________________
૫૧૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
એવી રીતે સ્વત ંત્ર બનાવવા કે તેનામાં કાઈ પ્રકારની ગુલામી જ રહેવા ન પામે. જો આ પ્રકારની વિદ્યાએથી કાઈ નાથ બની શકતા હૈાત તે। તે એવી હાય છે. તેઓ વૈક્રિય લબ્ધિથી જે ચાહે તે કરી શકે છે. છતાં તે પણ અનાથ છે.
વિદ્યાઓમાં દેવતા પૂર્ણ એથી સનાથ નથી
નાથ કેવી રીતે બની શકાય એ વાત અનાથી મુનિ પહેલાં કહી ચૂક્યા છે. તેમણે પહેલાં જ કહી દીધું છે કે, મન્ત્ર અને વિદ્યાના જાણકાર લકાએ મને સાજો કરવા માટે અનેક પ્રયત્ન કર્યા છતાં પણ મારા રાગ દૂર થયા નહિ. જો એ વિદ્યાદ્રારા સનાથ બની શકાતું હોત તો પછી મારેા રાગ કેમ ચાલ્યા ન જાત !
કાઈ એમ કહે કે, અનાથી મુનિને રાગ ચાલ્યા ન ગયા તેથી શું થયું ? મંત્રવિદ્યા આદિથી રાગ ચાલ્યા પણ જાય છે ને ? કદાચ મંત્રવિદ્યા આદિથી રાગ ભલે ચાલ્યા જાય, પર`તુ મન્ત્રાદિથી રાગ ચાલ્યા જવા બાદ એ જ વિચાર આવે છે કે, જે શક્તિ છે તે આનામાં જ છે અને એ જ મારા માટે વદ્ય-પૂજ્ય છે. એ તા સાધારણ નિયમ છે કે, જે ભાવના ભાવવાથી રાગ ચાલ્યો જાય છે, તે ભાવના પ્રતિ આત્મામાં ગુલામી આવી જાય છે. આ જ કારણે અનાથી મુનિ એમ કહે છે કે, એ બહુ સારું થયું કે, મારા રાગ જંગ–મંત્રાદિથી દૂર ન થયેા, પણ સંયમની ભાવનાથી મારા રાગ ચાલ્યા ગયા. વળી એ પણ બહુ સારું થયું કે સંયમની ભાવના કરવાથી હું સનાથ-અનાથને ભેદ પણ સમજી શકયા.”
"C
હવે તમે એ વાતને વિચાર કરા કે, તમારે સાધુની સંગતિ સનાથ બનવા માટે કરવી છે કે અનાથ બનવા માટે ? સાધુની સંગતિ સનાથ બનવા માટે જ કરવામાં આવે છે, એટલા જ માટે શાસ્ત્રકારો કહે છે કે, જે સાધુ થઈને લક્ષણ, સ્વપ્ત, નિમિત્ત, કૌતુહલ આદિ કરે છે અને બતાવે છે, તેને જો નિગ્રન્થ સમજીને, તમેા તેના શરણે જશે તે અનાથ જ રહેશેા. લોક લક્ષણાદિદ્વારા રાગો મટાડવા ચાહે છે પરંતુ રાગો પેદા કેમ થાય છે તેને પહેલાં વિચાર કરો. રાગા અનાથતાથી જ પેદા થાય છે. લક્ષણાદિદ્વારા અનેકવાર રાગે મટાડવામાં આવ્યાં, પણ અનાથતા ન મટી અને તે કારણે રાગે પણ ન મટયાં. એટલા માટે અનાથતામાંથી નીકળી સનાથ મનાવાની ભાવના કરે. સનાથ મટી જ્યારે સનાથ બનશે। ત્યારે રાગે પણ સથા ચાલ્યા જશે. જો તમે અનાથી મુનિની માફક એકદમ સનાથ બની ન શકે તે પણ તમારી ભાવના જો સનાથ બનવાની હશે તે કાઈ વખતે તમે પણ સનાથ બની શકશે।. अनेकजन्मसंसिद्धिस्ततो याति परां गतिम् ।
જો તમે એકદમ મંત્ર, જંત્ર વગેરેની સહાયતા લેવાને ત્યાગ ન કરી શકા, તે પણ ભાવના તે। મંત્ર–જંત્રાદિની સહાયતાને ત્યાગ કરવાની જ રાખેા. કદાચ તમે એમ પણ કહી દા કે, અમારાથી આ ભવમાં તે એવું બની શકે એમ નથી, પરંતુ જે સાધુ થયેલ છે તે એમ કહી ન શકે કે, આ ભવમાં તે સાધુપણું પાળી શકીશ નહિ, આવતા ભવમાં એ વિષે જોઈ લેવાશે. જો કાઈ સાધુ થઈ ને પણ આમ કહે અને લક્ષણ—સ્વપ્ન—નિમિત્તાદિ ખતાવવાના ફંદામાં પડે તે તેને મન શાસ્ત્ર પ્રમાણભૂત છે કે લક્ષાદિ પ્રમાણભૂત છે? તે વિષે વિચાર કરવા જોઈ એ.
કદાચ કાઈ એમ કહે કે, સાધુએમાં પણ ધમ કયાં છે! જો ધર્મ હાય તે તેમને