનિના કથનાનુસાર વિષયલાલસાને પોષવા માટે ધર્મની સહાયતા લેવી એ જીવનની આશા રાખી વિષનું પાન કરવા બરાબર છે. એટલા માટે મુનિઓએ અનાથી મુનિને આ ઉપદેશ સાંભળી પિતાના આત્મા વિષે વિચાર કરવો જોઈએ કે, “હું ઉર્ધ્વગામી થવા ચાહું છું પણ એ હું અધગામી થવાનાં કાર્યો કરું તે ઉર્ધ્વગામી કેમ થઈ શકું? એટલા માટે હે ! પ્રભો! મારાથી એવાં કામો ન થાઓ કે જેથી મારે આત્મા અગામી બને.”
આ તે સાધુની વાત થઈ. પણ તમે લોકે તમારા વિષે પણ જુઓ કે, તમે લે સાધુની સેવા કરવા માટે દૂર દૂરથી આવ્યા છે પણ તમારામાં જો સાધુની સેવા, વિષયલાલસાને પિષવાની ભાવનાએ કરવામાં આવી તે તમારું કામ પણ વિપરીત થશે. તમારામાં વિષયની લાલસા ન હોવી જોઈએ, પણ વિષયલાલસાને જીતવા માટે તમારી સાધુની સેવા હેવી જોઈએ. આ પ્રકારની ભાવના રાખીને સાધુની સેવા કરવાથી જ તમે કલ્યાણ સાધી શકે છે. આથી વિરુદ્ધ જે એમ કહેવામાં આવે કે, “અમે તે સાધુઓની પાસે એટલા માટે આવીએ છીએ કે અમને તેઓ ચમત્કાર બતાવે. સાધુઓની પાસે ચમત્કાર તે હવે જ જોઈએ. જે સાધુ હેવા છતાં તેમનામાં ચમત્કાર નથી કે તે તેમણે ઘર એમ જ છોડયું છે; કારણ કે ચમત્કારને જ નમસ્કાર થાય છે.”
સાંસારિક લેકેમાં આ પ્રકારની ભાવના પણ હોય છે પણ સાધુએ શું એવી ભાવના રાખવી જોઈએ.
Page #551
--------------------------------------------------------------------------
________________
૫૧૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા શ્રી જ્ઞાતા સૂત્રમાં કહ્યું છે કે, ગ્વાલિકા સતી સુકમાલિકાને ઘેર ગેચરીને માટે ગઈ. સકમાલિકાએ વિચાર્યું કે, આની પાસે કોઈ ચમત્કાર તો હશે જ માટે પહેલાં આહારપાણી આપી દઉં અને પછી ચમત્કાર પૂછીશ. આ પ્રમાણે વિચાર કરી તેણીએ ગ્વાલિકા સતીને સારી રીતે આહાર પાણી વહોરાવ્યાં અને પછી હાથ જોડી તેની પ્રશંસા કરતી કહેવા લાગી કે, “તમે સાધ્વી છે, ગુપ્ત બ્રહ્મચારિણી છો એટલા માટે હું તમારી પાસે મારું દુઃખ દૂર કરવા ચાહું છું. હું કોઈ બીજા પુરુષને ચાહતી નથી. મારા પિતાએ યોગ્ય પતિની સાથે મારે વિવાહ કરાવ્યો હતો પણ તે પણ મને છોડી બહાર ચાલ્યો ગયો; પછી મને એક ભિખારીને આપી દેવામાં આવી હતી, તે પણ મને છોડીને ચાલ્યો ગયો. એટલા માટે તમે એવો કોઈ ઉપાય બતાવે છે, જેથી મારું આ દુઃખ દૂર થઈ જાય.”
સુકુમાલિકાનું આ કથન સાંભળી ગ્વાલિકા સતીએ કાનમાં આંગળી નાંખી સુકુમાલિકાને કહ્યું કે, “આ સંબંધમાં અમને કોઈ સાંભળવું પણ ક૫તું નથી તે પછી કાંઈ કહેવું એ કલ્પી જ કેમ શકાય ? હા, જો તને સંસાર ખારે લાગતું હોય તે અમે તને ધર્મને ઉપદેશ સંભળાવી શકીએ.” સુકુમાલિકાએ નિરાશ થઈને કહ્યું કે, “ઠીક આપ તેમ કરે.” ત્યારે ગ્રાલિકા સતીએ તેને એ ધર્મોપદેશ સંભળાવ્યો કે જેથી તેની વિષયવાસના મટી ગઈ અને તે કહેવા લાગી કે, પરમાત્માને મૂકીને આ શરીર હવે બીજાને શા માટે સેપવું?
મતલબ કે, સંસારમાં આવા પણ લેક હોય છે. તમારે આવી ભાવના રાખવી ન જોઈએ. પણ કદાચિત તમો એમ કરવું છોડી ન શકે તે અમારે સાધુઓએ તો એમાંથી બચવું જ જોઈએ. સાથે તમારે પણ એ વિશ્વાસ રાખવો જોઈએ કે, જે ધર્મમાં અનંત શક્તિ છે તે ધર્મની પાસે અમે તુચ્છ સંસારની આશા-લાલસા શા માટે કરીએ ? જે મળવું હશે તે તે લાલસા કર્યા વિના પણ મળી જશે. લાલસા ન કરવાથી ફળ ન મળે એ બની જ શકે નહિ. બલ્કિ લાલસા ન કરવાથી તે ફળ અનન્તગણું મળે છે. એટલા માટે અમારે લાલસા રાખવી ન જોઈએ એવો તમે નિશ્ચય કરે છે તેમાં કલ્યાણું છે. ' સુદર્શન ચરિત્ર–પ૬
કેઈએ કોઈ પ્રકારની લાલસા કરવી ન જોઈએ એ જ વાત સુદર્શનની કથાદ્વારા સમજાવું છું. સુદર્શન ધર્મ ઉપર કે દઢ રહ્યો એ જુઓ. તેના લૌકિક વ્યવહાર પણ કાંઈ એતો ન હતો. તે નગરશેઠ હતા પણ તેણે વ્યવહાર પણ સાધ્યો અને ધર્મ પણ સા.
ધર્મના પ્રતાપથી શુળીને સિંહાસન થએલું જઈ ઘણા લેકેની ભાવના બદલાઈ ગઈ હશે. બધા લેકે સુદર્શનની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, આ શેડમાં જે ધર્મ ભાવના છે. એના પ્રતાપે જ આ શૂળીનું સિંહાસન બની ગયું. આ શેઠ અભયા રાણીની પટજાળમાં ન ફસાયા પણ જે અભયા રાણીએ તેની સાથે શત્રતા બાંધી હતી તેની ઉપર પણ આ શેની કેવી કરુણ દૃષ્ટિ છે! જે શેઠ ચાહત તે અભયાના શરીરનાં ટૂકડે ટૂકડાં કરવી શકતા હતા, પણ તેમણે રાજાની પાસે એ જ માંગ્યું કે, અયાને આપ અભય વચન આપે, તેને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય અને તેના પ્રત્યે દુર્ભાવ પણ ન થાય એ જ હું આપની પાસે માંગું છું.
તમે આ ચરિત્રમાં શું જુઓ છો ! સિંહાસન જુઓ છો કે સુદર્શનની ભાવના જુઓ
Page #552
--------------------------------------------------------------------------
________________
વદ ૧૪] રાજકોટ–ચાતુર્માસ
[ માલ છો? શુલીને તેડીને સિંહાસન તે કોઈ કારીગર પણ બનાવી શકે છે પણ શત્રુને મિત્ર માનવાની ભાવના કેઈ કારીગર બનાવી શકતું નથી. એટલા માટે સુદર્શનની સદ્દભાવનાને દષ્ટિમાં રાખી એવો વિચાર કરો કે, સુદર્શને તે અપરાધીને પણ ક્ષમા અપાવી તે હું કેઈન ઉપર ખોટું કલંક તે ન ચડાવું? કોઈ નિરપરાધીને તે ન મારું ? જે મારામાં આટલી પણ સદ્દભાવના ન આવી તે પછી સુદર્શનની કથા હમેશાં સાંભળવાથી શું લાભ? તમે ઉપદેશ સાંભળીને રેવા-કૂટવાની પ્રથા બંધ કરવાનો ઠરાવ કર્યો એ તો સારું જ કર્યું. એ તે લાભનું કામ થયું પણ કેવળ એટલું જ કહીને રહી ન જાઓ; પણ બીજી જે કાંઈ ખરાબીઓ હોય તેને પણ દૂર કરે. કોઈ રોગીને અનેક રોગ થયા હોય અને તેમાંથી કોઈ એક રોગ શાન થયો હોય એથી ડોકટરને એવી આશા આવે છે કે આ રોગીના બધા રોગો મટી જશે ! આ જ પ્રમાણે રાજકોટ સંઘે એક કામ તે કર્યું પણ હવે બીજો કો સુધાર હાથમાં લે તેને વિચાર કરે. આ પ્રમાણે સુધારનું કામ કરવું એ નૌકાને સુધારવા જેવું કામ છે. એક માણસ નૌકામાં બેઠેલી અમુક વ્યક્તિને જ બચાવી રહ્યો છે અને એક માણસ તૂટી ગએલી નૌકાને સુધારી રહેલ છે. તે આ બેમાં કેણ મોટું કહેવાય ? આ જ પ્રમાણે સામાયિક-પૌષધ વગેરે ધાર્મિક ક્રિયા પણ આત્માનું કલ્યાણ કરનારી છે પણ કેટલાંક એવાં પણ કામ છે કે જે કામ દ્વારા અનેક ગરીબ અને વિધવાઓ દુઃખ પામી રહી છે તે દુઃખ મટાડી શકાય, તેમનું દુઃખ દૂર કરી શકાય. આવાં કોઈ કામ હાથમાં લેવા જોઈએ.
અભયા સુદર્શન ઉપર ખોટું કલંક ચડાવી તેને શ્રેણીની સજા અપાવી મનમાં પ્રસન્ન થતી હતી અને કહેતી હતી કે, “મારું કહ્યું ન માનનારને કે દંડ મળે છે! હમણાં જ તેના પ્રાણ નીકળી જશે.” આ પ્રમાણે અભયા મનમાં અભિમાન કરી રહી હતી પણ જ્યારે તેણુએ સાંભળ્યું કે, શૂળીનું સિંહાસન બની ગયું છે અને શેઠ બચી ગયા છે ત્યારે તેના મનમાં ધ્રાસકો પડયો.
પિતાનું પાપ પિતાને જ દબાવે છે. આ કથનાનુસાર રાણીનું પાપ રાણીને જ દબાવવા લાગ્યું. રાણી તે વખતે એમ વિચાર કરી શકતી હતી કે, જે થયું તે થયું, પણ હવે મારે આ સમયે પાપનું પ્રક્ષાલન કરી નાંખવું જોઈએ, અને દુષ્કૃત્ય માટે સુદર્શનની પાસે ક્ષમાં માંગી લેવી જોઈએ પણ તેના મનમાં એવી ભાવના પેદા ન થઈ. જે તે એમ કરત તે તેને કઈ પ્રકારની હાનિ ન થાત પણ તેનું કલ્યાણ જ થાત કારણ કે સુદર્શને તેના માટે પહેલેથી જ રાજા પાસેથી અભય વચન માંગી લીધું હતું, પરંતુ તેનામાં એમ કરવાની બુદ્ધિ જ પેદા ન થઈ
આ કથા તે ભૂતકાળની છે પરંતુ વર્તમાનમાં તમારા વિષે પણ જુઓ કે, તમે શું કરે છે ? લોકે પિતાના પાપને દબાવી રાખે છે અને જ્યારે પાપ પ્રગટ થઈ જાય છે ત્યારે પણ પાપનું પ્રક્ષાલન કરવાની ચેષ્ટા કરતા નથી. શું આ અભયાના જેવી ભૂલ થતી નથી ? જે પિતાના પાપને પ્રગટ થયાં પહેલાં જ પોતે નિંદે છે, અને ગહે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે પણ જે પાપને છેવટ સુધી દબાવી રાખે છે તેની અવદશા કેવી થાય છે એ અભણાના ચરિત્ર ઉપરથી જુઓ –
સુની વાત અભયા ફુઈ સભયા, પાપકા યહ પરિણામ; ગલે ફાંસ લે લજા પ્રાણુકે, ગમાયા આપના નામ. ધન૦ ૧૨૪
Page #553
--------------------------------------------------------------------------
________________
૫૧૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ખીજા ભાદરવા
ધાય પ્રાણ લે ભગી મહલમે, પટના પહુંચી જાય; વેશ્યા ઘરમેં નીચ ભાવસે, રહ કર ઉદર ભરાય. ા ધન૦ ૧૨૫ ॥
રાણીએ જ્યારે એમ સાંભળ્યું કે, સુદર્શનની રક્ષા થઈ છે અને રાજા-પ્રજા બધા લોકો તેનો મહિમા ગાઈ રહ્યા છે ત્યારે તે બહુ ભયભીત થઈ અને વિચારવા લાગી કે, મારા શત્રુને જયજયકાર થયા છે, એટલા માટે હવે મારી કાણુ જાણે કેવી અવદશા થશે ? જે સુદન મહાપાપીને પણ ક્ષમા આપનાર છે તેને પણ અભયા પોતાના શત્રુ માની રહી છે. આત્મામાં જ્યારે પાપ ભરાઈ જાય છે ત્યારે તે મહાન પુણ્યવાનને પણ લાભ લઈ શકતા નથી પણ ઊલટા પાપના બધ કરે છે. આત્મા પોતાની દ્વારા જ પેાતાનું કલ્યાણ કરી શકે છે. અનાથી મુનિએ કહ્યું જ છે કેઃ—
अपा कत्ता विकत्ता य दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं य दुप्पट्ठियो सुप्पट्ठियो ॥
આ જ પ્રમાણે ગીતામાં પણ કહ્યુ` છે કે, તમારા આત્માદ્વારા જ તમારા આત્માને ઉદ્ધાર કરેા. આત્મા જ શત્રુ કે મિત્ર છે. એટલા માટે તમારા આત્માને જ જુએ.
અભયાની રક્ષા માટે મુદતે પહેલાં જ રાજાની પાસે અભય વચન માંગી લીધું હતું, પરંતુ કદાચિત્ ાજા અભયાને ક્ષમા ન આપત અને અભયાને દંડ ભાગવવા જ પડત તે પણ તે પોતાનું પાપ આ જ જન્મમાં ભોગવી લેત. પણ તેને એવી ક્ષુદ્ધિ જ પેદા ન થઈ. તે તેા સુદર્શન જેવાને પણુ પાતાના શત્રુ માની રહી હતી. પણ તે એટલું વિચારતી ન હતી કે, તેના શત્રુ તેના જ આત્મા છે કે સુદર્શન! જે સમજદાર વ્યક્તિ હશે તે તેા સર્વાં પ્રથમ પોતાના આત્માને જ જોશે અને વિચારશે કે, જો પાડેાશીના ઘરમાં આગ લાગી છે તે તે પણ મારા જ પાપથી આગ લાગી છે; કારણ કે જ્યારે તેના ઘરમાં આગ લાગી છે તે તે આગ મારા ધરમાં પણ લાગશે. આ પ્રમાણે વિચાર કરી તે આગને શાંત કરવાના જ પ્રયત્ન કરશે. તમે લેાકેા દ્રવ્ય આગની વાતને તેા જલ્દી સમજી જાઓ છે પણ ભાવ આગતે સમજતા નથી. જે આગ સમાજ, દેશ અને જાતિને બાળી રહી છે એ આગને ન ઠારવી એ કવી ગંભીર ભૂલ છે ! જેમનામાં અનુકપા હેાય છે તે ખીાનાં દુ:ખને પેાતાનાં જ દુઃખ માને છે. અનુક ંપા એટલે શું ? એને માટે કહ્યું છે કે, જે ખીજાનાં દુ:ખાને જોઈ પોતાનાં દુઃખા માની કાંપી ઉઠે તે અનુકંપાવાળા છે. સમજદાર માણસા આ પ્રમાણે ખીજાનાં દુઃખાને પાતાનાં દુઃખા માને છે અને તે દુઃખાને દૂર કરવાના પ્રયત્ન કરે છે.
અભયાને ડર લાગ્યા કે, હમણાં રાજા અત્રે આવશે ત્યારે ન જાણે મારી કેવી અવદશા થશે અને એ દશામાં હું તેમને મેં કેમ બતાવી શકીશ ? તે ક્ષત્રિયાણી હતી એટલે તેને અપમાનનું દુઃખ મરણના દુ:ખ કરતાં વધારે લાગ્યું. અને તેથી અપમાનિત થવાના ભયથી તે ગળે ફ્રાંસા લગાવી મરી ગઈ. જે ખીજાને શૂળીએ ચડાવી રહી હતી તે અભયા પાતે જ ગળે ફ્રાંસા લગાવી મરી ગઇ. રાણીની સહાયિકા પડિતા ધાય વિચારવા લાગી કે, રાણી તા મરી ગઈ છે અને રાજાને બધા ભેદ જાણમાં આવી ગયા છે એટલા માટે ન જાણે હવે મારી કેવી અવદશા થશે ! આ પ્રમાણે વિચાર કરી તે અવસર જાણી ભાગી અને પટના શહેરમાં ગઈ:
Page #554
--------------------------------------------------------------------------
________________
વદ ૦)) ] રાજકેટ ચાતુર્માસ
[ પ૧૩ જૈન અને બૌદ્ધ ગ્રન્થોમાં પટનાનું ઘણું વર્ણન મળે છે. તે વખતે પટનાનું નામ પાટલિપુત્ર હતું. પંડિતા ભાગીને તે શહેરમાં ગઈ. તે રૂપવતી તે હતી જ અને એ કારણે રાજાને ત્યાં સ્થાન પણ મળ્યું હતું. એટલે તે એક વૈશ્યાને ઘેર દાસી બનીને રહેવા લાગી અને નીચ વૃત્તિથી પિતાનું પેટ ભરવા લાગી. .
રાજા ઘેર આવ્યો. તેણે દાસીને કહ્યું કે, રાણીને બોલાવી લાવે અને તેને કહે કે, જે કે તેણીએ કામ તે ઘણું જ ખરાબ કર્યું છે છતાં તે કોઈ પણ પ્રકારને ભય ન રાખે. પડેલાને પાટું મારવું ઉચિત નથી.
આજે તે પડેલાને પાટું મારવામાં આવે છે. ૩ur૪ો હિ gift એ કથનાનુસાર અપરાધીની વધારે ભત્સના કરવામાં આવે છે.
રાજાએ દાસીને કહ્યું કે, અભયાને કહે કે તે નિર્ભય રહે. જ્યારે સુદર્શને જ તેને ક્ષમા આપી છે તે પછી મારે તે તેને ક્ષમા આપવી જ જોઈએ.
દાસી રાણીને બોલાવવા માટે મહેલમાં ગઈ. મહેલમાં જઈને જોયું તે રાણી મરેલી પડી છે. દાસી મહેલમાંથી પાછી ફરી રાજા પાસે આવી અને કહ્યું કે, મહારાજ ! ગજબ થઈ ગયો. રાણી તે મરી ગઈ છે. રાજાએ પૂછયું કે, કેવી રીતે મરી ગઈ? દાસીએ કહ્યું કે, ગળે ફાંસો ખાઈ રાણુ મરી ગઈ છે. આ સાંભળી રાજા કહેવા લાગે કે, ધન્ય છે સુદર્શનને કે જેણે મને આવી ઉચ્ચ ભાવનાની શિક્ષા આપી. જે તેણે મને ઉપદેશ આપ્યો ન હોત તો રાણ મરી ગઈ છે તે પણ તેના પ્રતિ ક્રોધ કરત. જે થયું તે થયું. હવે ચાલે રાણીના શબની અત્યેષ્ટિ યોગ્યરીતિએ કરવી જોઈએ. એમાં કઈ પ્રકારને ભેદ રાખવો ન જોઈએ.
આજે તે શબ ઉપર પણ લેકે વૈર રાખે છે અને અમે તેને ઉપાડવા નહિ જઈએ એમ કહે છે; પરંતુ રાજાએ એ કોઈ પ્રકારનો ભેદભાવ ન રાખ્યો પણ રાણીની અહિ જે રીતિએ કરવી જોઈએ તે રીતિએ કરી.
સુદર્શને રાણીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. તેણે મને રમાને કહ્યું કે, હવે મારે સંસારની જાળમાંથી નીકળવું છે અને દીક્ષા લેવી છે.
હવે સુદર્શન કેવી રીતે દીક્ષા લે છે અને આગળ શું થાય છે તેનો વિચાર હવે પછી આગળ કરવામાં આવશે.
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૧૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
- વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૦)) ગુરૂવાર
* પ્રાર્થના
શ્રી આદીશ્વર સ્વામી છે, પ્રણમ્ સિર નામી તુમ ભણી; પ્રભુ અંતરયામી આપ, મે પર મહેર કરીજે હો, મેરી જે ચિંતા મનતણી, મારા કાટ પુરાકૃત પા૫. . શ્રી ! ૧
–વિનયચંદ્રજી કુંભટ વીશી
શ્રી આદિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભક્ત લકે પરમાત્માની પ્રાર્થના સરળ રીતિએ કરે છે. સરળ અને સાદી રીતે કરવામાં આવેલી પ્રાર્થના બધાને અનુકૂલ આવે છે. જેનામાં વધારે ગ્યતા હોય તે મોટાં કામો કરી શકે છે પણ સાધારણ કામ તે પ્રાયઃ બધા કરી શકે છે. સંસારમાં પણ જોવામાં આવે છે કે, મે ટી મોટી ચીજો મોટા લેકેના જ ઉપયોગમાં આવે છે પણ સાધારણ જનતાના ઉપયોગમાં તો સાધારણ ચીજો જ આવે છે. ઊંચા પ્રકારના પાક-પકવાન કે એના જેવી બીજી ખાદ્ય ચીજે મોટા માણસો જ ખાતા હશે અને કીમતી પેય પદાર્થો પણ એ એ જ પીતાં હશે; તેમ છતાં સાધારણ ભજન અને સાધારણ પેય પદાર્થોને આધાર તે મોટા લેંકે એ પણ આખરે લે જે પડે છે. પાણી કેવું સાધારણ પિય છે! પણ શું એના વિના કેઈનું કામ ચાલી શકે છે ? આ પ્રમાણે જગતનું પોષણ સાધારણ ચીજો દ્વારા જ થાય છે.
પ્રાર્થના વિષે પણ આ જ વાત સમજે. છંદ કે અલંકારયુક્ત કવિતામાં કોઈ મેટ કવિ જ પરમાત્માની પ્રાર્થના કરી શકે છે પણ સરળ અને સાદી પ્રાર્થના તે પ્રાયઃ બધા લેકે કરી શકે છે. એટલા જ માટે આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે –
શ્રી આદીશ્વર સ્વામી હો! પ્રણમ્ સિર નામી તુમ ભણી, પ્રભુ અન્તર્યામી આપ.”
આ પ્રાર્થનામાં કહ્યું છે કે, હે ! પ્રભો ! હું બે હાથ જોડી અને માથું નમાવી આપને નમન કરું છું. આ કેવી સરળ વાત છે ! માથું પણ હયાત છે અને હાથ પણ હયાત છે. પરંતુ કેવળ એ જ કરવાનું બાકી રહે છે કે માથું અને હાથ બીજી બાજુ નમાવવામાં આવે છે તેને ત્યાંથી ફેરવી પરમાત્મા તરફ નમાવવામાં આવે.
જો કે સંસારનું પિષણ સાદી વસ્તુઓ દ્વારા જ થાય છે પણ લોકોને સાદી વસ્તુઓથી સંતોષ થતો નથી એવું પ્રાયઃ જોવામાં આવે છે. જોકે સાદી વસ્તુઓથી સંતોષ માને કે ન માને પણ આખરે તેઓએ સાદી વસ્તુઓને જ આશ્રય લેવો પડે છે. માછલીને ભલે કઈ સારી ચીજ મળી જાય પરંતુ તેનું જીવન સાદા પાણી વિના ચાલી શકતું નથી. આ જ પ્રમાણે જો એમ સમજી લેવામાં આવે કે, સાદી પ્રાર્થના વિના અમારું પોષણ થઈ શકતું નથી તે કલ્યાણ થવામાં કંઈ પ્રકારને સંદેહ જ ન રહે. ગીતામાં કહ્યું છે કે –
Page #556
--------------------------------------------------------------------------
________________
વદ ૦)) ]
રાજકોટ–ચાતુર્માસ
[૫૧૫
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥ અર્થાત-જે કેઈ ઇન્દ્રિયને રેકીને ધ્યાની તે બની જાય છે, પણ જે તેના મનમાં વિષયની વાસના દડતી હોય તો તેના માટે સમજવું જોઈએ કે, તે અહંકારથી વિમૂઢ થઈ રહ્યો છે અને મિથ્યાચારી બની રહ્યો છે. તે જે કાંઈ કરે છે તે સંસાર-વ્યવહારના કારણે જ કરે છે. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવા માટે અંતરાત્માને પવિત્ર બનાવવાની જરૂર રહે છે.
અત્રે એક પ્રશ્ન ઉભો થાય છે કે અંતરાત્માને પવિત્ર કરવા માટે વ્યવહારની જરૂર છે કે નહિ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ભલે પિતાના માટે વ્યવહારની જરૂર ન પણ હોય છતાં જગતના કલ્યાણને માટે બાહ્ય વ્યવહારની પણ જરૂર રહે છે. કારણ કે, જનતા બાહ્ય વ્યવહારને જ જુએ છે અને બાહ્ય વ્યવહાર જોઈને જ તે અન્તરાત્મા તરફ વળે છે; એટલા માટે બાહ્ય વ્યવહારની પણ જરૂર છે, પરંતુ કેવળ બાહ્ય વ્યવહારમાં જ ન રહી જતાં અન્તરાત્માને પણ પવિત્ર બનાવવો જોઈએ. અનાથી મુનિને અધિકાર–પ૭
આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જેઓ ઘરબાર છોડીને સાધુ થયા છે તેઓ પાછા વિષયના ગુલામ બની જાય એ ઘણા દુઃખની વાત. છે. જે ઉપર ચડતે જ નથી તેની વાત તે જુદી છે, પરંતુ જે ઉપર ચડીને પાછો નીચે પડે છે, એના તરફ બધાની નજર પડે છે; એના માટે હાહાકાર મચી જાય છે. આ જ. પ્રમાણે જેઓએ ધર્મને સ્વીકાર કર્યો નથી તેની વાત તે જુદી છે, પણ ધર્મને સ્વીકાર કરી જે પાછો ઇન્દ્રિયોને વશ થઈ પતિત થઈ જાય છે તેને માટે એ ચિંતાનો વિષય છે.
जे लक्षणं सुविणं पउंजमाणे, निमित्तकोऊहलसंपगाढे ।
कुहेडविज्जासवदारजीवी, न गच्छई सरणं तम्मि काले ॥४५॥
જ્યારે કોઈ સંયમ ધારણ કરે છે ત્યારે હું પ્રભુમય જીવન વ્યતીત કરીશ એવો તેને વિચાર હોય છે, પણ શાસ્ત્રો અને ગ્રન્થનું અધ્યયન કરી હોશિયાર થાય ત્યારે મનમાં બીજી ભાવના પેદા થાય તે એ કેના જેવું છે ? તો એને માટે જણાવવાનું કે, માનો કે, કોઈ ખેડુતે પાણીને એક બંધ બાં. બંધ બાંધતી વખતે તો તેની ભાવના એવી હતી કે, હું આ પાણીદ્વારા ખેતરને સીંચી સારી ખેતી પેદા કરી શકીશ, અને જે તે ચાહે છે તે પાણીદ્વારા તે સારી ખેતી પેદા કરી પણ શકે છે. પણ તે મૂખ ખેડુત તે પાણી દ્વારા આકડા કે ધતુરા જેવા ઝેરી વૃક્ષોને સીંચે અને આંબા જેવા મીઠા વૃક્ષને સીંચતા નથી તે તે ઠીક ગણાય ? પાણીને તે એ સ્વભાવ હોય છે કે જે વૃક્ષને પાણી સીંચવામાં આવે તે વૃક્ષને પોષણ મળે. પરંતુ જે પાણી સારી ખેતી પેદા કરી શકે છે, તેનો ઉપયોગ એમાં ન કરે એ પાણીને દુરુપયેગ તે થયો કહેવાય ને?
આ જ પ્રમાણે પિતાનું અને જગતનું કલ્યાણ કરવું એ સંયમ લેવાનો ઉદેશ હતે. વાસ્તવમાં સંયમ લીધા બાદ આ જ ઉદ્દેશની પૂર્તિ કરવાની હોય છે અને વિદ્યાને ઉપયોગ
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૧૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા પણ એ જ ઉદ્દેશની પૂર્તિ માટે થવા જોઈ એ. પણ પે'લા મૂર્ખ ખેડુતની માફક કેટલાક લેાકા વિદ્યા આદિના ઉપયાગ ઊલટી રીતિએ કરે છે એટલા માટે અનાથી મુનિ અમને અને તમને સાવધાન કરે છે. ગૃહસ્થા તા સંસારના લાભી હાય જ છે; એટલા માટે તે તે ચમાર જોવા ચાહે જ છે તથા કેટલાક સાધુએ પણ પોતાના ધ્યેયને ભૂલી જઈ બીજી બાજુ ચાલ્યા જાય છે. એવા લેાકેાને માટે જ અનાથી મુનિ એ બતાવી રહ્યા છે કે, ધ્યેયને ભૂલી જઈ ખીજી બાજુ જનારા સાધુએ પેાતાની શક્તિના દુરુપયેાગ કેવી રીતે કરે છે !
કાઈના હાથ જોઈ એમ કહેવું કે, તું બહુ ભાગ્યશાળી છે. જો હું તારા પૂર્વભવનું અને ભવિષ્યનું વૃત્તાન્તઃ સંભળાવું છું. આ પ્રમાણે કાઈ ને ભૂત-ભવિષ્યના વૃત્તાન્ત કહી સંભળાવવાં, કાષ્ઠનાં નાક—કાન આદિ જોઈ લક્ષણ બતાવવાં, કાઈ તે પદ્મિની, હસ્તિની, ચિત્રણી આદિ સ્ત્રીએનાં ભેદ બતાવવા અને કાઈ ને નિમિત્ત બતાવી આમ કરીશ તે આમ થશે એમ લક્ષણુ-યાતિષ બતાવવું એ ઉન્માર્ગે જવા જેવું છે અને પોતાની શક્તિને દુરુપયોગ કરવા જેવું છે. ગૃહસ્થા તે એમ ચાહશે જ. દુનિયા ઝૂકે છે કેવળ ઝૂકાવનાર જોઇ એ. આ પ્રમાણે લાભી ગૃહસ્થા, આવું ઊલટું કામ કરનાર સાધુને પ્રેાત્સાહન આપે છે; પરંતુ સાધુએએ આવું ઊલટું કામ કરવું એ ઝેરી વૃક્ષને પોષવામાં ગેરઉપયેાગ કરવા સમાન, શક્તિને દુરુપયેગ કરવા જેવું છે.
આ ઉપરથી કાઈ એમ કહે કે, “ કાઈ સાધુને નિમિત્ત લક્ષણનું જ્ઞાન હોય તા પછી એના ઉપયાગ શા ? જે કાઈને આ જ્ઞાનનેા લાભ આપે નહિ તેા એમનું જ્ઞાન શા કામનું? વળી જો કાઈ સાધુ નિમિત્ત-લક્ષણ બતાવે તે એમાં વાંધા શું ? કિ ઉપદેશથી તો કાઈ ને જૈન પણુ ખનાવી શકાતા નથી, પરંતુ આ પ્રકારને ચમત્કાર બતાવીને ઘણાને જૈન બનાવી શકાય છે. એટલા માટે જૈન ધર્મના ઉદ્યોત માટે સાધુ નિમિત્ત-લક્ષગુના ઉપયેગ કરે તે એમાં શું વાંધા છે? આ સિવાય જે પ્રમાણે પાણીના ઉપયોગ ખેતી માં કરવામાં આવે છે, તે જ પ્રમાણે લક્ષણશાસ્ત્રનેા ઉપયોગ લક્ષણ બતાવવામાં કરવા એમાં શું ખરાબ છે? ”
આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, સાધુઓને લક્ષાદિને ઉપયાગ કરવાથી ઘણી હાનિ થાય છે. વળી લક્ષણુશાસ્ત્રને જાણકાર પડેલાં પોતાનાં લક્ષણા જીએ કે, મારામાં જે કામ કરવાનાં લક્ષણા નથી તે કામમાં હું ન પડું, તથા કામનાં જે લક્ષણા છે તે કામ જો ભગવાનની આજ્ઞામાં હોય તો તેમાં હું પડું, અન્યથા નહિ. આ પ્રમાણે સર્વ પ્રથમ પોતાનાં લક્ષણા તપાસવાં નેઈ એ. અથવા કાઈ વૈરાગી ડ્રાય તે તેનાં લક્ષણ જોઈ એ જાણી લેવું જોઈ એ કે, આ આદમી ધર્મને પ્રાપ્ત કરી પાળી શકશે કે નહિ ? જે તે ધર્મનું પાલન કરી શકે એવા જાય તે જ તેને દીક્ષા આપે. આ જ પ્રમાણે જ્યારે તે લક્ષણશાસ્રતા જાણકાર હેાય તે તે આયુષ્યના વિષે પણ ઘણું જાણી શકે કે, આનું આયુષ્ય આટલું બાકી છે. જો અવસર આવ્યા હાય અને કાઈ તેને સંથારા કરાવવા માટે કહે તેા, આયુષ્ય ઓછું જાણી સંથારા કરાવી શકાય છે; અથવા એમ કહી શકે છે કે આનું આયુષ્ય હજુ બાકી છે, એટલા માટે તે દઢ ન રહી શકે એના કરતાં હમણાં સંથારા ન કરાવવા એ સારું છે. આ પ્રમાણે લક્ષ શુશાસ્ત્રને ઉપયેગ વિવેક રાખવામાં પણ કરી શકાય છે; પરંતુ લક્ષણશાસ્ત્રના આવેા ઉપયેગ કરવાને બદલે, તે એમ કહે કે, ‘તને ધન, સ્ત્રી કે પુત્રની પ્રાપ્તિ થશે.' તા એ તે જે સંસારને ખરાબ
Page #558
--------------------------------------------------------------------------
________________
વદ ૦)) ] રાજકોટ–ચાતુર્માસ
[૫૧૭ કહી પિતે જેને ત્યાગ કર્યો છે, અને સંયમ ધારણ કર્યો છે એ જ સંસારમાં ફરી ફસાઈ જવા જેવું છે.
કોઈ સાધુ લક્ષણનિમિત્તદ્વારા ચમત્કાર બતાવે અને એ ચમત્કાર દ્વારા જે ધનની પ્રાપ્તિ થાય તે ધન અમે સંધના હિતમાં જ વાપરીશું, એમ કઈ કહે તે તમે તે વિષે શું કહેશે ? એમ જ કહેશે કે જો આમ કરવું એ ઠીક હોય તે તે પછી સો, લીલામ અને જુગાર વગેરે રમવામાં શું વાંધો છે ? બસ! તે પછી એમ જ કહી દેવામાં આવે કે, આજે ચકાને દાવ લાગશે માટે તે ઉપર રૂપિયા લગાવો અને જે આવે તે સંધના હિતમાં ખર્ચ કરી દે. શું આમ કરવું એ યોગ્ય કહેવાશે ? આ જ પ્રમાણે સ્ત્રીપુરુષને માટે પણ એમ કહી શકાય કે, અમે તેમનાં લક્ષણ બતાવીએ છીએ. એમનું જોડું મળી જશે તે એ શ્રાવક-શ્રાવિકા બનશે અને ધર્મને ઉદ્યત થશે. આ પ્રમાણે તે બધામાં લાભ બતાવી શકાય છે.
આવા પ્રકારના લોભથી જ યતિ સમાજને નીચે પાડવામાં આવ્યો છે, નહિ તે તે સમાજ પણ પંચ મહાવ્રતધારી હતા. પહેલાં સંઘહિતનું નામ લેવામાં આવ્યું અને થોડું સારું લાગ્યું, પણ આખરે તેનું એવું માઠું પરિણામ આવ્યું કે, જે પાંચ મહાવ્રતના પાલણહાર હતા, તેઓ આજે સંસારનું પાલન કરનારા થઈ રહ્યા છે. કેઈ કહે કે, કપડાંને રક્તથી ભરી દેવામાં આવે અને પછી તેને ઘેઈ નાંખવામાં આવે તે શું વાંધો છે? જે પ્રમાણે આમ કરવું તે ઠીક કહી શકાય નહિ, તે જ પ્રમાણે સંધહિતના નામે કાઈ અનુચિત કામ કરવું એ પણ ઠીક કહી શકાય નહિ. પહેલાં તે સંધહિતનું નામ લઈધન રાખવામાં આવશે, પણ આખરે આ પદ્ધતિનું પરિણામ કેવું માઠું આવશે તેને પણ ખ્યાલ રાખવો જોઈએ.
જો આ કાર્ય હિતકર્તા હતા તે શાસ્ત્રમાં આ પ્રકારનાં કાર્યને નિષેધ કરતા નહિ. ગૌતમ સ્વામી મહાન લબ્ધિધારી હતા. જે તેઓ પોતાની લબ્ધિનો ઉપયોગ કરતા તે એક જ દિવસમાં સળ સંસારને જૈન બનાવી શકતા હતા. તેમનામાં એવી લબ્ધિ હતી કે, થી જ ખીરમાં પોતાનો અંગૂઠો મૂકી રાખે તો એટલી ખીરમાંથી ચક્રવતની આખી સેના પણ જમી શકે અને છતાં તે ખીર તે તેટલી જ રહે. આ પ્રકારની શકિત હોવા છતાં પણ તેમણે એ શક્તિનો ઉપયોગ ન કર્યો, પણ ભિક્ષા લેવા માટે પોતે ગોચરી જતા હતા. શું તેમને સંઘના હિતને વિચાર થતો ન હતો ? એટલા માટે સંઘહિતના નામે લક્ષણાદિને ઉપયોગ કરે અનુચિત છે.
કહેવાનો આશય એ છે કે, કેઈ સાધુ લક્ષણ બતાવે, કૌતુહલ બતાવે કે આમ કરવાથી ધન-પુત્રાદિની પ્રાપ્તિ થશે એવું નિમિત્ત બતાવે, તે એ સાધુતાથી પતિત થવા જેવું છે. શાસ્ત્રકાર આવી વિદ્યાને કુત્સિત વિદ્યા કહે છે. આ કુત્સિત વિદ્યાઓદ્વારા પિતાની આજીવિકા ચલાવનારને શાસ્ત્રકારેએ આશ્રવઠારદ્વારા આજીવિકા ચલાવનાર તરીકે વર્ણવ્યા છે. આવી વિદ્યા અન્ત સમયે શરણદાત્રી બનતી નથી પરંતુ સંયમમાર્ગને નાશ કરનારી નીવડે છે. એટલા માટે જે આવી કુત્સિત વિદ્યાદ્વારા આજીવિકા ચલાવે છે તે અનાથ છે એમ સમજવું જોઈએ.
આ કુત્સિતવિદ્યામાંથી બચવા માટે પહેલાં એ જોવું જોઈએ કે નાથ કોણ છે? અને લક્ષણ, સ્વમ, નિમિત્ત કૌતુહલ આદિને જાણકાર અને તેનો ઉપયોગ કરનાર મનાય છે કે અનાથ ? આ વિદ્યા સનાથ બનાવે છે કે અનાથ ? નાથ બનવાને અર્થ એ છે કે, આત્માને
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૧૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
એવી રીતે સ્વત ંત્ર બનાવવા કે તેનામાં કાઈ પ્રકારની ગુલામી જ રહેવા ન પામે. જો આ પ્રકારની વિદ્યાએથી કાઈ નાથ બની શકતા હૈાત તે। તે એવી હાય છે. તેઓ વૈક્રિય લબ્ધિથી જે ચાહે તે કરી શકે છે. છતાં તે પણ અનાથ છે.
વિદ્યાઓમાં દેવતા પૂર્ણ એથી સનાથ નથી
નાથ કેવી રીતે બની શકાય એ વાત અનાથી મુનિ પહેલાં કહી ચૂક્યા છે. તેમણે પહેલાં જ કહી દીધું છે કે, મન્ત્ર અને વિદ્યાના જાણકાર લકાએ મને સાજો કરવા માટે અનેક પ્રયત્ન કર્યા છતાં પણ મારા રાગ દૂર થયા નહિ. જો એ વિદ્યાદ્રારા સનાથ બની શકાતું હોત તો પછી મારેા રાગ કેમ ચાલ્યા ન જાત !
કાઈ એમ કહે કે, અનાથી મુનિને રાગ ચાલ્યા ન ગયા તેથી શું થયું ? મંત્રવિદ્યા આદિથી રાગ ચાલ્યા પણ જાય છે ને ? કદાચ મંત્રવિદ્યા આદિથી રાગ ભલે ચાલ્યા જાય, પર`તુ મન્ત્રાદિથી રાગ ચાલ્યા જવા બાદ એ જ વિચાર આવે છે કે, જે શક્તિ છે તે આનામાં જ છે અને એ જ મારા માટે વદ્ય-પૂજ્ય છે. એ તા સાધારણ નિયમ છે કે, જે ભાવના ભાવવાથી રાગ ચાલ્યો જાય છે, તે ભાવના પ્રતિ આત્મામાં ગુલામી આવી જાય છે. આ જ કારણે અનાથી મુનિ એમ કહે છે કે, એ બહુ સારું થયું કે, મારા રાગ જંગ–મંત્રાદિથી દૂર ન થયેા, પણ સંયમની ભાવનાથી મારા રાગ ચાલ્યા ગયા. વળી એ પણ બહુ સારું થયું કે સંયમની ભાવના કરવાથી હું સનાથ-અનાથને ભેદ પણ સમજી શકયા.”
"C
હવે તમે એ વાતને વિચાર કરા કે, તમારે સાધુની સંગતિ સનાથ બનવા માટે કરવી છે કે અનાથ બનવા માટે ? સાધુની સંગતિ સનાથ બનવા માટે જ કરવામાં આવે છે, એટલા જ માટે શાસ્ત્રકારો કહે છે કે, જે સાધુ થઈને લક્ષણ, સ્વપ્ત, નિમિત્ત, કૌતુહલ આદિ કરે છે અને બતાવે છે, તેને જો નિગ્રન્થ સમજીને, તમેા તેના શરણે જશે તે અનાથ જ રહેશેા. લોક લક્ષણાદિદ્વારા રાગો મટાડવા ચાહે છે પરંતુ રાગો પેદા કેમ થાય છે તેને પહેલાં વિચાર કરો. રાગા અનાથતાથી જ પેદા થાય છે. લક્ષણાદિદ્વારા અનેકવાર રાગે મટાડવામાં આવ્યાં, પણ અનાથતા ન મટી અને તે કારણે રાગે પણ ન મટયાં. એટલા માટે અનાથતામાંથી નીકળી સનાથ મનાવાની ભાવના કરે. સનાથ મટી જ્યારે સનાથ બનશે। ત્યારે રાગે પણ સથા ચાલ્યા જશે. જો તમે અનાથી મુનિની માફક એકદમ સનાથ બની ન શકે તે પણ તમારી ભાવના જો સનાથ બનવાની હશે તે કાઈ વખતે તમે પણ સનાથ બની શકશે।. अनेकजन्मसंसिद्धिस्ततो याति परां गतिम् ।
જો તમે એકદમ મંત્ર, જંત્ર વગેરેની સહાયતા લેવાને ત્યાગ ન કરી શકા, તે પણ ભાવના તે। મંત્ર–જંત્રાદિની સહાયતાને ત્યાગ કરવાની જ રાખેા. કદાચ તમે એમ પણ કહી દા કે, અમારાથી આ ભવમાં તે એવું બની શકે એમ નથી, પરંતુ જે સાધુ થયેલ છે તે એમ કહી ન શકે કે, આ ભવમાં તે સાધુપણું પાળી શકીશ નહિ, આવતા ભવમાં એ વિષે જોઈ લેવાશે. જો કાઈ સાધુ થઈ ને પણ આમ કહે અને લક્ષણ—સ્વપ્ન—નિમિત્તાદિ ખતાવવાના ફંદામાં પડે તે તેને મન શાસ્ત્ર પ્રમાણભૂત છે કે લક્ષાદિ પ્રમાણભૂત છે? તે વિષે વિચાર કરવા જોઈ એ.
કદાચ કાઈ એમ કહે કે, સાધુએમાં પણ ધમ કયાં છે! જો ધર્મ હાય તે તેમને
Page #560
--------------------------------------------------------------------------
________________
વદ ૦)) ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૫૧૯
રાગ કેમ થાય ? પરંતુ જે સાચા મહાત્મા હેાય છે તે તે શરીરમાં રાગ રહેવા જ દેવા ચાહે છે. તે રાગને દૂર કરવા ચાહતા નથી.
સનત્કુમાર ચક્રવર્તીના શરીરમાં જ્યારે રાગે પેદા થયા હતા, ત્યારે તેમણે રાગેાને મટાડવાને ઉપાય ન કરતાં સંયમ ધારણ કર્યાં હતા. જો તેઓ ચાહત તા છ ખંડના સ્વામી હાવાથી અનેક પ્રકારના ઉપાયેા કરી શકતા હતા, પણ તેમણે રાગ મટાડવાના પ્રયત્ન ન કર્યા; પરંતુ એમ કહ્યું કે, એ રેગા તા મારા મિત્રા છે કે જેઓ મને જાગ્રત કરવા આવ્યા છે. સંયમ લીધા બાદ દવાએ તેમની પાસે આવી કહ્યું કે, આપના શરીરમાં અનેક રાગેા પેદા થવા પામ્યા છે તે! આ મારી દવા લેતા આપના રાગે શાન્ત થઈ જશે! આના ઉત્તરમાં સનત્કુમાર ઋષિએ કહ્યું કે, મને એ પ્રકારના રાગા થયા છે. એક તો મને આત્માને રાગ થયા છે અને ખીજો શરીરને રેગ થયા છે. આત્માને કમના રોગ છે. તું આ બે પ્રકારના રાગામાંથી કયા રાગને મટાડવા ચાહે છે! કના રેગને મટાડી આત્માને નિરાગ બનાવવા ચાહે છે કે શરીરના રાગને મટાડવા ચાહે છે ! દેવે કહ્યું કે, હું કર્માંના રાગને તે। મટાડી શત્રુ નહિ. હું તે શરીરના રોગને મટાડવા ચાહું છું. ત્યારે ઋષિએ જવાબ આપ્યા કે, એમાં શું છે ! શરીરનાં રાગાને તેા મેં જ ટકાવી રાખ્યા છે, એટલા જ માટે તે રહેલાં છે, હિ તો તે ટકી ન શકે. આ પ્રમાણે કહી તેમણે પેાતાની એક આંગળી જ્યાં રાગ થયા હતા ત્યાં લગાવી ત્યાં તે તે શરીરના ભાગ કંચનવાઁ બની ગયા. ઋષિએ કહ્યું કે, શરીરનાં રેગા તા આ પ્રમાણે દૂર કરી શકાય છે, પરંતુ તે રેગેા તા મારા મિત્ર છે, કારણ કે એ રાગરૂપ મિત્રાએ જ મને જાગ્રત કરેલ છે એટલા માટે એ રાગરૂપ મિત્રાને દૂર કરવા ચાહતા નથી. હું આ રોગરૂપ મિત્રાની સહાયતાથી જ કર્મોના રેગોને મટાડવા ચાહું છું.
આ પ્રમાણે સાચા મહાત્માએ રાગને તે મિત્ર માને છે. આ કથનને એવા અથ નથી કે, સ્થવિરકલ્પી સાધુએ દવા લેતા જ નથી. દવા તેા તેઓ લે છે પણ દવાથી પેાતાને સનાથ થએલા માનતા નથી. તેએ સનાથ કેવી રીતે બનવા ચાહે છે એ વાત તમા સદન મુનિની ચરિત્રકથાદ્વારા સાંભળી રહ્યા છે.
સંસારના લેાકેા ચમત્કાર જોવા ચાહે છે પણ યત્ર–મંત્રમાં ચમત્કાર છે તે ભાવનામાં કેટલા બધા ચમત્કાર છે તે જુએ. ભાવનામાં જંત્ર~મત્ર કરતાં અનંતગણા ચમત્કાર છે, પરંતુ તે ચમત્કાર ઉપર વિશ્વાસ રહેતા નથી. લેકે સ્વદેશ અને સ્વવિચારને ભૂલી જઈ ખીજાઓ ઉપર જ વિશ્વાસ કરી રહ્યા છે; પણ પોતાની ભાવનાને જોતા નથી, અને ડેાકટર વિના અમારું કામ ચાલી જ શકતું નથી એમ વિચારે છે.
એક માસ્તરે મને જે હકીકત કહી છે તે સાંભળી ધણું જ આશ્ચર્ય થયું. જે માસ્તર કહેતા હતા કે. મારા શરીરમાં ખીજા માથા જેવડુ મારું ગુમડું થયું હતું અને મારું શરીર શક્કરની બીમારીથી-મીઠી પેશાબના રાગથી–સૂજી ગયું હતું. મરી જવાના ભય લાગ્યા એટલે આપરેશન કરાવવાનું નક્કી થયું, પણ મારી સ્ત્રીને ન જાણે એવી ધૂન આવી કે આપરેશન ન કરાવવું અને આ વાતની તેણીએ હઠ પકડી. લેાકેા કહેવા લાગ્યા કે, આપરેશન કર્યા વિના આ ક્રમ બચી શકશે ! એટલામાં જ આયુના એક સાધુ અનાયસે જ મારા ઘેર આવી ચડયા. તેમણે મારા રાગ જોઈ મને ચેાખાથી પણ નાની ટીકડી નાગરવેલના પાનમાં
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૨૦].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
આપી અને કહ્યું કે, ઓપરેશન ન કરાવવું અને આ દવાની એક ટીકડી દરરોજ ખાવી. તને શક્કરની બિમારી છે એટલા માટે સાકર ન ખાવી, પરંતુ ગોળ-ઘીનાં બનાવેલા લાડવાં જેટલા ખાઈ શકાય તેટલા ખાવાં અને સાતમા દિવસે પેશાબની પરીક્ષા કરાવવી. આ પ્રમાણે કહી તે સાધુ તે ચાલ્યો ગયો અને મેં તેણે બતાવેલી રીતિ પ્રમાણે દવા ખાવી શરુ કરી. શક્કરની બિમારીમાં ગોળ ઝેરના જેવું કામ કરે છે અને દાકતર લેકે મને ગોળ ખાવાની મજા પણ કરવા લાગ્યા, પરંતુ મેં તેમનું કહ્યું માન્યું નહિ અને સાધુના કથન ઉપર વિશ્વાસ રાખી ગોળ-ઘી ખાવાનું ચાલું રાખ્યું. સાતમા દિવસે ત્રણ દાક્તરેએ મારે પેશાબ તપાસ્યો પણ તેમાં જરાપણ શક્કરને ભાગ તેમના જેવામાં આવ્યો નહિ!
તમે કહેશે કે, કોઈ એવી દવા આપનાર તે મળે ! પણ વિશ્વાસ અને ભાવના રાખો તે ન જાણે કોણ ક્યાંથી આવી મળશે! વિશ્વાસની શક્તિ ઘણી મોટી છે. તમારી ભાવનાથી કામ કરશે તે તમારી ભાવના ઉપર તમને વિશ્વાસ થશે અને બીજાના આધારે કામ કરશો તે બીજાના ગુલામ બનશો. જ્યારે તમે દાક્તર ઉપર વિશ્વાસ રાખે છે ત્યારે તમારી ભાવના ઉપર જ તમે વિશ્વાસ કેમ રાખતા નથી ? સનકુમાર ઋષિએ ઘણું દિવસો સુધી શરીરમાં રોગ રાખ્યા પણ તેઓ પિતાની ભાવના ઉપર જ દઢ રહ્યા તે કર્મોને નષ્ટ કરી મુક્ત થઈ ગયા. તમે પણ એવી ભાવના ભાવો તે તેમાં કલ્યાણ જ રહેલું છે. હવે આજ વાત તેમેને સુદર્શન ચરિત્ર દ્વારાએ કહું છું. સુદર્શન ચરિત્ર–પ૭
અવસર દેખ શેઠ મન દઢ કર, લીને સંયમ ભાર;
ઉગ્રવિહાર વિચરતા આયે, પટના શહર મઝાર. . ધન ૧૨૬ સુદર્શને વિચાર્યું કે, અભયા માતા પિતાની ભાવનાથી જ મરી છે પણ હવે મારે શું કરવું? મારે મારી ભાવના સફળ કરવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તેણે મનોરમાને કહ્યું કે, હવે “આ ઘર અને આ પુત્રને તમે સંભાળે. હવે હું સંયમને ધારણ કરીશ.”
સુદર્શનનું આ કથન સાંભળી મનેરમા લેકવ્યવહારની અનુસાર ગભરાઈ. તે કહેવા લાગી કે, “આપ હમણાં જ ઉપસર્ગમાંથી બચ્યા છે અને હમણું જ સંયમને ધારણ કરો. છે; હમણાં જ અમને બધાને છોડી ચાલ્યા જાઓ છો ?”
સુદર્શને ઉત્તર આપ્યો કે, “આ સમયે તમે મેહમાં પડી ગયા છે. હું પૂછું છું કે, જ્યારે મને શૂળી ઉપર ચડાવવામાં આવ્યો હતો ત્યારે મારું મુખ જેવા કેમ આવ્યા નહતા ?”
મને રમાએ જવાબ આપ્યો કે, તમારી ઉપર કલંક હતું એટલે હું આપનું મુખ જોવા કેમ આવી શકું ? સુદર્શને કહ્યું કે, “ત્યારે એ કલંક તમે જોયું?” મને રમાએ ઉત્તર આપ્યો કે, “એ કલંકને મેં નહિ પણ ધર્મો ધોયું છે.” સુદર્શને કહ્યું કે, તે પછી હું એ ધર્મભાવનાનું પિષણ કરવા માટે જાઉં છું તે પછી તમે એ વખતે કાયરતા કેમ બતાવે છે ?” - શેઠે મનેરમાને સમજાવી. શહેરમાં વાયુવેગે ખબર ફેલાઈ ગઈ કે શેઠ દીક્ષાને અંગીકાર કરે છે. જોકે શેઠની પાસે આવી કહેવા લાગ્યા કે, આપ અમારા સદ્દભાગ્યે તે
Page #562
--------------------------------------------------------------------------
________________
શુદી ૧] રાજકેટ-ચાતુર્માસ
[પ૨૧ બચ્યા છો અને હવે આપ દીક્ષા લે છે ? રાજા કહેવા લાગ્યો કે, હવે આપને કેને ભય છે કે આપ સંયમ લે છે? કે તમારી ઉપર કલંક ચડાવનારને માટે તમે તે અભયવચન માંગ્યું, છતાં તે તે પિતાને મેળે જ મરી ગઈ. એટલા માટે હવે આપને શે ભય છે! આપ આનંદથી રહે અને લોકોને તમારી છાયામાં રાખે. એટલા માટે તમે અહીં જ રહે અને સંયમને ધારણ ન કરે અને પહેલાંની માફક ઘરમાં રહીને જ ધર્મધ્યાન કરે.
આ પ્રમાણે રાજા અને પ્રજા સુદર્શનને સંયમ ન ધારણ કરવા માટે વિનવવા લાગ્યા. પણ સુદર્શન વૈરાગ્ય ઉપર દઢ હતું એટલે તે કહેવા લાગ્યો કે, “તમે લેકે આ શરીરને મોટું માને છે કે ધર્મને ?” બધા લેકેએ ઉત્તર આપ્યો કે, “ધર્મને મે માનીએ છીએ ” સુદર્શને કહ્યું કે, “ ત્યારે દીક્ષા લઉં છું એથી શું ધર્મની કાંઈ હાનિ થશે! હું દીક્ષા લઈશ તે એથી કાંઈ તમને નુકશાન થવાનું નથી તે પછી તમે લેકે કાયર કેમ બની રહ્યા છે ? તમારે તે મને વધારે સહાયતા કરવી જોઈએ.’
રાજા કે પ્રજામાંથી કોઈ કાંઈ સુદર્શનના કથનના ઉત્તરમાં બેલ્યું નહિ. બધા સુદર્શનને જયકાર બેલી કહેવા લાગ્યા કે, “આપ જે માર્ગે જઈ રહ્યા છે તે જ માર્ગે જવાથી શૂળીનું સિંહાસન થયું છે. જ્યારે તમને શૂળીએ લઈ જતા હતા ત્યારે લોકો તમારી નિદા કરતા હતા પણ જે ધર્મના પ્રતાપથી આપ બચ્યા છે તે જ ધર્મની સેવા કરવા માટે આપ જઈ રહ્યા છે, એટલા માટે અમે તમને રોકી શકતા નથી.” . રાજાએ ધૂમધામથી દીક્ષા મહોત્સવ ઊજળ્યું અને શેઠે સંયમને સ્વીકાર કર્યો.
હવે સુદર્શન શેઠ મુનિ થઈને વિચરવા લાગ્યા. આ મુનિ અવસ્થામાં તેમની પાછી કેવી કસોટી કરવામાં આવે છે અને તે કસોટીમાંથી તેઓ કેવી રીતે સફળ થાય છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસે શુદી ૧ શુક્રવાર
પ્રાર્થના શ્રી જિન અજિત નમે જ્યકારી, તું દેવનકે દેવજી, જિતશત્ર” રાજા ને “વિયા' રાણીકે, આતમજાત મેવજી;
- શ્રી જિન અજિત નમે જયકારી. છે ૧છે
વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રી અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રાર્થના કરનારના મનમાં કેવી ઉત્કૃષ્ટ અને અનન્ય ભાવના હોવી જોઈએ એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. અનન્યને અર્થ કેવળ એક જ, બીજે નહિ એ થાય છે. કેવલ પરમાત્માની જ ભક્તિ કરે, બીજાની ભક્તિ ન કરે એ અનન્ય ભક્તિ કહેવાય છે. આ પ્રકારની “અનન્યતા” ત્યારે જ આવે છે કે જ્યારે બધા પદાર્થોને તપાસતાં તપાસતાં છોડવામાં
Page #563
--------------------------------------------------------------------------
________________
પર૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[આસો
આવે. આ પ્રમાણે તપાસતાં જ્યારે કાંઈ બાકી ન રહે ત્યારે સમજવું કે હવે આત્મા વિશ્રાંતિને પામ્યો છે. જ્યાં સુધી આત્માને આવું વિશ્રામસ્થાન ન મળે ત્યાં સુધી એમ જ સમજવું કે, હજી આત્મા સાધક દશામાં જ છે.
હવે તમે કે તમારા પિતાના વિષે પણ જુઓ કે, તમે કઈ દશામાં છે? મારી દૃષ્ટિએ તે હજી આપણે બધા સાધક દશામાં જ છીએ. હજી આપણા માટે એવી સ્થિતિ આવી નથી કે આપણા માટે હવે તપાસવાનું બાકી રહ્યું નથી. એટલા માટે સંસારના પદાર્થોને તપાસતાં જાઓ અને “એ પ્રભુ નથી, એ પ્રભુ નથી’ એમ માની એને છોડતા જાઓ. અને એવો નિશ્ચય કરો કે, “જે કે મેં પરમાત્માને જોયા નથી પરંતુ આગમ અને ગુરુમુખના વચનથી મને એ વિશ્વાસ થયો છે કે, મારો આત્મા અને પરમાત્મા બને સમાન છે. પણ હું સંસારનાં તુચ્છ પદાર્થો ઉપર મોહિત થઈ રહ્યો છું અને એટલા માટે મારે સંસારનાં પદાર્થો તપાસીને પરમાત્મા કોણ છે એની શોધ કરવી જોઈએ.”
આ શરીરમાં જે આત્મા રહે છે તે શરીર નથી પણ શરીરી છે. છતાં આ આત્માને એ ધ્યાસ (ભાસ) થઈ રહ્યો છે કે, “હું શરીર જ છું.” આત્માના આ ધ્યાસને દૂર કરે જોઈએ અને સંસારનાં પદાર્થોને તપાસતાં તપાસતાં પરમાત્માની શોધ કરવી જોઈએ. - તમે એ તે જાણો છો કે, સંસારનાં પદાર્થો ઈન્દ્રિયગ્રાહ્ય છે. નાકથી ગંધ, જીભથી રસ, આંખથી દશ્ય, કાનથી શબ્દ અને હાથથી સ્પર્શનો અનુભવ થાય છે. આ પ્રમાણે પદાર્થો ઈન્દ્રિયગ્રાહ્ય છે, એટલા માટે એ જુઓ કે ઈન્દ્રિય મોટી છે કે પદાર્થો મોટાં છે? કાના મૂલ્યવાન છે કે મોતી ? તમે કાનને મૂલ્યવાન માને છે છતાં જેટલું ધ્યાન મોતીનું રાખવામાં આવે છે તેટલું ધ્યાન કાનનું રાખવામાં આવતું નથી. આ પ્રમાણે સંસારનાં બધાં પદાર્થોથી ઈન્દ્રિય મોટી છે. હવે ઇન્દ્રિયોને તપાસવી જોઈએ કે એનાથી મોટું કોણ છે? એને માટે કહ્યું છે કે –
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । આ પ્રમાણે ઈન્દ્રિયોથી મન મોટું છે. મનના સહકાર વિના ઈન્દ્રિો કાંઈ કરી શકતી નથી. કાન તમને પણ છે અને ગધેડા-કૂતરાને પણ છે. પણ તમારા કાન અને તેમના કાનમાં કાંઈ અંતર છે કે નહિ? તમારામાં જે માનસિક શક્તિ છે તે માનસિક શક્તિ ગધેડા-કૂતરામાં નથી. કેઈ વાત સાંભળી તમે તે વિષે જેવો અને જેટલે વિચાર કરી શકો છો તે અને તેટલે વિચાર ગધેડા-કુતરા કરી શકતા નથી. ગ્રામોફેનની રેકોર્ડ ઉપર કુતરાને ફેટ જોતાં જાણે તે કુતરો ધ્યાનપૂર્વક ગાયન સાંભળી રહ્યો હોય એમ જણાય છે. આ પ્રમાણે શબ્દથી કુતરા-સાપ વગેરે પણ મુગ્ધ થઈ જાય છે, પરંતુ આ શબ્દ અમને ફસાવનાર છે કે મુક્ત કરનાર છે, તે તેઓ જાણતા હોતા નથી. તે તમારામાં આ પ્રકારની વિચાર કરવાની શક્તિ છે. એટલા માટે જ્યારે પદાર્થોની તરફ ઇન્દ્રિયો ઢળે ત્યારે એમ વિચારવું કે આ પદાર્થો કરતાં તે ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. અને જ્યારે ઈન્દ્રિ મટી જણાય ત્યારે એમ વિચારવું કે, આ ઇન્દ્રિય કરતાં તે મન મોટું છે. પછી મનની બુદ્ધિની સાથે સમતુલના કરવી કે આ બંનેમાં કેણ મોટું છે? મને સંકલ્પવિકલ્પ જ કરી શકે છે પણ કોઈ પ્રકારને નિશ્ચય કરી શકતું નથી, પરંતુ બુદ્ધિ નિર્ણય કરી શકે છે.
Page #564
--------------------------------------------------------------------------
________________
શુદી ૧] રાજકોટ–ચાતુર્માસ
[પ૨૩ આ દષ્ટિએ મન કરતાં બુદ્ધિ મોટી જણાય છે. તમે કેવળ બુદ્ધિની ચાલતા ઉપર જ લલચાઈ ન જાઓ પરંતુ એ જુએ કે, એ બુદ્ધિથી કેણ મોટું છે ? અને આ બુદ્ધિમાં કેની શક્તિ રહેલી છે ? બુદ્ધિમાં જેની શક્તિ રહેલી છે તે બુદ્ધિથી મોટો આત્મા છે અને તે જ સાચી વિશ્રાંતિનું સ્થાન છે. આ પ્રમાણે પદાર્થોથી ઈન્દ્રિયો મોટી છે, ઈન્દ્રિયોથી મન મોટું છે, મનથી બુદ્ધિ મેટી છે અને બુદ્ધિથી આત્મા મેટો છે. આ વાતને બરાબર સમજી આત્મતત્ત્વનું સ્વરૂપ સમજી લો. આત્મતત્વનું સ્વરૂપ સમજ્યા બાદ પરમાત્માનું સ્વરૂપ સમજવું મુશ્કેલ લાગશે નહિ. - જો કે, તમે શાસ્ત્ર આદિના પ્રમાણદ્વારા પદાર્થો કરતાં ઇન્દ્રિયો મેટી છે એ વાત જાણે છે છતાં તમે પદાર્થો ઉપર મુગ્ધ થઈ જાઓ છો અને તેના ભ્રમમાં પડી જાઓ છે, અને તેથી જ હજી તમે સાધક દશામાં છે. એટલા માટે પદાર્થોના પ્રભનમાં ન પડી જાઓ, પણ ઈન્દ્રિય અને મનની સહાયતાદ્વારા બુદ્ધિને અંતર્મુખી બનાવો. બહિર્મુખી બનવી ન દે. બુદ્ધિને અંતર્મુખી બનાવવાથી આત્મતત્વનું સ્વરૂપ સમજી શકશે અને આત્મતત્વનું સ્વરૂપ સમજી લેવાથી પરમાત્માનું સ્વરૂપ સમજી શકશે. ' . . . . ; * અનાથી મુનિને અધિકાર–૫૮
અનાથી મુનિરાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જે સંસારનાં પદાર્થોને ત્યાગ કરી પાછા ઈન્દ્રિયોના મેહમાં પડી જાય છે. અને સંસારના પદાર્થોમાં મમત્વભાવ રાખે છે તેઓ આ પ્રમાણે સનાથતામાંથી નીકળી પાછો અનાથતામાં જઈ પડે છે.
तमं तमेणेव उ से असीले, सया दुही विपरीयांमुवेइ। .. संधावई नरगतिरिक्खजोणि, मोणं विराहेत्तु असाहुरूवे ॥ ४६॥
उद्देसियं कीयगडं नियागं, न मुच्चई किंचि अणेसणिज्ज। - अग्गी वि वा सव्वभक्खी भवित्ता, इत्तो चुए गच्छइ कट्ठ पावं ॥४७॥
જે સાધુને વેશ ધારણ કરીને પણ આત્મગુણમાં રમણ કરતો નથી, તે દ્રવ્યલિંગી, દુરાચારી સાધુ જાણે અંધકારમાંથી અંધકારમાં પ્રવેશ કરે છે અર્થાત તે અજ્ઞાનમાંથી અજ્ઞાનમાં પ્રવેશ કરે છે. સંસારનો ત્યાગ કરતી વખતે તેણે જે પદાર્થોની નિંદા કરી મુનિવ્રત ધારણ” કર્યું હતું તે જ પદાર્થોમાં તે પાછો લલચાય છે, એ તેની કેવી અજ્ઞાનતા છે ? . ! '
અનાથી મુનિ કહે છે કે, આત્મા જ વૈતરણ નદી, ફૂટશામલી વૃક્ષ, નંદનવન અને કામધેનુ સમાન છે. આ કથન ઉપર ઊંડે વિચાર કરી એવી ભાવના ભાવવી જોઈએ કે, હે! આત્મા ! જો તને વૈતરણ નદી મળે તો કેવું દુઃખ થાય ? ફૂટશાલ્મલી. વૃક્ષની નીચે તને બેસાડવામાં આવે અને ઉપરથી તલવારની ધાર જેવા તીણ પાંદડાઓ પડે ત્યારે તારી : કેવી દશા થાય! જે આત્માને આ પ્રકારની વેદનાનું ધ્યાન રહે તે શું તેનામાં કઈ પ્રકારને વિકાર રહી શકે ખરે ! હવે આ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું – , , . એક આધ્યાત્મિક વિચારવાળો રાજા ધ્યાનમાં મગ્ન થઈ બેઠો હતો. તે વખતે એક બહુરૂપિયે તેની સામે આવ્યું અને તેણે રાજાને હસાવવાનો ઘણે પ્રયત્ન કર્યો પરંતુ રાજા હસ્યો નહિ, પણ પહેલાંની માફક જ ગંભીર થઈને બેસી રહ્યો. જ્યારે તેનું ધ્યાન પૂરું થયું.
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૨૪].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
ત્યારે બહુરૂપિયો તે રાજાને કહેવા લાગ્યું કે, આપને હસાવવાને મેં આટલો બધે પ્રયત્ન કર્યો છતાં પણ તમે કેમ હસ્યા નહિ? રાજાએ વિચાર્યું કે, હું શા માટે હસ્ય નહિ એ વાત તેને અનુભવ કરાવીને બતાવવી જોઈએ. અનુભવ કરાવ્યા વિના એ વાત એની સમજમાં આવી શકશે નહિ. આ પ્રમાણે વિચાર કરી રાજાએ એક યુવા ઉપર એક તૂટેલી જેવી ખુરશી મુકાવી કે જે જોતાં હમણાં તે ખુરશી તૂટી જશે એવી લાગતી હતી. એ ખુરશી ઉપર પાતળા દેરાથી એક તલવારને લટાવવામાં આવી. પછી બહુરૂપિયાને તે ખુરશી ઉપર બેસાડવામાં આવ્યો અને ઠઠ્ઠામશ્કરી કરનારાઓને કહેવામાં આવ્યું કે, આને હસાવવાને તમે તનતોડ પ્રયત્ન કરે. મશ્કરાઓએ તે બહુરૂપિયાને હસાવવાને ઘણો પ્રયત્ન કર્યો, પણ તે હ નહિ. ત્યારે રાજાએ તે બહુરૂપિયાને પિતાની પાસે બોલાવીને પૂછ્યું કે, “તમને હસાવવાને આટલો બધો પ્રયત્ન કરવામાં આવ્યો છતાં તમે કેમ હસ્યા નડિ!” બહુરૂપિયાએ જવાબ આપ્યો કે, “ હું હસું કેવી રીતે ? મારી ઉપર તે તલવાર લટકી રહી હતી, અને તે માથે પડશે એ ભય હતું ત્યારે બીજી બાજુએથી હમણાં જ કુવામાં પડી જઈશ એ. મને ભય રહ્યા કરતા હતા. એવી દશામાં મને હસવું ક્યાંથી આવે !”
આ અનુભવ કરાવીને મેં કહ્યું કે, “જ્યારે ધ્યાનમાં હતા કે, આ આત્મા જ વૈતરણી નદી અને ફૂટશાલ્મલી વૃક્ષ છે ત્યારે મને હસવું ક્યાંથી આવી શકે ” આ પ્રમાણે વિચાર કરવાથી કોઈને મેહ ઉડી જાય છે અને સંસારથી ભય પેદા થવા પામે છે. આ દિશામાં સંસારના પદાર્થો કેમ લલચાવી શકે? અને હસવું પણ કેમ આવી શકે ?
મતલબ કે, અનાથી મુનિના કથન ઉપર ઊંડે વિચાર કરવામાં આવે તે સંસારનાં પદાર્થો બંધનકારક નીવડી ન શકે અને આત્મા મેહમાં પડી શકે નહિ. જે સંસારનાં પદાર્થોની સાથે મોહ કરવામાં આવે તે આત્મા વૈતરણી નદી કે ફૂટશામલી વૃક્ષરૂપી કુવામાં અને તલવારની ધારની સ્થિતિમાં પડી જાય. જો કે, આ વાતને વિચાર પ્રત્યેક આત્માએ કર જોઈએ પરંતુ જે સાધુ થઈને પણ તે વિષે વિચાર કરતા નથી તેના માટે એમ સમજવું જોઈએ કે, તે અંધકારમાંથી નીકળી અંધકારમાં જઈ રહ્યો છે. ઉપનિષતમાં કહ્યું છે કે- તમ: કવિરાજિત ચેડવિચામુપાતે , અઘિા એ જ અંધકાર છે. સાધારણ રીતે અવિદ્યાનું વર્ણન ઘણું વિસ્તૃત છે પરંતુ સંક્ષેપમાં જેનશાસ્ત્ર જેને “મહજનિત દશા, કહે છે તે જ અવિદ્યા છે. અનિત્યમાં નિત્ય, નિત્યમાં અનિત્ય, આત્મામાં અનાત્મા, અનાત્મામાં આત્મા, આ અધ્યાસ કરે એ જ અવિદ્યા છે. જેનશાસ્ત્રમાં કહ્યું છે કે –
जीवे अजीवसन्ना अजीवे जीवसन्ना।। અર્થાત–રમાં અજવસંજ્ઞા અને અછવમાં વસંશા રાખવી એ જ મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વને જ અવિદ્યા કે મેહ પણ કહેવામાં આવે છે. અવિનાશીને નાશવાન અને નાશવાનને અવિનાશી માનવું એ અવિદ્યા છે. આ પ્રકારની અવિદ્યાવાળો અંધકારમાં જ છે. જો કે આ અવિદ્યા છે પણ જે પ્રકૃતિને માનતા નથી કે સંસારને માન નથી પણ કેવલ વિદ્યાની જ વાત કરે છે તે તેથી પણ વધારે અંધકારમાં છે. જે ચૈતન્યને જ માને છે, જડને માનતે નથી, વિદ્યાને જ માને છે, અવિદ્યાને માન નથી તે પણ અંધકારમાં છે. જે વિદ્યા અને અવિદ્યાને યથાસ્થાને માની, અવિદ્યાને ત્યાગ કરે છે તે જ આત્મતત્વને
Page #566
--------------------------------------------------------------------------
________________
શુદી ૧].
રાજકોટ–ચાતુર્માસ
[૫૨૫
જાણી શકે છે. એટલા માટે જડ ચૈતન્યને વિવેક કરી એમ માનવું જોઈએ કે, “હે! આત્મા! આ સંસારમાં દુઃખ આપનાર બીજું કઈ નથી પણ તું પોતે જ પિતાને દુઃખ આપનાર છે.” જે આ પ્રમાણે માને તેનું ચિત્ત સંસારમાં રોકી શકે ખરું? જે આ પ્રકારની સંવેદનાનું ધ્યાન રાખે છે તેનું ચિત્ત સંસારમાં જશે નહિ પણ અમૃત ભાવનામાં જ જશે. જે મહાત્માઓ આ વાતને બરાબર સમજે છે તેઓ સંસારનાં પદાર્થોથી લલચાઈ જતા નથી પણ તે પદાર્થોથી વિરક્ત રહે છે. તેઓ કોઈની નિંદામાં પણ પડતા નથી પરંતુ રાગદ્વેષને ત્યાગ કરી આત્માનું કલ્યાણ સાધે છે.
કોઈ માણસને જે ચાબુક મારવામાં આવે તે એક ચાબુક મારીને બીજે ચાબુક મારવા જતાં થોડા સમયનું અંતર તે પડશે જ પરંતુ જો કોઈને વિજળી જ પકડાવી દેવામાં આવે તે શું તેમાં થોડા સમયનું પણ અંતર પડશે ? નહિ. એ વિજળી તે પ્રાણ જાય ત્યાં સુધી દુઃખ જ આપતી રહેશે. આ જ પ્રમાણે અજ્ઞાન પણ સદાને માટે દુઃખ જ આપનાર છે.
હંમેશાંનું દુઃખ કેવા પ્રકારનું હોય છે! એની વ્યાખ્યા કરતાં જ્ઞાનીજને કહે છે કે, સંસારના લેકે તે સખ માને છે. તેને અમે દખ જ માનીએ છીએ. કોઈ બીમાર માણસ કેાઈ કપથ્ય પદાર્થ ખાવામાં આનંદ માને છે પણ ડૉકટર તે એને એમ જ કહેશે કે, તું આ શું કરી રહ્યો છે? એ વસ્તુ તે વધારે દુઃખરૂપ છે. આ રીતે જે પદાર્થના ઉપભેગમાં તે બિમાર માણસ આનંદ માની રહ્યો છે તે જ પદાર્થને ડર દુ:ખરૂપ બતાવી રહ્યા છે. તમે આ બનેમાંથી કોનું કહેવું સાચું માનશે ? તમે એમ જ કહેશે કે. ડૉકટર જે કાંઈ કહે છે તે ઠીક જ કહે છે. આ જ પ્રમાણે સાંસારિક લેકે અજ્ઞાનતાને કારણે જેમાં સુખ માને છે, જ્ઞાનીઅને તેને જ દુઃખરૂપ માને છે
દુઃખને સુખ કરી માનિયે, ભમિ કાલ અનંત લાખ ચોરાસી કી નિમેં, ભાખે શ્રી ભગવંત.
મુક્તિ મારગ દેયેલો. આત્મા સુખને દુઃખ અને દુઃખને સુખ માને છે, એટલા જ માટે ભગવાન અજિતનાથને માર્ગ મુશ્કેલીભર્યો જણાય છે. આત્મામાં આ જ અપૂર્ણતા છે. દુઃખને સુખ માનવાનું અજ્ઞાન મટી જાય તો ભગવાન અજિતનાથને માર્ગ સરલ બની જાય.
એક મિત્રે પોતાના મિત્રને કહ્યું કે, “આ સંસાર ઊલટા માર્ગે જઈ રહ્યો છે. સંસાર દુઃખને પણ સુખ માને છે.” આ સાંભળી બીજા મિત્રે કહ્યું કે, “તમે ભૂલી રહ્યા છે? કઈ દુઃખને સુખ માને ખરા ?” ત્યારે પહેલા મિત્રે કહ્યું કે, હું ઠીક કહું છું. નૈતિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારના જીવનમાં આમ જ થઈ રહ્યું છે.” પહેલા મિત્રનું આ કથન સાંભળી બીજા મિત્રે કહ્યું કે, “એ કેવી રીતે બને?” પહેલા મિત્રે જવાબ આપ્યો કે, “શું તમે એવા લેકે જોતા નથી કે જેઓ એમ કહે છે કે, કાલે ગમે તે થાય પણ આજે તે અમે મેજ ઉડાવીશું. ગાં–ભાંગ કે દારૂ પીશું. જે લેકે ગાંજો-ભાંગ કે દારૂ પીએ છે તેઓ શું તેમાં દુઃખ માનીને પીએ છે! તે લેકે તે તેમાં સુખ માનીને જ પીએ છે, પણ વાસ્તવમાં તેમાં સુખ છે કે દુઃખ ? વૈશ્યાગમન, ચેરી વગેરે સુખ માનીને કરવામાં આવે છે
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૨૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો કે દુઃખ માનીને ? જે તેઓ તેમાં દુઃખ માનતા હોય તે પ્રવૃત્તિ જ શા માટે કરે ? તે લેકે જો કે તેમાં સુખ માનીને જ પ્રવૃત્તિ કરે છે પણ વાસ્તવમાં તે બધામાં દુઃખ છે. ( આ પ્રમાણે સંસારમાં જેટલાં ખરાબ કામે છે તે ખરાબ કામે સુખ માનીને જ કરવામાં આવે છે. દુઃખ માનીને કરવામાં આવતાં નથી અને આ રીતે સંસાર દુઃખને પણ સુખ માની રહ્યો છે. જોકે પિતાના પુત્રોને સુધારવા માટે કોલેજોમાં મેકલે છે પણ ત્યાં કેવી રીતે કુળપરંપરા અને ધર્મનો નાશ થાય છે તે કોણ જુએ છે! જે પાપ લાખો રૂપિયા મળે છતાં કરવામાં આવતું નથી તે પાપ ત્યાં કરવામાં આવે છે. આમ હોવા છતાં પિતાના પુત્રોને ત્યાં એટલા માટે મોકલવામાં આવે છે કે અમારા પુત્રો ભણશે–ગણશે તે સુખી થશે. કઈ કઈ કૅલેજના વિષે સાંભળ્યું છે કે, ત્યાં જે અનીતિ થાય છે અને ત્યાં છોકરા છોકરીઓ જે અનર્થો કરે છે એ સાંભળતાં મેતમાં આંગળી દબાવી દેવી પડે છે. આ પ્રમાણે નૈતિક–જીવનમાં ખરાબી પેસવા પામી છે. એટલા માટે જ્યાં સુધી નૈતિક-જીવનમાં પલટ કરવામાં ન આવે ત્યાંસુધી આધ્યાત્મિક જીવન આવી જ કેમ શકે?
. સુદર્શન ચરિત્ર-પ૮ * હવે આ જ વાત સુદર્શનના ચરિત્રદ્વારા સમજાવું છું. તમારા પૂર્વજે કેવા હતા એ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. જેમના પૂર્વજો સુદર્શનની જેવા થઈ ગયા છે તે લેકે જે ખરાબ કામ આદરે તે શું તે શરમની વાત નથી ? સુદર્શન સાધુ તે પાછળથી થયા પણ પહેલાં તે તે શેઠ કહેવાતા હતા અને શ્રાવક હતા, પણ તે નામથી જ શેઠ કે શ્રાવક ન રહ્યા પણ નામ પ્રમાણે કામ પણ કરી બતાવ્યું. તમે સુદર્શનની કથા ઉપરથી જુઓ કે તમારા પૂર્વજો તમારા માટે કે આદર્શ ઉપસ્થિત કરી ગયા છે !'
દેખ મુનિકે ધાય પંડિતા, મન લાઈ રેષ;
હરિણું વેશ્યા કરી સમીક્ષા, બહેકાઈ ભર જોષ. ધન ૧૨૭ સુદર્શન શેઠે સંસારયાત્રાને પૂર્ણ કરી, જીવનસાધના કરવા માટે સંયમને ધારણ કર્યો. સુદર્શનના અત્યાર સુધીના ચરિત્રના આદર્શને તમારી સમક્ષ એટલા માટે ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે, જો તમે મુનિ અવસ્થાને પ્રાપ્ત કરી ન શકે તે પણ તેમનું ચરિત્ર તમને જે સબંધ આપે છે તે સદ્દબોધને તમે પણ તમારી સેગ્યતાનુસાર અપનાવે. બજારમાં રત્ન પણ હોય છે અને સામાન્ય ચીજો પણ છે. પરંતુ લેકે તે પોતપોતાની શક્તિ અનુસાર જ ચીજો ખરીદે છે. આ જ પ્રમાણે સુદર્શન શેઠના ચરિત્રમાંથી તમે જે સબોધ તમારા જીવનમાં ઉતારી શકે તે સદ્દબોધને તમે અવશ્ય અપનાવો.
સુદર્શન આગલા ભવમાં સુભગ નામને એક બાળક હતા, જે જિનદાસ શેઠને ત્યાં કર હતું અને જંગલમાં ગાયો ચરાવતે હતે. એક મહાત્માના સમાગમથી તે નવકાર મંત્રને એવો રસિક બન્યું હતું કે પેટમાં ખીલે ખેંચી જવા છતાં પણ નવકાર મંત્રનું ધ્યાન ન ભૂલ્યો પરંતુ તેના ઉપર દઢ રહ્યો હતો. - સુભગની નવકારમંત્ર ઉપરની આવી દઢ ભાવનાને કારણે જ તેને છવ સુદર્શન શેઠ તરીકે જન્મ પામ્યો હતો, જન્મ પામીને તે કેવી શિક્ષાને પામ્યા અને તેમણે કેવી ઉચ્ચ ભાવના કેળવી હતી. તે વાતની સમજ તેઓ કપિલા અને અભયના ફંદામાંથી કેવી રીતે
Page #568
--------------------------------------------------------------------------
________________
શુદી ૧ ]
રાજકેટ--ચાતુર્માસ
[ ૫૨૭
ખચી ગયા તે ઉપરથી પડે છે. કાઈ માણસ આવા સંયેાગામાં ન પડવાથી તે ખચી શકે છે પણ આ સ્થિતિમાં ફસાયા છતાં કુશળતાપૂર્વક બચી જવું એ બહુ જ મુશ્કેલ છે; પણ સુદર્શન શેઠ આવાં કપરાં પ્રસંગેમાંથી પણ સત્યાચરણ અને દૃઢ વિશ્વાસથી કુશળતાપૂર્વક બચી ગયા.
સુદર્શન શેઠ મુનિ થયા. તેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું બરાબર પાલન ફરતા હતા. શાન્ત, દાન્ત અને ગંભીર બતી · પુર-પાટણ વિચરતા હતા. તેમની શાન્તિ એવી હતી કે ઇન્દ્ર પણ પેાતાનું ઇન્દ્રાસન છેડીને તેની ઇચ્છા કરે.
જે પડિતા અભયા રાણીની સહાયિકા હતી તે રાણીના મૃત્યુ પછી રાજમહેલમાંથી ભાગી પટના શહેરમાં આવી વસેલી છે અને પટનામાં એક વેશ્યાની સહાયિકા બની રહેલ છે. સુદČન મુનિ વિચરતાં વિચરતાં એક દિન પટના નગરીમાં આવ્યા અને ત્યાં ગોચરી લેવા માટે નીકળ્યા. પડિતા દૂરથી મુનિને એળખી ગઈ અને કહેવા લાગી કે, ‘ આ તા હવે સાધુ બની ગયા છે, એણે જ મને દુઃખ આપ્યું છે. આને જ કારણે રાણીને મરવું પડયું અને મારે રાજાનું ઘર છેાડી અહીં આવવું પડયુ. હું એને ભ્રષ્ટ કરું તે જ મારું નામ પડિતા.”
ΟΥ
આ પ્રમાણે વિચાર કરી તે જે વૈશ્યાને ત્યાં નાકર તરીકે રહી હતી તે હરિણી વૈશ્યાને પડિતા ભરમાવી કહેવા લાગી કે, “ તમે કહેા છે કે, હું બહુ જ હૅાશિયાર છું; અને મનુષ્ય જ શું પણ ધ્રુવને પણ વિચલિત કરી શકું છું! મારી સમજમાં તે। આ તમારા ખાટા ડાળ છે. અને જો તમારા એ ખાટા ડાળ ન હોય તે હું તમને એક પુરુષ બતાવું છું. જો તમે એને વિચલિત કરી દે તા તા હું તમને હેશિયાર માનું. જીએ! તે સાધુ જઈ રહ્યો છે, તે સાધુને તમે તે જાણતા નથી પણ હું એને સારી રીતે જાણુ છું. તે બહુ જ સુંદર છે. જો તમે કૈવલ કપડાંમાં જ સુંદરતા માનતા નથી, પરંતુ જે પ્રમાણે ઝવેરી ધૂળમાં પડેલા રત્નને પણુ રત્ન જ માને છે, તે જ પ્રમાણે તમે પણ પુરુષની પરીક્ષા કરનારા છે, તે મને ખાત્રી છે કે તમે પણ તેને સુંદર જ કહેશેા, હું તે કહુ છું કે તે બહુ જ સુંદર છે પણ સાથે સાથે તે અભિમાની પણ બહુ છે. એ એવા અભિમાની છે કે, તે સ્ત્રીઓને તે તુચ્છ જ સમજે છે. ”
હરિણીએ પડિતાને પૂછ્યું કે, તને આ બધી વાતની ખબર કયાંથી પડી? પડિતાએ ઉત્તર આપ્યા કે એ તા તમે જાણા જ છે કે, હું અહીં જન્મેલ નથી; તેમ અહીં ઉછરેલ નથી. હું તે। બહારથી આવીને તમારે ત્યાં રહેવા લાગી છું. મારી ચતુરાઈ વગેરે ગુણાથી તમે જાણી શકેા છે કે, હું કાઈ મેાટા ઘેર રહેલ છું.
હિરણીએ ઉત્તર આપ્યા કે, હા, હુ એ તે જાણું છું કે, તું કાઈ મોટા ઘરમાં રહેલ છે અને એ જ કારણે જ-તારા બધા કરતાં વધારે આદર કરુ છું.
પડિતાએ કહ્યું કે, એ જ કારણે હું એને જાણું છું અને સાચી વાત તે એ છે કે એના કારણે જ મારે રાજ્યના ત્યાગ કરવા પડયેા છે.
હરિણીએ કહ્યું કે, તું બધી વાત સ્પષ્ટરૂપે કહે. પંડિતાએ શૂળીનું સિંહાસન થયું. એ વાત ન કહી પર ંતુ એટલું જ કહ્યુ કે, આ પ્રમાણે મારી રાણીને પણ આના કારણે જં મરવું પડયું. રાણીને માટે એને ફસાવવા મારે દલાલી કરવી પડી હતી પણ તેણે કાઈપણ
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૨૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ આસા
પ્રકારે માન્યું નહિ અને પરિણામે રાણીને મરવું પડયું અને હવે તે તે એમ કહે છે કે, “ હવે તેા હું સાધુ થઈ ગોા છું એટલે કાઈ સ્ત્રી મને હવે શું કરી શકે એમ છે ? આવે તે અભિમાની છે. જો તમે તમારામાં શક્તિ સમજતા હૈ। તા એને ભ્રષ્ટ કરી જુએ તે તમને ખરી માનું!
',
પડિતાનું કથન સાંભળી હરણીને અહંકાર આવ્યા. તે કહેવા લાગી કે, તારી માલિક રાણી હતી પણ અમે તેા વેશ્યા છીએ, અમારી આગળ એની શું શક્તિ છે તે અમારા ફેંદામાંથી નીકળી જાય ?
પડિતાએ કહ્યું કે, હુ... પણ જોઉં છું કે તમારામાં કૈવી શક્તિ છે?
પડિતાની વાત સાંભળી હિરણીને જોશ આવ્યા, તેણીએ સુદર્શનને ભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરી. હવે આગળ શું થાય છે તેને વિચાર યથાવસરે કરવામાં આવશે.
—>s —
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસે। શુદી ૨ શનિવાર
—
પ્રાથના
આજ મહારા સભર જિનકે, હિતચિતસુ ગુણ ગાસ્યાં;
મધુર મધુર સ્વર રાગ અલાપી, ગહરે શબ્દ ગુંજાસ્યાં. ૫ રાજ ૧૫ —વિનચચ'દ્રજી કુંભટ ચાવીશી
શ્રી. સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
.
ભકતા કહે છે કે, હે! પ્રભા ! આજે હું તમારા ગુણગાન કરીશ. ભક્તાના આ કથનમાં જે ‘ આજ' શબ્દના ઉપયોગ કરવામાં આવ્યા છે તે ‘ આજ ’ શબ્દને। કહેવાના શે। મતલબ છે એ અત્રે જોવાનું છે. જેમના હૃદયમાં પરમાત્માની પ્રીતિ પ્રગટ થઈ છે તેએ આથી વિશેષ શું કહી શકે ? તેમના હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રીતિ પ્રગટ થઈ છે, એટલા માટે તે એ જ કહે છે કે, ‘હૈ! પ્રભા! હું આજે આપનાં ગુણગાન કરીશ; ભલે કાઈ પ્રસન્ન થાઓ કે નારાજ થા પણ હું તે આપના ગુણગાન આજે અવશ્ય કરીશ. કૈાઈની પ્રસન્નતા કે નારાજગીની હું પરવા કરીશ નહિ, આંબામાં મંજરી આવ્યા બાદ કાયલ કાઈની નિંદાપ્રશ'સાની પરવા કરતી નથી અને ખેલ્યા વિના રહેતી નથી. કેતકીની સુગંધથી જ્યારે વન સુવાસિત બની જાય છે ત્યારે ભમરા ગુંજારવ કર્યા વિના રહેતા નથી. આ જ પ્રમાણે “ હું ! પ્રભુ!! જ્યારે મારા હૃદયમાં આપની ભક્તિ પ્રગટ થઈ છે ત્યારે હું આપના ગુણગાન કર્યા વિના કેમ રહી શકુ? હું આપના ગુણગાન એ જ રીતિએ કરીશ, એમાં જ મારું હિત માનીશ અને મારું ચિત્ત પણ એમાં જ પરેવીશ. કેવળ લેાકાને બતાવવા માટે જ ઉપરથી ગુણુગાન નહિ કરું.”
**
ભક્ત લેાકા તો પરમાત્માની પ્રાથના આ પ્રમાણે કરે છે. હવે તમે તમારા વિષે જુએ કે, તમે જે હમણાં પ્રાર્થના કરી તે ઉપરથી કરી છે કે હૃદયથી કરી છે? આ વાતને નિર્ણય તા તમે પોતે જ કરી શકા છે.
Page #570
--------------------------------------------------------------------------
________________
શુદી ૨] રાજકેટ-ચાતુર્માસ :
[ પર૯ . તમે કહેશે કે, “ગુણગાન તે એમના કરવી જોઈએ કે જેમણે આપણી ઉપર કોઈ પ્રકારને ઉપકાર કર્યો હોય! જેમણે અમારી ઉપર કાંઈ ઉપકાર જ કર્યો નથી કે જે અમારા સાટે કાંઈ કરતા જ નથી તેમના ગુણગાન કરવા માટે હૃદય ચાહતું નથી. હા, ઉપરથી ભલે તેના ગુણગાન કરવામાં આવે પણ હૃદય એમ કરવા માટે ચાહતું નથી. તમે ભગવાન ગુણગાન કરવા માટે કહો છો પરંતુ ભગવાને અમારા માટે શું કર્યું છે કે અમે તેમના ગુણગાન કરીએ! અમને ખાવા માટે અન્ન અને પહેરવા માટે કપડાં પણ મળતાં નથી ! અમારું જીવન પણ અપમાનપૂર્ણ રીતિએ ચાલી રહ્યું છે એવી અવસ્થામાં અમે ભગવાનના ગુણગાન કરીએ તો કેવી રીતે ? હા, જેમના દિવસો સુખમાં પસાર થાય છે, પરમાત્માની કૃપાએ વસ્ત્ર-અન્ન પૂરતાં પ્રમાણમાં મળેલ છે અને જેમને કોઈ પ્રકારનું દુઃખ નથી તેમને પરમાત્માનાં ગુણગાન કરવાનું કહેવામાં આવે તે તે ઠીક પણ કહેવાય પણ અમને પરમાત્માનાં ગુણગાન કરવાનું કહેવામાં આવે જ્યાં સુધી ઠીક છે?”
: : : : - આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે “તૂ ભૂલી રહ્યો છે. તેને એ વાતની ખબર નથી કે, તારા ઉપર પરમાત્માને કેટલે ઉપકાર છે ! અમારો સમાગમ કરત તો પરમાત્માએ તને શું આપેલ છે અને તેમને તારી ઉપર કેટલે ઉપકાર છે તેની તને ખબર પડત. પરમાત્માએ તેને શું શું આપેલ છે એ વાતને નિર્ણય કરવા માટે નું એ છે કે, તું સંસારનાં પદાર્થોને શ્રેષ્ઠ માને છે કે તારા આ શરીરને શ્રેષ્ઠ માને છે! સંસારનાં બધાં પદાર્થો એક બાજુ હોય અને બીજી બાજુ. આ મનુષ્ય શરીર હોય તે પણ એ બધાં પદાર્થો કરતાં આ મનુષ્ય શરી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સંસારનાં પદાર્થોમાં રત્ન શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ એ રત્નની કીંમત આંદેનાર કોણ છે ! રત્નની કીમત મનુષ્ય જ આકે છે, વાંદરે રત્નની કીંમત આંકી શકતો નથી. આ જ પ્રમાણે બીજી જે કઈ કીંમતી વસ્તુ માનવામાં આવે છે તે બધી ચીજો અનુષ્ય શરીરથી ઊતરતી છે. છતાં તમે એ વાતને ભૂલી રહ્યા છે અને જેમણે આ મનુષ્ય શરીર આપેલ છે તેમને માટે એમ કહી રહ્યા છે કે, એમને અમારી ઉપર શો ઉપકાર છે ! અને અમે તેમના ગુણગાન શા માટે કરીએ ? પણ તમે એ વાતને વિચાર કરો કે તમને એમની કૃપાથી જ આ શરીર મળ્યું છે અને એટલા માટે તમે પરમાત્માના ગુણગાન કરે. આ શરીર પરમાત્માનું ભજન અને આત્માનું કલ્યાણ કરવાનું સાધન છે. સંસારનાં બધાં પદાર્થો કરતાં આ શરીર વધારે મૂલ્યવાન છે તે એ મૂલ્યવાન શરીરને કેમ ભૂલી રહ્યા છો ?
, , , , , , - હવે એક બીજો પ્રશ્ન એ થાય છે કે, શું આ શરીર પરમાત્માએ આપેલ છે ! જૈન શાસ્ત્રાનુસાર તે જે કાંઈ થાય છે તે પિતપતાના કર્મના અનુસાર જ થાય છે. તો પછી આ શરીર મળવામાં પરમાત્માએ શું કર્યું છે કે તેમના ગુણગાન કરવામાં આવે ? :
જેમણે જેનધર્મ અને સાધવાનો વિચાર કર્યો હશે તેમને આ પ્રકારની શંકા કદાપિ ન થાય. આ પ્રકારની શંકા તેમને જે થઈ શકે કે જેમણે જૈનધર્મ અને સ્યાદ્વાદને બરાબર સમજ ન હોય ! પરમાત્માએ આ શરીર કેવી રીતે આપ્યું છે એ સમજવાની જરૂર છે. કુંભાર ઘડે બનાવે છે પણ એક કુંભાર ઘડો બનાવી શકતા નથી. તેને ચાકડ વગેરેની સહાયતા લેવી જ પડે છે. જો કે કુંભાર વડાં બનાવે છે પણ ચાકી છે ૨૨
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૩૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ વગેરેની સહાયતાથી બનાવે છે એટલા માટે જે કુંભારમાં નમ્રતા હશે તે તે એમ જ કહેશે કે, ઘડો બનાવવામાં ચાક-દંડ વગેરે સહાયભૂત છે. જે તે ન હોય તે હું કાંઈ કરી શકું નહિ,
તમે લખો છે પણ કલમ ખડીયાની સહાયતાથી લખે છે, અને એ કારણે લેકે લેખકની એટલી પશંસા કરતા નથી જેટલી પ્રશંસા કલમની કરે છે અને અમુક માણસની ફલેમ આવી છે એમ પ્રશંસા કરવામાં આવે છે. તમે લેકે પણ કલમને ઉપકાર માને છે અને એ કારણે તમે કલમને ઠોકર મારતા નથી પણ તેની પૂજા કરે છે.
આ પ્રમાણે જ્યારે ચા–દંડ કે કલમ જેવી વસ્તુઓનો પણ ઉપકાર માનવામાં આવે છે તે પછી પરમાત્માને ઉપકાર કેમ ન હોય ? જો કે આ શરીરને કર્તા આત્મા છે પરંતુ જે પરમાત્મા નિમિત્તરૂપે સહાયક ન હોય તે આત્મા આ શરીર બનાવી શકે નહિ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, “જીવ જ્યારે શુદ્ધિને પામે છે ત્યારે જ તે મનુષ્યજન્મને પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે જીવને મનુષ્યજન્મ પ્રાપ્ત થવાનું કારણ શુદ્ધિ છે અને શુદ્ધિનું કારણ પરમાત્મા છે. પરમાત્માની ભક્તિથી જ શુદ્ધિ થાય છે અને શુદ્ધિથી જ મનુષ્યજન્મ મળે છે. આ પ્રમાણે આ મનુષ્યજન્મની પ્રાપ્તિ થવામાં પરમાત્માને પણ ઉપકાર છે અને એ જ કારણે પરમાત્માનાં ગુણગાન કરતાં ભક્તજનો કહે છે કે –
સાધન ધામ વિવિધ દુર્લભ, તન મેહિ કૃપા કરી દીને પ્રભુતુમ બહુત અનુગ્રહ કી. કેટિન મુખ કહિ જાત, ન પ્રભુકે એક એક ઉપકાર તદપિ નાથ માંગ હૂ કછુ ઔર હુ દીજે પરમ ઉદાર. પ્રભુ વિષયવારિ મન મીન ભિન્ન, નહીં હોત કબહું પલ એક
તાતે વિપત્તિ સહો અતિ નાના, જનમત જેનિ અનેક. પ્રભુત્વ
જે પ્રમાણે કુંભાર ચાકની સહાયતાથી ઘડે બનાવી શકે છે, લેખક કલમઠારા લખી શકે છે તથા ક્ષત્રિય તલવારદ્વારા વિજય પ્રાપ્ત કરી શકે છે, અને એ કારણે કુંભાર ચાકનાં, લેખક કલમનાં તથા ક્ષત્રિય તલવારનાં ગુણગાન કરે છે, તે જ પ્રમાણે ભકતે પરમાત્માનાં ગુણગાન કરે છે અને કહે છે કે, “ હે ! પ્રભો ! આપે સાધનાનું ધામ અને દેવતાઓને પણ દુર્લભ એવું આ મનુષ્ય શરીર મને આપ્યું છે એ તમે મને ઘણું આપ્યું છે.” જે ભિખારી હોય છે તેઓ તે બહુ મળ્યું હોવા છતાં એમ જ કહે છે કે, “મને કાંઈ આપ્યું નહિ પણ સંતોષી માણસ તે છેડાને પણ ઘણું માને છે.” એટલા માટે હું એમ માનું છું કે, આપે મને આ શરીર આપી મારી ઉપર ઘણો ઉપકાર કર્યો છે. આપના એ ઉપકારનું વર્ણન અને આપના ગુણોનું કીર્તન, કરડે જીભ હોય તે પણ કરી શકે નહિ. આ જીભ પણ તમે જ આપેલી છે; એટલા માટે તમે આપેલી આ જીભદ્વારા તમારાં ગુણગાન સમાપ્ત કેમ થઈ શકે, અને મેં તમારાં ગુણગાન કર્યા એ હું કેવી રીતે સમજી શકું? જો કે, તમે મને આ મનુષ્ય શરીર આપી ઘણું આપ્યું છે પણ તમે ઉદાર છે એટલે તમારી પાસે થોડું વધારે માંગું છું. તમારી પાસે હું એટલું જ વધારે ચાહું છું કે, જે પ્રમાણે માછલી પાણીમાં તલ્લીન રહે છે, તેમ મારું મન પણ વિષયોમાં તલ્લીન રહે છે. માછલી પાણીમાંથી બહાર નીકળવામાં દુઃખ માને છે તે જ પ્રમાણે મારું મન પણ વિષયોમાંથી બહાર નીકળવામાં દુઃખ માને છે. મારું મન
Page #572
--------------------------------------------------------------------------
________________
શુદી ૨] રાજકોટ-ચાતુર્માસ
[૫૩૧ વિષયમાંથી બહાર નીકળી જાય એ જ હું વધારે ચાહું છું. મારું મન વિષયમાં તલ્લીન બની ગયું છે અને એ જ કારણે હું દુઃખ પામી રહ્યો છું, અને આ સંસારમાં જન્મ-મરણરૂપ અનેક પ્રકારનાં કષ્ટ ભોગવી રહ્યો છું; નહિ તે હું અજર-અમર છું તે પછી જન્મમરણની સાથે મારે શો સંબંધ ? પરંતુ મારું મન વિષયમાં તલ્લીન રહે છે એ જ કારણે હું જન્મમરણના ફેરાં ફરું છું. એટલા માટે હે ! પ્રભો ! હું આપને એવી પ્રાર્થના કરું છું કે, મારું મન કંઈ પણ ઉપાયે વિષયોમાંથી બહાર નીકળે. વિષયમાં મન કેવી રીતે ફસાઈ જાય છે અને શા માટે વિષયમાંથી બહાર નીકળવા ચાહતું નથી, એ વાત અનાથી મુનિના ચરિત્રદ્વારા સમજે.
અનાથી મુનિને અધિકાર–પ૯
અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન ! કુશલ લેકે સાધુ બને છે, તે વખતે તેમની ભાવના એવી હતી નથી કે, અમે પેટ ભરવા માટે સાધુ બનીએ છીએ. તે વખતે તેઓ એમ વિચાર રાખે છે કે, પેટ તે કાગડા-કુતરાઓ પણ ભરે છે. અમે કાંઈ પેટ ભરવા માટે સાધુ થયા નથી; પરંતુ સ્વ–પરના કાર્યો સાધવા માટે જ અમે સાધુ થયા છીએ. કારણ કે, રાજનિત સવ-પરલયંતિ રાપરઃ અર્થાત-જે સ્વપરનું કાર્ય સાધે છે તે જ સાધુ છે. આ પ્રમાણે સાધુ થયા તે વખતે તે એવી ઉચ્ચ ભાવના હતી; પરંતુ સાધુ થયા બાદ કેટલાક લોકે એ ઉચ્ચ ભાવનાને ભૂલી જાય છે અને ઉદ્દેશિક, ક્રીતકૃત, નિત્યપિંડ તથા અનૈષણિક આહાર ખાવા લાગે છે. સાધુઓને માટે કહ્યું છે કે – A . पिण्डं सिज्जं च वत्थं च चउत्थं पायमेव य ।
વજન રિછક દિનાદિક femઈ –દશવૈકાલિકસૂત્ર સાધુઓએ અકલ્પનીય આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે લેવાં તે દૂર રહ્યા પણ તેની ઈચ્છા, પણ કરવી ન જોઈએ. અમે અકલ્પનીય આહારાદિ નહિ લઈએ એવી ઇચ્છાથી. સાધુ થાય. છે પણ બાદ રસમૃદ્ધ થઈ જીભની લોલુપતામાં પડી જાય છે. એટલા માટે છકાયની હિંસાથી જે આહાર તેમના માટે જ બનાવવામાં આવેલું હોય છે તેને પણ ખાઈ જાય છે. તેમને કેઈ કહે કે, આ આહાર અકલ્પનીય છે. તો તેઓ કહેવા લાગે છે કે, કલ્પ-અકલ્પની વાત ન કરે. કલ્પ-અકલ્પ જોવાની જરૂર નથી, કેવળ ભાવ શુદ્ધ હોવા જોઈએ. આ પ્રમાણે કહી તે લેકે કલ્પની વાતને જ ઉડાડી મૂકે છે પણ એમ કરવું એ જેનશાસ્ત્રની વિરુદ્ધ છે. ' સૂયગડાંગ સૂત્રની અનુસાર બૌદ્ધ લોકેમાં ભલે એવું ચાલી શકતું હોય પણ જૈનશાસ્ત્રની દષ્ટિએ એ પદ્ધતિ કદાપિ માન્ય નથી, જેનશાસ્ત્ર આહાર વિષયક કલ્પ-અકલ્પને ઘણો વિવેક બતાવે છે. છતાં પણ જે કલ્પ-અકલ્પને વિચાર રાખતો નથી તે એના જેવું જ કામ કરે છે; જેવું કામ પાણીમાં રહેનારી માછલી પાણીથી સંતોષ માનતી નથી અને અન્ય વસ્તુના પ્રલોભનમાં પડી જઈ માંસની સાથે કાંટે ખાઈ જાય છે અને તડફડી મરી જાય છે. જ્યારે માછલી માંસ ઉપર લેભાઈ જાય છે ત્યારે તે તેને કાંટાનું ભાન હોતું નથી. જે તેને એક ભાન થઈ જાય કે આ માંસની પાછળ કાંટે લાગે છે તે તે તે કદાચ માંસને જ ન ખાય; પરંતુ તે કાંટને જાણતી હતી નથી. એ કારણે અજ્ઞાનતાને વશ થઈ કાંટામાં ફસાઈ. જાય છે પણું અસાધુ લેકે આવા કર્મમાં દોષ છે એમ જાણવા છતાં પણ એ આહાર.
Page #573
--------------------------------------------------------------------------
________________
મક પાક છે.
પોતાને કે મારે
ને
કોક
પકર ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો.
ખાઈ જાય છે. રસમૃદ્ધિને એવા અકલ્પનીય આહારને પણ છોડતા નથી. આવા અસાધુ લેકેને માછલી કરતાં પણ વધારે અજ્ઞાની કહી શકાય.
ભગવાને દૂષિત-અકલ્પનીય વસ્ત્ર, પાત્ર, આહાર, મકાન વગેરે લેવાનો નિષેધ કર્યો છે. ભગવાને આ પ્રમાણે નિષેધ કરી શું સાધુઓને અંતરાય આપી છે? અન્તરાય આપી નથી, પરંતુ તેમણે સાધુઓના કલ્યાણ માટે જ એમ કર્યું છે. આમ હોવા છતાં જે લેકે એમ કહે છે કે, એમાં શું છે! સાધુઓને કલ્પ–અકલ્પ જોવાની શી જરૂર છે? જેમણે બનાવ્યું હશે તે જ દેશી બનશે! આ પ્રમાણે જે કહે છે તેઓ ભૂલ કરે છે. જે અકલ્પનીય વસ્તુ લેવામાં દોષ લાગતું ન હોય તે ભગવાન કદાપિ એને નિષેધ કરત નહિ. સાધુઓએ હિંસા કરવી. કરાવવી અને અનુમોદવી એ ત્રણેય વાતને ત્યાગ કર્યો છે. સાધુઓને જ્યારે આ પ્રકારને આહાર લેવામાં દોષ લાગતો ન હોત તે સાધુઓ હાથથી આહાર કેમ બનાવત નડિ! હાથે રસોઈ બનાવવામાં તે હિંસા થાય છે એમ કહેવામાં આવે છે, અને બધાં આસ્તિક દર્શને પણું આમ જ કહે છે કે રસોઈ બનાવવામાં હિંસા થાય છે; પણ જ્યારે હાથથી રસોઈ કરવામાં હિંસા થાય છે તે શું તમારા માટે બીજા લેકે કરે છે એમાં હિંસા થતી નથી ? પાતંજલિ યોગદર્શનમાં સાધુઓ માટે હિંસા કરવી, કરાવવી અને અનુમોદવી એ ત્રણેયને - ત્યાગ કરવાનું બતાવવામાં આવ્યું છે. એવી દશામાં પિતે હિંસા ન કરે અને બીજાની પાસે : કરાવે તે શું પાપ નહિ થાય ? કદાચ કોઈ ઉદ્દેશિક આહાર માટે એમ કહે કે, અમે આકાર : બનાવ્યો નથી અને બીજાઓની પાસે પણ બનાવ્યું નથી; પણ જે આહાર તમને ઉદ્દેશીને બનાવવામાં આવ્યો છે અને જે આહારને તમે લીધે છે શું તે આહાર બનાવવાની હિંસાનું અનુમોદન સાધુને નહિ લાગે ? જે હિંસાનું અનુમોદન લાગે તે પછી અહિંસા મહાવ્રત કે જેમાં હિંસા કરવી-કરાવવી કે અનુમેદવી એ ત્રણેયને ત્યાગ કર્યો છે તે અસા મહાવ્રતનું પૂરું પાલન કયાં થયું? એથી અહિંસા મહાવ્રતને દૂષણ લાગે છે. એટલે જ માટે સાધુઓને કરવું, કરાવવું અને અમેદવાને નિષેધ કરવામાં આવ્યો છે અને એ જ કારણે ઉદ્દેશિક આહાર લેવાને પણ નિષેધ કરવામાં આવ્યું છે.
હવે ક્રતિકૃત અથત સીધી વેચાતી લીધેલી ચીજ લેવાના વિષે જોવાનું છે. કેઈ કહે કે, મુનિએ કર્યું પણ નથી, કરાવ્યું પણ નથી, અને અનુદયું પણ નથી તેમ ખરીદયું પણ નથી; પરંતુ મુનિને માટે ખરીદી લાવવામાં આવ્યું તો તેમાં શું વાંધો છે? આના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, મુનિઓએ એવો આહાર વગેરે પણ ન લે કારણ કે બનાવનારે પૈસાને માટે બનાવેલ છે અને સાધુને માટે પૈસા આપી ખરીદવામાં આવે તે એના બનાવવામાં સાધુને પણ ભાગ થયે. રેલ્વે તમારા માટે ચાલતી નથી પણ પૈસાને માટે ચાલે છે; પણ જ્યારે પૈસા આપીને બેઠા ત્યારે તેના પાપમાં ભાગીદાર બન્યા કે નહિ ?
, લેકે સીધી સાદી ચીજ કહીને ન લેવા યોગ્ય ચીજોને પણ અપનાવી લે છે. પરંતુ જે સામાન્ય વસ્તુમાં પાપ ન હોત, અને જે તે વસ્તુ લેવામાં પાપ ન હોત તો ભગવાન સાધુને માટે આ પ્રમાણે નિષેધ ન કરત. બીજા લોકો સામાન્ય વસ્તુના ભુલાવવામાં પડી જાય છે તે વાત જુદી છે, પરંતુ જેન થઈને તમે સીધી સાદી ચીજના ભુલાવવામાં પડી ગયા તે એ ઘણું આશ્ચર્યની વાત કહેવાય ? '
Page #574
--------------------------------------------------------------------------
________________
શુદી · ૨ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૫૩૩
કદાચ કાઈ એમ કહે કે, અમે પરંપરાથી એમ જ કરતા આવ્યા છીએ. પણ કાઈ પેઢી દર પેઢીથી રાગ ચાલ્યું આવતા હેાય તે શું તે રોગ દૂર કરી ન શકાય ? પણ ભારતના લેાકેા સીધી સાદી વસ્તુના લાભમાં એવા પડી ગયા છે કે કેટલાક લોકો એમ કહે છે કે, જો અશુચિને સારી રીતે પેક કરી સુંદર શીશીમાં ભારતીયેાને આપવામાં આવે તે ભારતીયેા એ ચીજને પણ ખાઈ જાય. જે ચીજની બનાવટમાં તમે સાક્ષીભૂત નથી એ ચીજને ખાઈ જવી એ અજાણીતી વસ્તુને ખાવા સમાન છે, અને અજાણીતી વસ્તુને ખાવી તેની મના છે.
મતલખ કે, ઉદ્દેશિક હાય કે ખરીદેલું હાય એ બન્નેય સમાન છે. કદાચ કાઈ એમ કહે કે, જો ઉદ્દેશિક કે ખરીદેલી ચીજ લેવામાં ન આવે પણ નિત્ય આમ ંત્રિત થઈ આહારપાણી લેવામાં આવે તે શું વાંધો છે? આના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, નિત્ય પિંડ લેવું એ પણ સાધુઓને માટે પાપ છે. નિત્યપિંડ લેવું એ અહિંસાની ધાત કરવા બરાબર છે. એ તે તમે જાણા છે કે, કેાઈ માણસ તમારે ત્યાં આવે અને ભાજન કરવાના સ્વીકાર કરે ત્યારે જ તમે તેને માટે ભેાજન બનાવા છે પણ જો કેાઈ માણસ પહેલાંથી જ ભાજન કરવાની ના પાડે તેા તમે તેને માટે ભાજન શા માટે બનાવે ! આ જ પ્રમાણે જો સાધુ હમેશાં આવે કે તમારું આમત્રણુ હમેશાં સ્વીકારે તે તેમના માટે ભેજન બને પણ જો તે પહેલેથી જ એમ કહી દે કે, અમે રાજરાજ આવી શકીએ નહિ. અમને રાજરાજ એક જગ્યાએથી ભાજન લેવું કલ્પતું નથી તે પછી ગૃહસ્થા સાધુએ માટે શા માટૅ બનાવે એટલા જ માટે સાધુએ પહેલેથી જ કાઈને ત્યાં ભિક્ષા માટે જન્મને કાંઈ નિયમ રાખતા નથી. અમુક દિસે અમુક જગ્યાએ જવું અથવા ખીજે ત્રીજે કે. ચેાથે દિવસે ભિક્ષા લેવા માટે નિયમિત જવાથી પણ આજે સાધુ આવશે એમ માલુમ પડી જાય છે. એ કારણે સાધુને ઉદ્દેશિક, નિત્યપિંડ આદિનું પાપ લાગી જાય છે. જો સાધુ કયારે, કયે દિવસે
ભિક્ષા માટે આવશે એ વાતની ખંખર જ પાડવા ન દે તે જ આ પાપથી બચી શકાય છે.
કદાચ કાઈ કહે કે, સાધુઓને માટે અઢારપાણી, મકાન વગેરે બનાવવામાં આવતાં ન હાય પણ પાત્રો તા ગૃહસ્થેા વાપરતા નથી. તે તે સાધુએના જ કામમાં આવે છે. એટલા માટે પાત્રો લેવામાં તે સાધુઓને દેષ લાગે છે કે નહિ ? પરંતુ આના માટે પહેલાં એ જીએ કે, પાત્ર બનાવનારે પાત્રે શા માટે બનાવ્યાં છે? લેાકાએ પૈસાના માટે જ પાત્રા બનાવ્યાં છે અને સાધુઓ પાસે પૈસા તેા હાતા નથી. જો સાધુ પૈસા આપી પાત્રો ખરીદે તે તે તેમને દેષ લાગે, અથવા સાધુઓને માટે પૈસા આપી પાત્રો ખરીદવામાં આવે તા તા તેમને દેષ લાગે પરંતુ વૈરાગીને માટે પાત્રો લાવવામાં આવ્યા, અને તેમાંથી બચેલા પાત્રો સાધુઓએ પણ લીધાં તે એમાં સાધુઓને કાંઈ દેષ લાગી શકે નહિ.
અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન ! જે કુશીલ સાધુ હાય છે તે આહારાદિના દોષાના વિચાર છેડી દે છે. જે પ્રમાણે અગ્નિ સભક્ષી છે અર્થાત્ અગ્નિમાં જે કાંઈ નાંખવામાં આવે છે તેને અગ્નિ ખાઈ જાય છે તે જ પ્રમાણે તે કુશીલ ભિક્ષુ પણ સભક્ષી બની જાય છે, તે કલ્પ-અકલ્પને કાંઈ વિચાર કરતા નથી અને જો કાઈ કલ્પ–અકલ્પના વિષે કાંઈ કહે છે તે તેને ઊલટું સમજાવી દે છે. આવા કુશીલ માણસ ભલે થાડા દિવસ સુધી આનંઃ માને પણ આખરે તે કંઢે પાપક્ષને પામે છે.
Page #575
--------------------------------------------------------------------------
________________
પ૩૪] .
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
અનાથીમુનિ કહે છે કે, જે લેકે સાધુ થઈને પણ પાછા અનાથ બની જાય છે તેઓ અનાથ તે બને જ છે પણ આ રીતે તેઓ પતિત પણ બને છે. તે લેકે પિતાની સાધુતાની કીંમત જાણતા નથી. અનાથી મુનિ સાધુઓને કહે છે કે, સાધુતામાં દેષ લાગે અને પછી દેશને દેષ ન માનો, એ સાધુતાથી પતિત થવા જેવું છે. એટલા માટે સાધુતાના પાલન વિષે સાવધાન રહે. અરિહન્તની આજ્ઞામાં ચાલનારને માટે કોઈ વાતની અપૂર્ણતા રહેતી નથી. કદાચ કોઈ વખતે કોઈ પ્રકારની અપૂર્ણતા જણાય છે એમ વિચારવું કે મારે તે પરિષહ સહીને પણ અરિહન્તની આજ્ઞાનું આરાધન કરવું છે. ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગાર મૂકવામાં આવ્યા હતાં. છતાં શું તેમણે એમ વિચાર્યું હતું કે, હું ભગવાનના શરણે આવ્યો છતાં મારા મસ્તક ઉપર અંગારાં મૂકવામાં આવે છે. તે પછી ભગવાનની આજ્ઞા માનવાનું ફલ શું મળ્યું? જે ગજસુકુમારમુનિ આમ વિચારત તે ગજબ જ થઈ જાત! ભગવાન નેમિનાથે ગજસુકુમાર મુનિની મુક્તિ થયા બાદ કૃષ્ણના કથનના જવાબમાં કહ્યું હતું કે, “ગજસુકુમાર મુનિને એક પુરુષ સહાયક મળ્યો હતો. જ્યારે ભગવાને પણ આમ કહ્યું. ત્યારે ગજસુકુમાર મુનિની ભાવના કેવી રહી હશે? આ વાતને ધ્યાનમાં રાખી કોઈ વાતની અપૂર્ણતા જણાય છે એમ વિચારો કે મારે તે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું છે. કેઈવાર આહાર ન મળે તે એમ વિચારવું કે આજે મને આહારપાણું મળ્યાં નથી અને મને બહુ ફુધા-પિપાસા લાગી છે; પરંતુ આ પ્રકારની સુધાદનીય ઘણીવાર મેં સહન કરી છે. એટલા માટે એવા સમયે વેદનાને સમતાપૂર્વક સહેવી અને ભગવાનનું ભજન કરવું જોઈએ.
આ પ્રમાણે વિચાર કરી કષ્ટના સમયે ઉચ્ચ ભાવના ભાવવામાં આવે તે તે વખતે કદાચિત્ આ શરીર પડી પણ જાય તે પણ આત્માનું તે કલ્યાણ જ થઈ જાય. આ પ્રમાણે દઢ રહી જે ધર્મનું પાલન કરે છે, તેને કઈ પ્રકારની અપૂર્ણતા જણાતી જ નથી. શાસ્ત્રમાં
देवा वि तं नमस्सन्ति, जस्त धम्मे सया मणो । જ્યારે દઢધમને દેવે પણ નમસ્કાર કરે છે તે એવા દઢધમી ને કઈ વાતની ખામી રહી શકે ? એટલા માટે જે પ્રમાણે સુદર્શન મુનિએ દઢતાપૂર્વક ધર્મનું પાલન કર્યું અને ધર્મને માટે જે કષ્ટો માથે પડયાં તે કષ્ટ સમતાપૂર્વક સહ્યાં તે જ પ્રમાણે તમે ધર્મનું પાલન કરે છે તેમાં કલ્યાણ છે. સુદર્શન ચરિત્ર–પ૯
કલાકુશલ જબ હી તુમ જાનું, ઈસસે વિલ ભેગ; એસા નર નહીં ઈસ દુનિયામે, રૂપ કલા ગુન જેગ. ધન૧ર૮ બની કપટ શ્રાવિકા વેશ્યા, મુનિ ભિક્ષા કે આયા; અન્દર લે કે તીન દિવસ તક, નાનાવિધ લલચાયા. ધન રા ધ્યાન ધ્રુવ જબ રહ્યા મુનીશ્વર, વેશ્યા તજે અભિમાન; વંદન કર મુનિજીક છેડે, વનમેં ઠીયા ધ્યાન ધન૧૩
Page #576
--------------------------------------------------------------------------
________________
શુદી ૨] રાજકેટ-ચાતુર્માસ
[ ૫૩૫ સુદર્શન મુનિ ધ્યાનમાં તલ્લીન રહેતા હતા. તેઓ શહેરની બહાર જ ઉતરતા હતા. શહેરમાં તે કેવળ ભિક્ષાને માટે જ આવતા હતા. પંડિતાએ મુનિને આવતા જોયા અને વિસ્થાને ભરમાવી. એટલા જ માટે એમ કહ્યું છે કે –
સુરંગ: સર્વથા ચાક વીમોષોમમોદણતિનારઃ સર્વના: कारणत्वात् तरङ्गाइताऽपि मे संगात समुद्रायन्ति ।
જે તરંગ જેવડે પણ ક્રોધ, માન, કામ, લોભ, મેહ કે સ્મૃતિનાશ હોય તે તે દુરસંગથી સમુદ્ર જેવડો થઈ જાય છે. જે પ્રમાણે એક ચીનગારીથી ભયંકર આગ ફાટી નીકળે છે તે જ પ્રમાણે કુસંગથી ક્રોધાદિ વધવા પામે છે. હરિણી વેશ્યા હતી. તેનામાં જે દુર્ગણે હતાં તે સાધુસંતને કાંઈ પતિત કરવા માટે નહિ પણ પૈસા કમાવવા માટે જ હતાં; પૂરતુ પંડિતાની સંગતિથી તેના તરંગ જેવા દુર્ગુણો પણ સમુદ્ર જેવડાં થઈ ગયાં. એટલા માટે કુસંગ સર્વથા ત્યાજ્ય છે. આ વાતને ભક્તજનો મેંઢું ફાડીને વારંવાર કહે છે કે –
તજે રે મન પ્રભુ વિમુખનકે સંગ; જિનકે સંગ તે કુમતિ ઊપજે હેત ભજનમેં ભંગ. તજે. કાગહિ કાહ કપૂર ચુગાયે મરકટ ભૂષણ અંગ;
દૂધ પિલાયે હેત કાહ રે વિષ નહીં તજત ભુજંગ, તજે ભત લે કહે છે કે “જે તમે ભગવાનની ભકિતના રસિક છો તે દુર્સગને સર્વથા ત્યાગ કરે.” શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-વારંવાલે કુણાવાળા
અર્થાત-જે લેકે સમક્તિથી ભ્રષ્ટ થયા છે અને બીજા દર્શનમાં પડી ગયા છે તેમના સંગનો ત્યાગ કરે; નહિ તે તમારા ગુણો પણ ભ્રષ્ટ થઈ જશે; જેમકે હરિણીમાં સાધુને પતિત કરવાની ભાવના ન હતી પણ પંડિતાના સંગને કારણે તે એવું દુષ્કૃત્ય કરવાને માટે પણ તૈયાર થઈ ગઈ.
પંડિતાએ હરિણીને ખૂબ જેશ આપ્યો એટલે તે કહેવા લાગી કે, “હું વેશ્યા છું એટલે એને પતિત કરે એ શું મારે માટે મુશ્કેલ કામ છે? હું એને પતિત કરું તે જ મારું નામ હરિણી.” આ પ્રમાણે નિશ્ચય કરી હરિણી વિચારવા લાગી કે, સાધુને મારે ઘેર કેવી રીતે લાવવા? સાધુ લેકે વેશ્યાને ત્યાં ગોચરી આવતા નથી અને આ સાધુ તે નગરની બહાર રહે છે. એટલા માટે તેને ઘેર કેવી રીતે લાવવા! કારણ કે તેને ઘેર તેડી લાવ્યા વિના ઈચ્છિત કામ પાર પડી શકે એમ નથી. આખરે તેણીએ એક ઉપાય શોધી કાઢયો. તે શ્રાવિકા બની, તેણીએ શ્રાવિકા જેવો બાહ્ય દેખાવ કરે પણ શીખી લીધે. શ્રાવિકાનો ઢંગ કરી હરિણી,
જ્યારે મુનિ ગોચરી માટે બહાર નીકળ્યા ત્યારે તેમની સામે આવી, બે હાથ જોડી કહેવા લાગી કે, “આજે મારા સદભાગ્ય છે કે આપના દર્શન થયા. હવે આપ મારે ત્યાં ગોચરી માટે પધારે. મારે એ નિયમ છે કે, મહાત્માઓના દર્શન થયા બાદ તેમને દાન આપ્યા વિના ખાવું નહિ. એટલા માટે આપ મારે ત્યાં પધારે. આપના થેડા કષ્ટથી હું તરી જઈશ. કઈ મારા ઘરને વેશ્યાનું ઘર કહે તો પણ તમે તેનું ન માનશે. હું પહેલાં વસ્યા હતી પરંતુ હવે હું વેશ્યા નથી પણ શ્રાવિકા છું.”
Page #577
--------------------------------------------------------------------------
________________
પ૩૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
. - આસો મહાત્મા લેકે પવિત્ર હોય છે. તેઓ આવા કપટને જાણતા નથી; પણ જેમને આત્મા બલવાન હોય છે તેઓ ક્યાંય પણ ઠગાતા નથી. જે તેમને ઠગવા ચાહે છે. તે પોતે ભલે ઠગાઈ જાય; પણ તે મહાત્માઓ ઠગાતા નથી.
વેશ્યાનું કપટ ન જાણતાં મહાત્મા સુદર્શન તેના ઘેર ભિક્ષાર્થે ગયા; પણ જેવા તે ઘરમાં ગયા કે તરત જ પાછળથી ઘરનાં દ્વાર બંધ થઈ ગયાં. દ્વાર બંધ થઈ જવાથી મહાત્મા સમજી ગયા કે, અહીં ક્લટ છે, પણ તેઓ ગભરાયા નહિ, કિન્તુ ત્યાં યોગ્ય સ્થાન જોઈ ધ્યાનમાં એવી રીતે બેસી ગયા કે જાણે તેમણે ઈશ્વરભજનનું કવચ પહેર્યું હોય અને એ કારણે તેમને કોઈ પ્રકારને ભય રહ્યો ન હોય! મુનિને આ પ્રમાણે ધ્યાનારૂઢ થએલા જઈ વેશ્યા કહેવા લાગી કે, “ઠીક છે, તેમનું ધ્યાન ત્યાંસુધી જ સુરક્ષિત છે જ્યાં સુધી મેં મારું ચરિત્ર બતાવ્યું નથી. જ્યારે હું મારું ચરિત્ર બતાવીશ, ત્યારે ન જાણે તેમનું ધ્યાન ક્યાંય ચાલ્યું જશે.” આ પ્રમાણે વિચાર કરી તે શ્રૃંગાર સજી ગાવા-બજાવવાને સામાન લઈ મહાત્માનું ધ્યાન ચલિત કરવા પ્રયત્ન કરવા લાગી. તે નાચરંગ-હાવભાવ દ્વારા એવો પ્રયત્ન કરતી હતી કે જે પ્રયત્ન દ્વારા દેવતા પણ ડગી જાય. સમુદ્રને તરે, વિષને પચાવવું અને શસ્ત્રને આઘાત સહેવો તે સરલ કહી શકાય, પણ સ્ત્રીઓના ચંચલ નેત્રથી બચવું બહુ જ મુશ્કેલ છે. એક યોગીને માટે સાંભળ્યું છે કે, તે ૨૦ તેલા વિષ ખાઈને પચાવી ગયો અને દાક્તરો તે જોતા જ રહી ગયા. આ જ પ્રમાણે મેટરને રોકનાર, પત્થરને તેડનાર એવા યોગીઓ તો ઘણું જોવામાં આવ્યા હશે, પરંતુ એવા લેકે બહુ જ ઓછા જોવામાં આવ્યા હશે કે, જે હરિણી જેવી વેશ્યાના ચરિત્રથી પણ ડગ્યા ન હોય અને જેમ જેમ તે પિતાનું ચરિત્ર બતાવતી જાય તેમ તેમ ધ્યાન વધતું જાય !
હરિણી નાચરંગ બતાવતી થાકી ગઈ પણ મહાત્મા ધ્યાનથી વિચલિત ન થયા. ત્યારે હરિણી પંડિતાને કહેવા લાગી કે, આ તે જાણે પત્થર જેવો છે? પંડિતાએ કહ્યું કે, “મે તે એના વિષે પહેલેથી જ કહ્યું હતું. એ તે તમે જ કહેતા હતા કે, એ રાણી હતી પણ હું તે વેશ્યા છું એટલે એને હું વિચલિત કરીશ.” વેશ્યાએ કહ્યું કે, ઠીક છે. આ હજી અહીં જ બેઠો છે તે શું થયું પણ કડકડતી ભૂખ લાગશે ત્યારે તે ગભરાશે અને તે સમયે મારું કહ્યું માનશે જ. - સર આ પ્રમાણે વિચાર કરી વેશ્યા ભજન કરી પાછી મહાત્માને વિચલિત કરવાનો પ્રયત્ન કરવા લાગી. તે મહાત્માને કહેવા લાગી કે, આગળ જે થવાનું હશે તે તે આગળ જોવાઈ જશે, પણ આ ષસ ભજન જે તૈયાર છે તેનું આપ ભજન કરે. . . . . . - જે વેશ્યાનું કહેવું માની મુનિ ભજન કરી લેતા તે તે તેઓ પતિત થઈ જાત; પણ તે મહાત્મા પરમાત્માના ધ્યાનમાં એવા બેઠા હતા કે તેમને ભોજન કરવાનો ખ્યાલ જ ન હતે. આજને સંસાર ખાવાના લેભથી જ ડૂબ્યો છે. જોકે સુધારો કરવા માટે કહે છે કે,
અમારે આ સુધાર કરે છે પણ તેમને એ પ્રશ્ન પૂછો કે, તેઓએ પિતાની જીભને પણ વશમાં કરેલ છે ? જીભને વશ ન કરવાને કારણે ભલે ગમે તે થાય પણ અમારે તે લાડવાઓ જોઈએ એ કામ તે થઈ જાય છે. તે મહાત્મા આવ્યા હતા તે ભજનને જ માટે પણ તેમને પહેલાં ધર્મનું પાલન કરવું હતું. ભેજનને માટે ધર્મને જવા દેવા ચાહતા ન હતા.
Page #578
--------------------------------------------------------------------------
________________
શુદી ૨]
રાજકેટ–ચાતુર્માસ
તેઓ ધર્મની રક્ષા માટે જ ભેજન ચાહતા હતા. એટલા માટે જ્યારે ધર્મ જતો હોય તે વખતે ભજનની અપેક્ષા રાખી શકે નહિ, તેમ ભજનને માટે ધર્મને જવા પણ થઈ શકે નહિ.” | હરિણી વેશ્યાએ સુદર્શનમુનિને ત્રણ દિવસ સુધી અનુકૂલ અને પ્રતિકૂલ પરિષહે આપ્યાં. આખરે તે એમ વિચારવા લાગી કે, જે થયું તે થયું પણ હવે હું આ મહાત્માને કષ્ટ આપીશ નહિ. એ તે સારું થયું કે હું એમને મારે ઘેર તેડી લાવી. મારું પાપ ખૂબ વધી રહ્યું હતું તે પાપ આ મહાત્માના પ્રતાપથી ધોવાઈ જશે. હું તેમને ઘેર લાવવા માટે નકલી શ્રાવિકા બની હતી પણ હવે હું સાચી શ્રાવિકા જ બનીશ.
આ પ્રમાણે વિચાર કરી વેશ્યાએ મુનિની ક્ષમાપના માંગી અને કહેવા લાગી કે, આ મહાત્માની કૃપાથી જ હવે હું એ સમજી શકી છું કે, હું જેને સુખ માનું છું એ સાંસારિક સુખની આગળ પણ કોઈ સુખ છે. મેં ત્રણ દિવસ સુધી આ મહાત્માને અનુકૂલ અને પ્રનિકૂલ અનેક પ્રકારનાં કષ્ટ આપ્યાં અને આ મહાત્મા ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહ્યા છતાં તેઓ સાંસારિક પદાર્થોમાં લલચાયા નહિ અને પિતાના નિશ્ચયમાં દઢ રહ્યા તે પછી એમ કેમ કહી શકાય કે, “આ સાંસારિક સુખની આગળ કોઈ વિશેષ સુખ નથી ?” એટલા માટે હવે હું આ મહાત્માને કષ્ટ આપીશ નહિ, પરંતુ અત્યાર સુધી તે હું નસ્લી શ્રાવિકા હતી, પરંતુ હવે સાચી શ્રાવિકા બની જીવન વ્યતીત કરીશ.” આ પ્રમાણે વિચાર કરી તેણીએ મુનિ પાસે ક્ષમાપના માંગી અને તેમને છોડી મૂક્યા. | મુનિ વિચારવા લાગ્યા કે આ વેશ્યા તે સુધરી ગઈ પણ મારે આત્મા સુધર્યો કે નહિ ? મુનિને એવું અભિમાન ને થયું કે, મેં વેશ્યાને પણ સુધારી દીધી એટલે મારે કાંઈ કરવાનું હવે બાકી નથી. તેઓ તે એમ જ વિચારતા હતા કે, જ્યારે વેશ્યા પણ સુધરી ગઈ તે શું મારે આત્મા સુધરશે નહિ? - આજે મારા આત્મામાં કેવી નિર્બળતા છે કે, મારે ભિક્ષાત્ર માટે નગરમાં આવવું પડે છે અને આ વેશ્યા જેવાના ભ્રમમાં પડવું પડે છે. જો હું જંગલમાં જ રહું તે શું ત્યાં મને ભિક્ષા મળી ન શકે ? અને કદાચિત ન પણ મળે તે નહિ પણ હવે મારે નગરમાં ભિક્ષાના માટે જવું ન જોઈએ; પરંતુ જંગલમાં જ રહેવું જોઈએ. આ શરીર પણ શું કામનું છે? આ માતા આ શરીરથી સુધરી નથી પણ આત્માથી જ સુધરી છે. આ શરીરે તે વધારે તેને ભ્રમમાં નાંખી હતી. એટલા માટે જંગલમાં રહેવાથી શરીર જાય તે ભલે જાય પણ આત્માને જાગ્રત કરવો.
અભય વ્યત્તરી આય મુનિ કે, બહુત ક્યિા ઉપસર્ગ;
પ્રતિકૂલ અનુકૂલ રીતિસે, અહે કર્મકા વર્ગ છે ધન૧૩૧ સુદર્શન મુનિ વેશ્યાના ઘરમાંથી નીકળી જંગલમાં ગયા અને ત્યાં ધ્યાનરૂઢ થઈ બેસી ગયા. અભયા રાણી જો કે દુર્યાનમાં મરી હતી છતાં મરતી વખતે તેને પોતાના દુષ્કૃત્ય વિષે થોડો પશ્ચાત્તાપ થઈ રહ્યો હતો કે, “હું કપિલાના ફંદામાં ક્યાં પડી કે નિર્દોષ ઉપર પણ કલંક ચડાવવું પડયું.” આ પ્રમાણે પશ્ચાત્તાપ થવાને કારણે તે મરીને વ્યંતરી અર્થાત્ જંગલમાં રહેનારી દેવી થઈ, વ્યંતરી થવાથી તેણીને પિતાના પુનર્જન્મની વાત યાદ આવી
૨૩
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૩૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
કે, હું રાજાની રાણી હતી અને આમ કરવાથી મારી આવી ગતિ થઈ છે. જો મને મારા આ કૃત્યને વિષે પશ્ચાત્તાપ થયા ન હેાત તે ન જાણે મારી કેવી ગતિ થાત !
"
જે જંગલમાં મુનિએ ધ્યાન લગાવ્યુ હતું તે જ જંગલમાં તે વ્યંતરી પણ રહેતી હતી. તેણીએ મુનિને જોયા. તે વિચારવા લાગી કે, આ તેા તે જ છે કે જેને વિચલિત કરવાના મેં પૂર્વભવમાં પ્રયત્ન કર્યાં હતા, છતાં જે વિચલિત થયા ન હતા. તે વખતે તેા હું માનવી હતી પણ હવે તા હું બન્તરી છું. હવે તેા મારી પાસે એવી શક્તિ પણ છે કે હું નાનું— મારું, સુંદર કે ભયંકર જેવું ચાહું તેવુ રૂપ બનાવી શકું છું. એટલા માટે મારી એ શક્તિથી તે ક્રમ વિચલિત થઈ નહિ શકે?
વ્યન્તરીએ મુનિને વિચલિત કરવાને વિચાર કર્યો. મુનિને આ વાતની કાંઈ ખબર નથી. તેઓ તેા ધ્યાનમાં જ ખેડા છે અને પરમાત્માનું જ સ્મરણ કરે છે. મુનિને આ પ્રકારના ઉપસર્ગા સહેવાં પડે એ સારું છે કે ખરાબ ? મુનિને જંગલમાં વધારે દિવસ રહેવું નથી કારણ કે, જંગલમાં અન્નપાણી વિના વધારે દિવસ શરીર પણ ટકી ન શકે એટલા માટે આ વ્યન્તરી તેમને માટે એવી સાયિકા થઈ પડી જે પ્રમાણે ગજસુકુમાર મુનિને માટે સામલ સહાયક થયેા હતો. સામલે જો કે મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગારા મૂકયા હતા—જે ઉપસ` કર્યાં હતા પણ મુનિએ તેને ઉપસ માન્યા ન હતા પણ તે ઉપસર્ગને સહાયતા માની હતી; કારણું કે તેમણે પરમાત્માની સાથે એકાંગી પ્રીતિ બાંધી હતી. તમે પણ પરમાત્માની સાથે એવી એકાંગી પ્રીતિ બાંધા અને પરમાત્માને દુઃખનિકંદન સમજી તેમની પ્રાર્થના કરા તા તેમાં કલ્યાણ રહેલુ છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસેા શુદી પ મગળવાર
——-
પ્રાથના
સુમતિ જિજ્ઞેશ્વર સાહિબાજી, મેઘરથ ” નૃપના ન૬; ‘ સુમંગલા ’માતા તણા, તનય સદા સુખક દ. પ્રભુ ત્રિભુવન તિલેાજી. ।। પ્રભુ॰ u —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના એ આધ્યાત્મિક વિષય છે, આધિભૌતિક વિષય નથી. આજે ઘણા લેાકેા તેને ભ્રમ, વહેમ કે ઉપયોગમાં ન આવે એવા અવ્યાવહારિક વિષય સમજે છે; પણું આધ્યાત્મિક વિષય જેટલા ઉપયેગી, હિતકારી અને સરલ છે તેટલા ખીજે કાઈ પદા ઉપયેાગી, હિતકારી કે સરલ નથી. આ ઉપરથી પ્રશ્ન એ થાય છે કે જ્યારે આધ્યાત્મિક વિષય એવા ઉપયાગી છે તેા પછી એ વિષે એ મત કેમ છે ? એક તા આધ્યાત્મિક વિષયને ઉપયોગી અને બીજો અનુપયેાગી કેમ કહે છે?
Page #580
--------------------------------------------------------------------------
________________
શુદી ૫] રાજકોટ–ચાતુર્માસ
[૫૩૯ આધ્યાત્મિકતાને અનુપયોગી અને અવ્યાવહારિક કહેવાનું કારણ એ છે કે, કેટલાક લે કે એમ કહે છે કે જે આધ્યાત્મિકતાને પ્રાપ્ત થાય છે તેને માટે બાહ્ય ક્રિયાની જરૂર જ રહેતી નથી. આ કથન ઉપરથી જ એમ કહેવામાં આવે છે કે, આધ્યાત્મિક વિષય અવ્યાવહારિક છે. ઊંચી સ્થિતિએ પહોંચ્યા બાદની વાત જુદી છે પરંતુ તે પહેલાં જ આધ્યાત્મિક્તાના નામે વ્યવહારને ત્યાગ કરવાથી જ લોકોને આધ્યાત્મિકતા તરફ અરુચિ પેદા થઈ છે અને યુવક લેકે તે આધ્યાત્મિકતાથી કંટાળી ગયા છે. જે લોકો આધ્યાત્મિકતાને નામે વ્યવહારની જરૂર જોતા નથી અને એ કારણે જે લેકે આધ્યાત્મિકતાથી કંટાળી ગયા છે એ લેકોને જ્ઞાનીજને કહે છે કે, તમે લેકે ભૂલ કરી રહ્યા છે. આધ્યાત્મિકતાના નામે વ્યવહારને છોડી દેવે પણ અનુચિત છે અને આધ્યાત્મિક્તાને અવ્યાવહારિક માની તેનાથી કંટાળી જવું એ પણ અનુચિત છે બહિક આધ્યાત્મિકતાથી વિમુખ રહેવાને કારણે જ હાનિ પેદા થઈ છે અને થઈ રહી છે.
પ્રાર્થના પણ આધ્યાત્મિક વિષય છે. કેટલાક લેકે પ્રાર્થનાને પણ ભ્રમરૂપ માને છે પણ વાસ્તવમાં આત્માને ઉન્નત કરવામાં પ્રાર્થના સહાયક છે. આત્મા પ્રાર્થનાદ્વારા કેવી રીતે ઉન્નત થઈ શકે છે અને ઉન્નત થવા માટે આત્માએ કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. એના સીધા સાદા સરલ ઉપાયો આ પ્રાર્થનામાં બતાવવામાં આવેલ છે. એ ઉપાય એવા સરલ છે કે તે ઉપાયોને બધા લેકે આચરી શકે છે.
ભમરાને કેતકી ઉપર એકનિષ્ઠ પ્રીતિ હોય છે. તેની એકનિષ્ઠા પ્રીતિ કેમ હૈય છે? એને માટે એમ કહી શકાય કે એમાં સુગંધ છે. પરંતું જેમાં સુગંધ છે તે કેતકીની સાથે પ્રીતિ બાંધવાનું ભમરાને કેણે શીખવ્યું ! * ભમરે કુલને પહેલાં સાક્ષાત જ નથી પરંતુ ગંધથી જ તે એ વાતને નિર્ણય કરીલે છે કે, આ બાજુએથી ગંધ આવે છે એટલા માટે આ બાજુ નજદીક કે દૂર ફુલ હોવું જ જોઈએ. પહેલાં તે તે ભ્રમમાં રહે છે પણ જ્યારે તેને સુગંધ આવે છે ત્યારે તે તેની સહાયતાથી ભ્રમણ કરતા કરતા કુલને મળી જાય છે. આ જ પ્રમાણે પરમાત્મારૂપ કેતકીની સુગંધને આધારે તમે લેકે પણ આગળ ચાલવા માંડે તે તમને પણ પરમાત્માને ભેટ થઈ જશે અને એ રીતે તમારી પ્રાર્થના પણ સરળ થઈ જશે.
તમે કહેશો કે, પરમાત્માની ગંધ કેવી હોય છે! જ્ઞાનીજને એના ઉત્તરમાં કહે છે કે, “તમે લોકો નજદીકની વાત પણ ભૂલી રહ્યા છે ! જો તમે પરમાત્માની સાથે એકનિષ્ઠ પ્રીતિ બાંધો તે તમને તેમની સુગંધ અવશ્ય આવે. ભ્રમર સુગંધની સાથે એકનિષ્ઠાથી પ્રીતિ બાંધે છે એટલા માટે જ્યારે તે સુગંધની તપાસ કરે છે ત્યારે વચમાં દુર્ગધ પણ આવે છે પરંતુ તે દુર્ગધની તરફ જતા નથી પણ સુગંધની તરફ જ જાય છે. કિંતુ પરમાત્માના વિષે લેકિની એ ભૂલ થઈ રહી છે કે, લેકે પરમાત્મારૂપી સુગંધની શોધમાં નીકળવા છતાં પણ વિષયરૂપ દુર્ગધને ગ્રહણ કરવા ચાલ્યા જાય છે, આ જ મોટી ખરાબી છે. એટલા માટે તમે તમારા વિષે જુઓ કે તમારો આત્મા કેવી રીતે વિષયમાં પડી જઈ સાચા સિદ્ધાંતને ભૂલી રહ્યો છે અને સાચા સિદ્ધાંતને નષ્ટ કરી કેવી રીતે ખરાબીમાં પડી રહ્યો છે? તમને આત્માની સુગંધ તે આવે છે કારણ કે, આત્મા તે તમારા સમીપ જ છે. વાસ્તવમાં આ આત્મા જ
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૪૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
પરમાત્માની સુગંધ છે. એ સુગંધને આધાર લઈ તમે આગળ વધતા જાઓ તે પરમાત્માને ભેટો અવશ્ય થશે.”
તમે કહેશો કે, આત્મા નજદીક કેવી રીતે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આંખથી જોવું, કાનથી સાંભળવું, નાકથી સુંઘવું અને જીભથી રસ લેવો, એ બધું કોણ કરે છે? ઈન્દ્રિ દ્વારા વિષયેને ગ્રહણ કરનાર કોણ છે ? તમે રૂપને જોઈ મુગ્ધ બની જાઓ છો પરંતુ રૂપને જોનાર કોણ છે ! કેવળ બાહ્ય દેખાવ ઉપર જ લેભાઈ ન જાઓ પરંતુ એ જુઓ કે, રૂપને જોનાર કોણ છે ? પતંગ દીપકના રૂપમાં અંજાઈ જઈ તેમાં જ બળી મરે છે પણ પિતાના આત્માને જેતે નથી. તે જ પ્રમાણે તમે પણ તમારી શક્તિને બાહ્ય આડંબરમાં વેડફી રહ્યા છો પણ એ શક્તિને સદુપયોગ કેવી રીતે કરવો તે ભૂલી રહ્યા છે ! જે શક્તિ પરમાત્માની સાથે ભેટે કરાવવા સમર્થ છે તે શક્તિને તમે આત્માના ગુણને નષ્ટ કરવામાં વેડફી રહ્યા છો. તમે ઇન્દ્રિયો દ્વારા જે પદાર્થો જુઓ છો તે પદાર્થોને નિર્ણય તમારી બુદ્ધિ કરે છે. એ બુદ્ધિમાં કોની શક્તિ રહેલી છે એ જુઓ અને તેને જાણે અને એ બુદ્ધિને બહિર્મુખી ન બનાવતાં અંતર્મુખી બનાવો તો તમે પરમાત્માને પણ ભેટી શકશે.
સંસારમાં જે કાંઈ સુધાર કે કુધાર થાય છે એ બધું આત્માની શક્તિથી જ થાય છે. આત્મા અજ્ઞાનતાને કારણે પિતાની શક્તિને આત્મસુધાર કરવામાં સદુપયોગ કરવાને બદલે આત્માને બગાડવામાં દુરુપયોગ કરે છે. આજે જે લડાઈ, ઝગડા, ઝેર–વેર કે કલેશ-કંકાસ ફેલવા પામ્યા છે તે આત્માની ભૂલથી જ ફૂલવા પામ્યા છે. લોકે ક્રિયાને ત્યાગ કરી પુરૂષાર્થહીન બની રહ્યા છે. જો કે પોતે શ્રમ ન કરતાં બીજાના શ્રમ ઉપર છવવા અને મોજ કરવા ચાહે છે; અને આ જ કારણે સંસારમાં લડાઈ-ઝગડા થવા પામે છે. પણ પોતે શ્રેપ ન કરે અને બીજાના શ્રમ ઉપર જીવિત રહેવાની અને મેજ માણવાની વાત ક્યાંથી આવી છે ! આત્માની ભૂલથી જ ને? આત્મા ભૂલથી વિષયમાં પડી રહ્યો છે અને તેથી જ આ વિષમતા પેદા થવા પામી છે. વિષય-પષણ માટે પૈસા ન હોય તે અનીતિથી પૈસા પ્રાપ્ત કરવામાં આવે છે પણ વિષયોનું પિષણ તે કરવામાં જ આવે છે. આત્મામાં આ સ્થિતિ ક્યાંથી પેદા થઈ ? જે આ વિષે ઊંડો વિચાર કરવામાં આવે તો જણાશે કે, આત્મા અધ્યાત્મિકતાને ભૂલી જવાથી જ આ વિષમ સ્થિતિ ઉભી થવા પામી છે. જે થયું તે થયું પણ હજી જાગ્યા ત્યાંથી સવાર ગણી ચેતે તે પણ તમે કલ્યાણ કરી શકે છે. કહેવત છે કે,
જે ગઈ સે ગઈ અબ રાખ રહી કે. જે થયું તે થયું. હજી પણ આત્માની શક્તિ તમારા હાથમાં જ છે. એટલા માટે જગ્યા ત્યાંથી સવાર ગણી આત્માની શક્તિને આત્મસુધાર કરવામાં સદુપયોગ કરે તે ધીમે ધીમે તમે એ સ્થિતિને પાસ કરી શકશે કે જે દ્વારા પરમાત્માને ભેટ થઈ શકશે. આત્મા પરમાત્માને ભેટે કરી શકે એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે ભક્તજને વારંવાર એમ કહે છે કે, “હે છવો ! પરમાત્માનું ભજન કરે અને જે પ્રમાણે ભમરે કેતકી પ્રત્યે અનન્ય પ્રેમભાવ રાખે છે તેવો અનન્ય પ્રેમભાવ પરમાત્મા પ્રત્યે રાખે.”
ભમરો કુલની સુગંધ લે છે પણ શું તે પુલને કે કુલની એક પાંખડીને પણ તેડવાની ઈચ્છા કરે છે! તે કુલને તેડવા કે બગાડવા ચાહત નથી. ભમરાના આ કાર્યનું ઉદાહરણ આપી ભગવાને મુનિઓને માટે કહ્યું છે કે –
Page #582
--------------------------------------------------------------------------
________________
રાજકાટ–ચાતુર્માસ
[ ૫૪૧
जहा दुम्मस्स पुप्फेसु भमरो आवियइ रसं ।
ન ચ જુઠ્ઠું હ્રિામેડ્સો ચવિષે અન્ય —શ્રીદશવૈકાલિક સૂત્ર અર્થાત્−હે ! મુનિ ! તમે પણ ભ્રમરવૃત્તિ ધારણ કરે। અને ભ્રમરની માફક એવી રીતે યતનાપૂર્વક કામ કરેા કે જેથી કાઈને કષ્ટ ન થાય. આમ કરવામાં જ તમારું કલ્યાણ રહેલું છે.
શુદી ૫]
આજ પ્રમાણે ભક્તિમાર્ગમાં પણ એમ કહ્યુ` છે કે, પરમાત્માની સાથે ભ્રમરના જેવી પ્રીતિ બાંધવી જોઈએ. કેટલાક લાંકા કહે છે કે, “ શું પરમાત્મા અમારું કાંઈ કામ કરી દે છે કે અમે તેમની પ્રાર્થીના કે તેમને નમસ્કાર કરીએ ? ” પણ આ પ્રકારની ઇચ્છા કરવી એ શું ભમરા પુલને ચૂંટે કે બગાડે એના જેવું કૃત્ય નથી ? કવિ આનંદઘનજી કહે છે કેઃ— ચિત્ત પ્રસન્ને પૂજનલ કહ્યો, પૂજન અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા, આનંદઘન પદ રહ.
જે કુલમાંથી સીધી રીતે સુગંધ મળે છે એ પુલને ભમરા તોડવાની ઇચ્છા કરે ખરા! જો હું તે પછી તમે પરમાત્માના વિષે એમ કેમ કહેા છે કે, પરમાત્માએ અમને શું આપ્યું કે અમે તેમની પ્રાર્થના કરીએ !” કવિ આનંદધનજી કહે છે કે, પરમાત્મા અખંડ પૂજ્ય છે; એટલા માટે સંસારની કાઈપણ કામનાથી તેમને ખડિત કરવા ન જોઇ એ. “ ખીજા દનવાળા સ્વાથી લાંકા તે પરમાત્માને સંસારની ધમાલમાં ઊતારે છે પણ જ્ઞાનીજને એમ કરતા નથી. તે તો એમ જ કહે છે કે, “ પરમાત્મા અખંડિત છે. એટલા માટે એ અખંડિત પૂજ્યની પૂજા–સેવા કરવાથી અમને ઉલ્લાસ આવશે અને અમારા આત્મા પરમાત્મા બની જશે. જે પ્રમાણે ભમરા પુષ્પને અખંડિત રાખીને જ તેની સુગંધ લે છે તે જ પ્રમાણે અમે લેાકા પણ પરમાત્માને અખડિત રાખીને જ છીએ. આમ કરવાથી અમને તેમની શક્તિરૂપ સુગંધ મળશે કે આત્મા પણ સુવાસિત બનશે અને અમારું કલ્યાણ થશે.” ભક્તજનેાની માફક તમે લેાકેા પણ પરમાત્માને અખંડિત કાઈપણુ ભાવનામાં ઉતારા નહિ.
તેમની પૂજા–સેવા કરીએ સુગ ધથી અમારી
જે
માને
તેમને સ‘સારની
તમે લાંકે ‘તિકખુત્તો' ના જે પાક ખેાલા છે તેમાં કહેા છે કેઃ— आयाहिणं पयाहिणं देइये चेइयं
આમાં આવેલા ‘ ચેય ' શબ્દને અર્થો કરતાં મલયિંગર આચાય કહે છે:-~~ 'सुप्रसन्नमनहेतु-त्वादिति चैत्य '
*
અર્થાત્—મનને પ્રસન્ન- કરવાનું જે કારણ છે તે ચૈત્ય છે. જે મનને પ્રસન્ન કરવાનું લૌકિક કારણ છે તે લૌકિક ચૈત્ય છે અને જે લેાકેાત્તર મનપ્રસન્ન કરવાનું કારણ છે તે લાકાત્તર ચૈત્ય છે. મુનિને પણ તમે ચૈત્ય માને છે પણ મુનિ તમારા માટે શું કરે છે કે તમે તેમને ચૈત્ય કહેા છે ? તેએ તમારું શું કામ કરે છે! શું તે બનાવી આપે છે કે તમને આંકફરકના સટ્ટો બતાવે છે ? તેઓ આવું એટલા જ માટે તે તમારા માટે ચૈત્યરૂપ છે. સંસારમાં એવા પણ
તમારા માટે કાંઈ કરી દેતા નથી; લેાકેા હશે કે જેએ
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૪૨] . શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ વેશ્યાને પણ ચૈત્યરૂપ માનતા હશે. એવા લેકની વાત જ જુદી છે પણ તમે મુનિઓને કે પરમાત્માને સંસારની ભાવનામાં ઘસેડે નહિ. જે પ્રમાણે ભમરે ફુલની તરફ જ દેડે છે, બીજી બાજુ દોડતું નથી. તે જ પ્રમાણે તમે પણ પરમાત્માની તરફ જ દેડ, આડી અવળી બાજુ દેડે નહિ.
જે “અહુપદ” કે “તત્વમસિ” દ્વારા આત્માને જાગ્રત કરે છે અને એમ વિચારે છે કે, હું જ પરમાત્મા છું- જે હું ઉપાધિઓને મટાડી દઉં તે પરમાત્મા અને મારામાં કોઈ અંતર ન રહે; આ પ્રમાણે વિચાર કરી જે આગળ વધતા જાય છે તે આત્મા અવશ્ય પરમાત્મામય બની જાય છે. અનાથી મુનિને અધિકાર–૬૦
અનાથી મુનિ પણ આ જ વાત કહે કે, આત્મા જે પિતાના સ્વરૂપમાં લીન થઈ અન્નમુખી બની જાય તો તે સનાથ બની જાય. કેટલાક લેકે આત્માના નાથ બનવા માટે તૈયાર થઈ જાય છે પણ પાછા સંસારની ભાવનાને કારણે પતિત થઈ જાય છે. જે ભમરે પુષ્પની સુગંધ જ લે પણ જે તેના ઉપર અધિક મુધ બની ન જાય તે તે તે સુગંધને લાભ લઈ શકે છે પણ જે તે પુલ ઉપર અધિક મુગ્ધ બની જાય તે કોઈ વખતે તે કમલનું બીડાવાના સાથે તે પણ અંદર બીડાઈ જાય છે અને કોઈ વખતે તે હાથીના મુખમાં પણ કમલની સાથે ચાલ્યો જાય છે. આ જ પ્રમાણે જે સાધુ જે ભાવનાથી સાધુ થયો છે તે જ ભાવના ઉપર સ્થિર રહે છે તે તે આત્માનું કલ્યાણ કરી શકે છે પણ કોઈ કઈ સાધુ પોતાની મૂળ ઉચ્ચ ભાવનાને ભૂલી જાય છે અને ઉદેશિક, ક્રતકત આદિ અકલ્પનીય આહાર પણ ખાવા લાગે છે અને પિતાની આ ખરાબીને છુપાવવા માટે આધ્યાત્મિકતાનું પણ નામ લે છે. આ પ્રમાણે તેઓ પાછા સંસારભાવનામાં ફસાઈ જઈ અનાથ બની જાય છે.
न तं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पया।
से नाहिइ मचुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥ ४८ ॥ જે પ્રમાણે કમલ ઉપર મુગ્ધ થઈ જવાથી ભમરે હાથીના મુખને પ્રાસ બની જાય છે. આ તેની પોતાની જ ભૂલ છે. આ જ પ્રમાણે આત્મા પિતાની ભૂલથી જ પોતાનું એવું અહિત કરે છે. જેવું અહિત શિરચ્છેદ કરનાર વૈરી પણ કરતું નથી.
દુનિયામાં શિરચ્છેદ કરનાર મેટ વરી માનવામાં આવે છે પણ અનાથી મુનિ કહે છે કે, પોતાને જ આત્મા જેવું અહિત પિતાનું કરી બેસે છે તેવું અહિત શિરચ્છેદ કરનાર દુશ્મન પણ કરી શકતું નથી. કંઠને છેદ કરનાર દુશ્મન તે તે જ શરીરને નષ્ટ કરે છે કે જે શરીર કોઈ દિવસે નષ્ટ થવાનું જ હતું. પરંતુ તે વૈરી નરક કે નિગોદમાં આ આત્માને મોકલવાને સમર્થ નથી. બહિક એ દુશ્મન જ્યારે કંઠને છેદત હોય ત્યારે તેના ઉપર કેધ કરવામાં ન આવે તે તે વૈરી સુગતિ અપાવવામાં સહાયક પણ બની શકે છે. આ પ્રમાણે ગળુ કાપનાર વૈરી એવી હાનિ કરતું નથી, જેવી હાનિ પિતાને દુરાત્મા કરે છે.
Page #584
--------------------------------------------------------------------------
________________
જુદી ૫]
રાજકોટ–ચાતુર્માસ
લેાકેાને નરકના ભય લાગે છે પણ નરક આવ્યું કત્યાંથી ? નરક તે કસાઈખાનું આવ્યું કયાંથી ? નરક કે કસાઈખાનાને દુરાત્મા જ પેદા કરે કપાય છે. અને દુરાત્મા જ કપાવે છે. ભગવાને ત્રણ પ્રકારનાં પુદ્દગલે પુદ્ગલાને આત્માએ જ ખરાત્ર બનાવ્યાં છે, પુદ્દગલ તા પોતાના રૂપમાં જ દુરાત્મા એને પણ ખરાબ કરી દે છે. ઉદાહરણ તરીકે માનેા કે, તમે ખીર ખાધા પહેલાં સ્વાદ, રૂપ, ગંધ વગેરેમાં કેવી હતી અને પેટમાં પચાવ્યા બાદ જાય છે! આ પુદ્દગલાને પોતે આત્માએ જ ખરાબ કરેલ છે કે નહિ ? ગ્રન્થામાં કહ્યું છે કે, સવા લાખની કીંમતનાં કપડાં હેાય છે પણ એકવાર પહેરવાથી તે પણ નિર્માલ્ય—નકામાં થઈ જાય છે. તે કપડાંને નિર્માલ્ય બનાવનાર કાણુ છે?” આ પ્રમાણે પુદ્ગલેને ખરાબ કરાનાર આ આત્મા જ છે. આત્મા જ પુદ્ગલાને શસ્ત્રરૂપે બનાવે છે. દુરાત્મા જ તલવાર બનાવે છે. જો આત્મા દુષ્ટાત્મા ન હોય તેા તે તલવારને પણ પુલની છડી બનાવી શકે છે.
[ ૫૪૩
છે.
દૂર રહ્યું પર ંતુ દુરાત્મા જ કહ્યા છે. જે રહે છે પણ ખાધી તે ખીર
તે કેવી બની
તમને જે ઇન્દ્રિયા મળી છે તે આત્માના કલ્યાણ માટે જ મળી છે. અનંતાનંત પુણ્યને સંચય થવાથી એક એક ઇન્દ્રિય મળી છે. પણ આ પ્રમાણે પુણ્યસંચયથી મળેલી ઇન્દ્રિયાને દુરાત્મા ક્યાં ક્યાં વેડફી રહ્યો છે. સાધુ પણ જો સાધુપણાથી પતિત થાય અને ઇન્દ્રિયાને વેડી દે તો તે પણ દુરાત્મા જ છે. દુરાત્મા સંસારમાં તો આનંદ માને છે પરંતુ જ્યારે તે મૃત્યુના મુખમાં સપડાય છે ત્યારે તેને ઘણા પશ્ચાત્તાપ થાય છે; તે વખતે લક્ષણુ, જ્યોતિષ, મંત્ર વગેરે કાંઈ કામમાં આવતાં નથી. જેણે અહિંસાના નાશ કર્યો છે અને યાને ગુમાવી દીધી છે તે જ્યારે મેાતના મુખમાં સપડાય છે ત્યારે તેને ઘણા પશ્ચાત્તાપ થાય છે.
મહમૂદ ગજનવી માટે એમ કહેવામાં આવે છે કે, તેણે ૧૭ વાર ભારતને લૂંટ્યું હતું અને અનેક લાકાતે ઘણું કષ્ટ આપી, ઘણું ધન લઈ ગયા હતા; પણ જ્યારે તે મરવા લાગ્યા ત્યારે તેણે પાતાની સામે એ બધાં ધનનેા ઢગલા કરાવ્યા અને તે ધનના ઢગલાને જોઇ--જોઈને ધ્રુસકે ધ્રુસકે રાવા લાગ્યો. તે શા માટે રાતા હતા તે વિષે નિશ્ચયપૂર્વક તો કાંઈ કહી શકાય નહિ પણ સંભવ છે કે તે એ વિચારથી રાતા હાય કે, “ હું લેકાને કેટલું કષ્ટ આપીને ધન સંગ્રહીને લાવ્યેા છું અને આજે એ ધન અહીં જ પડયું રહે છે. આ પ્રમાણે પશ્ચાત્તાપ થવાથી તે રાય હાય એવા સંભવ છે.”
આ જ પ્રમાણે દુરાત્મા પણ જ્યારે મૃત્યુના મુખમાં સપડાય છે ત્યારે પશ્ચાત્તાપ કરવા લાગે છે. તમે પણ તમારા માટે એમ વિચારા કે, અમે ગરીબેને દુઃખ આપી પૈસા એકઠા કરીશું તેા તે પૈસા અમારી સાથે નહિ આવે પણ જ્યારે અમે મૃત્યુના મુખમાં સપડાઈશુ ત્યારે અમારે એને પશ્ચત્તાપ કરવા પડશે. આ તે તમારા માટે એમ કહ્યું પરંતુ મારે પાતાએ પણ મારા વિષે વિચારવું જોઈએ કે, “ હે ! આત્મા ! જો તું ખીજાઓને ખુશ કરવામાં અને લાકાંને પોતાની આગળ નમાવવામાં જ રહી ગયેા, કેત્રળ ખાલી વાહવાહ કરાવી અને સ્વ-પરની કાંઈ યા ન કરી તે! આખરે તારે પણ પશ્ચાત્તાપ કરવા પડશે.”
અનાથી મુનિ આ પ્રમાણે શિક્ષા આપી એમ કહે છે કે, ‘આખરે તારા કામમાં તારા આત્મા જ આવશે; ખીજો કાઈ તારા કામમાં આવશે નહિ. એટલા માટે જે ભગવાનની આજ્ઞામાં હેાય અને જેથી સ્વપરની યા થાય તે જ કામ કર; બીજાં
સત્ય હૈાય, જે કામેા ન કર. ’
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૪૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
જે અનાથી મુનિની આ શિક્ષાને જીવનમાં ઉતારવામાં આવે તે આત્મા અવશ્ય પિતાનું કલ્યાણ કરી શકે છે. જો તમે દયા અને પરમાત્માની આજ્ઞાને બરાબર જાણું લે તે તમે બધુંય જાણી લીધું છે, પછી વધારે જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, “કઈ જીવની હિંસા ન કરવી એ જ બધાં શાસ્ત્રને સાર છે.”
કઈ માણસ હજાર-બે હજાર વર્ષનું જૂનું લખેલું શાસ્ત્ર બતાવીને તમને કહે કે, ભગવાન વીતરાગ ફૂલની માળા પહેરી બેઠા હતા તે શું તમે તેની વાત માની લેશો ? તમે એમ જ કહેશો કે, એવું કોઈ વિકારીએ લખ્યું હશે ! ભગવાન વીતરાગ આ પ્રમાણે સંસારની ભાવનામાં પડી ન શકે. આ જ પ્રમાણે કઈ એમ કહે કે, મુનિઓએ ઓછામાં ઓછી પાંચ રૂપિયા તે પોતાની પાસે રાખવા જ જોઈએ. કારણ કે, કોઈ વખતે રૂપિયા હોય તે કામમાં આવે; તે શું તમે તેનું કહેવું માનશે ? કદાચ કોઈ એમ પણ કહે કે, “આ મુનિ તે આધ્યાત્મિક્તામાં ખૂબ આગળ વધેલા છે એટલા માટે પાંચ રૂપિયા પિતાની પાસે રાખે છે. કાંઈ વાંધો નહિ–આમ કહેવા છતાં પણ તમે એ વાત માની શકે નહિ. તમે તો એમ જ કહેશો કે, એમ કરવું એ ભગવાનની આજ્ઞામાં નથી. તમે આ જ વાતને ભગવાનની બધી આજ્ઞાઓ માટે જોતા જાઓ અને એ આજ્ઞા ઉપર જ દઢ રહે. ધ્વજાની માફક તમે ફરી ન જાઓ. નહિ તે તમારે પણ પશ્ચાત્તાપ કરવો પડશે.
અનાથી મુનિ રાજા શ્રેણિકને જે ઉપદેશ આપી રહ્યા છે તે ઉપદેશ એક રીતે તે મુનિઓને માટે ઉપાલંભરૂપ છે; પણ આ ઉપાલંભ પ્રેમને કારણે જ આપવામાં આવે છે. કઈ સજન માણસ કઈ બીજાને ઉપાલંભ આપવા માટે જશે નહિ પણ જે આત્મીય હશે તે જ ઉપાલંભ આપશે. આત્મીય સિવાય બીજો કોઈ હશે તે તેને માટે એમ જ કહેશે કે, તેની સાથે મારે શું લેવા-દેવા ! આ જ પ્રમાણે અનાથી મુનિ પણ અમને મુનિઓને પ્રેમને કારણે જ આ ઉપાલંભ આપે છે અને કહે છે કે, “તમે કયા કામને માટે સાધુપણું લીધું છે અને કયું કામ કરી રહ્યા છે? તમારું અને અમારું ધ્યેય એક જ છે છતાં તમે સંસારભાવનાને કારણે અમારાથી જુદા પડી ન જાઓ. - જેનધર્મની દૃષ્ટિ પ્રેમની છે. તેનો ઉદ્દેશ કોઈ પણ આત્માને કષ્ટ ન આપવું એ છે. એનું લક્ષ્ય મિત્તિ સદામાકુ-અર્થાત બધા પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ છે. બધા પ્રાણીઓ સાથે મૈત્રીભાવ રાખવો એ જૈનધર્મનું ધ્યેય છે. સુદર્શને પણ આ જ મૈત્રીભાવનાને હૃદયમાં ઉતારી આત્મકલ્યાણ સાધ્યું હતું. સુદર્શન ચરિત્ર-૬૦
સુદર્શનની સાથે અયાએ કે દુર્વ્યવહાર કર્યો હતો છતાં સુદર્શને તે અભયાને માટે એમ જ કહ્યું હતું કે, એ મારી માતા છે. આ મૈત્રીભાવનાને કારણે જ સુદર્શને આત્મવિકાસ એટલે બધે સાબો કે તેમણે હરિણી વેશ્યાને પણ સુધાર કરી દીધો. વેશ્યાને સુધારવી એ કેટલું મુશ્કેલ કામ છે! પણ તે મુનિએ વેશ્યાને જ નહિ પરંતુ જે આસુરી ભાવનાથી ભરેલી હતી તે અભયાને પણ સુધારી દીધી; તેનું પણ કલ્યાણ કરી દીધું. સુદર્શન મુનિએ પિતાના આત્માનું કલ્યાણ કરવા જતાં અનેકેનું કલ્યાણ કરી દીધું.
Page #586
--------------------------------------------------------------------------
________________
શુદી ૬] રાજકેટ-ચાતુર્માસ
[ પN | વ્યંતરીએ સુદર્શનને જોયા. સુદર્શન મુનિને જોતાં જ તેને જાતિસ્મૃતિ જ્ઞાન થયું. તે વિચારવા લાગી કે તેના ઉપર પહેલાં મને પ્યાર હતા. પહેલાં તે તે મારી ઈચ્છાને શિકાર ન થ. પણ હવે જે જાળ બિછાવું છું તેમાં તે જરૂર ફસાઈ જશે. કારણ કે, એ મનુષ્ય છે અને હું દેવી છું. એટલે દૈવી શક્તિ આગળ માનવી શક્તિ શું કરી શકે?
આજના લેકે કહે છે કે, અમુક પુરુષ કે અમુક સ્ત્રીને ભૂત કે ચૂડેલ વળગેલ છે પરંતુ તે ભૂત-ચૂડેલ એક થપ્પડ મારતાં ભાગી જાય છે. આ કઈ જાતનાં ભૂત-ચૂડેલ છે ? કદાચ કોઈ કહે કે, આ સંસાર વિચિત્ર છે. જ્યારે આ સંસાર વિચિત્ર છે તે શું પરમાત્માની શક્તિ નથી ? ધર્મની શક્તિ નથી? જે છે તે પછી વહેમ કેમ છે ? એક નાનામાં નાના દેવમાં પણ કોડ ચક્રીનું બલ હેાય છે; તે પછી શું એ એક થપ્પડ મારવાથી ભાગી જઈ શકે? જો દેવ હશે તે તે તે આમ ભાગી જઈ શકે નહિ પરંતુ આ વાતને જાણવા છતાં. પણ લેકેને વહેમ દૂર થતો નથી. | વ્યંતરી સુદર્શન મુનિને ધ્યાનમાંથી વિચલિત કરવા માટે તેની પાસે ગઈ. પણ સુદર્શન તે પિતાના ધ્યાનમાં જ મસ્ત હતા વ્યંતરી સુદર્શનને ધ્યાનમાંથી વિચલિત કરવા માટે પ્રયત્ન કરે છે. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો સુદી ૬ બુધવાર
પ્રાર્થના પદ્મપ્રભુ પાવન નામ તિહારે, પતિત ઉધારન હારે, જદપિ ધીવર ભીલ કસાઈ, અતિ પાપીષ્ટ જમારે; તદપિ જીવહિંસા તજ પ્રભુ ભજ, પાવૈ ભવનિધિ પારે. પ૦
–વિનયચંદ્રજી કુંભ, વીશી પદ્મપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં ભકતએ પરમાત્માના નામને મહિમા બતાવ્યો છે. આત્માની ઉન્નતિ સાધવાનું સર્વોત્કૃષ્ટ સાધન તરીકે ભક્તોએ પરમાત્માનું નામ સંકીર્તન બતાવેલ છે. એક દૃષ્ટિએ જુઓ તે પરમાત્માનાં નામે અનંત છે અને બીજી દૃષ્ટિએ જુએ તે તેમનું કાંઈ નામ જ નથી; કારણ કે તે નામ અને રૂપથી પર છે. પરંતુ આત્મા અપૂર્ણ છે અને આત્માએ અપૂર્ણતામાંથી પૂર્ણતામાં જવું છે એટલા માટે તેને નામના આધારની આવશ્યકતા રહે છે. .
પરમાત્માના નામમાં શું ગુણ રહેલું છે અને પરમાત્માનું નામ લેનારને કયા ગુણને લાભ થાય છે એ વાતને પૂરી રીતે બતાવવા માટે સમયની વિશેષ આવશ્યક્તા રહે છે, એટલા માટે સંક્ષેપમાં એ વિષે એટલું જ કહેવાનું છે કે, પરમાત્માનું સાચા હયથી નામ લેવામાં આવે તે બધાં કામ પાર પડે છે. જે પતિતથી પતિત છે તે પણ પરમાત્માનું નામ લઈ પાવન બની શકે છે. બધાં દાર્શનિકો એ વાતને સ્વીકાર કરે છે કે, પરમાત્માનું
२४
Page #587
--------------------------------------------------------------------------
________________
૫૪૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
નામ પતિતપાવન છે. જો વાત કેવળ ઉપરથી કહેવામાં આવેલી ન હેાય પણ હૃદયથી કહેવામાં આવી હોય તે પરમાત્માનું નામ પતિતપાવન છે તે પછી પતિતા તરફ ઘણા કેમ કરી શકાય ? હા, પતિતને એવું આશ્વાસન તા આપી શકાય કે, ભાઈ! તમારે હવે ગભરાવાની જરૂર નથી. તમે પરમાત્માના નામની છાયામાં આવી જાએ તે તમે પણ પાવન થઇ શકે છે. આ પ્રમાણે પતિને આશ્વાસન તે આપી શકાય પણ તેમના તરફ ધૃણાભાવ તા બતાવી ન શકાય. પરમાત્માનું નામ જો સાચા હૃદયથી લેવામાં ન આવે પણ કેવળ લોકોને બતાવવા માટે જ પરમાત્માનું નામ લેવામાં આવતું હાય તા તા એ વાત જુદી છે નહિ. તા. પરમાત્માના નામમાં સારામાં સારી શક્તિ રહેલી છે.
પરમાત્માના નામમાં ધણી શક્તિ રહેલી છે, પરંતુ પરમાત્માનું નામ લઈ શું કરવું? અને પરમાત્માનું નામ ક્યા ઉદ્દેશે લેવું એ પણ જીએ. ભમરા પહેલાં ફુલને જોતા નથી કિન્તુ તેની સુગંધથી જ પુલને પત્તો મેળવે છે અને એ સુગ ંધના આધારે જ ફુલની પાસે પહેાંચી શકે છે. ફુલની પાસે પહેાંચવા છતાં પણ તે પુલને તાડતો નથી પણ તેની સુગંધ લઈ તૃપ્ત થાય છે. આ જ પ્રમાણે ભક્તો સસારમાં ફેલાએલી પરમાત્માની શક્તિને પરમાત્મારૂપ પુલની સુગંધ માની તેના આધારે પરમાત્માની સમીપ પહોંચે છે, છતાં તેઓ એમ ચાહતા નથી કે, હે ! પ્રભા ! તારી શક્તિ મને આપે તે હુ... આમ કરું, તેમ કરું; પણ તે પરામા પ્રત્યે એ જ પ્રાર્થના કરે છે કે, હે! પ્રભા ! મારામાં એવી શક્તિ પ્રગટે કે, જે પ્રમાણે ભમરા પુલની સુગધમાં મસ્ત રહે છે તે જ પ્રમાણે હું પણ તારા નામનું સંકીર્તન કરવામાં મસ્ત રહ્યું. '
સાચા ભક્તો પરમાત્મા પાસે આ જ ચાહે છે. બીજી બાજુ કેટલાક લોકો એવા પણ હાય છે કે જેઓ એમ કહે છે કે, અમે પરમાત્માનું નામ લેતાં લેતાં દુલ થઈ ગયા છતાં પણ અમારી ઉન્નતિ ન થઈ. તમે તે પરમાત્માના નામમાં બધી શક્તિ હેવાનુ` કહેા છે પણ પરમાત્માનું નામ લેનારાઓમાં અને ધર્મને નામે જે ઢાંગ ચાલે છે તેવા ઢાંગ ખીજે કયાંય ચાલતા નથી. તેા પછી અમે પરમાત્માના વિષે આપની કહેલી વાત ઉપર વિશ્વાસ કેમ કરી શકીએ ? અને જ્યારે અમારું હૃદય જ ધર્મ કે પરમાત્માના નામ વિષે આટલું વિરુદ્ધ છે ત્યારે અમને પરમાત્માનું નામસકી ન કરવા માટે જ ઉપદેશ આપવો એ તા બળતા હૃદયમાં ઘી હેામવા સમાન છે.
J
જે લોકો આ પ્રમાણે કહે છે તે લેકાને એટલું જ કહેવાનું છે કે, “ તમે જે ખરાબીને માટે કહી રહ્યા છે. તે ખરાથી પરમાત્માના નામથી થવા પામી નથી પરંતુ તે ખરાબી સ્વાથી અને ઢાંગી લેાકાને કારણે જ પેદા થવા પામી છે.” તે લેાકેા પ્રગટમાં તે પરમાત્માનું નામ લે છે પણ તે શા માટે પરમાત્માનું નામ લે છે તે જુઓ. કહેવત છે કેઃ—
રામ નામ સબ કાઇ ક્લે, ઠગ ઠાકુર આર ચાર,
ધ્રુવ પ્રહ્લાદ જાસાં તરે, વાહ નામ કુછ આર.
- સાધારણ રીતે ચાર પણ પરમાત્માનું નામ લે છે પણ શા માટે! એટલા માટે કે, ધર્મના લાકા તે ધસઘસાટ સૂતા રહે અને હું સારીરીતે ચેરી કરી શકું. દુકાનદારા દુકાન ખાલતી વખતે, પરમાત્માનું નામ લે છે પરંતુ શા માટે ? એટલા માટે કે “ હે ! પરમાત્મા !
Page #588
--------------------------------------------------------------------------
________________
શુદી ૬ ]
રાજકાટ–ચાતુર્માસ ' '' ''
[૫૪૭
એવા આંખના આંધળા અને માલતુન્નર મેકલ કે જેથી અમને ખૂબ માત્ર મળી જાય ! આ પ્રમાણે અનેક લેાકેા પરમાત્માનું નામ લે છે પણ પાતપાતાના સ્વાતી ખાતર. આવા સ્વાથી લેાકેાના કારણે જ પરમાત્માના નામસ્મરણુ વિષે ઊલટી વાતા કરવામાં આવે છે પરંતુ સાચા ભક્તજને પરમાત્માનું નામ પેાતાના સ્વાર્થની સિદ્ધિ માટે લેતા નથી. પરંતુ
એટલા માટે લે છે કેઃ-~
છે. તેઓ
· પાપપરાલ કે પૂજ અન્યા અતિ માન હુ મેરુ એપાર સે। તુમ નામ હુતાશન સેતી સહજહિં પ્રજ્વલત સારી. સાચા ભક્તજને પાતાનાં પાપાતે નષ્ટ કરવા માટે પરમાત્માનું નામ છે પોતાના પાપાનું પોષણ કરવા માટે પરમાત્માનું નામ લેતા નથી. પાપનું પોષણ કરવા માટે પરમાત્માનું નામ લેનારની કે ધર્માંના ઢાંગ કરનારની બધા લાકાએ નિંદા કરેલ છે. તુલસીદાસજીએ એવું નિંદ્ય કામ કરનારને ઉપાલંભ આપતાં કહ્યું છે કે –
જે જન્મે કલિકાલ કરાલા, કરતમ વાયસ મેષ મરાલા; વાંચક ભક્ત કહાઈ રામ કે, કિંકર ક ંચન કાડ઼ કામ કે. તુલસીદાસજી કહે છે કે, કલિયુગમાં એવા ડ્રગ લેકે જન્મ્યા છે કે જે કામા તે કાગડાનાં કરે છે પણ વેશ તા હંસનાં રાખે છે. તે ઠગ લોકો પોતાને ભગવાનના ભક્ત કહેવડાવે છે પરંતુ વાસ્તવમાં તેઓ કનક–કામિની અને કામક્રોધના હ્રાસ હાય છે.
મતલબ કે, આવા લેાકેાને કારણે જ પરમાત્માના નામ વિષે વિસંવાદ થવા પામ્યા. પણ એમાં પરમાત્માના નામના શો દોષ ? એ દોષ તા નામ લેનારાઓના છે કે જેઓ ઉપરથી તા પરમાત્માનું નામ લે છે પણ હૃદયમાં કાઈ ખીજાં જ પ્રકારના ભાવ રાખે છે. પરમાત્માનું નામ પાપનું પાગુ કરવા માટે લેવાનું સમર્થન કાઈ પણ કરતું નથી. જે પાપનું પોષણ કરવામાં પરમાત્માના નામને દુરુપયોગ કરે છે તેની બધા લેકા નિદા કરે છે. જે શાસ્ત્રો ઉપર તમારા, અમારા અને બધા આસ્તિકાને વિશ્વાસ છે તે શાસ્ત્રોનાં પ્રમાણે! પણ આ વિષે આપી શકાય એમ છે.
અનાથી મુનિના અધિકાર-૬૧
અનાથી મુનિ પણ રાજા શ્રેણિકની સામે એવા લોકોની નિંદા કરી રહ્યા છે કે જે પરમાત્માના નામે કે ધર્મીના નામે ખરાબ કામેા કરે છે અને ખરાબ કામેા કરવા છતાં પશુ સંસારમાં પેાતાને સાધુ કહેવડાવે છે. સંસારમાં સારા અને ખરાબ એમ બન્નેય પ્રકારના લોક હાય છે. હજારા વર્ષો પહેલાં પણ એવા લેાકા હતા કે જેઓ સાધુતાના નામે અસાધુતાનાં કામેા કરતા હતા. પણ એવા કાયર લેાકાને કારણે સાધુ માત્રની નિંદા કરવી કે સાધુ માત્રને ખરાબ કહેવા એ અનુચિત છે. શાસ્ત્ર કહે છે કે, આ સંસાર સાધુઓને કારણે જ શાંતિ ભાગથી રહ્યો છે. જ્યારે સાધુએ આ સંસારમાં નહિ હાય ત્યારે આ પૃથ્વી લાલ ગાળાની માક તપીને લાલચોળ થઈ જશે અને તે વખતે આ પૃથ્વી ઉપર રહેવું બહુ મુશ્કેલ થઈ જશે. ભગવાને કહ્યુ છે કે, આ પંચમકાલના અંતમાં જ્યાંસુધી એક પણ સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા રહેશે ત્યાંસુધી શાંતિ રહેશે. આ પ્રમાણે. ધને કારણે જ શાંતિ મળી રહી છે, ધ'ને નામે ઢાંગ ચલાવનાર લેાકેાને કારણે ધર્મની નિંદા કરવી એ ઉચિત નથી,
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૪૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
સાધુતાના નામે અસાધુતાનાં કામેા કરનાર લોકાનું વર્ણન કરતાં અનાથી મુનિ કહે છે કેઃ— निरट्टिया नग्गरुई उ तस्स, जे उत्तमहं विवज्जासमेइ |
इमे वि से नत्थि परे वि लोए, दुहओ वि से झिज्झइ तत्थ लोए ॥ ४९ ॥ હે! રાજન ! જે ઉત્તમાતા વિપરીતા કરે છે, જે જ્ઞાન, દર્શન અને ચારિત્રને જે વિપરીત સમજે છે અને તેના પ્રતિ અરુચિ રાખે છે, તેના વેશ પહેરવા કે ઉઘાડે પગે ચાલવું, કેશલુંચન કરવું વગેરે બધાં કષ્ટા વ્યર્થ જાય છે; કારણ કે, તેણે જે ઉત્તમઅથી વેશ લીધા હાય છે તે ઉત્તમ અને જ નષ્ટ કરે છે અને એટલા જ માટે તેનાં બધાં કષ્ટા વ્યર્થ જાય છે. તેના આ લાક પણ વ્યર્થ જાય છે અને પરલાક પણ વ્ય જાય છે. તે આ લાક અને પરલોક બંનેમાં દુઃખ પામે છે.
સાધુવેશ ધારણ કરીને પણુ અસાધુતાનું કામ કરનાર લેાકેાને માટે હું જ આમ કહું છું એમ નથી પરંતુ શાસ્ત્ર પણ એમ જ કહે છે. અને શાસ્ત્રમાં કહેલી એ વાત પ્રમાણે ભગવાન મહાવીરની પરંપરાના બધા લેાકા એમ માનતા આવ્યા છે. બધા લેાકેા એ વાતને સ્વીકાર કરે છે કે જે ઉત્તમાર્થને નષ્ટ કરે છે તેનેા વેશ ધારણ કરવા કે કષ્ટાને સહેવાં એ બધું નકામું છે.
ઉત્તમા એટલે શું એ વિષે હવે વિચાર કરીએ. ઉત્તમાને અર્થ સમજમાં આવવાથી સ્થૂલતામાંથી સુક્ષ્મમાં જઈ શકાય છે અને ભૌતિકતામાંથી આધ્યાત્મિકતામાં જઈ શકાય છે. સાધારણ રીતે આ ભૌતિક સંસારને વ્ય કહેવામાં આવે છે પગુ ભૌતિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે સંબંધ રહેલા છે અર્થાત્ ભૌતિક સંસાર અને આધ્યાત્મિક સંસાર પરસ્પર સંબંધિત હાવાથી ભૌતિક સંસાર વ્ય` નથી.
આજના કેટલાક બેકાએ આધ્યાત્મિકતાને એક એવી ચીજ સમજી લીધી છે કે જે સમજમાં આવી શકતી ન હેાય. અર્થાત્ જે વાત સમજવામાં ન આવે તેનું નામ આધ્યાત્મિકતા આપી દીધું છે. એકવાર યુનિવર્સીટીના છાત્રોએ પેાતાના પ્રેોફેસરને પૂછ્યું કે, આધ્યાત્મિકતા કોને કહેવાય ત્યારે પ્રેાફેસરે જવાબ આપ્યા કે, મેાહન અને સેાહન વાત કરતા હાય તેમાં મેાહનની વાત સાહન ન સમજે અને સેાહનની વાત મેાહન ન સમજે એનું જ નામ આધ્યાત્મિકતા છે. આ પ્રમાણે જે સમજવામાં ન આવે તેને આધ્યાત્મવાદ માનવામાં આવે છે પણ એમ માનવું એ ભૂલ છે. આધ્યાત્મવાદ ઘણા જ સરલ છે. જે બધાની સમજમાં આવી શકે છે. ભૌતિકવાદ અને આધ્યામવાદને જો કે પરસ્પર સંબંધ છે, પરંતુ ભૌતિકવાદને ધ્યેય બનાવવું ન જોઇ એ; કારણ કે એને ધ્યેય બનાવવાથી જ આ બધી ગડબડ ઊભી થવા પામી છે. ભૌતિકવાદની સહાયતા લીધા વિના આધ્યાત્મિકવાદને સમજી પણ શકાતા નથી. ઉદાહરણ તરીકે તમે આત્માને શરીરદ્વારા જ જાણી શકો છે. શરીર વિના આત્માને એળખી શકતા નથી. આ પ્રમાણે આધ્યાત્મવાદના પરિચય કરાવનાર ભૌતિકવાદ જ છે પણ કેવળ ભૌતિકવાદને જ પકડી ન બેસતાં આધ્યાત્મવાદને આધારે ભૌતિકવાદ છે કે ભૌતિકવાદને આધારે આધ્યાત્મવાદ છે એ જોવું જોઈ એ. સ્થૂલના આધારે સક્ષ્મ છે કે સુક્ષ્મના આધારે સ્થૂલ છે! કોણ કોના આધારે રહેલ છે ! તે જોવું જોઇ એ. જે જોઈ શકાય છે, જેને રૂપ, રંગ, વજન આદિ છે તે સ્થૂલ કહેવાય છે અને જે જોઈ શકાતું નથી તથા જેતે રૂપ, રંગ, વજન આદિ નથી તે સૂક્ષ્મ કહેવાય છે. આ સંસાર ' બન્નેમાંથી ક્રાના આધારે ટકી રહ્યો છે? આના માટે તમે તમારું શરીર જ જુઓ.
Page #590
--------------------------------------------------------------------------
________________
શુદી ૬ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૫૪૯
તમારા શરીરના બે ભાગ છે. એક તા સ્થૂલ ભાગ છે અને ખીજો સૂક્ષ્મ ભાગ છે. રક્તમાંસ વગેરે જે જોઈ શકાય છે તે સ્થૂલ ભાગ છે અને જે શ્વાસ જોવામાં આવતા નથી તે સુક્ષ્મ ભાગ છે. હવે એ જુએ કે, આ શરીર સ્થૂલ ભાગના આધારે ટકી રહ્યું છે કે સૂક્ષ્મ ભાગના આધારે ? શ્વાસના આધારે રક્ત-માંસાદિ શરીર છે કે રક્ત-માંસાદિ શરીરના આધારે શ્વાસ છે? તમે લોકો એ વાતને સારી રીતે જાણેા છે! અને કહેા પણ છે કેઃ— ‘જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ.’
આ પ્રમાણે જ્યાંસુધી આ શરીરમાં શ્વાસ હાય છે ત્યાંસુધી આ શરીરને ભાઈ પણ ઘરમાં રાખવા દે છે પણ શ્વાસ નીકળી જતાં ભાઈ પણ કહેવા લાગે છે કે, આ શરીરને જલ્દી બહાર કાઢો. આ પ્રમાણે સંસારમાં શ્વાસની જ સગાઈ છે અને એ શ્વાસ સૂક્ષ્મ છે. શાસ્ત્રો શ્વાસને સુક્ષ્મ કહી અટકી જતાં નથી પરંતુ એમ કહે છે કે, આ સૂક્ષ્મ શ્વાસ પણ સ્વતંત્ર નથી. એ શ્વાસ પ્રાણ છે પણ તે પ્રાણીના પ્રાણ છે. એટલા માટે એ જુએ કે, એ શ્વાસ પ્રાણને ધારણ કરનાર પ્રાણી કોણ છે ? આ શ્વાસ પ્રાણને શક્તિ આપનાર કોણ છે? કોઈ એમ કહે છે કે હું ચાહું તે શ્વાસને જલ્દી જલ્દી લઈ શકું છું; અને હું ચાહું તેા શ્વાસને રાકી પણ શકું છું. આ પ્રમાણે શ્વાસને જલ્દી લેનાર અને રોકનાર કોણ છે? શ્વાસમાં જેની શક્તિ છે અને જે જલ્દી શ્વાસને લઈ શકે છે, તથા રોકી શકે છે તે જ આત્મા છે અને તે પણ સૂક્ષ્મ છે. તે શ્વાસથી પણ વધારે સૂક્ષ્મ છે, જોવામાં આવતા નથી. જો તે જોવામાં આવી શકતા હાત તેા તે નાશવાન થઈ જાત. જે જોવામાં આવે છે તે તેા નાશવાન છે. આ ઉપરથી તમે એવા વિશ્વાસ કરેા કે, આત્માની ઉપસ્થિતિમાં જ બધું છે; અને આ સૂક્ષ્મ આત્માના રહેવાથી જ આ સ્થૂલ શરીર ટકેલું છે. સૂક્ષ્મ આત્માના અભાવમાં આ સ્થૂલ શરીર પણ ટકી શકતું નથી પણ નષ્ટ થઈ જાય છે. આત્માના રહેવાથી તા આ શરીર સે। વષઁ સુધી ટકી સહે છે પરંતુ આત્મા ન રહેવાથી આ શરીર થાડા વિસ પણ ટકી શકતું નથી. આ શરીર જેનું કાર્ય છે તે કારણભૂત આત્માને જુએ અને એમ માનો કે, સ્થૂલ અને સુક્ષ્મ બન્નેની આવશ્યકતા છે પણ ધ્યેય સ્કૂલનું નહિ પણ સુમનું જ છે; કારણ કે સ્કૂલના આધારે સૂક્ષ્મ નથી પરંતુ સૂક્ષ્મના આધારે સ્થૂલ છે. આ પ્રમાણે આધ્યાત્મવાદને સમજવેા એ કાંઈ મુશ્કેલ નથી.
જે આત્માના રહેવાથી જ સ્થૂલ સ*સાર ચાલી રહ્યો છે એ આત્માને ઓળખવા એ જ ઉત્તમ અથ છે. જે ઇન્દ્રિયાના મેાહમાં પડી જાય છે અને આત્માને ભૂલી જાય છે તે ઉત્તમાને નષ્ટ કરે છે. કહેવત છે કે, ગયા તેા કમાવા પણ પેાતાની પૂજી ગુમાવી આવ્યા. અથવા કરવા ગયા સીધું તેા થઈ ગયું ઊલટું. આમ કરવું તે વિપરીત કૃત્ય છે. વિપરીત કૃત્ય કરવું એટલે ઉત્તમાને નષ્ટ કરવા. આ જ પ્રમાણે અનાથી મુનિ કહે છે કે, “ હે ! મુનિએ ! તમે ઉત્તમાને પ્રાપ્ત કરવા માટે સાધુવ્રત ધારણ કર્યું પણ તમે સંસારની ઝંઝટમાં પડી જઈ એ ઉત્તમાને નષ્ટ કરી રહ્યા છે. શું તમે સાધુપણું ઉત્તમાને નષ્ટ કરવા માટે લીધું છે ? ”.
કાઈ પણ સાધુને એમ પૂછવામાં આવે કે, શું તમે ભોગપભોગ માટે સાધુપણું લીધું છે ? તો શું કોઈ સાધુ એમ કહેશે ખરા કે, અમે ભાગે પભોગ માટે સાધુપણું લીધું છે ! કોઈ એમ તેા કદાચ કહેશે કે, અમારાથી સાધુપણું પાળી શકાતું નથી પરંતુ એમ તે કોઈ હિ
Page #591
--------------------------------------------------------------------------
________________
૫૫૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ
કહે કે, અમે સાધુપણું ભાગે પભોગ માટે ધારણ કર્યું છે. આમ હાવા છતાં પણ કેટલાક લોકો અંદરખાનેથી તેા ઉત્તમાને નષ્ટ કરે છે અને ઉપરથી આ ઉત્તમાને સાધવાના ઢાંગ કરે છે. આવા લોકો આ લેાકના પણ રહેતા નથી અને પરલાકના પણ રહેતા નથી. તમે કહેશેા કે, એ લોકો આ લાકના કૅમ રહેતા નથી ? તા આ પ્રશ્નના ઉત્તર એ છે કે, ગૃહસ્થ લોકો આ સંસારને જે પ્રમાણે સાધી શકે છે-તે પ્રમાણે તે સાધુવેશધારી તા સાધી શકતા નથી. જેમકે, તમે લોકો તમારા શોખ માટે પીત્તળનાં કે ચાંદીનાં વાસણા પણ રાખી શકો છે પરંતુ તે એવાં વાસણા રાખી શકતા નથી. તે તેા લાકડાનાં, માટીનાં કે તુંબડાનાં જ વાસણા રાખી શકે છે. છતાં પીત્તળનાં કે ચાંદીના વાસણા પ્રત્યે મમત્વ રાખે તે તેને આ લાક પણ કયાં રહ્યો ? તેના આ લોકનો શોખ પણ પૂરા ન થયા અને તેના પરલોકના શેખ પણ પૂરા ન થયેા. બલ્કિ એનું કાર્ય તા એના જેવું થયું કે, કોઈ ભીલડી જંગલમાં હાથીના મસ્તકમાંથી નીકળેલું મેાતી પામીને પણ તેને કાંકરા માની ફેંકી દે અથવા કોઈને જંગલમાં ભાવના ચંદનનું લાકડું મળ્યું પણ તે ચંદનના લાકડાને બાળીને ભાજન બનાવે તે એ જેમ ભયકર ભૂલ ગણાય છે તેમ જે ઉત્તમાને પામીને પણ સંસારનાં કામેમાં તેને નષ્ટ કરી ૢ છે તે સાધુ પણ એવી જ ભયંકર ભૂલ કરે છે. તે સાધુ ઉત્તમાને નષ્ટ કરી આ લેાકને પણ ગુમાવે છે અને પરલોકને પણ ગુમાવે છે. તમે લોકો ઇચ્છાનુસાર રંગીન કપડાં પહેરી શકો છે. પરંતુ સાધુ તો સફેદ જ પહેરી શકે છે, છતાં એ તે સફેદને પણ સજાવે અર્થાત્ તેની દ્વારા પોતાના શોખ પૂરા કરવા ચાહે અને સંસારની મેાજ માણવા ચાહે તે તેણે ઉત્તમાતે પણ નષ્ટ કર્યો અને છતાં તેને સંસારને શાખ પણ પૂરા ન થયા. આ પ્રમાણે જ્યારે તે ઉત્તમાને નષ્ટ કરી દે છે, ત્યારે તેને આ લાક અને પરલાક અને બગડે છે. એ તા એના જેવું બને છે કેઃ—
હી મિલાન વિશાલે સનમ; ન ઈશ્વર કે રહે ન ઉધર કે સનમ.
ન ખુદા
તેણે તા સાધુપણું પણ પાળ્યું નહિ અને આ લાકના પણ રહ્યો નિહ. આ પ્રકારના કાર્યથી સાધુ લેકા દૂર રહે એવી સાવચેતી આપવા માટે જ અનાથી મુનિ આમ કહે છે. તેમને કોઈના પ્રતિ દ્વેષ નથી; પણ તેઓ સાધુઓનું હિત દૃષ્ટિમાં રાખી તેમને કહે છે કે, ‘હૈ ! મુનિ ! તમે આવા ઉત્તમ અર્થ પ્રાપ્ત કરીને પણ જો પાછા સૉંસારની ઝંઝટામાં પડી જશે તે! તમે ત્યાં ક્યાંયના નહિ રહેા. '
આ તા સાધુઓની વાત થઈ; પણ તમે લોકો પણ તમારા વિષે જીએ કે, તમે પણ ઉત્તમાને નષ્ટ તેા નથી કરતા ને ? કાઈ સાધુ જો ઉત્તમાને નષ્ટ કરવા લાગે તે તેમને માટે તે તમે એમ કહેવા લાગશેા કે, એ બહુ જ ખરાબ કરે છે; પણ તમે તમારા શ્રાવકપણા વિષે પણ જીએ કે, તેમાં તેા કાંઈ ખરાબી પેસી ગઈ નથી ને ? જો તમે તમારા શ્રાવકતમાં દૃઢ રહે। તા પછી તમારી સામે કાઈ સાધુ આ પ્રકારના ઢાંગ ચલાવી શકે નહિં પણ તમે લોક કેવળ ખીજાઓને જ જુએ છે, પેાતાને જોતા નથી કે, અમે શ્રાવક થઈને પણ શું કરી રહ્યા છીએ અને ઉત્તમાને કેવી રીતે નષ્ટ કરી રહ્યા છીએ ! તમે શ્રાવકા જો ચરી લાગેલાં કપડાં ન પહેરે તો શું તમારા શ્રાવકપણામાં કાંઈ ખામી આવી જાય ! જો નહિ તે પછી તમે તમારા માટે એમ શા માટે વિચારતા નથી કે, અમે તુચ્છ
Page #592
--------------------------------------------------------------------------
________________
શુદી ]
રાજકેટ-ચાતુર્માસ
[ પપ૧
ખાન-પાન તથા પહેરવેશમાં ઉત્તમાર્થને કેવી રીતે નષ્ટ કરી રહ્યા છીએ ! એક ભાઈએ મને કહ્યું હતું કે, અહીં શાહુકારને ત્યાં વિવાહમાં ચારસો-પાંચસો રૂપીયાના રેશમી કપડાં લાવવામાં આવે છે. હું એમ નથી કહેતા કે તમે લેકે ગરીબોને ભિખારી બનાવો પણ તમારી આ અદ્ધિને કારણે ગરીબને કેવી રીતે તણાવવું પડે છે એ જુઓ. જો તમે આ પ્રકારની રૂઢિઓને મટાડી દો તો શું ગરીબો ઉપર દયા ન થાય ? આ જ પ્રમાણે વરવિય વિષે પણ વિચારે. મને એમ કહેવામાં આવે છે કે, અહીં કોઈ એકાદ-બે માણસો વરના પૈસા લેતા હશે પરંતુ તેમને કારણે આખા રાજકોટને બદનામ કેમ કરવામાં આવે છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, અહીં જો એક-એ ઘરમાં જ આગ લાગી હોય તો શું એમ ન કહેવાય કે, રાજકોટમાં આગ લાગી છે ! શું એમ કહેવું એ અપમાનજનક છે! આને કઈ અપમાન માની શકે નહિ પણ હિત જ માને. આ જ પ્રમાણે ભલે એક જ માણસ વરવિય કરતા હોય પણ એને કરણે આખા શહેરને ઉપાલંભ મળતું હોય તે તેમાં અપમાન નથી.. જે કાઈ વરવિક્રયે જ કરતું ન હોય તે રાજકોટમાં કોઈ વરના પૈસા લેતું નથી એમ ન કહેવાત? બહિક રાજકોટનું ઉદાહરણ લઈ બીજે સ્થળે પણ એમ કહી શકાત કે, રાજકોટમાં કેઈ વેરવિક્રયે કરતું નથી. આ જ પ્રમાણે રેશમી કપડાં કેવી રીતે બને છે અને તે ઉત્તમાર્થને કેવી રીતે નષ્ટ કરે છે એને ઊંડે વિચાર કરી તેને પણ ત્યાગ કરે. સુદર્શન ચરિત્ર –૬૧
અભય વ્યંતરી દેવી થઈ પણ વાસ્તવમાં તેનું પતન થયું. જે કામ મનુષ્ય કરી શકે છે તે કામ દેવ પણ કરી શક્તા નથી; બલ્કિ દેવદેવી તે મનુષ્યના દાસ છે. દેવદેવી મનુષ્યનાં હાડકાં-ગામડાનાં દાસ નથી પણ મનુષ્યોનાં ગુણોના દાસ છે. અને આ જ કારણે આઠમાં દેવલોકનાં દેવે પણ એમ ચાહે છે કે, “અમે જ્યારે દેવલોકમાંથી ચવીએ ત્યારે શ્રાવકના ઘરમાં જન્મીએ. શ્રાવકના ઘરમાં જન્મવાથી અમને સહજ જ ધર્મની પ્રાપ્તિ થશે.”
શ્રાવકને ઘેર જન્મેલાને ધર્મની પ્રાપ્તિ સહજ જ કેમ થાય છે! એ વાત પ્રત્યક્ષ જ જણાય છે. આજે પણ કોઈ શ્રાવકને ત્યાં જન્મેલાને લાખો રૂપિયા આપી માંસ-મદિરા ખાવાનું કહેવામાં આવે તે પણ માંસ-મંદિરાને ખાશે નહિ. કેઈ કુસંગમાં પડી ગયો હોય અને તેને આચાર વિચાર બગડી ગયો હોય તે તે વાત જુદી છે બાકી જે શ્રાવક કુસંગમાં પડ્યો નથી તે તે એવા અભક્ષ્યને સ્પર્શ પણ નહિ કરે. તમારે રૂપિયાની અત્યાવશ્યક્તા પણ હોય એ અવસ્થામાં તમને કોઈ હજાર રૂપિયા આપીને કીડી મારવાનું કહે તે તમે એવું પાપ કરવા માટે તૈયાર ન થાઓ. આના કુલપરંપરાને જ પ્રતાપ છે. પણ આજે આ પ્રકારની કુલપરંપરાને કુરૂઢિઓનો રોગ લાગુ પડી ગયો છે. પરંતું આઠમા દેવલોકના દેવો પણું એમ ચાહે છે કે અમે શ્રાવકના ઘેર જન્મીએ પણ જેમના ઘરમાં ધર્મ નથી એવા ચક્રવતીને ત્યાં પણ અમારો જન્મ ન થાય. જે લેકે આ મનુષ્યજન્મની મહત્તા સમજે છે. તે લેકે તે મનુષ્યજન્મની પ્રશંસા કરે છે અને કોઈ એવા પણ લેકે હોય છે કે જેઓ મનુષ્યની નિંદા પણ કરે છે. આ વિષે કુરાનમાં કહ્યું છે કે, ખુદાએ ફરિસ્તાઓને મનુષ્યોની બંદગી કરવાનું કહ્યું પણ એક ફરિશ્તાએ ખુદાને આ હુકમ માન્યો નહિ. તેણે ખુદાને કહ્યું: કે, “અમે પાક છીએ. અને ઈન્સાન નાપાક છે. તે ખાકમાંથી બનેલું છે.” આ પ્રમાણે કહી
Page #593
--------------------------------------------------------------------------
________________
પપર] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[આસો તેણે ખુદાને હુકમ માન્યું નહિ. ત્યારે ખુદાએ તેને ધમકાવ્યો અને તે શેતાન બની ગયે. આ કથનને સાર માત્ર એટલો જ છે કે, ધર્મનું મહત્વ જાણનાર દેવ પણ મનુષ્યને નમસ્કાર કરે છે. જે ધર્મનું મહત્ત્વ જાણે છે તે દેવો પણ મનુષ્યજન્મની પ્રશંસા કરે છે પરંતુ જે દે ધર્મનું મહત્ત્વ જાણતા નથી તેઓ મનુષ્યજન્મની નિંદા કરે છે. જે ધર્મને સમજીને ધર્મને કારણે મનુષ્યને માથું નમાવે છે તેને તે શાસ્ત્ર પણ દેવ કહે છે પણ જે ધર્મનું મહત્ત્વ જાણતા નથી પણ ધર્મને દ્રહ કરે છે. શાસ્ત્ર તેને પિશાચ કહે છે.
આ પ્રમાણે અભયાનું પતન થયું. તે વ્યક્તરી થઈ, પિશાચિની થઈ. તેણીએ સુદર્શન મુનિને ધ્યાનમાંથી વિચલિત કરવાનો નિશ્ચય કર્યો. અને એને માટે તેણીએ વિચાર્યું કે, પહેલાં મીઠા વિષ’ની જેવો અનુકૂલ પરિષહ આપો.
કટુ વિષથી બચવું તે સરલ છે પણ મીઠા વિષથી બચવું બહુ જ મુશ્કેલ છે. એટલા માટે વ્યસ્તરીએ અનુકૂલ પરિષહ આપવા માટે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને સુદર્શનની પાસે જઈ તે નમ્રતાપૂર્વક કહેવા લાગી કે, “તમારું તપ ફળ્યું છે. તમે જે સુખને માટે તપ સાધના કરે છે તે સુખ આપવા માટે હું તમારી સામે હાજર થઈ છું, માટે તમે મારો સ્વીકાર કરો.
આ પ્રમાણે કહીને વ્યન્તરી સ્ત્રીઓના હાવભાવ બતાવવા લાગી અને સુદર્શનને ડગા. વવા પ્રયત્ન કથા લાગી; પણ સુદર્શન તે પહેલાંની માફક જ ધ્યાનમાં અડોલ રહ્યા. સુદર્શન મુનિ ધ્યાનમાં વિચારતા હતા કે, આ માતા સત્ય કહી રહી છે. મારી તપસાધના ત્યારે જ સફળ થાય કે જ્યારે હું કામ-ક્રોધને જીતી લઉં. જ્યાં સુધી હું કામ-ક્રોધને જીતી ન શકું, ત્યાંસુધી મારી તપ-સાધના સફળ થઈ કહેવાય નહિ. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં સુદર્શન મુનિ ધ્યાનમાં વધારે મશગૂલ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે, “મેં ગ્રામ નગરને તે ત્યાગ કર્યો છે પણ આ જંગલમાં પણ મારી પરીક્ષા થવાની બાકી છે. મારી પરીક્ષાનો સારો સમય તે આ જ છે. આ માતા મારી કાંઈ હાનિ કરતી નથી તેમ કરી પણ ન શકે. હાનિ કે લાભ તે પિતાને આત્મા જ કરી શકે છે. જ્યારે હું મારા આત્માને જ પતિત થવા નહિ દઉં તે પછી આ માતા મારું શું કરી શકશે ? હું જંગલમાં રહેવા લાગ્યો છું પણ મારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, કેવલ અરણ્યવાસથી કાંઈ થઈ શકતું નથી. જે કાંઈ થાય છે તે આત્મતત્ત્વને જાણવાથી જ થાય છે. જંગલમાં રહેવા છતાં પણ જે આત્મતત્વને ન જાણ્યું તે જંગલમાં રહેવું નકામું છે.”
અભયા વ્યન્તરી હાવભાવ બતાવતી હતી પણ જ્યારે તેણીએ જોયું કે, તે મુનિ તે અડેલ ધ્યાનમાં બેઠા હતા. આ જોઈ વ્યન્તરી કહેવા લાગી કે, “આ કેવો પત્થર જેવો છે! તે તે મારા સામું જેતે પણ નથી અને એ રીતે તે મારા રૂપિયૌવનનું પણ અપમાન કરે છે. આમ તે સીધી રીતે નહિ માને એને તે બીજી જ રીતે મનાવવો પડશે.”
આ પ્રમાણે વિચાર કરી વ્યન્તરીએ ભયંકર પિશાચિનીનું રૂપ ધારણ કર્યું. તે હાથમાં તલવાર લઈ અને જીભને બહાર કાઢી સુદર્શન મુનિને કહેવા લાગી કે, હે ! અપથ્યપ્રાથી ! તું આ ખેટ ઢગ કરી બેઠે છે અને મારી સામે જોતે પણ નથી. કાં તે તું મારા પગમાં પડ અને હું કહું તેમ કર નહિ તે આ મારી તાતી તલવાર જોઈ લે,
Page #594
--------------------------------------------------------------------------
________________
શુદી ૭]
રાજકેટ-ચાતુર્માસ - વ્યંતરીનું રાક્ષસી રૂપ જોઈને અને તેનું કોર કથન સાંભળીને અણુ સુદર્શન મુનિ ધ્યાનમાંથી જરાપણ વિચલિત થયા પણ પહેલાંની માફક જ ધ્યાનમગ્ન થઈ બેસી સ્યા. તે મનમાં વિચારતા હતા કે, માતા પહેલાં તે રૂપમાં પરીક્ષા કરતી હતી પણ હવે તે આ રૂપમાં મારી પરીક્ષા કરી રહી છે. પહેલાં તેણીએ રાગની પરીક્ષા કરી હતી હવે તે દ્વેષની પરીક્ષા કરી રહી છે. પણ જ્યારે હું માગની પરીક્ષામાંથી પસાર થઈ ગયો છું તે પછી દ્વેષની પરીક્ષામાંથી પસાર થઈ જવું શું મુશ્કેલ છે! જ્યારે સ્ત્રીઓના મેગરૂપ સાગરમાંથી નીકળી ગયે તે આ ઠેષરૂપ ખાડામાંથી નીકળવું શું મુશ્કેલ છે? તેના નેત્રોની તીક્ષણ ધારમાંથી બચવું પહેલાં જેટલું મુશ્કેલ હતું તેટલું તલવારની ધારમાંથી બચવું મુશ્કેલ નથી. એટલા માટે માતાના પ્રયત્નોથી હું પતિત થઈ શકું એમ નથી. આ માતાની મારા ઉપર કેવી કૃપા છે! આ માતા મારા કલ્યાણને માટે જ કેટલે બધે પ્રયત્ન કરી સ્વી છે અને તે માટે તેને કેવું કેવું રૂપ ધારણ કરવું પડે છે. જે હું આ પરીક્ષામાં નાપાસ થઈ જાઉં તે એમાં મારું પણ અપમાન છે અને આ માતાનું પણ અપમાન છે.
સુદર્શન મુનિ આ પ્રમાણે ઉજજવલ વિચાર કરી આત્માને ઉજ્જવલ બનાવી રહ્યા હતા. વ્યંતરી આખરે પ્રયત્ન કરતી થાકી ગઈ. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે. વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો સુદી ૭ ગુરુવાર
પ્રાર્થના પ્રતિકસેન” નરેશ્વર સુત, “પૃથવી” તુમ મહતારી; સુગણ સ્નેહી સાહબ સાચે, સેવકને સુખકારી. શી જિનરાજ સુપાસ, પૂરે આસ હમારી.
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશ્વ શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનાની કડીઓ સરલ છે એટલા માટે કેવલ તેના ભાવને હૃદયમાં ઉતારવાની જ જરૂર છે. આ પ્રાર્થનામાં કહેવામાં આવેલા ભાવે અનેક પ્રકારે હૃદયમાં ઉતારી શકાય છે. જેમની જેવી ભાવના હશે. તે તે રીતે આ પ્રાર્થનાના ભાવને પિતાના હૃદયમાં ઉતારી શકે છે. છતાં હું મારી પોતાની ભાવના પ્રમાણે આ પ્રાર્થનાના ભાવોને તમારી સમક્ષ પ્રગટ કરું છું. જે મારી ભાવના પ્રમાણે કહેવામાં આવેલા ભારે તમારી ભાવના સાથે મળી જાય તે તે એ ભાવેને તમે તમારા હૃદયમાં સ્થાન આપે. આ વિષે કોઈના ઉપર બળજબરી કરી શકાય નહિ. જે વાતને જે રૂપમાં જાણી છે તે વાતને તે જ રૂપમાં બીજાની સામે પણ મૂકવી એ ધર્મ છે. પછી આ વાતને સ્વીકારે કે ન સ્વીકારે એ પિતાની મરજી ઉપર
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૫૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ
આધાર રાખે છે. આ વિષે કોઈના ઉપર કોઈ પ્રકારની બળજબરી કરવી ઉચિત નથી. પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્રરૂપે આ વિષે વિચાર કરી શકે છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કે –
શ્રી જિનરાજ સુપાર્શ્વ, પૂરો આશ હમારી અર્થાત–હે ! પ્રભો ! અમારી આશા પૂર્ણ કરે. શું પરમાત્મા આશા પૂરી કરે છે? આ વિષયની ચર્ચા અત્રે કરતા નથી પણ અત્યારે એ વિષે કેવળ એટલું જ કહું છું કે, પ્રત્યેક વસ્તુને સ્વાદ્દવાદની દષ્ટિએ જુઓ. ચાદ્દવાદની દૃષ્ટિએ જોવાથી જ પ્રત્યેક વસ્તુ બરાબર જોઈ શકાય છે. નહિ તે કઈ પણુ વસ્તુ બરાબર જાણે કે જોઈ શકાતી નથી. પરમાત્માના કત્વ વિષે પણ એમ જ સમજો અને જુઓ કે, પરમાત્મા આશા કેવી રીતે પૂર્ણ કરે છે !
પરમાત્મા પૂર્ણ છે. જે અપૂર્ણ છે તે જ પરમાત્માની પાસે આશા પૂરી કરવાની પ્રાર્થના કરે છે પરંતુ પહેલાં એ જોઈ લેવું જોઈએ કે, આપણું આશા શી છે? પોતાની ઈ છાનુસાર વસ્તુની પ્રાપ્તિ થવી એ જ આશાની પૂર્તિ થઈ ગણાય છે પરંતુ પરમાત્મા પાસે એવી આશાની પૂર્તિ કરાવવી ઠીક છે કે નહિ તેને પહેલાં વિચાર કરે. કેઈ સાંસારિક આશા પૂરી કરવા માટે પરમાત્માની પ્રાર્થના કરવી ઠીક છે કે નહિ તેનો પણ વિચાર કરો. માને કે, કઈ માણસ પરમાત્મા પાસે પુત્ર વિષયક આશા પૂરી કરાવવા ચાહે છે પણ તે માણસ પરમાત્મા પાસેથી આ આશા વિવાહ કર્યા બાદ પૂરી કરાવવા ચાહે છે કે પહેલાં જે તે વિવાહ કર્યા પહેલાં જ પુત્ર વિષયકં આશા પૂરી કરાવવા ચાહતો હોય તે તો તે મૂર્ખ જ કહેવાશે. એટલા માટે પુત્રની પ્રાપ્તિ માટે સર્વપ્રથમ તે વિવાહ કરશે અને વિવાહ કર્યા બાદ પુત્રવિષયક તેની આશા પૂરી ન થાય તે પરમાત્મા પાસે પુત્રવિષયક લાલસા પૂરી કરવા માટે પ્રાર્થના કરશે. આવી પ્રાર્થના કરનાર માણસ શું પરમાત્માને ઓળખી શકયો છે? શું આવી આશા પરમાત્મા પાસે પૂરી કરાવવી યોગ્ય છે? આ પ્રકારની આશા તે જીવ અનાદિ કાળથી કરતો આવ્યો છે પણ આવી આશા કરવાથી આત્મા અને પરમાત્માને સંબંધ બાંધી શકાતું નથી. આ તો મેહજનિત વ્યવહાર છે.
આ ઉપરથી કદાચ તમે એ પ્રશ્ન કરશે કે, ત્યારે અમારે પરમાત્મા પાસે કઈ આશાની પૂર્તિ કરાવવા માટે પ્રાર્થના કરવી જોઈએ ? આ પ્રશ્નના ઉત્તરમાં ભક્તજનો કહે છે કે –
મમ હૃદય ભવન પ્રભુ તેરા, તહેં આય બસે બહુ ચોરા;
અતિ કઠિન કરહિં બલ જેરા, માન હિં નહીં વિનય નિહોરા. - “હેપ્રભો ! મારી આશા એવી છે કે જે આશાને તારા સિવાય બીજો કોઈ પૂરી કરી શકે એમ નથી. એટલા માટે હું તારા શરણે આવ્યો છું. મારી આશાને તું જ પૂરી કરી શકે એમ છે. પુત્રની આશા તે સ્ત્રી પણ પૂરી કરી શકે છે એટલા માટે એવી આશા તારી પાસે શા માટે કરું? હું તે તારી પાસે એવી આશા કરું છું કે જે આશાને બીજે કઈ પૂરી કરી શકે એમ નથી. મેં તારું સ્વરૂપ જાણી તને મારા હૃદયમંદિરમાં વસાવ્યા છે અને મારા હૃદયને હું તારું મંદિર સમજવા લાગ્યો છું પણ જ્યારે મેં મારું હૃદય તપાસ્યું ત્યારે મને ઘણું જ દુઃખ થયું. મેં જોયું કે, મારા હૃદયમાં અનેક ચોર ઘુસી બેસી ગયા છે. તેઓને બહાર કાઢવા બહુ જ મુશ્કેલ જણાય છે કારણ કે તેઓ મારો વિનય પણ માનતા નથી તેમ મારી આજ્ઞા પણ માનતા નથી.”
Page #596
--------------------------------------------------------------------------
________________
-
શુદી ૭] રાજકેટ-ચાતુર્માસ
[૫૫૫ તમ લેભ મેહ અહંકારા, મદ કેહ મેહ રિપુ મારા;
અતિ કરહિં ઉપદ્રવ નાથા, મર્દહિં મહિં જાનિ અનાથા. “હે ! પ્રભો ! મારા હૃદયમાં ઘુસી ગએલા ચોરોને તે આપ જાણો જ છો છતાં હું આપને તેમનાં નામ બતાવું છું. એ ચોરોમાં એક તે તમ છે કે જેને અજ્ઞાન પણ કહેવામાં આવે છે. તે અનેક ગુણોનો નાશ કરી નાંખે છે. આ સિવાય મેહ, લેભ, અહંકાર વગેરે પણ ચોરે છે કે જે મારા હૃદયમાં ઘુસી બેસી ગયા છે. મેં એ ચોરને ખૂબ પ્રાર્થના કરી અને ખૂબ ધમકાવ્યા છતાં તેઓ મારું કહ્યું માનતા નથી. એટલું જ નહિ મને અનાથ સમજીને કચડી નાંખે છે એટલા માટે હે ! પ્રભો! તું મારા હૃદય તરફ નજર કર કે જેથી તારી નજર પડતાં જ તે ભાગી જાય.”
ભક્તજનો પરમાત્માને આ પ્રકારની આશા પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે. હવે તમે તમારા વિષે વિચાર કરે કે, તમે પરમાત્માની પ્રાર્થના કઈ આશાએ કરો છો ? અને પર માત્મા પાસે કઈ આશા પૂરી કરાવવા ચાહે છે ? આ જ પ્રમાણે સાધુઓની પાસે તમે કઈ ભાવનાએ જાઓ છો ? શાસ્ત્ર કહે છે કે, સાધુની પાસે જતાં પહેલાં ઘરમાંથી નીકળતી વખતે નિરૂહી નિરૂહી” કરીને અર્થાત સંસાર વ્યવહારનો નિષેધ કરી રવાના થવાય છે. ત્યાર બાદ રસ્તામાં જતાં આવતાં જે ક્રિયા થાય છે તેને નિષેધ કરવા માટે સાધુના સ્થાને પહોંચી, ફરી “નિરૂહી નિસ્સહી” કરી, સાંસારિક કામની ભાવનાને નિષેધ કરવામાં આવે છે. અને ત્રીજી વાર સાધુઓની સમીપ જઈ “નિસહ-નિસ્સહી” કરવાને ઉદ્દેશ એ છે કે અત્યાર સુધી હું ગમનાગમનમાં હતું પણ હવે ગમનાગમન આદિ સંસારનાં સમસ્ત કામને નિષેધ કરું છું. આ પ્રમાણે સાધુઓની પાસે સંસારનાં બધાં કામને નિષેધ કરી અવાય છે, આજે આ “નિસહી-નિસ્સહી” કરવાને ઉદ્દેશ સમજનારા ઘણું એાછા લેકે હશે પણ શાસ્ત્ર તે સ્પષ્ટ કહે છે કે, સાધુઓની પાસે સંસારની કઈ પણ ભાવના લઈને જવું ન જોઈએ.
- હવે સાધુઓની પાસે જઈ શું કરવું જોઈએ? એને માટે કહ્યું છે કે, પરમાત્માની પ્રાર્થના કરવી. પરમાત્માની પ્રાર્થના શા માટે કરવી ? એને માટે મેં પહેલાં ભકતનું કથન સંભળાવ્યું છે કે જેમાં તેઓ કહે છે કે, “હે ! પ્રભો ! મારા હૃદયમંદિરમાં ઘણું રે ઘુસી ગયા છે. તારી કૃપાથી એ ચરો ભાગી જાય એ જ મારી આશા છે અને આ આશાને પૂરી કરવા માટે હું તારી પ્રાર્થના કરું છું.'
જે તળાવને કાગડા-બગલા આદિ નીચ પક્ષીઓએ ઘેરી લીધું હોય તે તળાવ ઉપર રાજહંસ શું ઉતરે ખરે ? તમારું ઘર ગંદુ હોય તે શું ત્યાં કઈ રાજાને લા ખરા! આ જ પ્રમાણે આપણું હૃદયને ભગવાનનું મંદિર બનાવવું હોય તે આપણું હૃદય કેવું સ્વચ્છ હેવું જોઈએ એ જુઓ. જ્યારે આપણું હૃદય ગંદુ હોય ત્યારે શું તેમાં પરમાત્માને વસાવી શકાય ખરા! નહિ. એટલા જ માટે ભક્ત કહે છે કે, “હે ! પ્રભે ! મારા હૃદયમાં કામ
ધાદિ ચેર ઘુસી ગયા છે. આ ચાર મારા હૃદયમાંથી નીકળી જાય એ જ તારી પાસેથી હું આશા કરું છું અને આશાની પૂર્તિ કરવા માટે આપની પ્રાર્થના કરું છું.” એ
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૫૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
જ્યાં સુધી હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મેહ, મદ, મત્સર આદિ છે ત્યાં સુધી આત્મા અનાથ જ છે. જ્યાં સુધી આત્મા એ કામાદિથી પરાજિત થતું રહે છે ત્યાં સુધી તે નાથ નહિ પણ અનાથ જ છે. જ્યારે તે બધાને પરાજિત કરી દે ત્યારે જ તે સનાથ બની શકે. આ કામ-ક્રોધાદિ ચરે વિનવણી કે ધમકીથી જ્યારે માનતા નથી ત્યારે જ ભકતો પરમાત્માને પ્રાર્થના કરે છે કે, “હે! પ્રભ! મને મારી એટલી બધી ચિંતા નથી; જેટલી આપના બિરુદની ચિંતા છે કે, તમે મારા નાથ છો છતાં મને આ ચારે હરાવી રહ્યા છે! તારી એવી કૃપા થાય કે તારે કૃપાકટાક્ષથી જ એ ચેરે ભાગી જાય.” * તમે કહેશે કે, આ પ્રકારને ઉપદેશ તે સાધુએને માટે જ હવે જોઈએ. અમે તે ગૃહસ્થ છીએ. અમારી પાછળ તે અનેક ઉપાધિઓ વળગેલી છે. પરંતુ આને માટે પહેલાં જ કહી દેવામાં આવ્યું છે કે, સાધુઓના સ્થાને સંસારની ઉપાધિઓને નિષેધ કરીને જવું જોઈએ. કદાચ તમે એમ કહે કે, અમે સંસારની ભાવના પૂરી કરાવવા માટે તથા સંસારની ઉપાધિઓ વધારવા માટે આવીએ છીએ. તે તે તમને એમ જ કહેવું પડશે કે, એ કામની પૂર્તિ માટે સાધુઓ પાસે તમારું જવું વ્યર્થ છે. જે તમે સંસારની ભાવના લઈ સન્તસતીઓની પાસે આવે છે તે તમે સન્ત-સતીઓને અપરાધ કરે છે. સાચા સાધુ-સન્ત તે તે છે કે જેઓ સંસારની ઉપાધિઓથી મુક્ત અને આત્મભાવનાથી યુક્ત છે. આવા સાધુ-સૉને સંસારની ભાવનામાં ઘસેડવા એ તેમને અપરાધ કરવા જેવું છે કે નહિ ? અનાથી મુનિએ એમ કહ્યું છે કે, જે હાનિ ગળું કાપનાર વૈરી પણ કરતા નથી તે હાનિ રાત્મા પોતાની કરે છે. તે પછી સાધુઓના આત્માને દુરાત્મા બનાવવો એ તેમને અપરાધ નહિ તે બીજું શું? આમ હોવા છતાં કદાચ તમે ન માને તે અમારે સાધુઓએ તે એ વાત્તને વિચાર કરે જ જોઈએ કે, અમે પિતાના આત્માને દુરાત્મા કેમ બનાવીએ? ગળું કાપનાર વૈરી પણ અમારી એટલી હાનિ કરી શક્તા નથી જેટલી હાનિ જ્ઞાન, દર્શન અને ચારિત્રને નષ્ટ કરનાર કુસંગ કરે છે, એટલા માટે અમારે તે એવા કુસંગથી બચવું જ જોઈએ.
હવે તમે કદાચ એમ કહેશે કે, ત્યારે અમારે શું કરવું જોઈએ ! અમારામાં જે સંસાર ભાવના છે તેને કેવી રીતે મટાડવી જોઈએ ? શું એ માટે અમારે સાધુ થઈ જવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તમે સાધુ ન થઈ શકે તે પણ જો તમે આધ્યાત્મિકતાને સમજી લે તે સંસારની ઉપાધિને કારણે જે વૈર વધી રહ્યું છે તથા જે ભૂલ થઈ રહી છે તે વૈર અને ભૂલ બહુ જ ઓછી થઈ જશે. તમે સંસારની ઉપાધિઓનો ત્યાગ ન પણ કરી શકે તે પણ આધ્યાત્મિકતાની સહાયતાથી તેમાં થનારી ત્રુટીઓ તે દૂર કરી દેવી જોઈએ. દામબલ કરતાં રામબલ વધારે ચડિયાતું છે. રામબલની સહાયતાથી ત્રિલોકનું બળ મળી શકે છે. આવા રામબલને સંસારની ભાવનામાં જ ગુમાવી ન દે. પણ એ રામબલને કામ-ક્રોધાદિને જીતવામાં કરે છે તેમાં કલ્યાણ છે. કવિ આનંદઘનજી કહે છે કે –
જે તુમ જીત્યા તે મુઝ જીત્યા, પુરુષ કિસે મુઝ નામ | હે ! પ્રભુ ! હું આપને ભક્ત કહેવાઉં છું છતાં આપે જે કામ ક્રોધાદિ શત્રુઓને જીત્યા છે એ શત્રુઓ આપથી પરાજિત થઈ મને જ–તમારા ભક્તને જ-હરાવી રહ્યા છે તો પછી હું તમારો કયાં રહ્યો ?
Page #598
--------------------------------------------------------------------------
________________
શુદ્દી છ ]
રાજકેટ–ચાતુર્માસ
[ ૫૫૭
સાંભળ્યું છે કે, મેવાડમાં ભીલાનું જોર ઘણું વધવા પામ્યું હતું અને તે જ્યાં ત્યાં લૂંટ ચલાવતા હતા, તે વખતે રાણા ફતેહસિંહ હતા. તેમણે માનસિંહ અને સરદારસિંહને ભીલેાનું દમન કરવા માટે નિયુક્ત કર્યાં. તેઓએ ભીલાને એવા માન્યા કે, ભીલ લેાકેા તેમનું નામ સાંભળતાં જ કંપી ઉઠતા. એમની એવી ધાક પડી હતી કે, ચેારા તેમનું નામ સાંભળતાં જ ભાગી તા.
આ જ પ્રમાણે જો તમે પરમાત્માના ભક્ત છે તે તે કામ-ક્રોધ વગેરે તમને જીતી શકે જ નહિ. અને જો કામ-ક્રોધાદિથી તમે પરાજિત થઈ ગયા તો પછી એમ કહેવું જ પશે કે, તમે પરમાત્માના સાચા ભક્ત બન્યા નથી. અનાથી મુનિના અધિકાર—૬૨
અનાથી મુનિ પણ રાજા શ્રેણિકને એ જ વાત કહી રહ્યા છે કેઃ~~ एमे हु छंदकुसीलरूवे, मगं विराहित्तु जिणुत्तमाणं । कुररी वि वा भोगरसाणुगिद्धा, निरहुसोया परियात्र मेइ ॥ ५० ॥
“ હું રાજન્ ! હું અનાથતાનું રૂપ બતાવું છું. કેટલાક લેકે અનાથતામાંથી નીકળવા માટે સાધુપણું તે ધારણ કરે છે પણ સંસારભાવના તેમને પાછા સંસારભાવનામાં ઘસેડી લઈ જાય છે. મેં જે કાંઈ કહ્યું છે તેને સાર માત્ર એટલા જ છે કે, જે સ્વચ્છ ંદતાના ત્યાગ કરતા નથી અને ભગવાનની આજ્ઞામાં વિચરતા નથી તે કુશીલ છે અને એવા કુશીલ ઉત્તમ જિનમાર્ગની વિરાધના કરે છે. ” સુશીલ કાંમૈં કહેવાય ! એને માટે કહ્યું છે કેઃ—— कुत्सितं शीलं यस्य इति कुशीलः ।
જે સાધુતાનું પાલન કરતા નથી પણુ કેવળ સાધુને વેશ જ ધારણ કરી રાખે છે તે કુશીલ છે. એવા કુશીલ જિનમાર્ગની વિરાધના કરનાર હોય છે.
મેં પહેલાં કહ્યું હતું કે, બજારમાં તમે કેળા-નારંગી ખરીદવા ગયા. તમે જોયું કે, કેળાં નારંગી આકાર પ્રકારમાં ઉપરથી તેા સાાં છે પરંતુ અંદરથી ખરાબ છે. તે। શું તમે એવાં કેળાં નારંગીને ખરીદશા ? નહિ. શા માટે નહિ ? કેળાં-નારગીના આકાર પ્રકાર તા સારાં કેળાં–નાર’ગી જેવા જ છે છતાં તે કેળાં નારંગી ન ખરીદવાનું શું કારણ ? આના ઉત્તરમાં તમે એમ જ કહેશે કે, અમારે કેવળ આકાર કે રૂપરંગ જ જોવાં નથી પર`તુ તેની સાથે એ જોવાનું છે કે, તેમાં જીવનદાયક અને શરીતે પોષક તત્ત્વા છે કે નહિ ? જેમાં જીવનાયક તત્ત્વા જણાશે તે જ નારંગી કે કેળાં અમે ખરીદવા ચાહિએ છીએ.
તમે એ પૈસાની નારંગી કે એ પૈસાનાં કેળાં લેવા માટે તે। આટલું જુએ છે. પણ જેમની સાથે આત્માના કલ્યાણ-અકલ્યાણુને સંબંધ રહેલા છે તે સાધુએ માટે એ નથી શ્વેતા કે, અમે જેમને સાધુ માની રહ્યા છીએ તેમનામાં અમારા આત્માનું કલ્યાણ કરવાનાં ગુણા છે કે નહિ ? સાધુએના વિષે પણ તમારે કેવળ ઉપરના વેશ જ જોવા ન જોઈએ કિન્તુ અંદરના ગુણો પણ જોવા જોઈએ. જેમની સંગતિ કરવાથી તમારા આત્મામાં રહેલી સાધુતા જાગ્રત થાય તે સાધુઓની સંગતિ છે પરંતુ જે સંગતિથી સાધુતાની હાનિ થાય તે સાધુઓની સંગતિ છે. આ પ્રમાણે આત્માનાં ગુણાની હાનિ કરનારાઓને માનવાથી અને
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૫૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[આસો તેમને વંદન-નમસ્કાર કરવાથી કેવી હાનિ થાય છે તે વિષે “સંબંધ સારી” નામક ગ્રન્થમાં કહ્યું છે કે –
पासत्थं वन्दमाणस्स, नैव कित्ती न निजरा होइ।
होई कायकिलेसो, अन्नाणं कम्न बन्धई ॥ આ ગાથા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, પહેલાં પણ પાસOા લોકોનું જોર હતું અને તે વખતે પણ તેમની વિરુદ્ધ આંદોલન કરવામાં આવતું હતું. જે સાધુને વેશ ધારણ કરે છે અને પાંચ મહાવ્રતને સ્વીકાર પણ કરે છે પણ તેનું જે સાધુ પાલન કરતું નથી તે પાસત્યા” કહેવાય છે. આવા પાસસ્થા સાધુને વંદન-નમસ્કાર કરવા તે શોભાસ્પદ નથી એમ આ ગાથામાં કહ્યું છે. કદાચ કોઈ કહે કે, પાસત્થા સાધુને વંદન-નમસ્કાર કરવામાં શોભા ન હોય તો શું વાંધે છે ? સંસારમાં અનેક કામો એવાં પણ કરવામાં આવે છે જે શોભનીય હોતાં નથી. આ જ પ્રમાણે પાસસ્થા સાધુઓને વંદન નમસ્કાર કરવામાં શભા ન હેય તે શું વાંધો છે ? તે આ પ્રશ્નના ઉત્તરમાં આ ગાળામાં જ આગળ કહેવામાં આવ્યું છે કે, પાસFા સાધુને વંદન-નમસ્કાર કરવાથી જરા પણ નિર્જરા થતી નથી. આ ઉપરથી કેઈએમ પણ કહે કે, સંસારમાં અનેક કામો એવા પણ હોય છે કે જેમના કરવાથી નિર્જરા થતી નથી. આ જ પ્રમાણે જે પાસસ્થા સાધુને વંદન કરવાથી નિર્જરા થતી ન હોય તે શું વાંધે છે ? તે આના ઉત્તરમાં કહ્યું છે કે, એમ કરવાથી કાયાને વ્યર્થ કષ્ટ જ થાય છે. કેઈ આ ઉપરથી એમ પણ કહે કે, અમે લેકે કાયાને કલેશ થાય એવાં અનેક કામ કરીએ છીએ; તે એ જ પ્રકારનું આ એક કામ વધારે થાય તે શું વાંધે છે તે આ પ્રશ્નના ઉત્તરમાં આ ગોથામાં કહ્યું છે કે, એમ કરવાથી અજ્ઞાનકર્મ બંધાય છે. તે પાસત્થા સાધુ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના કરે છે એટલા માટે તેને વંદન કરવું એ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનામાં સહાયતા આપવા બરાબર છે અને તે કારણે અજ્ઞાનકર્મ બંધાય છે. ભગવાને નિશીથ સૂત્રમાં કહ્યું છે કે –
जे भिक्खू पासत्थं वन्दइ वन्दन्तं वा साइज्जा
एवं जाव संसत्तं वन्दइ वन्दन्तं वा साइज्जइ । . ભગવાને આ કાંઈ કઈને દ્વેષથી કહ્યું નથી પરંતુ તમારા કલ્યાણને માટે જ કહ્યું છે. જ્યારે તમે એમ કહેશે કે, “અમે કેવળ હાડ-ચામડાના જ પૂજારી નથી પણ ગુણના પૂજારી છીએ. તમારે અમારી સાથે સંબંધ ભગવાનની આજ્ઞા માનવાને લીધે જ છે. જે તમે ભગવાનની આજ્ઞા માનતા ન હો તે પછી અમારે તમારી સાથેનો સંબંધ શું રહી શકે !' આ પ્રમાણે જ્યારે તમે કહેશે ત્યારે તે પાસસ્થા સાધુ પણ ઠેકાણે આવશે અને ત્યારે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં પહેલાં તેમને વિચાર કરવો પડશે. પણ જો તમે તેના પાસસ્થાપણાના સહાયક થઈ ગયા અને જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનામાં તમે સહાયતા આપી તે એ તો પાસસ્થાપણાને પોષણ આપવા જેવું અને પાયથા સાધુને વધારે બગાડવા જેવું છે કે નહિ ?
ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર સાધુઓને માટે અનાથી મુનિ એક પક્ષીનું ઉદાહરણ આપે છે. મહાપુરુષોની એવી ધારણા હોય છે કે, લૌકિક ઉદાહરણ આપી કહેવામાં આવેલી વાત જલ્દી સમજવામાં આવી જાય છે.
Page #600
--------------------------------------------------------------------------
________________
શુદી ૭] રાજકોટ–ચાતુર્માસ
[ ૫૫૯ કુરરી પક્ષીને માટે એમ કહેવામાં આવે છે કે, જ્યાં તે પાણીના સરવરેની બહુલતા હેય છે ત્યાં આ પક્ષી રહે છે. તે કાળા રંગનું હોય છે, તે માછલીનું માંસ ખાય છે. તે આખો દિવસ માછલીના માંસના લેભમાં જ રહે છે અને માંસાદિ ખાઈને પણ તે પક્ષી શાન્ત રહેતું નથી પણ તે રેયા જ કરે છે.
આ કાણે કુરરી નામના પક્ષીનું ઉદાહરણ આપી તેઓ કહે છે કે, તે અસાધુઓ કરરી પક્ષીની માફક ગોપભેગોમાં વૃદ્ધિ રાખે છે અને એ કારણે તેઓ કોને પામે છે.
ભગવાન અનાથી મુનિએ કુરશી પક્ષીનું ઉદાહરણ શા માટે આપ્યું છે તેને વિશેષ વિચાર તે યથાસમયે કરવામાં આવશે પણ આપણે એ સમજવું જોઈએ કે, મહાત્મા લેકેએ પશુ-પક્ષીનું ઉદાહરણ આપી જે નિયમ સિંધુને માટે હોય છે તે જ નિયમ એક જલબિંદુને માટે હોય છે, એ બતાવ્યું છે. આ જ પ્રમાણે જે ઉપદેશ સાધુઓના માટે હેય છે તે જ ઉપદેશ પિતપોતાની યોગ્યતાનુસાર બધાએ સમજવો જોઈએ. તમારે એ પણ સમજવું જોઈએ કે પશુ-પક્ષીઓ જ નહિ પરંતુ આ આખા સંસારની દરેક વસ્તુઓ કાંઈને કાંઈ શિક્ષા આપે છે અને સંસારનાં સારાં કે ખરાબ દરેક પદાર્થો કઈને કોઈ પ્રકારે આત્માનું ઉત્થાન કરવામાં સહાયક હોય જ છે. આ વાત બતાવવા માટે જ અનાથી મુનિએ કુરરી પક્ષીનું ઉદાહરણ આપી કહ્યું છે કે, જે પ્રમાણે કરી પક્ષી માંસની વૃદ્ધિને કારણે દુઃખ પામે છે તે જ પ્રમાણે જે સાધુ થઈને પણ સંસારભાવનામાં વૃદ્ધિ રાખે છે તે પણ દુઃખને પામે છે.
જે પ્રમાણે સડેલી નારંગી પિતાની હાનિ તે કરે જ છે પણ સાથે સાથે જે તેની સંગતિ કરે છે તેની પણ હાનિ કરે છે; આ જ પ્રમાણે જે જિનાજ્ઞાને લોપ કરે છે તે પિતાની હાનિ તે કરે જ છે પણ જે તેને સંગ કરે છે તેની પણ હાનિ કરે છે.
કદાચ કઈ કહે કે, અનાથી મુનિને કુશીલ ઉપર ષ હતો એ કારણે જ તેમણે આ પ્રમાણે તેમની વિરુદ્ધમાં કહ્યું છે, પણ આમ સમજવું એ ભૂલ છે. અનાથી મુનિને તે તે કુશીલ ઉપર પણ પ્રેમભાવ છે અને એ કારણે જ તેઓ આમ કહી રહ્યા છે. પિતા પિતાના પુત્રને કડક શિક્ષા પણ આપે છે પણ એ કારણે પિતાને પુત્રના શત્રુ કહી શકાય નહિ. પિતા પુત્રને કડક શિક્ષા આપીને એમ જ ચાહે છે કે, મારો પુત્ર ખરાબ રસ્તે ન જાય. જો કેાઈ પિતાને પુત્ર ખરાબ રસ્તે જાય છે તેથી પિતાને પણ દુઃખ થાય છે. એટલા જ માટે પિતા પુત્રને કડક શિક્ષા આપે છે અને એ રીતે તેને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુઓને શિક્ષા આપે છે. રાજમતિએ રથનેમિને કહ્યું હતું કે,
હે ! અપયશકામી ! તારા માટે મરણ એ જ શ્રેયસ્કર છે.” રાજીમતિએ આમ કહ્યું હતું તે શું રાજીમતિને રથનેમિ ઉપર કોઈ પ્રકારનો દ્વેષ હતો ? ઑકટર રોગીને ચીરે લગાવે છે તે તે રોગીને પ્રેમ કરે છે કે દ્વેષ કરે છે ? ડૉકટર કહે છે કે, હું દઈને ચીરું છું પણ દર્દી ઉપર તે મારો કરુણાભાવ જ છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુઓ ઉપર કરુણા રાખીને જ આ પ્રમાણે શિક્ષા આપે છે. તેમને કોઈને પ્રતિ દ્વેષભાવ નથી. તેઓ તે સાધુઓના આત્માને શાંતિ મળે એ જ શુભાશયથી આમ કહે છે. જે સાધુઓ અનાથી મુનિની શિક્ષા માને તે તેમનું પિતાનું પણ કલ્યાણ થાય અને સાથે સાથે તમારા લેકેનું પણ કલ્યાણ થાય.
Page #601
--------------------------------------------------------------------------
________________
પ૬૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ સુદર્શન ચરિત્ર–૬૨
સુદર્શન મુનિ ઉપસર્ગો-પરિષને કેવી રીતે સહન કરે છે તે જુઓ. ઉપસર્ગો-પરિષહે સહેવાં એમાં તે સાધુતાની કસેટી રહેલી છે. સાધુઓ અનુકૂલ કે પ્રતિકૂલ ગમે તેવા સંજોગોમાં ગભરાતા નથી પરંતુ સમતાપૂર્વક ઉપસર્ગ–પરિષહેને સહે છે અને સાધુતાની રક્ષા કરે છે.
અભયા વ્યન્તરી આય મુનિ કે, બહુત કિયા ઉપસર્ગ; પ્રતિકૂલ અનુકૂલ રીતિસે, અહો કમકા વર્ગ. . ધન ૧૩૨ સમ્યફ સહન ક્યિ મુનિજીને, ધરતા શુકલ ધ્યાન;
ક્ષપક શ્રેણિકો ઉભંધ કર, પાયા કેવલ જ્ઞાન. ધન ૧૩૩ .
અભયા વ્યંતરીએ સુદર્શનને અનુકૂલ અને પ્રતિકૂલ એમ બંને પ્રકારના અનેક ઉપસર્ગો આપ્યાં પણ સુદર્શને એ બધાં ઉપસર્ગોને સમતા અને દૃઢતાપૂર્વક સહ્યાં. કઈ તે અનુકૂલ ઉપસર્ગ સહીને પ્રતિકૂલ ઉપસર્ગથી વિચલિત થઈ જાય છે અને કોઈ પ્રતિકૂલ ઉપસર્ગ સહીને અનુકૂલ ઉપસર્ગથી વિચલિત થઈ જાય છે, પણ સુદર્શન મુનિ અનુકૂલ અને પ્રતિકૂલ એમ બંને પ્રકારનાં ઉપસર્ગો દઢતાપૂર્વક સહેતા રહ્યા. શ્રી જ્ઞાતાસૂત્રમાં ભગવાને વૃક્ષનું ઉદાહરણ આપી કહ્યું છે કે, જે પ્રમાણે વૃક્ષ અનુકૂલ અને પ્રતિકૂલ એમ બંને પ્રકારની સ્થિતિને સમાનરૂપે સહન કરીને સ્થિર ઉભું રહે છે, વિચલિત થતું નથી; તે જ પ્રમાણે મુનિઓએ પણ અનુકૂલ અને પ્રતિકૂલ બંને પ્રકારનાં ઉપસર્ગો સહેવાં જોઈએ.
અભયાદ્વારા આપવામાં આવેલાં ઉપસર્ગોને સહેતી વખતે સુદર્શન મુનિની ભાવના કેવી રહી હશે એ કેણ કહી શકે! છાન્દોગ્યોપનિષતમાં એક શ્રુતિ આવી છે. એ શ્રુતિને અર્થ જે જૈનદષ્ટિએ કરવામાં આવે તે તેને ઘણો સારો અર્થ થઈ શકે. બીજી દષ્ટિએ કરવામાં આવેલ એ શ્રુતિને અર્થ મેં જેએલ છે પણ મારી દૃષ્ટિમાં એ અર્થ બરાબર બંધ બેસતા નથી. તેને અર્થ તે જૈનદષ્ટિએ જ બંધ બેસી શકે છે. તે શ્રુતિ નીચે પ્રમાણે છે –
अथ एष सम्प्रसादो अस्माच्छरीरात् समुत्थाय परं ज्योतिरूपं सम्पद्य स्वेन रूपेणाभिनिष्पद्यत एष आत्मेति होवाच ॥
એક પુરુષે કોઈ મહાત્માને આત્માનું સ્વરૂપ પૂછયું. જેનદષ્ટિએ આત્મા તેને જ કહેવામાં આવે છે જે શબ્દાદિ નથી પિતાનામાં જ તલ્લીન હોય. જે શરીરાદિના ધ્યાસમાં હોય તેને નિશ્ચય નયની દૃએિ આત્મા કહી શકાતું નથી. આ જ પ્રમાણે ઉપનિષતમાં ગુરએ શિષ્યના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, “હું શરીર નથી એમ માનીને શરીરના ધ્યાને ત્યાગ કરે અને પિતાને શરીરથી પૃથક્ માની પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરે.” તે આત્મા છે. આ જ પ્રમાણે જેનગ્રન્થમાં પણ કહ્યું છે કે –
अट्टकम्मं पासबद्धो जीवो संसारचारए ठाई ।
अट्रकम्मपासमुक्को आया शिवमन्दिरं ठाई ॥ અર્થાત-જે આઠ પ્રકારના કર્મના પાશથી મુક્ત છે અને જે શિવમંદિરને પ્રાપ્ત થાય છે, નિશ્ચયમાં તે જ આત્મા છે. કા મતલબ કે, જૈનશાસ્ત્ર કહે છે કે, શરીરને ધ્યાસ છોડી જે પિતાના રૂપમાં આવે છે અને ઉન્નતિ કરી મેક્ષને પ્રાપ્ત થાય છે તે જ શિવ છે અને તે જ આત્મા છે. મારી
Page #602
--------------------------------------------------------------------------
________________
શુદી ૭] રાજકોટ-ચાતુર્માસ
[ ૫૬૧ સમજમાં ઉપનિષમાં જે કૃતિ કહી છે તેને અર્થ પણ એ જ છે. આ પ્રમાણે પ્રત્યેક વાતને સ્યાદ્દવાદની દૃષ્ટિએ જોવામાં આવે ત્યારે જ તેનું સ્વરૂપ સમજવામાં આવી શકે છે. * અભયા વ્યન્તરીના કાર્યને પણ સ્યાદ્દવાદની દૃષ્ટિએ જુઓ. અભયાના કાર્ય વિષે સુદર્શન મુનિ એમ વિચારતા હતા કે, આ માતા મારા ઉત્થાનમાં સહાયિકા થઈ રહી છે. જે પ્રમાણે ગજસુકુમાર મુનિએ પોતાના મસ્તક ઉપર ધગધગતાં અંગારાં મૂકનારને પણ પિતાને સહાયક માન્યો હતો તે જ પ્રમાણે આ મુનિ પણ અભયાને પિતાના ઉત્થાનમાં સહાયિકા માની રહ્યા છે. મારી જન્મદાત્રી, મારું પાલન-પોષણ કરનારી અને મને નવ માસ સુધી ઉદરમાં રાખનારી માતા કરતાં પણ આ માતાતુલ્યને ઉપકાર વધારે છે. આ માતાતુલ્યના જ ઉપકારને કારણે શૂળનું સિંહાસન બન્યું છે અને આ જ માતાએ મને આત્મોન્નતિ સાધવાને આ અમૂલ્ય અવસર આવ્યો છે. અહીં પણ આ માતા મારા કલ્યાણ માટે જ પ્રયત્ન કરી રહી છે. વાસ્તવમાં આ માતાતુલ્યને મારી ઉપર પૂર્ણ કૃપાભાવ છે. - આ પ્રમાણે અભયા વ્યન્તરી સુદર્શન મુનિને જેમ જેમ કષ્ટ આપતી જતી હતી તેમ તેમ સુદર્શનની ભાવના ઉન્નત બનતી જતી હતી. આખરે સુદર્શન મુનિ શુભ ભાવના ભાવતાં બારમા ગુણસ્થાને ચડી જઈ મેહનીય કર્મને સંપૂર્ણ નષ્ટ કરી તેમાં ગુરુસ્થાને પહોંચી ગયા અને ત્યાં તેમને નિરાબાધ અનંત કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે મુનિને એમ તે કેવલજ્ઞાન થવામાં ન જાણે કેટલો સમય લાગત પણ અભયાની કૃપાથી થોડા જ સમયમાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ભગવાન નેમિનાથે કૃષ્ણના પૂછવાથી તેમને કહ્યું હતું કે, હે! કૃષ્ણ! જે તમે વૃદ્ધને ઈટો ઉપડાવવામાં સહાયતા આપત નહિ તો તેને કેટલાં ચક્કર લગાવવા પડત? તમારી કૃપાથી તેને ચક્કર ખાવાં મટી ગયાં. આ જ પ્રમાણે ગજસુકુમાર મુનિને ન જાણે કેટલાં ચક્કર ખાવાં પડત પણ એક પુરુષની સહાયતાથી તેમના ચક્કર મટી ગયાં.
આ જ પ્રમાણે સુદર્શન મુનિ પણ વિચારતા હતા કે, મારું આત્મકલ્યાણ સાધવામાં મને ન જાણે કેટલે સમય લાગત પણ આ માતાએ મારા કાર્યમાં મને ઘણી સહાયતા આપી. છે એટલે આ માતાને મારા ઉપર ઘણે ઉપકાર છે. આ માતાની કૃપાથી જ ઘણા લાંબા દિવસે થઈ શકનારું કામ ઘેડા જ સમયમાં થઈ ગયું છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે,
તtત્રત કરનલિબ્રિ” અર્થાત –તીવ્ર સંવેગથી-વૈરાગ્યથી જ સિદ્ધિ જલ્દી થાય છે. આ કથનાનુસાર સુદર્શન મુનિએ પણ તીવ્ર સંવેગ વધાર્યો તે તેમને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
આ પ્રમાણે અભય વ્યક્તરીએ સુદર્શન મુનિને અનેક પ્રકારનાં અનુકૂલ અને પ્રતિકૂળ ઉપસર્ગો આપ્યાં પણ સુદર્શને પિતાના આત્માને ધ્યાનમાં એ પરવ્યો કે પરિણામે તેમણે કેવલજ્ઞાન, કેવલદર્શન અને કેવલરિત્રની પ્રાપ્તિ કરી લીધી. સુદર્શન મુનિને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ તેમાં તમારા પુણ્યનો પણ કાંઈ ભાગ છે કે નહિ અને તેથી તમને પણ કોઈ લાભ છે કે ન!િ શાસ્ત્રમાં કહ્યું છે કે, લવણસમુદ્રના પાણીમાં જે તરંગે ઉઠે છે તેની એક લહેર પણ જંબુદ્દીપ ઉપર પડે તો આખા જંબુદ્દીપને પણ તાણી લઈ જઈ શકે. પણ જબૂદીપમાં અરિહન્ત, કેવલી, સાધુ, શ્રાવક-શ્રાવિકા, સમ્યગ્દષ્ટિ અને ભદ્ર પ્રકૃતિના સૌમ્ય જે લોકો રહે છે તેમના પુણ્ય પ્રતાપથી લવણસમુદ્રનું પાણી મર્યાદા ઉલંઘતું નથી. આ
૨૭
Page #603
--------------------------------------------------------------------------
________________
પ૬૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
પ્રમાણે તમારું પુણ્ય ત્યાં પણુ કામ કરે છે કે નહિ! શાસ્ત્રમાં કહ્યું છે કે, દૃષ્ટ ગંધ, ઇષ્ટ રૂપ અને ઇષ્ટ રસ આદિ પાતાના પુણ્ય પ્રતાપથી જ મળે છે. હવે વિચાર! કે, ક્યાં તે આંખાતે રસ અને ક્યાં તમે! પણ ત્યાં પણ તમારું પુણ્ય કામ કરે છે કે નહિ ? આ કાંઈ થાય છે તે બધું પેાતાના આત્માદ્વારા જ થાય છે અને એટલા જ કેઃ
ક
પ્રશ્નાણે જે માટે એમ
अप्पा कत्ता विकता य दुह्मण य सुहाण य अप्पा मित्तममितं व दुपदियो सुप्पट्टियो |
સુદર્શન મુક્તિને જે કૈવલજ્ઞાન અને કેવલ નની પ્રાપ્તિ થઈ તેથી તેમને પેાતાને તા લાભ થયા પણ સાથે સાથે આપણા બધાને પણ લાભ જ થયે છે. આ લાભ લેવામાં હૃદ્યનું આકર્ષણ જોઈ એ. જેનામાં આ શક્તિ છે તે જ લાભ લઈ શકે છે. જેમકે લેહું તેા છે પણ ચુંબક જ સ્માવૃિત કરી શકે છે. આ જ પ્રમાણે જેનામાં આપણુ શક્તિ છે અને જેમને ઉપાદાન આત્મા સારા છે, તેમને પણ સુદત મુનિને કેવલજ્ઞાન પેદા થવાથી લાભ થવાના જ.
સદ્દર્શીત મુનિને દેવલજ્ઞાન થયું છે એ વાત દેવાના જાણવામાં આવી. તે વિચારવા લાગ્યા કે, અમે પોતે તેા કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, પર ંતુ ગુણેની ઉપાસના કરવી એ પણ ચણાને પ્રાપ્ત કરવાતા માર્ગ છે. એટલા માટે અમારે સુદર્શન મુનિની પાસે જઈ કેવલજ્ઞાનની ઉપાસના કરવી જોઇ એ.
આર્ય દેવતા મહાત્સવ કરને, કરતે જયજયકાર;
દેવે દેશના પ્રભુ સુદર્શન, ભવી જીવકે હિતકારી ૫ ધૃત૦ ૧૩૪ ૫ સુદર્શીત મુનિ પહેલાં તે શેઠ કહેવાતા હતા પછી મુનિ થયા અને હવે કૈવલી થયા. તેમણે બધી તૃષ્ણાના નાશ કરી અને કામ-ક્રોધાદિને જીતીને સંસારની બધી પ્રભા–કાન્તિથી આત્માને ઉજ્જવલ બનાવી લીધા. જે આત્માને ઉજ્જવલ મનાવે છે તે બધી કુદસ્તને સ્વામી જ બની જાય છે.
દેવા સુદર્શન પ્રભુની પાસે ઉપસ્થિત થઈ કેવલજ્ઞાનની મહિમા ગાવા લાગ્યા કે, “ હૈ! નાથ ! આપતા સદા જય જય થાઓ. હે ! પ્રભા ! અમે આપનેા જયકાર એટલા માટે કરીએ છીએ કે, જે વિકારાને આપે જીતી લીધા છે. તે વિકારાને જગતના જીવા પણ જીતી લે. તે વિકારા અમને પણ જીતી રહ્યા છે. અમે પણ એ વિકારાને જીતી લઈ એ. જો કે એમ કરવાથી એ વિકારા ઉપર અમે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ અમારે વિજય થાએ એમ કહેવું એ અભિમાનનું કારણ છે, એટલા માટે અમે અમારા વિકારવિજયને પણ તમારા જ વિજય્ માનીએ છીએ અને એમ કહીએ છીએ કે, આપના ય થાઓ. આપ જેવા મહાપુરુષો જ અમારું કલ્યાણુ કરા છે.”
સુદ†ન ભગવાન દેવાનું આ કથન સાંભળી વિચારવા લાગ્યા કે, આ દેવે આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા છે તા મારા હક્યમાં શું છે તે તેમને બતાવવું જોઈ એ. હવે તે મહાપુરુષ કેવી રીતે ઉપદેશ આપે છે અને શું કહે છે તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.
~__07
Page #604
--------------------------------------------------------------------------
________________
ગુંદી ૧૨ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૫૬૩
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસે શુદી ૧૨ મગળવાર
____
પ્રાથના
ચેતન જાણ કલ્યાણ કરન કા, આને મિયા અવસરે ૨, સારા પ્રમાણે પિછાન પ્રભુગુત, અને ચચત થિર કર રે; શ્રેયાંસ ર્જિંબુંદ સુમર રે. ૫૧ ૪ —વિનયચંદ્ર ૐ ભટ ચાવીશી
શ્રી શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે,
""
પ્રાર્થનાની કડમાં એવા આદેશ કરવામાં આવ્યા છે કે, “ હું! આત્મા ! તું શ્રેયાંસ નાથ ભગવાનની પ્રાર્થના કર. ' આ આદેશની પ્રાર્થનામાં પુનરુક્તિ પણ કરવામાં આવી છે: મહાપુરુષદ્વારા કરવામાં આવેલી આ પ્રકારની પુનરુક્તિમાં ઘણું રહસ્ય રહેલું છે. મહ પુરુષř મતલબ વિના કે કારણ વિના એક શબ્દ પણ વધારે ખેલતા નથી. પરંતુ જ સમાજને શિક્ષા આપવા માટે તેએ એક જ વાતને વારવાર કહે છે અને માતા જેમ પેાતાના બાળકને સરળ ભાષામાં શિક્ષા આપે છે, તેમ સરળ ભાષામાં શિક્ષા આપે છે. આ જ પ્રમાણે આ પ્રાર્થનામાં હૈ ! આત્મા ! પરમાત્માનું નું સ્મરણુ કર.' એ વાતને વારવાર કહેવામાં આવી છે.
મહાપુરુષોદ્દારા કરવામાં આવેલા આ આદેશના શ અથ છે એ તે કાઈ પૂર્ણ જ્ઞાની જ કહી શકે! એક જ શબ્દના અનેક અર્થ થાય છે. એટલા માટે આ આદેશમાં રહેલા પૂર્ણ રહસ્યને કાઈ પૂર્ણ જ્ઞાની જ પ્રગટ કરી શકે છતાં એ વિષે હું થોડુંક કહું છું. જે કાંઈ સમજવામાં આવે છે તેના બહુ જ થોડા ભાગ કહેવામાં આવે છે. આ કથનાનુસાર હું જે કાંઈ સમજ્યેા છું અને સમજેલી વાત જેટલા અંશમાં કહી શકાય તેટલા અંશમાં કહું છું.
આ પ્રાર્થનામાં પરમાત્માનું સ્મરણ કરવા માટે કહેવામાં આવ્યું છે એટલા માટે પહેલાં તે એ જોવાનું છે કે, આત્મા પણ ચૈતન્ય છે અને પરમાત્માં પણ ચૈતન્ય છે તેા એવી દશામાં ચૈતન્યનું ભજન ચૈતન્ય શા માટે અને કેવી રીતે કરે ? એમ કહી શકાય કે, ચૈતન્ય ઉપર જડના ઉપકાર જોવામાં આવે છે, પણ ચૈતન્ય ઉપર ચૈતન્યના ઉપકાર જોવામાં આવતા નથી. કાઈ કાઈ તે ત્યાં માંગવા માટે જાય છે તે તે યાચક પણ જડ વસ્તુ જ માંગે છે અને દાતા પણ જડ વસ્તુ જ આપે છે. ભિક્ષુક પણ જડ જ માંગે છે અને દાતા પણ હું જ આપે છે. જો ચૈતન્ય ચૈતન્ય કહીને જ રહી જાય તે તે અંસ ધ્રુવળ એ વાત જ રંહી. શું લેવું અને શું દેવું ! શ્રેયાંસકુમારે ભગવાનને શેરડીના જે રસ આપ્યા હતા તે પછું ઝંડ હતા. ચંદનખાળાએ પણુ ભગવાન મહાવીરને જે અંદનાં બાળાં આપ્યાં હતાં તે પણ ઝંડ હતાં, સાધુ લોકા પણ અચિત્ત અર્થાત્ જડ વસ્તુ જ લે છે. જો ચૈતન્ય વસ્તુ હોય તા તેઓ અકલ્પનીય સચિત્ત લેતા નથી. આ પ્રમાણે ચૈતન્ય ઉપર જડતા ઉપકાર છે. આવી દશામાં નડતા ઉપકાર ન માનતાં અને જડની પ્રાર્થના ન કરતાં ચૈતન્ય પરમાત્માની પ્રાર્થના શા માટે કરવામાં આવે છે?
Page #605
--------------------------------------------------------------------------
________________
પ૬૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
આ ભૌતિકવાદના જમાનામાં આ પ્રકારની ઘણી ચર્ચા થાય છે. કેટલાક લેકે એમ પણ કહેવા લાગે છે કે, ભગવાનનું સ્મરણ કરવાથી શું મળે છે ? પૈસાનું સ્મરણ કરો એમ કહેવામાં આવે તે પણ ઠીક છે. આ જ પ્રકારની અનેક દલીલ આપી એમ કહેવામાં આવે છે કે, ચેતન્ય ઉપર જડને તે ઉપકાર છે પણ ચૈતન્ય ઉપર ચૈતન્યને શે ઉપકાર છે! એટલા માટે ચૈિતન્ય પરમાત્માની પ્રાર્થના શા માટે કરવી જોઈએ ?
આ પ્રકારનાં પ્રશ્નોનું સમાધાન કરવા માટે સર્વપ્રથમ એ જોવું જોઈએ કે, ચૈતન્ય ઉપર ચૈતન્યને ઉપકાર થઈ શકે છે કે નહિ અથવા ચૈતન્ય ઉપર જડનો જ ઉપકાર છે કે શું? આને માટે જ્ઞાનીજને એમ કહે છે કે, ચૈિતન્ય ઉપર ચિતન્યને જ ઉપકાર છે અને એટલા જ માટે ચૈતન્ય પરમાત્માનું સ્મરણ કરવા માટે કહેવામાં આવે છે. જે લેકે જડના ચક્કરમાં પડી જઈ ચૈતન્ય ઉપર જડને જ ઉપકાર છે એમ કહે છે તે લેકે જરા ઊંડા ઊતરી વિચાર કરશે તે તેમને જણાશે કે, જેટલાં ઉદાહરણ જડના ઉપકારના વિષયમાં મળી શકે છે તેથી પણ વધારે અને સારાં ઉદાહરણે ચૈતન્યના ઉપકારના વિષયમાં પણ મળી શકે છે. એટલું જ નહિ પણ એવા ઉદાહરણ પણ મળે છે કે, જેમાં ચૈતન્ય મહાન અને જડને તુચ્છ માનવામાં આવેલ છે અને ચિતન્યના ઉપકારની આગળ જડનો ઉપકાર છેડી દેવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે કઈ માણસ કેર્ટના કેઈ કિસ્સામાં ફસાઈ ગયો. તે વકીલની પાસે ગયો અને તેને કહ્યું કે, આપ એ કોઈ ઉપાય બતાવે કે જેથી હું આ કિસ્સામાંથી ઉગરી. જાઉં. હું સાચો છું. મેં અપરાધ કર્યો નથી છતાં તેમાં હું ફસાઈ ગયે છું એટલા માટે તમે મારી સહાયતા કરો. હવે તે વખતે તે વકીલ જડ વસ્તુ આપશે કે બુદ્ધિ આપશે ? • નાનપણમાં અને એ પ્રશ્ન પૂછવામાં આવતું કે, અક્કલ મોટી કે ભેંશ? તે વખતે તે બાળક હતો પણ અત્યારે બાળક નથી; એટલે આજે બચપણથી પણ વધારે ભૂલ થવી ન જોઈએ. આ કારણે જ જ્ઞાનીજને કહે છે કે –
– અવિકાર વિચાર આતમ ગુણ, મેહ જંજાળમાં ન પડ રે;
પુદ્ગલ ચાહ મિટાય વિનયચંદ, તે જિન તૂ ન અવર રે. - જ્ઞાનીજને કહે છે કે, તું પુદ્ગલની લાલસામાં પડી રહ્યો છે એટલા જ માટે તું એમ કહે છે કે, ચૈતન્ય ઉપર જડને ઉપકાર છે. દાતા જડ વસ્તુ જ આપે છે અને યાચક પણ જડ જ લે છે આ પ્રત્યક્ષ વાત જોઈને જડ વસ્તુને જ પકડી ન બેસે અને ચૈતન્ય ઉપર કેવલ જડને જ ઉપકાર છે એમ માની ન બેસે. સંસારનું કામ જડથી જ ચાલતું નથી. તે મુકદમામાંથી તે માણસને બચાવવા માટે વકીલે પાંચ દશ રૂપિયા આપી દીધા હોત તો તે ઠીક કહેવાત? આથી વિરુદ્ધ બીજા વકીલે તેને એવી બુદ્ધિ આપી કે તે મુકદમામાંથી બચી ગયે તે તમે આ બંનેમાંથી કેને ઠીક સમજશે ? પાંચ રૂપિયા લેવા ઠીક સમજશે કે બુદ્ધિ લેવાનું ઠીક સમજશે ? એટલું જ નહિ બુદ્ધિને માટે તે લેકે વકીલને ફી આપે છે. આ પ્રમાણે ચૈિતન્યને માટે જડ વસ્તુને ત્યાગ કરવો પડે છે. માસ્તર ભણાવે છે એટલા માટે તેને પગાર આપવો પડે છે. આ પ્રમાણે જ્ઞાનને માટે પુદ્ગલનો ત્યાગ તે કરે જ પડે છે. આ જ પ્રમાણે પરમાત્મા વિષે | જુઓ કે, પરમાત્મા માટે શેને ત્યાગ કરવો પડે છે ? પરમાત્મા માટે પણ પુદ્ગલને ત્યાગ તે કરે જ પડે છે. પુદ્ગલેના ધ્યાસમાં
Page #606
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૨ ]
રાજકોટ-ચાતુર્માસ
[ ૫૬૫
પડી જઈ પરમાત્માને ભૂલી જવા એ ઠીક નથી. એમ કરવાથી કામ પણ ચાલી શકતું નથી. તમે આ વિષે વિચાર કરશે તે તમને સ્પષ્ટ જણાશે કે, ચૈતન્ય ઉપર ચૈતન્યના જ ઉપકાર છે અને એટલા જ માટે પરમાત્માનું સ્મરણ કરવા માટે જ્ઞાનીજનેા કહ્યા કરે છે. માટે પુદ્દગલાને બ્યાસ છેાડા અને પરમાત્માનું સ્મરણ કરેા અને પરમાત્મા સાથે એવી પ્રીતિ ખાંધે કે જેમ લાભી માણસ રૂપિયા સાથે પ્રીતિ ખાંધે છે.
હવે અત્રે એક પ્રશ્ન ઉભા થાય છે કે, પરમાત્મા તેા અવિકારી છે અને આપણે વિકારી છીએ. એવી દશામાં આપણે વિકારી એ અવિકારી પરમાત્માની સેવા કેવી રીતે કરી શકીએ ? મેટા મેઢા આચાર્યંતે પણ આવા વિચાર આવ્યા છે અને તેમણે પણ કહ્યું છે કે :-- बुद्ध्या विनाऽपि विबुधार्चितपादपीठ ! स्तोतुं समुद्यतमतिर्विगतत्र पोऽहम् ! बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब मन्यः क इच्छति जनः सहसा ग्रहीतुम् ॥
હે ! પ્રભા ! તું જ્યાં પદાર્પણ કરે છે તે પાદપીડની ઇન્દ્ર પણ પૂજા કરે છે તે પછી હું બુદ્ધિહીન તારી પ્રાથના કરવાને કેમ સમ` બંની શકે ! પણ તારી ભક્તિવશાત્ જાણે હું પાગલ થઈ ગયેા હાઉ” તેમ પાગલ થઈને હું તારી પ્રાર્થના કરવાને માટે ઉદ્યત થયા છું. કાઈ મને એમ કહે કે, તું બુદ્ધિહીન છે તે પછી પરમાત્માની પ્રાર્થના શા માટે કરે છે? તે। આ પ્રશ્નના જવાબમાં હું એ જ કહીશ કે, જે પ્રમાણે જલમાં પડેલા ચન્દ્રના બિંબને ખાલક પકડી શકતા નથી છતાં તેને પકડવાનેા પ્રયત્ન તા કરે જ છે અને પેાતાના પ્રયત્નમાં આનંદ માને છે, આ જ પ્રમાણે પરમાત્માના ગુણાનું, હું પૂરીરીતે વર્ણન કરી શકતા નથી છતાં પણ નિજ્જ થઈને તેમના ગુણાનું વર્ણન કરવાને યથાશક્તિ પ્રયત્ન કરું છું. હું પેાતાની મુદ્ધિને જુદી રાખીને ખાલભાવથી પરમાત્માની પ્રાર્થના કરું છું.
આ પ્રમાણે પરમાત્માની સન્મુખ પોતાની શક્તિનો વિચાર કરી પૂર્વાચાર્યાં પણ પહેલાં તે અસમજસમાં પડી ગયા હતા પણ આખરે તેઓએ જે મા પકડ્યો છે તે માને તમે પણ પકડે. આચાર્યના કહેવાના આશય એ જ છે કે, પરમાત્માની ભક્તિમાં પેાતાની પૂર્ણ શક્તિને સમર્પિત કરી દેવી. પરમાત્માની ભક્તિ કરવામાં પોતાની અક્કલ ન દોડાવવી તથા એમ પણ વિચાર ન કરવા કે મારામાં એછી બુદ્ધિ છે અથવા હું વિકારી છું. આ પ્રકારના વિચાર દૂર કરી જે પ્રમાણે આચાયૅ બાલભાવે પરમાત્માની પ્રાર્થના કરી છે. તે જ પ્રમાણે તમે પશુ પરમાત્માની પ્રાર્થના કરે અને પછી જુએ કે, તેમાં કેવા આનંદ આવે છે! આ પ્રકારની પ્રાર્થના તમે જો પંદર દિવસ જ કરી જુએ! તા તમને ઘણો જ આનંદ મળશે અને એ આનંદની અનુભૂતિ તમે પોતે જ કરી શકશેા. પરમાત્માની ભક્તિ સ્વ–પ્રમાણથી જ સિદ્ધ છે. એને માટે કાઈ ખીજા પ્રમાણની આવશ્યકતા નથી. જેમ દીપકને જોવા માટે ખીજા દીપકની આવશ્યકતા રહેતી નથી કારણ કે તે દીપક તે સ્વ– પ્રમાથી જ સિદ્ધ છે. એટલા માટે બુદ્ધિને શાન્ત કરી અને પ્રમાદને ત્યાગ કરી, પરમાત્માની ભક્તિમાં તલ્લીન થા અને પછી જુઓ કે તેમાં કેવા આનંદ આવે છે !
ભક્તિના માર્ગો ઉપર દરેક વ્યક્તિ ચાલી શકે છે. એ માર્ગે જવામાં ખાલક કે વૃદ્ધ, સશક્ત કે અશક્ત, સ્ત્રી કે પુરુષ વગેરેમાંથી કાઈ ને પ્રતિબંધ નથી. જે કોઈ ચાહે તે ભક્તિના માર્ગે જઈ શકે છે અને પેાતાનું કલ્યાણુ સાધી શકે છે.
Page #607
--------------------------------------------------------------------------
________________
પ૬૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો અનાથી મુનિને અધિકાર–૬૩
અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે કે, હે રાજન! હવે તને એ બતાવું છું કે મેં સાધુના આચારની આ બધી વાત તને શા માટે સંભળાવી છે? તમે પણ એમ વિચાર કરે છે, અનાથી મુનિએ રાજાની સમક્ષ સાધુઓના આચાર વિષયક વર્ણન શા માટે કર્યું છે? જો તમે એમ કહેતા હો કે, અમને સાધુઓના આચારથી શું મતલબ ! તે આ તમારી ભૂલ છે. બલ્કિ જે સાધુ હશે તે તો પિતાને આચાર પહેલાં બતાવશે. જે સાધુતાનું પાલન કરતા ન હોય તે ભલે એમ વિચારે કે, જે હું સાધુઓને આચાર ગૃહસ્થોને બતાવીશ તે ગૃહસ્થ મારા કાર્યની ટીકા કરશે પણ જે સાધુતાનું પાલન કરતા હશે તે મુનિઓ તે સાધુઓને આચાર પહેલાં જ બતાવશે. તેમ કરવામાં તેમનો પિતાને પણ લાભ છે અને સાથે સાથે તમારે પણ લંભ છે.
सौचांग मेहावि सुभासिय इमं, अणुसांसणं नाणगुणोववेयं ।
मग्गं कुसीलाण जहाय सव्वं, महानियंठाण वए पहेणं ॥५१॥ “હા મેધાવી ! હે! બુદ્ધિમાન રાજા! આ સુભાષિત કે જેનું મેં તારી સામે વર્ણન કર્યું છે તે સાંભળી તું તે વિષે વિચાર કર. આ સુભાષિત અનુશાસન અર્થાત શિક્ષારૂપ છે અમે સાન, દર્શન અને ચારિત્રનાં ગુણોથી યુક્ત છે. આ જ્ઞાન, દર્શન અને ચાત્રિથી સુસંસ્કૃત એવી શિક્ષાને સાંભળી તું ખુશીનો માર્ગ છોડી દઈ મહાનિર્ચન્વેના માર્ગે ચાલ.” ' એનાથી મુનિએ રાજા શ્રેણિમે જે કાંઈ કહ્યું છે તે ઉપરથી તે એમ જૈણાય છે કે જાણે રાજા શ્રેણિક સાધુ થતું હોય પણ તે સાધુ થતું નથી છંતા મુનિએ તેને એમ કહ્યું છે તે તેને શે ઉદ્દેશ છે તે અત્રે જોવાનું છે. - રાજા શ્રેણિકને મુનિએ મેધાવી કહ્યા છે. આ ઉપરથી એમ પ્રગટ થાય છે કે, એ સુભાષિત-શિક્ષા બુદ્ધિમાનને જ આપવી જોઈએ, બુદ્ધિહીનને નહિ. પણ આજે તે શ્રેણિક જેવા બુદ્ધિમાન લેકે નથી એટલે શું આ શિક્ષા કેઈને આપવી ન જોઈએ ?
બુદ્ધિમાન માણસે બે પ્રકારના માનવામાં આવે છે. એક તે તે બુદ્ધિમાન છે કે જે કઈ વાતને સાંભળી તે જ સમયે સત્યાસત્યને નિર્ણય કરી લે છે અને બીજે તે બુદ્ધિમાન છે કે જે તુરત જ સત્યાસત્યને નિર્ણય કરી શકતો નથી પણ તેને પ્રયત્ન તે તે બાજુ જે હોય છે. જેમકે એક તે મસ્તિર હોય છે અને બીજે છાત્ર હોય છે. એ બન્નેમાંથી કેને બુદ્ધિમાન કહેવાય ? જે બન્નેમાં બુદ્ધિ ન હોય તે એક માસ્તર અને બીજો છાત્ર હોય એ બની જ ન શકે અને જે બને સમાન બુદ્ધિવાળા હોય કે પછી એકને માસ્તર અને બીજાને છાત્ર બનવાની જરૂર પણ રહેતી નથી. માસ્તર અને છાત્ર બનેમાં બુદ્ધિ તે છે પણ એકમાં વધારે છે અને બીજામાં ઓછી છે પણ જેનામાં બુદ્ધિ ઓછી છે તે બુદ્ધિ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે અને બીજે તેને બુદ્ધિ આપે છે. આ પ્રમાણે જે છાત્રમાં બુદ્ધિ ઓછી છે તે પણ બુદ્ધિમાન જ છે; કારણ કે, તે બુદ્ધિ પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરે છે. આ જ પ્રમાણે જે બુદ્ધિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તે પણ બુદ્ધિમાન જ છે અને જેનામાં બુદ્ધિ છે તે તે પહેલેથી બુદ્ધિમાન છે જ. તમે જે કઈ વાતને નિર્ણય તાત્કાલિક કરી ન શકે તે પણ
Page #608
--------------------------------------------------------------------------
________________
10
શુદી ૧૨] રાજકેટ-ચાતુર્માસ
[પ૬૭ સત્યાસત્યને નિર્ણય કરવાની ઇચ્છા તે રાખો જ. આ પ્રકારની ઈચ્છા રાખવાથી તમે બુદ્ધિહીન નહિ પણ બુદ્ધિમાન જ કહેવાશે.
અમે તમને જે કાંઈ સંભળાવીએ છીએ તે એમ સમજીને જ સંભળાવીએ છીએ કે, તમે સત્યાસત્યને નિર્ણય કરવાની વિવેકબુદ્ધિ પ્રગટાવે. આમ છતાં કોઈ અમારું કહેવું ન સાંભળે કે ન માને તે તે તેમની ઈચ્છા. પણ એ કારણે અમારે દુઃખ માનવું ન જોઈએ. અમને એ પણ વિચાર થવો ન જોઈએ કે, અમે તે કહીએ છીએ પણ આ લેકે તે કાંઈ સાંભૂળતા જ નથી. જે અમને આ પ્રકારને વિચાર થયે તે એ પિતાના જ્ઞાનને પોતે હલકું બતાવવા જેવું છે. એટલા માટે “અમારું કહેવું કેઈ સાંભળતું કે માનતું નથી” એ વિચારથી અમને દુઃખ થવું ન જોઈએ પણ એ વાતનો વિચાર તે અવશ્ય ક જોઈએ કે, આ શિક્ષા બુદ્ધિમાનને જ આપવી, બુદ્ધિહીનને નહિ. બુદ્ધિહીને શિક્ષા આપવાથી કંઈ લાભ થઈ શકતો નથી. ખેડુત પણ બીજ વાવતાં પહેલાં એ જોઈ લે છે કે આ ભૂમિ ઉપજાઉ છે કે નહિ? ભલે તે ભૂમિમાં અન્ન કે વૃક્ષ ઉગેલું ન હોય છતાં તે એ તે જુએ જ છે કે, અહીં ઘાસ ઉગેલું છે કે નહિ! જે ઘાસ ઉગેલ હોય તે તે ખેડુતને એટલી તે આશા રહે છે કે, આ ભૂમિ ઉપર વાવેલું બીજ તે નિરર્થક નહિ જાય, પણ જે ત્યાં ઘાસ પણ ઉચ્યું ન હોય તે એવી નકામી ભૂમિ ઉપર બીજ વાવીને શું લાભ થાય ? આ જ પ્રક્ષાણે આ ધર્મશિક્ષા સંભળાવવા માટે અમારે પરિષદ્ જોવી જોઈએ કે આ પરિષદ્ધ કેવી છે શ્રી નંદીસૂત્રમાં ત્રણ પ્રકારના શ્રોતા બતાવવામાં આવેલ છે. એક તે “જાણિયા, બીજ “અજાણિયા” અને ત્રીજા “દુહેડ” શાસ્ત્રમાં કહ્યું છે કે, જાણિયા અને અણિયા શ્રોતા આગળ તે ઉપદેશ આપવો પણ “દુહેડા’--અર્ધદગ્ધ શ્રોતા આગળ તો ચૂપ રહેવું એ જ સારું છે.
જાણિયા અને અજાણિયા શ્રોતા આગળ કેવો ઉપદેશ આપવો અને દુહેડા-અર્ધધધ. શ્રોતા આગળ કેવી રીતે ચૂપ રહેવું એ પણ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે, જાણિયા શ્રોતા તે છે કે, જે થયું કહેવામાં જ ઘણું સમજી જાય. જે પ્રમાણે પાણીમાં પડેલું તેલનું બિંદુ ફેલાઈ જાય છે તે જ પ્રમાણે જે થેડું સાંભળીને વધારે સમજી જાય છે તે જાણિયા શ્રોતા છે. બીજા અજાણિયા નામના શ્રોતા છે અર્થાત જેમનામાં આ પ્રકારની બુદ્ધિ હતી નથી. જાણિયા શ્રોતા તે તેઓ છે કે જેઓ થોડું ઘણું જાણે છે, અને અણિયા શ્રોતા તે છે કે જેઓ કાંઈ પણ જાણતા નથી. જાણિયા શ્રોતા અને અજાણિયા શ્રોતાને કેવો ઉદ્દેશ આપવો એનો પણ વિચાર કરવાની જરૂર છે. જે અજાણિયા શ્રોતાઓની આગળ જ્ઞાનસતી મેથી મોટી વાતો કરવામાં આવે તે એ કે એ વાતને કેમ સમજી શકે ? એટલા માટે અજાણિયા શ્રોતાઓને એવી સરલ શિક્ષા આપવી જોઈએ કે જેથી બાળક પણ એ સરલ શિક્ષાને સમજી શકે. જાણિયા શ્રોતાઓની આગળ કઈ તત્ત્વજ્ઞાનની ચર્ચા કરવા આવે તે તેઓ તે તર્ક કે દલીલેદ્વારા નિર્ણય કરી શકે, પણ અજાણિયા શ્રોતાઓ તત્ત્વજ્ઞાનને સમજી ન શકવાને કારણે ઊલટી ગડબડમાં પડી જાય. એટલા માટે “અજાણિયા શ્રોતા અને “ણિયા' શ્રોતાઓની આગળ કેવો ઉપદેશ આપવો તેનો પણ ખ્યાલ રાખવાની જરૂર રહે છે. અજાણિયા પરિષદૂતી સામે એવું ચરિત્રચિત્રણ કરવું ન જોઈએ કે જેથી તેમનું પિતાનું ચરિત્ર નષ્ટ થઈ જાય અથવા તેમના ગાઈશ્ય જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલી
Page #609
--------------------------------------------------------------------------
________________
પ૬૮] .
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસે.
ઉભી થઈ જાય ! સાધુઓનું વ્યાખ્યાન સાંભળી કોઈ સ્ત્રી એમ કહેવા લાગે કે, “હું તે હવે ચૂલો સળગાવીશ નહિ, ઘંટી ફેરવીશ નહિ, બાળકને દૂધ પીવડાવીશ નહિ અને ઘરનાં કામ પણ કરીશ નહિ કારણ કે એ બધામાં પાપ છે.” સ્ત્રીનું આ કથન સાંભળી તમે લેકે શું કહેશે ? એ જ કહેશે કે, મહારાજ! આપનું વ્યાખ્યાન સાંભળી અમારી સ્ત્રી બગડી ગઈ. એ સ્ત્રીને જે એમ કહેવામાં આવે કે, તારે જે કામ જ કરવું નથી તે તું દીક્ષા લઈ લે. તે એને માટે તો તે એમ કહે છે કે, મારે દીક્ષા તે લેવી નથી પણ હું ઘરનું કામ કરીશ નહિ. ત્યારે તેને એમ જ કહી શકાય કે, તું સર્વપ્રથમ સ્થૂલ હિંસાનો ત્યાગ કર તથા ક્રોધ કલેશને ત્યાગ કર. જે સ્થૂલ હિંસાનો ત્યાગ કરીશ તે પણ તને ધર્મ જ થશે. જો તું ઘરમાં શાતિથી રહીશ અને ઘરમાં કલેશકંકાસ નહિ કરે તે તારા ઘરના લેકે એમ કહેશે કે, મહારાજ! આપનું વ્યાખ્યાન સાંભળી તે સુધરી ગઈ. આ પ્રમાણે ઘરના વ્યવહારથી જ સાધુઓને પ્રશંસા પણ મળી શકે છે અને બદનામી પણ મળી શકે છે.
કહેવાનો આશય એ છે કે, અજાણિયા શ્રોતાઓની આગળ એવી શિક્ષા આપવી ન જોઈએ કે જેને તેઓ સમજી શકે નહિ અને ઊલટા ગડબડમાં પડી જાય. બાળક અને સ્ત્રીઓના મગજમાં એવી વાત ઘુસેડવી ન જોઈએ કે જેથી તેમનામાં વધારે ખરાબી આવી જાય અથવા ભયમુક્ત થવાને બદલે વધારે ભયગ્રસ્ત થઈ જાય. બાળક અને સ્ત્રીઓની સામે ભૂત-ચૂડેલની વાતો કરવામાં આવે છે તેઓ એમ વિશ્વાસ કરવા લાગશે કે, ભૂત-ચૂડેલ હોય છે. કારણ કે તે દિવસે શાસ્ત્રમાં પણ ભૂત-ચૂડેલની વાત નીકળી હતી. આ પ્રમાણે ભૂત-ચૂડેલની વાતો કરવાથી બાળક અને સ્ત્રીઓમાં વધારે ભય પેદા થવા પામે છે. તેમની સામે તે એવી વાત મૂકવી જોઈએ કે, નવકાર મંત્રમાં એવી શક્તિ હોય છે કે, તે ચૌદ પૂર્વના જ્ઞાનથી પણ ચડિયાતી છે અને તેનો જાપ કરવાથી કોઈ પ્રકારને ભય પણ રહે નથી. ગાંધીજીએ લખ્યું છે કે, “મારી ધાયમાતાએ મને એવી શિક્ષા આપી હતી કે, રામનું નામ જપવાથી ભૂત આદિને ભય લાગતું નથી. મારી ધાયમાતાની આ શિક્ષાને કારણે મને કોઈ દિવસ ભૂત-પ્રેતને ભય લાગ્યો નથી. હવે તમે એ વિચારી લે કે, નવકારમંત્ર મેટે છે કે રામનામ મેટું છે. તમે એમ કહેશો કે, નવકારમંત્ર મટે છે. પણ એ વિશ્વાસ છે કે નહિ ? આજે કોઈ સાઠ વર્ષના વૃદ્ધને એમ કહેવામાં આવે કે, તમે રાતના સ્મશાનમાં ચાલ્યા જાઓ. તે શું તે વૃદ્ધ જઈ શકશે? આથી વિરુદ્ધ જાપાનના બાળકે વિષે એવું સાંભળવામાં આવે છે કે, પાંચ વર્ષના બાળકના હાથમાં પણ તલવાર કે બંદુક આપી સ્મશાનમાં જવાનું કહેવામાં આવે છે તે તે પણ સ્મશાનમાં ચાલ્યો જાય છે. આ પ્રમાણે આપણે ત્યાં આ વિશ્વાસ નથી પણ હૃદયમાં ભય ઘૂસેલે છે. એટલા માટે તેમને એવી શિક્ષા આપવી ન જોઈએ કે જેથી તેમને વધારે ભય થાય; પણ તેમને એવી શિક્ષા આપવી જોઈએ કે જેથી તેમને ભય દૂર થાય ! - આ જમાનામાં જાણિયા પરિષદ્ ઓછી છે અને અજાણિયા પરિષદ્ વધારે છે. એટલા માટે અમારે ઉપદેશ આપવામાં સાવધાની રાખવી જોઈએ.
કદાચ કઈ કહે કે, અમુક બાઈનું અમુક કામ તે દેવીની પાસે જવાથી પૂરું થઈ ગયું. પણ જ્યારે દેવીમાં શક્તિ છે તે શું નવકારમંત્રમાં શક્તિ નથી ? નવકારમંત્રમાં કેવી શક્તિ છે એને માટે કહ્યું છે કે –
Page #610
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૨].
રાજકેટ ચાતુર્માસ કૃષ્ણ ભૂજંગકો ઘાલ્ય રે મેં, દિયે મારણકે હાર
નાગ પીઠ ભઈ ફૂલકી માલા, મત્ર જપે નવકાર, નવકારમંત્રની શકિતનાં આવાં અનેક દાખલાઓ પણ મળે છે. કદાચ કોઈ કહે કે, આ દાખલાઓ તે જુનાં છે અને નવા દાખલાઓ આની વિરુદ્ધના પણ મળે છે. પરંતુ આ વિષે હું મારા અનુભવની વાત કહું છું કે, હું નાનપણમાં ભૂતપ્રેત આદિથી બહું ભય પામતે હતા પણ જ્યારથી નવકારમંત્રથી ભૂત ભાગી જાય છે એવી મારામાં દઢતા આવી ત્યારથી મારે ભૂતપ્રેતને ભય ઓછો થઈ ગયે. તમે પણ નવકારમંત્ર ઉપર દઢ વિશ્વાસ રાખે તે પછી ભૂતપ્રેત વગેરે કેાઈને ભય રહેવા ન પામે.
આ વિષે સાધ્વીઓ ઉપર વધારે જવાબદારી રહેલી છે. કારણ કે, સ્ત્રીઓનું આવવુંજવું તેમને ત્યાં વધારે હોય છે. સ્ત્રીઓને એવી ભાવના હેવી ન જોઈએ, તેમ તેમને એવી શિક્ષા પણ મળવી ન જોઈએ કે, આજે કાળી ચૌદશ છે એટલે આ મંત્ર જાપ કરવાથી આમ થશે અથવા આ મંત્રનો જાપ કરીશું તે આમ થશે,
કેટલાક લોકો સાધુ થઈને પણ આ પ્રકારની શિક્ષા આપે છે. એટલા જ માટે અનાથી મુનિ કહે છે કે, હે ! રાજા ! તું મહાનિર્ચન્વેના માર્ગે ચાલ. મહનિર્મના માર્ગ એક તે શ્રદ્ધારૂપે ચાલી શકાય છે અને બીજું સ્પર્શનારૂપે ચાલી શકાય છે. સ્પર્શનારૂપે તેમના માર્ગે ચાલી ન શકાય તે તે વાત જુદી છે પણ જે શ્રદ્ધારૂપે પણ ચાલતું નથી તે પતિતઃ થઈ જાય છે. શું તમે કોઈ નિર્ચન્થને જંત્ર-મંત્ર બતાવતા સાંભળ્યા જોયા છે ? સાચા નિર્ચ જંત્રમંત્રમાં પડતા નથી; તે પછી જંત્રમંત્રમાં પડવું એ કુશીના માર્ગે ચાલવા જેવું નથી શું? તમે પણ આ વાતને વિશ્વાસ રાખી કુશીના માર્ગે ન ચાલે પણ મહાનિર્ચના માર્ગે ચાલે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
કેમ . સુદર્શન ચરિત્ર-૬૩
કેવલી ભગવાનની વાણી અમેઘ હોય છે. સુદર્શન કેવલી ભગવાન દેને ઉપદેશ આપતાં કહેવા લાગ્યા કે, તમે મને અને હું તમને જોઈ રહ્યો છું પણ કેવળ ઉપરથી જ જોઈને અટકી ન જાઓ; પરંતુ અંદરથી એ જુઓ કે, તમે લેકે જેનો ઉત્સવ ઉજવી રહ્યા છો અને કોને જયકાર બોલી રહ્યા છે..
એક માણસ જે ઊંચે બેઠેલ છે તે જલ્દી અને દૂર જોઈ શકે છે પણ તેને આધાર તે નીચે જ હોય છે. જે તેને નીચેનો આધાર ન હોય તે તે ઉપરથી પડી જાય. આ જ પ્રમાણે તમે લેકે મારે જયકાર બોલે છે પણ મારી નીચે કેને પાય રહેલું છે તે જુઓ.
સુદર્શન મુનિના ઉપદેશને સાર, આખા જગતને એક કરવાની ભાવના છે. જો યુવકે તે કેવલ ત્રણ જ સમ્પ્રદાયને એક કરવા ચાહે છે પરંતુ અમે તે સકળ સંસારને એક કરવા ચાહિએ છીએ. શાસ્ત્રમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે, સમસ્ત છને પિતાના આત્માની સમાન માને, પણ આ કથનને વાસ્તવિક અર્થ શું છે તેને ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. જ્યારે બધા ને સમાન માનવાનું કહેવામાં આવ્યું છે તે પછી શું મનુષ્ય મનુષ્ય પણ એક થઈ શકે નહિ! શાસ્ત્ર એમ કહેતું નથી કે ક્રમ વિભાગને જમાડી
Page #611
--------------------------------------------------------------------------
________________
૫૭૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
દા. શાસ્ત્ર તા કહે છે કે, પગની જગ્યાએ પગ રહેશે અને મસ્તકની જગ્યાએ મસ્તક રહેશે. શરીરને તા પગ, નાક, કાન, મસ્તક વગેરે બધાની આવશ્યકતા રહે છે છતાં પગ તેા પગની જગ્યાએ જ રહેશે અને મસ્તક, મસ્તકની જગ્યાએ જ રહેશે. બધાં અંગેાને સમાન માનવાને એ અર્થ નથી કે, પગ અને મસ્તકને એક કરી દે. બધાં અંગે યથાસ્થાને ભિન્ન તા રહેશે જ, પણું સાથે સાથે શરીર એક હાવાથી અભિન્ન પણ થઈ શકે છે. અંગની ષ્ટિએ તે ભિન્નતા છે પણ શરીરની દૃષ્ટિએ ` અભિન્નતા છે. આ પ્રકારના વિવેક રાખીને જો સુધાર કરવામાં આવશે તે તે ઠીક છે નહિ તેા સુધાર થવાને બદલે ઊલટા વિગ્રહ થશે. સુદન ભગવાન કહે છે કે, તમે આ શરીરને આદર આપી રહ્યા નથી પણ ગુણાને આદર આપી રહ્યા છે. અને તે ગુણા આત્માનાં છે; એટલા માટે જે આત્માનાં ગુણા છે એ આત્માને તમે ભૂલી ન જાએ.
સંસારમાં જે કાંઈ પ્રિય લાગે છે તે આત્માને માટે જ પ્રિય લાગે છે. તે એટલે સુધી કે પરમાત્મા પણ આત્માને માટે પ્રિય લાગે છે. એટલા માટે આત્માને ભૂલી ન જાઓ. કાલે કહ્યું હતું કે,
• દેખ સખી. યહ બ્રહ્ન બિરાજત, યાકી ગતિ સમ યાહી કે સેહે. ’
આત્મા જ બ્રહ્મ છે. એ વાતની સાક્ષી માટે ભગવતી સૂત્રનું પ્રમાણ આપું છું. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યાં કે, ‘હું ! ભગવન્! જીવનાં કેટલાં નામ છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, હે ! ગૌતમ ! જીવનાં વિષ્ણુ, કર્તા, વિકર્તા, પારંગત આદિ અનેક નામે છે. એ બધાં નામેામાં ઉપાધિકૃત ભેો તે છે પરંતુ ઉપાધિ મટી જવાથી બધાં નામે એક જ છે.'
- આ પ્રમાણે આત્માને માટે એમ કહેવામાં આવ્યું છે કે, હે ! સખી! આ આત્મા જ બ્રહ્મ છે. એને બગાડ નહિ. કાઈ મંદિરના પત્થરને તેડવા લાગે તે એ દેવની અવજ્ઞા માનવામાં આવશે, પણ કાઈ દેવળની તેા રક્ષા કરે પણ દેવને બચાડે તે। શું એ દેવની અવજ્ઞા થઈ નહિ ગણાય ? આ શરીર દેવળ છે અને એ દેવળમાં રહેનાર આત્મા દેવ છે. આ વાત કેવળ જૈતાં જ કહેતા નથી પરંતુ વેદાન્તીએ પણ એમ જ કહે છે. તેઓ પણ એમ કહે છે કેઃ— દો વાહય પ્રોો, કોયો યઃ સનાતનઃ । त्यजेत् अज्ञाननिर्माल्यं, सोऽहंभावेन पूजयेत् ॥
આ દેહ તે આત્મદેવનું મદિર છે, જે તેની અંદર રહે છે. એ આત્મદેની અવજ્ઞા કરવી શું ઉચિત છે ? તમે આડકતરી રીતે તે ગમે તે કડ઼ા, પણ એ વિષે ઊઁડે વિચાર કરવામાં આવે તે જણાશે કે, આ દેહમાં રહેનાર દેવને જ દ્રો કરવામાં આવે છે. કેાઈ મૃત સ્ત્રીને ખરાબ દૃષ્ટિએ જોવામાં આવતી નથી. આ જ પ્રમાણે કાઈ મૃત શરીરને મારવામાં આવતું નથી. જે કાંઈ ખરાબ કામ કરવામાં આવે છે તે જીવિતની સાથે જ કરવામાં આવે છે. આ પ્રમાણે એ આત્મદેવને જ બગાડવાને–ભ્રષ્ટ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે.
જીવની દશા જીવને માટે જ શાભા આપે છે. એની દશા ફાઈ જડ પદામાં શાભા આપી શકે નહિ. એ જીવ એકમાં તે એક છે અને અનેકમાં અને છે. આ વાત સાધારણ રીતે સમજમાં આવી શકશે નિહ પણ કાઈ : મહાપુરુષના શરણે જઈ સમજવામાં આવે તે સમજમાં આવી શકે!!
Page #612
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૨ ]
રાજકેટ–ચાતુર્માસ છે [૫૭૧ જગતમાં શબ્દનો પાર નથી, પરંતુ-એ શબ્દોનું એ શબ્દને સાંભળવાનું સ્થાન તે કાન જ છે. હવે એ જુઓ કે શબ્દ મોટાં કે કાન મોટાં? આ જ પ્રમાણે આંખ પણે બધાં રૂપનું આયતન છે. આંખની વિના રૂપ નકામું છે. આ પ્રમાણે સંસારનાં બધાં પદાર્થોનું આયતન અર્થાત રહેવાનું સ્થાન તે ઈન્દ્રિયો છે, પણ એ જુઓ કે આંખમાં, નાકમાં, કાનમાં અને એ બધી ઈન્દ્રિમાં કોણ છે? એ બધી ઇન્દ્રિમાં આત્મા જ છે ને? આ પ્રમાણે આત્મા એક પણ છે અને અનેક પણ છે. એકમાં તે એક છે અને અનેકમાં તે અનેક છે. ભગવતી સૂત્રમાં સોમલના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે, હું એક પણ છું અને અનેક પણ છું. આંખ, કાન, નાક વગેરેમાં જે આત્મા ન હોય- તે શું એ બધી ઇન્દ્રિ પિતાનું કામ કરી શકે ખરી? જો કે આંખ, કાન, નાક આદિ ઈન્દ્રિય ભિન્ન ભિન્ન છે પણ એ બધી એક જ આત્માની સત્તા છે. આ પ્રમાણે આત્મા એક પણ છે અને અનેક પણ છે. જે આત્મા પિતાના રૂપને સમજે તે પિતાના રૂપમાં જ આવી શકે છે અને જયારે તે પિતાને ભૂલી જઈ મેહમાં પડી જાય છે ત્યારે તે પોતે જ ચક્કરમાં પડી જાય છે. આ પ્રમાણે આત્મા જ્યારે પિતાને વિચાર કરે છે ત્યારે તે પિતાના રૂપમાં જ આંવી જાય છે અને જ્યારે પિતાને ભૂલી જાય છે ત્યારે મેહમાં પડી જાય છે
આત્મા પિતાને ભૂલી જઈમેહમાં કેવી રીતે પડી જાય છે! તે એને માટે એમ માને કે, કોઈ સ્ત્રી તમારી સામે આવી તે વખતે આત્મા પિતાને મે માને છે કે રમણીને મેરી માને છે. બલ્કિ કેટલાકે તે રાવણની જેવા એવા હોય છે કે, જેઓ રમણીની પાછળ પોતાનું સર્વસ્વ–પિતાનાં પ્રાણુ સુદ્ધાં પણ સમર્પણ કરી દે છે. શું આજે પણ મોટા મોટા સઓ અને ગોસાઈએ એક એક રંડીની પાછળ બરબાદ થયા નથી ?' - આ પ્રમાણે આ આત્મા–બ્રહ્મ પિતાની મેળે જ પોતાના રૂપમાં આવે છે અને પિતાની મેળે જ પેતાને ભૂલી જઈમેહમાં પડી જાય છે. એટલા જ માટે કવિ આનંદઘનજી કહે કે
હે ! અવધૂત ! આયતન અર્થાત મઠમાં શું પડી રહ્યો છે. તારા ઘટને કેમ જેતે નથી? એ ઘટમાં કેણ છે એ જે.”
જ્ઞાનમાં પણ આત્મા જ છે અને અજ્ઞાનમાં પણ આત્મા જ છે. આજે જે તમારામાં અજ્ઞાન પણ હોય તે તેને પણ તમારું સહાયક માને. અપૂર્ણતા જ પૂર્ણતા આપનાર છે. ન જાણવું કે ઓછું જાણવું એ અપૂર્ણ જ્ઞાન અથવા અજ્ઞાન છે, પણ એની દ્વારા જ પૂર્ણતા અર્થાત જ્ઞાનમાં જાઓ.
સુદર્શન ભગવાન આગળ કહેવા લાગ્યા કે, “હે ! દેવ ! તમે લોકો જે મહિમા ગાઈ રહ્યા છે તે મહિમા શરીરને નહિ પણ ઉત્કૃષ્ટ સંયમન છે. એ ઉત્કૃષ્ટ સંયમ બધા આત્મામાં રહેલો છે એટલા માટે તેને ભૂલી ન જાઓ.” - જૈનધર્મ કહે છે કે, ઉત્કૃષ્ટ સંયમ હોવાથી જ ઉત્કૃષ્ટ ચારિત્ર આવે છે. એમ બનતું નથી કે, ઉત્કૃષ્ટ સંયમ તે ન હોય અને ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થઈ જાય. જે ઉત્કૃષ્ટ સંયમ પહેલાં ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થઈ જાય તે ગજબ થઈ જાય ને! એ દશામાં સંસાર જ પતિત થઈ જાય. એટલા માટે પહેલાં મેહ નષ્ટ થાય છે ત્યારે જ ઉત્કૃષ્ટ જ્ઞાન પેદા થાય છે. મેહ નષ્ટ થયાં પહેલાં જ્ઞાન પેદા થવાથી સંસાર પતિત થઈ જાય. ઉદાહરણ તરીકે માનો કે
Page #613
--------------------------------------------------------------------------
________________
.
.
.
.
...
.
.
.
..
.
.
.
.
પ૭૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ તમારે ધન જોઈએ છે. તમારો ધનને મેહ છૂટ નથી છતાં તમને અવધિજ્ઞાન પેદા થઈ
જાય તે તમે આ સંસારમાં અનેકેને સાફ કરી નાંખો. આ તે એના જેવી વાત બને કે, બિલાડીને પાંખ આવી ગઈ બિલાડીને જે પાંખ આવી જાય છે તે કોઈ પણ પક્ષીને ન છેડે. આ જ પ્રમાણે જે તમને ધનનો મોહ છૂટ્યા પહેલાં જ અવધિજ્ઞાન આદિ પેદા થઈ જાય તે તમે પણ સંસારને પલટાવી દે. બિલાડીને પાંખ આવતી નથી એ જ સારું છે. પાંખ ન આવવાના કારણે જ પક્ષીઓની પણ રક્ષા થાય છે અને બિલાડી પણ ઘણું પાપથી બચી જાય છે. આ જ પ્રમાણે મેહ છૂટયા પહેલાં જ્ઞાન થતું નથી એ પણ સારું જ છે.
મતલબ કે, પૂર્ણ ચારિત્ર થયા બાદ જ પૂર્ણ જ્ઞાન પેદા થાય છે; પડેલાં થતું નથી. કઈ કઈને વિષે એમ કહે કે, તે આધ્યાત્મજ્ઞાની છે તો તેને એમ કહેવું કે, જે આધ્યાત્મનાની હશે તેનામાં ચારિત્રપણું પણ સરસ હશે; તે ચારિત્રની અવગણના કરશે નહિ. - સુદર્શન ભગવાન કહે છે કે, હે! દે ! તમે જે ગુણોની મહિમા ગાઓ છો તે ગુણે તમારા આત્મામાં પણ છે. એ વાત સદા ખ્યાલમાં રાખે.
તમે પણ આ વાતને સમજીને આ પ્રકારના ચારિત્રને નમસ્કાર કરશે તે આ ભવમાં નહિ તે અન્ય ભવમાં એ પ્રકારનું ચારિત્ર અવશ્ય પ્રાપ્ત થશે. ગુણોનો સત્કાર કરે એ સારું જ છે. પણ જે સણોની ઘણું કરે છે તે ધૃણા કરનારમાં તે ગુણ છે. કેઈ ક્ષમાની નિંદા કરે છે, તે ક્ષમાશીલ કહે છે કે, તે નિંદા કરનારમાં પણ ક્ષમાને ગુણ છે, જે કોઈ દિવસે અવશ્ય પ્રગટ થશે. કેઈ શીલની નિદા કરે છે તે જ્ઞાનીઓ કહે છે કે એ શીલનિંદકમાં પણ શીલને ગુણ છે. તેનામાં રહેલો તે લીલને ગુણ પણ કોઈને કોઈ દિવસે અવશ્ય પ્રગટ થશે. - એવાં અનેક ઉદાહરણે મળે છે કે જે પાપીઓએ ધર્મની ઘણી નિદા કરી હોય છે તે પાપીઓ પણ ધર્માત્મા બની ગયાં છે. ભગવાન પાર્શ્વનાથની સાથે કમઠે કેવું વૈર વાળ્યું હતું અને કેવી દુર્વ્યવહાર કર્યો હતો. પરંતુ આખરે તે કમઠ જ ભગવાન પાર્શ્વનાથના ગુણગાન કરવાથી સુધરી ગયા કે નહિ? ગોશાલાએ પણ ભગવાન મહાવીરની સાથે કેવો દુર્વ્યવહાર કર્યો હતો! તેણે ભગવાનના બે શિષ્યને પણ બાળી નાંખ્યા હતા અને ભગવાન ઉપર પણ તેજલેશ્યા ફેંકી હતી. તે ગેસલાક માટે પણ ભગવાને કહ્યું છે કે, તે ગોશાળા પણ અનેક ભવની પશ્ચાત મારા આત્માની સમાન બની જશે. આ પ્રમાણે જે ગુણોની નિંદા કરે છે તેમનામાં પણ તે ગુણો હોય છે, જે કઈને કઈ દિવસે પ્રગટ થાય જ છે. જ્ઞાનીજને આ પ્રમાણે નિંદા કરનારાએથી ગભરાતા નથી, પરંતુ તેમને પિતાના સહાયક માને છે.
અભયાએ સુદર્શન મુનિને વિચલિત કરવાને ઘણે પ્રયત્ન કર્યો પણ તે શેઠ જયારે વિચલિત ન થયા ત્યારે તે બહુ કુદ્ધ થઈ; છતાં શેઠ તે એમ જ વિચારતા હતા કે, આ માતાતુલ્ય ક્રોધ કરતી નથી પરંતુ ભાર આસ્ત્રિને ઉત્કૃષ્ટ બનાવે છે. આ માતા મા ચારિત્રરૂપી અગ્નિ ઉપર ઘી હોમે છે અને મારા ચારિત્રાગ્નિને સતેજ બનાવી રાખે છે. આ પ્રમાણે નાનીજને તે અવગુણમાં પણ ગુણોનું જ દર્શન કરે છે.
ભગવાન સુદર્શને પિતાના ઉપદેશમાં કહ્યું છે કે, જે ગુણોને કારણે તમે લેકો મહિમા ચાઈ રહ્યા છો તે ગુણો તમારામાં પણ છે કારણ કે મારે અને તમારે આત્મા સમાન છે.
Page #614
--------------------------------------------------------------------------
________________
વદી ૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૫૭૩
ભગવાનના આ ઉપદેશ સાંભળી અભયા વિચારવા લાગી કે, મે' આવા પ્રભુને પણ Ð આપ્યું ! તેમને પહેલાં પણ શૂળીએ ચડાવવાના હુકમ અપાવ્યા અને હવે મુનિ થયા બાદ અહીં પણ કટા આપ્યાં. આ પ્રમાણે વિચાર કરી તે કહેવા લાગી કે, હે ! પ્રભા ! મારા જેવી પાપિણીને આપ ક્ષમા આપે. મેં બહુ પાપ કર્યું છે. મારા પાપને માફ કરો. હું આપના શરણે આવી છું. '
ભૂલો તા તમારાથી પણ થઈ હશે અને પૂર્વભવમાં તે ન જાણે તમે કેવી કેવી ભૂલેલા કરી હશે ! ન જાણે કયાં કયાં પાપો કર્યા હશે ? અભયાની માફક તમે પણ તમારાં દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ કરી. ભૂતકાળમાં કરેલાં પાપાને માવા કે છુપાવેલ નહિં. ભક્ત કહે છે કે, ‘હું કેવા હું કે હું ઇચ્છાપૂર્વક જે પાપ મૃત્યા કરું છું તે પાપાને તે હું ખાવું છુંછુપાવું છું અને કાઈના કહેવાથી જેથેડું ઘણું સુકૃત કરું છું તેને ચારે બાજુ કહેતા ફરું છું.
તમે આ પદ્ધતિને ત્યાગ કરી પોતાનાં દુષ્કૃત્યા માટે પશ્ચાત્તાપ કરી તે તેમાં કલ્યાણુ રહેલું છે.
<
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસા વદી ૨ રવિવાર
પ્રાથના
વિશ્વસેન ગ્રુપ ‘અચલા’ ઇનીજી, તસુ શ્રુત કુલસિણગાર હો, સુભાગી, જન્મતાં શાંતિ થઈ નિજ દેશમેં, મૃગી માર નિવાર હો, સુભાગી; શાન્તિ જિનેશ્વર સાહબ સાક્ષમા. ॥૧॥ —વિનયચંદ્રજી કુંભઢ ચાવીશી
શ્રી શાન્તિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાન શાન્તિનાથ પણ શાન્ત છે અને આત્મા પણ શાન્ત છે; એટલા જ માટે આત્મા ભગવાન શાન્તિનાથની પ્રાના કરે છે. આ વિષે વિવેકપૂર્વક વિચાર કરવામાં આવે તે અતુલ શાન્તિની પ્રાપ્તિ થાય.
અત્રે એક પ્રશ્ન થાય છે કે, જ્યારે હું શાન્ત છું તો પછી મારી પાછળ આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખા કેમ વળગેલાં છે? મારી પાછળ આ પ્રકારની અશાન્તિ ક્રમ વળગેલી છે ? મને રાગ પણ થાય છે અને મારે દુ:ખા પણ સહન કરવાં પડે છે. જો હું શાન્ત છું તે પછી મને રાગ અને દુઃખ કેમ થાય છે? બીજી બાજુ અસ્ર પણ એમ કહે છે કે, ભગવાન અને ભગવાનના ધમ સગલમય છે. આ કથનાનુસાર મારામાં પ મંગલતા હૈાવી જોઈ એ. જ્યારે હું પણુ મંગલમય છું, મારામાં પશુ મંગલતા છે તે પછી મારું અસંગલ કેમ થાય છે અને અને રાગેા અને દુઃખા કેમ સતાવે છે?
Page #615
--------------------------------------------------------------------------
________________
૫૭૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસે
આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજના કહે છે કે, ભગવાન શાન્ત અને મગલમય છે પણ તું તારા વિષે એ જો કે, તું તે શાન્ત અને મગલમય બન્યા છે કે નહિ ? તું પોતે કામવાસનાથી અશાન્ત અને અમગલ તેા બન્યા નથી ને? જો તું કામવાસનાથી ઘેરાઈ ગયા તે તે તું એ કામવાસનાની માફક અશાન્ત અને અમંગલ બની જઈશ. જો કે તું વાસ્તવિકરીતે શાન્ત અને મંગલમય છે પરંતુ કામવાસનાથી ઘેરાઈ જવાને કારણે અશાન્ત અને અમ ગલમય બની રહ્યો છે! માટે શાન્ત અને મંગલમય બનવા માટે તું કામવાસનાને ત્યાગ કર. તું પરમાત્માના વિષે તે એમ જુએ છે કે પરમાત્મા અને તેમને ધર્માં મંગલમય હાવા છતાં પણ અમંગલમય કેમ છે પણ એમ શા માટે જોતા નથી કે, જે અશાન્તિ અને અમ ગલતા છે તે કામવાસનામાંથી આવી છે કે પરમાત્મામાંથી ?
આ વિષે ઘણું કહી શકાય એમ છે પરંતુ તમે લૉકા સમજદાર હાવાથી સંક્ષેપમાં એટલું જ કહું છું કે, તમે બીજી કોઈ વાત ન જોતાં એટલું જ જુએ કે તમે પ્રભુમય છે। કે પ્રભુથી જુદા છે ? ‘પ્રભુ સત્ય', શિવ' અને સુન્દરં છે.’ તે પ્રભુ સત્ય છે, શિવ છે અને સુંદર છે. સત્ કલ્યાણકારી–મંગળકારી હાવા છતાં સુંદર છે. હવે તમે એ જુએ કે, તું કેવા છે ? કદાચ કાઈ કહે કે, હું અસત્ છું; કારણ કે- સત્ તા ત્રિકાલમાં એક સરખું જ રહે છે પરંતુ હું તેા ક્ષણભંગુર છું. આ જ પ્રમાણે મારી પાછળ અનેક અમંગળ વાતા વળગેલી છે એટલા માટે હું અમંગળ છું. આ પ્રમાણે હું સુંદર પણ નથી; કારણ કે મારી પાછળ અનેક પ્રકારની ઉપાધિએ વળગેલી છે કે જે ઉપષિએને કારણે હું અસુંદર બની રહ્યો છું. આ પ્રમાણે કાઈ ભલે કહે પણ જ્ઞાનીજતા કહે છે કે, આ તારું મૂલ સ્વરૂપ નથી. તું તારા મૂળ સ્વરૂપને જો કે તું કેવા છે ? સાનાના ઘાટ ગમે તેવા હેાય પર ંતુ સાનું તે સાનું જ રહે છે. આ જ પ્રમાણે તારી પાછળ ઉપાધિએ વળગેલી છે એ કારણે જ તું આવા થઈ રહ્યો છે પરંતુ તારું મૂળ સ્વરૂપ વાસ્તવમાં આવ્યું નથી. તારું મૂલ સ્વરૂપ તે ‘સત્ય‘ શિવ... સુંદર‘ ’ જ છે. તારું મૂલ સ્વરૂપ સમજવા માટે તું પુદ્દગલ અને આત્માના ભેદ કરી જો. આ પ્રકારના ભેદવિજ્ઞાન વિના મૂલ સ્વરૂપ જાણી શકાતું નથી. તું પોતાને ક્ષણભંગુર અને એ કારણે અસત્ માને છે પરંતુ વાસ્તવમાં ક્ષભંગુર તું નથી પણ પુદ્દગલ છે. આત્મા ક્ષગભંગુર નથી પણ પુદ્ગલ ક્ષણભંગુર છે. પુદ્દગલને કારણે આત્મા ક્ષણભંગુર બની શકે નહિ. પુદ્દગલ અને આત્મા ભિન્ન ભિન્ન છે. પુદ્ગલ અને આત્માની ભિન્નતાને માટે એ જુએ કે, શરીરમાંથી આત્મા નીકળી જાય છે ત્યારે શું શરીર હાલી—ચાલી શકે છે ? આંખ, કાન, નાક વગેરે ઇન્દ્રિયા જોઈ, સાંભળી કે સૂંઘી શકે છે? આત્મા વિના શરીર હાલી—ચાલી શકતું નથી તેમ ઇન્દ્રિયા કાંઈ કામ કરી શકતી નથી. આ શરીરને આ રૂપ અને આ સસ્થાનમાં લાવનાર આત્મા જ છે. આત્માના ચાલ્યા ગયા બાદ શરીર નિશ્ચેતન—મડદું બની જાય છે.
જ્યારે
જે શરીરમાંથી આત્મા નીકળી જવાથી નિશ્ચેતન બની ગયું એવાં અનેક મડદાં શરીરને તમે ખાળ્યાં હશે છતાં શું તમને એવું જ્ઞાન પ્રગટયું કે, આત્મા જીદ્દો છે અને શરીર કે પુદ્દગલ જુદું છે? ગાંડલ સમ્પ્રદાયની બાલબ્રહ્મચારિણી સતી પાર્વતીજી પોરબંદરમાં આજે કાલધર્મ ને પામ્યા એ તે! તમે સાંભળ્યું જ છે. તેમણે તે અનેક જીવાને ધર્મોપદેશ આપ્યા હશે અને પેાતાના આત્માનું પણ કલ્યાણ કર્યું હશે એટલા માટે તેમનું મૃત્યુ તે મહેાત્સવરૂપ છે, ચિન્તનીય
Page #616
--------------------------------------------------------------------------
________________
વદી ૨ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૫૭૫
નથી. તેમનું મૃત્યુ ચિન્તનીય છે કે જેમણે આત્માના કલ્યાણનાં કામે કર્યા નથી પણ અકલ્યાણનાં કામેા કર્યા છે.
કહેવાના આશય એ છે કે, જ્યારે શરીરમાંથી આત્મા ચાલ્યા જાય છે ત્યારે શું શરીરને રાખી શકાય છે! જો નિશ્ચેતન શરીરને રાખવામાં આવે તે શરીર ગધાવા માંડશે અને તેમાં કીડા પડી જશે. શરીરનું સડી જવું અને તેમાં કીડાનું પડવું એ જ બતાવે છે કે, આ શરીરમાં જે કાઈ હતું તે ખીજો કાઈ હતા અને આ શરીર પણ તેનાથી ખીજાં છે; પણ લા શરીર-પુદ્ગલને જ આત્મા સમજી બેઠા છે એ જ માટી ભૂલ છે. હું પુદ્ગલ હું એવી લેાકેામાં શ્રદ્ધા બેસી ગઈ છે. અને પછી જેવી શ્રદ્ધા હેાય છે. તેવું જ બની જાય છે. કહ્યું પણ છે કેઃ —
શ્રદ્ઘામોડાં પુર્ણ ચો ચન્દ્ર
સપા
અર્થાત્—પુરુષ શ્રદ્ધામય છે, જે જેવી શ્રદ્દા કરે છે તે તેવા જ બની જાય છે. આ જ કારણે પુરુષ આત્માના મૂત્ર સ્વરૂપને ભૂલી જઈ એમ માનવા લાગે છે કે, હું અસત્, અમ'ગલ' અને અસુંદર છું. જે આત્મા પોતાના મૂલ સ્વરૂપને સમજીને પછી ભગવાન શાન્તિનાથનું સ્મરણ કરે તે શાન્ત પણ થઈ જાય અને તેની બધી ઇચ્છા પણ પૂર્ણ થઈ જાય. ભગવાનનું સ્મરણ કરવાથી કાઈ પ્રકારની ઉપાધિ બાકી ન રહે..
કોઈ એમ હે કે, “ ભગવાન શાન્તિનાથનું નામસ્મરણ કરવાથી શાન્તિ મળે છે પરંતુ અનેકવાર એવું બને છે કે, ભગવાન શાન્તિનાથનું નામસ્મરણ કરવા છતાં પણું રાગ શાન્ત થતા નથી. આવી દશામાં ભગવાન શાન્તિનાથના નામસ્મરણ કરવાથી શાંન્તિ મળે છે એ કથન ઉપર વિશ્વાસ કેમ બેસી શકે ? આ જ પ્રમાણે કેટલાક લોકો એમ પણ કહેશે કે, આ પ્રાર્થનામાં એમ કહેવામાં આવ્યું શાન્તિનાથનું નામ છે કે, ભગ જપવાથી બધી આશા પૂરી થઈ જાય છે, પણ અમે નામ જપતાં જપતાં ઘરડાં થઈ ગયા છતાં અમારી આશા પૂરી ન થઈ. તે પછી ભગવાન શાન્તિનાથના નામસ્મરણથી આશા પૂરી થાય છે એ વાત ઉપર વિશ્વાસ કેમ બેસી શકે?”
આ પ્રશ્નના ઉત્તર એ છે કે, માના કે કોઈ ભાગુસે ખીજા માણસને એમ કહ્યું કે, સાયકલદ્વારા એ ચાર મિનિટમાં જ અહીંથી સ્ટેશને જઈ શકાય છે. જે માણસને આમ કહેવામાં આવ્યું તે માણુસ સાયકલ ચલાવવી જાણતા ન હતા, છતાં તે સાયકલ ઉપર બેસી ચાલવા ગયે, પણ તે નીચે પડી ગયા અને તેના હાથે તથા પગે સખ્ત ચેોટ લાગી. એટલે તે પે'લા માણસને કહેવા લાગ્યા કે, તમે મને ખાટું કહ્યું કે એ ચાર મિનિટમાં સાયકલદ્દારા સ્ટેશને પહેાંચી શકાય છે. હવે તમે એ વિચાર કરી જુએ કે, પે'લા માણસે જે કાંઈ કહ્યું હતું તે ખાટું હતું કે ઠીક હતું ? તે માણસનું કહેવું તે બરાબર હતું કે,. એ–ચાર મિનિટમાં અર્થાત્ જલ્દી સાયકલદ્દારા સ્ટેશને પહેાંચી શકાય છે, પણ ત્યારે કે જ્યારે સાયકલ ખરાખર ચલાવતાં આવડતી હાય. જો સાયકલ ઉપર ચડતાં જ આવડતું ન હેાય તે। સ્ટેશને પહેાંચવાને બદલે 'હાથ-પગ ભાંગે તે એમાં આશ્ચર્યની વાત શી છે? સાયકલ તે સ્ટેશને પહેાંચવાનું એક સાધન છે, આ સાધનના જે ઉપયેગ કરતાં જાણે છે તે જ સ્ટેશને જલ્દી પહેાંચી શકે છે..
Page #617
--------------------------------------------------------------------------
________________
પ૭૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ ભગવાન શાન્તિનાથના નામસ્મરણ વિષે પણ આ જ ઉદાહરણ લાગુ પડે છે. શાન્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શાન્તિનાથનું નામ એક સાધન છે; પણ આ સાધનને ઉપયોગ યોગ્ય રીતિએ કરવો જોઈએ. જ્યારે સાયકલ ચલાવવામાં પણ બરાબર ખ્યાલ રાખવાની જરૂર રહે છે તો પછી ભગવાનના નામમાં ખ્યાલ રાખવાની જરૂર ન હોય ? ભગવાન શાન્તિનાથનું નામ મંગલમય અને શાંતિ આપનારું છે; પણ જે નામસ્મરણ બરાબર રીતિએ કરવામાં આવે તો, જે કઈ પરમાત્માનું નામસ્મરણ 5 રીતિએ કરે છે તેને શાન્તિ અને મંગલતાની પ્રાપ્તિ થાય જ છે.
એક કબુતરની રક્ષા માટે પિતાના શરીરનું બલિદાન આપવાને સમય મેઘરથ રાજા માટે માંગલિક હતો કે અમાંગલિક? કઈ સાધારણ રાજા હેય તે જુદી વાત હતી. પણ મેઘરથ રાજા તે પ્રજાને સુખ આપનાર અને ન્યાયનિપુણ રાજા હતા. ધર્મને તે સેવક હતે. છતાં એક કબુતરને માટે રાજાના શરીરનું બલિદાન આપવું પડે ! તે વખતે રાણી, પ્રધાન અને પ્રજા વગેરે લેકે દુઃખી થઈ રહ્યા હતા. પ્રધાને રાજાને અનેક રીતે સમજાવ્યા અને વિનવ્યા કે, અલ્પને માટે મહાનતી હાનિ કરવી એમાં શું બુદ્ધિમતા છે? એમ કરવું એ તે મૂર્ખતા છે. આ એક કબુતરને માટે આપ શરીરનો ભોગ ન આપો. આપના જે શરીરથી પ્રજાનું પાલન થાય છે તે આ પ્રમાણે નષ્ટ થઈ જાય એમ અમે ચાહતા નથી. આ પ્રમાણે પ્રધાને એ રાજાને ઘણું સમજાવ્યા પણ રાજા વાણિયો ન હતો કે એમ માની જાય. તેણે પ્રધાને કહ્યું કે, “હે! પ્રધાન ! અલ્પ માટે મહાન ત્યાગ કરતા નથી પણુ મહાનને માટે થોડો ત્યાગ કરું છું. તમે સમજે છે કે, હું કબુતરની રક્ષા માટે શરીર આપું છું પણ વાસ્તવમાં હું ધર્મને માટે શરીરનું બલિદાન આપી રહ્યો છું. તમે એ તે સારી રીતે જાણે જ છે કે, આ શરીર નાશવાન છે તે પછી એ નાશવાને શરીરનું પિતાના હાથે જ દાન કરી દેવું શું ખોટું છે?”
આ પ્રમાણે અપૂર્વ ત્યાગ કરનાર જ તીર્થંકર કે મહાપુરુષ થાય છે. આ ઉદાહરણ ઉપરથી તમે એ જુઓ કે તમે શાન્તિનાથ ભગવાનને જપો છો કે તેમના નામની ખરીદી કરો છો ! “જે મારું માથું દુઃખવું બંધ થઈ જાય તે હું શાન્તિનાથ ભગવાનની શક્તિ જાણું – આ પ્રમાણે કહેવું એ ભગવાનનું નામ મરણ નથી પરંતુ તેમના નામની ખરીદી છે. શાન્તિનાથ ભગવાનનું નામસ્મરણ સાચું છે તે છે કે, જ્યારે ભગવાનને માટે તન, ધન અને પ્રાણ સમર્પિત કરી દેવામાં આવે. અર્થાત તન, ધન અને પ્રાણને મેહ છોડી દેવામાં આવે. જો કે તમારાથી મેહ એકદમ છૂટવો મુશ્કેલ છે, પરંતુ ધીરે ધીરે મેહને છોડતા જાઓ અને આગળ વધતા જાઓ તે શાન્તિનાથ ભગવાનને જાણી શકશે. સાચું નામસ્મરણ કરતાં જે માથે કષ્ટ પડે તે પણ એમ માને છે, એ કષ્ટો નથી પડતાં પણ મહાન કર્મોની નિર્જરા થઈ રહી છે. એમ થવું ન જોઈએ કે, ઉપવાસ કરો અને ભૂખ લાગે ત્યારે ખાઈ લે. આ જ પ્રમાણે નામ તે જ અને ધર્મ પણ કરે, પરંતુ માથે કષ્ટ પડે ત્યારે નામ જપવાનું અને ધર્મ કરવાનું છોડી દે. પરમાત્માનું નામ જપતાં કષ્ટ પડે તે એમ વિચારો કે, એ કષ્ટો મને ઉન્નતિના માર્ગે લઈ જાય છે. જે આત્મા કષ્ટોને પણ મંગળ બનાવી લે અને એમ વિચારે કે, આત્મા મંગલમય છે તે કષ્ટ તેને કષ્ટરૂપ જણાય જ નહિ. આ પ્રમાણે જે યોગ્ય રીતિએ પરમાત્માનું નામસ્મરણ કરે છે તેને અમંગલ કે અશાનિત થતી જ
Page #618
--------------------------------------------------------------------------
________________
વદી ૨ ]
- રાજકોટ–ચાતુર્માસ
:
[ પ૭૭
નથી. સંસારમાં જેને અમંગલ કે અશાન્તિ કહેવામાં આવે છે તેને પણ ભગવાનને ભક્ત શાન્તિ અને મંગલરૂપ બનાવી લે છે. અનાથી મુનિનો અધિકાર–૬૪
'અનાથી મુનિ પણ આ જ વાત કહે છે. તેઓ કહે છે કે, હું પોતે જ શાન્તિને પામ્યો ન હતો એટલે ભાઈ, બહેન, માતાપિતા વગેરે કેઈને પણ શાન્તિ આપી શકે ન હતા. મને શાન્તિ ન મળવાનું કારણ એ જ હતું કે, મને રેગ બીજો હતા અને ઉપાય. બીજે કરવામાં આવતાં હતા.
તમે શરીરના છે કે શરીર તમારું છે? જો તમે એમ માનતા છે કે, અમે શરીરના નથી અને શરીર અમારું નથી તે તે ઠીક જ છે પણ જો એમ માનતા છે કેઅમે શરીરના નથી પણ શરીર અમારું છે તે પણ ઘણુંખરું કામ થઈ જાય. એ દશામાં એમ, થવું ન જોઈએ કે શરીર રોગી હોવાથી પોતાને રેગી માને અને શરીર સ્વસ્થ હોવાથી પિતાને સ્વસ્થ માને. જે શરીર રોગી હોવાથી પિતાને રેગી અને શરીર સ્વસ્થ થવાથી પિતાને સ્વસ્થ માનવામાં આવે તે તમે શરીરના થયા કે શરીર તમારું થયું?
અનાથી મુનિ કહે છે કે, જ્યાં સુધી હું શરીરને પિતાનું માની રહ્યો હતો ત્યાં સુધી હું દુઃખ ભોગવતે રહ્યો; પણ જ્યારે હું શરીર અને આત્માને પૃથક્ માનવા લાગ્યો અને હું શરીર નથી પણ શરીર મારું છે એમ સમજવા લાગ્યો ત્યારે શરીરના રેગે ચાલ્યા ગયા. જે તમે શરીરને આધીન થઈ જશે તે ઘણું દુશ્મ પામશે પણ જો શરીરને પિતાને આધીન કરી લેશે તે એ દિશામાં તમારું ખાવું, પીવું, દેખવું, સાંભળવું વગેરે જુદા જ પ્રકારનું થઈ જશે અને ત્યારે દુ:ખ પણ નહિ થાય; તથા ઇન્દ્રિયને વશ થઈ આજે જે ન ખાવા યોગ્ય ખાવામાં આવે છે, ન જોવા યોગ્ય જોવામાં આવે છે અને ન સાંભળવા યોગ્ય સાંભળવામાં આવે છે તે ખાવામાં, જોવામાં કે સાંભળવામાં આવશે નહિ. જેમકે, સિનેમા-નાટક જેવા કે સાંભળવા યોગ્ય નથી. સીનેમા–નાટકને જેનાર ઘરને કે ઘાટને રહેતું નથી. સનેમાની નટી જેવી તેની સ્ત્રી હોતી નથી એટલે સીનેમા જોયા બાદ ઘરની સ્ત્રી તેને રાક્ષસી જેવી લાગે છે અને સીનેમાની નટી તેને મળતી નથી એટલા માટે તે એકેય બાજુને રહેતે નથી. આ પ્રમાણે શરીરને આધીન બની જવાથી તે ન જેવા લાગ્યને પણ જવાનું બને છે, પણ જો શરીર પિતાને આધીન હોય તે એમ થતું નથી.
' - અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન! જે સાધુ થઈને પણ શરીરને ગુલામ બની જાય છે તે અનાથ જ છે, તે કુશીલ છે. હે ! રાજન ! તું એ કુશીલને માર્ગ છોડી દઈ મહાનિર્ચન્થના માર્ગે ચાલ. તું એમ ન સમજ કે, “મને જે શિક્ષા આપવામાં આવી છે તે સાધુઓને માટે જ હિતકારી છે. તું આ શિક્ષાને પિતાના હિત માટે પણ માન અને કુશલેને માર્ગ છેડી દે તે તેમાં તારું કલ્યાણ રહેલું છે. ” , કઈ કુશલોને તે છોડી દે પણ તેમને માર્ગ છોડે નહિ તે એથી કાંઈ લાભ થત નથી. લાભ તે ત્યારે થાય કે જ્યારે કુશલેને માર્ગ છોડી દેવામાં આવે. જે વસ્તુ જે કામ માટે મળી છે તે વસ્તુને વિપરીત કામમાં ઉપયોગ કરવો એ કુશીલેને માર્ગ છે અને જે. એમ કરે છે તે કુશીલ છે. જેમકે કપડાં, લજજા ઢાંકવા માટે પહેરવામાં આવે છેપણ જે
Page #619
--------------------------------------------------------------------------
________________
૫૭૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
કપડાં પહેરી ખીજાની લજ્જા લૂંટવામાં આવે તે તે કુશીલપણું છે. પૃથ્વી બધાને આધાર આપે છે પણ પૃથ્વીને આધાર લઈ ખીજાને આધાર રહિત કરે છે તે કુશીલ છે. જે ભેાજનપાણી તમારી ભૂખ–તરસ મટાડે છે તે ભેાજન-પાણી ખાઈ-પીને બીજાને ભેાજન–પાણીથી વચિત રાખવામાં આવે, ખીજાનુ ભાજન–પાણી ઝૂંટવી લેવામાં આવે તે એ કુશીલપણું છે. આ પ્રમાણે જે વસ્તુ જે કામને માટે મળી છે તે વસ્તુને ગેરઉપયાગ કરવા એ કુશીલપણુ છે. આ જ પ્રમાણે જે વેશને ઇન્દ્ર પણ નમસ્કાર કરે છે અને જે વેશ સંયમનું પાલન કરવા માટે છે તે વેશને ધારણ કરી વિપરીત કામ કરવું તે પણ કુશીલપણું છે.
અનાથી મુનિ કહે છે કે, “ હે ! રાજન ! કુશીલાનેા તા ત્યાગ કરવા જ પણ સાથે સાથે તેમના માતા પણ ત્યાગ કરવા; અર્થાત્ જે કારણે તે કુશીલ કહેવાય છે તે કારણતા પણ ત્યાગ કરવા, એ અવગુણાને પણ ત્યાગ કરવા. જો કે, સાધુ અને ગૃહસ્થ બન્નેના માર્ગો જુદા જુદા છે પણ ગૃહસ્થામાં જે કુશીલને મા` હોય તે ગૃહસ્થાએ છાડવા જોઈએ અને સાધુએમાં જે કુશીલના માર્ગી હોય તે સાધુઓએ છેડવા જોઈએ. હૈ ! રાજન ! જો તું કુશીલાના માર્ગ છોડીશ નહિ તેા પછી તું કુશીલાની ધૃણા પણ કરી શકીશ નિહ અને તેમને સંગ પણ છેડી શકીશ નહિ.
,,
અનાથી મુનિ કહે છે કે હે ! રાજન ! તું રાજા છે. તું પ્રજાની રક્ષા માટે રાજા થયા છે, જે રાજા થઈ ને ગરીમાના ધન–પ્રાણનું હરણ કરે છે અને ગરીબ પ્રજાને દુઃખા આપે છે તે કુશીલ છે. જે આ પ્રકારને કુશીલ રાજા છે તે ગરીબ પ્રજાની રક્ષાથી વિમુખ થઈ તેમનું ધન હરી લે છે. જે લેાકેા રાજાને રાજા માને છે અને તેમને નમન કરે છે તે રાજા ઉપર પ્રજાની રક્ષાના ભાર રહેલા છે. જે રાજા પેાતાની આ જવાબદારીને સંભાળતા નથી તે કુશીલાના મા` ઉપર છે એમ સમજવું જોઈએ.”
ભવભૂતિ કવિએ રામના મુખે એમ કહેવડાવ્યું છે કે, “ હે ! લક્ષ્મણુ ! હું નામના જ રાજા નથી, પણ સાચા રાજા છું. મારી ઉપર પ્રજાની રક્ષાના ભાર રહેલા છે એટલા માટે પ્રજાના હિતને કારણે જો મારે સીતાના ત્યાગ કરવા પડે તે હું સીતાનેા ત્યાગ પણ કરી શકું છું એટલું જ નહિ પણ પ્રજાના હિત માટે તારા જેવા સાચા ભાઈ ના પણ ત્યાગ કરવા પડે તા તારા પણ ત્યાગ કરી શકું છું.”
આવા રાજાને કાણુ ન ચાહે ? અને આવા રાજા હેાય તે સ્વરાજ્યને પ્રશ્ન પણ કેમ ઉપસ્થિત થાય ? પણુ રાજાએ પેાતાની જવાબદારી ભૂલી રહ્યા છે અને કુશીલાના માગે જઈ રહ્યા છે અને તે જ કારણે સ્વરાજ્ય પણ માંગવામાં આવે છે તથા કાળા વાવટા બતાવી તે રાજાઓને ધિક્કારવામાં પણ આવે છે.
આ તા રાજાની વાત થઈ. હવે તમે તમારા વિષે પણ જુએ કે, તમારા માટે કયા કુશીલાને માગ છે કે જે ત્યાજ્ય છે? તમે વિવાહના સમયે કઈ પ્રતિજ્ઞા કરી હતી અને અત્યારે ક્યાં જઈ રહ્યા છે, તે જુએ. શું તમે પિતાની સાથે ચેાગ્ય પુત્ર જેવા, માતાની સાથે ચેાગ્ય સંતાન જેવા, ભાઈ–હેનની સાથે યાગ્ય ભાઈ જેવા, જેવા અને નાકરની સાથે યાગ્ય સ્વામી જેવા વ્યવહાર રાખા છે? કુશીલાના માર્ગો ઉપર નથી ? તમે ધનવાન બન્યા છે પણ જે
સ્ત્રીની સાથે ચેાગ્ય પતિ
જો નહિં તે શું તમે ગરીખાના ધનથી તમે
Page #620
--------------------------------------------------------------------------
________________
નદી ૨]
રાજકાટચાતુર્માસ
[ ૫૯
ધનવાન બન્યા છે. તે ગરીમેનું તમે ધ્યાન રાખેા છે ? કલમ-ખડીયાની તમે પૂજા કરી છે।, પણ શા માટે ? કલમ-ખડીયાની પૂજા કરી જો કલમ-ખડીયાથી વિપરીત કામ કરવામાં આવે તે શું તે કામ કુશીલેાના માર્ગ ઉપર ચાલવા જેવું નથી ? તમે ભારતીય છે, આ જ ભારતમાં તમે જન્મ્યા છે, ઉછ્યું છે અને અહીંના જ પરમાણુએથી તમારુ શરીર બન્યું છે. છતાં જો તમે અહીંના ખાન-પાન તથા અહીંની રહેણીકરણીને પસંદ ન કરા અને તમે વિદેશેાનાં ખાનપાન તથા રહેણીકરણીને અપનાવી ભારતને કલકિત કરશ તા શું એ કુશાલેાના માર્ગે જવા જેવું કૃત્ય છે કે નહિ ?
હવે સાધુઓની વાત કહુ છું. સાધુની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કેઃ— साधयन्ति स्व-परकार्याणि इति साधवः
રાજાને કહે છે કે, હે !
અર્થાત્—જે પોતાનું અને ખીજાનું કથ્થાણુ સાધે છે, તે સાધુ છે. આમ હાવા છતાં જે સાધુ સાધુતાથી વિપરીત જઈ કુશીલાના માર્ગે ચાલે છે તેએ બીજા લેાકાને સાચા મા કેવી રીતે બતાવી શકે? એટલા માટે અનાથી મુનિ શ્રેણિક રાજન! તું ક્રુશીલાને! મા` છોડી દઈ મહાનિશ્રન્થાના માર્ગે ચાલ. તમે કહેા છે કે, અમે મહાનિન્થના ભક્તો છીએ, પણ જે મહાવીરના શિષ્ય હશે તે કુશીલાના માર્ગ ઉપર ચાલશે નહિ પણ માગ ઉપર જ ચાલશે.
સુદર્શન ચરિત્ર-૬૪
સુદર્શને નિષ્કામ થઈ વિશ્વાસપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરી હતી તે મૂળાનું પણ સિંહાસન થઈ ગયું અને સાથે સાથે અભયાએ કે જેણે અનેક કષ્ટા આપ્યાં હતાં તે પણું અતરીના ભવમાં સુધરી ગઈ.
મહાનિશ્રન્થ ભગવાન ભગવાન મહાવીરના
સુલઢ ગઈ અભયા વ્યંતરી ભી, પાઈ સમ્યક્ જ્ઞાન; છુરી છેદને ગઈ પારસકા, કનકરૂપ હુઈ જાન. ॥ ધન૦ ૧૩૫/ હાથ જોડ વંદના કર મેલે, ધન્ય ધર્મ અવતાર; ખમા ખમે અપરાધ હમારા, મૈં દુર્ભાગન નાર. ॥ ધન૦ ૧૩૬ ૫
અભયા વ્યન્તરી હાથ જોડી સુંદન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, “ હે ! પ્રભા! મને ક્ષમા કરા. હું આપના શરણે આવી છું.” સંસારમાં હાથ તે જોડવામાં આવે છે પરતુ જે વિશધ રાખે છે તેના હાથ જોડવા કાઈ જુદા જ પ્રકારના હોય છે. જેમકે રાણા પ્રતાપને માટે એમ કહેવામાં આવે છે કે, અકબરે તેને કહેવડાવ્યું હતું કે, જો તે મને નમસ્કાર કરતા હેય તા હું મારા રાજ્યને છઠ્ઠો ભાગ આપવાને માટે તૈયાર છું. આમ કહેવડાવ્યા છતાં રાણાએ માથું ન નમાવ્યું. આ પ્રમાણે વિરાધીઓની સામે માથું નમાવવું બહુ જ મુશ્કેલ હેાય છે. અભયા પહેલાં તે ક્ષત્રિયાણી હતી અને યન્તરી હાવાથી તે આસુરી શક્તિવાળી હતી એટલે તે સુદર્શન ભગવાનની આગળ માથું નમાવે એવી કયાં હતી ? પણ તે પણ સુનિ ભગવાનને હાથ જોડી નમસ્કાર કરવા લાગી. આ બધા તેમની અદશ્ય શક્તિનો જ પ્રતાપ હતા.
Page #621
--------------------------------------------------------------------------
________________
૫૮૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
| પરમાત્માને નમસ્કાર તે તમે પણ કરતા હશે પણ ઉપરથી નમસ્કાર કરે છે કે હૃદયથી નમસ્કાર કરે છે ? આ આત્મા સંસારના પદાર્થોમાં ફસાઈ રહ્યો છે એ કારણે તે પરમાત્માને સાચી રીતે નમસ્કાર કરતા નથી. જે આત્મા એક વાર પણ સાચા હૃદયથી પરમાત્માને નમસ્કાર કરે તો તેનું કલ્યાણ થઈ જાય. પરમાત્માને સાચા હૃદયથી નમસ્કાર કરવાને એ જ અર્થ છે કે, પરમાત્માને પિતાનું સર્વસ્વ સમર્પણ કરી દેવું. પિતાની શક્તિને ખરાબ કામમાં ન લગાડવી એ જ પરમાત્માને સર્વસ્વ સમર્પણ કરવા બરાબર છે; અને પિતાની શક્તિને ખરાબ કામમાં વાપરવી એ પરમાત્મા સાથે વૈર કરવા બરાબર છે.
જે પ્રમાણે કૈકેયીએ જંગલમાં જઈ રામની પાસે ક્ષમાપ્રાર્થના કરી હતી તે જ પ્રમાણે વ્યન્તરી પણ સુર્દશન ભગવાનને ક્ષમાપ્રાર્થના કરવા લાગી કે –
મુનિવર તુમકે મેરી લાજ, અધમ ઉધારન વિરદ તિહારે શ્રવણ સુની હૈ અવાજ;
હું તો અધમ પુરાતન કહિયે પાર લગાઓ જહાજ, મુનિ આ કવિતા એવી છે કે તેને જ્યાં ઉપયોગ કરવા ચાહે ત્યાં કરી શકાય છે કે કેયીએ રામને કહ્યું હતું કે, “રઘુવર તુમકે મેરી લાજ.” આ જ પ્રમાણે ભક્ત પણ ભગવાનને કહે છે કે, “પ્રભુજી તુમકે મેરી લાજ.” તે જ પ્રમાણે વ્યક્તરી કહે છે કે, “હે ! મુનિવર ! તુમકે મેરી લજિ.” તમે પણ પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરે કે, “હે! પ્રભો! તમે અમારી લાજ રાખો.” હું વ્યાખ્યાન સંભળાવું છું તે વખતે મને જે ભાવ આવે છે તે ભાવ જે સદાને માટે ટકી જાય તે મારું કલ્યાણ થઈ જાય.
સ્મશાનમાં અને કાર્યના અન્તમાં જે વિચાર આવે છે તે વિચાર થોડી વાર પણ ટકી શકતા નથી. જે તે વિચાર ટકી જાય તે કલ્યાણ થવામાં વાર ન લાગે. એટલા માટે વ્યાખ્યાન સાંભળતી વખતે જે વિચાર આવે તે વિચારને ટકાવી રાખો અને અભક્ષ્ય-અનીતિથી બચતા રહે તે કલ્યાણ થવામાં વાર ન લાગે.
અભયા સુદર્શન મુનિને પ્રાર્થના કરે છે કે, હે ! પ્રભો ! મને ક્ષમા કરો. હું મારાં પૂર્વ પાપને યાદ કરું તે હું આપને કાંઈ કહી શકું નહિ. પરંતુ હું આપની સિવાય બીજા કેની પાસે જાઉં! એટલા માટે હું આપના જ શરણે આવી છું.”
ભગવાન સુદર્શનના ઉપદેશ–ઔષધની અસર અભયા વ્યન્તરીને થઈ અને તેથી તેને મિથ્યાત્વ તાવ ઉતરી જતાં તે કહેવા લાગી કે, “હે ! પ્રભો ! મને ક્ષમા કરે. મેં ઘણું જ પાપ કર્યું છે, અને આપ જેવા મહાપુરુષને ઘણું જ કષ્ટ આપ્યું છે. હવે હું આપના શરણે આવી છું.”
અભયાનું આ કથન સાંભળી ભગવાન સુદર્શન ત્યાં ઉપસ્થિત દેવોને કહેવા લાગ્યા કે, “મારી પ્રાર્થના કરવાની અધિકારીણી તમારા બધાં કરતાં આ પહેલી છે. ધર્મને કારણે મને જે અવસ્થા પ્રાપ્ત થઈ છે તે અવસ્થા પ્રાપ્ત કરવામાં આ માતા મારી પરમ સહાયિકા છે.” - આ પ્રમાણે કહીને ભગવાન સુદર્શને પિતાન અને અભયારે બધે હાલ સંક્ષેપમાં કહી સંભળાવ્યું અને પછી કહ્યું કે, આખરે હું એવા વિચાર પર આવ્યો કે, જે ધર્મના પ્રતાપથી શૂળીનું સિંહાસન બની ગયું છે એ ધર્મની સેવા હવે હું કરીશ. આ પ્રમાણે વિચાર
Page #622
--------------------------------------------------------------------------
________________
વદી ૨]
રાજકેટ-ચાતુર્માસ
[૫૮૧
કરી હું મુનિ થયો. મુનિ થયા બાદ પણ આ અભયા માતાની સહાયિકા પંડિતાએ પણ મારી ધર્મપરીક્ષા કરી મને સહાયતા આપી છે. આ માતા જે પહેલાં અભયા રાણી હતી પણ શૂળી ઉપરથી બચી જવાને કારણે જે ગળે ફાંસો ખાઈ વ્યન્તરી થઈ છે, તેણીએ પણ મારા ઉપર આ જંગલમાં ઉપકાર કર્યો છે. મને આ ઉન્નત અવસ્થાને પ્રાપ્ત કરવામાં જેટલી સહાયતાની આવશ્યક્તા હતી તે બધી સહાયતા આ માતા તુલ્ય મને આપી છે. આ પ્રમાણે આ બધો મહિમા અને દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરવામાં આ માતા તુલ્ય જ મારી સહાયિકા છે. એટલા માટે તમારા કરતાં આ માતા તુલ્ય જ મારી પ્રાર્થના કરવાની સર્વપ્રથમ અધિકારીણી છે.
ભગવાનનું આ કથન સાંભળી અભયા કહેવા લાગી કે, “હે ! પ્રભે! તે આપને પહેલાં પણ અનેક કષ્ટ આપ્યાં હતાં, અને આ જંગલમાં પણ મુનિ થવા છતાં તમને ઘણું કષ્ટો આપ્યાં છે છતાં તમે મને ઉપકારિણું કહી મારી પ્રશંસા કેમ કરી રહ્યા છે ?” આ પ્રમાણે કહી અભયા દીનતા પ્રગટ કરવા લાગી.
દેવ ભગવાન સુદર્શનને કહેવા લાગ્યા કે, આપ જે કહે છે તે પણ ઠીક છે અને આ વ્યન્તરી જે કહે છે તે પણ ઠીક છે. અમને તે તમારી વાતમાંથી એક તત્ત્વ જાણવા મળ્યું છે કે, પારસને છેદવા માટે જે છરી ગઈ હતી તે છરી પારસના સ્પર્શથી પિતે જ સેનાની બની ગઈ. આ જ પ્રમાણે આ વન્તરીના હાલ બન્યા છે. એટલા માટે આપને પણ ધન્ય છે અને તેને પણ ધન્ય છે. અમે તે તમારા બન્નેના ગુણ ગાઈએ છીએ.
નીચેમેં અતિ નીચ કમ મેં, કીના પાતિક પૂરજ
દિયા દુઃખ મને મહામુનિકે, અરે ! અરે ! કમ સૂર. ધન ૧૩૭ છે આ પ્રમાણે અભયા વ્યન્તરી, ભગવાન સુદર્શનની સમક્ષ ક્ષમાપ્રાર્થના કરી રહી છે. ઘણું વર્ષોથી પડેલા ઘાસના ઢગલાને બાળવામાં અગ્નિને કેટલી વાર લાગે ? અગ્નિને એ વાતને વિચાર હેતે નથી કે આ ઘાસને ઢગલે આટલાં વર્ષોથી અત્રે પડે છે એટલા માટે એને બાળવામાં પણ એટલે જ સમય લગાડવો જોઈએ. પણ તે તે થોડી જ વારમાં ઢગલાને બાળીને ભસ્મ કરી નાંખે છે. આ જ પ્રમાણે અનંતકાળના સંસ્કારો અને અનંત ભવનાં પાપોના સંસ્કાર પણ આવા મહાત્માના શરણે જવાથી ડીવારમાં જ ભસ્મીભૂત થઈ જાય છે. મહાપુરુષે ઉપર ખોટું આળ ચડાવવું એ કાંઈ ઓછું પાપ નથી. ગૌહત્યા, બ્રાહ્મણહત્યા, સ્ત્રીહત્યા અને બાલહત્યાથી પણ આ પાપ ભયંકર છે. વિશ્વાસઘાતનું પાપ એથી પણ વધારે છે. અભયાએ પણ વિશ્વાસઘાત કરી એવું ભયંકર પાપ કર્યું હતું પણ કહ્યું છે કે –
ગે બ્રાહ્મણ પ્રમદા બાલક કી, મોટી હત્યાચારે છે.
તેને કરણહાર પ્રભુ ભજ ને, પાવે ભવનિધિ પારે. પદ્મ કપટરહિત થઈ પરમાત્માના શરણે જવામાં આવે તે એવાં મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે.
વ્યન્તરી કહે છે કે, “હે! પ્રભો ! મેં સાંભળ્યું છે અને પ્રત્યક્ષથી જોઉં છું કે, આપ અધમ ઉદ્ધારક છે. અને તેથી જ તમે આ દેવોને એમ કરી રહ્યા છો કે, “આ માતાતુલ્ય મને કેવલજ્ઞાન જલદી પ્રાપ્ત કરવાની સહાયતા આપી છે.” આ પ્રમાણે તમે મારા દુષ્કૃત્યને પણ સહાયતારૂપે માની રહ્યા છો. આપ અધમેદ્ધારક છે એ કારણે જ તમે મારા
Page #623
--------------------------------------------------------------------------
________________
પ૨]
*
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[આસો
દુષ્કૃત્યોને પણ સારાં માની રહ્યા છે. હવે હું આપના શરણે આવી છું. આપ મારે અપરાધ માફ કરે અને મારે ઉદ્ધાર કરે.”
આ પ્રમાણે પશ્ચાત્તાપ કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. પાપને નષ્ટ કરવા માટે ભગવાન તે કેવલ નિમિત્તરૂપ જ છે. સાચી રીતે પાપોને નષ્ટ કરનાર તે પિતાને પશ્ચાત્તાપ જ છે.
મંગલ ગા દેવી દેવતા, મુનિગુણુ અપરંપાર;
મહાપાતકી સુધરી વ્યંતરી, પાઈ સમકિત સાર. ધન ૧૩૮ છે બન્તરીને પશ્ચાત્તાપ જેઈ દેવે કહેવા લાગ્યા કે, આ પિતાનાં પાપ માટે કેવો પશ્ચાત્તાપ કરી રહી છે. આપણે દેવ છીએ, આપણું સ્થાન આ વ્યન્તરી કરતાં ઊંચું છે, છતાં પણ જે આપણુમાં પાપ દબાએલું રહ્યું તે મહાન હાનિ થશે. એટલા માટે આપણે પણ પિતાનાં પાપને પશ્ચાત્તાપ કર જોઈએ.
ઉપરથી ભલે ગમે તેવાં સુંદર કપડાં પહેરવામાં આવ્યાં હેય પણ કપડાંની નીચે પણ બીમારી-ખરાબી હોય છે. એટલા માટે એમ સમજવું ન જોઈએ કે અમે સાધુ કે શ્રાવક છીએ એટલે નિષ્પાપ છીએ, પણ પિતાનામાં જે કાંઈ પાપ હોય તેને પ્રગટ કરી પશ્ચાત્તાપ કરવું જોઈએ. જે પાપને દબાવી રાખવામાં આવે તે પાપથી ભયંકર હાનિ થશે. જયારે નીચ અને આસુરી શક્તિવાળી વ્યન્તરી પણ પિતાનાં પાપનો આ પ્રમાણે પશ્ચાત્તાપ કરી રહી છે તે પછી વિવેકશકિતને ધારણ કરનાર મનુષ્યોએ પિતાનાં પાપને પશ્ચાત્તાપ કેટલો કરવો જોઈએ તેનેં વિચાર કરો. તમેં તમારા વિષે વિચાર કરે કે, તમે હમેશાં વ્યાખ્યાન સાંભળો છો છતાં જો તમે પિતાનાં પાપને પશ્ચાત્તાપ ન કરો તે ક્યારે પશ્ચાત્તાપ કરશે? જે રોગને અમૃતથી પણ ન ધાયું તે પછી જ્યારે ધશે ? સાબુ મળવા છતાં પણ જે કપડાને સાફ ન કર્યો તે પછી ક્યારે સાફ કરશે? દેવો તે વ્યન્તરીને પશ્ચાત્તાપ કરતી જોઈ પિતાનાં પાપને પશ્ચાત્તાપ કરવા લાગ્યા, તેમ તમે પણ તમારા પાપને પશ્ચાત્તાપ કરે. તમારે પણ પાપોની આલોચના કરી પશ્ચાત્તાપ કરવો જોઈએ.
કેટલાક લે કે, પિતાનાં પાપ પ્રકટ થઈ જશે તે દુનિયા ખરાબ કહેશે એ વિચારથી પિતાનાં પાપ છુપાવી રાખે છે. પરંતુ પાપને છુપાવી ભલે થોડા દિવસ માટે દુનિયામાં સારા કહેવાઓ પણ એમ કરવાથી તે અનંતકાળ સુધી ખરાબ બન્યા રહેશે, અને પાપને પ્રકટ કરવાથી દુનિયા તમને ભલે ગમે તે કહે પરંતુ પરમાત્મા તમને ખરાબ નહિ કહે. પાપને પ્રકટ કરવાથી આત્મા ગમે તે હોય પણ તે પવિત્ર બની જાય છે. પરમાત્માની સમક્ષ ગમે તે પાપી પિતાનાં પાપે રજુ કરી પવિત્ર બની શકે છે. એટલા જ માટે ભક્તજને કહે છે કે –
પ્રભુજી મેરે અવગુણ ચિત્ત ન ધરે, એક લેહા પૂજામેં રાખત એક ઘર બધિક છુરે; પારસ તામે ભેદ ન રાખત કંચન કરત ખરે. પ્રભુ એક નદિયા એક નાર કહાવત મિલ નીર ભરો;
દેય મિલ એક રૂ૫ ભયે તબ સુરસુરિ નામ પરે. પ્રભુ એક તે તે લટું છે કે જે પૂજામાં રાખવામાં આવે છે, અને એક તે લેટું છે કે જે કસાઈના છાના રૂપમાં છે. જે કસાઈના છરામાં રહેલું લોઢું જે પારસને સ્પશે નહિ તે
Page #624
--------------------------------------------------------------------------
________________
વઢી ૫].
રાજકોટ–ચાતુર્માસ" """
""
[ પર
એ દશામાં તે તે લટું જ રહેશે. પણ જે તે લેટું પારસને સ્પર્શ કરી લે છે, પારસ તે લેહામાં અને પૂજામાં રાખવામાં આવતા લેઢામાં કાંઈ ભેદભાવ ન રાખતાં તેને તેનું બનાવી દેશે. પારસને માટે તે લેઢાની દષ્ટિએ બન્ને સમાન જ છે. આ જ પ્રમાણે પાપ ન રહેવાથી આત્માની દષ્ટિએ બધા સમાન જ છે. ભગવાન મહાવીર ક્ષત્રિય હતા અને હરિકેશી મુનિ ચાંડાલને ત્યાં જન્મ્યા હતા છતાં સિદ્ધ થયા બાદ તેમનામાં કોઈ પ્રકારને ભેદ ન રહ્યો.
ગંગા અને ગટરમાં કેટલું બધું અંતર હોય છે? પણ ગંગા એ ગટરને પણ પિતાનામાં મેળવી લે છે. જે પ્રમાણે ખુલ્લી પડેલી ગટર એટલી બદબૂ મારતી નથી જેટલી બદબૂ બંધ પડેલી ગટર મારે છે, તે જ પ્રમાણે પ્રકટ કરેલાં પાપની અપેક્ષા દબાએલાં પાપ અધિક હાનિ કરે છે, એટલા માટે પાપોને ન દબાવતાં પ્રકટ કરી પશ્ચાત્તાપ કરે છે તેમાં કલ્યાણ રહેલું છે.
અભયા વન્તરીની વાતને વધારે ન વિસ્તારમાં એટલું જ કહું છું કે, તે પોતાનાં પાપને પશ્ચાત્તાપ કરી સમકિતધારિણી બની ગઈ. હવે સુદર્શન ભગવાનનું શું થાય છે તેનો વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૫ મંગળવાર
પ્રાર્થના કુંથ જિનરાજ તૂ ઐસે, નહિ કેઈ દેવ તે સે; વિલોકીનાથ – કહિયે, હમારી બાંહ દઢ ગહિયે. કુંથુ ૧છે
1 –વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રી કુંથુનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના આત્માએ કઈ રીતિએ કરવી જોઈએ એ વાત હું વારંવાર કહું છું, છતાં આ વાત જ એવી છે કે તેને પાર આવે એમ નથી. પક્ષીઓ પિતાની પાઠારા આકાશમાં ગમે તેટલા ઊંચા ઉડે પણ તેઓ અનઃ આકાશને પાર પામી શકતા નથી. છતાં જ્યાં સુધી તેમનામાં ચેતના હોય છે ત્યાંસુધી તેઓ આકાશમાં વિચરતા જ રહે છે. આ જ પ્રમાણે પરમાત્માની પ્રાર્થનાને પાર નથી છતાં પોતાની શક્તિ અનુસાર પરમાત્માની પ્રાર્થના કરતાં જ રહેવી જોઈએ. --
પરમાત્માની પ્રાર્થના કરવાથી શું લાભ થાય છે તે અત્રે જોવાનું છે. આને માટે શાસ્ત્રકારો અને યોગાભ્યાસીઓ એમ કહે છે કે, પરમાત્માની પ્રાર્થના કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પાતંજલિ યોગસૂત્રમાં કહ્યું છે કે –
वीतरागविषयचित्तं वा योगसिद्धिः અર્થાત–વીતરાગમાં ચિત્ત એકાગ્ર કરવાથી–વીતરાગનું ધ્યાન ધરવાથી યોગની સિદ્ધિ થાય છે. પ્રાર્થના વિષે પણ એમ જ સમજે. પાતંજલિ એગશાસ્ત્રમાં જે કાંઈ કહ્યું છે તે જ વાત જૈનશાસ્ત્રમાં ખરી રીતે જોતાં હૂબહૂ મળે છે, જેનશાસ્ત્ર કહે છે કે, આપણા
Page #625
--------------------------------------------------------------------------
________________
૫૮૪)
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસ દેવ વીતરાગ જ છે. સરાગી આપણા દેવ નથી એટલા માટે વીતરાગનું ધ્યાન ધરવું. પાતંજલિ યોગસૂત્ર પણ વીતરાગનું ધ્યાન ધરવા વિષે કહે છે. વીતરાગનું ધ્યાન ધરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માટે બધું ભૂલી જઈ વીતરાગનું જ ધ્યાન ધરવું. આ તે પ્રાર્થના કરવાથી અર્થાત વીતરાગનું ધ્યાન ધરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એની વાત થઈ. પણ વીતરાગનું ધ્યાન કેવી રીતે ધરવું જોઈએ એ વાત અત્રે જેવાની છે. કેટલાક લેકે એમ કહે છે કે, રાગીનું ચિત્તા રાગીમાં તે ચેટી શકે પણ રાગીનું ચિત્ત વીતરાગમાં કેવી રીતે ચોંટી શકે? જે કાઈ અમારી સાથે પ્રીતિ બાંધે છે તેની સાથે અમે પણ પ્રીતિપૂર્વક વ્યવહાર કરીએ છીએ, પણ જે વીતરાગ છે અને જે અમારા જેવા રોગીઓની સાથે પ્રીતિ જ બાંધતા નથી તેમની સાથે અમે કેવી રીતે પ્રીતિ બાંધીએ ?
આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજનો કહે છે કે, રાગીઓની સાથે પ્રીતિ તે અનન્તકાળથી બાંધતા આવ્યા છે પણ તેમની સાથે પ્રીતિ બાંધવાથી કાંઈ લાભ થયો નથી. સંસારમાં એ પ્રકારની પ્રીતિ તે બાંધવામાં આવે જ છે. એવી પ્રીતિ તે કીડી-મકોડા આદિ નાના છો પણ બાંધે છે. એટલા માટે મનુષ્ય એવી પ્રીતિ બાંધે એમાં આશ્ચર્યની વાત શું છે. સ્ત્રીપુરષનું પરસ્પર આકર્ષણ આ જ પ્રકારની પ્રીતિથી થાય છે. આ પ્રકારની રાગપૂર્ણ પ્રીતિ તે સંસારના લેકે કરે જ છે અને તે પણ અનંતકાળથી એવી પ્રીતિ કરતું આવ્યું છે, પણ હે ! ભવ્ય પુરુષ ! એ પ્રકારની પ્રીતિ કામની પણ નથી. જે રાગથી તું બીજાઓની સાથે પ્રીતિ બાંધે છે તે રાગને વશ થવાથી વીતરાગની સાથે પ્રીતિ બાંધી શકાતી નથી. પરમપુરુષ વીતરાગની સાથે પણ પ્રીતિ બાંધી શકાય છે, પણ ત્યારે કે જ્યારે તું આ પ્રકારના રાગમાંથી ચિત્તને પાછું ખેંચી લે.
પાતંજલિ યોગદર્શન વિષે જૈનદષ્ટિએ વિચાર કરવામાં આવે તે બધાં તો આ એક જ સૂત્રમાં ગતાર્થ થઈ જાય છે. પાતંજલિ યોગદર્શન અને જેનસિદ્ધાન્ત બને વીતરાગનું ધ્યાન ધરવું એમ કહે છે. પણ વીતરાગનું ધ્યાન કેવી રીતે ધરવું અને વીતરાગની સાથે પ્રીતિ કેવી રીતે બાંધવી એને માટે કહ્યું છે કે –
પ્રીતિ અનાદિ પર થકી, જે તેડે હો નર જોડે
પરમ પુરુષથી રાગતા, એક તત્ત્વતા હો રાખી ગુણગેહ. મહાપુરુષો કહે છે કે હે! છે! તમે અનાદિ કાળથી આત્માને ભૂલી જઈ પુદ્ગલની સાથે પ્રીતિ કરે છે. પુદ્ગલેની સાથેની આ અનાદિની પ્રીતિ જેટલા દરજે તેડવામાં આવશે તેટલા દરજે પરમાત્મા સાથેની પ્રીતિ વધવા પામશે.
આ સંસારમાં એવી કઈ વસ્તુ જ નથી જે સદાને માટે ટકી રહે. આને માટે તમે તમારા શરીરને જ જુઓ. તમારા મસ્તક ઉપર જે કાળા વાળ ઉગેલા હતાં અને જે તમને ગમતા હતા તે પણ સફેદ થઈ ગયા. આ પ્રમાણે આ સંસાર નાશવાન અર્થાત પરિવર્તનશીલ છે. તે નવપુરાતનધર્મવાળો છે, તેને સ્વભાવ જ એ છે. જ્ઞાનીજનો કહે છે કે, જે સંસારને આવો સ્વભાવ છે તે સંસાર સાથે પ્રીતિ ન બાંધો પણ પરમપુરુષની સાથે પ્રીતિ બાંધે. આ સંસારની સાથે પ્ર ત બાંધવાથી તું તે પરમપુરુષની સાથે પ્રીતિ બાંધી શકીશ નહિ. જે તે સંસારના આ સ્વભાવને સમજી લઈશ તે પછી તેની સાથેની પ્રીતિ છોડવામાં તને કઈ પ્રકારની મુશ્કેલી જણાશે નહિ અને સંસારની વસ્તુ દૂર થવાથી તેને કોઈ પ્રકારનું
Page #626
--------------------------------------------------------------------------
________________
વદી-૫] રાજકોટ–ચાતુર્માસ
[ ૫૮૫ દુઃખ પણ થશે નહિ. જે સંસારના આ સ્વભાવને જાણતા નથી તે તે શરીરને રોગી કે દુઃખી થવાથી રુદન કરે છે પરંતુ જે સંસારના સ્વભાવને જાણકાર–જ્ઞાની છે તેને એવા સમયે પણ દ:ખ થતું નથી પણ પ્રસન્નતા થાય છે. જ્ઞાનીજને સંસારને એમ કહે છે કે,
તું તારા સ્વભાવને છોડતા નથી પછી અમે અમારો સ્વભાવ કેમ છોડી દઈએ ? તું પરિવર્તનશીલ છે. એ તારે સ્વભાવ જ છે પણ અમારો સ્વભાવ એ નથી.” ..
સંસારને પરિવર્તનશીલ સ્વભાવ જોઈને પુદ્ગલ સાથેની પ્રીતિ તમે જેમ જેમ તેડતા જશે તેમ તેમ પરમાત્મા સાથે પ્રીતિ વધતી જશે. એટલા માટે સંસાર સાથેની પ્રિીત તેડી નાંખી અનન્યભાવે પરમપુરુષ પરમાત્માની સાથે પ્રીતિ કરે. •
કદાચ કોઈ એમ કહે કે, એક બાજુ તે તમે રાગને ત્યાગ કરવાનું કહો છો અને બીજી બાજુ પરમાત્માની સાથે પ્રીતિ–રાગ બાંધવાનું કહો છો તે એ બન્ને વાત કેમ બની શકે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ એ ત્રણ પ્રકારના રાગો ત્યાજ્ય છે, પરંતુ દેવ, ગુરુ અને ધર્મ સાથેનો રાગ ત્યાજ્ય નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
• ધન જાને મિઝાપમાનુજારા . . છે. આ પ્રમાણે પરમાત્માની સાથે પ્રીતિ બાંધવી ત્યાન્ય નથી. કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ અપ્રશસ્ત છે અને ધર્મરાગ પ્રશસ્ત છે. પહેલાં અશુભમાંથી નીકળી શુભમાં જવાય છે, બાદ પોતાના સ્વરૂપમાં અવાય છે. આ જ ગ્ય માર્ગ છે. *
કદાચ કોઈ કહે કે, અમે પરમાત્મા સાથે પ્રીતિ બાંધીએ અને એ પ્રીતિના, ચિન્હ સ્વરૂપ અમે જે વસ્તુ ખાઈએ-પીઈએ અને પહેરીએ તે પરમાત્માને અર્પણ કરીએ તે એમાં પરમાત્મા સાથેની પ્રીતિ પ્રગટ થાય છે કે નહિ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, વિવેકદષ્ટિએ એ જોવું જોઈએ કે, અમે પરમાત્માની સાથે જે પ્રીતિ પ્રગટ કરીએ છીએ તે પ્રીતિ પરમાત્માની પ્રભુતા વધારવાના ઉદ્દેશથી કરીએ છીએ કે ઘટાડવાના ઉદ્દેશથી ? પ્રત્યેકની સાથે તેની યોગ્યતાનુસાર પ્રીતિ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, તમે લેકે સાધુએની ભક્તિ કરે છે પણ સાધુઓ પ્રત્યેની પ્રીતિ પ્રગટ કરવા માટે જે તમે તેમના ગળામાં તમારી મોતીની માળા પહેરાવી દે તે શું તે ઠીક કહેવાશે ? શું એમ કરવાથી ભક્તિ કે પ્રિીતિ પ્રગટ થશે ? એ ભક્તિ કે પ્રીતિ નથી. એ તે તમે જાણો જ છે. એટલા માટે જે વસ્તુથી સાધુના ચારિત્રમાં દોષ ન લાગે તેવી વસ્તુ સાધુઓને સમર્પણ કરવી એમાં જ સાધુઓની ભક્તિ રહેલી છે; પણ જે વસ્તુ આપવાથી સાધુના ચારિત્રમાં દોષ લાગે તે વસ્તુ સાધુઓને આપવી એમાં સાધુઓની ભક્તિ રહેલી નથી. એમ કરવું એ તો અજ્ઞાન છે. . ભગવાન વિતરાગની ભક્તિ વિષે પણ એમ જ સમજે. પરમાત્માની ભક્તિ કરવા માટે વિકારો અને અહંકારનો ત્યાગ કરી દીનભાવે તેમની પ્રાર્થના કરે. પરમાત્મા અહંકારથી દૂર રહે છે અને નમ્રતાની સમીપ રહે છે એટલા માટે વિનમ્ર બની પરમાત્માની સાથે હદયપૂર્વક જેમ જેમ પ્રીતિ બાંધતા જશો તેમ તેમ પરમાત્માની સમીપ તમે જતા જશે. અનાથી મુનિને અધિકાર-૬૫
અનાથી મુનિ રાજા શ્રેણિકને એ જ વાત કહી રહ્યા છે કે, “હે ! રાજન! તું કુશલના માર્ગને ત્યાગ કરી મહાનિર્ચન્થના માર્ગે ચાલ.” મહાનિર્ચન્થના માર્ગે ચાલવાથી શો લાભ થશે તેને માટે અનાથી મુનિ કહે છે કે -- ૨૯
Page #627
--------------------------------------------------------------------------
________________
પ૮૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
આસો चरित्तमायारगुणानिए तओ, अणुत्तरं संजमं पालिया णं । निरासवे संखवियाणं कम्मं, उवेइ ठाणं विउलुत्तमं धुवं ॥५२॥
અર્થાત–હે ! રાજન ! જે કુશલના માર્ગને ત્યાગ કરી ભગવાનની આજ્ઞામાં વિચરનારો હશે તે ચારિત્રના આચારગુણેથી યુક્ત હશે.
ચારિત્ર, આચાર અને ગુણ કેને કહેવાં એ અવે જોવાનું છે. જે વસ્તુ જે આચારનું પાલન કરવાથી પ્રાપ્ત થઈ શકે છે તે આચારનું પાલન કરવાથી જ તે વસ્તુની પ્રાપ્તિ થાય છે. આ જ પ્રમાણે કોઈ ચારિત્રપ્રાપ્તિનું કહે તે ભગવાન કહે છે કે, પંચવિધ આચારનું પાલન કરવાથી જ ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય; આ પાંચ પ્રકારના આચારોનું પાલન કરવાથી જ અનુત્તર ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે છે. સારસ
ત્તિ માવા: અર્થાત-જેનું આચરણ કરવામાં આવે અથવા જેને રચનાત્મક કાર્ય કહી શકાય ‘તે આચાર કહેવાય છે. જેમકે જ્ઞાનાચાર અર્થાત જે જ્ઞાન છે તેને જ્ઞાનાચાર પ્રમાણે આચરણમાં ઉતારવું. ભલે થોડું જ જ્ઞાન હોય, પણ જેટલું જ્ઞાન હોય તે જ્ઞાન પ્રમાણે વ્યવહાર કરનાર જ્ઞાનાચારને પાલક છે–આરાધક છે. પરંતુ જેમનામાં જ્ઞાન તે ઘણું છે, કિન્તુ જ્ઞાનાચાર પ્રમાણે તેનું આચરણ કરતા નથી તેને ભગવાન આરાધક નહિ પણ વિરાધક કહે છે.
શ્રી ભગવતી સૂત્રમાં ભગવાને ત્રણ પ્રકારની આરાધના બતાવી છે. જ્ઞાનની આરાધના, દર્શનની આરાધના અને ચારિત્રની આરાધના. આ આરાધનાનાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને કનિષ્ટ એમ બીજા ત્રણ ભેદ કરવામાં આવ્યા છે. કેઈને ભલે કનિષ્ટ જ્ઞાન હોય છતાં જો તે જ્ઞાનાનુસાર જ્ઞાનનું બહુમાન કરે છે તે જ્ઞાનને આરાધક છે, પરંતુ કેઈને ઉત્કૃષ્ટ જ્ઞાન પણ હેય છતાં જે તે જ્ઞાનાનુસાર જ્ઞાનનું બહુમાન કરતા ન હોય તે તે વિરાધક છે.
ચારિત્રમાં જ્ઞાન અને દર્શન બનેને સમાવેશ થઈ જાય છે. મતલબ કે, જે ચારિત્રના આચારમાં સહાયતા આપનાર જ્ઞાનાદિ ગુણની સાથે ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે તે જ કુશીના માર્ગથી અળગે છે; તે જ મહાનિગ્રંથના એ મહામાર્ગ ઉપર ચાલનારે છે અને તે જ વિપુલ, ઉત્તમ અને ધ્રુવ એક્ષસ્થાનને પહોંચાડે છે. ચારિત્રનું ફલ આ જ છે.
શ્રી. ભગવતી સૂત્રમાં એ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે, રંકને શો ! fઉં ? અર્થાત-હે! આર્ય ! સંયમનું શું ફળ છે? આ જ પ્રમાણે તન ! ઉ ? અર્થાત- હે! આર્ય! તપનું શું ફળ છે? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે,
संजमेण अज्जो! अनास्सवफलं, तवेण अज्जो! वोदानफलं । અર્થાત-હે! આર્ય! સંયમનું ફળ અનાશ્રવ છે અને તપનું ફળ પૂર્વકને નષ્ટ કરવાં એ છે.
જ્યારે સંયમદ્વારા નવા કર્મો બંધાતાં અટકી જાય છે અને તપદ્વારા પહેલાંનાં કર્મો નષ્ટ થઈ જાય છે તે પછી મેક્ષ સિવાય બીજું બાકી શું રહે? એ દશામાં મેક્ષ જ મળે છે અને ભગવાને પણ મુક્તિને આ જ માર્ગ પ્રરૂપ્યો છે. આ પ્રમાણે સંયમથી મુક્તિ જ મળવી જોઈએ. પરંતુ સાધુઓ સ્વર્ગમાં પણ જાય છે તેનું શું કારણ? પહેલાના શ્રાવકેએ.
Page #628
--------------------------------------------------------------------------
________________
વી પ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૫૮૭
મેાક્ષ છે
આ પ્રશ્ન સ્થવિસની સામે મૂક્યા અને પૂછ્યું કે, જ્યારે તપ અને સયમનું ફળ તે પછી સાધુએ કયા કારણે સ્વમાં જાય છે? સ્થવિરાએ આ પ્રશ્ન વિષે ધણા વિચાર કર્યાં છે અને કાઈ એ કાંઈ તથા કાઈ એ કાંઈ ઉત્તર આપ્યા છે પણ બધાના સાર એ જ છે કે, સંયમમાં ઉત્કૃષ્ટ પરાક્રમનું ફળ તે મેક્ષ જ છે, પણ જ્યારે સંયમમાં ઉત્કૃષ્ટ પરાક્રમ હાતા નથી ત્યારે સ્વમાં દેવભૂમિમાં વિશ્રામ કરીને મેક્ષે જાય છે.
માને કે, એ માણસે સુખાઈ જવા માટે નીકળ્યા. એકની પાસે ચાલાક ઘેાડા હતા. એટલે તે માર્ગોમાં કયાંય રાકાયા વિના સીધ મુંબઈ પહેોંચી ગયા પણ ખીજાની પાસે એવા ચાલાક ઘેાડા ન હતા, એટલે તે માર્ગમાં વિસામા લેતા લેતા મુખઈ પહેાંચ્યા; અર્થાત્ માર્ગોમાં તેને વિશ્રામ લેવા પડ્યે શક્તિ ન હેાવાને કારણે માર્ગોમાં વિશ્રામ લેવા જ પડે છે. છતાં તે ખીજો પથિક પણ મુંબઈ ના જ હતા.
આ જ પ્રમાણે ભગવાનને માતા મુક્તિને જ છે અને મુક્તિના જ છે. તેમણે સ્વ તે માટે ઉપદેશ આપ્યા નથી; છતાં જતાં સ્વર્ગમાં પણ એ કારણે જાય છે કે, તેમનામાં સરાગતા રહી હેતી નથી. સરાગતા રહેવાથી શુભ યાગ અને શુભ બંધ થાય છે આ પ્રમાણે સયમના થી સ્વગે નહિ પણ સગના રહેવાથી આ રાગ અવનતિ કરના। નહિ પણ ઉન્નતિ કરનારા જ છે.
સાધુએ
ભગવાનને ઉપદેશ પણ. સીધા મેલ્સે ન જાય છે; વીતાગતા આવી જેથી તે સ્વગે જાય છે. સ્વગે જાય છે; તેમ છતાં
જાય છે.
જ્યારે સાધનમાં અંતર પડી જાય છે ત્યારે સિદ્ધિમાં પણ અંતર પડી જ જેમકે પાતંજલિ યોગદનમાં કહ્યું છે કે, વીતરાગનું ધ્યાન કરવાથી યાગની સિદુિં થાય છે. આમ કહ્યું છે પણ બધા લેાકા એકદમ એમ કરી શકતા નથી. એટલા માટે વીતરાગના ધ્યાનના પણ તે જ પ્રમાણે ભેદેપભેદ કરવામાં આવ્યા છે; જે પ્રમાણે જૈન શાસ્ત્રમાં ચારિત્રના આરાધનાદિ ૮૧ ભેદ કરવામાં આવ્યા છે. જે કાઈ જે ભેદથી સાધનના ઉપયાગ કરે છે તેની સિદ્ધિમાં પણ તેવું જ અંતર પડી જાય છે.
અનાથી મુનિ કહે છે કે, હે! રાજન! જ્યારે આત્મા કુશીલાને માર્ગ છેડી દ ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે ત્યારે તેનામાં જરાપણ આશ્રવ રહેતા નથી. ઈર્યાવહી ક્રિયા પણ તેરમા ગુણસ્થાન સુધી જ રહે છે, ચૌદમા ગુણસ્થાને પહેાંચ્યા બાદ તે ક્રિયા પણ છૂટી જાય છે અને તેથી તે અત્યુત્તમ (વિપુલ ઉત્તમ) અને ધ્રુવ સ્થાન મુક્તિને પામે છે અર્થાત્ તે સિદ્ધ, યુદ્ધ અને મુક્ત બની જાય છે.
મુક્તિને વિપુલ, ઉત્તમ અને ધ્રુવ કહેવામાં આવી છે તેનું શું કારણ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, મુક્તિનું ક્ષેત્ર ૪૫ લાખ યેાજનનું અનાદિ કાળથી છે અને આ સંસાર પણ અનાદિ કાળથી છે. આ ઉપરથી કાઈ એમ કહે કે, સિદ્ધિ અને સંસારમાં પહેલાં કાણુ છે અને પછી કાણુ છે ? પ્રશ્ન કરનાર એમ કહે કે, જે મુક્ત થયા છે તે આ સંસારમાંથી જ મુક્ત થયા છે. એટલા માટે પહેલાં સંસાર અને પછી મુક્તિ છે. પરંતુ આને માટે શાસ્ત્ર એમ કહે છે કે, સોંસાર અને મુક્તિ બન્ને અનાદિ કાળથી છે અને એ કારણે એમાં આગળ પાછળને કાંઈ ક્રમ નથી.
છે
Page #629
--------------------------------------------------------------------------
________________
૫૮૮].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસ
કહેવાનું એ છે કે, તે મુક્તિનું સ્થાન ૪૫ લાખ એજનનું જ છે અને અનન્ત છે એ મેક્ષસ્થાને ગયા છે, જાય છે અને જશે છતાં તે સ્થાન નાનું પડતું નથી. તે સ્થાન નાનું કેમ પડતું નથી તે એને માટે એમ સમજો કે, કોઈ એક મકાનમાં એક દીપકને પ્રકાશ છે પણ જે તે જ મકાનમાં દશ, પચાસ કે હજાર દીપકનો પ્રકાશ કરવામાં આવે છે, શું એ અધિક દીપકના પ્રકાશને જગ્યાની સંકડાશ પડશે ખરી ? વધારે દીપકના પ્રકાશને સંકડાશ પડી શકે નહિ એટલું જ નહિ પણ સૂર્યના પ્રકાશને પણ એ મકાનમાં જરાપણ સંકડાશ પડી શકે નહિ. આ જ વાત મુક્તિના સ્થાન વિષે પણ સમજે. ૪૫ લાખ જેનનું સ્થાન હોવા છતાં ગમે તેટલા સિદ્ધો થાય તો પણ તેમને સ્થાનની સંકડાશ પડી શકે નહિ અને એ જ કારણે એ સ્થાનને વિપુલ કહેવામાં આવ્યું છે.
અનાથી મુનિએ રાજા શ્રેણિકને એમ કહ્યું છે કે, હે! રાજન ! કુશલેને માર્ગ, છોડી તું મહાનગ્રન્થના માર્ગે ચાલ. પણ અત્રે પ્રશ્ન એ થાય છે કે, રાજ સાધુ ને તે તેમ તે સાધુ થતું ન હતા છતાં તેને આમ કેમ કહેવામાં આવ્યું ? તેને આ પ્રકારને ઉપદેશ આપવાથી શું લાભ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જો આ ઉપદેશ કેવળ સાધુઓને માટે જ ઉપયોગી અને ગૃહસ્થને માટે ઉપયોગી ન હોત તો અનાથી મુનિ રાજાને આ , ઉપદેશ કદાપિ સંભળાવત નહિ. આ ઉપદેશ સાધુઓ અને ગૃહસ્થ બધાને માટે સમાન ઉપયોગી છે. જે મોક્ષે જવાની ઈચ્છા રાખે છે તે મેક્ષનું ભલે થોડું જ સાધન કરી શકે પણ તેનું સાધન ઠીક હોવું જોઈએ, ઊલટું હોવું ન જોઈએ. જેમકે બરાબર રીતે પકડવામાં આવેલા શસ્ત્રધારા તે રક્ષા થઈ શકે છે પણ જે તે જ શસ્ત્રને ઊલટું પકડવામાં આવે તે તે જે શસ્ત્ર સ્વઘાતક બની જાય છે. આ જ પ્રમાણે મેક્ષને માટે ભલે થડે પરાક્રમ, કરવામાં આવે પણ તે પરાક્રમ ઊલટે હવે ન જોઈએ પણ ભગવાનની આજ્ઞાનુસાર હોવો જોઈએ. એમ કરવાથી આજે તમે જે સ્થિતિએ છો તેથી આગળ વધી શકશે પણ પાછી પડશો નહિ. એટલા માટે તમારે પણ વિચારવું જોઈએ કે, અમે કુશલેના માર્ગે ન ચાલીએ પણ તે માર્ગને ત્યાગ કરીએ તો અમારે ગૃહસ્થાશ્રમ સુધરી જશે, બગડશે નહિ.
કેટલાક લેકે એમ કહે છે કે, જે અમે કુશીનો માર્ગ છોડી દઈએ તે અમારે ભૂખ્યા જ મરવું પડે. અમે ગૃહસ્થ છીએ અને આજનો જમાનો એવો છે કે જે પિલીસી” કરે છે તે જ પોતાનું પેટ ભરી શકે છે. સીધા ઝાડને બધા તોડી નાંખે છે પણ વાંકા ઝાડને કઈ કાપતું નથી. એટલા માટે આ જમાનામાં તે કુશીલોને માર્ગ કેમ છોડી શકાય? કહેવત પણ છે કે –“ોટી ખાની શક્કર સે, દુનિયા ઠગની મકર સે.” આ જમાને જ કપટને છે એટલા માટે કપટ વિના અમારું ભરણપોષણ કેમ થઈ શકે?
આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, તમે લેકો જો વિવેક રાખશે તે તમને આવો વિચાર જ નહિ આવે. જો તમે અદ્રશ્ય શક્તિ ઉપર વિશ્વાસ રાખો અને ધર્મના બળને માને તે પછી આ પ્રકારનો પ્રશ્ન જ ઉભો નહિ થાય. સંસારનું કામ સરળતાથી જ ચાલી શકે છે; ઉદાહરણ તરીકે પાંચ અને પાંચ દશ થાય છે. આ વાત સરલ છે પરંતુ કોઈ એમ કહે કે, આજના જમાનામાં સરલ વાતથી કામ ચાલી શકતું નથી એટલા માટે પાંચ અને પાંચ દશ ન બતાવતાં અગ્યાર બતાવવામાં આવે તે શું તે ઠીક કહેવાય ? શું આ પ્રકારની વાતથી કામ ચાલી શકે છે ? નિશાળમાં શું આવી શિક્ષા આપવામાં આવે
Page #630
--------------------------------------------------------------------------
________________
વી પ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૫૮૯
છે? સંસારના વ્યવહાર સાચા ગણિતથી જ ચાલે છે. ખાટા. ગણિતથી ચાલતા નથી. જ્યોતિષના ગણિતમાં થોડી પણ ભૂલ થઈ જાય તેા હિસાબ જ ખાટા થઈ જાય. સંસારમાં ભલે અસત્યના વ્યવહાર પણ થતા હાય છતાં સંસારનું કામ અસત્ય ગણિત કે અસત્ય કામથી જ ચાલે છે એમ કહી શકાય નહિ. આ જ પ્રમાણે સંસારનું કામ પણ કુશીલાના માગે ચાલવાથી જ ચાલી શકે છે એમ માનવું એ પણ ભૂલ છે. ભગવાન કહે છે કે, સંસાર વ્યવહાર સત્ય અને સરલતાથી જ ચાલી શકે છે. આજે તમે સત્ય અને સરલતાના વ્યવહારમાં ભલે કષ્ટો . માનતાં હા પણ સત્ય અને સરલતાના વ્યવહારથી તમારા આત્મા કઈ દિવસ હાનિમાં પડી શકતા નથી. આથી ઊલટું સત્ય અને સરલતાના વ્યવહારથી જ આત્મા પોતાનું કલ્યાણ સાધી શકે છે.
સુદશન ચરિત્ર—૬૫
સુદર્શનના ચરિત્રમાં પણ આજ વાત બતાવવામાં આવી છે. અભયાએ અસત્ય અને અસરલતાને વ્યવહાર કર્યાં તે આખરે તેને પશ્ચાતાપ કરવા જ પડયેા. બીજી બાજુ સુતે સત્ય અને સરલતાના જ વ્યવહાર કર્યાં તે તેમણે પોતાના આત્માનું તે। કલ્યાણ કર્યું પણ સાથે સાથે અભયાને પણ આત્મસુધાર કર્યાં. આ પ્રમાણે સત્ય અને સરલતામાં ઘણી શક્તિ રહેલી છે. સત્ય અને સરલતાથી આત્મસ્ખલ વધે છે અને આત્મબલની સમાન ખીજાં કાઈ ખલ નથી. સુદઈનના આત્મખલના પ્રતાપથી શૂળીનું સિંહાસન બની ગયું હતું. અને એ જ ભવમાં મેાક્ષની પ્રાપ્તિ થઈ શકી હતી. એટલા માટે સત્ય અને સરલતાની નિંદા અને ફૂડકપટની પ્રશંસા ન કરે. દુનિયામાં ભલે કૂટકપટના ફેલાવા થઈ રહ્યો હાય છતાં કાઈ પણ ધર્મના ગ્રન્થમાં એમ કહેલું નથી કે કૂડકપટ કરવું એ ધર્મ છે અથવા ફૂડકપટ કરવું જોઈએ. બધાં ધર્મશાસ્ત્રાએ અને નીતિકારાએ ફૂડકપટની નિંદા જ કરેલ છે છતાં જે જેવું કરે છે તે તેવું ફળ પામે છે.
અભયાએ રાણીના ભવમાં તથા વ્યન્તરીના ભવમાં મહાત્મા સુદર્શનને ધણું કષ્ટ આપ્યું હતું છતાં એ મહાત્માને ધન્ય છે કે તેમણે બધાં કષ્ટોને સમતાપૂર્ણાંક સહન કર્યા અને કષ્ટ આપનાર અભયાને પણ પવિત્ર કરી દીધી. એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે, વીતરાગમાં ચિત્ત એકાગ્ર કરવાથી ન જાણે કયા વખતે શું થઈ જાય છે ? એ વાત જ નિચનીય છે.
વ્યન્તરી કહે છે કે, મેં અનેક પાપા કર્યા છે પણ હવે હું આપના શરણે આવી છું. દીન કે। દયાલુ દાની સરા ન કોઈ,
તૂ દયાલુ હીન હેા તૂ દાની હા ભિખારી;
હા પ્રસિદ્ધ પાતકી તૂ પાપપૂજહારી. દીન નાથ તૂ અનાથ કે અનાથ કૌન મેસેાં, મા સમાન આરત નાહિં આરતહાર તાસે.
દીન॰
આ વાત જે તમને સંભળાવું છું તે તમારા માટે પણ છે અને મારા આત્મા માટે પણ છે. અભયા પણ આ પ્રકારની પ્રાર્થનાથી સુધરી ગઈ તે આપણે કેમ સુધરી નહિ શકીએ ? અભયા મહાપાતિકની હતી પણ તેણીએ પાપ છુપાવ્યું નહિ તે। તે પવિત્ર બની
Page #631
--------------------------------------------------------------------------
________________
પ૯૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ
ગઈ. આ ઉપરથી તમે તમારા વિષે જુઓ કે, તમે શું કરે છે ? સાધુ-સાધ્વી કે, શ્રાવકશ્રાવિકા કેઈએ પણ પિતાનું પાપ. દબાવી કે છુપાવી રાખવું ન જોઈએ. કારણ કે, દબાએલુંછુપાવેલું પાપ ભયંકર હાનિ કરનારું હોય છે. તમે અભયાન જેવું ભયંકર પાપ કર્યું નહિ હેય પરંતુ સાધારણ પાપ તે કર્યું જ હશે. એ સાધારણ પાપને પણ દબાવી ન રાખે કિન્તુ પ્રગટ કરી દે.
માને કે કઈ માણસને ભાલું લાગ્યું અને તેની અણી શરીરમાં ખૂચી ગઈ પરંતુ તે માણસે ઓપરેશન કરાવી તે અણુ કઢાવી લીધી. જ્યારે બીજા માણસને જે કાંટે જ પગમાં લાગ્યો હતો પરંતુ તેણે તે કાંટાને બહાર કઢાવ્ય નહિ પણ દબાવી રાખ્યો હવે આ બેમાંથી હાનિ અને કષ્ટ કેને વધારે થશે? આ વાતને ઊંડો વિચાર કરી ભલે સાધારણ જ પાપ હોય તે પાપને પણ દબાવીને રાખે. કારણ કે, દબાવી રાખેલું સાધારણ પાપ ભયંકર પાપથી પણ વધારે હાનિ કરનારું નીવડે છે.
ગામ, નગર પુર પાટન વિચરત, ફિયા ધમ ઉદ્ધાર;
ભવ્ય જીવ તાર મુનિજી, પહુંચે મેક્ષ મંઝાર રે. ધન ૧૩ ભગવાન સુદર્શને જે અંતિમ દેશના આપી હતી તેને દેવોએ હર્ષ પૂર્વક સાંભળી. આ દેશના સાંભળવાથી સૌથી વધારે લાભ તે અભયાને થયો. તે જેવી પાપિ હતી તેવી જ ધર્મિણી બની ગઈ. શાસ્ત્રમાં એવાં અનેક ઉદાહરણો મળે છે કે જેમાં દુરાત્માઓ પણ ઉપદેસ સાંભળ્યા બાદ સુઆત્મા બની ગયા હોય. પ્રભવ ચોર જબુકુમારને ત્યાં ચોરી કરવા માટે, ગયો હતો. પણ સુધર્યા બાદ તે જ મહાત્મા બની ગયો. ચિલાયતી ચેરે પિતાને શેઠની સાથે જ અન્યાય કર્યો હતો અને તેની કન્યાનું માથું કાપી લઈ જઈ રહ્યો હતે. માર્ગમાં તેને મુનિ મળ્યા. તેણે મુનિને કહ્યું કે, મને સારા અને જલદી, કલ્યાણ થાય એવો માર્ગ બતાવે. નહિ તે મારા હાથમાં આ તલવાર છે તે દ્વારા તમારું માથું ઉડાવી દઈશ. મુનિએ, કહ્યું કે, હું તને બહુ જ સરલ માર્ગ બતાવું છું, કે જે માર્ગે જવાથી તારું કલ્યાણ જલ્દી થઈ શકે. ચિલાયતીએ, કહ્યું કે, મને બહુ જ જિજ્ઞાસા છે એટલા માટે મને જલ્દી કલ્યાણને માર્ગ બતાવે. મુનિએ કહ્યું કે, કલ્યાણ કરવાના સરલ માર્ગ તે એ જ છે કે, મન જેમ કહે તેમ ન કરવું, અર્થાત મનના કહ્યા પ્રમાણે ન ચાલવું. ચિલાયતીએ કહ્યું કે, ઠીક હવે હું એ જ પ્રમાણે કરીશ. મુનિ તે ઉપદેશ આપી ચાલ્યા ગયા પણ ચિલાયતી ત્યાં જ બાનસ્થ થઈ ઉભો રહ્યો. જ્યારે મન બીજે કયાંય ચાલ્યું જતું ત્યારે ચિલાયતી મનને કાબુમાં, રિકી રાખો અને તેને કહે કે, હવે હું તારા બતાવેલ માર્ગે ચાલનાર નથી. તેના શરીર ઉપર લેહીની જે ધાર ચાલી હતી તેના ઉપર કીડીઓ ચેટી ગઈ છતાં તે પિતાના ધ્યાનમાંથી વિચલિત ન થયો; સ્થિર જ રહ્યો અને એ પ્રમાણે તેણે આત્માનું કલ્યાણ સાધી લીધું.
મતલબ કે, મહાત્માઓના સંગથી ઘોર પાપી પણ પવિત્ર થઈ ગયા છે. એનાં અનેક ઉદાહરણે પણ શાસ્ત્રોમાં ઉક્ષિખિત છે. અભયા વ્યન્તરી પણ મહાપાતકિની હતી પણ ભગવાન સુદર્શનના પ્રતાપથી તે પણ સુધરી ગઈ. અભયા તે સુધરી ગઈ પણ તમે તમારું જુએ. તમે પણ કપટને ત્યાગ કરી પવિત્ર બને. શાસ્ત્રમાં કહ્યું છે કે, મારા મિત્રછાદ્રિ અમર સાદિક અર્થાત-કપટ કરનારે જ પાપી છે અને સરળતા રાખનારે જ સમદષ્ટિ છે એટલા માટે છળક્યુટને ત્યાગ કરી સરળ બને.
Page #632
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-'
-
-
-
થાય...
રાજકેટ-ચાતુર્માસ
[પા
ભગવાન સુદર્શને વિચાર્યું કે, હજી મારું આયુષ્ય બાકી છે એટલા માટે જગતનું કલ્યાણ કરવું. આ પ્રમાણે વિચાર કરી સુદર્શન ભગવાન ગ્રામ-નગર, પુર–પાટણમાં વિચરવા લાગ્યા અને જનતાને ધર્મને ઉપદેશ આપી તેમનું કલ્યાણ કરવા લાગ્યા. મહાપુરુષોને એ તે સ્વભાવ જ હોય છે કે, તેઓ પોતાના શરીરને ઉપગ બીજાઓના કલ્યાણમાં જ કરે છે. આ જ પ્રમાણે ભગવાન સુદર્શન પણ જનપદમાં વિચરતાં જનતાને ધર્મને ઉપદેશ દેવા લાગ્યા. તેમના ધર્મોપદેશને પ્રભાવ જનતા ઉપર કે પડતો હશે અને તેમના ઉપદેશથી જનતાનું કેવું કલ્યાણ થતું હશે એ કાણું કહી શકે ?
આપણે પણ આત્માનું કલ્યાણ કરવા માટે પિતાની શક્તિ ભગવાન સુદર્શનને અનન્ય ભાવે સમપી દેવી જોઈએ અર્થાત આ સંસાર ઉપર જે મોહ છે તે પરમાત્માને સોંપી દે જોઈએ; એમ કરવાથી અપૂર્વ શાતિ પ્રાપ્ત થશે અને આત્માનું કલ્યાણ પણ થશે. કેવલી થયા બાદ ક્ષે જવામાં–મુક્ત થવામાં કઈ પ્રકારને સંદેહ રહેતું નથી છતાં પણ કેવલી ભગવાન વિહાર કરે છે. તેઓ જે વિહાર કરે છે તે પૂરેપકાર કરવા માટે જ કરે છે. પરેપકાર કરવા માટે જ સાધુઓ કઈ પ્રકારના બંધનમાં રહેતા નથી પણ જનપદમાં વિચરે છે. આ જ પ્રમાણે તમે પણ તમારી શકિતને પરોપકારમાં ઉપયોગ કરે.
ભગવાન સુદર્શન તેરમા ગુણસ્થાનનું ઉલ્લંઘન કરી ચૌદમાં ગુણસ્થાને પહોંચી મેસે ગયા અને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. આ જ માગે અનંત છ મેક્ષે વાયા છે. મેસે જવાને આ જ માર્ગ છે. તમે પણ આ માર્ગને અપનાવો તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૬ બુધવાર
પ્રાર્થના અરહનાથ અવિનાશી, શિવભુખ લીધે; વિમલ વિજ્ઞાન-વિજ્ઞાસી, સાહબ સી. 4 ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાય; તાલ “સુદન” “વી” માતા, તેહને નષ્ટ કહાયે. ૧
-વિનયચંદ્રજી કુંભટ વીશી
I અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થનાને માર્ગ ઘણે જ વિકટ છે છતાં એ માર્ગે આત્મા એટલે એટલે આગળ વધે છે તેટલો ટલે આત્માને અધિક આનંદ મળે છે.
આત્માનું સ્વરૂપ જાણવું એ પરમાત્માની પ્રાર્થનાનું સાયું રહસ્ય છે. આત્મા, અજ્ઞાનને કારણે પિતાનું સ્વરૂપ ભૂલી ગયો છે અને એમ માનવા લાગ્યો છે કે, હું બહાર જે કાંઈ જઈ રહ્યો છું તે જ હું છું; પણ આત્મા એટલું વિચારતો નથી કે, તે બહાર જે કાંઈ દસ્પરૂપે જોઈ રહ્યો છે તે તે તુચ્છ છે. તેનું સ્વરૂપ આ દશ્ય પદાર્થોથી તદ્દન જુદું જ છે. આત્મસ્વરૂપ સમજવા માટે જ્ઞાનીજના આત્માને સંબંધીને કહે છે કે –
Page #633
--------------------------------------------------------------------------
________________
‘૫૯૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
ચેતન ભજ તૂ અરહનાથને તે પ્રભુ ત્રિભુવનરાયા.
“હે ! ચૈતન્ય આત્મા ! અત્યાર સુધી પરમાત્માને ભૂલી જઈ તે ગંભીર ભૂલ કરી છે. હવે અમારી વાતને ધ્યાનમાં લઈ તારી થયેલી ભૂલ સુધારી લે અને પરમાત્માનું ભજન કર; કારણ કે, ભગવાન અરહનાથ ત્રિભુવનના સ્વામી છે. તારે તા એ ત્રિભુવનના સ્વામી અરહનાથની જ મુલાકાત કરવી જોઈ એ. તારું અને તેમનું સ્વરૂપ એક.જ છે એટલા માટે તારે તેમને જ મળવું જોઈ એ. તું પોતે જ પાતાના કર્તા છે અને બહારના બધાં પદાર્થો તારા સહાયક છે. તું તે એ બધા પદાર્થો પાસેથી કામ લેનાર સ્વામી છે. છતાં તું આ વાતને ભૂલી જઈ સ્વામી હોવા છતાં તે પદાર્થોને વશ થઈ રહ્યો છે અને એ પદાર્થીની સાધનેાની સાથે અહીંતહીં ભટકી રહ્યો છે. માટે તું અજ્ઞાનને દૂર કરી જરા જો કે તારાં આ સાધને તને કઈ બાજુ લઈ જઈ રહ્યાં છે? વાસ્તવમાં તારે કઈ બાજુ જવું જોઈ એ, અને તારાં આ સાધના તને કઈ બાજુ લઈ જઈ રહ્યાં છે તે તું બરાબર જો. આમ બરાબર જોવાથી જ તું પેાતાના સ્વરૂપને સમજી ભવિષ્યની ગતિ માટે દિશા પરિવર્તન કરી શકીશ.”
[ આસે
આત્મા કાને આધીન થઈ કેવી રીતે કઈ બાજુ જઈ રહ્યો છે એ બતાવવા માટે પૂર્વાચાર્યોએ એક સુંદર કલ્પના કરી છે. તેમની કલ્પના એવી છે કે, એક રથ છે, તેને ઘેાડાઓ જોડવામાં આવેલ છે. ધેાડાની લગામ સારથીના હાથમાં છે, તે રથના માલિક રથમાં બેઠેલ છે અને રથને સારથી ચલાવી રહ્યો છે. જો રથમાં બેઠેલા રથના માલિક સાવધાન હશે તે તે સારથીને એમ જ કહેશે કે, મારે અમુક જગ્યાએ જવું છે માટે રથને તે બાજુ જ હુંકારજે. રથના સ્વામીએ આ પ્રમાણે સાવધાન રહેવું જ જોઈ એ. સારથીના પણ એ જ ધર્મ છે કે, રથીની સૂચનાનુસાર રથને ચલાવે અને ધેડાઓને લગામદારા કાજીમાં રાખી યશેષ્ટ સ્થાને રથને લઈ જાય. આ પ્રમાણે જો રથી સાવધાન હશે, જો સારથી રથીની સૂચનાનુસાર રથને ચલાવતા હશે, જો લગામદ્વારા ઘેાડાઓને સારથી કાજીમાં રાખતા હશે અને ધેડાએ જો જાતવંત હશે તે તેા રથીને યથાસ્થાને લઈ જવામાં કાઈ પ્રકારની મુશ્કેલી આવી શકશે નહિ. આથી વિપરીત જો રથને સ્વામી અસાવધાન હેાય, જો સારથી સ્વચ્છંદ હાય અને મરજી મુજબ રથને ચલાવતા હાય, જો ઘેાડાઓની લગામ બરાબર કાબુમાં રાખવામાં આવતી ન હોય અને ધાડા પણુ અડીયલ ટટ્ટુ હેાય તેા તે રથ અને તેની સાથે જ સારથી તથા તેને માલિક યચેષ્ટ સ્થાને પહેાંચવાને બદલે રસ્તામાં જ પડી જાય.
કરી છે.
આ ઉદાહરણ આત્માને પણ લાગુ પડે છે. આત્મા પણ એક રથી છે કે જે આ શરીરરૂપી રથમાં બેઠેલા છે. ઉપનિષમાં કહ્યું છે કેઃ—
आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव च । बुद्धिन्तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ॥ इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् । . आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ॥
અર્થાત્—હે ! બુદ્ધિમાને ! આ શરીર એક રથની સમાન છે. આ શરીરમાં બેઠેલા આત્મા આ શરીરને રથી છે. નિશ્ચયાત્મક બુદ્ધિવિવેક એ આ શરીરરૂપી રથને સારથિ છે. મન એ આ શરીરરૂપી રથમાં જોડેલા ધાડાઓની લગામ છે અને ન્દ્રિયા આ શરીર
Page #634
--------------------------------------------------------------------------
________________
વદી ૬
રાજક્રાટ-ચાતુર્માસ
[૫૩
રૂપી રથના ઘેાડાએ છે. જે પ્રમાણે લગામના ઈશારાથી ધાડાઓ દાડે છે તે જ પ્રમાણે આ શરીરરથમાં જોડવામાં આવેલા ઇન્દ્રિયારૂપી ધાડા પણ મનરૂપી લગામના ઇશારાથી દાઢે છે પણ ઇન્દ્રિયા સ્વચ્છંદ થઈ ને જે જે વિષયેાની તરફ દાડવા લાગે છે તે મા ઇન્દ્રિયાના છે, આત્મારૂપી રથીને તે મા` નથી. આત્મારૂપી રથી વિષયાના માર્ગે જવા ચાહતા નથી પણ મનરૂપી લગામ ઢીલી અને ઇન્દ્રિયારૂપી ઘેાડાઓ સ્વચ્છંદ છે. એટલા માટે એમ થવું સ્વાભાવિક છે.
ઇન્દ્રિયારૂપી ઘેાડાએ મનરૂપી લગામથી વશ છે અને એ મનરૂપી લગામને ક્રાણુમાં રાખનાર મુદ્ધિ સારથિ છે. એ મુદ્ધિ આત્મારૂપી સ્થીના સારથિ છે. એટલા માટે મુદ્ધિને આત્માધીન રાખવી જોઈ એ. જો રથી સાવધાન હૈાય તે તે સારથિને પેાતાને અધીન રાખી શકે છે અને એમ કહી શકે છે કે, · હે ! સારથિ ! મારે અમુક જગ્યાએ જવું છે માટે રથને તે રસ્તે હંકારજે, ઊલટે માગે` `કારીશ નહિ.' જે આત્માથી આ પ્રમાણે સાવધાન હાય, અને બુદ્ધિ—સારથિને પેાતાની અધીનતામાં રાખે તે આ શરીરરૂપી રથની સહાયતાથી આત્મા યુથેષ્ટ સ્થાનને પ્રાપ્ત થઈ શકે છે અર્થાત્ કલ્યાણ સાધી શકે છે.
આત્માને આ શરીરરૂપી રથ મળ્યા છે. એટલા માટે એ રથને કઈ દિશામાં લઈ જવા જોઈ એ એના તમે વિચાર કરી. આને માટે સ`પ્રથમ એ વિચારા કે તમારે દુર્ગતિ જોઈ એ કે સદ્ગતિ ? દુર્ગાતિ તે કાઈ પણ ચાહતું નથી. બધા એમ જ કહેશે કે, અમારે સદ્ગતિ જ જોઈએ, પણ તમેા સદ્ગતિ તા ચાહે છે પરંતુ તમે શું કરી રહ્યા છે અને તમારા રથ કઈ બાજુ જઈ રહ્યો છે તેના વિચાર કરા. તમારા આત્મા અસાવધાન, શુદ્ધિ પાગલ, મન ઇન્દ્રિયાને અન્નીન અને ઇન્દ્રિયા સ્વચ્છ ંદ તા થઈ રહી નથી ને ? જો એમ હોય તેા એ દશામાં સદ્ગતિ કેમ મળી શકે ? જ્યારે આત્માને સાવધાન કરા, બુદ્ધિને નિશ્ચયાત્મક અને આત્માને સ્વાધીન કરેા અને ઇન્દ્રિયાને સ્વચ્છંદ ન બનાવતાં મનને વશ કરે ત્યારે જ સદ્દ્ન ગતિ પ્રાપ્ત થઈ શકે; અર્થાત્ આત્મા પેાતાનું કલ્યાણ સાધી શકે.
તમે ‘નમેાથું’ તે। પાઠ ખેાલતાં ભગવાનને માટે એમ કહેા છે કે, ભગવાન ધના સારથિ છે. જ્યારે ભગવાનને સારિથ બનાવવામાં આવે ત્યારે આત્માનું કલ્યાણુ થવામાં કાંઈ સંદેહ હોઈ શકે ખરા! અને કૃષ્ણને કહ્યું હતું કે, હું ! કૃષ્ણ ! આપ મારા સારથિ છે એટલે મારી હાર કેમ થઈ શકે ? આ જ પ્રમાણે જ્યારે ભગવાન સારથિ હાય ત્યારે દુર્ગાંતિ કેમ થઈ શકે ? પણ સદ્ગતિ કે મુક્તિ ત્યારે જ મળી શકે કે, જ્યારે ભગવાનને સારથિ અનાવવામાં આવે અર્થાત્ બુદ્ધિ ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે. જે પ્રમાણે વાસુદેવના ગરુડધ્વજ રથ પ્રસિદ્ધ છે તે જ પ્રમાણે આ મનુષ્ય શરીરરૂપી પ્રસિદ્ધ રથ આત્માને મળ્યા છે. આ રથના સારથિ ભગવાનને બનાવવામાં આવે અર્થાત્ જે સારથિનું કામ કરી રહી છે તે બુદ્ધિને અત્યારથી ભગવાનને સર્પત કરી દેવામાં આવે તેા કલ્યાણુ થવામાં શું વિલંબ લાગે ખરા ? અને આવું મનુષ્યશરીર પ્રાપ્ત થવા છતાં પણ જો આત્માનું કલ્યાણ કરવામાં ન આવે તે પછી કલ્યાણુ ક્યારે થઈ શકશે ?
આ સમ્પ્રદાયમાં રઘુનાથજી મહારાજ નામના એક તેજસ્વી મહાત્મા થઈ ગયા છે. તે તપસ્વી હતા. એકવાર જોધપુરમાં રઘુનાથજી મહારાજે ત્યાંના સીંધીને કહ્યું કે, “ સીંઘીજી!
૩૦
Page #635
--------------------------------------------------------------------------
________________
૫૯૪]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો ધર્મધ્યાન કાંઈ કરે છે કે નહિ ?” સીંધીજીએ ઉત્તર આપ્યો કે, “મહારાજ ! પહેલાનાં ભવમાં ખૂબ ધર્મધ્યાન કરી આવ્યા છીએ એટલે જ આ ભવમાં જાગીર મળી છે, ઊંચું કુળ મળ્યું છે અને સારા ઘરની સ્ત્રી પણ મળી છે. તેથી અત્યારે તે આગળના ભવમાં ધર્મધ્યાન કરેલું છે તેનો ઉપભોગ કરીએ છીએ. એટલે હમણાં ધર્મધ્યાન કરવાની શી જરૂર છે ?” ત્યારે રઘુનાથજી મહારાજે કહ્યું કે, “એ તે ઠીક છે કે તમે પહેલાં ધર્મધ્યાન કર્યું છે એનું ફલ અત્યારે મળી રહ્યું છે અને તે બધા જોઈ રહ્યા છે પણ જે હવે ધર્મકરણ ન કરી અને મરીને કુતરા થયા તે આ મકાનમાં આવવા દેશે ? ” સીંઘીજીએ જવાબ આપ્યો કે, “ના, એ દશામાં તો, આવવા નહિ દે.” ત્યારે રઘુનાથજી મહારાજે કહ્યું કે, “અમે એટલા જ માટે ધર્મધ્યાન કરવાનું કહીએ છીએ. પહેલાં ધર્મધ્યાન કર્યું એનું ફળ તે અત્યારે જોગવી રહ્યા છો, પરંતુ ભવિષ્ય માટે પણ કાંઈક સારી કરણી કરે. આ મનુષ્યજન્મ મળ્યો છે છતાં ધર્મધ્યાન ન કર્યું તો શું પછી કૂતરા કે બિલાડીના ભાવમાં ધર્મધ્યાન થઈ શકશે ?”
આ જ વાત તમે તમારા વિષે પણ સમજે. જો આ મનુષ્યજન્મ પામીને પણ આત્માનું કલ્યાણ ન કર્યું તે પછી ક્યારે કરશે ! એટલા માટે આ મનુષ્ય શરીરધારા આત્માનું કલ્યાણ કરે. અનાથી મુનિનો અધિકાર–૬૬
અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે કે, “હે ! રાજન ! કુશીલેને માર્ગ છોડી મહાનિઝ ચૅના માર્ગે ચાલ.”
જે કે રાજા શ્રેણિક સાધુ થતું ન હતું પણ તે મુક્તિ અભિલાષી તે હતું જ. આત્માને મુક્તિધામમાં પહોંચ્યા વિના શાન્તિ મળી શક્તિ નથી; એટલા માટે બધાએ મુક્તિની જ અભિલાષા રાખવી જોઈએ. કદાચિત્ આ ભવમાં જ તમે મુક્ત થઈ ન શકે તો પણ જો મુક્તિને પ્રાપ્ત કરવા પ્રયત્ન ચાલુ રહે અને મુક્તિ તરફ જ ગતિ કરવામાં આવે તે મુક્તિ આ ભવમાં નહિ તો અન્યભવમાં મળશે જ. બલ્કિ મુક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ચાલુ રાખવાથી મુક્તિને પ્રાપ્ત કરી એમ જ કહેવાશે. શાસ્ત્રમાં કહ્યું છે કે – જિ લામાને વરે અર્થાત-જે કાર્યને પ્રારંભ કરવામાં આવ્યો છે તે કાર્યને પૂરું થએલું સમજે અને જેણે ચાલવા માંડયું છે તેને પહોંચેલો સમજે. ' મને કે, એક માણસ મુંબઈ ગયા છે અને બીજે માણસ મુંબઈ જવા માટે રવાના થયું છે. જે પહેલે ગમે છે તે તે મુંબઈ પહોંચી ગયા છે પણ બીજો માણસ જે હજી ઘરમાંથી નીકળ્યો જ છે તેને માટે મુંબઈ હજી દૂર છે છતાં કોઈ એ બન્ને ક્યાં ગયા એમ પૂછે તે એ બન્નેને માટે એમ જ કહેવાશે કે તેઓ મુંબઈ ગયા છે. અર્થાત જે જ્યાં જવા માટે નીકળ્યો તે તરફ પ્રસ્થાન કરનારને માટે એમ જ કહેવામાં આવશે કે તે યથાસ્થાને પગ મૂકી રહ્યો છે. આ જ પ્રમાણે એક માણસ મુંબઈથી રાજકોટ આવવા માટે નીકળ્યો છે. હજી તે મુંબઈમાં જ છે છતાં તાત્ત્વિક દષ્ટિએ તે તેને માટે તે રાજકેટ જ સમીપ કહેવાશે. - શુકલ પક્ષની બીજને દિવસે પ્રકાશ ઓછો થાય છે અને કૃષ્ણપક્ષની બીજને દિવસે પ્રકાશ વધારે થાય છે છતાં એકને શુકલપક્ષ અને બીજાને કૃષ્ણ પક્ષ એટલા માટે કહેવામાં આવે છે કે, એકમાં પ્રકાશની વૃદ્ધિ થઈ રહી છે અને તે પ્રકાશની સન્મુખ છે અને બીજામાં પ્રકાશ
Page #636
--------------------------------------------------------------------------
________________
વદી ૬]
રાજકોટ–ચાતુર્માસ
[૫૯૫
વધારે હોવા છતાં પ્રકાશની હાનિ થઈ રહી છે અને તે પ્રકાશથી ઉન્મુખ છે. શુકલપક્ષમાં બીજને દિવસે પ્રકાશ ઓછો હોય છે પણ તે ક્રમશઃ વધતા હોય છે અને કૃષ્ણપક્ષમાં બીજને દિવસે પ્રકાશ વધારે હોય છે પણ તે ક્રમશઃ ઓછો થતો જાય છે.
અનાથી મુનિ આ જ વાતને દૃષ્ટિમાં રાખી એમ કહે છે કે, ભલે એક જ પગલું ભરે પણ તે મહાનિર્ચન્થના માર્ગે જ ભરે. આ પ્રમાણે ભલે મહાનિર્ગસ્થના માર્ગે એક જ પગલું ભરવામાં આવે છતાં તમારા માટે એમ જ કહેવામાં આવશે કે તમે મુક્તિના માર્ગે જ ચાલી રહ્યા છે!
અનાથી મુનિએ આ વાત જો કે બધાને માટે કહી છે પણ તમારા લેકેની અપેક્ષાએ અમારા-સાધુઓ-ઉપર એ વાતની વધારે જવાબદારી રહેલ છે; કારણ કે અમે ધર્મને માટે જ શિરમુંડન કરાવ્યું છે અને તમારો અને અમારે જે સંબંધ છે તે સંબંધ પણ ધર્મને કારણે જ છે, છતાં બને છે એવું કે, કોઈ કઈ સાધુઓ અને ગૃહસ્થને સંબંધ સંસારને માટે બની જાય છે. એટલા માટે સાધુઓએ આ વિષે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. - અનાથી મુનિએ જે કાંઈ કહ્યું છે તેને સાર એ જ છે કે, જ્ઞાન અને ક્રિયા બનેને જીવનમાં ઉતારવાં. કેટલાક લેકે તો કેવળ જ્ઞાનને જ માને છે અને કેટલાક લેકે કેવળ ક્રિયાને જ માને છે; પણ જૈનશાસ્ત્ર કહે છે કે, જ્ઞાન અને ક્રિયાના સમન્વયની આવશ્યક્તા છે. બન્નેને સમન્વય થાય તે જ કલ્યાણ થઈ શકે. જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે અને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. જે પંગુ-લંગ હોય છે તે જોઈ તે શકે છે પણ ચાલી શકતા નથી પરંતુ જે આંધળો હોય છે તે ચાલી તે શકે છે પણ જોઈ શકતા નથી. પણ જે બન્ને એકબીજાની સહાયતાથી કામ કરે તે બન્ને ચાલી પણ શકે છે અને યથેષ્ટ સ્થાને પહોંચી શકે છે. આ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું –
માને કે, એક સંઘે જંગલમાં પડાવ નાખ્યો. એ સંધની સાથે એક લંગડો અને એક આંધળો હતે. રાતના સમયે સંઘના બીજા લોકો તે ઉડીને ચાલ્યા ગયા પણ તે લંગડે અને આંધળો એ બન્ને રહી ગયા. કેવલ એ બે જ માણસો હતા. અને તે સ્થાન જંગલ હોવાથી ભયાનક હતું. સવારે ઉઠીને લંગડાએ જોયું કે, આ બધા લેકે ચાલ્યા ગયા છે અને કેવળ અમે બે જ જણે અહીં રહ્યા છીએ. તે લંગડાએ આંધળાને બધી હકીકત કહી સંભળાવી અને કહ્યું કે હવે શું કરવું! જે આપણે અહીં જ રહીશું તે જંગલના જાનવરો આપણને ફાડી ખાશે. હું સાથીઓ જે માર્ગે ગયા છે તે માર્ગ તે જોઈ શકું છું પણ લંગડો હોવાથી ચાલી શકતા નથી ત્યારે આંધળો કહેવા લાગ્યો કે, હું ચાલી તે શકું છું પણ જોઈ શકતા નથી.
તે વખતે જે તેઓ બન્ને સંપી ન જાય તે તેઓ બને ત્યાં જ રહી જાય અને જંગલી પશુઓ તેમને ફાડી ખાય; પણ બન્નેએ સંપીને એવો વિચાર કર્યો કે, આપણામાં એકને ચાલવાની શક્તિ છે અને એકને જોવાની શક્તિ છે. એટલા માટે આ બન્ને શક્તિને સમન્વય કરી આપણે જંગલમાંથી બહાર નીકળી જવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી આંધળાએ લંગડાને પિતાની કંધે બેસાડી દીધો અને લંગડો તેને માર્ગ બતાવવા લાગ્યો. લંગડો માર્ગ બતાવતે જતે હતો અને આંધળે ચાલતે જતા હતા. બન્નેને એક જ સ્થાને જવાનું હતું એટલા માટે બન્ને પિતાપિતાની શક્તિને સમન્વય કરી યથેષ્ટ સ્થાને પહોંચી ગયા. '
Page #637
--------------------------------------------------------------------------
________________
૫૯૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
જ્ઞાન અને ક્રિયા વિષે પણ એમજ સમજો. કાઈ કહે છે કે, જ્ઞાન હૈાય તે। પછી ક્રિયાની શી જરૂર છે અને કાઈ એમ કહે છે કે, બડબડ કરવાથી અને જ્ઞાનને પ્રાપ્ત કરવાથી શા લાભ છે? આપણે તે ક્રિયા જ કરવી. જો કે લક્ષ્ય તા બન્નેનું આત્મકલ્યાણ સાધવાનું છે, પણ બન્નેમાં કુસંપ હાવાથી—કૈવલ એક એક શક્તિ હેાવાને કારણે બન્નેમાંથી કાઈ લક્ષ્ય પ્રાપ્ત કરી શકતું નથી. લક્ષ્ય તા ત્યારે જ સિદ્ધ થઈ શકે કે જ્યારે બન્નેની શક્તિઓનું એકીકરણ-સમન્વય કરવામાં આવે. શાસ્ત્ર કહે છે કે, જે જ્ઞાન ક્રિયાનું ખંડન કરે છે તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન છે અને જ્ઞાન વિનાની જે ક્રિયા કરવામાં આવે છે તે પણ નકામી છે, લાભ તા ત્યારે જ થઈ શકે કે જ્યારે જ્ઞાનની સાથે ક્રિયા કરવામાં આવે.
વ્યવહારમાં પણ જ્ઞાન અને ક્રિયા બન્નેની કહે કે, સ્વત ંત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. પરંતુ પ્રાપ્ત થઈ શકે નહિ. જ્ઞાન અને ક્રિયા બન્ને હેાય તેા જ સ્વતંત્રતા કડકડતી ભૂખ લાગી છે અને ભાજન કરવું છે પરંતુ ભોજન કૅવી રીતે કરવું એનું પણ જ્ઞાન હાવું જરૂરી છે. આ પ્રમાણે જ્ઞાનપૂર્વક ભાજન કરવાથી જ ભૂખ મટી શકે છે. ભાજન મુખથી જ કરી શકાય છે, કાનદ્વારા ખાઈ શકાતું નથી. આ જ્ઞાન હોય તે જ ભાજન
કરી શકાય છે.
આવશ્યકતા રહે છે. જેમકે કેાઈ માણસ સ્વતંત્રતા કેવળ જ્ઞાનથી કે કેવળ ક્રિયાથી
પ્રાપ્ત થઈ શકે. જેમકે
'
તમે લાકા એ તા જાણેા જ છે કે, મુખદ્રારા ભાજન થાય છે. એનું જ્ઞાન તે બધાને હાય છે પરંતુ સાથે સાથે જે ભેાજન કરવામાં આવે છે તે પથ્ય છે કે અપથ્ય તેનું પણ જ્ઞાન હાવું આવશ્યક છે. જો અપથ્ય ભોજન કરવામાં આવે ત। લોકા પરિણામે રાગી અને દુ:ખી થતાં જોવામાં નથી આવતા ? આ પ્રમાણે વ્યવહારમાં પણ જ્ઞાન અને ક્રિયા બન્નેયની આવશ્યકતા રહે છે, એકથી કામ ચાલી શકતું નથી. જ્ઞાન વિનાની કરવામાં આવેલી ક્રિયા હાનિપ્રદ નીવડે છે. સાથે સાથે ક્રિયાવિહીન જ્ઞાન પણ પોપટીયું જ જ્ઞાન છે. ઉદાહરણને માટે એક માણસે એક પાપટને એમ શીખડાવ્યું કે, · બિલાડી આવે ત્યારે ડરતા રહેવું. ' પોપટ તા ખિલાડી આવે ત્યારે ડરતા રહેવું' એમ રટતા રહ્યો. એકવાર ખિલાડી આવી અને તે પાપઢને પંજામાં પકડી પણ લીધા પણ તે તે એમ જ રટતા રહ્યો કે, બિલાડી આવે ત્યારે ડરતા રહેવું. લાકા કહેવા લાગ્યા કે, ‘અરે! મૂખ પેપટ ! ખિલાડી કયારે આવશે અને તું યારે ડરતા રહીશ ?' આ પ્રમાણે તે પોપટને ‘બિલાડી આવે ત્યારે ડરતા રહેવું' એ જ્ઞાન તે। હતું પરંતુ તે જ્ઞાન સક્રિય—ક્રિયાત્મક ન હેાવાને કારણે તે નાન કાઈ કામનું રહ્યું નહિ, નિષ્ફળ નીવડયુ.
:
.
આજની શિક્ષા પણ પાપડીયા શિક્ષણના જેવી બની રહી છે. જે વસ્તુ ઉપર પેાતાના અધિકાર નથી તે વસ્તુને પેાતાની માનવી અને જે વસ્તુ પોતે બનાવી શકતા નથી એ વસ્તુ મેળવીને અભિમાન કરવું અને જીવનને પરતંત્ર બનાવવું એ પોપટીયું જ્ઞાન છે. ઉદાહરણ તરીકે જે પાઘડી તમે પહેરા છે તે પાધડી બનાવવામાં તમે શું કર્યું છે? શું તમે તે પાઘડીને વણીકે રંગીછે? તમે જે ધેાતીયું પહેરે છે। અને તે પહેરીને અભિમાન કરેા છે તે ધેાતીયાને તમે કાઈ દિવસ બનાવ્યું છે ? જો નહિ ત। પછી તેને પહેરવામાં અભિમાન કેમ કરી શકેા અને પેાતાની કેમ માની શકે ?
Page #638
--------------------------------------------------------------------------
________________
_-
_to :.
..
_.
: :
:
:
:
:
વદી ૬]. રાજકેટ-ચાતુર્માસ
[૫૯૭ આજે સાંભળ્યું છે કે, હમણાં એક એવું મશીન નીકળ્યું છે કે જે એક હાથ લાંબો કરવાથી કેટની એક બાંય પહેરાવી દે છે અને બીજો હાથ લાંબો કરવાથી બીજી બાંય પહેરાવી દે છે. આ પ્રમાણે મશીન કોટ પહેરાવી દે છે. માને કે એ પ્રમાણે કઈ જોતીયું પહેરાવી દે એવું મશીન નીકળે અને તે મશીન ધોતીયું પહેરાવી પણ આપે છે તે સ્થિતિમાં લજજા બચાવવાનું કામ તમારા હાથમાં રહ્યું કે, પરતંત્ર રહ્યું ? મશીન ધોતીયું પહેરાવી આપે પછી ધોતીયું પહેરવાની તમે તકલીફ જ શા માટે લો ? પણ જે બજારમાં ધોતીયું ખુલ્લી જાય તે એ દિશામાં તમે શું કરશો? આ પ્રમાણે જે વસ્તુને લીધે તમે પરતંત્ર છે, તે વસ્તુ મેળવીને અભિમાન કરવાની શી જરૂર છે! આવા ખોટા અભિમાનને કારણે જ લેકે પરાધીન અને પતિત બન્યાં છે.
શાસ્ત્ર કહે છે કે, શ્રેણિક રાજાના પુત્ર અને પાલિત શ્રાવકના પુત્રે ૭૨ કલાનું શિક્ષણ લીધું હતું. કદાચ શ્રેણિકના પુત્ર રાજ્ય કરવા માટે ૭૨ કલા શીખી હોય એમ કહેતા હો તે શું પાલિતના પુત્રને રાજ્ય કરવું હતું કે તેને ૭૨ કલાઓ શીખડાવવામાં આવી ? પાલિત શ્રાવક હતો અને નિગ્રંથપ્રવચનને જાણકાર હતે. છતાં તેણે પોતાના પુત્રને રાજાના પુત્રની માફક ૭૨ કલાઓ શીખડાવી હતી. મારી સમજમાં તે એમ કરવાનું કારણ કદાચ એ હશે કે, જીવનને પરતંત્ર ન બનાવવું; પણ સ્વતંત્ર બનાવવું. પરતંત્ર બનવાથી જીવન દુઃખી બની જાય છે. સુખી જીવન તે સ્વતંત્ર બનવાથી જ બને છે. જીવનના ઉપયોગને માટે જે વસ્તુ આવશ્યક છે તે વસ્તુ કઈ છે કે જેનો સમાવેશ ૭૨ કલાઓમાં થતું નથી ? ઘર, વસ્ત્ર, ભોજન બનાવવું આદિ બધાં કાર્યો કરે કલામાં અન્તર્ગત થાય છે. આજે એ ચીજોને ઉપયોગ તે કરવામાં આવે છે પણ તે ચીજને કેમ બનાવવી એ ન જાણુવાને કારણે જ જીવન પરતંત્ર બની રહ્યું છે; જીવન પરતંત્ર હોવા છતાં લેકે ખેટું અભિમાન કરે છે અને એ અભિમાનને કારણે જ લેકે પતિત થઈ રહ્યા છે.
કદાચ કોઈ કહે કે, અમે પુણ્યવાન છીએ અને અમારી સાથે પુણ્ય કમાવી લાવ્યા છીએ એટલા માટે અમે તૈયાર વસ્તુ ખાઈએ છીએ, પહેરીએ છીએ અને આનંદ માણીએ છીએ. પણ જે લેકે પરતંત્રતા ભેરાવે છે તે લકે પુણ્યવાન છે કે જેમનું જીવન પરતંત્ર નથી, પણ સ્વતંત્ર છે તે લેકે પુણ્યવાન છે? પરતંત્રતા ભોગવવી અને પિતાને પુણ્યવાન માની અભિમાન કરવું એ ભૂલ છે. જેમકે મારા હાથે ઑપરેશન કરવામાં આવ્યું છે, એ મારા હાથથી પાત્ર ઉપડતું નથી અને મારા માટે સાધુઓ ગોચરી લઈ આવે છે. જે તૈયાર ખાઈ લેવું એ જ પુણ્યતા છે તે તે હું સાધુઓએ લાવેલી ગોચરી ખાઈને એમ કહી શકું કે હું તૈયાર ખાનારો તે પુણ્યવાન છું અને તમે ગોચરી લાવનારા પાપી છે. બીમાર થવાથી સાધુઓ મારું મલમૂત્ર પણ પરઠવી આવે છે, એટલા માટે હું તેમને કહ્યું કે હું પુણ્યવાન છું અને તમે પાપી છે તે શું આ મારું કથન ઉચિત કહી શકાય ખરું ?
લેકે સમ્યજ્ઞાનની વાતે તે કરે છે પણ આજે તેઓ સમ્યગ જ્ઞાનથી કેવી રીતે દૂર જઈ રહ્યા છે તે જોતા નથી. પિતાની અશક્તતાને કારણે બીજાઓની સહાયતા લઈને સહાયતા આપનારાઓને પાપી બનાવવા અને પિતાને પુણ્યવાન કહેવડાવવા એ કોઈપણ દષ્ટિએ યોગ્ય નથી. મારા માટે ઉચિત તે એ છે કે, પિતાની અશક્તતાને કારણે મુનિઓ પાસેથી હું જે
Page #639
--------------------------------------------------------------------------
________________
૫૯૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
કાર્ય લઉં છું તેને માટે હું તેમને ધન્યવાદ આપું અને પિતાને માટે એ પશ્ચાત્તાપ કર્યું કે, મારામાં આ પ્રકારની અશકતતા કયાંથી આવી ગઈ ? મારે મુનિઓને એમ કહેવું જોઈએ કે, તમે લેકે મારા જેવા અશકતની આ પ્રમાણે સહાયતા કરી ભગવાનની આજ્ઞાનું પાલન કરી રહ્યા છો અને ભગવાનની સમીપ જઈ રહ્યા છે. હું તો પિતાનું કામ કરવામાં પણ અશક્ત છું એટલે મને મારી અશક્તતાને માટે ખેદ છે. -
આ પ્રમાણે પોતાની અશક્તતાને માટે પશ્ચાત્તાપ કરે તે ઠીક છે પણ ખોટું અભિમાન કરવું અને બીજાને ખરાબ બનાવવા એ કોઈપણ રીતે ઠીક નથી. તમે લેકે એમ વિચારો છે કે, અમે તૈયાર ખાઈએ-પહેરીએ છીએ એટલા માટે અમે પુણ્યવાન છીએ પરંતુ પરાધીનતા વહોરવી એ શું પુણ્યતા છે? તમે લેકે બીજાઓનું બનાવેલું ભજન ખાઓ છો પરંતુ રસ એમ કહી દે કે, હું રસોઈ નહિ બનાવું તે તમે શું કરશો ? તમે એમ કહેશો કે અમારી સ્ત્રી ભોજન બનાવી લેશે ! પણ માને છે, તમારી સ્ત્રી પણ બિમાર પડી ગઈ હોય અને એ દિશામાં પિતાને ભોજન બનાવતાં આવડતું ન હોય તે કેટલી મુશ્કેલી સહેવી પડે ? કદાચ તમે કહો કે આખરે હોટલ તે છે ને ? પણ હટલની બેટલ ફેડવા છતાં પણ આખરે પરતંત્ર જ રહ્યા ને ?
જે લેકે પાયખાનામાં શૌચ જાય છે તે લેકે પિતાને “મોટા” માને છે અને જે લોકે અશુચિ સાફ કરે છે તેમને નીચ” માને છે. તે લોકો અશુચિ સાફ કરતા હોવાને કારણે નીચ” કહેવાય છે. જે માતા પિતાના પુત્રની અશુચિ સાફ કરે નહિ અને તેને અશુચિમાં જ રહેવા દે તે કેવી મુશ્કેલી પડે ! તે ૫છી જે અશુચિ સાફ કરે છે તેમને ‘નીચ’ કહેવા અને પોતે અશુચિ ફેલાવવા છતાં પિતાને ‘ ઉચ્ચ” માનવા એ કેવી ભૂલ છે ! જેમને તમે નીચ કહે છે તે ભંગીઓ જે ચાહે તે તમો સૌને એક જ દિવસમાં સંકટમાં મૂકી શકે છે. જો તેઓ એક દિવસ પણ અશુચિ સાફ ન કરે તે કેવી મુશ્કેલી ઉભી થાય ? ઉદયપુરને વિષે એમ સાંભળ્યું છે કે, ત્યાં ભંગીઓને ચાંદી પહેરવાની મના કરવામાં આવી હતી. આ કારણને લીધે ભંગીઓએ ઝાડુ કાઢવાનું બંધ કરી દીધું. આખરે બધાએ ઠેકાણે આવવું પડયું અને ભંગીઓને ચાંદી પહેરવાની છૂટ આપવી પડી.
કહેવાનો આશય એ છે કે, જ્ઞાન અને ક્રિયાને સમન્વય એ જ સમ્યજ્ઞાન છે. જે ક્રિયારહિત જ્ઞાન છે તે પિપટીયું જ્ઞાન છે અને ક્રિયાને ત્યાગ કરી પરતંત્રતા ભોગવવી એ સમ્યજ્ઞાન નથી. એ વાત બીજી છે કે, આજે તમે તમારા જીવન સંબંધી બધાં કામ તમારા હાથે કરી શકતાં નથી તે પણ તેનું અભિમાન તે છોડો. અભિમાનને ત્યાગ કરવાથી પણ ઘણો ખરે લાભ થશે. સુદર્શન ચરિત્ર-૬૬
સુદર્શનની કથા પૂરી થઈ ગઈ. હવે એ કથાને ઉપસંહાર કરવાનું છે. આ ચરિત્ર કથામાંની કઈ વાત ઉપર તમારું ધ્યાન ખેંચવાનું છે તે અત્રે બતાવવું છે.
સૌથી પહેલાં અદ્દાસી અને જિનદાસને જુઓ કે બન્ને પતિ-પત્નીનાં નિયમોનું કેવી રીતે પાલન કરતા હતા. તેમને ત્યાં રહેતા સુભગ દાસ કેવી રીતે સેવા કરતો હતો અને સુભગની સાથે જિનદાસ અને અર્વદ્દાસી કેવો પ્રેમપૂર્વક વ્યવહાર રાખતા હતાં.
Page #640
--------------------------------------------------------------------------
________________
વદી ૬] રાજકેટ-ચાતુર્માસ
[ ૫૯૯ તમારે સેવક પણ જોઈએ અને સંતાન પણ જોઈએ. પણ કેવાં જોઈએ ? જવાબમાં બધા એમ જ કહેશે કે સારાં સંતાન અને સારા સેવક જોઈએ. પરંતુ તમે પોતે કેવા છે! તેને વિચાર કરે. જ્યારે તમે પોતે જ સારા નહિ હો તે પછી સંતાનો સારાં ક્યાંથી થાય? ‘મૂળ જે સારું હશે તે ફળ મીઠાં આવશે. એ લેંકેતિ અનુસાર માતાપિતા સારાં હોય તે સંતાને પણ સારાં થઈ શકે. પોતે સારાં ન હોય તો સંતાનો સારાં ક્યાંથી થઈ શકે ?
સુભગ સેવક જ તેમને ત્યાં સુદર્શન નામનો પુત્ર થયો. પુત્ર કોને કહેવો ! એની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, પુનાતરતિ પુત્રઃ અર્થાત-જે પોતાની રહેણીકરણીથી માતાપિતાને તથા વંશકુળને પવિત્ર બનાવે તે જ પુત્ર છે. નીતિમાં પણ કહ્યું છે કે –
परिवर्तिनि संसारे मृत: को वा न जायते।।
स जातो येन जातेन याति वंशः समुन्नतिम् ॥ અર્થાત–આ પરિવર્તનશીલ સંસારમાં બધા જન્મે છે અને મરે છે પણ તેમનું જન્મવું જ સાર્થક છે કે જે પિતાના કુલવંશને પવિત્ર બનાવે છે.
સુદર્શને પોતાના કુલને કેવું પવિત્ર બનાવ્યું હતું તે જુઓ. કેટલાક લોકે વૃદ્ધ થવા છતાં પણ સંસારવ્યવહારમાં જ ફસાઈ જઈ આખરે મરી જાય છે; પણ જિનદાસે સુદર્શનને યોગ્ય સમજી તેના ઉપર સંસાર વ્યવહારને ભાર શેંપી દીધું અને પોતે તથા અર્હદાસીએ આત્માનું કલ્યાણ સાધ્યું. જિનદાસ તથા અર્હદાસીનું આ કાર્ય પણ અનુકરણીય છે. જે લેકે અન્ત સમય સુધી સંસાર વ્યવહારમાં જ ફસાએલા રહે છે તેઓ પિતાનું તે અહિત કરે જ છે પણ સંતાનનું પણ અહિત કરે છે. તેઓ સંતાનની સામે એવો ખરાબ આદર્શ મૂકી જાય છે કે જેથી સંતાનનું પણ અહિત થાય છે.
સુદર્શને કપિલની સાથે મિત્રતા બાંધી હતી. મિત્રતા કેવી હોવી જોઈએ એ પણ સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. સાચા મિત્ર વચ્ચે છૂપી વાત પણ છુપાવવામાં આવતી નથી અને તેની સાથે ખાનપાનાદિમાં પણ કોઈ પ્રકારને ભેદ રાખવામાં આવતું નથી. આ જ પ્રમાણે સંકટના સમયે મિત્રની સહાયતા કરવા માટે મિત્રોએ હમેશાં તૈયાર રહેવું જોઈએ એ પણ બોધપાઠ આ ચરિત્રકથામાંથી મળે છે. નીતિમાં જે છ પ્રકારની મિત્રતા બતાવવામાં આવી છે તેમાંની ઉત્તમ મિત્રતા તે સુદર્શનની મિત્રતા જેવી જ હોય છે.
સુદર્શનની મિત્રતા જોવાની સાથે ત્રિયાચરિત્રથી કેટલા સાવધાન રહેવું જોઈએ અને કદાચ ત્રિયાચરિત્રના ફંદામાં ફસાઈ જવાય છે તેમાંથી કેવી રીતે બચવું જોઈએ એ પણ જુઓ. સુદર્શન કપિલાના ફંદામાં ફસાઈ ગયો હતો ત્યારે તેણે કપિલાને સ્પષ્ટ કહી દીધું હતું કે, હું મારી સ્ત્રીના સિવાય બીજા કોઈને માટે પુરુષ નથી. આ પ્રમાણે ત્રિયાચરિત્રના પંજામાં સપડાયા છતાં તે નિષ્કલંક બહાર નીકળી ગયો હતો. તેનું આ કાર્ય પણ અનુકરણીય છે.
અભયા રાણી હતી છતાં કપિલાના કુસંગમાંથી તે કેવી બની ગઈ હતી ! કપિલાએ તેને મશ્કરીમાં જ ખરાબ કામમાં કેવી રીતે ફસાવી દીધી હતી ? અભયા ભલે ગમે તેવી હોય પણ જે તે કપિલાના કુસંગમાં પડી ન હોત તે તે સુદર્શનને ફસાવવા માટે તૈયાર ન થાત અને આગળની ઘટના પણ ઘટત નહિ. આ વાતને દૃષ્ટિ સમક્ષ રાખી કુસંગતિથી હમેશાં બચવું જોઈએ. સાપ અને વીંછીના સંગથી એટલી હાનિ થતી નથી જેટલી હાનિ કુસંગથી થાય છે. અભયાની જે દુર્ગતિ થઈ તે કુસંગના કારણે જ થઈ હતી.
Page #641
--------------------------------------------------------------------------
________________
૬૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
કદાચ અનાયાસ જ કુસંગમાં ફસાઈ જવું પડે કે પડી જવાય તેા ત્યારે પેાતાની ઉપર કુસંગને પ્રભાવ પડવા દેવા ન જોઈએ. જેમકે સુદર્શન અલયાના કુસંગમાં સાઈ ગયા હતા પરંતુ કુસંગમાં ન પડવાને કારણે તે કુસંગમાંથી બચી ગયા અને પરિણામે શૂળીનુ સિંહાસન થઈ ગયું.
સુદન શેઠે તે અભયાના પંજામાંથી બચી ગયા પણ એ ઉપરથી શિક્ષા એ લેવાની છે કે, કુસંગથી હમેશાં બચતાં રહેવું જોઈએ. પિલાના કુસંગથી અભયાનું કેટલું બધું અધઃપતન થયું હતું તે આગળ કહી દેવામાં આવ્યું છે.
અભયાએ સુઘ્ધનને પતિત કરવાની જાળ બિછાવી હતી પણ સુદર્શન અલયાના કૃત્યથી વધારે સાવધાન થઈ ગયા. તેમના ઉપર કુસંગના પ્રભાવ તા ન જ પડ્યો પણ તેમણે એમ વિચાર્યું કે, આ બધાં અનૉ ધરમાં રહેવાને કારણે જ થાય છે એટલા માટે ઘરના જ ત્યાગ કરી દેવા જોઈએ. આ પ્રમાણે વિચાર કરી તેમણે ધરને પણ ત્યાગ કર્યાં અને સાધુ બની ગયા. સાધુ થયા બાદ પણ અભયાની સહાયિકા પડિતાએ મુનિને વિચલિત કરવા માટે હિરણી વેશ્યાને ભંભેરી. હરિણી શ્રાવિકા અની સુદૃ`નને પોતાના ઘેર તેડી આવી અને સુદૃર્શીન પણ માતા ઉપર બાળક જેમ વિશ્વાસ રાખે છે તેમ તેના ઉપર વિશ્વાસ રાખી તેની સાથે ગયા. જેમનામાં કપટ હોતું નથી તેમને સંદેહ પણ હાતા નથી અને તેઓ કાઈ કપટમાં સાઈ જતા નથી. પણ
હરિણીએ મુનિને અનુકૂલ–પ્રતિકૂલ અનેક ઉપસર્ગો આપી વિચલિત કરવાને પ્રયત્ન કર્યાં પરંતુ મુનિ વિચલિત થયા નહિ. આખરે તેણીએ મુનિને જવા દીધા. મુનિ તા ચાલ્યા ગયા પરંતુ એ વેશ્યાનું પાછળથી શું થયું તે અત્રે જોવાનું છે.
હરિણી વૈશ્યા કહે પંડિતા, સુનિ ગુણ અપરપાર; દભ માહુ અબ હતા હૈ મેરા, પાઈ તત્ત્વકા સાર. અબ મૈં ઐસા શૃંગાર સજૂગી, તજ ગહનાંકા ભાર; સાના ચાંદી હીરા માતી, જિસકા નહી. આધાર. કાજલ ટીકી પાન તજૂગી, મહદી પ્રેમ ચડાય; સચ્ચા પ્રેમ ચઢા કે તન પર, દિલ મુનિજી મેં લગાય. જગતારક જિસ માર્ગ સે ગયે હૈં, લૂંગી ફૂલ ઉઠાય; તન પર મલકર પાવન બનકર, સજગી મેરી કાય. મુનિ વિરહ મૈં આંસુ બહા, યે હી મુક્તાહાર; ઐસી સલી બતકે રંગીલી, પાઉં ભવાદિષ્ઠ પાર.
મુનિ હરણીને ત્યાંથી નીકળી ચાલ્યા ગયા. હરિણી તેમની તરફ જોતી જ રહી તે
મનમાં વિચારતી હતી કે, આ કેવા મહાત્મા છે નહિ. હું અત્યાર સુધી મેહને કારણે એવા ગવ સામે ધ્રુણ ઊભા રહી શકે એમ છે! પણ પરમાત્માને વાસ છે તે અપ્સરાથી ડગી શકે વાત સમજવામાં આવી શકી છે.
જે મારી આંખેાના કટાક્ષથી પણ ડગ્યા કરતી હતી કે, મારી આંખેાના કટાક્ષની આજે હું સમજી ગઈ કે, જેમના હૃદયમાં નહિ પણ આ મુનિના પ્રતાપથી મને આ
હિરણીએ પંડિતાને ખેાલાવી. પડિતા તેની સામે આવી અને કહેવા લાગી કે, આખરે તમે હારી ગયાને? વેશ્યાએ જવાબ આપ્યા કે, હા, હવે હું એ મુનિના પ્રતાપથી દુર્ગુણાથી
Page #642
--------------------------------------------------------------------------
________________
વઢી ૮]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૦૧
હારી ગઈ છુ'. જો મુનિ આવ્યા ન હેાત તે હું દુર્રણાથી હારી ન જાત. મેં અત્યાર સુધી તા દુર્ગુણાની સેવા કરી છે પણ હવેથી હું સદ્ગુણેાની સેવા કરીશ. આ બધા પ્રતાપ તે મુનિના જ છે.
હરિણી આ પ્રમાણે પડિતાને કહે છે હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસા વદી ૮ શુક્રવાર
પ્રાર્થના
શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવાં તણા દેવ કે; તરણતારણ પ્રભૂ મા ભક્ષ્મી, ઉજ્જવલ ચિત્ત સમરું નિત્યમેવ કે. ॥ શ્રી ॥ ૧ ॥ વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી મુનિસુવ્રત ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ આત્માને અનેક ભાવાની પ્રાર્થનાની આવશ્યકતા છે. હજી આત્મા છદ્મસ્થ હેાવાને કારણે તેનું કામ એક જ ભાવનાની પ્રાર્થનાથી ચાલી શકતું નથી. છદ્મસ્થની ભાવના બદ્લાયા જ કરે છે એટલા જ માટે ભક્તે વિવિધ ભાવનાથી પરમાત્માની પ્રાર્થના કરે છે.
ભગવાન મુનિસુવ્રતનું નામ તેા તમે લેાકા જાણે જ છે. ‘લાગસ’ ના પાઠમાં ભગવાન મુનિસુવ્રતનું નામ આવે જ છે. શાસ્ત્રમાં ભગવાન મુનિસુવ્રતનું ચરિત્ર ઓછું મળે છે; પણ તીર્થંકર મહાપુરુષને માટે જેટલી સત્કલ્પના કરવામાં આવે તે બધી સત્કલ્પનાએ ભગવાન અહ્ન્તને લાગુ પડે છે. ભક્તજને ભગવાન મુનિસુવ્રતની પ્રાર્થના કરતાં કહે છે કેઃ—
હું અપરાધી અનાદિ કે, જનમ જનમ ગુના ક્યિા ભરપૂર કે; લૂટિયા પ્રાણ છકાયના,સેવિયાં પાય અઢારહ ક્રૂર કે. શ્રી મુનિ પૂર્વ અશુભ કર કર્ત્તવ્યતા, તેહને પ્રભુ તૂમ ન વિચાર કે; અધમ ઉધારણ બિરુદ છે, સરન આયા અખ કીજીએ સાર કે. શ્રી મુનિ॰
ભક્તજનેએ આ પ્રમાણે મુનિસુવ્રત ભગવાનની સમક્ષ આત્મનિંદા કરી છે અને પેાતાનાં પાપાની આલાચના કરી છે. આ પ્રમાણે આલેાચના કરી તે સંસારનાં આધાતા સહેવાં માટે દૃઢ થઈ રહ્યા છે. જેમકે કેાઈ માણસ વ્યાયામશાળામાં જઈ કસરત કરી શરીરને દૃઢ બનાવે છે, મુદગલ ફેરવી હાથને મજબૂત બનાવે છે અને ખીજાનાં આધાતા સહન કરી પેાતાના શરીરને આધાતા સહેવાતે ચેાગ્ય બનાવે છે. તે માણસ વ્યાયામશાળામાં તે આધાતા સહન કરવાની ‘ પ્રેકટીસ ' પાડે છે, પણ વ્યાયામશાળામાંથી બહાર નીકળી જો તે ખીજાઓનાં આધાતા સહી ન શકે તે તેને માટે એમ જ કહી શકાય કે, તેણે અરાબર રીતે વ્યાયામ કરી
૩૧
Page #643
--------------------------------------------------------------------------
________________
૬૦૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
નથી. જો તેણે બરાબર રીતે વ્યાયામ કરી હાત તા તેનું શરીર ખીજાએનાં આધાતા સહી શકે એવું બની શક્યું હાત. આ વિષે મહાભારતમાં આવેલું આ ઉદાહરણ ભાવિકજને માટે ઘણું જ ઉપયેગી છે. દુર્યોધનને યુધિષ્ઠિરે કહ્યું કે, “ હે ! દુર્યોધન ! જો તારું શરીર વજ્રનું બની જાય તે ભીમની ગદા તેા શું, ઇન્દ્રનું વા પણ તારા શરીરની હાનિ કરી શકે નહિ. તારા શરીરને વજ્ર જેવું બનાવવાને ઉપાય એ છે કે, તું એકવાર તારી ગુણવતી સતી માતાની દૃષ્ટિમાં નીકળી જા. તારા શરીર ઉપર તારી માતાની ષ્ટિ પડવાથી તારું શરીર વજ્ર જેવું બની જશે.”
આ ક્ષાત્રધર્મીનું ઉદાહરણ છે. ક્ષત્રિયેા કાયરતા લાવી આગળ પાછળના વિચાર કરતા નથી કિંતુ વીરતાનાં જ કામેા કરે છે. તે કાયરતાના પંથ ઉપર પગલું પણ ભરતા નથી પણ વીરતાના માર્ગે જ આગળ ધપતા જાય છે. દુર્યોધનને શરીર વજ્રમય બનાવવાના ઉપાય બતાવતી વખતે યુધિષ્ઠિરને એવા વિચાર સરખા પણુ ન આવ્યા કે, જો આનું શરીર વજ્રમય બની જશે તેા મારા ભાઈએનું શું થશે અને યુદ્ધનું પરિણામ કેવું આવશે ? વીર લેાકા આવી આડી અવળી વાતા કરતા નથી; તે તેા વીરતાની જ વાતા કરે છે.
**
યુધિષ્ઠિરે બતાવેલા ઉપાય જાણી દુર્ગંધન ત્યાંથી રવાના થયા અને પોતાની માતા ગાંધારી પાસે આવી બધી હકીકત કહી સંભળાવી. ગાંધારીએ બધી વાત સાંભળી દુર્ગંધનને કહ્યું કે, “ જેમની તારી ઉપર આટલી બધી કૃપા છે તે યુધિષ્ઠિરને તું દ્રોહ કર નહિ.” પણ દુર્યોધને ગાંધારીનું કહ્યું ન માન્યું અને એમ જ કહ્યું કે, “હું જેમ કહું છું તે પ્રમાણે તું કરી કે. તું તે! મારા શરીરને જોઈ વમય જ બનાવી દે.”
માતાનું હુંય કાઈ જુદા જ પ્રકારનું હેાય છે. તે પેાતાના પુત્રના અવગુણા જોતી નથી પણ તેનું કલ્યાણ જ જુએ છે.
ગાંધારીએ દુર્યોધનની ઇચ્છાનુસાર શરીર ઉપર દષ્ટિપાત કરવાની અનુમતિ આપી. જો કે યુધિષ્ઠિરે શરીરને વામય બનાવવાને જે ઉપાય બતાવ્યા હતા તેમાં નગ્ન થઈ નીકળવાની શરત કરી હતી પણ દુર્યોધનને માર્ગમાં કૃષ્ણે નગ્ન થઈ ન નીકળવાની સલાહ આપી હતી. એ સલાહાનુસાર તેણે પેાતાના ગુપ્તાંગને કાપીદ્વારા ઢાંકી દીધું અને તે માતાની દૃષ્ટિમાંથી પસાર થયા.
દુર્યોધન પેાતાની માતાની દષ્ટિમાંથી નીકળ્યા. તેની માતાની દિષ્ટ શરીરના જે ભાગ ઉપર પડી, શરીરને તે ભાગ વમય બની ગયા. પણ જે ભાગ કાપીનદ્વારા ઢંકાએલા હતા તે તેવા જ રહી ગયા, અર્થાત્ તે ભાગ વજ્રમય બની શક્યા નહિ.
ગદાયુદ્ધના સમયે ભીમ દુર્ગંધનના શરીર ઉપર ગદાના પ્રહાર કરતા હતા પણ દુર્ગંધનના શરીર ઉપર તેની કશી અસર પડતી ન હતી. ત્યારે કૃષ્ણે ભીમને કહ્યું કે, તમારી પ્રતિજ્ઞા દુર્યોધનની જાંઘ તેાડવાની છે તેા પછી તમે તેના શરીરના ખીજા ભાગ ઉપર પ્રહાર કેમ કરા છે ? ભીમ કૃષ્ણની આજ્ઞા માનતા હતા એટલે તેણે દુર્યોધનની જાંધ ઉપર ગદાના પ્રહાર કર્યાં. શરીરના તે ભાગ તા પહેલેથી જ કામલ હતા એટલે ગદાના પ્રહાર થતાં જ જાધ તૂટી ગઈ અને દુર્ગંધન નીચે ઢળી પડ્યો.
કહેવાના આશય એ છે કે, ભગવાનની પ્રા ના દૃષ્ટિમાં નીકળેલાને જગતનેા કાઈ પણ આાધાત લાગી
ગાંધારીની દૃષ્ટિ જેવી છે. પ્રાર્થનાની શકતા નથી, પરંતુ શરત એ છે કે,
Page #644
--------------------------------------------------------------------------
________________
વદી ૮ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૦૩
પરમાત્માની સાથે તેણે કાઈ પ્રકારના પડદા રાખવા ન જોઈએ. તેમની સમક્ષ નગ્ન સત્ય રજી કરી દેવું જોઈએ અને પેાતાનાં અવગુણા પણ પ્રગટ કરી દેવાં જોઈએ; અર્થાત્ તેમની સમક્ષ સાચા હૃદયથી આલાયના કે આત્મનિંદા કરવી જોઈએ. પરમાત્માની પ્રાર્થીના આ પ્રમાણે કરવાથી સંસારતા કાઈ પણ આધાત પ્રાથીને લાગી શકતા નથી.
પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કાઈ પ્રકારના પડદા રાખ્યા છે કે નહિ તેના સાક્ષી કાણુ છે ? એની સાક્ષીમાં ખીજું કાણુ હાય ? એની સાક્ષી તે આત્મા જ આપી શકે. પરમાત્માની પ્રાર્થનાદ્વારા આત્મામાં એવી શક્તિને સંચાર થવા જોઈએ કે પછી સંસારનાં આધાતા સહેવામાં કાઈપ્રકારનું કષ્ટ ન થાય. પેાતાનામાં એવી શક્તિ આવી છે કે નહિ એ વાતને નિર્ણય તે જ કરી શકે છે કે જેણે પોતાનું નગ્ન સ્વરૂપ પરમાત્માની સમક્ષ પ્રગટ કરી દીધું હાય. જેમકે તમે પરમાત્માની પ્રાના કરી અહીંથી બહાર નીકળ્યા. બહાર તમને કાઈ એ ગાળા ભાંડી. જો ગાળા સાંભળી તમને ગાળેા ભાંડનાર ઉપર ક્રોધ થાય તા એમ સમજવું કે, તમે હજી પરમાત્મા સમક્ષ તમારું નમ્રસ્વરૂપ પ્રગટ કર્યું નથી. તમે તેમની આગળ કાઈ વાતને પડદા રાખેા છે. આ પ્રકારને પડદા પરમાત્માની આગળ રાખવા ન જોઈએ એ બતાવવા માટે ભક્તજના કહે છે કે:
પુરુષ વચન અતિ કઠિન શ્રવણુ સુનિ, તેહિ પાવક ન દહેાંગા; વિગત માન સમ શીતલ મન પર, ગુણુ અવગુણુ ન ગહોંગે..
ભક્તો કહે છે કે, હૈ! પ્રભુ ! અમારામાં એવી શક્તિ આવે કે અમે કઠારમાં કઠોર વચનખાણા પણ સહી શકીએ. અસ! અમે આપની પાસે એ જ ચાહિએ છીએ.
વચનના આધાત કાંઈ ઓછા હાતા નથી. ખાણાથી વધારે વચનના આધાત હાય છે. શાસ્ત્ર પણ કહે છે કે, શસ્ત્રને આઘાત સહેવા તા સરલ છે પરંતુ વચનને આધાત સહેવા બહુ જ મુશ્કેલ છે. શસ્ત્રને ધા તે મટી પણ શકે છે પણ વચનનેા ધા મઢવા બહુ જ મુશ્કેલ હાય છે.
<<
ભક્તો કહે છે કે, “ હે! પ્રભા ! અમેએ જો આપની સમક્ષ નગ્ન સ્વરૂપ પ્રગટ કર્યું હાય અને આપની સાચા હૃદયથી પ્રાર્થના કરી હેાય તે કઠેર વચનમાણે પણ અમારી સામે, જે પ્રમાણે સમુદ્રમાં પડેલી આગ શાન્ત થઈ જાય છે તે પ્રમાણે શાન્ત થઈ જાય. જો અમારે। આત્મા સમુદ્ર સમાન ગંભીર બની જાય અને અમારું મન શાન્ત થઈ જાય તે વચનાગ્નિ પણ પેાતાની મેળે જ શાન્ત થઈ જશે. અમારું કાંઈ નુકશાન કરી શકશે નહિ.”
પરમાત્માની પ્રાર્થના કરવામાં જો કાઈ પ્રકારની કચાશ ન રહે તે એ દશામાં વચનાગ્નિ અવશ્ય શાન્ત થઈ જાય; પણ જો કચાશ રહે તે। દુર્ગંધનની જે હાલત થઈ તે જ હાલત થાય. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં કાઈ પ્રકારની ચાશ રાખવી ન જોઈ એ.
પરમાત્માની પ્રાથના કરી લેકે એમ ચાહે છે કે, અમને કાઈ ગાળેા જ ભાંડે નહિ પણ અમે એમ કહીએ છીએ કે, પરમાત્માની પ્રાર્થના કરવાથી એવી શક્તિ આવે કે જેથી ખીજાઓએ આપેલી ગાળા શાન્ત થઈ જાય અર્થાત્ અસર જ ન કરે. આ પ્રમાણે પર
Page #645
--------------------------------------------------------------------------
________________
૬૦૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો માત્માની પ્રાર્થના કરવામાં આ પ્રકારની સમજનું જ અંતર રહેલું છે. આ સમજને ફેરવવાની જરૂર છે.
ભગવાન મહાવીરને ગોવાળે રાંઢવાથી (દોરડાંથી) માર મારી કહ્યું હતું કે, તેં જ મારા બળદેને ચોર્યા છે. મારા બળદે ક્યાં છે તે બતાવ. આમ કહેવા છતાં જ્યારે ભગવાન બેલતા ન હતા ત્યારે ગોવાળને ક્રોધ વધતા જતા હતા. કથાનકમાં કહ્યું છે કે, તે વખતે ઈન્દ્રનું આસન ડોલાયમાન થયું. ઇન્દ્ર ત્યાં આવ્યા અને ક્રોધે ભરાઈ તે ગોવાળને કહેવા લાગ્યા કે, “હે! દુષ્ટાત્મા ! જે સિદ્ધાર્થ રાજાના પુત્ર છે અને જેમણે રાજ્યને તૃણવત્ ત્યાગ કર્યો છે તેઓએ શું તારા બળદ ચેર્યા હશે? તું નથી કે આ કોણ મહાત્મા છે કે તેમને તું ફટકા મારી રહ્યો છે! મને તારા ઉપર એવો ક્રોધ આવે છે કે તારા શરીરને આ વજથી વીંધી નાખું ?”
તે વખતે ભગવાન ગોવાળ અને ઇન્દ્રની વચ્ચે પડ્યા અને ઇન્દ્રને કહેવા લાગ્યા કે, “ઈન્દ્ર! તું આ શું કરે છે? તું અને મારી ભક્તિ કરવાને કારણે જ દંડ આપે છે ને ? પણ મારી ભક્તિ મારા ગુણોને અપનાવવાથી થઈ શકે કે દુર્ગુણેને અપનાવવાથી ? આને દંડ આપવાને શું હું સમર્થ ન હતું ? પરંતુ જે હું એને દંડ આપત તે શું તું મારો ભક્ત રહી શક્ત ? તું ક્ષમાને કારણે જ મારે ભક્ત થયે છે ને ? તે પછી મારી ભક્તિ કરવા માટે તું ક્ષમાથી વિપરીત કામ શા માટે કરી રહ્યો છે ! આ ગોવાળ તે અજ્ઞાન છે પણ તું તે એનાથી પણ વધારે અજ્ઞાનતાનું કામ કરે છે. આ ગેવાળ મારા વિશ્વાસે બળદેને છેડી ગયો હતો પણ એ શું જાણે કે હું બળદની ખબર રાખીશ કે નહિ ? તે ગોવાળે પાછા આવી બળદો ક્યાં ગયા એમ મને પૂછ્યું અને જ્યારે મેં તેના પ્રશ્નનો જવાબ ન આપે ત્યારે તેને એવી શંકા પડી કે તેના બળદને મેં જ ચોર્યા છે. આ પ્રમાણે એ તે અજ્ઞાન છે ! પણ તું તે અજ્ઞાન નથી. તું તે જ્ઞાની છો છતાં મારી ભક્તિને નામે તું મારા ગુણોથી વિપરીત કોમ કેમ કરી રહ્યો છે? તારે મારી ભકિત કરવા માટે મારાં લક્ષણ જેવાં જોઈએ કે તેનાં લક્ષણ જોવા જોઈએ ? એને દંડ આપવા માટે હું સશક્ત નથી એમ તે નથી. મેં બાળપણમાં જ મેરને ડોલાવ્યો હતો તો હવે મારામાં શું એ શક્તિ નથી ? શક્તિ છે છતાં મેં તેને દંડ એટલા માટે આ નહિ કે મારી તેના ઉપર અનન્ત કપા છે. એટલા માટે તું એને કોઈ પ્રકારને દંડ આપવાને વિચાર છોડી દે.”
ભગવાન મહાવીર સાચા ક્ષત્રિય હતા. તેમનામાં બ્રાહ્મણત્વને ગુણ પણ હતું અને ક્ષાત્રત્વને ગુણ પણ હતું. તેઓ જાણતા હતા કે કેવળ મસ્તિષ્ક શક્તિથી જ કામ ચાલી શકતું નથી પણ તેની સાથે ક્ષત્રિચિત વીરતાની પણ આવશ્યકતા રહે છે.
ભગવાનની અમૃત વાણું સાંભળી ઈન્દ્ર તે શાન્ત થયે જ પણ તે ગેવાળ પણ બોધ પામ્યો. તે ગેવાળ વિચારવા લાગ્યો કે, “મેં તેમને માર માર્યો છે છતાં તેઓ મારે પક્ષ ખેંચી રહ્યા છે અને મને બચાવી રહ્યા છે. ધન્ય છે એ મહા પ્રભુને! આ પ્રમાણે વિચાર કરી તે ગોવાળ ભગવાનના પગે પડે. કહેવત છે કે, “સાંભરના તળાવમાં ભલે હાડકું પડે કે પત્થર પડે, પણ તે બધું મીઠું જ બની જાય છે. આ જ પ્રમાણે ભલે કોઈ પ્રેમ કરીને ભગવાનને ભેટે કે ક્રોધ કરીને ભગવાનને ભેટે પણ ભગવાન તે એમને બધાને સમાન જ માને છે અને જે તેમને ભેટે છે તેમને બધાને પિતાના જેવા જ બનાવી દે છે.”
Page #646
--------------------------------------------------------------------------
________________
વદી ૮] રાજકેટ-ચાતુર્માસ
[૬૦૫ કહેવાનો આશય એ છે કે, જ્યારે વચનબાણને સહેવાની શક્તિ આવી જાય ત્યારે પરમાત્માની પ્રાર્થના સાચી કરી છે એમ માનવું. જેણે બરાબર વ્યાયામ કરી હશે તે બીજાને ઓની મુક્કીઓથી ડરી જશે નહિ પણ તે મુક્કી મારનારને એમજ કહેશે કે, તું મને ગમે તેટલી મુક્કીઓ માર, મને તારી મુકીએ કાંઈ જણાતી જ નથી. આ જ પ્રમાણે સંસારની ગમે તેટલી આપત્તિઓ માથે તૂટી પડે તો પણ તે આપત્તિઓથી ન ગભરાઓ, ત્યારે જ એમ માનવું કે હવે મારામાં પ્રાર્થનાનું સાચું બળ આવ્યું છે.
ગાળો ભાંડના તે “તું લુચ્ચો છે, દુષ્ટ છે” વગેરે અપશબ્દો કહેશે પણ જેમણે પરમાત્માની સાચા હદયથી પ્રાર્થના કરી હશે તે તો આ પ્રકારની ગાળો સાંભળી એમ જ વિચારશે કે, “એ મને ખોટું શું કહે છે! હું પોતે પણ પરમાત્માને એમ જ કહું છું કે, “હું અનાદિ કાળથી અપરાધી છું-દુષ્ટ છું.” જો હું પરમાત્માને આ પ્રકારની વાત હૃદયથી કહું છું તે પછી જે મને દુષ્ટ કહે છે, તેના ઉપર હું ક્રોધ કેમ કરી શકું? બલ્કિ એ તે મને મારાં પાપે પ્રકટ કરવામાં સહાયતા કરે છે.”
કોઈ ગાળો ભાંડે તે ઉપર પ્રમાણે વિચાર કરવો જોઈએ, પણ આ ઉન્નત વિચાર તે ત્યારે જ આવી શકે કે જ્યારે પરમાત્માની પ્રાર્થના સાચા હૃદયથી કરવામાં આવી હોય; નહિ તે સ્ત્રીઓ જેમ ઉપરથી ગીત ગાય છે તેમ પ્રાર્થના પણ ઉપરની બની જશે. સ્ત્રીઓ ગાય છે કે –
વાને કેસર ઉડ રહી, કસ્તૂરીકે અન્ત ન પાર. જો કે કસ્તૂરી કે કેસરની જગ્યાએ ધૂળ ઉડી રહી હોય તે પણ સ્ત્રીઓ તો એમ જ કહેશે કે, ધૂળનું કાંઈ ગીત ગાઈ શકાય ? એટલા માટે ધૂળને બદલે કસ્તૂરીનું ગીત ટું બતાવવા માટે તેઓ ગાય છે. આ પ્રકારના ખોટા ગીતની માફક પરમાત્માની ખોટી પ્રાર્થના કરી હોય તે તે વાત જુદી છે. પણ જે પરમાત્માની પ્રાર્થના સાચા હૃદયથી કરવામાં આવી હેય તે તે કેઈએ ગાળો ભાંડી હોય તે પણ ગાળો ભાંડનાર ઉપર ક્રોધ આવશે નહિ. જે સાચા ભક્ત છે તેઓ તે પિતાના માટે એમ કહે છે કે –
મો સમ કૌન કુટિલ ખલ કામી, તુમસે મેં કાહ છિપાઉં, દયાનિધિ! તુમ હે અન્તર્યામી. મેં સમ, ભર ભર ઉદર વિષયરસ, પીવત જેસે શકરગ્રામી,
જે તન દીન તાહિ, બિસરા એસો નમકહરામી. મો સમ ભક્ત કહે છે કે, “હે! પ્ર! અમારા જેવા કુટિલ, દુષ્ટ અને કામ કર્યું હશે ? બીજા લેકે તે અજ્ઞાન હોવાને કારણે પાપ કરતાં જ હશે પણ અમે જાણતાં છતાં પાપ કરીએ છીએ અને સાથે સાથે તારા ભક્તો પણ કહેવાઈએ છીએ.”
- આ પ્રમાણે સાચા ભક્તો જ્યારે પિતાને ખરાબ કહે છે તે પછી ગાળો ભાંડનાર ઉપર ક્રોધ કેમ કરી શકે ! જે તમે પણ પરમાત્માની સાચી પ્રાર્થના કરતા હશે તે અહીં હો કે બહાર હે, બધેય ઠેકાણે તમે તેને યાદ જ કરતા રહેશે. કોઈ પણ સમયે તેને તમે ભૂલી જશે નહિ. પરમાત્મા “સત્યં શિવં સુંદરમ’ છે, એટલા માટે જે તેમના ભક્તો છે તેઓ ગાળાને તે શું ધગધગતાં અંગારોને પણ “સત્યં શિવં સુન્દરમ' બનાવી લેશે.
Page #647
--------------------------------------------------------------------------
________________
૬૦૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસે.
આ કથનની પુષ્ટિ માટે હું શાસ્ત્રનું પણ પ્રમાણ આપું . હું મારા કથનને પ્રમાણભૂત કહેતા નથી પરંતુ શાસ્ત્રના વચનને પ્રમાણભૂત કહું છું. મારા જે કથનની પુષ્ટિ શાસ્ત્રના પ્રમાણથી થઈ શકે તેને તે ઠીક માનો અને જેની પુષ્ટિ થઈ ન શકે તેને ઠીક ન માને. જે આ વાતને વિચાર નહિ રાખે તો ધવાની માફક તમે અસ્થિર જ રહેશો. અનાથી મુનિને અધિકાર ૬૭ અનાથી મુનિના કથનને ઉપસંહાર કરતાં ગણધર મહારાજ કહે છે કે –
एबुग्गदते वि महातवोघणे, महामुणी महापइन्ने महायसे ।
महानियण्ठिज्जमिणं महासुर्य, से कहेई महया वित्थरेणं ॥ ५३॥ નિર્ઝન્થોનું કલ્યાણ કરનાર આ મહાસુત્ર શાસ્ત્રમાં તે મહાપુરુષોએ પોતાના કલ્યાણ માટે ડામાં જ ગૂંચ્યું છે, પણ ગણધર મહારાજ કહે છે કે, આ નિગ્રન્થનું કલ્યાણ કરનારી મહાસ્થાને મહામુનિ અનાથી લાંબા વિસ્તારથી મહારાજા શ્રેણિકને સંભળાવી હતી.
તમે કહેશે કે, જ્યારે આ કથા, નિગ્રન્થોનું કલ્યાણ કરનારી છે તે પછી આ કથા સાધુઓ અંદર જ કેમ કરી લેતા નથી ? ગૃહસ્થની સામે આ કથા શા માટે કહેવામાં આવે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, અનાથી મુનિએ આ કથા નિગ્રન્થની સામે કહી નથી પરંતુ રાજા શ્રેણિકની સામે કહી છે એટલે શાસ્ત્ર પ્રમાણ મળે છે કે આ કથા ગૃહની આગળ કહેવામાં કાંઈપણ વાંધો નથી. બીજું જે વાત નિગ્રન્થને માટે હિતકારી છે તે વાત તમને પણ હિતકારી જ હશે. નિગ્રન્થને અને તમારો આત્મા સમાન જ છે. નિર્ગળ્યો જે મુક્તિ ચાહે છે તે જ મુક્તિ તમે પણ ચાહો છો. બધાને માટે એક જ મુક્તિ છે. આ સિવાય જે દવા રાજાના રેગને મટાડે છે તે દવા ગરીબેના રેગને કેમ મટાડે નહિ? જે સૂર્ય રાજાના મહેલ ઉપર પ્રકાશ પાથરે છે તે જ સૂર્ય ગરીબોના ઝૂંપડા ઉપર પણ પ્રકાશ પાથરે છે. સૂર્ય તે રાજાના મહેલ અને ભંગીના ઝૂંપડા ઉપર સમાનરૂપે પ્રકાશ આપે છે, પછી તે એ પ્રકાશને જે લાભ લેવા ચાહે તે લઈ શકે છે. એ જ પ્રમાણે આ મહાસૂત્ર પણ બધાને માટે સમાન હિતકારી છે. જે કઈ પાપી આ મહાસૂત્રનો લાભ લેવા ચાહે તે તેને પણ લાભ મળી શકે છે અને કોઈ નિર્ચન્થ તેનો લાભ લેવા ચાહે તો તે પણ લાભ મેળવી શકે છે.
આ મહાકથા કેણે કહી હતી અને કેણે સાંભળી હતી એ બતાવવા માટે સૂત્રકાર કહે છે કે, આ મહાકથા કહેનાર મહાઉગ્ર, દાન્ત, તપોધની, મહાપ્રજ્ઞાવાન અને મહાન યશસ્વી મુનિ છે.
ઉગ્રનો અર્થ વીર થાય છે. તે મુનિ પણ વીર હતા, કોઈને મારવામાં વીર ન હતા પણ ઇન્દ્રિયોનું દમન કરવામાં વીર હતા. અર્થાત કર્મશત્રુઓને જીતવામાં વીર હતા.
જ્યારે કોઈ વીરપુરુષ હાથમાં હથિયાર લઈ શત્રુઓને દમન કરવા બહાર નીકળે છે ત્યારે કેઈ તેને એમ કહે કે, તારી સ્ત્રી રુવે છે, તારે છોકો બિમાર છે અથવા આવી જ બીજી વાત કહે તે શું તે વીરપુરુષ તેની આવી વાતો સાંભળી પાછો ફરશે ? તે વખતે તેને આવી વાતે ગમશે નહિ. તેના મનમાં તે શત્રુઓનું દમન કરવું એની જ ધૂન હશે. તે
Page #648
--------------------------------------------------------------------------
________________
વદી ૮] રાજકોટ–ચાતુર્માસ
[ ૬૦૭ કાયરતાપૂર્ણ વાત સાંભળવાને માટે પણ તૈયાર નહિ હોય. જે સાચે વીર હશે તે આડીઅવળી વાત પર ધ્યાન પણ નહિ આપે. તેના મનમાં એક જ ધૂન હોય છે, તે પાતામિ વા કાર્ય સાથifમ અર્થાત્ કાં તે મરી જાઉં અથવા કામ પૂરું કરી આવું. સાધુઓ પણ આવા જ ધર્મવીર હોય છે. સાધુઓ સાધુતાને સ્વીકાર કરી એમ વિચાર કરતા નથી કે “કદાચિત સાધુતાનું પાલન થઈ ન શકે અને સંસારમાં જવું પડે તે તે વખતે સંસારમાં કેવી રીતે ભરણપોષણ થશે? એટલા માટે જંત્ર મંત્ર શીખી લેવા અને જોતિષ જાણી લેવું જેથી સંસારમાં ભરણપોષણ તે થઈ શકે.” સાચા સાધુઓને આ વિચાર પેદા થતું જ નથી, તેઓ તે ઝાઝામરામવિમુ અર્થાત-જીવનની આશા અને મરણને ભય પણ રાખતા નથી. તેઓ તે સાધુતામાં જ મસ્ત રહે છે અને કર્મશત્રુઓને જીતવામાં જ પ્રયત્નશીલ રહે છે.
અનાથી મુનિ પણ ઉગ્ર હતા. જેમને માતાપિતા, ભાઈબહેન, પત્ની વગેરે પરિવાર જન હય, જેમની પાસે વિપુલ ધનસંપત્તિ હોય અને જે મરણ પથારીએથી ઉઠયો હોય તેની ઈચ્છા કઈ હોય? એવી દશામાં ભોગપભોગ કરવાની ઈચ્છા કેની ન હોય? કદાચિત સાધુ બનવાને કોઈ પ્રસંગ પણ તેની સામે આવે તે પણ એકવાર એવો વિચાર તે આવી શકે કે, હજી એક બે વર્ષ તે મોજમઝા માણી લઉં, પછી સાધુ થવા વિષે જોવાઈ જશે. પણ અનાથી મુનિ એવા ઉગ્ર હતા કે તેમણે શરીરનો રોગ શાન્ત થતાં જ પોતાના પરિવારજનોને એમ કહ્યું કે, હવે મને દીક્ષા અંગીકાર કરવાની આજ્ઞા આપે, અને કુટુંબીજનેની આજ્ઞા લઈ તેમણે દીક્ષા પણ લઈ લીધી. અનાથી મુનિ એવા ઉગ્ર હતા. ધનસંપત્તિ અને પરિવારને આ પ્રમાણે ત્યાગ કરી દેવો અને પછી તે તરફ જેવું પણ નહિ એ શું ઓછી વીરતા છે?
ઉગ્ર સાધુનું લક્ષણ શું છે ? એ બતાવવા માટે કહ્યું છે કે, અનાથી મુનિ ઈન્દ્રિયોને જીતનાર હતા. ઈન્દ્રિયો અને નેઈન્દ્રિય-મનને પિતાના વશમાં રાખનાર હતા, ઉદ્મપુરુષ જ ઇન્દ્રિયને વશ થતો નથી. ઇન્દ્રિયને પિતાના વશમાં રાખનાર જ દાન્ત છે. અનાથી મુનિ દાન્ત હતા.
ક્ષત્રિયોને હાથની ઉપમા આપવામાં આવી છે. આખા શરીરને સ્પર્શ કરી શકે અને આખા શરીરને તપાસી શકે એ સુવિધા માત્ર હાથને જ પ્રાપ્ત થએલ છે અને હાથ જ એ યોગ્યતા ધરાવે છે. શરીરનું પાલન કરનાર પણ હાથ જ છે. કમાણીની દષ્ટિએ તથા ખાવાપીવાનું કાર્ય કરવાની દષ્ટિએ હાથ જ શરીરનું પાલન કરે છે. લખવું, વાંચવું કે બીજું કોઈ કામ કરવું એ હાથ દ્વારા જ બની શકે છે. જે હાથ ન હોય તે કાંઈ કામ થઈ શકતું નથી. હાથ શરીરના કોઈપણ ભાગની ઘણું કરતું નથી. તે મુખને પણ સાફ કરે છે અને પગને પણ સાફ કરે . ક્ષત્રિયને માટે પણ હાથની ઉપમા આપવામાં આપી છે. ક્ષત્રિયો પણ બધાનું પાલન કરે છે અને કેઈની ઘણુ કરતા નથી. તેઓ બ્રાહ્મણોનું પણું પાલન કરે છે અને ભંગીઓનું પણ પાલન કરે છે. તેઓ બધાની તપાસ રાખે છે. જે પ્રમાણે હાથ આખા શરીરને પિતાના વશમાં રાખે છે તે જ પ્રમાણે ક્ષત્રિય પણ બધાને પિતાના વશમાં રાખે છે, વીરતા ક્ષત્રિયોમાં હોય છે.
Page #649
--------------------------------------------------------------------------
________________
૬૦૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[આસો. જે પ્રમાણે ક્ષત્રિયે બધાનું પાલન કરવાની સાથે બધાને પોતાના વશમાં રાખે છે તે જ પ્રમાણે સાધુઓ પણ બધી ઇન્દ્રિયનું પાલન કરવાની સાથે તે ઈન્દ્રિયને પિતાના વશમાં રાખે છે.
અનાથી મુનિ ઈન્દ્રિયનું દમન કરનારા મહાતપસ્વી હતા. ઈન્દ્રિયો અને કષાયોને જીતવાને કારણે જ તેઓ તપસ્વી હતા. સાચું તપ કરડ ભવનાં કર્મોને પણ ભસ્મીભૂત કરી નાખે છે. કેવલ ઉપવાસ કરવાં એ જ તપ નથી. ઉપવાસ એ તે તપનું એક અંગ છે. ભગવાને બાહ્ય અને અભ્યન્તર એમ તપના બાર પ્રકાર બતાવેલ છે. તાપમહિમા સમજવાથી ઘણો લાભ થઈ શકે છે, ગણધર મહારાજ કહે છે કે આવા મહાતપસ્વી અને ઇન્દ્રિયનું દમન કરનાર દાન્ત મહામુનિએ આ મહાકથા સંભળાવેલ છે. હવે આ મહાકથાને સાંભળનાર કોણ છે તે બાબતને વિચાર હવે પછી કરવામાં આવશે. સુદર્શન ચરિત્ર-૬૭
મહામુનિને પ્રતાપ કેવો હોય છે એ વાત સુદર્શન મુનિના ચરિત્ર ઉપરથી જુઓ. હરિણી વેશ્યા પંડિતાની વાતેથી ભરમાઈ ગઈ અને મુનિને વિચલિત કરવાનો નિશ્ચય કરી, તે મુનિને વિચલિત કરવાનો પ્રયત્ન કરવા લાગી. જ્યારે મુનિ તે સામા તેણીને તારવાને પ્રયત્ન કરવા લાગ્યા. હરિણીને પ્રયત્ન તો નિષ્ફળ નીવડ્યો પણ મુનિને પ્રયત્ન સફળ નીવડ્યો. હરિણી ઉપર મુનિની અદશ્ય શક્તિને પ્રભાવ પડ્યો.
પંડિતા હરિણી પાસે આવી કહેવા લાગી કે, તમને તમારા પ્રયત્નમાં સફળતા મળી કે કેમ ? હરિણીએ જવાબ આપ્યો કે, હા, મને મારા પ્રયત્નમાં સફળતા મળી. પંડિતાએ ફરી પૂછયું કે, શું તમે મુનિને ભ્રષ્ટ કર્યા ? હરિણીએ ઉત્તર આપ્યો કે, અરે ! એ તું શું બોલી રહી છે? શું મુનિઓ કોઈ દિવસ ભ્રષ્ટ થઈ શકે ? શું સૂર્ય કઈ દિવસ અંધકાર આપી શકે? આ જ પ્રમાણે કઈ દિવસ મુનિ ભ્રષ્ટ થઈ શકે ખરા? મારા જેવી પાપિણીને ઉદ્ધાર તે એવા મુનિઓ અવશ્ય કરે છે પણ ભ્રષ્ટ થઈ શક્તા નથી. પંડિતાએ પૂછયું કે, શું તમારો ઉદ્ધાર થયો ? હરિણી આંખમાંથી આંસુઓ પાડતી કહેવા લાગી કે, હા, મારે ઉદ્ધાર થે. મને હવે મારા પાપને પશ્ચાત્તાપ થાય છે. મારા જેવી પાપિણી બીજી કોણ હશે અને મુનિ જેવા બીજા ઉપકારી કોણ હશે ? મુનિ ઉપર ફેંકેલાં મારાં કામબાણે તે નકામાં ગયાં પણ મુનિને પ્રભાવ મારા ઉપર અવશ્ય પડ્યો. હું તેમનો મહિમા શું વર્ણવું? હું ગાયિકા છું અને ગાયનો ગાઈ પણ શકું છું. છતાં એ મુનિને મહિમા વર્ણવવામાં સમર્થ થઈ ન શકી. હું અત્યાર સુધી શેતાનના રાજ્યમાં હતી પરંતુ મુનિની કૃપાથી હવે પરમાત્માના રાજ્યમાં આવી શકી છું. હવે હું દંભ અને મેહના રાજ્યમાંથી બહાર નીકળી આવી છું.
પંડિતા કહેવા લાગી કે, તમે શું કહી રહ્યા છો ? તમે તમારું જીવન વેશ્યાવૃત્તિમાં વ્યતીત કર્યું છે તે હવે શું વૃંગાર સજી લોકોનું ચિત્તરંજન નહિ કરે? આ વાતને તમે બરાબર વિચારી જુઓ.
હરિણીએ ઉત્તર આપ્યો કે, હવે હું જુદા જ પ્રકારને શૃંગાર સજીશ અને કેઈ બીજાનું ચિત્તરંજન નહિ કરતાં મુનિનું જ ચિત્તરંજન કરીશ. મેં એ મુનિને મારા હૃદયમાં ધારણ કરી લીધા છે. એ મુનિ મને ભલે તુચ્છ માને પરંતુ હું તો તેમને મારા પ્રભુ માનું છું. હવે
Page #650
--------------------------------------------------------------------------
________________
વદી ૯ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૦૯
હું તેમને માટે જ એવો છૂંગાર સજીશ કે એ શ્રૃંગારમાં શેતાન–સોના-ચાંદીને સ્થાન નહિ હોય. હવે હું સાચા પ્રેમનું આભૂષણ, લજજાનાં કપડાં, શીલનું અંજન અને બધા છ આત્મા સમાન લાગે એવી મેંદી ધારણ કરીશ. જે માર્ગ એ જગતારક મુનિ ગયા છે એ માર્ગની ધૂળને મારા શરીરને માટે ચંદન સમાન ગણી ચોપડીશ. એ મહાત્માના સ્મરણમાં જે આંસુઓ મારી આંખમાંથી ટપકશે તે જ આંસુઓ મારે મુક્તાહાર બનશે. હવે હું મુનિનું ચિત્તરંજન કરવા માટે શ્રૃંગાર સજીશ, બીજા કેઈને માટે નહિ.
પંડિતાએ કહ્યું કે, “એવું જીવન તે સાધ્વીઓનું હોય છે. વેસ્યાનું જીવન એવું હેઈ શકે નહિ.” હરિણીએ ઉત્તર આપ્યો કે, “લેકે મને હવે વેશ્યા કહે કે ન કહે પણ હવે હું વેશ્યા નથી.” હવે હરિણી પંડિતાને પણ પિતાના રંગથી કેવી રીતે રંગી લે છે એને વિચાર હવે પછી યથાસમયે કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૨ આસે વદી ૯ શનિવાર
પ્રાર્થના વિજયસેન” નૃપ “વિઝા રાણ, નમિનાથ જિન જાયે, ચોસઠ ઇન્દ્ર કિયે મિલ ઉત્સવ, સુર-નર આનંદ પાયે; સુજ્ઞાની છવા ભજ લો રેજિન ઇંકવીસવાં. ૧ ,
–વિનયચંદ્ર કુંભટ ચોવીશી
નમિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે જ્ઞાનીજને સંબોધન કરી વારંવાર કહે છે. આ સંબધન કોના માટે છે? કોઈ વ્યક્તિવિશેષને માટે આ સંબોધન નથી પણ અભેદ સંબોધન છે. એટલા માટે જે પોતાને માટે માને એને જે માટે એ સાધન છે. જ્ઞાનીજને વારંવાર સંબોધન કરી કહે છે કે, “હે ! સુજ્ઞાનીઓ ! પરમાત્માનું ભજન કરે.
પરમાત્માની પ્રાર્થના કરવા માટે આ પ્રમાણે વારંવાર શા માટે કહેવામાં આવે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આજે સંસારમાં અનેક પ્રકારની ઉપાધિઓ વધી રહી છે. એ ઉપાધિઓને જોઈ જ્ઞાનીઓએ એક એવો માર્ગ શોધી કાઢયો છે કે જે દ્વારા આત્મા સંસારની ઉપાધિમાંથી નીકળી કલ્યાણ સાધી શકે છે. આજે સંસારમાં પઠન-પાઠન આદિની ઊલટી ક્રિયા વધી રહી છે અને એ ક્રિયાને કારણે બુદ્ધિવાદ એવો ફેલાવા પામ્યો છે કે, બુદ્ધિના પ્રપંચમાં પડી જઈ આત્મા અનેક સારાં તને પણ ભૂલી રહ્યો છે. વળી તે બીજાને ભૂલ્યા છે એટલું જ નહિ પણ પિતાને પણ ભૂલી રહ્યો છે ! આજના લેકે જડવિજ્ઞાનમાં પડી જઈ ત્યાંસુધી કહેવા લાગ્યા છે કે, આત્મા જ નથી. આ પ્રમાણે આજના જડવિજ્ઞાને અનેક ઉપાધિઓને જન્મ આપે છે. આ કારણે જ્ઞાનીજને એમ કહે છે કે, સંસારમાં તે એવાં તોફાને ચાલ્યા જ કરે છે. તમે તે નિશ્ચલ થઈ પરમાત્માનું ભજન કરે. આ ઉપાધિના
3
Page #651
--------------------------------------------------------------------------
________________
૬૧૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ સમયે બીજું કાંઈ કરી શકતા ન હો તે પરમાત્માનું ભજન તે બરાબર કરી શકે છે. જ્યારે પ્રચંડ વાવાઝોડું ચડી આવ્યું હોય ત્યારે આંખમાં ધૂળ ઘુસી જશે એ કારણે શાસ્ત્રવાચન આદિ કાર્ય કરી ન શકે, પણ આત્મા તે કલ્યાણ કસ્વા માટે ત્યારે પણ સ્વતંત્ર છે. જે તે વખતે પણ તમે આત્માનો વિચાર કરે છે તે વાવાઝોડું પણ તમારા માટે અનુકૂલ જ બની જશે. આ જ પ્રમાણે આ ઉપાધિપૂર્ણ જમાનામાં બીજું કાંઈ કરી ન શકે તે પણ પરમાત્માને અવશ્ય ભજો તે બધાં તર્કવિતર્કો સ્વતઃ શાન થઈ જશે અને સંસારની ઉપાધિ તમને કાંઈ હાનિ કરી શકશે નહિ. પરમાત્માની પ્રાર્થનાદ્વારા જે આત્મા ઉપરનું આવરણ દૂર કરી દેવામાં આવે તે આત્મા ૫ણુ પરમાત્માની માફક પ્રકાશમાન થઈ જશે. જો કે આ કામ બીજી રીતે પણ કરી શકાય છે પરંતુ પરમાત્માની પ્રાર્થનાદ્વારા આ કામને કરવું બહુ જ સરલ છે એટલા માટે પરમાત્માનું ભજન કરે.
જે પ્રમાણે આ પ્રાર્થનામાં પરમાત્માની પ્રાર્થના કરવા માટે કહેવામાં આવ્યું છે, તે જ પ્રમાણે પાતંજલિ યોગદર્શનમાં પણ કહેવામાં આવ્યું છે. જો કે, પરમાત્માની પ્રાપ્તિ માટે અષ્ટાંગ યોગની વિધિ બતાવવામાં આવી છે પણ જે વખતે દુનિયામાં તોફાનનું વાવાઝોડું ચડયું હોય તે વખતે પ્રાણાયામ આદિ યોગ સાધવા માટે ક્યાં બેસશો ? એટલા માટે એક એ સરલ ઉપાય બતાવવામાં આવ્યો છે, જે યોગસાધના જેટલું જ ફળ આપશે. જે પ્રમાણે સમુદ્રમાં તેફાને ચડ્યું હોય કે નદીમાં પૂર આવ્યું હોય ત્યારે નૌકાને આધાર લેવામાં આવે છે તે જ પ્રમાણે સંસારમાં તેફાન ચડે ત્યારે જ્ઞાનીજનોએ આત્માને બચાવવા માટે એક સરળ ઉષય વિચાર્યો છે. એ ઉપાય બતાવતાં પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે –
શ્વરપુષિામાન અર્થાતગસાધના કરી ન શકે તે ઈશ્વરપરિધાન દ્વારા પણ યોગની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. સિદ્ધિ તે એક હોય છે પણ તેનાં સાધનો અનેક હોય છે. બીજાં સાધનોને ઉપયોગ સંસારમાં તોફાન થયું હોય ત્યારે કરી શકે કે ન કરી શકે પણ ઈશ્વરપરિધાન તે પ્રત્યેક સમયે કરી શકો છો.
પરિધાનને સાધારણ અર્થ ધારણ કરવું અને વિશેષ અર્થ અનન્ય અને નિષ્કામભક્તિથી ધારણ કરવું એ થાય છે. કઈ પણ પ્રકારની પૌગલિક વાંછા ન રાખી, તન, મન અને ધનને પરમાત્માને સમર્પણ કરી દેવું એ પરમાત્માની અનન્ય ભક્તિ અથવા ઈશ્વર પરિધાન છે. બધા ઉપાયોને છોડી ઈ જે ઈશ્વર ઉપર દઢ વિશ્વાસ રાખવામાં આવે તે જે સિદ્ધિ બીજા ઉપાયોથી પ્રાપ્ત થઈ શકે તે જ સિદ્ધિ ઈશ્વરની ભક્તિથી પણ પ્રાપ્ત થઈ શકે છે. બલ્ક બીજા ઉપાયોથી તે સિદ્ધિમાં વિલંબ પણ થાય છે પણ આ ઉપાયથી તે ક્ષણભરમાં જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ જ્ઞાનીઓને આત્મવિશ્વાસ છે.
હવે અત્રે પ્રશ્ન એ થાય છે કે, ઈશ્વરને સર્વસ્વ સમર્પણ કેવી રીતે કરવું? ઈશ્વરને તન, મન, ધન કેવી રીતે સમર્પણ કરવું? શું આજે જ જે કાંઈ હોય તે બધાનો ત્યાગ કરી દેવો અને સાધુ બની જવું? આ પ્રશ્નના ઉત્તરમાં ભક્તજને કહે છે કે, ઈશ્વરની ભક્તિ હોવાની સાથે આ સંસાર રહે છે તે ભલે રહે, પણ જે ધન કે ઈશ્વરની ભક્તિમાંથી કઈ એકને છોડવાનો સમય આવે તે તે વખતે તન–ધન ભલે ચાલ્યાં જાય પણ ઈશ્વરની ભક્તિ તે રહેવી જ જોઈએ. તન, ધન, પ્રાણુ સ્ત્રી આદિ સંસારનાં બધાં પદાર્થો જ્યાંસુધી ઈશ્વરની
Page #652
--------------------------------------------------------------------------
________________
વહી ૯ ]. રાજકઢ-ચાતુર્માસ
[ ૬૧૧ ભક્તિમાં બાધક નથી ત્યાંસુધી તે ભલે રહે, પણ જો તે ઈશ્વરની ભકિતમાં બાધક થતાં હોય તે એને માટે ભક્ત કહે છે કે, “હું આ બધા સાથેની પ્રીતિને ત્યાગ તે કરી શકું છું પરંતુ પરમાત્માની પ્રીતિને ત્યાગ કરી શકું નહિ.” આ પ્રમાણે દઢ વિચાર રાખવો એ જ તન-ધન–પ્રાણને ઈશ્વરને સમર્પણ કરવા બરાબર છે. જે કઈ ઈશ્વરની ભક્તિ વિષે આટલે દઢ વિશ્વાસ રાખી શકતો નથી, તે ઈશ્વરની ભક્તિ ભલે ઉપરછલ્લી કરી શકે, પણ સાચી બક્તિ કરી શકતા નથી. જેમને ઈશ્વરની સાચી ભક્તિ કરવી છે તેમણે તે આ પ્રકા
સ્નો પુરુષાર્થ કરે જ પડશે. પુરુષાર્થ વિના કોઈ પણ કામ થઈ શકતું નથી તે પછી પરમાત્માની ભક્તિમાં પરમ પુરુષાર્થની આવશ્યક્તા હોય એમાં કહેવું જ શું?
કઈ એમ કહે કે, જે અમે ઈશ્વરની ભક્તિની સામે સંસારનાં પદાર્થોને તુચ્છ સમજીએ તે અમારો સંસારવ્યવહાર કેમ ચાલી શકે? પણ આ પ્રકારને સંદેહ વ્યર્થ છે. તમે લોકો બેન્કમાં રૂપિયા જમા કરાવ્યા બાદ શું એ રૂપિયાને માટે ચિંતા કરો છો? ઘરનો વીમો ઉતરાવ્યા બાદ શું એવી ચિંતા રહે છે કે, અમારું ઘર બળી જશે તે અમને હાનિ થશે? જો નહિ તે પછી પરમાત્માને જે સમર્પણ કરી દેવામાં આવ્યું છે એ તન-ધનને માટે કોઈ પ્રકારની ચિંતા કે કોઈ પ્રકારનો સંદેહ કરવાની શી જરૂર ? તન-ધન પરમાત્માને સમર્પણ કરી દેવું એ વિમો ઉતરાવવા જેવું છે. જ્યારે તમે સર્વસ્વ વીમો પરમાત્મા પાસે ઉતરાવ્યો છે તે પછી અમારે સંસારવ્યવહાર કેમ ચાલશે એવી ચિંતા જ કરવાની શી જરૂર ?
હવે અત્રે પ્રશ્ન એ થાય છે કે, ઈશ્વર કોણ છે? ભિન્ન ભિન્ન દાર્શનિકો ઈશ્વરનું સ્વરૂપ ભિન્ન ભિન્ન માને છે. પણ જેનદર્શન કહે છે કે, જેમનામાં અહાર માંને એક પણ દોષ ન હોય તે જ ઈશ્વર છે, કદાચ કઈ એમ કહે કે, શું આ કથનનું સમર્થન કઈ બીજા શાસ્ત્રો કરે છે, તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે –
क्लेशकर्मविपाकाशयरपरामृष्टः पुरुषविशेष ईश्वरः। અર્થાત–જે કલેશ, કર્મ, વિપાક તથા આશય આદિથી રહિત છે તે પુરુષવિશેષ જ ઈશ્વર છે.
જો કે ઈશ્વરનું જ સ્વરૂપ ઉપર બતાવવામાં આવ્યું છે તે પૂરી રીતે તે સિદ્ધોમાં જ ઘટે છે પણ ભગવાન અહંન્તમાં પણ તે ગુણ હોય છે. એ કયા ગુણો છે અને ભગવાન અહાન્તમાં એ ગુણ કેવી રીતે ઘટે છે એ વિષે હવે વિચાર કરીએ.
પહેલાં કલેશ છે. જેમનામાં એ કલેશ ન હોય તે ઈશ્વર છે. આત્માને જે દ્વારા સંતાપ થાય છે તે અવિદ્યા-કલેશ છે. આત્માને વધારે કલેશ અવિદ્યાથી થાય છે. દુઃખને સુખ, આત્માને અનાત્મા, અનિત્યને નિત્ય અને અશૌચને શૌચ માનવું એ અવિદ્યા છે. આ અવિઘાને જૈનશાસ્ત્ર “મિયાત્વના નામથી ઓળખે છે. એ મિથ્યાત્વ જ કલેશનું કારણ છે, જેમનામાં તે મિથ્યાત્વ નથી તે ઈશ્વર છે. આપણે અઢાર દોષોનું વર્ણન કરતાં કહીએ છીએ કે ભગવાનમાં મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ કહે કે અવિદ્યા કહે એ એક જ વાત છે. આત્માને અવિવાને કારણે જ બધાં દુઃખે વળગેલાં છે. શારીરિક, માનસિક, આધિભૌતિક, આધિદૈવિક કે આધ્યાત્મિક કલેશ અવિદ્યાને લીધે જ પેદા થવા પામે છે. અવિદ્યાને કારણે કલેશ કેવી રીતે પેદા થાય છે અને વિદ્યાને કારણે એ કલેશ કેવી રીતે મટી જાય છે એ વાત એક ઉદાહરણુઠારા સમજાવું છું.
Page #653
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
*
*
-
-
૬૧૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો માને કે, કોઈ એક અંધારા ઘરમાં એક દેરી પડેલી છે. એ દરીને સાપ સમજી એક માણસ ભય પામે. આ માણસને જે ભય પેદા થયો તે કેવી રીતે થયો? અવિદ્યાને કારણે જ ભય પેદા થયો ને ? એટલા માટે દેરીના વિષે સાપની કલ્પના થવી એ જ અવિદ્યા છે અને આ અવિદ્યાને કારણે જ ભય પેદા થાય છે. ભ્રમ, વિપરીતજ્ઞાન કે અવિદ્યા કહો એ એક જ વાત છે. તે માણસ દેરીને સર્પ માની ભય પામતા હતા એટલામાં જ એક બીજે માણસ આવ્યું. બીજા માણસે તે ભયભીત થએલા માણસને કહ્યું કે, તું ભય કેમ પામે છે તે ભયભીત થએલા માણસે કહ્યું કે, આ મકાનમાં સાપ છે. ત્યારે બીજા માણસે કહ્યું કે, એ સાપ નથી; પણ દેરી છે. આ પ્રમાણે બન્ને વચ્ચે વિવાદ થવા લાગે. એટલામાં જ કઈ બત્તી લઈને આવ્યું અને જોયું તે તે સર્પ નહિ પણ દેરી હતી. આ પ્રમાણે દેરી છે એ નિર્ણય થવાથી સાપને ભય ચાલ્યો ગયો. ( આ પ્રમાણે અવિવાને કારણે જ ભય પેદા થવા પામે છે અને અવિદ્યા દૂર થતાં જ ભય પણું મટી જાય છે. આ જ પ્રમાણે આત્માને જે દુ:ખ છે તે અવિદ્યાને કારણે જ છે. અવિદ્યા દૂર થતાં આત્મામાં કોઈ પ્રકારને કલેશ રહેવા પામત નથી.
તેરમાં ગુણસ્થાને ચડેલા ભગવાન અહંન્ત અવિદ્યાને નષ્ટ કરી દીધેલી હોય છે. અવિદ્યા જ કર્મનું મૂળ છે. જ્યારે મૂળ જ નષ્ટ થઈ ચૂક્યું હોય ત્યારે કર્મો કયાંથી હોય ? જે કે તેઓ હાલચાલે છે પણ કર્મો પેદા કરવા માટે હાલતા ચાલતા નથી, પરંતુ પૂર્વ કર્મોને નષ્ટ કરવા માટે જ હાલે ચાલે છે.
' કર્મો ત્રણ પ્રકારનાં છે. વિહિત, અવિહિત અને વિહિતાવિહિત. અર્થાત પુણ્ય, પાપ અને મિશ્ર એમ કર્મો ત્રણ પ્રકારનાં હોય છે. ભગવાન અહંન્ત એ ત્રણેય કર્મોમાંનું એક પણ કર્મ બાંધતા નથી. તેમને કેવળ ઈવહીની ક્રિયા લાગે છે પણ તે ક્રિયા એક સમયમાં બંધાય છે, બીજા સમયમાં ભગવાઈ જાય છે અને ત્રીજા સમયમાં તેની નિર્જરા થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન અહંન્તને સંપ્રરાયની અપેક્ષાએ કર્મો લાગતાં જ નથી.
કલેશ અને કર્મ તે ભગવાન અહંન્તમાં હતાં જ નથી પણ વિપાક પણ હોતા નથી. વિપાકનો અર્થ કર્મનું ફલ એ થાય છે. કર્મફલરપિ જન્મ-મરણ આદિને વિપાક કહેવામાં આવે છે. પણ જ્યારે સંપ્રરાય કર્મો જ હતાં નથી તે પછી ફલસ્વરૂપ જન્મ-મરણને વિપાક હોઈ જ કેમ શકે ?
ભગવાનમાં આશય અર્થાત સંસ્કાર પણ હતું નથી. જેના દર્શન જેને સંસ્કાર કહે છે, અન્ય દર્શને તેને આશય કહે છે. સંસ્કારથી જ કર્મ કે વિપાક થાય છે. સંસ્કાર ન હોય તે કર્મ કે વિપાક થાય જ નહિ. જેમકે વડથી પૃથક્ થએલ વડના ફળમાં અનેક બીજ હોય છે. કોઈ માણસ એ બીજેમાંથી એક બીજ લઈ એમ કહે કે, આ બીજમાં વડનું આખું ઝાડ સમાએલ છે તે શું કઈ એ વાતને માની શકે ? અને જો એમ કહેનારને એમ કહેવામાં આવે કે વૃક્ષ ક્યાં છે એ બતાવે તે શું તે વૃક્ષ બતાવી શકે ખરો ? જે કે એ બીજમાં વૃક્ષ પ્રત્યક્ષ દેખાતું નથી તેમ બતાવી પણ શકાતું નથી પણ જો તે જ બીજને માટી-પાણી આદિને સંયોગ મળે તે શું એ જ બીજમાંથી વૃક્ષ પેદા થઈ ન શકે ? અવશ્ય થઈ શકે.
Page #654
--------------------------------------------------------------------------
________________
વદી ૯] રાજકોટ ચાતુર્માસ
[ ૬૧૩ તે પછી એ વૃક્ષ એ બીજમાંથી જ પેદા થયું કે બીજે ક્યાંયથી ? મેટી મટી જુની ઈમારતે ઉપર પણ વડનું ઝાડ ઉગી જાય છે. તે વડનું ઝાડ ત્યાં ક્યાંથી આવી ગયું ? એના ઉત્તરમાં એમ જ કહેવાશે કે, ત્યાં વડનું બી પડ્યું હશે એ કારણે જ એ બીજમાંથી વૃક્ષ ઉગવા પામ્યું છે.
આ પ્રમાણે જે સંસ્કાર છે તે જ બીજ કહેવાય છે અને બીજો અર્થ જ સંસ્કાર છે. સંસ્કારથી જ કર્મ થાય છે અને વિપાક પણ થાય છે. જ્યારે સંસ્કાર જ નથી તે પછી કર્મ કે વિપાક ક્યાંથી હોઈ શકે? ભગવાન અહંને સંસ્કારને નષ્ટ કરી મૂક્યા છે એટલા માટે
નામાં સંસ્કાર પણ નથી.
લડાઈમાં રાજા પોતે લડત નથી પણ યોદ્ધાઓ જ લડે છે, છતાં દ્ધાઓની હારને રાજા પિતાની હાર માને છે અને દ્ધાઓની જીતને પિતાની છત માને છે. કારણ કે રાજા યોદ્ધાઓને પિતાના માને છે. આ પ્રમાણે રાજાનો દ્ધાઓમાં અને યોદ્ધાઓને રાજામાં સંસ્કાર રહેલ છે.
સંસારમાં એમ તે બધા પદાર્થો પુદ્ગલ છે. પણ આત્મા જે પદાર્થોને પિતાના માને છે તેમને જ સંસ્કાર તેનામાં આવે છે. જે લેકે આ પ્રકારના સંસ્કારને આધીન છે, તે સાધારણ પુરુષો છે પણ જેમણે આ પ્રકારના સંસ્કારોને સંબંધ સર્વથા તેડી નાંખ્યો. છે તે પુરુષવિશેષ જ ઈશ્વર છે. એવા ઈશ્વરને પિતાનું સર્વસ્વ સમર્પણ કરી દેવું અને તેમની ભક્તિ કરવી એમાં જ સિદ્ધિ રહેલી છે.
પરમાત્માની ભક્તિ પ્રત્યેક જગ્યાએ કરી શકાય છે. ભક્તિનું સ્થાન અને સમયનાં બંધન નથી છતાં પરમાત્માની ભક્તિને માટે થડે પણ સમય ન કાઢો એ કેવી ભૂલ છે! પરમાત્માની ભક્તિ એવી છે કે એને પિતાની સાથે દરેક જગ્યાએ રાખી શકાય છે. જે સમયે સમુદ્રમાં દેવદ્વારા વહાણને તેફાને ચડાવવામાં આવ્યું હતું તેવા વિકટ સમયે પણ અરણક શ્રાવકે પરમાત્માની ભક્તિ પિતાની સાથે રાખી હતી. આવી ભક્તિને છોડીને બીજા કામમાં પડ્યા રહેવું એ કેવી ગંભીર ભૂલ છે ! શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે –
कणकुंडगं चइत्ता णं. विट्ठ भुंजइ सूयरो ।
एवं सीलं चइत्ता णं दुस्सीलं रमह मियो ॥ પરમાત્માની ભક્તિરૂપી શીલને ત્યાગ કરી સંસારના પદાર્થોની સાથે પ્રેમ કરનાર એવી ભૂલ કરે છે, જેવી ભૂલ થાળમાં પડેલાં કમોદના ચોખા છોડીને સૂવર વિષ્ટા ખાઈને કરે છે. ભગવાનની ભક્તિરૂપી શીલને ત્યાગ કરનાર પણ સૂવર જેવી જ ભૂલ કરે છે.
ભક્તજનો અને જ્ઞાનીજનો આ પ્રકારના હિતેપદેશ આપે છે. આથી વધારે બીજે હિતેપદેશ શું આપી શકાય ? તેઓ કહે છે કે, પરમાત્માની ભક્તિને ત્યાગ કરે એ પિતાના સ્વરૂપને ત્યાગ કરવા બરાબર છે. એટલા માટે પુદ્ગલેનાં પ્રલોભનમાં ન પડતાં પરમાત્માની ભક્તિમાં સંલગ્ન બને. જે સૂવર કદના ચખા ખાય તો શું તેનું પેટ નહિ ભરાય ? શું તેનું જીવન તે ચોખાદ્વારા નભી નહિ શકે ? જરૂર નભી શકે. આથી વિપરીત વિષ્ટા તે ચેખાને નિઃસાર ભાગ છે. એટલા માટે ચેખા ખાવાથી તેનું જીવન સારી રીતે નભી શકે; પણ સૂવર આ વાતને બરાબર સમજાતું નથી એટલે તે ભૂલ કરે છે, પણ આત્મા તે સૂવરથી
Page #655
--------------------------------------------------------------------------
________________
૬૧૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો પણ વધારે ભૂલ કરે છે. કારણ કે તે પુદ્ગલેને સ્વભાવ જાણવા છતાં પણ પુસ્લના પ્રલોભનમાં પડે છે. જે આત્મા પરમાત્માની ભક્તિમાં રહે, તે શું તેનું ભરણપોષણ નહિ થાય ? તેનું ભરણપોષણ તો અવશ્ય થઈ શકે અને તે પણ સારી રીતે. પણ પિતાની કાયરતાને કારણે પિતે એમ સમજી રહ્યો છે કે મારું ભરણપોષણું થઈ નહિ શકે. જેનામાં આ પ્રકારની કાયરતા નહિ હોય પણ વીરતા હશે તે જ પરમાત્માની ભક્તિ કરી શકે છે અને પરમાત્માને પિતાનું સર્વસ્વ સમર્પણ કરી શકે છે. જ્યારે દશ રૂપિયાને પગારદાર સિપાઈ પણ રાજાની રક્ષા માટે પોતાના પ્રાણને પણ ભેગ આપી શકે છે તે પછી શું પરમાત્માની ભક્તિ કરનાર અને પરમાત્માને પિતાનું સર્વસ્વ સમર્પણ કરનાર પુદ્ગલેના પ્રલેશનને પણ ભોગ આપી નહિ શકે? પણ કાયરતા અને તૃષ્ણએ તમારી સ્થિતિને કઢંગી બનાવી દીધી છે. જે કાયરતા. દૂર કરી અને તૃષ્ણાને છતી પરમાત્માની ભક્તિ કરે તો આત્માનું કલ્યાણ અવશ્ય થાય. અનાથી મુનિનો અધિકાર–૬૮
રાજા શ્રેણિકને ઉપદેશ આપનાર મુનિ કેવા હતા એ વિષે કાલે થોડું વર્ણન કરવામાં આવ્યું છે. અમે અનાથી મુનિનું વર્ણન કરીએ, પણ જે ગુણને કારણે અમે અનાથી મુનિનું વર્ણન કરીએ છીએ તે ગુણેને અમે અપનાવીએ નહિ, તે અમારું એ ગુણવર્ણન કેવળ ચારણ ભાટ જેવું પ્રશંસાત્મક જ બની જશે. વીર લેકે જ્યારે લડાઈ કરવા માટે બહાર નીકળે છે ત્યારે તેમને શત્સાહિત કરવા માટે ચારણભાટ શૌર્યગીત ગાઈને તેમની પ્રશંસા કરે છે. ચારણ-ભાટ કેવળ વીરતાની પ્રશંસા જ કરે છે, પણ લડાઈ તે તે વીરલેકે જ કરે છે. વીરતાની પ્રશંસા સાંભળી વીર લેકેને જ જોશ આવે છે, કાયર લેકેને જોશ પણ આવતો નથી. આ જ પ્રમાણે અમે મહાત્માઓના તે ગુણેનું વર્ણન કરીએ પણ તેમનાં ગુણોને જીવનમાં ન ઉતારીએ તે એ ચારણ-ભાટેની માફક વરિની પ્રશંસા કરવા જેવું ગણાય. એટલા માટે અમારે તેમના ગુણને પણ જીવનમાં ઉતારવાં જોઈએ.
તે અનાથી મુનિ ઉગ્ર અને તપોધની હતા. તમારી દષ્ટિએ તપ મેટું છે કે સંસારની ધનસંપત્તિ મટી છે ? તમે તપને જ મેટું માને છો એ તમારા સંસ્કારને જ પ્રતાપ છે. વાસ્તવમાં તપનું ધન જ સાચું ધન છે. માને કે એક ધનીક માણસ લાખ રૂપિયાનું ઝવેરાત લઈ જતે હતા. રસ્તામાં તેને બે માણસો મળ્યા. તે બેમાં એક માણસ સંસારના ધનને જ મોટું માનતે હતો અને બીજે તપોધનને મોટું માનતા હતા. જે સંસારના ધનને જ મોટું માનતા હતા તેણે વિચાર્યું કે, પાપ કર્યા વિના તે ધન આવતું નથી. પહેલા માણસની પાસે આટલું બધું ધન છે તે તલવાર કે છરીના એક ઘાથી જ તે ધન મારું કરી શકુ એમ છું, તો આ અવસર શા માટે ગુમાવું? આ પ્રમાણે વિચાર કરી તે માણસ જેની પાસે ધન હતું તેને મારી નાંખવા માટે તૈયાર થયો. આ જોઈ તપોધની માણસે ધનવાન માણસને કહ્યું કે, આ સંસારના ધનની સંગતિનું જ પરિણામ છે, કે તેની દાનત બગડી છે અને તને મારવાને માટે પણ તે ધનલાલુપી તૈયાર થયો છે. એટલા માટે જે ધને આ માણસની દાનત બગાડી છે એ ધનને જ ત્યાગ કેમ કરી દેતું નથી ? તપોધનીના ઉપદેશથી તે ધનિક માણસ સમજી ગયો અને પોતાની પાસેનું બધું ઝવેરાત વગેરે તે મારવા આવનાર ધનલેલુપીની સામે મૂકી દીધું.
Page #656
--------------------------------------------------------------------------
________________
વરી ૯] રાજકેટ–ચાતુર્માસ
[ ૬૧૫ તે ધનલાલુપી માણસ ઝવેરાત વગેરે ધન લેવા તૈયાર થયો ત્યારે તે તપોધની મહાત્મા તેને કહેવા લાગ્યા કે, શું તું આ ધન લઈ હવે અમર બની જઈશ? જ્યારે આ ધન આ માણસની પાસે હતું ત્યારે તે તારી દાનત બગડી. હવે તારી પાસે આ ધન છે તે બીજાની દાનત બગડશે. માટે તું ધન પ્રત્યેની મમતા આટલી કેમ રાખે છે? તપોધનીના ઉપદેશથી તેના મનમાં અસર થઈ અને તેણે પણ ધન ઉપરની મમતા ઉતારી નાંખી. હવે કોઈ પ્રકારને ઝઘડે રહી શકે?' ઝઘડો તે ત્યાંસુધી જ હતો કે જ્યાં સુધી ધનને લેવા-દેવાની ખેંચાતાણી હતી. આ પ્રમાણે સંસારનાં પદાર્થરૂપી ધન કરતાં તપોધન ચડીયાતું છે.
તપેધન શ્રેષ્ઠ ધન છે એ વાત તો ઠીક, પણ તપ શું છે એ અત્રે જોવાનું છે. અનશન પણ એક તપ છે પરંતુ કેવળ અનશન જ તપ નથી છતાં અનશન તપનું મહત્ત્વ કાંઈ ઓછું નથી. મહાભારતમાં પણ કહ્યું છે કે –તપ ર અનરાના7 vજ અર્થાત -અનશનકાંઈ ન ખાવું-જેવું બીજું તપ નથી. પણ અનશન તપમાં જ તપની સમાપ્તિ થતી નથી. ભગવાને બાર પ્રકારનાં તપ વર્ણવ્યાં છે. તેમાં પહેલું તપ અનશન તપ છે. બીજું ઊણોદરી તપ છે. ત્રીજું ભિક્ષાચરી (વૃત્તિસંક્ષેપ) તપ છે. ચોથું રસપરિત્યાગ તપ છે. પાંચમું કાયાકલેશ અને છ પ્રતિસંલીનતા તપ છે. આ છ પ્રકારનાં બાહ્ય તપ છે. સાતમું પ્રાયશ્ચિત્ત, આઠમું વિનય, નવમું વૈયાવૃત્ય, દશમું સ્વાધ્યાય, અગ્યારમું ધ્યાન અને બારમું કાયોત્સર્ગ આ છ પ્રકારનાં આભ્યન્તર તપ છે.
જીવનમાં તપની બહુ આવશ્યકતા છે. તપ વિના એક શ્વાસ પણ સુખપૂર્વક લઈ શકાતું નથી. પહેલા અનશન તપની વ્યાપતા તે એવી છે કે, અમેરિકાના લોકો પણ એ તપ વિષે એમ કહેવા લાગ્યા છે કે, બધી દવાઓમાં શ્રેષ્ઠ દવા અનશન છે. જે રોગોને મટાડવા માટે મોટા મોટા દીકભરેએ પણ હાથ ધોઈ નાંખ્યા હતા એવા મહાન રોગો પણ ઉપવાસ દ્વારા મટાડવામાં આવેલ છે. અનશનના વિષે મારે પણ સ્વાનુભવ છે કે, ઉપવાસ દ્વારા રોગ મટી જાય છે. જેમને આ વાત વિષે અનુભવ નથી તેઓ તે કદાચ આ વાત બની ન શકે કે ઉપવાસધારા આટલે લાભ થાય છે પણ જેમને અનુભવે છે તેઓ તે ઉપવાસઠાસ લાભ થાય છે એ વાતને તો અવશ્ય માનશે. ગીતામાં કહ્યું છે કે --
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।।
रसघजे रसोऽप्यस्य परं दष्टवा निवर्तते ॥ 'લેકમાન્ય તિલક વિદ્વાન હતા. પણ વિદ્વતા જુદી વસ્તુ છે અને અનુભવ પણ જુદી વસ્તુ છે. એટલા માટે તેમણે ગીતાના આ લેકનો અર્થ એવો લખ્યો છે કે ઉપવાસથી વિષય તે છૂટી જાય છે પણ તેની વાસના છૂટી જતી નથી. એટલા માટે ઉપવાસ કરવો એ એક રીતે આત્માને ઘાત કરવા બરાબર છે. લેકમાન્યના આ અર્થ ઉપરથી એ વાત પ્રગટ થાય છે કે, તેમને ઉપવાસ વિષે અનુભવ નહિ હોય અને તેમણે કોઈ દિવસ એકાદશીને પણ ઉપવાસ કર્યો હોય કે ન પણ કર્યો હોય ! આથી વિરુદ્ધ ગાંધીજી ઉપવાસના અનુભવી છે. તેમણે એકવીશ એકવીસ દિવસના ઉપવાસ કર્યો છે અને બીજા થોડા થોડા ઉપવાસો પણ આત્મશુદ્ધિ કે અન્ય કારણોને અંગે કર્યા છે. એટલા માટે તેઓ ઉપવાસના અનુભવી હોવાને કારણે તેમણે ગીતાના આ શ્લોકનો અર્થ એવો કર્યો છે કે, શરીરની બાહ્ય શુદ્ધિને માટે ઉપવાસ ઘણો સારો ઉપાય છે. જે પ્રમાણે જંગલી ઘોડાઓને
Page #657
--------------------------------------------------------------------------
________________
૬૧૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
જ્યારે પકડી લાવવામાં આવે છે ત્યારે તે ઘેાડાએ બહુ તાફાન કરે છે પરંતુ જ્યારે તે ધાડાઓને બે ત્રણ દિવસ ભૂખ્યા રાખવામાં આવે છે ત્યારે તે વશમાં આવી જાય છે. આ જ પ્રમાણે ઇન્દ્રિયારૂપી ઘેાડાઓને વશમાં કરવા માટે ઉપવાસની આવશ્યક્તા રહે છે. વિધવા સ્ત્રી અને સાધુ બ્રહ્મચારી આદિ લેાકેા ઉપવાસની સહાયતાથી જ પોતાના નિયમેાનું પાલન કરે છે પણ એટલુ ધ્યાન રાખવુ જોઈએ કે, ઉપવાસે। બાહ્ય વિષયાને જ મટાડે છે. વાસનાને મટાડતા નથી; એટલા માટે ઉપવાસની સાથે જ વિષયેાની વાસનાને મટાડવાને પણ પ્રયત્ન કરવા જોઈ એ.
જો કે અનશન તપ સારું' છે છતાં બળજબરીથી કાઈની પાસે અનશન તપ કરાવી ન શકાય. તમે ઉપવાસ કરે। અને તમારી સાથે જ તમારા નેકરા તથા પશુઓને પણ ઉપવાસ કરાવા તેમને પણ ખાવા ન આપે–તા તમને ભત્તપાનવિચ્છેદના અતિચાર લાગશે, ૩૫-સમીપે વસતિ કૃતિ ઉપવાસઃ અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમીપ વસવું એ જ ઉપવાસ છે. કાઇને બળજબરીથી ભૂખ્યા રાખવા એ ઉપવાસ નથી. જૈનકુળમાં તે ઉપવાસા એવા પ્રચલિત છે કે, સંવત્સરીને દિવસે નાના બાળકૈંા પણ ઉપવાસ કરે છે.
અનશનની બાદ ઊણેાદરી તપ છે. ઉપવાસને વિષે તા કાઈ પ્રકારના મતભેદ પણ હાઈ શકે પણ ઊણાદરી તપને વિષે તા કાઈ પ્રકારના મતભેદ હેાઈ જ ન શકે. અલ્પાહારની બધા લાકા પ્રશંસા કરે છે અને બધા તેમાં લાભ માને છે. વધારે ખાવાની ઇચ્છા હૈાવા છતાં ઓછું ખાવું પણ વધારે ન ખાવું એ ઊણાદરી તપ છે.
આ પ્રમાણે છ પ્રકારનાં તપ તા ખાદ્ય શુદ્ધિને માટે છે, પણ આન્તરિક શુદ્ધિને માટે આન્તરિક તપ કરવું જોઈ એ.
ક્રોધ, માન, માયા, લાભ આદિને જીતવાનું કામ આભ્યંતર તપદ્વારા જ થઈ શકે છે. અનાથી મુનિ આ પ્રકારનાં તપના ધણી હતા. એટલા માટે તેમને તપોધની કહ્યા છે. સુદર્શન ચરિત્ર—૬૮
તપ-ત્યાગના પ્રભાવ હરિણી વેશ્યા ઉપર પણ પડયા. તે વેશ્યા પણ સુદન મુનિના તપ– ત્યાગના પ્રભાવથી સુધરી ગઈ. તે પોતે તે સુધરી પણ પોતાની સાથે પડિતાને પણ સુધારી દીધી. એક સુધરે છે તેા બીજાને પણ સુધારે છે અને એક બગડે તે બીજાને પણ બગાડે છે. હરિણી પડિતાને કહ્યું કે, મે' દભ અને મેહને જીતી લીધા છે. પડિતાએ કહ્યું કે, જ્યારે એમ છે । પછી તમે શ્રૃંગાર કેવા સજશે અને વેશ્યાવૃત્તિ કેવી રીતે ચલાવશે ? હરિણી વેશ્યાએ ઉત્તર આપ્યા કે, હવે હું એવા શ્રૃંગાર સજી ન શકું કે જે કામી કુતરાઓને પસંદ પડે. કુતરા તા મૃત શરીરને ચૂથે છે, જીવતું શરીર તેમને ગમતું નથી. અત્યાર સુધી આ શરીર મરેલું હતું એટલા જ માટે કામી કુતરાઓ એને ચૂંથતા હતા પણ હવે હું જીવિત છું અને જાગ્રત છું એટલે એ કામી કુતરાએ આ શરીરથી દૂર જ ભાગશે. આ કારણે હું એવા શ્રૃંગાર સજીશ નહિ કે જે કામી કુતરાઓને પસંદ પડે પણ એવા શ્રૃંગાર સજીશ કે જે શ્રૃંગારની દેવા પણ સેવા કરે. હવે હું કામીજતેનું ચિત્તરંજન નહિ કરું પણ મુનિનું ચિત્તરંજન કરીશ.
હરિણી વેશ્યાએ પડિતાને આ પ્રમાણે કહ્યું. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે
વિચાર કરવામાં આવશે.
~> as
Page #658
--------------------------------------------------------------------------
________________
વદી ૧૩ ]
રાજકોટ–ચાતુર્માસ
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસા વદી ૧૩ બુધવાર
[ ૬૧૭ :
પ્રાર્થના
ધન ધન જનક સિધારથ’ રાજા, ધન ‘ત્રિશલા’દે માત રે પ્રાણી, જ્યાં સુત જાયા ને ગાદ ખિલાયા, બહુમાન” વિખ્યાત રે પ્રાણી; શ્રી મહાવીર નમે વરનાણી. ॥ ૧॥
—વિનયચંદ્રજી કુભટ ચાવીશી
શ્રી મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં પરમાત્માને પ્રાપ્ત કરવાના સરલ માર્ગ બતાવવામાં આવ્યે છે. પરમાત્માને મળવાની જેમની ઇચ્છા છે એને માટે જ્ઞાનીજનેએ સરળ અને સુંદર માગ બતાવ્યા છે. તેઓ કહે છે કે, પરમાત્માને મળવા માટે પરમાત્માની જ પ્રાર્થના કરેા. પરમાત્માની પ્રાર્થના એ પરમાત્માને મળવાના સુંદર અને સરળ માર્ગ છે.
પરમાત્માની પ્રાથના કરવાથી શું લાભ થાય છે, તે એને માટે કહ્યુ` છે કેઃ— ततः प्रत्येकचेतनाऽधिगमोऽप्यन्तरायाभावश्च ।
:
પરમાત્માની પ્રાર્થના કરવાથી સૌથી મેાટા લાભ તા એ થાય છે કે, પ્રત્યેક આત્માતા સાક્ષાત્કાર થાય છે. વિષયભાગના પદાર્થો અર્થાત્ બુદ્ધિકલ્પિત પદાર્થોથી આત્મા અળગા થઈ જાય છે અને પ્રત્યેક આત્માના ખેાધ થઈ જાય છે. આત્મા જ્યારે બહાર જોવામાં જ રહી જાય છે ત્યારે તેને પ્રત્યેક આત્માના ખાધ થતા નથી. જો કે આત્મા દૃષ્ટા છે પણ તે દૃષ્ટાભાવમાંથી નીકળી દૃશ્યભાવમાં ચાલ્યા ગયા છે અને તેથી જ તે ગેાથાં ખાઈ રહ્યો છે, અને સંસારમાં ભટકી રહ્યો છે. પરમાત્માની પ્રાના કરવાથી તે દૃશ્યભાવમાંથી નીકળ દૃષ્ટાભાવને પ્રાપ્ત થાય છે.
છાન્દ્રયાદ્દારા ગ્રહીત વિષયે અર્થાત્ જોવામાં, સાંભળવામાં, સુંધવામાં, ચાખવામાં અને સ્પર્શ કરવામાં જે આવે છે તે પદાર્થો દૃશ્ય છે અને આ આત્મા તેને દષ્ટા છે. દૃષ્ટાને જ આ દશ્ય પદાર્થાંનું ભાન થાય છે. દૃષ્ટાને માટે જ આ પદાર્થો દૃશ્ય છે. જો દૃષ્ટા-આત્મા જ ન હાય તા આ પદાર્થો દશ્ય કાના થશે ? એટલા માટે જ્યાંસુધી દષ્ટા આત્મા છે ત્યાંસુધી જ આ દશ્ય પદાર્થો લેવામાં આવે છે. પણ દૃષ્ટા આત્માથી એ ભૂલ થાય છે કે, તે પેાતાને જ ભૂલી જાય છે અને જે દૃશ્યને તે જુએ છે, તે જ પાતે બની જાય છે. દૃશ્યમાં જ તે મશગૂલ બની જાય છે. કાઈ સારું ગાયન સાંભળી તે એટલા બધા મુગ્ધ બની જાય છે કે તે પેાતાનું જ ભાન ભૂલી જાય છે. પરંતુ એમ ભાન ભૂલી જવાથી આત્માને કેવા પ્રકારની હાનિ થાય છે! એ વાત જ્ઞાનીઓએ અનેક ઉદાહરણા આપી સમજાવી છે. હરણ જ્યારે ગાયન ઉપર મુગ્ધ બની જાય છે ત્યારે તે પોતાનાં પ્રાણ જ ગુમાવી બેસે છે. તેને એટલું ભાન નથી કે આ ગાયન મને ફસાવનાર છે અને મારા પ્રાણ લેનાર છે. પતંગીયું દીપકના રૂપ ઉપર મુગ્ધ બની જઈ તેમાં પડી મરી જાય છે. તે એટલું જાણતા નથી કે આ દશ્યમાં પડી જઈ
33
Page #659
--------------------------------------------------------------------------
________________
૬૧૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
હું પિતાને જ નાશ કરી રહ્યો છું. આ જ પ્રમાણે પ્રત્યેક વિષયનાં પદાર્થો વિષે ઉદાહરણ આપવામાં આવ્યાં છે અને એ ઉર્દાહરણકારો બતાવવામાં આવ્યું છે કે વિષયના પદાર્થોમાં પડી જવાથી અને દશ્યની આગળ દષ્ટાને ભૂલી જવાથી આત્માને કેટલી બધી હાનિ થાય છે !
મતલબ કે, આ પ્રમાણે આત્મા દશ્યમાં પડી જાય છે અને હું “દૃષ્ટા” છું એ ભૂલી જાય છે. આ ભૂલને કારણે તે પોતે પણ દશ્ય બની જાય છે અને એ જ કારણે મહા અનર્થ પેદા થાય છે. દુનિયામાં જેટલા ઝગડાઓ છે એ બધાં આ ભૂલને લીધે જ પેદા થવા પામ્યાં છે. લેકો કહે છે કે અમારું ધન ચોરાઈ ગયું અને એમ કહી તેઓ રુદન કરે છે. તેઓ એટલું જાણતા નથી કે જે ધન પોતાનું જ હોત તે તે ચોરાઈ કેમ જઈ શકે? અને જે ચોરાઈ ગયું તે પિતાનું કેમ હોઈ શકે? આ વાત ન જાણવાને કારણે જ તેઓ રુવે છે અને કહે છે કે, અમારું ધન ચોરાઈ ગયું. આત્મા જયારે પિતાને જ ભૂલી જાય છે અને હું દૃષ્ટા છું એવું તેને ભાન રહેતું નથી ત્યારે તે દૃશ્ય ઉપર આસક્ત બની જાય છે, અને એ આસક્તિને કારણે તે દુઃખ પામે છે.
હવે અત્રે એ પ્રશ્ન થાય છે કે, જ્યારે આત્મા પિતાનું ભાન ભૂલી ગયો છે અને પોતે દષ્ટા હોવા છતાં દશ્યમાં આસક્ત બની ગયું છે તે હવે તેને શું કરવું ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, પરમાત્માને ભજો તે દશ્યમાંથી નીકળી પાછા. દષ્ટારૂપ બની જશે. પિતાના આત્માનો સાક્ષાત્કાર થવે એને જ આત્મબોધ કે આત્મસાક્ષાત્કાર કહેવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી હું રૂપ, રસ આદિ દશ્યરૂપ નથી એનું ભાન થાય છે અને એ ભાન થવાથી જ આત્મા પોતાનું ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી લે છે. અર્થાત તે પાછો દશ્યમાંથી નીકળી દષ્ટ બની જાય છે.
પરમાત્માને મળવાનો આ જ સરલ માર્ગ છે. પછી તે જે આ માર્ગને અપનાવે છે તે જ આત્મસાક્ષાત્કાર કરી શકે છે અને આત્મલાભ મેળવી શકે છે.
પ્રત્યેક આત્માને બોધ કે સાક્ષાત્કાર થવાથી આત્મા સંસારનાં પદાર્થો પોતાનાં નથી એમ માને છે. આ ભાવના પેદા થવાથી આત્માને કેટલું લાભ થાય છે અને એ ભાવના કેટલી ઉચ્ચ છે એને માટે ગજસુકુમાર વગેરે મુનિનું ચરિત્ર જુઓ. - ગજસુકુમાર મુનિને આ જ ઉચ્ચ ભાવનાએ મેક્ષ અપાવ્યું હતું. મસ્તક ઉપર ધગધગતાં અંગારાં મૂકવામાં આવ્યાં છતાં તેઓ એમ જ વિચારતા હતા કે, મારા મસ્તક ઉપર જે અંગારાં મૂકવામાં આવ્યાં છે તે મારાં નથી અને હું તેને નથી. કારણ કે, જે મારું છે તે મને બાળી શકે નહિ. પાંચસો મુનિઓને ઘાણીમાં પીલાવવામાં આવ્યા હતા ત્યારે તે મુનિઓ એમ વિચારતા હતા કે, રક્ત, માંસ આદિ જે દશ્ય છે તે ઘાણીમાં પીલાય છે, અમે તો દષ્ટા છીએ એટલે અમે પીલાઈ શકીએ નહિ. આ ઉચ્ચ ભાવનાને કારણે એ મહાપુરુષોએ તત્કાલ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને આત્મકલ્યાણ સાધી લીધું.
શાસ્ત્રમાં આવાં બીજાં અનેક ઉદાહરણો છે. પછી તે જેવી તેમની ભાવના અને શકિત હશે તે તેવું કરશે, પરંતુ શ્રદ્ધા તે એ જ હોવી જોઈએ કે, “જે પદાર્થો જોવામાં આવે છે તે દશ્ય છે અને હું એ બધાને દુષ્ટ .” આ પ્રકારની શ્રદ્ધા હોવાથી ભેદવિજ્ઞાન જાગ્રત થશે અને પરિણામે કલ્યાણ થશે,
Page #660
--------------------------------------------------------------------------
________________
*-* * * * * * * * *મ કે પાર્ક કે કોઈની પાસે ના કાકા કાકડ,
E
વદી ૧૩]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૧૯
પરમાત્માની પ્રાર્થના અને પરમાત્માના ધ્યાનથી આત્મસાક્ષાત્કાર–આત્મબોધ તે થશે જ પણ સાથે સાથે જે અંતરાય લેવામાં આવે છે તે અંતરાય પણ નષ્ટ થઈ જશે.
અત્રે એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે, ધ્યાન તે પરમાત્માનું કરવામાં આવે છે અને સાક્ષાત્કાર તે આત્માને થાય છે. આ તો એના જેવી વાત થઈ કે ધ્યાન તે આંબાનું કરવામાં આવ્યું અને દર્શન થયું લીંબુનું ! આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, આત્માને સાક્ષાત્કાર થવાથી જ ઈશ્વરને પણ સાક્ષાત્કાર થશે. પરમાત્મા આત્માથી અળગે નથી. એટલા તે માટે આત્માનો સાક્ષાત્કાર થવાથી એમ જ માનવામાં આવશે કે, પરમાત્માનો જ સાક્ષાત્કાર : થઈ રહ્યો છે. આ વાત ઉપર નિષ્ઠા રાખે અને એમ વિચારે કે, જે પ્રમાણે પરમાત્મા
અવિનાશી છે તે જ પ્રમાણે હું પણ અવિનાશી છું, જે પ્રમાણે તે અનન્ત છે તે જ પ્રમાણે હું પણ અનન્ત છું અને જે પ્રમાણે તે ચૈતન્ય છે તે જ પ્રમાણે હું પણ ચૈતન્ય છું.” આ પ્રમાણે વિચાર કરી જે તમે તન-મનથી ઉપાધિરહિત બની જાઓ તે તમારે આત્મા દૃષ્ટા બની જશે અને આત્માને તથા પરમાત્માને સાક્ષાત્કાર જલ્દી થશે.
મતલબ કે, પરમાત્માની પ્રાર્થના કરવાથી આત્મામાં જાગૃતિ આવશે અને આત્મામાં જાગૃતિ આવવાથી બધાં વિઘો મટી જશે, અને જે વિઘો અંતરાયરૂપ હતાં તે જ વિડ્યો સહાયક બની જશે. કેવી રીતે એ વિદ્યા સહાયક બની જશે તે એક નાના ઐતિહાસિક ઉદાહરણદ્વારા સમજાવું છું:
શિવાજીમાં હિંદુધર્મની રક્ષા કરવાની અને ભારતને મુસલમાનથી બચાવવાની તીવ્ર ભાવના હતી. આ ભાવનાને કારણે શિવાજીએ શું શું કર્યું એ વાત કહેવાનું અને અવકાશ નથી તેમ જરૂર નથી. અહીં તે કેવળ એટલું જ બતાવવાનું છે કે, તીવ્ર ભાવના હેવાના કારણે વિઘો પણ કેવી રીતે સહાયક બની જાય છે!
શિવાજીએ એક વાર કિલ્લા ઉપર ચડાઈ કરી. એ કિલ્લાની રક્ષા માટે બાદશાહના તરફથી દેશપાંડે નામને એક સરદાર નિયુક્ત કરવામાં આવ્યો હતો. શિવાજી એ કિલ્લાને જીતી ન શક્યા અને થાકી ગયા. દેશપાંડે વીર અને ચતુર હતા એટલે શિવાજી કિલ્લાને જીતી ન શક્યા. શિવાજી વિચારવા લાગ્યા કે, હવે શું કરવું? આખરે તેઓ એ નિશ્ચય ઉપર આવ્યા કે, આ વીરના હાથે મરી જવું એ જ સારું છે. આ પ્રમાણે નિશ્ચય કરી તેઓ એકલા જ રાતના વખતે કિલ્લામાં ઘુસી ગયા. દેશપાંડેને ખબર પડી કે, શિવાજી કિલ્લામાં આવ્યા છે. તે હાથમાં તલવાર લઈ શિવાજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે, તમે મને ઠગવા આવ્યા છો પણ તમારાથી હું ઠગાઈ જાઉ તેમ નથી એટલા માટે તમે પાછા ચાલ્યા જાઓ. કાલે સંગ્રામમાં મળજો. શિવાજીએ દેશપાંડેને કહ્યું કે, હું તમને ઠગવા માટે આવ્યો નથી પણું તમારા હાથે મૃત્યુ પામું એટલા માટે આવ્યો છું. તમે આ તલવારથી મારે શિરચ્છેદ કરી નાખે. દેશપાંડે પૂછયું કે એમ કેમ? શિવાજીએ જવાબ આપ્યો કે, હું જે કાંઈ કરી રહ્યો છું તે મારા સ્વાર્થ માટે નહિ પરંતુ હિંદુધર્મ અને હિંદુજાતિની રક્ષા માટે કરી રહ્યો છું; પણ તમારા કારણે મારું તે કાર્ય અટકી રહ્યું છે એટલા માટે મેં વિચાર્યું કે, તમારા જેવા વીરના હાથે મારું મૃત્યુ થાય તે મારું કામ પૂરું થયું સમજું.
દેશપાંડે ક્ષત્રિય ન હતા પણ બ્રાહ્મણ હતે; છતાં તે વીર હતા. વીર ઉપર કઈ વાતની અસર જલ્દી પડે છે. આ કારણે શિવાજીની વાત સાંભળી દેશપાંડેનું દિલ પીગળી ગયું અને
Page #661
--------------------------------------------------------------------------
________________
૬૨૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો. તે શિવાજીના પગે પડી કહેવા લાગ્યો કે, હું કેવળ સ્વાર્થને માટે જ તમારા આ કાર્યમાં બાધક થઈ રહ્યો હતે. તમે તો દેશધર્મને માટે આટલું કરી રહ્યા છો અને હું દેશધર્મને માટે કાંઈ કરતું નથી. ઊલટો જે દેશધર્મનું કામ કરે છે તેમાં પણ બાધા ઉભી કરું છું. વાસ્તવમાં ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ તમે જ છો. એટલા માટે હવેથી હું તમારી સાથે જ છું અને જે માર્ગ તમારે છે, તે જ માર્ગ મારો પણ છે. -- -- '' કહેવાનું અત્રે એ છે કે, શિવાજીની સામે કેવું વિધ્ર હતું ? પરંતુ જ્યારે શિવાજીએ દઢતા રાખી અને તેઓ પ્રાણ આપવા માટે તૈયાર થઈ ગયા ત્યારે દેશપાંડે તેમને સેવક બની ગયો અને તે એ સેવક બન્યો કે શિવાજીની રક્ષા કરવામાં જ તેણે પિતાના પ્રાણ આપી દીધા. આ જ - પ્રમાણે જે વિડ્યો તમારી સામે દેખાય છે, તે વિદનો વિકારરહિત પરમાત્માની પ્રાર્થના કરવાથી
શાન્ત થઈ જશે અને તમારા સેવક બની જશે. આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના કરવાથી - વિને પણ દૂર થઈ જશે અને આત્માનું ભાન પણ થશે. આત્મા કે પરમાત્માને સાક્ષાત્કાર કરવા માટે જ્ઞાનીજનેએ પરમાત્માની પ્રાર્થના કરવી એ સરલ માર્ગ બતાવ્યો છે. આ માર્ગને પકડી આગળ વધતા જાઓ તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. અનાથી મુનિને અધિકાર–૬૯
અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કરી રહ્યા છે કે, “દષ્ટ બને.” આ વાતને વીર લેકે જ સમજી શકે છે અને તેને જીવનમાં ઉતારી શકે છે. જે દશ્ય અને દષ્ટાને
ભેદ સમજી આત્માને દષ્ટારૂપ બનાવે છે તે જ વીર છે. તમે પણ તમારામાં આવી વીરતા , પ્રગટાવે અને કાયરતા ઉપર વિજય મેળવો. આવી વીરતા ધારણ કર્યા વિના આત્મકલ્યાણ સાધી શકાતું નથી. - મહામુનિ અનાથીએ રાજા શ્રેણિકની સમક્ષ અનાથતાનું વર્ણન વિસ્તારપૂર્વક કર્યું તે સાંભળી રાજા શ્રેણિક ઉપર તેને કેવો પ્રભાવ પડ્યો તેનું વર્ણન કરતાં ગણધર સ્વામી કહે છે કે –
तुट्ठो य सेणियो राया, इणमुदाहु कयंजली।
अनाहयं जहाभूयं, सुट्ट मे उवदेसियं ॥५४॥ અનાથી મુનિદ્વારા સનાથ-અનાથની વ્યાખ્યા સાંભળી રાજા શ્રેણિક ઘણો જ સંતુષ્ઠ થયો. આ વર્ણનઠારા એ બતાવવાનું છે કે, રાજા શ્રેણિક પહેલાં બીજું વિચારતો હતો અને
આ કથન સાંભળ્યા પછી બીજું વિચારવા લાગ્યો. તે વીર હતો, એટલે આ કથા સાંભળી 'તેણે અનાથી મુનિને હાથ જોડવા. તે વાણિયે ન હતો કે સાધારણ વાત માટે પણ હાથ
જોડવા માંડે. તે તે ક્ષત્રિય હતા. ક્ષત્રિયોને હાથ જોડાવવા સરલ નથી, બહુ જ મુશ્કેલ હોય છે. એટલા માટે મોટા મોટા રાજા-મહારાજાઓ પણ તેને હાથ જોડાવી શક્યા ન હતા. દેવો પણ તેને વિચલિત કરી શક્યા ન હતા. વીર ક્ષત્રિયે લેભ કે સંકટમાં પડી જઈ કોઈને હાથ જોડતા નથી. રાણા પ્રતાપને બાદશાહ અકબરે રાજ્યને માટે ભાગ આપવાનું પ્રલોભન આપ્યું તે પણ રાણા પ્રતાપે અકબરને હાથ જોડયા નહિ. આ પ્રમાણે ક્ષત્રિયોને હાથ જોડાવવા સરલ નથી; પણ જયારે તેમનું હૃદય પલટી જાય છે ત્યારે ભક્તિવશ થઈ હાથ જોડવામાં ક્ષત્રિયે વાર પણ લગાડતા નથી.
Page #662
--------------------------------------------------------------------------
________________
વદી ૧૩]
રાજ કાટ-ચાતુર્માસ
[૬૨૧
રાજા શ્રેણિક સંતુષ્ટ થયા અને બે હાથ જોડી મુનિને કહેવા લાગ્યા કે, આપે મને અનાથતાનું સ્વરૂપ બહુ જ સારી રીતે સમજાવ્યું.
રાજા જ્યાંસુધી અનાથતાના ભાવ સમજ્યા ન હતા ત્યાંસુધી તે એમ જ માનતા હતા કે, જેને દુનિયાની સ ́પત્તિ અધિક મળી હોય તે સનાથ છે અને જે દુનિયાની સંપત્તિથી રહિત છે તે અનાથ છે. રાજા શ્રેણિક તા એમ સમજતા જ હતા પણ તમે લેાકો પણ એમ જ સમજો છે ને! તમે અનાથાલયેા ખાયાં છે અને તેમાં, જેમને કોઈ ખાવા–પીવાનું આપનાર નથી, જેમની શિક્ષાને કાઈ પ્રબંધ કરનાર નથી, એવાઓને અનાથ માનવામાં આવે છે, અને એવા અનાથેાતે જ રાખવામાં આવે છે. આ પ્રમાણે રાજાની પહેલી સમજમાં અને તમારી સમજમાં શું અંતર રહ્યું ?
રાજા શ્રેણિક એને જ અનાથ માનતા હતા કે જેની પાસે સંસારની સંપત્તિ નથી; અને તેને જ સનાથ સમજતા હતા કે જેની પાસે સ'સારની વધારે સંપત્તિ છે. તે પેાતાને સનાથ માનતા હતા અને તેનું કારણ એ હતું કે, તેની પાસે સંસારની સંપત્તિ અધિક હતી. પેાતાને સનાથ માનતા હેાવાના કારણે જ તેણે અનાથી મુનિને એમ કહ્યું હતું કે, તમે આ ભરજુવાનીમાં આવા સુંદર અને સ્વરૂપવાન હેાવા છતાં સાધુ કેમ થયા ? આ પ્રશ્નના જવાબમાં મુનિએ કહ્યું કે, હું અનાથ હતા એ કારણે સાધુ થયા. ત્યારે રાજાએ કહ્યું કે, તમારા જેવા આવા સ્વસ્થ અને સુંદર શરીરવાળા અનાથ હાય એ કેમ બની શકે? ખેર ! હું આ વિષે વધારે વિવાદમાં ન પડતાં આપને એટલું જ કહું છું કે, ‘આપ અનાથ છે. તે હું આપના નાથ બનું છું. જ્યારે હું રાજા તમારા નાથ બનું છું, તે પછી તમારે જી... શું જોઈ એ ! તમે મારી સાથે ચાલે અને ભોગપભાગ કરેા. આ મનુષ્યજન્મને આમ ખરાબ ન કરેા. મારા રાજ્યમાં આવા સ્વસ્થ સુંદર શરીરવાળા લોકો આ પ્રમાણે જીવન ખરાબ કરે એ હું જોઈ શકે નહિ. '
શ્રેણિકે આ પ્રમાણે જે કાંઈ કહ્યું હતું તેનું કારણ એ જ હતું કે, તે સનાથ-અનાથનું વાસ્તવિક સ્વરૂપ જાણતા ન હતા. જેની પાસે સંસારની વધારે સપત્તિ હોય તે સનાથ છે એ તેનું અજ્ઞાન હતું. છતાં તે જેને સુધારે સમજતા હતા તે સુધારા કરવા માટે પણ તૈયાર થયા હતા. આજે પણ જગતમાં એને જ સુધારા માનવામાં આવે છે કે કોઈ ને પૌદ્ગલિક દૃષ્ટિથી દુ:ખી રહેવા ન દેવા. રાજા પણ આ જ સુધારા કરવા માટે તૈયાર થયા હતા અને મુનિને ભાગસામગ્રી આદિ આપી તેમનું દુ:ખ મટાડવા ચાહતા હતા. આથી વધારે તે તે કરી પણ શું શકતા હતા ? આત્માને ઉપર ચડાવવાનું આ પહેલું પગથિયું છે. કોઈને દુઃખી જોઈ તેનું દુ:ખ મટાડવાના પ્રયત્ન કરવા એ નીતિના પહેલા પગથિએ ચડીને જ આત્મા આગળ વધી શકે છે.
રાજા તા-આ પ્રમાણે મુનિનું દુઃખ મટાડવા માટે તૈયાર થઈ નીતિનું પહેલું પગથિયું ચડી ગયા હતા. પણ તમે તમારા માટે જીએ કે, તમે આ ચરિત્ર તા સાંભળેા છે પરંતુ તમે આ પ્રકારનું પહેલું પગથિયું ચડી ગયા છે કે નહિ અને તમે પણ કોઈ ને દુ:ખી જોઈ તેનું દુઃખ દૂર કરા છે કે નહિ ? કદાચ તમે એમ કહેા કે, રાજા જે દુઃખ મટાડવા માટે તૈયાર થયા હતા તે દુ:ખ મટાડવું એ તે સસારનું કામ છે પણ હું તમને પૂછું છું કે, શું તમે સ’સારમાં નથી? તમે પણ સંસારમાં જ ખેડા છે. છતાં જેમની કમાણીથી તમે
Page #663
--------------------------------------------------------------------------
________________
૨૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ ધનવાન બન્યા છો એ ગરીબોને વિચાર ન કરે અને તેમને દુઃખમાં જોઈ તમારું હૃદય પીગળે નહિ તે એ દિશામાં એમ કેમ કહી શકાય કે તમે આ કથા સાંભળવાને પાત્ર બન્યા છો ?
' દક્ષિણ પ્રાંત વિષે સાંભળ્યું છે કે, ત્યાં દુષ્કાળને કારણે નવ આનામાં સાત ગાય : વેચવામાં આવી છે. સાત ગાયોની શું નવ આના કીમત છે! પણ ખરીદનાર મફત લેવા ' ચાહતે નહિ હોય એટલે તેણે આ નામની કીંમત આપી હશે. સાથે એવું પણ સાંભળ્યું છે કે, પાંચ હજાર પશુઓને કસાઈઓ લઈ ગયા છે, કે જેઓ તેમની કલ કરશે. તમે લેકે ગાયોની આવી દુર્દશા જોઈ જે સારાં. ખાનપાનમાં, ઓઢવા-પહેરવામાં તથા નાટક-સિનેમા - જોવામાં જ રહે તે એમ કહેવાય કે તમે તમારા ધનને સદુપયોગ કરો છો ? અને શું તમે સનાથ-અનાથને ભેદ સમજવાના પાત્ર બન્યા છો ?
- રાજા શ્રેણિકનું પ્રાથમિક કાર્ય કેવું હતું તે જુઓ. તે મુનિને કહેતો હતો કે, હું કોઈને દુઃખી જોઈ શકતા નથી. બીજાઓને દુ:ખી જોઈને હું સુખોપભોગ કરું એ મારાથી - બની શકતું નથી. રાજા શ્રેણિક આ પ્રકારને વિચાર કરતો હતો, અને જેમનામાં આ પ્રકારને - વિચાર છે તે જ માણસ આ સનાથ-અનાથના ઉપદેશને પાત્ર બની શકે છે.
મુનિએ. જ્યારે તેને એમ કહ્યું કે, હું અનાથ હતો એટલે મેં દીક્ષા લીધી. ત્યારે તેણે હસીને કહ્યું કે, એમ છે તે હું તમારે નાથ બનું છું. પણ જ્યારે મુનિએ તેને માટે એમ કહ્યું કે, તું પિતે પણ અનાથ છે તે પછી બીજાને નાથ કેમ બની શકે? આ સાંભળી તેને ઘણું આશ્ચર્ય થયું. તે વર હતો, એટલા માટે તે મુનિનું કથન સાંભળી ચૂપ બેસી ન રહ્યો પણ તેણે નિર્ણય કરાવવા ચાહું અને મુનિને કહ્યું કે, હું રાજા છું, મારી પાસે આટલી બધી સંપત્તિ છે અને હું આજ્ઞાને ઈશ્વર છું તે પછી હું અનાથ કેવી રીતે છું? શું તમારું આ કથન નથી?
રાજાએ આ વાત કઈ બીજાને કહી હતી તે સંભવ છે કે તે નારાજ થઈ જાત પણ આ મુનિ તે ક્ષમાના ભંડારસમાં હતા, એટલા માટે રાજાના કથનના જવાબમાં તેમણે એમ કહ્યું કે, “હે! રાજન્ ! આમ કહેવામાં તારે દોષ નથી પરંતુ તારા અજ્ઞાનને જ દોષ છે. તું સનાથ અને અનાથનું સ્વરૂપ જાણતા નથી, એટલા જ માટે તું આ પ્રમાણે કહે છે.”
આ પ્રમાણે કહી મુનિએ રાજાને સનાથ-અનાથનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાવ્યું. ત્યારે રાજા હાથ જોડી મુનિની ક્ષમા માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે, મેં આપને અનુચિત વાત કહી આપને અપરાધ કર્યો છે. આપ મારો એ ઘેર અપરાધને ક્ષમા કરે. સુદર્શન-ચરિત્ર-૬૯
સુદર્શન મુનિને વિચલિત કરવાને જેણે પ્રયત્ન કર્યો હતો તે. હરિણી વેચ્યા પણ સુધરી ગઈ અને પંડિતાને કહેવા લાગી કે, હું મુનિથી હારી ગઈ. જો હું મુનિદ્વારા પરાજિત થઈ ન હતા અને મારો વિચાર બદલ્યો ન હત, તે ન જાણે મારી કેવી ગતિ થાત ! એ તે બહુ સારું થયું કે, તે મને મુનિને વિચલિત કરવાનું કહ્યું અને મેં મુનિને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો. મેં મુનિને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે મુનિ પારસમણિની સમાન હોવાથી લોઢા જેવી મને પણ તેમણે સેનાની માફક પવિત્ર બનાવી દીધી. હવે તે હું એ મુનિની શિષ્યા બની ગઈ છું. એટલા માટે જે માર્ગ તેમનો છે તે જ માર્ગ મારો પણ છે.
Page #664
--------------------------------------------------------------------------
________________
વદી ૧૩ ]
રાજકોટ અતુર્માસ
[ ૬૨૩૩
રિણીના પહેરવેશ તા હજી વેશ્યાના જેવા જ છે પણ તેની ભાવના બદલી ગઈ છે એટલા માટે તે પોતાને માટે એમ કહે છે કે હવે હું મુનિની શિષ્યા બની ગઈ છું. રિણીનું આ કથન સાંભળી પડિતા તેને કહેવા લાગી કે, તમે આ શું કહી રહ્યા છે ? તમારા પૂર્વ પરિચિત પુરુષા જ્યારે અહીં આવશે અને અનેક પ્રકારનાં પ્રલેાભને આપી તમને કામવાસનાની પૂર્તિનું સાધન બનાવવા ચાહશે ત્યારે તમે શું કરશા તેને વિચાર કરા !
પિડિતાના આ કથનના ઉત્તરમાં હરિણીએ કહ્યું કે, હવે હું જાવ્રત છું. હવે હું દૃષ્ટા હું, દૃશ્ય રહી નથી. એટલા માટે હવે હું એ લેાકાના વિષયભાગનું સાધન ખની શકું એમ નથી..હવે મારા આ શ્રૃંગાર અને આ કપડાં નહિ રહે પરંતુ કેવલ લજ્જાની રક્ષા માટે આ શરીર ઉપર કપડાં રહેશે અને ભાજન પણ શરીરની રક્ષા માટે જ હશે, રસાસ્વાદ માટે નહિ. આ શરીરની સહાયતા જ્યાંસુધી આવશ્યક છે ત્યાંસુધી તેને રાખી શકું છું, નહિ તે તેના પણ ત્યાગ કરી શકું છું. મારા માટે હવેથી લજ્જા ઢાંકવા માટે વસ્ત્ર અને શરીર ટકાવવા માટે ભાજન સિવાય “ ખીજું ખાવું-પહેરવું હરામ છે.. હવેથી હું સેાના—હીરાને આ ં પણ પહેરીશ નહિ. મુનિએ મને જીદ્દા જ પ્રકારને શ્રૃંગાર પહેરાવી દીધા છે.
।। શ્રૃંગાર
પંડિત હરિણીનું કથન સાંભળી કહેવા લાગી કે, જેની મેં દલાલી કરી હતી તે વેશ્યા પણ સુધરી ગઈ તા પછી હવે હું પણ સુધર્યા વિના કેમ રહી શકું ? તે હરણીને કહેવા લાગી કે, હવે તમારા મા એ જ મારા મા` છે. તમે મારા માટે આદર્શી—અરીસાની સમાન છે; એટલા માટે તમે જે કરશો તે હું પણ કરીશ.
4
આ પ્રમાણે હરિણીની સાથે જ પડિતા પણ પૂરી પ`ડિતા બની ગઈ. જે લોકો મુર્તિની સાથે દ્રોહ કરનારા .હતા, તે લેાકા પણ સુધરી જઈ કલ્યાણના માર્ગે ચડી ગયા અને વહેલા.. કે મેાડા મેાક્ષે જશે તા .પછી જે લોકો મુનિની સાથે પ્રીતિ રાખતા હતા. તે મનેારમા વગેરે . પણ આત્મકલ્યાણ સાધી મેક્ષે ક્રૅમ નહિ જાય ?
આ પ્રમાણે તે બધા લાકોએ આત્માનું કલ્યાણ કર્યું પણુ તમે તમારા વિષે વિચારા તમે શું કરો છે? તમે સ ંસાર–સંબંધમાં બદ્દ થએલા છે અને જો સ્વ-સ્ત્રીના ત્યાગ કરી શયતાન હૈ। તા પણ જો પરસ્ત્રીને ત્યાગ કરે તે પણ તેમાં કલ્યાણુ છે. મહાત્મા સુદર્શનને આદર્શ દૃષ્ટિ સમક્ષ રાખી આગળ વધતા જાએ તે તમે પણ તમારા આત્માનું કલ્યાણુ કરી શકશા.
Page #665
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક શુદી ૧ રિવવાર
૬૨૪ ]
[ કારતક
પ્રાર્થના
આજ મ્હારા સ’ભવ જિનકે, હિતચિતનું ગુણ ગાસ્યાં; મધુર મધુર સ્વર રાગ અલાપી, ગહરે શબ્દ ગુંજાસ્યાં. ॥ ૧ ॥ —વિનચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાન સંભવનાથની પ્રાર્થનાદ્વારા આત્માને શું વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે એ વાત આ પ્રાર્થનામાં બતાવવામાં આવી છે.
લક્ષ્યબિંદુ દષ્ટિ સમક્ષ રાખીને જ પ્રત્યેક કાર્યં કરવું જોઈ એ. લક્ષ્યના નિર્ધાર કર્યા વિના અર્થાત્ અજ્ઞાનપૂર્ણાંક કરવામાં આવેલું કોઈ પણ કાર્યં લાભપ્રદ નીવડતું નથી. લક્ષ્યપૂર્વક કાર્ય કરવું એ જ ન્યાયમા છે. ભગવાન સંભવનાથની પ્રાર્થના વિષે પણ એ જોવું આવશ્યક છે કે, પ્રા'નાદ્વારા આત્માને કયા વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે!
જ્ઞાનીજતાનું કથન છે કે, પરમાત્માની પ્રાર્થના આત્માને પરમાત્માની સાથે સંલગ્ન કરી –એકતાર કરી–કરવી જોઈ એ અને પરમાત્માનાં ગુણાને હૃદયમાં ઉતારવાં જોઈ એ. આ રીતે પ્રાર્થના કરવામાં બાલવાના પણ સમાવેશ થઈ શકે છે. પરંતુ હમેશાં ખાલબુદ્ધિથી જ પ્રાર્થના કરતાં રહેવું ન જોઈ એ. જેમ જેમ બુદ્ધિના વિકાસ થતા જાય તેમ તેમ તત્ત્વા ઉપર પણ વિચાર કરવા જોઈએ. બુદ્ધિના વિકાસની સાથે જ તાત્ત્વિક વિકાસ પણ કરવો જોઈ એ. અને તાત્ત્વિક વિકાસની સાથે પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ. હમેશાં બાળક જ બન્યા રહેવું ન જોઈ એ. જ્ઞાનીઓનું એવું કથન છે કે, ખાળવા માટે પ્રાર્થના એ જ આગળ વધવાના માં છે, પરંતુ બુદ્ધિના વિકાસની સાથે જ પ્રાર્થનાના વિકાસ કરવા જોઈએ અને આગળ વધવુ જોઇ એ. આ કથનાનુસાર ભગવાન સંભવનાથની પ્રાર્થના પણ તાત્ત્વિક વિચારની સાથે કરવી જોઈએ. આ પ્રાર્થનામાં કહ્યું છે કેઃ—
આ જ મારા સંભવ જિન કે, હિતચિત્તસે ગુણ ગાસ્યાં.
અર્થાત્—આજે હું ભગવાન સંભવનાથની પ્રાર્થનામાં ચિત્ત લગાડી અને તેમાં મારું હિત માની પ્રાર્થના કરીશ. ઉપલક દૃષ્ટિએ જોવામાં આવે તે આ એક સાધારણ પ્રતિજ્ઞા છે અને ખીજી દષ્ટિએ જોવામાં આવે તે તે ઉપદેશ પણ છે. આપણે જો આ પ્રાર્થનાને પ્રતિજ્ઞારૂપ સમજતા હોઈએ તે। આ પ્રતિજ્ઞાને પૂરી કરવાના પ્રયત્ન કરવા જોઈ એ અને જો તેને ઉપદેશરૂપ માનતા હાઈ એ તે। આ ઉપદેશને હૃદયમાં ઉતારવા જોઈ એ.
જ્ઞાનીઓએ ભગવાન સંભવનાથના ચિરત્ર ઉપર ધણા પ્રકાશ પાડ્યો છે. જ્ઞાન અને ક્રિયામાં સમ એવા જ્ઞાનીઓએ ભગવાનનાં ગુણા ઉપર પ્રકાશ પાડી તે ગુણાને પેાતાના જીવનમાં સ્થાન આપ્યું છે. તેઓએ ભગવાન સંભવનાથનાં ગુણા ઉપર કેવી રીતે પ્રકાશ પાડયો
Page #666
--------------------------------------------------------------------------
________________
શુદી ૧] રાજકોટ–ચાતુર્માસ
[ ૬૨૫ છે એ બધાનું વર્ણન કરવાને માટે તે હું સમર્થ નથી પણ ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ કેમ પડયું એ વિષે બરાબર વિચાર કરવામાં આવે તે એ વિચાર સંસારવ્યવહારને માટે અને આત્મકલ્યાણને માટે પણ લાભપ્રદ નીવડી શકે એમ છે.
ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ કેમ પડયું એને માટે એમ કહેવામાં આવે છે કે, જે સમયે ભગવાન સંભવનાથ ગર્ભમાં આવ્યા તે પહેલાં દેશમાં મહાન દુષ્કાળ પડ્યો હતા. દુષ્કાળના સમયે સંસારમાં કેવી વિષમતા ફેલાવા પામે છે અને લેકાની સ્થિતિ કેવી કઢંગી બની જાય છે એ વાત કહી કહેવાય એવી નથી! દુકાળના વખતે માતા પણ પિતાનાં સંતાનને ભૂલી જાય છે એટલું જ નહિ પણ પિતાનાં સંતાનોને પણ મારી ખાઈ જાય છે. આથી વિશેષ વિષમતા અને લેકેની ભયંકર સ્થિતિ બીજી કેવી હોય ! દુષ્કાળના આવા મુશ્કેલના સમયે લોકોને ધર્મને ઉપદેશ આપવામાં આવે કે પરમાત્માનું ભજન કરવાનું કહેવામાં આવે તે સાધારણ લેકેને તે બહુ જ મુશ્કેલ જણાય છે. એવા સમયે તે લેકેને સુધબુધ જ ઠેકાણે રહેતી નથી તે પછી પરમાત્માનું ભજન તે કેવી રીતે કરી શકે ?
ભગવાન સંભવનાથ જ્યારે ગર્ભમાં આવ્યા તે વખતે દુષ્કાળને કારણે દેશની દશા એવી જ વિષમ અને ભયંકર થઈ રહી હતી; પણ ભગવાન જેવા ગર્ભમાં આવ્યા તે જ દુભિક્ષને બદલે સુભિક્ષ થઈ ગયે. જ્યાં અજોત્પત્તિની જરાપણ સંભાવના ન હતી ત્યાં પણ અનેત્પત્તિને સંભવ થયો અને અન્ન પણ ખૂબ પેદા થયું.
માતાના ગર્ભમાં જ્યારે એક મહાત્મા આવે છે તે વખતમાં અને જ્યારે એક પાપી આવે છે તે વખતમાં કેટલું બધું અંતર હોય છે એ વાત બધા લેકે સારી રીતે જાણે છે. એક ધર્માત્માને જન્મ થવાથી બધી જગ્યાએ આનંદ પ્રવત છે અને એક પાપીના જન્મવાથી બધી જગ્યાએ દુઃખ પ્રવર્તે છે.
રાજા વિચારવા લાગ્યા કે, “મારા રાજ્યમાં દુભિક્ષને બદલે સુભિક્ષ થઈ ગયો એ બધા ગર્ભસ્થિત મહાપુરુષને જ પ્રતાપ છે. આ પ્રમાણે વિચાર કરી તે મહારાણીને કહેવા લાગ્યા કે, “હે ! મહારાણી ! આપણું રાજ્યમાં કેવો દુષ્કાળ હતો ! અને એ દુષ્કાળને કારણે રાજ્યમાં કેવો હાહાકાર મચી ગયો હતો. આ દુભિક્ષને કારણે જે થયું તે તે થયું પણ મને એથી એટલું તો જણાયું કે, આ રાજ્ય મારું નથી પરંતુ મેઘરાજાનું છે. જે મેઘરાજા ન પધારે તે કેટલી મુશ્કેલી ઊભી થાય ! આ મુશ્કેલીની કલ્પના કરતાં જ મારું અભિમાન ગળી જાય છે. આપણા રાજ્યમાં દુભિક્ષને કારણે મહાન હાહાકાર મચી રહ્યો હતો, પરંતુ હવે બધી જગ્યાએ સુભિક્ષ થઈ ગયો છે અને જ્યાં અન્ન ઉત્પન્ન થવાની જરાપણ સંભાવના ન હતી ત્યાં પણ અન્ન પેદા થયું છે ! કોઈ માસ- પ્રતાપથી આ બધું થયું એમ કહે તે વાત ખોટી છે. આ તે કઈ અલૌકિક શક્તિનો જ પ્રતાપ છે અને મારી સમજમાં તો આ બધે તારો જ પ્રતાપ છે.”
રાણી હસી પડી. રાણીને હસતી જોઈ રાજા કહેવા લાગ્યા કે, તારા હસવા ઉપરથી તે એમ જણાય છે કે તું આ વિષે કાંઈ ન જ પ્રકાશ પાડવા ચાહે છે! તારી બુદ્ધિ અને શક્તિ કાંઈ ઓછી નથી. એટલા માટે તું શું કહેવા ચાહે છે તે ખુશીથી કહે. માતૃશક્તિ પ્રબળ હોય છે. માતૃશક્તિની આગળ પિતૃશક્તિ તુચ્છ છે. ગ્રન્થમાં માતાની શક્તિનું ઘણું જ વર્ણન મળે છે. એટલા માટે હે ! રાણી! તું જે કહેવા ચાહે છે તે ખુશીથી કહે. -
૩૪.
Page #667
--------------------------------------------------------------------------
________________
દ૨૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
રાણી, કહેવા લાગી કે, “હે ! પ્રભો ! જ્યારે મારા પેટમાં ગર્ભ આવ્યો ત્યારે મારા જેવામાં ચૌદ મહાસ્વપ્ન આવ્યાં. વળી ગર્ભના પ્રતાપથી મારામાં ઘણી જ સારી ભાવના પેદા થવા લાગી છે. જે પ્રમાણે કાચની હાંડીમાં દીપક જ્યાં સુધી કરવામાં આવતા નથી ત્યાં સુધી તે કાચની હાંડી પ્રકાશિત થતી નથી તે જ પ્રમાણે ગર્ભની શક્તિ જ મારામાં આવી છે અને તેથી જ મારામાં ઉત્તમોત્તમ શુભ ભાવનાઓ પેદા થવા લાગી છે. હું તે આપની સેવિકા અને ધર્મ સહાયિકા છું. એટલા માટે આપની અને ગર્ભની શક્તિના પ્રતાપથી જ દુભિક્ષ મટી સુભિક્ષ થયો છે અને જ્યાં જરાપણ અન્નોત્પત્તિની સંભાવના ન હતી ત્યાં અન્ન પેદા થયું છે.”
રાણીની વાત સાંભળી રાજાએ કહ્યું કે, વાસ્તવમાં તમારા ગર્ભમાં રહેલા મહાપુરુષની શક્તિને જ આ બધો પ્રતાપ છે. એટલા માટે હું એ મહાપુરુષને જન્મ થયે તેમનું નામ સંભવનાથ જ પાડીશ.
- ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ કેમ પાડવામાં આવ્યું એ વાતની ચર્ચા આવશ્યક ભાષ્યમાં કરવામાં આવી છે. તમે લેકે લેગસ્સનો પાઠ બોલો છો તેમાં પણ ભગવાન સંભવનાથનું નામ આવે છે અને ત્યાં પણ આ જ અર્થ બતાવવામાં આવ્યો છે. 'ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ પાડવાનું બીજું કોઈ કારણ પણ હશે પણ અન્નોત્પત્તિનો સંભવ છે એ મુખ્ય કારણ છે. અન્નનું ઘણું જ મહત્વ છે. હીરા-મોતીથી પણ અન્નની કીંમત વધારે છે. અન્ મળે એ ધાતુ ઉપરથી “અન્ન” શબ્દ બન્યો છે; અને મન
ને એ ધાતુ ઉપરથી “પ્રાણ” શબ્દ બન્યો છે. અન્ન અને પ્રાણનો પારસ્પરિક ઘનિષ્ટ સંબંધ છે. હીરા-મોતી વિના તે પ્રાણ ટકી શકે છે પણ અન્ન વિના પ્રાણ ટકી શક્તા નથી. એટલા જ માટે ભગવાને જે નવ પ્રકારનું પુણ્ય બતાવેલ છે તેમાં અન્નપુર્ણને પ્રથમ સ્થાન આપેલ છે. - અન્ન વિના કેવી ભયંકર સ્થિતિ થાય છે એનું કેટલુંક વર્ણન પટ્ટાવલીમાં પણ મળે છે. તેમાં લખ્યું છે કે, પિતાએ પિતાની પુત્રીને સોનામહોરની ટોપલીના બદલામાં પણ અન્નની ટપલી આપી નહિ. આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં ધર્મની પણ કેવી દશા થઈ હશે તે કાણું કહી શકે? આવા સમયમાં ધર્મ કોણ કહે અને કોણ સાંભળે. એટલા જ માટે પ્રાર્થના કરતાં તુલસીદાસજીએ કહ્યું છે કે –
તુલસી તબહિં જાનિકે, રામ ગરીબનિવાજ
મોતીકણ મહંગા કિયા, સસ્તા કિયા અનાજ લેકે કહે છે કે, અન્નમાં શું છે ? પણ જે મોતીની માફક અન્ન પણ મોઘું હેત તે લકોની દશા કેવી હોત? અને કદાચિત ખેતીને ભાવ આજે જે છે તેથી પણ વધારે મેં હેત તે લેકેને શું હાનિ થાત? પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહ્યા કરતા કે, જ્યારે અન્ન સતું હોય અને સેના-ચાંદી વગેરે મધું હોય ત્યારે તે જમાને પુણ્યને માનવામાં આવે છે અને જ્યારે અન્ન મધું હોય અને સોના-ચાંદી સસ્તા હોય ત્યારે તે જમાને પાપને માનવામાં આવે છે. આ પ્રમાણે અન્ન મોતીઓથી વધારે માંડ્યું છે. છતાં અન્નની કીંમત જે મોતીની માફક મળી હતી તે દુનિયામાં હાહાકાર મચી જાત. એટલા માટે અન્ન સતું હોય એ જ જમાને સારે માનવામાં આવે છે. ઈતિહાસ કહે છે કે, ભારતમાં એક સમયે એક રૂપિયાના
Page #668
--------------------------------------------------------------------------
________________
શુદી ૧]
.. રાજકોટ–ચાતુર્માસ
[૬૨૭
આઠ મણ ચોખા અને એક રૂપિયાનું ત્રીશ શેર ઘી મળતું હતું. તે જમાને કે સારે હશે ! તે જમાનામાં આજની માફક વીજળી, રેડિયે, સાઈકલ, મોટર વગેરે ન હતાં છતાં તે જમાનાના લોકો કેવાં સુખી હશે અને તેમનામાં કેવી શક્તિ હશે એ કેણ કહી શકે?
આજે લેકે કહે છે કે, જમાને સુધરી રહ્યો છે પણ જમાનો સુધરી રહ્યો છે કે બગડી રહ્યો છે અને નિર્ણય કેણ કરે ? . કહેવાનો આશય એ છે કે, અન્ન વિના જીવન નભી શકતું નથી. ભગવાન સંભવનાથ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે અન્નને સંભવ થવાને કારણે જ તેમનું નામ સંભવનાથ પડયું. જેટલા તીર્થંકર થયા છે તે બધા દયાળુથી પણ વધારે દયાળુ થયા છે. બધાએ દીક્ષા લીધા પહેલાં એક વર્ષ સુધી હમેશાં ૧૦૮ લાખ સોનામહોરનું દાન આપ્યું છે અને એ પ્રમાણે પૃથ્વીને સ્વર્ણમયી બનાવ્યા બાદ દીક્ષા લીધી છે. જાણે ભગવાને આ કાર્ય એટલા જ માટે કર્યું ન હોય કે ભવિષ્યની જનતા દયા-દાનમાં પાપ માનવા ન લાગે. આમ હોવા છતાં જો કોઈ માણસ દયા-દાનમાં પાપ માને તે એ તેના મેહને જ પ્રતાપ છે એમ સમજવું જોઈએ. " ભગવાને દીક્ષા લીધા પહેલાં તો સોનામહોરનું દાન આપ્યું અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી જનતાને કેવલજ્ઞાનના પ્રકાશનું દાન આપ્યું. તેઓએ જનતાને સદ્દબોધ આપ્યો છે કે, “હે ! સંસારના જીવો ! સામાન્ય દુષ્કાળ પડવાને કારણે જ તમારી સ્થિતિ કેવી બની જાય છે તેને વિચાર કરો કે તમારે આવાં કષ્ટ કેટલીવાર ભેગવવાં પડ્યાં છે! તમારે ભવિષ્યમાં આવાં કષ્ટ સહન કરવાં ન પડે એ વાત તમારા હાથમાં જ છે.”
આ ઉપદેશ ભગવાન સંભવનાથે આવે છે અને આ જ ઉપદેશ બધા તીર્થકરે આવે છે. ઉપદેશ તે તે જ હોય છે પણ પાત્રને ભેદ અવશ્ય હોય છે. એક જ કુવાનું પાણી કાંદાના ક્યારામાં જઈ કાંદાના રસરૂપે પરિણમે છે અને શેરડીના ક્યારામાં જઈ શેરડીના રસરૂપે પરિણમે છે. આ જ પ્રમાણે તે પાણી ગુલાબના ક્યારામાં જઈ ગુલાબરૂપે પરિણમે છે. પાણી તે તે જ છે પણ ઉપાદાનના ભેદને કારણે તેમાં પણ ભેદ પડી જાય છે. કુંભારને ત્યાં એક જ ખાડાની માટી આવે છે પણ તે જ માટીનાં જુદા જુદા પ્રકારનાં વાસણો બને છે. ઉપાદાન માટી તે એક જ પ્રકારની છે પરંતુ નિમિત્ત અને કર્તાના ભેદને કારણે તેનાં વાસણમાં પણ ભેદ પડી જાય છે. આ પ્રમાણે કોઈવાર તો ઉપાદાનના ભેદથી પણ ભેદ પડી જાય છે અને કોઈવાર કર્તા કે નિમિત્તના ભેદથી ભેદ પડી જાય છે. એટલા માટે કેવલ ઉપાદાનને જ ન જોતાં નિમિત્તને પણ સાથે જોવાની જરૂર રહે છે. જેનદર્શનનું આ જ રહસ્ય છે. કેવલ એક જ વાતને પકડી બેસવું અને બીજી વાતને ભૂલી જવું એ જૈનદર્શનના રહસ્યને ન જાણવાનું અજ્ઞાનપણું બતાવે છે. અનાથી મુનિને અધિકાર–૭૦
મતલબ કે, ઉપદેશ તે એ જ હોય છે પરંતુ પાત્રાનુસાર ઉપદેશ લાભ કરનારો હેય છે. અનાથી મુનિની સામે શ્રેણિક રાજા ઉપદેશને પાત્ર હતા; એટલા માટે મુનિને ઉપદેશ સાંભળી તેને જીવનપલટો થઈ ગયો. રાજા શ્રેણિક પહેલાં તો એમ કહેતા હતા કે, આ આવા સ્વરૂપવાન, સ્વસ્થ અને ભરયુવાનીમાં હોવા છતાં મુનિ કેમ થયા? ભેગોને ઉપભોગ કેમ
Page #669
--------------------------------------------------------------------------
________________
૬૨૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[ કારતક
કરતા નથી ? પરંતુ મુનિને ઉપદેશ સાંભળી જ્યારે તેના હૃદયના પલટા થઈ ગયા ત્યારે તે કહેવા લાગ્યા કેઃ—
तुब्भे सुद्धं खु मणुस्सजम्मं, लाभा सुलद्धा य तुमे महेसी ।
तुभे साहाय सबन्धवा य, जंभे ठिया मग्गे जिणुत्तमाणं ॥ ५५ ॥
રાજા શ્રેણિક, અનાથી મુનિને તેમની દ્વારા પ્રાપ્ત વસ્તુ કેવી રીતે ભેટ ધરે છે એ જુઓ. જે પ્રમાણે કોઈ રાજાએ કોઈ માણસને એક ખાગ ભેટમાં આપ્યા. રાજાદ્રારા બાગને ભેટ પામનાર માણસ જો કૃતજ્ઞ હશે તેા તે બાગમાં પેદા થતાં ફળફુલને રાજાને ભેટ આપ્યા વગર રહેશે નહિ. આ જ પ્રમાણે ઉપદેશના પાત્ર જો કૃતજ્ઞ હશે તે તે ખેાધરૂપી બાગનાં ફળજુલા મેધ આપનાર ગુરુને જે પ્રમાણે રાજા શ્રેણિક અનાથી મુનિને સ્તુતિદ્વારા ભેટ ધરે છે તેમ ભેટ આપ્યા વગર રહેશે નહિ. આમ કરવું એ સુપાત્રનું લક્ષણ છે. ભગવાન મહાવીરે ગેાશાલા તથા જમાલિને એધ આપ્યા હતા. પણ તેઓ કેવા નીવડયા ? આ પ્રમાણે ઉપદેશ તેા એક જ પ્રકારના હેાય છે પણ પાત્ર પેાતાની યાગ્યતાનુસાર તેને ગ્રહણ કરે છે.
રાજા શ્રેણિક અનાથી મુનિને કહે છે કે, હે ! મુનિ ! આપને ઉપદેશ સાંભળી મને એ ખાત્રી થઈ છે કે, સુંદર મનુષ્યજન્મ તા તમને જ મળ્યા છે અને તમે જ મનુષ્યજન્મા લાભ મેળવ્યા છે!
મનુષ્યજન્મ. કોના સુંદર માનવા એ વાતને વ્યવહારદષ્ટિએ જુએ તે પછી નિશ્ચયનીદષ્ટિએ પણ તેને વિચાર કરી શકશો. માતા કે, એક માણસ દેખાવમાં તે સુંદર છે પણ તે બેઠા બેઠા એવું કાર્ય કરે છે અથવા એવું લખે છે કે જેથી તેના ઉપર અભિયાગ કરવામાં આવે છે અને તે પાતે તેમાં ફસાય છે. બીજો માણસ દેખાવમાં તે કુરૂપ છે પણ તે એવું. કાય` કરે છે અથવા એવું લખે છે કે જેથી તેના ઉપરના અભિયાગ મટાડી દે છે. તમે આ અને માણસમાંથી કોને સારા કહેશે। ? કોને સુંદર માનશે ? આ પ્રશ્નના જવાબમાં તમે એમ જ કહેશેા કે, જે દેખાવમાં સારા નથી પરંતુ કા સારું કરે છે. તેનેા જ મનુષ્યજન્મ સફળ છે.
આ જ વાતને નિશ્ચયને વિષે પણ સમજો. આ જ વાતને દૃષ્ટિમાં રાખી રાજા શ્રેણિક અનાથી મુનિને કહી રહ્યા છે કે, હે! મુનિ ! આપે જ સુંદર મનુષ્યજન્મને પ્રાપ્ત કર્યાં છે અને આપે જ સુંદર મનુષ્યજન્મના લાભ મેળવ્યેા છે.
જે માણસ પોતાનેા લાભ કરે છે તે જ માણસ બીજાને પણ લાભ પહેાંચાડી શકે છે અને જે પેાતાનું અહિત કરે છે તે ખીજાઓનું પણ અહિત કરે છે. જે ખીજાગ્માનું કલ્યાણ કરવામાં સંલગ્ન રહે છે, તેના પ્રયત્નથી બીજાનું કલ્યાણ થાય કે ન થાય પરંતુ તેનું પોતાનું તે કલ્યાણ અવશ્ય થાય જ છે.
રાજા શ્રેણિકે પહેલાં કહ્યું હતું કે, આપ આ મનુષ્યજન્મના સાધુજીવનમાં ઉપયાગ કરી હીરાને પત્થરના બદલામાં આપવા જેવું કાય કરી રહ્યા છે; પણ જ્યારે તે મુનિના ઉપદેશથી સદ્બધ પામ્યા ત્યારે તે જ રાજા શ્રેણિક કહેવા લાગ્યા કે, આપના મનુષ્યજન્મ સુંદર છે. અને આપ જ મનુષ્યજન્મના ખરા લાભ લઈ રહ્યા છે !
Page #670
--------------------------------------------------------------------------
________________
શુદી ૩] રાજકોટ-ચાતુર્માસ
| [ ૬૨૯ રાજા શ્રેણિકની માફક તમે લેકે પણ આ ધર્મકથા સાંભળી હવે સારાં ખાન-પાનમાં જ મનુષ્યજન્મને સફળ ન માનો પરંતુ તેને સુલાભ લે. તમે તમારા જીવનને બીજાઓનું કલ્યાણ કરવામાં લગાવી દે. તે વખતે તમે જ માનતા થશો કે, અમારું મનુષ્ય જીવન હવે સુંદર અને સફળ છે. આ પ્રમાણે તમે મનુષ્ય જીવનની કીંમત સમજે અને કૃતજ્ઞ બને તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૩ મંગળવાર
પ્રાર્થના શ્રી અભિનંદન દુઃખનિકન્દન, વંદન પૂજન જગજી; આશા પૂરે ચિંતા ચૂરે, આપ સુખ આગઈ. છે
–વિનયચંદ્રજી કુંભટ ચોવીશી
શ્રા અભિનંદન ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - પ્રાર્થનામાં બતાવેલ ભાવ તે સ્પષ્ટ છે છતાં તે વિષે થોડું કહેવાનું હોવાથી કહું છું.
આ પ્રાર્થનામાં આશા પૂરી કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. પરંતુ ભગવાનની પાસે કઈ આશા પૂરી કરાવવાની છે એ વાતનો સર્વપ્રથમ નિર્ણય કરે જઈએ. “ આશા પૂરી કરે” એ વાત સાધારણ રીતે સરળ અને સ્પષ્ટ જણાય છે, પરંતુ સાંસારિક લકેની સાંસારિક કામના વધી ગઈ હોવાને કારણે કઈ આશાની પૂર્તિ કરાવવી એ વાતને નિર્ણય કરવો મુશ્કેલ થઈ રહ્યો છે, પણ મારો આત્મા એમ કહી રહ્યો છે કે, પરમાત્માની પાસે સરળ અને મધુર આશા પૂરી કરાવવી જોઈએ.
મધુર આશા કોને કહેવી એ પણ એક પ્રશ્ન છે. સંસારમાં જે લેકે મોટા ગણાય છે તે લોકો મોટી વસ્તુઓને જ મધુર માને છે; પણ જ્ઞાનીજને કહે છે કે, તે લોકો જે વસ્તુને મધુર માને છે, વાસ્તવમાં તે વસ્તુ મધુર નથી. ઉદાહરણ તરીકે, કોઈ કહેવા માટે માણસ સે સો રૂપિયાને એક એક કેળી ખાય અને તેને મધુર માને, પણ જ્ઞાનીજને કહે છે કે, તે મધુર નહિ પણ વિષ છે. મધુર તે તે છે કે જેકારા બધાનું પિષણ થઈ શકે. જેઠાસ” જીવન નભી શકે તે મધુર છે; બાકી તે બધે વિકાર છે. કોઈ તરસ્યા માણસને મેંઠું શરબત પણ પીવડાવવામાં આવે છે પણ વિવેકીજને કહે છે કે, તે મધુર નથી. મધુર તે પાણી જ છે. આ જ પ્રમાણે જે ભૂખ મટાડે છે તે અન્ન મધુર છે. જે લજજાની રક્ષા કરે છે તે વસ્ત્ર મધુર છે. વચ્ચે લજજાની રક્ષા માટે જ પહેરવામાં આવે છે. એટલા માટે જે લજ્જાની રક્ષા કરે તે જ વસ્ત્ર મધુર છે. બાકી ફેશનેબલ અને ઝીણું વસ્ત્રો કે જે લજાની રક્ષા કરી શકતાં નથી તે વસ્ત્રો મધુર નથી, પણ વિષ છે.
કહેવાતા મોટા માણસો સાદી વસ્તુને મધુર ન માનતાં મોંઘી ચીજને મધુર માને છે અને એ જ કારણે તેઓએ સંસારને વધારે મુશ્કેલીમાં મૂકી દીધું છે. પરંતુ વિવેકીજને કહે
Page #671
--------------------------------------------------------------------------
________________
'
= :
૬૩૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
છે કે, જે ચીજદ્વારા સાધારણ રીતે બધાનું પિષણ થતું હોય તે જ ચીજ મધુર છે, અને એવી મધુર ચીજની પ્રાપ્તિ માટે જ પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ. મેંઘી ચીજને મધુર માની તેની પ્રાપ્તિ માટે પરમાત્માની પ્રાર્થના કરવી એ તે સંસારને વધારે મુશ્કેલીમાં ઉતારવા જેવું છે. જેમકે, કોઈ માણસ મહાન ઋદ્ધિને મધુર માની, તેની પ્રાપ્તિ માટે તે પરમાત્માની પ્રાર્થના કરે છે, પરંતુ તે મહાન ઋદ્ધિ મધુર નથી, કારણ કે તે મહાન ઋદ્ધિની પ્રાપ્તિમાં અનેક જણને દબાવવું પડશે. અનેક જણની ઋદ્ધિ છીનવી લેવાથી જ મહાન ઋદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે અને એમ કરવા જતાં અનેક જણને કષ્ટમાં ઉતારવા પડે છે. એટલા માટે મેંઘી ચીજ મધુર નથી અને એવી ચીજની પ્રાપ્તિ માટે પરમાત્માની પ્રાર્થના પણ કરવી ન જોઈએ. આ સિવાય જે વસ્તુમાં જે ગુણ છે તે ગુણ જ મધુરતા છે. જેમકે કોઈ માણસ પાણી પાસેથી ગરમીની આશા રાખે તે પાણી ગરમી ક્યાંથી આપી શકે? પાણીને ગુણ તે શીતળતા આપવાનો છે. જે પ્રમાણે પાણીને ગુણ શીતળતા છે તે જ પ્રમાણે ભગવાનને ગુણ વીતરાગતા છે. એટલા માટે પરમાત્માની પાસે કઈ વસ્તુની આશા કરવી જોઈએ એને વિચાર કરે. આને માટે આ જ પ્રાર્થનામાં કહ્યું છે કે
જબલગ આવાગમન ન છૂટે, તબલગ યહ અરદાસજી; - સંપત્તિ સહિત જ્ઞાન સમકિત ગુણ, પાઉં દઢ વિશ્વાસ જી.
હે ! પ્રભો ! બીજા લેકે બીજી કોઈ આશા તો કદાચ પૂરી પણ કરી શકે પરંતુ હું જે તારી પાસેથી આશા કરું છે તે આશા બીજા લોકો પૂરી કરી શકે એમ નથી. જે આશા બીજા લેકે પૂરી કરી શકે એમ નથી તે આશા તું પૂરી કર. મારામાં એ ગુણ પ્રગટાવ કે જેથી મારામાં જ્ઞાન-દર્શન આદિ ગુણ ટકી શકે ! મને એવા ગુણની પ્રાપ્તિ થાય એ જ મારી આંતરિક આશા છે. - આ પ્રકારની આશાએ પરમાત્માની પ્રાર્થના કરવાથી ભલે પ્રાથને મેક્ષની પ્રાપ્તિ વહેલી થાય કે મેડી થાય, પણ જો સંસારમાં રહેવું પડે તો તે જરૂર શાતિ અને આનંદપૂર્વક જ રહેશે. - હવે આપણે એ જોઈએ કે, સમ્યજ્ઞાન અને સમ્યક શ્રદ્ધા શું છે? આ વિષે હું એટલું જ કહું છું કે, વીતરાગની પ્રાર્થના કરવાથી જે જ્ઞાનપ્રાપ્તિ થશે તે જ્ઞાન સમ્યફ જ હશે અને જે શ્રદ્ધા હશે તે સમ્યક્ શ્રદ્ધા જ હશે. કેઈ સારા ડૉક્ટરે આપેલી દવા સારી જ માનવામાં આવે છે, ખરાબ માનવામાં આવતી નથી. તે જ પ્રમાણે વીતરાગ ભગવાનદ્વારા મળેલું જ્ઞાન પણ સમ્યક્ જ હશે; અને જે વસ્તુની પ્રાપ્તિ થશે તે પણ કલ્યાણકારી અને સમ્યફ જ હશે. આ કથનદ્વારા હું જ્ઞાનનો નિષેધ કરતા નથી પણ જ્ઞાનને પ્રાપ્ત કરીને પણ પરમાત્માની પાસે મધુર આશા જ રાખવી જોઈએ. તમને આ અવસર અપૂર્વ મળે છે સાથે નિમિત્ત પણ સારું મળ્યું છે. જે તમે આ અપૂર્વ અવસરને ગુમાવી દીધો. તે પછી પશ્ચાત્તાપ જ થશે. - તમારે આત્મા જે ઉપાદાન છે તે તે હંમેશાં રહેશે પણ નિમિત્ત મળ્યા વિના ઉપાદાન પણ એમ જ રહી જાય છે. આપણને અત્યારે વીતરાગ ભગવાનનું નિમિત્ત મળ્યું છે; એટલા માટે આ અવસરનો લાભ લઈ આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. તમારી પાસે પાણી હેય અને છીપનું મુખ પણ ખુલેલું હોય તે વખતે કઈ માણસ તમને એમ કહે કે, આવા .
Page #672
--------------------------------------------------------------------------
________________
શુદી ૩] રાજકેટ-ચાતુર્માસ -
[૬૩૧ અવસરને શા માટે ગુમાવો છો ? પાણીને છીપમાં શા માટે રેડી દેતા નથી કે જેથી મોતી બની જાય ! આમ કઈ કહે તે શું તમે આવા અવસરને ગુમાવો ખરા! આ જ પ્રમાણે તમારી પાસે આજે જે શક્તિરૂપી પાણી છે તે પરમાત્મારૂપી છીપમાં રેડી દે. પિતાની શક્તિને ઉપયોગ કરવાનું આ સારામાં સારું નિમિત્ત છે. જો આ અવસરનો લાભ અત્યારે ન લીધે તે પછી પશ્ચાત્તાપ કરે જ બાકી રહેશે. અનાથી મુનિને અધિકાર–૭૧
અનાથી મુનિ રાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે. રાજા શ્રેણિકનું હદય અનાથી મુનિના ઉપદેશથી થોડા જ સમયમાં પલટાઈ ગયું. જ્ઞાની પુરુષનો સમાગમ થતાં આત્મા કેવી રીતે કેવો બની જાય છે એ વાત શ્રેણિક રાજાના ચરિત્ર ઉપરથી જુઓ. રાજા શ્રેણિકે સંસારમાં અનેક એવાં કામો પહેલાં કર્યાં હતાં કે જેને લીધે તેણે નરકનું કર્મ બાંધી લીધું હતું છતાં અનાથી મુનિના સમાગમથી તેણે તીર્થકર ગોત્ર બાંધી લીધું. આ ઉપરથી તમારે એમ વિચારવું જોઈએ કે, પહેલાંનાં બાંધેલાં કર્મો તો ભોગવવાં જ પડશે, પરંતુ જે વસ્તુ અત્યારે મળી રહી છે તેને પ્રાપ્ત કરી ભવિષ્યને માટે આત્માનું કલ્યાણ કરવું જોઈએ. એમાં ઢીલ કરવી ન જોઈએ.
આ વીસમું અધ્યયન સાધુઓને લક્ષ્ય કરી કહેવામાં આવ્યું જ છે, પણ એ સાધુશ્રાવક બધાને માટે સમાન ઉપયોગી અને કલ્યાણકારી છે. આ અધ્યયનમાં. એમ કહેવામાં નથી આવ્યું કે સાધુ થવાથી જ કલ્યાણ સાધી શકાય છે. આમાં તે સાધુઓને સાવધાન કરવામાં આવ્યા છે કે, તમે નાથ થઈને પણ થોડા પ્રલોભનમાં પડી જઈ અનાથ બની ન જાઓ. આ પ્રમાણે સાધુઓને સાવધાન કરવાની સાથે એવો અનુરોધ કરવામાં નથી આવ્યો. કે, બધાએ મહાવ્રતને સ્વીકાર કરવો જ જોઈએ; પણ એમ કહ્યું છે કે, મહાવ્રતને સ્વીકાર થઈ ન શકે તે શ્રદ્ધા છે એવી જ રાખે કે, અમે મહાવ્રતને પાળનારાઓના ઉપાસક છીએ.
હૃદયપલટો થયા બાદ રાજા શ્રેણિકે અનાથી મુનિને જે કાંઈ કહ્યું તે વાત ગણધરોએ સૂત્રરૂપે ગૂંથી આપણું સામે મૂકી આપણું ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ વાતને ધ્યાનમાં રાખી આપણે પણ વિચારવું જોઈએ કે સદ્બોધ આપનાર પ્રતિ કેવી રીતે કૃતજ્ઞ બનવું જોઈએ.
રાજા શ્રેણિક કહે છે કે, હે ! મુનિ! આ શ્રેષ્ઠ મનુષ્યજન્મ તમને જ પ્રાપ્ત થયો છે અને તમે જ આ મનુષ્યજન્મને સફળ બનાવ્યો છે. આ કથન વિષે ટીકાકાર કહે છે કે, મુનિના શરીર ઉપર જે સુલક્ષણો હતાં તે સુલક્ષણો જોઈ રાજા વિચારતો હતો કે, આવાં સુલક્ષણોથી યુક્ત હોવા છતાં તે સાધુ શા માટે થયા !
આજે પણ કોઈને શરીરમાં સુલક્ષણ દેખાતાં હોય તો તે તેના ફળરૂપે એ જ જાણવા ચાહે છે કે, મને કેટલી સ્ત્રીઓ મળશે, પુત્રો કેટલાં થશે અને ધનસંપત્તિ કેટલી મળશે! આ પ્રમાણે આજે ઘણું લેકે પણ સુલક્ષણોને આ જ દષ્ટિએ માને છે. મારા શરીરમાં આવાં સુલક્ષણ છે તે હું સંયમ ધારણ કરી શકીશ કે નહિ! એવું તે કાઈક જ વિચારતે હશે. ગ્રન્થમાં નાક, કાન વગેરેનાં બત્રીસ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. આ સુલક્ષણો હોવાથી લેકે પિતાને ઘણી ઋદ્ધિ મળે એમ ચાહે છે. આ જ મોટી ભૂલ છે. સુલક્ષણને પણ કેવો દુરુપયોગ કરવામાં આવે છે અને તે દ્વારા પણ કેવી રીતે અકલ્યાણ પિતાના હાથે થાય
Page #673
--------------------------------------------------------------------------
________________
૬૩૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
છે એ વાત બ્રહ્મદત્ત ચક્રવર્તીના ચિરત્ર ઉપરથી જુએ. બ્રહ્મદત્ત ચક્રવર્તીના શરીરમાં ઘણાં સુંદર લક્ષણા હતાં અને એ સુંદર લક્ષણાને કારણે તે ચક્રવર્તી પણ થયા, પરંતુ તે જ સુલક્ષણાદ્રારા તેણે સાતમી નરકનું પાપ બાંધ્યું. આવી દશામાં તેનાં લક્ષણેા કેવાં ધાતક નીવડયાં ?
માનેા કે, એક માણસ સુલક્ષણવાળા છે પણ તે તમને તલવાર લઈ મારવા આભ્યા છે, તે એ વખતે તે માણસ તમને કેા લાગશે? તમે એ માણસને માટે એમ જ કહેશે। કે આ માણસ કેવા ખરાબ લક્ષણવાળા છે!
તમે તમારા માટે આ વાત જુએ છે. પણ આ જ વાત ખીજાઓ માટે પણ જુએ. જે પેાતાના સ્વાર્થ માટે ખીજા લેાકાને કષ્ટ આપે છે તે માણસ ભલે સુલક્ષણવાળા પણ હાય છતાં તે સુલક્ષણવાળા મનાતા નથી. સુલક્ષણવાળા તેા તે જ છે કે, જે કાઈ તે પણ કષ્ટ આપતા નથી પરંતુ બધા ઉપર કૃપાભાવ રાખે છે. આ જ કારણે રાજા શ્રેણિક અનાથી મુનિને માટે એમ કહે છે કે, આપનાં લક્ષણા જ સુલક્ષણા છે; ખીજાએ તે ખરાબ લક્ષણવાળા છે.
કોઈ ઓ એમ વિચારે કે મારા શરીરમાં આવાં સુલક્ષણા છે અને હું આવી સુંદરી છું. આ પ્રમાણે વિચાર કરનારી સ્ત્રીમાં જો શીલનું લક્ષણ હોય તા તા ઠીક છે, નહિ તેા વેશ્યાનાં લક્ષણાને પણ સુંદર સુલક્ષણા પ્રેમ માનવામાં નહિં આવે ?
રાજા કહે છે કે, પહેલાં હું એમ કહેતા હતા કે, તમે આવાં સુલક્ષણાથી યુક્ત શરીરને સયમમાં કેમ લગાડયું ? આપે સંયમ શા માટે ધારણ કર્યાં પણ હવે હું સમજી શક્યા છું કે, આપે આ શરીરને સંયમમાં લગાડી વધારે સુંદર બનાવ્યું છે અને મનુષ્યજન્મને સફળ બનાવ્યું છે.
6
જે પ્રમાણે રાજા શ્રેણિક પહેલાં કહેતા હતા કે, · આ ભરયુવાનીમાં તમે સયમ શા માટે ધારણ કરેા છે ! તમે તેા ભાગાના ઉપભોગ કરી અને મેાજમજા માણેા.’ તે જ પ્રમાણે આજના યુવકા પણ કહે છે કે, ખીજી વાતા તે તમારી પાસે રાખેા. અમને તેા એવી વાતો સંભળાવેા કે જેથી અમને મજા આવે. વળી તેઓ કહે છે કે, ધર્માંની વાત રહેવા દા, અમને તે સમાજ-સુધારની વાત કહેા. પણ ધર્મથી સમાજને સુધાર નહિ થાય એમ સમજવું એ ગંભીર ભૂલ છે.'
રાજા શ્રેણિક પણ પોતે એવા સુંદર હતા કે તેને જોઈ સાધ્વીએ પણ સંયમનું મહત્ત્વ ભૂલી ગઈ હતી અને તેએએ એવું નિયાણું બાંધ્યું હતું કે, અમને તપ–સંયમના ફલ સ્વરૂપ આગલા જન્મમાં આવા જ સુંદર તિ મળે. એવા સુંદર રાજા પગુ પેાતાને ગવ ભૂલી જઈ મુનિને કહે છે કે, ‘ આપનું જ શરીર સુંદર છે અને આપે જ મનુષ્યજન્મને સુંદર લાભ લીધા છે.' રાજાના આ કથનમાં કેવી આત્મદીનતા જણાય છે ! તમે પણ આ વાતને વિચાર કરી તમારા આત્માને ઉન્નત બનાવેા. આત્મા વસ્તુની વાસ્તવિકતા ઉપર વિચાર કરતા નથી એ જ આત્માની ભૂલ થાય છે. વસ્તુને વાસ્તવિક વિચાર કરી, સમ્યક્ જ્ઞાન સંપાદન કરી જેટલું આગળ વધવામાં આવે તેટલું સારું જ છે.
રાજા કહે છે કે, હું ભાગાના ઉપભાગ કરવા એમાં જ મનુષ્યજન્મને સફળ માનતા હતા પણ હવે હું સમજી શક્યા છું કે મનુષ્યજન્મની સાચી સફળતા સંયમ ધારણ કરવામાં જ છે. આપે સંયમને ધારણ કરી મનુષ્યજન્મને સફળ બનાવ્યું છે; અને અનાથતાને દૂર કરી આપ સનાથ બન્યા છે. તમે તમારા પેાતાના જ નાથ બન્યા નથી પણ સમસ્ત, ત્રસ અને
Page #674
--------------------------------------------------------------------------
________________
મુઠ્ઠી ૩]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૩૩
સ્થાવર જીવાના પણ નાથ બન્યા છે.' આ પ્રમાણે તમે તમારા પણ નાથ છે। અને જગતના પણ નાથ છે. હવે હું સારી રીતે સમજી શક્યા છું કે, વાસ્તવમાં હું તેા અનાથ જ છું. જે યાગક્ષેમ કરે તે જ નાથ છે; અર્થાત્ અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવે અને પ્રાપ્ત થએલી વસ્તુની રક્ષા કરે તે જ નાથ છે.
આ ઉપરથી કાઈ એમ કહે કે, આ વાત તો સ'સારવ્યવહારને શુ લાગુ પડે છે. જેમકે કેાઈ ભૂખ્યા માણસને કાઈ એ રાટલા આપ્યા અને એ રેટલાને ખાવા દોડતા કાગડાકૂતરાંને ભગાડયા.—આ પ્રમાણે તેણે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવી અને પ્રાપ્ત વસ્તુની રક્ષા કરી; એટલા માટે આમ કરનાર માણસ ખીજા માણસને નાથ થયા કે નહિ ?
આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, રાટલા આપીને અને રાટલાની રક્ષા કરીને તે ખીજા માણસના નાથ બન્યો કહેવાય નહિ. કારણ કે, જ્યારે તે પોતાના જ નાથ બન્યા નથી તા પછી ખીજાઓને નાથ કેમ બની શકે ? તે માણસે રાટલા આપી દયા કરી છે એમ તે અવસ્ય કહી શકાય પણ એ કારણે એ ખીજાના નાથ અન્યા છે એમ કહી શકાય નહિ. તે માણસે રાટલા આપી તેના શરીરની તે વખતે સહાયતા અવશ્ય કરી છે. પણ એ કારણે કાંઈ તે તેના નાથ બની જતા નથી. તે કાંઈ હમેશાંને માટે તેના શરીરની રક્ષા કરી શકે નહિ તેમ તેના આત્માની પણ કાંઈ રક્ષા કરી શકે નહિ.
કહેવાના આશય એ છે કે, જે યાગ-ક્ષેમ કરે તે નાથ છે; પણુ સંસારમાં કાઈ પણ એવા નથી કે જે સ્થાયીરૂપે યાગ-ક્ષેમ કરી શકે. યેાગ–ક્ષેમ કરનાર તેા સંયમ જ છે. એ કારણે જ રાજા શ્રેણિક અનાથી મુનિને કહે છે કે, “ હે ! સુનિ ! આપ જ સનાથ છે અને આપ તમારા પોતાના પણ નાથ છે અને સંસારના ખીન્ન બધા જીવાના પણુ નાથ છે.”
અત્રે એ પ્રશ્ન થાય છે કે, મુનિ પોતાના નાથ થયા એ તે ઠીક છે, પરંતુ ખીજાના નાથ કૈવી રીતે થયા ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, રાજા શ્રેણિક એમ તેા ન જાણે કેટલીવાર નરકે જાત પણ અનાથી મુનિ તેના નાથ થયા એ કારણે તેણે તીર્થંકર ગાત્ર બાંધી લીધું. આ પ્રમાણે મુનિ ખીજાના પણ નાથ થયા. સાધારણ રીતે પેાતાનું ઉપાદાન સારું હેવું આવશ્યક છે, પણ ઉપાદાનની સાથે નિમિત્ત પણ હોવું જોઈ એ; અને નિમિત્તની સાથે જ ઉપાદાનનું હાવું પણ આવશ્યક છે. જો પેાતાનું ઉપાદાન સારું ન હોય તેા નિમિત્તનું મળવું પણ નકામુ નીવડે છે. જેમકે સૂ` બધાને પ્રકાશ આપે છે પણ કાઈ આંધળા માણસ કહે કે, મને તે સૂર્ય પ્રકાશ આપતા નથી તે। એ માણસને એમ જ કહેવામાં આવે કે એમાં તારા ઉપાદાનને જ દોષ છે. આ જ પ્રમાણે અનાથી મુનિ તે બધાના નાથ છે પણ પેાતાનું ઉપાદાન સારું હાવું જોઈ એ.
રાજા શ્રેણિક કહે છે કે, “ હે! મુનિ ! આપ જ સનાથ છે અને આપ જ સમાંધવ છે. જે સહાયતા કરે તે બાંધવ છે. અંત સમય સુધી સહાયતા આપનાર સાચા બાંધવ પણ આપ જ છે. કારણ કે આપે જિનાત્તમ માગને પકડયા છે. એટલા માટે તમે જ સનાથ, સબાંધવ અને શરીરને સુલાભ લેનાર છે.”
રાજા શ્રેણિકની ભક્તિ જોઈ તમે પણ પરમાત્માને એવી પ્રાર્થના કરી કે, હે ! પ્રભો ! જે પ્રમાણે રાજાને મુનિ તરફ ભક્તિભાવ પ્રગટયો તે જ પ્રમાણે અમને તારા પ્રતિ ભક્તિભાવ પ્રગટ થાઓ. આ પ્રમાણે સાચા હ્રદયથી પરમાત્માની પ્રાર્થના કરા તે તમારું ક્યાણ થશે.
૩૫
>> s <
Page #675
--------------------------------------------------------------------------
________________
૬૩૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક શુદી ૫ ગુરુવાર
-*∞∞
પ્રાથના
[ કારતક
પદ્મ પ્રભુ પાવન નામ તિહારા, પતિત ઉધારનહારી, જદિપ ધીવર ભીલ કસાઈ, અતિ પાપીષ્ટ જમા; તદપિ જીવહિંસા તજ પ્રભુભજ, પાવૈ ભવનિધિ પાર. ॥ ૧ ॥ —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી
પદ્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં પરમાત્માના નામની મહિમા મુખ્યરૂપે ગાવામાં આવી છે. પરમાત્માના નામનું કેટલું માહાત્મ્ય છે એ તે જેમતે પરમાત્માના નામ ઉપર પૂર્ણ વિશ્વાસ છે. તે જ જાણી શકે છે. જો કે આ વિષે કહેવુ બહુ જ મુશ્કેલ છે પરંતુ જ્યારે તે વિષે ખેલવાના સમય આવે છે ત્યારે હૃદયમાં જે ભાવા આવે તે કહેવા જ પડે છે. એટલા માટે એ વિષે ઘેાડામાં કહું છું.
પરમાત્માના નામનું ઘણું માહાત્મ્ય છે પરંતુ પરમાત્માના નામમાં જેમને પૂર્ણ વિશ્વાસ હાય તેમને જ પરમાત્માના નામથી લાભ થઈ શકે છે. પરમાત્માનું નામ ખીજા મહાન્ કાર્યોની માફક લાભ પહોંચાડનારું છે. જ્યારે જેવા સમય હાય છે તે વખતે આત્માના કલ્યાણ માટે તેને જ ઉપાય શેાધી લેવામાં આવે છે. જ્યારે સંસારમાં શાન્તિ હેાય છે અને ખાવાપીવા વગેરે વિષે કાઈ પ્રકારનું કષ્ટ હાતું નથી તેવા સમયે આત્માના કલ્યાણ માટે ખીજા ઉપાયેા લેવામાં આવે છે. પણ જ્યારે સમય ઉપાધિમય હાય છે અને સંસારમાં અશાન્તિ વધતી જાય છે ત્યારે મહાન ઉપાયેા કામમાં લેવામાં આવતાં નથી. ત્યારે તે। સરલ અને સાધારણ ઉપાયેા જ વિચારવામાં આવે છે. શાસ્ત્રકારના મતે આ પંચમકાળ ધણા જ દુઃખમય છે. ખીજા લેાકા પણ આ કાળને કલિયુગ કહે છે અને એવી કાઈ વસ્તુ નથી કે જેના ઉપર કલિયુગને પ્રભાવ પડયા ન હેાય ! એટલું જ નહિ પણ ધર્મ ઉપર પણ કલિયુગની અસર પડી છે એમ કહે છે. ધર્મના નામે પણ અનેક ફાંટા પડી ગયા છે. સગ્રન્થા પ્રાયઃ લુપ્ત થઈ ગયાં છે અને તેને સ્થાને એવાં એવાં ગ્રન્થા રચવામાં આવ્યાં છે કે જેથી સારાં સિદ્ધાન્તાને પત્તો લાગવા પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આ કાલ આવા વિષમ છે. પણ જ્ઞાનીઓ કહે છે કે, કાળની એ વિષમતાથી ગભરાવવાની જરૂર નથી. એક ષ્ટિએ જે સંકટ છે તે જ ખીજી દષ્ટિએ કલ્યાણનું સાધન પણ છે. એ સંકટમાં પણ કલ્યાણનું કોઈ રહસ્ય છુપાએલું છે. એ સંકટકાળને પણ પોતાને અનુકૂળ ખનાવવા એ જ જ્ઞાના મા છે. જ્ઞાન એ સંકટના સમયને પણ પેાતાને અનુકૂલ બનાવી દે છે અને કલ્યાણનું સાધન બની જાય છે.
સંકટકાળ પણ
કોઈ એમ કહે કે, જે સંકટ હેાય તેને તે દૂર કરવું જોઈએ. સંકટને પાતાને અનુકૂલ ક્રમ બનાવી શકાય ? પણ સંકટને દૂર કરવું એ તેા એક પ્રકારની દુલતા છે. સાચી વિશેષતા અને વીરતા તો સંકટના સમયે પણ સારી પેદા કરવામાં છે. માનેા કે, કેાઈ માણસે
Page #676
--------------------------------------------------------------------------
________________
કથા '
કામકાઈ
- . "
":
-- Tw s*
= -
-
-
- 1
- -
* * * *
*
*
*
*
*
'
".
શુદી ૫]
રાજ કેટ–ચાતુર્માસ
[૬૩૫
એવું રસાયણ બનાવ્યું કે જે રસાયણદ્વારા લેઢાને પણ તેનું બનાવી શકાય. જેની પાસે એવું રસાયણ હશે તે લેઢાને વેચી નહિ નાંખે પણ તે એમ વિચારશે કે, લેઢા ઉપર જ મારા રસાયણની પરીક્ષા થવાની છે અને મારા રસાયણનો ઉપયોગ પણ લોઢામાં જ થવાને છે. આ જ પ્રમાણે જ્ઞાનીજને સંકટને પિતાના જ્ઞાનના ઉપયોગ માટે અનુકૂલ અવસરરૂપે માને છે અને એટલા જ માટે તેઓ સંકટને દૂર કરવા ચાહતા નથી પણ જ્ઞાનની સહાયતાથી એ સંકટને પણ પિતાના વિકાસમાં ફેરવી દે છે.
કેટલાક લોકો એમ કહે છે કે, સંકટ પેદા જ કેમ થાય છે! પણ આમ કહેવું એ ભૂલભરેલું છે. સંકટ તમારા હિત માટે જ પેદા થાય છે. સંકટ પેદા થાય ત્યારે એ જુઓ કે, એ સંકટ પેદા ક્યાંથી થયાં? આત્માના અશુભ પરિણામથી પાપ પેદા થાય છે અને એ પાપથી સંકટ પેદા થાય છે. આ પ્રમાણે સંકટ એ આત્માના અશુભ પરિણામોનું જ પરિણામ છે. જ્ઞાનીજનો આ વાતને સારી રીતે સમજે છે અને એટલા માટે તેઓ સંકટોનું સ્વાગત કરે છે અને કહે છે કે –
સુખ કે માથે શિલા પડે, જે પ્રભુકા છુડાવે સાથ;
બલિહારી વા દુઃખકી, જે પ્રભુએ મિલાવે હાથ. તે સુખ શા કામનું કે, જે સુખની પથારીમાં સુઈ રહેવાથી પરમાત્મા દૂર જાય છે. અમને તે દુઃખ જ સારું લાગે છે કે જે દુ:ખ અમને પરમાત્માની સમીપ લઈ જાય છે.
આ પ્રમાણે વિચાર કરી જ્ઞાની લોક સંકટને પણ મંગળમય બનાવી લે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
પો મામુદ્દે ! જ્ઞાનીજને ધર્મને જ ઉત્કૃષ્ટ મંગળ માને છે પણ જ્યારે ખાવા-પીવાનું સારું મળે ત્યારે ધર્મને મંગળમય માનવો એવો જ્ઞાની લોકોને સિદ્ધાત નથીપરંતુ જ્ઞાનીઓ તે એમ કહે છે કે, માથા ઉપર ધગધગતા અંગારાં મૂકવામાં આવે કે, ઘાણીમાં પલાવવાને સમય આવે ત્યારે ધર્મને મંગળમય માનવો. તે વખતે જ્ઞાનીઓ એમ વિચારે છે કે, અગ્નિ કે ઘાણી અજ્ઞાનીઓને નષ્ટ કરી શકે છે, પણ અમને નષ્ટ કરી શકે એમ નથી. અમારા માટે તે અગ્નિ કે ઘાણી મંગલરૂપ અને સહાયક છે. સંસારમાં તમને ધર્મનું બલ વધારે જણાય છે કે, પાપનું બલ ! જ્ઞાનીઓ તે એમ કહે છે કે, ધર્મનું બળ જ મોટું છે. ગમે તેટલું પાપ હેય પણ ધર્મ કે પરમાત્માનું સ્મરણ તે પાપને નષ્ટ કરી નાંખે છે. જે પ્રમાણે મેરુપર્વત જેવડા મોટા ઘાસના ગંજને અગ્નિ ડી જ વારમાં ભસ્મીભૂત કરી નાખે છે તે જ પ્રમાણે મેરુપર્વત જેવડું મોટું પાપ કર્યું હોય તે પણ જે ધર્મ કે પરમાત્માના નામની સાચા હદયથી ઉપાસના કરવામાં આવે તે તે મેટું પાપ પણ નષ્ટ થઈ જાય છે. ..
કેટલાક લોકો કહે છે કે, અમે શું પાપ કરીએ છીએ ? અમે કોઈને તલવાર મારતા નથી તેમ તેવું બીજું કોઈ પ્રકારનું પાપ પણ કરતા નથી. પણ અમે કાંઈ પાપ કરતા નથી એમ સમજવું એ ભૂલભરેલું છે. પાપ બહુ જ ધીમે પગલે ચાલે છે. એની ચાલ સમજવી બહુ જ મુશ્કેલ છે. જ્ઞાનીજને આ વાતને બરાબર જાણે છે એટલા જ માટે તેઓ હંમેશાં કહ્યા કરે છે કે, અમે બહુ પાપી છીએ એટલે અમે બીજાને તે શું કહીએ ? હું મારા પિતા વિષે જ કહું છું કે, જ્યારે હું જ્ઞાનીઓના જ્ઞાનના આદર્શમાં અરીસામાં મારા
Page #677
--------------------------------------------------------------------------
________________
૬૩૬],
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
આત્માને જોઉં છું ત્યારે મને મારા આત્મામાં ઘણી જ અપૂર્ણતા જોવામાં આવે છે. મારા આત્માની માફક શું તમારામાં અપૂર્ણતા નહિ હોય? તમે પણ જ્ઞાનીઓના જ્ઞાન–અરીસામાં તમારા આત્માને ઉભો રાખી જુઓ કે, આત્મામાં કેવાં કેવા પાપ ભરેલાં છે? જ્ઞાનીઓના જ્ઞાનથી જ આત્મામાં રહેલાં પાપો જોવામાં આવશે. બાકી ઉપરથી કે પિતાની બુદ્ધિથી પાપને જેવાં બહુ જ મુશ્કેલ છે. જે સૂમરીતિએ આત્માનાં પાપે જોવામાં આવે તો આત્માનું કલ્યાણ થવામાં વાર ન લાગે; પણ લોક પિતાનાં પાપને જોતાં નથી પણ પાપને દબાવી પિતાને ધમ બનાવવા ચાહે છે, અને તે માટે છળકપટ પણ કરે છે. આ જ ભૂલ થાય છે. તમે જો આત્માનું સાચું કલ્યાણ કરવા ચાહે છે તે એ છેટે ઢોંગ ન કરો પણ પાપના બારીક માર્ગને શોધી કાઢે. હું શું પાપ કરું છું ! એમ માની ન લે. જ્ઞાનીઓએ પાપના બારીક માર્ગને શોધવાનો અને સમજાવવાનો ઘણે પ્રયત્ન કર્યો છે. - આત્માની એ ભૂલ થાય છે કે, તે પિતાની પૂજા તે કરાવવા ચાહે છે પણ પોતે બીજાની પૂજા કરવા ચાહત નથી. બીજાને પોતે જે ઉપદેશ આપે છે એ ઉપદેશ પ્રમાણે પિત કરવા ચાહત નથી. આવાં કાર્યો જ ધર્મનાં કામને પણ વગોવે છે. આત્મા જ્યારે ધર્મ કરવા બેસે છે ત્યારે પણ કામલોલુપી મન આ બાજુ-તે બાજુ દોડવા માંડે છે અને એ રીતે તે ધર્મના કાર્યને પણ ગુમાવી દે છે અને ઊલટો પાપ બાંધે છે. જે આ વાતને સમજી લેવામાં આવે અને મનને અહીંતહીં ભટકવા દેવામાં ન આવે તે આત્મા ઘણું પાપોમાંથી બચી જાય. એટલા માટે પિતાના આત્મામાં પાપને પ્રવાહ કેવી રીતે આવે છે તેની તપાસ વારંવાર કરવી જોઈએ.
તમે જાદુગરને વાંદરાને નચાવતે જે હશે. જાદુગરને વાંદરે રોટલાના ટૂકડાના લેભથી અને લાકડીના ભયથી જ નાચે છે. તમે લેકે વાંદરાને નાચ જોઈ હસે છે પણ તમારા આત્માને પૂછો કે, કામ, ક્રોધ, લોભ, મહાદિને કારણે તે કેવો નાચી રહ્યો છે? આ વાત વિષે વિચાર કરશે તે તમારામાં શું ખામી છે તેનો ખ્યાલ આવશે અને એ સમજી શકશે કે તમારું કલ્યાણ તમારા જ હાથમાં રહેલું હોવા છતાં તમે સંસારમાં શા માટે ભ્રમણું કરી રહ્યા છે ?
આત્મા જ્યારે સંકટમાં પડે છે ત્યારે જ તે પરમાત્માને શરણે જાય છે. પરમાત્માના શરણે જવામાં સંકટ પણ એક કારણ છે. આ દૃષ્ટિએ પાપના પરિણામે આવતું દુ:ખ જ પરમાત્માના શરણે લઈ જનારું છે. પાપનું દુઃખ જ આત્માને પરમાત્માની સન્મુખ કરે છે. તમારામાં પાપ છે એ વાત સમજીને જ તમે અહીં આવ્યા છો; પરંતુ જે તમને ધર્મ અને પરમાત્માના નામ ઉપર અટલ વિશ્વાસ છે તે ભલે ગમે તેટલું પાપ કર્યું હોય તે પણ ગભરાવું ન જોઈએ પણ એવી દૃઢતા રાખવી જોઈએ કે, જે પ્રમાણે હોશિયાર વૈદ્યના શરણે જવાથી રોગ ચાલ્યા જ જાય છે તે જ પ્રમાણે પરમાત્મા અને ધર્મના શરણે જવાથી પાપ નષ્ટ થઈ જ જાય છે. આ પ્રાર્થનામાં કહ્યું જ છે કે –
પાપ પરાલ કે પૂંજ બન્યો અતિ, માનું મેર આકારે;
તે તુમ નામ હુતાશન સેતી, સહજ હિ પ્રક્વલત સારે. જ્ઞાનીજને કહે છે કે, મનની સહાયતા લીધા વિના મોટામાં મોટું પાપ કે મેટામાં મોટે ધર્મ પણ થઈ શકતું નથી. પાપ કે ધર્મ બન્નેની બાજુ મનની સહાયતા હોય છે.
Page #678
--------------------------------------------------------------------------
________________
શુદી પ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૩૭
પાપમાં મન લગાડવાથી મોટામાં મોટું પાપ થાય છે અને ધર્મમાં મન લગાડવાથી મોટામાં મેરે ધર્મ થાય છે. એટલા માટે મનને પાપની બાજુ જવા ન દેતાં પરમાત્માના નામસ્મરણમાં જોડી નામ અને નામીને અભેદ બનાવી દેવા જોઈએ. આમ કરવાથી ભલે ગમે તેટલું મોટું પાપ હોય પણ તે એક ક્ષણભરમાં ભસ્મ થઈ જશે; પણ કેવળ ઉપરથી જ નામ ન લેતાં હૃદયમાં નામીનું ધ્યાન પણ હોવું જોઈએ. આમ કરવાથી હૃદયમાં પરમાત્માનાં ગુણોનું ધ્યાન રહે છે અને જ્યારે પરમાત્માનાં ગુણમાં ધ્યાન રહે છે ત્યારે આત્માનું કલ્યાણ થવામાં વાર પણ કેમ લાગે ? પરમાત્માનું નામસ્મરણ કરી નામ અને નામીને અભેદ બનાવવાથી આત્માનું કલ્યાણ અવશ્ય થાય છે. પણ એમાં એક શરત એ છે કે, આત્મા અને પરમાત્માની વચ્ચે કઈ પ્રકારને પડદો રાખવો ન જોઈએ, કારણ કે પડદે રાખવાથી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. પરમાત્માની સમક્ષ નગ્ન સ્વરૂપ પ્રકટ કરવાથી જ આત્મકલ્યાણ થાય છે. પારસમણિ લેઢાને સોનું બનાવી દે છે પણ ત્યારે કે જ્યારે તેની વચ્ચે કોઈ પ્રકારને પડદો ન હોય ! જે પારસમણિ અને લેઢાની વચ્ચે પડદો હોય તે એ દશામાં પારસમણિ લેઢાને સોનું કેમ બનાવી શકે ? આ જ પ્રમાણે નામ અને નાની વચ્ચે ભેદ રાખવામાં આવે તે પરમાત્માનું નામ પાપને નષ્ટ કેમ કરી શકે? જે નામ અને નામને અભેદ કરી દેવામાં આવે અને અઢાર ગુણોથી યુક્ત પરમાત્માને ઓળખી હૃદયપૂર્વક તેમની સાથે સંબંધ જોડવામાં આવે તો કલ્યાણ થવામાં વાર ન લાગે. એટલા માટે કેવળ પરમાત્માનું નામ લઈને જ બેસી ન જાઓ ૫રંતુ નામ અને નામીને અભેદ બનાવો તો અવશ્ય કલ્યાણ થશે. કેવળ નામ લેવાથી કાંઈ થતું નથી. ઉદાહરણ તરીકે કોઈ પાણી-પીણી કહે પરંતુ
જ્યાં સુધી પાણીના ગુણને અપનાવે નહિ ત્યાં સુધી તેની તૃષા છીપાતી નથી. કેઈ માણસ ભજન-ભજન કહે પરંતુ જ્યાં સુધી ભજનનો અર્થ ન સમજે અને તેના ગુણને ન અપનાવે ત્યાં સુધી તેની ભૂખ મટી શકતી નથી. આ જ પ્રમાણે કેવળ નામ લેવાથી જ કાંઈ થતું નથી, પરંતુ નામની સાથે પરમાત્માનાં ગુણોને અપનાવવામાં આવે તે જ કલ્યાણ થઈ શકે છે.
નામ અને નામીને અભેદ માની પરમાત્માનું નામ લેવામાં પણ ઘણે આનંદ આવશે. કેઈ કન્યા, કેઈ પુરુષ સાથે સગાઈ કર્યા પહેલાં તે તેનું નામ બેલે છે પણ તે જ પુરુષનું નામ સગાઈ કર્યા બાદ મુખેથી તે બેલતી નથી પણ નામ સાંભળી તેના હૃદયમાં આનંદ આવે છે ! આ જ પ્રમાણે કઈ પુરુષ પણ સ્ત્રીનું સગાઈ કર્યા પહેલાં નામ લે છે અને સગાઈ કર્યા બાદ મુખેથી તે સ્ત્રીનું નામ લેતા નથી પણ તેનું નામ સાંભળી તેના હૃદયમાં આનંદ આવે છે. આ અંતરનું શું કારણ છે? એ જ કે, નામ અને નામીના સંબંધથી આત્માનો સંબંધ બંધાય છે. આ જ પ્રમાણે તમે પણ આત્મા અને પરમાત્માનો સંબંધ જોડી પરમાત્માનું નામ લે તે તમને પણ ઘણે આનંદ આવશે. જે પ્રમાણે જે પુરુષની સાથે પિતાની સગાઈ થઈ છે તે પુરુષનું નામ સાંભળી કન્યાના હૃદયમાં પ્રેમનો ઉમળકે આવે છે, તે જ પ્રમાણે પરમાત્માનું નામ સાંભળી હૃદયમાં પ્રેમને ઉમળકે આવે એ પ્રેમ પરમાત્માની સાથે બાંધે તે એ દશામાં તમારા હૃદયમાં પણ અપૂર્વ આનંદનો ઉમળકે આવશે.
સીતાએ રામની સાથે સંબંધ જોડે હતે પણ શા માટે ? સીતાએ રામની પાછળ વધારે ક જ સહ્યાં હતાં છતાં તેમની વચ્ચે કેવો પ્રેમભાવ હત! જાણે સીતાએ રામની
Page #679
--------------------------------------------------------------------------
________________
૬૩૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
સાથે કષ્ટા સહન કરવા માટે જ સબંધ જોયેા ન હેાય ! સીતાએ તેા રામની સાથે કો સહેવા માટે સંબંધ જોડયા હતા પણુ આજના લેાકેા રામની સાથે શા માટે સંબંધ જોડે છે એ જુએ. શું એટલા માટે તે લેાકેા રામની સાથે સબંધ જોતા નથી કેઃ—
૮ મને રોટલેા આપે। રામ, જિદ્દ લઉં તમારું નામ ’
આ પ્રકારની સ્વાસિદ્ધિ માટે પરમાત્માની સાથે સબંધ જોડા નિહ પણ સીતાએ રામની સાથે જેવા સબધ જોડયા હતા તેવા સંબંધ તમે જોડા. સીતા કષ્ટમાં પણ રામને ભૂલી ગઈ ન હતી એવી તેનામાં ધગશ હતી. તમે પણ પરમાત્મા પ્રતિ એવી ધગશ રાખા તે તમારાં બધાં પાપા ભસ્મીભૂત થઈ જશે અને તમને અપૂર્વ આનંદ મળશે.
અનાથી મુનિના અધિકાર—૭૨
રાજા શ્રેણિકને પણ અનાથી મુનિ પ્રતિ એવી જ ધગશ હતી. તે અનાથી મુનિની ગુણપ્રશ'સા કરી રહ્યો છે. જે મુનિના ગુણાનું વર્ણન કરવામાં શ્રેણિક જેવા રાજા પણ થાકી ગયા એ મુનિના ગુણા વર્ણવવામાં આપણે સમં કેમ બની શકીએ? પણ એ વિચારથી આપણે નિરાશ થવું ન જોઈએ; પણ રાજાએ મુનિની પ્રશ ંસામાં જે શબ્દો કહ્યા છે એ શબ્દોને હૃદયમાં ઉતારી મુનિની સાથે સંબંધ જોડી લેવા જોઈએ. આમ કરવાથી જે પ્રમાણે રાજા શ્રેણિક પોતાનું કલ્યાણ સાધ્યું તે પ્રમાણે આપણે પણ આત્માનું કલ્યાણ સાધી શકીએ છીએ. રાજા શ્રેણિક મુનિને કહે છે કેઃ—
तंसि नाहो अणाहाणं, सव्वभूयाण संजया ! |
खामेमि ते महाभाग ! इच्छामि अणुसासिउं ॥ ५६ ॥ पुच्छिऊण मए तुब्भं, झाणविग्घो जो कओ । निमंतिया य भोगेहिं तं सव्वं मरिसेहि मे ॥ ५७ ॥
આ ગાથાઓની પહેલાંની ગાથામાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે જ વર્ણન આ ગાથાઓમાંની પ્રથમ ગાથામાં પણ કરવામાં આવ્યું છે અર્થાત્ પહેલાં વર્ણવવામાં આવેલું વર્ણન જ અત્રે ફરીવાર કહેવામાં આવ્યું છે. આ ઉપરથી કાઈ એમ કહે કે, આમાં પુનરુક્તિ દોષ છે કારણ કે કાવ્યમાં પુનરુક્તિ આવે એ દેષ માનવામાં આવે છે. આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, કાવ્યમાં પુનરુક્તિ દેષ માનવામાં આવે છે છતાં ગુણાનુવાદ, સ્તુતિ કે નિંદામાં એક જ વાત વાર વાર કહેવામાં દોષ નથી. રાન્તએ જે કાંઈ કહ્યું છે તે સ્તુતિ કે પ્રશંસારૂપે છે. એક જ વાતને વારવાર કહેવી એ દોષ નહિ પણ ગુણ છે. એટલા જ માટે રાજાએ ‘ તુમે સળાહા ૨ ’ ગાથામાં જે કાંઈ કહ્યું છે તે જ તંત્તિનાì' એ ગાથામાં ફરીવાર કહેવામાં આવ્યું છે.
રાજા શ્રેણિક કહે છે કે, “ હે ! મુનિ ! જે અવસ્થાને પામી ખીજા લેાકા મેહમાં પડી જાય છે એ અવસ્થાને પ્રાપ્ત થવા છતાં પણ તમે મેાહમાં ન પડચા પણ જાગ્રત થઈ સંયમમાં સંલગ્ન થઈ ગયા. એટલા માટે તમે જ સનાથ છે. તમે અનાથના નાથ છે. સંયમ લીધા પહેલાં તે તમારા આત્મા અનાથ હતા પણ હવે સનાથ છે; અને જે પેાતાના નાથ બની
Page #680
--------------------------------------------------------------------------
________________
શુદી ૫] રાજકેટ–ચાતુર્માસ
[૬૩૯ જાય છે તે બીજાને પણ નાથ બની જાય છે એટલા માટે તમે અનાથના પણ નાથ છો. આપે પહેલાં મને કહ્યું હતું કે, હું અનાથ હતે એ કારણે મેં દીક્ષા લીધી. હવે આ૫ દીક્ષિત થઈ સનાથ બની ગયા છો. તમે તમારા આત્માના નાથ બન્યા એટલે બીજા જીવોના પણ નાથ બન્યા છે. તમે પહેલાં તમારી સંપત્તિ વગેરેનું વર્ણન કરી બતાવ્યું છે કે, “હું પહેલાં આ શ્રીમંત હતા પણ જ્યારે મારા શરીરમાં રોગ પેદા થયો ત્યારે તે શ્રીમંતાઈ કાંઈ કામમાં ન આવી. આ વર્ણન ઉપરથી હું એ સમજી ગયો કે, આ શ્રીમંતાઈ કાંઈ કામની નથી, ઊલટી તે અનાથતા વધારનારી છે. સાથે સાથે હું એ પણ સમજી શકો છું કે, કોઈ વસ્તુ ઉપર પિતાને અધિકાર જમાવવાથી આત્મા અનાથ-ગુલામ બની જાય છે. એટલા માટે હું પિતાને અનાથ માનવા લાગ્યો અને મેં માતાપિતા, ધન આદિ ઉપરથી મારો અધિકાર ઉપાડી લીધે. મેં કેવળ મોઢેથી જ અધિકાર ઉપાડી લીધે એમ કહ્યું નહિ પણ હૃદયથી એમ કરી બતાવ્યું. આ પ્રમાણે જ્યારે મેં પરવસ્તુની ગુલામીને છોડી દીધી ત્યારે હું અનાથ બની શકે.”
હે! મુનિ ! તમારું આ કથન મારી સમજમાં આવી ગયું છે. તમે જ સાચા સનાથ તથા બધા પ્રાણીઓના નાથ પણ તમે જ છે એ હું હવે બરાબર જાણી શકો છું.”
રાજા અને મુનિના આ કથનને બરાબર સમજ્યા છે તે તમે એમ માને છે, જ્યાં સુધી એક પણ પરમાણુ ઉપર “આ મારું છે” એવું મમત્વ છે ત્યાં સુધી આત્મા અનાથ જ છે. સંસારનાં બધાં પદાર્થો ઉપરથી મમત્વ ઉતારી નાંખવામાં આવે ત્યારે જ સનાથ બની શકાય છે.
સંસારનાં બધાં પદાર્થો ઉપરથી મમત્વ ઉતારી સાધુ બનવું અને એ રીતે અનાથતામાંથી બહાર નીકળવું એ તો ઠીક છે પણ કેટલાક લેકે સાધુ થઈને પાછા અનાથતામાં પડી જાય છે, એ ઠીક નથી. સાધુ થઈને પણ પાછા અનાથતામાં કેવી રીતે પડી જાય છે એ વાત જો કે સાધુઓએ સમજવાની છે પણ તમારે પણ એ વાત સમજવાની જરૂર છે; કારણ કે તમે શ્રાવકે સાધુઓના રક્ષક છે. ભગવાને સાધુઓને તમારા ખોળામાં મૂક્યા છે. જો તમે આ વાત બરાબર સમજીને સાધુઓને આધાર આપશો તે તમે પોતે પણ સનાથ બની જશે. સનાથ મુનિનાં દર્શન કરવાં એ પણ અનાથતાને દૂર કરે છે, તે પછી જ્યારે તમે આ પ્રકારના સનાથ મુનિને આધાર આપશો તે તમારી અનાથતા કેમ નહિ મટે ? એટલા માટે આવા સાધુઓને આધાર આપે. આધાર આપવામાં થોડું કષ્ટ તે સહેવું પડે છે પરંતુ કષ્ટ સહન કર્યા વિના કેઈ કામ પણ થઈ શકતું નથી.
અમારે સાધુઓએ પણ વિચારવું જોઈએ કે, અમે સનાથ બનવા માટે સાધુ થયા છીએ કે અનાથ રહેવા માટે ? અમે પગરખાને ત્યાગ શા માટે કર્યો છે? પગરખાં ન પહેરવાને કારણે પગ પણ બને છે અને કાંટાઓ પણ લાગે છે, છતાં અમે પગરખાં એટલા માટે પહેરતા નથી કે પગરખાં પહેરવાથી અમે અનાથ બનીએ છીએ. માથે સખ્ત તાપ પડે છે અને એવાં જ બીજાં અનેક કષ્ટ માથે પડવા છતાં છત્રી કે એવાં બીજાં પદાર્થો એટલા માટે પિતાની પાસે રાખતાં નથી કે તે પદાર્થો ઉપર મમત્વ થવાથી અમારે આત્મા અનાથ બને છે. ભગવાને બીજી ચીજો વિષે તે શું, પણ મુનિઓએ પિતાના શરીર ઉપર પણ મમત્વભાવ રાખ ન જોઈએ ત્યાં સુધી કહ્યું છે. જે વસ્તુ કે જે શરીર ધર્મમાં સહાયતા આપે છે તેની સહાયતા તે લઈ લેવી પણ તેના પ્રતિ મમત્વભાવ ન રાખો.
Page #681
--------------------------------------------------------------------------
________________
૨૪૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક ભગવાને બતાવેલ આ માર્ગને ભૂલી જઈ, જે ઈન્દ્રિયોના વિષયમાં પડી જાય છે તે અનાથી મુનિના કથનાનુસાર અનાથ છે. એટલા માટે અમારે સાધુઓએ એ વાતનો વિચાર કરે જોઈએ કે જ્યારે અમે તાંબા-પિત્તળ કે સેના–ચાંદી આદિના પાત્રોનો ત્યાગ કર્યો છે તે પછી અમે કોઇના પાત્રો ઉપર મમત્વભાવ શા માટે રાખીએ ? જ્યારે અમે રંગીન વસ્ત્રોને ત્યાગ કર્યો છે તે પછી સફેદ વસ્ત્રો ઉપર મમત્વ શા માટે રાખીએ અને રેશમી વગેરે વસ્ત્રો શા માટે પહેરીએ? આ પ્રમાણે સાધુઓએ તે સાદાઈ જ રાખવી જોઈએ. જે સાધુઓ સુખશીલ બની જાય છે તેઓ સાધુ બનવા છતાં અનાથ જ છે. એટલા માટે સાધુઓએ એ વાતની સાવધાની રાખવી જોઈએ કે, અમે સનાથ થઈને પાછા અનાથ શા માટે બનીએ?
અનાથી મુનિને માટે રાજા શ્રેણિક કહે છે કે, “હે ! મુનિ ! આપ બધા પ્રાણીઓના નાથે છે.” અનાથી મુનિ બધા પ્રાણીઓના નાથ કેવી રીતે છે એનો વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૭ શનિવાર
છે. પ્રાર્થના જય જય જગત શિરોમણિ, હું સેવક ને તું ધણી; અબ તૌસું ગાડી બણ, પ્રભુ આશા પૂરે હમ ત. મુજ હેર કરે, ચંદ્રપ્રભુ, જગજીવન અંતરજામી; ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી.૧
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશી
| ચન્દ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભક્ત લકે ભગવાનને કેવા રૂપમાં જુએ છે એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. એક દૃષ્ટિએ તે પરમાત્માનું કાંઈ રૂપ જ નથી અને બીજી દષ્ટિએ એ ક પદાર્થ છે કે જેની દ્વારા પરમાત્માનું રૂપ જાણું ન શકાય ! ભક્તોને પ્રત્યેક પદાર્થમાં પરમાત્માનું રૂપ જેવામાં આવે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે –
જય જય જગત શિરોમણિ, હું સેવક ને તું ધણી.” ભક્ત કહે છે કે, હે! પ્રભા ! હું તને જગતશિરોમણિના રૂપમાં જોઈ એમ ચાહું છું કે, હું સેવક રહું અને તું સ્વામી રહે.
ભક્તિ કે પરમાત્માને જગતશિરોમણિના રૂપમાં જુએ છે એટલા માટે પરમાત્મા જે જગતના શિરોમણિ છે એ જગત શું છે તે જાણવું આવશ્યક છે. જગતનું સ્વરૂપ કેવું છે અને પરમાત્માને જગતની સાથે કે સંબંધ છે એ બતાવવા માટે હું તમને એક પરિચિત વાતનું ઉદાહરણ આપું છું. પરિચિત વાતના ઉદાહરણદ્વારા અપરિચિત વાત પણ જલ્દી સમજમાં આવી જાય છે. એટલા માટે પરિચિત વાતનું ઉદાહરણ આપી તમને સમજાવું છું -
Page #682
--------------------------------------------------------------------------
________________
શુદી ૭]
રાજકેટ–ચાતુર્માસ
તમને કઈ એમ પૂછે કે, તમે ક્યાં રહે છે? તે તમે જવાબમાં એમ જ કહેશે કે, અમે રાજકોટમાં રહીએ છીએ. તમારું નિવાસસ્થાન ક્યાં છે તે એ પ્રશ્નના જવાબમાં એમ જ કહેવામાં આવશે કે, મારું નિવાસસ્થાન રાજકોટ છે. પ્રસંગવશાત રાજકોટ મારું છે” એમ કહેવામાં આવે છે. રાજકોટના જે લેકો રહેવાશી છે તે બધા રાજકોટને પિતાનું જ માને છે, પણ જ્યારે રાજકોટ કોનું છે એ વિષે વિચાર કરવામાં આવે છે તે રાજકોટ તે રાજાનું છે–રાજકોટના માલીક તે રાજા છે–એમ કહેવામાં આવે છે. આ પ્રમાણે તમારી દષ્ટિએ પણ રાજકોટ રાજાનું છે. તમે રાજકોટના રાજાના રાજ્યમાં રહે છે એમ તમે પોતે પણ માને છો, પરંતુ રાજકોટનરેશને એમ પૂછવામાં આવે કે, તમે કોના રાજ્યમાં રહે છે ? ત્યારે તેઓ એમ કહેશે કે, અમે ગવર્નમેન્ટના રાજ્યમાં રહીએ છીએ. જ્યારે ગવર્નમેન્ટને પૂછવામાં આવે કે, રાજ્ય તમારું છે તે તેઓ કહેશે કે, અમે તે નકર છીએ, રાજ્ય તે બાદશાહનું છે. આથી આગળ બાદશાહને પૂછવામાં આવે તો તે બીજું જ કાંઈ કહેશે અને એ પ્રમાણે પરંપરા વધતી જ જશે. એટલા માટે આ વાતને વધારે ન વિસ્તારમાં એટલું જ કહું છું કે, આ વ્યવહારની વાતની માફક જગતને વિષે કોઈ એવો પ્રશ્ન કરે કે, આ જગત કોનું છે ? તે કોઈ એમ કહે છે કે, ધર્માસ્તિકાય કે પંચાસ્તિકાયનું આ જગત છે, કોઈ એમ કહે છે કે, જગત તે જડરૂપ છે એટલા માટે જડ પદાર્થોનું જગત છે, કોઈ ચિંતન્યનું કહે છે, કોઈ જડ-ચૈતન્ય બન્નેનું કહે છે અને કોઈ પંચભૂતનું આ જગત છે એમ કહે છે. આ બધી વાત યથાસ્થાને બરાબર છે પણ ભક્તજનો આ વાતથી આગળ વધીને કહે છે કે, આ આખું જગત પ્રભુમય છે. પ્રભુ આ જગતના શિરોમર્ણિ છે. આ જગતે જે પ્રભુને મસ્તકના મણિની સમાન મસ્તક ઉપર ધારણ કરી રાખેલ છે તે જ અમારા પ્રભુ છે. જ્યારે મસ્તકને વિચાર કરવામાં આવે છે ત્યારે ધડનો પણ વિચાર કરવો આવશ્યક છે. એટલા માટે જ્યારે અમે પ્રભુને જગતશિરોમણિ માનીએ છીએ તે જગત કે જે પરમાત્માનું ધડ છે તેને પણ માનવું આવશ્યક છે. એટલા માટે જગત જેમનું ધડ છે અને જે આ જગતના શિરેમણિ છે તે પ્રભુ અમારા સ્વામી છે અને અમે તેમના સેવક છીએ.
ભક્તોને કદાચ કોઈ એમ કહે કે, શું તમે એવા પ્રભુને જોયા છે? તો આ પ્રશ્નના ઉત્તરમાં તે ભક્તો એમ કહે છે કે, અમે પ્રભુને જોયા નથી. જે પ્રભુને જોયા હતા તે જે પ્રમાણે પાણી મળવાથી સાકરની પુતળી જળમય બની જાય છે તેમ અમે પણ પ્રભુમય બની ગયા હતા. અમે પ્રભુને જોયા નથી પણ પ્રભુને જાણવા લાગ્યા છીએ. જે લોકોએ પરમાત્માને જગતશિરોમણિ માન્યા છે તેમની સહાયતાથી અમે પણ પરમાત્માને ઓળખવા લાગ્યા છીએ અને એમ માનવા લાગ્યા છીએ કે, જગતશિરોમણિ પરમાત્મા અમારા સ્વામી છે અને અમે તેમના સેવક છીએ.
પરમાત્મા જગતના શિરોમણિ છે અને આપણે તેમના સેવક છીએ એ માનવા છતાં ભૂલ કયાં થાય છે તે જુઓ. આપણે જગતશિરોમણિ પરમાત્માના સેવક છીએ એટલા માટે સેવકનું કર્તવ્ય શું છે તે આપણે જોવાની જરૂર છે. શું સેવક સ્વામીનું ઘર લૂટે ખરો ? નહિ. સાચે સેવક તો તે છે કે, જે સ્વામીને નિમકહરામ નહિ પણ નિમકહલાલવફાદાર હોય. આપણે પણ જે સ્વેચ્છાએ અને સાચા દિલથી પરમાત્માના ભક્ત થયા છીએ
૩૬
Page #683
--------------------------------------------------------------------------
________________
૬૪૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
તે આપણું કર્તવ્ય શું હોવું જોઈએ અને આપણે વ્યવહાર કેવો હોવો જોઈએ તે જેવાની જરૂર રહે છે.
પરમાત્માએ પોતાનાં સેવકનાં કર્તવ્યો બતાવી આપ્યાં છે. તેમણે કહ્યું છે કે, જે સાધુ બનીને મારા સેવક બને છે તેમને માટે પાંચ મહાવ્રતનું પાલન કરવું આવશ્યક છે અને જે શ્રાવક બનીને મારા સેવક બને છે તેમને માટે પાંચ અણુવ્રતનું પાલન કરવું આવશ્યક છે. ભગવાનના સેવકોનું તો આ કર્તવ્ય છે પણ કોઈ માણસ પિતાને ભગવાનને સેવક કહેવડાવે અને હિંસા, અસત્ય, ચોરી, મૈથુન આદિ અકર્તવ્ય કામ કરે તે શું એમ કરવું ઉચિત છે! જે પિતાને પ્રભુનો સેવક સમજતો હશે તે હમેશાં એ વાતનું ધ્યાન રાખશે કે, “મારા માટે પરસ્ત્રી માતાસમાન અને પરધન ધૂળસમાન છે. હું અસત્ય કદાપિ બેલી શકું નહિ અને પરમાત્માને સાચા સેવક તરીકે હું મારું કર્તવ્ય કદાપિ ભૂલી શકું નહિ.” તે પરમાત્માના સેવકે પિતાના કર્તવ્યપાલનમાં કેવી રીતે દઢ રહેવું જોઈએ એ વાતને વિચાર કરે. પશુપક્ષી પણ જ્યારે પિતાને કોઈના સેવક તરીકે માની લે છે ત્યારે તેઓ પણ પિતાના કર્તવ્યનું પાલન કેવી રીતે કરે છે તે જુઓ. ચન્દ્ર ચકોરને એમ નથી કહ્યું કે, તું મારી સાથે પ્રીતિ બાંધ; પણ ચકોરે ચન્દ્રને સ્વામી માની તેની સાથે પ્રીતિ બાંધી એટલા માટે તે ચન્દ્રની જ તરફ જ જેતે રહે છે અને જ્યારે ચન્દ્ર અસ્ત પામે છે ત્યારે તે દુઃખી થઈ પડી જાય છે.
તમે જ્યારે પિતાને પરમાત્માના સેવક અને પરમાત્માને સ્વામી તરીકે માને છે તે ચન્દ્ર અસ્ત પામે છે ત્યારે ચકોર જેમ દુઃખ પામે છે તેમ તમે પણ જ્યારે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કામ થઈ રહ્યું જોતા હે ત્યારે દુઃખ પામે છે ? જે નહિ તે તમે એક પક્ષીથી પણ ઊતરતા નથી શું ? મોરે મેઘની ધ્વનિ સાથે પ્રીતિ બાંધી છે એટલા માટે તે મેઘની ગર્જના સાંભળી બોલ્યા વિના રહેતું નથી. તે જે કોઈ શબ્દને સાંભળે છે તેને મેઘની ગર્જના જ માની બેલ્યા વગર રહેતું નથી. આ જ પ્રમાણે શું તમે પણ સંસારનાં બધાં પદાર્થોને પ્રભુમય માનો છો ? જે નહિ તો પછી તમે શું મરથી પણ ઊતરતા નથી?
ભક્તો કહે છે કે, હે ! પ્રભો ! સામાન્ય જીવ પશુ-પક્ષીઓ પણ પ્રીતિ કર્યા બાદ પિતાના ઈષ્ટને ભૂલી જતા નથી તે પછી અમે તારી સાથે પ્રીતિ બાંધી તને કેમ ભૂલી જઈ શકીએ ? તને અમે ભૂલી જઈએ એ અમારી ભૂલ છે. ભક્તોની માફક તમે પણ તમારી ભૂલને સ્વીકાર કરી પરમાત્મા પ્રતિ તમારું શું કર્તવ્ય છે તેને વિચાર કરે અને કોઈપણ સમયે પરમાત્માને ભૂલી ન જાઓ પણ હંમેશાં તેમની ભક્તિ કર્યા કરે. જૈનશાસ્ત્રો એમ કહેતા નથી કે તમે માળા લઈ બેસી જાઓ તે જ પરમાત્માની ભક્તિ થઈ શકે. પણ જેનશાસ્ત્રો પરમાત્માની ક્રિયાત્મક ભક્તિ કરે અર્થાત જ્યારે તમે કઈ કાર્ય કરે ત્યારે પરમાત્માની બતાવેલી મર્યાદાનું ધ્યાન રાખો એમ કહે છે. કદાચ તમારાથી પરમાત્માની મર્યાદા ભૂલી જવાય તે રાયસી-દેવસી–દિવસ કે રાત્રિ સંબંધી પ્રતિક્રમણદ્વારા એ ભૂલને માટે પશ્ચાત્તાપ કરે અને ભવિષ્યમાં એવી ભૂલ ન થાય તેની સાવધાની રાખે. કેવળ માળા હાથમાં લઈ બેસી જવું અને ભગવાને બતાવેલી મર્યાદાનું પાલન ન કરવું એ પરમાત્માની સાચી ભક્તિ નથી. રાજ્યના નાકર માળા હાથમાં લઈ પિતાના સ્વામીનું નામ જપવા
Page #684
--------------------------------------------------------------------------
________________
શુદી ૭]. રાજકોટ–ચાતુર્માસ
[ ૬૪૩ બેસતા નથી પરંતુ પ્રત્યેક કામમાં પિતાના સ્વામીએ બતાવેલી મર્યાદાનું ધ્યાન રાખે છે. આ જ પ્રમાણે તમે પણ પ્રત્યેક કામમાં પરમાત્માએ બતાવેલ મર્યાદાનું ધ્યાન રાખો અને એ મર્યાદાની વિરુદ્ધ કાર્ય ન કરો. તમે જે પરમાત્માના સેવક બનીને પણ પરમાત્માએ બતાવેલી મયાર્દીનું ધ્યાન ન રાખો અને સત્યને બદલે અસત્યથી ધનોપાર્જન કરે તે તમારું એ કાર્ય અમારા સંયમમાં પણ બાધક નીવડશે. ધનોપાર્જન પવિત્રતાપૂર્વક અર્થાત પર માત્માએ બતાવેલ મર્યાદાપૂર્વક કરવામાં આવ્યું હશે તે તમારું ભજન અમને સંયમમાં સહાયક નીવડશે નહિ તે “આહાર તેવો ઓડકાર એ નીતિ અનુસાર અસત્યદ્વારા પ્રાપ્ત થએલ ધનનું ખરીદેલું ધાન અમારા સંયમમાં પણ બાધક નીવડશે. એટલા માટે પ્રત્યેક સમયે પરમાત્માની બતાવેલી મર્યાદાનું પાલન કરે. મર્યાદાનું પાલન કરતાં જે કઈ વખતે માથે કષ્ટો તૂટી પડે તે એ કષ્ટોથી ન ગભરાતાં હૈયે રાખો કષ્ટના સમયે પણું તમારા હૃદયને પરમાત્માની પ્રીતિને અપૂર્વ આનંદ આવશે. જેઓ પરમાત્માના પૂર્ણ સેવક હતા તે મહાપુરુષોના ચરિત્ર ઉપરથી પ્રકટ જણાય છે કે, તેઓ મહાન કષ્ટો માથે પડવા છતાં પણ ડગ્યા નહિ પરંતુ તે કષ્ટોને પરમાત્મા પ્રત્યે પિતાના હૃદયમાં પ્રીતિ છે કે નહિ તેની કસોટી રૂપે સમજી તેઓએ કષ્ટોને સમતાપૂર્વક સહન કર્યા. એ વાત તે તમે લેકે સારી રીતે જાણે છો કે, વૈર્ય રાખવું એ સારું જ છે; તે શું ધૈર્ય સંકટના સમયે નહિ તે સુખના સમયે રાખવું જોઈએ? સુખના સમયે વૈર્યની શી આવશ્યક્તા છે? પૈર્યની આવશ્યક્તા તે સંકટના સમયે જ હોય છે. સંકટના સમયે વૈર્યને ધારણ કરે અને પરમાત્માને ને ભૂલે તે જ પરમાત્મા પ્રત્યે સાચી પ્રીતિ છે એમ કહી શકાય. ધૈર્ય ધારણ કરે અને પરમાત્મા સાથે પ્રીતિ બાંધે એમ કહેવું એ તો મારું કામ છે, પણ જીવનમાં ઉતારવું એ તમારું કામ છે. જે તમે લેકે આ વાતને સમજી કલ્યાણકારી કાર્ય કરવા લાગે તે પછી તમારું અકલ્યાણ કઈ કરી શકે નહિ. અનાથી મુનિને અધિકાર–૭૩
રાજા શ્રેણિક, અનાથી મુનિના ગુણગ્રામ કસ્તે કહેવા લાગ્યું કે, હે ! મુનિવર ! આપ જિનેત્તમ માર્ગે ચડી પિતાના નાથ તે બન્યા જ છે પરંતુ સંસારમાં જે અનાથ છે તેમના પણ નાથ બન્યા છે. આપે જે સનાથતા પ્રાપ્ત કરી છે તે સનાથતા જગતની અનાથતા દૂર કરનારી છે.
કઈ વસ્તુ એવી હોય છે કે, જે પિતાના માટે જ સુખદાયી હોય છે અને કોઈ વસ્તુ એવી હોય છે કે જે પિતાના માટે સુખદાયી હોવાની સાથે જ જગતના માટે પણ સુખદાયી હોય છે જે વસ્તુ જગતના માટે સુખદાયી હોય તે જ વસ્તુ મોટી અને દૈવી વસ્તુ માનવામાં આવે છે. સૂર્યને એટલા જ માટે માટે માનવામાં આવે છે કે તેની દ્વારા બધાને સમાનરૂપે પ્રકાશ મળે છે. જે સૂર્ય પોતાને પ્રકાશ પિતાના માટે જ રાખી લેત તે તે મહાન કહેવાત નહિ. જલવાયુ વગેરે બધાને માટે સમાન ઉપકારી હોવાથી જ તેની મહત્તા માનવામાં આવે છે. આ જ પ્રમાણે મુનિની સનાથતા પણ બધાને માટે લાભકારી અને કલ્યાણકારી છે. સૂર્યને પ્રકાશ તે બધાય લેકે ચાહે છે પણ બધા લેકે સૂર્ય બની શકતા નથી, પરંતુ સૂર્ય પ્રકાશ તે બધાય લે છે. આ જ પ્રમાણે યુવાવસ્થામાં સંપત્તિ, માતા-પિતા, ભાઈ
Page #685
--------------------------------------------------------------------------
________________
૬૪૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
બહેન-સ્ત્રી વગેરેનો ત્યાગ કરી સૂર્યની માફક સનાથ બનવાની શક્તિ બધામાં હતી નથી, પણ જે મુનિ સનાથ બનેલા હોય છે તેમને લાભ તે બધાય લઈ શકે છે.
રાજા મુનિને કહે છે કે, “હે! મુનિ! આપ મારે અપરાધ ક્ષમા કરે. સંસારમાં અજ્ઞાનના જેવું બીજું એક્ય પાપ નથી. મનુષ્ય અજ્ઞાનથી જ પાપ કરે છે. મેં પણ અજ્ઞાનતાને કારણે આપને અપરાધ કર્યો છે તે ક્ષમા કરો.”
જે પ્રમાણે રાજાએ અજ્ઞાનતાને કારણે મુનિને અપરાધ કર્યો હતો તે જ પ્રમાણે અજ્ઞાનતાને કારણે આપણું આત્માએ ન જાણે કેટલાં પાપ કર્યો હશે ! શું આપણું આત્માએ સારી વસ્તુને નરસી અને નરસી વસ્તુને સારી માની નહિ હોય ! એટલું જ નહિ પણ આપણું આત્માએ અજ્ઞાનતાને કારણે અપૂજ્ય છે તેને પણ પૂજ્ય માનેલ હશે!
રાજા કહે છે કે, “મેં અજ્ઞાનતાને કારણે આપનો અપરાધ કર્યો હતે. હું અજ્ઞાનતાને કારણે જ આપનું માહાસ્ય સમજી શક્યો નહિ અને આપ સત્યસ્વરૂપ સમજાવી રહ્યા હતા, છતાં મેં આપની વાતને બેટી કહી માની નહિ; એ મારો અપરાધ છે. આપ મારે એ અપરાધ માફ કરે. હવે હું આપની શિક્ષાને શિરોધાર્ય કરું . હવે આપની શિક્ષાને કદાપિ અ૫લાપ કરીશ નહિ.”
આજની શિક્ષા કેવી છે તેનો વિચાર કરે. કોઈને વિદ્યા પ્રતિ અરુચિ થઈ ન શકે. વિદ્યા ભણીને આત્માનું સ્વરૂપ સમજવું એ તે સારું છે પણ આજે વિદ્યા કે શિક્ષાને નામે એવું શીખવવામાં આવે છે કે, આત્માનું અસ્તિત્વ જ નથી; અને એમ કહેવામાં આવે છે કે, આત્મા ક્યાં છે? અમે પ્રત્યક્ષ આત્માને જોઈ શકીએ તે જ આત્માને માની શકીએ ! પણ કઈ વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણથી જાણી શકાય છે અને કઈ વસ્તુ અનુમાન પ્રમાણથી જાણી શકાય છે. આજના વૈજ્ઞાનિકે પણ એ વાતને માને છે કે કોઈ વસ્તુને તે પ્રત્યક્ષ અનુભવ થાય છે અને કોઈ વસ્તુને અનુમાનદ્વારા જાણી શકાય છે. આ જ પ્રમાણે આત્માને પણ કેવલ પ્રત્યક્ષથી જ જોવાની ઈચ્છા ન કરે, પરંતુ અનુમાન પ્રમાણદ્વારા એને જાણે.
આ ઉપરથી કેઈએમ કહે કે, ન જેએલી વસ્તુને માનવાથી માણસ ભુલાવામાં પડી જાય છે ! તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, શું દેખેલી વસ્તુ વિષે ભુલાવામાં પડી નથી જવાતું ? આ પ્રમાણે ભુલાવામાં પડવાનું છે ત્યારે જ મટી શકે કે જ્યારે પૂર્ણ બની જવાય. અપૂર્ણ અવસ્થામાં ભુલાવામાં પડી જવાય એ સ્વાભાવિક છે એટલા માટે કેવલ પ્રત્યક્ષ જોવાની જ હઠ ન પકડે. પરંતુ એમ માને કે પ્રત્યક્ષ પ્રમાણની માફક અનુમાન પ્રમાણ પણ માન્ય છે. અનુમાન પ્રમાણ પણ આધારભૂત છે. આ સિવાય જેને તમે પ્રત્યક્ષ માને છે તે પણ આત્માથી પ્રત્યક્ષ નથી પરંતુ કેવલ ઈન્દ્રિયપ્રત્યક્ષ છે; અને મનુષ્યો ઈન્દ્રિયપ્રત્યક્ષથી પણ ભુલાવામાં પડી જાય છે. એટલા માટે ઈન્દ્રિયપ્રત્યક્ષની સાથે અનુમાનને પણ પ્રમાણ માનવું આવશ્યક છે. જેમકે ઈતિહાસ-ભૂગોળના જાણકાર લેકે પહેલાં તે જેટલું પ્રત્યક્ષ જોયું હોય તેટલું જ માનતા હતા પણ પછી અનુમાન પ્રમાણના આધારે એમ કહેવા લાગ્યા કે, અમે જેટલું કરીએ છીએ તેથી આગળ પણ કાંઈક છે. આ પ્રમાણે ઈન્દ્રિયપ્રત્યક્ષથી પણ વધારે અનુમાન પ્રમાણને આધાર લેવામાં આવે છે અને અનુમાનને પણ પ્રમાણ માનવું જ પડે છે. જે અનુમાનનું પ્રમાણ માનવામાં ન આવે તે મોટી ગડબડ ઊભી થવા પામે. જેમકે તમે તમારા દાદાને પ્રત્યક્ષ જોયા ન હોય તે પણ અનુમાનથી તમારા દાદાને માનવા જ પડે
Page #686
--------------------------------------------------------------------------
________________
શુદી ૭] રાજકોટ–ચાતુર્માસ
[૬૪૫ છે. આ પ્રમાણે જે અનુમાનથી એમ માનવામાં ન આવે તે મેટી ગડબડ ઊભી થઈ જાય ! અનુમાન અને પ્રત્યક્ષ એ બન્નેય એક જ રથના બે ચક્રોની સમાન છે. રથ એક ચક્રથી ચાલી શક્તિ નથી પરંતુ તેને માટે બને ચક્રોનું હોવું આવશ્યક છે. આ જ પ્રમાણે વસ્તુને નિર્ણય પણ કેવલ પ્રત્યક્ષથી જ થઈ શકતા નથી પરંતુ તેને માટે પક્ષ પ્રમાણની સહાયતા લેવી પણ આવશ્યક છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એ બન્ને પ્રકારના જ્ઞાન દ્વારા જ વસ્તુનું સ્વરૂપ જાણી શકાય છે.
જો કે, પ્રત્યક્ષ પ્રમાણની માફક પક્ષને પણ પ્રમાણ માનવું આવશ્યક છે પરંતુ આત્માને તે પ્રત્યક્ષ જોઈને પણ ભૂલી રહ્યા છે. પિતાને આત્મા પિતાને માટે તે પ્રત્યક્ષ જ છે અને આ આત્મા પ્રત્યક્ષને આધારે બીજાના આત્માને અનુમાન દ્વારા જાણી શકે છે. જેમકે એમ કહેવામાં આવે છે કે, “મેં તે ચીજ આંખથી જોઈ.” આ કથનમાં જેનાર તે કોઈ બીજે જ જણાય છે. આંખ તે કરણ અર્થાત્ સાધન છે. જેનાર તે કોઈ બીજે જ છે અને તે બીજે જ આત્મા છે. આ પ્રમાણે પિતાને આત્મા તે પ્રત્યક્ષ જ છે છતાં તેને ભૂલી જવામાં આવે છે.
આ ઉપરથી કેઈએમ કહે કે, અમે તો આત્માને આંખદ્વારા પ્રત્યક્ષ જેવા ચાહીએ છીએ એમ કહેનારાઓને હું એક વાત સંભળાવવા ચાહું છું. ઉદયપુરમાં એક વકીલે પણ મને એ જ પ્રશ્ન પૂછો હતો કે, આત્મા કયાં છે! તે મને આંખદ્વારા પ્રત્યક્ષ બતાવે. ત્યારે મેં એના પ્રશ્નનો ઉત્તર આપ્યો કે, તમે અંગ્રેજી તે ભણ્યા છો ને ? વકીલે કહ્યું કે, હા, ત્યારે મેં પૂછ્યું કે તે અંગ્રેજી ક્યાં છે તે મને પ્રત્યક્ષ બતાવે વકીલ હસી પડયા અને કહેવા લાગ્યા કે, અંગ્રેજીને કેવી રીતે બહાર કાઢી બતાવી શકાય ? મેં જવાબ આપ્યા કે, જ્યારે અંગ્રેજીને બહાર કાઢી બતાવી શકાતી નથી તે જે અંગ્રેજી ભણતરને સ્વામી છે તેને કેમ બતાવી શકાય ?
વકીલને જેમ અંગ્રેજી ભણતર વિષે કહ્યું તે જ પ્રમાણે પિતપોતાની શિક્ષા અને પિતપિતાના વિચાર પ્રમાણે એવો નિશ્ચય કરે કે, આત્મા છે અને તેનું અસ્તિત્વ છે. જે આત્માનું અસ્તિત્વ માનવામાં ન આવે તે આગળ જતાં કદાચ પશ્ચાત્તાપ કરે પડશે અને તે વખતે રાજા શ્રેણિકની માફક પિતાને અપરાધ સ્વીકારવું પડશે. રાજા કહે છે કે, હે મુનિ! આપે મને આત્માનું ભાન કરાવ્યું છે અને સનાથ-અનાથને ભેદ સમજાવ્યો છે એટલા માટે જગતના નાથ તે તમે જ છે.
અનાથી મુનિને ઉપદેશ સાંભળ્યા બાદ રાજાને હૃદયપલટે કેવી રીતે થયે તેને કઈ ઇતિહાસ નથી; પણ તેને ઇતિહાસ તે આપણે પોતે જ છીએ. જ્યારે આપણે આ ઉપદેશ ઉપરથી સંસારની ચીજોને માટે એમ સમજવા લાગીશું કે, એ ચીજે આપણને અનાથ બનાવે છે, તે વખતે આપણને માલુમ પડશે કે, રાજા શ્રેણિકનું હૃદય મુનિને ઉપદેશ સાંભળી કેવી રીતે પલટાઈ ગયું હશે ? તમે પણ મુનિના ઉપદેશને હદયમાં ઉતારે ત્યારે જ તમને રાજાના હૃદયપલટાની વાત સમજમાં આવી શકશે, અન્યથા નહિ. એટલા માટે મુનિના ઉપદેશ ઉપર વિચાર કરી પિતાના હૃદયમાં તે ઉપદેશ ઉતારવા જોઈએ.
રાજા શ્રેણિક વીર હતા, એટલા જ માટે મુનિને ઉપદેશ સાંભળી તેને જે વિચારે આવ્યા તે વિચારેને તે ચિનગારી રૂપે બહાર પ્રગટ કરે છે, તે વિચારોને દબાવી રાખો.
Page #687
--------------------------------------------------------------------------
________________
૬૪૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક નથી. જે કાયર હેય છે તે પિતાના વિચારોને દબાવી રાખે છે. તમારા લેકેમાં એવી કાયરતા છે, કે તમે લેકે પિતાની ભૂલને જાણવા છતાં દાબી રાખો છે. આમ કરીને તમે પિતાનું અહિત કરે છે, પણ સાથે સાથે બીજાઓનું પણ અહિત કરે છે. જો તમને તમારી ભૂલ જણાય તે તમે તેને પ્રકટ કરી દે, કે જેથી બીજા લોકો પણ એમ સમજવા લાગે, કે આમ કરવું કે આમ માનવું એ ભૂલ છે. આ પ્રમાણે ભૂલને પ્રકટ કરવાથી પિતાનું પણ હિત થાય અને સાથે સાથે બીજાઓનું પણ હિત થાય.
રાજાનું કાર્ય જોઈ તમે પણ તમારે ભૂતકાળ જુઓ અને ભૂતકાળમાં જે પાપ ક્ય હેય તેને જોઈ નાંખે તે તેમાં કલ્યાણ જ છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૩ કારતક સુદી ૮ રવિવાર
પ્રાર્થના કાકદી નગરી ભલી હે, શ્રી સુગ્રીવ નૃપાલા
- રામા તસુ પટરાયની હો, તો
શ્રી સુવિધિ જિનેશ્વર વંદિએ હે. ૧
–વિનયચંદ્રજી કુંભા વીશી ચા સવિધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ' પરમાત્મા કયાં છે એવી જિજ્ઞાસા પ્રત્યેક વ્યક્તિને પેદા થાય છે, અને આ જિજ્ઞાસાની પૂર્તિ માટે અનેક પ્રકારનાં તર્કો ચલાવવામાં આવે છે અને અનેક પ્રકારે આ જિજ્ઞાસાનું સમાધાન પણ કરવામાં આવે છે. પણ જેન સિદ્ધાન્ત કહે છે કે, આ જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે અહીંતહીં ન ભટકતાં તમારા આત્માને જ જુઓ. પરમાત્મા કયાંય બહાર નથી. એ તે તમારા આત્મામાં જ છે. આજે તમારે આત્મા કર્માવરણોથી ઢંકાઈ ગયો છે અને એ જ કારણે તેને પરમાત્મત્વને ગુણ પણ ઢંકાઈ ગયો છે. નહિ તે તમારા આત્મામાં અને પરમાત્મામાં કાંઈ અંતર નથી. કર્માવરણો દૂર થતાં જ પરમાત્મા ક્યાં છે તેની તમને ખબર પડશે. પરમાત્માની પ્રાર્થના પણ એ કર્યાવરણને દૂર કરવા માટે જ કરવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કર્માવરણને દૂર કરવાનું સાધન છે અને કર્માવરણને દૂર કરવાં એ સાધ્ય છે. જે આ સાધનઠારા સાધ્યની પૂર્તિ થઈ શકતી ન હોય અને કર્માવરણોને દૂર કરવા છતાં પણ આત્મા પરમાત્મા બની શકતા ન હોય તો પછી ઈશ્વરને એક જુદી અને તટસ્થ વ્યક્તિ માનવી પડશે. તે વ્યક્તિવિશેષ ઈશ્વર કર્માવરણોથી લિપ્ત થએલ છે એમ માનવું પડશે. પણ આમ માનવું કે આવી કલ્પના કરવી એ ઠીક કે કલ્યાણકારી નથી. એટલા માટે જેન સિદ્ધાન્ત એમ કહે છે કે, આ આત્માનાં કર્માવરણ દૂર થતાં આ આત્મા જ પરમાત્માનાં ગુણોને પ્રકટ કરી લે છે અને એટલા જ માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે. સાધનને ઉપગ સાષ્યની પૂર્તિ માટે જ કરવામાં આવે છે પણ જ્યારે સાધ્ય જ ન હોય તે પછી સાધનો ઉપયોગ જ શા માટે કરવામાં આવે! આ પ્રમાણે પરમાત્માની
Page #688
--------------------------------------------------------------------------
________________
શુદી ૮]. રાજકોટ–ચાતુર્માસ
[ ૬૪૭ પ્રાર્થનાદ્વારા આત્મા ઉપરથી કર્યાવરણને દૂર કરવાં એ સાધન છે અને ઈશ્વરત્વ પ્રગટાવવું એ સાધ્ય છે. આ સાધ્યની પ્રાપ્તિ માટે જ પરમાત્માની પ્રાર્થના રૂપી સાધનને ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, એક દિવસ પરમાત્મા પણ આપણા આત્માની માફક જ કર્માવરણથી લિપ્ત હતા. આ કર્માવરણને નષ્ટ કરીને જ પરમાત્મા થયા છે. પરમાત્મા આપણું સામે આદર્શરૂપે છે. જે આપણે પરમાત્માના આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખી તેમણે બતાવેલા માર્ગે ચાલીશું તે આપણે આત્મા પણ કવરણોને દૂર કરી નાંખશે. પરમાત્માને જોઈ આપણે એ વાત સમજી શકીએ છીએ કે, કર્યાવરણને દૂર કરવાં એ સંભવ છે, અસંભવ નથી. આ કાર્ય સાધ્ય છે, અસાધ્ય નથી. કર્મોની સ્થિતિ જોવાથી માલુમ પડે છે કે, કમ બદલતાં રહે છે. જો કર્મની સ્થિતિ બદલતી નથી એ વાતને આપણને વિશ્વાસ હોય તે નિરાશ થવું પણ ઠીક છે પણ કર્મોને ક્ષયોપશમ થવાથી આત્મા પરિવર્તનને પામે છે એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. આ પ્રમાણે કર્મો એક સરખાં રહેતાં નથી એટલા માટે નિરાશ થવાનું કાંઈ કારણ નથી. ઉદાહરણ તરીકે એક જંગલી માણસને પણ શિક્ષાદિનાં સાધનો દ્વારા શિક્ષિત અને સંસ્કારી બનાવી શકાય છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, સાધન દ્વારા કે પ્રાકૃતિક રીતિથી જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષયો પશય થાય છે. આ પ્રમાણે કર્મોની સ્થિતિ હમેશાં એક સરખી રહેતી નથી અને એ કારણે કર્મોને દૂર કરવાં એ અસાધ્ય નહિ પણ સાધ્ય છે. જે તાવ હંમેશાં એક સરખે રહે છે–વધતે ઘટતું નથી તે તાવ અસાધ્ય માનવામાં આવે છે પરંતુ જે તાવ વધતે ઘટતો રહે છે તે અસાધ્ય નહિ પણ સાધ્ય માનવામાં આવે છે. આ જ પ્રમાણે જે કર્મોની સ્થિતિ અને તેને રસ એક સરખો રહેતો હોત તે તે તે કર્મોને દૂર કરવાં પણ અસાધ્ય માનવામાં આવત; પરંતુ તે વધ-ઘટતે રહેતા હોવાથી કર્મોને દૂર કરવાં સાધ્ય છે; પણ એને માટે પૂાં સાધનની આવશ્યક્તા રહે છે. સાધને હોય તે જ સિદ્ધિ થઈ શકે છે નહિ તે નહિ. એટલા માટે કર્માવરણોથી ન ગભરાતાં એમ વિચારવું જોઈએ કે – રમણસિદ્ધિદાત્ત વતિ પૂરાં જતિ અર્થાત—અનેક જન્મ-જન્માંતરે બાદ પણ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે માટે પુરુષાર્થ કરતાં રહેવું જોઈએ.
એક જ્ઞાનીને એવો સંદેહ થયો કે મારી ક્યારે મુક્તિ થશે સંદેહના નિવારણ માટે તેણે બીજા જ્ઞાનીને આ વિષે પૂછયું કે તેણે જવાબ આપે કે, કોડ જન્મ બાદ તમારી મુક્તિ થશે. આ સાંભળી પહેલે જ્ઞાની બહુ પ્રસન્ન થયા. ત્યારે કેઈએ તેને કહ્યું કે, તમારી મુક્તિ આટલા લાંબા વર્ષો બાદ થશે છતાં તમને પ્રસન્નતા કેમ થાય છે? આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે, અનંતભવની આગળ કરેડ ભવ શું ગણતરીમાં છે? મારી મુક્તિ કરોડ ભવમાં થઈ જશે એ જાણવાથી જ મને પ્રસન્નતા થાય છે. આ સાંભળી બીજા જ્ઞાનીએ કહ્યું કે, હવે તમારી મુક્તિ કરેડ ભવની પહેલાં જ થઈ જશે કારણ કે દઢ વિશ્વાસ હોવાને લીધે તારી એ સ્થિતિ પણ ન રહી.
મતલબ કે, કર્મની સ્થિતિ નાશવાન છે એવો દઢ વિશ્વાસ રાખીને આગળ વધતા જાઓ તો આત્મા ઉપરનાં કર્યાવરણ બહુ જલ્દી નષ્ટ થઈ જશે. શાસ્ત્ર કહે છે કે, કર્મો નાશવાન છે એ વાતને વિશ્વાસ રાખી જે કર્મોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તેનાં ગાઢાં
Page #689
--------------------------------------------------------------------------
________________
૬૪૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક બાંધેલાં કર્મો પણ ઢીલાં થઈ જાય છે. તીવ્ર રસવાળાં કર્મો મન્દ રસવાળાં થઈ જાય છે. આ પ્રમાણે વિશ્વાસ રાખવાથી જ કર્મોનું આવું પરિવર્તન થઈ જાય છે એટલા માટે વિશ્વાસ રાખી આત્મા ઉપરનાં કર્માવરણને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એટલા જ માટે પરમાત્માની પ્રાર્થના પણ કરવી જોઈએ. કોઈ દિવસે પરમાત્મા પણ કર્યાવરણથી લિપ્ત હતા પરંતુ તેમણે કર્યાવરણને નષ્ટ કરી નાખ્યાં તેમને આઠ ગુણો પ્રકટ થયાં. પરમાત્માને આઠ ગુણો પ્રકટ થએલાં જોઈ એવો વિશ્વાસ પોતાનામાં પેદા કરવે જોઈએ કે, અમારા આત્મામાં પણ એ આઠ ગુણ પ્રકટ થઈ શકે છે.
અષ્ટ ગુણા કરી ઓળખે રે, તિરૂપ ભગવન્ત. હે ! પ્રભો! મારું અને તારું સામ્ય જોઈને જ જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે, આત્મા કવરણોથી મુક્ત થઈ પરમાત્મા બની શકે છે એટલા માટે મારે નિરાશ ન થતાં તારો આદર્શ દષ્ટિ સમક્ષ રાખી આગળ વધતા જવું જોઈએ અને કર્માવરણને દૂર કરવાનો પ્રયત્ન કરતાં રહેવું જોઈએ.
આ તે આગળની વાત થઈ, પણ આ વિષે તાત્કાલિક વિચાર કરવો હોય તો તાત્કાલિક વિચાર પણ કરી શકાય છે. કારણ કે કેટલાક લેકે એમ કહેવા લાગે છે કે, “મહારાજ ! આપ તે પરલકની વાત કરે છે પણ આ જમાને નગદ છે. ડૉકટર, વકીલ વગેરે બધા લેકે નગદ ફીસ લીધા બાદ જ કામ કરે છે. આવી દશામાં જેનું ફળ જન્માંતરમાં મળે એવી વાત અમારા મગજમાં કેમ ઉતરી શકે ? ” આમ કહેનાર લેકેને એ જ કહેવાનું છે કે, કર્માવરણને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તે તાત્કાલિક લાભ પણ થાય. જન્માંતરમાં તે અનંતગણું ફળ મળે જ છે, પરંતુ તાત્કાલિક ફળ પણ મળે છે.
કવરણોને દૂર કરવા માટે શાસ્ત્રકારે જે ગુણોને અભ્યાસ કરવાનું કહે છે તે ગુણોને અભ્યાસ કરવાથી તાત્કાલિક લાભ પણ મળે છે. ઉદાહરણ તરીકે, શાસ્ત્રકારો કહે છે કે, કર્મોને નષ્ટ કરવા માટે જગજીવોએ ક્ષમાનું અવલંબન લેવું જોઈએ. ક્ષમાથી પારલૌકિક લાભ તે થાય જ છે પરંતુ તેથી તાત્કાલિક લાભ પણ કેવો થાય છે તે જુઓ. જ્યારે ક્રોધ આવે છે ત્યારે આંખો બળવા લાગે છે, માથું ભમવા લાગે છે અને છાતી ધડકવા લાગે છે. આવા સમયે ક્ષમાનો આશરો લેવાથી અપૂર્વ શાન્તિ ન મળે?
હવે કોઈ એમ કહે કે, એ તે બધું ઠીક; પરંતુ બીજાનાં કટુવચન સાંભળી શરીર બળતું હોય ત્યારે ક્ષમા ક્યાંથી આવે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આમ સમજવું એ જ પિતાની નિર્બળતા છે. જો આ નિર્બળતાને દૂર કરવામાં આવે તે ક્ષમા ધારણ કરવી મુશ્કેલ નહિ જણાય. જ્યારે ક્રોધ પેદા થાય ત્યારે વિવેકપૂર્વક વિચારવું જોઈએ કે, એ ક્રોધ પેદા ક્યાંથી અને કેવી રીતે થયો ? આ ક્રોધ આ કટુ શબ્દોમાંથી પેદા થયો છે કે મારામાંથી પેદા થયો છે? દીવાસળીની પેટીને ઘસવાથી આગ પેદા થાય છે પણ તે આગ તે દીવાસળીમાં જ હતી કે બહાર ઘસવાથી આવી ! આગ તો તે દીવાસળીમાં જ હતી; પણ ઘસવાના નિમિત્ત માત્રથી તે સળગી ઉઠી. આ જ પ્રમાણે ક્રોધ પિતાનામાં હોય છે ત્યારે જ તે કટુ શબ્દોની અથડામણથી એકદમ પેદા થઈ જાય છે. જે પિતાનામાં ક્રોધ જ ન હોય તે ક્રોધ પેદા થાય જ કેવી રીતે ? જેમકે જે દીવાસળીની પેટી ઉપર ગંધક લાગેલ નથી તે પેટીને ગમે તેટલીવાર દીવાસળી ઘસવામાં આવે પણ આગ પેદા થઈ શકશે નહિ. આ જ પ્રમાણે જે પિતાનામાં જ ક્રોધ ન
Page #690
--------------------------------------------------------------------------
________________
શુદી ૮] રાજકેટ-ચાતુર્માસ
[૬૪૯ હોય તે કટુ શબ્દો તેને શું કરી શકે? પિતાનામાં રહેલા ક્રોધને ક્ષમાદ્વારા દબાવી દેવામાં આવે તે ગમે તેવા કટુ શબ્દથી તેને ક્રોધ પેદા નહિ થાય.
આ પ્રમાણે ક્ષમાને આશરો લેવાથી તાત્કાલિક લાભ થયો કે નહિ ? ક્રોધને કારણે પેદા થતી આંખમાં બળતરા, માથાનું ભમવું અને છાતીનું ધડકવું ક્ષમાથી બંધ થઈ ગયું કે નહિ ? * ક્ષમાને આશરો લેવાથી આ પ્રમાણે તાત્કાલિક લાભ પણ થાય છે. જે ક્ષમાનો આશરે લેવામાં આવે તે માનસિક શાન્તિ પણ રહે અને એ દિશામાં ચહેરા ઉપર ફીકાશ પણ ન રહે. તમને લોકોને ખાવાની કોઈ ખામી નથી પરંતુ માનસિક શાન્તિની ખામી છે અને એ કારણે જ તમારા ચહેરા ઉપર ફીકાશ જોવામાં આવે છે. આ ઉપરથી એ પણ સ્પષ્ટ જણાય છે કે, શારીરિક ખોરાકની સાથે જ માનસિક શાન્તિના ખોરાકની પણ આવશ્યક્તા રહે છે. જે લેકને માનસિક શાન્તિ મળે છે તે લેકેને શારીરિક ખોરાક તમારા જેવો ન મળવા છતાં તેઓ આનંદમાં રહે છે. અને જેમને શારીરિક ખોરાક તે પૂરત મળે છે પણ માનસિક શાન્તિ તેટલા પ્રમાણમાં મળતી નથી તેઓ હાયન્વય કરતા જ રહે છે અર્થાત તેઓ દુઃખી જ રહ્યા કરે છે. ક્ષમા માનસિક શાન્તિ આપે છે. જે પ્રમાણે પવન ન લાગે તે દીપક અખંડરૂપે બળે છે તે જ પ્રમાણે હૃદયમાં જે ક્ષમાને અખંડ દીપક પ્રજવલિત કરવામાં આવે તે તે વખતને આનંદ અને તે વખતની શાન્તિની વાત જ શી કરવી?
મતલબ કે, ક્રોધ કટુ શબ્દોથી આવતું નથી પરંતુ પિતાનામાં જ ક્રોધ છે, કે જે કટુ શબ્દોની અથડામણથી એકદમ પેદા થઈ જાય છે. પણ આપણે પિતાને જોતા નથી એ જ મેટી ભૂલ થાય છે. જે આપણે પિતાને જોતા રહીએ તે પછી ગમે તેવા કટુ શબ્દો કાઈ કહે તે પણ ક્રોધ પેદા થઈ શકે નહિ. ઉદાહરણ તરીકે કઈ માણસ ઘરમાં જઈ રહ્યો છે પણ અસાવધાનીને કારણે થાંભલા સાથે તેનું માથું ભટકાયું. થાંભલે લાગવાને કારણે શું તે માણસ થાંભલા ઉપર ક્રોધ કરશે કે તેને મારશે? નહિ. તે તે એમ જ વિચારશે કે એ તે મારી જ ભૂલ થઈ હતી. આ જ પ્રમાણે જ્યારે સંસારનાં જડ પદાર્થો કે શબ્દ વગેરેની અથડામણ થાય છે ત્યારે જ્ઞાનીઓ પોતાની જ ભૂલ માને છે અને એમ વિચારે છે કે, મારા ઉપાદાનની જ ખામી છે. આ જ પ્રમાણે તમે પણ તમારા આત્માને તપાસ અને ક્રોધ પિદા થાય ત્યારે તમારી જ ખામી છે એમ માને તે તમને ક્રોધ જ પેદા નહિ થાય !
આ ઉપરથી કદાચ કઈ એમ કહે કે, જે પિતાની જ ભૂલ માનવામાં આવે તે પછી રાજવ્યવસ્થા બગડી જશે ! જ્યારે બીજાને અપરાધ જ માનવામાં ન આવે અને પિતાને જ અપરાધ માનવામાં આવે તો કેઈને દંડ આપવો પણ નકામે જશે અને જો કોઈ અપરાધીને દંડ જ આપવામાં ન આવે તે તે ગજબ જ થઈ જાય ને !
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કોઈને દંડ આપ એ અપરાધને બદલે આપવા બરાબર છે. પરંતુ અપરાધને બદલે બે રીતે આપવામાં આવે છે. એક તે અપરાધને બદલે અપરાધ કરીને જ આપવામાં આવે છે અને બીજો અપરાધને બદલે અપરાધને દૂર કરી ક્ષમાદ્વારા આપવામાં આવે છે. એક તે થપ્પડને બદલે થપ્પડ મારીને આપવામાં આવે છે અને બીજો થપ્પડને બદલે ક્ષમાદ્વારા આપવામાં આવે છે. અપરાધને બદલે રાજા દંડ દ્વારા આપી અપરાધને બદલે અપરાધથી આપે છે પરંતુ જ્ઞાનીજને અપરાધને બદલે બીજી જ રીતે આપે છે. જ્ઞાનીજને અપરાધને બદલે કેવી
૩૭.
Page #691
--------------------------------------------------------------------------
________________
૬૫૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
રીતે આપે છે એ જાણવા માટે તમે એમ સમજો કે, પરમાત્માને પતિતપાવન કહેવામાં આવે છે, પતિતનાશક કહેવામાં આવતા નથી. શું પરમાત્મા પતિને નષ્ટ કરી ન શકે? તે નષ્ટ તે કરી શકે છે પણ એ તો રાજા પણ કરે છે. જે ઈશ્વર પણ એવું જ કરે તે પછી તેની મહત્તા શી ? ઈશ્વર એમ કરે તે તે ઈશ્વર રહી ન શકે. તે ઈશ્વર ત્યારે જ છે કે જ્યારે તે મોટું કામ કરે છે. પતિતાને નષ્ટ કરવા એ કોઈ મોટું કામ નથી; પરંતુ પતિતાને પાવન કરવા એ જ મોટું કામ છે. આ મોટું કામ કરવાને કારણે જ ઈશ્વર પતિતપાવન કહેવાય છે. જે સામાન્ય કામો બીજા લોકે કરે છે તે સામાન્ય કામ ઈશ્વર કરે તે એમાં તેનું શું ઈશ્વરત્વ છે? અપરાધને બદલે દંડ દ્વારા આપ એ જઘન્ય ઉપાય છે. આ જઘન્ય ઉપાયનો ઉપયોગ કરનાર તે સંસારમાં ઘણા છે, પરંતુ અપરાધને બદલે ઉત્કૃષ્ટ ઉપાય દ્વારા આપવો અર્થાત મા દ્વારા આપવો એમાં જ ખરી ખૂબી છે.
આ પ્રમાણે કર્મોને નષ્ટ કરવા માટે શાસ્ત્રકારોએ જે ઉપાયો બતાવ્યાં છે એ ઉપાયદ્વારા ક્ષમાની માફક તાત્કાલિક લાભ પણ થાય છે. ક્ષમા, અહિંસા આદિ જે ગુણ કર્મા વરણને દૂર કરવા માટે શાસ્ત્રકારોએ બતાવ્યાં છે એ ગુણોથી જગતને પણ ઘણી શાન્તિ મળે છે. જે સંસારમાંથી આ ગુણો એક ક્ષણભરને માટે દૂર કરવામાં આવે તે આ સંસાર તપાવેલા લેઢાની માફક સંતપ્ત બની જાય. અહિંસા-ક્ષમા આદિ ગુણોને કારણે જ સંસારમાં સુખ અને શક્તિ છે. અનાથી મુનિને અધિકાર–૭૪
ધર્મને ઉપદેશ સાંભળી રાજા શ્રેણિકને હૃદયપલટ કેવો થઈ ગયે તે જુઓ. તેણે મુનિની પાસે પોતાનાં અપરાધની ક્ષમા માગી. મુનિ તે કોઈને અપરાધી માનતા જ ન હતા. જે તેઓ રાજાને અપરાધી માનતા હતા તે તેને ઉપદેશ જ શા માટે સંભળાવત ? પરંતુ જે બીજાના અપરાધને માનતા નથી તેમના ભક્તો તેમની ક્ષમાથી પોતાના ઉપર વધારે ભાર સમજે છે અને એમ વિચારે છે કે અમે આ ઋગથી ક્યારે મુક્ત થઈ શકીએ?
અપરાધની ક્ષમા માંગતે રાજા શ્રેણિક પિતાને શું અપરાધ છે તે બતાવતાં કહે છે કે, “હે ! મુનિવર ! આપ સમાધિમાં બેસી ધ્યાન કરી રહ્યા હતા ત્યારે મેં આપે દીક્ષા કેમ ધારણ કરી! એ તુચ્છ પ્રશ્ન કર્યો. મને આપનું ધ્યાન તેડવાને અને આ પ્રશ્ન પૂછવાને શ અધિકાર હતો ? પણ મને અધિકાર ન હોવા છતાં મેં આપનું ધ્યાન તોડ્યું. મારે એ અપરાધ છે. આપ મારા એ અપરાધને માફ કરે.”
શું પ્રશ્ન પૂછે એ પણ અપરાધ છે કે, રાજા શ્રેણિક તેને માટે ક્ષમા માંગે છે? રાજા શ્રેણિક પ્રશ્ન પૂછવાને અને ધ્યાનભંગ કરવાને પણ પોતે અપરાધ કર્યો છે, એમ માની પિતાની સીમાતીત નમ્રતાનો પરિચય આપી રહ્યો છે. તે કહે છે કે, મારે પ્રશ્ન તુચ્છ હતું અને આપનું ધ્યાન મોટું હતું. મેં તુચ્છ કામને માટે મોટા કામની હાનિ કરી છે એ મારે અપરાધ છે. રાજા આ પ્રમાણે કહી પિતા ઉપર મુનિના ઉપકારને વધારે ભાર છે એમ બતાવે છે. આ ઉપકારનું પૂર્ણ રહસ્ય તો કોઈ જ્ઞાની જ બતાવી શકે છતાં હું સ્વબુદ્ધિ અનુસાર તેને સમજાવવાનો પ્રયત્ન કરું છું.
Page #692
--------------------------------------------------------------------------
________________
શુદી ૮ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૫૧
માતા કે એક બાળક છે. તેના પિતા ડાકટર, વકીલ કે મેટા ન્યાયાધીશ છે. પિતા કોઇ મહાન કામમાં મશગૂલ હતા તે વખતે બાળક રાવા લાગ્યો. બાળકનું રુદન પિતાથી જોઈ શકાયું નહિ એટલે તે પેાતાનું મહત્ત્વનું કામ છેડી દઈ બાળકની પાસે આભ્યા અને તેને શાન્ત કર્યાં. હવે આ બાળક ઉપર પિતાને ઉપકાર છે કે નહિ ? જે બાળક કૃતજ્ઞ હશે તે તે પિતાને મહાન ઉપકાર માનશે. બાળપેથીમાં માતાપિતાના કેા ઉપકાર હાય છે એ બતાવવા માટે લખ્યું છે કેઃ—
ઘડી એક
ખરદાસ;
તે
નરના નર
દાસ.
ટગમગ પગ ઢગતાં નહીં, ખાય ન શકતા ખાદ; ચાલી ન શકતા આપથી, લેશ હતી નહિ લાજ. તે અવસર આણી દયા, માળકને મા-મપ; પાળે પાષે પ્રેમથી, તે ઉપકાર અમાપ. કાઇ કરે એવે સમે, આખી મર થઈ રહે, માતાપિતાને આટલા મહાન ઉપકાર છે. શું એ ઉપકારને ભૂલી જઈ શકાય ? પરંતુ આજે માતાપિતાને ઉપકાર કેવી રીતે માનવામાં આવે છે અને કેવી રીતે માનવામાં આવતા નથી એ વાત કહેવામાં આવે તે તે વાત ઘણી જ લાંખી છે. આજની કેટલીક શિક્ષા માતાપિતાના ઉપકાર ભુલાવે છે અને જે શિક્ષા માતાપિતાના ઉપકારને ભુલાવતી હાય તેને શિક્ષા જ કેમ કહી શકાય ? માતાપિતા, બાળકા માટે આજની શિક્ષા પાછળ થતા મેાટા ખર્ચ ઉપાડે છે. સાંભળવામાં આવે છે કે, મુંબઈમાં વિદ્યાર્થીનું સાધારણ ખર્ચ માસિક પચાસ રૂપિયા થાય છે. માતાપિતા આટલા મોટા ખર્ચ ઉપાડી પોતાના પુત્રાને ભણાવે છે; પણ આજના સુધરેલા પુત્રા અનગ્ન પોશાકમાં કાલેજમાંથી નીકળી માતાપિતાને વૃદ્ધ, બુદ્ધિહીન અને જૂના જમાનાના માનવા લાગે છે. શું આ પણ કાંઈ શિક્ષા છે ? જૈનશાસ્ત્ર માતાપિતાને કેટલું મહત્ત્વ ખતાવે છે. એને માટે કહ્યું છે કેઃ—વયુહનલાલા | અર્થાત્—માતાપિતા દેવગુરુ સમાન છે. આ પ્રમાણે શાસ્ત્ર તેા માતાપિતાનું આટલું મહત્ત્વ બતાવે છે, ત્યારે આજના છોકરાએ માતાપિતાને આમ કહે છે. હવે આજના રાએ લાયકાત શીખીને આવ્યા છે કે નાલાયકી શીખીને આવ્યા છે એ વાત તે સાધુઓની સંગતિ કરવામાં આવે તા જાણવામાં આવે.
ક
એ
વિલાયત વિષે સાંભળ્યું છે કે, ત્યાં જો પેાતાના પિતા ઘેર આવે તે તેને હાટલમાં ઉતારવામાં આવે છે. પોતાના પિતાને ઘરમાં ઉતરવાની જગ્યા પણ આપવામાં આવતી નથી. ખાવા-પીવાનો પણ હોટલમાં જ પ્રબંધ કરી દેવામાં આવે છે અને તેનું બીલ ચુકવી આપવામાં આવે છે. ખીલ પણ પુત્ર ચુકવી આપે તે તેની મહેરબાની. પિતા પુત્ર ઉપર કાંઈ ખાણ કરતા નથી. ભારતદેશની સ્થિતિ હજી આવી નથી. ભારતદેશ આ ક્ષેત્ર છે. અહીં માતાપિતાને ઘણી જ ઊંચી દૃષ્ટિએ જોવામાં આવે છે; પણ આજે પાશ્ચાત્ય સભ્યતાની અસર ભારતદેશ ઉપર પણ પડવા લાગી છે.
ભારતની પૂર્વ પતિ કેવી હતી કે રાજા શ્રેણિક, ધ્યાનભંગ કરવામાં અને પ્રશ્ન પૂછવામાં પણ પેાતાના અપરાધ માની મુનિ પાસે તેની ક્ષમા માંગી રહ્યો છે, જ્યારે આજની
Page #693
--------------------------------------------------------------------------
________________
૬૫૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
સ્થિતિ એવી છે કે માતાપિતાને ઉપકાર માનવાને બદલે તેમની અવજ્ઞા કરવામાં આવે છે. માબાપો હજારો રૂપિયાના ખર્ચ કરી અને પોતે ગરીબ બનીને પણ પુત્રાને ભણાવે-ગણાવે છે પણ પુત્રા આટલે મેાટા ખર્ચ કરીને શું ભણ્યા ? આવી શિક્ષા વાસ્તવમાં શિક્ષા નથી પણ કુશિક્ષા છે. સાચી શિક્ષા કાને કહેવી એને માટે કહ્યું છે કેઃ— ૮ ના વિદ્યા યા વિમુયે ।’
સાચી. શિક્ષા તે છે કે, જે બંધનેને તાડે; પણ આજે તે વિદ્યાને નામે ઊલટું બંધનેામાં પડવામાં આવે છે.
અત્રે કહેવાનું એ છે કે, તે વકીલ પિતા, પુત્રનું રુદન સાંભળી પોતાનું મહત્ત્વનું કામ છેડીને પણ બાળકની પાસે ગયા અને તેને શાન્ત કર્યા. પિતાનું આ કા બાળકને માટે ઉપકારક છે કે નહિ ?
"
આ જ પ્રમાણે કાઈ મહાત્મા, ધ્યાનનું મહત્ત્વનું કામ છેાડી કાઈના મનનેા સંશય દૂર કરે અને ધર્મખાધ આપે એ તેમના ઉપકાર છે કે નહિ ? રાજા શ્રેણિકતા મુનિએ ધ્યાન–મૌન તાડી તેને ઉપદેશ આપ્યા એટલા માટે તે મુનિના ઉપકાર માને છે અને કહે છે કે, “ મારા અપરાધ માફ કરીશ. મેં પહેલા અપરાધ તે એ કર્યું કે, મેં આપનું ધ્યાન તેાડયું. અને બીજો અપરાધ એ કર્યો કે આપને ભાગ–ઉપભાગ માટે આમંત્રણ આપ્યું. મેં આપને એમ કહ્યું કે, આપ આ ભરજુવાનીમાં કષ્ટા શા માટે સહન કરી છે ! તમે મારી સાથે મારા રાજ્યમાં ચાલા અને સુખેથી ભાગોના ઉપભોગ કરો. મારા એ અપરાધ હતા કે હું તમને સૈંયમ ધારણ કરવામાં દુઃખી સમજી રહ્યો હતા. મારા એ અપરાધ તમે માફ કરે.”
રાજાએ મુનિને ભાગે પભોગ માટે આમત્રણ આપી શે! અપરાધ કર્યાં ? તે તે મુનિને માટે દરેક પ્રકારની સગવડતા આપતા હતા તે પછી તેણે અપરાધ કર્યાં એમ કેમ કહી શકાય ? આ પ્રશ્નના ઉત્તરમાં એ જ જણાવવાનું છે કે, જો તમે આ વાતને બરાબર સમજી લેા તે પછી દેવ-ગુરુ સંબંધી ઘણી વાર્તાને નીવેડા એની મેળે જ આવી જાય ! રાજાએ મુનિને ભાગાપભાગને માટે આમત્રણ કર્યું, એને જો તમે રાજાનેા અપરાધ માને છે તો પછી તમે તમારા વિષે પણ એમ જીએ કે, તમે ક્યાંય અમને સાધુઓને આ જ પ્રકારની સંસારની ધાંધલમાં તેા પાડતા નથી ને ? તમે કે તમારા પૂર્વજોએ સાધુઓને એવા ધાંધલમાં પાડી દીધા છે કે જેથી સાધુને હાસ થઈ ગયા છે. જેમકે સાધુએને એમ કહેવામાં આવે છે કે, ગમે તે થાય પણુ અમને તા ધનપ્રાપ્તિ થાય એવા ઉપાય બતાવા અથવા પીચર બતાવેા. તમે તેા દયાળુ છે એટલા માટે અમને તેજી-મંદીના આંક બતાવા.' ઘણી જગ્યાએ આ પ્રકારની તેજી–મંદી બતાવનારા વેશધારીઓને પણ સગવડતા આપવામાં આવે છે પણ આ બધી સગવડતાએ સાધુતાની સીમા બહારની છે. એટલા માટે જો તમે રાજાના કામને અપરાધરૂપ માને છે તે તમે પણ સાધુતાથી વિપરીત જે કામ હોય તે ન કરે.
"
રાજા શ્રેણિક કહે છે કે, “ હે! મુનિ ! હું આપ જેવા સનાથને પણ અનાથ બનાવવા ચાહતા હતા. હું ભાગના કીડા આપને પણ ભાગમાં જ પાડવા ચાહતા હતા. મેં અજ્ઞાનતાને કારણે આપને અપરાધ કર્યા છે માટે મારા અપરાધ મા કરો,
રાજાએ જે અપરાધ કર્યા હતા તે અજ્ઞાનને કારણે કર્યાં હતા પણ તમે જાણી જોઈ ને તેા અપરાધ કરતા નથી ને ? તમે જાણીજોઈને એવા અપરાધ ન કરો અને જો કાઈ સાધુ
Page #694
--------------------------------------------------------------------------
________________
[ ૬૫૩
શુદી ૮]
રાજકેટ-ચાતુર્માસ એવા પાપમાં પડતા હોય તે તેમને કહો કે, અમે તે તમારી પાસેથી સંસાર તરવાની આશા રાખીએ છીએ અને એ જ આશાએ તમારી પાસે આવીએ છીએ, પણ જો તમે પણ આ પ્રમાણે પતિત થઈ જશે અથવા અમે તમને સંસારનાં કામમાં ફસાવી દઈશું તે પછી અમે ક્યાં જઈશું ? - તમારા ગુરુ નિન્ય છે અને તમારા દેવ પણ નિર્ચન્ય છે. જો તમે નિગ્રંથધર્મની વિરુદ્ધ તમારા દેવ-ગુરુને ભગી બનાવવા ચાહે, તે એ કેવો ભારે અપરાધ થશે તેને જરા વિચાર કરે. એટલા જ માટે હું એમ કહું છું કે, જો તમે આ ગાથાને અર્થ બરાબર સમજી લે તે સાચા દેવગુરને અને સાચા ધર્મને સાક્ષાત્કાર તમને અવશ્ય થાય. ત્રાજવામાં એક દાંડી હોય છે અને બે છાબડાં હોય છે. ખૂબી તે દાંડીમાં જ હોય છે. આ જ પ્રમાણે ધર્મ અને દેવ એ બંને ત્રાજવાનાં છાબડાં સમાન છે અને ગુરુ એ ત્રાજવાની દાંડી સમાન છે. જે ગુરુ સારા ન હોય તે તેઓ સાચા ધર્મ અને સાચા દેવને પણ પત્તો લાગવા ન દે. જે ગુરુઓ અનાથી મુનિની જેવા સનાથ હશે તે જ સાચા દેવ અને સાચા ધર્મનો સાચો પરિચય આપી શકે છે.
આ તે શ્રાવક-શ્રાવિકાને લગતી વાત થઈ; પણ અમારે સાધુઓએ પણ એ વાત બરાબર સમજવી જોઈએ કે, જો અમે ભોગના ત્યાગી બનીને પણ પાછા ભોગમાં પડી જઈશું તે અમે પતિત થઈ જશું. રાજા શ્રેણિક વીર ક્ષત્રિય હતું. તે વાણિયો ન હતો કે, “વણિક તુષ્ટ દેત હસ્તતાલી” એ કથનાનુસાર તે મુનિને કેવળ કહીને જ રહી જાત. જે મુનિ રાજાના કહેવા પ્રમાણે તેની સાથે જાત છે તે દરેક પ્રકારની સગવડતા કરી આપત અને જીવનપર્યત તેમનું ભરણપોષણ પણ કરત; પરંતુ મુનિએ રાજાનું આમંત્રણ ન સ્વીકાર્યું અને કહ્યું કે, “ તું પોતે પણ અનાથ છે તે પછી મારે નાથ કેમ બની શકે ? ” અનાથી મુનિની જેવી ભાવના રાખવી એ આપણું પણ કામ છે. જે અમે આ વાતને ભૂલી જઈ ભોગપભોગમાં પડી જઈએ તો અમારી તે હાનિ થાય જ પણ સાથે સાથે બીજાઓની પણ હાનિ થાય! સાધારણ માણસની ભૂલ તે પિતાની જ હાનિ કરે છે, પરંતુ મહાન લેકેની ભૂલ આખી સમાજમાં અનેક જણને હાનિ પહોંચાડે એવી ભયંકર હોય છે. સાધારણ રીતે દુરાચારિણી સ્ત્રીઓ તે અનેક હશે, પણ કૃષ્ણ દ્રૌપદીની કર્ણને ચાહવાની માનસિક કલ્પનાની સામાન્ય ભૂલને પણ કાઢી કારણ કે તેઓ જાણતા હતા કે દ્રૌપદી સતી કહેવાય છે. જે સતી હોવા છતાં આવી ભૂલ રહી તે મહાન અનર્થ થશે. આ જ પ્રમાણે અમારી ભૂલ પણ ભયંકર ગણાય છે એટલા માટે અમારે ભૂલ કરવી ન જોઈએ.
ભગવાન અનાથીના ઉપદેશથી રાજાનું જે પરિવર્તન થયું એ ભાવ દયા છે. આ ભાવ દયાને કારણે રાજાને કેટલું લાભ થયે હશે એનું માપ કાઢવું મુશ્કેલ છે. આ ભાવ દયાનું મૂળ તે બધા જીવો પ્રત્યે અનુકંપા રાખવી એ છે. અનુકંપા કોને કહેવાય એને માટે કહ્યું છે કે – અનુકૂઈ જા રણને તિ અનુવાW અર્થાત બીજાને જે દુઃખ થાય છે તે મને જ દુઃખ થાય છે એમ સમજીને બીજાનું દુઃખ દૂર કરવું એ અનુકંપા છે.
અમેરિકાના એક ન્યાયાધીશ વિષે સાંભળ્યું છે કે, તેણે એક સુવરને કીચડમાં ફસાએલે અને તરફડીયા મારતો જોયો. ન્યાયાધીશને અનુકંપા આવી અને તેણે પોતે તેને બહાર કાઢો. બહાર કાઢતા કીચડનાં છાંટાં તેના બહુમૂલ્ય કપડાં ઉપર પડયાં એટલે તેને પિશાક બગડી
Page #695
--------------------------------------------------------------------------
________________
૬૫૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક ગયો. તેને ગાડીવાળો તેને કહેવા લાગ્યો કે, સાહેબ, આપે મને એને બહાર કાઢવાનું કેમ ન કહ્યું? ન્યાયાધીશે જવાબ આપ્યો કે, જો હું તને એ કામ ઍપત તે એ કામ ભાડુતી થઈ જાત. મેં આ કામ કાંઈ બીજાનું કર્યું નથી પણ પોતાનું જ કામ કર્યું છે. આ સૂવર દુઃખી થત હતા એ કારણે મારા હૃદયમાં પણ દુઃખ થયું. એનું દુઃખ દૂર કરી મેં મારું જ દુઃખ દૂર કર્યું છે. એને હવે આનંદિત થતા જોઈ મને પણ આનંદ થાય છે.
લેકે પિતાને ફેટો ઉતરાવે છે ત્યારે ભાડાનાં દાગીનાં પણ પહેરે છે. પણ આ પ્રમાણે ફેટે ઉતરાવવો એ સાચો ફોટો નથી. સાચો ફેટે તે તે છે કે, જે બીજાને સુખી બનાવી તેની છાપ હમેશાને માટે હદયમાં પડાવી રાખે.
અમેરિકાને ન્યાયાધીશ તે અનુકંપા માટે આમ કરે અને ભારતના શ્રાવકે જે પિતાનાં ઘરના લોકોની પણ દયા ન કરે તે એ કેટલું બધું અનુચિત કહેવાય ? એટલા માટે તમે કાંઈ નહિ તે તમારા ઘરવાળાઓ પ્રત્યે તે દયાભાવ અવશ્ય રાખો.
આ પ્રમાણે કર્યાવરણને નષ્ટ કરવા માટે અહિંસાદિ જે ઉપાયો બતાવવામાં આવ્યાં છે તે ઉપાયોથી પારલૌકિક લાભ પણ છે અને ઈહલૌકિક તાત્કાલિક લાભ પણ છે એટલા માટે તમે લેકે અહિંસાદિ ગુણોને જીવનમાં અપનાવો તે તેમાં કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૩ કારતક સુદી ૧૦ મંગળવાર
પ્રાર્થના શ્રી “દઢરથે” નૃપતિ પિતા, “નન્દા” થારી માય; રામ રામ પ્રભુ મેં ભણી, શીતલ નામ સુહાય.
જય જય જિન ત્રિભુવન ધણી. છે ૧
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશી થી શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્મા પ્રત્યે જેમને અવિચળ શ્રદ્ધા છે તેઓ પરમાત્માને કેવા રૂપમાં જુએ છે એને માટે આ પ્રાર્થનામાં કહ્યું છે કે –
સેવ્યા સુરતરુ જેહ, વાંછિત સુખ દાતાર. ભક્તજને કહે છે કે, “હે ! પ્રભો ! તું કલ્પવૃક્ષની સમાન છે.” આ કથનને વિષે સાચા ભકતને કોઈ પ્રકારનો સંદેહ કે તર્કવિતર્ક થતો નથી. બલિક તેઓ તે ત્યાં સુધી કહે છે કે, “હે ! પ્રભો ! તારા માટે કલ્પવૃક્ષની ઉપમા પણ યોગ્ય નથી.” સાચા ભકતો તો પરમાત્મા વિષે આમ કહે છે પરંતુ જેઓ સાચા ભક્ત નથી અને જેમના મનમાં પરમાત્મા વિષે શંકા છે તેઓ એમ કહે છે કે, “જે પરમાત્મા કલ્પવૃક્ષની સમાન છે તે પછી અમારે કોઈ પ્રકારનાં કષ્ટો સહેવાની જ જરૂર નથી; પછી તે પરમાત્માનું નામમાત્ર લેવાથી બધું કામ પતી જાય. પણ જે વાસ્તવમાં પરમાત્મા કલ્પવૃક્ષની સમાન જ હોય તે અમે પરમાત્માનું
Page #696
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૦] રાજકેટ–ચાતુર્માસ
[ ૬૫૫ નામ બહુ લઈએ છીએ છતાં અમને ભોજન કેમ મળતું નથી ! અમે પરમાત્માનું નામ ગમે તેટલીવાર લઈએ પણ અમને ભજન તે પુરુષાર્થ કરવાથી જ મળે છે. આવી અવસ્થામાં પરમાત્મા કલ્પવૃક્ષની સમાન છે એમ કેમ કહી શકાય ?”
આ પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે, જેમને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી, જેમને દિવસરાત જડપદાર્થોનું જ ધ્યાન રહે છે અને જેઓ જડપદાર્થોની પ્રાપ્તિ માટે જ પરમાત્માનું સ્મરણ કરે છે તેઓ પરમાત્મા પાસેથી આવી કામના-વાસના રાખે એ સ્વાભાવિક છે; પણ જ્ઞાનીજનો કહે છે કે, સર્વપ્રથમ આત્માને દષ્ટ બનાવો અને પછી પરમાત્માને જુઓ તે એ દશામાં તમને પરમાત્મા કલ્પવૃક્ષની સમાન લાગશે. એ માટે સર્વપ્રથમ પરમાત્માને જાણવાની યોગ્યતા પ્રાપ્ત કરે. યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના પરમાત્મા કલ્પવૃક્ષ સમાન છે કે નહિ એ કહી શકાય નહિ. યોગ્યતા મેળવ્યા વિના પરમાત્માને જેવા પ્રયત્ન કરવો, નકામો છે. જેમને આંખો નથી તે સૂર્યને જોવાનો પ્રયત્ન કરે તે તેને પ્રયત્ન નકામો જાય છે. તથા જેમની આંખે મોતીયો હોય તેમણે પણ મોતી ઉતરાવીને સૂર્યને જેવા પ્રયત્ન કરવો પડે છે. આંખમાંથી મોતીયો કઢાવે નહિ અને તે પહેલાં જ એમ કહે કે, સૂર્ય ક્યાં છે તે એનું એમ કહેવું નકામું છે. પહેલાં સૂર્યને જોવાની ચોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે અને યોગ્યતા પ્રાપ્ત કર્યા છતાં સૂર્ય જેવામાં ન આવે તે કાંઈપણ કહેવું એ વ્યાજબી છે પણ યોગ્યતા પ્રાપ્ત કર્યા પહેલાં જ એ વિષે કાંઈ કહેવું ઠીક નથી. આ જ પ્રમાણે જ્ઞાનીજને કહે છે કે, પરમાત્માને જાણવાની યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરે. એને માટે સર્વપ્રથમ બુદ્ધિને અન્તર્મુખી બનાવો અને બુદ્ધિને અન્તર્મુખી બનાવી પરમાત્માને જુઓ. સર્વપ્રથમ આત્માને ઓળખે. જ્યારે તમે આત્માને ઓળખી લેશે અને એ પ્રમાણે યોગ્ય બની જશે ત્યારે પરમાત્માને ઓળખવામાં અને પરમાત્માને કલ્પવૃક્ષ સમાન માનવામાં વાર નહિ લાગે. પણ જ્યારે આત્માને જ ઓળખવાનો પ્રયત્ન કરશે નહિ તો પછી પરમાત્માને ઓળખી કેમ શકશો?
હવે આત્માને કેમ એળખ એ અત્રે પ્રશ્ન ઊભું થાય છે ? આને માટે આત્માએ આત્મદષ્ટિ કેવી રીતે ગુમાવી એ જુએ. જે માર્ગે આત્મદષ્ટિ ગુમાવી છે તેથી ઊલટા માર્ગે જવાથી આત્મદષ્ટિ પ્રાપ્ત કરી શકાય છે. અત્મદષ્ટિ પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ એ જાઓ કે, હું કરું છું અને શું કરું છું ? કેટલાક લેકે એમ સમજે છે કે, હું પંચભૂત જ છું અને - પંચભૂતના નાશમાં જ મારો નાશ છે. આવું સમજનારા લેકે માતાના ગર્ભસ્થાન સિવાય પિતાની ઉત્પત્તિનું બીજું સ્થાન માનતા નથી. પણ પંચભૂત તે જડ છે, જડ પંચભૂતથી આત્માની ઓળખાણ તે થાય છે પરંતુ આત્મા પિતે જડરૂપ નથી. આત્મા દષ્ટા છે અને જડ પદાર્થો દશ્ય છે. દૃષ્ટા થઈને પિતાને દશ્યરૂપે માનો એ મેટી ભૂલ છે. જે પ્રમાણે ગાડી અને ગાડીવાળો બન્ને જુદાં જુદાં છે. છતાં જે ગાડીવાળો પિતાને ગાડી જ માની લે તે એ જેમ તેની ભૂલ ગણાશે તે જ પ્રમાણે આત્મા અને પંચભૂત બને જુદાં જુદાં છે છતાં આત્માને પંચભૂત માની લેવામાં આવે તે એ પણ ભૂલ ગણાશે. જો કે ગાડી હોવાને કારણે જ ગાડીવાળો કહેવાય છે છતાં ગાડીવાનમાં ગાડીને લઈ જવાની, તેડવા-ફેડવાની શક્તિ છે. આ જ પ્રમાણે આત્મામાં પણ પંચભૂતને તેડવા-ફેડવાની શક્તિ છે. એટલા માટે આત્મા પંચભૂત નથી પણ તે પંચભૂતથી અળગો છે. આ પ્રમાણે આત્માને જ્યારે પંચભૂતથી અળગો, અજરામર અને અવિનાશી માની, આ આત્મા પરલેકમાંથી આવ્યો છે અને પરલોકમાં
Page #697
--------------------------------------------------------------------------
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક જવાને છે, એમ માનશે ત્યારે તમે પરમાત્માને પણ ઓળખી શકશો અને આ આત્માનું કલ્યાણ પણ જલદી સાધી શકશો.
કહેવાનો આશય એ છે કે, આ આત્મા પંચભૂત નથી, પણ તેથી જુદો છે એમ માનશે ત્યારે તમે તમારા આત્માને પણ ઓળખી શકશે. આજે સાંભળ્યું છે કે અહીંના કઈ પ્રસિદ્ધ ડૉકટર મૃત્યુ પામ્યા છે. તે ડૉકટર હતા એટલે તેઓએ પોતાના શરીરની બરાબર સંભાળ રાખી હશે. છતાં જે પંચભૂતથી આત્મા ભિન્ન નથી તે તેમનું મૃત્યુ થવાનું શું કારણ? કારણ કે તેમણે પંચભૂતની તે બરાબર સંભાળ રાખી જ હશે. છતાં તેમનું મૃત્યુ કેમ થયું ? એટલા માટે કેવળ પંચભૂત જ છે, આત્મા છે જ નહિ એમ માની ન બે પરંતુ એમ માને કે, “હું ચૈતન્ય આત્મા આ પંચભૂતને દૃષ્ટા છું અને પંચભૂત આદિ જડપદાર્થો મારાં દશ્યો છે.” -
આત્માને દષ્ટા અને જડપદાર્થોને દ માનવાથી પરમાત્મા કલ્પવૃક્ષની સમાન કેવી રીતે છે એ જાણવામાં આવી શકશે. દષ્ટા અને દશ્યને ભેદ સમજવાથી તમે એ સમજી શકશે કે, જડ કલ્પવૃક્ષથી તે જડ વસ્તુ જ મળે છે, જે જડ વસ્તુ આત્માની સાથે જતી નથી. જે જડ કલ્પવૃક્ષથી આત્માનું કલ્યાણ થઈ શકે અથવા મોક્ષે જઈ શકાય એવી ચીજ આપતું હેત તે જુગલા લેકે મેક્ષે ચાલ્યા જાત; પણ કલ્પવૃક્ષમાં એવી શક્તિ નથી. આથી વિપરીત કલ્પવૃક્ષારક મનવાંછિત વસ્તુ મળે છે એ જમાનામાં તે લોકો વધારે આળસુ બની જાય છે. આ જ કારણે ભગવાને કલ્પવૃક્ષની વ્યવસ્થા તેડી નાંખી. એટલા માટે તમે જડ વસ્તુ આપનાર કલ્પવૃક્ષની ઈચ્છા ન રાખતાં પરમાત્મારૂપી કલ્પવૃક્ષની ઈચ્છા રાખો. આ પ્રમાણે આત્માનું કલ્યાણ કરનાર પરમાત્મારૂપી કલ્પવૃક્ષની ઈચ્છા રાખશો તો તમને કદાપિ દુઃખ નહિ થાય. જે પૂર્ણ રીતિએ પરમાત્મારૂપી કલ્પવૃક્ષની આરાધના કરી ન શકો તે શક્તિ અનુસાર તે આરાધના અવશ્ય કરે. શ્રી. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, ભગવાનની અર્થાત ભગવાનના તીર્થની (જ્ઞાન, દર્શન અને ચારિત્રની) જઘન્ય આરાધના કરનાર પંદર ભથી વધારે ભવ કરતું નથી. અને તે જે પંદર ભ કરે છે તે પણ દેવલોક કે મનુષ્યના જ ભ કરે છે. દેવકમાં પણ તે નિષ્પષ્ટ નિને દેવ થતું નથી પરંતુ પદવીધારી દેવ થાય છે અને ત્યાંથી જ્યારે તે મનુષ્ય ભવમાં જન્મ લે છે, ત્યારે તે એવી જ જગ્યાએ જન્મ લે છે જ્યાં દશ બેલની સગવડતા હોય છે; તથા મનુષ્ય ભવમાં પણ જડ પદાર્થોમાં લિપ્ત થતું નથી પણ જે પ્રમાણે સાકરનો રસ લઈ માખી ઉડી જાય છે તે જ પ્રમાણે તે સંસારનાં પદાર્થો ઉપરથી મમત્વ ઉતારી આત્માના કલ્યાણમાં સંલગ્ન બની જાય છે. આ પ્રમાણે જે આત્માનું કલ્યાણ કરનાર છે એ ભગવાનરૂપી કલ્પવૃક્ષની સેવા કરવી જોઈએ. જડની સેવા જડ વસ્તુની પ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે. જડવસ્તુની પ્રાપ્તિ માટે જ પરમાત્માની સેવા
खित्तं वत्थु हिरण्णं च, पसवो दासपोरूसं । चत्तारि कामखन्धाणि, तत्थ से उववज्जई ॥ १७ ॥ मित्तवं नायवं होइ, उच्चगोए य वण्णवं ।
अप्पायके મહાપદ્મ, અમિષા નોવેઢે છે ૧૮ ૩૦ , ૫૦ ૧૭-૧૮ * ૧ ક્ષેત્ર, ૨ વસ્તુ, ૩ સુવર્ણ–ચાંદી, ૪ પશુ-દાસ, ૫ મિત્ર, ૬ જ્ઞાતિવાન , ૭ ઉચ્ચગેત્ર, ૮ સુંદર શરીર, ૯ રોગ રહિતતા, ૧૦ ચશબલની પ્રાપ્તિ.
Page #698
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૦] રાજકેટ–ચાતુર્માસ
[ ૬૫ ૭ કરવી અને પરમાત્મા પાસેથી જડવસ્તુની કામના કરવી એ કોઈપણ રીતે ઉચિત નથી. પરમાત્માને જડવસ્તુની સાથે કોઈ સંબંધ નથી. એટલા માટે પરમાત્મા પાસે જડવસ્તુની કામના ન કરે તેમ પરમાત્માને જડવતુ આપનાર કલ્પવૃક્ષની સમાન કલ્પવૃક્ષ પણ ન માને. પરમાત્મા તો એવા કલ્પવૃક્ષ સમાન છે કે જે વસ્તુ જડ કલ્પવૃક્ષ દ્વારા મળી શકતી નથી તે વસ્તુ તેની દ્વારા મળી શકે છે.
પરમાત્મારૂપી કલ્પવૃક્ષની સેવા કરવા માટે તમે જે તમારાં પાપ અને દુર્ગણે તેમની સમક્ષ નગ્ન સ્વરૂપમાં પ્રગટ કરી દેશે અને ભવિષ્યમાં પાપાચરણ નહિ કરવાનો નિશ્ચય કરશે તે તમારે આત્મા નિષ્પાપ બની ઉર્ધ્વગામી અવશ્ય બનશે. . અનાથી મુનિને અધિકાર–૭૫
રાજા શ્રેણિક, અનાથી મુનિદ્વારા આ વાત સમજવાને કારણે જ, જ્યાં તે સનાથતા જેતે હતો ત્યાં અનાથતા જોવા લાગે અને જ્યાં અનાથતા જેતે હતો ત્યાં સનાથતા જોવા લાગ્યો. પહેલાં તે મુનિને એમ કહેતું હતું કે, તમારો નાથ બનું છું પણ જ્યારે તેનું હૃદય નિર્મલ થઈ ગયું ત્યારે તે કહેવા લાગ્યો કે, “હે ! મુનિ! આપ જ સનાથ છે અને બધાં પ્રાણુઓના સ્વામી છે.”
ગુરુને ઓળખવાનું સાધન સનાથતા જ છે. જે જડ વસ્તુઓ સાથે મમતા રાખવામાં આવે છે તે જડ વસ્તુઓ અનાથતા વધારનારી છે, એટલા માટે જે એવી વસ્તુઓ ઉપર મમત્વ રાખે છે તે ગુરુ બનવાને ગ્ય નથી. ગુરુ બનવાને યોગ્ય છે તે જ છે કે, જેનામાં આવી વસ્તુઓ ઉપર મમત્વ જ નથી.
૩૬ નંબર લખવામાં ૩ અને ૬ નંબરને ઊલટા જ રાખવા પડે છે. જો કેઈ માણસ ૩૬ નંબર લખવા ચાહત હોય, અને ૩ અને ૬ નંબરને સામે સામે-સન્મુખ લખવા ચાહતા હોય તે તે ૩૩ કે ૬૩ કે ૬૬ નંબર ભલે લખી શકે, પણ ૩૬ નંબર લખવા માટે તે તેણે નંબરેને ઊલટા જ રાખવા પડશે. આ જ પ્રમાણે મુનિ મહાત્મામાં કેણ સનાથ છે એ વાતને નિર્ણય કરવા માટે જે પ્રમાણે ૩૬ નંબરમાં બન્ને અંકેનું મુખ વિપરીત રહે છે, તે જ પ્રમાણે જે સંસારથી તદ્દન વિમુખ રહે છે તે જ સનાથ છે, એમ સમજવું જોઈએ. સનાથ પણ બનવા ચાહે અને સંસારનાં પદાર્થો ઉપર મમત્વ પણ રાખવા ચાહે તે એ બને વાત બની શકતી નથી. જ્યાં સુધી સંસારનું મમત્વ ન છૂટે અને પુદ્ગલેનું મમત્વ રહે ત્યાં સુધી આત્મા અનાથ જ છે, સનાથ નથી.
જે બીજાની ચીજ ઉપર દષ્ટિ નાંખે છે કે તેને લેવા ચાહે છે કે લે છે, તેને સંસારવ્યવહારમાં ચાર કે ઉઠાઉગીર કહેવામાં આવે છે. આ જ પ્રમાણે નિશ્ચયમાં પણ જે પરવતુ ઉપર મમત્વ રાખે છે તે અનાથ છે, સનાથ નથી. - આ ઉપરથી કોઈ એમ કહે કે, સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ ઉતાર એ વાત તે બરાબર છે પણ જે સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ એકદમ છૂટી ન શકે તે એ દિશામાં શું કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે જો સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ એકદમ છૂટી ન શકે તે તેનું સ્વરૂપ તે જાણે અને એ સંસારનાં પદાર્થો અનાથતામાં પાડનારાં છે પણ સનાથતા લાવનારાં નથી એટલું તે અવશ્ય માને ! જે આ પ્રમાણે સાંસારિક
૩૮
Page #699
--------------------------------------------------------------------------
________________
૬૫૮] . શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક પદાર્થોનું સ્વરૂપ સમજી મહાપુરુષોના પગલે ચાલશે તે પણ કલ્યાણ થશે. રેલ્વેના ડબ્બાઓમાં પાવર હોતું નથી. પાવર તે કેવળ એજીનમાં જ હોય છે, પણ જ્યારે ડબ્બાઓને એજીનની સાંકળની સાથે જોડી દેવામાં આવે છે, ત્યારે પાવર ન હોવા છતાં ડબ્બાઓ એજનની સાથે યથાસ્થાને પહોંચી જાય છે. આ જ પ્રમાણે સંસારનાં પદાર્થોનો ત્યાગ કરી પિતે સનાથ ન બનવા છતાં, જે સનાથ બન્યા છે, તેમના આત્માની સાથે પિતાનો સંબંધ જોડી દેવાથી એક દિવસ તમે પણ અવશ્ય સનાથ બની શકશે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
दुल्लहाओ मुहादाई, मुहाजीवी वि दुल्लहा।।
મુદાવાઝું મુહાવીર, રો વિ જછમિત શ્રી દશવૈકાલિક સૂત્ર અર્થાત–પૂર્ણ પ્રેમથી, સદ્દબુદ્ધિથી અને નિસ્પૃહતાથી દાન આપનાર દુર્લભ છે અને શુદ્ધ ભાવથી કેવળ સંયમનું પાલન કરવા માટે દાન લેનાર પણ દુર્લભ છે. જો કે આવું દાન આપનાર અને આવું દાન લેનાર બન્ને મળવાં દુર્લભ છે, પણ જો એવા બને મળી જાય તે બને સદ્ગતિને પામે છે. એટલા માટે સનાથ તે ન બની શકે તે જે મહાત્માઓ સનાથ બન્યા છે તેમની સાથે તમે સંબંધ જોડી લે તે તેમાં કલ્યાણ છે.
રાજા શ્રેણિકે અનાથી મુનિની સાથે પિતાને સંબંધ જોડ્યો છે અને એટલા જ માટે તેણે મુનિની પ્રાર્થના પણ કરી છે. રાજાએ મુનિની પ્રાર્થના કેવી રીતે કરી છે એ બતાવવા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે:- ક __ एवं थुणित्ताण स रायसीहो, अणगारसीहं परमाइ भत्तीए ।
सओरोहो सपरियणो सबन्धवो, धम्माणुरत्तो विमलेण चेयसा ॥५८॥ રાજા શ્રેણિકે, મુનિ પાસેથી ધર્મબંધ પામી, પિતાને અપરાધ તેમની પાસે માફ કરાવ્યો એ જો કે સ્પષ્ટ પાઠ નથી, જે પાઠ છે તે પણ ઉપરથી એમ જણાય છે કે, રાજા ઘેર ગયો અને પોતાની રાજસંપદા, બંધુ-બાંધવ કર્મચારીઓ વગેરે સહિત તે મુનિની પાસે આવી ક્ષમાપ્રાર્થના કરી અને બધા લોકેની સાથે પણ તે ધર્મને અનુરાગી થયા. મુનિએ જે સંપદાને મુક્તિમાં અવરોધક બતાવી હતી તે જ સંપદાને લઈ રાજા શ્રેણિક મુનિને ખમાવવા માટે આવ્યો. આ પ્રમાણે રાજાઓમાં સિંહસમાન એવા શ્રેણિક રાજાએ અનગારસિંહ એવા અનાથી મુનિની પાસે ક્ષમાપ્રાર્થના કરી.
રાજા શ્રેણિક રાજસિંહ હતા અને અનાથી મુનિ અનગારસિંહ હતા. શાસ્ત્રકારોએ બન્નેને સિંહની ઉપમા આપી છે. એટલા માટે અત્રે જોવાનું એ છે કે, સિંહ તો પશુ છે છતાં રાજા અને મુનિને માટે સિંહની ઉપમા કેમ આપવામાં આવી છે? સિંહમાં એવી કઈ વિશેષતા છે અને સિંહ તથા શ્વાન વચ્ચે શું અંતર રહેલું છે તે વિષે અત્રે વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. ઘણું કુતરાઓ એવા પણ હોય છે કે જે આકાર-પ્રકારમાં સિંહની જેવા દેખાય છે. સિંહના જે રંગ, તેના જેવું શરીર, અને તેના જેવી જ મુંછ તથા પુંછડી હોય છે, તથા દાંત પણ તેના જેવાં જ લાંબાં હોય છે. આ પ્રમાણે પ્રાયઃ ઘણી સમાનતા સિંહના જેવી હોય છે, છતાં શું તે કુતરો સિંહનું સ્થાન લઈ શકે ખરે ? તે કુતરો જ્યાંસુધી ન ભણે ત્યાંસુધી ભલે તે સિંહ જેવો લાગે, પણ જ્યારે તે ભસે ત્યારે શું તે સિંહના જેવી ગર્જના કરી શકે ખરો ? જ્યારે તે ભોં-ભે ભસે ત્યારે તે કુતરો જ છે એવી ખાત્રી થયા વગર
Page #700
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૦ ]
રાજકેટ–ચાતુર્માસ
[૬૫૯
રહેતી નથી. કોઈ કુતરે બહારના દેખાવથી ભલે સિંહ જેવો લાગે પણ તેના ભસવા ઉપરથી તે સિંહ છે કે કુતરે તેની ખબર પડયા વગર રહેતી જ નથી. આ જ પ્રમાણે સાધુઓ પણ બાહ્ય વેશથી ભલે ગમે તે બની જાય પણ તેની બેલચાલથી તે સનાથ છે કે અનાથ તેની ખબર પડ્યા વગર રહેતી નથી.
ગાંધીજીના એક લેખમાં મેં વાંચ્યું હતું કે, શબ્દની પાછળ જે આત્માની શક્તિ રહેલી હેય તે તે શબ્દ અવશ્ય અસર કરે જ છે. પણ જો શબ્દની પાછળ આત્માની કે ત્યાગની શક્તિ ન હોય તે શબ્દની અસર કાંઈ પડતી નથી.
આ પ્રમાણે શ્વાન અને સિંહની વચ્ચે એક તે શબ્દનું અંતર રહેલું છે. બીજું અંતર એ છે કે, કુતરાને જ્યારે કઈ લાકડી કે પત્થરથી મારે છે તે તે લાકડીને કે પત્થરને પકડવા દોડે છે, પણ મારનારને પકડતું નથી. પરંતુ સિંહ લાકડી કે પત્થરને પકડવા દેડ નથી પણ પત્થર કે લાકડી મારનારને પકડવા દેડે છે. સાંભળવામાં આવે છે કે, એટલા જ કારણે સિંહ ઉપર પ્રહાર કરનાર માણસ પ્રહાર કરીને તે સ્થાનથી દૂર ભાગી જાય છે, નહિ તે સિંહ તે સ્થાને પહોંચી જાય છે. કુતરે એ વાત જાણતા નથી પણ સિંહ જાણે છે કે, લાકડી કે પત્થરને શે દોષ! દેષ તો મારનારને જ છે. અપરાધી તે લાકડી મારનાર જ છે.
મનુષ્યમાં પણ શ્વાનપ્રકૃતિ અને સિંહપ્રકૃતિના માણસો હોય છે. કોણ શ્વાનપ્રકૃતિવાળા છે અને કોણ સિંહપ્રકૃતિવાળો છે એની ઓળખાણ એ છે કે, જે સિંહપ્રકૃતિવાળો માણસ હોય છે તે ગાળો કે મારને ન જોતાં, ગાળે કે મારે ઉત્પન્ન ક્યાંથી થર્યા તે જુએ છે. જે દુઃખ થઈ રહ્યું છે, તે દુઃખ પેદા ક્યાંથી થયું ? જેમકે ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગારાં મૂકવામાં આવ્યાં ત્યારે મુનિ સિંહની સમાન બન્યા કે શ્વાનની જેવા? તેઓ સારી રીતે જાણતા હતા કે, આ સેમલની એટલી શક્તિ નથી કે તે માથા ઉપર અંગારાં મૂકી શકે ! અંગારાં મૂકનાર તે મારો આત્મા જ છે. એ તે કેવળ નિમિત્ત છે. ઉપાદાન તે મારો આત્મા જ છે. જો હું ઉપાદાનને ન જોઉં અને નિમિત્તને જોઉં તો તે હું શ્વાનવૃત્તિવાળ કહેવાઉં. આ પ્રમાણે વિચાર કરી તેમણે અંગારાંને દોષ ન આપો, સોમલને પણ દેષ ન આપ્યો, પણ પિતાના આત્માને જ દોષ આપે. આ જ સિંહને સ્વભાવ છે. આ જ સિંહવૃત્તિ છે. આ જ પ્રમાણે જે પિતાના આત્માને જ જુએ છે, પરપદાર્થોને જેતે નથી તે મનુષ્ય તો સિંહની સમાન છે. અને જે પિતાના આત્માને ન જોતાં પરપદાર્થોને જુએ છે અને બીજાઓને અપરાધી માને છે તે શ્વાનવૃત્તિવાળો છે. જે ગજસુકુમાર મુનિ ચાહત તે સોમલને નસાડી શક્તા હતા અથવા પોતે જ નાસી શકતા હતા પણ જે તેઓ એમ કરત તે આજે શાસ્ત્રકારો તેમની મહિમા ગાત નહિ.
આ તે સાધુઓની વાત થઈ પણ શ્રાવકેને માટે પણ આવાં ઉદાહરણ મળી આવે છે. જ્યારે દેવ પિશાચ બની કામદેવ શ્રાવકને મારવા લાગે ત્યારે કામદેવે એમ ન વિચાર્યું કે, “હે ! પ્રભો ! હું તારે શ્રાવક છું છતાં આ પિશાચ મને કેવું કષ્ટ આપી રહ્યો છે!” પણ તેમણે એમ વિચાર્યું કે, “આ પિશાચ મને મારે ધર્મ છોડવાનું કહે છે પણ હું સિંહને સ્વભાવ છોડી શ્વાનને સ્વભાવ કેમ ધારણ કરી શકું? આ દેવે ધર્મને ત્યાગ કર્યો છે એટલે તે મને મારવા માટે તૈયાર થયો છે પણ મારે ધર્મ મને એવી શીખામણ આપે છે કે,
Page #701
--------------------------------------------------------------------------
________________
૬૬૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
મારનારને પણ ક્ષમા આપ.” આ પ્રમાણે વિચાર કરી કામદેવ સ્થિર રહ્યો. આ જ પ્રમાણે તમે પણ સ્થિર રહેા તા કદાપિ હાનિ નહિ થાય પણ ગજસુકુમાર મુનિની માફક લાલ જ થશે. એટલા માટે સિ ંહવૃત્તિવાળા બને અને શ્વાનવૃત્તિને ત્યાગ કરી.
તમને હાથે કે પગે ફાલ્લા થાય છે તે તે કેમ થાય છે? કદાચ તમે કહે કે રાગને કારણે થાય છે તેા રાગ કેમ થાય છે ? આત્માની ભૂલ વિના રાગ પેદા થઈ શકતા નથી. આવી દશામાં રાગને અપરાધ માનવાને બદલે પોતાના આત્માના જ અપરાધ કેમ માનવામાં ન આવે ? જેને શક્કરની ( મીઠી પેશાબની ) બિમારી હોય છે તેને મીઠાશવાળી ચીજો હાનિ કરે છે. મને પણ એ બિમારી થઈ હતી પણ તેને ખ્યાલ ન હતા. મને સાધુએ મીડાઈ ખાવાનું કહેતા તો હું ખાઈ લેતા. પરિણામે મને એક ફાલ્લા થયા. મારા સાધુઓએ એ ફાલ્લાને ફાડી નાંખ્યા પણ તે મટયા નહિ. હું જેમ જેમ મીઠી ચીજો ખાતે તેમ તેમ રાગ પણ વધતા જતા હતા. એક ડૅાકટરે મને કહ્યું કે, ફાલ્લાનું આપરેશન કરવાથી તમારું લેાહી બહુ ઓછું થઈ ગયું છે એટલા માટે તમે ‘ તર ’ ( માલદાર ) ચીજો ખાધા કરો. મે કહ્યું કે તર ચીજ વળી શું ? ડાક્ટરે ઉત્તર આપ્યા કે, જલેબી, કલાકંદ ( મારવાડી મીઠાઈ ) બાસુંદી વગેરે ચીજો ખાધા કરેા. આવી બલીષ્ટ ચીજો બહુ ખાઈ શકાતી ન હતી પણ ઘેાડી ઘેાડી હું ખાતા રહેતા હતા અને રાગ વધતા જતા હતા. આખરે જ્યારે એમ માલુમ પડયું કે, આ તેા શક્કરની ( મીઠી પેશાબની બિમારી છે ત્યારે મીઠાશવાળી ચીજો જ ખાવાનું બંધ કરી દીધું. પછી તેા કેવળ પાતળી છારા જ પીવાની હતી; પણ પહેલાં જે રાગ વધવા પામ્યા તેમાં ક્રાની ભૂલ હતી ? મારી જ ભૂલને કારણે રાગ વધવા પામ્યા હતા. આ જ પ્રમાણે જ્ઞાનીજને કહે છે કે, આત્માની ભૂલથી જ સંકટા માથે પડે છે. જે પ્રમાણે રગા પેદા ન થાય તે માટે ૩પથ્યનેા ત્યાગ કરવા આવશ્યક છે, તે પ્રમાણે સ’કટા પેદા ન થાય તે માટે ખરાબ કામેાને ત્યાગ કરવા આવશ્યક છે. જ્ઞાનીઓના બતાવેલા માર્ગે ચાલશેા અને આત્માના ડૅાકટર તમે પે।તે બનશે। તા તમે સિંહવૃત્તિને કેળવી શકશે। અને પરિણામે કલ્યાણ સાધી શકશે.
રાજા ઉપાસક હતા અને મુનિ ઉપાસ્ય હતા. ઉપાસક અને ઉપાસ્ય બન્નેને શાસ્ત્રકારોએ સિંહ કહ્યા છે. વાસ્તવમાં સિંહની સેવા સિંહ જ કરી શકે છે. બીજો કાઈ કરી શકતા નથી. જે શ્વાન હશે તે તો સિંહને જોતાં જ ડરી જઈ ભાગી જશે. જીન્હેરમાં મે જોયું હતું કે, શિકારી લેકે એક વાઘને પાંજરામાં પૂરી લાવ્યા હતા. તેએ દુકાને દુકાને વાઘને બતાવી પૈસા માંગતા હતા. એ વાધતે જોઈ કુતરા ભસતા હતા. મેં વિચાર્યું કે, આ વાદ્ય પાંજરામાં પુરાએલા છે એટલે જ આ કુતરાએ એને ભસી રહ્યા છે, નહિ તેા કુતરાએની શું તાકાત છે કે તેની પાસે પણ આવે !
સિંહની સેવા સિંહ જ કરી શકે છે. જેનામાં સિંહવૃત્તિ નથી તે સિંહની સેવા કરી શકતા નથી. આ જ પ્રમાણે નિન્થની સેવા પણ તે જ કરી શકે છે કે જેનામાં સિંહના જેવા સ્વભાવ છે. જે સંસારની ભાવનામાં રચ્યાપચ્યા રહે છે તે શિયાળ અનગારરૂપી સિંહની સેવા કરી શકતા નથી. જે સંસારની ભાવનામાં રચ્યાપચ્યા રહે છે અને એને જ માટે ગુરુ–ગુરુ કહ્યા કરે છે તે નિન્થની સેવા કેવી રીતે કરી શકે ? કદાચિત્ એવા શિયાળ–લે કા અમારા સેવક બનતા પણ હોય તે પણ અમારે તા એમ વિચારવું જોઈએ કે, અમે આ શિયાળ–લેાકાની સાથે ક્યાંય શિયાળ બતી ન જઈએ ?
Page #702
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૧] રાજકેટ ચાતુર્માસ
[૬૬૧ મતલબ કે, સિંહની સેવા સિંહ જ કરી શકે છે. શિયાળ સિંહની સેવા કરી શક્તો નથી. અહીં તે રાજા પણ સિંહ સમાન છે અને મુનિ પણ સિંહ સમાન છે. બન્ને સિંહવૃત્તિવાળા છે. - જો તમે આવા મુનિસિંહની સેવા કરવા ચાહો છે તે તમે પણ સિંહવૃત્તિવાળા બને. આ જ પ્રમાણે અમારે સાધુઓએ પણ સિંહ જેવા સ્વભાવવાળા બનવું જોઈએ. જે લેકે સિંહની માફક ગૃહનો ત્યાગ કરી સિંહની જ માફક સંયમનું પાલન કરે છે તેઓ જ સનાથ છે. પરંતુ સ્વભાવ તે સિંહને જ રાખવો જોઈએ. આ પ્રમાણે સિંહને સ્વભાવ રાખી સનાથ બનનાર અને સિંહને સ્વભાવ રાખી સનાથ-સિંહ જેવાની સેવા કરનારનું હમેશાં કલ્યાણ જ થાય છે. તમે પણ સિંહને સ્વભાવ રાખી સનાથ મુનિ જેવાની સેવા કરે છે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૧૧ બુધવાર
પ્રાર્થના ચેતન જાણુ કલ્યાણ કરન કે, આન મિલ્ય અવસર રે; શા પ્રમાણ પિછાન પ્રભુ ગુન, સન ચંચલ થિર કરે છે.
શ્રેયાંસ જિણુંદ સુમર રે. ૧
–વિનયચંદ્ર કુંભ, ચેવશી શ્રી શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે સમુચરૂપે આપવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિવિશેષને સંબોધન કરી આ ઉપદેશ આપવામાં આવ્યો નથી. એટલા માટે આ ઉપદેશને જે કઈ પિતાના માટે માને તે માની શકે છે. સમુચરૂપે કહેવામાં આવેલી વાતને જે બાજુ લઈ જવા ચાહે તે બાજુ લઈ જઈ શકે છે. બચપણમાં બાળકોની સાથે દેડતાં દેડતાં હું એમ કહેતું હતું કે, આ ચાંદે મારી સાથે દેડો ચાલ્યો આવે છે. બીજા બાળકે પણ મારી જેમ કહેતા હતા. તે હવે ચાંદે તેની સાથે દેડતા હતા ? તે એમ જ કહેવામાં આવશે કે, જે માને તેની પાછળ ચાંદે દેડે છે. આ જ પ્રમાણે આ પ્રાર્થનામાં પણ જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે ઉપદેશ જે માને તેને માટે ઉપયોગી નીવડે એવો છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કે:- --
સુમર રે શ્રેયાંસ જિનેંદ્ર સુમર રે.' આ ઉપદેશને બીજા કોઈના વિષે ન માનતાં હું પિતાના વિષે જ માનું છું અને પિતાને સંબોધીને હું કહું છું કે, “હે! આત્મા ! સ્મરણ કર, સ્મરણ કર.” આ સ્મરણ કરવાનું કામ જેટલું મોટું છે તેટલી જ તેમાં ભૂલ થાય છે. મોટા કામમાં ભૂલે પણ મોટી થાય છે. એટલા જ માટે આત્માને વારંવાર પ્રેરણા કરવામાં આવે છે કે, “સ્મરણ કર.” આ આત્મા
Page #703
--------------------------------------------------------------------------
________________
૬૬૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
પરમાત્માનું સ્મરણ કરવાનું વારંવાર ભૂલી જાય છે એટલા જ માટે તેને વારંવાર પ્રેરણા કરવામાં આવે છે કે, ‘ હું ! આત્મા ! તું પરમાત્માનું સ્મરણ કર.’
આ પ્રકારના ઉપદેશને હું મારા આત્માને માટે માનું છું. તમે જો આ ઉપદેશને તમારા આત્માને માટે માનતા હૈ। તે તમે પણ તમારા આત્માને એવી પ્રેરણા કરા કે, ‘ હૈ ! આત્મા ! તું પરમાત્માનું સ્મરણ કર. ' પ્રત્યેક વસ્તુ, પેાતાના આત્માને માટે જ કરવામાં આવે છે. આધ્યાત્મિક ગ્રન્થામાં કહ્યું છે કે, સંસારમાં જે કાઈ વસ્તુ પ્રિય લાગે છે તે પેાતાના આત્માને માટે જ પ્રિય લાગે છે. આંખ, કાન, નાક વગેરે કાંઈ આંખ, કાન, નાક માટે પ્રિય લાગતાં નથી પરંતુ આત્માને માટે જ પ્રિય લાગે છે. જો કાઈ ડાકટર એમ કહે કે, તમે તમારી આંખને કઢાવી નાંખા, હિ તેા આખા શરીરમાં રાગ ફેલાઈ જશે તેા શું તમે આંખ કઢાવી નિહ નાંખેા ? જે અંગૂઠાને સાપ કરડ્યો હૈંય તે અંગૂઠાને શું કાપી નાંખવામાં નથી આવતા ? કાપવામાં આવે છે. કારણ કે અંગૂઠા કે આંખ આત્માને માટે જ પ્રિય લાગે છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, સંસારની બધી વસ્તુઓ આત્માને માટે જ પ્રિય લાગે છે. આમ હાવા છતાં લેાકેા આત્માને ભૂલી જાય છે અને પેાતાનું અહિત તા કરે છે પણ સાથે ખીજાઓનું પણ અહિત કરે છે. એટલા માટે જ્ઞાનીજનેા કહે છે અને વારંવાર પ્રેરણા કરે છે કે, “ હું! આત્મા ! તું કયા પ્રપંચમાં પડી રહ્યો છે ! તું આ બધા પ્રપંચ છેડી પરમાત્માનું સ્મરણ કર.”
આ ઉપદેશ બધાને લાગુ પતા હોવાથી બધાએ પેાતાતાના આત્માને માટે આ સંબંધી વિચાર કરવા જોઈએ. ઉપદેશ આપનાર તેા જેટલું કહી શકે તેટલું જ કહી શકે છે. વસ્તુઓ એ પ્રકારની હાય છે. એક અર્પિત વસ્તુ અને ખીજી અનર્પિત વસ્તુ. જે કહી શકાય તે વસ્તુ તે। અર્પિત છે અને જે કહી ન શકાય તે અનર્પિત વસ્તુ છે. અર્પિત વસ્તુ કરતાં અર્પિત વસ્તુ અનંતગણી વધારે છે. એટલા માટે જે કાંઈ કહેવામાં આવે છે તે ઉપરથી આગળના વિચાર કરી લેવા જોઈએ અર્થાત્ ઘેાડામાં જ ઝાઝું સમજી લેવું જોઈએ.
આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એને માટે જ્ઞાનીજતા કહે છે કેઃ——
તૂ અવિકાર વિચાર આત્મગુન, ભ્રમ જંજાલ ન પર રે; પુદ્દગલ ચાહ મિટાય વિનયચં, તૂ જિન તે ન અવર રે.
'
હે ! આત્મા ! કલ્યાણુ કરવા માટે તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. કેવલ તું એક વાતને પકડી લે કે, · જે પુદ્દગલાના સ્વભાવ ભળી જવાના અને વિખરી જવાનેા છે તે પુદ્દગલા તા છેાડી દેવાનાં છે. ' જો તું આટલું કરી નાંખ ા તારા ખેડા પાર થઈ જાય ! જે વસ્તુ જોવામાં આવે છે તે નાશવાન છે. આ પ્રકારની નાશવાન વસ્તુ ઉપરના પ્રેમ તેાડી નાંખી અવિનાશીની સાથે પ્રેમ જોડ તે બધાં પ્રપંચેા દૂર થઈ જશે અને તું તારા આત્મામાં સ્થિર બની જઈશ.
આ પ્રમાણે પ્રત્યેક વસ્તુ વિષે વિચાર કરવાથી પુદ્દગલાનું મમત્વ છૂટી જશે અને પુદ્દગલાનું મમત્વ છૂટી જવાથી જન્મમરણ પણ છૂટી જશે. આ રીતે પુદ્દગલા ઉપરથી મમત્વ ઉતારી આત્માને સમદષ્ટિ રાખે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. સમષ્ટિ બનીને આત્માનું કલ્યાણુ કેવી રીતે કરી શકાય છે એને માટે રાજા શ્રેણિકની વાત સંભળાવવામાં આવી છે. રાજા શ્રેણિક ધરખારના ત્યાગ કરી શક્યા ન હતા છતાં તેણે આત્માનું કલ્યાણ સાધી લીધું.
Page #704
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૧ ] રાજકેટ–ચાતુર્માસ
[ ૬૬૩ આ જ પ્રમાણે તમે પણ ઘરબારને ત્યાગ કરી ન શકે તે પણ સમદષ્ટિ બનીને આત્માનું કલ્યાણ સાધી શકે છો. અનાથી મુનિને અધિકાર–૭૬
રાજા શ્રેણિકને માટે શાસ્ત્રકારો કહે છે કે, તે રાજાઓમાં સિંહની સમાન હતું. રાજા શ્રેણિકનું નામ તો સીધું સાદું હતું. તેના નામની પાછળ આજની પદ્ધતિ પ્રમાણે સિંહ શબ્દ લાગેલ ન હતા પણ તેનામાં સિંહની જેવાં ગુણો હતાં. એટલા જ માટે તેને રાજસિંહ કહેવામાં આવ્યા છે. આ જ પ્રમાણે અનાથી મુનિનું નામ પણ સીધું સાદું હતું પણ તેમનામાં સિંહની સમાન ગુણ હોવાથી તેમને પણ મુનિસિંહ કહેવામાં આવ્યા છે.
રાજસિંહ શ્રેણિકના હૃદયમાં મુનિસિંહ અનાથી મુનિ પ્રતિ પરમ ભક્તિ જાગ્રત થઈ. પરમ ભક્તિ જાગ્રત થવાથી તેણે શું કર્યું એને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, તેણે બાંધવે સહિત મુનિની પ્રાર્થના કરી અને ધર્મને અનુરાગી બન્યો.
આ સંબંધમાં આવેલી ગાથાના ઉત્તરાર્ધમાં રાજા શ્રેણિકને પરિચય પણ આપવામાં આવ્યું છે અને તેની વિશેષતા પણ બતાવવામાં આવી છે. રાજાને પરિચય આપતાં એવું વિશેષણ બતાવવામાં આવ્યું છે કે રાજાને બાંધવ, રાણીઓ આદિને પરિવાર પણ હતા. વિશેષણ બે પ્રકારનું હોય છે. એક તે સાક્ષાત્કારરૂપ વિશેષણ અને બીજું સંભાવનારૂપ વિશેષણ. અહીં રાજા શ્રેણિક ધર્મશ્રવણ કરી હર્ષિત થયો અને પરિવાર સહિત તેણે મુનિની પ્રાર્થના કરી હોય તે તે વિશેષણ સાક્ષાત્કારરૂપ છે; નહિ તે સંભાવનારૂપ છે. શબ્દનો અર્થ બન્ને બાજુ ઘટાવી શકાય છે પણ સંભવ એવો છે કે, રાજા શ્રેણિક પણું પરદેશી રાજા જેમ કેશી શ્રમણુને નમસ્કાર કરવા આવ્યો હતો, તે જ પ્રમાણે શ્રેણિક પણ પરિવાર સહિત અનાથી મુનિની વંદના કરવા આવ્યો હતો.
રાજા પરદેશી જ્યારે કેશી શ્રમણને વંદન-નમસ્કાર કર્યા વિના જ જવા લાગ્યો ત્યારે કેશી મુનિએ તેને કહ્યું કે, “હે ! રાજન ! જે કઈ માણસ તારું મહેસૂલ ચોરી કરીને ચાલ્યો જાય તે તું તેને શું કહેશે ?” રાજાએ ઉત્તર આપ્યો કે, “ હું એ માણસને અપરાધી માની દંડ આપીશ.” મુનિએ કહ્યું કે, આ જ પ્રમાણે તે માટે ઉપદેશ સાંભળ્યું અને મને આડાઅવળાં પ્રશ્નો કર્યા તથા મેં તારી શંકાઓનું સમાધાન કર્યું છતાં તું ક્ષમા માંગ્યા વિના જઈ રહ્યો છે તે શું એ તારે અપરાધ નથી ?
કશી મુનિ વંદન-નમસ્કાર અને ક્ષમા મંગાવવાના ભૂખ્યા હતા કે તેમણે રાજાને આમ કહ્યું? તેઓ વંદન-નમસ્કારના ભૂખ્યા ન હતા પણ તેમણે એ દ્વારા જગતને વિનયને માર્ગ બતાવ્યો છે અને તેમણે શીખવ્યું છે કે, જેમને પ્રશ્ન પૂછવામાં આવે, તેમની ક્ષમા માંગવી જ જોઈએ. આ વસ્તુ બતાવવા માટે જ મુનિએ રાજાને આમ કહ્યું અને શાસ્ત્રમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- કેશી મુનિની માફક કોઈ સાધારણ સાધુ કોઈને એમ કહેવા ચાહે તે તે કહી શકે નહિ; કારણ કે તે મુનિ ચાર જ્ઞાનના સ્વામી હતા એટલા માટે સાધારણ સાધુ તેમની બરાબરી કરી શકે નહિ. તે મુનિ બધાને માર્ગ બતાવનાર હતા. તેમને બતાવેલ માર્ગ, રાજમાર્ગ છે પણ એ રાજમાર્ગ બતાવવા માટે તે મુનિએ જે કાંઈ કર્યું તે પ્રકારનું કાર્ય બીજો કોઈ સાધારણ સાધુ કરી શકે નહિ.
Page #705
--------------------------------------------------------------------------
________________
૬૬૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
કેશી શ્રમણુના ઉત્તરમાં પરદેશી રાજાએ કહ્યું કે, ‘“મહારાજ! વાસ્તવમાં આપે મતે એવી વસ્તુ આપી છે કે જે વસ્તુને પામીને હું નાસ્તિકમાંથી આસ્તિક ખની ગયા છું અને એ કારણે મારા હૃદયમાં એવી ભાવના પેદા થઈ છે કે હું એકલા જ મુનિને શું વંદન કરું, પણ મારા પોતાના પરિવાર, સેના આદિ સહિત આવીને તમને વંદન–નમસ્કાર કરું અને તમને ખમાવું.”
રાજાનું આ કથન સાંભળી મુનિ પછી કાંઈ ખેલ્યા નહિ પણ મૌન રહ્યા. મુનિનું આ કાર્યું પણ સાધુઓને માટે અનુકરણીય છે. રાજા પરિવારસહિત આવ્યા અને તેણે મુનિને ખમાવ્યા. જો તે મુનિને એકલા જ ખમાવી આવત તે તેને પાતાને માટે તેા સુલભ જ હતું પણ જગતને માટે તે સુલભ ન હતું. જગત એ જાણી ન શકત કે, આ રાજા પહેલાં કુવા હતા અને હવે કેવા છે! જે રાજા નાસ્તિક હતા તે રાજા જ્યારે રાજસંપદાસહિત મુનિને ખમાવવા માટે આવ્યા હશે ત્યારે કેટલાં લેાકોનું હૃદય સુધર્યું હશે અને લોકો ઉપર તેના પ્રભાવની છાપ કેવી પડી હશે! જો કે રાજાના પ્રભાવથી કેટલાં લાકો સુધર્યા તેને ઇતિહાસ મળતા નથી પણ લોકો જરૂર સુધર્યા હશે એવું અનુમાન કરી શકાય છે.
રાજા શ્રેણિક પણ નીતિજ્ઞ હતા. એટલા માટે સંભવ છે કે તેણે પણ પરદેશી રાજાની માફક પરિવારસહિત મુનિની પ્રાર્થના કરી હેાય અને મુનિને ખમાવ્યા હોય ! સૂત્ર તા ઘણી વાતાનું વન થાડામાં જ કરે છે એટલા માટે શાસ્ત્રમાં જે કાંઈ સંક્ષેપમાં કહેવામાં આવ્યું છે તે ઉપરથી અનુમાન કરી શકાય છે કે, રાજા શ્રેણિક પણ પરિવાર સહિત મુનિની પ્રાર્થના કરવા માટે આવ્યા હશે ! રાજાના આ કાર્યથી ખીજાને કેવું અને કેટલું કલ્યાણ થયું હશે ! એ કહી શકાય નહિ, પણ રાણી ચેલનાના વિષે તેા એટલું કહી શકાય કે રાજાનાં વિચારા બદલી જવાથી તેને તે ઘણો જ આનંદ પ્રાપ્ત થયા હશે. ચેલના ચાહતી હતી કે, મારા પતિ આસ્તિક અને. રાજાને આસ્તિક બનાવવા માટે ચેલના રાણી રાજા સાથે ધણીવાર વિચારવિનિમય કરતી હતી પણ તે રાજાનું હૃદય બદલાવી શકી નહિ પરંતુ મુનિની કૃપાથી રાજાનું હૃદય બદલાઈ ગયું. આ જોઈ ચેલના રાણીને કેટલા બધા હ થયા હશે ?
રાણી ચેલનાને તે પોતાના પતિ ધર્માત્મા બન્યા તેથી પ્રસન્નતા થઈ પણ આજની શ્રાવિકાઓને પ્રસન્નતા ક્યારે અને કેવી રીતે થાય છે તેના વિચાર કરા. આજની શ્રાવિકાઓને ધરેણાં મળવાથી પ્રસન્નતા થાય છે કે પતિ ધર્માત્મા અને તેથી પ્રસન્નતા થાય છે ? કોઈ બહેનેા એવી પણ હશે કે જે પતિ ધર્માત્મા અને તેથી પ્રસન્નતા પામતી હશે પણ કેટલીક બહેને એવી પણ હેાય છે કે, જેઓ ઘરેણાં–કપડાંની પાછળ ધ–કુળ વગેરેને છેડી દે છે. ધર્માત્માના કુળમાં જન્મવા છતાં ધર્મને તે ભૂલી જાય છે અને સંસારના વિલાસમાં પડી જાય છે, આજે લોકો પેાતાની કન્યાઓને પ્રેમથી કાલેજોમાં મેકલે છે અને એવી આશા રાખે છે કે, અમારી કન્યા શિક્ષા પ્રાપ્ત કરીને આવશે; પણ તેએ એટલું જોતા નથી કે કૅાલેજમાં ભણીગણીને કન્યા ધર્માંક` તે ભૂલી નહિ જાય ને? કાલેજની શિક્ષા ધર્માં અને સંસ્કૃતિનો નાશ કરનારી છે કે તેનું પોષણ કરનારી છે જે શિક્ષાથી ધર્મ અને સંસ્કૃતિને નાશ થાય તેવી શિક્ષાને બંધ કરવી એ તમારું કત્તવ્ય છે. હું વિદ્યા ભણવાથી રોકતા નથી પણ વિદ્યાના નામે જે વિલાસ કરવામાં આવે છે તેને રાકવાનું કહું છું. વિદ્યાની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે—‘સા વિદ્યા યા વિમુક્ત્તયે '–અર્થાત્ જે અંધનેાને તાડે તે જ વિદ્યા છે. ગાંધીજીએ વિદ્યાપીને વિષે એમ કહ્યું હતું કે, જે ઢીંગલા ઢીંગલી બનાવવા માટે જ વિદ્યાપીઠનું ઉદ્ઘાટન
Page #706
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૧]
રાજકોટ–ચાતુર્માસ
[૬૬૫
કરતા હે તે તે એવા વિદ્યાપીઠની જરૂર નથી. પણ જો સાચા ગ્રામીણ પેદા કરવા માટે વિદ્યાપીઠનું ઉદ્દઘાટન કરતા હો તે તેની અવશ્ય આવશ્યકતા છે. તેમણે કહ્યું હતું કે નગરના
કે ઢીંગલા-ઢીંગલી જેવા છે. ઢીંગલા-ઢીંગલીને ઘરેણાં વગેરે પહેરાવીએ છીએ પરંતુ શું તેમનામાં જીવન આવે છે? આ જ પ્રમાણે કૅલેજોની શિક્ષાથી સાચું જીવન આવતું નથી પણ વિલાસની શિક્ષા આવે છે. જો આવી જ વિલાસની શિક્ષા મળતી હોય તે તે શિક્ષા ઢીંગલા-ઢીંગલી બનાવવા જેવી જ શિક્ષા છે. આજના યુવકો જેઓ કૉલેજમાં શિક્ષા લે છે તેઓ બધાં બંધનેને તેડી નાંખવા અને જુનાં કાયદાને તેડી નાંખી નવા કાયદા સ્થાપિત કરવાં એમ કહે છે. પ્રાચીન લોકેએ જે જોઈ વિચારીને મર્યાદા બાંધી છે એ મર્યાદાનું ઉલ્લંધન કરવું ઉચિત નથી એ વાત યુવકોના ગળે ઉતારવી જોઈએ.
અમારા માટે પણ હવે ગ્રામમાં જવાનો સમય આવ્યો છે. જે પ્રમાણે કેદી લેકે જેલખાનામાં એકઠા થઈ જાય છે તે જ પ્રમાણે જાણે બધાં પાપ નગરમાં જ એકઠાં થઈ ગયાં હોય એમ લાગે છે. વેશ્યાગમન, જુગાર, ચોરી વગેરે પાપ જાણે નગરમાં જ આવી ઘુસ્યાં છે. નગરમાં બધા લેકે ખરાબ જ હોય છે એવું કાંઈ નથી. કેટલાક લેકે બહુ સારા પણ હોય છે. પણ સામાન્યતઃ ગ્રામની અપેક્ષા નગરમાં પાપ વિશેષ પ્રમાણમાં છે. જ્યાં
ગે વધારે હોય છે ત્યાં ડૉકટરને પણ વધારે રહેવું પડે છે. આ જ પ્રમાણે અમારે પણ નગરમાં વધારે રહેવાનું હોય છે. જ્યાં વધારે પાપ હોય છે ત્યાં ધર્મને ઉપદેશ વધારે આપવાનો હોય છે. હું અહીં આટલા દિવસ રોકાયો છું એટલા માટે તમને એટલું જ કહું છું કે, ધર્મ અને સંસ્કૃતિના નાશના કારણે જેટલા પ્રમાણમાં બંધ થાય તેટલું સારું જ છે.
રાજાના સુધરવાથી ચેલના રાણીને પણ આનંદ થયો હશે અને સાથે સાથે બીજાઓને પણ સુધાર થયો હશે. કહેવત છે કે :–મહાગનો ચેન તિઃ : પ્રસ્થા | અર્થાત–મોટા લેકે જે માર્ગે ચાલે છે તે જ માર્ગે સાધારણ લેકે પણ ચાલે છે. ગીતામાં પણ કહ્યું છે કે–ચઇ સાવતિ તત્તરિત કરી અર્થાત-શ્રેષ્ઠ લોક જેવું આચરણ કરે છે તેવું જ આચરણ બીજા લેકે પણ કરે છે. આ કારણે એક લેકે પોતાનું એવું આચરણ રાખે છે કે જેથી બીજા લેકોને તેમનું અનુકરણ કરવામાં મુશ્કેલી ન પડે. ભલે તે શ્રેષ્ઠ પુરુષને એવા આચરણની આવશ્યકતા ન પણ હોય છતાં પિતાની દેખાદેખી કરી બીજા લેકે પણ આચરણ છોડી ન દે એ વિચારથી તેઓ પોતાનું આચરણ અણિશુદ્ધ રાખે છે.
ગાંધીજી જ્યારે અહીં મને મળવા આવ્યા હતા ત્યારે મેં જોયું હતું કે, તેમણે એક ટૂંકું પિતયું પહેર્યું હતું. તેમનું એ પિતયું અમારા ચલપટ્ટાને પણ શરમાવતું હતું. ગાંધીજી જેવા આવડું પોતીયું શા માટે પહેરે છે ? એટલા માટે કે ઘણું લોકે કેવળ શેખને માટે કપડાં પહેરે છે અને અનાવશ્યક એટલાં બધાં કપડાં ઠાંસી ઠાંસીને પહેરે છે કે જેથી ગરમી થાય છે અને પરસેવો અંદરને અંદર ટપકવા માંડે છે. આ પરસેવો કેટલી બધી હાનિ કરે છે એને લેકે જોતા નથી અને કેવળ શેખને માટે અનાવશ્યક કપડાં પહેરે છે.
મતલબ કે સાધારણ જનતા શ્રેષ્ઠ લેકેનું અનુકરણ કરવાનું જાણે છે, પણ કાર્યને વિચાર કરવાનું જાણતી નથી. સારા-ખરાબ કાર્યને વિવેક કરવાને ભાર શ્રેષ્ઠ લેના માથે હેય છે. એટલા માટે શ્રેષ્ઠ લોકેાનું એ કર્તવ્ય છે કે, તેઓએ પોતાનું આચરણ કેવું રાખવું
૩૯
Page #707
--------------------------------------------------------------------------
________________
૬૬૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
જોઈએ તેને ઊંડો વિચાર કરે. ગીતામાં કહ્યું છે કે, સાધારણ લેકેની બુદ્ધિમાં ભેદ ન પાડે. આચરણને ત્યાગ કરી દેવાથી સાધારણ લોકોની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન થવા પામે છે. જે તું વિદ્વાનું છે તે આદર્શ કામ કરી બતાવ. પણ કામ જ છોડી દેવું અને સામાયિક-પ્રતિક્રમણમાં શું પડયું છે એમ કહેવું એ ઉચિત નથી. હા, આદર્શ કામ એવું કરી બતાવે છે, જેથી સાધારણ જનતા એ આદર્શ કામને અનુસરે. આમ કરવામાં જ કલ્યાણ રહેલું છે. મેં તમને પાંચ મહિના સુધી જે કાંઈ સંભળાવ્યું છે તેને માટે પરમાત્મા પ્રત્યે હું એ જ પ્રાર્થના કરું છું કે,
હે! પ્રભ! બધા લોકોની બુદ્ધિ તેજસ્વી થાઓ પણ મારી વાત લોકેની બુદ્ધિમાં ભેદ પાડે એવી ન થાઓ.”, | મુનિના ઉપદેશથી શ્રેણિક પિતે તે સુધર્યો જ હતું પણ તેણે પરિવાર સહિત આવી મુનિને વંદના કરી. આ પ્રમાણે પરિવાર સહિત મુનિને વંદના કરવાનો આશય એ છે કે, બધા લેકે આ આદર્શને અનુસરે. આ વાતને તમે પણ સમજ્યા હો તો તમે એવું કામ કરો કે જે કામને જોઈને બીજા લેકે પણ એ કામને અનુસરે.
- રાજા શ્રેણિક અનાથી મુનિની પ્રાર્થના કરે છે. સિંહની પ્રાર્થના સિંહ જ કરી શકે છે, શિયાળ કરી શકતું નથી. સાંભળ્યું છે કે, સિડની ગર્જના સાંભળી વાંદરાઓ વૃક્ષ ઉપરથી નીચે પડી જાય છે. આ જ પ્રમાણે મુનિને ઉપદેશ સાંભળી બધાં પાપો નિર્જરી (ખરી) જાય તે સમજવું કે, અમે મુનિની સાચી પ્રાર્થના કરી છે. પ્રાર્થના કરવા માટે રાજાએ શું કર્યું તેનું વર્ણન કરતાં શાસ્ત્રમાં કહ્યું છે કે –
उस्ससियरोमकूवो काऊण य पयाहिणं ।
अभिवन्दिऊण सिरसा अइयाओ नराहिवो ॥ ५९॥ - તે નરાધિપ ઘેર ગયો. “ઘેર ગયો ” એ તો સમાપ્તિની ક્રિયા છે પણ શું કરીને ગયે એ અત્રે જોવાનું છે. રાજા શું કરીને ગયો એનું વર્ણન ગાથાના પ્રથમ ત્રણ પદમાં કરવામાં આવ્યું છે. તેમાં કહ્યું છે કે, રાજાએ પોતાના મસ્તકદ્વારા અનાથી મુનિના ચરણકમલને વંદન કર્યું, વંદનની સાથે જ મુનિની તેમણે પ્રદક્ષિણા કરી.
આજે આવનદ્વારા જ પ્રદક્ષિણાની સમાપ્તિ કરી લેવામાં આવે છે; પરંતુ પ્રદક્ષિણાનું મહત્ત્વ કાંઈ જુદા જ પ્રકારનું છે. લગ્નના સમયે વર-કન્યા અગ્નિની પ્રદક્ષિણા કરે છે. અગ્નિની પ્રદક્ષિણ તે લેકે કરે છે પણ શા માટે અગ્નિની પ્રદક્ષિણા કરવામાં આવે છે એ વાત બહુ ઓછા લેકે સમજતા હશે. આજે ઢીંગલા-ઢીંગલીન જેવા વિવાહ કરવામાં આવે છે અને એમ સમજવામાં આવે છે કે, નાચગ કરવો, આતશબાજી કરવી એ જ વિવાહ છે; પણ વાસ્તવમાં એ તે વિવાહના નામે કરવામાં આવતી ધમાલ છે. વિવાહ તે એ છે કે, વર-કન્યા અગ્નિની પ્રદક્ષિણા કરી પિતપતાનું કર્તવ્ય સમજે અને એ કર્તવ્યના પાલનની પ્રતિજ્ઞા કરે; પરંતુ આજે તે એ બધાં કામોની જવાબદારી વિવાહ કરાવનાર બ્રાહ્મણને સંપી દેવામાં આવે છે અને જે પ્રમાણે ઢીંગલા-ઢીંગલીને વિવાહ કરવામાં આવે તેમ વિવાહ કરી દેવામાં આવે છે. પણ જો વિવાહ કે, જે સંસારને મુખ્ય
પાયો” છે તેના ચણતરમાં આવી શિથિલતા રાખવામાં આવે તે આગળ જતાં કર્તવ્યનું પાલન થઈ શકશે !
. શ
શકશે !
'
Page #708
--------------------------------------------------------------------------
________________
સુદી ૧૧] રાજકો
[૬૬૭ કહેવાનો આશય એ છે કે, પ્રદક્ષિણા કરી કરવામાં આવેલું લગ્ન હિન્દુ બાળાને માટે જીવનપર્યત સ્વીકાર્ય હોય છે. તે બાળા જીવનપર્યત વિવાહનાં નિયમોનું પાલન કરે છે, વિવાહનાં તત્ત્વને સમજીને તે લગ્ન કરે છે એ કારણે તે સ્વમમાં પણ બીજા પતિનો વિચાર સરખો પણ કરતી નથી. તમારી દૃષ્ટિએ સાચું લગ્ન હિન્દુ બાળાનું છે કે અમેરિકાનાં લોકોનું લગ્ન સાચું છે કે જ્યાં ૧૦૦ માંથી ૯૫ ટકા લગ્નને વિચ્છેદ થાય છે. ભારતની લગ્નપ્રથાનું મહત્વ શું છે એ સમજવાથી ભારતદેશ અને અમેરિકા દેશમાં કેટલું અંતર છે એને પત્તો લાગી જશે.
લગ્નની આ પદ્ધતિને ધર્મકાર્યમાં પણ દાખલ કરવામાં આવી છે. જે પ્રમાણે કન્યા વરને પસંદ કરે છે તે જ પ્રમાણે ગુરુને પણ પસંદ કરવામાં આવે છે. અને જે પ્રમાણે અગ્નિની પ્રદક્ષિણા કરી પતિને વરવામાં આવે છે તે જ પ્રમાણે ગુની પ્રદક્ષિણા કરી તેમનાં ગુણોને વરવામાં આવે છે. તે ગુરુ જાણે અગ્નિસ્વરૂપ છે. વેદમાં મહાપુરુષોને અને ઈશ્વર સુદ્ધાંને અગ્નિની પ્રદક્ષિણ કરવી એ તેમનાં ગુણેને વરવા સમાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ૯ મા અધ્યયનમાં આચાર્યને પણ અગ્નિસ્વરૂપ વર્ણવવામાં આવેલ છે.
રાજાએ મુનિની પ્રદક્ષિણા કરી, તે વખતે તેના મેરેમમાં હર્ષ હતા એ કારણે તેનાં રેમ ઊભાં થઈ ગયાં. રોમાંચ થે એ પણ ભક્તિનું ચિન્હ છે. પ્રિયતમ કે ઈષ્ટનું નામ સાંભળી હર્ષ કે રોમાંચ ન થવો એમાં ભક્તિની અપૂર્ણતા છે. શાસ્ત્રકારોએ રાજાની ભક્તિ બતાવવા માટે જ એમ કહ્યું છે કે, રાજાને એટલે બધે હર્ષ થયો કે તેની રેમો પણ ઊભાં થઈ ગયાં. રાજાએ મુનિની પ્રદક્ષિણા કરી અને માથું નમાવી પતિને નમસ્કાર કર્યા. વીર ક્ષત્રિયનું મસ્તક એમ તે કેાઈની આગળ નમતું નથી પણું જ્યારે ભક્તિનો આવેગ આવે છે ત્યારે મસ્તક સ્વભાવતઃ નમી જાય છે. તે વખતે મસ્તક નમાવવામાં તેમને જરાપણ સંકોચ થતું નથી. રાજેન્દ્ર શ્રેણિક મુનિની ભક્તિને વશ થએલે હતો એટલા માટે તે મુનિના ચરણમાં પિતાનું માથું નમાવી નમસ્કાર કરે છે. તમે પણ મુનિઓને વંદન કરે છે કે નહિ! જો તમારું હૃદય એમ માનતું હોય કે આ મુનિ વંદનીય છે. તે પછી તેમને વંદન-નમસ્કાર કરવામાં કોઈ પ્રકારને સંકોચ રાખવો ન જોઈએ.
રાજા શ્રેણિક વિધિસહિત મુનિની પ્રાર્થના કરી ઘેર આવ્યો. તે આવ્યા હતા ત્યારે કેવી રીતે આવ્યો હતો અને ઘેર ગયો ત્યારે કેવી રીતે ગમે તે જુઓ. કોઈ માણસ ભોજનશાળામાં ભૂખ્યો આવે છે ત્યારે કેવો આવે છે પણ જ્યારે ભજન કરી જાય છે ત્યારે કેવી રીતે જાય છે ! તે વખતે તેના મુખ ઉપર કેવું તેજ હોય છે ! આ જ પ્રમાણે રાજાને ચહેરે પણ ચમકતા હતા. તે પ્રસન્નવદન થયો હતો. તમે પણ બહારથી વ્યાખ્યાન સાંભળવા આ છો પણ વ્યાખ્યાન સાંભળી તમારે ચહેરે પ્રસન્ન જણાય તો સમજવું કે, તમારામાં ભકિત છે. વ્યાખ્યાન સાંભળીને પણ જે મુખ તેજસ્વી ન બને એમાં મારી અપૂર્ણતા છે કે તમારી અપૂર્ણતા છે એ કહેવું મુશ્કેલ છે પણ કોઈની અપૂર્ણતા અવશ્ય છે, એ વાત નક્કી છે. જો પીરસનાર અને જમનાર બન્ને બરાબર ઠીક હોય તે ભજન કરી મુખ ઉપર તેજ ન આવે એનું કોઈ કારણ નથી; પણ પીરસનાર બરાબર ન હોય કે જમનાર ઊંઘતો હોય તે એ દશામાં બીજો કોઈ શું કરી શકે ? એ દિશામાં તૃપ્તિ કેમ થઈ શકે ! એટલા માટે
Page #709
--------------------------------------------------------------------------
________________
૬૬૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક મારે અને તમારે બન્નેએ સાવધાન રહેવું જોઈએ. આ સાવધાની રાખવા માટે જ હું તમને એમ કહું છું કે, વ્યાખ્યાન સાંભળી તમારામાં જે રમતા આવે છે તે રમણીક્તાને ધારણ કરી રાખજે. ઘેર જઈ અરમણુક બની જશે નહિ. જો તમે સત્કાર્યમાં રમણુક બન્યા રહેશે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૧૪ શુક્રવાર
=
=
પ્રાર્થના વિમલ જિનેશ્વર સેવિએ ધારી, બુદ્ધિ નિમલ હેય જાય રે, જીવા! વિષય-કષાય નિવારને, તૂ તે મેહની કમ ખપાયરે;
જીવ! વિમલ જિનેશ્વર સેવિયે.
–વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રી વિમલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થનાને વિચાર કોઈ એવો અદ્દભુત છે કે, જેને શબ્દાદ્વારા વ્યક્ત કરવો બહુ જ મુશ્કેલ છે, છતાં જ્યારે બોલવાનો પ્રસંગ આવે છે ત્યારે હું મારા આત્માને કહું છું કે, “હે! આત્મા ! તું પ્રપંચમાં પડી જઈ પિતાને ભૂલી ન જા. સંસારમાં ફસાઈ ન જ અને સાધુતાના તત્વને ભૂલી ન જા. તું કઈપણ કારણે અભિમાન ન કર. તું અભિમાન કરે છે તે કોના ઉપર? તું તારી પૂર્વ સ્થિતિને જે કે તું ક્યાં ક્યાં રહ્યો છે? આજે તને જે માન મળી રહ્યું છે તેને જોઈ જે તું તારી પૂર્વ સ્થિતિ વિષે વિચાર કરે તે તને ખરી સ્થિતિનું ભાન થશે. હે! આત્મા ! તું પૃથ્વી, પાણું, અગ્નિ આદિની સ્થિતિમાં અનંતકાળ સુધી રહ્યો છે અને આજે તને જે સન્માન આપે છે તેના હાથે ન જાણે તારી કેવી કેવી અવદશા થઈ છે ! હવે તું આગળ વધતાં વધતાં એ સ્થિતિને પ્રાપ્ત થયો છે કે, જે લોકો તારી અવહેલના કરતા હતા તે લોકો જ તારું સન્માન કરી રહ્યા છે ! એટલા માટે તું આ સન્માનને પામીને તારી પૂર્વ સ્થિતિને ભૂલી ન જ પરંતુ ભગવાન વિમલનાથના ચરણે જા.”
આ પ્રમાણે આ ઉપદેશ મારા આત્માને માટે જ છે. આ ઉપદેશ ઘણે જ પ્રેરક છે. સંસારમાં જે કોઈ વસ્તુ પ્રિય લાગે છે તે વસ્તુ આત્માને માટે જ પ્રિય લાગે છે. વસ્તુને માટે વસ્તુ પ્રિય લાગતી નથી. આ જ પ્રમાણે આત્માના માટે જ આ પ્રાર્થના પણ પ્રિય લાગે છે, એટલા માટે આ પ્રાર્થના ઉપરથી આપણે આપણી પૂર્વ સ્થિતિને વિચાર કરે જોઈએ. આજે આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં બીજાની જરા પણ ધમકી સહેવાને પણ તૈયાર રહેતા નથી. પરંતુ પૂર્વ સ્થિતિમાં કેવી કેવી ધમકીઓ સહી છે એનો વિચાર કરવામાં આવે તે કોઈની ધમકી ત્રાસદાયક નહિ લાગે ! આજના વૈજ્ઞાનિકો પણ વિકાસવાદને માને છે. તેઓ જડવાદી છે એટલા માટે જડનો વિકાસ માની એમ કહે છે કે,
Page #710
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૪] રાજકોટ-ચાતુર્માસ
[ ૬૬૯ એક પરમાણુ વિકાસ પામતે પામતે ત્યાં સુધી વધી જાય છે કે તે બુદ્ધ અને મહાવીરની જે બની જાય છે. જો કે જડની અપેક્ષા આ કથન ખોટું છે પણ વિકાસને તેઓ પણ માને છે. વાસ્તવમાં વિકાસ ચૈતન્યને થાય છે. આ આત્મા વધતાં વધતાં આજે આ સ્થિતિને પામ્યો છે. આ આત્મા અંગુલિના અસંખ્યાતમા ભાગવાળા શરીરમાં પણ અનંતજીવ રહે એવી સ્થિતિમાં રહેલ છે. આવી સ્થિતિમાંથી વિકાસ પામતાં પામતાં તે વર્તમાન સ્થિતિને પામેલ છે; એટલા માટે હવે આ સ્થિતિને પામીને પિતાની પૂર્વ સ્થિતિને ભૂલી ન જા પરંતુ ભગવાન વિમલનાથની સેવા કર. સંસારની ધાંધલ તારું કલ્યાણ કરી શકશે નહિ. ભગવાન વિમલનાથની સેવા કર તે તારી બુદ્ધિ નિર્મલ થઈ જશે અને પછી તું તારી પૂર્વ સ્થિતિને
ખ્યાલ રાખી આત્માનું કલ્યાણ કરી શકીશ. એટલા માટે તમે લોકો બીજાં કામને ત્યાગ કરી ભગવાન વિમલનાથની સેવા કરે. અનાથી મુનિને અધિકાર–૭૭
અનાથી મુનિદ્વારા સનાથ-અનાથને સદ્ધ પામી રાજા શ્રેણિક કેટલે બધે હર્ષિત થયો હશે! એટલે હર્ષ તેને રાજ્ય, ધન કે રાણીઓ પામીને થયે નહિ હોય તેટલે હર્ષ મુનિનો ઉપદેશ સાંભળીને થયો હશે! રાજા શ્રેણિકને બધા લોકો નમન કરતા હતા પણ રાજા શ્રેણિક મુનિને નમન કરી રહ્યો છે અને પ્રદક્ષિણ કરી રહ્યો છે. આ ઉપરથી આ, વાત સ્પષ્ટ વ્યક્ત થાય છે. જે તેને રાજ્યાદિથી વધારે પ્રસન્નતા મુનિના ઉપદેશશ્રવણથી થઈ ન હેત તે એમ શા માટે કરત?
આ તે રાજાની વાત થઈ. હવે મુનિનું શું થયું તે આપણે જોઈએ. જેનો અંત સારે તેનું બધું સારું અને જેને અંત ખરાબ તેનું બધું ખરાબ” એવી લોકોક્તિ છે એટલા માટે મુનિનું આખરે શું થયું તે જોઈએ. એને માટે કહ્યું છે કે –
इयरो वि गुणसमिद्धो तिगुत्तिगुत्तो तिदंडविरओ य ।
विहम इव विष्पमुक्को विहरइ वसुहं विगयमोहो ॥ ६॥ આ ગાથાનો વિસ્તારથી અર્થ કહેવાને તે સમય નથી છતાં ડામાં કહું છું. બે સિંહે માંથી એક સિંહ-રાજાની તે વાત કહી. બીજા સિંહ મુનિ કેવા હતા એ બતાવવા માટે આ ગાથામાં કહ્યું છે કે, તેઓ ગુણસમૃદ્ધ હતા. રાજા તે સાંસારિક દ્ધિથી સમૃદ્ધ હતા પણ આ મુનિ તે ગુણસમૃદ્ધિથી સમૃદ્ધ હતા. તેમનામાં કયાં ગુણો હતાં એ બતાવવા માટે કહ્યું છે કે, તેઓ ત્રિગુપ્તિથી ગુપ્ત હતા. તે મન, વચન અને કાયાના સંયમમાં લીન હતા.
બીજાં કામ કરવાં તે સરલ હેઈ શકે પણ ત્રિગુપ્તિનું પાલન કરવું બહુ જ મુશ્કેલ છે. જે પ્રમાણે કોઈ ગમે તે દિશામાં જાય પણ તે કાળથી બચી શકતો નથી તે જ પ્રમાણે કેઈ ગમે ત્યાં જાય અને ભલે જંગલમાં કે ગુફાઓમાં રહે પણ અંતરાત્મામાં રહેલા શત્રુઓથી તે બચી શકતું નથી; પણ મુનિએ ત્રિસિદ્વારા આત્માને એવા શત્રુઓથી પણ સુરક્ષિત બનાવી લીધું છે. જે તમને પણ શત્રુઓથી બચવાનું કોઈ સ્થાન મળી જાય તે શું તમે શત્રુઓથી બચવાનો પ્રયત્ન નહિ કરે ? જે બચવા ચાહશે તે પછી મન, વચન અને
Page #711
--------------------------------------------------------------------------
________________
૬૭૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
કાયાધારા આત્માને કેમ બચાવી લેતા નથી ? મન, વચન અને કાયાને સંયમમાં લગાવી દે તે તમારે આત્મા પણ આ પ્રકારનાં શત્રુઓથી સુરક્ષિત બની જશે.
તે મુનિ ત્રિગુપ્તિઓથી ગુપ્ત હતા. સાથે સાથે તેઓ ત્રિદંડથી વિમુક્ત હતા. આત્મા ત્રણ પ્રકારે દંડને પામે છે. કહેવામાં તે એમ આવે છે કે, પરમાધામ દેવ, વૈતરણ નદી કે ફૂટશાલ્મલી વૃક્ષ કષ્ટ આપે છે, પણ શાસ્ત્ર કહે છે કે જે ત્રિદંડથી દંડિત નથી તેને કઈ કષ્ટ આપી શકતું નથી. ત્રિદંડથી વિમુક્ત આત્માને દંડવા માટે શક્રેન્દ્રના વજમાં પણ એવી શક્તિ નથી કે તેમને દંડ આપી શકે !
માનસિક દંડ, વાચિક દંડ અને કાયિક દંડ એમ ત્રણ પ્રકારનાં દંડ હોય છે. આત્મા આ ત્રણ પ્રકારનાં દંડોથી કેવી રીતે દંડાય છે એ વિષે વિચાર કરવામાં આવે તે એ વાત જાણવામાં આવી શકશે. મનથી આત્મા કેવી રીતે દંડાય છે એને માટે કહ્યું છે કે :
इमं च मे अत्थि इमं च नत्थि, इमं च मे किच्चं इमं अकिञ्च । तं एवमेवं लालप्पमाणं, हरा हरन्ति त्ति कहं पमाए ॥
-શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર “આ તો મારી પાસે છે-આ નથી. મારી પાસે કર્યું તે છે પણ કંઠી નથી.” આ પ્રમાણે સંકલ્પ-વિકલ્પદ્વારા અને તૃષ્ણદ્વારા મન દંડાતું રહે છે. સંકલ્પ કરવાથી જ કામના પેદા થાય છે. મેં આ કામ તો કર્યું છે અને હવે આ કામ કરવાનું છે. આ પ્રમાણે કામ કરવાનું બાકી રહેતુ નથી; પણ જ્ઞાનીજનો કહે છે કે, તારા માથા ઉપર કાળ ભમે છે અને તારી ઉપર તેનો હુમલે કયારે થશે અને તને ક્યારે ઉખેડી ફેંકી દેશે તેને તને પત્તો નથી. દેવભદ્ર અને યશોભદ્ર પિતાના પિતાને કહ્યું કે, જ્યારે ચેર ધન હરણ કરી રહ્યા હોય અને તે ચોરો જરા ખુંખારે મારવાથી જ ભાગી જતા હોય તે શું એવા સમયે માલીક સૂતો પડ્યો રહેશે? શું તું ચોરને ભગાવશે નહિ ? પિતાએ ઉત્તર આપ્યો કે, એ સમયે માલિક જરૂર ચોરેને ભગાવશે. પુત્રોએ કહ્યું કે, એ જ પ્રમાણે અમારા ઘટમાં–શરીરમાં ચોર પેઠેલો છે. એટલા માટે અમે નિશ્ચિત સૂઈ શકતા નથી. માટે સંયમ ધારણ કરી એ ચોરને અમે ભગાવીશું. આ પ્રમાણે આપણું શરીરમાં જે ચોર પેસી ગએલે છે એને તે જોતા નથી અને સંકલ્પવિકલ્પ કરતા રહીએ છીએ. આ પ્રમાણે મનદ્વારા દંડિત થવાય છે.
અનાથી મુનિ ત્રિદંડથી વિમુક્ત હતા. તેઓએ મન, વચન અને કાયાને સંયમમાં લઈ લીધા હતાં એટલા માટે તેઓ મન દંડ, વચન દંડ અને કાયા દંડ એ ત્રિવિધ દંડથી વિમુક્ત હતા. આવા મુનિ એક જગ્યાએ બેસી રહેતા નથી પણ જગ્યા-જગ્યાએ વિચરતા રહે છે. - સાધુઓ એક સ્થાને રહેતા નથી પણ નિસ્પૃહ થઈ વિચર્યા કરે છે. સાધુઓને એક સ્થાને રાખવા એ તમારે પણ ધર્મ નથી. અનાથી મુનિને માટે પણ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, તેઓ મેહરહિત થઈ વિચરતા હતા. અનાથી મુનિને એવો અહંકાર થવા સંભવિત હતા કે રાજા પણ મારા ચરણમાં પડે છે. પણ જે મુનિને એ અહંકાર આવે તે ગજબ જ થઈ જાય ને ! શાસ્ત્રના વર્ણન ઉપરથી જણાય છે કે, રાજાને મુનિની ભક્તિ કરવાથી જેમ જેમ રોમાંચ થતા હતા તેમ તેમ મુનિ પણ મેહથી સાવધાન બનતા જતા હતા કે ક્યાંય હું મેહમાં પડી ન જાઉં. તેઓ તો મેહરહિત થઈ પૃથ્વી ઉપર પક્ષી વિચરે તેમ વિચરતા હતા.
Page #712
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૪] રાજકોટ–ચાતુર્માસ
[ ૬૭૧ શાસ્ત્રમાં એમ કેમ કહ્યું છે કે, મુનિ પક્ષીની માફક વિચરતા હતા. આ પ્રમાણે કહેવાનું કારણ છે કે, પક્ષીને આધાર નિરાવલંબ આકાશ હોય છે. કોઈ કહે કે, અમે પક્ષીઓને વૃક્ષ કે પૃથ્વી ઉપર બેઠેલાં જોઈએ છીએ પણ પક્ષીઓ વૃક્ષ કે પૃથ્વી ઉપર ત્યાંસુધી જ રહે છે જ્યાંસુધી તેમને કોઈ પ્રકારનો ભય હોતો નથી. કોઈ પ્રકારને ભય ઉપસ્થિત થાય કે તરત જ પક્ષીઓ પિતાની પાંખની સહાયતા વડે આકાશને જ આશ્રય લે છે. આ વાત હું એક ઉદાહરણદ્વારા સમજાવું છું –
માને કે, એક વૃક્ષ ઉપર એક બાજુ એક વાંદરો બેઠે છે અને બીજી બાજુ એક પક્ષી બેઠેલ છે. હવે અકસ્માતને કારણે વૃક્ષ નીચે પડવા લાગે તે પક્ષી તો આકાશમાં ઉડી જાય છે પણ બીચારે વાંદરો તે વૃક્ષની સાથે જ નીચે પડી જાય છે. પક્ષી તે એમ વિચારે છે કે, આ વૃક્ષ જ્યાં સુધી મને આશ્રય આપે છે ત્યાં સુધી તે હું તેના ઉપર બેસું છું પણ હું એના જ આશ્રયે રહેલ નથી. મારું સાચું બળ તો મારી પાંખનું જ માનું છું. .
આ સંસારમાં રહેનાર જ્ઞાની અને અજ્ઞાનીમાં પણ પક્ષી અને વાંદરા જેવું અંતર રહેલું છે. અજ્ઞાની તે ધન-ઘર તથા કુટુંબ વગેરેને આશ્રય પકડી રાખે છે પણ જ્ઞાનીજને તો આત્માને જ આશ્રય પકડી રાખે છે.
અનાથી મુનિ સંસારનો આશ્રય લેતા ન હતા પણ આત્માને જ આશ્રય લેતા હતા એટલા જ માટે શાસ્ત્રમાં એમના માટે એમ કહ્યું છે કે, તેઓ પક્ષીઓની માફક નિરાવલંબી. બની વિચારતા હતા તે પૃથ્વી ઉપર, પણ આત્મામાં મગ્ન બનીને વિચારતા હતા. જે પૃથ્વી ઉપર તેઓ વિચરતા હતા તે ભારતની ભૂમિને ધન્ય છે.
ઉપર્યુક્ત કથાને સમજી પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરવી જોઈએ કે, “હે પ્રભો! જે પ્રમાણે તે મુનિ મેહરહિત થઈ વિચરતા હતા તે જ પ્રમાણે હું પણ મેહરહિત થઈ વિચરું અને એ મુનિના શરણે જાઉં.” આ પ્રકારની ભાવના રાખી પરમાત્માની પ્રાર્થના કરે છે તેમાં કલ્યાણ રહેલું છે. શાસ્ત્રમાં અનાથી મુનિનું વર્ણન શ્રી ઉત્તરાધ્યયનના વિશમા અધ્યયનની સિવાય બીજે ક્યાંય મળતું નથી. પણ રાજા શ્રેણિકનું વર્ણન શાસ્ત્રમાં અનેક જગ્યાએ મળી આવે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, રાજા શ્રેણિક એક દિવસ મારી જ માફક પદ્મનાભ નામના તીર્થંકર થશે, મારી જ માફક મેક્ષે જશે અને તેની મારા જેવી જ સ્થિતિ થશે. આ પ્રમાણે અનાથી મુનિના શરણે જવાને લીધે રાજા ભોગપભેગને ત્યાગ કરી ન શકયે છતાં ભવિષ્યમાં તીર્થકરપદને પામશે. તમે પણ એવા મુનિને શરણે જાઓ તે તમારા આત્માનું પણ કલ્યાણ થશે. - ઉપસંહાર
આ અધ્યયનને સાર જ્ઞાન અને ક્રિયાનું મહત્ત્વ બતાવવું એ છે. અનાથી મુનિ જેવા જ્ઞાનવાન હતા તેવા જ ક્રિયાવાન પણ હતા. તમે કેટલાક લેકે કેવળ કાં તે જ્ઞાનને જ પકડી. લે છે અથવા ક્રિયાને જ પકડી લે છે અને તેને જ મહત્વ આપે છે. પરંતુ આમ કરવું એ ભૂલ છે. જે જ્ઞાન જ હોય અને ક્રિયા ન હોય, અથવા ક્રિયા જ હોય અને જ્ઞાન ન હોય તે પતન થવું સ્વાભાવિક છે. જે જ્ઞાનવાન હોય છે તેઓ ક્રિયાનો ત્યાગ કરી દેતા નથી પરંતુ એવી ક્રિયા કરે છે કે જે બીજાને માટે આદર્શ રૂપ હોય છે. અનાથી મુનિએ પહેલાં
Page #713
--------------------------------------------------------------------------
________________
૬૭૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કાતક
જ કહ્યું છે કે, જે સંયમ ધારણ કરી સંયમની ક્રિયા કરતા નથી તે અનાથ જ છે. એટલા માટે જ્ઞાનની સાથે જ ક્રિયાની પણુ આવશ્યક્તા છે.
શ્રી આચારાંગ સૂત્રની નિયુક્તિમાં જ્ઞાન અને ક્રિયાનું ધણું મહત્ત્વ બતાવવામાં આવેલ છે. આ વાતને સમાવવા માટે એક દૃષ્ટાન્ત આપું છું. કદાચ કાઈ કહે કે, આ દૃષ્ટાન્ત ક્યાં લખ્યું છે તે આને ઉત્તર એ છે કે, દૃષ્ટાંત લખેલું ન હેાવા છતાં કલ્પિત પણ હાય છે. દષ્ટાંત દ્વારા મારે તો પેાતાને ભાવ જ સમજાવવા છે. કાઈ કહે કે, શું દૃષ્ટાંતની પણ કલ્પના કરી શકાય છે અને એમ કરવાને કાઈને અધિકાર છે? તે આ પ્રશ્નના ઉત્તર એ છે કે શ્રી અનુયાગદ્વાર સૂત્રમાં નિસ્રોક્ત આશયનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે કે:~
પાન ઝરતા દેખ કે, હસી જો કુ ંપલીયા; માય ખીતી તાય મીતસી, ધીરી ખાપરીયા.
શું કુંપળા પણ હસે છે ? નહિ. છતાં ભાવ બતાવવા માટે એની કલ્પના કરવામાં આવી છે. આ દૃષ્ટાંતના વિષયમાં કલ્પના કરવાના પણ અધિકાર છે છતાં જો હું કાઈ વાત સમભાવની બહારની કહું તો તમે મને સૂચિત કરા અને જે વાત સમભાવની કહું તેને તમે માને. હું તા એમ જ વિચારું છું કે, જે વાત તમે જાણુતા નથી તે વાત મારી પાસેથી લે અને જે વાત હું જાણુતા નથી તે વાત હું તમારી પાસેથી લઉં. કેટલીક વાતા તમે જાણા છે અને કેટલીક વાતા હું જાણું છું; એટલા માટે પરસ્પર વિચાર વિનિમય કરવા જોઈએ. કહેવાના આશય એ છે કે, નિયુ`ક્તિમાં જ્ઞાન અને ક્રિયાનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવેલ છે. એના વિષે એક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે જે આ પ્રમાણે છેઃ—
ઉયસેન નામના એક રાજા હતા. તેને વીરસેન અને સૂરસેન નામના બે પુત્ર હતાં, વીરસેન તા બધી ઇન્દ્રિયાથી પૂર્ણ હતા પણ સૂરસેન આંધળા હતા. વિવેકી માણસ જે જે કામને ચેાગ્ય હાય છે તેને તેવું કામ સોંપે છે. ઉદયસેને પણ પેાતાનાં બન્ને પુત્રાને યેાગ્યતાનુસાર જુદા જુદા પ્રકારની શિક્ષા આપી. આંધળા માણસા પ્રાયઃ ગાવાનું સારું જાણુતા હાય છે. સૂરદાસને વિષે પણ એમ કહેવામાં આવે છે કે, તે અધકવિ હતા. ઉયસેને સૂરસેનને તે ગાયનકલા શીખડાવી અને વીરસેનને ક્ષત્રિયાચિત યુદ્ધકલા શીખડાવી. સૂરસેને સાંભળ્યું કે, વીરસેનને તા ક્ષત્રિયાચિત યુદ્ધકલા શીખડાવવામાં આવે છે અને મને તે કલા શીખડાવવામાં આવતી નથી. એટલા માટે તે વિચાર કરવા લાગ્યા કે, હું તે। કાયર રહી જઈશ. આ પ્રમાણે વિચાર કરી તે પિતા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, પિતાજી ! હું યુદ્ધકલા શીખવા ચાહું છું. રાજાએ વિચાર્યું કે, જ્યારે તેનું હૃદય યુદ્ધકલા શીખવા ચાહે છે તેા તેના હુક્યની વૃત્તિ દબાવી રાખવી યોગ્ય નથી. આ પ્રમાણે વિચાર કરી રાજાએ યુદ્ધક્લા શીખડાવનારને તેને સોંપી દીધા. યુદ્ધકલા શીખડાવનાર યેાગ્ય અને હાશીયાર હતે! એટલા માટે તેણે સૂરસેનને બાણુવિદ્યા શીખડાવી દીધી પણ સૂરસેન આંધળા હતા એટલા માટે તે શબ્દના આધારે જ ખાણુ મારી શકતા હતા.
અન્ને કુમારા યેાગ્ય બન્યા. એકવાર યુદ્ધતા અવસર આવ્યેા. વીરસેને પેાતાના પિતાને ક્યું કે, ‘ પિતાજી ! આપે અમને યાગ્ય બનાવ્યા છે અને અમે પણ યાગ્ય બન્યા છીએ એટલે તમે હવે યુદ્ધમાં આવેા એ ઠીક નથી; એટલા માટે હું યુદ્ધમાં જઈશ, ’ વીરસેનનું આ
Page #714
--------------------------------------------------------------------------
________________
શુદી ૧૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૬૭૩
કથન સાંભળી પિતા ઘણા પ્રસન્ન થયા અને મનમાં વિચારવા લાગ્યા કે, આવા સમયમાં પુત્રને ઘેર રાખવા તે ઠીક નથી. આ પ્રમાણે વિચાર કરી તેણે વીરસેનને કહ્યું કે, ‘ બેટા ! ખુશીથી યુદ્ધમાં જાઓ.' સૂરસેન પણ પિતાને કહેવા લાગ્યા કે, ‘હું પણ યુદ્ધમાં જઈશ.’ પિતાએ તેને કહ્યું કે, ‘ બેટા ! તને આંખા નથી એટલે યુદ્ધમાં જા એ ઠીક નથી. તું અત્રે જ રહે.’પણ સૂરસેન વિચારવા લાગ્યા કે, ભાઈ યુદ્ધમાં જશે એટલે તેની પ્રશંસા થશે અને મારા તા કેાઈ ભાવ જ નહિ પૂછે. આ પ્રમાણે વિચાર કરી તેણે રાજાને યુદ્ધમાં જવાને બહુ જ અનુરેાધ કર્યાં. સૂરસેનને બહુ અનુરાધ ધ્યાનમાં લઈ રાજાએ યુદ્ધમાં જવાની આજ્ઞા આપી. સુરસેન યુદ્ધમાં ગયા. તે આંધળા હેાવાથી કશું જોઈ તેા શકતા ન હતા એટલે તે કેવળ શબ્દો સાંભળી બાણુ મારતા હતા. પણ જ્યારે શબ્દો સાંભળતા નહિ ત્યારે બાણુ મારી શકતા નહિ. આ ઉપરથી શત્રુઓ સમજી ગયા કે તે આંધળેા છે અને શબ્દો સાંભળીને જ ખાણ ફેંકે છે. આ સમજણથી તેએએ વિચાર કર્યાં કે, શબ્દો માલ્યા વિના ચૂપચાપ તેને પકડી લેવા. શત્રુઓએ ચૂપચાપ જઈ સૂરસેનને પકડી લીધા. વીરસેનને માલુમ પડયું કે, સૂરસેન પકડાઈ ગયા છે. એટલે તે શત્રુઓની સામે થયા અને સૂરસેનને છેડાવી લાવ્યા. જ્યારે સૂરસેન પિતાની પાસે આવ્યા ત્યારે પિતાએ તેને પૂછ્યું કે, ‘તું પરાક્રમી તા છે. પણ શું તું વીરસેનની બરાબરી કરી શકે ખરા ?' સુરસેને જવાબ આપ્યા કે, ‘ હવે હું સમજી શક્યા છું કે, પરાક્રમ હેવા છતાં આંખ ન હેાવાને કારણે હું વીરસેનની બરાબરી કરી શકતા નથી. જો વીરસેન આવ્યા ન હેાત તા હું શત્રુએનાં બંધનામાં જ પડયા રહેત !' પિતાએ કહ્યું કે, ઠીક છે, આ ઉદાહરણ જ્ઞાનીઓને સમજાવવા માટે કામમાં આવશે.
ઃ
આ દૃષ્ટાંત ઉપર શ્રી આચારાંગસૂત્રની નિયુક્તિમાં કહ્યું છે કેઃ— कुणमाणो अवि य किरियं परिश्चयन्तो विसयणघणभोप दितों अवि दुहस्स "उरं न जिणइ अन्धो पराणिय ॥ कुणमाणो अवि निवि परिचयन्तो अवि सयणधणभोए । दितो अवि दुहस्त उरं मिच्छदिट्टी न ન સિન્ડ્રૂર્ ૩ ॥
આ દષ્ટાંત અને તેના દાદાન્તને આ એ ગાથાઓમાં કહેવામાં આવેલ છે. આ ગાથાઓમાં કહ્યું છે કે, તે આંધળેા ખાણ તેા ફેંકતા હતા, પરાક્રમ પણ બતાવશે હતો અને સ્વેચ્છાએ યુદ્ધમાં ગયા હતા છતાં તે શત્રુએને જીતી શકવામાં સમર્થ બની શક્યા નહિ ઊલટા શત્રુઓનાં બંધનમાં પડી ગયા; કારણકે તે આંધળા હેાવાથી જોઈ શકતા ન હતા. આ જ પ્રમાણે જેમને જ્ઞાનનેત્રા હાતાં નથી તે ત્યાગ પણ કરે અને ધન–ભાગ આદિથી વિમુખ પણ રહે, છ્તાં જ્ઞાનનેત્ર ન હેાવાને કારણે તે મેક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. વીરસેન સમૈત્ર હતેા જો તે ધરબાર છેાડી યુદ્ધમાં ગયા ન હેાત અને પરાક્રમ બતાવ્યું ન હેાત તે। શું આંખ હાવા છતાં શત્રુએને તે જીતી શકત ખરા ? નહિ. આ જ પ્રમાણે જેતે જ્ઞાન તા હેાય છે પણ જે તે પ્રમાણે ક્રિયા કરતા નથી તે પણ મેાક્ષને પ્રાપ્ત કરી શકતા નથી; એટલા માટે ક્રિયાની સાથે જ્ઞાનની અને જ્ઞાનની સાથે ક્રિયાની જરૂર રહે છે. કેવળ જ્ઞાન કે કેવળ ક્રિયાથી કાંઈ વળતું નથી.
પણ
તમે પણ જ્ઞાનયુક્ત ક્રિયા કરે। તા તમારા આત્માનું પણ કલ્યાણ થશે અને રાગાદ્િ
૪૦
Page #715
--------------------------------------------------------------------------
________________
૬૭૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
દુઃખોથી પણ મુક્ત થશે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું અર્થાત જાણી લેવું કે સાંભળી લેવું એ કાંઈ કામનું નથી પણ જ્ઞાનાનુસાર ક્રિયા કરવામાં આવે ત્યારે જ જ્ઞાન સફળ બને છે. - આજે જે રેગ-દુઃખ વગેરે પેદા થાય છે તેનું પ્રધાન કારણ જ્ઞાનયુક્ત ક્રિયા ન કરવી એ છે. કેટલાક લેકે કહે છે કે વેદનીય કર્મોના ઉદયથી રોગો પેદા થાય છે પણ વિચારવાનું અત્રે એ છે કે, વેદનીય કર્મની ક્રિયા કોણ કરે છે! તમે જે ચાહો તો વેદનીય કર્મને પેદા પણ કરી શકે છે અને નષ્ટ પણ કરી શકે છે. એટલા માટે કેવળ વેદનીય કર્મને દોષ કાઢી બેસી ન જાઓ.
શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે, રોગ થવાનાં નવ કારણે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, હે ! જગજીવો ! મેં જ્ઞાનઠારા જોયું છે કે નવા કારણોથી રોગ પેદા થાય છે. આ નવ કારણે ઉપર સાવધાની રાખવામાં આવે તે રોગોથી બચી શકાય.
પહેલું કારણ અતિ આસન કે અતિ અશન છે. એક જ આસન ઉપર શક્તિથી વધારે બેસવામાં આવે તે પણ રેગ પેદા થાય છે અને બહુ ખાવાથી રોગ પેદા થાય છે. વૈદ્યો કહે છે કે, બહુ બેસવાથી જ હરસ આદિ રોગો પેદા થાય છે. આ જ પ્રમાણે બહુ ખાવાથી પણ રોગ પેદા થાય છે. એક ઉદૂ શાયરે ઠીક જ કહ્યું છે કે :
વિના ભૂખ ખાના ઔર રોગ કે બુલાના.” ભૂખ ન હોવા છતાં વધારે ખાવું એ જ રેગનું મુખ્ય કારણ છે. મજુર લેકે લૂખીસૂકી રોટલી જ ખાય છે અને શેઠ-શેઠાણી માલતલિ ઉડાવે છે. પણ રેગી વધારે કેણ હેય છે? મજૂર કે શેઠ શ્રીમંતે એમ તે એક પૈસે પણ ન આપે પણ વેંકટરાને માટે તે ખીસ્સાં ખાલી જ કરી દે છે. પરંતુ એનું શું કારણ છે? મારા આ કથન ઉપરથી ડોકટરે કદાચ એમ કહેતા હશે કે, અમારા રોજગાર ઉપર કુઠારાઘાત કરે છે પણ એ વિચારથી સત્ય વાતને કેમ દબાવી શકું ? એમ તે વેશ્યાગમનને ત્યાગ કરાવવાથી વેશ્યાઓ પણ એમ કહી શકે કે, અમારે રોજગાર બગાડે છે. આ જ પ્રમાણે શરાબને નિષેધ કરવાથી કલાલે પણ એમ કહી શકે કે, અમારો રોજગાર બગાડે છે. આ પ્રમાણે સંસારમાં લેકે કહ્યા જ કરે છે પણ જે ભગવાનના વચનાનુસાર વ્યવહાર રાખવામાં આવે તે રોગી થવાનું કે દુઃખી બનવાનું કઈ કારણ નથી.
અતિ ભજન પણ રેગનું કારણ છે. કેટલાક ભેજનર લેકે વધારે ખાવા માટે ભાંગ પણ પીએ છે, પણ આ પ્રમાણે વિશેષ ખાવાથી અજીર્ણ-ખાંસી વગેરે રોગ પેદા થવા પામે છે.
રોગ પેદા થવાનું બીજું કારણ અહિતકારી આસન ઉપર બેસવું એ છે. આસન કેવું રહેવું જોઈએ એને માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, કઠિન અને સ્થિર આસન ઉપર બેસવાથી હાનિ થાય છે અને કેમલ આસન ઉપર બેસવાથી લાભ થાય છે. આજે તે લેકોને પત્થરનાં મકાને પસંદ છે પણ એટલું વિચારતા નથી કે પત્થર ઉપર બેસવામાં અને માટી ઉપર બેસવામાં કેટલું બધું અંતર રહેલું છે! આજે મકાન તે પાકું બનાવવામાં આવે છે પણ મકાન પાકું બનાવી શરીર કાચું બનાવવામાં આવે છે. કેવી ખુરશી ઉપર બેસવાથી લાભ થાય છે, અને કેવી ખુરશી ઉપર બેસવાથી હાનિ થાય છે એ વાત યુરોપીય લેકે પણ સમજવા લાગ્યા છે પણ ભારતીય લેકે એ વાત જાણવાનો પ્રયત્ન પણ કરતા નથી કિન્તુ કેવળ અનુકરણ કરવા લાગે છે.
Page #716
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
વદી ૧]
રાજકેટ–ચાતુર્માસ
[ ૬૭૫
ખૂબ સુઈ રહેવું કે બહુ જાગતા રહેવું એ પણ રોગનું કારણ છે. કેટલાક લેકે જાગરણ કરવાને ટૅગ કરે છે પણ શાસ્ત્ર કહે છે કે વધારે સૂવું કે વધારે જાગવું એ હાનિકર છે.
મલ-મૂત્રને દાબી રાખવું એ પણ રોગનું એક કારણ છે. બહુ ચાલવું અને બહુ બેસી રહેવું એ પણ રેગનું કારણ છે. પ્રકૃતિ વિરુદ્ધ ભજન કરવું એ પણ રોગનું કારણ છે. કેટલાક લેકે કહે છે કે, માંસ ખાનાર બળવાન હોય છે અને માંસ ન ખાનાર નિર્બળ હોય છે પણ આ એક ભ્રમ છે. આજે ગૌવધને કારણે પ્રકૃતિ વિરુદ્ધ ભજનની પ્રથા વધારે પ્રચલિત થઈ પડી છે અને હોટલનું તે પૂછવું જ શું? આ બધાં કારણથી પણ રેગો પેદા થાય છે.
ઈજ્યિનું વિસ્ફોટન કરવું એ પણ રોગનું કારણ છે. આજે સંતતિનિયમનનાં જે ઉપાયો બતાવવામાં આવે છે તે ઉપાસે, કોઈ માણસ તિજોરી ખુલ્લી મૂકી સૂઈ રહેવાથી આનંદ મળે, એનાં જેવાં છે. આ પણ રોગનું પ્રધાન કારણ છે.
આ વ કારણથી રોગ પેદાં થાય છે. જે આ નવ કારણથી બચતે રહે તે જ ધર્મનું પાલન કરી શકે છે. રોગી માણસ ધર્મની સેવા કરી શકતું નથી. તમે પણ નિરંગી બસ્તી ધર્મની સેવા કરે છે તેમાં કલ્યાણ રહેલું છે.
Page #717
--------------------------------------------------------------------------
________________
રાજકેટ ચાતુર્માસઃ અન્તિમ વ્યાખ્યાનઃ
સંવત્ ૧૯૯૩ કારતક વદી ૧ રવિવાર
પ્રાર્થના - ધરમ જિનેશ્વર મુખ હિરડે વસે, ચારા પ્રાણ સમાન. ' કબહુ ન વિસરું હે ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન. ધરમ૦ ના
–વિનયચંદ્રજી ભટ વીશી શ્રી ધર્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - રાજકોટમાં પાંચ મહિનાથી અધિક કાળ સુધી રહી મેં જે શ્રી સંઘને સાદું ભોજન આપ્યું છે તે પ્રાર્થના સિવાય બીજું કાંઈ નથી. પ્રાર્થને એક સાદી વસ્તુ છે. પ્રાર્થનામાં મોટી મોટી કલ્પનાઓની આવશ્યક્તા નથી, એટલા માટે ગરીબના ભજનની માફક પ્રાર્થના બધાને માટે સુલભ અને લાભદાયી છે. મેં એક વખતે કહ્યું છે કે મોટા મોટા માણસો ભલે સો સો રૂપિયાને એક એક ભજનને કેળીયો ખાતા હોય, પણ એવા ભોજનના કાળીયા લેવાથી કાંઈ બધાનો નિર્વાહ થતું નથી. બધાને એવું ભોજન મળી નથી શકતું, પણ સાદું ભેજન જ એવું છે કે જેના આધારે આખું જગત નભી રહ્યું છે.
આ જ પ્રમાણે આત્મકલ્યાણ કરવા માટે ભલે ગહન તને વિચાર કરવામાં આવે, પણ ગહન તો વિચાર કરો બધા લોકો માટે સંભવિત નથી; પરંતુ બધાના આત્મકલ્યાણનો સરલ ઉપાય તો માત્ર પરમાત્માની પ્રાર્થના જ છે. એટલા માટે મને અનેક વર્ષોથી પરમાત્માની પ્રાર્થના કરવાની લગની લાગી છે અને તેથી કેઈને પરમાત્માની પ્રાર્થના ગમે કે ન ગમે તો પણ હું પ્રાર્થના કરું છું અને તે વિષે થોડુંક બેલું પણ છું. હું તે એમ જ માનું છું કે, મને પ્રાર્થના ગમે છે તે બધાને તે ગમતી જ હશે.
આજનો ચાતુર્માસને અંતિમ દિવસ પણ પરમાત્માની પ્રાર્થના કરવામાં જ વીતાવું છું. પ્રાર્થનાના ક્રમાનુસાર આજે ભગવાન ધર્મનાથની પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં પણ ગહન તત્ત્વનો વિચાર કરવામાં આવ્યો છે. તેમાં પરમાત્માની પાસે “હે! પ્રભુ! મારા હૃદયમાં આવી વસે ” એવી માગણી કરવામાં આવી છે. આ માંગણી ઉપલક દૃષ્ટિએ બહુ જ સામાન્ય જણાય છે પણ ઊંડો વિચાર કરતાં આ માગણમાં ઘણું રહસ્ય રહેલું છે. એ રહસ્ય શું છે ? એ વાત આજે તમને સંભળાવું છું. તેને તમે ભૂલી જશે નહિ.
હું પ્રાર્થના વિષે જે કાંઈ કહી રહ્યો છું તે મારું નથી પણ પૂર્વ મહાત્માઓનું કહેલું છે. ભક્ત તુકારામના શબ્દોમાં કહું તે “હું જે કાંઈ કહી રહ્યો છું તે બધું પૂર્વ સંત પુરુષોનું ઉચ્છિષ્ટ છે.” હું પામર એ વિષે શું કહી શકું! પણ એ સંતપુરુષો અને મહાપુરુષની ઉચ્છિષ્ટ વાણી જ તમને બધાને સંભળાવું છું. તમારા બધાના કલ્યાણ માટે મહાપુરુષોની અમર વાણી તમને સંભળાવું તે મારું કહેવું પ્રમાણ છે, પણ જે એ વાણી સંભળાવતાં હું અભિમાન કરું તો તે પ્રમાણ નથી; તેમ તે મારા પિતાના માટે પણ હાનિકર છે.
Page #718
--------------------------------------------------------------------------
________________
વદી ૧] રાજકોટ–ચાતુર્માસન
[ ૬૭૭ આ પ્રાર્થનામાં ભક્તોએ પરમાત્મા પાસે માગણી કરી છે કે, “હે! પ્રભુ! તું મારા હૃદયમાં આવી વસી જા. મેં એ માટે અનેક સાધને કર્યા પણ તેથી મારા સાધ્યની પૂર્તિ થઈ નહિ. મારું સાધ્ય ચિત્તની શુદ્ધિ કરવી એ છે. આ મારું સાધ્ય અનેક સાધને કરવા છતાં પણ સિદ્ધ થયું નહિ. ત્યારે મને એવો વિચાર આવ્યો કે સાધ્યની સિદ્ધિ માટે મારે બીજા સાધનને આશ્રય લેવા જોઈએ. કારણ કે મેં અત્યારસુધી જે જે સાધનોનો ઉપયોગ કર્યો તેથી મારા સાધ્યની સિદ્ધિ થઈ નહિ. માટે તે સાધને અપૂર્ણ છે, સાધ્યની સિદ્ધિ માટે સમર્થ નથી. મારા અંતરમાં રહેલાં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે દુર્ગુણેને દૂર કરવા માટે મેં અનેક સાધનો આશ્રય લીધે, તો પણ મારા અંતરમાં રહેલા કામ-ક્રોધાદિ દુર્ગુણેને નાશ ન થયો. જ્યારે કે એક વૈદ્યની. દવાથી રોગ મટતો નથી ત્યારે બીજા વૈદ્યની પાસે જઈ દવા લેવામાં આવે છે; તેવી રીતે જ્યારે આ સાધનોથી મારા સાધ્યની સિદ્ધિ થઈ નહિ, ત્યારે હે! પ્રભુ હું હવે તારે શરણે આવ્યો છું. મને એવી પ્રતીતિ થઈ છે કે તારે શરણે આવ્યા વિના મારા કામ-ક્રોધાદિ વગેરેને રેગ મટશે નહિ. જ્યારે હે ! પ્રભુ ! તું હૃદયમાં વસી જશે, ત્યારે જ એ રેગ દૂર થશે. એટલા જ માટે હું તારે શરણે આવ્યો છું અને તારી પ્રાર્થના કરું છું.”
આ સંસારમાં અનેક ચીજો પ્રકાશ આપનારી છે પણ શું સૂર્યના પ્રકાશ વિના સંસારનું કામ ચાલી શકશે ? ભલે આખા રાજકોટમાં સર્ચલાઈટની વ્યવસ્થા કરવામાં આવે તે પણ સૂર્યના પ્રકાશ વિના કામ ચાલી નહિ શકે ! અહીં ઈલેકટ્રીક બાવર હાઉસ” છે. તો પણ સૂર્યની તે આવશ્યક્તા રહે જ છે. આ જ પ્રમાણે ભક્ત કહે છે કે, હે ! પ્રભુ!. ભલે બીજાં અનેક સાધન હોય તે પણ જ્યાં સુધી તું હૃદયમાં આવી વસો નથી ત્યાં સુધી, એ બધાં સાધને સફળ થતાં નથી. માટે જો તું હૃદયમાં આવી વસી જા' તે સાધ્યની. સિદ્ધિ અવશ્ય થવાની જ છે. ભક્તોની માફક તમે પણ જે પરમાત્માને તમારા હૃદયમાં વસાવવા ચાહતા હો તો હૃદયપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે કે
ધર્મ જિનેશ્વર મુઝ પિવડે બસે, પ્યારા પ્રાણ સમાન; : કબહું ન બિસહો ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન.
બસ! આ જ એક આશા રાખે તે એકને બરાબર સાધવાથી બધું સિદ્ધ થશે” એ કહેવત ચરિતાર્થ થશે. જે “પ્રભુ હૃદયમાં આવી વસી જાય” તે બધું કામ સિદ્ધ થઈ જાય પછી બીજા સાધનોની જરૂર રહે નહિ. બીજાના પ્રકાશની આવશ્યક્તા જ્યારે સૂર્યને પ્રકાશન હોય ત્યારે જ રહે છે. આ જ પ્રમાણે જ્યાં સુધી પરમાત્મા હૃદયમાં આવી વસ્યા નથી ત્યાં સુધી બીજા સાધનની જરૂર રહે છે. માટે પરમાત્માને હૃદયમાં વસાવો.
પરમાત્માને હૃદયમાં કેમ વસાવી શકાય ? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો ઉત્તર એ છે કે, ચિત્તને બીજી વસ્તુઓમાંથી હટાવીને, પરમાત્માને પ્રાણ સમાન પ્રિય ગણી, તેમાં જ ચિત્ત પરોવવામાં આવે અને તે માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તે પરમાત્માને હૃદયમાં વસાવવા મુશ્કેલ નથી. '
કોઈ માણસ પોતાના પ્રાણને જાપ કરતા નથી તે પણ તે પોતાના પ્રાણને ભૂલ નથી. આ જ પ્રમાણે પરમાત્માને પ્રાણસમાન પ્રિય માની તેમને ન ભૂલો તે તમો પરમાત્માને
Page #719
--------------------------------------------------------------------------
________________
૬૭૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
હૃદયમાં ધારણ કરી શકે છે. ભક્તોની માફક તમે પણ પરમાત્માને તમારા હૃદયમાં વસાવવા ચાહતા હો તે અનન્ય ભાવે તમે પણ પરમાત્માની પ્રાર્થના કરે અને તેમને હૃદયમાં વસાવે.
ભક્તોનું કહેવું છે કે “જે પરમાત્મા ઉપર રાઈ જેટલે પણ વિશ્વાસ હશે તે પહાડ જેટલું કામ પણ સિદ્ધ થઈ જશે.” પહાડની તુલનામાં રાઈનો હિસાબ કાંઈ નથી પણ મહાત્માઓનું કહેવું છે કે, “એ રાઈની પાછળ પહાડ જેવા મહાન કાર્યોની સિદ્ધિ
રહેલી છે ”
જે તમને મારા શરીર ઉપર નહિ પણ મારા કથન ઉપર પ્રેમ અને વિશ્વાસ હોય તે તમને મારો અંતિમ ઉપદેશ એટલો જ છે કે –
“ ભગવાન ઉપર વિશ્વાસ રાખે. ભગવાનની ભક્તિમાં પ્રેમ રાખો અને ભગવાનની પ્રાર્થના કરી તેમને હૃદયમાં ધારણ કરે. જેને તમે મારી આ વાતને હૃદયમાં ઉતારશે તે તમારા હૃદયમાં એવી પતિ પ્રગટશે કે જે તિ બધાનું કલ્યાણ કરશે. આ જ્યોતિ આગળ હું તુછ છું. એટલું જ નહિ હું પણ એ જ તિનો ઉપાસક છું. તમે પણ એ જ પરમ જ્યોતિના ઉપાસક બની એ તિને જગાવે તે તેમાં બધાનું કલ્યાણ જ છે,
હમણું કેટલાક જણાએ મારી પ્રશંસા કરી છે અને તેમાં પરમાત્માને શોભા દેનારા શબ્દ મારા જેવા પામરને માટે વાપરવામાં આવ્યાં છે. પણ મારી જે પ્રશંસા કરવામાં આવી છે તે માટે તે પ્રશંસા કરનાર પ્રશંસક ઉપર કેવી જવાબદારી રહેલી છે તેને ખ્યાલ રાખવો જોઈએ. જેઈ લક્ષાધિપતિ માણસ જ્યારે પિતાના બાળકના ગળામાં મૂલ્યવાન હાર પહેરાવે છે ત્યારે તે હાર પહેમ્નાર બાળકની સંભાળ પણ બરાબર રાખવી પડે છે, અને એ મૂલ્યવાન હારને કારણે બાળકનું જીવન જોખમમાં આવી ન જાય તેની પણ સાવધાની રાખવી પડે છે. બરાબર આ જ પ્રમાણે તમારે પણ પ્રશંસાને હાર પહેરાવતી વખતે જવાબદારી અને સાવધાની સમજવાની જરૂર છે. હું પણ બાળકની સમાન છું. તમે મને પ્રશંસારૂપી હાર પહેરાવી દીધું છે પણ તેની જવાબદારી તમારે રાખવાની છે એ ભૂલવું ન જોઈએ અને મારે પણ એ સાવધાની રાખવી જોઈએ કે, “ હું આ પ્રશંસાથી ફુલાઈ જઈને પિતાનું કર્તવ્ય પણ ભૂલી ન જાઉં.”
આજે સવારે હું યાન કરી રહ્યો હતો ત્યારે પૌષધવતી શ્રાવકે મને વંદન કરવા આવ્યા હતા. તેમને વંદન કરતા જોઈને મને એ વિચાર આવ્યો કે, “હે ! આત્મા ! તું આ પૌષધવતી શ્રાવકનું વંદન સ્વીકારીને કયાં મુકીશ અને તેના બદલામાં તું શું તેમને ઉપકાર કરીશ?” કોઈ ઈચ્છા કે કામનાને વશ થઈ જાય છે તે જુદી વાત છે, નહિ તે શ્રાવકે પૌષધવ્રતમાં કઈ ચક્રવતી તે પણ વંદન-નમસ્કાર કરી શકતા નથી, ઈન્દ્રને પણ નમી શકતા નથી અને કેાઈ જાગીર આપવા આવે તે પણ તે લઈ શક્તા નથી. આવા પૌષધવતી શ્રાવકે તને વાત કરે છે તે હું તેમને શો ઉપકાર કરીશ?”
લેકે કોઈને શાહુકાર જાણી તેમની દુકાને રૂપિયા જમા કરે છે. રૂપિયા જમા કરનાર માણસ તે રૂપિયા જમા કરી નિશ્ચિત થઈ જાય છે પણ જેમને ત્યાં રૂપિયા જમા કરવામાં આવે છે તેમની ઉપર તે મોટી જવાબદારી આવી પડે છે. જો તે શાહુકાર રૂપિયા જમા
Page #720
--------------------------------------------------------------------------
________________
વદી ૧] રાજકેટ ચાતુર્માસ
[ ૬૭૯૯ તે કરી લે પણ સમયે રૂપિયા પાછા ચુકવે નહિ તે તે “દીવાળીઓ” કહેવાય. આ જ પ્રમાણે અમારે પણ એમ સમજવું જોઈએ કે, હે ! પ્રભુ! અમે આ શ્રાવકનું વંદન તે સ્વીકારીએ છીએ પણું જે ગુણને લીધે શ્રાવકે અમને વંદન-નમસ્કાર કરે છે તે ગુણ અારામાં ન હોય કે શ્રાવોને એ ગુણ આપી ન શકીએ તો એ પણ દીવાળું ફૂંકવા જેવું જ ગણાશે.
તમે લોકો અમને પ્રાણસંજીવની જડીબુટ્ટીની ગાંઘી દવાની સમાન માને છે. જે આવી મૂલ્યવાન દવા ઢળાઈ જાય કે તે દવાની શીશી ટૂટી-ફૂટી જાય છે તે દવાને આધારે જે લેકે સ્વસ્થતા પામતા હોય તે લેકે મુશ્કેલીમાં આવી જાય. આ જ પ્રમાણે પ્રાણુસંજીવની જડીબુટ્ટી જેવી મોંઘી દવાની જેમ મોંઘા ગણાતા જે અમે બગડી જઈએ કે કુટી જઈએ, તે અમારા આધારે જે લેકે કલ્યાણ સાધવા ધારતા હોય તે લોકોની શી દશા થાય ? એટલા માટે અમારે પણ અમારી જવાબદારી ધ્યાનમાં રાખવી જોઈએ. અને જે લેકેએ મારી પ્રશંસા કરી છે તે લેકેએ પણ પિતાની જવાબદારીનું ધ્યાન રાખવું જોઈએ.
અહીંના લેકે મને જાણતા ન હતા છતાં પણ તેઓ માસ પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કરી મને અહીં ખેંચી લાવ્યા એથી એ સ્પષ્ટ જણાય છે કે એ લેકે કેવળ મારા શરીરની સાથે પ્રેમ કરતા નથી, પણ જે ધર્મનું તેઓ પાલન કરે છે તે ધર્મ પ્રત્યે પ્રેમ છે અને તેથી જ મારા પ્રત્યે પણ પ્રેમભાવ સખે છે. આ જ કારણે તમે લેકે અમારા ઉપર આટલે બધે વિશ્વાસ રાખો છો. આમ છતાં જો અમે બગડી જઈએ, તમારે વિશ્વાસભંગ કરીએ તે તમારી શી દશા થાય? એટલા માટે અમે બગડી ન જઈએ એનું ધ્યાન અમારે પ્રતિપળ રાખવું જોઈએ.
બીકાનેર શ્રીસંઘની વિનતી હમણાં મેં અને તમે બધાએ સાંભળી. વાસ્તવમાં બીકાનેર શ્રી સંધનું ભાણું પીરસેલું હતું. કેવળ જમવાની વાર હતી, તેવી મારી તૈયારી બીકાનેર જવાની હતી. વચમાં રાજકોટ શ્રી સંધને પરસેલું ભાણું મળી ગયું. હું તે રાજકોટ અને બીકાનેરને એક જ સમજું છું અને ભાવના તથા ભક્તિ હેવાથી મારા માટે તે બનેય સ્થળ સમાન જ છે. જે કામ હું બીકાનેર કરતા તે કામ અહીં કરી રહ્યો છું. એટલા માટે બીકાનેરવાળાઓએ મારું અત્રે આવવાનું થવાથી અને બીકાનેર આવવાનું ન થવાથી દિલગીર થવાની કોઈ જરૂર નથી આ સાલ જે હું આ બાજુ આવત નહિ તે મારા માથે જવાબદારીનું ત્રણ રહી જાત. એટલે એ ઋણભાર માથા ઉપરથી ઉતારવા માટે મેં વિચાર્યું કે પછી જઈ શકાય કે ન પણ જઈ શકાય; માટે હમણાં ત્યાં જવું ઠીક છે. આ વિચારની પ્રેરણાથી અને શ્રીમલજી, સૂરજે મેલજી વગેરેને આગ્રહ થવાથી મેં ઉનાળાને પણ વિચાર ન કર્યો અને અહીં આવ્યો. હવે મારું એ જ કહેવું છે કે, મારું આ શરીર બીકાનેર, રાજકોટ કે કોઈ બીજા સ્થળે રહે પણ તમારે તે તમારા કોમ તરફ ધ્યાન અપવું જોઈએ.
મેં તે કાંઈ વિચાર્યું ન હતું તે પણ ન જાણે કઈ ભાવના કે શક્તિની પ્રેરણાથી સકળ શ્રી સથે મળીને ગણેશલાલજીને યુવાચાર્ય ચૂંટયા અને સમ્પ્રદાયના સદ્ભાગ્યે આવા ગ્ય યુવાચાર્ય સમ્પ્રદાયને મળી ગયા. મારી ઈચ્છા ન હોવા છતાં પણ અજમેરમાં ભારત* પૂજ્યશ્રીના વિહારની નેધ માટે પરિશિષ્ટ પહેલું જુએ.
Page #721
--------------------------------------------------------------------------
________________
૬િ૮૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક ભરના સકળ શ્રી સંઘે મળીને યુવાચાર્યને ચૂંટાયા છે. કેઈ એક સમ્પ્રદાયે તેમને ચૂંટયા નથી. મેં વિચાર્યું કે જ્યારે સકળ સંઘને એ પસંદ છે તે પછી એમાં મને શું વાંધે ? એમ વિચાર કરીને મેં પણ તેઓને યુવાચાર્ય તરીકે સ્વીકાર્યા અને તેમને યુવાચાર્ય પદ આપ્યું. ગયા વર્ષે મને એવી સદ્દબુદ્ધિ સૂઝી કે મેં સમ્પ્રદાયના કાર્યને બધે ભાર તેમને માથે મૂકી દીધો. આ પ્રમાણે હું સ્વતંત્ર થઈ ગયો છું અને હવે હું તે શ્રી સંઘને રિટાયર્ડ સેવક છું. - પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજશ્રીએ મને કહ્યું હતું કે, બીકાનેર અને ઉદયપુર શ્રી સંઘનું ધ્યાન રાખવું. એટલા માટે બીકાનેરને ખ્યાલ મારા મનમાં છે અને પૂજ્યશ્રી મહારાજની - આજ્ઞાનુસાર મેં બીકાનેર, ગંગાસર અને ભીમાસર એમ ત્રણ ચાતુર્માસ કર્યો છે. હું રાજકોટ આવ્યું ન હતું એટલે રાજકોટ પણ આવી ગયો. હવે મારી ઉપર કોઈ પ્રકારની ખાસ જવાબદારી નથી. જવાબદારી જે છે તે યુવાચાર્યજી ઉપર છે અને તેઓ સુયોગ્ય હોવાથી પોતાની જવાબદારીને બરાબર પાર ઉતારશે એવો વિશ્વાસ છે. હવે મારે ક્યાં રહેવું, શું કરવું વગેરે વિષે હું સિંઘ, યુવાચાર્યજી વગેરેની સલાહ ભલે લઉં, પણ આ વિષે નિર્ણય કરે તે મારા અધિકારમાં છે. હું ગમે ત્યાં રહું પણ શ્રીસંઘે તો એમ સમજવું જોઈએ કે, એઓ તે સંઘથી રિટાયર્ડ છે. ' : . જે કે શ્રી સંઘે મને જે પૂજ્ય પદવી આપી હતી તે તે યુવાચાર્યજીને આપી દેવામાં આવી છે, તે પણ અત્યારે મને પૂજ્ય કહેવામાં આવે છે. અને તે કારણે મારે પણ કોઈને કેાઈ રૂપમાં થેડેઘણે ભાર પણ વહન કરવો જ પડે છે. .. . . . કે ભગવાન ધર્મનાથને આપણે ભૂલી ન જઈએ એ આપણું ધ્યેય હોવું જોઈએ. આપણે હજી ઉપાસક છીએ એટલા માટે ઉપાસ્યને ભૂલી જવા ન જોઈએ. જો આપણે ઉપાસ્યને ન ભૂલીએ તો- * * * * .
. . . . . . . . . . ' , , , , तीर्थ कुर्वन्ति ' तीर्थाणि । સાથં વન્તિ શarfm t
सत्कर्म कुर्वन्ति कर्माणि ॥ જેમના આત્મામાં પરમાત્માની ભક્તિને પૂર્ણ પ્રકાશ પ્રગટો હેય તેમનાં ચરણ જ્યાં પડે ત્યાં તીર્થ જ છે. આથી વિપરીત જે લોકે પરમાત્માને ભૂલી જઈ કામ-ક્રોધાદિના પંજામાં સપડાઈ જઈ પૈસાના લેભમાં બીજાનું ગળું રેસે છે અને ઈશ્વરને પણ ગણુકારતા નથી તે કૃતધી લોકો વિષે શું કહેવું?
જે પતિતપાવન છે એ ઈશ્વરને, પિતાના નજીવા કામની સિદ્ધિ માટે, તજી દેવા અને હૃદયમાં નીચ લાલસાને સ્થાન આપવું તે ઘણું જ ખરાબ છે. એટલા માટે એ પતિતપાવન કરનાર પરમાત્માને કદાપિ ભૂલે નહિ. જો તમે પરમાત્માને તમારા હૃદયમાં સ્થાન આપવા ચાહતા હો તો તમે જે કાંઈ કામ કરે તે તેમને અનુકૂલ જ કરે અર્થાત તમારે તીર્થય બનવું જોઈએ. કારણ કે તમે પોતે જ તીર્થ છે ભગવાને કહ્યું છે કે – . चत्तारि समणसंघे पण्णत्ते तंजहा-समणाए समणिए सावयाए सावियाए वा ।
આ પ્રમાણે તમે શ્રાવકે પણ તીર્થરૂપ છે. તીર્થરૂપ હોવા છતાં જો તમે દુષ્કૃત્યો કરે તે શું તે તમારા માટે અનુચિત નથી? તમે મને પણ તીર્થરૂપ માને છે અને
Page #722
--------------------------------------------------------------------------
________________
· વદી ૧]
રાજકાટ-ચાતુર્માસ
[ ૬૧
એટલા માટે તમે અહીં આવ્યા છે. નાનાં તીર્થં મેટાં તીર્થી પાસે આવે છે. એટલા માટે મેટાં તીર્થાએ પણ એ વિચારવું જોઈએ કે, આ લેાકેા મારી પાસે જે વિશ્વાસની સાથે આવ્યા છે તે વિશ્વાસનેા ઘાત થવા ન જોઈ એ. તમે પણ તીરૂપ છે. તીર્થનાં જ્યાં ચરણુ પડે છે તે તી બની જાય છે. તીના માઢામાંથી જે શબ્દ નીકળે છે તે પણ તીના શબ્દ છે અને તી જે વાત કહે છે તે વાત પણ તીર્થ'ની વાત છે. એટલા માટે તમારે એવું એક પણ કામ કરવું ન જોઈએ, એવી એકપણ વાત કરવી ન જોઈએ અને એવા એક પણ વ્યવહાર કરવા ન જોઈએ કે જે તીને યાગ્ય ન હેાય.
તમેા બહેને પણ તીરૂપ છે; છતાં જે મુખેથી પરમાત્માનું ભજન કરા તે જ મુખેથી અપશબ્દ કે ગાળાગાળી ભાંડા એ કેટલું બધુ... ખરાબ કહેવાય! બહેને પોતે તીરૂપ છે એ વાત સમજતી નથી અને એટલા જ માટે કાલે રાવા ફૂટવાની કુપ્રથાને બંધ કરવાની પ્રતિજ્ઞા દેવા માટે મારે પણ ઊભું થવું પડયું હતું. જ્યારે તીને રાવા—કૂટવાને ત્યાગ કરવા માટે આટલું બધું કહેવું પડે તે બીજાએને કેટલું કહેવું પડે ? અને તી જ્યારે રાવા-ફૂટવાનું છેડી શકે નહિ ત્યારે બીજી ખરાબ વાત કેમ તજી શકશે? તીથે રાવાના ઢાંગ તા કરવા ન જ જોઈએ. સ્વાભાવિક આંસુ આવી જાય તો તેને કાઈ રોકી શકતું નથી. એવાં સ્વાભાવિક આંસુ તા ભગવાનના વિયાગથી સિંહ અણુગાર જેવાની આંખમાંથી પણ નીકળી પડયાં હતાં, પણ વ્યવહારના નામે રાવાના ઢાંગ કરવા એ પ્રથા ખરાબ છે. લેાકાએ રાવાની પ્રથાને પણ વ્યવહારનું નામ આપી દીધું છે; પણ આ વ્યવહાર નથી પણ ભૂલ છે. લગ્ન આદિની પ્રથા વ્યવહાર છે, નિશ્ચય નથી; પણ રાવાની પ્રથા તે। વ્યવહાર પણ નથી, એ તેા દેખીતી ભૂલ છે. વ્યવહાર તા તે કહેવાય કે જેના વિના સંસારનું કામ અટકી પડે,
આ જ પ્રમાણે પુત્રનું સગપણ તેના ભણુતરના ખર્ચ લઈ કરવુ એ પણ કયા પ્રકારને વ્યવહાર છે! આજકાલ કેટલાક લાકા પોતાની પુત્રીઓને એટલા માટે મેટ્રીક સુધી ભણાવે છે કે મેટ્રીક થયા વિના આજના ફેશનવાળા તેને પતિ તેને પસંદ કરતા નથી. આ પ્રમાણે ફેશનના ઢાંગમાં તણાઈ જઈ તે આજકાલ બહુ જ બળજબરી કરવામાં આવે છે અને દેખીતે વવિક્રય કરવામાં આવે છે. જ્યાં કન્યાવિક્રયની પ્રથા નથી પણ વરવિક્રયની જે પ્રથા બ્રુસતી જાય છે, તેને દૂર કરવામાં આવે તે અન્ય સ્થળે રાજકાટમાં કન્યાવિક્રય કે વરવિયની પ્રથા બંધ થઈ ગઈ છે એવા દાખલા આપી શકાય,
લગ્ન રૂપિયા સાથે કરવામાં આવે છે, કે રૂપિયા માટે કરવામાં આવે છે, કે કન્યાની સાથે કરવામાં આવે છે ? જો તીર્થની એવી ભાવના હોય કે, ‘હું રૂપિયા માટે લગ્ન કરું છું' તે તે તીને માટે સથા અનુચિત છે. શિક્ષણ કેટલું લીધું છે, શરીર તથા રૂપ કેવાં છે વગેરે જોવું–તપાસ કરવી તે તેા ઠીક છે, પણ કેટલા રૂપિયા આપે છે એ જોવું અથવા રૂપિયા માટે લગ્ન કરવા એ તીર્થને માટે કદાપિ યાગ્ય નથી માટે એ કુપ્રથાને ત્યાગ કરા.
જો રૂપિયા લેવા એ નીતિપક્ષ હાત તા તા એને ત્યાગ કરવા વિષે હું આગ્રહ કરત નહિ, પણ એ ચાકખી અનીતિ છે. અનીતિના કામને રાકવુ મારું કરીવ્યુ છે. એટલું જ નિહ. પણ એ તેા મારા ધર્મ છે. હું તમારા ગુરુ છું અને તમે મારા શ્રાવક છે. મારી જાણમાં કાઈ અનીતિનું કામ થતું હાય તા તેને રાકવું એ મારું કવ્ય છે, જો મારી નજર
૪૧
Page #723
--------------------------------------------------------------------------
________________
૬િ૮૨ ] શ્રી જવાહિર આખ્યાન સંગ્રહ
[ કારતક સામે કોઈ બકરાનો વધ કરતું હોય તો શું હું એ વધ રોકવાને ઉપદેશ નહિ આપું? બકરાનો વધ કરે છે તે પ્રત્યક્ષ પાપ છે પણ આ વરવિયથી ગુપ્ત કે પ્રકટરૂપે ન જાણે કેટલી મનુષ્યહત્યા થાય છે ? બંગાલને વિષે એવું સાંભળવામાં આવ્યું છે કે, ત્યાં એક પિતા પિતાની ભણેલી-ગણેલી પુત્રીના વિવાહ કરવા માટે મૂરતીયાઓને રૂપિયા આપી શકે એવી સ્થિતિમાં હતો નહિ, એટલે મૂરતીયાઓએ વિવાહ કર્યો નહિ. આ વાતની જાણ જ્યારે તેની પુત્રીઓને પડી કે, અમારા વિવાહ માટે પિતા દુઃખી થાય છે તે જીવીને શું કરવું છે? આમ વિચાર કરી એ છોકરીઓએ બળીને કે ડુબીને આત્મહત્યા કરી નાંખી. આ પ્રમાણે વરવિયની કુપ્રથાને લીધે સમાજમાં ઘેર કૃત્યો થયાં કરે છે. એટલા માટે એ અનીતિના ઘર કૃત્યને રોકવું એ મારું કર્તવ્ય છે. - તમે પોતે સ્વેચ્છાએ તમારા ઘરનું બધુંય કન્યાને આપી દે તે તેને કોઈ રોકતું નથી પણ કન્યાવાળાઓ પાસેથી રૂપિયા, મકાન, બંગલ અથવા ભણતરનું ખર્ચ માંગવું અથવા સોનુંરૂપું, કપડાંલત્તા, ઝવેરાત કે જમીન વગેરે માંગવું એ સર્વથા અનુચિત છે. આમ કરવાથી વ્યવહારને તે નાશ થાય છે પણ સાથે સાથે સન્તાનપ્રેમ તથા દયાભાવને પણ નાશ થાય છે, એટલું જ નહિ તેથી મહા અનર્થ પણ થાય છે.
હવે આ કુપ્રથાના ત્યાગ માટે તમો જે ઉભા થયા છો તેઓને આ અનર્થકારી પ્રથાને તમારી પાસે ત્યાગ કરાવું છું અને કહું છું કે, “વરના બદલામાં રૂપિયા લેવા પણ ન ચાહો તેમ દેવા પણ ન ચાહે. બીજા પાસેથી લ્યો પણ નહિ તેમ આપ પણ નહિ. સ્વેચ્છાએ લેવું દેવું જુદી વાત છે પણ મોઢે માંગીને લેવું અને ઠરાવીને આપવું એ કુપ્રથાને ત્યાગ કરે. તમે રૂપિયા લ્યો અને અમારી પુત્રીની સાથે વિવાહ કરે અથવા તમે આટલા રૂપિયા આપો તે વિવાહ કરીએ; આ પ્રમાણે કહીને લેવા-દેવાની પ્રથાનો ત્યાગ કરાવું છું.” (પ્રાયઃ બધા લેકેએ ત્યાગ કર્યો.)
* તમારા તરફથી મળેલી આ છેલ્લી ભેટ હંમેશાં મને યાદ રહેશે. હું તો એ જ ચાહું છું કે, તમારા બધાનું ભલું થાય તથા કલ્યાણ થાય અને એ જ શુભ દૃષ્ટિએ આ કુપ્રથાનો તમારી પાસે ત્યાગ કરાવું છું. - આજે સવારે ધ્યાન કરતાં મને જે વિચાર આવ્યો તેને ભાવ તમને બતાવો મને આવશ્યક લાગે છે, એટલે એ વિષે કહું છું. એક ફારસી કવિએ કહ્યું છે કે –
ઐરકુન અય ફલાં વ ગનીમતે સુમારે ઉમ્ર,
જë પેતર બામ બરાયટ કે ફલાં ન મેંદ. અર્થાત–“હે મારા મિત્રો ! સારાં કામો તમે કરી લે. કારણ કે તમારી આટલી ! બધી ઉંમર થઈ ગઈ એ તમારાં ભાગ્ય સમજે. તમે આટલા વરસના મોટા થશે એવો વિશ્વાસ કઈ રાખી શકે નહિ.” - મને પણ એવો વિશ્વાસ ન હતો કે હું ૬૨ વર્ષને થઈશ અને મારી ૬૨મી વર્ષગાંઠ રાજકોટના લકે ઉજવશે. વાસ્તવમાં શરીરના વિશ્વાસ જ શું છે ! જાડેજા ડૉકટર વિષે કાલે સાંભળ્યું કે તેમને બચાવવા માટે ૧૭ ડોકટરે એકઠા થયા હતા છતાં પણ તેઓ તેમને બચાવી શક્યા નહિ, કવિ કહે છે કે, “આ જીંદગીને કાંઈ ભરોસો નથી. માટે કઈ એમ કહે કે,
Page #724
--------------------------------------------------------------------------
________________
વદી ૧ ] રાજકેટ-ચાતુર્માસ
| [૬૮૩ અમુક માણસ દુનિયામાં ન રહ્યો, એ પહેલાં જ તું સારાં કામ કરી લે.” તમારે પણ આ કવિના કથન ઉપર વિચાર કરે જઈએ.
સારા કામનો પ્રારંભ કરવામાં વિલંબ કરવો ન જોઈએ. તમે જુઓ છો કે, તમારા સાથી મૂર્તિપૂજક લેકે તીર્થાદિમાં કેટલા રૂપિયા ખર્ચે છે અને તેઓ આગોદય સમિતિ વગેરે જ્ઞાનખાતામાં કેટલા બધા રૂપિયા ખર્ચી રહ્યા છે. પરંતુ તમો સ્થાનકવાસીને થોડોક પણ ખર્ચ કરવામાં કેટલો વિચાર કરવો પડે છે અને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે? તમારું સાહિત્ય પણ એવું ઊંચું છે કે, જે નિર્દોષ દેવને દેવ” અને “દયામય ધર્મને ધર્મ' માને છે. તમારું એ ઉચ્ચ કોટીનું સાહિત્ય પણ આજે કેવી દશામાં પડયું છે તે જુઓ! તમને તમારા સાહિત્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય તે તેને પ્રચાર કરવામાં જરાપણ વિલંબ કર ન જોઈએ અને દરેકે પોતાની શક્તિ અનુસાર સાહિત્ય-પ્રચારમાં સક્રિય સહકાર આપવો જોઈએ. આ પ્રમાણે સાહિત્ય દ્ધાર થાય તે તમારું અને બીજાનું કલ્યાણ જ છે. શાસ્ત્ર તે છે કે જેમાં ઉદારતા હોય. તમારા શાસ્ત્રમાં પૂર્ણ ઉદારતા છે તે પછી તેની પાછળ તમે કેટલા રૂપિયાને વ્યય કર્યો અને વિવાહ-શાદી વગેરેની ધમાલમાં કેટલા રૂપિયાને વ્યય કર્યો તેને પૂર્વાપર વિચાર કરે.
તમે સાધુમાગ હોવા છતાં તમને બીજાઓ કૃપ-લેભી કહે છે. સમ્યગદષ્ટિ થઈને કૃપણ રહેવું એ કેટલા આશ્ચર્યની વાત છે? જે કંઈ પુદ્ગલેનું સ્વરૂપ જાણે છે અને જે કઈ પુણ્ય-પાપને વિવેક કરી શકે છે તે કૃપણ રહી શકતું નથી. જે પાપમય કામ તો ત્યાગ કરતા નથી પણ પુણ્યના કામનો ત્યાગ કરી બેસે છે. તે સમદષ્ટિ કેવા પ્રકાર છે? માટે જાતિવિરુદ્ધ હાનિકારક ખાનપાનમાં અને કામકાજમાં પિતાની શક્તિને દુર્વ્યય ન કરતાં, ભગવાનને માર્ગ દીપે એવાં શુભ કાર્યોમાં તમારી શક્તિને સદુપયોગ કરે. જેમનામાં જેટલી શક્તિ હોય તેટલી શક્તિને ભગવાનના માર્ગને દીપાવવામાં ઉપયોગ કરવો જોઈએ. શારીરિક, માનસિક, વાચિક કે આર્થિક કોઈ પણ પ્રકારની શક્તિ તમારી પાસે હોય તે શક્તિને ભગવાનને ધર્મ ફેલાવવામાં ઉપયોગ કરે તે કલ્યાણું છે. કેટલાક લેકે પિતાની શકિતને સાહિત્યદ્વાર અને સાહિત્યપ્રચાર કરવામાં ઉપયોગ કરવા ચાહે છે, પણ તેઓ એકલા હોવાથી અને બીજાને સહકાર ન હોવાથી, કાંઈ કરી શક્તા નથી. એવા ઉત્સાહી લેકેને તમે સહકાર આપે કે જેથી ભગવાનનો માર્ગ દીપે અને તમારો ધર્મ અને તમારું સાહિત્ય પ્રકાશમાં આવે.
વે. શ્રી સંધના સેક્રેટરીએ તમારી પાસે ચાતુર્માસ દરમ્યાન થએલ કાર્ય અને દાનની સંક્ષિપ્ત નોંધ* વાંચી સંભળાવી તે બાબતમાં મારે કાંઈ કહેવાનું નથી. તેમ છતાં દયા સંબંધમાં જણાવવાનું કે સદરમાં જે કુતરાઓને મારવામાં આવતાં હતાં તે કુતરાઓને બચાવાનો પ્રયત્ન કરવામાં આવ્યા છે અને પોલીસના જે ઘડાઓ મારી નાંખવામાં આવતાં તેમને પણ પ્રયત્ન કરી બચાવી લેવામાં આવ્યા છે. આ પ્રમાણે દયાની પ્રેરણાથી આ બધુ થયું છે. પરંતુ દયાનો પહેલે અધિકારી તે તે છે કે જેમને તમારી ઉપર ઉપકાર છે.
ભારતમાં આજે ગાયની જે કતલ થાય છે તેમાં સરકારી સત્તાને પણ હાથ છે. એટલા માટે એ કાર્ય સરકારી સત્તાની સહાયતા વિના અટકાવી ન શકાય. પણ હમણાં
દાનની સંક્ષિપ્ત નેધ માટે પરિશિષ્ટ બીજું પાનું ૬૮૮ જુઓ.
Page #725
--------------------------------------------------------------------------
________________
૬૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
એવું સાંભળવામાં આવ્યું છે કે, હિંદના નવા ચૅયસરોય લૈર્ડ લિનલિથગોએ પણ કલકત્તાના કલખાનામાંથી આઠ ગાયો અને ભેંશોને છોડાવીને દિલ્હીની પાંજરાપોળમાં મોકલી આપેલ છે. આ વાત ૨૪મી નવેમ્બર ૧૯૩૬ના ટાઈમ્સ ઓફ ઈન્ડીયા Times of Indiaમાં છપાએલ છે. વૈયસયે તે છેને છોડાવ્યા એ કાંઈ મોટી વાત નથી, પણ ભારતનું જે પશુધન આજે કપાઈ-લૂંટાઈ રહ્યું હતું તેને બચાવવા સરકારી સત્તાનું પણ ધ્યાન ગયું છે એ મોટી વાત છે. જ્યાં આ પ્રમાણે પશુધન દરરોજ લૂંટાતું હોય, જ્યાં આ પ્રકારની અનીતિ ચાલતી હોય ત્યાં કલ્યાણની આશા શી રીતે રાખી શકાય ?
જે રાજસત્તા પશુધનને કાપવામાં-લૂંટવામાં સહાયતા દેતી હતી, તે રાજસત્તા પશુધનને જ્યારે બચાવવાના પક્ષમાં આવી છે ત્યારે જે તમારા તરફથી કાંઈક વિશેષ પ્રયત્ન કરવામાં આવે તે શું પશુઓને આ રીતે થતે નાશ બંધ થઈ ન શકે?
મુંબઈને વાંદરા અને કુરલાને કસાઈખાનામાં થતાં પશુવધથી મારા હૃદયમાં જે આઘાત પહોંચ્યા હતા અને આ બાબત મુંબઈ-ઘાટકોપરમાં મેં વ્યાખ્યાનમાં જનતાની સંમક્ષ કસાઈખાનામાં કલ્લ થતાં જીવેની અરેરાટીનું જે ચિત્ર રજુ કરી છવદયા માટે પ્રયત્ન કર્યો હતો, તેના પરિણામે શ્રોતાઓ ઉપર તેની સારી અસર પડી હતી અને ઘાટકોપર છવદયા સંસ્થા સ્થાપી તેઓએ જેને યથાશક્તિ બચાવવાને સક્રિય પ્રયાસ પણ કર્યો હતો. તેઓ મુંબઈનં કતલખાનામાં કપાતાં બધાં છોને તે કેમ બચાવી શકે ? પણ હા, તેઓએ શક્તિ પ્રમાણે છોને બચાવવા પ્રયત્ન કર્યો હતો અને હજી કરી રહ્યા છે. - જ્યારે હૃદયમાં સદ્દભાવના જાગે છે ત્યારે નાનું સરખું કામ પણ મોટું રૂપ ધારણ કરી લે છે. આવા સમયમાં કે જ્યારે જીવને બચાવવામાં વૈયસરોયની સહાયતા મળી શકે તેમ છે ત્યારે જે વિશેષ સક્રિય પ્રયત્ન કરવામાં આવે તે ઘણું જીવોની રક્ષા થઈ શકે એમ છે. એટલા માટે આ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે. જે લેકેમાં આ પ્રકારને પ્રયત્ન કરવાની શકિત છે તેઓએ આ વિષે પ્રયત્ન કરવો જોઈએ અને જેઓમાં આવી શક્તિ નથી તેઓએ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરવી જોઈએ કે:- .
ધર્મ જિનેશ્વર મુઝ પિવડે બસે, પ્યારા પ્રાણ સમાન;
કબડું ન બિસરું હો ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન હે ! પ્રભુ ! જો તમારું તેજ મારા હૃદયમાં આવી જાય તે હું અનંત શક્તિશાળી બની જાઉં અને મારી બધી સાંસારિક ભાવના પણ શાન્ત થઈ જાય.
જો કે ચમાસી પ્રતિક્રમણ કરતાં મેં બધા ને ખમાવ્યા છે પણ મારે ખાસ સંબંધ તમારી સાથે છે. ઉપદેશનું કામ ઘણું બારીક છે અને ઈચ્છા ન હોવા છતાં પણ એવી કોઈ વાત કહી દેવામાં આવી હોય કે જેથી આ ચાતુર્માસ દરમ્યાન તમારું કોઈનું મન કચવાયું છે કે દુઃખ થયું હોય, તે હું બધાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા બધાને ફરી ખમાવું છું અને બધાનું કલ્યાણ થાઓ એ જ ચાહું છું.
સમાપ્ત
وننننننننونية
Page #726
--------------------------------------------------------------------------
________________
રાજકેટ ચાતુર્માસ . [૨૮૫ પરિશિષ્ટ પહેલું
વિહાર નેંધ [જેઠાણું સ્ટેશન (મારવાડ) થી રાજકેટ શહેર સુધી ]
શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજ સાહેબે સંવત ૧૯૯૧નું ચાતુર્માસ શ્રી રતલામમાં કરેલ ત્યાંથી લગભગ ૨૨૫ માઈલનો વિહાર કરી પૂજ્યશ્રી ખ્યાવર અને ત્યાંથી જેઠાણ ગામે પધાર્યા હતા. શ્રી જેઠાણું (મારવાડ)માં પૂજ્યશ્રી જવાહરલાલજી મહારાજ સાહેબને ચાતુર્માસ માટે રાજકોટ શ્રીસંધે, જોધપુર શ્રીસંધે, બીકાનેર શ્રીસંઘ, અજમેર શ્રીસંઘે, આદિ શ્રીસંઘએ, વિનંતિ કરી હતી જેના જવાબમાં પૂજ્યશ્રીએ સંવત ૧૯૯૨ના ચૈત્ર સુદી ૫ તા. ૨૯-૩-૩૬ ને રવિવારને દિવસે ફરમાવ્યું હતું કે –
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને ખુલ્લાં રાખી, સામ્પ્રદાયિક કોઈ કાર્ય આવી પડે અને તે કારણે કઈ પ્રકારની રોકાણ થઈ જાય તો તે વાત જુદી છે, નહિ તે સુખ-સમાધિએ કાઠિયાવાડ તરફ રાજકેટ–ચાતુર્માસને માટે વિહાર કરવાનો ભાવ છે. રોકાઈ જવાનું કારણું ઉપસ્થિત થાય તે રાજકોટ શ્રીસંઘને તેની સૂચના આપવામાં આવે અને શ્રી સંધ મને ઉદારતાપૂર્વક મુક્ત કરે.”
આ પ્રમાણે રાજકેટ-ચાતુર્માસ માટે પૂજ્યશ્રીએ ફરમાવ્યું હતું અને સંવત ૧૯૯૨ ચિત્ર શુકલા ૬ ને દિવસે રાજકોટ તરફ જેઠાણાથી વિહાર કર્યો હતો. પૂજ્યશ્રીની સાથે મુનિશ્રી વક્તાવરજી મ., મુનિશ્રી સૂરજમલજી મ., મુનિશ્રી મેહનલાલજી મ., મુનિશ્રી શ્રીમલજી મ., મુનિશ્રી ચુનિલાલજી મ., મુનિશ્રી મોતીલાલજી મ., મુનિશ્રી ગોકુલચંદજી મળ, મુનિશ્રી કુલચંદજી મ., આદિ સંતે હતા.* * *
જેઠાણાથી રાજકોટ સુધીના લગભગ ૪૫૦ માઈલના પૂજ્યશ્રીના વિહારની સંક્ષિપ્ત નોંધ આપવી યોગ્ય જણાયાથી નીચે પ્રમાણે આપવામાં આવે છે. સંવત્ ૧૯૯૨ ચિત્ર શુકલા ૬ ને દિવસે જેઠાણું (મારવાડ) થી
કાઠિયાવાડ તરફ વિહાર માઈલ ગામ જૈન ઘર | માઇલ ગામ જૈન ઘર ખરવા ૩૦
| ૫ ખ્યાવર - ૪૦૦ ૩ ચાકી (પીપલેદા)
ચિત્ર શુકલા ૧૧ ને ગુરુવારને દિવસે ખ્યાવરથી વિહાર ૩ જાલિયા
૪ | ૭ બર
૨૫ ૬ સેંદડા
૬ રાયપુર * મુનિશ્રી સૂરજમલજી મ. મુનિશ્રી શ્રીમલજી મ. અને મુનિશ્રી ચુનીલાલજી મ. સં. ૧૯૯૧ નું ચાતુર્માસ અહમદનગરનું હોવાથી, તેઓ અહમદનગરથી જેઠાણ સુધી લગભગ ૬૦૦ માઇલને વિહાર કરીને આવ્યા હતાં. અને ત્યાંથી પૂજ્યશ્રીની સાથે કાઠિવાડ તરફ આવેલ હતા.
Page #727
--------------------------------------------------------------------------
________________
ગૂઠા
છે
૬૮૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ માઈલ ગામ જન ઘર | | માલ ગામ જન ઘર
૨૦
જા બગડી ૧૦૦ પીપલ્યા
| ૪ સીયાટ ૧૨ કરમાસ ચંડાવલ સ્ટેશન ૧ મેસરી) | ૬ સેજત ૩૦૦
(પૂજ્યશ્રી સેજતથી પાલી ગયા હતા. શ્રી મેહનલાલજી મ., શ્રી સૂરજમલજી મ. તથા શ્રી ગોકુલચંદજી મ. આદિએ સેજતથી સીધે વિહાર કર્યો હતે.)
સેજતથી પાલી. ધનાવ ૧૨
૫ જાડણ રા મઠ
૨૫૦. પાલીથી પાલણપુર ભેસાણ ૧૫ (તેરાપંથી) | ૬ બેડા ૧૦૦ (સવેગી) દુધેડ ૨૫ (સંગીતેરાપંથી) ૬ નાના ૧૦૦ (૨) ખારચી સ્ટેશન ૨૦ )
સાદલવા ૨૫ (સરદારના) બાવરો
પીડવાડા ૧૦૦ (સંવેગી) ધાબલી ૨ (સંવેગી તેરાપંથી) ૫ ૫ કેજરી - ૯ ( , ) ૪ વીમાલિયા ૧૫
પેશવા
- ૨૦ ( , ).
૧૫
૧
ઢાંકડી
વાવાસ
- પાલી
ધિનારી
૨૦ ( , ).
૨
૨
૮૦ (સંવેગી) ૧૦ (0) ૨૦ ( , ) ૧૫ (2)
રા
ખાંડ “ કરવા ' બાલરાઈ હેલારાગામ નરહયા - કેનપરા શ્રામી સાંડેરાવ
૨
૫
૨૦ (સંવેગી) ૬૦ સ્થાનકવાસી ૪૦૦ (સવેગી) ૨૦ (સવેગી)
ભાવરી એડવાણીયા ભારજા કિરવલી ખરેડી બીસડા આચલ, કીડાતર સરેતરા ઈકબાલગઢ ચીત્રાસણી પાલણપુર
સિંદ
નેતર
૬ (અગ્રવાલ) ૧૨
શીવગંજ
૫૦૦ (સંવેગી)
| દા
બાદલું
Page #728
--------------------------------------------------------------------------
________________
૨૫
એઠાણું
”
“
છે
રાજકોટ–ચાતુર્માસ
[૬૮૭ સંવત ૧૯૯ર વૈશાખ વદી ૧૧ ને દિવસે પાલણપુરથી વિહાર માલિ ગામ જન ઘર | ભાઇલ ગામ ' જન ઘર જગાણું ૨૫
બોરિયાવી મંજાબ
જોટાણા ધારેવાડ
બાલસાસણું સિદ્ધપુર
ભોંયણી કામલી સ્ટેશન ૨૦
તરોજ ઊંઝા ૧૦૦
કાંજ ૧૦
૨ રામપુરા પાઉ
જો કેડા ૮૦ પૂલનિએ * ૦.
પા જકશી સ્ટેશન ૦ મેસાણા ૪૦૦
વીરમગામ ૨૦૦ સંવત ૧૯૨ જેઠ સુદી ૮ ને દિવસે વીરમગામથી વિહાર
મુળી ૧૦૦ સાબલી ગામ )
સમાસર, ૨ સાબલીડ સ્ટેશન છે
૬ ડિલીયા ૬ ૬ ઢાંકી (લીલાપુર રેડ)૧
શાહ૫ર લીલાપુર
ચોટીલા લખતર * ૧૫૦
ચોરડી બાપાદરા
બામણબોર રાજપરા ૧૨ વઢવાણ ૪૦૦
કુહાડવા વઢવાણુ કાંપ ૪૦૦
માલીયાસણ ગોદાવરી
રાજકોટ સદર (જેઠ વદ ૧૩ બુધવાર) સંવત ૧૯૯ર અષાડ સુદી ૩ સોમવારને દિવસે રાજકેટ નગર પ્રવેશ અને ચાતુર્માસ
•
=
• .. •
•
=
=
6
Page #729
--------------------------------------------------------------------------
________________
૬૪૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ પરિશિષ્ટ બીજું [ શ્રી રાજકેટના સંવત્ ૧૯૨ ના ચાતુર્માસ દરમિયાન જુદાં જુદાં
ખાતાંઓને અંગે ફંડફાળા વગેરે થએલ તેની સંક્ષિપ્ત નેંધ]
રૂા. પ૦૩ શ્રીસૂત્રકૃતાંગ સૂત્રના પ્રકાશન | રૂા. ૨૧૫ર અહમદનગર પ્રાંતના દુષ્કાળ માટે.
નિવારણ માટે. ૩૦૦૧ શ્રીમાન શેઠશ્રી છગનલાલજી
૩૦૧ શ્રીમાન વેલજી શામજી મૂયાબલુન્દાવાળા બેંગલેર
વીરાણી–રાજકોટ. પૂજ્યશ્રીના જન્મોત્સવ
૨૦૧ શ્રીમાન ચત્રભુજ કચરા પ્રસંગે
લાખાણી–રાજકેટ. ૧૦૦૧ શ્રીમાન શેઠશ્રી લક્ષ્મીદાસ
૧૬પ૦ જુદા જુદા ભાઈઓ બહેને પીતામ્બરદાસ, રિબંદર,
તરફથી. ૫૧ શ્રીમાન શેઠશ્રી ચુનીલાલ નાગજી વારા રાજકોટવાળા,
૨૧૫ર ૧૦ શ્રી રાજકેટ સંધના |
રૂા. ર૫૦૦ શ્રીરાજકેટ પાંજરાપોળના " ભાઈઓ તથા બહેને
જાનવરના સામાન્ય ચાલુ તરફથી.
નીભાવ માટે. પy૦૭ :
૨૫૦૦ શ્રીપર્યુષણમાં અલગ અલગ રૂ. ૧૮૭૨ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના
ભાઈઓ તથા બહેને તરવ્યાખ્યાનના પ્રકાશન માટે.
ફથી ફાળો થયો તે. ૧૦૦૧ શ્રીયુત ચુનીલાલ નાગજી | ક. ૩૮પ૭ શ્રી રાજકેટ પાંજરાપોળના વેરા–રાજકોટ
કાયમી નીભાવ અથે ૨૫૧ શ્રીમાન દુર્લભજી ત્રીભોવન
૧૧૦૨ શ્રીયુત કાનજી પાનાચંદ દાસ ઝવેરી-મોરબી.
ભીમાણી રાજકોટ તરફથી. ૨૧૦ શ્રીમાન અમૃતલાલ રાયચંદ ઝવેરીના ધર્મપત્ની
૫૫ પૂજ્ય આચાર્ય મઅ. સૌ. કેસરબહેન
હારાજશ્રી જવાહિરમુંબઈ.
લાલજી મહારાજ સા
હેબની જન્મતીથિમાટે ૨૧૦ શ્રીમાન રતનચંદ ગગલચંદ ઝવેરીના ધર્મપત્ની
૫૫૧ તેમના ધર્મપત્નીના ગં. સ્વ. ચંપાબાઈ મુંબઈ.
આત્મહિતાર્થે. ૨૦૦ જુદા જુદા ભાઈઓ તથા
૧૧૦૨ બહેને તરફથી.
૫૫૧ શ્રીયુત રેવાશંકર જાદવજી ૧૮૭૨
ઉદાણી, રાજકોટ,
Page #730
--------------------------------------------------------------------------
________________
રાજકોટ–ચાતુર્માસ,
[૬૮૯ ૫૫૧ શ્રીયુત હરીલાલ શીરાજ | રૂ. ૨૫૦૦ મીજબાને તરફથી સહાયતા
દેશી, રાજકોટ , પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના દર્શન ૫૫૧ શ્રીયુત હરીલાલ રૂઘનાથ
નાથે કાઠીઆવાડ તથા રાજપુતાના, ગાંધી, રાજકોટ
મારવાડ વગેરે પ્રદેશમાંથી મીજ૫૫૧ શ્રીયુત ભાણજી કાળીદાસ
બાને આવતાં તેના તરફથી બાઘાણી, રાજકોટ
રાજકેટની સંસ્થાઓ જેવી કે ૫૫૧ શ્રીયુત પ્રાણજીવન નારણજી
પાંજરાપોળ, જેન બેડીંગ, જેન પારેખ, રાજકેટ
બાળાશ્રમ, જૈનશાળા, શ્રાવિકા
શાળા વિગેરેને સહાયતા મળી છે. ૩૮૫૭.
રૂા. ૧રપ શ્રી સંઘના લ્હાણું માટે રૂા. ૧ર૦૦ શ્રી જન ગુરુકુળ-ખ્યાવરના
શ્રીમન શેઠ તારાચંદજી પુનમચંદજી નિભાવ માટે પાંચ વરસ સુધીની
ગેલડા, મદ્રાસવાળા તરફથી શ્રી નવ તિથિ તરીકે
રાજકોટના સકળ જેનસંધમાં પીરૂ. ૧૦૦૦ શ્રી રતલામ હિતેચ્છુ શ્રાવક 1 તળની થાળીનું વહાણું કર્યું તેના. મંડળ માટે
રૂ. ૧૦૦ શ્રી ઘાટકેપર જીવદયા સંસ્થાને ૫૦૦ શ્રીમાન શેઠ લક્ષ્મીદાસ
પીતાંબર, પોરબંદર. પહેલા ! રૂા. ૧૦૦ શ્રી હરિજન ફંડમાં પૂજ્ય મહાત્મા વર્ગના સભ્ય તરીકેનું
ગાંધીજી પૂજ્ય આચાર્ય મહારાજલવાજમ
શ્રીની મુલાકાતે પધારતાં તેની ૨૦૦ બીજા વર્ગના બે સભ્યો
ખુશાલીમાં હરિજન ફંડમાં. તરીકેના લવાજમના રૂ. ૨૫૦ શ્રી જીવદયા ખાતે પૂજ્ય આચાર્ય ૩૦૦ ત્રીજા વર્ગના સભ્ય તરીકે
મહારાજશ્રી અમુલખઋષિજી મહાની ફીના તથા ઈનામ માટે | રાજ તથા બાળ બ્રહ્મચારી મહા
સતીજી શ્રી પાર્વતીબાઈ સ્વામી ૧૦૦૦
કાળધર્મને પામતાં જીવદયા ખાતે. રૂ. ૧૫૦૨ શ્રી કાઠીઆવાડ નિરાશ્રિત બાળાશ્રમને સહાયતા
- રૂા. ૧૩૨૫ શ્રી સ્વામી વાત્સલ્યનાં જમણ ૫૦૧ રાવસાહેબ શેઠ ગંભીરમલજી
માટે ફાળે થએલ તે,
રૂ. ૮૬૦૦ શ્રી ચાતુર્માસ સમિતિ–બાબતે લક્ષ્મણદાસજી, જલગાંવ ૨૫૧ શ્રીમાન શેઠ બરધભાણજી
મીજબાના ભેજન ખર્ચ નથમલજી પિત્તલીઆ,
માટે.
૧૦૦૦ શ્રીમાન શામજી વેલજી વીરતલામ ૭૫૦ જુદા જુદા મારવાડી મીજ
રાણી, રાજકોટ બાન ભાઈઓ તથા બહેનો
૬૨૫ શ્રીમાન રામજી માણેકચંદ તરફથી
દેશી, રાજકોટ.
૫૦૦ રાવસાહેબ ઠાકરશી મકનજી ૧૫૦૦
ઘીઆ, રાજકોટ
Page #731
--------------------------------------------------------------------------
________________
૬૯૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
૫૦૦ શ્રીમાન અમૃતલાલ વર
૧૭૫ મીમાન ગોપાલજી ભીમજી પાલ પારેખ, રાજકોટ
પારેખ, રાજકેટ, પ૦૦ શ્રીમાન તલકશી માણેકચંદ | - કવરપ જુદા જુદા ભાઈઓ તરફથી દેશ, રાજકોટ
૮૬૦૦. ૫૦૦ શ્રીમાન ચુનીલાલ નાગજી [ઢઃ આ ફંડમાં જે વધારે રહેવા પામેલ વોરા, રાજકોટ
તે ધણીવાર પાછો આપવામાં આ ૩૭૫ શ્રીમાન કાનજી પાનાચંદ | વેલ હતો
ભીમાણી, રાજકેટ | રૂા. ૫૦૦ થી વળામણના સ્વામી ૨૫૦ ડેવર નસીંહદાસ ત્રીક
વત્સલ માટે શ્રીમાન ન્યાલચંદ યજી ઠારી, રાજકોટ
સેમચંદ દફતરી રાજકાઢવાળા ૨૫૦ ડોકટરરાવસાહેબ લલ્લુભાઈ
તફથી. છગનલાલ શાહ, રાજકેટ | રૂા. ૨૫૦ શ્રી જ્ઞાન ખાતા માટે–શ્રીમાન ૨૫ શ્રીમાન જગજીવન હેમ- | કરસનજી દેવરાજ વકીલ, રાજોટ રાજ મોદી, રાજેકેટ
તરફથી
આ ઉપરાંત ચાતુમાસ દરમ્યાન વખતોવખત પ્રભાવના, તપસ્યાવાળાને હેણિ, પિષધવ્રતવાળાને પારણું, મીજબાને પ્રીતિભોજને, સિજાતા ધર્મભાઈઓને સહાયતા, જેનશાળાના બાળને ઈનામે, મારવાડી તપસ્વી ભાઈ માણેકચંદજીને પારણ એછવને વરઘોડે વગેરે અનેક રીતે ધર્મપ્રભાવને થએલ હતી.
Page #732
--------------------------------------------------------------------------
________________
રાજકેટ–ચાતુર્માસ
[ ૬૯૧
પરિશિષ્ટ ત્રીજું
સંવત ૧૯૦ર ના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પાસે
સજોડે શીયળવ્રત લેનારાઓની શુભ નામાવલી
-
-
-
૧ મહેતા વાલજી અમુલખ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. મોતીબાઈ ૨ શ્રીમાન શેઠ તારાચંદજી પુનમચંદજી ગેલડા, મદ્રાસ તથા તેમનાં ધર્મપત્ની
અ. સૌ. રામસખી કુંવરબાઈ. ૩ કામદાર ડાહ્યાલાલ ગોરધમ કંડોરણાવાળા તથા તેમનાં ધર્મપત્ની એ. સૌ. મણીબાઈ ૪ મહેતા મનસુખલાલ નારણજી બાલંભાવાળા તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. પ્રેમબાઈ ૫ શ્રીયુત ચુનીલાલ નાગજી વોરા, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની એ. સૌ. સાંકળીબાઈ ૬ શેઠ ન્યાલચંદ હંસરાજ રાજકેટ તથા તેમના ધર્મપત્ની અ.સૌ. કેસરબાઈ ૭ મહેતા રેવાશંકર રણઝેડ રાક્ટોઢ તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ. અમૃતબાઈ. ૮ શ્રીયુત લક્ષમીચંદ નરભેરામ ભીમાણી, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. ડાહીબાઈ. ૯ પારેખ મણીલાલ નાનચંદ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. અમૃતબાઈ ૧૦ શાહ ધારશી જેઠાભાઈ, રાજકેટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. રળીઆતબાઈ. ૧૧ શાહ ઠાકરશી ખેતશી, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. છવાઈ. ૧૨ કોઠારી મોતીચંદ કાળીદાસ, રાજકોટ તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ. સમસ્તબાઈ. ૧૩ શ્રીયુત અમૃતલાલ માનસંગ પારેખ, લોધીકાવાળા તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. જુમખબાઈ
શીયલવ્રત અંગીકાર કરનારા ઉપરના દરેક ભાઈને શ્રી રાજકેટ સંધ તરફથી ગરમ સાલ તથા દરેક બહેનને સૌભાગ્યને સાડલે પિશાક તરીકે આપવામાં આવેલ હતાં
તેમજ શ્રીયુત જેચંદ અસમર કાઠારી તથા તેમની દીકરી અ.સૌ. મણીબાઈ તરફથી દરેકને
ચાંદીના રકાબી પ્યાલાની ભેટ આપવામાં આવી હતી.
Page #733
--------------------------------------------------------------------------
________________
૬૯૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ પરિશિષ્ટ ચોથું
.
સંવત ૧૯૯૨ ના ચાતુર્માસ દરમ્યાન રાજકેટમાં થએલી
| મેટી તપશ્ચર્યાની નોંધ
શ્રી સન્ત મહાત્માઓએ કરેલી તપશ્ચર્યા - પૂજ્ય આચાર્યશ્રી ૧૦૦૮ શ્રી જવાહિરલાલજી મહારાજ સાહેબે પહેલાં અઠમ તપ અને પર્યુષણ બાદ છ અપવાસ-છકાઈની તપશ્ચર્યા કરી હતી.
તપસ્વી મુનિશ્રી ફુલચંદજી મહારાજે ૧૫ પંદર ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. મુનિશ્રી સૂરજમલજી મહારાજે ૯ નવ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. મુનિશ્રી મેહનલાલજી મહારાજે છકાઈની તપશ્ચર્યા કરી હતી. મુનિશ્રી મોતીલાલજી મહારાજે પાંચ અપવાસની તપશ્ચર્યા કરી હતી.
- ભાઈઓ તથા બહેનોએ કરેલ તપશ્ચર્યા મારવાડી શ્રાવક બંધુ તપસ્વી માણેકચંદભાઈએ ૩૧ ઉપવાસની તપશ્ચર્યા. - અ. સૌ. કસુંબાબાઈ તે દેશી ભગવાનજી ચત્રભુજના ધર્મપત્નીએ મા ખમણ-૩૦
ઉપવાસની તપશ્ચર્યા. પંદર અપવાસની તપશ્ચર્યા: એક બહેને કરી હતી. અઠાઈ તપ = ૧૩; છકાઈ તપ = ૧૫.
મા ખમણ જેવી મેટી તપશ્ચર્યા કરનારાઓને શ્રી સંધ તરફથી ષિાક આપવાને રીવાજ હઈ શ્રી માણેકચંદભાઈ તથા અ.સૌ. કસુંબાબાઇને શ્રી સંધ તરફથી પિાષાક આપવામાં આવેલ હતા.
વસંત પ્રિન્ટિંગ પ્રેસમાં ચીમનલાલ ઈશ્વરલાલ મહેતાએ છાપ્યું.
ઘીકાંટા રોડ-ઘેલાભાઈની વાડી–અમદાવાદ.
Page #734
--------------------------------------------------------------------------
________________
પાનું
૩૦૩
૩૭૫
३७७
૩૭૭
૩૯૨
૪૦૧
૪૧૧
૪૧૨
૪૩૨
૪૪૦
૪૪૧
૪૫૦
૪૫૩
૪૫૬
૪૫૮
૪૦
૪૯૬
૪૯૮
૫૦૦
૫૦૮
૫૦૯
૫૧૮
૫૧૮
૫૫૩
૧૮૪
૬૧૦
૬૧૦
૧૬
૬ પર
૬૬૧
}}}
}૭૦
૬૭૩
પતિ
૯
3
૩
૨૧
૧૫
૩૬
૨૦
૨૨
૨૩
૨૯
છ
૫-૬-૧૫-૧૬-૨૯ ઢાળી
૧૩–૧૭
ક્ષિપ્ર
કવળ
સુદર્શનને શૂળી વિષે
તેનું
કૌરવા
આપી
કાપી
સમાજમાં
૩૦
૧૪
૩૨
૩૪
૫
૪
ર
૨૪
૨૪
શુદ્ધિપત્ર
અશુદ્ધ
*
૩૪
૧૯
૨૦
૨૬
૧૩
૧૪
૩૪
૨૧
૨૧
विबुधार्चित पादपीठ
ફૂટશાલી
વ
વિચારા
છે
સુમતિ
હું
અનિષ્ટ નેમી
સગરને
અસારે યાં
ચાહવા
જા
અનાવાની
સનાથ મટી
વિચલિત થયા
પ્ર ત
ईश्वर परिधानाद्वा
–પરિધાન
રિણી
તે મુનિના
સમુચ્ય રૂપે
શિથિલતા રાખવામાં
તું
पराणिय
શુદ્ધ विबुधार्चितपादपीठ ! ફૂટશાલ્મલી
ભ
વિકારા
દારી
ક્ષિપ્ત
કેવળ
સુદર્શનને શુળી ચડાવવા વિષે
તેને
પાંડવા અને કૌ
આપવા દઈ
કાંભી
સમજમાં
છું
સિમિત
તું
અરિષ્ટનેમી
સાગરને
અસારે જ્ઞાની ચાં
મારવા
જો
અનવાની
અનાથ મટી વિચલિત ન થયા
પ્રીતિ
ईश्वर प्रणिधानाद्वा
—પ્રણિધાન
હિરણીએ
તે મુનિને
સમુચ્ચય રૂપે શિથિલતા ન રાખવામાં
તે
पराणि य
Page #735
--------------------------------------------------------------------------
Page #736
--------------------------------------------------------------------------
_