________________
વદી ૬ ].
રાજકેટ-ચાતુર્માસ
| [૨૩૧
તમે લોકો એમ માનતા હશે કે, કોઈ ચીજને જોઈ લીધી એટલે તે વાત સમાપ્ત થઈ ગઈ પણ વાસ્તવમાં એમ નથી. જે કોઈ ચીજ જોવામાં આવે છે તેને સંસ્કાર કામણ શરીર ઉપર પણ પડે છે. આ જ કારણે ઠાણાંગ સૂત્રમાં રિદિપ ક્રિયા અર્થાત દેખવા માત્રથી પણ ક્રિયા લાગે છે એમ કહ્યું છે, કારણ કે, કામણ શરીરમાં તેને સંસ્કાર પડે છે. કાર્માણ શરીરમાં તેને સંસ્કાર કેવી રીતે પડે છે તે એક ઉદાહરણુઠારા બતાવું છું:
વડનું વૃક્ષ કેટલું મોટું હોય છે. તે ભારતમાં જ પેદા થાય છે, બીજી જગ્યાએ પેદા થતું નથી. હવે કોઈ અહીંથી વડનું વૃક્ષ લઈ ગયું હોય તે તે વાત જુદી છે. જે તમે વડના વૃક્ષ ઉપરથી શિક્ષા લે તે પણ તમે તમારી ઘણી ઉન્નતિ કરી શકે છે. વિષ્ણુને વરશાયી કહેવામાં આવે છે. તેને શો અર્થ છે એ કહેવાને અત્યારે સમય નથી, અત્યારે તે એટલું જ કહું છું કે, વડનું ઝાડ કેટલું બધું મોટું હોય છે અને તેનું ફળ કેટલું નાનું હોય છે ! ઝાડને જોતાં તેનું ફળ બહુજ નાનું જણાય છે ! તે ફળથી પણ નાનું તેનામાં રહેલું બીજ હોય છે. વૃક્ષથી નાનું ફળ હોય છે અને ફળથી નાનું બીજ હોય છે. બીજને હાથમાં લઈ કોઈ એમ કહે કે, આ બીજમાં વડનું ઝાડ છે, તે તમેજ પૂછશો કે, આ બીજમાં ક્યાં વૃક્ષ છે તે બતાવો? પરંતુ જે બુદ્ધિમાન હશે તે તો એમ કહેશે કે, આ બીજમાં વૃક્ષ તે અવશ્ય છે પણ તે એમ દેખી શકાતું નથી, પરંતુ પાણી અને માટીના સંગથી બીજમાં વૃક્ષ દેખી શકાય છે. અત્યારે જે બીજમાં વૃક્ષ દેખાતું નથી તેજ બીજમાં પણ વડનું વૃક્ષ રહેલું છે.
ભગવાન કહે છે કે, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ એ શરીરનાં પાંચ ભેદ છે. આ ઔદારક શરીરમાં એક કામણ શરીર હોય છે. તમે જે કાંઈ જુઓ છો, સાંભળો છો કે સ્પર્શ કરે છે તે બધાને સંસ્કાર એ કાર્મણ શરીરમાં રહે છે; અર્થાત આશ્રવ સંબંધી બધાં કામોને સંસ્કાર એ કામણ શરીરમાં હયાત હોય છે. કોઈ એમ કહે કે, કાશ્મણ શરીર કેવું હોય છે અને તેમાં સંસ્કાર કેવી રીતે રહે છે એ અમને બતા? તે આમ કહેનારને બીજમાં જેમ વૃક્ષ રહે છે તેમ કાર્માણ શરીરમાં સંસ્કાર રહે છે એમ કહી શકાય. જે પ્રમાણે બીજમાં વૃક્ષ જોવામાં આવતું નથી પણ સંયોગને પામી તે બીજમાંથી વૃક્ષ પેદા થઈ જાય છે, તે જ પ્રમાણે કામણ શરીરમાં રહેલા સંસ્કાર પણું સંગને પામી દેખાવા લાગે છે. મૃત્યુ થયા બાદ આ ઔદારિક શરીર છૂટી જાય છે પણ કાર્પણું શરીર જીવની સાથે જ જાય છે. કાશ્મણ શરીરને લિંગ શરીર પણ કહે છે. તે જીવની સાથે જ બીજા ભવમાં જાય છે, અને તે શરીરમાં રહેલા સંસ્કારો તે ભવમાં પ્રકટ થાય છે. જે પ્રમાણે પ્રતિકુલ સંગમાં વડનું બીજ વૃક્ષ પેદા કરતું નથી, અર્થાત વૃક્ષરૂપે તે ફુલીફાલી શકતું નથી તેજ પ્રમાણે કામણ શરીરમાં રહેલાં સંસ્કારો બીજાં સંસ્કારોદ્વાર નષ્ટ પણ થઈ જાય છે, એટલા માટે કઈ કઈવાર તે સંસ્કારો પ્રકટ થતા નથી પરંતુ તમે પાપ કે પુણ્ય જે કાંઈ કરે છે તે બધાને સંસ્કાર કાર્મણ શરીરમાં અવશ્ય રહે છે. આ જ પ્રમાણે તમે જે જુએ છે, તે જોવું પણ ત્યારે પૂરું થઈ જતું નથી, પણ તેને સંસ્કાર રહી જાય છે, એટલા માટે આંખોને કેવી રીતે સદુપયોગ કરે તે વિષે ઊંડે વિચાર કરો.