________________
[૨૨૯
વદી ૬]
રાજકેટ-ચાતુર્માસ વ્યવહારમાં કોઈ માણસને વીર તે કોઇને કાયર કહેવામાં આવે છે; પણ વીર અને કાયરની વ્યાખ્યા શું છે? અને કયા કારણે એકને વીર તે બીજાને કાયર કહેવામાં આવે છે. એને વિચાર કરવો જોઈએ! કાયરની શ્રેણીમાં કઈ પિતાનું નામ લખાવવા ચાહતું નથી, બધા પિતાને વીર કહેડાવવા ચાહે છે, પણ વીર બનવા માટે વીરતા દાખવવી પડે છે. જ્યારે યુદ્ધમાં રણભેરી વાગે છે ત્યારે વીરપુરુષ પિતાની વીરતા દાખવવા બહાર પડે છે અને પોતાની સ્ત્રીને કે પિતાનાં પુત્રને ભૂલી જાય છે; એટલું જ નહિ પણ પિતાના શરીરની પણ પરવા ન કરતાં પોતાના પ્રાણને પણ હાથમાં લઈ લડવા જવા તૈયાર થઈ જાય છે. આ પ્રમાણે વીરતા દાખવવાથી જ વીર બની શકાય છે; પણ જે વીરતા દાખવતો નથી તે વ્યવહારમાં પણ વર કહેવાતું નથી !
જ્યારે લૈકિક વીરને પણ વીરતા દાખવવી પડે છે તે લોકોત્તર વીરને કેટલી બધી વીરતા દાખવવી પડતી હશે? વ્યવહારમાં પણ જે માણસ શરીરની સાથે મમત્વ વધારે રાખે છે તે કાયર મનાય છે અને જે માણસ શરીરના મમત્વનો ત્યાગ કરે છે તેને વીર માનવામાં આવે છે. આ પ્રમાણે જે લોકે શરીરના મમત્વનો ત્યાગ કરી કર્મની સાથે યુદ્ધ કરવા માટે આગળ વધે છે, તેઓ શું વીર નથી ? અવશ્ય તે વીર છે. આ પ્રમાણે જે વીર હોય છે તેજ નાથ બની શકે છે અને શરીરની સાથે જે મમત્વભાવ રાખે છે તે કાયર, નાથ બની શકતા નથી. તે તો અનાથ જ છે.
મુનિ કહે છે કે, “હે રાજન! તું પિતાને આ શરીરને નાથ માને છે, શરીરને પિતાનું સમજે છે પરંતુ શરીર ઉપર તારું આધિપત્ય છે કે નહિ તેને વિચાર કર. જે વાત સિંધુમાં હોય છે તે જ વાત બિન્દુમાં પણ હોય છે. આ કથનાનુસાર હું એમ માનું છું કે, જે વાત મારી ઉપર વીતી છે તે જ વાત બધા ઉપર વીતતી હશે ! એ નિયમ પણ છે, હું પણ પિતાને શરીરને સ્વામી માનતા હતા પણ એમ માનવાથી મારા ઉપર કેવી વીતી તે તું સાંભળ
મારી યુવાવસ્થા હતી. યુવાવસ્થામાં કઈક જ એવો હશે કે જે દિવાને બની જ ન હોય ! એ અવસ્થામાં લેહી ગરમ રહે છે, એટલા માટે ઘણા માણસો દિવાના થઈ જાય છે. હું પણ યુવાવસ્થામાં હતું. સારા સારા ઘરની સુંદર સ્ત્રીઓની સાથે મારો વિવાહ થયે હતો. મારા માટે તે સમયે સ્ત્રીઓને જોઈ તથા તેમને શ્રૃંગાર જઈ આનંદ માનવાને હતો પણ તેમને જોવાનું સાધન-મારી આંખજ બગડી ગઈ હતી. મારી આમાં એવી કારમી વેદના થતી હતી કે હું એ યુવાવસ્થામાં પણ કાંઈ આનંદ લૂંટી શકતે ન હતો.”
આંખો ખરાબ થઈ જવાથી, જે વસ્તુઓને જોઈ આનંદ માણી શકાય છે તે વસ્તુએ પણ કેવી ખરાબ લાગે છે એ એક ઉદાહરણદ્વારા સમજાવું છું –
માનો કે કોઈ એક માણસે ચિત્રશાળા બનાવવી શરૂ કરી. તેણે ચિત્રશાળા પાછળ ખૂબ ખર્ચ કરી તૈયાર કરાવી પણ જ્યારે ચિત્રશાળા ચણાઈને તૈયાર થઈ ગઈ ત્યારે તે માણસ કર્મવશાત આંધળો થઈ ગયો. આ કારણે તે ચિત્રશાળા તેને માટે સુખદાયક થવાને