________________
i
her
&
કલર]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
બીજા ભાદરવા
ખોટા સિક્કાને સંગ્રહ બુદ્ધિમાન લેકો કરતા નથી. સંસારમાં એવી પદ્ધતિ પ્રચલિત છે કે, જેમની પાસે વધારે સિક્કાઓ હોય છે તે મોટો માણસ માનવામાં આવે છે પણ જો તે સિક્કાઓ સાચા હય, ખોટા ન હોય તે. આ જ પ્રમાણે જે વ્રતનિયમમાં તે અસ્થિર છે પણ ઉપરથી સાધુ બની બેસેલ છે તે ખેટા સિક્કાની સમાન છે. તેમની કઈ કદર કરતું નથી. સત્પષની સેવાથી પાપી પણ સુધરી જાય છે પણ તેમની સેવાથી જે સુધરે છે તે સપુરુષ છે. ઢોંગીની સેવાથી કાંઈ લાભ થતું નથી.
અનાથી મુનિ આ વિષે ત્રીજું ઉદાહરણ આપે છે. તેઓ કહે છે કે, કાચને ટૂકડે ગમે તેટલે ચમકતે હેય અને હીરા--પન્નાની માફક જ કેમ દેખાતું ન હોય છતાં તે રત્ન નથી અને રત્ન જેટલી તેની કીંમત અંકાતી નથી, કોઈ વ્યક્તિ કાચના ટૂકડાને રત્ન કહી બતાવે તે કોઈ અજ્ઞાન માણસ ભલે તેને રત્ન માની લે, પણ જાણકાર માણસ તેને રત્ન માની શકશે નહિ અને રત્ન માની તેને સંગ્રહ પણ કરશે નહિ.
અનાથી મુનિ આ ત્રણ ઉદાહરણ આપી એમ કહે છે કે, જે પ્રમાણે આ ખાલી મુઠ્ઠી, બે સિક્કો અને કાચને ટૂકડે અસાર છે, તે જ પ્રમાણે વ્રત-નિયમોના પાલન વિના કેવળ સાધુવેશ અને બહારની ક્રિયા પણ અસાર છે. જે બહાર તે સાધુપણું બતાવે છે અને અંદર કોઈ બીજે જ ભાવ રાખે છે-સાધુપણાને પાળવાને ભાવ રાખતા નથી–તે પણ અસાર છે. આ ઉદાહરણને ચાહે તે દષ્ટિએ ઘટાવી શકે છે. દુનિયાને માટે પણ પ્રસિદ્ધિ છે કે
ઊંચી સી દુકાન, કેસે પકવાન
પાંચસે કી પુંજી પર, પહાસ કા દિવાલા ' અર્થાત–પૂછે તે છેડી છે પણ ઉપરને દેખાવ બહુ બતાવવામાં આવે છે કે જેથી લેકે તેને ધનવાન સમજી પિતાનું ધન સેંપી જાય. આ જ વાત એ સાધુઓને માટે પણ સમજવાની છે કે, જેઓ સાધુપણાની પૂજી ન હોવા છતાં ઉપરથી ઢગ બતાવે છે. જેઓ સાચા તત્ત્વજ્ઞાની હશે તેઓ તે અંદર કોઈ બીજું રાખી અને ઉપરથી કાંઈ બીજું જે બતાવી કોઈને કદાપિ ઠગવાને પ્રયત્ન કરશે નહિ. - જો કે, અનાથી મુનિએ જે કાંઈ કહ્યું છે તે સાધુઓને લક્ષ્યમાં રાખી કહ્યું છે પણ આ વાત બધાને એક સરખી લાગુ પડે છે. તમારે શ્રાવકેએ પણ એ વાતની સાવધાની રાખવી જોઈએ કે અંદર તે કાંઈ બીજું રાખો અને ઉપરથી કાંઈ બીજું ન બતાવે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
मायी मिच्छादिछी अमायी सम्मादिछी । અર્થાતજે અંદર તે કાંઈ બીજું જ રાખે છે અને ઉપરથી કાંઈ બીજું જ બતાવે છે તે મિથ્યાદૃષ્ટિ છે. સમષ્ટિ તે તે છે કે, જે કપટભાવ રાખ્યા વિના અંદર જેવું હોય છે તેવું જ બહાર બતાવે છે.
કદાચ કોઈ એમ કહે કે, અમે શ્રાવક છીએ પણ આખરે અમે ગૃહસ્થ છીએ એટલા માટે જે અમે ઉપરને ભપકે ન રાખીએ તે અમારું કામ ચાલી શકતું નથી. ઉપરથી તે અમારે “પોલીસી' રાખવી જ પડે છે. પરંતુ જ્ઞાનીઓ આ વિષે કહે છે કે