________________
૧૩૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ શાકની માફક તેને કામમાં લઈ શકો છો? પૈસે ખાવાના કામમાં આવતો નથી છતાં લોકોને તેના ઉપર કેટલો બધે મમત્વભાવ છે !
સાધુઓને માટે જેમ કંચનથી દૂર રહેવું આવશ્યક છે તેમ કામિનીથી પણ દૂર રહેવું અનિવાર્ય આવશ્યક છે. કામિનીને કારણે પણ સંસારમાં અશાન્તિ અને ઝગડાએ વધવા પામ્યાં છે. કામિનીના મમત્વને કારણે અશાન્તિ રહે છે પણ આજે તે પુરુષોને કારણે પણ અશાન્તિ થઈ રહી છે ! પહેલાં કન્યાવિક્રય વિષે બહુ સાંભળવામાં આવતું પણ હવે તે વરવિક્રય પણ થવા લાગ્યો છે અને વરને માટે પૈસા પણ લેવામાં આવે છે.
જ્યાં છોકરો થોડું વધારે ભણે કે તે છોકરાની કીંમત વધે છે. આ પ્રમાણે વરવિક્રયને પણ ઝગડે વધવા પામે છે ! સાધુઓ તે કંચન અને કામિની બન્નેથી દૂર રહે છે. જે પોતાની પાસે કંચન-કામિની રાખતા નથી પણ બીજાની પાસે રખાવે છે તે બન્ને એક જ વાત છે. માટે જે સાધુ પિતાની પાસે કંચન-કામિની રાખતું નથી કે બીજાની પાસે રખાવતા નથી તે જ સાધુ આર્ય છે. આજે તે કેટલાક કહેવાતા સાધુઓ પણ જ્ઞાનપ્રચારના નામે શ્રાવકોની પાસે પૈસા રખાવે છે અને જ્ઞાનપ્રચાર માટે દલાલી કરવામાં શું વાંધે છે એમ કહે છે; પણ જે આ પ્રમાણે જે પૈસે રાખે છે અને બીજાની પાસે રખાવે છે તે સાધુ નથી તેમ ધર્માર્થે પણ થઈ શકે નહિ. - સાધુઓને માટે કનક-કામિની પિતાની પાસે રાખવાં કે બીજાને ત્યાં રખાવવાં તે બન્ને ત્યાજ્ય અને અયોગ્ય છે. તે મુનિ એ બન્નેથી દૂર હતા એટલા માટે તેમને આર્ય કહેલ છે.
હવે સામ્યતાને શો અર્થ છે એ જોવાનું છે. ચંદ્રની સામું ગમે તેટલો વખત એકીટશે જોવામાં આવે તો પણ આંખોને ગરમી લાગશે નહિ! ચંદ્રમાં ગરમીનાં પુદગલો જ નથી. ચંદ્ર તો રસસાગર પણ કહેવાય છે. સમસ્ત ફળો વગેરેમાં રસ પેદા કરનાર ચંદ્ર જ છે એમ કહેવાય છે. સૂર્યને આતાપ અને ચંદ્રને ઉદ્યોત કહેવામાં આવે છે. ચંદ્રમાં એવી સિમ્યતા હોય છે કે તેની સામે ગમે તેટલો વખત જોવામાં આવે તે પણ આંખોમાં ગરમી જણાતી નથી. આ જ પ્રમાણે તે મુનિમાં પણ સામ્યતા હતી; તેમના મુખ ઉપરથી એવી સમ્યતા ટપકતી હતી કે તેમને જોવાની ઈચ્છા જ રહ્યા કરતી.
આજના વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે, ચંદ્ર પિતે પ્રકાશિત નથી પણ સૂર્યના પ્રકાશથી તે પ્રકાશમાન છે; પણ શાસ્ત્રમાં કહ્યું છે કે ચંદ્ર પોતે પ્રકાશમાન છે અને તે સૂર્યથી ભિન્ન છે. સૂર્યના પ્રકાશનું નામ આતાપ અને ચંદ્રના પ્રકાશનું નામ ઉોત છે. ચંદ્રમાં શીતલતાને ગુણ છે અને સૂર્યમાં ઉષ્ણતાને ગુણ છે. એટલા માટે ચંદ્ર અને સૂર્ય વચ્ચે સંબંધ નથી, પરંતુ બન્ને જુદા જુદા પોતે પ્રકાશમાન છે. ચંદ્રમાં ગરમી ન હોવા વિષે ખગોળવેત્તાઓનું એવું કહેવું છે કે, જે પ્રમાણે કાચ ઉપર સૂર્યનું પ્રતિબિંબ પડવાથી ગરમી જણાતી નથી તે જ પ્રમાણે ચંદ્રમાં પણ સૂર્યનું પ્રતિબિંબ પડે છે છતાં ગરમી જણાતી નથી; પણ આ વિષે ઊડે વિચાર કરવાથી જણાશે, કે ખગોળશાસ્ત્રીઓનું એ કથન ભૂલભરેલું છે. સૂર્યના કિરણોને જે કઈ કાચ ઉપર કેન્દ્રિત કરવામાં આવે અને તે કાચની નીચે રૂ રાખવામાં આવે તે રૂ બળવા લાગશે. જે કાચમાં પ્રતિબિંબ પડવાથી ગરમી થતી નથી તે પછી કાચ ઉપર કિરણોને કેન્દ્રિત કરવાથી રૂ કેમ