________________
શુદી ૫]
રાજકેટ-ચાતુર્માસ
| [ ૧૩૫
બળે છે ? આ જ પ્રમાણે જ્યારે ચંદ્ર ઉપર સૂર્યનું પ્રતિબિંબ પડવાથી જ ચંદ્ર પ્રકાશિત છે, તો પછી ચંદ્રમાં પણ કાચની માફક ગરમી પેદા થવી જોઈએ. આ સિવાય જે ચંદ્ર કાચની માફક પારદર્શક છે અને સૂર્યના કિરણોથી જ તે પ્રકાશિત છે તો પછી દિવસના સમયે ચંદ્ર કલાવિહીન કેમ દેખાય છે?
અગ્યારશ કે બારશને દિવસે દિવસના સમયે ચંદ્ર અને સૂર્ય અને સાથે દેખાય તે છે, પણ ચંદ્ર નિસ્તેજ જણાય છે. જ્યારે સૂર્યના કિરણોના પ્રતિબિંબથી જ ચંદ્ર પ્રકા શિત છે તે તે વખતે તે ફીક કેમ દેખાય છે ? તે વખતે તે તે વધારે પ્રકાશમાન દેખા જોઈએ કારણ કે નજદીક હોવાથી તેના ઉપર સૂર્યના કિરણો વધારે પડે છે. ખગોળવેત્તાઓ કહે છે કે, દિવસના સમયે ચંદ્રના કિરણે સૂર્યના પ્રકાશમાં દબાઈ જાય છે એ કારણે તે ફીકે દેખાય છે, પણ જે આમ છે તો પછી ચંદ્ર સૂર્યને આશ્રિત કયાં રહે ! જે ચંદ્રમાં સૂર્યદ્વારા જ પ્રકાશ આવતું હોય તે તે જે પ્રમાણે હીરા ઉપર સૂર્યનાં કિરણ પડવાથી તે અધિક પ્રકાશ આપે છે, તે જ પ્રમાણે ચંદ્રમાં પણ દિવસના સમયે અધિક પ્રકાશ હોવો જોઈએ. કારણ કે, ચંદ્ર સૂર્યની નજીક હોવાથી તેના ઉપર સૂર્યનાં કિરણો કે સૂર્યનું પ્રતિબિંબ વધારે પડે છે છતાં ચંદ્ર દિવસના સમયે વધારે પ્રકાશિત થતા નથી એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, ચંદ્રમાં સૂર્યને પ્રકાશ આવતું નથી પણ ચંદ્ર પોતે જ સ્વતંત્ર પ્રકાશિત છે.
કહેવાનો આશય એ છે કે, જેવી ચંદ્રમાં સૌમ્યતા હોય છે તેવી સૌમ્યતા તે મુનિમાં પણ હતી. આ અને સૌમ્ય વચ્ચે પારસ્પરિક સંબંધ છે. જે આર્ય હોય છે તે જ સૌમ્ય હોય છે, અને જે આર્ય હેત નથી તે સિમ્ય પણ હેત નથી! જે અનાર્ય કામોથી અળગો રહે છે તેનામાં જ સામ્યતા વસી શકે છે, બીજામાં નહિ. તે મુનિ આર્ય હતા એટલે તે સિમ્ય પણ હતા.
તમે વૃક્ષનાં ફળ-ફુલ તથા પાંદડાં વગેરે જોઈ અનુમાનથી જેમ આ વૃક્ષનું મૂળ સારું છે, અહીંની ભૂમિ સારી છે, વગેરે જાણી શકો છે તે જ પ્રમાણે શ્રેણિક રાજા એ મુનિની સૌમ્યતા જોઈ આ આર્યમુનિ ક્ષમાશીલ, નિર્લોભી, શાન્ત તથા ઈન્દ્રિયોનું દમન કરનાર છે એવું અનુમાનથી જાણી લીધું.
આજે વિજ્ઞાન ઘણું આગળ વધેલું છે. પહેલાં ન જાણેલી ઘણી વાતે પણ આજે જાણવામાં આવી છે. પહેલાંનાં અનેક ગુણો પણ આજે વિકસિત થએલાં છે; એટલા માટે એની સહાયતાદ્વારા શાસ્ત્રમાં પણ વિકાસ કરે અને શાસ્ત્રોની વાતે પણ જાણે તે તમને પિતાને તથા બીજાને કેટલે બધે લાભ થાય ! આમ કરવાથી તમને શાસ્ત્ર ઉપર વિશ્વાસ પણ થશે તથા શાસ્ત્રમાં કેવાં ગૂઢ ત રહેલાં છે તેની પણ તમને પ્રતીતિ થશે. તમે જો વધારે સમજી ન શકે તે અનુમાન પ્રમાણને સમજી લે તે પણ ઘણો લાભ થાય ! જે અનુમાન પ્રમાણને સમજી લેશો તે તમારા અનેક સંશયોનું સમાધાન તમે પોતે કરી શકશો.
આજે ઘણા લોકો કહે છે કે, અમે પુનર્જન્મને કેવી રીતે માનીએ? આ પ્રશ્નના ઉત્તરમાં અમે કહીએ છીએ કે, અનુમાન પ્રમાણદ્વારા માને. પુનર્જન્મનું અનુમાન પ્રમાણ