________________
૧૮૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ
સંબંધ ન જેડતાં પરમાત્માની સાથે જ સંબંધ જોડે છે. સંસારની ચીજો મને સહાયક થતી હોય તે ભલે થાય ! પણ અમે તેની સાથે સંબંધ તો જોડી શકીએ નહિ. ભકતને તે એ જ કહેવું છે કે –
અષભ અનન્દ પ્રીતમ માહરા ઔર ન ચાહું કન્તા રીઝ સાહબ સંગ ન પરિહરે ભાગે સાદિ અનન્ત .
અર્થાત–પરમાત્માની સાથે જ લગ્ન સંબંધ જોડે. તમે ગળામાં જે સોનાની માળા પહેરો છો તે તમને છોડીને ચાલી જાય છે તે પછી તેને માટે તમે કુતરાની માફક કેમ લડો છો ? આ ઉપરથી તમે એમ કહેશે કે ત્યારે અમારે કરવું શું ? એને માટે જ્ઞાનીઓ એ જ કહે છે કે, તમારા શરીરને પરમાત્માના પ્રેમમાં જોડી દે. આને કોઈ એ અર્થ ન કરે કે શરીરને નાશ કરી નાંખ કે આત્મહત્યા કરી નાંખવી. પણ પરમાત્માના પ્રેમમાં શરીરને જોડી દે, એમ કહેવાનો આશય એ છે કે, પરમાત્માની સાથે એવો ગાઢ પ્રેમસંબંધ જેડ કે પરમાત્માના પ્રેમમાં જ ભલે તમારું શરીર વિલીન થઈ જાય, પણ પરમાત્માને પ્રેમ છૂટે નહિ! તમે અનંત શરીર છોડયાં છે તે આ શરીરને પરમાત્માના પ્રેમમાં જોડી દો, ભગવાન અનન્તનાથને સમર્પણ કરી દો અને ભગવાનની સાથે લગ્ન સંબંધ જોડી દે. ભગવાનની સાથે લગ્ન સંબંધ કેવી રીતે જોડવો એ વાત હું કથાકારા કહું છું. સુદર્શન ચરિત્ર–૧૯
રૂ૫ કલા યૌવન વય સરખી, સત્ય શીલ ધર્મવાના
સુદર્શન ઔર મનોરમા કી, જોડી જુડી મહાન. ધન ૧૭ સુદર્શન મેટો થયો. બધી ગુણલામાં પ્રવીણ થશે. પહેલાં વિવાહ કયારે કરવામાં આવતો એના માટે કહેવાય છે કે, ક્રાફ્ટ અવાસ્ટ ચા અર્થાત દિવસે તે બાળક પણ ગમે ત્યાં જઈ શકે છે, પણ અકાળે એટલે અડધી રાત્રે સ્મશાનમાં જવું એ બાળકનું કામ નથી, ત્યાં જવું એ તે નિર્ભય યુવાનનું કામ છે. આ પ્રમાણે જેઓ કાળે-અકાળે
જ્યાં કહે ત્યાં જવા તૈયાર થાય છે અને નિર્ભય બનીને જાય છે તે વિવાહ કરવાને યોગ્ય મનાય છે, પણ આજે તે “હાઉ”થી જેઓ ડરે છે તેમને પણ વિવાહ કરી દેવામાં આવે છે ! - સુદર્શન વિવાહને યોગ્ય બન્યા હતા. એક દિવસ પિતાએ સુદર્શનને પૂછ્યું કે, “પુત્ર! અમારી એવી ઇચ્છા છે કે તારે હવે વિવાહ કરવામાં આવે. પુત્રવધૂને જોઈ અમે પણ હાવો લઈએ. તું પણ વિવાહને યોગ્ય બનેલ છે, એટલે તારે વિવાહ થવાથી તારી પણ શોભા વધશે અને સાથે ઘરની પણ શોભા વધશે, માટે અમારી ઇચ્છાને પાર પાડે એ જ અમે ચાહિએ છીએ.”
પિતાનું કથન સાંભળી સુદર્શન સ્વાભાવિક રીતે શરમાયો અને નીચું જોઈ કહેવા લાગ્યા કે, “પિતાજી! આપ કહો છો તે ઠીક છે, પણ હું પૂછું છું કે, વિવાહ કરવાથી શોભા વધશે એમ આપ કહો છો તે શું બ્રહ્મચર્ય પાળવાથી ઘરની શોભા નહિ વધે?