________________
૨૩૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[શ્રાવણ બદલે દુ:ખદાયક થઈ પડી. આ ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે, પારકી વસ્તુ પિતાની માની આનંદનું સાધન માન્યું છે તે વિવશતા કે દુ:ખનું કારણભૂત બની.
આત્માથી પણ એજ ભૂલ થઈ રહી છે કે, વાસ્તવમાં તે જેને જુએ છે તેને ભૂલી જાય છે અને બીજાને વશ થઈ જાય છે. જેને જોવું જોઈએ તેને જોતું નથી પરંતુ બીજા જુદા જ પદાર્થોને જેવા મંડી પડે છે, આ રીતે તે આંખોને વશ થઈ જાય છે. તે તે એમજ વિચારે છે કે, આખે તે પદાર્થો જોવા માટે જ મળી છે; પણ એ એટલું વિચારતો નથી કે, આંખને પિતાની માની તેને વશ થઈ જવું એ અનાથતાને અપનાવવા જેવું છે. અજ્ઞાની લોકો એ વિષે વિચાર ન કરતાં આંખોમાં અને આંખોઠારા દશ્યમાન પદાર્થોમાં લિપ્ત થઈ જાય છે પણ જ્ઞાનીઓ એમાં લિપ્ત થતા નથી !
આંખને ઉપગ વાસ્તવમાં ક્યાં અને કેવી રીતે કરે ઈ એ એ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું:-માને કે તમારા એક મિત્રે તમને એક સૂક્ષ્મદર્શક યંત્ર આપ્યું. એ સૂક્ષ્મદર્શક યંત્રદ્વાર સૂમ વસ્તુ જે આંખ દ્વારા જોઈ શકાય નહિ તે સૂક્ષ્મ વસ્તુ જોઈ શકાય છે અને તમારા મિત્ર પણ એજ ઉદ્દેશથી એ યંત્ર તમને આપ્યું હતું; પણ તમે એ સૂક્ષ્મદર્શક યંત્રદ્વારા સમ વસ્તુ ન જોતાં, ગાય-ભેંશ જોવા લાગ્યા, પણ એટલું વિચાર્યું નહિ કે, ગાય-ભેંશ તે હંમેશાં જોવામાં આવે છે તે પછી એમને જ જોવામાં એ યંત્રનો ઉપયોગ શા માટે કરું છું? આ યંત્ર તે જે નાની ચીજો આંખોઠારા જોઈ શકાતી નથી તે ચીજો તે યંત્રની સહાયતા લઈ જવા માટે છે. . આજે તે એવું સાંભળવામાં આવે છે કે, અત્યારે એવાં એવાં યંત્રો-સાધને નીકળ્યાં છે કે જેમની સહાયતાવડે પેટીની અંદર બંધ કરેલી ચીજ પણ જોઈ શકાય છે, અને પહાડની પછવાડે શું છે તે પણ જાણી શકાય છે. આ વાત ક્યાંસુધી સાચી છે તે તે હું નથી જાણતે.
તમે ગાય-ભેંશ જોવામાં પિલાં સૂક્ષ્મદર્શક યંત્રને ઉપયોગ કરો તો તે જોઈ તમારો મિત્ર નારાજ થશે કે નહિ ! અને જે યંત્રને આ રીતે દુરુપયોગ કરે છે તે બુદ્ધિમાન કહેવાય કે મૂર્ખ ? તમે યંત્રને દુરુપયોગ કરનારને તે મૂર્ખ કહેશે પણ તમે પોતે શું કરે છે તેનો પણ જરા વિચાર કરો. શું તમારા દ્વારા એવી ભૂલ તે થતી નથી ને? કદાચિત તમને તે યંત્ર પણ મળી જાય, પણ જે આંખજ ન હોય તો શું એ યંત્રદ્વારા દેખી શકાય ખરું? આંખો વિના યંત્રદ્વારા જોઈ શકાતું નથી. આ દૃષ્ટિએ તે યંત્ર મોટું નહિ પણ આંખો મોટી કરી. તમને આવી આંખ મળી છે પણ તમે એ આંખોને કે ઉપયોગ કરે છે ! જો તે યંત્રને દુરુપયોગ કરવો મૂર્ખતા માનવામાં આવે છે તે શું એ આંખેને દુરુપયોગ કરવો એમાં મૂર્ખતા નથી ?
આંખો કેવી હોય છે અને તેને ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એને વિચાર કરે. આંખોને નાસિકા ઉપર સ્થિર રાખી જ્યાં સુધી પલક મારવામાં ન આવે ત્યાં સુધી મન પણ એકાગ્ર રહેશે. આ તે દ્રવ્ય એકાગ્રતા છે, પણ જો આંખોની જ્યોતિને અન્તર્મુખી કરો તે આત્મોન્નતિ પણ થશે.